________________
(૫૮૧) દેહ છે અને આત્મા છે. બંને જુદા છે. દેહને પોતાનો માન્યો છે, તેથી વેદના થાય ત્યારે શરીરની ચિંતા કરે છે; ત્યાં મુમુક્ષતા નથી. મુમુક્ષુને તો તે વખતે આવા વિચાર થાય કે દેહ કેદખાના જેવો છે, વહેલું છૂટાય તો સારું; જે થવાનું હતું તે થયું, ભલું થયું. જ્યાં સુધી સમભાવમાં વૃત્તિ ન રહે ત્યાં સુધી મુમુક્ષુતામાં ખામી છે. મુમુક્ષુ એટલે મૂકવાની ઇચ્છાવાળો. જીવ હજી સંસારનાં દુઃખથી કંટાળ્યો નથી. દુઃખનાં કારણોમાં ગભરામણ થતી હોય તો જાણવું કે મારામાં મુમુક્ષતા નથી. દેહમાં સુખ ભોગવવાની ઇચ્છા, દેહને સારો રાખવાની ઇચ્છા હોય ત્યાં મુમુક્ષુતા નથી, અજ્ઞાન છે.
આત્માનું અને દેહનું સ્વરૂપ જાણ્યું નથી, તે અજ્ઞાન. (બો-૧, પૃ.૮૩, આંક ૭) 0 થાક્યાનો માર્ગ છે. જીવને ચારે ગતિનાં દુઃખ, સમાધિસોપાન આદિ વાંચતાં કંઈ સમજાય, તે ટાળવાની તમન્ના જાગે ત્યારે સંયોગે, વૈરાગ્યવંત જીવને સન્માર્ગ આરાધવાનો પુરુષાર્થ જાગે છે. બળતા ઘરમાં ઊંઘતા માણસના જેવી અત્યારે જીવની સ્થિતિ છે; તેને ઉઠાડવા કોઇ કહે, બૂમ મારે તો “કોણ પજવે છે ? ઊંઘવા દેતો નથી.' એવું અત્યારે જીવને લાગે છે, પણ બળી મરાશે એવો ભય લાગ્યો નથી, તેથી નિરાંતે ઊંધે છે. સમજાય તો જીવને મોહ દુઃખકર લાગે. પરમકૃપાળુદેવ કહે છે: “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી.” (૮૫) જગતનાં સુખ ભોગવવામાં ખોટી થવું તેને પાલવતું નથી, કારણ કે એક ભવે જેને મોક્ષે જવું હોય, તેને બીજે મન રાખે કેમ પાલવે? મોટામાં મોટી ખામી જીવને મુમુક્ષતા જાગી નથી, તે છે; નહીં તો જીવ જ્ઞાનીની આજ્ઞા લઈ મંડી પડે, ઘડીભર પણ નવરો ન રહે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” (હાથનોંધ ૧-૧૪) (બી-૩, પૃ.૬૦૦, આંક ૬૮૬) પરમકૃપાળુદેવે જીવના અનંત દોષોમાંથી મોટો દોષ એ બતાવ્યો છે કે જીવને તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન થતી નથી કે મુમુક્ષુતા જ ઉત્પન્ન થતી નથી, એટલે મુમુક્ષુતાના અભાવમાં બુભુશુતા (ભોગની ઇચ્છા) નામનો મોટો દોષ હોય છે. મુમુક્ષતા ઉત્પન્ન થવા માટે આ દોષને ટાળવાની જરૂર છે, એટલે વારંવાર હૃદયમાં વિચાર કરવા યોગ્ય છે કે વૃત્તિઓ ભોગ તરફ રહે છે કે ભોગના કારણોમાં મૂંઝાય છે? એ તપાસ વારંવાર કરવામાં આવે તો દોષ દોષરૂપે લાગે અને મોહની મીઠાશ ઓછી થઈ, મુમુક્ષુતા યથાર્થ રીતે વધે.
“પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ?'
(બી-૩, પૃ.૬૫૮, આંક ૭૮૩) ભાગ્યશાળી D જેના ઘરમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે, જેને પુરુષના યોગે પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જાગી છે અને
જેને સંસાર પ્રત્યે ઉદાસીનતા જાગી છે, એક મોક્ષની જ અભિલાષા વર્તે છે અને તે અર્થે સત્સંગને ઉત્તમ નિમિત્ત માની સત્સંગની ભાવના કર્યા કરે છે અને પુણ્યના ઉદયે સત્સંગની પ્રાપ્તિ થાય તો