________________
નિયમ લીધા છે કે પરસ્ત્રીનો ત્યાગ. હું જાણું છું કે દેવની શકિત અગાધ છે. હું તો મનુષ્યલોકનો માનવી છું. મને ઘણી વિડંબના કરશો?
પવનથી પર્વત ડોલે તો વૃક્ષની શી વાત? આવા મોહનગરના મોહરાજાના મોહમાં ફસાઈ, આ સંસારમાં મનુષ્યો ઘણા મુંઝાણા છે. વિષય કષાયથી વિરામ પામ્યા. તે પ્રાણીઓ ખરેખર ગુણમણિ ભંડાર છે. જે કૃત્યાકૃત્ય હિતાહિતનો વિચાર કરતા નથી, કામવિવશ બનેલા સ્ત્રી કે પુરુષો કયારેય કંઈ સાંભળતા નથી. અને દેખતાં પણ નથી. અને પોતાના જીવનમાં અપયશ રૂપી કાળાશને વિસ્તાર છે.
કામાંધ માણસો આવા પ્રકારના સુખમાં મહાલે છે. પણ ખરેખર ! વિષયો વિપત્તિ સમાન છે. ધારાને ખાનારો માણસ લોખંડને પણ સોનું માને છે.
જિનેશ્વર પરમાત્મા સરખા ગારૂડીમંત્રો જેને મળ્યા છે. તેને વિષય વાસના રૂપી સપનું ઝેર ઊતરી જાય છે.
હે દેવી ! આપનાં હૃદયમાં હંમેશ સદ્દગુરુનો ઉપદેશ રાખો. વળી ત્રિલોચના ત્રણ અક્ષરે તુજ નામ છે. ત્રણ લોચનવાળી - ત્રણ આંખથી જગતને જુએ છે. બે તો ચામડાની આંખ છે. ત્રીજી જ્ઞાનરૂપી આંખ મળી. તો તે સફળ કરો. શા માટે આવી ભીખ માંગવી?
કુમારની વાત સાંભળી દેવી આનંદ પામી. હે કુમાર ! આપના વચનો રૂપી મંત્ર વડે મારું મોહ રૂપી ઝેર ઊતરી ગયું છે. અને સાચો લાંબાકાળ સુધી ટકે તેવા ધર્મને મેળવ્યો છે.
હે કુમાર ! ખરેખર આ જગતમાં તું મારો સગો બાંધવ છે. તું સાચાં ગુરુ, તું જ સાચો દેવ. હવે કયારેય તને ભૂલીશ નહિ. મારા યોગ્ય કામ પડે જરૂર સંભારજો. હંમેશા તમારી સેવામાં હાજર થઈશ.
આ પ્રમાણે દેવીની વાત સાંભળી કુમાર આનંદ પામ્યો. તે જ અવસરે કુમારના કાને સુંદર મધુર કંઠે કંઈક ભણતા હોય તેવા અવાજ સંભળાયો. પૂછે છે કે અહીંયા આ કોણ ભણે છે ?
ત્રિલોચના - અહીં ચંદ્રગુફામાં ચાર માસના ઉપવાસ કરીને રહેલા ચાર મુનિ મહાત્માઓ શાસ્ત્રનાં સ્વાધ્યાય કરતાં ભણે છે.
વાત સાંભળી કુંવર તરત તે ચંદ્રગુફામાં ગયો. મુનિને વંદન કરી બેઠો. દેવી ત્રિલોચનાને વિસર્જન કરી, શ્રુતજ્ઞાન સાંભળતાં આનંદ અનુભવતા કુમારે તે ગુફામાં રાત્રિ પસાર કરી.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
જાણે છે