Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown
Catalog link: https://jainqq.org/explore/023112/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત ભાગ-૧ તથા ભાગ-૩નું મર્યાદિત સંકલન Page #2 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત ભાગ-૧ તથા ભાગ-૩નું મર્યાદિત સંકલન Page #3 -------------------------------------------------------------------------- ________________ ફેબ્રુઆરી, ૧૯૯૭. મુદ્રક : પેપર પ્લાસ્ટ ટાગોર રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૨. ફોન : ૪૪૩૯૯૭૪૪૬૩૬૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ TV સંકલનની વિગત આ મર્યાદિત સંકલન બોધામૃત ભાગ-૧ (ચોથી આવૃત્તિ) અને બોધામૃત ભાગ-૩ (ત્રીજી આવૃત્તિ)ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. વિભાગ : (૧) પરમકૃપાળુદેવ (૨) પ્રભુશ્રીજી (૩) બ્રહ્મચારીજી (૪) વ્યક્તિવિશેષ (૫) વચનામૃત વિવેચન (5) અન્ય વિવેચન (૭) ગ્રંથવિશેષ (૮) સંકલન સંકલનના અંતમાં વિ પિવામાં આવી છે. આ સંકલનમાં કૌંસમાં મૂકેલ આંક અગાસ પ્રકાશિત શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના (વચનામૃતના) છે. “પત્રાંક' શબ્દ પણ વચનામૃતના આંક સૂચવે છે. વચનામૃત (પાંચમી આવૃત્તિ), ઉપદેશામૃત (ચોથી આવૃત્તિ), નિત્યક્રમ (દસમી આવૃત્તિ), પ્રજ્ઞાવબોધ (ત્રીજી આવૃત્તિ), ગ્રંથયુગલ (ચોથી આવૃત્તિ), અને પ્રવેશિકા (ત્રીજી આવૃત્તિ) - આ પુસ્તકોમાંથી આવતા અવતરણો બને ત્યાં સુધી મૂળ પુસ્તક સાથે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. આ સંકલન-ગૂંથણીમાં કંઈ અજાણતાં પણ દોષ થયા હોય તે ક્ષમ્ય ગણવા વિનંતી. આ સંકલનનાં પ્રકાશનમાં તન-મન-ધનથી સહભાગી થનાર સર્વને તેમ જ સર્વ વાંચકોને આ સંકલન આત્મશ્રેયનું કારણ બનો, તેવી પ્રાર્થના. Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા જ - - - - - ૧૨૪ - - - - - - - - - - ૧૨૭ વિભાગ ૧: પરમકૃપાળુદેવ વિભાગ ૪: વ્યક્તિવિશેષ પરમકૃપાળુદેવ ઉપરના પત્રો --- ---- ૧ અંબાલાલભાઇ ---- પરમકૃપાળુદેવના પ્રસંગો -.-.-.-.- ૧૭ આનંદશ્રાવક --- પરમકૃપાળુદેવની જન્મજયંતિ વિષે --- ૨૧ ભરત ચક્રવર્તી ----- ૧૨૫ પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ વિષે --- ૨૨ ભર્તુહરિજી --- મરુદેવીમાતા ---- ૧૨૬ પ.કૃ.દેવ/સપુરુષ પ્રત્યે પ્રેમ લાવવા વિષે - ૨૨ મહાવીરસ્વામી - - - - - - - - - - - - - ૧૨૬ પ.કૃ.દેવ/સપુરુષે કરેલા ઉપકાર વિષે -- ૨૯ મોહનલાલજીમુનિ --- પ.ક.દેવ/સપુરુષ પ્રત્યેની શ્રદ્ધા વિષે --- ૩૪ યશોવિજયજી --- - - - ૧૨૮ ૫.ફ.દેવ/સપુરુષનાં વચનો વિષે ---- ૩૮ શ્રીકૃષ્ણ --------------- - - - ૧૨૯ પ.કૃ.દેવ/સપુરુષનો આશ્રય કરવા વિષે - ૫૦ શ્રેણિકરાજા -- -------- ૧૨૯ પ.કૃ.દેવ/સપુરુષના આશ્રિત વિષે ---- ૫ ૫. દેવ/સપુરુષ પ્રત્યેની ભક્તિ વિષે -. ૭ વિભાગ ૫: વચનામૃત વિવેચન પ.કૃ.દેવસિપુરુષના થયેલા યોગ વિષે -. ૭૬ .. પત્રાંક ૨ (પુષ્પમાળા) -- પ.કૃ.દેવ/સપુરુષના યોગબળ વિષે--- ૭૮ .. પત્રાંક ૫ --------- શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વિષે -........ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વિષે ------ .. મોક્ષમાળા પાઠ-૧૫ ----- વિભાગ ૨ પ્રભુશ્રીજી .. મોક્ષમાળા પાઠ-૨૮ - - - - - પ્રભુશ્રીજી ઉપરના પત્રો ----- .. મોક્ષમાળા પાઠ-૧૦૭ - ---- પ્રભુશ્રીજીના પ્રસંગો ---- .. પત્રાંક ૧૯ (મહાનીતિ) અગાસ આશ્રમ વિષે -- . પત્રાંક ૨૧ ----- - - - - - ૧૩૮ વિભાગ ૩ઃ બ્રહ્મચારીજી .. પત્રાંક ૩૦ ----- પોતાના મોટાભાઇ ઉપરનો પત્ર-.-.- ૧૦૧ . પત્રાંક ૪૦ બ્રહ્મચારીજીના પ્રસંગો –--------- ૧૧૪ .. પત્રાંક ૫૭ ---------- - ૧૩૯ .. પત્રોક ૧૫ - - - - - - - - - - - - - ૧૩૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ .. પત્રાંક ૮૪ પત્રક ૧૧૨ .. પત્રાંક ૧૨૮ પત્રાંક ૧૪૭ પત્રાંક ૧૫૪ પત્રાંક ૧૫૭ પત્રાંક ૧૬૫ પત્રાંક ૧૬૬ ... પત્રાંક ૧૭૦ પત્રાંક ૧૭૨ પત્રાંક ૧૯૪ .. પત્રાંક ૨૨૩ .. .. પત્રાંક ૨૫૪ - પત્રાંક ૨૬૪ (વીસ દોહરા) - - પત્રાંક ૨૭૫ (યમનિયમ) --- .. પત્રાંક ૨૬૭ (જિનવર કહે છે) – – – .. પત્રાંક ૨૭૨ પત્રાંક ૨૮૩ પત્રાંક ૩૯૬ પત્રાંક ૩૯૮ પત્રાંક ૪૨૫ પત્રાંક ૪૪૯ પત્રાંક ૪૫૪ પત્રાંક ૪૬૦ પત્રાંક ૪૭૯ .. ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૩ ૧૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪ ૧૫૦ ૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૫ ૧૫૫ ૧૫૫ ૧૫ ૧૫૮ ૧૬૦ ૧૧ ૧૧ પત્રાંક ૪૯૧ પત્રાંક ૪૯૩ ... પત્રાંક ૫૦૧ ... પત્રાંક ૫૧૧ ઉપદેશછાયા પૃ.૭૦૯ વ્યાખ્યાનસાર ૧-૧૨૬ ૧૬૧ હાથનોંધ ૧-૧૨ હાથનોંધ ૧-૧૪ હાથનોંધ ૨-૧૯ ... ૧૪ પત્રાંક ૫૩૭ - પત્રાંક ૬૦૨ ... પત્રાંક ૬૨૨ પત્રાંક ૬૪૨ પત્રાંક ૬૭૪ ૧૬૭ પત્રાંક ૯૨ ૧૬૭ પત્રાંક ૭૧૦ - ૧૮ . આત્મસિદ્ધિશાસ્ત્ર - ૧૬૮ .. પત્રાંક ૭૩૬ ૧૭૧ ——— . પત્રાંક ૭૩૮ (અપૂર્વ અવસ૨) - - - ૧૭૨ પત્રાંક ૭૪૯ ૧૭૩ પત્રાંક ૭૮૧ ૧૭૩ પત્રાંક ૮૦૮ પત્રાંક ૮૪૩ પત્રાંક ૮૭ .. પત્રાંક ૯૫૪ - ૧૬૪ ૧૫ ૧૬૫ ૧. ૧ ; ; ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૩૬ ૧૭૭ ૧૭૭ ૧૭૭ ૧૭૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૮ : સંકલન મોક્ષ - - - - - - - - - - - - - - - - - - ૨૦૧ મોક્ષમાર્ગ - - - - - - - - - - - - - - - - ૨૦૦ ૨૧૦ કલ્યાણ - - - - - - - - - - - - - - - - - આત્મહિત ------ સમ્યક્દર્શન ------- વિભાગ ૬ઃ અન્ય વિવેચન અમિતગતિઆચાર્યકૃત સામાયિક પાઠની ગાથા - - - - - - - - - ૧૭૯ આઠ દૃષ્ટિની સક્ઝાયની ગાથા ----- આનંદઘનજીકૃત ચોવીસીની ગાથા ---- આલોચનાની ગાથા કુંદકુંદાચાર્યકૃત ભાવપાહુડની ગાથા ---- ૧૮૭ જયસેનાચાર્યકૃત પંચાસ્તિકાયની ટીકાની ગાથા ------ ૧૮૭ દેવચંદ્રજીકૃત ચોવીસીની ગાથા ------ યશોવિજયજીકૃત ચોવીસીની ગાથા -- પ્રજ્ઞાવબોધની ગાથા ------- સમ્યકજ્ઞાન - - - - - - - - - - - - - - - ૨૫૪ સમ્યફચારિત્ર ---- - - - - - - - - - - - - - - ૨૫૬ ધર્મ - - - - - - - - - - - - - - - - - - - ૨ ૫૭ જન - - - - - - - - - - - - - - - - - - ૨ ૬૮ તત્ત્વ - - - - - - - - - - - - - - ૨ ૬૮ કાળ --------- વિરહાકની ગાથા ------------- સિદ્ધભગવાન - - - - સમાધિશતકની ગાથા ------ સાયંકાળની સ્તુતિની ગાથા ------- છૂટક ગાથાઓ વિભાગ : ગ્રંથવિશેષ તીર્થંકરભગવાન --- વીતરાગભગવાન - સ્થિતપ્રજ્ઞ ----- જ્ઞાની - - - - - - - - - - - - - - - - - - ૨૭૬ આત્માનુશાસન ----------- ૧૯૭ - - - - - - - - - - - - - - ૨ ૭૯ સમ્યફષ્ટિ-- સદ્દગુરુ --- ઉપમિતિભવપ્રપંચ ----- --------- - - - - - - - - - - - - - ૨૮૪ તત્ત્વાર્થસૂત્ર - - - - - - - - - - - - - - - ૧૯૮ નમસ્કાર -- ભક્તામર - - - - - - - - - - - - - - - - ૧૯૮ પ્રતિમા - - - - પુજા - - - - - - - - - - - - - - - - - - ૨૮૯ ભગવતીઆરાધના --- મોક્ષમાર્ગપ્રકાશક --- ૧૯૮ -- ૧૯૮ પૂજા - કર્મ -- મોહનીયકર્મ - કર્મ -........ - - - - - - - - - - - - - - - - ૨૮૯ સદ્ગુ રુપ્રસાદ - - - - - - - - - - - - - - ૧૯૯ સમાધિશતક - - - - - - - - - - - - - - - ૧૯૯ દેહાધ્યાસ - - - - - - - - - - - - - - - - ૩૪ Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નદશા - - - - - - - - - - - - - - - - ૩૦૫ જીવહિંસા - - - - - - - - - - - - - - - ૪૦૨ ભૂલ --------- જીવરક્ષા ------- કષાય - - - - - - - - - - - ૩૦૯ યત્ના ------- - - - - - - - - વ્રતનિયમ ---- વિષય-કષાય ----- ઈન્દ્રિયો ----- ઉપશમ -------- ત૫ - - - - - - - - - - - - - - - - - - - - ૪૨૩ - - - - - - - - - - - - - ૪૨૮ ક્ષમા –..... - - - - - - ૪૨૮ ૩૧૫ ૩૧૮ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૫ ૩૨૮ ૩૩૩ કપટ - - - - - - - ૪૩૦ લીલોતરી -... આયંબિલ ---- ધ્યાન ------ સામાયિક --- પુસ્તકો --- અંતરાય ----- લોભ ----- દાન --- પર્યુષણપર્વ --- - - - ક્ષમાપના - - - - - - - - - - - - - - - - ૩૩૮ આશાતના ---- મન - - - - - - - - - - - - - - - - - - - ૩૪૧ અભ્યાસ - - - - - - - - - - - - - - - - - ૪૩૭ વાંચવા વિષે. વાંચવા વિષે - - - - - - - - - - - - - - - ૪૪૨ ૩૫ મુખપાઠ કરવા વિષે - - - - - - - ૪૪૩ સમયનો સદુપયોગ --- - - - - - - - - - ૪૫૨ કથાનુયોગ - - - - - - - - - - - - - ૪૫૭ સ્યાદ્વાદ-------- ૪૫૯ સિદ્ધાંતબોધ - ૩૬૮ - - - - - - - ૩૭૪ જ્ઞાન સંકલ્પ-વિકલ્પ - ----- ૩૫૧ ઈચ્છા ----- ૩૫૩ રાગ-દ્વેષ------ સંસાર ---- ૩૫૮ કુટુંબીજનો ---- ક્લેશ ------ ૩૭૨ સ્ત્રી ------- કામવિકાર ----- ૩૭૭ બ્રહ્મચર્ય - - - - - - - - - - - - - - - - - ૩૭૯ બ્રહ્મચર્ય ૩૭૯ પરિગ્રહ ---- ૩૯૦ ત્યાગ - - - - - - - ૩૯૨ બાર ભાવનાઓ -- વૈરાગ્ય ------- - ૩૯૪ અઢાર પાપસ્થાનકો –---------- ૪OO જ્ઞાન ---- મનુષ્યભવ - કર્તવ્ય ------- ------ ૪૮૯ હ - - - - - - - - - - - - - - - - - - - ૪૯S સ્વરૂપ ------- - - - - - - - - - - - - - ૪૯૮ અંતર્મુખવૃત્તિ ---- ------------ ૫૦૧ અંત , ૪૯૭ પરિણતિ -. દ્રષ્ટિ --------- - - - - - - - - - - - - - ૫OY Page #9 -------------------------------------------------------------------------- ________________ સુખ દુઃખ પ્રતિબંધ સ્વચ્છંદ અને પ્રતિબંધ - આજ્ઞા અનાર્યદેશ નિમિત્ત ભાવ ભાવના શ્રદ્ધા મુમુક્ષુ વિચારવાન માર્ગાનુસારી - મુમુક્ષુતા - ભાગ્યશાળી પ્રવૃત્તિ - પરોપકાર પાત્રતા નીતિ - આજીવિકા સત્ય - સંયમ ૫૦૭ ૫૧૦ ૫૧૪ ૫૧ ૫૧૮ ૫૩૨ ૫૩૭ ૫૪૦ ૫૪૭ ૫૫૯ ૫૨ ૧૭ ૫૭ ૫૭૭ ૫૮૧ ૫૮૪ ૫૮૮ ૫૯૦ ૧૯૮ foo ૬૦૧ ૬૦૨ વેદનીયકર્મ સમતા ધીરજ સેવા પુરુષાર્થ - પ્રારબ્ધ અને પુરુષાર્થ - ભક્તિ -- નિત્યનિયમ વીસ દોહરા મંત્ર · સત્સંગ અદીનતા પ્રમાદ નિદ્રા દોષ શિથિલતા સંલેખના મૃત્યુ સમાધિમરણ વિચારવાયોગ્ય વિષયસૂચિ - ૬૦૩ ૬૪૦ ૫૧ ૫૩ ૬૫૮ ૬૭૧ ૬૭૩ ५८० ૬૮૩ ૬૮૪ ૬૯૩ ७०८ ૭૦૯ ૭૧૧ ૭૧૨ ૭૧૬ ૭૧૭ ૭૧૭ ૭૪૩ ૭૫૬ ૭૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ પરમકૃપાળુદેવ પરમકૃપાળુદેવ ઉપરના પત્રો સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યઘન, પરમજ્યોતિ, પ્રગટ પુરુષોત્તમ, કૃતકૃત્ય પ્રભુ, દિવ્યલોચનદાતા, લાયક સમ્યત્વના સ્વામી, પરમપુરુષાર્થી પરમાત્મા પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર હૃદયેશ્વરને નમોનમઃ હે પરમકૃપાળુ, પરમ આલંબનદાતા, વીતરાગ પ્રભુ ! આપ તો સર્વજ્ઞ અને આ સેવકના અંતરના ભાવો અપ્રગટ પણ સંપૂર્ણપણે સર્વ પ્રકારે જાણનાર છો તો આ વૃત્તિનિવેદનપત્રની પ્રવૃત્તિનું શું પ્રયોજન ? પણ પ્રભુ, પ્રાણનાથ ! એમ પણ એક રીતે જુઓ કે દયમાં શોક ઘણો છે તો પછી આંખો અશ્ર દ્વારા શા માટે દર્શાવવાનો ડોળ કરે છે ? આપ પ્રભુ તો આત્મસ્વરૂપમાં લીન છે અને સંપૂર્ણ વીતરાગી છો પણ આ અધમ દીન સેવકને આપની ભક્તિ સિવાય, આપના ઉત્તમ ગુણ દ્રષ્ટિગોચર કેવી રીતે થાય ? અને આપના તરફ પ્રેમ, અનન્ય વૃત્તિ, અપૂર્વ ભાવ સિવાય ભક્તિ શી રીતે સધાય ? આપની સમક્ષ આ દીન દાસ હૈયું ખોલી, વૃત્તિની વર્તના જણાવી આપના શાશ્વત સ્વરૂપમાં લીન રહેવાના ભાવથી આજથી સાપ્તાહિક પત્ર આપ પ્રભુના ચરણમાં નિષ્કામભાવે નિવેદિત કરવા અભિલાષા રાખે છે તો તે કૃપાળુદેવ, આપના અલૌકિક પ્રભાવથી આ બાળકની મલિન અને અવગણવાયોગ્ય કચરા જેવી વાતોથી કંટાળવાને બદલે આપના અનંત વીર્ય અને અનંત જ્ઞાન-દર્શન-સુખની કંઈ માત્રા મેળવી આ રોગી, અશક્ત, અસહાય, મૂઢ બાળકને મોક્ષમાર્ગમાં આગળ વધવા પ્રેરણા આપતા રહેશોજી. હે પ્રભુ! આ અજ્ઞાન બાળકની તરફ કૃપાદ્રષ્ટિ રાખવા વિનંતિ છે, નહીં તો જે જે આપે અનુકૂળતાઓ આ ભવમાં આપી છે તે જોતાં આ જીવ તેનો ઘટતો ઉપયોગ નથી જ કરતો અને તે દ્રષ્ટિએ તો મારા જેવો અધમમાં અધમ દુષ્ટ બીજો કોઈ જોતાં જડશે નહીં. અહો ! તારાં વચનામૃત ! અહો ! તારું નિરંતર સ્મરણ અને ધ્યાન પ્રેમપૂર્વક કરનારા પરમાર્થી સંતો ! અહો ! તારા માર્ગને દીપાવવા અને તે માર્ગમાં આવતાંને સહાયરૂપ થવા તત્પર થયેલાં તારા ભક્તજનો ! અહો ! બ્રહ્મચર્યનો આદર્શ રાખી તારું અવલંબન ગ્રહણ કરી, તને સાચો સ્વામી જાણી સર્વ તરફથી વૃત્તિ ઉઠાવી તારા સત્યસ્વરૂપને ઝંખનારાં મુમુક્ષુ ભાઈબહેનો ! હે પ્રભુ ! તારી ચૈતન્યમયી મૂર્તિ, તારો પરમ પુરુષાર્થ આ અભાગિયા જીવને પંચમકાળમાં પરમ આધારરૂપ છે. મહા વદ પાંચમ, ૧૯૮૪ને શુક્રવારે ચંદ્રપ્રભસ્વામી આદિ પ્રતિમાજીનું પ્રવેશમુહૂર્ત હતું; તે પ્રવેશ મેળો અમારા અંતરઆત્માના “સમકિત દ્વાર ગભારા'માં પ્રવેશ કરાવવા જાણે સદ્ગુરુ સંત સ્વરૂપ' દ્વારા છેવટનાં વર્ષોમાં આ સૂચના થઈ હોય તેમ એ જિનપ્રતિમાનાં ભવ્ય દર્શન અને સત્સમાગમદાતા સ્વામીશ્રીજીની સાથે સ્તવન-ભક્તિ, વૃત્તિને આપ પ્રભુના તરફ વાળનાર જણાયાં હતાં. હે દીનબંધુ દયાળ પ્રભુ ! ધાર્યું કંઈ થતું નથી. અતિ ભારે કર્મથી દબાયેલા આ જીવની ભાવના તો ઊર્ધ્વસ્વભાવ હોવાથી ઉપર ઊંચી રહ્યા કરે છે, પણ ડોકું પકડીને કોઈ પાણીમાં પકડી રાખે, ગૂંગળાવી Page #11 -------------------------------------------------------------------------- ________________ નાખે તેમ કર્મશત્રુ ઊંચું માથું કરવા દેતો નથી, તો આપનાં દર્શન અને મરણનું નિરંતર વહન ચાલુ રહે તેવું ક્યાંથી બને? એવો ભાગ્યશાળી હોત તો આટલો મોડો શા માટે જન્મે કે આપનાં સ્થૂળ દર્શનનો પણ લાભ ન મળ્યો? પણ થઈ તે થઈ. જાગૃતિના કાળમાં તો આવા સારા વાતાવરણમાં આપની યાદી આપની કૃપાએ કોઈ ને કોઈ રૂપમાં અવારનવાર આવતી રહે પણ હે પ્રભુ ! સ્વપ્નદશાથી તો ત્રાહિ ત્રાહિ મામ્ ! “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત પણ જગતની મોહિની સંમત થતી નથી.' એ આપનું વાક્ય અપૂર્વ લાગે છે. નિદ્રા તો જાણે પૂર્વની વેરણ હોય તેમ ગમે તે પ્રકારે દિવસના ચોવીસ કલાકમાંથી પોતાનો હિસ્સો વહેલીમોડી છોડતી જ નથી, અને તેના પાશમાં પડ્યા એટલે જાણે નવો ભવ જ આવ્યો હોય તેમ ન સાંભરે આદેશ કે ન સાંભરે મનુષ્યભવનું અમૂલ્યપણું કે ન સાંભરે ઉત્તમ કુળ કે ન સાંભરે સત્પષનો બોધ કે કાંઈ નહીં, જાણે જંગલનું રોઝ હોય તેવો જીવ કોરો ધાકોડ જેવો પશુવતુ બની જાય છે. ખરે ! સર્વઘાતી પ્રકૃતિ તે સર્વઘાતી જ છે. હે પ્રભુ ! અમર અજર અવિનાશીનો ઘાત કરનારી પ્રકૃતિનો હું ક્યારે સંપૂર્ણ ક્ષય કરી સર્વ પ્રકારનાં દર્શનાવરણથી રહિત થઈ તારું જ નિરંતર દર્શન કરીશ? આપની શુભ આશિષ ઇચ્છી આજનો આ લવારો પૂરો કરી તારા પરમ પવિત્ર સ્મરણમાં વૃત્તિ વાળું છું. એ જ સહજત્મસ્વરૂપની નિરંતર ભાવનાનો કામી આપનો દાસાનુદાસ બ્રહ્મચારી. | Tોતુ મને ચાહ્યાવં શિણાતુ છિન્નસંશયાઃ || કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાએ તમારા.” (બી-૩, પૃ.૧૮, આંક ૪) राजचंद्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतिर्यत्र परमात्म प्रकाशिनी ॥ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને ત્રિકરણયોગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો ! નમસ્કાર હો! ભાવદયાસાગર ભગવાન, પરમપુરુષાર્થપ્રેરક, સદા જાગૃતિમાં રાખનાર નિયંતા દેવ, પરમ પ્રગટ પુરુષોત્તમસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા પ્રભુની પવિત્ર સેવામાં આ અધિકારી અલ્પજ્ઞ, તારું આલંબન ગ્રહીને આ ભવ ગાળવા ઇચ્છનાર દીનદાસના દોષો સામું ન જોતાં દયા લાવી સર્વ પ્રકારે આજ સુધી કંઈ આશાતના, અભક્તિ, અવિનય કે કંઇ અનુચિત વર્તન થયું હોય તેની ક્ષમા આપશો અને નમ્રભાવે પ્રદર્શિત કરેલા નમસ્કાર સ્વીકારશોજી પ્રભુ ! અહો ! મૌન મુનિવર ! આટઆટલી સમૃદ્ધિ છતાં શી તારી ગંભીરતા ! અહો ! તારી સમતા ! અહો ! પરમકૃપાળુ તારી પરમોત્કૃષ્ટ કરુણા ! એવો દિવસ પ્રભુ ક્યારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે ! આજ દિન સુધીનો આ જીવનો વ્યાપાર જોઇ જઉં છું ત્યારે સરવાળે દેવાળું કાઢવા જેવો જોગ જણાય છે. અરેરે ! ક્યાં આપની તેર વર્ષ સુધીની દર્શાવેલી સમુચ્ચયવયચર્યા અને ક્યાં આ બાળકની આજ સુધીની અજ્ઞાનતા ! હે પ્રભુ! ઇન્દ્રિયોને આકર્ષક કોઈ વસ્તુ આવી કે પાધરી વૃત્તિ ત્યાં દોડે, પછી આંખ, મુખ ગમે ત્યાં રોકાયેલાં હોય પણ મન તો સરોવરમાં પથરો પડતાં ખળભળાટ થાય તેમ ઝણઝણી ઊઠે. આ Page #12 -------------------------------------------------------------------------- ________________ (૩) જીવે કોઈ કાળે એવી અપૂર્વ નિરાવરણ શાંતિ અનુભવી નથી કે જેથી એકદમ વૃત્તિને ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં રાખી સર્વ અન્ય વાતનું વિસ્મરણ થાય. કોઈ પૂર્વના અનલ્પ પુણ્યના યોગે આપ પ્રભુનું નામ કાનમાં પડયું અને આપની મધુર હદયવેધક વાણી સાંભળવાનો ઉદય જોગ મળી આવ્યો, તે માત્ર વિશ્રાંતિનું સ્થાન છે. આપની મુખમુદ્રાનો ચિત્રપટ તેમ જ આપનું માહાભ્ય પરમોપકારી સ્વામીશ્રી દ્વારા સાંભળવામાં આવતાં આ જીવને આપના ચરણકમળની સેવાનો લાભ પ્રાપ્ત થશે એવી આશા રહે છે. આપનું જ શરણ ભવોભવ હો એમ સ્ક્રય કબૂલ કરે છે. અભિમાનને હણનારી, વૈરાગ્યને પોષનારી, સર્વ પરભાવને શાંત કરનારી આપની દેશના સ્વમુખે સાંભળવા આ જીવ ક્યારે ભાગ્યશાળી થશે? હે જીવ! શાંત થા ! શાંત થા ! આમ અંતરમાંથી ફુરણા થાય છે તે તારો આશીર્વાદ કૃપાળુદેવ જયવંત હો ! સંસારના ઉષ્ણ ઉનામણામાં ઊકળતો આ જીવને જોઇ હે પરમકૃપાળુદેવ તમે સત્સમાગમમાં મૂક્યો છે તે મહદ્ ઉપકાર છે. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.' રાજચંદ્ર સ્વરૂપે હો ભાવના ભવનાશિની, અસંગ સંગતિદાયી પરમાત્મા પ્રકાશિની. (બી-૩, પૃ.૨૦, આંક ૫) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! નિત્ય નિરંજન અંતરજામી, રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર, દીઠા નહિ દેશાંતરમાં; સમય સમય તુજ ચરણશરણની છત્રછાંય ઉર છાયી રહો ! નિષ્કારણ કરુણાની કથની વચન વિષે ન સમાય, અહો ! અહો નિષ્કામી નાથ ! શરણાગતને સદા હિતકારી, પરમોપકારી પરમકૃપાળુદેવ, પરમોત્કૃષ્ટ શુદ્ધસ્વરૂપના નિરંતર ભોગી ! અમિતદાનદાતાર ! તારા ચરણની શીતળ શાંતિમાં આ બાળ તદ્રુપ અનન્ય ભાવનાથી, વારંવાર ધન્યવાદ આપી અતિ ઉલ્લસિત તન, મન અને આત્મભાવથી, વિનયભક્તિએ નમસ્કાર કરવા સમસ્ત અંગ નમાવે છે. ગયા સપ્તાહમાં પ્રભુ આપની કરુણાની વૃષ્ટિ વરસ્યા કરી છે; પણ આ “અપાત્ર અંતર જ્યોત' જાગી નહીં એમાં આપને શું કહ્યું? ગયા ચોમાસામાં તળાવ નદી નાળાં છલકાઈ ચરોતર તરબોળ થઈ ગયું હતું પણ કોઈ ટેકરે ગાયનાં પગલાંથી થયેલા ખાડામાં પાણી ભરાઈ ભરાઈને સુકાઈ જાય અને હતું તેવું કોરું થઇ રહે તેમાં મેઘનો શો વાંક? “રામનામકા નાવડા, માંહિ બેસાર્યા રાંક; અર્ધ પસાર કૂદી પડે, તેમાં સદ્દગુરુનો શો વાંક ?'' Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ ‘અકર્મીના પડિયા કાણા' એમ કહેવત છે, તેમ હે નાથ ! આપના આશ્રિતોની અને તે દ્વારા આપની આ અપાત્ર બાળક ઉપર આટલી બધી કરુણા અને સમતા પ્રેરક મમતા છતાં આ અભાગિયા જીવનો પ્રમાદ, મોહનિદ્રા દૂર થતી નથી એ જ ખેદકારક છે ! પૂજ્યપાદ સ્વામી શ્રી મોટા મહારાજના (પ્રભુશ્રીજીના) દર્શનાર્થે પ.પૂ. સ્વામીશ્રી રત્નરાજ ફાગણ સુદ ચોથને શનિવારને દિવસે અત્રે પધારેલ છે. તેમના સમાગમમાં ઘણું સાંભળવાનું, સમજવાનું નિમિત્ત બને છે પણ સ્મૃતિદોષથી તે અવધારી શકાતું નથી. પણ હે કૃપાળુ ભગવાન ! તારી અને તારા આશ્રિતોમાંના કોઇની આશાતના, અવિનય, અભક્તિ, અબહુમાનપણું આદિ દોષોમાં આ ભારેકર્મી આત્મા ન આવી જાઓ એ અવશ્ય ઇચ્છું છુંજી. આ અપાર અને અનાદિકાળના પરિભ્રમણનો હવે અંત આવો અને તારા અચળ વિમળ આનંદપૂર્ણ અનંતપદમાં પ્રવેશ કરવાની તક પ્રાપ્ત થાઓ ! એ સિવાય સર્વ ઇચ્છાઓનો નાશ થાઓ ! સર્વ આગ્રહથી રહિત, અગમ્ય અકથ્ય શાંતસ્વરૂપ પરમ પ્રગટ થઇ તેમાં જ તન્મયતા રહો ! એ જ હેતુથી એ જ સાધનામાં સહાય કરે તેવી ચર્યા અહોરાત્ર રહો ! તારી કરુણા, તારા શુદ્ધ સ્વરૂપ અને આનંદપૂર્ણતાનું મારામાં સામર્થ્ય આવો અને બાવીસ પરિષહ માંહેના સ્ત્રીપરિષહને જીતવાનો મારો પ્રયત્ન સંપૂર્ણ સફળ થાઓ ! માયાજાળ કહો, અનાદિ અધ્યાસ કહો કે સંસારનું મૂળ કહો પણ ચિત્તની વૃત્તિ જ્યાં રહેવી જોઇએ ત્યાંથી ડગાવનાર ખુલ્લા દીવાને પવનના ઝપાટા જેવી સ્ત્રીની મૂર્તિ છે. તેનું અવલોકન, શબ્દશ્રવણ, વાર્તાલાપ આદિથી પણ હ્દય અડોલ અકંપ રહે, ફાનસના કાચથી દીવો સુરક્ષિત રહે તેમ તારું સ્મરણ નિરંતર મારી ચોમેર રક્ષણ કરતું રહો ! સર્વ વસ્તુ ભુલાઇ જાઓ ! જે કદી દૂર નથી તે સત્સ્વરૂપનો સદાય ઉપયોગ અખંડિત પ્રવાહરૂપે નિરંતર નિશદિન પ્રગટ પરમ જાગ્રત રહો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો-૩, પૃ.૨૧, આંક ૬) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! अहो ! अज्ञान क्षेत्रेभ्य उखाता प्रतिरोपिताः । भक्तिपूर्णजलक्षेत्रे शिष्यास्ते कलमा ईव || અજ્ઞાનના ધરુવાડિયેથી ઉપાડી તુજ શિષ્યને, તેં ભક્તિજલ ભરપૂર ક્યારીમાં ફરી રોપ્યા હવે; ત્યાં પોષ પામી પ્રેમનો ગુણ કણસલાં ભારે નમે, પરિપક્વતા પામી પ્રકાશે હેમમય કરી ક્ષેત્ર તે. અજ્ઞાનથી અંધ થયેલા આ દીન શિષ્યને દોરનાર અને ધન્વંતરિ સમાન દિવ્યચક્ષુ-વૃષ્ટિ દઇ અમિત ઉપકાર કરનાર આ અસાર ભવસમુદ્રમાંથી ઉપાડી ક્ષીરસાગરના નીરને વિસારી દે તેવી મધુર અલૌકિક વાણી વર્ષાવનાર ગગનવિહારી દેવ ! આ પામરની રમત તરફ પિતાતુલ્ય નજર કરી, તેની બાળક્રીડાભરી લાગણી અને તારા માર્ગ તરફ મોં ફેરવી આતુરતાથી જોનાર આ હૃદયની Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫ લાગણી સાથે ત્રિકરણયોગે આજ સુધી થયેલા અપરાધ, આશાતના, અવિનય, અભક્તિની ક્ષમા યાચી તુજ ચરણકમળમાં મસ્તક મૂકી સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર આ અજ્ઞ બાળ કરે છે તે સ્વીકારી કૃપાદૃષ્ટિ કરશોજી. હે પ્રભુ ! કેટલી વિપરીતતા ! અનાદિથી આમ ને આમ જ ભૂલ ચાલી આવી છે. એક દેહ અને ઇન્દ્રિયોની ૨મતમાં જ આ જીવ પોતાને ભૂલી, નશ્વર વસ્તુમાં જ મોહ્યો ! ‘‘તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય.’' ‘‘આવે જ્યાં એવી દશા'' એ દશાય આવી નહીં, અને બોધેય પામ્યો નહીં તો વિચારણા ક્યાંથી આવે ? અનંતકાળ ગયો છતાં આ જીવ જાગ્યો નહીં, તો કુંભકર્ણની નિદ્રાનો ક્યાં ધડો રહ્યો ? આકાશમાં વાદળાં આવતાં હોય અને તેમાં જુદાં જુદાં પ્રાણીના આકાર બનતા હોય તે જોઇને છોકરાઓ વહેંચી લે કે પેલો ધોડો મારો અને પેલું ઊંટ તારું, અને પવનથી અફળાતાં વાદળાં બદલાઇ બીજાં રૂપ કરે તેને અવલંબીને છોકરાં કાળ ગાળે, કંકાસ કરે, લડી મરે; તેમ આ ઇન્દ્રિયોના વિષયોમાં હે પ્રભુ ! મારું, તારું, સારું, નરસું, ઘણું, ઓછું, આદું, પાછું કરી, આ જીવ કર્મના પોટલાં બાંધી મિથ્યા ભ્રમણમાં મોહ કરી રહ્યો છે, દુઃખનાં કારણોથી હજી ત્રાસ પામતો નથી, ઝેરને ઝેર જોતો નથી તો તેને વૈરાગ્ય, ઉદાસીનતા, નિજાનંદ, સહજ દશાનો સ્વાદ ક્યાંથી આવે ? આ દેહને સુરક્ષિત રાખવાને અને ત્રાસથી મુક્ત થવાને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પ્રાપ્ત કરવા સુધીનો શ્રમ આ જીવે ઉઠાવ્યો. જો જીભ હોય તો જીવનને હાનિ કરતાં દ્રવ્ય તપાસી દૂર થાય એ ઇચ્છાએ જીભ પ્રાપ્ત કરી ત્યાં પોતાની પરીક્ષકશક્તિ તો ક્યાંય એક બાજુ રહી અને ઇન્દ્રવરણા જેવા પરિણામે દુઃખદાયક એવા સ્વાદના વિલાતની ગુલામગીરી વળગી. ત્રસપણું પ્રાપ્ત થયું તે જીભની ગુલામી ઉઠાવવામાં જ ગયું, અને નાની નખલી જેમ વીણાને ધ્રુજાવ્યા કરે તેમ ભય અને લોભથી ભવોભવ જીભ જીવને ધ્રુજાવતી જ રહી. ઇચ્છારૂપી અગ્નિ ઇન્દ્રિયોના વિષયરૂપી દારૂગોળા સાથે ભળતાં જીવના સહજ સુખનો નાશ થવામાં શી વાર લાગે ? હે પ્રભુ ! આ પ્રથમ સ્પર્શેન્દ્રિય તો સદાની વળગેલી છે અને તેને મદદગાર આહાર તેમાં અનિયમિતપણું કરાવનાર જિન્ના છે. ‘તે સર્વ ઇન્દ્રિયોમાં પ્રથમ વશ કરવા યોગ્ય છે.' એ તારો ઉપદેશ કલ્યાણકારી છે અને તેને અનુસરવા ઇચ્છા થતાં શું કરવું ? કેમ કરવું ? તે વિચાર આપની આજ્ઞા માટે રજુ કરું છું. આ ઝાડ જેવા શરીરમાં આ જીભ જ ધણી વાર ઇચ્છાને અનિયમિત નિરંકુશપણે બહેકાવી દે છે. જિહ્ના જેમાં રસ લેવા લાગે તે પદાર્થો રોગનું કારણ છે તે રૂપે ચિતવવું કે તેને તુચ્છ ગણવા કે આહાર અટકાવવો કે ચોર પકડાય ત્યારે તેને શિક્ષા કરવી કે સમજાવવો ? પણ જીભ ઉપર જાગૃતિનો પહેરો તો જરૂર રાખવો કે તેની પ્રવૃત્તિ લક્ષ બહાર ન જાય તે ચિંતવવું; પણ ઊંઘમાંય આહારસંજ્ઞા, સ્વાદલોલુપતા તો કામ કર્યા કરે છે તેનું કેમ કરવું ? પ્રથમ જાગૃતિમાં જોર કરવું. ‘હિંમતે મરદા તો મદદે ખુદા.' તું ક્યાં દૂર છે ? આવો પ્રત્યક્ષ પરચા પૂરતો હાજરાહજૂર દેવ છતાં હવે વિજયની શંકા શી ? સમયે સમયે ચેતાવનાર ચતુરશિરોમણિ રાજરાજેન્દ્ર, આપના ચરણમાં નિરંતર પ્રવાહરૂપ મારી અખંડિત લક્ષની ધારા વહ્યા કરો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો-૩, પૃ.૨૨, આંક ૭) Page #15 -------------------------------------------------------------------------- ________________ 0. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! ચલાવો મોક્ષને માર્ગે. ભેદો કર્મગિરિ મહા; જણાવો વિશ્વનાં તત્ત્વો, વંદું એ ગુણ પામવા. પરમ વીતરાગી, અસંગસંગી. સર્વગુણસંપન્ન, પરમોપકારી, પરમકૃપાળુદેવની પવિત્ર ચરણકમળની રજમાં આ અધમ નિગુણા નિર્લજ્જ બાળકનું શિર સદાય નમ્રીભૂત રો ! અનંત કરુણાધન આ રંક હૃદયને ભાવદયાથી સદાય આર્દ્ર કર્યા કરો ! આપની અમૃતમય વાણીના સિંચનની ધારા અખંડિત નિરંતર ઝરણારૂપે મુજ મનના માર્ગમાં વહ્યા કરો ! અહો પ્રભુ ! આ બાળકે અનેક સંકલ્પો કર્યા અને અનેક તરંગોમાં તણાઇ ગયો, પણ આપના ચરણનું શરણ એક આધારરૂપ છે અને પતંગ ગમે તેટલે ઊડે પણ ઉડાવનારને ખેંચવો હોય ત્યારે ખેંચાઇ આવે તેમ હે પ્રભુ ! તારા કરકમળમાં મારી વૃત્તિરૂપી પતંગનું ભક્તિરૂપ દોરથી દૃઢ બંધન હો ! સર્વ સંકલ્પ-વિકલ્પથી પર પરમાત્મા ! નિસ્તરંગ સમુદ્રની ગંભીર શાંતિના સ્વામી ! અનંત વીર્યવંતા છતાં એક નિશ્ચલ સ્વસ્વરૂપ પરિણામી નાથ ! તારા અનંત ગુણના વારસાને યોગ્ય આ ઇચ્છાવંત બાળક બને, જ્ઞાતપુત્ર નીરાગી, નિઃસ્પૃહ પરમાત્મા સિવાય કંઇ ઇચ્છે નહીં એમ કર. : સહજાત્મસ્વરૂપ પરમગુરુ : અનંત કીર્તનનું કીર્તન, પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વ સ્તોત્રોનો સાર હે પરમ કૃપાળુ ! તેં આ મહામંત્રમાં પૂર્યો છે. અલ્પમતિ અને અનેક આવરણને લઇને તે ઊકલતો નથી પણ અવશ્ય તે જ સંસા૨થી તારી સર્વોત્તમ પદમાં સ્થિતિ કરાવશે એવી અતૂટ શ્રદ્ધા વૃદ્વિગત થતી જાય છે, એ જ તારી સમીપ આવવાનું સાધન અને નૌકાનો શઢ દૂરથી દેખાય તેવું આશાકેન્દ્ર છે. સર્વ હિંસા ટાળનાર એવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે અવિનાશી પરમપદ તેની સ્મૃતિ અમરતા અર્પણ કરનાર છે, તે સહજાત્મસ્વરૂપ પરમગુરુ પદ પ્રથમ અહિંસાવ્રતનો આધાર છે. જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ; કોઇ કોઇ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.'' આ વચનામૃતમાં મરણની ભીતિને ભાંગી નાખી હે પ્રભુ ! આપે અભયપદ અર્ધું છે. એ ભાવ દૃઢ થયે મરણપ્રસંગે પણ ચિત્તમાં ક્ષોભ થવો ઘટતો નથી અને એ જ ખરેખરી અહિંસા છે. જો મરણપ્રસંગે પણ ક્ષોભ ન થાય તો તેથી ઓછાં દુઃખકર અને રાત્રિના સ્વપ્ન જેવાં બીજાં દુઃખ તો નજીવાં છે, આંખ ઊઘડતાં વિલય થાય તેવાં છે, તેમાં પરમ સહનશીલતા આપની પ્રસાદીથી પ્રાપ્ત થવા યોગ્ય છે. સ-અસત્ને સમજાવી સત્યસ્વરૂપમાં સ્થિર કરવામાં સમર્થ એવો આ મહામંત્ર, બીજું સત્ય મહાવ્રત, તેનું મૂળ છે. જે જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમગુરુની ભાવનાથી રહિત છે તે સર્વ વિભાવભાવવાળું અથવા અસત્ય અને મિથ્યા છે તો જેની નિરંતર વૃત્તિ આ મહામંત્રમાં રોકાઇ હોય તે સત્યમૂર્તિ કહેવા યોગ્ય છે. જેટલું આ સહજાત્મસ્વરૂપની સન્મુખ રહેવાતું નથી તેટલું અસત્ય પ્રવર્તન છે. જૂઠેજૂઠું જગત કુટાય છે અને ખરું મરણ કે ખરી હિંસા વા આત્મઘાત પણ એ જ છે. હે પ્રભુ ! આ આત્મધાત અને અસત્ય સ્થાનમાંથી તારે આશરે બેઠેલા આ બાળકનો ઉદ્ધાર કરી તારા સત્યસ્વરૂપમાં નિરંતર ટકી રહેવાય તેમ સ્થાપજે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું મહાવ્રત અચૌર્યવ્રત કે અસ્તેયવ્રત, તે પણ આ મહામંત્રની સહાય હોય તો જ પળાય તેમ છે; કેમ કે આત્માથી અન્ય એવા જે જડ પદાર્થો તેને ગ્રહણ કરવા અને પોતાના માનવા એ ચોરી અને જૂઠ બંનેના અપરાધ કરતાં પણ ઘણો ભારે અપરાધ છે. હે પ્રભુ ! આ દેહ તે સર્વ દોષનું સ્થાન તથા કર્મનું કારખાનું છે તેને મારું મારું માની તેને પાળવા પોષવા જે જે કર્યું તે બધું ચોરીરૂપ જ છે. પારકી જ ચીજ પકડી પાસે રાખી છે, તે મરણ વખતે પાછી પારકી હોવાથી ઓકી કાઢવી જ પડશે, ચોરીનો માલ કોઇને પચે જ નહીં. લૂંટારા અને ચોરની જ્ઞાતિવાળામાંથી પણ કોઈને નોકરીમાં રાખીને તેને શાહુકાર પોતાનો પટો પહેરાવે છે એટલે તે શાહુકારનો નોકર પણ શાહુકારમાં જ ખપે છે, તેના ઉપર કોઈ ચોરીનો આરોપ મૂકે નહીં, કારણ કે તેની પાસે શાહુકારનો પટો છે; તેમ હે પ્રભુ ! આપનો મહામંત્ર સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' તે અમારા મુખમાં જીભના ચામડા પર ચોંટયો રહે અને તેમાં જ વૃત્તિ રહે ત્યાં સુધી આ લૂંટારાપટ્ટન જેવા સંસારમાંથી આપને શરણે આવતાં, એ નામના-મંત્રના માહાત્મથી જ ચોર મટી ત્રીજું વ્રત પાળનાર, તારી આજ્ઞામાં ઉપયોગપૂર્વક વર્તનાર, સમિતિ આદિ પાળનાર જેવા ગણાવા યોગ્ય છે. તે જ સાચો શાહુકાર છે પણ ‘શાહે વાણિયો રળી ખાય' તેમ તારા શરણથી આ જીવ પરભાવને ઓળખી પારકી ચીજ પારકે ખાતે રાખતાં શીખશે. ચોથી પ્રતિજ્ઞા બ્રહ્મચર્યવ્રતની, તે પણ બ્રહ્મનું માહાભ્ય સમજાવનાર શુદ્ધ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ''ના લક્ષથી સધાય છે. બ્રહ્મ તે મહત-બૃહત્ ત્રૈલોક્યપ્રકાશક એવું આત્મસ્વરૂપ તેમાં ચર્યા-વર્તના નિરંતર જેની છે તે બ્રહ્મચર્યવ્રત શુદ્ધ સ્વરૂપના ઉપયોગ વિના કેમ સમજાય? વિભાવરૂપ પરનારી તજી સ્વભાવ-સ્વશક્તિ-આત્મરમણતામાં લીન પુરુષ જ મૈથુનત્યાગ કે બ્રહ્મચર્ય પાળી શકે. જ્યાં સુધી તારા સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્તિનું સાધન, પાત્રતા પ્રગટ કરાવનાર બાહ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી છે અને સહજાન્મસ્વરૂપ પરમગુરુની પરમ પ્રતીતિ, રુચિ અને પરિણતિ પામે તે પછી આ બાહ્ય જગતના ક્ષણિક અને અંતે દુર્ગતિ દેનાર વિષયાનંદની રુચિ કેમ કરે ? બ્રહ્મચર્યની આ વિશાળ ભાવનામાં સર્વ સદ્ધર્મની સમાપ્તિ-સાર-પૂર્ણતા આવી જાય છે. પાંચમું મહાવ્રત અપરિગ્રહ, તે પણ ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ”નું પરમ માહાસ્ય પ્રગટયે પળાય તેમ છે. પરિગ્રહ એ કારાગૃહ જ છે. જ્યાં સુધી એ પરિગ્રહરૂપી ગ્રહ નડે છે ત્યાં સુધી શાંતિ નથી પણ જ્યાં ‘‘સહજત્મસ્વરૂપ પરમગુરુ''રૂપ સત્પરુષની કૃપાદ્રષ્ટિ થઈ કે અંતરમાંથી તે પરિગ્રહભૂત ભાગી જાય છે. તેની વાસનાનો ક્ષય થાય છે અને સર્વ સંસાર સિનેમાના ખેલ જેવો બની રહે છે. પોતાને માત્ર સાક્ષીપણું પ્રાપ્ત થાય છે. આ સ્વપ્ન જેવા સંસારમાં પરિગ્રહ, છાતી પર વજન મૂકી કોઈ ઊંઘમાં મૂંઝવતું હોય તેવો દુઃખકર છે, તે પરમ પ્રગટ એવા તારા સ્વરૂપની સ્મૃતિરૂપ જાગૃતિ પામતાં તે સ્વપ્ન અને નિદ્રાનો નાશ થાય છે. પરમગુરુપદની પ્રતીતિ અને સ્વરૂપરમણતા એ જ ખરી નગ્નતા-અસંગતા છે, તે જ શુદ્ધ નિર્મળતા છે, જેથી સ્નાન કરવાની કોઈ કાળે જરૂર પડતી નથી અને એ જ અનશનરૂપ પરમ તૃપ્તિનું કારણ છે. એ તારા સંપૂર્ણ સ્વરૂપ સિવાય વિશ્વમાં ક્યાંય સત્ય એકાંતવાસ નથી. તેહિ તું િતુંહિ નિરંતર તું િતુંહ બ્દયમાં અચળ વાસ કરી રહો ! ૐ ૐ ૐ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બી-૩, પૃ.૨૩, આંક ૮) Page #17 -------------------------------------------------------------------------- ________________ અનન્ય શરણના આપનાર એવા શ્રી સરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! વિધિવશાત પ્રાપ્ત થયું મને જે, દેહાદિ સર્વે મમતા વધારે; પ્રારબ્ધની ભેટ પ્રભુપદે હો, મે'માન છું બે દિનનો જ હું તો. શુદ્ધ ચૈતન્યસ્વામી, સ્વરૂપવિલાસી, મહામોહહારી દેવાધિદેવ પરમકૃપાળુ પરમાત્માને ત્રિવિધ ત્રિવિધે ત્રિકાળ નમસ્કાર હો! હે દયાસિંધુ ! આપ તો પરમ ગંભીર, શાંતમૂર્તિ છો ! આ દાસની અજ્ઞાન બાળચેષ્ટા તરફ અનુકંપાદ્રષ્ટિ રાખશોજી. કોઈ થાંભલા ઉપર વેલ ચઢાવી હોય તો તે થાંભલાને આધારે ઊંચે ચઢે છે પણ પવનમાં તે હાલ્યા કરે છે, તેમ આ મન આપનો અચળ આશ્રય પ્રાપ્ત થયા છતાં ચંચળ યુભિત રહ્યા કરે છે તે આલંબનનો દોષ નથી પણ મનનો જ દોષ છે. પણ વિશેષ વૃદ્ધિ પામતાં વેલો જેમ મજબૂત અને જાડો થાય છે ત્યારે તે દોરડાની પેઠે સજ્જડ વીંટાયેલો રહે છે, જાણે પથ્થરના સ્તંભને આધાર આપવા બાંધી રાખેલું દોરડું હોય તેવો દેખાવ દે છે, તેમ આ મનોવૃત્તિ આપના પરિચયથી પોષ પામી આપની નિશ્રળતાનું અનુકરણ કરતાં તદ્રુપ બનશે, એવી શ્રદ્ધા રહે છેજી. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન.'' વઢકણી ડોસી કોઈને દાન દેતી નહીં, પણ એક વખતે “સામે ઘેર જા' કહી કોઈ ભિખારીને ઘર દેખાડવા આંગળી ચીંધી તેના પુણ્ય તેને બે ઘડી ઈન્દ્રનું સિંહાસન મળ્યું, તે દુર્વાસા ત્યાં થઈ જતાં હતા તેમને અર્પણ કર્યું અને છેવટે તેને વૈકુંઠ મળ્યું ત્યારે દુર્વાસાએ સિંહાસન તન્યું એમ વાત કહેવાય છે; તેમ આ અનાદિનો સંક્લેશપરિચયી જીવ, હે પ્રભુ ! આપના કોઈ પરમભક્ત સંતપુરુષોના યોગે અનાયાસે સહવાસમાં આવી જવાથી હવે તો આ દયરૂપ સિંહાસન આપને અર્પણ થયું છે, તો આ અનાદિકાળનાં કર્મથી દબાયેલા રાંક ડોશી જેવા આ જીવે કંઈ કર્યું નથી, માત્ર પરમ પુનિત એવા સદગુરુ સંત સ્વરૂપ તુજ''ના ચરણમાં આવી પડવારૂપ પ્રારબ્ધ સેવાય છે. પણ આ આંગળી ચીંધવા જેવા નજીવા કાર્યનું ફળ પણ અર્પણબુદ્ધિના યોગે વૈકુંઠ-અકુંઠિત સ્થાન-સિદ્ધિ પ્રાપ્ત કરાવે એ લૌકિક કથાનો પરમાર્થ તું સત્ય કરજે. બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ-અર્પણ દાવ અજ્ઞાની. સુમતિ) આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ સુજ્ઞાની. સુમતિ)'' હે પ્રભુ! આ દશા ક્યારે આવશે? સદ્ગુરુ જ્ઞાની ગુણવંતા, વિનવે વિનેય રુચિવંતા; ઉરમાં ધરી ઉમંગ અનંતા રે, સદ્ગુરુ હિતકારી. સમ્યક્દર્શન મોલની બારી રે, સદ્ગુરુ હિતકારી. Page #18 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા છે મોક્ષનો દરવાજો, ક્ષમા શ્રમણ સદ્ગુરુ સાચો; મોક્ષ વિના કશું નહીં યાચો રે, સદ્ગુરુ હિતકારી. સંતકૃપા પરમ ઉપકારી રે, સદ્ગુરુ હિતકારી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બી-૩, પૃ.૨૫, આંક ૯) (‘અપૂર્વ અવસર' અનુસાર) એ દિન ક્યારે આવે નાથ કૃપા થકી, રાત-દિવસ કરું શ્રવણ, બોધનું પાન જો; બાળક માની ગોદ ગ્રહી નિઃશંક થઈ, મુનિસમ બની એકાગ્ર કરે પયપાન જો. એ દિન) ૧ દર્શન, શ્રવણ, પ્રતીતિ, સ્થિરતા સીડીએ, ક્રમે ક્રમે હું તજી જગત જંજાળ જો; આવું અનુપમ સિદ્ધશિલાની મેડીએ, બિરાજો જ્યાં નાથ અનંત દયાળ જો. એ દિન૨ પુદ્ગલપિંડ તણાં દર્શન પ્રભુ બહુ કર્યા, ચર્મચક્ષુને ચર્મરમણની ટેવ જો; તજશે એ તુજ દર્શન-સ્પર્શનથી ઠર્યા, દિવ્ય નયન દેજો રૂપાતીત દેવ જો. એ દિન ૩ શ્રવણ હરણ સમ મોહવશે બહુ મેં કર્યું, તોય પુરાયા નહીં કાનના કૂપ જો; અપૂર્વ વાણી જાણી ગુરુકુળ આદર્યું, સત્સંગે શ્રુતિ પામી ચિત્ત થયું ચૂપ જો. એ દિન) ૪ મનમાન્યું મન રઝળ્યું વિષય-કષાયમાં, રુચિ, પ્રીતિ, પ્રતીતિ કરી વિપરીત જો; ગુરુરાજ છો હવે તમારી સહાયમાં, તો સહજ થાય સુરુચિ, પ્રીતિ, પ્રતીત જો. એ દિન૦૫ મોક્ષ હેતુ જે મૂળતત્ત્વનું જ્ઞાન તે, સમ્યફ શ્રદ્ધાનંત ધરે ધરી ધીર જો; જ્ઞાની દ્વારા જ્ઞાન” સદાનો માર્ગ છે, હંસ-ચંચુથી ભિન્ન થાય ક્ષીરનીર જો. એ દિન૦ ૬ મોહનીય-જ્ઞાનાવરણ ગયે ગુરુ-બોધથી, સમ્યફ શ્રદ્ધા, જ્ઞાન ઉદય સમકાળ જો; સ્વાદ, શીતળતા સાકરની સાથે થતી, દીપ પ્રકાશના વૃષ્ટાંતે ત્રિકાળ જો. એ દિન) ૭ શ્રુતબીજ પર પાણી પુરુષાર્થતણું પડશે, પંચ પ્રકારે સમ્યકજ્ઞાન વિકાસ જો; પારસ સાથે લોહ શલાકા જો અડે, વર્ણ સુવર્ણ તણો પ્રગટે પ્રકાશ જો. એ દિન, ૮ જ્ઞાનતણું ફળ વિરતિ’ તો સ્થિરતારૂપે, આત્મપ્રદેશ ચંચળતા નહીં લેશ જો; વીર્ય અનંતુ પૂર્ણરૂપે પ્રગટી દીપે, સુખ અનંત પમાય વિના કંઈ ક્લેશ જો. એ દિન) ૦ પિપળપાન સમી ચંચળતા પ્રતિપળે, સંગ પ્રસંગે રાગદ્વેષથી થાય જો; કલ્પવૃક્ષ સમ સદ્ગુરુશરણે તે ટળે, ઇચ્છા છોડી વીતરાગ થવાય જો. એ દિન૧૦ (બી-૩, પૃ.૨૭, આંક ૧૦) અનન્ય શરણના આપનાર એવા શ્રી સરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.'' Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૦) યોગીશ્વર ગુરુરાજના, યોગ બળે પલટાય; વિલાસવિષ કળિકાળનું, અમૃતમય થઈ જાય. ક્ષમાશ્રમણ આશ્રમ તણો આશ્રય જે ગ્રહનાર; તપોવનને યોગ્ય તે, તપ ધનને ધરનાર. દીપાવે રસત્યાગથી નવ દિન નવ પદ સાર; સપુરુષને આશ્રયે, શ્રીપાલ શ્રવણ અનુસાર. હે અનાથના નાથ ! કલ્પવૃક્ષથી પણ વિશેષ ઉદાર, શ્રમણ ભગવંત ! આપના અપાર ઉપકારનું આ અલ્પમતિ શું વર્ણન કરે ? અહો ! તારું યોગબળ ! ધન્ય છે આ કળિકાળમાં જન્મનાર જીવાત્માઓને પણ કે તારું મોક્ષમાર્ગ દેનાર શરણ આવા કાળમાં પણ પ્રાપ્ત થયું. અહોભાગ્ય આ બાળકનાં પણ ઊઘડ્યાં ! સત્યપંથે દોરનાર શ્રી સદ્ગુરુદેવ ! તારું ભવોભવ શરણ હો! હે પ્રભુ ! આ નવપદજી મહોત્સવરૂપ ઓળીનો છેલ્લો દિવસ ચૈત્રી પૂર્ણિમાનો છે, પણ પશ્રાતબુદ્ધિ બ્રહ્મ' અને “અગમબુદ્ધિ વાણિયા' કહેવાય છે તેવું આ તારા બ્રહ્મપદની ઇચ્છા રાખનાર બ્રહ્મચારીને પદ્માતબુદ્ધિ ઊપજી કે આ નવપદનું માહાસ્ય પ્રથમથી અંતરમાં ઊતર્યું નહીં અને રૂઢ ઉપવાસને વળગી રહી છે ઉપવાસની આજુબાજુના દિવસો અંતરવારણું અને પારણાના મળી છ દિવસ ઓળીની તક ગુમાવી. માત્ર ત્રણ વચ્ચેની ઓળીને એકાશન દ્વારા અજ્ઞાતવિધિઓ ઉપાસી. પણ આ અવિચાર અને અહંકારના કંઈ પરિણામે અબહુમાનપણું પ્રદર્શિત થયું હોય તો તે સર્વ ગર્વ તજી ઘણી દીનતાથી ‘મિથ્યા મે દુષ્કૃત' હો એમ ઇચ્છું છુંજી. અને ભવિષ્યમાં આ અવિચારનાં પરિણામ રસવૃત્તિના પોષણરૂપ જમણોમાં પશ્ચાત્તાપરૂપે ખડાં થઈ વિરસ-ઉદાસભાવને પોષે એમ આશા રાખું છું. આસો માસમાં ફરીથી આ વ્રતનું દર્શન થવા જેટલું આયુષ્ય લંબાય અને સર્વ સમાધિવૃત્તિપૂર્વક જોગવાઈ બની આવે તો તે રસના જયના સંગ્રામમાં અતિ ઉત્સાહથી ઘૂમવા વિચાર રહ્યા કરે છે. હે નિઃસ્પૃહ, નિરીહ પરમાત્મા ! સર્વ ઇચ્છાનો ત્યાગ કરી તારા ચરણકમળની ઉપાસના વિશેષ વિશેષ વિશેષ વર્ધમાન થયા કરો અને અંતે આપના અયોગીપદનો યોગ થાઓ ! ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે ! (બો-૩, પૃ.૨૮, આંક ૧૧) શુદ્ધ સ્વરૂપ, અજ્ઞાન પદ નભ-ભૂમિ સમ જેહ; અનંત ગાઉ અંતર છતાં, રહે અડોઅડ એહ. દર્શન દુર્લભ ભાઈ, પરમ ગુરુ દર્શન દુર્લભ ભાઈ, સાચી રાજ સગાઇ, જગત ગુરુ દર્શન દુર્લભ ભાઈ. દેવ, ગુરુ ને ધર્મ ત્રણેમાં ગુરુપદની જ વડાઈ, સાચા ગુરુ સમજાવે સાચા દેવ, ધર્મ સુખદાઇ. જગત) ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧. મોક્ષમાર્ગને કર્યો મોકળો એ સદગુરુ-ચતુરાઇ, દેખતભૂલી દૂર કરાવી સમ્યકુષ્ટિ લગાઇ. જગત૨ કલિમલમાંથી કરુણા કરીને કાઢયો એ જ ભલાઈ, પણ આલંબન સદા રહો એ, દૂર કરો નબળાઈ. જગત) ૩ (બી-૩, પૃ.૨૯, આંક ૧૨) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! ધન્ય છે આપણો અવતાર, રાજજી આપતણો અવતાર. ધન્ય સકળ કર્યો નરભવ ટૂંકો પણ જમાવી તત્ત્વવિચાર, આશ્રય આપી અમ સરખાને કરાવો ભવપાર. ધન્ય આર્ય દેશ દીપાવ્યો આપે અર્પે અનેક વિચાર, મૂર્તિમંત બનાવે વિરલા વર્તાવી આચાર. ધન્ય) કુળ ઉત્તમ પામો ઉદ્ધાયું, ધર્મીના શિરદાર, આપ પ્રભુને પગલે પગલે, મળે મોક્ષ-ઘર-બાર. ધન્ય) ધર્મ સનાતન જિન ઉદરવા વીતરાગ બનનાર, સદુપદેશ વણીથી ભાવે તાર્યાં નર ને નાર, ધન્ય) પંચમજ્ઞાનને સમજી સાચું પંચત્વ પામ્યા સાર, કૃપંચમી ચૈત્ર માસની સંવત્ સત્તાવન ધાર, ધન્ય પરમકૃપાળુ દેવાધિદેવ પરમ શાંતિપદ ધારક કલ્યાણમૂર્તિ સનાતન સત્ય ઉદ્ધારક પ્રભુ શ્રી રાજચંદ્રદેવને ત્રિવિધ ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર સમયે સમયે હો ! હે પ્રભુ ! આપનો પ્રબળ પુરુષાર્થ અને ઉત્કટ વૈરાગ્ય અમ જેવા મંદ ક્ષયોપશમી અલ્પવીર્યવાળા પુરુષોને ઉન્નતિને માર્ગે સદાય પ્રેર્યા કરો ! હે પ્રભુ! આપે જ મનુષ્યભવ ધરી જાણ્યો, આપે જ દેહની સર્વ દશાને યથાયોગ્યપણે જાણવા, માણવા અને ત્યાગવાની વિધિ અનુભવી લીધી. સવંત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળીના પર્વે અવતાર લઇ, ચમત્કારિક કારકિર્દીમાં અભ્યાસનો કાળ અપૂર્વપણે ગાળી, આખા ભારત પ્રદેશમાં અને દેશાંતરમાં સ્મૃતિની તીવ્રતાથી વખાણ પામ્યા, પણ ધર્મની ધ્વજા આપના અંતરમાં ભગવો વૈરાગ્ય વર્ધમાન કરતી હતી, વૈરાગ્ય અગ્નિ ભઠ્ઠીની અગ્નિની પેઠે છૂપી રીતે પ્રારબ્ધકર્મ પકવીને ખપાવતી હતી. તેની ભભક કોઇ મુમુક્ષુ આદિ પ્રસંગીઓના પત્ર પરથી પ્રગટ પ્રદર્શન દે છે. વિષમ કળિકાળમાં આપનું વિશેષ વિચરવું ન રહ્યું તે અમ જેવા અલ્પપુણિયા પુરુષોનો મંદ ભાગ્યોદય; તોપણ નિષ્કારણે કરુણાસાગર ભવિષ્યમાં તેને શરણે આવનાર બાળકોને પયપાન કરાવવા આ આત્મસિદ્ધિ આદિ અમીકુંભ ભરી ગયા છે, તેનું મુખ સદ્ગુરુકૃપાથી ખોલી આ દુષ્કાળિયા કળિકાળના ભૂખમરાને દૂર ભગાવવા તેની વાણી સુધાધારાની શાંતિ અલ્પાંશે આરોગવા Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ઉદ્યમ કરીએ છીએ, તેમાં હે પ્રભુ! તારા યોગબળની અમને સદાય સહાય મળતી રહો ! (બી-૩, પૃ.૨૯, આંક ૧૩) (પરમોપકારી શ્રીમદ્ સદ્ગુરુદેવની પ્રતિમાજીનાં સ્ટેશને પ્રથમ દર્શન કરીને ઉલ્લસેલી વૃત્તિ અનુસાર આલેખિત ભાવના) આજ ગુરુરાજને ગાઈએ ગૌરવ, ચિત્ત ચોખ્ખું કરી ભક્તિભાવે, જન્મ કોટિતણાં પાપના પુંજને પુણ્યરૂપે ગુરુ પરિણમાવે; કોઈ કાળે નહીં જોગ આવો જડયો, કંઈક કાચું રહ્યું એ જ સાચું, સાચને શોધતા શિષ્યનું દિલ તો સાચને કાજ જો નિત્ય રા.... ૧ સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષ્યનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભૂંડુંય ભાગ્યું; પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતાં, શ્રવણ સગુની વાણી સુણે, સુણી કુણી લાગણી બોધથી થાય, ને મોક્ષ માટે સદોદિત ધૂણે. ૨ ઝેર સંસાર પર, ઝૂરણા સત્યની, જોગ સદ્ગુરુનો જો મળે તો, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપરૂપે થઈને ભળે જો; સદ્ગુરુ રાજ સાચા કળિકાળમાં, સત્યનો માર્ગ સીધો બતાવે, દોષ નિજ દૂર કરી, પ્રેમથી ગુરુવરી, એ જ માર્ગે જતાં મોક્ષ આવે. ૩ (બો-૩, પૃ.૩૦, આંક ૧૪). અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ત્રિકાળ ત્રિકરણયોગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો ! નમસ્કાર હો! નમસ્કાર હો! જ્યેષ્ઠ સુદિ પંચમી, જ્ઞાનની પંચમી, મુજ મનમાં ગમી રહી રમી એ, જ્ઞાનઅવતાર શ્રી ગુરુ-મૂર્તિતણી સ્થાપના ચંદ્રમૈત્યે બની છે; ગુરુમંદિર પર ચંદ્રપ્રભુ-ચૈત્યમાં બિંબ બંને મતોનાં બિરાજે, પંચ પરમેષ્ઠી સમ પંચ પ્રભુ-બિંબ એ સ્થાપિયાં ભવ્ય જીવ હિત કાજે. હે પરમકૃપાળુ દીનબંધુ કૃપાસિંધુ તરણતારણ ભગવાન ! આ રાંકને હાથ રત્નતુલ્ય પ્રભુ ! આપનું શરણું સદાય ભવોભવ હો! “કરી અભાવ ભવભાવ સબ, સહજ ભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય.” આ સ્વચ્છંદી પ્રમાદી અધમ બાળક અનંત દોષથી ભરેલો આપના શરણનું માહાભ્ય.સમજ્યા વિના આ અમૂલ્ય ભવને ભિખારીની પેઠે પુદ્ગલના એઠાજૂઠા ધૃણા કરવા યોગ્ય ટુકડાની ભ્રમણામાં ને ભ્રમણામાં આયુષ્ય ગુમાવે છે. એવા આ દીન રાંક ઉપર આપે કરુણા કરી છે. આંધળાને સીધી સડકે ચડાવી કોઈ ભલા માણસ આશિષ પામે તેમ આપનું આલંબન પામી આપને અંતરના ભાવથી આ દ્ભય આજે નમે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૩) અહો ! પરમ પુરુષાર્થની પ્રગટ મૂર્તિ, પરમ જાગ્રત, સદા અપ્રમત્ત સ્વરૂપમાં તલ્લીન તારી મૂર્તિ મારા બ્દયમાં ટંકોત્કીર્ણવત્ સદા સર્વદા સદોદિત જયવંત વર્તા, જયવંત વર્તા! ચૈત્ર સુદ બારસના પત્રમાં (બો-૩, પૃ.૨૭, આંક ૧૦) પ્રદર્શિત ભાવના અણધારેલી રીતે આપની કૃપાથી સ્નાત્રપૂજામાં સ્નાત્રક તરીકે અઠવાડિયું રહેવાનો યોગ બનતાં કંઈક બની આવી. પણ પ્રમાદ એ જ જીવનો મહા રિપુ છે અને પ્રમાદની પાછળ પશ્ચાત્તાપ ઊભેલો જ હોય છે. એ દિવસો મારા જેવા અજાણ્યા અણઘડ માણસને તો તદ્દન નવા જ હતા, અને તેને લીધે ઉપયોગશૂન્યતાથી ઘણી ભૂલો સેવાઈ ગઈ હશે. પણ હે પ્રભુ ! આપ તો પરમ કૃપાળુ છો, ક્ષમાના સાગર છો. આપના પરમ યોગબળનું દર્શન એ શુભ દિને સર્વને પ્રત્યક્ષ થયેલું કે દશ હજાર જેટલાં માણસોની મેદની જેઠ સુદ પાંચમે ભરાયેલી ગણાય છે, તેમાંથી કોઈને કંઈ નુકશાન, ભૂખ, તરસ કે ક્લેશનું કારણ કોઇ પણ થયું નથી. માત્ર શુભભાવના આ કાળમાં આવવી ટકવી દુર્લભ છે તેનો પરિચય કરાવી આપે શાંતિ સર્વત્ર પ્રસરાવી હતી, તે સર્વનાં દૃય સમજી શક્યાં છે. ત્યાર પછી આ જીવને કોઈ એવા કર્મની પરંપરામાં તણાવું પડ્યું છે કે આ પુસ્તક અને આ લેખિનીનો સમાગમ આજે જ થાય છે. હે પ્રભુ! આ જીવ પુરુષની આશાતનાથી જ રઝળ્યો છે. તેને તારી આરાધનાનું દાન દઇ, વિરાધકપણું ટાળી આરાધકપણાનું દાન દે અને ઉતાવળે ઉતાવળે મોક્ષમાર્ગમાં લઈ જા. મને તો એક તારો જ આધાર છે. ક્યાંય નજર ઠરતી નથી. કશું ગમતું નથી. ગમે તેમ કાળ કાઢું છું. શરણું એક તારું છે તો તું તારું બિરુદ સાચવી આ પામર આત્માને નિજસ્વરૂપનું યથાર્થ ભાન કરાવી ભાગ્યશાળી બનાવજે. “પ્રભુ ! જાણને શું કહેવું ઘણું?'' (બો-૩, પૃ.૩૧, આંક ૧૫) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો ! શુભ અશુભ કર્મના બે કિનારા કને નાવ પેઠે ભમે ચિત્ત નિત્ય, રાગદ્વેષાદિ કલ્લોલથી ડોલતું પવન તોફાન તૃષ્ણાતણું છે; જિનમુદ્રા ગુરુરાજ જાતે વર્યા આ કળિકાળ વિકરાળ તોયે, એ જ આશ્ચર્યકારી સુકાની તણું ચરણ શરણું રહો ચિત્તમાંયે. હે પરમ પાવનકારી, પરમ ઉપકારી, અશરણના શરણ, અનાથના બેલી ! આ પામર રેક જીવ પ્રમાદ અને બેભાનમાં પોતાની સ્થિતિનો વિચાર કર્યા વગર કાળના મુખમાં પ્રવેશ કરી રહ્યો છે, તેની હે સમર્થ સ્વામી, પરમકૃપાળુ ! સંભાળ લેજે, સંભાળ લેજે. મને નથી કંઈ કહેતાં આવડતું, નથી સમજાવતાં આવડતું, નથી પ્રાર્થના કરતાં આવડતું, નથી જોતાં આવડતું, નથી રોતાં આવડતું, નથી કરતાં આવડતું, નથી તારતા આવડતું. માત્ર એક સમર્થ સ્વામીનું શરણું છે એ જ આ જીવને ઊગરવાનો આધાર છે, તો હે નાથ ! હરઘડી તારા પરમ પાવનકારી ચરણ ત્રણ લોકનાં પાપનો નાશ કરવા સમર્થ છે તે મારા દયમાં નિરંતર સંસ્થાપિત રહો અને તારું મરણરૂપી ઝરણ સદાય વહ્યા કરી મારાં અખૂટ પાપના પૂંજને ધોઈ તારા શુદ્ધ સદોદિત ટંકોત્કીર્ણ સ્વરૂપનું દર્શન નિરાવરણે સદાય કરાવો એ જ પ્રાર્થના આ પામર પ્રાણીની છે તે સફળ થાઓ અને સર્વનું કલ્યાણ થાઓ. (બી-૩, પૃ.૩૨, આંક ૧૬) Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાપ અમાપ અમારાં સ્વામી, તમ કરુણાથી ટળશે, ગુરુ શરણું મેં ગ્રહણ કર્યું છે તે મુજ દોષો હરશે; ગુરુ પૂર્ણિમા સ્મરણ કરાવે પૂર્ણ સ્વરૂપ ગુરુવરનું, અમ ઉર ઉલસે આપ કૃપાથી ગ્રહી શરણું રાજશશીકરનું. (બો-૩, પૃ.૩૨, આંક ૧૭). અનન્ય શરણના આપનાર અંતરજામી પ્રગટ પુરુષોત્તમ પરમાત્મદેવને ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો ! રાજ ર્દયમાં રમજો નિરંતર રાજ દયમાં રમજો. પરમકૃપાળુ તમે પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજો રે ગુરુ - રાજ0 આ દિલ દાસતણું દીન જાણી, પદપંકજ ત્યાં ધરજો રે ગુરુ - રાજO આપ અમાપ અહો કરુણાકર, મુજ મનને વશ કરજો રે ગુરુ - રાજO શરણાગત બાળકને તારી, સમતાપદમાં ધરજો રે ગુરુ - રાજO કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજો રે ગુરુ - રાજ0 સંતકૃપાથી સન્મુખ આવી વાત નિરંતર કરજો રે ગુરુ - રાજO હે અંતરજામી, પરમ પાવનકારી, પરમપદાર્થદાયક, શરણાગત પ્રતિપાળક, દીનાનાથ, પરમાત્મા ! તારું ભવોભવ શરણું હો ! આ અનાથ બાળકના સર્વ અપરાધ ક્ષમા કર, તારી અનંત કરુણાનું દર્શન-ભાન કરાવ, સર્વ પ્રમાદ તજાવી તારું જ સદા સ્મરણ રહે, તું િતુંહિ નિશદિન સમક્ષ સ્મૃતિપટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત રહે એવી કરુણા કર. હે કરુણાસિંધુ ! આ બાળક તારી કરુણાના જ શ્વાસોશ્વાસ લે છે પણ મૂઢ તને આભારની પરમ ઉપકારની નજરે નિરંતર જોતો નથી એ જ તેની મૂઢતા તે તજતો નથી. સદાય સાથે વસનાર પ્રિયતમને વીસરી પરવસ્તુમાં રમતી આ જીવની વિભાવપરિણતિનો હે નાથ ! હવે તો સદાને માટે નાશ કર, અત્યંત ક્ષય કર અને તારું અક્ષય સ્વરૂપ તેની જગાએ સ્થાપન કર. ૐ તથાસ્તુ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બો-૩, પૃ.૩૨, આંક ૧૮) મહા પ્રભુ શ્રી રાજચંદ્રજી પ્રગટ પુરુષોત્તમરાય, ક્ષમા યાચું હું મહા પર્વ પર મેં કર્યા દોષ ઘણાય; આજ સુધીના બધા દોષની કરો કૃપા કરી માફ, હવે પછી પણ કોઈ ન થાઓ સદા રહો દિલ સાફ. દોષ સર્વના માફ કરી હું હળવો થાઉં આજ, સર્વ પ્રાણી પાસે માગું છું માફી હું મહારાજ; સહજ સ્વભાવ ભણી નજર રહો મુજ આપ Æયમાં આવો, પર પ્રત્યે તજી રાગદ્વેષ લ્યો સર્વ મોક્ષનો લ્હાવો. Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હે નાથ ! આ દીન બાળકની વંદના, અંતરના ઉમળકાથી સર્વ દોષની ક્ષમાની યાચના અને સર્વ દોષથી મુક્ત થવાની ભાવના આપના ચરણકમળ પ્રત્યે પ્રાપ્ત થાઓ. હું અબુધ અને અશક્ત છું. એક આપના આશ્રય સિવાય કંઈ સંસારમાં શોધવા જેવું નથી લાગતું. આપનું શરણ ભવોભવ હો ! હે નાથ ! સર્વ પ્રકારનું માન, સર્વ પ્રકારનું અયોગ્ય વર્તન અને અયોગ્ય ભાવના દૂર કર અને દીનતાથી આ ર્દયને ભર. ખરેખર જગતના કોઈ પણ પદાર્થમાં રાગ-દ્વેષ અને મોહ કરવા જેવું નથી તો આ અલ્પ સામગ્રીમાં અહંભાવ કરી, મમતાભાવ કરી આત્માનું હું અનિષ્ટ કરી રહ્યો છું તે હર પળ યાદ આવતું નથી, તે તારી કૃપાથી સર્વ સવળું કર અને ચિત્તને તારા ચરણકમળમાં રાખ. હે નાથ ! વિશેષ શું કહું ? સર્વ આપ જાણો છો અને તેથી જ મને મોક્ષને માર્ગે દોરો તે સિવાય કોઇ પણ ઇચ્છા દિલમાં ન રહો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. (બી-૩, પૃ.૩૩, આંક ૧૯) પરમ ઈષ્ટ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવાનને ત્રિકરણ યોગે નિરંતર સમયે સમયે સમસ્ત સમર્પણભાવે નમસ્કાર હો! સર્વ જ્ઞાનનું મૂળ, રાજચંદ્ર પ્રભુ આપ છો, તુજ આજ્ઞા અનુકૂળ, આસ્થા વર્તન મુજ હો. દોષ કરો સૌ દૂર, દોષથી દાસ ભરેલ છે, ક્ષમાવંત મશહૂર, પરમ કૃપાળુ બિરુદ છે. પ્રશ્ન એક લઈ આજ, આપ ચરણમાં આવીયો, રાખી મારી લાજ, કહેનારો તો કહી ગયો. અઠ્ઠાઈ મહોત્સવ પર્વ, ભાદ્રપદ પૂનમ લગી, મારે મન તું સર્વ, આત્મભાવના રહો ઝગી. પરમપ્રિય પરમાત્મસ્વરૂપમાં પરમોત્કૃષ્ટભાવે લીનતા કરનાર આપ પ્રતાપી પરમપુરુષના ચરણકમળમાં આ અવિનીત અજ્ઞાની અનંત દોષને ઉપાસતા, શુદ્ર, બહિરાત્મભાવને ભજતા આત્માને અનંતવાર ધિક્કારી, ખરા અંત:કરણથી આપ પ્રભુનું સંમત કરેલું સર્વ સંમત કરવાની દૃઢ બુદ્ધિથી અને આપની આજ્ઞામાં નિરંતર વર્તવાની દ્રઢ બુદ્ધિથી વર્તન કરવાની નિશ્વલવૃત્તિએ, આજે અંતરાત્માની સાક્ષીએ, આપ પરમાત્મસ્વરૂપને અતિ વિનીતભાવે આજ સુધી થયેલી અનંત વિરાધનાઓની ક્ષમા ઈચ્છી, હવેથી આપની સમીપ જ રહેવાના ભાવે ચરણ ગ્રહી તન્મયભાવે નમસ્કાર કરું છું, તે હે પરમકૃપાળુદેવ, કૃપાવંત થઇ સ્વીકારવા નમ્ર અરજ રજૂ કરું છુંજી સ્વામી. એક પ્રશ્ન સહજે ગઈ કાલે એકાએક અણધાર્યો દયમાં સ્ફર્યો અને અનંતર તેનો ઉત્તર પણ થઈ ગયો. તે વિશેષ સ્પષ્ટ થવાની ઇચ્છાએ આજ પ્રભાતે આપ પ્રભુના ચરણમાં સ્વચ્છેદરહિત વિચારી વિસ્તારપૂર્વક રજૂ કરવાની ઇચ્છા ઉદ્ભવવાથી દર્શાવું છું પ્રભુ. Page #25 -------------------------------------------------------------------------- ________________ | પ્રશ્ન : મરણ સમયે સામાન્ય મનુષ્યોને ઘણી જ વેદના દેખવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ સ્વર્ગના દેવોને સુદ્ધાં નરકના કરતાં વધારે વેદના અંત સમયે અનુભવાય છે એમ (આદિપુરાણમાં) વર્ણન કરેલું છે, તેનું કારણ શું હશે? હજી ફરી તે જ પ્રશ્ન પૂછું છુંજી. હરેક ચીજ અમારી આજુબાજુ ઉત્પાદ, સ્થિતિ અને વ્યય થતી જોવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતી વખતે તે પોતાનું પૂર્ણ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કરતી જણાતી નથી. જેમ સૂર્ય, ઉદય વખતે વિશેષ ગરમી આપતો જણાતો નથી, તેમ વળી મધ્યમાં સ્થિત હોય છે ત્યારે તે, સંપૂર્ણ પોતાનો સ્વભાવ જણાવે છે અને અંતે, જોર નરમ પડેલું લાગે છે. બીજું દ્રષ્ટાંત ઘટ પટનું લઇએ. ઉત્પન્ન થતાંમાં બંનેમાં મજબૂતાઈ ટકાઉપણું બહુ જ ઓછું હોય છે - કાચી માટી અને સૂતરના તાંતણારૂપે, પણ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેના ટકાવ અને મજબૂતીમાં બંને સબળ જણાય છે. પછી જ્યારે ઘસારો લાગતાં તેમની આખર અવસ્થા આવે છે ત્યારે તેમાં કાણાં, તરાડ કે ફાટફૂટ થઈ નાશ થવાની અણી પર આવે છે. તેમ જ આ દેહની સ્થિતિ જણાય છે. છતાં આયુષ્યમાં એવું શું છે કે તે શરૂઆતમાં વધારે દુ:ખ આપે છે, વધારેમાં વધારે અંતે દુ:ખ આપે છે અને મધ્યકાળે જુવાનીમાં તે ઓછું દુઃખ આપે છે? (બી-૩, પૃ.૩૪, આંક ૨૦) અનન્ય શરણના આપનાર એવા પરમોપકારી પરમ વલ્લભ શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પદપંકજમાં સવિનય અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! નમસ્કાર હો! શિરછત્ર છો પ્રભુ ભક્તના સંકટતણી વર્ષા સમે, તુજ ચરણ શરણે જાય તેના તાપ ત્રિવિધિના શમે; સંતોષ શાંતિ ને ક્ષમા વળી સહનશીલતા ત્યાં વસે, સુખસિધુમાં સૂતો પ્રભુ મન મગ્ન મુજ તુજ પદ વિષે. શાંતિના સ્વામી જગદીશશ્વર પરમાત્માના સર્વ સંશય સંકટહારી પરમ પુનિત ચરણકમળમાં ત્રિવિધ પરમ વિનયભાવે સર્વાર્પણપણે નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! હે નાથ ! સંસારસાગરથી તારનાર તારા પવિત્ર નામનું નિરંતર સ્મરણ રહો ! સહજાત્મસ્વરૂપ સંપૂર્ણતાના સ્વામી! તારી નિકટતાનો માર્ગ વિકટ છે. મરણ સર્વને માથે છે અને મરણને માથે સંકટનું પોટલું છે, તે જોઈને તેને ભેટનાર ત્રાસે છે, વિપત્તિ પામે છે, અસહ્ય વેદના દેખે છે, બેભાન બની જાય છે તો પણ ક્ષણે ક્ષણે આ જીવ તે મરણને શરણે થવા દોડી રહ્યો છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે કાં અહો રાચી રહો ?'' આ ચિત્ર ચિત્તના ચિત્રપટ પર કાયમ રહે તો જીવ પોતાનો સ્વભાવ પરમાનંદસ્વરૂપ જ્યાં સર્વ સંશય અને સર્વ દુઃખનો નાશ છે ત્યાં જ વાસ કરે અને ત્યાંથી તેને કોઈ કાઢી મૂકે તેમ નથી. છતાં અનાદિનો જે અધ્યાસ - દેહાધ્યાસ પડી રહ્યો છે, જે ઋણરૂપે આવી ખડું થાય છે અને તેમાં રાચવા લાગે છે અને એ જ જીવની ભૂલ છે. સમાધિમરણમાં વિઘ્ન કરનાર તો તેની કલ્પના જ છે. તે જાય તો સહજ સ્વાભાવિક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ બાકી રહે. કલ્પના અંતે પણ જવી જે મુશ્કેલ એવી કલ્પનાની કલ્પના અનંતમા ભાગે જેણે નાશ કર્યો તેવા પરમ વીર્યવંતા પરમપદ ભોગી પરમાત્માને સર્વભાવે નમસ્કાર ! Page #26 -------------------------------------------------------------------------- ________________ n કર્મ કરવા દૂર જેનું ચિત્ત ચિંતા ધારતું, સંત તેવા ઉદીરણાથી કર્મ કાપે, ભાળ તું; પણ કૃપણ જન સંસારના યે ઉદીરણા સુખની કરે, સુખ જીવતાં પૂરું કરી દુખ મરણકાળે નીરખે. (બો-૩, પૃ.૩૫, આંક ૨૧) અનન્ય શરણના આપનાર પ્રગટ પુરુષોત્તમ પરમાત્માને અતિ શુદ્ધભાવે અત્યંત ભક્તિથી ત્રિવિધ ત્રિવિધ નિરંતર નમસ્કાર હો ! શ્રી દેવદિવાળી પર્વનો, મહોત્સવ મંડાય; અષ્ટાલિક એ આજથી, આનંદ મંગળ થાય. પરમકૃપાળુ દેવ શ્રી રાજચંદ્ર ગુરુ રાય; કૃપા કરો કિંકર ઉપર, તો તુજ કીર્તન થાય. નવીન વર્ષમાં પર્વ આ તુજ કૃપા દેનાર; સફળ કરે નર જન્મને કરી કલ્યાણ અપાર. ૧૭ હે પરમાત્મા ! આ અધમ બાહ્યવૃત્તિમાં પડેલા આ પામર જીવને રંક જાણી આપના અનુપમ અંતર્દ્વારમાં દાખલ કરી સદાય શરણમાં રાખો. હિ તુંહિ સિવાય અન્ય કાંઇ અંતરમાં ઊગો નહીં. સર્વ ક્રિયામાં એ પરમાત્મપદ પર નિરંતર લક્ષ અખંડ રહ્યા કરો. મન વચન કાયાની પ્રવૃત્તિ સદાય પરમપદમાં અલક્ષ્ય લયમાં (અલખલેહમાં) સમાવા તરફ વહ્યા કરો. અપૂર્વ જિનઆજ્ઞાનું પરમ માહાત્મ્ય સદાય પ્રગટ લક્ષમાં જાગ્રત રહો. સ્વરૂપસ્થિરતામાં અનન્ય પ્રેમે નિરંતર સ્થિરતા, રમણતા, તન્મયતા સદાય અનંતકાળ સુધી રહ્યા કરે એ અવસ્થાને અહો ! આ જીવ ક્યારે અનુભવશે ! પરમકૃપાળુ એવા મુનિવરોની મહત્કૃપા સર્વ વિશ્વનું કલ્યાણ કરો ! (બો-૩, પૃ.૩૫, આંક ૨૨) પરમકૃપાળુદેવના પ્રસંગો પરમકૃપાળુદેવે આગલા ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી, એમ કહેવાય છે. તે ભવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું. આ ભવમાં પહેલાં તો પરમકૃપાળુદેવનું નામ લક્ષ્મીનંદન આપ્યું હતું, પણ પોતે જ ત્રણ-ચાર વર્ષના થયા ત્યારથી પોતાનું નામ રાયચંદ રખાવ્યું, અને લેખ વગેરેમાં રાજચંદ્ર લખતા, તેથી શ્રીમદ્ રાજચંદ્ર નામ કાયમ થયું. (બો-૧, પૃ.૨૮૩, આંક ૨૫) આ યુગના પ્રધાન શ્રીમદ્ રાજચંદ્રે આ ભવમાં તો ઘણું કર્યું, પણ પૂર્વભવની કમાણી પણ બહુ હતી. આઠ વર્ષમાં એમને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. પહેલાં સાંભળેલું, આરાધેલું યાદ આવી ગયું. તેત્રીસ વર્ષમાં ઘણું કામ કર્યું છે. છ દર્શનોનો વિચાર કરી બધામાં સૌથી સારો ધર્મ કયો છે, એ નક્કી કર્યું. શ્રીમદ્ રાજચંદ્રે આજથી અડસઠ વર્ષ પહેલાં (આ બોધ સં. ૨૦૦૮માં થયો છે) સોળ વર્ષની ઉંમરે મોક્ષમાળા પુસ્તક લખ્યું છે. તે વખતે તેમણે એમ જાણ્યું કે આ કાળમાં લોકો ભણી-ભણીને ધર્મની ગરજ રાખે એમ નથી. તેથી વિદ્યાર્થી માટે આ પુસ્તક લખ્યું છે, તે હાઇસ્કુલમાં રાખવા જેવું છે. ધર્મ સંબંધી શું શું જાણવું જોઇએ, એ તેમાં છે. (બો-૧, પૃ.૧૯૫) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ D પરમકૃપાળુદેવે ઘણાં પુસ્તકો લખેલાં. નાની અવસ્થામાં ઘણું લખતા. એમણે લખી-લખીને મૂકેલા કાગળ એમના દેહત્યાગ પછી કોથળામાં ભર્યા હતા, તે ઊધઇ.આવવાથી સડી ગયેલા. એવામાં કોઇ પ્રસંગે શ્રી અંબાલાલભાઇ વવાણિયા ગયા અને તે કોથળો એમણે જોયો. તેમાંથી શોધતાં-શોધતાં એક ‘પુષ્પમાળા’ આખી સાજી મળી આવી; તે લઇ આવ્યા અને છપાવી. મહાભારત, રામાયણના અનુવાદ પરમકૃપાળુદેવે કરેલા અને બીજાં કેટલાંક પુસ્તકો રચેલાં પણ ઊધઇ વગેરેથી નાશ પામ્યાં. (બો-૧, પૃ.૧૫૮) અનાદિકાળથી જીવ કર્મને લઇને નાચે છે, પણ એ કર્મનો ક્ષય થઇ શકે છે. પરમકૃપાળુદેવ નાના હતા ત્યારે પોતાનો હાથ જોતા. પરમકૃપાળુદેવને સાત સ્ત્રીઓની રેખા હતી; પણ તેમણે નક્કી કર્યું કે એકથી ચલાવીશ. એમ કર્મને માથે મેખ મારનારા એવા પણ હોય છે. જીવ જો બળવાન થાય તો બધું થઇ જાય. જીવને સમજણ હોય તો સહજ છે. ન હોય તો સંસારમાં તણાય. મારે કરવું જ છે એમ વિચારે, તો કર્મેય ફરે અને બીજું બધુંય થાય. (બો-૧, પૃ.૨૨૯, આંક ૧૨૦) પરમકૃપાળુદેવને બાહ્યત્યાગનો ઉદય ન આવ્યો, પણ અંતરથી ત્યાગી હતા. (બો-૧, પૃ.૩૪૧, આંક ૧૪) D અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઇ જાય છે, એ મોટો ગેરલાભ તથા પરિભ્રમણનો હેતુ છેજી. સમજવા માટે સદ્ગત શેઠ જેસંગભાઇ ઊજમશીભાઇના (અમદાવાદના) જીવનનો પ્રસંગ લખું છું : પરમકૃપાળુદેવ મોક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, અને અતિશયધારી પરમકૃપાળુદેવની ચમત્કૃતિથી, તે તેમના તરફ બહુમાન ધરાવતા થયા. તેમના ગચ્છના દિવાળીબાઇ આર્યાને પણ તેમણે પરમકૃપાળુદેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઇથી આવ્યા છે, તે અમારા મનની વાતો જાણી, કહી દેખાડે છે; પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઇ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. તેથી અસત્સંગરૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તેવો ક્ષયોપશમ હોય, પણ આખરે તો તે સંસારી જને ? સાધુતા વગર પૂજ્યતા ક્યાંથી હોય ? આટલી ઝેરની કણી, શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઇ પડી. પછી ઘણી વખત પરમકૃપાળુદેવને મળેલા, તેમણે જાતે પીરસી તેમને જમાડેલા, પણ અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઇ ગયું. આપણા ઓળખીતા છે, મેળાપી છે, એવો ભાવ પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી પણ રહ્યો. પરમકૃપાળુદેવે પરમશ્રુત પ્રભાવક મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી; તેથી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમાવૃત્તિ છપાઇ ત્યારે શેઠને ભેટ મળી; પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી; પણ ફરી સત્સંગનો યોગ પુણ્યના ઉદયે બન્યો ત્યારે તે પુસ્તક વાંચી આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઇ. તે મુમુક્ષુઓને કહેતા કે ભાઇ, ભૂલેચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. એ તો મહાભાગ્યશાળી કે પ.પૂ. પ્રભુશ્રીજીની કૃપાને પાત્ર તે થયા, નહીં તો ઉત્તમ યોગ મળવા છતાં મનુષ્યભવ વ્યર્થ જતો રહે. (બો-૩, પૃ.૭૭૫, આંક ૯૯૧) Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૯) D પ્રશ્ન : પરમકૃપાળુદેવને સં. ૧૯૪૪માં સમ્યફદર્શન હતું? પૂજ્યશ્રી : પરમકૃપાળુદેવે લખ્યું છે કે “અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય.'' (૪૫) મોક્ષમાળામાં કેટલો મહિમા છે ! સમ્યક્ત્વ વિના એવી મોક્ષમાળા લખાય જ નહીં. (બો-૧, પૃ.૧૮૫, આંક પ૭) પરમકૃપાળુદેવને એવું જ્ઞાન હતું કે આગળ-પાછળનાં કર્મો કેવાં છે, તે જાણી શકતા. (બો-૧, પૃ.૩૧૩) 'પરમકૃપાળુદેવ વડવા સ્થાને રહેલા. એમણે કહેલું કે અહીં ચંદ્રપ્રભુનું દેરાસર થશે. ખંભાતના મુમુક્ષુઓ મહિનામાં એક દિવસ ત્યાં ભક્તિભાવપૂર્વક ગાળતા. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૩) એક દિવસ પરમકૃપાળુદેવ બારણામાંથી બહાર આવતા હતા ત્યારે ઉપરનું લાકડું તેમને લાગ્યું. તે જોઈ પાસે ઊભેલા માણસોએ પૂછયું, તમને વાગ્યું ? પરમકૃપાળુદેવ બોલ્યા, અમને નથી લાગ્યું. તેમણે ફરી પૂછયું, વાગ્યું છે? ફરી પરમકૃપાળુદેવે ના પાડી કે નથી વાગ્યું. તે લોકોએ તો પ્રત્યક્ષ જોયું હતું, એટલે ફરી પૂછયું ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે “અમે જૂઠું બોલતા હોઇએ ? અમને નથી વાગ્યું.' આત્મા જેવી કોઈ વસ્તુ નથી. આત્મા અપૂર્વ વસ્તુ છે. એક આત્મા જોવાનો છે. જે જે દેખાય છે, તેને નથી જોવું, પણ જોનારને જોવો છે. દેહમાં જે જોનાર છે, તેને જોવો છે. (બો-૧, પૃ.૪૮, આંક ૨૨) D પરમકૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે એક વખતે પોતાનો કોટ ઉતારીને એક ભાઇને આપ્યો અને કહ્યું કે જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે, એવું જેને થયું છે તેને દેહ છોડતાં, કોટ ઉતાર્યા જેવું લાગે છે. (બો-૧, પૃ.૯૦) પરમકૃપાળુદેવને કોઇએ પૂછયું કે તમારો દેહ કેમ સુકાઈ ગયો? પરમકૃપાળુદેવે કહ્યું કે અમારે બે બાગ છે; તેમાંથી એકમાં પાણી વધારે ગયું, તેથી બીજો બાગ સુકાઈ ગયો. (બો-૧, પૃ.૩૧૯) પરમકૃપાળુદેવ એક વખત જ્યારે બાનમાં લીન હતા ત્યારે એક ભાઇએ કાગળના નમૂના તેઓશ્રીને બતાવતાં ખરીદી માટે સલાહ માગી, ત્યારે એવો જવાબ મળ્યો કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તો ઠીક થાત. આવા પ્રકારે ધ્યાનમાં આત્માનંદ વર્તે છે ત્યારે પરપદાર્થનો પરિચય મૃત્યુ સમાન લાગે છે. ગૃહસ્થ વેશમાં, પ્રવૃત્તિમાં રહી ધર્મસાધન કરવું એ ઘણું દુષ્કર છે. તેઓશ્રીને મુંબઈ સ્મશાનતુલ્ય લાગતું. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭) પરમકૃપાળુદેવ જ્યારે દુકાનનું કામ પૂરું કરી એકલા શાંત બેસતા ત્યારે લોકો કહેતા કે નકામા બેઠા છે. સંચાનું પૈડું વધારે જોશથી ચાલે ત્યારે ચાલતું નથી એમ દેખાય છે, તેમ આત્મામાં પુરુષાર્થ વધારે થતો હોય ત્યારે લોકોને જડ જેવું દેખાય છે. આંખો મીંચેલી દેખાય, સ્થિર બેઠા હોય તેથી બહારથી જોનારને કંઈ પુરુષાર્થ કરતા નથી એમ લાગે છે, નકામા બેઠા છે એમ લાગે છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૬) ગાંધીજી પણ પરમકૃપાળુદેવને પોતાના ઉપકારી માનતા અને પરમકૃપાળુદેવની જયંતિ મનાવતા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ગાંધીજી લખે છે કે અહિંસાધર્મ જો શીખ્યો હોઉં તો રાયચંદભાઇ (પરમકૃપાળુદેવ) પાસેથી શીખ્યો છું. ગાંધીજીને જે બ્રહ્મચર્ય વગેરેના ભાવ થયેલા તે પરમકૃપાળુદેવને લઈને. પૂર્વની કેટલીક કમાણી હોય, તે જીવને સાંભરી આવે. (બો-૧, પૃ. ૨૯૩, આંક ૪૪) T ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ તરીકે નથી માન્યા. તેઓ કહેતા કે શ્રીમદ્ રાજચંદ્રજીએ મારા ઉપર અપાર ઉપકાર કર્યો છે, બહુ અસર થઇ છે; પણ અંતરથી ગુરુ તરીકે નહીં માનેલા. (બો-૧, પૃ.૫૦, આંક ૨૬) પરમકૃપાળુદેવે પૂંજાભાઈને કહ્યું કે તમારું તન, મન, ધન બધું મને અર્પણ કરી દો. પૂંજાભાઇએ બધું પરમકૃપાળુદેવને અર્પણ કર્યું. પછી ગાંધીજી મળ્યા ત્યારે લાગ્યું કે આ તો તીર્થકર જેવા છે, પણ પરમકૃપાળુદેવને બધું અર્પણ કરેલું તે યાદ આવ્યું, તેથી એમની પાસે જે ધન હતું, તે ગાંધીજીને આપીને “શ્રીમદ્ રાજચંદ્ર પુરાતત્ત્વમંદિર' નામે પુસ્તકાલયની વ્યવસ્થા કરાવી. કહેવાનું એ કે જો બરાબર અર્પણ ન કર્યું હોય તો જીવ બીજામાં જઈ ચઢે. અર્પણતા જેવી તેવી નથી. પુરુષ સિવાય બીજામાં વૃત્તિ છે, તે કપટ જ છે. (બો-૧, પૃ. ૨૮૫, આંક ૨૯). ID જવલબેન (પરમકૃપાળુદેવના પુત્રી) : પરમકૃપાળુદેવના થઈ ગયા પછી પચાસ વર્ષે ધર્મની ઉન્નતિ કોણ કરનાર છે? અને તેમને પ્રગટમાં કોણ લાવનાર છે ? પૂજ્યશ્રી : જે, પરમકૃપાળુદેવને ઇશ્વરતુલ્ય માની, તેમની ભક્તિમાં જોડાયા છે. બાકીના બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનાર કહેવાય. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે અમે મહાવીરસ્વામીનું દય શું હતું, તે જાણીએ છીએ; તેમ પરમકૃપાળુદેવનાં વચનો ઉપરથી ગમે તે અર્થ કરી વાત થતી હોય, પણ પરમકૃપાળુદેવનું હ્મય શું હતું, તે જે જાણે, તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. (બો-૧, પૃ. ૨૧, આંક ૨૨) | | પ્રશ્ન : પરમકૃપાળુદેવ ક્યાં હશે? પૂજ્યશ્રી તેવી કલ્પનાઓ તથા વાતો ઉપર લક્ષ નહીં દેતાં એમ સમજવું કે તે તો પોતાનું કામ કરી ચાલ્યા ગયા, પણ આપણે હવે આપણું કામ તેમના આશ્રયે કરી લેવાનું છે. (બો-૧, પૃ.૨૧, આંક ૨૨) I પરમકૃપાળુદેવનું જીવન તો ઘણાં જીવનચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણાં ભવોનો સરવાળો થયેલો છે. ખરું જીવન તો એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવો કોઈ લખી શક્યા નથી. એક-એક પત્રમાં આખો મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ સમજાય તો આપણું જીવન ઉત્તમ થાય. મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. મહાપુરુષના જીવન સંબંધી જાણે તો જીવને ભક્તિ જાગે. એમાંથી મારે કામનું શું ? એ લક્ષ રાખે તો કંઈ ને કંઈ શીખવા મળે. (બો-૧, પૃ.૩૧૫, આંક ૬૮) પરમકૃપાળુદેવ સંબંધી સાંભળ્યું છે કે તે દિશા-ટટ્ટીએ જતા ત્યારે ગજવામાં કૂચી હોય તો તે પણ કાઢી મૂકતા, કેમ કે અક્ષરમાત્ર જ્ઞાનની સ્થાપના છે, તેની આશાતના ન થાય તે સાચવતા , જ્ઞાનનું બહુમાનપણું સાચવવું, એ હિતકારી છે. (બો-૩, પૃ.૧૯૪, આંક ૧૯૬). Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ પરમકૃપાળુદેવની જન્મજયંતિ વિષે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતહિત કારણે; કરવા અમ ઉદ્ધાર વારી જાઉં વારણે.” કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે પરમકૃપાળુદેવની જન્મતિથિ નિમિત્તે મહોત્સવ થશે. તે દિવસે બહુ ઉલ્લાસસહિત જન્મમહોત્સવનાં પદ “આલોચનાદિ પદ સંગ્રહ'માંથી ગવાશે. તથા તે મહાપુરુષ આપણા કલ્યાણનું કારણ છે, તેથી તેનો જન્મદિવસ તે આપણા કલ્યાણનો જન્મ ગણી, તે દિવસે તે મહાપુરુષના જીવન સાથે આપણા જીવનનો અભેદભાવ જાગે તેવી ભક્તિ કરી, તે દિવસ સફળ કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૩૮૦, આંક ૩૮૫) પરમકૃપાળુદેવની જન્મતિથિનો દિવસ આપણે માટે પરમ માંગલિક છેજી. આપણા કલ્યાણકર્તા જે દિવસે જન્મ્યા ત્યારથી જ આપણા કલ્યાણનો પણ જન્મ ગણવા યોગ્ય છેજી. જેમ એંજિનને ડબા લગાડેલા હોય, તે એંજિનની સાથે જ ગતિ કરે છે એટલે જે ગતિ એંજિનની, તે જ ગતિ પાછળના બધા ડબાની થાય છે; તેમ પરમકૃપાળુદેવનો સાચા દિલથી મોક્ષને અર્થે જેણે આશ્રય લીધો છે તેને બીજી મતિ કેમ હોય? ૫..૫.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવને ભજનારનું અહિત થાય તો તેના અમે જામીનદાર બનીએ છીએ, વીમો ઉતરાવીએ છીએ; એના જેવું બીજું જોખમવાળું કોઈ કામ નથી એમ જાણીએ છીએ, પણ સાચી વાત છે તેથી છાતી ઠોકીને કહીએ છીએ કે પરમકૃપાળુદેવની ભક્તિ કરનારનું કલ્યાણ થશે. આ વાતો જેણે સાંભળી હોય, તેણે તો માથું મૂકીને, હવે તે જ કામ આ ભવમાં મુખ્યપણે કર્તવ્ય છે એવો કૃઢ નિશ્ચય કરી લેવો ઘટે છેજી; અને પરમકૃપાળુદેવની જન્મતિથિ ઉપર આપણને નવું જીવન પ્રાપ્ત થાય તેવા ઉલ્લાસથી ભક્તિ કર્તવ્ય છે). (બી-૩, પૃ.૫૦૧, આંક પ૩૯). આવતી પૂર્ણિમાએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની જયંતિ છે. તે મહાપુરુષે આપણા જેવા અબુધ જીવોને માટે લોપ થઇ જવા આવેલો મોક્ષમાર્ગ પ્રગટ કરી, સુગમ ઉપાય, આ કાળમાં બની શકે તેવા દર્શાવ્યા છે. જીવને આ જંજાળરૂપ સંસારમાં જ સુખ ભાસે છે, ત્યાંથી ઉઠાડી રાજ્યસિદ્ધિ કે દેવોના વિલાસને પણ બળતાં ઘી જેવા બતાવી (દાઝયા ઉપર ઘી ચોપડાય છે પણ તે જ ઘી ઊનું કરી શરીરે છાંટે તો ફોલ્લા પાડે તેવા દેવોનાં સુખ પણ દુઃખ છે), તેમાં જે લાલસા રહે છે તેને ત્યાગવાની બુદ્ધિ પ્રગટે તેવા વૈરાગ્યવાળું જીવન જીવી, પોતે આ કાળમાં તે પંથે ચાલી આપણને ભોમિયારૂપ બન્યા છે; તેમનાં પ્રગટ આત્મસ્વરૂપને દર્શાવતાં બળવાન વચનો શ્રી આત્મસિદ્ધિ, વીસ દોહરા, અપૂર્વ અવસર આદિમાં તે જયંતિનો દિવસ ગાળવા યોગ્ય છેજી. કોઈ સાથ મળી આવે તો તેમની સાથે, નહીં તો એકલા પણ તે દિવસે ભક્તિમાં ચિત્ત રહે અને તે પરમ પુરુષનો અમાપ ઉપકાર વારંવાર હૃદયમાં સ્ફર્યા કરે તેવી ભાવનામાં તે દિવસ ગાળવા ભલામણ છેજી. સન્માર્ગ દર્શાવનાર મહાપુરુષના ઉપકારનો બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. (બી-૩, પૃ.૩૨૭, આંક ૩૨૦) Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ વિષે 0 ચૈત્ર વદ પાંચમ એ પરમકૃપાળુદેવના દેહવિલયની તિથિ મહાપર્વરૂપ છે. તે દિવસે અવકાશ લઈ, બને તો ઉપવાસ આદિ સંયમભાવ સહિત ભક્તિમાં તે દિવસ-રાત્રિમાંથી યથાશક્તિ વખત બચાવી, આત્મહિત સાધી લેવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. આલોચનાદિ પદ સંગ્રહ'માં વિરહનાં પદો છે તે, તે દિવસે અહીં ગવાશે. આત્મસિદ્ધિ તથા જીવનકળા આદિમાંથી અવકાશ પ્રમાણે વાંચી-વિચારી આત્મભાવના જાગ્રત-પુષ્ટ થાય તેમ કર્તવ્ય છેજી. સત્સંગી ભાઈબહેનોનો યોગ છે તો સમૂહમાં ભક્તિ કર્તવ્ય છે'. તેમ ન બને તો વ્યક્તિગત પુરુષાર્થ તો ચૂકવા યોગ્ય નથી. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દૃયને વિષે સ્થાપન રહો !'' (૪૯૩) (બી-૩, પૃ.૩૯૬, આંક ૪૦૩) તમે અઠ્ઠાઈ મહોત્સવ અર્થે રૂ. ૧,૬૫) વાપરવા પત્રમાં જણાવેલ છે; તેને બદલે, જો તમારા ચિત્તમાં ગોઠે તો, ચૈત્ર વદ પાંચમને દિવસે પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ છે, તે આ સાલ સારી રીતે અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ઊજવાય તો તે ગુરુભક્તિનું કાર્ય છે. પરમકૃપાળુદેવના નિર્વાણને પચાસ વર્ષ થયાં. લોકો ગોલ્ડન જ્યુબિલી ઊજવે છે, પણ આ તો આપણા પરમ ઉપકારી મહાપ્રભુનો દિન છે, તે દિવસ સારી રીતે ઊજવાય અને ભક્તિ અઠવાડિયા સુધી ચાલુ રહે તેનો કાર્યક્રમ, આશ્રમમાં જે બે-પાંચ માણસો પૂછવા જેવા હોય તેમની સલાહથી ગોઠવાય એમ થાય તો વિશેષ હિતનું કારણ સમજાય છે. જોકે તમે નહીં લખો તોપણ તેવું કંઈક બનશે તો ખરું, પણ તમે પ્રેરણા કરો તો બીજાના ધ્યાન ઉપર તે વાત આવે અને તે લક્ષમાં વહેલું લે. પરમકૃપાળુદેવની તિથિમાં આપણી તિથિ આવી જ જાય છે, અને આયુષ્ય હશે તો તમે તે ઉત્સવમાં જાતે પણ ભાગ લઈ શકશો. પછી તો જે થવાનું હશે તેમ થઇ રહેશે. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૩) પરમકૃપાળુદેવ/સપુરુષ પ્રત્યે પ્રેમ લાવવા વિષે આપણે બધા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ઉપાસક છીએ. તે આપણું જીવન છે. તે આપણો ઉદ્ધાર કરનાર છે. તેમની ભક્તિ આપણને પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ બતાવી છે. તે વાત હદયમાં કોતરી રાખવા જેવી છે. તે વાત, ગમે તે આપણને કહે તે સાંભળવી અને પરમકૃપાળુદેવ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ કરવી. આ વાત, નિમિત્તવાસી જીવો આ કાળમાં ભૂલી જઈ, જે વાત કરનાર હોય તેના પ્રત્યે પ્રેમ ઢોળી દે છે. તેવી ભૂલ સત્વરુષનો આશ્રિત ન કરે. પતિવ્રતા સ્ત્રી જેમ દિયેર, જેઠ, પાડોશી કે નોકર આદિ અનેક પુરુષોને મળે છે, વાતચીત કરે છે, પણ કોઈને પતિને ઠેકાણે કે તેથી અધિક કદી ગણતી નથી; તેમ મુમુક્ષુનો પરમપુરુષ પ્રત્યે પ્રેમ બંધાયો છે તે બીજે ઢળી ન જાય તેટલા માટે આ સૂચના આપી છે. આવો કોઈ દોષ તમારામાં છે એમ નથી કહેવું, પણ જીવતાં સુધી આ વાત સમજી મક્કમ રહેવા માટે લખી જણાવ્યું છે. મારા પ્રત્યે કે પૂ. હીરાલાલ, પૂ. શિવજી, પૂ. જેસંગભાઇ, પૂ. ચુનીભાઇ, પૂ. ભગતજી વગેરે પ્રત્યે એક મુમુક્ષુભાઇ, ધર્મના સગા તરીકે દ્રષ્ટિ રાખો તેમાં હરકત નથી, પણ કોઈની વાણી, કોઇનું લખાણ કે કોઈની સમજણ, બુદ્ધિ કે પરોપકારવૃત્તિ જોઇ મૂળ પરમપુરુષ પ્રત્યેના પ્રેમમાં અંશે પણ ઘટાડો ન Page #32 -------------------------------------------------------------------------- ________________ થાય, ઊલટું તેના આશ્રિતમાં સારા ગુણો જોઈ પરમકૃપાળુદેવના માર્ગની પ્રભાવના થાય તો સારું, એ ભાવ રાખવો અને તે પરમપુરુષના યોગબળે સર્વે ઉત્તમ ગુણવાળા જણાય, તેમના જેવા ગુણો આપણામાં પ્રગટે તેવી ભાવના વધારવી; પણ અમુક મને બહુ ઉપકારી છે કે આ જ મને તારશે એ ભાવ સ્વપ્નમાં પણ ન આવે, તેવી સાવચેતી ભવિષ્યમાં પણ રહેવા આ ભલામણ નમ્રભાવે કરું છું, તે સ્મૃતિમાં રાખવા વિનંતી છેજી. આપણે બધા જે વહાણમાં બેઠા છીએ તે મજબૂત, પાર પહોંચાડે તેવું છે. તેનો વીમો પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ ઉતરાવેલો છે. હવે તે ફરી જહાજ મૂકી, કોઈ રંગેલું નાવડું જોઇ, તેમાં કૂદી ન પડવું. પરમકૃપાળુદેવને પરમ પ્રેમે ભજે અને તેમાં તેને નુકસાન જાય તેની જવાબદારી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ લીધી છે, તેથી વિશેષ ખાતરી આપણે શી જોઇએ ? આપણાથી અધિક ગુણી હોય તેને અવલંબને આપણે વિશેષ ગુણ પ્રગટાવવા, સમાન ગુણી હોય તેના સંગે પણ જે ભૂમિકા છે તે ટકાવી રાખવી, પણ આપણાથી પણ ઊતરતા વૈરાગ્યભાવવાળો હોય તે દેખી આપણે મંદ ન બનવું; પણ તેને પણ આપણા ભક્તિભાવથી લાભ થાય તેમ આપણે પરમપુરુષને અવલંબને વર્તવું. સંપ રાખવાની, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ નાસિકથી આવીને કરેલા બોધમાં, છેલ્લી શિખામણ છે. તે માનશે તે સુખી થશે અને જ્ઞાનીની આજ્ઞા ઉઠાવનાર કહેવાશે. (બી-૩, પૃ.૧૪૧, આંક ૧૪૨) 0 પ્રશ્ન : શ્રી પરમકૃપાળુદેવ પર અપૂર્વ ને જાગ્રત ક્યારે થશે? ઉત્તર : બીજેથી ઉઠાશે ત્યારે. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ – ઋષભ જિણંદશું પ્રીતડી.' તેમ જ ભાવદયાસાગર પ્રભુશ્રીજીએ પણ ઠેર-ઠેર એ જ બોધધારા વરસાવી છે, પણ આપણા જેવા દિશામૂઢ જીવોને હજી ચટકો ક્યાં લાગ્યો છે? જીવ પાસે મૂડી છે તે ધન-કુટુંબાદિમાં ઠેર-ઠેર પ્રેમ-પ્રીતિરૂપે વેરી નાખી છે, તેથી કૃપાળુ પરમાત્મા પ્રત્યે સ્નેહ જોઈએ તે ક્યાંથી લાવવો ? જ્યારે બીજે પરથી પ્રેમ-પ્રીતિ ઊઠશે ત્યારે જ પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગશે. (બો-૩, પૃ.૩૪૧, આંક ૩૪૩) મુમુક્ષુ : આટલું-આટલું સાંભળીએ છીએ, છતાં કેમ વિચાર આવતો નથી? પાછો સંસારમાં કેમ રાચે છે ? પૂજ્યશ્રી વિશ્વાસની ખામી છે. જો વિશ્વાસ હોય તો પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં.” (૧૦૮) તો અંતરમાં જ શોધે; પણ વિશ્વાસ નથી. પ્રેમ આવ્યા સિવાય વિશ્વાસ આવે નહીં. પ્રભુશ્રીજીએ આખી જિંદગી એ જ ઉપદેશ કર્યો છે કે ભક્તિ કરો, પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ લાવો. તમે શાસ્ત્રો ભણો એમ નથી કહ્યું. પ્રેમ આવે તો રુચિ જાગે અને પછી આજ્ઞા પણ આરાધાય. સાસ્ત્રાદિ સાધનો છે; પણ તેમાં અટકી રહેવાનું નથી. જ્યારે સત્સંગનો અભાવ હોય ત્યારે જીવની રુચિ તાજી રહે, તે માટે છે. ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બર્સે.” (બો-૧, પૃ.૪૯, આંક ૨૫) Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૪) D જગતમાં સાચા ભાવે છૂટવાની ઇચ્છા કરનાર બહુ થોડા છે. જેને એ ઇચ્છા જાગી છે. તેને સપુરુષનાં વચનોથી પોષણ મળે છે અને અસત્સંગ, અસ...સંગના ત્યાગથી તથા સત્સંગ, સવિચારના અભ્યાસથી સર્વિચારણા જાગવાનો સંભવ છે. બધાનું કારણ પરમપુરુષ પ્રત્યે પરમ પ્રેમ છેજી. જગતની વસ્તુઓ નાશવંત અને મિથ્યા લલચાવનારી છે. તેનું પરિણામ દુઃખદાયી અને માઠી ગતિ છે એવું વારંવાર વિચારી પોતાની વૃત્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર વાળવા યોગ્ય છે. તજવાની વસ્તુઓ અનેક છે અને ભજવાની માત્ર એક છે. તો જે ભજવા યોગ્ય ગુરુમૂર્તિ, તેમાં વિશેષ-વિશેષ ભાવ કરવાથી, બીજે બધેથી સહેજે મન ઊઠી જાય અને બીજી જાય તો મારે કરવું છે તે પડી રહ્યું એમ જાણી ખેદ થાય; માટે ભક્તિભાવમાં વૃત્તિ વધારે છે. દિવસમાં વીસ દોહરા ઘણી વખત બોલાય, ક્ષમાપનાનો પાઠ વિચારાય, “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો'' એ ભાવ ચાલુ રહ્યા કરે એમ કરવાથી “શું કરવું?' તે પ્રત્યે વૃત્તિ વળગે, ઉલ્લાસ આવશે અને પરમપુરુષનાં વચનો પ્રત્યક્ષ સત્સંગતુલ્ય લાગશે. હાલ એ જ અભ્યાસ વધારવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૪૮, આંક ૯૨૭) સપુરુષ પ્રત્યે જીવને જેટલો પ્રેમ થશે તેટલો સંસાર પ્રત્યેથી ઓછો થશે. રાગ કોઇ પણ પદાર્થ ઉપર કરવો નહીં; કરવો તો પુરુષ ઉપર કરવો. આપણે સત્પષ ઉપર પ્રેમ કરીએ છીએ, પરંતુ તે પુરુષો આપણા ઉપર પ્રેમ કરતા નથી. તેથી એક તરફનો પ્રેમ, આખરે નાશ પામે છે અને જીવ સપુરુષતુલ્ય થાય છે. દુનિયાનો પ્રેમ બંને તરફનો અરસપરસ એકબીજા ઉપર હોવાથી, તેમાં જ ભ્રમણ કરાવે છે. પુરુષ ઉપરનો પ્રેમ પરિણામે સંસાર ક્ષય કરાવનાર છે. દરેક વસ્તુ ઉપરથી પ્રેમ ઉઠાવી સત્પષ ઉપર કરવાથી બધાં શાસ્ત્રોનો સાર દયમાં માલૂમ પડે છે. આત્મપ્રાપ્તિનો એ ખાસ ઉપાય છે. (બો-૧, પૃ.૧૮, આંક ૨૧) ઘરેણાં, ધન, ઘર, ખેતર, સગાંવહાલાં અને છેવટે દેહ કરતાં પણ વધારે પ્રેમ શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર કર્તવ્ય છે. પ.પૂ. મહારાજશ્રીએ આપણને આ ભક્તિમાર્ગે ચઢાવ્યા તો તેમનો પરમ ઉપકાર છે; પણ પ્રેમ, ભક્તિ, વિશ્વાસ, આશ્રય પરમકૃપાળુદેવને સાચા હૃદયથી કરવા યોગ્ય છે. આ શિખામણ ભૂલવા યોગ્ય નથી. (બો-3, પૃ.૩૫, આંક : ૩) પત્રાંક ૮૪૩ વારંવાર વાંચી મુખપાઠ કરવા યોગ્ય છેજી. ન સમજાય તો પૂ. .... આદિ પાસેથી સમજી, તેનો વિચાર કરી, પરમકૃપાળુદેવની શ્રદ્ધા દ્રઢ કર્તવ્ય છે. તે પરમ પુરુષ ઉપર જેટલો પ્રેમ વર્ધમાન થશે, તેટલો લાભ વિશેષ થશે. એ પત્રમાં સર્વ માટે સુગમ ઉપાય, દેહાદિ સંબંધી હર્ષ-વિષાદ દૂર કરી, આત્મભાવનાનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરવાનું કહ્યું છે; તે આપણે સર્વેએ કરવાનું છેજી. અધીરજ, અવિશ્વાસ એ માર્ગ ઉપરથી પડી જવાનાં કારણ છે અને પરમ પુરુષ ઉપર પૂર્ણ વિશ્વાસ અને પરમ પ્રેમ, એ સન્માર્ગમાં આગળ વધારનાર છેજી. (બી-૩, પૃ.૪૫૦, આંક ૪૬૯) Page #34 -------------------------------------------------------------------------- ________________ જેટલી આપણી નિઃસ્પૃહતા તેટલી પરમપુરુષની આપણા પર પ્રસન્નતા, એમ સમજાય છે. પરમપુજ્ય પ્રત્યે પ્રેમ બાંધ્યા પછી, કંઈ પણ વસ્તુની ઇચ્છા કે મલિન વાસના રાખ્યા વિના, તેનું જ ધ્યાન, તેની આજ્ઞાનું અનુસરવું અને તેની પ્રસન્નતામાં આપણી પ્રસન્નતા અથવા તેનું સંમત કરેલું સર્વ સંમત થાય, તો પછી કંઈ કરવાનું બાકી રહેતું હોય તેમ સમજાતું નથી. દોષોમાં કદાચ શરૂઆતમાં પ્રવર્તન હોય તો તેટલા પ્રેમની ન્યૂનતા હોવાથી, દોષનાં કારણો પ્રત્યે કંઇક પ્રેમ હોવાથી, તે પ્રત્યે વૃત્તિનું વલણ હોય છે. પરંતુ પરમપુરુષ પ્રત્યેનો પ્રેમ વર્ધમાન થતો જાય, તેમ તેમ તે પ્રેમમાં વિઘ્નકર્તા વૃત્તિઓ જીવને ગમે નહીં; તેને દૂર કરવા, તરછોડી નાખવા કે નિર્મૂળ કરવા તત્પર થઈ જાય છે અને તે ક્રિયામાં અંતધન અને વિશોધન, બંને ક્રિયાઓ થતી જાય છે. ગણી-ગણીને દોષો, તે ભક્તિમાન દૂર નહીં કરે પણ પ્રેમરૂપ અગ્નિથી સામટા બાળી નાખશે. સાચો પ્રેમ-અગ્નિ પ્રગટ થવો જોઈએ. પરપદાર્થોમાં જેટલી પ્રસન્નતા છે, તેટલી આત્મહિતમાં મંદતા છે અને તેટલે અંશે પરમ પ્રેમમાં પણ શિથિલતા છે. પરમપુરુષના અચિંત્ય માહાભ્યનું જેમ જેમ વિશેષ ભાન થતું જાય, જેમ જેમ તેની ભાવના અખંડિત થતી જાય, તેમ તેમ પ્રેમપાત્રતા વધતી જાય અને આત્મહિતમાં ઉન્નતિ થતી જાય. પ્રેમપ્રવાહને તૂટક કરનાર બીજી વૃત્તિઓ ઘટવી જોઇએ, એ તો સ્પષ્ટ દેખાય તેવી વાત છે; પણ તે માટે જેટલી અંતરની દાઝ હશે, તેટલો પુરુષાર્થ જીવ વહેલેમોડે કરશે; માટે અંતરની રુચિને પ્રદીપ્ત રાખવા તેની જ વિચારણા, તેને પોષે તેવું વાંચન, તેની ચર્ચા અને તેમાં લીનતા વધે તેવા સન્માર્ગમાં વૃત્તિ વાળતા રહેવાની જરૂર આપણે છે. (બી-૩, પૃ.૧૦૩, આંક ૯૫) || પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે જેટલો પ્રેમ વધારી શકાય તેટલો વધારવા, પુરુષાર્થ કર્તવ્ય છેજી. માની ન લેવું કે મને તો અત્યંત પ્રેમ છે. હજી ઘણું આગળ વધવાનું છે. પૂ. સોભાગભાઈ જેવાને પરમકૃપાળુદેવે જણાવ્યું છે : “અનંતગુણગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ કેમ જોવામાં આવ્યો નહીં હોય? ... બીજું મોટું આશ્ચર્યકારક તો એ છે કે આપ જેવાને સમ્યફ઼જ્ઞાનના બીજની, પરાભક્તિના મૂળની પ્રાપ્તિ છતાં ત્યાર પછીનો ભેદ કેમ પ્રાપ્ત નથી હોતો? તેમ હરિ પ્રત્યે અખંડ લયરૂપ વૈરાગ્ય જેટલો જોઈએ તેટલો કેમ વર્ધમાન નથી થતો? એનું જો કંઈ કારણ સમજાતું હોય તો લખશો.' (૨૪૭) આ બધા પ્રશ્નો, જાણે પરમકૃપાળુદેવે આપણને જ પૂછયા હોય, તેમ વિચારી પોતાને પોતે શિખામણ આપતા થવાની જરૂર છે). (બી-૩, પૃ.૩૩૩, આંક ૩૩૧). D માર્ગાનુસારી ભક્તોનાં ભજનથી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનું શીખવ્યું. તેમાં મુખ્ય તો તેઓશ્રીજીનો પરમકૃપાળુદેવ પ્રત્યેનો ઉલ્લાસભાવ જ બધાનાં દ્ધયમાં ભક્તિભાવ ભરી દેતો હતો. સત્સંગનો યોગ ન હોય ત્યારે કોઈ પણ પ્રકારે પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વર્ધમાન થતો રહે તેવું વાંચન, ભક્તિ, સ્મરણ, વાતચીત કે કંઈ-કંઇ નવીન મુખપાઠ કરવામાં, શીખવામાં વૃત્તિ જોડી રાખવી. (બી-૩, પૃ.૪૮૨, આંક ૫૧૩) Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૬) T સાધ્વીજી શ્રી ... ની વાત આપે લખી; તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ થયો હોય તો મરણપર્યંત ટકાવી રાખવા ભલામણ છેજી, એ પરમપુરુષનું યોગબળ અપૂર્વ છે, કલ્યાણકારી છે, અને જેનું કલ્યાણ થવું હશે, તેને તે પુરુષની ભક્તિભાવે આરાધના થશે. બીજું શું લખવું? પૂ... ની મદદ ઉપર બીજું તો રહ્યું, પણ ભાવ પોતાના હાથમાં છે. તે પતિવ્રતાની પેઠે, જો સાચા હશે તો બધું બની આવશેજી. (બી-૩, પૃ.૪૩૮, આંક ૪૫૮) T સતીનો પતિ પ્રત્યેનો પ્રેમ બધે વખણાય છે અને સંસારમાં એ પ્રેમનું વધારે માહાભ્ય પણ છે. એવો પ્રેમ જો પુરુષ પ્રત્યે આવે તો કામ કાઢી નાખે. સતી જેટલો જ નહીં પણ તેથી અનેકગણો પ્રેમ પુરુષ પ્રત્યે કરવાનો છે; કેમ કે સંસારમાં આત્મા ચોંટી ગયો છે, તેને ઉખાડયા વિના છૂટકો નથી. સતી જેટલા પ્રેમથી પતે એવું નથી. એનાથી અનંતગણા પ્રેમની જરૂર છે. સમયે-સમયે પ્રેમ રહેવો જોઇએ. પ્રેમને વશ ભગવાન પણ છે. એ પ્રેમ શબ્દોમાં આવે એવો નથી. (બો-૧, પૃ.૭૮) “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં.' એમ રોજ બોલીએ છીએ; પણ પરમ પ્રેમ કેવો હશે? કેવો કરવાનો છે? તે પર એક દૃષ્ટાંત છે. વૈષ્ણવનું છે, પણ સમજવા જેવું છે. અર્જુન એક વખત દ્વારકા આવ્યા હતા. શ્રીકૃષ્ણની બેન સુભદ્રા સાથે એ પરણ્યા અને ત્યાં રહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ તો રોજ ખાધું-ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. રાણીઓએ વિચાર કર્યો કે અર્જુન આવ્યા પછી આપણા ઉપર એમનો પ્રેમ ઓછો થઇ ગયો છે. આખો દિવસ ત્યાં જઈને શું કરે છે, તે જોવું. પછી રકૃમિણી ત્યાં ગયાં. અર્જુન વનક્રીડા કરીને ઘેર આવ્યા હતા; તે સ્નાન કરી, થાક લાગેલો તેથી થોડી વાર માટે સૂઈ ગયા હતા. શ્રીકૃષ્ણ અને સુભદ્રા તેના વાળ આંગળીઓથી કોરા કરતાં હતાં અને માથા પાસે બેઠાં હતાં. એટલામાં ત્યાં રુકૃમિણી આવી. શ્રીકૃષ્ણ તેને જોઈને ઇશારાથી કહ્યું, બેસ, તું પણ વાળ કોરા કર. પછી રુકૃમિણી વાળ કોરા કરવા બેઠાં. શ્રીકૃષ્ણ વાળ કોરા થયા છે કે કેમ તે જોવા પોતાના ગાલે લગાડયા, અને કૃમિણીને ઇશારાથી સૂચવ્યું કે તું પણ આમ કર. કૃમિણીએ વાળ જરાક કાનની પાસે આણ્યા તો તેના એક-એક તારમાંથી કૃષ્ણ, કૃષ્ણ એવો ધબકાર થતો સાંભળ્યો. શ્રીકૃષ્ણે કહ્યું કે એ અર્જુન વનમાં જાય કે નગરમાં જાય પણ એનું ચિત્ત મારામાં જ રહે છે. ઊંઘમાં પણ એ જ છે, ભુલાતું નથી. આ ઉપરથી રુમિણી સમજી ગયાં. એવો પરમ પ્રેમ જ્ઞાની પરમકૃપાળુદેવ પ્રત્યે વર્તમાનમાં આપણે રાખવાનો છે કે જેથી ધર્મનો મર્મ સમજાય અને પરિણામે આત્મા શાશ્વત મોક્ષને પામે. (બો-૧, પૃ.૨૫૦, આંક ૧૪૪) 0 સપુરુષ પ્રત્યે પ્રેમ થવામાં તેનાં મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદૂભુત રહસ્યોનું નિદિધ્યાસન થવાની જરૂર છે, એટલે પુરુષના દેહ પ્રત્યે કરેલો પ્રેમ નિરર્થક નથી; પણ જેને તેવો પ્રેમ થયો છે અને તે વડે જે જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે, તે કરવા પ્રત્યે તત્પર થતો નથી, તેને કહ્યું છે કે દેહથી આત્મા જુદો છે. હવે આગળને પગથિયે કેમ ચઢતો નથી? જે અર્થે સત્પરુષના પૂજ્ય દેહાદિ પ્રત્યે પ્રેમ કરવા કહ્યું છે, તે આત્માર્થ સાધવાનો લાગ કેમ જવા દે છે? છ પદના પત્રમાં કહ્યું છે કે “જે સત્પરુષોએ સગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ગુણ દૃષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! ' ,, આમાં પ્રથમ ‘જે ભક્તિને પ્રાપ્ત થવાથી'' એમ કહ્યું છે તે દેહાદિ સર્વ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવનારાં કારણો લીધાં. તે કારણો સેવ્યાથી તેના ફળરૂપે સત્પુરુષની દશા કે તેના ‘‘આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ'' રહે એમ જણાવ્યું અને તેનું ફળ છેવટે આત્મબોધ કે આત્મજ્ઞાન જણાવ્યું છે. તે ક્રમે-ક્રમે પ્રાપ્ત કરાવવા જ્ઞાનીપુરુષો કહે છે પણ ક્રમ મૂકી એકલો આત્મા પકડવા જાય તો તે પ્રાપ્ત થવો દુર્લભ છેજી. જેને સત્પુરુષના દેહ, ચિત્રપટ, વચન, કથા તથા આજ્ઞા પ્રત્યે રુચિ નથી, તેણે ત પ્રથમ કર્તવ્ય છે. સંસારમાં જેમ સ્ત્રી-પુત્રના દેહ, વચનાદિ પ્રત્યે પ્રેમ છે, તેથી અનંતગણો સત્પુરુષ પ્રત્યે પ્રગટ થાય તેમ પ્રવર્તવાની જરૂર છે. ‘‘મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત, તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.'' વચનામૃત પત્રાંક ૩૯૪ - ૩૯૫ લક્ષપૂર્વક વાંચશોજી. વળી ભાવનાબોધમાં સંવરભાવના સમજાવવા વજ્રસ્વામીનું દૃષ્ટાંત આપ્યું છે, તે વાંચશોજી. તેના પિતાએ વજ્રસ્વામી પાસે રુમિણીને આણીને, તેનો સ્વામીની ઉપર મોહ છે એમ કહ્યું. સ્વામીજી ક છે : ‘‘શું એ માંસ, હાડકાં, રુધિર પ્રમુખથી પૂર્ણ એવા મારા દેહને વિષે પ્રીતિવાળી થઇ છે ? તેન પતિ તો એવો થશે કે જે દેવતાને પણ દુર્લભ છે ! જેની પાસે સર્વ સદ્ગુણો કિંકર સમાન છે, રૂપ અને લક્ષ્મી પણ જેની દાસી છે, સર્વ ક્રિયાઓ પણ જેની પાસે તુચ્છ છે અને જેનામાં કંઇ દૂષણ નથી, જેની અત્યંત ભક્તિથી મોક્ષ પણ સુલભ છે – પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વર્ણવેલો સંયમ તે જ તારી પુત્રીને લાયક છે. માટે જો તારી ઇચ્છા હોય તો હું હસ્તમેળાપ કરાવું. વળી વાઘણની પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પણ પાસે જ રહે છે, શત્રુની પેઠે રોગો સર્વદા દેહને પ્રહાર કરે છે અને ફૂટેલા ઘડામાંથી ઝરી જતાં પાણીની પેઠે આયુષ્ય નષ્ટ થાય છે, તોપણ લોક વિરુદ્ધ કર્મ કરે છે. એ આશ્ચર્ય છે ! વળી પુરુષ પણ ક્ષણમાં, જોતજોતામાં બાળ, ક્ષણમાં યુવાન અને ક્ષણમાં શિથિલ અવયવવાળો ઘડપણથી થાય છે. એવી રીતે યમની નગરીમાં અંતે પેસે છે.'' આમ સત્પુરુષ પ્રત્યે પ્રેમ થયો હોય તો તેનાં વચન પ્રત્યે થાય છે; તેણે કહ્યું કે કર્યું, તે કરવા જીવ પ્રેરાય છે અને તેની આજ્ઞા ઉરમાં અચળ કરે તો જે આત્મસુખમાં તે લીન છે, તેનું ઓળખાણ તેને થાય છે અને તે રૂપ તે થાય છે. માટે જે જે કારણો સત્પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટાવે, તેનાં વચનને મનાવે, તેની આજ્ઞામાં તત્પર કરાવે, તે તે કારણો, તે તે ભૂમિકાએ ઉપાસ્યા વિના આગળની ભૂમિકા પ્રાપ્ત થવી દુર્લભ છે. જીવને અત્યારે જે કરવા યોગ્ય છે તે ન કરે તો માત્ર કલ્પનામાં તણાઇ જઇ, છેવટની વાત બહુ સહેલી છે, લાવ તે જ કરી લઉં એમ થઇ જવા સંભવ છે. પર્વત ઉપરના દેવળને દેખીને નીચે રહેલો માણસ ધારે કે એ વાંકાચૂકા માર્ગે કોણ જાય, સીધો ચાલી આ દેખાય છે ત્યાં ઝટ ચાલ્યો જાઉં એમ ધારી, બધા જતા હોય તે માર્ગ મૂકી નવો માર્ગ લે, ત્યાં બિલકુલ ન Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ચઢી શકાય તેવી જગાથી પાછું ફરવું પડે છે અને વાંકાચૂકા નક્કી કરેલા માર્ગે જવું પડે છે; તેમ અત્યારે યથાર્થ સમજ નથી આવી ત્યાં સુધી ઉપદેશબોધ પડી મૂકી જીવ સિદ્ધાંતબોધ તરફ દોડવા પ્રયત્ન કરે છે, પણ તે પરિણામ પામવો દુર્ઘટ છે. વચનામૃત પત્રાંક ૫૦૬ પણ વાંચવા-વિચારવા ભલામણ છેજી. પરમાર્થની જિજ્ઞાસા જેને જાગ્રત થઇ છે, તેને ઉપશમ-વૈરાગ્ય એ અત્યંત જરૂરનાં છે, તે પ્રાપ્ત થયે જીવને શું કરવું તે સમજાય છેજી. (બો-૩, પૃ. ૨૦૪) || એક સાસુ અને વહુ હતા. બંનેને સારું બને, વઢવાડ ન થાય. એક દિવસે સાસુ મરી ગઇ. વહુએ પોતાના ધણીને વાત કરી કે મારા સાસુજી એવાં હતાં કે મને સારું-સારું ખાવા-પીવાનું આપતાં, બહુ લાડથી રાખતાં; સાસુજી મરી ગયા, હવે શું કરીશું? એમ કહી રડવા લાગી. બીજે દિવસે ઘણી સુથાર પાસે એક લાકડાની પૂતળી કરાવી લાવ્યો અને પોતાની સ્ત્રીને કહ્યું કે લે, આ તારી સાસુ. વહુ તો પછી “મને સાસુજી મળ્યાં' એમ જાણી રાજી થઇ ગઇ. પછીથી જે કંઈ કામ કરે તે સાસુજીને પૂછીને કરે, ખાવા બેસે ત્યારેય પૂતળીને પાસે લઈને કહે કે હવે ખાવાનો વખત થયો છે, માટે લો સાસુજી, આપણે ખાઈએ. એમ કહી પૂતળીના મોઢામાં કોળિયો મૂકે. એની સાથે વાતો કરે અને સાંજ પડે ત્યારે પૂતળીને સાથે લઈ ભેગી સૂઈ જાય. એમ કરતાં-કરતાં આ તો એટલી બધી પૂતળીમાં તલ્લીન થઈ ગઈ કે બધું ઘરનું કામ કરવું પણ ભૂલી ગઈ. બરાબર કામેય કરે નહીં. એના ધણીને થયું કે મેં તો રમકડા જેવું એને આપ્યું હતું અને આ તો એમાં એટલી બધી તલ્લીન થઈ ગઈ છે કે ઘરનાં કામ પણ બરાબર કરતી નથી. એને ઘરધણી બોલાવે તોય કહે કે ના, હું તો નહીં આવું. સાસુજીનું કામ કરી પછી આવીશ. રોજ સાસુજીની જ ભક્તિ કરે. એક વખત એના ઘરધણીએ કહ્યું કે અહીંથી જતી રહે, તારાં સાસુજીને લઈને. પેલી તો સાસુને લઇને ચાલતી થઈ. જતાં-જતાં કોઈ જંગલમાં આવી. રાત પડવા આવી. વહુએ કહ્યું કે સાસુજી, આપણે હવે શું કરીશું? રાતે જંગલમાં ક્યાં જઈશું? કોઇ જનાવર આવી મારી નાખશે; માટે લો, આપણે આ ઝાડ ઉપર ચઢી જઈએ. એમ કરી સાસુજીને હાથમાં લઈ ઝાડ ઉપર જઈને બેઠી. સવારના સાડા-ચાર વાગ્યાનો વખત થયો ત્યારે ચોરો ચોરી કરીને આવતા હતા. તે ચોરો તે ઝાડની નીચે બેઠા અને બધો માલ વહેંચવા લાગ્યા. તેમણે એવા સોગંદ દીધેલા કે આ વહેંચણીમાંથી જે કોઈ આઘુંપાછું કરશે, તેના ઉપર ખણખણતી વીજળી પડશે. એટલામાં પેલી વહુને ઊંઘ આવવાથી પૂતળી ખણણણ કરતી નીચે પડી ગઈ. ચોરો તો ગભરાઇને ત્યાંથી નાસી ગયા. પછી વહુની આંખ ઊઘડી ત્યારે નીચે ઊતરીને કહ્યું કે સાસુજી ! મને તો ઊંઘ આવી ગઇ, તમે પડી ગયાં? ક્યાંય વાગ્યું તો નથીને ? ત્યાં બહુ ઘરેણાં પડ્યાં હતાં; તે જોઇ સાસુજીને કહ્યું કે તમે તો મને બહુ ઘરેણાં આપ્યાં. પછી બધાં ઘરેણાંનું પોટલું બાંધી, સાસુજીને બગલમાં લઈ, પોતાના ઘેર ગઈ. ઘરધણી બોલ્યો, પાછી ક્યાંથી આવી? વહુએ કહ્યું કે તમે ખોલો તો ખરા, હું શું લઇને આવી છું તે જરા જુઓ ! પછી કમાડ ઉઘાડ્યાં અને એનો ઘરધણી બહુ રાજી થયો. કહેવાનું કે પ્રતિમાની ભક્તિમાં તલ્લીનતા થાય તો તેની સાથે વાતો થાય, બધું થાય. મન-વચન-કાયા કર્મ બંધાવનાર છે, તેને પરમાત્માની સાથે જોડે તો કલ્યાણ થાય. બધાનું મૂળ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૯) ત્યાં ચિત્ત લીન થાય છે. જેનામાં શુદ્ધભાવ છે, એવા ભગવાનમાં લીનતા થાય તો ઘણાં કર્મ ખપી જાય. સાચું અવલંબન મળવું જોઈએ. પછી પોતે પુરુષાર્થ કરવાનો છે. (બો-૧, પૃ.૩૨૦, આંક ૭૧) પરમકૃપાળુદેવે/સપુરુષે કરેલા ઉપકાર/કૃપા વિષે કલ્યાણકારી ગુરુકૃપા, વરસો નિરંતર અંતરે; શાંતિ, સમાધિ, વૈર્યરૂપે, અંકુરો ઊગો ઉરે. પરમકૃપાળુદેવનો અપાર ઉપકાર છે કે આ કળિકાળમાં આપણા જેવા અબુધ જનોને ઉત્તમ અધ્યાત્મમાર્ગ સરળપણે સુગમતાથી સમજાય તેમ ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે. સંસ્કૃત અને માગધી ભાષાના ધુરંધર પંડિતોને પણ હૃદયગત થવો દુર્લભ એવો આત્મધર્મ, જેણે બાળાભોળા જીવોને ગ્રાહ્ય થાય, સમજાય, અધ્યાત્મભૂખ પ્રગટે અને પોષણ મળે, તેવા સુંદર પત્રો, કાવ્યો અને ગદ્યપદ્ય હાથનોંધો લખી, આ કાળમાં મોહનિદ્રામાં ઊંઘતા આપણા જેવાને જગાડવા પ્રબળ પરિશ્રમ લીધો છે, તે મહાપુરુષને પરમ પ્રેમે નમસ્કાર હો ! (બી-૩, પૃ.૪૨૨, આંક ૪૩૧) તમારા ભાવ સારા ભક્તિમય રહ્યા કરે છે; તેવા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે રોજ રહ્યા કરે તો કલ્યાણ થવામાં વાર ન લાગે. પરમકૃપાળુદેવ દરેક કામ કરતાં યાદ આવે, ક્ષણ પણ ભુલાય નહીં એમ કરવા વિનંતી છે.જી. પરમ ઉપકાર પરમકૃપાળુદેવનો છે. તેમણે આત્મા પ્રગટ કર્યો, આત્માનો ઉપદેશ આપ્યો, મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ દેહથી આત્મા ભિન્ન જણાવ્યો અને બીજા ખોટા માર્ગોથી આપણને છોડાવી સાચા આત્માના માર્ગે વાળ્યા, મોક્ષનો માર્ગ બતાવ્યો, માટે એમના જેવો કોઇએ આપણા ઉપર ઉપકાર કર્યો નથી. માટે પરમકૃપાળુદેવજી આપણા ગુરુ છે, તે જ આપણે પૂજવા યોગ્ય છે, તેમના પર જ પરમ પરમ પ્રેમ કરવા યોગ્ય છે. તે જ આપણા બંધવ, રક્ષક, તારનાર, ધણી અને પરમેશ્વર છે. એ પરમકૃપાનાથની અમને-તમને પરમભક્તિ પ્રગટે તો આપણાં મહાભાગ્ય ગણાય. એ જ શિખામણ લક્ષમાં લેવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૬૪૯, આંક ૭૬૭) જે સદ્દગુરુ-ચરણથી અળગા, તે થડ છોડી ડાળે વળગ્યા; જે સક્સ-પદશું રાગ, તેનાં જાણો પૂર્વિક ભાગ્ય. ગમે તે વાંચીને પરમકૃપાળુદેવનાં વચનો અને તેના ઉપકાર પ્રત્યે પ્રેમભક્તિ વધે, તે કર્તવ્ય છેજી. અનેક શાસ્ત્રોનો સાર તે મહાપુરુષે એક કડીમાં ભરી દીધો છે : બે બોલોથી બાંધિયા, સકળ શાસ્ત્રનો સાર; પ્રભુ ભજો, નીતિ સજો, પરઠો પરોપકાર.' ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બદલાઈ દિયે.'' આવાં વચન વાંચી, વિચારી, ભાવના કરી તેમાં લીન થઇ જવા જેવું છેજી. જેને તે મહાપુરુષનો ઉપકાર સમજાય છે, તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની સાથે શ્રી દેવકરણજી મુનિ હતા; તેમને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો ઉપકાર સમજાયો ત્યારે, પહેલાં અણસમજમાં તેઓશ્રી પ્રત્યે જે સામાન્ય ભાવ હતો, તેના પશ્ચાત્તાપરૂપ એક પત્ર લખ્યો છે; તેમાંથી આપણે વારંવાર વિચારવા યોગ્ય ભાગ આપને માટે નીચે ઉતારી મોકલું છું; તે વાંચી સવિચારમાં વૃત્તિ વિશેષ રહે તેમ વર્તવા વિનંતી છે. .... વિશેષ ઉદાસી આપે છે તે એ કે આપનો પ્રથમ સમાગમ મુંબઇમાં આ૫ નિવૃત્તિસ્થળ, આપના એકાંત સ્થળમાં બિરાજમાન હતા તે વખતે લલ્લુજી મહારાજ (પ્રભુશ્રીજી) સાથે હતા, તે વખતે આપે મને પૂછયું કે સ્ત્રી દ્રષ્ટિએ પડતાં પરિણામ ચળે છે ? તથા વ્યાખ્યાનમાં અહંભાવ ફરે છે ? તે આપે પૂછવાથી મેં યથાતથ્ય જેવા ભાવ વર્તતા હતા તેવા કહ્યા અને તે જ વિચારવાનો આપે પ્રથમ બોધ કર્યો હતો, તે હું અહંકાર વડે - દ્રવ્યત્યાગના અભિમાન વડે - જાણતો ન હતો અને સાધુપણું માની બેઠેલો, તે આપે જાગ્રત કર્યો હતો. હવે બનતો પુરુષાર્થ કરું છું, અને આપની શાંતમૂર્તિ ઉપર દ્રષ્ટિ રાખ્યા કરું છું; અને તમારી એકાગ્રવૃત્તિ અને સ્વરૂપસ્થિરતાનું માહાસ્ય જાણી શકતો નથી, તે આપની પૂર્ણ કૃપા વડે જણાશે તે આશા રાખું છું. જેમ બાળક માતાપિતા સન્મુખ પોતાનું દુઃખ જણાવે છે, તે જ રીતે હું આપની પાસે દુઃખની વાતો વર્ણવું છું કે સૂક્ષ્મ અહંભાવ વડે સૂક્ષ્મ વિષયાદિ, રાગ-દ્વેષ રહી જતાં આ દેહ પડી જશે અને તે બીજનાં વૃક્ષો થઈ પડશે અને જન્મમરણ ચાલુ રહેશે; તે ભયભરેલા વિચાર આવતા મનમાં આકુળતા આવી જાય છે અને વળી વિચાર આવે છે કે આવી જોગવાઈ મળી છતાં જીવ ઘણી વાર રઝળ્યો એવું શાસ્ત્રઆધાર વડે જણાય છે અને આપ પ્રત્યક્ષજ્ઞાની પણ કહો છો તો આવી અપૂર્વ જોગવાઇ મળી છતાં આ દેહ પામ્યાનું નિષ્ફળપણું થાય? એવી ચિંતા કોઈ વખત થયા કરે છે અને વળી આપની સન્મુખ વૃત્તિ થતાં હિંમત આવે છે કે અપૂર્વ જોગવાઈ મળી ખાલી નહીં જ જાય; પણ દ્રઢ નિશ્ચય થાય તેવો આશ્રય આપશો તો હું પરમ સુખી થઈશ અને જીવ્યું સફળ ગણીશ. કોઈ વખત આત્માને વૃત્તિ દુર્ગાનમાં ખેંચી મૂળથી ચુકાવી દે છે, પણ થોડા સમયમાં તરત જ પાછી ખેંચાઈ આવે છે અને આપના સન્મુખ થાય છે. મર્યાદ ઓળંગતી નથી. લજા પામી ગુરુ સન્મુખ થઈ જાય છે.” આવો પુરુષાર્થ આપણે કરીને, વૃત્તિને પરમકૃપાળુદેવની મુખમુદ્રા તરફ વાળવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવ સહજાત્મસ્વરૂપ છે, તેમના તરફ વૃત્તિ રાખવાથી આત્મવૃત્તિ થવા સંભવ છેજી. તેમનાં વચનો, તેમની વીતરાગ મુખમુદ્રા વારંવાર લક્ષમાં લેવાથી, આ ત્રિવિધ તાપથી બળતાં સંસારમાં શાંતિ સાંપડે છેજી. એવો ઉપરના પત્રમાં લખ્યા પ્રમાણે, ઘણાં સંતોને સાક્ષાત અનુભવ થયો છે. (બો-૩, પૃ.૪૦પ, આંક ૪૧૩) સપુરુષ સમાન કોઈ આપણા ઉપર પરમ ઉપકાર કરનાર નથી. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ નરોડા પધારી તે તીર્થક્ષેત્ર બનાવ્યું છે. તેના ઉપકારનો કોઈ રીતે બદલો વળે તેમ નથી. તેથી માત્ર મન-વચન-કાયાની એકાગ્રતાથી તેના ચરણનું શરણ ગ્રહી તેમની અલૌકિક આત્મદશા, વીતરાગદશાનું વારંવાર સ્મરણ કરી તેમના ઉત્તમ ગુણો આપણને સાંભળવા મળ્યા, તે પણ આપણું મહાભાગ્ય ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫). પરમપુરુષના ઉપકારનો બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. આવા કળિકાળમાં મુમુક્ષુ જીવને વિશ્રામ અને આનંદનું કારણ બને, તેવા પત્રાદિ લેખો લખી આપણને આધારરૂપ બન્યા છે. ઘણા કાળ સુધી, Page #40 -------------------------------------------------------------------------- ________________ જમાનાઓ સુધી, તે મોક્ષની જિજ્ઞાસાવાળા જીવોને માર્ગદર્શકરૂપ નીવડશે. (બો-૩, પૃ.૭૯૫, આંક ૧૦૨૨) ૩૧ D સત્પુરુષના પરમ ઉપકારનો વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ્ય-ઉપશમ વગર તેનો ઉપકાર સમજાતો નથી. પાણીમાં બેભાન તણાતો માણસ હોય, તેને પાણીના વેગનું જોખમ ખેડી, કોઇ જીવના જોખમે બહાર ખેંચી લાવે અને સારવાર કરી તેને જાગ્રત થવાના, ભાનમાં લાવવાના પ્રયત્ન કરે ત્યારે તે જાગે, પણ જ્યાં સુધી તે તા૨ના૨ને ઓળખે નહીં ત્યાં સુધી શું ઉપકાર માને ? ‘‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ'' તેથી ભાનમાં આવે અને બીજા કહે કે તું નદીમાં તણાતો હતો અને તારનાર પણ તણાઇ જાય તેવા નદીના વેગમાંથી તને પરાણે આ પુરુષે બચાવ્યો છે, ત્યારે તેને સમજાય છે કે અહો ! એ પુરુષની દયાથી હું તો બચ્યો, નહીં તો મારી શી વલે થાત ? દરિયામાં તણાઇ જાત ત્યાં મારી ખબર લેનાર કોણ હતું ? એમ સત્પુરુષના ઉપકારની સ્મૃતિ જેમ જેમ જીવને આવે છે, તેમ તેમ તે મહાપુરુષના હૃદયમાં રહેલી આત્માની અલૌકિકતા, પોતાના સ્વરૂપનું માહાત્મ્ય પણ તે જાણતો થાય છે. ‘તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !’' (૪૯૩) શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વાંચી હોય તોપણ, ફરી વાંચવા ભલામણ છેજી. તે મહાપુરુષે આ કળિકાળના મુખમાં પેઠેલા આપણા જેવા જીવોને બચાવવા જે અથાગ પુરુષાર્થ અલ્પવયમાં કરેલો છે, તેનું દિગ્દર્શન તેમાં યથાશક્તિ થયેલું છેજી. (બો-૩, પૃ.૨૬૫, આંક ૨૬૦) પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર, જેમ જેમ તેમનાં વચનો વારંવાર વંચાય છે, તેમ તેમ વિશેષ-વિશેષ સ્ફુરે છે. એવા અપવાદરૂપ મહાપુરુષે ‘‘મોક્ષમાર્ગ બહુ લોપ'' થયેલો તે ‘‘ભાષ્યો અત્ર અગોપ્ય’’ પ્રગટ કર્યો. એના યોગબળે અનેક જીવો સત્ય માર્ગ તરફ વળ્યા, વળે છે અને વળશે. આપણાં પણ મહાભાગ્ય કે તેવા પુરુષનાં વચનો ઉપર વિશ્વાસ, પ્રેમ, પ્રતીતિ થવાથી તેમના હૃદયમાં રહેલી અનુપમ અનુકંપાને યોગ્ય તેમની આજ્ઞા વડે, આપણો આત્મોદ્ધાર કરવા પ્રેરાયા છીએ. તે મહાપુરુષ પાસેથી ધરાઇને જેણે અમૃતપાન કર્યું છે, એવા શ્રી લઘુરાજસ્વામીનો પણ પરમ ઉપકાર છે કે જેમણે પોતાને અલભ્ય લાભ થયો, તે સર્વ, આ કાળના જિજ્ઞાસુ જીવો પામે એવી નિષ્કારણ કરુણાથી, આખર વખતે પોતાને પ્રાપ્ત થયેલી આજ્ઞાની પરંપરા ચાલુ રહે તે અભિપ્રાયે, સ્પષ્ટ પ્રેરણા કરતા ગયા છે. તેમણે વારંવાર બોધવચનોમાં પોતાની પ્રતીતિ પ્રદર્શિત કરી છે. તેમાંથી અલ્પ અંશ અહીં, આપને વારંવાર વિચારી લક્ષમાં રહેવા તથા તેનો લાભ મળ્યા કરે, તે અર્થે જ જણાવું છુંજી: ‘‘સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને પરમકૃપાળુદેવે કહી દીધો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું ‘વીસ દોહરા' ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તોપણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, યમનિયમ, આત્મસિદ્ધિ આટલાં સાધન અપૂર્વ છે. ચમત્કારિક છે ! રોજ ભણવાં Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૨) જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે.’ એ તો ખોટી વાત છે; પણ તેમ જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે. સમકિતનો ચાંલ્લો થશે. વધારે શું કહ્યું? .... આ અવસર જેવો તેવો જાણશો નહીં. વાત સાંભળતાં પરિણમી જવાય છે, ત્યાં કોટિ કલ્યાણ થાય છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે? તેનું માહાભ્ય કહ્યું જાય તેમ નથી. “જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો.' એની વાત, એનો વિચાર, એના ઉપર પ્રેમ-પ્રીતિભાવ થાય છે, ત્યાં કોટિ કર્મ ખપે છે. પર્યાયદ્રષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે; નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.” (ઉપદેશામૃત પૃ.૩૮૮) (બી-૩, પૃ.૪૮૧, આંક ૫૧૨) વા ધર્મો પૂર હૈ, પાપ-મૂછ માન | तुलसी दया न छोडिये, जब लग घटमें प्राण ।।" પત્ર વાંચી પૂ... ની ધર્મવૃત્તિ તથા જીવહિંસાથી થતો ખેદ અને “વિચારોમાં ઘણો ફેર થઇ ગયો.” એ વાક્યથી સંતોષ થયો છે. ધાર્મિક અભ્યાસ નહીં છતાં પૂર્વના સંસ્કારે, જે પરમકૃપાળુદેવે પુષ્પમાળા-૨૪માં જણાવ્યું છે, તે તેને ફરી આવ્યું. ““ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.” એ ફુરણાનું મૂળ તો પુરુષ જ છે. નાના-મોટા, જેને જેને જ્ઞાનીપુરુષનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિનો લાભ મળ્યો છે, તે સર્વ મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે. તે મહાપુરુષના પ્રતાપે કલ્યાણ કરવાની ભાવના હુરે છે, તે સંબંધી પૂછે છે, તેવા પ્રસંગો યાદ કરે છે, તેમાં તન્મય થાય છે. પરમકૃપાળુદેવને જાતિસ્મરણજ્ઞાન એટલે પૂર્વના ભવોની સ્મૃતિ જાગી-પ્રગટી હતી. તેથી તે દુકાને બેઠા-બેઠા પણ તે વન, તે ગુફાઓ, તે મહાપુરુષો, તેમનાં વચનામૃતરૂપ બોધ, તેમની દશાની સ્મૃતિ કરી, પોતાના આત્માને તેવો ઉચ્ચ કોટિનો બનાવવાનો પુરુષાર્થ સેવતા હતા. આપણે તેવા જાતિસ્મરણજ્ઞાનને યોગ્ય તો નથી બન્યા, પણ આ ભવમાં જે મહાપુરુષનાં દર્શન થયાં છે, તેમની પરમકૃપાળુદેવ પ્રત્યેની અલૌકિક ભક્તિ, તેમની આપણા જેવા મંદભાગ્યવાન જીવો પ્રત્યે અસીમ નિષ્કામ કરુણા, તેમની શાંત મુખમુદ્રા, તેમણે આપણે સમજીએ કે ન સમજીએ પણ કોઈ ચમત્કારી રીતે સત્યનું બીજ વાવવા આપણા હૃયને આકર્ષણ કરી, અલૌકિક આત્મસ્વરૂપની અભિલાષા અવ્યક્ત રીતે પ્રગટાવી તથા તેને પોષણ આપવા અનેક પ્રકારે - નાના નાના પ્રમાણે, મોટાને મોટા પ્રમાણે, વિદ્વાનને વિદ્વાન પ્રમાણે, અબળાને અબળા પ્રમાણે, જેમ જેવો ઘટે તેવો બોધ આપી જે ભાવના ઉછેરી છે, તે જ આપણા કલ્યાણનું, મોક્ષનું કારણ બનાર છે. માટે તે મહાપુરુષનાં પ્રથમ આપણને ક્યારે દર્શન થયાં? પહેલું આપણને શું કહ્યું? વારંવાર શું કહેતા ? તથા તેમના ઉપકાર જે જે યાદ આવે છે તે સ્મૃતિમાં લાવવાથી, તેઓ હાલ હાજર હોય એમ આપણને લાગશે, તે ભાવો ફરી અનુભવાતા સમજાશે, ભૂલવાના ક્રમમાંથી સતેજ થઈ વિશેષ ઉપકારનું કારણ બનશે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તમે ત્રણે જણ પરસ્પર, ઉપર જણાવેલી વાતો પોતાના સંબંધી એકબીજાને કહો, પૂછો, તેની ભાવના કરો તો સત્સંગમાં જે કરવા યોગ્ય સત્પુરુષનાં ગુણગાન, તેનો લાભ ત્યાં બેઠાં પણ થયા કરે તેવું છે. કંઇ ન બને તો પરમકૃપાળુદેવનાં જે જે વચનો આપણને તે મહાપુરુષે મુખપાઠ કરાવ્યાં છે, તેની ચર્ચા પરસ્પર કરતા રહેવાથી, સર્વની વૃત્તિ ધર્મમાં જોડાયેલી રહેવાનો સંભવ છેજી. જોકે બીજ ન જાય પણ પોષણ થયા કરે. (બો-૩, પૃ.૩૦, આંક ૩૬૧) - D પરમપુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે આપની વધતી જતી શ્રદ્ધા જાણી, સંતોષ થયો છેજી. આ દુષમ કળિકાળમાં આપણા જેવા હીનપુણ્ય જીવોને સાક્ષાત્ મહાવીરસ્વામીનાં વચનોનો પરિચય કરાવનાર, એ મહાપુરુષ ઉપર શ્રદ્ધા કરાવનાર પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો અથાગ ઉપકાર જેમ જેમ સમજાતો જાય છે, તેમ તેમ તે પુરુષે બતાવેલા સન્માર્ગ પ્રત્યે વિશેષ-વિશેષ પ્રેમ અને પુરુષાર્થવૃત્તિ જાગે છેજી. તેનો વિયોગ હજી વિશેષ સાલશે, તેમ તેમ બીજેથી વૃત્તિ સંકોચાઇ તેની આજ્ઞામાં વારંવાર વળતી જશે અને તેનો જ રંગ રુચિકર જણાતાં આખું જગત એંઠવાડા જેવું, નીરસ, અપ્રીતિકર અને શત્રુ સમાન લાગ્યા કરશે. તે પુરુષનાં દર્શન, સમાગમ, બોધ, સર્વ આત્મહિતપ્રેરક ચેષ્ટા અત્યંત કરુણાપૂર્ણ, પ્રીતિકર, સ્મૃતિ કરવા યોગ્ય, ઠરવા યોગ્ય, આનંદદાયી અને ઉલ્લાસપ્રે૨ક સમજાતાં, જીવને બીજી ઇચ્છાઓ ક૨વાનું કંઇ કારણ નહીં રહે. ‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.'' (બો-૩, પૃ.૨૩૫, આંક ૨૩૧) D પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણનો જીવ ભવ્ય છે. તેનું કલ્યાણ થવાનું છે. સત્પુરુષ તેની નીચે બેસે તો તેની છાયા સત્પુરુષ ઉપર પડે, તેથી તેને પુણ્ય બંધાય. એમ કરતાં-કરતાં જીવ મનુષ્યભવ પામે. એમ જાણ્યે-અજાણ્યે પણ સત્પુરુષથી જીવને લાભ થાય છે, સંસ્કાર પડે છે. (બો-૧, પૃ.૨૭૯, આંક ૧૮) D આપે જે જે શુભ ભાવનાઓ દર્શાવી છે, તે પરમકૃપાળુદેવની જાણ બહાર નથીજી. જેટલી આપણી યોગ્યતા, વૈરાગ્ય, મોક્ષની રુચિ તે પ્રમાણમાં તે પરમકૃપાળુ પરમાત્માની કૃપા નિરંતર, વગર માગ્યે મળ્યા જ કરે છેજી. આપણને દેખાય કે ન દેખાય તોપણ તેની કૃપા કર્મની પેઠે અદૃશ્યપણે કામ કર્યે જ જાય છેજી. (બો-૩, પૃ.૪૮૭, આંક ૫૨૦) પરમકૃપાળુદેવની કૃપાએ જીવવું છે એ જ ભાવ કર્તવ્ય છેજી. કોઇને દુઃખરૂપ ન થવાય, તે ભાવના ભૂલવા યોગ્ય નથી; પણ કષાયરહિત થયા વિના, તેમ બનવું અસંભવિત જણાય છે. તેથી હાલ તો જેથી કલ્યાણની વૃદ્ધિ થાય તેમ વર્તવું યોગ્ય છેજી. સદ્ગુરુની ભક્તિ અને મુમુક્ષુપણું વધે તેમ વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૬) ॥ જે કંઇ કરીએ તે એક આત્માર્થે કરવાની ૫.પૂ. પ્રભુશ્રીજીની શિખામણ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છેજી; અને ગમે તેટલું કરીએ તોપણ મારાથી કંઇ બનતું નથી એવી વિનયભાવના હૃદયમાંથી ન ખસે, તે ચૂકવા યોગ્ય નથીજી. Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૪ મારે તમારે-બધાને આટલી અગત્યની વાત લક્ષમાં રાખી પ્રવર્તવાનું બનશે તો જરૂર પરમકૃપાળુદેવની કપાથી આપણું આત્મકલ્યાણ થયા વિના નહીં રહે, એવી Æયની દ્રઢ શ્રદ્ધા આપને, આપના પત્રના ઉત્તરરૂપે લખી છે, તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૬૮, આંક ૩૬૯) | પરમકૃપાળુદેવ તથા પ.પૂ. પ્રભુશ્રીજીના ઉપકારની સ્મૃતિ વાંચી હર્ષ થયો છેજી. એ જ આ ભવમાં આપણને આધારરૂપ છેજી. પરમકૃપાળુદેવની કૃપા જ ભવ પાર કરાવવા સમર્થ છે. તેમણે પોતે જ અભયદાન આપે એમ જણાવ્યું છે કે આ કાળમાં કોઈ પણ જીવનું કલ્યાણ થવું હોય તો તે અમથકી પણ બીજાથી નહીં. આવા પરમ આધારરૂપ સદ્ગુરુની આજ્ઞાએ વર્તવું, એ જ આપણા આત્માને મોક્ષ પ્રત્યે પ્રવર્તાવવાતુલ્ય છે). (બી-૩, પૃ.૫૫૬, આંક ૬૧૬) T સાત વ્યસનનો ત્યાગ તત્ત્વજ્ઞાનમાં પૂ.૧૦૮ ઉપર જણાવ્યો છે; તેમાંથી જેનો ત્યાગ, તમારાથી અશક્તિને લીધે ન બન્યો હોય અને હવે તેવી શક્તિ પરમકૃપાળુ શ્રી સદ્ગુરુકૃપાએ જણાતી હોય તો તે બાકી રાખેલ ત્યાગ, બીજા બધા ત્યાગ કરતાં પ્રથમ કરવાની ભાવના નિશદિન કર્તવ્ય છેજી. તમારા જીવનમાં થઈ ગયેલો ફેરફાર તમે લખો છો, તે સંભવિત છે. સદ્ગુરુકૃપાનું બળ અપૂર્વ છે. “મૂંગા વાચા પામતા, પંગુ ગિરિ ચઢી જાય; ગુરુકૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર; એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર. અંખડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ; રડવડતો ક્યમ રાખશે? બનું નહીં નારાજ. સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું અજ્ઞાની બાળ; અચૂક આશ્રય આપીને, પળપળ લ્યો સંભાળ.' (બો-૩, પૃ.૫૭૫, આંક ૬૪૭) પરમકૃપાળુદેવસિસ્કુરુષ પ્રત્યેની શ્રદ્ધા વિષે પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા કૃઢ થાય, તે બધાં સત્સાધનનો પ્રથમ પાયો ગણવા યોગ્ય છેજી. વખત મળતો હોય અને જિજ્ઞાસા હોય તો જીવનકળાના વાંચનથી કે સાંભળવાથી પુરુષ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેવું છે. ગમે તેવો જગતમાં મોટો માણસ ગણાતો હોય પણ સત્ય વસ્તુ, જે આત્મસ્વરૂપ છે તેથી વિમુખ હોય, તેનાં કારણ સત્પરુષ, સપુરુષનાં વચન, તેમના ભક્તોનો સમાગમ - આ બધી બાબતો મળવી જેને મુશ્કેલ છે, તે અત્યારે મોટો ગણાતો હોય તો પણ સમજુ જનો તેને દુર્ભાગી કે અભાગિયો ગણે છે; અને જેને તેવાં આત્મહિતનાં સાધનો સુલભ થયાં છે, તેને માટે બહુમાન, આદર, રુચિ, પ્રેમ જાગ્યાં છે તે ગમે તેવો ગરીબ ગણાતો હલકો નોકર કે પશુ હોય તો પણ તે દેવતુલ્ય છે, એમ મહાપુરુષો કહે છે. આ વાત બહુ વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨૮૮, આંક ૨૭૮) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫) | મંદવાડ આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે કે કોણ જાણે હવે કેટલું જીવવાનું હશે? વખતે મરણ આવી પહોંચે તો એકાએક ચાલી નીકળવું પડશે. કંઈ ધર્મસાધન તો મેં કર્યું નથી, સતશીલ આદિની પ્રાપ્તિ થઈ નથી, હવે શી ગતિ થશે? જો મંદવાડ મટી જાય તો હવે જરૂર કંઇક ધર્મ-આરાધન કરી લેવું એવો નિશ્ચય કરી રાખે છે અને પ્રારબ્ધયોગે રોગ મટી જાય, પછી તદ્દન ભૂલી જાય છે. જાણે કદી મંદવાડ આવ્યો જ ન હોય તેમ મોહમાં ને મોહમાં પાછું આયુષ્ય વ્યતીત થયા કરે છે. આમ જીવના નિર્ણયો અનિર્ણયરૂપ હોય છે. તેથી કોઇ કામ મક્કમતાથી તે કરી શકતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્રય છે.'' (૮૨૬) ત્યારે હવે કેમ કરવું ? પ્રથમ તો દુર્લભમાં દુર્લભ એવી શ્રદ્ધા, સપુરુષનો પરમ નિશ્રય કે મોક્ષે જવું હશે તો જરૂર આ કાળમાં પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રના શરણ સિવાય કંઈ બની શકે તેમ નથી, માટે તે પરમપુરુષનું શરણ અને આશ્રયરૂપ ભક્તિમાર્ગ, મને આ ભવમાં અખંડપણે પ્રાપ્ત થાઓ, એવી ભાવના કર્તવ્ય છે. તે શ્રદ્ધામાં જેટલી દ્રઢતા થઈ તેટલી સૌ સાધનોમાં વૃઢતા વધશે; અને મૂળમાં જ જેની શ્રદ્ધા ડગમગ બની ગઇ, તેનો પુરુષાર્થ પણ શંકાશીલ અને નજીવો થશે. માટે શ્રદ્ધારૂપ મકાનનો પાયો મજબૂત કરવા પુરુષના પરમોપકારી સત્સંગતુલ્ય વચનોમાં તલ્લીનતા પ્રાપ્ત કર્તવ્ય છે. તેનો વિશેષ-વિશેષ અભ્યાસ, પરિચય અને સવિચાર કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૩૬, આંક ૧૩૭). ID પરમકૃપાળુદેવની શ્રદ્ધા સંતના યોગે જેને થઈ છે તેને તે પ્રભુ દૂર નથી, તે સૌ સાંભળે છે; માટે વિશ્વાસ રાખી પ્રાર્થના, સ્તવન, સ્મરણ, ભક્તિ નિયમિત કર્તવ્ય છે. દેહના કામની જેટલી કાળજી રાખીએ છીએ, તેના કરતાં અનંતગણી કાળજી આત્માની રાખવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર વિચારી ચેતવા જેવું છેજી. (બી-૩, પૃ.૨૩૧, આંક ૨૨૬) I એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી, તે દુઃખી હોતો નથી. દુઃખ આવી પડે તો દુઃખ માનતો નથી. તેને એક પ્રકારનો આધાર મળ્યો છે. ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ; મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ જિન.'' લોયણ છે તે જ દ્રષ્ટિ, શ્રદ્ધારૂપ લોચન છે. જેને અંતરમાંથી વિષય-વાસના છૂટી હોય, તેને આ જગતનાં સુખ, તે દુ:ખરૂપ સમજાય છે. તે જવા બેઠાં હોય તો મૂંઝાતા નથી, પણ સવળું કરી લે છે. જો આ આંખે કરી પુરુષનાં દર્શન થયાં છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ છે, તો તે નયન સાર્થક થયાં સમજવા યોગ્ય છે. જગતનાં સુખને હવે રહેવું હોય તો રહો, જવું હોય તો જાઓ; મારે તો હવે એક પતિવ્રતા સ્ત્રીની માફક પરમકૃપાળુદેવની ભક્તિ કરવી છે, તે કોઈ લૂંટી શકે તેમ નથી. કોઇની તાકાત નથી કે તે આ શ્રદ્ધા પલટાવી બીજી શ્રદ્ધા દાખલ કરી શકે. શ્રદ્ધા એ જ મારું જીવન છે. ભલે સંયોગ હો, વિયોગ હો, તે તો પલટાતી બાબતો છે; પણ આત્માની સાથે અખંડ રહે તે તો એક શ્રદ્ધા છે. તેમાં નથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દની જરૂર. તે તો દયનો વિષય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) જેમ એક ધણી ધાર્યો, તેની માન્યતા બાઈઓ મરણ સુધી ટકાવી રાખે છે, તો મરદ તેટલું પણ ન કરી શકે ? જે જે સુખદુ:ખાદિ પ્રસંગો છે તે ભક્તજનોને પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ સમજાય છે. “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩૦૧) એવું પરમકૃપાળુદેવનું કથન તેને માન્ય થયું હોય છે; તેથી જેમ ગળ્યો પ્રસાદ પ્રસન્ન ચિત્તે આરોગે છે, તેમ કડવો પ્રસાદ પણ તેટલી જ પ્રસન્નતાથી વધાવી લે છે. તેમાં પરમકૃપાળુદેવની કૃપાનું તેને દર્શન થાય છે. નાના બાળકોને તેની મા એક સ્તનમાં દૂધ ખલાસ થઇ જવાથી, ત્યાંથી વછોડી બીજા સ્તને લઈ જવા તેનું માથું ફેરવે છે, પણ બાળકને ભાન નથી તેથી રડે છે અને મને મારી મા ધાવતાં છોડાવી લે છે એમ માની ક્લેશ કરે છે, પણ બીજા સ્તને તેને મૂકે છે ત્યારે શાંત થાય છે; તેમ પરમકૃપાળુદેવના આશયનું ભાન ન હોવાથી જીવ સંકલ્પ-વિકલ્પ કરી દુઃખી થાય છે, પણ પરિણામ આત્મઉન્નતિને પોષક સમજાય ત્યારે ક્લેશ દૂર થઈ શાંતિ થાય છે. જેને શ્રદ્ધા સતત ચાલુ રહે છે તેને ક્લેશનું સ્વપ્ન પણ આવતું નથી. (બી-૩, પૃ.૫૧૪, આંક ૫૫૬). - શરીરના ફેરફારો શરીરના ધર્મોરૂપે માનવા અને આત્માના ધર્મો ન વિસરાવા અર્થે પરમકૃપાળુદેવની કૃઢ શ્રદ્ધા પરમ હિતકારી, વિશેષ કૃઢ થવા અર્થે જાણે લખાયો હોય તેવી તથા સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તેવો, તેઓશ્રીની અનંત કરુણાથી પ્રેરાયેલો અપ્રગટ પત્ર (૬૮૦) આપ સર્વને પોતાને જ અર્થે વાંચી-વિચારી, હૃયના ભાવ ઉલ્લાસિત થવા ઉતારી મોકલું છું. આપે આ પત્ર વખતે વાંચ્યો પણ હશે; પણ સ્મૃતિ તાજી થયે શ્રદ્ધાબળ વર્ધમાન થવા યોગ્ય, એક પ્રકારની નિશ્ચિંતતા-અંતઃસંતોષ વર્ધમાન થવા યોગ્ય જાણી, નકલ કરી મોકલી છે. પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન.” - રોજ બોલીએ છીએ તે પ્રબળપણે આ પત્રથી સમજાઈ, સચોટ થાય તેવું છે. નિર્ભયતા વધે તેમ છેજી. ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ.” (બો-૩, પૃ.૨૬૦, આંક ૨૫૪) “પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.' વૈરાગીના જીવન-વૃત્તાંતમાંથી વૈરાગ્યની વાત હોય તે ગ્રહણ કરવા યોગ્ય છે. બાકી ચમત્કાર દેખાડી યોગ સિદ્ધ કરવો એ મહાત્માનું લક્ષણ નથી, એમ પરમકૃપાળુદેવે પત્રાંક ૨૬૦માં નથુરામ શર્મા વિષે લખ્યું છે. પરમકૃપાળુદેવ જેવા આ કાળમાં કોઈ નજરે આવતા નથી. તે સિવાય ક્યાંય મન રોકવા જેવું નથી, એમ મને તો લાગે છેજી, બીજી વસ્તુઓમાં મન રાખીને જીવે પરિભ્રમણ અનંતકાળ સુધી કર્યું. હવે તો સતીની પેઠે એ એક જ ગ્રહણ કરવા યોગ્ય છેજી. વૃત્તિનો વ્યભિચાર એ જ કર્મબંધનું કારણ છે. આપ તો ગુણગ્રાહી છો એટલે ગમે તે વાંચો પણ તેમાં તણાઓ તેવાં નથી અને તેવાને તજીને પરમકૃપાળુદેવને પરણ્યા છો એટલે કંઈ લખતો નથી. બાકી યોગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય તેમ છે; પરંતુ તેથી આત્માનું કંઈ કલ્યાણ નથી. (બી-૩, પૃ.૭૩૬, આંક ૯૦૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૭) D હે પ્રભુ! આપનાથી કંઇ અજાણ્યું નથી. જીવની અવિચાર મૂઢ દશાનો પાર નથી, તેમ છતાં તે દશાનો તેને કંટાળો આવતો નથી. તે કીચડમાંથી ઊઠી પરમ પવિત્ર, અનંત સુખરૂપ, પરમ પ્રેમપૂર્ણ આપની ગોદમાં સ્થાન લેવાને આ જીવને ઉમળકો કેમ નહીં આવતો હોય? કેમ તેવા ભાવ ટકતાં નહીં હોય? બીજા આગળ ડાહ્યો થવામાં પહેલો, મનમાં પણ માની લે કે મારે પરમપુરુષ સિવાય કોઇનો આધાર નથી. છતાં તે ને તે જ ગંદા વિષયોમાં મન કેમ ગૂંચાઇ રહેતું હશે? બાળકને ભય લાગે, ભૂખ લાગે, કોઇ કૂતરાં વગેરે પજવે ત્યારે તે તેની મા પાસે દોડી જાય છે, કારણ કે તેને વિશ્વાસ છે કે અવશ્ય એ મારું રક્ષણ કરનાર છે. એટલી શ્રદ્ધા આપણને જરૂર જોઇએ. પરમકૃપાળુદેવે શ્રી જૂઠાભાઇના પત્રમાં લખ્યું છે, “તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપે જ છે.'' (૧૯) આપણે અજ્ઞાનને લઇને વર્તનમાં ભેદ પાડીએ છીએ. પુરુષની સમીપમાં જુદું વર્તન અને તેના વિયોગમાં જુદું વર્તન; નહીં તો તેની જ્ઞાનશક્તિથી બહાર આપણું વર્તન નથી. માત્ર તેની દ્રષ્ટિ આપણી ઉપર છે એમ આપણે માનતા નથી. ખાતાં-પીતાં, હરતાં-ફરતાં તે આપણી સમીપ જ છે એમ ધારીને વર્તાય તો દોષો આપણી સામું પણ જોઇ ન શકે, અને પુરુષોએ તો તે જ નિશ્રયને પરમ કલ્યાણકારી કહ્યો છે તથા તેને અભિન્નભાવ કહ્યો છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૪૭૦માં જણાવ્યું છે : “ “જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે', એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદ જેનો દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરો, તે યોગ્ય છે. .... જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્નભાવ સાવ ટાળવા યોગ્ય છે.' (બો-૩, પૃ.૧૩૦, આંક ૧૩) ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છેદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી, આજ્ઞા માગો છો, તે આગમ વિરુદ્ધ છેજી. ભલે તમે દેવ-ગુરુ સાચા માનતા હો, પણ હજી પરમકૃપાળુદેવમાં પરમેશ્વરબુદ્ધિ યથાર્થ થઇ જણાતી નથી; તેથી જ્યાં-ત્યાં માથાં ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે એમ જાણી, આત્મપરીક્ષા કરી, પરમકૃપાળુદેવ સિવાય કોઇ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છેજી. જ્યાં આત્મજ્ઞાન નથી, તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં; મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહોતો પણ એમ ને એમ માનમાં વહ્યા જશે, તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી, દયાભાવથી કાગળ લખ્યો છે. તેનો સવળો વિચાર કરી, નમ્રતા ધારણ કરી, વીસ દોહરાનો વારંવાર વિચાર, અનુપ્રેક્ષા કરી, એક “સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દે જ.' એ ભાવમાં આત્માને લાવશો અને અન્ય જનોનાં વ્રતો અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલાં વ્રતોમાં આભ-જમીનનો ભેદ છે તે વિચારી, બાહ્ય આશ્રર્ય ભૂલી, ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી, ઘેર બેઠા-બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશેજી. (બી-૩, પૃ.૭૮૩, આંક ૧OOO) Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૮) પરમકૃપાળુદેવ/સપુરુષનાં વચનો વિષે D પરમકૃપાળુદેવે જે આત્મસ્વરૂપ અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, તેવું અનુભવપૂર્વક જણાવનાર આ કાળમાં વિરલા સંભવે છે. તેની સરખામણીમાં મૂકી શકાય તેવો, કોઇ અપવાદરૂપ પણ નજરે જણાતો નથી. આ કાળમાં જીવના કેવા પ્રકારના દોષો જીવને મૂંઝવી રહ્યા છે, તેનું જેને સ્પષ્ટ ભાન હતું, તેથી અનંત દયા આવવાથી પોતાનું આત્મકાર્ય સાધતાં-સાધતાં, અન્ય જીવોને માર્ગ મળે તેવાં વચનામૃતની વૃષ્ટિ કરતા ગયા છે. તેમાં જ આખી જિંદગી ગાળવા યોગ્ય છે. તેને વિશેષ સમજવા બીજો કોઈ અભ્યાસ કે વાંચન કરવું હોય તો કરવું ઘટે; પણ મૂળ આત્મા સંબંધી વાતનો તો, જ્યારે-ત્યારે પરમકૃપાળુદેવને આધારે જ નિર્ણય કરવો છે એવો અચળ અભિપ્રાય, હૃયમાં મરતા સુધી ટકી રહે તેવો કર્તવ્ય છે. તમે વિચારસાગર' વાંચતાં જણાવ્યું કે “પંચકોષથી અને કારણ-શરીરથી આત્મા જુદો છે, તો તે ખરું છે કે કેમ? આપણા કૃપાળુદેવના પુસ્તકમાં એમ છે કે કેમ?' એ પ્રશ્નથી સંતોષ થાય છે, કે તમે ગમે તે પુસ્તક વાંચી આત્માનો નિર્ધાર કરવા ઇચ્છતા નથી, પરંતુ પરમકૃપાળુદેવે માન્ય કર્યું હોય તે જ માન્ય કરવા ભાવના છે; તે જાણી તે પુરુષનો અભિપ્રાય જ માનવા યોગ્ય છે, એ દૃઢ થવા જ આ પત્ર લખ્યો છેજી. પરમકૃપાળુદેવ કોઇ મુમુક્ષુને પુસ્તક - જૈન કે વેદાંતનું, વાંચવા ભલામણ કરતા તે શા અભિપ્રાયે ? તે પોતે જણાવે છે: “જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દૃષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુજીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્થે “યોગવાસિષ્ઠ', ‘ઉત્તરાધ્યયનાદિ' વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાદપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.' (પ૩૪). “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ.” (૨૦૦) જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.” (૪૦૩) શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કલ્પ છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે .... ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિઈચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષપણું છે.” (૪૨૨) Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી.” (૪૪૯) આ વારંવાર વિચારવા અર્થે લખ્યું છે. બાકી “મૂળ મારગ'માં સ્પષ્ટ લખ્યું છે કે: છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0' પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ પરિચય કર્તવ્ય છે. (બો-૩, પૃ.૩૮૪, આંક ૩૮૯) D આપના ઉપર ઘણા પત્રો ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના વખતમાં લખાયેલ છે, તે વિચારતા રહેશો તો ઘણો લાભ થવા સંભવ છેજી; તથા પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી, બને તો થોડા વહેલા ઊઠી, એકાંતમાં વિચારવાનું રાખશો અને રોજ વાંચનનો ક્રમ રાખશો તથા પોતાના દોષ જોઇ, તે દૂર કરવાના પુરુષાર્થમાં ચિત્ત રહેશે તો સમજણશક્તિ પણ વધશે. સત્સંગની જરૂર છે; ન હોય ત્યારે સત્સંગતુલ્ય સપુરુષનાં વચનોને પ્રત્યક્ષ સત્પરુષની રૂબરૂમાં આપણે સાંભળીએ છીએ એવી ભાવના રાખવાથી, બહુમાન-ભક્તિભાવથી ઉપાસવાથી હિત થાય છે.જી. માટે આળસ, પ્રમાદ ઓછો કરી, વિષય-કષાય મંદ કરી, સદ્ગુરુનાં વચનોમાંથી ઉપદેશછાયા, મોક્ષમાળા, ભાવનાબોધ આદિ સહેલા ભાગ વાંચવાનું રાખશો તો વિશેષ સમજાશેજી. (બી-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯) T સંસારભાવ જેમ જેમ મોળો પડે અને સમાધિમરણની તૈયારી કરી હોય, તેમ તેમ પરમકૃપાળુદેવનાં વચનો વિશેષ-વિશેષ સમજાય. નિવૃત્તિક્ષેત્રમાં વિશેષ લાભ થાય છે. જેને મતમતાંતરની વૃત્તિ ન હોય, તેને જ્ઞાનીપુરુષનાં વચનો વિશેષ સમજાય છે. ગમે તેમ કરી મારે આત્માનું કલ્યાણ કરવાનું છે, એમ જેને હોય, તેને વધારે સમજાય છે. (બો-૧, પૃ. ૨૬૭, આંક ૩). T કોઈ જ્ઞાનીપુરુષનાં વચનો જાણે-અજાણે કાનમાં પડે તો સંસ્કાર પડે. જ્ઞાની પુરુષનાં વચનો ભાવપૂર્વક સાંભળ્યાં હોય તો આ ભવમાં યોગ ન હોય તો બીજા ભવમાં ઊગી નીકળે. પરમકૃપાળુદેવને બધું ઊગી નીકળ્યું. જે જે શાસ્ત્રો વાંચ્યાં હતાં, તે બધાં ઊગી નીકળ્યાં. (બો-૧, પૃ.૨૭૯, આંક ૧૮) 1. પરમકૃપાળુદેવનાં વચનો વાંચતી વખતે એ લક્ષ રાખવો કે પરમકૃપાળુદેવ આપણને જ કહે છે. એ વસ્તુ જો હું દયમાં રાખીશ તો કલ્યાણ થશે, એવો ભાવ રાખવો. જીવને માહાસ્ય લાગ્યું નથી. જેટલો અંદર ભાવ પેસે, ભાવ જેટલો આવ્યો હોય, તેટલું કામ થાય. ગોળ નાખે તેટલું ગળ્યું થાય. સમજાય, ન સમજાય તોપણ જ્ઞાનીનાં વચન કાનમાં પડે છે, તે હિતકારી છે. ત્યાં જીવનું ચિત્ત નિર્મળ થાય છે, પરમાર્થથી રંગાય છે. (બો-૧, પૃ.૩૦૪, આંક પ૮) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે નાનું બાળક દિશાએ જઇ તેમાં હાથ નાખી રમે છે, તેની મા “છી છી' કહે તો ત્યાંથી હાથ લઈ લે, વળી પાછું તેમાં રમવા જાય છે. એ તેની અણસમજ અને બાળકબુદ્ધિ છે. મોટું થયા પછી સામું જોવું પણ તેને ગમતું નથી, કેમ કે તેની સમજણ ફરી ગઈ. Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૦) તેમ સંસારના સુખોમાં જીવ અજ્ઞાનને લીધે રાજી થાય છે; સગુનો બોધ થતાં મન જરા પાછું પડે. જ્યાં સુધી ઘણા બોધ કરી દૃષ્ટિ ફરી નથી, ત્યાં સુધી પાછા તે સુખોમાં મન લબદાઈ જાય છે, પણ સમ્યક્દર્શન કે આત્માનો અનુભવ જેને થાય છે, તેને એ સુખો વિષ્ટામાં રમવા જેવા લાગે છે, તેથી તે તરફ જોવાનું પણ તેમને મન થતું નથી. માટે પુરુષનાં વચનો, તેમણે કરેલો બોધ વારંવાર વિચારી, આત્માને શિખામણ આપતા રહેવું કે “હે જીવ ! જો આવો મનુષ્યભવ પામીને પણ હવે પ્રમાદ કરશે, સદ્ગુરુની આજ્ઞામાં, ભક્તિમાં, તેનાં વચનોમાં, પરમાત્મસ્વરૂપ એવા પરમ પુરુષમાં ભાવ નહીં રાખે અને સંસારમાં ને સંસારમાં વૃત્તિ રહી તો લખચોરાસીના ફેરામાં તારી શી વલે થશે? આ ભવમાં આટલાં દુ:ખ આકરાં લાગે છે, તો નરક આદિ ગતિમાં રઝળતાં, આવો ધર્મ કરવાનો જોગ ક્યાં મળશે? માટે હે જીવ! પ્રમાદ છોડી, સદૂગુરુએ અનંત કૃપા કરી આપેલા સાધનને રાતદિવસ ઉપાસવા પુરુષાર્થ કર, તો કંઈક નિવેડો આવે અને મોક્ષમાર્ગનાં સાધન સુલભ થઈ કલ્યાણ થાય.’ આમ પોતે પોતાને શિખામણ આપી ચેતતા રહેવાય તો વૈરાગ્ય, ભક્તિ આદિ વડે જીવ શાંતિ પામે. (બી-૩, પૃ.૧૫૭, આંક ૧૫૮) જેવું કારણ ઉપાસીએ તેવું કાર્ય થાય છે. તેથી સંસારનાં કારણોથી દૂર રહી, અથવા લૌકિક ચિંતાઓ ઓછી કરી, જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસવાનો પુરુષાર્થ કરવા માંડીશું તો જ્ઞાની પુરુષોએ જે પ્રાપ્ત કર્યું છે, તે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બનીશું. માટે સંસારની જંજાળમાંથી બચતો વખત, વ્યર્થ ગુમાવવા કરતાં, સરુષનાં વચનોના વિચારમાં અને બને તેટલી શાંતિ પ્રાપ્ત કરવામાં જેટલો કાળ જશે, તેટલું જીવન સાર્થક ગયું ગણાશે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જતાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.' (બી-૩, પૃ.૪૬૦, આંક ૪૮૨) અપૂર્વ પ્રેમે જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. કેવા શાંતિપ્રેરક એ વચનો પરમકૃપાળુદેવે ઉચ્ચાર્યા છે ! તેની ઉપમા શોધવી, તે જ વ્યર્થ છે. (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૭) T સરોવરની નજીક રહેતા માણસને, ઉનાળાના તાપની વ્યાકુળતામાં ઠંડો પવન આવે તો કેટલો આનંદ થાય ? અને સરોવરના ઠંડા પાણીથી નાહવાવાળાને કેટલો આનંદ થાય? તેમ પુરુષોનાં વચનોથી થાય છે. પરમકૃપાળુદેવનાં વચનો કેટલાં શીતળ લાગે છે! તો તેઓશ્રીનો આત્મા કેટલો શીતળ હશે? (બો-૧, પૃ.૭, આંક ૬) 1 શાંતિપૂર્વક પરમકૃપાળુદેવનાં વચનો, બીજા ભાવો વિસારી, મનન કરતા રહેવા ભલામણ છે. શેરડીનાં બટકાં મોંમા નાખી, જેમ જેમ દબાવીએ, તેમ તેમ તેનો રસ જેમ નીકળતો જાય છે, તેમ તેમ સપુરુષનાં વચનો સમજવા કષાયની મંદતારૂપ જેમ જેમ પુરુષાર્થ થાય, તેમ તેમ વિશેષ આનંદદાયક બને છેજી. (બી-૩, પૃ.૩૩૬, આંક ૩૩૭) પરમકૃપાળુદેવનાં વચનો ઘણાં જ ગૂઢાર્થવાળાં છે. જેમકે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં.” આ વાક્યમાં બધું સમાઈ જાય છે. દયાનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે પોતાના આત્માની અત્યંત કરુણા ઊપજે છે, અને તે જ સમકિત છે. તે પ્રાપ્ત થયા બાદ આત્મામાં Page #50 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ શાંતિ આવે છે, સમતા આવે છે; પરિણામે કેવળજ્ઞાન પ્રગટાવી, મોક્ષ પ્રાપ્ત કરાવે છે. (બો-૧, પૃ.૩૩૯, આંક ૫) ૪૧ Ū છ પદની પાછળ ઘણી વસ્તુ સારી છે. અગાધ અર્થ છે. જ્ઞાનીનાં વચનમાં જીવ ઊંડો ઊતરે તો બધાં શાસ્ત્રો સમજાય. એ છ પદ, છ દર્શનનો સાર છે. એ વિચારે તો કોઇ દર્શનનો આગ્રહ ન રહે. આત્મા છે એમ થાય તો પછી વેદાંત, વૈષ્ણવ કંઇ ન રહે. આત્માને માને તો સમકિત થાય. આત્મામાં કેવળજ્ઞાન, આત્મામાં મોક્ષ, બધું આત્મામાં છે. (બો-૧, પૃ.૨૨૪, આંક ૧૧૧) @ વિશેષ શાંતિનું કારણ, સત્પુરુષનાં સજીવન વચનો છે. એક પણ સત્યવચનની મનમાં પકડ થઇ ગઇ તો મોક્ષનું કારણ થાય તેવાં છે, સર્વ દુ:ખના ડુંગરને ક્ષણમાત્રમાં ક્ષય કરી નાખે તેવાં છે, મડદાને જીવતો ખડો કરે તેવાં છે. તેમાં તન્મય થઇ જગતનું વિસ્મરણ કરવા યોગ્ય છેજી, અને સત્પુરુષની આજ્ઞામાં મનને સ્થિર કરવા યોગ્ય છેજી. તે જ સ્વ અને પરનું કલ્યાણ સાધે તેવાં છે; તેની વાનગી : જુઓ વચનામૃત પત્રાંક ૬૮૯ અને ૫૬૯. શાંતિથી વિચારીને, આત્મહિત થાય તેમ પ્રવર્તવા ભલામણ છેજી. સંસાર-ચિંતા દૂર કરતા રહી, સત્સંગની ભાવના વર્ધમાન કરી, સત્પુરુષનાં વચનોમાં વૃત્તિ વારંવાર રોકવી હિતકારી છેજી. (બો-૩, પૃ.૧૯૯, આંક ૧૯૮) I સત્પુરુષોનાં વચનો પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય ગણી બહુમાનપણે એકનિષ્ઠાથી આરાધાય તો સમકિતની પ્રાપ્તિ કરાવે તેવું તેમાં બળ છે, માટે સત્સંગનો યોગ ન બને તેમ હોય તોપણ વિશેષ બળ કરી, તે વચનોનો ૫રમાર્થ હૃદયમાં ઊતરે તે અર્થે દિવસના ચોવીસ કલાકમાંથી એકાદ-બે કલાક ખોટી થવાનો અભ્યાસ રાખશો તો તેની અસર બીજાં કાર્યો કરતાં પણ જણાઇ આવશે. જેમ કે ‘‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.'' (૧૭૨) એવું વાંચ્યું હોય, વિચાર્યું હોય, તેમ વર્તવાની ભાવના થોડો વખત સેવાઇ હોય તો બીજી પ્રવૃત્તિના પ્રસંગોમાં પણ તે સાંભરી આવે કે ઉદાસીનતા સેવવા મારે વારંવાર, પ્રસંગે-પ્રસંગે, કાર્યો-કાર્યે જાગ્રત રહી પુરુષાર્થ કરવો છે; તો તે ભૂલી જવાય છે કે કાળજી રહે છે ? શા કારણથી સ્મૃતિ રહેતી નથી ? શામાં મન વારંવાર જાય છે ? તે કામમાં ચિત્ત એટલું બધું દેવાની જરૂર છે કે ન જોઇતી વિશેષ તૃષ્ણા મને ખેંચી જાય છે ? તે અટકાવવા શું કરવું ? કોઇ સત્સાધન મને તેવું મળ્યું છે ? તેનો ઉપયોગ વધારે કરી અજમાવી જોવા દે, કે તેથી તૃષ્ણા ઘટે છે કે નહીં ? આમ ભૂલ શોધી, તેના ઉપાય કરી, દૂર કરવા પુરુષાર્થ કરે તો નવરાશ, નકામી ચીજો માટે મળે નહીં. માથે બોજો કેટલો છે તેનો વિચાર કરી મુમુક્ષુ હલકો થતો જાય છે. (બો-૩, પૃ.૩૩૧, આંક ૩૨૮) D પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચન તમને અશાંતિના કાળમાં શાંતિનું કારણ બનેલ છે એમ વાંચી, વિશેષ સંતોષ થયો છેજી. આવા વખતમાં જ સત્સંગનું માહાત્મ્ય વિશેષ કરીને સમજાય છે, તથા જીવનપર્યંત સત્સંગની અસર ટકી રહે તેવી દૃઢતા થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ આ કાળમાં જીવમાં વૈરાગ્યની ખામીને લીધે નાશવંત, અસાર સંસાર મોહક, સુખરૂપ લાગે છે પરંતુ જીવનમાં પૂર્વકર્મના બળે એવા પ્રસંગો પણ પ્રાપ્ત થાય છે કે જ્યારે સંસાર ભયંકર, નિરાધાર, દુઃખના દરિયા જેવો ભાસે છે અને આવા સંસારમાં જીવવું કે ફરી જન્મવું તે અસહ્ય થઈ પડે છે. તેવા પ્રસંગે આત્મજ્ઞાની પુરુષ કે તેના અનુભવરસથી છલકાતાં વચનોનો આધાર પ્રાપ્ત થાય તો જીવને સંસારનું ભયાનક સ્વરૂપ, જે જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તે, યથાર્થ સમજતાં વાર લાગતી નથી; અને આવા દુઃખદ સંસારથી મુક્ત થવાનું અને આત્માના અનંત સુખની સદા કાળ, જ્યાં અનંતકાળ સુધી પ્રાપ્તિ ટકી રહે તેવા મોક્ષ માટે જીવ સર્વ પ્રયત્ન, શક્તિ ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવાનું કરે છે અને જયવંત નીવડે છેજી. સમજાય, ન સમજાય તો પણ પરમકૃપાળુદેવનાં વચનોનું આરાધન કર્યા રહેશો તો એવો યોગ આવી મળશે કે જ્યારે તે પરમ આનંદનું કારણ, યોગ્યતા ફળે થશેજી. (બી-૩, પૃ.૫૦૭, આંક ૫૪૮) પવિત્ર મહાપુરુષોનાં અમૂલ્ય વચનો વાંચવા, વિચારવા, સમજવા, સમજાવવા પ્રયત્ન કરવો; ના સમજાય તો ફરી-ફરી વાંચવા અને આત્માર્થે જ્ઞાની પુરુષોએ આપણા માટે પરમ કૃપા કરીને આવાં વચન કહ્યાં છે, તે નથી સમજાતાં તે આપણાં દુર્ભાગ્ય છે; પણ તે સમજવા ભાવ રાખીશું તો આજે નહીં તો કાલે, આવતે માટે કે આવતી સાલ સમજાશે એવી વૃઢ શ્રદ્ધા રાખી, પુરુષાર્થ જારી રાખશો તો જરૂર કંઈ ને કંઈ તેમાંથી સમજાતું જશે. કંટાળીને, નથી સમજાતું કરી, વાંચવાનું પડી ન મૂકવું પણ રોજનો રોજ વાંચવાનો ક્રમ રાખ્યાથી, આગળ જતાં પરમાર્થ સમજાશે, આનંદ આવશે, અપૂર્વતા ભાસશે અને તે સિવાય બીજું ગમે જ નહીં, તેવું થશે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પોતે શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિનાં સ્તવનો રોજ સવારે ભક્તિમાં ગાતા. બીજા સાંભળનારને કે ઝીલનારને કંઈ સમજાય નહીં, પણ રોજ એનો એ ક્રમ ચાલુ રહ્યો તો આજે, તેનાં તે સ્તવનો અમૃત જેવાં લાગે છે; અને તેઓશ્રીને કેમ તેમાં ઉલ્લાસ આવતો તે સમજાય છે. તેમ અભ્યાસ ચાલુ રાખશો તો ટીપે-ટીપે સરોવર ભરાય, તેમ આગળ ઉપર લાભ સમજાશે. સારા વાંચન વગેરે માટે વખત મળે નહીં તો સારી ભાવના કે સારું જીવન ક્યાંથી થાય ? માટે મહાપુરુષોનાં વચનોમાં જ બચતો વખત ગાળવો છે; ન સમજાય તોપણ ગભરાવું નહીં. સત્સંગે થોડા વખતમાં ઘણું કામ થાય એ વાત સાચી છે, પણ તેવું ભાગ્ય ઉદયમાં ન આવે, ત્યાં સુધી જ્ઞાની પુરુષોનાં વચનો જ આધારભૂત છે. (બો-૩, પૃ. ૯૫, આંક ૮૩૬). 1 વારંવાર વિચાર કરવા યોગ્ય તો જ્ઞાનીએ જામ્યો છે તે આત્માનું સ્વરૂપ છે; તે મહાપુરુષનાં વચનના અવલંબને બને તેટલા કષાય શમાવી, શાંતભાવે વિચારવા યોગ્ય છે. સત્સંગે વિવેક-જાગૃતિ થાય છે; માટે સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. પોતાની બુદ્ધિને જો જ્ઞાનીનાં વચનરૂપ અંકુશ ન વાગ્યા કરે તો મદોન્મત્ત હાથીની પેઠે, તે સર્વને નષ્ટ-ભ્રષ્ટ કરી દે તેવી છે. માટે બુદ્ધિ દ્વારા સ્વચ્છંદ ન પોષાય પણ જ્ઞાનીની આજ્ઞાનો વિચાર થાય, તે લક્ષ રાખી “ના, ઘમો વITU તવો’ - જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ તપ છે; એ વારંવાર વિચારી, પોતાની મૂઢદશા વિચારવામાં સચેતપણું રાખવું ઘટે છેજી. Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩ ) પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે તારી બુદ્ધિ ઉપર મીંડું મૂકી ચોકડી તાણવા યોગ્ય છે; કારણ કે અનંતકાળથી તેણે પરિભ્રમણ કરાવવારૂપ ફળની પરંપરા આ જીવને આપીને દુ:ખી-દુઃખી કરી નાખ્યો છે; તો હવે આ ભવમાં તો પરમકૃપાળુદેવે સંમત કરેલું જ બુદ્ધિમાં બેસાડવું છે, તેણે કહેલું જ માનવું છે; ન સમજાય તો પણ તેનાં વચનો, આજ્ઞા ઉપાસતાં જીવનું કોટિગમે કલ્યાણ છે, એટલી અટળ શ્રદ્ધા કરી રાખવી છે. માર્ગ સાચો છે એટલો જેણે નિર્ણય કર્યો છે, તેને માર્ગે ચાલવાનું બળ ફરે છે; નહીં તો જીવ નિરાશ થઈ જઈ શિથિલ બને છે. માટે વાંચન, વિચાર, ચર્ચા બધાનો પાયો સહ્રદ્ધા છે અને તે જ પોષાય તેવા બીજા ઉપાય લેવા ઘટે છેજી. પ.પૂ. પ્રભુશ્રીજીએ આ જ દ્રષ્ટિ કરાવવા ઘણાં વર્ષ સુધી અથાગ શ્રમ લીધો છે. બીજું બનો કે ન બનો, પણ પરમકૃપાળુદેવ અને તેનાં વચનો તથા તેના આશ્રય પ્રત્યે જેને ભક્તિ જાગી છે, તેનું જરૂર કલ્યાણ થવાનું છે એ માન્યતા વૃઢ, અચળ કરી દેવાની છે). (બી-૩, પૃ.૪૮૩, આંક ૫૧૫) D અનંતકાળથી જીવે સાચા અંતઃકરણે પુરુષનાં વચનનું ગ્રહણ કર્યું નથી, તેમ થવામાં અનેક પ્રકારે અંતરાયો આવ્યા કરે છે; પણ તે જ કરવું છે એવો જેણે નિશ્રય કર્યો છે, તેને તે અંતરાયો નરમ પડી, પરમ પ્રતીતિનો યોગ આવે છેજી. મોક્ષમાળામાં “સુખ સંબંધી વિચાર'ના છ પાઠ પરમકૃપાળુદેવે વાર્તારૂપે લખ્યા છે; તે વારંવાર વિચારવા યોગ્ય છેજી, લોકો સુખ કહે તે સુખ નથી, લોકો જેને દુઃખ કહે તે દુઃખ પણ નથી; પણ જ્ઞાની પુરુષ જેને દુઃખ કહ્યું છે તે દુઃખ જ્યારે લાગશે, આખું જગત દુઃખથી દાઝતું અનુભવાશે અને તેની ઝાળ પોતાની ચોતરફ વીંટાયેલી લાગશે ત્યારે જીવ તે દુ:ખોની કોઈ ભવમાં ફરી ઇચ્છા નહીં કરે અને જ્ઞાની પુરુષનાં વચનામૃતરૂપ દવાથી દુઃખની બળતરા દૂર કરી, તેણે જે સન્મુખ ચાખ્યું છે, વચનામૃતો વડે સમજાવ્યું છે અને તે જ પ્રાપ્ત કરાવવા પ્રેરણા કરે છે, તેની સાચી ભાવના જાગશે ત્યારે જીવ જાગ્રત થશે અને જાગશે ત્યારે માગશે. “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. હાલ તો આ મોહનિદ્રાની મીઠાશ છોડી, બપૈયા જેમ “પિયુ, પિયુ પોકારે છે, તેમ સત્સંગની ભૂખ લાગશે ત્યારે ક્યાંય ચેન નહીં પડે. સર્વ સુખો-વૈભવો વિનાશિક, અવિશ્વસનીય, અરમણિક, ઠગારાં, નરભવ લૂંટી જનારાં સમજાશે અને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ એ જ સાચું જીવન સમજાશે; તેને અર્થે મીરાંબાઇની પેઠે અનેક સંકટો વેઠવાં, તે અમૃત સમાન સમજાશે. આ ભાવના વારંવાર કરવા યોગ્ય છેજી; તે પરમકૃપાળુદેવનાં વચનોમાં વિશેષ વૃત્તિ રહ્યા કરવાથી આપોઆપ જાગશે. (બો-૩, પૃ.૪૬૮, આંક ૪૯૫) I એક પણ શબ્દ, જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોક્ષે લઈ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંત:કરણે એક પણ પુરુષનાં વચનને ગ્રહણ કરશે, તે અવશ્ય ધ્યેયને પામશે. આટલો બધો લાભ થાય છે તે જાણી, ખરી કમાણી કરવા ઇચ્છનાર વણિક બચ્ચો કેમ ઝાલ્યો રહે? વાણિયા લાભનો ધંધો છોડે જ નહીં, તો ધર્મમાં કેમ ઢીલ થતી હશે? મુમુક્ષતા કે સાચા વાણિયાપણું પ્રગટયું નથી. અવળી પાઘડી પહેરી છે, તે સવળી કરવાની છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૪) એક કેવળી પાસે કોઈ મોટો રાજા દર્શનાર્થે ગયો. નમસ્કાર કરી પૂછે છે : “ “હે ભગવાન! ત્રણે લોકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ હશે ?' ભગવાને કહ્યું : “ધર્મ જેવી કોઇ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી.' ફરી રાજાએ પ્રશ્ન કર્યો, ‘ઉત્તમ વસ્તુ મણિ આદિ રસ્તામાં મૂકીએ તો ગમે તે જનાર, ઉઠાવી લીધા વિના રહે નહીં, તો ધર્મ જેવી ઉત્તમ વસ્તુને અંગીકાર કરવા લોકો કેમ દોડાદોડ કરતા નથી ?'' ભગવાને કહ્યું, “પાંચ ઇન્દ્રિયના વિષયો તેમને ખાળે છે. ધર્મ ઉપર તેમની દ્રષ્ટિ પડી નથી, ધર્મ સુખકારક લાગ્યો નથી, ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ? જો ધર્મનો સ્વાદ ચાખે તો તેને પછી મૂકે નહીં.'' પરમકૃપાળુદેવનાં વચનોમાં જે રસ ભર્યો છે, તે ચાખવા વૈરાગ્ય-ઉપશમની જરૂર છેજી, (બો-૩, પૃ. ૨૦૭, આંક ૨૦૫) D સત્પષની પિછાન, પ્રતીતિ અને તેના પ્રત્યે જેને પ્રેમભાવ પ્રગટયો છે, તેને પ્રાયે સર્વે પુસ્તકો સવળાં થઈ પડે છે. તે પુરુષે કહેલાં વચનો દૃઢ થવાનું, તે નિમિત્ત બને છે. સર્વ શાસ્ત્રો સપુરુષનાં વચનની સાક્ષી પૂરે છે. પરમકૃપાળુદેવે લખ્યું છે કે “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે એ વાત કેમ હશે? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સન્દુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે.'' (૧૬) એ પુરુષનો પરમ ઉપકાર સર્વોપરી રાખી, તેનાં વચનો વિશેષ સમજવા અમે કંઇ વાંચીએ, વિચારીએ તે આત્માર્થે જ છે. આ આપના પત્રના ઉત્તરરૂપે, ટૂંકામાં લખ્યું છે, તે સર્વ મુમુક્ષુજનો વિચારશોજી. (બી-૩, પૃ.૧૨૩, આંક ૧૨૧) | પોતે જ્ઞાનીનાં વચનો વિચાર્યા હોય અને સત્સંગમાં પણ તે મુજબ અર્થની ચર્ચા થતી હોય તોપણ તે એમ જ છે, અમ દ્રઢ કરી ન દેવું, કારણ કે જેમ જેમ દશા વધતી જાય, તેમ તેમ અર્થ અલૌકિક ભાસે. માટે જ્ઞાનીએ જાણ્યું તે ખરું એમ રાખવું, જેથી અટકી જવાય નહીં. (બો-૧, પૃ.૩૨, આંક ૪૨) ] જ્ઞાનીપુરુષના એક એક વાક્યમાં અનંત અર્થ - આગમ રહ્યાં છે, એ લક્ષ રાખી, આપણી બુદ્ધિને વિકાસ મળે તેમ વિચારણા કરવામાં હરકત નથી, પણ તેથી સત્વરુપોનાં વચનોનો આશય અત્યંત વિશાળ છે, અપાર છે એટલો લક્ષ રાખવો. આગમ અનુસાર હિતકારી વિચારણા કર્તવ્ય છે. (બો-૩, પૃ. ૩૮૬, આંક ૩૯૨) T સદ્વાંચન રાખો છો, જાણી સંતોષ થયો છેજ. જ્ઞાની પુરુષનાં વચન ઘણાં વર્ષો પહેલાં લખાયેલાં હોય તોપણ અબઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છેજી. મને ગમે છે, માટે તે વચનો સારાં છે એમ માનવા કરતાં, આત્મજ્ઞાનપૂર્વક લખાયેલાં તે વચનો, મારા જેવા અંધને લાકડીની ગરજ સારનારાં, પરમ ઉપકારી છે એવી ભાવના, ઉપકારવૃષ્ટિ રાખવાથી, તે વચનો મોક્ષમાર્ગદાતા બને છજી. જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિભાવ જાગે તો તેનું દય વિશેષ સમજાય અને સશ્રદ્ધાનું કારણ બની, આત્મજ્ઞાન પ્રગટાવનારાં તે વચનો ઉલ્લાસભાવ પ્રેરે છેજી. (બી-૩, પૃ. ૭૬૪, આંક ૯૭૧) Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫. ““આતમસાખે ધર્મ જે, તિહાં જનનું શું કામ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. દૂર રહિજે વિષયથી, કીજે શ્રત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈએ તેહના દાસ.” પરમકૃપાળુદેવનાં વચનો હવે આપણ સર્વને પરમ ઉપકારી અને માર્ગદર્શક છે. તે પ્રત્યે જેટલી ચિત્તની વૃત્તિ વિશેષ તન્મય થશે, તેટલો આનંદ અને જાગૃતિ મળતાં રહેશે, એ તો નિઃસંશય છે. ઉપકારી પુરુષના ઉપકારની વિશેષ સ્મૃતિ આપણને તેના આશયમાં પ્રવર્તાવે, એ પ્રાર્થના છે. (બી-૩, પૃ.૧૨૧, આંક ૧૧૭) પરમકૃપાળુદેવનાં વચનો છે, તે લબ્ધિવાક્યો છે. જેવી જેની પાત્રતા, તે પ્રમાણે તેને તેમાંથી બધું મળી રહે તેવાં છે. જેને આગળ વધવું છે, તેને માર્ગદર્શક છે, મૂંઝવણ ટાળનાર છે. જેને વખત જ પસાર કરવાનું ધ્યેય છે, તે વાંચે તો તેને તેટલું ફળ મળે. (બો-૧, પૃ.૧૦, આંક ૧૨) પથ્થર, લાકડું કોમળ હોય તો જેવું કોતરકામ કરવું હોય તેવું થઇ શકે છે; બરછટ ઉપર કોતરણી થઈ શકતી નથી, તેમ આત્મા કોમળ હોય તો જ્ઞાની પુરુષનો બોધ અસર કરે. જ્ઞાની પુરુષનાં વચનો જીવને નીચે પડતાં બચાવે છે. “નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, એ ભગવાન સમાન.' આટલું યાદ આવી જાય તો કેટલું કામ કરી નાખે ! શાસ્ત્ર ભણી પંડિત થયો હોય તો પણ જ્ઞાનીપુરુષનાં વચન કરતાં વધુ આગળ ન પડે. તે વખતે શાસ્ત્રો કામ ન લાગે, પરંતુ જ્ઞાનીપુરુષનાં અનુભવવાળાં ટૂંકા વચનો ઘણાં ઉપયોગી નીવડે. (બો-૧, પૃ.૩, આંક ૧) પ્રશ્ન : જેમ કોઈ પત્ર મુખપાઠ કરીએ અને ફેરવીએ નહીં તો તે ભૂલી જવાય છે; તેમ પુરુષોના બોધથી જે કંઈ ભાવોમાં ફેરફાર થાય, તે આ દેહ છોડયા પછી રહે કે ભૂલી જવાય? પૂજ્યશ્રી : પત્ર એક જ દિવસમાં મુખપાઠ કર્યો હોય, તો તે થોડા વખત સુધી યાદ રહે અને વારંવાર, રોજ યાદ કરે તો ઘણા દિવસ સુધી યાદ રહે. તેમ સત્પરુષનો બોધ એક વાર જીવ સાંભળે, કંઈક સંસાર અનિત્ય લાગે; પાછો તે નિમિત્તથી દૂર થાય કે તે અસર મટી જાય છે. ઘણા કાળ સુધી સત્પષના બોધને માત્ર છૂટવાની ભાવનાએ સાંભળે, તો તેની અસર ઠેઠ મરણ સુધી રહે અને ખાતાં-પીતાં, કામ કરતાં, સૂતાં-જાગતાં જ્ઞાનીની આજ્ઞામાં રહે; તેને જીવનનો સાર સમજીને, બીજી બધી ઈચ્છાઓ ત્યાગીને એક મોક્ષનો ઉપાય કરે; જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તે તો તે ભાવના બીજા ભાવમાં પણ કાયમ રહે. તેનું ફળ મોક્ષ છે. (બો-૧, પૃ.૭૦, આંક ૫૫) I પરમકૃપાળુદેવનાં વચનોમાં આપની વૃત્તિ રહે છે તે પ્રશંસાને પાત્ર છેજી. પોતાની મતિ, બુદ્ધિ, કલ્પના મંદ કરતાં રહી, નિર્મળ રહી, નિર્મળભાવે, જે જ્ઞાનીને કહેવું છે તે સમજવું છે અને સમજાય તે પ્રકારે વર્તવું છે, આટલો લક્ષ રાખી પરમપુરુષનાં વચનો પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય સમજી આરાધતા રહેશો તો Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪ ગમે તે સ્થળ હિતકારી થવા સંભવ છે. આપણી પ્રબળ ભક્તિભાવના જાગી તો તે સમીપ જ છે, એમ સમજવું. (બો-૩, પૃ.૩૯૯, આંક ૪૦૮) પરમકૃપાળુદેવનાં વચનામૃતો છે તે વૈરાગ્યથી ભરેલાં છે, સજિજ્ઞાસુ જીવાત્માને સંસારથી તારનાર અને સત્પંથે દોરનાર, મોક્ષમાર્ગે ગમન કરાવનાર ભોમિયારૂપ છે; તો તે વચનામૃતોમાંથી જે જોઇએ તે મળી શકે છે. એ મહાન જ્ઞાનીપુરુષે સજિજ્ઞાસુઓ માટે અનંત, અનંત એવો ઉપકાર કરી કૃતાર્થ કર્યા છે, તો અમો-તમો-સૌ સજિજ્ઞાસુઓને એ જ શરણ રહો. (બો-૩, પૃ.૬૬૭, આંક ૭૯૭) પત્રમાં અંગ્રેજી અક્ષરો લખ્યા છે, તે ઉપરથી અંગ્રેજી ભણો છો, એમ અનુમાન થાય છે; પણ પરમકૃપાળુદેવનાં વચનોમાં વધારે કાળજી રાખી, વિચાર કરવાની મહેનત કરશો તો અંગ્રેજી પાછળ મહેનત કર્યા કરતાં વધારે લાભ થશે, તે સહજ જણાવું છું. હાલ પત્રાંક ૨૦૦ વારંવાર વાંચી મુખપાઠ કરશોજી તથા પત્રાંક ૨૬૨ પણ મુખપાઠ કરશો તો આત્માને હિત થાય તેવાં, તે વચનો છે. તે હાલ નહીં સમજાય તોપણ યોગ્યતા આવ્યે આગળ ઉ૫૨ બહુ લાભકારી નીવડશે. જેમ શિયાળામાં વસાણું, મેથીપાક વગેરે ખાધેલો, આખા વર્ષમાં બળ આપે છે; તેમ તે વચનો જીવતાં સુધી કામ આવે તેવાં છે; તો કાળજી રાખી, મોઢે કરી, રોજ બોલતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૧૫૫, આંક ૧૫૬) D હવે લખવા-વાંચવાનું ઓછું કર્યું છે એટલે હસ્તાક્ષરના કાગળની ઇચ્છા ગૌણ કરશો અને પરમકૃપાળુદેવનાં છપાયેલાં વચનોમાં જ વૃત્તિ રોકવા ભલામણ છેજી. તે વચનોનું અપૂર્વ માહાત્મ્ય છેજી. તેથી જે કંઇ શંકા હશે, તે વાંચતા-વાંચતા જ ખુલાસો મળી રહેશેજી. મનને પરમકૃપાળુદેવનાં વચનોના વિચારમાં રોકી, જગતને ભૂલી જવાનું શીખવાનું છેજી. (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૬) D આપને આવી પડેલ વૈધવ્યના દુઃખદ સમાચાર જાણ્યા તથા તમે ધીરજસહિત ભક્તિભાવમાં કાળ ગાળો છો અને પૂ. આપની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વાંચી સંભળાવે છે એમ જાણી, ધર્મસ્નેહને લઇને પત્ર લખવા વૃત્તિ ઊઠી. પરમકૃપાળુદેવનાં વચનો સર્વ પ્રસંગમાં અમૃતતુલ્ય છે,પરંતુ આફતના વખતે તો સાચા આધારરૂપ અને આશ્વાસન દેનાર છેજી; વૈરાગ્યરંગમાં જીવને તરબોળ કરી, સંસારનાં દુ:ખની વિસ્મૃતિ કરાવે તેવાં છે. અણસમજણને લીધે સ્વપ્ન જેવો અનિત્ય, અસાર, સંયોગ-વિયોગથી વ્યાકુળ સંસારસાગર, જીવને મૂંઝવે છે; પણ જેને સદ્ગુરુનો યોગ થયો છે, સદ્ગુરુનાં વચનોરૂપી અમૃત જેણે પીધું છે અને માયાનાં સુખને જેણે તજવા યોગ્ય અને દુઃખરૂપ જાણ્યાં છે, વિચાર્યું છે, માન્યાં છે; તેને આવા પ્રસંગો વધારે બળ પ્રેરે છે. જેવું સદ્ગુરુ ભગવાને સંસારનું દુઃખમય, ભયંકર સ્વરૂપ બોધ્યું છે તેવું જ તેને અનુભવમાં આવે છે અને સદ્ગુરુની શ્રદ્ધા વિશેષ દૃઢ થાય છે, સદ્ગુરુનાં સર્વ વચનોમાં તેની નિઃશંકતા વધે છે, પોતાના સ્વરૂપને જાગ્રત કરે તેવો વૈરાગ્ય અંતરમાં સ્ફુર્યા કરે છે અને આવા દુ:ખપૂર્ણ સંસારમાં ફરી જન્મવું ન પડે, તેવા ઉપાયમાં વૃત્તિ વાળે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ४७ એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ પ્રભુ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે.' એવી ભાવના આત્મસાક્ષાત્કાર માટે, ભવ્ય જીવને આવા પ્રસંગમાં જાગે છે. માટે જે સત્સાધન તમને મળ્યું છે, તેમાં વિશેષ કાળ ગાળવો, વાંચવું, સાંભળવું, સમજવું; પણ શોકના વિચારમાં પડી આર્તધ્યાન થવા ન દેવું. આપણે પણ આ મનુષ્યભવનું આયુષ્ય પહોંચે છે ત્યાં સુધીમાં સમાધિમરણની તૈયારી કરી લેવી છે, એ વાત Æયમાંથી વીસરાય નહીં, એવી કાળજી રાખ્યા કરવી. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” એવું પરમકૃપાળુદેવે કહ્યું છે. માટે ક્લેશિત થવા યોગ્ય નથી. સત્સાધનમાં વૃત્તિ વારંવાર વાળવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. પૂ. ....ને ધન્યવાદ ઘટે છે કે આવા પ્રસંગે સહાયક બની ધર્મવૃત્તિ પોષે છેજી. (બી-૩, પૃ.૫૦૩, આંક ૫૪૧) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માનાં વચન આ કાળમાં અમૃત જેવાં છે. કળિકાળની જ્વાળાને શાંત કરી, શીતળીભૂત બનાવે તેવાં છે. શ્રદ્ધાપૂર્વક સપુરુષોનાં વચનોની ઉપાસના અને તે લક્ષ્ય પ્રવર્તન થશે તેટલો મોક્ષમાર્ગ પ્રગટ થશે, એમાં સંદેહ નથી. ખામી માત્ર સર્બોધ અને પુરુષાર્થની છે. એક-એક શબ્દમાં અનંત આગમ સમાય તેવાં અમૂલ્ય વચનોનું સત્સંગમાં શ્રવણ થાય, તેમાં પ્રેમ આવે અને ભાવની વૃદ્ધિ થાય તો મોક્ષ દૂર નથી. (બો-૩, પૃ.૯૦, આંક ૮૦) | સર્વ ભાઈઓ એકઠા થાઓ ત્યારે યથાશક્તિ વાંચવું વિચારવું કરવાનો મહાવરો રાખતા હશો. એમ કરતાં-કરતાં જ રુચિ બળવાન થાય છે. પરમકૃપાળુદેવનાં વચનો આ કાળમાં તો અમૃતની વૃષ્ટિ સમાન છે. બીજાં પુસ્તકો જોઇએ છીએ ત્યારે પરમકૃપાળુદેવનાં વચનોની ગહનતા અને પરમ ઉપકાર વારંવાર તરી આવે છે. બીજું કંઈ વિવેચન ન થાય તો પણ તેના તે જ શબ્દો વારંવાર બોલાશે, સંભળાશે તોપણ જીભ મળી છે, તે લેખે આવશે, કાન પાવન થશે. વિશેષ શું લખવું? આપણું જીવન એમનાં વચનના આશયે પ્રવર્તે, એ જ ભાવના કર્તવ્ય છેજ. જેટલું સમજાય તેટલી તેની કૃપા છે અને નહીં સમજાતું હોય તે તેની કૃપા થયે સમજાશે, એટલો વિશ્વાસ ટકાવી રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૧૨૬, આંક ૧૨૪) T ત્રિવિધ તાપથી બળતા લોકને શરણરૂપ એક પરમકૃપાળુદેવનાં દિવ્ય અમૃતમય વચનો છે; તેનો રસ પીનાર મુમુક્ષુઓ પણ મહાભાગ્યશાળી છે, પણ તેનો રસ ચાખવા માટે જીવને ધીરજ, શાંતિ, ક્ષમા, દયા, સમતા આદિ ગુણોની જરૂર છે, તે આપણામાં આવી જાય તો પછી જગત જખ મારે છે; કોઈ આપણું કિંચિત્ પણ બગાડવા સમર્થ થાય તેમ નથી. (બી-૩, પૃ.૪૧૩, આંક ૪૨૦) Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૮) પરમકૃપાળુદેવે “આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે.'' એમ જણાવ્યું છે. તેનો વિચાર કરે તો મુમુક્ષજીવને પ્રગટ નજરે દેખાય તેવો કાળ આવી લાગ્યો છે. તેમાંથી આપણે કેવી રીતે બચવું ? બચવાની ચીવટ ર્દયમાં રહે છે કે આંખ મીંચીને તે બાબતમાં ઘાસતેલ છાંટી ઓલવવાનો પુરુષાર્થ કરીએ છીએ? તે વિચારી શાંતિને માર્ગે વૃત્તિ વળે અને મનમાં તેવી દશા ન આવે ત્યાં સુધી ખટકી રહ્યા કરે, બને તેટલો પુરુષાર્થ કરવાની પ્રેરણા આપોઆપ થયા કરે અને અત્યારે અશક્ય લાગે તેવી ભાવના સેવાયા કરે તો ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ જ્ઞાનીની આજ્ઞાને આરધનારને આનંદ સ્ફર્યા વિના ન રહે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત એ ત્રિવિધ તાપથી બચવાનો અચૂક ઉપાય છે, તાપને તાપરૂપ સમજાવે તેવાં છે; તથા તે તાપની શાંતિના ઉપાય તરફ વૃત્તિ વાળે તેવાં રહસ્યમય, ચમત્કારી અને પ્રેરક છેજી. એક પરમકૃપાળુદેવ આપણને અને સર્વ શરણાગતને આધારરૂપ છે, પ્રગટ તેમનાં વચનો કાને આવ્યાથી સમજાય તેમ છેજી. સદ્દગુરુના ગુણગ્રામ, તેમાં ઉલ્લાસ અને પ્રેમ, એ કોટિ કર્મોનો નાશ કરનાર ઔષધિ છેજી. (બો-૩, પૃ.૪૧૦, આંક ૪૧૭) પરમકૃપાળુદેવે આખો લોક ત્રિવિધ તાપથી બળતો વર્ણવ્યો છે. તેવી જ દશા વર્તમાનમાં આખા દેશમાં પ્રગટપણે દેખવામાં આવે છે. તેમાંથી બચવાના ઉપાય પણ તેઓશ્રીએ જણાવ્યો છે કે કલ્પવૃક્ષ સમાન સપુરુષનાં વચનની શીતળ છાયા છે, તે મને-તમને-બધાને શાંતિનું કારણ થાઓ કારણ કે બીજું કંઈ ઇચ્છવા જેવું નથી. સાચા અંતઃકરણે પુરુષનું એક પણ વચન ગ્રહણ થશે તો જીવનું અવશ્ય કલ્યાણ થશે, એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે આપણે નિરંતર લક્ષમાં રાખતા રહેવું ઘટે છેજી. (બી-૩, પૃ.૪૨૪, આંક ૪૩૪) 0 સપુરુષનાં વચનને દયમાં બીજની પેઠે યોગ્ય ભૂમિકા કરી વાવવાં, તેને તેમ ને તેમ થોડો વખત રહેવા દેવાં, એટલે તે સજીવન બીજ આપોઆપ મૂળ તથા પાનના અંકુરોને પ્રગટ કરી, ઉપર પથ્થર હોય તો પણ તેમાંથી માર્ગ કરી, તે ઉપર ઊગી આવે છે. જેમ જેમ મહાપુરુષોનાં વચનનું બહુમાનપણું અને પોતાની લઘુતા, દીનતા અને જિજ્ઞાસા વધે, તદ્અનુસાર વચનબીજનું પ્રસરવું, ફાલવું, ફૂલવું, ફળવું થાય છે. પોતાના દોષો જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષુતા પ્રગટવાનું કારણ છે, એમ પરમકૃપાળુદેવ કહે છે. પત્રાંક: ૨૫૪ “નિઃશંકતાથી નિર્ભયતા'વાળો કોઈ-કોઈ વખત વાંચવા-વિચારવાનો, પોતાને માટે રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૨૯૩, આંક ૮૩૩). D મરણ એ એક મોટી પરીક્ષા છે. પહેલાંથી તૈયારી કરી ન રાખી હોય તો સમાધિમરણ કરવું મુશ્કેલ છે. માટે જ્ઞાની પુરુષનાં કોઈ વચન આપણને મળે તો તેમાં અપૂર્વભાવ લાવી, ચિત્તભૂમિમાં બીજની પેઠે રોપવા યોગ્ય છેજી. બીજા વિચારોનો અભ્યાસ થઇ ગયો હોવાથી, ન કરવા હોય તો પણ તે ચિત્તને ઘેરી લે છે. જેમ ખેતરમાં વગર વાગ્યે પણ ઘાસ ઊગી નીકળે છે, તેમ નકામા વિચારો સંયમનો અભ્યાસ ન હોય તો ફર્યા કરે છે; પણ કુશળ ખેડૂત જેમ નકામા રોપાઓને નીંદી નાખે છે, તેમ મુમુક્ષુ જીવે સદ્દગુરુના શરણથી અને Page #58 -------------------------------------------------------------------------- ________________ [1 ૪૯ સ્મરણના બળથી, અહંભાવ અને મમત્વભાવના વિચારોને નિર્મૂળ કરતા રહેવાની જરૂર છે; નહીં તો સદ્ગુરુના બોધને પોષણ મળતું નથી. ‘‘મૂળ મારગ''માં કહ્યું છે તે પ્રમાણે આત્માને ઓળખી, આત્મામાં સ્થિરતા કરવાની જરૂર છે. (બો-૩, પૃ.૬૩૩, આંક ૭૪૫) સત્પુરુષનો સમાગમ અને સત્પુરુષનાં વચનામૃત જીવને અવશ્ય ઊંચો લાવે છે, વૈરાગ્યનું દાન દે છે, ૫૨મ પુરુષાર્થ જગાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો મડદાંને જીવતાં કરે છે. જ્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને નિઃશંકતા નથી થઇ ત્યાં સુધી, સર્વ પ્રાણી હાલતાં-ચાલતાં મડદાં જ છે. પ્રમાદે આ જીવનું ભૂંડું કરવામાં બાકી રાખી નથી. તે પ્રમાદને દૂર કરવા સત્પુરુષનાં વચન શૌર્ય પ્રેરે છે. (બો-૩, પૃ.૪૭, આંક ૩૨) અનાદિકાળથી આ જીવ સ્વચ્છંદે ચાલી અજ્ઞાનભાવમાં પરિણમ્યો છે; તેને સત્પુરુષના સમાગમની અને અપૂર્વ બોધની જરૂર છે. સત્પુરુષના બોધમાં જીવ રંગાય અને સ્વચ્છંદ છોડી, તેની આજ્ઞાએ પોતાની વૃત્તિઓને કંઇ નિયમમાં આણે અને તે આજ્ઞા ઉઠાવવામાં પોતાનું અહોભાગ્ય માની, ઉલ્લાસ લાવી, વીર્ય ફોરવી વિઘ્નોની સામે થઇ લીધેલા નિયમોમાં દૃઢ રહે તો કલ્યાણનો માર્ગ પામવા જીવની જોગ્યતા જાગે. નિજછંદે ચાલીને તો જીવે ઘણાં વ્રતનિયમ, સંયમ પાળ્યાં; પણ સત્પુરુષની દૃષ્ટિએ, તેની આજ્ઞાએ જીવ વર્તો નથી; નહીં તો આજ સુધી તેને પરિભ્રમણ કરતાં-કરતાં આવા કળિકાળમાં, આવા ક્ષેત્રોમાં અને આવા ભાવો અને વિકારોમાં પરિણમવાપણું ન હોય. સત્પુરુષના બોધે જીવમાં વીર્ય જાગે છે અને તેથી વીર્યના વેગમાં આવી જીવ વ્રત ગ્રહણ કરે છે; પણ તેવા જોગ વારંવાર મેળવી તે વેગને પોષણ મળતું ન રહે તો જીવ હીનવીર્યવાળો થઇ શિથિલપરિણામી થઇ જાય. માટે સત્સંગ, સત્પુરુષનાં વચનોનું બહુમાનપણું અને તેનો અભ્યાસ, તેમાં જ ચિત્તની રુચિ, રમણતા અને તલ્લીનતા રહે તેમ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૪૩, આંક ૩૦) ‘‘અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એક સ્નેહનો, ન મળે ૫૨મ પ્રભાવ.'' આપે પત્રમાં જણાવ્યું કે વિશેષ વાંચવાથી પરમકૃપાળુદેવનાં વચનોનું સામાન્યપણું થઇ જાય છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે જીવને સત્સંગની ઘણી ખામી છે. વૈરાગ્ય હોય તેને પરમકૃપાળુદેવનાં વચનો નિત્ય-નિત્ય નવાં લાગે તેવાં છે. અનેક ભવોના અનુભવના સારરૂપ શિખામણ, સંક્ષેપમાં એક-એક પત્રમાં ટાંકેલી છે. સત્સંગયોગે તે પત્રોનો વિસ્તાર સમજવા યોગ્ય છે; પરંતુ તેવો યોગ ન હોય ત્યાં સુધી ‘‘અનંત અનંત ભાવભેદથી ભરેલી'' ઇત્યાદિ મંગલાચરણમાં જણાવેલી ભાવના વિચારવી કે હે ભગવાન ! મારા જેવા પામરના હાથમાં, રાંકને હાથ રતન આવે તેમ, આ પત્રો આવ્યા છે. તેમાંના એક-એક પત્રના આધારે મુમુક્ષુઓએ પોતાનું જીવન ઘડયું છે, આખી જિંદગી સુધી એક જ પત્રના રસનું પાન કર્યું છે અને પોતાની દશા તેના આધારે વધારી છે. મારે પણ એમાંથી અમૃત પીને મારા આત્માને અમર બનાવવો છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૦) વાંચન કે શ્રવણ પછીનો ક્રમ મનન છે. મનન થયેલા ભાવોને હૃયમાં ઉતારી સ્થિર કરવારૂપ નિદિધ્યાસન કે ભાવનારૂપ પરિણાવવાનો ઉત્તમ ક્રમ છે. તે પ્રમાણે આગળ ન વધાય તો એકલું વાંચન, જોઈએ તેવો રસ ઉપજાવી શકે નહીં; તેથી સામાન્યપણું થઈ જાય છે. માટે સત્સંગની ભાવના રાખી, મનન કરવાનો ક્રમ રાખશો. (બો-૩, પૃ.૬૩૪, આંક ૭૪૭). T કાળ ફરી ગયો છે વગેરે વિકલ્પો બાજુએ રાખી, સપુરુષોને જે સનાતન સત્યનો બોધ કરવો છે, તે સમજવા વારંવાર વાંચવા-વિચારવા ભલામણ છેજી. પોતાની બુદ્ધિને સદ્ગુરુબોધને અનુસરનારી પતિવ્રતા કરવી. પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચી-વિચારી, જે ફુરણા તેના યોગબળે થાય, તે હૃદયમાં દૃઢતાપૂર્વક સાચવી રાખવા વિનંતી છેજી. જીવનમાં મુશ્કેલીઓ તો ઘણી આવી છે, આવે છે અને આવવા સંભવ છે; પણ તેવા પ્રસંગે પરમકૃપાળુદેવનાં વચનોનો આશય સમજી, તે દ્વારા ઉકેલ આણી, તેના ફરમાન પ્રમાણે આપણી વૃત્તિઓ વાળવી છે, એટલી જેની શ્રદ્ધા છે, તે ગમે તેવા પ્રસંગોમાં પણ પરમાર્થને બાધ ન આવે તેમ વર્તી શકે, એમ લાગે છે. મહાપુરુષોએ ગહન પ્રશ્નોના ગહન વિચારો કર્યા છે. આપણી તુચ્છ બુદ્ધિ લૌકિક વાતાવરણને મુખ્ય ગણી, કે વિશેષ સૂક્ષ્મપણે વિચારી શકે તેમ નહીં હોવાથી, આગળ વિચારવાનું કંઈ નથી એમ માની, મેં વિચારી લીધું છે એમ માને છે, અને અનુકૂળતા તરફ ઢળી જાય છે; પરંતુ પુરુષના બોધને આધારે ગહનતાનો, પરિણામનો, સ્વપરહિતનો વિચાર કરી પગલું ભરવું ઘટે છે. (બી-૩, પૃ.૫૪૯, આંક ૬૦૫) પરમકૃપાળુદેવ/સપુરુષનો આશ્રય કરવા વિષે I એક પરમકૃપાળુદેવનું સાચા અંતઃકરણથી શરણ ગ્રહણ કરવા યોગ્ય છેજી. પછી પ્રારબ્ધવશાત ગમે ત્યાં કાળ જાય પણ તેના શરણમાં બુદ્ધિ હોય તો વિયોગમાં પણ કોઈનું વિશેષ કલ્યાણ થાય છે. પરમકૃપાળુદેવે વિયોગ અને વિરહ દ્વારા ૫.પૂ. પ્રભુશ્રીજીને પરિપક્વ દશા પ્રાપ્ત કરાવી છે. માટે ધીરજ રાખી, વિશેષ પુરુષાર્થ ફોરવી, ઘર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કરવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે આ કળિકાળમાં અમૃત વરસાવે તેવા વચનોનો વારસો આપણને આપ્યો છે. તેના ગહન અર્થ સમજવા જેટલા ઉપશમ-વૈરાગ્યનું બળ આપણામાં નથી; છતાં અમૃત અમૃતનું કામ કર્યા વિના રહે નહીં. તેને સમજવા માટે, તેમાં જણાવેલી આજ્ઞાઓ ઉઠાવવાના ભાવ કરવા માટે જેટલો કાળ ગળાશે તે લેખાનો છે, તે કલ્યાણકારી છે. (બી-૩, પૃ.૩૮, આંક ૫૫) પોતાની કલ્પનાએ તો નથી જ વર્તવું એવો દ્રઢ નિશ્ચય મુમુક્ષુએ કર્તવ્ય છેજી. સંશયનાં સ્થાનોમાં કોઈ મુમુક્ષુની સલાહ લઈ વર્તવાનો ભાવ રાખવો. કોઈ ન હોય તો પરમકૃપાળુદેવને દયમાં રાખી તેને આશરે હું છું, તેણે કહેલું મને સંમત છે.” એમ માની પ્રવર્તવું. (બી-૩, પૃ.૩૨૬, આંક ૩૧૮) D આપની ભાવના આશ્રમમાં આવવાની અને કંઈ લોભ છોડવાની રહે છે એમ જાણી, શુભ ભાવના પૂરતો સંતોષ થયો છેજી; પણ આ મનુષ્યભવમાં જેને સદ્ગુરુનો યોગ થયો છે; તેની આજ્ઞા-ભક્તિ, સ્મરણમંત્રાદિરૂપે પ્રાપ્ત થઈ છે; તેણે આવા પ્રસંગે આત્મકલ્યાણ અર્થે પરમ ઉપકારી પરમકૃપાળુદેવનું Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૧ એક શરણ, તેનો જ આશ્રય, તે જ વીતરાગતા, શુદ્ધસ્વરૂપ અને અલૌકિકદશામાં જ વૃત્તિ નિરંતર રાખવા યોગ્ય છેજી. વારંવાર ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિ ક૨ના૨નો વાંકો વાળ થવાનો નથી. એક પરમકૃપાળુદેવને આશ્રયે આટલું આયુષ્ય ગાળવું છે અને તેને જ આશ્રયે દેહ છોડવો છે, એ નિશ્ચય મુમુક્ષુએ અંતકાળ સુધી ટકાવી રાખવાનો છે. તે પરમ જ્ઞાનીપુરુષે જાણ્યો છે તેવો મારો આત્મા છે, તેની મને અત્યારે ખબર નથી; પણ મારે, તેણે જાણ્યો છે તેવા આત્મા સિવાય બીજે ચિત્ત રાખવું નથી, બીજી કોઇ ચીજ ઉપર તેથી વિશેષ પ્રેમ થવા દેવો નથી. આત્મા સિવાય કંઇ જોઇતું નથી, ઇચ્છવું નથી, દુ:ખથી ગભરાવું નથી, મરણથી ડરવું નથી, કોઇ પ્રત્યે રાગ કે કોઇ પ્રત્યે કિંચિત્ દ્વેષ રાખવો નથી એવી જ્ઞાનીની આજ્ઞા મને અંતકાળ સુધી ટકી રહો. (બો-૩, પૃ.૩૯૬, આંક ૪૦૪) D પરમકૃપાળુદેવ જેના હ્દયમાં વસ્યા છે, પરમકૃપાળુદેવ પ્રત્યે જેમને પૂજ્યભાવ થયા છે, પરમકૃપાળુદેવના જે જે ગુણગ્રામ કરે છે અને તેમના પ્રત્યે જેમને અદ્વેષભાવ છે તે સર્વ ભવ્ય જીવો પ્રશંસાપાત્ર છેજી. આ કળિકાળમાં પણ જે કોઇ જીવનું કલ્યાણ થવું હશે તે અમથકી, બીજાથી નહીં – એવાં સત્ત્રદ્ધાપ્રેરક અને પોષક વચનો જેને ગમ્યાં છે, રોમ-રોમ ઊતરી ગયાં છે તેને ગમે તેવાં દુ:ખ આવો, ક્લેશનાં કારણો ઉત્પન્ન થાઓ કે મરણનો પ્રસંગ ભલે માથે ઝઝૂમતો જણાય તોપણ તે નિર્ભય રહી શકે છે; તે અનાથ, દીન, અશરણ નથી બનતો, પણ ‘‘લિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ.’’ એવી હિંમત રહે છે; વ્યાધિ આદિ કારણે આર્તધ્યાનનો પ્રસંગ હોય તોપણ તેને તે મહાપુરુષની ભક્તિના પ્રભાવે ધર્મધ્યાન થાય છે. આ વાત વારંવાર વિચારી, ક્લેશનાં કારણ દૂર થાય અને પરમકૃપાળુદેવનું જ એક શરણ મરણ સુધી ટકી રહે તેવી વિચારણા સર્વ કુટુંબીજનોને કરતા રહેવા ભલામણ છેજી. જગતની કોઇ ચીજ કે કોઇ જીવ આપણને મરણપ્રસંગે ઉપકારી થનાર નથી; પણ પરમકૃપાળુદેવનું શરણ, તેમના પ્રત્યે પ્રેમ અને તે પુરુષનું અચિંત્ય માહાત્મ્ય, સદાય તે આપણી સમીપ જ છે એ ભાવ પોષાય તેમ વર્તવાથી, ચર્ચવાથી, શ્રદ્ધવાથી જીવ સુખી થાય છેજી. (બો-૩, પૃ.૪૨૩, આંક ૪૩૨) પરમકૃપાળુદેવનું યોગબળ અપૂર્વપણે વર્તે છેજી. અનેક જીવો તેના અવલંબને કલ્યાણ સાધી લેશે, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા. તે સાંભળીને, જે જે જીવો પરમકૃપાળુદેવની ઉપાસનામાં જોડાશે તેનું કલ્યાણ થશેજી. ગભરાવાની જરૂર નથી. આપણે આપણાં પ્રારબ્ધ ભોગવ્યા વિના છૂટકો નથી; પરંતુ તે ભોગવતાં ભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે રહ્યા, તેણે સંમત કરેલું આ ભવમાં સંમત થાય તો જરૂર જીવનું કલ્યાણ થાય એમ છેજી. જગતની અનેક મોહક વસ્તુઓમાંથી જેણે પ્રેમ ઉઠાવી એક પરમકૃપાળુદેવ અને તેનાં વચનામૃતમાં સ્થાપ્યો છે, તેને પૂર્વના વિઘ્નકર્તારૂપ કર્મો ભોગવાઇ રહ્યે એક આત્મઆરાધના થાય તેવી સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થવા યોગ્ય છેજી. Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૨) કંઈ ન બની શકે તોપણ “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !' એ ક્ષમાપનામાં પ્રાર્થના કરીએ છીએ, તેની સ્મૃતિ સદાય રહ્યા કરે, એમ વર્તવા યોગ્ય છેજી. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનો અટલ આશ્રય ભવપર્યત મને-તમને ટકી રહો, એ યાચનાપૂર્વક પત્ર પૂર્ણ કરું છુંજી. (બી-૩, પૃ.૪૪૧, આંક ૪૬૨) પરમકૃપાળુદેવનું યોગબળ ઘણું કામ કરી રહ્યું છે, એમ નજરે જણાય છેજી. જીવનકળામાં વાગ્યું હશે કે પૂ. ચતુરલાલજીમુનિ વસોમાં માળા ફેરવતા હતા, ત્યાં પરમકૃપાળુદેવ આવી ચઢયા અને પૂછયું : “મુનિ, શું કરો છો ?' તો કહે, “માળા ફેરવું છું.' ફરી પૂછયું : શાની ?' તો કહે, “ખાઉં ખાઉં થયા કરે છે તેની.” પરંતુ તે પવિત્ર વાતાવરણમાં વિચાર ફુર્યો તે તેમણે જણાવ્યો કે, “હે પ્રભુ ! આવી વૃત્તિમાં મારો દેહ છૂટી જાય તો શી વલે થાય? ક્યાં રખડું ?' પરમકૃપાળુદેવે કહ્યું : “મુનિ, અમારી આજ્ઞા ઉઠાવતાં દેહ છૂટી જશે, તો ગમે તે ગતિમાંથી તમને તાણી લાવીશું. અમે તમારા દેહના સ્વામી નથી, આત્માના છીએ.” આ ઉપરથી વિશ્વાસની દ્રઢતા રાખવી કે આપણે આ આત્મા પરમકૃપાળુદેવને અર્પણ કર્યો છે, એને શરણે આત્માનું જરૂર કલ્યાણ થશે. આપણું કામ તો તેની આજ્ઞા ઉઠાવવાનું છે, તે યથાશક્તિ કર્યા જ કરવું. (બી-૩, પૃ.૪૫ર, આંક ૪૭૧) અભયકુમાર આગલા ભવમાં બ્રાહ્મણ હતા. એક દિવસ શ્રાવક મિત્ર સાથે જતા હતા. રસ્તામાં પીપળાનું ઝાડ આવ્યું. તે જોઈ અભયકુમારના જીવે પીપળાને નમસ્કાર કર્યા. શ્રાવકને વિચાર આવ્યો કે આ બિચારો એકેન્દ્રિયને દેવ માની નમસ્કાર કરે છે, તે બરાબર નથી. એમ વિચારી, પીપળાનું એક પાન તોડી પગ નીચે કચરી નાખ્યું. તે જોઈ બ્રાહ્મણે કહ્યું : શા માટે મારા દેવને પગ નીચે કચરો છો? શ્રાવકે કહ્યું તમારા દેવમાં કંઈ શક્તિ નથી, મારા દેવ જોજો. પછી આગળ ચાલ્યા, ત્યાં એક કૂચનું ઝાડ આવ્યું. તે જોઈને શ્રાવકે હાથ જોડ્યા. બ્રાહ્મણે કૂચના ઝાડને શ્રાવકના દેવ જાણીને તેને તોડી, હાથમાં લઈ કચર્યું. તેથી તેના હાથે બહુ લાય ઊઠી અને બધે શરીરે ખંજવાળ આવવા મંડી, ત્યારે શ્રાવકે કહ્યું: મારા દેવ કેવા શક્તિવાળા છે ! જોયા? પછી તેઓ ગંગા કિનારે આવ્યા, ત્યારે બ્રાહ્મણ નાહીને મંત્ર જપવા બેઠો. શ્રાવક પોતાનું ભાથું લઈ ખાવા બેઠો. પછી બ્રાહ્મણ પણ ખાવા બેઠો. તે વખતે શ્રાવક એંઠો રોટલો ગંગામાં ઝબોળી તેને આપવા લાગ્યો. બ્રાહ્મણે કહ્યું એઠો રોટલો અમારાથી ન ખવાય. શ્રાવકે કહ્યું: ગંગામાં ધોઈને આપ્યો છેને? એ તો પવિત્ર થયો છે. પછી અભયકુમારનો જીવ સમજી ગયો. તે બ્રાહ્મણ જૈનધર્મ પાળી, બીજે ભવે અભયકુમાર નામે શ્રેણિકનો પુત્ર તથા મુખ્ય મંત્રી થયો. છેવટે ભગવાન પાસે દીક્ષા લઈ, સવાર્થસિદ્ધિમાં ગયો. પછી મોક્ષે જશે. આપણે પણ કેટલાય ભવથી રખડતા પરમકૃપાળુદેવને શરણે આવ્યા છીએ. (બો-૧, પૃ.૧૫૮, આંક ૧૨) D આપના પિતાશ્રીના દેહ-અવસાનના સમાચાર મળ્યા; તથા તમારે શિર બધી જવાબદારી આવી પડી છે એમ સાંભળ્યું. પૂર્વકર્મ અનેક રૂપ લઈને આવે છે, તેમાં આપણી કસોટી થઈ રહી છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના આશ્રિતને છાજે તેવી રીતે હિંમત હાર્યા વિના તથા જ્ઞાની પુરુષની આજ્ઞાનું વિસ્મરણ થાય નહીં તેમ, જે કંઈ આડું આવે તે યથાયોગ્ય રીતે કોરે કરવાનું છે, ખસેડવાનું છે. પથ્થર તળે હાથ આવ્યો હોય તો તો કળે-કળે કરીને કાઢી લેવાનો છે. પરમકૃપાળુદેવે એક સુંદર શિખામણ આવા પ્રસંગે લક્ષમાં રાખવા યોગ્ય જણાવી છે કે “બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતળીભૂત-નિર્લેપ રહો.” (૭૨) આ શિખામણ પોતે અમલમાં મૂકીને પ્રદર્શિત કરી છે. આપણે તેમના શરણે, તેમના પગલે-પગલે અબંધ થવા પુરુષાર્થ કરવાનો છેજી. નાના છોકરાને કોઈ ડરાવે ત્યારે, તેની મા તરફ જેમ દોડી જાય છે, તેમ કર્મના ત્રાસમાં પરમકૃપાળુદેવ એક શરણરૂપ છે. તેનાં અમૃતમય વાક્યોમાંથી કોઈ એકનું અવલંબન લઈને તેની અલૌકિકદશાની સ્મૃતિમાં આશ્રર્ય અને આનંદ સહિત ઉપાધિનો પ્રસંગ વ્યતીત થાય તેમ કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૦૨, આંક ૪૮૪) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા - તું બાંધ અને હું છોડું, તું બાંધ અને હું છોડું, એમ થયા કરે છે. શ્રદ્ધા પરમ દિ'' તે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવનું આ ભવમાં જેણે દૃઢ શરણ રહ્યું છે; તેણે કહ્યું છે તે જ છૂટવાનો માર્ગ છે, મારી શક્તિ પ્રમાણે મારે તે આરાધવો છે; તેની આજ્ઞા મારે શિર પર ચઢાવી મારું આત્મહિત કરવા અર્થે આટલો ભવ પાપથી ડરતા રહીને ગાળવો છે એવો જેનો વૃઢ, અંતઃકરણથી નિર્ણય છે તેને ગમે તેવા સંયોગોમાં પણ છૂટવાનું જ બને છે. અજ્ઞાન એ જ અનંત પરિભ્રમણનું કારણ છે, તેથી નિવૃત્ત થવાની જેની બુદ્ધિ થઈ છે અને સત્સંગ, સપુરુષનો સમાગમ આરાધવા જેનો નિર્ણય છે તેને, પછી જે પૂર્વસંચિત કર્મ છે તે જ અજ્ઞાનના આધારરૂપ છે; અને તે કર્મ તો સમયે-સમયે ઉદય આવીને ચાલ્યું જાય છે એટલે કર્મ દૂર થતાં અજ્ઞાન નિરાધાર થઇ નાશ પામે છેજી, આમ પરમકૃપાળુદેવે પ્રકાશ્ય છે. (બો-૩, પૃ.૪૮૭, આંક પ૨૦) D “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિનO'' એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને મુખે ઘણી વખત સાંભળ્યું છે. વળી તે એમ પણ કહેતા કે કર્મ તો બકરાં છે. સિંહની ત્રાડ સાંભળે તો ગમે તેટલાં એકઠાં થઈ ગયાં હોય પણ બધાં ભાગી જાય; તેમ કર્મનું ગમે તેટલું પ્રબળપણું વર્તમાનમાં જણાતું હોય તો પણ તેની સામે થવાનો જીવનો નિશ્ચય થયો તો ગમે ત્યારે, વહેલેમોડે તે કર્મને તો જવું જ પડશે; અને આત્મા તો ત્રિકાળ અબાધિત રહેનાર છે. તેનો વાંકો વાળ કરવા કોણ સમર્થ છે? માત્ર જીવ પરવસ્તુની મહત્તામાં વીર્યહીન થઈ તેની જ રટના કર્યા કરે છે, તેની ઝરણા કર્યા કરે છે, તેને સંભાર્યા કરે છે ત્યાં સુધી પોતાના તરફ દ્રષ્ટિ દેવાતી નથી. એવા મૂંઝવણના પ્રસંગે જેમ જનકવિદેહી સદ્ગુરુ શ્રી અષ્ટાવક્રનું શરણ ગ્રહતા તેમ આપણને પરમકૃપાળુદેવની પરમ પુરુષાર્થવંત મૂર્તિનું, તેના પ્રગટ જ્ઞાનાવતાર ગુણનું, તેના ક્ષાયિક સમ્યક્દર્શનનું સ્મરણ થાય તો મનને બીજું વિચારવાનો, ખેદનો કે સંકલ્પ-વિકલ્પનો અવકાશ જ ન રહે. કેટલા અપાર કષ્ટ ઉત્કૃષ્ટ આરાધના કરી આપણને આદર્શરૂપ તે પરમપુરુષ બન્યા છે અને કાળના અનંત દોષોથી આપણને ચેતાવ્યા છે ! તેની મહત્તા હૃદયમાં ભાસે તો ખરેખર આપણે મહાભાગ્યશાળી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ છીએ એમ ભાસ્યા વિના ન રહે અને તેને પગલે ચાલવાથી જ સાચું સુખ જરૂર પામીશું એવી દૃઢતા હ્દયમાં જામતી જાય અને નિર્બળતા દૂર થાય. (બો-૩, પૃ.૫૨૧, આંક ૫૬૬) પરમકૃપાળુદેવને જેણે હૃદયમાં ઉચ્ચ સ્થાન આપી તેનું જ સાચા અંતઃકરણે શરણું સ્વીકાર્યું છે અને તે પણ સંતના કહેવાથી, તેની સાક્ષીએ જો આશ્રય ગ્રહણ થયો તો તેનાં અહોભાગ્ય છે. દેહ અને વેદનાઓ, આવી અને આથી અનંતગણી જીવે જોઇ છે. માત્ર તેને અવગણી, કેવળ અર્પણભાવ મરણ સુધી ટકાવવાનું જીવ શીખ્યો નથી. તે આ ભવમાં કરી લેવાનું છેજી. ગમે તેવા પ્રસંગે, અસાધ્ય વેદનીમાં પણ ‘નબદું, નબદું, તે નબદું.'' દેહ અને દેહની સર્વ અવસ્થાઓથી ભિન્ન મારું સ્વરૂપ પરમકૃપાળુદેવે કહ્યું છે અને તેમ કરી બતાવ્યું છે; તો માથું મૂકીને તે જ માનું, તેને જ શરણે જીવું અને તેને જ શરણે મરું; પણ બીજા ભાવો મારે મારા માનવા જ નથી. જે સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે, અનુભવ્યું છે, પ્રગટ તે જ રૂપ થયા છે, તે જ મારું સ્વરૂપ છે એ નિઃશંકપણે માનું છું. તેની સ્મૃતિ માટે મને અનંત કૃપા કરી, સંત મહાત્માએ સ્મરણ આપી જે ઉપકાર કર્યો છે, તેનો બદલો કોઇ રીતે વળે તેમ નથી. માત્ર મરણના છેલ્લા સમય સુધી તેને વિસારું નહીં એ જ એનો વિનય, ભક્તિ, વ્રત કે ધર્મ છે. આ હવે નહીં ચૂકું એટલો નિશ્ચય અવશ્ય કર્તવ્ય છેજી. આ રહસ્યભૂત મતિ મને અંતે હો. (બો-૩, પૃ.૫૨૪, આંક ૫૭૧) — પરમકૃપાળુદેવમાં નિઃશંકપણે શ્રદ્ધા અને તેને આશ્રયે જીવવાનો અને દેહ તજવાનો નિર્ણય રાખી, નિર્ભયતા અને તેના ફળરૂપ નિઃસંગતા આરાધતા રહેવા ભલામણ છેજી. પોતાનું છે તે નાશ પામનાર નથી અને જે છૂટી જવાનું છે તે પોતાનું નથી; આટલી વાતની જેને દૃઢતા થઇ જાય તેને મરણનો ડર લાગે નહીં, મોહ તેને સતાવે નહીં. સત્પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે દિન-પ્રતિદિન દૃઢ પ્રેમભક્તિ વધતી રહે અને તેને શરણે નિર્ભયતા અને સત્પુરુષાર્થની વૃદ્ધિ થતી રહે તેમ વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૫૨૬, આંક ૫૭૪) D પરમકૃપાળુદેવનું શરણ મને-તમને અખંડ એકધારાએ સદાય રહો. કાયા-વચનથી પૂર્વ પ્રારબ્ધ અનુસાર વર્તવું થાય છતાં ભાવ તો પરમકૃપાળુદેવના ચરણમાં રમ્યા કરે, એવી ભાવના અને વર્તના યથાશક્તિ કર્તવ્ય છેજી. નિમિત્તાધીન વૃત્તિ પલટાઇ જાય છે, તે હજી જીવની ખામી દર્શાવે છે. બાહ્ય પ્રસંગોની પ્રીતિ સાવ ઘટી જઇ વૈરાગ્ય, ઉદાસીનતા, વિરહવેદના, પ્રેમભક્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વર્ત્યા કરે તેવા પુરુષાર્થની જરૂર છેજી. (બો-૩, પૃ.૫૩૯, આંક ૫૮૯) D આ કાળના અલ્પ આયુષ્યનાં ઘણાં વર્ષો તો વહી ગયાં, તેમાં કંઇ સાર્થક થયું નહીં. હવે જે કંઇ બાકી છે, તેમાં જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઇ છે, તે જીવનના અંત સમય સુધી ટકી રહે તો તે મહાપુરુષને આશ્રયે આ દેહ છૂટે અને સ્વરૂપસ્થિતિ અલ્પકાળમાં થાય તેવું છે. તેઓશ્રીએ પોતે જ લખ્યું છે : ‘ઇશ્વરેચ્છાથી’ જે કોઇ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.'' "" Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩૯૮) ““પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.' (૬૯૨) (બી-૩, પૃ.૫૩૯, આંક ૫૯૧) આપણું પામરપણું અને પ્રભુનું અચિંત્ય માહાભ્ય ર્દયમાં સદોદિત જાગ્રત રાખી, તે તરણતારણ પ્રભુનો આશ્રય મરણની છેલ્લી પળ સુધી રાખી, તેને આશ્રયે દેહ છોડનાર સ્વરૂપસ્થિતિ પામે છે; તે ભૂલવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૫૬૪, આંક ૬૩૧) T ૫..૫.પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે કે બાળાભોળા જીવો પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણ પકડે તો કામ કાઢી નાખે અને ડાહ્યા, મોટા ગણાતા શંકામાં ગળકાં ખાતાં રખડે. તરવામાં બહુ બુદ્ધિ જોઈએ છે એમ નથી. શ્રદ્ધા પરમ દુર્લભ કહી છે. તે, જેના હૃદયમાં કોઇ સત્સંગયોગે વસી ગઈ કે “ દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) તો શ્રી સદ્ગુરુએ કહેલા નિગ્રંથમાર્ગનો તેને આશ્રય રહ્યો ગણાય. પૂ. .... જો મંત્રસ્મરણમાં વૃત્તિ રાખ્યા કરે તોપણ હિતકારી છે). જે કંઈ પરમકૃપાળુદેવનાં વચન તેમને યાદ હોય, તે રટયા કરે તો વૃત્તિના વિકલ્પો ટળી, એક પરમકૃપાળુદેવનું શરણ વૃઢ થાય અને સમાધિમરણનું કારણ બને. હવે તો સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો જ આધાર છે, તેને શરણે દેહ છોડવો છે, એ નિશ્ચય કર્તવ્ય છેજી. ગુરુરાજ ગુણ ઉર વિષે, સત્ય રુચિ બહુમાન; નિકટ ભવિ ભવ અલ્પમાં, પામે પદ નિર્વાણ.' (બી-૩, પૃ.૫૯૪, આંક ૬૭૫) D પરમકૃપાળુદેવે જે આજ્ઞા જન્મમરણ છૂટવા માટે આપી છે કે, મારે તે પરમપુરુષની શ્રદ્ધાએ આરાધવી છે, બીજું મારે આ ભવમાં કંઈ કામનું નથી. એ જ પુરુષને રાજી રાખવા આટલો ભવ ગાળવો છે. તેનાં વચનો જે છપાયાં છે તેનો અભ્યાસ કરી, તેણે જણાવ્યું છે તેવા ભાવ કરી વર્તવું છે, એમ જેના દ્ધયનો નિર્ણય છે અને પોતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં જે વર્તે છે, તેથી વિપરીત પણે વર્તાય ત્યાં ખેદ થાય છે, તે પુરુષને તેની આશ્રયભક્તિ છે એમ સામાન્યપણે ગણાય. ખરી રીતે તો પત્રાંક પ૭રમાં જણાવ્યું છે તેમ ““જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું.” એ આશ્રયભક્તિનું ફળ છેજી. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે.” એમ જણાવી જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષો જણાવી, તેના ત્યાગનો ક્રમ જણાવ્યો છે. બહુ બહુ વિચાર કરી, અમલમાં મૂક્ય જીવને લાભ થાય છે, તીવ્રજ્ઞાનદશા પ્રગટે છે. એટલું બધું તેનું માહાભ્ય જણાવી, તેમાં જ પ્રસંગે-પ્રસંગે, કાર્ય-કાર્યો, પ્રવૃત્તિઓ-પ્રવૃત્તિએ, ફરી-ફરી લક્ષ રાખવા ચેતાવ્યા છે, તે પ્રમાણે વર્તાય તો જ જીવનું સાચું હિત સધાય, માટે નિશ્ચયની ખામી જીવમાં છે તે દૂર કરી, જીવ રોજ મરણને સંભારી, જ્ઞાની પુરુષમાં જ વૃત્તિ રાખે તો-તો આ ભવમાં ઘણી કમાણી થઈ શકે તેવો જોગ ને મળ્યો છે, તે જ સફળ કરવા સપુરુષાર્થ કર્તવ્ય છજી. (બી-૩, પૃ.૬૦૧, આંક ૬૮૯) Page #65 -------------------------------------------------------------------------- ________________ (પ) 0 આ જીવનમાં કોઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યો હોય, તેમાં સર્વોપરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે. તેની નિષ્કારણ કરુણાને નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એનાં અપૂર્વ વચનને દયમાં ઉતારનારને નિર્વાણમાર્ગની પ્રાપ્તિ થાય છે. આવું અચિંત્ય માહાભ્ય જેનું છે, એવા નિઃસ્પૃહી મહાત્માનું શરણ આપણને મળ્યું છે, તે જો મરણ સુધી ટકાવી રાખી, તેને આશ્રયે આ દેહ છૂટે તો જીવ સમાધિમરણ પામે. એવું એક વાર મરણ જેનું થાય, તેને મોક્ષે જતાં સુધી કદી અસમાધિમરણ ન થાય એટલે ભવોભવ તેવો લાભ મળતો રહે, એવી અપૂર્વ કમાણી આ ભવમાં કરી લેવાની છે. માટે જગતની મોહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી, શાશ્વત આપણો આત્મા જેના યોગબળે શુદ્ધ થાય, મોક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન-દિન પ્રેમ-ભક્તિભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. તે અર્થે ભક્તિ, પત્રવ્યવહાર, ઓળખાણ કે વાંચન-વિચાર કર્તવ્ય છેજી; નહીં તો જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ, બધેથી મોહ સંકોરી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમ પ્રેમ કર્તવ્ય છેજી. આ લક્ષ જેટલો કાળ જશે તેટલું આયુષ્ય સફળ થશે, લેખે આવશે. બાકીનું તો વેઠ જેવું છે, કારણ કે આપણી સાથે કંઈ આવવાનું નથી. આપણું દુઃખ પણ કોઈ લઈ શકે એવું નથી, તો આત્માનું હિત થાય તેવું સ્મરણ, ભક્તિ, સદ્વાંચન, વિચાર અર્થે કેમ ન જીવવું? અંતરમાં આ દાઝ જાગશે તો જીવન પલટાઈ જશે. (બી-૩, પૃ.૬૦૪, આંક ૬૯૪) સદ્ગુરુ પદ ઉપકારને, સંભારું દિનરાત; જેણે ક્ષણમાંહિ કર્યો, આ અનાથ સનાથ. પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલો પ્રેમ કરશો તેટલો લેખે લાગશે. આપણે બધા એને આશરે પડેલા છીએ. સર્વનું કલ્યાણ એના શરણે રહ્યાથી છે. (બી-૩, પૃ.૬૦૫, આંક ૬૯૭) I એક જ આધાર જેના દ્ધયમાં છે, તેની પ્રગતિ પ્રબળપણે થાય છે. “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી.” એવી એક વાત છે, તે બહુ બહુ કરી સમજવા જેવી છે. અનેક વસ્તુઓમાં મહત્તા મનાઈ હોય તો તે અનેક આદર્શોમાં, પુરુષાર્થ વિભક્ત થતાં નિર્બળ થઈ જાય છે. (બો-૩, પૃ.૧૫, આંક ૭૧૩) T કોઈ પરમકૃપાળુદેવને ભજનાર હોય તેના પ્રત્યે પ્રમોદ ઘટે છે, તેની દશા વિષે કલ્પના કરવી ઘટતી નથી. આવા કળિકાળમાં કોઈ પણ પરમકૃપાળુદેવનું શરણ લેશે, તેનું હિત થવા યોગ્ય છે. અયોગ્ય કલ્પના પોતા સંબંધી કરશે, તેમાં તેને નુકસાન છે. આપણે તો ડાળાં મૂકીને થડને (પરમકૃપાળુદેવને) જ વળગવું કે તેમાં કદી શંકાને સ્થાન જ નથી. આવી કુતૂહલવૃત્તિ ઓછી થાય અને પરમકૃપાળુદેવમાં નિઃશંકિતતા વધતી જાય, એ જ કર્તવ્ય મારે તમારે ઘટે છે. (બી-૩, પૃ.૬૭૧, આંક ૮૦૪) 0 કર્મનો વાંક કાઢયા વિના, આટલા કાળ સુધી થયેલ સત્સંગની સ્મૃતિ કરી, જેવા દિવસ આવે તેવા સદ્ગુરુશરણે પ્રસન્નભાવે અને સહનશીલતા સહિત ઉત્તમ રીતે ગાળવા છે, એમ દૃઢતા રાખવી. ગોકુળમાં વસનારી ગોપાંગનાઓને, શ્રીકૃષ્ણ તે ભવમાં ફરી ગોકુળ જઇને મળ્યા નથી, છતાં તેમનાં અખંડિત પ્રેમને લીધે તે ગોપાંગનાઓ આજ સુધી ભક્તિની બાબતમાં ગવાય છે; તેમ પરમકૃપાળુદેવને Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૭) શરણે સમાધિમરણ આ ભવમાં સાધવું છે, તે તેમની કૃપાથી બની આવશે એવો વિશ્વાસ રાખી, આપણાથી થાય તેટલો પુરુષાર્થ કરી છૂટવો. નિર્ભય રહેતાં શીખવું, કર્મથી પણ હિંમત હારવી નહીં. બધું જશે પણ આત્મા જવાનો નથી એ વારંવાર સાંભળ્યું છે, તો હવે ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.' એમ સમજી નિશ્ચિંતપણે, સદ્ગુરુશરણે દેહની દરકાર ઘટાડયા કરવી અને આત્મકલ્યાણનો લક્ષ રાખવો. પરભાવમાં જતી વૃત્તિઓ, પરમકૃપાળુદેવ તરફ વૃષ્ટિ કરી, ભૂલી જવી એ જ હિતકારક છેજ. (બી-૩, પૃ.૬૮૨, આંક ૮૧૮) [ આ મનુષ્યભવનું સાર્થકપણું પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છોડવામાં છેજ. બીજું જપ, તપ, શાસ્ત્રશ્રવણ આદિ બનો કે ન બનો, પણ સશ્રદ્ધા, એક પરમકૃપાળુદેવે આત્મા જામ્યો છે તેવો જ મારો આત્મા અસંગસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અવિનાશી, પરમ આનંદસ્વરૂપ છે; શરીર, શરીરમાં થતું દુઃખ, સગાં વગેરે કોઈ મારું નથી; મારા એક પરમકૃપાળુદેવ છે તેને મારે ભૂલવા નથી; જે થાય તે જોયા કરવું, ગભરાવું નહીં, દેહ છૂટે તોપણ આત્મા મરવાનો નથી; આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, અને જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાય છે; આ દૃયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે." (બો-૩, પૃ.૭૦૦, આંક ૮૩૯) D જે જે મુખપાઠ કર્યું છે તેનો ઊંડો વિચાર થાય અને તે મહાપુરુષોના આશ્રમમાં આપણા ચિત્તની પ્રસન્નતા, રુચિ, ભાવના, નિદિધ્યાસન, વૃત્તિનું વહેલું રહે તેમ કર્તવ્ય છેજી. હવે તો વૃત્તિઓ વિરામ પામે, ઇચ્છાઓ ન ઊગે અને આનંદનો અનુભવ થાય તેમ પરમકૃપાળુદેવને શરણે પુરુષાર્થ કર્તવ્ય છેજી. જગત અને જગતની ગણાતી અનુકૂળતાથી કંટાળી, યથાપ્રારબ્ધ, નિઃસ્પૃહપણે, અપરવશપણે પ્રવર્તાય તો જીવ કંઈ શાંતિ અનુભવે. મહાપુરુષોના ઉત્તમ વિચારોનું અવલંબન, પૂ. પ્રભુશ્રીજીનો બોધ, બધું આપણે માટે વાંચીએ છીએ એમ લક્ષ રાખી, કોઈ હોય તો મોટેથી વાંચવું, પણ જનરંજનમાં હવે આપણો કાળ ન જાય, સમાધિમરણની તૈયારી માટે જ રાત અને દિવસ જાય એ ભૂલવા યોગ્ય નથી. સમાધિશતકનો વિશેષ-વિશેષ વિચાર રહ્યા કરે તેમ કર્તવ્ય છે. આ બધું પરમકૃપાળુદેવનું અંતર ઓળખવા અર્થે કરવાનું છે, તે પણ ભૂલવા યોગ્ય નથી. તે મહાપુરુષના આ ભવના અથાગ પુરુષાર્થની સ્મૃતિ અખંડ રાખવા યોગ્ય છેજી. આવું શરણ મળ્યું છે અને જો લાભ નહીં લઈએ તો આપણા જેવા અધમ કોણ કહેવાય ? આવી જોગવાઈ ફરી-ફરી મળવી દુર્લભ છે એમ વિચારી, આપણા આત્માને સતત જાગ્રત રાખતા રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૩), આંક ૮૯૧) દુ:ખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ.' સબળ શરણું જેને મળ્યું છે, તેણે હિંમત રાખી સપુરુષાર્થ કર્યો જવાનું જ કામ છે. લોકો ગમે તેમ કહે કે ગમે તેવી મુશ્કેલીઓ મોક્ષમાર્ગમાં પ્રત્યક્ષ નડે તોપણ તેથી ડરી નહીં જતાં “શૂરવીરપણું રહીને જ્ઞાનીને Page #67 -------------------------------------------------------------------------- ________________ (૫૮) માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર સ્મૃતિમાં રાખી, મુશ્કેલીઓ નડે તેની સામે થઈ તેનો નાશ કરવાનો છે. કોઈ વખતે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે આત્માનું વીર્ય ચાલતું નથી અને જાણે હવે મારાથી કંઈ નહીં બને એમ લાગે છે, પણ જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવા ભડવીર શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રનાં વચનમાં વૃત્તિ રાખી તેવો કાળ સ્મરણભક્તિમાં વિશેષપણે ગાળવો અને અધમ મનોવૃત્તિનો પશ્ચાત્તાપ કરી, ક્ષમાપનાના પાઠને વારંવાર વિચારી ““તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !'' એમાં વૃત્તિ લીન કરવી ઘટે છેજી. જગત જખ મારે છે. એઠવાડા જેવા વિષયમાંથી મન ઉઠાડી લઈ પરમકૃપાળુદેવને શરણે રાખવું. અનંતકાળથી રખડાવનાર શત્રુને શરણે સુખ શોધવા કયો મૂર્ખ જાય? યાચક થવું હોય તો ત્રણ લોકના નાથ શ્રી સદ્ગુરુએ જે બોધ કર્યો છે, તેના યાચક બનવું; પણ ઇન્દ્રિયોથી સુખ મળે છે અને તેથી મનની તૃપ્તિ થશે, એમ સ્વપ્ન પણ ન સમજવું. (બો-૩, પૃ.૭૩૫, આંક ૯૦૧) D પૂ.....બહેનની તબિયત લથડી ગઈ જાણી. એવે અવસરે હિમત રાખી, મંત્રનું સ્મરણ કરવાનું તથા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણ ગ્રહી, નિર્ભય રહેવાનું મહાપુરુષોએ કહ્યું છેજી. પરમકૃપાળુદેવ લખે છે : “સર્વ પ્રકારે જ્ઞાનના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એ શિખામણ લક્ષમાં રાખી ભક્તિભાવમાં ચિત્ત રાખવું. સ્મરણ મરણપર્યંત કર્યા કરવું ઘટે છે). તે જ સમાધિમરણનું કારણ છે. આ સંસારમાં ક્યાંય વૃત્તિ રાખવા જેવું નથી, કારણ કે સર્વ, સર્વના કર્મને આધારે, આ જગતમાં સુખદુઃખ ભોગવે છે. મોહને લઈને માનીએ છીએ કે આપણે છીએ ત્યાં સુધી આમને સુખ છે પછી દુ:ખી થશે. કોઈ પણ વિકલ્પ મનમાં નહીં રાખતાં જ્ઞાનીએ જાણ્યો છે તેવો મારો આત્મા છે; મને અત્યારે ખબર નથી પણ જ્ઞાનીએ મારા આત્માના કલ્યાણ માટે મને મંત્ર વગેરે આજ્ઞા કરી છે તે જ મારે અંત સુધી આરાધવી છે. બીજું બધું જ જંજાળ છે. તે આજ્ઞામાં મારી વૃત્તિ રહો, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા, સુખનું ધામ એવા પરમકૃપાળુદેવનું મને શરણું છે, તેથી મારે કંઈ ફિકર કરવા જેવું નથી. આત્માનો ઉદ્ધાર થાય તેવું મને શરણું મળ્યું છે. (બી-૩, પૃ.૭૩૭, આંક ૯૦૪) 'આપનો ક્ષમાપનાનો પત્ર, વિગતવાર લખેલો, વાંચ્યો. ખેદ કર્તવ્ય નથી. જેવાં કર્મ પૂર્વે, જેની સાથે, જે જે પ્રકારે બાંધ્યાં છે, તે છોડવા માટે આ મનુષ્યભવ મળ્યો છે. પરમકૃપાળુદેવનું શરણું તથા તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા કોઈ સંતકૃપાથી મળી છે તે આપણાં અહોભાગ્ય છે. તેવો જોગ ન મળ્યો હોત અને આવાં કર્મ કે તેથી આકરાં ઉદયમાં આવ્યાં હોત તો અણસમજણમાં જીવે કેટલાં બધાં નવાં કર્મ, વૈર-વિરોધ વધારે તેવાં બાંધી દીધાં હોત, પણ આ તો જ્ઞાની પુરુષના ઉપકારને લીધે મન પાછું પડે છે અને આ નથી ગમતાં તેવાં કર્મ ફરી ન બંધાય, તેવી ભાવના રહે છે તે પણ મહાપુરુષોની કૃપાદૃષ્ટિનું ફળ છે; નહીં તો લોકો આપઘાત કરી કેવા-કેવા કર્મ ઉપાર્જન કરી અધોગતિમાં જાય છે, તે જોઈ ત્રાસ થાય તેવું છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૯ આપણે તો આપણાં બાંધેલાં, બને તેટલી સમતા રાખી, ખમી ખૂંદતાં શીખવું છે. અત્યારે ધીરજથી કર્મ વેદવાની ટેવ પાડીશું તો તે મરણ વખતે, ગમે તેવી મૂંઝવણમાં પણ કામ લાગશે. માટે નહીં ગભરાતાં, ધીરજ રાખીને, હિંમત હાર્યા વિના સમજૂતીથી કામ લેતાં શીખવું. ઉતાવળ કર્યો કંઇ વળે તેવું નથી. આપણું ધાર્યું કંઇ બનતું નથી; પણ સમજણ, સત્પુરુષને આધારે, સવળી રહે તો કર્મ ઓછાં બંધાય અને ઘણાં આકરાં કર્મ થોડી મુદ્દતમાં પતી જાય તેવું છે. માટે કઠણ હૈયું કરી, જાણે કંઇ બન્યું જ નથી એમ સમજી, સ્મરણમાં ચિત્ત વારંવાર લાવવાની ટેવ પાડશો તો મનની શાંતિથી શરીર પણ બગડતું અટકશે, જરૂર જેટલી ઊંઘ પણ આવશે. હાયવોય કર્યે આપણે દુઃખી થઇએ, બીજાને દુઃખી કરીએ અને નવાં કર્મ બંધાય. માટે ધીરજ, સમતા, સહનશીલતા અને પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી, જેમ બની આવે તેમ ભક્તિભાવ કરતાં રહેશો. થોડું લખ્યું - ઘણું ગણી, પત્ર બહુ વાર વાંચશોજી. (બો-૩, પૃ.૭૪૦, આંક ૯૦૯) પરમકૃપાળુદેવના પત્રોનો અભ્યાસ કરી, તે મહાપુરુષની દશા ઊંડા ઊતરી વિચારી, આ આશ્રયે આ ભવસમુદ્ર તરી જવો છે, એમ દૃઢ કરી, સત્પુરુષાર્થ સતત કર્તવ્ય છેજી. પ્રમાદ અને આળસ વૈરી છે, તેનો જય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૯૫, આંક ૧૦૨૧) તરવાને માટે તો જેને તરતાં આવડતું હોય અને તારી શકે, તેવાનું શરણ જોઇએ. સત્પુરુષ મળે પણ તે પોતે માનતો હોય કે હું જાણું છું, સમજું છું. એમ માન-અહંભાવ આડાં આવે છે. તેથી શરણે જવા માટે પહેલી શરત કરી કે હું કંઇ જ જાણતો નથી, એમ થવું જોઇએ. જ્ઞાની કહે તે સાચું. (બો-૧, પૃ.૩૧, આંક ૩૯) D મારું-તારું છૂટે અને હું તો એક જ્ઞાનીને શરણે છું, એવું મનમાં થાય ત્યારે કામ થાય. બીજું કંઇ ન થતું હોય તો ‘જ્ઞાનીનું કહેલું સાચું છે, એ કહે તે સાચું.' એમ માને તોપણ કામ થઇ જાય. જેમ એંજિનની સાથે ડબાનો આંકડો ભેરવ્યો તો સાથે ચાલ્યો જાય, તેમ છે. (બો-૧, પૃ.૭૫) D પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઇને ફરી-ફરી પત્રો દ્વારા ચેતાવ્યા છે કે વ્યવહાર સંબંધી ચિંતા રાખીએ કે ન રાખીએ, તે બંને સરખું છે; કારણ કે બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી; તો ઉપાધિ આડે આત્મહિતની વિસ્મૃતિ શા માટે કરવી ? માત્ર જે થાય તે જોયા કરવું, એવી સુગમ શિખામણ આપી છે. તે આપણને પણ અમૃત જેવી છે; પણ મરચાંના કીડાને સાકરમાં મૂકે તોપણ તરફડે છે; તેમ આપણને વ્યવહારની મીઠાશ તાળવે ચોંટી છે, તેથી પરમાર્થ-સાધક શિખામણ અંગીકાર કરતાં પગ ધ્રુજે છે. જ્યાં આપણું કંઇ ચાલે તેમ નથી, તેની ફિકર-ચિંતા કરીએ તો આર્તધ્યાન સિવાય બીજું શું ફળ મળે ? અને તેવા પ્રસંગે જો આયુષ્ય બંધાઇ જાય તો તિર્યંચગતિના ત્રાસ સહન કરતાં પણ પાર આવે તેમ નથી, એમ વિચારી સદ્ગુરુનો આશ્રય તેવા પ્રસંગમાં બહુ ઉપકારી છેજી. જેમ કોઇ બાળકને સતાવે ત્યારે તે તેની માની સોડમાં સંતાઇ જાય છે, તેમ આવા વિકટ પ્રસંગમાં જેમ પુણ્યપાપને આધારે બનવા યોગ્ય હોય તે બનો પણ મારું ધન તો આ મનુષ્યભવ છે, તે વ્યર્થ ચિંતામાં Page #69 -------------------------------------------------------------------------- ________________ (૪૦) વધું ન જાઓ અને સદ્ગુરુનું શરણ મને સદાય દ્રઢ રહો. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૯૨) આ ઉત્તમ દવા લેતા રહેવા ભલામણ છેજી. પત્રાંક ૫૭૫, ૫૯૨ વારંવાર વિચારવા ભલામણ છેજી. સગુરુના આશ્રયનું બળ તેમાં છે. વળી જનકવિદેહી અષ્ટાવક્ર ગુરુનું અવલંબન લઇ, દુસ્તર માયાના વિકટ પ્રસંગોમાં મન તણાઈ ન જાય તેમ વર્તતા, એવો પત્ર પરમકૃપાળુદેવે લખ્યો છે, તે પત્રાંક ૩૨૧; અને પત્રાંક ૩૪૮ પણ વિચારવા યોગ્ય છેજી. વારંવાર સદ્ગુરુનું માહામ્ય વિચારી ગમે તેમ થાય, પોતાની શક્તિ કરતાં વિશેષ કર્મનું બળ જણાય ત્યાં “હે ભગવાન ! મારું કંઇ બળવીર્ય ચાલતું નથી, આપ જ એક મારે શરણ છો.' એમ વિચારી, સ્મરણનું અવલંબન મુખથી તો ચાલુ રાખવા યોગ્ય છેજી. તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવજીવન આધાર રે.' (બો-૩, પૃ.૪૫૦, આંક ૪૭૦) | પતિતપાવન અધમોદ્ધારણ ભગવાન કહેવાય છે, તે સાચું છેજી. સંસારથી કંટાળ્યા હોય તેવા અબુધ અને અશક્ત મનુષ્યો સપુરુષને આશ્રયે અનંતકાળનાં કર્મ ખપાવી શકે છે. બે ઘડીમાં ઘણાનો મોક્ષ થયો છે તેવું શૂરવીરપણું ભક્તિમાર્ગમાં ગ્રહણ કરનાર, જયવંત થયા છે. (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૧૦) 0 પોતાના દોષ હોય, તે કાઢવાનો ખાસ લક્ષ રાખવો. કંઈ ગુણ પ્રગટયો હોય તો તેનું અભિમાન કરવું નહીં. તેમ કરવાથી પાછું પડી જવાય છે. જ્ઞાની પુરુષના ઉપદેશમાં એવી ચમત્કૃતિ હોય છે કે જે જીવોએ તેમનો આશ્રય સ્વીકાર્યો છે, બહુમાનપણે તે વચનોનું જે નિરંતર શ્રવણ-મનન કરે છે, તેમને તેવા દોષો તે ઉત્પન્ન થતા નથી. (બો-૧, પૃ. ૨૦) D અવસર આવ્યું જીવે, જે શુભ કામ કરી લીધું, તે લેખાનું છે. ભવિષ્યમાં જે થવું હોય તેમ થાઓ, પણ જ્ઞાનીના માર્ગને પામ્યા છે, તે જીવે, કોઈ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી. આ શરીર સાથે જીવને જે કર્મયોગે સંસાર સંબંધ હશે, તે વ્યતીત થયે તે દેહનો વિયોગ નિશ્રય થશે, પરંતુ પરમકૃપાળુદેવને આશ્રયે દેહ છૂટે, એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે; મોક્ષપ્રાપ્તિ કરે. આવું પરમ બળવાન, જ્ઞાનીના આશ્રયનું ફળ પરમકૃપાળુદેવે પ્રકાડ્યું છે, તો આખર સુધી પરમકૃપાળુદેવનું શરણ વૃઢપણે પકડી રખાય, એ જ પુરુષાર્થ કર્તવ્ય છેજી. એક ભવ જ્ઞાનીને આશ્રયે ગળાય તો અનંત ભવનું સાટું વળી રહે તેવો લાભ, તેવા આશ્રયપૂર્વકના જીવનનો જાણી, બીજી બધી ઈચ્છાઓ તજી, મંત્રસ્મરણ ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એમાં સર્વ સાધન સમાય છે એવો નિર્ધાર રાખી, તેમાં જ ચિત્તની લીનતા કરવા ભલામણ છેજી. પત્રાંક ૬૯૨ વારંવાર સાંભળવાનું બને તેમ કર્તવ્ય છેજી. સ્મરણ કરતાં સદા આનંદમાં રહેવું, એમ પ.પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનાં સાધનરૂપ કહ્યું છેજી. (બી-૩, પૃ.૭૪૫, આંક ૯૨૦) Page #70 -------------------------------------------------------------------------- ________________ (૬૧) D આ દુષમ કળિકાળમાં અનેક ઉપાધિઓ, આફતો આવી પડે તે નવાઈ જેવું નથી; પણ તે સર્વે વિનોને દૂર કરીને, કોઈ સંતના કહેવાથી પુરુષની આજ્ઞા, સ્મરણ, તેનું અવલંબન અને ભક્તિ પ્રાપ્ત થાય તથા સદ્ભાવ રહ્યા કરે, એ જ નવાઈ જેવું છે. અનેક ભવના પરિભ્રમણમાં જે પ્રાપ્ત થયું નથી, તે આ દુષમકાળમાં અનાયાસે સાચા પુરુષનું શરણું પ્રાપ્ત થયું છે; તે આખર ઘડી સુધી, છેક છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ટકાવી રાખવું જરૂરનું છે. સંસારમાં આસક્તિવાળા જીવો મરણ વખતની અતુલ્ય વેદનામાં પણ કાંઈ ધન દાટયું હોય, તે બતાવવાનો કે સ્ત્રી-પુત્રને કંઈ કહેવાનો અવકાશ મેળવે છે, કારણ કે તે વસ્તુનું તેને માહાસ્ય લાગ્યું છે; તેમ જેને સપુરુષનું, તેનાં વચનનું અને તેના શરણનું માહાભ્ય લાગ્યું હોય, તે પણ તેને માટે ગમે તેમ કરીને અવકાશ મેળવી શકે છે. જેનું બહુ સેવન થયું હોય તેનું સ્મરણ આખરે રહે છે. માટે જ મુમુક્ષુજનો ભગવાનનું સ્મરણ, સેવન, બાન, ભાવના, કેવળ અર્પણતા આદિ ભાવો નિરંતર આરાધતા રહે છેજી. (બી-૩, પૃ.૧૭૭, આંક ૧૮૧). I અહીં જેમ ક્રમવાર ભક્તિમાં વખત જતો તેમ ત્યાં પણ પુસ્તકને આધારે, ચિત્રપટના અવલંબને પરમકૃપાળુદેવનાં વચનોમાં તલ્લીનતા રહે અને વૃત્તિ સાંસારિક પ્રસંગોમાં ન ભટકતી રહે તેવી કાળજી રાખી, મનને વારંવાર ધર્મની પ્રવૃત્તિમાં જોડવા ભલામણ છેજી. જ્ઞાની પુરુષોએ કહેવામાં કચાશ નથી રાખી, આ જીવે કરવામાં કચાશ રાખી છે; તે હવે દૂર કરી, સાચા પુરુષનું શરણું આ ભવમાં મળ્યું છે તો સાચા થઈ, તે મરતા સુધી પકડી રાખવું છે, અને આત્મહિત અર્થે જ જીવવું છે, એવો વૃઢ નિશ્રય કરી, તેમ વર્તતા રહેવાનું છે). (બી-૩, પૃ.૩૯૨, આંક ૪00) I એક વખત સત્પષનો દ્રઢ આશ્રય થયો તો ભવોભવમાં થાય. એવો આશ્રય થયા પછી બીજા ભવમાં જાય, તોપણ એ વિના જીવને બીજું ગમે નહીં. સાચું મળે ત્યારે જ શાંતિ થાય. (બો-૧, પૃ.૭૪) D ચમરેન્દ્ર પૂર્વભવે તામલી તાપસ હતા, ત્યારે જે ધર્મ માનતા તે સાચે ભાવે પાળતા. રાજ્ય છોડી તાપસધર્મ અંગીકાર કરી, વિષય-કષાય મંદ કરી પરોપકાર, કાયાકાદિ વડે પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તે દેવદેવીઓને ખબર પડતાં તેને અંત સમયે દેવલોકનો વૈભવ બતાવી નિયાણું કરવા જણાવ્યું, પણ એ મંદકદાગ્રહી, ગુણગ્રાહી તપસ્વીએ ક્યાંક સાંભળેલું કે વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું; તો આ વખતે મારે કશી દેવલોક આદિની ઇચ્છા કરવી નથી. એમ જાણે-અજાણે, બીજી શ્રદ્ધા અંગીકાર કરેલી છતાં, વીતરાગ-વચનનું બહુમાનપણું અને તે વચનનું કસોટીને પ્રસંગે યાદ કરી અમલમાં મૂકવું, એ મહાભાગ્યનું કારણ બન્યું. વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થવાથી તે ઇન્દ્રપદ પામ્યા. બધા ઈન્દ્રોને તીર્થકરનાં પંચકલ્યાણકોમાં જવાનો નિયોગ હોય છે. તેથી સમકિત ન હોય તોપણ સમકિત પામવાનું કારણ બને છે. તે ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા પછી, શક્રેન્દ્રનું સિંહાસન પોતાના સિંહાસન ઉપર જ છે એમ જાણતાં, દેખતાં ઈર્ષા થઈ આવી, તેથી ક્રોધ પ્રગટયો; પોતે પ્રભાવશાળી છે, તો તે અપમાન કેમ ખમે? એવું માન ફર્યું. પોતાની તેને જીતવાની શક્તિ નથી એવું સલાહકાર દેવોથી જાણું, છતાં ક્રોધ અને માયાના પ્રભાવે પાછા હઠવાને બદલે પોતાની શક્તિ પ્રગટ કરવાનો દંભ સ્કુર્યો, શક્રેન્દ્રને જીતવાનો લોભ જાગ્યો; તેમ Page #71 -------------------------------------------------------------------------- ________________ ર છતાં મરણ વખતે આગલા ભવમાં વીતરાગ-વચન આરાધ્યું હતું તેના પ્રભાવે વૃત્તિ જાગી કે કોઇનું શરણ લઇને લડવા જવું. અવધિજ્ઞાનથી તપાસતાં ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થાએ એક રાત્રિની મહાપ્રતિમા યોગ ધારી પુઢવીશિલા ઉપર ઊભેલા, શરણ યોગ્ય જણાયા. તેમનું શરણ દૃઢ ધારી, વિક્રિયાવડે શક્રેન્દ્રની સભા સુધી પહોંચી ખળભળાટ મચાવ્યો; પણ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી લઇ, તેને શિક્ષા કરવા શક્રેન્દ્ર વજ્ર ફેંક્યું. પરંતુ કોઇનું શરણ લઇને આટલા સુધી તે આવી શક્યો લાગે છે એમ વિચારતાં, મહાપુરુષની આશાતના રખે થઇ જાય એવા ડરથી, તે પોતે શસ્ત્ર પાછળ દોડયા અને શ્રી ભગવંત મહાવીરની સમીપ પહોંચતા જ વજ્રને પકડી લીધું. આમ જેને પુણ્યયોગથી પ્રબળ સામગ્રી મળી છે તે, કોઇની, ખાસ કરીને મહાત્માની આશાતનામાં ન વપરાય તેની કાળજી વિચારવાન જીવો રાખે છે. નિર્બળ જીવો સબળનું શરણું ગ્રહણ કરે તો તેને બળવાન પણ કંઇ કરી શકતા નથી. ‘કોના બળે બોલું છું ?’ તો કે ‘મારા ધણીના બળે.' એમ સબળ ધણી ધારે તે અબળા હોય તોપણ તે બળવંત છે. જ્યાં ક્રોધાદિ દોષો છે, ત્યાં સ્વર્ગ સમાન સુખ પણ ભોગવી શકાતાં નથી, પણ બળતરાનાં કારણ બને છે. છતાં જો સાચું શરણ પ્રાપ્ત થાય તો તે ક્રોધાદિનાં તોફાનનું ફળ નિષ્ફળ બનવાનો પ્રસંગ બને છે. ‘‘માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.’’ સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ સુધી ટકાવી રાખવું એ જ છે. ‘‘હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.'' એ પૌરાણિક કથાઓ આપણા જીવનને સ્પર્શ કરનારી, સત્પુરુષના યોગે જ બને છે. એ માત્ર કથાઓ નથી રહેતી, પણ તે દ્વારા આપણું જીવન તેમાં ઉકેલાતું સમજાય છે અને જે મહાપુરુષનું અવલંબન લીધું છે, તે પરમકૃપાળુ ભગવંતની પરમ કૃપા પ્રગટ સમજાય છેજી. (બો-૩, પૃ.૫૧૨, આંક ૫૫૪) અનિત્ય ભાવના વિષે સાંભળ્યું છે, તેની વાતો પણ કરી હશે; પણ આવા (મૃત્યુના) પ્રસંગ પામીને, જો જીવ તે ભાવના ભાવવાની શરૂઆત કરી, સંસાર-શરીર-ભોગ ઉપરનો વિશ્વાસ અસ્થિર, ઠગનાર જાણી, વૃત્તિ પરમપુરુષના આશ્રયમાં દૃઢ થતી જાય અને સદ્ગુરુના શરણને ક્ષણે-ક્ષણે ઇચ્છે, તેની આશા એ જ આ જીવને આ ભવ-પરભવમાં સુખપ્રદ છે, મોક્ષનું પરમ કારણ છે એવા નિશ્ચય ઉપર આવે, તેમ હવે તો ખરા દિલથી કર્તવ્ય છેજી. લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, કાળની પણ ખબર નથી. આવી અવસ્થામાં ધર્મ-પુરુષાર્થમાં પ્રમાદ ઘટતો નથી છતાં થયા કરે છે તેનો ખેદ રહ્યા કરે એટલી જાગૃતિ તો અવશ્ય રાખવી જરૂરની સમજાય છેજી. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૩ “હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.'' આ વિવેક-જાગૃતિની ખામી છે, તે પૂરી કરવા ક્યારે કમર કસીશું ? અનંતકાળથી રખડતાં-રખડતાં આ જીવ આટલા સુધી, થાક ખાવા જેવી જગ્યાએ આવ્યો છે, છતાં ત્યાં પણ ડહાપણ કૂટયા વગર રહેતો નથી, એનું કયે કાળે ઠેકાણું પડશે ? એ આપણે સર્વેએ ઊંડા ઊતરીને વિચારવું ઘટે છે અને આ બિચારા અનાથ જીવની દયા દિલમાં પ્રગટાવી, સદ્ગુરુશરણે મરણ સુધી છાનોમાનો પડયો રહે, તેવું બળ પરમકૃપાળુદેવ પાસે યાચી, વિરમું છુંજી. (બો-૩, પૃ.૫૦૪, આંક ૫૪૩). [] જ્ઞાની પુરુષને આશ્રયે આ દેહ છૂટે, એ ભાવના જેની છે, તેને તેવો યોગ મળી આવે છેજી. સર્વ સ્થળે આપણી ભાવના જાગ્રત હોય તો તે પૂ. જૂઠાભાઈને કહ્યું હતું તેમ “સમીપ જ છું.” એમ સમજવા યોગ્ય છે. આપણી ખામી આપણે પૂરી કરવા સપુરુષાર્થની જરૂર છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. (બી-૩, પૃ.૩૧૬, આંક ૩૦૬). | વહેલેમોડે બાંધેલ કર્મ ભોગવી લીધા વિના છૂટકો નથી. વાતે વડાં નહીં થાય, કરવું પડશે, ખમી ખૂંદો; આટલો ભવ ભક્તિનો લાગ મળ્યો છે, તે વ્યર્થ બીજી ચિંતામાં ન ગાળો; આંખો મીંચીને અઘરું લાગે તોપણ સત્સંગ, સંપ અને સલ્ફાસ્ત્રનાં અવલંબને સદ્ગુરુશરણે આ ભવમાં સમાધિમરણ કરી લેવું છે એવી અનેક હિતકારી શિખામણ દયમાં ઊંડી ઊતરી જાય તેમ, તે મહાપુરુષે દરેકને આપી છે, અને દેહભાવ જતો કરી, આત્મભાવમાં વારંવાર વૃત્તિ લાવવા ઘણા કડક શબ્દોમાં ઉપદેશ આપતા : “આત્મા જુઓ, બેટ્ટો હોય તે બીજું જુએ અને માને.” આમ ભરી સભામાં પોકાર કરતા હતા. તેમાંથી જેટલું યાદ આવે તેટલું દયમાં વારંવાર એકાંતમાં વિચારી, તે આશ્રયે હવે તો જેટલા દહાડા તે પરમ સત્સંગના વિયોગમાં, તેને શરણે, જીવનના બાકી હોય તે, “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.” - તે લક્ષ રાખી, તે પરમપુરુષના શરણે ગાળવાના છેજી. (બી-૩, પૃ.૪૭૭, આંક ૫૦૭) અનેક પ્રકારે જીવ કલ્પના કરે છે, શાસ્ત્રો વાંચે છે, હું ધર્મ કરું છું એમ માને છે; પણ આત્માનો નિર્ણય થવો બહુ મુશ્કેલ છે. કોઈક મહાપુરુષને શરણે જાય ત્યારે કામ થાય. જીવને આત્માનો નિર્ણય થયો નથી. જ્યારે જ્ઞાનીનો યોગ થાય ત્યારે યથાર્થ નિર્ણય થાય છે. હું” એમ જીવ કહે છે, પણ શાને “હું' કહે છે, તેની ખબર નથી. કોઈ વખતે ક્રોધને “હું', કોઈ વખતે દેહને “હું” માને છે, કોઈ વખતે કહે છે કે “હું” મરી જઈશ; કોઈ વખતે કહે કે “હું” અવિનાશી છું. વિવેક નથી. વિવેક આવે તો ભેદ પડે અને તો જ મોક્ષ થાય. જીવને થાય કે આજ ને આજ નિર્ણય કરી નાખું, પણ એમનો એમ નિર્ણય ન થાય. કોઈ મહાપુરુષને શોધીને નિર્ણય કરને ! મહાપુરુષને શોધ્યા વિના, પોતાની મેળે નિર્ણય કરે કે આ આમ જ છે, તો તેમાંથી ઝેર નીકળે. Page #73 -------------------------------------------------------------------------- ________________ (૬૪) આત્મા જેવો છે તેવો તેનો વિચાર ન આવે, તેનું કારણ અયોગ્યતા છે. યોગ્યતા આવ્યા વિના નિર્ણય કરવા જાય તો થાય એવો નથી. (બો-૧, પૃ. ૨૭૮, આંક ૧૬) D ધિક્કાર છે આ કાળને કે તેના શત્રુરૂપ સત્વરુષનો વિયોગ સાધી, તે પોતાનું બળ પ્રવર્તાવ્યે જાય છે. જે કોઇ, રડયો-ખડયો, તેના પંજા પાસે પહોંચ્યો નથી – તેણે પુરુષનું શરણ સાચવી, ગુપચુપ પોતાનું કામ કરી લેવા યોગ્ય છે. ઘંટીમાં ખીલાની પાસે પડી રહેલા દાણા દળાતા નથી, પણ દૂર જેટલા ઢળી જાય છે, તે પિસાઈ જાય છે; તેમ પુરુષને વિસરીને કરણી થશે, તે આત્માને પીસનારી સમજવા યોગ્ય છે'. (બી-૩, પૃ.૧૫૧, આંક ૧૫૧) સપુરુષના સંગે જાગેલા ભાવો જાગતા રાખવા, હવે કેડ બાંધીને મંડી પડવા જોગ અવસર આવ્યો છે. પાછલા પહોરના આથમતા સૂર્ય જેવાં બે ઘડીનાં જીવન માટે, હવે ફિકર કરવી નથી. દેહનું જેમ થતું હોય તેમ થવા દઈ “થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.” એ ભાવ નિરંતર બ્દયમાં રાખી, તેના ચરણના શરણથી નિર્ભય રહેવું, આનંદિત રહેવું અને સોનેરી ક્ષણો જે સપુરુષના યોગમાં ગાળી છે, તેનું સ્મરણ વારંવાર સ્મૃતિમાં લાવી, તે જ રંગમાં રંગાયેલા રહેવા ઉત્તમ નિમિત્તો ઈચ્છવાં. અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત મૂછ નવ જોય જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?'' સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬) ઠેઠના ભાથારૂપ આ શિખામણ દ્ધયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૨૫૯, આંક ૨૫૩) | સત્સંગની ભાવના રહ્યા કરે છે તથા સ્મરણ કર્યા કરો છો, એમ જાણી સંતોષ થયો છેજી. આ ભવમાં સાચા પુરુષની શ્રદ્ધા તેમ જ તે પરમપુરુષનું શરણ મરણ સુધી, અનન્ય ભાવે, જે ટકાવી રાખશે, તેને આ દુષમકાળ પણ ચોથા આરા જેવો છેજી. (બો-૩, પૃ.૫૨૪, આંક પ૭૦) || જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે, તેના ઉપયોગમાં જીવ રહે તો તે સમ્યફદશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છેજી. પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ, જીવને પ્રત્યક્ષસ્વરૂપે પ્રગટ થવાનું સાધન છે. જેવો જ્ઞાનીએ જોયો છે તેવો જ મારો આત્મા છે. અત્યારે મને તેની ખબર નથી, પણ તેણે કહ્યો છે તેવો જ આત્મા મારે માનવો છે, એવી માન્યતા કરવી - તે અત્યારે બની શકે તેમ છે. તેવી માન્યતાથી જડભાવ પ્રત્યે વૈરાગ્ય રહે, આત્મભાવમાં ઉજમાળતા આવે, જ્ઞાનીનાં વચન વધારે સમજાતાં જાય અને કર્મ માર્ગ આપે ત્યારે સૂક્ષ્મ વિચારથી જીવ ઊંડો ઊતરે ત્યારે યથાર્થ શુદ્ધસ્વરૂપની પ્રતીતિ પ્રગટે છેજી. સપુરુષના આશ્રયે પુરુષાર્થ કરતાં, પરમાર્થદશા પ્રાપ્ત થાય છે, એ નિઃશંક વાત છેજી. (બો-૩, પૃ.૭૬૫, આંક ૯૬૮) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પરમકૃપાળુદેવ/સપુરુષના આશ્રિત વિષે I પરમકૃપાળુદેવે લખ્યું છે કે આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, ત્યાં સુખની આશા શી રાખવી? સંસારનું સ્વરૂપ અન્યથા માન્યું હોય, તેને આ પ્રસંગે અતુલ ખેદ પ્રાપ્ત થાય; પણ પરમકૃપાળુદેવના આશ્રિત મુમુક્ષુ કહેવાય છે, સર્વ પ્રકારે મુક્ત થવાની જેની ભાવના છે, તેને તો જે થાય તે ભલું માનવામાં આવે એવી એ પરમપુરુષની શિખામણ શિરસાવંઘ સમજાઈ છે; તેની કસોટીનો આ પ્રસંગ છે એમ સમજી, બીજા બધા સાંસારિક વિકલ્પો મૂકી, પરમકૃપાળુદેવના ચરણમાં વૃત્તિ વારંવાર વાળી, સ્થિર કરવી ઘટે છેજી, સપુરુષ અને પુરુષનાં અમૃત સમાન વચનો એ જ આવા પ્રસંગે પરમ શરણરૂપ છે. આપે છેવટ સુધી તે ભાઇને સ્મરણની સ્મૃતિ આપવાની ફરજ બજાવી હશે. “જગત જીવ હે કર્માધીના, અચરજ કછુ ન લીના; અબધુ સદા મગન મન રહેના.'' (બી-૩, પૃ.૫૬૧, આંક ૬૨૭) D આપનો પત્ર મળ્યો. અજ્ઞાનદશામાં તો પુદ્ગલનાં લાભ-હાનિથી હર્ષ-શોક કરવાનો જીવે અભ્યાસ કરી મૂક્યો છે, એટલે તેવા પ્રસંગે વિષમતા વિશેષ દેખાય તેમાં નવાઈ નથી; પરંતુ જે મહાભાગ્યશાળી જીવોને સંસારમાં પ્રવેશતા પહેલાં સપુરુષનાં દર્શન થયાં છે, તે મહાપુરુષોનો બોધ સાંભળ્યો છે, રુચ્યો છે અને તેની ઉપાસના કરવા અને મોક્ષ-મહેલ પર ચઢવા જેનું જુવાન લોહી ઊછળી રહ્યું છે, તેવા સપુરુષના આશ્રિતને તેવા પ્રસંગોમાં “આત્માથી સૌ હીન'' એ લક્ષ ન ચુકાય. અમદાવાદ અને મુંબઇમાં હાલ એકાએક ખૂન થયાં જાય છે. તેવા પ્રસંગમાં પૂર્વકર્મના યોગે સપડાઈ જતાં પણ તેને પરનો દોષ ન ભાસે; પણ પોતાનાં કરેલાં કર્મનો આવો ઉદય આવ્યો છે, તે મારે ભોગવ્ય જ છૂટકો એમ વિચારી, પ્રાણ લેનાર પ્રત્યે પણ વેર ન રાખે; પણ મારા કર્મો છોડાવવા તે આવ્યો છે એવી દ્રષ્ટિ રાખી, જેમ પોતાના આત્માનું હિત સપુરુષના શરણે દેહ છોડવામાં છે, તેમ તે મારનારને પણ તે મહાજ્ઞાની પુરુષનું શરણું મરણ વખતે હોજો અને તેના આત્માનું પણ કલ્યાણ થાઓ, એવી ભાવના સપુરુષના આશ્રિતને ઘટે છેજી. કોઈ ચોર-અન્યાયીનો, પૂર્વકર્મના ઉદયે યોગ મળી આવ્યો અને જે વસ્તુની સાથેનો આપણો સંબંધ મરતા પહેલાં પૂરો થવાનો હતો, તે વસ્તુ લઈ જવામાં તેના પુણ્ય-ઉદયે મદદ કરી અને તેમાં સફળ થયો, તો મને મોહમાં ઘેરી રાખનાર વસ્તુથી મુકાવનાર ભાઈનો ઉપકાર માની, તેવા પાપનાં કાર્યોમાં તેની બુદ્ધિ હવે ન પ્રવર્તી અને સપુરુષનું શરણ તેને મનુષ્યભવમાં મળો કે જેથી ચોરીના વ્યસનનો ત્યાગ કરવાનું અને આત્મહિત કરવાનું તેને સૂઝ, એવી ભાવના મારે ભાવવી ઘટે છે. કોઈ પણ પ્રકારે આપણે આપણા ભાવ મલિન ન થાય તેમ વર્તવાની, બળપૂર્વક કાળજી રાખવી યોગ્ય છે. (બી-૩, પૃ.૨૯૮, આંક ૨૮૭) પૂ. ....ના દેહત્યાગના સમાચાર જાણી સર્વને ખેદ થયો છેજી કે આટલી નાની ઉંમરમાં તેમનો મનુષ્યભવ લૂંટાઈ ગયો. ઉત્તમ સામગ્રી ફરી-ફરી મળવી દુર્લભ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે : “‘પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતાં મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસ અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે . Page #75 -------------------------------------------------------------------------- ________________ સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુજીવનું નિરંતર ચિત્ત વર્તે છે.” (૭૮૩) આવું પરમકૃપાળુદેવે કહ્યું છે, તે સાચું છે. તેના આશ્રિતનું તો કલ્યાણ જ છેજી. તેની ગતિ વગેરે જે થાય છે, તેને કર્મ ખપાવી મોક્ષમાર્ગમાં દોરનાર જ હોય છે, એટલે તેમના સંબંધી આપણે કંઈ વિકલ્પ કરવા યોગ્ય નથી. સ્વ. ....ને જ્યારથી પરમકૃપાળુદેવનું માહાસ્ય સમજાયું ત્યારથી તે આશ્રમવાસી બની ગયા અને ઠેઠ સુધી તેમની ભાવના પરમકૃપાળુદેવના શરણમાં રહી. એ બહુ સારું બન્યું છે.જી. પૂર્વના સંસ્કારને લઇને તમારા બધાની સેવાભાવના બળવાન બનાવી, તેઓ આ ભવમાં કરવા યોગ્ય મુખ્ય કાર્ય - સાચા પુરુષની શ્રદ્ધા, તે દ્રઢ કરી સાથે લઈ ગયા છે. તેવી શ્રદ્ધા વિશેષ-વિશેષ સત્સંગના પ્રસંગ મેળવી, આપણે સર્વ નાના-મોટાએ કરી લેવાથી, આ મનુષ્યભવ મળ્યાની સફળતા માનવી ઘટે છેજી. (બો-૩, પૃ.૪૭૬, આંક ૫૦૫) | આપને ચિંતાનું કારણ ઊભું થયું છે તે સાંભળી, બે અક્ષર લખું છું કે મુમુક્ષુ જીવે સંસારના પ્રસંગોમાં કોઈ દિવસ તન્મય થઈ જવા યોગ્ય નથી. એક જ્ઞાની પુરુષ અને બીજા તેના આશ્રિત મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તેનો વિચાર કરશો કે જ્ઞાની પુરુષના આશ્રિતમાં કેવા ગુણો જોઈએ કે જેથી તે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે એમ કહેવાય? પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) જગતના તુ છ પદાર્થો કરતાં આત્મા અનંતગણો મૂલ્યવાન છે એમ સમજી, તે તુચ્છ વસ્તુમાં તન્મય થઈ આર્તધ્યાન ન થાય, તેમ મુમુક્ષુને કર્તવ્ય છેજી. ભક્તિ-નિયમમાં વિઘ્ન ન પહોંચે, તેમ બનતો પ્રયત્ન કર્તવ્ય છેજી. પત્રાંક ૩૨૧ પૂરો વિચારી, સદ્ગુરુનું આલંબન દૃઢ થાય, તેમ પ્રવર્તવા વિનંતી છે.જી. રોજ મરણનો વિચાર કરવાથી વૈરાગ્ય અને અનાસક્ત ભાવ વધે છે, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. (બી-૩, પૃ.૩૦૦, આંક ૨૯૦) આપની તબિયત વિશેષ નરમ રહે છે, તો બનતી સંભાળ રાખતાં હશો. જોકે આપણું ધાર્યું કંઈ થતું નથી; શરીર કર્મને આધીન છે અને ભાવ આત્માને આધીન છે; તોપણ જેમ શરીરની માવજત, દવા વગેરે ઉપચારોથી કરાય છે, તેમ મોટો રોગ તો મરણ નો છે અને તે અચૂક આવનાર છે, છતાં જીવ મોહવશ તેની તૈયારી કરતો નથી, ગફલતમાં રહે છે. મહાપુરુષો મરણને સમીપ જ સમજીને ચેતતા રહે છે; તો મહાપુરુષના આશ્રિતે પણ, તે જ માર્ગ ગ્રહવો ઘટે છે. (બી-૩, પૃ.૪૬૮, આંક ૪૯૩) ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાંહિ.” જ્ઞાની એવા હોય તો તેના આશ્રિતનો માર્ગ એ જ હોય કે બીજો ? તે ઊંડા ઊતરી વિચારવા ભલામણ છેજ. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકી નામ ફકીર.” એ જ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૪૪૦, આંક ૪૬૦) D જગત જેને સુખ માને છે અને જગત જેને દુઃખ માને છે, તે જ માન્યતા જેની રહી હોય, તે જ્ઞાનીનો આશ્રિત નથી. જ્ઞાનીનું કહેલું જેને સર્વ પ્રકારે સંમત છે, તે જ્ઞાનીનો આશ્રિત અને સમ્યક્દર્શનનો અધિકારી છે'. તે વારંવાર વિચારવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૮૯). Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭ પરમકૃપાળુદેવ/સત્પુરુષ પ્રત્યેની ભક્તિ વિષે [] પતિતપાવન, તરણતારણ, અધમઉદ્ધારણ, અનાથના નાથ, પરમશરણસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી, પરમકૃપાળુ નાથ દેવાધિદેવ, સકળ જીવના આધાર, દીનાનાથદયાળ, કેવળ કરુણામૂર્તિ, સત્સ્વરૂપી શ્રીમદ્ રાજચંદ્ર અંતર્યામીદેવને અત્યંત ભક્તિથી સર્વાર્પણપણે નમસ્કાર હો ! (બો-૩, પૃ.૭૪૦, આંક ૯૦૯) પરમકૃપાળુદેવની જીવનકળા પહેલી વાંચવી. જેની આપણે ભક્તિ કરીએ છીએ, તેનું જીવન જાણીએ તો આપણને ભાવ થાય. (બો-૧, પૃ.૨૬૫, આંક ૧૭૪) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા પ્રત્યે પરમ સંતના સમાગમે અચળ પ્રેમ, શ્રદ્ધા, ભક્તિ કર્તવ્ય છેજી. તે પુરુષની અલૌકિકદશા અને તેના અમાપ ઉપકારનો સત્સંગમાં વિચાર કર્તવ્ય છે, તેથી ભક્તિ પ્રગટે છે અને એક મૂળપુરુષની ભક્તિમાં સર્વે આવી જાય છે એ લક્ષ રાખી, પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૯૦, આંક ૮૦) — એક પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે અને તે જ કરવા પ.પૂ. પ્રભુશ્રીજીએ આપણને અનેક વાર પૂનાથી શરૂ કરીને કહેલ છે, લક્ષ રાખી, એકને ભજવાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે. (બો-૩, પૃ.૧૨૩, આંક ૧૨૨) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ, ૫.ઉ. પ્રભુશ્રીજીએ આપણને બતાવી આપણાં ઉપર અપાર ઉપકાર કર્યો છે. તે પરમપુરુષ ભક્તિ કરવા યોગ્ય, સ્તવવા યોગ્ય, ઉપાસવા યોગ્ય, ગુણગ્રામ કરી પવિત્ર થવા યોગ્ય છે. તેમ જ તેઓશ્રીનાં વચનામૃત સત્શાસ્ત્ર દ્વારા વાંચી કે શ્રવણ કરી, મનન કરી, વારંવાર ભાવના કરી શ્રદ્ધા દૃઢ કરવા યોગ્ય છે. તે આ મનુષ્યભવમાં બની શકે તેવું છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, તેમનાં વચનામૃત, તેમની ભક્તિ અને તેમના અપૂર્વ ઉપકારો પ્રત્યે આપણા ભાવ વળશે, હૃદયમાં દૃઢ થશે અને તેનું શરણ ગ્રહણ થશે તો તે આપણા આત્માની સંપત્તિ પામવાનું અપૂર્વ કારણ થશે. છેવટ સુધી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ એક એ જ પરમપુરુષની ભક્તિમાં કાળ ગાળવાનું, સત્સંગ કરવાનું અને સંપ રાખવાનું આપણને જણાવ્યા કર્યું છે. (બો-૩, પૃ.૧૩૫, આંક ૧૩૫) 7 આપે તો ઘણું વાંચ્યું-વિચાર્યું હશે, પરંતુ હવે પરમકૃપાળુદેવની ભક્તિ અને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિસહ, જે જે આરાધના કરશો તે વિશેષ ઊંડા ઊતરવાનું કારણ થશે. આપે પત્રમાં જણાવેલ છે, તે ઉપરાંત છ પદનો પત્ર અને ‘“મૂળ મારગ સાંભળો જિનનો રે'' એ પદ પરમકૃપાળુદેવની આજ્ઞા લઇ વિશેષ-વિશેષ વિચારવા ભલામણ છેજી. છ પદના પત્રના છેવટના ભાગમાં પરમકૃપાળુદેવ જણાવે છે : “જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !'' આવી ભક્તિ આદરી, તેમાં જણાવેલું ફળ પ્રાપ્ત કરી લેવું છે, એવો દૃઢ નિશ્વય કર્તવ્ય છેજી. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૬૮) હવે લોકલાજ, લોકરંજન કે લૌકિકભાવ તજી, આત્મા માટે પરમકૃપાળુદેવની ભક્તિ પરમ સાધન સમજી, આત્મસ્વરૂપ અર્થે ઝૂરણા જાગે, તે જ મુખ્ય કર્તવ્ય દ્રષ્ટિ સન્મુખ રહ્યા કરે, તેવો જીવનપલટો કર્તવ્ય છે.જી. (બો-૩, પૃ.૫૨૦, આંક ૫૪૪). D આવા કળિકાળમાં જેને ધર્મ પ્રત્યે ચોટ થઈ હોય તે જ ભગવાનને સંભારે, નહીં તો તૃષ્ણામાં આખું જગત અજાયબી પમાડે તેમ તણાઈ રહ્યું છે; તેમાંથી બચી પરમકૃપાળુદેવના ચરણમાં ચિત્ત રાખશે, તે ધન્યવાદને પાત્ર છે. (બી-૩, પૃ.૫૧૬, આંક ૫૫૯) I એક પરમકૃપાળુદેવ એ જ એક મારા તો સાચા સ્વામી છે; તે મને ભવોભવનાં દુઃખમાંથી ઉદ્ધાર કરનારા છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે તો મરણ જેવા ભયંકર દુ:ખના પ્રસંગે પણ તે છોડીશ નહીં. તેને જ આશરે જીવવું છે અને તેને જ આશરે આ દેહ છોડવો છે. બીજે ક્યાંય ચિત્તને ભટકવા દેવું નથી, એવો નિશ્રય, તરવાનો કામી હોય, તે કરે છે અને એ પરમપુરુષના નિશ્રય અને આશ્રયથી તરે છેજી. માટે પરમ દુર્લભ એવી શ્રદ્ધા દિવસે-દિવસે વર્ધમાન થાય તેવી ભાવના કર્તવ્ય છેજી. આ સંસારનાં સુખ ઝેર જેવાં છે અને દુઃખ તો સર્વને અનુભવમાં છે, તો કંઈ પણ સંસારી કામના મનમાં હોય તે કાઢી નાખી, એક પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર વાળી, તે મહાપુરુષ જે દેહાતીત દશામાં, પરમ અમૃતમય આત્મિક સુખમાં, નિરંતર મગ્ન છે તેની જ ભાવના, અભિલાષા, પિપાસા ચાલુ રહે એમ વિચારવા યોગ્ય છેજી. ભક્તિ, ભક્તિ અને ભક્તિ એ જ આધાર છેજી. (બી-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ.” પરમકૃપાળુદેવ જેમ રાખે તેમ રહેવું, જે થાય તે સમભાવે સહી લેવું, અને સંતોષ રાખવો. ભક્તિભાવ વર્ધમાન થાય તેમ વર્તવું. એ જ આપણા હાથમાં હાલ તો છેજ. “થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.'' પ્રમાદને વશ થઈ ખેદ કર્તવ્ય નથીજી. સત્સંગની નિરંતર કામના રાખી, પ્રમાદમાં જીવ ન તણાઈ જાય માટે વારંવાર સ્મરણ, વાંચન, ભક્તિ, કંઈ મુખપાઠ કરવું કે મુખપાઠ થયેલું બોલી જવું વગેરે પુરુષાર્થમાં ચિત્ત રાખી, સત્પરુષે કહેલો બોધ, જે સ્મરણમાં હોય તે, વારંવાર વિચારવો; તેનો ઉપકાર ચિંતવવો કે તેનો યોગ ન થયો હોત તો આ પામર જીવની અત્યારે કેવી દશા થઈ હોત? કેવા કર્મ બાંધતો હોત ? તેની મુખાકૃતિ, તેનો પ્રેમ, તેની શિખામણ વીસરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૧૮૨, આંક ૧૮૪) પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના યોગબળે, તેની ભક્તિ નિરંતર યથાર્થ રહો એ ભાવના રહે છેજી. વારંવાર સદ્ગની મુખાકૃતિ, તેનો બોધ, તેની આજ્ઞામાં ચિત્તને વારંવાર પ્રેરવાથી તે અખૂટ આનંદ આપનાર થઈ શકશે. નિષ્કામભાવે ગુરુભક્તિ પરમ સુખને આપનાર છે. “શ્રી સદગુરુપ્રસાદ’માંના પત્રો વારંવાર વિચારી, તેમાં જણાવ્યા પ્રમાણે વર્તવાની ભાવના, પરમ કલ્યાણનું કારણ છેજી. એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ વધારવા આ જીવની ભાવના છે, તેવી સર્વને હો, એવી પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે છેજી. (બી-૩, પૃ. ૧૮૨, આંક ૧૮૬). Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ (૬૯) જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોય; રાજચંદ્ર ગુરુ તે નમું સંશય સર્વે ખોય. ઉપરનો (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૩૭માંથી) અર્થ વિચારવા ભાવ થાય તો પત્રાંક ૧૭૦ તથા ૧૮૭ વાંચવા-વિચારવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૧૭૨, આંક ૧૭૬) પરમકૃપાળુદેવે લખ્યું છે: “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩)૧) આ વાક્યની શ્રદ્ધા રાખી, તે જે અવસ્થામાં રાખે તેમાં પ્રસન્નતાથી રહેવામાં તે પુરુષની ભક્તિ સમાય છે. માટે મૂંઝાવું નહીં. સ્મરણ-ભક્તિમાં રહી બને તો છોકરાં વગેરેને પણ પરમકૃપાળુદેવ પર ભક્તિભાવ વધે તેમ વાર્તા આદિ દ્વારા જણાવશો. તે ભક્તિમાં જે જોડાશે તે સર્વનું કલ્યાણ થશે તેમ જણાવશોજી. (બો-૩, પૃ. ૧૧૯, આંક ૧૧૪). D પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા કરી, તેની ભક્તિમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું, સદાચરણથી આપણી શક્તિ પ્રમાણે વર્તવું; પણ શ્રદ્ધાનું બળ વિશેષ હશે તો બીજું બધું ચારિત્ર પાળવા યોગ્ય બળ કાળ પાક્ય મળી રહેશે. તેથી પ્રેમ, પ્રતીતિ, ભક્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વધે અને તેનું માહાભ્ય તથા અલૌકિક સ્વરૂપ સમજાય તે અર્થે ત્યાગ, વૈરાગ્ય અને કષાયની મંદતા કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૯૧, આંક ૮૨) I ગાડીને ડબ્બા લગાડયા હોય તે, આગળ એંજિન ચાલે તેમ પાછળ ચાલે; તેવી રીતે પરમકૃપાળુદેવનું શરણ આપણે લીધું છે તો તેમની ગતિ તે આપણી ગતિ હો, એવી ભાવના રોજ કર્તવ્ય છે.જી. તેમણે આત્મગતિ સ્વીકારી છે તો આપણે પણ સંસારભાવના કે સંસારના સુખની વાસના છોડી, એક આત્મા ઉપર લક્ષ રાખી, આત્મગતિ આરાધી લેવી છે'. તે મહાપુરુષને હો તે આપણને હો, આપણે બીજું કાંઈ જાણીએ નહીં અને બીજું કાંઈ આપણે જોઇતું નથી, એવા સાફ દિલથી ભક્તિભાવના, અભેદભાવના ઉપાસવી ઘટે છેજી. તેમણે સંસારને અસાર જાણ્યો, લોકો શું કહેશે તેની દરકાર કરી નહીં, આત્માનું દિવસે-દિવસે, વધારે-વધારે હિત થતું જાય તેવો પુરુષાર્થ વધાર્યો અને પરમ શાંત રસમય ધર્મમાં લીન થયા; તેવી રીતે આપણે પણ તેને શરણે તેની ભક્તિ કરતાં-કરતાં તેવા જ થવું છે; તો બીજા સંસારના, લોકોના અને દેહ વગેરેના વિચારો ભૂલી જઇ, ““શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માગો શીઘ જવાય. જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.' આવા શાંતિના વિચારો બને તેટલા કરવાના છે અને એવા વિચાર ન ઊગતા હોય તોપણ રાગ-દ્વેષ મારે જરૂર દૂર કરવા છે એવો નિશ્ચય કરી, તે પ્રમાણે વર્તતાં-વર્તતાં પરમપુરુષની દશાને, તેની ભક્તિનો કરનાર પામે છેજી. (બી-૩, પૃ.૩૮૦, આંક ૩૮૫) Page #79 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અશુભ દિનોમાં પરમકૃપાળુદેવની સાચા ભાવે ભક્તિ કરી, દૃઢ શ્રદ્ધા રાખે બધાં વિઘ્ન આપોઆપ દૂર થઈ જશે. આત્મામાં આર્તધ્યાન ન થાય એમ કર્તવ્ય છેજી. “સોડ પ્રમાણે સાથરો.” એમ કહેવાય છે તેમ પૂણિયા શ્રાવકની પેઠે થોડી કમાણી હોય તો થોડા ખર્ચમાં નભાવી, ભક્તિ ભૂલવી નહીં. એ જ કર્તવ્ય છેજી. જ્યાં-ત્યાં દહાડા કાઢવાના છે. સાચું શરણ મળ્યા પછી કોઈ પણ કારણે આત્માને ક્લેશિત કરવો ઘટતો નથી. બધા દિવસ આવા ને આવા રહેવાના નથી. આટલાં પાછલાં વર્ષો જો એ પરમકૃપાળુદેવને શરણે જાય તો પછી જીવને અપાર આનંદનાં કારણો મળી આવશેજી. (બી-૩, પૃ.૭૯૨, આંક ૧૦૧૩) D આપનો પત્ર વાંચી સમાચાર જાણ્યા છેજી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે, તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે, તેને સમજુ જીવો સમભાવે સહન કરે છેજી. જેને સત્સંગનો યોગ આ ભવમાં થયો હોય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિમાં પ્રેમ જાગ્યો હોય, તેવા જીવે એક પ્રકારે અંતરમાં ઊંડી શાંતિ રાખવી ઘટે છે કે મારા આત્માનું કલ્યાણ થાય અને મારા આત્માની રક્ષા કરે તેવો ધિંગ ધણી, આ ભવમાં ભક્તિ કરવા યોગ્ય પરમાત્મસ્વરૂપ સાચો પતિ મને મળ્યો છે. આ દેહનું તો, પુણ્ય કે પાપ પૂર્વે બાંધ્યાં છે તેને અનુસાર, થવું હોય તેમ થાઓ, પણ મારા આત્માને તેથી ક્લેશિત કરવો ઘટતો નથી; પણ મારે મારા આત્માનો ઉદ્ધાર કરનારની શોધ કરવાની તો રહી નથી, પણ તેની આજ્ઞા ઉઠાવવાની દાઝ વધે અને સંસારની ફિકર કરતાં આત્માની કાળજી અનંતગણી રાખવાની છે, એ વાત મારા હૃયમાં ઘર કરે તેવી સમજણની જરૂર છે. તે પરમકૃપાળુદેવની ભક્તિથી અને તેના યોગબળે બની આવશે, તેટલી શ્રદ્ધા રાખી, બને તેટલી ભક્તિ ભાવપૂર્વક કરતા રહેવા વિનંતી છેજી. વખત વધારે ન મળે તેને માટે ખેદ કર્તવ્ય નથી, કે અહીં આવી ન શકાય તેવી પરાધીનતાને માટે પણ બહુ ચિંતા કરવા યોગ્ય નથી; પણ જેટલો વખત ભક્તિમાં ગાળવાનો લાગ મળે તેટલો વખત એકનિષ્ઠા અને ઉલ્લાસમાં જાય તેમ કરતા રહેવા વિનંતી છે. (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૮૦) D પરમકૃપાળુદેવની દેહોત્સર્ગ તિથિ ચૈત્ર વદ પાંચમે, તે પરમ ઉપકારી, આપણા અનન્ય આશ્રય પરમપુરુષના વિયોગની સ્મૃતિરૂપ, તે દિવસે બધા ઉપવાસ કરશે અને તે પુરુષનાં વિરહનાં આલોચનાદિ પદ સંગ્રહમાંના પદ વગેરેથી ભક્તિ કરશે. તેવી ભક્તિની ભાવના, દૂર રહ્યાં પણ બ્દયમાં ભાવ આણી, વારંવાર તે પરમપુરુષના આશ્રયનું બળ વર્ધમાન કરતા રહેવા યોગ્ય છે. પરમકૃપાળુદેવની ભક્તિ એકનિષ્ઠાથી થાય તો જરૂર આ જીવનું કલ્યાણ થાય, કારણ કે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રી કહેતા કે અમે વીમો ઉતારીએ છીએ. પરમકૃપાળુદેવની ભક્તિ કરે અને તેનું કલ્યાણ ન થાય તો અમે જવાબદાર છીએ. આવી જોખમદારી લેવી એ ભારે કામ છે; પણ સાચી વાત છે એટલે બેધડક કહીએ છીએ, એમ ભરી સભામાં તેઓશ્રી કહેતા હતા. આપણે તો તેનો વિશ્વાસ રાખી, પરમકૃપાળુદેવના ચરણમાં માથું મૂકી, તેણે કહ્યા પ્રમાણે વૈરાગ્ય-ઉપશમ વધારી, તેને પગલે-પગલે ચાલી, મોક્ષે જ જવું છે, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છે. (બો-૩, પૃ.૧૮૫, આંક ૧૮૯) Page #80 -------------------------------------------------------------------------- ________________ (૭૧) “એક મત આપડી અને ઊભે મા તાપડી.' - એવી શિયાળની વાત પ.પૂ. પ્રભુશ્રીજી કરતા (ઉપદેશામૃત પૃ.૧૭પ અને પૃ.૩૧૭), તેમ તેમણે પરમકૃપાળુદેવની ભક્તિ આપણને કરવા કહ્યું, તે એકનિષ્ઠાએ, કોઇ બીજાના તરફ દ્રષ્ટિ કર્યા વગર, કર્યો જઇશું તો અવશ્ય કલ્યાણ થશે. આપણો સ્વચ્છંદ રોકી, તેની આજ્ઞાને માથે ચઢાવી, બને તેટલો પુરુષાર્થ, શક્તિ ગોપવ્યા સિવાય, કર્યા જવાની આપણી ફરજ છે, અને તે કરીશું તો પરમકૃપાળુદેવ તો કૃપાના ભંડાર જ છે, તેમને ફળ આપવાની વિનંતી પણ કરવા જેવી નથી. વગર ચિતવ્ય ફળ આપે, એવા વીતરાગ ભગવાનનો ધર્મ અચિંત્ય ચિંતામણિ કહેવાય છે; તે પામીને પ્રમાદ કરીએ તેટલો આપણો વાંક છે; નહીં તો અવશ્ય સના આરાધનથી સની પ્રાપ્તિ થાય જ, તેમાં કંઈ સંશય નથી. તે વાત પ્રત્યક્ષ અનુભવ કરીને પ.પૂ. પ્રભુશ્રીજીએ આપણને કહ્યું છે. વીમો ઉતરાવીએ છીએ.' એમ પણ કહેતા. “પરમકૃપાળુદેવની ભક્તિ કરનારનો વાંકો વાળ થાય તેના અમે જોખમદાર છીએ, પણ પોતાનો સ્વછંદ ઉમેરે તો અમે જવાબદાર નથી.'' એમ પણ કહેતા હતા, તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવની ભક્તિમાં અરિહંત, સિદ્ધ, પ્રભુશ્રીજી આદિ સર્વ આવી જાય છે, આપણો આત્મા પણ તેમાં આવી જાય છે, આત્માની જ ભક્તિ ત્યાં થાય છે, કંઈ બાકી રહી જતું નથી, એ લક્ષ ન ચૂકવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૨૧૫, આંક ૨૧૩) | આપનો શુભ ભાવનાવાળો પત્ર મળ્યો છેજી. એ બધા ભાવો પરમકૃપાળુદેવ પ્રત્યે કર્તવ્ય છેજી. એ પરમપુરુષની ઉપાસનાથી આપણે બધા તેની દશા પામી શકીએ તેમ છેજી. તેમની એક પણ આજ્ઞા કે વચન સાચા અંતઃકરણથી ઉઠાવીશું તો જરૂર કલ્યાણ થશે. તેનો પ્રત્યક્ષ પુરાવો પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી છે. છાતી ઠોકીને તે કહેતા કે પરમકૃપાળુદેવની ભક્તિથી કલ્યાણ ન થાય તો અમે જવાબદાર છીએ; પણ કોઈ પોતાની બુદ્ધિથી “આય જ્ઞાની છે” ને “આય જ્ઞાની છે” એમ કહી સ્વચ્છેદ પોષશે, તેનું જોખમ અમારે માથે નથી. બાઇઓ જેમ એક જ ધણી કરે છે તેમ પરમકૃપાળુદેવમાં સર્વ જ્ઞાની સમાય છે એમ માની, એકની જ ઉપાસના કરશે તો બધાય જ્ઞાનીની ઉપાસના થશે. સદ્દગુરુપદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તાર્ત સદ્ગુરુ-ચરણકું, ઉપાસો તજી ગર્વ.'' એ રોજ આપણે બોલીએ છીએ, તે નિરંતર લક્ષમાં રાખવા યોગ્ય છેજી. હું સમજું છું કે આ સમજે છે એમ પોતાની મતિથી માનવાને બદલે, ૫.પૂ. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા, તે સંતના કહેવાથી માનીએ તો કોઇ પ્રકારે તેમાં દોષ ન આવે. આપને તે શ્રદ્ધા છે, તે દૃઢ અને એકાંગી, અનન્ય શરણરૂપ થવા અને રહેવા આટલું જણાવવા યોગ્ય લાગવાથી જણાવ્યું છે. વળી પ.પૂ. પ્રભુશ્રીજીનું વચન સ્મૃતિમાં આવે છે - “નવી, છિદ્ર વગરની સુંદર હોડીમાં તમને બેસાર્યા છે. હવે લાંબોટૂંકો હાથ કર્યા વિના, તેમાં બેસી રહેશો તો તે પાર ઉતારશે.' પણ હોડીમાંનો માણસ પાણીમાં રમત કરવા કે પગ લાંબો કરે તો મગર આવી, પકડી, ખેંચી પણ જાય, કે પોતે હોડીમાંથી પાણીમાં કૂદી પડે તો ડૂબી મરે; તેમ પોતાના સ્વદે સંસારનું કારણ હજી પણ થવા યોગ્ય છે એવો ડર રાખી, માત્ર તેને જ શરણે આટલો ભવ ગાળવાની જરૂર છેજી. Page #81 -------------------------------------------------------------------------- ________________ (૭૨) બીજું, એંજિન સાથે ડબ્બા જોડાય છે તેમ આંકડો ભરવી દેવાનું પણ ઘણી વખત તેઓશ્રી કહેતા. આ શ્રદ્ધા જેની પાકી અને નિર્મળ હશે, તેનાથી બીજાં વ્રત, નિયમ, શાસ્ત્રાભ્યાસ કે જપ, જાત્રાદિ નહીં બને તોપણ તે વહેલેમોડે મોક્ષે જશે; પણ જો શ્રદ્ધામાં ખામી હશે, તેનો બધો પુરુષાર્થ ખામીવાળો થશે. તેથી તે જ દૃઢ કરાવવા, ઘણી વખત ઉલ્લાસભેર બોધ દેતા, તેમાંના થોડાં વચનો નીચે લખ્યાં છેજી : “રોમે-રોમ એ સાચો, સાચો, સાચો થઈ રહ્યું છે. અઢાર દૂષણથી રહિત કેવો એ દેવ! ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, રતિ-અરતિ નહીં વગેરે દોષોથી રહિત ! એ કદી તરસ્યો થયો છે? (આત્મા) ભૂખ્યો થયો છે? રોગી છે? બ્રાહ્મણ છે? સ્ત્રી છે? પુરુષ છે? એક સમજ ફરે તો ચમત્કાર જેવું છે. “પણે હું ગયો' કહે ત્યાં મિથ્યાત્વ. “હું” અને “તું” જુદું થયું છે, તેને થયું છે. બાકી બીજા કહે તેમાંનું કશું ગમતું નથી. મોટા કાશીના પંડિત હોય કે ગમે તે હોય, પણ એક સાચાની માન્યતા થઈ ગઈ છે, તેથી બીજો કોઈ ગમતો નથી, અને એ જ કર્તવ્ય છે. “વાત છે માન્યાની.” સપુરુષની યથાયોગ્ય પ્રતીતિ વિના જીવાજીવનું જ્ઞાન થતું નથી, તે સત્ય છે ... બાવડીએ બાથ ભીડીને કહે છે કે મને છોડાવો, મને કોઈ છોડાવો. છોડી દે એટલે છૂટો થઈશ. સત્યરુષ તો કહી છૂટે. ગોર તો પરણાવી આપે. શું ઘર પણ માંડી આપે?” (ઉપદેશામૃત પૃ.૨૮૨) (બો-૩, પૃ.૨૪૬, આંક ૨૩૯). | પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા કે પરમકૃપાળુદેવની ભક્તિ કરવામાં તમારા આત્માને કંઈ હાનિ થાય તેવું હોય તેના અમે જોખમદાર છીએ, વીમો ઉતરાવીએ છીએ, જવાબદારી લઈએ છીએ. આટલું બધું કહેવાનું કારણ માત્ર આ કાળના આપણા જેવા અશ્રદ્ધાળુ જીવોને સન્માર્ગમાં દૃઢતા થાય તે અર્થે, નિષ્કારણ કરુણા જ હતું. તે મહાપુરુષના ઉપકારનું જેમ જેમ વિશેષ સ્મરણ થશે તેમ તેમ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે વિશેષ ભક્તિભાવ ઉલ્લાસ પામશે અને આપણી પામરતા સમજાતાં સ્વપ્નદશારૂપ અહંભાવ-મમત્વભાવ દૂર થવાનું બનશે. માર્ગ બતાવનાર સાચા સજ્જન મળ્યા છે; નવી, કદી ડૂબે નહીં તેવી સ્ટીમરમાં આપણને બેસાડયા છે. હવે છાનામાના, ડાહ્યા થયા વિના, તેના વિશ્વાસે, યથાશક્તિ (શક્તિ ગોપવ્યા વિના) તેની આજ્ઞા આરાધવાનો પુરુષાર્થ કર્યા જવાનો છે. ધીરજ રાખી જ્ઞાનીને માર્ગે ચાલવાથી વગર ઇચ્છયે મોક્ષપાટણ પ્રાપ્ત થાય તેમ છેજી. (બો-૩, પૃ.૩૨૦, આંક ૩૧૨). T સત્સંગનો યોગ નહીં એવા સ્થળમાં પ્રારબ્ધવશાત રહેવું પડે છે, તો ત્યાં પણ પોતાનાથી બને તેટલો પુરુષાર્થ, સપુરુષની આજ્ઞા, સદાચાર અને ઉત્તમ ભાવનામાં ગાળવા યોગ્ય છેજી. મૂળ વાત તો પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ઠોકી-ઠોકીને કહ્યું છે કે એક પરમકૃપાળુદેવની ભક્તિ કરનારને બીજા કોઈનું ધ્યાન વગેરે કરવાની જરૂર નથી. તેમાં ચિત્ત વિશેષ રહ્યા કરે તેમ કરવા ભલામણ છે. મારા વિષે જે કંઈ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે ભૂલી જઈ, તેથી વિશેષ પ્રેમ એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે, તેમની મુદ્રા, વચન અને તેના વચનના આશય પ્રત્યે પ્રેમ-ભક્તિભાવ રાખવા મારી આગ્રહપૂર્વક આપ બંનેને ભલામણ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પૂનામાં પ.પૂ. પ્રભુશ્રીજીએ એક પરમકૃપાળુદેવ ઉપર જ દ્રષ્ટિ કરાવવા ઘણું, પોતાનાથી બોલાય તેટલું, એક અઠવાડિયા સુધી કહ્યું હતું, તેમાંથી થોડી લીટીઓ લખી મોકલું છું, તે ઘણું લખ્યું છે એમ વિચારી, હૃયમાં એક પરમકૃપાળુદેવ જ, સ્થાન, સદાને માટે, લે તેવું કરી લેવા વિનંતી છેજી. “અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું, તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની (પરમકૃપાળુદેવની) આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'', જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી; પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રત્નરાજને, કોઇક આ ભાઇશ્રીને (પૂ. રણછોડભાઇ નારવાળાને) અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડયા ! ઝેર પીઓ છો ઝેર; મરી જશો. ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે, તે છે. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે, વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલ-હાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ; હા, ભલે ! ઉપકારીનો ઉપકાર ન ભૂલવો - કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી; પણ પૂજા તો એ જ ચિત્રપટની થાય .... બારમા ગુણઠાણા સુધી સાધક, સાધક અને સાધક રહેવાનું કહ્યું છે, આડુંઅવળું જોયું તો મરી ગયા જાણજો.... અમે આ કહ્યું છે, તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ; પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને “આમ નહીં, આમ' કરી દ્રષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી.” (ઉપદેશામૃત પૃ.૨૭૨). (બો-૩, પૃ.૩૩૭, આંક ૩૪૦). જ્ઞાનસ્વરૂપ ગુરુરાજ છે, કૃપા તણા અવતાર; ભવ-ભથ્રણ મુજ ટાળશે, સૌના એ આધાર. પ્રથમ તો સંચા વગેરેનું દેવું માથે હોય તે દૂર કરવું ઘટે. પછી અનુકૂળતા પ્રમાણે આશ્રમ વગેરે તીર્થસ્થળે જવા ભાવના હોય તો તેમ કર્તવ્ય છેજી. આ માત્ર સૂચના છેજી. હાલ તો પરમકૃપાળુદેવની ભક્તિ યથાશક્તિ કરતા રહી, ઋણમુક્ત થવું એ લક્ષ રાખવા ભલામણ છેજી. જે જે ભાવો તમે પત્રમાં પ્રગટ કર્યા છે, તે પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર વીનવવા યોગ્ય છેજી. આપણા બધાના એ નાથ છે. તેને આધારે બધો ઘર્મવ્યવહાર પ્રવર્તે છેજી. માટે પરમકૃપાળુદેવની ભક્તિ, જે પ.પૂ. પ્રભુશ્રીજીએ અમને બધાને કરવા આજ્ઞા કરી છે તે, તમને પણ જણાવી છે. માટે બીજી કોઈ જગ્યાએ દ્રષ્ટિ દીધા વિના, એક પરમકૃપાળુદેવ પ્રત્યે તુંહિ તૃહિ'ની રટના રહે એમ વૃત્તિને વાળવા, આગ્રહપૂર્વક આપ સર્વને ભલામણ છે.જી. તેમાં જ આપણું શ્રેય છેજી. ૫.પૂ. પ્રભુશ્રીજીએ એ જ માર્ગ ઉપામ્યો છે અને બોધ્યો છે. તેમાં જ આત્મહિત સમાયું છે જી. (બી-૩, પૃ.૫૦૫, આંક ૫૪૫). ID આપે દર્શાવેલા ભાવ માટે મારી યોગ્યતા નથી. પરમકૃપાળુદેવ પ્રત્યે તે ભાવ કર્તવ્ય છે. આપણે સર્વે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં બાળ છીએ. Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) તેને માર્ગે ચાલનાર, તે પરમપુરુષને પોતાના પ્રાણતુલ્ય ગણનારાં ભાઇબહેનો, એ આપણાં સગાંસંબંધી ગણવાયોગ્ય છે; કારણ કે આપણામાં જે મહાપુરુષે મંત્ર આદિ આજ્ઞારૂપ બીજ વાવ્યું છે, તેનું પોષણ કરવા તેમની સોબત કે સત્સંગની જરૂર છે; પણ પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે જે અનન્ય પ્રેમ કરવો ઘટે છે, તેમની પૂજા, પ્રભાવના કે આશ્રય જેટલા પ્રેમથી કરવો ઘટે છે તેટલો પ્રેમ કોઈ પણ માણસ કે દેવાદિ પ્રત્યે અત્યારે કરવા યોગ્ય નથી. એટલું દયમાં જીવતા સુધી સાંભરે, તે પ્રકારે કોતરી રાખવા યોગ્ય છેજી. પ્રભુ, આ વાત આપે સાંભળી હશે તોપણ ફરી-ફરી સ્મૃતિમાં રાખવા યોગ્ય હોવાથી લખી જણાવી છે. આ, ઉપરથી તો સામાન્ય શિખામણ જેવી લાગશે, પણ વાંચન, વ્રત, નિયમ, પૂજા, ભક્તિ આદિ બધી ધાર્મિક ક્રિયાનો આધાર પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યેનો પ્રેમ છે. તે જેનો વધારે હશે, તે સર્વ સંતોને પ્રિય છે. તેમાં જેને જેટલી ખામી છે, તે પૂરી કર્યો છૂટકો છે; કારણ કે જેને જન્મમરણથી છૂટવું છે, તેણે તો પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અનન્ય ભક્તિથી ઉપાસના કરવી જ પડશે. તેઓશ્રીએ પોતે જ લખ્યું છે કે, “ “ઇશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.' (૩૯૮) (બી-૩, પૃ. ૨૦૮, આંક ૨૦૬) ] પૂ. ....નો પત્ર આવ્યો હતો. તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ગુરુભાવ પ્રગટે અને ટકી રહે, તે વારંવાર જણાવતા રહેવા યોગ્ય છેજી. આપણે મુમુક્ષુઓમાં એકબીજા દ્વારા જે પ્રકારની મદદ મળે, તે પરમકૃપાળુદેવના યોગબળનું ફળ છેજી. હું તો એક પામર પ્રાણી તેના શરણે રહી આત્મહિત કરવા મથી રહ્યો છું. જેના દ્વારા આપણને ઉપકાર થયો હોય તે ભૂલવો નહીં, પણ ભક્તિભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે પતિવ્રતાની પેઠે રાખવાથી ઘણો લાભ છે, એમ તેમને જણાવશો તથા હાલ આત્મકલ્યાણની ઇચ્છા છે, તે મંદ ન થાય તે પણ સાથે જણાવશોજી. (બો-૩, પૃ.૩૮૫, આંક ૩૯૦). પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિથી સર્વ જ્ઞાનીની ભક્તિ થાય છે. તેને માન્યાથી કોઈ જ્ઞાની માનવાના બાકી રહી જતા નથી. તેમાં સર્વ સમાય છે. એ વારંવાર વિચારી, દયમાં દ્રઢ કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૨૨, આંક ૫૦) I પરાભક્તિ એ ગહન વિષય છે. અત્યારે આપણે સત્પષે આપેલા સાધનને, તે પરમપુરુષ ઉપર પ્રેમ વધે તેમ, વારંવાર આરાધી, કષાય મંદ થાય અને પ્રમાદ ઘટે તેમ વર્તવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ભક્તિ રહે તેમ પ્રવર્તવા પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીનાં પ્રેરણાભર્યા વચનો તમને પણ સ્મૃતિમાં હશે; એટલે આ જ્ઞાની કે આ જ્ઞાની, એવો નિર્ણય આપણી મતિકલ્પનાએ કરવામાં કંઈ માલ નથી. પ.પૂ. પ્રભુશ્રીજીએ છાતી ઠોકીને આપણને કહ્યું છે કે પરમકૃપાળુદેવની ભક્તિથી કલ્યાણ ન થાય તો અમે જામીન બનીએ છીએ. આવી જવાબદારી લેનાર આપણને મળ્યા છે, એ આપણાં મહાભાગ્ય છે. હવે તો એક ઉપર વૃષ્ટિ રાખી, આપણા દોષો દૂર કરી, તેની ભક્તિમાં લીન થવા પ્રયત્નવાન થવું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ) ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.' અત્યારે તો આવી સ્થિતિ છે, તે પલટાવી “પ્રભુ પ્રભુ લય'' લગાડવાની છેજ. પરાભક્તિ કે આત્મા-પરમાત્માની એકતા જેવા ગહન વિષયો તો યોગ્યતા આવ્યું, તેમાં ચંચપ્રવેશ થાય તેમ છે. શબ્દો તો માત્ર બુદ્ધિ સંતોષવા પૂરતા છે. કંઈક પ્રેમની, જાગૃતિની જરૂર છે. (બો-૩, પૃ.૨૬૬, આંક ૨૬૧) 0 પ્રશ્નઃ પરાભક્તિના નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે કે પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે? ઉત્તર : “પરાભક્તિ નિમિત્તે પરમાત્મા પ્રાપ્ત થાય છે.' એ એક અપેક્ષાએ યથાર્થ છે. ત્યાં પરાભક્તિ એટલે “સપુરુષની અભેદભાવે ભક્તિ.” તેથી અહંભાવ ભુલાઈ જતાં, સપુરુષના સ્વરૂપમાં તન્મયતા, એકાગ્રતા, કૃતકૃત્યતા અનુભવાતાં, પોતાના પરમાત્મસ્વરૂપનું ભાન અનન્યપણે થાય છેજી. ક્ષમાપનાના પાઠમાં રોજ બોલીએ છીએ: ““જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો.” આ પ્રથમ વાક્યમાં પરાભક્તિના સાધનથી અહંભાવ ટળતાં, અંતરાત્મા બની જીવ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ, જે પરમાત્મપદ તે, પ્રાપ્ત કરે છે એમ સમજવા યોગ્ય છે. હવે બીજું વાક્ય વિચારીએ : “પરમાત્મા પ્રાપ્ત થવાથી પરાભક્તિ ઊગે છે.” તે પણ યથાર્થ છે. અહીં પરમાત્મા એટલે પોતાનું સ્વરૂપ ઉપરના વાક્યમાં ફળરૂપે પ્રગટ થાય છે એમ કહ્યું હતું તેને બદલે, જે સપુરુષે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે, કૃતકૃત્ય થયા છે તેવા દેહધારી પરમાત્માનો યોગ પ્રાપ્ત થયે પરાભક્તિ ઊગે છે એમ સમજવું એટલે બંને વાક્યોમાં વિરોધ નહીં, પણ એક જ ભાવ છે એમ સમજાશે, એટલે પ્રશ્ન કરવા જેવું જ નહીં રહે. બંને વાક્યોનો પરમાર્થ એ છે કે પ્રગટ પુરુષોત્તમ પરમાત્માની ભક્તિથી પોતાના આત્માનું પોષણ થવારૂપ ભક્તિ પ્રગટ થઇ, તે પરાભક્તિરૂપ પરમપદ પ્રગટાવી શકે છેજી. શ્રી રત્નરાજસ્વામીએ દિલમાં કીજે દીવો' એ પદ મંગળદીવારૂપે લખ્યું છે, તે ચોવીસી કે આલોચનામાંથી વાંચી, તેમાં બતાવેલો ક્રમ વિચારવા યોગ્ય છેજી. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” શ્રી આત્મસિદ્ધિજીની આ ગાથા પણ વિશેષ વિચારવા યોગ્ય છેજી. તેમાં આખું મોહનીયકર્મ ક્ષય કરી, પરમાત્મપદ પ્રાપ્ત કરવાનો અચૂક ઉપાય બતાવ્યો છે તેનો વિચાર કરી, વર્તન કરવાનું કામ હવે આપણું છેજી. “કર વિચાર તો પામ.' એમ પણ છેવટે કહી દીધું છે, તો હવે ક્યારે તે વિચાર કરીશું? જેમ જેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થશે તેમ તેમ દૃષ્ટિદોષ દૂર થતાં, જ્ઞાનીનાં અમૃતતુલ્ય વચનો, યથાર્થ અંતર ખોલી, પોતાનો પરમાર્થ દર્શાવશેજી. Page #85 -------------------------------------------------------------------------- ________________ (૭૬) ‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુકર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.'' પ્રજ્ઞાવબોધમાંથી પુષ્પ-૯૩ “રસાસ્વાદ સમજાય તેટલું વિચારી, સવળો અર્થ લેવા ભલામણ છેજી. પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખવાનું અંતે ફરી સૂચવી તથા બને તો “જીવનકળા' વાંચી હોય તો પણ ફરી વાંચવા જણાવી, પત્ર પૂરો કરું છુંજી. (બો-૩, પૃ. ૨૬૭, આંક ૨૬૧) પરમકૃપાળુદેવ/સપુરુષના થયેલા યોગ વિષે [ આ કળિકાળમાં આપણા જેવા હનપુણ્ય અને હીનવીર્ય જીવોને મનુષ્યભવની પ્રાપ્તિ થઈ જતાં, પરમકૃપાળુદેવના પ્રતાપે પુરુષનાં દર્શન, સમાગમ, બોધ અને સત્સાધનની આજ્ઞા મળી છે, તે મહાભાગ્યની વાત છે. શ્રી પાર્શ્વનાથ ભગવાને બળતા સર્પ-યુગલને બચાવીને સદ્ગતિ બક્ષી, તેવો યોગ આપણને પણ બની આવ્યો છે. ત્રિવિધ તાપમાંથી ઊગરવાનો કોઇ આરો, સપુરુષનો યોગ થયો ન હોત તો, નહોતો. અનંતકાળથી આ જીવ રઝળતો આવ્યો છે, જન્મજરામરણનાં દુઃખ વેઠતો આવ્યો છે, તેમ આ મનુષ્યભવ પણ થોથાં ખાંડવામાં ગાળી અધોગતિની કમાણી આ જીવ કરત, પણ પરમકૃપાળુદેવની કોઈ કૃપાએ આ જીવ હજી જાગે તો એવો ઉત્તમ જોગ બન્યો છે કે આ મનુષ્યભવની સફળતા, તે સાધી શકે તેમ છે. તે સત્પરુષે અનંત દયા કરીને જે આપણને પરમકૃપાળુદેવના પ્રેમ પ્રત્યે વાળ્યા છે, તેનો ઉપકાર કોઈ રીતે વળી શકે એમ નથી. માત્ર તેની આજ્ઞાનું અલ્પ પણ આરાધના થશે, સંપૂર્ણ રીતે આજ્ઞા પાળવાની ભાવના પણ જાગ્રત રહેશે તો તે સત્પરુષે આપણા માટે લીધેલી મહેનત કંઈક અંશે બર આવશે, સફળ થશે. (બી-૩, પૃ.૧૬૮, આંક ૧૭૨) T ક્ષણ લાખેણી જાય છે. આવો જોગ ફરી મળવો મુશ્કેલ છે. સપુરુષના યોગે જેટલું બનશે તેટલું, પછી જીવ ગમે તેટલું પોતાની મેળે કરવા મથશે, તોપણ થવું મુશ્કેલ છે. કરોડો રૂપિયા મળતા હોય તોપણ તેની કિંમત સત્સંગ આગળ તુચ્છ છે. સત્સંગનું, સપુરુષના યોગનું માહામ્ય બહુ-બહુ વિચારી જીવમાં કૃઢ કરવા યોગ્ય છે. કહ્યું છે કે : _"क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका ।' એક લવ સત્સંગ પણ કોટિ કર્મોનો નાશ કરવા સમર્થ છે. મરણ વખતે જીવ અશરણ છે; તે વખતે કરોડો રૂપિયા એકઠા કરેલા, પડયા રહેવાના છે. સગાં-કુટુંબી કોઈ કામ આવતું નથી; એક સપુરુષનું વચન, તેની પ્રતીતિ કે શરણભાવ જે કામ આવે છે, શાંતિ આપે છે તેવું બીજું કંઈ કામ આવતું નથી. મરણ અવસર મહોત્સવ જેવો લાગે એ કેવી કમાણી છે, તે વારંવાર વિચારવા યોગ્ય છે. એવા સંસ્કાર વૃઢ થવા માટે નિરંતર સત્સમાગમ અને બોધની જરૂર છે. (બી-૩, પૃ.૭૮, આંક ૬૭) | સાચા પુરુષનો અલ્પ પણ યોગ થયો છે, તેને છૂટવાની કામના થોડીઘણી જાગે છે; તે મહાપુરુષનો જ પ્રતાપ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમારી પાસે આવે તેનામાં અમે કંઈક ઘાલી દઈએ છીએ, પણ તેને એ ખબર તે વખતે ન પડે. કાળે કરીને સત્સંગરૂપી જળથી પોષાતાં તે વૃક્ષરૂપ થાય છે અને Page #86 -------------------------------------------------------------------------- ________________ 66 છૂટવાની વાતનો આત્માથી ભણકાર થાય છે. સંસારમાં તેને નિરાંતે તે સૂઇ રહેવા ન દે, ક્યાંય ચેન પડવા ન દે, સૂરણા જગાવે. પણ ક્યારે કે સાચા પુરુષના બીજને સાચો થઇને આ જીવ જો ઝીલે, પોષે, પથ્ય પાળે તો; નહીં તો વંધ્યા બાઇ, કે જેને ગર્ભ ગળી જતા હોય તેવી બાઇને પુત્રપ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થવો દુર્લભ છે; તેમ જીવ જો સત્પુરુષના ઉપકારને સંભારે નહીં, ધન સ્ત્રી કુટુંબના જ વિચારોમાં દિવસ ઉપર દિવસો વિતાવે અને સત્પુરુષનાં વચનના વિચારથી, તેની આજ્ઞાના આરાધનથી આત્મહિતને પોષતો ન રહે, તો સત્પુરુષનો યોગ તે ન મળ્યા જેવો પણ થઇ જતાં વાર ન લાગે, એવો આ કુંડાવસર્પિણી દુષમકાળ છે. માટે આ વિકટ પ્રસંગમાં પુરુષાર્થ પણ વિકટ કર્તવ્ય છેજી. પહેલાં તો જતાં-આવતાં કે સત્પુરુષ વિહાર કરતાં કંઇ દર્શનમાત્રનો લાભ થઇ જાય તોપણ જીવના ભાવ પલટાઇ જતા. તેવા સરળ ભદ્રિક જીવો હતા અને અતિશયધારી સત્પુરુષો હતા. તેવો યોગ ન હોય ત્યારે વિશેષ પુરુષાર્થ કરી, ઘણો સત્સંગ સેવીને પણ, મળેલો યોગ સફળ કરવા જીવે જાગતા રહેવાની જરૂર છેજી. અત્યારે ડહોળું પાણી પીવાને મળે તો તેવું પણ પીને, જો તરસ છીપે તેમ હોય તો તેમ કરી લેવું; નહીં તો જેમ રણમાં મૂર્ખ મુસાફર ‘આવું પાણી કોણ પીએ ?' એમ કરીને આગળ ચાલ્યો જાય અને આગળ તો તેવું ડહોળું પાણી તો શું, પણ માત્ર રેતી, રેતી જ આવ્યા કરે, ત્યાં તે જીવ તરસે કંઠ બેસી જવાથી મરી જાય છે; તેવી આપણી દશા ન થાય તે વિષે ઘણું વિચારવું ઘટે છેજી. આ યોગ આપણા હાથમાંથી વહી ગયા પછી, આવો યોગ પણ ફરી મળવો કઠણ છે, તો તેથી સારાની આશા શું રાખવી ? માટે જે બને તે, જતા દિવસમાંથી હિતકારી કાળનો લાભ લઇ લેવો, એ તમારે-મારે-બધાએ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૪૧) પરમપુરુષોની અનંત કૃપાથી જીવ આટલા સુધી આવ્યો છે. હવે આ યોગ સફળ કરી લેવા, વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવાની જરૂર છે. જેને સત્પુરુષનો યોગ થયો છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા છે, તેને એક પ્રમાદ જ વિઘ્નકર્તા છે. તે દૂર કરવા જીવ પુરુષાર્થ - સત્પુરુષાર્થ સત્પુરુષની આજ્ઞાએ પ્રગટાવે તો સત્પુરુષના હ્દયમાં રહેલો મોક્ષમાર્ગ, જીવને પ્રગટ થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩) આત્માને માટે તપ કરવું છે, એવો ભાવ રહેવો જોઇએ. એવું સત્પુરુષના યોગ વગર થાય નહીં. માટે સત્પુરુષના યોગની જરૂર છે. (બો-૧, પૃ.૩૩૭, આંક ૮૬) સાચું સુખ શું છે, તેનું જીવને ભાન નથી. સત્પુરુષના યોગે જ ભાન પ્રગટે છે. મોક્ષ જોઇએ છે એમ કહે, પણ મોક્ષ શું તેની ખબર નથી. સત્પુરુષના યોગે જ ખબર પડે. મુખ્ય ભાવના તો સત્પુરુષના યોગની રાખવી. એ યોગ ન હોય તો ભાવના તેની રાખીને સત્શાસ્ત્રનો પરિચય રાખવો. (બો-૧, પૃ.૩૪૨, આંક ૧૮) D જીવને ભ્રાંતિ છે; પણ ભ્રાંતિરહિત પુરુષનો યોગ થાય તો ભ્રાંતિ નીકળી જાય. મહાપુરુષો બધાં પહેલાં તો ભ્રાંતિવાળા હતાને ? પણ પછી યોગ થયો ત્યારે ભ્રાંતિમાંથી નીકળી ગયા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ) લક્ષ્મણ. આગલા ભવમાં એક રાજાના પુત્ર હતા. તેને એક પ્રધાનના છોકરા સાથે મિત્રતા હતી. તે બંને બહુ તોફાની હતા. એક દિવસ એક શેઠની છોકરીને જોઈને તેઓના મનમાં એમ થયું કે આ છોકરી સારી છે માટે આપણે ઉપાડી લાવવી. પ્રધાનના છોકરાએ કહ્યું, લઇ આવીશું. તેની તૈયારી કરી. તે વાતની શેઠને ખબર પડી ગઈ; એટલે તે રાજા પાસે આવ્યો અને બધી વાત કહી. રાજાએ આ બંને છોકરાઓને ફાંસીનો હુકમ આપ્યો, પણ પ્રધાને વિચાર્યું કે આમ ન થવું જોઇએ, પ્રધાને રાજાને કહ્યું કે હું એક માગણી કરું છું કે આ છોકરાઓને ન મારો, નહીં તો પછી રાજ કોણ કરશે ? બહ કહેવા છતાં રાજાએ ન માન્યું, અને કહ્યું કે બેયને મારી જ નાખો. પ્રધાને કહ્યું, એ કામ મને સોપો, હું મારીશ. રાજાએ કહ્યું, ભલે, તું માર. પ્રધાન બંનેને જંગલમાં લઈ ગયો. ત્યાં એક ઝાડ નીચે બંનેને બેસાડીને, એક પર્વત ઉપર ગયો અને તપાસ કરી આવ્યો. પછી છોકરાઓને કહ્યું: ‘હું તમને સિંહની ગુફામાં લઈ જવાનો છું, માટે મરવા તૈયાર થઈ જાઓ. જે તમારે સંભારવું હોય તે સંભારી લો, ઇષ્ટદેવનું સ્મરણ કરી લો. મરવા તૈયાર થઈ જાઓ. ડરશો નહીં.' છોકરા બોલ્યા : “આર્યો શાના ડરે ?'' પ્રધાન બંનેને પર્વત ઉપર લઈ ગયો. ત્યાં ગણધર પધારેલા હતા. ત્યાં જઈને ઉપદેશ સંભળાવ્યો અને બેય છોકરાઓ ગણધરદેવને સોંપી દીધા. ગણધર ભગવાને બંને જણને દીક્ષા આપી. પ્રધાન ઘેર આવ્યો ત્યારે રાજાએ પૂછયું કે છોકરાઓને ક્યાં મારી આવ્યો? પ્રધાને કહ્યું: “સિંહની એક ઊંડી ગુફા હતી, તેમાં હું નાખી આવ્યો છું; આપે કહ્યું તે પ્રમાણે જ કર્યું છે.' પછી રાજાને પશ્ચાત્તાપ થવા લાગ્યો, ત્યારે પ્રધાને કહ્યું : “સિંહની સમાન વીરતાથી આચાર પાળનારાઓને આપ્યા છે, અને તેઓ બંને દીક્ષા લઈ સાધુ થયા છે.” રાજાએ કહ્યું : “સારું.” રાજા પણ પછી વંદન કરવા ગયા. (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૪૨) (બો-૧, પૃ. ૨૨૯, આંક ૧૨૦). પરમકૃપાળુદેવ/સપુરુષના યોગબળ વિષે D પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ સમજવા તેના પ્રત્યે અનન્ય ભક્તિની જરૂર છે. તે વર્ધમાન કરતા રહેશો તો મને વિશેષ પ્રસન્નતા વર્તશે. અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે, તે બધાનું સમાધાન યોગ્યતા વધે અંતરમાંથી જ મળી રહેશે. “ઊંડા ઊતરો.” એકનિષ્ઠાએ આરાધના કર્યા રહો. લૌકિકભાવોનું વિસ્મરણ કરતા રહેવાનો અભ્યાસ કર્તવ્ય છે). (બી-૩, પૃ.૫૪૭, આંક ૬૦૨) પરમકૃપાળુદેવનું યોગબળ જયવંત વર્તે છે, પણ તે મુમુક્ષુજીવો દ્વારા જ વર્તશે. માટે જેટલી પવિત્રતા મુમુક્ષજીવોના આચરણમાં પ્રગટશે તેટલું તેનું યોગબળ વિશેષ વર્ધમાન થતું જગતમાં જણાશેજી. તે માટે લોભની મંદતા કરી, સટ્ટાની બદીથી બચી, ભક્તિભાવમાં, પરસ્પર પ્રેમ, સહકાર, એકદિલીથી વર્તીશું, તો પ્રથમ તો અંતઃકરણમાં જ તેનો પ્રભાવ સ્પષ્ટ શાંતિરૂપે ઝળકશે અને જગતમાં તે ઢાંક્યો નહીં રહે. કોઇ હીરા ઉપર સૂર્યનું કિરણ પડે અને ઠીકરા ઉપર પડે, પણ હીરાના ચળકાટથી જે જુએ તેની આંખ આકર્ષાઈ દિલમાં પ્રસન્નતા પ્રગટાવે છે; પણ ઠીકરા ઉપર તેનું તે કિરણ પડતાં ઠીકરાની કાળાશ પ્રગટ કરી, ત્યાંથી દ્રષ્ટિ ખેંચી લેવા પ્રેરે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ આમ આપણાં અંતઃકરણ સાચી શ્રદ્ધાવાળાં બનશે તો જરૂર સ્વપરની પ્રગતિનું કારણ બનશે; અને જો એકબીજાની નિંદા, ઇર્ષ્યા અને લોભ, અતિ સ્વાર્થલંપટતા અને સંસારવાસનાથી ગંધાતા રાખીશું તો ત્યાં સત્પુરુષનો બોધ પરિણામ પામવો દુર્લભ થઇ પડશે. બીજા આપણી, આપણા ધર્મની નિંદા કરશે અને સ્વપરને અહિતનું કારણ આપણું વર્તન બનશે. માટે પ્રભાવના કરવી હોય તેણે, પોતાના દોષો દેખી, પરમકૃપાળુદેવની સમક્ષ પોતાના દોષો નિંદી, હ્રદયથી દૂર કરવા વારંવાર લક્ષ રાખવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૬૦૦, આંક ૬૮૮) D પૂ. જેસંગભાઇના આપે ગુણગ્રામ લખ્યા તે યથાર્થ છે. પ.પૂ. પ્રભુશ્રીજીના યોગે તેમનો આત્મા પરમાર્થપ્રેમી બન્યો હતો. ઘણી, દૃષ્ટાંત લેવા જેવી લઘુતા તેમણે આરાધી હતી. ટૂંકામાં, પાછલું જીવન તેમણે સુધારી લીધું. હું અમદાવાદ ગયો ત્યારે તેમનું ચિત્ત ઠેકાણે નહીં રહેતું હોવાથી, એક દિવસ રોકાઇ પાછો અગાસ ગયેલો; પણ પછી પત્ર હતો તેમાં તેમની આખર અવસ્થા વિષે પૂ. .એ લખેલું કે તમારા ગયા પછી ચિત્તની અસ્થિરતા ઓછી થયેલી અને છેલ્લા બે-ત્રણ દિવસો તો શાંતિમાં ગયા. આહાર, પાણીનો છેલ્લા ત્રણ દિવસ તેમણે ત્યાગ રાખેલો. બીજાં સગાંવહાલાં આગ્રહ કરે તો હાથ જોડી ના પાડે. બોલાતું નહીં, કંઇ લખતા પણ પછી લીટા થઇ જતા. પોતે ભાનમાં ઠેઠ સુધી હતા. માળા વગેરે ફેરવતા. ભક્તિમાં ધ્યાન રાખતા. છેવટના ભાગમાં આંખે વધારે દેખાતું હતું. બે દિવસ ઉ૫૨ એક મુમુક્ષુભાઇ ૮૫ વર્ષની ઉંમરે ખોજ-પારડીમાં ગુજરી ગયાના સમાચાર હતા. તેમને ઘણો થોડો સમાગમ છતાં એક અઠવાડિયું બેભાન (ચિત્તભ્રમ) જેવું રહેલું અને છેલ્લે દિવસે આખો દિવસ ચિત્ત ઠેકાણે આવ્યું. ભક્તિભાવમાં વૃત્તિ રાખતા અને શાંતભાવે દેહ છોડયો. આમ પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય છે અને શરણરૂપ બને છે; તો પૂ. શેઠજીને તો ઘણા કાળનું આરાધન હતું, તે કેમ છૂટે ? (બો-૩, પૃ.૬૧૩, આંક ૭૧૧) પૂ. અંબાલાલ મારવાડીનો દેહ તેના ગામે છૂટી ગયો છે. તેના ભાવ છેવટ સુધી સારા રહેલા એવા સમાચાર હતા. પરમકૃપાળુદેવનું યોગબળ આમ પાંચ-સાત વર્ષના નવા સમાગમીના મરણપ્રસંગે પણ પ્રગટ જણાય છે, તો જેને પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનાં સાક્ષાત્ દર્શન, ઉપદેશ, સ્મરણ, સમાગમનો લાભ મળ્યો છે તેનાં તો અહોભાગ્ય માનવાં ઘટે છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ‘‘તારી વારે વાર.'' તે તદ્દન સાચું જણાય છેજી. જીવ બળ કરે તો પરમકૃપાળુદેવની પ્રગટ અનંત દયા અનુભવાય તેમ છેજી. પ્રમાદ અને પરભાવે જીવનું ભૂંડું કર્યું છેજી. ખંભાતમાં પરમકૃપાળુદેવે જણાવેલું, પૂ. ત્રિભોવનદાસે અહીં આવ્યા ત્યારે જણાવ્યું હતું, કે તમે છ આની મહેનત કરો તો અમે દશ આની ઉમેરી આપીશું. આ વાત કેટલી અદ્ભુત છે; અને પુરુષાર્થપ્રેરક છે, તે કરી જોયે ખબર પડે. આપણામાં તો અનંત દોષો ભરેલા છે; પરંતુ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો યોગ થયા પહેલાંની અને અત્યારની અવસ્થા તપાસીએ તો તેમાં આભ-જમીન જેટલો ફેર સ્પષ્ટ સમજાય તેવો છે; તેમાં મુખ્ય કારણ તે પરમકૃપાળુનું યોગબળ મને તો સમજાય છેજી; નહીં તો આ જીવનું વીર્ય આ કાળમાં કેવું અને કેટલું તથા કંઇ પણ તેણે, માથું મૂકીને ક૨વા જેવો, પુરુષાર્થ પણ કર્યો નથી છતાં જે કંઇ રંગ બદલાયો છે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮O (૮૦) તે તેની, માત્ર નિર્ગુણી ઉપર પણ કરુણા કરવાની, ઉદારતા જ સમજવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૭૮, આંક ૫૦૯) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ (વચનામૃત) વિષે [ આપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાની ઇચ્છા જણાવી. તેના ઉત્તરમાં જણાવવાનું કે એ ગ્રંથ સર્વ શાસ્ત્રના સારરૂપ છે. તેનો નિયમિત અભ્યાસ શ્રદ્ધાપૂર્વક, યથાશક્તિ થાય તો લાભનું કારણ છે તથા સપુરુષના વિયોગમાં પરમ અવલંબન તથા માર્ગદર્શકરૂપ છે. તેનાથી પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રુચિ ઘટી, પરમપદ પામવાની રુચિ જાગ્રત થાય તેવું ઉત્તમ નિમિત્ત છે, અને તે વાંચન મુમુક્ષુજને અવશ્ય કર્તવ્ય છે. તે સદ્ધોધના શ્રવણ, મનન, નિદિધ્યાસનથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થવા યોગ્ય છેજી. ઉત્તમ તો એ છે કે સત્સમાગમમાં તેનું શ્રવણ, મનન કરવા યોગ્ય છે, પણ પુરુષનો યોગ ન હોય તો પોતાના જેવી યોગ્યતાવાળા સત્સંગીઓનો આત્માર્થે સત્સંગ કરવા યોગ્ય છેજી. તેવો પણ જોગ ન હોય તો પોતાનાથી બને તેટલા ઉત્સાહથી પવિત્રતાપૂર્વક, તે પુરુષના બહુમાનપણા સહિત, સંયમપૂર્વક, યથાયોગ્ય સદ્વાંચન, મનન કર્તવ્ય છેજી. સામાન્ય જાતનાં છાપાં, પુસ્તકો વાંચવાની હાલની ઢબ પ્રમાણે સૂતાં-સૂતાં કે મુસાફરીમાં વખત ગાળવા ખાતર, અવ્યવસ્થિતપણે કે નિરાદરપણે તે વાંચવા યોગ્ય નથી; પણ જેમ સદ્ગુરુ પાસે જઈએ ત્યારે વંદન, સ્તુતિ વગેરે કરીએ છીએ તેમ જ્યારે અવકાશ હોય ત્યારે તે પુસ્તક વાંચતાં પહેલાં નમસ્કાર કરવા અને વિચારવું કે હે ભગવાન! આ કળિકાળમાં આ મનુષ્યભવને લૂંટી લેનાર અનેક સાધનો છે તેમાંથી મુક્ત થઈ, જાણે બે ઘડી મરી જ ગયો હતો એમ વિચારી, બે ઘડી આ આત્માના કલ્યાણને અર્થે આપનાં વચનોનું શ્રવણ કરવાનો, વાંચન-મનન કરવાનો મને જે અવકાશ મળ્યો છે, તે મારું અહોભાગ્ય માનું છું અને બધા વિચારો તજી, આપનો જણાવેલો બોધ જ મને શ્રેયસ્કારી છે એમ વિચારી, આપના પ્રત્યક્ષ સમાગમતુલ્ય આપના પ્રત્યક્ષ વચનનાં શ્રવણ-મનનનો આનંદ મને પ્રાપ્ત થાઓ અને મારા દોષ દૂર થઇ, મોક્ષનું કારણ જે સમ્યક્દર્શન, તેનું નિમિત્ત આપનો બોધ નીવડો, એવી ભાવના વડે, દરરોજ નાહીને કે જ્યારે બે ઘડી અવકાશ મળે અને બીજા વિચાર દૂર કરી, એકાંતમાં બેસવાનો વખત મળે ત્યારે. શ્રદ્ધાપૂર્વક શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાથી ઘણા લાભનું કારણ છે. કોઈ પણ પ્રકારના આ લોકના સુખની અલ્પ પણ ઇચ્છા, એમાં રાખવી ઘટતી નથી. મોક્ષ સિવાય બધી ઈચ્છાઓ તજી, માત્ર મોક્ષ માટે જે જે ઉપાય તેમાં દર્શાવ્યા છે, તેને સમજવાની અને તે પ્રમાણે યથાશક્તિ વર્તવાની ભાવના રાખી, ન્યાયનીતિપૂર્વક વર્તી, નિરાભિમાની અને વિનયી બનવાની જરૂર છે, કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જ્યાં ડોળ, દેખાવ અને અભિમાન હોય ત્યાં ધર્મનાં વચન બ્દયમાં ઊતરવાને બદલે જીભ ઉપર જ જઈને અટકી જાય છે, વાંચીને કોઈને કહેવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ માની લે છે; પણ તેમાં જણાવ્યા પ્રમાણે આચરણ નથી થતું ત્યાં સુધી આત્માનું કલ્યાણ થતું નથી. આટલી સૂચના લક્ષમાં રાખી, કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો અમૃત કરતાં પણ વિશેષ હિતકારી, એ વચનોનો સંગ્રહ છે. તે જીવને આત્મા ઓળખવા માટે યોગ્યતા અર્પ, સદ્ગનો યોગ થતાં આત્મહિત થાય તેવી દશા પ્રાપ્ત કરાવવા સમર્થ છેજી. Page #90 -------------------------------------------------------------------------- ________________ (૮૧) પુસ્તકમાં વિષયો ગહન છે, તેમાંથી સમજાય તેટલું વાંચજો. મોટા પંડિતોને પણ સમજવું મુશ્કેલ થાય તેવી વાતો પણ છે, તે હાલ ન સમજાય તે પડી મૂકવી. “આત્મસિદ્ધિ’નો વિચાર કરશો, વીસ દોહરા વગેરેથી ભક્તિભજનમાં રહેશો. સહનશીલતા, સંતોષ ધારણ કરશો. જિજ્ઞાસાની તથા વૈરાગ્યની વૃદ્ધિ કરી, પ્રમાદ તજવાયોગ્ય છે). (બો-૩, પૃ.૫૪, આંક ૩૯). D આ વચનામૃત છે, તે નિઃસ્પૃહ પુરુષનાં વચનો છે. અશરીરી ભાવ પામીને આ વચનો પરમકૃપાળુદેવે લખ્યાં છે. આશાતના ન કરવી. લોકોના કહેવાથી આડાઅવળી પુસ્તક નાખી ન દઇએ. પુસ્તક કોઈ જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તો લાભ થાય. (બો-૧, પૃ.૨૨૭, આંક ૧૬૦) જેની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે, પણ જીવની યોગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છેજી. નદીમાં પાણી ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય, તેટલું પાણી તે લઈ શકે છે. માટે યોગ્યતા કે આત્માર્થીપણું પ્રાપ્ત થાય, તેવો પ્રયત્ન કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૮૬, આંક ૧OO૨) | પૂ. ....એ વચનામૃત વાંચવું શરૂ કર્યું છે, તે વિષે સૂચના કરવાની કે આપણી અલ્પબુદ્ધિ હોવાથી, મોક્ષમાળામાં શિક્ષણ પદ્ધતિ નામથી શરૂઆતમાં સૂચનાઓ કરી છે, તે લક્ષમાં રાખીને વાંચવા, વિચારવાની ટેવ રાખી હશે તો કલ્યાણકારક છે. (બી-૩, પૃ.૧૯, આંક ૧૯૮). D તમે વચનામૃત વાંચવાનું શરૂ કર્યું છે, તો મોક્ષમાળાની શરૂઆતમાં પરમકૃપાળુદેવે મોક્ષમાળા કેવી રીતે વાંચવી, તે વિષે સૂચના લખી છે તે સમજી, તે પ્રકારે ધીમે-ધીમે, વિચારપૂર્વક, યથાર્થ સમજાય તેમ વાંચન કરવા સૂચના છે. ઘણું વાંચવાની ઉતાવળ કરવા કરતાં જેટલું વંચાય તેટલું પોતાની શક્તિ પ્રમાણે વિચારાય, તેની તુલના ભલી રીતે થાય તથા તે વાંચ્યા પછી આપણને કયા પ્રકારે હિતમાં ઉપયોગી થાય તેમ તે વાંચન છે તેની શોધ કરી, એકાદ વચન પણ જો ઊંડું દયમાં ઊતરી જાય તો જેમ ચોમાસામાં ઊંડું ખેડીને બીજ વાવે છે તે સારી રીતે ઊગીને પાક આપે છે, તેમ કાળે કરીને તે વચન ઊગી નીકળે અને પોતાને તેમ જ પોતાના સમીપવર્તી જીવોને હિતમાં વૃદ્ધિ થાય, સર્વ સુખી થાય, તેવું ફળ તેનું આવે છે. સપુરુષનાં વચન વિચારતાં, આપણી બુદ્ધિ પ્રમાણે સમજાય છે; પણ તેટલો જ તેનો અર્થ છે અને મને બધું સમજાઈ ગયું, એમ માનીને પણ સંતોષ વાળવા જેવું નથી. પરમકૃપાળુદેવે પોતે જ લખ્યું છે કે ““સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં (સમાયાં) છે, એ વાત કેમ હશે?” (૧૬) શ્રી મહાવીરસ્વામીએ આદિ-ગુરુ શ્રી ગૌતમસ્વામીને “ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા'' આ ત્રણ શબ્દો, ત્રિપદી કહેવાય છે તે, આપ્યા. તે ઉપરથી તેમણે દ્વાદશાંગીની એટલે સકળ શાસ્ત્રોની રચના કરી. જે વાંચીએ તે આત્મા પ્રગટાવવા, સર્વ ક્રિયા એક આત્માર્થે કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૨૦૦, આંક ૨00) 'T આપે પુસ્તકમાંથી વાંચવા સંબંધી પુછાવ્યું. તેના ઉત્તરમાં જણાવવાનું કે થોડું વંચાય તેની હરકત નહીં, પણ વારંવાર વાંચી, તેમાં કહેલો અર્થ વિચારવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ (૮૨) જો અવકાશ હોય તો યથાશક્તિ, તેમાંથી નિયમિત રીતે વંચાય તો હિતકારી છે. “અમૃતની નાળિયેરી” જેવા સત્પષનાં વચનોમાં જેટલો કાળ જશે તેટલો લાભકારક છે. અપૂર્વ અવસર. છ પદનો પત્ર, ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ વગેરે જે મુખપાઠ કર્યું હોય તે રોજ બોલાય, વિચારાય તો સારું. જેમ જેમ સત્સંગ-સમાગમનો પ્રસંગ વિશેષ થાય, ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનને આવરણ કરનાર કર્મ ઘટવાથી સમજણ વિશેષ પડતી જાય. હાલ જેટલું સમજાય તેટલું સમજી; ન સમજાય તે આગળ ઉપર સત્સમાગમે સમજવાની ભાવના રાખવી કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૫, આંક ૪૦) || પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી અવકાશે રોજ, નિયમિત વાંચવાનો ક્રમ રાખ્યો હશે. બહુ ન વંચાય તો ફિકર નહીં, પણ જે વંચાય તેના વિચાર રાતદિવસ રહ્યા કરે તેવી ટેવ પાડવા વિનંતી છે જી. (બો-૩, પૃ.૫૪૩, આંક ૬૩૦) I “આ જીવને ઉતાપના મૂળ હેતુ શું? તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય?” (૨૭) તે વિષે આપે પુછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કરી વહેલામોડા આગળ-પાછળ ઉત્તર આપેલા છે, તે તેઓશ્રીનાં વચનો વિચારપૂર્વક જોવાથી જડી આવે તેમ છે.જી. (બી-૩, પૃ.૧૮૯, આંક ૧૯૨). | અમુક બાબતો તો જીવને યોગ્યતાએ જ સમજાય છે; છતાં સામાન્ય અર્થાદિ તો વારંવાર પરમકૃપાળુદેવનું વચનામૃત વાંચનારને આપોઆપ સમજાવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૬૫, આંક ૬૩૩) પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી, ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી. આત્મહિત પોષવા માટે, પરમકૃપાળુદેવનાં વચનો મને તો સર્વોત્તમ લાગ્યાં છેજ. તેથી વારંવાર, તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છેજી. (બી-૩, પૃ.૪૭૪, આંક ૫૦૧) D પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણા ઉપર જ જાણે, આજે જ અમુક પત્ર આવ્યો છે એમ જાણી, જિજ્ઞાસા તીવ્ર રાખી વાંચીશું, વિચારીશું તો તેમાંથી અપૂર્વ બળ પ્રાપ્ત થશે. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” (૪૭) એવું પરમકૃપાળુદેવનું વચન છે અને તેના વચનયોગરૂપ ગ્રંથને આધારે આપણે કલ્યાણ સાધવાનો નિશ્ચય છે, તો અવશ્ય આપણું કલ્યાણ થશે. શ્રદ્ધા દૃઢ કરીને તે પુરુષને શરણે રહેવાશે તો ભલે મરણ આવે તોપણ આપણો વાળ વાંકો થાય તેમ નથી. સગુરુના આશ્રિતને આખરે ધર્મસાધન ઉત્તમ મિત્રની ગરજ સારે છે, તે જ તેને સદ્ગતિને આપનાર ઉત્તમ ભોમિયો છે. (બી-૩, પૃ.૧૦૮, આંક ૧૦૦) ઘણા કાળને બોધે સમજાય તેવી તત્ત્વજ્ઞાનની શ્રદ્ધાની વાત છે. એક તો બોધ આપનાર આત્મજ્ઞાની જોઇએ અને બોધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાઓથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઇચ્છાવાળો હોવો જોઈએ; તથા Page #92 -------------------------------------------------------------------------- ________________ (૮૩) જન્મજરામરણ આદિ દુઃખોને લીધે જેને સંસાર ઉપરથી અણગમો અથવા વૈરાગ્યભાવ આવ્યો હોય અને ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યા હોય તથા તેમનો નાશ કરવા અને ઇન્દ્રિયોનો અને મનનો જય કરવા જેણે દૃઢ નિશ્રય કર્યો હોય, તે પાત્ર ગણાય છે. આવી પાત્રતા, યોગ્યતા ધરાવનાર મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે, તે તેવી યોગ્યતાવાળાને માર્ગદર્શકરૂપ છે. તેમાં પણ તેનો મર્મ બતાવનાર જોઇશે. (બો-૩, પૃ.૬૨, આંક પ૧) આ ચાતુર્માસમાં વચનામૃત, બને તો ક્રમપૂર્વક, પોતાને અર્થે તમે ત્રણ સાથે વાંચવા-વિચારવાનું રાખશો તો ઘણો આનંદ આવશે. પહેલાં વાંચ્યું હશે તો પણ હવે નવું લાગશે, નવું સમજાશે, વિશેષ લાભનું કારણ થશેજી. બીજા કોઈ આવી ચઢે અને સાંભળે તો હરકત નથી; પણ બીજાને વ્યાખ્યાન આપવાને બદલે પોતાને માટે સ્વાધ્યાય કરીએ છીએ, એ ભાવ સહિત થોડું પણ વિચારપૂર્વક શ્રદ્ધા દ્રઢ થાય અને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય, તે લક્ષ રાખી વાંચન કર્તવ્ય છેજી. દરરોજ જે વાંચન કરો તે પૂરું થયે, પત્રાંક ૭૬૭ નિયમિત રીતે રોજ વાંચી જવાનો કે મુખપાઠ થઇ જાય તો એકાદ જણ બોલી જાય તેમ કર્તવ્ય છેજી. એ સમિતિ કે રહસ્યદ્રષ્ટિવાળો પત્ર સમજાયે, અંતર્મુખઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાભ્ય સ્પષ્ટ સમજાશે. (બી-૩, પૃ.૫૪૦, આંક ૫૯૧) ‘વિચારસાગર' વાંચો છો પણ નથી સમજાતું, એમ લખ્યું હતું. તેના ઉત્તરમાં જણાવવાનું કે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છપાયો નહોતો તે વખતે વિચાર કરી શકે તેવા જીવોને, સદ્ગઆજ્ઞાએ વાંચવા યોગ્ય ગણી, જેમને તે સમજાય તેવાને તેની ભલામણ કરેલી. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવેલા બધા ગ્રંથો ખરીદી, વાંચવા બેસે તો પાર આવે તેમ નથી. “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ.' એ વિચારશો અને જેમાં સમજણ ન પડે અને વૈરાગ્ય-ઉપશમનું કારણ ન બને તેવું લાગતું હોય તો, તે વાંચનને બદલે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથનું વિશેષ વાંચન-વિચાર રાખશો તો વિશેષ હિતકારી છે. (બો-૩, પૃ.૩૩૫, આંક ૩૩૪) પરમકૃપાળુદેવનાં વચનો વિચારવામાં, સમજવામાં મદદગાર થાય એટલા માટે બીજાં પુસ્તકો વાંચવાનાં છે. રોજ નિયમિત વાંચવાનું રાખવું તો આનંદ આવે. (બો-૧, પૃ.૨૭૫, આંક ૧૨) T બીજે ખોટી થશો અને જે શીખવાનું મળશે તે કરતાં મોટા પુસ્તકમાંથી જે જાણવાનું મળશે, તે અલૌકિક અને આત્મહિતકારી વિશેષ થઈ પડશેજી. જેણે આત્મા નથી જાણ્યો, તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારમાં વીતરાગતા, નિર્મોહીપણું પ્રગટાવી ન શકે; અને જેણે આત્મા જાણ્યો છે તે પુરુષનાં થોડાં વચનો પણ, પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, ઠરે અને ભાન પણ પ્રગટે. માટે દર્શન કરવા જવું હોય તો જવું, પણ બીજો પરિચય રાખવા લાયક નથી; કારણ કે તે શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી અભિપ્રાય આપે, પણ તેમણે તમારા જેટલું શ્રીમદ્જીનું સાહિત્ય વાંચ્યું ન હોય, કહેતા-કહેતી વાતો કરે, તેમાં કંઈ માલ નથી. ત્યાં જઈ ચઢો અને વખતે બેસવું પડે તો વૈરાગ્ય જેવું સાંભળવાનું હોય Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૪) તેમાં લક્ષ દેવો, નહીં તો રાજાની કથાઓ વગેરેમાં ખોટી થવા જેવું નથી. બને તો ઊઠી નીકળવું અને ન ઊઠી શકો તો મંત્રમાં મન રાખી, તેટલો કાળ કાઢી લેવો અને ફરી તેવા પ્રસંગમાં ન અવાય તેમ કરવાથી, અસત્સંગથી બચી શકાય. મધ્યસ્થતા, નિર્મોહીપણું, સમભાવ તેવા પ્રસંગમાં મળવાં દુર્લભ છે). (બો-૩, પૃ.૭૫૩, આંક ૯૪૦) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વિષે T સ્તુતિઃ પતિત જન પાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી; ભક્ત ભગીરથ સમા, ભાગ્યશાળી મહા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારૂતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી 'તી. પતિત) યાદ નદીની ઘરે, નામ નડીયાદ પણ, ચરણ ચૂમી મહાપુરુષોના, પરમકૃપાળુની ચરણરજ સંતની, ભક્તિભૂમિ હરે ચિત્ત સૌનાં; સમીપ રહી એક અંબાલાલે તહીં, ભક્તિ કરી દીપ હાથ ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ, આસો વદ એકમે 'સિદ્ધિજીને. પતિત) (બી-૩, પૃ.૮૦૨) પદર્શનનો સાર છે, આત્મસિદ્ધિ સુખ-સાજ; અપૂર્વ જ્ઞાન વરી રચી, નમું સદા ગુરુરાજ. નિષ્કારણ કરુણા ધણી, અમાપ આપ ઉદાર; કળિકાળે પ્રગટયા પ્રભુ, વંદુ વારેવાર. ઉદ્ધારક અમ રંકના, અપાર ગુણ ધરનાર; શક્તિ સ્તવન તણી નથી, શરણ મોક્ષ દેનાર. (બો-૩, પૃ.૬૭૧, આંક ૮૦૫) પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ; જેને શરણે જીવતાં, ટળતી ભવ-ભ્રમ ટેવ. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રરૂપ ગંગા આણી ઘેર; ભવભવનાં પાપો હરી, દેવા શિવ-સુખ લ્હેર. તન મન વચને આદરો, ભંક્તિ ધરી ઉલ્લાસ; આત્મસમાધિ કારણે, સમરણ શ્વાસોશ્વાસ. (બો-૩, પૃ.૩૭૮, આંક ૩૮૪) | આત્મસિદ્ધિમાં બધાં શાસ્ત્રોનો સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને પરમકૃપાળુદેવે આ ગ્રંથ રચ્યો છે. એમાં છ દર્શનનો સમાવેશ છે. (બો-૧, પૃ.૧૨૬, આંક ૪૨) Page #94 -------------------------------------------------------------------------- ________________ I આત્મસિદ્ધિ મોતીના હાર જેવી છે. ભાવથી ભણે તો કોટિ કર્મ ખપી જાય. પૂનમનો દિવસ અપૂર્વ છે. આત્મસિદ્ધિ, જેને પુણ્ય હોય તેને સાંભળવા મળે. મોઢે કરી હોય તો ભૂલી ન જવી. સાચવીને રાખવી. (બો-૧, પૃ.૨૯૩, આંક ૪૨) | સર્વ શાસ્ત્રોથી આત્મસિદ્ધિશાસ્ત્ર મહાન છે. નાનું છોકરું પણ સમજી શકે એવા શબ્દોમાં છે. એમ તો, વિચારતાં બહુ ઊંડો ઊતરે ત્યારે ખબર પડે. બીજાં ઘણાં શાસ્ત્રો જોયાં પણ આત્મસિદ્ધિ જેવું કોઈ શાસ્ત્ર નથી જોયું. બીજાં શાસ્ત્રોમાં પ્રથમ કાળ, આકાશ આદિનું વર્ણન કર્યું છે. તે ભણતાં અને વિચારતાં બહુ વખત લાગે. તેમાં જગતના બીજા પદાર્થોનું વર્ણન કર્યું છે, તેમાં જ ખેંચી જાય તો આત્માનું જે કરવું છે, તે રહી જાય. અને આત્મસિદ્ધિમાં તો પહેલેથી જ મૂળ વસ્તુ લીધી છે. જેટલી યોગ્યતા હોય તેટલું સમજાય. જીવને જો પોતાનું અસ્તિત્વ સમજાય તો તેમાં લય લાગે. કામ અઘરું છે, પણ કરવું જ છે એવી જો દૃઢતા હોય તો થાય એવું છે. (બો-૧, પૃ.૪૭, આંક ૨૨) 0 આત્મસિદ્ધિ ચમત્કારી ચીજ છે. તેની શ્રદ્ધા, અભ્યાસ કરે તેમાં જપ, તપ, દાન વગેરે સમાઈ જાય છે. પોતાનાથી બનતો પુરુષાર્થ, શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ કરવામાં પણ કર્તવ્ય છેજી. મુખપાઠ થઈ ગઈ હોય તો તેના અર્થ વિચારવા અને પરસ્પર એકઠા મળીએ ત્યારે ચર્ચવા, પૂછવા અને સમાધાન થતાં સુધી, તે વિચારમાં રહેવું ઘટે છેજી. છ પદની શ્રદ્ધામાં આત્મદર્શન સમાયેલું છેજી. છ પદનો પત્ર પણ તેવો જ ચમત્કારી છે'. (બો-૩, પૃ.૬૦૯, આંક ૭૦૪) ID પરમકૃપાળુદેવને જે કંઈ કહેવું છે તે મોક્ષમાળા અને આત્મસિદ્ધિમાં કહી દીધું છે, પણ તેટલો વૈરાગ્ય જીવમાં જાગે અને કષાયનું બળ મંદ પડે તો તેવી વિશુદ્ધિએ, તેમાં દર્શાવેલી અચિંત્ય સમૃદ્ધિ સમજાય તેમ છેજી. (બો-૩, પૃ.૫૫૮, આંક ૬૧૯). [ આ કાળના જીવોનું આયુષ્ય ઓછું એટલે બધાં શાસ્ત્રોનો સાર ટૂંકામાં પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ઉતારી દીધો છે. પરમકૃપાળુદેવે સોભાગભાઈને આત્મસિદ્ધિ મોકલી અને પછી પૂછયું કે કેમ લાગે છે? ત્યારે સોભાગભાઇએ લખ્યું કે “સિત્તેર ગાથા મોઢે થઇ છે અને બીજી કરું છું. તાવ આવે છે, પણ એને લઈને જીવું છું. બહુ આનંદ આવે છે.” યોગ્ય જીવને મોકલેલી એટલે એમ થયું. ખરો પરમકૃપાળુદેવનો વારસો આત્મસિદ્ધિ છે. (બો-૧, પૃ.૨૭૦, આંક ૭) જે કંઈ કૃપાળુદેવને આત્મસિદ્ધિ આદિમાં કહેવું છે, તે સમજવું, સમજવા પુરુષાર્થ કરવો અને સમજાય તે સાચું માની, તે પ્રમાણે વર્તવા ભાવ કરવો. બીજું વાંચીએ, તે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે, તે સમજવા માટે વાંચવું છે. પરમકૃપાળુદેવે બતાવેલા માર્ગે કલ્યાણ છે, તે જીવતાં સુધી ભૂલવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૬૯૩, આંક ૮૩૨) | શ્રી આત્મસિદ્ધિ આદિમાં દર્શાવેલ છ પદ “ “ “આત્મા છે', ‘તે નિત્ય છે', “છે કર્તા નિજ કર્મ'; “છે. ભોક્તા' વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ' '' - વારંવાર વિચારી માન્ય થાય, પરિણામ પામે તેમ ઊંડા ઊતરવું યોગ્ય છે. (બો-૩, પૃ.૫૬૪, આંક ૬૩૧) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮s ) જ્યારે સાંજે કે સવારે પાઠ ફેરવવાનો વખત હોય ત્યારે તેમાં ઉપયોગ રહે તેવી રીતે આત્મસિદ્ધિ પુરી બોલી જવી; અને વિચારવાના વખતે આત્મસિદ્ધિ પૂરી નહીં થાય એવી ફિકર કર્યા વિના, જેટલી ગાથાઓ વિચારાય તેટલી વિચારવી. એક જ ગાથામાં, રાખેલો વખત પૂરો થાય તોપણ હરકત નહીં; ઊલટું સારું કે એટલી વિસ્તારવાળી વિચારણા થઈ. પરંતુ તેમાં એટલો લક્ષ રાખવો કે જે કડીનો વિચાર કરવો છે તેના પ્રત્યે વારંવાર વૃત્તિ આવે, નહીં તો એક વાત ઉપરથી બીજી વાત ઉપર સંબંધરહિત ચિત્ત પ્રવર્તે તો પાછા સંસારના વિચારો પણ સાથે આવી હેરાન કરશે, માટે હું તો આત્મસિદ્ધિ સમજવા આ પુરુષાર્થ કરું છું, નકામો વખત ગયો કે વિચારણામાં ગયો તે પણ વખત પૂરો થયે તપાસતા રહેવા યોગ્ય છેજી. મૂળ હેતુ તો છ પદની શ્રદ્ધા કરવાનો છે, તે વૃઢ થાય તો બધું વાંચ્યું, વિચાર્યું લેખે આવે તેમ છે). (બો-૩, પૃ. ૧૭૬, આંક ૧૮૦) D શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ ન હોય તો કરી લેવા ભલામણ છે. રોજ આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરતાં રહેશો તો પરમકૃપાળુદેવની સમજણ Æયમાં ઊતરતાં વાર નહીં લાગે. (બી-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૨). શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં ચૌદપૂર્વનો સાર છે, પણ જીવની જેટલી યોગ્યતા હોય તેટલું તેમાંથી ગ્રહણ કરી શકે. તેમાં આત્મસ્વરૂપ જે ગાયું છે, તે સદ્ગુરુ આજ્ઞાએ જીવ વિચારે તો આત્મા સંબંધી છયે પદમાં તે નિઃશંક થાય અને આત્મપ્રતીતિ દ્વારા મોક્ષમાર્ગ પામી, આખરે નિર્વાણ પામે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ અને છ પદના પત્રની સાથે આત્મસિદ્ધિ રોજ બોલવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે અને તેમાં જણાવેલું આત્મસ્વરૂપ પ્રતીત કરી, નિઃશંક થવા યોગ્ય છે. આપણી યોગ્યતા ન હોવાથી ન સમજાય તોપણ એટલું તો અવશ્ય માનવા યોગ્ય છે કે * જ્ઞાનીપુરુષોએ પ્રત્યક્ષ પ્રગટ અનુભવેલો આત્મા મારે માન્ય છે, તેની ઓળખાણ કરવાની ભાવના વર્ધમાન કરવા યોગ્ય છે, સપુરુષ દ્વારા સાંભળેલા બોધની સ્મૃતિ કરી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કર્તવ્ય છે; તો યોગ્યતા વધશે અને મુમુક્ષુતા વધતાં જ્ઞાનીપુરુષનું માહાભ્ય વિશેષ સમજાશે. (બી-૩, પૃ.૭૯, આંક ૬૯) | આસો વદ એકમ આત્મસિદ્ધિનો જન્મદિવસ છે. તે દિવસે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે આત્મસિદ્ધિમાં ચૌદપૂર્વનો સાર છે, આખો આત્મા પ્રકાશ્યો છે; પણ તેનું માહામ્ય શી રીતે સમજાય? પહેલી તો પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા જોઈએ. તે પરમપુરુષ ઉપર દ્રઢ વિશ્વાસ આવી જાય તોપણ આ ભવમાં કામ થઈ જાય. તે પુરુષ-પ્રતીતિથી તેનાં વચનની પ્રતીતિ આવે અને ઉપશમ, ત્યાગ, વૈરાગ્યનું બળ વધે તેમ જીવની યોગ્યતા આવે એટલે આત્મસ્વરૂપનું ભાન પણ થાય. બોધ અને વૈરાગ્યની જીવને જરૂર છે; તેને માટે સત્સંગ, સપુરુષનો સમાગમ અને તેની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે જે કંઈ મુખપાઠ કરવાનું કે સ્મરણ વગેરે નિત્યનિયમ તરીકે કરવા યોગ્ય કહ્યું છે, તે અવશ્ય કરવું. (બી-૩, પૃ.૭૩, આંક ૬૧) પરમકૃપાળુદેવે ચૌદપૂર્વના દોહનરૂપ આત્મસિદ્ધિ રચી મહાઉપકાર કર્યો. તેના અધિકારી જીવાત્માઓને તે મોકલાવી, સબોધરૂપી જળ સીંચી તે વડે આત્માની સિદ્ધિ કરાવી; અને તેમના દ્વારા ઘણા ભવ્ય જીવોના આત્માનું કલ્યાણ થશે. Page #96 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિના જન્મમહોત્સવને દિવસે આપણે ગાથાએ-ગાથાએ નમસ્કાર કરી તેનું બહુમાનપણું કરીએ છીએ, પણ કોઈ નવા અપરિચિત માણસને તે આત્મસિદ્ધિનું માહાત્મ ક્યાંથી સમજાય? અને આપણે પણ હજી ઘણું સમજવાનું છે. તેવાં નિમિત્તો સત્સંગાદિ મળે તો કલ્યાણ થાય છે. (બો-૩, પૃ.૭૭, આંક ૬૭) એ પત્રાંક ૭૧૯, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ.પૂ. પ્રભુશ્રીજીને મોકલી તે સાથે મોકલેલો છે; તે મુખપાઠ કરી, પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરવા ભલામણ છેજી. આસો વદ એકમને દિવસે શ્રી આત્મસિદ્ધિ લખાઈ છે. તે દિવસ પ.પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિનો પણ છે. તે દિવસે અહીં શ્રી આત્મસિદ્ધિની એક ગાથા બોલી પરમકૃપાળુદેવને એક નમસ્કાર કરાય છે, બીજી ગાથા બોલી ફરી નમસ્કાર કરવો, એમ ૧૪૨ ગાથાના ૧૪૨ નમસ્કાર બધા કરે છે, તે તમે જોયું હશે. વખત મળે ત્યારે, તે દિવસે તેવી ભક્તિ કરવા ભલામણ છેજ. નમસ્કાર કરતાં સુધી તે ગાથાના વિચારમાં ચિત્ત રહે અને ધર્મધ્યાન થાય તે અર્થે, ૫.પૂ. પ્રભુશ્રીજીએ એ પ્રથા શરૂ કરેલી છેજી. (બી-૩, પૃ.૭૫૬, આંક ૯૪૮) | આસો વદ એકમનો દિવસ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચાયાનો શુભ દિવસ છે તથા તે જ તિથિએ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો જન્મદિવસ છે. તે દિવસે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ શ્રી સરુપ્રસાદમાંથી આત્મસિદ્ધિ કાઢી, ખુલ્લી મૂકીને કે તત્ત્વજ્ઞાનમાંથી આત્મસિદ્ધિ કાઢી, ચિત્રપટ આગળ મૂકી મોઢેથી એક-એક ગાથા બોલતા જઇ, એક-એક નમસ્કાર કરતો જવો; એમ શરીર ઠીક હોય તો ૧૪૨થી ૧૫૦ સુધી નમસ્કાર ભાવપૂર્વક કરવા ઘટે છેજી. તેટલી શક્તિ ન હોય તો બને તેટલા શરૂઆતની ગાથાએ નમસ્કાર કરી, પછી બેઠા-બેઠા બોલતા જવું અને હાથ જોડી ચિત્રપટ આગળ નમસ્કાર કરતા જવું. આમ આખી આત્મસિદ્ધિની ભક્તિ બને તો દિવસે, અને દિવસે વખત ન મળે તો ગમે ત્યારે રાત્રે પણ, તે દિવસે ભક્તિ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૬, આંક ૩૮૧) 0 ઘણી વખત તમે આશ્રમમાં આસો વદ એકમ ઉપર હાજર હશો એટલે વિશેષ સૂચના આપવા જેવું નથી પણ જીવને સત્સંગનો યોગ ન હોય ત્યારે પ્રમાદમાં, પર્વના દિવસે પણ ઉલ્લાસ રહેવો મુશ્કેલ થઈ પડે છેજ. તેથી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર કાઢી, સારી રીતે બિરાજમાન કરી તથા તે ગ્રંથ ન હોય તો શ્રી તત્ત્વજ્ઞાન જે ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીએ આપેલું હોય તેમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રાખી, એક-એક ગાથા બોલી કુટુંબના બધા ભક્તિ કરવાનો ક્રમ એક-બે કલાકનો સવાર-સાંજ ગમે ત્યારે રાખશો એવી ભલામણ છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિ પણ તે જ દિવસે છે. આવા ઉત્તમ દિવસનો લાભ પોતે લેવો, અને જે પોતાને મળતા હોય તેમને આમંત્રણ આપીને જમણવાર વગેરેથી પ્રભાવના કરીને પણ લઈ શકાય. જેવો અવસર હોય તેમ સ્વપરના હિતનો વિચાર કરી પ્રવર્તવું યોગ્ય છેજી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ) દીકરાના લગ્નપ્રસંગે ઉલ્લાસ આવે તેથી વિશેષ ઉલ્લાસ જ્યારે આપણા પરમ ઉપકારી પુરુષના જન્મદિવસે આવે ત્યારે જીવને ધર્મનું માહાભ્ય લાગ્યું છે, એમ કહેવાય. “ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.” (બો-૩, પૃ.૪૩૬, આંક ૪૫૫) | આસો વદ એકમ ઉપર શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ બહુ ઉલ્લાસભાવે અપૂર્વ આનંદ સાથે થઈ હતીજી. ઘણા જીવો એ નિમિત્તે પુણ્યોદયથી આવી ગયા હતા. સભામંડપ અને તેની બહારની ખુલ્લી જગામાં પણ માઈ શક્યા નહોતા. તેથી કેટલાક તો દેરાસરમાં રહીને નમસ્કાર કરતા હતા. આ કાળના જીવોના કલ્યાણને અર્થે રચાયેલ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અગમ્ય માહાત્ય તો, પૂ. શ્રી લઘુરાજસ્વામીએ યથાર્થ જાણેલું અને તેથી ઘણા ઉલ્લાસથી તેનાં વખાણ કરતા. “જાણે તે જ માણે, માણે તે જ વખાણે.” તે ભક્તિનો કંઈક રંગ, ભવિષ્યમાં જીવોને લાગવાનું નિમિત્ત બને તે અર્થે, એકમના દિવસને પોતાનો જન્મદિવસ જણાવી, તે તિથિને બમણા યોગબળવાળી બનાવી છે. તેનો અનુભવ જે હાજર હોય તે જ જાણી, ચાખી શકે તેમ છે). આ તો માત્ર શબ્દ દ્વારા દિગ્દર્શન કરાવ્યું. શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદુન, ધ્યાન | પુતા, સમતા, છતા, નવધા ભવિત પ્રમાણ |’ આપે ઉપરના દોહરાના પાંચમા પ્રકાર વંદનભક્તિ વિષે પુછાવ્યું, તેનો કંઈક ખ્યાલ એકમને દિવસે હાજર રહી શક્યા હોત તો પ્રત્યક્ષ સમજાત; પણ તેવો સુયોગ પ્રાપ્ત થયો નથી એટલે શબ્દથી સંતોષ માનવો રહ્યો. (બો-૩, પૃ.૪૩૯, આંક ૪૫૯). Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૯ (૮૯) વિભાગ-ર પ્રભુશ્રીજી પ્રભુશ્રીજી ઉપરના પત્રો D અનન્ય શરણના આપનાર એવા સહજાત્મસ્વરૂપ પરમગુરુદેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! ભવોભવનાં દુઃખ દૂર કરનાર, પરમકૃપાળુ પ્રભુએ કરુણા કરી, આ દીન દાસની બે વર્ષ ઉપરની અરજી ધ્યાનમાં રાખી, નિશાળમાં પધરામણી કરી જે આનંદ અને શ્રેયનું દાન દીધું, તેનો આભાર માનવા જેટલો પણ વિવેક તે વખતે રહ્યો ન હતો અને બાંધણીથી તેડવા આવેલા ગાડામાં જવું પડ્યું હતું, તે બદલ ક્ષમા માગી લઉં છું. મારે સ્ટેશન ઉપર આવી જવું જોઈતું હતું, તે ન અપાયું માટે હજી પણ ખેદ રહે છે. વચનામૃતમાં પત્રાંક ૩માં જણાવ્યું છે કે ગુરુદેવને શિષ્યની દશા જ્ઞાત હોય છે, તેમ છતાં આત્માર્થી જીવે તે વિદિત કરવી એ હિતનું કારણ છે. એ વાંચ્યા પછી આપના અનુગ્રહની સ્મૃતિ ઘણી વખત રહેતી, તે લખી જણાવવા વૃત્તિ થઈ. આણંદ કસરતશાળામાં ભક્તિ થયા પછી બેત્રણ દિવસ તો આપનું જ ચિંતન રહેલું; આંખ મિંચાય કે આપ ખડા થતા. રજાના દિવસોમાં ભાઈ ભગવાનજીનો સત્સંગ રહેતો, તે ઉપરાંત વચનામૃતનું વાંચન અને તત્ત્વજ્ઞાનમાંના કાવ્યો મુખપાઠ કરતો; છતાં આપના વિયોગમાં જાગૃતિ ઘણી વખત રહેતી નથી, પ્રમાદ ઘેરી લે છે, એ આ રજાઓમાં સ્પષ્ટ જાણ્યું. ગયા વર્ષ કરતાં આ વર્ષની ઉનાળાની રજાઓ સારી રીતે ગઈ લાગે છે. બે વર્ષ ઉપર આપ અમદાવાદ સેનેટોરિયમમાં પધાર્યા હતા; તે વખતે એક વખત આણંદ પધારવા પત્ર લખી વિનંતી કરી હતી તે ફળી અને ધાર્યા કરતાં વધારે આનંદ અને ફળદાયી નીવડી છે. તેથી બીજી અરજ ગુજારવા આ કિંકર રજા લે છે. જ્યારથી આપ પ્રભુશ્રીના સમાગમમાં હું આવ્યો ત્યારથી મનમાં મને પિતા ઉપર ઉલ્લાસ અને પ્રેમ આવે તેમ આપની પ્રત્યે થયા કરે છે, પણ મારાં દુર્ભાગ્યે આ દેહના સંસારી પિતાની સેવા ઉઠાવી શક્યો નથી; તેમ આપની સેવામાં રહેવાની ભાવના મૂળથી રહ્યા કરી છે, પણ સફળ હજી થઈ નથી. આપશ્રી અગાસ પધારો ત્યાર પછી બાર માસ સુધી, આપની આજ્ઞા સંપૂર્ણપણે પાળવા એકલો અગાસ આવવા વિચાર રાખું છું. તે અરસામાં જે સેવા બતાવો, તે ઉઠાવવા ઇચ્છા છે. તેને માટે જે યોગ્યતાની જરૂર હોય તેની તૈયારી હું થોડે થોડે કરતો રહું, એ હેતુથી આટલા બધા દિવસ પહેલાં હું અરજી કરી મૂકું છું. મારી રજા ફાગણથી ચઢતી થાય છે; પણ જો અહીંના માણસોના મનમાં એમ આવે કે બે માસ પછી જાય તો સારું, તો તેમનું મન રાખવા જ બે માસ ખેંચવા પડે; નહીં તો ફાગણની શરૂઆતથી કે હોળીથી હું આપની સેવામાં સહેજે આવી શકે તેમ છે. આ તો સરળતાની વાત કરી, પણ તે પહેલાં ગમે તે ક્ષણે જો આપના તરફથી એક સૂચના માત્ર મળે કે મારે સેવામાં આવી ખડા થવું, તો કોઈ પણ વસ્તુ કદી પણ મેં મારી ન ગણી હોય તેમ તેને છોડી, આપની સેવામાં હાજર થવાનો ઘણા વખતનો મારો નિશ્વય છે. સંસાર તજવાની ભાવના ઘણી વખત ઉત્કટ થઈ આવવા છતાં તજી શકાતો નથી; અસાર જાણ્યા છતાં તેમાં જ રોકાઈ રહેવાય છે. જાણે કોઈને તરવાની ઇચ્છા હોય, તરતાં આવડશે એવી શ્રદ્ધા હોય, કિનારે ગયો હોય, પણ કોઈ ધક્કો મારે તો પાણીમાં પડું કે કોઈ પાણી છાંટે તો ટાઢની બીક જતી રહે એવી Page #99 -------------------------------------------------------------------------- ________________ (૯૦) ઇચ્છાથી કોઇની રાહ જોઇને ઊભેલા માણસ જેવી મારી સ્થિતિ મને લાગે છે. કોઈ-કોઈ વાર એમ થઈ આવે છે કે કાવિઠાના કલ્યાણજી ડોસા તથા મગનભાઈ તારમાસ્તરને આપ સ્પષ્ટ શબ્દોમાં જંજાળ છોડી સપુરુષને આશરે આવવાનું કહો છો તેમ મને પણ કહેશો જ, એવી આશા રાખીને હું પણ બેઠો છું: અને જ્યારે આજ્ઞા મળશે ત્યારે વિના વિલંબે આપની સેવામાં હાજર થઇ જવું, એવો નિશ્ચય કરી રાખ્યો છે; કારણ કે આપની આજ્ઞા થઈ એટલે તેમાં કોઈ પણ જાતનું વિચારવાનું જ રહેતું નથી, એવું હું ભણ્યો છું. “યાજ્ઞા ગામવિવારવા'' ગુરુની આજ્ઞા મળતાં તે યોગ્ય છે કે કેમ તેનો વિચાર જ ન આવવો જોઇએ, માત્ર તેને અમલમાં મૂકવી ઘટે. આપના વિરહના પાંચ-સાત માસમાં મારે યોગ્યતા મેળવવા શું શું કરવું, તેના પત્રની રાહ જોઉં છું. લિ. આપનો દાસાનુદાસ દીન કિંકર ગોવર્ધનભાઈ કાળિદાસના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારશોજી. (બો-૩, પૃ.૧૫, આંક ૨). અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવને અત્યંત ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! પરમ પૂજ્ય સ્ક્રય વિશ્રામી, સાચા માર્ગને દીપાવનાર અને આ બાળક જેવા અનેક જીવોને સંસારસાગરમાંથી ઉદ્ધારી ધર્મના સત્સુખમાં સ્થાપનાર, પરમ કરુણાના સાગર, આંધળાની લાકડી સમા એકના એક આધાર, શાંતિના પરમ નિધાનરૂપ એવા શ્રી સ્વામીશ્રીશ્રીશ્રીની પવિત્ર સેવામાં દાસાનુદાસ સંતચરણકમળની સેવાનો ઈચ્છક ગોરધનભાઈના સવિનય સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર પ્રાપ્ત થાય. આપ પ્રભુના સમાચાર મુનિદેવ શ્રી મોહનલાલજીના ઉપર લખાયેલા પત્રો દ્વારા તથા ત્યાંથી અત્રે પધારતા મુમુક્ષુભાઈઓ દ્વારા મળતા રહે છે, એ આપ પ્રભુની પરમ કરુણા છે. આપના વિરહના કાળમાં મુનિદેવ શ્રી મોહનલાલજીનો સમાગમ આપની કૃપાથી પ્રાપ્ત થયો છે, તેથી આપનાં પ્રત્યક્ષ દર્શન માટે વર્તતી અધીરાઈ કંઈક અંશે શમી છે. મુનિશ્રીની સાથે સવારમાં વહેલા ચાર-પાંચ વાગ્યે બેએક કલાક વાંચવાનું બને છે, બપોરે પત્રો કે અન્ય પ્રસંગમાં એક-બે કલાક જાય છે, અને સાંજનો એકાદ કલાક મળે તો મળે, નહીં તો રાત્રે દોઢેક કલાક સદ્ધાર્તા કે વાંચનમાં અને ભજનમાં જાય છે. અર્ધ ચોમાસું લગભગ મુનિશ્રીએ આણંદમાં કર્યા જેવું થયું છે. તે તેમનો અશાતાનો ઉદયકાળ અમારા જેવાને તો શુભ નિમિત્ત નીવડયો છેજી, પ્રભુ. હવે અઠવાડિયા પછી પંદર દિવસની રજાઓ નિશાળમાં પડે છે. તે રજાઓ પણ આવા જ ક્રમમાં જાય, એવી ઈચ્છા રહ્યા કરે છે. ધર્મના કોઈ ને કોઈ કામમાં કાળ જાય તો સારું, એવી અંતરમાં ભાવના રહ્યા કરે છેજી; તો ભાઈ મગનલાલ તારમાસ્ટર મારફતે કે પત્ર દ્વારા તે દિવસોમાં શું ખાસ લક્ષમાં રાખવું તે જણાવવા કૃપા કરશોજી, પ્રભુ. ભાઈ મગનલાલને મેં મોઢેથી વાત કરી છે કે પ્રભુશ્રીને મારી વતી એટલી વિજ્ઞપ્તિ કરશો કે આ જીવ અધીરો થઈ ગયો છે; તે પ્રભુશ્રીનો સમાગમ એક વર્ષ ઓછામાં ઓછો કરવા તીવ્ર ઈચ્છા રાખે છે. તેમ છતાં આજ્ઞા તો સદાય શિરસાવંદ્ય છે. છતાં આ ઇચ્છા તેમનાથી વખતે દર્શાવી શકાય કે નહીં એમ જાણી, આજે કાગળ પર ચીતરવા પ્રયત્ન કરું છું. એમ વિચાર રહ્યા કરે છે કે ઓછામાં ઓછું એક વર્ષ આપ જે જે સ્થળોએ વિહાર કરવાના હો તે તે સ્થળોમાં આપની સેવામાં, લક્ષ્મણ રામની સાથે વનવાસમાં રામ જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં સાથે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સેવામાં રહ્યા હતા તેમ, સંયમ સાથે રહું. જો આપની પવિત્ર સેવાનો લાભ લેવા જેટલું આ હીનભાગી બાળકનું પૂર્વકર્મ ન હોય, અને તેવી આજ્ઞા મળવાની અનુકૂળતા ન હોય, તો આપને તથા પવિત્ર સેવામાં અહોનિશ રહેતાં ભાઇબહેનોને અલ્પ પણ બોજારૂપ ન નીવડું, તેમ મારી વ્યવસ્થા જુદી રાખી, હું માત્ર આપના સંગમાં ઘણોખરો કાળ ગાળું તેવી ગોઠવણ, હું મારી જાતે કરી લઉં. તે તે તીર્થસ્થળોના શ્રાવકો જેમ આ૫ના ૫૨મ સત્સંગમાં રહી શકે તેમ એક વર્ષ રહી, સર્વ ક્રિયા આપની આજ્ઞાને અનુસરી કરવા ધારણા છે, અને આમ બાર માસ જો પરમ સત્સંગમાં જાય તો જેની ટેવ, અભ્યાસ પાડવો યોગ્ય છે તે પ્રમાણેનું જીવન ઘડાય અને એ લક્ષે બાકીનું જીવન જાય, એવી ભાવના રાખી છે. ઉપાધિ તો સર્જિત હશે તે ગમે ત્યાં બેઠાં વેદવી જ પડશે, પણ તે ન છૂટે ત્યાં સુધી કેમ કાળ ગાળવો, તેના અભ્યાસની હાલ બહુ જરૂર જણાય છે. તે એકાદ માસથી કે પત્ર દ્વારા કામ થઇ શકે તેવું નહીં હોવાથી એક વર્ષની આપ પ્રભુની પાસે માગણી છે. મારું લક્ષ આપની આજ્ઞા ઉઠાવવાનું છે એટલે આપની વૃદ્ધાવસ્થાને લીધે કે મારી કોઇ સ્થિતિને લીધે મારી દૃષ્ટિ બાહ્ય પ્રવર્તે નહીં, તે તરફ હું ખાસ લક્ષ રાખવા દૃઢ પ્રતિજ્ઞા કરું છું. એક વાર અહીંની વ્યવસ્થા કરી નીકળી જાઉં અને એક-બે વર્ષ સુધી પાછું વાળીને ન જ જોઉં, એમ અંતરમાં વારંવાર ઊગી આવે છે. પ્રશંસા માટે લખતો નથી, પણ આપની સેવામાં રહેવાની ઇચ્છા જણાવું છું ત્યારે અન્ય વાંચનારની નજરે પણ આ ઇચ્છા વધારે પડતી ન જણાય, માટે જણાવવાની રજા લઉં છું કે મારાથી શારીરિક મહેનત પણ હજી થઇ શકે છે; કારણ કે નોકરીને અંગે મેં અમલદારી કરી નથી. અહીં મારું ઘણુંખરું કામ હું જાતે કરું છું. ખાવાનું કરતાં મને આવડે છે. થોડા મહાવરા પછી સારું કરી શકું એમ પણ મનમાં રહે છે; પણ બીજાને પ્રસન્ન કરવા માટે મેં હજી કર્યું નથી. પાણી ખેંચવાનું અને વહી લાવવાનું પણ ફાવે. કપડાં ધોતાં તો આવડે છે. આ બહારની સેવા ઉપરાંત આપ પ્રભુશ્રીની શારીરિક સેવામાં સાધારણ રીતે તો ઉપયોગમાં આવું, એવું લાગે છે. મારે એકલાને તે સેવા કરવાનો પ્રસંગ કદી આવ્યો નથી, એટલે કંઇ કહી શકતો નથી. બાકી ઉમેદ તો છે કે હું થોડા દિવસમાં તૈયાર થઇ જાઉં. બીજું, હવે ચિત્ત પણ વ્યવહા૨, ૫૨માર્થમાં સ્થિર વર્તે છે, એટલે આપની સમક્ષ રહેવાથી આશાતના આદિ દોષ થાય એવો સંભવ નથીજી. મુનિશ્રી મોહનલાલજી દ્વારા પણ આપ પ્રભુને મારી વર્તણૂક સંબંધી સમાચાર મળશે અને આપનાથી અજાણ્યું હોય એવું એક પણ પરમાણુ મારામાં નથી, એમ મારું માનવું છે. એથી વિશેષ લખવું નિરર્થક છે. પવિત્ર સેવાનો કે તે ન બને તો પરમ સત્સંગનો, કે જે આજ્ઞા થાય તે ઉઠાવવાનો પ્રસંગ મેળવી પ્રયત્ન કરવા તત્પર આ દીનદાસના સવિનય સાષ્ટાંગ નમસ્કાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય. (બો-૩, પૃ.૧૬, આંક ૩) પ્રભુશ્રીજીના પ્રસંગો સવારે સાડા ચાર-પાંચ વાગ્યે લબ્ધિસાર ગ્રંથ ઘણુંખરું વંચાય છે. ૫.પૂ. પ્રભુશ્રીજીના વખતમાં વહેલાં ત્રણ વાગ્યે સવારે, બધા મળી આ ગ્રંથ વાંચેલો યાદ આવે છે. તે વખતે કંઇ સમજાતું નહીં, પણ કેવળી, શ્રુતકેવળી કે તીર્થંકરના પાદમૂળમાં ક્ષાયક સમ્યક્ત્વની નિષ્ઠાપના થાય છે એમ વંચાતું હતું ત્યારે પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવનાં ચિત્રપટ તરફ આંગળી કરેલી યાદ આવે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ (૯૨) તે દિવસો અહો-અહોભાગ્યના સ્મૃતિમાં આવતાં પણ શ્રદ્ધા બળવાન બને તેમ છે; પણ જીવને વર્તમાન રંગમાંથી વૈરાગ્ય જાગે તો તે સાચી સ્મૃતિનો લાભ મળે. (બી-૩, પૃ.૭૬૪, આંક ૯૬૭) ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવે વિયોગમાં રાખીને અમારા ભાવની વૃદ્ધિ કરાવી ફળ પકવ્યું છે. અંતરંગમાં ભાવના એટલી બધી કે નિરંતર સત્સંગમાં રહીએ; તેમ ન બને તો પત્ર દ્વારા બોધથી દરરોજ ઉલ્લાસ વધારતા રહે તેવી ભાવના, પ્રબળ ખેંચાણ રહેતું; છતાં ઘણા કાગળો જાય ત્યારે કોઇક દિવસે ઉત્તર મળતો; પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સોનાનો સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તો પત્રનાં દર્શનથી જાણે સાક્ષાત્ સપુરુષનાં દર્શન થયાં એમ લાગતું. સંઘાડામાં બીજા વિરોધી સાધુઓ હોવાથી, કોઈ બીજાના સરનામે પત્ર મંગાવવો પડતો. તે પત્ર મળે એટલે તુર્ત તો વંચાય નહીં. પાછો તેવો અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી, ઉલ્લાસભેર પત્ર ઉઘાડી, મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઇ, રોમાંચ થઈ આવતો. ધીમે-ધીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી-ફરી વાંચી વિચારતા; સત્પષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને દયમાં ખડી કરી, અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને દયમાં ઉતારતા. અમને સમજાય નહીં પણ કોઇ ગહન વાત લખી છે; આ પત્રથી આત્માનું અપૂર્વ હિત કરવા કરુણા કરી છે, તેને ગ્રહણ કરી આત્મહિત કરવાનો અપૂર્વ સુપ્રસંગ પ્રાપ્ત થાઓ, એવી ભાવના કરતા. પછી પૂ. અંબાલાલભાઈ જેવા ક્ષયોપશમવાળા મુમુક્ષુ સહૃદ્ધાવંત હોય, તેમની પાસે એકાંતમાં વાંચી, વિશેષ સમજી, જે સમજાય તે દયમાં ધારણ કરી, તેમણે કહ્યું છે તેમ કરવું છે, એવી ભાવના પોષતા રહેતા. કંઈ ન સમજાય તે કેવી રીતે પૂછવું, કયા શબ્દોમાં, ક્યારે તેવો રૂબરૂમાં જોગ મળે તો ખરેખરો ખુલાસો થાય, એમ તેની તે ભાવનામાં મન પ્રેરાયેલું રહેતું. આપણે પણ તેવા ભાવો સાંભળી, વિચારી, ઉલ્લાસ લાવી આત્માને પરમકૃપાળુ સદ્ગુરુ પ્રત્યે સન્મુખ કરવાનો છેજી. પરમકૃપાળુદેવ પત્રાંક ૩૭૧માં લખે છે : “રૂડે પ્રકારે મને વર્તે એમ વર્તે. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી.” (બી-૩, પૃ.૨૧૯, આંક ૨૧૭) 0 પ્રભુશ્રીજી ઉપર છ પદનો પત્ર આવ્યો ત્યારે પરમકૃપાળુદેવે મોઢે કરવાનું કહેલું. તેથી મોઢે કર્યો, પણ છે પદ સુધી મોઢે કર્યો. પછી પરમકૃપાળુદેવ મળ્યા ત્યારે એમણે પૂછયું કે છ પદનો પત્ર મોઢે કર્યો ? પ્રભુશ્રીજીએ કહ્યું, છ પદ સુધી કર્યો છે. પરમકૃપાળુદેવે આખોય મોઢે કરવા કહ્યું. (બો-૧, પૃ.૨૨૪, આંક ૧૧૧) D સમાધિશતક પ્રભુશ્રીજીની ત્યાગવૃત્તિ જોઈને પરમકૃપાળુદેવે વાંચવા આપેલું, પ્રભુશ્રીજી ત્યારે મુંબઇમાં હતા. ત્યાં ઘણી ધમાલ જોઇને પછીથી અધ્યયન કરીશું.” એમ મુલતવી રાખ્યું. થોડા દિવસ બાદ પરમકૃપાળુદેવે પૂછયું કે પુસ્તક કેટલું વાંચ્યું ? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આ ધમાલમાં વાંચવાનું મુલતવી રાખ્યું છે. પરમકૃપાળુદેવ મૌન રહ્યા. પછી પ્રભુશ્રીજીને માલૂમ પડ્યું કે પરમકૃપાળુદેવની હાજરીમાં વંચાયું હોત તો ઘણો લાભ થાત. જોકે સત્તર શ્લોક પરમકૃપાળુદેવે વાંચી Page #102 -------------------------------------------------------------------------- ________________ બતાવ્યા હતા. ત્યાર બાદ મુંબઇથી સુરત વિહાર કરી, ત્રણ વર્ષ (મુખ્યપણે) મૌન રહી, એ પુસ્તકનું અધ્યયન પ્રભુશ્રીજીએ કર્યું હતું. (બો-૧, પૃ.૧૬, આંક ૧૮) પ્રભુશ્રીજીને મંત્ર મળ્યો ત્યારે તેની રાતદિવસ ધૂન લગાવી. પછી પરમકૃપાળુદેવને પૂછ્યું કે કેમ કંઇ દેખાતું નથી ? પરમકૃપાળુદેવે કહ્યું : ‘‘કર્યા જવું અને દેખવા-કરવાની ઇચ્છા પણ ન કરવી.'' જ્ઞાનીને આત્મા જાણ્યો છે, તે મારે જાણવો છે. આજ્ઞા મળી, તેનો પુરુષાર્થ કરવો. મંત્ર મળ્યો છે, તેનો ધ કરવો. એથી કર્મ જાય છે. (બો-૧, પૃ.૨૬૮, આંક ૫) એક વખતે પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું : ‘‘મુનિ, હવે તમારે શું છે ? હવે તમારું શું છે ? તમાર આત્મા.'' તે તરત જ પ્રભુશ્રીજીને બેસી ગયું. ત્યાગ-વૈરાગ્ય એ મુખ્ય વસ્તુ છે. એની તેમની તૈયાર હતી, તેથી પકડ થઇ ગઇ. બધું છોડીને બેઠા હતા. એક સત્પુરુષનાં વચનની ખામી હતી. તે આવ્યું તો ચોંટી ગયું. છીપ મો ફાડીને બેઠી હોય અને વરસાદ પડે તો તરત મોતી બની જાય; તેમ પ્રભુશ્રીજીને ત્યાગ-વૈરાગ્યન યોગ્યતા હતી, તો પરમકૃપાળુદેવનું વચન માન્ય થઇ ગયું. વાત છે માન્યાની. માનવું કોના હાથમાં છે ? પોતાના જ હાથમાં છે. મનાય તો કામ થયું. આપણું ડહાપણ બધું ગાંડપણ છે. (બો-૧, પૃ.૩૪૯, આંક ૪૪) I ૫.પૂ. પ્રભુશ્રીજી જેવા પુરુષાર્થી તો આ આંખે કોઇને જોયા નથી; અને તેવો પુરુષાર્થ કર્યા વિના, આ કઠિન કાળમાં કલ્યાણ સાધવું વિકટ જ છે, એમ સમજાય છે. છતાં જીવ કોની રાહ જોતો હશે ? તે બહુ વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૯૯, આંક ૬૮૪) [] પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિ-સિદ્ધિને તો લાત મારીને કાઢી મૂકી છે. તેને રોગ જેવી જાણતા હતા. ઘણી વખત હું આણંદથી પ્રભુશ્રીજીને પ્રશ્નો પૂછવા માટે આવતો, પણ પછી સેવામાં રહેતો કે બધું ભૂલી જવાતું. મહાપુરુષના યોગે વગર ઉપદેશે બોધ પ્રાપ્ત થાય છે; કંઇ કહે નહીં, કરે નહીં તોય. પ્રભુશ્રીજી સ્ટેશને જતા. ત્યાં બેઠા-બેઠા દોરાની આંટી કાઢે અને વીંટાળે. અમે કહીએ કે અમને આપો તો અમે વીંટીએ; તો કહે ના, તમારાથી ન થાય, બહુ શાંત હતા. બિલકુલ શમાઇ ગયેલા, ઠરી ગયેલા. (બો-૧, પૃ.૨૨૨) જ્ઞાનપ્રચાર નામનું માસિક મારા નામે પ્રસિદ્ધ થતું હતું. તેમાંનો એક અંક પંચાંગ તરીકે બહાર પાડેલો. તેમાં તિથિઓ સામે મહાપુરુષોનાં વાક્યો રોજ નજરે પડે તે અર્થે લખેલાં. તેમાં ગાંધીજીનાં વાક્યો પણ હતાં. તેવો એક અંક મેં ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને ભેટ કર્યો. તેઓશ્રી ચશ્માં ચઢાવી વાંચતાં. એક વખતે હું આવ્યો ત્યારે તે અંકમાંથી નીચેનું વાક્ય મને વંચાવ્યું : ‘‘હું તો માટીનો માનવી છું. માટીમાં મળી જવાનો છું.'' પછી કહ્યું : ‘‘આ જ્ઞાનીનાં વચન હોય ?'' આટલું તેઓશ્રી બોલ્યા, ત્યાં તો વર્ષો સુધીની જે મહત્તા, મહાત્મા તરીકેની મારા હ્રદયમાં જામી ગઇ હતી, તે ક્ષણમાં વિલય પામી ગઇ, તે ફરી નજરે આવતી નથી. આવું કોઇ તે સાચા પુરુષનું અલૌકિકબળ હતું; નહીં તો તે શ્રદ્ધા મહાપુરુષ તરીકેની ખસવી મુશ્કેલ હતી, પણ પળવારમાં તે નિર્મૂળ થઇ ગઇ. પછી તો સ્વપ્ને પણ મહાત્માપણું ભાસતું નથી. આ કોઇના Page #103 -------------------------------------------------------------------------- ________________ R) (૯૪) દોષ પ્રત્યે વાત નથી પણ બનેલો પ્રસંગ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના ગુણગ્રામ તરીકે સ્મૃતિમાં આવવાથી, લખી જણાવ્યો છે. (બી-૩, પૃ.૫૯૩, આંક ૬૭૨) 0 પ્રભુશ્રીજીએ તેઓનો દેહ છૂટતાં ચાર-પાંચ દિવસ અગાઉ મને કહેલું કે જેની ભાવના હોય, તેને આ વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના – એ ત્રણ પાઠ, અને સાત વ્યસનનો ત્યાગ તથા મંત્રસ્મરણ આપવું. તેથી હું આપું છું. પ્રભુશ્રીજીએ મને મંત્ર આપ્યો ત્યારે કહ્યું હતું કે “કોઈને કહીશ નહીં.''; કારણ કે જીવ ડાહ્યો થવા જાય છે, તેથી પોતાનું ચૂકી જાય છે. પ્રભુશ્રીજી એક દિવસે પાટ ઉપર ચાદર ઓઢીને સૂતા હતા. તે વખતે મને સેવામાં રહ્યું થોડા જ દિવસ થયા હતા. હું પાસે ઊભો હતો. તેઓએ મને કહ્યું, “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ'' એમ બોલતાં-બોલતાં સેવા કર. તે વખતે મને બરાબર યાદ ન રહ્યું, પણ મનમાં એમ હતું કે જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે. પછીથી પ્રભુશ્રીજીએ છત્રીસ માળામાં અઠ્ઠાવીસ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ''ની ફેરવવા કહ્યું. (બો-૧, પૃ.૧૨૧, આંક ૩૨) પ્રભુ ગુણગાન પૂજા કરું, વવાય બીજ સચિત; નંદનવન સમ મમ ઉરે, વર્ષા ભક્તિ ખચીત. પર્યુષણના પવિત્ર દિવસોમાં પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીના યોગે કેવા ભાવ ઉલ્લાસ પામતા, તે દરેકના અનુભવની વાત છે. તેની સ્મૃતિ પણ જીવને તે વાતાવરણમાં લઈ જાય છે. તે મહાપુરુષોનો આપણા ઉપર અથાગ ઉપકાર થયો છે. તેના યોગ પછી જ જીવને નવજીવન મળ્યું ગણવા યોગ્ય છેજી. તેની આજ્ઞા ભવજળ તરવામાં આપણને નાવ સમાન છે. ગમે ત્યાં રહ્યો પણ જીવ તે ઉઠાવશે, તો જીવને ઊંચે આવવાનું બનશે; અંધારા ખૂણામાં પણ ગોળ ખાશે તેને ગળ્યો લાગ્યા વિના નહીં રહે. તેમ તે પુરુષની સ્મૃતિ, ભક્તિ, તેના ગુણગ્રામ, તેમાં ચિત્તની ઉલ્લાસવૃત્તિ રમતી હશે, તેનું કલ્યાણ જ છે). (બી-૩, પૃ.૫૯૮, આંક ૬૮૨) | એક પર્યુષણમાં પ્રભુશ્રીજીએ કહેલું કે આ છેલ્લો દિવસ પર્યુષણનો છે. હવે બીજા પર્યુષણ આવે ત્યાં સુધી, એક બોલ કહું છું, તેનો બાર મહિના વિચાર કરીને લાવજો, તે એ કે “થી પરમ કુ ." (બો-૧, પૃ.૨૦૭, આંક ૯૧) [ આ કળિકાળ જેવા દુષમકાળમાં, આપણા જેવા રંક જનોને, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ મળ્યું છે, તે ચમત્કારી અલૌકિક વાત છે; પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો તે પરમ ઉપકાર છે. બાકી તે મહાપ્રભુની હાજરીમાં હોત તોપણ આપણા જેવા પામર, જ્ઞાનીને ઓળખી, તેનું શરણ ગ્રહણ કરી શક્યા ન હોત. તે તેની ગેરહાજરીમાં પણ આપણને, જાણે સમીપ બિરાજતા હોય તેવી શ્રદ્ધા તે મહાપુરુષના ઉપદેશથી, તેનાં પ્રબળ વચનબળથી આપણને સહજ સમજાયું છે; તે અપાર ઉપકારનો બદલો આપણાથી કોઈ રીતે વાળી શકાય તેમ નથી. ગુરુકૃપાબળ ઔર છે : જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર; એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર.' (બી-૩, પૃ.૪૭૦, આંક ૪૯૬) Page #104 -------------------------------------------------------------------------- ________________ “કોણ ઉતારે પાર, પ્રભુ બિના, કોણ ઉતારે પાર? ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિના, કોણ ઉતારે પાર? કૃપા તિહારીનેં હમ પાયો, નામમંત્ર આધાર, પ્રભુ, નીકો તુમ ઉપદેશ દિયો હૈ, સબ સારનકો સાર, પ્રભુ” પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ આ પામર જીવ પ્રત્યે અનેક, અગણિત ઉપકાર કર્યા છે. તેમાં મુખ્ય તો પરમકૃપાળુદેવની ભક્તિમાં જોડી, આ આત્માને સંસારભાવ ભુલાવ્યો, રખડતો બચાવ્યો, સાચું શરણું આપ્યું. હવે બેટ્ટો હોય તે, તે ચૂકે. મરણપર્યંત તેમણે આપેલ મંત્રનું રટણ, તેમાં જ ભાવ, તેની અપૂર્વ ભાવ-ઉલ્લાસ સહિત આરાધના, એ સમાધિમરણનું કારણ, તેમણે જણાવેલ છે; તે આપને સહજ જણાવું છુંજી. જગતના સર્વ સંબંધો ઓકી કાઢી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર સ્વામીનું શરણ એ જ એક ઉત્તમ આધાર, બચાવનાર, ઉદ્ધાર કરનાર છેજી. (બી-૩, પૃ.૭૧૬, આંક ૮૬૮) D એક વખત પૂ. ... નો નાનો દીકરો, બે-અઢી વર્ષનો, મરણપથારીએ હતો ત્યારે પ્રભુશ્રીજી ગયા હતા અને ઉપદેશ આપવા લાગ્યા. બધાને લાગ્યું કે આટલો નાનો છોકરો ઉપદેશ શું સમજે? એવામાં પોતે જ બોલ્યા કે, “પ્રભુ, આત્મા છેને? ભલે તે નાનો હોય, મૂછમાં હોય પણ આત્મા છે, તેને (ખાસ કરીને મનુષ્યને) ઉત્તમ વાતાવરણની છાપ પડે છે. એકેન્દ્રિય જીવને પણ, તેની છાયામાં મુનિ સ્વાધ્યાય કરતા હોય તો લાભ થાય છે, ઉચ્ચગતિનું કારણ થાય છે.” (બી-૩, પૃ.૪૫૬, આંક ૪૭૭) | એક વખત શ્રી રણછોડભાઇએ પ્રભુશ્રીજીને પૂછયું કે આ અહીં બેઠાં છે, તે બધાનું કલ્યાણ થશે કે નહીં ? પ્રભુશ્રીજીએ કહ્યું કે ગોશાળા જેવાનું થશે તો આ બિચારા જીવોએ શો દોષ કર્યો છે? પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે પણ એમ કહેવામાં લાભ નથી. (બો-૧, પૃ.૩૩૧, આંક ૮૦) પરમકૃપાળુદેવને જાતિસ્મૃતિજ્ઞાન હોવાથી દુકાન ઉપર બેઠા-બેઠા પણ તે તે વન, ઉપવન, ગુફા, ધ્યાન-સમાધિનાં સ્થાનો, મહાપુરુષોના સમાગમ, બોધના પ્રસંગો સ્મૃતિમાં લાવતા. આપણને તો આ જ ભવમાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો સમાગમ થયેલો છે. તે પરમકૃપાળુ પ્રભુશ્રીજીના પ્રસંગો, જ્યારે તાજા કરવા હોય ત્યારે થાય તેમ છે. તેમણે આપેલો ઉપદેશ, મંત્ર, ભક્તિ આદિ આજ્ઞાઓનું સ્મરણ જગતનું વિસ્મરણ કરાવી દેવા સમર્થ છે, પણ જીવને જેટલી દાઝ હોય તેટલી તેની કાળજી રાખે. કોઈ સાથે વેર બંધાયું હોય કે તકરાર થઈ હોય તે મહિને, બાર મહિને ફરી સંભારે તો જેમ ક્રોધ ફરી આવે છે તેમ પરમ ઉપકારી, પરમ નિઃસ્પૃહી, પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની સ્મૃતિ કરતાં તેમની અનંત દયા, પ્રેમ અને ઉપકારથી અંત:કરણ ઊભરાઈ આવે, અને પ્રત્યક્ષ સમાગમ થયા જેવો જીવને લાભ થાય. પરમકૃપાળુદેવની ભક્તિ કરનારના આત્માને કંઈ જોખમ થાય તો તેની જવાબદારી અમે લઈએ છીએ, એમ છાતી ઠોકીને કહેનાર આપણને આ ભવમાં મળ્યા છે; તો તેમણે દર્શાવેલ માર્ગે નિઃશંકપણે વર્તી, આત્મકલ્યાણ સદ્ગુરુભક્તિથી સાધી લેવાનું છે). (બી-૩, પૃ.૫પર, આંક ૬૧૦). D ૫.પૂ. પ્રભુશ્રીજીએ આપેલી શિખામણ હૈયાના હાર સમાન ગણી, તેમાં વૃત્તિ રાખી, જ્ઞાનીના અપાર ઉપકાર સંભારતા રહેવાથી જીવ જાગ્રત રહી શકે તેમ છે.જી. (બો-૩, પૃ.૭૬૪, આંક ૯૬૬) Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની દવા આદિ માવજત અર્થે મુમુક્ષુ, ડોક્ટરો આદિ હાજર રહેતા, પણ તેઓશ્રી કહેતા : અમને દવા અને ડોક્ટરોની શ્રદ્ધા હોય? પોતાને પરમકૃપાળુદેવે સમજાવેલું તેની પકડ થયેલી, તે જ લક્ષ અહોરાત્રિ તેમને રહેતો. બીજું જે થતું હોય તે થવા દેતા, પણ તે લક્ષ ચુકાય તો અમારો દેહ ન રહે, એમ કહેતા. મૃત્યુને મહોત્સવ માનતા અને જણાવતા હતા. ઘણી વખત, શરીર સારું હતું ત્યારે ફરવા જતા તો એકલા બોલતા : “સુખદુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં. ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.'' આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' એ કહેવત પણ ઉપદેશમાં ઘણી વખત જણાવતા. પ્રથમથી જે સહનશીલતા, ધીરજ, સમતા, શાંતિ જીવે સેવી હશે, તે આખરે જીવને મિત્ર સમાન મદદ કરશે. માટે પહેલેથી તે અભ્યાસ પાડી મૂકવાની ટેવ રાખવી. સ્મરણમાં ચિત્ત રહ્યા કરે કે પરમકૃપાળુદેવનાં વચનના વિચાર મનમાં રહ્યા કરે, એ લક્ષ રાખ્યો હશે તો આખરે બીજું કોઈ વિઘ્ન નહીં નડે. નડે તોપણ તેમાં લક્ષ ન રહે, તે અર્થે આગળથી પુરુષાર્થ કર્તવ્ય છેજી, પાણી પહેલા પાળ બાંધી રાખી હોય તો તે પાળીએ-પાળીએ પાણી ચાલ્યું જાય. (બી-૩, પૃ.૫૯૧, આંક ૬૭૦) I પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિ આપ્યા પછી પૂછયું કે કેમ રહે છે? પ્રભુશ્રીજીએ કહ્યું કે આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની છબી મારા દ્ધયમાં છપાઈ ગઈ છે, તે દેખાય છે. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૨). D પ્રશ્ન : પ્રભુશ્રીજીના બોધમાં આવે છે: “ખીચડીમાં ઘી ઢળે, તે લેખામાં.'' એટલે શું? પૂજ્યશ્રી : આત્મામાં ભાવ જાય એ કામનો છે, એમ કહેવું છે. (બો-૧, પૃ.૩૪૯, આંક ૪૫) D પ્રશ્ન : પ્રભુશ્રીજીના બોધમાં આવે છે: “એણે કહી તે શ્રદ્ધા કરી તો તાલી.'' એટલે શું? પૂજ્યશ્રી કામ થઈ જાય. દેખાય તેમાં ઉપયોગ જાય છે. તે મટી ભગવાનની દશામાં જીવનો ઉપયોગ જાય તો કોટી કર્મ ખપી જાય. “પ્રભુ પ્રભુ લય'' ક્યારે લાગશે, એવી ભાવના થાય તોય લાભ છે. (બો-૧, પૃ.૩૪૯, આંક ૪૮) પ.ઉ.પ.પૂ. વિદેહદશાધારી પ્રભુશ્રીજીએ પોતાના મુખે કહેલાં વચનોમાંથી થોડાં લખ્યાં છે : જેમ આત્મસિદ્ધિનો જન્મ આસો વદ એકમનો છે; પરમકૃપાળુદેવનો જન્મ કાર્તિકી પૂનમે છે, એમ એક તિથિ આ દેહ પણ પડશે ત્યારે નક્કી થશે. .... તે દિવસ ઉધાડો ફૂલ જેવો પછી તો જણાશે. તે દિવસે આત્મસિદ્ધિની ભક્તિ કરવી, ઉત્સવનો દિવસ ધર્મમાં ગાળવો, અને જમણવાર થાય તે બધા જે આવે તે જમી જાય; પણ તે દિવસે મરણતિથિએ જમણ થાય ?' એમ પોતે પ્રશ્ન ઉઠાવ્યો. પોતે જ જવાબ વાળ્યો કે “તે જન્મતિથિ કે મરણતિથિ નહીં પણ આત્માની તિથિ ગણવી; એટલે જમણ કરવામાં કંઈ બાધ નથી. તે એક દિવસે આત્મસિદ્ધિની ભક્તિ જે કરશે, તેને હજાર ઉપવાસનું ફળ થાય તેટલો લાભ થશે. તેમાં પોસહ, જપ, તપ, સંજમ બધું આવી જાય છે.' Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૭ આવાં વખાણ જે તિથિનાં પોતે કર્યાં છે, તે તિથિએ, સર્વ ભાઇબહેનો મોક્ષની ઇચ્છાથી, તકલીફ વેઠીને એકઠાં થયાં છો, તો તે દિવસે ઉલ્લાસભાવે આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિમાં આત્માને લીન કરવા ભલામણ છેજી. સંસારી વાસનાઓ એક દિવસ દૂર કરી, આત્મા અનાદિકાળથી અનાત્મ (જડ) વસ્તુઓમાં રાચી રહ્યો છે, તેને સદ્ગુરુની આજ્ઞારૂપ ભક્તિરંગમાં રંગાય અને ભક્તિની ભૂખ ઊઘડે તેવી રીતે તેની તે વાતોમાં રાતદિવસ ગળાય તેમ વર્તશો તો ઉપર જણાવેલું ફળ, હજારો ઉપવાસ કરતાં ચઢી જાય તેવો લાભ લેવાનો જોગ આવ્યો છે, તે સફળ થશે. દેવો જેમ સ્વર્ગનાં સુખ છોડીને, તીર્થંકરાદિ પાસે કે નંદીશ્વર દ્વીપ વગેરે પવિત્ર સ્થળોમાં ભક્તિ માટે એકઠા થઇ ઉત્સવ ઊજવે છે, તેવો યોગ આજે આવ્યો છે. તે પરમ પાવનકારી ગંગામાં ડૂબકી મારી, પવિત્ર થઇ જીવન પલટાવવા, સદાય તેની ખુમારી ટકાવવા, નવો જ જન્મ જાણે મળ્યો હોય તેમ નવજુવાન થઇ આત્માના કાર્યમાં મચ્યા રહેવા વિનંતી છેજી. ઘેર-ઘેર સંપ, સત્સંગની જરૂર, મુમુક્ષુ ભાઇબહેનો પ્રત્યે ઉલ્લાસ, સેવા, વિનય, ભક્તિ, મૈત્રીભાવ ઊછળતાં રહે અને કોઇનો દોષ નજરે ન ચઢે પણ સંસારીભાવ, પહેલાંના અણબનાવ ભૂલી જવાય અને નવા રાજા અને નવી પ્રજા જેવું નવજીવન સઘળે ફેલાય, દોષો ઘટી ગુણો ખીલી નીકળે, તેમ વર્તવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૨૭૭, આંક ૨૭૦) D_પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં, ઘણા વખત અગાઉ કહી મૂકેલું કે એવો વખત આવે ત્યારે બીજી બધી વાતો, વાંચન વગેરે બંધ કરી, ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઊઠે એવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયો છે એમ ખબર પડે તોપણ, થોડી વાર તેમ જ કર્યા કરવું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે તેમ જ બન્યું હતું - અને પછી જ બારણું ખોલી બધાંને ખબર આપ્યા હતા. (બો-૩, પૃ.૪૫૬, આંક ૪૭૭) અગાસ આશ્રમ વિષે પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી મુમુક્ષુઓમાં ઘણા મતભેદ પડી ગયા એટલે પ્રભુશ્રીજીને મનમાં એમ થયું કે આવા મતભેદ અને આગ્રહોમાં રહ્યા કરતાં જંગલમાં જઇ દેહ પાડી દેવો સારો, એમ કરી જંગલમાં ચાલ્યા ગયા; પણ પાછળથી સર્વના પુણ્યના યોગે તેઓશ્રીનું અત્રે આવવું થયું અને તેથી આ આશ્રમ આપણા જોવામાં આવે છે. (બો-૧, પૃ.૨૧, આંક ૨૨) : D પરમકૃપાળુદેવે લખ્યું છે : ‘‘કદાપિ કોઇ રીતે તેમાંનું કંઇ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઇને રહીએ ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઇને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ?'' (૧૨૮) એ મૂંઝવણ પ્રભુશ્રીજીએ ટાળી. એવું સ્થાન બનાવ્યું. આત્મસાધન ક્યાં કરવું ? સંત ક્યાં હોય ? એ મૂંઝવણ ટાળી. સત્સંગ કરે, આત્મહિત કરે, એ માટે આ સ્થાન છે. સત્સંગ થાય એવી જગ્યા બહુ થોડી છે. તીર્થો તો ઘણાં છે. આ સ્થાન તપોવન જેવું છે. (બો-૧, પૃ.૧૬૬, આંક ૩૩) પ્રભુશ્રીજી કહેતા કે આ દરવાજામાં પગ મૂકનાર માણસનું ઘણું પુણ્ય હોય છે, તો જ અંદર આવી શકે છે. જો તે અંદર આવી ગયો તો કંઇ ને કંઇ, તેને ખબર ન પડે, પણ લઇ જશે. (બો-૧, પૃ.૩૩૯, આંક ૭) Page #107 -------------------------------------------------------------------------- ________________ (૯૮) D આપનો પત્ર મળ્યો. પ.પૂ. પ્રભુશ્રીજીએ જ્યાં ચૌદ ચોમાસાં કર્યા છે, એવા રાજગૃહી તીર્થ સમાન અગાસ આશ્રમમાં આવવાનો વિચાર છે, તે જાણીને આનંદ થયો છે. (બો-૩, પૃ.૬૨૯, આંક ૭૩૬) [] તમારી વિનંતી ભાવનારૂપે ઠીક છે, પણ વિશેષ વિચારે તમે શ્રી આશ્રમમાં ચાતુર્માસ રહેવા વિચાર રાખો તો વિશેષ લાભનું કારણ સમજાય છેજી. આશ્રમનું સ્થળ, જ્યાં પરમ ઉપકારી પ્રભુશ્રીજીએ ચૌદ ચોમાસાં કર્યા છે, જ્યાં અનેક મુમુક્ષુજીવો પોતાનો સ્વાર્થ થોડા વખત માટે કે લાંબા વખત માટે તજી, એક ધર્મધ્યાન અર્થે જ રહે છે, તેવા વાતાવરણમાં અમુક વખત અવકાશ લઈ રહેવાય તો આખો દિવસ નિવૃત્તિયોગે નિરુપાધિપણે ધર્મધ્યાનમાં જાય તેવો સંભવ છે. બીજા જીવોની વાત ગૌણ કરી, હાલ તો જેને પરમ સત્સંગની પ્રાપ્તિ થઇ છે તેવા જીવોએ, તેની સફળતા કરી લેવાની ઉતાવળ અંતરમાં રાખવી ઘટે છેજી, (બી-૩, પૃ.૪૬૩, આંક ૪૮૬) T સમાધિમરણની ભાવના રાખો છો તે સંબંધમાં જણાવવાનું કે આપ અગમચેતી તરીકે અરજ કરો છો, તે હિતકારક છે અને સ્વપરહિત થતું હોય તો તેમ વર્તવા તો ભાવના છે, પણ તે બહુ અચોક્કસ ગણાય કારણ કે અંતર (સ્થળનું) ઘણું રહ્યું. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે, તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય; પણ પુરુષાર્થધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૨૬૯, આંક ૨૬૩) D સર્વ સત્સંગાદિ નિમિત્તોમાં સર્વોત્તમ નિમિત્ત આ આશ્રમનું સ્થળ છે. પૂ. ....નો આશ્રમમાં દેહ છૂટી ગયો, તે પ્રસંગે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટયો છે, તે સર્વની દેવગતિ થઇ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય, તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. જો આજીવિકાની અડચણ ન હોય તો અહીં જ આયુષ્ય ગાળવા યોગ્ય છે. ધર્મ, ધર્મ અને ધર્મના જ સંસ્કાર રાતદિવસ પડયા કરે, એમ અહીં બધું વર્તન છે. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે, તેથી સારા નિમિત્ત મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૭, આંક ૬૭) 0 જેટલાં વર્ષ ગયાં તેટલાં હવે ગાળવાનાં નથી, આયુષ્યનો અલ્પ ભાગ બાકી રહ્યો છે તે જો સત્સંગમાં, સન્શાસ્ત્રના વાંચન-વિચારમાં ગળાય તો જિંદગીનો આખર ભાગ સુધરે. તે માટે સારાં નિમિત્તોની જરૂર છે. ત્યાં સત્સંગ આદિ સાધન મળવાં અશક્ય જેવું છે; તો બધું છોડી, મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બને? તેવી સવારમાં ઊઠીને રોજ ભાવના કરવી અને અમુક મુદતે તે બને તેવું છે એમ લાગે, તો તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને, તેવી ગોઠવણ કરતા રહેવું ઘટે છેજી. પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે, તેને સમાધિમરણ થશે. એક વખત સમાધિમરણ થાય તો મોક્ષે જતા સુધીમાં જેટલા ભવ કર્મને આધીન લેવા પડે, તે બધા ભવમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ (૯૯) સમાધિમરણ જરૂર થાય એવો નિયમ છે, તો આ લાભ લેવાનું ચૂકવું નથી એમ નક્કી કરી, વહેલેમોડે મરણ પહેલાં આશ્રમમાં રહેવાનું બને તેમ કર્તવ્ય છેજી; તો જ આરંભ-પરિગ્રહ અને અસત્સંગનો ત્યાગ થઈ, આત્મજ્ઞાન થવાનું કારણ બને અને સમ્યક્દર્શન પામી મોક્ષ-પુરુષાર્થ અચૂકપણે થાય તેમ છે.જી. પરમકૃપાળુદેવે ઝૂરણા કરી છે : “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઇને એ (રાગ-દ્વેષરહિત) દશામાં બેસી તેનું પોષણ પામીએ ?'' (૧૨૮) આપણે માટે તો ૫.પૂ. પ્રભુશ્રીજીએ એવું સ્થાન બનાવી સમાધિમરણનું થાણું થાપ્યું છે. હવે જેટલી ઢીલ કરીએ, તેટલી આપણી ખામી છે. તેઓશ્રી કહેતા કે “તારી વારે વાર, થઇ જા તૈયાર.'' હવે બધી વાતો ભૂલી, અનેક પાપોને ધોવાનું તીર્થ પ.પૂ. પ્રભુશ્રીજીએ સ્થાપ્યું છે, ત્યાં નિવાસ કરવાની ભાવનામાં કાળ ગાળવો. તે ભૂલવું નહીં. મંત્રનું સ્મરણ રાતદિવસ રહ્યા કરે, તેવો પુરુષાર્થ કરવા કેડ બાંધી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તોપણ બીજી આડાઅવળી વાતોમાં આપણું કીમતી જીવન વહ્યું ન જાય. એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છેજી. રોજ વાંચવાનો-વિચારવાનો, કંઈ ન બને તો, અડધો કલાક રાખશો તો ઉપર જણાવેલા ભાવનું પોષણ થયા કરશેજી. પુસ્તકનું પાનું ફરે અને સોનું ઝરે.' તેમ જીવન પલટાવી, સંત બની આ દેહ છોડવાની ભાવના દિવસે-દિવસે પ્રબળ કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૭૮૪, આંક ૧૦૦૧) D આપની માનસિક અશાંતિના સમાચાર વાંચ્યા. અત્યારે એમ વિચાર ફરે છે કે આવા વખતમાં આપની આશ્રમમાં હાજરી હોય તો અનેક પ્રકૃતિના મુમુક્ષુઓરૂપી ફુલઝાડવાળા સુંદર બાગમાં જેમ મગજ શાંત થાય છે, તેમ આશ્રમમાં વસવાથી અનેક પ્રકારના ઉત્તાપો શાંત થવા સંભવે છે. એવા અનેક ઉદેશોથી પ.ઉ.પ.પૂ. કરણાસાગર પ્રભુશ્રીજીએ આ આશ્રમજીવન સમાધિમરણને પોષે તેવું યોક્યું છે. તેનો અનેક ભવ્ય જીવોએ લાભ લઈ સમાધિમરણ સાધ્યું છે, સાધે છે અને ભવિષ્યમાં સાધશે; તો તમારા જેવા તેથી દૂર રહે એ ઘટતું તો નથી, પણ આપ જેવા સમજુને શું કહેવું? બધી દવા વગેરેની કે શારીરિક અનુકૂળતાઓ શહેરમાં સુલભમાં હોય તે ગૌણ કરી, સમાધિમરણનું મહત્ત્વ જો દયમાં વસે તો અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં ક્યાં મળે ? પૈસાદારને વિલાયત જવું ગમે, પણ પરમકૃપાળુદેવના ભક્તને તો આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી, મારી અલ્પમતિમાં સમજાય છે. દવા માટે મુંબઈ જવું પડે, દવાખાનામાં રહેવું પડે, તો પરમકૃપાળુદેવની દવા જ્યાં વધારે ગુણ કરે, તે લક્ષ હવે તો વિશેષ-વિશેષ વિચારી, લોકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી, જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમકૃપાળુ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના અથાગ શ્રમ અને યોગબળે વિદ્યમાન છે, તો આ પાછલા દિવસો તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા ? બીજાને રાજી રાખવા ઘણું આ ભવમાં કર્યું, હવે તે ગૌણ કરી, આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવો તો સ્વપરના હિતનું કારણ સમજાય છે. લેશ્યાઓનો આધાર ભાવ ઉપર છે અને ભાવો નિમિત્તાધીન છે; તો સારાં નિમિત્તોમાં સારા ભાવ સહેજે થવા સંભવે છેજી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ‘બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઇ પ્રમાદ શું ધારણ કરવો ?'' (૪૭) આમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પુરુષાર્થની વૃદ્ધિને અર્થે લખ્યું છે. એ વિચારી આત્મહિતમાં પ્રવર્તવા ભલામણ છેજી. ઇડરથી પાછા ફરતાં આપ અમદાવાદ હશો તો મળી શકાશે; અને અહીં પધારી શકો તો એથી વિશેષ શું હોઇ શકે ? (બો-૩, પૃ. ૬૦૭, આંક ૭૦૦) પૂ. અંબાલાલ મારવાડીનો દેહ છૂટી ગયો છે. આમ તો તે ઢીલો જણાતો હતો, પણ પરમકૃપાળુદેવની પકડ તેની સારી હતી. બ્યાવરના જુગરાજ અને એ અંબાલાલ, બે મિત્રો હતા. તેમણે ‘જીવનકળા' વાંચી અને આશ્રમ છે તે કેવું છે તથા કેવી સગવડ છે, તે જોવા સ્વ. અંબાલાલને અહીં પહેલા મોકલેલા. તે આવ્યા અને તેને ગમવાથી, તે તો રહી જ પડયા. છેલ્લે તેમને ન-છૂટકે આશ્રમ છોડવું પડયું, પણ છેવટ સુધી તેની શ્રદ્ધા સારી રહી. (બો-૩, પૃ.૪૭૮, આંક ૫૦૭) આશ્રમમાં સવારે પાંચથી સાત ભક્તિ, ચૈત્યવંદન વગેરે થાય છે. પછી દેવદર્શન પરવારી બધા છૂટા થાય છે. નાસ્તોપાણી કરી, સાડા નવથી બધા મળે છે. તે વખતે સાડા દસ સુધી પંચાસ્તિકાય પરમકૃપાળુદેવે લખેલ, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વંચાય છે. બહુ સારી તત્ત્વદર્શક ચર્ચા ચાલે છે. પછી પંચકલ્યાણક અને આઠ દૃષ્ટિનો સ્વાધ્યાય સાડા અગિયાર સુધી થાય છે. પછી જમવા સર્વે વીખરાઇ જાય છે; અને પછી અનુકૂળતા પ્રમાણે એકાંત સ્વાધ્યાય જુદ-જુદે સ્થળે થાય છે. સાંજના ત્રણથી ચાર ભક્તિ થાય છે અને ચારથી પાંચ સુધી ‘પ્રવચનસાર' શ્રી કુંદકુંદાચાર્યનો ગ્રંથ, શ્રી અમૃતચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા સહિત, ગુજરાતી ભાષા દ્વારા ચર્ચાય છે. પછી પાંચ વાગે બધા દેહકાર્ય અર્થે કે અન્ય સ્વાધ્યાય અર્થે જુદા પડે છે. સાંજે પોણા સાતે દેવવંદન થયા પછી પ્રતિક્રમણ, ભક્તિ વગેરે આઠ વાગ્યા સુધી થાય છે અને આઠથી નવ સુધી ‘ગોમ્મટસાર કર્મકાંડ’નો સ્વાધ્યાય થાય છે. એ ગ્રંથ બહુ સૂક્ષ્મ અને ઉપયોગી છે. આમ આખો દિવસ ધર્મધ્યાનનો પ્રવાહ વહી રહ્યો છે. તેમાં સ્નાન કરવાની જિજ્ઞાસા જાગે તો બળ કરીને પણ બને તેટલો લાભ લઇ લેવા જેવો અવસર આવ્યો છે. મનુષ્યભવ મહાદુર્લભ મળ્યો છે, તેમાં જો કંઇ સાર્થક ન થયું તો ઘડીમાં છૂટી જાય તેવા દેહની ને દેહની ચિંતા કરતા રહેવામાં શું વળવાનું છે ? ઘણા પ્રકારની શિથિલતા દૂર થવા યોગ્ય અવસર આવ્યો છે તો ચેતી લેવા જેવું છે. પૂ. ને અત્રે આવવા વિચાર હોય તો આ પત્ર વાંચી વહેલા આવવા ભલામણ છેજી. આત્મહિતની ગરજ જેને હોય, તેને આ માત્ર સૂચના છે, આગ્રહ નથીજી. (બો-૩, પૃ.૧૫૩, આંક ૧૫૪) Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ) વિભાગ-૩ બ્રહ્મચારીજી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં કાયમ રહેવા માટે પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પોતાના વડીલ બંધુને તેમની અનુજ્ઞા મેળવવા લખેલ પત્ર I અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! ! ! મુરબ્બી ભાઈ નરશીભાઈ, ...