Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 748
________________ (૭૩૯) સપુરુષાર્થમાં મંડયા રહે છે'. તો પછી આપણે નિરાંતે સૂવા જેવું શું પ્રાપ્ત કર્યું છે, તે વિચારવા યોગ્ય નથી ? મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.'' આ ભાવ, વારંવાર આ મૂઢ જીવે વિચારી, જાગૃતિ વિશેષ આરાધવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૨૦, આંક ૪૨૭) | મરણનું આવવું અવશ્ય છે, પણ તે અનિયત હોવાથી, તેની તૈયારી, વિચારવાન જીવે કરતા રહેવી ઘટે છે. પરમકૃપાળુદેવનું શરણ દૃઢતાપૂર્વક આ ભવમાં રહે તો તે બની શકે તેમ છેજી. (બી-૩, પૃ.૪૮૮, આંક પ૨૧) અમુક નિત્યનિયમ વગેરે ન બને તો તેનો ખેદ કર્તવ્ય નથી. બધું કરીને પરમકૃપાળુદેવના સZરણમાં અર્પણતા થાય, તેને જ આશરે આ દેહ છોડવો છે, છેલ્લા શ્વાસે પણ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રની ભાવના દયમાં રહે; તેના ઉત્તમ સ્વરૂપમાં તન્મયતા, નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતા અભેદભાવ રહે, એ જ અંતિમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુ પરમપુરુષનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, એથી જે કંઈ ભિન્ન વ્યાધિરૂપ, સ્નેહરૂપ, સ્મરણરૂપ, ખેદરૂપ કે અન્યથા હો તેનો મન-વચન-કાયાથી ત્રિકાળ ત્યાગ હો ! “તુંહિ તૃહિ'ની લય લગાડવાની છે. (બો-૩, પૃ.૪૪૫, આંક ૪૬૩) 0 પૂ. ...એ તો મનમાં એવો નિશ્ચય કરવો ઘટે છે કે જાણે આ દેહ છૂટી ગયો છે અને મફતનું આયુષ્ય મળ્યું છે, તે માત્ર આત્મહિત થાય તેમ જ ગાળવું છે. મરણ સંબંધી પણ કંઈ વિકલ્પ કરવા યોગ્ય નથીજી. જીવવાનું હશે ત્યાં સુધી ભક્તિભાવ અર્થે જીવવું છે અને આ દેહ નહીં હોય કે છૂટી જશે ત્યારે પરમકૃપાળુદેવના શરણે દેહ છોડવાથી જીવનું ભલું જ થવાનું છે; એવો વૃઢ વિશ્વાસ રાખવાની જરૂર છે. તેથી કંઈ સંકલ્પ-વિકલ્પ કે ફિકર-ચિંતાનું કારણ રહેશે નહીંછ. દેહ તો અનંતવાર જીવે ધારણ કર્યા અને અનંતવાર છોડ્યા, પણ આ ભવમાં જે પરમકૃપાળુદેવનું શરણ પ્રાપ્ત થયું છે તે સહિત, તે પુરુષને આશ્રયે આ દેહ છોડવાનો અવસર આવી લાગ્યો છે, તો ગભરાયા વિના જેમ આશ્રમમાંથી સદાપુર ગયા, તેમ સદ્ગુરુશરણે જ્યાં નિર્માણ હશે ત્યાં જવું છે; એવું મનમાં વૃઢ કરી રાખવું. જેનું ભલું થવાનું હોય, તેને ફિકર શાની હોય? માટે નિશ્ચિતપણે, સંક્લેશ વિના, સદ્ગુરુશરણે બુદ્ધિ રાખી, સ્મરણમાં મન રહે અને સપુરુષની સ્મૃતિ, દર્શન-ભાવના, શ્રવણ વગેરે ક્ય કરવા યોગ્ય છેજી. સદ્ગુરુપ્રસાદ'માંથી ચિત્રપટનાં, વારંવાર દર્શન કરાવવા તથા સ્મરણ, ભક્તિ, શ્રવણ, ભજનમાં તેનું ચિત્ત રહે તેવી ગોઠવણ કરવા, આપ સર્વને વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૭૧, આંક ૪૯૮). ધર્મીને મૃત્યુ મિત્ર છે, ઉતારે દેહભાર; વિસામો આપે વળી, યદિ હોય અવતાર. પૂ. ....ના દેહોત્સર્ગના સમાચાર સાંભળી ખેદ થાય છે કે આમ મનુષ્ય આયુષ્ય અચાનક પૂરું થતાં, સર્વ છોડી ચાલ્યા જવું પડે છે; પણ સત્પષના આશ્રયે જેનો દેહ છૂટે છે, તેને સપુરુષની કૃપાએ સન્માર્ગનાં નિમિત્તો મળી રહે છે. (બો-૩, પૃ.૯૦, આંક ૮૧)

Loading...

Page Navigation
1 ... 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778