________________
છે. તેની આખી મૂર્તિ મહા ભયંકર લાલ રંગની હતી. તેની સામે અગ્નિથી ભડભડતો સળગતો એક અગ્નિકુંડ હતો.
અગ્નિકુંડની સામે બંને મિત્રો બિચારા રડતા હતા. યોગીઓ મંત્રપાઠ પૂર્ણ કરી પોતાની જગ્યાએથી ઊભા થયા. આ બંનેને હવે અગ્નિમાં હવન કરવા માટે હાથમાં ખુલ્લી પ્રચંડ તરવાર લઈને સાવધાન બોલતાં, બંને મિત્રોને કહેવા લાગ્યા.
યોગી - રે ! તમારી ઉપર દેવી રોષે ભરાઈ છે. તમારું આયખું પૂરું થવા આવ્યું છે. તમારા ઈષ્ટદેવનું નામ યાદ કરી લ્યો. આ તરવારથી તમને હણીને અગ્નિમાં નાખી આ માતાને તમારું બલિદાન આપું છું. બંને મિત્રો - રે યોગીરાજા ! જૈનધર્મના આરાધક શ્રી ચંદ્રશેખર રાજા છે. તેઓ અને તેમનો ધર્મ જ ખરેખર ! અમ જેવા સેવકને સહાય કરશે.
યોગી - રે ! રે ! તે તમને શું સહાય કરશે ? તે તો અમારા ગુરુને હણનારો હત્યારો છે. પણ અમારા ગુરુએ તો તેને ગગને ઉછાળ્યો છે, જે હજુ સુધી પૃથ્વી પર પાછો આવ્યો નથી. આકાશમાં રહેલાં ભૂતડાંઓ તેનું ભક્ષણ કરી ગયા છે. તો તે તારી શી રક્ષા કરશે ? વાત સાંભળીને અદ્દશ્ય રહેલા ચંદ્રકુમારે પ્રગટ થઈને સિંહની જેમ ગર્જના કરી.
કુમાર - રે ! રે ! પાપી જોગટાઓ ! તારી આ મા પણ પાપિણી છે. જે રોજ નવા નવા ભોગો લે છે. બિચારા કંગાળ ગરીબ માણસોને પકડી લાવીને આ તમારી માને બલિ આપો છો. પાપોને કરતી તારી મા નિત્ય માણસોનું ભક્ષણ કરે છે. સાંભળો ! તમારા ગુરુ જે વાટે ગયા છે. ત્યાં તે તમારી રાહ જુએ છે. ચાલો ! તૈયાર થાવ. તમને પણ તે જ વાટે રવાના કરું. જલ્દી તમારા ગુરુને ભેગા થઈ જાવ.
તારા ગુરુએ મને ગગને ઉછાળ્યો હતો. પણ હું બાજ પક્ષી બનીને તારા ગુરુને પંખી બનાવી રવાના કરી દીધો. કુમારની વાત સાંભળી ઘડીભર સ્તબ્ધ થઈ ગયા. પછી તો તે બંને જોગી કુમારને મારવા માટે સામે થયા. પરાક્રમી કુમારે તે બંનેને પકડી લીધા. દેવી દેખતાં જ તેની સામે અગ્નિકુંડમાં હોમી દીધા. ત્યાંથી બંને મિત્રોને લઈને બહાર નીકળ્યો. રસ્તામાં આવતાં સરોવરમાં બંનેએ સ્નાન કર્યુ. ચંદન લેપ વગેરે ધોઈ નાખ્યાં. કુમારે રસ્તે જતાં પૂછ્યું - મિત્રો ! આ દશા કેમ પામ્યા ?
મિત્રો - રે ઉપકારી ! અમારી વાત સાંભળો. રણમાં વાઘને જોતાં ભય થકી અમે નાસી ગયા. આગળ જતાં પાપના યોગે આ બે યોગીઓ મળ્યા. યોગીએ અમને પૂછ્યું - તો અમે અમારો સઘળો વૃતાંત કહ્યો. તે બંને યોગીઓએ અમને કહ્યું કે તમે અમને સહાય કરો તો અમે તમને સુવર્ણ સિધ્ધિ આપશું.
અમે બંને તે વાત સાંભળતાં, અને સોનાની વાતથી લોભમાં લપટાયા. મધમાખીની જેમ અમે તેઓને વશ થયા. ત્યાંથી તેઓ અમને અહીં લઈ આવ્યા. આપે અહીં આવીને આ બધુ જોયું. દેવીના મંદિરે આપ
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૧