બને તેટલું ટૂંકાણ કરીને હું વાત કહેવા માગું છું, પણ તે વાત ચોખ્ખી થાય માટે પહેલું થોડુંક એટલું કહી લઉં છું કે હું જે લખવા વિચાર રાખું છું, તે ઘણા વખત સુધી તેનો વિચાર કરીને લખું છું અને તેમાં તમારું અને મારું, બંનેનું કલ્યાણ આખરે થાય તેવું લાગવાથી, તમને વાંચતાં કંટાળો આવે કે ખેદ થાય તોપણ ખુલ્લા દિલથી જેમ છે તેમ લખી જણાવવા વિચાર રાખ્યો છે. દરેક માણસ સુખની આશા રાખે છે અને સુખ શોધે છે. પોતે માનેલા સુખમાં દરેક મગ્ન હોય છે, તેથી બીજાને માટે આપણે વિચાર કરીએ, તે સામા માણસને પૂરો સંતોષ આપે એવો વિચાર વખતે ન પણ જણાય; પણ જો સારા ભાવથી જો કોઈ કામ કરવા ઇચ્છતો હોય તો તેનો ભાવ આપણને રુચે કે ન રુચે પણ તે સમજી શકાય તો ખરો. તેથી મારી વાત રુચે કે ન રુચે, પણ મારું દિલ સાફ રાખીને નિઃસ્વાર્થપણે મનમાં માયા કે કપટ રાખ્યા વગર, વિચાર આપણા બંને માટે કર્યો છે. તે તમને પસંદ ન પડે તોપણ મારો હેતુ શુદ્ધ છે. સારા ભાવથી હું આ વાત કહેવા અને કરવા ઇચ્છું એટલું તો તમને પણ સમજાયા વગર નહીં રહે, એમ મને લાગે છે. મારી વાત તમને જણાવું છું તેટલી ધીરજથી તમારી વાત મારે સાંભળવી પણ છે અને બંનેમાંથી જે સારી, ઉત્તમ વાત બંનેના અંતરાત્મામાં બેસે તેનો વિચાર કરી આગળ પગલું લેવું છે. આ કાગળ લખતાં કંઈ બનાવટી કે જોડી કાઢીને કશી વાત નથી કરવા ઇચ્છતો, પણ જે જે વાતો મેં જાતે અનુભવી છે તે ઉપરથી મારા વિચાર, છેવટના, તમારા આગળ મૂકવા વિચાર છે. તેમ છતાં તમને એમ લાગે કે મને કોઇની શિખામણથી કે ભોળવણીથી એ વિચાર આવ્યા છે, તોપણ એટલું તો માનજો કે મેં આ પત્રમાં લખેલી બાબતો માટે ઘણો વિચાર કર્યો છે અને ટૂંકામાં કહું તો આજ સુધી અભ્યાસ કરીને, દુનિયાનો અનુભવ લઇને, ઘણા લેખકોએ પોતાનો અનુભવ પુસ્તકોમાં લખેલો તે સમજીને અને જીવતાજાગતા સંતપુરુષોની દશા ગજા પ્રમાણે સમજીને, દહીં વલોવીને માખણ નીકળે તે જેમ ઢોરને પાળવાની મહેનતના ફળનું ટૂંકું રૂપ છે, તેવું મને જે કંઈ સંસારમાં સમજાયું છે તે ટૂંકામાં આ પત્રમાં મારા જાતઅનુભવના કંઈક સાર જેવું તમારા આગળ તમારી આશિષ માટે રજૂ કરું છું, ભેટ ધરું છું અને તે દ્વારા તમારું ચિત્ત-આત્મા સાચી વસ્તુ સમજીને તમારું અને મારું કલ્યાણ જે રસ્તે થાય તેનો વિચાર કરે, અને મારી અંતરની ઇચ્છા સમજી તેમાં ખભો થાબડવા જેવો ઉત્સાહ આપી મને વિશેષ ઉન્નત કે ચઢતી દશામાં જોઈ રાજી થવાનું તમારો આત્મા ઇચ્છે અને તેમાં સંમતિ અને સહાય આપે એટલો જ હેતુ, આ પત્ર લખવાનો છે. આ પત્રમાં કંઈ દોષ જેવું જણાય તો તે મારો જ છે, એમ માનવા વિનંતી છે; અને કંઈ પણ સાચી વસ્તુ સમજવામાં તમારા આત્માને મદદ થાય તો તેનું કારણ જેનો મને રંગ લાગ્યો છે તે સંત પુરુષ જ છે, એમ માનશો; કારણ કે કડવી તુંબડીમાં દૂધ ભર્યું હોય તે પણ કડવું થવા સંભવ છે, અથવા રંગેલું કપડું Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ધોવાથી રંગ નીકળી જાય તો પણ બીજા કપડાંને તેનો પાસ બેસે છે; તેમ જ્યાં સુધી મને સંગનો રંગ પાકો લાગ્યો ન હોય ત્યાં સુધી મારું કહેવું હોય તેમાં ડહોળા પાણી જેવો દોષ દેખાવાનો સંભવ છે. પણ તેવું પાકા રંગવાળું કપડું ધોતાં થવાનો સંભવ નથી; તેમ સાચા પુરુષનો સમાગમ જેને થાય તેને દોષ લાગવાનો સંભવ નથી. ઊલટો ફાયદો થવાનો સંભવ છે. તેથી મારા દોષ તરફ જોવા કરતાં, મારા બ્દયના ભાવ તરફ નજર રાખી, આ લાંબો કાગળ કંટાળ્યા વગર થોડું-થોડે કરીને પૂરો વાંચી જશો, વિચારશો અને બને ત્યારે ઉત્તર લખશો કે મળાય તેમ ગોઠવણ કરવા જણાવશો. મોટા પુરુષોને મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા હોતી નથી અને આપણે પણ મોક્ષ મળતો હોય તો પાછા પડીએ એવા નથી, એટલે મોક્ષનો ખપ આપણે પણ છે; એટલે મારે-તમારે, બંનેને મોક્ષની ઇચ્છા છે એટલું ધારી લઈને જ આજે જે કંઈ લખાય તે લખવા વિચાર છે. તમારા મનમાં જો એમ થાય કે તમે અગાસમાં રહેનારા સાધુ મહારાજનો ધર્મ માનો છો તો અમારે એ ધર્મ સંબંધી તમારું કહેવું માનવું નથી, બીજું જે કહેવું હોય તે કહો. જો આવું મનમાં રહેતું હોય તો તે વિષે વિશેષ વિચાર કરવો ઘટે છે. આ વાત કહેતાં જો મારા સંબંધી કે એ મહાત્માઓ સંબંધી કંઈ કહેવું પડે તો મારાં કે તેમનાં વખાણ કરવા કહેલું છે એમ ન માનશો; કારણ કે પોતાનાં વખાણ થાય એવી ઇચ્છા તો અમારે છોડવી છે; તો જાતે શા માટે તે કરીએ ? પણ માત્ર સત્ય અને આત્મહિત તરફ જ નજર રાખીને કંઈક કહીશ. ગમે તે ધર્મના કહેવડાવવામાં કાંઈ કલ્યાણ નથી. ગામમાં મુખી ન હોય અને ગમે તેને લોકો મુખીના નામથી ઓળખે, તેમાં એને અધિકાર કે પગાર કે કાંઈ ફાયદો મળતો નથી, અથવા ગધેડાની પીઠે સાકરની ગૂણ ભરી હોય પણ તેના પેટમાં કાંઈ આવતું નથી; તેમ ગમે તે ધર્મવાળા આપણને લોકો ગણે, પણ આપણને તે ધર્મથી સારી જિંદગી – મોક્ષનો માર્ગ ન મળે ત્યાં સુધી લોકોના કહેવાથી આપણે ધર્માત્મા બની શકીએ નહીં. મોક્ષનો માર્ગ છે ઘર્મથી મળે, એમ આપણો આત્મા કબૂલ કરે, તે જ આત્માનો ધર્મ. બાકી તો બીજાને બતાવવાના કે પોતાના આત્માને છેતરવાના ધર્મ ગણાય, એમ મને અત્યાર સુધી લાગ્યું છે. ધર્મ તો આત્માના ભાવમાં, ઉત્તમ વિચારમાં, ઉત્તમ આચારમાં અને ઉત્તમ વસ્તુની માન્યતામાં રહેલો છે. તેને તો દયમાં ગુપ્ત સાચવીને રાખી મૂકવા જેવો છે. જેમ કોઈ દસ હજારનો હીરો આપણે ખરીદ્યો હોય તો તેને સોનાની વીંટીમાં જડીને સુંદર દાબડીમાં ઘાલી તિજોરીમાં રાખી મૂકીએ છીએ અને જ્યાં-ત્યાં તેને બતાવતા નથી ફરતા, પણ કોઈક ઉત્સવના પ્રસંગે કે આફતના પ્રસંગે તેનો ઉપયોગ થાય છે; તેમ ધર્મ પણ ઘણી જ કીમતી વસ્તુ છે અને તેની મનુષ્યભવમાં જ કમાણી થઈ શકે છે. તેના પરીક્ષક પણ કોળી કે કાછિયા જેમ ઠેર-ઠેર હોય છે તેમ નથી હોતા. કોઈક મોટા શહેરમાં જ સાચા હીરાના પારેખ તો હોય છે; તેમ સાચો ધર્મ પામેલા પણ વિરલા જ જડી આવે છે અને તેની પરીક્ષા થવી, ઓળખાણ થવી એ તો પૂર્વના સંસ્કારથી, સત્સંગના જોગથી, વૈરાગ્યવાળી આપણી સ્વાભાવિક વૃત્તિથી કે સંસારથી કંટાળેલા, થાકેલા દુ:ખી જીવથી કોઈક ધન્ય પળે જ બની શકે તેમ છે. મોક્ષમાર્ગ કે ધર્મ, આવો દુર્લભ અને કીમતી છે અને તે જેના હાથમાં આવે, જેને તે સમજાય છે તેને, આ સંસારમાં ગમે તેટલી ભારે અને મોંઘી ગણાતી ચીજ પણ લલચાવી શકતી નથી. જેમ નાનું છોકરું Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ચોમાસામાં રેતીમાં બેસીને દેરાં કે ક્યારા પાળીઓની રમત કરે, ઘર કરે પણ મેં ! રસને તે બધી છોકરાંની રમત માટે ખોટી થવું ગમતું નથી. કાલે સવારે છોકરાંએ કરેલા આકાર રસ્તામાં જતાં-આવતાં ઢોરથી વટાઇ જવાના છે, તે મોટા માણસો જાણે છે, પણ છોકરાંને ર તો તે રોજ ત્યાં મોટા માણસના ઘરની પેઠે રહેશે એમ લાગે છે અને વખતે સાંજ પડે તો બધું ઢાંકીન ઊઠ અને કાલે સવારે આવીને ૨મીશું એમ પણ ધારે. જો કોઇ બીજો છોકરો તેનું બનાવેલું દેરું ભાંગી નાખે તો તે બનાવનારને મોત જેટલું ખોટું લાગે અને રોવા બેસે, પણ તેવા રોવાથી માબાપના મનને ખોટું નથી લાગતું. ઊલટું તે તો કહે કે એમાં શું રડે છે ? એ તો સવાર સુધી રહેવાનું નથી, કાલ થતાં પહેલાં એ તો વટાઇને ક્યાંય ભાંગી જશે; પણ બાળક નાનું હોય તો તેની સમજમાં તે નથી આવતું અને સમજણું હોય તો વહેલું સમજીને રડતું બંધ થાય છે. જેને ખરો ધર્મ સમજાય છે, તેને આમ સંસાર અસાર-ખોટો લાગે છે અને તેનામાં ખરો વૈરાગ્ય-ઉદાસીનતા-સમતા દેખાય છે. તેની આંખ, વચન અને ચેષ્ટા ઉપરથી પણ મુમુક્ષુને માલૂમ પડે કે આ પુરુષ ધર્માત્મા છે. એવા પુરુષને એક ઘડી પણ બીજાં કામ માટે ખોટી થવું તો માથું વાઢી નાખ્યા જેવું લાગે છે. નાગરની ન્યાતમાં હરવા-ફરવાનું અને જાન-જમણવાર તજીને નરસિંહ મહેતા સાધુની સંગતમાં અને ભજનમાં જ વખત ગાળતા; તેવી જ રીતે મીરાંબાઇ રાજમહેલનાં સુખ છોડી ભિખારીની પેઠે ભટકીને દહાડા કાઢતાં, પણ કોઇ દિવસ ભગવાનનું ભજન અને સાધુની સંગત છોડવાનું તેમને સ્વપ્ને પણ મન થયું નથી. ઊલટું તે સુખ, રાજના સુખ કરતાં ઉત્તમ છે એવું અનુભવીને, લોકોને ભગવાન ઉપર પ્રેમ થાય અને સંસાર ઉપરથી ભાવ ઊઠી જાય તેવાં ભજન બનાવી, ભક્તિનો માર્ગ બતાવતાં ગયાં છે. આ કાંઇ તેમણે વગર સમજ્યે કર્યું નથી, થોડા દહાડા માટે કર્યું નથી, પણ સાચી સમજણ આવ્યા પછી આખો જન્મારો તેમાં જ ગાળ્યો છે; પણ ખાખરની ખિસકોલીને સાકરનો સ્વાદ ન સમજાય તેમ સંસારી માણસોને તો તે વખતે મીરાં અને નરસિંહ મહેતાની નિંદા અને ટીખળી કરવાનું જ સૂઝતું. મીરાંને તો ઝેર આપીને મારી નાખવા કુંભારાણાએ ઉપાય લીધેલા તે આપણે સાંભળ્યું છે; પણ ધન્ય છે તેમને કે કોઇ દિવસ મા૨ના૨નું પણ તેમણે ભૂંડું ઇચ્છયું નથી; તો કોઇને ખોટો માર્ગ બતાવવા તેમની ઇચ્છા તો થાય જ કેમ ? આપણને એમ થાય કે એવાં ભગતડાં થઇ જવામાં શો માલ છે ? પણ જો જરા વિચાર કરીએ તો સમજાય કે જેને મોક્ષ જોઇએ છે, તેને ખાઇ-પીને લહેર કર્યો મોક્ષ મળે નહીં. કોદરા ખરીદીએ તો કોદરાની કિંમત આપવી પડે અને કમોદની ડાંગર ખરીદીએ તો તેના પ્રમાણમાં વિશેષ કિંમત આપવી પડે. અફીણ ઓગાળીને પીધા પછી અમર થવાની ઇચ્છા રાખીએ તો તે કાંઇ બને ? સંસાર સેવવો હોય તો સંસારનું વૈતરું કરવું પડે, અને મોક્ષની વૃઢ ઇચ્છા હોય તો મોક્ષ માટે પુરુષાર્થ કરવો પડે. જગતના અને ભગતના કે સંસારના અને મોક્ષના માર્ગ જુદા જ - ઊલટા જ હોય છે, તેથી કોઇ કાળે તેમને મેળ ખાતો નથી. જેમ એકને સંસાર વધારવો હોય અને બીજાને સંસાર ટૂંકો કરવો હોય તો તે બંનેને ક્યાંથી મેળ ખાય ? બંનેનાં તડ જુદાં હોય છે, તેથી જ આપણને આ સાચા સાધુઓ ગમતા નથી. આપણને મોક્ષ જોઇતો નથી અને તેમને મોક્ષે લઇ જવા છે એટલે તે આપણા વિરોધી જણાય છે. આપણા જેવા જ ખાનદાન કુટુંબના તે ગૃહસ્થ હતા અને પૂર્વના સંસ્કારે વૈરાગ્ય ઊપજતાં તેમણે ઘર છોડી સાધુપણું લીધું, અને સાધુઓમાં પણ તે ખંભાતમાં ગાદીપતિ - આચાર્ય ગણાતા, તે છોડી દઇ Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) ભિખારીની પેઠે પાછા ચાલી નીકળ્યા; છતાં પૂર્વના પ્રારબ્ધને લીધે લક્ષ્મી તેમની પાછળ ફરે છે, પુણ્યનો ભોગવટો તેમના નસીબમાં લખેલો, તે આગળ ફરી વળે છે. આ વાત તો માત્ર તેમની દશા કંઇક બતાવવા જ કહી. તેમને કંઈ સ્વાર્થ નથી કે મારો ધર્મ ચલાવવો છે કે ચેલા કરવા છે, પણ એવી લાલસાઓથી તેઓ મુક્ત જ છે. એવું હોત તો ખંભાતમાં તેમના ઘણા વખતના ઓળખીતા શિષ્યો અને સાધુઓ સેવાભક્તિ કરનાર હતા, તેમને તજીને તે ચાલી નીકળત નહીં; પણ જે જે આપણને સુખરૂપ લાગે છે, તે તેમને ઝેર જેવું લાગે છે; કારણ કે ભગવાનની કૃપાદ્રષ્ટિનો તેમને સાક્ષાત્ અનુભવ થયો છે. તેમનો સમાગમ થોડા કાળ સુધી કરનારને પણ આ વાત તો સમજાય છે. આવા પુરુષનો સમાગમ પૂર્વનાં કોઈ પુણ્ય જાગવાથી આ ભવમાં મને મળી આવ્યો અને તેમની કંઇક ઓળખાણ થવાથી મને પણ મોક્ષ મેળવવાની ઈચ્છા થઈ છે. કેવી રીતે, તેમના કહ્યા પ્રમાણે રાતદિવસ રહેવાય, તેના વિચાર વારંવાર આવ્યા કરે છે અને સંસારમાંની કોઈ પણ ચીજ મોક્ષને બદલે લેવાની ઇચ્છા રહી નથી. તેથી જ તમને બધાને પણ કંઈક એમ લાગ્યા કરે છે કે મેં પણ તડ બદલ્યું છે; સંસારનો રસ્તો ભૂલી બીજો રસ્તો હું શોધી રહ્યો છું. ચાર-પાંચ વર્ષથી હું અગાસ જઉં છું. મધ્યસ્થવૃષ્ટિથી, ત્યાં જે કામ થયાં જાય છે તે, જોઉં છું. તેમાં કોઈની સ્વાર્થદ્રષ્ટિ મને જણાઈ નથી; ઊલટું જે આ ભવમાં સમજવા જોગ છે અને કરવા જોગ છે તેની જ વિચારણા અને ઉપદેશ થાય છે; તથા તે પ્રમાણે વર્તન થવામાં જે જે જરૂરનું કે યોગ્ય હોય તેવું વાતાવરણ ત્યાં ઉત્પન્ન થાય તેવા પ્રયત્નો ત્યાં થઈ રહ્યા છે, એમ મને લાગ્યા કર્યું છે. જે જે પુરુષો આત્મધર્મ પામ્યા છે, તેમણે જે જે કરેલું અને તે ઉપરથી આપણે જે કરવાનું છે, તે ત્યાં સહેજે થયાં જાય છે, એ પણ અનુભવ ઉપરથી મને સમજાતું જાય છે. તે મહાપુરુષોની સોબતમાં સદાય રહેવાય તો મોક્ષના માર્ગમાં આગળ વધવાનો સંભવ છે, એવો નિર્ણય અંતરાત્મામાં દ્રઢ થતો જાય છે. ઘણી વાર એમ જ થઈ આવે છે કે બધું પડી મૂકીને એ જ રસ્તે આવરદાનાં જેટલાં વર્ષ બાકી હોય તેટલાં તે જ રસ્તે ગાળવાં, પણ તેમ કરી શકાય તેવા સંજોગો નથી એમ મનમાં થઈ આવવાથી વિચાર પાછો પડી જાય છે, અને કોઈના આગળ દયની આ વહાલી ઇચ્છાની વરાળ સરખી કાઢવાની હિંમત ચાલતી નથી. જે બની શકે એમ નથી, તે વાત કોઈના આગળ શું કામ કરવી ? એવા વિચારમાં ચિત્ત ઘણી વાર મૂંઝાયા કરે છે. હવે મોક્ષની તૈયારીના સંયોગોમાં મુખ્યત્વે તો માર્ગ દેખાડનાર સાચા પુરુષ મળે એ એક અને તેના દેખાડ્યા પ્રમાણે તેની આજ્ઞાએ વર્તનાર, એ બેનો જોગ જોઈએ. તેમાં માર્ગ દેખાડનારની ખાતરી તો અંતરમાં થાય છે કે તે સાચા પુરુષની આજ્ઞા ઉઠાવી શકાય તો મોક્ષ બહુ દૂર નથી. માર્ગનો પાકો ભોમિયો મળ્યો છે. હવે રહી કચાશ તે માર્ગે ચાલનારની. તેમાં હવે ઢીલ કેમ થાય છે ? એમ મારા મનમાં વારંવાર પ્રશ્ન થાય છે અને તમને કે આ વાત જાણનાર ગમે તેને એમ પૂછવાનું મન થાય કે તમે ઘરનું તો કંઈ કામ કરતા નથી અને સોસાયટીમાં કાંઈ કમાવા રહ્યા નથી, તો તમારા મનનું ઘારેલું કામ કરતાં તમારો હાથ કોણ ઝાલે છે? મને પણ તે જ પ્રશ્ન મૂંઝવે છે કે આ જિંદગીમાં જેને માટે હવે જીવવું ગમે, તેવી વસ્તુ જો ન બનતી હોય એટલે મારા આત્માનું હિત જો હું સાધી શકતો ન હોઉં અને બીજાને પણ જો હું ઉપયોગી ન થઈ શકે તો મારા જેવો મૂર્ણો બીજો કોઈ ગણાય નહીં. આ વિચાર જુદી-જુદી રીતે કર્યા પછી, મને સંસારમાં બાંધી રાખનાર બંધનો ચાર મુખ્ય ગણાવી શકાય તેવાં લાગ્યાં છે : Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) (૧) આ શરીર સંબંધી સંકલ્પ-વિકલ્પો એટલે શરીર સાજું-માંદું હોય, કમાણી થઇ શકે તેમ ન હોય તેવે પ્રસંગે બીજાને બોજારૂપ થઇ પડ્યા વિના શરીરનું ટટું નભાવવા જેટલું સાધન કે પૂંજી વિષે વિચાર. સંસારમાં નિકટનો સંબંધ ગણાય છે તેવા સંબંધવાળો છોકરો બબુ. તેની સમજણયોગ્ય ઉંમર થતાં સુધી તેના શરીરની સંભાળ અને કેળવણી માટે મારે માથે ગણાતી ફરજ, તેના વિચારો. (૩) જે કુટુંબમાં આ ભવમાં મારો સંબંધ જન્મથી જોડાયો છે તે કુટુંબ તરફની મારી ફરજ એટલે તમારે માટે અને તમારા પરિવાર માટે જે કરવું જોઇએ, તેના વિચાર. (૪) દસ વર્ષથી લોકસેવા તરીકે સ્વીકારેલું સોસાયટીનું આણંદનું કામ, તેના વિચારો. આ ચાર પ્રકારના વિચારો – હોડીમાં ચાર કાણાં હોય અને તેમાંથી પાણી હોડીમાં ભરાતું હોય ત્યાં સુધી હોડીમાં બેસી સહેલ કરવા નીકળેલા માણસથી જેમ નીચે મને બેસી શકાય નહીં, કારણ કે તેમાંથી પાણી આવ્યા કરે ત્યાં સુધી બૂડીને મરી જવાનો ભય છે, તેવા આ ચાર પ્રકારના વિચારો મને મૂંઝવતા અને કેટલેક અંશે મૂંઝવે પણ છે. જ્યાં સુધી તે વિચારોનો આવરો પાણીની પેઠે ઊભરાતો હોય ત્યાં સુધી મોક્ષની તૈયારી કે સાચા સુખનો ખ્યાલ ન આવી શકે તે સ્વાભાવિક છે તથા સમજી શકાય તેવું છે. એ ચાર પ્રકારના વિચારો કે ચિંતાઓ ખરી રીતે હરકતકર્તા છે; પણ તે સંબંધી મેં શું શું કર્યું છે અને તેનું પરિણામ કંઈ આવ્યું છે કે નહીં, તે થોડું હું જણાવી જવા ધારું છું. તેમાં છેલ્લી બે બાબતો પહેલી લઈને તે વિચારતા બાકીની વાતો સમજાશે એમ લાગે છે. તમને વખતે એમ લાગશે કે મેં આજ સુધી મારી જાતને માટે જ વિચાર અને કામ કર્યું છે, પણ ઘર સંબંધી મેં ચિંતા કરી હોય તેમ જણાતું નથી; પણ કામ જુદું છે, અને ચિંતા જુદી છે; એટલે જોકે કામ બહુ થોડું કે નજીવું થયું હશે, પણ ચિંતાઓથી હું છૂટયો નથી એ બતાવવા થોડું લખું છું. જોકે ઘર સંબંધી મારે બદલે ચિંતા કરનાર બબુની બા હતી ત્યાં સુધી તેના મનમાં અમુક રકમ ઘેર મોકલવી એમ રહેતું અને દર મહિને ભડકતાં ભડકતાં ખર્ચ કરતી, તે હું તે વખતે વધારે સમજી શકેલો નહીં; કારણ કે સોસાયટીનો પગાર એક કુટુંબનું ખર્ચ સારી રીતે નભે એ હેતુથી રાખવામાં આવેલો, તેથી વધે તેટલું બાંધણી મોકલવું એમ કહી મૂકેલું છતાં તેના મનમાં “બાંધણીવાળા શું કહેશે? કંઈ નહીં મોકલાય તો શો વિચાર બાંધશે ?' વગેરેની તેના મનમાં ભાંજગડ રહેતી, પણ એ ચિંતાથી કંઈ તે વિશેષ કરી શકી નથી. તે પહેલાં હું ભણતો હતો તે વખતની મારા મનની સ્થિતિ જરી જણાવી જઉં તો ચિંતાઓના ઢગલેઢગલા કરવા છતાં તેનું પરિણામ ઉદ્વેગ અને દુ:ખ કરતાં વિશેષ કંઈ આવી શક્યું નથી, તે જણાશે. હું ભણતો હતો તે વખતથી કોણ જાણે મને ભવિષ્યના જ વિચારો આવ્યા કરતા હતા. હું આ સંસારમાં મારો રસ્તો કેવી રીતે કાઢી શકીશ ? એ વિચારો બહુ નાની ઉંમરથી એટલે ચૌદ-પંદર વર્ષની ઉંમરથી મને થયા કરતા. એક તો મારે જાતે કમાઇને ખાવું પડે તેવી ઘરની સ્થિતિ છે, એ ખ્યાલ મને નાનપણથી રહેલો. તેની સાથે તમે ન હો તો મારે માથે બધી જવાબદારી છે, તે વિચાર મને દુઃખી કરતો. એ આખા કુટુંબનો બોજો હું કેવી રીતે ઉપાડી શકીશ, એ મારા નાનપણના મગજને મૂંઝવી દેતો. અને જ્યારે-જ્યારે કોઈ પચાસ-સાઠ વર્ષના માણસને હું જોતો ત્યારે મને એમ જ વિચાર આવતો કે આ માણસે ગમે તે રીતે આ સંસારની યાત્રા લગભગ પૂરી કરી, તેણે કાઢયાં તેટલાં વર્ષો હવે કાઢવાં નથી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અને મારી ઉંમરની સરખામણી કરતાં મને એમ લાગતું કે મારા કરતાં એ કેટલો બધો સુખી છે. મારે હજી બધો ભવ તરવાનો છે અને મારું શું થશે ? વગેરે વિચારોથી તો ઘણી વખત મને રોવું આવતું, અને ભીની આંખે ખડકીને ઓટલે બેઠો-બેઠો હું જતા-આવતા ડોસાઓને જોઇ રહેતો, તે હજી હમણાં જ બન્યું હોય તેવું તાજું મારા મનમાં છે. તે ચિંતાઓનું પરિણામ મને દુ:ખ આપવા ઉપરાંત એ આવ્યું કે છોડી દીધેલો અભ્યાસ ફરી કરવા પ્રેરાયો. તે ઉપરાંત કોઇને મદદ કરનાર નીવડયું નથી. થોડાં વર્ષ પછી અભ્યાસ છોડીને કમાવાના વિચાર આવતા, ત્યારે પણ અભ્યાસ આગળ ચાલુ રાખવામાં એક કારણ એ પણ હતું કે વધારે અભ્યાસ થાય તો કંઇક ભવિષ્યની ચિંતાઓવાળું કામ મોડું કરવું પડે - સંસારની મુશ્કેલીઓ સાથે બાથ ભીડવામાં ઢીલ થાય છે તે ઠીક છે, એમ લાગતું. આ ઉપરાંત તે ચિંતાઓ વિશેષ ફળ લાવી હોય તેમ સ્મૃતિમાં નથી. આમ ધુમાડીમાં બાચકા ભર્યા જેવી ચિંતાઓ કરવામાં બાકી રાખ્યું નથી, અને શરમાળ સ્વભાવને લીધે કોઇને કંઇ કહ્યું પણ નથી. ત્યાર બાદ અભ્યાસ પૂરો કરી ધંધે વળગવાનું આવ્યું તે પહેલાં તો જાણે કોઇ કલેકટરને વિલાયતથી હિંદમાં મોકલે તેની પહેલાં જ તેને માટે કારકુન, ઓફિસ, બંગલા અને સિપાહીઓ વગેરેની તૈયારી સરકાર કરી રાખે છે તેમ બધી ગોઠવણ જાણે ભગવાને કરી મૂકી હોય તેવું જ બન્યું હતું. મારે માટે ઘણા માણસોએ ઉજાગરા કરીને વિચારો કરી મૂકેલા અને ક્યાં કામ કરવું અને કેવી જાતનું કરવું તે બધું જાણે નક્કી થયેલું હોય તેમ મારે તો નથી કરવી પડી અરજી કે નથી જોવી પડી નોકરીની વાટ કે હુકમોની ટપાલ; પણ હાથનો અંગૂઠો કપાયેલો તે રુઝાયો તે પહેલાં મારે ક૨વાનું કામ ડોકિયાં કરી રહ્યું હતું. ક્યાં રહેવું કે કેમ ખાવા કરવું કે કેમ કુટુંબ ચલાવવું તેનું ભાન ન મળે, એવા મને અમીન લોકોની વચમાં પ્રભુએ લઇ જઇને મૂક્યો. ત્યાં માત્ર સારું કામ કરવાની ઇચ્છા વગર બીજું કંઇ સાધન મારી પાસે હતું નહીં, છતાં નથી કોઇએ ઠપકો આપ્યો કે નથી કોઇની સાથે તકરાર થઇ કે ગૌતમ બુદ્ધને જે વિચારોએ સંસારમાં સુખે બેસવા નથી દીધા, તેવા જીવનની પ્રગતિ વિષેની ચિંતા વિના ઊનો વા એવી અજાણી જગ્યામાં નથી વાયો – તે માત્ર પૂર્વોપાર્જિત પુણ્ય અને પુણ્યાત્માઓના સમાગમને લીધે જ બનવા પામ્યું છે, એમ અત્યારે લાગે છે. નહીં તો તે વખતના દોષો તરફ જોતાં તો ભોંયમાં પેસી જવા જેટલી શરમ આવે છે અને હજીય દોષો નથી એમ નથી, પણ હવે દોષોને દુશ્મન જાણીને તેમની સાથે લડાઇ કરવી છે અને તે વખતે દોષરૂપી ઠગારાઓને મિત્ર માન્યા હતા એટલો ફેર છે. સોસાયટીમાં હું જોડાયો તે મને તો હવા લઇએ છીએ એવું સ્વાભાવિક કામ લાગેલું. તમે તો મારા વિષે આશા રાખીને બેઠા હશો કે હવે હું સરકારના અને ગરીબોના પૈસા લૂંટનારો કે ધોળે દહાડે ધાડ પાડનાર લૂંટારા જેવો અમલદા૨ થઇશ કે કોઇ વહીવટદારની ખુરશી શોભાવીશ કે વકીલ થઇને વઢવાડો કરાવીને લોકોને જિતાડીને વખણાઇશ અને આપણા કુટુંબનું નામ કાઢીશ; પણ તેવા થવાનું આ શરીરે થઇ શકે એવું નિર્માણ નહીં થયું હોય; નહીં તો અભ્યાસ પૂરો કર્યા પહેલાંના ત્રણ-ચાર વર્ષ અગાઉ તો મારા પણ એ જાતના કંઇક વિચારો હતા; પણ તેવી નોકરી સાથે લોકોનું ભલું તેવા અમલદાર થઇને કરવાનું સાથે ધારેલું; પણ નોકરી શોધવી એ જ મારા શરમાળ સ્વભાવની વિરુદ્ધ હતું અને અભ્યાસનાં છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં વિચાર પલટાયેલા. તેથી સરકારી નોકરીની ગુલામી તો નથી જ કરવી એમ નક્કી કરેલું હોવાથી, ખાનગી નોકરી કરતાં સામાન્ય ગરીબાઇ ભોગવવી પડે તો તે વેઠી લેવાનો વિચાર પણ કરેલો. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આ વર્ષોમાં કંઇક ધાર્મિક વાંચન પણ ચાલતું અને તેને પરિણામે તથા ગ્રેજ્યુએટની યુનિવર્સિટીની ડિગ્રીના બળે એટલી આત્મશ્રદ્ધા આવેલી કે દુનિયાના ગમે તે છેડામાં રહેવાનું ભાગ્યમાં હોય, પણ કુટુંબ ચલાવવા જેટલી આજીવિકા પ્રાપ્ત કરવામાં કદી દીનતા કરવી નહીં પડે, પણ મારી યોગ્યતા અને શ્રમથી ગમે તે કાળે પાછળનું બધું કર્યું-કરાવ્યું ધૂળ થઇ જાય તોપણ દુનિયાને લાત મારીને પણ મારા અને કુટુંબના નિર્વાહનાં સાધનો હું મેળવી શકીશ; તથા આ ભવમાં લાખ મળવાના નથી અને લખેસરી થવાના નથી તો પૈસા માટે નકામાં ફાંફાં મારવામાં શો માલ છે ? એમ પણ કંઇક મનમાં રહેલું, તેથી સંતોષ રહેતો અને રહે છે. આ શ્રદ્ધાના બળે તથા સુધારક વાતાવરણની અસરમાં મેં મનમાં નક્કી કરેલું કે મારે બાપોતી મિલકતમાંથી કાંઇ જોઇતું નથી. મિલકતની વહેંચણીમાં ઘણાં કુટુંબોમાં ભાઇઓ વચ્ચે તકરારો થાય છે, તે મારે નથી કરવી તથા પોતે ન કમાયા હોઇએ તેના ઉપર આપણો હક્ક કરવો, એ પણ મને અન્યાયપૂર્વક લાગેલું. બાપદાદાની મિલકત ઉપર કોઇનો અધિકાર હોય તો જે કમાઇ ન શકે તેવાં બૈરાં-છોકરાંનો હક્ક હોવો જોઇએ અને પુરુષોએ તો સિંહની પેઠે પોતાનો નિર્વાહ પોતાના પુરુષાર્થથી કરવો ઘટે છે. તેથી ઘરની મિલકત ઉપર મારો હક્ક મેં આ ભવનાં ઘણાં વર્ષો સુધી માન્યો નથી. આવા વિચારો હોવાથી મારી પાસેથી આથી વિશેષ આશા કોઇ રાખે તો તે પણ યોગ્ય નથી, એમ મને લાગતું. કેળવણી માટે મારી પાછળ ખર્ચ થયો તે તો કુટુંબે કરવો જોઇએ એમ હું માનતો, કારણ કે કેળવણીના ખર્ચ ઉપરાંત મારે કુટુંબ પાસે કશું જોઇતું જ નથી, અને ભવિષ્યમાં છોકરાને કેળવણી પાછળ ખર્ચ કરવા માટે સહિયારી મિલકત રહે તેટલા પૂરતું મારા જરૂરના ખર્ચ ઉપરાંત જે કંઇ બચે, તે બાંધણી મોકલવા મેં વિચાર પણ રાખેલો, પણ તેમાંથી મારે પાછું કંઇ લેવું એવી આશા નહીં રાખેલી. તેની સાથે જુદું કંઇ બચાવી ખાનગી સિલક કરવાનો કે ઘરેણાં જેવું કરવાનો પ્રયત્ન પણ નથી કરેલો; કારણ કે સંધરો કરવો હોય તો કુટુંબના ધનમાં થવો જોઇએ એમ હું માનતો. જરૂર પડયે તેમાંથી માંદા-સાજા પ્રસંગે કે છોકરાંના ખર્ચ માટે તે બેન્ક હોય તેવી મારી સમજ હતી અને હજી છે; પણ તે બેન્કમાં પૈસા જમે કરાવવા તણાટ વેઠવો, કંજૂસાઇ કરવી એમ પણ માનેલું નહીં. માત્ર ખેતીમાં પાકેલા અનાજની કોઠી ભરી હોય તેમાંથી વાપરતાં-વાપરતાં વધે તેટલું તેમાં પડી રહે એવું માનેલું તથા તમે બધુંય ઉડાવી જાઓ એવા નથી એવી મારી ખાતરી પણ ખરી, એટલે જુદાપણાનો કે ખાનગી સિલક રાખવાનો મને વિચાર પણ નથી આવ્યો. મારે બોજારૂપ કોઇને ન થવું અને સારો રસ્તો લાગે તે રસ્તે જીવન ગાળવું કે મરતી વખતે પસ્તાવો ન થાય, કે કોઇને દોષ પણ દેવાનો વખત ન આવે કે આનું મેં કહ્યું કરીને ગોદા ખાધા. આ વાત પૂર્વકર્મના બળે મારામાં ઘર કરીને રહેલી, પણ કોઇને હું ખુલ્લા શબ્દોમાં કહી શકેલો નહીં. તેથી હું સોસાયટીમાં જોડાયો, તે ઘણાંને, બાંધણીમાં અને સગાંઓમાં ગમેલું નહીં અને હું મારા પગ ઉપર કુહાડો મારવા તૈયાર થતો હોઉં તેમ બધા વડીલોને લાગેલું અને તમે મોટાભાઇ રહ્યા તેથી તથા કુટુંબની સહિયારી મિલકતમાંથી મોટી આશાઓ રાખી ખર્ચ કરેલું, તેમ જ હવે તમારે માથેથી કુટુંબ માટે કમાવાની ઝૂંસરી ઊતરશે એમ ધારેલું; તેથી તમારી બધી આશાઓ ઉપર પાણી ફરી વળેલું જણાતાં તમને વધારે માઠું લાગેલું; એટલે તમેય બાની પાસે કહેવડાવેલું કે આપણે આપણો ભાગ વહેંચી જુદા થઇએ; પણ તમને જે મોટી ધમકી તે વખતે લાગતી તે મારે મન તરણા જેવું હતું; એ ઉપર જણાવ્યું તે ઉપરથી હવે Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) સમજાયું હશે; કારણ કે મને મિલકતમાંથી એક રાતી બદામ ન મળે તો પણ મને શોક થાય તેવું હતું નહીં; કારણ કે મિલકત મારી છે એવું મેં માન્યું જ નહોતું. તેથી મારો વિચાર ફેરવવાની ફરજ પાડે તેવું દુનિયામાં કોઈ નહોતું. માત્ર એક બળ હતું અને તે આપણાં માતુશ્રી. તેમને ખોટું ન લગાડવું એવું મારા અંતરમાં રહેતું; પણ તેમનો તો મારા તરફ એટલો બધો પ્રેમ હતો કે તેમની ઇચ્છા મારા ઉપર બળજોરીથી બેસાડી મને દુઃખી કરવા જેટલી કઠોરતા તેમનામાં ન હતી. તે તો એમ જ કહેતાં કે તું સુખી થાઉં એવું કર, માત્ર ભાઈના તરફ નજર રાખજે. તેમના મનમાંય એમ ખરું કે હું મોટો માણસ થઈ જવાનો, અને તેનો મોટો દીકરો ભિખારી જેવો રહેવાનો; પણ મેં તો ધનવાન થવાનું મનમાંથી માંડી વાળ્યું હતું અને ઘરમાં પૈસા હોય તો પૈસા ફેરવવાનું કામ મોટાભાઈને જ સોંપી મૂક્યું હતું તે તેમને ખબર ન હતી, પણ તે ધર્માત્મા માતુશ્રી પૈસા વધારે કમાવા ખાતર મારો વિચાર બદલવાની હઠ કરે તેમ હતું જ નહીં. તેથી મારે કશાથી ડરવાનું નથી, એમ હું જાણતો હતો. મરતી વખતે પણ તે માતાએ પૈસાની અગત્ય નથી સ્વીકારી. મને આશીર્વાદ આપતાં, મને ભગવાન પૈસાદાર કરે એવું નથી કહ્યું, અને મારે આ જિંદગીમાં જે જોઇએ છે તેની જ આશિષ તે પણ આપી ગઈ છે કે “ભગવાન તારું કલ્યાણ કરશે.' એ માતાની સેવાનું ફળ આપવાની ભગવાનની ઇચ્છા હોય તેમ મારા મનમાં તે આશિષ ફળે તેવા પ્રયત્ન કરવા જ વારંવાર વિચાર આવ્યા કરે છે. મનુષ્યભવ ફરી-ફરી મળી શકે એમ નથી. પરમાર્થ સાધવાની બાજી ઢોર-પશુનો અવતાર આવશે ત્યારે હાથમાં રહેવાની નથી. પૈસા ગમે તેટલા કમાયા હોઈએ છતાં તે પડી મૂકીને બધા જાય છે તેમ જવું પડશે, તો જે આત્માના કલ્યાણની બાબત હોય તે જ આ ભવમાં કમાઈ લેવી જોઈએ. આમ આ જિંદગીનું આજ સુધીનું પરોપકાર તરીકે ગણાતું કામ, કંઈક વૈરાગ્ય અને ત્યાગના બળથી આ જીવ કરવા પ્રેરાયેલો; પણ પરોપકાર કે આત્મહિતનું કામ એ દાદરનાં પગથિયાં જેવું હોય છે તેની તે વખતે ખબર નહીં અને વીસ વરસ સુધી તે કામ સોસાયટીનું કામ) કરવાની ગોઠવણ તે કાળે બરાબર લાગેલી; પણ હવે દસ વર્ષના અનુભવ પછી તે ગોઠવણ મારે માટે ભૂલભરેલી મને જણાય છે. કોઈ માણસ ઘોડા ઉપર બેસીને સ્ટેશન આગળ પુલ સુધી આવે અને ઉપર દાદર ચઢીને રેલવેનો પુલ ઓળંગી ગાડીએ બેસવા ધારતો હોય તેનાથી જેમ ઘોડો લઈને પુલ ઉપર ન ચઢાય તેથી ઘોડેથી ઊતરવું પડે છે એટલે ઘોડાનું કામ પૂરું થતાં ઘોડો છોડી દેવો પડે છે, તેમ કંઈક ત્યાગની જરૂર પડતાં ત્યાગ કરીને આગળ વધવાનું આજ સુધી બન્યું છે. આમાં ઘોડો એ તો કુટુંબના કામની ચિંતા છે, તે ચિંતા સોસાયટીની ચિંતા શરૂ થતાં છોડી દીધી હતી; જોકે પૂરેપૂરી છૂટેલી નહીં, પણ તે વધી તો શકી નથી. જો વધી હોય તો ઘરમાં કેટલું ઉત્પન્ન આવે છે, કેટલી સાથે આવે છે, શું ખર્ચ થાય અને શું બચે છે વગેરે જોવાનો પણ કોઈક દિવસ વિચાર થાત, પણ તમારા વારંવાર કહેવા છતાં તેવી બાબતની તપાસ એક દિવસ પણ મેં કરી નથી અને હજી પણ પાડોશમાં રહેનાર ઘરની માલ-મિલકત કેટલી હશે તે જેટલું જાણતા હોય તેના કરતાં હું ઓછું જાણું છું અને તે જાણવાની દરકાર હજી પણ નથી રહેતી. ત્રીજી અને ચોથી વાત થોડી કહી ગયો. હવે બીજી વાત થોડી કહી લઉં. આ બબુના જન્મ પહેલાં તેનો મોટો ભાઈ વિઠ્ઠલ મરી ગયો, તેની વાત ઉપરથી તે સમજાશે. તેના ત્રણ વર્ષ જેટલા ટૂંકા જીવન દરમ્યાન મને ઉપર જણાવેલી વૈરાગ્યની ભાવનાઓએ સંસાર છોડી નાસી જવા જેવો પ્રયત્ન કરવા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પ્રેરેલો. એક વખત તો રાત્રે ત્રણ વાગ્યે બાંધણીથી લોટો લઇને કોઇને કહ્યા વિના નીકળી પડેલો, તે એવા વિચારથી કે ચાલતાં-ચાલતાં કોઇ જંગલ આવે તો તેમાં સંતાઇ રહેવું અને ઉત્તમ જીવન માટે તૈયાર થવું; પણ બે કલાક સીમમાં આડાઅવળી નડિયાદ ભણીના કાંસે ફરતાં-ફરતાં સવાર થવા આવ્યું ત્યારે ઘુંટેલીની ભાગોળ આવી, એટલે લાગ્યું કે હજી તો હું બાંધણીની પાસે જ છું અને કોઇ મારે માટે તપાસ કરવા આવે તો મને પકડી પાડવો સહેલું થઇ પડે તેમ છે. તેથી એક ગાઉને દીઠેલે રસ્તે અડધા કલાકમાં, મનની વૃત્તિઓને દબાવીને ઘેર પાછો આવતો રહ્યો. આવી ત્યાગવૃત્તિ તો ઘણી વાર ઊછળી આવતી, પણ સંસાર છોડીને કયે રસ્તે આગળ વધવું એની દિશાનું ભાન નહીં હોવાથી અંધારામાં કૂદકો મારવા જેવી મૂર્ખાઇ લાગતાં કોઇ સારી તકની રાહ જોવામાં વખત ગાળતો. તેની સાથે તેટલા જ વેગથી કે તેથી વધારે વેગથી જીવ સંસાર ભોગવવાનું પણ કર્મ ખપાવતો, તેમ કંઇક લાગે છે. એ દીકરો ત્રણ વર્ષ જ જીવેલો, પણ તમે એક છોકરો ઉછેરી ત્રીસ વર્ષનો મોટો કરો ત્યાં સુધી જે ચિંતાઓ કરો, તેટલી ચિંતાઓ તેણે કરાવેલી અને તેની કેળવણી માટે શું શું કરવું, શી શી ગોઠવણ કરી મૂકવી, મારે કેવી રીતે પિતા તરીકે તૈયાર થવું વગેરે બન્યું તેટલું વિચાર્યું હતું અને દુનિયાની કોઇ વસ્તુ કરતાં તેના ઉપર વિશેષ મોહ રાખેલો; તેમ છતાં તેનું શરીર ક્ષણભંગુર છે એટલુંય સમજાયેલું નહીં; એ જ દીવા તળે અંધારું. આપણાં સંસારીનાં બધાં કામોમાં આ જ ધબડકો હોય છે. વાતો ડાહી-ડાહી કરીએ પણ અંતરમાં અનુભવરૂપે કાંઇ મળે નહીં, માત્ર પોપટિયું બોલવું હોય છે. તેને વારસામાં શું આપી જવું તેનો વિચાર પણ મેં કરી મૂક્યો હતો. ઉત્તમ જીવન પિતા ગાળે એ પુત્રને માટે જેટલું ઉત્તમ છે, તેના જેટલો ઉત્તમ વારસો કોઇ પણ પિતા પોતાનાં છોકરાં માટે મૂકી શકતો નથી; એ મારા મનમાં સ્વાભાવિક રીતે કોઇ પૂર્વકર્મના બળે સ્ફુરેલું અને જાગ્રત રહેલું. તેથી તેને પૈસાદાર થયેલો જોવાનાં કે પરણીને મોટા કુટુંબવાળો થઇ સુખી ગણાય એવાં પણ મેં સ્વપ્નો ઘડેલાં નહીં; કારણ કે મેં જેને સારું માનેલું તેવું ઉત્તમ જીવન જ તેને વારસામાં મળે એવી મારી ઇચ્છા હોય જ. મારું અધૂરું રહેલું કામ પૂરું કરે તેવો પુત્ર થાય એવી ઇચ્છા રાખેલી; તેની સાથે મારે પણ આપણા પિતાએ અધૂરું મૂકેલું કામ પૂરું કરવું, એમ પણ મનમાં હતું અને હજી છે. આપણાં ‘‘કા'' (પિતા), તેમને જે ધર્મ ઉપર શ્રદ્ધા હતી તેમાં વખત ગાળવા, પ્રભુ-ભક્તિમાં જિંદગીનો પાછળનો વખત જાય તે હેતુથી ‘મસ્જીદ' પાળી સંસારથી છૂટા થયા હતા અને તે ‘મર્ઝાદામાં જ' તેમણે શરીરનો ત્યાગ કર્યો હતો. સંસારને તદ્દન ભૂલી પ્રભુમય જીવન ગાળવા જેટલી તૈયારી તેમની મેં દીઠેલી નહીં, પણ આયુષ્ય થોડું બાકી રહ્યું હતું ત્યારથી તે ચેતી ગયા હતા અને જેમ બળતા ધરમાંથી બચાવાય તેટલું બચાવી લઇએ છીએ તેમ દૃઢતા રાખીને બાકીની જિંદગીના દિવસો બચાવવા ‘મર્ઝાદા’ પાળી કુટુંબથી દૂર જઇને બેઠા હતા. આ વાત પણ મારા મનમાંથી દૂર થઇ નથી અને થઇ શકે તેમ નથી. તમે આજ સુધી ઘરખટલો ચલાવ્યો છે, સાંસારિક બોજો ઉપાડયો છે અને હજી ઉપાડો છો. હું પહેલેથી સદ્ભાગ્યે તેથી દૂર રહ્યો છું, અને પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો માટે જીવું છું. તમે તમારાથી બનતું લોકલાજ વધારવા કે ટકાવવા પ્રયત્નો કરો છો અને ઇચ્છો છો; તેવી રીતે મેં જે વારસા માતા, પિતા અને ગુરુ તરફથી મેળવ્યો છે તેને વધારવા પ્રયત્ન કર્યા કરું છું અને તેને માટે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સર્વસ્વ અર્પણ કરીને પણ સંપૂર્ણ ઉન્નતિ સાધી શકાય તે માટે તૈયાર થવા મારું ચિત્ત તલપાપડ થઇ રહ્યું છે; પણ તે રસ્તે જતાં જે મુશ્કેલીઓ મને જણાય છે તે તમને એટલા માટે જણાવવા ઇચ્છું છું કે મોટાભાઇ તરીકે તમારી મદદ અને આશિષ હોય તો મારું કામ પૂરું કરવાની મને આશા છે; કારણ કે તે કામમાં જરૂરનો માર્ગ બતાવનાર સદ્ગુરુની ખાતરી થઇ છે. મારી ઉંમર એટલી મોટી નથી કે સદ્ગુરુએ બતાવેલે રસ્તે ચાલતાં હું થાકી જઉં કે થોડો લાભ મળતાં સંતોષ પામી અટકી જઉં. પરમકૃપાળુ પ્રભુની કૃપાથી હજી સુધી શરીરને રોગ અને વૃદ્ધાવસ્થાએ ઘેરી નથી લીધું, તેથી ધાર્યું કામ પાર પાડી શકાય તેવા સંજોગો છે; તેમાં આગળ ગણાવેલાં ચાર બંધનનાં કારણોમાંથી કુટુંબચિંતામાંથી મને મુક્ત કરવામાં તમે આજ સુધી મદદ કરી છે, તેમ તમારી મદદ અને આશિષ હવે ખાસ કરીને જોઇએ એટલે બબુની સંભાળ તમે સ્વીકારો તો હું છૂટો થઇ શકું અને સોસાયટી સંબંધી તથા મારા દેહાદિ સંબંધી ચિંતાઓમાંથી મારા બળ વડે મારે છૂટા થવાનું છે. તેની મેં કેટલેક અંશે ખાતરી કરી લીધી છે કે જેવા ધર્મને અનુકૂળ સંજોગો અગાસ આશ્રમના વાતાવરણમાં છે તેવા સંજોગોમાં થોડાં વર્ષ રહેવાથી હું સોસાયટી, કુટુંબ, બબુ કે મારા દેહ સંબંધીની ચિંતાઓનો આવરો અટકાવી શકીશ. એક વાર તે સર્વની ચિંતા છોડવાનો નિશ્ચય થયા પછી કોઇ કાળે તે નહીં સાંભરે તેવી સ્થિતિ સદ્ગુરુકૃપાથી પ્રાપ્ત થવી સંભવે છે. મારી ઉપર ગમે તેટલી ભવિષ્યમાં આફતો આવી પડે તોપણ સાંસારિક સગવડો કે સુખની ઇચ્છા પણ નહીં જાગે એમ પણ અત્યારે લાગે છે; પણ એક મુશ્કેલ વાત છે કે હાલના કરતાં વધારે સાંસારિક સુખમાં ઘેરાઇ જવાનો ઉદય આવે તો શું ? તોપણ સદ્ગુરુકૃપાથી અને સદ્ગુરુને શરણે રહેવાથી તથા આ સંત મહાપુરુષોને હાથે હજી તેવી તાલીમ લેવાની ઇચ્છા છે, તેથી તેવા સાંસારિક અનુકૂળ સંજોગોમાં પણ નહીં ચળી શકાય તેવી સ્થિતિ પ્રાપ્ત થવાનો સંભવ લાગે છે. હું ખાસ કરીને તેને માટે જ વહેલી દીક્ષા લેવા ઇચ્છા ધરાવું છું, કારણ કે અત્યારના અગાસના સંજોગોમાં હું સંપૂર્ણ વૈરાગ્યથી રહેવાનું શીખી લેવાની ઇચ્છા રાખું તો મોટા મહારાજશ્રીની દશા દ્વારા મારી વૃત્તિઓ સ્થિર થવાનો ઉત્તમ યોગ હાલ મને લાગે છે. તેની સાથે આજ સુધીના સાંસારિક જીવનમાં મને એટલું તો સમજાયું છે કે સંપત્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય છતાં તે પ્રાપ્ત થતાં ઘણી વાર લાગે છે, પણ ત્યાગની ઇચ્છા દૃઢ થતાં ત્યાગ કરવામાં વિશેષ વખત નથી લાગતો, માત્ર શિથિલતા અને અણસમજ જ નડે છે; અને અણસમજ દૂર કરવા તો હવેનું આયુષ્ય ગાળવું છે તથા શિથિલતાની પણ સામે પડવું છે તો ગમે તેવો ભારે પુણ્યનો ઉદય પણ યોગ લૂંટી લેવા સમર્થ નહીં નીવડે, તેટલી તાલીમ આ ભવમાં મળવાનો સંભવ દેખાવાથી, તમને બધાને અધૂરું લાગતું આ સાહસ હું ખેડું છું. ટૂંકામાં, અત્યારે જે જાતની ઊણપ મારામાં મને લાગે છે તે પૂરી કરવામાં ઉત્તમ નિમિત્તભૂત એવા નિઃસ્પૃહી અને આત્માના પ્રગટ અનુભવવાળા સદ્ગુરુની જરૂર છે, તેવો જોગ પ્રાપ્ત થવાની તક દેખાવાથી, તમને હાથ જોડીને વિનંતી કરવાની કે તમે આશીર્વાદપૂર્વક રાજીખુશીથી એમ કહો કે તારે ભણવાની ઇચ્છા થઇ ત્યારે અમે વાંધો નથી લીધો અને ઊલટી બની તેટલી મદદ કરી છે, તો આવા સારા કામમાં અમે શા માટે વચમાં આવીએ ? બબુની સંભાળ તો અમારાથી બનશે તેટલી લઇશું અને તે બંને છોકરાઓના ભાગ્યમાં હશે તેટલું ભણશે અને નસીબ પ્રમાણે ધંધે વળગશે. દાણેદાણા ઉ૫૨ Page #120 -------------------------------------------------------------------------- ________________ તેના ખાનારાનાં નામ હોય છે. જે જે અન્નપાણીના અને જગાના સંસ્કાર તેમના ભાગ્યમાં હશે તે તે તરફ તેઓ અને આપણે આપોઆપ ખેંચાયા જઇએ છીએ તે પ્રમાણે બધું થતું જશે. અમે અમારાથી બનતું કરી છૂટીશું અને લેણદેણ હશે તેટલું પૂરું કરીશું. આથી વધારે આપણે કરી શકીએ તેમ નથી, છતાં ગાડા તળે ચાલતું કૂતરું એમ ધારે છે ગાડું મારા લીધે ચાલે છે તે જેમ અજ્ઞાન છે તેમ સંસાર, કુટુંબ કે દેહને નભાવનારા સંજોગો કેટકેટલા માણસો સાથેના સંબંધ સંસ્કાર પૂરા કરવા ઘડાયા જાય છે, તેમાં હું કરું છું, મારાથી બધું થાય છે એમ માની બેસીએ તે માત્ર અણસમજ છે; એટલે તમારી ખીચડી ભેગી બબુની ખીચડી ચઢવામાં તમને વિશેષ મુશ્કેલી નહીં પડે એમ ધારું છું. કોઈ જાત્રાએ કાશી, મથુરા ભણી જાય છે ત્યારે તેને ચાંલ્લો અને રૂપિયો આપી સાથે સુખેથી જાત્રા પૂરી થાય તેવો આશીર્વાદ આપવાનો રિવાજ છે; તેમ હું મોટી જાત્રાએ જ જવા ઇચ્છું છું. કુટુંબને સદાને માટે છોડીને, આખી દુનિયાને કુટુંબ ગણી, મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને, આ ભવનાં બાકી રહેલાં વર્ષો પરમકૃપાળુદેવના ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું. મેં હજી અગાસમાં આ વાત જાહેર નથી કરી, કારણ કે વખતે આટલી ભારે જવાબદારી ઉઠાવવા જેટલી મારી યોગ્યતા તેમની દ્રષ્ટિમાં ન જણાય અને મને સંસાર છોડી આશ્રમમાં રહેવાની આજ્ઞા ન મળે તો મારે કાંઈ કહેવાતા સાધુ થઈ ફર્યા કરવું નથી, પણ તે યોગ્યતા પ્રાપ્ત કરવા જે જે ઉપાય દીર્ઘદ્રષ્ટિથી બતાવે તે માટે માન્ય હોવાથી પહેલાં હું બીજી જવાબદારીઓમાંથી મુક્ત થઇ-ચોખ્ખો થઈ તેમને વાત કરવા વિચાર રાખું છું. મેં ત્યાં વાત જાહેર કર્યા પછી મને ગમે તે કામ કે સલાહ કે આજ્ઞા કરે તે માટે હું કોઈ પણ પ્રકારના વિકલ્પ વગર તે કામ ઉઠાવવા સર્વ શક્તિ વાપરી તે સંપૂર્ણ કરવા પ્રવર્તી શકું, માટે અત્યારની મારી અલ્પમતિ પ્રમાણે મારે માથે જે જવાબદારીઓ જણાય છે તેથી મુક્ત થવા આ વીનવણી હું કરી રહ્યો છું. એ ચાર પ્રકારની જવાબદારીઓ દૂર થાય તો ભલે મને કાશી જઇ શાસ્ત્રઅભ્યાસ કરવાની આજ્ઞા મળે કે આશ્રમમાં પૂંજો વાળવા કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સોંપે તો પણ મને પૂરેપૂરો સંતોષ થવાનો, એમ અત્યારે લાગે છે, કારણ કે મારું કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જ જીવવામાં છે, એમ મને સમજાય છે. તેની સાથે, મારું આત્મહિત સધાય તેવી આજ્ઞા કરવાને તે સમર્થ છે, એટલી મને શ્રદ્ધા અંતરમાં છે. માટે ચોખ્ખા થઈને જવા માટે તમને આ લાંબું લખાણ લખી કંટાળો આપ્યો છે અને તમારી આશિષ મેળવી સોસાયટીમાં બધાને જણાવી તેમની અનુકૂળતાએ - જરૂર પડે તો થોડા મહિના રાહ જોઈ, ઉતાવળ કર્યા વગર બધાને રાજી રાખીને, તે કામ છોડી શકાશે એવો સંભવ છે. તેથી તે પ્રમાણે જરૂર કરવું એવો દ્રઢ નિશ્ચય ઘણા વખતથી કર્યો છે અને સોસાયટી માટેનું રાજીનામું તો ત્રણ-ચાર વર્ષથી લખેલું પડી રહ્યું છે. તમે બધાં સંમત થાઓ તેમ અહીંની ચીજો અને બબુની વ્યવસ્થાનું બધું કામ થોડા વખતમાં પતવી પછી આ વાત અગાસ જાહેર કરવા વિચાર છે. આટલી તૈયારી હશે તો અગાસમાં મને સ્થાન મળવું મુશ્કેલ નહીં થાય, એવું, ટૂંકી બુદ્ધિથી જણાય છે. તેમ છતાં જે થવાનું હશે તે હરીચ્છા પ્રમાણે થશે અને તેમાં જ સંતોષ માનવાનો રહે છે, પણ પુરુષાર્થ કરવામાં તો પાછો નહીં પડું. Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) તમારા તરફથી આશિષ અને અનુકૂળતા મળશે એમ મનમાં ખાતરી છે, પણ વખતે નાનાભાઈ ઉપરનો સાંસારિક મોહ, આજ સુધી દબાઈ રહેલો, તમને ઘેરી લે અને મને સંસારમાં બાંધી રાખવા આગ્રહ કરો; પણ મારા સ્વભાવ સંબંધી તમે જાણો છો કે એક વખત નિશ્ચય કરેલો ફરવો મુશ્કેલ છે. એમ તમે બે પ્રસંગે તો જાણ્યું છે : એક સોસાયટીમાં જોડાવા સંબંધીનો અને બીજો લગ્નપ્રસંગનો એ બંને પ્રસંગોમાં તમને ખોટું લગાડવું પડેલું તેમ આ શુભ કામમાં કરવું ન પડે માટે લંબાણથી આ પત્ર લખી કાલાવાલા કર્યા છે. આ કામ શુભ છે એવું તો આજ સુધી તમે ધર્મના વાતાવરણમાં એટલે ભગત કુટુંબમાં રહ્યા છો એટલે અંતરમાં સમજ્યા જ હશો; પણ મોહને લઇને રડવું વખતે આવશે, છતાં કાલે સવારે હું મરી જાઉં તો આ બધું તમારે સાચવવાનું તો છે જ અને મારે વહેલું મરી લેવું છે એટલે જે ચિંતા મર્યા પછી થવાની તે પહેલેથી થવાની હોય તેટલી થઇ જાય અને એ વહેલું પતી જાય. પછી જે વર્ષ બચ્યાં તેટલાં મારા આત્માની કહો, આશ્રમની કહો કે જગતની કહો, પણ જેમાં સર્વની સાચી સેવા સમાય તેવી ફરજ બજાવવા માટે હું ઘરબાર છોડી અણગાર થવા ઇચ્છું છું. આ કાર્ય કરવામાં મારા મન સાથે કોઈ પણ પ્રકારની લાલસા મેં સંઘરી રાખી નથી. સંત, મહંત કે ગાદીપતિ થવાની ગંધ પણ મારી ઇચ્છામાં નથી, પણ સર્વનો સેવક અને આત્માર્થી થવાની ઇચ્છા ઘણા કાળથી બાંધી રાખી છે તેવા થવું છે. તેમ જ નથી હું સોસાયટીના કામની મુશ્કેલીથી કે કામના દબાણથી કંટાળ્યો કે નથી સોસાયટીવાળાઓએ મને કાઢી મૂકવાનો વિચાર કર્યો કે જેથી મારે બીજું કોઈ સ્થળ શોધવું પડે. જો તેમ હોય તો આજે બસો-પાંચસો રૂપિયા મહિને મળે તેવી નોકરી હું શોધી શકું એટલી મારામાં મને શ્રદ્ધા અને શક્તિ જણાય છે. પણ તે બધાં ગુલામ કે નોકર બનવાનાં અને બનાવવાનાં સાધન સમજાયાથી, સ્વતંત્ર જીવન સમજવું, સ્વતંત્ર થવું અને સ્વતંત્ર થવા ઇચ્છનારને દેખેલો માર્ગ યથાશક્તિ આંગળી ચીંધી બતાવવા તૈયાર થવું એટલું જ કામ કંઈક મારાથી બની શકે તો આટલા ટૂંકા જીવનમાં તે ઓછું નથી, એમ અત્યારે લાગે છે. જે વસ્તુ માલ વગરની લાગે છે તેમાં ને તેમાં જ ગોચલા ગણવા અને તેના તે વિચારોમાં ગૂંચાયા કરવું તે હવે અસહ્ય લાગે છે. તેમાં જીવવું તે સાક્ષાતુ મરણ દેખાય છે. જેને માટે જીવવું છે તે જો ન બને તો હાલતાચાલતા મડદા જેવી સ્થિતિમાં જીવવા જેવું જ છે, ખરાબમાં ખરાબ કેદ જેવું છે, કોઈ કોથળામાં પાંચશેરી વાલી માર મારે તે મૂંગે મોઢે સહન કરવા જેવું છે. આજ સુધી તમને કંઈ નથી કહ્યું, તેના બે કારણો હતાં : (૧) મારે મારી પોતાની ખાતરી કરવાની હતી કે હું કંટાળીને સંસારથી છૂટો થવા ઇચ્છું છું કે માત્ર શુભ જીવનને માટે છૂટો થઉં છું? (૨) બબુ નાનો હતો તે વખતે તેની સંભાળ માટે વધારે મહેનત લેવી પડે અને નાનપણમાં પડેલા સંસ્કારો આખી જિંદગી સુધી કામ કરે છે તેથી તે અઘરું કામ ગણીને કોઈને તે કામ સોંપતા મન પાછું પડેલું. હવે તે પોતાની સંભાળ મોટે ભાગે પોતે લઈ શકે, છૂટો ગમે ત્યાં રમતો ફરે તેટલી ઉંમરનો હોવાથી સંભાળ રાખનારને ઘણી ચિંતાનું કારણ નથી; તેમ જ સારું વાંચન અને સાધારણ સારા કુટુંબમાં રહેવાનું તને મળે તેમાંથી યથાપ્રારબ્ધ તેને આગળ વધવાના સાધનો મળી આવે એવો સંભવ છે. અહીં પણ તેને મારી જરૂર નથી અને હું કંઈ તેને માટે કરી નાખતો નથી, તેમ જ જે કામ માટે હું તેને અને સર્વને છોડું છું તે સમજવા જેટલી ઉંમરે તેને તે પ્રસંગ પણ આગળ વધવામાં નિમિત્તભૂત થાય તેવો સંભવ છે. સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે સૌ આગળ વધવાનાં, ધંધે લાગવાનાં અને કમાવાનાં સાધનો મેળવી રહે છે અને Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) કાળ કાઢે છે તેમ તેના સંબંધે પણ થઈ રહેશે. તેમાં કોઈ વધઘટ કરી શકે તેમ નથી. આપણે જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? તેમ છતાં જે સુખદુઃખ આપણે દીઠાં તે સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે જુદાં-જુદાં, સગા ભાઈઓમાં પણ હોય છે અને જતી વખતે પણ અહીંના પૈસાટકા કમાયેલા સાથે લઇ જવાય તેમ નથી કે મોતનું દુઃખ મૂંઝવતું હશે ત્યારે કોઈ તલભાર પણ દુઃખ ઓછું કરવાને સમર્થ નથી. આવી સમજથી સર્વ છોડીને જવાની અણી વખતે પણ મારા મનમાં જરાય ખટકો નથી રહેતો. જેટલો મોહ અને અજ્ઞાન તેટલા પ્રમાણમાં સારું કરવા જતાં પણ બીજાને ખોટા દેખાય તેવો સંભવ છે. મારાં ભાભીને વખતે રડવું આવશે પણ તમને આમાંથી સમજાયું હોય તે ધીમે રહીને તેમને સમજાવશો. આ કાગળ વંચાવવો ઘટે તો વાંચી સંભળાવશો. પછી આજ સુધીમાં જે કંઈ બોલ્ય-ચાલ્યું કે નાનપણમાં ધીંગામસ્તીમાં થયેલા દોષ અને પાપ બધાંની ગોરધનભાઇએ બે હાથ જોડીને ઉત્તમ માફી માગી છે, એમ તેમને જણાવશો. તમારી પાસેથી પણ ખુલ્લા દિલથી આજ સુધી મારાથી મન, વચન અને કાયાએ થયેલા દોષ અને પાપની ઉત્તમ માફી વિનયપૂર્વક માગું છું. મને સુખી કરવો હોય તો મારું દિલ ન દુભાય તે રસ્તે જવા માટે તમે બંને વડીલો મને માથે હાથ મૂકીને, માબાપ છોકરાને કમાવા માટે આફ્રિકા મોકલે છે તેમ આ ભવ અને પરભવમાં પણ ઉત્તમ ગણાતી કમાણી માટે તૈયાર થતાં મને આશીર્વાદ આપવા તૈયાર થશો. આ કમાણી અત્યારે તો નહીં સમજાય પણ મોટામાં મોટી કમાણી આ ભવમાં બની શકે તેવી છે અને તેને માટે મારું દિલ તલસી રહ્યું છે. કશું નવું પ્રાપ્ત કરવાની વાત અત્યારે હું નથી કરતો, પણ નકામી હાનિકારક મૂંઝવણ દૂર કરી સત્યની પ્રાપ્તિની જ વાત છે. તેમાં જ સર્વ સુખ છે એમ થોડો કાળ જતાં સમજાવા સંભવ છે. પહેલાં મને વૈરાગ્યની વેળ આવતી, તે વખતે પાસેનાં મહી નદીના કોતરોમાં કે દૂરના હિમાલયમાં હું ચાલી નીકળ્યો હોત તો આજે તો તમે ભૂલી પણ ગયા હોત. આજે મોડો-મોડો જવા તૈયાર થઉં છું તો બે-પાંચ વર્ષે ભૂલી જશો; અને જો મોત આવવાનું હોય તો તે કાંઈ તમને આવડો મોટો કાગળ લખીને કે સમજાવવા પ્રયત્ન કરીને મારી પાસે આવવાનું નથી; તો પહેલેથી જ સમજીને જે કામ વહેલુંમોડું કરવું છે તે પતાવી લઈએ તો ખોટું કર્યું એમ સમજુ માણસ તો ન કહે. આ વાત બધે બાંધણીમાં કરવાની જરૂર નથી. તમને જરૂર જણાય તો થોડા દિવસ અહીં આવીને રહી જશો તો નિરાંતે આપણે કરવી ઘટે તે છેવટની વાતો કરી લઈશું. બૈરાંને આ વાત જણાવો તો તે પહેલાં તમારા મનમાં એવો નિશ્ચય થાય કે આ વાત સારી છે અને તે બૈરાંને સમજાવીને પણ રજા અપાવવા જેવી છે તો તેમને કહેશો, કારણ કે તેમના મનમાં આ વાત નહીં રહે અને વખતે અગાસના આશ્રમવાસી તરીકે મને સ્વીકારવાનું તે કૃપાળુ મુનિઓને ઇષ્ટ ન લાગે કે તેમની સંમતિ ન મળે તો નકામી વાત થાય. તેથી તમારી રજા મળે, સોસાયટીમાં આ વાતની ખબર આપી ત્યાં જે નિર્ણય થાય તે હું જાણીને તમને જણાવું નહીં ત્યાં સુધી લોકો ન જાણે તો ઠીક. એ વ્યાવહારિક વાત તો તમે સમજી શકો તેમ છો. આ માત્ર સૂચના છે. નહીં તો મારે મન તો તે નિશ્રય જેવું છે એટલે ખાસ વાંધો નથી. તમારાથી અવાય તેમ ન હોય તો હું એકાદ-બે દિવસ આવી જઈશ, પણ અહીં વાત કરવાનો પ્રસંગ બને તો વધારે નિરાંતે વાત થાય અને બહાર પણ ન પડે. લિ. આજ્ઞાંકિત ગોરધનભાઈના વિનયપૂર્વક જય સદ્ગુરુવંદન સાથે પ્રણામ સ્વીકારશોજી. (બી-૩, પૃ.૧, આંક ૧). Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) બ્રહ્મચારીજીના પ્રસંગો પહેલાં પ.પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં તેઓશ્રીની સમીપે પ્રથમ રહેવું થયું ત્યારે એટલો ઉત્સાહ મનમાં રહેતો કે પરગામ રહેતા બધા મુમુક્ષુઓ – આફ્રિકા આદિ દૂર દેશના - સમાગમનો લાભ ન લઇ શકે તેમને નિયમિત પત્રવ્યવહારથી સત્પષનો બોધ પત્ર દ્વારા જણાવતા રહી, એકતા સર્વેમાં સાધવી. જેમ પત્ર દ્વારા અમુક વિષયોનું શિક્ષણ આપી પરીક્ષા પાસ કરાવનારી સંસ્થા પરદેશમાં હોય છે તેમ ધર્મસંસ્થાઓ તેવું કામ કરી શકે એવા ઘણા ખ્યાલ આવતા; પણ માથે પુરુષ હોવાથી બધી કલ્પનાઓ આપોઆપ શમાઈ ગઈ અને પોતાના આત્માને તારવાનું કામ ઘણું અગત્યનું અને અત્યંત વિકટ છે એમ લાગવાથી, હવે તો કોઈ પત્ર આવે તો તેનો ઉત્તર પણ મોડો અને બીજાં કામને આઘાપાછાં કરી, માંડ આપી શકાય છે. હજી વૈરાગ્યની જોઇએ તેવી ઉત્કટતા નહીં હોવાથી, આવાં પાન ચીતરવાનો પ્રસંગ આવે, હડકાયા કૂતરાની પેઠે લખ-લખ લખાઈ જાય છે. અચળરૂપ આસક્તિ નહીં.' હજી વ્યસનીની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ થયો નથી ત્યાં સુધી રમતિયાળ મન ખેલતું ફરે છે; પરંતુ વિશેષ અંકુશની હજી જરૂર છે. કોઇનું ભલું કરવા ગમે તેવાં સંકટ વેઠવા જીવ તૈયાર થઈ જાય છે, પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનું અને તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે અને કેટલું અગત્યનું છે, તે તેને અત્યારે ખબર નથી. (બી-૩, પૃ.૧૯૬, આંક ૧૯૮) ભાઈ નો પત્ર મળ્યો. તે ઉપરથી એક જૂનો પ્રસંગ યાદ આવ્યો. શ્રી સુખલાલ પંડિત પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શનાર્થે આવેલા. દર્શન કરી તેમની ઓરડીએ તે ગયા, ત્યારે મારે તે તરફ જવાનું થયું એટલે તેમણે મને પ્રશ્ન પૂછયો : “જીવન એટલે શું?'' તેમની સાથે બેસી, મેં તેમને પૂછયું : “જીવન એટલે તો જીવવું એમ સામાન્ય અર્થ થાય છે, પણ આપ કેવા જીવન સંબંધી પૂછો છો ? વિદ્યાર્થીજીવન, વાનપ્રસ્થજીવન, ગૃહસ્થજીવન કે ત્યાગીજીવન, એમ વિશેષતાથી પૂછવાથી વિશેષતાનો ઉત્તર મળે.'' એવામાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી મને બોલાવવા માણસ આવ્યું એટલે હું તેઓશ્રીની સેવામાં હાજર થયો અને નકામા વિકલ્પોથી છૂટ્યો. આજે લગભગ દસ-પંદર વર્ષે, આ પત્રમાં તે જ પ્રશ્ન હોવાથી, તે સ્મૃતિ તાજી થઈ અને તે મહાપ્રભુનો મારા ઉપર કેટલો બધો ઉપકાર તથા મારી કેટલી કાળજી રાખતા, તેની સ્મૃતિનું કારણ ભાઈ બન્યા છે. તેમના મનનું સમાધાન તેવા મહપુરુષોનું યોગબળ કરશે. હું તો પામર પ્રાણી છું. આજનો પત્ર વાંચતાં મને ફુરી આવ્યું: નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” તે ઉપરથી હું કેવા દોષમાં (પંડિતાઇમાં) દોરતો હતો ત્યાંથી બચાવી, મને મારી સાધનામાં સદ્ગુરુએ જોડયો હતો, તે તે વખતે સમજાયું નહોતું. (બી-૩, પૃ.૪૭૯, આંક ૫૧૦) | તમે જે શુભ ભાવનાઓ મારા પ્રત્યે પ્રાર્થનારૂપે જણાવી છે તે પરમકૃપાળુદેવ પ્રત્યે નિરંતર કરતા રહેવા યોગ્ય છે. એ પરમપુરુષનું યોગબળ આપનું અને અમારું, સર્વનું કલ્યાણ કરવા સમર્થ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) હું તો અલ્પ પામર જીવ છું. પાતળી સોટી ઉપર ભાર મૂકવાથી તે ભાંગી જાય અને ભાર મૂકનારને પણ નુકસાન થાય; તેમ આપણી શ્રદ્ધા, ભાવના, પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે રહે તે જ ઇચ્છવા યોગ્ય, કરવા યોગ્ય છે. તેને બદલે મને મોટો ભા બનાવી તેમાં મને અહંકારના ભારે ભાગી જવાનો ભય છે અને તમને કંઇ હિત નહીં થતાં મિથ્યા ભ્રાંતિમાં રહેવારૂપ નુકસાન થવાનો સંભવ છે. માટે આપને ચેતવણીરૂપે આ સૂચના આપી છે, તે લક્ષ્યમાં લઈ તમારા પત્રમાં જણાવેલી સુંદર ભાવના તે પરમપુરુષ, ઇષ્ટદેવ, પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે કરતા રહેવા વિનંતી છે. તેમાં આપણા સર્વનું હિત છે. (બી-૩, પૃ.૧૨૬, આંક ૧૨૫) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, આખરે, મુમુક્ષુજીવને તરવાના સાધનરૂપ પરમકૃપાળુદેવની આજ્ઞા જણાવવા, સ્મરણ આદિ સત્સાધન બતાવવા ફરમાવેલું તે આપને જણાવી દીધું છે. તેનું બને તેટલું માહાસ્ય દ્ધયમાં રાખી આરાધન કરવાનું છે. ભાઈ, હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર છું. ભીડને વખતે તમને કોઈ પરોપકારી પુરુષે મારી મારફતે હૂંડી મોકલાવી, તેથી તમને અણીને વખતે મળેલી મદદથી આનંદ થાય, મારા પ્રત્યે સદ્દભાવ થાય, પણ તેનો માલિક હું થવા જાઉં તો દોષિત થાઉં. જેનું ધન છે તેને ધન્ય છે; તેનો ઉપકાર વારંવાર દ્ધયમાં રાખી, તેની વાત ગમે ત્યાંથી સમજી, આત્મહિત આ ભવમાં કરી લેવું એ જ મારી સવિનય સલાહ છેજી. પરમકૃપાળુદેવને માનનાર મહાભાગ્યશાળી જીવોમાંનો હું એક છું, તેની ના નથી; પણ હવે “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં.” તે અર્થે, પરમકૃપાળુદેવ એ જ આપણા બધાના આધાર છે, એટલો લક્ષ વિશેષપણે રાખવા વિનંતી છેજી. કંઈ કામ પ્રસંગે જેમ તમે તમારા મોટાભાઈને પુછાવો, ખુલાસો મગાવો તેમ તમને મૂંઝવણના પ્રસંગે, મને ઉકેલ આવે તે પ્રમાણે તમને જણાવવા હરકત નથીજી. પ.પૂ. પ્રભુશ્રીજીના એક પત્રમાંથી ઉપયોગી ઉતારો, ટૂંકામાં, આ પ્રસંગે વિચારવા લખું છું ઃ “શમભાવ, સમતા, ક્ષમા, સદ્દવિચારમાં રહો. કોઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત વૃત્તિ સંક્ષેપી, જે કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષોની કોઈ ભાવિક જીવાત્મા પ્રત્યે આજ્ઞા થઈ છે તે, મહામંત્ર, કોઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવ્યો તો બીજું સર્વ ભૂલી જઈ, તેનું જ સ્મરણ કર્તવ્ય છેજી. તેથી ચિત્ત સમાધિ પામી, વિભાવવૃત્તિનો ક્ષય થાય છેજી. તે કર્તવ્ય છેજી. સર્વ મુમુક્ષુ જીવાત્માને પણ તે જ લક્ષ કર્તવ્ય છેજ.” (ઉપદેશામૃત પૃ.૪૪) (બી-૩, પૃ.૪૦૨, આંક ૪૧૦) “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.' તમારા પત્રના છેલ્લા ભાગનો ઉત્તર પ્રથમ લખું છું કે ઉપર જણાવેલી ગાથામાં જણાવેલ સદ્ગુરુનાં લક્ષણ મારામાં નથી. જ્ઞાની પુરુષે કહેલી આજ્ઞા, જે ભવથી તારે તેવી છે, તે ચિક્રિ આપનાર ચાકરની પેઠે મેં આપને જણાવી છે, પણ પરમ પૂજ્ય પરમકૃપાળુદેવ જ સગુસ્વરૂપે ઉપાસવા યોગ્ય છે, એ મારા અંતઃકરણની વાત આપે પૂછવાથી જણાવી છેજી. (બો-૩, પૃ.૫૭૫, આંક ૬૪૭). | | Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૧) D તમે બંનેના પત્રો મળ્યા. જે જે ભાવો પ્રદર્શિત કર્યા છે તે પ્રશસ્ત છે; પણ તે ભાવપૂર્વક પરમકૃપાળ, શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે કરવા યોગ્ય છે. એ તરણતારણ સદ્દગુરુની ભક્તિ ૫.૧,૫.૫. પ્રભુશ્રીજીએ કરવા જણાવી છે તે વિષે, આપને કોઈ-કોઈ પ્રસંગે જણાવવું થયું છે. હું તો માત્ર ચિઢિનો ચાકર છું. મારા પ્રત્યે જે ભાવ દર્શાવ્યો છે, તે અસ્થાને છે. હું હજી સાધક છું; જે પરમ પાવન પરમાત્માનું પરમ ધામ છે તેનો પ્રવાસી છું. આપણે એક જ માર્ગે જવાનું છે. જે તમને બતાવ્યો, તે રસ્તો સાચો છે. હવે પુરુષાર્થ જેનો જેટલો વિશેષ, તેની વિશેષ પ્રગતિ. જે રસ્તામાં સૂઈ રહેશે તે આગળ વધી શકશે નહીં, પણ એ જ માર્ગે વહેલેમોડે ચાલ્ય મોક્ષનગરે જવાશે. (બી-૩, પૃ.૩૨૦, આંક ૩૧૨) આપે મારા પ્રત્યે જે સદ્ગુરુ શબ્દાદિ વડે વિનંતી કરી છે, તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે તેવા દિનભાવે કર્તવ્ય છેજી. હું તો તે મહાપ્રભુના ચરણની રજનો પણ અધિકારી નથીજી. કોઈ પ્રારબ્ધયોગે જાણે કે આપણા માટે જ દેહ ધર્યો હોય તેવા કરુણાસાગર પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની અનંત કૃપાથી તે મહાપુરુષ આશ્રય કરવા યોગ્ય છે એમ સાંભળી તેના શરણે, તેના બહાના ઉપર વિશ્વાસ રાખી, તેનો બનવા ઈચ્છતો એક દીન સાધક છું; એટલે સર્વ પ્રેમ પરમકૃપાળુ જગદ્ગુરુ સમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે વાળવા આ દીનની વિનંતી છેજી. માટે આપની અરજ પરમકૃપાળુદેવ સ્વીકારે એવી ભાવના સહ જણાવવા રજા લઉં છું કે સત્સંગની ભાવના વર્ધમાન કરતા રહેશોજી. (બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫૦) કલ્પનામય, માયાપૂર્ણ, આ જગતમાં સદ્દગુરુની ભ્રાંતિ જેવું બીજું કોઈ દુઃખ આત્માને જણાતું નથી. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રગટાવેલી દશાનો શતાંશ પણ મારામાં નહીં હોવા છતાં, કોઇ મને સગુરુ કે ત્રિકાળજ્ઞાની માને, તે તેનો સ્વછંદ મને તો સમજાય છે. તે પોષવા મારી ઇચ્છા નથી. આપ તો સમજુ છો, પ્રમાણવિરુદ્ધ બાબતને પોષવા ઈચ્છતા નથી, એમ જાણું છું. ૫.ઉ. શ્રીમદ્ લઘુરાજસ્વામીએ તેમના આયુષ્યના છેલ્લા દિવસોમાં સ્મરણમંત્ર આદિ મુમુક્ષુઓને જણાવવા મને આજ્ઞા આપી, તે તેમના અતિ ઉદાર અને સત્યપ્રિય હૃયનું ફળ છે. તેમાં મારું કોઈ પ્રકારે મહત્ત્વ હું માનતો નથી. ચિઠ્ઠિના ચાકરની પેઠે તે વાત આપના આગળ રજૂ કરી, તે તમને રુચિકર લાગતાં તમે સ્વીકારી; પણ જ્ઞાનીપુરુષના ઘરની તે વાત છે એટલું જ મહત્ત્વ જો આપના બ્દયમાં રહેશે અને તે દ્રષ્ટિએ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ગુરુભાવ રાખી, તે આજ્ઞાનું આરાધન કરશો તો તે આપને આત્મશાંતિનું અને આત્મઅનુભવનું કારણ છે, એ સરળભાવે જણાવું છુંજી. (બી-૩, પૃ.૬૩૫, આંક ૭૫૦) પોતાની કલ્પનાથી કોઈને જ્ઞાની માની લેવામાં માલ નથી. હું તો પરમકૃપાળુદેવનો દાસાનુદાસ છું. હું તેવું કોઈ જ્ઞાન ધરાવતો નથી કે આપને ભવિષ્યમાં આ કાર્યથી આ જ ફળ આવશે તેવું નિશ્ચયપૂર્વક કહી શકે. પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાની, ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી દ્વારા જાણી, ભાવના છેજી. (બો-૩, પૃ.૨૫૩, આંક ૨૪૬) D આઠ-દસ દિવસ આહાર તરફ હવાફેર કરવા વિચાર થાય છે; પણ નીચેની બાબત તરફ આપનું લક્ષ ખેંચવાની જરૂર છે. જો તે પ્રમાણે વર્તાય તો મને અને આપ સર્વેને ચિત્તપ્રસન્નતાનું કારણ છે; હિતનું કારણ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭ એક તો સામૈયું કે કશી ધમાલ ન કરતાં મુમુક્ષુ મુમુક્ષુને ઘેર જાય તે એક પ્રકારનું વર્તન મને પસંદ છે અને એ જ યોગ્ય છે. પ્રતિષ્ઠા કે પ્રભાવનાનો પ્રસંગ હોવાથી પહેલાં કશું તમને કહેલું નહીં; પણ હવે તો જેમ તમે અહીં આવો છો તેમ જ હું ત્યાં આવું છું એ લક્ષ રાખી, હું તમને પ્રણામ ઊભો-ઊભો કરું છું, સર્વ પરસ્પર મુમુક્ષુઓ અહીં વર્તીએ છીએ તેમ હાથ જોડી સામસામી વિનયની પદ્ધતિ રહે તો એ પ્રણાલિકા ઉચિત અને હિતકર ગણાય; એટલે અહીં આશ્રમમાં જેમ ચાલે છે તેમ ત્યાં વિનયવ્યવહાર રાખવા વિનંતી છે. તે સર્વ ભાઇઓને તેમ જ ખાસ કરીને મુમુક્ષુબહેનોને પણ સમજાવી જણાવવા વિનંતી છે.જી. બીજું કંઈ પણ આશ્રમ ખાતે કે સમાધિ ખાતે કોઇને આપવા ઇચ્છા હોય તો પૂ. ... ને આપે, તો તે અહીં મોકલાવી દેશે, પણ મારા આગળ કોઈ ન મૂકે એ સૂચના બધાને જણાવશો. તમે ઘણાખરા તો તે જાણો છો અને પ.પૂ. પ્રભુશ્રીજીએ તેમના આગળ જેમ પૈસા મુકાતા તેમ કોઇ મુનિ વગેરે આગળ નહીં મૂકવા સૂચના કરેલ છે. આટલી વાત લક્ષમાં રહેશે તો ફરી કદી એ બાજુ આવવા વિચાર થાય તો સંકોચ મનમાં ન રહે તે માટે લખી જણાવ્યું છેજી. એક પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે અને તે જ કરવા પ.પૂ. પ્રભુશ્રીજીએ આપણને અનેક વાર પૂનાથી શરૂ કરીને કહેલ છે; તે લક્ષ રાખી, એકને ભજવાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે એમ આપણે સાંભળ્યું છે, તે વાત સર્વને સમજાવવા વિનંતી છે. (બી-૩, પૃ.૧૨૩, આંક ૧૨૪) || ધર્મધ્યાનનું કારણ સદ્ગુરુની મુખમુદ્રા તથા તેમનાં વચનામૃત આ કાળમાં છે. તેના પ્રત્યે જે જે જીવોને આદરભાવ, ઉલ્લાસભાવ વર્તે છે તેને સહેજે મદદરૂપ થવું એવું અંતરમાં રહ્યા કરે છે. તેથી તમારો કાગળ વાંચી, બીજા વિચારો દબાવી, જઈ આવવું, એવું નક્કી કર્યું છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. (બી-૩, પૃ.૩૮, આંક ૩૯૧) તમારા પત્રમાં મેં તો આપને જ સર્વજ્ઞ તરીકે માનેલા છે. આદિ લખ્યું છે તે વાંચી, મારા દોષોનો મને વિશેષ વિચાર થયો અને મારી જ કોઈ ભૂલને પરિણામે તમને આવી માન્યતા થઈ હશે કે કેમ? તે તપાસી જોતાં, દરેક પત્રમાં શ્રીમદ્ રાજચંદ્રના પ્રત્યે માત્ર શ્રદ્ધા રાખી, તેની કૃપાથી તરવાની ભાવના રાખનાર, માત્ર તમને તમારી દુ:ખી દશામાં તે મહાપુરુષનું શરણ આધારરૂપ થાય તેવી ભાવના રાખનારરૂપે જ મેં કંઈ લખ્યું હોય તેમ લાગે છે. છતાં “વાત કરનારની વહેલે ચડી બેસે' તેવું તમારું વાક્ય મને ચોંકાવનાર લાગ્યું અને હાથીની ઉપમા ગધેડાને આપે તેમ જે પરમકૃપાળુદેવને લખવું ઘટે, તે તેના ઘરમાં વાસીદું કાઢવાને પણ યોગ્ય નથી તેને લખો, તે મને પોતાને શરમાવનાર લાગવાથી આટલું લખ્યું છે. તે તમને ખોટું લગાડવા નહીં, પણ તમારી માન્યતા મારા ઉપરથી ઊઠી તે મહાપુરુષનો જ પાલવ પકડી. સતી સ્ત્રીની પેઠે ત્યાં જ (પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ઉપર જ) સર્વ ભાવે અર્પણતા થાય, તે તમને અને મને પણ હિતકારી જાણી, ખરેખરી ધ્યાનમાં રાખવા લાયક વાત લખી છે, તે વાંચી Æયમાં ધારણ કરી, કદી ન ભુલાય તેવી અચળ કરવા, આ સૂચનારૂપ વિનંતી છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તમારા હૃદયમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ છે, તે જાણીને જ તમને પત્ર લખવાનું ચાલુ રાખ્યું છે. એક મુમુક્ષુભાઇ તરીકે જ મારા પ્રત્યે ભાવ રાખી, આપણે બધા તે મહાપુરુષના આશ્રિત છીએ, તેનાં વચનોને સાચે ભાવે ઉપાસીશું તો જરૂર સંસારસાગર તરી જવાશે, એવી દૃઢ શ્રદ્ધા રાખી પત્રવ્યવહારમાં કંઇ હરકત નથી. ‘‘હું પામર શું કરી શકું ?'' એવો લક્ષ મને હિતકારી છે અને તે જ યોગ્ય છે. માત્ર તે પુરુષનાં વચનોમાં મારી વૃત્તિ મને લખતાં પણ રહે અને સ્વપરને ઉપકારક પ્રવૃત્તિમાં ચિત્ત રહે તો તે શુભ કાર્ય છે એમ જાણી, માત્ર પત્ર લખવાનું બને છે. હું જાણું છું અને તમે નથી જાણતા, તેથી જણાવવા કે ડાહ્યો થવા, કંઇ લખવાનું બનતું નથીજી. તે મહાપુરુષના વિયોગમાં આપણે બધાં દુખિયા બન્યા છીએ; તેથી એક દુખિયારું બીજાને પોતાના હૃદયની વરાળ દર્શાવી શાંતિ મેળવે તેમ જે કંઇ લખવું થયું છે તે મહાપુરુષ પાસેથી સાંભળેલી, વાંચેલી વાતોની સ્મૃતિરૂપ લખાયું હોય, તેના માલિક તે મહાપુરુષ છે. કોઇ પુસ્તકનો ઉતારો કરવા લહિયો રાખ્યો હોય, તેની મજૂરીથી લખાયેલું કોઇને ઉપકારી જણાય તો તે લહિયાનો આભાર માને, તે અજુગતું છેજી, મૂળ લેખકનો ઉપકાર માનવો તે જ યોગ્ય છે; તેમ તમને શાંતિનું કારણ, અહીંથી લખેલા પત્રો નીવડયા હોય તો તે પરમપુરુષની અસંસારગત વાણીનો પ્રભાવ છે. મને તો માત્ર કપૂરના વૈતરાને જેમ સુગંધી મળે તેમ તે તે વચનો લખતાં, વિચારતાં જે જે આનંદ થયો હોય તેનો બદલો મળી જ ચૂક્યો છે એટલે તમને તે પુરુષની ભક્તિ, તેનાં વખાણ અને તેના ઉપર અનન્યભાવે અર્પણતા કરવાથી જે લમ થવા યોગ્ય છે, તે મારા તરફ ભાવ ઢળી જતાં, જેટલો થવો જોઇએ તેટલો લાભ થતાં અટકી જવાનો સંભવ દેખી, આટલું બધું લખવું થયું છે. કંઇ તમારા પ્રત્યે ક્રોધ, અણગમો કે તિરસ્કાર આમાં અલ્પ પણ નથી, એમ વિચારશોજી. પરમકૃપાળુદેવને સાચા ભાવે ઉપાસે છે, તેનો હું તો દીનદાસ છું. પરમકૃપાળુદેવને જે હૃદયમાં રાખે છે, તેના ચરણમાં મારું મસ્તક નમો, એવી ભાવના મારા હૃદયમાં છે; તે આજે સ્પષ્ટ આપને જણાવી છે. સ્પષ્ટ પણ હિતકારક વાત કહેતાં, તમને કંઇ અણસમજણથી હૃદયમાં આઘાત જેવું લાગે તો તેની પણ છેવટે ક્ષમા ઇચ્છી પત્ર પૂરો કરું છુંજી. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. આ ભવમાં એવા પુરુષનું શરણ મળ્યું છે, એ જ આપણા અહોભાગ્ય ગણવા યોગ્ય છે. એ શરણ પ્રાપ્ત ન થયું હોત તો અત્યારે આપણી કેવી અધમદશા હોત, કેવાં કર્મ બાંધી અધોગતિનો માર્ગ ઉપાર્જન કરી રહ્યા હોત ? તે વિચારી વિશેષ-વિશેષ ઉપકારથી હ્દય નમ્ર બનાવી, તે પરમપુરુષની ચરણરજ સદાય આપણે મસ્તકે રહો, એ ભાવના નિરંતર કર્તવ્ય છેજી. એ પુરુષની દશા સમજવા જેટલી પણ આપણી શક્તિ નથી તો તેની પ્રાપ્તિના અભિમાનને જગ્યા જ ક્યાં મળે તેમ છે ? છતાં જીવને મોહદશા ભૂલવે છે. તે મોહનો સત્વર ક્ષય થાઓ એવી તે અધમોદ્ધારણ પ્રભુ પ્રત્યે સાચા દિલની પ્રાર્થના છેજી. (બો-૩, પૃ.૩૫૬, આંક ૩૫૭) D આપના પત્રમાં, અનેક પ્રકારની વિશેષણાવલિમાં, એક શબ્દ જે ‘સર્વજ્ઞ', ભગવાનને યોગ્ય તે આ પામરને લગાડી, તે શબ્દનું ગૌરવ ઘટાડવા જેવું કર્યું છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ કોઇ શબ્દ પોતાની ઇચ્છાએ સમજવા કે યોજવા યોગ્ય નથી; પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ સમજીને, યથાયોગ્ય પ્રયોગ થાય તો આત્મહિતનું કારણ છે એમ સમજી, તે પ્રમાણે ફરી તેવો પ્રયોગ ન કરવા નમ્ર વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૦૫, આંક ૫૪૪) O પત્રના સરનામામાં ‘ગુરુ મહારાજ’ લખો છો, તેમ ન લખવું. શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ માની પૂજવા. બ્ર. ગોવર્ધનદાસ એટલું બસ છે. (બો-૩, પૃ.૭૦૫, આંક ૮૪૮) D ‘આલોચનાદિ પદ સંગ્રહ'માં જિનવરદર્શન છેને ? તે મને લખવાનું મન થયું, પણ વિચાર આવ્યો કે મને દર્શન તો થયાં નથી, તો શું લખું ? દર્શન ન થાય ત્યાં સુધી મારે લખવું જ નથી, એમ કરી પડી મૂક્યું, અને રાત હતી તેથી સૂઇ ગયો; તો સ્વપ્ન આવ્યું કે હું બાંધણીમાં છું અને પરમકૃપાળુદેવ ત્યાં ઘરના મેડા ઉપર પધાર્યા છે. મને થયું કે પરવારીને પરમકૃપાળુદેવનાં દર્શન કરવા જઇશ. એટલામાં આંખ ઊઘડી ગઇ, તેથી ખેદ થયો. પછી ફરી સ્વપ્ન આવ્યું કે ઘરના મેડા ઉપર પરમકૃપાળુદેવ કફની પહેરીને પાટ ઉપર પદ્માસને બેઠા છે. સોભાગભાઇ સામે બેઠા છે. પહેલાં પરમકૃપાળુદેવ મને દેખાયા. પછી આંખ ઊઘડી ગઇ. મુમુક્ષુ ઃ પછી લખ્યું ? પૂજ્યશ્રી : હા, દર્શન થયાં એટલે લખ્યું. તેમાં પહેલું પ્રાસ્તાવિક પદ એ જ લખ્યું કે : ‘‘ધન્ય રે દિવસ આ અહો ! પ્રભુદર્શન આજ પમાય રે.'' (બો-૧, પૃ.૩૦૬, આંક ૫૯) પામો પાપ પ્રલય આજથી, વાસ હૃદયમાં રાજતણો; પરમ પ્રભુશ્રીની સાક્ષીએ, આનંદ આનંદ આજ ઘણો. આપનો લાંબો પત્ર મળ્યો હતો. તેમાં અધૂરા કામે જવાબ આપવો યોગ્ય નહીં લાગવાથી નિરાંતે પત્ર લખવા ધાર્યું હતું. ધીરજનાં ફળ મીઠાં હોય છે એમ કહેવાય છે અને આપે પણ તેવી શિખામણ લખેલી તે પ્રમાણે, પરમકૃપાળુદેવની કૃપાથી, જે થાય તે જોયા કરવું, એમ રાખ્યું હતું. વચ્ચે મન બધેથી ઊઠી ગયેલું અને જરૂર પડયે આશ્રમ છોડવાનો નિર્ણય કરી લીધો. પછી વિકલ્પો શમાયા અને તે વિક્ષેપમાં મન ન રહે તે અર્થે ‘મોક્ષમાળા પ્રવેશિકા' લખવાનું શરૂ કર્યું છે. પરમકૃપાળુદેવની કૃપાથી ટ્રસ્ટીઓની અસાધારણ સભા ભરાયેલી; તેમાં બધાંને નિવેદન વાંચી સંતોષ થયો છે, એમ જણાવી મને જણાવ્યું કે મુમુક્ષુઓનો અને અમારો અભિપ્રાય એવો છે કે તમે પ્રતિજ્ઞા ફેરવી શકતા હો તો આયંબિલ ન કરો; એટલે મેં જણાવ્યું કે તે સંબંધી હું સભામાં જાહેર કરીશ. પછી જણાવ્યું હતું કે હવે નમસ્કાર કે પૈસા મૂકવાનો પ્રસંગ આવતો નથી એટલે આયંબિલનું પણ કારણ રહ્યું નથી; તેમ છતાં બધાની સૂચના પ્રમાણે, આયંબિલ બાહ્ય તપ છે તેને બદલે કદી તેવો પ્રસંગ બનશે તો સ્વાધ્યાય કે તેવા રૂપમાં અત્યંતર તપ દ્વારાએ તે નિયમ પૂર્ણ કરીશ, એટલે હવે આયંબિલ નહીં કરું. બધાને સંતોષ થયો છે. આપે છેલ્લો પત્ર ઘણા હૃદયના ભાવસહિત લખેલો, તે વાંચતાં મારી આંખમાં પણ આંસુ એક-બે વખત આવી ગયેલાં. હૃદયનો ધર્મ એવો જ છે; પણ બધાથી ઉદાસ થઇ, હવે તો સમાધિમરણની તૈયારીમાં અપ્રમત્ત રહેવું આપણે ઘટે છેજી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ સંસારની અનુકૂળતા-પ્રતિકૂળતા જોઇતી નથી. આત્માનું હિત થાય અને પરમકૃપાળુદેવને શરણે સર્વ જગત ભુલાઈને દેહ છૂટે અને રાગ-દ્વેષ કોઈ પ્રત્યે અંતરથી ન રહે, એ જ પુરુષાર્થ પ્રબળપણે કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૬૮, આંક ૮00) વૃદ્ધાવસ્થાને લઈને અનેક રોગો દેખાવ દે છે. તે બાંધેલાં કર્મને ના કેમ કહેવાય ? આંખ જમણી, હવે કામ કરતી નથી, મોતિયો પણ આવે છે. જમણા પગની નસો નરમ પડી ગઈ છે, તેથી બે-ત્રણ ફર્લોગ ચાલતાં થાકી જવાય છે અને બેસવું પડે તેમ થાય છે. આમ મંદ પુરુષાર્થની વાતો કરી, પણ શરીરથી કામ લેવું છે તો તેને જોઈતું ઊંજણ - દવા ખોરાક વડે કરાય છે. પુરુષાર્થ તો, વૃત્તિની પરિણતિ તપાસી નિર્મોહી દશા તરફ પ્રયાણ કરવાનો છે. જોકે શિથિલતાનો પક્ષ નથી કરવો, પણ શરીરના ધર્મને નિજ ધર્મ નથી માનવો. મરણથી ડરવું નથી, પણ મરણ આવતાં પહેલાં સમાધિમરણ થાય તેની તૈયારી તો કરી રાખવી જ છે. (બી-૩, પૃ.૭૭૩, આંક ૯૮૯) Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧) વિભાગ-૪ વ્યક્તિવિશેષ અંબાલાલભાઈ પરમકૃપાળુદેવની સેવામાં રહેલા, તેમના પરમ કૃપાપાત્ર પૂ. શ્રી અંબાલાલભાઇએ પ.પૂ. પ્રભુશ્રીજી સંઘાડાથી છૂટા થયા ત્યારે લખેલા પત્રની નકલ લખી મોકલી છે. તેનો સદુપયોગ કરવા લક્ષ લેશોજી. મારાપણાના લૌકિકભાવે ગચ્છમતાદિ જીવે માન્ય કર્યા છે અને લૌકિકભાવ, સંસારત્યાગ કરી મુનિપણું ગ્રહણ કરતી વખતે ગળામાં પહેરેલો હોવાથી હું ફલાણા સંઘાડામાં છું, તેમાં હું મનાઉં છું, પૂજાઉં છું, આ અમારો સંઘાડો છે, આ સાધુ-શ્રાવક મારા છે, એમ જ હું સંઘાડાથી જુદો પડ્યો, મને તિરસ્કાર થયો, આહાર-પાણી હવે તે સંઘાડાને માન્ય કરતા શ્રાવક-શ્રાવિકા મને નહીં આપે ? શું થશે ? તિરસ્કાર થશે ?' એમ પણ ફુરણા આત્મામાં થાય છે. તેનું કારણ મુનિપણું ગ્રહણ કરતાં જે સંઘાડા આદિનું મમત્વપણું જીવે વરમાળરૂપે પહેર્યું છે, તે સત્તામાં ઘણું સૂક્ષ્મ રહેલું હોવાથી એ જ ફુરણા કરાવી, આત્માને એક સમય પણ દીન, ગુનેગાર, રંક બનાવી દે છે; પણ પુરુષના યોગે તે ભાવ દબાઈ જવા યોગ્ય છે. આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતાં મહામુનિઓ આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે : અસત્સંગ સહેજે દૂર થશે; મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં લપિયા સંઘાડાને લઇને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટું, એ પરમ કૃપા શ્રી સદ્ગની છે. હવે તો હે જીવ! તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો, ચૌદ રાજલોક જેવડો થયો. ષટે દર્શન ઉપર સમભાવ અને મૈત્રીભાવ રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળ્યો.” જેની વૃત્તિ અંદર આત્મભાવમાં ઊતરતી જાય છે તેને ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ કંઈ નડતાં જણાતાં નથી. તેને કાળ, દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર માત્ર નિર્મમત્વભાવે ભાડું આપવા માટે ગષવા છે. તે ગમે તે શહેરમાં, ગામમાં, ગામડામાં, આત્મનિવૃત્તિ બનતી હોય તો ત્યાં અડચણ આવશે નહીં. ભોગાવલિ કર્મ પ્રમાણે સઘળી વસ્તુઓ, ભોગો, સુખદુઃખ વગેરે કર્મ અનુસાર આવ્યા જશે, માટે વિકલ્પરહિત જ્ઞાની સદ્ગુરુની આજ્ઞા અનુસાર કરવા આપની વૃત્તિ છે, તે બહુ જ ઉત્તમ છે. મારાપણું સમૂળે જાય એમ મનને પ્રબળ કરવાથી, કાયાને પ્રબળ કરવાથી તો લાભ થાય; પણ આત્માને અતિ બળવાન કરવાથી પૂર્ણ લાભ થાય છે. નિર્મળ એવું જળ, ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઇચ્છતું નથી, પણ સૂર્યની ગરમીના યોગે વરાળરૂપ થઈ, વાદળારૂપ થઇ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે; તેમ જ આપ જેવા મહામુનિઓ સત્ એવા પરમ સ્વરૂપને જાણ્યાથી નિર્મળ જળરૂપ થઇ, આખા જગતના હિતને માટે મારાપણું છોડી, ગચ્છમતાદિની કલ્પનાથી રહિત થઈ, આખા લોકને અમૃતમય કરવા વીતરાગભાવ સેવો છો. કોઈ પણ, કોઈ પણને છૂટો કરવા, ભેગો કરવા માગે તો થઈ શકતું હોય એમ જણાતું નથી. જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં, આ ગચ્છમાં, તે ગચ્છમાં જ્ઞાની Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨ ) તેને ગણે છે. મિથ્યાત્વ ગયા પછી સમકિત પ્રાપ્ત થવા છતાં તેને તે તે નાત, જાત, ટોળી, મત, ગચ્છમાં ગણ્યો અને તેરમે ગુણઠાણે ગયો કે ચૌદમે છે તોપણ દેહધારીના ગચ્છમાં ગણાયો; પણ શુદ્ધ નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ, સિદ્ધસ્વરૂપ પ્રગટયું ત્યારે તે કૃતાર્થ થયો, સર્વથી ભિન્ન નિર્મળ થયો એમ મનને નિશ્ચય વર્તે છે. શુભ-અશુભ ઉદયમાં જેની વૃત્તિ પૂર્ણ આત્મભાવ, વીતરાગભાવ તરફ પ્રયાસ કરે છે, તેના મહાન વિતરાગભાવમાં આખો લોક રજરેણુવત્, નહીં જેવો છે, જે નજરે પણ આવતો નથી; એવા પરમ આત્મભાવમાં, રમનાર મહામુનિઓને વારંવાર નમસ્કાર છે. વિચારમાળા પર વૃત્તિ ચડી જવાથી ઉપરનું લખાણું છે. આપ મુનિઓના ચરણ સેવવા લાયક હું રંક અલ્પજ્ઞ હોવાથી અને ભાન થવાથી, કલમ અટકી ગઈ છે. અવિનય લખાણને માટે ક્ષમા આપશો. બાળ ઉપર અનુકંપા લાવી, એવા ભાવો મારામાં આવે એમ પ્રેરશો. દોષનું નિવારણ કરશો.' (બી-૩, પૃ.પ૨૯, આંક પ૭૯) નીચેના પત્રની નકલ વાંચી આત્મહિત કરવા મોકલેલ છે). “HUTI ધો TD તવો' એ લક્ષપૂર્વક વાંચશોજી. પવિત્ર સેવામાંથી સવિગત અસંગ, અપ્રતિબંધ થવાની ઇચ્છાનો પત્ર સવિગત વાંચી, મને પરમ આનંદ થયો છે, પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી જેમ આપને યોગ્ય લાગે તેમ વિચરશો. આપ અસંગ થાઓ એમાં હું ખુશ છું અને તેમ જ ઈચ્છું છું. બાકી સામાન્ય મુમુક્ષુબાઈઓ અને ભાઈઓને હવે બિલકુલ આધાર નથી. ચોમાસું પૂરું થયે આ તરફ બોલાવવા એમ મને પણ ઠીક લાગે છે. ચારિત્રધર્મમાં સર્વ મુમુક્ષભાઈઓ પ્રમાદાધીન વર્તે છે. તેને જાગ્રત કરનાર કોઈ છે નહીં. બાઇઓને સંપ્રદાયનો આશ્રય તોડાવાથી, તેઓ બિચારાં તદ્દન નિરાધાર થઈ ગયાં છે; તેઓને તો એક પણ આધાર નથી. તોપણ હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલાં માણસો, તેથી તેઓની દયા આવે છે; બાકી જગતમાં અનંત જીવો છે, જો તેઓની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તો આપણું સાર્થક થવું) રહી જશે, અર્થાતુ થશે જ નહીં. માટે આપણે જ જો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું આત્મહિત થશે. તે પછી તે દશદ્વારે જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તો સર્વ જીવ પ્રત્યે અનુકંપાબુદ્ધિ રાખવી. આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવો આપની પાસે સત્સંગ નથી; અથવા ઇડરમાં આપની જે દશા હતી તેવી દશા, આપને પહાડો અગર એકાંતમાં રહેતાં થાય તેમ લાગે છે? આપ આટલો વખત દક્ષિણ દેશમાં કરમાળામાં નિવૃત્તિથી રહ્યા હશો, તેથી આપને અનુભવમાં આવ્યું હશે. કદાપિ તે દશા પરાણે બળથી લેવા જઇએ તો એકાદ દિવસ રહી પાછી જતી રહે; કારણ કે અત્યારે તેવી દશા લેવી તે કૃત્રિમ છે, પરાણે બળ કરી લઇએ તેવી છે, અને પ્રથમ સત્સંગમાં તે દશા તો સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી, પરભાવની લાગતી. એ સહેજે બનતું, અને બનતું તે પરમ સત્સંગનું ફળ હતું, સત્સંગનો અંશ હતો. Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઇએ તો લઇ શકાય, પણ તે સત્સંગના પ્રત્યક્ષ ફળ વિના વધુ વખત ટકી શકે, એ મને તો મુશ્કેલ લાગે છે, તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. તે થયા પછી જવું. એમ કરવામાં આવે તો વિશેષ દશા અને તે દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત મારા સ્વતઃ અનુભવરૂપ, મારા સમજવા પ્રમાણે મેં લખી છે. આપ તો ગુણજ્ઞ છો. આપને ગમે તેમ વર્તવું હોય, તે આપ જણાવશો. આત્મદશા જાગ્રત કરવાનું મુખ્ય સાધન, મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું કોઈ પણ પદ, કાવ્ય કે વચન ગમે તેનો ઉચ્ચાર થતો હોય અને મન તેમાં જ પ્રેરાઇ વિચાર કરતું હોય તો કાયા શાંત રહે છે; જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર, એ બે કામ લયતારૂપે થયા કરે, તો કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગ્રત કરે છે. તે માટે અલ્પ પરિચય, અલ્પ પરિગ્રહ, આહારનો નિયમ, નીરસ ભાવ એ બધાં સાધનો કર્તવ્ય છે; અને તે સાધનો ઉપરની દશા મેળવવામાં ઉપકારભૂત થાય છે અને તેથી નિર્જરા થઇ કર્મક્ષય કરે છે. જેમ જેમ લયતા વિશેષ, તેમ તેમ આત્મજાગૃતિ વર્ધમાન હોય છે, તેમ તેમ કર્મનો અભાવ હોય છે; એટલે દુઃખ કાયાને લાગતું નથી, દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. એ બધામાં વિચાર-જાગૃતિ મુખ્યપણે જોઇએ છે. તે વિચાર-જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે; તેથી દશા વર્ધમાન થતી નથી, બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે. પછી આપણને યાદ આવે છે કે આ દશામાં શાંતિ ઠીક હતી, કારણ તેમાં અલ્પ પણ શાંતિ રહે છે, પણ તે મેળવવામાં પાછું ફરી બળ કરવું પડે છે. તેનું કારણ એ જ કે વિચારશક્તિની બહુ જ ન્યૂનતા. જો વિચાર-જાગૃતિ હોય તો સહેજે, ઓછા બળે કે વિના પરિશ્રમે, તે દશા વર્ધમાન થાય છે. ત્યારે હવે આ સ્થળે આપને પ્રશ્ન થશે કે તે વિચાર-જાગૃતિ શેનું નામ કહેવાય? અથવા વિચારવૃત્તિ કેમ સમજાય? તેનો ટૂંક ખુલાસો, હું લખી જણાવું છું. કોઈ પણ શબ્દ, વાક્ય, પદ કે કાવ્યનું વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવવાપણું; તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતાં મન નિરાશા પામતું ન હોય; મન, વચન અને કાયા એક આત્મરસરૂપ થઈ તે જ વિચારમાં પ્રવર્તે જતાં હોય, ત્યાં કેવી મજા પડે ! કે જેનો સ્વાદ લખવામાં નથી આવતો. એવી જે રસલયલીનતા, એકરસરૂપ તે વિચાર-જાગૃતિ આપે છે, તે જ વિચાર-જાગૃતિની બહુ જ ન્યૂનતા છે. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે, કારણ કે વિચારશક્તિના ઓછા બળને લીધે, સત્સંગ છે તે, તે જીવોને બળરૂપ થઈ પડે છે. તે વિચારશક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે, કે જેથી વિચારશક્તિને તે ઉપકારભૂત થાય છે. આ બધું લખાણ કર્યું તે વાત રૂબરૂમાં કરવાની હતી, પણ હાલ તે અનિયમિત હોવાથી કાગળે ચઢાવી છે. ત્યારે હવે આ સ્થળે એમ પ્રશ્ન થશે કે એવી દશા ન હોય, તેવો સત્સંગ ન હોય, વિચાર કરવામાં વિશેષ મતિ ચાલતી ન હોય, માટે શું કરવું? કાળ કેમ વ્યતીત કરવો ? ‘તમારો સમાગમ ઇચ્છીએ છીએ, માટે તમે જ ચારિત્રધર્મ અંગીકાર કરી જગતનું કલ્યાણ કરો.' એ વગેરે વિચાર આવી જાય તો તેનું સમાધાન પણ આપી દઉં છું કે ચારિત્રધર્મ અંગીકાર કરવારૂપ દશા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અત્યારે નથી (ઇચ્છા છે), તેમ બફમમાં રહી ચારિત્ર લૌકિક રીતે લેવું નથી; જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી, તેવો દંભ રાખવો નથી, જગત પ્રત્યે અનુકંપા વર્તે છે. તે ષપદ યથાર્થ સ્વરૂપ, જ્યાં સુધી યથાર્થ આત્મવિચારપણે સમજાયું નથી, ત્યાં સુધી કોઇ પણ મતમંડન કે ખંડન થઇ શકે તેમ નથી. તે છ પદનું સ્વરૂપ, જેમ જેમ વિચારજ્ઞાનની પ્રાધાન્યતા અને ચારિત્રધર્મની શુદ્ધતા, તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે. માટે હાલ તો દેશવિરતિપણામાં રહેવાની પણ શક્તિ નથી. માત્ર જ્ઞાનની શુદ્ધતા કરવાની ઇચ્છા રહે છે. આપને પણ હાલ તો ચારિત્રધર્મ ગુણ જે પ્રકારે પ્રગટ થાય, તે પ્રકારે વર્તી વિચારદશા જાગ્રત કરવાનો પરિચય રાખશો. જેમ જેમ વિચાર-જાગૃતિ વધશે તેમ તેમ એકાંત સ્થળ, અસંગપણું વિશેષ રુચિકર થશે, નહીં તો પછી કંટાળો આવી જશે. આ સ્વતઃ અનુભવસિદ્ધ લખ્યું છે. આચાર્યગુણસંપન્ન થવા પ્રથમ તેવો દંભ રાખી નામાચાર્યપણું કહેરાવવા લખ્યું નહોતું, પણ તેવા ગુણો જલદી પ્રદીપ્ત થાય તેમ કરો, એ આશયથી લખ્યું હતું. લખવાને માટે આ પત્ર લખતાં આત્માથી ઘણી જ ઊર્મિઓ ઊગી આવતી પણ હવે તો કંટાળો ખાઉં છું. માટે અવસરે બનશે તો રૂબરૂમાં વાત -’' પ.પૂ. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અલભ્ય સેવા, અનન્યભાવે આરાધનાર પ.પૂ. અંબાલાલભાઇએ પ.પૂ. પ્રભુશ્રીજી ઉપર લખેલા પત્રની આ નકલ, આપ સૌ આત્માર્થી જનોને વાંચન, મનન અને નિદિધ્યાસન અર્થે મોકલી છે. તેનો સદુપયોગ કરી આત્મહિતમાં વૃદ્ધિ કરશોજી. પૂ. શ્રી અંબાલાલભાઇની ગણધરતુલ્ય શક્તિ હતી અને મુનિવરોને પણ માર્ગદર્શક નીવડે તેવી તેમની લઘુતા, હિતશિક્ષા અને વિચારણા, લક્ષમાં લેવા યોગ્ય છેજી. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન' એ કહેવત પ્રમાણે, કંઇ પણ સમજાયાનું અભિમાનરૂપ ભૂત વળગે નહીં અને આત્મહિત પરમકૃપાળુદેવને શરણે સાધવાનો પુરુષાર્થ પ્રબળપણે વર્ત્યા કરે, એ લક્ષ રાખવાયોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૩૩, આંક ૫૮૩) આનંદશ્રાવક D મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને કહ્યું કે આનંદશ્રાવક માંદા છે. ગૌતમસ્વામી આનંદશ્રાવકને ઘેર ગયા. તેમણે ગૌતમસ્વામીને પાસે આવવા કહ્યું. તેઓ પાસે ગયા ત્યારે ચરણસ્પર્શ કર્યા પછી આનંદશ્રાવકે કહ્યું કે મને તો પહેલો દેવલોક દેખાય છે. ગૌતમસ્વામીને થયું કે ગૃહસ્થને આટલી નિર્મળતા થાય નહીં એટલે સ્વાભાવિક કહ્યું કે ગૃહસ્થને એટલું હોય નહીં અને ગુરુની આગળ જૂઠું બોલાય નહીં, માટે માફી માગો. ગૌતમસ્વામી ગુરુ એટલે આનંદશ્રાવક કંઇ બોલ્યા નહીં, પણ એટલું પૂછ્યું કે સાચાની માફી કે જૂઠાની ? ગૌતમસ્વામીએ કહ્યું કે જૂઠાની. ત્યારે આનંદશ્રાવકે કહ્યું કે તો હું માફી માગવા યોગ્ય નથી. પછી ગૌતમસ્વામી શંકાસહિત ભગવાન પાસે ગયા અને પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું કે હા, ખરું છે. આનંદને પહેલું સ્વર્ગ દેખાય છે. તેં એને શંકામાં નાખ્યો છે, માટે તારે માફી માગવી જોઇએ. ત્યારે તરત ગૌતમસ્વામી જઇને આનંદશ્રાવક પાસે માફી માગી આવ્યા. આમ જીવ પોતાની નિર્મળતા કરે તો થઇ શકે છે. (બો-૧, પૃ.૨૭૦, આંક ૬) Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫) ભરત ચક્રવર્તી T ભરતચક્રના કેટલા પુત્રો હતા ! તે બધાને જાતિસ્મરણજ્ઞાન થયું; તેથી સંસારથી ભય પામ્યા અને બોલે પણ નહીં. લોકો કહે કે બધા ગાંડા છે. પછી ભગવાન પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયા. વધારે ડાહ્યો વધારે લૂંટાય. હું કંઈ જાણતો નથી, એવું કરવાનું છે. જ્ઞાનીની સરખામણીમાં આ જીવની પાસે શું છે? (બો-૧, પૃ.૨૨, આંક ૧૧૬) ભર્તુહરિજી | અમુક સુખી છે કે અમુક દુઃખી છે, એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી, તેની ફિકરમાં પલ્લું એ વિચારવાનનું કર્તવ્ય નથી. એક લાંબી વાત છે, પણ ટૂંકામાં સારરૂપ લખું છું : ભર્તુહરિ અને તેમના મોટાભાઈ શુભચંદ્રાચાર્ય, બંને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતાં, બંને ત્યાગી થયા. ભર્તુહરિ કોઇ તાપસ બાવાની સેવામાં ઘણાં વર્ષ રહ્યા અને રસાયણવિદ્યા શીખી, એવો રસ એક તુંબડી ભરીને બનાવ્યો કે તે લોઢા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભર્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો, સાથે અડધી તુંબડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તુહરિના સમાચાર કહી, પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. પેલા શિષ્યને તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભર્તુહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે; પહેરવા કપડાં તથી; રહેવા ઝૂંપડી સરખી નથી; નથી કોઇ ચેલો સેવક. બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભર્તુહરિને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડધી તુંબડી રસ હતો તે લઈને, શિષ્ય જણાવ્યું તે જંગલમાં ગયા, અને તેમને ઓળખી, સમાચાર પૂછી, તુંબડી પાસે મૂકી, બધી હકીકત કહી કે બાર વર્ષ મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખી. તેથી ભર્તુહરિ તો નિરાશ થઈ ગયો. ભાઈને સુખી કરવામાં, પોતે ગરીબ થઈ ગયો. તે ખેદ તેના મુખ ઉપરથી પારખી, શુભચંદ્રાચાર્યમુનિ કહે, “ભાઈ, આવી ખટપટમાં પડયાથી આત્માનું શું હિત થનાર છે ? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું ? તે છોડીને પાછા માયામાં કેમ ફસાઓ છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં કે લોકોમાં ધન આપી મોટા ગણાવામાં કે લોકોની દવા કરી તેમનાં શરીરનાં સુખની ઇચ્છા કરવામાં હિત માનો તે કરતાં, તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષમાં આવતું નથી ? તમારી શી ગતિ થશે ? આ વનસ્પતિના રસમાં બાર વર્ષ ગાળ્યાં, તેટલાં વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યાં હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો ખેદ થાય છે, તે ન થાત; કોઈ માથું કાપી નાખે તોપણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય, પણ જુઓ.' એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ, પાસેની શિલા ઉપર નાખતાં બધી શિલા સોનાની થઈ ગઈ. Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬ પછી કહ્યું, “આત્માના માહાભ્ય આગળ આ બધી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુ:ખ છે. સંસાર બધો દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરો તો ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે.” તે બોઘલાગતાં ભર્તુહરિ મોટાભાઈ પાસે રહી, આત્માને ઓળખી, આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા “જ્ઞાનાર્ણવ' નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્યે લખ્યું છે. (બી-૩, પૃ.૧૯૭, આંક ૧૯૮) મરુદેવીમાતા T મોક્ષદશા (શુદ્ધ આત્મદશા સદા કાળ) આ કલ્પકાળમાં પ્રથમ પ્રાપ્ત કરનાર મરુદેવીમાતા હતાં. ઋષભદેવ ભગવાનનાં તે માતા થાય. અનંતકાળ નિગોદ અવસ્થામાં (એકેન્દ્રિયરૂપે જન્મી, એક શ્વાસ લઇને મૂકીએ તેટલા વખતમાં સત્તર-અઢાર વાર જન્મમરણ કરવાની અવસ્થામાં) રહી, તેમને કેળનો ભવ પ્રાપ્ત થયો. તે વખતે પાસે કંથાર નામનો કાંટાનો છોડ ઊગેલો. તેના કાંટા વડે કેળનાં પાન નિરંતર અથડાતાં, ફાટતાં, તૂટતાં એમ ઘણું દુઃખ તે ભવમાં સહન કરી, જુગલિયાનો જન્મ, આ ભરતક્ષેત્રમાં તેમનો થયો. તેમને નાભિરાજા સાથે પરણાવ્યાં અને ઋષભદેવ પ્રથમ તીર્થકર તેમના પુત્ર થયા. ઘણાં વર્ષ રાજ્ય કરી, વૈરાગ્ય પ્રાપ્ત થતાં, રાજ્ય ભરત ચક્રવર્તીને સોંપી, પોતે મુનિપણે હજાર વર્ષ કષ્ટમાં ગાળ્યાં ત્યારે ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આવી સમવસરણ સભામંડપ આદિ રચના બહુ આકર્ષક કરી. તે જોઈ લોકોએ મરદેવીમાતાને ખબર કહી કે તમે તો મારો પુત્ર શું કરતો હશે? શું ખાતો હશે? એવા શોકમાં રડી-રડીને આંખો ખોઇ, પણ તે તો દેવો પૂજે તેવો મહાદેવ બની ગયો છે. ચાલો તમને બતાવીએ, એમ કહી, હાથી ઉપર બેસાડી તેમને સમવસરણમાં લઈ જતાં હતાં. રસ્તામાં દેવદુંદુભિના અવાજ અને દેવોનાં ગીત સાંભળી મરુદેવી બોલ્યાં, “મેં તો તારે માટે રડી-રડીને આંખો ખોઈ અને તે તો મને સંભારી પણ નહીં કે મારી મા શું કરતી હશે?' એમ વિચારતાં, કોના પુત્ર અને કોની મા? એવી વૈરાગ્યશ્રેણીએ ચઢતાં, તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આયુષ્ય પૂર્ણ કરી, તે મોક્ષે પધાર્યા. તેમના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાન ઘણા જીવોને બોધ દઈ પોતે મોક્ષે ગયા, અને ઘણા જીવો તરે તેવા ધર્મની સ્થાપના કરી તેને સનાતન જૈન ધર્મ કે સહજાત્મસ્વરૂપ ધર્મ કહે છે. (બી-૩, પૃ.૧૮૭, આંક ૧૯૦) મહાવીરસ્વામી D અનાદિકાળથી જીવ સ્વચ્છેદે ચાલ્યો છે અને તેથી જ રખડતો આવ્યો છે. સંસ્કાર પડેલા, મટવા બહુ મુશ્કેલ છે. મહાવીર ભગવાનનો જીવ પૂર્વભવે બ્રાહ્મણને ઘેર જન્મેલો. ત્યાં વેદશાસ્ત્ર ભણીને તાપસ થયો. ત્યાંથી મરીને ફરી તાપસ થયો. એમ ઘણી વાર તાપસ થયો. છેવટે જ્યારે મુનિ મળ્યા ત્યારે તે સંસ્કાર મટયા. કોઈ વખતે ભલું થવાનો વખત આવે ત્યારે જ એવા સંસ્કાર મટે છે. (બો-૧, પૃ.પર, આંક ૨૮) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ભગવાન મહાવીર દીક્ષા લઇને મુનિ થયા, સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કર્યો અને સાડાબાર વર્ષ મૌનપણે, અનિદ્રાપણે વિચર્યા. આહાર પણ બહુ જ થોડો, બે-ચાર મહિનામાં એક વખત લેતા; એટલે સાવ નવરા, તે શું કરતા હશે ? કંઇ પણ કામ નહીં, કોઇથી બોલવું નહીં, ખાવું નહીં, પુસ્તક પણ વાંચતા નહોતા; અને નગ્ન વિચરતા એટલે કપડાનીય ખટપટ નહોતી, કોઇને બોધ પણ આપતા નહોતા. ત્યારે એટલો બધો કાળ એમણે શું કર્યું ? જે ત્રેવીસ તીર્થંકર થયા, તેમનું આયુષ્ય ઘણું હતું અને કર્મ અલ્પ હતાં. જ્યારે એ ત્રેવીસ ભગવાનનાં જેટલાં કર્મ હતાં, તેટલાં એક મહાવીર ભગવાનને કર્મ બાકી હતાં અને આયુષ્ય બહુ જ અલ્પ હતું; એટલે કામ ઘણું અને વખત થોડો હતો. તેથી તેમણે કેવળ પોતાનાં કર્મ પતાવવા જ સતત ઉપયોગ આપેલો. સાડાબાર વર્ષ પર્યંત મૌન અને જાગૃત રહી, ધાતીકર્મ ભસ્મીભૂત કરી, કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આપણે માથે તો કર્મ કેટલાં બધાં હશે, કેટલો બધો પુરુષાર્થ કરવો પડશે, અને કેટલો કરીએ છીએ ? તે વિચાર કરી, પુરુષાર્થ ઉગ્રપણે આરાધવો. (બો-૧, પૃ.૩૫, આંક ૭) જગતનો પ્રવાહ મોટે ભાગે આવો ને આવો જ વહે છે. શ્રી મહાવીરના સમયમાં ગોશાલા આદિના શિષ્યો સત્યમાર્ગ કરતાં પણ વિશેષ હતા અને તેને ભગવાન માનીને શ્રી વીર પરમાત્મા પ્રત્યે પણ વિમુખ રહેતા; તો આવા કાળમાં આમ હોય એમાં નવાઇ નથી. પ.પૂ. પ્રભુશ્રીજીનો અનંત ઉપકાર છે કે તેમણે આવા લોકપ્રવાહમાં તણાતા આપણને બચાવ્યા છે, નહીં તો આપણું ગજું નથી કે ન તણાઇએ. (બો-૩, પૃ.૬૬૧, આંક ૭૮૯) D મરણ આગળ તો ઇન્દ્ર પણ શરણરહિત છે. મહાવીર ભગવાનને ઇન્દ્રે કહ્યું કે હે ભગવાન ! આપના નિર્વાણ પછી ભસ્મગ્રહ આવવાનો છે, માટે આપ થોડુંક આયુષ્ય વધારો તો અટકે, ત્યારે ભગવાને કહ્યું કે આયુષ્ય વધારવા કે ઘટાડવા કોઇ સમર્થ નથી. (બો-૧, પૃ.૮૯) મોહનલાલજીમનિ ભાદરવા સુદ છઠ્ઠને દિવસે પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીની તબિયતમાં એકાએક ફેરફાર જણાયો અને બપોરે સાડા અગિયાર વાગ્યે તેઓ કાળધર્મ પામ્યા. ૫.પૂ. પ્રભુશ્રીજીની શુભ શીતળતામય છાયામાં તેમણે દેહત્યાગ કર્યો, એ મહાપુણ્યનું ફળ છે. જેમણે પરમકૃપાળુદેવનાં સાક્ષાત્ દર્શન કરેલાં, પ્રત્યક્ષ પુરુષનો બોધ સાંભળેલો અને દૃઢ શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પામેલા, એવા તે પૂ. મુનિદેવશ્રી આખી જિંદગી પ.પૂ. પ્રભુશ્રીજીના સહવાસમાં આજ્ઞાંકિતપણે ગાળી, અપૂર્વ કમાણી ઉપાર્જન કરી, દેવગતિ પામ્યા છેજી. તેમના વિયોગથી આશ્રમમાં બધે ખેદ અને શોકનું વાતાવરણ થઇ રહ્યું છેજી. તેમની ક્ષમા, સહનશીલતા, પરમ વિનય, આજ્ઞાંકિતપણું, પરમપુરુષની દૃઢ શ્રદ્ધા અને ભક્તિ વારંવાર યાદ આવી, તેમના વિયોગનું સ્મરણ તાજું રાખે છેજી. સર્વ મુમુક્ષુજીવો પ્રત્યે તેમનો વાત્સલ્યભાવ અને બોધનું ઉપકારીપણું વીસરાય તેવું નથી. તેમની સર્વ સંઘને, ન પુરાય તેવી ખોટ પડી છે. (બો-૩, પૃ.૬૯, આંક ૫૮) Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮ યશોવિજયજી I યશોવિજયજીના દાદી રોજ ભક્તામર એક મુનિ પાસે જઈને સાંભળીને પછી જમતાં, એવો તેમને નિયમ હતો. એટલામાં ચોમાસાના દિવસો આવ્યા. આઠ દિવસ લાગેટ વરસાદ વરસ્યો, તેથી ભક્તામર સાંભળવા જઈ ન શક્યાં. યશોવિજયજી તે વખતે પાંચ વર્ષના હતા. તેઓ પણ જ્યારે દાદીમા ભક્તામર સાંભળવા જાય ત્યારે સાથે જતા. બે-ત્રણ ઉપવાસ થયા ત્યારે યશોવિજયજીએ પૂછયું કે કેમ નથી ખાતાં ? તેમણે કહ્યું, ભક્તામર સાંભળ્યા વગર ખાવું નહીં, એવો મારે નિયમ છે. વરસાદ બહુ પડે છે, તેથી સાંભળવા જવાતું નથી. યશોવિજયજીએ કહ્યું : લો, હું સંભળાવું. દાદીમાએ કહ્યું ત્યારે તો સારું, સંભળાવ. યશોવિજયજીએ કહ્યું : મને ઊંચે આસને બેસાડો. ડોશીમાએ તેમને ઊંચકીને તાકામાં બેસાડયા અને પછી બોલવા કહ્યું ત્યારે યશોવિજયજી ભક્તામર સ્તોત્ર પૂરું બોલી ગયા. પછી વરસાદ બંધ થયો ત્યારે ડોશીમા યશોવિજયજીને સાથે લઈ મુનિ પાસે ગયા. મુનિએ પૂછયું કે આટલા દિવસ કેમ ન આવ્યાં? ડોશીમાએ કહ્યું કે આ મારો જસીયો છે, તે મને રોજ સંભળાવતો હતો. મુનિને લાગ્યું કે એ છોકરો ગૃહસ્થને ત્યાં શોભે એવો નથી; મુનિ થાય તો શાસનનો ઉદ્ધાર થાય. એમ વિચારી ડોશીમાને કહ્યું, આ છોકરો અમને આપી દો. ડોશીમાએ હા કહી. પછી મુનિએ યશોવિજયજીને દીક્ષા આપી. થોડા વર્ષોમાં સૂત્રો વગેરે બધું ભણી ગયા, પછી ગુરુએ તેમને કાશી મોકલ્યા. ત્યાં યશોવિજયજી બહુ ભણ્યા. ભણીને પાછા પોતાના જ ગામમાં આવ્યા. તેઓ ઉપરા-ઉપર બે પાટ મુકાવી, ઊંચે બેસી વ્યાખ્યાન કરતા, અને પાટ ઉપર ઘણી ધજાઓ લગાવડાવતા. તે મનમાં એમ માનતા હતા કે મારા જેવો કોઈ નથી. એ વાતની ડોશીમાને ખબર પડી. તેમને લાગ્યું કે કાશી ભણી આવ્યો, તેથી આવડો ડોળ શું કરે છે? અભિમાનમાં ચઢી ગયો છે. તેથી એને શિખામણ આપું, એમ કરી તે ઉપાશ્રયે ગયાં. ત્યાં યશોવિજયજી વ્યાખ્યાન કરતા હતા. ડોશીમાએ પૂછયું, પહેલાંના ગણધરોને કેટલાં જ્ઞાન હતાં? યશોવિજયજીએ કહ્યું, ચાર. ડોશીમાએ પૂછયું, હવે વર્તમાનમાં કેટલાં? ત્યારે યશોવિજયજીએ કહ્યું, મતિ અને શ્રત – બે. ડોશીમાએ પૂછયું, ગણધરો કેટલી ઘજા રાખતા હતા ? એટલે યશોવિજયજી સમજી ગયા, અને બધી ધજાઓ ઉતારી લીધી. એમના ગુરુને પણ લાગ્યું કે અભિમાનમાં ચઢી ગયો છે. તેથી બોલાવીને કહ્યું કે તમે આનંદઘનજીને મળજો. ગુરુના વચન ઉપર વિશ્વાસ, તેથી મનમાં રહેતું કે આનંદઘનજીને મારે મળવું. એક દિવસ જંગલમાં ગયાં, ત્યાં આનંદઘનજી મળ્યા. નમસ્કાર કરીને યશોવિજયજી ત્યાં બેઠા. આનંદઘનજીએ પૂછયું કે તમને દશવૈકાલિક સૂત્ર આવડે છે? યશોવિજયજીએ કહ્યું, હા આવડે છે. ત્યારે આનંદઘનજીએ કહ્યું કે તેની પહેલી ગાથાનો અર્થ કરો. "धम्मो मंगलमुक्किठं अहिंसा संजमो तवो ! देवा वि तं नमस्संति जस्स धम्मे सया मळो ।।'' Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ એ આખી ગાથાના દસ-બાર અર્થ કર્યા. આનંદઘનજીએ કહ્યું, બસ, આટલું જ આવડે છે ? ત્યારે યશોવિજયજીએ ફરી દસ-બાર અર્થ કર્યા. આનંદઘનજીએ કહ્યું, બસ, આટલું જ આવડે છે ? ત્યારે યશોવિજયજીએ કહ્યું કે તમે અર્થ કરો. આનંદઘનજીએ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એ ગાથાના અર્થ કર્યા. તેથી યશોવિજયજીને લાગ્યું કે આ બહુ ભણ્યા નથી, છતાં મારા કરતાં વધારે જાણે છે. હું કાશી ભણી આવ્યો છું, છતાં આટલું જાણતો નથી. બધું અભિમાન ગળી ગયું. આ પાંડિત્યમાં તો કાંઇ નથી. આત્માનું હિત એનાથી થાય એમ નથી. તેથી આનંદઘનજીને કહ્યું કે મારું આત્મહિત થાય એમ કરો. પછી આનંદઘનજીએ બોધ કર્યો. એ વખતે યશોવિજયજીને બહુ પ્રસન્નતા થઈ હતી. તેથી આનંદઘનજીના ઉપકારવાળાં ચાર-પાંચ પદો પણ રચ્યાં. પછી યશોવિજયજીએ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાંથી સંક્ષેપમાં ‘આઠ દૃષ્ટિની સજ્ઝાય' લખી અને આનંદઘનજીને તે બતાવી. સંસ્કૃતનો ગર્વ મૂકીને ગુજરાતીમાં લખ્યું, તેથી આનંદઘનજી રાજી તો થયા પણ સાથે કહ્યું કે સમજ્યા તે શમાયા. સમજીને બીજાને કહેવાનું નથી, બહાર ફેંકી દેવાનું નથી. (બો-૧, પૃ.૨૭૬) શ્રીકૃષ્ણ I શ્રીકૃષ્ણ જે ‘ભાગવત'માં વર્ણવ્યા છે, તે પરમાત્મારૂપ છે. તે મોક્ષે જાય કે કર્મથી ન બંધાય, તેવા વર્ણવેલા છે; અને જૈન ગ્રંથોમાં જે શ્રીકૃષ્ણનું વર્ણન છે, તે ત્રણ ખંડના રાજાનું છે, અનેક યુદ્ધો કરનારનું તથા મોજશોખમાં ઠેઠ સુધી, ગળા સુધી ભરાઇ રહેલાનું વર્ણન છે. તેથી જેવાં કર્મ બાંધ્યાં તેવાં ભોગવવાં પડે, એવું જીવનચરિત્રો ઉ૫૨થી શીખવાનું છે. કૃષ્ણ નામે અનેક રાજાઓ થઇ ગયા છે, તો તેમની ગતિ સંબંધી બહુ ચર્ચામાં ન ઊતરવું. આપણે શું કરીએ તો મોક્ષ થાય, તે જ લક્ષ રાખી વર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૦૪, આંક ૮૪૮) શ્રેણિકરાજા D આ કળિકાળમાં ધર્મ પરીક્ષામાં પાસ થનારા થોડા નીકળે છે. નિયમ થોડા લેવા પણ શૂરવીરપણે પાળવામાં આત્મહિત છે. એક ભીલને જ્ઞાનીપુરુષે કાગડાનું માંસ ન ખાવાનો નિયમ આપેલો. અંત વખતે તેના ઓળખીતાઓએ દવા કરવાનો આગ્રહ ગર્યો પણ તેણે માન્યું નહીં. દેહ છોડી તે દેવ થયો. તે દેવભવ પૂરો થયે રાજગૃહી નગરીમાં રાજપુત્ર થયો. ત્યાં શિકાર કરવા એક દિવસ ગયો, ત્યાં અનાથીમુનિ ધર્મના (પુણ્યના) પ્રભાવે મળ્યા. તેમના ઉપદેશથી તેને આત્મજ્ઞાન થયું. ઘણા રાજાઓનો તે ઉપરી થયો. શ્રી મહાવીર ભગવાન તેની રાજધાનીમાં પધાર્યા; તેને ક્ષાયિક દર્શન પ્રાપ્ત થયું; તીર્થંકરનામકર્મ બાંધ્યું જેના પ્રભાવે એક ભવ કરી, તીર્થંકર બની ઘણા જીવોને તારી,૮ પોતે મોક્ષે જશે. આ એક ધાર્મિક ચરિત્ર શ્રી શ્રેણિક મહારાજાનું કહ્યું. (બો-૩, પૃ.૬૮૭, આંક ૮૨૬) પ્રશ્ન : શ્રી શ્રેણિક મહારાજે એવું કયું કર્મ બાંધ્યું હતું કે તેમને સત્પુરુષનો યોગ થયા છતાં, સમ્યક્દર્શન થયા છતાં, નરકે જવું પડયું ? Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) ઉત્તર : મોક્ષમાળામાં અનાથીમુનિના ઉપદેશરૂપ ૫, ૬, ૭ - ત્રણ પાઠ આપ્યા છે. તેમાં શ્રી શ્રેણિક સમ્યફદર્શન કેમ પામ્યા તેની કથા છે, તે વાંચી જશોજી. તેમાં જણાવેલા પ્રસંગ પહેલાં, એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા. ત્યાં એક હરણને તાકીને જોરથી બાણ માર્યું. તે હરણના શિકારને વીંધીને પાસે ઝાડ હતું, તેમાં ચોંટી ગયું તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન ફુરી આવ્યું અને ખૂબ કૂદ્યો અને અહંકારથી બોલ્યો, “દેખો મારું બળ, હરણના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું છે. મારા જેવો બળવાન જગતમાં કોઈ હશે ?' આમ આનંદમાં આવી, પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવો થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું. નરકગતિ બાંધી તે ફરી નહીં, પણ સમ્યક્દર્શનના પ્રભાવે અને સર્વ સન્માર્ગી જીવોની સેવા તથા ધર્માત્માઓ પ્રત્યે ઉલ્લાસભાવ વધતાં, સાતમી નરકનાં બધાં દુઃખ છૂટી જઇ, પહેલી નરકમાં ઘણા થોડા આયુષ્યવાળા નારકી, તે થયા છે. છતાં સમ્યક્દર્શન ત્યાં નિર્જરા સાધે છે, અને તે કર્મો પૂરાં થયે, તીર્થકર થઈ પોતે તરશે અને અનેક જીવોને તારશે. (બો-૩, પૃ.૧૯૪, આંક ૧૯૫). Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧ વિભાગ-૫ વચનામૃત વિવેચન 0 રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. (૨-૧) આપણે જેને રાત્રિ કહીએ છીએ, તે એમને નથી કહેવી; પણ ગંભીર આશયવાળા શબ્દો છે. રાત્રિમાં કંઈ કામ થાય નહીં, રાત્રિમાં રસ્તો દેખાય નહીં, એવી પરાધીનદશાને રાત્રિ કહે છે. રાત્રિ ગઈ એટલે જે વખતે કંઈ કામ ન થાય એવો ભવ છૂટી, મનુષ્યભવ મળ્યો. સવારમાં જે કંઈ કામ કરવું હોય તે થઈ શકે. આ મનુષ્યભવ મળ્યો, તે પ્રભાત થયું. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, આદિરૂપ રાત્રિ વ્યતીત થઈ. મોક્ષમાર્ગ સમજાય એવો લાગ આવ્યો. તેમાં શું કરવાથી મોક્ષ થાય ? એ બધા રસ્તા દેખાય. નિદ્રાથી મુક્ત થયા એટલે બેઇન્દ્રિય, ઇન્દ્રિય આદિ પરાધીનદશા છૂટી ગઈ. ભાવનિદ્રા એટલે મોહ. મોહમાં જીવ ઊંધે છે. દર્શનમોહ, દેહને આત્મા અને આત્માને દેહ મનાવે છે. એ મોટી ભૂલ છે. ભાવનિદ્રા દૂર થાય ત્યારે દેહ અને આત્મા ભિન્ન લાગે. જેમ છે તેમ પદાર્થને જાણે તો ભાવનિદ્રા દૂર થઈ કહેવાય. (બો-૧, પૃ.૧૮૨, આંક ૫૪) D ભક્તિકર્તવ્ય અને ધર્મકર્તવ્ય. (૨-૭) જ્ઞાનીની આજ્ઞા મળી તે વીસ દોહરા, ક્ષમાપના વગેરે મોઢે કરેલું ફેરવીએ, તે ભક્તિ. ધર્મ તો આત્મસ્વભાવ છે, પોતાના સ્વભાવમાં રહેવું, તે ધર્મ છે; તે આગળ ઉપર ખબર પડશે. કષાય મંદ પડે, તેથી સ્વભાવમાં રહેવાય. ધર્મનું સ્વરૂપ અનુભવ થશે ત્યારે સમજાશે. (બો-૧, પૃ.૧૪૩, આંક ૫૪) મેં પ.પૂ. પ્રભુશ્રીજીને પૂછેલું કે ભક્તિ અને ધર્મકર્તવ્યમાં ભેદ શો છે? તેનો ઉત્તર આપવા પૂ. મોહનલાલજી મહારાજને તેઓશ્રીજીએ જણાવ્યું. તેમણે કહ્યું કે જે મંત્ર મળ્યો છે તે તથા પુરુષની મુખાકૃતિ વગેરે ચિતવવું, વીસ દોહરા, ક્ષમાપના વગેરે કહ્યું હોય તે બોલવું, તે ભક્તિ અને સ્વરૂપનું ચિંતવન તે ધર્મ. પછી પોતે, પ્રભુશ્રીજીએ, પરમકૃપાળુદેવ સાથે ગાળેલા દિવસોમાં કેવો ક્રમ હતો, તે લંબાણથી વર્ણવ્યું હતું (હાલ આશ્રમમાં જે ક્રમ છે તેથી ઘણો વધારે, સાધુને યોગ્ય ક્રમ હતો) અને તે વખતે વૃત્તિઓ કેવી રહેતી, તે સંબંધી પોતાનો અનુભવ કહ્યો હતો. જુદા-જુદા ગ્રંથો વાંચ્યા હોય, તેની બધા મુનિઓ રાત્રે ચર્ચા કરતા; દિવસે ઊંઘવાની મના હતી એટલે રાત્રે સૂવાનો વખત થવાની રાહ જોતા. બે પ્રહર (છ કલાક) નિદ્રાના વચનામૃતમાં છે, પણ એક જ પ્રહર ઊંઘવાનો મળતો. ચાર વાગ્યે તો ઊઠતા. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કરી, સૂર્યોદય પછી કેટલાક ગોચરી જતા, પોતે વાંચતા વગેરે. પછી મને કહ્યું કે જેમ બને તેમ ઘડી-બે ઘડી નિયમિત રીતે એમાં (વચનામૃતમાં, ભક્તિમાં) કાળ ગાળવો, આખો પ્રહર ન બને તો. ધર્મનું સ્વરૂપ તો અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વચ્છંદ ટાળવા અને એ ટળશે. ધર્મ કહે આત્મસ્વભાવકું, એ સમતકી ટેક.” (બો-૩, પૃ.૬૭૧, આંક ૮૦૫) Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) [ આજે કોઇ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. (૨-૩૪) આ પુષ્પમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે વિશેષ વિચારવા યોગ્ય છે. સમય, શક્તિ અને પરિણામ વિષે વિચાર કરી, પછી જે કામ કરવા નિશ્વય થાય, તેની આજ્ઞા લઇ પ્રવર્તવાથી, તમને જે મુંઝવણ આવે છે, તે આવવાનો સંભવ ઓછો છે. એક કામમાં આપણું ચિત્ત વિશેષ વખત સુધી ન રહેતું હોય તો પાંચ, દસ કે પંદર મિનિટ સુધી આ કામ કરવું છે, એવી ચોક્કસ વખત સુધીની આજ્ઞા લઇ, તે પ્રમાણે વિશેષ કાળજી રાખી વર્તવું. વખત ટૂંકો રાખવાથી ચિત્ત થોડા વખત સુધી તો લીધેલા કામમાં જોડાય. તેટલો વખત પૂરો થવા આવ્યું, તે જ કામ માટે તેટલો કે તેથી ઓછો-વધતો વખત નક્કી કરી, આજ્ઞા લેવી. આમ પોતાની શક્તિ તપાસી, સમયનું માપ રાખી વર્તવું અને વારંવાર આજ્ઞા લઈને વારંવાર તૂટે તો પછી આજ્ઞાનો કંઈ અર્થ નથી. માટે મનની શિથિલતા પોષવારૂપ પરિણામ ન આવે તે લક્ષમાં રાખી, થોડું-થોડે પણ મનની કુટેવો તજાવવી છે અને નિયમમાં તેને લાવવું છે, એ વારંવાર સ્મૃતિમાં લાવી, નિશ્ચય કર્યા પ્રમાણે તો જરૂર વર્તવું જ, એવી દૃઢતા રાખવી. વખતે ભૂલ થાય તો શું કરવું, તે પણ પહેલેથી વિચારી લેવું. પ્રમાદ, નિદ્રા વિગ્ન કરે તો તેનો ઉપાય પણ શોધવો – જેમ કે ઊભા થઈ જવું, ફરતાં-ફરતાં વાંચવું, વિચારવું; આંખે પાણી છાંટવું; કે સુસ્તી વિશેષ જણાય તો ચિત્રપટ આગળ થોડા નમસ્કાર પાંચ-પચીસ કરવા. સાંજે વિશેષ ઊંધ નડતી હોય તો રાત્રિભોજન તજવું, કે દૂધ વગેરે ઓછાં કરવાં. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી હોય તો એલાર્મ ઘડીયાળ કે કોઈ મિત્ર જગાડનાર મળે, તેવી કોઈ યુક્તિ કરવી. જૂનો રિવાજ પંડિતોના વખતનો એવો હતો કે ખીલા વગેરે સાથે ચોટલી બાંધી વાંચતા એટલે ઊંઘ આવે કે ડોલું આવે તો ચોટલી ખેંચાય કે જાગી જાય. આ બધા બાહ્ય ઉપાય છે; પણ ખરો ઉપાય તો ખરેખરી ગરજ અંતરમાં સમજાઈ હોય તો વિશેષ જાગૃતિ રહે છે. જેમ પરીક્ષા વખતે વગર કહ્યું વહેલું ઉઠાય અને ઊંઘ પણ ઓછી આવે, તેમ આ મનુષ્યભવમાં ધર્મકાર્ય કરી લેવાનો ઉત્તમ અવસર આવ્યો છે, તેનો વારંવાર ખ્યાલ રહે અને જો પ્રમાદમાં અને આળસમાં આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તો પછી લખચોરાસીના ફેરા ફરતાં, કોઈ વખતે આવો લાગ આવવાનો નથી. માટે ગમે તેમ કરીને પણ, આ ભવમાં તો જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયો; પણ હવે તે દોષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો યોગ આવ્યો છે, તો તે વખત ઊંઘ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તો જિંદગી સુખે લાંબી લાગશે. (બો-૩, પૃ.૨૯૨, આંક ૨૮૧). પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. (૨-૩૫) આ વાક્યમાં ઘણી શિખામણ સમાયેલી છે. આ જીવ અનાદિકાળથી મોહને વશ હોવાથી, તેની વૃત્તિ બાહ્ય પદાર્થોમાં જ ભમ્યા કરે છે. જીવને મોક્ષમાર્ગની શરૂઆત રૂપ સમકિત પ્રાપ્ત નથી થયું, ત્યાં સુધી પાપમાર્ગમાં જ તેની પ્રવૃત્તિ હોય છે. ગમે તે ક્રિયા, ધર્મને નામે જીવ કરે તો પણ તેના ભાવ તો સમકિત વિના મિથ્યારૂપ છે એટલે Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩ પાપરૂપ જ ગણાય. તેથી પગ મૂકતાં પાપ છે એમ કહ્યું, તે એમ જણાય છે કે મિથ્યાત્વી જીવ પાપમાર્ગમાં જ પગલાં ભર્યા કરે છે; એ રસ્તો સરુની કૃપાથી બદલાશે ત્યારે મોક્ષમાર્ગ ઉપર દ્રષ્ટિ પડશે અને પછી મોક્ષમાર્ગમાં પગલાં ભરશે એટલે પાપ સદાયને માટે ટળી જશે અને પુણ્ય-પાપથી જુદા ભાવ - આત્મભાવના ભાવવાથી નિર્જરા થશે. બીજું, જોતાં ઝેર કહ્યું, તે એમ સમજાવવા કહેલું લાગે છે કે જ્યાં જ્યાં નજર પડે છે, ત્યાં ત્યાં અજ્ઞાની જીવ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કર્યા વિના રહેતો નથી અને એ રાગ-દ્વેષવાળી કલ્પનાથી કર્મબંધન થયા કરે છે; તે કર્મબંધનથી જન્મમરણ થયા કરે છે; એટલે ઝેર તો એક ભવમાં મરણ પમાડે અથવા કોઈ દવાથી તે ઝેર ઊતરી પણ જાય; પણ આ કર્મબંધનરૂપ ઝેર અનંતકાળથી જન્મમરણ કરાવ્યા કરે છે, પણ એ ઝેર હજી ઊતર્યું નહીં એમ વિચારી, એ બાહ્યદૃષ્ટિ ઉપર કટાક્ષભાવ રાખી, સમતા સહનશીલતા શીખવાની જરૂર છે. માથે મરણ રહ્યું છે, એમાં ઘણો વૈરાગ્ય ભર્યો છે. ઘણા પુરુષો માથામાં ધોળો વાળ દેખાતાં વૈરાગ્યના વિચાર આવવાથી રાજપાટ છોડી, આત્મકલ્યાણ કરવા તત્પર થઇ ગયા છે. તેમને એમ વિચાર આવ્યો કે મોતની ફોજના વાવટા દૂરથી ધોળા દેખાય છે, તેવા ધોળા વાળ એમ સૂચવે છે કે મરણ હવે બહુ દૂર નથી તો ચેતવું હોય તો ચેતી લે. તેથી પ્રમાદ છોડી તેઓ અમર થવા તૈયાર થયા. આપણે પણ મરણના મોઢામાં બેઠા છીએ, લીધો કે લેશે થઇ રહ્યું છે, તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યોગ્ય છે. આજનો દિવસ આપણા હાથમાં છે, ત્યાં સુધી જે સારું કામ - આત્માનું હિત થાય તેવું, સત્પરુષે જણાવેલું કામ કરી લેવું. કાળનો કોને ભરોસો છે? ગયો કાળ પાછો આવતો નથી. (બો-૩, પૃ.૬૩, આંક પ૨). આરોગ્યતા, મહત્તા, પવિત્રતા અને ફરજ. (૨-૭૩) આરોગ્યતા માટે ખાવાપીવામાં વિવેક રાખવો. ખાવાનું કરતાં પહેલાં વિચાર રાખવો. જીભના સ્વાદને લઈને અપથ્ય ન ખાય, વધારે ન ખાય. ખાવા માટે જીવવું નથી. સંસારમાં જે કંઈ મહત્તા કહેવાતી હોય, તેને કલંક ન લાગે તેવી રીતે વર્તે. પવિત્રતા એટલે દોષો દેખીને ટાળવા. પવિત્ર પુરુષોનું સ્મરણ, એથી પવિત્ર થવાય છે. જેવા થવું હોય, તેવાને સંભારવા. પવિત્રતા ઓળખવી. મલિન ભાવો અને મલિન વર્તનથી ડરતા રહેવું. વિવેકી જીવ મૂળ વસ્તુ પર લક્ષ રાખે છે. પોતાની ફરજ જે કામ કરવાની હોય, તે ચૂકે નહીં. વિવેકબુદ્ધિથી વર્તવાનું છે. પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં વચનો લખ્યાં છે, તે બહુ ગંભીર છે. (બો-૧, પૃ. ૧૮૪, આંક ૫૫) 10 દેશ, કાળ, મિત્ર એ સઘળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. | (૨-૮૮). કયો દેશ છે? કયો કાળ છે? કયું ક્ષેત્ર છે? તેનો વિચાર કરીને કામ કરવાનું છે. સવારમાં ઊઠી વિચારવું કે આ પંચમકાળમાં શું શું કરવા યોગ્ય છે? કામ કરવામાં શક્તિ આદિકનો, સહાયક મિત્રનો, બધાનો વિચાર કરવો. વિચાર કરીને કામ કરે તો હિતકારી થાય. (બો-૧, પૃ.૧૮૫, આંક ૫૬) Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) ત્રિપદનો ઉપયોગ અનુભવવો. (પ-૧૦) ઉત્પાદ, વ્યય અને ધ્રુવ – એ ત્રણ પદ કહેવાય છે. વસ્તુ ઉત્પન્ન થાય, નાશ પામે અને વસ્તુ વસ્તરૂપે ઘવ રહે. જેમ કોઈ ફૂલ જોયું. તે ઉપર વિચાર કરે કે આ ફૂલ હમણાં બહુ સારું ખીલ્યું છે, વિકસિત થયું છે, પણ પહેલાં એ કેવું હતું? પાછળથી કેવું થવાનું છે? એમ વિચાર કરે તો મોહ ન થાય. એમ દરેક વખતે લક્ષ રહે તો જ ત્રિપદનો ઉપયોગ અનુભવ્યો કહેવાય. (બો-૧, પૃ.૩૦૫, આંક પ૯) છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. (પ-૨૬) છે તે છે એટલે આત્મા છે, પણ એ કહેવાય એવી વસ્તુ નથી, મનથી વિચારાય એવી વસ્તુ નથી. જ્યારે મન વિલય થાય ત્યારે આત્માનો અનુભવ થાય. સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે મન કહેવાય અને જ્યારે સંકલ્પ-વિકલ્પ વિલીન થઈ જાય ત્યારે મન વિલય થયું કહેવાય. (બો-૧, પૃ.૩૧૭, આંક ૭૦) ખદ્રવ્યના ગુણપર્યાય વિચારો. (પ-૪૧) ખટુ એટલે ષ. છ દ્રવ્યના ગુણપર્યાય, જેમકે આત્મામાં જ્ઞાનગુણ છે. એ ગુણ હંમેશાં રહે જ. એ જ્ઞાન જુદું જુદું જાણે, તેથી જાણવાની બીજી-બીજી અવસ્થા પલટાય, તે પર્યાય છે. સહવર્તી તે ગુણ અને ક્રમવર્તી તે પર્યાય એમ કહેવાય છે. (બો-૧, પૃ.૩૧૮) [ રહેણી ઉપર ધ્યાન દેવું. (પ-૧૦૭) રહેણી એટલે વર્તન કેમ રાખવું તે. રહેણી-કહેણી એમ બેય સાથે વપરાય છે. કહેણી સહેલી છે અને રહેણી મુશ્કેલ છે. તે વિષે કબીરજીએ ક્યાંક ગાયું છે : "કહેણી મિશ્રી ખાંડ, રહેણી વિષકી વેલ.” (બો-૧, પૃ.૨૫૪, આંક ૧૫ર). વચનામૃત વીતરાગનાં, પરમશાંત રસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. (૧૫) નિઃસ્પૃહી પુરુષો પરમાર્થ પામીને, કોઈના પરમાર્થ અર્થે અને પોતાના પ્રારબ્ધ કર્મની નિર્જરા અર્થે, જે કંઈ વચનો અકષાયપણે કહે છે, તે સાંભળનાર ભવ્ય જિજ્ઞાસુને પરમ શાંતરસનું પાન કરવામાં સર્વોત્તમ નિમિત્ત છેજી. ત્રિવિધ તાપથી બળતા આ લોકમાં બચવાનો ઉપાય, તે પરમપુરુષનાં શાંતિપ્રેરક વચનો જ છે, તેથી જીવ અકષાયભાવ ઓળખીને આરાધે છે અને અનંત દુઃખરૂપ જળથી ભરેલા સંસારને તરી જાય છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.' આવો અપૂર્વ લાભ પરમપુરુષની કૃપાદૃષ્ટિથી પ્રાપ્ત થાય છે. પરંતુ જેની વિપરીત દ્રષ્ટિ છે, જે હનપુરુષાર્થી છે, જ્ઞાનીનું કહેલું આરાધવા તત્પર નથી, ઇન્દ્રિયો તથા કષાયના જે ગુલામ છે; તેમને ત્યાગ, વૈરાગ્ય અને આજ્ઞા ઉપાસવાની પ્રેરણારૂપ વચનો, પોતાની સંસારભાવનાથી પ્રતિકૂળ હોવાથી ગમતાં નથી; તેનો વિરોધ કે ઉપેક્ષા કરે છે. તેથી તેવા જીવોને મદદરૂપ, તે વચનો થતાં નથી. ઊલટા ત્યાંથી દૂર ભાગી, સંસારમાં વિશેષ ઊંડા ઊતરે છે, એ દયા ઊપજાવે તેવું છે.જી. (બી-૩, પૃ.૫૬૪, આંક ૪૩૨) Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. (૧૫) આટલું જો સાચા અંતઃકરણે જીવ ધારી રાખે તો તે જીવ પરમકૃપાળુદેવને શરણે આખરે ઘણી શાંતિ પામે, એમ સમજાય છેજી. પરિગ્રહની બળતરા કષાયના પોષણનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત જીવો, પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પેઠે તરફડે છે; અનેક કુતર્કો, અનાચાર અને અશાંતિ અનુભવે છે. તે બળતી હોળીમાંથી સત્પરુષના આશ્રિત જીવો બચવા પ્રયત્ન નહીં કરે તો બીજા શું કરી શકશે ? મનમાં જે લોભવૃત્તિ છે, મૂછભાવ છે, મમત્વ છે, તે મંદ ન થાય તો તે મુમુક્ષતા કેમ ટકે ? કંઈ પણ ગ્રહણ કર-કર કરવાની વૃત્તિ રહે, ત્યાં મૂકવાની વૃત્તિનો અવકાશ કેટલો રહે? તે સર્વ વિચારશોજી. વિચારીને આત્મહિત, અસંક્લેશભાવ પ્રગટે તેમ વર્તવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૫૩૯, આંક પ૯૦) નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. (૧૭-૧૫) પરમકૃપાળુદેવે પોતાને ઉદ્દેશીને લખ્યું છે કે કે નૃપ (રાજ) ચંદ્ર ! આ અનંત પ્રપંચ (સંસાર) હવે બાળી નાખો, ભગવંતની ભક્તિ કરીને ભવ તરી જાઓ. આ માત્ર શબ્દાર્થ છે. તમે પણ તેટલી વાત તો સમજયા હશો; પણ વિશેષ યોગ્યતાએ, એની એ જ વાત વિશેષ પુરુષાર્થપ્રેરક નીવડવા યોગ્ય છે. માટે વારંવાર ધૂન લગાવે તેમ તેના જ વિચારમાં રહેવાથી, તે મહાપુરુષે કેવા ઉપાયે ભવનો અંત આણ્યો તે સમજાયે, તે કડી આપણા આત્માને ઉપકારી બનશેજી, ભક્તિ પણ જાગશે અને ભવનો અંત આણવા નિશ્ચય વધશેજી. પ્રપંચ શબ્દ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિસ્તાર અર્થે વપરાય છે. સંસારનું મૂળ મોહના વિકલ્પો છે અને તે ઉત્પન્ન થવામાં પાંચ ઇન્દ્રિયોના વિષયો, મુખ્ય નિમિત્તભૂત છે. ભક્તિ એ જ એક એવું ઉત્તમ સાધન છે કે જે જીવને ઇન્દ્રિયોની જાળમાંથી મુક્ત કરી, પ્રશસ્તભાવ દ્વારા, છૂટેલા પુરુષમાં વૃત્તિ રખાવી રક્ષા કરે છે. “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે “શ્રી રામચંદ્ર' તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ.'' (૩૭૬) (બી-૩, પૃ.૩૨૩, આંક ૩૧૪). 0 રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. (૧૭-૨૮) રાત્રિભોજન એ આગળની પ્રતિમાઓમાં ત્યાગ કરાય એમ છે, માટે પહેલાં રાત્રિભોજનનો ત્યાગ ન કરવો એમ નથી. પહેલાં એ સામાન્યપણે પળાય છે; પણ જ્યારે પ્રતિમારૂપે રાત્રિભોજનનો ત્યાગ કરે છે ત્યારે બહુ કડકપણે પાળે છે. રાત્રિભોજન ત્યાગની જે પ્રતિમા ધારણ કરે છે, તે રાત્રે રાંધેલું હોય, પીસેલું હોય, વલોવેલું હોય, તે ન ખાય. તેઓ રાત્રે આરંભરૂપે કરેલું લેતા નથી. (બો-૧, પૃ.૧૬૯, આંક ૩૮) Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) ભોજન ઉપર, દેહ ઉપર, ભોગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય, તે પશુની પેઠે રાત્રે અને દિવસે ખાધા કરે છે. રાત્રે જમવાનું કરે, રાત્રે ખાય અને વાસણ-કૂસણ રાત્રે સાફ કરે, ત્યાં જીવદયા પાળવી મુશ્કેલ છે. રાત્રે પેટમાં ખોરાકનો ભાર હોવાથી ઊંધ વધારે આવે કે વિષયભોગો પ્રત્યે વૃત્તિ વધારે જાય, ભક્તિ કરવાનું મન ન થાય; કરે તો ઊંઘ, આળસ કે ચંચળવૃત્તિથી ભક્તિમાં વિપ્ન ઘણાં આવે. રાત્રે ભોજન નહીં કરવાનું જિંદગી સુધી વ્રત લે છે તે, દિવસે મૈથુનનો ત્યાગ કરે છે. એ રાત્રિભોજનનો ત્યાગ છઠ્ઠી પ્રતિમા પાળનાર, રાત્રે દળેલા લોટની વસ્તુઓ કે રાત્રે રાંધેલા અનાજનો દિવસે પણ ઉપયોગ કરતા નથી. દિવસ આથમતાં પહેલાં બે ઘડી સુધીમાં ભોજન વગેરેથી પરવારી લે છે. સવારે બે ઘડી દિવસ ચઢતાં પહેલાં ચા, દૂધ આદિ ન લે કે દાતણ સુદ્ધાં પણ કરતા નથી. આ નિવૃત્તિપરાયણ જીવો બીજા જીવોને દુઃખ ન થાય, તેમ વર્તે છે અને પોતાના આત્માને શાંતિ, દિવસે-દિવસે વધારે મળે, તે માટે રાત્રિનો વખત ભક્તિ, વાંચન, વિચાર, મુખપાઠ કરવામાં કે મોઢે કરેલું બોલી જવામાં ગાળે છે. (બી-૩, પૃ.૬૪૬, આંક ૭૬૭) D નય. (૧૭-૧૦૭) વસ્તુના બીજા ધર્મોન દુભાય તેમ વસ્તુને એક પ્રકારે કહેવી, તે નય છે. (બો-૧, પૃ.૧૦૬, આંક ૨૨) D નિક્ષેપ. (૧૭-૧૦૭) | નિક્ષેપ ચાર પ્રકારે છે. તે વસ્તુને ઓળખવાના કામમાં આવે છે. (૧) નામ નિક્ષેપ : નામથી વસ્તુ ઓળખાય છે. જેમ ઋષભદેવ એમ કહેતાં, તે રાજા હતા, પછી તેમણે રાજ્યનો ત્યાગ કર્યો હતો, તે તીર્થકર હતા, તે બધું એક નામ કહેતાં સાંભરી આવે. (૨) સ્થાપના નિક્ષેપ : જે વસ્તુ હાજર ન હોય, તે તેની સ્થાપનાથી જણાય. જેમકે પ્રતિમા, તે ભગવાનની સ્થાપના છે. (૩) દ્રવ્ય નિક્ષેપ : જે પૂર્વે થઈ ગયું છે અથવા ભવિષ્યમાં થવાનું છે, તેને વર્તમાનમાં હોય એમ કહેવું. જેમકે, કોઈ રાજા હોય, પછી ગાદીએથી ઉઠાડી મૂક્યો હોય તો પણ લોકો તેને રાજા કહે. શેઠના છોકરાને શેઠ કહે, કારણ કે ભવિષ્યમાં શેઠ થવાનો છે. દ્રવ્યથી પદાર્થ તેનો તે રહે છે, ભાવ ફરે છે. (૪) ભાવ નિલેપ : વર્તમાનમાં જેવું હોય તેવું જ કહે. જેમકે, કોઈ રસોયો હોય અને રસોઈ ન કરતો હોય તો તેને રસોયો ન કહે, રસોઈ કરતો હોય ત્યારે રસોયો કહે. (બો-૧, પૃ.૧૦૬, આંક ૨૨) D આશુપ્રજ્ઞનો વિનય જાળવું. (૧૯-૪૪૪) જે પૂર્વના આરાધક જીવને આ ભવમાં, સામાન્યજનો કરતાં વિશેષ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને મોક્ષમાર્ગ શું? આત્મા શું? શું ગ્રહણ કરવા યોગ્ય છે? શું તજવા યોગ્ય છે? તેવા પ્રશ્નોનો નિકાલ જેને Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) સહેજે થઈ જાય છે, એવા મોક્ષમાર્ગે ચાલતા બુદ્ધિશાળી સ્વ-પરને ઉપકારી મહાપુરુષ પરમકૃપાળુદેવ જેવા “આશુપ્રજ્ઞ' કહેવા યોગ્ય છેજી. જેને સહજમાત્રમાં ભેદવિજ્ઞાન પ્રગટ થાય તેવી બુદ્ધિ હોય, જેને પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રોમાં ખોળવા, શોધવું પડતું નથી, પણ પ્રશ્ન પૂછતાં પહેલાં જેને ઉત્તર સૂઝી આવે, એવી આચાર્યને યોગ્ય જેની બુદ્ધિ હોય, તેને “આશુપ્રજ્ઞ' કૃપાળુદેવે કહ્યા હોય તેવું સમજાય છેજી. એવા પ્રજ્ઞાવંત જીવોના સહવાસથી આપણને શંકા-સમાધાનનું નિમિત્ત બને છે, મોક્ષમાર્ગમાં મદદ મળે છે અને નિઃશંક થવાનું બને છે. તેથી તેમનો વિનય આપણને હિતકારી જાણી, પરમકૃપાળુદેવે વિનય જાળવવાનું કહેલું જણાય છે. પૂર્વના ઘણા પુરુષાર્થના ફળરૂપે, તે મહાપુરુષે જે શક્તિ પ્રગટ કરી છે, તે આપણને માત્ર વિનય જેવા નજીવા સાધનથી ઉપકારનું કારણ બને છે. અનેક પ્રકારના ગૂંચવાડામાંથી આપણને બચાવી, સીધા મોક્ષમાર્ગ ઉપર તે લાવી શકે તેવી શક્તિ તેમનામાં હોય છે. ઉત્તરાધ્યયન શાસ્ત્રમાં પહેલું અધ્યયન વિનય વિષે છે. તેનું આરાધન કરનાર ક્રમે મોક્ષે જાય છે, એમ પણ તે જ શાસ્ત્રમાં છે. “વિનય ધર્મનું મૂળ છે.” (બી-૩, પૃ.૧૦૭, આંક ૯૯) T દિવસે તેલ નાંખું નહીં. સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં. (૧૯-૬૫૪/૫૫) પુરુષે દિવસેય માથામાં તેલ નાખવું નહીં, એટલે કે નાખવું જ નહીં, કારણ કે હજામત, સ્નાન વગેરે સાધનોથી શિર સ્વચ્છ રહેવાનું કારણ પુરુષને બને છે. રાત્રિએ તેલ માથામાં નાખનાર એટલે વેશ્યાદિ તથા અત્યંત મોહાસક્ત સ્ત્રીઓ હોય. સામાન્ય સ્ત્રીઓ તો દિવસે શરીર-સંસ્કાર કરી લે છે. વાળ ઉપર જેટલી આસક્તિ છે તેટલો દેહાધ્યાસ છે, એ સહજ વિચારે સમજાય તેવી વાત છે. માથું હોળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય, તેને ઘરના કોઈ ખૂણામાં પણ રાખવા, કોઈ ઇચ્છતું નથી; તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કોઈ કપડામાં ભરાયો હોય તો ખૂંચ-ખૂંચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી, તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મોંઘી પળો ગુમાવવી, એ વિચારવાનને કેમ પાલવે? ઘણાં સ્ત્રી-પુરુષોને વારંવાર માથાના વાળ ઠીક કરવા કે જેમ હોળીને રાખી મૂક્યા હોય, તેવા રહ્યા છે કે નહીં તેની પરીક્ષા કરવા, માથે હાથ ફેરવતા જોઈએ છીએ અને તે ટેવનું રૂપ લે છે એટલે વગર કારણે શિર પર હાથ ફર્યા કરે છે. આ મોહની ઘેલછા છે. તેનું સૂક્ષ્મ અવલોકન કરી, અંતવૃત્તિઓને તપાસી, તેને સન્માર્ગે વાળવી ઘટે છેજી. જેમને દેહાધ્યાસ એ મહાદોષ ભાસ્યો છે અને જે સંસારથી વિરક્ત થયા છે, તે મહાપુરુષો તો કેશને ક્લેશરૂપ જાણી, મોહનાં મૂળ જાણી, તે પરમપુરુષો શ્રી તીર્થકર જેવા તો, તેને મૂળથી ઉખેડી નાખે છે. કુટિલ, ધૂર્ત-વિલાસ-વાસ ગણી કેશ-લોચ તે કરતા રે; તજી શણગાર, અણગાર બની તે મહાવ્રતો ઉચ્ચરતા રે; પરોપકારકારક પરમાત્મા ઊઠયા જગ ઉદ્ધરવા રે. (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૦૩) દરેક બાબતનો ઊંડો વિચાર કરતાં શીખો, એ જ વિનંતી. (બી-૩, પૃ.૪૨૮, આંક ૪૪૦) Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ I શુક્લ અંતઃકરણ વિના મારાં વચનને કોણ દાદ આપશે ? (૨૧-૪૭) પાપ વિનાનું અંતઃકરણ, તે શુક્લ અંતઃકરણ, ત્યાગ-વૈરાગ્યવાળું ચિત્ત, તે શુક્લ અંતઃકરણ છે. જેટલું સદાચરણ હશે, તેટલાં જ્ઞાનીપુરુષનાં વચન વધારે સમજાશે. વૈરાગ્યની જરૂર છે. અંતઃકરણ જેમ જેમ નિર્મળ થશે, તેમ તેમ વધારે સમજાશે. ઢીલા ન પડી જવું. શરૂઆતમાં જીવ બળ કરે છે, પણ પાછો ઢીલો પડી જાય તો કંઇ ન થાય. (બો-૧, પૃ.૨૬૨, આંક ૧૭૦) સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. (૨૧-૯૩) આ ચાર આંગળની જીભ જીતવા કમર કસો જોઇએ. જ્યાં જ્યાં મીઠાશ આવે, તે વખતે વૃત્તિ ત્યાં ન જવા દેતાં, તેવી વસ્તુને બેસ્વાદ બનાવવા કે તેને દૂર કરવા તુર્ત ઉપાય લેતા રહો; તેવા પ્રસંગો લક્ષમાં રાખી, તે વિષે વિચાર કરી, તેની તુચ્છતા ભાસે તેમ વિચારતા રહેવા, સાચા દિલે આ પત્ર મળે ત્યારથી તૈયાર થાઓ. પેટ ભરવા માટે, જીવન ટકાવવા પૂરતું ખાવું છે તેમાં જીભ ભંજવાડ કરી, વિક્રિયાઓ ઉત્પન્ન થાય તેવા વિકલ્પો ઊભા કરી રંજાયમાન કરે છે; તેના ઉપર પહેરો રાખવો છે, પિકેટિંગ કરવું છે એવો નિર્ણય કરી, જે મળી આવે તે મિતાહારીપણે લઇ, તે કામ પતાવતાં શીખો; પણ ધીરજથી, તબિયત ન બગડે તેમ, આહાર ઉપર હાલ તો વિશેષ લક્ષ રાખો. સદ્વિચારની વૃદ્ધિ કરવાની અને કલ્પનાઓ ઓછી કરવાની કાળજી રાખશોજી. (બો-૩, પૃ.૪૧૦, આંક ૪૧૬) પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે. (૩૦) આપણા અનુભવની જ વાત, જ્ઞાનીએ ચમત્કાર લાગે તેવા શબ્દોમાં જણાવી છે. લક્ષ્મીનો વિષય તો આપ સર્વના અનુભવનો છે. પરાર્થ કરતાં એટલે બીજાનું ભલું થાય, તે કરતાં, પોતાનામાં આવા દોષો આવવાનો સંભવ છે. અથવા બીજાનું તો ભલું થાય કે ન પણ થાય, પણ તે કરતાં, વખતે (કદાચિત્) ક્યાંક પોતાને પણ અંધાપો (અવિવેક) જોયું, ન જોયું કરવારૂપ દોષ આવી જવાનો સંભવ છે. લક્ષ્મી પરાર્થ માટે વપરાશે એમ કરીને કમાયા પછી, પરાર્થ તો ક્યાંય પડી રહે અને પૈસાદાર થયો તેનો ગર્વ થઇ આવે છે, આંખ તીરછી થઇ જાય છે; વિપરીત ભાવો પ્રગટવાથી બીજાને નુકસાન કરવામાં પણ લક્ષ્મીનો દુરુપયોગ કરે તો તેને આંધળો જ કહેવો ઘટે. આંખ સત્પુરુષનાં દર્શન કરવા માટે તથા સંયમને મદદ કરવા અર્થે વાપરવી ઘટે છે; તેને બદલે જો પાપમાં પ્રવેશ કરવા માટે, લક્ષ્મીની મદદથી વપરાય તો તે અંધાપો જ ગણાય. તેમ જ કાનને સદ્ગુરુ કે સત્શાસ્ત્રના શ્રવણને અર્થે વાપરવા જોઇએ. તેને બદલે જો પોતાની પ્રશંસા કે બીજાના અવગુણ સાંભળવામાં વપરાય તો તે બહેરાપણું છે; અથવા તો ગરીબની દાદ ઉ૫૨, પ્રાર્થના પ્રત્યે ધનવાન કાન ન દે, તે પણ બહેરાપણું છે. વચનને સત્પુરુષના કે પરમાત્માના ગુણગ્રામમાં વાપરવાને બદલે તિરસ્કાર કે અપશબ્દો બોલવામાં વપરાય, તે મૂંગાપણું છે કે ધનમદને લઇને મૌન રાખે, બોલાવે પણ બોલશે તો કંઇક આપવું પડશે જાણી, મૂંગા રહે તે પણ મૂંગાપણું છે. આમ સવળા અર્થમાં, સત્પુરુષનાં વચનો સમજવાં ઘટે છેજી. (બો-૩, પૃ.૪૦૪, આંક ૪૧૧) Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯) T વિશાળબુદ્ધિ.(૪૦) વિશાળબુદ્ધિવાળા જાણે કે જન્મમરણ દુઃખરૂપ છે. એ રોગ અનંતકાળથી લાગ્યો છે. હું ક્યાંથી આવ્યો? ક્યાં જવું? તેની, ટૂંકી બુદ્ધિ છે તેથી ખબર નથી. ગાડું ચલાવે છે, પણ શું કરવું છે? તેનું ધ્યેય નથી. સત્સંગમાં સાંભળવાનું, વિચારવાનું, નિર્ણય કરવાનું મળે છે. (બો-૧, પૃ.૧૬૫). ઉપેક્ષાભાવના. (૫૭) ઉપેક્ષા = મધ્યસ્થતા, સમતાપરિણામ થાય તેવા વિચાર. જે વિચારનું ફળ સમદ્રષ્ટિતા કે સમભાવ, તેવી ભાવના તે ઉપેક્ષાભાવના છે. મૈત્રી આદિ ભાવનાની ટોચ એ છે. (બી-૩, પૃ.૭૫, આંક ૮૧૦) T નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. (૮૪). “ચઢાય'ને બદલે ‘પડાય છે, તે વધારે યોગ્ય લાગે છે અને જેમ પડાય તેમ ટકી રહેવાય તો ચઢાય, એમ સમજવા યોગ્ય છે.જી. સુલભ દેહ-દ્રવ્યાદિ સૌ, ભવભવમાં મળી જાય; દુર્લભ સદ્ગુરુયોગ તે, સદ્ભાગ્ય સમજાય. વિચારણા પોતાની શક્તિની, સંયોગોની કરવાની છે. મુખ્ય વાત ચારિત્રની આમાં છે. ચારિત્ર યથાશક્તિએ ગ્રહણ કરવું. દેશચારિત્ર એટલે ગૃહસ્થપણે પણ પાળી શકાય છે અને સંપૂર્ણચારિત્ર એટલે સર્વસંગપરિત્યાગીદશા. હાથીના દાંત બે ફૂટે છે, તે નીકળ્યા તે નીકળ્યા, પછી પાછા પેસે નહીં; તેમ સ યોગે અલ્પ પણ ત્યાગ જીવ લીધો, તે પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવો નહીં. આજના જીવોની મનોદશા તથા વર્તન, કાચબાની ડોકની પેઠે બહાર નીકળે અને અંદર પેસી જાય તેવાં અસ્થિર છે, તેમ નહીં કરવા માટેની વિચારણા પ્રથમ કરી, પછી સગુરુના ચરણમાં જઈને પડવું અને જેવા ભાવથી પડાય તેવા ભાવ, છેક મરણપર્યત ટકાવી રાખવાના નિશ્રય અર્થે તે વાક્યો લખાયાં છે. તે વાંચી, વાસનાઓની તપાસ કરી, વાસનારહિત થવા પુરુષાર્થ અને નિર્ણય કરવો ઘટે છેજી. પોતાના હૃયને અનેક બાજુથી વિચારી પોતાના ભાવની ઓળખાણ કરી, દોષો દેખી દોષો ટાળવા તત્પર થવા યોગ્ય છે. (બો-૩, પૃ.૬૧૫, આંક ૭૧૩) જ્ઞાનીનું શરણ લે, તે તો અત્યાગી, દેશયાગી કે સર્વસંગત્યાગી સાધુ ગમે તે થઇને લેવાય. તેમાં દોષ ન આવે, તેવા ભાવે સદા રહેવાય તેવી વિચારણા પહેલી કરવાની છે. પોતાનું જીવન કેમ ઘડવું, તેને માટે શિખામણ-સલાહ છે. ઉતાવળ કરવા જેવું નથી. “આમ કરું, તેમ કરું, આવો થાઉં, સાધુ બની જાઉં.' ત્યાગ કર્યો મોહ જતો રહેતો નથી, મોહ છેતરાતો નથી. સાંભળ્યું તેવું ઝટ ઊતરી જતું નથી. એકદમ મોહ જતો રહેતો નથી, વિચારવું પડે. (બો-૧, પૃ.૩૧, આંક ૩૯). Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. (૮૪) આ કોને કહે છે ? દેહ તો સાચવ્યો સચવાય એવો નથી. આત્માનું કલ્યાણ કરવા માટે અહીં સાંભળવા બેઠા છીએ, એમ થાય તો વિચારે કે હું આત્માની કાળજી રાખું છું કે નહીં ? દેહનું પુણ્ય પ્રમાણે થશે; પણ આત્માને સંભાળવાનો છે. આટલા ભવમાં અનંત ભવનું સાટું વળી જાય તેવું છે. લાગ આવ્યો છે પણ જીવને ખબર નથી. બીજું ઘણું કર્યું. પ્રભુશ્રીજી કહેતા કે તલ-તલ ઉપર નામ લખેલું છે. જેને જેટલું મળવાનું છે, તેને તેટલું મળે છે. હવે છૂટવાનું કરી લેવા દે. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૭) ન ચાલે તો પ્રતિશ્રોતી થા. (૮૪) પ્રતિશ્નોતી = સ્વીકાર કરનાર; કંઇ ન બને તોપણ જ્ઞાનીનું કહેલું અંગીકાર કરનાર, માન્ય કરનાર. (બો-૩, પૃ.૬૭૫, આંક ૮૧૦) કર્મનું જોર હોય તેથી પોતાનું ન ચાલતું હોય તો જ્ઞાની કહે તે સ્વીકાર કર, માન્યતા કર, તો પછી બધું થશે. બધું ન થાય તો જેટલું થાય તેટલું કર. અંશે-અંશે બધું થઇ જશે. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૭) જેમાંથી જેટલું થાય તેટલું કર. (૮૪) જે સંયોગોમાં મુકાયા હોઇએ તે પ્રતિકૂળ હોય, ન છૂટે તેવા હોય તો, તે તેને કાળે દૂર થયે, જે ભાવના રાખી છે, તે પૂર્ણ કરવા પુરુષાર્થ કરવા ચૂકવું નહીં. ભાવના મંદ ન પડી જાય, તો જ જે અનુકૂળતા વહેલીમોડી મળે તેનો લાભ લઇ શકાય. (બો-૩, પૃ.૫૭૯, આંક ૬૫૨) D પારિણામિક વિચારવાળો થા. (૮૪) અત્યારે કરું છું, તેનું ફળ કેવું આવશે, તેનો વિચાર કરીને વર્ત. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૭) જે કાર્ય કે ભાવ થાય છે, તેનું શું પરિણામ આવશે, એનો વિચાર કર. (બો-૩, પૃ.૬૭૫, આંક ૮૧૦) અનુત્તરવાસી થઇને વર્લ્ડ. (૮૪) ઉત્તર એટલે ચઢિયાતું; જેથી કંઇ પણ ચઢિયાતું નથી એવો આત્મા - ‘‘આત્માથી સૌ હીન''; એવા અનુત્તરવાસી એટલે સર્વોત્કૃષ્ટ આત્મા જ્યાં પ્રગટ છે, ત્યાં જેના ચિત્તનો વાસ છે, તે અનુત્તરવાસી સમજાય છે; તેવો થઇને વર્ત. (બો-૩, પૃ.૬૭૫, આંક ૮૧૦) અનુત્તર તો આત્મા છે. આત્મામાં વસવાવાળો થા. બીજી જગતની વાસના ન રાખ. ‘‘મોક્ષભાવ નિજવાસ.’' પોતાના સ્વભાવમાં વસવું, એ જ મોક્ષવાસ છે. (બો-૧, પૃ.૨૭૯, આંક ૧૭) મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તો વસ્તુગતે એ વિવેક ખરો છે. (૧૧૨) પરમકૃપાળુદેવે મોક્ષમાળામાં વિવેકનો પાઠ (પાઠ-૫૧) લખ્યો છે; અજ્ઞાન અને અદર્શનથી જીવ ઘેરાઇ ગયો છે, તે સમ્યજ્ઞાન અને સમ્યક્દર્શનરૂપે જેથી જેથી જણાય, તે વિવેક. સંસાર અસાર ભાસે અને મોક્ષ સર્વોત્કૃષ્ટ, રમણીય, પ્રિય, હિતરૂપ જેથી ભાસે, તે વિવેક. મોહદશામાં તેવો વિવેક નથી હોતો કે નથી રહેતો. (બો-૩, પૃ.૬૭પ, આંક ૮૧૦) નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે. (૧૨૮) નાટકમાં નેપથ્ય એટલે પડદા પાછળ એવો અર્થ થાય છે. અહીં ઉપમાવાચક શબ્દ છે. આવરણ પડદા Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) (૧૪૧ સમાન છે, તેની પાછળ રહેલો આત્મા, તે નેપથ્ય સમજાવા યોગ્ય છે. અંતરાત્માનો અવાજ, એ અર્થ સમજાય છેજી. વાદળ પારે જેમ સૂર્યનો પ્રકાશ જણાય છે, તે સૂર્યની સાબિતી તથા તેના આધારે જણાતા પદાર્થોની પ્રતીતિ કરાવે છે; તેમ અંતરાત્મા, પરમાત્માના સ્વરૂપની તેમ જ પરમાત્મપ્રાપ્તિના માર્ગની પ્રતીતિ કરાવે છેજી. ગાઢ વાદળ હોય તો પ્રકાશ જૂજ જણાય છે, વાંચી પણ શકાય નહીં, તેમ જ સૂર્ય કઈ દિશામાં છે તે જાણી શકાય નહીં; તેમ બળવાન મોહના આવરણ વખતે જીવને પોતાનું ભાન હોતું નથી અને બીજા પદાર્થોનો પણ નિર્ણય, યથાર્થ હોતો નથી. તેવી દશાવાળો જીવ બહિરાત્મા ગણાય છેજી. એ દશા તજવા અને અંતર્ણોધ કરવા, જ્ઞાની પુરુષો કરુણા કરી પોકાર કરતા આવ્યા છે, પણ મોહનીંદના જોરે જીવ જાગતો નથી; પણ જ્યારે જાગશે ત્યારે તે મહાપુરુષનાં વચનથી જ જાગશે, એ નિઃસંદેહ છે. (બો-૩, પૃ.૧૬, આંક ૭૧૫) અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. (૧૨૮) શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા. તે બે ઘડી સુધી ટકે તો શ્રેણી માંડવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. માટે ‘અમુક કાળ” લખ્યું છે. પદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તો વિકલ્પ શાને કહે છે ? રાગ-દ્વેષસહિત કોઈ પણ શેયને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો, તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય-અન્ય શેય પદાર્થને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે, ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. કોઈ એમ કહે કે છદ્મસ્થનો ઉપયોગ તો જુદા-જુદા ક્ષેય પદાર્થોમાં પલટાયા કરે, ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેનો ઉત્તર : જેટલો કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય, તેટલો કાળ નિર્વિકલ્પ દશા કહી છે. વિચાર માત્ર રોકાય તો જડપણું પ્રાપ્ત થાય; પણ રાગ-દ્વેષવશ ઉપયોગ પલટાવે, તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રોકાય, તે નિર્વિકલ્પતા. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. (૧૪૭) કોની આજ્ઞા ? એ નક્કી કરી, પછી એકતાન થવાનું છે. આજ્ઞા, જ્ઞાનીની આરાધે તો મોક્ષે લઈ જાય અને અજ્ઞાનીની આરાધે તો સંસારમાં લઈ જાય. આપણને પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવને માનવા. બીજા કોઇને જ્ઞાની, ગુરુ માનવા જેવા નથી. જ્ઞાની, જીવને તરવાનો જ ઉપાય બતાવે છે. (બો-૧, પૃ.૩૦૪, આંક ૫૮) બીજી હઠયોગની ક્રિયા કરે, પણ પરમાર્થની તો આજ્ઞામાં એકતાન થયા વિના સમજણ પડે નહીં. આજ્ઞાને મૂકી, બીજે જાય તો આત્મા કદી જણાય નહીં. બધા જગતથી ઉદાસીન થાય ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. પારકી પંચાત મૂકી, આજ્ઞામાં એકતાન થવું. જગતનું બધે વિસ્મરણ થઈ જાય, ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. એવું ન થાય, ત્યાં સુધી પરમાર્થ પ્રાપ્ત થતો નથી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઘણા મનુષ્યભવો મળ્યા, તે બધા શામાં ગયા ? તો કે કેટલાય ભવ શાસ્ત્રો ભણવામાં, જપ-તપ વગેરેમાં ગયા, પણ આજ્ઞામાં એકતાન થવાયું નથી. પાંચ ઇન્દ્રિયોરૂપી ચોર છે, તે જીવનો ઉપયોગ ચોરી લે છે. એકતાન થયા વિના માર્ગ મળે એવો નથી. એ થવું બહુ દુર્લભ છે; અને એ વિના તો છૂટકો નથી. ટૂંકામાં, જીવને કરવા યોગ્ય શું છે, તે બતાવ્યું. - કોઇ મહાપુણ્યના યોગે આજ્ઞા મળે અને તેને ઝૂરણા સહિત આરાધે તો જીવ છૂટે, નહીં તો છૂટે એવો નથી. જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં મોહ મદદ કરે, એમ નથી. બધું ભૂલવાનું છે. ઉપયોગને ઉપયોગમાં રાખવાનો છે. ઘણા શ્વાસ રોકે છે, ઇન્દ્રિયો રોકે છે; પણ જ્યાં સુધી મોહ મદદ કરે, ત્યાં સુધી છૂટે નહીં. આજ્ઞાથી માર્ગ સુલભ છે. આજ્ઞામાં ચિત્ત અચળ થાય તો કર્મ બંધાય નહીં. એ આજ્ઞા જીવને સમજાતી નથી, એની અપૂર્વતા જીવને લાગતી નથી. (બો-૧, પૃ.૩૦૩, આંક ૫૭) બીજાં સાધન બહુ કર્યાં, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. (૧૫૪) યમ નિયમ સંજમ આપ કિયો''માં જણાવેલાં સાધનો સદ્ગુરુની આજ્ઞા વિના જીવે ઘણાં કર્યાં અને તેનું ફળ ચાર ગતિરૂપ પ્રત્યક્ષ દેખાય છે; તેથી, મોક્ષ ન મળે તેવી રીતે કરેલા પ્રયત્નને બીજાં સાધન'' કહ્યાં; ‘‘કરી કલ્પના આપ'' એમાં સ્વચ્છંદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું અથવા તો અસદ્ગુરુની આજ્ઞાથી કરેલાં સાધનથી પણ સંસારરૂપ ફળ પ્રાપ્ત થયું. જીવને ક્લેશિત કરવા સિવાય બીજું ફળ મળ્યું નહીં. શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ ૧૮,૦૦૦ સાધુને વંદના કરી; પણ શરીરને શ્રમ પડયો, તે સિવાય બીજું કાંઇ ફળ મળ્યું નહીં, કારણ કે પોતાની મેળે દેખાદેખી, ભાવ વિના વંદનાઓ કરી હતી. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. અનેક પ્રકારની સુખસામગ્રી જીવને મળી હોય, તે બધા કરતાં ઉત્તમ ગણવા યોગ્ય, પુણ્યના ફળરૂપ સદ્ગુરુનો યોગ મળવો, એ છે એમ પહેલી લીટીમાં જણાવ્યું. જેને સદ્ગુરુનો યોગ મળ્યો છે, તે મહાભાગ્યશાળી છે. પૂણિયાશ્રાવકની પાસે પૈસોટકો કે સુખસામગ્રી બહુ નહોતી. પરાણે દિવસ પૂરા થાય તેવી, પૂણિયો વેંચીને ગુજરાન ચલાવવું પડે તેવી પુણ્યસામગ્રી હતી; તોપણ શ્રી મહાવીર ભગવંતે શ્રી શ્રેણિકરાજા કરતાં તેની મહત્તા વિશેષ બતાવી. તેથી બાહ્ય પુણ્ય કરતાં, ધર્મ-આરાધન થઇ શકે તેવો યોગ અને પોતાની તેવી યોગ્યતા, એ પ્રશસ્ત પુણ્યનું ફળ છે. સદ્ગુરુયોગ સફળ કેવા ક્રમે કરીને થાય છે, તે બીજી લીટીમાં જણાવ્યું કે વચનરૂપી સુધા (અમૃત) સાંભળતાં હ્દયમાં જે શોક, અશાંતિ, ઉત્તાપ, ક્લેશ હતાં તે શાંત થઇ ગયાં અને હૃદય શોકરહિત, પ્રસન્નતાવાળું, હલકું ફૂલ થઇ ગયું. સદ્ગુરુનાં વચનો જીવમાં ઉલ્લાસ પ્રેરે છે. તે જ તેને સદ્ગુરુ ઉપર શ્રદ્ધા થવામાં મદદ કરે છે, તે હવે કહે છે : નિશ્રય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) પોતાની દશા બદલાઈ, તે જ સદ્ગુરુનાં વચનોનો, સરુનો ઉપકાર છે એમ જીવને થાય એટલે આત્મા સાક્ષી પૂરે કે આવા સદૂગુરુનું સેવન જરૂર મારા સંસાર-સંતાપો ટાળી મોક્ષ પમાડશે. તેથી પરમકૃપાળુદેવે સદ્ગુરુ પ્રત્યે ઉપકાર જણાવતાં કહ્યું કે હે સદ્ગુરુ ભગવાન ! મેં આપનો સત્સંગ સદાય કર્યો છે; તેમાં મેં કંઈ સ્વાર્થની, શરીરની કે કોઈ બીજી અપેક્ષા રાખી નથી. માત્ર મારા આત્માનું હિત જરૂર થશે, એવો લક્ષ મેં રાખ્યો છે. “માત્ર મોક્ષ અભિલાષ'' સિવાય મેં કંઈ મનમાં રાખ્યું નથી. તેથી સત્સંગનું ફળ જે અસંગ દશા કે મોક્ષ તે મને મળશે, એવો મને અંતરમાં નિશ્ચય થયો છે. આટલા વિસ્તારથી, તે ત્રણ કડીઓમાં કહેલો ભાવ સમજાવો સુગમ થશે. પોતાના હૃદયમાં પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ, પ્રેમ વધારી વિચારવાથી વિશેષ-વિશેષ સમજાઈ, સંતોષ અને આનંદ અનુભવાશેજી. તમે પણ શબ્દાર્થ તો જાણતા હશો, છતાં તમારી ભાવનાને માન આપીને, સપુરુષનાં વચનમાં ચિત્ત રોકવાથી મને પણ હિતનું કારણ છે એમ માની, પત્ર લખ્યો છે. તે વાંચી, વિચારી પરમકૃપાળુદેવનો આપણા બધા ઉપર અપાર ઉપકાર છે, તેનું બહુમાનપણું દિવસે-દિવસે વર્ધમાન થાય તેમ વૃત્તિ વહે, એ જ ભાવના સહ પત્ર પૂર્ણ કરું છુંજી. (બી-૩, પૃ.૩૬૫, આંક ૩૬૬) T આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું? (૧૫૭-૧૮) કર્મ બંધાયેલાં છે. તે સમયે સમયે જાય છે, તેથી જીવ મોક્ષ જ પામે છે; પણ પાછાં નવાં બાંધી લે છે, તેથી મોક્ષ થતો નથી. પરમકૃપાળુદેવે બહુ વિચારણા કરી છે. (બો-૧, પૃ.૩૨૮) ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! (૧૫) બાળપણે આપણ સસનેહી, રમતા નવ નવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે. હો ! પ્રભુજી, ઓલંભડે મત ખીજો” જ્ઞાનીકી ગતિ જ્ઞાની હી જાણે” એ વચન પ્રમાણે, તે મહાપુરુષનો આશય તે જ જાણે; પણ આપણે તેનાં બીજાં વચનોને આધારે, આત્માર્થને અનુકૂળ અર્થ કરી, તેનો આશય સમજવા પ્રયત્ન કરીએ તો તેમાં અડચણ જેવું જણાતું નથીજી. પત્રાંક ૨૦૧માં પોતે લખે છે : “.... અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે; અને વિકટ વાસમાં નિવાસ છે.” એ આખો પત્ર વાંચવા-વિચારવાથી, જે પદની તેઓશ્રીને પ્રાપ્તિ થઈ છે, તે ટકાવી રાખવામાં કેટલી મુશ્કેલી પડતી હશે અને તેમાં સાંસારિક પ્રવૃત્તિ કેટલી બાધક સમજાતી હશે તથા સત્સંગની ઝંખના કેટલી છે, તે જણાવવા પરમાત્માનાં “અપલક્ષણ'રૂપ ઠપકો, ભક્તિભાવે પરમાત્માને આપ્યો જણાય છેજી. તે જ વાત અન્ય પત્રમાં પ્રગટ કરી છે: “નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઇ પણ પ્રકારે Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) ૧૪૪ કહી શકવાના નથી; તો લખી ક્યાંથી શકીશું? આપનાં દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે. બાકી નિરૂપાયતા છે.'' (૧૮૭) એ કવિમય જીવનના અન્યોક્તિરૂપ ઉદ્ગારો છે. જેમ સમકિતને દૂષણ આપવારૂપ વચન લખ્યું છે : ““મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તોપણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઇએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે. અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઇએ. કદાચ મને છોડી દઇ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે ! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.'' (વ્યાખ્યાનસાર ૧-૬૬) દૂષણનું નામ દઈ મહત્તા, જેમ સમકિતની પ્રગટ કરી છે, તેમ પરમાત્માનાં અપલક્ષણ કહીને, તેમનું વિકટતાથી પ્રાપ્ત થવું અને ટકાવી રાખવું થાય છે, તે દર્શાવવા તેવી ભાષા, વિચારણા પ્રેરવા, આનંદદાયીરૂપે (હાસ્યરૂપે) જાણે પરમાત્માના સખા બની, તેનાં દૂષણ દેખાડતા હોય તેમ લખાણ છે. તે ઊંડા ઊતરી વિચારતાં સમજાય તેમ છેજ. ગોપાંગનાઓ શ્રીકૃષ્ણને ચિત્તના ચોર કે માખણચોર કહી વગોવતી હતી કે વખાણતી હતી, તે તેનો આશય સમજતાં આનંદ આવે તેમ છે જી. (બી-૩, પૃ.૩૪૫, આંક ૩૪૮) D છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. (૧૬) આત્મવીર્ય વધે તેવાં જેનાં વચન અને આચાર હોય, તેની સ્મૃતિથી પણ જીવ જાગૃતિ પામે છે, એ વાત પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીને સાક્ષાત્ મળેલા મુમુક્ષુઓના અનુભવની છે. બધાનો આધાર સાચી શ્રદ્ધા છેજી. એ ગુણ જેનામાં જાગ્યો, તેને પછી છૂટવા ભણી જ વૃત્તિ વહ્યા કરે છે. પરમકૃપાળુદેવ લખે છે કે જેને એટલો દૃઢ નિશ્ચય થયો છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ મોક્ષનું કારણ છે, તે સિવાય બીજો ઉપાય નથી, તેને ત્યારથી બીજા દોષોનું નિવર્તવું થાય છે. આજ્ઞા ન ઉઠાવાતી હોય તેવાં કામમાં પ્રવર્તતાં પણ, આથી મારા આત્માને કંઈ કલ્યાણ થનાર નથી એટલો વૈરાગ્ય તો રહ્યા જ કરે છે, અને ભાવના આજ્ઞા ઉઠાવવાની રહે છે. આ જ, ““છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” એ વાક્યનો પરમાર્થ સમજાય છે. (બો-૩, પૃ.૬૪૪, આંક ૭૬૪) D જોકે તીર્થકર થવા ઇચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે. (૧૭૦) તીર્થકર જેવા થવું નથી એટલે કે સમવસરણ રચાવું, દેવોને નમાવું, એવું માન થાય તેવું કરવું નથી; પણ તીર્થકર પોતે તર્યા અને બીજાને તાર્યા, તે અમારે કરવાનું છે. (બો-૧, પૃ.૩૦૫, આંક ૫૮) D આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. (૧૭૦). પૂ. શ્રી સોભાગભાઈને જણાવેલું છે કે ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં ભાવથી યુવાન થવું. પુષ્પમાળામાં પોતે લખે છે કે “જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર.' (૨-૨૭) ઉદ્યમ એટલે સપુરુષાર્થ અને બ્રહ્મચર્ય તે આત્મચર્યા, આત્માની ઓળખાણ કરી તેમાં પરિણમન કરવું. આ બંને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કરાવીને પરમપુરુષ, જે અલખ વાર્તાના અગ્રેસર જ છે, તેમણે પોતાની હયાતીમાં સમાધિમરણમાં અગ્રેસર કર્યા અને મહામુનિઓને દુર્લભ એવું સમાધિમરણ કરાવ્યું, તેથી એ વાક્યનો પરમાર્થ અક્ષરે-અક્ષર તે પુરુષે સત્ય કરી બતાવ્યો છેજી. પરમકૃપાળુદેવનાં વચનો અલખ વાર્તાના સાચા લેખ છે, તે જેના હૃદયમાં વસશે, તેને નમસ્કાર છેજી. (બો-૩, પૃ.૪૨૨, આંક ૪૩૦) કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે. (૧૭૦) આ પત્રમાંના કેટલાક વાક્યો પોતા માટે છે. કેટલાંક બંનેને (પોતાને અને પૂ. શ્રી સોભાગભાઇને) ઉદ્દેશીને લાગે છે. પહેલું વાક્ય પોતાને પણ અનુકૂળ નથી, તેમ શ્રોતાઓને પણ અનુકૂળ નથી; કેમ કે રસલુબ્ધ, યશલુબ્ધ, માનલુબ્ધ આદિ મોહમાં પડેલા, ધર્મનું મૂળ વિનય તે જેના હ્રદયમાં રોપાયું ન હોય અને સ્વચ્છંદ-પરિણામી હોય, તે ભલે ભગવાનનાં સૂત્રો વાંચે; પણ બ્રાહ્મણિયા રસોઇ અત્યંજ (ભંગી) પીરસે, તે કોને કામ આવે ? તેમ મિથ્યાત્વભાવ સહિત જે પ્રરૂપણા છે, તે પકવાન્નને વિષમિશ્રિત કરનારતુલ્ય છે. બીજું વાક્ય, પોતાના જ્ઞાન વિષે ઉલ્લેખ છે. પરાર્થ સાવઘ વર્તન, ભૂત ભાવિ વર્તમાન; સભાદિમાં જાણી વદે - નહીં, સપાપ મુનિ માન. (બો-૩, પૃ.૭૦૦, આંક ૮૪૧) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. (૧૭૨) પરમકૃપાળુદેવ સિવાય બીજી વાતોમાં વૃત્તિ જતી રોકવી ઘટે છે. જગતમાં અનેક પ્રકારો જોવાય, સંભળાય, જણાય તે પ્રત્યે ઉપેક્ષા રાખી વર્ત્યા વગર છૂટકો નથી. બને તેટલું જગત સંબંધી ભૂલી જઇશું તો જ પરમાર્થની તાલાવેલી જાગશે અને નજીવી વસ્તુઓ સંબંધી ચિત્તમાં વિચારો આવ્યા કરશે, ત્યાં સુધી અગત્યના અલૌકિક-વિચારોને સ્થાન નહીં મળે. તેવા વિચારો ઊગશે પણ નહીં કે ટકી પણ નહીં શકે. માટે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવાની પ્રથમ ભલામણ કૃપાળુદેવે કરી છે, તે બહુ અગત્યની છેજી. (બો-૩, પૃ.૭૧૪, આંક ૮૬૪) સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ (૧૯૪) સત્સ્વરૂપ કે શુદ્ધ ધર્મને નમસ્કાર, ભાવ-ભક્તિથી તેવા થવા, તેવી અભેદભાવના કરી કર્યા છે અને જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ એક જ વાક્યમાં દર્શાવી દીધો છે. પત્રને અંતે જણાવેલા ચાર પ્રતિબંધો - લોકલાજ, સ્વજનકુટુંબ, દેહાભિમાન અને સંકલ્પ-વિકલ્પ, જેને ટળી ગયા છે તેવા ભાવ અપ્રતિબંધપણે નિરંતર વિચરતા જ્ઞાનીપુરુષના ચરણારવિંદની ઉપાસના, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યપ્રતીતિ (સત્પુરુષની ઓળખાણપૂર્વક આત્મસ્વરૂપની પ્રતીતિ) આવ્યા વિના, પોતાના યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ (ઓળખાણ) જીવને થતી નથી. એટલી યોગ્યતા આવ્યે, Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬ સપુરુષનું સ્વરૂપ સમજાયે, જીવને પુરુષની ભક્તિથી પોતાને જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે. આ જ કામ આ ભવમાં કરવા યોગ્ય છે. તે પડી મૂકી, જીવે ધર્મને નામે અનેક સાધનો કર્યા છે. સપુરુષને એ જ કહેવું છે અને તે કહેલું સમજીને, જીવ આજ્ઞા રૂડે પ્રકારે ઉઠાવે તો સત્પષની દશા કે સામાયિક અથવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય, એમ સૂયગડાંગ નામના બીજા અંગમાં ઋષભદેવ ભગવાને પોતાના અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ દીધો છે. તેનો આ સાર છે, એમ જણાવ્યું છે. “જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.'' (૫૧૧) એટલે જીવ સાચા અંતઃકરણે સપુરુષની આજ્ઞા ઉઠાવે તો ફરી જન્મવું ન પડે, એવો જ્ઞાનીપુરુષની આજ્ઞામાં ચમત્કાર છેજી. (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૫) D પરમમહાભ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. (૨૨૩) આપે શંકા લખી કે “મહાત્મા વાસુદેવ' એમ કહ્યું અને “પરમમહાભ્યા ગોપાંગનાઓ'' કહી છે, તેનું શું કારણ? તેના ઉત્તરમાં જણાવવાનું કે તે એમ સૂચવે છે કે પરમ માહાસ્ય તો શ્રી વાસુદેવનું જ છે, તેથી શ્રી વાસુદેવ મહાત્મા છે અને તેમનું માહાસ્ય સમજનાર (ગોપાંગનાઓ) પરમ મહાભ્યા અથવા પરમ ભક્તિવંત છે, એમ સમજવા યોગ્ય છેજી(બી-૩, પૃ.૩૯૧, આંક ૩૯૮) | નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. (૨૫૪) પૂજ્યશ્રી : નિઃશંકતા એટલે શું? એક મુમુક્ષુ : આત્મા છે તેને વિષે શંકારહિતપણું. બીજો મુમુક્ષુ સપુરુષને વિષે શંકારહિતપણું. પૂજ્યશ્રી : મૂળ પાયો સત્વરુષ છે. સપુરુષને વિષે નિઃશંકપણું હોય કે આ જ સપુરુષ છે, તો જ તેની આજ્ઞાનું આરાધન થઈ શકે. પુરુષમાં જેને દૃઢ નિશ્ચય હોય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેને લીધે વ્યાકુળતા મટે છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત થાય છે. (બો-૧, પૃ.૫૯, આંક ૩૬) | મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષ'ને વિષે જ યત્ન કરવો .. તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. (૨૫૪) મારામાં મુમુક્ષુતા ઉત્પન્ન થઇ છે કે નહીં, એમ કોઇને જોવું હોય તો વિચારવું કે હું મારા દોષ જોવામાં અપક્ષપાતતા રાખું છું કે નહીં? એમ દેખે તો ખબર પડે. જે દોષ દેખાય, તે કાઢવાનો પ્રયત્ન કરે તો નીકળી જાય. (બો-૧, પૃ.૫૯, આંક ૩૬). પોતે ક્રોધ કરતો હોય તો ક્રોધ સારો ન માને, દોષને ખોટો જાણે, અને કાઢવાનો પ્રયત્ન કરે. પોતે જૂઠું બોલતો હોય તો હું એકલો જ ક્યાં જૂઠું બોલું છું, જગતમાં ઘણાં બોલે છે.” – એમ ન કરે, તે અપક્ષપાતતા છે. (બો-૧, પૃ.૧૩૧, આંક ૭). [ આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. (૨૫૪) આ લોકની અલ્પ પણ સુખેચ્છા એટલે પરપદાર્થોથી સુખબુદ્ધિ, એટલે અમુક આટલું હોય અથવા અમુક જગા આવી હોય કે આવી જાતના સંયોગો હોય તો ધર્મ થાય અને તેવા સંયોગો મળ્યા હોય તો તેવા ખ્યાલથી ધર્મધ્યાન કર્યા કરે. Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭ એવી માન્યતા હોય કે અમુક આવું હોય તેથી ધર્મધ્યાન થાય, તો પછી પ્રતિકૂળ સંયોગો આવતાં ખાસ વસ્તુ છે તે વિસારી દે; કારણ, તેવો તેનો અગાઉ અભિપ્રાય હતો; પરંતુ એમ જ નિશ્ચય થઇ ગયો હોય કે જે કંઈ, આ આત્માને આનંદ અથવા સુખ મળે છે, તે પોતાથી જ મળે છે, પરવસ્તુથી નથી મળતાં; જો એમ જ નક્કી કરી દીધું હોય કે મોક્ષ મેળવવામાં અસંગતા આવવી ખાસ જરૂરની છે; તો પછી ગમે તેવા સંયોગો આવી પડે તોપણ નિશ્રયમાં ફરક પડે નહીં. (બો-૧, પૃ.૪, આંક ૩) T સત્પષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે. (૨૫૪) અલ્પ મતિથી પરમ ગંભીર જ્ઞાનાવતાર મહાપુરુષના એ વાક્યનો સંક્ષેપાર્થ સમજાય તે પ્રકારે લખવા પ્રયાસ કરું છું. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.' (૭૬) તથા ““હે પુરુષપુરાણ ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સપુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણે અમને પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ ?' (૧૩) આ અને આવાં અનેક વાક્યો, સદ્ગુરુ દ્વારા દેવ ઓળખાય છે, એમ જણાવે છે. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમજ્ય જિનસ્વરૂપ.” સદ્ગુરુપદમેં સમાત હૈ, અરિહંતાદિ પદ સર્વ; તાર્ત સદ્ગુરુ-ચરણ કો, ઉપાસો તજી ગર્વ.” એ સર્વ સાક્ષી પૂરે છે કે આત્મજ્ઞાનરૂપ પરમ ધર્મ સપુરુષ કે સદ્ગુરુની ભક્તિથી પ્રાપ્ત થાય છે. છ પદના પત્રમાં અંતે જણાવે છે : “જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !' પરાભક્તિ વિષે પોતે લખે છે : “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઇ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. .... પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના દ્ધયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮) સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિને - જ્ઞાનીરૂપ પરમાત્માની મૂર્તિને - નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. .... પંચપરમેષ્ઠી મંત્રમાં પણ “નમો અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન (કારણ) છે.” (૨૨૩) આમ પરમકૃપાળુદેવના જ શબ્દોમાં મુખ્યપણે તે વાક્યનો પરમાર્થ સમજાય તેવું વિવિધ સ્થળે કહેલું. આપને વિચારવા લખ્યું છે. તે ઉપરથી પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેમ છે, એમ જાણી લખ્યું છે. તેનો પોતાની મતિ પ્રમાણે અર્થ કરી, અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ ઢોળવો વિદ્ભકારી છે, એ પણ ચેતવણીરૂપ જણાવવાની જરૂર લાગવાથી જણાવ્યું છેજી, તે પરસ્પર વિચાર કરી, બીજા દૃષ્ટિરાગ તજી, એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ જગાડવો. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પણ વારંવાર કહેતા : “અમે અમારો ચિત્રપટ પણ આપવો બંધ કર્યો અને બધાને કહી દીધું કે અમારા વચન ઉપર વિશ્વાસ હોય તો કૃપાળુદેવનો ચિત્રપટ રાખવો અને એની આજ્ઞા અમારા થકી મળી (મંત્ર) તે ઉઠાવવી; તે ખોટો નીકળે તેનું જોખમ અમારે માથે છે.” એક સપુરુષ કે જ્ઞાનીને ભજતાં સર્વ અનંત જ્ઞાનીઓ ભજાય છેજી, અને એકની આશાતના થતાં અનંત જ્ઞાનીઓની આશાતના થાય છે. માટે કોઈ પ્રકારની શંકા રાખ્યા વિના, જ્ઞાનીપુરુષે જોખમ ખેડીને જે પુરુષ આપણને બતાવ્યા, તેની ભક્તિમાં ચિત્ત રહેશે તો સર્વ પરમાત્માની ભક્તિ થઈ, એમ ગણવા યોગ્ય છેજી. ધર્મ કહે આત્મસ્વભાવ, એ સમતકી ટેક” પરમ ધર્મ એ પરમાત્મપદપ્રાપ્તિ છે; તેનું કારણ સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ-શ્રદ્ધા થવી તે છેજી; સર્વ દોષો નાશ કરવાનો તે જ ઉપાય છેજી. મોહની મીઠાશ ઓળખી, તેને તજવા બળ કરનાર, મુમુક્ષુદશા પામે છે. તે મુમુક્ષુતારૂપ નેત્રો વિના સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થવી કે દેખાવી વિકટ છેજી. માટે મોહને શત્રુ સમજી, તેના પાશમાં નહીં ફસાતાં, ચેતીને ચાલનાર, તે દશા (મોહદશા) તજી મોક્ષમાર્ગ (મુક્તદશા) સદ્ગુરુકૃપાએ સમજી, આરાધી શકે છેજી. (બી-૩, પૃ. ૨૬૦, આંક ૨૫૫) કલ્યાણનું કારણ સત્પષ, તેનું યથાર્થ ઓળખાણ, તેનો બોધ અને તેની શ્રદ્ધા છેજી; એટલે જેના દ્વારા કલ્યાણ થાય એમ કહે છે, તે પુરુષની પ્રતીતિ, અત્યંત પ્રતીતિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ અથવા સમકિત કહ્યું છે. “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે લેજે.” (૭૬). આટલો ભાર દેવાનું કારણ, તે જ પ્રથમ પ્રાપ્ત કરી પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. તેમાં વિઘ્ન કરનાર “માનાદિક શત્રુ મહા” છે. તે કેમ ટળે? “જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.'' તે શરણ જીવ ક્યારે શોધે ? પોતે “અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્રય Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ બાવ્યા વિના, સાધન કરશે ય આવી લઘુતા ધારણ કરે તો જ અચિંત્ય માહાત્મ્ય સત્પુરુષનું લાગે. સત્પુરુષને સત્પુરુષરૂપે એટલે પરમેશ્વરતુલ્ય ગણે તો જ પોતાનું અહંપણું ટળે, ‘“અહંભાવથી રહિત'' થાય. પરમેશ્વરતુલ્ય સત્પુરુષને જે માને છે તે, સત્પુરુષનાં અંતઃકરણ કેટલા નમ્ર હોય છે તે પણ જાણી જાય છે. આખા જગતના દાસ થવાને તે ઇચ્છે છે, તો તેનો ભક્ત સર્વ પ્રાણી પ્રત્યે દાસભાવ કેમ ન રાખે ? ‘‘સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે.'' (૪૭) ‘‘વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી.'' (૫૦૫) અનંતકાળમાં આવો યોગ સાથે મળી ન આવ્યો. કોઇ વખતે જીવને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા તીવ્ર જિજ્ઞાસા જાગી હશે, યોગ્યતા મેળવી હશે; પણ સત્પુરુષના યોગ વિના તે યોગ્યતા કોઇ કારણે લૂંટાઇ ગઇ હશે; કોઇ વેળા સત્પુરુષનો યોગ પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે મળી આવ્યો હશે, ત્યાં જીવની યોગ્યતા વિના કે શિથિલતાને લઇને નિષ્ફળ વહ્યો ગયેલો; પણ બંને કારણો મળી આવ્યાં હોત તો મોક્ષ જરૂર થયો હોત. વળી પત્રાંક ૧૯૪માં છે : ‘‘હે આયુષ્યમનો ! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.'' એ જ પત્રને મથાળે છે : ‘ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ (યોગ્યતા-અધિકારીપણું) થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.'' પત્રાંક ૧૯૬ પણ વિચારશોજી. તેમાં પણ જ્ઞાનીની આજ્ઞા, અને પ્રતિબંધ ટાળવા પુરુષાર્થરૂપ યોગ્યતા, એ બે કારણો ગણાવ્યાં છેજી. કલ્યાણ કરવામાં વિઘ્નરૂપ હોય તે પ્રતિબંધ રાગાદિરૂપ છે, તે ભાવરૂપ પ્રતિબંધ જેને અંતરંગમાં ન હોય, તેને બાહ્ય પ્રતિબંધ ‘પ્રારબ્ધ' વહેલામોડાં દૂર થવા સંભવે છેજી. ‘‘જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.’’ (૫૭૨) પત્રાંક ૫૬૦, ૫૭૨, ૬૪૭, ૫૭૫, ૮૧૭ અને ૫૨૧ વિચારશોજી. કાળજીપૂર્વક, શંકાઓની, નોટમાં જુદી નોંધ રાખતા જઇ, વચનામૃત વાંચતા રહેવાથી, ઘણી શંકાઓ પરમકૃપાળુદેવના પત્રો દ્વારા ટળી જવા સંભવ છેજી. હાલ નહીં સમજાય, તે આગળ ઉપર વિશેષ વિચારે સમજાવા યોગ્ય છેજ. માટે મૂંઝાયા વિના, સત્પુરુષનાં વચનોનો અભ્યાસ નિયમિત કરતા રહેવા ભલામણ છેજી. ટૂંકામાં, આપણને જે આજ્ઞા મળી છે, તેનું આરાધન વિશેષ-વિશેષ થશે, તેમ તેમ વિશેષપણે નિર્મળ વિચા૨ થશે અને નથી સમજાતું, તે સમજાતું જશે, એટલું ખાસ સમજવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૩૯૪, આંક ૪૦૨) Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૫) D કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. (૨૫૪) બીજા વિચાર આવે છે તે પડી મૂકી, આત્મવિચારમાં રહેવું. કળિયુગમાં ક્યારે મરણ થશે, તેની ખબર નથી. કળિયુગમાં નીચે જવાના ઘણા પ્રસંગો હોય છે. એથી બચવા જ્ઞાનીપુરુષે જે મંત્ર આપ્યો હોય, તેમાં ચિત્ત રાખવું. હરતાં-ફરતાં ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રમાં ચિત્ત રાખવું. પરમગુરુએ તે સ્વરૂપે પ્રગટ કર્યું છે. બધાં કર્મ ક્ષય કરે, એવી આ વસ્તુ છે. બીજી વસ્તુઓ દેખાય, સંભળાય, તેનો વિચાર આવે - તે બધું કર્મ બંધાવે છે. સમયે-સમયે કર્મ બંધાય છે, માટે પુરુષાર્થ પણ સમયે-સમયે કરવાનો છે. આત્મભાવના વગર ક્ષણ પણ રહેવા જેવું નથી. મંત્રનું સ્મરણ પ્રવાહરૂપે ચાલુ રાખવું. થોડી વાર કરીને મૂકી દેવાનું નથી. શરીર છે તે બધો કચરો છે. તેમાં આત્મા એક સુંદર વસ્તુ છે. તેનું ધ્યાન કરવાથી આત્મા નિર્મળ થાય છે. સવિચાર કરવાથી આત્મધ્યાન થાય છે; અને આત્મધ્યાન થાય તો નિર્મળતા થાય. (બો-૧, પૃ.૨૬૭, આંક ૪) |“દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો .... જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. (૨૬૪-૬) આ દોહરાનો ભાવાર્થ તમે પૂછયો હતો, તેનો પરમાર્થ ઉપર ટાંકેલા પત્રમાં સ્પષ્ટ સમજાય છે કે “જેને બીજું કંઇ સામર્થ્ય નથી, એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.' (૮૪૩). આવું અચિંત્ય ચિંતામણિસ્વરૂપ ધર્મનું સ્વરૂપ જેણે નિરૂપણ કર્યું છે, તેનું અચિંત્ય માહાભ્ય છે, પણ તે પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, પરમ ઉલ્લાસ જીવને આવતો નથી. એ કોઈ પૂર્વના અંતરાય ભાસે છે. સાંસારિક તુચ્છ વસ્તુઓ પ્રત્યે સર્વ પ્રદેશે આત્મા આકર્ષાઈ તન્મય બની જાય છે, પણ તેનો એક અંશ પણ પરમપુરુષના પરમ ઉપકાર પ્રત્યે ટકતો નથી; તેની સાથે પ્રીતિ બંધાતી નથી; તેની સ્મૃતિ વારંવાર આવતી નથી, એ જીવનું નિર્બળપણું પ્રગટ જણાય છે. વળી આ કળિકાળમાં જન્મી, પરવસ્તુમાં વૃત્તિ રાખી, જીવે પોતાના વીર્યને આત્મઘાતક બનાવ્યું હોવાથી, એવો પરમ પ્રભાવ જીવમાં પ્રગટી આવે તેમ જણાતું નથી. પરમગુરુ શ્રી ગૌતમસ્વામી મિથ્યાત્વકુળમાં જન્મ્યા, ઊછર્યા. અધ્યયન કર્યું અને મિથ્યાત્વ પોષી વેદાંતમાં અગ્રગણ્ય બન્યા. છતાં, તે વીર્ય, પરમ પ્રતાપી શ્રી મહાવીર ભગવાનના યોગે પલટાઈ ગયું તો પટ્ટધર ગણધર પદવી પામ્યા. એવો પરમ પ્રભાવ કે હે પ્રભુ ! મારામાં જણાતો નથી અને પરમ પ્રભાવ વિના આ સ્વયંભૂરમણ સમુદ્ર જેવો મોહ તરી શકાય એવો નથી; તો હે પરમકૃપાળુદેવ ! આપ Page #160 -------------------------------------------------------------------------- ________________ સમાન જહાજ જ અમારો આધાર છે, આશ્રયસ્થાન છે. એમ એ ગાથા વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૧૭, આંક ૫૬૧) કાળ દોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. (૨૬૪-૯) પરમકૃપાળુદેવે આ કાળને કળિકાળ કેમ કહ્યો છે તેના કારણમાં, મુખ્ય અનધિકારીપણું અને પુરુષાર્થની હીનતા, એ કારણો કહ્યાં છે. ૧૫૧ સત્પુરુષનો યોગ ઓછો, તેવા વખતમાં જીવ ન્યાયનીતિ અને સામાન્ય વ્રતનિયમાદિ વડે યોગ્યતા મેળવવા પુરુષાર્થ કરે તો તે મર્યાદાધર્મ આરાધી શકે છે; તે પણ ન બને તો જીવને ઘણી વ્યાકુળતા થવી જોઇએ. પાણીમાંથી બહાર કાઢેલી માછલી તરફડે તેમ આત્મહિતનાં કારણોથી દૂર રહેવાય, ત્યાં જીવને મૂંઝવણ થવી જોઇએ; તે ન થાય તો જીવને કર્મનો બોજો વિશેષ છે એમ સમજવા યોગ્ય છે, એટલે માથે ભાર ઘણો છે, તે અલ્પ આયુષ્યમાં પતાવી દેવા વિશેષ પુરુષાર્થની જરૂર છે. શિથિલતા કોઇ રીતે હિતકારી નથી. ઇન્દ્રિયના વિષયોમાં રાચવા યોગ્ય નથી. આ, તે ગાથાનો ટૂંકો ભાવાર્થ છેજી. આપ વિશેષ વિચારી, આત્મા ઊંચો આવે તેમ વર્તશોજી. (બો-૩, પૃ.૭૪૩, આંક ૯૧૪) તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં. (૨૬૪-૧૧) સત્પુરુષનું જેને ઓળખાણ થયું છે, તેને પોતાનાં અહોભાગ્ય પ્રગટ થયાં એમ ગણવા યોગ્ય છે; તેના યોગે આ અપાર ભવસાગર જરૂર તરાશે એવી તેને દૃઢતા હૃદયમાં થાય છે; પણ કોઇ અંતરાય કર્મના યોગે તેનો વિયોગ રહેતો હોય તો તેના વિયોગમાં માત્ર તેની આજ્ઞામાં જ વૃત્તિ રાખીને રહેવું ઘટે છેજી, તેમ વર્તાય તો વિયોગ પણ કલ્યાણકારી નીવડે એમ છે. છતાં આ જીવની એવી અધમ દશા છે કે તે વિયોગ વારંવાર સાંભરી આવવો જોઇએ અને તે મહાપુરુષની સ્મૃતિની વિસ્મૃતિ કરાવનારી પ્રવૃત્તિ ઝેર જેવી લાગવી જોઇએ, તેને બદલે બોલ-બોલ કરવામાં અને અનર્થકારી રૂપાદિને નિહાળી તેમાં તલ્લીન થવાથી, તે શા માટે જન્મ્યો છે અને શામાં કાળ ગાળે છે, તેનું તેને ભાન રહેતું નથી. વચનની પ્રવૃત્તિ, બોલવારૂપ અને પરનાં અહિતકારી વચન સાંભળવારૂપ, સંયમમાં ન રહે તો તે સત્પુરુષને અને તેના બોધને ભુલાવી સંસારવર્ધક કર્મમાં પ્રેરે છે; તેમ જ ‘નયન યમ’ એટલે રૂપાદિ નિહાળવાની પ્રવૃત્તિનો સંયમ ન કરાય તો તેનું ફળ પણ તેવું જ આવે છે. જેમ કોઇ પતિવ્રતા સ્ત્રીને તેના પતિનો વિયોગ રહેતો હોય તે કાળે, તે સારા શણગાર પહેરતી નથી તથા બીજાનાં શણગારેલાં શરીર જોતી નથી. બીજા માણસો સાથે બકબકાટ કરતી નથી, વાતોમાં ગૂંથાતી નથી; પણ પતિના ગુણગ્રામ ચિંતવતી સાદો ખોરાક, સાદો વેષ અને એકાંત સ્થાન સેવી દહાડા કાઢે છે, બધા શોખ તજી દે છે; તેમ સદ્ગુરુના વિયોગે ભક્તાત્માઓ બીજેથી વૃત્તિઓ પાછી વાળી સદ્ગુરુના ગુણો, ઉપકારો, તેણે જણાવેલ બોધમાં વૃત્તિ રાખી જીવે છે. પણ હે પ્રભુ ! હું તો વચન, નયન આદિનો સંયમ સાધી શકતો નથી, તો મારી શી વલે થશે ? મારે એક સત્પુરુષને આધારે તરવું છે અને તેમાં વિઘ્ન કરનાર વૃત્તિઓનો ત્યાગ થતો નથી, તે મૂંઝવણ મુમુક્ષુજનોને રહ્યા કરે છે. તેનો પોકાર આ કડીમાં કર્યો છેજી. Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨ ૧૫૨) આંધળા માણસને કોઈ દેખતાનું અવલંબન હોય તો તેને ઘેર પહોંચી જાય, પણ તેનો હાથ મૂકી દઈ, કોઈ તકરારો સાંભળવા ખોટી થાય તો શી વલે થાય ? તેમ અચિંત્ય જેનું માહાત્ય છે તેવા પુરુષનું અવલંબન તજી સિનેમા, નાટક કે ક્લેશકારી વાતો જોવા, સાંભળવામાં શી હાનિ છે તે વિચારી. સપુરુષમાં અહોનિશ વૃત્તિ રાખવી ઘટે છે. (બો-૩, પૃ. ૨૫૪, આંક ૨૪૮) સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય સતસાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? (૨૬૪-૧૭) જીવે ઘણાં સાધન, એકાંત સેવન, ગિરિગુફાઓ, સંથારા વગેરે કરેલ છે, છતાં જે ખામી રહી ગઈ છે, તેને લઈને જન્મવું પડ્યું છે. માટે સત્સાધન સમજવામાં આ ભવમાં ભૂલ ન રહી જાય, તેમ કર્તવ્ય છે. તેને અર્થે સત્સંગ, સદ્વાંચન, સવિચાર, સદ્ગુરુની આજ્ઞાનું આરાધન, ગુરુકુળવાસ આદિની જરૂર છેજી. દેહાદિ પદાર્થો કરતાં અનંતગણી કાળજી, આત્માની રાખવા પરમકૃપાળુદેવે ફરમાવ્યું છે, તે વારંવાર વિચારી યથાશક્તિ આચરવા યોગ્ય છેજી. બધું એક દિવસે બનતું નથી, પણ લક્ષ તે જ રાખવો ઘટે છે. બને તેટલું આરાધન કરવું. ન બની શકે, તેની ભાવના કર્યા કરવી તો અનુકૂળ સંયોગો સાંપડયે, તે ભાવના જરૂર સફળ થશેજી, જેવી જેની ભાવના હોય છે, તેવી તેને સિદ્ધિ વહેલીમોડી મળે છેજી. (બી-૩, પૃ.૫૨૩, આંક ૫૪૭). T “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો .... જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્વય આવ્યા વિના, સાધન કરશે શુંય?” (૨૬૪-૧૯) એ ગાથા પૂછી, તેનો વિચાર એમ કર્તવ્ય છે કે નિગોદથી નીકળી પરમકૃપાળુદેવના શરણ સુધી અવાયું એ કોઈ અલૌકિક બીના બની છે; પરંતુ હવે જો તે શરણ, મરણ સુધી પકડી ન રાખું તો મારા જેવો આત્મઘાતી, મહાપાપી બીજો કોઈ ગણાય નહીં. તેણે જણાવેલ માર્ગે ચાલવાને બદલે, કાળા હાથ અને કાળા મુખવાળા વાંદરા જેવો પશુપણે વતું; કાળાબજારની નીતિથી ધન એકઠું કરવામાં જ જીવન તાર્થ માનું અને આ ભવનું ઉત્તમ કર્તવ્ય, આ પત્રને મથાળે જણાવ્યું છે તે, વીસરી જાઉં તો સપુરુષને મળી, તેની પ્રરૂપણાથી વિપરીત વર્તી, તેનો દ્રોહી બનવાનું અધમાધમ પુરુષનાં લક્ષણ જેવું મેં કર્યું ગણાય; પશુ કે અનાર્યજનોને તો કોઈ આધાર કે ઉપદેશ કર્ણગોચર થયો નથી, તેથી તે તજવા યોગ્ય વસ્તુનું અત્યંત માહાભ્ય મનમાં રાખે, તેમાં તેનો દોષ ઓછો ગણાય; પણ જેને પરમપુરુષનાં દર્શન, તારકતત્ત્વથી પૂર્ણ વચનો કર્ણગોચર થયાં છે, તેનો આશ્રિત ગણાય છે, છતાં તેને વગોવાવે, નિંદાવે તેવું જેનું વર્તન, ચિંતન, કથન હોય તે અધમાધમ પુરુષ કરતાં પણ અધિક પતિત ગણાય એમ વિચારી, પોતાની જવાબદારીનો ઉત્તમ ખ્યાલ રાખી, જે પુરુષોનું અવલંબન લીધું છે તે જ નિરંતર ધ્યેયરૂપે, આચરણના આદર્શરૂપે રહે તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૧૮, આંક ૫૬૧) Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩ હું તો દોષ અનંતનું એનું બીજું રૂપ જ છે. મારામાં બહુ દોષો ભરેલા છે. ભગવાનમાં જેટલા ગુણ છે, તેટલા મારામાં દોષો ભરેલા છે. હું છેલ્લે પગથિયે ઊભો છું. મારે હજુ ઘણો પુરુષાર્થ કરવાનો છે. હું બધાથી અધમ છું, એમ પોતાનું અધમપણું લાગે ત્યારે પુરુષાર્થધર્મ વર્ધમાન થાય. (બો-૧, પૃ.૫૪, આંક ૨૯) પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં. (૨૫-૮) જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે. તે શરીરમાં, કુટુંબમાં વેરી નાખી છે. તે બધેથી ઉઠાવી, સત્પષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે, તે બધી પ્રભુ પ્રત્યે વપરાય તો તે પર પ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે. (બો-૧, પૃ.૩૫૧, આંક ૫૫) સબ આગમભેદ સુરિ બસે. (૨૬૫-૮) સર્વ આગમનો ભેદ દ્ધયે વસે, સર્વ શાસ્ત્રોનું કહેવું છે તે સમજાય. જ્યાંથી આગમની ઉત્પત્તિ થઈ છે, એવા શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ જેને છે, તેને પણ શ્રુતકેવળી કહે છે. ઉત્કૃષ્ટ ત્યાગ છે, ત્યાં ઉત્કૃષ્ટ જ્ઞાન છે. કેવળ અર્પણતા' એ કેવળજ્ઞાનનું કારણ છે. (બો-૩, પૃ.૩૮૩, આંક ૩૮૭) “આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી; તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી.” (૨૬૭-૬) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ - એ આઠ સમિતિ છે. આઠ સમિતિનું જો યથાર્થ જ્ઞાન થાય તો એટલામાં બધા પ્રવચનોનો સાર આવી જાય છે. મન-વચન-કાયાને યથાર્થ પ્રવર્તાવવાં એટલે અશુભમાં ન પ્રવર્તાવવાં. ઇર્યાસમિતિ એટલે ચાલવું પડે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું. વચન બોલવું પડે તો તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બોલવું. મળમૂત્ર વિસર્જન કરવાં પડે તો તે જ્ઞાનીની આજ્ઞાએ કરવાં. વસ્તુ લેવી-મૂકવી પડે તો જ્ઞાનીની આજ્ઞાએ લેવા-મૂકવી. આહાર લેવો પડે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે લેવો. આટલામાં બધું આવી જાય છે. આજ્ઞાએ વર્તે તો ઘર્મ થાય. એ ચારિત્ર છે. મોક્ષનો ઉપાય સુધર્મ છે. મોક્ષનો ઉપાય યથાર્થ વર્તન છે. જે જ્ઞાન મોક્ષને માટે થાય, તે જ્ઞાન છે. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૪) જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી વૃષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. (૨૭૨) સદ્ગુરુનું લક્ષણ પહેલા વાક્યમાં ટૂંકામાં એવું કર્યું છે કે “જે મહપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે.' આટલી વાત તો પૂછનાર અને સાંભળનાર બંનેને માન્ય છે, એ વાત સ્વીકાર કરી, નિઃશંક આમ જ છે એવું ગણી પછી પ્રશ્ન થાય છે કે “એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી ?'' મહાત્મા તો ઉપર જણાવ્યા તેવા છે એટલે તેમનું આચરણ જે શિષ્યની (મુમુક્ષુની) દ્રષ્ટિમાં નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય, છતાં વંદન યોગ્ય જ છે. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી, Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) બાહ્યાચરણથી મહાત્મા તેણે માન્યા છે અને બાહ્યક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી, પૂર્વે એટલે અજ્ઞાનદશામાં બાંધેલાં કર્મનો જ્ઞાનદશામાં મહાત્માને ઉદય આવ્યો છે તે વખતે, મહાત્માનાં અંતરંગ પરિણામ તો જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવાં નથી, પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ રાખી, અંતઃકરણમાં પશ્ચાત્તાપપૂર્વક વર્તે છે; પણ શિષ્યમાં, જ્ઞાનીનું અંતર કેવું છે, તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી, તેથી તે તો એમ માને છે કે હું પણ આવા નિંદવા લાયક કર્મને તજી શકું તેમ છું તો મહાત્મા તેનો ત્યાગ કેમ કરતા નથી ? શું મોહને લઈને તેમનું જ્ઞાન નાશ પામ્યું હશે ? વગેરે તર્કોથી તેને ગુરુનું આચરણ, નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગે છે. પરમકૃપાળુદેવ કહેતા કે લોકોનો શો વાંક કાઢવો ? નાના છોકરા પણ ત્યાગ કરી શકે તેવો ત્યાગ અમારામાં ન દેખાય (રાત્રે પાણી પીવું પડે, વગેરે) તો લોકોને શ્રદ્ધા થવામાં કે ટકી રહેવામાં દુર્ઘટતા પડે, તેમાં નવાઈ શી છે? આ જ્ઞાનીને દયા આવવાથી જણાવ્યું છે, પણ મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, તે પ્રશ્ન છે. મુમુક્ષુએ તો, એવા મહાત્માનો મને યોગ થયો છે, તે મારાં મહાભાગ્ય છે, એમ માનવું. મારું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થઈ, મને આત્મજ્ઞાન તેમની કૃપાથી થનાર છે, તો મારે તેમના બોધમાં લક્ષ રાખવો છે. આચરણ અને સમજણમાં ફેર હોય, પણ સમજણ મને ઉપકારી છે. તેથી, આચરણ પૂર્વકર્મ છે, તે તરફ જો હું નજર રાખીશ તો મને અનંતાનુબંધીનો ઉદય મંદ પડ્યો હશે, તે તીવ્ર થશે અને મારે અનંતકાળ સંસારમાં રખડવું પડશે. આત્મજ્ઞાનીની સર્વ ક્રિયા મારે તો પૂજ્ય છે. તે કરે તેમ મારે કરવું નથી, કહે તેમ કરવું છે. હું તો આંધળા કરતાં પણ ભંડો છું. આંધળો તો દેખે જ નહીં પણ હું તો અવળું જ દેખું છું. ઉપકાર માનવો ઘટે ત્યાં દોષ દેખી નિંદા કરવા તત્પર થાઉં છું, તો મારે તરવાનો યોગ ક્યાંથી બનશે? મુમુક્ષુએ સપુરુષના દોષ જોવાથી પ્રથમ છૂટવું જ જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ, તેનું દ્રષ્ટાંત પ.પૂ. પ્રભુશ્રીજીએ આપ્યું હતું : એક ગુરુ-શિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછયું, શું કામ આવ્યો છે ? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા, પૂર્વના વેરને લઇને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું છું. એમ કહી, ગળાની ચામડી ચપ્પથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉઘાડી, પણ ગુરુને જોયા એટલે મીંચી દીધી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછો વળી ગયો. આ શિષ્યની પેઠે, મહાત્માને પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે, તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિષે તેની વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય; પણ ભક્તિ જાગી હોય તો તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું, એ આપણું કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૫૮, આંક ૩૫૯) Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. (૨૮૩) એક વખતે સાંજે ભક્તિ સંબંધી વાત નીકળી હતી, તેમાં ઉપરનું પરમકૃપાળુદેવનું વચન ચર્ચાયું હતું. પછી પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું : “મુક્તિ એટલે છૂટવું. ‘તું કર્મ બાંધ અને હું છોડું.' એમ ચાલ્યા કરે છે, પણ પાત્રતા વિના ભક્તિ (આત્મા) આપવામાં તે કુપણ છે.'' (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૫) D તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ "ગટે છે. (૩૯૬). કોઇક મુમુક્ષુએ પરમકૃપાળુદેવનું ચિત્રપટ મગાવ્યું હતું. તેના ઉત્તરમાં પરમકૃપાળુદેવે ઉપરનું લખ્યું. મહાપુરુષનું સ્વરૂપ ઓળખાય ત્યારે પોતાનું સ્વરૂપ ઓળખાય છે. “ “ક્ષમાપના''માં આવે છે કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.'' સંસારની ઇચ્છા છોડીને, સપુરુષના સ્વરૂપની ભક્તિ કરવી. શુદ્ધસ્વરૂપ જ્ઞાની પુરુષે પ્રગટ કર્યું છે, તેનો લક્ષ રાખીને કરવું. શુદ્ધસ્વરૂપ વિચારવાયોગ્ય છે, બહારનું બધું ભૂલવાયોગ્ય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું મહાન ફળ છે. સંસારથી પ્રેમ ઉઠાવી, સપુરુષ પ્રત્યે કરવાથી પોતાનું સ્વરૂપ પ્રગટે છે. (બો-૧, પૃ.૭૮) I “ઇશ્વરેચ્છાથી' જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. (૩૯૮) “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.'' (૨૫૪) ત્યાં “ઇશ્વર'નો અર્થ છે; અને “જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.” (૨૦૦) ત્યાં “ઇચ્છા'નો અર્થ છેજી. જ્ઞાનીને “પ્રારબ્ધ' “ઈશ્વરેચ્છાદિ' બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે .... ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઇચ્છા સ્થાપિત કરી, તે ઇચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે.'' (૩૭૭) આમાં પરમકૃપાળુદેવે જે અર્થમાં ‘ઈશ્વરેચ્છા' શબ્દ વાપર્યો છે, તેનો ખુલાસો છે. વર્તમાનમાં પણ થવું સર્જિત” દુષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે. તેનું કલ્યાણ ““અમ થકી'' = પરમકૃપાળુદેવની ભક્તિથી થશે; કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ, તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણાતાં, પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે “એક મત આપડી ને ઊર્ભ માર્ગે તાપડી'ની વાત જેવું, આંખો મીંચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. શબ્દોની માથાફોડ કર્યા કરતાં આજ્ઞા આરાધવી; એથી બધું સમજાતું જશેજી. (બી-3, પૃ.૭૭૮, આંક ૯૯૨) Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) જ્ઞાનીના માર્ગનો વિચાર કરતાં જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂચ્છપાત્ર આ દેહ નથી, તેને દ:ખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. (૪૨૫) વેદનીના વખતમાં કેમ રહેવું? તે હવે લખે છે. જીવે દેહ ધારણ કર્યો છે, તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છોડવાનો છે. દેહ મારો નથી, એમ થાય તો દેહાધ્યાસ છૂટે. દેહ તે હું, એમ થઈ ગયું. છે, તે કેમ ખસે? એનો આપણે ખાસ વિચાર કરવાનો છે. હું દેહ નથી, દેહ મારો નથી, એવું મુમુક્ષુએ કરવું. ભરત ચક્રવર્તીએ વિચાર કર્યો કે હું દેહ નથી, દેહ મારો નથી, હું દેહનો નથી. આ મારે કામનું છે, કર્તવ્યરૂપ છે, એમ જીવને યાદ જ રહેતું નથી. દેહ મારો છે, એવો ભાવ થઈ ગયો છે. દેહમાં મમતા કરવા જેવું શું છે? દેહમાં મમતા કરવી તે હાડકાં, માંસ, ચામડી અને વાળમાં મોહ કરવા જેવું છે. માટીના પૂતળા જેવો આ દેહ છે. માટી તો પવિત્ર છે; પણ દેહ તો અપવિત્ર છે. તેને પવિત્ર મનાવનાર અવિદ્યા-મિથ્યાત્વ છે. તેને વિચારીને ટાળવાની છે, નહીં તો ફરી દેહ ધારણ કરવો પડે. બેય પદાર્થ જુદા છે. એક તો જાણે અને એક ન જાણે, એમ તદ્દન જુદા છે. તેમાંથી ન જાણે તેને પોતાનું માની જીવ દુઃખી થાય છે, કલ્પનાથી દુઃખી થાય છે. આત્માને અજ્ઞાનદશા છે, તે જ ભૂંડી છે. એ અજ્ઞાનદશામાં રહ્યું કેમ જાય? પરમાર્થસંબંધી જે દુઃખ છે, તે જીવને લાગતું નથી. બહારનાં દુઃખ લાગે છે. જે થવાનું છે, બાંધેલું છે તેમાં ખોટી થાય છે. જ્ઞાનીએ જે આજ્ઞા કરી હોય, તેમાં ચિત્ત રાખે તો છુટાય. એને ભૂલી બીજા વિકલ્પો કરે છે. જીવને સંસારમાં બળતરા લાગતી નથી. માત્ર દ્રષ્ટિની ભૂલ છે. હું દેહ નથી, એમ થાય તો નિરાંત થઈ જાય. જેણે આ દેહની મૂછ છોડી, તેને ઉપસર્ગ આવો કે ન આવો, બધું સરખું છે. તેને નમસ્કાર છે. જેને આત્મદ્રષ્ટિ થઈ હોય તેને પોતાનો દેહ જડ લાગે, બીજાનો દેહ પણ જડ લાગે. સાપ આવે, સિંહ આવે, તોપણ તેને આત્મા દેખાય, તેથી ભય ન લાગે. દેહ ઉપરથી મોહ છૂટે તો બસ. બંને પદાર્થ ભિન્ન છે, તેને સેળભેળ કરી નાખવાના નથી. આત્મામાં મારું-તારું કશું નથી, એ દૃયમાં કોતરી રાખવાનું છે. સમ્યક્ત્વ થાય તેને જડ-ચેતનની વચ્ચે વજની ભીંત પડે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ ચિંતવી રાખવાનું છે. મૂળ વસ્તુ ખરેખર સમજવાની છે, તે જ્ઞાની કહે છે. એ સિદ્ધાંતિક વાત છે. દેહ તે આત્મા નથી. વૈરાગ્ય નથી, તેથી ચોંટતું નથી. દેહ તે આત્મા નથી, એ કંઇ જેવી-તેવી વાત છે? દેહને જડ અને ચેતનને ચેતન જાણવાથી જ બધા સિદ્ધ થયા છે. દેહ તે આત્મા નથી. એટલું રહે તો દેહને દેખે તોય મોહ ન થાય. દેહથી છૂટી જવું સહેલું નથી, સમજણ હોય તો થાય. દેહનું માહાભ્ય લાગ્યું છે ! તે તો ઘડો છે. જાજરા જેવો ગંધાતો છે. તેને હવે આત્મા માનવો નથી. દેહનો મોહ જેમ જેમ ઓછો થશે, તેમ આત્મા ભણી વળાશે. આત્મા જેવી ઉત્તમ વસ્તુ, જે મોક્ષ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ આપે, તેને મૂકી દેહ ગંધાતો છે તેને પોતાનો માને છે ! દેહ પ્રત્યે મૂર્છા ન હોય તો જાડો, પાતળો, ગોરો, કાળો હોય તોય કંઇ ન લાગે. મમતા છૂટી તો પછી ગમે તેવો દેહ રહે તોય શું ? દેહ તો એક માથે ભાર છે. દેહથી આત્મા ભિન્ન છે. આ દેહથી હું ભિન્ન છું, એવું થયું નથી. પારકી પંચાતમાં બધા ભવ ગાળ્યા છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી, એ એક નિર્ધાર કરી મૂકવો. વ્યવહાર કરતાં એ ભૂલી ન જવાય, એવું કરવું. અમારે-તમારે-બધાને આ વાત દૃઢ કરી, હ્દયમાં કોતરી રાખવાની છે. જુદું તે જુદું જ, એમ માનવું. જ્ઞાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે, એ જ વારંવાર લક્ષમાં રાખવું. ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો છે, તેમ દેહથી આત્મા જુદો છે. એ લક્ષ જીવને રહે તો સાવ સહેલી વાત છે. ચોંટી જવું જોઇએ. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે આત્મા જુઓ, તો પ્રભુશ્રીજીને એવું ચોંટી ગયું કે ત્યારનો દિવસ અને આજની ઘડી, એમને એ છૂટયું નથી. એવું કર્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને જે કહેવું છે, તે બધું એકઠું કરીને આ કહ્યું કે દેહ તે આત્મા નથી. બધાં શાસ્ત્રોનું એ જ રહસ્ય છે. વાતો કરવાની નથી, પણ હૃદયથી એવું કરી નાખવું. (બો-૧, પૃ.