________________
ઉ૫૭) સંસારના પદાર્થો ઉપર જે મન દોડે છે, તેને રોકી સત્સંગ અને ભક્તિમાં મન જોડવું, તે પુરુષાર્થ જ છે. મનને ભટકવા ન દેવું. જે સત્પરુષો રાગ-દ્વેષથી મુક્ત થયા, તેમની અંતરચર્યા જાણવા પ્રયત્ન કરવાનો છે, જેથી આપણે પણ રાગ-દ્વેષથી મુક્ત થઇએ. તે પુરુષો ગમે તેવા સંયોગોમાં પણ આત્મામાં સ્થિર રહી શકતા. આવા
પુરુષો જગતનું કલ્યાણ કરી શકે. કેવી અદ્ભુત દશા છે ! (બો-૧, પૃ.૧૦, આંક ૧૨) I આત્મામાં રાગ-દ્વેષ, મારું-તારું કશું છે નહીં. જેણે આત્મા પ્રગટ કર્યો છે, તેનામાં વૃત્તિ જાય તો રાગ-દ્વેષ ન થાય. જ્ઞાની પુરુષોમાં વૃત્તિ જાય તો રાગ-દ્વેષ ન થાય. કોઈ દ્વેષ કરતો હોય તો તેના સામું ષ કરવાનું જીવને થઈ આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે તારું ભૂંડું કરે તેનું ભલું કર. માર્ગ એવો છે કે કોઇનું ભૂંડું કરવું નહીં. આપણું કોઇ ભૂંડું ઇચ્છે તો આપણે તેનું ભલું ઇચ્છવું. કોઈ બાંધનાર નથી, કોઈ છોડાવનાર નથી; પોતાનો જ વાંક છે. એટલું થાય તો જીવને કોઈ કહે તો ય ન થાય. એ તો મારો વાંક છે, એમ લાગે. જ્ઞાનીની સમજણે સમજણ કરવાની છે, જીવ તે કરતો નથી. (બો-૧, પૃ.૨૪૬, આંક ૧૩૮) 0 શાસ્ત્રોમાં જે ગુણસ્થાનક આદિ કહ્યાં છે, તે પણ વિચારવા જેવાં છે. એથી રાગ-દ્વેષ થતાં નથી. લોક
આદિનું સ્વરૂપ જાણવાથી નુકસાન નથી, રાગાદિ મટાડવાનું કારણ થાય છે. પાપ-કારણોથી છૂટે અને પુણ્ય બંધાય એવાં કારણોમાં પ્રવર્તે તો રાગ-દ્વેષ ઓછા થવાનું કારણ થાય છે. વિશેષ જાણવાથી આત્મા નિર્મળ થાય છે. (બો-૧, પૃ.૧૫૪)
"वदा मोहात प्रजायते रागद्वेषौ तपस्विनः ।
तदैव भावयेत स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।" (समाधिशतक) ભાવાર્થ : જેને ઇચ્છાઓ રોકવી છે એવા તપસ્વીને, જ્યારે મોહના ઉદયે, રાગ-દ્વેષની વૃત્તિઓ ઘેરી લે છે (ઉત્પન્ન થાય) ત્યારે શું કરવું? તેનો ઉપાય બતાવે છે, કે તે જ ક્ષણે (મોહનો ઉદય થતાં જ ચેતી જવું, ઢીલ ન કરવી) સ્વસ્થ, શાંત આત્માની ભાવના કરવી [“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (૬૯૨)] કે ક્ષણવારમાં તે રાગ-દ્વેષ શાંત થઈ જાય છે. (બો-૩, પૃ.૩૫૪, આંક ૩૫૫)
રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યફદર્શન છે. રાગાદિ મટાડવા જે જાણવું તે સમ્યકજ્ઞાન છે. રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન) મટે તેવું આચરણ એ જ સમ્યફચારિત્ર છે. આવો મોક્ષમાર્ગ જાણવા યોગ્ય, માનવા યોગ્ય છે.” (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર)
(બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭) 0 પરને પર જાણ્યું તો રાગ-દ્વેષ ન કરે. તેથી પંચાત રહે નહીં. જીવાજીવને જાણે તો રાગ-દ્વેષ ન થાય અને
ઉદયને લઈને થાય તો સારા ન ગણે. રાગાદિને દૂર કરવા હોય તો પહેલાં તીવ્ર રાગાદિ છોડવા અને શુભમાં પ્રવર્તવું. પછી મંદ રાગાદિરૂપ શુભભાવ પણ છોડીને શુદ્ધમાં આવવું. એ ક્રમ છે. (બો-૧, પૃ.૧૫૫, આંક ૨૭)