________________
વિશ્વાસઘાતી મિત્રો
-: ઢાળ-૬ :
ભાવાર્થ :
સંધ્યા ઢળી. સૂર્યદેવ પશ્ચિમ દિશામાં શયન માટે ચાલ્યા ગયા. કુમાર વડતળે સૂતો. પણ રાત હોવાથી ભયના નિવારણ માટે સૂતાં છતાં જાગ્રત છે. રાત્રિ તો પસાર થવા લાગી. મધરાત્રિએ પંથેથી પસાર થતાં કોઈ બે માણસોએ કુમારને જોયો. કુમાર પાસે આવી ચરણે નમસ્કાર કર્યા. કુમાર બેઠો થઈ ગયો. અજાણ્યા બંને પુરુષો કુમારની પડખે બેઠા. હર્ષ પામેલા તે બંને પુરુષોને કુમાર ઓળખી ગયો. પોતાના મિત્રો બાલપણાના હતા, તે જોઈને કુમાર પણ આનંદ પામ્યો.
કુમાર - મિત્રો ! કયાંથી આવ્યા ? આગળ કયા દેશમાં જવું છે ?
બે પુરુષો - હે રાજકુમાર સાંભળો ! દૂર દૂર દેશાવર એકલા ન નીકળીએ. મહેલમાંથી સંધ્યા સમયે એક તરવાર લઈને યોગી સાથે આપ નીકળ્યા, તે વાત પિતાએ જાણી. આપ રાજમહેલમાં ન પધાર્યા. પિતાએ સઘળી જગ્યાએ આપની તપાસ કરાવી. આપની ભાળ ન મળતાં રાજા-રાણી ઘણો શોક કરવા લાગ્યાં. તે જાણી તમારી સ્ત્રી જે ગુણસુંદરી સખીઓ સાથે મળી વિચારવા લાગી. પુત્ર વિના માતપિતા દુઃખી થતાં જોઈ ન શકી. તેથી સખીઓને કહે - સખી ! મારા સ્વામીના બે ગોઠિયા મિત્રો બહુ બુધ્ધિશાળી અને બહાદૂર છે. તેઓને પરદેશ મોકલીએ. તે બંને રાજકુમારની શોધ કરી જરૂર પાછા આવીને, માતપિતાને સમાચાર આપશે.
ન
ત્યારપછી અમને બંનેને બોલાવ્યા. સઘળી વાત જણાવી. અમને મોકલ્યા. નગરમાંથી નીકળી વનવાડી, ગામ-નગર, પર્વત-ગુફા જોતાં જોતાં અહીં આવ્યા. પુણ્યયોગે તમારો મેળો થયો. આ ૧૦૦ યોજન મહાટવીમાં ફરતાં હતાં. તેમાં આપ મળતાં અટવી નાની થઈ ગઈ.
બંને વચ્ચે નગરની રાજદરબારની વાતો ચાલી. બધાની વાતો સાંભળતાં એક બીજાને ઘણો જ આનંદ
થયો.
બંને ચાલતાં ઘણા થાકી ગયા હોવાથી નિદ્રા દેવીએ ઘેરો ઘાલ્યો. બંને જણા તે વડલા હેઠે પોઢી ગયા. ઘસઘસાટ ઉંઘવા લાગ્યા. ક્ષત્રીપુત્ર ચંદ્રકુમાર તે બંનેનું રક્ષણ કરતાં ફરતા આંટા લગાવે છે.
તે અવસરે તે વડલા ઉપર એક વ્યંતર દંપત્તી આવી બેઠું. તે અંદરોઅંદર ગાઢ પ્રેમની વાતો કરતાં
હતાં.
વ્યંતરી - સ્વામીનાથ ! આ વડ હેઠે કોણ છે ?
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
36