________________
તે નિસુણી અપરા તિહાં, બોલી ગર્વ ભરેલ; મુજ પતિ વિધા આગળે, એ સવિ બાળક ખેલ. તો નૃપ પૂછતાં બોલતી, સ્વામી મુજ થકાર; સરસ્વ વિધાનિધ, રતિસુંદરી ભરતાર || અશ્વ ઘડે તે કાષ્ટનો, બેસી ચલત આકાશ; જોઇ જગત આ શિવપુરે, ફરી આવે ખટુ માસ. ૧ol
૧-આબુ.
-: દુહા :
ભાવાર્થ :
આદિનાથ પરમાત્માની ભકિત કરી કુમાર મંદિરની બહાર આવ્યો. ભકિતના રસાસ્વાદને માણતો કુમાર જિનમંદિરની બહાર ગાઢ વનપ્રદેશમાં ગયો. ત્યાં એક અતિ સુંદર અને વિશાળ સરોવર જોયું. ઘણું ચાલવાથી થાકેલા કુમારને ભુખ તરસ બધુ જ ભેગું થયું હતું. પુન્યશાળી કુમાર સરોવર તીરે પહોંચ્યો. કંઈક સ્વસ્થ થઈ, મુખશુધ્ધિ કરી. સરોવરિયાની પાળે રહેલા વૃક્ષોના મીઠા ફળો આરોગ્યા. થાક ઊતારવા સરોવરની પાળે કુમાર નિરાંતે બેઠો.
તે વખતે દૂર રહેલા નગરમાંથી મદભર યૌવનવાળી બે સ્ત્રીઓ પાણી ભરવા આવી. કુમારે બંને સ્ત્રીઓને જોતાં લાગ્યું કે નજીકમાં કોઈ નગર હશે. તે બંને સ્ત્રીઓ પાણી ભરેલાં માથે બેડાં મૂકી, સરોવર પાળેથી ઊતરતાં ઝઘડવા લાગી. એક કહે હું આગળ ચાલું, તો બીજી કહે હું આગળ ચાલું. બંનેમાંથી કોઈને પાછળ ચાલવું નહોતું.
- કુંવરે આ ઝઘડતી સ્ત્રીઓને પૂછયું બેનો! શા માટે ઝઘડો છો? તમે કોણ છો? તમારુકુળ કયું? તમારી જાતિ કઈ?
એક સ્ત્રી - હે પરદેશી ! મારી વાત સાંભળો. હું લુહાર જાતિની છું. મારું નામ ગુણમંજરી છે. મારો પતિ મહાવિદ્યાએ ભરેલો છે. બહુ બુધ્ધિશાળી છે. રાજદરબારે પણ તેમના ઘણા માન છે. આબરૂદાર મારા સ્વામીનું નામ રવિશખર છે.
કુમાર - બેન ! તે રવિશેખરને કયું વિજ્ઞાન આવડે છે?
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૨૯