________________
લોક સાવ નાઠા નિશિ રે, મુજ જનકાદિ સમેત; રાક્ષસે લઇ મુજને ઠવી રે, ગિરિ વન કુંજ નિકેત.કર્મ. એરપો. શૂન્ય નગર દેખી કરી રે, તિ કેતે વળી તેહ પાણિગ્રહણ કરવા ભણી રે, મુજને ઠવી મુજ ગેહ.કર્મ //રકો આજ લગત તિ જોઇને રે, કરણ સામગ્રી હેત; મુજ માંજારી કરી ગયો રે, ચાર ઘડી સંકેત.કર્મ ારી ચંદ્રશેખર પણ નાવિયા રે, વે દીયો ‘રહ ઘાત; મૂળથકી માંડી કહી રે, મુજ વીતકની વાત.કર્મ. ર૮ ચંદ્રશેખરના રાસની રે, એ કહી આઠમી ઢાળ; શ્રી શુભવીરના નામથી રે, ભય જાશે પાતાળ.કર્મ /રો
૧-લાવણ્ય, -નપુંસક, ૩-ધોડાર, ૪-નિંદા, પ-પીડા, ઇ-મજબૂત, ૭-ગમન કરવું, ઉડવું, ૮-એકાંત.
કામાંધ તાપસ
-: ઢાળ-૮:
ભાવાર્થ :
કુમારને થયેલા આશ્ચર્યને સમાવવા કન્યા કહે છે. - મહારાજા ! આ કનકપુર નગર છે. જિતારી નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને સતીઓમાં શિરદાર, રૂપ લાવણ્યથી ભરપૂર જયમાળા નામે રાણી છે. કર્મગતિ ઘણી જ કારમી છે. આ કર્મો જ માણસને સુખ દુઃખ આપે છે. ગહન કર્મને કોઈ પિછાની શક્યું નથી. રાજા રાણીનો સંસાર હર્યો ભર્યો ચાલ્યો જાય છે.
હે પરદેશી ! આ રાજાને એક રાજકુમાર અને એક રાજકુમારી એમ બે સંતાન હતાં. રાજકુમારીનું નામ રતિસુંદરી હતુ. નામ પ્રમાણે ગુણ સાધતી સાક્ષાત્ કામદેવની પ્રિયા રતિ સરખી ભાસતી હતી. જે રતિસુંદરી તે જ આપની સામે બેઠી છે. વાત કરતાં કરતાં રાજદુલારી રતિસુંદરીનું હૈયું ભરાઈ આવ્યું. ક્ષણવાર થોભી. કુમારે સુંદરી સામે જોઈ લીધું. કાંઈ ન બોલ્યો. વળી સ્વસ્થ થઈ કુંવરીએ આગળ વાત કહેવા માંડી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
પ૩