________________
માટે પાપના ખેલ સરખું આ દાન તમારે આપવું ઘટતું નથી.
પુષ્કરાવર્તના મૂશળધાર વરસાદમાં મગશેલીયો પત્થર ભીંજાતો નથી. તે જ રીતે જિનમતીની વાતથી દેવશર્માનું અંતર ભીંજાયુ નહિ. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરીને દેવપુર નગરમાં ઊંટ થયો. ઘણા ભારને વહન કરતાં મહાદુ:ખી થયો. ખાવામાં આવર બાવળ-કાંટા જ હતા. કયાંયે સુખી ન થયો.
જયારે જિનમતી જૈનધર્મની આરાધનામાં રકત બની અંતે આયુષ્ય પૂરું થયે રમાપુર નગરમાં અમર રાજાની રાણી કલાવતી રાણીની કુક્ષીયે જન્મ લીધો. તેનું સુરુપા નામ રાખ્યું. દિનપ્રતિદિન વધતી રાજબાળા યૌવનમાં પ્રવેશ પામી. ૬૪ કળામાં પ્રવીણ સુરુપાને માટે અમર રાજાએ સ્વયંવરમાં રાજકુમારો બોલાવ્યા. સ્વયંવરા સુરુપાએ લક્ષ્મીપુર નગરના ધન નામના રાજાને વરમાળા આરોપી.
ઘડિયાં લગ્ન લેવાયાં. અમરારાજાએ મહોત્સવ કરી રાજકુંવરીને ઠાઠમાઠથી ધન રાજા સાથે પરણાવી. દાયજારૂપ કરિયાવરમાં હીરા માણેક આદિ ઘણું ધન આપી દીકરી જમાઇને વળાવ્યા. પોતાના નગરની બહાર પડાવ નાંખ્યાં. સુભટોએ તંબુ નાખ્યા. વરકન્યા પોતાના પાલમાં બેઠા છે. પોતાની સાથે આવેલા બળદગાડી ઊંટગાડી વગેરે છોડયાં. તેમાં એક ઊંટને મૂર્છા આવતાં જમીન ઉપર પડી ગયાં. મૂર્છા ઊતરતાં સુરુપાને જોઈ, ચોધાર આંસુએ રડવા લાગ્યાં. રડતો ઊંટ જમીન ઉપર વારંવાર આળોટતો હતો. તે જ વનમાં દૂર મુનિભગવંતને જાતાં રાજા રાણી ત્યાં જઈને વંદન કરી બેઠાં. વિનયપૂર્વક હાથ જોડી પૂછયું - હે ભગવંત ! અમારા ઊંટને એકદમ આ શું થયું ?
મુનિ - હે રાજન ! તમારી રાણીને જોઈને આ ઊંટ મૂર્છા પામ્યો છે. ત્યારપછી તે ઊંટે પોતાના પૂર્વભવ જોયો મુનિએ દેવશર્મા-જિનમતીની વાત કહી.
મુનિભગવંતની વાત સાંભળી રાણી સુરુપા પણ ત્યાં જ જાતિ સ્મરણ પામી. પૂર્વનો પોતાનો પતિ જાણીને સુરુપા ઊંટ પાસે આવીને, આશ્વાસન આપતાં કહે છે - રે ઊંટ હવે છાનો રહે, ભાઈ ! રડીને પોકાર કરીશ તે શા કામનો ? તારે ઘણો ભાર વહન કરવાનો છે. કયાંય સુખ મળ્યું નથી. ધન દેતાં તને મેં વાર્યો હતો. છતાં મારી વાત ન માની. તો આ દશા પામ્યો. સૂર્ય જ રાહુને ગળી જાય તો બીજાને શું કહેવું ?
r
રાણી સુરુપાના હિતકારી વચનો સાંભળી ઊંટ સ્વસ્થ થયો. જૈનધર્મનો ઉપદેશ આપ્યો. નવકાર મંત્ર સંભળાવ્યો. સાચા ધર્મની ઓળખ થતાં ઊંટે ત્યાં જ અણશન કર્યું. આયુષ્યપૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયો. શ્રીપુર નગરથી જાન નીકળી રમાપુર નગરે આવી. જાતિસ્મરણથી સુરુપા પોતાનો પૂર્વભવ જોતાં વૈરાગ્ય પામી. સંસારમાં ધર્મની આરાધના કરી અંતે અણુશન વ્રત ધર્યુ. આયુ ક્ષય થયે છતે સૌધર્મ દેવલોકમાં તે જ દેવની દેવી તરીકે ઉત્પન્ન થઈ. પૂર્વભવના સંબંધે આ બંને એકબીજા ઉપર અતિશય રાગવાળા થયાં.
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
२७