________________
કોટવાળે તરત જ મારા સ્વામીને અહીંયાં ફાંસીને માંચડે ચડાવ્યો છે. સાંજના જમવાની વેળા થતાં હું ખાવાનું લઈ સ્મશાને આવી. પણ સ્વામીને ઊંચી શૂળી ઉપર લટકાવેલા જોઈ, હું ત્યાં સુધી પહોંચી ન શકી. તેમનું મુખ જોઈને હું હંમેશા જમું છું. ઊંચે રહેલા સ્વામીનું મુખ ન જોવાથી હું અબળા સ્ત્રી બીજું શું કરું? તે કારણે મોટે મોટેથી રડુ છું.
જો મને કોઈ પોતાના ખભા ઉપર ચડાવે તો મારા સ્વામીનું મુખ જોઈ લઉં. તો મારી ઈચ્છા પૂર્ણ થાય.
સ્ત્રીની વાત સાંભળી કુમાર કહેવા લાગ્યો રે અબળા ! લે મારા ખભા ઉપર ચડી તારી ઈચ્છા પૂર્ણ કરો.
પરગજુ કુમારની વાત સાંભળીને તે સ્ત્રી હૈયામાં આનંદ પામી. કુમારના ખભા ઉપર ચડી ગઈ. પોતાની જીભથી ફાંસીના માંચડે ચડેલા મરી ગયેલા માણસનું માંસ ખાવા લાગી. તેમાં એક ટુકડો માંસનો કુમારના ખભા ઉપર પડ્યો.
કુમાર ચમકયો. તે ટુકડો હાથમાં લઈને કુમારે સંધ્યો. સડેલા ને દુગધી મડદાના શરીરના માંસનો ટુકડો. તરત ઊંચે જોતાં સમજી ગયો કે કોઈ વ્યંતરી લાગે છે. તેણે કપટ કરીને મને મારવા માટે આ કાવતરુ કર્યું છે. હૈ ! હૈ ! હું ફંદામાં કયાં ફસાયો? ઉપાય તો કરવો જ પડશે.
તરત જ કુંવર કહેવા લાગ્યો રે પાપિણી ! કહેતાં જ ખભેથી નીચે પછાડી દીધી. વળી કહેવા લાગ્યો - રે ! રે ! દુષ્ટા ! તારું ચરિત્ર મેં જાણ્યું. તું હિંસક અને અપવિત્ર દેવી છે. એમ કહી કમરે રહેલુ દેવ અધિત ખગ હાથમાં ગ્રહણ કર્યું. જયાં ઘા કરવા જાય છે ત્યાં જ તે વ્યંતરી પોતાનો જીવ લઈને નાઠી.
ગગન માર્ગે જતી વ્યંતરી પાછળ કુમાર પડ્યો. કુમારે પકડી પાડી. પણ તે છટકી જવા લાગી. નાસતી એવી તેણીનું વસ્ત્ર કુમારના હાથમાં આવી ગયું. તે વસ્ત્ર લઈને સ્મશાન ભૂમિથી નીકળી યક્ષાલયના મંદિરે જઈ સૂઈ ગયો.
પ્રભાત થતાં પરમાત્માનું સ્મરણ કરતાં કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. આગળ ચાલતાં માર્ગમાં જરણાપરણા નામની નદી આવી. નદી ઊતરી આગળ ચાલ્યો. તો વનની કુંજલત્તા આવી. તે કુંજલત્તાના મધ્યમાં જિનેશ્વર પરમાત્માનું મંદિર જોયું શિખર ને ધ્વજા જોતાં જ કુમારના હૈયાનો મોરલો નાચી ઊઠયો. જેમ મભૂમિમારવાડની ભૂમિમાં કલ્પતરુ જોઈને સહુ આનંદ પામે તે રીતે..
નિસ્સહી ભણી કુમાર મંદિરમાં ગયો. સોળમાં શ્રી શાંતિનાથ પ્રભુને જોતાં જ કુમારે દર્શન વંદન કર્યા. વિવેકી કુમારે મન ધરાઈ જાય ત્યાં સુધી પ્રભુની ભકિત કરી. પાછા વળતાં રંગમંડપમાં એક માણસને જોયો.
કુમારે પૂછયું - આપ કોણ છો?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧૦૨