________________
કરતાં. પોતાના કામ સિધ્ધ થતાં તે સ્ત્રીઓ મનગમતા ભોજન બનાવી, લઈ આવતી અને પ્રેમથી ભોજન આપતી હતી. શિવધર્મી નારીઓ ફૂલો આદિ પૂજાપો લાવીને યોગીને વધાવતી હતી.
- હવન થકી વિભૂતિ - યોગી રાખને માથે ચડાવતા હતા. સૌના કામ થવાથી સૌ જન યોગીઓના ગુણ ગાવા લાગ્યાં. આ વાત સાંભળી રાજનર્તકી વેશ્યા જે વૃધ્ધાવસ્થા પામી હતી તે પણ નગર બહાર યોગીરાજ પાસે આવી. અને યોગગુરુને ચરણે પોતાનું મસ્તક ઝુકાવ્યું. ચરણનો સ્પર્શ થતાં જ વૃધ્ધાવેશ્યા નવયૌવન પામી. વૃધ્ધાપણ ટળી ગયું.
નવયૌવનનું ચેતન પ્રગટતાં વેશ્યા રુમઝુમ કરતી રાજદરબારે રાજા પાસે પહોંચી ગઈ. વેશ્યાના રૂપ રંગ જોઈ રાજાએ પૂછયું રે ! તું તો બદલાઈ ગઈ? નવું યૌવન ક્યાંથી લઈ આવી?
વેશ્યા - રાજન્ ! નગર બહાર કોઈક ત્રણ મહાયોગીઓ આવ્યા છે. તેમના દર્શન કરવા ગઈ હતી. તેમના પ્રભાવે મળ્યું. આ પ્રમાણે વેશ્યાએ યોગીના ગુણો ગાયા.
વેશ્યાની વાત સાંભળી, ચિત્રસેન રાજા સરોવરપાળે રહેલા યોગીઓની પાસે પહોંચી ગયો. નમસ્કાર કરી નાના શિષ્યની પાસે બેઠો. પછી પૂછવા લાગ્યો - હે યોગીરાજ ! આપ કયાંથી આવ્યા છો?
નાના યોગી - રાજનું! હિમાલય ઉપર રહેલા કેલાસપર્વત ઉપર બાર વરસ રહ્યા. અમારા ગુરુદેવ બાર વરસ ભોજન વિના તપ કર્યો. સાથે ધ્યાન જાપ કરતાં, આકાશમાં ફરતા સૂર્યદેવ-ચંદ્રમા વળી બીજા પણ દેવ દેવીઓ સેવા કરવા લાગ્યા. તપના પ્રભાવે સૌ કોઈ ગુરુજીની પાસે આવતા હતા.
રાજા - હે યોગીરાજા ! અમારી પાસે દેવી કંચૂક ધરનાર એક નારી આવી છે. એમ કહી. રાજાએ મનની સઘળી વાત કહી. પછી કહે તમારા ગુરુદેવ પાસે કોઈપણ પ્રકારની મોહિત થઈ જાય તેવી વિદ્યા હોય તો અમને કહો. અમે તે બદલામાં તમે જે જે માંગશો તે બધું જ તમારા ગુરુ ન જાણે તે રીતે આપીશ. પણ વશવર્તી કોઈ ઉપાય કે વિદ્યા બતાવો. બસ આ એક જ કામ છે. મારે બીજું કામ કરાવવુ નથી. એક નારીને જ વશ કરવી છે. જો તેમાં વળી ગુરુદેવ એક નજર મારી ઉપર કરે તો રત્નમણિ માણેકથી તેમના ચરણની પૂજા કરું.
યોગી - હે રાજનું! સાંભળો ! અમારા ગુરુજી નિર્લોભી છે. પૈસાથી કામ કરતા નથી. તમારા ભાગ્યે જો ગુરુજી તમારા કામ કરે તો ઈન્દ્રની રંભા પણ ઘડીભર થંભી જાય. આવી સંસારની ઉપાધિમાં ગુરુ પડતા નથી.
રાજનું! આ જગતમાં જે કોઈ વસ્તુ મૂલ્યવાન છે તે કરતાં અમારે માટે અમારા ગુરુજી વિશેષ છે. તો તમારી વસ્તુ શા હિસાબમાં? અમારા ગુરુજીથી કોઈ વસ્તુ અધિક નથી. તો અમે તમને શું આપવાના હતા?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
હી ધોખા લાભો દા)