________________
સંસારમાં મનુષ્યોને પોતાની નારીઓ હોવા છતાં બીજાની સ્ત્રીને ભોગવવાની ઈચ્છા કરે છે. તેવા અધમની શી વાત કરવી? નિર્મળ પાણીથી ભરેલુ સરોવર હોવા છતાં કાગડો ગાગરના પાણીમાં ચાંચ લગાવે. ઘડાના પાણીમાં ચાંચ મારીને પાણી પીવે. આવા જનો કાગડા જેવા કહ્યા છે.
ઘુવડ દિવસે જોઈ શકતો નથી. કાગડો રાત્રિએ જોઈ શકતો નથી. જયારે કામાંધ માણસો રાત્રે કે દિવસે જોઈ શકતા નથી. અને પોતાની વાસના પૂરી કરવા, નીચ મળે તો નીચની સાથે સંગતિ કરતાં અચકાતા નથી.
એક દિવસ આ ચિત્રસેન રાજાએ રમવાડીથી આવતાં માર્ગમાં સારા રાગમાં ગાતી જતી એક ચંડાળ સ્ત્રી જોઈ. દેખાવે રૂપાળી આ સ્ત્રી જતાં આવતાં લોકોને જોતી જાયને સારા ખોટા હાવભાવ, લટકાં-ચટકા કરતી. વળી આંખોના ચાળા પણ વિચિત્ર કરતી હતી.
આ હલકી સ્ત્રીને જોતાં ચિત્રસેન રાજા મોહિત થયો. રાણીવાસમાં સાત સાત રાણીઓ હોવા છતાં રાજાનું મન તે ચંડાળ સ્ત્રીમાં લાગ્યું. રૂપાળી હતી - કંઠ મધુરો હતો. પણ નીચકુળમાં જેનું સ્થાન છે વળી કર્મ પણ કાળા કરે છે. રસ્તામાં પડેલા કાદવને પોતાના શરીરે લગાડી ને જાત જાતના ચાળા કરતી ને ગાતી ગાતી જતી આવતી હતી. આ સ્ત્રીને રાજાના દિલને હચમચાવી મૂકયું. કાળી પણ સુગંધિત કસ્તૂરીને મનુષ્યો લે છે પણ તેનામાં ગુણ છે માટે લે છે.
- રાજા, વાજા અને વાંદરા.... કયારેય ભરોસો ન રખાય. દાસીને મોકલીને તે સ્ત્રીને પોતાના મહેલમાં રાત્રિએ બોલાવી. સારી રાત તેની સાથે ભોગ ભોગવી રાજા રંજિત પામ્યો. આવા પ્રકારની રાજાની નીચતા જોઈને મારુ મન વધારે વૈરાગ્ય પામ્યું. રાજા પ્રત્યે થોડો પણ મને મોહ હતો તે મોહ ઊતરી ગયો.
એટલામાં નગરની બહાર જૈનમુનિ આવ્યા છે તે વાત સાંભળી હું મારી સખીઓ સાથે તે મુનિના દર્શને ગઈ.
મુનિ ભગવંતના દર્શન કરતાં મારુ મન ક્યું. પછી મેં મુનિને મારી વાત કરી. મુનિ ભગવંતે શાંત-અમૃત વચનો થકી શીતળ જળની જેમ મારા હૈયાને ઠંડક આપીને, ભીંજાવી દીધુ.
હે રાજકુમાર ! જૈન દીક્ષા મારે માટે અતિદુષ્કર, જે હું પાળવાને માટે અસમર્થ હતી. પણ છતાં મુનિ ભગવંત પાસે સમક્તિ મૂળ સહિત પાંચ વ્રતનો મેં સ્વીકાર કર્યો. અને મેં યોગીનો વેષ ધારણ કર્યો. તાપસી દીક્ષા ગ્રહણ કરી. પાંચવ્રતોનું પાલન સારી રીતે કરતાં, જેને જ્ઞાનનો અભ્યાસ કરવા લાગી. સાથે તપ અને ધ્યાનથી મને અવધિનાણ થયું.
આ યોગીપણામાં મને પાંચ વર્ષ વીતી ગયાં. હે રાજકુમાર ! તમારી પત્નીના કંચૂકની વાત સાંભળો. ચિત્રસેનના રાજદરબારમાં કોઈ એક પરદેશી આવ્યો. ચિત્રસેને પૂછયું - પરદેશી ! દેશ પરદેશ ફરો છો. કોઈ ગામમાં કે નગરમાં આશ્ચર્ય જોયું ?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૮