________________
જંગલમાં વસતો કોઈ એક તાપસ માસ માસના ઉપવાસ કરતો હતો. એક મહિનાના ઉપવાસ કરી પારણુ કરે. તરત બીજે દિવસથી મહિનાના ઉપવાસ કરતો. ઉગ્રતપસ્વી તે તાપસ આ નગરની બહાર વન ઉદ્યાનમાં આવી રહ્યો. નગરજનોને ખબર પડતાં, સૌ તેની સેવા કરવા અને દર્શન કરવા જવા લાગ્યા.
તાપસના તપના મહિમાની વાત નગરના રાજાના સાંભળવામાં આવી. રાજા પણ તે તાપસનાં દર્શન કરવા જંગલમાં ગયા. જે દિવસે રાજા તાપસ પાસે ગયા. તે દિને તાપસને ત્રીસમો ઉપવાસ હતો. બીજે દિવસે પારણું આવતું હોવાથી રાજાએ તાપસને પારણુ પોતાના રાજમહેલે કરવા પધારવાનું આમંત્રણ આપ્યું.
તાપસને આમંત્રણ આપી રાજા મહેલે પાછા પધાર્યા. સવારે પારણાની તૈયારી રાજરસોડે થવા લાગી. પારણાની બધી તૈયારી કરીને તાપસને પારણા માટે મહેલે ઠાઠમાઠથી બોલાવ્યા. સમય થતાં તાપસ પારણાને માટે આવ્યો.
રાજરસોડે મોટા પાટલા નંખાયા. આસન પર તપસી તાપસને પારણા માટે બેસાડ્યા. રાજા આદિ પરિવારે તાપસનાં ભાણામાં (થાળીમાં) વિવિધ પ્રકારની વાનગીઓ પીરસી. રાજા પોતે જ તાપસને વીંઝણો નાખી ભકિત કરવા લાગ્યા. મારા પિતાએ (જે રાજા) મને આદેશ ર્યો. “તપસ્વીને પારણુ કરાવ.” પિતાની આજ્ઞાથી હું મીઠાઈનો થાળ લઈને પીરસવા ગઈ. જયારે તાપસ પાસે ગઈ તો તાપસ મારી સામે એકી નજરે જોવા લાગ્યો. મને જોતાં જ તેનું મન વિહળ થયું. ચિત્ત ચલાયમાન થયું. શરીરમાં કામવાસનાએ ઘેરો ઘાલ્યો. થાળીમાંથી લીધેલો કોળિયો હાથમાં રહી ગયો. જેનું મન બગડ્યું, તેનું બધું જ બગડ્યું. હૈડું વિસામણમાં પડ્યું. રે ! આ કુંવરીને આલિંગન કરું તો જ મારો અવતાર સફળ થાય. નહિ તો મારો અવતાર, આ ભવ એળે જશે. મારા તાપસપણાને પણ ધિક્કાર હો કે આ કુંવરીને મેળવી શક્યો નહિ.
પારણાનો આનંદ ઊડી ગયો. મને મેળવવાનાં ધ્યાનમાં જ કયાં સુધી નીચે ઊતરી ગયો. બાળ વિધવા, નપુંસક તાપસ રાણીવાસની રાણીઓ, હાથી, ઘોડા, ચકલાં વગેરે પંખીઓ રાતદિવસ મૈથુનનું ધ્યાન ધરતાં હોય છે. કયારે અવસર મળે ? તેની જ રાહ જોતાં હોય છે. હું પણ આંગણે આવેલી લક્ષ્મીને જવા દઉં ?
જમવાનું પતાવી તાપસ રાજા સાથે બેઠો. રાજાએ તાપસનું બહુમાન કર્યું.
તાપસ - રાજન્ ! બહુમાન કર્યું સાચુ કયારે ગણાય ?
રાજા - કહો ઋષિરાજ ! આપની ઈચ્છા જે હોય તે કહો.
તાપસ - રાજન્ તમારી કન્યાનું દાન - કન્યાદાન કરો તો, તે જ મારી ઈચ્છા.
વાત સાંભળતાં જિતારી રાજા ક્રોધે કળ્યો. રોષમાં બોલ્યો - રે ! રે ! પાપીષ્ટ ! આમ કહીને તું તારા સાધુવેશની હાંસી કરી રહ્યો છે. તારા તપને ધિક્કાર હો. તારી જાતિ હલકી અને સાથે બુધ્ધિ પણ દુષ્ટ લાગે છે.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૫૪