________________
સંતોષ માની, મનને મનાવી, પછી પોતે જમતી હતી. આ રીતે તેના દિવસો ઉદાસમાં જવા લાગ્યા.
નગરની બહાર વનખંડમાં ચંદ્રકુમાર બંને મિત્રો સાથે આવ્યો છે. ત્યાંથી નીકળતા નગરવાસીઓ પૂછવા લાગ્યા. પૂછતાં રાજાની સઘળી વાતની કડી મળી ગઈ. ત્યારપછી ત્રણેય મિત્રો એકમતથી વાત વિચારી, નક્કી કરી, તે જ રાત્રિએ ત્રણેય મિત્રો, વિદ્યાબળથી સતીના મહેલની સાતમી મેડીએ પહોંચ્યા.
કુમાર પોતાની પ્રાણપ્રિયાને જુએ છે. ભોંયતળિયે બેહાલ દશામાં સૂતી છે. ક્ષણ ક્ષણ વિરહતાપથી જલે છે. પળે પળે પ્રભુનું નામ જપતી રહી છે. ઘડીભર કુમારનું હૈયુ પણ દ્રવિત થયું. ચિત્તને સ્વસ્થ કરી, કુમારે બંને મિત્રોને કહ્યું કે જુઓ ! કેવા હાલ છે ?
મિત્ર કહે - રાજકુમાર ! આપ અદ્દશ્ય રહો. અમે રાણીને મળીશું.
આ પ્રમાણે કહી બંને પ્રગટ થયા. અને બોલ્યા - હે રાજસુતા ! સાંભળો.
અવાજ સાંભળી સતી રતિસુંદરી જાગી ગઈ. સ્વસ્થ થઈ જોવા લાગી.
મિત્રો - હે ગુણવંતી ! અમે તમને શોધવા તમારા પગલે પગલે અહીં સુધી આવ્યા છીએ. અમે બંને તમારા સ્વામીનાથના સેવક છીએ. અને અમે એમની સાથે જ રહીએ છીએ.
તેઓની આજ્ઞાથી, દેવની સહાયથી અમે અહીં આવ્યા છીએ. અમારા સ્વામીએ હુકમ કર્યો છે કે તે સ્ત્રીને લઈ આવો. આપ અમારી સાથે ચાલો. તમારા માતપિતાને પણ ભેળા કરશું.
વળી હે સજ્જના ! આ પટ્ટમાં રૂપ કોનું છે ? સતી સ્ત્રીને અન્ય પુરુષને જોવાનું ન ઘટે.
રતિસુંદરી - રે ! તમે જ કહો એ ચિત્ર કોનું છે ?
ચિત્રપટમાં દોરેલા ચિત્રને ઓળખી લ્યો. તો હું તમને સાચા માનું. અને જો વાત સાચી મને લાગશે તો મારા દિલને પણ જો તમે સાચા ઠરશો તો એ પ્રમાણે માનવા તૈયાર હશે તો જ તમારુ મોં જોઈશ. નહિ તો તમારું મુખ પણ જોવા તૈયાર નથી.
બંને મિત્રોએ ચિત્રપટ હાથમાં લીધો. ચિત્ર જોવા લાગ્યા. જોતાની સાથે જ મિત્રો બોલી ઊઠયા - રે સુંદરી ! આ તો અમારા સ્વામી ચંદ્રશેખર રાજકુમાર છે.
વાત સાંભળી. રતિસુંદરીને હૈયે હરખ સમાતો નથી. અને તે જ વખતે ચંદ્રકુમાર પ્રગટ થયા. સ્વામીને જોતાં સતીના સાતે ઘાતે આનંદ થયો. ચાર આંખ મળી. ઠરી. હરખાયા.
આ પ્રમાણે બીજા ખંડની ત્રીજી ઢાળે શ્રી શુભવીર વિજયજી કહે છે સૌ ભેળાં થયાં.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
८७