________________
-ઃ દુહા
--
ભાવાર્થ :
આવાં પ્રકારનાં યોગિનીના વચનો સાંભળી કુંવર ઘણો હર્ષ પામ્યો. પણ વળી સાથે સાથે પત્ની રતિસુંદરીના અપહરણથી ચિત્તમાં ક્લેશ પામ્યો.
તે બંને (સ્ત્રી તથા કંચૂકી) પાછી મેળવવા માટેના ઉપાય વિચારીને યોગિણીને કુમારે કહ્યું - હે માતા ! મને વિદ્યાધરે વિદ્યા આપી છે. તમારા નજર થકી વિદ્યાવિધિ કરતાં વિદ્યા સિધ્ધ થાય તો અમારા કામ થાય. યોગિણીએ વિદ્યા સિધ્ધ કરવા અનુમતિ આપી.
જાપ કરવાની જગ્યાના માલિકને કંઈક બલિ બાકરા આપી વિદ્યાધરે બતાવેલ વિદ્યા પ્રમાણે વિધા સાધવા માટે એક જ ધ્યાન ધરી બેસી ગયો. બંને મિત્રો ઉત્તરસાધક થઈ કુમારની રક્ષા કરે છે. કુમારના પોતાના પુણ્યબળે, એમાં યોગિણીના આશિષ ભળતાં કુમારને એકવીશમા દિવસે વિદ્યા સિધ્ધ થઈ.
ત્યારપછી હર્ષ પામેલો કુમાર યશોમતિના ચરણે નમસ્કાર કરીને, બંને મિત્રો સહિત રચેલા વિમાનમાં બેસીને, સુભગાપુરી નગરીના વનખંડમાં પહોંચી ગયો.
આ બાજુ રતિસુંદરીને મેળવ્યા પછી ચિત્રસેન તો તેના રૂપમાં મોહી ગયો છે. તેને હવે પોતાની શય્યાઅંકિની કરવા માટે સારાં વચનોથી બોલાવે છે - હે રાજકુમારી ! આપણા પુણ્ય થકી આપણા બંનેનો મેળો થયો છે. આપણી જોડી પણ સુંદર દેખાય છે. તે માટે મારી સાથે પ્રેમથી મન મૂકીને તું રમ. હે હ્રદયેશ્વરી ! મારી ઈચ્છાઓને તું પૂર્ણ કર.
રતિસુંદરી - રે ! રે ! તું કોણ છે ? મને અહીંયાં લઈ આવનાર કોણ છે ? રે ! પાપી ! મારા પતિ સિંહ સમાન છે. હે શિયાળિયા ! સિંહની સ્ત્રી, સિંહને ઝંખે. બીજાને નહીં, બીજા તો મારે ભાઈ પિતા સમાન
છે.
ચિત્રસેન સમજી ગયો કે આ સ્ત્રી જલ્દીથી વશ થાય તેમ નથી. ધીરે ધીરે કરીને વશ કરવી પડશે. તેથી તેને જુદા એક રાજમહેલમાં સાતમે માળે મોકલી દીધી. સાથે દાસીવર્ગ પણ ગોઠવી દીધો. દરરોજ તેની પાસે રાજા જવા લાગ્યો. નવા-નવા વચનોથી તેને ભોગવવા પ્રયત્નો કરવા લાગ્યો.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૮૧
→