________________
કહે છે - હે કુમાર ! અમ પુણ્ય થકી આપ મહાન પુણ્યશાળી પધાર્યા. આપના આગમનથી અમારાં દુઃખ દૂર થયાં. હે પરોપકારી ! આપ જો ન આવ્યા હોત તો અમારી શી દશા હોત. આપે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. ત્યારપછી સૌ પોતપોતાના સ્થાને ગયા. રાજા કુમારને સાથે લઈને પોતાના મહેલે ગયો.
આ બાજુ રાજકુમારી રતિસુંદરી દાસી મુખે પિતાને વાત જણાવે છે. દાસીએ આવી રાજાને સર્વ હકીકત જણાવીને રાજસુતાના મનની વાત પણ કહી. રાજાએ મહામહોત્સવપૂર્વક ઘણા પ્રેમથી રતિસુંદરીનાં લગ્ન ચંદ્રકુમાર સાથે કર્યા.
વળી અત્યંત ઉપકારી રાજકુમારને જિતારી રાજાએ હસ્તમેળાપમાં અડધું રાજ્ય આપ્યું. પુત્રીને દાયજામાં પણ ઘણું ધન-વસ્ત્ર-આભૂષણો આપ્યા.
સસરાએ આપેલા ઊંચા તોતિંગ રાજમહેલમાં રતિસુંદરી સાથે સંસારના સુખો ભોગવતા રહ્યા છે. મનગમતો મેળો હોય ત્યાં સુખની કચાશ હોય ? ન જ હોય કયારેક સોનાની સોગઠે બાજી રમે છે. તો કયારેક જળક્રીડા કરવા વનમાં જાય છે.
ખરેખર ! જગતમાં મહાન પુણ્યોદયે જ મનુષ્યને તન-મન-ધનની કયારે આધિ-વ્યાધિ કે ઉપાધિ આવતી નથી. કુમારની પ્રબળ ભાગ્યદશા જાગી છે. કોઈ વાતે સુખમાં ઊણપ નથી.
ખેચરીદત્ત (ચંપકમાલાએ આપેલ) કંચૂઓ, કુમારે રતિસુંદરીને આપ્યો. જે કંચૂઓ પહેરતાં જ રતિસુંદરી સાક્ષાત્ સ્વર્ગની રંભા કરતાં પણ ચડિયાતી શોભતી હતી. રૂપવાન હતી, તેમાં વળી દૈવી વસ્ત્ર કંચૂઓ પહેરતાં જ રૂપમાં ઈન્દ્રાણીને હરાવે તેવી દીસતી હતી.
કુમાર કયારેક કયારેક રાજાની સાથે રાજકચેરીએ પણ જતો હતો. રાજદરબારે પણ કુમારના એટલાં જ માન હતાં. ત્યાં પણ અલકમલકની વાતો કરતા ને શાસ્ત્રોની પણ ચર્ચા કરતા હતા. દેવલોકના દેવની પરે કુમારના દિવસ રાત જવા લાગ્યા.
પ્રથમ ખંડે પૂરણ અંકે દુઃખને ભાંજનાર મનને રંજન કરનાર કર્તાપુરુષે નવમી ઢાળ કહી.
-: ખંડ-૧ :
સમાપ્ત
-
કળશ
-
ભાવાર્થ :
વાર્તાલાપના વચનોથી વિનોદ પ્રમોદ કરતા ચંદ્રકુમાર-ચંદ્રશેખર રાજાના રાસની રચના કરી, આ પ્રથમ ખંડ નવ ઢાળો પૂ. શુભવીરવિજયજી મહારાજે સરસ વચનના રસોથી ભરીને પૂર્ણ કર્યો.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
१२