૩૨૧, આંક ૭૨) દેહ પ્રત્યે મોહ કરવાથી કંઇ લાભ નથી. બધા જ્ઞાનીઓએ દેહાધ્યાસ છોડયો છે. દેહને માટે દુ:ખી થવાનું નથી. આર્તધ્યાન થાય તો પાપ બંધાય. દેહને માટે આત્માને કર્મ બંધાવી અધોગતિમાં લઇ જાય, એવું કરવાનું નથી. આત્માનું હિત થાય તેની ચિંતા કરે તો સારું છે. હવે તો આત્માને માટે જ દેહ ગાળવો છે. દેહમાં ને દેહમાં વૃત્તિ રહે તો આત્મા ભણી વૃત્તિ જાય નહીં. અનંત ભવ ગયા તોય દેહનું કામ થયું નહીં. માટે દેહની પંચાત છોડી, આત્માને માટે જ આ દેહ ગાળવો છે, એવો નિશ્ચય કરવો. શરીરમાં જ વેદના થાય અને માને કે મને થાય છે, એમ માન્યતામાં ભૂલ છે. દેહના ધર્મને પોતાનો માને છે. શરીરમાં વૃત્તિ જાય તે ખોટું છે, એમ સમજણ હોય તો થાય. વિવેકબુદ્ધિ જાગી હોય, તેનો લક્ષ રાખે તો ભેદ પડી જાય. બધાં કર્મ જવાને માટે આવે છે, પણ અજ્ઞાનને લઇને નવાં બંધાય છે. આ આત્માને અજ્ઞાન છે, તેથી અનંતકાળથી ભટકે છે. એ અજ્ઞાન ક્યારે જશે ? એની ચિંતા કરવાની છે. જેને માટે ઝૂરવું જોઇએ, તેને માટે ઝૂરતો નથી. બહારની બહાર વૃત્તિ રાખે છે. આત્માનું માહાત્મ્ય નથી, તેથી બહારની બહાર વૃત્તિ જાય છે. મરણ વખતે કોઇનો ઉપાય ચાલે એવો નથી, માટે ડરવું નહીં, શૂરવીરપણે રહેવું. પ્રાણ જાય એવો પ્રસંગ હોવા છતાં ‘થોડીક વાર જિવાય તો સારું.' એમ જેને ન થાય, એવા પુરુષ નમસ્કાર કરવા યોગ્ય છે. દેહની મૂર્છા છે, ત્યાં સુધી ભય વગેરે બધું છે. હું દેહ નથી, આત્મા છું, મરવાનો નથી એમ જેને દૃઢ થયું હોય, તેને પછી ભય શાનો મિથ્યાત્વને લઇને ડર લાગે છે. એ જ આ ભવમાં કાઢવું છે. મિથ્યાત્વ હશે ત્યાં સુધી સુખ થશે નહીં; અને સમ્યક્ત્વ હોય તો, નરકની વેદના પણ સુખરૂપ છે. કર્મ બિચારાં બકરાં છે. આત્માથી બધાય ભિન્ન છે, આ જગતને અને મારે કશું લેવા-દેવા નથી, એમ થાય તો હિંમત આવે; તો પછી નિર્ભય થઇ જાય. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૮ દેહ છે ત્યાં સુધી ભક્તિ કરવી. દેહની પાસે મોક્ષનું કામ કરાવી લેવું, પણ એના નોકર ન થવું. ‘દેહ તે આત્મા નથી.' એટલા શબ્દો સાંભળી ગાંઠે બાંધવા, જતા ન કરવા. આત્મા અને દેહ જુદો છે. આત્માને શૂરવીર કરવાનો છે. દેહમાં વૃત્તિ રાખવાથી આત્મા નોકર થઇ ગયો છે. આ દેહ ઘડા જેવો જ છે. ઘડાને જેમ ગળું હોય, તેમ દેહને પણ ગળું હોય છે. ઘડાને જોનાર જેમ ઘડાથી જુદો છે, તેમ શરીરને જાણનાર આત્મા શરીરથી જુદો છે. બે વસ્તુમાંથી દેહમાં ગૂંચાઇ ગયો છે. બંનેને એક ગણી બેઠો છે. ‘‘આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.'' એ ભૂલી ગયો છે. દેહને ગૌણ કરે તો ધર્મ પ્રગટે એવો છે. જ્ઞાનીનાં વચનોમાં તલ્લીનતા રાખે તો કામ થાય. ‘‘હું આત્મા છું, રાખવાં, હ્દયમાં કોતરી રાખવાં; પણ જીવ ભૂલી જાય છે. આ સમ્યક્ત્વ થાય. દેહ નથી'' આટલાં વચનો યાદ વચનો જેને માન્ય થાય, તેને જાણનારને માનવો છે, જોનારને જોવો છે. દેહના ફેરફારમાં રાજી ન થવું, તેમ ચિંતા પણ ન કરવી. પોતાનો દેહ જાડો છે, પાતળો છે એમ ગણવું નહીં, તેમ બીના દેહનું પણ ન ગણવું. એ તો બધા ઘડા છે. એમાં વૃત્તિ રાખવી નથી. ભૂલવણી છે, તે કાઢવા માટે જ જ્ઞાનીપુરુષે આ અમૃત વરસાવ્યું છે. ‘‘આત્મા તે દેહ નથી.’’ આટલું હૃદયમાં કોતરી રાખવું. બેય ભિન્ન પદાર્થો છે. એ ભુલાય નહીં, એવું દૃઢ કરવાનું છે. એવું દૃઢ થયું હોય તો મરણ પાસે આવે તોય કંઇ ભય ન લાગે. વારંવાર વિચારીને, દૃઢ કરીને આપણા હૃદયમાંથી ખસી ન જાય, એવું કરવું. અનંતકાળના કર્મો કપાઇ જાય, એવું આ હથિયાર જ્ઞાનીએ આપ્યું છે. ‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.'' આ જ ખાસ લક્ષ કરવા યોગ્ય છે. વારંવાર જ્ઞાનીને આ જ કહેવું છે; પણ જીવને ટકતું નથી. જ્યાં સુધી જીવને મોહ છે ત્યાં સુધી બાહ્યભાવ રહે છે. (બો-૧, પૃ.૩૧૮) E પત્રાંક ૪૪૯. જીવને કલ્યાણ કરવું હોય તો બધા કરતાં ઉત્તમ સાધન સત્સંગ છે. થોડા કાળમાં ઘણું કામ થઇ જાય. પ્રભુશ્રીજી કહેતા કે સત્સંગમાં કોટી કર્મ ખપે છે. સત્સંગમાં જગત ભૂલી જવાય છે. એમાં એકાગ્રતા થવાથી ઘણાં કર્મો નિર્જરે છે. અત્યારે આઠેય કર્મનો ઉદય છે, પણ જ્ઞાનીનાં વચનોમાં ઉપયોગ છે, તેથી કર્મ આવી ચાલ્યાં જાય છે. ચોથા કાળમાં પણ સત્સંગ દુર્લભ હતો, તે આ કાળમાં દુર્લભ હોય, એમાં નવાઇ નથી. સત્પુરુષના ચરણસમીપનો નિવાસ દુર્લભ છે. સત્પુરુષ એટલે જેણે આત્મા જાણ્યો છે; એવા જ્ઞાનીને પ્રવૃત્તિ હોય, તે પ્રવૃત્તિ નથી. જ્ઞાનીની પ્રવૃત્તિ ગરમ પાણીની પેઠે છે, પણ સ્વભાવ તો શીતળ જ છે. પ્રવૃત્તિ કરવા છતાં જ્ઞાનીને કર્મોની નિવૃત્તિ થાય છે, સમાધિ રહે છે; તેમ છતાં જ્ઞાની, નિવૃત્તિ હોય તો સારું, એમ ઇચ્છે છે. જ્ઞાનીને નિવૃત્તિ હોય તો બીજા જીવોને પણ ઉપકારક થાય. જ્યાં જેને રસ લાગ્યો હોય ત્યાં તેનું મન જાય. પરમકૃપાળુદેવને વેપાર કરવો પડતો છતાં ત્યાં બેઠાં પણ સત્સંગ, વન, ઉપવન, સદ્ગુરુનો જોગ, જે પહેલાંના ભવમાં થયેલો, તે સાંભરી આવતો; પણ જે કર્મો પોતે બાંધ્યાં છે, તે તો ભોગવવાં જ પડે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) દરેક મુમુક્ષુએ કલ્યાણમાં વિઘ્ન કરનાર શું છે? તે જાણીને દૂર કરવું. એ પહેલું કરવાનું છે. વિચારે તો મને આ નડે છે, એમ સમજાય, અને તેને કાઢવાનો ઉપાય પણ જડે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન - એ અનાદિના સામાન્ય ત્રણ દોષ છે. મળ એટલે કષાય, વિક્ષેપ એટલે મન બીજે ખેંચાય અને અજ્ઞાન એટલે પોતાનું ભાન નહીં. જ્ઞાનીનાં વચનોનો યથાર્થ વિચાર થાય તો અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન એ અંધકાર જેવું છે. જ્ઞાનદીવો આવે તો અજ્ઞાનઅંધારું દૂર થાય. અજ્ઞાનનું બળ બહુ છે. અજ્ઞાન દૂર કરવા મળ અને વિક્ષેપ પહેલાં ટાળવા પડે. તેને માટે સત્સંગ એ ઉત્તમ સાધન છે. મળ એટલે કષાય મટવા, પહેલું સાધન સરળતા. જીવ સરળસ્વભાવી હોય તો જ્ઞાનીનાં વચનો ન સમજ્યો હોય તો હું સમજ્યો, એમ ન માને. ક્રોધને દૂર કરવા ક્ષમા ગુણ હોય. ક્ષમા એટલે ખમી ખૂદવું. માન હોય તો જીવ પોતાના દોષ દેખે નહીં. માન મૂકવા વિનય કરે. લોભને દૂર કરવા આરંભ-પરિગ્રહ દૂર કરવો. જેમ જેમ ઉપાધિ ઓછી કરે, તેમ તેમ જીવને સમાધિ સુલભ થાય. ભટકતું ચિત્ત છે. તે જ્ઞાનીની ભક્તિમાં જોડાય તો બધા જગતનો ત્યાગ થાય, એથી વિક્ષેપ મટે. જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિ થઈ હોય તો જીવનું ચિત્ત જ્ઞાનીમાં રહે. દોષોને કહી, તે દૂર કરવાના ઉપાય પણ બતાવ્યા. હવે જેટલી ગરજ હોય તેટલું કામ કરે. વિયોગમાં જ્ઞાનીની દશા લક્ષમાં આવી હોય તે ચિંતવવી, એમની ચેષ્ટાઓ સંભારવી, હાથ કે આંખની ચેષ્ટાથી જ્ઞાનીએ કંઈ કહ્યું હોય તે સંભારવું. એમનાં વચનો યાદ કરી વિચારવા અથવા તો વાંચીને વિચારવાં, સમજવાં. જ્યારે પુરુષનો યોગ ન હોય અને પ્રવૃત્તિનો યોગ હોય, તે વખતે વધારે સાવચેતી રાખવી. સત્પષના વિયોગમાં બહુ સાવચેતી રાખવાની છે. જ્ઞાનીને યોગે જે સાંભળ્યું હોય, તે ભૂલી ન જવાય તેમ વર્તવું. ઘરનું, જ્ઞાતિનું કે બીજાનું કામ હોય, તેમાં મોટા થઈ આગળ ન પડવું. પ્રવર્તન કરવું પડે તો માંડમાંડ કરવું. નિવૃત્તિની ખેંચ રાખવી. અનેક ભવમાં ધર્મના વિચાર ન થયા પણ આ મનુષ્યભવ મળ્યો છે અને જ્ઞાનીનો યોગ થયો છે, તો ધર્મ કરી લેવો. આત્મા ઓળખવામાં શું નડે છે ? તે કહે છે. લોકસંજ્ઞા એટલે ઘણા લોકો જેમ કરે તેમ કરવું, ઓuસંજ્ઞામાં વિચાર નથી અને અસત્સંગે અવળા-વિપરીત વિચાર થાય. એ બધાં કારણો જીવને આત્મા ઓળખવામાં નડે છે. નકામાં છાપાં, પુરાણો વગેરેમાં કેટલો નકામો કાળ ગાળે છે ! જેમાં આત્માનું કંઈ કલ્યાણ ન હોય, એવી નિઃસત્ત્વ ક્રિયામાં ખળી રહે તો મનુષ્યભવ નકામો જતો રહે. અસત્સંગ, અસલ્ફાસ્ત્ર, અસગુરુ એથી જીવ પાછો ન વળે, એને આત્મઘાતી ન જાણે ત્યાં સુધી જીવને આત્મસ્વરૂપ ન સમજાય. જ્ઞાનીનું એક-એક વચન કલ્યાણ કરનાર છે; પણ જીવમાં બીજા સંસ્કાર પડ્યા છે, તેથી સમજાતાં નથી. બહુ સાવચેતીથી વર્તવાનું છે, તેને બદલે જીવ અભિમાનમાં તણાઈ જાય છે. આત્મસ્વરૂપની વાતો કરનાર તો ઘણા મળે; પણ જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે, તેમનાથી આત્મા જાણ્યા વિના આત્મા પ્રાપ્ત થાય નહીં. જ્યાં આત્મસ્વરૂપ પ્રગટ છે, ત્યાંથી જ પ્રાપ્ત થાય, એવો દૃઢ નિશ્રય કરવાનો છે. જગતમાં ચમત્કારવાળા હોય, તેમની પાછળ લોકો ફરે છે; પણ આત્માનું કલ્યાણ કરવું હોય તો જ્ઞાની વિના થાય નહીં. જ્ઞાનીથી જ કલ્યાણ થાય છે, માટે તેમના સત્સંગની નિરંતર Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભાવના રાખવી. પ્રવૃત્તિ કરવી પડતી હોય તો ઉદાસીનતા રાખવી. પોતાની મોટાઇને અર્થે કોઇ પ્રવૃત્તિમાં તણાઇ જવું નહીં. સત્પુરુષનો યોગ ન હોય, તે વખતે સત્સંગની ભાવના રાખવી. બધાં સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે, તેની ભાવના હંમેશાં રાખવી. સત્પુરુષનો સત્સંગ નથી, તો લો આપણે વેપાર કરીએ, એવું કરવાનું નથી; પણ મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કરવો. પ્રવૃત્તિ કરવી પડે તેમાં મોટાઇની ઇચ્છા ન રાખવી. પ્રમાદ ન કરવો. (બો-૧, પૃ.૩૨૪, આંક ૭૪) સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યાં નથી. (૪૫૪) બહુ વિચારવા જેવું છે. જ્ઞાનીનાં દર્શન એટલે શ્રદ્ધા એમ અર્થ છે. હજુ જીવને લૌકિકભાવની શ્રદ્ધા છે. જ્ઞાની તો અલૌકિકભાવની મૂર્તિ છે. આ સંસાર અસાર લાગે એવું કંઇ ચોંટે તો જ્ઞાનીનાં દર્શન કર્યાં કહેવાય. જ્ઞાનીનાં વચનો સાંભળ્યાં ક્યારે કહેવાય ? તો કે, એને કંઇક પકડી રાખ્યાં હોય ત્યારે. જો સંસાર જીવને પ્રિય હોય, મને દેવલોક મળે, પૈસા મળે, છોકરાં મળે એવી લૌકિક ઇચ્છા હોય, તો જ્ઞાનીની જીવને શ્રદ્ધા છે, એમ શાથી કહેવાય ? દેહથી ભિન્નસ્વરૂપે જ્ઞાની રહે છે. ‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.'' એવાં જ્ઞાનીનાં વચનો, તેવા થવા માટે સાંભળ્યાં હોય અને જ્ઞાનીને તેવી રીતે ઓળખ્યા હોય તો પછી જીવની દેહદૃષ્ટિ ખસે. અવિચારથી, દેખે છે અને ભૂલો પડે બે વસ્તુ છે : જડ અને ચેતન, તે બંનેને એક માને છે. જ્ઞાનીના બોધથી બંનેને લક્ષણથી જુદાં જાણી શ્રદ્ધા કરે તો જાણ્યું કહેવાય. જ્ઞાની તો પોકાર કરીને કહે છે કે પાંચ ઇન્દ્રિયો શત્રુ છે, પ્રમાદ-આળસ વૈરી છે, ક્યાયો આપણા શત્રુ છે, એવું સાંભળીને પાછો તેમાં રહ્યા કરે, તો જીવે શું સાંભળ્યું ? કેડમાં ડાંગ મારી હોય તો ચલાય નહીં, તેમ જ્ઞાનીનો બોધ જીવને લાગ્યો હોય તો પછી સંસારબળ ચાલે નહીં, માંડ-માંડ પ્રારબ્ધ પ્રમાણે ચલાય, સંસારભાવ જીવનો છૂટી જાય. પછી સંસાર વધે નહીં. જ્ઞાનીનાં વચનો જીવને લાગ્યાં હોય તો આત્માનું વેદન થાય. દેહ છૂટે પણ જ્ઞાનીનાં વચનો ન છૂટે, એવું કરવું. અપમાન કર્યું હોય તો જીવ ભૂલતો નથી; પણ જ્ઞાની કહે છે કે તું બ્રાહ્મણ નથી, વાણિયો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી - તે માનતો નથી. દેહ જોવાનો મૂકી, આત્મા ભણી દૃષ્ટિ કરે તો જ્ઞાનીને જોયા કહેવાય. દેહદૃષ્ટિ તે સંસાર છે. જ્યાં સુધી હું દેહ છું એમ લાગે, ત્યાં સુધી બીજાને પણ દેહરૂપ માને. આત્મા જુએ ત્યારે જ્ઞાની જોયા કહેવાય. પ્રભુશ્રીજી કહેતા કે ‘‘આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ.’’ જેને તરવું છે, તેણે તો આત્મા જોવા યોગ્ય છે. બૂડવું હોય તે દેહ જુએ. આપણાં અહોભાગ્ય કે આવા જ્ઞાનીનાં વચનો આપણા કાનમાં પડે છે. સરળ જીવોને પકડ થાય, તે છૂટે નહીં. એ કામ કાઢી નાખે છે. પ્રાણ જતા હોય તો ભલે, પણ જ્ઞાનીપુરુષનું કહેવું જ, મારે કરવું છે. જ્ઞાનીએ કહ્યું, તે જ કરવાનું છે. જે કંઇ વાત જ્ઞાની કહે, તે પકડી લેવી. પહેલાંના જીવોને જ્ઞાનીનું માહાત્મ્ય હતું. (બો-૧, પૃ.૩૦૯, આંક ૬૪) Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૧ જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી. (૪૦) એ વિષે જણાવવાનું કે “MID ધો” “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ'' એમ શાસ્ત્રો પોકારીને કહે છે, તો મને તેવી આજ્ઞા ક્યારે મળે ? આજ્ઞા ઉઠાવવાથી અવશ્ય કલ્યાણ થાય તેમ છે, એવું દયમાં ક્યારે નિરંતર રહ્યા કરે ? આજ્ઞા ઉઠાવાતી નથી તેટલો વખત કલ્યાણ થતું નથી એવી સ્મૃતિ રહેવાથી પણ, વૈરાગ્ય-ઉદાસીનતા અન્ય કાર્યોમાં રહેવી ઘટે, તે થાય છે કે નહીં? શાને જ્ઞાની પુરુષો આજ્ઞા કહે છે? શા અર્થે કરે છે? આજ્ઞા પ્રાપ્ત થતાં જીવને કેટલો સપુરુષનો ઉપકાર સમજાવો જોઇએ? “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દ્ધયને વિષે સ્થાપન રહો !'' એમ છ પદના પત્રમાં છે. એ આદિ ભાવોનો વિચાર જીવને કલ્યાણનું કારણ છે). (બો-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬). વાણીનું સંયમન શ્રેયરૂપ છે. (૪૭૯) મન-વચન-કાયા એ કર્મ બંધાવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન, વિશેષ કર્મ બાંધવાનું કારણ છે. વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનનો સંયમ રાખવા જેવો છે. જરૂર પડે તેટલું જ બોલવું. ઘણા લોકોને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે. જેમાં કંઈ માલ ન હોય તેવું પ્રયોજન વિના બોલ્યા કરે. વચનવર્ગણા જ્ઞાનને આવરણ કરનાર છે, માટે જરૂર પૂરતું બોલવું. હું કંઈ જાણતો નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે બોલવા માટે જીભ તો એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન બે આપ્યા છે. બોલવા કરતાં વધારે સાંભળવું. મને સમયે-સમયે અનંત કર્મ બંધાય છે, એવો ભય લાગ્યા વિના ન થાય. જેને, હું કંઈ જાણતો નથી, મારે ડહાપણ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તો અવળું થશે, એમ લાગ્યું હોય – તેને સમજાય. ડહાપણ કરવાવાળો પોતે પરિભ્રમણ કરે અને બીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું. હું જાણતો નથી, એમ રાખવું અને વધારે ન બોલતાં, જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધભગવાન બધુંય જાણે છે, છતાં બોલતા નથી. જે સમજે, તે બોલે નહીં. સમજીને સમાઈ જવું. (બો-૧, પૃ.૭, આંક ૪૮). I આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષવો, તેમ જ ઉપાસવો. (૪૯૧) કોઈ જ્ઞાનીપુરુષે બાહ્યક્રિયાનો નિષેધ કર્યો નથી. ધાર્મિકક્રિયા પુણ્યનું કારણ છે; પરંતુ પ્રથમ કરવા યોગ્ય શું છે, તે વિષે પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર લખ્યું છે, તે વિચારશો. આમાં યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરવાનો કહ્યો છે. તેનો ભાવાર્થ એવો છે કે આત્મજ્ઞાન થવાનાં નિમિત્તોને મુખ્ય કરી પ્રતિક્રમણાદિનો આગ્રહ નહીં રાખતાં, સત્સંગે થયેલી આજ્ઞા જેટલી વધારે ઉપાસાય, તેમાં વિશેષ હિત છે. પ્રતિક્રમણાદિ શ્રાવકની ક્રિયા, મુખ્યપણે પાંચમે ગુણસ્થાનકે આવેલા આત્મજ્ઞાનીને યોગ્ય છે; તે પહેલાં આત્મજ્ઞાનના લક્ષ, પુણ્યનો લક્ષ ગૌણ કરીને કરવામાં આવે તો તેમાં હરકત નથી, પરંતુ જેમાં સમજણ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ન પડે અને રૂઢક્રિયામાં ધર્મને નામે કાળ ગાળે, તે કરતાં જ્ઞાનીપુરુષનાં વચનોમાં ભક્તિભાવપૂર્વક કાળ ગાળે તો વિશેષ લાભ થવા સંભવ છે. બાર વ્રતને માટે પણ તેમ જ વિચારશો. આત્મજ્ઞાન થયા પહેલાં જે વ્રત કરાય છે, તેનો લક્ષ આત્મજ્ઞાનનો હોય તો કોઇ રીતે ઉપયોગી છે; નહીં તો મોટે ભાગે અહંકારનું કારણ થઇ પડે છે. અત્યારે તો ૫૨મકૃપાળુદેવનાં વચનોમાં વિશેષ કાળ જાય અને તે વચનોનો ગંભીરભાવે ઊંડો અભ્યાસ જ કર્તવ્ય છે. ૫૨મકૃપાળુદેવને શું કહેવું છે તે સમજી, યથાશક્તિ તેમનું હૃદય સમજી, તેમને પગલે જ ચાલવું છે, એ લક્ષ રાખવા ભલામણ છેજી. થાય, શ્રાવક કહેવડાવવા કે લોકોમાં સારું દેખાડવા કંઇ કરવું નથી, પણ વૈરાગ્ય-ઉપશમ વધે અને પોતાની પરિણતિ તરફ લક્ષ રહ્યા કરે તથા ન્યાયનીતિનું ઉલ્લંઘન ન થાય, તેવા સદાચારસહિત પ્રવર્તવું ઘટે છેજી. અંતઃકરણ નિર્મળ થયે સત્પુરુષનાં વચનની નિર્મળ વિચારણા થશે; તો શું કરવા યોગ્ય છે, તે આપોઆપ સમજાશે. (બો-૩, પૃ.૬૬૩, આંક ૭૯૩) I છ પદનો પત્ર. (૪૯૩) પ્રભુશ્રીજીને એક વખતે માંદગી આવેલી. તે વખતે એક શ્રાવકને પણ માંદગી આવી અને મરી ગયો. એ શ્રાવકની અને પ્રભુશ્રીજીની જન્મરાશિ એક હતી એટલે પ્રભુશ્રીજીએ વિચાર્યું કે મારે પણ એના જેવી માંદગી આવી છે, માટે મારું પણ મરણ થઇ જશે, વધારે જિવાશે નહીં. એમ વિચારીને પરમકૃપાળુદેવને એક પત્ર લખ્યો. તેમાં લખ્યું કે મને માંદગી આવી છે, મારાથી વધારે જિવાશે નહીં. મને આપનો જોગ મળ્યો છે અને હું સમક્તિ વગર દેહ છોડું તો ઠીક નહીં. મારો મનુષ્યભવ નકામો ન જાય, એવું કંઇક કરો. તેના ઉત્તરમાં ૫૨મકૃપાળુદેવે એ છ પદનો પત્ર લખી મોકલ્યો હતો. છ પદના પત્રમાંથી ઘણું જાણવાનું મળે છે. એ છ પદ સમ્યક્દર્શનનાં મુખ્ય નિવાસસ્થાન છે. પછી સોભાગભાઇએ પરમકૃપાળુદેવને જણાવેલું કે એ પત્ર મોઢે થવો મુશ્કેલ પડે છે, માટે ગાવાનું હોય તો ઠીક પડે; ત્યારે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્ર લખ્યું હતું. એમાં છ પદનો વિસ્તાર કરેલો છે. (બો-૧, પૃ.૫૯ આંક ૩૬) I આત્મા કર્તા છે. (૪૯૩) અત્યારે જે સુખદુ:ખ ભોગવાય છે, તે પૂર્વે કરેલાં પુણ્યપાપનું ફળ છે. તે ઉપરથી આત્મા શુભાશુભ કર્મનો કર્તા સમજાય છે. તે કર્તાપણું ત્રણ પ્રકારે ભગવાને કહ્યું છે : ઃ (૧) પરમાર્થથી એટલે નિશ્ચયનયથી કે કર્મ તરફ નજર નહીં દેતાં, આત્મા શું કરે છે ? એમ વિચારીએ તો આત્મા પોતાના સ્વભાવમાં (શુદ્ધ જ્ઞાનદર્શન - માત્ર જાણવા-દેખવાના કામમાં) પ્રવર્તે છે એમ જણાય, તેથી તે પોતાના સ્વરૂપનો કર્તા કહેવાય. એ શુદ્ધ આત્માની વાત થઇ. (૨) હવે શુદ્ધભાવે આત્મા ન વર્તે ત્યારે શુભ કે અશુભભાવે જીવ વર્તે; તેથી જેમ ચીકટા હાથ હોય તો ધૂળ કે લોટ હાથે ચોંટી જાય, તેમ શુભ-અશુભભાવ કે રાગ-દ્વેષરૂપ ભાવ થાય ત્યારે પુણ્ય કે પાપરૂપ કર્મ જીવને વળગે છે; તેથી તે જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો કર્તા કહેવાય છે. આ બીજા Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૩) પ્રકારે જીવને કર્મનો કર્તા કહ્યો તેનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે કર્યું છે કે અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય જે છે અને વિશેષ સંબંધ જેની સાથે જીવને છે એવાં કર્મનો કર્તા, જીવ વ્યવહાર અપેક્ષાએ કહેવાય છે. હવે ત્રીજા પ્રકારે પણ જીવ કર્મનો કર્તા કહેવાય છે. જેમ કે સુથારે ઘર કર્યું, રાજાએ નગર વસાવ્યું. આ કર્મ કે ક્રિયાની સાથે જીવને આઠ કર્મની પેઠે નિકટ સંબંધ નથી એટલે દૂરનો સંબંધ છે; તેથી અનુપચરિતને બદલે ઉપચારથી તે ઘર, નગર આદિનો કર્તા કહેવાય છે. આઠ કર્મની પેઠે વિશેષ સંબંધરૂપે, આ બધાં કામ અનુભવમાં આવવા યોગ્ય નથી. માટે તે વ્યવહારને ઉપચરિત કે ઉપચાર કહ્યો છે. એ શાસ્ત્રીય નામો છે; પણ કર્મનો કર્તા જીવને કહેવાય ત્યારે અનુપચરિત વ્યવહારની અપેક્ષા ગણવી; અને ઘર, નગર, રસોઈ વગેરે કામ કરનારો જીવને કહીએ ત્યારે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું છે એમ સમજવું. ટૂંકામાં, આત્મા શુદ્ધભાવનો કર્તા છે એમ કહીએ, તે પરમાર્થ અપેક્ષાએ છે; આઠ કર્મનો કર્તા જીવ છે એમ કહીએ, ત્યાં અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી કર્તાપણું કહ્યું છે; અને ઘટ, પટ, રસોઈ, ઘર, નગર વગેરે કામોનો કર્તા આત્માને કહીએ, તે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું, એમ સમજવું. આત્માને આત્માના ભાવનો કર્તા કહેવો, તે પરમાર્થરીતિ છે; અને જડ એવાં કર્મનો કર્તા આત્મા છે એમ કહેવું, તે વ્યવહાર છે. તે કર્મને આત્મા સાથે વિશેષ નિકટ સંબંધ હોવાથી તેને અનુપચરિત વ્યવહાર કહી, છેલ્લા ભેદથી જુદો વર્ણવ્યો છે અને કામધંધા વગેરેનો કર્તા આત્માને કહીએ ત્યારે તે ઉપચરિત વ્યવહાર કે ઉપચાર નામનો વ્યવહાર કહેવાય છે; કારણ કે આત્માથી કામધંધા દૂરના સંબંધવાળા છે. તેને તે ભોગવવા પડે જ એવો સંબંધ નથી. રસોઈ કરેલી પોતે ન પણ ખાય; પરંતુ કર્મ કરેલાં તો ભોગવવાં જ પડે. આવો ભેદ સમજવા યોગ્ય છે. આ વાત રૂબરૂમાં વિશેષ સમજી શકાય તેમ છે; પણ આ વારંવાર વાંચશો તો ત્રણ પ્રકારે કર્તાપણું કેવી રીતે કહ્યું છે, તે કંઈક સમજાશે. (બી-૩, પૃ.૩૭૮, આંક ૩૮૪). T જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારોને શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!! (૪૯૩) લાખો રૂપિયા ખરચીને ભક્તજનો દેરાસરની રચના કરે છે; તેના કરતાં કરોડગણી કીમતી છ પદના પત્રની રચના છે. પરમકૃપાળુદેવે યોગ્યતા દેખીને પ.પૂ. પ્રભુશ્રીજીને જ્ઞાનદાનરૂપ એ પત્ર મોકલ્યો છે. જેમ દેરાસર ઉપર સોનેરી કળશ શોભે છે તેમ છ પદના પત્રનો એ છેલ્લો ભાગ નમસ્કારરૂપે શોભે છે. સપુરુષને શા માટે નમસ્કાર કરીએ છીએ, તે વાત તેમાં જણાવી છે. સપુરુષનાં વચનો ભવસાગર તરવા માટે સફરી જહાજ છે, તે જણાવતાં કહે છે : “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી (સપુરુષની કૃપાથી સમ્યફષ્ટિ થયા પછી કેવી ભાવના આત્મા વિષે રહે છે તે કહે છે), પણ જેના વચનના વિચારયોગે (સપુરુષનાં વચનનો Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વિચાર યથાર્થ થાય તેનું ફળ કહે છે) શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે (દીવાસળીની પેટી પાસે પડી હોય અને કોઇ કહે દીવા વિના અંધારું છે, તેને કોઇ કહે કે તારી પાસે દીવાસળીની પેટી છે તે સળગાવી દીવો કર, તે સાંભળી તેને જેમ સ્મૃતિમાં આવી જાય કે હા, હવે ગભરાવાની જરૂર નથી, જરૂર દીવાસળી ઘસી કે અંધારું જતું રહેશે.) (પરમકૃપાળુદેવે પત્રાંક ૧૫૨માં લખ્યું છે કે આજે પદ કર્યું ‘‘કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું, પામશું રે.''), શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે (આત્માની જેને પ્રતીતિ થઇ તેને આત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની પણ પ્રતીતિ થાય છે. ‘‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.'' (૯૫) એમ પરમકૃપાળુદેવે સમકિતની વ્યાખ્યા કરી છે તો સમ્યક્ત્વને કેવળજ્ઞાનનો અંશ પણ કહેવાય. ‘‘વહ કેવલકો બીજ જ્ઞાની કહે.''), વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે (પૂ. સોભાગભાઇ તથા પૂ. ડુંગરશીભાઇ ઉપરના પત્રોમાં કેવળજ્ઞાનની જે ચર્ચા કરેલી છે, તે કેવળજ્ઞાન સંબંધી વિચારોનું ફળ છે. જેને જેવા થવું હોય તેનો તે વિચાર કરે છે, સમ્યદૃષ્ટિ પ્રાપ્ત કરવી છે તે તેના વિચાર કરે છે, મુનિ થવું હોય તે તેના વિચાર કરે છે અને જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે તે તેના વિચારમાં રહે છે. ‘“કોઇ બ્રહ્મરસના ભોગી, કોઇ જાણે વિરલા યોગી.'' એમ જેની મુમુક્ષુદશા વર્ધમાન થઇ સમૃતિદશા પ્રગટી અને સ્થિતપ્રજ્ઞદશા પહેલાં વિચારદશા હોય છે, તે વિચારદશામાં જેને કેવળજ્ઞાનના જ વિચાર રહ્યા કરે છે), ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે (ભાવના જેના હૃદયની બીજી નથી, માત્ર કેવળદશાની જ ભાવના રહે છે), મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે (નિશ્ર્ચયનય તે મુખ્ય નય છે, આત્માને નિર્વિકલ્પદશા તરફ દોરી જનાર અને સૃષ્ટિને સમ્યક્ કરનાર નિશ્ર્ચયનય છે, તે મુખ્ય નયનો અભ્યાસ થઇ જતાં, માત્ર આત્મા જ શુદ્ધ રીતે જેની દૃષ્ટિમાં રમ્યા કરે છે અને સર્વ અવ્યાબાધ સુખ - મોક્ષનું કારણ પણ તે જ છે એટલે કેવળજ્ઞાનની સડક જેવા નિશ્ચયનયથી કેવળજ્ઞાન વર્તે છે), તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર (સાચું આત્મજ્ઞાન, શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન), જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો (સત્પુરુષનો પ્રભાવ કેવો છે ? કેવળજ્ઞાનની નજીક, કેવળજ્ઞાનને યોગ્ય બનાવી, સમીપમાં મૂકી દે), તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! !'' (બો-૩, પૃ.૨૧૧, આંક ૨૦૯) D ‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તુ છું', એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે. (૫૦૧) પંચમહાવ્રત લે ત્યારે પ્રાણાતિપાતનો ત્યાગ કરે છે, તોપણ નદી ઊતરવાની આજ્ઞા કરી છે. પેલી બાજુ નદી અને આ બાજુ પણ નદી હોય તથા વચ્ચે ગામ હોય તો વિહાર થઇ શકે નહીં, કેમકે મુનિ કાચા પાણીને અડે નહીં; અને વિહાર ન કરે, એના એ સંગમાં રહે તો ગૃહસ્થ જેવો થઇ જાય. તેથી ભગવાને હિંસા કરતાં સંગથી વધારે હાનિ થશે, એમ જાણીને નદી ઊતરવાની આજ્ઞા આપી છે. (બો-૧, પૃ.૧૮૦) જ્ઞાનીપુરુષની આશા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. (૫૧૧) જીવ આગલા દેહમાં હતો ત્યાં તેણે સાધન કર્યાં હતાં, પણ ફરી જન્મવું ન પડે એવું સાધન કર્યું નથી. જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. દૂધ વધારે વાર પડયું રહે તો બગડી જાય અને જો મેળવણ નાખે તો દહીં થઇ જાય; તેમ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તો સવળું થાય, નહીં તો કેટલાય ભવ બગડી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જાય. આજ્ઞાએ વર્તો હોત તો ફરી જન્મવું ન પડત. એટલી કાનબૂટી ઝાલે તો જીવને થાય કે જ્ઞાનીની આજ્ઞા એ જ મારું જીવન છે. જેને જ્ઞાનીનો સંગ થયો છે, તેને પછી વધારે ભવ કરવાના રહે નહીં. આજ્ઞાએ વર્તે તો જીવને સમકિત પમાડી મોક્ષે લઇ જાય. આજ્ઞા એ સમકિતનું કારણ છે. જીવને તેનું માહાત્મ્ય નથી લાગ્યું. કંઇ નહીં, બે ભવ વધારે થશે ! એમ જીવ કરે છે. તરવાનું સાધન મળ્યું, તે પ્રાણ જતાં પણ છોડવું નહીં. (બો-૧, પૃ.૩૦૪, આંક ૫૮) n પત્રાંક ૫૩૭ આ પત્ર, બહુ વાર, વારંવાર વિચારી, બને તો મુખપાઠ કરવા યોગ્ય છેજી. તેમાં મુમુક્ષુએ શું કર્તવ્ય છે ? મૂળ ભૂલ શું છે અને તે કેમ કાઢવી ? તથા કેવા પુરુષાર્થમાં રહેવું અને શું કરે તો તે બધું કરી ચૂક્યો ગણાય, તે વિષે સરળ શબ્દોમાં, અનેક શાસ્ત્રોના સારરૂપ, આપણા જેવા બાળજીવોને મોક્ષમાર્ગની સમજ આપે, તેવો પત્ર તે છે. તે પરમપુરુષે કેટલી દયા કરી, આ બાળકને ત્રિવિધ તાપથી બળતો બચાવવા, ઠોકી-ઠોકીને મૂળ વાત જણાવી છે, તે હ્રદયમાં રહે તો વૈરાગ્ય સહજ સ્વભાવરૂપ થઇ જાય તેવો પત્ર છેજી. મહાપુરુષે માર્ગ બતાવવાનું, તેમનું કાર્ય કર્યું. આપણે તે માર્ગે ચાલવાનું કામ, હવે કરવાનું છે. તે ખરા દિલથી કરવા માંડીશું તો મોક્ષનું કામ, અત્યારે લાગે છે તેવું, ભારે નહીં લાગે; કારણ કે સત્પુરુષનો કે યોગ ન થયો હોય ત્યાં સુધી, જીવને બાહ્યદૃષ્ટિ હોવાથી, જે જે પુરુષાર્થ કરે તે સંસારનું કારણ થવાનો સંભવ છે, પણ સત્પુરુષ જેવા લિંગ ધણી કર્યા પછી તેમનાં વચનને હ્દયમાં જાગ્રત રાખી, વિષય-કષાય શત્રુઓની સામે સત્પુરુષે આપેલાં સાધનરૂપ શસ્ત્રથી લડવાનું છે. બળ તો આપણે જ કરવું પડશે, પણ તે કામ મારે જરૂર કરવું છે એવો જેનો નિશ્ચય છે, તેને સત્પુરુષને શરણે તેની આજ્ઞાએ વર્તતાં, તેનાં આપેલાં હથિયાર વાપરવાનું બળ મળી રહે છે, એ નિઃશંક વાત છે. હવે કહેવાતા મુમુક્ષુ નથી રહેવું, પણ પોતાનું નથી તે મૂકનારા, મમતા તજનારા મુમુક્ષુ થવું છે, એવો જો એક વાર દૃઢ નિશ્ચય કરી લીધો, તો સર્વ સાધન સવળાં, સત્સાધન થશેજી. વિચારવાનને પોતાનું હિત વિશેષ કેમ સધાય, તે વિચારતા રહેવાની રોજ જરૂર છેજી. (બો-૩, પૃ.૧૮૪, આંક ૧૮૮) એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. (૫૩૭) તમે પૂછ્યું, તો શું બાકી રહી જાય છે ? ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે ‘‘યમ નિયમ સંજમ આપ કિયો'' શું રહી જાય છે, તે જણાવવા જ લખ્યું છે. છેલ્લી કડી : ‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.'' આથી વિશેષ કંઇ સૂઝતું નથી. (બો-૩, પૃ.૫૯૩, આંક ૬૭૨) શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. (૬૦૨) આગમ શાસ્ત્રોના બે ભેદ છે : કાલિક અને ઉત્કાલિક. શાસ્ત્રોને માટે અમુક કાળે શાસ્ત્ર વાંચવું, એવો નિયમ છે. અમુક સમયે જે શાસ્ત્ર વાંચવાનું છે, તે બીજે કાળે વાંચે તો પાપ લાગે. Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૬) એક મુનિ અકાળે, પરોઢિયે શાસ્ત્ર ભણવા બેઠા. શાસનદેવીએ તે વાત જાણી અને તેના મનમાં થયું કે હું મુનિને ન ચેતાવું તો એવી પ્રથા પડી જશે. તેથી તે ભરવાડણનો વેશ લઈને મુનિના ઉપાશ્રય પાસે અંધારામાં છાશ લઈને વેચવા આવી, અને છાશ લો, છાશ લો.” એમ બોલે. મુનિને થયું અત્યારમાં કોણ છાશ વેંચવા આવ્યું છે? પછી તે મુનિએ બહાર આવી ભરવાડણને કહ્યું, આ અકાળ વેળાએ છાશ વેચાતી હશે? ત્યારે ભરવાડણે કહ્યું કે આ અકાળ વેળાએ શાસ્ત્ર ભણાતું હશે ? એટલે મુનિ સમજી ગયા. (બો-૧, પૃ.૧૦૧, આંક ૧૯) || નિર્ધ્વસ પરિણામ. (૨૨) જે જે પદાર્થોનો જીવે ત્યાગ કર્યો છે કે તેની મર્યાદા કરી છે, છતાં તેને ન છાજે તેવી રીતે તે જ વસ્તુઓમાં અત્યાગી જીવો જેવી આસક્તિ રહ્યા કરે તો તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ સમજ્યો નથી. વૃત્તિને રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું છતાં વૃત્તિ વ્રતની મર્યાદા ઓળંગી, અવ્રત-અવસ્થા મનથી સેવા કરે છે. પાપની વાંછા કર્યા કરે છે, તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકયો કહેવાય; તે નિર્ધ્વસ એટલે આત્મઘાતી, હિંસકપરિણામ ગણાય એવો પરમાર્થ સમજાય છે. (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) 1 જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે. (૨૨) ઉપરના વાક્યના પરમાર્થ સંબંધી પૂછયું, તે વિષે જણાવવાનું કે પરમકૃપાળુદેવના &યમાં વાત રહી છે, તે સત્ય છે. “ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો.' (૩૭) આટલું લખ્યું છે, તે કરતા રહેવાની જરૂર છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) આ વાક્યોના અનુસંધાને વિચાર કરવા વિનંતી છે. દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” જ્ઞાનીપુરુષનાં સર્વ વચનો એક આત્મા દર્શાવવા અર્થે છે તે લક્ષ રાખી, વાંચવા-વિચારવાનું થશે તો હિતકારી છે.જી. આત્માર્થે તે વચનોના અવલંબને જે પુરુષાર્થ થશે, તે સવળો થવો સંભવે છેજી. (બો-૩, પૃ.૫૮૧, આંક ૬૫૫) U જ્ઞાની પુરુષનો નિશ્વય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. (૬૪૨) આ જ્ઞાની પુરુષ સાચા મોક્ષમાર્ગના ઉપદેશનાર છે; જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય - તે જ્ઞાની પુરુષનો નિશ્રય છે; અને તે પુરુષ પ્રત્યે અર્પણભાવ થવો, તેનું કહેલું સર્વ સંમત કરવું, તેમાં કંઈ સંશય કે ભેદભાવ ન રહેવો, ગમે તે કસોટીના પ્રસંગે પણ વિષમભાવ ન ઉદ્ભવે, તેનું નામ “અંતર્ભેદ ન રહ્યો’ ગણાય; અને જ્ઞાનીના ઉદયાદિ કર્મ પ્રત્યે દ્રષ્ટિ જતાં, જો મનમાં એમ થાય કે ઉપદેશ તો સારો કરે છે પણ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ વર્તનમાં ઠેકાણું નથી, કંઇક સંસારીભાવ તેમને પણ જણાય છે એવા ભાવ ઊગવા, તે અંતર્ભેદ સમજાય છે. જ્ઞાનીના અંતરના ભાવ, જે આત્મપરિણામરૂપ હોય છે, તે લક્ષ ચુકાઇ બાહ્યવર્તનથી જીવને જે કંઇ અણગમતું દેખાય, તે અંતર્ભેદ છે, એટલે યથાર્થ ઓળખાણ ન થવા દે કે થઇ હોય તેમાં સંશય પાડે તેવાં કારણો અંતર્ભેદ સમજવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૪૪, આંક ૧૪૪) D તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો ! (૬૭૪) ભક્તિ પ્રદર્શિત કરતાં પરમકૃપાળુદેવે નમસ્કાર કર્યા છે, ત્યાં આપને પ્રશ્ન થયો કે તે ભૂમિ આદિને શા માટે નમસ્કાર કર્યા છે ? એમાં કારણ શોધવા જતાં હાથ લાગતું નથી; પણ ભક્તિમાન હૃદય, તે તે નિમિત્તે ઉલ્લાસ જરૂર પામે છે, રોમાંચ પણ થઇ આવે છે. ‘મરતું ઊંટ મારવાડ ભણી જુએ છે.' એમ કહેવત છે, તેમ પ્રેમના સંસ્કારોથી તે તે દિશાઓ પણ પ્રિય લાગે છે. પરમકૃપાળુદેવનો પત્ર આવે ત્યારે પ.પૂ. પ્રભુશ્રીજી નમસ્કાર કરીને તેને ફોડતા, માથે ચઢાવતા. એ બધાં ઉપકારવૃત્તિનાં બાહ્યચિહ્નો છે. ‘‘સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.'' પરમકૃપાળુદેવે છેક છેલ્લી વખતે વવાણિયા છોડયું તે વખતે, તે ઘરને, તે ડેલીને, માતુશ્રી, પિતાશ્રી તથા મિત્રોને નમસ્કાર વારંવાર કરેલા; છેવટે જતાં ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઇને તેમના મિત્રે પૂછયું કે કદી નહીં અને આજે કેમ આમ વર્તે છો ? તો કહ્યું કે આગળ ઉપર સમજાશે. તે ભાઇ હજી કહે છે કે હવે સમજાયું કે ફરી તે વવાણિયા આવનાર નહોતા. જે જે નિમિત્તો ઉપકારભૂત થયાં હોય કે થઇ શકવા સંભવ હોય, તેના પ્રત્યે બહુમાનપણું, જે અંતરમાં ઊંડું રહ્યું છે, તે જ તેવી બાહ્ય ચેષ્ટાઓ કરાવે છે. તીર્થંકરોનાં પંચકલ્યાણક સ્થાનો કે તેનાં વર્ણનો પણ ઉલ્લાસનું કારણ થાય છે. એ પ્રેમદશા જેણે અંશે પણ અનુભવી નથી, તેને બુદ્ધિથી તેનો ખ્યાલ આવવો અશક્ય છે. ‘‘પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ,, આ ભાવ હાલ તો વારંવાર વિચારી, હૃદયગત કરવાના છેજી. (બો-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) E પત્રાંક ૬૯૨. પૂ. શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવના ગણધરતુલ્ય હતા; તેમના સાળાને અંત વખતે ઉપયોગી થયેલો એ પત્ર છે. આ પત્ર મુખપાઠ થાય તો કર્તવ્ય છે, નહીં તો વારંવાર વાંચવો. સમાધિમરણ અર્થે શું ભાવના કરવી ? સત્પુરુષના આશ્રયનું કેટલું માહાત્મ્ય છે ? તથા મુમુક્ષુઓમાંથી કોઇની હાજરી હોય તો જીવના ભાવ સદ્ગુરુશરણે રહી શકે વગેરે સમજી, તેવી ભાવના કરતા રહેવાથી, તે જ હિત આખરે પણ સમજાય અને યથાશક્તિ તે પ્રમાણે પ્રવર્તાય. પરમકૃપાળુદેવનો આધા૨ આ ભવમાં મળ્યો છે, તે જીવનું મહદ્ ભાગ્ય છે. (બો-૩, પૃ.૫૯૧, આંક ૬૭૦) Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૮) 0 મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. (૭૧૦) મન, વચન અને કાયા - એ ત્રણે યોગ મંદ થતાં-થતાં, ક્રમે-ક્રમે આત્મામાં સ્થિર થવાય, તે ચારિત્ર છે. જ્યારે સંપૂર્ણ સ્થિર થવાય ત્યારે મોક્ષ થાય છે. શ્રેણીમાં મનોયોગમાં ઉપયોગ હોય છે. કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનોનું જીવને અવલંબન છે. બાહ્મચારિત્રની વાત નથી. આત્મામાં સ્થિર થવું તે ચારિત્ર છે. બાહ્યચારિત્ર તો અનંતવાર જીવને આવ્યું છે. (બો-૧, પૃ.૨૩, આંક ૧૭૨) જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. (૭૧૮-૧) એમાં પ્રથમ જણાવ્યું કે અનંતકાળથી જીવ અનંત દુઃખ વેઠતો આવ્યો છે; તેમાંના આ ભવની વાત જ જીવ વિચારે કે ગર્ભમાં કેટલા બધાં દુઃખ વેઠયાં, પણ પરવશતા અને બેભાનપણું હોવાથી તે ભૂલી પણ ગયો. બાળપણામાં પણ બોલતાં-ચાલતાં, ખાતાં-પીતાં આવડતું નહોતું, માખી પણ ઉડાડી શકે નહીં તેવી પરાધીનદશામાં જીવે ઘણું સહન કર્યું છે. પછી કંઈ સમજ આવી તોપણ અવિચારદશામાં કુટાતા-પિટાતાં કંઈક ભણીને, કામ શીખીને અહંકાર પોષ્યો. મારું-તારું, વિષય-કષાય અને અજ્ઞાનદશાના ભય, શોક, કલ્પનાના તરંગોમાં તણાતાં પૂર્વપુણ્યના ઉદયે સદગુરુનો યોગ, તેની આજ્ઞા, સમાગમ, સેવાનો યોગ બનતાં, જીવની ભાવના કંઈક પલટાઈ, ત્યારે આ ભવની સંકુચિત દ્રષ્ટિ છૂટી ભવોભવનાં દુઃખ અને ભવિષ્યમાં મોક્ષ નહીં થાય ત્યાં સુધીના પરિભ્રમણનો વિચાર જાગ્યો અને સદ્ગુરુની આજ્ઞા સિવાય બીજો કોઈ તરવાનો ઉપાય નથી એમ લાગ્યું, ત્યારે તે આરાધવા ભણી જીવને ગરજ જાગી; પણ પૂર્વે અભ્યાસી મૂકેલી સંજ્ઞાઓ, હજી જીવને હેરાન કરે છે. તેના તરફ કટાક્ષદ્રષ્ટિ રાખી, તેને દુશ્મન જાણી, આ શરીરને પણ ઝેર, ઝેર, ઝેર જેવું ગણી તેવાં બીજાં કેદખાનામાં ન પડવું પડે, તે અર્થે ‘આત્મભાવના કર્તવ્ય છેજી. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) આ અભ્યાસ વારંવાર કરવા પરમકૃપાળુદેવની શિખામણ છે, તે લક્ષમાં રહ્યા કરે તેમ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૫૮૩, આંક ૬૬૦). વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોષ્ઠ. (૭૧૮-૨) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર લખવું કેમ પડયું? તે, આ ગાળામાં જણાવ્યું છે. આ દુષમ કળિકાળનું સ્વરૂપ જ્ઞાની જ સમજે છે, તેમને પણ પરાણે તરવા દે, તેવો આ કાળ છે. તેમાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે, અજ્ઞાની જીવોએ આવરી નાખ્યો છે, લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. કલ્યાણ કરવાની ઇચ્છાવાળા સંસ્કારી જીવોને પણ અનેક વિઘ્નો નાખી, માયામાં તાણી જવા માટે, સર્વ સામગ્રી આ કળિકાળે એકઠી કરી રાખી છે. તેમાં નથી મૂંઝાયા, એવા તો કોઈક સપુરુષ કે તેના આશ્રિતો જ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ જેમ શ્રી નેમિનાથ ભગવાને, પશુઓ મારવા માટે વાડામાં પૂરેલાં જોઇ, દયા આવવાથી, છોડી મુકાવ્યાં હતાં; તેથી વિશેષ કરુણા આ કાળનું સ્વરૂપ જોઈ, પરમકૃપાળુદેવના દ્ધયમાં ફુરી છે. કોઇ ક્રિયાજડ થઇ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઇ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.” આમ તેમનું સ્ક્રય રડી ઊઠયું. તેના ફળરૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્પષ્ટ માર્ગ – જે લોપ થઈ ગયો હતો, તે પ્રગટ કર્યો છે. (બી-૩, પૃ.૨૬૫, આંક ૨૬૦). નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૭૧૮-૩૨) કષાયની ઉપશાંતતા ન હોય; અને અંતરવૈરાગ્ય નહીં એટલે બહારથી વૈરાગ્યનો ડોળ કરે પણ અંતરથી વૈરાગ્યભાવ ન હોય, બીજાને દેખાડવા માટે ડોળ કરે. સરળપણું ન હોય, માયા કરે; મધ્યસ્થભાવ એટલે આગ્રહરહિતપણું ન હોય. તે દુર્ભાગ્ય છે. મધ્યસ્થતા આવવી બહુ અઘરી છે. આગ્રહ હોય તેથી જ્ઞાનીનું કહેવું મનાય નહીં. જ્ઞાની કહે ત્યારે એમ વિચાર કરે કે એમાં મારો ધર્મ તો આવ્યો નહીં. હું કંઈ જાણતો નથી, એમ થવું બહુ મુશ્કેલ છે. “હું સમજું છું, હું જાણું છું.” એમ કરે છે; પણ “જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખદુઃખ આવ્યું જીવન, હર્ષશોક નવિ થાય.' (બો-૧, પૃ.૧૫૦, આંક ૨૩) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૭૧૮-૩૮) જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કે તેના કારણરૂપ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થારૂપ લક્ષણો કહ્યાં છે, તેના સારરૂપ આ ગાથા છે. તે વિષે પરમકૃપાળુદેવે પત્રાંક ૧૩૫ લખેલો છે. તે વારંવાર વાંચી, બને તો મુખપાઠ કરી, તેની ભાવના કર્તવ્ય છેજી. ઘણી વાર વાંચીએ છીએ, સમજીએ છીએ, સમજવા પુરુષાર્થ કરીએ છીએ; છતાં તેમાં કહ્યું હોય તેમ નહીં કરીએ ત્યાં સુધી, જેમ દવા ખાધા વિના ગુણ કરે નહીં, તેમ જ્યાં સુધી કષાયાદિ ઓછા નહીં કરીએ, મોક્ષ સિવાયની બીજી ઇચ્છાઓ ઓછી નહીં કરીએ તથા ભવભ્રમણનાં કારણો નહીં ટાળીએ અને એ રીતે પરમકૃપાળુનાં પરમ ઉપકારી વચનોમાં આસ્થા રાખી, આ જીવને કર્મક્લેશથી બચાવવાની દયા નહીં રાખીએ, ત્યાં સુધી આપણે જાણેલું, ભણેલું કે સમજેલું શા કામનું? માટે હવે તો બને તેટલી શાંતિ યમાં વસતી જાય; દિન-દિન તેમાં વૃદ્ધિ થતી જાય; મોક્ષ માટે ખરા જિગરથી ઝૂરણા જાગે; સંસારની મોહજાળથી મૂંઝાઈ જીવ કંટાળતો જાય; લાખો રૂપિયા કમાય તોપણ સંતોષ ન થાય, પણ કરવા યોગ્ય છે તે પડયું રહે છે તે દયમાં સાલતું રહે, ખટક્યા કરે; અને પરમકૃપાળુએ અનંત દયા કરી, આ જીવને મંત્રસ્મરણાદિ નિરંતર સ્મૃતિમાં રાખવા યોગ્ય આજ્ઞા કરી છે, તેનું ક્ષણ પણ વિસ્મરણ ન થાય તેવી જાગૃતિ રહ્યા કરે; તેમાં જ તલ્લીનતા વધતી Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦) જાય અને આ પ્રકારે પોતે પોતાનો મિત્ર બની, તેને અનંત પરિભ્રમણથી બચાવનાર, ખરો દયાનો માર્ગ બતાવનાર, દોરનાર બને તેવો કંઈ ને કંઈ પુરુષાર્થ કર્યા વિના દિવસ ન જાય, તેમ કરતા રહેવું ઘટે છેજી. ૫.ઉ.૫.૫. પ્રભુશ્રીજી વારંવાર પોકાર કરીને કહેતા : “યોગ્યતા લાવો, યોગ્યતા લાવો; તારી વારે વાર, થઇ જા તૈયાર; શું કરવા આવ્યો છે અને શું કરે છે ?'' એ વચનો સંભારતા રહી, મોહનિદ્રામાંથી હવે તો જાગી જવું ઘટે છેજી. પોતે જ કરવું પડશે. સંસારના પ્રપંચમાં તેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે સત્સંગની ભાવના નિરંતર રાખી, બને તેટલો સત્સંગ સેવાયા કરશે તો જરૂર જીવ પોતાનું હિત કરવા પ્રેરાશે. કોઈને માટે ક્યાં કરવું છે? ખરો સ્વાર્થ જ એ છે, પણ મોહ આડે તે ખબર પડતી નથી અને આવા ભયંકર કાળમાં તો વહેલું ચેતી લેવા જેવું છે. કાળની કોને ખબર છે? લીધો કે લેશે એમ થઇ રહ્યું છે તો હવે પ્રમાદ કરવાથી શું વળવાનું છે? જેનાથી જેટલું બને તેટલું, આ ભવમાં કરી છૂટવા જેવું છેજી. ફરી-ફરી આવો અવસર આવવો દુર્લભ છે; માટે લીધો તે લહાવ, બળતામાંથી જેટલું કાઢી લીધું તેટલું તો બચ્યું એમ ગણી, એક ક્ષણ પણ પ્રમાદ કર્તવ્ય નથીજી. વિશેષ શું લખવું? આપે પૂછયું તેનો પરમાર્થ જ્ઞાનીગમ્ય છે, પણ આપણાથી બને તેટલી યોગ્યતા, તેને શરણે વધારીશું તો તેનો ઉકેલ હૃદયમાં આપોઆપ થયા વિના નહીં રહે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં.'' એમ પોતે કહેલું છેજી. તે હવે કરી લેવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૪૮૮, આંક પ૨૨). કર્તા ઈશ્વર કોઈ નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. (૭૧૮-૭૭) જગતનો અથવા જીવોનાં કર્મનો, ઇશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે, તે ઈશ્વર છે; અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઇએ; માટે ઇશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં. જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ, તો ત્યાં ઈશ્વરનું ઇશ્વરપણું જ રહેતું નથી, કેમ કે પર ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઇશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિન કર્તા થાય તો-તો સંસારની પ્રાપ્તિ થાય છે; તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિરૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બંનેને જો ચૈતન્યસ્વભાવ માનીએ તો બંને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઇશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત જણાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઇશ્વર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઇએ, અને ઇશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઇએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઇએ; અને ઇશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો-તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞ આદિ ગુણનો સંભવ કયાંથી થાય ? .... એ આદિ અનેક પ્રકારથી ઇશ્વરને તેને સ્વરૂપે માનતાં તેનું ઇશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. ટૂંકામાં આ વાત જણાવી છે. તેથી વિશેષ, વિચાર કે સત્સમાગમ વિના, સમજાવી મુશ્કેલ છેજી. અંગ્રેજીમાં કહેવાય છે : Perfection of humanity is divinity, એટલે જીવનો શિવ થાય છે. આ વાત તમે પણ કોઇ અંશે માનતા હશો. પૂર્ણપદની પ્રાપ્તિ અર્થે જ સર્વ ધર્માત્મા પ્રયત્ન કરે છે. અત્યારે આપણામાં અપૂર્ણતાઓ પ્રગટ જણાય છે, તે સર્વાશે દૂર કરવાનો સર્વ ધર્મનો ધ્યેય છે. તેવું પદ પૂર્વે શ્રી રામ, શ્રી મહાવીર આદિ અનેક મહાત્માઓ પામ્યા છે અને સદ્ગુરુકૃપાથી આપણે પણ પામી શકીએ તેમ છે. જે જે તે પરમપદ પામ્યા છે, તે સર્વ ઇશ્વરસ્વરૂપ છે એમ માનવાયોગ્ય છે; પણ જગતની રચના કરે તે ઈશ્વર, એવી વ્યાખ્યા કરતાં ઉપર જણાવેલા અને તેવા અનેક દોષોનો સ્વીકાર કરવારૂપ વિરોધો જણાય છેજી. ઇશ્વર સંબંધી મહાત્મા ગાંધીજીએ પરમકૃપાળુદેવને પ્રશ્નો કરેલા છે; તે પ્રશ્નો અને ઉત્તરો, પત્રાંક પ૩૦માં છપાયેલા છે. તે વાંચવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૯૦, આંક ૨૮૦). D રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય, એમાં સંશય નથી. (૭૩૬) તો તે જ્ઞાન શું કામ કરતું હશે? એમ વિચાર આવે કે તે અવિષમ ઉપયોગને ટકાવી રાખતું હશે અથવા પરમ સુખસ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સર્વકાળને માટે પામ્યા (એવા) તે ભગવંતના પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ રાખતું હશે. તો તે લક્ષ આપણે રાખવા યોગ્ય છે કે કેમ ? જે પરમપુરુષનો, આપણને કોઈ મહા પ્રબળ પુણ્યને યોગે કે ધર્માદાની ડૂબકીની પેઠે, અચાનક યોગ થઈ ગયો છે, તેમની અપૂર્વ શાંતિપ્રેરક મુખમુદ્રાનાં પ્રત્યક્ષ દર્શન થયાં છે, હૃયને આલાદ તથા પરમ ઉત્સાહ આપનાર અમૃત સમાન બોધધારાનું, જેમની નિષ્કારણ કરુણાથી, આ નિષ્ફશ્યક જીવને શ્રવણ થયું છે, જેમની શીતળ છાયામાં આ જીવે ત્રિવિધ તાપથી બળતાં અનુપમ શાંતિ અનુભવી છે, વિશ્રાંતિ લીધી છે, તે પરમ ઉપકારી પ્રગટ પ્રભાવશાળી પ.પૂ. પ્રભુશ્રીજીની અનંત ઉપકારી અંતરશાંતિને વારંવાર દયમાં વસાવીને, આ ત્રિવિધ તાપથી બળતા જીવને બચાવવારૂપ સ્વદયા કરવાનો આટલો, આ આથમતા દિવસ જેવા અલ્પકાળમાં, લાભ લઈ લેવા જેવો છે, કે પરિગ્રહરૂપ પાપમાં ને પાપમાં પોતાને રગદોળતા આવ્યા છીએ, અનંતકાળથી તેના પ્રત્યે શત્રુતા, ક્રૂરતા વર્તાવતા આવ્યા છીએ તેમ જ વર્તતા રહી, અંત સમય સુધી અસમાધિના જ કારણો સેવતા રહેવાનું ધાર્યું છે ? આવો આત્મહિત કરવાનો અવસર ફરી-ફરી પ્રાપ્ત થતો રહેશે, એવી કંઈ નિરાંત અંતરમાં વળી છે ? કે મોહનિદ્રાના ઘેનમાં જ ઠગાતા આવ્યા છીએ તેમ, આંખો મીંચી ઠગાયા જ કરીએ છીએ ? કેવો વ્યાપાર ચાલે છે તે પ્રત્યે, ઊંડા વિચારે દ્રષ્ટિ દેવા ભલામણ છેજી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મારે-તમારે અતિ-અતિ જાગૃતિપૂર્વક આ અમૂલ્ય અવસરનો સદુપયોગ થાય તેમ કરવાની, અતિ-અતિ આવશ્યકતા છેજી. પરમપુરુષની આજ્ઞાનું અલ્પ પણ ઉઠાવવું બનશે તો જરૂર તે આ જીવને અંત વખતે અને પરભવમાં, બહુ કામ આવશેજી. (બો-૩, પૃ.૩૭૨, આંક ૩૭૭) શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. (૭૩૮-૧૦) મુનિપણું, સમ્યક્ત્વસહિત પ્રાપ્ત થયા પછી ઘણા પરિષહો વેઠી, સુખ અને દુઃખમાં સમભાવ રાખી શકે છે, તેવા મહાત્મા ઉપરની ભાવના કરે છે કે શત્રુ દુઃખ આપવા તૈયાર થાય અને મિત્ર અનુકૂળતાઓની સામગ્રી આપે, પણ બંને કર્મને આધીન છે. જેને છૂટવું છે, તે કોઇ પ્રત્યે રાગ કે દ્વેષની વૃત્તિ ન ઊઠે તેમ સમભાવે જ્ઞાતા-દૃષ્ટા રહી અસંગ-અલિપ્ત રહે છે; તેમાં જે આત્મશાંતિ આવે છે, તેવી શાંતિ શાતાના પ્રસંગમાં હોતી નથી. આમ જેણે સમભાવ એટલો બધો કેળવ્યો છે કે ‘‘તું છો મોક્ષસ્વરૂપ’’ એવું આત્મસિદ્ધિજીમાં કહ્યું છે, તે તેમને અનુભવમાં વર્તે છે, તેથી બીજું મોક્ષનું સ્થળ વગેરે તે ઇચ્છતા નથી; કારણ કે તે મોક્ષની મૂર્તિરૂપ બનેલા છે. ભવ એટલે જન્મવાનું હોય તોપણ, તે દેહમાં વધારે આયુષ્ય હોય અને રહેવાનું હોય તોપણ, તે તેમને બાધ કરી શકે તેમ નથી. પોતાની પાસે જે સુખ છે, તે જેણે પ્રગટ કર્યું છે, તેને આત્માથી બીજી વસ્તુ ઉત્તમ લાગતી નથી. ‘‘આત્માથી સૌ હીન.'' જન્મવાનું હોય તોપણ તેમને સમકિત લઇને પરભવ જવાનું હોવાથી, આત્માની ઓળખાણ ભુલાઇ જાય તેમ નથી. તેવા મહાપુરુષને આત્મા જ સર્વસ્વ છે, અને તે જ અનંત સુખનું ધામ છે. ઇચ્છાથી કોઇ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, તેથી તે કંઇ ઇચ્છતા નથી; કર્મ દૂર ક૨વાનો પુરુષાર્થ નિરંતર કર્યા કરે છે, તેને કંઇ ઇચ્છયા વિના જ, મોક્ષ તેમની પાસે આવ્યા કરે છે. આ વાત વિશેષ, એકાંતમાં વિચારશો તો બહુ આનંદ આવશે અને સત્ય છે, એમ લાગશે. ખરી રીતે દેહ છે । જ ભવ છે, અશરીરી છે તે સિદ્ધ છે. ‘‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત’' એવી દશા જેને પ્રાપ્ત થઇ છે, તેને ‘‘દેહ છતાં નિર્વાણ’' છે. દેહસહિતદશા અને દેહરહિતદશા જેને સરખી થઇ ગઇ છે, સર્વ પ્રકારના વિકલ્પોનો અભાવ થઇ નિર્વિકલ્પદશામાં સદાય રહે છે, તેને શાતા-અશાતા, સંસાર-મોક્ષ, સદેહદશા કે વિદેહદશામાં કંઇ ભેદ જણાતો નથી, એટલે તે વિકલ્પનું કારણ બનતા નથી. બધી અવસ્થામાં તેને અનંત સુખનો અનુભવ વર્ત્યા કરે છે. ‘ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.'' શરૂઆતની અવસ્થામાં જ્યાં સુધી સંસારના સુખની ઇચ્છાઓ જીવને આકર્ષે છે, ત્યાં સુધી તે પ્રત્યે વૃત્તિ જતી રોકી, મોક્ષની ભાવના કર્તવ્ય છે. ‘‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.' "" પરંતુ જ્યારે પોતાને કે પરને અર્થે, કંઇ પણ વિકલ્પો ઊઠે નહીં, તેવી નિર્વિકલ્પદશા પ્રાપ્ત થાય છે, ત્યારે ‘‘મુક્તિ સંસાર બિહુ સમ ગણે.’' એ ભાવ રહ્યા કરે છે. (બો-૩, પૃ.૬૯૭, આંક ૮૩૭) Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૭૩ U જ્ઞાનનું ફળ વિરતિ છે. (૭૪૯) “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦'' ઉપરની કડીમાં જે જ્ઞાન કહ્યું છે, તે દુર્લભ છે. પુસ્તકો વાંચી ભણી લેવાં, સંસ્કૃત ભણવું, પુસ્તકો લખવાં કે મુખપાઠ કરી લેવું, તેને જ્ઞાની પુરુષો જ્ઞાન કહેતા નથી. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.'' એવું આત્મજ્ઞાન જેને પ્રગટે છે, તેને પાંચ ઇન્દ્રિયો અને મન વશ વર્તે, એવો પ્રત્યાહાર નામનો ગુણ પ્રગટે છે. “વિષય વિકારે ન ઇન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે.” આત્મજ્ઞાનનું ફળ સંયમ અથવા વિરતિ છે. વિરતિ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષય - રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ - તેમાં જે રતિ-પ્રીતિ હતી, તે ટળી ગઈ. તે સારા લાગતા નથી. ઉપરથી સુંદર દેખાતા કિંપાકવૃક્ષના ઝેરી ફળ જેવા ઇન્દ્રિયના વિષયો લાગે છે તથા મનને બાહ્ય પદાર્થોમાં જે મોહ હતો, તે આત્માનું માહાભ્ય સમજાતાં ““સકળ જગત તે એંઠવતું, અથવા સ્વપ્ન સમાન” કે “આત્માથી સૌ હીન' લાગે છે; તેથી સંસારના વિચાર અસાર લાગે, તેથી મન ત્યાંથી પાછું ફરી મહાત્મા પુરુષ, તેનાં વચન, તેની આજ્ઞા અને આત્મદશા વધારવાના વિચારો કરવાને દોડે છે અથવા તો પરમાત્મસ્વરૂપમાં લીન થાય છે. માટે બીજેથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકાઈ, એક આત્મહિતમાં વર્તે અને આખરે શાંત થાય, તેનું નામ વિરતિ છેજી. સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.” વિરામ પામવું, શાંત થવું તે વિરતિ છે. જાણ્યા વિના તેમ બનતું નથી. માટે પ્રથમ આત્મજ્ઞાન કરવું અને પછી તે સ્વરૂપમાં ક્રમે-કમે લીન થવું, તેનું નામ વિરતિ છે. સંસારથી વિરામ પામી મોક્ષ થતાં સુધી તેનો ક્રમ છે. (બો-૩, પૃ.૫૦૨, આંક ૫૪૦). D “જલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસી કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાને, બીઠસૌ બખત માર્ન, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.”(૭૮૧) જગતના ભોગવિલાસને (મોજશોખને) મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને (ચોવીસે કલાક નિર્વિઘ્નપણે ભક્તિ કરવાની અનુકૂળતા ન હોવાથી, ઘર-કુટુંબમાં વસવું તેને) ભાલા સમાન દુ:ખદાયી) જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે (આત્માનો ઉદ્ધાર કરવા મનુષ્યભવ મળ્યો છે, તે કુટુંબનાં કાર્યોમાં જેટલો અલેખે જાય છે તેટલું મરણ પાસે આવતું ગણે છે), લોકમાં લાજ (આબરૂ) વધારવાની ઈચ્છાને સુખની લાળ સમાન (તજવા જેવી) જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી (લીંટ, નાકમાં સંઘરવા કોઈ ન ઇચ્છે તેમ કીર્તિની ઇચ્છા તજવા જેવી) જાણે Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪). છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન (નહીં ઈચ્છવા યોગ્ય) જાણે છે, એવી જેની રીતિ હોય, તેને બનારસીદાસ વંદના કરે છે.'' આ પત્ર સ્ટીમરમાં અને તે પહેલાં તથા પછી, વારંવાર વિચારી, મહાપુરુષની દશા ગૃહસ્થાવસ્થામાં પણ કેવી હોય છે ? તે આપણને પ્રાપ્ત થાઓ. પરમકૃપાળુદેવની તેવી જ દશા હતી, માટે આપણે તેમને પરમાત્મા માની, પૂજીએ છીએ, તેમને પગલે-પગલે ચાલી આપણે પણ તેમના જેવા થવું છે, એવી મહત્ત્વાકાંક્ષા પોષતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૭૮૮, આંક ૧005) કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મૂંઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. (૮૦૮). એમ પરમકૃપાળુદેવે લખ્યું છે કારણ કે જીવને બાહ્ય વસ્તુઓની પરાધીનતા મટી નથી, ત્યાં સુધી સંયમમાં ઇશ્કેલી વસ્તુ મળે નહીં, અને ઈચ્છા ટળે નહીં એવી અવસ્થામાં સદ્ગુનો બોધ જીવને પ્રાપ્ત ન થતો હોય તો ઝેર પીવાથી મૂંઝવણ થાય, તેવી મૂંઝવણ જીવને સંયમમાં પણ થાય છે. શ્રી કુંદકુંદાચાર્યું પણ કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોશો. સમજણ સાચી થયા પહેલાંનો ત્યાગ, અને તે દિગંબર દીક્ષાનો ત્યાગ, જીવને ઝેર જેવો લાગે છે. કળિકાળ વિષે પરમકૃપાળુદેવે ઘણા પત્રોમાં જણાવ્યું છે કે જીવને પરમાર્થની જિજ્ઞાસા ઘટી ગઈ છે. તેથી સપુરુષનું ઓળખાણ પડવું પણ દુર્લભ થઈ પડયું છે અને તે યોગ વિના જીવને સાચું સુખ કદી પ્રાપ્ત થાય તેમ નથી, તેથી જે જે સુખો જીવ પ્રાપ્ત કરે છે તે ઝેરરૂપ પરિણમે છે. જ્યાં શ્રદ્ધા કરે છે, સુખ શોધે છે, તે સર્વ નિરાશામાં પરિણમે છે. સાચો આધાર પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી જીવને અમૃત સમાન મીઠું લાગતું હોય તોપણ તે રાગની વૃદ્ધિ કરાવી, કડવું ફળ ઉત્પન્ન કરાવનાર હોવાથી, સર્વ ઝેરરૂપ જ છે. (બી-૩, પૃ.૬૮૩, આંક ૮૨૧). I પત્રાંક ૮૪૩. આ પત્રમાં સર્વ શાસ્ત્રનો સાર છે. સાચું શરણ અને કરવા યોગ્ય સમજણ (દહાદિ સંબંધી હર્ષ-વિષાદ દૂર કરવાની) તથા અસંગ, અવિનાશી આત્મામાં વૃત્તિ, પરમપુરુષને શરણે દૃઢ કરવાનો ઉત્તમ ઉપદેશ છેજી. વેદનાદિ કારણે વૃત્તિ મંદ પડે, ચલાયમાન થાય તો પરમપુરુષનાં અદ્ભુત ચરિત્રમાં (શ્રી ગજસુકુમાર, શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આદિનાં ચરિત્રમાં), એકતાનતામાં વૃત્તિ જોડી, વૃત્તિને અપ્રમત્ત કરવાની શિખામણ આપી છે, તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજ. એ જ કલ્યાણકારી છે. જેટલી આત્મામાં શક્તિ હોય, તેટલી બધી શક્તિથી સાચા પુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અદ્ભુત દશાનું ચિંતન કરવું, તેની વિદેહદશાની ભાવના કરવી અને તેના પરમ ઉપકારમાં લીન થવું. તેના અભેદ, સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન કર્તવ્ય છે અને તેનું સાધન કેવળજ્ઞાનસ્વરૂપ એવું સહજાત્મસ્વરૂપનું ચિંતન, તન્મયતા, તેની સાધના યથાશક્તિ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૭૧, આંક ૯૮૪) Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫ જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ગૈલોક. જીવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઇ રહી, કામ ક્રોધ તે કેદી લોક. જીવ્યું છે ખાતાં પીતાં બોલતાં નિત્ય, છે નિરંજન નિરાકાર. જીવ્યું છે જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. જીવ્યું છે. જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર. જીવ્યું છે તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઇયે નવ થાય. જીવ્યું છે રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બહ્મઆનંદ હદે ન સમાય. જીવ્યું ૦ (૮૬) જે ચરમશરીરી, મોક્ષગામી જીવ હોય તેની દશા, મનહર નામના સંન્યાસીએ લખી છે. મનહરપદનો અર્થ ટૂંકામાં લખ્યો છે. જેને મરણનો ભય મટી ગયો, તેને યમ કે કાળ શું કરી શકે ? જગતમાંથી જેને કંઈ જોઈતું નથી, તેને ત્રણે લોક મૃગજળ જેવાં દેખાવ પૂરતાં જ છે. આખા જગતને ચૂસી ખાનારી રાક્ષસી જેવી આશા, તેને તૃતુલ્ય દાસી જેવી થઇ ગઇ છે. કામ-ક્રોધ જેને વશ થઈ ગયા છે, તેથી કેદમાં પુરાયા જેવા છે, તેને પજવતા નથી. નિરંજન, નિરાકાર, શુદ્ધ આત્મા ખાતાં, પીતાં, બોલતાં જેને ભૂલાતો નથી, પ્રગટ અનુભવમાં આવ્યા કરે છે એવા જ્ઞાની પુરુષનું ઓળખાણ પડવું પણ દુર્લભ છે; માત્ર ઉત્તમ સંતજનો, જે મોક્ષગામી હોય છે, તે તેમને ઓળખીને આરાધી શકે છે. તેવા પુરુષો જગતને પવિત્ર કરવા, ઉદ્ધાર કરવા અવતર્યા છે, તેમને જ ધન્યવાદ ઘટે છે. બીજા જીવોએ તો તેમની માતાને નવ માસ સુધી ભારે મારી છે એટલું જ, નથી તે તરતા કે કોઈને તારતા; એવા પુરુષને અંતરાય કરનાર કર્મ કોઈ રહ્યું નથી, ચૌદ રાજલોકને તે જ્ઞાન દ્વારા જાણી રહ્યા છે. અનંત રિદ્ધિ-સિદ્ધિઓ તેમને પ્રગટી છે પણ તે તેમને આનંદ આપતી નથી. માત્ર આત્માનો પરમાનંદ સ્વભાવ, તે જ તેમના દ્ધયમાં રમી રહ્યો છે; એટલું જ નહીં, પણ તે આનંદ, શબ્દો દ્વારા દયમાં ઊભરાઈને બહાર આવે છે, તે આ જગતના જીવોને કલ્યાણરૂપ, મોક્ષમાર્ગમાં સહાયક બને છે. ભલે વેદાંતપદ્ધતિએ તેમણે પરમપુરુષના ગુણ ગાયા છે, પણ તે આપ્તપુરુષના જ વખાણ છે, તેથી પરમકૃપાળુદેવે તેને ભક્તજનોને ઉપકારી જાણી, તે વિચારવા લખ્યું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાનીપુરુષને ઓળખનાર સંતોની તેમાં સ્તુતિ છે. તે આપણા દ્ધયમાં વસે તો આપણો આત્મા ઉન્નત થાય, જગતનાં તુચ્છ સુખોથી ઉદાસ બને અને વૈરાગ્યસહ આત્માની વિભૂતિમાં લીન થાય, તેવું પદ છેજી. આપનાથી મુખપાઠ થાય તો કર્તવ્ય છે, વિચારવા યોગ્ય છે અને પરમકૃપાળુદેવની જ તે સ્તુતિ છે, એમ લક્ષ રાખવા યોગ્ય છેજી. આત્માનો લક્ષ ચુકાય નહીં, એ જ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૬૩, આંક ૯૬૪). ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. (૫૪) મોહાધીન જીવ સંસારના પદાર્થોને પોતાની કલ્પનાથી સાચા માનીને, તેમાં એકાકાર થઈ જઈ, ફરી નવો સંસાર વધારે છે; પરંતુ જો અંતવૃત્તિ થઈ જાય તો સંસારનો ક્ષય થતાં વાર ન લાગે. સંસાર તો Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૭) જેમ છે તેમ જ રહેવાનો છે, પણ પોતે સમજી ગયો તો મુક્ત થતાં વાર ન લાગે. બીજ વગર થયેલા વૃક્ષની માફક, ફક્ત કલ્પનાથી સંસાર ઉત્પન્ન થાય છે. અહંભાવ મટે તો પછી આત્મા પ્રાપ્ત થાય. અહંભાવ મટયા પછી જીવને સંસાર છૂટી જાય છે. પોતાને સમજણ આવી ગઇ તો પછી સંસારના પદાર્થો કલ્પના માત્ર જ લાગે. કલ્પનાથી જ સંસાર-પરંપરા ચાલ્યા કરે છે. (બો-૧, પૃ.૧૨, આંક ૧૫) આવ્યું બહુ સમદેશમાં, છાયા જાઈ સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ. (૯૫૪) માથા પર સૂર્ય સીધી લીટીએ ઊંચે તપતો હોય ત્યારે પૃથ્વી, માથું અને પગ એક સમદિશામાં, સમદેશમાં આવે છે, ત્યારે છાયા (શરીરનો પડછાયો) પગમાં પેસી જાય છે, સમાઈ જાય છે; તેમ આત્મા, પરમાત્મા અને સદ્ગુરુકૃપાની એકતા કે સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રની એકતારૂપ સમભાવ કે સ્વભાવમાં પ્રવેશ થાય, ત્યારે મનનું સ્વરૂપ, જે સંકલ્પ-વિકલ્પ કરવાનું તે, દૂર થઈ જાય છે, અથવા સંકલ્પ-વિકલ્પો સમાઈ જાય અને નિર્વિકલ્પ - પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજસ્વરૂપે પ્રકાશે. આવી અનંતકૃપા કરી, જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે એક દોહરામાં, સાગરને ગાગરમાં સમાવે તેમ, પરમ રહસ્ય - મોક્ષનું સાક્ષાત્ કારણ, ચૌદપૂર્વના સારરૂપ પોતાના છેલ્લા કાવ્યમાં, દેરાસર ઉપર પૂર્ણ કળશ ચઢાવે તેમ, પરમ મંગળરૂપ સર્વોપરી ઉપદેશ તેમાં સંક્ષેપ કહ્યો છે. જહાં કલપના - જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના - જલપના, તબ વસ્તુ તિન પાઈ.” (બો-૩, પૃ.૧૪૩, આંક ૧૬૬) | | આત્મા આ હશે? તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મોહનીય.” “આત્મા આ છે' એવો નિશ્ચયભાવ તે “સમ્યકત્વ.” (ઉપદેશછાયા પૃ.૭૦૯). તેમાં શો ફેર છે? તેના ઉત્તરમાં જણાવવાનું કે કોઈ તમારું ઘર બાવરમાં ક્યાં છે, તે શોધતો શોધતો બીચરલી મહોલ્લામાં આવે અને તમારા ઘર આગળ આવી, આ જુગરાજભાઈનું ઘર હશે ? એમ અનુમાન કરે પણ નિર્ણય ન થાય કે આ જ છે, ત્યાં સુધી તે તમારા ઘરમાં પ્રવેશ કરે નહીં અથવા તેને નિરાંત વળે નહીં, પણ શોધ્યા કરે; તેમ આત્મા વિષે વાંચી, વિચારી તેનાં લક્ષણો ઉપરથી, આ આત્મા હશે એવું લાગે પણ કોઈ સંતના યોગ વિના તેને, આ જ આત્મા છે એવો નિર્ણય ન થાય, ત્યાં સુધી સમકિતમોહનીય અસ્થિર પરિણામ કરાવે છે; અને જ્યારે સદ્ગુરુ યોગે આ જ આત્મા છે એમ દૃઢ થાય, તો તેને આત્મસ્થિરતાનું કારણ થાય છે. માટે જ્યાં સુધી ચંચળ વૃત્તિ રહ્યા કરે છે અને પ્રતીતિ નિર્ણયાત્મક નથી બની, ત્યાં સુધી યોગ્ય જીવને પણ સપુરુષના યોગે આત્મપ્રતીતિ દ્રઢ કરવી ઘટે છે, એમ કહેવાનો આશય સમજાય છેજી, સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી.” (૧૨૮) એમ પણ પોતે જણાવ્યું છેજી. (બી-૩, પૃ.૫૩૨, આંક ૫૮૧) Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭) કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં. (વ્યાખ્યાનસાર ૧-૧૨૬) કેવળજ્ઞાન એટલે એકલું જ્ઞાન. મોહ નહીં. રાગ-દ્વેષ વગરનું જ્ઞાન. આત્માની વિચારણા પરમકૃપાળુદેવે કેવી કરી છે ! વિચારતાં-વિચારતાં એમણે સહજસ્વરૂપ શોધી કાઢયું. સહજસ્વરૂપમાં કશો વિકલ્પ ન આવે, એવી ચમત્કૃતિ છે. ઉપાધિમાં પણ એમણે સમાધિ ભોગવી છે. (બો-૧, પૃ. ૨૨૧, આંક ૧૧૦) હે જીવ! ક્યા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. (હાથનોંધ ૧-૧૨) જીવનું પરિભ્રમણ તૃષ્ણા, લોભ-કષાયને લઇને છે. જેને તૃષ્ણા વધારે તેના ભવ વધારે, એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. ઇચ્છા એ લોભનો પર્યાય છે. લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. લોભ પાપનો બાપ કહેવાય છે. ધર્મ પામવામાં પણ, દાનાદિથી જેનો લોભ મંદ પડયો હોય, તે યોગ્ય ગણાય છે. જીવની સમજણ વિપરીત થવામાં, લોભ-કષાય મુખ્ય કારણ છે. અગિયારમે ગુણસ્થાને મહામુનિને પાડનાર મોહ, લોભનું રૂપ લે છે. જીવ શાતાનો ભિખારી છે. આત્માના સસુખનું ભાન નથી થતું અને દેહાધ્યાસ ટકી રહે છે, તેમાં પણ મુખ્ય કારણ પૌલિક સુખનો લોભ છે. બાહ્ય સુખની ઇચ્છાઓ જાય, આ લોકની અલ્પ પણ ઇચ્છા ન રહે તો તીવ્ર-મુમુક્ષુતા સદગુરુયોગે પ્રગટે અને મોક્ષ થાય. જીવની મોટામાં મોટી ભૂલ કે મોટામાં મોટો દોષ તીવ્ર-મુમુક્ષતા કે મુમુક્ષતા નથી, તે છે; અને તેને મોટો આધાર, ગ્રહણ કરવાની ઇચ્છા, એ છે. તે વિપરીત બુદ્ધિ કે વિપર્યાસ પણ કહેવાય છે. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે, તે વિપર્યાયબુદ્ધિ ટળે છે. એટલો લક્ષ રાખી, વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા હાલ પુરુષાર્થ કર્તવ્ય છે. તેમાં નિષ્કામબુદ્ધિ, કે બીજી ઇચ્છાઓનો ત્યાગ કરી “માત્ર મોક્ષ અભિલાષ'' પોષાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજ. (બી-૩, પૃ. ૫૯૦, આંક ૬૬૯) હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. (હાથનોંધ ૧-૧૪) આસ્રવ એટલે કર્મ આવે તેવા ભાવ અથવા તેવાં બાહ્ય નિમિત્તો. કર્મ આવે તેવા ભાવ થાય તો-તો જરૂર જ્ઞાની કે અજ્ઞાનીને કર્મ આવે જ, એવો સિદ્ધાંત છે; પણ નિમિત્તો પૂર્વકર્મના યોગે, કર્મ બંધાય તેવાં મળી આવે તોપણ, જ્ઞાની પુરુષો જાગ્રત રહેતા હોવાથી, તે નિમિત્તોમાં તદાકાર નહીં થતાં, મનને પલટાવી સમભાવ કે શુભભાવમાં લઈ જાય છે. તેથી શુભાશુભ કર્મનો કે અશુભ કર્મનો આસ્રવ થતો રોકાય છે, તેવી દશાને પરિસવા અથવા સંવર કહેવાય છે. નવાં કર્મ ન બંધાય તેવા ભાવ થાય ત્યારે, પહેલાં બાંધેલાં કર્મ ઉદયમાં આવી નિર્જરી જાય છે. આ પ્રકારે જ્ઞાની પાસે એવી યુક્તિ છે કે તેના બળે તે બંધન થાય તેવા પ્રસંગોમાં પણ, બંધન છૂટે અને નવો બંધ ન પડે, તેવા ભાવમાં રહી શકે છે. બંધન થવાનું કારણ દ્રષ્ટિની ભૂલ છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.' (પુષ્પમાળા-૩૫) આમ ઝેરવાળી દ્રષ્ટિ, કષાય અને Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮ ) અજ્ઞાનદશાની દ્રષ્ટિ બંધન કરાવનાર છે, તે ભૂલ છે. આત્મદ્રષ્ટિ થાય તો દેહાદિક પર્યાય તરફ જોવાની ભૂલ, રાગ-દ્વેષ-અજ્ઞાનની ભૂલ ટળે. જેને સત્સાધન સ્મરણમંત્ર વગેરેની આજ્ઞા મળી છે, તે જો પરમગુરુની દશામાં વૃત્તિ રાખી, વૈરાગ્યદશા વધારે તો તે પણ અનાદિ પર્યાયવૃષ્ટિ ઘટાડી, સ્મરણ આદિ સાધનમાં રહેવાથી અશુભ ભાવ થવા ન દે અને પોતાના દોષ જોવાની ટેવ પાડી, તેથી બચવા સરુની અદ્ભુત દશાની સ્મૃતિમાં રહે તો આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થવાનો યોગ બની આવે; દૃષ્ટિની ભૂલ છે, તે ભૂલ ગયે તે આમ્રવના નિમિત્તોમાં ન લેપાય અને સંવરમાં વૃત્તિ પ્રેરાય. તેથી નિર્જરા થાય એવી દશા (ગત = ગતિ) પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવનું જીવન જાણ્યું હોય, તેને પ્રત્યક્ષ સમજાય એવું છે કે ભારે ઉપાધિનાં કામ તેમને કરવાં પડતાં. માંડ વખત પત્રવ્યવહારનો પણ બચતો. તેવાં આસ્રવનાં નિમિત્તોમાં તેમણે આત્મઆરાધના સાધી, તે આસ્રવમાં સંવરનો જ્વલંત દાખલો છે. માત્ર દેહવ્રુષ્ટિની ભૂલ ટાળી, તેમણે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી, તેથી આમ્રવમાં સંવર તેમને થતો. પર્યાયવૃષ્ટિ ટાળી દ્રવ્યવૃષ્ટિ જેને પ્રાપ્ત થાય છે, તેને આમ્રવના સ્થાનમાં સંવર, નિર્જરા થાય છે. એ બંને લીટીનો ટૂંકો અર્થ છેજી. જેમ બને તેમ જ્ઞાની પુરુષ, પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ રાખી, બને તેટલો ભક્તિભાવ, સ્મરણ, વાંચન, વિચાર, ભાવના કર્યા કરવી. સાચને આશ્રયે વર્તનાર, સાચની પ્રાપ્તિના માર્ગમાં વર્તે છે જી. (બો-૩, પૃ.૬૭૯, આંક ૮૧૬) | મોહદયા. (હાથનોંધ ૨-૧૯) પૂજ્યશ્રી : મોહ પોષાય અને કહે કે આ છોકરાં છે, તે બિચારાંને કમાઈ આપું, નહીં તો તેઓનું શું થશે? એવી દયા, તે મોહદયા છે. બૈરાં-છોકરાંને માટે કરવું પડે છે, તે મોહદયા છે. મારી સાથે પેટલાદમાં એક છોકરો ભણતો હતો. હું અહીં આશ્રમમાં રહ્યો; પછી એક વાર તે મને મળવા આવ્યો, ત્યારે તેણે કહ્યું કે તમે ત્યાગ કર્યો અને મેં ત્યાગ ન કર્યો, તો શું? મારે કંઈ સાથે આવવાનું નથી અને તમારે પણ આવવાનું નથી. એમ મોહદયા છેતરે છે. વ્રતનિયમ લીધાં હોય, તો તે મોહદયાથી ઢીલાં પડી જાય. (બો-૧, પૃ.૧૪૭, આંક ૨૦) Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૭૯ ૧૭૯) વિભાગ-૬ અન્ય વિવેચન | | અમિતગતિઆચાર્યશ્રત સામાયિક પાઠ: જેનું સ્વરૂપ સમજાય છે, સજ્ઞાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્માની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો દયમાં. ૧૩ દેહને જ પોતાનું સ્વરૂપ માનનાર બહિરાત્માને ઉદેશીને, તેને પરમાત્મસ્વરૂપનું ભાન થવા શ્રી આચાર્ય પ્રાર્થનારૂપે કહે છે કે જે સ્વરૂપ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શનની પ્રાપ્તિથી (યોગ = પ્રાપ્ત થવાથી) સમજાય છે, તે આત્મસ્વરૂપ અનંત સુખરૂપ (આનંદના ભંડારરૂપ) છે, તથા તને અત્યારે જે જે પ્રસંગે, જે જે નિમિત્તોમાં વિકારભાવ થાય છે, તેવા પ્રસંગે અથવા કોઈ પણ નિમિત્તે જેના આત્મામાં વિકાર થાય તેવાં કર્મ રહ્યાં નથી, પરંતુ અચળ, સ્થિરરૂપ, અસંગ પરમાત્મા છે. જ્યારે મન અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ તદ્દન રોકાઈ જાય ત્યારે જે જ્ઞાતા, દ્રષ્ટા, નિર્વિકાર આત્મા શુદ્ધસ્વરૂપે સમજાય છે, તે પરમાત્માના નામથી (સંજ્ઞાથી) ઓળખાય છે. તેને સ્વર્ગના દેવો પણ પરમ દેવ માની પૂજે છે. તે પ્રેમમૂર્તિ, પ્રિયતમ સિદ્ધભગવાન મારા હૃયમાં સદાય વસજો એવી વિનંતી છેજી. હું માગતો નહિ કોઈ આસન, દર્ભ પથ્થર કાષ્ઠનું, મુજ આત્મના નિર્વાણ કાજે, યોગ્ય આસન આત્મનું આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિણ જો, અમૂલ્ય આસન થાય છે, શુભ સાધવા સમાધિ તો. ૨૨ અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' દાભનું આસન પાથરી, કોઈ ઊભા-ઊભા કે કોઇ પદ્માસન વાળી ધ્યાન-સમાધિ લગાવે છે, પણ શ્રી આચાર્ય કહે છે કે દાભના, પથ્થરના કે પાટ વગેરે લાકડાના આસનની મારી માગણી નથી. મોક્ષની જેને ઇચ્છા છે તેણે તો, આત્માને આત્મામાં સ્થિર કરવારૂપ આસન લેવું પડશે. જે જે પદાર્થો ઇન્દ્રિયોથી જણાય તેમાં રાગ, દ્વેષ અને મોહ નહીં કરવાથી, મન સ્થિર થાય છે. તે જ ખરું આસન છે. “રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ, કર્મ ન બંધાય તેમ રહેવાય તે ખરું આસન કે ધ્યાન છે અને તે મોક્ષનું કારણ છે. કષાય = ક્રોધ, માન, માયા, લોભ. જ્ઞાનમય વિશુદ્ધ આત્મ સ્વ-આત્મથી જોવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, અનુભવ આ થાય છે; નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, અખંડ સુખને સાધવા તું, આત્મથી જો આત્મમાં. ૨૫ દેવતા ચીપિયા વડે પકડાય છે તેમ આત્મા આત્માથી (જ્ઞાનથી) ગ્રહણ થાય છે. ઇન્દ્રિયો કે મન વડે તેનો અનુભવ થતો નથી. દેહાદિ પદાર્થોથી ભિન્ન આત્મા સદ્દગુરુના બોધે સમજી, અંતર્મુખવૃત્તિના અભ્યાસરૂપ યોગે એટલે અંતરાત્મા થઈ પરમાત્માની ભાવના કે તેમાં તલ્લીનતા, સ્થિરતારૂપ Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૮) યોગથી મહાત્માઓ પરમાત્મપદ પામે છે. પરભાવથી છૂટી સ્વભાવમાં સ્થિર થતાં અખંડ સુખ સધાય છે. આ આત્મ મારો એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે; વિશ્વની સહુ વસ્તુનો નિજ કર્મ ઉભવ થાય છે, નિજ કર્મથી વળી વસ્તુનો, વિનાશ વિનિમય થાય છે. ૨૬ આ કડીનું સંસ્કૃત ઉપરથી ગુજરાતી કરતાં ક્લિષ્ટતા થઈ ગઈ છે. મૂળ ગાથામાં એમ ભાવ છે કે મારો આત્મા નિર્મળ, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ છે; બીજા બધા ભાવો બાહ્ય છે, અનિત્ય છે, કર્મથી થયેલા વિભાવભાવ છે, સ્વભાવરૂપ નથી. ગુજરાતી કરનાર ગુંચાઈ ગયો છે તેથી લખે છે કે મારો આત્મા એક છે, નિત્ય છે, નિર્મળ સ્વભાવી છે. કર્મથી – મોહનીય આદિ કર્મના વિકલ્પોથી સંસાર ઊભો થાય છે, અને કર્મથી – પુણ્યપાપથી સારીખોટી વસ્તુઓ મળે છે અને નાશ પામે છે; પણ પહેલાં જણાવેલ અર્થ સરળ અને શુદ્ધ છે. શાંત ચિત્તે વાંચશો તો ચારે કડીઓ, ઉપર જણાવેલ અર્થની મદદથી સમજાશે, કંઈક અંતવૃત્તિ કરવાના ભાવ થશે; બીજી કડાકૂટમાંથી મન પાછું પડશે. કરવાનું એક જ છે : જગતનું વિસ્મરણ કરવું અને સના ચરણમાં ચિત્ત રાખવું. પરમકૃપાળુદેવ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેનાં વચનના આશયરૂપ આત્મા પ્રત્યે પરમ પ્રેમ જાગે, એવી વૃત્તિ રાખતા રહેવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૩૯૩, આંક ૪૦૧) | આઠ વૃષ્ટિની સઝાયઃ આ કાવ્ય જૂની ગુજરાતીમાં છે. તેમાં આઠે યોગનું ટૂંકામાં વર્ણન કર્યું છે અને મોક્ષે જનારને કેવા-કેવા ગુણો અને કેવી ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન છે. તે ઉપરથી, આપણે કેટલામાં છીએ, તેનું પણ માપ નીકળે તેવું છે. તાવ માપવાનું થરમૉમિટર જેમ કેટલો તાવ છે તે જણાવે છે, તેમ છૂટવાની ભાવના કેટલે અંશે જાગી છે, તેનું તેમાં માપ નીકળે તેવું છે. સંસ્કૃતમાં શ્રી હરિભદ્રસૂરીએ યોગદ્ગષ્ટિસમુચ્ચય ગ્રંથ લખી, પોતે તેની ટીકા કરેલી છે. તેનો સાર એ નાના આત્મસિદ્ધિ જેવડા કાવ્યમાં છે. (બી-૩, પૃ.૪૩૦, આંક ૪૪૩) D આઠ દૃષ્ટિની સઝાય (ચોથી દ્રષ્ટિ, ગાથા ૩): ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહિ ધર્મ; પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દૃષ્ટિનો મર્મ. આ કળિકાળમાં ધર્મપરીક્ષામાં પાસ થનારા થોડા નીકળે છે. નિયમ થોડા લેવા પણ શૂરવીરપણે પાળવામાં આત્મહિત છે. એક ભીલને જ્ઞાની પુરુષે કાગડાનું માંસ ન ખાવાનો નિયમ આપેલો. અંત વખતે તેના ઓળખીતાઓએ દવા કરવાનો આગ્રહ કર્યો પણ તેણે માન્યું નહીં. દેહ છોડી તે દેવ થયો. તે દેવભવ પૂરો થયે, રાજગૃહી નગરીમાં રાજપુત્ર થયો. ત્યાં શિકાર કરવા એક દિવસ ગયો; ત્યાં અનાથીમુનિ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧) ઘર્મના (પુણ્યના) પ્રભાવે મળ્યા. તેમના ઉપદેશથી તેને આત્મજ્ઞાન થયું. ઘણા રાજાઓનો તે ઉપરી થયો. શ્રી મહાવીર ભગવાન તેની રાજધાનીમાં પધાર્યા; તેને ક્ષાયિક દર્શન પ્રાપ્ત થયું. તીર્થકર નામકર્મ બાંધ્યું, જેના પ્રભાવે એક ભવ કરી તે તીર્થકર બની, ઘણા જીવોને તારી, પોતે મોક્ષ જશે. આ એક ધાર્મિક ચરિત્ર શ્રી શ્રેણિક મહારાજાનું કહ્યું. હવે તમારા પ્રશ્નનો ઉત્તર લખું છું : છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળO'' આમાં જણાવ્યા પ્રમાણે દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. ગમે તેટલી દવાઓ ખાવા છતાં ડોક્ટરને પોતાને જ મરવું પડે છે, તો બીજાને તે ક્યાંથી બચાવી શકશે ? દેહ છોડી એક વાર જરૂર જવું છે. તે દેહ રાખવા કરેલાં પાપ સાથે આવશે, પણ દેહ સાથે નહીં આવે. ભક્તિ કરનારને એટલી શ્રદ્ધા હોવી જોઇએ કે પાપ કરી પછી ભક્તિ કરવાની ઇચ્છા કરવા કરતાં, પાપ જ ન કરવું એ સારું છે. પાપ કરી પછી પૈસા કમાઈ દાન કરવું તેના કરતાં દાન ન થાય તો ભલે, પણ પાપ તો ન જ કરવું, એ બુદ્ધિમાં બેસે તેવું છે. હાથ ખરડીને પછી ધોવો, તેના કરતાં બગાડવો જ નહીં, તે સારું છેને? પીપા ભગતે કહ્યું છે કે : “પીપા, પાપ ન કીજિયે, તો પુણ્ય કિયા વાર હજાર.'' ડોક્ટરો દેહને અર્થે સલાહ આપે છે કારણ કે દેહ એ જ પોતાનું સ્વરૂપ, તે માને છે. તમે આત્માનો ઉદ્ધાર થાય તે માટે નિયમ લીધો છે, તેથી દેહને અર્થે આત્માનું અહિત ન થાય તેમ વર્તવું ઘટે છે. ઘણા ભવ દેહને અર્થે આત્મા ગાવ્યો છે, હવે આટલો ભવ જો આત્માને અર્થે ગળાશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. પૂર્વે પાપ કર્યું છે તેના ફળરૂપ માંદગી આવે છે. તે ટાળવા ફરી પાપવાળી દવા કરે તો ફરી માંદગીને નોતરવા જેવો ધંધો થાય છે, તે વિચાર કરી જોશો તો યથાર્થ લાગશે. પાપવાળી દવાથી મટવાની ગેરંટી કોઈ આપી શકે નહીં, પણ પાપ થાય તે તો ચોક્કસ છે, દવામાં પણ પાપ તે પાપ જ છે. માટે જે વસ્તુનો ત્યાગ કર્યો છે, પરમકૃપાળુદેવની સાક્ષીએ જીવતાપર્યત જે જે વસ્તુઓ ત્યાગી છે તે દવા માટે તો શું, સ્વપ્નમાં પણ તેનો ઉપયોગ કરવાનો ખ્યાલ ન કરવો, એ સાચા શૂરવીરનું લક્ષણ છે. ઘણી દવાઓ ખાનારા ઘણા માંદા જોઇએ છીએ, એટલે દવાઓથી જ મટતું જ હોય તો દવાખાના અને ડોક્ટરો વધે તેમ રોગ વધવા ન જોઈએ પણ નાબૂદ થવા જોઈએ, તેને બદલે વધારે-વધારે રોગોનો પ્રચાર થતો દેખાય છે, તે પાપનું પરિણામ છે એમ સમજી, બને તેટલું સહન કરતાં શીખવું. મન દ્રઢ ન હોય તો નિર્દોષ દવાઓ અજમાવી જોવી, પણ પ્રત્યક્ષ પાપ જણાય છતાં દેહને અર્થે આત્માને ગરદન મારવા જેવું તો ન જ કરવું. અજાણતાં કોઇ દવા કે ટીકડીમાં તેવું અભક્ષ્ય આવી જાય તેને માટે લાચારી છે, પણ જાણીજોઇને તેવી ટીકડી કે શીશીઓ પણ, વાપરવી ઘટતી નથી. લીધેલા નિયમ કોઈ કારણે તોડવા નથી, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છે, એ જ ટૂંકમાં ઉત્તર છેજી. એક તો પાપી ચીજોમાં થતું પાપ લાગે અને પરમાત્માની સાક્ષીએ લીધેલું વ્રત કે આજ્ઞા ન પળે કે ભંગ થાય એ બીજું પાપ સાથે લાગે છે, અને તે મોટો અધર્મ છે. માટે મથાળે કડી લખી છે તે વિચારી, પ્રાણ જાય તોપણ આજ્ઞારૂપ ધર્મનો ભંગ ન થાય, તેમ મુમુક્ષુ, વિચારવાન જીવ તો વર્તે. (બી-૩, પૃ.૬૮૭, આંક ૮૨૬) Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨ આઠ વૃષ્ટિની સજઝાય (પાંચમી વૃષ્ટિ, ગાથા ૩) : બાળ ધૂલિ ઘર લીલા સરખી, ભવચેષ્ટા ઇહાં ભાસે રે; રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે. આ સંસારનાં અગત્યનાં ગણાતાં કામો - વ્યવહાર, કુટુંબ, ધન, સગાંનાં મોં રાખવા, દેહની સંભાળ કે દેવલોકનાં સુખ અને આજીવિકા આદિની ચિંતાઓ – બધાં કામ નાનાં બાળકોની રમત જેવાં જ્ઞાનીને લાગે છે; નિરર્થક સમજાય છે. આત્મહિત સિવાય કોઈ કામ અગત્યનું લાગતું નથી. આત્માની મહત્તા એટલી બધી છે કે જે જે ચમત્કારો કે વૈભવો, જગતમાં ગણાય છે તે આત્મવિભૂતિ આગળ તુચ્છ છે. જે જે કંઈ મહત્ત્વનું ગણાય છે, તે આત્મસ્વરૂપની પૂર્ણતામાં આવી જાય છે. એવું કંઈ બાકી રહેતું નથી કે જેના વિના જ્ઞાની સુખી થઈ ન શકે. આવું અપૂર્વપદ પરમકૃપાળુદેવની કૃપાથી, તેની આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત થઈ શકે તેમ છે, તો તેનો ઉપકાર રાતદિવસ સંભારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૩૮૦, આંક ૩૮૬) આપે “અષ્ટ મહા સિદ્ધિ' સંબંધી પુછાવ્યું; પત્રમાં તેના વર્ણનથી સ્વ-પરહિતનું કારણ નહીં જણાવાથી ઉત્તર લખ્યો નહોતો. હેય વસ્તુ કરતાં ઉપાદેય તરફ વધારે લક્ષ દેવા યોગ્ય છે. રિદ્ધિસિદ્ધિ તરફ મહાપુરુષોએ પૂંઠ દીધી છે; તે નહીં સમજાય તોય હાનિ નથી, સમજાયે લાભ નથી એમ જાણીને જ પત્ર લખ્યો નથી. (બો-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૨) આઠ દૃષ્ટિની સજઝાય (પાંચમી વૃષ્ટિ, ગાથા પ-૬): શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ ઇહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે. પાંચમી વૃષ્ટિ ક્ષાયિક સમકિત વિષેની છે. પુણ્યયોગે પ્રાપ્ત થયેલાં દેવલોકનાં વિષય-સુખો પણ ક્ષાયિક સમકિતીને ઈષ્ટ નહીં પણ અનિષ્ટ લાગે છે. કોના જેવાં? શીતળ ચંદન, જેનું (ધસેલા ચંદનનું) ટીપું ઊકળતા તેલમાં પડવું હોય તો તે તેલ ઠંડું થઈ જાય, તેવા ચંદનના વૃક્ષનાં ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટે છે, તે આખા ચંદનના વનને પણ બાળી નાખે છે; તેમ સમ્યકુદ્રષ્ટિ ક્ષાયિકદશા પામ્યો તો તે ગમે તેવાં પુણ્ય પણ, આત્મા સંબંધીના અનેક વિચારો અને અનુભવદશાને વિપ્ન કરનાર ગણી, બળતરા સમાન તે સુખને દુઃખરૂપ ગણે છે. જેને સુખદુઃખ, સમાન - કર્મનાં ફળરૂપ સ્પષ્ટ સમજાયાં છે, તેની દશા આ કડીમાં વર્ણવી છે. અંશે હોય ઇહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે. એ ગુણ રાજતણો ન વિસારું, સંભારું દિનરાત રે. અંશે અવિનાશી પદ એટલે સિદ્ધપદ જેને પ્રાપ્ત થયું છે; પુદ્ગલની જાળ પુણ્ય-પાપ બંનેને ગણે છે; તેનાં ફળ જે સુખદુઃખ તે પણ પુદ્ગલરૂપ-કલ્પનારૂપ માની, તેનો તમાસો જોનાર દૃષ્ટારૂપ તે રહે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૮૩) ચિદાનંદઘન એટલે ચૈતન્યનો પરમાનંદરૂપ સ્વભાવ; તેના સુયશ = પ્રશંસાનો; વિલાસી = અનુભવ કરનાર; ક્ષાયિક સમ્યકુદ્રષ્ટિજીવ જગતનાં સુખનો ઇચ્છક કેમ હોય? આ બધાનું કારણ શું? એ ગુણ = ઉપકાર પરમકૃપાળુ પરમપુરુષનો છે, તે કેમ વીસરી શકે? રાતદિવસ સંભારવા યોગ્ય પરમપુરુષની નિષ્કારણ કરુણા છે. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો.' (૪૯૩) પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.'' (બી-૩, પૃ.૬૦૬, આંક ૬૯૯) 1 શ્રી આનંદઘનજીકૃત ચોવીસી, શાંતિનાથ ભગવાનનું સ્તવન શાંતિસ્વરૂપ કિમ જાણીએ, કહો મન કિમ પરખાય રે? એવો પ્રશ્ન થયો, એ ક્ષયોપશમ લબ્ધિ છે. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે, તે તેમ અવિતથ્થ સદ્દહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. એનું ભાન થાય, અર્થાત આ શુદ્ધભાવ છે અને આ અશુદ્ધભાવ છે એવો ભેદ થાય, તે બીજી , વિશુદ્ધિલબ્ધિ છે. આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. સદ્ગુરુનો યોગ થાય અને દેશના પ્રાપ્ત થાય એ દેશનાલબ્ધિ અને વિશેષ સમજાય એ પ્રાયોગ્યલબ્ધિ છે; અને પછી કરણલબ્ધિ આવે ત્યારે સમકિત થાય. તે પ્રાપ્ત કરવા માટે : દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ઘરે મુક્તિ નિદાન રે. એટલે કુસંગ તજી સત્સંગ કરવો. દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ રહે છે, તેને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે. ચારિત્રમોહ દૂર કરવા “જોગ સામર્થ્ય” એટલે વીર્ય સ્ફરે, તેથી ચારિત્રમોહ દૂર થાય. જોગ સામર્થ્ય' એ મુક્તિનું કારણ છે. પછી આગળ દશા વધે છે ત્યારે સમભાવ આવે છે, ત્યારે મોક્ષ અને સંસાર બેઉ સરખા લાગે છે. પહેલાં તો મોક્ષની ઇચ્છા હતી, પણ હવે સ્વરૂપરમણતા થઈ તેથી બેઉ ઉપર સમભાવ આવ્યો. સ્વરૂપરમણતા થાય પછી કોઈ પણ વસ્તુની ઇચ્છા રહેતી નથી. ૐ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?' (૬૮૦) પછી આનંદઘનજી પોતે પોતાને કહે છે: અહો! અહો! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે. મને ધન્ય છે કે વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, તે તરફ મારું વલણ થયું ! પોતે ધન્ય છે, એમ લાગે છે. (બો-૧, પૃ.૧૪૫, આંક ૨૦) Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪) 1 શ્રી આનંદઘનજીકૃત ચોવીસી, મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન : આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં ઉપરની કડીનું વિવેચન થયું હતું. એક ભાઇએ જણાવ્યું હતું કે સપુરુષનું આલંબન જે ત્યાગે, તે પરપરિણતિના ભાંગામાં આવે છે. બીજા ભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પરદ્રવ્યનું અવલંબન છે, ત્યાં સુધી હું અને પર એવી કલ્પના હોય છે તથા ધ્યાતા, ધ્યાન, ધ્યેય કે જ્ઞાતા, જ્ઞાન, શેયની કલ્પના હોય છે અને કલ્પના હોય ત્યાં નિર્વિકલ્પદશા નથી હોતી, તેથી પરનું આલંબન લેવારૂપ સાધન, જે તજી સ્વઆત્મપરિણામે પરિણમે છે, તેને પરપરિણતિ હોતી નથી. તે પ૨પરિણતિનો નાશ કરે છે. આ પ્રકારે ચર્ચા થયેલી સ્મૃતિમાં છે. તે ઉપરથી વિચારતાં તેમ જ પાછલી કડીનો સંબંધ જોતાં “અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે'' પાછળનો અર્થ તે સ્તવનમાં વધારે બંધબેસતો લાગે છે; કારણ કે “અક્ષયજ્ઞાન' = કેવળજ્ઞાનનું કારણ આત્મભાવના છે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે." નિજ શુદ્ધ આત્માની ભાવના, તલ્લીનતા તે બહુ ઊંચી ભૂમિકાને યોગ્ય વાત છે, પણ શરૂઆતમાં જીવને પુરુષનું અવલંબન છે, તે મોક્ષમાર્ગમાં દોરનાર છે. એક સપુરુષ અને બીજા તેના આશ્રિતો, એ બંને મોક્ષમાર્ગના આરાધક છે એમ પરમકૃપાળુદેવે જણાવેલું છે; એટલે સત્પષના આલંબનરૂપ સાધન જીવને મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે છે, અને જેમ જેમ દશા વર્ધમાન થાય અને અપ્રમત્તદશા પ્રાપ્ત થાય, તેમ તેમ શુદ્ધસ્વરૂપમાં સ્થિરતાં થતાં, પરપરિણતિ સ્વાભાવિક રીતે છૂટી જાય છે; પણ જે, શુદ્ધ આત્માનું નામ માત્ર લઈ, તે વાતના મોહમાં મૂંઝાઇ, આલંબન-સાધન વૃઢ થયા પહેલાં છોડી બેસે તો પરપરિણતિ છૂટવાને બદલે પરપરિણતિમાં (અશુભભાવમાં) જીવ વહ્યો જાય છે; એટલે શુદ્ધભાવની મુખ-મંગળિયા પેઠે માત્ર વાતો કરી, શુભભાવને જે છોડી બેસે છે, તે શુદ્ધભાવને તો જાણતો નથી અને શુભને છોડી દે છે, તેથી અશુભ વગર બીજો કોઈ તેને આશરો રહ્યો નહીં. માટે આપણે માટે તો સપુરુષની ભક્તિ, તેનાં વચનોમાં પ્રીતિ-ભક્તિ અને તે વચનોના આરાધનમાં યથાશક્તિ પ્રીતિ-ભક્તિ, તલ્લીનતા કર્તવ્ય છે. તે અવલંબન છોડવા જેટલી આપણી દશા નથી, એમ હાલ મને તો સમજાય છે. શ્રી આનંદઘનજી જેવી દશા આવશે ત્યારે આલંબન-સાધન સહેજે છૂટી જશે. “अव्रतानि परित्यज्य व्रतेषु परिनिष्टितः । त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।।'' શ્રી સમાધિશતકકારે આ ગાથામાં અવ્રતો (અશુભભાવનાં કારણ) તજી, વ્રતોમાં વૃઢ થવા ભલામણ આપી છે અને પછી આત્માના પરમપદની પ્રાપ્તિ કરીને વ્રતોને (શુભભાવનાં કારણો - સાધનોરૂપ આલંબનોને) તજવાની છેલ્લી શિખામણ આપી છે; એટલે ગમે તે વાંચતાં-વિચારતાં, આપણે અત્યારની ભૂમિકામાં કેમ પ્રવર્તવું, એ લક્ષ ભૂલવા યોગ્ય નથી. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વિષે પરમકૃપાળુદેવે પત્ર લખ્યો છે (પત્રાંક ૫૦૬), તે બહુ વિચારવા યોગ્ય છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઉપદેશબોધ વિના સિદ્ધાંતબોધ જીવ સાંભળી જાય તોપણ પરિણમી શકતો નથી. તેથી ઉપદેશબોધ વૈરાગ્ય-ઉપશમ અર્થે વારંવાર ઇચ્છવા યોગ્ય છે, તેમ સાધ્યદશા પ્રાપ્ત Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) થવા સાધકદશાની ઉપાસના આલંબન-સાધનથી લાંબા વખત સુધી સામાન્ય પ્રકારે ઉપાસવા યોગ્ય છેજી. કોઈ અપવાદમાર્ગી જીવને (પૂર્વના આરાધકને બાદ કરતાં, આ કાળમાં ભક્તિમાર્ગ તે અર્થે જ સર્વોત્કૃષ્ટ પરમકૃપાળુદેવે જણાવ્યો છે. (બી-૩, પૃ.૯૬, આંક ૮૯) | આલોચના : જો જો પુદ્ગલફરસના, નિશ્રે ફરસે સોય; મમતા સમતા ભાવશું, કર્મ બંધ-ક્ષય હોય. “જો જો પુદ્ગલ ફરસના'' - માત્ર જ્ઞાતા-દૃષ્ટા તરીકે, બાંધેલાં કર્મો જોજો; તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણે કરી આત્માને ક્લેશિત કરવા જેવું નથી. ચેતાવે છે કે જોજો હોં, ભૂલતા નહીં; “પુદ્ગલ રચના કારમીજી'' તેમાં મનને લીન કરવા જેવું નથી; અથવા જે જે પુદ્ગલ ફરસના પ્રારબ્ધ અનુસાર બને છે, તેમ જ બનવાનું નિર્માયેલું હતું. નિશ્રે ફરસે સોય'' -- પાંચ ઇન્દ્રિયોથી જણાતું જગત બધું પુદ્ગલમય છે અને સદાય ફરતું જ છે, ફરશે જ; એક આત્મા અવિચળ, નિત્ય, ટંકોત્કીર્ણવત્ ત્રણે કાળ રહેનાર છે; તે સિવાય જ્યાં જ્યાં જીવે વિશ્વાસ રાખ્યો હશે, તે બધું પલટાઈ-ફરી જવાનું છે. નહીં ધારેલું બનશે. મરણનો ખ્યાલ નહીં હોય તે અચાનક આવીને ડોળા કાઢી ડરાવશે. આવા ને આવા દહાડા સદાય રહેવાના નથી. પીંપળ પાન ખરંતાં, હસતી કૂપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.” તેમ કાળા વાળ ધોળા થઈ જશે; કાને સાંભળવું ધબ થઈ જશે; લાકડી વિના ડગ નહીં ભરી શકાય; ચામડી ઢીલી પડી જઈ ટટળશે; મુખમાંથી લાળો પડશે; આંખે સૂઝશે નહીં; નાનાં છોકરાં પણ તિરસ્કાર, મશ્કરી કરશે; આ બધો અધિકાર હતો, ન હતો થઇ જશે; અથવા જે પુદ્ગલની ફરસના માંડી હશે તે જરૂર ભોગવવી પડશે. પોતાનાં કર્યા પોતાને જ ભોગવવાં પડશે, પણ ભોગવવા-ભોગવવાની રીતમાં જ્ઞાની-અજ્ઞાનીમાં ભેદ પડે છે તે હવે જણાવે છે: “મમતા - સમતા ભાવશું, કર્મ બંધ-ક્ષય હોય.' મમતા કરનાર પ્રારબ્ધ ભોગવતાં બંધાય છે અને સમતા ધારણ કરનાર જ્ઞાનીજન તે જ પ્રકારના પ્રારબ્ધને ભોગવી લઈ મુક્ત થાય છે, છૂટે છે. ચમત્કારી વાત છે. સમતા રહેવી દુષ્કર છે. (બી-૩, પૃ.૩૧૮, આંક ૩૧૦) અત્યારે જણાતા જે જે દ્રવ્યોનો, ક્ષેત્રોનો, અનુકૂળ-પ્રતિકૂળ કાળ અને તેવા તાત્કાલિક સ્ફરતા (અનાભોગ જેવા) સંસ્કારરૂપ ભાવોનો જેવો જેવો મંદ-તીવ્ર આદિ પ્રારબ્ધયોગ પૂર્વે સંચિત કર્યો હોય તેવો તેવો દેખાય છે, તે પ્રમાણે થવાનું નિર્માણ થયેલું હોવાથી થાય છે, એ તો ધનુષ્યથી છૂટી ગયેલા બાણની પેઠે જેટલી વેગવાળી, જેવી દિશાની શક્તિ તેને મળી હોય તે તરફ તેટલા વેગે જાય છે, પરંતુ જેની પાસે ઢાલ હોય છતાં સાવધ ન હોય તો તેટલા વેગે તે બાણ તેને વાગે છે; જો સાવધાન રહે અને ઢાલનો ઉપયોગ કરે તો તે બાણ અથડાઈને ગતિરહિત થઈ પડી જાય છે, તેમ પુદ્ગલ-ફરસનારૂપ કર્મનો ઉદય તો સંચિત રસ આદિ સામગ્રી સહિત યથાકાળે ઉદય આવે છે, તે વખતે પરમ દુર્લભ એવી સપુરુષ પ્રત્યેની, તેની આજ્ઞાના અચિંત્ય માહાભ્યની મહત્તા જેટલી હૃદયમાં વસી હોય અને સાવધાની (ઉપયોગ) રાખે તો તે કર્મ પુદ્ગલ-ફરસના દેહાદિ પ્રત્યેની મમતા મુકાવી, સમતા કરાવે તેટલો સત્યધર્મ પ્રગટી ધર્મધ્યાન થતાં નિર્જરા થાય, કર્મક્ષય થાય; અને સાવધાની ન રહે તો છતી ઢાલે તે બાણથી વીંધાઈ જાય તેમ કર્મબંધ અવશ્ય થાય. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આ રહસ્ય કોઇ આત્મજ્ઞાનીની કૃપાથી સમજી હ્દયગત થાય તો સર્વ શાસ્ત્રના સારરૂપ, સમાધિમરણ અર્થે પરમ સાધનરૂપ બને તેમ છેજી. (બો-૩, પૃ.૫૭૬, આંક ૪૯) D આલોચના : સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ. ‘શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી ... જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે.’’ (૫૩૭) “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.'' ‘‘અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે ‘‘જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે ? પરંતુ તેણે માનેલું છે કે ‘હું બંધાણો છું' તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું; તે માનવાપણું શુદ્ધસ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત મોક્ષ સમજાય છે.'' આ વાત શુદ્ઘનયની અથવા નિશ્ચયનયની છે. પર્યાયાર્થીનયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે.'' (વ્યાખ્યાનસાર ૧-૮૦) જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઇ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે.’' (૭૭૯) અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયે ‘અપરમાર્થને વિષે જીવને પરમાર્થનો દૃઢ આગ્રહ થયો છે' તેથી ‘તેની પરમાર્થવૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી' એટલે જેમ છે તેમ જીવ સમજી શકતો નથી. સ્વપરપ્રકાશક ગુણ જીવમાં છે, તેથી પુદ્ગલ, દેહાદિ પદાર્થો દેખે છે અને પોતાને દેહાદિરૂપે ભ્રાંતિથી માને છે. નાવમાં બેઠેલાની દૃષ્ટિ એવી કોઇ ભ્રાંતિ પામે છે કે પોતાની નાવની ગતિ તેને લક્ષમાં આવતી નથી, પરંતુ કિનારા ઉપરનાં વૃક્ષાદિ દોડતાં દેખાય છે, તેમ ભ્રાંતિના પ્રભાવે જીવ પોતાના ઉપયોગ તરફ ઉપયોગ રાખી શકતો નથી, પોતાને ભૂલીને ૫૨ને પોતાના સ્વરૂપે ગણતો આવ્યો છે. તે સ્વપ્નદશાનો ઉપાય સત્સંગ, સત્પુરુષાદિ સાધન જણાવી, તેમાં પુરુષાર્થને ગોપવ્યા સિવાય પ્રવર્તવાની ભલામણ કરી છે. તે લક્ષમાં રાખી વર્તવાથી, સર્વ શાસ્ત્રને કહેવું છે, તે સમજાય છેજી. વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થવાથી, વિપરીતપણું દૃષ્ટિમાં છે તે દૂર થાય છે એટલે જીવનું જે સહજ સ્વરૂપ છે, તે સમજાય છે; એટલે હાલ તો સદ્ગુરુના વચનામૃતરૂપ બોધથી, સત્સંગથી, સદ્ગુરુએ દર્શાવેલ સત્સાધનમાં વિશેષ મનને જોડી રાખવાથી મિથ્યાત્વ મંદ થયે, ગયે, જીવને જીવનું સહજ સ્વરૂપ સમજાવા યોગ્ય છેજી. એ માર્ગ મૂકી, અન્ય પ્રકારે પ્રવર્તવાથી, અનંત ઉપાયે પણ મોક્ષ થાય કે સમજાય તેમ નથી. ‘‘યમ નિયમ સંજમ આપ કિયો'' એમાં આજ સુધીના પ્રયત્નો નિષ્ફળ થયા તે કહ્યા પછી, ‘‘પર પ્રેમ પ્રભુસેં’’ કરવા કહ્યું છે, તે ક૨વો. (બો-૩, પૃ.૨૪૯, આંક ૨૪૩) Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭) D શ્રી કુંદકુંદાચાર્યકૃત ભાવપાહુડ : एगो मे सासदो अप्पा णाणदंसणसंजुदो । सेसा मे बाहिरा भावा सचे संजोगलक्खणा ॥ મારો આત્મા - આત્મદ્રવ્ય - એક છે. રાગ-દ્વેષરહિત એકલો શુદ્ધ છે. જ્ઞાન એટલે દેહાદિથી ભિન્ન ઉપયોગસ્વરૂપ અવિનાશી મારો આત્મા છે એમ સદ્ગુરુ દ્વારા જાણવું, તે વડે આત્મજ્ઞાન થાય છે, તેથી તે આત્માનું લક્ષણ છે; તેમ જ દર્શન પણ ઉપયોગનું સામાન્ય સ્વરૂપ છે. પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય એમ છદ્મસ્થ જીવોના ઉપયોગનું વર્તવું થાય છે. કેવળી ભગવંતને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ક્ષય થયેલો હોવાથી, બંને ઉપયોગ એક સાથે વર્તે છે, એમ શ્રી દિગંબર આચાર્યોનું અને શ્રી સિદ્ધસેન દિવાકર આદિ શ્વેતાંબર આચાર્યોનું પણ કથન છે. શ્રી દેવચં દ્રજીની ગતચોવીસીના, પહેલા સ્તવનમાં સમયાંતર ઉપયોગનું વર્તન કેવળી ભગવંતને પણ વર્ણવેલું છે, કારણ કે આગમમાં એક સમયે બે ઉપયોગનું વર્તવું ન બને, એમ વારંવાર કહેલું છે. તે દશા તીર્થકર આદિ કેવળીની જેમ હો તેમ હો, પણ તે પરિપૂર્ણદશારૂપ શુદ્ધ આત્માની ભાવના કરવાથી કેવળજ્ઞાન થાય છે, એમ સર્વ જ્ઞાનીઓ કહે છે. તે લક્ષ રાખી, બાહ્યભાવો, આત્મભાવથી પર જે ભાવો છે, વિભાવ તથા પરપદાર્થો માત્ર સંયોગરૂપ છે, શાશ્વત નથી, તો તેવી ક્ષણિક બાબતોમાં લક્ષ ન દેતાં શુદ્ધ બુદ્ધ શાશ્વત આત્માનો પરિચય કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૬૬, આંક ૯૭૨) || શ્રી જયસેનાચાર્યકૃત પંચાસ્તિકાય ટીકા : अभिमतफलसिद्धेरभ्युपायः सुबोधः स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात् । इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धि - नं हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ઈષ્ટફળનો (મોક્ષનો) ઉપાય સબોધ (આત્મજ્ઞાન) છે. તે થવાનું કારણ સત્પરુષની વાણીરૂપી શાસ્ત્ર છે; તેની ઉત્પત્તિ આપ્તપુરુષથી છે; તેથી આપ્તપુરુષ (ગુરુરાજ) પૂજ્ય છે. તેની કૃપાપ્રસાદીથી પ્રબુદ્ધિ (પ્રજ્ઞા-વિવેકજ્ઞાન) પ્રાપ્ત થાય છે. માટે સારા માણસો-સજ્જનો પોતાના ઉપર પરમપુરુષે કરેલા ઉપકારને કદી વીસરતા નથી, નિરંતર સ્મરણ કરે છે. [ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સપુરુષો, તેનાં ચરણારવિંદ સદાય &યને વિષે સ્થાપન રહો ! (૪૩)] (બી-૩, પૃ.૧૦૪, આંક ૯૬) D શ્રી દેવચંદ્રજીકૃત ચોવીસી, સંભવનાથ ભગવાનનું સ્તવન: અવિસંવાદી નિમિત્ત છો રે, જગતજંતુ સુખકાજ. બે પ્રકારનાં નિમિત્ત હોય છે : એક તો જરૂર કારણથી કાર્ય નિપજાવે તેને અવિસંવાદી કહેવાય છે અને બીજું વિસંવાદી એટલે કાર્ય થવામાં કારણરૂપ પણ હોય અને કાર્યનો નાશ કરવામાં પણ કારણરૂપ બને. અવિસંવાદી = અચૂક લાભ આપે તેવું, અવિરોધી. જેમ કે ઘડો બનાવવા કુંભાર દંડ વડે ચાક ફેરવે છે, ત્યાં દંડ એ ઘડો બનાવવામાં કારણરૂપ થાય છે; પણ તૈયાર થયેલા ઘડાને ફોડી નાખવામાં પણ દંડ કારણરૂપ થાય છે. તેથી તે અચૂક કાર્ય કરે જ એવું કારણ ન કહેવાય, કાર્ય બગાડી પણ નાખે; માટે વિસંવાદી કારણ કહ્યું છે; અને જિન ભગવાન જીવનું અવશ્ય Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૮૮) હિત કરવામાં નિમિત્તભૂત છે, તે કદી જીવનું અહિત કરતા નથી, માટે તેમને અવિસંવાદી નિમિત્ત કહ્યા છે. તે સહજ સમજી શકાય તેવું છેજી. (બી-૩, પૃ. ૨૭૦, આંક ૨૬૩) 0 શ્રી દેવચંદ્રજીકૃત ચોવીસી, સ્વામીપ્રભ ભગવાનનું સ્તવન : નમિ નમિ નમિ નમિ વનવું, સુગુણ સ્વામી જિણંદ નાથ રે, જોય સકળ જાણંગ તુમે, પ્રભુજી જ્ઞાનદિણંદ નાથ રે. નમિ. ૧ અત્યંત નમ્રભાવે વારંવાર શ્રી સ્વામીપ્રભ સર્વજ્ઞ ભગવંત, ગતચોવીસીના અગિયારમા તીર્થકરને વંદન કરી, શ્રી દેવચંદ્રજી મહારાજ (આપણી વતી) વિનંતી કરે છે : હે સર્વજ્ઞ સ્વામીજી ! આપ તો કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશમાં સર્વ જાણી શકાય તેવા પદાર્થોને જાણી રહ્યા છો, તો મારા અંતરની વાત આપનાથી છૂપી કેવી રીતે રહે? એટલે વગર કહ્યું મારી વાત જાણો છો, છતાં પૂછું છું કે : વર્તમાન એ જીવની, એવી પરિણતિ કેમ નાથ રે, જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ નાથ રે. નમિ. ૨ અત્યારે આ જીવની આવી અશુદ્ધપરિણતિ, સંસારભાવમાં જીવ પરિણમે છે. તેનું શું કારણ છે ? વિભાવ માત્ર તજવા યોગ્ય છે, એમ જાણું છું, પણ તેમાંથી પ્રીતિ કેમ ઊઠી જતી નથી? પરપરિણતિરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ નાથ રે; પર કરતા પર ભોગતા, શ્યો થયો એહ સ્વભાવ નાથ રે. નમિ. ૩ જીવનો પ્રેમ શામાં છે તે કહી બતાવે છે. શુદ્ધ આત્મા સિવાયના બીજા પરપદાર્થો અને વિભાવો પ્રત્યે જીવ પરિણમી જાય છે અને તેમાં રાચે છે; પરને ગ્રહણ કરવાના ભાવ રાખે છે; પરવસ્તુનો કર્તા અને પરદ્રવ્યનો ભોક્તા બની, પોતાના શુદ્ધભાવનું કર્તાપણું, ભોક્તાપણું ભૂલી રહ્યો છે, એવો સ્વભાવ જીવને પડી ગયો છે, તે સમજાતું નથી. વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર નાથ રે; તોપણ વિંછુ તેહને, કિમ તરીએ સંસાર નાથ રે. નમિ. ૪ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ - આ પાંચ વિષયો અને તેને નિમિત્તે જીવમાં ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને ત્રણે વેદરૂપ કષાય-નોકષાય વડે જીવ મેલો થઈ રહ્યો છે. તે જીવની શોભા નથી. એને એમ કરવું તદ્દન ગેરવાજબી છે. તેમ છતાં તે પુગલની એંઠને ઇચ્છે તો જીવની શુદ્ધતારૂપ મોક્ષની પ્રાપ્તિ અને મલિનતારૂપ સંસારનો નાશ કેમ થાય ? એવી ભગવંત આગળ, તે દોષ જવા અને શુદ્ધભાવ પ્રાપ્ત થવા, વિનંતી કરી છેજી. આણા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય?” (બી-૩, પૃ.૫૮૨, આંક ૬૬૦) D શ્રી દેવચંદ્રજીકૃત ચોવીસી, શ્રી નમિથર જિન સ્તવન બંધના હેતુ જે છે પાપસ્થાન જો, તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો. ભગવાનની ભક્તિ જેના દ્ધયમાં છે, તેને પાપ પણ પુણ્યરૂપ થાય છે, એટલે પ્રશસ્તતાને પામે છે. જેમ કોઇ શિકારી પૂછે કે આ બાજુ થઈને હરણ ગયાં છે, તે કઈ બાજુ ગયાં ? તો પેલો પુરુષ Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯) ઊલટી બાજુ બતાવીને કહે કે આ બાજુ ગયાં છે. એમ ન ગયાં હોય છતાં કહે. જૂઠું બોલીએ તે પાપ છે, છતાં એનો લક્ષ અહિંસાનો છે, તેથી જૂઠું નથી. લક્ષ બીજો છે, તેથી પાપ પણ પુણ્યરૂપ થાય છે. તેમ ભગવાન પ્રત્યે પ્રેમ છે, તેને પાપ પણ સવળું થાય. કોઈ ફૂલ તોડતો હોય, પણ એને ભક્તિ કરવી છે, તેથી પાપ પણ પ્રશસ્ત થાય છે. જેનો ભાવ ફરી ગયો, તેનું બધું સવળું થાય છે. તે જે કરે, તે જાણીને કરે છે, સારું કરે છે. (બો-૧, પૃ.૨૨૧, અંક ૧૧૦) શ્રી દેવચંદ્રજી: એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ બચાવે રે - દયાલરાય. પૂ. દેવચંદ્રજી એ કડીમાં દર્શાવે છે કે પરપરિણતિમાં જીવ પડ્યો છે; પણ સત્સંગ, સપુરુષનો યોગ જેને થયો છે તેને ત્યાં આનંદ નથી આવતો; ઊલટો ત્રાસ પામે છે કે આ પૂર્વનાં કર્મ ઉદય આવ્યું જીવ ગભરાઈ જાય છે, તો નવાં કર્મ બંધાશે, તે શું સુખ આપવાનાં હતાં ? માટે હવે તો સત્સાધન સદગુરુએ આપ્યું છે તે જ એક તરવાનો ઉપાય છે; તે ન છોડું; કારણ જ્ઞાનચક્ષુ વિના અનંતકાળથી ભટક્યો અને હજી તેની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી ભટકવાનું છે તો અંધારામાં પણ આંધળાને લાકડી સમાન આટલું સાધન છે, તેથી ધીમે-ધીમે નિજ ઘર શોધીને, ત્યાં જ સુખી થવું છે. આ રસ્તામાં ધક્કા, ઠપકા ખાતાં ચાલવું પડે છે, તેમાં સુખ કદી ન માનું. આવી માન્યતા જેની થઈ છે, તેને રાગ-દ્વેષરૂપ પરિણતિ થઈ જાય છે પણ તેમાં રંગાઈ ન જવાય તેવી પ્રાર્થના પ્રભુને કરી છે કે રાગ-દ્વેષને શત્રુરૂપે જાણું, તો જ તે છૂટે. જો તેમાં આનંદ, રંગ કે સુખ લાગે તો કદી ન છૂટાય. માટે હે પ્રભુ! તેમાં જે રંગાઈ જવાય છે, તે ભાવથી મને બચાવો. તેવા વૈરાગ્ય માટે મરણ વારંવાર વિચારી, સમાધિમરણ માટે આજે શું કર્યું? એવું રોજ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા યોગ્ય છે. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ તો આખરે પસ્તાવું પડશે. (બો-૩, પૃ.૨૩૧, આંક ૨૨૬) 1 શ્રી યશોવિજયજી ચોવીસી, સુવિધિનાથ ભગવાનનું સ્તવન: ઊર્ધ્વમૂળ તરવર અધ શાખા રે, છંદ પુરાણે એહવી છે ભાખા રે, અચરિજવાળે અચરિજ કીધું રે, ભક્ત સેવક કારજ સીધું રે. આશ્રર્યકારક વાતો મહાપુરુષો જીવને વિચાર કરવા માટે કહે છે. ઉપર મૂળ અને નીચે ડાળો, એવાં વચનો વિચાર કરવા માટે કહે છે. શરીરની રચના એવી જ છે. જેનાથી શરીરનું પોષણ થાય છે, તે જીભ ઊંચે છે; બીજું નીચે છે. બધાનું મૂળ શું? તે વિચારવા કહ્યું છે. દેહ તે હું, એમ થઈ ગયું, તે સંસારનું મૂળ છે. એનો બધો વિસ્તાર, તે સંસાર છે. એ ભ્રાંતિ થઈ ગઈ છે. એ ભૂલ નીકળે તો સ્વસ્વરૂપ પ્રાપ્ત થાય. પોતાનું સ્વરૂપ અદ્રશ્ય છે, તે બધાનો આધાર છે. (બો-૧, પૃ.૧૪૩, આંક ૫૪) Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૯) 1 શ્રી યશોવિજયજી ચોવીસી, શાંતિનાથ ભગવાનનું સ્તવન: તાહરી ગતિ તું જાણે હો દેવ; સ્મરણ ભજન તે વાચક યશ કરે છે. હે ભગવાન ! તારું અદ્ભુત રૂપ દેખીને આત્મા અરૂપી બને છે, મોક્ષ પામે છે. એ શાથી બને છે? તો કે ‘તાહરી ગતિ તું જાણે હો દેવ.” મને ખબર નથી, પણ તું જાણે છે. હું તો તારું સ્મરણ – ભજન કરું છું. (બો-૧, પૃ.૧૪) D પ્રજ્ઞાવબોધ પુષ્પ-૭૪ “મંત્ર' : મંત્ર મંત્રો, સ્મરણ કરતો, કાળ કાઢે હવે આ, જ્યાં ત્યાં જોવે પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચો જીવન-પલટો મોક્ષ-માર્ગી થવાને. પરમકૃપાળુદેવની અનંત કૃપાથી જે મુમુક્ષુજીવને સંતના યોગે અને સર્બોધે સંસાર ઝેર જેવો, રાગ-દ્વેષથી બળતો અને એકદમ તજવા યોગ્ય તથા સ્વપ્નમાં પણ પ્રિય ન લાગે તેવો સ્પષ્ટ સમજાયો છે તથા મહાપુણ્યના ઉદયથી પ્રત્યક્ષ પરમકૃપાળુદેવ સમાધિમરણના કારણરૂપ મંત્રનું આરાધન કરવાનું જણાવ્યું છે, એવા મહામંત્રની જેને પ્રાપ્તિ થઈ છે; તથા તે જ ભવસાગર તરવામાં નાવ સમાન છે એમ જાણી, જેણે તે જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ મહામંત્રનો આધાર દ્રઢતાપૂર્વક ગ્રહણ કર્યો છે, તેવો ભાગ્યશાળી મુમુક્ષુ પોતાની ભાવના ઉપરની કડીમાં પ્રગટ કરે છે કે હે ભગવાન ! જ્યાં સુધી મંત્ર મળ્યો નહોતો ત્યાં સુધી તો આ જીવ દેહનો દાસ થઈને વર્તતો હતો, પુદ્ગલની બાજુમાં ગાંડો થઈને પોતાને ભૂલી રહ્યો હતો; પણ હવે પરમકૃપાળુદેવની કૃપાથી છૂટવાની-મોક્ષની રુચિ એવી જાગી છે કે હવે તો હરણ જેમ વિણાના સંગીતમાં ભાન ભૂલી જાય છે, જાણે મંત્રી લીધું હોય તેમ પોતાને મારવા ધનુષ્ય ચઢાવી બાણ છોડવાની તૈયારી કરતા પારધીને નજરે જુએ છે, છતાં મરણનો ડર ભૂલીને સંગીતની લહેરને સંભાર્યા કરે છે, તેમ હું પણ જેટલો કાળ હવે જીવવાનું બાકી હશે, તેટલો કાળ તે મંત્રનું સ્મરણ કર્યા કરીશ. એવી ભાવના આ ભાગ્યશાળી મુમુક્ષુ કરે છે. પહેલી લીટીમાં કહેલું કરવામાં જે જે વિપ્નો નડે છે, તે દૂર કરવા હવે બીજી લીટીમાં જણાવ્યું છે : પાંચેય ઇન્દ્રિયો દ્વારા મન ભટકે છે, તેમાં “વચન નયન યમ નાહીંમાં કહ્યા પ્રમાણે આંખો અને શબ્દો મોટાં વિઘ્ન છે. જ્યાં ત્યાં જીવ જોયા કરે અને રાગ-દ્વેષ કર્યા કરે તો કદી મોક્ષ થાય નહીં. તેથી આત્માને ઉપકાર ન કરે એવા પરપદાર્થોને નિરર્થક જોવાનું બંધ કરવા, એ પડેલી ટેવ ભૂલી જવા તે નિર્ણય કરે છે. અત્યારે એવો પુરુષાર્થ કરે તો નવાં કર્મ બાંધવામાં ઇન્દ્રિયો પ્રેરતી હતી, તે રોકાય ખરી; પરંતુ અજ્ઞાનદશામાં અજ્ઞાની ગુરુ કે અસત્સંગવાસીઓના જે જે બોલો, શિખામણો સાંભળીને પ્રિયરૂપે કે અપ્રિયરૂપે સંઘરી રાખી હોય, તે મનમાં ફરી આવે અને તેમાં રમણતા થાય; તે પણ, મંત્રસ્મરણમાં મનને ટકવા, રહેવા ન દે. માટે આત્માને ભુલાવે એવા પારકા બોલો પહેલાં સાંભળ્યા હોય, અત્યારે સંભળાતા હોય, કે ભવિષ્યમાં કોઈ ઠપકો દેશે એવો ભય લાગતો હોય, તે બધું ભૂલી જવાનો નિર્ણય કરે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧) આ બધું શા માટે કરે છે? શા માટે હવે જીવવું છે? તે ત્રીજી લીટીમાં કહે છે : હવે તો એ જ લક્ષ રાખવો છે કે જે જે સાધનોથી આત્મહિત થાય, તે જ કરવું છે. આત્મા માટે જ જીવવું છે; કદી આ લક્ષ ભુલાય નહીં એવો નિર્ણય કરે છે. આ બધું થાય તો જ મોક્ષમાર્ગે ચઢાય એવું છે એમ સમજાયાથી, તે મુમુક્ષુ પોતાનું અત્યાર સુધીનું જીવન પલટાવી નાખવા નિર્ણય કરે છે અને સાચા પુરુષને શોભે તે પ્રમાણે તે મહાપુરુષને પગલે-પગલે ચાલી, મોક્ષનો માર્ગ અંગીકાર કરે છે. સંસારનો પક્ષ છોડી, જ્ઞાનીના પક્ષમાં મરણપર્યત રહેવાનો તેનો નિર્ણય છેલ્લી લીટીમાં જણાવ્યો છે : હવે હું પહેલાં હતો તે નહીં, પણ પરમકૃપાળુદેવની કૃપાએ મને મોક્ષના રંગમાં રંગી નાખ્યો, માટે હું બીજો અવતાર પામ્યો હોઉં તેમ, જૂના ભાવો, જૂની વાતો, જૂના સંસ્કાર તજી, જ્ઞાની પુરુષે સંમત કરેલા ભાવો, તેની વાતો, તેના સંસ્કાર ગ્રહણ કરીશ. ભમરી જેમ ઇયળને માટીના દરમાં પૂરી ચટકો મારી જતી રહે છે, પછી ઇયળ ભમરીનું સ્મરણ કરતી-કરતી ભમરી થઈ જાય છે. “ભંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જંગ જોવે રે.' તેમ પરમકૃપાળુદેવે આપેલા મંત્રનું સ્મરણ કરતાં-કરતાં, પરમકૃપાળુદેવની દશા પામવા હવે તો જીવવું છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ અને આ જીવનો પુરુષાર્થ, બંને મળવાથી મોક્ષમાર્ગે આગળ વધાય છે, તે જણાવવા આ કડી રહસ્યપૂર્ણ લખાઈ છે. (બી-૩, પૃ.૫૦૮, આંક ૫૫૦) D પ્રજ્ઞાવબોધ પુષ્પ-૯૮ “જિનભાવના: આશ્વર્ય સર્વ ધરતા પ્રભુ, ઉર આવો, સંપૂર્ણ આત્મગુણ દાસણા જગાવો; આત્માથી સર્વ હીન છે, નથી માગવું તે, શ્રી બોધરૂપ બનવા પ્રભુ, જીવવું છે. અહીં પરમાત્માને પ્રાર્થનારૂપ આત્મવિકાસની ભાવના પ્રદર્શિત કરી છેજી, પરમાત્મસ્વરૂપ સર્વ ચમત્કારોથી ભરપૂર છે. “પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહત્ પ્રભાવજોગ વર્તતા ન હોય તો પછી તે બીજે કયે સ્થળે વર્તે ? તે વિચારવા યોગ્ય છે .... આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, મહત્ પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહતપણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહતું જાણે છે, અંગીકાર કરે છે; અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપનો જાણકાર નથી. તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે; અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે.” (૪૧૧) ચિચમત્કારથી પૂર્ણ પ્રભુ Æયમાં આવો, પ્રગટ થાઓ ! તે પૂર્ણપદની ઉપાસનાથી ઉપાસકના ગુણો પ્રગટી પૂર્ણતાને પામે છે. ઉપર ઉતારામાં જણાવેલ પુદ્ગલ ચમત્કારો ગુપ્ત આત્મ-ચમકારથી હીન છે, તેની હે પ્રભુ ! મારી માગણી નથી. મારે તો કેવળજ્ઞાનસ્વરૂપ બનવું છે, તે અર્થે જ જીવવું છે. એ અર્થની એ ભાવનાની કડી છેજી. (બી-૩, પૃ. ૨૩, આંક ૨૫૮) Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વીરહાક : સંગ્રામ આ શૂરવીરનો, આવ્યો અપૂર્વ દીપાવજો; કરતા ન પાછી પાની, ત્યાં ગુરુરાજ પડખે ભાવજો. સમાધિમરણ કરવા કેડ બાંધી તૈયાર થયેલા શૂરવીર ભગવત-ભક્તને ચેતાવ્યા છે કે વ્યાધિ આદિ વિભાવપ્રેરક પ્રસંગો સામે લડવાનો શૂરવીરનો સંગ્રામનો (યુદ્ધનો) કાળ આવ્યો છે; તે પ્રસંગે ભક્તજીવને શોભે તેવી સહનશીલતા, સમ્યદૃષ્ટિ, સમભાવ રાખી તે પ્રસંગ શોભાવજો; પણ કાયરની પેઠે લડતાં-લડતાં પાછા હઠી જશો નહીં, પાછી પાની ફેરવી ઘર ભણી દોડી જશો નહીં, અનાદિ દેહદૃષ્ટિરૂપી ઘર તરફ પાછા ફરશો નહીં. સમ્યદૃષ્ટિ દેહને ૫૨ ગણે છે અને આત્માને પોતાનું સ્વરૂપ માને છે અને સાક્ષીરૂપે જે થાય તે જોયા કરે છે; પરંતુ સહનશીલતા ખૂટી પડે ત્યારે સામાન્ય માણસોની પેઠે સદ્ગુરુનો સેવક પણ એમ વિચારે કે હવે નહીં ખમાય, હવે તો હું મરી જઇશ, મને કોઇ બચાવો ! એમ થાય તો સમ્યક્દર્શન કે સદ્ગુરુનો આશ્રય ખોઇ બેસે છે અને દેહને મુખ્ય માની, દેહની સેવા કરનાર કે દરદ મટાડનારનો મોટો ઉપકાર માને છે. આમ કરનાર મહાયુદ્ધમાં પાછી પાની કરી, ભાગી જવા ઇચ્છનાર કાયર સમાન છે, તે સત્પુરુષના ઉપકારને ઓળવે છે, પોતાના આત્માનું હિત ગુમાવે છે અને સમાધિમરણ કરવાનો અવસર આર્ત્તધ્યાનમાં ગાળી, તિર્યંચ આદિ આયુષ્ય બાંધી, અધોગતિમાં ભ્રમણ કરવાનાં કારણો ઊભાં કરે છે. તે નહીં કરવા આ કડીમાં હિંમત આપી છે કે એવે પ્રસંગે હિંમત હાર્યા વિના, પરમકૃપાળુદેવ જાણે સમાધિમરણ કરાવવા પાસે જ પધાર્યા છે, જાણે પોતાની સાથે લઇ જવા આપણને તેડવા જાતે આવ્યા છે, એવી ભાવના ભાવજો. આ માસમાં ભાદરણના એક ભાઇનું કેન્સરના દરદથી મરણ થયું. તેમણે કહેલું, ‘‘ભગવાન આવ્યા છે; દર્શન કરો, દર્શન કરો.'' આવી શુભ લેશ્યા તેમની વર્તતી હતી. તેવી ભાવના કરવા આ કડી લખેલી છેજી. આખરે, એ ભક્તિભાવ અનેકને પ્રગટરૂપે જણાયો છેજી. શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પાસે જ છે, પડખે છે, સમીપ છે એમ ભાવના કરજો એવો એ કડીનો અર્થ છેજી. (બો-૩, પૃ.૪૨૧, આંક ૪૨૯) E સમાધિશતક (ગાથા ૨૯) : મૂઢ વિશ્વાસ રાખે તે - વસ્તુથી વધુ ભીતિ ક્યાં ? ડરે જેથી, વધુ ના કો, અભય સ્થાન આત્મનાં. દેહમાં આત્મબુદ્ધિવાળો મૂઢ જીવ ધન, સ્ત્રી, પુત્ર આદિમાં સુખબુદ્ધિ કરી, તે તે પ્રાપ્ત વસ્તુમાં વિશ્વાસ રાખે છે; પરંતુ તે જ તેને કર્મબંધનું કારણ છે એમ તેને ખબર નથી; પણ જ્ઞાનીપુરુષો, જે ભવબંધનથી ત્રાસ પામ્યા છે તે પુરુષો, એમ દેખે છે કે જે જે રાગ-દ્વેષનાં કારણો જીવને સમીપ વર્તે છે અને કર્મબંધ કરાવે છે, તેટલાં ભયંકર જંગલના વાઘ, સિંહ આદિ પશુઓ પણ નથી, કે બંદૂકની ગોળી આદિ અસ્ત્ર-શસ્ત્રો પણ નથી. ત્યાગ, વૈરાગ્ય, રોગ, વ્યાધિ, પીડા, પરિષહ આદિથી અજ્ઞાની જીવ ભય પામે છે; કારણ કે તેને જે પ્રિય છે એવા પંચવિષયાદિક સુખનો વિયોગ કરાવનાર, તે લાગે છે; પરંતુ દીર્ઘદૃષ્ટિથી જોનારા Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૩) જ્ઞાની પુરુષોને એમ લાગે છે કે ઉપર જણાવ્યાં તેવાં કારણોથી અજ્ઞાની જીવ ડરે છે, પરંતુ તે કારણોનો સદુપયોગ કરે તો અને પુરુષના યોગે સુવિચારણાથી સંસારનું સ્વરૂપ વિચારે તો તેવાં કારણો વડે જીવનપલટો થવાનો સંભવ છે. નિઃશંકપણે જ્ઞાનીની આજ્ઞા આરાધે તો વ્યાધિ, પીડા આદિ નિર્ભય થવાનાં સાધનો બને છે; કારણ કે તેથી દેહાધ્યાસ ઓછો થાય છે, જ્ઞાનીપુરુષનાં વચનો સત્ય લાગે છે, સમાધિમરણ કરવાનું બળ પ્રાપ્ત થાય છે, સર્વ દુઃખથી તે અભય થાય છે. આવી કડવી દવા, તે ભવથી ત્રાસ પામ્યો હોય, તેને મીઠી લાગે છે. મહાપુરુષો મોક્ષ માગવાને બદલે, ઉપર જણાવેલાં લાભનાં કારણો જેમાં રહ્યાં છે એવા દુઃખને માગે છે; કારણ કે જેથી કલ્યાણ થાય તે જ કરવું છે, એવો જેનો નિશ્રય છે તે, પછી માર્ગ સરળ કે કઠણ જોતો નથી, કલ્યાણ તરફ જ તેનો લક્ષ હોય છે. માટે મહાપુરુષોને માર્ગે ચાલવું હોય તેણે દુઃખો સહન કરવારૂપ ભાવનાનું ભાથું સાથે બાંધવા યોગ્ય છે. જે ઉપર-ઉપરથી દુઃખો જણાય છે, તે સમ્યક પ્રકારે સહન થાય તો તે પરમાત્માની કૃપારૂપ માનવા યોગ્ય છે. માટી, ખાણમાંથી કુંભાર લાવે છે; તેને ગધેડે ચઢાવીને ફજેત કરે છે; પાણી રેડીને પગથી ખૂંદે છે; ચાક ઉપર મૂકીને ફેરવે છે; ઘડાનો આકાર થયા પછી પણ કેટલાં બધાં ટપલાં સહન કરે છે; અગ્નિમાં પાકે છે ત્યારે પાણી ભરવાને લાયક થાય છે. તેમ આ જીવ નરક-નિગોદ આદિ ભાવોમાં ઘણાં દુ:ખ સહન કરતો, વગોવાતો આવ્યો છે, કચડાયો છે, પિલાયો છે, ભમ્યો છે, દુઃખનાં ટપલાં સહન કર્યા છે, પરંતુ જો સગુરુના બોધમાં તવાય તો શાશ્વત જીવનને યોગ્ય થાય, અજર અમર પદને પામે. સુખમાં જીવ લૂંટાય છે અને દુઃખમાં વિચાર કરે તો અનેક અશરણ આદિ ભાવનાઓ દ્રષ્ટિ ફેરવવા મદદ કરે છે. (બી-૩, પૃ.૬૨૭, આંક ૭૩૩) સમાધિશતક (ગાથા ૧૦૨) : અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુખે વસી. શાતાના વખતમાં દેહથી આત્મા ભિન્ન છે એમ સાંભળીને કંઈક અભ્યાસ કર્યો હોય, પણ આત્મજ્ઞાનની દૃઢતા ન થઈ હોય તો દુઃખના પ્રસંગે દેહમાં વૃત્તિ તદાકાર થઈ જવાથી બહુ દુઃખી છું, મને તાવ આવ્યો છે, હું મરી જઈશ' આદિ વિકલ્પો જીવને હેરાન કરે છે; એમ જાણીને આત્માર્થી પુરુષો આત્મભાવનાના અભ્યાસ વખતે, યથાશક્તિ દુ:ખ સહન કરવાનું પણ રાખે છે, કારણ કે તેથી સહનશીલતા પણ વધતી જાય છે, એટલે દુઃખ ન હોય તોપણ દુ:ખ ઊભું કરે છે. કષ્ટ લાગે તેવું આસન રાખે, છાયામાંથી તડકે જઈને અથવા તો ટાઢના પ્રસંગમાં શીત સહન કરવી પડે તેવા સ્થાને જઈને “દેહથી આત્મા ભિન્ન છે' એવો અભ્યાસ કરે છે. કાયક્લેશાદિ તપ પણ એ અર્થે છે. જેની દ્રષ્ટિ ફરી ગઈ છે એટલે જગતમાં સુખબુદ્ધિ જેને નથી, તેને તો અશાતા વેદનીયકર્મનો ઉદય થયે, સહેજે આત્મભાવનાની વૃદ્ધિનું કારણ સમજાય છે; એવા પ્રસંગ કલ્યાણકારી લાગે છે. આ વાત વારંવાર વિચારવા યોગ્ય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) લગ્ન આદિ પ્રસંગોમાં જીવ મોહને વશ થઈને, ઉજાગરા વેઠીને પણ તનતોડ મહેનત કરે છે, તો સમજ જીવે આત્મહિતના કારણમાં વિશેષ ઉલ્લાસિત બનવું યોગ્ય છે. દુઃખથી કંટાળવું યોગ્ય નથી. મરણનો પ્રસંગ પણ મહોત્સવતુલ્ય ગણવા યોગ્ય છે, પણ તે ક્યારે બને? કે મોહ મંદ થાય તો. તે અર્થે જ સત્સંગ, સલ્લાસ્ત્ર આદિ આરાધવાનાં છે. શું કરવા યોગ્ય છે તેનું ભાન નહોતું, ત્યાં સુધી તો જીવે ઘણાં નિરર્થક કર્મ બાંધ્યાં છે; પણ હવે પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ ત્યારથી તો કર્મ છોડવાં છે, એ જ નિશ્વય કરવા યોગ્ય છે. ગમે તેવી વિકટ વાટે પણ, સમતાથી આકરાં કર્મનો ઉદય પણ નાશ કરવો છે, “હિંમતે મરદા, તો મદદે ખુદા.' હિંમત હારવા જેવું નથી. દહાડા આવે તેવા જોયા કરવાનું છે. ગભરાવા જેવું નથી. મનુષ્યભવ છે, સદ્ગુરુનું શરણ છે અને ભાન છે ત્યાં સુધી સપુરુષાર્થ છોડવા યોગ્ય નથી. (બી-૩, પૃ. ૨૭, આંક ૭૩૩) | સાયંકાળની સ્તુતિઃ પ્રશ્ન: ‘ત્રિગુણરહિત' એટલે શું? પૂજ્યશ્રી સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો કહેવાય છે. બીજાને દુ:ખ દેવાના ભાવ તે તમોગુણ છે; પોતાને મોજ-શોખ કરવાની વૃત્તિ તે રજોગુણ છે; અને જે ભાવો મોક્ષના કામમાં આવે, સાધુતા, સજ્જનતા તે સત્ત્વગુણ છે. એ બધા શુભાશુભ ભાવો છે, તે સારી-ખોટી ગતિનાં કારણ છે. એ ત્રણેથી આત્મા રહિત છે. તામસીવૃત્તિ અને રાજસીવૃત્તિ બેય અશુભ છે. સાત્ત્વિકવૃત્તિ એ શુભભાવ છે. શુદ્ધભાવથી મોક્ષ છે. શુદ્ધભાવ સમકિતીને આવે છે. (બો-૧, પૃ.૧૮૫, અંક ૫૭). રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ-છેદ. બાહ્યદ્રષ્ટિથી “રાજ' શબ્દનો પરમાર્થ સમજવો મુશ્કેલ છે. જેને તે સમજાય છે, તેનો સંસાર ક્ષય થશે એમ ઉપરના કાવ્યમાં છે. ઉપશમ-વૈરાગ્યવંત મુમુક્ષજીવને શુદ્ધ આત્મસ્વરૂપ એવા “રાજની શ્રદ્ધા, ઓળખાણ, પ્રેમભક્તિ પ્રગટે છે અને એવાં મોક્ષનાં કારણ પ્રાપ્ત કરી, જે તેની સેવા-ઉપાસના કરે, તે મોક્ષ પામે એ નિઃસંશય છે. (બો-૩, પૃ.૧૩૧, આંક ૧૩૧) તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યફવંત; નહિ બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. આપની મુદ્રા અને વાણીને સમ્યફદ્રષ્ટિ આદરે છે. બીજાને એ ગમે નહીં. જેનું ભલું થવાનું હોય, તેને જ ગમે. મૂર્તિ એ ભગવાન જ છે, એમ લાગે છે. બીજા જીવોનું એટલું ગજું નથી, કે મૂર્તિ જોઈને કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાય. સમ્યક્દર્શન થવાનું એ કારણ છે, ધ્યાનનું કારણ છે. ભગવાન છે તે ચૈતન્યની મૂર્તિ છે. એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો.' Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫) એવું સ્થિર, ભગવાનનું સ્વરૂપ છે. શુક્લધ્યાનથી કેવી દશા થાય છે, તે બતાવવા માટે પ્રતિમા છે. બીજા જીવો મૂર્તિ દેખીને કેવળજ્ઞાનનું સ્વરૂપ ન સમજી શકે. ભગવાનની મૂર્તિ ચૈતન્યસ્વરૂપ છે અને તે અડોલ એટલે અચળ છે. “એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા' એવું સ્વરૂપ જાણે, તે સંત છે. (બો-૧, પૃ.૧૪૮, આંક ૨૨) જે શ્રદ્ધાએ જગ તજી, ગયો સદ્ગુરુ-ધાર; તે શ્રદ્ધાએ પાળીએ, ગુણ ગુરુ-આજ્ઞાધાર. સંસારથી વૈરાગ્યવૃત્તિ પ્રાપ્ત થતાં, જે ભાવના તથા શ્રદ્ધાએ કરીને સર્વસંગ ત્યાગ કરીને જીવ સદ્ગુરુશરણે ગયો છે, તે જ ભાવ-શ્રદ્ધા સહિત, સંગુરુની આજ્ઞાના આધારે મૂળગુણ-ઉત્તરગુણ (રાગ-દ્વેષના ત્યાગરૂપ અને તેનાં સાધનરૂપ સર્વિચાર – સદ્વર્તન) પાળવા આચાર્ય શિખામણ દે છેજી. (બો-૩, પૃ.૫૬૪, આંક ૪૩૨) પરમાર્થ દ્રષ્ટિ શીખવે હણત ન કોઈ કોઈને, ખમવું બધું પરમાર્થ અર્થે ક્લેશ-કારણ ખોઇને; સંયોગ સર્વે છૂટશે, પણ જાણનારો જોઇ લે, સમજુ જનો ના શોક કરતા, લાભ સાચો લઈ લે. નિશ્ચયનયથી એટલે વસ્તુના મૂળસ્વરૂપનો વિચાર કરતાં, પરમાર્થને પામેલા પુરુષોની એવી શિખામણ છે કે કોઈ જીવ બીજા જીવને હણી શકતો નથી, મારી નાખતો નથી; કારણ કે આયુષ્યકર્મ કોઈ ફેરવી શકતું નથી. (પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા : ““જીવને મારી નાખો જોઈએ ? મરી શકશે ? અમર આત્મા મરે નહીં.''). ત્યારે હિંસા શું છે? તો કહે પ્રમાદને આધીન થઈ અન્ય પ્રાણીના પ્રાણનો વધ કરવો, નાશ કરવો. બીજા જીવનાં પરિણામ ક્લેશિત દુઃખી થાય છે, તે તેની હિંસા છે અને આપણે ઉપયોગ ચૂકી પ્રમાદને વશ થયા, તે આપણા આત્માની ઘાત છે. ““ઉપયોગ એ ધર્મ.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તે શુદ્ધ ઉપયોગ, જ્ઞાનીએ જેવો જામ્યો છે તેવો મારો આત્મા છે, તેનો લક્ષ ચુકાય છે, ત્યાં આપણા આત્માની હિંસા થાય છે. બીજા જીવના પ્રાણ ન દુભાય તોપણ આપણા આત્માની વાત થાય છે, તે પાપ છે. આત્મધાતી મહાપાપી, '' “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' એમ કહેલું છે ત્યાં પણ ઉપયોગ ચૂકી જીવ પરભાવમાં રમણ કરી રહે છે, તે પોતાનું ભાવમરણ છે. તેને માટે આપણને સ્મરણમંત્ર મળ્યો છે, તેનો અહોરાત્ર જાપ થયા કરે એવી ટેવ પાડી, વૃત્તિ જ્ઞાનીની આજ્ઞામાં રાખવાથી, ભાવમરણ કે આત્મઘાત - પોતાની હિંસા થતી જીવ બચાવી શકે. આમ થવા માટે બીજા ગમે તે કહે, દુઃખ દે, વ્યાધિ-પીડાથી વિપ્ન આવે પણ સ્મરણમાં લક્ષ રાખી, બધું ખમી ખૂંદવું. પોતાનાં પરિણામ ક્લેશિત ન કરવાં. શા માટે ? પરમાર્થ - આત્માર્થ સાધવા માટે. ક્લેશનાં કારણોથી દૂર રહેવું અને આવી પડે તોપણ ક્લેશિત પરિણામ એ જ આત્માની વાત છે એમ જાણી, તેવા ભાવ ભૂલી જઇ, આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે તેવો મારે રાખવા પ્રયત્ન કરવો છે. ભૂંડું કરે તેનું પણ મારે ભલું ઇચ્છવું. Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સંયોગો જોવા મળે છે, તેવા નિમિત્તમાં જીવ રાગ-દ્વેષ કરે છે, તેથી મુક્ત થવા કહે છે : સંયોગો બધા છૂટી જવાના છે, તો નાશવંત વસ્તુ માટે મારા આત્માને શા માટે ક્લેશિત કરું ? સર્વ અવસ્થામાં, રાગ કે દ્વેષ વખતે તેમ જ ભક્તિ કે સ્મરણ વખતે આત્મા હાજર જ છે. તેના તરફ ઉપયોગ દેવાની ટેવ, હવે તો મારે પાડવી ઘટે છે. માટે જે થઈ ગઈ, તે વસ્તુ ઉપરથી શિખામણ લઈ, તેવો દોષ ફરી નથી થવા દેવો એવો નિશ્ચય કરી, આ મનુષ્યભવમાં જ્ઞાની પુરુષ મળ્યા છે, તેમણે આજ્ઞા આપી છે, ચેતાવ્યા છે તો તેમનું કહેલું કરી, આ મનુષ્યભવ સફળ કરી, સમાધિમરણ કરવાનો લાભ જરૂર લઈ લેવો ઘટે છેજી. આ, ટૂંકામાં, ઉપરની કડીનો અર્થ છે, તે તમે લખેલા પત્રના ઉત્તરરૂપ સમજવા જેવો છેજી. બની ગયેલ વાત ભૂલી જઇ, ભવિષ્યની સંભાળ લેવી ઘટે. (બો-૩, પૃ.૪૮૯, આંક પ૨૪) પ્રભુપણે પ્રભુ ઓળખી રે, અમલ વિમલ ગુણ ગેહ; સાધક દૃષ્ટિ સાધકપણે રે, વંદે ધન્ય નર તેહ. કર્મમળરહિત, વિભાવરહિત, ગુણના ધામ એવા ભગવાન તે સાધ્ય છે. તેમને ઓળખી, તે દશા મારે પામવી છે, એમ સાધવૃષ્ટિ કરીને, જે ભગવાનને વંદે છે, તે નરને ધન્ય છે. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૧) Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૯૭ વિભાગ-૭ ગ્રંથવિશેષ આત્માનુશાસન 3 આ ગ્રંથ ગુણભદ્રાચાર્યે રચ્યો છે. તે કહે છે કે ““આ ગ્રંથને સાંભળીને ડરશો નહીં. જેમ બાળકને દવા પાવા જાય ત્યારે ડરે છે, તેમ અમારાં સુખો છોડાવી દેશે એમ માની ભય પામશો નહીં. તમે બધા સુખને જ ઇચ્છો છો અને અમે પણ તમને સુખ થાય એવો જ ઉપદેશ આપીએ છીએ.'' આ ગ્રંથ વૈરાગ્ય વધે એવો છે, પણ પાછું તેવું વાતાવરણ જોઇએ. પહેલાં હું આણંદથી અહીં પ્રભુશ્રીજી પાસે આવતો ત્યારે પ્રભુશ્રીજીએ મને આ ગ્રંથ વાંચવા આપેલો પછી આણંદ ગયો. બધું કામ પૂરું થઈ ગયા પછી થાક લાગતો અને સાંજે વિશ્રામ લેવા બેસતો, તે વખતે આ ગ્રંથ વાંચતો; પણ ત્યારે ઊંઘ આવતી અને એમ લાગતું કે આ પુસ્તકમાં કંઈ રસ જ નથી. વાતાવરણ એવું હોવાથી એવું લાગતું; પણ અહીં આવ્યા પછી જ્યારે વાંચવા મળ્યું, ત્યારે લાગ્યું કે અહો ! આ તો કોઇ અદ્ભુત ગ્રંથ છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૮) ઉપમિતિભવપ્રપંચ D ઉપમિતિભવપ્રપંચમાં શ્રી સિદ્ધર્ષિમુનિએ મહામોહને રાજાની ઉપમા આપી છે. તે ઘણો ઘરડો (અનાદિકાળનો) રાજા છે. તેને બે પુત્રો છે. મોટાનું નામ રાગ-કેસરી અને નાનાનું નામ વૈષ-ગજેન્દ્ર છે. તે રાજ્યમાં મિથ્યાદર્શન નામે સેનાપતિ છે અને વિષયાભિલાષ નામે મંત્રી છે. આ સર્વ મોહનીયકર્મના પરિવારનું વર્ણન છે. ત્યાં આખા મોહનીયકર્મને મહામોહ નામ આપ્યું છે. (Great Britain એવું નામ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને આપેલું છે તેવું દર્શનમોહ, કષાય અને નોકષાયનું એકત્ર નામ મહામોહ પાડ્યું છે.) (બો-૩, પૃ.૨૮૫, આંક ૨૭૫). ઉપમિતિભવપ્રપંચ વાંચવા વિચાર રહે તો તે પુસ્તક પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ મૂકી, નમસ્કાર કરી વાંચવાની આજ્ઞા લઈ, વાંચવાનું કરશોજી. દ્રમક ભિખારીનું દ્રષ્ટાંત પ્રસ્તાવનારૂપ પહેલા ભાગમાં આવે છે. તે બહુ વિચાર કરી સમજવા યોગ્ય છે'. આપણને સત્પષની કૃપાથી જે સામગ્રી મળી આવી છે, તેનો સદુપયોગ કરી આત્મશ્રદ્ધા કરવામાં, આપણને શું શું વિઘ્નો નડે છે, તેનો યથાર્થ ખ્યાલ તે કથાનકની શરૂઆતમાં જણાવી, તેનો ઉપનય-દ્રષ્ટાંત, શું સમજાવવા લખ્યું છે, તેનું વિવેચન પણ ગ્રંથકારે આપ્યું છે. તેમાં જણાવેલી સૂચનાઓ, જો જીવનમાં ઉતારે તો ઘણો લાભ થાય તેવું રસિક પુસ્તક છે. ઉતાવળથી, મોટું પુસ્તક છે માટે વાંચી નાખવું છે એમ મનમાં ન આણતાં, બે-ચાર જણ હાજર હોય, તે પરસ્પર જેટલું સમજાય તેટલું કહી બતાવે કે બને તેટલી ચર્ચા કરતા રહે તો ઘણું વિચારવાનું તેમાંથી મળશે. (બી-૩, પૃ.૧૧૭, આંક ૧૧૩) Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) તત્ત્વાર્થસૂત્ર D તત્ત્વાર્થસૂત્ર વાંચવા યોગ્ય છે. તત્ત્વાર્થસાર પછી તત્ત્વાર્થસૂત્ર વાંચવા જેવું છે. ટીકા સહિત વાંચવું, નહીં તો સૂત્રો બધાં સંક્ષેપમાં છે, તેથી સમજાય નહીં. મોઢે કરવા હોય તો થાય. તત્ત્વાર્થસૂત્ર ઉપર ઘણી ટીકાઓ લખાયેલી છે. “શ્લોકવાર્તિક' ટીકા બહુ લાંબી છે. એમાં ન્યાયનો બહુ વિસ્તાર કર્યો છે. પૂજ્યપાદસ્વામીની સર્વાર્થસિદ્ધિ' નામની ટીકા સારી છે. તે વાંચવા જેવી છે. (બો-૧, પૃ.૨૮૨, આંક ૨૨) દશવૈકાલિકસૂત્ર 0 આઠ વર્ષના સાધુ થયેલા મનક નામના બાળકને શીખવા દશવૈકાલિકસૂત્ર (a collection from Purvas) સંગ્રહાયેલું છે. છ માસનું તેનું સાધુ જીવન ટૂંકુ જાણી આચાર્યે સાધુચર્યા ટૂંકામાં તેમાં વર્ણવી છે. (બો-૩, પૃ.૫૨૭, આંક ૫૭૫) ભક્તામર 1 ભોજરાજાએ ચમત્કાર જોવા માનતુંગસૂરિને એક ઓરડામાં પૂરી, અડતાલીસ તાળાં માર્યા. બધા લોકો ત્યાં એકઠાં થયા. તે વખતે આ ભક્તામરની એક-એક ગાથા સૂરિ બોલતા ગયા, તેમ તેમ એક-એક તાળું તૂટતું ગયું. એમ બધાં તાળાં તોડીને બહાર આવ્યા. ગમે તેમ હો, પણ શુદ્ધભાવથી ભરેલું આ ભગવાનનું સ્તોત્ર છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્મસિદ્ધિ અનેક લબ્લિસિદ્ધિઓથી ભરપૂર છે, એવું આ ભક્તામર પણ અનેક લબ્ધિસિદ્ધિઓથી ભરપૂર છે. (બો-૧, પૃ. ૨૭૫, આંક ૧૩) ભગવતી આરાધના T બને તો ત્યાં વાંચનમાં પરમકૃપાળુદેવના વચનામૃત ઉપરાંત, દિગંબરી ભગવતી આરાધના થોડી-થોડી વંચાય તો લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે એ એક જ પુસ્તક જીવ કાળજી રાખી, આત્માર્થે વાંચે તો બીજું કંઈ વાંચવાની જરૂર નથી. પ.પૂ. પ્રભુશ્રીજી પણ બહુ વખાણ કરતા હતા. સમાધિમરણ અર્થે તે છે. (બી-૩, પૃ.૫૪૮, આંક ૬૦૩) મોક્ષમાર્ગપ્રકાશક [ અહીં મોક્ષમાર્ગપ્રકાશક હમણાં વંચાય છે. તેમાં, સંસારમાં કર્મથી જીવો દુઃખી છે તે કર્મની માહિતી આપી, કર્મબંધનનાં કારણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ કહી, તેનું સ્વરૂપ જણાવ્યું છે. તે દુ:ખનાં કારણ નહીં જાણવાથી જીવ અયથાર્થ ઉપાય કરે છે તે બતાવી, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર દ્વારા મોક્ષની પ્રાપ્તિ, એ જ મનુષ્યભવની સફળતા જણાવી છે. મિથ્યાત્વનું સ્વરૂપ જણાવતાં, અન્ય ધર્મોની માન્યતા ભૂલભરી જણાવવા, અન્યમતખંડન દર્શાવ્યું છેજી. પરમકૃપાળુદેવનાં વચનો સમજવામાં સહાયભૂત થાય તેવો મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથ છે જ, તે સહજ જાણવા લખું છું. યોગ્યતા વધવા માટે, ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ કરવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૭૭૨, આંક ૯૮૫). Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯) સદ્ગુરુપ્રસાદ શ્રી સદ્ગપ્રસાદ ગ્રંથ મોકલ્યો છે તે અપૂર્વ પુસ્તક માની, તેમાંના ચિત્રપટનાં વારંવાર દર્શન કરવા યોગ્ય છે, તથા સ્વહસ્તે લખેલા પત્રો પણ ઉલ્લાસભાવે બને તો વાંચવા, મુખપાઠ કરવા લાયક છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પોતાનો દેહ ન હોય ત્યારે મુમુક્ષુને સંભારણારૂપે, એ પ્રસાદીનું પુસ્તક આપવા કરાવી રાખેલું હતુંજી. તે, માંદગી હોય ત્યારે દર્શનપોથીની પેઠે પાસે રાખી, તેમાંથી દર્શન કરતા રહેવાથી તથા જે માંદા હોય તેને દર્શન કરાવવાથી, ભાવ સપુરુષની આત્મદશા પ્રત્યે વળતા સમાધિમરણનું તે કારણ થાય તેમ છે, એવું તેઓશ્રીએ જણાવેલું છેજી. તેમાં વીસ દોહરા, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર છે તે તમે મુખપાઠ કરેલ છે, એટલે તેમાં જોઇને વાંચતા પરમકૃપાળુદેવના અક્ષરો વાંચતા શીખી જવાશેજી; તથા કેટલાક પત્રો સમાધિસોપાનમાં પાછળ છાપેલા છે તે પણ શ્રી સદ્ગુરુપ્રસાદમાં લખેલા છે, તે જોઈ-જોઈને શ્રી સદ્ગુરુપ્રસાદ પણ વાંચતાં શીખી શકાશે; ન ઊકલે તો હાલ ગભરાવું નહીં. અહીં આવશો ત્યારે બધું બની રહેશે; પણ દર્શન કરવાનું અને સમાધિમરણ માટે માળા ફેરવવાનું ચાલુ રાખવા ભલામણ છેજી. વખત મળે તેટલો આજ્ઞા ઉઠાવવામાં ગાળવો. (બી-૩, પૃ.૩૭૩, આંક ૩૭૮) આપે પુછાવ્યું છે કે એક ભાઈને સદ્ગપ્રસાદ વાંચવા ભાવના રહે છે, તો કેમ કરવું? તેના ઉત્તરમાં જણાવવાનું કે સગુરુપ્રસાદમાં છપાયેલા પત્રો બધા મોટા પુસ્તકમાં છપાયેલા છે, અને તે પુસ્તક તમારી પાસેથી એકાદ ભાગ લઈ જઈ શકે છે, કેટલાક સમાધિસોપાનમાં પણ છે. સરપ્રસાદની વિશેષતા તો જેને પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ જાગ્યો છે, તેને તેના અક્ષરો પ્રત્યે, તેના ચિત્રપટો પ્રત્યે, મંદિર અને વેદવાક્યથી વિશેષ ઉલ્લાસ પ્રગટવાનું નિમિત્ત છે; એટલે છાપેલા પત્રો કે હસ્તલિખિત તેમને તો હાલ સરખા છે. પરમકૃપાળુદેવ પ્રત્યે જેમ જેમ પૂજ્યબુદ્ધિ વધશે, તેમ તેમ તેમને તેનું મહત્ત્વ યથાયોગ્ય કાળે લાગવા સંભવ છે; જે હાલ તમારી પાસેથી વાંચી લેવાથી સામાન્યપણું થઈ જાય અને ભવિષ્યમાં પ્રેમપૂર્વક દર્શનાર્થે રાખવાની ભાવના આળસી જાય, એ રૂપ તેમને પોતાને વિશેષ લાભનું કારણ ભવિષ્યમાં થવા યોગ્ય છે, તેમાં વિઘ્નકર્તા હાલની તે ઇચ્છા કુતૂહલરૂપ છે. તેમની ભાવના અહીં આવી ગયા પછી વર્ધમાન થયેલી લાગે, જેમ યોગ્ય લાગે તેમ પ્રવર્તવા પછીથી હરકત નથીજી. સત્સાધનનું દિવસે-દિવસે અપૂર્વપણું ભાસે તેવા સત્સંગ, સદ્વિચારમાં રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૬૭, આંક ૪૯૧) સમાધિશતક D સમાધિશતક શ્રી યશોવિજયજીનું પ્રાપ્ત થયેલ છે. શાસ્ત્ર ઉત્તમ છે. ઉત્તમ મુમુક્ષુને યોગ્ય તેમાં ઉત્તમ ગહન વાતો છે. (બી-૩, પૃ.૧૨૦, આંક ૧૧ ૬) | D સમાધિશતક સારો ગ્રંથ છે; જૈનની ગીતા છે. (બો-૧, પૃ.૨૭૮, આંક ૧૬) Page #209 -------------------------------------------------------------------------- ________________ (૨OO સમાધિશતક એક કાયદાની ચોપડી માફક છે, અંતરના ઉકેલરૂપ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામ લાગે તેમ છે. લાગે સામાન્ય - ટૂંકાણમાં, પણ શાસ્ત્રનાં શાસ્ત્ર બને તેવું છે. જેમ જીવની યોગ્યતા વધે તેમ સમજાય છે. પોતાના અનુભવમાં કંઈ આવ્યું હોય, તે મુજબ શાસ્ત્રમાં કંઈ મળી આવે તો ઘણો ટેકો મળે છે, આનંદ થાય છે અને આગળ વધવાનું થાય છે. (બો-૧, પૃ.૧૭, આંક ૨૦) પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને સમાધિ પ્રાપ્ત થવા સમાધિશતકનું મનન કરવા આજ્ઞા કરેલી. તે પુસ્તક મનન કરવા યોગ્ય છે. તેમાં અંતરાત્મા, પરમાત્માનું વર્ણન ઘણા ઉત્તમ પ્રકારે કરેલું છે. જેને પરમકૃપાળુદેવનાં વચનો રહસ્ય સાથે સમજાયાં છે, તેને અન્ય શાસ્ત્ર સમજવા સરળ છે. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭) T સમાધિશતક પૂજ્યપાદસ્વામીનું રચેલું પુસ્તક છે. પૂજ્યપાદસ્વામી એ નામ, તેઓશ્રીના ગુણોને લઈને પાડેલું છે. અસલ તેઓનું નામ બીજું છે. તે પુસ્તક સમાધિ પ્રાપ્ત કરાવે તેવું છે. જેને આગળ વધવું છે, તેને ઘણા હિતનું કારણ છે. સત્તરમા શ્લોકમાં ઘણું સરસ વર્ણન છે. એક માસ જો પુરુષાર્થ, ખરા દયથી કરવામાં આવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય. શ્લોક પચાસ સુધીમાં તો હદ કરી દીધી છે. ટૂંકાણમાં વાત છે, પણ તે ઉપરથી તો ઘણાં શાસ્ત્રો બની શકે તેમ છે. એ પુસ્તકમાં પ્રથમ બહિરાત્માનું વર્ણન છે. આત્મા અને દેહ, એકરૂપે જેને લાગે છે, તે બહિરાત્મા છે. અંતરાત્માનું વર્ણન ત્યાર પછી આવે છે. અંતરાત્મા અંદરના કષાયો ઘટાડવાનું કામ નિરંતર કરે છે; બહાર તેને કંઈ સંબંધ નથી. પુસ્તકનું મનન વિશેષ પ્રકારે કરવા જેવું છે. (બો-૧, પૃ.૧૬, આંક ૧૮) Page #210 -------------------------------------------------------------------------- ________________ (૨૦૧ વિભાગ-૮ સંકલન મોક્ષ D પ્રશ્ન : મોક્ષ કોને કહેવાય? ઉત્તર : શુભ કે અશુભ ભાવ વડે પુણ્ય કે પાપ બંધાય છે, તેની નિવૃત્તિ થયે જીવ સમભાવમાં, આત્મભાવમાં માત્ર જ્ઞાતા-દ્રષ્ટા, નિર્વિકલ્પ રહે ત્યારે પૂર્વે બાંધેલાં કર્મ છૂટવા માંડે છે અને નવાં કર્મ બંધાતાં નથી. રાગ-દ્વેષમાં જીવ તણાયા કરે છે, તે ટેવ પલટાવી, મંત્ર આદિ જ્ઞાનીની આજ્ઞામાં સ્થિર થતાં શાંતિ-આત્મસુખ અનુભવાય તો કશા બીજા વિકલ્પો ન રહે, ત્યાં માત્ર આત્મા આત્મારૂપે જ રહે એવી દશાથી, કર્મ જેટલાં બાંધેલાં છે, તે બધાં ક્ષય થતાં, નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપે પરમ આનંદમય સદાય રહેવું, તે મોક્ષ છેઃ “દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.' (બો-૩, પૃ.૨૮૨, આંક ૨૭૪) D એક રાજા હતો. તે શાસ્ત્રી પાસે સૂત્ર સાંભળવા જાય. તેમાં એમ આવે કે આ સૂત્ર સાંભળે તેનો અવશ્ય મોક્ષ થાય અને એને સાંભળવાથી અમુક-અમુક મોક્ષે ગયા છે. એ સાંભળી, રાજા બહુ આનંદ પામ્યો. એમ કરતાં-કરતાં દસ ચોમાસાં નીકળી ગયાં. પછી રાજાએ વિચાર કર્યો કે કેમ મોક્ષ થતો નથી ? એવામાં કોઇ આચાર્ય પધાર્યા. તેમને રાજાએ પૂછયું, “મહારાજ, મોક્ષ કેમ થતો નથી ?' આચાર્યું કહ્યું, “મોક્ષે જવું છે કે વાતો જ કરવી છે?” રાજાએ કહ્યું, “ના, મોક્ષે તો જવું છે.' મહારાજે કહ્યું, સવારે પેલા શાસ્ત્રીને લઈને ધર્મશાળામાં આવજે.' બીજે દિવસે રાજા અને શાસ્ત્રી બંને આવ્યા. બધી સભા એકઠી થઈ. પછી મહારાજે તો પેલા શાસ્ત્રીને એક થાંભલે બાંધી દીધો અને રાજાને પણ બીજા થાંભલે બાંધી દીધો. પછી મહારાજ બોલ્યા, શાસ્ત્રીજી, પેલા રાજાને છૂટો કરો.' શાસ્ત્રીજીએ કહ્યું, “મહારાજ, હું તો બંધાયેલો છું, કેવી રીતે છૂટા કરું ?' પછી મહારાજે રાજાને કહ્યું, “તમે શાસ્ત્રીને છૂટો કરો.” રાજાએ કહ્યું, “એ તો કેમ બને?” ત્યારે મહારાજે કહ્યું, “બંને સમજી ગયાને?'' રાજાએ કહ્યું, “ખુલ્લા શબ્દોમાં કહો, જેથી અમને ખબર પડે.” આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ, બંધાયેલો કેમ કરી છોડાવે? પણ છૂટો હોય, તે છોડાવી શકે. તેમ જ મોક્ષ થવા માટે, જે મોક્ષ ભણી જવા માંડયા છે, જે સંસાર પરિગ્રહથી અને રાગ-દ્વેષરૂપ કષાયથી છૂટા થયા છે, એવા પુરુષો મોક્ષે જવાનો રસ્તો બતાવી શકે; અને પછી જો જીવ તેના કહ્યા પ્રમાણે આજ્ઞા આરાધે તો અવશ્ય મોક્ષ થાય, પણ વાતો કરવાથી થાય નહીં.'' (બો-૧, પૃ.૩૩, આંક ૨). અનાદિકાળથી એમ ચાલ્યું આવે છે કે કોઈ ક્રિયાઓને સ્થાપે છે, કોઈ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહે છે; પણ બેય જોઇએ. પક્ષીને બે પાંખ હોય તો ઊડે. એક પાંખ ટૂટી જાય તો ઊડી શકે નહીં. તેમ એકલા જ્ઞાનથી મોક્ષ ન થાય, એકલી ક્રિયાથી પણ મોક્ષ ન થાય. (બો-૧, પૃ. ૨૮૮, આંક ૩૭) Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) | મોક્ષના ચાર દ્વારપાળ કહ્યા છે : શમ, વિચાર, સંતોષ અને સત્સંગ. મોક્ષે જવું હોય તો એ ચાર દ્વારપાળને લઈને જવું પડે. કષાય હોય તો પેસવા ન દે. શમ આવે ત્યાં કષાય જાય. જ્ઞાનીનાં વચનોમાં અતિ શમ હોય છે. એ વચનો સાંભળીને મન એકાગ્ર થાય છે. મારે માટે કહે છે, એમ થાય છે. પછી એમાં સ્થિરતા થાય છે. કષાય મંદ પડે તેથી બુદ્ધિ નિર્મળ થાય છે. જગત દુઃખરૂપ છે, એવો સદ્વિચાર કર્યો ન હોય તો કારમાં પેસતાં રોકે કે જાઓ, આત્મવિચાર કરીને આવો. વિચાર એ ભૂમિકા છે. સ્થિરતા તે વિચારદશા છે. વિચારદશા આવે તો જે પુરુષાર્થ કરે તે સફળ થાય. વિચારદશા આવ્યા પછી કુવિચાર ન આવે. આત્મા આમ-તેમ ભમે નહીં. ત્રીજો દ્વારપાળ સંતોષ છે. લોભ ન જાય ત્યાં સુધી મોક્ષ ન થાય. સંતોષથી સુખ થાય. સંતોષ હોય તો પોતાના કર્મરૂપ શત્રુને હણવાનો પુરુષાર્થ કરે. “સંતોષી નર સદા સુખી.' સંતોષી સ્થિર મનવાળો થાય છે, તેથી શાંત હોય છે. ત્રણે લોકનું રાજ્ય, તેને તૃણ જેવું લાગે છે. સંતોષરૂપી અમૃતનું પાન કરનારને જગત અને જગતનાં સુખો ઝેર જેવાં લાગે છે. જે પ્રાપ્ત નથી થયું, તેની ઇચ્છા ન કરે; અને મળેલું છે, તે રહેવાનું નથી, એમ જાણે. હર્ષ-શોક ન કરે તે સંતોષી છે. ચંદ્રમાના પ્રકાશથી બધાં કમળ સંકોચાય, પણ સૂર્યનાં કિરણો અડે ત્યારે ખીલી ઊઠે; તેમ સંતોષથી મન શીતળ થાય અને જ્ઞાન થાય ત્યારે વધારે શાંતિ થાય. જેના મનમાં આશા રહ્યા કરે છે, તેને જ્ઞાન ન થાય. આત્મતૃપ્ત હોય, તેને આત્માની બધી સંપત્તિ મળે છે. ચોથો દ્વારપાળ સત્સંગ છે. સત્સંગ ન કર્યો હોય તો મોક્ષે જવાય નહીં. એ ચારે હોય તો મોક્ષમાં જવાય. (બો-૧, પૃ.૧૯૨, આંક ૬૭) D “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (૫૯) આપના પત્રમાં બોધની માગણી કરી છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે હું તો પામર છું, પરંતુ તે સજીવન મૂર્તિનાં વચનો, આ પત્રને મથાળે ટાંક્યાં છે તે, વિચારશો તથા તેના ઉપકારને હરદમ યાદ લાવી, તેણે જણાવેલ માર્ગે મારો મોક્ષ થશે એવી દ્રઢ શ્રદ્ધા કરશોજી. તે કહે તેમ નહીં વર્તાય ત્યાં સુધી, મોક્ષ દૂર ને દૂર જ લાગશે, રહેશેજી. પૂર્વનાં ઘણા પુણ્યના પુંજથી આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. પુરુષનાં દર્શન, સમાગમ અને આજ્ઞાની પ્રાપ્તિનો સુયોગ મળ્યો છે, પણ જીવ હજી ગળિયા બળદની પેઠે રસ્તામાં બેસી પડશે, આગળ નહીં વધે, આ રઝળતા-૨ખડતા આત્માની દયા નહીં લાવે તો આવા દુર્લભ યોગ જીવે ઘણી વાર ગુમાવ્યા છે તેમ આ ભવ પણ વ્યર્થ વહ્યો જશે. માટે આત્મજ્ઞાન કરી, મોક્ષપ્રાપ્તિનો ઉપાય ઉપર મથાળે લખ્યો છે, તે વિચારી યથાશક્તિ તે દિશામાં પુરુષાર્થ કરશોજી. (બો-૩, પૃ.૭૮૩, આંક ૧૦૦૧) Page #212 -------------------------------------------------------------------------- ________________ (૨૦૩) D પરમસુખરૂપ મોક્ષની પ્રાપ્તિના ઉપાય : 0 ચિત્ત એ તારું ખરેખરું ધન છે. એના ઉપર ધર્મ અને અધર્મ, બંને આધાર રાખે છે. એના ઉપર સુખદુઃખનો આધાર રહે છે, માટે ચિત્તરૂપ સુંદર રત્નનું સારી રીતે રક્ષણ કર. જીવમાં અને ભાવચિત્તમાં પરસ્પર કંઈ તફાવત નથી. એટલા માટે જે પ્રાણી ભાવચિત્તની રક્ષા કરે છે, તે વાસ્તવિક રીતે પોતાના આત્માનું રક્ષણ કરે છે. છે જ્યાં સુધી એ ચિત્ત ભોગની લાલસાએ વસ્તુ કે ધન મેળવવા માટે દોડાદોડ કર્યા કરે છે, ત્યાં સુધી તને (આત્મિક) સુખની ગંધ પણ ક્યાંથી આવી શકે? જ્યારે એ ચિત્ત બહારનો સર્વ પ્રકારનો ભ્રમ (રખડવું) છોડી દઇ, તદ્દન સ્પૃહારહિત થાય, જ્યારે આત્મામાં સ્થિર થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ કોઈ ભક્તિ કરે કે સ્તુતિ કરે, કોપ કરે કે નિંદા કરે, તે સર્વ પર જ્યારે એકસરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ પોતાનાં સગાં કે સંબંધી હોય, દુશ્મન કે નુકસાન કરનાર હોય, તે સર્વ પર રાગ-દ્વેષ ન થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ કોઈ ઉત્તમ ગોચંદનનો લેપ કરે કે કોઈ વાંસલે છોલે, તે બંને પ્રત્યે સરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ ઇન્દ્રિયોના વિષયો સુંદર હો કે માઠા હો, તે સર્વ પર એકસરખી વૃત્તિ રહે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ સાંસારિક પદાર્થો પાણી જેવા છે, તારું ચિત્તરૂપ કમળ ત્યાં ન લેવાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ પ્રચંડ યુવાવસ્થાના જોરમાં ઝળઝળાયમાન થતું લાવણ્ય અને સુંદર અંગોવાળી લલનાઓ દેખી, મનમાં વિકાર ન થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. ૦ અત્યંત આત્મબળ ધારણ કરીને ચિત્ત જ્યારે અર્થ (ધન) અને કામ-સેવનથી વિરક્ત થાય અને ધર્મમાં આસક્ત થાય ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય, ૦ જ્યારે રાજસી અને તામસી પ્રકૃતિથી મન મુક્ત થાય અને સ્થિર સમુદ્ર જેવું મોજાં વગરનું બને ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. 0 મૈત્રી, કારુણ્ય, માધ્યસ્થ અને પ્રમોદભાવના યુક્ત થઈ જ્યારે ચિત્તને મોક્ષ મેળવવા માટે એકતાન લાગે ત્યારે તને પરમસુખ પ્રાપ્ત થાય. (બી-૩, પૃ.૩૦૫, આંક ૨૯૨) I ‘વાદૃશ ભાવના થી સિદ્ધર્મવતિ તાદૃશી” જેવી જેની ભાવના હોય, તે પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે, એ આર્યવચન યથાર્થ છે. માટે મોક્ષપ્રાપ્તિનાં કારણોનો વિચાર કરી, તે કારણો ઉપાસતાં રહેવાય તો કાર્યરૂપ મોક્ષ અવશ્ય થાય; પણ કારણનો નિર્ણય ર્યા વિના, તેનો અભ્યાસ કર્યા વિના મોક્ષ જેવું અત્યંત વિકટ કાર્ય, ક્ષણિક નિર્બળ ઇચ્છાથી પાર પડે તેવું નથી. માટે વિકટ સંજોગોમાં તો વિકટ પુરુષાર્થ કર્તવ્ય છેજી. Page #213 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) તેને બદલે આપણા વર્તન તરફ નજર કરીએ તો શિથિલતા સિવાય કંઈ જણાશે નહીં; તો એ મેળ મળે નહીં તેવી અત્યારની દશા પલટાવી, મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા સદ્ગુણો, સઋદ્ધા, આજ્ઞાનું આરાધન, વૈરાગ્ય, સત્ય, સદાચરણ, શાંતિ, સમતા, ત્યાગ આદિ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ, અત્યંત દ્રઢતાથી કર્તવ્ય છેજી. થયેલાં પાપોનો પશ્ચાત્તાપ કરી, ફરી તેવા દોષ જિંદગીભરમાં ન બને તેવો દૃઢ નિશ્રય રાખી, દોષો દૂર કરતા રહીશું તો અવ્યાબાધ અનંત સુખ યથા-અવસરે અનુભવીશું. (બી-૩, પૃ.૧૨૮, આંક ૧૨૮) | એક વાર આત્માનો અનુભવ થઈ જાય, તો પછી મોક્ષ મેળવવામાં વાર ન લાગે. તે અનુભવ – મોક્ષની વાનગી, આ દેહે જ મળે છે. ઉધારનું કામ નથી. રોકડિયું ખાતું છે. પુરુષાર્થની ખામી છે. મહાન પુરુષોને કેટલાં દુઃખ પડયાં છે? આપણને તેવું દુ:ખ નથી. તેમણે આત્માનું કેવું સુખ દીઠું હશે કે દેહને જતો કરે છે ! (બો-૧, પૃ.૭, આંક ૬) T મોક્ષસુખની કોઇ જાત જ જુદી છે. મોક્ષનું સુખ નિરુપાધિક છે અને સંસારનું સુખ ઉપાધિવાળું છે. બે માર્ગ છે. જેને નિરુપાધિક સુખ જોઇતું હોય, તે મોક્ષ ભણી વળે અને જેને ઔપાધિક સુખ જોઈતું હોય, તે સંસાર ભણી વળે. (બો-૧, પૃ.૫૧, આંક ૨૬) D મોક્ષે જવું હોય તો રાગ-દ્વેષને ઓછા કરવા પડે. ભગવાન પ્રત્યે રાગ કરવાનો છે. એ એકપક્ષી રાગ હોવાથી મોક્ષે લઈ જાય છે. ભગવાન પ્રત્યે રાગ થવા માટે સંસાર પ્રત્યેથી રાગભાવ ઓછો કરવાનો છે. જે જે રાગ-દ્વેષ ઓછા કરે, તે ભગવાનની પાસે જાય છે. (બો-૧, પૃ.૨૭૧) જેને મોક્ષે જવું હોય તેણે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ સહજસ્વરૂપે કરવા યોગ્ય છે. સહજ ત્યાગની ભાવના થાય; ત્યાગ ન થઈ શકે તેના ઉપર વૈરાગ્ય રાખે; ક્રોધાદિ કષાયોને ઉપશમાવે એટલે કે થવા ન દે, શમાવે; અને ભક્તિમાં તલ્લીન થાય - એ ચારેય સહજ કરી, સહજ સ્વભાવે કરી મૂકવા જેવાં છે. પ્રમાદને લઈને, શિથિલતાને લઈને કરીશું, કરીશું એમ જીવ કરે છે. મિથ્યાત્વનો સંગ અનાદિકાળથી છે; તેથી ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ – એ એકદમ ન ગમે. ગમે, એમ થવું મુશ્કેલ છે. મારે એ કરવું જ છે, એમ જો લક્ષ રહે તો ક્રમે-કમે કરી એ સહજ થઈ જાય. (બો-૧, પૃ.૨૭૩) I એક પણ શબ્દ જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોક્ષે લઈ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં પ્રથમ સંવેગ વિષે કહે છે : “મોક્ષાભિલાષા : સંવેગથી જીવમાં તીવ્ર ધર્મશ્રદ્ધા જન્મે છે. તીવ્ર ધર્મશ્રદ્ધાથી તેની મોક્ષાભિલાષા વળી વૃદ્ધિગત થાય છે. તેથી તે જીવ અનંતકાળ સંસારમાં રખડાવનાર ક્રોધ, માન, માયા અને લોભનો (અનંતાનુબંધીનો) નાશ કરે છે અને નવા કર્મો બાંધતો નથી. ક્રોધાદિના નાશથી તત્ત્વાર્થમાં તેની અશ્રદ્ધા દૂર થાય છે અને વિશુદ્ધ શ્રદ્ધા જન્મે છે. તે દર્શનવિશુદ્ધિથી (ક્ષાયિકદર્શનથી) કેટલાક જીવો તે ભવે જ સિદ્ધિ પામે છે અથવા ત્રીજે ભવે તો અવશ્ય પામે છે જ.'' તેમાં નિર્વેદ વિષે કહે છે : “સંસારથી વિરક્તતા : તેનાથી જીવ - દેવ, મનુષ્ય અને પશુપંખી (તિર્યંચ) સંબંધી કામભોગો પ્રત્યે વિરક્ત થાય છે; વિરક્ત થયા બાદ તે ભોગસાધનોની પ્રાપ્તિ માટે આરંભ તેમ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ જ પરિગ્રહ કરવો તજી દે છે અને એ રીતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ સંસારમાર્ગનો વિચ્છેદ કરી સિદ્ધિમાર્ગને પામે છે.” આ પ્રમાણે ૭૩ બોલ જણાવી, એકેક બોલથી મોક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંતઃકરણે એક પણ, સપુરુષનાં વચનને ગ્રહણ કરશે તે અવશ્ય શ્રેયને પામશે. (બી-૩, પૃ.૨૦૭, આંક ૨૦૫) || પરમકૃપાળુદેવે કહ્યું છે કે સત્સંગનો વિયોગ છે, ત્યાં કલ્યાણનો પણ વિયોગ છે; છતાં સત્સંગના વિયોગમાં પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના અપાર ઉપકાર પ્રત્યે વૃત્તિ રાખી, પોતાના ભાવ સંસાર પ્રત્યે વહેતા રોકે તો જીવને વિશેષ લાભ પણ થાય. શ્રી ગૌતમસ્વામીને વિરહદશામાં કેવળજ્ઞાન પણ થયું છે કારણ કે તે કેવળજ્ઞાન માટે જ મથતા હતા. તેમ આપણા જીવનનો હેતુ પણ જો મોક્ષ હશે તો ગમે ત્યારે પણ મોક્ષે જવાશે. તેનાં કારણ સાચાં જોઈશે. ઉપદેશછાયામાં (પૃ.૭૧૦) પરમકૃપાળુદેવ લખે છે કે ““વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં.' આટલાનો જ, જીવ જરા વાર થોભી, ઊંડો વિચાર કરે કે મારે મોક્ષે જવું છે કે નથી જવું? જો “જવું છે.' એવો અંતરમાંથી અવાજ આવે તો કહેવું કે ““વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં.” એમ પરમકૃપાળુદેવ કહે છે, તો ક્યારે એ વિષય-કષાય મૂકીશું? વિષય-કષાયનો સંગ છોડયા વિના છૂટકો નથી. દુશ્મનને દિલમાં રાખીશું ત્યાં સુધી, તે સંસારના માર્ગમાં પરિભ્રમણ કરાવી, આપણને સંતાકૂકડી રમાડશે, જન્મમરણ કરાવ્યા કરશે. માટે આજથી જ - જ્યારથી આ વાક્ય શ્રવણ કર્યું, વાંચ્યું ત્યારથી જ - તેનો ત્યાગ કરવાનો અભ્યાસ કરવા દે, એવો નિશ્ચય કર્યા વિના, આ પરિભ્રમણનો અંત આવે તેમ નથી. જગતને, અને જગત જેને પ્રિય છે એવા વિભાવને, પોષવા માટે જીવે ઘણું કર્યું છે પણ હવે તો - “શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી?” એનો વારંવાર વિચાર કરી, દુઃખનાં કારણો દૂર થાય અને સુખની સામગ્રી સંઘરાય તેમ કરવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૭૭, આંક ૬૫૦) D પરમકૃપાળુદેવનું એક-એક વચન અલૌકિક છે. પોતે અનુભવ કર્યો, તે જ બતાવ્યો છે. જેને મોક્ષ મેળવવો છે, તેનું કામ થઈ જશે. બાકી આ કાળમાં મોક્ષ નથી વગેરે વાતો કરી, પુરુષાર્થ કરે નહીં તો શું મળશે? પોતે અનુભવથી સિદ્ધ કરી આપ્યું કે પુરુષાર્થ કરો તો જરૂર મોક્ષ મળશે. પુણ્ય ઉપાર્જન કરી, દેવલોકની આશા રાખશે, તેનો મોક્ષ કેવી રીતે થશે? જેમને મોક્ષનો ખપ નથી, તે ગમે તેવી વાતો કરી, અટકી રહેશે. સંસારના પદાર્થો ઉપર જેટલું ચિત્ત ઓછું જશે, તેટલું સપુરુષનાં વચનોમાં રહેશે. (બો-૧, પૃ.૭, આંક ૯). આહારમાં એક આચાર્ય મળ્યા હતા. તેમણે મને પૂછયું કે તમારું ધ્યેય શું છે? મેં કહ્યું, મોક્ષ. તેમણે કહ્યું, મોક્ષ તો આ કાળમાં છે નહીં. મેં પૂછ્યું, તો આપે દીક્ષા શા માટે લીધી? તેમણે કહ્યું, બીજા જીવોને દેવગતિએ મોકલવા માટે. આ કાળમાં મોક્ષ નથી, માટે પુરુષાર્થ શા માટે કરવો? પુરુષાર્થ કરવો નથી, તેથી એમ કહે છે. મોટાપુરુષોએ જે જે દુ:ખ આવ્યાં, તે સમતા રાખી સહન કર્યા છે. સમકિત છોડયું નથી. એવી વાતો વિચારવી, સાંભળવી. વાસના જાય તો જન્મમરણ જાય. સરુની આજ્ઞાએ વર્તે, તો આ કાળમાં મોક્ષ થાય; પણ જીવને પ્રમાદ કરવો છે. તેથી આ કાળમાં મોક્ષ નથી એમ કહે છે. (બો-૧, પૃ.૧૯૨, આંક ૬૭) Page #215 -------------------------------------------------------------------------- ________________ (૨૦) 1 જ્ઞાની પુરુષ અને જ્ઞાનીના આશ્રિત, ગીતાર્થ અને ગીતાર્થના આશ્રિત એ મોક્ષમાર્ગમાં છે. એ શાસ્ત્રવચન છે. મોક્ષમાર્ગે ચઢેલો જીવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે ભવે મોક્ષે જાય. “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.' જ્ઞાનીનાં વાક્યો સિદ્ધાંતરૂપ છે. પત્રાંક ૬૯રમાં લખ્યું છે : “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં .... જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ (મોક્ષ) કરે.” આ કાળમાં મોક્ષ ન થાય એવી પરમકૃપાળુદેવની માન્યતા નથી. તેથી ઊલટું, તેવી વાત સાંભળવાની પણ મના કરે છે. ““જીવો પુરુષાર્થ કરે ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવશે ત્યારે તેનો ઉપાય અમે લઈશું.” એમ ઉપદેશછાયામાં (પૃ.૭૧૯) છે. જ્યાં મોહના વિકલ્પ છે, ત્યાં સંસાર છે. અશરીરી ભાવે આ કાળમાં ન રહી શકાતું હોય તો અમે જ નથી, એમ પણ લખ્યું છે. આ બધું વિચારતાં જ્ઞાનીનો મોક્ષ અને લૌકિક મોક્ષ જુદા જણાય છે. એક પત્રમાં ““મોક્ષ હથેળીમાં છે.' એમ પણ લખ્યું છે. ઇષત્ પ્રાગુભારા પૃથ્વી પર, ત્યાર પછી છે. ટૂંકામાં, મોક્ષ પ્રાપ્ત થઈ શકે એમ છે એટલો વિશ્વાસ રાખી, મોક્ષાર્થે પુરુષાર્થ કરવામાં પાછી પાની ન કરવી. મોહ મૂક્યા વિના મોક્ષ થાય તેમ નથી. તેથી મોહના વિકલ્પો, વૈરાગ્ય-ઉપશમ વધારી, ટાળવા ઘટે છેજી. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” (બી-૩, પૃ. ૭૭, આંક ૮૧૩) || નિર્વાણ થવાના અચૂક કારણરૂપ અથવા નિર્વાણ સંબંધી જે બાબત, તેને નિર્વાણી વસ્તુ કહે છે. તેવી દસ વસ્તુઓ પત્રાંક ૬૯૧માં પરમકૃપાળુદેવે ગણાવેલી છે : (૧) મોક્ષ, (૨) કેવળજ્ઞાન, (૩) મન:પર્યવજ્ઞાન, (૪) અવધિજ્ઞાન, (૫) પૂર્વજ્ઞાન (ચૌદપૂર્વ શાસ્ત્ર વિચ્છેદ ગયાં છે તે), (૬) યથાખ્યાત ચારિત્ર, (૭) સૂક્ષ્મસંપરાય ચારિત્ર, (2) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, (૯) ક્ષાયિક સમકિત, અને (૧૦) પુલાકલબ્ધિ. શાસ્ત્રોમાં જે પ્રચલિત વાત છે, તે મોક્ષમાળામાં મુખ્યત્વે પરમકૃપાળુદેવે જણાવી છે. તે પણ આ કાળ ભયંકર જણાવવા તથા તેથી ચેતતા રહેવા જણાવી છે. બાકી ઉપદેશછાયામાં તો સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાળમાં મોક્ષ ન થાય, એવી વાતો પણ સાંભળવી નહીં, પુરુષાર્થ કર્યા જવો અને મોક્ષે જતાં કાળ હાથે પકડવા આવે ત્યારે અમે જોઈ લઈશું, એટલા સુધી કહ્યું છે. વ્યાખ્યાનસારમાં પણ આવે છે કે “તમારે કોઇ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.'' (વ્યાખ્યાનમાર-૨ : ૧૦-૧૮) (બી-૩, પૃ.૭૨૭, આંક ૮૮૭) Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ D દ્રવ્યલિંગી મુનિને આખી જિંદગી ચારિત્ર પાળતાં છતાં મોક્ષ થતો નથી, અને કોઇ જીવ નિત્યનિગોદમાંથી નીકળી, મનુષ્યભવમાં આવી આઠ વર્ષે સમકિત પામે, દીક્ષા લઇને કેવળજ્ઞાન પામી મોક્ષે જતો રહે છે; કારણ કે તેને ખોટા સંસ્કાર પડેલા હોતા નથી, કોરા કાગળ જેવો હોય છે, તેથી તેને કોઇ સાચી વસ્તુ મળે કે ઝટ પકડાઇ જાય. પ્રશ્ન : નિગોદમાં પણ નિકટવિ હોય છે ? રૂજ્યશ્રી : હા, નિગોદમાં પણ હોય છે. પહેલાંથી જ જીવ નિગોદમાં છે. ત્યાંથી આવીને મનુષ્યભવ પામી મોક્ષે જઇ શકે છે. મરુદેવીમાતા કેળના વૃક્ષમાંથી આવી, મનુષ્યભવ પામી, કેવળજ્ઞાન પામી મોક્ષે જતાં રહ્યાં. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ કંઇ જેવો તેવો નથી. અનંતકાળ જેવો છે. ગમે તે સમકિત આવ્યું હોય તોપણ અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં મોક્ષે જાય જ. કોઇ જીવો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ પૂરો થવામાં અંતર્મુહૂર્ત બાકી હોય તેટલામાં સમકિત પ્રાપ્ત કરી લે છે, મુનિપણું આવી જાય છે અને કેવળજ્ઞાન પામી મોક્ષે જતા રહે છે. (બો-૧, પૃ.૨૮૭, આંક ૩૫) મોક્ષમાર્ગ D ‘રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે. રાગાદિ મટાડવા જે જાણવું તે સમ્યજ્ઞાન છે. રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન) મટે તેવું આચરણ એ જ સમ્યક્ચારિત્ર છે. આવો મોક્ષમાર્ગ જાણવા યોગ્ય, માનવા યોગ્ય છે.’' (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬) .. I સાધન (જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ) કે નિમિત્ત આશ્રયી મોક્ષના ઉપાયમાં ભેદો ગણાવ્યા છે; પરંતુ પરિણામની અપેક્ષાએ તો આત્માની ઉપાસના કે આત્મ-પ્રાપ્ત પુરુષની શ્રદ્ધા, તેનું ઓળખાણ અને તેના પ્રેમમાં તન્મયતા, તે મોક્ષમાર્ગ છે. આત્માનો ઉદ્ધાર કરનાર આત્મા છે. સત્પુરુષનાં વચનને અવલંબને જીવે જાગ્રત થવાનું છેજી. ‘‘જબ જાયેંગે આતમા, તબ લાગેગે રંગ.’' (હાથનોંધ ૧-૧૪) (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧) આપણે બધા પરમકૃપાળુદેવનાં વચનના અવલંબને, પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે શ્રદ્ધા દૃઢ કરાવી છે, તે આધારે વર્તીએ છીએ. તેનો લક્ષ સમ્યક્દર્શન અથવા આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન સિવાય ચાર ગતિરૂપ સંસારપરિભ્રમણ ટળે તેમ નથી. તેથી, જેમ કોઇ અંધ દેખતાને આશરે હોય ત્યાં ખાડામાં પડતો નથી, તેમ સત્પુરુષે જણાવેલ માર્ગે જે ચાલે છે, તે કર્મનાશ કરવાને માર્ગે છે. બે પ્રકારના જીવો મોક્ષમાર્ગમાં પરમકૃપાળુદેવે કહ્યા છે : એક તો સમ્યક્ત્તાની જીવો અને બીજા સમ્યજ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તતા જીવો. આત્મજ્ઞાન ન થયું હોય તોપણ સત્પુરુષે કહ્યું છે, તે કર્યા વિના કદી મોક્ષ થવાનો નથી, અને બનતા પુરુષાર્થે, મારે તે મહાપુરુષનું કહેલું જ કર્યા કરવું છે, આમ જેની દૃઢ માન્યતા થઇ છે, તેને બીજા કામમાં પ્રવર્તવું પડતું હોય તોપણ મન ઊંચું રહે છે. તેથી આત્માનું કલ્યાણ થનાર નથી; જ્ઞાનીનું કહેલું ક૨વું છે પણ આમાં ખોટી થવું પડે છે, તેટલો અમૂલ્ય મનુષ્યભવ નિરર્થક વહ્યો જાય છે - એવો ખટકો જેને રહેતો હોય, તેને વૈરાગ્યભાવ કહ્યો છે. તેવા વૈરાગ્યની વૃદ્ધિ થતાં, સત્સંગે, Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) તે જીવને સપુરુષનાં વચનોનો મર્મ સમજાવાયોગ્ય છે. મોહ ખસતાં સમ્યક્દર્શન પામવાયોગ્ય બને છે. (બી-૩, પૃ.૧૯૩, આંક ૧૯૫) આંખે દેખાય એવો માર્ગ નથી. અગમ અગોચર છે. પોતાની મેળે મોક્ષમાર્ગ શોધવા જાય તો મળે નહીં. ગૌતમસ્વામી જેવા, ચાર જ્ઞાન પ્રગટ છતાં, ભગવાનની સાથે-સાથે ફરતા. પ્રભુશ્રીજી, પહેલાં, “આ ભ્રમ છે, આ ભ્રમ છે.' એમ જોતા. પછી પરમકૃપાળુદેવે કહ્યું કે “બ્રહ્મ જુઓ, મુનિ, બ્રહ્મ.” ત્યારે આત્મા જોતા થયા. (બો-૧, પૃ.૨૭૪, આંક ૮) પ્રશ્ન : આ ભવ પૂર્ણ થયા પછી, બીજા ભવે આ જ માર્ગની પ્રાપ્તિ તથા સદ્ગુરુનો યોગ મળે કે નહીં? ઉત્તર : મોક્ષમાર્ગે ચઢેલા જીવને કે તેવા સત્પષના આશ્રિત જીવને, જો આશ્રય ન છોડે તો, મોક્ષ થતાં સુધી જે જે અનુકૂળતાની તેને જરૂર છે, તેનો સંચય થતો જાય છે. ટૂંકમાં, તે મુકાતો જ જાય છે. જેમ બજારમાં આપણે કોઈ ખાસ જરૂરની વસ્તુ જોઈ, તે ખરીદવી છે એમ નિર્ણય કર્યો, પણ પાસે પૂરા પૈસા ન હોય તો તે વસ્તુ આપણને તુરત મળે નહીં, પણ બાનું, બે આના કે રૂપિયા જેટલું, તેને આપ્યું તો તે ચીજ આપણી જ થઈ ગઇ, પછી કોઈને તે વેચે નહીં. પૂરી કિંમત આપીએ ત્યારે આપણને મળી જાય. તેમ જેને સાચી શ્રદ્ધા થઈ છે, તેનો મોક્ષ થઈ ચૂક્યો. જેટલાં કર્મ પૂર્વે બાંધેલાં છે, તે પૂરાં થતાં સુધી ભવ કરવા પડે તો કરે, પણ આખરે મોક્ષ થાય. રસ્તામાં ચાલતાં સાંજ પડે અને સૂઇ જઇએ પછી સવારે જેમ ચાલવા માંડીએ છીએ; તેમ મોક્ષમાર્ગ જેને પ્રાપ્ત થયો છે, તેને બીજો દેવાદિનો ભવ કરવો પડે, ત્યાં પૂર્વે કરેલાં પુણ્ય ભોગવે છે, ધર્મ ઓછો થઈ શકે છે; પણ પાછો મનુષ્યભવ મળે ત્યારે તેને ધર્મની રુચિ પ્રબળપણે જાગે છે અને મોક્ષમાર્ગ બતાવનાર ગુરુનો યોગ પણ તેને મળી આવે છે તથા વિશેષપણે મોક્ષમાર્ગ આરાધે છે. આઠ દૃષ્ટિની સઝાયમાં આવે છે : “કૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિ પ્રયાણ ન ભાજે રે; રયણી-શયન જેમ શ્રમ હરે, સુરનર સુખ તેમ છાજે રે. વીર જિનેસર દેશના.' સમ્યફદૃષ્ટિ થયા પછી જીવ આયુષ્ય બાંધે તો તે દેવનું બાંધે, પછી મનુષ્ય થાય. વળી કર્મ અધૂરાં રહી ગયાં હોય તો દેવ થાય. એમ દેવ અને મનુષ્યના ભવ કરી વધારેમાં વધારે પંદર ભવે, તે મોક્ષે જાય છે. (બો-૩, પૃ.૧૮૮, આંક ૧૯૧). નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને માદર નાહીં.” એ વિચારી વિશ્વાસ, પરમ આદર અને આજ્ઞા દ્ધયમાં અચળ કેમ થાય? તેમાં મારી શી ખામી છે? તે કેવી રીતે દૂર કરી શકાય ? વગેરે વિચારણા, ઝૂરણા જાગશે ત્યારે જીવને માર્ગ મળે છે, એમ પરમકૃપાળુદેવ કહે છે. (બી-૩, પૃ.૧૧૨, આંક ૧૦૫) D એક ધ્યેય નિશ્ચય કરી, તેને અનુસરવાનો નિશ્રય કરી દેવો એટલે વહેમોડે તે અમલમાં મુકાય. એમ કર્યા વિના, માત્ર ઘર બળતું દેખી કોઈ ગભરાઈ જાય અને છૂટવાનો માર્ગ ન લે તો તે બૂમો પાડતો-પાડતો, અંદર બળી મરે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ તે તાપ જો સમજાતો હોય તો મરણ આજે આવો કે લાખો વર્ષે આવો પણ મારે તો મોક્ષનો માર્ગ નક્કી કરી, તે રસ્તે ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં, જરૂર જવું જ છે; એટલો નિશ્ચય એક વાર થઇ જાય તો પછી તેને તેના જ વિચારો મુખ્યપણે આવે, છાપાં વાંચવાનો વખત પણ ન મળે. સત્પુરુષોનાં વચન સિવાય તેને કંઇ રુચે નહીં. જે પુરુષ અનંત કૃપા કરી મોક્ષમાર્ગમાં જ જીવ્યા છે, અને તેનો ઉપદેશ કર્યો છે, એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનોનું પાન કરતાં, તે થાકે નહીં. રાતદિવસ તે જ લત લાગે અને તેમાં એને એટલો આનંદ આવે કે ધનના ઢગલા કમાવાના છોડી, તે તેને સાટે જ જીવે. એ રસ લગાડવો, આપણા હાથની વાત છે. ઘણો વખત શ્રીમદ્ પરમકૃપાળુદેવનાં વચન વાંચવામાં જો ગાળશો તો તે તપરૂપ નીવડશે, અને શું કરવું તે આપોઆપ સદ્ગુરુની કૃપાએ સૂઝી આવશેજી. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૭) — પરમકૃપાળુદેવનો ઉપકાર વારંવાર યાદ કરી, તેની કરુણાથી જ આ દુષમકાળમાં સાચો માર્ગ હાથ લાગ્યો છે તથા મનુષ્યભવ સફળ થવાનું કારણ બન્યું છે એમ વિચારી, પરમકૃપાળુદેવ, તેનાં વચનો અને તેના આશ્રિતો પ્રત્યે પ્રમોદભાવ આબે, જીવને ઉલ્લાસ આવે છે, તેનું શરણ દૃઢ કરી, તેને આશ્રયે આ દેહ છૂટે, એવી ભાવના થયા કરે છે. આવા, ધર્મ પ્રત્યે ઉપેક્ષા થાય (ગરજ ન જાગે) તેવા કાળમાં પરમકૃપાળુદેવની વીતરાગમુદ્રા, તેમનાં વચનામૃત અને તેના માર્ગની જિજ્ઞાસા, એ પરમહિતનું કારણ છેજી. પરમકૃપાળુદેવને જેટલી મુશ્કેલી માર્ગ પ્રગટ કરવામાં વેઠવી પડી છે, તેટલી આપણને વેઠવી પડે તેમ નથી. માત્ર તેમનું કહેલું માન્ય કરી, સમજીને શમાઇ જવાનું કામ છેજી. જે થાય તે સહન કરવું, પણ આત્માને નકામા વિકલ્પો કરી ક્લેશિત કરવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૫૬૭, આંક ૬૩૭) તમારા પત્રો બંને મળ્યા. રૂબરૂમાં વાત થાય તેવી, પરભારી થવી અને સમજાવી મુશ્કેલ છે, છતાં ભાઇ ને કહ્યું છે તે તમને જણાવે તે પ્રમાણે ત્રણ પાઠ તત્ત્વજ્ઞાનમાંથી મુખપાઠ કરી, રોજ બોલવાનો નિયમ રાખશો. મુખપાઠ ન થાય ત્યાં સુધી, એક વખત વાંચી જવાનું ચૂકવું નહીં. જ્ઞાનીપુરુષે, સન્માર્ગે ચઢવા માટે, પ્રથમ કરવા યોગ્ય કહેલી આજ્ઞા, આપને તે જણાવશે. તે ભાવપૂર્વક પ્રત્યક્ષ જ્ઞાની સમક્ષ પ્રાર્થના કરતા હોઇએ તેવા હ્દયના સાચા ભાવથી, રોજ બતાવેલી પ્રાર્થના કરશો અને તેનો વિચાર કરશો તો સન્માર્ગપ્રાપ્તિ સુલભ થશેજી. જેમ કોઇ વૈદ્ય દવા આપે અને તેણે બતાવેલી ચરી હોય તે પાળે તો દવા ગુણ કરે છે; તેમ સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓમાંથી, જીવતા સુધી જેટલાનો ત્યાગ થઇ શકે, તેટલો ત્યાગ હ્દયમાં વિચારી, તેની આજથી પ્રતિજ્ઞા લઉં છું, એવો દૃઢ નિર્ણય કર્તવ્ય છેજી; કેમ કે પાપના પંથથી પાછા હઠયા સિવાય, સન્માર્ગમાં સ્થિરતા થતી નથીજી. (બો-૩, પૃ.૨૩૪, આંક ૨૩૦) ધીરજ, સહનશીલતા, અને પરમાર્થજિજ્ઞાસા દિવસે-દિવસે વધે અને કષાય આદિ હેય ભાવો દૂર થાય, તેમ પ્રવર્તવા વિનંતી છેજી. પરમાર્થમાર્ગમાં મુશ્કેલીઓ, અંતરાયો તો અનેક રહ્યા છે; પણ પુરુષાર્થ કરી જે આગળ આવી જાય છે, તે સત્સુખ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છેજી. (બો-૩, પૃ.૫૭૪, આંક ૬૪૬) Page #219 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) પરમાર્થમાર્ગની જેને દ્રઢ ઇચ્છા હશે, તે જરૂર વહેલોમોડો તે પામશે; પરંતુ પ્રમાદ કરી, બીજાં કામોનું મહત્ત્વ રાખી, વ્યર્થ કાળ ગુમાવવા જેવું નથી. પ્રાપ્ત સંયોગોમાં પોતાનાથી બને તેટલો પુરુષાર્થ, આત્મા સમજવા માટે, સદુપદેશ અને સત્સમાગમથી કરતો રહેવો ઘટે છે. રોજ મરણને સંભારવું ઘટે છે. (બી-૩, પૃ.૨૩૮, આંક ૨૩૩) | મોક્ષમાર્ગના આપણ સર્વ મુસાફરો પરમકૃપાળુદેવના શરણરૂપ ગાડીમાં બેઠા છીએ. એકબીજાના | વિચારોની, મુશ્કેલીઓની, દુઃખની વાતો કરી દિલ હલકું કરી, તે માર્ગમાં ત્વરિત ગતિએ ચલાય, તે લક્ષ છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે બાળાભોળાનું કામ થઈ જશે. જેના હૃદયમાં આડાઅવળા, ધર્મના નામે આગ્રહો નથી અને માર્ગ જાણી તે આરાધવાની જ જેને પરમ જિજ્ઞાસા છે, તેને આ દુષમકાળમાં પણ પરમકૃપાળુદેવે “ભાખ્યો અત્ર અગોય' કહી, મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છેજી. ચોગાનમાં તરવાર પડી છે, મારે એના બાપની. જે જેટલો પુરુષાર્થ કરશે, તેનું તેને જરૂર ફળ મળશે. સાચો અગ્નિ છે, તે કામ કર્યા વિના ન રહે. પ.પૂ. પ્રભુશ્રીજીનો બોધ આ પર્યુષણમાં વંચાતો હતો તેમાં વારંવાર આવતું: “તારી વારે વાર, થઇ જા તૈયાર; સપુરુષાર્થ જીવો ત્યાં લગી કરતા રહેજો; શ્રદ્ધ પરમ ટુર્ન્સ'' - આ ભાવોને આરાધવાની ધગશ જોઇએ. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૩) કલ્યાણ | જીવનું કલ્યાણ કેમ થાય છે તે જ્ઞાનીના લક્ષમાં હોય છે. જીવ કલ્યું કે મને આમ થાય તો લાભ થાય, આમ મારા પર સપુરુષ કૃપા કરે તો ઠીક, વગેરે કલ્પનાએ કંઈ કલ્યાણ નથી. જ્ઞાની પુરુષનાં “મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં.” એમ એક પત્રમાં જણાવ્યું છે; તેમ તેની દરેક ચેષ્ટામાં કંઈક અભુતતા હોય છે તે વારંવાર વિચાર્યું, જીવની યોગ્યતા થયે સમજાય છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા કે પરમકૃપાળુદેવના યોગમાં તેમની ઇશારતો અને વચનો જ નહીં સમજાયેલાં કે અલ્પાશે સમજાયેલાં, તે હવે સમજાય છે કે તેમને તે દ્વારા શું સમજાવવું હતું. બીજાને તેનો ખ્યાલ આવવો મુશ્કેલ છે પણ જેને અર્થે તેવી ચેષ્ટાઓ કરેલ હોય, તેને કાળે કરીને ઘણા લાભનું કારણ થાય છે, ત્યારે તે ફળ ઉપરથી, તે બીજ વાવનારનું માહાત્ય સમજાય છે અને અત્યંત, ભક્તિભાવમાં વૃદ્ધિ થાય છે. ટૂંકામાં, કલ્પનાથી જીવનું કલ્યાણ નથી. દશા વધારવાની જરૂર છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ દ્વારા દશા વધી શકે; માટે તેનો વિશેષ લાભ થતો જાય તેવા પુરુષાર્થમાં રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૧૪૩, આંક પ૯૬) D કોઈના તરફ દ્રષ્ટિ નહીં કરતાં, પોતાના દોષ જોવા અને ટાળવા એ આત્મકલ્યાણનો ટૂંકો રસ્તો છે. જ્યાં-ત્યાંથી છૂટવું છે. તેને માટે પરમકૃપાળુદેવનાં વચનો વાંચવાં, વિચારવાં, મુખપાઠ કરવાં, સમજવા અને તેમાં જણાવ્યા પ્રમાણે રાગ, દ્વેષ, મોહ, ઈર્ષા, ફિકર, ચિંતા, ઇચ્છા, વાસના તજી પરમકૃપાળુદેવને ક્ષણે-ક્ષણે યાદ કરવા. તેની કૃપાથી આત્માનું કલ્યાણ થશે, એ વિશ્વાસ રાખવો અને બીજી ઇચ્છાઓ ઊઠવા ન દેવી. ભક્તિ કરીને કશા ફળની ઇચ્છા ન કરવી. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સ્વપ્ન જેવા આ સંસારમાં રાજી પણ ન થવું અને ક્રોધ, દ્વેષ, અણગમો, ઉદ્વેગ પણ ન કરવો. જે થાય તે જોયા કરવું. છૂટવા માટે જ જીવવું છે. જે આવે તે પ્રત્યે સમભાવ રહે તો પૂર્વનાં કર્મ દેખાવ દઇ ચાલ્યાં જાય, પણ જો ત્યાં ભાવ-અભાવ કરવા જાય તો નવાં કર્મ બંધાય છે. માટે આણે આમ કેમ ન કર્યું, એમ ન વિચારવું. જેવાં જેનાં કર્મ છે, તે પ્રમાણે તે વર્તે છે. બાવળ ઉપર કાંટા હોય; તે કેરી ક્યાંથી આપે ? માટે શૂળ જોઇતી હોય તો બાવળ પાસે જવું અને કેરી જોઇતી હોય તો આંબા પાસે જવું. તેમ સત્પુરુષ પાસે શાંતિ, સમાધિ, સુખ, આનંદ, મુક્તિ મળે અને સંસારમાં દુઃખ, ક્લેશ, બળતરા, ખેદ, શોક, કંટાળો ભરેલો છે. જો ત્યાં મન રાખીશું તો તેવું ફળ મળશે. આ શિખામણનો વિચાર કરી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રે છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, અપૂર્વ અવસર લખી જે બોધ દીધો છે, તેને પગલે-પગલે વર્તવા વૈરાગ્ય-ઉપશમ વધારી ભક્તિ કરીશું તો મોક્ષ મળશે; અને મંત્ર વગેરે ભૂલી જો રોયા કરીશું, સંસારી જીવોમાં મન રાખીશું તો જન્મમરણ છૂટશે નહીં અને આ ભવમાં જે દુઃખો દેખાય છે તેથી વધારે દુઃખો પરભવમાં ભોગવવાં પડશે. માટે આ આત્માની દયા લાવી, તેને હવે ફરી કોઇને પેટે અવતરવું ન પડે એટલા માટે સાચા સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રનું અચૂક શરણું જ મરતાં સુધી ગ્રહણ કરું છું; બીજા કોઇમાં મારે મન રાખવું નથી, એવી પ્રતિજ્ઞાપૂર્વક વર્તવું ઘટે છેજી. આટલું, બળ કરીને કરશો તો આ ભવ સફળ થશે અને ભવિષ્યમાં સુખી થશો. ‘પારકી આશ સદા નિરાશ.' એ વિચારી કેડ બાંધીને, પરમકૃપાળુદેવની ભક્તિમાં મંડી પડો, ગાંડા થઇ જાઓ. કંઇ ડહાપણ કરવું નથી. હું કાંઇ જાણું નહીં. જે તેનાં કર્મ હશે તેમ તે પ્રવર્તશે. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો એમ ગણી, મોક્ષની સડક પરમકૃપાળુદેવની ભક્તિ ગણી, તેમાં જ તલ્લીન રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૨૮, આંક ૮૮૮) જીવને કલ્યાણનો સર્વોત્તમ ઉપાય તો સત્પુરુષના ચરણસમીપનો વાસ છે, પણ તેવી જોગવાઇ ન હોય ત્યારે તેની ભાવના રાખવી અને તે વિયોગનો વિરહ ન ખમાય તેવી ભક્તિ રહ્યા કરે તોપણ કલ્યાણનું કારણ બને છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે અમને તો વિરહમાં રાખીને પરમકૃપાળુદેવે અમારું કલ્યાણ કર્યું છેજી; પણ તેમની તેવી યોગ્યતા હતી, ભક્તબીજ પ્રગટયું હતું; પણ તે દશા આવ્યા પ્રથમ તો સત્સંગનો વિયોગ તે કલ્યાણના વિયોગ સમાન છેજી. (બો-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯) D સત્સંગની ભાવના નિરંતર રાખતા રહેવી ઘટે છેજી તથા જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી, આ કલ્યાણનો રાજમાર્ગ છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૬) I જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી અને વીતરાગતા આત્મામાં પરિણામ પામે તેવા સમક્તિના શમ, સંવેગાદિ ગુણો આત્મામાં પ્રાપ્ત થાય તેવો સત્સમાગમ કે સત્શાસ્ત્રનો લક્ષ રાખી, આ ભયંકર સંસાર તરફથી પૂંઠ ફેરવી, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર જે આત્મસ્વરૂપમય છે એવો અખંડ રત્નત્રયમય આત્મા, પરમ શાંત રસમાં બિરાજમાન તે આત્મા તરફ દૃષ્ટિ કરવી એટલે બોધબીજની વૃદ્ધિ કરવી અથવા બોધબીજની પ્રાપ્તિ થાય એવો આત્મવિચાર કરી આત્માને મોહરહિત ક૨વો, એ જ ઉત્તમ કલ્યાણનો માર્ગ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વિશેષ શું લખવું ? કારણ કે જ્ઞાનીપુરુષોએ કાંઇ કહેવામાં બાકી રાખી નથી, પણ આ જીવે તે પ્રમાણે કરવામાં બાકી રાખી છે; કારણ કે અનંતકાળથી આજ દિન સુધી કાંઇ આત્મામાં અપૂર્વતા આવી નથી, તેમ સત્પુરુષની આજ્ઞા પણ સાચા અંતઃકરણે ઉઠાવી નથી. ઊલટું આ જીવે સત્પુરુષને વંચવા જેવું કર્યું છે; જોકે સત્પુરુષ તો નિઃસ્પૃહ છે તેથી કંઇ ઠગાતા નથી, પણ પોતે પોતાને ઠગે છે અને પોતે પોતાનો વેરી બને છે એવી આ જીવની અધમદશા છે. તે અધમદશાથી પરમકૃપાળુ પરમાત્મા શ્રી ગુરુ આપણને બચાવે તેવી તેમની પાસે નમ્ર પ્રાર્થના કરી, દીનપણું દર્શાવી અને હવે પછીના કાળમાં તેવા દોષો આત્મામાં ન આવે તેવી પ્રાર્થના નિરંતર અંતરજામી શ્રી ગુરુ પાસે કરી, સર્વ દોષોનો અભાવ કરી, કેવળ વીતરાગતા પ્રગટ કરી સ્વરૂપમાં સમાઇ જવું, એ જ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૩૯, આંક ૨૫) — અનેક યુગમાં અનેક પ્રકારની કલ્પનાઓ અનેક જીવોને સંસારપ્રવાહમાં ફેરવ્યા કરે છે. તેમાં આ કળિકાળ કે દુષમકાળ તો મહાભયંકર છે. કલ્યાણનું સ્વરૂપ યથાર્થ સમજાયું નથી ત્યાં સુધી જીવ અકલ્યાણનાં કારણોને કોઇ ને કોઇ આકારમાં કલ્યાણરૂપ કલ્પી, પાણી વલોવી ઘી કાઢવા જેવો પુરુષાર્થ કર્યા કરે છે. આશાને આધારે જીવે છે. આજીવિકાનું સાધન ન હોય તે, આજીવિકા અર્થે કલ્પનાઓ કર્યા કરે છે. આજીવિકાનું સાધન પૂર્વપુણ્યને લીધે જેમને છે, તેમાંના ઘણા જીવો તેની વ્યવસ્થા અને વૃદ્ધિને માટે કલ્પના કર્યા ઉપરાંત દાન, ધર્મ આદિની કલ્પનાઓનો ઉમેરો કરે છે. કોઇને તેવી વૃત્તિ ન હોય તો વિષયભોગાદિની કલ્પનાઓ વધાર્યા કરે છે. કોઇ કીર્તિની કલ્પનાઓ ઘડતા રહે છે. કોઇને પુત્ર ન હોય તો પુત્રને માટે ઝૂર્યા કરે છે અને પુત્રસુખનાં સ્વપ્નોમાં વહ્યો જાય છે. કોઇને સ્ત્રી ઉપર આસક્તિ હોય તો તેના સંબંધી મનોરથો કર્યા કરે છે. આમ નાશવંત વસ્તુઓમાં સુખની કલ્પના કરી તે મેળવવા મથે છે, મળે તો તેનો વિયોગ ન થાય તેને માટે પુરુષાર્થ કર્યા કરે છે; પણ નાશવંત વસ્તુ કદી શાશ્વત થઇ શકતી નથી, તેથી આખરે દુઃખ, પશ્ચાત્તાપ, શોક અને સંતાપમાં જીવ બળતો રહે છે. તે બધાં દુ:ખોથી મુક્ત થવા આત્મજ્ઞાનની જરૂર છે, એમ પરમપુરુષો કહી ગયા છે; પણ પોતાની કલ્પના ઉપરનો વિશ્વાસ છૂટે તો સત્પુરુષનાં વચનો ઉપર વિશ્વાસ આવે અને સત્પુરુષે પ્રાપ્ત કરેલું, માન્ય કરેલું, જો સંમત થાય તો આ જીવને બીજા પ્રકારે સુખી થવાની શોધ કરવા જેવું રહેતું નથીજી. પરમકૃપાળુદેવે લખ્યું છે : “બીજું કાંઇ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઇ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.'' (૭૬) આનો વિશ્વાસ આવે તો પછી તો તેનું જ કહેલું કરવા માટે કેડ બાંધી પુરુષાર્થ કરવો રહ્યો. બીજા બધાં વિકલ્પો મૂકી, મારું કલ્યાણ હવે ત્વરાથી મારે કરવું છે, તે કેમ કરી શકું, એનો સૌથી પ્રથમ વિચાર કર્તવ્ય છેજી. સત્પુરુષનાં વચનોની હૃદયમાં છાપ પાડવાની જરૂર છે. તે, જેણે-જેણે કર્યું છે, તે તે મોક્ષમાર્ગના ઉપાસક અને મોક્ષગામી થયા છેજી. