________________
ભાવાર્થ :
-
ચંપમાળાનો ભેટો
-: ઢાળ- :
આ જંબુદ્વીપના છેડે વૈતાઢય પર્વતની શ્રેણીએ વિદ્યાધરોના નગરો રહેલા છે. ત્યાં વિદ્યાધર રાજાઓ રાજય કરે છે. વિદ્યાધર રાજાઓની કન્યાઓ યૌવનવતી, સરખા રૂપવાળી તેજે ઝાકઝમાલ છે, એવી આ ૬૪ કન્યાઓ એક મનવાળી સખીઓ છે. જાણે ઈન્દ્રની ૬૪ પુત્રીઓ ન હોય, તેવી દીપતી હતી.
વિદ્યાધર માનવ કન્યા હોવા છતાં રૂપે રંભા સરખી સ્વર્ગથી જાણે રીસાઈને અહીં અવતરી ન હોય, વળી સાક્ષાત્ વનની વનદેવી ન હોય તેમ ભાસતી હતી. વિદ્યાધર કન્યાઓ આકાશથી ઊતરી, આ મંદિર પાસે આવી. કવિ કલ્પના કરે છે કે લૌકિક શાસ્ત્રના ચાર વેદ યજુર્વેદ - સામવેદ - અથર્વવેદ - આયુર્વેદ, બ્રહ્મા પાસે હતા, તે કોઈ ચોરી ગયું. તેથી બ્રહ્મા મુર્ખ બુધ્ધિવાળો થતાં ઘરડો થઈ ગયો. ઘડપણના કારણે તેનો દેહ કંપવા લાગ્યો. હાથ પણ કંપવા લાગ્યા. જે કારણે સૃષ્ટિનું સર્જન એક સરખું ન બનાવ્યું. તેથી બ્રહ્માની નિંદા થવા લાગી. એ નિંદાને દૂર કરવા બ્રહ્મા એકલા પોતાની મેડીએ ચડી ગયા. ત્યાં નિરાંતની પળે એકાંતમાં રહીને આ ૬૪ બાળાઓને ઘડી હશે. જે કારણે ૬૪ બાળાઓનું રૂપ-રંગ દેહ એક સરખા ઘડાયા.
ઈન્દ્રની રંભામાં રહેલી કોમળતાને અપહરણ કરીને બ્રહ્માએ ૬૪ કન્યાઓના શરીર કોમળ બનાવી દીધા છે. ૬૪ કન્યાઓની કોમળતા જોઈને, તે ચિંતા થકી રંભાની નિદ્રા દૂર થઈ ગઈ. કામદેવની સ્ત્રી રતિ અને પ્રીતિના રૂપનું અપહરણ કરીને બ્રહ્માએ ૬૪ કન્યામાં મૂકી દીધું. જેથી તે કામદેવ અંગ વિનાનો બની સારાયે જગતમાં આમ તેમ સ્મર થઈ ભટકયા કરે છે.
સ્વરૂપવાન ૬૪ કન્યાઓએ દેવદુષ્ય વસ્ત્રને ધારણ કર્યું છે. ભૂષણો પહેર્યા છે. સઘળી સાહેલી ભેળી મળીને કામદેવના યક્ષાલયના રંગમંડપ આવી.
સઘળી સખીઓમાં ચંપકમાલા વડેરી છે. ચંપકમાલાના હુકમથી આ મંદિરમાં કામદેવ યક્ષની આગળ વિવિધ પ્રકારના નૃત્યો કરવા કેટલીક કન્યાઓ ઊઠી. કેટલીક કન્યા સંગીત સાથે ગાવા લાગી. વળી કોઈક વીણા, કોઈ મૃદંગ, કોઈક તાલ આપતી ઝાલર વગાડતી હતી. ઘણા પ્રકારના વાજિંત્ર વાગતાં તાલબધ્ધ નૃત્ય નાટારંગ કરતાં હતા. તે સાંભળી કુમાર મેડીએથી સૌને જુએ છે.
સારંગ રાગ રસભર ગીતો ગાતાં સાંભળી કુમારનું દિલ આનંદ પામ્યું. સાંભળવામાં તન્મય બનેલા કુમારને કયારે નૃત્ય બંધ થયું તે ખબર ન પડી.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
૪૫