________________
રતિસુંદરી જલક્રીડા
કંચૂક બહુવિધ
મુહ,
કરે,
ભૂષણ મેલી વિજપતિશું
ત્યાંહિ; ઉચ્છહિ. ૧૧.
૧ - મુખકમળ, ૨ - છીપમુખ, ૩ - હોંશિયાર, ૪ - ચક્રવાક.
– દુહા :
ભાવાર્થ:
હે સરસ્વતી માત ! તમે જય પામો જય પામો. હે જગદંબા ! જગતના રક્ષણહાર!.. હે જગદીશ્વરી !
વળી અરિહામુખવાસિની! કમલવાસિની ! માતા ! તમે તો પંડિતજનોની માતા કહેવાઓ છો. તું જ ત્રિપદા! ત્રિપુરા ! તથા ત્રિરૂપને ધારણ કરનાર ! માતા ! તમે તો દેવી શકિત ધારણ કરનાર હોવાથી નવા નવા રૂપોને કરનારા છો!
વળી હે માત ! ત્રણભુવનમાં ત્રણે પ્રકારે પદ કહ્યા છે તે ત્રણેયના આકાર રૂપે આપ છો. જે કહીએ ત્રણપદ તે - નિત્ય - અનિત્ય અને નિત્યાનિત્ય પદ વિચાર.
હે સરસ્વતી મૈયા! આદિ શકિત રૂપે તમે છો નવી શકિતરૂપે પણ તમે જ છો. જગતના ભાવો કાળક્રમે બદલાયા કરે છે. પણ મા ! તમે ત્રણેય કાળમાં સ્થિરભાવે જ રહ્યાં છો.
હે જગતની માતા ! તું મારી મા જ છે. આપને મારા નમસ્કાર હો...
શ્રી સરસ્વતીમાની ઉપાસના કરી. હવે કર્તાપુરુષ પોતાના પરમ આરાધ્ય ગુરુદેવ જે પ્રગટપ્રભાવી છે તે પૂજય ગુરુદેવ શ્રી શુભવિજયજી મ.સા. ને નમસ્કાર કરે છે.
જેમના પ્રભાવે અખંડ રસથી ભરપૂર શ્રી ચંદ્રશેખર રાજાના રાસનો પ્રથમ ખંડ સારા પ્રમાણથી યુકત પૂર્ણ કર્યો.
હવે બીજા ખંડની શરૂઆત કરતાં કહે છે કે હે ચતુર સુજાણ શ્રોતાજનો ! તમે સૌ સાવધ થઈ સાંભળો.
હે શ્રોતાગણ ! શ્રોતાગણ આગળ વક્તાની વચન કળા પ્રમાણ કયારે કહેવાય? જેમ સ્વાતિ નક્ષત્રના વરસાદનું એક બિંદુ (દરિયા કે નદી કાંઠે રહેલા) છીપલાંના મુખમાં પડે તો તે બિંદુ મોતી બનીને તૈયાર થાય છે. વળી શેરડીના ખેતરમાં સીંચેલું પાણી સાકર સ્વરૂપે બને છે. તે જ રીતે વકતાનું વચન શ્રોતા સુણતાં મોતી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)