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૩) સત્સંગ, બોધ અને સદ્વિચારની જીવને ખાસ જરૂર છે; તે ખોટ પૂરવા ખરેખરો પુરુષાર્થ આ ભવમાં કર્તવ્ય છેજી. રોજ મરણનો વિચાર કરી વૈરાગ્યમાં વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૪૦, આંક ૨૩૪) તમારા ભાઈને તો તે અત્રે આવ્યા તે જ દિવસે સત્પરુષે જણાવેલ સાધન મળી ચૂક્યું છે, પણ કહેતા-કહેતી સાંભળી લઇ આરાધના કરવાથી યથાર્થ લાભ થતો નથી. જાતે જ એક વાર આવી જવા યોગ્ય છે. જેટલી તેમાં ઢીલ થાય છે તેટલી કલ્યાણ થવામાં પણ ઢીલ સમજવા યોગ્ય છેજી. રૂબરૂમાં જણાવવા જેવી વાત, કાગળથી જણાવવા યોગ્ય નથી. પોતાની ઇચ્છાએ જપ, તપ, ઉપવાસ જીવે અનંત વાર કર્યા છે, પણ હજી દિશાનું પણ ભાન નથી કે કેવી રીતે કલ્યાણ થાય. ઉપવાસ કે નામનો જે જાપ કરતા હો તે, વિષયભોગ કે ગાળો ભાંડવા કરતાં સારાં છે પણ મોક્ષનો રસ્તો તેથી જુદો છે. આપણે આપણા કાંટાએ તોળીએ કે મને સંસાર પ્રત્યે આટલો પ્રેમ છે અને આટલો પ્રેમ ઊઠયો છે, તે બધી કલ્પના છે. ઊંઘતો માણસ પાસું ફેરવે, ઉત્તર ભણી મુખ હોય તે દક્ષિણ ભણી થાય પણ ઊંઘતો ને ઊંઘતો જ હોય છે, ભાન વિનાનો હોય છે. વૈરાગ્ય વધે તેવું વાંચન-વિચાર પ્રથમ કર્તવ્ય છે, સાથે ભક્તિ કર્તવ્ય છે. પછીથી કંઈક સમજણ-માહિતી મેળવવા ઉપવાસ આદિ ધર્મસાધનમાં જોડાવા યોગ્ય છેજી. સહેલામાં સહેલો સત્સંગ છે. પહેલાંમાં પહેલો પણ તે જ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૭૦, આંક ૧૭૫) J જે જે ફળ પ્રાપ્ત થાય છે તે પુણ્યપાપની રચના અત્યારે જણાય છે; પણ ત્યાં અટકી નહીં રહેતાં, દુર્ગાનથી છૂટવા સરુનું શરણ, તેની આજ્ઞા, ભક્તિભાવ આદિ શુભભાવમાં જીવ પ્રવર્તે તો તેવા પ્રસંગો જોવાનો ફરી પ્રસંગ પ્રાપ્ત ન થાય અને જો સદ્ગુરુકૃપાથી ધર્મધ્યાનમાં પ્રવર્તે તો કોટિ કર્મનો ક્ષય થઈ જાય. વાયુધારણા, જલધારણા આદિ ધર્મધ્યાનના ભેદો છે; તે જ સાંભળ્યા હોય તો જીવને સંસાર પ્રત્યેથી વૃત્તિ દૂર થઈ આત્મકલ્યાણ તરફ વળી જાય તેવા એજી. તાત્કાલિક પ્રસંગો કે આ જમાનાને લગતા પ્રસંગોમાં જીવને વિશેષ ગૂંચવી નાખવા યોગ્ય નથીજી; પણ જ્ઞાની પુરુષે દીર્ઘદ્રષ્ટિથી શાશ્વત આત્મા તરફ દૃષ્ટિ દેવા જે બોધરૂપી ધોધ વરસાવ્યો છે, તે તરફ લક્ષ દેવા ભલામણ છેજી. પોતાની ફરજ સમજાય અને ચિત્તની પ્રસન્નતાને અર્થે, તે અંગે કંઈ કાર્ય કરવું પડે તેનો નિષેધ નથી; પણ લક્ષ તો આ આત્મા અનંતકાળના કર્મપ્રવાહમાં તણાઈ રહ્યો છે, તેની શી વલે થશે ? આ કર્મનું પૂર ક્યારે ચાલ્યું જશે? તેની ચિંતના, ઝૂરણા વિશેષ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૩૧૩, આંક ૩૦૧) T સત્સમાગમનો વિયોગ છે ત્યાં કલ્યાણનો પણ સામાન્ય રીતે વિયોગ છે, પરંતુ વિયોગના વખતમાં જો સપુરુષ, તેનો ઉપકાર, તેની પરમાર્થની ધગશ સ્મૃતિમાં વારંવાર લાવી ઉદાસીનતા મેરાતી હોય તો વિયોગમાં પણ કલ્યાણ થાય છે, એમ પરમકૃપાળુદેવ કહે છે; તે માન્ય કરી દૂર રહ્યાં છતાં, આશ્રમનું વાતાવરણ અને પ.પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તથા તેમણે જણાવેલી પરમકૃપાળુદેવની ભક્તિમાં પ્રેમ રાખશો તો ત્યાં રહ્યાં-રહ્યાં પણ પરભવ સુધરે તેવો લાભ થઈ શકે તેમ છે. (બો-૩, પૃ.૬૭૩, આંક ૮૦૭) Page #223 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪) T સત્સંગના જોગનો વિયોગ રહેતો હોય તેવા પ્રસંગમાં સપુરુષનાં વચન, તે પુરુષના ઉપકારની સ્મૃતિ તથા પોતાના વિચારનું બળ તથા વૈરાગ્ય-ઉપશમ આદિ વડે થયેલી પોતાની દશા માત્ર બચાવનાર છેજી, તે આધાર પ્રત્યે વારંવાર ચિત્ત દેતા રહેવાની ભલામણ છેજી. તેમાં જેટલી ખામી પ્રમાદ, વિષય-કષાય કે દેહાધ્યાસથી થાય છે, તેટલું કલ્યાણનું દૂર થવું થાય છેજી. થાળીમાં ઉત્તમ પકવાન પીરસ્યાં હોય છતાં “હાથ ન માંડે ઘેલોજી.'' તેમ આવી ઉત્તમ સામગ્રી કલ્યાણ કરવાની પરમકૃપાળુદેવની કૃપાથી પ્રાપ્ત થઈ છે, તેનો જો લાભ ન લેવાય તો આપણા જેવા મુખે કોઈ ન ગણાય. કાંકરે-કાંકરે પાળ બંધાય છે, ટીપે-ટીપે સરોવર ભરાય છે; તેમ યથાશક્તિ થોડે-થોડે જગતભાવો ભૂલી સપુરુષ પ્રત્યે, તેનાં અમૃતતુલ્ય વચનો પ્રત્યે, તેના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ વધતી જાય અને સમ્યક્દર્શન પ્રાપ્ત કરી આ ભવ સફળ કરી લેવાનું કાર્ય વારંવાર સાંભર્યા કરે તો જીવની પ્રગતિ જરૂર થયા વિના ન રહે. જેમ ધન-સંચય કરવા જે ધારે છે, તે પાઈ-પાઈનો હિસાબ રાખે છે, અને થોડું-થોડે તેમાં વૃદ્ધિ થયા કરે તેવો ઉદ્યમ જારી (ચાલુ) રાખે છે; તેમ ધર્મરૂપી ધન કમાવા માટે જ આ મનુષ્યભવ છે એમ જેનું સ્ક્રય દ્રઢ થયું છે, તે પણ પળેપળનો હિસાબ રાખે છે અને બચતી બધી પળો ધર્મધ્યાન અર્થે ગાળે છે. તેને માટે જેમ જેમ વિશેષ અવકાશ અને સામર્થ્ય મળે તેવો ઉદ્યમ, ખોજ, વિચાર કર્યા કરે છે. આ વાત પરમકૃપાળુદેવની ચર્યામાં કેવી પ્રગટ દીવા જેવી જણાઇ આવે તેમ છે ? આપણે બધાએ તેમને જ પગલે-પગલે ચાલી, તેમની દશા પ્રાપ્ત કર્યો છૂટકો છેજી. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” (૨-૪) એ પુષ્પમાળાનું વાક્ય વારંવાર વિચારી, આત્મજાગૃતિ અર્થે પુરુષાર્થમાં પ્રેરાવા યોગ્ય છેજી. જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.' “જાગ્રત થા, જાગ્રત થા.” ““પ્રમાદ તજી સ્વરૂપને ભજ, આત્મા છે'.” આમ .પૂ. પ્રભુશ્રીજી તત્ત્વજ્ઞાનમાં લખી દેતા, તે વિચારી ભાનમાં આવવું ઘટે છેજી. (બો-૩, પૃ.૨૫૦, આંક ૨૪૪) D જેમણે સાચા પુરુષનું શરણું ગ્રહણ કર્યું છે, તેને વહેલેમોડે આત્મજ્ઞાન થવા યોગ્ય છે. તેનું મુખ્ય સાધન ભક્તિ છે, સ્મરણ છે, બોધનું શ્રવણ છે. એક પરમકૃપાળુદેવ ઉપર અચળ વિશ્વાસ, શ્રદ્ધા રાખી તેણે જણાવેલા મંત્રનું સ્મરણ કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. મંદવાડને વખતે કે મરણપ્રસંગે, જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી પરમકૃપાળુદેવના ચિત્રપટના દર્શન અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રનું સ્મરણ મનમાં રાખી, એક એ જ પરમપુરુષને શરણે અને તેને આશરે આ દેહ છોડવા યોગ્ય છે; તો અવશ્ય આત્મકલ્યાણ થશે. આટલી વાત Æયમાં કોતરી રાખી, વારંવાર વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૫, આંક ૩) D ધર્મધ્યાન થવાનું સાધન, મંત્ર, પરમકૃપાળુદેવની પરમકૃપાથી મળ્યો છે; તે આત્મા મળ્યો છે એમ જાણી, તેને વીલો મૂકવા યોગ્ય નથીજી. એક-એક બોલના અવલંબને ઘણા ભદ્રિક જીવો તરી ગયા છે; તો આપણે પણ તેવી આત્માની દયા લાવી, નહીં જોઇતી પારકી પંચાતમાં નહીં પડતાં, આત્માને સંભાળવો ઘટે છેજી. Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૧૫ જેણે તેમ કર્યું છે તેને, મરણ સમયે તે જ મુખ્યપણે આગળ તરી આવે છે એમ આપણે પ્રત્યક્ષ જોયું છે; તો હવે કોઇ કોઇનું નથી, આ જીવ કરશે તો જ તેનું કલ્યાણ થશે એમ વિચારી, તે જ સાધનમાં રાતદિવસ આટલો ભવ રહેવું છે એમ નિશ્ચય કરી, તે પ્રમાણે દ્રઢતાપૂર્વક વર્તવું ઘટે છેજી. ઘણું જીવે સાંભળ્યું છે, પણ સાંભળ્યું, ન સાંભળ્યું કરી નાખ્યું છે, તો હવે દાઝ ઊંડી રાખીને આત્માનું કામ પહેલું, પછી પૈસાટકા કે ખાવા-પીવાની તકરારો એમ મનને સમજાવી, તેવા વાતાવરણમાંથી નાસી છૂટવા જેવું છેજી. કાળનો ભરોસો નથી. લીધો કે લેશે એમ થઇ રહ્યું છે. (બી-૩, પૃ.૭૫૪, આંક ૯૪૨) D પ્રશ્ન : અનંતકાળથી જે કલ્યાણ થતું નથી, તે અત્યારે કેમ થશે? ઉત્તર : “જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી.' (૫૦૫) બેય યોગ સાથે મળે ત્યારે કલ્યાણ અનંતકાળથી નહોતું થતું, તે થાય છેજી. (બી-૩પૃ.૭૭૯, આંક ૯૯૨) | સત્સંગે જીવના કષાય મંદ થાય છે. મંદ કષાયમાં કલ્યાણની ભાવના જાગે છે. જ્ઞાની પુરુષના ઉપદેશ વગર કલ્યાણ થતું નથી. કોઈ મહાપુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષની આજ્ઞા મળે છે. મળે તોયે સારી ન લાગે. જીવનું કલ્યાણ થવાનું હોય ત્યારે નિમિત્ત મળી આવે છે; પણ ત્યાં જાગૃત ના થાય તો કલ્યાણ થાય નહીં. ઘણી વખત જીવને ઊભરા આવે કે ચાલો, સાધુ થઈ જઈએ. એથી કંઈ કલ્યાણ થાય નહીં. કોઈ જ્ઞાનીપુરુષની આજ્ઞા આરાધે તો કલ્યાણ થાય. મુશ્કેલી વેઠીને પણ આજ્ઞા આરાધે તો મનુષ્યભવ સફળ થાય. અવળી સમજણ હોય ત્યાં સુધી અવળું સૂઝે. મોજશોખમાં જીવ પડી જાય તો બધું ભૂલી જાય. (બો-૧, પૃ.૨૮૦, આંક ૨૦) આ કળિકાળમાં ધર્મપ્રેમ વર્ધમાન થાય તેવા સંયોગો મળવા કે તેવા પુણ્યસંચયવાળા જીવો બહુ વિરલ દેખાય છે. માત્ર ધર્મને નામે બાહ્ય પ્રવૃત્તિ અને અંદરખાને કષાય-પોષણ પ્રવૃત્તિ ઠેકાણે-ઠેકાણે દેખાય છે. તેમાંથી આપણે બચી નિરભિમાનપણે કંઈ પણ કષાય ઘટાડવાનું કરીશું તેટલું કલ્યાણ છે; એટલું ધ્ધયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૫૧, આંક ૧૫૧). પરસ્પર એકબીજાની લાગણી સાચવી, પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા વર્ધમાન થયા કરે અને કષાય મંદ પડે તેવા પુરુષાર્થની જરૂર છેજી. આપણા ભાવો નિષ્કષાય થતા જાય, તે તરફ વિશેષ લક્ષ રાખવાની જરૂર છે, તે અર્થે વાંચન વગેરે કર્તવ્ય છેજી; કારણ કે પ.પૂ. પરમકૃપાળુદેવે ““કષાય ઘટે તે કલ્યાણ.' (ઉપદેશછાયા પૃ.૭૩૩) કહ્યું છે, તે લક્ષ મારે તમારેસર્વને રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૦, આંક ૮૫૭) T “સમસ્ત વિશ્વ પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે.” (૪૨) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે; તે વિચારી, આપણે મુમુક્ષુતા વર્ધમાન કરી, આપણું કલ્યાણ તે પરમપુરુષની ભક્તિથી કરી લેવું ઘટે છે. (બો-૩, પૃ.૧૨૦, આંક ૧૧૬) Page #225 -------------------------------------------------------------------------- ________________ (૨૧) D જીવને જ્યારે કલ્યાણ કરવું હશે ત્યારે સંસારને ભૂલી ભક્તિને ર્દયમાં સ્થાન આપશે ત્યારે જ મોક્ષના ઉપાયમાં પ્રવર્તી શકાશે, એ તો સમજી શકાય તેવી વાત છે; તો જ્યારથી તે શુભકાર્યની વહેલી શરૂઆત થાય ત્યારથી કલ્યાણનો દિવસ વહેલો આવવાનો સંભવ છેજી, (બી-૩, પૃ.૧૩૧, આંક ૧૩0) D જીવનની અમૂલ્ય ઘડી, જે પ.ઉ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમમાં, બોધમાં ગઇ છે તે સોનેરી પળોને વારંવાર યાદ કરી, તેમણે મુખપાઠ કરવા, ભક્તિ કરવા, સ્મરણ કરવા જે જે કહ્યું હોય, તે રોજ ઉલ્લાસભાવે કરવાથી જીવનું કલ્યાણ જરૂર થશે. (બો-૩, પૃ. ૧૬૨, આંક ૧૬૫) T કલ્યાણનું કારણ સત્પરુષ પ્રત્યે અચળ નિષ્કામ ભક્તિ, તેની આજ્ઞાની ઉપાસના અને ભાવના છે'. તે અર્થે ત્યાગ, વૈરાગ્ય, જપ, તપ, દાન આદિ સાધના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૪૮૭, આંક પ૨૦) || પરમકૃપાળુદેવની ભક્તિ, તેનાં વચનામૃત અને તેમણે જણાવેલી શિખામણ પ્રમાણે વૈરાગ્ય-ઉપશમ, વિવેક-વિચારથી વર્તવાથી જીવનું કલ્યાણ છે). (બી-૩, પૃ.૫૮૨, આંક ૬૫૮) D આપણી ઇચ્છાએ, કલ્પનાએ ધર્મ નથી થતો, પણ સત્પષની આજ્ઞાએ ધર્મ છે. તેથી જે જે આજ્ઞા કરી હોય તેમાં જ આપણું કલ્યાણ સમજી, બીજી કંઈ કલ્પના થાય તે શમાવી, વૃત્તિ પરમકૃપાળુદેવનાં વચનામૃતમાં, સ્મરણમાં, ભજન-ભક્તિમાં રાખશોજી. ““રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.'' આપણને સારું લાગે, ગમે, તેવું કરતાં-કરતાં અનંતકાળ ગયો; પણ હજી કલ્યાણ થયું નહીં, તો હવે શું કરવું? તેનો ઉત્તર ઉપરની આત્મસિદ્ધિની ગાથામાં છે; તે બહુ મનન કરવા યોગ્ય છે, કારણ કે મુમુક્ષુએ મોક્ષનો જ વિચાર કરવો ઘટે છે અને સ્વચ્છંદ રોકાયા વગર મોક્ષ થતો નથી અથવા સ્વચ્છેદ રોકાય તો અવશ્ય મોક્ષ થાય, એમ પરમકૃપાળુ જણાવે છે. તે સ્વચ્છંદ રોકવા જીવ જપ, તપ, યમ, નિયમ આદિ સાધનો કરવા દોડે તોપણ તેથી મોક્ષની નજીક જવાતું નથી, કારણ કે “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. તેમ જ “સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?” એમ અનેક પ્રકારે ભુલવણી રહી છે, તેમાંથી કેમ છૂટવું? તે સ્વચ્છંદ રોકવાનો ઉત્તમ ઉપાય બીજી જ, પાસેની કડીમાં ત્યાં જણાવ્યો છેઃ પ્રત્યક્ષ સદ્ગુરુયોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.' તેથી જેમ બને તેમ સત્સમાગમનો જોગ મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી, અને સત્સમાગમ શ્રવણ કરેલા બોધનું મનન, વારંવાર ભાવના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૬, આંક ૨૩) સદ્ગુરુનો યોગ થયો છે, બોધ સાંભળ્યો છે, તેમની આજ્ઞા, સ્મરણ વગેરે પ્રાપ્ત થયેલ છે એવા જીવે વિશેષ કાળ આત્મહિત થાય તેમ ગાળવા નિશ્ચય કરી, તે પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. નાશવંત વસ્તુ પ્રાપ્ત કરવામાં ખોટી થવું પડે છે તે વિષેનો ખેદ રાખી, જતા દિવસમાંથી દરરોજ આત્મકલ્યાણ અર્થે અમુક કાળ ગાળવાનો વૃઢ નિશ્રય મુમુક્ષુને કર્તવ્ય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ઉપાધિના પ્રસંગમાં પણ સદ્ગુરુની આજ્ઞાએ કલ્યાણ છે તે વાત, જે ભૂલતો નથી, તે મુમુક્ષુ નિવૃત્તિના વખતનો સદુપયોગ કરી શકે છે. માટે આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા, વૃત્તિ વર્ધમાન કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૧૨૨, આંક ૧૨૦) D પૂ. ....નો શાંતિપૂર્વક દેહ છૂટી ગયો છે. છેવટ સુધી આશ્રમમાં આવવાની તેમની ભાવના વર્તતી હતી અને સ્મરણ બોલતાં-બોલતાં દેહ છૂટી ગયો, તે જાણી પરમકૃપાળુદેવના યોગબળની દૃઢતા વિશેષ થાય છેજી. ‘‘ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.'' ‘‘સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.'' એ રોજ બોલીએ છીએ પણ જેણે મરણની વેદનામાં પણ સત્પુરુષનો આશ્રય છોડયો નહિ, તેને શરણે સદાય રહ્યો, તેનું અવશ્ય કલ્યાણ થાય છેજી. (બો-૩, પૃ.૧૫૧, આંક ૧૫૨) D ભાઇ ....ને છેવટ સુધી સારી ભાવના રહી તથા તમે બધા તેમની સેવામાં ધર્મબુદ્ધિથી રહ્યા, તે જાણી સંતોષ થયો છે. આવા મરણના પ્રસંગો નજરે બનતા જોઇને પણ જો જીવ નહીં ચેતે, આત્મકલ્યાણ કરવા નહીં પ્રેરાય, તો માત્ર શબ્દરૂપ ઉપદેશ તેને કેટલી અસર કરશે ? જે જે જીવોએ આત્મકલ્યાણ કર્યું છે, તે તે જીવોએ સદ્ગુરુશરણે દૃઢ શ્રદ્ધા કરી છે; તેથી તેમને ગમે તેટલાં દુ:ખ આવી પડયાં છતાં તે દુઃખરૂપ મનાયાં નથી. માત્ર બાંધેલાં કર્મ છૂટવાના પ્રસંગ ગણી હર્ષસહિત તેમણે વેદ્યા છે. જેટલી શ્રદ્ધાની ખામી તેટલો જ જીવ દુ:ખી છે, માટે જેમ બને તેમ પરમકૃપાળુદેવ પ્રત્યે અચળ પ્રેમ થાય તેવી રીતે ભક્તિભાવમાં, સત્સાધનમાં, સ્મરણમંત્રમાં ચિત્ત રાખવા આપ સર્વ ભાઇબહેનોને નમ્ર વિનંતી છેજી. ‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’ (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન વારંવાર વિચારી શોકનું વિસ્મરણ કરવા ભલામણ છેજી. આર્ત્તધ્યાન તજી ધર્મધ્યાન કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૩૫, આંક ૩૩૫) — જેને કલ્યાણ કરવું છે તેણે તો સત્પુરુષને આશરે, શક્તિ છુપાવ્યા વિના, આ ભવમાં જેટલું બને તેટલું કરી લેવું ઘટે છે. આવો યોગ ફરી મળવો દુર્લભ છે, માટે ‘આજનો લહાવો લીજીએ, કાલ કોણે દીઠી છે ?’’ દેશની અને દુનિયાની ફિકર-ચિંતા કરી, આ અવસર લૂંટાઇ જવા દેવો યોગ્ય નથી. ‘‘એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી.’' એ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા, તેમ જ કરી લેવું ઘટે છે. જેણે સત્પુરુષના માર્ગ પ્રત્યે રુચિ કરી હશે, તેનું પણ કલ્યાણ થઇ જાય તેવો માર્ગ છે, તો જેણે તેની આજ્ઞા ઉઠાવી હોય તેનું તો કહેવું જ શું ? (બો-૩, પૃ.૩૩૬, આંક ૩૩૮) 46 D પરમકૃપાળુદેવે લખ્યું છે કે ‘ઇશ્વરેચ્છાથી' જે કોઇ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, પણ તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ.’’ (૩૯૮) Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) કલ્યાણ શાથી થાય ? પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે કલ્યાણ થશે. પરમકૃપાળદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. જે ગરજવાળા હોય તેનું કામ થાય છે. (બો-૧, પૃ.૨૮૮, આંક ૩૬) I શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચવા-વિચારવાનું તથા સ્મરણ-ભક્તિ વગેરેમાં મન રાખવાનું કરશો તો આત્મહિતનું કારણ છેજી. કલ્પનાના ઘોડા દોડાવ્યા કરતાં વીસ દોહરામાં જણાવેલા ભાવો યમાં સ્થિર થાય; હું કાંઈ જાણતો નથી પરંતુ પરમકૃપાળુદેવની કૃપાથી તેના યોગબળે આ જીવનું કલ્યાણ થાય તેવો યોગ બન્યો છે તે સાર્થક કરી લેવો છે, તેણે આત્મસ્વરૂપ યથાર્થ પ્રગટ કરી ઉપદેશ્ય છે તે પ્રમાણે માન્યતા રાખી, તે પરમપુરુષ ઉપર અનન્ય ભક્તિ રાખી, આટલો ભવ તેને શરણે જશે તો જરૂર મારું કલ્યાણ થશે, એવી શ્રદ્ધા દિન-પ્રતિદિન વર્ધમાન અને બળવાન બને તેમ વિચારણા કર્તવ્ય છેજી. સાચી ઉપાસનાનું ફળ વગર ઈચ્છયે પણ અવશ્ય છેજી. (બી-૩, પૃ.૩૯૦, આંક ૩૯૭). D આપની ભાવના આત્મકલ્યાણ અર્થે રહેતી હોવાથી, કંઈ તે સંબંધી નથી બનતું તથા મંદ ભાવ થઈ જાય છે તેમ લાગે છે, તે ફેરવવા તમારી ભાવના છે, તે પ્રશસ્ત છેજી, સંસારનું સ્વરૂપ જીવ વિચારે તો તેમાંથી કંઈ તેની સાથે આવે તેવું જણાતું નથી. ઊલટું કર્મબંધનાં કારણોથી ભરપૂર આ સંસાર વિચારવાનને સ્પષ્ટ સમજાય છે. તેથી જ આવા અસાર સંસાર ઉપરથી મોહ છોડી ચક્રવર્તી જેવા આત્મકલ્યાણ કરવા ચાલી નીકળ્યા અને આ જીવને જાણે કેટલીય સાહ્યબી હોય તેમ તેવા દ્રષ્ટાંતો તરફ નજર સરખી નાખતો નથી અને મૂઢતામાં ને મૂઢતામાં વિષ્ટાના કીડાની પેઠે જ્યાં જન્મ્યો છે ત્યાં જ આનંદ માની રહ્યો છે. હવે તો જીવે જરૂર ચેતી, નકામી કડાકૂટ માની, આ સંસારનો મોહ મંદ કરી, નિર્મૂળ કરવા યોગ્ય છેજી. બીજા ભવમાં કંઈ બનનાર નથી. મનુષ્યભવમાં કંઈક વિચાર, વૈરાગ્ય કે આત્મસાધન બની શકે તેવો જોગ મળ્યો છે, ત્યાં જીવ પાછો અનાદિના પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધાદિ કષાયોની પંચાતમાં પડી ડહાપણ કૂટે છે. તેમાંનું જીવને કંઈ જ કામનું નથી એવો વિચાર દ્રઢ કરી, એક મંત્રમાં વૃત્તિને વારંવાર વાળવા યોગ્ય છે. જ્ઞાનીની આજ્ઞાના આલંબન વિના આ જીવનું કદી કલ્યાણ થવું ઘટતું નથી, તો તે આલંબન વિનાનો કાળ જાય છે, તે વ્યર્થ ભવ હારી જવાય છે એટલો ખટકો જરૂર દિલમાં રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૯૧, આંક પ૨૫) નિત્ય નવીન ઉત્સાહથી, ધરજો પ્રભુનું ધ્યાન; સ્મરણ કરજો પ્રીતથી, તજી દેહ-અભિમાન. પૂનામાં પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ સર્વ મુમુક્ષુઓને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ મુકાવી કહેવડાવેલું કે ““સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.' તે વારંવાર તમે ત્યાં એકઠા થતા હો ત્યારે વિચારશોજી; અને પરમકૃપાળુદેવની આજ્ઞારૂપે વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદનો પત્ર, મહામંત્ર વગેરેની પ્રાપ્તિ થઈ છે તે અહોભાગ્ય છે. તેમાં જેટલો પ્રેમ રાખીશ તેટલું મારું કલ્યાણ થશે. પરમકૃપાળુદેવ જેવો મારા ઉપર ઉપકાર કરનાર આ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ભવમાં કોઇ નથી એવો લક્ષ રહેશે તો તે મહાપુરુષના ઉત્તમ-ઉત્તમ ગુણો તેમના પત્રો વગેરેથી વાંચતાં, તે પરમપુરુષની દશા વિશેષ-વિશેષ સમજાશે અને તે સત્પુરુષની ઓળખાણ થયે અનંતાનુબંધી આદિ કર્મો દૂર થઇ, સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા યોગ્ય છેજી. આ પત્ર વારંવાર વાંચી, તેમાં જણાવેલી બીના શ્રદ્ધાને નિર્મળ કરનારી જાણી, તે પ્રકારે વૃત્તિને વાળવા, આપ સર્વને નમ્ર વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૫૪, આંક ૭૭૪) પ્રારબ્ધ અનુસાર જ્યાં હોઇએ ત્યાં ભક્તિ, સ્મરણ, સાંચન, સદ્વિચાર અને આત્મભાવના કરતા રહેવામાં આપણું કલ્યાણ સમાયું છેજી. (બો-૩, પૃ.૪૦૫, આંક ૪૧૩) @ પૂ. ને ભલામણ છે કે ઉતાવળ કરી અહીં આવી જવાની દોડ શમાવી, જે સદ્ભાગ્યે પરમકૃપાળુદેવના ઉપાસક આત્માઓની સેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેનો ઉત્તમ લાભ ઉઠાવતા રહેવામાં કલ્યાણ જ છે. પોતાની કલ્પનાએ કે વૃત્તિઓના વેગમાં તણાવામાં, સ્વચ્છંદનો અંશ સમાય છેજી. આ તો ભક્તિ આદિની અનુકૂળતાવાળો યોગ છે, પરંતુ તેથી વિપરીત સંજોગ હોય છતાં જો તેમાં મહાપુરુષોની સંમતિ હોય તો તેમ વર્ષે કલ્યાણ જન્મે છેજી. પૂ. શ્રી રત્નરાજસ્વામીથી છૂટા થઇ પૂ. વિચરતાં આ આશ્રમમાં ૫.પૂ. પ્રભુશ્રીજીને શરણે રહ્યા એટલે તેમને પૂ. શ્રી રત્નરાજસ્વામીની સેવામાં પ.પૂ. પ્રભુશ્રીજીએ મોકલ્યા અને આજ્ઞા ઉઠાવવા ખાતર જ તે નહીં ગમતા સંયોગોમાં પણ જઇ તેમની સેવામાં રહ્યા ત્યારે તેમને સ્મરણમંત્રનો લાભ મળેલો. આવી કસોટીમાં કંટાળી જાય અને વિરહવેદનાને બહાને પ્રાપ્ત લાભ કોઇ જીવ ચૂકી ન જાય, એ અર્થે આટલું લખ્યું છે, તે લક્ષમાં રાખવા તેમને વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૭૭, આંક ૬૪૯) આજના સ્વાધ્યાયમાંથી બે વચનો આપની પ્રસન્નતાને અર્થે ટાંકું છુંજી : ‘‘ખરું સુખ શામાં છે ? ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જ્વળ આત્માઓનો સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.'' (ભાવનાબોધ) ‘‘નિરંતર સમાધિભાવમાં રહો તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપ જ છે. જ્ઞાનીદૃશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઇ રહેશે.’' (૫૯) આ પવિત્ર પુરુષનાં વૈરાગ્યભીનાં વચનો વૈરાગ્ય પ્રેરે તેવાં, દરેક ક્ષણે શું કર્તવ્ય છે તે દર્શાવનારાં તથા સાધકભાવનું દાન દેનારાં ચિ. જૂઠાભાઇ આદિને ઉદ્દેશીને લખાયેલાં, પણ જગતનું કલ્યાણ કરનારાં છેજી. આપણે કલ્યાણ કરવું છે ? તો તેમાં દર્શાવેલ પુરુષાર્થ મારે-તમારે-સર્વને અત્યંત ગંભીર ઉપયોગે, વૈરાગ્યપૂર્વક કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૭૪, આંક ૬૪૫) D જગતમાં કોઇ આપણું છે નહીં અને થવાનું નથી. માત્ર એક સત્પુરુષો નિષ્કારણ કરુણા કરનાર, જગતના સાચા મિત્ર, સાચા ભાઇ આદિ છે. તે મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમનો વિયોગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૨) આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. આ વાત સૌને ચેતવા જેવી છે. (બી-૩, પૃ.૫૮૯, આંક ૬૬૭) D જેને ધર્મની ગરજ જાગી છે, તેનું કલ્યાણ થવા યોગ્ય છે. (બો-૩, પૃ.૫૩૯, આંક ૫૮૯) I પાણી વલોવવાથી જેમ ઘી ન નીકળે કે રેતી પીલવાથી જેમ તેલ ન નીકળે તેમ આ દેહ કે દેહનાં સગાંસંબંધીઓની ચિંતા કરવાથી આત્મકલ્યાણની ઉત્પત્તિ સંભવતી નથીજી; એમ વિચારી સંસાર ઉપરથી અને સાંસારિક પ્રવૃત્તિ ઉપરથી વૃત્તિ ઉઠાવી લઈ આત્મકલ્યાણને અર્થે પુરુષનો સમાગમ, તેનો બોધ, તેની આજ્ઞાની પ્રાપ્તિ, વ્રતનિયમ આદિ પ્રાપ્ત થાય તેવી ભાવના વિશેષ કર્તવ્ય છેજી. માથે કાળ ભમે છે, તેનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. કાળનો ભરોસો રાખવા યોગ્ય નથી. લીધો કે લેશે થઈ રહ્યું છે. મોટા-મોટા પુરુષો, સનકુમાર ચક્રવર્તી જેવા પણ છ ખંડનું રાજ્ય તજીને ચાલી નીકળ્યા અને આત્મકલ્યાણમાં તત્પર થઈ ગયા તો આત્મસિદ્ધિ સાધી શક્યા; અને બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તી પડ્યા રહ્યા સંસારમાં, તો અધોગતિએ ગયા. આપણને આપણી યોગ્યતા પ્રમાણે, જે આત્મકલ્યાણનું સાધન સદ્ગુરુની અનંત દયાથી પ્રાપ્ત થયું છે, તેમાં લોકલાજ કે પ્રમાદાદિ કારણે ઢીલ કરવી નહીં; તેને લઈ મંડવું; અને જેમ ખોદતાં-ખોદતાં પાતાળુ પાણી નીકળે છે તેમ આત્માની શાંતિ તે વડે, આ ભવમાં પ્રાપ્ત કરી લેવી છે એવો વૃઢ નિશ્ચય કરી, તેને નિરંતર આરાધવો. જેમ ગયા ભવની અત્યારે કંઈ ખબર નથી, તેમ મરણ પછી અત્યારનું કંઈ સાંભરવાનું પણ નથી, બધું ભુલાઈ જવાનું છે, તો તેને માટે આટલી બધી ફિકર-ચિંતા શાને માટે કરવી ? મનુષ્યભવ, ઉત્તમ કુળ, સપુરુષનાં દર્શન, શ્રદ્ધા, સસાધનની પ્રાપ્તિ અને નીરોગી શરીર, ધારે તો પુરુષાર્થ કરી શકે તેવી વેળા પ્રાપ્ત થયા છતાં જીવ જો આત્મકલ્યાણ અત્યારે નહીં કરે તો જ્યારે શરીરમાં વ્યાધિ-પીડા હશે, આંખ-કાનમાં શક્તિ નહીં હોય, શ્વાસ પણ પૂરો લેવાતો નહીં હોય ત્યારે શું બનશે? અથવા એવું-એવુંય નરભવનું ટાણું લૂંટાઈ જતાં, કીડી-મકોડી કે કાગડા-કૂતરાના ભવ મળ્યા પછી શું સાધન જીવ કરવાનો છે? આ કળિકાળ મહા ભયંકર છે, તેમાં કોઈ વિરલા જીવો સપુરુષનાં વચનોને વિચારીને ચેતી જશે, તે જ બચશે. સમજ્યા ત્યાંથી સવાર ગણીને એક લક્ષ આત્મકલ્યાણનો નજર આગળ રાખીને, પોતાના આત્માના ઉદ્ધારના કાર્યમાં કમર કસીને મંડી પડવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૭૭, આંક ૧૮૧) D જો કોઈ જોષીએ હાથ જોઇને કહ્યું હોય કે આ મહિનામાં તમારી વાત છે તો કેટલી બધી ચેતવણી જીવા રાખે છે ! દેવું કરે નહીં; કોઇ મોટાં કામ હાથમાં લે નહીં; કંઇક નિવૃત્તિ મેળવી દાન, પુણ્ય, જપ, તપ, સારા કામમાં ભાવ રાખે; પાપ કરતાં ડરે કે પાપ કરીને હવે મરી જવું નથી. આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોષીનો જીવને આવે છે; પણ પુરુષો પોકારી-પોકારીને કહે છે તે જ માનવા યોગ્ય છે કે આ અનિત્ય અસાર સંસારમાં જીવ મહેમાન જેવો છે; બે દહાડો રહ્યો, ન રહ્યો ત્યાં તો મરણ ઝડપીને ઉપાડી જશે, કોઈ તેને અંત વખતે બચાવનાર કે દુઃખમાં ભાગ પડાવનાર નથી. એકલો આવ્યો છે અને નહીં તે તો ખાલી હાથે એકલો ચાલ્યો જશે. Page #230 -------------------------------------------------------------------------- ________________ (૨૨૧) માટે આ નાશવંત દુ:ખની મૂર્તિ જેવા દેહમાં મોહ રાખીને, આત્માને ઘણા કાળ સુધી રિબાવું પડે તેવાં કામમાં, મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. આખા લોકમાં ચોરાસી લાખ જીવાયોનિમાં જીવ રઝળ્યો, અનંત દુઃખ ભોગવ્યાં પણ પોતાનો આત્મા, સમીપ, છતાં તેનું ઓળખાણ થયું નહીં, આત્માના સમાધિસુખનું ભાન થયું નહીં, દુર્લભ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગ અને સત્સાધન પામ્યાં છતાં, જીવ પ્રમાદ છોડે નહીં તો કોઈ કાળે કલ્યાણ થાય નહીં. (બો-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) || આ મનુષ્યભવ બહુ દુર્લભ છે. આયુષ્ય અલ્પ અને જીવને વિદ્ગો, કલ્યાણનાં કારણોમાં, ઘણાં આવવા સંભવ છે માટે પ્રમાદ કર્તવ્ય નથી. લોકો આપણને ધર્માત્મા કહે તેથી કલ્યાણ થવાનું નથી; પણ આપણા આત્માને સાચું શરણ મળ્યું, સત્સાધન મળે અંતરથી શાંતિ પ્રગટે તો જ કલ્યાણ છે. માટે જગતની ચિંતા તજી, આત્માની કાળજી પોતાની શક્તિ પ્રમાણે અહોરાત્ર કર્તવ્ય છેજી. આવો કલ્યાણ કરવાનો લાગ ફરી-ફરી મળવો મુશ્કેલ છે એમ વિચારી, બીજી અડચણો દૂર કરી આત્મહિત સાધવા તત્પર થવું ઘટે છે. (બી-૩, પૃ. પર, આંક ૭૭૦) | ગોશાળાની પેઠે પોતાનાં માનપૂજામાં મહાપુરુષને વિઘ્નરૂપ ગણી, તેમના વધ માટે તૈયાર થઈ જવા જેવા ભાવ તથા લોભના દૃષ્ટાંતમાં ઇસુ ખ્રિસ્તને તેના શિષ્ય જ લાંચની ખાતર પકડાવી, ક્રોસ ઉપર ચઢાવ્યો હતો. આ બધાં ગમે તેવાં દ્રષ્ટાંતો તો પણ આપણે આપણો વિચાર કરવો કે મને કલ્યાણ કરવામાં શું આડે આવે છે? ક્યો કષાય વધારે નડે છે? તેની મંદતા કેમ થાય? આદિ પ્રશ્નો એકાંતે વિચારી હિત સાધવું. (બી-૩, પૃ.૧૪૪, આંક ૧૪૪) આત્મહિત ૫..૫.પૂ. પ્રભુશ્રીજીનું એક વચન અનેક રીતે વિચારી, આત્મહિતમાં આવવા અર્થે ઉપદેશેલું, તે લખું છું; તે વ્યવહાર, પરમાર્થ બંનેમાં ઉપયોગી છે : “શું કરવા આવ્યો છે? અને શું કરે છે?” તે રોજ વિચારશોજી. (બી-૩, પૃ.૪૨૬, આંક ૪૩૭) D જેમ પૈસાની, કુટુંબની, દેહની અને પોતે ધારેલી બાબતો સફળ કરવા આવે કાળજી રાખી છે અને રાખે છે, તેવી કાળજી આત્માની, આત્મહિતનાં સાધન માટેની રાખી નથી. તે ભૂલ હવે વારંવાર ન થાય તે અર્થે, “શું કરવા આવ્યો છું? અને શું કરું છું?' તેનો વારંવાર વિચાર કર્તવ્ય છેજી. પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી. પ્રમાદ ઓછો કરવાનો નિશ્ચય કરી, તેની વારંવાર સ્મૃતિ રાખવાથી, પરમાર્થના વિચારનો અવકાશ મળે છે, અને પરમાર્થનો વિચાર થાય તો પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે. આ લક્ષ રાખવા ભલામણ છે). (બી-૩, પૃ.૭૩૧, આંક ૮૯૨) D આપણે આપણું હિત ન ચુકાય, તેમ પ્રવર્તવું ઘટે છેજી. દરરોજનો કાર્યક્રમ તપાસી, મુમુક્ષુજીવે દિવસે-દિવસે આત્મા શાંત થાય, તે ક્રમમાં આવવું ઘટે છેજ. ઉત્તાપનાં કારણો તપાસી, ઓછાં કરવા ઘટે છે. શું કરવા આવ્યો છું અને શું કરું છું એ લક્ષ, બધું કરતાં, ન ચુકાય તેમ હાલ તો પ્રવર્તવું ઘટે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ.પૂ. પ્રભુશ્રીજીએ જે કાર્યક્રમ આશ્રમ માટે ગોઠવ્યો છે, તે બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી ચોક્કસ કર્યો છે. તેમાં રસ ન આવે તેટલી જીવને મુમુક્ષુતાની ખામી છે. પોતાની કલ્પનાએ પ્રવર્તવામાં આવે તેમાં તેને કંઇક ૨સ જણાય, પણ સ્વચ્છંદ પોષાય છે અને તે સંસારનું કારણ છે એમ વિચારી, જ્ઞાનીપુરુષને માર્ગે મનને વાળવું, એ જ હિતકારી છે. ન માને તો મનને હઠ કરી, ક્રમમાં જોડવું હિતકર છે. રાગ-દ્વેષથી ક્લેશિત થતાં પરિણામ ઘટે અને જ્ઞાનીનો માર્ગ રાગ, દ્વેષ અને અજ્ઞાન ટાળવાનો છે, તેની રુચિ દિવસે-દિવસે વધે, તેમ પોતે જ, પોતાની પ્રવૃત્તિ ક્રમે-ક્રમે લાવી મૂકવાની છેજી. કોઇનું કહેલું માત્ર દિગ્દર્શન પૂરતું હોય, પણ વિગતવાર વર્ણન પોતાનું પોતે કરવાનું હોય છે. માટે માત્ર રાગ, દ્વેષ, અજ્ઞાન ટાળવાની પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે દરેક કાર્યની પ્રવૃત્તિમાં લક્ષ ૨હે, તેમ જાગ્રત થવું, જાગ્રત રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૬૯, આંક ૯૮૦) D પ્રભુશ્રીજી કહેતા કે જે કંઇ કરવું તે આત્માર્થે કરવું. આત્માને ભૂલ્યો તો બધું નકામું જાય. લોકોને દેખાડવા કરે તે કંઇ કામનું નથી. તેઓશ્રી દૃષ્ટાંત આપતા કે દૂધ મેળવવું હોય તો અંદર મેળવણ નાખે તો દહીં થાય. એમ ને એમ તો દૂધ બગડી જાય. તેમ જે કંઇ કરવું તેમાં ‘આત્માર્થે કરવું છે.' એ મેળવણ નાખવું, તો કામ બગડે નહીં. (બો-૧, પૃ.૨૮૩, આંક ૨૪) હાલ તમે નડિયાદ રહો છો. તેથી તમારાં માતુશ્રી આદિને સંતોષ રહેતો હોય તો ત્યાંના જ સારા ગણાતા વૈદ્યની દવા લીધા કરવી. પ્રારબ્ધ હશે તેમ સુખદુઃખ જે કર્મનાં ફળ છે, તે આવ્યા કરશે એમ માની, મુખ્ય કાર્ય આત્મહિત કરવાનું છે, તે થતું હોય તો અમદાવાદ વગેરેની પ્રવૃત્તિ પણ ઠીક લાગતી નથી. પછી જેમ સંજોગોવશાત્ કરવું પડે, તે કરી છૂટવું; તેમાં મુખ્ય લક્ષ રાખવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૪૦૭, આંક ૪૧૪) D તમે રિટાયર થવાના અને સત્સંગની આરાધના કરવાના સમાચાર લખો છો, તે જાણી સંતોષ થયો છેજી. જીવને પૈસાથી સુખ નથી થતું, પણ સંતોષથી થાય છે. જેને આજીવિકા સંબંધી ચિંતા કરવા જેવી દશા ન હોય, તેણે આ મનુષ્યભવની દરેક ક્ષણને ચિંતામણિ રત્નથી અધિક કીમતી જાણી, આત્મહિત અર્થે ગાળવા યોગ્ય છેજી. સુંદરદાસ કવિ મહાત્મા લખે છે : सुंदर चिंता मत कर, तू कर ब्रह्मविचार । शरीर सोंप प्रारब्धकूं, ज्युं लोहा कूटे लूहार || આવી જોગવાઇ, પરમાર્થ પ્રાપ્ત કરવાની, ફરી-ફરી મળવી મુશ્કેલ છે, તેથી જીવે હવે તો બીજી વાતો ગૌણ કરી, એક આત્મકલ્યાણની મુખ્યતા કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૨, આંક ૭૨૩) — સગાંવહાલાં કર્મના સંયોગે મળી આવે છે, ૠણસંબંધ પૂરો થતાં ચાલ્યા જાય છે. સંયોગે હર્ષ, વિયોગે ખેદ એ બંને ક્લેશરૂપ છે. એકે ભાવ આત્માને હિતકારી નથી. તેમ જ ભવિષ્યની ચિંતા, છોકરાં-છૈયાંના વિચાર એ સર્વ પ્રારબ્ધાનુસાર બને છે. તેમાં ન જોઇતી ચિંતા કરવી, તે આત્મહિત ભૂલી, નવાં કર્મ બાંધવાનું કારણ થાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૨૩) સૌ સૌનાં પ્રારબ્ધ લઈને આવે છે. ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઇ કોઇનાં કર્મ ફેરવવા સમર્થ નથી. કોઈ કોઈને સુખ આપી શકે એમ નથી, કોઈ કોઈને દુઃખ આપી શકે એમ નથી. પોતે પોતાનું હિત કે અહિત કરવા જીવ સમર્થ છે. તે મૂકી દઈને, જેમાં પોતાનું કાંઈ ચાલે એમ નથી, એવા પરજીવોને સુખીદુ:ખી કરવાની ઇચ્છા કરવી, તે નિરર્થક છે; માટે આ મનુષ્યભવ મળ્યો છે તો આત્મહિત વિશેષ કેમ સધાય, તેની વિચારણા કરવાથી સવિચારમાં વૃત્તિ પ્રેરાશે. પારકી પંચાતમાં જીવ બહુ ખોટી થયો છે. પોતાની સંભાળ લેતો ક્યારે થશે, એ આપણે સર્વેએ વિચારવા યોગ્ય છે. (બો-૩, પૃ.૧૮૧, આંક ૧૮૩) 'સંસારી બાબતો પૂર્વના પ્રારબ્ધ પ્રમાણે બળે જાય છે. દાંત છે, તેને ચાવણું મળી રહે છે. તેની ન જોઈતી ફિકરમાં જીવ બળી રહ્યો છે, તેને શાંતિ મળે તેવા સત્સંગની જરૂર છે. આત્મહિતનું કામ ઘણા ભવથી જીવ ધકેલતો આવ્યો છે. આ ભવમાં લાગ આવ્યો છે, તે નહીં સાધી લે તો ક્યા ભવમાં પછી બની શકશે? (બો-૩, પૃ.૭૫૪, આંક ૯૪૪) I ગર્ભમાં તો સુખ હોતું નથી અને જન્મ વખતે પણ ઘણું દુઃખ હોય છે, તે વખતે બેભાન છે. બાલ્યાવસ્થામાં તો આત્માનો કંઈ વિચાર આવી શકે નહીં. પછી યુવાવસ્થા છે, તેમાં સમજણ હોય છે, પણ તે બીજા કામોમાં વાપરે છે - સ્ત્રીમાં, ધનમાં વાપરે છે. પછી વૃદ્ધાવસ્થા આવે છે ત્યાં પણ કંઈ ન થાય. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચેનો જે થોડો કાળ છે, તેમાં આત્માનું હિત કરે તો થઈ શકે છે. પોતાને માટે કરવાનું છે. જ્યાં-ત્યાંથી જીવને જન્મમરણથી છોડાવવાનો છે. મોહ કરે તો છુટાય નહીં. “હું, મારું' ભૂલશે ત્યારે કલ્યાણ થશે. (બો-૧, પૃ.૩૪૫, આંક ૨૮) આટલાં બધાં વર્ષ જીવવાનું મળ્યું, પણ જીવે ખરી કમાણી, કરવા જેવી, કરી નથી. પોતાનું કામ પડી રહ્યું છે અને પારકી પંચાતમાં ખોટી થઈ રહ્યો. હવે તો આ જીવે પોતાનું આત્મહિત સાધવાનું કામ હાથ ધરી, તેમાં ઉત્સાહ દિન-પ્રતિદિન વધતો રહે, તેમ કરવા નમ્ર વિનંતી છેજી. બહુ વીતી થોડી રહી, થોડીમેંસે ઘટ જાય.' એ કહેવત પ્રમાણે થોડું જીવવાનું બાકી રહ્યું છે, તેમાંથી ક્ષણે-ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. તેને, લેખે આવે તેવી રીતે ગાળવું છે એવો નિર્ણય કરી, સન્માર્ગની આરાધના માટે કમર કસી તૈયાર થઈ જવું, વૃદ્ધમાંથી યુવાન થવું; પણ ઊંડી દાઝ દિલમાં રાખવી કે જગતને રૂડું દેખાડવા હવે જીવવું નથી, પણ રૂડા જ થવું છે. ગમે તેવી વિકટ વાટે પણ આત્મા ઊંચો આવે તેમ જ વર્તવું છે. શરીર તો વિષ્ટાનો ઘડો છે. ગમે તે સ્ત્રી કે પુરુષ હો પણ તે જીવતું મડદું જ છે. હવે મડદાં કે ચામડાંમાં વૃત્તિ રાખનાર રહેવું નથી. ઝવેરીની પેઠે આત્મરત્ન તરફ દૃષ્ટિ દેનાર થવું છે. (બી-૩, પૃ.૬૬૯, આંક ૮૦૧) પૂ. ....ને જણાવશો કે જગત દુઃખથી ભરેલું છે, તેના તરફ જ્યાં સુધી દ્રષ્ટિ, પ્રેમ, વાસના હજી વળગી રહેશે, ત્યાં સુધી દુઃખથી કદી છુટાય એવું નથી. માટે દેહની ઓળખાણ અને દેહની સગાઈ છોડી, હવે આ આત્માની શી વલે થશે ? અને તેને કોનો આધાર છે ? અને બિચારા પોતાના જીવને પારકી પંચાતમાં દુઃખી કરો છો, તો તેની દયા ક્યારે ખાશો ? તે આત્માને સુખી કરે તેવું કંઈ વાંચન, વિચાર, સત્સંગ સાધવાનો વિચાર રાખી, લોકલાજનો ભાર ખસેડી, આત્માને માટે કાળ ગાળવા કંઈક દાઝ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ રાખવાનું લખ્યું છે, એમ તેમને જણાવશો; અને આપણે બધાને પણ, તે જ કર્યે છૂટકો છે, તે ભૂલશો નહીં. (બો-૩, પૃ.૨૦૯, આંક ૨૦૬) D આત્મઆરાધના એ મોટું કામ છે. તે જેણે કરવું હોય, તેણે તુચ્છ વસ્તુઓને (પરભાવ અને પરવૃત્તિઓને) છોડી, પોતાના તરફ વૃત્તિ વાળવાની જરૂર છે. આ જીવ આટલા કાળ સુધી પારકી પંચાતમાં પડી, પોતાનું હિત કરવાનું ચૂકી ગયો છે. તેને લઇને આ ભવ ધારણ કરવો પડયો છે, તો હવે તે ભાવ મંદ કરી, પોતાના તરફ વિશેષ લક્ષ નહીં રાખે તો તેની શી વલે થશે ? ‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.'' આમ પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં કહ્યું છે. તે હવે તો હ્રદયમાં અત્યંત-અત્યંતપણે દૃઢ થાય, એ જ મારું કર્તવ્ય છે. કાળ ગટકાં ખાઇ રહ્યો છે, લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, ત્યાં આ જીવને પારકી પંચાતમાં પડવાનો વખત જ ક્યાં છે ? જો આ જીવ આટલી યોગ્યતા પામ્યા છતાં નહીં ચેતે તો મરણ વખતે તો બધું લૂંટાઇ જવાનું છે, તે વખતે નિષ્ફળ પશ્ચાત્તાપ કરશે. ક્યાંય દૃષ્ટિ દેવા જેવું નથી. બધે બળતરા, ત્રાસ અને ભય ભય દૃષ્ટિગોચર થાય તેવો કાળ આવી પહોંચ્યો છે; તે વખતે વિચારવાન જીવે શું કરવું ? કોનો સંગ કરવો ? કેવી રીતે આ પ્રબળ લૂંટથી બચવું ? તેનો વારંવાર વિચાર કરી ‘‘સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ.'’ (૪૬૦) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. તે ઉત્તમ દવા શાંતિનું કારણ છેજી. (બો-૩, પૃ.૪૨૫, આંક ૪૩૫) D આત્માનું હિત કરવાનો અનુપમ યોગ, સામગ્રી પૂર્વપુણ્યથી આ ભવમાં મળી આવ્યા છતાં, જીવ જો મામૂલી બાબતો માટે તે ખોઇ નાખશે તો આખરે પસ્તાવું પડશે. માટે બાઇ-ભાઇ જે જે સમજી શકે તેવા હોય, તેમણે સત્પુરુષે આપેલાં મંત્રસ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત વિશેષ-વિશેષ પરોવતા રહેવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છે. બધા મુમુક્ષુજનો ભક્તિ કરતા હોય તે વખતે, બને તો સત્સંગ, વાંચન, ભક્તિનો લાભ લેવો. તે ઉપરાંત પણ જેટલો વખત મળે, તે ધન આદિ કરતાં અનંતગણો કીમતી અમૂલ્ય ગણી, સત્સાધનમાં જોડવો. પ્રમાદ, ઊંઘ, વિલાસ, દેશકથા કે શિથિલતામાં, કાળ વહ્યો ન જાય, તેની વિશેષ કાળજી રાખવા, ચેતતા રહેવા ભલામણ છેજી. આયુષ્યનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઇ રહ્યું છે; ત્યાં પરભાવ અને પરકથામાં વાપરવાનો વખત, સાચા મુમુક્ષુના હાથમાં ક્યાંથી હોય ? ગમે તે રીતે પણ યોગ્યતા વધે તેવી પ્રવૃત્તિમાં સત્સંગના વિયોગે વર્તવું ઘટે; તો જ સત્સંગે વિશેષ લાભ થવા સંભવ છેજી. (બો-૩, પૃ.૩૯૮, આંક ૪૦૬) આપે જનહિત થવા અર્થે ફિલ્મ અને બ્રોડકાસ્ટ વિષે લખ્યું. તે તેવો કાળ આવ્યે બની રહેશે, પણ અત્યારે આપણે આપણા હિત અર્થે શું કરવું એ પ્રથમ વિચારણા હૃદયમાં રાખી, આપણું ચિત્ત પરમકૃપાળુદેવની આજ્ઞા-સત્સાધન સમજવામાં અને સમજાય તે પ્રમાણે વર્તવામાં રોકાય, તેમ પુરુષાર્થ કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૨૯૫, આંક ૨૮૪) Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫) T અનાર્યક્ષેત્ર જેવા મોહમથી શહેરમાં રહેવાનું બનેલ છે તો બહુ વિચારીને ક્ષણ-ક્ષણ ગાળવા જેવી છે'. મા કાળ વિકરાળ છે, ક્ષેત્ર પણ પ્રતિકૂળ અને જીવની સામગ્રીરૂપ દ્રવ્ય પણ તેવું જ હોવાથી, ભાવને બળ મળે તેવું ન હોય ત્યાં, એક પુરુષની આજ્ઞા અને ભક્તિમાં વૃત્તિ રાખવાની જીવ કાળજી રાખે તો ઘણાં કર્મ બંધાતાં અટકે અને આત્મહિતમાં વૃત્તિ વળે તેમ બને. ખોરાકની, હવાની, કપડાંની જેમ શરીરને જરૂર છે, તેમ જીવને પોતાને માટે સત્સંગ, સશાસ્ત્ર, સવિચારરૂપ આહાર, હવા આદિની જરૂર છે. તેની ભાવના કરતા રહેવી ઘટે. આ ભવમાં જે કંઈ કરવું છે, તે આત્મહિતને પોષે તેવું જ કરવું છે, એવો મુમુક્ષુજીવને નિર્ણય લેવો ઘટે છેજી. એ લક્ષ રહ્યા કરે તો તે ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ બચી શકે છે. પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બોધમાં કહેલું, તે આપને ત્યાં ઉપયોગી નીવડશે એમ ધારી, નીચે લખી મોકલું છું; તે બને તો મુખપાઠ કરી, તેનો વિચાર કરતા રહેશોજી : ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વિસરવું.” ઘણાં દુઃખ, આ જીવે લખચોરાસીના ફેરા ફરતાં ભોગવ્યાં છે અને કંઈક પુણ્યસંચય, જ્ઞાની પુરુષની કપાથી થયો ત્યારે મનુષ્યભવ મળ્યો છે, તેને વ્યર્થ ખોઈ ન બેસવો. ક્ષણ-ક્ષણ કરતાં કેટલાં બધાં વર્ષ વ્યતીત થયાં! હવે તો જ્ઞાનીની આજ્ઞા, તેના જણાવેલા સ્મરણમંત્રમાં વૃત્તિને વિશેષ રાખવા પુરુષાર્થ કરવો છે, એ લક્ષ રાખી વર્તશો તો જરૂર જીવનું હિત થશેજી. (બી-૩, પૃ.૫૮૦, આંક ૬પ૩). દિવસે-દિવસે મુમુક્ષતા વર્ધમાનતાને પામે તેમ કર્તવ્ય છેજી. ““ધર્મરંગ જીરણ નહીં, દેહ તે જીરણ થાય.' એમ શ્રી યશોવિજયજી મહારાજે લખ્યું છે, તો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ જેને થયો છે તે મહાભાગ્યશાળી જીવે, પોતાના ભાવ દિવસે-દિવસે વર્ધમાન થતા જાય, તેમ પ્રવર્તવાની તથા તેની ચોકસી રાખવાની જરૂર છેજી. ધનની કાળજી રાખી વૃદ્ધિ થાય તેવી વ્યવસ્થા કરીએ છીએ, શરીરની આરોગ્યતાના ઉપાય લઈએ છીએ, કુટુંબની આબરૂમાટે નિરંતર ચિંતા હોય છે તો આ બિચારા આત્માની સંભાળ લેવાનું, તેને કંઈ ઉન્નતિના ક્રમમાં આણવાનું તથા યથાર્થ સુખી કરવાનું, ખાસ કરવા યોગ્ય કાર્ય, વિસ્મરણ ન થાય તે જોતા રહેવાની ખાસ જરૂર છેજી. અનંતકાળથી પોતે પોતાનો વૈરી થઈને વર્યો છે, તે માર્ગ પલટાવી પોતે પોતાનો મિત્ર બને તેવી ઘણી અનુકૂળતા, સામગ્રી, સંયોગો આ ભવમાં પ્રાપ્ત થયા છે. તે નિરર્થક ન નીવડે, તે અર્થે શું કરીએ છીએ? અને શું કરવા ધાર્યું છે? આનો દરેકે પોતાને વિચાર કરવા વિનંતી છે. (બો-૩, પૃ.૪રક, આંક ૪૩૮) I પૂર્વકર્મને લઈને જીવને જે કરવું છે તે થતું નથી, એવો સામાન્ય અભિપ્રાય લોકમાં પ્રચલિત છે, પણ તે પુરુષાર્થને હાનિકારક છે. પૂર્વકર્મ ન હોય તો-તો સંસાર જ ન હોય, પણ પૂર્વકર્મને દૂર કરવા યોગ્ય અવસર પ્રાપ્ત થયો છે, છતાં જીવ ચેતતો નથી એ જીવનો પ્રમાદ છે; અને માને કે મારે આત્મહિત કરવું છે, છતાં થતું નથી. Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ત્યાં પણ હજી તે માન્યતા ઉપલક છે; જેમ ખોરાકની, ઊંઘની અને ધનની જરૂરીયાત જણાઇ છે અને તેના ઉપાય ગમે તેટલા પરિશ્રમે પણ કર્યા કરે છે, તેમ જ્યારે ખરેખરી આત્મહિત કરવાની દાઝ લાગશે, ત્યારે તે કામ કોઈ કહે ત્યારે કરવું કે અનુકૂળતા મળે કરાય તો કરવું એમ નહીં રહે, પણ આપોઆપ એ કામમાં મનને લગાવી દેશે; તેવી ભૂખ લાગે નહીં ત્યાં સુધી સત્સંગ, સલ્ફાસ્ત્ર, સુવિચાર, ભક્તિ આદિ ઉત્તમ નિમિત્તોની જીવન જરૂર અત્યારે તો ઘણી જ છેજી. વાતોએ વડાં નહીં થાય, પણ કરવું પડશે એમ ૫..૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. તે લક્ષમાં રાખી, સર્વેએ શાશ્વત વસ્તુમાં પ્રેમ કરતાં શીખવાની જરૂર છેજી. સમજણ જ્યારથી આવી ત્યારથી ઉત્તમ વસ્તુ તરફ પ્રેમ વધતો જાય, એમ કરવામાં આવે તો દિન-દિન આત્મા ઊંચો આવતો જાય; અને બીજાં ક્લેશનાં કારણો તેને વિદ્ધ કરી શકે નહીં, તેવો નિર્ભય બની જાય, પરમપુરુષનાં વચનોમાં મન વિશેષ વાર રોકાય, તેવું કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૭૫, આંક ૨૬૮) T કોઈને રોગ, ગરીબાઈ કે આફતથી ઘેરાયેલો દેખી દયા આવે છે અને આપણી બનતી મદદ કરવા મથીએ છીએ; તેમ જ આપણો આત્મા કર્મરોગ, પરવશતારૂપ ગરીબાઈ અને ક્ષણે-ક્ષણે મરણરૂપ આફતમાં આવી પડેલો છે, તેની દયા ક્યારે ખાઇશું? બનતી મહેનતે તેને બચાવવા કમર કસવી ઘટે છેજી. અમદાવાદ અને મુંબઈના બનાવો વાંચી કે સાંભળી, ત્યાંના લોકો સંકટમાં છે એમ લાગે છે, પણ આપણા તરફ આપણી દ્રષ્ટિ કેમ જતી નહીં હોય ? કાળ, આપણા મનુષ્યભવની દુકાનો, પ્રમાદરૂપ ઘાસલેટ છાંટી બાળી રહ્યો છે તેવા સમયમાં શું પગલાં લેવાં ? આપણે આપણું રક્ષણ નહીં કરીએ તો બીજા એ બાબતમાં શું કરી શકે એમ છે ? કોઈ માંદો હોય કે લૂંટાઈ ગયો હોય, તેની મદદ તો સેવાથી કે ધન આદિ વડે કરી શકાય, પણ આત્માને સુખી કરવા કોઈ બીજાનો પ્રયત્ન કામ આવે તેવો નથી. પુરુષો પણ ઉપદેશ આપી છૂટે, તે સાંભળી આપણા આત્માને જન્મજરામરણનાં દુઃખમાંથી બચાવવાનું કામ તો આપણે જ કરવું પડશે. પોતે પોતાનો વેરી બની, જીવ અનંતકાળથી ભમે છે. તે હવે આવા સુયોગે તે અનાદિ માર્ગ બદલી, પોતે પોતાનો મિત્ર બની જાય, તો આ મનુષ્યભવની કોઈ રીતે કિંમત આંકી શકાય નહીં, તેવો અમૂલ્ય યોગ મળ્યો છે, તે સફળ થાય. કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, ત્યાં ધર્મધ્યાનમાં બનતો વખત ગાળતા રહી, જેટલું હવે જીવવાનું હોય, તે ઉત્તમ રીતે ગાળવા નિશ્ચય કર્તવ્ય છેજી. પ્રમાદમાં જીવે ઘણું ખોયું છે, માટે હવે તેનો સંગ છોડી, અસંગ થવા સત્પષની આજ્ઞાએ કાળજીપૂર્વક પ્રવર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૨૯૯, આંક ૨૮૮) D અત્યારે સુખદુઃખની ગણતરી દેહને આધારે થાય છે; દેહને ઠીક પડે, લોકોમાં સારું કહેવાય, ઇન્દ્રિયોને અનુકૂળ પડે તો ચિત્ત પ્રસન્ન રહે છે; પણ કોઇ જરા આપણું ઘસાતું બોલે, વ્યાધિ શરીરમાં ઊપજી પીડા ઉત્પન્ન કરે, જે ઇન્દ્રિયોને ન ગમે તેવા વાતાવરણમાં રહેવાનું થાય તો મન ઊંચું થઈ જાય છે અને પહેલાં ગમતું હતું, સારું લાગતું હતું, બરાબર ખવાતું, પચતું તેવું ક્યારે થશે, એમ મનમાં ઝંખના થયા કરે છે. આ બધા પ્રકારો રાગ-દ્વેષના છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ (૨ ૨૭ તે પલટાવી નાખી દેહનું ગમે તેમ થાઓ, કુટુંબનું ગમે તેમ થાઓ, મનને ગમો કે નહીં, લોકો નિંદો કે વખાણો પણ મારા આત્માને અહિત થાય, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય કે ભૂંડી ગતિમાં જવું પડે તેવા ભાવ થતા હોય તો મારે જરૂર અટકાવવા છે અને જ્ઞાનીએ કહેલે રસ્તે મારા ભાવ રાખી, મારે આ ભવમાં તો મારા આત્માની દયા પાળી, તેને ખરેખર સુખી કરવો છે. જ્ઞાની જેવા અંતરમાં શાંત, પરમ સુખી છે, તેવા સુખવાળો મારો આત્મા પરમ શાંત થાય તેવા ઉપાયો, ગમે તેટલી અડચણો, નિંદા કે કષ્ટો વેઠીને પણ કરવા છે. પછી લખચોરાસીમાં ભટકતાં કંઈ બને એવું નથી, માત્ર આટલા જ ભવમાં તે ઉપાયો લઈ શકાય એમ છે; તેમાંય જેટલાં વર્ષો ગયાં તે તો વ્યર્થ વહી ગયાં, જેટલું મૂઠી ફાકી જીવવાનું બાકી હોય તેટલામાં કંઈ ને કંઈ સત્ય ધર્મનું આરાધન, એવા બળથી આંખો મીંચીને કરી લઉં કે ધર્મ-આરાધન ન થાય તેવા હલકા ભવમાં જવું ન જ પડે. જો જ્ઞાનીપુરુષના વૃઢ નિશ્ચયે, તેને આશ્રય આ દેહ છૂટે તો જરૂર વહેલોમોડો મોક્ષ થયા વિના ન રહે, એવો સન્માર્ગ પૂર્વના પુણ્યને લઇને આપણને મળ્યો છે, તો જેટલી કચાશ રાખીશું તેટલું આખરે પસ્તાવું પડશે. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. (બી-૩, પૃ.૨૭૨, આંક ૨૬૫) આ સંસાર ઠગારા પાટણ સમાન છે. કંઈ કમાણી કરેલી હોય તે ઠગી લઈ, જીવને નિર્બળ બનાવી, લખચોરાસીના ફેરામાં ધકેલી દે, તેવું સંસારનું સ્વરૂપ વિચારી, આત્મહિતમાં અપ્રમત્ત રહેવા ભલામણ છે. જ્ઞાની પુરુષની આજ્ઞા, તેની ભક્તિ, તેનાં વચનામૃતના વિચાર અને અનુભવરૂપ પુરુષાર્થ સતત કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૪૪, આંક ૯૧૮) D આપની પરમાર્થ સંબંધી ભાવના, આત્મહિત અર્થે વાંચી, તે પ્રત્યે અનુમોદનની લાગણી થઈ છેજી જે પુરુષને આત્મજ્ઞાની ગુરુનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિ, આજ્ઞાપ્રાપ્તિરૂપ મહાભાગ્યનો લાભ આ ભવમાં થયો છે, તેણે નાશવંત, અસાર અને કર્મબંધકારી અને નિંદવાયોગ્ય અહિત પ્રવર્તનથી ભાવ ઉઠાવી, આત્મહિતકારી, શાશ્વત, પ્રશસ્ત, કર્મક્ષયકારી, જ્ઞાનીએ કહેલી પ્રવૃત્તિ આદરવા યોગ્ય છેજી. કુસંગથી અનંતકાળ પરિભ્રમણ અને અનંત દુઃખ પ્રાપ્ત કરી, પોતે પોતાનો શત્રુ બની પ્રવર્તી રહ્યો છે. હવે પરમપુરુષનાં વચનનાં વાંચન, વિચાર અને આશયમાં વૃત્તિ વાળી, બાળબુદ્ધિ ટાળી, એક આત્મહિતના ભૂલ વગરના માર્ગે જીવન વ્યતીત કરવા યોગ્ય છેજી. સમાધિમરણ જે રાહથી પ્રાપ્ત થાય, તેમાં વિશેષ શ્રમ વેઠી, આ ઉત્તમ નરભવ સફળ કરવા યોગ્ય છેજી, આવો યોગ ફરી-ફરી મળનાર નથીજી. (બો-૩, પૃ.૪૮૯, આંક પ૨૩) “આત્માથી સૌ હીન.'' એ વાક્ય વિચારી, બીજી બાબતોમાં ભટકતા ચિત્તને ઠપકો દઈ, વારંવાર પાછું વાળી, પરમકૃપાળુદેવનાં અચિંત્ય, અદ્ભુત સ્વરૂપમાં, સ્મરણમાં, ભક્તિમાં કે વાંચન-વિચાર આદિ સ્વાધ્યાયમાં જોડવું હિતકારી છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮) આવો યોગ, આત્મહિત સાધવાનો, વારંવાર બીજા ભવમાં પણ મળવો મુશ્કેલ છે એમ વિચારી, આ જ ભવમાં પરમપુરુષને શરણે બને તેટલું આત્મહિત સાધી લેવાનો નિર્ણય કરી, સમાધિમરણને અર્થે સપુરુષાર્થ કર્તવ્ય છે. ભજવા પરમકૃપાળુને, સહજ સુખે ભરપૂર; એ આદર્શ ઉપાસવા, બન તન્મય, હે શૂર ! (બી-૩, પૃ.૬૭૫, આંક ૮૦૯) 0 જેટલી આપણી યોગ્યતા-પાત્રતા હશે તેટલો આપણને લાભ થશે. “વાતો કર્યો વડાં નહીં થાય, ઘૂંકે પૂડા ન થાય.” તેલ જોઈએ; તેમ જીવમાં મહાપુરુષો પ્રત્યે અચળ પ્રેમ અને સભ્યપ્રતીતિ આવશે, ત્યારે જીવનું હિત થશે. સાચા ભાવથી જ્ઞાની પુરુષે કહેલા માર્ગે ચાલીશું તો મોક્ષ વિશેષ દૂર નથી, પણ તેનું કહેલું કરવું ન હોય અને જગતના તુચ્છ સુખોનો જ ભિખારી હોય, તે આગળ વધી શકે નહીં. વિષય એટલે પાંચ ઇન્દ્રિયોની મીઠાશ અને પરિગ્રહ એટલે ધન, અલંકાર, સગાં, આદિની મમતા. તે અર્થે દેહ ધર્યો નથી. આમ પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જીવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને પુરુષનાં વચનો સમજાય, અને સમજાય તેટલું થોડું-થોડું અમલમાં, આચરણમાં મુકાય. (બો-૩, પૃ.૪૯૬, આંક ૮૩૬) | આત્મહિતને ઇચ્છનાર સરળભાવી, ભદ્ર-પરિણામી જીવે મનમાં એવી ગાંઠ વાળી દેવા યોગ્ય છે કે આટલો ભવ તો આ પરમપુરુષની ઉપાસના કરવા દે. ભલે લોકો નિંદે, ભલે ભીખ માગવી પડે, ભલે વ્યાધિ-પીડા આવી પડે, ભલે મરણતુલ્ય સંકટ આવી પડે, પણ જો આત્માનું હિત જરૂર થાય એવું મનમાં લાગ્યું છે, તો તે માર્ગ અર્થે આટલો ભવ તો ગાળી નાખું. બહારની અનુકૂળતાઓ, સત્સંગ, પુસ્તક આદિ સાધનો મળો કે ન મળો, પણ મન તો મારું એ પરમપુરુષની આજ્ઞામાં, સ્મરણમાં, ભક્તિ-ભજનમાં સર્વ શક્તિએ રાખીશ. આવો દ્રઢ નિશ્વય કરી થોડા માસ વર્તાય તો ચિત્ત ચંચળતા તજી, સ્થિરતા ભજવા લાગે એમ સંભવ છે. (બી-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) D પૂ. ..ને જગતની ચિંતાઓ તજી એક આત્મહિતના વિચારો તથા સત્પરુષનાં વચનો વાંચવા, વિચારવા તથા મુખપાઠ કરી, ફેરવતા રહેવા ભલામણ છેજી. છૂટવા માટે જ જીવવું છે, બંધનાં કારણોમાં આનંદ માનવો નથી અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેમ અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં.” (૧૦૮) એ માન્યતા દૃઢ કરી, સંસારને પૂંઠ દઇ, એક આત્મહિતમાં જ સુખની માન્યતા થાય તેમ વર્તવા વિનંતી છેજી. જ્યાં સુધી યુવાવસ્થા છે, જ્યાં સુધી રોગ આદિનો ઉપદ્રવ નડતો નથી, બધી ઇન્દ્રિયો કામ આપે છે, ત્યાં સુધી પ્રમાદ તજી, આત્મહિતમાં વિશેષ કાળ ગાળવાનો વિચાર કરશો તો થઈ શકશે. પછી જ્યારે રોગ આવી પડે, ઇન્દ્રિયો બગડે, ઉપાધિ વધે અને વૃદ્ધાવસ્થા કે મરણ નજીક આવે ત્યારે કંઈ બનશે નહીં. માટે પહેલેથી ચેતતા રહે તેને પાછળ પસ્તાવો કરવો ન પડે, અને સમાધિભાવમાં દેહ છૂટે. સત્સંગનો જોગ ન હોય તો સક્શાસ્ત્રમાં મનને રોકવા, ભક્તિ આદિ વડે પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ રાખવા, ફરી ભલામણ કરું છુંજી. (બી-૩, પૃ.૬૭૩, આંક ૮૮૭) Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ કહેવા યોગ્ય અને આપણે વારંવાર વિચારવા યોગ્ય જ્ઞાનીપુરુષોએ ઘણું કહ્યું છે, પણ આ જીવ નફટ થઇને ફરે છે. જાણે મરવું જ ન હોય, એમ બેફિકરો થઇ સંસારમાં રાચી રહે છે; સાંસારિક સુખો માટે ઝૂર્યા કરે છે, તે સુખોને મેળવવા મન કલ્પનાઓ કર-કર કરે છે; એટલે, આત્મા શું હશે ? તેને માટે શું કરવું ? તે કેમ સુખી થાય ? તેનો વિચાર કરવાની નવરાશ જીવને મળતી નથી, અને તે વિષે જ્ઞાનીપુરુષોએ શું જણાવ્યું છે, શું શું આજ્ઞા મને કરી છે, તેનો વિચાર કરવાનું જીવને કેમ ગમતું નહીં હોય ? એમ જણાય છે કે જીવને બોધની ખામી છે. સત્સંગની જરૂર છે. તે ન હોય તો તેની ભાવના રાખી, આત્મહિત મારે આ ભવમાં જરૂર કરી લેવું છે, એટલું તો મનમાં દૃઢ કરી રાખી, તે નિશ્ચય વારંવાર દિવસમાં યાદ લાવવા યોગ્ય છે. (બો-૩, પૃ.૧૦૨, આંક ૯૪) આપનો પત્ર મળ્યો. આત્મહિતની જિજ્ઞાસા જાગી છે, તે રાણી પડી ન જાય (ઓલવાઇ ન જાય) તેમ વર્તવા ભલામણ છેજી. શોધે તેને મળી આવે છે. પૂર્વપુણ્ય બળવાન હોય તો વગર શોધ્યે સહજ સુસંગે પણ જીવને જાગૃતિ આવે છે, પણ પ્રમાદ જેવો કોઇ શત્રુ નથી. મંદવાડ ભારે હોય તો વિચારવાનને એમ થાય કે જો જીવતાં રહેવાય તો જે આજ સુધી કરવાનું રહી ગયું છે, તે હવે વધારે કાળજી રાખીને કરી લેવું; પણ સાજા થતાં તે વૃત્તિ ટકતી નથી. જાણે કદી મંદવાડ આવ્યો જ ન હોય કે શુભ વૃત્તિ ઊગી જ ન હોય, તેમ પાછો અનાદિના કુસંગમાં આનંદ માનતો જીવ થઇ જાય છે. તે આત્મઘાતક વૃત્તિ ઉચ્છેદવા, હવે તો પુરુષાર્થ ખરેખરો કરવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૩૨૬, આંક ૩૧૯) D અનાદિકાળથી આ જીવને અનાદરણીય, વારંવાર પ્રાપ્ત થયેલા દેહાદિ પદાર્થો પ્રત્યે આશ્ચર્યકારી માહાત્મ્ય લાગ્યું છે. તેની મૂર્છામાં પોતાના શ્રેયનો વિચાર, નિર્ણય કે તેને અર્થે અથાગ પુરુષાર્થ કરવો ઘટે છે, તેનું ભાન જાગતું નથી. પરમકૃપાળુદેવે તે વિષે અત્યંત ઊંડા વિચારે મંથન કરી, નિર્ણય જણાવ્યો છે કે : ‘‘ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.'' ‘‘કલ્પિતનું આટલું બધું માહાત્મ્ય શું ? કહેવું શું ? જાણવું શું ? શ્રવણ કરવું શું ? પ્રવૃત્તિ શી ?’’ (૫૭૬) ‘‘અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઇ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશવૃષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઇ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઇ છે જેને, એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એવો જ્ઞાનીપુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઇ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.' (૩૯૫). આ વચનો વાંચ્યાં હોય તો પણ વારંવાર વાંચી, તે ભાવો પ્રગટ થતાં સુધી, મનન-નિદિધ્યાસનના ક્રમની ખામી પૂરી કરવા, જે પુરુષાર્થની જરૂર છે, તેની ભાવના નિરંતર રહ્યા કરે, તેમ વર્તવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૬૧, આંક ૩૬૨) જેમ બહાર જીવનવ્યવહારમાં મુશ્કેલીથી જીવ મૂંઝાય છે, તેવી મૂંઝવણ જીવને પોતાના હિતને અર્થે. જન્મમરણ ટાળવાને અર્થે જ્યારે જાગશે, ત્યારે જીવ જાગ્યો કહેવાશે. હજી તો દેહાદિ સંયોગોમાં તલ્લીન થઈને પોતાને ભૂલી રહ્યો છે. તે ભાન પ્રગટવા અર્થે “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો.' વગેરે જ્ઞાની પુરુષોનાં અમૂલ્ય વચનો જીવને જાગૃતિ આપે તેવાં, રોજ તેની આજ્ઞાએ અત્યંત પ્રેમ ઉપાસવા યોગ્ય છેજ. પ્રમાદ અને બેકાળજી, તે કામ કરવા દેતા નથી કે વિપ્ન કર્યા કરે છે; તેને દૂર કરી, જાગૃતિની ભાવના નિરંતર કરતા રહેવાની જરૂર છેજી. પરમકૃપાળુદેવ જણાવે છે કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ, એ સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના જીવને આત્મગુણ કેમ પ્રગટે ? એ ભાવ વારંવાર વિચારી, મમતાભાવ ઘટાડવો ઘટે છેજી; તથા કષાય મંદ કરી, ભક્તિમાં મનને તલ્લીન કરતા રહેવાની જરૂર છેજી. આત્મહિત કરવું હોય તેણે તો, જે જે કામ કર્યા વિના છૂટકો નથી, તે તે પતાવી દઈ, બાકીનો બચતો વખત જ્ઞાની પુરુષોનાં વચનો વાંચવા, વિચારવા, ગોખવા કે ફેરવવામાં વૃત્તિ જોડી રાખે તો મનનું કર્મ બાંધવાનું કામ મંદ પડે અને આત્માને શાંતિનું કારણ બને. રાતદિવસ જીવ કર્મ બાંધ્યાં કરે છે; તેનાં ફળ પોતાને જ ભોગવવા પડશે એમ વિચારી, આ આત્માની દયા ખાવી ઘટે છેજી. (બી-૩, પૃ.૫૮૬, આંક ૬૪). “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા-૩૫) એવું પરમકૃપાળુદેવ કહે છે, તે Æયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.” (૧૭૨) વગેરે આત્મહિતને ઈચ્છનારે સહજ કરી મૂકવાની શિખામણ જ્ઞાની પુરુષો આપે છે, અને આ જીવ બહેરો બેભાન હોય, તેમ તે પ્રત્યે બેદરકાર રહે તો પરિણામ કેવું આવે ? માટે સત્સંગના વિયોગમાં સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરવાની કાળજી, દિન-પ્રતિદિન વધતી જાય તેમ કર્તવ્ય છેજી. જેમ ચાલતા ઊંટ ઉપર બેઠેલા માણસને સ્થિર રહેવું મુશ્કેલ છે, તેમ સંસારનાં કાર્યો કરતાં છતાં સ્થિરતા સાધવી અત્યંત મુશ્કેલ છે. મુશ્કેલી છે, પણ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે અને એ જ શિખામણ આપી છે કે “બાહ્યભાવે જગતમાં (ઉપાધિમાં) વર્ગો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિર્લેપ રહો.” (૭૨) આ લક્ષ પ્રસંગે-પ્રસંગે જીવ સંભારે તો ઉદાસીનતા જન્મે. લક્ષ ન લે, તે ડાહ્યો શાનો? પરમકૃપાળુદેવે જે કહ્યું હોય તે જરૂર કરવું છે, એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે અને યથાશક્તિ તે લક્ષ પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ જેને જેટલી ગરજ જાગી હશે, તેટલા પ્રમાણમાં પરમકૃપાળુદેવની શિખામણ હૃદયમાં રાખશે. તે સિવાય કોઇ બીજો બચવાનો ઉપાય નથી. (બો-૩, પૃ.૫૮૭, આંક ૬૬૫) આડાઅવળી કલ્પનામાં નહીં તણાતાં, એક પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર માની, તેની કૃપાથી જ તેના યોગબળે આત્મહિત જરૂર થશે એવો વિશ્વાસ રાખી, તેનાં વચનામૃતમાં તલ્લીન રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૨૫૮, આંક ૨૫૨) D અનુકૂળતા હોય અને તબિયત ઠીક હોય તો આવવાનું રાખવામાં અડચણ નથી, નહીં તો સત્સંગના ભાવમાં પણ કલ્યાણ છેજી. જે કંઇ પ્રવૃત્તિ કરવી પડે તે આત્મહિત અર્થે જ કરવી ઘટે છેજી. એ લક્ષ ચુકાય નહીં તો ઘણી જાગૃતિ જીવને રહે; નહીં તો અહીં પાસે પડી રહે તોપણ કંઇ હિત ન થાય. (બો-૩, પૃ.૭૬૫, આંક ૯૬૯) બીજા જીવો પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મનો પાયો છે, તેમ જ પોતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં, તેની દયા ખાઇ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાનો લક્ષ રહે, તે ધર્મસ્વરૂપ છે. અનેક ક્ષુદ્ર ભવોમાં ભટકતાં-ભટકતાં, આ જીવ દુઃખી-દુ:ખી થઇ રહ્યો હતો, તે કોઇ કૃપાળુની કૃપાથી, મનુષ્યભવ નહોતો તે વખતે એવા કોઇ સદાચરણમાં વર્તી પુણ્યસંચય કરી મનુષ્યભવ પામ્યો, ઉત્તમ કુળ પામ્યો, દીર્ઘ આયુષ્ય પામ્યો, શ્રવણ આદિ ઇન્દ્રિયો ખામી વગરની પામ્યો, સત્પુરુષનો યોગ પામ્યો, તેનો બોધ પામ્યો, તેની અનંત કરુણાથી તેનો ઉદ્ધાર થાય તેવો અનુપમ મંત્ર પામ્યો, તેથી મારા આત્માનું હિત જરૂર થશે એવી સારી ભાવનારૂપ શ્રદ્ધા પણ પામ્યો; હવે તે સત્પુરુષને આશ્રયે તેના કહ્યા પ્રમાણે વર્તવાનો, જો આ જીવ નિશ્ચય કરી, તે નિશ્ચયને મરણપર્યંત તજે નહીં તો તેને કેટલો બધો લાભ થાય ? બસો-પાંચસો રૂપિયાનો લાભ થતો હોય તો મુંબઇ સુધી દોડી જાય, પણ જે પરભવમાં પણ ભાથારૂપ થાય, તેવા સત્સાધન માટે બે ઘડી નવરાશ લેવી પડે તો જીવને ટાઢ ચઢે છે. તેથી, ચેતીને ચાલનારની સદ્ગતિ થશે અને કાળજી નહીં રાખે તો લખચોરાસીના ફેરા પૂરા હજી થયા નથી અને અનંતકાળથી જન્મમરણ કરતો આવ્યો છે તેવાં હજી કરવાં પડશે. અત્યારે કોઇ ગધેડો કહે તો ચિડાય છે પણ ગધેડો થવું પડશે. તે ટાળવા હવે કેડ બાંધી મંત્રમાં મંડી પડવું. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૨) અહીંથી લખેલા પત્રમાં જે કંઇ શિખામણ હોય, તે તત્કાળ ઉપયોગી ન જણાય તોપણ ભવિષ્યમાં પણ કુમાર્ગે વૃત્તિ જતાં અટકે, એ પણ ઉદ્દેશ હોય છે. અમુકને જ ઉદ્દેશીને લખેલું હોય એમ નહીં ગણતાં, જેનામાં તેવી વૃત્તિ હોય કે તેમાં દોરવાઇ જાય તેવો સંભવ હોય, તેણે તેના પ્રત્યે અરુચિ કેળવી, તેવા પ્રસંગથી દૂર રહેવામાં હિત છે, એટલો તેનો પરમાર્થ સમજવો ઘટે. જગતનું વાતાવરણ ઝેરી બનતું હોય ત્યારે તેથી ચેતીને ચાલવું, તેમાં પોતે ન તણાવું, બીજા તેમાં ન તણાય તેવી ચેતવણી આપવી તથા આડકતરી રીતે પણ પોતે તે વાતાવરણમાં ફસાઇ ન જવાય, તે ઉદ્દેશે લખેલું. (બો-૩, પૃ.૫૨૨, આંક ૫૬૭) Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૩૨ D આ બગડતા જતા ભારતની વર્તમાન દશા જોતા, સારી કેરી પણ બગડી જાય ત્યારે નાખી દેવા જેવી લાગે છે, તેમ આ કાળમાં વિશેષ જીવીને પણ શું કરવાનું? જો ધર્મભાવના દિવસે-દિવસે વધતી ન જાય અને ઘટતી જાય તો તે ક્યાં સુધી ઘટયા કરશે? શું સાથે લઈને પછી જશે? આ બધા વિચારો એકાંતમાં આત્મહિતાર્થે કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૬, આંક ૭૧૪) તે મહાપુરુષની આજ્ઞા, તેનાં વચનો, તેણે કહેલી શિખામણો દ્ધયમાં રાખી, જીવને બીજેથી છોડાવી, તેમાં જ રાખ્યા વગર, બીજો કોઈ ઉપાય હવે નથી. જેવા દહાડા આવી પડે, તેવા સમભાવે જોયા કર્યા સિવાય, અન્ય ઉપાય નથી. તળાવ કે ગોમતીમાં સ્નાન કરવા પેસવું પડે પણ મગરનો ડર હોય તો જેમ ઝટ પરવારી બહાર નીકળી જાય, તેમ બીજાં કામોમાં ખોટી થવું પડે ત્યાં આત્મહિત નથી એમ જાણી, ત્યાંથી છૂટી જે આત્મહિતકારી જ્ઞાનીનાં વચનામૃતો છે, તેમાં ચિત્તની તલ્લીનતા કરવાથી, જીવને શાંતિ વળે તેમ છેજ. (બી-૩, પૃ.૨૩૬, આંક ૨૩૧). I આત્માના હિતની ઇચ્છાવાળા જીવે અહિતકર્તા પ્રસંગોમાં વિશેષ ચેતતા રહેવા યોગ્ય છે; અને નથી રહેવાતું તે પ્રમાદ છે. તે પ્રમાદ ઓછો કરવાનો ઉપયોગ રહે તો માર્ગનો વિચાર કરવાનો અવકાશ મળે છે, વિચાર થઈ શકે છે. જે માર્ગનો વિચાર કરે છે, તે માર્ગમાં સ્થિર થઈ શકે છે; તેથી મુમુક્ષુતા વધારી, પ્રમાદ દૂર કરવા અર્થે સલ્ફાસ્ત્ર અને સત્સંગનું વિશેષ સેવન કરી, નિશ્ચયની વૃઢતા વધારવાની આ જીવને અત્યંત જરૂર છે; નહીં તો આમ ને આમ વખત વહી જશે અને મરણ આવીને ઊભું રહેશે, તે વખતે પ્રથમ પુરુષાર્થ કરવાનું નહીં બન્યું હોય તો અહિત થાય તેવા વિકલ્પોમાં જીવ ગૂંચાઈ જઈ, દુર્ગતિમાં સંકળાયા કરશે. તેમ ન બનવા, મરણ આવ્યા પહેલાં ચેતી લેવાની, વારંવાર જ્ઞાની ગુરુએ ભલામણ કરી છે. તે અમલમાં મૂકવા દાઝ છે તેથી ઘણી વધારવાની છેજી. આત્માની દયા ખાધી નથી, તે કામ ત્વરાથી હાથ ધરવા, તત્પર થઈ જવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૭૨, આંક ૧૭૭) || જેમ બને તેમ, કોઇ પ્રત્યે વેરભાવ ન થાય તેમ વર્તવાથી તથા ભક્તિમાંથી બીજે ચિત્ત વારંવાર ન જાય તેમ કરવાથી, આત્મહિત સધાશે; નહીં તો સંસારનાં જન્મમરણ છૂટવા બહુ મુશ્કેલ છે. ગમે તેવા સંયોગોમાં પણ પરમકૃપાળુદેવના ચરણકમળ હદયમાં શીતળતા પ્રેરતા રહે, તેવી વૃત્તિ કર્યા વિના સંસાર તરી શકવો દુર્ઘટ છે. ચિત્ત અસ્થિર રહે તેવા ક્લેશમાં ઊતરવા યોગ્ય નથી. પ્રારબ્ધમાં બાંધેલું હશે તેટલું જ જીવને મળે છે. ક્લેશ કર્યે વધારે મળે નહીં, કે કોઈ નસીબમાંથી લૂંટી શકે નહીં. “નહીં બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.' ધર્મ આરાધવાનો વખત નકામી બાબતોમાં વહ્યો ન જાય, એ વિચારવાને લક્ષમાં રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૩૧, આંક ૪૪૫) D આપને પડી જવાથી સખત વાગ્યું છે, એમ જાણ્યું. “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.'' એવું પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું એક વાક્ય છે, તે જીવને શાંતિ આપનાર છેજી. Page #242 -------------------------------------------------------------------------- ________________ (૨૩૩ મુશ્કેલીઓ જગતમાં ન હોય તો જીવને ઉન્નતિ કરવી બહુ વિકટ થઈ પડે, તેવો જીવનો સ્વભાવ શિથિલતાવાળો થઈ પડયો છે. ધંધામાંથી હમણાં નિવૃત્તિ લેવી પડી હશે. તે નિવૃત્તિનો સદુપયોગ છાપાંને બદલે સન્શાસ્ત્ર વાંચવા-વિચારવામાં ગાળવા ભલામણ છેજી; કારણ કે હાલ સ્વતંત્ર-પ્રજાસત્તાક તંત્રના ઉત્સવ નિમિત્તે સચિત્ર અંકો અનેક આકર્ષક નીકળેલ છે, તે વાંચવા કરતાં આત્મજ્ઞાની પુરુષોનાં વચનો વાંચવામાં, મુખપાઠ કરવામાં, વિચારવામાં, ચર્ચવામાં, ભાવના કરવામાં જેટલી ક્ષણો જશે, તેટલું આ ભવ-પરભવનું હિત સધાશેજી. (બો-૩, પૃ.૬૭૬, આંક ૮૧૨) D આપે પુછાવેલ પ્રશ્નનો ઉત્તર ટૂંકામાં ફરી લખું છું કે પરમકૃપાળુદેવે મહાત્મા ગાંધીજી જેવાને પણ, મુસલમાનોની મિજબાનીમાં (જ્યાં માંસાહારને લગતો વ્યવહાર હોય ત્યાં) જવાને કચવાતે મને રજા આપી છે; અને ફળાહાર વિના કોઈ રાંધેલો પદાર્થ ન લેવાય તો ખોટું પણ ન લગાડવાનું બને અને પોતાના આત્મામાં દયાની લાગણી ટકી રહે એવી શિખામણ આપી છે; તો આપણા જેવા નિર્બળ મનના માણસે તો તેવા પ્રસંગોથી દૂર રહેવાય તેમ કરવામાં હિત છે એ જાણી, સમજી, તેમ જ પ્રવર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૩૧૮, આંક ૩૦૯) T બાપદાદાએ કૂવો કરાવ્યો હોય અને તેમાં પાણી પણ ન હોય તો તે કૂવે જ કોસ જોડ્યા કરવા, કે પંપ થયો હોય ત્યાંથી પાણી લાવી ખેતી સુધારવી, તે વિચારી જોશો તો શામાં હિત છે, તે સહજ સમજાશે. બાપદાદા કરતાં વધારે પૈસા કમાઈએ તો પાપ લાગે? બાપદાદાનો ધંધો છોડી વેપાર કરીએ તો પાપ લાગે ? આ વિચારો મૂકી, ધર્મની જ બાબતમાં જ્યાં વિચારપૂર્વક વર્તવું ઘટે તેને બદલે, ગમે તેવો બાપદાદાનો જ ધર્મ આંખો મીંચી પાળવો એમ હોઈ શકે? (બી-૩, પૃ.૭૦૪, આંક ૮૪૮) D પરમકૃપાળુદેવે કહ્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૦) ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) આમ છે તો આપણે બીજું શું જોઈએ છે? મોક્ષ મળતો હોય તો આ બધું ભલે ચાલ્યું જાય. જીવને લોકલાજ બહુ આડી આવે છે, તેને જ્ઞાની પુરુષોએ, અનંતાનુબંધી કષાયનું મૂળ કહ્યું છે. લોકો શું કહેશે? લોકોમાં ખોટું દેખાશે.” એવા ડરથી, જીવ આત્મકલ્યાણનાં કારણોથી દૂર રહ્યા કરે છે. જો લોકની જ જરૂર હોય તો લોક તો તેને પ્રાપ્ત થયેલો જ છે. લોકો કહે તેમ વર્તે તોપણ લોકોને, બધાને તો કોઈ રાજી રાખી શક્યું નથી. તીર્થકર જેવાની ગોશાલા જેવા અન્યમની નિંદા કરતા હતા. અલૌકિકમાર્ગનું અવલંબન જીવ લે છે ત્યારે લોકો તેને લૌકિકમાં રાખવા બહુ સમજાવે છે, દબાવે છે અને ન ચાલે તો નિંદા કર્યા કરે છે. અનાદિકાળથી આમ જગતમાં થતું આવ્યું છે; પરંતુ જે શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ટકી રહ્યા, તેમને મોક્ષપાટણ સુલભ જ છે, એમ જ્ઞાની પુરુષો પોકાર કરીને કહે છે. આપણું કામ જ્ઞાનીનાં વચનો ગ્રહણ કરી, તેનો આશય સમજી, આપણું આત્મહિત સાધી લેવું એ જ છે. (બો-૩, પૃ.૪૯૯, આંક ૫૩૬) I વૈરાગ્યનાં કારણોમાં ઉત્સાહ થવો આ કાળમાં બહુ દુષ્કર છે અને સાચા વૈરાગ્યનાં નિમિત્તોમાંથી, વૈરાગ્યરૂપ ગુણ ગ્રહણ કરવા જેટલી જીવની તૈયારી પણ, તેટલી આ કાળદોષને લીધે જણાતી નથીજી. સંસારનાં કામ પોતાનાં માન્યાં છે, તેથી તેને માટે પરદેશ જવું પડે તો જીવ પાછો ન પડે, પરંતુ આત્માના હિતની વાતમાં પ્રવર્તતાં તેને ટાઢ ચડે, એવો અનાદિનો જીવનો શિથિલ સ્વભાવ છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વિશેષ વાંચન કરતાં, થોડું વાંચન અને વિશેષ મનન તથા નિદિધ્યાસન કે વારંવાર ભાવના વડે તદ્રુપ પરિણમન માટે, હવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. ખા-ખા કરવા કરતાં, ચાવીને તે પચે અને શરીરની પુષ્ટિમાં સહાય થાય, તે પ્રકાર જેમ શારીરિક બાબતમાં ઇષ્ટ છે, તેમ ઉપર જણાવેલ પ્રકાર આત્મહિતને સાધનાર છે. (બો-૩, પૃ.૨૦૬, આંક ૨૦૪) આપણા ભાવ કેવા રાખવા, તે આપણા હાથની વાત છે. તેમાં જે પુરુષાર્થ કરવા ધારે તે, જીવ કરી શકે તેમ છે. તેને વીસરી જઇ, જગતની ચીજોને આઘીપાછી કરી, ‘આ મેં સારું કર્યું કે આ મેં ખોટું કર્યું, આણે અન્યાય કર્યો કે આણે પરોપકાર કર્યો.' એમ વિચારી, જીવ બીજી ગડમથલમાં પડી, પારકી પંચાતમાં બહુ ખોટી થયો છે, તેને હવે તો જે થાય તે જોયા કરવા તરફ વાળવાની જરૂર છે, તે શાંતિનો માર્ગ છે. અવશ્ય બનવાની વાતો ફરનાર નથી. તેમાં કલ્પનાઓ કરી આત્મહિત શા માટે ગુમાવવું ? જે સહજે બની આવે તે કરતા રહી, ‘શું થશે ? કેમ થશે ?’ એની ચિંતા તજી દઇ, ‘‘સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આના વિચાર અને વર્તન તરફ વિશેષ પુરુષાર્થ કરતા રહી, જે થાય તે જોયા કરવાનો અભ્યાસ પરમકૃપાળુદેવે ઉપદેશ્યો છે, તે અમલમાં મૂકવાનો ખરેખર પ્રસંગ પ્રાપ્ત થયો છે. તેમાં જ આપણું હિત છે એમ માની નિઃશંક, નિર્ભય અને નિઃખેદ ચિત્ત રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૪૦, આંક ૪૬૦) . આ સંસાર અસાર છે, એમ જ્ઞાનીપુરુષો પોકારી-પોકારીને કહે છે, તો તેમાં ને તેમાં વૃત્તિ નહીં રાખતાં, આ ભવે તો પરમકૃપાળુદેવ એક મારા પતિ છે, તેને રાજી રાખવા આટલો મનુષ્યભવ ગાળવો છે એમ નિશ્ચય કરી, તેની વાત પૂછવી, તેની જ વાત કરવી, તેની જ ભાવના કરવી, બીજું કંઇ ઇચ્છવું નથી, એમ અંતરમાં ધૃઢ કરવા યોગ્ય છેજી. ઘણા ભવ સંસારની સંભાળ લીધી છે, હવે આટલો ભવ બધું બહુ ઉપયોગી નથી એમ માની, માત્ર પરમકૃપાળુદેવે કહ્યો છે તે મોક્ષમાર્ગ આરાધવો છે, છ પદની શ્રદ્ધા દૃઢ કરવી છે, અપૂર્વ અવસરની ભાવના કર્યા કરવી છે, મંત્રનું અખંડ રટણ જીભ ઉપર રહ્યા કરે એમ અહોરાત્ર વર્તવું છે. આવી ભાવના રાખી, બને તેટલું રોજ કર્યા કરવું, તો જરૂર આત્મહિતમાં વધારો થશે. (બો-૩, પૃ.૪૭૬, આંક ૫૦૪) I ‘શ્રદ્ધા પરમ તુōદા' એ ભગવંતનું વચન છે, તે પ્રમાણે શ્રદ્ધા દૃઢ થાય તેવું વાંચન, સમાગમ રાખી, પોતાના આત્મહિતાર્થે પ્રવર્તવું ઘટે છેજી. આશ્રમમાં આપ રહ્યાં છો, તેનો લાભ ત્યાંના સર્વ ભવ્ય ભાઇબહેનોને ઉત્તમ રીતે મળે અને સત્સંગની ભાવના સર્વને જાગે તથા પરમકૃપાળુદેવનું તેમને યથાયોગ્ય ઓળખાણ થાય, તેવું પ્રસંગોપાત્ત જણાવતા રહેવા વિનંતી છેજી. તેથી આપણી શ્રદ્ધા પણ બળવાન બને છે અને આત્મહિતમાં વધારો થાય છેજી. Page #244 -------------------------------------------------------------------------- ________________ (૨૩૫ પરહિત એ જ નિજહિત સમજવું.” (૮) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પણ આત્મહિત ચૂક્યા વિના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૭૪, આંક ૯૯૦) D ગમે તેમ થાય તો પણ પરમકૃપાળુદેવનાં વચનામૃત વાંચવા-વિચારવાનો અને કષાયનો અંત આણવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. જેટલી આમાં ઢીલ થાય છે, તેટલી આત્મહિતમાં હાનિ થાય છે. (બો-૩, પૃ.૭૨૯, આંક ૮૮૯) I એક પુરાણી દંતકથા સ્મૃતિમાં આવવાથી લખું છું. તે વિષે સર્વ, વિચાર કરીને, પોતાનાથી બને તેટલું પોતાનું હિત કરવા ચૂકશો નહીં. એક રાજા હતો. તેણે પોતાની રાજધાનીમાં રહેતા અમીર ઉમરાવોને કોઈ ઉત્સવના પ્રસંગે જમવા આમંત્રણ આપ્યું. પરંતુ તેમને ડર લાગ્યો કે રાજાના આમંત્રણમાં જઇશું તો તે કોઈ કીમતી વસ્તુ માગશે તો આપવી પડશે એમ વિચારી, દરેકે કંઈ ને કંઈ બહાનું કાઢી પરગામ જવાનું નક્કી કર્યું. રાજાએ રસોઈ તથા વરઘોડાની તૈયારી કરાવી, છતાં કોઈ અમીર ઉમરાવ કે તેમના પરિવારમાંથી જણાયા નહીં. તેથી નગરજનોને રાજાએ કહેવડાવ્યું કે બધા સામાન્ય માણસોને વરઘોડામાં આવવાનું તેમ જ રાજાને ત્યાં જમવાનું આમંત્રણ છે, તેથી લોકો રાજી થઈ વરઘોડામાં જવા લાગ્યા. પરંતુ કેટલાક લોકો ફાટેલાં અને કાળાં કપડાં પહેરી આવ્યા હતા, તેમને વરઘોડાની શોભા બગાડનારા છે એમ જાણી, રાજાએ કેદમાં પૂર્યા. બીજા બધાને જમાડી, વિદાય કર્યા. આ સાદી દંતકથામાં જણાવ્યા પ્રમાણે ઉમરાવો ન આવ્યા તો બીજા બધાને ઉત્તમ જમણનો લાભ મળ્યો; તેમ પૂર્વના પુણ્યને લઈને જેમને વિશેષ લક્ષ્મી મળી છે, તેવા મોટા શેઠિયા ધામણ રાજમંદિરના કામમાં ભાગ ન લે તો સામાન્ય ત્યાંના રહેનારને ઉત્તમ જમણની પેઠે તેમને માટે કરેલી રસોઈ આરોગવાનો લાભ મળી ગયો છે એમ જાણી, પોતાની પાસે જે સારાં કપડાંરૂપ યથાશક્તિ સામગ્રી હોય, તે ધારણ કરીને વરઘોડામાં જવું અને એ મહાકલ્યાણકારી પુણ્યનાં કામમાં બને તેટલો ટેકો કરવો. તેથી મોટા માણસોને મળવાનો લાભ, આપણને અનાયાસે મળી જશે; પણ મેલાં કપડાં પહેરીને જનારથી રાજા નાખુશ થયા અને તેમને કેદમાં પૂ, તેમ તે કામ કરતાં મન મેલાં રાખનારને હાનિ થવાનો સંભવ છે એમ જાણી, ઉજ્વળ અંતઃકરણે છે. કામ કરવા લાગશો તો શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના મંદિરનું ઉત્તમ પુણ્યદાયક કામ કરવાને સદ્ભાગી થશો. ફરી-ફરી આવાં કામ થતાં નથી અને જ્યાં સુધી તેમાં ભક્તિ કરનારા લાભ લેશે, ત્યાં સુધી તેમાં મદદ કરનારને પુણ્યનો હિસ્સો મળ્યા કરશે. આવા સત્કાર્યમાં પોતાના ઘરનાં કામ કરતાં વધારે કાળજી રાખવી ઘટે છેજ. કાવિઠામાં કાળજી રાખીને કામ કરનાર મુમુક્ષુઓએ કેવું પ્રભાવનાયોગ્ય દેરાસર કરાવ્યું, તે દરેકની નજર આગળ ખડું છે. માત્ર સંપ અને સાચા દિલની લાગણીથી કામ કરનારને, પોતાનું અને ઘણા જીવોનું હિત થાય, તેવું કામ સભાગ્યે મળી આવ્યું છે, તે આપણા જીવતા કરી લેવું; એવો ઉત્સાહ દરેક મુમુક્ષુના મનમાં વસતાં, એ કામ તો રમતમાં થઈ જવા જેવું છેજી. પરમાર્થના કામમાં મન પાછું પડે, તે પોતાના હિતમાં હાનિ કરવાતુલ્ય છે એમ સમજી, આવેલા અવસરનો પૂરેપૂરો લાભ લઈ લેવા આગળ થવું, તત્પર થવું. આમાં કોઈને કહેવું ન પડે તેમ પોતાનું Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ હિત સમજી, દરેકે પોતાના આત્માના ઉદ્ધાર માટે લોભ, સ્વાર્થ અને સુખશીળિયો સ્વભાવ તજવો ઘટે છેજી. બને તેટલું ઘસાઇ છૂટવું. જાતમહેનતથી થશે તેટલું બીજા કશાથી નહીં બને. ‘પારકી આશ સદા નિરાશ.' (બો-૩, પૃ.૨૨૪, આંક ૨૨૧) સમ્યક્દર્શન D અઢાર દૂષણ રહિત દેવ, હિંસા રહિત ધર્મ અને નિગ્રંથ ગુરુ - એ ત્રણ તત્ત્વોની શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન છે. જેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો હોય, તેની શ્રદ્ધા થાય તો મોક્ષ થાય. (બો-૧, પૃ.૧૧૩, આંક ૨૭) અરિહંતનું જેવું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ છે, ભેદ નથી. એ સમકિત છે. રાગ-દ્વેષ, મોહ દેખાય છે, તે મારું સ્વરૂપ નથી. વીતરાગ ભગવાનનું સ્વરૂપ છે, તેવું મારું મૂળ સ્વરૂપ છે. જેવા વીતરાગ સુખી છે, તેવો જ હું સુખી છું, એમ અભેદ થઇ જાય. અરિહંતના શુદ્ધસ્વરૂપમાં મોહ નથી. શુદ્ધસ્વરૂપમાં અભેદભાવ કરવો, એ મોહ ક્ષય થવાનો ઉપાય છે. (બો-૧, પૃ.૩૪૪, આંક ૨૨) પ્રશ્ન : સમ્યક્દર્શન એટલે શું ? ઉત્તર : જેનું કલ્યાણ થવાનું નજીકમાં હોય, તેવા જીવોને આવો પ્રશ્ન જાગે છે. સમ્યક્દર્શન બે પ્રકારે છે : વ્યવહારથી અને નિશ્ર્ચયથી. વ્યવહાર-સમ્યક્દર્શન એ નિશ્ચય-સમ્યક્દર્શનનું કારણ છે. વ્યવહાર સમ્યક્દર્શન : સંદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુની, સાચા ભાવે શ્રદ્ધા થવી, તે છે. મોક્ષમાળાના ચાર પાઠ ૮-૯-૧૦-૧૧ છે, તેમાં ત્રણે તત્ત્વની સમજૂતી છે, તે વાંચી લેવા ભલામણ છેજી. તેમાં પણ જો કુગુરુને સદ્ગુરૂ માને તો તે બતાવે તે દેવ પણ કુદેવ હોય અને ધર્મ બતાવે તે કુધર્મ હોય; એટલે તે મોક્ષમાર્ગથી વિરુદ્ધ હોય છે. માટે પ્રથમ શું કરવું ? તે વિષે પરમકૃપાળુદેવ લખે છે : “બીજું કાંઇ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઇ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.'' (૭૬) માટે સદ્ગુરુ દ્વારા સદૈવ એટલે સંપૂર્ણતા પામેલી વ્યક્તિ તથા સદ્ધર્મ એટલે તે પૂર્ણ પુરુષોનો કહેલો મોક્ષમાર્ગ સમજવો ઘટે છે. આ ત્રણ કારણોની (સદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુની) ઉપાસનાથી પોતાના આત્માની યથાર્થ શ્રદ્ધા કરવી, તે નિશ્ચય-સમ્યગ્દર્શન છે. તે થવા માટે નીચેની કર્મપ્રકૃતિઓનો અભાવ થવો ઘટે છે : (૧) મિથ્યાત્વ એટલે દેહને આત્મા મનાવનારું કર્મ; નાશવંત ચીજોને હંમેશાં રહેનારી મનાવનાર તથા મળ-મૂત્રથી ભરેલા ગંદા દેહાદિ પદાર્થોને સુંદર મનાવનાર કર્મ; પોતાનું નહીં તેને પોતાનું મનાવનાર કુબુદ્ધિ. (૨) જે ધર્મ જીવને કલ્યાણકારી હોય તે સુધર્મ, સુદેવ કે સુગુરુ પ્રત્યે ક્રોધ કરાવે તેવું કર્મ. (૩) માન કરાવે તેવું કર્મ. (૪) માયા કરાવે તેવું કર્મ. (૫) સાંસારિક લાભની તેવો ધર્મ કરીને આશા રખાવે તેવું કર્મ. એ વિઘ્નો દૂર થયે, આત્મા આત્મારૂપે મનાય છે; તેને સમ્યક્દર્શન નામનો આત્માનો એક ગુણ કહ્યો છે. મોક્ષમાળામાં તત્ત્વાવબોધ પાઠ ૮૨થી ૯૮ વાંચવાથી ઉ૫૨ લખેલું સમજાશેજી. (બો-૩, પૃ.૬૪૭, આંક ૭૬૭) Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ D પોતાના સ્વરૂપનું જ્ઞાન, તે સમ્યજ્ઞાન છે. જ્ઞાનથી આત્મા જણાય છે. મારું ખરું સ્વરૂપ આત્મા છે, એવી પ્રતીતિ તે સમ્યક્દર્શન છે. જ્ઞાન અને વૈરાગ્ય, બંને સાથે હોય છે. તે ન હોય ત્યાં સુધી જીવને શ્રદ્ધા પણ ન થાય. સમ્યક્ત્વ એ આત્માનો નિર્ણય છે. એ નિર્ણય સત્પુરુષના આશ્રયે થાય, તે વ્યવહાર-સમકિત છે. પછી પોતાને અનુભવ થાય, તે નિશ્ર્ચય-સમકિત છે. મિથ્યાત્વની મંદતા થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે. જીવને જ્ઞાનીપુરુષનું ઓળખાણ થયે, તથાપ્રકારે અનંતાનુબંધી કષાય મોળા પડવા લાગે છે. તે તદ્દન દૂર થાય ત્યારે સમ્યક્દર્શન થાય છે. જ્ઞાનીપુરુષના આશ્રર્ય, જ્ઞાનીએ જે માન્યું છે તેવું માને તો સમ્યક્દર્શન છે. વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર હોય ત્યારે સમ્યક્ત્વ થાય છે. સમીપમુક્તિગામીને જ સમ્યક્દર્શન થાય છે. (બો-૧, પૃ.૧૦૯, આંક ૨૪) જીવને સંસારમાં રુચિ થાય છે. સંસારનાં કારણોમાં રુચિ છે, તે પલટાઇને મોક્ષનાં કારણોમાં રુચિ થાય, તે સમ્યગ્દર્શન છે. મારે શું કરવાનું છે, એ લક્ષ રાખવો. ‘‘આ લોકની અલ્પ પણ સુખેચ્છા'' (૨૫૪) એ ખામી છે, તે મટાડવી. (બો-૧, પૃ.૨૧૪, આંક ૧૦૨) — ભગવાને છ દ્રવ્ય કહ્યાં છે, તેની આપણે ઓળખાણ કરવી છે. જેવું પદાર્થનું સ્વરૂપ છે, તેવું માનવું; તે સમ્યક્દર્શન છે. અવળું માનવું અને મને સમજાયું છે તે સાચું છે, એવો આગ્રહ, તે મિથ્યાદર્શન છે. સંસારનાં કા૨ણો મીઠાં લાગે, મોક્ષનાં કારણો અપ્રિય લાગે, એવી અવળી માન્યતા, તે મિથ્યાત્વ છે. મોહને લઇને દુઃખ થાય છે. દુઃખ દૂર કરવાનો ઉપાય સમ્યક્દર્શન છે. જે પ્રયોજનભૂત નથી, તેને ન જાણે કે મિથ્યા જાણે તો હાનિ નથી; પરંતુ પ્રયોજનભૂતને યથાર્થ જાણે તો સમ્યક્દર્શન થાય. સમ્યક્દર્શન થાય તો સુખી થાય છે. (મોક્ષમાર્ગપ્રકાશક, ચોથું અધ્યયન) દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગ ભણે તોપણ તેને સમ્યક્દર્શન ન હોય, દેહાધ્યાસ ન છૂટે; અને તિર્યંચને પણ ‘દેહથી હું ભિન્ન છું.’ એમ શ્રદ્ધા થાય તો સમ્યક્દર્શન થાય છે. જ્ઞાનના ક્ષયોપશમ માત્રથી નહીં, પરંતુ દર્શનમોહ જવાથી સાચી શ્રદ્ધા થાય છે, ત્યારે સમ્યક્દર્શન થાય છે. (બો-૧, પૃ.૧૩૭, આંક ૧૨) D પ્રયોજનભૂત તત્ત્વો એટલે મોક્ષે જવા માટે જે તત્ત્વો જાણવાં જરૂરનાં છે તે. જીવાદિ તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યક્દર્શન છે. તે સુખનું કારણ છે. મિથ્યાત્વ દુઃખનું કારણ છે. મિથ્યાત્વ જાય તો સમ્યક્ત્વ થાય. પ્રયોજનભૂત સાત તત્ત્વ જાણે તો ત્યાગવા યોગ્ય ત્યાગે અને ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરે. સાત તત્ત્વની પ્રતીતિ, શ્રદ્ધા તે સમ્યક્દર્શન છે. શ્રદ્ધા થાય તો તે પ્રમાણે વર્તવા લાગે. દેહ તે હું, એ ઊંધી શ્રદ્ધા છે, તે મિથ્યાત્વ છે; તેથી સંસાર થાય છે. દેહથી જુદો જીવ છે, એમ અજીવથી જીવને ભિન્ન જાણે, તેથી સમ્યક્દર્શન થાય અને તેથી મોક્ષ થાય છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮) બીજા પદાર્થો ન જાણે તો કંઈ નહીં પણ આ પ્રયોજનભૂત તત્ત્વો જાણવાં જોઇએ. જીવ-અજીવમાં છે બધા તત્ત્વનો સમાવેશ થઈ જાય છે, તેથી જીવ અને અજીવ, એ બેની શ્રદ્ધા કરવાની છે. જો શ્રદ્ધા હોય તો દુઃખ ન થાય. હું સ્ત્રી, હું પુરુષ, હું નાનો, હું મોટો – એ બધું રાગ-દ્વેષ થવાનું કારણ છે. હું ચૈતન્ય છું, દેહથી ભિન્ન છે, એમ જાણવું પ્રયોજનભૂત છે. (બો-૧, પૃ.૧૩૮, આંક ૧૩) “રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યક્દર્શન છે.'' (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬) 1 જ્ઞાનીને જે ગમે, તે જે આપણને ગમે તો સમકિત છે. જ્ઞાનીને આત્મા ગમે છે; જો આપણને આત્મા ગમે તો સમકિત છે. આત્મા ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી કે કોઈના હાથમાં આવે તેવો નથી. ઉપયોગ ઉપયોગમાં જોડાય ત્યારે આત્મા હાથમાં આવે. આત્મા ઉપયોગથી ઓળખાય છે. ઉપયોગ વિના પકડાય તેવો નથી. મહાપુરુષોએ બધેથી ઉપયોગ રોકી, એક આત્મામાં ઉપયોગ જોડયો છે. (બો-૧, પૃ.૬૩, આંક ૪૧) IT જેટલા ભવ કરે, તેમાં ‘દેહ તે હું.” એવા સંસ્કાર રહે છે, તે અનાદિ મિથ્યાત્વ છે. “હું દેહથી ભિન્ન છું.” એમ થવું તે જ સમકિત છે. “હું દેહાદિસ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી.'' (૬૯૨) એમ થાય, ત્યારે સમ્યક્દર્શન થાય. (બો-૧, પૃ. ૨૮૩, આંક ૨૫) [ આ બધું દેખાય છે, તે હું છું - એ વિકલ્પ છે. દેહાદિને “હું માને, તે વિકલ્પ છે. આ “મારું' છે – એ સંકલ્પ છે. વિકલ્પ એ ભૂલ છે. તેને લીધે જ સંકલ્પ થાય છે. હું અને મારું જાય ત્યારે સમ્યફદર્શન થાય. (બી-૧, પૃ.૩૪૭, આંક ૩૪). | સમ્યકત્વ અનુભવ : આત્માનાં શુભ પરિણામ ઘણી જ ઉચ્ચદશાને પામે છે અને તેમાં જ વૃત્તિ એકાકાર થઈ જાય છે. ત્યાર બાદ જગતની વિસ્મૃતિ થયે આત્માનો અનુભવ થાય છે. આત્માનાં શુદ્ધપરિણામનું વર્ણન તો કોઈ શાસ્ત્રમાં નથી કારણ કે તે પોતાના અનુભવની વસ્તુ છે, અને જીવ તે સ્થિતિએ પહોંચે છે ત્યારે જ પોતાને અનુભવ થાય છે. તેના આનંદનું કંઈ વર્ણન થઈ શકે તેમ નથી. પ્રથમ એક સમયમાત્ર તેનો અનુભવ થાય અને માલૂમ પડે, પછી તે અનુભવ વર્ધમાનતાને પામે તેની પૂર્ણ ખાતરી થઈ જાય છે. શ્રી બનારસીદાસે પણ “નાટક સમયસાર'માં કહ્યું છે : “વસ્તુ વિચારત ધ્યાવતું, મન પાવે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.'' (બો-૧, પૃ.૧૪) - સમ્યકત્વ થાય એટલી શક્તિ બધાને છે; પણ મિથ્યાત્વને લઈને તત્ત્વવિચાર ભણી વૃત્તિ જતી નથી. જેને જાગૃતિ છે, એવા પુરુષથી જાગૃતિ આવે છે. પોતે સ્વચ્છેદે કરે, તેથી જાગૃતિ ન થાય. ‘પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય, જિનેશ્વર.'' દર ગરજ હોય તો થાય. (બો-૧, પૃ.૧૪૫, આંક ૧૯) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ નરકમાં પણ જીવને સમકિત થાય છે. ત્યાં જીવને જાતિસ્મરણજ્ઞાન થાય, તેથી મનુષ્યભવમાં જ્ઞાની મળ્યા હોય અને પોતે કંઇ કર્યું ન હોય તો એમ થાય કે અહો ! મને જ્ઞાની મળ્યા છતાં મેં કંઇ ન કર્યું. એમ પશ્ચાત્તાપ કરતાં જીવને ખોટું તે ખોટું અને સાચું તે સાચું લાગે. (બો-૧, પૃ.૩૫૧, આંક ૫૭) પ્રશ્ન : આ કાળમાં સમ્યક્દર્શન હોય ? પૂજ્યશ્રી : હા, હોય છે. પહેલું સમ્યક્દર્શન હોય, પછી ચારિત્ર આવે છે. પછી મોક્ષ થાય. (બો-૧, પૃ.૨૫૭, આંક ૧૬૧) પ્રશ્ન : સમ્યક્ત્વ તાકીદથી કેમ થાય ? પૂજ્યશ્રી : સાવધાન થવું, ગાફલ ન રહેવું. જેવું છે, તેવું માનવું તેમ જ જોવું. ‘‘મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.’' (૮૨૬) નિશ્ચય કરે તો પછી તેના ઉપાય શોધે. કેમ થતું નથી ? એમ શોધે. કામ કરવું હોય તેની કાળજી રાખે તો વહેલું થાય. ‘‘વ્યાપારાદિમાં કાળજી રાખો છો, પણ ધર્મમાં કાળજી કેમ નથી રાખતા ? કેમ તમારા દહાડા ઊઠયા છે ?'' એમ પ્રભુશ્રીજી વારંવાર ઠપકો આપતા. (બો-૧, પૃ.૧૮૪, આંક ૫૫) પ્રશ્ન : સમ્યક્ત્વ આવે ત્યારે શું થાય ? પૂજ્યશ્રી : જન્મમરણ છૂટવાનું થાય. સમ્યક્ત્વ આવે ત્યારે સુખ થાય. પરમકૃપાળુદેવે કહ્યું છે કે ‘શ્રેણિકરાજા નરકમાં છે, પણ સમભાવે છે, સમકિતી છે, માટે તેને દુઃખ નથી.'' (ઉપદેશછાયા પૃ.૬૯૦) દેહને દુઃખ છે, પણ આત્માને નથી. સમ્યક્ત્વીને ઇન્દ્રિયસુખ પણ ન ગમે. જેણે એ માર્ગ જાણ્યો છે, તે કહે છે કે અગ્નિમાં બળવું સારું, પાણીમાં ડૂબી જવું સારું પણ સમ્યક્ત્વ વગર રહેવું સારું નહીં. સમ્યક્ત્વ આવે ત્યારે કોઇ પ્રકારનો ભય ન રહે. નિર્ભય, નિઃશંક થઇ જાય, નિર્વિચિકિત્સા આવે, બીજાના દોષો ઢાંકે, પ્રભાવના કરે એવા ગુણો પ્રગટે છે. આત્મા શું હશે ? કેવો હશે ? એવી શંકા ન થાય. સમ્યક્ત્વનાં પાંચ ભૂષણ ઃ (૧) પ્રભાવના થવાની ભાવના. (૨) હેયને હેય અને ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરવા યોગ્ય સમજે. (૩) ધી૨જ. (૪) સમ્યક્ત્વપ્રાપ્તિમાં હર્ષ. (૫) તત્ત્વવિચારમાં પ્રવીણતા. (બો-૧, પૃ.૧૫૧) ગમે તેટલાં શાસ્ત્રો શીખેલો હોય, તપ કરતો હોય, સંયમ પાળતો હોય, પણ સમ્યક્દર્શન ન હોય તો પથરાના ભાર જેવું છે; અને જો સમ્યક્દર્શન હોય તો એ રત્ન જેવાં છે. જેમ કોઇ મોટો પથરો લઇ વેંચવા જાય તો બે-ચાર આના મળે અને કોઇ એક નાનું સરખું રત્ન લઇને જાય તો કરોડો રૂપિયા મળે; તેમ સમ્યક્ત્વ હોય તો બધાં વ્રતો રત્ન જેવાં છે; નહીં તો ભારરૂપ છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૮) D ક્રોધ, માન, માયા અને લોભ દિવસે-દિવસે ઓછાં કરવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. જેને સમકિત, સાચી શ્રદ્ધા પ્રગટ કરવાની ભાવના હોય તેણે – ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.'' Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪0) આ ગાથાનો વિચાર કરી, શાંતિમાં વિશેષ રહેવાય, ઈચ્છાઓ અલ્પ થાય અને શરીર, ભોગ અને ભવ પ્રત્યે વૈરાગ્ય જાગે, તેવી વિચારણા અને આચરણ કર્તવ્ય છે. આવી યોગ્યતા આવ્ય, સદ્ગુરુના યોગે બોધની પ્રાપ્તિ થયે, જીવને આત્મજ્ઞાન કે સમ્યફદર્શન પ્રગટે છે. તે વિચારી વૈરાગ્ય-ઉપશમ વધારશોજી. (બી-૩, પૃ.૭૮૨, આંક ૯૯૯) અસાર અને ફસાવનાર, એવા સંસારથી જેનું મન ઉપશમ પામ્યું છે, જડ વસ્તુઓથી નિરંતર ઉદાસીનતા જેને વર્તતી રહે છે, સદ્ગુરુનાં વચનો અમૃતતુલ્ય લાગે છે અને તેનું જ જેના આત્માને સદાય પોષણ મળ્યા કરે છે, તેને ધન્ય છે. સમકિત પામવાને તેવા જીવ યોગ્ય બને છે. (બો-૩, પૃ.૭૬૦, આંક ૯૬૧) | નર, તિર્યંચ, દેવ અને નારકી – એ ચારે ગતિમાં સમકિત થઈ શકે છે. એક તો ભવ્ય હોય; જેને મન પ્રાપ્ત થયું હોય; જેને વિશુદ્ધિલબ્ધિ (સારાં કામ કરવામાં ઉત્સાહ) પ્રાપ્ત થઈ હોય; ઊંઘમાં કે સ્વપ્નમાં સમકિત ન થાય, તેથી જે જાગૃત હોય; જેને પર્યાપ્તિ પૂરી થઇ હોય અને જેને અર્ધપગલપરાવર્તનથી વધુ સંસાર બાકી રહ્યો ન હોય; એટલી યોગ્યતા હોય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે. સાતમી નરકમાં પણ કોઈ જીવ ત્યાં ઘણું દુઃખ હોવાથી સમતિ પામે છે. હવે ત્યાં તો કોઈ ઉપદેશ દેનાર નથી, છતાં સમકિત થાય છે. કોઈ એમ કહે કે મારે આજે જ સમકિત કરવું છે, મરી જઉં પણ સમકિત તો પ્રાપ્ત કરવું જ, એમ કર્યાથી ન થાય. એ પોતાના હાથની વાત નથી. એને માટે યોગ્યતાની જરૂર છે. ઘણી યોગ્યતા વધે ત્યારે થાય છે. પુરુષાર્થથી જ મુખ્યપણે થાય છે, પણ એ એકદમ થતું નથી. કર્મોની સ્થિતિ ઓછી થાય ત્યારે થાય છે. જેને પૂર્વે બાંધેલાં કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટી સાગરની થઈ જાય છે, તેને જ સમકિત થાય છે. આસન્નભવ્યપણું, મનસહિતપણું, કર્મની વિશેષ નિર્જરા અને વિશુદ્ધ પરિણામ - એ સમત્વનાં અંતરંગ કારણ છે. (બો-૧, પૃ.૨૮૭, આંક ૩૫) સમ્યફદર્શન પામવાની યોગ્યતાનાં પાંચ કારણો, ક્રમ કે ભૂમિકાઓનું શાસ્ત્રીય નામ લબ્ધિ છે. (૧) લયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધિ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્ય લબ્ધિ અને (૫) કરણ લબ્ધિ. (૧) ક્ષયોપશમ લબ્ધિ : વિશદ્ધભાવના બળે, પૂર્વે બાંધેલાં કર્મના રસમાં (ફળમાં) દરેક સમયે અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં, તે મંદ થવા લાગે તેવી યોગ્યતા અને તેવા ભાવરૂપ પુરુષાર્થ. (૨) વિશુદ્ધિ લબ્ધિઃ ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ-ભારે કર્મ દૂર થતાં, શાતા વગેરે શુભ કર્મબંધનું નિમિત્ત બને, પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરોધભાવ અથવા અણગમો થાય. (૩) દેશના લબ્ધિઃ યથાર્થ તત્ત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ધારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા. Page #250 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧) (૪) પ્રાયોગ્ય લબ્ધિ: પૂર્વે બાંધેલાં કર્મોની સ્થિતિ ટૂંકી કરી, કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી (અંતઃકોડાકોડી) અને નવાં બંધાતાં કર્મો પણ વિશુદ્ધ પરિણામના યોગે, અંતઃકોડાકોડી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંધાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે. (૫) કરણ લબ્ધિ : અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્ય જીવ કે એક વાર સમકિત થયા પછી પાછો મિથ્યાવૃષ્ટિ થઈ ગયો હોય તેવો જીવ સમ્યક્દર્શન પામવાની અભિલાષાવાળો, શુભ પરિણામની સન્મુખ થયેલો એક અંતર્મુહૂર્ત (બે ઘડીમાં કંઈક ઓછું) સુધી અનંતગુણા સમયે-સમયે વધતાં વિશુદ્ધ પરિણામ કરતો, સંક્લેશ પરિણામ દૂર કરી, કષાયની મંદતા કરતો જતો, વર્ધમાન શુભ પરિણામના બળથી સર્વ કર્મની પ્રકૃતિઓની સ્થિતિ ઘટાડતો, અશુભ પ્રકૃતિઓનો રસ ઘટાડતો, શુભ પ્રકૃતિઓનો રસ વધારતો, ત્રણ કરણની (સમ્યક્દર્શન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવની) શરૂઆત કરે છે. આમાં પહેલું કરણ યથાપ્રવૃત્તિકરણ છે. તેની હદ સુધી જીવ અનંતીવાર આવી, પાછો ફરી જાય છે, મંદ પુરુષાર્થી થઈ જાય છે કે સમકિત થઈ ગયું એમ માની બેસે છે કે કોઈ અન્ય મતમતાંતરમાં તણાઈ જાય છે; પણ જે કરણ લબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતો નથી, વધ્યો નહીં. કરણ લબ્ધિ વડે, બે ઘડી પૂરી થતાં પહેલાં સમ્યકત્વ થાય છે. ત્રણ કરણ : (૧) યથાપ્રવૃત્તિકરણ વખતે અલ્પશુદ્ધિ હોય છે. પહેલાં કદી પ્રાપ્ત ન થયાં હોય તેવાં પરિણામ પામવા, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ. (૨) અપૂર્વકરણમાં સમયે-સમયે શુદ્ધતર પરિણામ થાય છે, પહેલાંના કર્મોની સ્થિતિ ઘણી ઘટતી જાય છે, અનુભાગ (રસ) અશુભ પ્રકૃતિઓનો ઘટતો જાય છે અને ગુણશ્રેણીસંક્રમણ નામની ક્રિયાથી નિર્જરા થયા કરે છે, ગ્રંથિભેદ થાય છે. (૩) અનિવૃત્તિકરણમાં એક સમયે સાથે શરૂઆત કરનાર સર્વ જીવોનાં પરિણામ સરખે-સરખાં વધ્યા કરે છે – જેમ લશ્કરી કવાયતમાં સાથે પગ, બધાના ઊપડે છે તેમ. અપૂર્વકરણમાં થતી નિર્જરાનો ક્રમ ચાલુ રહે છે અને અંતરકરણ નામની ક્રિયા આ કરણમાં કરે છે; એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મોનો ઉદય એક અંતર્મુહૂર્ત સુધી ન આવે તેવો આંતરો પાડી દે છે, અને મિથ્યાત્વના ત્રણ ભેદ કરી નાખે છે : (૧) પહેલાં હતું તેવું; (૨) મિશ્ર = કંઈક ઘટતા બળવાળું, સાચી શ્રદ્ધાના ભેગવાળું; (૩) સમકિતમોહનીય = જેના ઉદયમાં સમકિતનો નાશ ન થઇ જાય તેટલા મંદ બળવાળું. આમ થતાં સાચી શ્રદ્ધા, સમ્યક્દર્શનનો ઉદય થાય છેજી. કેવળજ્ઞાની ભગવાને જીવના સૂક્ષ્મ ભાવો અને કર્મ ઉપર તેની થતી અસર દર્શાવી, તે અવસ્થાનું વર્ણન કરેલું છે. બહુ જ સંક્ષેપમાં પાંચ લબ્ધિનું સ્વરૂપ શાસ્ત્રાનુસાર લખ્યું છે, તે હાલ વાંચી વિચારશો. (બી-૩, પૃ.૫૪૧, આંક ૫૯૩) યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના એક-એક કરતાં વિશેષ નિર્મળ પરિણામ, તે, દર્શનમોહ અને ચારિત્રમોહનું બળ ઘટાડી, સમ્યકત્વ કે શ્રેણીને યોગ્ય, જીવને Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૪૨) બનાવે છે.જી. તેની અસર ક ઉપર કેવી થાય છે, તેનું બહુ સૂક્ષ્મ વર્ણન શાસ્ત્રોમાં છે. તેના સારરૂપ : પહેલા અંતર્મુહૂર્ત કાળ સુધી અધઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે. (૧) સમયે-સમયે અનંતગુણી વિશુદ્ધતા હોય; (૨) એક-એક સૂક્ષ્મ, અંતર્મુહૂર્તે નવા બંધની સ્થિતિ ઘટતી જાય, તે સ્થિતિબંધ-અપસરણ આવશ્યક થાય; (૩) સમયે-સમયે પ્રશસ્ત પ્રકૃતિનો રસ અનંતગુણો વધે અને (૪) સમયે-સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ(રસ)બંધ અનંતમાં ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય. તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમોહવાળા પરિણામ) થાય છે. તેનો કાળ, યથાપ્રવૃત્તિના કાળનો સંખ્યાતમો ભાગ છે. તેમાં એક વધારાનું આવશ્યક થાય છે : એક-એક અંતર્મુહૂર્તે સત્તામાંના પૂર્વકર્મની સ્થિતિ ઘટાડે તે સ્થિતિકડક ઘાત છે; તેથી નાના એક-એક અંતર્મુહૂર્ત પૂર્વકર્મનો રસ (અનુભાગ) ઘટાડે તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના કાળમાં ક્રમે અસંખ્યાતાનુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે ગુણશ્રેણી નિર્જરા છે. આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેનો કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાતમા ભાગે જાણવો. તેમાં ઉપર કહેલાં આવશ્યક સહિત થોડો કાળ ગયા પછી અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહૂર્તમાં (બે ઘડીમાં) ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વકર્મનો અભાવ કરે છે, એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે, એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતરો પડે તેવું કરે તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી ઉપશામકરણ કરે છે, ઇત્યાદિ ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું, તે પ્રથમ ઉપશમ-સમ્યકત્વ કાળ છે. પત્રાંક પ૭૦માં પરમકૃપાળુદેવે માત્ર જરૂરના ઉપાય જણાવ્યા છે. તે કર્યાથી ઉપર જણાવેલી, ભગવાને દિઠેલી બધી ક્રિયાઓ, આપોઆપ થયા કરે છે. આ પત્રમાં પરમકૃપાળુદેવ લખે છે : “અનિત્ય પદાર્થ (દહાદિ) પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઇ સ્વરૂપ આવિર્ભાવ (પ્રગટ) થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય પદાર્થનો રાગ (ક્ષોભ) રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે.'' પત્રાંક પરચમાં પરમકૃપાળુદેવ લખે છે : “ “જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે.' Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૪૩ આમ ગૂઢ શાસ્ત્રની વાત પરમકૃપાળુદેવે સમજાય તેવી સ્પષ્ટ શબ્દોમાં કરી છેજી. (બી-૩, પૃ.૨૩૬, આંક ૨૩૨) જ્ઞાનીના પાય સેવે તે, પામે છે તેની જ દશા; બત્તી જેમ અડયે અન્ય, દીવે દીવો જ થાય છે. બીજા દેહતણું બીજ, આ દેહમાં આત્મભાવના; વિદેહ-પ્રાપ્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. સદ્ગુરુ ચરણ જહાં ધરે, જંગમ તીરથ તેહ તે રજ મમ મસ્તક ચઢો, બાળક માગે એહ. સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” આપના સર્વ પ્રશ્નોનો આશય, એક સમ્યક્દર્શન કેમ પ્રાપ્ત થાય એ છે, કારણ કે તેથી મોક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેનો ઉત્તર આત્મસિદ્ધિમાં અને અનેક પત્રોમાં પરમકૃપાળુદેવે આપેલો છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ.'' અથવા આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને લય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગધ્રુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપવૃષ્ટિ સહજમાં પરિણમે છે.” (૮૬૦) અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) આપે વાંચેલ હશે, તેમ છતાં ટૂંકામાં, તે પરમપુરુષે કહેલું જ, કહ્યું છે. (બી-૩, પૃ.૧૯૨, આંક ૧૯૫) Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) T બને તો આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરી, તેનો એકાંતમાં વિચાર કરતા રહેવા ભલામણ છેજી, એમાં જણાવેલ છે પદમાં જે નિઃશંક થાય છે, તેને જરૂર સમ્યક્દર્શન થાય છે, તે સાચી પ્રતીતિ છે જી. (બો-૩, પૃ.૧૫૩, આંક ૧૫૪). D જે સમીપમુક્તિગામી છે, તેને છ પદની શ્રદ્ધા છે. સમ્યક્ત્વ લાવવું પડશે. એમાં કંઈ આપવાનું નથી, માન્યતા કરવાની છે. આત્મા સિવાય ક્યાંય દૃષ્ટિ રાખવા જેવી નથી. કર્મ પ્રત્યેથી વૃત્તિ અટકાવી, ધર્મ પ્રત્યે વૃત્તિ કરવી. એટલું કરવાનું છે, તો ધર્માત્મા થઇ જાય. સમીપમુક્તિગામી થાય તો મોક્ષ જીવની નજીક આવે. પગ મૂકતાં પાપ છે, તેને બદલે પગ મૂકતાં અમૃત થાય. દ્રષ્ટિ ન ફરે તો સમ્યક્ત્વ શાનું? દેહદ્રષ્ટિ છૂટી આત્મદ્રષ્ટિ થાય તો સમ્યકત્વ કહેવાય. સમકિતીને જડ અને ચેતન સેળભેળ ન થઇ જાય. વચ્ચે વજની ભીંત પડી છે, તેથી આ બાજુનું આ બાજુ અને પેલી બાજુનું પેલી બાજુ થઈ જાય. (બો-૧, પૃ.૨૪૦, આંક ૧૩૦) અનુભવ અર્થે જ જ્ઞાની પુરુષોએ ધર્મ પ્રરૂપ્યો છે. માંદો માણસ ઇચ્છે કે “હવે રોગ મટવો જોઇએ' તો વૈઘ શું કહે ? દવા લેશો અને તે જેમ જેમ તેની અસર રોગ ઉપર કરશે તેમ તેમ આરોગ્યતા વધતી જશે; પણ પથ્ય, દવા નિયમિત લીધા કરવી પડશે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેલ્લે કહ્યું છે : આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' સદ્દગુરુ વૈધે પોતે અનુભવેલી, ખરેખરી ફાયદો કરે તેવી દવા “વિચાર કરવારૂપ ધ્યાન''ની બતાવી છે. “કર વિચાર તો પામ.” સાથે પથ્ય પણ બતાવ્યું કે સદ્ગુરુએ કરેલા બોધને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે, તો આત્મભ્રાંતિરૂપી મહારોગ મટે અને સમ્યફદર્શનરૂપ નેત્ર ઊઘડે, તો સર્વજ્ઞ ભગવાને કહેલું યથાર્થ સમજાય. છે પદના પત્રમાં પણ અનુભવ થવા અર્થે લખ્યું છે : ““અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ (હું સ્ત્રી છું, પુરુષ છું, બ્રાહ્મણ છું, વાણિયો છું, ગરીબ છું, ધનવાન છું આદિ), મમત્વભાવ (મારો દેહ છે, સગાં છે, ધન છે, ઘરેણાં છે, કપડાં છે, ઘર છે, વેપાર છે આદિ) તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે.'' (૪૯૩) આથી વધારે જ્ઞાની પુરુષ શું કહે ? જીવ પોતાની કલ્પનાઓ મૂકીને “જ્ઞાનીએ કહ્યું છે તે સત્ય છે, જરૂર મારે તે જ માનવું છે, નથી મનાતું તે મારો દોષ છે.' એમ માની, વારંવાર જ્ઞાનીપુરુષનાં વચનો વિચારવાથી, “તે સાચાં છે.' એમ ભાસ્યા વિના નહીં રહે. આત્મા, આંખ આદિ ઇન્દ્રિયોથી દેખાય તેમ નથી, માટે તેવી જોવાની કલ્પના મૂકી દઈ, જ્ઞાનીએ જેવો જામ્યો છે તેવો આત્મા મારે Page #254 -------------------------------------------------------------------------- ________________ (૨૪૫) માનવો છે, એટલો દ્રઢ નિર્ણય કરી, પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચશો, વિચારશો તો શ્રદ્ધા બળવાન થતાં સર્વ સંશય દૂર થઈ, નિઃશંક તે જ સત્ય છે, એમ આત્મા સાક્ષી પૂરશે. પોતાની ખામી છે તે દૂર કરવી પડશે અને સત્સંગના આશ્રયની જરૂર છે. તે પણ પ્રાપ્ત થાય તેમ ભાવના રાખી, પુરુષાર્થ વધાર્યા જવાથી સૌ સારાં વાનાં બની રહેશેજી. (બો-૩, પૃ.૨૮૪, આંક ર૭૪) D પ્રથમ તો જીવને કંઈ ભાન હોતું નથી, પરંતુ પુરુષની આજ્ઞા જીવને જે મુજબ મળી હોય, તેના ઉપર દ્રઢ વિશ્વાસ રાખી, આરાધન કર્યા કરવું. ચિત્રપટમાં ધ્યાન રાખવું, માળા ગણવામાં ચિત્ત રાખવું, સપુરુષના શબ્દો તથા વચનોમાં મનને પરોવવું. આવા અનુક્રમથી પુરુષાર્થ કરતાં જીવનું આગળ વધવું થાય છે, સપુરુષનાં વચનોનું પરિણમન થઈ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. કમપૂર્વક જે કામ થાય, તેનું ફળ આવ્યા સિવાય રહે નહીં. જેમ કે, ચિત્રપટમાં ધ્યાન રાખવું, તે ઝાડના મૂળને પોષણ આપવા બરાબર છે; પછી વચનોમાં ચિત્ત જાય, તે છોડ મોટો થવા બરાબર છે; તેમાં વિશેષ પ્રકારે તલ્લીનતા આવતી જાય, તે ફૂલ થવા બરાબર છે અને પરિણમન થઈ આત્મપ્રાપ્તિ થાય, તે ફળ ખાવા બરાબર છે. સપુરુષોનો ઉપદેશ એક જ વાત સમજાવવા માટે જુદા-જુદા પ્રકારે હોય છે. જીવને યોગ્યતા આવે, તેમ તેમ તે સમજાતું જાય છે. જે જીવો પુરુષાર્થી છે અને આગળ વધવાના ક્રમમાં હોય છે, તેમને દરરોજ કંઈ ને કંઈ નવું જ માલૂમ પડે છે. આત્મા બધું જાણી શકે છે, તે પોતાની વાત કેમ ન જાણે? વૃત્તિઓ જેમ જેમ શાંત થતી જાય છે, તેમ તેમ પોતાને વિશેષ પ્રકારે સમજાતું જાય છે. આત્મજ્ઞાન થતાં અગાઉ જીવને ઘણી ભૂમિકાઓ પસાર કરવાની હોય છે. જેમ જેમ જીવ ઊંચી ભૂમિકાએ આવતો જાય છે, તેમ તેમ તેને આનંદ આવે છે. (બો-૧, પૃ.૧૮, આંક ૨૧) “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.” (૩૫૮) દેહાદિ પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની કહે છે, તે સ્વીકારે, તેને સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે, એવું એ બે લીટીમાં જ્ઞાનીને કહેવું હોય તેમ ભાસે છેજી. જગત જેને સુખ માને છે અને જગત જેને દુઃખ માને છે, તે જ માન્યતા જેની રહી હોય, તે જ્ઞાનીનો આશ્રિત નથી. જ્ઞાનીનું કહેલું જેને સર્વ પ્રકારે સંમત છે, તે જ્ઞાનીનો આશ્રિત અને સમ્યક્દર્શનનો અધિકારી છેજી. તે વારંવાર વિચારવા યોગ્ય છે). (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૮૯) ‘પંથ પરમપદ બોળો” એ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે સર્વજ્ઞ ભગવાને જડ-ચેતન પદાર્થો જેમ દીઠા છે તેવી ખરેખરી ખાતરી થાય, તેને ભગવાને સમ્યફદર્શન કહ્યું છે. મૂળમાર્ગ'માં પણ તે જ વાત, બીજારૂપે કહી છે કે સદગુરુના ઉપદેશથી દેહ અને આત્મા ભિન્ન છે એમ જે જ્ઞાનથી જણાય છે વા જ્ઞાનલક્ષણથી જેનું સ્વરૂપ જણાય છે, તે આત્માની શુદ્ધ પ્રતીતિ થવી, તે સમ્યક્દર્શન કે સમકિત છે, એમ ભગવાને કહ્યું છે. (બી-૩, પૃ.૨૧૩, આંક ૨ ૧૧) Page #255 -------------------------------------------------------------------------- ________________ (૨૪) દેહ તે જ હું, દેહના સંબંધી તે મારા સંબંધી, દેહ રોગી થાય ત્યારે હું માંદો છું અને જે દેહની ક્રિયા થાય તે મારી જ ક્રિયા થાય છે – એને જ જ્ઞાની પુરુષોએ ખરું મિથ્યાત્વ કહ્યું છે. હવે જો સમકિત કરવું હોય તો એથી ઊલટો પાઠ ભણાય કે હું તો આત્મા છું, દેહ નહીં; દેહના સંબંધી, તે મારાં નહીં; દેહના રોગથી મને રોગ નથી; દેહ સડે, પડે કે નાશ થાય, તેથી મારો નાશ થવાનો નથી. એવો અભ્યાસ જ્યારે એકતાન થઈને સમયે-સમયે કરે ત્યારે સમકિત થાય. પ્રબળ પુરુષાર્થ કર્યા વિના અને જગત પ્રત્યેથી પ્રેમ છોડ્યા વિના, એ અભ્યાસ ટકવો મુશ્કેલ છે. એવો જે વિવેક, તે માત્ર મનુષ્યદેહમાં જ થાય છે. બીજા કોઈ દેહમાં એવી ભેદબુદ્ધિ કરવાનો વિવેક આવતો નથી. માટે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી એ વિવેકરૂપી ભેદજ્ઞાન કરી લેવાય તો પછી પસ્તાવું ન પડે. (બો-૧, પૃ.૩૫, આંક ૫) | તમે સમ્યક્દર્શન અને ભેદજ્ઞાનને એકરૂપે જણાવ્યું છે, તે એક રીતે ઠીક છે, પરંતુ – છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0 એમાં સદ્ગુરુના ઉપદેશથી, તેમણે જણાવ્યો છે તેવો ઉપયોગસ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું, એમ વારંવાર વૃત્તિમાં લાવી અભ્યાસ કરે, તેનું નામ પણ ભેદજ્ઞાન કહ્યું છે અને તેનું ફળ સમ્યક્ત્વ પણ કહેલું છે; એટલે સમ્યક્દર્શનને અર્થે જ્ઞાનીએ કરેલી આજ્ઞા આત્મામાં પરિણામ પામે તેવો અંતરંગ પુરુષાર્થ, તે ભેદજ્ઞાનનો અભ્યાસ કહેવાય છે. તેનું ફળ ખાસ જ્ઞાન અને સમ્યકજ્ઞાન બંને સાથે પ્રગટે છે - જેમ બળદને બંને શિંગડાં સાથે ફૂટે તેમ. આપે દ્રષ્ટિ ફેરવવાનો ઉપાય પૂછયો છે, તે એ જ છે. અતિ તીવ્ર વૈરાગ્યસહ, તે આત્મભાવના કર્તવ્ય છેજી. કોઈક જીવ કરેડિયા કરી આગળ આવી જાય છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. હવે ઢીલા પડવું નહીં, પણ વૃદ્ધમાંથી યુવાન થવું, શરીરબળની તેમાં જરૂર નથી, ઝૂરણાની જરૂર છે. સંસાર ઝેર જેવો લાગે તેવો વૈરાગ્ય અને સદ્ગના આત્માની ચેષ્ટા પ્રત્યે વૃત્તિ નિરંતર વહે તે પુરુષાર્થ; ટૂંકામાં, જગતનું વિસ્મરણ અને સપુરુષના ચરણમાં વૃત્તિની લીનતા કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૨૯, આંક ૮૯૦) D પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું : ‘અભવ્ય જીવને અગિયાર અંગ ભણ્યા છતાં સમકિત નથી તે આમ સમજવું: દુઃખ આદિ પ્રસંગે જોનાર તે હું છું, કર્મફળરૂપ દુઃખ તો શરીરમાં છે – એમ ભેદજ્ઞાન સરુ દ્વારા ન થયું, તેથી અગિયાર અંગનો અભ્યાસ નિષ્ફળ થયો. દુઃખાદિ વખતે દેખનાર જુદો રહે તો સમકિત છે.'' (ઉપદેશામૃત પૃ.૩૩૯) આ વાત વારંવાર વિચારી, દેહથી ભિન્ન આત્મા પરમકૃપાળુદેવે જોયો છે તે મારે માનવો છે; આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે, અભ્યાસ કરવા યોગ્ય છે, પકડ કરવા યોગ્ય છે. - (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૬૨), D પ્રશ્ન : ભેદનો ભેદ એટલે શું? પૂજ્યશ્રી : ભેદનો ભેદ તો આ બધું ભિન્ન-ભિન્ન દેખાય છે, તે આત્મારૂપે જુએ, તો ભેદનો ભેદ કહેવાય. (બો-૧, પૃ. ૨૩૯, આંક ૧૨૭) Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૪૭) T આપણે વૈરાગ્ય-ઉપશમનું બળ વધારી, સદ્ગુરુના શરણે, તેની આજ્ઞા પ્રાપ્ત કરી, આત્મ-ઓળખાણ કરવાનું છેજ. 3TTU ધમાં બાપ તવી' એમ આચારાંગસૂત્રમાં પાઠ છે. જ્ઞાનીની આજ્ઞા જીવને પ્રાપ્ત થઈ નથી અથવા તેણે રૂડી રીતે આજ્ઞા ઉઠાવી નથી, નહીં તો જન્મમરણ કરવાનાં રહે નહીં. સપુરુષની શ્રદ્ધા એટલે આ જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપને પામ્યા છે, તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, જો હું તેમના કહ્યા પ્રમાણે વર્તે તો અવશ્ય મોક્ષ થાય, એવી આત્મજ્ઞાની ગુરુ પ્રત્યે પ્રતીતિ થાય, તેને બીજરૂચિ સમ્યકત્વ કહે છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનું તે બીજ છે. એવા પુરુષનો યોગ થયે, તેવી શ્રદ્ધા થયે, જીવ દેહાદિ પદાર્થો પ્રત્યેનું માહાસ્ય ભૂલી, આત્મપ્રાપ્તિ માટે તેની આજ્ઞાએ પુરુષાર્થ કરે તો પરમાર્થ સમ્યક્ત્વ કે આત્મપ્રાપ્તિરૂપ શુદ્ધ સમ્યક્ત્વની તેને પ્રાપ્તિ થાય છે; કારણ કે જેના ચરણને તે ઉપાસે છે, તેની દશાને, તે ભક્તિના ફળરૂપે પામે છે. જો પુરુષ પર જીવને પ્રતીતિ આવે તો તેની આજ્ઞા શી છે ? મને ક્યારે પ્રાપ્ત થાય ? તે શું કરવાથી સફળ થાય ? એમ મુમુક્ષુ જીવ વિચારે છે, તેનો પુરુષાર્થ કરવામાં વીર્ય ફોરવે છે. બીજાં તેને વિઘ્ન કરનારાં કારણો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી, તેને ગૌણ કરી આ ભવમાં પુરુષની આજ્ઞા માટે દેહ ગાળવો છે, એવો દ્રઢ નિશ્ચય કરે છે. પુરુષ પ્રત્યે પ્રેમ વધે તેવાં નિમિત્તો સત્સંગ આદિની ઉપાસના કરે છે, અને એટલો બળવાન થાય છે કે ‘ાર્થ સાધવમિ વા ૪ પતિયા - કાર્ય સાધતાં દેહ પડી જાય તો ભલે, પણ આ ભવમાં સમ્યક્દર્શન અવશ્ય પ્રગટ કરવું છે, એટલી તૈયારી તે મુમુક્ષુને હોય તો પુરુષની આજ્ઞા ઉઠાવવામાં ઢીલ ન થાય, સફળતા મેળવે. (બો-૩, પૃ.૧૪૭, આંક ૧૪૭) જેનું ચિત્ત સત્સંગ-સન્શાસ્ત્રના યોગે સંસારના ભાવોથી પલટો ખાઈ, સદ્ગુરુશરણમાં કર્યું, જગત ઝેર જેવું જેના ચિત્તને લાગ્યું હોય, તે ઝાઝો વખત સંસારમાં રહી શકે નહીં; થોડા ભવે (પંદર તો વધારેમાં વધારે) તેને મોક્ષની સર્વ સામગ્રી પ્રાપ્ત થાય, એમ અનેક પુરુષોએ સ્વીકાર્યું છેજી. તેવી દશા આવ્યા પહેલાં, આપણે માટે પંદર ભવ માની લઇએ, તે ભૂલ સમજાય છે. સંસાર પ્રત્યેથી ઉદાસીનતા વધારતા જઈ, પોતાના દોષો દેખાય તેમ તેમ ટાળવા કટિબદ્ધ થવાની જરૂર છેજી, સંસાર નહીં જ ગમે એવી દશા આવ્ય, સંસાર વધે તેવાં કર્મ નહીં બંધાય, એ ચોક્કસ છે. હાલ તો પરમકૃપાળુદેવનાં વચનને આધારે વૈરાગ્ય-ઉપશમ વધારો, એવી ભલામણ છે. કોઈ પણ પ્રકારનો પોતાના સંબંધી માન્યતારૂપ અહંકાર કરવો પડી મૂકી, હું તો પામર છું.' એમ ધારો. પરમકૃપાળુદેવ ઉપરનો વિશ્વાસ દૃઢ કરો. આટલા સુધી તેની કૃપાથી અવાયું છે, તો નિરાશ થવા જેવું નથી; પણ અહંકાર સૂક્ષ્મપણે પણ ન પોષાય, તેવી કાળજી રાખી બોલવું, વર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૮, આંક ૮૭૨) D ગમે તેવા સંયોગોમાં પણ સદૂગુરુશરણ દયમાં રહે, તેવા અભ્યાસની આ ભવમાં કમાણી કરી લેવી ઘટે છેજી, સદ્ગુરુ કરતાં કોઈ પણ બાબત પ્રત્યે વિશેષ પ્રેમ ન થાય, એટલું થાય તો કશાની ફિકર-ચિંતા ન રહે. તેનો માર્ગ, અલ્પ પણ કાર્ય કરતાં તેના ઉપકારની કે આજ્ઞાની સ્મૃતિ કરી, આત્મા પ્રત્યે વૃત્તિ વાળવી, એ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮, મોહી જીવોને જેમ દીકરો ન હોય ત્યારે મારે બધું છે, પણ એક દીકરો નથી એમ રહ્યાથી, બીજાં સુખ સુખરૂપ લાગતાં નથી, તેમ મુમુક્ષુને સમ્યક્દર્શન માટે રહ્યા કરે તો તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે. તેવા કોઇને દીકરો થાય તો અતિ હર્ષ થાય છે અને બીજાં દુઃખો આવી પડે, દીકરો પરદેશ ગયો હોય તો પણ મારે દીકરો છે એવી માન્યતાથી, પોતાને સુખી ગણે છે; તેમ સદ્ગુરુનો યોગ જેને થયો છે, તેણે સસાધન આપેલું જે આરાધે છે, તેને અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં પણ એમ રહ્યા કરે કે મને તરવાનું સાધન તો મળ્યું છે, ભલે અત્યારે મારાથી ઝાઝું બનતું નથી પણ અવસર આવ્યે રાતદિવસ તેની આજ્ઞામાં જ રહેવાય તેમ કરવું છે. એ સત્સાધન પ્રત્યે જેને અપૂર્વ ભાવ આવે છે, તેને બીજાં દુઃખો કંઈ ગણતરીમાં હોતાં નથી. જે આવી-આવીને નાશ જરૂર પામવાનાં છે, તેની ફિકર કોણ કરે ? સર્વ અવસ્થામાં રહેનાર આત્મા પ્રત્યે વળવાનો ઉપાય, સદ્ગુરુની કૃપાથી મળેલું સ્મરણ છે. તેમાં ચિત્તવૃત્તિ વિશેષ રાખવાથી શાંતિનું કારણ થશે. (બી-૩, પૃ. ૨૪૮, આંક ૨૪૨) T સમ્યક્દર્શન થયા પછી નરક કે તિર્યંચગતિ બંધાય જ નહીં. પહેલાં બાંધેલી હોય તો તે ગતિમાં જવું પડે. અજ્ઞાનદશામાં આયુષ્યગતિનો બંધ થાય, તે જ્ઞાનદશામાં હલકો થઈ જાય, તદ્દન છૂટી ન જાય. ગતિની પંચાતમાં પડવા જેવું નથી. એ તો જેવી બાંધી હશે તે આવશે, પણ આ મનુષ્યભવમાં જો સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ, તો પછી મોક્ષ બહુ દૂર નથી. માટે સમ્યફદર્શન અર્થે સર્વ, બનતો પુરુષાર્થ કર્તવ્ય છે. દર્શનમોહ ગયે સમ્યક્દર્શન થાય છે, અને સત્પષના બોધ વિના દર્શનમોહ ટળે તેમ નથી. ‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.' માટે સત્સંગ, સપુરુષના બોધને અર્થે ગમે તેટલી મુશ્કેલીઓ વેઠવી પડે તે વેઠીને પણ, આત્મહિત આ ભવમાં જરૂર કરી લેવું ઘટે છેજી. (બી-૩, પૃ.૧૯૪, આંક ૧૯૫) D ખેતરમાં ખાતરની પેઠે વૈરાગ્યનું બળ જીવમાં હશે તેટલી પરમકૃપાળુદેવની આજ્ઞા જીવ આરાધી શકશે. પરમકૃપાળુદેવ જેવો મારા ઉપર ઉપકાર કરનાર, આ ભવમાં કોઈ નથી એવો લક્ષ રહેશે તો તે મહાપુરુષના ઉત્તમ-ઉત્તમ ગુણો તેમના પત્રો વગેરેથી વાંચતાં, તે પરમપુરુષની દશા વિશેષ-વિશેષ સમજાશે અને તે પુરુષનું ઓળખાણ થયે, અનંતાનુબંધી આદિ કર્મો દૂર થઈ, સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા યોગ્ય છેજી. આવો મહદ્ લાભ, આ કાળમાં, આ ભવમાં આપણને પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સંસારના સર્વ પદાર્થો કરતાં પરમકૃપાળુદેવ, તેમનાં વચનો અને તે દ્વારા સમજી શકાય તેવી, તેમની આત્મદશા પ્રત્યે સર્વોત્તમ પ્રેમ પ્રગટે, તેમ કર્તવ્ય છેજી. આ બધા માટે વૈરાગ્યની જરૂર છેજી. જગતના પદાર્થોમાં પ્રેમ છે તે ઉઠાવી, પરમકૃપાળુદેવ પ્રત્યે ઢોળ્યા વિના, આ સંસારસાગર તરી શકાય તેમ નથી. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.' Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ આ પત્ર વારંવાર વાંચી, તેમાં જણાવેલી બીના શ્રદ્ધાને નિર્મળ કરનારી જાણી, તે પ્રકારે વૃત્તિને વાળવા, આપ સર્વને નમ્ર વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૫૪, આંક ૭૭૪) ધર્મ વસ્તુ પ્રાણ જતાં પણ ન છોડવી. જ્ઞાનીની આજ્ઞા મળી તો એની પાછળ મંડી પડવું. ધર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા છે. દેહ તો ઘણી વખત મળ્યો અને મળશે, પણ ધર્મ ન મળે; એવી દૃઢતા આવે, ત્યારે સમ્યક્દર્શન થાય. (બો-૧, પૃ.૨૪૮, આંક ૧૪૦) D ભગવાને કહેલા ભાવમાં પ્રવર્તાય તેટલો આનંદ માનવા યોગ્ય છે. પારકી પંચાત ઓછી કરી, સત્પુરુષનાં વચન સત્પુરુષતુલ્ય સમજી તેનું વાંચન, વિચાર, ભાવના, વિનય, ભક્તિ આદિ કરતાં જીવને સમ્યક્દર્શન થવાનું કારણ બને છેજી. જેમ નામું રોજ લખવું પડે છે, તેમ જતા દિવસનો ભાવસંબંધી હિસાબ (અઢાર પાપસ્થાનક આદિની દિવસનાં કાર્યો સંબંધી તપાસ), જરા ખોટી થઇને, કરતા રહેવા ભલામણ છેજી. રોજ-રોજ દોષ જોવાની વૃત્તિ રહેશે, તો તે દોષો પ્રત્યે અભાવ થઇ, તેનો ત્યાગ કરવા જીવ ઉપાય લેશે. માટે આત્માને માટે ખોટી થવું પડે તો તેમાં કંટાળવું નહીં. નિર્દોષ થવા પ્રયત્ન ચાલુ રાખવો. (બો-૩, પૃ.૧૫૮, આંક ૧૫૯) આપે પત્રમાં આત્મનિંદા જણાવી, તે વાંચી. તે સર્વ દોષો જેમ જણાવ્યા છે તેમ નજરે ચઢયા તો હવે તેને ઝાઝો વખત ટકવા દેવા જોઇતા નથી. દુકાનમાં ચોર પેઠો એમ જાણો તો પછી છાનામાના બેસી રહી, એને અંદરનો માલ ચોરી જવા દો ? ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે ઃ “ભક્તિ, ધ્યાન, સ્વાધ્યાય, એકદૃષ્ટિ, ભાવ, આત્મભાવના એ પોતાનું ધન છે. વેદની આવે છે ત્યારે ધાડપાડુઓ, ચોર, લૂંટારાઓ, તે ધન લૂંટી લે છે. તો તેવે વખતે પોતાનું ધન લૂંટાઇ ન જાય, માટે શું કરવું ? વેદની-રોગ આવે છે, ત્યારે (શાતાનો) ભિખારી જીવ ભીખના ટુકડા જેવી શાતાને ઇચ્છે છે. સામાયિક, કાયોત્સર્ગ, ધ્યાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સ્વાધ્યાય કરવા દે નહીં – એમ વેદની વિઘ્ન પાડે, ત્યારે શું કરવું ? - લૂંટારા તો છે. ધન છૂટું મૂકો તો-તો લૂંટારાને લઇ જતાં વાર લાગે નહીં, પણ કોઇ તિજોરીમાં મૂક્યું હોય તો લઇ જવાય નહીં. તેમ ઉપાય શું કરવો ? તપ, જપ, ક્રિયા માત્ર કરી ચૂક્યો. ફક્ત એક આ જીવને સમકિત આવ્યું હોય તો બધું આવ્યું. બધાનો ઉપાય એક સમકિત છે. સમકિત આવ્યું હોય તો કંઇ લૂંટાય નહીં. બેઠા-બેઠા જોયા કરીએ. માટે જ્યાં સુધી વેદની નથી આવી, ત્યાં સુધી સમકિત, ધર્મ કરી લે.’’ (ઉપદેશામૃત પૃ.૩૮૦) (બો-૩, પૃ.૩૧૭, આંક ૩૦૮) I સમ્યક્દર્શન સિવાય બધું ચિતરામણ જેવું, ઘડીમાં ભૂંસાઇ જાય તેવું છે. શાશ્વત મોક્ષમાર્ગ દે તેવું સમ્યક્દર્શન જ, આ ભવમાં હિતકારી છે. તે સિવાય બધું, પથ્થર પર પાણીના ચિત્ર જેવું ગણવું ઘટે છે. (બો-૩, પૃ.૭૩૭, આંક ૯૦૨) જ્યાં સુધી સમકિત ન થયું હોય ત્યાં સુધીની ક્રિયા, જપતપાદિ બધાં સાધનો મોક્ષને માટે નથી હોતાં. સમકિત સિવાયનું બધું જ્ઞાન, તે કુજ્ઞાન છે; ચારિત્ર, તે કુચારિત્ર છે અને તપ, તે કુતપ છે. (બો-૧, પૃ.૪૮, આંક ૨૩) Page #259 -------------------------------------------------------------------------- ________________ (૨૫૦ મનુષ્યભવ દુર્લભ છે. તેમાં મુખ્ય કર્તવ્ય તો એક આત્માની ઓળખાણ કરી લેવાની છે. તેનો પોતાની કલ્પનાથી નિર્ણય થાય એમ ન હોવાથી, સ્વછંદ રોકી, સદ્ગુરુની ઉપાસના તથા બોધનું શ્રવણ થાય તો યોગ્યતા વધતાં યથાર્થ સમજાવા યોગ્ય છે. તેથી જીવને પુરુષના સત્સંગ અને બોધની જોગવાઇ મળે તેમ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવ બીજી બધી સામગ્રી અનંતવાર પામ્યો છે, પરંતુ એક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ. તેથી આ પરિભ્રમણ ટળ્યું નહીં. જો આ ભવમાં એક સમકિત પ્રાપ્ત થાય તો જીવ નિર્ભય, નિઃશંક થાય. (બી-૩, પૃ.૮૮, આંક ૭૭) અનંત ગુણના બીજ સમ, સમ્યક્દર્શન સાર; વારંવાર વિચારીને, સ્ક્રય વિષે દૃઢ ધાર. (બી-૩, પૃ.૩૫ર, આંક ૩૫૪) સમ્યકત્વનાં આઠ અંગ વારંવાર વિચારી, તે ભાવનાએ વર્તવા યોગ્ય છે. તે આઠ અંગ નીચે પ્રમાણે છે : (૧) નિઃ શકિતપણું હિંસામાં ધર્મ હશે કે અહિંસામાં? ક્ષણિકવાદ સાચો હશે કે નિત્યવાદ? ઈત્યાદિ શંકાઓ તજી, સ્યાદ્વાદ અને સર્વજ્ઞ વીતરાગ વિષે નિઃશંકપણું, તે પ્રથમ અંગ છે. (૨) નિષ્કાંક્ષિતપણું : આ લોક-પરલોકમાં ઇન્દ્રિયનાં સુખરૂપ ફળની ઇચ્છા વિના ધર્મનું આરાધન કરવું; નિયાણું, તૃષ્ણા, આશા, વાસના ન રાખવી, તે નિષ્કાંક્ષિત અંગ છે. નિઃસ્પૃહા, નિર્મોહીપણું, એ ટૂંકામાં બીજું અંગ છે. (૩) નિર્વિચિકિત્સા : રોગી, વૃદ્ધ આદિ ધર્મમૂર્તિરૂપ સપુરુષની સેવા કરે પણ ગ્લાનિ, સૂગ, દુર્ગાછા ન આણે; નગ્નપણું, મલિનપણું આદિ ધર્માત્માનાં અંગના ધર્મસૂચક લક્ષણોને દૂષણરૂપ ન ગણવાં, પણ પોતાના દોષ પ્રત્યે અણગમો રાખી, તે દોષો દૂર કરે, તે નિર્વિચિકિત્સા નામે ત્રીજો ગુણ છે. (૪) અમૂઢદ્રષ્ટિ : રેવતી શ્રાવિકાની પેઠે કુદેવ, કુગુરુ આદિ ઈન્દ્રજાલિયા ચમત્કાર કરનારથી ઠગાય નહીં, ભ્રાંતિમાં ન પડે, હિંસામાં ધર્મ ન માને, લૌકિક ધર્મ - યાત્રા, ક્રિયા આદિમાં ગાડરિયા પ્રવાહે ન જોડાય, શીતળા, પીંપળા, દરિયા આદિ ન પૂજે. લૌકિક પર્વ, ઉત્સવોમાં ધર્મ ન માને, રાગ-દ્વેષ-અજ્ઞાનથી રહિત તે દેવ, હિસારહિત સર્વજ્ઞ ભગવાને બોધેલો તે ધર્મ અને નિગ્રંથ જ્ઞાની ગુરુની માન્યતા રાખવી, તે અમૂઢવૃષ્ટિ નામે ચોથું અંગ છે. (૫) ઉપગૂહન: પોતાના ગુણની પ્રશંસા ન કરે, પણ સદ્ગુણ પ્રાપ્ત કર્યા કરે; પરના દોષ ઢાંકે; પોતાને દોષ લાગ્યા હોય તેનું સદ્ગુરુ સમક્ષ આલોચનાહિત પ્રાયશ્ચિત લે; પોતાની નિંદા કરે અને પરની નિંદા તજે; સદ્ગના ગુણ ગાય; તે ઉપગૂહન નામનું પાંચમું અંગ છે. (૬) સ્થિતિકરણ : ધર્મમાંથી ચળી જતાં, ડગતાને ધર્મમાં સ્થિર કરવા ઉપદેશ, આહાર, ધન, સેવા, દવા વગેરેથી સંકટમાં સહાય કરે. ધર્મત્યાગ કરાવનારાં નિમિત્ત કારણો દૂર કરે. પોતે ધર્મથી ડગે નહીં. સ્થિરતા ગુણ, ધૈર્ય, સહનશીલતા, ખમી ખૂંદવું, વિકલ્પોમાં ન તણાવું, તે સ્થિતિકરણ નામે છઠું અંગ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧) (૭) વાત્સલ્યતા : ગાય જેમ નવા જમેલા વાછડા ઉપર પ્રેમ રાખે, તેવો ભાવ જિનમાર્ગ અને સન્માર્ગે ચાલનાર સમકિતી, વતી, મુનિ, આર્થિકા આદિ પ્રત્યે રાખે. તન, મન, ધન - ધર્મ અર્થે જાણે, તે વાત્સલ્યતા નામે સાતમું અંગ છે. (૮) પ્રભાવના : સત્યમાર્ગનો ઉદ્યોત કરે. વિદ્વત્તાથી, તપથી, અભ્યાસથી, સદાચારથી તથા જિનમંદિર, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, લહાણીઓ વગેરે વડે ધર્મનો મહિમા વધારે, તે પ્રભાવના નામે આઠમું અંગ છે. (બી-૩, પૃ.૪૮, આંક ૩૩) 'T દર્શનમોહનો ઉદય ન હોય ત્યારે શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ નિઃશંક, નિઃસ્પૃહ, નિર્વિચિકિત્સાવાળો, અમૂઢ, ઉપગૂહન ગુણવાળો, સ્થિતિકરણવંત, વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે. આ આઠે અંગ શુદ્ધ હોય ત્યાં સમકિતમોહનો ઉદય હોતો નથી, ત્યારે તે કાં તો ઉપશમ-સમકિત કે ક્ષાયિક-સમકિતવાળો હોય છે; અને સમકિતમોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહ્યું છે. (બી-૩, પૃ.૨૮૬, આંક ૨૭૫) D “કર્ભે શૂરા તે ધર્મ શૂરા.” છોડવા બેઠા ત્યારે બધું છોડ્યું. સમ્યફદર્શન થયા પછી ધર્મમાં શૂરવીર થવાય છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૭) પરમકૃપાળુદેવે લખ્યું છે કે “આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું.' (૮૫) પછી સમ્યક્દર્શન થાય ત્યારે બધું સવળું. બાકી બધાં સૂત્રો વાંચીને અભિમાન કરે કે અમે તો બધાં સૂત્રો વાંચી લીધાં છે. પ્રશ્ન : બધાં શાસ્ત્રો વાંચતાં જીવને જ્ઞાન ન થાય? પૂજ્યશ્રી : કેવી રીતે થાય? એમ હોય તો પુસ્તક પણ જ્ઞાનવાળું થઈ જાય ! આખું પુસ્તકાલય જ્ઞાનવાળું થઈ જાય ! અજ્ઞાનદશામાં ધર્મ કરે તે બધું અજ્ઞાન છે. લોઢા ઉપર ભાત પાડે તોપણ લોઢું જ ને? કંઈ સોનું ન થાય. સમ્યક્દર્શન વિના જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવાય, ચારિત્ર પણ કુચારિત્ર કહેવાય. અજ્ઞાનદશામાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અનુભવાય છે. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાનીથી અજ્ઞાન મટે, ત્યારે જ્ઞાનદશા આવે. જ્ઞાનદશામાં સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્મચારિત્ર છે. જેમ સુવર્ણ ઉપર ભાત પાડે તે સુવર્ણમય જ છે, તેમ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ છે. (બો-૧, પૃ.૨૮૨, આંક ૨૩) 0 ડિગ્રી મેળવવા જેવું સમક્તિ નથી કે અમુક પુસ્તકો વાંચવાથી થઇ જાય. સમ્યક્દર્શન અપૂર્વ વસ્તુ છે. એટલાં પુસ્તકો વાંચે તો થાય એવું હોત તો ઘણા સમકિતી થઈ જાત. અગિયાર અંગ સુધી ભણે તોય ન થાય, એવું દુર્લભ છે અને ઝટ પણ થઈ શકે છે, પણ તેને માટે ઘણી તૈયારીઓ જોઈએ. જ્ઞાનાવરણીય એવું છે કે ગોખે તો મોઢે થઈ જાય, પણ જ્ઞાની પુરુષો મુખ્ય દર્શનમોહને કાઢવાનું કહે છે. દર્શનમોહ જવા બોધની જરૂર છે. આટલા કાળ સુધી મેં મારો કંઈ વિચાર કર્યો જ નહીં? એ વિચારમાં જીવને પોતાનું અસ્તિત્વ ભાસે. તેથી પહેલું પોતાનું સ્વરૂપ ભાસે. ઉપર કર્મરૂપી માટી પડી ગઈ છે, તે Page #261 -------------------------------------------------------------------------- ________________ પરે ઊખડી જાય તો આત્મા પ્રગટ થાય અને જીવને લાગે કે આત્મા જ પહેલો છે. પ્રભુશ્રીજી પહેલાં આત્મા જોતાં. ગમે તે વસ્તુ જુએ તો કહે કે આય મારો સાક્ષાત્ આત્મા છે, જોનાર પોતે સાક્ષાત્ આત્મા છે. દર્શનમોહનો પહેલો ક્ષય કરવાનો છે. (બો-૧, પૃ.૨૮૮, આંક ૩૭) પ્રશ્ન : અગિયારમે ગુણસ્થાનકે આવેલો જીવ પ્રમાદવશ પડી, પહેલે ગુણસ્થાનકે આવી અનંતકાળ સુધી પરિભ્રમણ કરે અને એક વાર સમકિત પામેલો જીવ વધારેમાં વધારે પંદર ભવ કરે, તે કેમ ઘટે છે ? ઉત્તર : એક વાર સમકિત પામીને જે સમકિત વમી ન નાખે, સતિથી પડી ન જાય, પણ મંદ પુરુષાર્થથી રાગ-દ્વેષ ટાળવાનું કામ કરે તો વધારેમાં વધારે પંદર ભવ સુધીમાં તો સર્વ કર્મનો તે ક્ષય કરી શકે એવું સમ્યક્ત્વનું બળ બતાવ્યું છે; કારણ કે ઘણાં કર્મો હલકાં થયે, અર્ધપુદ્ગલપરાવર્તનથી કંઇક ઓછો જેને સંસારકાળ છે, તેને જ સમ્યક્ત્વ થાય છે. એ અર્ધપુદ્ગલપરાવર્તનકાળ પણ ઘણો લાંબો છે, તેમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાળ (છ આરા કે કલ્પકાળ) થઇ જાય તેવો છે એટલે આપણા હિસાબે અનંતકાળ છે. તેથી અનંતકાળ પરિભ્રમણ કરે એમ કહ્યું છે. પરંતુ, કેવળી ભગવાને તેનો અંત દીઠો છે એટલે તેનું ચોક્કસ માપ અર્ધપુદ્ગલપરાવર્તનથી કંઇક ન્યૂન કહ્યું છે; એટલે એવો નિયમ ભગવંતે દર્શાવ્યો છે કે જેને એક વખતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ, તેને અવશ્ય મોક્ષ થવાનો. વધારેમાં વધારે કાળ, સમ્યક્ત્વ અનેક વાર વમી નાખે તોપણ અર્ધપુદ્ગલપરાવર્તન પૂર્ણ થતાં પહેલાં તે મોક્ષે જાય જ, એવું કેવળજ્ઞાનમાં ભગવંતે દીઠેલું, પ્રરૂપ્યું છે. (બો-૩, પૃ.૫૨૮, આંક ૫૭૭) U પ્રશ્ન : શ્રમણ ભગવાન મહાવીરને નયસારના ભવમાં સમકિત થયા પછી ઘણા ભવ કેમ કરવા પડયા ? પંદર ભવથી વધારે કેમ થયા ? ઉત્તર ઃ સમ્યક્દર્શન જો વમી ન જાય તો વધારેમાં વધારે પંદર ભવ થાય; પણ જો વમી જાય એટલે મિથ્યાત્વમાં જીવ આવી જાય તો ક્યારે ફરી સમ્યક્દર્શનનો જોગ બને, તે કહેવું મુશ્કેલ છે. તેને માટે વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ કહ્યો છે. તેમાં અનેક ઉત્સર્પિણી-અવસર્પિણીકાળ જતો રહે છે, એટલે અનંતકાળ પણ એક રીતે, તે કહેવાય છે. માટે શ્રદ્ધા-ભ્રષ્ટ ન થવાય, તેની બહુ કાળજી રાખવા જ્ઞાનીપુરુષોએ ચેતાવ્યા છેજી. આશ્ચર્યની વાત તો એ છે કે એટલા લાંબા કાળે પણ અવશ્ય સમકિત પામી, જીવ બે ઘડીમાં મોક્ષે પણ જઇ શકે છે. આવું આત્માનું માહાત્મ્ય જ્ઞાનીપુરુષે વર્ણવ્યું છે. એક વાર જો સાચા પુરુષની, સાચા અંતઃકરણે માન્યતા દૃઢ થઇ ગઇ, તેને વહેલેમોડે મોક્ષ જરૂર થાય છે, એવી સમ્યક્દર્શનની મહત્તા છે; તે લક્ષમાં રાખી પરમકૃપાળુદેવનાં વચનોને આધારે વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ, ભક્તિ, સ્મરણ આદિ આજ્ઞાનું આરાધન, શક્તિ ગોપવ્યા વિના કર્યા કરવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૧૮, આંક ૮૭૧) સમ્યક્દર્શનનું માહાત્મ્ય લાગ્યું હોય, સમ્યગ્દર્શન થયું હોય, પછી શ્રદ્ધા છૂટી જાય તોપણ જીવને વહેલેમોડે મોક્ષે લઇ જાય છે. ગાયના શિંગડા ઉપર રાઇનો દાણો રહે એટલી વાર જો સમ્યક્દર્શનની Page #262 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શના થઇ તો વહેલેમોડે મોક્ષે લઇ જાય છે. આત્મા આત્મારૂપે રહે તો મોક્ષ છે. (બો-૧, પૃ.૨૬૮, આંક ૫) ૨૫૩ D સમ્યક્દર્શન થયા પછી બે જ ગતિ બંધાય છે; મનુષ્ય અને દેવ. નરક, તિર્યંચ ન બંધાય. મનઃપર્યવજ્ઞાન પામેલ છતાં કેટલાય જીવો નિગોદમાં પડયા છે. સમ્યક્ત્વ અને સર્વસંગપરિત્યાગ વિના મન:પર્યવજ્ઞાન ન થાય; પણ પછી સમ્યક્ત્વ વમી જાય અને જ્ઞાન આવરણ પામી જાય, ત્યાર પછી જીવ એટલો નીચો પણ પડી જાય છે. માટે ભડકતા રહેવાની જરૂર છે. (બો-૧, પૃ.૨૪૨, આંક ૧૩૨) [] વચનામૃત પત્રાંક ૩૯૭ ક્ષાયિક સમ્યક્ત્વ સંબંધી છે. તે વારંવાર વાંચવા, બને તો રોજ વિચારવા ભલામણ છેજી. જ્ઞાનીપુરુષોએ કહેવામાં બાકી નથી રાખ્યું, આ જીવે કરવામાં બાકી રાખ્યું છે; તે જો ક૨વાની ભાવનાથી વાંચશે, વિચારશે, ભક્તિ ક૨શે તો ક્ષાયિક સમકિત થશે અને તીર્થંકરનામકર્મ પણ બાંધશે. સમાધિસોપાનમાંથી સોળ કારણભાવનામાં પ્રથમ દર્શનવિશુદ્ધિ છે. તે પણ વિચારવાથી સમકિત નિર્મળ, દૃઢ અને ક્ષાયિક કેમ થાય, તે સમજી શકાય તેમ છે. બધામાં મૂળ કારણ જ્ઞાનીપુરુષનો યોગ અને જીવનો પ્રબળ પુરુષાર્થ છેજી. પૂ. સોભાગભાઇ તથા પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ વિના એક ક્ષણ ગાળવી તે મરણતુલ્ય લાગતી હતી. એટલી બધી વિરહવેદના તેમને લાગતી; તે તેમના પત્રોમાં જણાય છે, કે વિરહવેદના કહી જતી નથી અને સહી પણ જતી નથી. એવી પરાભક્તિ પામ્યા વિના ક્ષાયિક સમકિત વિષે સમજ આવવી પણ દુર્લભ છે, તો તેની પ્રાપ્તિ તો અતિ દૂર રહી. ‘‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું.'' વગેરે પત્રાંક ૧૭૨માં સાત કારણો કહ્યાં છે, તે ક્ષાયિક સમકિતનાં કારણ સમજાય છે; માર્ગાનુસારી જીવને તે હ્દયમાં વસી જાય તેવાં છે. છેલ્લે સહી કરતાં પરમકૃપાળુદેવ લખે છે : ‘‘સર્વ કાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના.'' આ જ પરમકૃપાળુદેવને કહેવું છે, તે જ સમજવા અને આરાધવા જેવું છે. (બો-૩, પૃ.૭૦૬, આંક ૮૫૦) દિગંબરીમાં કેટલાક માને છે કે ક્ષાયિક સમકિત હોય છતાં નરકગતિ બંધાઇ હોય તો પહેલી નરકે જાય. કેટલાક માને છે કે ત્રીજી નરકે જઇ શકે. શ્રીકૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળશે ત્યારે મનુષ્યભવમાં કોઇ યોગ ન મળ્યા છતાં ક્ષાયિક સમકિત પામશે. એકાંતે ભગવાને કશું કહ્યું નથી. અમુક અપવાદ હોય છે, તેની જીવોને ખબર નથી. કશાયનો આગ્રહ રાખવા જેવો નથી. ભગવાન કહે તે સાચું કારણ કે શાસ્ત્રો સમુદ્ર જેવાં છે. હું કંઇ જાણતો નથી, એમ રાખવું. (બો-૧, પૃ.૨૨૨) D સમ્યક્દર્શન ગમે તે ગતિમાં સાથે જાય, પણ ચારિત્ર સાથે ન જાય. ગમે તેટલું સાધુપણું હોય, અગિયારમે ગુણસ્થાનકે ગયો હોય તોય દેહ છૂટતાં ચોથે ગુણસ્થાનકે આવી જાય. Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) જ્ઞાનાવરણીય કરતાં મોહનો ક્ષય કરવાનો છે. ક્ષયોપશમજ્ઞાનને ખસતાં વાર ન લાગે; સાચું સમકિત ન જાય. માન્યતા મૂકી દે તો જતું પણ રહે. ક્ષાયિક ન જાય. મોટામાં મોટી કસોટી મરણ છે. (બો-૧, પૃ. ૨૮૮, આંક ૩૬). I અહંકાર, મતિની મંદતા, કઠોર વચન, ક્રોધપ્રકૃતિ અને પ્રમાદ - આ સમકિતનો નાશ કરનારાં પાંચ કારણો છે. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.' (૨૫) ભગવાનને દયમાં રાખવા હોય તો કચરો કાઢી નાખવો પડે. શ્રદ્ધા થઈ હોય પણ એવા દોષ હોય તો જતી પણ રહે. અહંકાર થાય તો સમકિત જતું રહે. પ્રશ્ન : અભિમાન થવાનું કારણ શું? બધું છે તો પારકું. પૂજ્યશ્રી : પારકું નથી માન્યું. મારું નથી એમ જેને હોય, તે અભિમાન ન કરે. પોતાનું માન્યું હોય તો અભિમાન થાય. સમ્યકત્વનાં પાંચ દૂષણ : (૧) શંકા : મનમાં શંકા રહે કે હું કરું છું, તે બરાબર હશે કે નહીં? લોક જાણશે તો હસશે, નામ પાડશે એમ લોકભય રાખે. (૨) કંખા એટલે ભોગરૂચિ. (૩) આગામિક કાળની ચિંતા. (૪) કુશાસ્ત્રભક્તિ : જેમાંથી આત્મકલ્યાણ ન થાય એવા કુશાસ્ત્રો વાંચવાથી પણ સમ્યકત્વને દોષ લાગે છે. (૫) કુદેવની ભક્તિ. (બો-૧, પૃ.૧૫૧) સમ્યકજ્ઞાન T સદૈવ, સદ્ગુરુ અને સતધર્મ – એ ત્રણે તત્ત્વો યથાર્થ સમજાય; અને આત્મા તથા મોક્ષમાર્ગમાં ઉપયોગી સાત તત્ત્વો : જીવ, અજીવ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ - એ સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન થાય, તે વ્યવહાર સમ્યફજ્ઞાન છે. તે જ્ઞાન, સમ્યક્દર્શન સહિત હોય તો સમ્યકજ્ઞાન નિશ્ચયથી ગણાય છે, એટલે આત્માને યથાર્થરૂપે જાણવો તે નિશ્ચયથી સમ્યકજ્ઞાન છે, પુસ્તકોનું જ્ઞાન તે વ્યવહારજ્ઞાન છે. મોક્ષમાળામાં તત્ત્વાવબોધ પાઠ ૮૨થી ૯૮ વાંચવાથી ઉપર લખેલું સમજાશેજી. (બી-૩, પૃ.૬૪૮, આંક ૭૬૭) “પંથ પરમપદ બોબોએ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે જડ અને ચેતન પદાર્થોનું સ્વરૂપ સભ્યપ્રમાણ સહિત જેનાથી જણાય અને જેમાં સંશય (આવું સ્વરૂપ હશે કે આવું?), વિભ્રમ (હોય તેથી ઊલટું માનવું, છીપના ચળકતા કકડાને ચાંદી માની લે તેમ), અને મોહ (બેદરકારી છીપ હશે કે ચાંદી હશે તોય આપણે શું; પ્રમાદને લીધે નિર્ણય ન થવો કે નિર્ણય કરવાનો વિચાર પણ ન ઊગવો), એ ત્રણ દોષો ન હોય તેને સમ્યકજ્ઞાન કહ્યું છે. બીજારૂપે “મૂળમાર્ગ''માં કહ્યું કે દેહાદિથી આત્મા ભિન્ન છે, જ્ઞાન લક્ષણવાળો અને અવિનાશી આત્મા છે, એવું સરુના ઉપદેશથી જાણવું, તે આત્મજ્ઞાન કે સમ્યકજ્ઞાન છે. (બી-૩, પૃ. ૨૧૩, આંક ૨૧૧) Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ T મોક્ષના પ્રયોજનભૂત સાત તત્ત્વને યથાર્થ જાણવાં, તે સમ્યજ્ઞાન છે. સાત તત્ત્વને અયથાર્થ જાણે, તે મિથ્યાજ્ઞાન છે. જ્ઞાનના ત્રણ દોષ : (૧) સંશય : ઠૂંઠું હોય, તે રાતે માણસ જેવું દેખાય ત્યારે સંશય થાય કે આ શું હશે ? ચોક્કસ ન થાય, એનું નામ સંશય છે. (૨) વિપર્યય : ઊંધું જાણે; જેમ કે, દેહ તે હું છું, એમ જાણે. (૩) અનધ્યવસાય : દેહમાં કોઇક છે ખરો, એમ જાણે. સંશયમાં ડગમગતું છે, વિપર્યયમાં ઊલટું જણાય છે અને અનધ્યવસાયમાં કંઇક છે એમ લાગે, પણ નિર્ણય નથી. મિથ્યાદર્શનને લઇને જ્ઞાન મિથ્યા થાય છે. મિથ્યાત્વનો ઉદય હોય ત્યારે શાસ્ત્રો ભણે તોપણ અજ્ઞાન છે; કારણ કે શાસ્ત્ર ભણીને જે કરવું હતું, તે ન થયું. જીવને મિથ્યાત્વ અવસ્થામાં મતિ, શ્રુત, અવધિજ્ઞાન હોય છે, એ મિથ્યાત્વના ઉદયથી કુજ્ઞાન કહેવાય છે. સમ્યક્દર્શન થાય ત્યારે તે સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યદૃષ્ટિ સર્પને દોરડી કહે, તેથી કંઇ મિથ્યા કહેવાય નહીં, કેમકે પ્રયોજનભૂત નથી; અને મિથ્યાવૃષ્ટિ સર્પને સર્પ અને દોડીને દોરડી જાણે તોય મિથ્યા છે. (બો-૧, પૃ.૧૪૧) ,, ‘‘રાગાદિ મટાડવા જે જાણવું, તે સમ્યજ્ઞાન છે.’' (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬) આત્માને દેહથી ભિન્ન અવલોકવાનો અભ્યાસ પરમગુરુના વિશ્વાસે કર્તવ્ય છેજી. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી (જાણનાર) સદા અવિનાશ, મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ'' એ આખું પદ વારંવાર વિચારતા રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૬૦૨, આંક ૬૯૨) દેહથી આત્મા ભિન્ન છે એમ સદ્ગુરુના ઉપદેશથી જાણી, તેની પકડ કરતાં ભેદજ્ઞાન થાય છે. જેને ભેદજ્ઞાન થાય છે, તેનો જરૂર મોક્ષ થાય છે. જે જે જીવો મોક્ષે ગયા છે, તે સર્વ એક ભેદજ્ઞાનના આરાધનથી ગયા છે; એટલે તે સર્વે ભેદજ્ઞાન પામ્યા હતા. સત્સંગ વિના આવી સમજ આવવી દુર્લભ છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એમ પરમકૃપાળુદેવ કહે છેજી. સત્સંગની ભાવના વધારી સત્પુરુષે આપેલા સત્સાધનને સેવતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૬૮,આંક ૧૭૧) ‘‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળO'' આ સમ્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેનો લક્ષ કરાવવા ઉપદેશછાયામાં વિસ્તારથી વિવેચન કર્યું છેજી. ઘણી વાર લોકો પણ કહે છે કે ખોળિયું પિંજરની પેઠે પડી રહે છે અને જીવ પોપટની પેઠે ઊડી જાય છે; તથા શાસ્ત્રોમાં પણ દેહ જુદો છે, આત્મા જુદો છે એવું લખેલું પંડિતો વાંચે છે, ઉપદેશ કરે છે છતાં દેહભાવ Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૫) છૂટતો નથી અને આત્મશ્રદ્ધા થતી નથી, તેનું શું કારણ? તો કહે છે કે ““એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે' જેને આત્મજ્ઞાન પ્રગટ છે તેવા સદૂગુરુથી જો જાણે, તો આત્મશ્રદ્ધા થાય. કોઇ કહે કે જ્ઞાની પાસેથી પણ ઘણી વાર એમ સાંભળ્યું, પણ કેમ ચોંટતું નથી ? કેમ ભેદજ્ઞાન થતું નથી ? તેના ઉત્તરમાં યમનિયમ'માં કહ્યું છે : પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્દગુરુચર્ન સુપ્રેમ બસેં. તનસે, મનસું, ધનસું, સબસે, ગુરુદેવની આન (આજ્ઞા) સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો ................................. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુર બસેં.'' આટલી યોગ્યતા એટલે સદ્ગુરુ પ્રત્યે, સદ્ગુરુનાં વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે પ્રેમ, પ્રતીતિ થાય તો તે દ્ધયમાં ઊંડું ઊતરે, નહીં તો આ કાને સાંભળી પેલે કાને કાઢી નાખે તેવું થાય છેજી. (બો-૩, પૃ. ૨૦૩, આંક ૨૦૩) સમ્યફચારિત્ર ‘રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન) મટે તેવું આચરણ, એ જ સમ્યફચારિત્ર છે.” (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭૬) D “પંથ પરમપદ બોધ્યો” એ પદમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે પાંચ ઇન્દ્રિયોના વિષય તથા હિંસાનો ત્યાગ કરી રાગ-દ્વેષ તજે; તથા સમ્યક્દર્શન હોય તો તેને શુદ્ધ ચારિત્ર કે સમાધિનો સદુપાય કહ્યો છે; અથવા “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર ‘સમાધિ' કહે છે.” (૫૬૮). “મૂળમાર્ગમાં પણ કહ્યું છે કે આત્માની પ્રતીતિ આવી, સર્વથી ભિન્ન અસંગસ્વરૂપ જાણ્યું તેવો સ્થિર સ્વભાવ પ્રગટવો, તે શુદ્ધ વષવ્યવહારથી ભિન્ન (અલિંગ) ચારિત્ર જાણવું. તે જ સમાધિ છે. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧) T સાધુપણાના સદાચારો, તે વ્યવહારથી સમ્યફચારિત્ર એટલે સદાચાર છે; અને સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાનથી યથાર્થ જાણેલા અને માનેલા આત્મામાં સ્થિરતા થવી, તેને (નિશ્રયથી) સમ્યારિત્ર કહે છે. મોક્ષમાળામાં તત્ત્વાવબોધ પાઠ ૮૨થી ૯૮ વાંચવાથી ઉપર લખેલું સમજાશેજી. (બી-, પૃ.૪૮, આંક ૭૬૭) દર્શનમોહનીય ગયા પછી ચારિત્રમોહનીય રહે, પણ તે ઢીલું પડી જાય છે. ચારિત્રમોહના ઉદયે રાગ-દ્વેષ થાય છે, એમ સમ્યકત્વી જાણે છે, તેથી તેને વધારવામાં તેની પ્રવૃત્તિ થતી નથી. મહામુનિને બાહ્ય કારણ હોવા છતાં રાગ-દ્વેષ થતાં નથી. સ્વરૂપાચરણ ન થાય ત્યાં સુધી ખરો વૈરાગ્ય હોતો નથી. અનંતાનુબંધી જાય ત્યારે સ્વરૂપાચરણ કરવાની શક્તિ પ્રગટે છે. એ વિના ચારિત્ર, તે મિથ્યાચારિત્ર છે. (બો-૧, પૃ.૧૪૪, આંક ૧૮) (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપના, (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂક્ષ્મસાપરાય અને (૫) યથાખ્યાત - એમ ચારિત્રના મુખ્ય પાંચ ભેદ થાય છે; પણ પરિણામની ધારા સમયે-સમયે ચઢતી, ઊતરતી કે Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૫૭) સ્થિર રહેતી હોય છે, તેની અપેક્ષાએ અસંખ્યાત ભેદ ચારિત્રના થાય છે. તે ચઢતા-ઊતરતા ક્રમને તારતમ્યતા કહે છે. તર + મ = હોય તેથી ચઢિયાતું થવું, તેથી પણ ચઢિયાતું ઉત્કૃષ્ટ થતાં સુધી થયા કરવું તે તારતમ્ય. (બો-૩, પૃ.૩૧૫, આંક ૩૦૪) ધર્મ 3 આત્માનો સ્વભાવ જ ધર્મ છે. તે ક્યાંય બહાર નથી. નથી દેરાસરમાં, નથી શાસ્ત્રમાં. નથી કોઈ ગુરુ પાસેથી મળતો કે નથી કોઈ ક્રિયાકાંડમાં. ધર્મ તો પ્રત્યેક આત્મામાં જ છે. ભેદદ્રષ્ટિથી જોઈએ તો સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન કે સમ્યફચારિત્ર કહેવાય, પરંતુ અમેદવૃષ્ટિથી તો માત્ર આત્માનુભવરૂપ કે જ્ઞાનચેતના માત્ર છે. ચેત્યાલયનો સંબંધ, ભક્તિ, શાસ્ત્રવાંચન, તીર્થયાત્રા કરવી, ગુરુની સંગતિ, શ્રાવક કે મુનિની ક્રિયારૂપ વ્યવહારધર્મ એ સર્વ માત્ર મનની પ્રપંચ જાળથી બચવાના નિમિત્ત છે. તેથી તે સંયોગો હિતકારી છે; પરંતુ જે કોઈ મુમુક્ષુ એ બધાં સાધનોને મૂળ ધર્મ માની લે અને શુદ્ધ આત્મતત્ત્વને ન ઓળખે તો મોક્ષમાર્ગ તે મુમુક્ષુને હાથ લાગે નહીં. માટે જણાવવાની જરૂર છે કે મૂળ ધર્મ તો આત્માનો સ્વભાવ છે. જન્મજરામરણરૂપી રોગ ટાળવાની અને કર્મમળ ધોવાની આ એક અદ્ભુત ગુણકારી દવા છે. તેની પ્રાપ્તિ સદ્દગુરુ વૈદ્ય દ્વારા થાય અને તેની આજ્ઞા પ્રમાણે તેનું સેવન થાય તો જીવ સદા સુખી રહે. કહ્યું છે કે “સમ્યફષ્ટિ સર્વત્ર સદા સુખી અને મિથ્યાવૃષ્ટિ સર્વત્ર સદા દુઃખી છે.' આટલા કાળ સુધી જેની કાળજી નથી લેવાઈ, તેની કાળજી હવે જાગ્રત થઈ લેવા યોગ્ય છે. (બો-૩, પૃ.૮૮, આંક ૭૭). | ધર્મ તો વસ્તુ-સ્વભાવ એટલે આત્મસ્વભાવ છે, તે જ્ઞાનીએ જાણ્યો છે, તે આપણે જાણવો છે. આ કાળમાં જાણી શકાય તેમ છે. માટે જેણે જાણ્યો છે તે પરમકૃપાળુદેવનાં વચનામૃત અનુસાર, તે જાણવા આપણે એકત્ર થઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ ભાવના ભાવી બનતા સઆચાર, દાન, શીલ, તપ વડે આત્મભાવ અર્થે પુરુષાર્થ કરીએ છીએ, આટલો લક્ષ રાખી, પરમકૃપાળુદેવને શરણે પ્રમાદ તજી, પુરુષાર્થ કરીશું તો આપણને જરૂર સફળતા મળશે. આ મૂળ લક્ષમાં વિઘ્નકર્તા ભાવો દૂર કરવા પણ પ્રયત્ન કર્તવ્ય છે. લોકલાજ, દુરાચાર, સાત વ્યસન, નિંદા, કુસંપ, ઇર્ષા આદિ દોષો તજવા ઉપરાંત, અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ, જીવને અવળે માર્ગે ચઢાવી, મૂળમાર્ગથી દૂર રાખે છે. (બી-૩, પૃ.૧૧૭, આંક ૧૧૨) | જેનાં ભાગ્ય હોય, તેને સારી વસ્તુ સૂઝે. સરળ જીવ હોય, કુળધર્મનો આગ્રહ ન હોય, તેને સારી વસ્તુ ગમે છે. ધર્મમાં પણ “મારો ધર્મ' એમ થઈ જાય છે; પણ જેથી કલ્યાણ થાય, તે ધર્મ છે. (બો-૧, પૃ.૧૭૮, આંક પર) 1 પરિણતિ સુધારવી એ જ ધર્મ છે. (બો-૧, પૃ.૨૮૦, આંક ૧૯) | ધર્મ-ધર્મ જગતમાં સૌ કહે છે પણ ધર્મનો મર્મ જાણનાર જગતમાં દુર્લભ છે. માટે જીવનું હિત કરવાની જેની ભાવના છે, તેણે બને તેટલો સત્સંગ કરી ધર્મનું સ્વરૂપ સાંભળવું, વિચારવું, પૂછવું અને તેને માટે ખોટી થઈ નિર્ણય આ ભવમાં કરી લેવો ઘટે છે. (બી-૩, પૃ.૫૨, આંક ૭૭૦) Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨૫૮) D ધર્મનું સ્વરૂપ વિચારવા અર્થે નીચે લખ્યું છેજી : ““હે ભવ્ય ! પ્રાણીમાત્ર પર દયા કરવી, સત્ય બોલવું, ક્ષમા ધારણ કરવી, પવિત્રતા સમજવી, લોભનો ત્યાગ કરવો, તૃષ્ણા ઘટાડવી, અને સમ્યફજ્ઞાન તથા વૈરાગ્યરૂપ સંપત્તિ ધારણ કરવી એ ધર્મ છે. અધર્મનું સ્વરૂપ તેથી ઊલટું છે. જેમ પ્રજ્વલિત અગ્નિથી અધિક સંતાપ થાય છે તેમ જીવોને વિષયોમાં આસક્તિ થવાથી સુખની તૃષ્ણા વધે છે, તૃષ્ણાનો તાપ દૂર કરવાની ઇચ્છા કરતો જીવ પાપમાં તલ્લીન થાય છે અને ધર્મનો ઢષ કરે છે. આમ ધર્મ તરફ ષ રાખીને અધર્મ-સેવન કરવાથી જીવ અધોગતિ પામે છે.” (બી-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૨) “જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ.” આ અપેક્ષિત વાક્ય બહુ વિચારવાયોગ્ય છે. આંધળી દોડ સ્વચ્છેદ કર્યો ધર્મ પ્રગટે નહીં, પરંતુ માTS ઇમ્પો, માળા, તવો' આવો શ્રી આચારાંગમાં પાઠ છે; જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે ધર્મ અને આજ્ઞાનું આરાધન તે તપ છે. પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી, તેમ પૈસા વગર વિચાર્યે વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી; પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવો તે વાક્યનો પરમાર્થ વારંવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા દયમાં વસે તેમ વર્તવા આખી જિંદગી સુધી સંભારી રાખવા જેવી શિખામણ શીખી લેવી ઘટે છેજી. (બી-૩, પૃ.૩૩૦, આંક ૩૨૭) D ખરો ધર્મ પરમકૃપાળુદેવે કહ્યો છે તે એ છે ઃ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” એ જ ભાવના વહ્યા કરે તેમ વર્તવા ભલામણ છે.જી. (બી-૩, પૃ.૭૫૯, આંક ૯૫૭) | મોહ છૂટે એ ખરો ધર્મ છે. મહાવીર ભગવાને શરીર તરફ જોયું નહીં. એને જતું કરી આત્માની સંભાળ લીધી. શરીર છે, તે મોહનું સાધન છે. શરીર ઉપરથી મોહ છૂટે તો કામ થાય. (બો-૧, પૃ.૧૦૨) D આખા જગતમાં મોહ, અભિમાન છે. સાચો ધર્મ પ્રગટ થાય તો મોહ નાશ પામે. અનાદિકાળથી જાળ ફંદ છે. તે એમનું એમ ન છૂટે, પણ સાચો ધર્મ આવે તો છૂટે. જેમ જેમ ધર્મ પરિણમે, તેમ તેમ મમત્વ વગેરે જાય છે. અલૌકિક સુખ પામવા ધર્મની જરૂર છે. પોતાને માટે ધર્મ કરવાનો છે, ઉલ્લાસ અને ખંત રાખીને કરવાનો છે. ધર્મ ન હોય તો અધોગતિ થાય. ક્યાંનો ક્યાંય તણાઈ જાય, સ્વપ્ન જેવું છે. ધર્મ ન હોય તો જેમ જેમ પુણ્યનો વધારે ઉદય થાય, તેમ તેમ વધારે પાપ બાંધે. ધર્મથી ખરાબ માણસ પણ મોક્ષને લાયક થાય છે. વૃઢપ્રહારી પાપ કરનારો પણ મોક્ષે જતો રહ્યો. (બો-૧, પૃ.૨૪૪, આંક ૧૩૬) Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૫૯) સંસારમાં સુખી છે, એવાને પણ ધર્મ કરવાની જરૂર છે. ગરીબ હોય તે ભક્તિ કરે, આપણે તો પૈસા છે, તેથી સુખી છીએ. દુઃખી હોય તે ધર્મ કરે, એમ વિચારવું યથાર્થ નથી. સંસારનાં સુખ કે દુઃખ, બધાં દુઃખ જ છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૮) T સહનશીલતા જીવને શાંતિ આપનાર છે, એમાં સંશય નથી. પ્રતિકૂળ સંયોગોમાં તેમ જ અનુકૂળ સંયોગોમાં તે ટકી રહે તો નકામી આત્મશક્તિનો વ્યય ન થવા દેતાં આત્મવીર્યને વધારનાર થાય છે. માંદગીમાં જેમ ખોરાક સંબંધી કાળજી રાખીએ છીએ તેમ સંયમ અર્થે સાજા થયા પછી પણ વર્તાય તો ધર્મમાં ઘણી અનુકૂળતા પ્રત્યક્ષ જણાય છે; તેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં જેમ આંખો મીંચીને બીજાનું બોલેલું કે તિરસ્કાર આદિ સહન કરીએ છીએ તેમ છતી શક્તિએ અનુકૂળ સંયોગોમાં વૈરાગ્ય સહિત વર્તાય, જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા રહે તો આત્મા પામવામાં ઘણી અનુકૂળતા થાય. સુખકી સહેલી છે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” એમ પરમકૃપાળુદેવે પણ લખ્યું છે તે વિચારી, ઉદાસીનતાનો અભ્યાસ કર્તવ્ય છેજી. રાગ કે વેષમાં ન તણાવું અને સમભાવ કે ઉદાસીનતામાં રહેવું, તેને જ્ઞાની પુરુષોએ સાચો ધર્મ કહ્યો છે. (બી-૩, પૃ.૧૨૭, આંક ૧૨૭) I પુણ્ય એ ધર્મ નથી. ધર્મ તો શુભાશુભભાવનો ત્યાગ કરી, શુદ્ધમાં રહે ત્યારે થાય છે. શુદ્ધભાવની પ્રાપ્તિ કરવી. શુદ્ધનો લક્ષ રાખીને શુભમાં પ્રવર્તે તો શુદ્ધભાવ પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવે કોઈ ક્રિયાનો નિષેધ કર્યો નથી. સમજ કરવાની જરૂર છે. આત્મવિચારકર્તવ્યરૂપ ધર્મ છે. આત્મા જાગે ત્યારે ઘર્મ થાય. ધર્મમાં કોઈનો અધિકાર નથી. કરે તેના બાપનો છે. (બો-૧, પૃ.૧૫૮). D “શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો.” (૮૪૩) આવા ધર્મનું ફળ માગવું પડે તેમ નથી. ચિંતામણિ પાસે ચિંતવીએ તો ફળ આપે, પણ સાચો ધર્મ વગર ચિંતવ્ય, સંકટ સમયે પણ સમાધિ પમાડે છેજી. ધર્મ-આરાધન વખતે પણ શાંતિ અનુભવાય છે અને આજ્ઞાનું આરાધન મોક્ષ થતાં સુધી શાંતિનું કારણ બને છેજી. એવી બીજી કોઈ કમાણી નથી. “પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો.” (૩૭) (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૭) | ભગવાને ધર્મ બે પ્રકારે કહ્યો છે : એક ગૃહસ્થ ધર્મ અને બીજો સર્વસંગપરિત્યાગ અથવા મુનિધર્મ. સર્વસંગપરિત્યાગ તે સર્વોત્તમ છે. ગૃહસ્થાશ્રમમાં ઘણી અનુકૂળતા નથી હોતી. એ કાજળની કોટડી સમાન છે. પરમકૃપાળુદેવે મોહ તો ન કર્યો, પણ લોકોને જેમ સારું લાગે એમ તો રહેવું પડયું ને? સર્વસંગપરિત્યાગમાં અનુકૂળતા બહ હોય છે અને જો સર્વસંગપરિત્યાગ ન થઈ શકતો હોય તો ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મસાધન કરી શકાય છે. (બો-૧, પૃ.૪૨, આંક ૧૫) Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૦) D ગૃહસ્થાશ્રમમાં ધર્મ છે, તે હસ્તિનાનવત્ છે. થોડોક ધર્મ કરે અને પાછો બીજા કામોમાં ભળી જાય છે. માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે નિવૃત્તિનો ઉપાય કરવો. જીવને ધર્મ પામવા માટે કંઈ ને કંઈ નિમિત્તની જરૂર છે. જેમ વાડ વગર વેલો ઊંચો ચઢે નહીં, તેમ નિમિત્ત વગર ધર્મ પમાય નહીં. (બો-૧, પૃ.૩૪૬, આંક ૩૨) ધર્મ ત્રણ પ્રકારે થાય છે: (૧) આપણાથી બને તેટલું કરવું, (૨) બીજા પાસે કરાવવું, (૩) આ ધર્મ કરે છે, તે સારું કરે છે, એમ માનવું, એવી ભાવના કરવી. સારાને સારું જાણે, તે સત્યને સ્વીકાર્યું કહેવાય. કોઈને ધર્મ કરતાં વિગ્ન કરે તો પોતાને અંતરાયકર્મ બંધાય. સરળભાવથી ધર્મ કરવાનો છે. (બો-૧, પૃ.૧૨૬, આંક ૪૨) | ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે છે : (૧) દશલક્ષણ ધર્મ, (૨) અહિંસા ધર્મ, (૩) વસ્તુ-સ્વભાવ ધર્મ અને (૪) રત્નત્રયરૂપ ધર્મ. (બો-૧, પૃ.૧૦૩, આંક ૧૯) 1 એક પણ શબ્દ, જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોક્ષે લઈ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં ઘર્મશ્રદ્ધા વિષે કહે છે: “ધર્મશ્રદ્ધાથી જીવ પોતાને ગમતા વિષય-સુખોથી વિરક્ત થાય છે અને ગૃહસ્થધર્મ તજી સાધુપણું સ્વીકારે છે - સાધક બને છે. એ રીતે છેદન, ભેદન, સંયોગ, વિયોગ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો અંત લાવી અવ્યાબાધ મોક્ષસુખ પ્રાપ્ત કરે છે.'' આ પ્રમાણે ૭૩ બોલ જણાવી, એકેક બોલથી મોક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે, તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંતઃકરણે એક પણ પુરુષનાં વચનને ગ્રહણ કરશે તે અવશ્ય શ્રેયને પામશે. (બી-૩, પૃ. ૨૦૭, આંક ૨૦૫) D બે માસ વધારે બ્રહ્મચર્યવ્રત પાળવા વિચાર રહેતો હોય તો આપના પિતાની સંમતિ લઈ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવવ્રત લઈ લેવા ભલામણ છેજી. સર્વને અનુકૂળ રહી, તેમને રાજી રાખી ધર્મ આરાધવાથી સ્વપરહિતનું કારણ જાણી, આપના પિતાને કાને વાત નાખવાનું જણાવ્યું છે, કારણ કે તે ધર્મ કરવામાં વિઘ્ન કરે તેવા નથી. પોતાને ધર્મનું આરાધન કરવું હોય તો કોઈ ખાળે તેમ જગતમાં નથી; પણ જે કાર્ય કરીએ તેમાં બીજાની સંમતિ હોય તો તે વિશેષ સારું બને છે. (બી-૩, પૃ.૨૪૭, આંક ૨૪૦) D આ હૂંડાવસર્પિણી કાળ છે, તેથી ધર્મમાં ઘણાં વિઘ્નો આવે છે. મૂળ વસ્તુ પર લક્ષ જાય, તેને કશો ઝઘડો નથી. જોવા જેવો તો એક આત્મા છે. પારકી પંચાતમાં પડે તો પાર ન આવે. (બો-૧, પૃ.૧૩૭, આંક ૧૨) I અભ્યાસ મૂકી દેવાની ઉતાવળ કરને યોગ્ય નથી. હાલ જે શીખો છો તેથી વિચારશક્તિ ખીલવાનું કારણ છે, અને વિચાર કર્યા વિના કોઈ રીતે ધર્મનું આરાધન થતું નથી; અને આજીવિકા જેટલું કમાઈ શકતો ન હોય તે અધૂરે અભ્યાસે ધર્મ આરાધવા દોડે તો નહીં ઘરનો, નહીં ઘાટનો એવા ધોબીના કૂતરાની દશા તેને પ્રાપ્ત થાય. માટે આજીવિકાના સાધન પૂરતી યોગ્યતા પ્રથમ કરી લેવી અને સાથે-સાથે ધર્મપ્રેમ પણ વધારતા રહેવું. ધર્મને મૂકીને કોઈ કાર્ય કરવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ. ૨૩૯, આંક ૨૩૩) Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૬૧) I પરમકૃપાળુદેવ ઉપર જેને ગુરુભાવ હોય તે ભાઈ કે બાઈ આપણા ધર્મભાઈ કે ધર્મભગિની છે. તેમની સાથે વાંચન, પત્રવ્યવહાર ધર્મ અર્થે કરવાથી લાભ જ હોય. ભાઈ તરીકેનો મોહ કે પત્ની તરીકેનો મોહ ઓછો કરી, તે પરમકૃપાળુદેવને માને છે તેથી તેનાં ધનભાગ્ય છે, મારે માનવા યોગ્ય છે. પરમકૃપાળુદેવ તેના મારફતે મારું કલ્યાણ સૂઝાડશે એવા ભાવે વર્તવાથી ધર્મની વૃદ્ધિ થાય. આ લક્ષમાં રાખી ધર્મકર્મમાં એવી પ્રવૃત્તિ કરશો કે જેથી આખરે છુટાય. છૂટવા માટે જીવવું છે એ ધ્યેય, નિશાન દ્ધયમાં રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૬૯૭, આંક ૮૩૬). 0 ધર્મ એ શાંતિનું કારણ છે. સર્વને શાંતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના અને બનતું વર્તન રાખવું ઘટે છેજી. તેથી બીજાને પણ કોઇ વખતે ધર્મપ્રાપ્તિનું કારણ બનવા યોગ્ય છેજી. ધર્મને કારણે ક્લેશ કરવો નથી પણ સમજાવીને, સન્માર્ગે દોરીને ધર્મ કરવો તથા કરાવવો ઘટે છેજી. પોતાનું આથી હિત થશે એમ જેને Æયમાં બેસે, તેને વગર કહ્યું હિત કે સુખનું કારણ ગમે છે, અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. માટે આચરણ કરતાં સમજણ ઉપર ધર્મમાં વધારે ભાર મુકાય છેજી. (બો-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૨). D ધર્મ વસ્તુ ભાગ્યશાળીને જ ગમે છે. પૂર્વના સંસ્કાર હોય તેને ગમે. દુઃખમાં વધારે લાભ થાય છે. દુઃખ આવે ત્યારે ધર્મ સાંભરે, સ્મરણમાં ચિત્ત રહે. અત્યારે દેહ છૂટે તો જીવ શું લઈ જાય? કંઈક ભક્તિ કરી હોય, વાંચન-વિચાર કર્યા હોય, તે સાથે આવે. પૈસાટકા કંઈ સાથે ન આવે. ધર્મના ભાવ કરેલા, સાથે આવશે. મનુષ્યભવમાં ખાઇએ, લહેર કરીએ, એવું ન કરવું. ધર્મથી આત્માનું હિત થાય છે. જેમ જેમ ધર્મની ગરજ જાગશે, તેમ તેમ ધર્મ વધારે સમજાશે. જીવને સત્સંગની ખામી છે. જેટલું જીવવું છે, તેટલું સારું જીવવું છે. તે માટે મને સત્સંગ થાય તો સારું, એવી ગરજ રાખવી. (બો-૧, પૃ.૧૩૦, આંક ૧૧) જે આપણી વાત માને તેવા ન હોય, તેમને ધર્મની વાત કરવા જતાં પણ વિક્ષેપનું કારણ બને છે તે લક્ષ રાખી, બને ત્યાં સુધી ધર્મની બાબતમાં ઓછું બોલવાનું થાય તેમ રાખી, આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવા પુરુષની બને તેટલી આજ્ઞાનું આરાધન કરતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૩૪૯, આંક ૩૫૧) T કંઈક પૂર્વના સંસ્કાર હોય તો ધર્મની ગરજ જાગે છે; નહીં તો તે વાત ગમતી પણ નથી. જેને ધર્મની જિજ્ઞાસા જાગી છે, તેણે સત્સંગ, સન્શાસ્ત્ર અને સદાચારથી તે પોષવી ઘટે છેજી. વારંવાર વરસાદ થાય ત્યારે પાક થાય છે, તેમ ઉપર જણાવેલા પુરુષાર્થથી ધર્મજિજ્ઞાસા પુષ્ટ બને છે અને સફળ થાય છે. (બી-૩, પૃ.૧૮, આંક ૭૧૭) T કાલે શું થશે તેની આપણને ખબર નથી, માટે જે જે ક્ષણ મનુષ્યભવની જીવવાની મળે છે તે રત્નચિંતામણિતુલ્ય ગણી જ્ઞાનીની આજ્ઞામાં ગાળવાનો દ્રઢ નિશ્ચય કરવો ઘટે છે તથા દેહ-મોહ વિસારી ધર્મપ્રેમમાં ચિત્ત ચોંટાડવું ઘટે છેજી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨) મુમુક્ષજીવે પરસ્પર કેમ વર્તવું, એકબીજાની ધર્મભાવના કેમ વધે તેનો વિચાર કરી, ધર્મલાભ તરફ વૃત્તિ દ્રઢ કરવી ઘટે છે. ધન તો પૂર્વપુણ્યને આધીન છે, પરંતુ ધર્મ તો જીવને છૂટવાની ગરજ જાગી હોય અને તે પ્રત્યે પ્રબળ ખેંચ હોય તો જ ટકાવી શકાય છે. (બો-૩, પૃ.૭૪૫, આંક ૯૨૧). D કરાળ કાળમાં કાલની કોને ખબર છે ? થોડા વખત પછી ધામણ તરફના એક ગામમાં ચિત્રપટની પ્રતિષ્ઠા કરવાની હતી, તે ભાઇનો દેહ છૂટી ગયાના સમાચાર આવ્યા છે, માટે ધર્મના કાર્યમાં ઢીલ કર્તવ્ય નથીજી, “કાલ કરવા ધારતો હોય તે આજ કર, આજે કરવું હોય તે હમણાં કર.” એમ કહેવાય છે, તે ખરું છે. ધન કરતાં ધર્મની વિશેષ અગત્યતા લાગે અને નાશવંત વસ્તુઓ કરતાં શાશ્વત વસ્તુ અર્થે વિશેષ આયુષ્યનો વખત ગળાય તેવો નિર્ણય અને તદનુસાર પુરુષાર્થ જ્ઞાનીને વિશ્વાસે, તેને શરણે કર્તવ્ય છેજી. જેને આવા કાળમાં પણ ધર્મજિજ્ઞાસા જાગશે, તે તો ગમે ત્યાંથી, દૂરથી પણ આવી, તેની આજ્ઞાના આરાધનમાં જોડાઈ જશે અને કલ્યાણનો ભાગી બનશેજી. માટે આપણે આપણી જિંદગીને જો કીમતી અને પરમપુરુષની આજ્ઞા પ્રાપ્ત થવાથી મહામૂલ્યવાન માનતા હોઈએ તો તે વ્યર્થ નિરર્થક કાર્યોમાં વહી ન જાય તેમ કોઈ ઉત્તમ ક્રમમાં નિયમિતપણે ગાળવી ઘટે છેજી. ધન, સ્ત્રી, પુત્રાદિ પોતાનાં નથી છતાં પોતાનાં જ્યાં સુધી મનાય છે, ત્યાં સુધી તે ક્રમ કેમ આરાધાય? પરમકૃપાળુદેવની કહેલી વાત માન્યા વિના, &યમાં જાગ્રત રાખ્યા વિના કોઈ કાળે મોક્ષની પ્રાપ્તિ થવી સંભવતી નથીજી, તો ઢીલ શા કામની? આ વાત વારંવાર વિચારવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૬૩, આંક ૪૮૬). સાંભળ્યું કે શાળા બંધ હોવાથી તમારે ઘેર જ રહેવાનું થાય છે; તો, જો ખેતીનું ખાસ કામ ન હોય તો, સત્સંગ અર્થે જ આ વખત મળ્યો છે એમ ગણી, એકાદ-બે માસ (અગાસ) આવીને રહેવાનું બને, તેમ ગોઠવણ કરી લેવા ભલામણ છેજી. બીજા વેકેશન ઉપર મુલતવી રાખવા યોગ્ય નથી કારણ કે કાળનો ભરોસો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. આખું જગત અશાંતિમાં બળ્યા કરે છે, તેમાંથી બચવા તથા ચિત્ત કોઈ બીજા હિતકારી માર્ગને પ્રિય ગમે તેવું ટેવાવા માટે કેટલાક અવકાશની જરૂર હતી અને છે; તે અવસર પ્રારબ્ધયોગે હાલ પ્રાપ્ત થયો છે તો નકામો વહ્યો ન જાય. શરમમાં કેમ કાકાને કહેવાય, વગેરે મનમાં આપ્યા વિના સ્પષ્ટ વિચાર દર્શાવવો કે થોડો વખત મારે અગાસ રહેવા વિચાર છે. મનમાં, અહીં નહીં ગમે, એ ડર પણ રાખવાની જરૂર નથી. એકાદ દિવસ વખતે એમ લાગે, પણ જો અમુક મુદત માટે રહેવાનો વિચાર હશે તો કેમ દિવસ ગાળવો તેનો કાર્યક્રમ ગોઠવવામાં બનતી મદદ મારાથી થશે, તે કરવા વિચાર છે. પછી જેમ ભાવિમાં હશે તેમ થશે. અહીં આવી જવાથી હિંમત, વિચાર અને ધીરજમાં વૃદ્ધિ થશે, મન શાંત થશે, વ્યાકુળતા ઓછી થવાથી મનની નિર્મળતા વધશે અને જે કરવા યોગ્ય ભાસશે તે નિશ્ચિતતાથી થશે, પણ મુલતવી રાખવાની ટેવવાળાને તેની શાણી સ્ત્રીએ શિખામણ આપી સુધાર્યો હતો, એવી એક કથા થોડા વખત ઉપર વાંચી હતી, તેનો સાર લખું છુંજી : Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩ એક વણિક ધન કમાવામાં કુશળ હતો, પણ વાપરતાં તેનું ચિત્ત ચાલે નહીં. તેની સ્ત્રી વિચારવંત હતી. તે વારંવાર કહ્યા કરતી કે આપણે જેમ ધન વડે કપડાં, ખોરાક આદિ અનુકૂળતા મેળવી સુખી થઇએ છીએ તેમ બીજા, જેમને જરૂર હોય તેમને માટે આપણું ધન વપરાય તો ઠીક તથા આપણું ખાસ ધન કે મૂડી તો મનુષ્યભવ છે, તે દિવસે-દિવસે ખૂટી જતું રહે છે; તેનો સત્સંગ, સત્શાસ્ત્રશ્રવણ, સત્સમાગમ તથા સત્યવ્રત આદિ અર્થે ઉપયોગ થાય તો ઉત્તમ ગણાય; પણ બૈરીનું કહેલું કોણ માને ? વણિક કહે, ‘‘ઠીક, ઠીક, એનો વખત આવશે ત્યારે એ કરીશું. એની શી ઉતાવળ છે ?’' તે સાંભળી સ્ત્રીએ વિચાર્યું કે પ્રયોગ-યુક્તિ વિના તે માનશે નહીં, પણ તેવો પ્રસંગ આવ્યે તેનો અમલ કરવા તેણે વિચાર કરી રાખ્યો. થોડા દિવસો પછી તે ભાઇ બહુ માંદા થઇ ગયા એટલે ડોક્ટરને બોલાવી દવા લખાવી તથા દવાખાનામાંથી દવા મગાવી કબાટમાં રાખી મૂકી, પણ દર્દીને આપી નહીં. તે વણિકે ઉતાવળ કરતાં કહ્યું કે દવા આણી છે કે નહીં ? તે બાઇએ કહ્યું કે હા, આણી છે. તો કેમ પાવી નથી ? એમ તેણે કહ્યું, એટલે બાઇ બોલી, ‘‘હમણાં ને હમણાં શી ઉતાવળ છે ?'' તેથી તેણે કહ્યું, ‘“કેમ મરી ગયા પછીથી પીવાની દવા છે ?'' બાઇએ કહ્યું કે, “ધર્મ કરવાની આપણે ઉતાવળ નથી તો દવાની ઉતાવળ કરવાની શી જરૂર છે ? શું મરી ગયા પછી ધર્મ કરવા યોગ્ય છે ?’’ કે આ વાત સાંભળી વણિકને વિચાર આવ્યો કે આની શિખામણ ઉત્તમ હતી છતાં મેં લક્ષમાં લીધી નહીં; કારણ કે ‘સો રૂપિયે અઢી શેર કેફ' કહેવાય છે તેમ તે વખતે તેની સલાહનો વિચાર કરવાનો મને અવકાશ પણ નહોતો. આ માંદગીએ તે વખત આપ્યો અને તેની સલાહ વિચારતાં ઉત્તમ લાગે છે; કારણ કે આયુષ્ય ક્ષણભંગુર છે તો પ્રથમ ધર્મકર્તવ્ય સમજી લેવું ઘટે છે અને ધર્મપ્રેમ પ્રગટયા પછી યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. માટે આ માંદગીમાંથી ઊઠીને પહેલું કાર્ય મારે ધર્મ સમજવા સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્ગુરુનો સમાગમ વગેરે આદરવાં ધટે છે. એમ વિચારી તે બાઇની યુક્તિને ધન્યવાદ આપ્યો. પછી દવા વાપરતાં રોગ દૂર થયો અને બંને બાઇ-ભાઇ સત્સંગપ્રેમી બની, પોતાની યથાયોગ્ય ફરજો અદા કરવા લાગ્યા. જ્યારથી જીવને સમજણ આવે છે ત્યારથી તે પોતાનાં કપડાં આદિ વસ્તુઓ સંભાળે છે, સગાંકુટુંબીઓનાં મન સાચવે છે, ધન વગેરેની વ્યવસ્થા વિચારે છે, કુટુંબ-કીર્તિનો વિચાર કરી વર્તન રાખે છે, ધંધા વગેરેની કાળજી રાખે છે; તો ધર્મની સંભાળ કરવાની તેની ફરજ છે કે નહીં, તે સત્સંગ વિના સૂઝતું નથી. વહેલે કે મોડે, કામ પોતાની જાતે જ કરવું પડશે. કોઇ કરી આપે, તેવું એ કામ નથી. કોઇને ધન ન હોય તો ધીરનાર મળે, માંદો હોય તો ચાકરી કરનાર મળે, ભૂખ્યો હોય તો ખાવા આપનાર મળે, પણ પોતાના આત્માના હિતનું કામ કોઇના દ્વારા કરાવી શકાય તેવું નથી. તે તો બાપ કરે તો બાપ પામે, પુત્ર કરે તો તેને જ કામ આવે, સ્ત્રી કરે તો સ્ત્રીનું હિત થાય; પણ એક કરે અને બીજાને મળે તેવું આત્મવિચારમાં બની શકે તેમ નથી. માટે વહેલુંમોડું એ આપણું કામ આપણે જ કરવું રહ્યું, તો તેમાં મુલતવી રાખવામાં શો લાભ છે ? ઘર બળતું હોય તેમાંથી જેટલું બહાર કાઢી, દૂર મૂકીએ તેટલું બળતામાંથી બચ્યું; પણ કાઢીશું, કાઢીશું કરતાં તો બધું બળી જાય, પછી શું કામ આવે ? માટે બને તેટલો બચતો વખત આત્મહિત સાધવામાં વાપરવાની કાળજી સમજુ જનોએ રાખવી ઘટે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪) છોકરવાદમાં જે વખત ગયો તે કરોડો રૂપિયા આવે પણ પાછો આવતો નથી, માટે સમય છે તે જ ખરી સંપત્તિ છે. Time is more than money. એ સૂત્ર સ્મૃતિમાં વારંવાર આણી, ધન કરતાં આ અમૂલ્ય અવસર વધારે કીમતી ગણી, તેનો કોઈ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ઉપયોગ થાય તેવી કાળજી, પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૩, આંક ૩૭૯) દિવસે સૂર્ય પશ્ચિમ દિશામાં આગળ વધ્યો ત્યાં આથમતાં કેટલી વાર? જોતજોતામાં સાંજ પડી જાય છે. તેમ હવે કાઢયાં તેટલાં વર્ષ ક્યાં કાઢવાં છે? “ધર્મના કામમાં ઢીલ કર્તવ્ય નથી.” એ કહેવત જાગૃતિ આપે તેવી છે, પણ વિચાર તે ઉપર થયા કરે તો જ. પોતાની સાથે શું આવે તેમ છે? તેનો વિચાર કરી તેનો સંચય કરતા રહેવાની કાળજી કર્તવ્ય છે. આમાં કોઇની સિફારસ ચાલતી નથી. કરશે તેના બાપનું. (બો-૩, પૃ.૬૧૭, આંક ૭૧૫) D શું કરવા જીવ, આ ભવમાં આવ્યો છે? અને શું કરે છે? તે પ્રશ્નો રોજ સાંજે, એકાંતમાં વિચારાય તો સાચું પ્રતિક્રમણ થાય એમ છેજી. ભૂલ જણાય તો જીવ પાછો હઠે; અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે, માટે ધર્મકાર્યમાં ઢીલ કરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૭૬૯, આંક ૯૭૮) કર્મના ઉદય વખતે કેવા ભાવ શ્રેયસ્કર છે? કેવા પરિણામ રાતદિવસ રહ્યા કરે છે? અને તેનું કેવું ફળ આવવા યોગ્ય છે? એ વિચાર મુમુક્ષુજીવે વારંવાર કર્તવ્ય છેજી. જો દોષો દેખાશે, તે ખૂંચશે, તો જીવ જ્ઞાનીએ દવારૂપ સત્સાધન આપ્યું છે તેને સંભારીને તુર્ત ઉપાય કરશે; પણ જેમ ખોરાક વિના દુઃખ લાગે છે, ધન વિના દુઃખ લાગે છે કે કોઈ અણગમતું કહી બેસે તો દુઃખ લાગે છે તેવું દુ:ખ – ધર્મ નહીં આરાધીએ તો, નથી ગમતું એવા દુઃખથી અનંતગણું દુઃખ આવી પડશે એવાં કર્મ બંધાશે તેનું - લાગતું નથી. તેથી ધર્મકાર્યમાં પ્રમાદ થાય છે; તે નહીં કરીએ તો આજે ચાલશે એમ કંઈ અંશે રહેતું હોવાથી, અવશ્ય કરવા યોગ્ય ધર્મકાર્ય કોઈ દિવસે ભુલાઈ પણ જાય છે. મૂંઝવણભર્યા પ્રસંગે વધારે સાંભરવું જોઈએ એવું જે જ્ઞાનીનું કહેલું, તેનું માહાસ્ય જોઇએ તેટલું નહીં હોવાથી, વીસરાઈ જાય છે; નહીં તો મુશ્કેલીના પ્રસંગે ખરો આધાર તો જ્ઞાનીનાં વચન, તેનું પ્રબળભાવે રહેલું શરણ છેજી. (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૯0) કોઇના દોષો તરફ નહીં જોતાં, પોતાના દોષો જોઇ, પોતાના દોષો ટાળવા સૌ પ્રયત્ન કરતાં રહેશો અને પોતાને માટે “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય'' એમ જોતા રહેશોજી. મોટા હોય તેમને માન આપી, તેમને મળતા રહી, તેમના ગુણો તરફ લક્ષ રાખશો તો ધર્મ પામવાનું કારણ બનશેજી. (બી-૩, પૃ.૨૧૯, આંક ૨૧૬) સ્ક્રય વૈરાગ્યવાળું, સદ્ગુરુ પ્રત્યે ભક્તિભાવવાળું અને કોઈનું ભૂંડું ન ઇચ્છે તેવું બનાવવાથી, ધર્મમાં અણધારી મદદ મળતી રહે છે. (બો-૩, પૃ.૧૩૧, આંક ૧૩) T સારું કામ કરવું હોય તેને અનુકૂળ યુવાવય છે. હવે સારામાં સારું શું છે ? તેનો વિચાર કરે તો આત્મપ્રાપ્તિરૂપ ધર્મ જ સારરૂપ નીકળે છે. એને માટે યુવાવય ઘણી અનુકૂળ છે. બાળવયમાં સમજણ ઓછી હોય છે અને વૃદ્ધાવસ્થામાં કશું થાય જ નહીં. માટે યુવાવયમાં જ ધર્મ-આરાધન કરી લેવું. મરણ ક્યારે આવશે, તે આપણે જાણી શકતા નથી. ઘડપણ દેખી શકાશે, એવો નિશ્રય નથી. માટે ત્વરાથી અનુકૂળતામાં કામ કરી લેવું. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫) પ્રબળ ઇચ્છાવાળા જીવો આ કાળમાં ઘણા જ ઓછા જોવામાં આવે છે; માટે જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે તો પછી એ ઉત્તમ કામમાં પ્રમાદ કરવો ઉચિત નથી. (બો-૧, પૃ.૭૧, આંક ૫૫). D મનુષ્યભવ, યુવાન અવસ્થા, પાંચ ઇન્દ્રિયોનું બળ, આરોગ્ય આદિ સામગ્રી છે ત્યાં સુધી ધર્મ આરાધી લેવા ભગવંતે કહ્યું છે. પછીથી વૃદ્ધાવસ્થા, વ્યાધિ, પીડા, ઇન્દ્રિયોની હાનિ, મરણ આદિ અશુભ ઉદયના પ્રસંગે ધર્મ કરવો હશે તોપણ નહીં બને. માટે જ્યાં સુધી જોગવાઈ છે ત્યાં સુધી ફરજ બજાવી લેવા યોગ્ય છે. આપણું ધાર્યું કંઈ થતું નથી અને બનનાર બન્યું જાય છે ત્યાં આત્મહિતાર્થે પુરુષાર્થ કર્તવ્ય છે, એમ ગણી સંસાર-ચિંતાઓ ઓછી કરી, ધર્મનો લહાવો લઈ લેવા યોગ્ય છે. સત્સંગ, સપુરુષનો બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છે. (બી-૩, પૃ.૫૩, આંક ૩૮) જ્યાં સુધી વૃદ્ધાવસ્થાની પીડા વધી નથી, રોગથી જીવ ઘેરાયો નથી, ઇન્દ્રિયો મંદ પડી નથી અને બીજાં કામ થાય છે ત્યાં સુધી ધર્મનું આરાધન ઉલ્લાસભાવે કરી લેવા યોગ્ય છે, પછી નહીં બને. માટે સંસારી ચિંતાઓ તજી, દેહાધ્યાસ ઘટાડી, પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણની તૈયારી કર્તવ્ય છે, કોઈ કરી આપે તેમ નથી. પોતાને જ કરવું પડશે. (બો-૩, પૃ.૭૧૨, આંક ૮૬૨) T સુખના પ્રસંગોમાં ધર્મ કરવાની કાળજી રહેતી નથી અને દુ:ખના પ્રસંગોમાં ઇચ્છા હોય તોપણ બનવું કઠણ પડે તેમ છે, માટે જ્ઞાનીઓએ ચેતાવ્યા છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, રોગોથી ઘેરાયો નથી અને મરણથી કંઠે પ્રાણ આવ્યા નથી ત્યાં સુધી કાળજી રાખીને હે જીવ! જેટલું બને તેટલું ધર્મનું આરાધન કરી લે. પછીથી નહીં બને અને ભૂતકાળ વ્યર્થ ખોયો એમ પદ્માત્તાપ થશે. (બી-૩, પૃ.૪પ૩, આંક ૪૭૨). 