________________
મંત્રીસુત - હે કુમાર ! નીચની ઉપર ઉપકાર કરતાં આપણી અપકીર્તિ થાય છે. જેમ કે ઘણી ઠંડી પડવાથી ઉદર ઠરતો હતો. હંસને દયા આવી. ઉદરને પોતાની પાંખમાં ધારણ કર્યો. નીચ ઉદર પાંખમાં બેઠા બેઠા હંસની પાંખ જ કાપી નાંખી. હંસની દશા કેવી ?
કુમાર - હે મિત્ર? મેં વચન આપ્યું છે. તે વચન પાળીશ. તું તે માટે ખેદ ન કરીશ. જેમ કે ચંદ્રમાં પોતાનો પ્રકાશ બધે જ આપે છે. તે ઊંચ-નીચ ઘરને જોતો નથી.
કુમારની વાત સાંભળી મંત્રીપુત્ર મૌન રહો. નવદિન જતાં વાર ન લાગી. ચૌદશ આવી ગઈ. સાંજના સમયે યોગી હાથમાં બીજોરું લઈને કુમાર પાસે આવી ગયો.
કુમાર હાથમાં ખગ લઈને રાત્રિએ યોગીની સાથે વીરવેશને ધારણ કરતો, નિર્ભયપણે ચાલ્યો. યોગી કુમારને લઈને સ્મશાને આવ્યો. સ્મશાનમાં યોગી ગોળ ગોળ કુંડાળા કરવા લાગ્યો. તેમાં જાત જાતના બલિ બાકરા ધરવા લાગ્યો. ત્યારપછી દુષ્ટ દેવીનું પૂજન કરી કુમારને કહેવા લાગ્યો - હે રાજકુમાર ! તમારી રક્ષા કરવા તમારા માથાના વાળની શિખાને બાંધુ! તમે નીચા નમો.
કુમાર - યોગી ! તમે નિર્ભય રહો. શિખા બાંધવી મને ખપે નહિ. મારી આ તરવાર જ તીખી છે. સત્ત્વશાળી કુમાર હાથમાં રહેલી તરવાર ખેંચી ઊભો રહ્યો. ખગ ગ્રહણ કરીને ઊભેલા કુમારને જોઈ, યોગીરાજ વિચારમાં પડ્યો. કપટ કરીને હણી નાખુ. સીધી રીતે કુમાર હણાય તેમ નથી. જયારે કુમાર બેધ્યાનમાં હોય, ત્યારે તક ઝડપી મારું કાર્ય સાધી લઉ એમ વિચારી યોગી ધ્યાનના ઢોંગમાં બેસી ગયો.
પોતાની સામે કુંડાળામાં પહેલેથી એક મનુષ્યનું મૃતક (શબ) લઈ આવ્યો હતો. તેની સામે વિદ્યામંત્ર ભણતો થકો મૃતકના મુખ પાસે હવનમાં કંઈક નાખવા લાગ્યો. તે જ સમયે વિદ્યાર્થાતરી વિકરાળ સ્વરૂપે શરીરને ઊંચુ કરતી, દાંત વડે કડકડ અવાજ કરતી, કપાળ ચડાવવા લાગી. યમની જીભના સરખા ખગ્ન સહિત કુમારને જોઈ ધ્રુજવા લાગી. કુમારથી ભય પામતી, યોગીની પાસે ભક્ષણ માંગવા લાગી.
યોગી કહે - હે દેવી ! આ ખગ્ન હાથમાં લઈ લે.
પછી કુમારને કહેવા લાગ્યો, હે કુમાર ! તારું મસ્તક દેવીને આપ. દેવી તારું મસ્તક સુંદર કરી આપશે, તારા શત્રુઓ તને નમે, તું દેવીને નમી જા. તારુ રૂપ સૂર્ય કરતાં પણ વધારે તેજસ્વી થશે. કુમાર વાતનો તાગ પામી ગયો.
કુમાર - હે જોગટા? સાંભળ! તું ભિક્ષુક છે. જયારે અમે તો ભૂપ છીએ. રે નિર્દય, રે પાપી ! તું તારી જાતે જ મરીને દેવીને ભોગ આપ. જે કારણે દેવી સંતોષ પામે. અને જગતના રોગ નાશ પામે.
કુમારની વાત સાંભળી યોગીએ પોતાની પાસે રહેલી તરવારનો ઘા કુમાર ઉપર કર્યો. સમય પારખુ કુમારે ઘા વંચીને, સિંહની જેમ ઊછળી યોગીના અંધ ઉપર ચડી ગયો. તે સમયે મૃતકે કુમારના બે પગ પકડી
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)