________________
કેસરી સિંહની આગળ, શેઠ વદે તુમ નજરથી, શેઠ વસુદત ચિંતવે, તમે તેડી નર ભોજને,
સબરા હરણ સમાન; જેમ રવિ તિમિર વિતાન તેના
ધર્યબળી નર એ સત વસ્યા ધરી નેહ
૧ – ભીલર - અત્યંત, ૩ - વિસ્તાર.
-: દુહા :
ભાવાર્થ :
સિંહ હોય અને તેને પાખર (પાંખો આવે, તેમ રાજકુંવર તો હતો, અને તેને વિદ્યા મેળવી તેથી તે વધારે શોભતો હતો. પછી એકલો સિંહની જેમ મલપતો મલપતો ચાલ્યો જાય છે.
ચાલતાં જતાં કુમારને રસ્તામાં સાર્થવાહનો કાફલો મળ્યો. સરોવરના તીરે મોટો પડાવ નાખ્યો. સાથે વિશાળ જગ્યાએ સઘળો પરિવાર પોતપોતાની રસોઈ પાણીમાં સહુ પડ્યા છે. સ્થાન રળિયામણું છે. જયારે બીજી તરફ પર્વતની હારમાળા છે. તેની તળેટીમાં સુંદર સરોવર છે. પાણીની સગવડતાને કારણે સી અહીં જ પડાવ નાખીને રહ્યા. કુમાર કાફલામાં પહોંચ્યો.
ચારેકોર જોતો જોતો આગળ વધતાં કુમારે તંબુની બહાર સાર્થવાહને જોયો. તે સાર્થવાહ લમણે હાથ દઈને મોટી ચિંતામાં બેઠેલો જોયો.
કુમારે જઈને પૂછ્યું - આપ સાર્થવાહ છો ? સાર્થવાહ - હા! પરદેશી ! કુમાર - આપ ચિંતાતુર કેમ દેખાઓ છો?
સાર્થવાહ - હે નરોત્તમ! વેપાર અર્થે આ સઘળા વેપારીઓને લઈને આવ્યો છું. આ જંગલમાં ચાલતાં સરોવર જોઈને અમે સહુએ અહીંયાં પડાવ નાંખ્યો. બપોર થતાં ખબર પડી કે આ પર્વતની વચ્ચે મહા ભયંકર ભીલ્લોની રહેવાની પલ્લી છે. તે બધા ઉલ્લંઠ મહાચોર છે. અજાણ્યા અમે આવી પડ્યા. હવે શું કરવું? મારી લાજ કેમ રહેશે? અત્યારે આટલો મોટો કાફલો? કેવી રીતે બધાને લઈને ચાલ્યા જવાય? મારી લાજ શી રીતે રહેશે? તે મોટી ચિંતા છે.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૧૦૪ .