0 દેહની વ્યાધિના નિરંતર વિચાર કર્તવ્ય નથી, તેથી તો આર્તધ્યાન થાય; પણ જ્ઞાની પુરુષનાં વચનોમાં મન રોકશો તો ધર્મધ્યાન થશે. (બી-૩, પૃ. ઉપર, આંક ૭૭૦) T માથે મરણ છે, જોતાં ઝેર છે, પગ મૂકતાં પાપ છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવાની પરમકૃપાળુદેવની સ્મૃતિ ભૂલી જવા યોગ્ય નથી. જે જીવ પાપથી ડરતો નથી, જન્મજરામરણથી ત્રાસ પામતો નથી, તે, જે જે ક્રિયા ધર્મને નામે કરે છે, તે બધા ઢોંગ જ છે. પુરુષ પાસે કોઈ ધર્મ પામવાની માગણી કરે અથવા તેની પાસે રહી પગમાં પડીને સેવા કરતો હોય અને તે જો પુરુષે આજ્ઞા કરી હોય તેથી ઊલટું ચાલતો હોય તો તે જીવ મહાપુરુષના વચનરૂપ જીભ ઉપર પગ દઈ ચાલ્યો જાય છે એમ કહીએ તો ખોટું નથી. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ છે.” તેનું ઉલ્લંઘન કરે અને ગમે તેટલા, મોઢે કાલાવાલા કરે તે શા કામના? એવું વર્તનનું કાયરપણું પ્રગટ કરનારને પરમકૃપાળુદેવે કહ્યું છે કે : મરો બૂડીને નરો બાયલા, ઢાંકણીમાં નાખીને નીર; આર્યકીર્તિને ઝાંખપ દીધી, એનો બટ્ટો તમને શિર.'' આવાં કઠણ વચન મહાપુરુષો, પથ્થર જેવા કઠણ હૈયાના જીવોને સન્માર્ગ ઉપર લાવવા કહે છે; તેથી ખોટું નહીં લગાડતાં, પોતાના પાપનો પશ્ચાત્તાપ કરી, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, જાગ્યા ત્યાંથી સવાર. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.'' Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૬) (પુષ્પમાળા-૬) થયું, તે ન થનાર નથી; પણ જેટલો કાળ આયુષ્યનો બાકી છે તે સદ્વર્તન અને સપુરુષની આજ્ઞાએ જો જાય, તો તે મહાભાગ્યની નિશાની ગણાય. પરમકૃપાળુદેવનાં વચન વારંવાર વિચારવા. (બી-૩, પૃ.૫૭, આંક ૪૨) |ધનને માટે આટલે બધે દૂર જીવના જોખમે જઈ પુરુષાર્થ કરો છો અને ધન તો મરણકાળે કે તે પછી કંઈ કામ આવનાર નથી; પણ ધર્મ-સંચયનો પુરુષાર્થ કરતા રહેશો તો તે હાલ શાંતિ આપી પરભવમાં પણ સાથે આવે એવા પુણ્ય-સંચયને પ્રગટ કરે તેવો છેજી, (બી-૩, પૃ.૩૦, આંક ૩૬૦) D ધર્મને નામે ધન ખર્ચવાની જૈનોમાં જૂની પ્રથા પડેલી છે; તે એક રીતે ઠીક છે. જે કોમમાં લોભ વધારે હોય તેને લોભ મંદ કરવા વિશેષ ઉપદેશ આપે તે વાજબી છે અને ધનને સર્વસ્વ માનનાર, ધનનો ત્યાગ કરવા તત્પર થાય તો બીજો ત્યાગ સહેલો પણ થઈ પડે, પરંતુ આત્માર્થી જીવ જે જે કરે તે આત્માનું હિત થાય તેવું કરે. આત્માર્થે કરે તો ધર્મ થાય, એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા હતા. વળી એમ પણ તેઓશ્રી કહેતા હતા કે કંઈ ધનથી જ ધર્મ થતો નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે, કષાય મંદ કરે, વિનય આદિથી સર્વને પ્રસન્ન રાખે; કોઈ ક્રોધમાં આવીને કંઈ અયોગ્ય બોલી ગયો હોય તે ભૂલી જાય અને ક્ષમા ધારણ કરે તો છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સત્ અને શીલ તથા પુરુષ પ્રત્યેની શ્રદ્ધાની બહુ ભાર દઈને તે વાત કરતા હતા. (બો-૩, પૃ.૧૩૭, આંક ૧૩૮) D આપ અત્રે પધાર્યા ત્યારે બાળકોને ધર્મશિક્ષણ આપવા માટે નિશાળ ખોલવા તમે વિચાર જણાવ્યો હતો. તે સંબંધી જણાવવાનું કે કોઈ મુમુક્ષને બોલાવી તેના હાથે શાળાની અખાત્રીજને દિવસે જ શરૂઆત કરી દો તો જુદો દિવસ શોધવો મટે અને માંગલિક કાર્યની શરૂઆતથી નવું વર્ષ પણ શરૂ થયું ગણાય. તે વિષે જેમ તમને ઠીક પડે તેમ વિચારશો. શું ભણાવવું? કેટલો ખર્ચ કરવો ઘટે? વગેરે પૂછવું હોય તો પૂ. સોભાગભાઈ વગેરેની કમિટી, આશ્રમ તરફથી નિશાળો માટે નીમેલી છે તે સલાહ આપશે અને જરૂર પડયે વર્ષ આખરે કંઈ મદદ પણ આપશે; તે વિષે તમે પણ કંઇક માહિતગાર છો, એટલે રોજ એકાદ કલાક છોકરા-છોકરીઓને અભ્યાસ કરાવે એવા સારા વર્તનવાળા શિક્ષક, મુમુક્ષુમાંથી કે સરકારી ગુજરાતી શાળા-શિક્ષક, કોઈ મળી આવ્યું મંદિરમાં હાલ એક કલાક વર્ગ ભરવાનું દિવસે કે સાંજે રાખશો તો સહેલાઇથી તે કામ શરૂ થાય તેવું લાગે છે જી. સેવાભાવે કામ કરનાર મુમુક્ષુ મળી આવે ત્યાં સુધી સારું, નહીં તો કોઈને કંઈ નામનો બે-પાંચ રૂપિયાનો પગાર આપવો પડે તો તેમ કરીને ખર્ચ કરવાનો નિર્ણય ત્યાંના મુમુક્ષુવર્ગનો થતો હોય તો ઊગતી નવી પ્રજાને નિશાળે ભણતાં અને ભણીને ઊઠી ગયેલાને આશીર્વાદરૂપ તે શાળા થઇ પડશે, ઘણા દુર્વ્યસનોમાંથી અટકશે, સભ્યતા, વિવેક, વિચાર, વિનય, ભક્તિ શીખશે અને જીવન સુખરૂપ ગાળવાનું કારણ તે નિશાળ થઈ પડશે. કામ હાથ લઈ તેને ખીલવનાર હોય તો પૈસાની અડચણ નહીં આવે, તે તો ગમે ત્યાંથી મળી રહેશે. માટે કોઈ એવા હોશિયાર કામ કરનાર માથે લઈ શકે તેમ હોય તો અખાત્રીજ જેવો બીજો સારો દિવસ જડવાનો નથી એમ નક્કી કરી, આ વર્ષે તે કામ શરૂ કરવા ભલામણ છેજી. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭) પરમકૃપાળુદેવનાં વચનો ગમે તેના કાનમાં પડશે તોપણ તે હિતકારી જ થવા સંભવ છે. તમારા નાના ગામમાં તો એક કુટુંબ જેવો સંપ રાખી કામ લેવા ધારો તો ગમે તેવું કામ સહેલાઇથી થઈ શકે. પરગામ છોકરા પરણાવી જે વહુઓ આવે તે ઘણીખરી અભણ પણ હોય, તેવાને અક્ષરજ્ઞાન અને વીસ દોહરા આદિ શીખવવાનું કામ આ શાળા કરે તો થોડા વર્ષમાં તમારા ગામમાં કોઈ અભણ ન રહે અને વીસ દોહરા આદિ ન જાણતું હોય તેવું પણ કોઇ ન રહે. નિશાળનું કામ સારું થાય અને લોકોને વિશ્વાસ બેસે કે ત્યાં જાય તે સુધરે છે તો કામ સફળ ગણાય. (બો-૩, પૃ.૨૭૩, આંક ૨૬૬) I પૂ. ....એ થોડા દિવસ ઉપર દેહત્યાગ કર્યો. તેમની મોટી ઉંમર હતી, છતાં માળા ફેરવવાનો એમણે એટલો બધો અભ્યાસ રાખેલો કે પથારીમાં સૂતાં હોય તોપણ હાથ માળા ફેરવતા હોય તેમ ચાલ્યા કરતો. પૂછે કે શું કરો છો, તો માળા ફેરવું છું એમ જવાબ આપતાં. બીજું મારે હવે શું કરવાનું છે? આટલુંય નહીં કરું? એમ કહેતાં. શું બોલો છો એમ પૂછે તો મંત્ર બોલી બતાવતાં. આ વાત ગઈ કાલે સાંભળી, તે ઉપરથી વિશેષ દ્રઢતા થઈ કે જેણે ધર્મની સંભાળ જિંદગીપર્યંત લીધી હોય, તેની સંભાળ, ધર્મ જરૂર આખર સુધી લે છે અને પરભવમાં પણ તે સાથે આવે છે. આવી અગત્યની વાત જેણે વિસારી મૂકી છે અને ધંધા તથા વ્યવહારમાં જે ગૂંચાઈ રહેલા હોય તે આખરે પસ્તાય છે, તેમણે કંઈ કર્યું હોતું નથી, કંઈ વિશ્વાસનું બળ હોતું નથી તેથી મરણ વખતે નારકી જીવોની પેઠે પોકાર કર્યા કરે છે; દુઃખી થઈ, શોકસહિત, વાસનાસહિત મરી અધોગતિએ જાય છે. આમ ઘણા પ્રસંગો નજરે જોયા છતાં આ જીવ પોતાની અનાદિની વૃત્તિ પલટાવી, જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, ધર્મનું શરણ કેમ દ્રઢ નહીં કરતો હોય ? આ મનુષ્યભવ કમાણી કરવા જેવી ખરી મોસમ છે, તેને શામાં વાપરે છે તે પણ જીવને લક્ષમાં રહેતું નથી. દેખતભૂલી'માં અનંતકાળ વ્યતીત થયો છતાં તેનો વિશ્વાસ જીવ તજતો નથી, અને જેથી જરૂર આત્માનું હિત થાય, આંટા ઊકલે તેવો જ્ઞાનીનો માર્ગ સમજતો નથી છતાં સમજવા પ્રયત્ન પણ કરતો નથી. બફમમાં ને બફમમાં હું સમજું છું, મને ખબર છે એમ માની ઠગાયા જાય છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ઘરમાં ચોર પેઠા ત્યારે શેઠાણી કહે, કોઈ ખાતર પાડવા પેઠા છે. શેઠ કહે, હું જાણું છું. આ બધી મિલકત લઈ જાય છે, તો કહે, હું જાણું છું. આ ગયા હવે તો કંઈ બૂમ પાડો, ઊઠો, અટકાવો; તોપણ કહે, હું જાણું છું. આખરે શેઠાણી અકળાયાં અને કહે, ““ધૂળ પડી તમારા જાણવામાં. બધું ગયું તોય તમારું હું જાણું છું એ ગાફેલપણું ગયું નહીં.” આપણને ચેતાવવા આવા ગતકડાં, ઘણાં, તે પરમ ઉપકારી પુરુષ કહેતા, પણ જીવને જાગવાનો પ્રસંગ ન બન્યો; એ જ બતાવે છે કે જીવ પ્રયત્ન કરે છે પણ કંઈક એવી ભૂલ રહી જાય છે કે જેથી આખર સરવાળે તેની પાસે કંઈ બચ્યું જણાતું નથી. તે ટાળવા હવે કંઈક ઊંડા ઊતરી વિચારવું ઘટે છે અને આખરની તૈયારી માટે વિશેષ તૈયારી કરી રાખવી ઘટે છે, નહીં તો કૃપાળુદેવ જેવાએ પણ ભય દર્શાવ્યો છે કે માઠું થશે. માટે જાગ્રત થાઓ, જાગ્રત થાઓ એવો પ.પૂ. પ્રભુશ્રીજીનો બોધ બધાને ગ્રાહ્ય થાય એવી ભાવનાસહિત પત્ર પૂર્ણ કરું છુંજી, (બો-૩, પૃ.૫૫૪, આંક ૬૧૨) | ઉન્માદ એટલે ધર્મનું અભિમાન, તે પણ પ્રમાદ છે. ધર્મ ન કરે તોય ખોટું અને ધર્મ કરી અભિમાન કરે તોય ખોટું છે. બધે સાચવવાનું છે. રોટલી તવા ઉપર બળી ન જવા દેવી અને કાચી પણ ન રાખવી. ધર્મ Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૬૮) કરીને, તપ કરીને પાછું અભિમાન કરે કે મેં તપ કર્યું, હું તપસ્વી છું તો ખોટું છે અને ધર્મ ન કરે તોય ખોટું છે. (બો-૧, પૃ.૧૮૬, આંક ૫૯) ID પૂર્વે જીવે જે કંઈ કર્યું છે, ધર્મ કર્યો છે, તેના ફળરૂપે ખાવા-પીવાનું, બધું મળ્યું છે. કેટલું પુણ્ય ચઢયું ત્યારે મનુષ્યભવ મળ્યો ! વિશેષ-વિશેષ પુણ્યના ઉદયથી સત્પષનો યોગ મળ્યો. આંબો વાવ્યો હોય, કેરીઓ આવી હોય તે બધી એકદમ ઉતારી લઉં એમ કરી, થડસહિત કાપી નાખે તો કંઈ પાછો આંબો ઊગે કે કેરીઓ આવે? તેમ પૂર્વે કંઈક કર્યું છે, તેથી આ ભવમાં બધું મળ્યું; પણ આ ભવમાં ધર્મ ન કરે અને મોજશોખમાં ખોટી થાય તો બીજા ભવમાં શું થશે? બીજું બધું તો અહીં જ પડ્યું રહેવાનું છે. હમણાં દેહ છૂટી જાય તો શું સાથે આવે ? સાથે આવે એવું કંઈક કરવાનું છે. (બો-૧, પૃ. ૨૭૦, આંક ૭) I જ્ઞાની પુરુષોએ પોકારી-પોકારીને કહ્યું છે કે ધર્મથી વિમુખ રહ્યાનું ફળ અત્યારે દુ:ખ, વિયોગ કે ગરીબાઇરૂપે જીવ ભોગવે છે અને તે ભોગવતાં જો કોઈ સત્પરુષનો સમાગમ, તેનો બોધ કે મંત્ર સંભારી શુભભાવમાં મન આવશે તો આવાં દુઃખ ફરી નહીં ભોગવવા પડે; નહીં તો અનાદિના સંસારભાવમાં ને ભાવમાં મન ભટક્યા કરશે. શોક-હર્ષ નહીં ભૂલે તો-તો આવા ને આવાં કર્મોને આમંત્રણ આપણે આપીએ છીએ, એમ અવશ્ય માનવું. નહીં ગમતાં એવાં દુઃખ ભવિષ્યમાં પણ ભોગવવાં પડશે, માટે ચેતીને ધર્મનો સુખકારક માર્ગ દયમાં રાખીશું તો સદ્ગુરુશરણે સર્વ સારાં વાનાં થશે. (બી-૩, પૃ.૧૪૬, આંક ૧૪૬) જૈન D જૈન એટલે રાગ-દ્વેષને જેણે આત્મભાવનાએ જીત્યા, ક્ષય કર્યા અને કેવળજ્ઞાન પ્રગટાવ્યું, તે જિનભગવંતે પ્રકાશેલો માર્ગ કે તે માર્ગે ચાલે, તે જૈન કહેવાય છે. આત્મભાવનાએ એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૯૨) પરમકૃપાળુદેવે કહેલું છે કે જૈન (દર્શન) રેલની સડક સમાન છે અને વેદાંત તે સાથે કાચી સડક, મોટરના રસ્તા જેવો માર્ગ છે. બીજા ઉપરથી પહેલા ઉપર આવી શકતાં વાર લાગે તેમ નથી. મતમતાંતરના ઝઘડામાં વૃત્તિ જતી અટકાવી, આત્માર્થનો લક્ષ રાખવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૬૨, આંક ૯૬૩) तत्प D તત્ત્વ એટલે પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ. તત્ત્વ એટલે સ્વરૂપ. ભગવાનનાં વચનો વડે રૂપી-અરૂપી પદાર્થો જણાય છે. બધા આગમોનો લક્ષ જીવને મોક્ષ થવા માટે શું કરવું, તે કહેવાનો છે. મુનિએ આગમરૂપી આંખોથી આખા જગતને જાણે છે. આખા વિશ્વનું કેવું સ્વરૂપ છે, તેને છ દ્રવ્ય અને નવ તત્ત્વમાં કહ્યું છે. (બો-૧, પૃ.૧૧૩, આંક ૨૬) I અનંતકાળથી જીવ જન્મમરણ કર્યા કરે છે, પરંતુ શુભ સંયોગો પામીને સત્સંગયોગે જીવને પોતાના વિષે વિચાર કરવાની વૃત્તિ જાગે છે. હું હું હું કરું છું, તેમાં હું કોને કહું છું?' તેનો વિચાર ઉદ્ભવતાં Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯) સપુરુષની શોધ કરી, તેનો નિર્ણય તે જ્ઞાની દ્વારા કરી લે છે એટલે જ્ઞાનીએ કહેલું આત્માનું સ્વરૂપ તેને માન્ય થાય છે : “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0'' “મૂળમાર્ગમાં કહેલાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મા એ સાત તત્ત્વનું પહેલું તત્ત્વ છે. જીવને કર્મનો સંગ છે તેથી બંધદશામાં છે; તે કર્મનું મૂળ કારણ જીવના અશુદ્ધભાવ અને તેથી પુદ્ગલ-વર્ગણાનું (જડ, સૂક્ષ્મ પરમાણુઓના જથ્થાનું) આવવું થાય છે. તે તે જડ-પુદ્ગલ દ્રવ્ય અજીવ છે. તેવા જ બીજાં આકાશ, કાળ, ધર્મ (ગતિમાં સહાયક), અધર્મ (સ્થિતિમાં સહાયક) અજીવ દ્રવ્યો છે. આમ (૧) પુદ્ગલ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દવાળા પદાર્થો), (૨) આકાશ, (૩) કાળ, (૪) ધર્મ અને (૫) અધર્મ - આ પાંચ અજીવ છે. તે બીજું તત્ત્વ છે. જીવના અશુદ્ધભાવ અને તે નિમિત્તે આવતા પરમાણુઓના સમુહને આસ્રવ નામનું ત્રીજું તત્ત્વ કહે છે. તે અશુદ્ધભાવને લઈને આવેલાં પરમાણુ આત્માના પ્રદેશોની સાથે, દૂધ અને પાણીની પેઠે, એકમેક થઈને રહે છે. તેને ચોથું બંધ તત્ત્વ કહે છે. મૂળમાર્ગ'માં કહેલા ખાસ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં જીવ રહે છે ત્યારે સંવર નામનું પાંચમું તત્ત્વ પ્રાપ્ત થયું એમ કહ્યું છે; તેથી નવાં કર્મ-પરમાણુ આવતાં નથી કે બંધાતાં નથી. સંવરના પ્રભાવે પૂર્વે બાંધેલાં કર્મો પણ આત્માની સાથેનો સંબંધ છોડીને અનુક્રમે ખરી જાય છે. દૂધપાણીને ઉકાળી, પાણી બાળી મૂકીએ તેમ પૂર્વકર્મ ધીમે-ધીમે બળી જાય છે, તેને નિર્જરા નામનું છઠ્ઠું તત્ત્વ કહે છે. બધાં કર્મ છૂટી જાય તેવા ભાવ થયે, આઠે કર્મ આત્માથી છૂટાં પડી જાય અને શુદ્ધ આત્મદશા સદા કાળ રહે, તે અવસ્થાને મોક્ષ નામનું સાતમું તત્ત્વ કહ્યું છે. આ સાત તત્ત્વમાં પુણ્ય અને પાપરૂપે બે તત્ત્વો ઉમેરીને, કોઈ-કોઈ આચાર્યો નવ પદાર્થની સંખ્યા પણ કરે છે. આત્માને જાણવો અને આત્મારૂપે વર્તવું, એ સર્વ તત્ત્વોનો સાર છે; તેથી મોક્ષ- નિશુદ્ધતા પ્રાપ્ત થાય છે. (બો-૩, પૃ.૧૮૬, આંક ૧૯૦) કાળ D આ કાળનું સ્વરૂપ કેવું છે, તે શ્રી મહાવીરસ્વામીએ તેમની હયાતીમાં વર્ણવી બતાવ્યું, તે સાંભળતાં ઘણા તો મુનિ બની, રાતદિવસ ધર્મધ્યાનમાં લાગી ગયા; કેટલાક તેવી શક્તિવાળા ન હતા, તે નિયમિત, અમુક પોતાના અવકાશ પ્રમાણે ધર્મ આરાધી શકાય, તેવા મર્યાદાધર્મને આરાધવા લાગ્યા. બધાનો લક્ષ એવો હતો કે એવા હડહડતા કળિકાળમાં આપણો જન્મ ન થાય. જે વાત સાંભળતાં ત્રાસ છૂટે, તેવા પ્રસંગોમાં આપણા રાતદિવસ જાય છે, છતાં ત્રાસ છૂટતો નથી, છૂટવાની ભાવના જાગતી Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૭૦) નથી, ઊલટા તે કળિકાળને પોષાય તેમ વર્ચા કરીએ છીએ, એ કેટલી મૂઢતા છે ! તે વારંવાર સત્સંગમાં વિચારવા યોગ્ય છે). (બી-૩, પૃ.૫૩૨, આંક ૫૮૨) 0 પ્રશ્ન પરમાર્થનું ક્ષીણપણું છે, માટે વર્તમાનકાળને દુષમકાળ કહ્યો છે? કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે? ઉત્તર : પરમાર્થમાર્ગને યોગ્ય પુણ્યવાળા બહુ ઓછા જીવો હોવાથી, આ કાળને દુષમ કહ્યો છે. જીવોનાં કર્મને લઈને કાળને પણ કલંક લાગ્યું છે, પણ તેમાં જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રત્યે ઉલ્લાસભાવ રાખી મોક્ષ-પુરુષાર્થ કરનારને કાળનું દુષમપણું નથી; એટલે પરમાર્થનું ક્ષીણપણે મોટે ભાગે ઘણા જીવોના પાપકર્મના ઉદયે છેજી. કાળ કોઈનો હાથ ઝાલવા આવતો નથી કે તને પરમાર્થમાં નહીં પ્રવર્તવા દઉં ! પણ જીવના અંતરાયકર્મના ઉદયે તથા મિથ્યાત્વભાવના ઉદયે તેને સંસારમાં પ્રવૃત્તિ કરવાનું સચેતપણું વર્તે છે અને પરમાર્થમાં પ્રમાદી બને છે. એ જીવનો જ વાંક છે, કાળનો દોષ નથી. સારાં નિમિત્તો ન મળે તેવો કાળનો પ્રભાવ જીવનાં કર્મને લઈને બને, પણ પુરુષાર્થ કરવા ધારે તો જીવ તેમાં વહેલોમોડો ફળીભૂત થાય છે. (બો-૩, પૃ.૭૭૮, આંક ૯૯૨). સિદ્ધભગવાન 0 પ્રશ્ન : સિદ્ધભગવાનને કોઈ પણ પ્રકારનો દેહ હોય? ઉત્તરઃ સ્થૂળદેહ, તૈજસ અને કાર્યણ એમ ત્રણ પ્રકારનાં શરીર સંસારી જીવોને હોય છે. તેનું કારણ કર્મ છે; પણ આઠ કર્મનો નાશ કરે, તેને ત્રણે દેહનો અભાવ હોય છે. તેથી સિદ્ધભગવાનને અશરીરી કહ્યા છે; પણ તેમના આત્મપ્રદેશો છેલ્લા દેહના આકારે અરૂપીપણે રહે છે. આત્માને જ્ઞાનરૂપી દેહ કહેવાય છે, તે માત્ર અલંકારી ભાષા છે. જ્ઞાન આત્માથી ભિન્ન નથી, જ્ઞાનમય જ આત્મા છે. (બો-૩, પૃ.૭૭૭, આંક ૯૯૨) | “સર્વ જીવ છે સિદ્ધસમ.” જીવમાત્ર એક જ જાતિના છે; પરંતુ કર્મને આધીન હોવાથી જુદા-જુદા પ્રકાર માલૂમ પડે છે. જેમ ગાડીમાંથી ઊતરેલા મુસાફરો જુદી-જુદી જગ્યાએ, પોતાનાં સગાંવહાલાંને ત્યાં જાય છે, તેમ જીવમાત્ર કરેલાં કર્મ અનુસાર તેવી ભોગ્ય જગ્યાએ જાય છે. “તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્યસ્વભાવ.” પણ જેમ સાધુપુરુષો કોઇને ત્યાં નહીં જતાં, ધર્મશાળામાં ઉતારો કરે છે, તેવી રીતે મુક્ત આત્માઓ બીજી કોઈ યોનિમાં નહીં જતાં સિદ્ધપદને પામે છે. (બો-૧, પૃ.૧૨, આંક ૧૫) તીર્થકરભગવાન D સંસારમાંથી જીવો છૂટે અને મોક્ષે જાય એવી પણ ઇચ્છા જેમને સ્ફરતી નથી, ‘સવિ જીવ કરું શાસનરસી, ઇસી ભાવદયા મન ઉલ્લાસી.' - એ ભાવો તીર્થકર થવાના હોય તે પહેલાંના ત્રીજા ભવે એટલે મનુષ્યભવમાં આગલે ભવે હોય ત્યારે કરેલી ભાવનાના ફળરૂપ તીર્થંકરનામકર્મ બંધાયું હોય છે, તે પ્રારબ્ધ પૂરું થવા અર્થે જ તીર્થકરને ઉપદેશકાર્ય હોય છે; પરંતુ “આને તારું કે આને ઉદ્ધારું એવું Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૭૧) તીર્થંકર-અવસ્થામાં હોય નહીં. યંત્રવત્ પ્રારબ્ધ અપાવે છે. ઇચ્છા એ લોભનો પર્યાય છે, તે તો મોહનો ક્ષય થયા પછી હોય નહીં; તેથી નિઃસ્પૃહપણે શ્રી તીર્થકર વક્તા છે. (બો-૩, પૃ.૨૯૮, આંક ૮૩૭) | મુમુક્ષુ સગાંવહાલાં કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તો પહેલું જોઇએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તોય તીર્થકરગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી, તો લાવવો છે, એમ રાખવું. (બો-૧, પૃ.૩૩૧, આંક ૭૯) D તીર્થકર નામકર્મ બાંધ્યું હોય તો ક્ષાયિક સમકિત હોય જ, એમ નથી. ક્ષયોપશમ સમકિત પણ હોય. તીર્થકર ક્ષાયિક સમકિત અને ત્રણ જ્ઞાન સહિત જ જન્મે, એમ કંઈ નક્કી નથી. ભાયિક તે ભવે પણ થાય. એકાંતે ભગવાને કશું કહ્યું નથી. અમુક અપવાદ હોય છે, તેની જીવોને ખબર નથી. કશાયનો આગ્રહ રાખવા જેવો નથી. ભગવાન કહે તે સાચું કારણ કે શાસ્ત્રો સમુદ્ર જેવાં છે. હું કંઈ જાણતો નથી, એમ રાખવું. (બો-૧, પૃ.૨૨૨) | જે વખતે તીર્થકર વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંનો ક્યાંય ભટકતો હતો. હવે મનુષ્યભવ મળ્યો પણ તીર્થંકરભગવાનનો યોગ નથી. તે માટે આ મંદિર છે તે સમવસરણ અને તેમાં પ્રતિમા છે તે તીર્થંકરભગવાન છે, એવી ભાવના કરવી. ભાવના કરવામાં નિમિત્ત છે. (બો-૧, પૃ.૧૦૦, આંક ૧૮). I “દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી.” (૪૩૦) બીજું, હિતકારી વાત કહી બતાવતાં પણ “તું આમ જ કર' એમ ભગવાન કહેતાં નહીં, તથા આત્મા સંબંધી ઉપદેશ પણ છદ્મસ્થ-અવસ્થામાં તીર્થકર કરતા નથી. કોઇનું અહિત થાય તેવી આજ્ઞા માગવા તીર્થંકર પાસે કોઈ જાય તો મૌન રહેતા. એક માણસે ભગવાનને ખોટા પાડવા, પોપટનું બચ્ચે હાથમાં લઈ, ભગવાન પાસે જઈ તેમને પૂછયું કે તેનું આયુષ્ય કેટલું છે? અમુક દિવસનું કહે તો તેને મારે ડોકું મરડી મારી નાખવું એવો નિર્ણય તેનો હતો અને હમણાં મરી જવાનું કહે તો તેને ઉડાડી મૂકવાનો વિચાર કરી રાખ્યો હતો. જેને જ્ઞાનનું અભિમાન નહોતું, તે ભગવાને કહ્યું કે એનું આયુષ્ય તારા હાથમાં છે. એવી કથા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સાંભળી હતી. આવા પ્રસંગોમાં વીતરાગ જે વચનો કહેતાં ર્યા છે, ત્યાં અજ્ઞાની જીવો તડફડ જવાબ દઈ પોતાની અલ્પજ્ઞતાનું પ્રદર્શન કરે છે. (બી-૩, પૃ. ૨૨૬, આંક ૨૨૨) દુશમન બે દુનિયા વિષે, સૌ સંસારી સાથ; રાગદ્વેષ એ નામના, જીતે તે જગનાથ. પ્રશ્ન : શ્રી ભગવંત તીર્થંકર પરમાત્મા જન્મથી જ આહાર લેતા નથી, તો પછી દેવોએ મોકલાવેલ આહાર પણ કેમ લઈ શકે? Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉત્તર : શ્રી તીર્થંકરને આહાર લેવાનું જે પક્ષ અયોગ્ય માને છે તે પણ, કેવળજ્ઞાન થયા પછીથી કવળ-આહાર ગ્રહણ કરતા નથી, એમ માને છે; જન્મથી જ આહાર નથી કરતા એવું કોઇ પક્ષવાળા માનતા નથી. જન્મથી શ્રી તીર્થંકરને દસ અતિશય હોય છે. તેમાંનો એક અતિશય એવો છે કે તેમને નિહાર હોતો નથી; એટલે જે આહાર લે તેનું પરિણમન શરીરના અવયવો વગેરેને પોષણ પૂરતું જ હોય છે, એટલે કચરો કાઢી નાખવાનો હોતો નથી. ગૃહસ્થાવસ્થામાં તે દેવોએ આણેલો આહાર કરે છે, પરંતુ દીક્ષા લીધા પછી ગૃહસ્થોને ત્યાં આહાર લે છે, અને તે વખતે સુવર્ણ-વૃષ્ટિ વગેરે આશ્ચર્યો દેવો તરફથી થાય છે, એવાં વર્ણન શાસ્ત્રોમાં છે. શ્રી મહાવીર ભગવાને કેવળજ્ઞાન ઊપજવા પહેલાં અમુક દિવસ તપશ્ચર્યા કરી છે, અમુક દિવસ આહાર લીધો છે, એવી ગણતરી શાસ્ત્રોમાં છે; એટલે આહાર લે છે એમાં શંકા જેવું નથી; અને નિહાર નથી થતો એ તેમનો જન્મથી જ અતિશય છે. કેવળજ્ઞાન થયા પછી ઔદારિક શરીર પરમ ઔદારિક બને છે અને આહારની જરૂર રહેતી નથી, એમ એક પક્ષ માને છે, એટલે કેવળજ્ઞાન થયા પછી ઘણાં વર્ષ સુધી આહાર લીધા વગર શરીર ટકી શકે છે; કારણ કે અંતરાયકર્મનો ક્ષય થવાથી અનંત લાભ નામનો ગુણ પ્રગટ થાય છે એટલે શરીરને ટકાવવા પૂરતાં તત્ત્વો આપોઆપ શરીરમાં પ્રવેશતાં રહે છે અને જૂનાં તત્ત્વો દૂર થતાં રહે છે. આ બધી શ્રી તીર્થંકરની પુણ્યપ્રકૃતિની વાત થઇ, પરંતુ તેવા દેહને લઇને તે તીર્થંકર નથી; પરંતુ પરમાત્માપણું જેમને પ્રગટ થયું છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આદિ અનંત ગુણો પ્રગટયા છે અને જગતને કેવળજ્ઞાનથી જણાયેલ સત્યનો ઉપદેશ કરવાથી જગત-જીવોનું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થાય છે, તે તેમનો મહદ્ ઉપકાર છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે પરમાત્માએ પ્રગટ કર્યું છે, એ જ આપણને ઉપાદેય છે, એમ જેને વિશ્વાસ પ્રગટયો છે, તે, પરમપુરુષની આજ્ઞા આરાધી આ સંસારસમુદ્રને તરી જાય છે. માટે પ્રથમ તો પરમપુરુષના આત્માનો વિશ્વાસ કરવાનો છે, તેવો જ આપણો આત્મા થઇ શકે એમ છે અને એ જ ધ્યેય રાખી આપણે બનતો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૪૫, આંક ૭૬૫) ન — તીર્થંકરઅદત્ત એટલે શ્રી તીર્થંકરે આગમમાં, ગૃહસ્થને કે સાધુને વર્તવા સંબંધી છૂટ આપી છે કે આજ્ઞા કરી છે, તે આજ્ઞા પ્રમાણે વર્તે તો ચોરી ન કહેવાય અને તે તીર્થંકરનાં વચનનું ઉલ્લંઘન થાય તે પ્રમાણે વર્ષે એટલે કોઇ વસ્તુ પૂછયા વગર લે કે તેને ન ખપે તે ગ્રહણ કરે તો તે તીર્થંક૨અદત્ત છે એટલે શાસ્ત્રના નિયમને તોડવાથી તે ગુનેગાર છે, ચોર છે; અને ગોચરી વગેરે સાધુ કરે, તે વખતે શાસ્ત્રના નિયમનો લક્ષ રાખીને લીધું હોય, છતાં ગુરુ કે ગુરુ સમાન હોય તેને બતાવ્યા વિના જે ચીજ વાપરે, તે ગુરુઅદત્ત કહેવાય છે. ગુરુની આજ્ઞામાં પ્રત્યક્ષ પુરુષની વાત છે. તીર્થંકરની આજ્ઞામાં પરંપરા શાસ્ત્ર અનુસાર વર્તનની વાત છે. કોઇ વસ્તુ લેવામાં સત્શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ વર્તવું તે તીર્થંકરઅદત્ત અને પ્રત્યક્ષ જે ગુરુ છે તેની આજ્ઞા વગર કંઇ લેવું તે ગુરુઅદત્ત છે. બંને દોષો, અર્પણભાવ જેને થયો છે, તેમાં વિઘ્ન કરનાર છે. (બો-૩, પૃ.૬૧૯, આંક ૭૧૮) Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૭૩ વિતરાગભગવાન જેને રાગ, દ્વેષ અને અજ્ઞાનનો નાશ થયો છે, તે વીતરાગ છે. શુદ્ધ આત્મા હોય ત્યાં વીતરાગપણું છે. આત્મા મૂળ સ્વરૂપે સર્વ સરખા છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેવટના ઉપસંહારમાં કહ્યું છે : સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.' “વીતરાગ શબ્દ સાંભળતાં કે વાંચતાં આપણી દ્રષ્ટિ ક્યાં જવી ઘટે ?' એમ તમારો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવનાં વચને આપણને જગાડયા છે, તેમનો વચન દ્વારા પરિચય કે માહાભ્ય, આપણને સ્ક્રયગત થાય, તેવું બીજાં નામો દ્વારા થવું મુશ્કેલ છે. બાકી “જીવનકળામાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને છેવટે પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે, છપાયું છે કે વીતરાગમાં અને અમારામાં ભેદ ગણશો નહીં. (બી-૩, પૃ.૩૯૦, આંક ૩૯૭) D પ્રશ્ન : ઉદાસીનતા અને વીતરાગતા એક જ કે ફેર છે? ઉત્તર : તે શબ્દ વાપરનારના અભિપ્રાય ઉપર મુખ્ય આધાર છે. જ્યાં જે અર્થમાં વપરાયો હોય, ત્યાં તે અર્થમાં સમજવો ઘટે છેજી. સરખી દિશાના બંને શબ્દો છે, છતાં શબ્દ જુદા હોવાથી અર્થ પણ જુદો થાય છે. સુખકી સહેલી છે, અકેલી ઉદાસીનતા.” “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” આમ બંને વાક્યોમાં કંઇક અર્થફેર સમજાય છે. ઉદાસીનતાને, આત્મભાવ પ્રગટવાનું કારણ બીજા વાક્યમાં કહ્યું છે, “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” એટલે સમ્યક્દર્શનમાં પણ વૈરાગ્યની પેઠે ઉદાસીનતા (સમતા) હોય છે. મિથ્યા સમતાને નામે, તેને કોઈ અપેક્ષાએ સમ્યક્દર્શન થવામાં વિજ્ઞભૂત પણ કહી છે. યથાર્થ ઉદાસીનતા (સમતા) સમ્યફદર્શન થયે ગણવા યોગ્ય છે, અને સમ્યક્દર્શનનું સ્વરૂપ પણ વીતરાગતા છે. વીતરાગતા એટલે રાગ દૂર થયેલી દશા; કાં તો અનંતાનુબંધી સંબંધી રાગ કે સંપૂર્ણ રાગ દૂર થયે પ્રગટેલી દશા વીતરાગતા કહેવાય છે. વીતરાગતા હોય ત્યાં રાગ ન હોય, રાગનાં કારણો દૂર કર્યા હોય. ઉદાસીનતામાં રાગ આદિનાં કારણો હોવા છતાં, સપુરુષના બોધે કે પોતાની પ્રગટ થયેલી દશાએ રાગ-દ્વેષમાં તણાઈ ન જવાય, તેવી દશા સમજવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે ઉદાસીનતાનો અર્થ સમતા સમજાવેલો છે અને સમ્યક્દર્શનને વીતરાગતા પણ વર્ણવેલ છે). તે અપેક્ષા સમજાયું હિત છે). (બી-૩, પૃ.૫૬૭, આંક ૬૩૮) || પ્રશ્ન પૂર્ણ વીતરાગતા તે સર્વજ્ઞતા તો નહીં જ ને? ઉત્તરઃ પૂર્ણ વીતરાગતા મોહનીયકર્મના ક્ષયે પ્રગટે છે અને પછી અંતર્મુહૂર્તમાં સર્વજ્ઞતા પ્રગટે છે; એટલે પૂર્ણ વીતરાગતા, સર્વજ્ઞપણાની સમીપની જ દશા છે. તેથી પૂર્ણ વીતરાગ, સર્વજ્ઞ અલ્પ સમયમાં થયા વિના રહે નહીં, તેને સર્વજ્ઞ કહો તો ખોટું નથી. (બી-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) “વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય.' (બી-૩, પૃ.૩૧, આંક ૭૪૧) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વીતરાગભાવથી સંવર થાય છે. કષાય ઘટે તેથી સંવર થાય છે. જેટલા રાગ-દ્વેષ ઓછા, તેટલો બંધ ઓછો. વીતરાગતા વધે તેમ તેમ બંધ મંદ થાય. જેને છૂટવું હોય, તેને કોઇ પર રાગ કે દ્વેષ કરવાના નથી. વીતરાગદશામાં જેટલી ખામી છે, તેટલો બંધ વધારે પડે છે. વીતરાગતા સહિત જે વિચાર થાય, તે નિર્વિકલ્પદશા છે. ધર્મધ્યાનમાં વસ્તુને સમજવા માટે વિચાર કરે, એ કંઇ વિકલ્પદશા નથી. વિચાર ન હોય । જ્ઞાન પણ ન હોય. જ્યાં રાગ-દ્વેષ છે, ત્યાં વિકલ્પ છે. રાગ-દ્વેષ રહિત નિર્વિકલ્પદશા છે. વિકલ્પમાં રાગ-દ્વેષની હાજરી હોય છે. રાગ-દ્વેષ રહિત જે વસ્તુનો વિચાર કરે, તે વિકલ્પ નથી. ઉપયોગ વારંવાર ફરે, તેનું નામ વિકલ્પ છે. એક વસ્તુમાં ઉપયોગ રોકાય, બીજી વસ્તુમાં ઉપયોગ ન જાય, તે ધ્યાન છે. નિમિત્તને લઇને જેને રાગ-દ્વેષ થાય છે, તેને આત્મચિંતન રહે તો રાગ-દ્વેષ ઘટે. નીચી દશાવાળા જીવોને એ ઉપદેશ કર્યો છે. દશા વધ્યા પછી દેવલોકનું, નરકનું ચિંતન કરે તો કંઇ રાગ-દ્વેષ ન થાય. વસ્તુને જાણવાથી દોષ નથી, પણ રાગ-દ્વેષ કરવાથી દોષ છે. જેટલા અંશે વીતરાગતા છે, તેટલા અંશે સમ્યક્દર્શન છે. જેટલી વીતરાગતા, તેટલું નિર્વિકલ્પપણું છે. (બો-૧, પૃ.૧૫૬, આંક ૨૮) D પરદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તો વિકલ્પ શાને કહે છે ? રાગ-દ્વેષસહિત કોઇ પણ શેયને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો, તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય-અન્ય જ્ઞેય પદાર્થને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે, ત્યાં નિર્વિકલ્પદશા જાણવી. કોઇ એમ કહે કે છદ્મસ્થનો ઉપયોગ તો જુદા-જુદા ક્ષેય પદાર્થોમાં પલટાયા કરે, ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેનો ઉત્તર : જેટલો કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય, તેટલો કાળ નિર્વિકલ્પદશા કહી છે. વિચાર માત્ર રોકાય તો જડપણું પ્રાપ્ત થાય; પણ રાગ-દ્વેષવશ ઉપયોગ પલટાવે, તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રોકાય, તે નિર્વિકલ્પતા. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) વીતરાગભાવ છે, તેટલો મોક્ષમાર્ગ છે. એ વીતરાગભાવ શાથી આવે ? તો કે વ્રત, શીલ આદિથી. એ નિમિત્ત માત્ર છે. એ હોય અને વીતરાગતા ન પણ હોય. વીતરાગભાવ રાખવો પોતાને આધીન છે. વ્રત, શીલ આદિ શરીરને આધીન છે. વીતરાગભાવ ઉપાદેય છે, વ્રતનિયમ ઉપાદેય નથી. વીતરાગભાવ રાખશે તો મોક્ષ થશે. (બો-૧, પૃ.૧૭૨, આંક ૪૦) વીતરાગભગવાન પાસે આવવું શા માટે ? વીતરાગતા માટે. જન્મમરણ ઘટે, એ માટે ભગવાન પાસે જવાનું છે. ભક્તિ કરે અને ઇચ્છે કે મને ધન મળો, નોકરી મળો, પુત્ર મળો. એવી ઇચ્છા ન કરવી. ભગવાન પાસે માગે તેથી કંઇ મળે નહીં, પુણ્ય હોય તો મળે. વીતરાગદેવ અલૌકિક છે. ભગવાન પાસે જઇને માગવું, એ અલૌકિક મિથ્યાત્વ છે. તેમની પાસે માગે તેથી મિથ્યાત્વ દૃઢ થાય છે. ભગવાન પાસે જઇને માગવું, તે તીવ્ર લોભ છે. તેથી પાપ બંધાય છે. રોગ આવે ધન ન મળે ત્યારે રોગ મટવા કે ધન મળવા લોકો અંતરાયકર્મની પૂજા ભણાવે છે, તેથી મિથ્યાત્વ દૃઢ થાય છે. ભગવાન પાસે તો વીતરાગતાની માગણી કરવી. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦) Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ સ્થિતપ્રજ્ઞ D સ્થિતપ્રજ્ઞ, તીવ્રજ્ઞાન અને પરમાવગાઢદશા લગભગ સરખી સમજાય છે. પરમકૃપાળુદેવના જ્ઞાનમાં હોય તે સાચું. એ ઉત્તમ પૂજ્ય દશા - ‘‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત'' - અત્યારે આપણી કલ્પનામાં આવવી દુર્લભ છે, છતાં શ્રી સદ્ગુરુએ પ્રાપ્ત કરી છે, એ જ મને પ્રાપ્ત થાઓ. મૂળસ્વરૂપ મારું તેવું છતાં હું અત્યારે શામાં આનંદ માનું છું ? એ વિચારી ‘‘અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઇ જ્ઞાની સદાય નિર્ભય છે.'' (૮૩૩) આ વાતનો લક્ષ લેવો ધટે છેજી. એ પત્ર, આખો મનન કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૨૯૬, આંક ૨૮૫) D સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શ્રીમદ્ ભગવદ્ગીતામાંથી ઉતારી મોકલું છું, તે વિચારશોજી. અર્જુન પૂછે છે (અધ્યાય બીજો, શ્લોક ૫૪થી ૭૨) : ‘“હે કેશવ ! સમાધિમાં રહેલા સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું ? સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે ? કેવી રીતે બેસે - ઇન્દ્રિયોનો નિગ્રહ કરે ? અને કેવી રીતે વર્તે ?'' શ્રી ભગવાન બોલ્યા : ‘હે પાર્થ ! જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને મનુષ્ય તજી દે છે, અને આત્મા વડે જ આત્મામાં સંતોષ પામે છે ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખોમાં ઉદ્વેગરહિત મનવાળો, સુખોમાં સ્પૃહારહિત અને જેના રાગ, ભય તથા ક્રોધ દૂર થયા છે, એવા મુનિ (વીતરાગ, વીતક્રોધ, વીતભય) સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ વિનાનો હોઇ, તે તે શુભ કે અશુભ પામીને આનંદ પામતો નથી કે દ્વેષ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર થયેલી છે. જેમ કાચબો સર્વ તરફથી અંગોને સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી મનુષ્યોના વિષયો (વાસના ગયા વિના રસ જતો નથી) નિવૃત્ત થાય છે; પરંતુ બ્રહ્મનો સાક્ષાત્કાર કરીને એની વાસના પણ નિવૃત્ત થાય છે. હે કૌંતેય (અર્જુન) ! મથી નાખનારી ઇન્દ્રિયો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ બળાત્કારે વિષયોમાં ખેંચી જાય છે. માટે તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી સ્થિરચિત્ત અને મારા (પરમાત્મા) પરાયણ રહેવું; કેમ કે જેની ઇન્દ્રિયો વશ હોય છે, તેની (જિતેન્દ્રિયની) બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરતા મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે, કામથી ક્રોધ ઊપજે છે, ક્રોધથી સંમોહ (વિવેકહીનતા) ઊપજે છે, સંમોહથી સ્મૃતિનો નાશ થાય છે (ઉપયોગ ચૂકે છે), સ્મૃતિનાશથી બુદ્ધિનો (પ્રજ્ઞાનો) નાશ થાય છે, તેથી સંપૂર્ણ નાશ થાય છે. વશ અંતઃકરણવાળો (કૃઢ નિશ્ચય, પકડવાળો) મનુષ્ય રાગ-દ્વેષરહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવતાં છતાં ચિત્તની નિર્મળતાને પામે છે. ચિત્તની નિર્મળતા થતાં, એનાં સર્વ દુઃખોનો નાશ થાય છે; કારણ કે નિર્મળ ચિત્તવાળાની બુદ્ધિ તત્કાળ સ્થિર થાય છે. અયુક્તને (અયોગી - ચિત્તને વશ ન કરનારને) બુદ્ધિ નથી અને તેને ભાવના પણ (બ્રહ્માકાર અંતઃકરણની વૃત્તિનો પ્રવાહ : ‘‘વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.'') નથી; ભાવનારહિતને શાંતિ નથી અને શાંતિરહિતને સુખ ક્યાંથી હોય ? કારણ કે વિષયોમાં ભટકતી Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૭) ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિય સાથે મન જોડાય છે, તે ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિને, જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ, ખેંચી જાય છે. માટે હે મહાબાહો (મુમુક્ષુ) ! જેની ઇન્દ્રિયો સર્વ પ્રકારે ઇન્દ્રિયોના વિષયોથી રોકાયેલી છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે સર્વ પ્રાણીઓની રાત્રિ છે (આત્મ-અજ્ઞાન) તેમાં સંયમી પુરુષ જાગે છે, જ્યાં જગત-જીવો પ્રમાદ કરે છે એવા પરમાર્થમાં જ્ઞાની જાગ્રત છે) અને જેમાં (અજ્ઞાનરૂપ રાત્રિ = વ્યવહારમાં) અજ્ઞાની પ્રાણીઓ જાગે છે તે (વ્યવહારરૂપ રાત્રિ) આત્મદર્શી મુનિની રાત્રિ છે. (વાર્ત વ્યવહારેડસ્મિન સુપુતાશ્વાત્મા = જે વ્યવહારમાં જાગે છે – ઉપયોગવંત છે તે પરમાર્થમાં ઊંધે છે - ઉપયોગરહિત છે.) જેમ સર્વ તરફથી ભરાતા, અચળ મર્યાદાવાળા સમુદ્રમાં પાણી પ્રવેશ કરે છે, તેમ સર્વ વિષયો જે મનુષ્યમાં (જેના આત્મામાં) પ્રવેશ કરે છે (વિલીન થાય છે, સમાઈ જાય છે, મરી જાય છે, નિર્જરી જાય છે) તે શાંતિને પામે છે; પરંતુ વિષયોને ઈચ્છનારો શાંત થતો નથી. જે મનુષ્ય સર્વ કામનાઓને તજીને નિઃસ્પૃહ, મમતારહિત અને અહંકારરહિત થઇને વિચરે છે, તે શાંતિને પામે છે. તે પાર્થ (અર્જુન) ! આ બ્રાહ્મી સ્થિતિ છે. આને પામીને (મનુષ્ય) મોહ પામતો નથી; અને અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે (સ્થિતપ્રજ્ઞ) બ્રહ્મ-નિર્વાણને પામે છે.” (બી-૩, પૃ.૨૨૫, આંક ૨૨૨) જ્ઞાની || પોતાની કલ્પનાથી કોઈને જ્ઞાની ન માનવા, પણ સંતે આપણને પરમકૃપાળુદેવનું ઉત્તમ શરણું આપ્યું છે, તેમાં સર્વ જ્ઞાની આવી જાય છે. માટે મારે પરમકૃપાળુદેવે જાણેલો આત્મા જ માન્ય છે. તે સિવાય કંઈ મારે જોઈતું નથી, એથી વહાલું મારે બીજું કોઈ નથી એ ભાવ દ્રઢ કરવો. (બો-૩, પૃ.૬૧૫, આંક ૭૧૨) D અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ જીવને અવળે માર્ગે ચઢાવી મૂળમાર્ગથી દૂર રાખે છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ અત્યંત દૃઢતાથી કહ્યું છે કે પરમકૃપાળુદેવની આજ્ઞા, સંતના કહેવાથી જે માન્ય કરશે તેનું અવશ્ય કલ્યાણ થશે. આમ સાચો હીરો પરખીને તેમણે આપણને આપ્યો તો હવે બીજા સંબંધી કલ્પના કરવાની પંચાતમાં પડવાની આપણે શી જરૂર છે? પરમકૃપાળુદેવ જ્ઞાની છે અને જ્ઞાનીના આરાધનથી જ્ઞાન થાય છે એટલો લક્ષ રાખી “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી.' એ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તેમ, હવે તો વૈરાગ્ય-ઉપશમરૂપ યોગ્યતા મેળવવા મંડી પડવું યોગ્ય છે. આપણી મતિથી માની લેવા કરતાં જ્ઞાનીએ જાણ્યું હોય તે સત્ય છે, એ ભાવ ઉપર રહેવા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો ઘણો બોધ થતો તે લક્ષમાં રાખી, ગમે ત્યાં બાઝી પડવાની ટેવ દૂર કરી પરમકૃપાળુદેવને ઉપાસવા. આ વારંવાર વિચારી એક પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ કરવાની વિનંતી આત્મહિતકારી છે, તે લક્ષમાં લેવાથી લાભ થશેજી. (બો-૩, પૃ.૧૧૭, આંક ૧૧૨) Page #286 -------------------------------------------------------------------------- ________________ (૨૭૭) 1 પ્રભુમાં પરમ પ્રેમ થાય તો તે કેવળજ્ઞાનનું બીજ, સમકિત પ્રગટવાનું કારણ છે. બીજેથી પ્રીતિ ઊઠે તો સપુરુષ પ્રત્યે પ્રીતિ થાય. બધેથી પ્રેમ ઉઠાડી ત્યાં મૂકે તો કામ કરે. ગમે તેટલું અઘરું પડે, પણ મારે તો જ્ઞાનીએ કહ્યું તે જ કરવું છે. એવું થાય તો જ્ઞાની કહે છે, જીવને માન્ય થાય. જ્ઞાનીએ કહેલી વાત માન્ય થાય તો આત્મામાં ઉપયોગ જાય અને આત્મા તે જ હું, એમ જીવને થાય, સ્વપરપ્રકાશકજ્ઞાન એ આત્માનો પ્રત્યક્ષ ગુણ છે. જાણનાર તે જ હું છું. જ્ઞાની દિવસને રાત કહે તોય માને, એવી પ્રતીતિ થાય ત્યારે આત્મજ્ઞાન થાય. પોતાની બુદ્ધિનું દેવાળુ કાઢવાનું છે. જ્ઞાની કહે તે જ માનવું. પરોક્ષ શ્રદ્ધા દ્રઢ થઇ જાય તો તેમાંથી પ્રત્યક્ષ થાય. જ્ઞાનીને આધારે જે પરોક્ષ પ્રતીતિ થઈ તે જરાક આગળ વધે તો પ્રત્યક્ષ થઈ જાય; પણ જ્ઞાનીનું કહેવું માનવું બહુ અઘરું છે. ઘણા અંતરાયો દૂર થાય ત્યારે હું કંઈ નથી જાણતો એમ થાય. (બો-૧, પૃ.૩૨૮) સ્ફટિક સફેદ છે, તે જેવો સંગ થાય તેવો દેખાય પણ તે રૂપ થાય નહીં તેમ જ્ઞાની કર્મઉદય સહિત છે, પણ રાગ-દ્વેષ કરતાં નથી, તેમાં રંગાઈ જતાં નથી. વ્યવહારમાં વર્તે, પણ વૃત્તિ અંતરમાં રહે છે. થાકેલો જેમ માંડ-માંડ કામ કરે તેમ જ્ઞાનીને કરવું પડે છે, પણ એમાં રંગાતા નથી. આત્મામાં એ જાગૃત રહે છે, બીજાં કામોમાં એ ઊંઘે છે. એક આત્માને સંભાળે છે, સ્વરૂપમાં લીન થાય છે. સોનું ગમે તેટલો કાળ કાદવમાં રહે, તો પણ તેને કાટ ન લાગે; તેમ આત્મજ્ઞાન થયા પછી કોટી વર્ષ સંસારમાં રહે, તોપણ મલિન ન થાય. જ્ઞાન થવાથી મોક્ષનો આનંદ આવે છે. તેને પરવસ્તુનું માહાત્મ નથી. જ્ઞાનીમાં જગત નથી, જગતથી રહિત છે. તેનું અંતઃકરણ જોઇએ તો જ્ઞાનથી ભરપૂર છે. બીજું કશું નથી. જાગતો હોય પણ જાણે ઊંધે છે એમ લાગે, તે નર મુક્ત છે. જેની શંકાગ્રંથિ, કર્મગ્રંથિ ભેદાઇ છે, જેને દેહ છતાં નિર્વાણ છે મુક્ત જેવા છે, એનું નામ જીવનમુક્ત છે. (બો-૧, પૃ.૧૯૭). 1 સપુરુષનો યોગ મળ્યા પછી તેનું ઓળખાણ થવું એ દુર્લભ છે; કારણ કે, પરમકૃપાળુદેવે ઉપદેશછાયામાં જણાવ્યું છે તેમ, મચ્છવેધ કરનારની નજર પાણીમાં હોય છે પણ તેને વીંધવું છે આકાશમાં ફરતું મચ્છ આકારનું લક્ષ્ય, તેની દ્રષ્ટિ લોકોને પાણી તરફ લાગે છે પણ તેનું ધ્યાન ઊંચે આકાશમાં છે; એ રીતે સત્પરુષો આપણને દેહરૂપે આપણી આંખે દેખાય છે પણ તેમનું ધ્યાન, તેમની રમણતા સદ્ગુરુમાં, આત્મસ્વરૂપમાં જ હોય છે. પ્રારબ્ધ અનુસાર જે જે ક્રિયા કરવી પડે છે તેમાં તેને અનાસક્તિ હોય છે. પોતે સદ્દગુરુને સર્વસ્વ અર્પણ, સાચા ભાવે કરેલું છે એટલે આપણી આંખે જે દેખાય છે તેને તે પોતાનું માનતા નથી અને તેના તરફ આપણો લક્ષ્ય રહે તેમ ઇચ્છતા પણ નથી. તેથી સત્પરુષને ઓળખવા માટે તેમના બોધની જરૂર છે અને ઉપશમ, વૈરાગ્ય તથા ઇન્દ્રિયના જયની પણ તેટલી જ જરૂર છે. આપણી કલ્પનાએ સત્પરુષને પૂજીએ કે તેમના ઉપર શ્રદ્ધા રાખીએ તે કરતાં, તેમણે આપણને જેમના ઉપર શ્રદ્ધા રાખવાનું કહ્યું છે તે પ્રમાણે કરીએ તો તેમાં વિશેષ કલ્યાણ છેજી. એ નિર્ભય માર્ગ છે, નિઃશંક માર્ગ છે. પરમકૃપાળુદેવને બતાવનાર પુરુષ ઉપર વિશ્વાસ રાખ્યાનું ફળ પણ એ જ કહેવાય કે પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા, એનું અનન્ય શરણ ગ્રહણ કરવું. (બી-૩, પૃ. ૨, આંક ૫૦) Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮ પ્રમાદમાં વખત ન જાય અને પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે કંઈ મુખપાઠ કરાવ્યું હોય, તેમણે ખાસ બોલાવીને વાત કરી હોય તે વારંવાર વિચારી, યાદ લાવી તેનો અમલ કરવાનો લાગ આવ્યો છે; તે વ્યર્થ વહી ન જાય. અસંગ, અપ્રતિબંધ, ક્ષમા, ધીરજ, સહનશીલતા, જાગ્રત થા, જાગ્રત થા વગેરે શબ્દોના રણકારા વિશેષ વિચાર પ્રેરે અને જીવને વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવી ઉન્નતિ પ્રેરે તેમ હવે તો થવું જોઈએ. નાનાં છોકરાં વખત જતાં ચાલતાં, બોલતાં, ભણતાં શીખીને વ્યવહારકુશળ બને છે; તો મુમુક્ષુજીવે હવે પુરુષાર્થ કરી, વિશેષ વીર્ય ફોરવી અતીન્દ્રિય સુખ, જ્ઞાન, શાંતિ પ્રાપ્ત કરવા ભાવના કર્તવ્ય છે. તેવા પુરુષાર્થ વિના સપુરુષનું સાચું ઓળખાણ થવું દોહ્યલું છે. (બો-૩, પૃ.૫૮૨, આંક ૬૫૭) | જેમ જેમ જ્ઞાની પુરુષનું જીવને ઓળખાણ થતું જાય છે, તેમ તેમ આત્મા તે રૂપે થતો જાય છે. પાણીના નળની માફક, એક પાઇપને બીજી પાઇપનું જોડાણ થાય અને પાણી એક પાઈપમાંથી બીજી પાઇપમાં જવા લાગે તેમ આત્માનો પ્રવાહ તે રૂપે થવા માંડે છે. ફકત જોડાણ થવાની જરૂર છે. (બો-૧, પૃ.૧૯) D જગત પાંચ ઇન્દ્રિયોના વિષયને ઇચ્છે છે, પણ જ્ઞાની તેથી ઉદાસ, નિસ્પૃહ રહે છે. એમને કંઈ ઇચ્છા નથી. એ પોતાનું ભૂલતા નથી. ગમે તેવાં આકર્ષણ હોય તોપણ પોતે પોતારૂપે જ રહે છે. આખું જગત ગમે તેમ વર્તતું હોય, પણ જેણે આત્મા જાણ્યો છે, તે આત્મામાં સ્થિર રહી જગતને દેખે છે. જગત પુદ્ગલને દેખે છે. જ્ઞાનીપુરુષ બધાં આકર્ષણોથી દૂર થયા છે, તેઓ પોતાને દેખે છે. બીજા જીવો દેખતા છતાં પોતાને દેખતા નથી. જ્ઞાની પોતાને સાચવે છે, એ એમની બલિહારી છે. (બો-૧, પૃ.૩૨૬, આંક ૭૫) “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.'' જ્ઞાનીની વાણીનું લક્ષણ પૂર્વાપર અવિરોધ હોય છે. એ સમજાવવું, વિવેચન કરવું મુશ્કેલ છે, પણ શબ્દાર્થ, પત્રાંક ૬૭૯માં વાંચવાથી એવો સમજાય છે કે જ્ઞાનીની વાણી આત્માર્થે, આત્મા જાણ્યાપૂર્વક હોય છે તેથી આત્મા પોષાય, જાગ્રત થાય, વૈરાગ્ય તથા પુરુષાર્થમાં પ્રેરાય તેવાં વચનો હોય છે. ગમે તે પ્રકારનાં વચનો પણ એ જ પરમાર્થને પ્રેરનારાં હોય છે. તેને હાનિ કરે તેવાં વચન જ્ઞાનીનાં હોતાં નથી. અજ્ઞાનીને આત્મા તરફ લક્ષ થયેલો હોતો નથી, તેથી એક વખત શૂરવીરતાનાં વચન પુરુષાર્થપ્રેરક હોય અને બીજે પ્રસંગે કાયરતા ઘર કરે તેવાં હોય, પણ સતત આત્મવિચારણા વધારનારાં કે આત્મહિતને પોષક એકધારાં હોતાં નથી. (બો-૩, પૃ.૩૪૨, આંક ૩૪૪) I એક વખત પ્રભુશ્રીજી ભક્તિ કરતા હતા; તે વખતે સ્તવન બોલાતું હતું, તે બંધ રખાવી પૂછયું કે જ્ઞાનીપુરુષ ભક્તિ કરે કે નહીં? પછી પોતે જ કહ્યું કે અશુભમાં વૃત્તિ જતી હોય તે અટકાવવા માટે ઉલ્લાસપૂર્વક કરે છે, કેમકે અશુભભાવ ખરાબ છે. શુભભાવથી થોડામાં પતી જાય છે. શુભભાવથી વૈરાગ્ય વધે છે. શુભભાવમાં સુધા આદિની પણ ખબર ન પડે. વૈરાગી દય હોય છે ત્યારે સુધા આદિ ઓછાં લાગે છે. (બો-૧, પૃ.૧૫૫, આંક ૨૭). 1 જ્ઞાન ન થાય ત્યાં સુધી જાગ્રત રહેવું. ચેતવાનું છે. જ્યાં સુધી જ્ઞાનીપુરુષ એમ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાં સુધી જ્ઞાની છું, એમ માનવું નહીં. મારે જાણવું છે, એમ રાખવું. પોતાને જ્ઞાની માની લે તો Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ પછી કોઇની પાસેથી જાણવાનું બંધ થઇ જાય, એટલે પછી ભૂલ જાય નહીં, અને જ્ઞાન થાય નહીં. મને જ્ઞાન થયું, એમ માનવામાં નુકસાન છે. એના કરતાં ન માનવામાં લાભ છે. તીર્થંકર વિચરતા હતા ત્યારે ગણધર જેવા પણ ‘ભગવાન જાણે’ એમ રાખતા. (આનંદશ્રાવક અને ગૌતમસ્વામીનું દૃષ્ટાંત : ઉપદેશછાયા પૃ.૬૯૨) ગૌતમસ્વામીએ છતે જ્ઞાને જોયું નહીં, ઉપયોગ આપ્યો નહીં. જઇને મહાવીરસ્વામીને પૂછ્યું; પણ તેથી કંઇ જ્ઞાન જતું રહ્યું ? ન માનવામાં કંઇ ખોટ નથી. ‘હું જાણું છું.’ એમ માનવું જીવને સારું લાગે છે, પણ તે નુકસાન કરનાર છે, અશાંતિ કરનાર છે. મને આવડે છે એવું અભિમાન હોય તો જ્ઞાનીનું કહેલું ન બેસે. ગુણગ્રાહી થવું. માનવું છે જ્ઞાનીનું. એણે સાચી વસ્તુ જાણી, તે આપણે કામની છે. જીવના જ્ઞાન સાથે ઝેર છે, તેથી આત્મા મરી રહ્યો છે. જ્ઞાનીની સમજણથી તરે. પોતાની સમજણથી ડૂબે, બૂડે. જ્ઞાનીએ શું કહ્યું, તે વિચારવું. તારી સમજણ ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી, એમ પ્રભુશ્રીજી કહેતા. તારી સમજણ ઢેડડી જેવી છે. તારી સમજણથી અનાદિનો રખડયો. ડાહ્યા ન થવું. જ્ઞાનીએ કહ્યું તે લક્ષમાં રાખવું. એક મંત્ર મળ્યો તો તેની પાછળ પડવું, ગાંડા થઇ જવું. લોકો કાગડાને પાંજરામાં નથી પૂરતા; પોપટને પાંજરામાં કેમ પૂરે છે ? ડાહ્યો થવા જાય છે તેથી. ડહાપણ દેખાડવું નથી, તેમ માનવું પણ નથી. જ્ઞાનીએ કહ્યું તે એક સાચું. જ્ઞાની જાણે છે. એણે જે કહ્યું તેને આધારે-આધારે કામ કર્યા કરવું. આટલો ભવ તેમ કરવું. (બો-૧, પૃ.૨૩૧) સમ્યવૃષ્ટિ પ્રશ્ન : સમ્યદૃષ્ટિ કોને કહેવાય ? પૂજ્યશ્રી : જેને શુદ્ધ આત્માનો અનુભવ થયો છે અને તેની શુદ્ધ પ્રતીતિ વર્તે છે; જેને જે કર્મ આવે તે સમભાવે વેદવાં છે તેને. તેને મોક્ષ સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા નથી. તેને છૂટવાની ઇચ્છા છે, પણ કર્મ ઉદયમાં આવે તે સમભાવે વેદે છે. કષાય કરવાની ઇચ્છા નથી, છતાં પૂર્વકર્મથી થઇ જાય તોપણ તેને ખોટા જાણે છે, તેથી તે જાય છે. સમ્યદૃષ્ટિ સંસારમાં, છૂટવાની ઇચ્છાથી રહે છે. પૂર્વે જે શુભાશુભ કર્મ બાંધ્યાં છે, તે ભોગવ્યા વિના છૂટકો નથી, તેથી સમભાવે તેઓ કર્મને વેદે છે. પ્રશ્ન : એ વેદવાં જ પડશે, એમ તેઓને શાથી ખબર પડે ? પૂજ્યશ્રી : તેઓ છૂટવાનું કામ કરવા જાય, પણ ન થાય. તેથી જાણે કે એ ભોગવવું પડશે. બનતા સુધી કષાયોને શમાવે, તેમ છતાં થઇ જાય તો તેને ખોટા જાણે. તેમને કષાયથી નિવૃત્ત થવાની ઇચ્છા છે. (બો-૧, પૃ.૪૬) Ū સદ્ગુરુના બોધને વિચારતાં, સદ્ગુરુએ દેહથી ભિન્ન આત્મસ્વરૂપ કહ્યું છે તે માનતાં, અને જ્ઞાનવૈરાગ્યવંત દશા પામતાં, ચોથું ગુણસ્થાનક સંભવે છેજી. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આટલાથી સંતોષ માની લેવા જેવું નથી. સાકરનો સ્વાદ કેવો હોય એમ તમને કોઇ પૂછે તો તેનું વર્ણન, તમે સાકર ચખાડીને આપો, તેના જેવું કદી અન્ય રીતે શબ્દથી થઇ શકે એમ નથી. માટે સર્વ ભાવો અનુભવગમ્ય છે. શબ્દો માત્ર નિશાનીરૂપ છે. જેમ બીજનો ચંદ્ર આકાશમાં ઊગ્યો હોય, તે કોઇને આંખની ઝાંખપથી ન દેખાતો હોય, તેને આંગળી કરી ચંદ્રની રેખાનું સ્થાન બતાવે, તે દિશામાં જો તેની દૃષ્ટિ જાય અને આંખનું તેજ હોય તો દેખી શકે; તેમ આત્મદશાનાં વર્ણન બધાં દિગ્દર્શનરૂપ છે. પોતાની યોગ્યતા વધે, તે દૃષ્ટિગોચર થવા યોગ્ય છેજી. દેખાડનારની આંગળીને જોયા કરે તો આકાશમાંનો ચંદ્ર ન દેખાય; પણ જ્યાં નજર પહોંચાડવી જોઇએ ત્યાં પહોંચાડે, આડુંઅવળું જોવાનું બંધ કરે તો સૂક્ષ્મદૃષ્ટિથી બીજનો ચંદ્ર જણાય છે; તેમ સમ્યદૃષ્ટિ થતાં પહેલાં જીવને ઘણી તૈયારી, યોગ્યતાની જરૂર છે. તે માટે ઉપશમ, વૈરાગ્ય, સત્સંગ, સત્પુરુષનાં વચનોની પ્રતીતિ અને તેની આજ્ઞા ઉઠાવવાની પરમ જિજ્ઞાસા કેળવાશે તો ‘‘મુખ આગલ હૈ કહ બાત કહે’’ એમ પરમકૃપાળુદેવે લખ્યું છેજી. (બો-૩, પૃ.૧૪૫, આંક ૧૪૪) ઘણી વાર પ.પૂ. પ્રભુશ્રીજી સભામાં પ્રશ્ન પૂછતા : ‘‘સમકિતી જીવ શું કરે ?'' બધાને પૂછી પછી ઉત્તર આપતા કે ‘‘સમકિતી જીવ સવળું કરે છે.'' ગમે તેવા સંજોગોમાં આવી પડે તોપણ, તેને સવળું કરતાં સમકિતીને આવડે છે. તેની પાસે એવી કોઇ રમત છે કે કર્મબંધનાં કારણોમાં પણ તે છૂટે છે; કારણ કે તેની દૃષ્ટિ ફરી છે. ‘‘હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.’’ સ્ત્રીને જોઇને સંસારી વિષયલંપટી જીવને મોહ થાય, તે ગાઢ કર્મ બાંધે; ત્યાં જ્ઞાનીને તે જોઇને વૈરાગ્ય થાય છે. શિવાજી છત્રપતિ મહારાષ્ટ્રના ભક્તરાજા વિષે કહેવાય છે કે એક વખતે લૂંટમાં ધનમાલ, ઘોડા તથા સ્ત્રીઓ વગેરે જે પકડાયાં હતાં તે કચેરીમાં હાજર કર્યા. એક રૂપવંતી બાઇ પકડાઇ હતી. તેના સામું શિવાજી થોડી વાર જોઇ રહ્યા, પછી બોલ્યા કે મારી મા જીજીબાઇ પણ આવી જ હતી. તે સાંભળી સર્વ સામંતો આશ્ચર્ય પામી બોલી ઉઠયા કે અહો ! આપણાં ધન્યભાગ્ય છે કે આવા પવિત્ર નાયક આપણે માથે છે. મોગલ રાજાઓને હાથે આવું સ્ત્રીરત્ન ચઢયું હોત તો તે જનાનામાં મોકલી રાણી બનાવત અને ભોગમાં મગ્ન થાત; પણ શિવાજીએ તેને તેના પતિને ત્યાં ભેટ સાથે પાછી મોકલાવી, એમ કહેવાય છેજી. આ દૃષ્ટાંત ઉપરથી સત્પુરુષના શિષ્યને ઘણું વિચારવાનું છે કે બંધન કરાવે તેવાં જગતનાં કારણો તો ચારે બાજુ ઘેરીને રહ્યાં છે; તેમાંથી બચવાનું સાધન એક સત્પુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ, વૈરાગ્ય, બોધની સ્મૃતિ આદિ છે. તે સાધનને જીવ જો પ્રમાદને લઇને ન વાપરે તો કર્મબંધ થતાં વાર ન લાગે તેવા સંજોગો, આ કાળમાં જીવની ચારે બાજુ ગોઠવાયેલા છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી બાળકનું દૃષ્ટાંત આપતા કે ભાણામાં ખાવાનું પીરસી બાળકની મા તેને લાકડી બતાવી, પાણી ભરવા જાય ત્યારે કૂતરા ઘરમાં પેસી, તેના ભાણામાંથી ખાઇ જાય અને બાળક રડયા કરે પણ આપેલી લાકડી સંભારે નહીં તો કૂતરા ખસે નહીં, અને જો લાકડી ઉગામે તો ઊભા રહે નહીં. Page #290 -------------------------------------------------------------------------- ________________ (૨૮૧) તેમ મળેલાં સાધનનું માહાભ્ય રાખી, જ્યાં હોઇએ ત્યાં જે નવરાશનો વખત મળે તે પુરુષનાં વચન વાંચવા, ગોખવા, વિચારવામાં કે ભક્તિ-ભજન સ્મરણમાં ગાળવાની ટેવ પાડીએ તો સત્પષની પેઠે સપુરુષના આશ્રિતને પણ બધું સવળું થાય; પણ પ્રમાદ છોડીને કરવું જોઇએ. આપને ત્યાં પણ સત્સંગના અભાવે ગોઠતું નથી એમ પત્રથી જાણ્યું. ક્ષેત્ર-ફરસના પ્રમાણે જીવને જવું, રહેવું, વિચરવું થાય છે, પણ આર્તધ્યાન કોઇ કારણે ન વર્તે, તેની કાળજી મુમુક્ષુજીવ કરે છેજી. ત્યાં વધારે વખત ભક્તિ વગેરે માટે મેળવવો હોય તો મળે એવો સંભવ ખરો; અને જેમ આબુ વગેરે એકાંત સ્થળો હોય તેવા અજાણ્યા સ્થળે, લોકોને રાજી રાખવા બહુ ખોટી થવું ન પડે વગેરે કેટલાક લાભ પણ છે. તે યથાપ્રારબ્ધ ત્યાં રહેવાનું થાય ત્યાં સુધી, જાણે નિવૃત્તિ અર્થે કોઈ પર્વત પર ગયા હોઈએ તેમ, કામ પહોંચે ત્યાં સુધી કામ અને નવરાશે ધર્મપ્રવૃત્તિમાં ચિત્ત રોકવાનો કઠણ અભ્યાસ કરવા, કમર કસી તૈયાર થાઓ તો જેટલું અઘરું લાગે છે તેટલું સવળું થવાનો સંભવ છે. પછી આપ અવસરના જાણ છો. જેમ આત્મહિત એકંદરે વધારે થતું જણાય તેમ સરવૈયું કાઢી, તપાસીને પગલે ભરવું યોગ્ય છેજી, (બી-૩, પૃ.૧૫૬, આંક ૧૫૭) જેનાથી પાપ બંધાય, એવાં વચન સમ્યફષ્ટિન બોલે. આત્મા સિવાયની બધી કથાઓ વિકથા છે. સમકિતીને જડ અને ચેતન સેળભેળ ન થઇ જાય. વચ્ચે વજની ભીંત પડી છે, તેથી આ બાજુનું આ બાજુ અને પેલી બાજુનું પેલી બાજુ થઈ જાય. (બો-૧, પૃ. ૨૪૦, આંક ૧૩૦) T સમ્યફદૃષ્ટિને વસ્તસ્વરૂપનું યથાર્થ જ્ઞાન ‘‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.'' એવું ભેદજ્ઞાન હોવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે તેની પ્રીતિ, પ્રતીતિ, લક્ષ રહે છે; તેથી જ “આત્માથી સૌ હીન'' લાગવાથી પાંચ ઇન્દ્રિયોનાં સુખ તથા તેના સાધનરૂપ સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ પ્રત્યે અનાસક્તિ, નિર્મમત્વરૂપ વૈરાગ્ય પણ નિરંતર રહે છે. આત્મા સિવાય બીજે તેને ચેન પડતું નથી; તેમ છતાં શરીરનિર્વાહ આદિ કારણે પ્રવૃત્તિ કરવી પડે, તેમાં તેને મોટાઈ કે મીઠાશ તથા મારાપણાનો ભાવ રહેતો નથી. પારકી વેઠ જેવું લાગતું હોવાથી, તે પ્રવૃત્તિને લઈને જેવો અજ્ઞાનીને બંધ પડે છે, તેવો સમ્યફષ્ટિને બંધ પડતો નથી. અજ્ઞાનદશામાં બાંધેલાં જે લાંબી સ્થિતિનાં કર્મ, સત્તામાં તેને હોય છે, તેવાં કર્મ તે કદી બાંધતો નથી. થોડા વખતમાં ઉદય આવીને ભોગવાઈ જાય એવાં કર્મ બંધાય છે; એટલે પહેલાંનાં સિલકમાં કર્મ છે, તે ભોગવાઈ રહ્યા પહેલાં મોક્ષ તો થવાનો નથી અને આ નવા બંધાતાં કર્મો તે જૂનાં કર્મો ભોગવાઈ રહ્યા પહેલાં ભોગવાઈ જવાના છે, એથી મોક્ષે જવામાં વિલંબ કરનાર નવાં કર્મ થતાં નથી; તેથી નવાં કર્મ નથી બાંધતો, એમ એક રીતે કહી શકાય; અને સમયે-સમયે અનંતગુણી નિર્જરા થતી જાય છે. સમકિત થતાં પહેલાં પણ જ્યારથી જીવને એમ દયમાં બેસી જાય કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ મોક્ષનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, ત્યારથી જ જીવના દોષો નિવર્તવા લાગે છે અને જ્ઞાની પુરુષની આજ્ઞા Page #291 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨). સિવાયની પ્રવૃત્તિમાં તેને ઉત્તમતા, પ્રેમ, સાર કે ઉમંગ રહે નહીં, એટલે બધે વૈરાગ્ય વર્તે છે. આવા વૈરાગ્યથી જ જીવ સમકિતને યોગ્ય થાય છે. ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.'' બીજ, મિથ્યાવૃષ્ટિ, જે દેહાદિક પદાર્થોમાં હું અને મારું કરી રહ્યો છે, તેને રાગ-દ્વેષની પરિણતિ હંમેશાં ચાલુ હોય છે. તેથી જેવી રીતે તે સંસારનાં કાર્યો કરતાં બંધાય છે, તેવી જ રીતે અજ્ઞાન અને રાગ-દ્વેષનાં પરિણામ સહિત ધર્મને નામે દાન, શીલ, તપ, ભાવ આદિ ક્રિયા કરે છે તેમાં પણ, બંધન નિરંતર થયા જ કરે છે. જેમ કોઇ માંદો માણસ, જે જે જોવા આવે અને દવા બતાવે, તે બધાની દવા કરે તો કદી સાજે ન થાય, ઊલટો વધારે માંદો થાય; તેમ મિથ્યાવૃષ્ટિને છૂટવાના રસ્તાનું ભાન નથી અને ભાન વગરના લોકો જે જે બતાવે, તે તે ઉપાયો કરે છે, તેથી શુભ કે અશુભ કર્મ બંધાય છે અને તેના ઉદય ફળ ભોગવવું પડે છે. ટૂંકામાં, મિથ્યાદ્રષ્ટિ જે જે ક્રિયા કરે છે, તે વખતે “રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ''રૂપ બીજ વાવતો જ રહે છે, તેથી તેની ક્રિયાનું પુણ્ય કે પાપરૂપ ફળ થયા વિના રહેતું નથી; અને સમ્યકુદ્રષ્ટિને તે બીજ બળી ગયું હોય છે, તેથી વાવે તોપણ ઊગતું નથી; એટલે તેની બધી ક્રિયા છૂટવાના કારણરૂપ થાય છે. બંધાવારૂપ ફળ, તેની ક્રિયારૂપ ઝાડ ઉપર બેસતું નથી. સમ્યકુદ્રષ્ટિને વિકારનાં કારણોમાં પણ, સવિચારને લઇને વૈરાગ્ય થાય છે અને મિથ્યાદ્રષ્ટિને અવિચારદશા હોવાથી છૂટવાનાં કારણો પર્યુષણ જેવાં પણ, તકરાર કરી કર્મ બંધાવનારાં થાય છે. છાપામાં આવ્યું હતું કે પાલિતાણામાં આદીશ્વર ભગવાનના દેરાસરવાળા ચોકમાં – એવા પવિત્ર સ્થળમાં પણ, બે સાધુઓ ચોથ-પાંચમની તકરારમાં લાકડીએ-લાકડીએ લડી પડયા; એટલે જાત્રાનું સ્થળ પણ તેમને કર્મ બંધાવનારું થયું. તે ફળનું કારણ મિથ્યાત્વભાવ છેજી. (બી-૩, પૃ.૩૫૨, આંક ૩૫૪). T સમ્યફદૃષ્ટિને કર્મ બંધાતાં નથી, એમ વ્યવહારથી કહેવાય છે. (બો-૧, પૃ.૨૮૬, આંક ૩૩) સંવર થાય તો નિર્જરા થાય છે. શુદ્ધભાવથી નિર્જરા થાય છે. તપ તો જગતમાં ઘણા કરે છે, પણ સમ્યફષ્ટિને જ સકામ નિર્જરા થાય છે. તપથી નિર્જરા થાય એમ કહ્યું, તે સમ્યફજ્ઞાન સહિત તપથી; નહીં તો ઇચ્છા થાય. સમ્યકત્વ સહિત તપ કરનારને સમભાવ હોય છે. આત્માને માટે તપ કરવું છે, એવો ભાવ રહેવો જોઇએ. (બો-૧, પૃ.૩૩૭, આંક ૮૬) D મોક્ષમાર્ગમાં સમ્યક્ત્વની મુખ્યતા છે. મિથ્યાદ્રષ્ટિ સોનાને સોનું જાણે; અને સમ્યકુદ્રષ્ટિ પણ એ જ પ્રમાણે જાણે. સમ્યકુદ્રષ્ટિનું સાચું છે અને પેલાનું મિથ્યા છે; કેમ કે મિથ્યાદ્રષ્ટિને મોહ છે. સમ્યકુદ્રષ્ટિને સોનાનું માહાભ્ય નથી. મોક્ષ ભણી જ તેની રુચિ છે, તેથી વૈરાગ્યનું કારણ છે. (બો-૧, પૃ.૧૪૨, આંક ૧૬) | ધર્માત્મા હોય તે ઉપરથી હું ધર્માત્મા છું એમ દેખાવ ન કરે, ફેલપણું એટલે ડોળ ન કરે. સમ્યફદ્રષ્ટિ લોકોને રાજી કરવા કંઈ કરે નહીં. હું ધર્મી છું એમ બહારથી દેખાડે નહીં. સાચો ધર્મ સમજાય તો પછી માયા ન રહે. ધર્મી હોય તે કોઇને છેતરે નહીં. એ જાણે છે કે બીજાને છેતરતાં હું છેતરાઉં છું. (બો-૧, પૃ.૨૪૪, આંક ૧૩૬) Page #292 -------------------------------------------------------------------------- ________________ (૨૮૩) અનંતાનુબંધીની ચાર તથા દર્શનમોહનીયની ત્રણ - એ સાત પ્રકૃતિનો ક્ષય હોય તો ક્ષાયિક સમકિત કહેવાય. તે ક્ષાયિક સમકિતી નિરંતર આત્મવિચારમાં રહે છે અને તે આત્મવિચાર જ, તે જીવને સંપૂર્ણ કર્મનો ક્ષય-અભાવ કરાવી મોશે પહોંચાડે છે. સાયિક સમકિતી, સાક્ષાત્ શ્રુતકેવળી ભગવાન કે સર્વજ્ઞ ભગવાનના ચરણમૂળમાં થયેલા અપૂર્વ બોધને લઈને, જે પોતાનું અનાદિ સનાતન ધર્મમાં રહેલું સહજાન્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, શુદ્ધ જ્ઞાન-દર્શનની મૂર્તિ, શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ ચેતના – જે પોતાનું મૂળસ્વરૂપ છે, તે જ પોતાનું માને છે. એ સિવાયની સર્વ ઉપાધિ કે સર્વે સંજોગોને અનિત્ય, અશરણ અને પોતાના ત્રણ કાળને વિષે નહોતા અને છે પણ નહીં (એમ માને છે); એટલે દેહાદિક સર્વે અન્ય ભાવોના સાક્ષીભાવે રહે છે; અને શુદ્ધ જ્ઞાન-દર્શનની મૂર્તિ, શુદ્ધ ચૈતન્ય કે શુદ્ધ ઉપયોગસ્વરૂપ બોધમૂર્તિ એ જ મારું સ્વરૂપ છે અને ત્રણે કાળ હું તે જ સ્વરૂપ છું તથા અનંત દર્શન-જ્ઞાનસ્વરૂપ, અવ્યાબાધ, અમૂર્ત સ્વરૂપ જે છે, તે જ હું છું તથા તે જ મારું સ્વરૂપ છે, એમ માને છે. તેની દશા તો પરમ ઉપશમ, ઉપર કહી ગયેલા કષાયોના અભાવરૂપ સમદશા છે. તેના આત્મામાં, ગમે તેવાં સમ, વિષમ નિમિત્ત આવ્યા છતાં હર્ષ-શોક થતો નથી – અર્થાત સમકિતી જીવ હર્ષ-શોક કરતો નથી, એટલે તેની દશા સમ કહી. એ સમદશા એટલે સાત પ્રકૃતિના અભાવરૂપી જે દશા થઈ, તે દશા સમ ગણવી. સમકિતી દયમાં સ્ત્રી, પુત્ર, ધન, ધામાદિ જે પાંચ ઇન્દ્રિયોનાં સાધન છે, તેને કાળકૂટ ઝેર સમાન માને છે અને નિરંતર તેને વિષે આત્મપરિણતિએ કરીને ત્યાગબુદ્ધિ વર્તે છે. અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી બાહ્યત્યાગ ન થઈ શક્યો હોય તોપણ સમ્યફદ્રષ્ટિ જીવ અંતર્યામી છે, સર્વસંગથી રહિત છે; કારણ કે અસંગ એવું આત્મસ્વરૂપ એ જ પોતાનું માન્યું છે, એ સિવાયનું બાકી સર્વે એના જ્ઞાનમાં ત્યાગ છે. (બી-૩, પૃ.૧૪૪, આંક ૧૪૪) || જેને સંસારમાં પડવાનો ભય નથી, એવા ક્ષાયિક સમ્યકુદ્રષ્ટિ જીવને પણ ભગવાન પુરુષાર્થ કરવાનું કહે છે; કેમ કે સમ્યકુદ્રષ્ટિને પુરુષાર્થ કરતાં દેખે તો બીજાને પણ પુરુષાર્થ કરવાનું મન થાય. દરેક જીવ એકબીજા ઉપર અસર કરે છે. એકના એવા વિચારો જોઈને બીજાને પણ અસર થાય છે. (બો-૧, પૃ.૭૪). પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીની શરીરપ્રકૃતિ બહુ ગંભીર, જોખમભરી થઈ ગઈ છે; પરંતુ સદ્ગુરુશરણે યથાશક્તિ સમભાવે વેદવાનું કરે છેજીસ્મરણ, ભક્તિ-ભજન વગેરે સારાં નિમિત્તોની વચમાં રહેવાનું હોવાથી તથા પરમકૃપાળુદેવની કૃપાથી આખી જિંદગી સદ્ધર્મની ઉપાસના કરેલી હોવાથી, તેમનું કલ્યાણ જ છે. સમ્યફષ્ટિ જીવોને મૃત્યુ મહોત્સવરૂપ લાગે છે'. ત્રણે લોક ત્રિવિધ તાપથી બળી રહ્યા છે, તેમાં સમ્યફદ્રષ્ટિ જીવો જ પરમ શીતળતામય આત્મિક શાંતિ અનુભવતા હોવાથી સુખી છે. (બો-૩, પૃ.૨૯, આંક પ૭). Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪) સરુ D પરમકૃપાળુદેવને જ ગુરુ માનવા. તેના આપણે બધા શિષ્યો છીએ. જેનાથી આપણને ઉપકાર થાય તેનો ઉપકાર માનવો પણ કોઈને પરમકૃપાળુતુલ્ય સદ્ગુરુ ન માની લેવા. આ શિખામણ લક્ષમાં વારંવાર રાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૯૪, કે ૮૩૪) ૫.પૂ. પ્રભુશ્રીજી એટલું બધું ભાર દઈને કહેતા કે અમને પણ ગુરુ ન માનશો, પણ અમે જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ગુરુ માન્યા છે તેને, તમે અમારા કહેવાથી, ગુરુ માનશો તો તમારું કલ્યાણ થશે. માટે આ જ્ઞાની અને આય જ્ઞાની છે એમ કરવાનું પડી મૂકી, પરમકૃપાળુદેવમાં બધાય જ્ઞાની આવી ગયા એ લક્ષ રાખી “એક મત આપડી ને ઊભે મા તાપડી.' એમ સમજી સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ મૂંઝવણના પ્રસંગે કરતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૪૪૮, આંક ૪૬૭) T સદ્ગુરુ એ જ્ઞાનનેત્ર આપનાર છે. તેમની કૃપાથી સમ્યક્દર્શન થાય છે, એટલે દેવ, ગુરુ અને ધર્મનું ઓળખાણ આપનાર સદ્ગુરુ છે. આંખ વડે નગર કે આકાશ દીઠું તો તે આંખમાં બધું સમાય છે કે નહીં ? તેમ જે સગુરુની ઉપાસનાથી સમ્યક્દર્શન થાય, કેવળી વગેરેનું સ્વરૂપ સમજાય, ઓળખાય તો સદ્ગરનું માહાસ્ય કેટલું ? સદ્ગુરુની સમજ કે ગુરૂગમ વિના, કેવળી કે સર્વજ્ઞ કહે તે શબ્દમાત્ર છે; ભાવ સંતના ર્દયમાં રહ્યો છે, તે સમજાતાં સર્વ સમજાય છેજી. સમ્યક્દર્શનની માતા સદ્ગુરુ અને કેવળજ્ઞાનની માતા સમ્યક્દર્શન, હવે સમ્યક્દર્શનમાં કેવળજ્ઞાન સમાય કારણ કે તે તેને ઉત્પન્ન કરે છે) તો સદ્ગુરુમાં કેમ ન સમાય? સદગુરુ પદમેં સમાત હું, અહંતાદિ પદ સર્વ તાતે સદ્ગુરુ ચરણકો, ઉપાસો તજી ગર્વ.” (બી-૩, પૃ.૩૧૫, આંક ૩૦૪) | પરમકૃપાળુદેવને દેહ છોડ્યાને પચાસ વર્ષ થયાં અને મોક્ષમાળા સોળ વર્ષની ઉંમરે લખી હતી. આ બોધ સં. ૨૦૦૮માં થયેલો.) એટલાં વર્ષ થયાં છતાં લોકો જાણતા પણ નથી કે મોક્ષમાળા શું હશે ? સદ્ગુરુની કૃપા વગર સન્શાસ્ત્ર પણ હાથ ન આવે. ભગવાનની કૃપા થાય ત્યારે સદ્ગુરુનો યોગ મળે છે. (બો-૧, પૃ.૧૪૯, આંક ૨૩) T સન્શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે, તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય. પોતાની યોગ્યતા વિના શાસ્ત્ર વાંચે તો સમજાય નહીં. યોગ્યતા આવવા વિવેકની જરૂર છે. એ વિવેક સદ્ગુરુથી આવે છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૮ | શાસ્ત્રોને જાણે, પાળે અને બીજાને બોધે તે સદ્ગુરુ છે. સર્વસંગપરિત્યાગી તે સદ્ગુરુ છે. ભગવાને જે ઉપદેશ કર્યો તે ધર્મ છે. સદ્ગુરુના આધારે ધર્મ છે. સદ્ગુરુ સાચા દેવ અને સાચો ધર્મ બતાવે. જે આત્માથી આપણા આત્માનું ભાન થાય, તે સદ્ગુરુ છે. દેહ છે, તે સદ્ગુરુ નથી. દેહ કંઈ કલ્યાણ કરે છે ? એમાં જે આત્મા છે, તે કલ્યાણ કરે છે. એમનો આત્મા ઓળખાય તો કલ્યાણ થાય, લાભ થાય. Page #294 -------------------------------------------------------------------------- ________________ (૨૮૫) ગુરુ એટલે આચાર્ય. ગુરુ તો બધાય કરે છે, પણ સાચ ન આવે ત્યાં સુધી કંઈ ન થાય. દેહથી આત્મા ભિન્ન છે, એવી જેને પ્રતીતિ થઈ હોય અને જે આત્માને જાણવા પુરુષાર્થ કરતા હોય તેની પાસેથી જાણવાનું મળે છે. સદ્ગુરુ વ્યવહારથી જરૂરના છે. સંસારનું સ્વરૂપ સદ્ગુરુ દ્વારા સમજાય તો પછી જીવને સંસારના સુખની આશા ન રહે, નહીં તો પડવાનાં સ્થાનકો ઘણાં છે. અગિયારમે ગુણસ્થાનકેથી જીવ પડે છે. સદ્ગુરુનું આલંબન હોય તો ન પડે. માટે જીવને સદ્ગુરુનું અવલંબન મોક્ષ થવા માટે જરૂરનું છે. (બો-૧, પૃ.૨૫૧, આંક ૧૪૬) D ગુરુ તો આત્મા છે. તેને દેહ કે અમુક જ્ઞાતિના માનવા તે જ પાપ છે. ગુરુમાં પરમાત્મબુદ્ધિ, ઇશ્વરતુલ્ય ન મનાય તો ધર્મ ન પમાય, એમ જ્ઞાનીઓ કહે છે. (બી-૩, પૃ.૭૦૫, આંક ૮૪૮) સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે, એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી આત્મા સંબંધી ઓળખાણ કે સદૂગુરુની ઓળખાણ કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી અને યોગ્યતા વિના સાચી વાત કહેવામાં આવે તોપણ સમજાતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૩, આંક પ૧) | મહાપુણ્યના યોગે પરમકૃપાળુદેવ - સાચા આત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે. તે મરણપર્યંત ટકી રહે તેવી ભાવના કરવાથી, પરભવમાં પણ તે ભાવ પોષાય તેવી સામગ્રી જીવને મળી રહેશે. નિમિત્તાધીન ચંચળ બનતા ચિત્તને, સદ્ગુરુશરણે મંત્રમાં બાંધી રાખતાં શીખો. “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં' તે દૃઢતા વધે તેમ કરો. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૨) ઠગાયો આજ સુધી અત્યંત, હવે તો માફ કરો ભગવંત. ઠગાયો૦ ખોટાં ખાતાં ખતવ્યાં મેં તો, જૂઠો રાખી હિસાબ; રકમ શરીર ખાતાની માંડી, આત્મા ખાતે સાફ. ઠગાયો૦ સદ્ગુરુ સમીપ ગયા ના તેથી, માયા લાંબી ચાલી; હવે હાજરી હરદમ ગણીને, વૃત્તિ અંતર વાળી. ઠગાયો આપની ભાવના જાગૃતિ અર્થે જાણી સંતોષ થયો છેજ. ઘણા દિવસ પ્રતિક્રમણ કર્યા છતાં જીવ પાછો ફરતો નથી, અંતવૃત્તિ રાખતો નથી. જેવો સહવાસ સગાંવહાલાંનો ઇચ્છે છે, તેવો સહવાસ સદ્દગુરુ પ્રત્યેનો સમજાતો નથી. પોતાની હાજરી પ્રગટ ભાસતી નથી, તો તેનો વિયોગ ક્યાંથી સાલે? તો પછી જેને પ્રાર્થના કરીએ છીએ, તેની હાજરી કે વિયોગ ક્યાંથી લાગે ? બહિરાત્મભાવના ભાર નીચે જીવ દબાયો છે, તેને હલકો કરવા પરોક્ષપણે પણ આત્મપ્રતીતિ કરવી જરૂરની છેજી. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.” (૧૭૨) આદિ જ્ઞાની પુરુષનાં વચનો વિચારી, આ જીવે હાલ સુધી કરવા યોગ્ય કંઈ કર્યું નથી, માત્ર ઠગાતો આવ્યો છે. તે આત્મવંચનામાંથી જીવ હવે જાગે, સત્ય સમુખ થાય, સાચી આત્મઅર્પણતા સમજે અને આદરે, એવી વિચારણામાં પ્રયત્નપૂર્વક વર્તવું ઘટે છે). (બી-૩, પૃ.૩૯૭, આંક ૪૦૫) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬) સહનશીલતા જો સમભાવે ઉરમાં રહી નિરંતર તો, ઉદય આકરો ગભરાવે નહિ, આનંદે જીવ રહે તરતો; સદ્દગુરુ શરણે જીવન-મરણનો, નિશ્વય અડગ રહે જેને, અસહ્ય કર્મોના ઉત્પાતો, નાટક સમ લાગે તેને. કર્મઉદયને કારણે જીવની શક્તિ, પરાભવ કોઈ-કોઈ વખતે પામે છે; પરંતુ જેને સદ્ગુરુનો યોગ થયો છે, જેણે તે પુરુષની યથાશક્તિ પ્રેમભાવથી ઉપાસના કરી છે અને કરે છે તથા સાધનસંપન્ન જે જીવ છે, તેણે તો હવે શૂરવીરપણું ગ્રહીને કર્મની સામે ઝૂઝવું ઘટે છે, કારણ કે તેની કુમકમાં(સહાયમાં) સદ્ગુરુશરણરૂપી દિવ્ય શસ્ત્ર ધારણ કરેલ, વિશ્વાસરૂપી કોટી-સુભટ છે. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી.” (૨૧-૩૦) એમ પરમકૃપાળુદેવ લખે છે. તેનો જરૂરી કંઈક અનુભવ થવો ઘટે છેજી. આવા કઠણાઈના કઠણ કાળમાં જે મુમુક્ષુજીવો સદ્ગુરુશરણને વૃઢતાપૂર્વક વધતા પરિણામે વળગી રહે છે, અનુભવ-અમૃતથી ઝરતાં પરમકૃપાળુદેવનાં વચનો વાંચી, વિચારી, યથાશક્તિ અમલમાં મૂકી, તેની પરમ ઉપકારક શક્તિ અનુભવી રહ્યા છે, તેમને ધન્ય છે ! આવા વખતે તે અનુપમ વચનામૃતો પરમ સત્સંગરૂપ નીવડે છે. એક તો મરણપ્રસંગ ઝઝૂમતો લાગે તેનો વૈરાગ્ય હોય, તથા પરમગુરુનું શરણ જે નિત્યત્વ, અછઘત્વ, અવિનાશી, પરમાનંદ સ્વભાવના આદર્શને ખરું કરતું હોય, તેનો લક્ષ બળવાનપણે આધારરૂપ ર્દયમાં દૃઢ થતો હોય તેવો કાળ, ચોમાસામાં પ્રથમ વરસાદ થાય ત્યારે ખેડૂતને જેમ બધાં કામ કોરે કરી, ખેતર ખેડીને વાવવાની લગની લગાડે છે, તેની સાથે સરખાવવા જેવો છે. નિકટનું કોઈ સગું મરી ગયું હોય તોપણ ઉતાવળે-ઉતાવળે તેનો અગ્નિસંસ્કાર કરી, પોતાના કામ, ખેડ ઉપર તે ચઢી જાય છે; તેમ લખચોરાસીના ફેરામાં ફરતાં-ફરતાં અનેક તાપથી તપી રહેલા આ જીવને, મનુષ્યભવરૂપ મોસમ આવી લાગી છે. તેમાં સદ્ગુરુનું શરણ, બોધ, અને વિશ્વાસ - પકડરૂપ વરસાદ થતાં, રૂડા જીવો બધેથી વૃત્તિ વ્યાવૃત્ત કરી, ઉઠાવી લઇ, એક આત્મહિત ત્વરાથી કરી લેવા તત્પર રહે છે. આવા યોગમાં જો જીવ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયપરવશતા તજી, સપુરુષાર્થ આરાધે તો અલ્પકાળમાં પરમશાંતિ અનુભવે. પોતાનું વીર્ય ગોપવ્યા વિના, બને તેટલો સદ્ગુરુશરણે પુરુષાર્થ કર્યા કરે, તેને કોઈ પણ ક્લેશનું કારણ રહેતું નથી. (બી-૩, પૃ.૫૪૯,આંક ૬૦૬) I વચનામૃતમાંથી પત્રાંક ૫૭૫, ૫૯૨ વારંવાર વિચારવા ભલામણ છેજી. સદ્ગુરુના આશ્રયનું બળ તેમાં છે. વળી જનકવિદેહી, અષ્ટાવક્ર ગુરુનું અવલંબન લઇ, દુસ્તર માયાના વિકટ પ્રસંગોમાં મન તણાઈ ન જાય તેમ વર્તતા, એવો પત્ર પરમકૃપાળુદેવે લખ્યો છે, તે પત્રાંક ૩૨૧; અને પત્રાંક ૩૪૮ પણ વિચારવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૫૧, આંક ૪૭૦). D પરમકૃપાળુદેવનાં વચનોમાં ““આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” તે વિષે જણાવ્યું છે, તે વારંવાર સ્મૃતિમાં આણી, તે ભાવમાં આત્મા રંગાઈ જાય તેમ કરવા ભલામણ છે. તેમાં વિઘ્ન કરનાર Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭) મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ કે રમણતા - એ છે. તે દોષો ટાળવા સદ્ગુરુની ભક્તિ એકનિષ્ઠાએ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૭૬૭, આંક ૯૭૨) પ્રશ્નઃ પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવાય? પૂજ્યશ્રી : જે મનુષ્ય હાજર છે, તે પ્રત્યક્ષ યોગ છે; અને સલ્ફાસ્ત્રાદિ છે, તે પરોક્ષ છે. જો પ્રત્યક્ષ સગુરુનો યોગ હોય તો પોતાના દોષ સગુરુના બોધથી દેખાય, સરુ પણ તેને કહે કે તારામાં આ દોષ છે, એટલે તે દોષ નીકળે. જે શાસ્ત્રાદિ પરોક્ષ યોગ છે તેમાં તો શંકા કરવી હોય તો થાય, જેમ પોતાનું માનવું હોય તેમ માને. સિદ્ધભગવાન કંઈ જીવને કહેવા નથી આવતા કે તારામાં આ દોષ છે, છતાં તેઓની ભક્તિ તો કરવી અવશ્યની છે; કારણ કે તેઓની ભક્તિ કરતાં તેઓના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આદિ ગુણો સાંભરી આવે. તેથી આપણને તેઓના ગુણોની ભાવના થાય. પ્રત્યક્ષ યોગની જરૂર છે, યોગ્યતા લાવવાની જરૂર છે. (બો-૧, પૃ.૪૫, આંક ૧૭) નમસ્કાર અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને અત્યંત ઉપકાર સ્મરી પરમ પ્રેમે નમસ્કાર હો! નમસ્કાર હો! "इक्को वि नमुक्कारो जिणवर वसहस्स वद्धमाणस्स । संसार सागराओ तारेइ नरं व नारी वा ।।'' અર્થ : એક જ વંદન, સાચું, જિનવરપતિ શ્રી વર્ધમાન પ્રતિ (પદે); નર નારીને તારે, ભયંકર ભવસાગરથી. જીવે હજી નમસ્કાર પણ કર્યા નથી, દર્શન પણ કર્યા નથી, બોધ પણ સાંભળ્યો નથી એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા; તેથી શરીરથી નમસ્કાર કરીએ તેની ગણતરી તેમણે ગણી નથી. માત્ર પુણ્ય બંધાય એમ પણ કહેતા. કોને નમસ્કાર કરો છો એમ પણ પૂછતા, અને આત્મા પ્રત્યે દ્રુષ્ટિ કરાવવા અથાગ શ્રમ લેતા હતા; પણ આ અભાગિયા જીવને તે વખતે તે અનંત ઉપકારી પ્રભુનું જોઈએ તેવું માહાસ્ય લાગતું નહીં. જીવે સામાન્ય કરી નાખ્યું છે એમ પણ વારંવાર કહેતા, તે હવે વારંવાર સાંભરી આવે છે. તે વખતે ઉપરના ભાવો તો ઘણા હતા, પણ જ્ઞાની પુરુષો માગે તેવી યોગ્યતાની ખામીને લીધે જેટલો લાભ એ સપુરુષનો લેવો જોઈએ તેટલો લઈ શકાયો નથી. તેનો ખેદ હજી વર્તે છે. ઘણી વખત ગળું બતાવી કહેતા, આટલા સુધી ભર્યું છે પણ ક્યાં કહીએ ? કોને કહીએ ? કહેવાનું સ્થળ જોઇએને? જેને વંદન કરવા છે તેને જાણ્યા વગર વંદન થાય, તે દ્રવ્ય વંદન કે બાહ્ય શરીરનું વંદન ગણાય; પણ આત્મા જ્યારે આત્મા ભણી ખેંચાય, તે માહાભ્ય પ્રત્યે ઉલ્લાસ આવતાં સહેજે તે પરમપુરુષની દશામાં રંગાય, તેના ચરણારવિંદ ર્દયમાં સ્થપાય, તેને જ્ઞાની પુરુષો વંદન કહે છે. એવા એક વાર વંદન થતાં ગમે તે સ્ત્રી કે પુરુષ ભવસાગર તરી જાય તેવું સમ્યક્ત્વપણું તેના હૃદયમાં પ્રગટે છે. એ વંદન મને-તમને-સર્વને સહજ સ્વભાવે પ્રાપ્ત હો, એ જ ભાવના પરમકૃપાળુદેવ પ્રત્યે છેજી. Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮ ) “જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય દયને વિષે સ્થાપન રહો !" (૪૯૩) (બી-૩, પૃ.૪૩૯, આંક ૪૫૯) D પ્રશ્ન: વંદનયોગ્ય શું? પૂજ્યશ્રી : શુદ્ધ આત્મા જ વંદનયોગ્ય છે. અરિહંત તે શુદ્ધ આત્મા છે, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ બધાનું શુદ્ધસ્વરૂપ છે, તે વંદનયોગ્ય છે. દરેકમાં વિવેકની જરૂર છે. ભગવાનનાં વચનોમાં વીતરાગતા છે. એ વિનય સહિત ગ્રહણ કરવાં. જેથી આત્મજ્ઞાન થાય એવાં જે શાસ્ત્ર છે, તેને પણ નમસ્કાર કરવાનો છે. (બો-૧, પૃ.૧૬૮, આંક ૩૫) પ્રતિમા D પ્રતિમા વિષે જણાવવાનું કે પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષાકારે હો કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હો, પણ કેવળજ્ઞાનરૂપ નેત્રવાળા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની, મારા મતની પ્રતિમા અને બીજાના મતની પ્રતિમા માની, વિક્ષેપ કરવો તે નરદમ મૂર્ખતા છે. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે; તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે, એ આશ્રર્ય છે! કોઈ પહેલાં અહીં આવેલો, તેણે મને પૂછેલું કે ખાનગીમાં તમને આટલું પૂછવું છે કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે દ્રવ્ય મિથ્યાત્વ ખરું કે નહીં ? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભારો, તે જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળજ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તો કલ્યાણ છે; નહીં તો ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. મતમતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. પરમકૃપાળુદેવે તો મતમતાંતરનાં પુસ્તકો પણ હાથમાં લેવાની ના પાડી છે. જેથી મતમતાંતર મટી, સત્ય ભણી વૃત્તિ જાય, તે જ કર્તવ્ય છેજી. નવા મુસલમાન અલ્લા પોકારતાં શ્વાસ પણ ન ઘૂટે એમ કહેવાય છે, તેમ નવા દિગંબરો નાની-નાની વાતોમાં મિથ્યાત્વ જોનારા થઈ જાય છે. મિથ્યાત્વ પોતાનામાં જોઈ દૂર કરશે, તેનું કલ્યાણ થશે. (બી-૩, પૃ.૭૦૮, આંક ૮૫૩). D પૂર્વસ્વ પ્રતિમા પૂના નો ટૂંકો અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો વિચાર કર્યા વિના, માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે, તેને મૂર્ખ કહ્યો છે. પરમકૃપાળુદેવે પ્રતિમાના અંધ-શ્રદ્ધાળુને સાચી શ્રદ્ધાળુ બનાવ્યા છે, પ્રતિમાપૂજકને પ્રભુપૂજક બનાવ્યા છે. ભગવાનના ભાન વિના જે કાંઈ કરાય છે તે, સરુનું શરણ ન હોય તો રૂઢિરૂપ છે અને આગ્રહપોષક હોય છે, તેથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે. (બો-૩, પૃ.૭૪૭, આંક ૯૨૫) 0 પ્રતિમા જોઇને ભગવાનને યાદ કરવા કે સમવસરણમાં કેવા શાંત બેસતા હતા ! પરમકૃપાળુદેવે જેઓ પ્રતિમા પૂજતા ન હતા, તેમને પ્રતિમાપૂજક કર્યા; અને જે પ્રતિમાપૂજક હતા, તેમને ભગવાનને પૂજતા કર્યા. બધા આગ્રહો છોડાવ્યા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯) કૃત્રિમ પ્રતિમા એટલે બનાવેલી પ્રતિમા અને અકૃત્રિમ પ્રતિમા એટલે ત્રિકાળ રહે તેવી પ્રતિમા મહાવિદેહમાં, મેરુ વગેરે પર્વતો ઉપર શાશ્વત પ્રતિમાઓ છે. ભરતચક્રી, મહાવીરસ્વામી થયા પહેલાં થયા હતા, પણ તેમણે મહાવીરસ્વામીની પ્રતિમા કરાવી હતી. (બો-૧, પૃ. ૨૨૧, આંક ૧૧૦) પૂજા I અહીં આવો ત્યારે પૂજાની વિધિ શીખી લેશોજી. પત્રથી લખે આવડી જાય એમ નથી. દેવ અપૂજ્ય રહે કે દેવની પૂજા થઈ, એ બધા બાહ્ય પ્રશ્નો છે. હજી દેવને ઓળખ્યા નથી. તે ઓળખવા સત્સંગ, સત્સાધન, વિનય અને વિચારની જરૂર છેજી. દેવને માટે પૂજા કરવાની નથી. પોતાના આત્માને જ્ઞાની પુરુષની દશા તરફ દોરવા માટે ભક્તિપૂજા કરવાની છે. તે ઘેર કે મંદિરમાં, ગમે ત્યાં કરવા યોગ્ય છે. જ્યાં પોતાના ભાવ સપુરુષ પ્રત્યે વિશેષ ઉલ્લાસવાળા બને, ત્યાં તે કરવા યોગ્ય છે. દેવ કદી અપૂજ્ય થતા નથી અને અપૂજ્ય રહેતા નથી. આપણા દેવ પ્રત્યે ભાવ કેવા છે, તે આપણે રોજ તપાસતા રહી, દેવ પ્રત્યે ભક્તિભાવ વધારતા રહીશું તો કલ્યાણ થશેજી. (બો-૩, પૃ. ૨૧૮, આંક ૨૧૬) પૂજા કરવા જાઓ છો, તે ઠીક છે. ભગવાનનું સ્વરૂપ સમજીને પૂજા કરવાથી ઘણો લાભ થવા યોગ્ય છે. અહીં આવો ત્યારે યાદ કરશો તો તે વિષે વિશેષ વાત થશેજી. હાલ તો પૂજા કરતી વખતે, વીસ દોહરા કે ક્ષમાપનાનો પાઠ બોલતા રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૨) પ્રવૃત્તિથી નિવર્તીને ભગવાન પાસે આવે ત્યારે એવા ભાવ થવા જોઈએ કે હે ભગવાન ! રખડતો-રખડતો આપને શરણે આવ્યો છું. મારે હવે કોઇ શરણરૂપ નથી. ભગવાનના દેરાસરરૂપ સમવસરણમાં આવતાં એવી ભાવના હોય તો ખરી પૂજા છે. (બો-૧, પૃ.૩૪૦, આંક ૧૦) કર્મ પ્રશ્ન : કર્મ શાથી આવ્યાં? પૂજ્યશ્રી પોતે બોલાવ્યાં, તેથી આવ્યાં; માટે ભોગવવાં તો પડશે જ. હસતાં કે રડતાં ભોગવવા પડશે. પોતાનાં બાંધેલાં આવે છે. માટે સમભાવે ભોગવવાં. કોઈ પ્રત્યે દ્વેષ કરવા જેવું નથી. એથી કર્મ બંધાય છે. આવા પ્રસંગોમાં પોતાનો વાંક જોવો. કર્મ બાંધેલું હોય, તે ગમે ત્યારે ફૂટી નીકળે છે. કર્મ ઉદયમાં આવે ત્યારે કેમ ભોગવવાં, એ શીખવાનું છે. જીવ કંટાળે છે. કંટાળો એ છૂટવાનો રસ્તો નથી. મન તો કામ કર્યા જ કરે છે. આત્મામાં રહે તો આત્માનું કામ કરે. ફિકર-ચિંતા એ કર્મબંધનું કારણ છે. પ્રારબ્ધ ક્યાં રહેવાનું છે? એ તો જવાનું છે. (બો-૧, પૃ.૩૪૦, આંક ૧૨). પૂર્વનાં કર્મો અનેક પ્રકારે ઉદયમાં આવે છે. જાગતાં, ઊંઘતાં, વિચારતાં કે એકાએક પણ જે ભાવો પૂર્વે વિશેષ સેવાયા હોય છે તે વગર વિચાર્યું પણ ફુરી આવે છે. (બો-૩, પૃ.૫૨૨, આંક ૫૬૭) Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૯૦) D કર્મનાં ઉદય કયે વખતે, કેવા આવે તેનું કંઈ પ્રમાણ નથી, માટે પ્રમાદ નહીં કરતાં સાવચેત રહેવા જેવું છે. કર્મથી ગભરાવાનું નથી. અનંત પ્રકારનાં કર્મ અનંતકાળથી આ જીવમાં છે. તે ઉદયમાં આવે અને જાય છે. તેવી દ્રષ્ટિ રાખવી. તેનો અભ્યાસ રાખવો. જે આવે છે, તે જવાને માટે આવે છે. સાવચેત ન હોઇએ તો આત્માને, કર્મ ક્યાંનો ક્યાંય લઈ જાય. માટે તેનો ઉપયોગ રાખવો. અગિયારમા ગુણસ્થાનક સુધી ગયેલા જીવને પણ એવા કર્મના ઉદય આવે છે કે નીચે આવી જાય છે. પ્રમાદથી ક્યાં જઈ પડે, તેનું કંઈ પ્રમાણ નથી. જીવનું મૂઢપણું છે, તે અહિતકારી છે. જ્ઞાની પુરુષોનાં વચનો આધારરૂપ છે, તે જીવને ટકાવી રાખનાર છે. શાંતપણે વૃત્તિ ન રહે તેવા વખતે પણ ભક્તિ, સ્મરણ વગેરે કર્યા જ કરવું. (બો-૧, પૃ. ૧૭, આંક ૨૦) આ ભવમાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો યોગ મહાપુણ્ય બન્યો. તેની વારંવાર સ્મૃતિ આવ્યા કરે, તેના ઉપકારની કથા પ્રસંગે થયા કરે, તેની અમાપ દયા દ્ધયમાં તાજી રહે અને તેની આજ્ઞા હવે તો ઉઠાવવી જ છે એમ વૃઢતા વર્ધમાન થયા કરે તો ગમે તેવાં આકરાં કર્મ પણ ભસતા કૂતરાની પેઠે નુકસાન કર્યા વિના આપોઆપ નાસી જશે. કર્મથી ગભરાવાની જરૂર નથી; કર્મ બાંધનારો જો ફરી ગયો, મોક્ષમાર્ગી થયો, જ્ઞાનીના પક્ષમાં તણાયો તો પછી ગમે તેવા વિકારો જખ મારે છે; તેમનું કાંઈ ચાલવાનું નથી. (બી-૩, પૃ.૭૧૬, આંક ૮૬૬) D આપનો પત્ર મળ્યો. કોઈનો દોષ આપણા દિલમાં ન વસે, પણ પૂર્વનાં બાંધેલાં તેવા પ્રકારે છૂટે છે. આપણે પણ કર્મ છોડવા જ જીવવું છે, નવાં બાંધવાં નથી એવો નિશ્ચય કર્તવ્ય છે. જગતજીવ હૈ કર્માધીના, અચરિજ કછુ ન લીના; આપ સ્વભાવમાં રે, અબધૂ સદા મગન મન રહના.” પરમકૃપાળુદેવની આજ્ઞા ઉલ્લાસથી આરાધવી છે અને યથાશક્તિ આરાધાય તેથી આનંદ માનવો. સ્મરણમંત્રનું રટણ રહ્યા કરે તેવી ટેવ પાડવાનો લક્ષ રાખીને વર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૭, આંક ૮૭૦) કર્મ આગળ કોઈનું ચાલતું નથી. ઇન્દ્ર, નરેન્દ્ર જેવા પુણ્યશાળીને પણ માંકડાની પેઠે નચાવે છે, તો પછી આપણા જેવા હનપુણ્ય જીવોને સતાવે તેમાં નવાઈ નથી. તેમ છતાં જેને જ્ઞાનીનો આશ્રય મળ્યો છે તે સિંહના સંતાન જેવા છે. મોટા ગિરિશિખરવતુ હાથીના શરીરને દેખીને પણ સિંહના બાળક ડરી ન જાય તો “જો જિન તું છે પાંશરો રે લોલ, કર્મ તણો શો આશરો રે લોલ.' એમ ભક્તાત્માઓ બોલી ઊઠયા છે. કર્મ અને ધર્મની લડાઇમાં ધર્મનો જય થાય છે કારણ કે તે સત્ છે અને સત્નો જ જય સદાય થાય છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની દવામાં મોટા ડોક્ટરો સેવાભાવે તત્પર હતા, પણ કર્મ આગળ કોઈનું ચાલ્યું નહીં. તેઓશ્રીએ એક દિવસે કહેલું કે અમને આ દવાઓ ગમે તેટલી ઉત્તમ હોય પણ તેની શ્રદ્ધા હોય ? શ્રદ્ધા તો એક જ્ઞાનીએ નિર્ણય કરેલો, અનુભવેલો, ઉપદેશેલો શુદ્ધ આત્મા તેની જ અટલ રહે છે. તે એક આંગળી ઊંચી કરી વારંવાર પ્રદર્શિત કરતા હતા. Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૯૧) એક જ્ઞાનીએ જાણેલો શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય, માનવા યોગ્ય, ભાવના કરવા યોગ્ય છે; બીજું બધું કર્મ છે, કર્મના ચાળા છે તેથી ઠગાવા જેવું નથી, ભુલાવો ખાવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૧૧૦, આંક ૧૦૪) | આપણું ધાર્યું કંઈ બનતું નથી તેમ છતાં ઉત્તમ ભાવના રાખ્યા કરવી યોગ્ય છે.જી. અત્યારે જે બની રહ્યું છે તે આપણી પૂર્વની ભાવનાનું ફળ છે. તે શુભાશુભભાવનાં બીજ પરિપક્વ બની ફળ આપી રહ્યાં છે તે તો ભોગવ્યા વિના છૂટકો નથી. આમંત્રણ જેને આપ્યું હોય, તેને સત્કારપૂર્વક જમાડી વિદાય કરવા યોગ્ય છે. આ દુર્લભ મનુષ્યભવમાં સદ્ગુરુનો જે જીવોને યોગ થયો છે, પ્રભુભક્તિ જેના હૃદયમાં પ્રગટી છે તેવા જીવોએ પૂર્વકર્મ ભોગવતાં કાયર નહીં બનતાં શૂરવીર બની, જે શુભાશુભ કર્મફળ આવે તે ધીરજ, સમતા ધરી, પ્રભુપ્રસાદી ગણી પ્રસન્નતાપૂર્વક સહન કરી લેવાં; પણ તેમાં આસક્તિ કે અણગમો ન થાય તેટલી સમજણ ટકાવી રાખવી ઘટે છેજી. બહુ આકરાં કર્મ આવ્યાં છે; હું હેરાન થાઉં છું, દુઃખી છું, ક્યારે આથી છૂટીશ ? એવા ભાવને આર્તધ્યાન કહે છે. તેથી પાછાં તેવાં જ કર્મ બંધાવાનો સંભવ છે. તે વખતે આયુષ્ય બંધાય તો ઢોર-પશુ-પંખીનું બંધાય. માટે જવા માટે જ કર્મ આવ્યાં છે ગણી, આપણો બોજો હલકો થાય છે તેમ માની, આવેલાં કર્મ પ્રભુસ્મરણપૂર્વક શૂરવીરપણે ભોગવી લેવાં. ભોગવાઈ ગયેલાં પાછાં આવનાર નથી. આથી બમણાં કર્મ ઉદયમાં આવે તોપણ હિંમત હારવી નથી. તે બધાં નાશવંત છે. આજ સુધીમાં કેટલાંય આવ્યાં અને ગયાં. તેથી ગભરાવા જેવું નથી. આત્મા અજર, અમર, અવિનાશી, શાશ્વત છે. તેનો વાંકો વાળ થનાર નથી. સદ્ગુરુકૃપાથી જે મંત્ર મળ્યો છે, તેમાં વૃત્તિ રાખી ખમી ખૂંદવાનો અભ્યાસ પાડી દેવાથી સમાધિમરણની તૈયારી થાય છે. (બો-૩, પૃ.૫૬૩, આંક ૬૩૧) | મુખ્ય વાત તો પ્રારબ્ધાધીન જવા-આવવાનું બને છે. કહેવાય છે કે “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ? દાણેદાણા ઉપરે ખાનારાનું નામ.” અથવા અન્નજળના જ્યાંના સંસ્કાર હોય ત્યાં કર્મ તેને ખેંચી જાય છે અથવા ત્યાં જ જવાની તેની બુદ્ધિ થાય છે. થોડા દિવસ ઉપર અહીંથી કાસોર ગામે ત્યાંના એક ભાઇની વિનંતીથી ઘણાં ભાઇબહેનો ભક્તિ અર્થે ગયેલાં; તેમાં એક ધૂળિયા તરફના દક્ષિણી ગૃહસ્થ, સમાગમ અર્થે આશ્રમમાં આવેલા છે, તેમનાં પત્ની સહિત કાસોર આવેલા. પાછા આવતાં સુણાવ રાત રહ્યા, ત્યાં તેમનાં પત્નીને એક કૂતરું કરડી ગયું. જો વિચારીએ તો જે ગુજરાતી ભાષા બોલી કે સમજી શકે નહીં તેને અહીં આવવાનું બને, તે વળી ગામડામાં જવાનું અને જ્યાં નહીં ધારેલું તે ગામમાં રાત રહેવાનું બને અને કૂતરાને તેને જ કરડવાનું બન્યું, એ પૂર્વના સંસ્કાર સૂચવે છે. તેવી જ વિચિત્ર ઘટનાઓ અનેક બને છે, મુશ્કેલીઓ આવે છે, તે પૂર્વકર્મ સાબિત કરે છે. જીવે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવવા ગમે ત્યાં જવું, આવવું, રહેવું થાય, તોપણ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે પરમકૃપા કરીને આપણને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ કરવાનું જણાવ્યું છે, તે ચૂકવા જેવું નથી. (બી-૩, પૃ.૩૪૯, આંક ૩૫૧) Page #301 -------------------------------------------------------------------------- ________________ (૨૯૨) D કર્મ તો બે ડગલાં આગળ ને આગળ જ ચાલ્યા કરે છે પણ મહાપુરુષો તેનું સ્વરૂપ સમજી રહેલા હોવાથી, એ ઉદયરૂપ કાંટાવાળા માર્ગે મુસાફરી કરી શિવપુર પહોંચ્યા છેજી, પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ પત્રમાંથી આપણ સર્વને વિચારવા યોગ્ય લખી મોકલું છુંજી : “મનને લઈને બધું છે. બાંધ્યાં તે જાય છે, ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે, તેમાં ક્ષમા-સહનશીલતાથી, આનંદ અનુભવરૂપ આંખથી જુઓ.'' (ઉપદેશામૃત પૃ.૭૯) સપુરુષાર્થ, સત્ય, અહિંસા, પ્રામાણિકતા, સમભાવ, ગુણાનુરાગ, ઉદાસીનતા, ક્ષમા, નિરભિમાનતા, નિષ્કપટતા, અને નિર્લોભતા : આ ગુણોનું પાલન કરીને વ્યાપારકાર્ય, ઘરકામ અને શરીરરક્ષા કરે છે તેથી સમષ્ટિ જીવને કર્મબંધન લૂખું અને થોડું થાય છે.'' - મોક્ષની કૂંચી. (બી-૩, પૃ.૨૫૭, આંક ૨૫૧) D નીચેનું સર્વને વારંવાર વિચારવા યોગ્ય છે : સ્ત્રી, પુત્રાદિ મારાં છે એ પ્રકારનો વિચાર કરવાથી કર્મોનો બંધ થયા કરે છે અને એ મારાં નથી એવા વિચાર કરતા રહેવાથી કર્મ નાશ પામે છે. તેથી “મારુંએ અક્ષરો તો કર્મબંધના કારણરૂપ છે અને “મારાં નહીં' એવા ચિંતનથી કર્મથી છુટાય છે. કરમાળામાં પ.પૂ. પ્રભુશ્રીજીએ આ જ વાત દૃઢ કરાવી, એક આરજાને સમાધિમરણ કરાવ્યું હતું. (બી-૩, પૃ.૧૦૭, આંક ૯૮) D કર્મ કેમ બંધાય છે અને કેમ છૂટે છે? તે માટે ભગવાને કહ્યા મુજબ કર્મગ્રંથ લખ્યા છે. એમાં ગણતરીના નિયમો હોવાથી તેને કરણાનુયોગ કે ગણિતાનુયોગ કહે છે. કરણ એટલે ભાવ. જેવા ભાવ કરે, તે પ્રમાણે ચોક્કસ કર્મ બંધાય. એ બધા કર્મના હિસાબ હોય છે. કરણાનુયોગનો સૂક્ષ્મ વિચાર પછી દ્રવ્યાનુયોગ સમજાય. (બો-૧, પૃ.૩૩૪) D પ્રશ્ન : આયુષ્ય તૂટી શકે? પછી બીજાં કર્મોનું શું થાય? ઉત્તર : તૂટી શકે તેવું જ આયુષ્ય જીવે બાંધ્યું હોય છે, તેથી નિમિત્ત મળતાં તૂટી જાય છે અને તે દેહ તેટલું જ ભોગવાઈ રહે છે. જેમ કે ઘડિયાળને આઠ દિવસ ચાલે તેવી ચાવી આપી હોય અને અંદરથી ઠેસી ખસેડી નાખે તો તરત ઊકલી જાય છે; તેમ શિથિલ આયુષ્ય બાંધ્યું હોય તે થોડાક વખતમાં ઉદીરણા થઈ ભોગવાઇ જાય છે. બીજા વેદનીયાદિ કર્મ બીજા ભવમાં પણ ભોગવવાં પડે છે. જે કર્મોની સ્થિતિ આયુષ્યથી વધારે બાંધી હોય તે બીજા ભવમાં ભોગવાય છે. “તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ.' (બો-૩, પૃ.૭૭૯, આંક ૯૯૨) D પ્રશ્નઃ આ દુનિયા કોણે રચી છે? આ બધું એમ જ કેમ થયા કરે છે ? ઉત્તર : “કર્તા ઇશ્વર કોઇ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.' આ વાંચી આપને પ્રશ્ન થયો કે આપણો શુદ્ધ સ્વભાવ તેને ઇશ્વર કહ્યો તો આ જગતનો કર્તા કોણ છે? Page #302 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૦૧માં પ્રથમ વાક્ય છે કે “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે.” તે વિચારીએ તો જડ પદાર્થો જડના નિયમ પ્રવર્તે છે અને ચેતન પદાર્થો ચેતનના ધર્મ (નિયમ) પ્રમાણે પ્રવર્તે છે. તમે ચૂલો ચેતાવી તપેલીમાં આંધણ મૂકી ચોખાદાળ ચઢતા સુધી લગાડો છો તો ખીચડી થાય છે. તેવી રીતે દુનિયાનાં બધાં કાર્યો બધા સંસારી જીવો કરે છે. સંસારી જીવ કામ કરવાના ભાવ કરે છે અને તેને અનુસરીને તેનું વીર્ય કે શક્તિ પ્રવર્તે છે, તે પ્રમાણે જડ પદાર્થો પોતાના નિયમની મર્યાદા પ્રમાણે પ્રવર્તે છે. વધારે લાગે તો ખીચડી બળી જાય અને ન લાગે તો કાચી રહે. દુનિયામાં થતાં કાર્યોનો કંઇક ખુલાસો થવા આ દૃષ્ટાંત છે. પ્રશ્ન થાય કે પૃથ્વી, અગ્નિ વગેરે કોણે રચ્યાં ? તેનું સમાધાન કે પૃથ્વીના કણો જેની કાયા છે એવા જીવો, એવાં કર્મ બાંધવાથી ત્યાં ઉત્પન્ન થાય છે, તે પૃથ્વીકાયરૂપ દેહ છોડી બીજે જન્મે છે અને વળી બીજા વનસ્પતિ આદિ જીવો જેમણે, તેવાં જ કર્મ બાંધ્યાં હોય તે પાછા પૃથ્વીરૂપ શરીર ધારણ કરે છે. આમ અનંત જીવો પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ આદિ શરીરો ધારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. તેવી જ સ્થિતિ સૂર્ય, ચંદ્ર, તારા વગેરેની સમજવી. આ સંબંધી ઘણા પ્રશ્નો ઊઠે પણ સમાગમ વિના, માત્ર પત્રથી તેનું સમાધાન થવા સંભવ નથી. છતાં વિચારાય તેટલા પ્રશ્નો વિચારવા, નોંધી રાખવા અને અવસરે તેનો ખુલાસો મેળવી નિઃશંક થવાની જરૂર છેજી. આ પ્રશ્નનો બીજો ભાગ “આ બધું એમ જ કેમ થયા કરે છે?' તેનો કંઈક ખુલાસો ઉપરના લખાણથી થશે; છતાં જુદો ખુલાસો લખું છું: રાત્રિ, દિવસ, ઋતુ, ચોમાસું આદિ વિજ્ઞાનના પ્રશ્નો વિદ્વાનોએ બહુ વિચાર્યા છે. નિશાળની વાંચનમાળામાં પણ તેવા પાઠ મૂકેલા છે. પૃથ્વી, ચંદ્ર આદિની ગતિના નિયમોને અનુસરીને બધા ફેરફારો થયા કરે છે તથા પવનના પ્રવાહોને અનુસરી વરાળનાં વાદળાં અને વરસાદ, જંગલ આદિ અનુકૂળ સ્થળોએ વધારે અને ઉન્ડ પ્રદેશોમાં ઓછો થાય છે, તેનું વર્ણન આ ટૂંકા પત્રમાં થઈ શકે તેમ નથી; પણ ઈશ્વરને નહીં માનનારા વિજ્ઞાનશાસ્ત્રીઓએ તેનાં કારણો બુદ્ધિને સંતોષ આપે તેવા આપ્યાં છે. બધાનો સાર એ છે કે અમુક-અમુક નિયમોને અનુસરીને દુનિયામાં બધું પ્રવર્તન થયા કરે છે. વળી એમ પણ પ્રશ્ન ઊઠે કે રાજા, રંક, રોગી, નિરોગી, પાપી, પુણ્યવંત વગેરેની વ્યવસ્થા કે હિસાબ કોણ રાખે છે? તેનો ઉત્તર પણ કર્મના નિયમો વિચારવાથી મળી આવે છે. જેવા ભાવો જીવ કરે છે તેવા પ્રકારના જડ પરમાણુઓનો યોગ જીવ સાથે સંબંધમાં આવે છે. તે કાળે કરીને, બીજ જેમ વાવવાથી ફળ આપે છે તેમ, પરભવમાં પોતાના નિયમને અનુસરીને ફળ આપે છે. જીવ દેહ છોડીને જાય છે ત્યારે કર્મનો બનેલો સૂક્ષ્મ દેહ, રથની પેઠે, જ્યાં તે કર્મ ફળવાન થવાનાં હોય તેવી જગ્યાએ (ગર્ભ આદિમાં) લઈ જાય છે. ત્યાં સ્ત્રી, પુરુષ આદિ જેવાં કર્મ બાંધ્યાં હોય તેવો દેહ, બીજમાંથી છોડ થાય તેમ પ્રગટે છે. ક્રમે કરીને વધે છે અને જેટલું આયુષ્ય હોય તેટલા વખત સુધી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪) ટકીને પાછો તે દેહસંબંધ છૂટી અન્ય સ્થળે તે જ રીતે જાય છે અને કર્મનાં ફળ ભોગવે છે. જેમ સાત દિવસ સુધીની ચાવીવાળી ઘડિયાળ હોય, તે ચાવી દીધી એટલે સાત દિવસ સુધી ચાલ્યા કરે, તેમ આયુષ્ય ચાલે ત્યાં સુધી આ ભવનાં કર્મો નિયમિત દેખાયા કરે છે અને ભોગવાઇ રહે તેમ છૂટતાં જાય છે અને રાગ-દ્વેષના ભાવો પ્રમાણે નવા બંધાતાં જાય છે, તે નવા દેહનું કારણ થાય છે. (બી-૩, પૃ.૨૮૨, આંક ૨૭૪) મોહનીયકર્મ | અભિમન્યુ જ્યારે પોતાની માતાના ગર્ભમાં હતો ત્યારે તેણે છ કોઠાને કેમ જીતવા, તે શીખી લીધું. તેનો જન્મ થયો, પછી તે મોટો થયો ત્યારે ચક્રવ્યુહ યુદ્ધ જીતવા તૈયાર થયો. તે છ કોઠા તો જીતી ગયો. સાતમો છાણમાટીનો કોઠો શીખતાં રહી ગયેલો; પણ તે કહેતો કે એમાં શું જીતવું છે? એવું મનમાં ધારીને પ્રમાદમાં રહેલો, શીખેલો નહીં, તેથી હારી ગયો અને તેને મરવું પડ્યું. તેમ આ મનુષ્યદેહ છાણમાટીના કોઠા જેવો છે, તેનો મોહ જીતાતો નથી. તેને જીતે તો જીતી જાય, નહીં તો હારી જાય. (બો-૧, પૃ.૫૧, આંક ૨૬) | બધા કર્મોમાં મોહનીયકર્મ મુખ્ય છે. જેવો કર્મનો ઉદય હોય, તેવો જીવ થાય છે. મોહને લઈને દુઃખ થાય છે. જીવને વસ્તુ ઉપર મોહ છે, તેથી વસ્તુઓ સાંભરે છે. મોહ ચિંતા કરાવી કર્મ બંધાવે છે. પરવસ્તુમાં જેટલી આસક્તિ હોય છે, તેટલું દુઃખ લાગે છે. મોહને લઈને પરવસ્તુમાં ચિત્ત જાય છે, તે કર્મ બંધાવે છે. માટે સાવચેતી રાખવી. ચારે ગતિમાં મોહ છે. ક્યાંય ચિત્ત રાખવું નથી. (બો-૧, પૃ.૧૩૨, આંક ૭) 1 જ્ઞાનાવરણીયકર્મ એવું છે કે પુરુષાર્થ કરે તો ખસી જાય, પણ મોહનીયકર્મ ખસવું બહુ અઘરું છે. મોહનીયકર્મથી આઠે કર્મ બંધાય છે. મોહનીયકર્મ બધી પ્રવૃતિઓને કર્મો વહેંચી આપે છે. મોહનીય ઓછું થાય તો પછી બધાં કર્મ ઓછાં થાય. (બો-૧, પૃ.૩૧૫, આંક ૬૮) D મિથ્યાત્વને જાણે, તો મિથ્યાત્વ ટળે. મિથ્યાત્વનું સ્વરૂપ સંસારી જીવો અનાદિકાળથી અનેક દેહ ધારણ કરે છે. દેહમાં બે વસ્તુ છે : એક જીવ અને બીજી પુદ્ગલ. કર્મના નિમિત્તે શરીરની વર્ગણા ગ્રહણ કરી, “તે હું છું.' એમ માને છે; આત્મા અને દેહ, બે જુદા છે તેને એક માને છે; તે મિથ્યાત્વ છે. આત્મામાં વિભાવ (ક્રોધાદિક કર્મભનિત ભાવ) થાય છે, તેને પોતાના માને છે, તે પણ મિથ્યાત્વ છે. આત્માના પ્રદેશો, શરીર વધે ત્યારે ફેલાય છે અને શરીર ઘટે ત્યારે સંકોચાય છે; એમ શરીરપ્રમાણ રહે છે. બે પદાર્થ છે તેને જુદા માનતો નથી; તે મિથ્યાત્વ છે. શરીરની ક્રિયાને અને આત્માની ક્રિયાને એક માને છે - સેળભેળ ખીચડો કરે છે; તે મિથ્યાત્વ છે. દેહમાં મન, ઇન્દ્રિય વગેરે છે, તેને હું માને છે. આત્માનું જ્ઞાન, મન અને ઇન્દ્રિયને આધારે પ્રવર્તે છે. જાણે છે, જુએ છે, સાંભળે છે, સુંઘે છે, ચાખે છે, સ્પર્શે છે - તેમાં આત્માનો ઉપયોગ, તે ભાવ છે; અને પુદ્ગલરચના છે, તે દ્રવ્ય છે. દ્રવ્યમન આઠ પાંખડીવાળા કમળ જેવું છે અને ભાવમન તે આત્મા Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ છે; તેવી જ રીતે આંખની રચના તે દ્રવ્યઆંખ છે અને જોવાનો ઉપયોગ તે ભાવઆંખ છે. એમ પાંચે ઇન્દ્રિયનું જાણવું. પોતાનું શું છે ? અને પારકું કેટલું છે ? તેનો વિવેક નથી; તેનું નામ મિથ્યાત્વ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એ પુદ્ગલના ગુણપર્યાય છે, જાણવું એ આત્માનો ગુણ છે; તેનો ભેદ નથી રહેતો; એ મિથ્યાત્વ છે. જે જે કુળમાં ઊપજ્યો, ત્યાં ત્યાં ‘હું’ માને છે. શરીરના ઉત્પત્તિ-નાશને પોતાના જન્મમરણ માને છે. આત્મા શાશ્વત છે, તે મનાતું નથી. પર્યાયબુદ્ધિથી મનુષ્ય, હાથી, પશુ એમ પોતાને માને છે; અંદર આત્મા છે, તેનું ધ્યાન નથી. ઉપરથી શરીરને જોઇને માતા, પિતા, સ્ત્રી આદિ માને છે. શરીરને આધારે બધો સંસાર છે. આત્મા જે મુખ્ય વસ્તુ છે, તેનું ભાન નથી. ‘હું જાણું છું.’ તેમાં પણ શરીર જે દેખાય છે, તેને ‘હું'પણે માને છે. નથી દેખાતો એવો જે અરૂપી આત્મા છે, તેનું સ્વરૂપ ભાસતું નથી. આત્માની જગ્યા શરીરે લીધી છે, તેથી હું શરીર છું, એમ થઇ ગયું છે. મનુષ્યપર્યાય તે જ હું, એમ થઇ ગયું છે. આત્માને અને દેહને એકક્ષેત્રાવગાહી સંબંધ છે. બેય પદાર્થ જુદાં છે અને જુદાં-જુદાં કામ કરે છે, છતાં જીવ પોતાને ભૂલી જાય છે. આત્મા તો જાણનારો જુદો છે. છતાં મિથ્યાત્વને આડે વિચાર જ નથી આવતો, વૃત્તિ આત્મામાં જતી નથી. મિથ્યાત્વ મંદ થાય અને સત્સંગ થાય, ત્યારે મારું શું તે જણાય. મિથ્યાદર્શન અવળી સમજણ છે. જે પદાર્થ પ્રત્યક્ષ જુદા દેખાય છે, સ્ત્રી-પુત્ર-કાકા વગેરે, તેને પોતાના માને છે. શરીર નાશ પામવાનું છે, છતાં સદા રહેવાનું હોય એમ માને છે. બીજાને મરતા જુએ છે છતાં મારું શરીર અનિત્ય છે, એમ સમજાતું નથી. કર્મ બંધાય એવા કારણોમાં રાગ થતો હોય તો તેને સુખનાં કારણ માને છે. પૈસા કમાવા જાય ત્યાં શરીરને દુઃખ થાય, પરિશ્રમ પડે તોય તેને સુખ માને છે. જીવ–અજીવ ભિન્ન ન ભાસે, તે અયથાર્થ જ્ઞાન છે અને તેવી શ્રદ્ધા, તે અયથાર્થ દર્શન છે. ક્રોધ કરવાનો મારો સ્વભાવ પડી ગયો છે, એમ માને છે. કર્મને લઇને ભાવ થાય, તે પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે. જ્ઞાન-દર્શન એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવને સ્વભાવ અને વિભાવને વિભાવ માનતો નથી. મિથ્યાદર્શન બધે નડે છે. પોતાને ક્રોધ થતો હોય, તેથી પોતાને દુઃખી નથી માનતો; પણ એમ માને છે કે એણે મને ગાળો ભાંડી છે, તેથી દુ:ખી છું. આ ભાવ કરું છું, તેનું ફળ શું આવશે ? એ ભાસતું નથી. આથી મને કર્મબંધ થાય છે, એમ સમજાતું નથી. દૃષ્ટિ બાહ્ય છે, તેથી પોતાના ભાવ સુધરે છે કે નહીં, તે જાણતો નથી. બધા દુઃખનું કારણ મિથ્યાત્વ છે. (બો-૧, પૃ.૧૩૯, આંક ૧૪) દર્શનમોહથી હું દેહ છું એમ માને છે, તેથી આત્માની શ્રદ્ધા ન થાય, દેહની શ્રદ્ધા રહે છે. સાપનો ભય લાગે છે, પણ મિથ્યાત્વનો ભય લાગતો નથી. સાપ તો એક વાર મરણ કરાવે, પણ મિથ્યાત્વ તો ભવોભવ જન્મમરણ કરાવે છે. સાચો સંગ હોય તો મિથ્યાદર્શન જાય. ખોટો સંગ હોય તો સાચી વસ્તુ સૂઝે નહીં. મિથ્યાત્વથી અવળું સમજાય છે. આત્માને ભૂલી જાય છે. મોહમાં વખત જાય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬ ) આત્મભ્રાંતિ એ દુઃખનું મૂળ છે. આત્મભ્રાંતિ જાય તો દુઃખ દૂર થાય. સદ્દગુરુનો ઉપદેશ સાંભળે, વિચારે, કહેલું ભૂલે નહીં તો દુઃખ જાય. દર્શનમોહ જાય તો સમ્યક્દર્શન થાય. જગતમાં “હું અને મારું' માનીને ભૂલો પડયો છે, નહીં તો ભગવાન જેવો છે. (બો-૧, પૃ.૧૩૩) સંસારી જીવને કંઈ ભાન નથી, હું દેહ છું.” એમ, જ્યાં જન્મે ત્યાં થઈ જાય છે. જે અનાદિકાળથી વિપરીતતા છે, તે અગૃહીત મિથ્યાત્વ છે; અને જે કુગુરુ-કુધર્મથી ગ્રહણ થાય, તે ગૃહીત મિથ્યાત્વ છે. (બો-૧, પૃ.૧૯૯, આંક ૭૬) I ભક્તિ કરે અને એમ ઇચ્છે કે મને ધન મળો, નોકરી મળો, પુત્ર મળો. એવી ઇચ્છા ન કરવી. ભગવાન પાસે માગે તેથી કંઈ મળે નહીં, પુણ્ય હોય તો મળે. વીતરાગદેવ અલૌકિક છે. ભગવાન પાસે જઈને માગવું એ અલૌકિક મિથ્યાત્વ છે. તેમની પાસે માગવાથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. રોગ આવે કે ધન ન મળે ત્યારે રોગ મટવા કે ધન મળવા લોકો અંતરાયકર્મની પૂજા ભણાવે છે, તેથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦) જીવે પૂર્વે અજ્ઞાનભાવે બાંધેલાં કર્મોના મુખ્ય આઠ ભેદ છે; તેમાં મોહનીયકર્મ મુખ્ય છે, તેના બે ભેદ છે. : દર્શનમોહ અને ચારિત્રમોહ. પહેલા ભેદના ત્રણ ભેદ છે :- (૧) મિથ્યાત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય (સમ્યફ-મિથ્યાત્વ), અને (૩) સમકિતમોહનીય (સમ્યકત્વ પ્રકૃતિ). (૧) મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયે જીવને વિપર્યાસ (ઊંધી મતિ) ઉત્પન્ન થાય છે. હિંસામાં (યજ્ઞાદિમાં) ધર્મબુદ્ધિ, અચેતન એવા શરીરમાં જીવને પોતાપણું મનાય છે (જડને ચેતન મનાવે છે); અપવિત્ર લોહી, માંસ, પરુ, વિષ્ટા, મૂત્રાદિના ભાઇનરૂપ સ્ત્રીશરીરને પવિત્ર સુખકર મનાવે છે; ધન, વૈભવ, કુળ આદિ પોતાનાં (ચેતન્યરૂપ જીવનાં) નથી છતાં પોતાનાં મનાવે છે – આવી ગાઢ વિપરીતતા ઉત્પન્ન કરાવનાર કર્મ મિથ્યાત્વમોહનીય છે. (૨) મિશ્રમોહનીયમાં મંદ વિપરીતતા છે; તેથી ખોટાને ખોટારૂપે મનાય, તેની સાથે સાચાને પણ ખોટારૂપે મનાય તેવી મિશ્રતા રહે છે, અથવા સતદેવ-ગુરુ-ધર્મને સાચા માને અને કુદેવ-ગુરુ-ધર્મને પણ સાચા માને, એટલે જૂના સંસ્કાર તદ્દન ન જાય અને નવા સંસ્કારો ગ્રહણ થાય, તે વખતની એ મિશ્રદશા છે. (૩) સમ્યકત્વમોહનીયમાં નહીં જેવી જ વિપરીતતા છે, એટલે ચોવીસ તીર્થંકર સર્વ શુદ્ધરૂપે સરખા પ્રભાવવાળા હોવા છતાં, કોઈ એક વધારે હિતકારી છે એમ માની, તે પ્રત્યે વિશેષ ભક્તિભાવ કે વિજ્ઞવિનાશક વગેરે વિશેષ પ્રભાવ માની, તેમાં બુદ્ધિનું અટકી રહેવું વગેરે મલિનતા ઉત્પન્ન કરે છે, પણ તે સમ્યક્દર્શનનો નાશ કરવા અથવા સદેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજવામાં વિઘ્નકર્તા નથી. જેમ મેણિયા કોદરાનો રોટલો કોઈ ખાય તો બેભાન થઈ જાય; તેને ધોઈને રોટલો કરી ખાય તો કંઈક ભાન, કંઈક લડથડિયાં આવે, પણ કામ કંઈ કરી શકે નહીં; અને તેને વિશેષ ધોઈને કે કોદરી કરીને ખાય, તેને કંઈક અસર જણાય પણ કામ બધું કરી શકે; એવું ત્રણે પ્રકૃતિઓ સમજવા અનુક્રમે દૃષ્ટાંત છે. મિથ્યાત્વ અને મિશ્રમોહનીય સમ્યક્દર્શનનો ઘાત કરનારી છે; સમકિતમોહનીય માત્ર મલિન કરનાર છે. (બી-૩, પૃ.૩૫૫, આંક ૩૫૬) Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ દર્શનમોહનીયના ત્રણ ભેદ વિષે જણાવવાનું કે દર્શનમોહનું કામ સમજણમાં વિપર્યાસ કરવાનું છે. તેનો રસ ત્રણ પ્રકારે પ્રગટ થાય છે. શાસ્ત્રમાં તેનું દૃષ્ટાંત મદ ઉત્પન્ન કરે તેવા મેણા કોદરાનું છે. જો કોઇ માણસ મેણા કોદરાને દળીને, રોટલા ખાય તો તેને એટલો બધો મેણો ચઢે કે તે ઊભો પણ થઇ ન શકે, ભાન પણ ન રહે. તેને પાણીમાં થોડી વાર ધોઇ, પાણી પર તરતા દાણા કાઢી નાખી, પ્રથમની પેઠે રોટલા કરીને ખાય તો તેને થોડો મેણો ચઢે, ચક્કર આવે, મેણો ચઢયો છે એમ જાણે પણ કામ કરી શકે નહીં; અને જે બહુ વાર ધોઇને, તેની અસર બહુ જ થોડી ૨હે તે પ્રમાણે કરી, તેને છડી-ખાંડીને પછી વાપરે તો તેને જરા અસર થાય ખરી પણ કામકાજ કરી શકે પણ કંઇક કેફ જેવું લાગ્યા કરે; અને જે તેને ભરડી, અંદરથી કોદરી કાઢી, તેને સાફ કરીને, સારી રીતે રાંધીને વાપરે તેને બીજા દાણાની પેઠે કંઇ પણ નુકસાન થતું નથી, મેણો જણાતો નથી, કારણ કે છોડાં દૂર કર્યાં છે એટલે બીજા દાણા પેઠે તે ખોરાક શુદ્ધ બનેલો છે. તેમ મિથ્યાત્વમોહનીયકર્મ અનાદિકાળથી જીવ બાંધતો આવ્યો છે અને તે ઉદય આવ્યે ભોગવતો પણ આવ્યો છે; તેના પ્રભાવે દેહાદિ પદાર્થો, જે નાશવંત છે, તેને સદાય રહેનારા માને છે, અચિ મળ-મૂત્રથી ભરેલા, બહુ સુંદર, ભોગવવા યોગ્ય માને છે; જડ સ્વભાવવાળાં, પર છતાં પોતાનાં, પોતારૂપે જ માને છે. આ કામ મિથ્યાત્વમોહનીયનું છે, તેમાં મોક્ષ કે મોક્ષ-ઉપાય સમજાતો નથી. કોઇ સત્સમાગમ યોગે સાચી વાત સાંભળવામાં આવે ત્યારે જીવને રુચે છે, સત્પુરુષ કહે તેમ માને છે. વળી પાછો કુસંગ થાય કે પોતાની વિપર્યાસબુદ્ધિનું બળ વિશેષ હોય ત્યારે મોક્ષમાર્ગ રોકનાર ઊંધી સમજને પણ સારી માને છે. આમ સાચાને સાચું અને ખોટાને પણ સાચું માનવારૂપ સમજણ કરાવનાર મિશ્રમોહનીય છે. જેને વિશેષ બોધનો યોગ પ્રાપ્ત થયો હોય છે, તેને જ્ઞાનીએ કહેલી વાત માન્ય થઇ હોય છે; છતાં કંઇક વિપરીતપણું અલ્પ દર્શનમોહના ઉદયે રહ્યા કરે છે, જે તેને પણ ખ્યાલમાં આવવું મુશ્કેલ છે; પણ સમ્યક્ત્વનો નાશ થતો નથી, મોક્ષ-ઉપાયમાં પ્રવર્તવા દે છે, તેને સમકિતમોહનીય કહી છે. તે વખતે પોતે દેરાસર કરાવ્યું હોય ત્યાં તેને બહુ શાંતિ જણાય, કે ચોવીસ તીર્થંકર સમાન શુદ્ધ સ્વભાવના છતાં શાંતિનાથ, પાર્શ્વનાથ આદિમાંથી કોઇના પ્રત્યે વિશેષ રાગ અને હિતકર્તા માની, તેમાં કંઇક ભેદ સમજમાં રહ્યા કરે, આદિ દોષો શ્રદ્ધામાં મલિનતા કરે છે. દર્શનમોહનો ઉદય ન હોય ત્યારે શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થવાથી જીવ નિઃશંક, નિઃસ્પૃહ, નિર્વિચિકિત્સાવાળો, અમૂઢ, ઉપગ્રહન ગુણવાળો, સ્થિતિકરણવંત, વાત્સલ્ય અને પ્રભાવના કરનાર બને છે. આ આઠે અંગ શુદ્ધ હોય ત્યાં સમકિતમોહનો ઉદય હોતો નથી; ત્યારે તે કાં તો ઉપશમ સમકિત કે ક્ષાયિક સમકિતવાળો હોય છે; અને સમકિતમોહનીયનો ઉદય હોય તેને ક્ષયોપશમ સમકિત કહ્યું છે. (બો-૩, પૃ.૨૮૬, આંક ૨૭૫) D દર્શનમોહનીયકર્મ, જીવને, જ્ઞાનીએ જેમ કહ્યું છે તેમ, સમજવા દેતું નથી, વિપરીતતા કરાવે છે અને ચારિત્રમોહનીયકર્મ, જ્ઞાનીએ જણાવ્યા પ્રમાણે વર્તવા દેતું નથી. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે ઃ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ (૧) મિથ્યાત્વમોહનીય : “શરીર તે જ હું' એવી અનાદિ ભૂલ ચાલી આવી છે તથા શરીરના દુખે દુઃખી અને શરીરના સુખે સુખી એવી માન્યતા; સતદેવ, સદ્ગુરુ, સધર્મમાં રુચિ ન થવા દે; દેહને લઈને રૂપ, કુળ આદિ રૂપ પોતાનું સ્વરૂપ મનાય, પણ જ્ઞાનીએ કહ્યો છે એવો અરૂપી આત્મા દેહથી ભિન્ન અને અવિનાશી છે એમ ન મનાય. (૨) મિશ્રમોહનીય જ્ઞાનીએ કહ્યું છે તે પણ ઠીક છે અને આપણે આજ સુધી કરતા આવીએ છીએ તે પણ ઠીક છે. સદ્ગુરુ સારા છે અને આપણા કુળગુરુ અજ્ઞાની હોય તોપણ તે સાધુ છે, આચાર્ય છે, સારા પૂજવા લાયક છે એવી માન્યતા, તે મિથ્યાત્વમોહનીય કરતાં ઓછા ઝેરવાળી, પણ સમકિત ન થવા દે તેવી છે. બીજી રીતે પણ તેનું વર્ણન ઉપદેશછાયામાં (પૃ.૭૦૯) છે: ““ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્રમોહનીય.” (૩) સમ્યકત્વમોહનીય : “આત્મા આ હશે? તેવું જ્ઞાન થાય તે સમ્યકત્વમોહનીય, આત્મા આ છે એવો નિશ્ચયભાવ તે સમ્યકત્વ.” (ઉપદેશછાયા પૃ.૭૦૯) (બી-૩, પૃ.૭૩૧, આંક ૮૯૨) જેમ મહાપુરુષો મોક્ષે ગયા, તે રસ્તો આપણો નહીં, નાહવું-ધોવું વગેરે કરતા હોય તેને જ ધર્મ માને, તે મિથ્યાત્વમોહનીય. ખોટાને માને અને સાચાને પણ માને, તે મિશ્રમોહનીય. સાચી વસ્તુ માન્ય કરવા છતાં આત્મા આમ હશે કે આમ? અમુક તીર્થકર, અમુક પ્રતિમાને વિશેષ માનવા, એવા પ્રકારના ભાવો છે, તે સમ્યકત્વમોહનીયના ડ્રષ્ટાંત છે. (બો-૧, પૃ.૧૩૨, આંક ૭) | દર્શનમોહ અને ચારિત્રમોહ વિષે બે પ્રશ્નો પૂછયા, તે, બે શાસ્ત્રો લખીએ તોપણ પૂરા થાય તેમ નથી; પણ મહાપુરુષોએ એ સંબંધી જે વિચારો જણાવ્યા છે તે દિશા બતાવવા અહીં પ્રયત્ન કરું છું. “અપૂર્વ અવસરમાં પ્રથમની ત્રણ કડી દર્શનમોહ સંબંધી જણાવી અને પછી ચૌદમી કડી સુધી ચારિત્રમોહનો પરાજય કરીને કેવળજ્ઞાન પ્રગટાવવા સંબંધી, અતિશયયુક્ત અપૂર્વ વાણીમાં કાવ્ય પરમકૃપાળુદેવે રચ્યું છે, તે પરથી ટૂંકામાં અહીં તો રૂપરેખા જેવું કે લક્ષણ જેવું લખું છું : (૧) દર્શનમોહ દેખતભૂલી એ દર્શનમોહનું બીજું નામ છે. અનાદિકાળથી જીવ દેહાદિ જે પોતાના નહીં, તેને પોતાના માનતો આવે છે. જે અનાત્મ એટલે પોતારૂપ નથી, તેવા ભાવોને પોતારૂપ માને છે. પાટીદાર, વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી, પુરુષ, રૂપાળો, કદરૂપો, ધનવંત, ધનહીન, વિદ્વાન, મૂર્ખ આદિ માન્યતામાં ગૂંચવાયો છે. તેથી પોતાના વિચારને બદલે પરના જ વિચાર આવ્યા કરે છે, પરને અર્થે જાણે જીવે છે. વિષય-કષાય કંઈક મંદ પડે, વૈરાગ્ય થાય તો આ દર્શનમોહ સાપ, અગ્નિ કે ઝેર કરતાં પણ વિશેષ અહિતકારી શત્રુરૂપ સમજાય. દર્શનમોહથી અપવિત્ર દેહાદિ પદાર્થો, “સકળ જગત તે એઠવત્'' છતાં, પવિત્ર સુખકર ભોગયોગ્ય સમજાય છે. દવાની શગમાં દરેક પરમાણુ ક્ષણે-ક્ષણે પ્રકાશરૂપ થઈ મેશરૂપ ધરી ચાલ્યો જતો હોવા છતાં, એની એ શગ, જેમ દેખનારને દેખાય છે, છતાં કોઈ પરમાણુ ત્યાં એનો એ નથી; તેમ દેહાદિ પદાર્થો ક્ષણે-ક્ષણે પલટાવા છતાં તેના ને લાગે છે અને હંમેશાં આવા ને આવા રહેશે, એમ અંતરમાં રહ્યા કરે છે. મરણનો ડર તો શું, પણ વિચાર પણ આવતો નથી, તેનું કારણ દર્શનમોહ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨૯૯) ઘન, દેહાદિ વડે પ્રાપ્ત થતા ભોગ ઘણા કષ્ટ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયે ટકતા નથી, નાશના જ ક્રમમાં છે, “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે અને અંતે શોકનું કારણ બને છે, કોઈ સાથે આવતા નથી. છતાં વિચારહીન આ જીવને તે અનિત્ય, અપવિત્ર, અશરણ અને અસાર પદાર્થો દુઃખરૂપ નહીં લાગતાં સુખરૂપ લાગે છે, દુઃખ વેઠીને પણ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે; તેને માટે મરી છૂટે છે, તે પણ દર્શનમોહનું પ્રબળ જોર છે. ટૂંકામાં અવિઘા, ભ્રાંતિ, મિથ્યાત્વ વગેરે તેનાં બીજાં નામ છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન.” એ બે સવૈયા બને તો મુખપાઠ કરી વિચારતા રહેવા ભલામણ છેજી. તેમાં દર્શનમોહનો ઉપાય અને સ્વરૂપ બને છેજી. (૨) ચારિત્રમોહઃ દીવો લઈને કોઈ કૂવામાં પડે તેવા ક્રોધાદિ ચાર કષાય અને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – એ તેર પ્રકારના ગાંડપણથી, જીવ જાણતા છતાં સંયમના અભાવે, કર્મબંધનાં કારણોમાં પ્રવર્તે છે. તેમાં મુખ્ય કરીને પૂર્વકર્મનું બળ છે. જ્યાં સુધી સમ્યક્દર્શન ન થાય ત્યાં સુધી આંધળા માણસની પેઠે જીવ દુઃખી-દુઃખી છે; પણ સમજણ આવ્યું પણ વીર્યની ખામીને લીધે, સંયમમાં ન પ્રવર્તી શકે તેથી વેર, વિરોધ, મોહ, મત્સર, માન, અપમાન, લોભ, માયામાં જીવ ઘસડાય છે; તે અત્યંત ક્લેશનું કારણ છે. સમજણ ન હોય ત્યારે જાણીજોઇને એટલે દુઃખનાં કારણને સુખનાં કારણ માનીને, તે એકઠાં કર્યો જાય છે; અને સમજણ આબે, તેનું પ્રવર્તન ખેદયુક્ત હોય છે. જેમ કોઈ આબરૂદાર માબાપના દીકરાને, કોઇએ આરોપ મૂક્યાથી, ફોજદાર તેને ગુનેગાર ઠરાવી, ગધેડે બેસાડી, કાળું મોટું કરી નગરમાં ફજેતી કરી ફેરવે છે; જો કુંભારના દીકરાને ગધેડે બેસાડે કે તે બેસે તો આનંદ માને તેમ મિથ્યાવૃષ્ટિ દોષ કરી આનંદ માને છે; પણ આબરૂદારને તે મરવા જેવું લાગે છે; તેની ઈચ્છા નહીં હોવા છતાં બધું તેને કરવું પડે છે કારણ કે તે ફોજદારને વશ છે. તેમ ચારિત્રમોહનું સ્વરૂપ જેણે જાયું છે, તેને તેવા ભાવોમાં હાજતો આદિને લઈને પ્રવર્તવું પડે તોપણ પોતાને અણછાજતું, શરમભરેલું, મરણતુલ્ય લાગે છે. (બી-૩, પૃ.૫૭૩, આંક ૬૪૪) T દર્શનમોહ એટલે રૂપ, રસ, ગંધ, આદિ પુદ્ગલના ધર્મ છે; અને જાણવું, દેખવું, સ્થિર થવું એ જીવના ધર્મ છે; તેમાં ભેદ નહીં રાખતાં તદાકાર થવું તે. જેમકે, મરચું પુદ્ગલ છે, એમાં જાણવાનો ગુણ નથી, પણ આપણે તે ખાઈએ છીએ ત્યારે આત્માના જાણપણાના ગુણને લઇને, તે જણાય છે. આહાર લેતાં તીખું, મીઠું, ખારૂં, ખાટું એ બધા પુદ્ગલના ગુણમાં જીવને રાગ-દ્વેષ થાય છે; તે ચારિત્રમોહ, દર્શનમોહને લઈને થાય છે. મડદાને બાળે તો કંઈ થાય નહીં, પણ અંદર ચેતન હોય તો ખબર પડે કે ગરમ લાગે છે, બળે છે. તેમ દેહમાં પૂર્વકર્મ અનુસાર શાતા-અશાતા આવે છે, તેની દેહને ખબર નથી; પણ ચેતનને લઈને સુખદુઃખની ખબર પડે છે. દેહમાં વ્યાધિ-પીડા થાય ત્યારે મૂંઝવણ આવે છે, ગભરાટ થાય છે, તે દર્શનમોહને લીધે થાય છે. જો એમ વિચારે કે દેહને જે થાય છે એમાં ચેતનને કંઈ લેવા-દેવા નથી, તો એ વેદનીયકર્મ આવીને નિર્જરી જાય છે, કારણ કે વેદનીયકર્મ અઘાતી છે અને આત્માને આવરણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કરનાર નથી; પણ શરીરની અંદર એકમેક, તન્મયપણે રહેલો ચેતન, તેને શરીરની (પુદ્ગલની) સાથે અનંતકાળથી રહેવાથી એકરૂપનો અધ્યાસ થઇ ગયેલો છે, એટલે મને દુઃખ થાય છે, હું મરી જઇશ, હું સુખી છું, દુઃખી છું વગેરે તન્મયભાવ કરે છે, એ દર્શનમોહ છે. જે જે પુદ્ગલ જોવામાં, સાંભળવામાં, ખાવા-પીવામાં, સૂંઘવામાં, સ્પર્શવામાં આવે છે, તેમાં આત્મા તન્મય થઇને સારું-ખરાબ, પ્રિય-અપ્રિય, મીઠું-કડવું, સુવાસિત-દુર્ગંધવાળું, સુંવાળું-કઠણ, એમ જે પુદ્ગલના રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ સ્વભાવ છે, તેને પોતાનાં માની તેમાં તન્મય થઇ જાય છે; પરંતુ સત્પુરુષના બોધથી તે પુદ્ગલ પોતાથી એટલે ચેતનથી ભિન્ન છે, એમ સમજાય; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરી ધન, ઘર, છોકરાં, સ્ત્રી, દેહ વગેરે પોતાનાં નથી, એ ચૈતન્યથી ભિન્ન છે, એમ સમજાય; પછી વારંવાર વિચારી જ્ઞાન-જાણવું, દર્શન-દેખવું, ચારિત્ર-સ્થિર થવું ચૈતન્યના ગુણ પુદ્ગલના ગુણથી તદ્દન ભિન્ન છે, એમ સત્પુરુષના બોધથી લક્ષમાં રાખી, દરેક પ્રકારની સાંસારિક ક્રિયાઓ કરતાં વૃત્તિને મોળી પાડતાં દર્શનમોહનો નાશ થાય છે. જેમ આપણે ટ્રેનમાં બેઠા હોઇએ અને બાજુની ગાડી ચાલતી હોય અને તેના તરફ નજર રાખીએ તો આપણને એમ જણાય કે આપણી જ ગાડી ચાલે છે; પણ દૃષ્ટિ ફેરવીને પ્લેટફોર્મ તરફ નજર કરીએ તો જણાય કે આપણી ગાડી સ્થિર છે. તેમ બાહ્ય પદાર્થ તરફ દૃષ્ટિ રાખીને વર્તીએ તો આપણને લાગે કે હું સુખી છું, દુઃખી છું, પૈસાદાર છું, ગરીબ છું, વગેરે; એમ જેવા સંજોગો મળ્યા હોય, તે રૂપ આત્મા થઇ જાય છે; પણ સત્પુરુષના બોધે દૃષ્ટિ ફેરવે અને આત્મા તરફ લક્ષ રાખે તો જણાય કે આત્માનો સ્વભાવ સ્થિર છે; તેમાં બીજું દેખાય છે તે પુદ્ગલનો સ્વભાવ છે, એની સાથે આત્માને કંઇ લેવા-દેવા નથી, તો દર્શનમોહ નાશ પામીને આત્મદૃષ્ટિ થતાં આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર થાય. જે બધા સંજોગો મળ્યા છે, તે સ્વપ્નવત્ છે. જેમ રાત્રે સ્વપ્ન આવે અને બધું દેખાય, પણ જાગૃત થતાં સ્વપ્નમાં જે જોતા હતા, ભોગવતા હતા, તે બધું જૂઠું હતું એમ લાગે. તેમ આ મોટું સ્વપ્ન છે. આગળના ભવોમાં જે ભોગવ્યું હશે, તેમાંનું કંઇ અત્યારે છે ? તેમ આ આયુષ્ય પૂરું થતાં આંખ મીંચાઇ જશે ત્યારે આમાંનું કંઇ યાદ રહેવાનું છે ? કે સાથે આવવાનું છે ? બધું જ સ્વપ્નવત્ પડી રહેશે. માટે વૃત્તિઓને વારંવાર પાછી હઠાવી, મોળી પાડતાં દર્શનમોહનો ક્ષય થશે. પહેલાંના વખતમાં છોકરાઓને ભણવા માટે પાટી ઉપર રેતી પાથરી એકડો કાઢી આપતા. એને ઘૂંટતાં-ઘૂંટતાં પાટીને જરા કોઇની ઠેસ વાગે તો રેતી સરખી થઇ જતી અને બધું ચિતરામણ ભુંસાઇ જતું. તેમ જગતનાં કામ કરતાં આત્મામાં ચિતરામણ પડે કે પાછું સ્મરણમંત્ર યાદ કરવારૂપ ઠેસ મારવી અને એને ભૂંસી નાખવું. એમ વારંવાર સ્મરણમંત્ર ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' યાદ કરતાં રહેવું અને દર્શનમોહરૂપી જગતનાં જે જે ચિતરામણો પડે,.તેને સત્પુરુષના સ્મરણમંત્રરૂપી બોધથી ભૂંસતા જવું. એમ કરતાં આત્મા તેના સ્થિર સ્વભાવમાં આવશે. અશાતાવેદનીના જોરમાં ઉદય હોય ત્યારે વધારે બળ કરીને જોરથી સ્મરણ બોલવું અને વેદનીને કહેવું કે તું તારું કામ કર, હું મારું કામ કરું છું. પ.ઉ. પ્રભુશ્રીજી વેદનીના પ્રસંગે વધારે બળથી બોધ આપતા ઃ ‘‘આત્માનું લક્ષણ ‘જાણવું, દેખવું અને સ્થિર થવું' એ છે, તેને નિરંતર સ્મરણમાં, અનુભવમાં રાખવું; પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય ! પણ જાણું, દેખું તે હું, બીજું તો જાય છે. તેમાં આત્માને કંઇ વળગે તેમ નથી. નહીં લેવા કે દેવા. જે જે દેખાય છે, તે જવાને Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ વાસ્તે. આવ્યું કે ચાલ્યું. વજ્રનાં તાળાં વાસીને કહેવું કે જે આવવું હોય તે આવોને ! મરણ આવો, સુખ આવો, દુ:ખ આવો, ચાહે તે આવો, પણ તે મારો ધર્મ નથી. મારો ધર્મ તો જાણવું, દેખવું, સ્થિર થવું એ જ છે. બીજું બધું પુદ્ગલ, પુદ્ગલ ને પુદ્ગલ. ચકરી ચઢે, બેભાન થઇ જવાય અને શ્વાસ ચઢે એ બધું દેહથી જુદા થઇને બેઠા-બેઠા જોવાની મજા પડે છે, પણ જાગૃત, જાગૃત ને જાગૃત રહેવું જોઇએ. હાય !' હાય ! હવે મરી જવાશે, આ તે કેમ સહેવાય ? એવું મનમાં ન આવવું જોઇએ. આગળ ઘણા એવા થઇ ગયા છે કે જેમને ઘાણીમાં ઘાલીને પીલેલા, પણ વિભાવમાં તેમનું ચિત્ત નહીં ગયેલું.'' (બો-૧, પૃ.૨૫) ઉપમિતિભવપ્રપંચ નામના ગ્રંથમાં શ્રી સિદ્ધર્ષિમુનિએ મહામોહને રાજાની ઉપમા આપી છે. તે ઘણો ઘરડો (અનાદિકાળનો) રાજા છે. તેને બે પુત્રો છે. મોટાનું નામ રાગ-કેસરી અને નાનાનું નામ દ્વેષ-ગજેન્દ્ર છે. તે રાજ્યમાં મિથ્યાદર્શન નામે સેનાપતિ છે અને વિષયાભિલાષ નામે મંત્રી છે. આ સર્વ મોહનીયકર્મના પરિવારનું વર્ણન છે. ત્યાં આખા મોહનીયકર્મને મહામોહ નામ આપ્યું છે.(Great Britain એવું નામ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડને આપેલું છે તેવું દર્શનમોહ, કષાય અને નોકષાયનું એકત્ર નામ મહામોહ પાડયું છે.) દર્શનમોહને ઘણી વખત ‘મોહ’ એવું નામ અપાય છે, પરંતુ દર્શનમોહનું બળ બતાવવા અથવા તેની સ્થિતિ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ હોવાથી, મોહનીયકર્મનો ત્રાસ જીવને લાગે એ અર્થે, દર્શનમોહને પણ મહામોહનીય નામ અપાય છે, અને મહામોહનીયનાં ત્રીસ સ્થાનક સ્થાનકવાસી પ્રતિક્રમણ પુસ્તકમાં છે, તે મુખ્યત્વે દર્શનમોહના વિસ્તારરૂપ છે. તે જ અર્થ મુખ્યપણે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમકૃપાળુદેવે દર્શનમોહનીયકર્મનો ત્રાસ બતાવવા વાપર્યો લાગે છેજી : ‘‘અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઇ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.'' એ વિચારતાં સહજ સમજાશે. (બો-૩, પૃ.૨૮૫, આંક ૨૭૫) ને નિકટના સગાના મરણને કારણે શોક રહ્યા કરે છે એમ લખ્યું, તે જાણ્યું. ] પૂ. એક મહાત્મા લખે છે : મોહાધીન જીવોએ જ્યાં જ્યાં વિશ્વાસ કર્યો છે, તેથી બીજું કોઇ ભયભર્યું સ્થાન તેને માટે નથી; અને જ્યાંથી તેને ભયની શંકાઓ થયા કરે છે, તેથી બીજું તેને નિર્ભય થવાનું સ્થાન નથી.’' જીવે મોહવશે આ મારા ભાઇ, આ મારી મા, આ મારા પતિ, આ મારા સંતાન એમ માન્યું છે - તે બધાં સુખનાં કારણ છે એમ માન્યું છે, ત્યાં જ દુઃખ આવીને વસે છે અને વિયોગાદિ કારણે તે પોતાનું પોત પ્રકાશે છે. અમદાવાદમાં હુલ્લડ થયું કે પરદેશમાં બોમ્બથી હોનારત થઇ, તેમાં કેટલા બધા માણસોનાં પ્રાણ ગયા, કેટલીય બહેનોના ભાઇ, કેટલીય માતાનાં સંતાન, કેટલીય બહેનોના ભાણેજ અને કેટલીય પત્નીઓના પતિઓનો વિયોગ થયો, છતાં જ્યાં મારાપણું માન્યું નથી, ત્યાં દુઃખ થતું નથી. ‘હું અને મારું' એ મોહનો મંત્ર છે. તેથી જગત આખું ગાંડું થઇ રહ્યું છે. તેમાંથી જેમણે સત્પુરુષનો આશ્રય ગ્રહી, તે મંત્રને ભૂલવાનો પ્રયત્ન કર્યો અને ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' એ મંત્રનું આરાધન કર્યું, તેને મોહ સતાવતો નથી. જેમને મોહ સતાવે છે, તેમણે હજી જોઇએ તેવું Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આરાધન કર્યું નથી, ખરો આશ્રય-ભક્તિમાર્ગ ગ્રહ્યો નથી, હજી સમજણમાં ખામી છે. સમજાય તો-તો હું આત્મા છું, નિત્ય છું, કર્તા છું, ભોક્તા છું, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે તે મારે આ ભવમાં આદરવો છે, એમ લાગે. પોતા સંબંધી ભૂલ ચાલી આવી છે, તેથી ‘હું દેહ છું, હું મરી જઇશ, હું શું કરું ? શું ભોગવું ? મોક્ષ થાય તેમ નથી. મોક્ષનો ઉપાય શું હશે ?' એમ રહ્યા કરે છે, તેથી સત્પુરુષાર્થ થતો નથી. તે ભૂલને લઇને બીજાને પણ ‘આ મારો ભાઇ છે, તે મરી ગયો, તે શું કરશે ? શું ભોગવતો હશે ? તેનો મોક્ષ નથી, તેનો હવે કોઇ ઉપાય નથી.' વગેરે કલ્પનાઓ કરે છે; પણ ખરી રીતે વિચારીએ તો, તે હતો ત્યારે તેણે શું તમારું હિત કર્યું, તે વધારે જીવત તો તમારું શું ભલું કરત ? માત્ર, જીવે તેને નિમિત્તે, પોતે મોહ પોષ્યો છે અને તેને પણ મોહના કારણરૂપ પોતે થયેલ છે. આમ જીવ પોતે મોહરૂપી ઝેર પીએ છે અને બીજાને પાય છે. એમ બંનેનું માઠું કરવામાં જીવે મણા રાખી નથી. જગતમાં કોઇ આપણું છે નહીં અને થવાનું નથી. માત્ર એક સત્પુરુષો, નિષ્કારણ કરુણા કરનાર, જગતના સાચા મિત્ર, સાચા ભાઇ આદિ છે. તે મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમનો વિયોગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે. આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. દૃષ્ટિ ફેરવવાની છે એટલું પણ, આટલા ઉપરથી સમજાશે તોપણ ઘણું છે. જે કરવું છે, તેને માટે પુરુષાર્થ ક૨વો ઘટે. જે આખરે આપણને રોવડાવે, તેના તરફથી વૃત્તિ હઠાવી, આપણા ઉદ્ધાર તરફ લક્ષ લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૮૮, આંક ૬૬૭) જે સદ્ગુરુરૂપ તરવાની હોડી છે, તેમાંથી સંસારસાગરમાં કૂદી પડવા માટે દર્શનમોહ નામના કર્મની પ્રેરણા હોય છે; તેની શિખામણને અનુસરનાર અનેક જીવો વિનાશને વર્યા છે. સત્તાધન કે સતશિક્ષા જે ચૂકતા નથી, તેનો વાંકો વાળ કરવા કોઇ જગતમાં સમર્થ નથી; પણ તે મૂકીને, જે દોઢડાહ્યા જીવો, પોતાની ઢેડી જેવી તુચ્છ બુદ્ધિની સલાહ માને છે, તેના કેવા હાલ થાય છે, તે ઉપર એક કથા છે. તેનો બધા મળી વિચાર કરશો એમ ભલામણ છે. ‘એક ધનાઢય શેઠને જિનરક્ષિત અને જિનપાલિત એમ બે દીકરા હતા. તે મોટી ઉંમરના થયા, ત્યારે વેપાર કરી, સ્વાવલંબનથી ધન કમાઇ, આત્મસંતોષ મેળવવા ઇચ્છા થતાં, માતાપિતાના પ્રેમ અને ઘેર રહેવાના આગ્રહને અવગણી, હઠ કરી પરદેશ ગયા. ઘણો માલ ભરી, વહાણ દૂર દેશમાં લઇ જઇ, વેંચી, ત્યાંથી મસાલા વગેરે ઉત્તમ વસ્તુઓ ખરીદી. પાછા દેશમાં આવવા નીકળ્યા. રસ્તામાં તોફાનથી વહાણ ભાંગી ગયાં. એક બેટ ઉપર બંને આવી ચઢયા. ત્યાં એક રયણાદેવી રહેતી હતી. તેણે બંનેને લલચાવી પોતાને સ્થાને રાખ્યા. ઘણા વિલાસમાં તેમને મગ્ન કરી દીધા. ઘર પણ ન સાંભરે તેમ તેમના ઉપર કૃત્રિમ પ્રેમ દર્શાવી, વિષયસુખમાં લીન કરી દીધા. એક દિવસે ઇન્દ્રની આજ્ઞા મળતાં તેને સમુદ્ર સાફ કરવા જવાનું કામ આવી પડયું; એટલે તે બંને ભાઇઓને કહ્યું કે ખાસ કામ અર્થે મારે ત્રણ દિવસ જવાનું છે; પણ તમને અહીં કોઇ અડચણ પડવાની નથી; જ્યાં બેટમાં ફરવું હોય ત્યાં ફરવું, પણ એક ઉત્તર દિશામાં ન જવું, એમ કહી તે કામે ચાલી ગઇ. Page #312 -------------------------------------------------------------------------- ________________ (૩૦૩) બંને ભાઈઓ બધે ફરીને બાગ આદિ સ્થળો જોઇ રહ્યા એટલે, ઉત્તર તરફ જવાનો નિષેધ કરેલો, તેથી જ ખાસ જિજ્ઞાસા થઈ કે જોઇએ તો ખરા ત્યાં શું છે, એમ ધારી તે દિશામાં ચાલ્યા. ત્યાં હાડકાં આદિ દુર્ગધી પદાર્થોના ઢગલા જણાયા. દૂર જતાં એક માણસને શૂળી ઉપર ચઢાવેલો હતો, તેથી બૂમો પાડતો હતો, તેની પાસે તે બંને પહોંચી ગયા, તેનો અંત નજીક જણાતો હતો. તે બંનેએ પૂછયું, “આપનું અમે શું હિત કરીએ ?'' તેણે કહ્યું, “ભાઇ, હું હવે મરણની નજીક છું, તેથી બચી શકું તેમ નથી; પણ તમારી આવી જ દશા થનારી છે. તમારી પેઠે મેં બહુ વિલાસ એ રયણાદેવી સંગે ભોગવ્યા, પણ તેને દરિયો સાફ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે તેને મળી ગયા એટલે મારી આ દશા તેણે કરી. હાલ તે નથી એટલે જ તમે આ પ્રદેશમાં આવ્યા લાગો છો. બીજા કોઈ મળતાં તમે પણ શૂળીના ભોગને પ્રાપ્ત થશો.'' આ સાંભળી બંનેએ તેને હાથ જોડી વિનંતી કરી કે કોઈ ઉપાય, અમારા છૂટકારાનો હોય તો કૃપા કરી જણાવો. તેણે કહ્યું દરિયા કિનારે એક યક્ષ રહે છે, તે દરરોજ બપોરે પોકારે છે કે કોને તારું, કોને પાર ઉતારું? તે વખતે તેનું શરણ ગ્રહણ કરી, “આપ ગમે તે કહેશો તે માટે માન્ય છે, પણ અમને બચાવો અને અમારે દેશ પહોંચાડો.” આમ કહેવાથી તે મચ્છનું રૂપ ધારણ કરી, તમને પીઠ પર બેસાડશે અને સૂચના આપશે તે પાળશો તો સાગર ઓળંગી સ્વદેશ પહોંચશો. આ ઉપાય અજમાવવા તે બીજે દિવસે ગયા. યક્ષને વિનંતી કરી, ત્યારે તેણે કહ્યું કે તમને લલચાવવા રયણાદેવી આવશે પણ તેના સામું પણ જોશો નહીં. જે તેના પ્રત્યે પ્રેમવંત બની લલચાશે, તેના મનને જાણી લઈ, હું પીઠ ઉપરથી ઉછાળી, તેને દરિયામાં નાખી દઈશ. બંનેએ, એક તરવાના લક્ષથી તેની શરત કબૂલ કરી. તે મચ્છ થઈ કિનારે આવ્યો એટલે બંને તેની પીઠ ઉપર બેસી ગયા અને સપાટાભેર દરિયો કાપવા લાગ્યા. ત્રીજે દિવસે રયણાદેવી આવી, ત્યારે તેમને ઘેર દીઠા નહીં, તેથી જાણી ગઈ કે તેમને કોઈ ભેદી મળ્યો છે. તેથી તેમની શોધમાં તે દરિયામાં ચાલી અને આકાશમાં રહીને વિલાપ કરતી બંનેને વીનવવા લાગી. જિનરક્ષિત ગંભીર અને સમજુ હતો. તે તો તેના તરફ પીઠ દઈને બેઠો, ગમે તેવા ચાળા કે વિનવણી કરે, તેની કાળજી કરી નહીં. મરણરૂપ જ તેની કપટજાળ તે લેખતો. તે તો નહીં જ ફસાય એમ ખાતરી થવાથી, તે હવે માત્ર જિનપાલિતનું નામ દઇ વારંવાર કહેવા લાગી : “મેં તમને શું દુ:ખ દીધું છે ? મારા સામું જરા જોવાથી મને આશ્વાસન મળશે. પૂર્વની વાત સંભારી કૃપા કરી મારો સ્નેહ યાદ કરો, આવા નિષ્ફર ન થાઓ; અબળા ઉપર દયા લાવો.'' એવાં વચનોથી નાનો જિનપાલિત લલચાયો; “બિચારી આટલું કલ્પાંત કરે છે, તો તેના સામું જોવામાં શો દોષ છે ?' એમ કરી જ્યાં દૃષ્ટિ કરી ત્યાં યક્ષે તેને ઉછાળી દીધો કે તરત તેની નીચે ત્રિશૂળ મૂકી રયણાદેવીએ તેના ત્રિશૂળથી કટકેકટકા કરી દરિયામાં નાખી દીધો. જિનરક્ષિત લલચાયો નહીં, તો સ્વદેશ પહોંચી ગયો. આ ઉપરથી બોધ લેવાનો કે જગતની માયા, પુદ્ગલ અનેક રીતે ભોળવી તેની પ્રીતિમાં આ આત્માને ફસાવે છે; પણ પોતે ન ઠગાતાં, એક મારો આત્મા જ સાચો છે એમ જાણી, તેને જ ખરો માનવો. બાકી સર્વ માયા છે. દેહાદિ પરવસ્તુમાં મોહ ન કરવો.'' (ઉપદેશામૃત પૃ. ૧૯૭, ફૂટનોટ) Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪) યક્ષ એ સદ્ગુરુ છે. જિનરક્ષિત એ ભગવદ્ભક્ત, ટેકવાળો, એક લક્ષથી સત્સાધના કરનાર મુમુક્ષુ છે; જિનપાલિત તે પોતાની બુદ્ધિએ ચાલનાર સંસાર-વાસનાવાળો છે; અને રયણાદેવી તે માયા છે, મોહ છે, કર્મ છે. પુણ્યકર્મરૂપ વહાણ ભાંગતાં, મોહવશ થયેલા, સ્વદેશ-મોક્ષને રસ્તેથી એક ચૂક્યો. સંસાર તરવો હોય તેણે, આ વાત વારંવાર વિચારી, જિનરક્ષિત બનવા પુરુષાર્થ, સદ્ગુરુમાં શ્રદ્ધા વધારવી ઘટે છે. બીજા વિકલ્પોમાં ન પડવું. હું શું જાણું? ધર્મ સંબંધી મને કંઈ ભાન નથી. માત્ર મારે તો બતાવેલ રસ્તે આંખો મીંચીને ચાલ્યા કરવું છે, એ નિશ્રય હિતકારક છે. (બી-૩, પૃ.૩૧૯, આંક ૩૧૧) સપુરુષ કે સર્વશનું ઓળખાણ મિથ્યાત્વમોહનીય થવા દે નહીં; તેથી જ્ઞાનીને સગાંવહાલાં, અમુક ધંધો કરનાર, ભાગીદાર કે સારા રાજા, સુધારક, ચમત્કારી શક્તિવાળા, જગતના મોટા માણસોમાંના એક તરીકે ઓળખે; પણ તે અનુકરણ કરવા યોગ્ય, ઈષ્ટ, આદર્શ કે પરમાત્મા તરીકે ન મનાય ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવર્તવાનું જીવથી બની શકતું નથી, એટલે તેવા ઓળખાણથી સેવા વગેરે કરે તો પુણ્ય બાંધે; પણ સાચી શ્રદ્ધા થયા વગર કર્મથી છૂટાય, સંવર થાય તેવા ભાવ જાગ્રત થતાં નથી. તેમાં દોષ મિથ્યાત્વનો જ છે. (બી-૩, પૃ.૨૮૬, આંક ૨૭૫) દેહાધ્યાસ જીવે અનંતકાળથી દેહાધ્યાસ પોપ્યો છે તેથી સ્વપ્નમાં પણ તે આપણને છોડવા ઈચ્છતો નથી; પણ જેણે જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા છે, તેનો સજીવન ચમત્કારી બોધ સાંભળ્યો છે, તેની આજ્ઞા ઉઠાવવાની અંશે પણ તત્પરતા રાખે છે તથા જન્મમરણથી થાક્યો છે, તેવા જીવનું પ્રથમ કર્તવ્ય તે દેહાધ્યાસને ઘસી-ઘસીને તેનો અંત આણવાનું છેજી. પરમપુરુષની દશાના સ્મરણથી, તેની અનંત કરુણાનો આભાર દયમાં વારંવાર ચીતરી, તે પ્રસન્ન થાય તેવી વિચારણા અને આચારથી આ જીવને સમજાવી, મનાવી, ઠપકો આપી કે હઠ કરીને પણ તેને બીજા પ્રકારની અણછાજતી ઇચ્છાઓથી પાછો હઠાગ્યે જ છૂટકો છે. (બી-૩, પૃ. ૨૪૨, આંક ૨૩૬) T માંદગીમાં ગમે તે ખબર પૂછે તોપણ દેહાધ્યાસ વધવાનું એ નિમિત્ત છે. તેથી જ્ઞાની પુરુષે જાણ્યો છે, પ્રગટ કર્યો છે, ઉપદેશ્યો છે તેવો મારો આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અવિનાશી, અછેદ્ય, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમસુખનું ધામ છે, એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૩૮, આંક ૯૦૬). ખા, પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ; જ્ઞાન કર્મ-ક્ષય કારણે, તેથી શિવપુર રાજ. સંયોગે આવી મળે, વિયોગે વહી જાય; એવી વિનાશી વસ્તુની ચિંતા કરે બલાય. રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.' એમ શ્રી દેવચંદ્રજીએ સ્તવનમાં ગાયું છે. જ્યાં સુધી દેહાધ્યાસરૂપ રુચિ રહી છે ત્યાં સુધી તે અર્થે વારંવાર પ્રવૃત્તિ થયા કરે છે; દેહને પ્રિય કે અનુકૂળ હોય તે વારંવાર સાંભરે છે; મહેનત નહીં કરીએ તો શું ખાઇશું? એવી ચીવટ રહે છે, તેથી ખેતી આદિ કામોની કાળજી દરેક ઋતુમાં દિવસે રાત્રે રાખીએ છીએ; શરીરમાં રોગ થયો હોય તો દવા નિયમિત લેવાની Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ કાળજી રહે છે. જે ચરી પાળવાની કહી હોય તે ગામ-પરગામ, વિવાહ-વાજન વખતે પણ કાળજી રાખી પાળે છે; નહીં તો દવા ગુણ નહીં કરે તેનો ડર રહે છે કે રોગ વધી જશે તો મરણનો ડર રહે છે. તેમ જેને સત્પુરુષના બોધે દેહાધ્યાસ મંદ પડયો છે કે મંદ પાડવાની ગરજ જાગી છે, તેને એવો ડર રહ્યા કરે છે કે આ મનુષ્યભવમાં જો ધર્મ-આરાધન નહીં કરી શકાય તો કીડી-મકોડી કે કાગડા-કૂતરા કે એવા ચોર્યાસી લાખ યોનિના પરિભ્રમણમાં શું બનવાનું છે ? માટે હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં, ચાલતાં-જોતાં, ખાતાં-પીતાં કે સૂતાં-જાગતાં તે સત્પુરુષે આપેલા સાધનનું અવલંબન રાખે છે. સંસારની ફિકર ઓછી કરી પરમાર્થની ફિકર જેને જાગી છે, તેનું ચિત્ત બીજે તલ્લીન થઇ જતું નથી, અથવા તો જ્યાં જ્યાં તેવા પ્રસંગોમાં સત્તાધન ભૂલી જવાય છે તેવાં તેવાં નિમિત્તોથી દૂર રહે છે કે ચેતતો રહે છે. (બો-૩, પૃ.૧૭૨, આંક ૧૭૭) સ્વપ્નદશા તમે સ્વપ્ન સંબંધી પુછાવ્યું છે તે વિષે લખવાનું કે ઘણી વખત તો જે સંસ્કારો પડેલા છે તે નિદ્રા વખતે સ્ફુરી આવે છે, તે ઉ૫૨થી પોતાને કઇ બાબતોમાં કેવી રુચિ છે, તે જાણી હિતકારી બાબતોથી ચિત્ત પ્રસન્ન થાય અને તેવી ભાવના પોષવાનું બને છે. અહિતકારી જણાય તો તે પ્રત્યે વૃત્તિ જતી રોકી, પ્રશ્ચાત્તાપ કરી તેવા સંસ્કારોને બળ ન મળે માટે સારા ભાવમાં રહેવા ભક્તિ, સ્મરણ વગેરેનો લક્ષ રાખવો ઘટે છેજી. નાની ઉંમરમાં ધર્મના સંસ્કારો પડેલા છે, તેથી ઘણી ઉપાધિવાળી પ્રવૃત્તિમાં પણ તે બીજા સંસ્કારોને દબાવી ઊંઘમાં પણ પોતાનો પ્રભાવ બતાવે છે. તેને પોષણ ભક્તિ આદિથી નહીં મળે, સ્મરણમંત્રનું આરાધન કરવાની ટેવ નહીં પાડો, તો તે સંસ્કારોનો કાળ પૂરો થયે, ફરી ઘણી ઇચ્છા કરશો તોપણ તેવા ભાવો, તે દેશમાં જાગવા દુર્લભ થઇ પડશે. માટે જ્યાં સુધી બીજાં કામ થઇ શકે છે ત્યાં સુધી ધર્મકાર્ય, સાંચન, વિચાર, સ્મરણ, ભક્તિ પણ સાથે-સાથે કરતા રહેશો તો આંબાને જેમ પોષણ આપતા રહી કેરીઓ ખાવાથી દર સાલ કેરી થયા કરે, પણ પોષવાને બદલે આંબો કાપી નાખી એક સાલ કેરી ખાઇ લીધી તો બીજી સાલ કંઇ પણ મળી શકે નહીં; તેમ ધર્મનાં કાર્ય કરવાં પડયાં મેલી કે તેને ધકેલ્યા કરી, વિસારી દેવાથી, શુભ સંસ્કારો લાંબી મુદ્દત ચાલશે નહીં અને અશાંતિ, ભય, તૃષ્ણા, વેદના વગેરેનાં સ્વપ્નોથી અને વિચારોથી મન ભરાઇ જતાં જીવ દુ:ખી થવા સંભવ છે. માટે આત્મહિતની અને સાચા સુખની ભાવના હૃદયમાં જીવતી હોય તો નિત્યનિયમ, નિયમિત સત્શાસ્ત્રનું વાંચન, વિચાર અને ૫૨મપુરુષોની દશા અને ઉચ્ચ જીવનની અભિલાષા માટે, અમુક વખત બચાવવાની કાળજી રાખવી ઘટે છેજી. (બો-૩, પૃ.૬૬૪, આંક ૭૯૫) જાગૃતિકાળમાં જેવા ભાવો કર્યા હોય છે, તેના રહસ્યરૂપે નિદ્રામાં ભાવો થાય છે. ખરાબ ભાવોનું સેવન કર્યું હોય તો વિશેષપણે તેવા ભાવો નિદ્રામાં થાય છે. તેનું કારણ કે તે વખતે કંઇ અંકુશ જેવું રહેતું નથી. ખરાબ નિમિત્તો જીવને પાછો પાડનાર છે. તેમાંથી બચવું ઘણું મુશ્કેલ છે. જેમ જેમ અંતરાત્મવૃત્તિનું બળ વધતું જાય છે, તેમ તેમ જીવનું આગળ વધવું થાય છે. (બો-૧, પૃ.૧૬, આંક ૧૭) મુમુક્ષુ : પ્રભુ ! મને એક સ્વપ્ન આવ્યું હતું કે પ્રભુશ્રીજી સભામંડપમાં બેઠા છે, બોધ કરી રહ્યા છે. તે વખતે મને અને ....ભાઇને પ્રભુશ્રીજીએ કહ્યું કે પાંચ ભવમાં તમારો મોક્ષ થઇ જશે. Page #315 -------------------------------------------------------------------------- ________________ (૩૦૬) પૂજ્યશ્રી : સારું છે. સારી ભાવના હોય તો સારાં સ્વપ્નાં આવે, અને સંસારી ભાવના હોય તો તેવાં આવે. સ્વપ્નાં છે, તે સ્વપ્નાં જ છે; પણ એવાં સારાં સ્વપ્નમાં આવે તો આગળ વધવાનું થાય. (બો-૧, પૃ.૩૦૨, આંક ૫૯) 0 જાગૃતિમાં ઉપયોગ ધર્મધ્યાન પ્રત્યે વાળી શકશો, તેમ તેમ સ્વપ્નદશા ઉપર અસર થશે. પહેલાં જીવે મોહરૂપ ડુંગળી ખાધી છે. તેથી તેના દુર્ગધમય ઓડકાર આવે છે, તે અત્યારે ગમતા નથી, પણ તેનો કાળ વીતી ગયે તે બંધ થશે. જો નવા તેવા ભાવો પ્રત્યે અણગમો રહ્યા કરશે, મીઠાશ અંતરથી નહીં મનાય તો ભવિષ્ય સુંદર બનશે; નિર્દોષતા વરશો. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૨) પરમકૃપાળુદેવનું એક વચન છે : “જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે.” (૨૨) એનો બને તેટલો વિચાર કરી, સદ્વિચારની વૃદ્ધિ થતી રહે, તેમ ભાવના કરતા રહેવા ભલામણ છેજી. સંસારરુચિ Æયમાં રહેલી છે, તેનું સ્વપ્નમાં પ્રગટપણું દેખાય છે. તેને લઇને તમને શારીરિક ક્ષીણતાના દેખાવો અનુભવાય છે. તે સવિચાર, સંસારની અસારતા અને મોક્ષમાર્ગની રુચિ પ્રગટતાં દૂર થવા સંભવ છે. તે અર્થે સારા વાંચનની જરૂર છે અને ત્યાંના માણસોની મિત્રાચારી કે બહુ પરિચય નહીં રાખતાં, અહીંથી સન્શાસ્ત્રો મંગાવી, તેમાં ચિત્ત રોકવાનું કરશો તો તમને વિશેષ હિતનું કારણ સમજાય છે.જી. તેને આધારે ભક્તિ, વાંચન વગેરેથી મનને બીજો ખોરાક મળવાનું નિમિત્ત બનશે. તેથી તમે જણાવેલા સાંસારિક સ્નેહભાવો આદિ મંદ થઈ, ભક્તિ, વૈરાગ્ય અને સર્વિચારમાં વૃત્તિ રહેશે તો તેની શરીર ઉપર પણ સારી અસર થવા સંભવ છેજી. ઇસુ ખ્રિસ્તનાં વચનોને યથાર્થ સમજનારા અને આચરનારા પૃથ્વી પર થોડા જ જીવો છે; તે સમજવા યોગ્ય સાત્ત્વિક વૃત્તિ જ તે દેશમાંથી લોપ થતી જાય છે એમ સમજી, અનાર્ય જીવોનો કુસંગ ઓછો કરવા ભલામણ છેજી. સાદો, ઓછો ખોરાક લેતા રહેવાથી શરીર-સ્તુર્તિ રહેશે અને સ્વપ્નદોષનું ઘટવું પણ સંભવે છેજી. (બો-૩, પૃ.૩૬૦, આંક ૩૬૦). | પરમકૃપાળુદેવની કૃપાથી જે જીવોનું કલ્યાણ થવા યોગ્ય હશે, તે તેની આજ્ઞા-આરાધનરૂપ સપુરુષાર્થથી થશેજી. આ કળિકાળમાં સર્વ તરફ દુઃખ, દુઃખ અને દુઃખનાં દર્શન થઇ રહ્યાં છે, ત્યાં એક વૈરાગ્ય અને ભક્તિ એ જ જીવને શરણરૂપ છે. જે જીવો મોહાધીન વર્તી સ્વાર્થમાં મશગૂલ, તલ્લીન થઈ રહ્યા છે, તેમને આ સ્વપ્ન સમાન બધી માયાજાળ સત્યરૂપે ભાસે છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઇ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.'' (૪૯૩) આ વાક્ય વારંવાર વિચારવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૩૩, આંક ૪૫૦) ભૂલ 0 પ.પૂ. પ્રભુશ્રીજીએ નીચે પ્રમાણે, મોટામાં મોટી ભૂલ જે ભગવાને દીઠી છે, તે વિષે જણાવ્યું હતું, તે મારે તમારે, વારંવાર સચેતપણે વિચારી, લક્ષમાં લેવા યોગ્ય છેજી : Page #316 -------------------------------------------------------------------------- ________________ (૩૦૭) આત્મા ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગ સદાય નિરંતર છે, તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય-ચંદ્ર વાદળાં આડે ન દેખાય તોપણ છે એમ પ્રતીતિ છે; તેમ શુદ્ધસ્વરૂપ છે, એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે. એ ભૂલ ભગવાન મહાવીરસ્વામીએ દીઠી, તો ઠામ-ઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.'' (બી-૩, પૃ.૭૬૪, આંક ૯૬૫). 0 લૌકિક વ્યવહારરૂપ પર્યુષણ મહાપર્વ કેટલાંય આવ્યાં અને ગયાં, પણ જીવ મોહનિદ્રામાંથી હજી જાગ્યો નહીં, તેનું શું કારણ ? અને કેવા પ્રકારે આ સ્વપ્નદશા નિવૃત્ત થાય ? તેનો વિચાર મુમુક્ષુજીવ કરે છે; કારણ કે આ પ્રશ્નનો ઉકેલ આવ્યા વિના જીવની અનાદિની ભૂલ મટવી મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લોલુપતા જીવને વર્તે છે, તેની પ્રિયતા ચિત્તમાં ઘર કરીને બેઠી છે; તે એવી જબરી છે કે કેટલોક કાળ અમુક ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરવામાં આવે તો પણ તેની રૂચિનો ત્યાગ થતો નથી. એ સંસારવાસનાનું મૂળ શાથી છેદાય? વ્રતનિયમોથી પણ તે નિર્મૂળ થતી નથી, તો તેને માટે કોઈ બીજો જ ઉપાય હોવો જોઇએ. મોટા પુરુષોએ વારંવાર વિચારીને, તેનાં કારણ શોધ્યાં છે અને તેના ઉપાય જાણી, આદરી, તેથી મુક્ત થઈ મોક્ષે ગયા છે. આપણને પણ મુક્તિની ઇચ્છા હોય તો તે સિવાય બીજો માર્ગ નથી. મિથ્યાત્વ, અજ્ઞાન, વિપરીત માન્યતા - એ જ સર્વ દુઃખનું કારણ સત્પરુષોએ કહ્યું છે અને વિચારવાનને તે કારણો સિવાય બીજા કશાનો ભય હોતો નથી. લોકલજ્જા, પરિશ્રમ, નિંદા, કીર્તિ આદિને નહીં ગણતાં, માત્ર અજ્ઞાનનો નાશ કરવા મુમુક્ષુ જીવ કેડ બાંધી તૈયાર થાય છે, અને તે કેમ દૂર થાય, તેનો વિચાર કરતાં તેને જણાશે કે જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સમ્યકત્વ જેને પ્રગટ થયું છે એવા સપુરુષનાં વચન વિના કોઈ કાળે મિથ્યાત્વ-અજ્ઞાનરૂપી અનાદિ ભૂલ મટવાની નથી. “જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે.'' સપુરુષનો બોધ એ દર્શનમોહનીયકર્મરૂપ વિપરીતપણું ટાળી, સમ્યકુશ્રદ્ધા પ્રગટાવે છે, અને સમ્યક્દર્શન કે સન્ત્રદ્ધા પ્રગટવાથી મોક્ષનો માર્ગ મોકળો થાય છે. તેને મોક્ષ વિશેષ દૂર નથી, પણ સ્વસ્વભાવરૂપ મોક્ષને તે જીવ પામે છે. આવી ઉત્તમ કમાણી આ મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે છે. તેની તરફ દ્રષ્ટિ નહી રાખતાં જીવ સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન આદિમાં જ વૃત્તિ રોકી રાખે છે. તેથી આ ભવમાં કરવા યોગ્ય કાર્ય રહી જશે અને મરણ તો આવીને ઊભું રહે છે, અથવા આયુષ્ય ક્ષણે-ક્ષણે ઓછું થાય છે, તે મરણ જ છે. તેનો વિચાર કરી, સમજવા યોગ્ય આત્મસ્વરૂપ માટે વિશેષ કાળજી રાખવી ઘટે છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે થઈ રહ્યું છે, તો આ જીવ કયા કાળને ભજે છે? મોક્ષની સરખામણીમાં મોટા ચક્રવર્તીનું સુખ પણ વિષ્ટાના કીડા જેટલું પણ નથી તો આ જીવ સંસારમાં શું સુખ દેખી રહ્યો છે કે જેને લઈને અનેક પ્રકારના પ્રતિબંધ કરી, પરિભ્રમણનાં કારણો એકઠાં કર્યા કરે છે? સપુરુષોએ પરમાર્થે કહેવામાં કંઈ બાકી રાખી નથી; પણ જીવે તેમની આજ્ઞા ઉઠાવવામાં, તે પ્રમાણે કરવામાં ખામી રાખી છે. સત્સંગ, સપુરુષનો બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૨, આંક ૩૮) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જીવની મોટામાં મોટી ભૂલ કઇ છે ? પોતાનું સ્વરૂપ ન સમજ્યો, એ જ મોટી ભૂલ છે; અને તેથી જ પરિભ્રમણ થયું છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, તેથી બીજામાં રાગ-દ્વેષ કરે છે. સ્વરૂપનું ભાન થવા માટે, જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે, તે પુરુષમાં વૃત્તિ રાખવી. સિદ્ધભગવાન સર્વ ક્લેશથી મુક્ત છે અને મારું સ્વરૂપ પણ તેવું જ છે. તે અજ્ઞાનને લઇને ભાનમાં આવતું નથી. સંસારનું મૂળ કારણ ‘દેહ તે હું' એ છે. એ મોટી ભૂલ છે. પોતાનું નહીં, તેને પોતાનું માને છે. વિપરીતતા છે. જે ભૂલવાળો હોય, તે બધું ભૂલવાળું જ જુએ છે. જેને ભૂલ લાગે, તેને પોતાના સ્વરૂપનું ભાન થાય છે અને ત્યારથી શ્રાવકપણું કે સાધુપણું છે. ભૂલ જાણી મનમાં થયું કે આ જ મને નડે છે, તો પછી કાઢી નાખે; પણ એવો નિશ્ચય થતો નથી. ભૂલ બરાબર લાગી નથી, લાગતી નથી. (બો-૧, પૃ.૧૧૬, આંક ૨૯) ૫૨વસ્તુને પોતાની માનવાની અને તે માન્યતાને આધારે પ્રવર્તવાની, અનાદિની જીવની ટેવ છે, એ જ ભૂલ છે. તે ટાળવા અનેક મહાપુરુષો પોકારી-પોકારી, તે ભૂલથી છૂટવા માટે અનેક રીતે ઉપદેશ આપવાની કૃપા કરી ગયા છે; પણ આપણને તેવી ભૂલ લાગશે ત્યારે તે ભૂલ જોવા આંખ ઉઘાડીશું અને ભૂલ દેખાશે તો પછી ભૂલ નહીં રહે. : પરમકૃપાળુદેવે ક્ષમાપનાના પ્રથમ વાક્યમાં લખ્યું છે : ‘‘હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો.’’ એટલું જ વાક્ય ભરત ચક્રવર્તી મહારાજને કેવળજ્ઞાન આપવા સમર્થ થયું હતું. આપણે રોજ બોલીએ છીએ પણ તે ભૂલ સમજ્યા વગર, ભૂલ કર્યા જ જઇએ છીએ અને ભરતજી ભૂલ પકડી, ફરી કોઇ કાળે ભૂલ ન થાય, તેવી દશા પ્રગટ કરી, મોક્ષે ચાલ્યા ગયા. માટે સાચા થવાની જરૂર છે. મોક્ષનો માર્ગ ખુલ્લો છે તેમ જ સંસારમાર્ગ તો પરિચિત જ છે. જે માર્ગે જઇશું તે તેનું ફળ આપશે જ. (બો-૩, પૃ.૧૧૮, આંક ૧૧૪) પાંચ ઇન્દ્રિયોના U જીવને નીચે ઢાળે ઢળવાનું બહુ ગમે છે. અનાદિકાળથી બાહ્ય પ્રવૃત્તિમાં જ વિષયોમાં જ રસ લેતો આવ્યો છે; તે પડી મૂકી, સત્પુરુષ ઇન્દ્રિયોનો જય કરીને, મનને સદ્ગુરુને શરણે રાખવાનું કહે છે; તે કરવું મુશ્કેલ પડે છે. બળદને જેમ ચીલો કાપવો આકરો પડે છે તેમ સ્વચ્છંદે જીવ પ્રવર્તી રહ્યો છે, તેને સદ્ગુરુની આજ્ઞારૂપ નાથ અધરી પડે છે; પણ તે વિના જીવ અનાથ અને અશરણ છે; અને તે અનાથપણું ટાળવા, અનાથીમુનિ સરખા આત્મજ્ઞાન પામેલા સદ્ગુરુનું શરણું અને બોધ, શ્રેણિક મહારાજા જેવાને પણ ગ્રહણ કરવાં પડયાં હતાં અને તેવા પુરુષને યોગે જ જીવને પોતાની ભૂલ સમજાય છે. - એ અનાદિ ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દ૨૨ોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાધન આપ્યું છે. તેનો વિચારપૂર્વક રોજ પાઠ થાય તો જીવને પોતાના દોષો દેખી, તે દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. (બો-૩, પૃ.૫૨, આંક ૩૭) — સમાધિસોપાન તમે બધા સાથે વાંચો તો સારું, કેમ કે એકલા કરતાં સત્સંગમાં વંચાય તે વધારે સારું સમજાય, એકબીજાને પુછાય અને ચર્ચા થાય તો જેણે સત્સંગમાં કંઇ સાંભળ્યું હોય તે જાણવા મળે. ચિ. વસુમતીના પ્રશ્નનો ઉત્તર, (તેને) સમજાય તેમ લખું છું. કોઇ પૂછે કે તું કોણ છે ? તો તું શું કહે ? વસુમતી; પણ હાથ વસુમતી ? આંખ વસુમતી ? પગ વસુમતી ? તું કહે કે બધુંય વસુમતી. તો મરી Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯) જાય ત્યારે બધુંય પડયું રહે છે, તેને ઘરમાં કોઈ રાખતું નથી, બાળી નાખે છે અને અત્યારે ઘરથી કાઢી મૂકતા નથી, તેનું કારણ શું? તું કહે છે કે અંદર જીવ છે, તે જતો રહે છે, પછી બાળી નાખે છે; તો તે જીવ વસુમતી કે દેહ વસુમતી ? બીજે જીવ જન્મે તો વસુમતી તરીકે કોઈ નહીં ઓળખે, બીજું નામ પાડશે; તો જીવ પણ વસુમતી ન નીકળ્યો. આમાં હું કોણ છું? તેનો વિચાર જીવે નથી કર્યો. પોતાનું સ્વરૂપ, જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે શ્રદ્ધા કરવી અને ચારિત્ર એટલે સ્થિર થવું, એ છે. તેનું ઓળખાણ નથી, તે જ મોટી ભૂલ છે. તે જ ભૂલને લીધે “દેહ તે હું એવું થઈ ગયું છે. દેહ દેખાય છે, પણ દેખનારો દેખાતો નથી. તેને ઓળખવા જ્ઞાની પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી, તેની આજ્ઞા આરાધે તો કોઇક દિવસે શુદ્ધ આત્માનું ભાન થાય તેમ છે. તેનો વિચાર સમાધિસોપાનમાં પાછળના પત્રોમાં આવશે. તે વાંચવા-વિચારવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૬) આંક ૯૬૦) ભૂતકાળની વાત ભૂલી જવી. માત્ર ભૂલ થઇ હોય, તેવી ફરી ન થવા બાબત શિખામણ, તેમાંથી ગ્રહણ કરવી; પણ ભૂલોને સંભાર-સંભાર ન કરવી. રસ્તામાં પડેલા કાંટા-કાંકરાને કોઈ સંભાર-સંભાર નથી કરતું, પણ સાચવીને ચાલવાની કાળજી રાખે છે; તેમ વર્તમાન વર્તન પ્રત્યે લક્ષ રાખી, રાગ-દ્વેષ ઓછાં કરવાની કાળજી રાખતા રહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૩૫૪, આંક ૩૫૫) કષાય અનંતકાળથી જીવને જન્મમરણ, જન્મમરણ થયા કરે છે તેનું કારણ અણસમજણ અને કષાયભાવ છેજી. તે દોષને દોષરૂપ જાણી, તેથી સદાયને માટે છૂટવાની ભાવના સદ્ગુરુયોગે જાગે છેજી. ધર્મને નામે અનેક ઉપવાસ આદિ ક્રિયા કરવા જીવ દોડે છે, પણ કષાય ઘટાડી, સદ્ગુરુની શિખામણ પ્રમાણે સમજણ કરવાનું જીવે કર્યું નથી. તે કરવાનો લાગ એક આ મનુષ્યભવમાં છે; તો જેમ બને તેમ સર્વ જીવ પ્રત્યે નિર્વેરબુદ્ધિ, મૈત્રીભાવ રાખી વર્તવાનું કરે, બીજાના ગુણ જોવાની દ્રષ્ટિ રાખે અને પોતાના દોષ દેખી ટાળવાનો પુરુષાર્થ કરે તથા સર્વ જીવનું કલ્યાણ થાઓ એમ ઇચ્છે, પોતાનાથી બને તેટલી બીજાને સારા કામમાં મદદ કરે અને પોતાનું બને તેટલું કર્યા છતાં કોઈનું હિત ન થાય તેમ લાગે ત્યાં મધ્યસ્થભાવ રાખવાનો અભ્યાસ કરે તો જીવ જ્ઞાનીપુરુષના માર્ગને યોગ્ય થાય. જે જે બંધનના, કષાયના, અજ્ઞાનના ભાવ છે તે દૂર કર્યા વિના સપુરુષની સમજણનો વારસ જીવ કેવી રીતે બને? (બી-૩, પૃ.૪૨૫, આંક ૪૩૬) T કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ અને કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ દ્વેષ ન રહે, તેવા ભાવ કરવા બધો પુરુષાર્થ છેજી. જો બે ઘડી સુધી કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધનો પ્રવાહ ચાલુ રહ્યો તો ઘણા દિવસ અને ઘણી રાત્રિઓ સુધી કરેલો શ્રમ બે ઘડીમાં બાળી ભસ્મ કરી નાખે તેવી ક્રોધમાં તાકાત છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તેમ જ કામ, માન આદિ શત્રુઓ પણ જેવા તેવા નથી. જો તેને વશ જીવ થઇ ગયો તો ધર્મનો નાશ થતાં વાર ન લાગે તેમ છે; તેમ છતાં દરેકના ઉપાય છે. “માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.'' ‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.’ ,, માટે જાગ્રત થવાની, જાગ્રત રહેવાની, મોહથી દૂર ખસતા-નાસતા રહેવાની જરૂર છેજી. ‘ચતુરની બે ઘડી અને મૂરખનો જન્મારો.' એવી કહેવત છે. સમજુ માણસ બે અક્ષરમાં સમજી ચેતી જાય તો કામ કાઢી નાખે અને મૂરખ જન્મારો મહેનત કરે પણ કંઇ સફળતા ન મેળવે. માટે મૂઢતા, અજ્ઞાનદશા, મોહમદિરાનો વારંવાર વિચાર કરી ‘‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.’' એ પરમકૃપાળુદેવનું વચન લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૩૭૭, આંક ૩૮૩) કષાયપરિણતિ થાય તેવા પ્રસંગે બહુ ચેતવા જેવું છેજી. ડુંગળી ખાય તો તેના ઓડકાર તેવા જ આવે, રોક્યા રોકાય નહીં, ગંધાય, ગમે નહીં, બીજાને પણ અપ્રિયતા ઊપજાવે અને પોતાને પણ પસ્તાવો, ક્લેશ કરાવે; તેમ કષાયને હૃદયમાં અલ્પ પણ સ્થાન આપ્યું તો તે ધર્મ, દાન, તપ વેળા પણ બધું બગાડી નાખી પોતાની સત્તા અંતઃકરણ ઉ૫૨ જમાવે એવો એનો સ્વભાવ છે, માટે મહાભયંકર વિષ સમાન સમજી કષાયના પ્રસંગો કુટુંબીઓને કારણે, ધનને કારણે કે દેહાદિ સગવડને કારણે પણ ઊભા ન કરવા; ઊભા થતા હોય તો પોતે તેમાં તણાવું નહીં; બને તો શાંત કરવા. ગમે તેવો ધનનો, માનનો કે હઠનો ભોગ આપીને, ન છાજે તેવી દીનતા કરીને, પગે લાગીને પણ તેથી દૂર રહેવા યોગ્ય છેજી. પોતાની સત્તા વાપરીને, બીજાને દબાવીને કોઇ કષાય શમાવવા જાય તો તે માત્ર દેખાવ પૂરતું બને છે; પણ મૈત્રીભાવ, સર્વ જગત પ્રત્યે નિવૈરબુદ્ધિ, અત્યંત દીનભાવ અને સદ્ગુરુએ આપેલ મંત્ર આદિ આધારે પોતાના અંતઃકરણને સમજાવી, તેવાં કારણોથી દૂર રહી, ભક્તિમાં વિશેષ કાળ જાય અને તે પ્રસંગોની વિસ્મૃતિ થાય તેવા વાંચન, મનનના અભ્યાસથી પાછું શાંતિનું રાજ્ય સ્થપાય છેજી. સર્વ ઉપાયમાં શ્રી સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ, સદ્ગુરુકૃપા સર્વોત્તમ મને તો સમજાઇ છેજી. (બો-૩, પૃ.૪૧૬, આંક ૪૨૩) D કષાય જેવો કોઇ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કોઇ વિષ નથી, માટે જાણીજોઇને પોતે પોતાના શત્રુ ન બનવું. શ્રી શ્રેણિકરાજાને શ્રી અનાથી મહર્ષિએ એ જ ઉપદેશ દીધો છે કે પોતે જ પોતાને નરકે લઇ જાય છે અને દુઃખી કરે છે, પોતે જ પોતાને સ્વર્ગે લઇ જાય છે અને પોતે જ પોતાને મોક્ષપ્રાપ્તિ કરાવશે. માટે આવો યોગ મળી આવ્યો છે, તે તરવા અર્થે જ છે. મુમુક્ષુજીવને સાંસારિક મુશ્કેલીઓ આ કાળમાં તરવા સમાન છેજી. (બો-૩, પૃ.૫૭૮, આંક ૬૫૦) D બાળવા યોગ્ય ક્રોધ છે; ટાળવા યોગ્ય માયા-કપટ છે; વાવવા યોગ્ય વિનય છે; સાધવા યોગ્ય સંતોષ છે; સમજવા યોગ્ય સત્પુરુષનું શરણ છે. આ વાત સત્સમાગમે સમજી, હ્રદયમાં લખી રાખવાની છેજી. (બો-૩, પૃ.૭૩૨, આંક ૮૯૩) Page #320 -------------------------------------------------------------------------- ________________ (૩૧૧ | કામ, ક્રોધ અને લોભ – એ ત્રણ મોટા વિકારો છે. જ્યારે જીવને ક્રોધ ચઢે છે ત્યારે પણ એને કંઈ ભાન રહેતું નથી, આંધળા જેવો બની જાય છે. કંઈ જુએ નહીં અને મોઢામાંથી જેમ આવે તેમ બકે. લોભ પણ એવો છે. જેમ જેમ લોભ કરે છે, તેમ તેમ લોભ વધતો જાય છે. લોભથી કોઈ સુખી થતું નથી. (બો-૧, પૃ.૩૩૯, આંક ૯) કોઈ માણસ બીજાને મારતો હોય તો કહે કે પાપ કરે છે; પણ ક્રોધ, માન, માયા, લોભ એ મોટાં પાપ છે. તે હોય તો તેને પાપ કહેતા નથી. ક્રોધ આવે ત્યારે તરત ખબર પડે. આંખો લાલ થઈ જાય, પોતે દુઃખી થવા લાગે; પણ જ્યારે માન આવે ત્યારે જીવને પોતાને ખબર પડવી મુશ્કેલ છે. સામાને તેની ખબર પડે. માયાની તો સામાને પણ ખબર ન પડે. એ તો પુરુષના યોગે જ જાય. માયા તો પંડિતોને પણ છેતરી જાય છે. લોભ, તે સર્વથી મોટો દોષ છે. લોભને લઈને બીજા ત્રણ દોષો થાય છે. ક્રોધ, માન, માયા - એ લોભને લઈને કરે છે. એ ચારેને કાઢવા માટે, તેના ચાર પ્રતિપક્ષી લક્ષમાં રાખવાના છે. ક્રોધનો પ્રતિપક્ષી ક્ષમા છે. માનનો પ્રતિપક્ષી વિનય છે. ક્ષમા, વિનય હોય ત્યાં ક્રોધ, માન ન રહે. માયાનો પ્રતિપક્ષી સરળતા છે. લોભનો પ્રતિપક્ષી સંતોષ છે. ક્રોધાદિને શત્રુઓ જાણે તો વહેલામોડા નીકળે. એ આત્માના મોટા શત્રુઓ છે. કેવા શત્રુઓ છે ! કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય, તેને બાળી નાખે છે. પુંડરિકનો ભાઈ કુંડરિક ક્રોધથી સાતમી નરકે ગયો. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” (૮). અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય' એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઇએ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.' (૨૧-૮૩) માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે. દ્રષ્ટિ ફેરવવાની છે. જ્યાં ધર્મનું માહાભ્ય લાગે, ત્યાં શરીરનું માહાસ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી. સરળભાવ આવે ત્યારે માયા છૂટે. સરળતા એ મોટો ગુણ છે. જેટલી સરળતા હોય, તેટલો બોધ પરિણમે. સરળભાવ ન આવે ત્યાં સુધી બોધ ન પરિણમે. સરળતાવાળો સીધો છે અને માયાવાળો વક્ર એટલે વાંકો છે. જ્યાં લોભ ન હોય ત્યાં સંતોષ અને સુખ છે. જેમ જેમ લોભ ઓછો થાય, તેમ તેમ સમકિત થાય છે. લોભ જાય તો બધી આકાંક્ષા જાય. ઈચ્છા માત્ર લોભ છે. એ જ મોટી ભૂલ છે. વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા એ જ પરિભ્રમણનું કારણ છે. એક લોભ જાય તો ચારેય જાય. છેક અગિયારમાં ગુણસ્થાનકથી પાડનાર લોભ છે. લોભને કાઢવા માટે પરિગ્રહની મર્યાદા કરે; જરૂર હોય તેટલી અમુક મર્યાદા કરે કે આટલું થયા પછી ધર્મધ્યાન કરીશું. જ્યાં સુધી સમજણ ન ફરી હોય ત્યાં સુધી મર્યાદા પણ એવી જ હોય. જરૂર હોય એક લાખની અને મર્યાદા કરે ચાર લાખની, તો શાથી પાર આવે ? લોભ શત્રુ છે, એમ જાણે તો જ તેને કાઢવા લાગે. કંઇક પાછું વળવાની ઇચ્છા હોય, તો જ થાય. કષાયની ઉપશાંતતા, તે આત્માર્થીનું પહેલું લક્ષણ છે. (બી-૧, પૃ. ૫, આંક ૪૪) Page #321 -------------------------------------------------------------------------- ________________ (૩૧૨). 0 જેટલા રાગ-દ્વેષ ઓછા, તેટલો જ ધર્મ પરિણમે છે; અને રાગ-દ્વેષ ઓછા કરવા, એ તો પોતાથી બની શકે છે. ક્રોધ આવ્યો હોય અને નથી કરવો એમ જો ધારે તો કદી પણ ક્રોધ આપોઆપ થતો નથી; અને ક્રોધ ન થાય તો પોતાને સુખ અનુભવાય છે. ક્રોધ કરે ત્યારે પ્રથમ તો પોતાના અંતરમાં સાક્ષાત્ દુઃખ થાય અને પછી ક્રોધ દેખાય છે; તેમ જ દરેક કષાય કરતાં પહેલાં પોતાને દુઃખ થાય છે. માટે પ્રત્યક્ષ પોતાને દુઃખી કરનાર એવા જે કષાયભાવો, તેનો જો જીવ વિચાર કરે તો તે શત્રુઓને પછી પોતાના અંતરરૂપી ઘરમાં કેમ પ્રવેશ કરવા દે? પણ વિચાર જ આવતો નથી. વિચાર કેમ આવે? સર્વનું કારણ સત્સંગ છે. જો જીવ આત્માને અર્થે સત્સંગમાં અપ્રમાદી બની ટકી રહે તો અવશ્ય વિચાર ઉત્પન્ન થાય, અને શું કરવું તે ધ્યાનમાં આવે. (બો-૧, પૃ.૩૫, આંક ૬) D મુમુક્ષુ : ક્રોધ ન થાય તેનો ઉપાય શો? પૂજ્યશ્રી : સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. ક્રોધ આવે ત્યારે વિચારે કે ક્રોધ કરું છું, પણ એ તો ઝેર છે. મને તેથી નુકસાન થાય છે, માટે મારે નથી કરવો. “પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે.'' (૪૯૩) એ ઉપાય છે. જેમ જેમ દોષ દેખાય, તેમ તેમ દોષને કાઢવાનો ઉપયોગ રાખે તો નીકળે. (બો-૧, પૃ. ૪, આંક ૪૨) | માન સંસારમાં સર્વત્ર નજર આવે છે. ખાતાં-પીતાં, ચાલતાં-બેસતાં, જીવ માન સાથે રાખીને ફરે છે. વિચારે કે મેં શું કર્યું? અભિમાન કરવા જેવું તો કશું છે નહીં; પણ વિભાવ તથા અહંભાવને લઈને જીવને એવા વિચાર નથી આવતાં. અમૃતચંદ્રાચાર્યે તત્ત્વાર્થસાર ગ્રંથમાં છેવટે લખ્યું છે : “મેં કશું કર્યું નથી; ધાતુને લઈને શબ્દ થયા, શબ્દોથી વાક્ય બન્યાં અને વાક્યોથી આ ગ્રંથ બન્યો. એમાં મેં શું કર્યું? કશુંય કર્યું નથી.” સમજણ હતી, તેથી અભિમાન ન થયું. (બો-૧, પૃ.૯૨) D પ્રશ્નઃ અભવ્ય માનની ઇચ્છાથી શાસ્ત્રો ભણે છે. જો માન છે તો નવરૈવેયક સુધી કેમ જાય છે? પૂજ્યશ્રી : વાસના રહી જાય છે. એ ઇચ્છતો નથી; પણ એવો જોગ મળે, માન મળે, તો રાજી થાય. અંદર વાસના છે, પણ બહારથી ઇચ્છા નથી. સંસાર સુખરૂપ છે, એવી તેને ભ્રમણા રહે છે. બરાબર સાધુપણું પાળે છે, પણ તેને સમ્યકત્વ, જે મોક્ષની રુચિ, તે જાગી નથી. તેથી સંસારના સુખ સારાં છે એમ લાગે છે. તપસ્યા કરી, બધું કરી પાછો સંસાર ભણી વળી જાય છે. સદ્ગુરુ સંસારને ઝેરરૂપ ગણે છે, એમ અભવ્યને નથી થતું. ભોગવે નહીં છતાં તેને અવ્યક્તપણે સંસાર સારો લાગે છે. એની ઊંડે ઈચ્છા રહે છે. થાય તેટલી કઠણાઈ વેઠે છે, પણ રુચિ એને જુદી જ હોય છે. એ સમવસરણમાં જાય, પણ શું કરે? ત્યાં જઈને જુએ પણ ભગવાનનું સ્વરૂપ તેને ખ્યાલમાં ન આવે. ઉપર-ઉપરથી દેખે છે. શાસ્ત્રો વાંચી કરીને, જ્ઞાની મળ્યા હોય તોય એ અભવ્ય જીવ ફરતો નથી. એવી સારી જગ્યામાં એનો જન્મ પણ થતો નથી. મનુષ્યભવ મળે, શાસ્ત્રો વાંચે પણ કરવાનું છે તે રહી જાય છે. સાધુપણું બરાબર Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩) પાળે છે, પણ વાસના રહી જાય છે, અવ્યક્તપણે વિષયભોગની વાંછા રહ્યા કરે છે. (બો-૧, પૃ.૨૯૧, આંક ૪૧) શ્રીમદ્ ભાગવતની કથા છે. શરપૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણ જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગોપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃષ્ણ પૂછયું કે તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ, કોઇને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી રોજ તેની પૂજા કરતી હોય અને જ્યારે પતિ ઘેર આવે અને કહે કે પાણી લાવ, તો તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દો; તેમ અમારા પતિ તો તમે છો. બીજા તો બધા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘેર આવે ત્યારે લાકડાના પતિની સેવા કોણ કરે ? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક-એક ગોપી અને એક-એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક-એક કૃષ્ણ એમ રાસ રમ્યા. તે વખતે ગોપીઓને મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાલિની છીએ ! આ વખતે બીજાં બધાં ઊંધે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તો એકેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલોપ થઈ ગયા. જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે અને જ્યાં માન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે. અભિમાન ટાળી સમભાવમાં આવવાનું છે. કર્મના ઉદયમાં સમભાવ રાખતાં ન શીખો ત્યાં સુધી જ્ઞાનીનું કહેલું સમજાય નહીં. (બો-૧, પૃ.૩૩૬) પૂ. ... કાયાને કષ્ટ આપવાનું સાહસ કરે છે, તે હિતકારી છે; તેથી પણ વિશેષ હિતકારી કષાય કૃશ કર્યાનું ફળ છે. જોકે સત્પરુષના આશ્રિતને કષાય કમી કરવાનો લક્ષ હોય છે, પણ જે પુરુષાર્થ કરી શકે તેને જ સર્વ કહેતા આવે છે અને ધારે તો તે દિશામાં પુરુષાર્થ કરી શકે કેમ કે નિશ્રયના આધારે સર્વત્ર વર્તી શકે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.' (૮૨) જે વસ્તુનું માહામ્ય દિલમાં લાગે, તેને માટે પુરુષાર્થ થાય છે. (બો-૩, પૃ. ૧૧૩, આંક ૧૦૭) એ પ્રશ્ન : કષાય શાથી ઘટે? પૂજ્યશ્રી : અભ્યાસથી ઘટે. મારે બે કલાક લોભના વિચાર નથી કરવા, એમ કરતાં-કરતાં કષાય ઘટે છે. (બો-૧, પૃ.૧૦૬, આંક ૨૨) પાંચ ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા માટે તો કષાય મટે, કારણ કે પાંચ ઇન્દ્રિયોના વિષયને લઈને કષાય ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયોના વિષયો પરથી ભાવ ઊઠી જાય તો કષાય કોના ઉપર કરે ? (બો-૧, પૃ.૫૦, આંક ૨૫) | મુમુક્ષુ કોઈ પદ અથવા પત્ર બોલતાં અભિમાન આવી જતું હોય તો બોલવું કે ન બોલવું? પૂજ્યશ્રી : જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખ્યો નથી. એવું અભિમાન કરવા જેવું શું શીખ્યો છું? પૂર્વે થઈ ગયેલા ગણધરોએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ, મારું જ્ઞાન શું છે? કશુંયે નથી. Page #323 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪, ભગવાનમાં કેટલા ગુણ છે ! મારામાં કેટલા બધા દોષ ભરેલા છે? મારે તો હજુ ઘણું કરવાનું છે. એમ જો વિચાર કરે તો અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તો અભિમાન ન થાય. પોતાનાથી જે નીચા છે, તેના ઉપર દ્રષ્ટિ રાખે તો અભિમાન થાય. (બો-૧, પૃ.૫૪, આંક ૨૯) I જેમ બકરીનું દૂધ, ગાયનું, ભેંસનું આદિ દૂધ કહેવાય પણ રસમાં (ગળપણમાં) ઓછાવત્તી હોય છે; તેમ કષાય ક્રોધાદિ કહેવાય છે તેમાં પણ ઉદય વખતે એક સરખો રસ-અનુભવ હોતો નથી, પણ મંદ (ઓછો), તીવ્ર (વિશેષ) હોય છે. અનંતાનુબંધી આદિમાંની એક જ જાતિના ક્રોધ આદિમાં મંદ, તીવ્રતારૂપ ભેદ હોય છે, તે રસભેદ કહેવાય છે. એક જ જાતનાં કેરી આદિ ફળમાં જેમ રસ-ફેર જણાય છે તેમ કર્મના ઉદય વખતે જે જીવને સુખદુઃખ કે સંક્લેશભાવ થાય છે તે કર્મના ઉદયનો રસ કહેવાય છે; તેને અનુભાગ, અનુભાવ, રસ, વેદના, વેદન પણ કહે છે. (બી-૩, પૃ.૫૬૫, આંક ૬૩૩) અનંતાનુબંધીનું સ્વરૂપ ગહન છે. પૂ. શ્રી અંબાલાલભાઈ એક પત્રમાં પરમકૃપાળુદેવને લખે છે : રવિવારે રાત્રિના પ્રથમ ભાગમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું સ્વરૂપ વિચારતાં તેમ જ તે પછી સમ્યક્દશાનાં પાંચ લક્ષણોનું સ્વરૂપ વિચારતાં પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય એમ સમજાય છે. માટે આ વાત ખરી છે કે નહીં? અથવા એ પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય તો તે નિર્ણય ધારી રાખી અથવા મૂકી દઈ આગળ-આગળ અભ્યાસમાં કેવી રીતે પ્રવર્તવું? એટલે કે હાલ કયું શાસ્ત્ર વાંચવું અથવા વિચાર કરવો તે યોગ્ય લાગે તો જણાવવા દયા કરશોજી. સ્વચ્છંદી છું, અનંત દોષથી ભરેલો છું; જેથી કરી કલ્પનાથી કંઈ કલ્પાયું હોય તો ત્રિકરણ યોગથી અને આત્મભાવથી વંદન કરી ક્ષમાવું છું અને તેથી વિશેષ અથવા બીજી રીતે સમજવા ઇચ્છું છું .... સપરમાત્માનો વિયોગ થયા પછી આ આત્માનો ક્રમ (ઉપયોગ) એક જ ધારાનો ચાલ્યો આવે છે, તે સહજભાવે વિદિત થવા લખ્યો છે - સ્તંભતીર્થક્ષેત્રથી દેહધારી આત્માના આત્મભાવે નમસ્કાર.” તેનો ઉત્તર પત્રાંક ૬૫૪ તથા વ્યાખ્યાનસાર ૧-૧ થી ૨૩ વાંચી પોતાને માટે વિચારશોજી. (પત્રાંક ૫૪માંથી : “અંતર્લક્ષવત્ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે .... હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો.') (“વ્યાખ્યાનસાર-૧માંથી : ૧૬ : માર્ગ બે પ્રકારે છે : એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. ૧૭ : લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ, તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું, જે લૌકિક, તે હોય નહીં. જેવું કૃત્ય તેવું ફળ. ૧૮ : આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તોપણ તેઓમાંના કોઈ-કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ (૩૧૫) ૧૯ : ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીને કષાય એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્તીઆદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઇએ, અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે? એ વાત વિચારવા યોગ્ય છે. ૨૦ : જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધીની ચોકડી બીજી રીતે સંભવે છે. ૨૧ : સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ.” તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર, તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ, તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે, તે જ અનંતાનુબંધી કષાય છે. ૨૨ : જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી; પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સદુધર્મ, તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. ૨૩ : અનુભવનો કોઇ પણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો ક્વચિત્ અભાવ પણ થવો ઘટે.'') (બી-૩, પૃ.૩૮૬, આંક ૩૯૨) | અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. મુખ્યપણે તો જ્ઞાની પુરુષ અને તેના આશ્રિતનો દ્રોહ થાય, તે અનંતાનુબંધી કષાય કહેવાય. જો પાછળથી સવળી સમજણ આવી જાય તો જીવ માર્ગે આવે અને ખોટો આગ્રહ પકડી રાખે તો તે દુરાગ્રહ કહેવાય. (બો-૧, પૃ.૩૨, આંક ૪૨) અનંતાનુબંધી એટલે સાચા ધર્મ પ્રત્યે અભાવ. જ્ઞાની કંઈ કહે ત્યારે ક્રોધ આવે, “હું સમજું છું' એમ થાય, તે અનંતાનુબંધી ક્રોધ અને માન છે; અને ઉપરથી ‘તમે કહો છો તે જ હું માનું છું' એ અનંતાનુબંધી માયા છે. ધર્મ કરી મોક્ષ ન ઈચ્છતાં પુત્ર, દેવલોકાદિની ઇચ્છા કરે, તે અનંતાનુબંધી લોભ છે. (બો-૧, પૃ.૧૩૨, આંક ૭) વિષય-કષાય “વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય.' વીતરાગતા કહેતા કષાયનો અભાવ. તે વિષય-કષાયને ઝેર જાણી, બાળ-ઝાળી, દહાડો-પવાડો કરી, વહ્યા જવા જેવું છે, શત્રુવટ તે પ્રત્યે રાખીને વર્તવું વગેરે જે બોધ પરમકૃપાળુદેવે ખેડામાં કર્યો હતો, તે પ્રમાણે વર્તીને શ્રી પ્રભુશ્રીજીએ તો આત્મકલ્યાણ કર્યું અને આપણે પણ તે જ શત્રુઓ (વિષય-કષાય) જીતીશું ત્યારે જ સન્માર્ગમાં સ્થિતિ પ્રાપ્ત કરી શકીશુ, એ Page #325 -------------------------------------------------------------------------- ________________ (૩૧૬ લક્ષમાં રાખી, બને તેટલા વિષય-કષાય ઓછા કરી, આ ક્લેશિત આત્માને શાંતિનું ફળ દાન કરવા યોગ્ય છેજી. “લેશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર.” એમ શ્રી યશોવિજયજીએ પણ સ્તવનમાં ગાયું છે તો હવે કષાય-ફ્લેશ ઓછો થાય અને પરમકૃપાળુદેવે જે નિરાબાધ આત્મસમાધિસુખ પ્રાપ્ત કર્યું, તે ક્યારે કેવા પ્રકારે પ્રાપ્ત કરી શકીશું? તેવી ભાવના કરી, યથાશક્તિ કષાય-ક્લેશ ટાળવા પ્રયત્ન કરીશું તો સાચા કારણના અવલંબને સત્ય ફળની પ્રાપ્તિ થયા વિના નહીં રહે, એ ચોક્કસ છે. ખામી હોય તો આ જીવના દ્રઢ નિશ્ચયની અને પુરુષાર્થની છે. પુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ જીવે તેવી રુચિ પ્રગટાવી તે પ્રમાણે પ્રવર્તવાનું કર્યું નથી એટલે તે ફળનો સ્વાદ ક્યાંથી આવે ? (બો-૩, પૃ.૧૧૪, આંક ૧૦૮) D નિમિત્તાધીન જીવ છે, અનાદિકાળથી વિષય-કષાયની સાથે પટ્ટાબાજી ખેલતો આવ્યો છે; લાગ ફાવે ત્યારે ફટકો લગાવે, વળી તેને લાગ ફાવે ત્યારે આને ફટકો લગાવે, એમ રમત રમ્યા કરે છે; પણ હવે ખરેખરી પ્રાણ લેવાની ધગશવાળી, બાળી-ઝાળી, સ્નાન-સૂતક કરીને ચાલ્યા જવાની, કેસરિયાં કરવાની લડાઇ જરૂરની છેજી. આ આત્મિક યુદ્ધ આમ પ્રબળ જામ્યા વિના, મોક્ષ પ્રાપ્ત થાય તેમ નથી. (બો-૩, પૃ.૪૬૮, આંક ૪૯૪) T કોઈ માણસને ભૂખ લાગી હોય અને “ખાવું છે, ખાવું છે; રહેવાતું નથી, બહુ ભૂખ લાગી છે.” આમ બૂમો મારે તો ભૂખ મટે નહીં, તેમ જ તેનો અયોગ્ય ઉપાય લે તોપણ મટે નહીં, રસોઈ ચૂલે ચઢતી હોય, બરાબર ચૂલામાં લાગતું હોય પણ અમુક કાળ દાળ વગેરેને ચઢવામાં લાગે તેટલી ધીરજ ન રાખે અને ઉતાવળ કરીને પાણી પી-પી કરીને પેટ ભરી દે તો ખાવાની રુચિ તેની મટી જાય, પણ ખોરાકથી શરીરમાં શક્તિ આવવી જોઈએ, તે આવતી નથી. ઊલટું રોગનું કારણ થાય છે. તેવી જ રીતે ઇન્દ્રિયોની તૃષ્ણા, બળતરાથી જીવ ગભરાઈ જાય છે; જ્ઞાની પુરુષોનાં વચનો વિષયોનું વિરેચન કરાવનાર હોય છે; તૃષ્ણારૂપ બળતરા મટાડવાની ખરી ઔષધી એ જ છે પણ તે સમજીને અંતરમાં ઉતારે ત્યારે શાંતિ થાય; પણ તે સમજવામાં વાર લાગે, વિચાર પહોચે નહીં, સત્સંગ હોય નહીં ત્યારે જીવ ગભરાઈ જાય છે અને સાચો ઉપાય કરવાનો પડી મૂકી, પાણી પીને પેટ ભરી, ભૂખની રૂચિ બગાડી દેવા સમાન ઇન્દ્રિયોને પોષવાની સામગ્રીના વિચારોમાં, તેવી વાતો કરનારની વાતો સાંભળવામાં અને વિકાર પોષવામાં કાળ ગાળી, સત્સંગની રુચિને મંદ કરી દે છે અને વિષય-સામગ્રી જ સુખ આપશે એવી ભાવના સેવ્યા કરે છે; તે પાણી વલોવવાથી માખણની આશા રાખ્યા સમાન નિરર્થક અને માત્ર શ્રમ આપનાર જ છે. માટે ખારા ઝેર જેવા સંસારમાં ક્યાંય, કોઈ ભવમાં સુખ નથી એવો દૃઢ નિશ્ચય કરી, તે સંસારનાં મૂળ ઉખેડી નાખે તેવા સત્સંગમાં જ ચિત્ત વારંવાર આણવાની જરૂર છેજી. દરેક મુમુક્ષુના સાક્ષાત્ અનુભવની વાત છે કે જ્યારે પ્રથમ સપુરુષનો યોગ થયો ત્યારે કેવી ભાવના વર્તતી હતી? કેવાં સુંદર પરિણામ આત્મહિત કરી લેવાનાં ઊભરાઈ રહેતાં હતાં? આપણને સ્મરણ મળ્યું અને તેનું આરાધન કરવા માંડયું ત્યારે કેટલું બળ આત્મામાં જણાતું હતું? જ્યારે એ પ્રત્યક્ષ પુરુષનો સમાગમ થતો ત્યારે વિષય-વાસના ક્યાં સંતાઈ જતી હતી? એ સમાગમની ખુમારી દેશ ગયા પછી પણ કેવી રહેતી? Page #326 -------------------------------------------------------------------------- ________________ (૩૧૭) આ બધી વાતો આપની સ્મૃતિમાં લેવા જણાવ્યું તેનું કારણ એ છે કે એ દવા સાચી છે. તેનો લાભ જેણે એક વખત પણ મેળવ્યો છે, તેણે તો તે દવા નિરંતર સેવ્યા જ કરવા યોગ્ય છેજી. તેને વિરોધી પ્રસંગોથી દૂર રહી, જેથી તે દવા ગુણ કરે તેવા પથ્ય સમાન અનુકૂળ સંજોગો મેળવી, સપુરુષનાં વચન છે તે જાણે પ્રત્યક્ષ પુરુષ આપણને એકાંતમાં બોલાવીને બોધ જ કરે છે એમ માની, તેનું સેવન વિશેષ-વિશેષ કર્યા કરવાથી, જરૂર વૈરાગ્યની વૃદ્ધિ થશે અને આ સંસાર એવો ભયંકર લાગશે કે બળી મરવું સારું પણ સંસાર વધારે એવું તો મારે કંઈ કરવું જ નથી. સ્વપ્નમાં પણ વિષયો સારા છે, મીઠા છે એવું ન ભાસે, તેવી દૃઢતા થતાં સુધી, સપુરુષનાં વચનોરૂપી ઔષધી રાતદિવસ સેવવા યોગ્ય છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે કોઈ બાઈ પોતાના નાના બાળકને ખીર પીરસી, કામ હોવાથી પાણી ભરવા જતાં, બાળકને લાકડી આપતી ગઈ અને કહ્યું કે કૂતરું આવે તો લાકડી મારજે. હા બાળકે કહી, એટલે તે ગઈ. કૂતરું તાકી રહ્યું હતું. તે એકલા બાળકને જોઇ, ઘરમાં અંદર આવી, બાળકની થાળીમાંથી ખીર ખાવા લાગ્યું. તે વખતે બાળક તો રડવા લાગ્યું : “મારી ખીર ખાઈ જાય છે રે.' તેમ વિષય-કષાય પજવે ત્યારે રડવું, તે કંઈ ઉપાય નથી પણ જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ લાકડી સંભારી, તેમાં બ્દયને જોડી દેવું એટલે વિષય-કૂતરાં તુર્ત નાસી જશે, ખેદ કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થના સાંભળે તેવાં નથી, તે તો શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા મંત્રસ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી, વિષયોની બળતરામાં પેસવાનો, તેને વખત નહીં મળે. કાં તો કામ, કે કાં તો સ્મરણ આદિ, એમ મનને નવરું ન રાખવું. (બી-૩, પૃ. ૨૭૬, આંક ૨૬૯) D જે અનુકૂળતાઓ કે દેહનાં સુખો નથી, તે દુઃખરૂપ લાગે છે અને તે મળી જાય તો સંસારને જ સુખરૂપ માને, એવા આ જીવના હજી ભાવો વર્તે છે; ત્યાં દયમાં બોધ રહેવો તથા છૂટવાની ઝૂરણા જાગવી, ક્યાંથી બને? ઈન્દ્રિય-વિષયોની વાસનાએ, આ જીવનું જેટલું ભૂંડું કર્યું છે તેટલું કોઇએ કર્યું નથી. અનંતકાળ, તેથી રઝળવું પડયું અને પોતે પોતાનો જ વેરી થયો, તે વિચારી હવે તે શત્રુ તરફની ગમે તેવી લલચાવતી ભેટો પણ ઝેર જાણી, તે તરફ વૃત્તિ કરવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૨૮૮, આંક ૨૭૭) || બહારની બાબતોમાં જીવ બહુ હોશિયારી વાપરે છે, પણ પોતાના દોષ જોઇ, દોષને ટાળવામાં તેને ટાઢ ચઢે છે. અનિત્ય, અશુચિ અને પર વસ્તુને પવિત્ર, પોતાની અને સદા રહેવાની છે એવી માન્યતા, અનાદિકાળથી તે કરતો આવ્યો છે; તેથી બાહ્ય વસ્તુઓમાં ઈષ્ટ-અનિષ્ટપણું કરી તેના ગ્રહણ-ત્યાગમાં પ્રવર્તે છે; પણ પોતાને હિતકારી શું છે ? બંધનકારી શું છે ? એનો નિર્ણય જ્ઞાની પુરુષોએ કર્યો છે, તેનો વિચાર કરવાનો તે અવકાશ લેતો નથી કે તે કાર્ય તેને મહત્વનું લાગ્યું નથી, તેમાં રસ આવતો નથી; પણ જેને જ્ઞાનીઓએ નકામાં, બંધકારી, ક્ષણિક ગણ્યા છે, તેવા ઈન્દ્રિયોના વિષયોમાં જ ચિત્ત પરોવેલું રાખે છે, તેનો ત્રાસ કે ઉદ્વેગ, મૂંઝવણ તેને આવતી નથી; તો તે વિષયો દુઃખકારી સમજી તે માટે કષાય કરવા યોગ્ય નથી, તે તજવાનાં છે, તેને મૂળે મોક્ષ છે, એ જીવને કેમ પ્રતીતિમાં આવે ? આ વિચારશો. (બો-૩, પૃ.