________________
(૭૫૨
વેદની કે મરણપ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુજીવે, સત્સાધનનું અવલંબન કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાને કરી, તેમાં જ ઘણો કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છેજી. વારંવાર, મન ક્યાં ફરે છે, તેની તપાસ રાખતા રહેવાની
ટેવ પાડી મૂકવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૨૭૧, આંક ૨૬૪) T સમાધિમરણનો લક્ષ રાખી કાળ ગાળવો ઘટે છેજી. એક ઇષ્ટમાં વૃત્તિ તન્મય થાય, તન્મય રહે એમ
કર્યાનો અભ્યાસ આખરે ઉપયોગી નીવડે છેજી. જે વિદ્યાર્થી બારે માસ અભ્યાસ કર્યા કરે છે, તે વર્ષ આખરે સહેલાઇથી પરીક્ષા નિર્ભયપણે પસાર કરે છે; તેમ આજથી સમાધિમરણની તૈયારી કરનાર આખરે મૃત્યુને મહોત્સવરૂપે ગણી, નિર્ભયપણે પરભવમાં કે મોક્ષે જાય છે. માટે પ્રમાદમાં, અન્ય ચિંતામાં આત્માને જતો અટકાવી, પરમશાંતિપદની ભાવના કર્યાથી, તે પદ પ્રાપ્ત થાય તેમ છેજી. ભક્તિમાં આત્માને આનંદની વૃદ્ધિ થતી રહે, સપુરુષના અપાર ઉપકારનું ભાન થાય, તેની દશા સમજાતી જાય અને શુદ્ધ આત્માની ઉત્તમતા આત્મામાં સ્થાન પામે તેવું વાંચન, ભક્તિ, જપ, તપ, વિચાર, ધ્યાન આદિ સત્સાધન કર્તવ્ય છે). (બો-૩, પૃ.૭૪૭, આંક ૯૨૩) D “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી
એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) આ વચનો પરમકૃપાળુદેવે આખર વખતે યાદ રાખવા, એક મુમુક્ષુભાઇને પરમ કરુણા કરીને જણાવ્યાં છે. તે આપણને પણ અત્યંત ઉપયોગી છે. સમયે-સમયે જીવ મરી જ રહ્યો છે તો જીવની વૃત્તિ એ વચનોના આશયમાં જેટલી જાય, તેટલી સમાધિમરણની જ તૈયારી છે. બાકી તો કંઈ ને કંઈ શાતા-અશાતા વેદતા, જીવ આ લોકની અલ્પ પણ સુખેચ્છા રાખે છે ત્યાં સુધી આર્ત-રૌદ્રધ્યાનરૂપી દુર્ગાનની જ પરંપરા પોળે જાય છે. દેહને વેદનાની મૂર્તિ ગણી, વેદનાને દેહનો ધર્મ અને પૂર્વકર્મનું ફળ જાણી, સમતાભાવે ખમી ખૂંદવાનો જેટલો અભ્યાસ પડશે, તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. બાંધેલાં કર્મ ખપાવવાનો, નિર્જરા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનો અવસર જાણી, વિશેષ પુરુષાર્થ ફોરવી, વેદનાના વખતે જીવે કઠણાઈ કેળવવી ઘટે છે. અનાથીમુનિ, નમિરાજર્ષિ, મૃગાપુત્ર, સનકુમાર ચક્રવર્તી વગેરે મહાપુરુષોને અસહ્ય વેદના વેઠવી પડી છે. તે પણ આત્મા હતા, પણ મોક્ષની ઇચ્છાવાળા હતા તો સમતા ધારણ કરી, ગજસુકુમાર આદિ મોક્ષ ગયા. તો હે જીવ! આ અલ્પ આયુષ્યમાં ગમે તે આવે, આથી વધારે વેદની આવે તોપણ સપુરુષને આશ્રયે સહન જ કરવી છે, પણ શારીરિક સુખ ઇચ્છવું નથી, એવો દ્રઢ નિશ્ચય કર. ઇચ્છા એ જ દુઃખ છે એમ જીવને સમજાવી, સ્મરણમાં રહેવું, ધર્મધ્યાનમાં કાળ ગાળવો. આવો લહાવ ફરી મળનાર નથી, તે ચૂકવું નહીં. (બી-૩, પૃ.૫૮, આંક ૪૩) D વચનામૃત વાંચવાનો અભ્યાસ રાખ્યા રહેશો, તેથી ભક્તિ જાગ્રત રહી તે મહાપુરુષના ઉપકારોની
સ્મૃતિ થતાં થતાં સંસારભાવ મોળા પડી, તેની દશા પ્રાપ્ત કરવાની વૃત્તિ પોષાયા કરશેજી. ધીરજ, સમતા, શાંતિ, ક્ષમા, ભક્તિ અને મુમુક્ષુતા સહજસ્વભાવરૂપ થઈ પડે, તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છે.જી. તેથી રોજ તે બોલો વિચારી, પોતાના વર્તનમાં જ્યાં જ્યાં સુધારવા જેવું લાગે, તે