________________
શતિસુંદરીનું અપહરણ
-: ઢાળ-ર :
ભાવાર્થ :
કુમારને યોગિણીનો વૃતાંત જાણવાની તીવ્ર ઝંખના થતાં યોગિણી કહે છે - હે રાજવી ! સાંભળો. આ સંસાર અસાર છે. બિહામણો પણ છે. વળી અકારો પણ છે. એવા અમારા સંસારમાં જીવો મોહથી મુંઝાય છે. મોહે મુંઝાએલા માનવી ગુરુવાણીને કયારેય સાંભળતા નથી. સાંભળે તો અમલમાં મૂકતાં નથી. જેઓ ગુરુવાણીથી દૂર રહે છે તે પુણ્યવિહોણા નગરા સમજવા. તેથી તેઓ તપ જપના સાધન જે ધર્મનાં કહૃાાં છે. તેના ફળને મેળવી શકતા નથી.
ભારતમાં સૌવીર નામનો દેશ છે. સુભગાપુર નામે નગર છે. ચિત્રસેન નામનો રાજા છે. જે અહીંથી વ્યાશી કોશ દૂર છે. તે રાજાને આઠ રાણીઓ છે. તેમાં એક યશોમતી રાણી બિચારી અળખામણી હોવાથી અળગી જુદા મહેલમાં રાખતા હતા. રાજાને પરિવારમાં વિનયયુકત એક રાજકુમાર તથા બે રાજપુત્રીઓ હતી.
રાજાનો સંસાર સુખે ચાલ્યો જાય છે. જે યશોમતીને છોડી દઈને બાકીની સાત રાણીઓ સાથે તે સંસાર લીલા ભોગવતો હતો. આ સંસારમાં ખરેખર, રાજાને મન માનીતી જે રાણી, તે સિવાયની બીજી બિચારી ભરે પાણી.
સૌથી નાની જે યશોમતી રાણી બિચારી શોકમાં દિવસો કાઢે છે. તે નિત્ય જિનાલયે જતી. પ્રભુ પાસે હૈયાની વાતો કરી આવતી. અને કંઈક સાંત્વન મેળવતી. માન-સન્માન વિનાની આ રાણી લોકમાં પણ માનસન્માન પામતી ન હતી. અપમાનિત યશોમતી કયાંએ શાંતિ પામતી નહોતી. પતિ વિયોગે રાતે નિદ્રાએ પણ રુસણાં લીધા. રાતદિવસ ઝૂરી ઝૂરીને જતા હતા.
સંસારમાં સજ્જન, મોક્ષાભિલાષી, વિદ્યાર્થી, રોગી, સરોપી (ઘણા રોષવાળો), પરસ્ત્રી લંપટ, લોભી, વિયોગી અને વિદેશી - આ નવ જણા કયારેય નિદ્રા ન લે. અને જો લે તો અલ્પ માત્ર જ લે.
તે યશોમતી વિરહી જે તમારી આગળ બેઠી છું. હે રાજકુમાર ! આપણે સમભાગિયાં દુઃખી છીએ. જે કારણે આજે અમારી આંખેથી અશ્રુધારા ચાલી જાય છે.
વળી આ સંસારમાં બાળક, ચોર, વૈદ્ય, મહેમાન, રાજા, ધૂર્ત અને વેશ્યા. આ સાતે જણા કયારેય બીજાની પીડા કે દુઃખને સમજતા નથી. જાતે દુઃખી થાય પણ બીજાના દુઃખને સમજે નહિ.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
ક