________________
(૬૮)
હવે લોકલાજ, લોકરંજન કે લૌકિકભાવ તજી, આત્મા માટે પરમકૃપાળુદેવની ભક્તિ પરમ સાધન સમજી, આત્મસ્વરૂપ અર્થે ઝૂરણા જાગે, તે જ મુખ્ય કર્તવ્ય દ્રષ્ટિ સન્મુખ રહ્યા કરે, તેવો જીવનપલટો
કર્તવ્ય છે.જી. (બો-૩, પૃ.૫૨૦, આંક ૫૪૪). D આવા કળિકાળમાં જેને ધર્મ પ્રત્યે ચોટ થઈ હોય તે જ ભગવાનને સંભારે, નહીં તો તૃષ્ણામાં આખું
જગત અજાયબી પમાડે તેમ તણાઈ રહ્યું છે; તેમાંથી બચી પરમકૃપાળુદેવના ચરણમાં ચિત્ત રાખશે, તે ધન્યવાદને પાત્ર છે. (બી-૩, પૃ.૫૧૬, આંક ૫૫૯) I એક પરમકૃપાળુદેવ એ જ એક મારા તો સાચા સ્વામી છે; તે મને ભવોભવનાં દુઃખમાંથી ઉદ્ધાર
કરનારા છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે તો મરણ જેવા ભયંકર દુ:ખના પ્રસંગે પણ તે છોડીશ નહીં. તેને જ આશરે જીવવું છે અને તેને જ આશરે આ દેહ છોડવો છે. બીજે ક્યાંય ચિત્તને ભટકવા દેવું નથી, એવો નિશ્રય, તરવાનો કામી હોય, તે કરે છે અને એ પરમપુરુષના નિશ્રય અને આશ્રયથી તરે છેજી. માટે પરમ દુર્લભ એવી શ્રદ્ધા દિવસે-દિવસે વર્ધમાન થાય તેવી ભાવના કર્તવ્ય છેજી. આ સંસારનાં સુખ ઝેર જેવાં છે અને દુઃખ તો સર્વને અનુભવમાં છે, તો કંઈ પણ સંસારી કામના મનમાં હોય તે કાઢી નાખી, એક પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર વાળી, તે મહાપુરુષ જે દેહાતીત દશામાં, પરમ અમૃતમય આત્મિક સુખમાં, નિરંતર મગ્ન છે તેની જ ભાવના, અભિલાષા, પિપાસા ચાલુ રહે એમ વિચારવા યોગ્ય છેજી. ભક્તિ, ભક્તિ અને ભક્તિ એ જ આધાર છેજી. (બી-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧)
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ;
ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ.” પરમકૃપાળુદેવ જેમ રાખે તેમ રહેવું, જે થાય તે સમભાવે સહી લેવું, અને સંતોષ રાખવો. ભક્તિભાવ વર્ધમાન થાય તેમ વર્તવું. એ જ આપણા હાથમાં હાલ તો છેજ. “થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.'' પ્રમાદને વશ થઈ ખેદ કર્તવ્ય નથીજી. સત્સંગની નિરંતર કામના રાખી, પ્રમાદમાં જીવ ન તણાઈ જાય માટે વારંવાર સ્મરણ, વાંચન, ભક્તિ, કંઈ મુખપાઠ કરવું કે મુખપાઠ થયેલું બોલી જવું વગેરે પુરુષાર્થમાં ચિત્ત રાખી, સત્પરુષે કહેલો બોધ, જે સ્મરણમાં હોય તે, વારંવાર વિચારવો; તેનો ઉપકાર ચિંતવવો કે તેનો યોગ ન થયો હોત તો આ પામર જીવની અત્યારે કેવી દશા થઈ હોત? કેવા કર્મ બાંધતો હોત ? તેની મુખાકૃતિ, તેનો પ્રેમ, તેની શિખામણ વીસરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૧૮૨, આંક ૧૮૪) પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના યોગબળે, તેની ભક્તિ નિરંતર યથાર્થ રહો એ ભાવના રહે છેજી. વારંવાર સદ્ગની મુખાકૃતિ, તેનો બોધ, તેની આજ્ઞામાં ચિત્તને વારંવાર પ્રેરવાથી તે અખૂટ આનંદ આપનાર થઈ શકશે. નિષ્કામભાવે ગુરુભક્તિ પરમ સુખને આપનાર છે. “શ્રી સદગુરુપ્રસાદ’માંના પત્રો વારંવાર વિચારી, તેમાં જણાવ્યા પ્રમાણે વર્તવાની ભાવના, પરમ કલ્યાણનું કારણ છેજી. એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ વધારવા આ જીવની ભાવના છે, તેવી સર્વને હો, એવી પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે છેજી. (બી-૩, પૃ. ૧૮૨, આંક ૧૮૬).