૧૧૦, આંક ૧૦૨). | ઘરમાં ચિત્ત રહે તો ઉદર કે ઘરોળું થઈ ત્યાં અવતાર લેવો પડે; ઘનમાં ચિત્ત રહે તો સાપ થવું પડે; ઘરેણામાં ચિત્ત રહે તો ધાતુની ખાણમાં ઉત્પન્ન થવું પડે; એમ જ્યાં જ્યાં વાસના-તૃષ્ણા રહે ત્યાં ભવ કરવા પડે છે. (બી-૩, પૃ.૭૧, આંક પ૯) Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ D` પ્રશ્ન : આ જીવની વિષય-વાસનાની હાનિ ક્યારે થશે ? ઉત્તર : લોખંડ વાંકું વળી ગયું હોય, પણ તપાવીને ઘણ મારે તો સીધું થઇ જાય. તેમ જ આપણા વિષયાસક્ત જીવને ઇન્દ્રિયદમનરૂપી તપમાં તપાવીને, ઉપર સત્પુરુષના બોધરૂપી ઘણના પ્રહારની જરૂર છે. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજીમાં જણાવ્યું છે કે ‘‘હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’' તથા પ.ઉ. પ્રભુશ્રીજીએ વિષયથી છૂટવા તપશ્ચર્યાદિ પાંચ વર્ષ સુધી ઉપાય કર્યા, પણ છેવટે પરમકૃપાળુદેવે રસ જીતવો, રસાદિની લોલુપતા મટાડવાના ઉપાયોરૂપી બોધ કર્યો, તે પ્રકારે તેઓશ્રીજીએ એકનિષ્ઠાએ આજ્ઞા ઉપાસી, વિષયથી વિજય મેળવ્યો; તેવી જ રીતે આપણા જેવા વિષયાસક્ત જીવોને જિન્નાઇન્દ્રિયની લાલસા છોડાવવા, મહાપુરુષો ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રુચિ હોય, તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઇ હોય તો બીજાને આપી દેવી અથવા સ્વાદરહિત કરી, વાપરવી. સાંભળવા કે વાંચવા માત્રથી નહીં, પણ જ્યારે આપણે બોધ ગ્રહણ કરી, રસેન્દ્રિયના સ્વાદ છોડવાનું વર્તનમાં મુકાશે, ત્યારે જ વિષય-વાસનાની હાનિ થશે. (બો-૩, પૃ.૩૪૦, આંક ૩૪૩) I ૫.પૂ. પ્રભુશ્રીજી પાસે એક દિગંબર બ્રહ્મચારી, શ્રી શીતલપ્રસાદજી આવતા. તેમણે એક વખતે પૂ. પ્રભુશ્રીજીને પ્રશ્ન કરેલ કે વિષય-કષાય, રાગ-દ્વેષ દૂર કેમ થાય ? તેના ઉત્તરમાં તેઓશ્રીજીએ જણાવેલું કે જેનામાં તે દોષો નથી, ત્યાં વૃત્તિ જવાથી, ટકવાથી તે દોષો દૂર થાય છે. આ ઉત્તરને વારંવાર વિચારવા વિનંતી છે. (બો-૩, પૃ.૩૩૦, આંક ૩૨૪) ઇન્દ્રિયો D પાપની પ્રવૃત્તિઓ રોકવી. પાપથી ડરતા રહેવું. પાપ બાંધવા ઇન્દ્રિયો મળી નથી. પાંચ ઇન્દ્રિયોને પોષવી નથી. કોઇનાં બે વચન સાંભળી ક્રોધ થતો હોય તો કાન ઉપર હાથ દેવા, એમ કહેવાય છે. ખાવું તો સ્વાદ માટે નહીં, પણ જીવન ટકાવવા. આંખ મળી છે, તે ભગવાનનાં દર્શન માટે છે. કાન મળ્યા છે, તે ભગવાનનાં વચન શ્રવણ કરવા માટે. એમ દરેક ઇન્દ્રિયને સવળી કરી નાખવી. ઇન્દ્રિયો જ્ઞાનદશાને રોકનારી છે. જ્ઞાનદશા થયા પછી એ જ ઇન્દ્રિયો મોક્ષના કામમાં આવે છે. (બો-૧, પૃ.૨૧૪, આંક ૧૦૨) — ઇન્દ્રિયોને વશ કરવી, તે ઉપયોગ સ્થિર રહેવાનું કારણ છે. પાંચ ઇન્દ્રિયો પણ વશ કરી લે, તોય કલ્યાણ તો સત્પુરુષના આશ્રયે જ થાય છે. સત્સંગમાં વિઘ્ન કરનાર પાંચ ઇન્દ્રિયોના વિષય છે. પૂર્વે ઘણી વાર સત્સંગ મળ્યા છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયમાં વૃત્તિ રહેવાથી નિષ્ફળ થયા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયમાંથી પાછો ખસે તો જ્ઞાનીનું કહેલું સમજાય. એ પહેલું પગથિયું છે. (બો-૧, પૃ.૯૨) D ખરો ઇન્દ્રિયજય રાગ-દ્વેષ ન થાય ત્યારે કહેવાય. રાગ-દ્વેષ ન થાય તો જુએ તોય જોતો નથી, સાંભળે તોય સાંભળતો નથી, ચાખે તોય ચાખતો નથી, સૂંઘે તોય સૂંઘતો નથી. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ જેણે ઇન્દ્રિયોને વશ કરવી હોય, તેણે શું કરવું ? તો કે જે વસ્તુઓ ઇન્દ્રિયોને પ્રિય હોય, તે વસ્તુઓથી દૂર રહેવું. એ પ્રસંગથી દૂર થવાય એવું ન હોય તો એના વિચારોમાં મન ન રાખવું. બેઠાં-બેઠાં મંત્રનું સ્મરણ કરે તો કર્મ છૂટે. વૈરાગ્ય રહે તો બંધન ન થાય. મન જિતાય તો જ ઇન્દ્રિયો જિતાય. જેવી મનની રુચિ હોય, તે પ્રમાણે ઇન્દ્રિયો કામ કરે છે. (બો-૧, પૃ.૨૯૯, આંક ૫૪) પ્રશ્ન ઃ પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય ? પૂજ્યશ્રી : પાંચ ઇન્દ્રિયોના વિષય જડ છે. પરવસ્તુના સંયોગથી ઉત્પન્ન થયેલા છે. પ૨વસ્તુમાં આત્માનું હિત નથી. જે વસ્તુ જાણે નહીં, તેની કિંમત શી ? જે વસ્તુ આપણી સાથે રહેવાની નથી, તેમાં આસક્તિ શી કરવી ? એ આસક્તિથી જન્મમરણ થશે. એવો વિચાર આવે તો એ પાંચ ઇન્દ્રિયોના વિષય તુચ્છ લાગે. બધાનો ખરો વિચાર એક સત્સંગે થાય છે. મોહને લઇને જગતની વસ્તુઓનું માહાત્મ્ય છે. અવિવેકને લઇને પ૨વસ્તુનું માહાત્મ્ય છે. સત્સંગે વિચાર જાગે. વિચારથી વિવેક આવે તો પરવસ્તુનું માહાત્મ્ય ઘટે. પંચેન્દ્રિયના વિષયો તે પાંચ સાપ છે. ઉ૫૨-ઉપરથી સારા લાગે પણ એની સાથે રમે તો મરણ પામે. એક-એક ઇન્દ્રિયવિષયને લીધે જીવો મરી જાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ - એ પાંચ ઇન્દ્રિયોના વિષય દુઃખકારી છે, તેનો વિચાર કરે તો પછી એમાં વિશ્વાસ ન આવે. પાંચે ઇન્દ્રિયોમાં એક જિહ્નાઇન્દ્રિય વશ થાય તો બીજી બધી ઇન્દ્રિયો વશ થાય. જિહ્નાઇન્દ્રિયમાં આસક્ત થાય તો પછી જીભ ન મળે, એકેન્દ્રિય થાય. આગળ-પાછળનો વિચાર કરે તો આસક્તિ ન થાય. હવે જન્મમરણ વધા૨વા નથી, એમ થાય તો આસક્તિ ન થાય. પાંચ ઇન્દ્રિયોના વિષય વધારવા આ મનુષ્યદેહ ધર્યો નથી. (બો-૧, પૃ.૨૭૪, આંક ૯) — સત્પુરુષનાં કહેલાં વચનો સત્સંગતુલ્ય જાણી અત્યંત ભાવથી વિચારવા યોગ્ય છે, વારંવાર ફેરવવા યોગ્ય છે, તેમાં જણાવેલી ભાવનામાં મનને રાખવા યોગ્ય છે તથા પાંચ ઇન્દ્રિયોના વિષય ઉપરની આસક્તિ ઘટાડવા યોગ્ય છે કારણ કે ઇન્દ્રિયો પુદ્ગલનો પરિચય કરાવી, જીવને પુદ્ગલાનંદી બનાવી દે છે. અનાદિકાળથી જીવને પુદ્ગલનો પરિચય ઇન્દ્રિયો દ્વારા થયા કર્યો છે અને પુદ્ગલની પ્રાપ્તિમાં હર્ષ-શોક જીવ કર્યા કરે છે, તેથી પોતાના સ્વભાવને જીવ ભૂલ્યો છે. આ આંટી ઉકેલી, જીવને આત્માનંદી બનાવવા માટે સદ્ગુરુના બોધની અને સમજણની જરૂર છે. સદ્ગુરુકૃપાએ જીવની રુચિ બદલાય અને આત્મા ઉપર પ્રેમ, પ્રતીતિ અને આનંદ આવે તો તેનો પુદ્ગલાનંદી સ્વભાવ બદલાઇ જાય અને સમ્યક્ત્વ પામે. (બો-૩, પૃ.૭૨, આંક ૬૦) પતંગિયું, માછલી આદિ એક-એક વિષયને આધીન તીવ્રતાને લીધે મરણને પામે છે, તો આપણે પાંચ ઇન્દ્રિયો છે, તેનો તીવ્રપણે ઉપયોગ થાય તો શી દશા થાય ? માટે ઇન્દ્રિયોના પ્રવર્તન વખતે વિચારપૂર્વક રહેવું. આ જીવનું ભૂંડું કરનાર ઇન્દ્રિયો છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ (૩૨૦) એક મકાનમાં ઊભા હોઈએ અને બારીમાંથી બહારનું અવલોકન કર્યા કરીએ અને રૂમમાં અંદર શું છે. તે ન જોઇએ; તેમ ઇન્દ્રિયો વડે બહારના પ્રવર્તનમાં સમય પસાર થઇ જાય છે. અંતરનો વિચાર કરવાને અવકાશ જ નથી મળતો. જો મંદ વિષયો હોય તો અવકાશ મળે. (બો-૧, પૃ.૩, આંક ૧). D પાંચ ઇન્દ્રિયોના વિષયને આધીન થવું નહીં. જે ઇન્દ્રિયો વડે પુદ્ગલ દેખાય છે, તેને માને છે; પણ જે અંદર, જોનાર બેઠો છે, તેને વિસારી દીધો છે. વર વગરની જાન જેવું કર્યું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયનું સુખ તો ઈન્દ્ર પણ ભોગવે છે અને એક ભૂંડ પણ તેવું જ માનીને વિષયોમાં આસક્ત રહે છે. એ રીતે તો બંને સરખા જ છે. (બો-૧, પૃ.૧૦, આંક ૧૧) • D ખાસ કરીને સ્વાદનો જય કરવા જે પુરુષાર્થ કરે છે, તેને બધી ઇન્દ્રિયો વશ થવી સુલભ છે, અને સદ્ગુરુકૃપાથી તેનાં વચનો-બોધ પ્રત્યે બહુમાન રાખી, અમલમાં મૂકતા જવાથી, મન પણ વશ થવાનો સંભવ છે. કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય ? ડગલે ડગલે દુઃખ છે, જો મન વશ ના થાય. (બો-૩, પૃ.૫૮૦, આંક ૬૫૪) || ઇન્દ્રિયોના વિષયમાં મીઠાશ છે, ત્યાં સુધી મન બધા વિચારો કરીને પાછું ઇન્દ્રિય-સુખોને જ ઈષ્ટ ગણી, તેની અનાદિની ઊંધી દોડમાં ઘાંચીના બેલની પેઠે ફેરવ્યા જ કરે છે. મોક્ષમાળામાંથી પાઠ ૬૮ જિતેન્દ્રિયતા' વારંવાર વાંચી, મુખપાઠ કરી, તેના રહસ્યને &યમાં સ્થિર કરવા ભલામણ છેજી. સુખ વિષે વિચાર'ના છ ભાગ, “અમૂલ્ય તત્ત્વવિચાર', “જિતેન્દ્રિયતા” અને “બ્રહ્મચર્યની નવ વાડ” આ પાઠોને એક-એકના આધારરૂપ અનુપમ સંકલનામાં ગૂંથેલા છે. તે બધા કાળજીપૂર્વક વાંચી, દયમાં, તેમાં જણાવેલા ઉત્તમ સારને સ્થાન આપશો, તો જે શાંતિ તમે ગુમાવી ગણો છો, તે ફરી નવપલ્લવિત થતી જણાશે. (બી-૩, પૃ.૩૯૮, આંક ૪૦૭). ઇન્દ્રિયોના વિષયમાં જીવને ઇષ્ટ-અનિષ્ટ થાય છે, ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. ઇન્દ્રિયોને રોકવા માટે મનને મંત્રમાં જોડે તો આડાઅવળી જોવા-કરવામાં ન જાય. મન રોકાય તો ઇન્દ્રિયો જિતાય. ઇન્દ્રિયો તો એક-એક એવી છે કે નરકે લઈ જાય. કાચબો પોતાના અંગોપાંગને ઢાલમાં સંકોચી રાખે છે, તેથી એને કંઈ બાધા ન થાય; તેમ જે પુરુષ પાંચ ઇન્દ્રિયોને વિષયથી સંકોચી લે, તેને કર્મબંધન ન થાય. પાંચ ઇન્દ્રિયોમાં વૃત્તિ રહે તેટલી આત્મામાં રહે તો મોક્ષ કેમ ન થાય? આત્મામાં.વૃત્તિ રહે તો બે ઘડીમાં કેવળજ્ઞાન થઈ જાય. પાંચ ઇન્દ્રિયો પાંચ તરવારો છે. માથું કાપી નાખે એવી છે. ઇન્દ્રિયોથી આનંદ મેળવવા જાય, પણ એ તો ક્ષણિક છે. ઇન્દ્રિયોના વિષય નાશવંત અને કર્મ બંધાવનારાં છે. જ્યારે આત્માનું સુખ અનુભવાય ત્યારે ઇન્દ્રિયોનાં સુખ જીવને ઝેર જેવાં લાગે. જડ એ પરવસ્તુ છે. તેના રૂપ-રસ-ગંધ-વર્ણ-સ્પર્શને ગ્રહણ કરનાર એવી ઇન્દ્રિયો, તે ચોર છે. તેને મન-વચન-કાયા દ્વારા મુનિ રોકે છે, એટલે મનને પાંચ ઇન્દ્રિયોમાં જવા ન દે, ઇન્દ્રિયો પોષાય તેવાં Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ વચનો ન બોલે, કાયાથી તેવી પ્રવૃત્તિ ન કરે. જેમ સિપાઇ ચોરને પકડે, તેમ મુનિ ઇન્દ્રિયોને વશ કરે છે. વિવેકથી ઇન્દ્રિયો જિતાય છે. ઇન્દ્રિયનું સુખ પુણ્યને આધીન છે. મોક્ષનું સુખ પરને આધીન નથી. (બો-૧, પૃ.૨૯૮, આંક ૫૩) I જિતેન્દ્રિય થવામાં પ્રથમ જિહ્નાઇન્દ્રિય ઉપર કાબૂ મેળવવાની જરૂર છે. ગરિષ્ઠ પદાર્થોનું સેવન કરવું નહીં. આ શરીરરૂપી વૃક્ષનું મૂળ જિહ્વા છે. ઝાડનું મૂળ નીચે હોય છે અને ડાળી ઉપર હોય છે, પરંતુ આનું મૂળ તો ઉપર છે કે જ્યાંથી આખા શરીરને પોષણ મળે છે. આઠ કર્મોમાં મોહનીયકર્મ જીતવું કઠણ છે, પાંચ વ્રતોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું કઠણ છે, ત્રણ ગુપ્તિમાં મનોગુપ્તિ પાળવી કઠણ છે અને પાંચ ઇન્દ્રિયોમાં જિન્નાઇન્દ્રિય વશ કરવી કઠણ છે. (બો-૧, પૃ.૧૪) — ઇન્દ્રિય જીતવા સ્વાદના ત્યાગ તરફ વૃત્તિ રાખવી. બહુ ભાવતું હોય, તે અણભાવતું કરી લેવું. (બો-૩, પૃ.૧૨૦, આંક ૧૧૫) લોલુપતા જીવને નીચે લઇ જાય છે, તેથી અધોગતિ થાય છે. કુમારપાળ રાજાએ સાત વ્યસનનો ત્યાગ કરી, ગૃહસ્થનાં વ્રતો લીધેલાં. એક વખત તેને ઘેબર ખાતાં ‘માંસનો આવો સ્વાદ આવતો.' એમ વિચાર આવ્યો. તેથી હેમચંદ્રાચાર્યને પૂછ્યું કે મને એવો વિચાર આવે છે, તો શું કરવું ? ગુરુએ કહ્યું કે આખી જિંદગી તારે ઘેબર ન ખાવું. તેના ભાવ ફેરવી નાખ્યા અને લોલુપતાથી છોડાવ્યો. (બો-૧, પૃ.૨૨૦, આંક ૧૦૮) આખા દિવસમાં આવતા વિચારોની એક નોંધ કરીએ તો આપણને જરૂર લાગશે કે આપણે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જ હજી .ડૂબી રહ્યા છીએ અને જે ઇન્દ્રિયોને જીતીને આત્માનો બોજો હલકો કરવો છે, તે ઇન્દ્રિયોના તો આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઇન્દ્રિયો, તે જન્મમરણ કરાવનારાં કર્મબંધ પાડવામાં આગેવાન છે. તેથી મહાપુરુષોએ તેમને વિષધર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરધણી નિશ્ચિંતે ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખી આપણે સુખી થવા ઇચ્છીએ છીએ, તે કેમ બને ? જ્યાં સુધી ઇન્દ્રિયો વશ ન થાય, ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા યોગ્ય છે. જે આહાર ભાણા વખતે આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખી, જેમ ગમે તેવો કચરો નાખી ખાડો પડેલો પૂરી દઇએ, તેમ ભૂખ શમાવવા અને દેહ ટકાવવા પૂરતો આહાર લેવાની ટેવ પાડવી – એ પહેલી જરૂર છે. રસ માટે અને બળવીર્ય માટે કે જીભની લોલુપતા માટે આહાર નથી એમ જાણી, નીરસ-સાદો-ભૂખ મટાડે તેટલો જ આહાર લેવાની ટેવ પાડવાથી, તેની અસર બીજી ઇન્દ્રિયો ઉપર પણ થશે, બ્રહ્મચર્ય પાળવામાં મદદ કરશે. ‘જેવો આહાર તેવો ઓડકાર.' અને ‘જેવા ભાવ તેવા વિચાર.’ ભોજન દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ; જ્ઞાન કર્મક્ષય કા૨ણે, તેથી મોક્ષ સુખસાજ. (બો-૩, પૃ.૪૪, આંક ૩૦) Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ D ‘‘(૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું અને (૪) રસલુબ્ધપણું. એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય.'' (ઉપદેશનોંધ ૫.૬૭૮) પૃ.. આપે ‘રસેન્દ્રિયાદિકની સ્વાદિષ્ટ વસ્તુઓમાં લોલુપતા રહ્યા કરે છે.' એમ જણાવ્યું. તે વિષે આપણે વિશેષ વિચાર કરી, કંઇક નિયમમાં અવાય તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. ચાર આંગળની જીભ અને ચાર આંગળની ઉપસ્થ-ઇન્દ્રિયને (કામેન્દ્રિયને) નહીં જીતવાથી, અનંતકાળથી જીવનું રખડવું થયું છે. હવે તેને નિરંકુશ તો નથી જ રાખવી, એવી દૃઢ ભાવના કરી, તેનો અમલ દિન-પ્રતિદિન થતો જાય તેમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવની આગળ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, પોતે કરતા હતા તે તપસ્યા કહી બતાવી કે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, પણ મનની વૃત્તિઓ ઉપર કાબૂ આવતો નથી; વૃત્તિઓ શમતી નથી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું કે સ્વાદનો જય તે ખરો ઉપવાસ છે; ઇન્દ્રિયો જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ તજવી. જે વસ્તુ વધારે પ્રિય, પુષ્ટિકારક કે મનને આહ્લાદક લાગે તે બીજાને આપી દેવી, પોતે ન વાપરવી. બહુ સ્વાદ આવે ત્યારે બેસ્વાદ કરવા, પાણીનો ઉપયોગ પણ કરવો. દાળ વગેરે બહુ સરસ લાગે તો અંદર પાણી ઉમેરી દેવું, તેવું જ શાક વગેરે માટે. ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તો મુખમાં કોળિયો ભર્યા પછી તુરત પાણી લઇ ઉતારી જવું. જેને હવે આ જીભની પરાધીનતાથી મુક્ત થવું હોય, તેણે તો જમતી વખતે સ્વાદમાં તલ્લીન થઇ, સ્મરણ વગેરે ધર્મકાર્ય ભૂલવું ન ઘટે. મનને કાં તો સ્મરણમાં કે આહારની તુચ્છતા વિચારવામાં, ગમે તેવા સ્વાદિષ્ટ’ખોરાકનું બીજે દિવસે કેવું પરિણામ આવવાનું છે તેનું કે ઊલટી થાય તો કેવા રૂપે બહાર નીકળે ? તેને ખાવાની ઇચ્છા કેમ થતી નથી ? વગેરે સ્વાદથી વિપરીતભાવના વિચાર કરી, તેથી ઇન્દ્રિય-જય અને આખરે સમકિતનું પ્રથમ વિઘ્ન દૂર કરનાર જાણી, સંયમમાં વૃત્તિ દોરાય, મોક્ષ સમાન કોઇ ચીજ મધુર નથી તેવી ભાવના, ખાઇ રહેતાં સુધી ટકે તેવા પ્રયત્નો, કંઇ ને કંઇ કરતા રહેવા ભલામણ છેજી. ‘‘એકાંત સુખી મુનિ વીતરાગ,'' આદિ યોગ્ય વચનોની મનમાં ધૂન ચાલતી રહે, તેવી ગોઠવણ રસોડા તરફ જતાં પહેલાં કરવી ઘટે છેજી. પુરુષાર્થ, અભ્યાસ અને આત્મોન્નતિની જિજ્ઞાસા, દિન-દિન પ્રતિ વર્ધમાન થાય, એ જ સ૨ળ માર્ગ છેજી. (બો-૩, પૃ.૪૧૭, આંક ૪૨૪) D જે વસ્તુમાં બહુ રસ પડે, આનંદ આવે તે વસ્તુ ઓછી ખાવી કે તેને નીરસ કરીને ખાવી. જેમ કે દાળમાં વઘાર સારો બેઠો હોય અને સ્વાદિષ્ટ લાગે તો તેમાં થોડું પાણી રેડીને ખાવું.. આમ ખોરાક નીરસ લેવાની ટેવથી, બધી ઇન્દ્રિયો ઉપર અસર થશે અને વધારે ખવાઇ પણ ન જવાય. આ ઉપાય પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને બતાવેલો, તે કરવાથી તેમને લાભ પણ જણાયેલો. સાધુજીવનમાં રસ ઘટાડવો મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે તે જઇ શકે અને સારામાં સારો ખોરાક ફરી-ફરીને મેળવી શકે; પણ તેમ નહીં કરતાં, જે કંઇ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા, તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લૂખોસૂકો આહાર, જીવન ટકે તે પૂરતો જ લેતા. આમ કરવાથી તથા પરમકૃપાળુદેવના પત્રોમાં અત્યંત પ્રીતિ હોવાથી, તે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ મુખપાઠ કરવામાં, વાંચવામાં, વિચારવામાં તેમનો કાળ જતો. પરમકૃપાળુદેવે છ કલાક ઊંધવાની છૂટ આપી છે, છતાં પ્રભુશ્રીજી તો ત્રણ કલાક પણ પૂરું ઊંઘતા નહીં. આમ પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધી તો આત્મજ્ઞાન તેમણે પ્રગટાવ્યું. ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસરહિત, મોળો કે ઘી આદિ ઓછાં વપરાય તેવો લેવો. ફળ વગેરેમાં પણ રસ પોષાય, તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી, પણ જીવવા પૂરતું જ ખાવું છે. (બો-૩, પૃ.૬૯૬, આંક ૮૩૬) ઉપશમ પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર હૃદયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ દ્વારા હૃદય પવિત્ર કરતા રહેવા ભલામણ છેજી. ઉપશમ પણ આત્મા છે. ક્રોધ, માન, માયા, લોભ, કામ આદિ વિકારો જ આત્માના અંતરંગ શત્રુઓ છે. ‘‘સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી (ભ્રાંતિથી) ઐક્યતા થઇ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે.'' (૪૯૩) પોતાનું યથાર્થ સ્વરૂપ ક્રોધાદિની હાજરીમાં ટકી શકતું નથી. તેથી મહાપુરુષોએ હૃદયને પવિત્ર રાખવા, તે વિકારોનો પરાજય કર્યો છે અને ઉપશમસ્વરૂપ બન્યા છે; તથા ઉપશમસ્વરૂપ એવાં સત્શાસ્ત્રનો પરિચય કરતા રહેવા બોધ કર્યો છે. (બો-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) — વૈરાગ્ય એટલે પ૨વસ્તુ પ્રત્યે અનાસક્તિ; અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય-ક્લેશ શાંત પાડવો અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી - આ હાલ થઇ શકે તેમ છેજી, અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રની પ્રાપ્તિ થઇ છે, તે સર્વ પ્રસંગમાં ચિત્તની શાંતિ રાખવાનું સર્વોત્તમ રામબાણ ઔષધ છેજી. તેનું વિસ્મરણ થાય છે, તેટલા કષાય-ક્લેશથી આત્મા સંતાપ પામે છે. માટે દેવલોક કે આ લોકનાં માયિક સુખમાં ભટકતા મનને પાછું વાળી, જે થાય તે ભલું માનવામાં આવે, એવા ક્રમમાં લાવવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૭૪, આંક ૫૦૧) D ઉપશમ એ જીવને કલ્યાણનું મુખ્ય સાધન છે; પણ તે ઉપશમ આત્માર્થે થવો જોઇએ. આત્મત્વ-પ્રાપ્તપુરુષના બોધ સિવાય જીવમાં ઉપશમ આવે નહીં. યથાર્થ ઉપશમ સમજાયા વિના અને તેનો આદર કર્યા વિના કોઇ જીવ યથાર્થ સુખી થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. માટે ઉપશમભાવને પામેલા આત્મત્વ-પ્રાપ્તપુરુષથી તે ઉપશમને જાણી, મેળવી, આદરી આ મનુષ્યભવનું સાર્થક કરી લેવું. આ મનુષ્યપણું જ તે ભાવ સાધવા માટે સાધન છે. (બો-૧, પૃ.૨૭, આંક ૩૪) U ભારે ગણાતી માંદગીમાં વળતાં પાણી જાણી, સંતોષ થયો છેજી. ખરી દવા તો ઉપશમરૂપ જ્ઞાનીપુરુષોએ વખાણી છે. તે સાજા અને માંદા, બધાને નિરંતર સેવવા યોગ્ય છે; ડોક્ટર અને દર્દી બંનેને સરખી ઉપયોગી છેજી. આટલો લક્ષ જો જીવને રહ્યા કરે તો જેને સદ્ગુરુનું શરણ પ્રાપ્ત થયું છે, તેને મરણ પણ ડર ન રહે, સમાધિમરણ પણ થાય; પણ જીવ પથારીમાંથી ઊઠયો કે જાણે માંદગી આવી જ નથી કે મરણ Page #333 -------------------------------------------------------------------------- ________________ (૩૨૪) આવવાનું જ ન હોય તેમ વર્તે છે. તેનું શું કારણ હશે? તે વિચારી, તેનો જ ઉપાય હાથ લાગે તે સદ્ગુરુશરણે આરાધતા રહેવા સર્વ નાનાં-મોટાં ભાઇબહેનોને વિનંતી છેજી. ઉપશમસ્વરૂપ એવા જ્ઞાની પુરુષોએ ઉપશમસ્વરૂપ એવાં શાસ્ત્રો અને બોધ દ્વારા ઉપશમરૂપ દવાને સેવવા જણાવ્યું છે. તે જરૂર લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૪૫, આંક ૫૯૯) ક્ષમાં અંતરના અંત્યજો અનાદિ કાળથકી અભડાવી રહ્યા, તેને અળગા કરવા ઉદ્યમ ને ઉપદેશ અનેક કલ્યા; તોપણ યોગ્ય ભૂમિકાવણ સૌ વહી ગયા વરસાદ સમા, પકડ કરે જો જીવ તો બહુ છે : એક જ શબ્દ “અનુપ ક્ષમા.” (બો-૩, પૃ.૫૪૯, આંક ૬૦૫) | ધર્મ આત્માનો સ્વભાવ છે. વિભાવમાં પાપ અને સ્વભાવમાં ધર્મ છે. ક્ષમા જયારે હોય ત્યારે આત્મા સ્વભાવમાં હોય છે. ક્ષમા આત્માનો ગુણ છે. એ બગડી જાય ત્યારે ક્રોધ થાય છે. એ વિકાર છે. વિકાર ન હોય ત્યારે પોતે જ શુદ્ધ સ્વભાવમાં રહે છે. કર્મના નિમિત્તે જીવનો સ્વભાવ પલટાઈ છે. કર્મને લઈને વિકાર થાય છે. કષાય એ વિકાર છે. એ જાય ત્યારે સ્વભાવ પ્રગટે છે. “સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે.” (૦૯) સ્વભાવમાં રહે તો કર્મ છૂટે. મોક્ષે જવું હોય તો ક્ષમા જોઇશે. માટે ક્ષમા ધારણ કરો. માણસ શાંત બેઠો હોય અને ક્રોધ આવે ત્યારે ફરી જાય. ક્રોધમાં કંઈ ખબર રહેતી નથી. પછી પશ્વાત્તાપ થાય. ક્રોધ માણસને તદ્દન બગાડી નાખે છે. વિવેક ન રહે, મારું હિત શાથી છે એ ધ્યાનમાં ન રહે. ક્રોધનો ઉછાળો આવે ત્યારે મન વશમાં ન રહે. ક્રોધ શમી જવો મુશ્કેલ છે. એનો ઉપાય સત્સંગ છે. સત્સંગે સમજણ ફરે છે. નિમિત્તો ઓછાં મળે એટલે સુકાઈ જાય છે. જીવે પોતાના દોષ જોવા. એથી કષાય મંદ પડે છે. દોષવાળો જ જીવ છે, પણ એને જાગૃતિ થાય ત્યારે લાગે કે મારે દોષ નથી કરવા. જીવ સારો કહેવાતો હોય, પણ ક્રોધથી ખરાબ થઈ જાય. ક્રોધમાં આવે ત્યારે મારી નાખે છે. ક્રોધ આવે ત્યારે ધર્મ ન થાય. ક્રોધ એવો જ છે. ક્રોધને નિર્મળ કરી નાખવો. જીવ નિમિત્તાધીન છે. નિમિત્ત મળે ત્યારે ભાન નથી રહેતું. અગ્નિ જેવો ક્રોધ છે. દ્વૈપાયનઋષિએ ક્રોધમાં આવી દ્વારિકા બાળી નાખી. મોક્ષે જનાર હોય, તેને જ ક્ષમા ગુણ પ્રગટે છે. જેટલી ક્ષમા તેટલું મુનિપણું છે. પૃથ્વી જેમ બધું સહન કરે, તેવી રીતે સહન કરવું, તે ક્ષમા છે. એક પણ કષાય જીતે તો બીજા કષાયોને જીતવાનું થાય. દસ ધર્મોમાં ક્ષમા ધર્મ આદિ (પ્રથમ) છે. જેને ધર્મ કરવો હોય, તે ક્રોધ ન કરે. ક્રોધ વખતે સમભાવ રાખવો, એ જ ખરો ધર્મ છે. (બો-૧, પૃ.૧૧૧, આંક ૨૬) T કંઈ ધનથી જ ધર્મ થતો નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે; કષાય મંદ કરે; વિનય આદિથી સર્વને પ્રસન્ન રાખે; કોઈ ક્રોધમાં આવીને કંઈ અયોગ્ય બોલી ગયો હોય તે ભૂલી જાય અને ક્ષમાં ધારણ કરે તો છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સતુ અને શીલ તથા પુરુષ પ્રત્યેની શ્રદ્ધાની બહુ ભાર દઈ પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી વાત કરતા હતા. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫) જો એક સપુરુષ પ્રત્યે સાચી શ્રદ્ધા દયમાં વસી તો પછી જે જે, તે પુરુષને ઉપાસતા હોય, તે બધા પ્રત્યે તેને દયનો સાચો પ્રેમ પ્રગટે. પોતાનો પુત્ર કંઈ અપશબ્દ બોલી જાય તો તેને જેમ શિખામણ દઈ સુધારે પણ તેના પ્રત્યે વેર ન રાખે, તેને સંભાર-સંભાર ન કરે; તેમ કોઈ મુમુક્ષુ દ્વારા આપણા ધારવાથી વિરુદ્ધ વર્તન થઈ ગયું હોય તો તેને વાત્સલ્યભાવથી, દયની ખરી ઊંડી લાગણીથી, ધર્મસ્નેહથી પોતાનાથી બને તેટલો સમજાવવા પુરુષાર્થ કરવો, તેમ છતાં ન માને તો તેના કર્મની તીવ્રતા. ઉદાસીનતા રાખવી, પણ દ્વેષ કોઇ પ્રત્યે કર્તવ્ય નથી. (બો-૩, પૃ.૧૩૮, આંક ૧૩૮) કિપટ 0 શ્રી આનંદઘનજીના પહેલા સ્તવનના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે (૭૫૩), તે ફરી-ફરી વાંચવાથી કપટનો અર્થ સમજાવા યોગ્ય છે.જી. પરમાત્માના ચરણમાં ચિત્તનું ચોંટવું કઠણ છે અને એ મનનું સમર્પણ થયું નથી ત્યાં સુધી સાંસારિક ભાવનામાં ચિત્તનું ભટકવું રહે છે, તે જ કપટ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વિચારવાથી સમજાશેજી, બીજી પંચાત મૂકી, આપણાં પરિણામ દિન-દિન સુધરતાં જાય, પરમકૃપાળુદેવનું માહાભ્ય વિશેષ-વિશેષ લાગે તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૪૮, આંક ૯૨૫) અર્પણતા જેવી તેવી નથી. સત્પષ સિવાય બીજામાં વૃત્તિ છે, તે કપટ જ છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૨૯) D જે અહંભાવ-મમત્વભાવ દેહાદિમાં થાય છે, તે મટાડવા અર્પણતા કરવાની છે. જનકરાજાએ અષ્ટાવક્રને તન, મન, ધન બધું સોંપી દીધું. પછી અષ્ટાવકે તેને કહ્યું કે તું મારું આ રાજ્યનું કામ કર. જનકરાજા, આ ગુરુનું રાજ્ય છે, હું તો નોકર છું, એમ ગણી રાજ્ય કરતા. દરેક કામ કરતી વખતે પહેલાં ગુરુને સંભારતા. આ ગુરુનું કામ કરું છું, એમ કરી કામ કરતા, તેથી અહંભાવ-મમત્વભાવ થતો નહોતો. અહંભાવ-મમત્વભાવ જવો બહુ દુર્લભ છે. આપ્યા પછી અહંભાવ કરે કે મારું શરીર સારું રૂપાળું છે, તો ચોર કહેવાય. અર્પણ કર્યા પછી પોતાનું કંઈ ન મનાય. અર્પણભાવ કર્યા પછી મમત્વ ન રહે. (બો-૧, પૃ.૨૯૧, આંક ૪૧). લોભ [] જે વસ્તુ હાલ નથી મળી, તે મેળવવાની ઇચ્છા કર્યા કરવી, તે લોભ કહેવાય છે; અને લોભ એ સર્વ પાપનું મૂળ છે એમ જાણી, એ લોભ જેટલે અંશે છૂટશે તેટલી તૃષ્ણા ઘટશે તો જન્મમરણ પણ તેટલાં ઓછાં થશે. લોભને થોભ નથી.” એમ કહેવાય છે, પણ જ્ઞાની પુરુષોનો બોધ તો તે લોભને માથે કુહાડો મારવાનો જ કહે છે. (બો-૩, પૃ.૯૫, આંક ૮૮) I ભગવાન પાસે જઈને માગવું, એ તીવ્ર લોભ છે. એ અલૌકિક મિથ્યાત્વ છે. તેમની પાસે માગવાથી મિથ્યાત્વ દૃઢ થાય છે, પાપ બંધાય છે. રોગ આવે કે ધન ન મળે ત્યારે રોગ મટવા કે ધન મળવા લોકો અંતરાયકર્મની પૂજા ભણાવે છે, તેથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦) Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જીવને જ્ઞાનાવરણીય ક્ષયોપશમ આંજી નાખે છે એટલે નવપૂર્વ અને ચૌદપૂર્વનો વિસ્તાર વાંચી અધધધ થઇ જાય છે; પણ દર્શનમોહનું કામ વિષ સમાન છે. દસ-પંદર મણ દૂધ કોઇ વાસણમાં હોય પણ તેમાં નવટાંક સોમલ નાખે તો કોઇ કામનું તે દૂધ રહે નહીં; તેમ ચૌદપૂર્વનું જ્ઞાન અને અગિયારમા ગુણસ્થાનક સુધીનું ચારિત્ર, તે માત્ર સૃષ્ટિ ફરતાં, લોભ એટલે પુદ્ગલનું માહાત્મ્ય લાગતાં, જેને આધારે તે દશા થઇ હતી, તે દોર હાથથી છૂટી જાય છે અને પહેલે ગુણસ્થાનકે આત્મશ્રદ્ધાહીન થઇ, પડે છેજી. (બો-૩, પૃ.૪૯૭, આંક ૫૩૩) D જન્મમરણ એ આત્માના મુખ્ય રોગ છે. લોભ પણ રોગ છે. ઉપાય કર્યા વિના લોભ ન જાય; પણ જીવને દર્દ લાગે તો દવા કરે. સંસાર દુઃખરૂપ લાગે તો છોડે. આખો સંસાર લોભને લઇને છે. બધાં દુઃખોનું મૂળ કારણ ઇચ્છા છે. જીવ વિચારે તો ખબર પડે કે મને ક્યાં-ક્યાં લોભ થાય છે ? દર્દ સમજે તો કાઢવાનો પુરુષાર્થ કરે, લોભ જાય તો નવરો થાય અને સદ્વિચાર આવે. સમ્યક્ત્વ ન થવા દે, એવો લોભ છે; આત્મા ભણી ન વળવા દે, એવો છે. લોભ ઓછો કર્યા વિના સમકિત ન થાય. જે જે કરવું છે, તે બધું લોભ છોડવા માટે કરવું છે. આત્મા લોભને કાઢવા પાછળ પડે તો કાઢી શકે. દોષ કાઢવાની વૃત્તિ થઇ તો દોષ કાઢીને જ્ઞાન, દર્શન, મોક્ષ બધું પ્રાપ્ત કરે. (બો-૧, પૃ.૯૨) U અનંતકાળથી જીવ લોભને લઇને ભવોભવ આથડે છે; આ મનુષ્યભવમાં પણ દેશપરદેશ લોભનો માર્યો આથડે છે, કર્મ બાંધ્યાં કરે છે. ધન, સ્ત્રી, પુત્ર, દેહ આદિ આત્માને મલિન કરવાનાં કારણો છે. લોભને લઇને તે કારણો બળવાનપણે આત્માને સંસારમાં ઊંડો ઉતારે છે. જ્ઞાન પરિણમતું નથી, તેનું કારણ વિષય-કષાયો છે અને લોભ તેમાં મુખ્ય છે. કોઇને ધનનો લોભ તો કોઇને કીર્તિનો લોભ, કોઇને સ્વાદનો લોભ તો કોઇને સંગીતનો લોભ, કોઇને ભોગનો લોભ તો કોઇને આબરૂનો લોભ, કોઇને કુટુંબનો લોભ તો કોઇને શાતાનો (સુખનો) લોભ, કોઇને પુણ્યનો લોભ તો કોઇને કુટેવ પોષવાનો લોભ; આમ ઇચ્છા માત્ર લોભના વેશ છે. તે ઓળખી તેથી દૂર રહેવાનું, ભડકતા રહેવાનું, નાસી છૂટવાનું કર્તવ્ય છેજી. ધર્મ-આરાધનામાં એ બધા પ્રકારના લોભ વિઘ્ન કરે છે; માટે મરણિયા થઇને પણ હવે તો તેની સામે પડવું છે, લોભ આદિ કર્મોની કતલ કરવી છે અને આત્માને સ્વતંત્ર કરવો છે. આત્માના દુઃખનો પાર નથી એમ સમજી, તેની દયા ખાવા તત્પર રહેવું છે. આત્માનો શત્રુ થઇને વર્તે છે, તેને બદલે તેને મુક્ત કરવા કમર કસી પુરુષાર્થ કરવો છે. આવો દૃઢ નિશ્ચય કરી, તે પ્રમાણે પ્રવર્તે તો જરૂર પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર, જીવ બને એમ છેજી. (બો-૩, પૃ.૭૯૬, આંક ૧૦૨૪) જ્ઞાનીપુરુષનાં વચનોનું પરિણમન આ જીવને જો ન થતું હોય તો તેનું ખાસ કરીને એક કારણ છે અને તે એ કે ‘લોભ.’ જો જીવને એમ હ્દયમાં બેસી જાય કે મારે હવે લોભ નથી કરવો અને આત્મકલ્યાણ કરવું છે, તો તેને ઘણા વિકલ્પો ઓછા થઇ જાય છે અને જ્ઞાનીપુરુષનાં વચનો અંત૨પરિણામી થાય છે. આ વાત ઉપર જીવનો લક્ષ થવો જોઇએ. (બો-૧, પૃ.૨૦) Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭) T જાત્રા કરવાનું ધ્યેય એટલું કે તેટલો લોભ ઓછો થાય. લોભ બહુ ખરાબ છે. જેનો લાભ ઓછો થયો, તેને જ્ઞાની પુરુષનો બોધ અસર કરી શકે. તે આગળ વધી શકે. (બો-૧, પૃ.૩૩૮, આંક ૩) 0 ખરી રીતે તો લોભનો ત્યાગ કરવા અર્થે દાન કરવાનું છે. જન્મમરણનું કારણ મોહ છે અને તેમાં મુખ્ય લોભ છે. તે લોભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. એ લોભપ્રકૃતિ ચાહે તો ધન, વિષયભોગ, દેવલોક કે લૌકિક દુ:ખોથી છૂટવાના રૂપમાં હો, પણ તે છોડયા વિના, આ ભવભ્રમણથી છુટાય તેવું નથીજી. જેમ બને તેમ નિસ્પૃહી, નિર્મોહી થવા અભ્યાસ કર્તવ્ય છેજ. તે અર્થે દાન, તપ, શીલ અને ભાવના કર્તવ્ય છે. (બી-૩, પૃ.૫૦૪, આંક ૫૪૨). D કિંચિત્માત્ર ગ્રહણ કરવું તે દુઃખનો માર્ગ અને મૂકી દેવું તે મોક્ષનો માર્ગ, એવા ભાવાર્થનું સાપેક્ષ વચન પરમકૃપાળુદેવનું છે, તે વિચારવા યોગ્ય છે. આરંભ-પરિગ્રહને દુઃખોનું કારણ જણાવી વૈરાગ્ય-ઉપશમનો ઉપદેશ કર્યો છે, તે વારંવાર વિચારી, જીવમાં જે લોભભાવ હોય, તે ઘટાડવાથી યોગ્યતા આવે છે. જેને તૃષ્ણા વધારે, તેનાં જન્મમરણ વધારે અને જેણે તૃષ્ણા ઘટાડી તેણે જન્મમરણનાં કારણ ઘટાડ્યાં, એવો ઉપદેશછાયામાં બોધ છે, તે વિચારશો, ભાવશો. રાજાને તૃણતુલ્ય માત્ર ગણતા, ના ઇન્દ્ર સુખી ગણે; પ્રાપ્તિ-રક્ષણ-નાશરૂ૫ ધનના ક્લેશો ન જેને હણે. સંસારે વસતાં છતાં સુખ લહે સિદ્ધો સમું માનવી; દેવોને પણ પૂજ્ય નિર્ભયપદે છે સંત સંતોષથી.” ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઇ.” (બી-૩, પૃ.૧૯૯, આંક ૧૯૯) | D પ્રશ્ન : તૃષ્ણા કેમ જાય? પૂજ્યશ્રી તૃષ્ણા ખોટી છે, એમ લાગ્યું? ઉપાધિરૂપ છે, એમ લાગ્યું? તૃષ્ણા ઓછી કરવી હોય, તેણે નિયમ કરવો જોઇએ. ઉપાધિ કોને માટે કરું છું? ખાવા જેટલું તો છે. આટલું કુટુંબને ચાલે. ઉપાધિ ઓછી કરી હોય તો આત્માનું કામ થાય. મારે મોક્ષે જવું છે, એમ થાય તો બીજી તૃષ્ણા ઓછી થાય. વધારે પૈસા શા માટે ઇચ્છે છે ? બીજા મોટા કહે તે માટે, મોટાઈ માટે. હું મોટો છું, એમ કરી કોઈ મોક્ષે ગયા નથી. મોટાઈ મૂકીને બધા મોક્ષે ગયા છે. પર્વત જેટલો પૈસાનો ઢગલો કરીશ તોપણ મોક્ષ નહીં આવે. હમણાં દેહ છૂટી જાય તો સાથે શું આવે ? મારી સાથે જ આવે એવું કરવું છે. પૈસા મારી સાથે નહીં આવે અને હિંસા મારી સાથે આવશે. જેમ બને તેમ ઓછા કરતા જવું. Page #337 -------------------------------------------------------------------------- ________________ (૩૨૮) આનંદશ્રાવકને મહાવીર સ્વામી મળ્યા. તેમણે વિચાર્યું કે મારી પાસે આટલાં બધાં ગાડાં, ગાયો વગેરે છે અને એમની પાસે કંઈ નથી, તોપણ એ વધારે સુખી છે. તેમણે મહાવીર ભગવાનને પૂછયું કે હે ભગવાન ! મારે સુખી થવું છે. એનો ઉપાય બતાવો. ભગવાને કહ્યું, ઉપાધિ વધારીશ નહીં. તેમણે તે દિવસથી ઓછું કરવા માંડયું. એમ કરતાં-કરતાં તેમને એમ થયું કે મારે તો હવે ભગવાનની ભક્તિ જ કરવી છે. એમ વિચારી, તે તપ વગેરે કરવા લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. પૈસા વધારે થાય તો કંઈ આત્માને લાભ નથી. હું મરીને ક્યાં જઈશ? એમ થાય તેનાથી પાપ ઓછું થાય. વિચારની જરૂર છે. શું કરવા કરું છું? કોના માટે કરું છું? કુટુંબ માટે કરું છું, તો તે મારે કોઈ કામમાં તો આવવાના નથી. (બો-૧, પૃ.૨૯, આંક ૬) || સંતોષ એ ઘણી ઉત્તમ વસ્તુ છે. સંતોષી માણસ સાચું બોલી શકે છે. સંતોષી માણસની મહત્તાનો પાર નથી. (બો-૧, પૃ.૧૧, આંક ૧૩) દાન | દાન છે, તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય. દાન કરે તો પુણ્ય થાય છે. મુનિને દાન કરે – શાસ્ત્રદાન, ઔષધદાન, અભયદાન, આહારદાન – એ બધાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય, તેવું દાન દેવા યોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય, તેના ઘરમાં પછી આપવાનુંય ન રહે. ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેને મોટી-મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો. તેથી મંત્રીએ, તેને સમજાવવો એમ વિચારી, સિંહાસન પર “આપત્તિનો વિચાર કરી, દાન કરવું જોઈએ.” એમ લખાવ્યું. રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેધ કરે છે; તેથી ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે ‘ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે ?' તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે “કદાચ દૈવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર એમ લખાવ્યો કે “દુર્ભાગ્યનો ઉદય થશે તો તે વખતે લક્ષ્મી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા.' પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન કરવાનું છે; તો દાન દેનારા સુખી થાય અને લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તો નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ, દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે. (બો-૧, પૃ.૨૯૪, આંક ૪૫) D લોભ છોડવા માટે દાન કરવું છે. લોભ તે પાપનો બાપ છે. લોભથી જન્મમરણ કરવા પડે છે, માટે અન્ય કોઇના હિતનો વિચાર કરતાં પોતાની લોભ-પ્રકૃતિ મંદ કેમ પડે તેનો વિશેષ વિચાર કરી યથાશક્તિ દાન કરવાનું ભગવાને કહ્યું છે. સંતોષ જેવું સુખ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮) | દાન છે તે લોભ ઓછો કરવા, સન્માર્ગ પ્રત્યેનો પ્રેમ વધારવા અને આત્માની દયા ખાવા અર્થે કરવાનું છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) લોભમાંથી એક કાંકરી પણ ખરે તોપણ આત્મા હલકો થાય, પવિત્ર થાય. તે લોભ જીવ મંદ કરે તો મહાપુરુષનાં વચનોનું માહાભ્ય લાગે, તેમાં અપૂર્વતા આવે અને ભીખ માગીને ગુજરાન ચલાવીશું પણ સંસાર વધે તેવા લોભનો પક્ષ હવે લૂલો થાય તેમ પ્રવર્તવું છે, એવું બળ આત્મામાં વધે છે. (બી-૩, પૃ.૭૯૬, આંક ૧૦૨૪) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા હતા કે આ જીવને રખડાવનાર એક લોભ છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છેજી. મૂઠી દાળિયા કોઈ ભિખારીને આપતાં પણ “પુણ્ય તો બંધાશે” એવો ભાવ છોડી, મારો એટલો લોભ છૂટયો એવી ભાવના કર્તવ્ય છે. મળેલું બધુંય હું ભોગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિ શુભ પ્રવૃત્તિ કરું છું, પરંતુ તેના ફળની ઇચ્છા મારે રાખવી નથી; આત્માર્થે હવે સર્વ પ્રવૃત્તિ કરવી છે એવો લક્ષ મુમુક્ષુ જીવને સહેજે હોય. (બી-૩, પૃ.૩૪૩, આંક ૩૪૫) T સંસાર અસાર છે, અનિત્ય છે, તેને માટે જે જે ઇચ્છીએ છીએ તે ધુમાડામાંથી બાચકા ભરવા જેવું છે. અસાર અને અનિત્ય પદાર્થમાં હિત શું હોય? છોડાં ખાંડવાનો શ્રમ વ્યર્થ છે તેમ સાંસારિક ફળની ઈચ્છા રાખી દાન કર્યાથી આત્માને તે દાન હિત કરતું નથી. આ દેહમાં રહેલો આત્મા અનંતકાળથી ભૂખ્યો ટળવળે છે. તેને શાંતિ-સમાધિનો માર્ગ અને તેને પોતાના હિતનું ભાન થાય તેટલા માટે સત્સંગ, સબ્બોધ, તીર્થયાત્રા વગેરે કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૩૬, આંક ૧૩૬) D (કોઈ મુમુક્ષુએ, વગર મંગાબે પાક મોકલ્યો, જેની આખા આશ્રમમાં લહાણી કરવી પડી. તે પ્રસંગે આ પત્ર, ફરીથી આવું અવિચારી કામ ન કરવા લખેલ છે.). જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે ધર્મ અને આજ્ઞાનું આરાધન તે તપ છે. પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી, તેમ પૈસા વગર વિચાર્યું વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી, પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવો તે વાક્યનો પરમાર્થ વારંવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા બ્દયમાં વસે તેમ વર્તવા આખી જિંદગી સુધી સંભારી રાખવા જેવી શિખામણ આ પ્રસંગ ઉપરથી શીખી લેવી ઘટે છેજી. યથાશક્તિ દાન અને તપ કરે તેથી લાભ થાય છે. શક્તિ વિચાર્યા વિના આંખો મીંચીને દીધે જાય તો તે લાંબો વખત બની શકે નહીં; તેમ જ પોતાને આર્તધ્યાનનું કારણ ન થાય અને દાન લેનારને અહિત, પ્રમાદ આદિ દોષનું કારણ ન થાય, તે સાત્વિક દાન ગણાય છે. એવા ઘણા ભેદો સમજવાની જરૂર છે. માહિતી ન હોય તો ઉતાવળા ન થવું, કોઈ જાણકારને પૂછવું; પણ “ઐસાને મળ્યા તૈસા અને તૈસાને મળ્યા તાઇ, ત્રણે મળીને તતૂડી બજાઇ.' એવું કરવા જોગ નથી. વિવેક એ ધર્મનો પાયો છે, તે ભૂલવા જેવું નથી. (બી-૩, પૃ.૩૩૧, આંક ૩૨૭) D પ્રશ્નઃ પૈસા વાપરવા ભાવના હોય તો કેવાં શુભ કાર્યમાં વાપરવા? ઉત્તર : જે વડે ધર્મ-પ્રાપ્તિ તથા ધર્મ-આરાધનમાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વપરાયા પહેલાં તે સંબંધી વિચાર કરતાં પણ ધર્મધ્યાન થાય છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જગતના જીવો પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડયા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે ? તે વિચારતાં પ્રથમ કાર્ય એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવોને કેમ થાય ? તેનો વિચાર કરી, જેને-જેને, ધન આદિની ખામીને લઇને સત્સંગ આદિ સાધનમાં વિઘ્ન નડતાં હોય, તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ધન વપરાય, તે સારા માર્ગે વપરાયું ગણાય. દૃષ્ટાંત તરીકે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના હસ્તક સાધકસમાધિખાતાની લગભગ એક લાખ રૂપિયાની રકમ હતી, તેનું ટ્રસ્ટ કરી તેનો સદુપયોગ કરવા સૂચના કરી છે. તેમાં એક વિભાગ તો બ્રહ્મચારી ભાઇબહેનો જે આશ્રમમાં જીવનપર્યંત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખોરાક, કપડાં, દવા વગેરે તેમ જ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવો પડે તે અર્થે વા૫૨વાનું નક્કી કર્યું છે. બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઇ સત્શાસ્ત્ર લખાવવાં હોય, છપાવવાં હોય, મુમુક્ષુજીવોને વહેંચવાં હોય, કે નવાં ખરીદીને પુસ્તક ભંડાર કરવો હોય તે ખાતે વાપરવા. કોઇને સારો અભ્યાસ કરાવવા બહારગામ મોકલવા પડે, તથા શિક્ષકો વગેરે રાખવા પડે કે પાઠશાળા સ્થાપી પરમકૃપાળુદેવે ઉપદેશેલા સિદ્ધાંતો બાળકો કે જનસમાજમાં પ્રચાર પામે તેવાં કામમાં વાપરવા વગેરે અનેક કાર્યોની સૂચના ટ્રસ્ટડીડમાં કરી છે. તે તમે અહીં આવો ત્યારે ઓફિસમાંથી વાંચવા મળી શકશે, એટલે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે જે સન્માર્ગ બતાવેલા છે તેમાં આપણા પૈસા વપરાય તો તે તેમના અભિપ્રાયપણે, તેમની આજ્ઞાએ જ વાપર્યા ગણાય. માત્ર દિશા જણાવવા પૂરતો આ પત્ર લખ્યો છે એટલે કોઇ કામમાં ઉતાવળ કર્યા વિના, વિચાર કરીને, વખત આવ્યે સત્કાર્ય કરવાની ભાવના હાલ રાખી, તુરતમાં તો આર્તધ્યાનમાં કાળ ન જાય તેમ વર્તવું ઘટે. જે માર્ગે પૈસા વાપરવાથી મતાગ્રહ દૃઢ થવામાં મદદ મળે, લોકોને ભવિષ્યમાં દુ:ખનું, સંસાર-પરિભ્રમણનું પરિણામ આવે તેવાં કામ, લોકો સારાં માનતા હોય તોપણ અશુભ છેજી. કંઇ વાપરવું હોય તો તે લોભ છોડવા વાપરવું છે, એ લક્ષે વાપરવું. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવા યોગ્ય નથી. લોભ એ પરિભ્રમણનું કારણ છે. તે ટાળવા અને બીજા જીવોને પણ સમજણ, જ્ઞાનીનો બોધ પ્રાપ્ત થાય તો તે લોભ તજી પરિભ્રમણ ટાળે એ ભાવનાથી, જે ઉપાધિ છે, તે ઓછી કરવી છે. પુણ્યરૂપ ઉપાધિ પણ આખરે છોડયા વિના છૂટકો નથી. એક આત્માર્થે જ હવે તો જે ક૨વું છે તે કરવા યોગ્ય છે. એ લક્ષ ચૂકવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૩૪૮, આંક ૩૫૦) D પૂર્વકર્મના આધારે સામગ્રી સર્વને મળી છે, તેનો સદુપયોગ કર્તવ્ય છેજી. તમે દાનભાવના જણાવી, તે વાંચી. ‘જીવનકળા’ ફરીથી છપાય છે; હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તોપણ છ આના તેની કિંમત છે, તે ચાલુ રાખવાનો વિચાર ટ્રસ્ટીઓનો છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તોપણ જ્ઞાનદાનરૂપ હિતકારી છેજી. સદ્ગુરુનો ઉપદેશ જીવમાં પરિણામ પામે તેવું કોમળ, યોગ્યતાવાળું હૃદય થવા કષાય ઘટાડવાની જરૂર છેજી. કષાયોમાં લોભની મુખ્યતા છે. જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી; તેના ભવ પણ ઓછા. નવું Page #340 -------------------------------------------------------------------------- ________________ (૩૩૧) મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય, તે પણ લોભ ઘટાડવાનો ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સંગની જરૂર છે. (બો-૩, પૃ.૪૬૭, આંક ૪૯૨) 3 આપે કંઈ હાર સંબંધી પુછાવેલું. આપને ભક્તિભાવમાં વૃદ્ધિ થાય તેમ લાગતું હોય તો જે રકમ કે હાર મોકલવો હોય તે આશ્રમના કારભારીના નામે મોકલશો. તમારી ઈચ્છા હોય તો વવાણિયાના મંદિર માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી આવી છે તે અર્થે, જો તમો એકલા ધારો છો, તે રકમ મોકલો તો સારો enlarged ફોટો ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું, વવાણિયામાં મુમુક્ષુઓ બહારથી આવે, તેને માટે એક ધર્મશાળા પણ બાંધનાર છે. તેમાં કંઈ રકમ મોકલવા વિચાર હોય તો મોકલવા યોગ્ય છે. આ તો એક લોભ છોડવા અર્થે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવા મહાપુરુષોએ કહ્યું છે, તે વિષે વાત થઈ; પરંતુ પરમકૃપાળુદેવે જે કરવાનું કહ્યું છે : ““રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.'' (૩૭) તેમાં વિશેષ લક્ષ રાખી, આપણું વર્તન તેના માર્ગને વગોવે તેવું તો ન જ હોય. અન્યાયમાર્ગ તજી શરીર, ધન, કુટુંબ કે કીર્તિ આદિનો મોહ મંદ કરી તેની આજ્ઞાને અનુસરી વર્તીશું - તે જરૂર આત્માનું કલ્યાણ કરશે, તેના આશીર્વાદને પાત્ર થઈશું. (બી-૩, પૃ.૫૬૨, આંક ૬૨૯) પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પોતાની હયાતીમાં ખર્ચાય, તે પોતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતો આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે, તે વચનો બીજા જીવને સુલભ થાય તે દરેક મુમુક્ષની ભાવના સહજ હોય. જેની પાસે ધનનું સાધન હોય, તે, તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ધનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે, મફત, યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય. આમાંથી જેમ ઠીક પડે તેમ ટ્રસ્ટીઓને જણાવી, જવાબ મેળવી શકો છો. પછી બીજા કોઇ ખાતામાં ભાવના રહેતી હોય તો તેમ. તમારા ભાવ ઉલ્લાસ પામે તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૮૯, આંક ૮૨૭) || અનન્ય શરણના આપનાર એવા શ્રી સરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. પૈસા પ્રત્યેના પ્રેમની પ્રબળતાને બાળી નાખી તેમને નમસ્કાર. તમે દાન કરી ચૂક્યા છો, તે પૈસા પાછા માગવા ઘટતા નથી. શ્રી હરિશ્ચંદ્રના સત્ય વિષે ઘણું સાંભળ્યું હશે. એક વખતે ૫.પૂ. પરમકૃપાળુદેવ ઉત્તરસંડા હતા. તે વખતે કોઈ ભક્ત તેમને માટે ઉત્તમ વાની બનાવી તેમના આગળ ધરી. તે વખતે તેઓશ્રીએ કહ્યું: પેલી નળીમાં આવે છે, તેમને આપો. આવી ઉત્તમ ચીજ ઉત્તમ માણસને આપવા તે લાવેલા; તે રસ્તે જતા માણસને આપતાં તેનું મન ખંચાયું; પણ જો તેણે તે પુરુષને તે ચીજ આપી દીધી, તો પછી તે ગમે તેમ વાપરે તેમાં તેના મનને કંઈ થવું ન જોઈએ. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ન લોભ છોડવા આપણે દાન કરીએ છીએ. પછી કહ્યા પ્રમાણે ન કરે તો લેનાર બંધને પાત્ર થાય છે, આપનાર નહીં. આ વાત વિશેષ ચર્ચવા જેવી નથી; પણ પાછી રકમ માગી તે ઠીક નથી થયું, એમ મારા મનમાં ભાસ્યું તે તમને જણાવ્યું છે; જોકે તમને તેનાં કારણો કંઇ મળ્યાં હશે; પણ આપણે આશ્વાસન અર્થે ગયેલા અને તેમાંથી તેમને આવી વાત સાંભળવાનું (પત્ર દ્વારા) મળે તે લાગી આવે, એ સ્વાભાવિક છે. આપના મનમાં શું કારણો હશે તે જાણ્યા વિના, સામાન્ય, મેં તો મને ભાસ્યું તે જણાવ્યું છે. તે કામ ઢીલમાં ન પડી રહે તે અર્થે વખતે તાકીદ કરાવવા તમે તેમ લખ્યું હોય, પણ પૈસા પાછા માગવાનો લોભ કે બીજા કામમાં વા૫૨વાની ઇચ્છા નહીં હોય એમ અનુમાનું છું; તો તમે તેમને કંઇ શાંતિ વળે તેમ પત્ર લખી જણાવશો, એમ ઇચ્છું છું. ભલે સંસ્થા બીજા કોઇને સોંપી દે અને તમારા પૈસા પણ તે ભેગા જાય તેમ હોય, તોપણ સમર્પિત રકમમાંથી એક બદામ સરખી પાછી ઇચ્છવી યોગ્ય નથી, એમ મુમુક્ષુના મનમાં તો થવું જોઇએ; તે સહજ તમને પરમાર્થમાર્ગમાં બળ મળે, તે અર્થે લખ્યું છેજી. વચન આપ્યું હોય તોપણ પાછા ન હઠવું તો આપેલી રકમ તો ન જ માગવી ઘટે. (બો-૩, પૃ.૭૨૧, આંક ૮૭૭) જે દાનબુદ્ધિથી ઓરડી વગેરે કરાવી આશ્રમને સોંપવામાં આવે છે, તે મમત્વભાવ તજવા માટે છે. આશ્રમમાં મારું મકાન છે, એ ભાવ સ્વપ્ને પણ આણવા જેવો નથી. મુમુક્ષુએ તો જમણે હાથે દાન કર્યું હોય તે ડાબો હાથ ન જાણે, તેવી ત્યાગભાવના રાખવા યોગ્ય છે. પોતાના વારસને તેનો હક્ક છે, એમ જણાવનાર ભૂલ ખાય છે. જેને પોતાનું મકાન ન હોય તેને પણ, અહીં આવનારને મકાન રહેવા મળી રહે છે. આજ સુધી તમને પણ મળી રહેતું અને હવે તમને અને તમારા વારસને નહીં મળે એવી ફિકર તમને પેઠી છે ? કે તે જ મકાન તમારે કે વા૨સે વાપરવું એવું વીલમાં લખ્યું છે ? આ તો તમારું મમત્વ હ્રદયમાંથી દૂર થવા લખ્યું છે, ઠપકો નથી. સત્સંગમાં નહીં અવાય એવી કલ્પના પણ સેવવા યોગ્ય નથી; પણ આશ્રમમાં દેહ છૂટે તો સમાધિમરણનું કારણ મને બને એવો લક્ષ, ભાવના કર્યા કરવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૫૭, આંક ૯૫૦) હિરવંશપુરાણ સભામંડપમાં વંચાય છે. તેમાં ૠષભદેવ ભગવાનના ગર્ભકલ્યાણકની કથા ગઇ કાલે આવી હતી. ભોગભૂમિનું તથા તેવા પુણ્ય-ઉપાર્જનનું કારણ પાત્ર-દાન, તેનું વર્ણન આવ્યું હતું. સમ્યક્દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યક્દર્શન સહિત શ્રાવકવ્રત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યક્દર્શનવાળા જીવોને જધન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યષ્ટિ કે સન્યવૃષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર મુનિપણું પામે તો મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાવૃષ્ટિજીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંધે; અને વ્રત પણ ન હોય અને સમ્યક્દર્શન પણ ન હોય તેને દાન, ભક્તિ સહિત દેનારનું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડયા સમાન છે એમ આવ્યું હતું. Page #342 -------------------------------------------------------------------------- ________________ (૩૩૩) દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે છે, પણ પરીક્ષાબુદ્ધિ નહીં હોવાથી કે વિપરીતતાને કારણે અપૂજ્યમાં પૂજ્યબુદ્ધિ આત્મહિતનું કારણ નથી, એ સર્વનો સાર છે. (બો-૩, પૃ.૨૯, આંક ૫૭૮). D પ્રશ્ન : ગુપ્તદાન એટલે શું? પૂજ્યશ્રી : કોઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પોતાનો લોભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય, એ ગુપ્તદાન છે. લોભ છોડવા માટે દાન કરવાનું છે. (બો-૧, પૃ.૧૪૮, આંક ૨૨) 0 પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું, તેથી મનુષ્યભવ પામ્યો છે. હવે કરશે તો ફરી મનુષ્યભવ પામશે. લક્ષ્મીમાં આસક્ત હોય તો તેને જિંદગી સુધી છોડે નહીં. જે અત્યારે દાનપુણ્ય નથી કરતો, તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તો પામશે. (બો-૧, પૃ.૨૪૨, આંક ૧૩) પર્યુષણપર્વ D પર્યુષણ એટલે ભગવાનની ઉપાસના છે. અનાદિકાળથી પર્યુષણ પર્વ ઊજવાયા કરે છે એમ માન્યતા છે. તે દિવસોમાં કષાયની મંદતા થાય, ભક્તિભાવ વધે, જ્ઞાન-ધ્યાનનો જોગ બને, મૈત્રીભાવ આદિ ચાર ભાવનાઓનો અભ્યાસ થાય અને આખા વર્ષમાં થયેલા દોષો દૂર કરવાની ભાવના પોષાય. ટૂંકામાં, જન્મમરણ છૂટે તેવા ઉપાયો વિચારવા, આદરવા માટે એક અઠવાડિયું સાધર્મી ભાઈઓ સાથે ગાળવાનું એ પર્વ નિમિત્ત છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૯૪૩, ૯૪૪, ૯૪૫ પર્યુષણ આરાધના ઉપર લખ્યાં છે; તે વાંચી, તે દિવસો કેમ ગાળવા તે વિશેષ પ્રકારે વિચારશોજી. તમારે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તે દિવસે સવારમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ રોજ ભાવના કરવી. ભક્તિ એ મુખ્ય વસ્તુ છે એ લક્ષ રાખી, યથાશક્તિ તમારી ઇચ્છા પ્રમાણે તપસ્યા કરવામાં હરકત નથી. લૌકિક માન આદિ ભાવમાં તણાવું નહીં. આત્મભાવના વિશેષ થાય તેમ પ્રવર્તવું. તેથી સાથે-લગા ઉપવાસ લેવા કરતાં, રોજ ભક્તિ જોઈને લેવાનું રાખવું. સંયમ, સ્વાધ્યાય, સ્મરણમાં ચિત્ત રાખવું. કોઈ પ્રત્યે પણ દ્વેષ ન થાય કે ન રહે તે લક્ષ રાખશોજી. (બી-૩, પૃ.૭૦૭, આંક ૮૫૨) D પર્યુષણ પર્વ બાર માસે આવે છે. જેમ વેપારી બાર માસનું સરવૈયું, નફા-નુકસાનનું કાઢે છે, તેમ આત્માર્થીજીવને દરેક પર્યુષણ પર વિચાર કરવાનો છે કે કષાય કેટલા ઘટયા છે? આગળ વધાયું છે કે નહીં? (બો-૧, પૃ.૧૬, આંક ૧૮) પરમકૃપાળુદેવે પર્યુષણ પર્વની મર્યાદા પૂર્ણિમા સુધી જણાવી છે અને અહીં પણ તે ક્રમ આરાધનાનો ચાલુ છે. કષાય ઘટે તેટલું કલ્યાણ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે લક્ષમાં રાખી, મૈત્રીભાવ વધે અને ક્લેશનાં કારણો નિક્ળ થાય તે ઉપર લક્ષ રાખવા સર્વ ભાઇબહેનોને વિનંતી છેજી. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અમુક સાથે તો મારે અબોલા, અણબનાવ કે વહેવાર પ્રત્યે જેના ઊંચા મન છે એમ હોય, તે વિચારી, દરેકે પોતાના આત્મહિત માટે નમતું મૂકી, કંઇક ઘસાઇને કે તેને પગે પડીને પાઘડી ઉતારીને પણ વૈરભાવ ન રહે તેમ પ્રજ્ઞાપૂર્વક કર્તવ્ય છે. માત્ર ઉપર-ઉપરથી દેખાવ કરવા નહીં પણ સાચા દિલથી બીજાના દોષ માફ કરીને તથા પોતાના દોષની ક્ષમા માગીને આ પર્વને સફળ કરવા યોગ્ય છેજી. પરમ વિનયપણું આપણે સર્વ પામીએ એ જ પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રાર્થના છેજી. (બો-૩, પૃ.૩૬૯, આંક ૩૭૨) D આપ મુમુક્ષુ ભાઇબહેનોમાં કોઇ સાસાંરિક કારણે કે ધર્મના નિમિત્તે એકબીજા પ્રત્યે વેરવિરોધનાં કારણો ઊભાં થયાં હોય, તે પરસ્પર સમજી લઇને, એકબીજામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થાય તથા એકબીજાને ત્યાં જતાં-આવતાં ન હોય, બોલાચાલીનો પ્રસંગ બંધ થયો હોય તેવા નિમિત્તો સમજૂતીથી પાંચ જણ મળી પતાવી, આખા ગામમાં સંપ સલાહ શાંતિથી બધા વર્તો તો આ વર્ષના પર્યુષણપર્વ યથાર્થ થયા ગણાય. પૂર્વકર્મને લઇને જીવની વૃત્તિ બીજાનું ભૂંડું કરવામાં, નિંદા, ઇર્ષા પોષવામાં જાય છે તેને બદલે બને તેટલા એક, બે, પાંચ કે બધા ગામના માણસોમાં સંપ કરાવવાનો પુરુષાર્થ કરશે તેનું પોતાનું અને બીજાનું કલ્યાણ થવાનું કારણ બને છે. ‘‘કલ્યાણ શું હશે ?'’ એમ ઉપદેશછાયામાં (પૃ.૭૩૩) પ્રશ્ન છે અને ત્યાં તેનો ઉત્તર પણ છે કે, “કષાય ઘટે તે કલ્યાણ.'' તો આપણો અને બીજા આપણા સંબંધીઓના કષાય ઘટાડવા અર્થે મહાપુરુષોએ આવા પર્વની યોજના કરી છે, કારણ કે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં, સત્સંગ-ભક્તિ આદિના પ્રસંગોમાં વિઘ્ન કરનાર કષાય છે તે દરેકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તે કષાય ઘટે અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે જીવોની વૃત્તિ દોરાય, લોકોમાં એમ કહેવાય કે જ્ઞાનીના ઉપાસક બહુ સહનશીલ, ખમી ખૂંદનારા, પરોપકાર કરનારા અને બીજાને સારે રસ્તે ચડાવનારા છે એવું આપણું વર્તન બને, તેવો પ્રયત્ન કરતા રહેવા આપ સર્વ ભાઇબહેનોને ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૬૭, આંક ૩૬૮) રાગદ્વેષે મમત્વે મેં, જે જે જીવ વિરાધિયા; ક્ષમા ઘો મુજને તે સૌ, હું યે ક્ષમા દઉં સદા. જો સર્વને અનુકૂળ આવે તો એક દિવસ વધારે ધર્મધ્યાન કરવામાં વિશેષ લાભ છે એમ જાણી, છેલ્લો પરસ્પર ખમાવવાનો પ્રતિક્રમણદિન ભાદરવા સુદ પાંચમનો રાખવા ભલામણ છેજી. ‘કષાય ઘટે તે કલ્યાણ.’’ એમ પરમકૃપાળુદેવનું જણાવવું છે તે લક્ષમાં રાખી, થોડા છાપરાનું ગામ છે તો સર્વ હળીમળી ધર્મભાવનામાં જોડાય અને છેલ્લે દિવસે કોઇના મનમાં અણબનાવ ન રહે, તેવું વર્તન રાખવા વિનંતી છેજી. ક્ષમા માગવા જતાં ખોટું લાગે તેમ જેને હોય, તેને પરાણે છંછેડવાની જરૂર નથી, પણ આપણું દિલ ચોખ્ખું રાખીશું તો જરૂર વહેલેમોડે જે અતડો રહેતો હશે તે ભળી જશે. આપણું ભૂંડું કરનારનું પણ ભલું થાઓ, એવી અંતરની ઇચ્છા, દરેક મુમુક્ષુના હૃદયમાં પ્રગટ જાગ્રત રહેવી ઘટે છેજી. Page #344 -------------------------------------------------------------------------- ________________ [] ૩૩૫ વિવાહ વગેરેના પ્રસંગે જેમ પાઘડી ઉતારીને પણ સામાને મનાવી લઇએ છીએ તેમ આ પર્યુષણપર્વ નિર્વેર, મૈત્રીભાવ અને ધર્મનો પ્રભાવ વધે તે અર્થે છેજી, તે લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૩૧૨, આંક ૨૯૯) ખમાવું સર્વ જીવોને, સર્વે જીવો ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કોઇને. ક્ષમાશૂર અર્હત્ પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; સૌને ખમી ખમાવવા, પર્યુષણ દિન સાર. જહાં દયા ત્યાં ધર્મ છે, જહાં લોભ ત્યાં પાપ; જહાં ક્રોધ ત્યાં કાળ છે, જહાં ક્ષમા ત્યાં આપ. કષાય અગ્નિ સમાન છે એમ કહેવાય છે, છતાં અહીં દરિયાપાર બનતી વાતો, બધું પાણી ઓળંગીને આફ્રિકા સુધી પહોંચી, બીજાનાં મન બાળે એવો કષાય-અગ્નિ તો કોઇ ચમત્કારી કહેવાય. આ પર્વ પર્યુષણપર્વ કહેવાય છે, એટલે આત્મઆરાધન (પરિ + ઉપાસના) ક૨વા વર્ષમાં એક અઠવાડિયું નિર્મિત થયેલું છે. તેમાં મુખ્ય કાર્ય તો પોતાનો આત્મા, ક્રોધાદિ કષાય-અગ્નિમાં નિરંતર બળ્યા કરે છે, તેને કોઇ શાંતિના સ્થળમાં જઇ, સાંસારિક વાતાવરણ ભૂલી જઇ, બળતા-ઝળતા આત્માને નિષ્કષાયભાવ૩૫ ઉપશમ-જળમાં નવડાવી, પવિત્ર કરવાનો ઉદ્દેશ આ પર્વનો છે. એવા શુભ ક્ષેત્રમાં સ્થાન ન બની શકે તો જ્યાં પ્રારબ્ધના ઉદયે વસવું થતું હોય ત્યાં પણ એક અઠવાડિયું, બને તો માંદગીના જેવી રજા લઇને, એકાંતવાસમાં પોતાના દોષો જોઇ, દોષો ટાળવા પ્રયત્ન કરી, અંતરશાંતિના પ્રયાસમાં રહેવું ઘટે છેજી. તે દિવસોમાં મોક્ષમાળા, ઉપદેશછાયા, જીવનકળા, આલોચનાદિ પદ સંગ્રહ, તત્ત્વજ્ઞાન વગેરેમાંથી સાંચન, વિચાર અને કોઇ પાસે સત્સંગનો યોગ હોય તો બે-ચાર મુમુક્ષુના સંગે ધર્મધ્યાન, જપ, તપ, ભક્તિભાવ, જ્ઞાનચર્ચાનું નિમિત્ત, દર વર્ષે રાખવા યોગ્ય છેજી. સર્વ જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ કાયાવાળા કે કીડા-કીડી, ભમરા-ભમરી, માખી, પશુ-પંખી, મનુષ્યમાંત્ર, દેવ, નરકવાસી આદિ જે કોઇ જીવોની સાથે આ ભવ-પરભવમાં અથડામણી થઇ હોય, વેરવિરોધ થયાં હોય તે સર્વ જીવો પ્રત્યે ક્ષમા ઇચ્છી, નિર્વેરબુદ્ધિવાળા બની, શાંત થવા યોગ્ય છેજી. એમ દર વર્ષે નામું માંડી વાળવાના અભ્યાસવાળાને લાંબા કર્મ બાંધવાનો યોગ ઓછો બની આવે છે. જેની સાથે અણબનાવ થયો હોય, તેની સાથે માંડવાળ કરી લેવાની ભાવના દરેક મુમુક્ષુના હ્દયમાં હોય છે; તેમ કુટુંબીજનો પણ પૂર્વના સંસ્કારે એકત્ર થયાં છે, તેમની સાથે કોઇ પણ પ્રકારની વેરબુદ્ધિ મનમાં રાખવી ઘટતી નથી. આપણા મનમાંથી કાઢી નાખવું કે ‘આ ખરાબ છે, દોષિત છે, મારું બગાડનાર છે, મારા કુટુંબને પજવનાર છે કે મારા પ્રત્યે અભાવ રાખનાર છે.' આવા ભાવો ભૂલી જઇ આજથી જાણે નવો સંબંધ બંધાતો હોય તેમ ચોખ્ખા-કોરા કાગળ જેવા થઇ જવું. મુખ્યપણે તો આપણું અંતર ચોખ્ખું કરવું છે અને તે આપણા હાથની વાત છે. જગતમાં મારે કોઇની સાથે વેર નથી, કોઇનું ભૂંડું મારે ઇચ્છવું નથી, ભૂંડું કરી ગયું હોય તેનું પણ ભલું જ મારે તો ઇચ્છવું છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ (૩૩૬) આ પ્રકારની ભલાઈ રાખવાથી કોઈ પણ પ્રકારે નુકસાન નથી, ઊલટી આત્મશાંતિ પ્રાપ્ત થવાની યોગ્યતા મળે છેજી. બીજાને આપણા પ્રત્યે અભાવ વર્તતો હોય અને તે કોઇ ઉપાયે ટળી શકે એમ લાગતું હોય તો તન-મન-ધનથી ન્યાયમાર્ગે ઉપાય લઈ જોવા. જો ન બની શકે તો આપણાં મનનું સમાધાન કરી, ભવિષ્યમાં તેના સદ્દભાગ્યે તેને ભલી મતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના રાખી, નિર્વેરબુદ્ધિ રાખવી તે સજ્જન પુરુષનું ભૂષણ છે). આ તો એક તમારા ચિત્તમાં શાંતિ ટકી રહે, તેનું સૂચન માત્ર કર્યું છે. બાકી તમારે તો હાલ તેવો કોઈ પ્રસંગ ત્યાં દૂર રહ્યાં છે નહીં. વર્તમાનમાં સારા ભાવ સેવતા રહેશો તો ભવિષ્યમાં કેમ વર્તવું તે આપોઆપ સૂઝી આવશે. આજથી તેની પંચાત કરવા જેવું નથી. કાલે શું થશે, તેની કોને ખબર છે ? મહેમાનની પેઠે આ સંસારમાં કેટલાય માણસો સાથે સંબંધ, અનેક પ્રકારના થયા અને થવા હશે તે થશે, પણ ભલા માણસે પોતાની ભલાઈ તજવા યોગ્ય નથીજી. પ.પૂ. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત કહેતા કે એક સંન્યાસી સાધુ નદીએ નાહવા ગયેલો. તેણે પાણીમાં વીંછી તણાતો જોઈ દયા આવવાથી હાથમાં લઈ કિનારે મૂકવા વિચાર કર્યો, પણ હાથમાં લેતાં જ વીંછીએ ચટકો ભર્યો એટલે હાથમાંથી પાછો પાણીમાં પડી ગયો. ફરી તેણે તે વીંછી હાથમાં લીધો કે ફરી ચટકો માર્યો, તોપણ ત્રીજી વખત તેણે તેને તણાતો બચાવી હાથમાં લીધો તો ત્રીજી વખત ચટકો માર્યો એટલે હાથમાંથી પડી ગયો. કિનારા પરના માણસો કહે, “ભાઈ ! એ કરડ્યા કરે છે તો તું એને શા માટે ઝાલે છે?' સાધુએ કહ્યું, “એનો ધર્મ તો કરડવાનો છે અને મારો ધર્મ દયા કરવાનો છે. એ એનો ધર્મ નથી છોડતો તો હું મારો ધર્મ કેમ છો?'' એમ કહી, ચોથી વખત તેને હાથમાં લઈ કિનારે મૂકી દિીધો. આ વૃષ્ટાંત આપણે વિચારવા જેવું છે. જિંદગીમાં અનેક વાર ઉપયોગી થાય તેવું છેજી. ગમે તે પ્રકારે પણ સ્વ-પરહિત થાય તેમ હોય તે લક્ષ રાખવો. (બી-૩, પૃ.૪૯૨, આંક પર૭) પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ સંવત્સરી પ્રતિક્રમણ કરી, ખમાવવાનો છે. તે દિવસે, બને તો ઉપવાસ કરી, ધર્મધ્યાન કરવા યોગ્ય છે. એ અઠવાડિયામાં પહેલો અને છેલ્લો દિવસ સામાન્યપણે ઉપવાસનો ગણાય છે. તેમાં છેલ્લો દિવસ તો ખાસ દરેકે ઉપવાસ કરવા યોગ્ય છે. કોઈ તો એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, ત્રીજે દિવસે વળી ઉપવાસ એમ યથાશક્તિ તપ કરે છે. કોઈ, ઉપવાસ ન બને તો એકાસણું જેટલા દિવસ બને તેટલા દિવસ કરે. લીલોતરીનો ત્યાગ બધા દિવસ રાખે. બ્રહ્મચર્ય તે અઠવાડિયે પાળે. દાન, પ્રભાવના. ભક્તિ વગેરે યથાશક્તિ કર્તવ્ય છે વખત બચાવી, દરરોજ, બધા ભેગા મળી ભક્તિ, મોટી આલોચનામાંથી ક્ષમાપના વગેરે પદો બોલી કરવી, નિત્યનિયમ કરવો; કોઈ-કોઈ દિવસ આત્મસિદ્ધિ સારા રાગથી બે કલાક ગાવી. કોઈ દિવસ કે રોજ, સમાધિસોપાનમાંથી દશલક્ષણધર્મ કે બાર ભાવના કે આઠ અંગમાંથી કંઈ વાંચન કરવું. કોઈ-કોઈ દિવસ કે રોજ, વચનામૃતમાંથી આત્મસિદ્ધિના અર્થ કે ઉપદેશછાયામાંથી વાંચન કરવું. એમ ભક્તિભાવનામાં એક અઠવાડિયું ગાળી ધર્મભાવના વર્ધમાન થાય, તેમ વર્તવા ભલામણ છેજી. જે જે પ્રકારે આત્મામાં ધર્મનો ઉલ્લાસભાવ વધે, તેમ તન-મન-ધનથી પુરુષાર્થમાં વર્તવા ભલામણ છેજી. Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૭) ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એ અઠવાડિયામાં કષાય ઘટે, પહેલાં જેની સાથે મનમાં કંઈ ભેદભાવ રહેતો હોય, તે દૂર કરી, મૈત્રીભાવ સર્વ સાથે વધે, તેવી રીતે વર્તાય તો પર્યુષણ આરાધના સાચી થઈ ગણાય. ટૂંકામાં, આખા વર્ષમાં વેરવિરોધ થયા હોય તે દૂર કરી, ચોખ્ખા થવાનું આ ઉત્તમ પર્વ નિમિત્ત છેજી. સદાચરણની વૃદ્ધિ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૧૧, આંક ૨૯૭) આ પર્યુષણની મર્યાદા ભાદરવા સુદ પૂર્ણિમા સુધીની રાખી છે), તો બાકીના દિવસોમાં દરરોજના નિત્યનિયમ ઉપરાંત સમાધિસોપાનમાંથી દશલક્ષણધર્મ નામના પ્રકરણમાં દશ ધર્મનું વર્ણન છે તે થોડુ-થોડે વાંચવાનું વિચારવા અને બને તેટલું અમલમાં મૂકવા ભલામણ છે; અને ચૌદસને દિવસે યથાશક્તિ ઉપવાસ કે એકાશન તપ કરી, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભાવપૂર્વક બધાં મળી પૂજા ભણાવવાનું કે પારાયણ કરવાનું રાખો તો આત્મહિતવર્ધક છે અને પૂર્ણિમાના દિવસે પણ પારણા પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વચનામૃતમાં અર્થસહિત છાપેલ છે તે વાંચવાનું વિચારવાનું રાખશો તો ઘણી આત્મ-ઉજ્વળતા થવા સંભવ છેજી. (બી-૩, પૃ.૩૬૮, આંક ૩૭૦) D પર્યુષણ પર્વ ઉપર બને તેટલી ભક્તિભાવના, વ્રત, તપ, ઉપવાસાદિ યથાશક્તિ કર્તવ્ય છેજી. વાંચન, પરમકૃપાળુદેવના પત્રો તથા ઉપદેશછાયાદિનું કરવા ભલામણ છેજી. ઉપશમભાવ અર્થે સર્વ કરવું છે, એ ભૂલવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૧) - I વ્રત વગેરે જેને લેવાં હોય તે મનમાં ભાવના કરી, પરમકૃપાળુદેવની સાક્ષીએ, બને તો બધાની વચમાં ઉતાવળે બોલીને લેવાં. જેમ કે હે ભગવાન ! આજે મારે ઉપવાસ, પાણી પીને કે પાણી પીધા વગર કરવો છે, અમુક દિવસ માટે બ્રહ્મચર્ય પાળવું છે, અમુક વખત સુધી મારે કામ, ક્રોધ, માન, માયા, લોભ કે વિકારનો ત્યાગ કરીને રહેવું છે. વાંચન માટે દશલક્ષણધર્મ પહેલેથી શરૂ કરવું. અમુક વખતે જીવનકળા, મોક્ષમાળા કે ઉપદેશછાયામાંથી વાંચવું. ગ્રંથયુગલમાં યોગવાસિષ્ઠનો અનુવાદ છે, તે સમજાય તો વાંચવા યોગ્ય છેજીબાર ભાવનાઓ સમાધિસોપાનમાંથી કે ભાવનાબોધમાંથી રાત્રે વંચાય તો હિતકારી છે. સદાચાર, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, દાન, તપ, શાંતિની વૃદ્ધિ થાય તો પર્યુષણ પર્વની સફળતા ગણાય. માટે પોતાના આત્માના હિતની અંતરમાં દાઝ રાખી, પર્યુષણના દિવસો સુધી તો ભક્તિની કમાણી કરી લેવી છે, એવું નક્કી કરી, જેમનાથી અહીં ન અવાય તેમણે વિશેષ ભાવથી ઉલ્લાસપરિણામ રાખી ભક્તિ કરવી તો અહીં આવે તેના જેટલો કે તેથી વધુ પણ લાભ મેળવી શકે. ભાવ ઉપર બધો આધાર છે, માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. દશેરાને દિવસે ઘોડો દોડે તેમ કંઈ કરી લેવું. (બી-૩, પૃ.૭૯૦, આંક ૧૦૦૯) I પર્યુષણ પર્વ નિર્વેર થવાને અર્થે છે. મુમુક્ષુઓમાં એકબીજા પ્રત્યે ઊંચું મન રહેતું હોય તેમણે સાચા ભાવથી સામાના દોષોને ભૂલી જઈ, પોતાના દોષોની ક્ષમા, જેના પ્રત્યે દોષ થયો હોય તેની યાચવી, ફરી તેવા પ્રસંગ ન આવે તેવી સાવચેતી રાખવી. આમ કર્યું નવા દોષો થવાનો પ્રસંગ ઓછો થાય, માન ઘટે અને થયેલું વૈર પણ મટે; એવો લાભ આપનારું આ પર્વ છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ (૩૩૮) માટે દયની શુદ્ધિ અર્થે, પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વધવાને અર્થે અને માર્ગની પ્રભાવના થાય એવા લક્ષથી શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ પાંચમ સુધી આઠ દિવસ ભક્તિભાવ, તપશ્વર્યા, વ્રત, નિયમ આદિ શુભક્રિયાઓથી ઉલ્લાસભાવ વધે તેમ કર્તવ્ય છેજી. જેમનાથી બને તેમણે આશ્રમના વાતાવરણનો આવે પ્રસંગે લાભ લેવો ઘટે છે; તેમ ન બને તો સરખે-સરખા મુમુક્ષુઓ મળી, છૂટવાની ભાવનાથી ઉપર જણાવ્યા પ્રમાણે વર્તવા યોગ્ય છે. લીલોતરીનો ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ, બ્રહ્મચર્ય આદિ સદાચાર સેવવા યોગ્ય છે. (બી-૩, પૃ.૫૩, આંક ૭૭૧) | એકાંત સ્થળ પરમકૃપાળુદેવની કૃપાથી ત્યાં બની આવ્યું છે. ત્યાં એક જ આત્મહિતના લક્ષથી નિયમિત જવાનું રાખશો તો જરૂર, કલ્યાણ થયા વિના નહીં રહે. કોઈને માટે ધર્મ કરવાનો નથી. જેને યમાં પોતાનું હિત સાધી લેવાની ઇચ્છા હશે, તે સત્સંગ શોધતો રહેશે અને તેની ઇચ્છાના પ્રમાણમાં મળી પણ રહેશે. સંપ ત્યાં જંપ.” એમ કહેવાય છે તો આ પર્યુષણ પર્વ આવીને ગયા પણ કષાય અને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શક્યા; તો હવે તે કારણો દૂર કરી ભક્તિનો રંગ, જે પ્રતિષ્ઠા વખતે દેખાતો હતો તે, સંભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજી. ધન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણબનાવ ભૂલી જઇ, બધા પરમકૃપાળુદેવનાં સંતાન છે એમ દ્રષ્ટિ રાખી, કંઈ પોતાને વિપરીતભાવ થઈ આવ્યો હોય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભક્તિ કરો છો, એવા તમારા પત્રની રાહ જોઉં છું. (બો-૩, પૃ.૩૬૯, આંક ૩૭૧) પર્વના દિવસોમાં જે ધર્મભાવ જાગ્રત રહે છે, તે કેમ ટકી રહે, તેની વિચારણા મુમુક્ષુજીવોએ કર્તવ્ય છેજી. શ્રી આનંદઘનજી મહારાજે તો “પરબડી (પર્વ-ધર્મની) છાંડી જેહ પડે, તે પરસમય નિવાસ રે', એમ કહી, માત્ર પર્વ દિવસોમાં ધર્મ કરે, તેને પરસમય કહ્યો છે; આત્માનો ધર્મ કહ્યો નથી. સ્વધર્મ તો સદા સાથે રહે. માટે એ નિમિત્તે આત્મામાં સદાય જાગૃતિ રહે તેવી વિચારણા, નિર્ણય કે નિયમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૧૩૬, આંક ૧૩૭) ક્ષમાપના તીર્થશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ સ્ટેશનથી લિ. પુરુષના ચરણકમળની સેવાનો ઇરછક દાસાનુદાસ બાળ ગોવર્ધન બ્રહ્મચારીના જયસદ્ગુરુવંદન સ્વીકારવા તથા ગયા કાળથી આ વર્ષઅંતપર્યત આ૫ કોઈને કષાયાદિ દોષનું નિમિત્ત બન્યો હોઉં કે કોઈ જ્ઞાનીની દ્રષ્ટિએ અવિનયાદિ અપરાધમાં આવ્યો હોઉં તેવા સર્વ દોષોની ઉત્તમ ક્ષમા આપવા આપને તથા આપના સમાગમી જીવો પ્રત્યે નમ્ર વિનંતી છે.જી. જગતના ભાવો સર્વ ભૂલવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૨, આંક ૬૨૮) ખમાવું સર્વ જીવોને, સર્વે જીવો ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કોઈને. Page #348 -------------------------------------------------------------------------- ________________ (૩૩૯) આજના દિવસમાં કોઇના પ્રત્યે વિરોધ થયો હોય તે સાંજ સુધીમાં શમાવી દેવા ક્ષમાપના આદિ ઉપાય લઈ શાંત થવું. બાર માસમાં જે દોષ થયા હોય તે યાદ હોય તો તેના ઉપાય લઈ નિર્વેર થવું અથવા યાદ ન હોય તો અંતરભાવથી સર્વ પ્રત્યેથી વેર-વિરોધરહિત થવું, એ આશયથી પર્યુષણ પર્વની ક્ષમાપના હોય છે. જેની સાથે વિરોધ હોય, જાણતા હોઈએ છતાં તે વેર મટાડવા ઉપાય ન લઇએ કે વધારીએ અને દૂર જ્યાં વેર ન હોય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ ગઈ છે, તે પલટાવી દયમાંથી વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જીવો મારા મિત્રો છે, તેમણે કરેલા દોષો ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દોષોની ક્ષમા ઇચ્છું છું.” આવું ઉદાર દિલ જ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ” પામવા યોગ્ય છેજી. સમાધિમરણની ભાવના રોજ કર્તવ્ય છે, અને તેને અર્થે એટલે અંતે સમાધિમરણ થાય તે લક્ષે પાપ, વેર-વિરોધથી દૂર રહી “શાંત રસમય ધર્મ' વીતરાગે કહ્યો છે તે જ આરાધતા રહેવાની જરૂર છે. આ પત્ર વારંવાર વિચારી, હૃય કોઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમ જ આચરવાની હિંમત ધરી નિઃશલ્ય થાય, તેમ કરવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૦૧, આંક ૬૯૦) ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; ક્ષમા-અથ યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરનો મળ દૂર થઈ પવિત્ર થવાય છે તેમ આવા સંવત્સરીપર્વ જેવાં પર્વમાં પણ પૂર્વ પાપો છોડી દૃય પવિત્ર કરવા ખમતખામણાં કરવાનાં છે. ભૂતકાળને ભૂલી જઈ, મોક્ષમાર્ગમાં આગળ વધાય તેવું બળ મળે તેવા ભાવ, નિર્ણયો અને પરિણામ કરવાથી તે બની શકે એમ છેજી. પૂ. .... ત્યાં હોય તો મારા તરફથી તેમના કુટુંબને ક્લેશનું કારણ બન્યાનું તેમના ચિત્તમાં રહેતું હોય તે વિસારી ક્ષમા આપવા નમ્ર વિનંતી છેજી. મારા ચિત્તમાં કોઈને દૂભવવાનો ભાવ હતો નહીં અને છે પણ નહીં, છતાં કર્મના ઉદયે તેમ કોઇને લાગ્યા કરતું હોય તો વિનયભાવે ખમાવવું એ વીતરાગ ધર્મની શોભા છેજી; અને આપણામાં વિનયભાવની ઉજ્વળતાનું કારણ છેજી. કેટલો કાળ આ દેહમાં આપણે બેસી રહેવું છે? લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકાં ખાઈ રહ્યો છે. વારાફરતી વારો આવે તેમ આપણે માથે મરણ ભમે છે તે અચાનક ઉપાડી જાય ત્યાર પહેલાં નિઃશલ્ય થઈ સદ્ગુરુશરણમાં બુદ્ધિ રાખી નિર્ભય બની જવા જેવું છેજી. (બી-૩, પૃ.૪૩૧, આંક ૪૪૪) નહીં ક્ષમા, નહીં સંયમ, નહીં વિનય, તપ, શીલ, ઉપવાસ; નહિ સેવ્યાં, નહિ ભાવ્યાં, મિથ્યા દુષ્કૃત મુજ થવા આશ. આપનો, ખુલ્લા દિલથી શુદ્ધ થવા વિષેનો, ક્ષમાપનારૂપ પત્ર મળ્યો છેજી. આપની દ્રષ્ટિ પોતાના દોષ જોઈ તે સર્વને વગોવીને કાઢી નાખવાની જે જાગી છે તે હિતકારી તથા મને પણ અનુકરણ કરવા યોગ્ય જણાઈ છેજી. પશ્ચાત્તાપરૂપ પવિત્ર નદીમાં સ્નાન કરીને ઘણી ભવ્ય જીવો સદગુરુના શરણાથી આ ભવસાગર તરી ગયા છેજી. Page #349 -------------------------------------------------------------------------- ________________ (૩૪૦) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે ““ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમજ્યો ત્યાંથી સવાર'' ગણીને હવે જેટલું થોડું જીવવાનું બાકી રહ્યું છે, તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ થાય અને આપણું કલ્યાણ થાય. (બી-૩, પૃ.૨૮૯, આંક ૨૭૯) D ગયા કાળથી આજદિનપર્યત જાણતાં-અજાણતાં, પ્રત્યક્ષ કે પરોક્ષમાં આપનામાંથી કોઇના પ્રત્યે અયોગ્ય વર્તાયું હોય અને દિલ દુભાયું હોય તેની સંવત્સરી સંબંધી ઉત્તમ ક્ષમા આપવા પરમકૃપાળુદેવની સાક્ષીએ અતિ નમ્રભાવે વિનંતી કરું છુંજી. તેમ જ તમારામાંના કોઈ સંબંધી સાંભળી-કરીને કંઈ બીજો ભાવ આવ્યો હોય તે ભૂલી, સર્વને પરમકૃપાળુદેવના આરાધક આત્માઓ માની મન નિઃશલ્ય કરું છું, સર્વ ભૂલી સર્વનું આત્મહિત થાઓ, એવી ભાવના કરું છુંજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો બોધ સાંજના વંચાય છે; તેમાં જણાવે છે કે “પરમકૃપાળુદેવે અમને જણાવેલું કે “હે મુનિ ! જોયા કરો.' તેમ ન કરતાં જો પરમાં માથું મારીએ તો શિંગડાં ભરાઈ જાય અને તેથી છૂટતાં મહામુશ્કેલી પડે.' આ બોધ આપણ સર્વેએ પોતાના આત્મા માટે ગ્રહણ કરવો ઘટે છેજી. જોકે જોયા કરવું એ ઊંચી હદની વાત છે, પરંતુ શિંગડાં ભરાયાં છે તે કળે-કળે કરીને કાઢી લેવાનાં છે. (બી-૩, પૃ.૩૬૮, આંક ૩૭૧) | ગયા કાળથી ચોમાસી પાનીપર્યત આપના તથા આપના કુટુંબી પ્રત્યે કંઈ દોષ થયા હોય તેની ઉત્તમ ક્ષમા નમ્રભાવે પરમકૃપાળુદેવની સાક્ષીએ જસદ્ગુરુવંદનપૂર્વક યાચું છું, તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા કૃપાવંત થશોજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની અનંત કૃપાથી જે જે જીવોને પરમકૃપાળુદેવની ભક્તિનો રંગ લાગ્યો છે તે ચોળ-મજીઠનાં રંગ જેવો છે. જે પરમકૃપાળુદેવનો આશ્રિત થયો તે વહેલોમોડો તેની દશાને પામશે, એમ વિચારી સર્વ પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી, સર્વની ક્ષમા યાચી નિઃશલ્ય થવાનો પ્રાચીન રિવાજ વિચારવાન જ્ઞાનીઓનો આપણ સર્વને અત્યંત ઉપકારી છેજી, (બી-૩, પૃ.૪૧૩, આંક ૪૨૧) T સભામંડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવો પ્રસંગ બન્યો હોય તેની વિનયભાવે ક્ષમા ઈચ્છવા યોગ્ય છે, અને ફરી તેવો પ્રસંગ સત્સંગમાં ન બને તેવો લક્ષ રાખવા યોગ્ય છે. પોતાનો વાંક ન હોય તોપણ સામાના ચિત્તને સમાધાન થાય, તે અર્થે પણ ક્ષમા માગવા યોગ્ય છે. ટાઢા પાણી પીવા કરતાં કષાયપરિણામ થાય, તે મોટો દોષ છે. તેનાં પરિણામમાં ફરી ન અવાય તેવો નિશ્વય, તે ખરું પ્રાયશ્ચિત છે. ફરી એકાસણું કરવું, તે દ્રવ્ય-પ્રાયશ્ચિત છે. જીવને હું સમજું છું' એવું અભિમાન રહ્યા કરે છે; તેથી બીજાઓ સાથે ક્લેશ કરે છે : “તમે બરાબર જાણતા નથી, આમ કરવું જોઇએ, તેમ કરવું જોઇએ.” એ આદિ “હું સમજું છું” એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. “હું અધમ છું' એવો જો નિશ્ચય થાય તો તે એમ જાણે કે આખું જગત મારા કરતાં સારું છે' એટલે કોઇથી પણ એને ક્લેશ થાય નહીં. ૫.પૂ. પ્રભુશ્રીજીએ એક વાક્ય લખાવેલું છે કે : “બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું.' તે વિચારવા યોગ્ય છે. (બો-૩, પૃ.૬૨૬, આંક ૭૩૨) D તમારો કાગળ મળ્યો. ક્ષમાપનાના ભાવ વાંચ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવોભવમાં અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે સમભાવે ખમું છુંજી. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ સર્વ ભૂલી જવાનું છે. જેણે, વહેલી તે તૈયારી કરી, તે વહેલો સુખી થશેજી. જે સંભાર-સંભાર કરશે તે પરભવમાં પણ વૈરભાવ લઇ જશે એવો સિદ્ધાંત હોવાથી ખમી ખૂંદવું, નિર્વેર-મૈત્રીભાવ ધારણ કરવો અને સર્વને ખમાવી નિઃશલ્ય થઇ, પરભવ માટે તૈયાર રહેવું, એ ઉત્તમ સનાતન માર્ગ છેજી. (બો-૩, પૃ.૫૨૪, આંક ૫૭૧) આખા વર્ષમાં કંઇ પણ આપણા મન-વચન-કાયાથી વિપરીત વર્તન થયું હોય તે ભૂલી જઇ, જાણે થયું જ નથી એમ ગણી, મૈત્રીભાવ વધારી વર્તવાને માટે પર્યુષણપર્વની યોજના સનાતન રીતિએ ચાલી આવે છે. તેનો લાભ લઇ, મૈત્રીભાવમાં તૂટક પડવાનાં કારણો હોય તેમાં પોતાનો કેટલો દોષ છે તે તપાસી, તે સુધારી લઇ, આપણા નિમિત્તે કોઇને ક્રોધાદિમાં પ્રવર્તવું પડયું હોય તેની ઉત્તમ ક્ષમા યાચી લેવી ઘટે છે. (બો-૩, પૃ.૧૩૭, આંક ૧૩૮) મરણને રોજ વિચારી સમાધિમરણની તૈયારી કરતા રહેવાની જરૂર છે. જે જે જીવાને અવિનય, સંતાપ આદિ વડે દૂભવ્યા હોય, તેમની પાસે નમ્રપણે, તેવા દોષો ફરી ન કરવાની ભાવનાથી ક્ષમા યાચી, નિઃશલ્ય થવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૪૫, આંક ૯૨૧) મન કર્મના ઉદય ક્ષેત્ર-ફરસના હોય ત્યાં રહેવું, જવું, આવવું થાય છે; પરંતુ ભાવ પોતાના હાથમાં છે. જેમ ખોટા વિચારો મનમાં આવે છે તેમ જો મનને સારા ભાવમાં રાખવાનો અભ્યાસ કરીએ તો સારા ભાવમાં પણ તે રહે. તેથી જેને આત્માનું કલ્યાણ કરવું છે, તેણે તો મનને સદ્ગુરુએ બતાવેલા સાધનમાં રોકવાનો અભ્યાસ કર્તવ્ય છે. આડાઅવળી મન ભટકતું હોય તેને મંત્રના સ્મરણમાં કે વીસ દોહરામાં, ક્ષમાપનાના પાઠમાં, આત્મસિદ્ધિમાં કે છ પદના પત્રમાં રોકવું ધારીએ તો તેમાં તે રોકાય છે; માટે મનને વીલું મૂકવા જેવું નથી. નવરું રહે તો નખ્ખોદ વાળી નાખે તેવો તેનો સ્વભાવ છે. સત્સંગ-સમાગમનો જોગ હોય ત્યારે સહેજે સારાં નિમિત્તો મળતાં રહે છે, પણ તેવો જોગ ન હોય ત્યારે સત્પુરુષનાં કહેલાં વચનો સત્સંગતુલ્ય જાણી, અત્યંત ભાવથી વિચારવા યોગ્ય છે, વારંવાર ફેરવવા યોગ્ય છે, તેમાં જણાવેલી ભાવનામાં મનને રાખવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૨, આંક ૬૦) D બીજે ચિત્ત જતું અટકાવી, સત્પુરુષે જણાવેલા સત્સાધનમાં વારંવાર લક્ષ રાખવા યોગ્ય છેજી. આધિ-વ્યાધિ-ઉપાધિથી આખો લોક બળતો છે. તેમાં સત્પુરુષનાં વચનો એક શાંતિ આપે તેવાં છે. તેની ઉપાસના માટે, વિચાર માટે શરીર આદિનાં સુખદુઃખથી બળ કરીને મન ખસેડી, વારંવાર સદ્ગુરુની શિખામણમાં મન રોકવા યોગ્ય છેજી. ‘‘હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?'' (બો-૩, પૃ.૨૪૧, આંક ૨૩૫) થોડી વાર મારે બીજા વિચાર કરવા નથી, માળા ગણતાં સુધી કે ભક્તિ કરતાં સુધી, બધું ભૂલી જવું છે, એમ વિચાર કર્યા છતાં કેમ મન ઠેકાણે નહીં રહેતું હોય ? કેમ કે તેણે સુખની કલ્પના બીજી વસ્તુઓમાં કરી છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જ્યાં જ્યાં મનને ગમે છે, ત્યાં ત્યાં તે વારંવાર જાય છે. માટે સત્પુરુષનું કહેલું મનને ગમે, તેવું કરવા વિશેષ પુરુષાર્થની, વિશેષ સત્સંગની, સત્શાસ્ત્રના અભ્યાસની જરૂર છે. તેમાં વિઘ્ન કરનાર દોષો નહીં ટાળીએ તો સમાધિમરણ કેમ થશે ? એવી જીવને હજી ફિકર પેઠી નથી. માટે વિશેષ-વિશેષ વિચાર કરીને, વિષય-કષાય આદિની તુચ્છતા, ઘડીએ-ઘડીએ, પ્રસંગે-પ્રસંગે વિચારી, મનને ચેતાવતા રહેવાથી, તેને ધર્મધ્યાનમાં રહેવાની ટેવ પડશે; નહીં તો આર્તધ્યાન કરી, ઢોર-પશુની ગતિમાં ખેંચી જાય તેવો મનનો નીચો ઢાળો છે. (બો-૩, પૃ.૨૧૫, આંક ૨૧૨) જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ભોગવવાં પડે છે, પણ મન અહીં રાખશો તો તમે અહીં જ છો; અને અહીં રહેનારનું મન બીજે હોય તો તે બીજે છે. માટે મનને સત્પુરુષનાં વચનોમાં રાખશો તો તે મહેનતનું ફળ અલેખે નહીં જાય. ન સમજાતું હોય તોપણ મનને આત્મસિદ્ધિ, છ પદનો પત્ર વગેરેના વિચારમાં જોડવું. એમ પુરુષાર્થ કરશો તો સદ્ગુરુકૃપાથી બોધનો યોગ મળતાં, સમજાય તેવી ભૂમિકા તૈયાર થશે. (બો-૩, પૃ.૭૫, આંક ૬૩) મનના આધારે બંધન થાય છે. મન સવળું થાય તો મોક્ષમાર્ગ પ્રત્યે હોય છે. મનના આધારે ઇન્દ્રિયો પણ વર્તે છે, માટે મનને વશ કરવું એ સર્વોત્તમ ઉપાય છે. પરમકૃપાળુદેવે મોક્ષમાળાના પાઠ ૬૮ ‘જિતેન્દ્રિયતા’, પાઠ ૬૯ ‘બ્રહ્મચર્યની નવ વાડ' તથા પાઠ ૧૦૦ ‘મનોનિગ્રહના વિઘ્નો' - એ ત્રણ પાઠોમાં જે જણાવ્યું છે, તેનો હાલ તો અભ્યાસ કરો અને એ ત્રણ પાઠ મુખપાઠ કરી રોજ વિચારવાનું રાખવું. મહાપુરુષના માર્ગે, તેનાં વચનોને અનુસરીને, મનને વાળવું અને પાપને માટે અત્યંત પશ્ચાત્તાપ કરતાં રહેવું. ક્ષમાપના પાઠ આદિ વારંવાર વિચારવું. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮) D જગત તો જેવું દેખશે તેવું કહેશે, પણ મુમુક્ષુજીવ બીજાના અભિપ્રાય કરતાં પોતાના આત્મહિતનો લક્ષ રાખી, પોતાના મનને અહિતમાં જતું અટકાવવા બળવાન પુરુષાર્થ કરે છેજી: મનને આધારે બંધન કે મોક્ષ થાય તેવું ચિંતવન બને છે અને નિમિત્તાધીન મન હોવાથી સારા નિમિત્તમાં જોડી રાખે તો તે તોફાન કરે નહીં, પાપમાં પ્રવર્તે નહીં. આખો દિવસ સ્મરણમાં મનને ગમે નહીં અને બીજે ભટકે, માટે કંઇ ને કંઇ શુભવૃત્તિમાં જોડી રાખવા ભલામણ છેજી. સાજા હોઇએ ત્યારે તો ધંધા વગેરેમાં મન જોડાવાથી અશુભમાં જવાનો પ્રસંગ ઓછો રહે, માટે માંદગીને વખતે વિશેષ બળ કરીને પણ ભક્તિ વગેરેનો ક્રમ યથાશક્તિ રાખવો ઘટે છેજી. (બો-૩, પૃ.૫૨૩, આંક ૫૬૮) મનની ચંચળતા સંબંધી તમે લખ્યું તે બરાબર છે, પણ જેમ વૈરાગ્ય, ઇન્દ્રિયજય અને એકાંતસહ સત્ક્રુતનું સેવન થશે તેમ તેમ સ્થિરતા, મનની થવા યોગ્ય છે. ‘‘અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.’’ (૨૫) જણાવ્યા પ્રમાણે લક્ષ લેશોજી. (બો-૩, પૃ.૭૫૩, આંક ૯૪૧) Page #352 -------------------------------------------------------------------------- ________________ (૩૪૩ બહારની અનુકૂળતાઓ, સત્સંગ, પુસ્તક આદિ સાધનો મળો કે ન મળો, પણ મન તો મારું એ પરમપુરુષની આજ્ઞામાં, સ્મરણમાં, ભક્તિ-ભજનમાં સર્વ શક્તિએ રાખીશ. આવો દ્રઢ નિશ્ચય કરી થોડા માસ વર્તાય તો ચિત્ત ચંચળતા તજી, સ્થિરતા ભજવા લાગે એમ સંભવ છે. માટે આ પત્ર મળે ત્યારથી, બને તેટલી દૃઢતા નિત્યનિયમ વગેરેમાં રાખવી અને અસ્થિરતા ચિત્તની જણાય ત્યારે વચનામૃતનું વાંચન, વિચાર કે સરખે-સરખાનો સમાગમ કરતા રહેવો, અને એકાંતનો વખત મળે તેટલો, સ્મરણ એટલે માળા ગણવામાં કાઢવો. કેટલી રોજ માળા ફરે છે, તેનો હિસાબ પણ રાખવો. આંગળી ઉપર વેઢા છે, તે ગણતા રહેવાથી સંખ્યાની ગણતરી થશે. તેમાં દરરોજ થોડો-થોડો વધારો કરતા રહેવું અને દરરોજ ચાલીસ કે પચાસ માળા ફરવાના ક્રમ સુધી પહોંચી ત્યારે કેમ મન રહે છે, માળાનો ક્રમ વધારવા વૃત્તિ રહે છે કે કંટાળો આવવા તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) D પ્રશ્ન : પરમાણુ જેવી સૂક્ષ્મ વસ્તુનું, ધર્માસ્તિકાયનું, કર્મગ્રંથિનું જે વર્ણન કર્યું છે. તેનું શું કારણ છે? પૂજ્યશ્રી : જીવ નવરો પડે તો ઘણાં કર્મ બાંધે. કંઈક હાથમાં કામ આવે ત્યારે એનું મન સ્થિર થાય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ણન હોય તો વિચાર કરવો પડે. આ કર્મો કેમ બંધાય છે? કેમ ઉદયમાં આવે છે? એ જાણે ત્યારે લાગે કે અહો! કેવળજ્ઞાનથી તેવું જાણ્યું છે! એ કહેવાના સાત કારણો છે : (૧) જેમ છે તેમ કહેવા માટે, (૨) તે વસ્તુઓનો વિચાર કરવા માટે, (૩) તે વસ્તુની માન્યતા કરવા માટે, (૪) સમ્યકત્વ થવા માટે, (૫) જીવદયા પાળવા માટે, (૬) જ્ઞાન થવા માટે અને (૭) દોષો ટાળી મુક્ત થવા માટે. જીવ મુક્ત થાય, તેને માટે બધાં વર્ણનો છે. (બો-૧, પૃ.૨૧૬) D મન જીતવા માટે ઇન્દ્રિયો જીતવી. ઈન્દ્રિયો જીતવા માટે સ્વાદેન્દ્રિય પહેલાં જીતવી. મન પસંદ કરે એવું ન માનવું. મનનું માનવું એ સ્વચ્છેદ છે. જ્ઞાનીનું કહેવું માનવું છે. મનરૂપી અશ્વ - ૨ જીવ બેઠો છે, એ જીવને ગમે ત્યાં તાણી જાય છે, એને થકાવવાનું છે. મન જ્ઞાનીનાં વચનોમાં રોકાય તો દોડાદોડ કરવી છોડી દે. મન જ્ઞાનીનાં વચનોમાં લીન થાય, એનું નામ અનુભવ છે. એક વાણિયો હતો. તેને લાગ્યું કે કામ તો ઘણું છે અને ગુમાસ્તા થોડા છે, માટે કોઈ દેવને વશ કરું. પછી તેણે આરાધના કરી. તેની આરાધનાથી દેવ પ્રસન્ન થયો અને કહ્યું કે કામ બતાવ, નહીં તો ખાઈ જાઉં. વાણિયે કહ્યું, હિમાલયથી વાંસ લઈ આવ. તે લઈ આવ્યો. પછી વાણિયે તેને નવરો હોય ત્યારે ચઢવા-ઊતરવાનું કામ બતાવ્યું. એવું આ મન છે. તેને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રમાં રાખવું તો થાકે, નહીં તો નહીં થાકે. (બો-૧, પૃ.૧૪૮, આંક ૬૨) D મહાત્મા પુરુષો મનને વશ કરી શકે છે, તેવી આજથી તમને ભાવના રહે છે, તે હિતકારી છે. એક મહાત્માએ તેમના ઉત્તમ શિષ્યને શિખામણ, ચિત્તને (મનમર્કટને) વશ કરવા, સ્વસ્થ કરવા આપી છે, તે સંબંધી વાર્તા ટૂંકામાં જણાવું છું. તે અવકાશે વિચારી યથાશક્તિ પ્રયત્ન કરતા રહેવા ભલામણ છેજી. Page #353 -------------------------------------------------------------------------- ________________ (૩૪૪) સંસારરૂપ બજારમાં લાંબી ભવરૂપ (જિદગીરૂપ) દુકાનોની હારો છે. તે જિંદગીરૂપ દુકાનોમાં સુખદુઃખરૂપ માલ ભરપૂર ભરેલો છે. તેની લેવડદેવડમાં સર્વ મશગૂલ છે. પુણ્યપાપરૂપ મૂલ્ય (price) આપીને યોગ્ય વસ્તુઓ ખરીદી શકાય છે. મહામોહ નામનો ત્યાં રખવાળ (સરસૂબો) છે. કામ, ક્રોધ વગેરે તેના હાથ નીચેના અમલદારો છે. ત્યાં કર્મ નામના લેણદારો જીવરૂપ દેવાદારોને કેદખાનામાં નખાવે છે. કષાય નામનાં તોફાની છોકરાં બજારમાં બૂમો પાડી રહ્યાં છે. એ બજારમાં રહેલા સર્વે લોકો અંદરખાનેથી બહુ દુઃખી, વિચાર કરતાં, જણાતા હતા. તે વખતે મારા ગુરુએ મારા ઉપર કૃપા કરીને, જ્ઞાનરૂપ અંજન (આંજણ) મારી આંખોમાં આંજ્યું; તેથી મારી દ્રષ્ટિ નિર્મળ થઇ, દૂર સુધી દેખાવા લાગ્યું. દુકાનો પૂરી થાય ત્યાં, એક શિવાલય-મોક્ષધામ મારા જોવામાં આવ્યું. ત્યાં મુક્ત નામના અનંત પુરુષો મારા જોવામાં આવ્યા. તેઓ નિરંતર આનંદથી સુંદર અને કોઈ પ્રકારની પીડા વિનાના મારી બુદ્ધિવાળી નજરે જણાયા. હું પણ પેલી દુકાનોમાં વેપાર કરતો હોઉં એમ મને જણાયું; પણ પેલા શિવાલયને જોયા પછી, મને તે ધામ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છાવાળો વૈરાગ્ય થઈ આવ્યો. પછી મારા ગુરુરાજને મેં કહ્યું કે, “હે નાથ ! આપણે આ બજાર છોડીને ચાલો પેલા શિવાલયમાં રહેવા જઈએ; કારણ કે આ અત્યંત આકરા બજારમાં મને તો એક ક્ષણવાર પણ શાંતિ વળતી નથી. મારી તો આપ સાહેબની સાથે પેલા ધામમાં જવાની ઇચ્છા રોકી શકાતી નથી.” મારી આવી ઇચ્છા સાંભળી (જાણી) ગુરુરાજે કહ્યું, ‘ત્યાં જવાની ઇચ્છા હોય તો મારા જેવા થવું ઘટે છે.' જવાબમાં મેં કહ્યું, મહારાજ, એમ હોય તો જલદી દીક્ષા આપી તેવો બનાવો.' તે સાંભળીને કૃપા કરી, તે કરુણાસિંધુ કૃપાળુદેવે મને આ પરમાત્માના મતની દીક્ષા આપી અને તે ધામ પ્રાપ્ત કરવાના કારણોરૂપ કર્તવ્યો મને બરાબર સમજાવ્યા. મારા ગુરુરાજે મને તે વખતે કહ્યું કે, “ભાઈ, તારી મિલકતમાં તારે રહેવાને એક સારો ઓરડો(શરીર) છે, તેનું નામ કાયા છે; અને તેમાં પંચાલ (પાંચ ઇન્દ્રિયો) નામના ગોખ છે; એ ઓરડાના ગોખને ક્ષયોપશમ (આત્મશક્તિનો ઉઘાડ) નામની બારી છે, તેની સામે કાર્મણ (કર્મનો સમૂહ) શરીરનો ચોક છે. એ ચોકમાં ચિત્ત નામનું અતિ ચપળ વાંદરાનું બચ્યું છે. તારે આ વાંદરાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરવું. એ બરાબર જાળવવા યોગ્ય છે અને તેનું સારી રીતે જતન કરવાની જરૂર છે. ઘરના ઓરડામાં (મધ્ય ભાગ ચોકમાં) તે બચ્ચે રહે છે; ત્યાં કષાય નામના ઉંદરો એને પજવે છે, નોકષાય (હાસ્ય, ભય, શોક, વિકારો) નામના વીંછી તેને ડંખે છે અને ઉન્મત્ત બનાવી દે છે, મહામોહ નામનો રાની બિલાડો તેને વલૂરી નાખે છે, પરિષહ-ઉપસર્ગ (વિનો) નામના ડાંસ તેને કરડે છે, દુષ્ટ ભાવના અને વિકલ્પરૂપ માંકડ તેનું લોહી ચૂસે છે, ખોટી ચિંતારૂપ ગરોળીઓ તેને ત્રાસ આપે છે, પ્રમાદ નામના કાંચીડા તેનો તિરસ્કાર કરી માથું ડોલાવે છે, અવિરતિરૂપ (વ્રત વગરનું જીવન) જુઓ આખા શરીરે તેને ફોલી ખાય છે, મિથ્યાદર્શન નામનું અંધારું તેને અંધ બનાવે છે. આવી રીતે તે વાંદરાનું બચ્ચું હેરાન-હેરાન થઇ રહ્યું છે. તેથી તે કંટાળીને રૌદ્રધ્યાન (પાપ કરીને આનંદ માનવારૂપ ટેવ) નામના ખેરના અંગારાથી ભરેલ કુંડમાં કૂદી પડે છે. કોઈ વાર પાસેની ભયંકર આર્તધ્યાન (હું દુઃખી છું, હું દુઃખી છું એ ભાવ) નામની ઊંડી ગુફામાં પેસે છે. આમ બિચારા દુ:ખી વાનરના બચ્ચાને બહુ સંભાળ રાખી સાવચેતીથી, એ બળતા કુંડમાં કે ઊંડી ગુફામાં જતું બચાવી લેવું.' Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ મેં પૂછયું, ‘મહારાજ, એને બચાવવાના ઉપાયો શા છે ?' એટલે ગુરુ મહારાજે કહ્યું, ‘પેલા ઓરડાના ગોખનાં બારણાં પાસે પાંચ વિષય નામના ઝેરી ઝાડ છે; તે બહુ ભયંકર અને વિહ્વળ કરી દે તેવાં છે, ગંધથી પણ તેને ઘેન લાવી મૂકે છે. જોવામાં આવે તો દર્શનમાત્રથી ચપળ બનાવી દે છે, એનું નામ માત્ર શ્રવણ થતાં મરણતુલ્ય વેદના દે છે; તો પછી એને અડવામાં આવે કે ચાખવામાં (સ્વાદ લેવામાં) આવે તો એ બચ્ચાનો વિનાશ કરી મૂકે એમાં શું આશ્ચર્ય છે ! ઉપર જણાવેલા ઓરડાના ઉપદ્રવોથી ત્રાસીને, તે પેલાં વિષવૃક્ષોને આંબા જેવાં જાણી, અત્યંત રાજી થઇ તેમાં આસક્ત થાય છે; પાંચ બારીઓ દ્વારા તે બહાર નીકળી તે વૃક્ષો તરફ દોડે છે; તેનાં કેટલાંક ફળ સારાં માની લઇ તેના ઉપર ફિદા થઇ જાય છે અને કેટલાંક ફળ સારાં નથી એમ ગણી દ્વેષ કરે છે; વૃક્ષોની ડાળીઓમાં વારંવાર ભમે છે; ઝાડ નીચે કચરામાં આળોટે છે; ભોગસ્નેહ નામના વરસાદનાં ટીપાંથી તેનું શરીર ભીનું થયેલું હોવાથી કર્મપરમાણુ નામની પુષ્પપરાગ તેને શરીરે ચોંટી જાય છે. એ ઝેરી રજથી તેના શરીરે ગૂમડાં થાય છે, ઘારાં પડે છે; તેથી તે શરીરને બહુ વલૂરે છે; આખા શરીરે અને ખાસ કરીને મધ્યભાગમાં તેને બહુ બળતરા થયા કરે છે; પાછું ઓરડામાં તે આવે છે, પણ ત્યાંના ઉદ્રવોથી પાછું ઝેરી ઝાડો ઉપર જતું રહે છે. આવાં દુ:ખોમાંથી તેને બચાવવા સ્વવીર્ય નામના હાથમાં અપ્રમાદ નામનો આ દંડ તને આપું છું; તેથી તેને ડરાવીને ઓરડાની બહાર જતું અટકાવજે. એ ઓરડાની મધ્યમાં સારા ભાવોની શ્રેણીરૂપ દાદર છે, તેના ઉપર ચઢે એમ કરજે. એ વાંદરાનું બચ્ચું ધણા કાળથી ચક્રમાં પડી ગયું છે તે આ પ્રમાણે : ઉપદ્રવોથી કંટાળી તે ઝેરી ઝાડોને આંબા જાણી, તેનાં ફળ ભોગવે છે ત્યારે અને આળોટે છે ત્યારે ભોગસ્નેહની ભીનાશથી તેના શરીરે કર્મરજ ચોંટે છે તેથી ઘારાં પડે છે. તે પાછું ઓરડામાં આવે છે (કર્મના ફળસ્વરૂપે શરીરો ધારણ કરે છે) ત્યાં પાછા ઉપદ્રવો નડે છે, ઝેરી ઝાડોમાં ભમે છે, ફરી કર્મરજથી લેપાય છે અને ફરી પાછાં શરીરો ધારણ કરવારૂપ ઓરડામાં પેસે છે. આ ચક્રથી તેને બચાવવાની જરૂર છે. ચિત્તને શિખામણ આપવી કે હે ચિત્ત ! તારે આવી રીતે બહાર નીકળવામાં શો લાભ છે ? તું તારા પોતાના ખરા રૂપમાં (આત્મસ્વરૂપમાં) સ્થિર રહે, જેથી તું આનંદમાં લીન રહી શકે. આખો સંસાર બહાર નીકળવા જેવો છે, સંસાર જ દુઃખોથી ભરેલો છે અને મોક્ષ પોતાના સ્વરૂપમાં રહેવા જેવું છે, તે જ માત્ર અનેક સુખોથી ભરપૂર છે. "सर्व दुःखं परायत्तं सर्वं आत्मवशं सुखम् । वहेश्र्च ते पराधीनं स्वाधीनं सुखमात्मनि ||" વળી અજ્ઞાન અવસ્થામાં આત્માને દુઃખનાં કારણ, કર્મ બંધાવનાર બાબતો મનને પ્રિય લાગે છે અને જેથી શરીરને વસમું લાગે પણ આત્માને હિતકારી હોય તે મનને ગમે નહીં, તેને વિપર્યાસ કે ઊંધી સમજણ કહે છે; તેને લઇને જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને તેનાં સાધનો મેળવવામાં આ અમૂલ્ય માનવભવ ગાળે છે. તે વિષયો ભોગવતાં ભોગ પ્રત્યે આસક્તિરૂપ ચીકાશથી કર્મો બાંધે છે; તે ભોગવવા દેહ ધારણ કરવો પડે છે ત્યાં ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે; ઇન્દ્રિયના વિષયો વિપર્યાસને લઇને પ્રિય લાગે છે; તેમાં આસક્તિ રાખી પ્રવૃત્તિ કરે છે અને નવાં કર્મ બાંધે છે; તે ભોગવવા ફરી જન્મે છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આમ ચક્રમાંથી છૂટવા માટે વિપર્યાસ છોડી દેવાની જરૂર છે. દેહાધ્યાસ કે વિપર્યાસ છોડે તેને મનોવિકારનું જાળું પોતાનાથી તદ્દન અલગ લાગે છે. એક વખત મનને એ જુદું જુએ તો આત્મા તેથી ભિન્ન ભાસે; આત્મા તેને નિરંતર આનંદમય લાગે. પછી એને દુઃખ ઉપર દ્વેષ થતો નથી, સુખ મેળવવા માટે ઇચ્છા થતી નથી. આવી રીતે મનથી તે અલગ થતાં, મન ઉપરથી તેની આસક્તિ દૂર થતાં ઇન્દ્રિયોનાં વિષયો ઉપર તેને સ્નેહ થતો નથી; અને એક વાર સ્નેહચીકાશ ગયો એટલે કર્મપરમાણુનો સંચય થતો એકદમ અટકી જાય છે. આમ નિઃસ્પૃહ થવાથી અને સંસારબીજનો નાશ થયેલો હોવાથી એ મુક્તજીવોની માફક ભવાંતરનો આરંભ કરતો નથી અને તેથી ભવચક્ર ફરતું બંધ થાય છે.' વારંવાર આ પત્ર વાંચી, તેમાં કહેલી વાતો જીવન દરમ્યાન આચારમાં મૂકતાં જવાય તો જીવન-સાફલ્ય સધાય તેમ છેજી. (બો-૩, પૃ.૩૦૨, આંક ૨૯૨) આ જીવને મહત્ પુણ્યોદય હોય છે ત્યારે જ ચિત્ત-સ્થિરતાનો ક્રમ હાથ આવે છે. તે જ કરવાનું છે. તે જ વૃત્તિને પોષણ મળે તેવો પુરુષાર્થ કર્યા કરવો. શાંતપણું એ જ પોતાનો સ્વભાવ છે; તેવો અનુભવ થયે, બીજા ભાવોમાંથી આત્માનું છૂટવું થાય છે. પોતાનો આત્મા આનંદનું ધામ છે, તેવી પ્રતીતિ થયે ૫૨વસ્તુ તરફ ચિત્તનો પ્રવાહ વહેતો નથી. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭) D જીવનમુક્તનું મન પૂર્ણપદને ઇચ્છે છે, પૂર્ણપદની છાયા તેને દેખાય છે. એ રાગ-દ્વેષ કરતો નથી. ત્યાં મનને અવલંબન પૂર્ણપદનું છે. ધ્યાનમાં મન પૂર્ણપદમાં રહે છે. એને રાગાદિ થાય નહીં, ઇચ્છાય નથી થતી. આ જગત હાલતું-ચાલતું દેખાતું નથી, પણ એને કાષ્ઠતૃણવત્ આખું જગત લાગે છે. વિષયોની ઉત્સુકતા નથી. તૃષ્ણા રહી નથી. ‘આ સારું છે, આ ખોટું છે.' એ મનમાંથી નીકળી ગયું છે. મન શાંત થયું છે. ઊંઘમાં મન મૂઢ છે, વિચાર કરી શકતું નથી; સ્વપ્નમાં મોહ હોય છે; જાગૃતિમાં મૂંઝવણ, ઇષ્ટ-અનિષ્ટ રહે છે. નિદ્રા, સ્વપ્ન, જાગૃત એ ત્રણેથી એની જુદી અવસ્થા છે. (બો-૧, પૃ.૧૯૧, આંક ૬૬) મનને જ્યાં ગમે, ત્યાં જાય છે. અવિચારમાં હોય ત્યારે જગતમાં મન ભમે છે. એ મન ભમે છે ત્યારે બંધન થાય છે. આત્મવિચાર જાગતાં જગત ખોટું લાગે છે. મન આત્મવિચારમાં આવે તો લય થાય. મન જેવું છે, તેવું જગત છે. ‘આપ ભલા તો જગ ભલા.' મન જો પ્રફુલ્લિત હોય તો બધે સારું થાય. મનની વાસના-આસક્તિથી જ બંધ છે. મનને વશ કરવું હોય તો જ્ઞાનીનો બોધ સાંભળો. આ સારું છે, આ ખોટું છે, આ મારું છે, વગેરે વિકલ્પોથી મન પાછું હઠે, એ વિકલ્પો ભુલાય નિર્વિકલ્પ સમાધિ થાય. ત્યાં આગળ મન લય થઇ જાય. જાગ્રત હોય ત્યારે મન ભટકે છે, સ્વપ્નદશામાં મૂઢ જેવું છે અને નિરાંતે ઊંઘે છે ત્યારે મડદા જેવું છે. એ સિવાય ચોથી ઉજાગરદશા છે, તે જ્ઞાન છે. મનની અશુદ્ધતા ક્ષય થઇ જાય તો નિર્મળ થાય. મનમાં ક્લેશ હોય ત્યાં સંસાર છે, ત્યાં જ બંધ છે. ચિત્તને આશ્રયે બધી પ્રવૃત્તિ થાય છે. જેટલો પુરુષાર્થ થાય તેટલો કરીને મનને પ્રથમ જીતો. દાંત પીસી Page #356 -------------------------------------------------------------------------- ________________ (૩૪૭) પુરુષાર્થ કરો. મન તો સ્વચ્છેદે વર્તતું હોય અને બહારથી મોટી-મોટી વાતો કરે છે, તેની તને શરમ કેમ નથી આવતી ? પહેલાં પોતાને તો જીતતો નથી. મન વશ ન થયું તો બધાં સાધનો નિષ્ફળ થાય, ક્લેશરૂપ થાય. ત્રણ લોકને જીતે પણ મન ન જીતે તો કંઈ નહીં. સત્સંગ, આશાનો નાશ, અધ્યાત્મશાસ્ત્ર અને સુવિચાર એ મનને જીતવાનાં સાધનો છે. (બો-૧, પૃ.૧૯૮, આંક ૭૩) પ્રશ્ન : મન નિર્મળ કેમ થાય? પૂજ્યશ્રી જે નિર્મળ છે, તેમને હૃયમાં રાખે, જે રાગ-દ્વેષરહિત છે, એવા સદ્દગુરુને હૃયમાં રાખે તો મન નિર્મળ થાય. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૦). આથે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.' પરમકૃપાળુદેવે પોતાના છેલ્લા કાવ્યની ઉપર ટાંકેલી કડીઓમાં પરમ શાંતિપદનો માર્ગ જણાવ્યો છે. તેનો સાર એ છે કે દેહાદિ પદાર્થો પ્રત્યેનો મોહ મનની અસ્થિરતાનું અને સંસારની ઉત્પત્તિનું કારણ છે. તે મોહ દૂર કરવા આત્મદ્રુષ્ટિની જરૂર છે. તેનું કારણ સત્પષના “ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.'' (૩૭૩) એ પરમકૃપાળુદેવે પોતે કહેલ છે. વળી લખે છે: હાઈમનને ત્રિસ્ત, વિજ્ઞાને પરમાત્મન | यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ।।'' હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.” (૨૨૩) એ આદિ માર્ગ મહાપુરુષોએ દર્શાવ્યા છે, તે દેહદ્રષ્ટિ દૂર થયા વિના, આત્મસુખ માટે ઝૂરણા કર્યા વિના, વાતો કરવાથી, લખવાથી કે વાંચી લીધાથી હાથ લાગતા નથીજી. સત્સંગ એ સર્વોપરી સાધન કહ્યું છે. તેથી ભક્તિ, વૈરાગ્ય, સમજણ, શાંતિ પ્રાપ્ત થાય છેજી, જ્યારે-ત્યારે આ જીવે પોતે જ તૈયાર થઇ, તે માર્ગ સર્વ પ્રકારના સંકટો સહન કરી, શોધીને ઉપાસવો પડશે. (બી-૩, પૃ.૧૬૦, આંક ૧૬૧) જેમ બને તેમ બીજે ભટકતા મનને શુદ્ધ આત્મ-સ્મરણમાં, વાંચનમાં, વિચારમાં રોકવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. જ્યાં જ્યાં જીવે પ્રતિબંધ કર્યો છે, ત્યાં ત્યાં ચિત્તનું વારંવાર જવું થાય છે. તેથી મહાપુરુષો વારંવાર પરમાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ વધારી, બીજા પ્રતિબંધો તોડી નાખવાનો પુરુષાર્થ કર્યા કરે છે. જરૂરના Page #357 -------------------------------------------------------------------------- ________________ ૪૮) પ્રસંગે બીજ ચિન દેવું પડે તે તો છૂટકો નહીં માટે તેમ કરવું પડે; પણ અનર્થદંડ તરીકે, જરૂર વગર જીવ નકામો ખોટી થાય છે, તેથી બચવા પુરુષાર્થ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૫૬, આંક ૪૧) [ મનોવૃત્તિનો જય કરવા જીવે પ્રયત્ન કરવો જોઇએ. સંકલ્પ-વિકલ્પોમાં મન જાય તેને રોકવાનો ઉપાય - પ્રથમ સમજાવવું અને પરભાવમાં જતું રોકવું, સ્વભાવમાં વાળવું. જો તેમ સમજાવતાં ન માને તો ભક્તિમાં જોડવું. મનમાં બોલતાં બહાર વૃત્તિ જાય તો મોટેથી બોલવું. તેમ છતાં ન માને તો તેનાથી રિસાવું. બહાર જતી વૃત્તિઓ જ્યાં જાય, ત્યાં જતી જોયા કરવી તો ધીરજથી મન ઠેકાણે આવી જશે. (બો-૧, પૃ.૨૬, આંક ૩૨). L. પરમકૃપાળુદેવના જે પત્રો પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની આજ્ઞાથી મુખપાઠ કર્યા છે, તેના વિચારમાં રહેવાય તો તેમાં સર્વ શાસ્ત્રો સમાઈ જાય છે; પણ મનનો સ્વભાવ અસ્થિર હોવાથી નવું-નવું ઇચ્છે એ સ્વાભાવિક છે; તો તેને પોષે, તેની વિચારણામાં મદદ થાય તેવો ખોરાક, તેને આપતા રહેવું ઘટે છે. (બી-૩, પૃ.૧૦૪, આંક ૯૬) U નવરાશ હોય તો ઓફિસમાં પણ એકાદ પુસ્તક રાખવું કે લેતા જવું અને બીજા બીડી, ચા કે ગપ્પાંમાં વખત ગાળે ત્યારે આપણે સન્શાસ્ત્રમાંથી કંઈક વાંચવું, વિચારવું કે કંઈ ન બને તો સ્મરણમાં મનને જોડવું. જો નવરું મન રહ્યું તો તે નખ્ખોદ વાળે તેવો તેનો સ્વભાવ છેછે. “આહાર તેવો ઓડકાર.” “અન્ન તેવું મન્ન.” એવી કહેવત છે, તો વૃત્તિને ઉશ્કેરે તેવા મસાલા આદિ તામસી ચીજો આહારમાંથી ઓછી થાય તેમ હોય તો તે પણ અજમાવી જોવા ભલામણ છેજી, આપણાથી બને તેટલો વિચાર કરી મનને સદ્વિચારમાં, ભક્તિ, સ્મરણ, ગોખવામાં કે લખવામાં જોડી રાખવું ઘટે છેજી, (બી-૩, પૃ.૪૦૧, આંક ૪૦૯) 1 ઇશ્વરપૂજાનું ફળ બધું ચિત્તની પ્રસન્નતામાં સમાય છે એમ શ્રી આનંદઘન મહારાજ જણાવે છે. તેનો ઘણો ગહન અર્થ છે અને પરમ પુરુષોની કૃપાદ્રષ્ટિ થયે તે ફળ પ્રાપ્ત થાય તો મોક્ષ પછી દૂર નથી; પણ આપણી અલ્પમતિમાં, સમજમાં સહેલાઈથી આવે તેવો ઉપર-ઉપરથી વિચાર કરીએ તો જણાશે કે ચિત્તની ચંચળતા, અસ્થિરતા એ જ દુઃખનું કારણ જણાય છે. ચિત્ત ચોતરફ માંકડાની પેઠે ફરતું છે, તેનો તો આપણ સર્વને અનુભવ છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' એમ પુષ્પમાળામાં કહ્યું છે; તેનું કારણ પણ એ જ છે કે ચંચળ ચિત્ત રાતદિવસ કર્મ બાંધવાનું જ કારખાનું ચલાવ્યા કરે છે. રાત્રે ઊંઘમાં પણ તેનું જ કામ ચાલતું હોય છે. એ ચંચળતા શાથી થાય છે, એ જણાય તો શાથી દૂર થાય, તે પણ જણાય; અને તે ટાળવાનો ઉપાય કર્યો ચિત્તની પ્રસન્નતા થવી સંભવે છે. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે.' એ કહેવત પ્રમાણે ચિત્તને કામ ન આપ્યું હોય તો નકામી કલ્પનાઓ કરી કર્મના ગાઢ ઢગલાં બાંધી દે છે. ઘડીકમાં ગામ સાંભરે અને ઘડીકમાં ભાઈ સાંભરે, તો ઘડીકમાં સ્ત્રી સાંભરે તો ઘડીકમાં મિત્રો સાંભરે અને શેખચલ્લીના તરંગોની પેઠે બેઠું-બેઠું ચિત્ત ઘાટ ઘડ્યા કરે અને સંસારપરિભ્રમણની સામગ્રી એકઠી કરે છે. કોઈ વિચારથી ચિત્તમાં રતિ-હર્ષ થાય અને કોઈ વિચારથી ખેદ થાય - એ બંને કર્મબંધનાં કારણો છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ આમ જો ચિત્તના ચોપડાનો હિસાબ ન રાખીએ તો શું કમાવા ગયા અને શુંય કમાવી આવીએ ? માટે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, માન, માયા, આદિને આધીન થઇ નકામા વિચારોમાં ચિત્ત પરોવાઇ જતું હોય; નહીં લેવા કે નહીં દેવા, જેની આપણે કોઇ દિવસ જરૂર નથી એવી વસ્તુઓ દેખીને, સાંભળીને, ઇચ્છા કરીને કર્મ બાંધીએ તેમ ચિત્ત વર્તતું હોય તેથી ચેતતા રહેવું ઘટે છેજી. તળાવમાં પથરા પડવાથી જેમ ખળભળાટ થાય છે, તેમ ચિત્તમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કામ, મોહ, ભય આદિથી ચિત્તની શાંતિનો નાશ થાય છે. આ બધાં કારણો ચિત્તપ્રસન્નતાને વિઘ્ન કરનારાં છે; અને ચાર ભાવના - મૈત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના અને ઉપેક્ષાભાવના વગેરે રસ્તે એ દોષો દૂર થઇ, ચિત્ત પ્રસન્ન કે નિર્મળ, ચંચળતારહિત થાય છે. એક વખત આ ચિંતા કરાવનારી વસ્તુઓ તજવાની છે તો તેનું સ્વરૂપ પહેલેથી જાણી, તેની ચિંતા મનમાંથી કાઢી નાખવી. ‘કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી, અબધુ સદા મગન મન રહેના.'' એ ભાવ વારંવાર વિચારવાથી (મન) આત્મસ્વભાવમાં રહે. ચિંતાનો ભાર હલકો થઇ, શાંતિ-સમાધિ પ્રાપ્ત થઇ શકે. (બો-૩, પૃ.૪૫, આંક ૩૧) ॥ મનમાં કોઇ પણ પ્રકારનો બોજો ન રહે, તેવી સમજણ રાખી વર્તવા યોગ્ય છેજી. ઇચ્છાથી જ ચિત્ત વ્યાકુળ રહે છે. અનાદિ વાસનાને કારણે ઇચ્છાનું થાણું ચિત્તમાંથી ઊઠતું નથી. ‘ક્યા ઇચ્છત ? ખોવત સબે ! હૈ ઇચ્છા દુ:ખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' વધારે વિચાર આ વિષે કરીને, આપ બંનેને એ ઇચ્છા અને વાસનાથી છૂટા થવા અર્થે, વિશેષ પ્રકારે સત્સાધનમાં ચિત્તને વારંવાર રોકવું ઘટે છેજી. નવરું ચિત્ત હોય તો તે અનાદિના ઢાળમાં વહ્યું જાય છે, માટે સદ્ગુરુની આજ્ઞામાં પ્રવર્તાવવા વિશેષ જાગૃતિ રાખી, ઘડીએ-ઘડીએ તે તપાસવાનું કામ કરતા રહેવું, જેથી બીજે ફરતું હોય તે પકડાઇ જાય કે સત્સાધનમાં તેને પાછું જોડી દેવું. આમ પુરુષાર્થ કર્યા વિના માત્ર માની લઇએ કે આપણે સમજ્યા છીએ, તેથી કંઇ આત્મકલ્યાણ થતું નથી અને ચિત્ત વ્યાકુળ રહ્યા કરે છે. માટે સત્સાધન આ ભવમાં અપૂર્વ પુણ્ય મળ્યું છે, તેનો જેટલો બને તેટલો વિશેષ લાભ લઇ લેવો, તે અત્યારની આપણી ભૂમિકા યોગ્ય પુરુષાર્થ છે; તે કરીશું, તેમાં અપ્રમાદી રહીશું તો તેથી આગળ વધી, શું કરવા યોગ્ય છે તે સમજાઇ રહેશેજી. (બો-૩, પૃ.૩૨૫, આંક ૩૧૮) જો મનને આજ્ઞામાંથી છૂટું પડવા દઇએ તો નકામા સંકલ્પ-વિકલ્પ કરી, અનંત કર્મબંધ કરે છે. નકામો બેઠો હોય ત્યારે કહે કે તડકો બહુ પડે છે, વરસાદ થતો નથી, ઠંડી એકદમ પડે છે. હવે તેના કહેવાથી કંઇ તડકો ઓછો પડે નહીં કે વરસાદ થાય નહીં, પણ મનમાં એમ નકામું કર્યા કરે છે. માટે મન ઉપર ચોકી રાખવી. (બો-૧, પૃ.૩૭, આંક ૯) D મનને નવરું ન રહેવા દેવું; વાંચવા-વિચારવામાં, નવું ગોખવામાં કે ગોખેલું ફેરવી જવામાં, ભક્તિમાં, સ્મરણમાં વા વૈરાગ્યના વિચારો સ્ફુરે કે મૂંઝવતા પ્રશ્નો હોય તેના ઉકેલ લાવવા શબ્દોરૂપે લખી રાખવામાં વૃત્તિ રોકાશે તો વ્યર્થ ભટકતા મનને સત્પ્રવૃત્તિથી સન્માર્ગમાં વાળવાનું બનશેજી. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦) આમ ટેવાઇ જશે તો તે બીજી બળતરામાં નહીં પ્રવર્તે. કંઈ ને કંઈ પુરુષના જણાવેલા કામમાં, તે ગૂંથાયેલું રહી આત્મવિચારમાં રસ લેતું થશે, જ્ઞાનીની અંતચર્યા સમજતું થશે અને જે કરવા યોગ્ય છે, તેમાં તત્પર થઈ, સુવિચારણા જાગતાં, મોહની મૂંઝવણને હણી, આનંદસ્વરૂપ પોતાના આત્માની ઓળખાણ કરાવશે. સપુરુષોના અપાર ઉપકારનો, મોહાધીન મન રહેતું હોવાથી, વિચાર જ આવતો નથી. (બી-૩, પૃ.૨પ૩, આંક ૨૪૭) સ્મરણ નિરંતર રહે, એવી ટેવ પાડી મૂકી હોય તો દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લોભ, શાતાની ઇચ્છા વધવા ન દે. માટે મનને રોકવા માટે ૫.ઉ.પ.પૂ પ્રભુશ્રીજીએ આપેલું સ્મરણરૂપ હથિયાર સર્વ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગે કામ આવે તેવું છે. માટે મનને વીલું ન મૂકવું. કંઈ ને કંઈ તેને કામ સોંપવું. કાં તો સ્મરણમાં, ભક્તિમાં, ગોખવામાં, ફેરવવામાં, વાંચવામાં, વિચારવામાં, કોઈને કંઈ જ્ઞાની પુરુષની વાત કહેવામાં ચર્ચવામાં, કંઈ આત્મા સંબંધી પ્રશ્નાદિ પૂછવામાં કે સદ્ભાવના કરવામાં મનને જરૂર રોક્યા જ કરવું. નહીં તો નવરું પડ્યું નખ્ખોદ વાળે, તેવો તેનો અનાદિનો અભ્યાસ છે. તે ફેરવવા અસત્સંગના ગેરલાભ વિચારવા અને પુરુષના યોગે, સબ્બોધના પ્રસંગે, પરમ સત્સંગના મહાભાગ્યકાળે કેવા છૂટવાના ભાવ નિરંતર વર્ધમાન થતા તે સંભારી, મંદ પડતા ભાવોને ઉત્તેજન મળે, વૈરાગ્યની વૃદ્ધિ થાય તથા સત્સંગની ભૂખ જાગે તેમ પ્રયત્ન કર્યા કરવો ઘટે છે. (બી-૩, પૃ.૬૭૦, આંક ૮૦૩) નથી જગતમાં આપણાં, ધન ધાન્ય વા શરીર; પ્રેમ કરો પ્રભુ-ભાવમાં, રાજચંદ્ર છે વીર. ભક્તિમાં મન નથી ચોંટતું, તો તેનો પશ્ચાત્તાપ રાખી ભાવપૂર્વક વિચારસહિત ભક્તિ કરવાથી તેમાં મન રહેશે. પ્રવેશિકામાંથી ૬૧મો પાઠ વારંવાર વાંચી, સત્પરુષનો ઉપકાર દયમાં વસે, આ પાપી જીવનાં પાપ, ભક્તિ વખતે આડાં ન આવે તથા મરણ વખતે આવું થશે તો મારી શી ગતિ થશે? એવો ડર, પ્રભુનું શરણ તથા પાપોનો પશ્રાત્તાપ હશે તો મન છૂટવાના કામમાં મંડી પડશે, રખડવા નહીં જાય. હે જીવ! આખો દિવસ ભટક્યા કરે છે તો હવે ઘડીવાર ભક્તિમાં તો નવરું થઈ, તે મહાપ્રભુના અનંત ઉપકાર અને અમૂલ્ય વાણીમાં પરોવા તથા તે મોક્ષકારી, મોહકારી વચનોનો જરા વિચાર કરી ઉલ્લાસ ધારણ કર કે જેથી કોટિ કર્મોનો નાશ થાય અને પ્રભુના ચરણમાં શાંતિ વસે છે તેનો જરા અનુભવ થાય. આમ વારંવાર વિચારી, વીસ દોહરા વગેરે અવળા બોલીએ છીએ તેમ બોલવાથી મનને તેમાં રોકાવું પડશે. ભક્તિથી જ ભવદુઃખ જવાનાં છે, સંસાર તો અસાર છે, દુ:ખની ખાણ છે, તે ભૂલી જવો છે એમ ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૦૯, આંક ૮૫૫) | પ્રવેશિકા વાંચશો તો મન કેમ ચોંટતું નથી તેનો ખુલાસો છે, તે સમજાશે. જે વસ્તુમાં પ્રેમ હશે કે થશે, તે વસ્તુ પ્રત્યે મન જાય કે જશે. માટે મહાપુરુષ અને તેનાં વચનો પ્રત્યે પ્રેમ થાય તેવું વાંચન, તેવી વાતચીત, તેવો પરિચય જીવને હિતકારી છેજી. Page #360 -------------------------------------------------------------------------- ________________ [] મોટા યોગીઓને પણ મન વશ કરવું અઘરું પડયું છે. શ્રી આનંદઘનજી ગાય છે કે : ‘મનડું કિમ હિન બાજે હો કુંથુજિન, મનડું કિમ હિ ન બાજે; જિમજિમ જતન કરીને રાખું, તિમતિમ અળગું ભાજે, હો કુંથુજિન.'' સર્વનો ઉપાય : ‘‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઇ દિયે.’' વીસ દોહરા બોલતાં મન ભટકતું હોય તો છેલ્લી કડીથી પહેલી તરફ બોલવા માંડવા તથા દરેક કડીમાં શી ભાવના કરવાની છે તેનો વિચાર ગાતાં-ગાતાં કરવો તો મનને કામ મળશે એટલે બીજા વિચારોમાં જતું અટકશે. વિકારોનો નાશ કરવા માટે સાંચન અને તેમાં રસ ઉત્પન્ન થાય તો જગત બધું વાંચતી વખતે ભૂલી જવાય છે. સ્મરણ કરવાની ટેવ વિશેષ રાખવી. (બો-૩, પૃ.૬૯૬, આંક ૮૩૬) મનને શોધી પ્રેમથી કરજો અતિ નિર્દોષ; અનન્ય ભક્તિ દૃઢ કરી, પામો બહુ સંતોષ. ૩૫૧ જ્ઞાન વૈરાગ્ય વધારજો, ભજજો જગદાધાર; મન ઇન્દ્રિય વશ રાખજો, તજજો સ્થૂળ વિચાર.' આપનો પત્ર મળ્યો. અનાદિકાળની વાસનાઓ ધુમાડાની પેઠે આપોઆપ સ્ફુરી આવી જીવને ધર્મધ્યાનમાં વિઘ્ન કરે છે; તેવે વખતે પરમકૃપાળુદેવનું શરણ, તેમની નિર્વિકાર મુખમુદ્રા અથવા પ.પૂ. પ્રભુશ્રીજીનું સ્મરણ, તેમનો પરમ ઉપકાર આદિ ભૂતકાળના સમાગમમાં વૃત્તિ વાળવાથી, જીવને બળ સ્ફુરી શાંતિ થવા યોગ્ય છે. કોઇ વખત કર્મની વિશેષતાને લીધે વારંવાર વિક્ષેપ થયા કરે તો આત્મનિંદા કરી ‘કર્મ બંધાશે તેનાં ફળ કેવાં ઉદય વખતે દુઃખ દેશે' તેનો ચિતાર મનમાં ખડો કરવાથી, કર્મબળ મંદ પડે અને ધર્મધ્યાનમાં વૃત્તિ જોડાય. તેમ છતાં મન ન ગાંઠે તો તેવી પ્રવૃત્તિમાં મારું બળ કંઇ ચાલતું નથી, માટે હે પ્રભુ ! આપનું જ એક શરણ છે, એવી પ્રાર્થના દીનપણે પરમકૃપાળુદેવ પ્રત્યે કરવી અને મનને કહેવું તારે જે કરવું હોય તે કર, હું તો માત્ર જોયા કરીશ. એવી વૃત્તિ રાખીને તૃષ્ટા તરીકે રહેવું, પણ કર્મના ઉદયમાં મીઠાશ માનવી નહીં. (બો-૩, પૃ.૬૬૨, આંક ૭૯૦) સંકલ્પ-વિકલ્પ આ બધું દેખાય છે, તે ‘હું’ છુ - એ વિકલ્પ છે. દેહાદિને ‘હું' માને, તે વિકલ્પ છે. આ ‘મારું’ છે - એ સંકલ્પ છે. વિકલ્પ એ ભૂલ છે. તેને લીધે જ સંકલ્પ થાય છે. ‘હું અને મારું' જાય ત્યારે સમ્યક્દર્શન થાય. (બો-૧, પૃ.૩૪૭, આંક ૩૪) D પરદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તો વિકલ્પ શાને કહે છે ? રાગ-દ્વેષસહિત કોઇ પણ શેયને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો, તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય-અન્ય જ્ઞેય પદાર્થને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે, ત્યાં નિર્વિકલ્પદશા જાણવી. Page #361 -------------------------------------------------------------------------- ________________ ઉપર) કોઈ એમ કહે કે છદ્મસ્થનો ઉપયોગ તો જુદા-જુદા શેય પદાર્થોમાં પલટાયા કરે, ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેનો ઉત્તર : જેટલો કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય, તેટલો કાળ નિર્વિકલ્પદશા કહી છે. વિચાર માત્ર રોકાય તો જડપણું પ્રાપ્ત થાય; પણ રાગ-દ્વેષવશ ઉપયોગ પલટાવે, તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રોકાય, તે નિર્વિકલ્પતા. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) | પ્રશ્ન : સંકલ્પ-વિકલ્પ બહુ આવે છે, તેનું કારણ શું? પૂજ્યશ્રી : જીવને જે વસ્તુનું માહાલ્ય લાગ્યું હોય, તેના વિચાર આવે. પૈસા કમાવાનું જો માહાભ્ય જાગ્યું તો તેના વિકલ્પો આવે. નિરંતર સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ-વિકલ્પ ઓછા થાય. પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા : એક નાનો છોકરો હતો. તેની માએ તેને ખાવાનું આપી કહ્યું કે તું ખાજે, હું આવું છું. તે છોકરે કહ્યું, કૂતરાં આવશે તો? તેની માએ એક લાકડી આપી અને કહ્યું કે કૂતરાં આવે ત્યારે લાકડી ઉગામજે એટલે નાસી જશે. તે ખાવા બેઠો અને તેની મા બહાર ગઈ. થોડી વારમાં કૂતરાં આવ્યાં અને છોકરાની થાળીમાંથી ખાવા લાગ્યા. તે છોકરો બૂમો પાડવા લાગ્યો, પણ બધું ખાવાનું તે કૂતરાં ખાઈ ગયાં. જો લાકડી ઉગામી હોત તો ચાલ્યાં જાત. એમ આપણને જે સ્મરણ મળ્યું છે, તે યાદ ન કરીએ અને પછી કહીએ કે સંકલ્પ-વિકલ્પ બહુ આવે છે, તો એ ભૂલ પોતાની છે. માટે હંમેશાં સ્મરણ યાદ રાખવું. કામ કરતાં પણ સ્મરણ કરવું, પૂરું થયે પણ સ્મરણ કરવું. વીસ દોહરાને બોલતાં તો વખત પણ લાગે, પણ સ્મરણ બોલતા વખત લાગતો નથી; માટે સ્મરણ ભૂલી ન જવું. (બો-૧, પૃ.૩૯, આંક ૧૧) જેમ નાના છોકરાને કોઈ મારે, તો તરત મા પાસે જતો રહે; તેમ આપણને કોઈ પણ વિકલ્પ આવે, તો તરત પરમકૃપાળુદેવને સંભારીએ. (બો-૧, પૃ.૨૬૬, આંક ૧) બહુ વિકલ્પો આવે ત્યારે લખવાનું રાખવું, તો મન રોકાય; કેમ કે લખવામાં બરાબર ધ્યાન રાખવું પડે છે. (બો-૧, પૃ.૨૮૨, આંક ૨૨) D ભવિષ્યની ફિકરમાં પડવા જેવું નથી. વર્તમાનને જે સુધારે છે, તેનું ભવિષ્ય જરૂર સુધરવાનું જ અને ભૂતને તો ભૂલી જ જવું ઘટે છેજી; તેમ છતાં સંકલ્પ-વિકલ્પનો અભ્યાસ, જૂના રોગની પેઠે ઊથલા મારીને જીવને સતાવે છે. તે વિષે ૫..૫.પૂ. પ્રભુશ્રીજીએ અમૃતમય બોધ દીધેલો, તેની ટૂંકનોંધ લખી છે, તે સ્ક્રયગત કરશો. એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પરુષે આત્મા જામ્યો છે તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો તે સર્વથી જુદો કરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તો પણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે; એમ દ્રઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે, તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઇએ. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે, તોપણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે – તે બધું જવાનું છે, પણ આત્માનો કદી નાશ થનાર નથી - તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણું માની હર્ષ-શોક કરવા જેવું નથી. આટલી ઉંમર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઇ ગયા, પણ કોઇ રહ્યા નથી, બધા ગયા; તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી ? એની મેળે જ જે નાશ પામવાના છે, તેથી મૂંઝાવું શું ? ફિકરના ફાકા મારી જવા જેવું છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. સદ્ગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઇ જાય તેને, પછી જે ઉદયમાં આવે તે, કંઇ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઇ ફિકર નથી.’’ (ઉપદેશામૃત પૃ.૩૩૯) આવો અભ્યાસ થઇ ગયા પહેલાં માની બેસવું ઘટતું નથી કે મને હવે કર્મ નહીં બંધાય. આ અભ્યાસનો ક્રમ બતાવ્યો છે તેની સાથે સદાચાર, આત્માની ઝૂરણા, પ્રેમભક્તિ વગેરેની જરૂર છે અને તેટલી યોગ્યતા આવ્યે, તે અભ્યાસ ફળીભૂત થાય છેજી. જ્યારે-ત્યારે, આ, જીવને જ કરવું પડશે. કહેનાર કહી છૂટે અને વહેનાર વહી છૂટે, એમ તેઓશ્રી સ્પષ્ટ કહેતા, તે સત્ય છેજી. (બો-૩, પૃ.૩૧૨, આંક ૩૦૦) D સંકલ્પ-વિકલ્પ જીવને દુઃખમાં દોરનાર છે. સંકલ્પ-વિકલ્પથી ઊંઘ પણ ન આવે. અલ્પ પણ સંકલ્પ અથવા નિયાણું જીવ કરે તો દુ:ખમાં લઇ જાય. નરકે પણ લઇ જાય. કંઇ પણ સંકલ્પ-વિકલ્પ ન કરે તો નિર્વિકલ્પ થાય. મન, ઇન્દ્રિયો રોકે તો આત્મા આત્મારૂપે રહે છે. મનને રોકે તો પોતાનું ખરું સ્વરૂપ સમજાય. સંકલ્પ-વિકલ્પ રોક્યે સિદ્ધના સુખનો અનુભવ થાય છે. કષાયની ઉપશાંતતા વગેરે સાથે સદ્ગુરુનો બોધ હોય ત્યારે સંકલ્પ-વિકલ્પ રોકાય છે. પરમકૃપાળુદેવ તરફ મન જાય તો બીજે ન જાય, તેથી સંકલ્પ-વિકલ્પ ન થાય. (બો-૧, પૃ.૧૬૧, આંક ૩૨) ઇચ્છા ॥ દુ:ખ એટલે મનમાં આકુળતા થાય તે. એ થવાનું કારણ ઇચ્છા છે. જગતમાં ઇચ્છા છે, તેટલું દુઃખ છે. જીવ ઇચ્છા વગર રહેતો નથી; એક મટે તો બીજી. જેટલી ઇચ્છા થાય તેટલી પૂરી થાય, એવું તો કંઇ ન હોય. દેવ પણ દુ:ખી છે. પુણ્યવાન પણ સુખી નથી. વધારે ઇચ્છા થાય તો દુઃખી જ છે. જેટલી ઓછી ઇચ્છા તેટલો સુખી. મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ એ ઇચ્છા થવાનાં કારણો છે. માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યસંયમ કરવાં, તો ઇચ્છા મટી સુખ થાય. (બો-૧, પૃ.૧૩૬, આંક ૧૧) Page #363 -------------------------------------------------------------------------- ________________ (૩૫૪) જેને એક પરમકૃપાળુદેવની દ્રઢ શ્રદ્ધા નથી થઈ, તેને જેવાં નિમિત્ત જગતમાં નજરે ચઢે તેવા થવાની, તેવું પ્રાપ્ત કરવાની ઇચ્છાઓ, સંકલ્પ-વિકલ્પો થયા કરે છે અને દુઃખના બીજ વાવ્યા કરે છે. કહ્યું છે કે : ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.'' જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઇ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.' માટે મોક્ષ સિવાય બીજું કંઈ ઇચ્છવા જેવું નથી. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.' (બો-૩, પૃ.૪૩૦, આંક ૪૪૩) ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' આ અનાદિની ભૂલ ટાળવાની સાચી ઇચ્છા હોય તો ઇચ્છા માત્રને, ઊગે ત્યારથી છેદી નાખવી ઘટે છેજી સમજવા માટે, એક સાચું બનેલું દ્રષ્ટાંત લખું છુંઆશ્રમમાંથી સ્ટેશને જતાં આડી કાચી સડક આવે છે. ત્યાં એક સિમેન્ટના થાંભલા ઉપર, સિમેન્ટના પાટિયા ઉપર અંગ્રેજીમાં એમ લખેલું હતું કે ““જૈન મંદિર.” રોજ ત્યાં થઈને જતાં, તેના પર નજર પડે ત્યારે વિચાર થતો કે “મંદિર”ને સુધારી મંદિર' કરવું હોય તો સહેલાઇથી થાય તેવું છે. થોડા દિવસમાં તો કોઇએ તે થાંભલો પાડી નાખ્યો અને અત્યારે જમીન પર પડેલો છે; તે જોઈ વિચાર આવ્યો કે તેમાં સુધારો કરવાની મહેનત કરી હોત તો તે પણ નિષ્ફળ હતી, ધૂળમાં મળી જાત. મોટા-મોટા કીર્તિસ્તંભો ધૂળ ભેગા થઈ ગયા તો આ એક અક્ષરમાં સુધારો કરવાની ઇચ્છા પૂરી પાડી હોત તો પણ કેટલા દિવસ ટકનાર હતી? ચિત્તોડમાં એક લડાઈમાં હિન્દુઓ જીત્યા. તેની સ્મૃતિમાં તેર-ચૌદ માળનો ઊંચો કીર્તિસ્તંભ કર્યો છે. તે જોયેલો સાંભરી આવ્યો કે આવાં મોટાં પથ્થરનાં મકાન પણ કાળના ઝપાટા આગળ કંઈ ગણતરીમાં નથી તો તુચ્છ ઇચ્છાઓ સંતોષે શું કલ્યાણ સધાવાનું છે? માટે ઉપશમસ્વરૂપ પુરુષોએ ઉપશમસ્વરૂપ એવાં આગમમાં ઉપશમનો જ ઉપદેશ કર્યો છે; તે Æયમાં કોતરી રાખી, દુષ્ટ ઇચ્છાઓ ડોકિયાં કરે કે તુર્ત જ તેમને ઉખેડી નાખવી ઘટે છે. ખેતી કરનારા, ખેતરમાં વાવેલું હોય તેની સાથે જે નકામું ઘાસ ઊગી નીકળે છે, તેને નીંદી નાખે છે; નહીં તો જે પાકનું વાવેતર હોય, તેના છોડવાને પોષણ મળે નહીં, તેમ દયમાં સત્પષે જે બોધ અને વૈરાગ્યનાં બીજ વાવેલાં છે, તેને પોષણ આપી ઉછેરવાં હોય તો બીજી બિનજરૂરી ઇચ્છારૂપી નકામાં છોડનું નિકંદન કરવું ઘટે છે. તે કામમાં આળસ કરીએ તો નકામા છોડ મોટા થઈ, સારા છોડને નિર્માલ્ય બનાવી દે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ઉ૫૫) તેમ એક પછી એક ઊઠતી નિરર્થક ઇચ્છાઓ, જો વધવા પામી તો આખી જિંદગી તેમાં જ વહી જશે અને આ ભવનું સાર્થક કરનાર પુરુષના બોધ અને વૈરાગ્યને વધવાનો લાગ નહીં મળે; અને તે નિર્બળ બની સ્મૃતિમાંથી ભૂંસાઇ પણ જવા પામે. માટે મુમુક્ષુ જીવે વિશેષ-વિશેષ જાગૃતિ રાખી, ઈચ્છાદિ દોષો દૂર કરતા રહેવાનો પુરુષાર્થ કર્યા કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૪૨૪, આંક ૪૩૪) D સંતાડવું પડે, છુપાવવું પડે, તેવા કાર્યની ઇચ્છા પણ માંડી વાળવી. (બો-૩, પૃ. ૫૦, આંક ૭૬૭) T જેનું ફળ પરંપરાએ પણ ધર્મ આવે તેવું ન હોય, તેવી ઇચ્છાઓ ઓછી કરતા રહેવાની જરૂર છે. (બો-૩, પૃ.૩૭, આંક ૭૫૨) કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય ? ડગલે ડગલે દુઃખ છે, જો મન વશ ના થાય. જાગૃતિના વખતમાં વારંવાર સ્મરણમંત્રને યાદ કરવામાં કાળ ગળાય તો અભ્યાસ પડી જાય, ઘણા વિકલ્પો તેથી રોકાય અને શાંતિનું કારણ બને. ઇચ્છાઓનો પ્રવાહ કર્મબંધનું કારણ છે. તે રોકવા પણ મંત્રસ્મરણ અત્યંત આવશ્યક છે). (બો-૩, પૃ.૫૯૬, આંક ૬૭૯) કોઈનો સંગ કરવા યોગ્ય નથી, પણ અસંગ ન રહી શકાય તો સત્સંગ, સપુરુષના સંગની ભાવના કર્તવ્ય છેજી. ત્રણ લોકમાંનો કોઈ પણ પદાર્થ ઇચ્છવા યોગ્ય નથી, તેમ છતાં ઇચ્છા ન ટળે ત્યાં સુધી એક મોક્ષ અભિલાષા, માત્ર મોક્ષની જ ઇચ્છા કર્તવ્ય છેજી; કારણ કે તે પ્રમાણે વર્યાથી અસંગ અને નિસ્પૃહ થઈ શકાય છે). (બો-૩, પૃ.૫૨૫, આંક પ૭૩) ઇચ્છામાત્ર દુઃખ છે. જેમ જેમ સમજણ વધે, તેમ તેમ ઇચ્છાઓ ઓછી થાય. જેમ જેમ ઉપરના દેવલોકમાં જાય, તેમ તેમ સંતોષ વધારે હોય છે. ઉપરના દેવલોક (રૈવેયક આદિમાં) સ્ત્રીની ઇચ્છા હોતી નથી. સર્વાર્થસિદ્ધિ દેવલોકમાં બધા એકાવનારી હોય છે. જેટલો ત્યાગનો અભ્યાસ આ ભવમાં કર્યો હોય છે, તે ત્યાં કાયમ રહે છે. તેથી ઇચ્છાઓ બહુ થતી નથી. મોહનીયકર્મનો ક્ષય થાય ત્યારે ઇચ્છાનો નાશ થાય. દસમે ગુણસ્થાનકે ક્ષય થાય, પછી તે ભવે મોક્ષ થાય. સમકિતીને ઇચ્છાઓ રોકાઈ ગઈ છે. જેમ જેમ સમજણ વધે અને આગળ જાય છે, તેમ તેમ ઈચ્છાઓ મંદ પડે છે. જેટલો દેહાધ્યાસ મટે, તેટલી ઇચ્છાઓ ઓછી થાય. પરવસ્તુનો આધાર એ જ દુઃખ છે. મુનિઓ જંગલમાં રહે છે. ભૂખ લાગે ત્યારે વિચારે કે કાલે આહાર માટે જઈશું, એમ કરીને ચલાવી લે. (બો-૧, પૃ.૨૨૮, આંક ૧૧૯). એ કંઈ તપ કરે તો જીવને ઇચ્છા રોકાય. સવારે નિયમ કર્યો હોય કે મારે નથી ખાવું, તો ઈચ્છા ન થાય. એ બધાં સાધનો છે. ન કરે તો ક્યાંથી થાય ? નિયમ કરવાથી જ્યાં મન પરોવવું હોય ત્યાં પરોવાય. (બો-૧, પૃ.૨૯૩, આંક ૪૨) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ રાગ-દ્વેષ “હાવવાતી વાત વહ, તોજું ટેર્ર વતાય । પરમાતમ પદ્મ નો ચઢે, રાત્રેષ તન, મારૂં ||'' (શ્રી વિદ્યાનંદની) (બો-૩, પૃ.૬૭૦, આંક ૮૦૩) D રાગ-દ્વેષનો ક્ષય કરવો, એવી જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે. રાગ-દ્વેષનો ક્ષય કરવો હોય, તેણે જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન કરવું. (બો-૧, પૃ.૧૮, આંક ૨૧) D જડની અપેક્ષાએ જુએ તો કાચ અને હીરો સરખાં છે, કારણ કે બંને જાણતાં નથી. જ્ઞાનીને વિવેક થયો છે, તેથી જીવને જીવ અને જડને જડ જાણે છે. કાચ અને હીરો દ્રવ્યથી સરખાં જાણે છે, તેથી જ્ઞાનીને રાગ-દ્વેષ થાય નહીં. તેથી પર્યાયથી તેને સરખાં જાણે, એમ નથી. જેમ હોય તેમ જાણે પણ રાગ-દ્વેષ ન કરે. અજ્ઞાનને લઇને રાગ-દ્વેષ થાય છે. અજ્ઞાન જાય તો પછી રાગ-દ્વેષ થવાનું કંઇ કારણ રહેતું નથી. જ્ઞાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને જાણે છે, પણ રાગ-દ્વેષ ન કરે. રાગ-દ્વેષ ન કરે તો જીવ સુખી થાય. આત્મદૃષ્ટિ જેની થઇ છે, એવા યોગીને રાગ-દ્વેષ ન થાય; નહીં તો નિમિત્તવાસી જીવ છે. મૂળ દ્રવ્ય ત્રિકાળ રહે છે. જેને દ્રવ્યદૃષ્ટિ થઇ છે, તેને રાગ-દ્વેષ ન થાય. જેને રાગ-દ્વેષ થતાં નથી, તે ત્રણ લોકના નાથ થાય છે. (બો-૧, પૃ.૩૦૦, આંક ૫૫) પ્રશ્ન : રાગ-દ્વેષના નિમિત્તે રાગ-દ્વેષ થાય જ ? = પૂજ્યશ્રી : નિમિત્ત મળતાં કર્મનો ઉદય થાય, પણ ઉદય વખતે સમજણ હોય તો નવાં કર્મ ન બંધાય – રાગ-દ્વેષ ન થાય. (બો-૧, પૃ.૩૪૭, આંક ૩૬) વાલ આદિ અપથ્ય દર્દીને પ્રિય હોય તોપણ વૈધે ના કહી હોય તો તેને તજે છે, પીરસેલા પણ ચાખતો નથી; તેમ પૂર્વના પ્રારબ્ધ પ્રાપ્ત થયેલ રાગ-દ્વેષનાં કા૨ણો ઝેર જેવાં જાણી, તે તજવા યોગ્ય છેજી; ન તજી શકાય તોપણ તે પ્રત્યે વૈરાગ્યભાવ લાવી, પહેલી તકે તે તજવા છે, એવો નિર્ણય હૃદયમાં દૃઢ કર્યાથી, જીવને છૂટવાનું બને, બહુ જ હળવાં કર્મ બંધાય અને વીર્ય વિશેષ સ્ફુરે તો સમકિત પ્રાપ્ત થવા જોગ વિચારણા જાગે. સંસારના કોઇ પદાર્થ જીવને પ્રિય કરવા યોગ્ય નથી; અસંગપણું જ વારંવાર સ્મૃતિમાં આણી આ કર્મના ઘેરાવા પ્રત્યે ઉપેક્ષાભાવ, સાવ પરના જાણી, દુર્લક્ષરૂપ ભાવ કરવા યોગ્ય છેજી. વેઠ કરવી પડતી હોય તેવી પ્રવૃત્તિ, ઇચ્છારહિત કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૧, આંક ૬૨૬) રાગવૃત્તિઓની તપાસ પણ રાખવા યોગ્ય છે. ઠેકાણે-ઠેકાણે, પ્રેમની મૂડી જીવે એવી જગાએ ધીરી છે કે તેમાંથી જીવનું હિત કંઇ પણ સધાય નહીં અને ત્યાંથી વૃત્તિ ખસે નહીં. માટે નિરર્થક વ્યાપાર ઘટાડવાનું બને, તો સાર્થક થાય તેવી પ્રવૃત્તિ માટે, જીવને અવકાશ મળે. ‘‘જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.'' (૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે અનુભવવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૪૩, આંક ૫૯૫) I કર્મબંધ ન થાય, તે માટે વિચાર કરવાનો છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. રાગ-દ્વેષથી કર્મ બંધાય છે. સત્પુરુષની ભક્તિ, સત્સંગનું સેવન કરવું, તે રાગ-દ્વેષ ન થવાનું કારણ છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉ૫૭) સંસારના પદાર્થો ઉપર જે મન દોડે છે, તેને રોકી સત્સંગ અને ભક્તિમાં મન જોડવું, તે પુરુષાર્થ જ છે. મનને ભટકવા ન દેવું. જે સત્પરુષો રાગ-દ્વેષથી મુક્ત થયા, તેમની અંતરચર્યા જાણવા પ્રયત્ન કરવાનો છે, જેથી આપણે પણ રાગ-દ્વેષથી મુક્ત થઇએ. તે પુરુષો ગમે તેવા સંયોગોમાં પણ આત્મામાં સ્થિર રહી શકતા. આવા પુરુષો જગતનું કલ્યાણ કરી શકે. કેવી અદ્ભુત દશા છે ! (બો-૧, પૃ.૧૦, આંક ૧૨) I આત્મામાં રાગ-દ્વેષ, મારું-તારું કશું છે નહીં. જેણે આત્મા પ્રગટ કર્યો છે, તેનામાં વૃત્તિ જાય તો રાગ-દ્વેષ ન થાય. જ્ઞાની પુરુષોમાં વૃત્તિ જાય તો રાગ-દ્વેષ ન થાય. કોઈ દ્વેષ કરતો હોય તો તેના સામું ષ કરવાનું જીવને થઈ આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે તારું ભૂંડું કરે તેનું ભલું કર. માર્ગ એવો છે કે કોઇનું ભૂંડું કરવું નહીં. આપણું કોઇ ભૂંડું ઇચ્છે તો આપણે તેનું ભલું ઇચ્છવું. કોઈ બાંધનાર નથી, કોઈ છોડાવનાર નથી; પોતાનો જ વાંક છે. એટલું થાય તો જીવને કોઈ કહે તો ય ન થાય. એ તો મારો વાંક છે, એમ લાગે. જ્ઞાનીની સમજણે સમજણ કરવાની છે, જીવ તે કરતો નથી. (બો-૧, પૃ.૨૪૬, આંક ૧૩૮) 0 શાસ્ત્રોમાં જે ગુણસ્થાનક આદિ કહ્યાં છે, તે પણ વિચારવા જેવાં છે. એથી રાગ-દ્વેષ થતાં નથી. લોક આદિનું સ્વરૂપ જાણવાથી નુકસાન નથી, રાગાદિ મટાડવાનું કારણ થાય છે. પાપ-કારણોથી છૂટે અને પુણ્ય બંધાય એવાં કારણોમાં પ્રવર્તે તો રાગ-દ્વેષ ઓછા થવાનું કારણ થાય છે. વિશેષ જાણવાથી આત્મા નિર્મળ થાય છે. (બો-૧, પૃ.૧૫૪) "वदा मोहात प्रजायते रागद्वेषौ तपस्विनः । तदैव भावयेत स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।।" (समाधिशतक) ભાવાર્થ : જેને ઇચ્છાઓ રોકવી છે એવા તપસ્વીને, જ્યારે મોહના ઉદયે, રાગ-દ્વેષની વૃત્તિઓ ઘેરી લે છે (ઉત્પન્ન થાય) ત્યારે શું કરવું? તેનો ઉપાય બતાવે છે, કે તે જ ક્ષણે (મોહનો ઉદય થતાં જ ચેતી જવું, ઢીલ ન કરવી) સ્વસ્થ, શાંત આત્માની ભાવના કરવી [“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (૬૯૨)] કે ક્ષણવારમાં તે રાગ-દ્વેષ શાંત થઈ જાય છે. (બો-૩, પૃ.૩૫૪, આંક ૩૫૫) રાગાદિ મટાડવાની રુચિ, શ્રદ્ધા તે જ સમ્યફદર્શન છે. રાગાદિ મટાડવા જે જાણવું તે સમ્યકજ્ઞાન છે. રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન) મટે તેવું આચરણ એ જ સમ્યફચારિત્ર છે. આવો મોક્ષમાર્ગ જાણવા યોગ્ય, માનવા યોગ્ય છે.” (મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર) (બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭) 0 પરને પર જાણ્યું તો રાગ-દ્વેષ ન કરે. તેથી પંચાત રહે નહીં. જીવાજીવને જાણે તો રાગ-દ્વેષ ન થાય અને ઉદયને લઈને થાય તો સારા ન ગણે. રાગાદિને દૂર કરવા હોય તો પહેલાં તીવ્ર રાગાદિ છોડવા અને શુભમાં પ્રવર્તવું. પછી મંદ રાગાદિરૂપ શુભભાવ પણ છોડીને શુદ્ધમાં આવવું. એ ક્રમ છે. (બો-૧, પૃ.૧૫૫, આંક ૨૭) Page #367 -------------------------------------------------------------------------- ________________ (૩૫૮) રાગાદિક દૂર થાય ત્યાં, ખરી અહિંસા ધાર; રાગાદિ પ્રગટાવતાં, હિંસા સ્વરૂપ વિચાર. તમારો પત્ર મળ્યો. કોઈ સંન્યાસી સાથે કંઈ અથડામણી થઈ, તેનો ક્ષોભ પણ પત્રમાં ઉલ્લેખ પામ્યો છે. ધાર્મિક જીવનની શરૂઆતમાં બહુ સંભાળવાનું એ છે કે કુસંગ કે કુતર્ક ચઢી જવાથી જીવને વિક્ષેપનાં કારણો ઊભાં થાય છે. રાગ-દ્વેષમાં આપણો આત્મા તણાય કે આપણા નિમિત્તે કોઇને રાગ-દ્વેષમાં પ્રવર્તવાનું બને, ત્યાં બંને પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, તે આત્મઘાત છે; આમ પોતે પોતાનો વેરી, આ જીવ થતો આવ્યો છે. રમત કરવા પણ વીંછીના દરમાં આંગળી ઘાલે તો ડંખ વાગવાનો સંભવ છે. બાકી જગતમાં આત્માની વાત તો દુર્લભ છે, ઠેકાણે-ઠેકાણે પૂછવાથી પ્રાપ્ત થાય તેમ નથી. દરેક ગજના શિરમાં મોતી હોતાં નથી, વન-વને સિંહ વસતા નથી, પર્વતે-પર્વતે હીરાની ખાણ હોતી નથી, તેમ સંન્યાસ (ત્યાગીના) વેશવાળા દરેક આત્મજ્ઞાની હોતા નથી. (બી-૩, પૃ.૨૯૩, આંક ૨૮૨) સંસાર 1 જ્ઞાની પુરુષોએ આ સંસારમાં ગમે તેવાં અનુકૂળ સુખો હોય, કોઈ પણ પ્રકારની લૌકિક સુખની ખામી ન હોય તોપણ આ સંસારનું સ્વરૂપ વિષમ, ભયંકર અને ક્લેશરૂપ કહ્યું છે. એકાંત દુઃખરૂપ આ સંસારમાં ભ્રાંતિપણે જે સુખ માન્યું હતું, તે પણ દુઃખ જ હતું. જે સુખનો વિયોગ માનીએ છીએ, તે પણ દુઃખનો જ વિયોગ છે. અનુકૂળતા-પ્રતિકૂળતા કર્મના સંયોગે પ્રાપ્ત થાય છે. અનુકૂળ સંયોગો અવિચારદશામાં સુખરૂપ લાગે છે અને પ્રતિકૂળ સંયોગો દુ:ખરૂપ લાગે છે; પણ કોઈ કર્મના સંયોગ આત્માને સુખ આપવા સમર્થ નથી. માટે સાંસારિક અનુકૂળતાઓમાં ખામી આવવાથી, જીવ તેવા સુખની ઝંખના કરે છે, તે દુઃખને જ નોતરે છે. માટે વિચારવાન જીવે જ્ઞાનીએ જે સુખ માન્યું છે, ચાખ્યું છે અને પ્રશંસ્યું છે એવા આત્મિક સુખની ઝૂરણા કરવી. તે અર્થે જ જીવને જાગ્રત કરવા સંસારમાં આપત્તિઓ આવે છે અને તે વખતે જો જીવ જાગ્રત થાય તો તે કલ્યાણરૂપ નીવડે છે. ભક્તાત્માઓને તો તે વિશેષ કલ્યાણકારક સમજાય છે. (બી-૩, પૃ.૧૮૦, આંક ૧૮૩) T સંસાર એ ઝાંઝવાનાં પાણી જેવો છે, મૃગતૃષ્ણા જેવો છે. સંસારમાં સુખ છે નહીં; જે દેખાય તે ભ્રાંતિ છે. સંસારનાં દુઃખોમાં કટુતા એટલે કડવાશ લાગે છે, છતાં એને જ ઇચ્છે છે – સંસારની જ ઈચ્છા રહ્યા કરે છે, તે માણસ ગધેડા જેવો છે. (બો-૧, પૃ.૧૬૧, આંક ૩૨) D જેમ ગધેડાનું પૂછડું પકડયું હોય અને લાત મારે તોય છોડે નહીં, તેમ જીવ સંસારમાં દુઃખ ભોગવે છે, તેમ છતાં તેને જ પકડી રાખે છે, છોડતો નથી. (બો-૧, પૃ.૨૯૦, આંક ૪૦) D મહાત્મા જ્ઞાની પુરુષોએ સંસારનું સ્વરૂપ જાણ્યું ત્યારે એક નિશ્ચય ઉપર આવ્યા કે કોઈ પણ પ્રકારે સંસારમાં સુખ નથી. Page #368 -------------------------------------------------------------------------- ________________ (૩૫૯) વૈરાગ્ય આવ્યાં બાદ તો એક ભવ પણ સહન કરવો પડે, તે સહન થાય નહીં. સંસારમાં રહેલો જીવ એમ જાણે કે આટલું કરી લઉં, એકાદ ભાવ વધારે કરવો પડશે તો કરીશું; પણ સંસાર તો એવો છે કે આંગળી આપતાં પોંચો પકડી લે અને છૂટવા દે નહીં. કોઇ ઘૂંક્યું હોય તે ઉપર માખી બેસે અને તેના પગ ભરાય ત્યારે જોર કરે તો વધુ લબદાય, માથું મારે તો માથું ભરાય, પણ છૂટે નહીં; તેવું સંસારનું સ્વરૂપ જાણવું. સંસારમાં આસક્તિ રાખવી અને મોક્ષ મેળવવો, તે બને તેવું નથી. જેમ જેમ આસક્તિ ઓછી થતી જાય, તેમ તેમ જ્ઞાનીપુરુષનું કહેવું સમજાય. (બો-૧, પૃ.૭, આંક ૮). D અસાર, અશરણ અને ભયંકર એવા સંસારનું સ્વરૂપ જ્ઞાનીપુરુષે વારંવાર અનંત કુસંગરૂપ વર્ણવ્યું છે, છતાં જીવને કોણ જાણે શી મહત્તા લાગી ગઈ છે કે એ સંસાર સિવાય બીજે, એની વૃત્તિ દ્રઢ થતી નથી. ચક્રવર્તી જેવા અતુલ્ય પુણ્યસંચયવાળા અને સંસારભરમાં મહાન મનાતા પણ ખાલી હાથે ચાલી નીકળ્યા; કોઈ તો નરકે ગયા; તો આ પામર જીવ આ સંસારમાંથી શું સાથે લઈ જવા વિચાર કરી, તેમાં જ તલ્લીન થઈ રહ્યો છે? તે બહુ બહુ વિચારવા જેવું છે. (બી-૩, પૃ.૬૨૧, આંક ૭૨૨) D સંસારનું સ્વરૂપ જ્ઞાનીઓએ અત્યંત ક્લેશમય દીઠું છે, તે સત્ય છેજી. ગમે તેવા સમજુ માણસને પણ જંપવા ન દે તેવો સંસાર છે, તેથી જ્ઞાનીઓએ તેને પૂંઠ દીધી છે. તેમાં કંઈ જોવા જેવું નથી જાણી, આંખો મીંચી દીધી છે. તેમાં કંઈ કરવા જેવું નથી જાણી, હાથ પર હાથ રાખી નિષ્ક્રિયતા ધારી છે. ચરણને સંસારમાં પ્રવર્તાવવાનું બંધ કરી, પદ્માસન વાળી બેઠા છે. આવા વીતરાગપુરુષના ઉપાસકને માત્ર ઉદાસીનતા જ આરાધવી ઘટે છેજી. પ્રારબ્ધ બાંધ્યા પ્રમાણે દેખાવ દે, તેમાં તણાઈ જવા જેવું નથી. સમજણની કસોટી સંસારમાં ડગલે અને પગલે થયા કરે છે. આવા દુસ્તર સંસારને જ્ઞાની પુરુષો નિર્વિકલ્પદશા આરાધી, ગાયની ખરીમાં પાણી ભરાય તેવો અલ્પ કરી, ઓળંગી ગયા છે). (બી-૩, પૃ.૭૯૭, આંક ૧૦૨૫) | આપનો પત્ર, બે ભાઈઓના દેહોત્સર્ગ સંબંધી ખેદકારક સમાચારવાળો મળ્યો. સંસારમાં તો મોટે ભાગે દુઃખ જ છે, શાતાજનિત સુખ પણ નહીં જેવું જ છે. ખરી રીતે તો એકાંત દુઃખરૂપ જ, સંસારનું સ્વરૂપ પરમકૃપાળુદેવે વર્ણવ્યું છે; તે સમજી નિરંતર, સાંસારિક પ્રસંગોમાં ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે'. પરોપદેશે પાંડિત્ય” તો આ જીવે ઘણી વાર કર્યું છેપણ હવે અંતરમાં સાચી ઉદાસીનતા જાગે, અને આ કલ્પિત વસ્તુનું આટલું બધું માહાભ્ય ર્દયમાં વસ્યું છે તે ઝાકળના જળની પેઠે ઊડી જાય, જગતમાન્ય વસ્તુઓ સાવ તુચ્છ નજરે જણાય અને બધો પરવસ્તુ પ્રત્યે ઢળેલો પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે ઢળે, એવા ભાવની ઉપાસના, મારે-તમારે-બધાએ વગર વિલંબે કર્તવ્ય છેજી. વર્તમાન પ્રસંગો આપણને જાગૃતિ આપવા સમર્થ છે કે આપણા ઉપર જ આવી પડે ત્યારે જાગવું છે? અનંત પરિભ્રમણનો વિચાર કરીએ તો આપણા ઉપર પણ આવા અનેક પ્રસંગો આવી ચૂક્યા છે, છતાં જેમ સવાર થતાં ઠંડી પડે ત્યારે ઊઠવાને બદલે, ચાદર ખેચી-ખેંચીને માથું ઢાંકી ઊંઘવા પ્રયત્ન કરતા આળસુની પેઠે, તે તે પ્રસંગો પ્રત્યે આંખ આડા કાન કર્યા છે, મોહનિદ્રાની મીઠાશ અનુભવી છે, ઝેર જેવું લાગ્યું નથી. આ આદત ફેરવ્યે જ છૂટકો છેજી, (બી-૩, પૃ.૪૬૪, આંક ૪૮૭) Page #369 -------------------------------------------------------------------------- ________________ (350 T સંસારને જ્ઞાની પુરુષોએ સમુદ્ર સમાન વર્ણવ્યો છે, તેમાં જીવ અનાદિકાળથી ડૂબકાં ખાઈ રહ્યો છે; તેમાંથી તરવા માટે આત્મજ્ઞાની ગુરુ વહાણ સમાન છે, તેનો આશ્રય લેનાર તરી શકે છે અને સર્વ સુખ પામી શકે છે; પણ જેને સમુદ્રમાં તરવાની મજા કરવી હશે, તેને પાસે થઈને જતું વહાણ પણ કંઈ કામનું નથી; તેમ જેને હજી સંસારના સુખની ઇચ્છા છે, તેમાં સુખની કલ્પના કર્યા કરે છે, તે પાણીરૂપ સંસાર તજીને સદ્ગુરુના શરણરૂપ વહાણમાં બેસી શકતો નથી. એવા અભાગિયા જીવને ખારા પાણીમાં જ બૂડી મરવાનું રહ્યું. દરિયામાં ગમે તેટલું પાણી હોય પણ તે પીવાના કામમાં આવતું નથી; તેમ સંસારના સર્વ પદાર્થો રાજવૈભવ, સુખસાહ્યબી બધાં ખારા પાણી જેવાં છે, તેની સ્વપ્ન પણ ઇચ્છા કરવા યોગ્ય નથી, એમ જ્ઞાની પુરુષો પોકાર કરી-કરીને કહે છેતે જે માનશે તેને સાચું શરણું પ્રાપ્ત થશે. સંસારમાં મનાતાં સુખ જેના છૂટી ગયાં, તેના ઉપર પરમકૃપાળુદેવની કૃપા થઈ, એમ માનવા યોગ્ય છેજી. અત્યારે નહીં સમજાય, પણ વિચાર કરતાં હૈયે બેસે, તેવી એ વાત છે. (બો-૩, પૃ.૧૭૯, આંક ૧૮૨). D સંસારનું સ્વરૂપ તો એક જ્ઞાની પુરુષે પરમકૃપાળુદેવે યથાર્થ જાણ્યું છે. તેમણે તો સંસારમાં ઠામ-ઠામ દુ:ખ જ દીધું છે અને આપણા જેવા મૂઢ દુષ્ટ જનોને તેમાં વગર વિચાર્યું દોડતા અટકાવવા અર્થે ઉપદેશ કર્યો છે કે “વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુ:ખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.” (પ૩૭) (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) | | સંસારની ચિંતા કરીએ કે ન કરીએ, તે સરખું છે. આપણું ધાર્યું કંઈ થતું નથી. ન જોઇતી ફિકર-ચિંતા કરવાનું જીવ માંડી વાળે તો જીવને નિરાંત વેદાય તેમ છે; પણ હું કરું છું, હું સારું કરી શકું છું, મારી સલાહ વગર બીજા કરશે તો બગડી જશે આદિ અભિમાન જીવને ન જોઇતી ચિંતામાં દોરી, ફસાવી રાખે છે. (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૪). એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાયે સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે.'' આ વચનો, જેનાં દ્રઢ અનાસક્ત પરિણામ થયાં હતાં, તેવા મહાપુરુષનાં મુખથી ગવાતાં આપણે સાંભળ્યાં છે, તેના ગવરાવ્યા ગાયાં છે, તેવા ભાવના ઉલ્લાસમાં જીવ ઊછળ્યો છે, તેને હવે આ અસાર, નીરસ, ભયંકર અને બળતા સંસારમાં ફૂદાની પેઠે પડવાનું કેમ ગમતું હશે ? તે બહુ ઊંડા ઊતરીને વિચારી, તે મહાપુરુષના પંથે તેમની પાછળ-પાછળ, તેમના પગલે-પગલે ચાલવા માટે જરૂર કમર કસવી ઘટે છેજી. ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી ?' “પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જોને.” આ, ભક્તિમાં ગવાતાં પદોનો રંગ ઊતરી ન જાય, પણ ચોમાસામાં નદીમાં પૂર આવે તે ભલે ઊતરી જાય, પણ બારે માસ પ્રવાહ વહેતો હોય, તે તો સુકાવો ન જોઈએ; તેમ સપુરુષના યોગે જે ઉત્સાહ પરમપુરુષના સંગના બળે હતો, તેટલો હાલ ન જણાય તોપણ જે વલણ થયું છે તે ટકી રહે, Page #370 -------------------------------------------------------------------------- ________________ - ૩૬૧) અને તેમાં વૃદ્ધિ અત્યારે ન બને તો ભલે, પણ તેની સ્મૃતિ કરી તે ભાવના, તેની ઉત્તમતા વારંવાર સાંભરી આવે, તેમ વાંચન, સ્મરણ તથા વિચારથી આ નિર્માલ્ય જગતનો ઝાંઝવા જેવાં, સુખ કહેવાતાં દુ:ખોની ઇચ્છા તો જરૂર થવા દેવી જોઇતી નથીજી. વખતે પૂર્વ અભ્યાસને લઈને તેવી વૃત્તિ ઊઠે તો તેને ધિક્કારીને કાઢી મૂકવી ઘટે છેજી. (બી-૩, પૃ. ૨૪૨, આંક ૨૩૬). જેને મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થઇ છે, સપુરુષનો સંગ થયો છે, મંત્ર આદિ સાધન પ્રાપ્ત થયાં છે તેને પણ, આ કળિકાળમાં મોક્ષમા પ્રવર્તતાં અનેક અંતરાય આડા ફરે છે. અનેક પ્રકારના રોગની પીડા, વૃદ્ધાવસ્થા, પ્રમાદ, વિષય, કષાય, કદાગ્રહ, અસત્સંગ અને મરણ આદિ ચોરો, આ સંસારરૂપી ઝાડીમાં સંતાઈ રહ્યા છે. તે પોતાને અનુકૂળ નિમિત્તોની જ રાહ જોઈ રહ્યાં છે કે અમારી પાસે એ ક્યારે આવે કે એને અધોગતિમાં ગબડાવી દઈએ. આવો મહાભયંકર સંસાર છે, તેથી વિચારવાન પુરુષો ત્રાસ પામ્યા છે. તેથી સત્પષરૂપ વળાવો-નેતા અને તેની અમોઘ વાણીરૂપ શસ્ત્રનો આશ્રય લઈ, શીઘ તેનો પાર પામવા પુરુષાર્થ કર્યા કરે છેજી. (બી-૩, પૃ.૫૮, આંક ૪૩) D પ્રશ્ન : સંસારનો ક્ષય કેમ થાય? વખત વધારે ન લાગે, એવો કયો રસ્તો છે? પૂજ્યશ્રી સત્સંગનો યોગ એવો છે કે જીવના ભાવ ફરતાં વાર નથી લાગતી. થોડા વખતમાં ઘણું કામ થઇ જાય. કમઠની પાસે પાર્શ્વનાથ ગયા. ત્યાં સાપ નીકળ્યો. સાપને ભગવાનનાં દર્શન થયાં, સ્મરણ મળ્યું, તેથી ધરણેન્દ્ર થયો. એ બધાનું કારણ સત્સંગ. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય એવો આ સત્સંગ છે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. ભાવ ફેરવવાનો ઉપાય સત્સંગ છે. સાચી વસ્તુનો વિશ્વાસ આવે તો કામ થઈ જાય. “મારે શું કરવું કે જેથી સુખ મળે?' એવી મૂંઝવણ થાય, ત્યારે માર્ગ મળે. જ્યાં સુધી ભગવાનનું શાસન છે, ત્યાં સુધી કોઈ ને કોઈ મહાપુરુષ તો હોય છે જ. ગરજ જાગવી જોઇએ. (બો-૧, પૃ.૮૭) પરમકૃપાળુદેવે કહ્યું છે : ““કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) સંસારમાં જન્મીને આજદિનપર્યત જીવે જે ગડમથલ કરી છે, તેનો હિસાબ કાઢે તો સરવાળે દુઃખ, દુઃખ ને દુઃખ જ જણાય તેમ છે. સર્વ બાજુથી જ્ઞાની પુરુષોએ વિચાર કરીને નિર્ણય કર્યો છે કે સંસાર એકાંત દુ:ખરૂપ છે, એકાંત શોકરૂપ છે, અસાર છે, ભયંકર છે, મોહની જાળરૂપ છે, રાગ-દ્વેષનાં ફળથી પ્રગટ બળતો છે. તેમાં વળી આ કળિકાળમાં તો જ્યાં જુઓ ત્યાં ક્લેશ, દુઃખ અને ઉપાધિથી જીવો બળી રહ્યા છે. સંસારનું સ્વરૂપ વિચારવાનો અને સમજવાનો યોગ, દુઃખનો પ્રસંગ છે. સુખના પ્રસંગમાં વિચાર આવવા મુશ્કેલ છે. સંસંગે કંઈ સાંભળીને વિચાર કરવા જાય પણ સંસારની અનુકૂળતા આગળ અસારતા ભાસવી બહુ કઠણ છે; પરંતુ આવા દુ:ખના પ્રસંગે જેમ જ્ઞાનીઓએ સંસારનું સ્વરૂપ, ઘણો વિચાર કરી નિશ્ચિત કર્યું છે તેવું, ભાસવા સંભવ છે; કારણ કે વૈરાગ્યના પ્રસંગો મોહને મંદ કરે છે, તે વખતે દુ:ખને સુખ માનવાની ભ્રાંતિ ખસવા લાગે છે અને જ્ઞાનીનાં વચનો મીઠાં લાગે છે. તે મહાપુરુષે અનંત દયા લાવીને, જે બોધ આ જીવને જાગ્રત કરવા કર્યો છે, તેનો ઉપકાર જીવને સમજાય છે; અને અનંતકાળથી જન્મમરણ, જન્મમરણ કરી રહેલા આ જીવની દયા જાગે છે. હવે એ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જન્મમરણની પરંપરાનાં દુઃખ દૂર થાય, તેવી દવા જ્ઞાની ગુરુએ જણાવી છે, તે ભાવ ગરજ રાખીને સેવે છે અને તે સંસારના આંટા ઉકેલવા પુરુષાર્થ બમણા બળથી કરે છેજી. તે કેવા પ્રકારે ? ‘‘શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.''(૬૯૨) ‘‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’’ (બો-૩, પૃ.૫૮૫, આંક ૬૬૩) D ‘‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (૪૬૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. છતાં ક્લેશ થાય છે અને તેનું માઠું પરિણામ દુર્ગતિરૂપ આવે છે; તેનું કારણ જણાવતાં પોતે લખે છે : ‘અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.'' (૪૬૦) એમ તેનો ઉપાય પણ દર્શાવ્યો છે. તો પ્રથમ શાનો સદ્વિચાર કરવો ? તે વિષે લખે છે : ‘‘તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આમ આપણને જે ‘‘આત્મસ્રાંતિ સમ રોગ’' વર્તે છે, તેનો ઉપાય બતાવ્યો છે. તે જાણી બીજા બધા રોગ કરતાં આ રોગ અનાદિકાળથી જામી ગયેલો જૂનો છે, માટે તેને કાઢવા માટે જ્ઞાનીપુરુષે ‘‘ઔષધ વિચાર ધ્યાન'' તથા ગુરુઆજ્ઞા સમ પથ્ય'' દર્શાવ્યા છે, તે સેવવા પડશે. "" આ ભયંકર, અસહ્ય સંસારનાં દુઃખથી બચવું હોય તો અનન્ય ભાવે, એકનિષ્ઠાએ, સર્વસ્વપણે, પરમ પ્રેમે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ચિત્ત રાખી, તેને ક્ષણવાર વીસ૨વા નથી, એવું વ્રત લેવા યોગ્ય છે. એને મૂકીને બીજામાં ચિત્ત જાય છે, ત્યાં બળતરા, બંધન અને ભવભ્રમણ ઊભું થાય છે. માટે આત્મહિતને ઇચ્છનાર સરળભાવી, ભદ્ર-પરિણામી જીવે મનમાં એવી ગાંઠ વાળી દેવા યોગ્ય છે કે આટલો ભવ તો આ પરમપુરુષની ઉપાસના કરવા દે. (બો-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) સંસારમાં એક તલ જેટલી જગ્યા પણ દુ:ખ સિવાયની નથી, એમ પરમકૃપાળુદેવે લખ્યું છે અને અનેક તીર્થંકરોને તેવું જ ભાસવાથી, અત્યંત ઉદાસીનતા સંસાર પ્રત્યે વધતાં, તેનો ત્યાગ કરી તે મોક્ષે ગયા; પણ આ જીવને હજી સંસારમાં કંઇ ને કંઇ મીઠાશ વર્તે છે, તેથી આબરૂ, ધન, સગાં અને ઓળખીતાને અર્થે મનુષ્યદેહની ઉત્તમ મૂડી વ્યર્થ વહી જવા દે છે, અનેક કર્મો ઉપાર્જી સંસારપ્રવાહમાં તણાય છે, તેનું યથાર્થ ભાન પણ નથી. પરમકૃપાળુદેવના હ્રદયમાં આ સંસાર પ્રત્યે કેટલો વૈરાગ્ય હશે, તેનું માપ કાઢવા આ પામર પ્રાણી અસમર્થ છે. તેની પાસે તેવો કોઇ ગજ નથી કે જેથી તે માપી શકે. તેની પાસે તે સાંસારિક ભાવો જ ભર્યા છે અને મહાપુરુષોમાં કંઇક આવા ભાવો ઓછા હશે એમ માને, પણ આસમાન-જમીન જેટલો તેમનામાં અને આપણામાં ભેદ છે. તેમને ઉદય હતો, પણ નહીં જેવી અસર તેમને કરી શકતો; પણ આ જીવને ઉદય ન હોય તોપણ ઉદીરણા કરીને સંસારની શાતા ભોગવવાની વૃત્તિ છે. તેનો ક્ષય કરવા જીવ તત્પર થશે ત્યારે તે મહાપુરુષના અપાર સામર્થ્યની કંઇક ઝાંખી થશે. ‘‘અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ જાણીએ છીએ.'' (૨૫૫) આવા ભાવોની, વિદેહીદશાની પરીક્ષા આ જીવને ક્યાંથી થાય ? તેના ચરણની ઉપાસના એ જ તેના જ્ઞાનનો અંશ પામી સંસારથી તરવાનો ઉપાય છે, તે સહજ જણાવવા આ લખ્યું છે. તેની ભક્તિ આ ભવમાં મળી છે, તે મહાભાગ્યનું ફળ છે; તે ટકી રહી તો સંસારનો ભાર નથી કે જીવને તેમાં વધારે ગોથાં ખવડાવે, માટે મંત્રસ્મરણ, ભક્તિમાં તલ્લીન રહેવાનું રાખશો. જેની ભક્તિ સાચી હોય, તેને જ વિકટતારૂપી કસોટી ઉપર ચઢવાનું ભાગ્ય પ્રાપ્ત થાય છે. માટે હિંમત હારવી નહીં. દૃઢ શ્રદ્ધા સહિત બને તે કરી છૂટવું, પણ ગભરાવું નહીં. આ કસોટીમાં પાસ થાય તે ઉચ્ચદશાને પામે, એવો નિશ્ચય રાખવો ઘટે છેજી. (બો-૩, પૃ.૭૮૯, આંક ૧૦૦૮) D પ્રારબ્ધ પ્રમાણે કુળ, જ્ઞાતિ, ગામ આદિ જેમ પ્રાપ્ત થયાં છે, તેમ ધન, સંપત્તિ, સુખદુઃખ આદિ પણ પ્રાપ્ત થાય છે. તેને અંગે, ધંધા આદિ કારણે, સંસ્કાર અનુસાર ચેતન-અચેતન પદાર્થોના પ્રસંગમાં જીવ આવે છે; પરંતુ નવીન કર્મનો બંધ, પોતાના વર્તમાન ભાવ-પરિણામ ઉપર આધાર રાખે છે. જો શુભભાવ – સદાચરણના, ન્યાયનીતિના કે પરોપકારના – વર્તતા હોય તો જીવ પુણ્ય બાંધે છે; તેમ જ ઇર્ષા, અદેખાઇ, પરનું અહિત કરવાના, પાપ-આચરણના, સાંસારિક ભોગ ભોગવવાના ભાવ વર્તતા હોય તો તેથી પાપ બંધાય છે. આમ પુણ્ય-પાપ બાંધી, તેનાં ફળ સુખદુઃખ ઉદયમાં આવે છે ત્યારે તે જીવ ભોગવે છે. વળી પાછો ભોગવતાં, જેવા ભાવ કરે છે તેવાં કર્મ બાંધે છે. એમ અનાદિકાળથી સંસાર-પરિભ્રમણમાં જીવ ભમે છે. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જણાવ્યું છે : વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.’ "" આટલી એક ગાથામાં આખું સંસારનું સ્વરૂપ અને તેથી મુક્ત થવાનું સ્વરૂપ પણ સાથે આવી જાય છે, પરંતુ યોગ્યતા પ્રમાણે સમજાવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૩, આંક ૬૧) કોઇ પૂર્વના સંસ્કારે કંકાસ-ક્લેશ અને અપશબ્દોનો વરસાદ વરસાવનારી મા મળી હોય, તેનાં છોકરાં પણ ટેવાઇ જાય છે અને જાણે છે કે એ તો એવું જ બોલે, ખોટું લગાડયે ક્યાં પાર આવે તેમ છે ? તેમ પ્રતિકૂળ સંયોગોથી ભરપૂર આ સંસારરૂપ જનની સાથે પાનાં પડયાં છે, તેને પણ જીવે વારંવાર ગણકારવા યોગ્ય નથી; તે તો તેનો સ્વભાવ ભજવે અને આપણે આપણું - સત્પુરુષે બતાવેલું - કામ કર્યા જવાનું છેજી. સંસારની ઉપાધિ પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ કર્યે પાર આવે તેમ નથી. સંસાર સંબંધી જેમ થતું હોય તેમ થવા દઈ, મે'માનની પેઠે થોડા દિવસ આ સંસારમાં રહેવાનું છે, ત્યાં સુધી તે દુઃખદાયી સંસારમાં ફરી જન્મવું ન પડે તેવું કાર્ય - જ્ઞાનીની આજ્ઞાનું આરાધન - કરી લેવાની ચાનક, હૃદયમાં નિરંતર રાખવી ઘટે છેજી. રયણાદેવીની વાત ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા. (ઉપદેશમૃત પૃ.૧૯૭ ફૂટનોટ) તેવું સંસારનું સ્વરૂપ છે. તેના તરફ નજર પણ કરવા યોગ્ય નથી; નહીં તો સદ્ગુરુએ આપેલા સાધનરૂપ મગરમચ્છની પીઠ ઉપરથી ઉછાળી, કટકે-કટકા કરી, સમુદ્રમાં પત્તો ન લાગે તેમ વેરી દે, અનંત પરિભ્રમણ કરાવે તેવો સંસાર છેજી. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪) પ.પૂ. પ્રભુશ્રીજીના બોધની સ્મૃતિને આધારે, નીચે લખ્યું છે, તે સર્વેએ મુખપાઠ કરવા યોગ્ય, વારંવાર વિચારવા છેજી: “એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પરુષે આત્મા જાણ્યો છે, તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો તે સર્વથી જુદો કરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તોપણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે. એમ દ્રઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઇએ. અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે તોપણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે, તે બધું જવાનું છે; પણ આત્માનો કદી નાશ થનાર નથી. તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણે માની હર્ષ-શોક કરવા જેવું નથી. આટલી ઉંમર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઈ ગયા, પણ કોઈ રહ્યા નથી, બધા ગયા; તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી? એની મેળે જ જે નાશ પામવાના છે તેથી મૂંઝાવું શું? ફિકરના ફાકા મારી જવા જેવું છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું; નહીં તો પ્રમાદ થાત. સદગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઈ ફિકર નથી.' (ઉપદેશામૃત પૃ.૩૩૯) આટલું વારંવાર વિચારી, સમજી, જો જીવ આચરણમાં મૂકે તો પછી તેને સંસાર શું કરી શકે ? કાયર થયા વિના બીજી ઇચ્છાઓ અને નિમિત્તોમાં તણાઈ ન જવાય તેવી જાગૃતિ રાખી, જીવ અભ્યાસ આદરે તો અમૃત સમાન આટલો બોધ, જીવને જન્મમરણનાં દુઃખોમાંથી બચાવી, પરમપદ પમાડે તેવો છેજી. જ્ઞાની પુરુષોએ અનંત દયા આણીને, આપણા જેવા માર્ગના અજાણ જીવોને, આ કાળમાં સર્વ શાસ્ત્રના સારરૂપ ટૂંકી વાત જણાવી; તેની પકડ કરી લેવી તે આપણા હાથની વાત છે). એમાં બીજા કોઈનું બળ કામ આવે તેમ નથી. માટે મરણિયા થઈને આટલું તો જરૂર કરી લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૨૪૪, આંક ૨૩૮) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર જણાવે છેઃ “આ જગત ધૂતારું પાટણ છે; જાગે તે જીવે, ઊંધે તે મરે.” આખો લોક વિબો, ક્લેશો, દુઃખો અને ત્રિવિધ તાપથી ભરેલો છે. એવા ભય ભરેલા સંસારમાં નિર્ભય રહેવા યોગ્ય નથી. કોઈ માતારૂપે, કોઈ પિતારૂપે, કોઈ પુત્રરૂપે, કોઇ ભાઇરૂપે, કોઈ ભત્રીજારૂપે, કોઈ ભત્રીજીરૂપે, કોઈ પત્નીરૂપે, કોઈ પતિરૂપે આ સંસારસમુદ્રમાં મગરની પેઠે, આપણને ઊંડા જળમાં ખેંચી જવા મથે છે; અનેક પ્રકારની કલ્પનાઓરૂપી વમળમાં આ જીવ ગૂંચાયો છે. માથે મરણ ભમે છે. લીધો કે લેશે થઈ રહ્યું છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ (૩૫) આંગળી આપતાં પોંચો પકડી લે એવો સંસારનો વ્યવહાર છે. તેમાંથી બચવાના ઉપાય એક સપુરુષની વાણી, સપુરુષ ઉપર શ્રદ્ધા, તેની આજ્ઞા ઉપાસવાની તત્પરતા એ છે. આટલું છતાં પણ પૂર્વકર્મ તો ઉદયમાં આવવાનાં જ. પરંતુ “શરણ કરે બળિયાતણું' તો તે કર્મનો નાશ થવાનો છે, ફરી તે કર્મો આવવાનાં નથી. (બો-૩, પૃ.૭૭, આંક ૬૭) | આ ઉત્તમ મનુષ્યભવ જેમ તેમ જવા દેવા યોગ્ય નથી. તેમ કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યોગ્ય નથી. આ કાળનાં અલ્પ અને અનિયમિત આયુષ્ય તરફ નજર કરીએ તો આ સઘળું સ્વપ્ન સમાન લાગ્યા વિના નહીં રહે. તાડના ઝાડ ઉપરથી ફળ પડે, તેને જમીન ઉપર આવતાં બહુ વાર લાગતી નથી, તેમ ગર્ભમાં આવી જન્મ થયા પછી જીવને મરણરૂપી ભૂમિકા સ્પર્શતાં બહુ લાંબો કાળ લાગતો નથી. વચલા ગાળામાં જે કાળ જાય છે તે નહીં જેવો છે, તે જન્મમરણ વચ્ચેનો કાળ આપણે આરંભ-પરિગ્રહ, ધન કમાવામાં કે સગાંસંબંધીની ચિંતામાં કે સુખની સામગ્રી એકઠી કરવામાં ગાળીએ છીએ, તે અનાદિકાળના હિસાબમાં અલ્પ સમય છે, કંઈ ગણતરીમાં નથી છતાં તેમાં જીવ કેટલો ક્લેશ કરે છે? કેટલાં બધાં કર્મ બાંધે છે? જાણે અહીં ને અહીં અનંતકાળ રહેવું હોય તેમ બધી ગોઠવણ કરે છે; પણ ઊંઘતા માણસને આંખ ઊઘડતાં જ બધું સ્વપ્ન મિથ્યા લાગે, તેમ સદ્ગુરુના બોધે સમ્યફ સમજ આવતાં, જીવને આ બધી સંસારની ધમાલ સ્વપ્ન સમાન કે સિનેમાના ખેલ જેવી કે નજરબંધી કરી લોકોને આશ્ચર્ય પમાડનાર જાદુના ખેલ જેવી, આપણી બધી પ્રવૃત્તિ લાગે છે. માટે આ નકામી અને અંતે અનર્થકારી સંસારી પ્રવૃત્તિમાં ચિત્તની વૃત્તિ વહેતી હોય, તે સદ્ગુરુને શરણે લાવી, સંસારનો નાશ કરવા ચિત્તમાં લક્ષ રાખવો યોગ્ય છે. માટે આજ સુધી થઈ તે થઇ; પણ હવે કાળ નકામો ન જાય, અને જેમાં આપણે કંઈ લેવા-દેવા ન હોય, તેવાં કામમાં પડી નકામાં કર્મબંધન કરવામાં ખોટી થવું અને મરવું, એ બરાબર છે એમ માની, આ આત્માની દયા લાવી, ઝાઝો કાળ તેને સંસારમાં રઝળવું ન પડે તેવી શુભ પ્રવૃત્તિમાં, સદ્ગુરુ આજ્ઞાએ વર્તવામાં કાળ ગાળવો યોગ્ય છે'. (બી-૩, પૃ.૪૦ આંક ૨૭). | દરિયામાં પાણી ખારું જ હોય છે, તેમ સંસારમાં દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. સુખ લેવા જીવ જાય છે પણ દુઃખ ખમીને ધરાઈ જાય છે, છતાં સંસારની મીઠાશ છૂટતી નથી, એ આશ્ચર્ય છે ! આવું સંસારનું સ્વરૂપ મહાપુરુષે જાણ્યું. તેથી તેનો મોહ છોડી, સંસારના મૂળરૂપ દેહાધ્યાસ કે મિથ્યાત્વ, તેનો તેમણે ક્ષય કર્યો અને આત્માને અર્થે જ મનુષ્યભવ ગાળીને મોક્ષે ગયા. આપણે એમને પગલે-પગલે ચાલી, દેહને બદલે આત્માની સંભાળ રાખતાં શીખીશું તો અનંત સુખને માર્ગે ચઢીશું. વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને ત્યાગનો લક્ષ રાખી, વર્તમાન સંજોગોમાં વર્તવું પડે તેમ ઉદાસીનભાવે વર્તવા ભલામણ છે અને ભવિષ્યમાં સંસારથી છુટાય તેમ વર્તી, આત્મહિતને મુખ્ય રાખી, જીવન ગાળવા ભલામણ છે). (બો-૩, પૃ.૭૩૨, આંક ૮૯૪) [ આ જગતનું સ્વરૂપ દુઃખરૂપ છે. ખારા સમુદ્રમાંથી ગમે ત્યાંથી પાણી ભરી લાવો તો તે ખારું-ખાટું દવા લાગવાનું જ, તેમ આધિ-વ્યાધિ-ઉપાધિથી ખદબદતાં સંસારમાં શાંતિ ક્યાંય ખોળી જડે તેમ નથી. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬) તે સંસાર, જેને સ્વપ્ન સમાન સ્પષ્ટ નિરંતર લાગ્યા કરે છે અને પુરુષ તરવાનું સાધન જે નિશ્ચયપણે જાયું છે અને તે જ સાધન આ મોહાંધ જીવોને આધારરૂપ, આ ભવરૂપી વનમાં છે એમ જાણી વારંવાર ઉપદેશ્ય છે, પકડ કરવા જણાવ્યું છે, તે સત્સંગયોગે સાંભળી, વિચારી, હિતકારકરૂપ નિર્ણય કરી, તેનો આધાર ગ્રહણ કરી, દ્રઢપણે શ્રદ્ધા અને બળપૂર્વક આરાધતાં, આ કળિકાળના પ્રબળ પૂરમાં તણાતાં બચી જવાય તેમ છેજી. (બો-૩, પૃ.૧૭૦, આંક ૧૭૫) 3 આ સંસાર દુ:ખથી ભરેલો છે. તેમાં સુખ શોધવું તે વ્યર્થ છે. કોઈ અસંસારી આત્મજ્ઞાની પુરુષની અપૂર્વ વાણીથી જીવ મોહનિદ્રાથી જાગે, તો તે સત્પરુષની આજ્ઞાએ વર્તતાં આ સંસારને તરી જવાય છે; એવો કોઈ અપૂર્વ યોગ આ મનુષ્યભવમાં બને છે; એટલો આ અસાર સંસારમાં સાર છે. બાકી ખારા સમુદ્રનું ગમે તેટલું પાણી પી જાઓ તોપણ તૃષા મટે તેમ નથી કે શાંતિ વળે તેવું નથી. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, તેના દાસના દાસ થઈ રહીએ.” મીઠી વીરડીનું પાણી, થોડું પિવાય તોપણ તરસ છીપે છે, તેમ સપુરુષનાં દર્શન-સમાગમ કે બોધ અલ્પ પ્રાપ્ત થાય તો પણ તે શાંતિનું કારણ છે. (બી-૩, પૃ.૮૮, આંક ૭૮) ID પરમકૃપાળુદેવનો માર્ગ સાચા બનવાનો છે; સાચા બનીએ તેવા સંયોગો તે ઊભા કરે છે. તે તેની પરમ કૃપા ગણી, ખેદ વિસર્જન કરવા વિનંતી છે. પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઇ ઉપર સાંસારિક કારણોનો ખેદ દૂર કરવા અનેક પત્રો લખ્યા છે, તે વારંવાર વિચારશો. “ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ઇત્યાદિ વારંવાર વિચારી પ્રતિબંધથી છૂટવું છે. કોઈ પ્રત્યે ઈર્ષા થવાનો પ્રસંગ આવે તો “પોતાનું ભૂંડું કરનારનું પણ ભલું થાઓ.” એવી પ.પૂ. પ્રભુશ્રીજીની શિખામણ સંભારી, સંતોષપૂર્વક પૂર્વકર્મ ખંખેરી, પેલે પાર જતા રહેવું છે. આવા ક્લેશકારી સંસારમાં સુખ અને સગવડ હોઈ શકે, એવી કલ્પના પણ ભૂલ ભરેલી છે. ભવિષ્યની એક પળનો પણ વિચાર કર્યા વિના, વર્તમાનમાં જેમ નિર્મળ પરિણામ રહે તેમ એકલા વિચરી શકો તો વિશેષ શાંતિ અને આત્મબળ પ્રતીતિમાં આવશે. પછી જેવા સંયોગ ઉપસ્થિત થાય તેમ વર્તવામાં હરકત નથી. સદ્ગત શ્રી..નો બોજો લઇને ફરતાં હતાં, તેથી હવે તો હલકાં થયાં છો. લોકલાજ દૂર કરી, એક પરમકૃપાળુદેવને જ સહયોગી ગણી, આટલો ભવ પૂરો કરવો છે; એમ કરવાથી વધારે સ્વતંત્ર અને સુખી થશો. જેને ગરજ હશે, તે તમારો સહવાસ શોધશે. તમારે હવે કોઈની પાસેથી કંઈ લેવું નથી. મીરાંબાઇની પેઠે જૈન મીરાં બની જીવો; તેનાં ગુણગાનમાં મસ્ત બનો. “વિઠ્ઠલ વરને વરીએ, જગથી નહીં ડરીએ; સંસારીનું સગપણ કાચું, પરણીને રડાવું પાછું. એવું તે શીદ કરીએ? વિઠ્ઠલ૦” (બી-૩, પૃ.૨૯૧, આંક ૮૩૧) Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭) D આપની મૂંઝવણનું કારણ જાણ્યું છે. સંસારનું સ્વરૂપ જ એવું છે. ચાર રસ્તા વચ્ચે જેનું મકાન હોય, તે કહે કે મારા મકાનની આજુબાજુ લોકોની ગરબડ બહુ થયા કરે છે – એમ ફરિયાદ કરે તો તેને કહેવાય કે ભાઇ, તે જગ્યા જ ગરબડનું ધામ છે; ત્યાં તારો વાસ છે, તો સહન કર્યું જ છૂટકો છે, કે તે જગ્યા બદલી નાખવી, એ ઉપાય છે. તેમ દુઃખના દરિયા જેવા સંસારમાં દુઃખ સિવાય બીજું કંઈ જ જણાશે નહીં. તેથી છૂટવું અને મોક્ષે જવું; અને ન છૂટાય ત્યાં સુધી સમભાવે સહન કરવું યોગ્ય છેજી. પરમકૃપાળુદેવની અનંત કૃપાથી સત્સાધનરૂપ મંત્ર, ભક્તિ આદિની આજ્ઞા મળી છે; તેનો વિશેષ-વિશેષ ઉપયોગ કરવાથી, છૂટવામાં મદદરૂપ થાય તેમ છેજી. (બી-૩, પૃ.૭૫૦, આંક ૯૩૧) I પરમકૃપાળુદેવે જે લખ્યું છે : “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧) તે વારંવાર વિચારતા રહેવા ભલામણ છેજી. તેવા પ્રકારની ભાવના, વૃત્તિથી વર્તવાની ટેવ પાડનાર મૂંઝાતો નથી; સર્વ અવસ્થામાં તેને જેમ બની આવે તેમ યોગ્ય જ બને છે, એવું લાગ્યા કરે તો હર્ષ-શોકનું કારણ રહેતું નથી. (બી-૩, પૃ.૪૪૦, આંક ૪૨૦) | તમારે માથે આપત્તિ આવી છે, તે પૂર્વકર્મનું ફળ છે એમ જાણી, વર્તમાન પરિણતિ ક્લેશિત કરવા યોગ્ય નથી. જીવમાં કેટલી સમજણ, યથાર્થ આવી છે, તેની કસોટીનો આ પ્રસંગ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી એક વખત આહાર કરી, રાજમંદિરમાં થઈ જતા હતા. તે વખતે હું ઘડિયાળને ચાવી આપતો હતો. અચાનક કંઈ જોરથી ચાવી દેવામાં કમાન તૂટી ગઈ. મેં જઈને તેઓશ્રીને જાહેર કર્યું કે ઘડિયાળની ચાવી તૂટી ગઈ. તેઓશ્રીએ જણાવ્યું કે “અહીં જીવની પરીક્ષા થાય છે. નાશવંત વસ્તુ વહેલીમડી નાશ પામે છે, તેમાં ખેદ ન થાય તેનું કારણ સમજણ છે.'' તેનો અર્થ એવો નથી કે આપણે પુરુષાર્થ ન કરવો. બનેલા પ્રસંગમાંથી શિખામણ લેવી. બને તેટલા સમજૂતીના કે બીજા ઉપાય લેવા ઘટે તે લેવા, પણ રાતદિવસ તેની ચિંતામાં ધર્મ ભૂલી જવાય, તેમ ન કરવું. ધર્મના ફળરૂપ લક્ષ્મી છે, તે પાપના ઉદયે દૂર થતાં ક્લેશ કરાવે એવો પ્રસંગ છે; પણ સંસારનું અનિત્યપણું વિશેષપણે વિચારવાનો આ પ્રસંગ આવ્યો છે; તેનો લાભ લઈ વૈરાગ્ય વધારવાની જરૂર છે. સ્વપ્ન જેવા સંસારમાં હર્ષ-ખેદના પ્રસંગો દિવસ અને રાતની પેઠે વારંવાર આવવાના, પણ સત્સાધન જેને પ્રાપ્ત થયું છે, તેણે તેમાંથી બચવા ભક્તિ, સ્મરણ કે મુખપાઠ કરવાનો ક્રમ વિશેષ રાખવાથી, તે પ્રસંગમાં તણાઈ ન જવાય. કોઈ પણ કારણે આર્તધ્યાન કરવું નથી, એવો નિશ્ચય મુમુક્ષુજીવને કરવો ઘટે છે અને થઈ જાય તો પશ્ચાત્તાપ કે ખેદ કરી, ધર્મધ્યાનમાં જોડાઈ જવા ત્વરા કરવી ઘટે છે. વધારે લખવાની સમજુને જરૂર નથી, પણ પ્રસંગને વશ ન થતાં, તેવા પ્રસંગથી વૈરાગ્ય અને જાગૃતિ વધે, તેમ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૨૦૧, આંક ૨૦૧) Page #377 -------------------------------------------------------------------------- ________________ (૩૬૮). D પ્રશ્ન અઘરણીનું ઘણા માણસો નથી ખાતા. તેનું કારણ, ધર્મની દૃષ્ટિએ શું? ઉત્તર : એવા પ્રસંગોમાં ભાગ લેવો, તે સાંસારિક ભાવોને પોષવા જેવું છે. ત્યાં વાતો, ખોરાક, ગીતો કે પ્રવૃત્તિ થાય, તે પાંચ ઈન્દ્રિયોને પોષણ સંબંધી હોય, વૈરાગ્યનું કારણ કંઈ ન હોય; અને વૈરાગ્ય હોય તે પણ લૂંટાઈ જવાનો ત્યાં સંભવ છે. જેમ ધનની ઇચ્છા સંસારી જીવોને હોય છે, તેમ પુત્રાદિની ઇચ્છા પણ ઘણાંને હોય છે. ધર્મ કરવાની ઇચ્છાવાળા જીવોને તેવી ઇચ્છાઓ, મોક્ષમાર્ગને ભુલાવી દે તેવી હોય છે. માટે તેવા પ્રસંગોથી દૂર રહેવું અને વૈરાગ્ય વધે તેવો સત્સંગ, સદૂગ્રંથનું વાંચન કે વાંચેલાનો વિચાર કરી, આત્મા મોક્ષ પ્રત્યે રુચિવાળો થાય, તેમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૬૪૭, આંક ૭૬૭) પ્રશ્નઃ સંસારકાર્યની નિવૃત્તિ ક્યારે ? ઉત્તર : કરશો ત્યારે. ત્રાસ લાગ્યો નથી. સંસારનું સ્વરૂપ ભયંકર છે. દુશ્મનની આગળ માથું આપે તો કાપી નાખે. કોઈએ પાંચ-પચીસ રૂપિયા આડાઅવળા કરાવ્યા હોય તો તેના પ્રત્યે દુશ્મન તરીકે વર્તે અને તેને ત્યાં લગ્નપ્રસંગે આમંત્રણ આપે તોપણ જાય નહીં; તો પછી આ જીવનું મોહશત્રુએ ભૂંડું કરવામાં મણા રાખી નથી, તો તેના આમંત્રણરૂપી પ્રવાહમાં કેમ તણાઇએ? માટે સંસારથી છૂટવા મહાપુરુષો ફરી-ફરી ભલામણ કરે છે, પણ હજી આપણને સંસારથી ત્રાસ જ ક્યાં લાગ્યો છે? જ્યારે ખરા અંતઃકરણથી ત્રાસ લાગશે અને આપણે જાતે આવા પ્રસંગોથી નિવર્તીિશું ત્યારે જ સંસારકાર્યની નિવૃત્તિ થશે. “તારી વારે વાર.' એમ પ્રભુશ્રીજી કહેતા. (બી-૩, પૃ.૩૪૦, આંક ૩૪૩) | સંસાર અસાર છે, પણ જ્યાં સુધી મનુષ્યભવનો યોગ છે, ત્યાં સુધી મોક્ષમાર્ગ આરાધી લેવો, એ જ સાર છે. (બી-૩, પૃ.૬૪૩, આંક ૭૬૧) D ઉપશમ જેવું કોઈ પણ ઔષધ છે જ નહીં અને તે સંસારના દરેક પ્રસંગો માટે સફળ અને અમોઘ શસ્ત્ર છે. (બી-૩, પૃ.૧૧૦, આંક ૧૦૩) કુટુંબીજનો [ પૂ. ભાઈ .... તથા તમારા કુટુંબના સર્વે દિવસમાં એકાદ વખત સમૂહ-ભક્તિમાં બેસતાં હશો. બધાંને અનુકૂળ હોય તેવો એક કે અર્ધો કલાક સાથે ભક્તિ રાખવાથી નાનાં-મોટાં સર્વને ધર્મના સંસ્કાર દ્રઢ થાય, ઉત્તમ વાતાવરણનો શોખ લાગે, પોતાને અવકાશે ભક્તિ-વાંચન વગેરે માટે વૃત્તિ જાગે. માટે તેવો ક્રમ રાખ્યો ન હોય તો થોડો વખત બીજી લોકલાજ તજી સાથે ભક્તિ કરવાની ટેવ પાડવા ભલામણ જી. (બો-૩, પૃ.૪૬૨, આંક ૪૮૩) વડીલોને વિનય, સેવા અને સર્વચન તથા સદ્વર્તનથી પોતાને અનુકૂળ કરવા બનતો પ્રયત્ન કર્તવ્ય છે. આપના તરફ તેમની સાચી લાગણી હોય તો તમારું દિલ દૂભવવા તે ઇચ્છે નહીં. તમારા હિત માટે તમે પ્રવર્તવા ઇચ્છો તેમાં સમજુ હોય તો, કે અંતરના પ્રેમવાળા હોય તો વિઘ્ન ન કરે. માત્ર મોહને લઈને ધર્મમાર્ગે જતાં તે વારે; પણ તમારે અને તેમને, બંનેને એ જ અંતે કામનું છે એમ પ્રસંગે-પ્રસંગે તેમની સાથે વાત કરતા હો તો જેમ પૈસા કમાવા બહાર આફ્રિકા સુધી પુત્રોને મોકલે છે તેમ માબાપ પોતાનું અને બાળકનું હિત સત્ય ધર્મથી થાય છે એમ સમજે તો તે ધર્મ આરાધવામાં વિઘ્ન કરે નહીં. (બો-૩, પૃ.૨૩૫, આંક ૨૩૦). Page #378 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) તમારા માતાપિતા પ્રત્યે કેમ વર્તવું તે સંબંધી તમને ગૂંચવણ રહે છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે તેમની સલાહ આપણું હિત કરવાની ભાવનાથી હોય છે. માત્ર તેમની સમજમાં ફેર હોવાથી જુદારૂપે લાગે. જો આપણા ભાવો સ્પષ્ટ તે સમજે તો આપણને દુઃખી કરવાનો વિચાર તેમને નથી હોતો, તેથી આપણે કરીએ છીએ તે જ કરવા તે કહે; પણ તેવી સમજ તેમની થાય ત્યાં સુધી આપણે મુશ્કેલી વેઠવાની રહી. તેમને દેહનો મોહ હોય છે તેથી દેહને માટે કાળજી રાખવા કહે. મૌન રાખવાથી તો તેમના વિચારો ફરે એવી અત્યારે તમારી દશા નથી, તેથી તેમના કાનમાં જ્ઞાનીપુરુષનાં વચનો પડતાં રહે તેવું કંઈક કરવું ઘટે; એટલે તમારે કે તેમને પસંદ પડે તેવા કોઇએ એકાદ કલાક તેમની આગળ વાંચન કરવાનું રાખ્યું હોય તો સ્વજનો તરફની ફરજ બજાવવા પૂરતો સંતોષ પણ તમને રહે અને તેમને પણ સારું શું છે તેનો વિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. હાલ તો તમને ઇચ્છા હોય તો મોક્ષમાળાનો એક પાઠ વાંચી તેનો ભાવાર્થ, તેમની સાથે વાત કરવાનો પ્રસંગ બને ત્યારે જણાવવો, કે બાર ભાવના સમાધિસોપાનમાં છે તેમાંથી થોડું-થોડું વાંચી વાતચીતના પ્રસંગોમાં તે ભાવો રેડતા રહેવા યોગ્ય છેજી; અને તેમને એમ થાય કે તમે બે ઘડી વાંચો તો અમે સાંભળીએ, તો પૂ. ....નાં માતુશ્રી, તમારાં માતુશ્રી, તમારાં ભાભી વગેરેને અનુકૂળ નવરાશનો વખત હોય ત્યારે કલાક, તે ગામમાં રહેવું બને ત્યાં સુધી ખોટી થાઓ તો તેમને રસ પડે તો પછી જેને વાંચતાં આવડતું હોય તેની પાસે પછી વંચાવવાનું તે ચાલુ પણ રાખે. શરીર સાચવવાની વાત કરે તો આપણે જણાવવું કે શરીર પાડી નાખવાના નિર્ણય ઉપર હું આવ્યો નથી, દવા કરવા માટે તો આવ્યો છું; ભક્તિથી શરીર બગડતું હોય તો અગાસમાં બધાંનાં બગડવાં જોઇએ, શરીરને આધારે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન આ ભવમાં કરી લેવાનો વિચાર છે; તેથી તમે કહો છો તેવી સંભાળ તો હું વગર કહ્યું લઉં છું; પણ બાંધેલાં કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી તે પણ સાંભળ્યું છે; તેથી મને વિશેષ લાગતું નથી અને તમે શરીર સુકાતું દેખી શોક કરો છો. આપણાથી બને તેટલું કરીએ, પછી જે થવાનું હશે તે થશે. માટે હવે મને શરીર ન જાણશો; મારા આત્માનું કલ્યાણ થાય તેવી આશિષ આપની પાસે માગું છું અને મારા અંતરની ઈચ્છા એવી છે કે હવે આત્મા ઓળખવા તથા તેનું હિત સાધવા ભણી તમારી વિશેષ કાળજી થશે તો મને સંતોષ રહેશે. ગમે તે રીતે પણ દેહભાવ ઓછો થાય અને આત્માનો વિચાર થાય, તેનું હિત કરવા જ્ઞાનીઓએ કહ્યું હોય તે આપણે સાંભળીએ, વિચારીએ, ઠીક લાગે અને બની શકે તેટલું વર્તનમાં મૂકીએ તો આપણે છીએ ત્યાંથી ઊંચી દશામાં આવીએ - એવી વાતો, વાંચન, ભજન દ્વારા તેમની સમજ ફરવાનો સંભવ છેજી. નરસિંહ મહેતાનાં, પરમકૃપાળુદેવનાં, આનંદઘનજી આદિનાં સામાન્ય પદો ગાઈ બતાવવાથી પણ ભાવો પલટાવી શકાય તેમ છેજી. “પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દ્રષ્ટિ થઇ આત્મમાં, ગયો દેહથી નેહ.'' (બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦) Page #379 -------------------------------------------------------------------------- ________________ (૩૭0) T મનુષ્યભવમાં અનેક જીવોની સાથે પ્રયોજન પડે છે. તેમાં માતાપિતાનો ઉપકાર સર્વોપરી સંસાર-સંબંધી ઉપકારોમાં ગણાયો છે. તેમનું ઋણ કોઈ રીતે વાળી શકાય એમ નથી. માત્ર તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવામાં કે અંતિમ સેવામાં પોતાનું બનતું કરવાથી કંઈ અંશે તે ઋણ પતે છે, એમ જ્ઞાની પાસેથી સાંભળ્યું છેજી. તેમની આશિષ પણ જીવને શાંતિદાયક અને શ્રેયનું કારણ બને છેજી. માટે બીજાં બધાં કામો કરતાં માતાની સેવામાં, તેમને પરમકૃપાળુદેવનાં વચનોનું પાન કરાવવામાં, પરમકૃપાળુદેવના અચિંત્ય માહાભ્યનું બને તેટલું વર્ણન કરવામાં, તે મહાપ્રભુ આ કાળમાં આપણા તરણતારણ છે, તે જ “ગ્રહો પ્રભુજી હાથ” ““ચરણ તળે ગ્રહી હાથ' ભવસાગરમાં વહેતા પ્રાણીને બચાવનાર, ઉત્તમ ધામમાં સ્થાપનાર, પરમ વિશ્રામરૂપ છે. એ પુરુષના ગુણગ્રામમાં, માવતરની સેવામાં કાળ જશે તે લેખાનો છેજી. “એ શું સમજે ? એમને હવે સંભળાતું નથી, અત્યારે ક્યાં ભાન છે ?' એમ ગણી આપણે સેવામાં પ્રમાદી થવાની જરૂર નથીજી. એ સાંભળે કે ન સાંભળે પણ બોલનાર તો સાંભળે છેને ! આપણે આપણી ફરજ ન ચૂકવી. માટે પરમકૃપાળુદેવનું શરણ, તેમની કથા, તેમનાં વચનો, મંત્રનું સ્મરણ, ભક્તિ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમ થયો હોય તેનું સ્મરણ, “સદ્ગુરુપ્રસાદમાંથી ચિત્રપટોનું દર્શન, આશ્રમમાં કે ઘામણમાં જ્યાં મંત્ર મળ્યો હોય તે પ્રસંગોની યાદી આપવાથી પણ ઉલ્લાસભાવ પામી જીવ બળવાન થાય છે અને મરણસંકટને સહેલાઈથી તરી સમાધિમરણ થાય તેવા ભાવમાં આવી જાય છેજી. ટૂંકામાં, જગતનું વિસ્મરણ અને જ્ઞાની પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ સ્થિર થાય તેવી મદદ તેમને મળતી રહે તેવા પુરુષાર્થની યોજના કરવા વિનંતી છેજી. સંભળાતું હોય અને તેમની ભાવના સાંભળવાની હોય તો સમાધિસોપાનમાંથી “સમાધિમરણ', મૃત્યુમહોત્સવ' તથા પૂ. પ્રભુશ્રીજીનો નાસિકનો બોધ સંભળાવતા રહેવા વિનંતી છે જી. (બી-૩, પૃ.