________________
અદ્ભુત આશ્ચર્ય
-- ઢાળ-પ :
ભાવાર્થ :
કુમાર બંને સ્ત્રીઓની વાત સાંભળી સમજાવે છે કે તમારા પતિ આવા સુંદર પ્રકારના વિજ્ઞાનકળાને જાણે છે. જે કળાને દુનિયામાં શોધી જડતી નથી. તેના સરખી જોડ પણ જોવા મળે તેમ નથી. તો કલાકારની પત્નીઓને ઝઘડવાનું હોય ? ન જ હોય. તમોને રસ્તો બતાવું.
તમારે બંને આગળ ચાલવુ છે. પાછળ કોઈને ચાલવું નથી. તો બાઈ ! સાંભળો ! તમે બંને એક બીજાના હાથની આંગળી પકડી લ્યો. આંગળી પકડી બંને સાથે જ હસતાં હસતાં પોતપોતાના ઘરે ચાલ્યા જાવ, ઝઘડવાનું રહેશે નહિ.
પરદેશી કુમારની યુક્તિપૂર્વક બતાવેલા રસ્તાને સ્વીકારી બંને એકબીજાની આંગળી પકડી ચાલવા લાગી. બંનેનો ઝઘડો શાંત થઈ ગયો.
કુમાર પણ ત્યાંથી તે બંને સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. પાછળ ચાલતાં કુમારને બંને સ્ત્રીઓએ ન જોયો. તે તો ઝઘડો મીટતાં, હસતી ને વાતો કરતી કરતી ઊતાવળી ઘરે પહોંચવા લાગી. પાણી બેડા યુકત ઘરે પહોંચી.
પાછળ ચાલતા ચંદ્રકુમાર અનુક્રમે લુહાર રવિશંકરના ઘરે આવ્યો. આગંતુક પરદેશીને વિવેકી રવિશેખરે આદર સહિત બોલાવ્યો. ગુણમંજરીએ સ્વામીને વાત કહી. તે સાંભળી પતિ આનંદ પામ્યો. એકબીજાની કુશળતા પૂછી. ઉચિત આદર કરી, બેસવા આસન આપ્યું. મહાન પુન્યશાળી કુમારને જોતાં મનમાં જ વિચારવા લાગ્યો કે આ પરદેશી લક્ષણવંત કોઈ ઉત્તમવંશના જણાય છે.
કુમાર આસન પર બેઠો. ત્યાર પછી કુમારે બધી વાત કહી. શેખરને કુમાર ઉપર અપાર પ્રીત જાગતાં પોતાના ઘરે પ્રેમથી રાખ્યો. ત્યારપછી ઊંચી જાતનું લોખંડ લઈને, રવિશેખરે મત્સ્ય બનાવ્યો. આગળ મુખ બનાવ્યું. ને પાછળ ભાગે પેટના વિભાગમાં ઓરડી બનાવી. જેમાં બે માણસ બેસી શકે. વળી તે મત્સ્યમાં બંધ ઉઘાડ કરી શકાય તેવી કુંચી પાછળ બનાવી.
શુભ દિવસે રવિશેખર, ચંદ્રશેખર બંને જણા મત્સ્યના પાછળના ભાગે રહેલી ઓરડીમાં ગોઠવાયા. તરત જ પંખી આકાશમાં ઉડે, તેમ બંને આકાશમાર્ગે ઊડવા લાગ્યા. આશ્ચર્યચકિત પામેલ કુમાર નવા નવા ગામ, નગરો, વન-ઉદ્યાનો, વાવડી જોતાં આગળ ચાલવા લાગ્યા. આકાશમાં ઊડતાં કુમાર જાણે વિદ્યાધર પદવી પામ્યા.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
३२