Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 763
________________ (૭૫૪ પ. ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે “ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમજ્યો ત્યાંથી સવાર'' ગણીને, હવે જેટલું થોડું જીવવાનું બાકી રહ્યું છે, તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ થાય અને આપણું કલ્યાણ થાય. વળી કહેતા કે પાઘડીને છેડે કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે; તેમ જિંદગીનો છેલ્લો ભાગ જે સરુને શરણે સુધારી, સમાધિમરણ કરવા કેડ બાંધી પુરુષાર્થ કરે અને સમાધિમરણ કરે તો જિંદગીના બધા દોષોનું અને અનંતકાળમાં થયેલા દોષોનું સાટું વળી રહે તેમ છેજી. આશ્રમમાં જેનો દેહ છૂટશે તેને સમાધિમરણ થશે, એમ પણ તેમને બોલતા સાંભળેલ છેજી; અને આપને તો હવે સર્વ પ્રકારે તેવી અનુકૂળતા મળી છે કે કોઇની ચિંતા-ફિકર કરવાનું રહ્યું નથી. છોકરાં પોતાનું કરી લે છે. એક તમારે તો ફક્ત સત્સંગ અને સદ્ગુરુની આજ્ઞામાં હવે પાછલા દિવસો ધર્મધ્યાનમાં ગળાય તેવી ભાવના હોય, તો સહેજે બને તેવું છે, તે કરી લેવા વિનંતી છેજી. (બી-૩, પૃ. ૨૮૯, આંક ૨૭૯) I હવે આયુષ્યનો પાછલો વખત ગણાય, તે ઘણો કીમતી છે. જેમ પાઘડીનો છેડો કસબવાળો હોય છે, તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ સમાધિમરણ કરવાની જેને ભાવના છે, તેણે હવે બાકીની જિંદગી બહુ મૂલ્યવાન ગણી, ક્ષણે-ક્ષણ સદ્દગુરુના લક્ષે વપરાય, તેવી દાઝ રાખવી ઘટે છેજી. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૭). | આ ભવમાં સમાધિમરણનો લાભ, એ જ ખરી કમાણી છે. તેને માટે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ છત્રીસ માળાની યોજના દિવાળી ઉપર ગોઠવી છે. તે ભાવપૂર્વક થાય તો જીવનાં અહોભાગ્ય જાણવા યોગ્ય છેજી. રોજ કંઈ ને કંઈ બાર ભાવનામાંથી વિચારી, સમાધિમરણની સ્મૃતિ કરી, આત્મશાંતિનો લાભ લેતા રહેવાની ટેવ પાડવા યોગ્ય છેજી. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' એ કહેવત પ્રમાણે પોતે પુરુષાર્થ કરી મૂક્યો હશે તો આખરે બહારની મદદ મળો કે ન મળો, પણ કરેલું ક્યાંય જવાનું નથી. આખર વખતે તે ગુણ દેશે. માટે પૈસાટકાની ચિંતા ઘટાડી, પ્રેમપૂર્વક ભક્તિમાં વૃદ્ધિ થાય, તેની કાળજી રાખતા રહેવા વિનંતી . (બો-૩, પૃ.૫૧૮, આંક ૫ક૨) D જેને સમાધિમરણ સહિત દેહ છોડવાની ભાવના છે, તેને આચરવા અર્થે વર્ષમાં ચાર દિવસ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કૃપા કરી જણાવેલ છે : ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નવો પડવો. આ ચાર દિવસ ધર્મધ્યાનમાં એટલે ભક્તિભાવમાં ગાળવા; બ્રહ્મચર્ય તેટલા દિવસ પાળવું, સાદો ખોરાક કે એક વખત જમવાનો નિયમ, ઉપવાસ આદિ બને તેટલો ત્યાગ-વૈરાગ્ય રાખવો; નિત્યનિયમમાં ભક્તિ કરતા હોઇએ તે ઉપરાંત નીચે જણાવ્યા પ્રમાણે, રોજ છત્રીસ માળા ગણવી. કુલ ૧૪૪ માળા ચાર દિવસે મળીને થાય. એક સાથે છત્રીસ માળા ન ગણાય તો અઢાર માળા ગણી કંઈ આરામ લઈ, ફરી અઢાર માળા ગણવી. તેનો ક્રમ અને માળા ફેરવતાં જે ભાવના રાખવાની, તે હવે લખું છું : સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મંત્રની ત્રણ માળા પ્રથમ ગણવી. પહેલી માળામાં સમ્યક્દર્શન પામવાની ભાવના, બીજીમાં સમ્યજ્ઞાન અને ત્રીજીમાં સમ્યફચારિત્ર પામવાની ભાવના કરવી.

Loading...

Page Navigation
1 ... 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778