________________
(૫૪)
પ્રમાદનાં નિમિત્તોમાં જીવને પ્રમાદ થઈ જાય છે એવી આપણી મનોદશા હોવાથી, છૂટકે સૂતાં-સૂતાં ભક્તિ કરવાનું રાખવું. દિવસમાં કોઈ બપોરનો કે તેવો વખત અનુકૂળ હોય તો તે પ્રકારે ભક્તિ-સ્તવનો માટે કાળ , વવામાં પણ હરકત નથી. સવારે જ ભક્તિ થાય, પછી ન થાય એમ નથી. જેમ લાભ થાય તેમ ફેરફાર કરવો, પણ પ્રમાદ પોષાય તેમ પ્રવર્તવા યોગ્ય નથી એ ભલામણ છેજી. વિધિઓ ભાવને અર્થે છે એમ ગણી, ભાવમાં મંદતા ન આવે તેમ પ્રવર્તવા યોગ્ય છેજ.
(બી-૩, પૃ. ૧૯૫, આંક ૧૯૬) T કોઈ પણ પ્રકારનું, સભામાં વાંચન ચાલતું હોય અને કદાચ સમજવામાં આવે તોપણ ભાવ ઓછો થવા દેવો નહીં, અને સાંભળ્યા કરવું. ભાવના છે તે જ્યારે-ત્યારે ફળશે. પોતાને ગમતું વચાય તે સાંભળવાનું ગમે, પણ અઘરો વિષય ચાલતો હોય અને ન સમજાય, ત્યારે એમ ન કરવું કે આ ન વંચાય તો સારું, પણ સાંભળ્યા કરવું; છેવટે મંત્રમાં ધ્યાન રાખવું. પોતાને ગમતું તો આજ સુધી જીવે ઘણું કર્યું, પણ કંઈ વળ્યું નહીં. રુચિ જો જાગ્રત થઈ જાય તો પછી આગળ બધું મળી રહે છે. જેને જેવી ભાવના, તે હંમેશાં ફળે છે. આત્મા જાગ્રત થઈ જાય ત્યાર પછી કર્મોનું કંઈ જોર ચાલતું નથી. (બો-૧, પૃ.૮, આંક ૧૦) | ભાવ વર્ધમાન થાય તો કરતા રહેવા ભલામણ છે, પરંતુ પાછા પડાય નહીં તેની ખાસ કાળજી રાખવી
ઘટે છેજી. કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ અને કોઇ પ્રત્યે કિંચિત્માત્ર પણ દ્વેષ ન રહે, તેવા ભાવ કરવા બધો પુરુષાર્થ છે. (બી-૩, પૃ.૩૭૭, આંક ૩૮૩) જ્યારે આપણો ભાવ મોળો પડવા લાગે ત્યારે ઝટ ચેતીને સત્સંગ કરવા જતા રહેવું. નોળિયો સાપ સાથે લડવા જાય, ત્યારે સાપ તેને ડંસ મારે કે તરત જઈને જડીબૂટી સુંધી આવે, તેથી ઝેર ઊતરી જાય. ફરી તેની સાથે લડવા જાય, ત્યારે સાપ કરડે કે તરત બૂટી સુંધી આવે. એમ કરતાં-કરતાં નોળિયો નિર્વિષ થઈને ઝેરીલા સાપને મારી નાખે છે. તેમ સંસારરૂપી સાપ છે, જીવરૂપી નોળિયો છે અને સત્સંગરૂપી બૂટી છે. જ્યારે જીવને સંસારરૂપી સાપનું ઝેર ચઢે ત્યારે સત્સંગરૂપી બૂટીને સૂંઘી આવે તો ઝેર ઊતરી જાય. એમ કરતાં-કરતાં સંસારનો
નાશ કરીને મોક્ષે જાય. માટે ભાવ બગડે કે તરત ચેતી લેવું. (બો-૧, પૃ.૨૨, આંક ૩૯) | મુમુક્ષુ : શુદ્ધભાવની જીવને ખબર નથી, તો તેનો લક્ષ કેવી રીતે રહે? પૂજ્યશ્રી ઃ જ્ઞાની પુરુષના અવલંબને શુદ્ધભાવનો લક્ષ રખાય છે. જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે, હું તો કંઈ જાણતો નથી, એવો ભાવ રાખે તો શુદ્ધભાવનો લક્ષ રહે છે. શુદ્ધભાવ જો ન રહેતો હોય તો શુદ્ધભાવ જ મારે કરવા યોગ્ય છે, એવો અંતરમાં લક્ષ રાખીને શુભભાવમાં પ્રવર્તે તો મોડેવલે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય. શુદ્ધભાવને અર્થે જે શુભભાવ કરવામાં આવે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય એટલે પરંપરાએ મોક્ષનું કારણ થાય છે; અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની ક્રિયા કરવામાં આવે છે, તે શુભભાવ નથી પણ શુભક્રિયા છે. તેનુ ફળ સંસાર છે. (બો-૧, પૃ.૫૩, આંક ૨૯)