Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 769
________________ ७५० D પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વાક્ય લખાવેલું : ‘‘બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું.'' આનો વિચાર કરી જીવન પવિત્ર કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૦૬, આંક ૬૯૭) પૂ. ....ને લખેલ વચનોમાંથી પુછાવ્યું, તેના ઉત્તરમાં જણાવવાનું કે ધ્યેયરૂપે સત્પુરુષની દશા છે : ‘‘સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ (લક્ષ) છે.'' (૭૬) તે જણાવી છે. ‘એક આત્મઉપયોગમાં અહોરાત્ર આવવું.'' (ઉપદેશામૃત પૃ.૩૨) તેનો અર્થ ત્યાં જ કર્યો છે : આત્મા નિરંતર છે; ધૃષ્ટા = આત્મામાં જ્યાં દૃષ્ટિ (ઉપયોગ - લક્ષ) પડે છે, દોરાય છે ત્યાં જીવ કર્મથી છૂટવાનું કામ કરે છે. પૂર્વે બાંધેલાં કર્મ, આત્મા સ્વરૂપમાં રહે તો છૂટે છે, તે વખતે નવાં કર્મ બંધાતાં નથી કારણ કે આત્મભાવમાં તો હર્ષ-શોક ન થાય તે વખતે જ રહેવાય છે; માટે હર્ષ-શોકનાં નિમિત્તોમાં તણાઇ ન જતાં ‘સહજાત્મસ્વરૂપ' તરફ વિશેષ ભાવ-ખેંચાણ રાખવાની જરૂર તે વાક્યમાં જણાવી છેજી. વાત ગહન છે પણ તે દશા પ્રાપ્ત કરવા યોગ્ય છે, તે તરફ નજર થવા જણાવ્યું છે; કારણ કે રોજ વિચારવા યોગ્ય વાક્યની તમે માગણી કરી હતી, તેવું તે વાક્ય છે. (બો-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬) સુવિચારણા જીવને પ્રગટે, એ જેવું એકે મહદ્ભાગ્ય નથી. સત્પુરુષના એક-એક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તેની સમજ સુવિચારણા જાગ્યે આવે છે. એક ‘‘મા રુષ, મા તુષ’’ બોલના અવલંબને શિવભૂતિમુનિ કેવળજ્ઞાન પામ્યા હતા. (બો-૩, પૃ.૭૬૯, આંક ૯૭૯) આપનો પત્ર વાંચી સંતોષ થયો છે. તેવો પુરુષાર્થ ન પડે અને ‘આરંભશૂરા' ગુજરાતીને કહે છે, તે કલંક મને તો ન જ લાગો, એ ભાવ રાખી આત્માને માટે વિશેષ-વિશેષ જાગૃતિની જરૂર છેજી. (બો-૩, પૃ.૬૦૨, આંક ૬૯૨) D આપનો પત્ર મળ્યો. એકલે હાથે બધો બોજો ઉપાડવાનું થતું હોય તો પોતાની શક્તિ વિચારી, તે કામ હાથ ધરવું. કામ સારું હોય તોપણ શક્તિ વિચારીને કરવું. ચિત્ત વૈરાગ્યયુક્ત રહે, તેવી વિચારણા કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૮૨, આંક ૬૫૬) બીજી વસ્તુઓ તરફનો પ્રેમ તો જરૂર ઘટાડવો જ પડશે, તે વિના છૂટકો નથી. તે વિષે વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૪૬૬, આંક ૪૯૦) I પુદ્ગલનો સંગ છે, તે દુષ્ટ માણસના સંગ જેવો છે. રસ્તામાં ચાલતા કોઇ દુષ્ટ માણસ મળી જાય તો બહુ ચેતીને, સાવચેતીથી ચાલે છે; તેમ સત્પુરુષો પુદ્ગલની સાથે બહુ સાવચેતી રાખી વર્તે છે. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૨) ॥ જેના લક્ષમાં ભોગ છે, તે સંસારી છે. બધું કરીને મારે આત્મશાંતિ મેળવવી છે, એમ જેને હોય, તે સાધુ છે. એ ખાતો-પીતો હોય, તોય ત્યાગી છે અને પેલો કષ્ટ વેઠે તોય સંસારી છે. (બો-૧, પૃ.૨૨૮, આંક ૧૧૯) મનથી ભાવના સારી કરવી, મનમાં હોય તેવું જ વચનમાં આવે તેવી સરળતા રાખવી, તથા વચનમાં બોલાય તેવું વર્તન કરવાનો યથાશક્તિ પુરુષાર્થ થાય, એ સજ્જનતાનું લક્ષણ છે. બીજાના અભિપ્રાય માટે જીવવાનું નથી; પણ બીજાને વિશ્વાસ ન બેસે તેવું આપણું વર્તન હોવું ન ઘટે. (બો-૩, પૃ.૭૩૫, આંક ૯૦૦)

Loading...

Page Navigation
1 ... 767 768 769 770 771 772 773 774 775 776 777 778