________________
કહે કે સમુદ્રમાં મૂકી દઈએ, કોઈક કહે સિંહ આગળ મૂકવો જોઈએ. કોઈ કહે અગ્નિમાં નાખવો જોઈએ. રાજકુમાર અવનવી વાતો સાંભળી મનમાં મલકે છે. જરાયે ગભરાતો નથી. જવાબ પણ આપતો નથી. છેવટે ચંપકમાલા નરમ અવાજે બોલી - હે પરદેશી ! જો ઉત્તમ હોય તો બીજાનું ધન કયારેય લેતા નથી અને જો નીચ હશે તો બીજાનું ધન લીધા પછી કયારેય પાછુ આપતાં નથી. અમારી ભૂલ થઈ કે અમે અમારા વસ્ત્રો ભૂષણો કોઈને ભળાવ્યા નહિ, પણ જો ઉત્તમ હશો તો અમે માનીશું કે તમે એ વસ્ત્રાદિ જાળવીને, સંભાળીને રાખ્યા. કન્યાના દીન વચનો સાંભળી લીધા. કહેવાય છે કે સજ્જન માણસનું લક્ષણ છે કે બીજાના કડવા વેણ કયારેય મનમાં આણતા નથી. અથવા ગાંઠે બાંધતા નથી.
બંધ બારણે કુમારે જવાબ આપ્યો - તમે સૌ આ રીતે ગળે પડો તે કેમ ચાલે ? કોઈક લઈને નાસી ગયું હશે. અમને કહેવાથી શું વળશે ? જે લઈ ગયું છે તેને પકડો.
ચંપકમાલા - રે ઉત્તમ પરદેશી ! સિંહ જો એક નજર કરે તો વનના શીયાળ પણ આડા ઊતરતા નથી. તો બીજા પશુની તો વાત શી કરવી ? આપ સજ્જન થઈ આડા અવળા બોલ શેં બોલો ? ‘રાત થોડી છે. વેશ ઝાઝાં” છે. માટે અમારી વાત સાંભળો. જે માંગશો તે વસ્તુ શ્રેષ્ઠ હશે તે તમને આપશું. પણ અમારા વસ્ત્રો વગેરે આપો.
તરત જ કમાડ ઉઘાડી કુમારે વસ્ત્રાદિ આપી દીધાં. અને પોતે કરેલ અપરાધની ક્ષમા માંગી. ઉત્તમ પુરુષો કયારે કોઈ વસ્તુ માંગતા નથી. તે કારણે કુમારે પણ કોઈ વસ્તુ ન માંગી.
પુણ્યશાળી લક્ષણવંત કુમારને ચંપકમાલા એકી નજરે જોઈ રહી. જોતાંની સાથે જ તે મનમાં વસી ગયો. તેના હાથમાંથી પોતાની વસ્તુને ગ્રહણ કરતાં વિચારી રહી છે, આ સજ્જન કોઈ રાજવંશી-રાજકુમાર લાગે છે. તેનું લલાટ - દેદાર વગેરે ઉપરથી કોઈક મહાન લાગે છે.
મુખ્ય વડી ચંપકમાલાના મનમાં કુમાર વસી ગયો. પ્રસન્ન થઈને કુમારને મણિરત્નથી યુક્ત ખડ્ગ અને એક કંચવો આપ્યો. વળી કહે - રે ! રે ! પરદેશી ! રાજકુમાર ! આપે તો અમારી પાસે કંઈ જ માંગ્યું નથી પણ આ બે વસ્તુ ભેટ તરીકે લ્યો. આ ખડ્ગરત્નથી અજયપદ પામશો. સંગ્રામમાં આપ જય તથા વિજયને પ્રાપ્ત કરશો. સારાયે જગતમાં ચક્રવર્તિ સરખો તમારો યશ ફેલાશે. વળી આ કંચૂઓ પટ્ટરાણી પહેરશે તો સાક્ષાત્ રંભા સરખી રૂપવાન થશે. લક્ષ્મી કરતાં પણ અધિકી ક્રાન્તિવાળી થશે.
આ બંનેનો મહિમા મોટો છે આપ અમારી ભેટનો સ્વીકાર કરો.
વળી અમારો તમારો મેળાપ કયા અવસરે થશે ? તે જ્ઞાની જાણે.
આ પ્રમાણે કહીને સઘળી સહેલીઓ સાથે ત્યાંથી નીકળી વિમાનમાં બેસી પોતાના સ્થાને ચાલી ગઈ. આ પ્રમાણે ચંદ્રશેખર રાજાના રાસની સાતમી ઢાળ સમાપ્ત કરતાં શ્રી શુભવીરવિજય કહે છે કે રાસને સાંભળવાવાળા રસિકોને ગમી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
४७