________________
વૃક્ષો ઉપર પંખીઓ માળા બાંધી પોતાના પરિવાર સાથે રહેતા હતા. જે પંખીઓનો કલરવ સાંભળતાં કુમાર ઘણો આનંદ પામ્યો.
કુમાર વૃક્ષો જોતાં આગળ ચાલ્યો. જેમાં જાંબુ, દાડિમ, રાયણ, કેળના વૃક્ષો, જામફળ-રામફળ વગેરે હતાં. વળી કેસૂડાના વૃક્ષો પણ હતાં. જેના ગુલાબી તથા લાલ વર્ણના ફૂલોથી ધરતી પણ લાલવર્ણ ચુંદડી ઓઢી ન હોય? આંબા ડાળે કોયલ મીઠો ટહુકાર કરતી હતી.
કુમાર સરોવરની સુંદર શોભા જોતો જોતો, કેટલાક ખાવાલાયક ફળો ભેગા કરી લઈને, સરોવર પાળે આવ્યો. સરોવરમાં સ્નાન કરીને મીઠાં ફળ આરોગવા બેઠો.
સૂર્ય પશ્ચિમ દિશામાં પહોંચી ગયો હતો. સંધ્યા ઢળતી હતી. પૂર્વ દિશામાં રહેલું એક મંદિર જોવામાં આવ્યું. મંદિર જોવા માટે કુમાર ચાલ્યો. કામદેવનું મંદિર હતું. જેમાં કામદેવની મૂર્તિ ઝાકઝમાળ શોભતી હતી. સાહસિક શિરોમણી કુમાર મંદિરમાં જઈ બેઠો. રાત પડી હતી. તોયે કુમારને કોઈપણ જાતનો ડર ન હતો.
આ પ્રમાણે લીલવિલાશી એવી છઠ્ઠી ઢાળ કર્તાપુરુષે સુંદર પ્રકાશી.
- દુહા :
યક્ષાલય ઉપર ચડ્યો, અપવર દેખી એક; શયત યોગ્ય સમભૂતલી, મુક્તિ થયો અતિરેક. //all હોય કમાડ જડી કરી, ભોગળ સાંકળ સાજ; યક્ષ શરણ સૂતો થકો, ચિતે મિત્રનું કાજ. રા સત્ય વયન વ્યંતર તણું, મિત્ર ગયા છે "વાક; કર્માતિ સમ ભાતિએ, અવર ન બીજો વાંક 3 પણ ઉત્તમ વર સંગ્રહે, ફરી ન કરે તે દૂર, પુનરપિ મેળો જો મળે, તો હોય સુખ ભરપુર //૪ *દોષાર કુટિલાકૃતિ, અંગ કલંક ધરાય; અસ્ત સમય લહી 'મિત્રનો, નિજમુખ ઉજવલ થાય. //પો. ચંદ્ર ઇશ્યો પણ પ્રેમથી, શિવ ધરીયા નિજ શીશ; નાગ ન કંઠથી પરિહરે, કોઇ તિ ન કરે રીશ. કો
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૧