________________
વ્યંતરદેવ - દેવી ! એ ક્ષત્રિયપુત્ર છે. અને એના બે મિત્રો સૂતા છે. તે બંને ધૂતારા કુમારને મળ્યા છે. તેમાં એક વાણીયો છે. જયારે બીજો બ્રાહ્મણ છે. મિત્રપણાના દાવે આવ્યા છે. પણ મનમાં શત્રુભાવ રમે છે. આ બંને મિત્રનો વિશ્વાસ રાખવા જેવો નથી. જેમ કે ઘાસનો અગ્નિ, વાદળની છાયા ને વેશ્યાની મિત્રતા કે સંગ.. તે ઉપર કયારેય ભરોસો ન રખાય. તે જ રીતે આ બંને મિત્રો ઉપર વિશ્વાસ રખાય તેમ નથી. તેમાં વળી વાણિયાની માયા પણ આવી જ છે. જલની વૃષ્ટિ જેવી જ નીચ માણસોની સેવા છે. પાણીનો પરપોટો જોતાં જ ગમી જાય. પણ ટકે કેટલી વાર ? તેના સરખા વાણિયા કહેવાય છે.
જગતમાં કહેવાય છે કે વાણિયા ત્રણ જગ્યાએ જ ભલા હોય. ૧. માતાના ગર્ભમાં, ૨. ચિત્રામણ એટલે કે ચિતરેલો, ૩. મૃત્યુ પામેલો. તે સિવાય વાણિયો કયાંયે સીધો કે ભલો ન હોય. તેના ભરોસે કયારેય ન રહેવાય. વ્યંતરી - હે સ્વામી ! તો બ્રાહ્મણને ધૂર્ત કેમ કહ્યો ?
વ્યંતર - બ્રાહ્મણ એટલે ભિક્ષુક. ભિક્ષુક બ્રાહ્મણ પણ આ સંસારમાં ભૂંડા કહૃાા છે. મૃત્યુ પામેલા માણસનું ધન પણ દાનમાં લઈ જાય છે.
વ્યંતરી - કયાં ? કયારે ?
વ્યંતર - જયારે માણસ મરે છે ત્યાર પછી બારમા દિને તેની શય્યા ભરીને બ્રાહ્મણ બધુ જ દાનમાં લઈ જાય છે. ધનવાનોના મોતને વધારે ઈચ્છે. કારણ ધનવાનના મૃત્યુ પછી શય્યા વગેરેમાં દાન વધારે મળે.. માટે... જો દાન ન આપે તો તેની નિંદા કરે છે.
જમણવારમાં જમવા જવા માટે, ત્રણ દિન ઉપવાસ કરે ત્યારે ચોથા દિન જમણમાં જમવા જાય. વળી માગણકુળ કહ્યા છે. તેમાં બ્રાહ્મણ કુળ ને નબળુકુળ કહ્યું છે. તૃણથી પણ તે હલકો કહેવાય છે. પવન જેવો પવન પણ તેની આગળ જવા ઈચ્છતો નથી. કારણકે બ્રાહ્મણ - માગણની ટેવે રખેને મારી પાસે માંગશે.
બંને મિત્રો દુઃખને ભેગુ કરીને કુમાર પાસે આવ્યા છે. વ્યંતરની વાત કુમાર સાંભળે છે. તેવામાં નીંદ પૂરી થતાં બંને મિત્રો જાગ્યા.
પ્રભાત થયું. સૂર્યનારાયણ પૂર્વ દિશામાં આવી ચડયા. કુમારે બંને મિત્રો સાથે જંગલમાં આગળ ચાલ્યા. જંગલમાં જતાં જતાં દૂરથી આવતો વાઘ જોયો. વાઘ જોતાં જ બંને મિત્રો કુમારને મૂકી ભાગી ગયા. કુમારે તો એક જ બાણ છોડી ત્યાં જ વાઘને હણી નાંખ્યો.
ત્યારપછી કુમારે જોયુ કે પોતાની પડખે રહેલા બંને મિત્રો નથી. કુમાર ત્યાંથી આગળ ચાલ્યો.
સુંદર સરોવર જોવામાં આવ્યું. જે સરોવર વિવિધ પ્રકારના કમળોથી શોભતુ હતુ. સરોવરની પાળે હંસોની જુગલજોડી રમતી હતી. ચારેકોર વૃક્ષોની હારમાળાઓ સરોવરની શોભામાં વધારો કરતી હતી. ઘટાદાર
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
४०