________________
સ્વરૂપે - સાકર સ્વરૂપે ફળીભૂત થાય તો જ વકતાની વચનકળા પ્રમાણ છે.
શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે શ્રોતા ત્રણ પ્રકારે છે. એક તો સાંભળે નહિ. જાણે બંને કાનમાં કાણાં જ
ન હોય.
બીજા શ્રોતા - એક કાને સાંભળે બીજે કાને થઈ બહાર નીકળી જાય.
ત્રીજા શ્રોતા - બંને કાને સાંભળીને હૈયામાં તરત ઊતારી દે.
તો હે શ્રોતાજનો ! નિંદા - વિકથા છંડી, પ્રમાદનો ત્યાગ કરી, તમારા ચિત્તને સજ્જ કરી મારી આ વાતને સાંભળજો.
ડાહ્યા અને સમજુ જે ત્રીજા પ્રકારે શ્રોતા કહ્યા તે હશે તે જ મારી વાત સાંભળશે. જેમ કે સૂર્યનો ઉદય થતાં ચક્રવાક પંખી આનંદ પામે છે. તે રીતે... શ્રી ચંદ્રશેખરરાજાની કથા સાંભળતાં આનંદ જરૂર પામશે. કનકપુર નગરે જિતારી રાજાને ત્યાં જમાઈરાજ ચંદ્રકુમાર અને પુત્રી રતિસુંદરી પોતાના મહેલમાં દૈવી સુખો ભોગવે છે.
એક દિન દંપત્તી નગર બહાર ઉદ્યાનમાં ફરવા જવા નીકળ્યા. જળક્રીડા કરવાની ઈચ્છાવાળાં બંને જણા સુભટો આદિ પરિવાર લઈને ગયાં છે. નગર બહાર જતાં ઝરણાં, નદીને કિનારે, તળાવ વળી વૃક્ષની શ્રેણીઓને જોતાં રથ આગળ જઈ રહ્યો છે. ત્યાં મોટું વિશાળ મેદાન આવતાં એક ઘટાવૃક્ષ નીચે રથ થોભાવ્યો. વૃક્ષની શીતળ છાયામાં બંને રથમાંથી ઊતર્યા. પરિવાર પણ ત્યાં જ થોભ્યો.
સુભટોને આદેશ મળતાં જુદા જુદા તંબુ નંખાયા. કુમારને આરામ કરવા સુંદર પ્રકારનો ડેરો વૃક્ષ હેઠે નંખાવ્યો. ડેરામાં થોડીવાર બેસી બંનેએ જળક્રીડા કરવા માટેની ઈચ્છા કરતાં પોતાના વસ્ત્રો આભૂષણો વગેરે નદીકાંઠે મૂકયાં. રતિસુંદરીએ કંચૂક આદિ વસ્ત્રો પણ ત્યાં જ મૂકયાં. સાદા વસ્ત્રો પહેરી નદીમાં પતિ સાથે જળક્રીડા કરવા વેગે ઊતરી આવી.
આનંદ કિલ્લોલ કરતી રતિસુંદરી પતિ સાથે વિધ-વિધ જળક્રીડા કરવા લાગી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૬૫