________________
સર્વ સાહેલીએ નૃત્ય સંગીત બંધ કરીને યક્ષરાજના ચરણે જઈ પગે લાગી. હાથ જોડીને સહુએ એક જ માંગણી કરી. “અમને સુંદર પતિ આપજો.” ત્યારપછી સૌ રંગમંડપમાં પાછી આવી. ચંપકમાલા કહે - આપણે સહુ વસ્ત્ર આભૂષણ અહીં રાખીને સરોવરમાં જઈ સ્નાન કરી આનંદ કરીએ. વડેરી સાહેલીની વાત સાંભળી સઘળીએ એકમતવાળી થઈને વસ્ત્ર આભૂષણ રંગમંડપમાં મેલી સ્નાન કરવા સરોવરે પહોંચી.
વિધાધર કન્યાઓ સરોવરમાં સ્નાન કરે છે. જયારે, મંદિરમાં સંતાયેલો ચંદ્રકુમાર
આવીને અલંકાર આભૂષણ વગેરેનું અપહરણ કરે છે. મેડી ઉપર રહેલ કુમારે કૌતુક કરવા નીચે ઊતરી, વસ્ત્રો અને આભૂષણ લઈ બારણા બંધ કરી દીધાં. સખીઓ જલક્રીડા કરી સઘળી મંદિર દ્વારે આવી. ત્યાં પોતાના વસ્ત્રો આભૂષણો ન જોયાં. કમાડ બંધ જોઈને કહેવા લાગી. જરૂર કોઈએ આવીને આપણાં વસ્ત્રો વગેરે હરણ કરી લીધાં છે. અને તે પણ મંદિરમાં સંતાઈ ગયું છે. વડેરી ચંપક બોલી - રે! રે! પુરુષ! જે કોઈ અંદર હોય તે સાંભળો. અમને છેતરી, અમારા વસ્ત્રો આદિ લઈ લીધાં છે તે અમારી વસ્તુ પાછી આપી ઘો. નહિ તો મરણને શરણ થશો. * કન્યાની વાત સાંભળતો કુમાર જવાબ આપતો નથી. જવાબ ન મળતાં કન્યાઓ અકળાઈ જવા લાગી. એક બીજાને કહેવા લાગી, કે જે હોય તેને બહાર કાઢી એ બહાદૂરના પગ બાંધી પશુની જેમ લટકાવીએ. કોઈક
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
४६