________________
૭૫૭) બાળક માબાપની આંગળી ઝાલી ચાલે તેમ સાથે-સાથે પ્રવર્તે છે. એમ કરતાં-કરતાં જ્યારે વિશેષ પ્રસંગો પરિચિત જેવા બની જાય છે, ત્યારે જ્ઞાનીનાં વચનનો આધાર ન હોય તો પણ તેનાં વચનના આશયને અનુસરીને જ્ઞાનીને સંમત હોય તેવા વિચારો જીવને સહજ ફરે છે. એ બધાનું મૂળ સપુરુષની શ્રદ્ધા, તેનાં વચનોમાં પ્રીતિ અને તેના આશય પ્રત્યે બહુમાનપણું છેજી. એ પ્રથમ હશે તો બધું ક્રમે-ક્રમે પ્રાપ્ત થશેજી, મૂળ વિચાર તો એ જ વારંવાર કરવા યોગ્ય છે કે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૯૨) આ વિચાર વારંવાર લક્ષમાં રાખવા યોગ્ય છે.જી. તેમાં જાગૃતિ રહેવા
અર્થે બીજું વાંચવા-વિચારવાનું, મુખપાઠ કરવાનું છે. (બી-૩, પૃ.૫૦૮, આંક ૫૪૯) D પ્રશ્ન વાંચું છું, પણ વિચાર નથી આવતા. પૂજ્યશ્રી ઃ આવશે. મનને રોકવું. પહેલાં મૂડી હોય તો વેપાર થાયને? તેમ પહેલાં જ્ઞાનીનાં વચનોનો સંગ્રહ કરવાનો છે. આત્માર્થે બધું કરવું છે, એ લક્ષ રાખવો. વારંવાર સાંભળ્યું હોય, વિચાર્યું હોય તો જીવને યાદ આવે અને સારા ભાવ થાય. લાગણી જેમ જેમ વધારે થશે, તેમ તેમ પછી કેમ વર્તવું? શું કરવું? શા માટે કરવું છે? એવા વિચારો આવશે. જ્યારે ઇચ્છા જાગશે, ત્યારે લાગશે કે આત્માના હિત માટે કરવું છે. એ લક્ષ થશે. શું કરવાથી પાપ, પુણ્ય, નિર્જરા, આસ્રવ, બંધ થાય છે? કેમ જીવવું? એ બધાય વિચાર કરવાના છે. જે જાણ્યું છે, તેને આધારે પોતાને વિચાર કરવાનો છે. કરતાં-કરતાં ખબર પડે, આગળ વધે. પોતાનું જીવન કેમ ગાળવું? એનો વિચાર બધાએ કરવાનો છે. સત્સંગ, સન્શાસ્ત્રનો પરિચય રાખી, એમાંથી મારે કેમ જીવવું? એમ વિચારવું. મોહનો ઉદય છે, ત્યાં સુધી મારે શું કરવું? એ વિચારવું. બીજા વિચાર મનમાં ઘર કરી જાય, એમ ન કરવું. જેને મોક્ષે જવું છે, તેણે બીજા વિચારો કરવાના નથી. મોઢે કર્યું હોય તેને ફેરવવું, વિચારવું, તેના અર્થ સમજવા. એ ન સમજાય તો બીજાને પૂછવા. શ્રવણ પછી ધારણા થાય છે, પછી સમજાય. સમજાય પછી વિશેષ-વિશેષ સમજવાનો પુરુષાર્થ કરે. એ બધા વિચારના ભેદો છે. બધાનો સહેલો ઉપાય સત્સંગ છે. સત્સંગમાં દોષ દેખાય, દોષ કાઢવાનો પુરુષાર્થ થાય, વિચાર જાગે. (બો-૧, પૃ.૧૭૯) પ્રશ્ન : કોઈ અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પછી આવે છે. એનું શું કારણ હશે? પૂજ્યશ્રી : એટલી વિચારની ખામી છે. કેટલાક જીવોને અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પાછળથી પશ્ચાત્તાપ પણ નથી થતો. કેટલાકને પ્રથમ વિચાર નથી આવતો, પણ પાછળથી પશ્ચાત્તાપ થાય છે. કેટલાકને પહેલાં વિચાર થાય કે આ મારે કરવા યોગ્ય નથી છતાં પરાધીનતાને લીધે કરે, પછી પ્રશ્નાત્તાપ કરે. જીવ ભવભીરુ હોય, તેને કષાય ભાવ થવા લાગે ત્યારે આ સારા છે, એમ ન થાય. એ કાર્ય સારું નથી, છતાં એમ શા માટે થયું? એમ તેને મનમાં થાય. પછી વિચાર કરે કે કોઈનો દોષ નથી, મારા કર્મનો દોષ છે. તેથી આગળ વાદ, પ્રવાદ કે ઝઘડા થતા નથી.