________________
વૃu કન્યા હોય અપહરી, જઇશું પુર બહા..હાં.. રણસંગ્રામે આવજો, ક્ષત્રિયવટ ચાટે.હાં.. al. સાંભળી કોલાહલ થાવે, નૃપ સુભટ જ આવે..હાં.. ચંદ્રશેખર
વિધાબળે. સહુને થંભાવે..હાં.. 3 કનકપુરે જઇ સાસરે, કન્યા હોય ઠાવે..હાં. લગત લેઇ બિહું મિત્રને કન્યા પરણાવે.હં.. //૪ બીજે ખંડ એણી પરે. કહે ચોથી ઢાળ.હાં.. શ્રી શુભવીર કહે સુણો, શ્રોતા ઉજમાળ..ાં. //૪ll
1 - હોમ, ૬ - પુત્ર, ૩ - કૈલાશ પર્વત.
ઠગની સાથે ઠગવિધા
-: ઢાળ-૪ :
ભાવાર્થ :
ચંદ્રકુમાર યોગી અવધૂત બની ધૂણી ધખાવી બેઠા, બંને મિત્ર યોગી કુમારના શિષ્ય બની, ગુરુની સેવા બજાવવા લાગ્યા. ગુરુ મૌન ધરી ધ્યાનમાં બેસી ગયા. કોઈની સાથે વાત પણ કરવી બંધ કરી. રૂપપરાવર્તન વિદ્યા વડે કુમાર ધારે તે બધુ સર્જન કરી શકતો હતો. યોગીના રૂપમાં કુમારે પોતાના માથાની જટા ઘણી વધારી દીધી. તે જટાને વડલાને વડવાઈ સાથે બાંધીને જાપ કરવા લાગ્યો. વળી દાઢી-મૂછ પણ યોગીના રૂપમાં બનાવી દીધા. અવધૂતયોગી સામે મોટા અગ્નિકુંડમાં અગ્નિ સળગતો હતો. જેમાં એક ચેલો અગ્નિમાં હોમવાનાં દ્રવ્યો હોમતો હતો.
નગરની નારીઓએ જતાં-આવતાં યોગીઓને જોયા. નગરમાં વાત પ્રસરી ગઈ. સૌ બોલે. નગર બહાર પ્રભુ સરખા મહાયોગીઓ આવ્યા છે. તે જાણી સૌ નગરજનો દર્શન કરવા આવવા લાગ્યા. સૌ પોતાના મનની વાત પૂછતા, તો તેઓના કામ સિધ્ધ થતા હતા. કેઈ તો પોતાના પતિને વશ કરવા પૂછતી, કોઈને પોતાની શોકયનું દુઃખ શાલે તે પણ પૂછે. કેઈ સ્ત્રી આવી પુત્રની માંગણી કરતી. ને યોગીના ચરણે નમી, સૌ ઉપાય પૂછતી. મોટા યોગી તો મૌન હતા. પણ નાના યોગી સૌના મનોવાંછિત પૂર્ણ કરતા. રોગીઓના રોગ પણ દૂર
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)