________________
વિરુધ્ધ વાણી-વર્તન અને અનુચિત વ્યવહાર કરતા નથી.
હે અધમ! લોકો તને આ નગરનો રાજા કહે છે. પણ મને તો તારા વર્તનને વ્યવહારથી લાગે છે કે તું જરૂર દાસીપુત્ર જ લાગે છે. ને ખાવામાં તે ધતુરો જ ખાધો લાગે છે. કોઈ સ્ત્રી પાછળ પડેલો દિલનો દિવાનો પણ આવાં વચનો બોલતો નથી. તું તો તેનાથી પણ અધમ છે. તને ધિકકાર હો, કે જે ક્ષાત્ર ધર્મને લજાવે છે.
તારા વચનો સતી સહન કરી શકતી નથી. રે પાપી ! તારા પાપથી આ જગતમાં તને ઘણો જ બધો અપયશ મળ્યો. તારા કુળને તે કલંક લગાડ્યું. તારા વંશપરંપરામાં થઈ ગયેલા તારા વડીલો તથા પૂર્વજોના મુખ ઉપર તે મેશનો કૂચડો લગાવ્યો. તે સહુની આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. તારું કાળું મુખ જોવા કોઈ તૈયાર નથી. રે! સાંભળ ! જે માણસો સતી સ્ત્રીની લાજ લૂંટે છે તે માણસો પોતાના જીવને ખોવે છે. તેનું જીવન પૂરું થઈ જાય છે. આ ભવમાં તે સુખી થતો નથી. રે! દુરાચારી! જેઓ સ્ત્રી લંપટ છે, તે મનુષ્યના મનના મનોરથ કયારેય સફળ થતા નથી? અરે પાપી! તું મારું અપહરણ કરી લાવ્યો છે. સૂતેલા સિંહની કેશવાળી ખેંચીને સિંહને જગાડ્યો છે. તેથી આ જગમાં તું સુખ મેળવીશ નહિ. મારા સ્વામી સિંહ સમાન છે. તે સિંહની નજર જો તારી ઉપર પડશે તો તને ભાગતાં પણ આવડશે નહિ. મારા સ્વામી કેવા છે? તું તો મારા સ્વામી આગળ બોકડા જેવો છે.
રે ચોર! દૈવી કંચૂક તો મારા સ્વામીએ મને આપ્યો. તું ચોરી કરી ઉઠાવી લાવ્યો. તારો ચોરીનો માલ આજે જાહેર થઈ ગયો.
હે નરાધમ ! સાંભળ! કઠણ એવો સોનાનો મેરુ પર્વત કદાચ પવનથી ડોલે કે ધ્રુજે. ડોલાયમાન થાય, અભવ્યનો જીવ કદાચ પ્રતિબોધ પામે, લોક કદાચ અલોકમાં જાય, સૂર્ય અને ચંદ્ર કદાચ પોતાની ચાલ ગતિ ચૂકી જાય, સમુદ્ર મર્યાદા મૂકે, તો પણ હું તારા હાથમાં કયારે આવવાની નથી. હું તને ક્યારે વશ થવાની નથી.
સતી સુંદરીના વચનો સાંભળી ચિત્રસેન વિચારવા લાગ્યો. આટ આટલા ઉપાયો કરવા છતાં આ સ્ત્રી મને વશ થાય તેમ નથી. છતાં તે જશે કયાં? મારા પંજામાંથી છટકી શકે તેમ નથી. ને મારા વશમાં આવતી નથી. બીજો ઉપાય અજમાઉં.
કોઈ માંત્રિક કે તાંત્રિકને મળી, દોરા-ધાગા કરાવી તેણીને હું વશ કરીશ. તે ત્યાંથી ચાલી ગયો. હવે ચિત્રસેન તેણીની ઘડી ઘડી ખાવા પીવાની ચિંતા કરતો તેણીની પાસે આવે છે. વારંવાર તેની ખબર પૂછવા આવવા લાગ્યો. જેમ તેમ કરીને તે સ્ત્રીને રીઝવવાના ઉપાયો કરવા લાગ્યો. દોરા-ધાગા કરવા માટે માંત્રિક કે તાંત્રિકની શોધ પણ કરવા લાગ્યો.
જયારે રતિસુંદરીએ પોતાના સ્વામી ચંદ્રકુમારનું ચિત્ર લાકડાના પાટિયામાં દોર્યું. જમવાની વેળાએ પતિના ચિત્રપટ આગળ પાંચ કોળિયા ધરે છે. પછી પાણીનો પ્યાલો ધરે. પતિએ મારા જમવામાંથી જમ્યાનો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)