________________
દેવકંચૂકીનું રણ
-: ઢાળ-૧ -
ભાવાર્થ :
પતિરાગમાં રંગાએલી રતિસુંદરી નદીજળમાં પતિ સાથે જળક્રીડા કરતી રમત રમી રહી છે. જેમ કે જમુના નદીના જળમાં હાથણી પોતાના સ્વામી હાથી સાથે રમે છે તેમ..
જળક્રીડા કરતાં હજુ ઘડી બે ઘડી વીતી હશે, ત્યાં તો નદીના કિનારે એકદમ મોટો કોલાહલ થયો. રંગમાં ભંગ પડ્યો. કુમારે ને રતિસુંદરીએ અવાજ સાંભળ્યો.
પોતાના સુભટો પાલની બહાર દોડાદોડ કરી રહ્યા હતા. બધી જ દિશાએ દોડતા સુભટો આકાશ તરફ બાણો ફેંકતા હતા. તે સહુના અવાજોને ભયંકર દારૂણ ચિચિયારીઓ પણ થવા લાગ્યાં. તરુવર ઉપર રહેલા વાંદરાઓ હુકાહુક કરતાં વૃક્ષની ડાળીઓ ઉપર દોડતા હતા. જાતજાતનાં અવાજોથી દંપત્તીનાં મન ડહોળાયાં.
નદીમાંથી સહસા કુમાર બહાર કિનારે આવી, સુભટને પૂછવા લાગ્યો. સાથે સુંદરી પણ આવી ઊભી હતી.
કુમાર - રે સુભટ ! શા માટે તમે બધા દોડાદોડ કરો છો? આટલો બધો અવાજ કેમ?
ભટ - હે સાહેબ ! આપ જળક્રીડા કરવા નદીમાં ગયા. આપના વસ્ત્રો આભૂષણોનું રક્ષણ સુભટો નદી કિનારે કરતા હતા. તે ટાણે વૃક્ષ ઉપરથી એક વાંદરો આવીને, કંચૂક ઉઠાવી ઝાડ ઉપર ચડી ગયો. તેની પાછળ આપણી એક સુભટ દોડ્યો. વાંદરો તો કંચૂક લઈને, એક ઝાડ ઉપરથી બીજા ઝાડે દોડતો રહ્યો. દોડતાં વાંદરાને પકડીને કંચૂક લેવા માટે બધા જ સુભટો તેની પાછળ પડ્યા. બાણોનો વરસાદ વરસાવ્યો. ચાલાક વાંદરો પકડાયો નહિ. કયાં ચાલ્યો ગયો તે પણ ખબર ન પડી. આપણો પરિવાર પણ પાછો આવ્યો.
વાત સાંભળીને રતિસુંદરી ત્યાં ને ત્યાં રોવા લાગી. કુમાર આ વાત સાંભળીને ડઘાઈ ગયો. ક્ષણવાર પછી કુમારે રતિસુંદરી તથા સઘળાયે સુભટોને કહ્યું. તમે સૌ નગરમાં ચાલ્યા જાઓ. રતિસુંદરીને કહયું કે તમે પણ તમારા પિતાને ત્યાં જાવ. હું અહીંથી કંચૂકની શોધમાં જાવું છું ને સાત માસમાં કંચૂક લઈને આવી જઈશ.
રતિસુંદરી પ્રિયા અને પરિવારને નગર તરફ વિદાય કર્યો. અને પોતે ત્યાંથી જંગલ માર્ગે ચંદ્રનાડીએ શ્વાસ લેતાં ચાલ્યો. તે વેળાએ પંખીના અવાજો સુંદર શુકન રૂપે થયાં.
શુભ શુકને વનની કેડીએ સિંહની જેમ એકાકી મલપતો ચાલ્યો જતો કુમાર કોઈ એક પર્વતના શિખર ઉપર ચડ્યો. ચારે કોર કુદરતની લીલા જોતાં, ઘણા પ્રકારના કૌતુકને જોતો વનના મીઠાંને તાજા ફળો આરોગે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)