________________
નવમી ઢાળ એ રાસની, દુઃખભંજન મત રજની શ્રી
પૂરણMછે આખી રે, શુભવીરે ભાખી રે.. પુ.
ર૧
-: ખંડ-૧ -
- ઈતિ -
- કળશ - વાત વિનોદે રચતા ઘણી, ચંદ્રશેખરને સસે ભણી; ખંડ પ્રથમ એ પૂરણ કર્યો. શ્રી શુભવીર વયતરસ ભર્યો.
શતિસુંદરીનો વિવાદ
-: ઢાળ-૯ :
ભાવાર્થ :
કુંવરીને માંજારી કરી ફૂલોની રાશિમાં કુમાર છુપાઈ ગયો. તે જ અવસરે હરખાતો હરખાતો, ધરતી ધ્રુજાવતો રાક્ષસ આવી ગયો. ઘણા પ્રેમથી અને પ્યારથી માંજારીના આંખે લાલ અંજન પછી સફેદ અંજન લગાવી દીધું. માંજારીમાંથી પળવારમાં દેવી સમ કુંવરી થઈ ગઈ. સામે બેસીને કુંવરીને પૂછવા લાગ્યો.
રે જગતના જીવો પુણ્ય થકી જય કમલા પામે છે. મનુષ્ય પુણ્યથી લીલા માત્રમાં અઢળક સુખ પામે છે. પુણ્યવાન ઉપર દુર્જનો જો કદાચ ખરાબ ચિંતવે તો પણ તેને (પુણ્યવાનને) તો સુખના માટે જ હોય છે.
રાક્ષસ - રે ! કન્યા ! અહીંયા માણસની ગંધ કયાંથી?
રતિસુંદરી - એ જ મોટો તમાશો છે. હું જ માણસ છું. મારી ગંધ ન પારખી? જરા હૈયામાં વિચારો કે સામે માણસ છે ને માણસની ગંધ કયાંથી? પૂછવા લાગ્યા. વળી માણસની ગંધ સહન ન કરી શકો, તો મારા પ્રત્યે આટલો બધો રાગ શા માટે? જો તેમાં કોઈક દિવસ મારા પ્રત્યે ગુસ્સો આવ્યો તો મને જ હણી નાંખોને ! વિશ્વાસ શું ધરાય? ખરેખર ! મારે તો ભયંકર નાગને રમાડવા જેવો લાગે છે.
રે યક્ષરાજા ! પ્રીત કરવી તો પોતાના જાતિભાઈની સાથે. અન્યજાતિ સાથે પ્રીત શા કામની? એક બકરો અને એક વાઘ પ્રીતિ જામે? ન જ જામે. પરાણે પ્રીત કરવા જઈએ તો હંમેશા મનમાં ડંખ્યા કરે.
(લી “ોખર જનો શો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)