________________
સાધુ સમાગમ
-: ઢાળ-૪ :
ભાવાર્થ -
ચંદ્રકુમારે ત્રિલોચના દેવીને જવાની રજા આપી. ચંદ્રગુફામાં રહેલા મુનિઓ પાસે રાત પસાર કરી.
મુનિભગવંતો શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા હતા. જે સ્વાધ્યાયમાં ગૃહદાનનો મહિમા વર્ણવ્યો હતો. ચંદ્રકુમાર સાંભળવામાં લીન બન્યો છે. જે દાનની વાતોમાં મુખ્ય દાન પાત્રદાન કહે છે. શાસ્ત્રમાં ચાર પ્રકારના દાન કહા છે. ૧. અભયદાન, ૨. સુપાત્રદાન, ૩. પ્રીતિદાન, ૪. અનુકંપાદાન.
અભયદાન તો પ્રચલિત દાન છે. કોઈપણ જીવને મારતો હોય તો તેને બચાવવો. દ્રવ્ય અને ભાવપ્રાણનું રક્ષણ કરવું જોઈએ.
સુપાત્રદાન એટલે વિશેષ પ્રકારે આહારાદિ વસ્તુનું દાન, ઉત્તમ પાત્રરૂપ મુનિભગવંતોને આપવું, મધ્યમ પાત્રમાં શ્રાવકો કહી છે. પાત્ર દાનની વાતો શ્રી જિનેશ્વર પરમાત્માના મતમાં બતાવી છે. રત્નપાત્ર સમ શ્રી તીર્થકર પ્રભુ કહ્યા છે. જેમાં વળી મુનિભગવંતો આવી જાય છે.
સીદાતા સાધર્મિકજનોને જોઈતી વસ્તુની પૂર્તિ કરીને આપ સરખા જે કરે, વા તેને ઊંચે લાવે તે મધ્યમ પાત્રદાન છે. જે દાનના પ્રભાવે મહાનલાભની પ્રાપ્તિ થાય છે.
કુમાર - હે ભગવંત! લૌકિક (મિથ્યાધર્મ) ધર્મમાં ઘણું દાન આપે છે. શાહ મૃત્યુ પામેલા માણસની પાછળ શય્યા ભરી બ્રાહ્મણને દાન આપે છે. વળી ચંદ્રગ્રહણ તેમજ મકરસંક્રાંતિના દિવસે પણ ઘણું દાન આપે છે. તો તે દાનના ફળ શું હોય?
મુનિભગવંત - હે રાજકુમાર ! શ્રીપુર નામે નગર હતું. જે નગરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની જિનમતી નામે હતી. નામ પ્રમાણે ગુણોને ધારણ કરનારી હતી. જિનેશ્વર ભગવંતના મતને ધારણ કરનારી હતી વળી શ્રધ્ધાપૂર્વક જૈનધર્મની આરાધના કરતી હતી.
મકરસંક્રાંતિ અને ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણના દિવસે દેવશર્મા બ્રાહ્મણ શય્યા, ગાય, ધન, ધાન્ય આદિ વસ્તુનું મોટા બ્રાહ્મણને દાનમાં આપતો હતો. પોતાના પતિને આ દાન આપતા જોઈ, જિનમતી કહેવા લાગી - હે સ્વામી ! આ દાન દુર્ગતિને આપનારું છે. આ ઉપદેશ કુગુરુનો છે. આ મિથ્યાવાણી તો ડાકિણી સરખી છે. માટે આ પ્રકારે દાન ન દેવું જોઈએ. હે સ્વામીનાથ ! આવા પ્રકારના દાનથી આ ભવ તેમજ પરભવમાં દુઃખ આપનારું નીવડે છે. કલેશ કરાવે છે. દાન આપનાર અને લેનાર બંને દુર્ગતિના ભાગીદાર બને છે. તે
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)