૪૫૫, આંક ૪૭૭) | આપના પિતાને છેવટે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ અને મરણપર્યત રહી, તે આનંદની વાત છે. માતાપિતાને ધર્મનો બોધ કરવો એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તેમ, તેમને સાચા ધર્મની પ્રાપ્તિ તમારા નિમિત્તે થઈ તે તમારી પુત્ર તરીકેની ફરજ કે તેમનું દેવું વાળ્યું ગણાય. (બી-૩, પૃ.૭૫), આંક ૯૩૦) D મુમુક્ષુ : માબાપ પોતે પાંચ રૂપિયાનું ઘી ન વાપરે અને છોકરાને ભણવા મહિને પચાસ રૂપિયા મોકલે. હવે જ્યારે માબાપને તેની જરૂર હોય ત્યારે છોકરો છોડીને ચાલ્યો જાય તો? પૂજ્યશ્રી : આત્માર્થે જતો હોય તો કંઈ વાંધો નહીં, માબાપને મોહ છે એટલે થોડા દિવસ લાગે, પછી તેય ધર્મ પામે. નેમિનાથના દેહમાં રાજુલને મોહ હતો. નેમિનાથે દીક્ષા લીધી તો રાજુલેય પાછળ દીક્ષા લીધી. ઋષભદેવનાં માતાએ એમની પાછળ રડી-રડીને આંખો ગુમાવી હતી. .... તેમને કેવળજ્ઞાન થયું. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ પોતાને દેહભાવ હોય, પુત્રાદિ ભાવ-કલ્પના હોય, ત્યાં તેણે ત્યાગ્યું શું ? ત્યાગીને પણ ભોગવિલાસનું આરાધન કરે તો માબાપ અને પોતે, બંને રખડે. સત્સંગ કરે, આત્માર્થ સધાય તેવો યોગ હોય ત્યારે ત્યાગે તો બધાંને, આખા જગતને લાભકા૨ક; પણ ત્યાગે અને આર્તધ્યાન રહેતું હોય તો - ઘરડો થાય અને કમાઇ શકે નહીં એવું થાય તો - પહેલેથી વિચારવું ઘટે. (બો-૧, પૃ.૩૦) જેના હૃદયમાં પરમકૃપાળુદેવ છે, પરમકૃપાળુદેવની શ્રદ્ધા છે, તે સર્વ પ્રત્યે ધર્મભાવ ધારણ કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવને માને છે માટે હું પરમકૃપાળુદેવના કુટુંબમાં રહું છું, ભાઇ પણ તેટલા જ માટે પ્રેમ કરવા યોગ્ય છે, માતા પણ ધર્મભાવ હોવાથી પૂજ્ય છે, બહેન પણ ધર્માત્મા હોવાથી પૂજ્ય છે. ધર્મને અર્થે જેનો દેહ છે તે આપણને ધર્મમાં જ પ્રેરે એ ભાવ રાખી, સત્સંગાદિ કે કુટુંબાદિ સંજોગોમાં પ્રવર્તવાની બુદ્ધિ રાખી હોય તો તે આપણને કામરાગ, સ્નેહરાગ કે દૃષ્ટિરાગથી બચાવી લે છે અને ધર્મરાગમાં વૃત્તિ વળે છે. મારી બહેન મારે ઘેર આવી છે એવા ભાવ કરતાં, એવો ભાવ થાય કે કોઇ ધર્મ અર્થે જીવન ગાળવાનો નિશ્ચય કરી ચૂકેલી મારી ધર્મબહેનને ધર્મમૂર્તિ જાણી, તેની સેવાચાકરી કરવાનો મને લાભ મળ્યો છે તે મારાં અહોભાગ્ય છે એમ વિચારી, એ દૃષ્ટિએ જે ખર્ચ કરવું પડે કે અડચણ વેઠવી પડે તે વેઠાય તો ફળમાં આભ-જમીન જેટલો ભેદ પડી જાય. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રી વારંવાર કહેતા હતા કે ક્રિયા તો તેવી ને તેવી જ કરવાની છે પણ ભાવ બદલી નાખવાનો છે. જ્યાં ભાવ છે ત્યાં જ આત્મા અને ભાવથી જ બંધન થાય છે કે છુટાય છે, માટે ભાવ સુધરે તેમ પ્રવર્તવું અને તેવાં નિમિત્તો ઇચ્છવાં કે જેથી આપણા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે ઉલ્લાસવાળા રહે. સગાંવહાલાં પ્રત્યે પણ સંસારભાવને બદલે આત્મભાવ ક્યારે થશે એવી ભાવના વારંવાર સેવવાથી ધર્મભાવના જાગ્રત રહે અને કાળે કરીને પરમશાંતિપદ પ્રાપ્ત કરી શકાય છે. (બો-૩, પૃ.૧૦૫, આંક ૯૬) પ્રશ્ન : પોતાને ત્યાગ કરવાના ભાવ હોય અને ત્યાગ કરવાથી બીજા જીવને દુઃખ થતું હોય તો શું કરવું? પૂજ્યશ્રી : જીવથી થઇ શકતું નથી તેની તો ચિંતા કરે છે, વિકલ્પો કરે છે; અને જે પુરુષાર્થ કર્યાથી થઇ શકે છે, તેની ચિંતા કરતો નથી. ભગવાનની આજ્ઞાએ વર્તવું, એ ભક્તિ છે. ‘હું કરું’, ‘મેં કર્યું’ એ બધું અજ્ઞાન છે. સંસારમાં ખેદ થાય, એ ધર્મ નથી. કશુંય ફિકર કરવા જેવું નથી. વ્યાકુળતા એ જ અજ્ઞાનભાવ છે. બધું ભૂલીને આત્મા તરફ લક્ષ રાખવાનો છે. મોહ જેને છોડવો છે, તેણે બધું ભૂલી જવું. મોહ હોય ત્યાં સુધી અહંકાર થયા વિના રહે નહીં. બધા વિકલ્પો શમાવવાના છે. તે વિના ચિત્ત સ્થિર ન થાય. આત્મસ્વરૂપમાં જે રમણતા કરે છે, તેને બધા વિકલ્પો છૂટી જાય છે. પોતાને અને પરને હિતકારી થાય, તેનું નામ જ્ઞાન છે. બીજા જીવને દૂભવે, તે જ્ઞાન નહીં. (બો-૧, પૃ.૮૬, આંક ૯) Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જંજાળનું કારણ મારાપણું છે. જંજાળ ઓછી થાય તો કોઇ પૂછવા આવે નહીં. મારું ઘર, મારાં છોકરાં એ બધું ‘હું અને મારું’ જંજાળ છે. હું પૈસાદાર છું, હું મોટો છું એ બધી જંજાળ છે. અહંભાવ કાઢીને વિચારવું કે હું તો બધાથી નાનો છું. વિશાળવૃષ્ટિ થાય તો જીવને જંજાળ ઓછી થાય. જંજાળ લાગતી નથી, પણ મીઠાશ લાગે છે. મોક્ષે જવું હોય તો બીજાં કામ ઓછાં કરવાં પડશે. ચક્રવર્તી જેવા પણ છ ખંડ છોડીને ચાલી નીકળ્યા ત્યારે મોક્ષ થયો. જગતમાં છોકરાં-છૈયાં, પૈસા બધો એંઠવાડો છે. એ એંઠવાડામાં વૃત્તિ હોય ત્યાં સુધી ભગવાન પ્રત્યે કેવી રીતે થાય ? ‘બળ્યો આ સંસાર' એમ કરી જેને છૂટવાની ઇચ્છા હોય, તે ભગવાનને સંભારે. પુણ્ય કર્યું હોય અને તેથી સ્ત્રી, પુત્ર, ધન વગેરે મળ્યું હોય તો એને દુઃખ માનવું અને ન મળ્યું હોય તો સુખ માનવું. જે કરે તે ભોગવે. દીકરો કરે તો દીકરો ભોગવે, બાપ કરે તો બાપ ભોગવે. સર્વ જીવોની સત્તા જુદી-જુદી છે. (બો-૧, પૃ.૨૪૧, આંક ૧૩૧) સત્પુરુષના સમાગમની ભાવના કરવી. કુટુંબીઓની સંભાળ કરવી પડે તો પૂર્વનું બાંધેલું કર્મ છે, એમ ગણી વેઠરૂપે કરવી. પોતાની સંભાળ પહેલાં લેવી. પરોપકાર પછી કરવો. પોતાનું નહીં કરે તો રઝળવું પડશે. (બો-૧, પૃ.૨૪૬, આંક ૧૩૯) ક્લેશ Ū કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. ધર્મભાવનાની વૃદ્ધિ અર્થે, સદ્ભાવનામાં ચિત્ત જોડાય તે અર્થે સત્સંગ, સત્પુરુષની સ્મૃતિ ઉપકારક છે; સંસારભાવમાં વહી જતા જીવને બચાવે છેજી. તેમ છતાં પૂર્વકર્મના અંતરાયયોગે ભાવના પ્રમાણે ન બને તો ક્લેશિત થવા યોગ્ય નથી. વારંવાર ભાવના થતાં કર્મની મંદતા થયે તેવી અનુકૂળતા મળી પણ આવે ત્યારે ભાવના સફળ થાય છે. આપણે તો ધર્મભાવના કર્યા કરવી. ફળ આવતું ન દેખાય તોપણ ગભરાવું નહીં. મોટું ઝાડ, જાડા થડવાળું હોય તેને કાપવાની શરૂઆત કરે ત્યારથી તે નીચે પડી જતું નથી; ઘણા ઘા માર્યા છતાં થોડે-થોડે થડ કપાતું જાય છે. વધારે કપાય ત્યારે તે નીચે પડી જાય છે. તેમ આપણું કામ સત્પુરુષાર્થ કર્યા રહેવાનું છે. સારી ભાવનામાં ચિત્તને રોકવું. જેવા દિવસ કર્મના ઉદયે આવી પડે તે જોયા કરવા; હર્ષ-વિષાદ કર્તવ્ય નથીજી. રાત અને દિવસની પેઠે હર્ષ-શોકના પ્રસંગો આવે તે સમભાવે જોયા કરવા, ગભરાવું નહીં. આથી વિશેષ મૂંઝવણ આવો પણ સ્મરણ ચૂકવું નથી, એટલી દૃઢતા રાખવી ઘટે છેજી. (બો-૩, પૃ.૫૩૧, આંક ૫૮૦) પૂ. ની ભાવના સત્સંગ અર્થે આવવા ઘણી રહે છે તે જાણ્યું. પરમકૃપાળુદેવની કૃપાથી જે થાય તે ભલું માનવામાં આવે તેવી વૃત્તિ ટકે તો મોટું આશ્વાસન મળી રહેશે. વળી સદ્ગુરુકૃપાએ થોડા દિવસમાં અહીંથી ધામણ ભણી આવવાનું બનશે ત્યારે તેમને આશ્રમમાં આવવાતુલ્ય યોગ બની આવવા સંભવ છેજી. Page #382 -------------------------------------------------------------------------- ________________ (૩૭૩) પરમકૃપાળુદેવે ભાર દઈને જણાવ્યું છે કે કંઠે પ્રાણ આવ્યા હોય અને વેદના હોય, નિમિત્તો સારાં ન હોય તોપણ સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિઃખેદપણાને ભજવાની શિક્ષા આપી છે. કોઈ પણ કારણે સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અમુક અનુકૂળ પ્રસંગને સુખ કલ્પી અને અમુક પ્રતિકૂળ પ્રસંગને દુ:ખ કલ્પી હર્ષ-શોક કરવા યોગ્ય નથી. કર્મ માત્ર દુઃખદાયક છે માટે ધીરજ રાખી, આર્તધ્યાન એટલે હું દુઃખી છું, મને દુઃખ આવી પડ્યું એવી વિચારણા ન થાય તેટલા માટે બને તેટલા બળે સત્સાધનમાં મન વારંવાર રોકાયેલું રાખવા ભલામણ છેજી. આપણે સર્વેએ એ જ પ્રવૃત્તિમાં મનને દોરવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૩૨૮, આંક ૩૨૨) વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. ક્લેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૦) એમ પરમકૃપાળુદેવનું વચન છે; માટે ક્લેશનાં કારણો નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છેજી. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ ફ્લેશ ઓછો થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ધર્મ પ્રગટવાનું કારણ બને છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ નાસિકના બોધમાં છેલ્લી એ જ શિખામણ દીધી છે : ““સંપ રાખવો અને સત્સંગ કર્યા કરવો.” (બી-૩, પૃ.૩૫૮, આંક ૩૫૮) “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વાક્ય વારંવાર વિચારી ક્લેશનાં કારણોને ભૂલી જવા યોગ્ય છેજી. મરણનો વારંવાર વિચાર કરવાથી મોહની મંદતા થઈ વૈરાગ્ય રહ્યા કરશે; તો જગતના અનિત્ય, અસાર અને અશરણ ભાવોને માટે આત્માને ક્લેશિત કરવો યોગ્ય નથી, એમ સહજ સમજાશે. સ્મરણમંત્રમાં વૃત્તિ વિશેષ રહ્યા કરે એવો અભ્યાસ પાડી મૂકવા ભલામણ છેજી. મનને સારું કામ કરવાનું ન હોય ત્યારે જ અશાંતિમાં, વિકલ્પોમાં પ્રવર્તે છે, માટે નવરું પડયું નખ્ખોદ વાળે તેવું મન છે, તેને સ્મરણમંત્રરૂપી વાંસ ઉપર ચઢ-ઊતર કરવાનું કામ સોંપવાનો નિશ્ચય કરી, તે નિશ્રયનો અમલ થાય તેમ કાળજી રાખતા રહેવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૬૬૭, આંક ૭૯૮) ભૂતકાળ અને આખા જગતનું વિસ્મરણ કર્યા વિના છૂટકો નથી. જે કરવા યોગ્ય છે તેનું વિસ્મરણ ક્ષણવાર પણ ન થાય, અને જે થાય છે તેનું કારણ વિચારી દૂર થાય તેમ કરવા યોગ્ય છેજી. હવે તો અંતવૃત્તિ તરફ લક્ષ રાખી ક્લેશનાં કારણ નિર્મૂળ કરવા ઘટે છે. અણસમજણ, અસહિષ્ણુતા, પરના તરફ દ્રષ્ટિ અને શાતાની ઇચ્છા એ જીવને મુખ્ય ક્લેશનાં કારણે પ્રથમ વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૬, આંક ૬૩૬). ૫.ઉ. પ્રભુશ્રીજીનો બોધ તથા સમાધિસોપાનમાંના પત્રો આદિ વાંચતા રહેશો અને સમભાવ બને તેટલો રાખશો તો ધર્મધ્યાનમાં વૃત્તિ રહેવા સંભવ છે; બાકી સંસાર તો ક્લેશરૂપ છે, તેની નિવૃત્તિ વારંવાર ચિંતવી સત્સંગનો જોગ બને તેટલો મેળવતા રહેવા ભલામણ છેજી. સમજાય, ન સમજાય તોપણ જ્ઞાની પુરુષોનાં વચનોમાં વૃત્તિ જોડી રાખવાનો પુરુષાર્થ કરતા રહેશો; તેનું ફળ અલૌકિક આવશેજી. Page #383 -------------------------------------------------------------------------- ________________ (૩૭૪) કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથીજી. આપણું ધાર્યું થતું નથી તે પ્રગટ દેખાય છે; તો જે થાય તે યોગ્ય જ થાય છે, એમ જ થવાનું ભગવાને દેખેલું હશે તે તેમ જ થયું એમ ગણી, ઇચ્છાઓ રોકી સ્મરણમંત્રનું આરાધન કર્યા કરવું યોગ્ય છેજી. છત્રીસ માળાનો ક્રમ ચાલુ હશે. શાંતિ, સમાધિ, ભક્તિ, વાંચન, વિચારમાં વધારે કાળ ગાળતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૯૨, આંક ૪00) સ્ત્રી T સ્ત્રીનું શરીર મહા અશુચિમય છે. તેમાં મોહ પામવા જેવું કંઈ પણ નથી. મનુષ્યને તેનું મુખ, વાળ અને શરીર જોઈને મોહ થાય છે; પરંતુ તેમાં રમણીયતા નહીં માની લેતાં, ચામડીની અંદર છુપાયેલા અશુચિમય પદાર્થોનો વિચાર કરવો. વાળમાં શું સુંદરતા છે ? તેનું મૂળ તપાસતાં ગ્લાનિ થાય તેવું છે. મુખ ઉપરથી સુંદર દેખાય પણ સુગંધીદાર પદાર્થો ખાઈ મુખને સુગંધમય રાખવા પ્રયત્ન કરે તો પણ તે દુર્ગધમય જ છે. શરીર ચમારનાં ઘરની મશક જેવું છે, અંદર દુર્ગધવાળા પદાર્થો ભરેલા છે. યોનિસ્થાન છે, તે દુર્ગધમય રસ, લોહી ઝરવાનું સ્થાન છે. શરીરમાંથી પણ સુગંધમય રાખવા પરસેવો ઝાર લાને સ્થાન છે, તે દર્શનારનાં ઘરની મશક સ્ત્રીનાં નેત્રોમાં શીતળતા માનવામાં આવે છે; પરંતુ તેના કટાક્ષ મનુષ્યને અગ્નિની જ્વાળા માફક બાળનાર છે. તેનું બોલવું મધુર લાગે પરંતુ તે વિષતુલ્ય છે. તેનો સમાગમ મૃત્યુ સમાન દુઃખદાયી છે. મહાત્માપુરુષો કે જેમણે સમકિત પ્રાપ્ત કરેલું છે અને નિરંતર આત્મરમણમાં મગ્ન રહેનારા છે, તેમને પણ સ્ત્રીનો સંસર્ગ મહા અનર્થકારક છે; તેમણે મહા પ્રયત્ન મેળવેલું આત્મધન ક્ષણમાત્રમાં નાશ કરી દે તેવો છે. પુરુષોએ આપેલા મહામંત્રનું જેને નિશદિન રટણ રહ્યા કરે છે, તેવા પુરુષને પણ સ્ત્રીનો સંસર્ગ તે મંત્રને ક્ષણમાત્રમાં વિલય કરી દઈ, જન્માંતરે પણ તેનો ઉદય થવા ન દે તેમ છે. સ્ત્રીઓ ઉપર કોઈ રીતે વિશ્વાસ મૂકવા યોગ્ય નથી. સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ જીવને તેને નીરખવાનું મન થાય છે; પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે; પછી પોતાનાં યશ, કીર્તિ હોય તેને ધૂળમાં મેળવવા નિર્લજ્જ બને છે; પછી ભ્રષ્ટ થઈ આ લોક, પરલોક, બંને બગાડે છે. માટે જે મનુષ્ય આત્મહિત કરવું હોય તેણે સ્ત્રી તરફ દ્રષ્ટિ પણ ન કરવી, તેનાં અંગોનું નિરીક્ષણ ન કરવું અને તેના સંસર્ગમાં કદી આવવું નહીં. સ્ત્રીઓની કથા-વાર્તા સાંભળવી નહીં. નિર્વિકારી પુરુષોનો સંગ કરવો. જેવા પુરુષોનો ભંગ કર્યો હોય, તેવા ગુણો પ્રાપ્ત થાય છે. સ્ત્રીમાં દોષ નથી; પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું.” (૭૮) (બો-૧, પૃ.૧૩, આંક ૧૬) T સ્ત્રીઓને, જ્ઞાની પુરુષો જે કહે છે, ઝટ માન્ય થાય છે. તીર્થકર ભગવાનના સમયમાં પણ સાધુઓ અને શ્રાવકો કરતાં સાધ્વીઓ અને શ્રાવિકાઓ વધારે હતી. (બો-૧, પૃ.૧૨૩, આંક ૩૬) D ચેતવા માટે જણાવવું થાય છે કે મનુષ્યભવમાં અને તેમાંય સ્ત્રીના અવતારમાં તો કશુંય સુખ બળ્યું નથી. ચક્રવર્તીની પુત્રી હોય તેને પણ, પારકી ઓશિયાળી વેઠવી પડે છે. પતિને રાજી રાખવો પડે, જીવતાં સુધી છોકરાં-છૈયાંના ઢસરડા કરવા પડે છે. હે ભગવાન! કદી સ્ત્રીભવ કે કોઈ ભવ કરવો ન પડે, તેવું Page #384 -------------------------------------------------------------------------- ________________ (૩૭૫) આ ભવમાં ગમે તેમ કરીને મારાથી બનો, એવી ભાવના રોજ-રોજ ભાવવા યોગ્ય છે. તે વિષે એક કથા પ્રવેશિકા પાઠ ૯૮-૯૯માં છે, તે વિચારશો. મીરાંબાઇની તો જૂની વાત છે. હાલ આશ્રમમાં પણ બહેનો છે કે જે પરણી જ નથી અને પરણવાની પણ નથી. જ્ઞાનીની આજ્ઞાએ વ્રત પાળીને રહે છે; તેવું ઉત્તમ જીવન જીવવાની તક પરમકૃપાળુએ કૃપા કરીને આપી છે; તે માટે તે મહાપ્રભુજીનો મહાઉપકાર માનવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૭૯, આંક ૧૮૯૨) D માત્ર આવા પ્રસંગમાં પૂર્વકર્મના યોગે હું ફસાઇ પડવાની તૈયારીમાં હોઉં તો મને શા વિચાર આવવા જોઇએ ? અથવા હું શું કરું? તેનો વિચાર મનમાં ઉદ્ભવ કરી, મારા આત્માને કોમળ બનાવવા અર્થે પ્રયત્ન કરું છુંજી. જો હું તમારી પેઠે સ્ત્રીભવમાં હોઉં તો એમ વિચારું કે મેં પૂર્વભવમાં કોઇ સત્પષની આગળ સાચેસાચી વાત પ્રગટ કરવાને બદલે માયાકપટ કરી, તેમને છેતરવાની બુદ્ધિ કરી હશે, તેથી આ ધિક્કારવા યોગ્ય સ્ત્રીવેદ બાંધ્યો હશે. તેને લઈને પરાધીનપણું, નિર્બળપણું, અતિશય લજ્જા તથા જ્યાં પુરુષ પ્રત્યે નજર જાય ત્યાં વિકાર થવા યોગ્ય ચંચળ પ્રકૃતિ બાંધી, આત્માને નિરંતર મેં ક્લેશિત કર્યો છે. પૂર્વે વ્રત લઇને ભાંગ્યાં હશે, તેથી આ ભવમાં વિધવાપણું પ્રાપ્ત થયું. પૂર્વે બહુ ભોગોની ઇચ્છા કરી હશે, તેથી આ ભવમાં ભોગોની સામગ્રી ઓછી મળી, કારણ કે લોભ પાપનું મૂળ છે. પૂર્વે કોઇની સેવાચાકરી કરી નહીં હોય તેથી આ ભવમાં કોઈ મને સંભાળનાર, મારી સેવાચાકરી કરનાર નથી. પૂર્વે પ્રતિબંધ બાંધ્યો હશે, તેથી આ ભવમાં સદ્ગુરુ ભગવાનની પ્રાપ્તિ થયાં છતાં ધર્મમાં ચિત્ત સ્થિર રહેતું નથી, અને ભૂંડા ભોગો મેળવવા ભટક્યા કરે છે. મોક્ષે લઈ જાય તેવા મહાપુરુષોની તન-મન-ધનથી સેવા પૂર્વે થઈ નહીં હોય, તેથી આ ભવમાં મોક્ષે જવા યોગ્ય સામગ્રી મળ્યા છતાં, મોક્ષ કરતાં મોહ વધારે સારો લાગે છે. જો આ ભવમાં પૂર્વભવના જેવી જ ભૂલો કરી, ફરી વર્તન તેવું જ રાખીશ એટલે આ ભવમાં જો સપુરુષ આદિ પ્રત્યે કપટબુદ્ધિ સેવીશ, તો સ્ત્રીવેદ છેદવાનો લાગ આ ભવમાં મળ્યો છે તે વહી જશે; અને પરભવમાં કાગડી, કૂતરી, બિલાડી કે ગધેડી જેવા હલકા ભવોમાં, સ્ત્રીવેદ પાછળ ને પાછળ ફરશે. જો ભગવાનતુલ્ય સપુરુષ આ ભવમાં મળ્યા છે, તેમણે આપેલા વ્રતને મોહને વશ થઈને કે કોઈની ભૂંડી શિખામણથી ભોળવાઈને તોડીશ તો ભવિષ્યમાં ઘણા ભવ રંડાપો ભોગવવાનું લલાટે લખાશે. જો હજી વિષયભોગોનો લોભ નહીં છોડું તો નરકમાં કરોડો વર્ષ સુધી દુ:ખો ભોગવી, એવા ભવમાં ભટકવું પડશે કે જ્યાં ભોગોની પ્રાપ્તિમાં અંતરાય સદાય પડયા કરશે. જો આ ભવમાં સત્સવાના પ્રસંગો શોધી, સપુરુષની ભક્તિ નહીં કરું અને છોકરાં-છૈયાંની પંચાતમાં આ ભવ ખોઈ નાખવા જેવું કર્મ કરી બેસીશ તો પરભવમાં નિરાધાર, અનાથ, દુઃખી દિવસો દેખવાનું લલાટમાં લખાશે. Page #385 -------------------------------------------------------------------------- ________________ (૩૭) આવા વિચારે મનને મોહમાં વહ્યું જતું પાછું વાળી, મારે તો હવે કોઇ રાજમતિ જેવો અવસર આવ્યો છે એમ ગણી, આ ભવ બ્રહ્મચર્યવ્રતમાં જ ગાળવાની પ્રતિજ્ઞા લીધી છે, તો તેને માટે પ્રાણ છોડવા પડે તોપણ નહીં ડરતાં, મારા મનને અત્યંત દ્રઢ કરી, મારા ઉપર મોહ કરનાર રહનેમિ (રથનેમિ) જેવા સાધુ હોય તોપણ મારે તેને સમજાવી, ધર્મ માટે આટલો ભવ ગાળવાના ભાવ તેને જાગે તેવો ઉપદેશ આપી, તેને અપકારનો બદલો ઉપકારરૂપે આપવા માટે કેડ બાંધી મથવું ઘટે છે. તેના વિકારભાવ પલટાઈ, સપુરુષની આજ્ઞામાં જીવન ગાળવાનો તેનો નિશ્ચય થાય, તેમ મારે હિંમત રાખી વિકાર તજી, તેને વૈરાગી બનાવવા બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણે જણાવવું ઘટે છે: જેમ કે “જો માણસ સ્ત્રીના મોહમાં સડ્યા કરે તો કદી મોક્ષ પામે નહીં; નારી તો નરકનું દ્વાર છે એમ અનેક સંતોએ કહ્યું છે અને મહાવીર ભગવંતે તો એમ કહ્યું છે કે ઘરડી સો વર્ષની ડોસી, નાક-કાન કાપેલી હોય, રોગી હોય, તેનો પણ સહવાસ, સાધુ જેવાએ પણ, એકાંતમાં કરવો ઘટે નહીં, તો મારી સોબતે તમારા ભાવ બગડ્યા વિના કેમ રહે ? માટે મારી સોબત છોડી, જે સપુરુષોને મોક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી; મોહને જે ઝેર જેવો જાણે છે અને તેથી દૂર ભાગતા રહે છે, તેવા નિઃસ્પૃહી મહાપુરુષોના સંગે તમારા ભાવ પલટાવી, મોક્ષને માટે તત્પર થશો તો મારા ઉપર મોટો ઉપકાર કર્યો ગણીશ.” વગેરે જે સત્પરુષને આશ્રયે શિખામણ સૂઝી આવે, તેવી શિખામણ આપીને તથા “મોહને વશ થવાથી કેવાં ફળ ભવિષ્યમાં ભોગવવા પડશે અને આ ભવમાં ધર્મ કરવાની ધારણા કરી હશે, તેને માથે પાણી ફરશે.” એમ સમજાવી, સપુરુષને માર્ગે તે જીવને દોરવાનું કામ મારાથી ક્યારે બને કે જ્યારે મારામાં મોક્ષે જવાની પ્રબળ ભાવના (ઇચ્છા) હોય અને તેને માટે પુરુષની આજ્ઞામાં જ જીવવા સિવાય બીજી રીતે જીવવું નથી, એવી દૃઢ નિર્વિકારભાવના હોય તો મારાં વચનની છાપ બીજા ઉપર પડે. માટે મારે તો પહેલું એ જ કરવા યોગ્ય છે કે બીજા કોઈ સમજે કે ન સમજે, પણ મેં જે સપુરુષની સાક્ષીએ જીવનપર્યત બ્રહ્મચર્ય પાળવાની, સકળ સંઘની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે, તે પાળવા માટે હું કુસંગ એકદમ છોડું; વિકાર ઓછા કરવા ઊણોદરી, એકાસણા, ઉપવાસ કે છઠ્ઠ, અઠ્ઠમ અને તેથી વિકાર ન ટળે તો અઠ્ઠાઈ ઉપર અઠ્ઠાઈ કરી શરીર ગાળી નાખું; તેમ છતાં વિકાર ન છોડે તો બ્રહ્મચર્યરૂપ ધર્મને ખાતર આ વિકારી જીવનને આપઘાતથી, અનશનથી કે ઝેર ખાઈને પાડી નાખ્યું અને ધર્મસહિત આ દેહ છોડી, વિશેષ ધર્મ સેવાય તેવા દેહ, દેશ અને વાતાવરણમાં ઉત્પન્ન થાઉં પણ પુરુષના માર્ગને તોડવાનો રસ્તો બતાવનાર, પ્રથમ પાપી તો આ ભવમાં નહીં જ થાઉં, એવો દૃઢ નિશ્ચય, હું તો એવા પ્રસંગમાં જરૂર રાખ્યું અને તેમ જ વર્તન કરે એવી અત્યારની મારી ભાવના હે ભગવાન ! ભવોભવ ટકી રહો! આવા વિચારો સ્ફરવાથી આ પાખીને દિવસે, ક્ષમાપના માગવાના દિવસે પણ, જો આપને ખોટું લાગવા જેવું બન્યું હોય તો તેની માફી માગી, તેવો પ્રયત્ન તમારા પ્રત્યે ફરી નહીં કરવાની ભાવના સેવી, પત્ર પૂરો કરું છું. તમારી સાથે ઘણા વખતનું ઓળખાણ હોઈને, તમારા પ્રત્યે દયા સ્ફરવાથી લખાયું છે. તેનો સવળો અર્થ લેવા વિનંતી છે. (બી-૩, પૃ.૩૬૩, આંક ૩૬૫) Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ કામવિકાર આખા સંસારમાં મુખ્ય વસ્તુ ભોગ છે. તે જેને નથી જોઇતો, તેને પછી બધું સહજે પરમાર્થમાં મદદરૂપ થાય છે. આખું જગત ભોગમાં પડયું છે. તેને અર્થે પૈસા એકઠા કરે, પાપ કરે, ન કરવા યોગ્ય કામ પણ કરે; પણ જેને સંસારનું મૂળ કારણ એવો આ ભોગ નથી જોઇતો, તેને તો બીજું સહજે છૂટી જાય છે; પણ એ બનવું બહુ વિકટ છે, કારણ કે અનાદિકાળના સંસ્કાર, સ્પર્શેન્દ્રિયના ઠેઠ એકેન્દ્રિયથી જ એની કેડે લાગેલા છે. એ છૂટવા માટે વિકટ સતત પુરુષાર્થની જરૂર છે. સારાં નિમિત્તોમાં રહી ઉપયોગપૂર્વક વર્તે તો કામ થઇ જાય એવું છે. (બો-૧, પૃ.૧૩૫, આંક ૧૦) કામ, ક્રોધ અને લોભ – એ ત્રણ મોટા વિકારો છે. કામ છે, તે ભૂત જેવો છે. મનુષ્યને ગાંડો બનાવનાર છે. કામમાં આસક્ત થયેલાને વિચાર નથી હોતો. (બો-૧, પૃ.૩૩૯, આંક ૯) જીવનો મોહ ભોગની વાસનાને લઇને છે. ભોગની વાસનાથી પ્રબળ બંધ થાય છે. ભોગની વાસના ટળી જાય તો જીવને ઉપશમભાવ આવે. હું દેહરૂપ નથી, દેહનો ભોગ બંધનરૂપ છે, એમ લાગે તો વાસનામાં તણાય નહીં. વાસના ટળે તેથી ઉપશમભાવ આવે છે, તેથી મોક્ષ થાય. બ્રહ્મચર્યવ્રત ઉદ્ધાર કરે એવું છે. (બો-૧, પૃ.૧૯૬, આંક ૭૧) કામ એ ખરાબ વસ્તુ છે. સ્ત્રીને અડવું, એ સાપ કરડવા કરતાં પણ વધારે માઠું છે, કારણ કે સાપ કરડવાથી તો એક જ વાર મરણ થાય, પણ સ્ત્રીનો સંસર્ગ કરવાથી, કામવિકાર થવાથી ભવોભવ જન્મમરણ કરવાં પડે છે. મહાદેવજી કાળફૂટ વિષને પોતાના ગળામાં રાખીને ફરતા હતા, પણ કામવાસનાને જીતી ન શક્યા. એ કાળકૂટ વિષ કરતાં પણ અતિ દુષ્કર છે. (બો-૧, પૃ.૫૪, આંક ૩૨) D કામ છે, તે કલ્પનારૂપી ઈંડામાંથી ઉત્પન્ન થતાં સર્પ સમાન, રતિરૂપ મુખવાળો, હર્ષ-શોકરૂપ બે જીભવાળો, અજ્ઞાનરૂપ દરમાં રહેનારો, કામજ્વરરૂપ ઝેરી દાહથી દેહ-કાંચળીના ત્યાગરૂપ મરણ નીપજાવનારો છે. વિકારો ઉત્પન્ન થતાં પહેલાં જ દાબી દેવા, તેમ જ તેવાં નિમિત્તોથી દૂર રહેવું. તે ઉત્પન્ન થયા બાદ ઠંડા ઉપચારથી કે સ્નાન-વિલેપનથી કામદાહ શાંત થતો નથી. તેને શાંત કરવામાં બાહ્ય ઉપચારો કામ લાગતા નથી. તે તો મન ઉપર આધાર રાખે છે. માટે મન ઉપર કાબૂ રાખતાં શીખવું. કામીપુરુષ લજ્જાહીન હોય છે. તેવા પુરુષ વિકારવશ થઇ પોતાની કીર્તિ, યશ, જ્ઞાન અને ધ્યાનનો નાશ કરે છે. કામ વ્યાપેલા પુરુષનું શરીર ધ્રુજે છે, શ્વાસોશ્વાસ જોરથી ચાલે છે, જ્વર આવે છે અને મરણ પણ પામે છે. (બો-૧, પૃ.૧૩, આંક ૧૫) પરદારાગમન કરનાર નરકે જાય છે અને અસહ્ય દુઃખ ત્યાં ભોગવે છે. અલ્પકાળના કલ્પિત સુખમાં ફસાઇ જીવ મહા અનર્થ કરી નાખે છે. પછી પસ્તાવો થાય છે, રોગ થાય છે, નિર્ધન થાય છે અને એ અસ્થિર ચિત્તવાળા જીવો જે માનસિક દુઃખો ભોગવે છે તે તો અસહ્ય હોય છે. તેની ધર્મક્રિયામાં ધૂળ પડે છે, અપકીર્તિ થાય છે. માયા, કપટ, જૂઠ, હિંસા એ બધાં પાપ તેની પૂંઠ પકડે છે અને અનંતકાળ સુધી જન્મમરણનાં દુ:ખો ભોગવતો જીવ ઘાંચીના બળદની પેઠે પરાધીનપણે પરિભ્રમણ કર્યા કરે છે. આ લોકમાં એવા લોકો ઘણું કરીને કમોતે મરે છે અને પરલોકમાં પીડાના પ્રહાર સહ્યા કરે છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ હે ભગવાન ! દુશ્મનને પણ એવા પાપનો રસ્તો ન મળો, એમ સારા પુરુષો તો ઇચ્છે છે. (બો-૩, પૃ.૫૭, આંક ૪૨) પરમકૃપાળુદેવ પત્રાંક ૪૭૦માં લખે છે : ‘‘તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાનીપુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત્ત કરો, તે યોગ્ય છે; અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્ષે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત હવે જાત્યંતર થવું યોગ્ય છે. જેવું સ્ત્રીપુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાનીપુરુષ પ્રત્યે બંનેનો ભક્તિરાગ છે એવું બેય એક ગુરુપ્રત્યેનું શિષ્યપણું જોઇ, અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી, ભાઇ જેવી બુદ્ધિએ, તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે.'' જેને મુમુક્ષુતા વર્ધમાન કરવી છે અને વિષય-કષાયમાં તણાવું નથી એવા દૃઢ નિશ્ચયવાળા આત્માર્થીને, ઉપર લખી જણાવેલો પત્ર અમૃત સમાન છે. સ્ત્રી સાથે વસવું પડતું હોય તોપણ તે આપણો મુમુક્ષુભાઇ છે, સદ્ગુરુની શ્રદ્ધાવાળો છે, તેના હૃદયમાં પરમપુરુષ પ્રત્યે પ્રેમ છે એટલી આપણને જો શ્રદ્ધા રહેતી હોય તો તેને વિષયના સાધન તરીકે વાપરવાં કરતાં તેની સાથે સત્પુરુષના માહાત્મ્યની વાતચીત અને ભક્તિ-ભજનમાં કાળ ગાળવા એક ભક્તિમાન આત્માનો સમાગમ પરમકૃપાળુની કૃપાથી થયો છે, તો તેનું પણ વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કલ્યાણ થાઓ અને હું પણ તેને જોઇને વૈરાગ્ય, ભક્તિનો બોધ પામું એવી ભાવના પરસ્પર રાખવાથી કુટુંબ પણ મંદિરરૂપ પલટાઇ જાય. તેની ભૂલ થાય તો આપણે ચેતવણી આપવાની જરૂર છે, આપણી ભૂલ થાય તો તેણે આપણને ચેતાવવાની ફરજ છે. આવી સમજૂતીથી આત્માર્થે બંને આત્માઓનું પ્રવર્તન થાય તો ધર્મ પ્રગટાવવામાં ઘણી અનુકૂળતા થઇ પડે. બંનેની તેવી સમજણ મહાપુણ્યના ઉદયે થવી સંભવે છે, પણ બંનેને એક સદ્ગુરુનો આશ્રય છે, એ આધારનો વિશેષ લક્ષ રહે અને હ્દય વૈરાગ્યવાળુ એકનું પણ હોય તો બંનેને લાભ થવા સંભવ છે. પરમકૃપાળુદેવ મોક્ષમાળા પાઠ ૩૩માં લખે છે : ‘‘સત્યશીલનો સદા જય છે.’' પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ પરિચય, અભ્યાસ થવાથી વિષય-વિકાર સુકાઇ જવાનું કારણ બને છે. ‘‘સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.'’ (૫૧૧) તેની ભાવના અવશ્ય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૩૦, આંક ૧૩૦) ત્રણે લોકને હરાવી દે એવો કામવિકાર છે, છતાં સત્સંગમાં ક્રમે-ક્રમે તે બળતો જાય છે. ‘‘નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.'' એમ વિચાર આવે તો ભોગની ઇચ્છા નીકળી જાય. ભોગની ઇચ્છા નીકળી જાય તો પછી બીજી ઇચ્છા ન રહે. ખરાબમાં ખરાબ વસ્તુ શરીર છે. વસ્તુ જેમ છે, તેમ જીવને સમજાઇ નથી. ગંદવાડામાંથી સુખ લેવા જાય છે. આખા જગતમાં ગંદવાડો તો શરીરનો જ છે. વસ્તુસ્વરૂપ સમજાય તો કલ્પના છૂટી જાય. સાચી વસ્તુ સમજે તો બીજી ઇચ્છા ભાંગી જાય. દેહનો, ભોગનો અને સંસારનો વિચાર કરે તો તેથી પાછો હઠે. Page #388 -------------------------------------------------------------------------- ________________ (૩૭૯ કામ વસ્તુ એવી છે કે જીવને ઉન્મત્ત બનાવી દે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ - એ બધા કામને વશ છે, કોઈ તેને જીતી શક્યા નહીં. કામ બહુ બળવાન છે. કામનો વિશ્વાસ જરા પણ રાખવા જેવો નથી. જ્ઞાનીનો વિશ્વાસ રાખી, તેના શરણે રહેવું. એક વીતરાગ ભગવાન જ કામને જીતી શક્યા છે. (બો-૧, પૃ.૧૨૧, આંક ૩૪) બ્રહ્મચર્ય 0 મૈથુનમાં પણ હિંસા છે, તેથી ત્યાગવા કહ્યું છે. મૂળ વ્રત તો અહિંસાવ્રત છે, તેને પોષવા બીજાં વ્રતો છે. નિશ્ચયથી તો આત્મામાં રહેવું, તે બ્રહ્મચર્ય છે, પણ તે માટે વ્યવહાર બ્રહ્મચર્યની જરૂર છે. પરસ્ત્રીને માતા, બહેન, પુત્રી સમાન ગણવી. મનની નિર્મળતા ન થવાનું કારણ અબ્રહ્મચર્ય છે. મન જીતવું હોય તો બ્રહ્મચર્ય પાળવા યોગ્ય છે. જગતમાંથી કંઈ જોઈતું નથી, એમ થાય ત્યારે બ્રહ્મચર્ય પળાય. પ્રભુશ્રીજી કહેતા “યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.” એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે આશ્રમનો પાયો સત્ અને શીલ છે. (બો-૧, પૃ.૨૯૪, આંક ૪૬) પાંચ મહાવ્રતમાં મુખ્ય બ્રહ્મચર્ય છે, તે મુશ્કેલ છે. જે અઘરું છે, તે પહેલાં કરવું. પાંચ ઇન્દ્રિયના વિષયમાં મુખ્ય, સ્પર્શમાં જીવ આસક્ત થયેલો છે. તેથી છૂટવા બ્રહ્મચર્ય કહ્યું છે. એમાં જેને જય, તેને બધામાં જય થાય તેવું છે. કામને મનોજ કહ્યો છે. શરીર જડ છે. તે સુખનું કારણ નથી. પોતાના આત્માને શરીરથી ભિન્ન જાણે તો બીજાને પણ ભિન્ન જાણે. મૂળ વસ્તુ જાણવાની છે. દેખાય છે, તેમાં કંઈ માલ નથી. સાચી વસ્તુ જ્ઞાની પાસેથી સમજવાની છે, પણ તે બ્રહ્મચર્ય વગર સમજાશે નહીં. (બો-૧, પૃ.૨૯૫, આંક ૪૭) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” “વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્ત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે.” (ઉપદેશનોંધ પૃ.૬૭૦) તમારા પત્ર ઉપરથી જણાય છે કે તમને આ વાત (બ્રહ્મચર્યવ્રત ન લેવું) પસંદ નથી પણ વખતે તમારા પિતાની ઈચ્છાને માન આપવા તૈયાર થાઓ, એવા ઢીલા ભાવ તો જણાય છે. આખી જિંદગી સુધી વ્રત પાળી શકશો કે નહીં, તે તમારે પોતાને વિચાર કરવાનો છે. પરણીને સુખી થશો કે ઉપાધિ વધશે અને મોહ વધશે કે કેમ, તે પણ વિચારવાનું જરૂરનું છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો આપને માટે કેવો અભિપ્રાય હતો અને તેમને શું પસંદ હતું, તે પણ તમે જાણો છો. તમારી હાલ એટલી નાની ઉંમર નથી કે તમે વિચાર કર્યા વિના બીજાના અભિપ્રાયમાં તણાઓ. તમને ડોસા અફીણનું બંધારણ કરવા સલાહ આપે, આગ્રહ કરે તો અફીણનું વ્યસન ગળે પડવા દો ? જો તે ન પડવા દો તો તેથી વિશેષ ભયંકર, જન્મમરણની વૃદ્ધિનું કારણ તમારી પાસે પરાણે કરાવે તો તમારે કેમ કરવું, તે તમારા અંતરાત્માને પૂછશો. એમને તો તમને સુખી કરવા છે, એમની Page #389 -------------------------------------------------------------------------- ________________ ३८० દૃષ્ટિ પ્રમાણે સુખમાં નાખવા છે; તમારી દૃષ્ટિ તેવા સુખને માન્ય રાખે છે કે દુઃખ દેખે છે, તે વિવેકદૃષ્ટિએ વિચારશોજી. સ્વ, મોતીભાઇ અમીનનું અપ્રસિદ્ધ જીવનવૃત્તાંત હાલ વાંચું છું. તેમાં તેમને એક પત્ની છતાં પુત્ર નહીં હોવાથી તેમના કાકા, જે પિતાની જગ્યાએ હતા તે, કોઇની મારફત કહેવડાવે છે કે તમારે કાકાની ઇચ્છાને માન આપી લગ્ન કરવું પડશે. તેમણે જવાબ દીધો કે કાકા જો લગ્ન કરે તો પોતે લગ્ન કરવા તૈયાર છે, પણ તે ના પાડે તો મારી ના ચોખ્ખી માની લેવી. તે સાંભળી, તેમના હૃદયની મક્કમતા જાણી, કાકાએ કહ્યું કે તેનું નામ હવે લેશો નહીં, એ તો માને એવો લાગતો નથી. આમ સાચા દિલથી ખોટું લાગતું હોય તો ખખડાવીને એક વખત કહ્યું હોય તો ફરી કોઇ ન પૂછે, પણ બહાનાં કાઢે તેનું કોઇ ન માને. જાણે કે એને મરવું અને પરણવું સરખું લાગે છે તો કોઇ એને ફરી કહેવા ન આવે, પણ મનમાં મીઠાશ હોય તે સામો માણસ ડોસીના બચકાની પેઠે મનોમન સાક્ષી છે તે જાણી જાય છે. તમે સાથે આવ્યા હોત તો ડોસાને કંઇક કહી શકત કે એની મરજી ન હોય તો આગ્રહ કરવા યોગ્ય નથી; પણ તમે ત્યાં અને હું અહીં, તેથી કંઇ સલાહ આપી શકાય નહીં. તમને અહીં મળી જવા પણ સંદેશો મોકલ્યો હતો પણ વખતે તમને મળ્યો ન હોય. સત્સંગનો લાંબા વખતનો અભાવ, તે સત્સંગે થયેલા ભાવોને મંદ કરે છે કે મૂળથી ઉખેડી પણ નાખે છે. માટે તેવા સહવાસથી દૂર થઇ, સત્સંગનું સેવન થાય તો જીવ કોઇ રીતે પુરુષાર્થયોગ્ય બને અને વિવેકદૃષ્ટિથી આવી પડેલા પ્રસંગનો યથાર્થ ઉકેલ લાવી શકે. કાગળથી કંઇ બને તેવું લાગતું નથી, એટલે સહજ ઉ૫૨-ઉ૫૨થી કંઇક અનુમાન થાય તેવું પત્રમાં જણાવી, આ પત્ર પૂરો કરું છુંજી. ઘણો વિચાર કરી, સત્પુરુષના અભિપ્રાયે વર્તવાનો દૃઢ નિર્ણય કરી, તેને વળગી રહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૨૬૪, આંક ૨૫૯) અબ્રહ્મચર્ય જીવને મારી નાખે એવું ઝેર છે; તેથી કર્મ બંધાય છે; તેથી જન્મવું-મરવું પડે. વેર જેવું ઝેર છે, એવું સ્નેહ એ પણ ઝેર છે. વેરને લીધે પાર્શ્વનાથ ભગવાન અને કમઠને કેટલાય ભવો સુધી વિરોધ થયો. એવું સ્નેહને લીધે રાવણને સીતાના સંબંધે કેટલી લડાઇઓ થઇ. જો બ્રહ્મચર્ય હૃદયમાં બરાબર વસી જાય, તો સંસારનું મૂળિયું ઊખડી જાય. સંસારનું મૂળિયું ભોગ છે. તે જો ઊખડી જાય, તો પછી કશાની જરૂર ન પડે. સારાં કપડાં પહેરવાની, સારું ખાવા-પીવાની ઇચ્છા ન રહે. માત્ર મોક્ષને માટે દેહને વાપરે. (બો-૧, પૃ.૨૯૫, આંક ૪૯) I ‘‘આ દેહ હાડ, માંસ, મળ, મૂત્ર, લોહી, પાચ આદિ મહા અપવિત્ર કે દુર્ગંધવાળા પદાર્થોનો કોથળો છે; બહાર સર્વે બાજુથી ચામડાની પાતળી ચાદર લપેટયાથી, તે રાગી જીવોને સારો લાગે છે. જો તે ચામડીરૂપી ચાદર લઇ લેવામાં આવે, કે વૃદ્ધાવસ્થા આવી જાય તો તે તરફ જોવું પણ ન ગમે. આવા દુગંછા થાય કે ચીતરી ચઢે તેવા શરીરમાં ક્રીડા (લહેર, મજા) શી કરવી ? વિષ્ટાના કીડાની પેઠે તેમાં પોતે પોતાને ફસાવી ચાર ગતિનાં દુઃખમાં પડવાનું શા માટે કરવું ? આ પ્રકારે આ યોદ્ધો કામનો દુર્જય કિલ્લો તોડી, પોતાના અનંત સુખમય આત્મામાં વિહાર કરે છે. (જે ધારે તે કરી શકે છે.) ’’(પ્રવેશિકા, પાઠ ૯૯) (બો-૩, પૃ.૧૬૯, આંક ૧૭૪) Page #390 -------------------------------------------------------------------------- ________________ (૩૮૧ નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.' આપ બંનેનો પત્ર પ્રાપ્ત થયો. કોઈ રીતે ગભરાવા જેવું નથી. સલાહ, સંપ, સમજૂતીથી કામ થાય છે તે દીર્ધકાળ ઉત્સાહથી પળે છે; તે થવા અર્થે વિલંબ થાય, તે વિલંબરૂપ નથી. મકાન ચણવા પહેલાં, પાકો પાયો કરવા માટે કે એકાદ ચોમાસું મજબૂતી માટે, પાયો પૂરી પડી રહેવા દે છે, તે ભવિષ્યમાં મકાન થયા પછી પાણી આવતાં ફાટ ન પડે કે તૂટી ન પડે, તે અર્થે હોય છે; તેમ જિદગીપર્યત વ્રત પાળવાની ઉતાવળ કરતા હતા અને આટલી તૈયારીઓની કચાશ છે, તેની તમને ખબર પણ નહોતી; પણ તે કામ માટેની તૈયારીનો લક્ષ ન ચૂકવો. હાલ જેમ સમાધાનીપૂર્વક કર્મોદયમાં બને તેટલી, શુભ ભાવના રાખી શકાય તેટલી રાખી, ભાવિ આદર્શમાં મદદરૂપ થાય તેનું શિક્ષણ, તેમને સ્ક્રયગ્રાહી થાય તેમ કરવું. આપણો આગ્રહ તેમને વ્રતમાં પ્રેરે તે કરતાં, વ્રત પ્રત્યે તેમને પ્રીતિ ઉત્પન્ન થાય તેમ કરવા ભલામણ છેજી, ઉત્તમ ઉપાય તો ઉત્તમ વાતાવરણ છે, તે લક્ષમાં રાખવા જણાવું છું. જ્યાં અપરિણીત કન્યાઓ જિંદગીપર્યંત બ્રહ્મચર્ય પાળી રહે છે; જ્યાં પરણેલાં, પણ સંતાન વિનાનાં સ્ત્રી-પુરુષો, બ્રહ્મચર્ય પ્રત્યેની પ્રીતિથી સુખપૂર્વક જીવન ગાળે છે, એવા આ આશ્રમના વાતાવરણમાં કુટુંબ સહિત વેકેશનના વખતમાં રહેવાનું બને તો તમે જે ન કહી શકો કે ન કરાવી શકો, તે સહજ તેમના દયમાં ઊગી નીકળે; તેમની જ ભાવના, તમારા વગર કહ્યું, આત્મકલ્યાણ માટે તીવ્ર બને, આવો સંભવ જાણી, વખત મળે ત્યારે કે વેકેશન જેવા વખતે તેમની ભાવના આશ્રમમાં આવવાની, રહી જવાની થાય તેવી વાતો પ્રસંગોપાત્ત કરશો તો ક્રમે-ક્રમે તમારી આદર્શ ભાવના સફળ થવા યોગ્ય જણાય છેજી. શ્રી જંબુકુમારે પૂર્વભવે બ્રહ્મચર્યની આરાધના કરેલી હોવાથી, તેને આઠ કન્યાઓ, અપ્સરા જેવી પરણાવી છતાં તેના બ્રહ્મચર્યમાં ખામી ન આવતાં સર્વને સંસારની અસારતા ગળે ઉતારી સર્વસંગત્યાગી થયા; અનેકને ત્યાગ કરાવનાર થયા. “જેટલું કૂવામાં હોય તેટલું હવાડામાં આવે.' એવી કહેવત છે, તેમ આપણે આપણી દશા, વૈરાગ્ય-ઉપશમ ઉપાસી, વધારતા જઈશું તેમ તેમ, વગર કહ્યું, બીજાને તે ચેપી રોગની પેઠે અસર કરશે. જે કંઈ કરવું તે પાકે પાયે કરવું છે; ઉપલક કરવું નથી; આવો એક વૃઢ નિશ્રય વ્રત લેનારે કરવા યોગ્ય છેજી. ધર્મ એ વાત અંતરની છે, તેથી કોઈની કરાવી તે થતી નથી. બીજા નિમિત્ત માત્ર છે; અને શુભ નિમિત્તે ઘણાને શુભ ભાવના થાય છે અને વધે છે. માટે શુભ નિમિત્તો ઉપર શાસ્ત્રોમાં આટલો બધો ભાર મુકાયો છે, પણ તે નિમિત્તોમાં પણ જીવને લાભ ન થાય તો નિમિત્તોનો વાંક નથી, એટલો લક્ષ ભૂલવા યોગ્ય નથીજી. જે પરણેલા છે, તેમને કેવાં વિઘ્નો આવે છે તે વિચારી, જે પરણ્યા નથી તેમણે પોતાના જીવનનો ક્રમ કેમ રાખવો, તે શીખવા યોગ્ય છે. સમજુને વિશેષ શું કહેવું? રૂબરૂમાં મળશો ત્યારે જણાવશો તો સ્મૃતિમાં આવશે તે જણાવવા હરકત નથી. કાગળમાં આવી વાતો વિષે લખવા મન થતું નથી. સ્ત્રીઓને આપણા વિચારોનો લાભ પૂરો મળતો નથી, એ મુશ્કેલીનું મૂળ છે. (બી-૩, પૃ.૪૧૧, આંક ૪૧૮) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ એક વાત સમજી રાખવાની જરૂર છે કે આપણી આશાઓ અનુસાર ફળ પ્રાપ્ત થતાં નથી. વાંચન વગેરેથી, મોટા મુનિવરોને દુર્લભ એવા મન વશ કરવા સંબંધી કે બ્રહ્મચર્ય કે આત્માના ઓળખાણ સંબંધી અભિલાષાઓના કિલ્લા રચીએ છીએ. તેની પ્રાપ્તિને માટે કેવા પુરુષાર્થની જરૂર છે તેનો આપણને ખ્યાલ નથી, તેના ક્રમનું ભાન પણ નથી; છતાં એ અભિલાષાઓ એકદમ ફળે એવી અધીરજ તો ભરેલી જ હોય છે. આ લખ્યું છે તે ધ્યેય બહુ દૂર છે, એમ જ બતાવવા લખ્યું નથી; પણ કાર્ય-કારણને સંબંધ છે તે મેળ ખાય તેવી વિચારણા થવા લખ્યું છે. હવે તમે સામાન્ય ભક્તિભરપૂર પત્રમાં બ્રહ્મચર્યની માગણી કરી છે, તે યોગ્ય છે. તેની જ મારે-તમારે-બધાને જરૂ૨ છે. તેને માટે પુરુષાર્થ કરવા પરમ ઉપકારી પરમકૃપાળુદેવે કહેલું છે, તે આપણે આદરીએ અને નિરાશ ન થઇએ એમ ઇચ્છું છું. (બો-૩, પૃ.૪૧૦, આંક ૪૧૬) પૂ. ...ને એક વર્ષના બ્રહ્મચર્યવ્રતની ભાવના છે એમ લખ્યું, તે જાણ્યું છેજી. તેમને પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ હાથ જોડી ભાવના કરવાનું કહેશો કે, ‘હે ભગવાન ! બાર માસપર્યંત એટલે આવતી દિવાળી સુધી મારા આત્માના હિતને માટે બ્રહ્મચર્ય હું પાળીશ – કાયાએ કરી નિયમ નહીં તોડું.’ એમ ભાવવ્રત લેવા જણાવ્યું છે, એમ જણાવશોજી. (બો-૩, પૃ.૨૨૦, આંક ૨૧૮) D તમારું કાર્ડ મળ્યું હતું. છ માસ સુધી, બાર તિથિ બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે, તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવવ્રત લઇ લેશોજી. તમારા ઘરમાંથી ત્યાં હોય તો તેમને પણ લેવા જણાવશોજી. વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. ક્લેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. (બો-૩, પૃ.૩૫૮, આંક ૩૫૮) D તમે બ્રહ્મચર્ય સંબંધી છ માસ માટે અનુજ્ઞાનું લખ્યું, તે સંબંધી મારી અનુમોદના છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે બંને - પતિપત્ની, પવિત્રભાવે, મોક્ષ થવાની ભાવનાએ છ માસ સુધી મૈથુનત્યાગરૂપ વ્રતની, નમસ્કાર કરી ભાવના કરી લેશોજી. આ વ્રતના અભાવે આ કાળમાં ઘણા રોગોની ઉત્પત્તિનો સંભવ સમજાય છેજી. કોઇ વિચારવાન વૈદ્ય તમને મળ્યો લાગે છે. ભાવતું હતું અને વૈદે કહ્યું એમ જાણી, ધર્મ-આરાધન અર્થે એટલે આત્માર્થે આ વ્રત પાળું છું, દેહને માટે નહીં, એટલી ભાવના, જે તમારા અંતરમાં છે તે, જો સબળ રહેશે તો આ વ્યાધિએ તમને લાભ કર્યો, એમ સમજવા યોગ્ય છેજી. વ્રત લીધા પછી પ્રાણાંતે પણ તૂટે નહીં એટલી દૃઢતા બંનેએ અત્યારથી મનમાં, ગાંઠ વાળી દે તેમ, ઊંડી ઉતારી દેવી. રોગ તો કાલે મટી જાય પણ છ માસ સુધી બ્રહ્મચર્ય તો જરૂર પાળવું છે, એવી ઉત્કટ ઇચ્છા બંનેની હોય, તો જ વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. તેવી દૃઢતા ટકે તેમ ન લાગતું હોય તો વગર વ્રત લીધે પળાય તેટલો કાળ પાળવાનું નક્કી કરવું. વ્રત લીધાથી જે બળ મળે છે તેના કરતાં, વ્રત તોડવાથી જીવને વિશેષ બંધન થાય છે, માટે વિચારીને વર્તવા લખ્યું છેજી. Page #392 -------------------------------------------------------------------------- ________________ (૩૮૩) “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ.” એવો માર્ગ છે ત્યાં આજ્ઞાનો લોપ એ ધર્મના ત્યાગ સમાન છે. “ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, – છાંડે, પણ નહિ ધર્મ પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દૃષ્ટિનો મર્મ.'' . એવું આઠ યોગદ્ગષ્ટિની ચોથી વૃષ્ટિમાં કહેલું છે, તે લક્ષ રાખી આત્મહિત થાય તેમ વર્તવા ભલામણ છે). (બી-૩, પૃ.૪૪૭, આંક ૪૬૫) 1 તમારી બ્રહ્મચર્યની ઉત્તમ ભાવના જાણી સંતોષ થયો છેજી. જ્યાં સુધી વ્રત હોય ત્યાં સુધી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચી, હૃયમાં રાખવાનું કરશો તો તે રૂડી રીતે સમજાવા સંભવ છે. શ્રી આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, અપૂર્વ અવસર વગેરે મુખપાઠ ન થયાં હોય તો મુખપાઠ કરી, રોજ ફેરવવા ભલામણ છેજી. મુખપાઠ હોય તો રોજ વિચાર કરી, તેમાં જણાવેલ ભાવ હૃયમાં ઠરે, તેમ કર્તવ્ય છેજી. સદાચાર, સરળતા, અલ્પ શુભ આહાર આદિ, વૈરાગ્યપ્રેરક જીવન-વ્યવહાર અને સારો સમાગમ તથા સદ્વાંચન વ્રતને પોષનાર છેજી. તમારા કુટુંબનું વાતાવરણ સારું છે, પણ બીજા લોકોની વાતો લક્ષમાં ન લેવી, જગત અને ભગતના રસ્તા જુદા છે. લોકલાજ અને લૌકિકભાવથી ઉદાસ થવું. વ્રત કરી, કશી ભવિષ્યના સુખની ઇચ્છા ન કરવી. આત્માર્થે જ આ વ્રત કરું છું; મારા આત્માનું કલ્યાણ થાઓ; જ્ઞાનીએ જામ્યો છે તેવો મારો આત્મા છે, તે મને પ્રાપ્ત થાઓ; એ ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૬૬, આંક ૭૯૬) T બ્રહ્મચર્ય અમુક-અમુક તિથિએ પળાય તોપણ લાભદાયક છે; તો વિશેષ પળાય તો વિશેષ યોગ્યતાનું કારણ છેજી. પૂ. ...બહેનને ધર્મ અને બ્રહ્મચર્યના માહાભ્યની વાત કરી છે. તમારા તરફથી તેમને તે વાતનું પોષણ મળશે એટલે તમને પ્રસન્ન કરવાનો માર્ગ વિષયભોગ નથી, એ તેમના દયમાં વસે તો તમને તે વિઘ્નરૂપ નહીં થાય, એમ લાગે છે. બૈરાંમાં એકને પકડ થાય તો બીજું દેખાદેખી, સારું ગણાવા પણ પ્રયત્ન કરે, તેવો તેમનો સ્વભાવ હોય છે. અનાર્ય જેવા દેશમાં તમારે બંનેને સાથે રહેવાનો જોગ છે, તે એક પુણ્યનો ઉદય છે. બૈરાંને કારણે જુદા રહેવાનું બને તેવું કરવું ઘટતું નથી. (બી-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨) રોજ સૂતાં પહેલાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ, બની શકે તેમ હોય તો, બ્રહ્મચર્યની ભાવના કરી સૂઈ જવું અને ઊઠીએ ત્યારે પણ જોગવાઈ હોય ત્યાં સુધી, વ્રત એક દિવસનું પણ લઈ લેવું; તે લેખે આવશેજી, (બો-૩, પૃ.૪૪૦, આંક ૪૪૪) ત્યાં હાલ એકલા રહેતા હો તો બ્રહ્મચર્ય પાળવાનો લક્ષ રાખશો. સૂતી વખતે, પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બ્રહ્મચર્યનો નિયમ લઈ, તે પ્રમાણે વર્તવું. જેટલા દિવસ તેમ વર્તી શકાય તેટલો વિશેષ લાભ છે). (બી-૩, પૃ.૭૯૪, આંક ૧૦૧૯) Page #393 -------------------------------------------------------------------------- ________________ (૩૮૪ કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી; સહનશીલતા માં ધારી, સજી સમતા નીતિ સારી. કરીશું કાર્ય સુવિચારી, કષાયો સર્વ નિવારી; ગણીશું માત પરનારી, પિતા સમ પરપુરુષ ધારી. જીવીશું જીવન સુધારી, સ્વ-પરને આત્મહિતકારી; બનીને અલ્પ સંસારી, ઉઘાડી મોક્ષની બારી. ખણી કુબોધની ક્યારી, વિચરશું વાસના મારી; સમર્પ સર્વ સ્વામીને, તરીશું સર્વને તારી. આપ બંને ભાઈઓને બ્રહ્મચર્ય બે માસ સુધી પાળવાની ઇચ્છા છે, તે જાણી સંતોષ થયો છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમારે બે જણે એવી ભાવના કરવા યોગ્ય છે કે હે ભગવાન ! બે કે અમુક માસ (દિવાળી કે દેવદિવાળી સુધી તમારી ઇચ્છા પ્રમાણે) સુધી આપની આજ્ઞાથી કાયાએ કરી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લઉં છું. એમ મનમાં ધારી, ત્રણ નમસ્કાર કરવા ભલામણ છેજી. એ વિષે કાળજી રાખી, તેટલી મુદત સુધી જુદી પથારી, ઓછો એકાંત સમાગમ, ઇન્દ્રિયો ઉન્મત્ત થાય એવો આહાર ઓછો કરવા વગેરે મોક્ષમાળામાં નવ વાડ બ્રહ્મચર્યની લખી છે તે વિચારી, યથાશક્તિ પ્રવર્તવાનું કરવાથી આત્મહિત થશેજી. લીધેલું વ્રત પાળવાની દૃઢતા ઢીલી ન થાય, માટે સદ્ગુરુનાં વચનોનું વિશેષ પ્રકારે વાંચન-મનન કરતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૨૦૩, આંક ૨૦૩) | બ્રહ્મચર્યવ્રત બે માસ માટે લીધું છે, તે જાણ્યું. વ્રત લેવું સહેલું છે, પાળવું મુશ્કેલ છે. પરમકૃપાળુદેવ લખે છે: “જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. .... નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?'' (૯૪૧). દરરોજ ક્ષમાપનાનો પાઠ બોલ્યા પછી ઉપરનાં વાક્યો, બે માસ બ્રહ્મચર્ય પાળો ત્યાં સુધી, બોલવાનો નિયમ સાથે રાખવાથી હિતનું કારણ છેજી. (બી-૩, પૃ.૧૩૧, આંક ૧૩૧) D પાંચ ઇન્દ્રિયોમાંથી સ્પર્શ-ઇન્દ્રિયનો અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઇન્દ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મોળી પડી જાય છે. “એક વિષયને જીતતાં, જીયો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર.'' એ સ્પર્શ-ઇન્દ્રિયના સુખ માટે જીવ ધન કમાય છે, પરણે છે, કપડાં, ઘરેણાં, ઘર, ખેતરરૂપ પરિગ્રહને વધારે છે. તે પ્રત્યેથી જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મોહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વળે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં-કરતાં જ્ઞાની પુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વધારવાની જેને વર્તતી હોય, તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાંચન, શ્રવણ છાર પર લીંપણા Page #394 -------------------------------------------------------------------------- ________________ (૩૮૫) જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. એ બધી વાત તમે ઘણી સાંભળી છે. હવે નીચે સામાન્ય નિયમો જણાવું છું: ૧. જેણે બ્રહ્મચર્ય પાળવા માટે એક દિવસ કે અનેક દિવસ માટેનો નિયમ લીધો હોય, તેણે સ્ત્રી સાથે દિવસે કે રાત્રે એક પથારીમાં બેસવું કે સૂવું નહીં. ૨. કામને પોષે તેવી વાતો કરવી નહીં કે કોઇ હાંસી વગેરેમાં પણ કામચેષ્ટા કે હાવભાવને પુષ્ટિ આપવી નહીં. ૩. આલિંગન, ચુંબન આદિ ભારે અતિચારો છે. તે રસ્તે વ્રત તૂટવાના પ્રસંગો આવે છે માટે તેવા પ્રસંગમાં દોરાવું નહીં કે સામાને તેના ભાવ પ્રગટ થતા જણાય તો તેને ચેતાવી દઇ, તે દોષો ઝેર જેવા જાણી, ધમકાવીને પણ દૂર કરવા. ૪. માંદગીને કારણે માથું દબાવવું કે તેવી કોઈ મદદ લેવી પડે તો અપવાદરૂપ ગણી, તે સિવાય બીજા કોઈ કારણે, બ્રહ્મચર્યના દિવસોમાં શરીર-સેવા પણ સ્ત્રી પાસેથી સ્વીકારવી નહીં. શરીર-સ્પર્શના પ્રસંગ ઓછા કરી નાખવા. ૫. ખોરાક પણ નિયમના દિવસોમાં સાદો રાખવો. કપડાં, ઘરેણાં પણ સાદાં પહેરવાં. ટૂંકામાં, ઇન્દ્રિયો ઉન્મત્ત ન બને તેવી કાળજી રાખવી. ૬. ભોગવેલા ભોગના પ્રસંગોની વાતો કે સ્મૃતિ કર્યા કરવી નહીં. ૭. સત્સંગ, ભક્તિ, સવિચારમાં કાળ ગાળવા વિચાર રાખવો. નિયમ બ્રહ્મચર્યનો ન લીધો હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દૃઢ ભાવ રાખે તો બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયો, એમ હિસાબ કરતાં સમજાય છે. જેમ રાત્રિભોજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છે તેમ દિવસે મૈથુન તજનારને પણ છે માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે, આટલું વિચારશો. (બી-૩, પૃ.૧૩૩, આંક ૧૩૩) T બ્રહ્મચર્ય દશ પ્રકારે તથા પાંચ ભાવનાએ કરી સુરક્ષિત રહી શકે છે. તેનું યથાર્થ રીતે પાલન કરવા ઇચ્છનારે સ્ત્રીઓનો સહવાસ ન રાખવો. સ્ત્રી હોય તે રૂમમાં સૂવું નહીં. તે બેઠી હોય ત્યાર બાદ બે ઘડી સુધીમાં તે જગ્યાએ બેસવું નહીં. તેમના રૂપનું નિરીક્ષણ કરવું નહીં તથા સ્પર્શ કરવો નહીં. મોટી ઉંમરની, સમાન વયની તથા નાની વયની સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, ભગિનીભાવ તથા પુત્રીભાવની દ્રષ્ટિથી જોવું. તિર્યંચ, નપુંસક તથા ચિત્રો જોવાથી વિકાર થાય છે, માટે તેનો ત્યાગ કરવો. ગરિષ્ઠ ભોજન કરવું નહીં. વીર્ય-અલન થવા દેવું નહીં. યુવાનવયના માણસો કે જે કામવિકારની વાર્તા કરતા હોય, તેથી દૂર રહેવું, અને વૃદ્ધ કે જેના સહવાસથી જ્ઞાનવાર્તા થાય તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખ જોવા મળે, તેથી વૈરાગ્યનું કારણ થાય છે, માટે તેમનો સહવાસ રાખવો. (બો-૧, પૃ.૧૩, આંક ૧૫) બ્રહ્મચર્યવ્રત લેવું, તે ઘણું ઉત્તમ છે. લીધા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુધી વખત પસાર કરવો. વ્રત ભંગ ન થવા દેવું, ઝેર ખાઈને અથવા કટાર પેટમાં મારીને મરવું પણ વ્રતમાં આંચ આવવા દેવી નહીં. ત્યાગેલી વસ્તુ પ્રત્યે, તે વિષ્ટા સમાન છે, તેવો તુચ્છભાવ રાખવો. તેનું કંઈ માહાસ્ય નથી. (બો-૧, પૃ.૯) Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ એક ભાઇ : મારે ચોથું વ્રત બ્રહ્મચર્ય લેવું છે. પૂજ્યશ્રી : આત્માને માટે કરવાનું છે. નિશ્ચય છેને ? પ્રભુશ્રીજી કહેતા કે એક હાથમાં ઝેર અને એક હાથમાં કટાર લે. મરી જવું, પણ વ્રત ભંગ ન કરવું. (બો-૧, પૃ.૬૦, આંક ૩૭) બ્રહ્મચર્યની પરીક્ષા કરવા દેવદેવીઓ પણ આવે છે. બ્રહ્માને બ્રહ્મચર્યથી ડગાવવા તિલોત્તમા અપ્સરાને ઇન્દ્રે મોકલી. તે બ્રહ્માની પાસે નૃત્ય કરવા લાગી, અને ચારે બાજુ ફરવા લાગી. બ્રહ્માનું ચિત્ત તેમાં એટલું બધું ચોંટી ગયું કે ચારે બાજુથી નૃત્ય જોવાની ઇચ્છા થઇ, તેથી ચાર મોઢાં બનાવ્યાં. પછી અપ્સરાએ આકાશમાં ઊંચે નૃત્ય કરવા માંડયું. તેને જોવા બ્રહ્માએ પાંચમું મોઢું બનાવવાની ઇચ્છા કરી, પણ પુણ્ય ક્ષીણ થઇ ગયેલું હોવાથી મનુષ્યનું મુખ તો ન થયું, પણ તેને બદલે ગધેડાનું મોઢું થયું ! મોટા દેવો પણ કામવિકારને વશ થઇ ગયા છે. હલકી વૃત્તિઓથી પાપ બંધાય છે. જીવને પશુવૃત્તિ છે. પશુ ઇચ્છે, તેને જીવ ઇચ્છે તો એ પશુ જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર - એ ત્રણ મોટા દેવો કહેવાય છે. તેમાં બ્રહ્મા મોટા, તે પણ કામવિકારથી ચળી ગયા. વિકાર એ હલકી વસ્તુ છે. દરેકના જીવનમાં આ બધી વૃત્તિઓ આવી પડે છે, પણ મહાપુરુષો એનો જય કરી છોડે છે. એને શત્રુ જાણે છે. મુખ્ય વાત આત્મજ્ઞાન છે. ‘‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.’’ આત્મજ્ઞાન હોય તો સ્ત્રીથી ચળે નહીં; નહીં તો બાહ્ય પરિત્યાગ કર્યો હોય પણ સ્ત્રીઓથી ચળી જાય. પારો મારી નાખ્યો હોય તોપણ સિદ્ધૌષધિથી સજીવન થઇ જાય છે; તેવી રીતે જેને સમાધિયુક્ત મન થયું હોય તેને પણ સ્ત્રીને લીધે રાગ પાછો સજીવન થઇ જાય છે. (બો-૧, પૃ.૨૯૫, આંક ૪૮) D બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી. જીવ નિમિત્તાધીન અત્યારે છે. અગ્નિની પાસે ઘીનો ઘડો મૂક્યો હોય તો ઘી ઓગળ્યા વિના રહે નહીં; તેમ જેને બ્રહ્મચર્યની ભાવના પોષવી છે, તેણે તેવાં નિમિત્તોથી જરૂર દૂર રહેવું ઘટે છે. શ્રી ઉપદેશછાયામાં ઘણું, તે વિષે પરમકૃપાળુદેવે લખ્યું છે; તે વારંવાર વિચારી આ જીવની હલકી વૃત્તિઓ પ્રત્યે તિરસ્કાર નહીં છૂટે ત્યાં સુધી અનાદિનો મોહ જીવને ઢસડી ગયા વિના રહે નહીં. સમાધિસોપાનમાં પણ બ્રહ્મચર્ય વિષે લખાણ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે : ‘‘સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.’’ (૫૧૧) કારણ કે તેથી વિચારવૃત્તિ જાગે છે અને આ દેહનું સ્વરૂપ તથા જેના ઉપર મોહ થાય છે તેના દેહનું સ્વરૂપ, ચામડિયાના કુંડ જેવું જણાયા વિના રહે નહીં. જેમ ચામડિયાના કુંડ આગળ ઉત૨ડેલી ચામડી, લોહી, માંસ, હાડકાં, આંતરડાં, વાળ, છાણ, મળ, મૂત્ર પડયાં હોય છે, તેમ આ દેહમાં પણ તે જ વસ્તુઓ ભરેલી છે અથવા જેના દેહમાં મોહ થાય છે તે દેહ પણ તેવો જ ગંદો છે. એ ભાવના વારંવાર ન થાય ત્યાં સુધી દેહ દૃષ્ટિએ ચઢે છે અને જીવ દેહ ઉપર જ મોહ કરે છે; દેહને માટે જીવે છે; દેહને દુ:ખે દુ:ખી અને દેહને સુખે સુખી, પોતાને માની રહ્યો છે. તે માન્યતા સદ્ગુરુના બોધે ફરે છે અને દેહ મડદારૂપ લાગશે ત્યારે કંઇક મોહની મંદતા થશે. કોઇના કહેવાથી કે કોઈની મદદથી જીવની વાસના પલટાતી નથી; પણ જીવ જ્યારે સદ્ગુરુકૃપાએ, સદ્ગુરુબોધે બળવાન બને છે અને મારો બધો ભવ આ દેહની વાસનાએ જ બગાડયો છે એમ ગણી, Page #396 -------------------------------------------------------------------------- ________________ ३८७ તેના પ્રત્યે અણગમો ન થાય ત્યાં સુધી કંઇ બની શકે તેમ નથી. માટે જન્મમરણથી છૂટવાની ભાવના વધાર્યા કરવી અને મરણને રોજ સંભારવું, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. આહાર સાદો, એકાંત શયન-આસન, શરીરની સંભાળ બહુ ન કરવી વગેરે નવ વાડ વિષે મોક્ષમાળામાં ૬૯મો પાઠ છે તે બહુ વિચારી, તે પ્રમાણે કંઇક કરવા માંડે તો અંશે-અંશે બની શકે. (બો-૩, પૃ.૧૬૬, આંક ૧૬૯) 7 દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત તેમણે બે વર્ષ પરણીને જ પાળ્યું, તે બદલ ધન્યવાદ ઘટે છે. હવે ધર્મમાં ઢીલા થવાની જરૂર નથી. જો આટલું નિશ્ર્ચયબળથી કામ થયું તો તેમને પરમકૃપાળુદેવનાં વચનમાં વિશેષ શ્રદ્ધા થશે કે ‘માણસ ચાહે તે કરી શકે.'' (૧૯-૫૫૧) ‘‘નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.’’ (૧૫) બ્રહ્મચર્યના આંરાધનથી જીવમાં અનેક ગુણો પ્રગટે છે, સવૃત્તિ રહે છે; પરમપુરુષોએ સંમત કરેલું બધું માનવું છે, તે સાચું છે; ન બને તોપણ તે પ્રાપ્ત કર્યાથી મને લાભ થશે, એવી ભાવના રહે છે. સંસારી લોકો અને તેમની માન્યતાના ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તે વિચાર કરતો થાય છે. સાચા સુખનો માર્ગ શોધી, ન્યાયપૂર્વક પુરુષાર્થથી, (તે માર્ગ) પ્રાપ્ત ક૨વા કેડ કસીને તૈયાર થાય છે. હવે નિયમ ન હોય તોપણ આઠમ, પાંચમ, બીજ, ચૌદશ, પૂનમ આદિ દિવસો ધર્મને અર્થે નિર્માણ મોટા પુરુષોએ કરેલા છે તે દિવસોએ તો બ્રહ્મચર્ય પાળવું જ અને બને ત્યાં સુધી એ પશુપણાની વૃત્તિને (મૈથુનને) વારંવાર વશ ન થવું. તેમાં જ સુખ માની શરીર-શક્તિને બરબાદ ન કરવી. જેટલું મન સંયમમાં રહેશે તેટલી દયા પળાશે. ભોગમાં મન આસક્ત રહેશે તેટલી હિંસાપ્રિય વૃત્તિ બનશે. માટે અનંતકાળથી રખડતા, જન્મમરણ કરતા આ આત્માની દયા લાવી, તેને આ ભવે મોક્ષમાર્ગે ચડાવી, પરમકૃપાળુદેવની આજ્ઞામાં રાચતો કરી, સંસારનો અંત લાવી, મોક્ષે જવું છે એ ભાવ દિન-દિન પ્રત્યે વધતો રહે એવી વાતચીત, એવું વાંચન, એવા વિચાર, એવી ભાવના પોષતા રહેવા ભલામણ છે અને વખત મળ્યે આશ્રમમાં પણ થોડા-થોડા દિવસ રહી જવાય તેવી અનુકૂળતાઓ શોધતા રહો તો સત્સંગનો જેમ જેમ લાભ થશે તેમ તેમ આપોઆપ શું કરવું ? – તે તમને સમજાતું જશે. (બો-૩, પૃ.૬૯૮, આંક ૮૩૮) = D ‘‘જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર.'' (પુષ્પમાળા-૨૭) – ‘‘જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર; – દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર.'' (પુષ્પમાળા-૨૯) ‘‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.'' પૂ. ના પત્રથી જાણ્યું કે તમે બંનેએ બે વર્ષના બ્રહ્મચર્યની બાધા લીધી છે તેમાં દોષ લાગે છે અને બે વર્ષ સુધી પાળી શકાશે નહીં, એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી, તે બે વર્ષ પણ ટકી શકે નહીં એ નવાઇ જેવું છે. મોહનું બળ રોગથી પણ વિશેષ છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ (૩૮૮) રોગી માણસને અપથ્ય વસ્તુ ખાવાની ઈચ્છા બહુ થાય છે પણ તેમ વર્તે તો રોગ વધીને અસાધ્ય બને તો મરણને શરણ જાય છે; તેમ મોહના પ્રસંગોમાં જીવને વ્રત તોડવાના ભાવ થાય છે; પણ તે વખતે જો યાદ આવે કે આપણને સાથે બેસવાની કે એક પથારીમાં સૂવાની ના કહી છે, તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે તો ભાવ પાછા પલટાઈ પણ જાય; પણ શિખામણ યાદ ન રાખે, મોહ વધે તેવા પ્રસંગો વધારે તો મન કાબૂમાં ન રહે અને કૃપાળુદેવની ભક્તિ ભુલાઈ જાય અને ભોગમાં સુખ છે એમ વારંવાર, સાંભર-સાંભર થાય. પુરુષનાં વચનામૃત જો અમૂલ્ય જાણી વારંવાર વાંચવા-વિચારવાનું રખાય તો ભોગ, રોગ જેવા લાગે; જન્મમરણથી બચવાની ભાવના થાય; મરણનાં દુઃખ દૂર નથી એમ લાગે અને ધર્મનું શરણ લેવાની ભાવના થાય. બંનેએ રાજીખુશીથી વ્રત લીધું છે, તો હિંમત રાખી પૂ. ....ની ભૂલ થાય તેવા પ્રસંગે તમારે ચેતાવવા કે આપણે બે વર્ષ સુધી ભાઇબહેન તરીકે વર્તવું છે. જે દોષો મન-વચન-કાયાથી આજ સુધી લાગ્યા હોય તે ભૂલી જઈ, હવે નિર્દોષભાવ આરાધવા દૃઢ ભાવના કરી, બંને ફરી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ક્ષમાપનાનો પાઠ બોલી, ભાઇબહેન તરીકે ભાવ રાખવાનો નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે; માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. થોડો વખત સત્સંગ કરી જવાથી અને જુદા રહેવાનો પ્રસંગ રહેવાથી, પાછા પહેલા હતા તેવા ભાવ જાગ્રત થાય તેવો સંભવ છેજી, બળ કરો તો બની શકે તેમ છેજી. લોકલાજ આવા પ્રસંગે આગળ ન કરતાં, હિંમત કરી, સત્સંગનો બંનેને લાભ મળે તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૩૭, આંક ૭૫૩) D “પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી, અને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઇને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં.” (ઉપદેશછાયા પૃ.૭૧૫). વ્રત બે વર્ષ તો શું, પણ તેથી વધારે અને નિર્મળભાવે પાળવું છે એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે; અને એકનું મન ઢીલું થાય ત્યારે બીજાએ મક્કમ રહીને વ્રતની યાદી આપી અલગ થઈ જવું અને એવા પ્રસંગો ફરી ન બને, તેની સાવચેતી રાખતા રહેવાની જરૂર છે. કાયાથી મૈથુનક્રિયાનો ત્યાગ કરવા પ્રતિજ્ઞા લીધી છે પણ તે અરસામાં મન મજબૂત કરવા પુરુષાર્થ કરવાનો છે, પણ જો વિષયમાં વૃત્તિ ઢળી જતી હોય તો તેવા એકલા સાથે રહેવાના પ્રસંગો ઓછા કરી નાખવા અને વ્રતભંગથી મહા દોષ થાય છે, તેની સ્મૃતિ રાખવી. તરવાર અણી તરફથી પકડે તો પોતાનો હાથ કપાય, તેવું સપુરુષની સાક્ષીએ લીધેલું વ્રત તોડવું મહા અનર્થનું કારણ છે). (બી-૩, પૃ.૩૮, આંક ૭૫૪) D તમે બ્રહ્મચર્ય હાલ પાળો છો તે સારું છે. તેવા ભાવ ટકી રહે, તે અર્થે પરમકૃપાળુદેવનાં વચનો અને સત્સમાગમની જરૂર છેજ. મનમાં બે વર્ષ સુધી તો બ્રહ્મચર્ય પાળવું જ છે, એવો નિશ્રય રાખી, છા માસનું વ્રત પૂ. ... પાસે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ લેવા ભલામણ છેજી. છ માસ પૂરા થવા આવ્યું, ફરી તેવો જોગ મળ્યું વ્રત વધારી લેવું કે પત્રથી જણાવવું, પણ વ્રત લીધા પછી તૂટે તો ભારે કર્મબંધ થવા સંભવ છે અને તમારી ઉંમર તથા તે પ્રદેશનો દૂધ-ઘીનો મનમાન્યો ખોરાક, Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯) આકર્ષક પહેરવેશ અને પ્રસંગો વિચારી, આ ટૂંકા-ટૂંકા હપ્તા તમને અનુકૂળ પડશે જાણી, તેમ લખ્યું છે. ફરી વ્રત લેવામાં કંઈ હરકત નથી તથા ઉત્સાહ ઊલટો વધતો રહેશે અને તે બહાને પણ સત્સંગનો યોગ મેળવવા ભાવના રહેશે. જ્યારથી વ્રત લો ત્યારથી ભાઇબહેન તરીકે રહેવાની ટેવ પાડવી; એક પથારીમાં સૂવું નહીં, જરૂર વિના એકબીજાને અડવું પણ નહીં; એકાંતમાં બહુ વખત વાતચીત આદિ પ્રસંગો પણ પાડવા નહીં. આ બધા વ્યવહાર-શુદ્ધિના નિયમ વાડ જેવા છે, વ્રતની રક્ષા કરનાર છે; પણ પરમકૃપાળુદેવની આજ્ઞા પાળવાની વૃઢતા એ વ્રતનું મૂળ છે. તેની સમક્ષ લીધેલા વચનને પ્રાણ જતાં પણ ન તોડું, એવી પકડ આત્મામાં થયે, તે પુરુષનો આત્મકલ્યાણક બોધ બ્દયમાં ઊતરવો સુગમ પડે છે; માટે સાદો ખોરાક, સાદો પહેરવેશ, બને તો ગરમ કરીને ઠારેલું પાણી પીવામાં વાપરવું. તમારાં માતાપિતા પણ બ્રહ્મચર્ય પાળે છે તો કુટુંબમાં પીવા માટે ગરમ પાણીની જ ટેવ રાખી હોય તો બધાને લાભકારી છેજી. સારું વાંચન, રોજ પરમકૃપાળુદેવનાં વચનોમાંથી કંઈક મુખપાઠ કરવાનું રાખવું, ભક્તિ કરવી અને મંત્રનું સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. આમ વર્તતાં બ્રહ્મચર્ય સુલભ રીતે મળી શકે. વૈરાગ્યને પોષણ મળે તેવું વાંચન, શ્રવણ મંદિરમાં કે ઘેર કરતા રહેવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૬૩૯, આંક ૭૫૫) D આપની ભાવના પત્ર માટે જાણી, આ પત્ર લખ્યો છે; તે વાંચી કંઈ વિષમભાવ ઉદુભવવા સંભવ નથી, છતાં કષાયયુક્ત વચન લખાય કે કોઈ કર્મના યોગે તેમ સમજાય તો ફરી તેની પણ ક્ષમા ઈચ્છું છુંજી. માત્ર અનુકંપાબુદ્ધિથી ટૂંકામાં ટૂંકું લખું છું. તમે વર્તમાન સંજોગોમાં છો તેવા સંજોગોમાં કર્મવશાત હું હોઉં અને જો મને સપુરુષનો યોગ થયો હોય તો જરૂર હું તો પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતિસ્મૃતિજ્ઞાનથી જાણતો હોઉં તોપણ, જે બાઈએ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે તેને, તે વ્રત તોડવામાં મદદરૂપ કદી, જીવ જાય તોપણ, સંમત ન થાઉં. જો મારા પુરુષવેદનું બળવાનપણું જણાય તો તેને કોઈ પણ પ્રકારે રોકું. તેમ ન બને તો કોઈ જગતમાં મને ઇચ્છતી અન્ય સ્ત્રી હોય, મળી આવે તો તેની સાથે લગ્ન કરું, પણ જેણે પુરુષની સાક્ષીએ વિષયોને ઓકી નાખ્યા છે, તે પોતાની ઇચ્છાએ મને વીનવે, “મારે માથે બધું પાપ” એમ દેવગુરુની સાક્ષીએ કહે તોપણ તેનો સંગ, પ્રાણ જતાં પણ, હું તો ન કરું; કારણ કે તેના જેવું ભયંકર, બીજું કોઈ પાપ મને નરકે લઈ જનારું જણાતું નથી. શાસ્ત્રોમાં તો આમ કહ્યું છે : “જ્ઞાનનો નાશ થવાથી અથવા વિવેકચક્ષુનો નાશ થવાથી જ સ્ત્રીના મહા દુર્ગધી, નિંદ્ય શરીરમાં રાગી બની જીવ તેનું સેવન કરે છે; કામથી અંધ બની મહા અનીતિ કરે છે; પોતાની કે પરની સ્ત્રીનો વિચાર પણ કરતો નથી. “આ દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઇશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મભ્રષ્ટ થઇશ, બુદ્ધિભ્રષ્ટ થઇશ અને ભૂંડા મોતે મરીને નરકે જઇશ, ત્યાં અસંખ્યાતકાળપર્યત ઘોર દુઃખ ભોગવવાં પડશે, વળી તિર્યંચગતિના (ઢોર-પશુ આદિના) અનેક ભવમાં અસંખ્ય દુઃખ Page #399 -------------------------------------------------------------------------- ________________ (૩૯૦) ભોગવવાં પડશે; કદાચ મનુષ્ય થઇશ તો આંધળો, લૂલો, કૂબડો, ગરીબ, અપંગ, બહેરો, બોબડો થઇશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળોમાં જન્મવું પડશે; ત્યાં વળી ઝાડ, પહાડ, આદિ સ્થાવર-જંગમ જંતુ થઇને અનંતકાળ સુધી જન્મમરણનાં દુઃખ ભોગવવાં પડશે.” આવો સત્ય વિચાર કામીને ઊપજતો નથી.' જો શીલ સાચવવું હોય, ઉજ્વળ યશ ઇચ્છતા હો, ધર્મનો ખપ હોય અને પોતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તો આ ઉપર જણાવેલી શાસ્ત્રની શિખામણ માની “ભૂલ્યા ત્યાંથી ફેર ગણ, સમજ્યા ત્યાંથી સવાર' ગણી આજથી ચેતી જાઓ; તો જેમ તમે ઉપર-ઉપરથી કહો છો કે વિષય માટે અમે પ્રેમ નથી જોયો, તે ખરું પડે. સારી સસંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. સાથે રહીને તેમ પાળવા ધારણા રાખી હશે તોપણ તેવા લાલચના પ્રસંગમાં ધૂળ સાથે મળી જતાં વાર ન લાગે, તેવો જીવનો સ્વભાવ ભગવાને દેખીને સાધુને પણ નવ વાડ કહી છે. (બી-૩, પૃ.૩૭), આંક ૩૭૫) વૃદ્ધ, માંદા વગેરેની સેવાથી વૈરાગ્ય અને બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય છે. આપણે પણ ચેતી લેવા જેવું છે. લીધો કે લેશે થઈ રહ્યું છે તો પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં તો અનંતકાળ ગયો પણ કાંઈ વળ્યું નહીં એમ ગણી, ભાવ વધતા રાખવા ભલામણ છેજી, ભક્તિમાં ભાવ રહે તેમ પ્રવર્તવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫) પ્રશ્ન : શીલ અને બ્રહ્મચર્ય જુદાં છે? પૂજ્યશ્રી : એક જ છે. શીલનો અર્થ સ્વભાવ પણ છે. પૂ. શ્રી કુંદકુંદાચાર્યે ‘શીલપાહુડ'માં એમ કહ્યું છે કે પાંચ ઇન્દ્રિયો અને મનને રોકી આત્મામાં રહે, તે શીલ છે. (બો-૧, પૃ.૩૦૭) પરિગ્રહ 0 પ્રશ્ન : આરંભ-પરિગ્રહ એટલે શું? પૂજ્યશ્રી મકાનો બનાવવા ઇત્યાદિ હિંસાની પ્રવૃત્તિ, તે આરંભ છે; અને મકાનાદિમાં મમતા-મૂછ, તે પરિગ્રહ છે. આલોચનામાં આવે છે: સમારંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ.” સમરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા કરવી, સમારંભ એટલે એવી સામગ્રી એકઠી કરવી અને આરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવી છે. હિંસાના એકસો આઠ પ્રકાર આલોચનામાં કહ્યા છે. (બો-૧, પૃ. ૧૦૦, આંક ૧૮) D પ્રશ્ન : પરિગ્રહનો ત્યાગ એટલે શું? ઉત્તર : (૧) ખેતર, (૨) ઘર, (૩) દાસ, (૪) દાસી, (૫) સોનું, (૬) રૂપું, (૭) ધન, (૮) ધાન્ય, (૯) કપડાં, (૧૦) વાસણ વગેરેનો સંગ્રહ, મમતાપૂર્વક કરવો; તે પરિગ્રહનું ગ્રહણ કરવું કહેલું છે. એ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહ્યો છે. અંતરંગ ચૌદ પ્રકારે પરિગ્રહ છે : (૧) મિથ્યાત્વ એટલે ઊંધી સમજણ, (૨) ક્રોધ, (૩) માન, (૪) માયા, (૫) લોભ, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) શોક, (૧૧) દુગંછા, Page #400 -------------------------------------------------------------------------- ________________ (૩૯૧) (૧૨) પુરુષને સ્ત્રીભોગની ઇચ્છા, (૧૩) સ્ત્રીને પુરુષભોગની ઇચ્છા, (૧૪) સ્ત્રી-પુરુષ બંને પ્રત્યે વિકાર રહ્યા કરે તે નપુંસક ભાવ છે. ઉપર જણાવેલા દસ બાહ્યભેદો અને ચૌદ અંતરભેદોમાંથી, જેટલાનો ત્યાગ થાય તેને પરિગ્રહ-ત્યાગ કહે છે. ટૂંકામાં, મારાપણું કે મમતા ઓછી કરી, સમતાભાવમાં રહેવું, તે પરિગ્રહ-ત્યાગનો મર્મ છે. (બી-૩, પૃ.૬૪૯, આંક ૭૬૭) D પ્રશ્ન : કોઈ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી, નવરો બેઠો હોય, તેને ત્યાગ કર્યો કહેવાય કે નહીં? પૂજ્યશ્રી : અંતરથી ત્યાગ કરવાનો છે. એ છોડી પાછા આખા ગામનું માથે લેવું હોય તોય લેવાય. અવકાશ મેળવીને વૃત્તિઓને શમાવવી, એવો નિયમ કરવો. આરંભ-પરિગ્રહ જેમ બને તેમ ઓછા કરવા. નકામાં માથાં મારવાં નહીં. તેમાંથી વૃત્તિ ઊઠે – આરંભ-પરિગ્રહ ઝેર જેવા લાગે ત્યારે વૃત્તિ સન્શાસ્ત્રમાં રહે. બધેથી રુચિ પલટાવવાની છે. આરંભ-પરિગ્રહથી વૃત્તિ પાછી વાળવી, એ બહુ અઘરી વાત છે. એક મુનિએ પોતાની પાસે એક મહોર રાખી હતી. તેથી તેઓ પરિગ્રહ-ત્યાગ સંબંધી ઉપદેશ કરી શકતા નહીં. ઘણી વસ્તુ હોય તો જ જીવને ખેંચે એમ પણ નથી, થોડી પણ ખેંચે છે; કારણ કે થોડી તો થોડી, પણ નમૂનો તો એ છે, સંસારમાં વૃત્તિ રખાવે એવી જાત છે. (બો-૧, પૃ.૧૪૨, આંક ૧) | મુમુક્ષુ : ગઈ કાલે મારી સો રૂપિયાની નોટ ક્યાંક ચોરાઇ ગઇ. તેના સંકલ્પ-વિકલ્પમાં ઘણો વખત ગયો. તેના વિચાર નથી કરવા - તેમ કરવા છતાં, વારંવાર તેના વિચારો આવ્યા કર્યા. પૂજ્યશ્રી : ઘણો વિચાર કરવાની જરૂર છે કે જે વસ્તુ શરીરથી પણ જુદી છે તેનો વિયોગ થતાં આ જીવને તેના વિચાર છૂટતા નથી, તો જ્યારે વેદનીનો ઉદય થશે ત્યારે સમભાવ કેવી રીતે રહેશે ? આ જીવ માને છે કે મને બીજા કરતાં મમત્વભાવ ઓછો છે; પણ અંદર મૂછભાવનાં મૂળિયાં કેટલાં મજબૂત છે ! પરવસ્તુ ઉપર કેટલી મૂછ છે, તે આવા પ્રસંગોથી જીવને ખબર પડે છે. આવા પ્રસંગોમાં જીવને યથાર્થ વિચાર કરવાનો અવસર મળે છે. ઘણો દીર્ઘ વિચાર કરે તો આવા પ્રસંગોમાં સમકિત પણ થઈ જાય. અનાથીમુનિને વેદનીના વખતમાં સંસારનું સ્વરૂપ વિચારવાનો અવસર મળ્યો, અને સમકિત પ્રાપ્ત થયું. કપિલને તૃષ્ણાના વિચારો કરતાં-કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આપણને પણ વિચાર કરવાનો અવસર મળ્યો છે કે આવી નજીવી વસ્તુ, પ્રત્યક્ષ પોતાથી ભિન્ન અને ત્યાગ કરવા યોગ્ય, પાપનો બાપ, આર્તધ્યાન કરાવે એવી, ભવોભવ અધોગતિમાં લઈ જાય એવી વસ્તુનો સહજે ત્યાગ થયો તો હર્ષનું કારણ છે. હલાહલ ખાવાથી એક જ ભવ હારી જવાય, પણ પરિગ્રહની મૂછથી તો જીવને અનંત ભવ સુધી નરક-તિર્યંચગતિઓમાં રખડવાનું થાય. આવી વિષથી પણ અધિક ખરાબ વસ્તુ તો ત્યાગવા યોગ્ય છે; તેનો સહજે ત્યાગ થયો તો હર્ષ માનવો, શોક કરવો નહીં. રામકૃષણના એક શિષ્યને જ્ઞાનીના ઉપદેશથી વિચાર આવ્યો કે “પરિગ્રહ એ તો પાપનું મૂળ છે, તો એનો ત્યાગ અવશ્ય કરવો; પણ મને એના ઉપર ઘણો મોહ છે, તો પછી એનો ઇલાજ શો ?' તેણે એક હાથમાં રૂપિયો લીધો અને બીજા હાથમાં વિષ્ટા લીધી; અને વિચાર કરવા લાગ્યો કે “આ રૂપિયાથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨) ખાવા-પીવાની વસ્તુઓ મળે છે, ખાધા પછી તે વસ્તુઓની વિષ્ટા થાય છે, તો પછી એનામાં અને વિષ્ટામાં શો ફરક છે ?' એમ વિચાર કરીને તેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. પછી તે જ્યારે રૂપિયાને દેખતો ત્યારે તેને વિષ્ટા કરતાં પણ વધારે ગ્લાનિ થતી. એક વખત કોઇએ તેની પરીક્ષા કરી. એક બે-આની લઈને તેની પથારી નીચે છાનીમાની મૂકી દીધી. સાંજે પથારી ઉપર તે સૂતો તો આખી રાત ઊંઘ ન આવી. સવારમાં ઊઠીને તેણે પથારીને ખંખેરવા ઉઠાવી તો નીચેથી બે-આની નીકળી. તેણે નિશ્ચય કર્યો કે ઊંઘ નહીં આવવાનું કારણ આ અલ્પ પરિગ્રહ હતો. અલ્પ પરિગ્રહ પણ જીવને કેટલી અશાંતિ પમાડે છે ! આ વસ્તુને જોતાં ઝેર કરતાં પણ વધારે ભય લાગવો જોઇએ. જેમ સર્પને જોતાં ભય લાગે છે, તેમ પરિગ્રહને જોતાં જીવને ભય અને ત્રાસ લાગવો જોઈએ. (બો-૧, પૃ.૧૬૯, આંક ૩૮) અઢાર પાપસ્થાનકમાં પરિગ્રહને પાપ કહ્યું છે. પુણ્યને લઈને બધું મળે છે. પુણ્યથી પૈસા મળી આવે, પણ એને સારા નથી માનવા. પાપને પાપ જ જાણવું છે. માન્યતા સાચી ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. ધન વધે તેમ પાપ જ વધે છે, એમ જાણવું. અહીંથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે સાથે પાપ આવે. માટે પરમકૃપાળુદેવનું શરણું લેવું. પૈસા પરથી રુચિ ઓછી થાય તો સલ્લાસ્ત્રમાં રુચિ થાય. સત્પરુષોનાં વચનો વાંચવાં, વિચારવાં, શ્રદ્ધવાં. શ્રદ્ધવામાં કાંઈ પૈસા બેસતા નથી. ગમે તેવી કમાણી થતી હોય પણ આપણે જે વાંચવાનો નિયમ રાખ્યો હોય, તે ન છોડવો. પુણ્યના ઉદયને લીધે બધું દેખાય છે. પાપ આવે ત્યારે બધું લાવીને પકડી રાખે તોય ન રહે, જતું રહે. કર્મ છે એમ બોલે છે, પણ તેવી શ્રદ્ધા જીવને નથી. હું કરું છું, એમ થાય છે. વનને સારું માને છે. બીજાને લૂંટી લાવી એકઠું કર્યું હોય, તે બધું જતું રહેવાનું છે. ચક્રવર્તીઓને ત્યાં પણ રહ્યું નથી. થોડા વખતમાં બધું જતું રહેવાનું છે. ભવરોગ વધે એવું કરે છે. અનીતિ વગેરે કરી પાપ વધારે છે, તેથી નરકમાં જાય છે. એ ઊલટો રસ્તો છે, દુઃખી થવાનો રસ્તો છે, સીધો રસ્તો નથી. (બો-૧, પૃ.૨૯૧, આંક ૪૧) ત્યાગ D પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર દયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ દ્વારા સ્ક્રય પવિત્ર કરતા રહેવા ભલામણ છે. ત્યાગ : “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.' (૫૯) આ અંતરત્યાગ (ભ્રાંતિ અને ક્ષોભરહિત અસંગદશા) થવા અર્થે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. આમ બાહ્ય સંબંધ અને પ્રસંગોનો બને તેટલો ત્યાગ અને ન બને તેટલા પ્રત્યે વૈરાગ્યવૃત્તિ રાખી વર્તવું, તે જ મુમુક્ષુજનોનું કર્તવ્ય છેજી. આ બધાનો સાર “આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુત્રલિક મોટા ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસા પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.' (૮૫) આ કર્તવ્ય સર્વ અવસ્થામાં યથાશક્તિ કરતા રહેવાની જરૂર Page #402 -------------------------------------------------------------------------- ________________ (૩૯૩ છે. સાજા હોઇએ, માંદા હોઇએ, સત્સંગમાં હોઇએ, વિયોગમાં હોઇએ, યુવાવસ્થામાં હોઇએ કે વૃદ્ધાદિ અવસ્થામાં હોઈએ, ગૃહસ્થાવસ્થામાં હોઇએ કે ત્યાગી અવસ્થામાં હોઇએ તોપણ એ લક્ષ ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) ખાતાં-પીતાં, વ્યાપાર કરતાં, છૂટું–છૂટું એવો ભાવ જીવને બધેય રહે, આત્મા ન ભુલાય એવું કરવાનું છે. એ જ ખરો ત્યાગ છે. (બો-૧, પૃ.૨૬૫, આંક ૧૭૫) | ‘હું, મારું કાઢી નાખવું. જાગૃતિ રાખે તો ખસે એવું છે. સ્ત્રી, કુટુંબ વગેરેમાં માથું કુટાય એવું છે. ત્યાં શાંતિ ન મળે. એક વખતે પ્રભુશ્રીજીએ ત્યાગ, ત્યાગ ને ત્યાગ એમ બંદૂક ફૂટે એવો અવાજ કરી કહ્યું હતું. આખરે મોક્ષ જશે ત્યારે કંઈ સ્ત્રી-છોકરાંને સાથે લઈને જશે? મરણ આવે ત્યારે મૂકવું પડે છે. ત્યાગને ભૂલે, મૂકે તો સંસાર છે. ચક્રવર્તી જેવા છ ખંડનું રાજ્ય કરતા, પણ દુઃખ લાગ્યું કે આ તો ક્લેશ છે, ખેદકારક છે, ત્યારે છોડીને ચાલી નીકળ્યા. એમ ન વિચાર્યું કે રાજ્ય કોણ કરશે? સારું હોત તો છોડવા ન કહેત, પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલો ત્યાગ કરવો, પણ તે મોળો-મોળો નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે, એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગ કરે તો સુખ લાગે, પણ ત્યાગનું નામ લેતાં જ જીવને દુઃખ લાગે છે. ત્યાગ અવસ્થામાં જ્ઞાનનો યોગ હોય તો વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિર્મૂળપણું થઇ જાય એટલી એમાં યોગ્યતા છે. (બો-૧, પૃ.૨૨૬, આંક ૧૧૭) | યાજ્ઞવલ્કય નામે બ્રાહ્મણ હતો. તે જનકરાજાના દરબારમાં જતો. એક વખત રાજાએ તેને પૂછયું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશ. પછી તે ઘેર ગયો. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ધન વહેંચવા લાગ્યો અને કહ્યું કે તમે અર્ધ-અર્ધ વહેંચી લો. હું તો ત્યાગ લઉં છું. મૈત્રેયીએ પૂછયું, વનથી મોક્ષ મળશે? તે વિચારવાની હતી તેથી કહે, મોક્ષ મળતો હોય તો આપો. પછી મૈત્રેયીએ પણ ત્યાગ લીધો, અને કાર્યાયિનીને ધન આપ્યું. બીજે દિવસે યાજ્ઞવલ્કય જનકરાજાના દરબારમાં ગયો. રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. વગર કહ્યું જાણી લીધું. (બો-૧, પૃ.૧૪) બાર ભાવનાઓ D આવા પ્રસંગો (પૂ. મુનિદેવ શ્રી મોહનલાલજીનો દેહત્યાગ) જીવ નજરે જુએ છે છતાં આ અનિત્ય (૧) જીવનમાંથી મોહ ઘટતો નથી, પોતાની અશરણ (૨) નિરાધાર સ્થિતિનો વિચાર પણ આવતો નથી, જન્મજરામરણનો (૩) ત્રાસ આવતો નથી એ મોટું આશ્રર્ય છે. એકલો (૪) જીવ આવ્યો છે અને આ સ્વપ્ન જેવા સંસારની સર્વે વસ્તુઓ અહીં જ પડી મૂકી, સર્વ કામધંધા અધૂરા મૂકી, એકલો ખાલી હાથે પરભવમાં જનાર છે, તેનો વિચાર હજી સ્ક્રયને જાગ્રત કરતો Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ નથી. જે જે વસ્તુઓ ઉપર આધાર રાખીને જીવ જીવે છે તે સર્વ નાશવંત છે. પારકી ચોરી લીધેલી ચીજો છે, તે મૂક્યા વિના છૂટકો નથી. જેને માટે જીવ અનેક પ્રકારનાં પાપ કરીને પણ આ દુર્લભ મનુષ્યભવનો કાળ વ્યર્થ વહી જવા દે છે એવો આ દેહ અને દેહના સંબંધીઓ, તે પણ આપણા (૫) થવાના નથી, કોઇ આપણા આત્માને હિતકારી નથી. અશુચિમય (૬) અને મળમૂત્ર તથા રોગની મૂર્તિ જેવા આ દેહની ગર્ભથી અત્યાર સુધી સેવા કરી છતાં તે વિશ્વાસઘાતી મિત્રની પેઠે આખરે દગો દેનાર છે. તેના ઉપરનો મોહ જીવને પોતાનો વિચાર કરવા દેતો નથી પણ (૭) આસવનાં કારણો મેળવી, નવા કેદખાનારૂપી બીજા દેહ ઊભા થાય તેવાં કર્મ બંધાવે છે. તેનો વિચાર કરી, સદ્ગુરુની કૃપાએ સમ્યક્ત્વ પામવાની હવે નિરંતર ભાવના કર્તવ્ય છેજી; કારણ કે સમ્યક્ત્વ સિવાય સંવર (૮) સંભવે નહીં અને સંવર વિના નિર્જરા (૯) સાચી રીતે થાય નહીં અને લોકત્યાગ (૧૦) બને નહીં; તેથી સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રરૂપ ધર્મની (૧૧) પ્રાપ્તિ માટે પરમકૃપાળુ સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રદેવ પર અચળ શ્રદ્ધા, તેમની અપૂર્વ વાણી પ્રત્યે ઉલ્લાસભાવ અને પરમપ્રેમ તે દુર્લભ સમ્યક્બોધિનું (૧૨) કારણ છેજી. આ સંક્ષેપમાં જણાવેલ બાર ભાવનાઓ ઊંડા વિચારથી વારંવાર આપણે સર્વેએ ભાવવા યોગ્ય છે. પરમકૃપાળુદેવે બાર ભાવનાઓનો બોધ પ્રથમ પોતાની હયાતીમાં ભાવનાબોધરૂપે પ્રસિદ્ધ કરેલો, તે વચનામૃતમાં પણ છે. દૃષ્ટાંતો સહિત હોવાથી આપણા જેવા બાળજીવોને બહુ હિતકારી છે. તે વારંવાર વિચારી સત્સંગ, સદ્બોધનું સેવન કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૦, આંક ૫૮) વૈરાગ્ય — વૈરાગ્ય એટલે સત્પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ પ્રગટતાં, જગતના જીવો કે અન્ય પદાર્થોનું અણગમવું; મંદવાડમાં જેમ સારી રસોઇ પણ રુચતી નથી, તેમ આત્મસ્વરૂપ સમજાયા પછી કે તેનું કારણ સત્પુરુષનું ઓળખાણ થયે, અન્ય પદાર્થોમાંથી રુચિ ઊઠી જીવ આત્મહિતની નિરંતર વિચારણા કરે, તેમાં બીજા પદાર્થો વિઘ્નરૂપ લાગવાથી ઉદાસીનતા રહે છે : ‘‘અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.'' આત્મા માટે જીવ તલપાપડ થાય, બીજે ક્યાંય મનને ગોઠે નહીં, તે વૈરાગ્ય. વૈરાગ્ય અને ભક્તિમાં ઝાઝો ફેર નથી. સત્પુરુષની કે આત્માની ભક્તિ, તેમાં ને તેમાં વૃત્તિની રમણતા રહેતી હોય તો સ્વાભાવિક રીતે સંસારની વિસ્મૃતિ થાય છે. તે વિસ્મૃતિ, અલ્પ મહત્તા તે વૈરાગ્ય; અને પરમપુરુષમાં તન્મયતા તે ભક્તિ. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧) — વૈરાગ્ય એટલે પરવસ્તુ પ્રત્યે અનાસક્તિ; અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય-ક્લેશ શાંત પાડવો અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી - આ હાલ થઇ શકે તેમ છેજી, અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છેજી. (બો-૩, પૃ.૪૭૪, આંક ૫૦૧) I પ.પૂ. પ્રભુશ્રીજી બોધમાં કહેતા કે વૈરાગ્ય એ આત્મા છે. પરમકૃપાળુદેવ પણ તેને ૫૨માર્થમાર્ગનો ભોમિયો કહે છે. અનાસક્તભાવ કે અસંગભાવ, એ આત્માનું જ સ્વરૂપ છે. જેટલું તેમાં તન્મય થવાય Page #404 -------------------------------------------------------------------------- ________________ (૩૯૫ તેટલી શાંતિ, આત્મતૃપ્તિ જરૂર અનુભવાય. પરપદાર્થોથી જે જે આકર્ષણ-ક્ષોભ ઇન્દ્રિયો દ્વારા કે મન (કષાયપરિણામ) દ્વારા થાય છે, તે પ્રત્યે ઉદાસીનતા એ વૈરાગ્યનું સ્વરૂપ છે. ક્ષોભકારી પદાર્થોની હાજરી હોવા છતાં, તેની બેદરકારી રહેવી, તે વૈરાગ્ય છે. પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર દયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ દ્વારા સ્ક્રય પવિત્ર કરતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) D જીવને વૈરાગ્ય એટલે પાંચ ઇન્દ્રિયના ભોગો પ્રત્યે અનાસક્તિ, અણગમો અને ઉપશમ એટલે કષાય-ક્લેશનું મંદ પડવું - આ બે ગુણોની બહુ જ જરૂર છે. તેનું આરાધન વિશેષ-વિશેષ થશે, તેમ તેમ પુરુષો પ્રત્યે, તેમનાં વચનો પ્રત્યે, તેમના ઉપકાર પ્રત્યે અત્યંત અનુરાગ થઇ, પોતાના દોષો છેદવાના ઉપાય જીવ હસ્તગત કરશે, તેને ઉચ્છેદી નાખ્યા વિના જંપશે નહીં. જેમ જેમ જીવ પોતાના દોષો જોવાનો લક્ષ રોજ રાખશે, તેમ તેમ તે તે દોષો ખળભળી ઊઠી, ચાલ્યા જવાનો ક્રમ શોધશે. (બો-૩, પૃ.૭૧૫, આંક ૮૬૬). સુમતિનાથ ભગવાનના સ્તવનમાં ‘‘આતમ અર્પણ દાવ સુજ્ઞાની.” એમ કહ્યું છે એટલે અંતરાત્મા થઇ પરમાત્માનાં ચિંતવનમાં રહેવા માટે ભગવાનની સાથે લગ્ન કરવાની જરૂર છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસેં.” એવો પરમાત્મા પ્રત્યે પ્રેમ, ગમે તેવી વિકટ વાટે પણ કરવા પરમકૃપાળુદેવે પુરુષાર્થ કર્યો છે. તેને પગલે-પગલે આપણાથી બને તેટલું, ચિત્ત બીજેથી ઉઠાવી “પ્રભુ પ્રભુ લય' લાગી રહે તેમ કર્તવ્ય છે. હરિ પ્રત્યે એક અખંડ લય લાગે, તેને વૈરાગ્ય પરમકૃપાળુદેવે કહ્યો છે. (બી-૩, પૃ.૭૪૮, આંક ૯૨૫) 0 ભોગવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભોગવતાં સમભાવ રહેવો મહા દુર્ઘટ છે, તૃષ્ણા વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભોગ પહેલાં, ભોગ વખતે અને પછીથી પશ્ચાત્તાપ ન ચુકાય, એ જ ખરો પુરુષાર્થ કે વૈરાગ્ય છેજી. (બી-૩, પૃ.૭૫૩, આંક ૯૩૮). આત્મજ્ઞાન ન થયું હોય તોપણ સપુરુષે કહ્યું છે તે કર્યા વિના, કદી મોક્ષ થવાનો નથી, અને બનતા પુરુષાર્થે મારે તે મહાપુરુષનું કહેવું જ કર્યા કરવું છે, આમ જેની દૃઢ માન્યતા થઈ છે, તેને બીજા કામમાં પ્રવર્તવું પડતું હોય તોપણ મન ઊંચું રહે છે - તેથી (બીજા કામથી) આત્માનું કલ્યાણ થનાર નથી; જ્ઞાનીનું કહેલું કરવું છે પણ આમાં ખોટી થવું પડે છે, તેટલો અમૂલ્ય મનુષ્યભવ નિરર્થક વહ્યો જાય છે – એવો ખટકો જેને રહેતો હોય, તેને વૈરાગ્યભાવ કહ્યો છે. તેવા વૈરાગ્યની વૃદ્ધિ થતાં સત્સંગે, તે જીવને પુરુષનાં વચનોનો મર્મ સમજાવા યોગ્ય છે. મોહ ખસતાં સમ્યક્દર્શન પામવા યોગ્ય બને છે. (બો-૩, પૃ.૧૯૩, આંક ૧૯૫) D પ્રશ્ન : વૈરાગ્ય શાથી થાય? પૂજ્યશ્રી વિચારથી. શરીરનો વિચાર કરે કે આ શરીર ઉપરથી સારું દેખાય છે, પણ એની અંદર શું ભરેલું છે? એનું સ્વરૂપ કેવું છે? એમ જો વિચાર કરે તો વૈરાગ્ય થાય. વૈરાગ્યની જરૂર છે. કંઇક વૈરાગ્ય હોય તો બોધ પરિણામ પામે. (બો-૧, પૃ.૬૪, આંક ૪૩) | વારંવાર મરણ સંભારવાથી વૈરાગ્યબુદ્ધિ થવા સંભવ છેજી. (બી-૩, પૃ.૬૭૫, આંક ૮૦૯) Page #405 -------------------------------------------------------------------------- ________________ (૩૯) D અનાદિકાળથી જીવ મોહમાં મારું-મારું કરતો જન્મમરણ કર્યા કરે છે. તેને સદ્ગુરુના બોધની ઘણી જરૂર છે. કેવી રીતે જીવ બંધાય છે અને કેવી રીતે તે બંધન તૂટે ? એનો ઘણો વિચાર કરી મુક્તિનો માર્ગ યથાર્થ, જીવ સમજે ત્યારથી તે દેખતો થયો કહેવાય. તે સિવાય એટલે જ્ઞાનચક્ષુ વિના જીવ આંધળો ગણાય છે; તેવા જીવો જે જે ક્રિયાઓ, ધર્મની કે અધર્મની કરે છે, તે બધી બંધનરૂપ થાય છે. તો તમે જણાવી તેવી અજ્ઞાનત્યાગની - સ્ત્રીને તજીને ચાલ્યા જવાની - વાત સ્પષ્ટ બંધનરૂપ છે. વૈરાગ્યના પણ ઘણા ભેદ છે : દુઃખગર્ભિત વૈરાગ્ય, મોહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. તેમાં છેલ્લો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કલ્યાણકારી છેજી. (બો-૩, પૃ.૨૯૧, આંક ૨૮૦). 0 દુઃખગર્ભિત વૈરાગ્ય : કોઈને પૈસા વગેરેનું દુ:ખ આવી પડે અથવા કજિયા-કંકાસ ઘરમાં થયા કરતા હોય તો તેને એમ થાય કે આ સંસાર ખોટો છે, તેથી ત્યાગ કરી દઉં; પણ તે ખરો વૈરાગ્ય કહેવાય નહીં. તે તો દ્વેષબુદ્ધિથી ત્યાગ કર્યો કહેવાય. મોહગર્ભિત વૈરાગ્યવાળાને એમ થાય કે આ સંસારને છોડી દઈ, સાધુજીવન નિરુપાધિપણે ગુજાર્યું હોય તો ઘણો આનંદ આવે. ગામે-ગામ ફરવાનું થાય, સારું-સારું ખાવાનું મળે. આવી રીતે સંસારત્યાગ કરી, સાધુજીવનમાં પણ મોહ વધારે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એ જ ખરો છે. સંસારનું સ્વરૂપ, જ્ઞાની પુરુષનો બોધ સાંભળવાથી તેને સમજાય છે; અને તેમના આશ્રયપૂર્વક જે કંઈ ત્યાગ કરવામાં આવે, તે યથાર્થ છે. પોતાની બુદ્ધિથી ગમે તેવાં વ્રતપચખાણ કરે અથવા અસદ્દગુરુને આશ્રયે કરે, તે તો સંસાર ઘટાડવાને બદલે વધારનાર થઈ પડે છે. માટે જ્ઞાની પુરુષ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી, પુરુષાર્થ કર્યા કરવો. (બો-૧, પૃ.૮, આંક ૧૧). D વૈરાગ્ય ભલે દુઃખથી જાગ્યો હોય, તેને સત્સંગે પોષણ મળે તો તે વૈરાગ્ય ઘણી ઊંચી દશા સુધી, જીવને ભોમિયાનું કામ કરે છે. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૧). || વૈરાગ્યને પરમકૃપાળુદેવે ઉત્તમ ભોમિયો કહ્યો છે. આપણે જયાં જવું છે, જે કરવું છે, જેવા બનવું છે તેનો માર્ગ બતાવનાર વૈરાગ્ય છે. વૈરાગ્ય એ આસક્તિ અને મોહનો કાળ છે, વિવેકનો પિતા છે, સત્સંગને સફળ કરાવે તેવો ઉપકારક છે અને વિચારનો મિત્ર છે. માટે મુમુક્ષુએ ગમે તે ઉપાયે વૈરાગ્યની વૃદ્ધિ કરવા યોગ્ય છે અને વિચારની સાથે તે વસનાર હોવાથી, વિચાર વારંવાર કરતા રહેવા યોગ્ય છે. શા માટે આ મનુષ્યદેહ મળ્યો છે ? એટલે શું કરવા આ ભવમાં જીવ આવ્યો છે ? અને શું કરી રહ્યો છે ? એની તપાસ ઘણી વાર કરતા રહેવાની જરૂર છે; તેથી અગત્યનાં કામ કયાં છે અને બિનજરૂરી કામ કયાં છે, તે સમજાય છે અને બિનજરૂરી પ્રત્યે બેદરકારી કે જોઈએ તેટલી જ કાળજી તેની રહે અથવા તે પ્રત્યે વૈરાગ્ય રહે; અને જે કર્યા વિના આત્માનું કલ્યાણ થવાનું નથી એવી સદ્ગુરુની આજ્ઞા, તેનો વિચાર, ભક્તિ, સ્મરણ, સમ્યક્રપરિણતિ પ્રત્યે અભિલાષા, પ્રેમ, લક્ષ વારંવાર રહ્યા કરે. (બો-૩, પૃ. ૧૯૦, આંક ૧૯૩) D પૂ. ....એ સમાચાર જણાવ્યા; તે વિશેષ વૈરાગ્યનું કારણ બન્યું છેજી, જેણે મનુષ્યભવમાં આવી, જગત જોયું - ન જોયું અને અન્યત્ર ચાલ્યો ગયો, તેની સ્મૃતિ સમજુ માણસને, વૈરાગ્ય વિશેષનું કારણ બને તેવું છે. (બો-૩, પૃ.૧૬, આંક ૭૧૪) Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ [] ‘‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.’’ - એમ પરમકૃપાળુદેવ ચેતાવે છે, છતાં જીવને મરણ સાંભરતું નથી; તો મરણ પછીના કાળની ફિકર ક્યાંથી રહે ? તેથી વિચારવાન જીવે તો ક્ષણે-ક્ષણે મરણ સંભારવા યોગ્ય છેજી. તેથી વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) જીવને વૈરાગ્યની જરૂર છેજી. તે આસક્તિ ઘટયા વિના તો પ્રગટે કે ટકી રહે તેમ નથી. જેના હૃદયમાં વૈરાગ્યનો વાસ હોય, તેને તો આ કાળ તેની વૃદ્ધિ કરે, તેવી ઘટનાઓ ઉપરા-ઉપરી કર્યા કરે છે. તેનો યથાયોગ્ય વિચાર થયે, એ મોક્ષમાર્ગના ભોમિયારૂપ વૈરાગ્ય જાગે અને જરૂર મોક્ષમાર્ગે આગળ વધવાનું બળ આપે. મારે-તમારે-બધાને આ જ જરૂરની વસ્તુ છેજી. વૈરાગ્ય અને ઉપશમને જ્ઞાનીપુરુષે વખાણ્યા છે તથા આરંભ-પરિગ્રહના ત્યાગનો ઉપદેશ બહુ ભાર દઇને કર્યો છે. વારંવાર, તે પરમકૃપાળુદેવનાં વચનો લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૩૨, આંક ૪૪૮) D સત્સંગની ઇચ્છા છતાં તેવો યોગ અંતરાયકર્મથી બની આવતો નથી ત્યારે વિચાર અને તેના ફળ તરીકે વૈરાગ્યભાવ ટકાવવા સત્શાસ્ત્ર અને સત્સંગી જનો સાથેનો પત્રવ્યવહાર પણ બળપ્રેરક બને છે. વિચારણા, સદ્ગુરુના બોધે યોગ્ય જીવાત્માને જાગે છે તો તેના બળે વૈરાગ્યવૃત્તિ સર્વ પ્રસંગોમાં રહ્યા કરે; કારણ કે અનિત્ય વસ્તુ-સમૂહની વચમાં આ જીવને રહેવાનું છે, તેનો અલ્પ પણ વિચાર કરે તો તેને મોહ ઘટવાનું કારણ બને છે. જે ઘરમાં આપણે જન્મ્યા હોઇએ, ખાતા હોઇએ, સૂતા હોઇએ, તે જ ઘર વિષે વિચારીએ તો તેમાં કેટલાંય સગાંવહાલાંનાં મરણ થયેલાં આપણને સ્મૃતિમાં આવે; કેટલાયના મરણતુલ્ય વ્યાધિના પ્રસંગો સ્મૃતિમાં આવે; તથા દ૨૨ોજ આપણી આજુબાજુ જે જે ક્રિયાઓ આપણા વડે કે આપણાં સગાં વડે થાય છે તેમાં કેટલાય જીવોની ઘાત થતી હોય છે; તે તરફ દૃષ્ટિ જતાં આપણા જીવનની અનિત્યતા સહેજે સમજાય છે અને પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં જે લખ્યું છે : ‘‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' તે સહેજે નજરે તરી આવવા સંભવ છે. જેનું શરીર નીરોગી હોય અને જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં તણાતો હોય, તેને આ વિચારો આવવા દુર્લભ છે; પણ શરીર નરમ રહેતું હોય, સત્સંગે કંઇ બોધ સાંભળી વૈરાગ્યમાં જેની વૃત્તિ વળી હોય, તેને આવા વિચારોથી મોહ ઘટવાના પ્રસંગો પ્રાપ્ત થાય છે; અને કોને માટે, કેટલા કાળ માટે, કેવા પ્રકારે હું આ પ્રવૃત્તિમાં તણાઉં છું કે કાળ ગાળું છું તેના વિચારો તેને સહેજે આવે છે; અને જીવન કેવી રીતે વ્યતીત થાય તો ઉત્તમ કહેવાય, તેનો નિર્ણય તેવા કાળમાં સહેજે વિચારવાનને થાય છે. પૂર્વે બાંધેલાં પ્રારબ્ધ પ્રમાણે સુખદુઃખ સર્વને આવે છે, પરંતુ તેમાં જેને વૈરાગ્ય હોય, તેને દુઃખના પ્રસંગો પણ લાભ દઇને જાય છે; અને અવિચારી જીવો તેવા પ્રસંગોમાં એવા વિચાર કરે છે કે દુઃખ મટશે કે નહીં મટે ? શું શું ઉપાય કરવા ? કેમ બીજા મારી સેવાચાકરી નથી કરતા ? દેહ છૂટી જશે તો આ કોણ ભોગવશે ? મારે આટલું બધું છોડવું પડશે ? એવા આર્તધ્યાનના વિચારોમાં કે કોઇ ઉપર દ્વેષ હોય તો Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ તેનું બૂરું કરવાના વિચારો કરી, રૌદ્રધ્યાન કરી, એવાં કર્મ તે બાંધે છે કે હાલની વેદના કરતાં અત્યંત આકરી વેદના ભવિષ્યમાં લાંબા કાળ સુધી ભોગવવી પડે, તેવાં કર્મ બાંધી અધોગતિ ઊભી કરે છે; અને વિચા૨વાન બાંધેલાં કર્મોથી છૂટે છે અને નવાં ન બંધાય તે માટે સદ્ગુરુએ આપેલા સાધનમાં વૃત્તિ રાખે છે. (બો-૩, પૃ.૧૦૧, આંક ૯૩) ન જેવી વૈરાગ્યની વાત પત્રમાં લેખ પામી છે, તેવી દયમાં જો આલેખાઇ રહે તો કલ્યાણ જીવને સમીપ છે એમ સમજવું ઘટે છેજી. વૈરાગ્યનાં વચનો હ્દયમાંથી નીકળી જાય તે કલ્યાણકારી નથી; ટકી રહે અને સત્પુરુષના બોધને પરિણામ પામવાનાં કારણ બને તો જ ઉપકારી ગણવા યોગ્ય છે. સગર ચક્રવર્તી ૬૦,૦૦૦ પુત્રના મૃત્યુની ખબર આપનાર બ્રાહ્મણને પ્રથમ તો પુત્રનો શોક નહીં કરવા શિખામણ દે છે, પણ જ્યારે પોતાના પુત્રના મરણની વાત સાંભળે છે, ત્યારે તે બેભાન થઇ જાય છે અને વિલાપ કરે છે. આ દૃષ્ટાંતથી ચેતી આપણે આપણને બોધ આપતા થઇએ અથવા પરમપુરુષના બોધને હ્દયમાં રાખી કલ્યાણ-સાધક બનીએ, એ જ ભાવનાથી આ બે વચનો લખ્યાં છે, તે મારેતમારે-બધાએ લક્ષમાં રાખવા યોગ્ય છેજી. દિન-દિન, ચઢતા, સાચા વૈરાગ્યને પાત્ર આપણે બનીએ તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે નમ્ર પ્રાર્થના છેજી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ, ત્યાં મુમુક્ષુવર્ગમાં ચર્ચવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૨૩, આંક ૪૩૩) પ્રશ્ન : વૈરાગ્ય શાથી રહે ? પૂજ્યશ્રી : આખો લોક બળી રહ્યો છે એમ લાગે, ત્યારે રહે. જગતમાં કોઇ સુખી નથી. પુણ્યથી સુખી દેખાય છે; પણ સુખ નથી, દુ:ખ જ છે. ચારે ગતિના જીવો દુ:ખી જ છે. રાગ-દ્વેષ છે ત્યાં દુઃખ જ છે. આત્મા અનંત સુખનું ધામ છે, એમ જેને સમજાય, તેનું મન બીજામાં ન જાય. (બો-૧, પૃ.૮૦, આંક ૫) ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધવાળા પત્રાંક ૫૦૬માં વૈરાગ્ય-ઉપશમના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે. તે વારંવા૨ સ્મૃતિમાં રાખી, વૈરાગ્ય-ઉપશમ કેટલો આ જીવમાં પરિણામ પામ્યો છે, તેની પરીક્ષા કરવા જ જાણે પરમકૃપાળુદેવે આ પ્રસંગ ઉપસ્થિત કર્યો છે એમ સમજી, તેવા પ્રસંગે વિશેષ વીર્ય સ્ફુરે; અને હડકાયું કૂતરું કરડેલું ત્યારે, જેમ જાગૃતિ રહેતી, તેથી વિશેષ જાગૃતિ રાખવા જેવો આ પ્રસંગ છે એમ ગણી, મનને વીલું મૂકવું નહીં, પ્રાસંગિક વાતોમાં બહુ છૂટું મૂકવું નહીં; પણ ક્ષણે-ક્ષણે તે શી ચિંતવના કરે છે, તેની ચોકી કરતા રહેવા ભલામણ છેજી. કૂતરાના પ્રસંગમાં કોઇ પ્રત્યે દ્વેષનો સંભવ નહોતો, માત્ર મરણભયથી બચવાનો પુરુષાર્થ કર્તવ્ય હતો. અહીં તો તેથી વિશેષ જાગૃતિની જરૂર છે; કારણ કે અત્યારે અનિષ્ટ ભાસે છે તેવા પ્રસંગમાં, એક અંતર્મુહૂર્ત જો ચિત્ત સતત લાગ્યું રહ્યું તો આર્ત્તધ્યાન થયા વિના રહે નહીં, અને તે વખતે આયુષ્ય બંધાય તો તિર્યંચ આદિ અધોગતિનું બંધાય, તો તે-તે ભવોમાં દ્વેષની વૃદ્ધિ કરતો જીવ ભટકે. ત્યાં પછીથી છૂટવાના પ્રસંગો કેટલા દૂર રહે તે સાવ સમજાય તેવું છે, માટે મુમુક્ષુજીવે કોઇ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી. ધર્મધ્યાનનાં કારણો વિશેષ બળ કરી, બીજા ભાઇઓને વિનંતી કરીને પણ, જોડતા રહેવા યોગ્ય છેજી. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ કંઇ ન બને તો, તેવાં સ્થળોનો અમુક કાળ સુધી ત્યાગ કરીને પણ દુર્ધ્યાનથી બચવાની જરૂર છેજી. અવિચારી અને ઉતાવળિયું કામ, આપણે હાથે ન થઇ જાય તે લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૨૪૮, આંક ૨૪૧) ૫૨મ કરુણાવંત એવા જ્ઞાનીપુરુષોએ અનેક ભવના અનુભવનો સાર એક-એક વાક્યમાં, એક-એક શબ્દમાં આપણા માટે ભર્યો છે. તેનો લાભ લેવા જિજ્ઞાસા અને વૈરાગ્યની વૃદ્ધિ કરીએ તો આનંદનો અખૂટ ખજાનો જ્ઞાનીપુરુષની કૃપાદૃષ્ટિએ પ્રાપ્ત થાય તેમ છે. બાગમાં જઇએ તો સહજ સુગંધ મળે છે, પણ તેટલું ચાલીને ત્યાં જવું જોઇએ અને તે જાતનો જેમ શોખ હોય તો આનંદ આવે છે; મજૂરને બાગમાં કામ કરવાનું હોય તોપણ તે જાતની રુચિ અને શોખ નથી, તેથી આનંદ નથી માનતો; તેમ સત્પુરુષોની કૃપાને પાત્ર થવા વૈરાગ્ય, ઉપશમ, ભક્તિની જરૂર છે. (બો-૩, પૃ.૧૫૯, આંક ૧૬૦) પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જીવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને સત્પુરુષનાં વચનો સમજાય, અને સમજાય તેટલું થોડું-થોડું અમલમાં, આચરણમાં મુકાય. (બો-૩, પૃ.૬૯૭, આંક ૮૩૬) વૈરાગ્ય વધે તેવું વાંચન - ભાવનાબોધ, મોક્ષમાળા, ગ્રંથયુગલ આદિ – કોઇ ન હોય તો આપણે એકલા પણ રાખવું ઘટે છેજી. વૈરાગ્ય વગર ગમે તેવા ઉત્તમ તત્ત્વની વાત હોય તોપણ લૂખી લાગે અને વૈરાગ્ય હોય તો તુચ્છ વસ્તુ પણ ઉપકારી નીવડે છેજી. ‘સાંજ પડી અને હજી દીવો નથી કર્યો ?' એવા એક કન્યાના શબ્દો સાંભળી એક વૈરાગી અમલદારને થયું કે ધોળા વાળ થઇ ગયા, તોપણ મેં આત્મજ્યોતિ પ્રગટાવી નહીં ! ધિક્કાર છે મારા ડહાપણને ! આમ વિચારી તે સદ્ગુરુને શોધવા યાત્રા કરવા નીકળી પડયો અને તેના સદ્ભાગ્યે સદ્ગુરુ મળ્યા અને પોતાનું કલ્યાણ તેણે કરી લીધું. (બો-૩, પૃ.૭૮૦, આંક ૯૯૪) કાળનો ભરોસો નથી. સ્ત્રી, ધન આદિ અનંતવાર મળ્યાં છે, પણ ધર્મ આરાધવાનો આવો યોગ મળ્યો નથી, મળ્યો હશે તો આરાધ્યો નથી; તો હવે તેવી ભૂલ રહી ન જાય તે માટે ચેતતા રહી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯) બીજાની વેદના, પરાધીનતા, દુઃખ આદિ દેખી, મુમુક્ષુજીવે પોતાનો વિચાર કરવાનો છે. આવી દશા એવાં કર્મનો ઉદય હોય તો આપણને પણ આવે એમ વિચારી, વૈરાગ્યની વૃદ્ધિ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૪૫, આંક ૯૨૧) વાતોએ વડાં નહીં થાય. શ્રવણ, મનન, નિદિધ્યાસનના (વારંવાર ભાવનાના) ક્રમે આગળ વધાય તેમ છે. જે જે ભક્તિના પદ, આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ છે, તેનો વિશેષ વિચાર કરી, કંઇક ઊંડા ઊતરાય તેવા વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી, આપણ સર્વને જરૂરની છે. વૈરાગ્યના અભાવે મોહનું ગાંડપણ છૂટતું નથી અને ‘‘બાળધૂલિ ધર લીલા સરખી ભવ ચેષ્ટા''માં અમૂલ્ય માનવભવ વહ્યો જાય છે; તે વહ્યો જવા દેવા યોગ્ય નથી. માટે દ૨૨ોજ, માથે મરણ છે તેનો Page #409 -------------------------------------------------------------------------- ________________ 100) વિચાર કરી, બીજા વિકલ્પો ઓછા કરી “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય ? (૧૯૫) તે વિકલ્પ માટે ઝૂરણા કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૧૯૬, આંક ૧૯૭) |વૈરાગ્યના પ્રસંગમાં સત્સંગ, સશાસ્ત્ર, ધર્મકથા આદિ વિશેષ હિતનાં કારણ છે; એક તો મોહ મંદ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય અને આત્મહિતની ગરજ વધતાં, ઊંડા ઊતરી મહાપુરુષનો આશય સમજી, તે ગ્રહણ કરવાનો સુયોગ બને છેજી. (બી-૩, પૃ.૫૫૧, આંક ૬૦૯) 0 જેટલો સંસાર પ્રત્યેનો ભાવ મોળો પડે અને સત્પરુષ પ્રત્યે ભક્તિ જાગે, તેનાં વચનામૃત ઉપર પ્રેમ વધે અને વચનામૃતનું વિશેષ સેવન થાય તેમ તેમ વૈરાગ્ય પણ વધે અને કષાય ઘટે. માટે સત્સંગના વિયોગમાં સપુરુષનાં વચનો પણ સત્સંગતુલ્ય છે એમ ગણી, બચતો કાળ સપુરુષની ભક્તિમાં, વાંચવા-વિચારવામાં ગાળવો હિતકારી છેજી. (બી-૩, પૃ.૭૯, આંક ૬૯) D વૃદ્ધ, માંદા વગેરેની સેવાથી વૈરાગ્ય અને બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય છે. આપણે પણ ચેતી લેવા જેવું છે. લીધો કે લેશે થઈ રહ્યું છે તો પ્રમાદ કર્તવ્ય નથી, પ્રમાદમાં તો અનંતકાળ ગયો પણ કાંઈ વળ્યું નહીં એમ ગણી, ભાવ વધતા રાખવા ભલામણ છેજી, (બી-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫) D વૈરાગ્ય અને અભ્યાસ, એ સંસારવૃક્ષને છેદવાના કુહાડા સમાન છે. તેમાં પાંચ ઇન્દ્રિયોના વિષય વિઘ્નકર્તા છે. તેના પર જય મેળવ્યાથી ઘણી માનસિક પ્રવૃત્તિ મંદ પડશે અને નિવૃત્તિનો આનંદ આપોઆપ અનુભવાશેજી. (બી-૩, પૃ.૭૨૭, આંક ૮૮૬) અઢાર પાપસ્થાનક | ધર્મક્રિયા કરતા રહેવા સાથે, આત્માને કષાય અને વિષયોના પંજામાંથી છોડાવવાનો છે. તે લક્ષ ચુકાય નહીં, તે માટે રોજ અઢાર પાપસ્થાનક વિચારી જવાં અને દોષો નજરે ચઢે તે ઘટાડવા વિચાર, ઉપાય કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૭, આંક ૩૮૩) D આપે અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા એમ પુછાવ્યું તે વિષે ટૂંકામાં જણાવવાનું કે નિરાંતનો વખત એને માટે, દિવસે કે રાત્રે થોડો રાખવો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી જે જે પ્રવૃત્તિ થઈ હોય, તે ઉપર વૃષ્ટિ ફેરવી જવી. જેમ કે : (૧) પ્રાણાતિપાત : આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરવા-કરાવવા કે અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે ચોર્યાસી લાખ જીવાયોનિનો પાઠ છે, તેનો ક્રમ લેવો કે સાત લાખ પૃથ્વીકાય કવોની યોનિ કહી છે. તેમાંથી કોઇ પૃથ્વીકાય જીવ હણ્યો છે, હણાવ્યો છે કે હણતાં અનુમોદ્યો છે? એટલે માટી વગેરેનું કામ આજે કંઈ પડયું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્ભયપણે, વગર પ્રયોજને પ્રવર્તવું પડયું છે? અથવા પ્રવર્તવું પડયું હોય, તેમાંથી ઘટાડી શકાય તેવું હતું? એવી રીતે અપકાય એટલે સચિત પાણી, વગર પ્રયોજન ઢોળ્યું છે? પાણી વાપરતાં, આ કાચું પાણી જીવરૂપ છે, એમ સ્મૃતિ રહે છે ? તેની પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે ? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વગર લગાડવું કે ઓલવવું થયું છે? Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧) તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય, તેવી પ્રવૃત્તિ આજે થઇ છે? પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બે-ઇન્દ્રિય, ત્રણ-ઇન્દ્રિય, ચાર-ઇન્દ્રિય આદિ મનુષ્ય સુધીમાં, કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે? તેમ ન કર્યું હોત તો ચાલત કે કેમ? મૃષાવાદ : જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થસત્ય શું? તે સમજી મારે બોલવાની ભાવના છે, તે કેમ પાર પડે ? કેવી સંભાળ લેવી ઘટે? વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિષે કરવા. (૩) ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે? અનુમોધું છે? તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. (૪) મૈથુન : મન-વચન-કાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને, તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે? તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં, પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. પરિગ્રહ લોભને વશ થઈ, જીવને આજે ક્લેશિત કર્યો છે? પાંચ ઇન્દ્રિયોમાંથી વધારે મૂછ કયા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ધન, ઘર, કુટુંબ આદિ ઉપરની, ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું ઠે છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? (૬) ક્રોધઃ કોઇની સાથે અયોગ્ય રીતે ક્રોધ થયો છે? કોઇના કહેવાથી ખોટું લાગ્યું છે? કોઈ ઉપર રિસાવાનું બન્યું છે? વેરવિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઇ જવા. માન : પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે ? બીજાને અપમાન દીધું છે? - વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી વિચારવું. (૮) માયા : કોઈને છેતરવા માટે વર્તવું પડયું છે? ઉપરથી રાજી રાખી, સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે? કોઈને ભોળવી, લોભ આદિ વધાર્યો છે? (૯) લોભઃ પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે અને લોભમાં નવી ઇચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય, તે તપાસી જવી. (૧૦) રાગ : જેના જેના પ્રત્યે રાગ છે, તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પોતાને ગમતી ચીજો મળે, ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ ઓછો કરવો છે, એવો લક્ષ રહે છે? વગેરે વિચારવું. (૧૧) દૈષ પણ તેમ જ. (૧૨) કલહ થાય તેવું કંઈ બન્યું છે? (૧૩) અભ્યાખ્યાન કોઇને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે? Page #411 -------------------------------------------------------------------------- ________________ (૪૦૨) (૧૪) પૈશુન્ય કોઇની નિંદા, તેની ગેરહાજરીમાં થઇ છે? (૧૫) રતિ-અરતિ ભાવો દિવસમાં કેવા, ક્યાં ક્યાં થાય છે? (૧૬) પરપરિવાદ : બીજાનું હલકું બોલવું કે નિંદા થઇ છે? (૧૭) માયામૃષાવાદ : માયાથી જૂઠું બોલવું થયું છે? (૧૮) મિથ્યાત્વશલ્ય : આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે, તેવું આજે કંઈ બન્યું છે? અન્યધર્મીના યોગે થયેલી વાત, વિચારી જવી. આ પ્રમાણે પ્રવૃત્તિઓ ઉપર દૃષ્ટિ ફેરવી જવાથી, પાપ થયું હોય તો પ્રશ્નાત્તાપ કરવાથી, આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. (બો-૩, પૃ.૬૫૦, આંક ૭૬૮). જીવહિંસા D ભાજીના મૂળમાં જીવ હોય છે; પાંદડામાં પણ દરેક પાંદડે જીવ હોય છે; બીજમાં પણ જુદા-જુદા જીવ હોય છે. પાંદડાને આશરે કેટલીક જીવાત રહે છે. ધોવાથી પણ દૂર થવી મુશ્કેલ એવી જીવાત કેટલીક ભાજીમાં હોય છે. બટાટા, મૂળા, સૂરણ વગેરે જે, જમીનમાં કંદરૂપે થાય છે, તેમાં અનંત જીવો હોય છે. ફૂલમાં પણ જુદા-જુદા જીવ હોય છે. ફૂલના રસમાં મધના જેવો દોષ ગણાય. સીંગ વગેરે ફોલીને શાક કરે તો એમ ને એમ લાક્યા કરતાં શુદ્ધ ગણાય. કાકડી અને રીંગણાં ઘણા દોષનાં કારણ છે. તમે જણાવેલી ચીજો દોષવાળી છે. માત્ર તાજી છાશ કે દહીં તેવાં નથી, એટલે એમાં જીવહિંસા નથી પણ વિશેષ પ્રમાણમાં હોય તો ઊંઘ, પ્રમાદ વધારનાર મનાય છે. આ વાત જાણી પોતાની અનુકૂળતા, શક્તિ વિચારી દોષોથી બને તેટલું દૂર રહેવું અને ન બને તે પ્રત્યે આસક્તિ નહીં રાખતાં, તેવી શક્તિ પ્રાપ્ત થયે તે દોષોથી દૂર થવું છે, એવી ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૯૦, આંક ૬૬૮) પાણી જેની કાયા છે એવા, ટીપાથી ઘણા નાના શરીરવાળા જીવોના સમૂહરૂપ, પાણી છે. મુનિઓ ઠંડા પાણીનો સ્પર્શ પણ જાણી જોઈને કરતા નથી, કારણ કે શરીરની ગરમીથી પણ તેમના પ્રાણ છૂટી જાય છે. પાણીની અંદર પોરા વગેરે જીવો હાલતાં-ચાલતાં પણ હોય છે અને વનસ્પતિકાયના પણ અસંખ્ય જીવો એક ટીપામાં હોય છે. તેથી મુનિઓ ગરમ કરેલું પાણી મળે તો પીવા વગેરે માટે વાપરે છે. જેનાથી તેમ ન મળી શકે અને હિંસાથી બચવું હોય તે ગૃહસ્થો પાણી ગાળીને વાપરે છે; બે ઘડીથી વધારે વાર ગાળેલું પાણી પડી રહ્યું હોય તો ફરી ગાળીને પીએ છે. જળાશયમાં નાહવા જનાર પણ વિચારવાન તો વાસણમાં ગાળીને કાંઠે બેસીને નહાય પણ અંદર નદી વગેરેમાં પડે નહીં. (બો-૩, પૃ.૫૮૯, આંક ૬૬૮). Page #412 -------------------------------------------------------------------------- ________________ (૪૦૩) જીવરક્ષા પ્રશ્નઃ સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તો દોષ છે, તો આપણે કેમ હાર ચઢાવાય છે? ઉત્તર : “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.” એ કડીમાં સર્વમાન્ય ધર્મ જે દયા, તેનું વર્ણન છે. પૂજા આદિ વિષે ત્યાં કંઈ હા કે ના કહેવાનો આશય નથી. જીવ જ્યાં દુભાય ત્યાં પાપ કહ્યું છે, તે સાચું છે. જીવને દૂભવવા અર્થે કોઇ હાર ચઢાવતું નથી. હાર ચઢાવનારનો ઉદ્દેશ ભક્તિ કરવાનો છે. ભક્તિ કરનાર ત્યાગી હોય તે ફૂલથી પૂજા ન કરે; એટલે પુષ્પ કે લીલોતરી જે આહાર કે મોજશોખ અર્થે વાપરતા નથી તેને ફૂલથી પૂજા કરવાનું કહ્યું નથી; પણ જેને લીલોતરીનો ત્યાગ નથી, શાક વગેરેમાં ફલેવર, કોબી વગેરે વાપરે છે, અંબોડામાં પુષ્પ પહેરે છે, ફૂલની પથારીમાં જે જીવો સૂએ છે, તેવા જીવોને પોતાના મોજશોખ ઓછા કરી ભગવાનને અર્થે ફૂલના જે હાર કરી ચઢાવે છે, તેને તે ફૂલના નિમિત્તે પરમકૃપાળુદેવ ભગવાન પ્રત્યે ઉલ્લાસભાવ થાય છે. તે ઘણું પુણ્ય બાંધવાનું કારણ થાય છે; અલ્પ પાપ અને ઘણા પુણ્યની તે પ્રવૃત્તિ છે, એટલે જ્ઞાનીઓએ તેને નિષેધી નથી, ના પાડી નથી. પાપ માત્રનો ત્યાગ કરવાનો ભગવાનનો ઉપદેશ છે છતાં આપણે રાંધવું પડે છે, ખાંડવું પડે છે, દળવું પડે છે કે પાણી વાપરવું પડે છે; તેમાં ઘણું પાપ તો થાય છે અને તે તો ધર્મનાં કામ નથી, દેહનાં કામ છે છતાં તે પાપ ઓછાં કરવાનું મન થતું નથી અને ભગવાનને ફૂલ કેમ ચઢાવે છે એવો વિચાર ઊગે છે, તે માત્ર કુળસંસ્કાર ટૂંઢિયાના હોવાથી થાય છે. તેનો ખુલાસો ન થાય ત્યાં સુધી મનમાં ખટક્યા કરે, તેથી પૂછયું તે સારું કર્યું છે. સાધુને વાંદવા ઢુંઢિયા જાય છે, ત્યાં સુધી જવામાં ઘણાં જંતુઓ મરે છે કારણ કે સાધુની પેઠે જીવ બચાવીને શ્રાવકો વર્તતા નથી; છતાં સાધુનાં દર્શનથી ઘણો પુણ્યલાભ થશે, મોક્ષમાર્ગ મળશે એવી આશાથી પાપનો ભય ત્યાગી, વિશેષ લાભની પ્રાપ્તિ સ્થાનકવાસી પણ કરે છે. સ્થાનક બંધાવવામાં કેટલી બધી હિંસા થાય? તોપણ સાધુઓ તેનો ઉપયોગ કરે તે પુણ્યકારક છે એમ ગણીને મકાન બંધાવે છે, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય તે તેવું મકાન ન બંધાવે. તેમ લીલોતરીના ત્યાગી પુષ્પ આદિ સાવદ્ય હિંસા જેમાં થાય તેવી ચીજોથી પૂજા ન કરે. ઊનું પાણી વાપરે તે ભગવાનની પૂજા ઠંડે પાણીએ ન કરે. તેવી જ પદ્ધતિ પુષ્પ-પૂજાની છે. સાધુઓ કાચા પાણીને અડતા પણ નથી, પણ નદી ઊતરવાનો પ્રસંગ આવે ત્યારે પાપનું કારણ છે છતાં વિશેષ લાભને કારણે સાધુઓને નદી પગે ચાલીને ઓળંગવાની ભગવાને આજ્ઞા આપી છે. જેથી આપણા આત્માનું હિત વિશેષ થતું હોય ત્યાં અલ્પ દોષો થવાનો સંભવ હોય ત્યાં પણ કાળજીપૂર્વક દયાભાવ દિલમાં રાખી પ્રવર્તવાનું ભગવાને કહ્યું છે. (બી-૩, પૃ.૬૪૬, આંક ૭૬૭) “સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ.'' Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪) પાર્શ્વનાથ ભગવાને સાપને બચાવ્યો હતો. “એના કર્મ પ્રમાણે થશે.' એમ કર્યું નહોતું. કર્મનો હિસાબ મોટો છે. સારા ભાવ થાય તો સારું ફળ મળે, પાપભાવ કરે તો ખોટું ફળ મળે. (બો-૧, પૃ.૧૬૩, આંક ૩૩) યત્ના | મોક્ષમાળામાં ૨૭મા પાઠમાં યત્ના વિષે વિસ્તારપૂર્વક જણાવેલું છે. ટૂંકમાં, ધર્મ અને વ્યવહારની ક્રિયાઓ કરતાં પાપ ન થાય, તેવી કાળજી રાખીને પ્રવર્તવું, તે યત્ના કહેવાય છે. (૧) ચાલતાં જોઈને પગ મૂકવો, જરૂર વિના નકામું ફરફર ન કરવું. જીવોની હિંસા ન થાય, એવી ભગવાનની આજ્ઞા છે, તે પ્રમાણે લક્ષ રાખી ચાલવું, તે ઇર્યાસમિતિ કહેવાય છે. (૨) તે જ પ્રકારે ભગવાને કહ્યું છે તે લક્ષ રાખી, પાપકારી વચનો ન બોલાય તેમ વર્તવું, તે ભાષાસમિતિ છે. (૩) ભોજનમાં પણ પાપ-પ્રવૃત્તિ ટાળી, ભગવાનની આજ્ઞામાં પ્રવર્તવું, તેને એષણાસમિતિ કહે છે. (૪) વસ્તુ લેતાં-મૂકતાં પણ આજ્ઞા પ્રમાણે વર્તવું, તેને આદાનનિક્ષેપસમિતિ કહે છે. (૫) મળમૂત્રનો ત્યાગ કરતાં પણ જીવહિંસા ન થાય, તેવો લક્ષ રાખવા ભગવાને જણાવ્યું છે, તેમ પ્રવર્તવું તે પારિઠાવણિયાસમિતિ (પ્રતિષ્ઠાપના) કહેવાય છે. એ પાંચ પ્રકારની પ્રવૃત્તિમાં, બધાં કામ, લગભગ આવી જાય છે. એ બધી ક્રિયા કરતાં જીવહિંસા ન થાય, તેવો ઉપદેશ ભગવાને આપેલો છે, તે લક્ષમાં રાખીને વર્તવું, તેને યત્ના કહે છે. દૃષ્ટાંત તરીકે ચૂલામાં લાકડાં મૂકતાં પહેલાં, ખંખરીને મૂકીએ તો કીડી, ઉધઇ આદિ જીવો બળી ન જાય; પાણી ગાળવાનું કપડું, કાણું કે બહુ પહોળા છિદ્રોવાળું ન હોય તો તેની પાર થઈને પોરા વગેરે માટલામાં ન જાય; એકવડું ગરણું હોય, તેને બદલે મોટું રાખ્યું હોય તો બેવડું કરી ગાળવાથી, પાણીની શુદ્ધિ રહે અને જંતુઓ પાર ન જાય; તેથી વાળા વગેરે રોગો પણ ન થાય અને જીવહિંસાનું પાપ ન લાગે. અનાજમાં રહેલા સૂક્ષ્મ જીવજંતુઓની અપૂર્ણ તપાસ, એઠા વાસણ રાત્રે રહેવા દીધાં હોય, ઓરડા વગેરે સ્વચ્છ ન રાખ્યા હોય, આંગણામાં પાણી ઢોળવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી, ઇત્યાદિ ક્રિયાઓ અયત્નાથી થાય છે; અને કાળજી રાખી હોય તો સ્વચ્છતા, આરોગ્યતા આદિ સુંદર ફળ પ્રાપ્ત થાય અને ધર્મનું આરાધન પણ થાય. (બો-૩, પૃ.૬૪૮, આંક ૭૬૭) D આપે સ્વચ્છતા માટે ફિનાઇલ વાપરવા વિષે પ્રશ્ન કર્યો છે; તે વિષે એટલું જ જણાવવું પૂરતું છે કે આપણે આપણા દેહની જ્યાં સુધી કાળજી રાખીએ છીએ, ત્યાં સુધી બીજાના દેહ પ્રત્યે બેદરકાર રહેવું ઘટતું નથી; એટલે બનતી કાળજી રાખીને કપડાં, ખાટલા કે ઓરડીની દરરોજ સંભાળ રાખી માંકડ, ચાંચડ પકડાય તેટલા પકડી, નાખી દેવા અને સ્વચ્છ જગા કરીને, ફરી ઉત્પન્ન ન થાય, તે માટે ફિનાઇલ છાંટો અને સ્વચ્છતા સાચવો તો યત્નાપૂર્વક ક્રિયા કરી કહેવાય; પણ નજરે માંકડ, ચાંચડ દેખી, તેનો નાશ કરવા, તેના ઉપર દવા છાંટવી એ તો અઘટિત લાગે છે. દયા અને સહનશીલતા, ખમી ખૂંદવું એ ગુણો આત્માર્થીને બહુ જરૂરના છે, મોક્ષમાર્ગમાં મદદ કરે છે. માટે જેટલો તેનો વિશેષ અભ્યાસ થાય, તેટલું હિત થશે. (બો-૩, પૃ.૯૧, આંક ૮૨) Page #414 -------------------------------------------------------------------------- ________________ (૪૦૫) વ્રતનિયમ જે કંઈ વ્રતનિયમ પાળીએ છીએ, તે આત્માર્થે કરીએ છીએ, એ ભાવ ભુલાવો ન જોઇએ. (બો-૩, પૃ.૧૦૯, આંક ૧૦૧). જ્ઞાનીની આજ્ઞા વિષે, વર્તે તે સુખી થાય; મોક્ષમાર્ગમાં તે ટકે, એ જ અચૂક ઉપાય. ભાવ પોષવા, કૃઢ કરવા અને પાત્રતા પામવા માટે વ્રતનિયમ આત્માર્થે કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૬૪, આંક ૧૬૭) T સાત વ્યસનનો વિશેષ વિચાર જીવને જાગશે ત્યારે કોઈ પણ વ્યસન હશે તે જીવને ખૂંચશે; તેનો ત્યાગ કરવા તત્પર થશે તથા નવા વ્યસનનો તો પ્રસંગ પણ નહીં રહે. ઊંડા ઊતરી જ્ઞાનીપુરુષનાં વચનોનો વિચાર કરી, આ આત્માને અનંત બંધનથી છોડાવવા જાગ્રત રહેવાની જરૂર છેજી. એવી અંતરદયા જાગવા, આવા ત્યાગ કરવાના છેજી. (બી-૩, પૃ.૬૧૩, આંક ૭૧૦) વ્રતનિયમ બધું કરવાનું છે, પણ નિશ્રય ચૂક્યો તો કંઈ ન થાય, સંસારનો સંસાર રહે. પહેલું પાપથી છૂટવું અને શુભમાર્ગમાં રહેવું. પાપના વિકલ્પો છૂટી જાય, તે માટે વ્રતનિયમ કરવાનાં કહ્યાં છે, પણ પાછું એમાં જ રહેવાનું નથી. જ્ઞાનમાં વૃત્તિ રાખવાની છે; અને જ્યારે સંપૂર્ણ દશા થાય ત્યારે પોતે જ પરમાત્મા થાય છે. (બો-૧, પૃ.૨૮૮, આંક ૩૭) T પાપના વિકલ્પો રોકવા વ્રત કરવાનાં છે. સમભાવ રહે તો સુવ્રત છે. વ્રતાદિ કરવાં તે આત્માને અર્થે કરવાં, લોકોને દેખાડવા ન કરવા. ઉપવાસ કરે તો મારે આત્માને અર્થે કરવો છે, એવો લક્ષ જીવને રહેતો નથી. બીજા દિવસો કરતાં ઉપવાસને દિવસે જુદું પડવું જોઈએ. તે પ્રમાણે જીવ જુદો પડતો નથી. એક ન ખાય એટલું જ. એ જાણે કે હું ધર્મ કરું છું, વ્રત કરું છું અને ચિત્તવૃત્તિ તો ક્યાંય હોય છે. પોતાની વૃત્તિઓ જીવને છેતરે છે. એક વસ્તુ છોડે તો બીજી વસ્તુ વધારે ખાય. સદ્ઘતો જીવ કરતો હોય તો તેની અસર બીજા ઉપર પણ પડે છે. સારી વસ્તુનો બધાય આદર કરે. ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વ્રત કરવાં, તે બધાં હેય છે, છોડવા યોગ્ય છે. (બો-૧, પૃ.૨૪૫, આંક ૧૩૭) શલ્ય, ઝેર કે સર્પ સમ, દુઃખ ઘણું દે કામ; કામ - કામના રાખતા, દુર્ગતિ વરે અકામ. બળી મરવું તે સારું, સારું પવિત્ર મોત; વ્રત ખંડી શું જીવવું? ડગલે પગલે મોત. પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર ચેતાવતા કે આ જગત ઠગારું પાટણ છે. તેમાં અહીં ન ઠગાયો તો થોડે આધે જઈને પણ ઠગાઈ જવાય તેવું છે. માટે તેથી બીતા રહેવું, ચેતતા રહેવું. ગાંડા થઇને ફરવું પણ જગતની મોહિનીમાં લંપટ ન બનવું. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ તેઓશ્રી તે વિષે એક દૃષ્ટાંત આપતા કે એક ગરીબ વાણિયો દૂર દેશ કમાવા ગયો. ઘણી કમાણી કરી, પાંચ રત્નો ખરીદી, તેને ગોપવી, પોતાને દેશ પાછો વળતો હતો. ત્યાં રસ્તામાં એકલા ઠગોની જ વસ્તીવાળું ગામ આવ્યું. તેણે વિચાર્યું કે કમાયા, તે ન કમાયા જેવું થઇ જશે માટે યુક્તિ કરીને ગામ વટાવી જવું જોઇએ. તેથી તેણે તે રત્નો એક પથરા નીચે દાટી, નિશાની રાખી, ફાટેલાં-તૂટેલાં કપડાં પહેરી ગાંડાની માફક ગામમાં એમ બોલતો-બોલતો ફરવા લાગ્યો કે ‘રત્નવાણિયો જાય છે, આ રત્નવાણિયો જાય છે.’ તેને પકડી લોકોએ નાગો કરી તપાસ્યો પણ કંઇ મળ્યું નહીં. તે તો ઘણી વાર એમ ને એમ બોલતો ફરવા લાગ્યો. તેથી લોકોએ ધાર્યું કે એ તો ગાંડિયો કોઇ આવ્યો છે; એટલે એને કોઇ પજવતું નહીં, ભાવ પણ પૂછતું નહીં. પછી તે પેલાં રત્નો લઇ તેવા જ વેષે તેવું જ બોલતો-બોલતો ગામ પાર થઇ ચાલી નીકળ્યો. પછી વન આવ્યું, ત્યાં પાણી મળે નહીં. તેને તરસ ખૂબ લાગેલી, પ્રાણ નીકળી જાય એવું થયું પણ શું કરે ? આગળ જતાં એક ગંધાતી તલાવડી આવી. થોડું પાણી, તેમાં સુકાતાં-સુકાતાં રહ્યું હતું. તે પાણી પણ ગાળીને, આંખો મીંચી તેણે પીધું તો જીવતો રહ્યો અને ઘરભેગો થયો. તેમ જીવને આ જગતની મુસાફરીમાં સત્પુરુષના યોગે વ્રત આદિ રત્નોની પ્રાપ્તિ થઇ હોય, તે લૂંટાઇ ન જાય તેની કાળજી રાખવી. ખાવા-પીવાની સગવડ કે રસ તરફ લક્ષ નહીં રાખતાં, જીવતાં રહેવાય અને ભક્તિ થાય તેમ કર્તવ્ય છેજી. શરૂઆતમાં તે અઘરું લાગે છે; પણ પરમગુરુને આશરે આંખો મીંચી, કઠણ લાગે તોપણ સંયમમાં વૃત્તિ રાખીને, જીવ જો આટલો ભવ ધર્મ આરાધી લેશે તો તેનાં ફળ અમૃત જેવાં આગળ જણાશે અને મોક્ષમાર્ગે સુખે-સુખે વહી અનંત સુખનો સ્વામી જીવ બનશે. માટે ગભરાયા વિના વૈરાગ્ય-ઉપશમ નિરંતર હ્દયમાં જાગ્રત રહે તેમ વર્તવા યોગ્ય છેજી. નાહિંમત નહીં થતાં, હિંમત રાખી, શૂરવીરપણું દાખવી, મોક્ષમાર્ગ સાધવા નમ્ર ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૨૫, આંક ૮૮૪) પ્રશ્ન : આપણે એકાસણું, ઉપવાસ, વ્રતનિયમ જે જે કરવાં હોય, તે ભગવાનને પૂછીને કરવાં ? પૂજ્યશ્રી : હા, ‘ગળાÇ થમ્પો ગળાણ તવો | તમે જે સુખ જાણ્યું છે, અનુભવો છો, તે સુખ પ્રાપ્ત કરવા તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું, એમ ચિત્રપટ આગળ ભાવ કરી, કરવું. જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઇ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ હોય તો પૂછીને કરે અને પ્રત્યક્ષ ન હોય તો એમના ચિત્રપટ આગળ જઇ, આ પ્રત્યક્ષ જ છે એમ જાણી, હે ભગવાન ! આપની આજ્ઞાથી આ કરું છું, એમ ભાવના કરી વ્રતનિયમ વગેરે કરવાં. (બો-૧, પૃ.૩૫૧, આંક ૫૪) 2 નિયમ કરતાં પહેલાં વૃત્તિ બળવાન કરવાનો અભ્યાસ કર્તવ્ય છે. અભ્યાસ થયા પછી નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેવો ઘટે છેજી. અભ્યાસને માટે એક દિવસ કે રાત્રિ અથવા અમુક પ્રહર પણ રાખી શકાય. પોતાની શક્તિ ઉપરાંત નિયમ ન લેવો અને જેટલી શક્તિ હોય તેની વૃદ્ધિ થતી રહે, તેવો પુરુષાર્થ કરવો. મોક્ષમાળામાં ‘જિતેન્દ્રિયતા' અને ‘પ્રત્યાખ્યાન' નામના બે પાઠ છે. તે લક્ષ રાખીને વાંચવાથી માર્ગદર્શકરૂપ થાય તેવા છે. (બો-૩, પૃ.૬૬૨, આંક ૭૯૦) Page #416 -------------------------------------------------------------------------- ________________ (૪૦૭ જે વ્રત દૃઢપણે પાળી શકાય તે લેવું અને જે પાળી ન જોયું હોય તે થોડો વખત પાળી જોઈ, એમ લાગે કે હવે સારી રીતે પ્રસન્ન મનથી પાળી શકાશે, તે વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેવું ઘટે છેજી. એકાસણાં એક દિવસને આંતરે તમે કરતા હો અને તમને લાગતું હોય કે એક વર્ષ સુધી થઇ શકશે તોપણ તેની હમણાં ઉતાવળ કરી બાર માસનું વ્રત નહીં લેતાં, ચાર માસનું કે હોળી સુધીનું લેવા ભલામણ છેજી, પછી ઠીક લાગે તો વધારવું; કારણ કે તેમાં અશક્તિ આદિના કારણે પછી આર્તધ્યાન થવાનો સંભવ જાણી, ઉતાવળ કરી લાંબી મુદ્દત ન રાખવા લખ્યું છે. ફરી તે મુદત પૂરી થયે, ઉત્સાહ ચાલુ રહે તો ફરી બે-ચાર માસનું વ્રત લેવું; વળી તે મુદ્દત પૂરી થતાં, ફરીથી યોગ્ય લાગે તેટલી મુદતનું લેવું, પણ એકદમ લાંબી મુદતનું વ્રત લઈ લીધા પછી અશક્તિ, વ્યાધિ કે બીજા કારણે તોડવું પડે તે ઠીક નથી. રાત્રિભોજન, કંદમૂળ, લીલોતરી વગેરેનો જે પ્રમાણે તમે ધાર્યો છે, તે પ્રમાણે ત્યાગ કરવામાં પ્રતિબંધ નથી; તથા નિત્યનિયમમાં શ્રી આત્મસિદ્ધિ, આલોચનાદિ જે ભાવપૂર્વક થઈ શકે તેટલું લાગે, તેનો નિયમ લઈ લેવામાં બાધા નથીજી. ધર્મકાર્ય બને તેટલું ભાવપૂર્વક કરવાથી જ લાભ છે, વેઠ જેવું થાય તે ઠીક નથી. અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી બને તેવો સત્સંગયોગ મેળવી, મુશ્કેલી વેઠીને પણ આત્મહિતનું કાર્ય કર્યું હશે, તે જ સાથે આવશે. ધન-ધાન્ય માટે કેટલી તનતોડ મહેનત કરીએ છીએ? પણ તે તો બધું શરીરને અર્થે છે અને અહીં પડી રહેનાર છે. માટે આત્મા જે શાશ્વત પદાર્થ અને આપણું ખરું ધન છે, તેની સંભાળ રાખશોજી. (બો-૩, પૃ.૪૩૫, આંક ૪૫૪) T બીડી, ચા વગેરે લખ્યું છે તેના ત્યાગનો, પહેલાં અભ્યાસ ન કર્યો હોય તો બાર મહિના સુધી સાથે-લનું વ્રત લેવા યોગ્ય નથી. થોડા મહિના અભ્યાસ કરીને પછી યોગ્ય લાગે તેટલી મુદતનું લેશો. કેટલાક નિયમ લઈને, પછી માથું દુઃખે, ઝાડો ન ઊતરે એવા બહાનાથી નિયમ તોડી નાખે છે; માટે આ લખ્યું છે. પહેલા એ વિષે નિયમ લીધો હોય અને બરાબર પળ્યો હોય તો પછી બાર મહિના માટે લેવામાં વાંધો નથી. લીધેલા નિયમમાં શિથિલતા ન થાય, અથવા એકને બદલે બીજું ન પેસે તે લક્ષ રાખવા વિનંતી છે. વૃત્તિ બીજેથી રોકાય અને આત્મહિતમાં વિશેષ અવકાશ મળે તથા આત્મહિતની વસ્તુ સુખરૂપ લાગે તેવો ઉદ્દેશ આવા નિયમોનો છે, તે લક્ષ રાખવા વિનંતી છે. એકાસણા વગેરે અવકાશના વખતમાં વિશેષ ધર્મધ્યાન થાય, તે લક્ષ રાખશોજી. ધન કરતાં જ્ઞાનનો લક્ષ વિશેષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છેજી. જે કંઈ કરવું તે આત્માર્થે કરવા યોગ્ય છે, તેટલો લક્ષ ન ચુકાય તો વ્રતનિયમ વિશેષ ફળદાયી થાય છે). (બી-૩, પૃ.૨૮, આંક ૭૩૪) આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો.'' બીડી તથા ચા એક વર્ષ માટે નહીં પીવાનો નિયમ લેવા તમારી ભાવના છે, તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવના કરી લેશોજી. Page #417 -------------------------------------------------------------------------- ________________ (૪૦૮) વ્રતનિયમ લેવાં સહેલાં છે, પાળવાં તેટલાં સહેલાં નથી. એ તમારા જ ગામના એક ભાઈના દાખલા ઉપરથી સમજાય તેમ છે; તેથી જ તમને ઉતાવળ કરીને નિયમ લેવા કરતાં પ્રથમ પાળી જોઇ, પછી નિયમ લેવા જણાવ્યું હતું. કદી વ્યાધિ આદિના પ્રસંગે દોષ લાગી જાય તોપણ કાયર થઇને વ્રત તજી દેવા યોગ્ય નથી. હવે તો મારાથી ન પળે, વ્રત તૂટી ગયું તો તૂટી ગયું, હવે શું બને? એમ કરીને હિંમત હારી જવા જેવું નથી. બાર માસનો નિયમ લીધો તો બાર માસ પૂરા અખંડિત પાળવાની કાળજી રાખવી ઘટે. જ્યારથી તૂટે ત્યારથી બાર માસ અખંડિત પાળી લેવા. એક વાર વચન આપ્યું હોય તે, જેમ પ્રાણ જતાં પણ સત્યવાદી જન તોડતા નથી; તેમ ધર્માત્મા જીવોએ પણ નિયમ સંગુરુની સાક્ષીએ લીધો, તે લૌકિક જનોનાં વચન કરતાં પણ વધારે દુર્લભ છે જાણી, તે નિષ્ફળ ન થાય તેવી કાળજી રાખી, પાળવા માટે પુરુષાર્થ પરાયણ થવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૨૯૭, આંક ૨૮૬) હાલ માળા ફેરવવાનો વખત મળે તેમ ન હોય તો ત્રણ પાઠ રોજ ભક્તિ કરવાનો નિયમ લેશો તોપણ હરકત નથી. એકદમ ઉતાવળ કરી વધારે નિયમો લેવા અને પછી મને વખત મળતો નથી, મારાથી હવે નિત્યનિયમ નથી બનતો, એમ કરવાનો વખત ન આવે; માટે પ્રથમ પોતાની શક્તિ પ્રમાણે નિયમ લેવા. નિયમ લીધા પછી પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવું નહીં. (બો-૩, પૃ.૬૯૪, આંક ૮૩૪) | તમે સટ્ટાની બાધાની માગણી કરી છે, તે વાંચી પ્રસન્નતા થઈ છેજી. જોકે સાત વ્યસનમાં જ એક રીતે તેની બાધા તો આવી જાય છે; છતાં તમારા મનમાં એમ રહે છે કે તેની બાધા નથી લીધી અને હવે લેવી છે, તો તે પણ યોગ્ય છેજી; પણ પરમકૃપાળુદેવની સાક્ષીએ જે કોઇ નિયમ રાખીએ, તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા યોગ્ય નથી જ, એવી તૈયારી થયે, લેવા યોગ્ય છેજી. વ્યવહારમાં કોઈની સાથે બોલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું પડતું હોય તોપણ આબરૂની ખાતર, બોલેલું, સજ્જનો પાળે છે; તો જેને આધારે આપણે મોક્ષ મેળવવો છે, એવા પરમકૃપાળુદેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તો તેની આજ્ઞારૂપ તે બાધા શિરસાવંઘ ગણી, પાછું પગલું ભરવાનો વિચાર જીવનપર્યત કરવો ઘટતો નથી. તેવી દ્રઢતા હાલ આપણામાં ન લાગતી હોય તો છ માસ, બાર માસ કરી જોયું કે મન દ્રઢ રહે છે કે નહીં. નિયમ ન લીધો હોય છતાં મનમાં નિયમ લીધો છે એમ વિચારી, એકાદ વર્ષ પોતાની વૃઢતાની પરીક્ષા કરી જોઇ, પછી નિયમ લેવાનો વિચાર રાખવો હોય તો તે પણ સુવિચાર છે; અને જો અંતરથી આત્મા બળપૂર્વક નિર્ણય જણાવે તો હાલ પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ, તમે જણાવ્યું છે તેમ, સટ્ટાનો ત્યાગ કરવાનો નિયમ લઇ લેવામાં પ્રતિબંધ નથીજી. (બી-૩, પૃ.૪૯૧, આંક પ૨૬) | આપના બંને પત્રોમાં ભાઈ ...ની જિજ્ઞાસા વર્ધમાન થતી જણાવી છે તથા ચોથા વ્રતનું પચખાણ લેવા તેની ભાવના આપ જણાવો છો, તે જોતાં કોઈ સંસ્કારી જીવ લાગે છે. પરમકૃપાળુદેવ પ્રત્યે તેને પરમ પૂજ્ય બુદ્ધિ ઊપજે તે અર્થે “આત્મજ્ઞાન પામવા તે પુરુષનું અવલંબન આ કાળમાં અવશ્યનું છે, તે અવલંબન હું છું તો મેં આત્માર્થ ત્યાગ્યો.' એ ભાવાર્થનો પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી ઉપરનો પત્રાંક ૭૧૯ વાંચી સંભળાવી, નરોડા ગામને પવિત્ર કરનાર એ પુરુષની પ્રથમ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯) પ્રતીતિ કરાવી, તેનું શરણ ગ્રહણ કરવા પ્રથમ યોગ્યતા પૂરતાં સાત વ્યસનનો ત્યાગ અને પાંચ ઉદ્બર ફળ અને બની શકે તો મધ, માખણનો ત્યાગ (દવામાં છૂટ રાખવા ઇચ્છે તો તેમ) કરાવી, વીસ દોહરા અને ક્ષમાપનાનો પાઠ તથા યમનિયમ, વાંચવા કે રોજ ભણવા ભાર દઈને જણાવશો. બને તો મુખપાઠ પણ કરી લે. દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં.' પત્રાંક ૬૯૨ વારંવાર તેમને વંચાવશો - સંભળાવશોજી. છેલ્લા ભાગની વધારે સ્મૃતિ રહે તેમ કરશો અને ચોથું વ્રત હમણાં છ માસ રાખે તો ઠીક લાગે છે. તેમનાં પત્ની તથા તેમની અનુમતિથી બાર માસનો આગ્રહ દેખા તો તેમ કરવું, પણ વ્રત લઈ ભાગે નહીં તે વિસ્તારથી સમજાવવાની જરૂર છે. લેતાં ઉતાવળ કરવાની જરૂર નથી અને કાળ આવે તો જાવજીવ છે જ. (બી-૩, પૃ.૧૦૬, આંક ૯૮) |આપે પ્રશ્નરૂપે પૂછયું છે કે વિષયનાં નિમિત્તો વધારી કર્મ ખપે કે કેમ? એમ પૂછી નિશ્ચય કરેલાનાં, મૂળ ખોતરવા જેવું કર્યું છે. એક વાર નિશ્ચય પ્રતિજ્ઞારૂપે કર્યો હોય તો તેને પુષ્ટિ મળે તેવી વિચારણા કરવી ઘટે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં સર્વ પ્રકારે વિચાર કરી, પૂછી, નિર્ણય કરી, પ્રતિજ્ઞા લેવી ઘટે છે; નહીં તો મનમાં પરણ્યા અને મનમાં રાંડયા' જેવો ઘાટ બને છે; અને પ્રતિજ્ઞાથી મનને દ્રઢ કરવા જતાં નિર્બળ બનાવવાનો ઉપાય થાય છે. પચખાણનું સ્વરૂપ જાણ્યા વિના, જીવે “યમનિયમમાં જણાવ્યા પ્રમાણે અનંત સાધન કર્યા તથાપિ જન્મમરણ ન ટળ્યાં તો હવે શું કરવું તે વિચારવા, પુરુષાર્થ વધારવા રોજ એ ત્રોટક છંદ બોલાય છેજી. પોતાની પાસે જે મૂડી હોય તેને, જેમ બે જણને પૂછી સારો આસામી હોય તેને ધીરે છે, તેમ જીવનરૂપી મૂડી કેમ વાપરવી, તેને માટે પણ મોટાપુરુષો, ધર્મ આરાધતા હોય તેવાને પૂછી, પોતાની શક્તિ, વય અને વિકારો તપાસી, પોતાથી ઉપાડી શકાય તેવો ધર્મભાર ઉપાડવો ઘટે છેજી. “ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.” (૮૪) તે વિચારી, વર્તવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨પર, આંક ૨૪૬) 2 આજ્ઞા-આરાધનયોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તો બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂર છે તથા પાંચ અભક્ષ્ય ફળ તથા મધ, માખણ ત્યાગવા યોગ્ય છે. સાત વ્યસન : (૧) જુગાર : લોભ મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાઓ કરી સટ્ટા, લોટરી વગેરે કરવાં નહીં. (૨-૩) માંસ-દારૂ ત્યાગવા યોગ્ય છે. (૪) ચોરી ચોરી કરીને તુરત પૈસા આવે તે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે એમ સમજી, કોઇને પૂછયા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિયાની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય, તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્રાદુઃખ તે સુખ નહીં.' જેનું પરિણામ દુઃખદાયક છે, તે કામ કદી કરવું નહીં, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. (૫) શિકાર : કોઈ પણ જીવને ઇરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માંકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં. ચૂલો સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં, જેથી Page #419 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જીવ હોય તે મરી જાય નહીં. જૂ-લીખ મારવી નહીં. (૬-૭) પરસ્ત્રી અને વેશ્યાગમન : આ વ્યસનોથી આ લોક અને પરલોક બંને બગડે છે, માટે તેમનું સેવન કરવું નહીં. લોકોમાં પણ તે નિઘ છે, માટે તેનો ત્યાગ કરવો. (બો-૧, પૃ.૯) T ક્ષણે-ક્ષણે મરણની સ્મૃતિ કરતા રહેવાથી વૈરાગ્યજ્યોતિ જાગ્રત રહે અને પાપમાં વૃત્તિ જતી અટકે. માટે પરમકૃપાળુદેવે જણાવેલો જે માર્ગ, તેને વિષ્ન કરનાર સાત વ્યસન છે તેની જેણે, તે સાચા દેવ સમક્ષ પ્રતિજ્ઞા, હાથ જોડી નમસ્કાર કરીને લીધી છે તેણે તો મનથી પણ તે વ્યસનમાં વૃત્તિ ન જાય એટલો આકરો આચાર રાખવો ઘટે છેજી; કારણ કે કર્મ તો મનમાં ભાવને લઈને બંધાય છે. જો મન માની જાય કે નીતિનો માર્ગ જો હું ચૂકીશ તો ધર્મનો લાભ તો મને કદી મળનાર નથી, તો પાપથી અટકે. ધર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે, તે લક્ષમાં રાખી આત્માની સંપત્તિ વ્યર્થ વિકલ્પોમાં ખોવાઈ ન જાય, તે માટે તે મન ઉપર મરણના વિચારની ચોકી બેસાડવાની છે. આવતી કાલે મરવાનું નક્કી જ હોય તો આજે આપણે પાપના કામમાં પગ ન મૂકીએ; તેમ વારંવાર મરણનો વિચાર આવે તો મન અનીતિના ઘાટ ઘડવાનું, પાપમાં પ્રવર્તવાનું માંડી વાળે. માટે જરૂર, નિરાશ નહીં થતાં, રોજ, પુરુષાર્થ ઉપર જણાવ્યો છે તે શરૂ કરવા ભલામણ છેજી, (બી-૩, પૃ.૬૬૯, આંક ૮૦૧) 0 પૂ. ...ની ભાવના સસાધન માટે થઈ છે તો તેમને જણાવશો કે ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનનો ત્યાગ કરવા યોગ્ય છે. આ સાતે વ્યસન કે તેમાંથી જીવતાં સુધી ત્યાગી શકાય તેટલાની, પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વિનયપૂર્વક પ્રતિજ્ઞા લેવા જણાવશોજી. સાત અભક્ષ્યમાંથી જેટલા સહેલાઇથી જીવતાં સુધી તજી શકાય, તેની પણ સમજણ પાડીને પ્રતિજ્ઞા લેવા જણાવશોજી. તે સાત અભક્ષ્ય : (૧) વડના ટેટા, (૨) પીપળના ટેટા, (૩) પીપળાના ટેટા, (૪) ઉમરડા, (૫) અંજીર, (૬) મધ અને (૭) માખણ. મધ, માખણની દવા માટે જરૂર પડે તેમ તેમને જણાય તો દવા સિવાય સ્વાદ કરવા ન વાપરવા નિયમ લેવો હોય તો પણ લેવાય. (બી-૩, પૃ.૨૧૭, આંક ૨૧૫) D પ્રશ્ન : સાત અભક્ષ્યનો ત્યાગ શા માટે કહ્યો છે? પૂજ્યશ્રી : જીવને તેથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. એ ખાય તો ઘણું પાપ થાય છે; અને ન ખાય તો એના વિના ચાલે એવું છે. તેથી છૂટે તો ભક્તિ થાય. તેથી જીવ આગળ વધે છે. સ્વાદનો જય કરવાનો છે. માખણને માંસનો અતિચાર કહ્યો છે. એ ખાતા-ખાતાં પછી માંસાહારી થઈ જાય. સાત વ્યસન અને અભક્ષ્યના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે. (બો-૧, પૃ.૨૭૨, આંક ૮) Page #420 -------------------------------------------------------------------------- ________________ (૪૧૧) M તમારા કાર્ડથી તમારી શરીર-સંપત્તિ ક્ષીણ થતી જાણી. ધર્મપ્રેમને લઈને ખેદ સહિત વૈરાગ્યનું કારણ બન્યું છેજી; પણ તમારા ભાવો મહારોગથી પણ દબાય તેવા નથી એમ જાણી, સંતોષ થયો છેજી. તમે ગઇ વખતે આવ્યા ત્યારે તત્ત્વજ્ઞાન લેતા ગયા હો તો તેમાં છેલ્લે પાને તમને લખી આપ્યું હશે. તે નિત્યનિયમાદિ અક્ષરશઃ પ્રાણ ટકે ત્યાં સુધી નહીં ચૂકવા ભલામણ છેજી. તેમાં સાત અભક્ષ્યના ત્યાગ વિષે લખી આપ્યું હોય તે ફરી વાંચી જજો. જો સાતે અભક્ષ્યનો ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક તમે કર્યો હોય તો તમે પૂછાવેલી દવામાંથી કોઈનું સેવન થઈ શકે તેમ નથી, એમ ગણી સંતોષ રાખી, બીજી બને તે દવાઓ કરતા રહેવા ભલામણ છેજી. જો તમે મધ, માખણમાંની કોઈ ચીજ દવા માટે વાપરવા છૂટ રાખી, પાંચ કે છ ચીજોનો ત્યાગ કર્યો હોય, તો જેની પ્રતિજ્ઞા નથી લીધી તે વસ્તુ વાપરવામાં પ્રતિબંધ નથી; અને તેમ જ હોય તો દહીંમાંથી સંચા કે વલોણી દ્વારા વલોવી તાજું માખણ દવા કે ખોરાક તરીકે વાપરી શકાશે. બે ઘડીની અંદર એટલે અડતાલીસ મિનિટ પહેલાં વાપરી લેવું. તેથી વિશેષ રાખી મૂકવું નહીં. પછી અનેક જંતુઓથી ઊભરાતું, માંસતુલ્ય તેને શાસ્ત્રમાં વર્ણવ્યું છેજી, બજારમાં મળતાં ડબા વગેરે તો કદી વાપરવા યોગ્ય નથી. પ્રશ્ન પ્રતિજ્ઞાનો છે. નિર્દોષ વસ્તુ પણ નહીં વાપરવાનો નિયમ લીધા પછી, જો દવા માટે પણ વાપરે તો પ્રતિજ્ઞાભંગનો મોટો દોષ લાગે છે. વ્યવહારમાં વચન આપેલું સજ્જન પાળે છે તો સદ્ગુરુ સાક્ષીએ લીધેલો નિયમ પ્રાણ જતાં પણ તોડવો ઘટે નહીં. ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દ્રષ્ટિનો મર્મ.” તમે માખણ નહીં ખાવાની પ્રતિજ્ઞા જો ન લીધી હોય, તો ઉપર જણાવ્યા પ્રમાણે તાજું માખણ લેવામાં દોષ નથી; તે લક્ષમાં રાખવા ભલામણ છેજી; અને પ્રતિજ્ઞા લીધી હોય તો માખણ કંઈ જીવનની વૃદ્ધિ કરી શકે તેમ નથી. આયુષ્ય બાંધેલું છે, તેથી વધારવા કોઈ દવા કે ડોક્ટર સમર્થ નથી, એવો દૃઢ વિશ્વાસ રાખી, પ્રતિજ્ઞારૂપ ધર્મ મરણપર્યત ટકાવવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૭૧, આંક ૩૭૬). ઘીની બાબતમાં તમે મૂંઝાઓ છો, એમ પત્રથી જાણ્યું તમે જે નિયમ લીધો છે તે માખણના રૂપમાં તે ન ખાવું એવો છે. પરંતુ વિચારવાન જીવ પાપથી ડરતો રહે છે કારણ કે જે જે કરીશું તે આપણે ભોગવવું પડશે; તેથી જેટલું નિર્દોષ જીવન બને તેટલું કર્તવ્ય છે. આપણી જ આંખ સામે સાત-સાત દિવસનું માખણ તાવી, ઘી થતું જોવામાં આવે તો જરૂર જીવોને ઊકળતા જોઇ આપણું દિલ દુભાયા વિના ન રહે. તેનો ઉપાય તમારા હાથમાં છે. તમે વ્યવસ્થા કરી, જો કોઈ માણસ દ્વારા તે જ દિવસના માખણનું ઘી કરાવી લાવો, તો કોઈ ના નહીં કહે, કે તમે લૂખું ખાઓ તો પરાણે તમને માખણનું ઘી નહીં ખવડાવે. જેટલી તમારામાં દયાની લાગણી ખીલી હોય, તે પ્રમાણે સુવ્યવસ્થા કરશો તો સર્વની દયાળુ વૃત્તિને સંતોષ થાય, તેવું તમે કર્યું ગણાશે. કાં તો દૂધનું દહીં ઘેર કરી શકાય અને ઘીને બદલે દહીં વાપરવાથી પણ ચલાવી લેવાય અથવા દહીંનું ઘી ઘેર કરી શકાય. તે ન બની શકે તેવું લાગતું નથી, પણ જીવે તે મન ઉપર નથી લીધું; પણ બધા કરે તેમ કરવું, એવી ઘરેડમાં ચાલ્યા કરવું છે અને મોટી-મોટી વાતો જ કરવી છે, તે બે ન બને. બને તેટલું કરી છૂટવાનો વિચાર હશે તો સારું બનશે જ. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ કસોટીના વખતમાં જીવ બળ નહીં કરે તો દયાની વૃત્તિ બુઠ્ઠી થઇ જાય, એમાં નવાઇ નથી; અને સાત્ત્વિક વિચારોને બદલે બાહ્ય માહાત્મ્યમાં જીવની વૃત્તિ રોકાઇ રહે તેવું બનવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૮૯, આંક ૮૨૮) તમે મધની દવા પૂરતી છૂટ રાખવા પત્રમાં લખો છો, પણ સાત અભક્ષ્યમાં વધારેમાં વધારે પાપવાળું એ મધ છેજી. મધમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી, મધપૂડામાં જઇ પૂંઠથી છેરે છે એટલે મધ એ માખીની વિષ્ટારૂપ છે. તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જીવો ઉત્પન્ન થયા કરે છે. એક ટીપું મધ ચાખે તેને સાત ગામ બાળતાં જેટલાં માણસ, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વધારે પાપ લાગે છે; એટલે તમને વિચાર કરવા આ લખ્યું છે. તમારી હિંમત હાલે જીવનપર્યંત ત્યાગવાની ન ચાલતી હોય તો થોડે-થોડે બે-પાંચ વર્ષના ત્યાગનો અખતરો કરી, પછી હિંમત આવે ત્યારે જિંદગીપર્યંત છોડવું હોય તોપણ બની શકે. ખાંડની ચાસણી મધને બદલે વપરાય છે અને લગભગ સરખો જ ગુણ કરે છે. તમારાથી ન જ પળી શકે તેમ લાગતું હોય તો, આગ્રહ કરે છે માટે પરાણે નિયમ લેવો પડશે એમ ન ધારશો, હિંમત રહેતી હોય તો આત્માને મધત્યાગથી ઘણા પાપના બોજામાંથી બચાવી શકાય, એટલા માટે લખ્યું છે. (બો-૩, પૃ.૬૯૩, આંક ૮૩૪) D બનતાં સુધી દવામાં પણ મધ વાપરવું નહીં. જો એવી દવા લેવી પડે તો મધને બદલે ચાસણીમાં, ગોળમાં, પતાસામાં લઇ શકાય છે. (બો-૧ પૃ. ૪૭, આંક ૨૧) D પૂર્વે પાપ કરેલાં, તેને લીધે માંદગી આવે છે અને ફરી મધ ખાઇને પાપ કરે તો વધારે માંદગી આગલા ભવમાં આવે, માટે મધનો ત્યાગ ન કર્યો હોય તો આજથી ત્યાગ કરવો ઘટે છેજી. તમે મધનો ત્યાગ ન કર્યો હોય અને દેહ સાચવવાની લાલસામાં મધ લેશો તોપણ પાપ તો જરૂર થશે. એવું પાપ કરવાની આજ્ઞા હોય નહીં. માટે આત્માની દયા લાવી ગોળ, ચાસણી વગેરે મધ વિના જે અનુપાન વૈદ્ય જણાવે, તેમાં દવા લેવી. મધથી જ મટે એવો નિયમ નથી. માટે મંત્રમાં ચિત્ત રાખી, દુઃખ આવી પડયું હોય તે સહન કરવું, ગભરાવું નહીં. આપણાં કરેલાં આપણે ભોગવવાં પડે છે. માટે પાપમાં મન ન જાય અને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ભક્તિ થાય, એમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૧૧, આંક ૮૫૯) દવામાં શું આવે છે વગેરે, મને પૂછવાની જરૂર નથી. સાત વ્યસન અને સાત અભક્ષ્ય ચીજોનો તમે નિયમ લીધો છે. તેમાંની કોઇ ચીજ આવે છે કે નહીં, તે દવા આપનાર પાસેથી ખાતરી કરી લેવી. દા.ત. કોઇ ગોળીઓ વૈદ્ય આપતો હોય તો મધમાં ગોળીઓ વાળેલી છે કે કેમ ? એમ સભ્યતાથી પૂછી લેવું કે ‘મધ હું વાપરતો નથી તો તેવી ચીજો દવામાં હોય તો મને તે મહેરબાની કરીને આપશો નહીં.' આમ કહી શકાય. (બો-૩, પૃ.૪૭, આંક ૪૧૪) Page #422 -------------------------------------------------------------------------- ________________ (૪૧૩ મધ, બિચારા અજ્ઞાની લોકો દવામાં ખાય છે અને તેથી બહુ કર્મ બંધાય છે. માને કે એનાથી રોગ મટશે, પણ ઊલટો રોગ વધે છે તેનું ધ્યાન નથી. જેટલી યોગ્યતા ઓછી હશે, તેટલું રખડવું પડશે. (બો-૧, પૃ.૪૧, આંક ૧૩) I પૂ. ....ને જણાવવાનું કે સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગમાંથી તમે જેટલા નિયમ લીધા હશે, તે તમારા તત્ત્વજ્ઞાનને છેલ્લે પાને લખી આપેલા હશે. યાદ ન હોય, અને તત્ત્વજ્ઞાન પણ પાસે સચવાઈ રહ્યું ન હોય તો પૂ. .... સાથે વાતચીત કરી, સાત વ્યસન અને સાત અભક્ષ્યમાંથી કેટલી ચીજનો આજથી આખી જિંદગીપર્યંત ત્યાગ થઈ શકશે તે નક્કી કરી, બીજા કોઇ નિયમની (બ્રહ્મચર્ય આદિની) ભાવના હોય, તે વિષે પણ ટકી રહે તેટલી મુદ્દતનો, વિચાર કરી નિયમ લેવો હોય તો લખશોજી. આ તો દ્રવ્યત્યાગની વાત કરી, તે વાડરૂપ છે. પાપરૂપ પશુને દૂર રાખવા પૂરતી છે. ધર્મધ્યાન થવા અર્થે પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ ત્રણ પાઠ - “હે પ્રભુ! હે પ્રભુ !''ના વીસ દોહરા, ‘યમનિયમની આઠ કડી, ક્ષમાપનાનો પાઠ - એ નિત્યનિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લીધો છે, તે નિયમ જાણીજોઇને તોડવો ઘટતો નથી. મુખપાઠ બોલતાં પૂરું ધ્યાન ન રહે તો, તત્ત્વજ્ઞાનમાં જોઇને પણ પા કલાક જેટલો વખત તેમાં ગાળવો ઘટે છેજી. નિયમ લઈને તોડે તો માનસિક નિર્બળતાનું તે કારણ છે. મનોબળ વધારવું ઘટે, તેને બદલે મંદ થવાનું તે કારણ છેજી. આપણી કલ્પનાએ બીજામાં મન રોકાતું હોય તોપણ ત્રણ પાઠ તો જરૂર રોજ કરવા યોગ્ય છે અને મંત્રની માળા પણ નિયમિત ગણવી. પોતાની શક્તિ પ્રમાણે માળાનો નિયમ રાખવો, પણ એક માળા તો ઓછામાં ઓછી રાખવી ઘટે. માળા વિના પણ સ્મરણમાં બને તેટલું ચિત્ત રાખવાથી ધર્મધ્યાન થાય છે. જે આજ્ઞા મળી છે, તેને આધારે જે પુરુષાર્થ થાય છે, તે ધર્મધ્યાનનું કારણ છેજી, (બો-૩, પૃ.૫૨૮, આંક ૫૭૭) પચખાણ સંબંધી આપ બંને ભાઇઓએ દર્શાવ્યું છે, તેના ઉત્તરમાં પરમ દયાળુ ભાવદયાસાગર પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમોત્કૃષ્ટ ઉપકારી દેવાધિદેવ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવના ચિત્રપટ સન્મુખ ઊભા રહીને, જે પ્રમાણે પચખાણ લેવા ધાર્યું હોય તે મનમાં ચિંતવી, ત્રણ વાર નમસ્કાર કરી, આજ્ઞા લઈ લેશો એટલે ભાવપચખાણ તમારે થયું. જેટલા વખત સુધીનું અને જેટલી વસ્તુઓનું જેમ લેવું હોય તે કાગળ કે નોટમાં નોંધી રાખશો અને ઉપયોગપૂર્વક પાળશોજી. ઈન્દ્રિયો જીતવા, આત્મહિત કરવા પચખાણ કરું છું; એમ વિચારી હલકા, નજીવા, અશુભ વિચારોને મનમાં પ્રવેશ થવા દેવાની મનાઈ કરવી અને મન જે દુરિચ્છા કરે તેની સામે પડવું. તેને વશ થવું નહીં, પણ મનને વશ કરવા પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો. (બી-૩, પૃ.૪૩, આંક ૩૦) 0 ત્યાગ-વૈરાગ્યના નિયમ, કોઈ લેવાની વૃત્તિ થાય તો પોતાથી સહેલાઇથી બની શકે અને તેનો ભંગ થવાનો સંભવ ન દેખાય તેવા નિયમો પરમકૃપાળુદેવની આજ્ઞાથી લેવામાં હરકત નથીજી. આત્માને બંધનથી મુક્ત કરવા હવે પુરુષાર્થ કરવો છે, તે સદ્વિચારથી બને છે. (બી-૩, પૃ.૨૩૪, આંક ૨૨૯) Page #423 -------------------------------------------------------------------------- ________________ (૪૧૪) 0 રાત્રિભોજન બને ત્યાં સુધી તજવા યોગ્ય છે. માંદગીને કારણે તેવી છૂટ રાખી હોય તો તેમ વર્તવામાં બાધ નથીજી. અનાહારી પદની (સિદ્ધપદની) ભાવના અર્થે એ રાત્રિભોજનત્યાવ્રત કર્તવ્ય છે. (બી-૩, પૃ.૫૩૬, આંક ૫૮૫) D કારતક સુદ પાંચમ જ્ઞાનપંચમી ગણાય છે. તે દિવસ માટે પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બધાને કહેલું : “ “આ વ્રત જબરું છે. વર્ષમાં એક વખત ઉપવાસ કરવાનો છે. જેને જિંદગી સુધી એ વ્રત લેવું હોય તે ઊભા થાઓ.” તે સાંભળી ઘણાખરાએ યથાશક્તિ એ વ્રત લીધું હતું. તે સ્મૃતિમાં આવ્યાથી આપને જણાવ્યું છે. તે દિવસે જેવું બને તેવું તપ, આત્માર્થે કરવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવના કરવી હોય, તેમણે કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.05, આંક ૬૯૮) બ્રહ્મચર્ય, પ્રભુ-ભક્તિ કર, ક્રોધાદિકને ટાળ; વીતરાગ આજ્ઞા પળે, તો તપ શુદ્ધ નિહાળ. જેમ ખાધાનો નિયમ કરીએ છીએ તેમ કષાયનો પણ નિયમ શક્તિ વિચારીને કરવો કે આજે ક્રોધ કોઈના ઉપર ન થાય તેમ વર્તવું. પછી ગમે તેવો પ્રસંગ આવી પડે તોપણ પોતાના ભાવ બગાડવા નહીં. એમ કરતાં-કરતાં ક્રોધ ઓછો સહેજે થાય છે, એમ જણાય ત્યારે ક્રોધ અને માન એ બંનેનો નિયમ રખાય. ગમે તે વખાણે કે ગમે તેવું રૂપ હોય કે તપ થતું હોય કે સારી સમજણ હોય, ધર્મનું કામ થતું હોય તોપણ અભિમાન થઈ ન જાય તેવી વૃત્તિઓ ઉપર ચોકી રાખતાં શીખવાનું છે. પછી માયા, પછી લોભ એમ કષાયો ઓછા કરવા. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મોહ ઓછો કરવો. રાગ-દ્વેષ ઘટાડવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા છે, તે જેટલી પળે, તેટલો ધર્મ થયો સમજવા યોગ્ય છે. જેટલું જે દિવસે બને એમ લાગે, તેનો નિયમ રોજ ચિત્રપટ સમક્ષ વિનયપૂર્વક નમસ્કાર કરી લેવો અને કાળજીપૂર્વક તે નિયમ પાળવો. એકાસણું, ઉપવાસ, બે વખત જ આહાર લેવો કે ક્રોધ આદિ ન કરવા વિષે જે કરવું યોગ્ય લાગે અને પળે એમ જણાય, તે આત્માર્થે આ ચોમાસામાં કરવામાં હરકત નથી. કરેલા નિયમમાં ભૂલ થાય તો પશ્રાત્તાપ કરી, ક્ષમાપનાનો પાઠ બોલી, ફરી ભૂલ ન થાય તેવી કાળજી રાખવી ઘટે છે. (બો-૩, પૃ.૧૩૨, આંક ૧૩૨) I જેવી રીતે ચોમાસામાં મારે અમુક વ્રતનિયમ પાળવાં એવા ભાવ કરીએ છીએ, તે જ પ્રમાણે પોતાની શક્તિ વિચારી ક્રોધ, માન, માયા, લોભ, આળસ, પ્રમાદ ઓછા કરવાનો નિશ્ચય પણ કરવો ઘટે છેજી. બહારના નિયમો, પાપથી આપણને બચાવે છે અને પુણ્ય બાંધવાનું કારણ થાય છે, તેમ પોતાના દોષો દેખીને દોષો ટાળવાના નિયમથી આત્મા પવિત્ર થાય છે અને સમકિતનું કારણ થાય છે; તેનું ફળ મોક્ષ આવે છેજી. તે સમજવા આ લખવું થયું છેતે વિચારી, તે દિશામાં પણ પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૮૧, આંક ૯૯૭) D યથાશક્તિ પરિગ્રહથી છૂટા થવા કે કંઈ મર્યાદા કરવા જે નિયમ તમે સર્વ મુમુક્ષુભાઈઓ સમક્ષ લીધો છે, તે ઠીક કર્યું છે. દેવું કરીને, ધનના લોભે ધીરધાર નહીં કરવી અને ધનને લોભે જમીન નવી ખરીદવી નહીં – આ બંને નિયમો તૃષ્ણાને અમુક હદમાં રાખવા પૂરતા સારા છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ (૪૧૫ લોભ જેટલે અંશે છૂટશે તેટલી તૃષ્ણા ઘટશે તો જન્મમરણ પણ તેટલાં ઓછાં થશે. માટે વિચારવાન જીવો વ્રત કેટલું નાનું-મોટું છે તે તરફ દૃષ્ટિ નથી કરતા, પણ જન્મમરણથી છૂટવાની ભાવના કેટલી પ્રબળ છે તે તરફ દૃષ્ટિ રાખે છે. જે, જન્મમરણથી છૂટવાની ભાવનાની વૃદ્ધિ કરી, તેને અમલમાં મૂકવા બને તેટલું અલ્પ પણ વ્રત આદરી, તેને જીવના જોખમે પણ પાળવામાં મક્કમ રહે, તેને તે મનોબળ મોક્ષની નજીક લઇ જાય છે. પરના સંગથી પરવૃત્તિમાં પ્રવૃત્તિ થાય છે. તે નિમિત્ત આત્માને અહિતકારી જાણી, જો વ્રત અંગીકાર કર્યું તો તેની અસર આત્મામાં ઊંડી થાય છે. લોકોને જણાવવા કે રૂડું દેખાડવા નહીં, પણ આત્માને અકલ્યાણકારી બાબતની વૃદ્ધિ માટે અટકાવવી છે; અને જેમ નવી જમીન વગેરે પર થતી મમતા ઘટાડવા વ્રત લીધું, તેમ જ હાલ જે જમીન આદિ પરિગ્રહ છે તે પણ આત્માને હિતકારી નથી, પરંતુ કુટુંબકાજ નિભાવવા તેમાં પ્રવર્તવું પડે છે; પણ આત્માનું કલ્યાણ કરવાનો અમૂલ્ય ભવ તે તેમાં ને તેમાં વહ્યો ન જાય, માટે વર્તમાનમાં પરિગ્રહરૂપે જે જે પરપદાર્થોનો સંગ છે, તેની મારે મમતા તજવા જ યોગ્ય છે, એમ વારંવાર ભાવના વર્ધમાન કરી, મનુષ્યભવને સફળ કરવા સત્સંગ આદિ સાધનોનો યોગ વિશેષ બની આવે તેમ કાળજીપૂર્વક પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૯૫, આંક ૮૮) “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઇ પડે છે.” (૨૧-૧૧) “આજ્ઞામાં અમુક વખત લેવો એ કંઈ સમજ પડતી નથી' એમ કહ્યું, તેના ઉત્તરમાં જણાવવાનું કે જ્યારે આપણને એકાદ કલાક કે અમુક વખત તદ્દન નિવૃત્તિ છે એમ સમજાય, ત્યારે વખતની મર્યાદા સંબંધી પણ, આજ્ઞા લેતી વખતે મનમાં નિર્ણય કરી શકાય કે કલાક સુધી મારે આત્મા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિમાં પડવું નથી. તેવો નિયમ લીધા પછી કોઈ મિત્ર આદિ આવી ચઢે તો કાપલીમાં લખી રાખ્યું હોય કે અમુક આટલા વાગ્યા પછી બીજા સાથે વાતચીત કરવાનો મારે નિયમ છે, તે બતાવી દીધાથી તે પણ સમજી જાય એટલે કાં તો તેટલો ટાઇમ રાહ જોઈ બેસે કે તેને ફાવે તેમ કરે. આ બધું સ્વતંત્ર જીવનને અંગે છે. તેની ઉતાવળ કરવા જેવું નથી, પણ તેમ કરવાથી પત્રને મથાળે જે વાક્ય લખ્યું છે, તે પ્રમાણે ઘણો લાભ થાય છે. (બી-૩, પૃ.૪૦૭, આંક ૪૧૪). “ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેછે, જુઓ એ દૃષ્ટિનો મર્મ.” આ ઉત્તમ આચરણ ગણાય છેજી. સત્ય વચન માટે હરિશ્ચંદ્ર આદિનાં વખાણ તે અર્થે થાય છેજી; છતાં બધાની તેવી શક્તિ હોતી નથી. ધર્મરાજા જેવાને પણ મિશ્રવચન બોલવાનો પ્રસંગ આવેલો, છતાં ન્યાયની કોટિએ તે આપદ્ધર્મ નહીં પણ કંઈ અંશે દોષ જ ગણાય છે. ધર્મને તો ધર્મ જ રાખવો યોગ્ય છે. આપદ્ધર્મ ગણી, તેની કક્ષા સરખી ગણવા યોગ્ય નથી. ધર્મનું પાલન યથાશક્તિ થાય તે લક્ષ રાખી જ્ઞાનીપુરુષોએ, “ધર્મનો ભંગ નથી કરવો' એટલો લક્ષ જ્યાં સુધી છે, ત્યાં સુધી તે જીવને આરાધક કહ્યો છે અને થયેલ કે થતા દોષને અનાચારરૂપ ન કહેતાં અતિચારરૂપ કહેલ છે; એટલે નિયમ તૂટે નહીં પણ દોષયુક્ત પળાય છે, એમ કહ્યું છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ (૪૧ માંસના વ્યસનનો ત્યાગ કરવારૂપ તમે પ્રતિજ્ઞા લીધી છે. મુશ્કેલીના પ્રસંગમાં માંસ નહીં પણ માંસની કોટિમાં ગણાતું કોડ નામની માછલીનું તેલ તમે વાપરો છો; તે પણ પરદેશના નિવાસ પૂરતું જ; તમારે નિયમ નથી પાળવો એવી બુદ્ધિ નથી; તે તેલનું પણ વ્યસન પડી જાય અને પછીથી શરીર જાડું રાખવા તેનો ઉપયોગ અહીં આવીને પણ ચાલુ રાખવારૂપ વ્યસન સેવવું નથી એમ જ્યાં સુધી તમે માનો છો, ત્યાં સુધી પ્રતિજ્ઞાનો સ્પષ્ટ ભંગ નથી. ભાવ પ્રતિજ્ઞા પાળવાના છે, તે વ્યસનના ત્યાગનો ઉપાય છે ત્યાં સુધી પતંગની દોરી તમારા હાથમાં છે. ભલે પતંગ દૂર આકાશમાં હો પણ તમે તેને હસ્તગત કરી શકો એમ છો. વ્યસનની પરાધીનતા તમને પોતાના સકંજામાં સજ્જડ કરી શકે તેમ નથી; છતાં દોષ તે દોષ છે અને માંસાહારના દોષરૂપ કર્મ બંધાય છે. પ્રતિજ્ઞાભંગના દોષરૂપ કર્મ તમને પૂર્ણપણે લાગતું નથી, અંશે લાગે છે. આ વાત વારંવાર પત્ર વાંચીને વિચારશો તો તમને સ્પષ્ટ સમજાય તેવી તમારી વિચારદશા છે. જેટલા અંશે આત્મા દોષિત છે, તેટલા અંશે ખેદ અને ઉદાસભાવ, તે તેલ પ્રત્યે ભજવા ઘટે છે. દવાની પેઠે વાપરી, જરૂર પડ્યે, પહેલી તકે, તે તજી દેવાની તત્પરતા આત્મામાં જાગ્રત રાખવાની જરૂર છે. માંસ કે તેવા તેલમાં પ્રત્યેક અવસ્થામાં અનંત જીવો ઉત્પન્ન થયા કરે છે. તેનો વધ પાપી પેટ પૂરવા કરવો પડે છે, એ ખેદ ભુલાવો ન જોઇએ. (બો-૩, પૃ.૬૩૫, આંક ૭૫૦) તમે કેવું વ્રત લીધું છે, માંદગી પ્રસંગની છૂટ રાખી છે કે કેમ, તે મને ખબર નથી; પણ છૂટ રાખી હોય તો ઠીક છે, અને છૂટ ન રાખી હોય અને પાણી વાપર્યું હોય તો હવેથી જાગ્રત થઇ જઇ, જે પ્રકારે જેવા ભાવે વ્રત લીધું હતું તેવા જ ભાવે, વેદનાને નહીં ગણતાં, પાળવા ભલામણ છેજી. પશુ જેવાં પણ લીધેલું વ્રત પાળે છે, તો આપણે તો જરૂર પાળવું. ભૂલ્યા ત્યાંથી ફે૨ ગણો, પડયા ત્યાંથી ઊભા થઇ જાઓ. પાણી કંઇ આયુષ્ય વધારનાર નથી. એક વખત જ મરણ આવવાનું છે, તેનાથી ડર્યા વિના ‘વ્રત એ જ ખરું જીવન છે' એમ જાણી, બળ રાખી પાળશો તો કલ્યાણ છેજી. ‘ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, – છાંડે, પણ નહીં ધર્મ; પ્રાણ અર્થે સંકટ પડે જી, જુઓ એ દૃષ્ટિનો મર્મ’’ એમ રોજ બોલીએ છીએ. તે પાળવાનો હવે કસોટીનો વખત આવ્યો છે ત્યારે પાછી પાની કરવી નહીં. જો મંદવાડની છૂટ રાખી હોય તો મંદવાડ ચાલે ત્યાં સુધી પાણી વાપરવા હરકત નથી. યાદ ન હોય તો બળ કરી, પ્રતિજ્ઞાને પ્રાણ ગણવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૮૮, આંક ૩૯૪) હાથીના બે દાંત સમ, સજ્જનના ગણ બોલ; વચન દઇ વર્તે નહીં, તે તરણાને તોલ. આપનો પત્ર મળ્યો. ત્યાંની મુશ્કેલીઓની હકીકત લખી તે જાણી. હિંમત હારવી નહીં. લીધેલું વ્રત બને તેટલી ધર્મભાવના અને ચીવટ, દાઝ રાખી પાળવું ઘટે છે. આ જીવે પ૨વશે ઘણાં દુઃખ વેઠયાં છે; પણ સ્વવશે, સમભાવ અર્થે ધર્મબુદ્ધિએ વેઠશે ત્યારે જ કલ્યાણ થવા યોગ્ય છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ (૪૧૭) રેશનિંગના કાયદાને અંગે ઘી જેવી વસ્તુ ઘટાડવી પડે; પણ પાપનું કારણ સમજાયું હોય, છતાં કંદમૂળ વાપરવાની વૃત્તિ રહે તે, પડતી મુશ્કેલીઓને લક્ષમાં લીધી છતાં મુમુક્ષુતાની – ધર્મભાવનાની ખામી, પરભવમાં શી વલે થશે એવા વિચારની ખામી - ટૂંકામાં અનાર્ય અસરની મૂછ સમજાય છે. પાપમાં પ્રવર્તવાના અનાર્ય વિચારને ઉત્તેજન કેમ અપાય ? આવી રીતે જ કંઈ પુરુષાર્થ કરી ઊંચે આવી, પર્વત પરથી પડતું મૂકે એમ કરી, જીવ અનંતકાળથી રઝળતો આવ્યો છે. તેમાં નવાઈ જેવું નથી. નવાઈ જેવું તો તેવા પ્રસંગોથી બચી જવાય તે છે. એક મોક્ષગામી પુરુષની, જ્ઞાની પુરુષે કહેલી કથા સાંભળી, લીધેલાં વ્રતથી પડી ગયા હો તો ઊભા થવાને બળ મેળવવા અર્થે, પ્રવેશિકામાંથી પાઠ ૪૪-૪૫-૪૬ (રાત્રિભોજનત્યાગ વિષે કથા) વાંચવા તથા તેને શ્રદ્ધાપૂર્વક વિચારી આત્મહિતમાં તત્પર થવા ભલામણ છે. આ ટૂંકી વાતમાં ઘણું રહસ્ય છે. એક પણ જ્ઞાનીની આજ્ઞા, જો મરતાં સુધી ટેક રાખી પાળે તો તેના ભવચક્રના આંટા ટળી જાય છે. જાણે, આ પત્ર મળે ત્યારથી, ફરી આજ્ઞા મળી છે એમ માની, તૂટેલું વ્રત સાંધી લઇ, ટકાવી રાખવા ભલામણ છેજી. શાક વિના ખાવું પડે કે પોતાને હાથે રસોઈ કરવી પડે તો તેમાં હરકત નથી; પણ પાપનાં ફળ બૂરાં છે અને આજ્ઞાભંગ એ મોટું પાપ છે; માટે પાપથી ડરતા રહી, સદ્ગુરુની આજ્ઞા એ જ તરવાનો ઉપાય છે, માટે મારે હવે પ્રાણ જાય પણ તે તજવી નથી, એવી દૃઢતા મરણાંત સુધી ટકાવી, પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ વધતો જાય તેમ વર્તવા, વાંચવાનું વિચારવા, ભાવના કરવા વિનંતી છે. (બો-૩, પૃ.૪૨૮, આંક ૪૪૧) | જે નિયમો મંત્ર લેતી વખતે લીધા છે, તે કડકાઇથી પાળશો. બીજા પણ સદાચાર બને તેટલા સેવશો. ઇન્દ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી, સત્તાસ્ત્ર હંમેશાં વિચારશો તો ઘણો લાભ થશેજી. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૧૯) લીધા પ્રમાણે ટેક રાખી પાળવા ખાસ ભલામણ છે. તેમાં ભૂલ ન થાય તેટલી કાળજી રાખતા રહેશો. વ્રત ન પાળે તો જે પાપની પ્રવૃત્તિ કરે તેનું ફળ ભોગવવું પડે; અને વ્રત લઇને તોડે તો પાપનું ફળ તથા વ્રત તોડયાનું ફળ એમ બેવડું પાપ ભોગવવું પડે. માટે વ્રત લેતાં બહુ વિચાર કરીને વ્રત લેવું અને લીધા પછી તેમાં દોષ આવવા ન દેવા કે બારીઓ ન ખોલવી; પણ પ્રાણ જાય તો જવા દેવા, પણ વ્રત તોડવું નહીં. આટલી શક્તિ જણાય તો જ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી વ્રત લેશો, તે ચેતાવવા માટે લખ્યું છે. ન લેશો એમ કહેવું નથી, પણ જે કરવું તે સારું કરવું. ઉલ્લાસ, વ્રતની મુદ્દત પૂરી થતાં સુધી ટકી રહે, તે અર્થે ભક્તિ, વાંચન, સ્મરણમંત્ર વગેરેમાં ભાવપૂર્વક ખાસ વર્તવા ભલામણ છેજી, (બો-૩, પૃ.૩૩૮, આંક ૩૪૧) |કોઈ વાતે મૂંઝાવા જેવું નથી. પોતાની શક્તિ હોય તે પ્રમાણે ધર્મક્રિયાનું આરાધન કરવું. ન બની શકે તેની ભાવના રાખવી, પણ નિયમ લીધા હોય તેનું પાલન તો બહુ જ વૃઢતાથી કર્તવ્ય છેજી, થોડા નિયમ લેવાય તો થોડા લેવા, પણ પાળતી વખતે બારીઓ શોધવી નહીં. જગત તો સ્વપ્ન જેવું છે. જ્યાં સુધી ધર્મ આરાધવાની સામગ્રી મનુષ્યભવની પહોંચે છે, ત્યાં સુધી થાય તેટલું બળ કરી લેવું ઘટે છે. (બી-૩, પૃ.૫૯૭, આંક ૬૮૧) Page #427 -------------------------------------------------------------------------- ________________ (૪૧૮) મોહરાજાને સત્ય પ્રત્યે દ્વેષ છે, તેથી જે સત્ય માર્ગે પ્રવર્તવા ઊભો થયો, તેને દબાવી દેવાની તેની કોશિશ હોય છે. તેથી જે જે જીવો સપુરુષને આશ્રયે કંઈ પણ વ્રતનિયમ પાળતા હોય, તેમણે બહુ ચેતીને આ કાળમાં ચાલવા જેવું છે. ક્યારે અચાનક તે મોહરાજા દબાવી દે અને તેનો સેવક બનાવી દે તે ચોક્કસ નથી, માટે સત્સંગરૂપી થાણાથી દૂર વિચરતા મુમુક્ષુએ બહુ સંભાળ રાખી પ્રવર્તવાનું છે; અને રાતદિવસ ધર્મધ્યાન અર્થે ભાવના કરતા રહેવાની જરૂર છે. માટે ઠગારા પાટણમાં વિચરતાં ઠગાઈ ન જવાય, તે માટે બહુ સાવચેતીથી વર્તવા ભલામણ છેજી. (બી-૩, પૃ. ૧૫૧, આંક ૧૫૧). પૂ. ....ને પત્ર લખો તો નિત્યનિયમ તરીકે વિસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, મંત્રસ્મરણ આદિ જે સમાગમે જણાવ્યું હોય તે કાળજી રાખી, આત્માની નોકરી ભરવા કર્યા કરે એમ જણાવશોજી. અત્યારે જે સુખરૂપ જણાય છે, તે ધર્મનું ફળ છે. તે ભોગવતાં સદ્ધર્મની વૃદ્ધિ પામે અને ભુલાઈ જાય નહીં, તે લક્ષ મુમુક્ષુજીવે અવશ્ય સ્મરણમાં રાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૧, આંક ૪૯) હાલ જે સત્યાગ્રહની લડાઇમાં હજારો લોકો દેશની નિર્ધનતા અને પરાધીનતા દૂર કરવા મથે છે, તે જોઇને પણ આપણામાં પરમાર્થઅર્થે શૂરાતન ચઢવા યોગ્ય છે. એક ભવના અલ્પ લાભ અર્થે આટલું બધું સહન કરવા તે તૈયાર થાય છે, તો જેને ભવોભવનાં દુઃખ દૂર કરી, સદ્ગુરુની શીતળ કરુણાદ્રષ્ટિને આશરે મોક્ષમાર્ગમાં આગળ વધવું છે, તેને અટકાવી શકનાર કોણ છે? મૃત્યુના મુખમાં ઊભેલો પણ નિર્ભયપણે કહી શકે કે મને મારી માન્યતામાંથી ચળાવવા કે વ્રતમાંથી ડગાવવા કોઈ સમર્થ નથી. હવે આટલા ભવમાં તો કાયરતા નહીં જ કરું, મોહરૂપી જુલમી રાજાની સેવા કરીને, ભવોભવથી હું અનંત દુઃખ વેઠતો આવ્યો છું; પણ કોઈ સાચા પુરુષના સમાગમ, તેની અપૂર્વ વાણી સત્સંગે સાંભળી છે અને મોહની ઠગાઈ જાણી છે, ત્યારથી હવે મોહ ઉપરથી મોહ ઊઠીંગયો છે. તે હવે માથું જાય, પણ કોઇ પણ લાલચ કે મરણાંત ત્રાસને પ્રસંગે પણ દુ:ખની ખાણને સુખરૂપ તો નહીં જ માનું. આવી દ્રઢતા રગેરગ Æયમાં ઉતારી દેવા યોગ્ય છે. જેમ ક્ષત્રિયો સામે મોઢે છાતી પર ઘા ઝીલે, પણ કોઈ કાળે પીઠ ફેરવી દોડી જતો નથી, તેવી રીતે સપુરુષના આશ્રિતો સંસારને શરણે કે મોહને શરણે કદી જતા નથી. તે મોહને મારી નાખવાનો જ લાગ શોધ્યા કરે છે. બાહુબળીજીએ મૂઠી ઉગામી તે ઉગામી તથા રામનું બાણ જે છૂટયું તે છૂટયું, તે કદી નિષ્ફળ ન જાય એમ કહેવાય છે; તેમ પુરુષની સાક્ષીએ જે વ્રત આદરી, મોહની સાથે લડાઇ માંડી છે, તેમાંથી પાછું પગલું તો કાયર જ ભરે, સાચો ક્ષત્રિય તો આગળ જ વધ્યા કરે. હવે તો મોહને મર્યે જ છૂટકો છે; પણ મોહ તો મહા કપટી છે અને સદાય જીવને પાડી દેવાનો લાગ શોધ્યા જ કરે છે. વૃત્તિઓની છેતરામણીમાં ફસાઈ જવું પણ ન ઘટે, કે પુરુષની સાક્ષીએ વ્રત લીધું છે, હવે આપણે શો ડર છે? એમ જો બફમમાં રહે અને મોહનાં નિમિત્તોમાં જો જાગ્રત જીવ ન રહે તો મોટા મુનિઓને પણ તેણે ગબડાવી પાડ્યા છે, શ્રેણીએ ચઢેલાને પણ નરકમાં નાખ્યા છે. તેથી કુસંગ, કુકથા અને અનિયમિત આહારવિહાર તથા પ્રતિબંધોથી ચેતતા રહી “ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મૂકે પાછી' એવી ટેક સહિત વર્તી, આત્મવીર્ય સદોદિત ઉજ્વળ રાખવું. (બી-૩, પૃ.૬૫, આંક ૫૩) Page #428 -------------------------------------------------------------------------- ________________ (૧૯) T સાત વ્યસન તથા સાત અભક્ષ્ય, તેમાંથી જેટલાનો ત્યાગ કર્યો હોય તે દેહ જાય તોપણ પાળવો. કુસંગને યોગે ઢીલું મન ન થઈ જાય, લોકોને દુરાચારમાં વર્તતા દેખી તેવાં ખોટાં આચરણ કરવાનું મન ન થાય, તે સાચવવું. (બી-૩, પૃ.૩૫૦, આંક ૩૫૧) |વ્રત - બટાકા, શકરિયાં, સૂરણ, રતાળુ, મૂળા, ડુંગળી, ગાજર ન ખાવાનું જીવતાં સુધી તમે ધાર્યું છે તેમ પાળજો અને અહીં આવવાનું બને ત્યારે પ્રત્યાખ્યાન એટલે પચખાણ-નિયમ લઈ લેજો. ભૂલ ન થાય તે ખાસ સાચવવું. ત્યાગ કર્યા પછી તે તે વસ્તુઓની ઇચ્છા ન થાય અને શિથિલતા ન આવી જાય તે સાચવવાનું છે. જેટલું બને તેટલું, થોડું તો થોડું, પણ વૃઢતાથી પાળવું. ટેક પાળે તેને ઘણો લાભ થાય છે અને તોડે તેને ઘણી હાનિ થાય છે. એક આત્માર્થ સાધવાની ભાવના, જન્મજરામરણનો નાશ કરી, મોક્ષની અભિલાષા કર્તવ્ય છે. સાંસારિક કોઈ ઈચ્છા રાખીને ધર્મ આરાધવા યોગ્ય નથી. પરમકૃપાળુદેવ ઉપર આસ્થા વધે અને સંસાર સેવવાના ભાવ મોળા પડે એ લક્ષ રાખી, વૈરાગ્ય-ઉપશમ વધારવા યોગ્ય છેજી. ગમે ત્યાં બેઠાં રાગ-દ્વેષ મુકાશે ત્યાં મોક્ષ થશે, એ પરમકૃપાળુદેવનું વચન છેજી. (બો-૩, પૃ.૭, આંક ૬૪). | આપે રાત્રિભોજન અને કંદમૂળના ત્યાગના વ્રતમાં અજાણતાં દોષ લાગ્યાનું જણાવ્યું. તે માટે જણાવવાનું કે વ્રત લેવું તે કોઈને વચન આપીએ તે કરતાં વધારે જવાબદારીવાળું ગણી, દૃઢતાપૂર્વક પાળવું ઘટે છે. બને તો દરરોજ સાંજે સૂઇ જતાં પહેલાં વિચાર કરી લેવો કે કંઈ વ્રતમાં દોષ લાગે તેવું આજે બન્યું છે કે નહીં; તથા ગામ-પરગામ જતાં પહેલાં પણ વ્રત સચવાશે કે નહીં, કે દોષ લાગવાનો સંભવ છે કે કેમ, તે પણ વિચારી જવું ઘટે છે; અને તેની કાળજી રાખી તેવા પ્રસંગમાં વધારે સાવચેત રહેવું જોઇએ. હવેથી તેવા પ્રસંગ ન બને તે માટે ઉપર જણાવેલી કાળજી અવશ્ય, દૃઢતાથી રાખવાનો ટેક રાખશોજી. મંદવાડના પ્રસંગે દવા વૈદ્યની ચાલતી હોય ત્યારે ચરી પાળવામાં કાળજી રાખીએ છીએ - તે તો દેહને માટે છે, પણ તેથી વિશેષ કાળજી વ્રત માટે રાખવી ઘટે છે; કારણ કે મનોબળ વધવા માટે વ્રત લીધાં છે. એ માટે વ્રતનું માહાભ્ય વિચારીને અને આપણાં અહોભાગ્ય કે પુરુષની સાક્ષીએ આપણને વ્રત પ્રાપ્ત થયું છે, માટે તેની આજ્ઞા મારે આ ભવમાં આટલી તો અવશ્ય ઉઠાવવી એમ વૃઢ નિશ્ચય રાખીને, લીધેલાં વ્રતમાં ભૂલ ન આવવા દેવી, એ સર્વ મુમુક્ષુ ભાઈબહેનોનું કર્તવ્ય છે. યોગદૃષ્ટિની સક્ઝાય” અહીં રોજ બોલાય છે. તેમાં ચોથી દ્રષ્ટિમાં હજી સમકિત પ્રાપ્ત થયું નથી પણ સમકિતની સન્મુખ જીવ છે, તેને કેટલી દૃઢતા ધર્મમાં હોય છે, તે વિષે લખ્યું છે : ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહીં ધર્મ; પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દૃષ્ટિનો મર્મ.” સર્વને સમજવા, વિચારવા અર્થે આ લખ્યું છે, કારણ કે એ તરફનાં ઘણાં ભાઇબહેનોએ વ્રત લીધાં છે અને સત્સંગનો જોગ રહેતો નથી. તેમણે વ્રતનું માહાત્મ સત્સંગે સાંભળવા યોગ્ય છે. સપુરુષના વિયોગમાં, જો તેણે આપેલી આજ્ઞા કે વ્રત, જીવ દૃઢતાથી પાળે તો અવશ્ય દેવગતિ પામે અને જાણીજોઇને વ્રતભંગ કરે તો નરકે જાય, એમ શાસ્ત્રમાં છે તે વિચારશો. (બી-૩, પૃ.૯૩, આંક ૮૫). Page #429 -------------------------------------------------------------------------- ________________ (૪૨૦) જેણે રાત્રે નહીં જમવું એવું વ્રત લીધું છે તેણે પ્રસાદ પણ રાત્રે ન લેવાય. ઉપવાસને દિવસે પણ ન લેવાય. એકાસણામાં માત્ર જમતી વખતે લઇ શકાય. છૂટ રાખી હોય તો દિવસે ઠારેલું પાણી લઈ શકાય. (બો-૩, પૃ.૬૧૮, આંક ૭૧૭) 0 રાત્રે પાણી પીવાનું ઓછું કરી નાખે તો લાભ ઘણો થાય. એમ કરતાં-કરતાં પાણી રાત્રે ન પીવે તો વિશેષ લાભ છે. રાત્રે પાણી પીવું, તે લોહી પીએ તેવું છે. ચાલે એવું હોય તો રાત્રે પાણી પીવું નહીં. (બો-૧, પૃ.૨૮, આંક ૩૪) 0 તમોએ લીલોતરીનું પચખાણ લીધું; તેમાં છૂટ લેવાનું જણાવ્યું તો તે યોગ્ય નથી. હાલ તો એક વરસ સુધી બરાબર લીધા પ્રમાણે જ પાળવું. લેતી વખત, પહેલાં બધો વિચાર કરી લેવાનો હોય, પછી આવી વૃત્તિની છેતરામણી ન ચાલે અને તેમ યોગ્ય નથી. માટે હાલ તો લીધા પ્રમાણે જ પાળશો. તેમાં છૂટછાટ હવે ન ચાલે. આગળ ઉપર વરસ પછી વાત; હમણાં તો તે પ્રમાણે જ પાળવું યોગ્ય છેજી. એકાદ લીલોતરી નહીં ખવાય તો મરી જવાય તેમ નથી. માણસની કિંમત તેનાં વચન ઉપર છે, તે લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૮). D તમે પચખાણ લીધેલું છે અને અશક્તિ રહેતી હોવાથી ઉપવાસ મહિનામાં એક કરો છો, તે ન કરવા વૈદ્યની સલાહ જણાવી, શું કરવા યોગ્ય છે એમ પુછાવ્યું. તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રતિજ્ઞા લીધેલી પાળતાં વિઘ્નો આવે ત્યાં જ જીવને આગળ વધવાનો માર્ગ છે. દેહાધ્યાસ છોડવાના પુરુષાર્થરૂપ વ્રતનિયમો છે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” અશક્તિ જણાય છે એ કંઈ મોટું વિઘ્ન નથી, તેમ છતાં દવા ચાલુ હોય અને એક દિવસ ન લેવાથી ઘણા દિવસની દવાની અસર થયેલી તૂટક થવાથી, દવા નિષ્ફળ થાય છે એમ વૈદ્યનું કહેવું થતું હોય અને તેથી તમને વિકલ્પ રહ્યા કરતો હોય કે શરીરમાં વૃત્તિ રહી, આર્તધ્યાન થવા તરફ વલણ થતું હોય તો તે દૂર કરવા અપવાદમાર્ગ જણાવું છું. જોકે જે ભાવથી નિયમ ગ્રહણ કર્યો છે તેવા શૂરવીરપણે છ માસનો નિયમ પૂર્ણ થાય તો નિર્ભયતા તરફ પગલાં ભર્યા ગણાય; આત્મવીર્યની વૃદ્ધિનું કારણ છે, પણ વૃત્તિ વ્રતમાં ટકતી ન હોય તો એક ઉપવાસને બદલે બે એકાશન કરી શકાય છે; એટલે અજવાળિયામાં એક અને અંધારિયામાં એક, એમ બે એકાશન કરવાથી એક ઉપવાસ શાસ્ત્રીય નિયમે કર્યો ગણાય. દવા વગેરે જમતી જ વખતે લેવાની હોય, તે લઈ શકાય એટલે તૂટક નહીં પડે અને ધર્મધ્યાન માટે બે દિવસો મળશે. એક વખત ખાઈ લીધા પછી બધો દિવસ લગભગ ધર્મધ્યાન અર્થે ગાળવો છે, એ લક્ષ રહેશે તોપણ લાભનું કારણ છેજી. (બી-૩, પૃ.૪૬૧, આંક ૪૮૩) D બાર માસ માટે એકાસણાના તપની તમારી ભાવના જાણી સંતોષ થયો છેજી. ફરી જાણીજોઈને દોષ ન થાય તેમ વૃઢ રહેવા ભલામણ છે). પ્રાણ જાય પણ વ્રતમાં શિથિલતા ન આવે તેવી જેની અચળ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ ભાવના હોય, તેને વ્રતરૂપે સંકલ્પ પરિણમે છે. અનુકૂળતા વખતે તો નિયમ પળે, પણ પ્રતિકૂળતામાં પણ બળ મળે, તે અર્થે વ્રતરૂપ પચખાણ છેજી. માટે હવેથી મન મજબૂત કરી બાર માસમાં એક પણ દિવસ વ્રતભંગનો વિચાર સરખો ન આવે તેમ વર્તશોજી. (બો-૩, પૃ.૭૪૨, આંક ૯૧૪) D નિયમ કર્યો હોય અને અતિચાર વગેરે દોષ લાગે તો તે માટે પોતાના આત્માને નિંદવો; પરંતુ એમ ન થવું જોઇએ કે દોષ થશે તો ફરી તે પ્રમાણે કરી લઇશું. એમ થાય તો ભુલાવામાં ત્યાંનું ત્યાં રહેવાય. નિયમ લીધો હોય તેમાં અતિક્રમ, વ્યતિક્રમ, વગેરે દોષો માટે વિચાર કરવો. સામા જીવને પણ સમજણ પાડવી જરૂરી છે. ગુરુ પાસે દોષનું પ્રાયશ્રિત લેવું, તે ગર્હ કહેવાય. ગુરુ પાસે દોષનું પ્રાયશ્ચિત લેવાથી નિઃશલ્ય થવાય. (બો-૧, પૃ.૩૨, આંક ૪૧) 7 શાસ્ત્રમાં (શ્રી ગુરુતત્ત્વનિર્ણયમાં) એક દૃષ્ટાંત છે. ત્યાં અતિચારોથી થતી હાનિનું મહત્ત્વ સૂચવવા દૃષ્ટાંત દીધું છે. એક માણસે એરંડાના છોડના લાકડાંથી માંડવો બનાવ્યો. તેના ઉપર કપડું પાથરી, તેના ઉપર એક-બે-ત્રણ એમ એક-એક રાઇના દાણા તે નાખ્યે જાય છે. આ રાઇના દાણાથી માંડવો પડે જ નહીં, એમ માની તે નાખ્યું જાય છે; પણ મણ-બે મણ વજન એરંડાના પોલાં લાકડાં સહન ન કરી શક્યાં અને તે એરંડાનો મંડપ ભાંગી ગયો. તેમ જેણે વ્રત લીધાં હોય તે એમ ધારે, ‘આટલામાં શું હરકત થવાની છે ? મારે ક્યાં વ્રત તોડવું છે ?' એમ બેદ૨કા૨ી વ્રતની રાખી, અતિચારો ઉપરા-ઉપરી સેવ્યા જાય, તેનાં સર્વ વ્રતને જોખમ લાગે છે અને આખરે અધોગતિનો રસ્તો પોતાને હાથે અજાણપણે રચે છે. (બો-૩, પૃ.૧૭૫, આંક ૧૭૯) માખણ-ભક્ષણનો દોષ સેવાયો છે, તે ઠીક નથી થયું. નજીવું જણાતું હોય પણ વ્રત લીધા પછી વ્રતભંગ થાય, તે મોટો દોષ ગણાય છે. વ્યવહારમાં જેમ સારા માણસના વચનની કિંમત હોય છે, તેમ ધર્મમાર્ગમાં પણ વ્રત એ પ્રતિજ્ઞા છે. તેનું પાલન ચુસ્તપણે ક૨વા ચૂકવું નહીં. દોષ ફરીથી ન થાય તે લક્ષમાં રાખી, અત્રે આપનું આવવું થાય ત્યારે તે થયેલો દોષ દૂર કરવા, પ્રાયશ્ચિતની માગણી કરવાથી આપને ઉપાય રૂબરૂમાં જણાવવાનું પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છેજી. (બો-૩, પૃ.૬૦, આંક ૪૮) ” પૂ. ....નું કાર્ડ મળ્યું. તેમાં એક ઘૂંટડો પાણી અજાણતાં પિવાઇ ગયું લખે છે, તે ઉકાળેલા પાણીને બદલે ઠંડું પાણી હશે એમ લાગે છે. હવેથી જે નિયમ લીધો હોય તેનો વિશેષ ઉપયોગ રાખવા કાળજી રાખશોજી, તથા પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવપૂર્વક નમસ્કાર કરી, ધીમે-ધીમેથી પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાપનાનો પાઠ બોલી જવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૬૦૩, આંક ૬૯૩) D સાત વ્યસનનો ત્યાગ કર્યો છે તેમાં સટ્ટા પણ આવી જાય છે, તે લક્ષ રાખી ભૂલ થઇહોય તો ફરી તેવી ભૂલ જીવનપર્યંત ન થાય, તેવી કાળજી રાખી વર્તશો તો શાંતિ મળશે; નહીં તો ધર બળતું હોય અને ઘાસતેલ છાંટે તો તે ઓલવાય નહીં, તેમ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઇ વર્તીએ અને શાંતિને ઇચ્છીએ, તે ન બનવા જેવું છેજી. (બો-૩, પૃ.૭૯૦, આંક ૧૦૦૮) Page #431 -------------------------------------------------------------------------- ________________ (૪૨૨) પર્યુષણ પર્વમાં અત્રે ઘણા મુમુક્ષુઓ, ગંગામાં સ્નાન કરી પવિત્ર થાય તેમ તપ, જપ, ભક્તિભાવ, પ્રભાવના, ધર્મસ્નેહ, વિનય, પશ્ચાત્તાપ, પ્રાયશ્રિત આદિથી મંદ-કષાયી બની, યથાશક્તિ મહાન પર્વને ઊજવે છે. એક મુમુક્ષુભાઇએ બધી ભરસભામાં ઊભા થઈ, પોતે પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સટ્ટો નહીં કરવાનો નિયમ લીધેલો, છતાં સટ્ટા કરી, સર્વ મિલકત ખોઈ, ઘરભંગ થયા છે તેનો પશ્ચાત્તાપ કરી, ફરી કદી સટ્ટો નહીં કરવાનો નિયમ-નિશ્રય કરી, લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જોડી દીધું છે. લક્ષ્મી ખોઇને પણ શિખામણ લઈ પાછા વળ્યા તો તેમને ધન્ય છે ! શ્રી રથનેમિ અને શ્રીમતી રાજુલના પ્રસંગમાં, શ્રી ઉત્તરાધ્યયનમાં, શ્રી રથનેમિનાં ભગવાને વખાણ કર્યા કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. બધાને અસર થાય તેવો તે પ્રસંગ હતો. તે સહજ જાણવા અને શિખામણ લેવા જણાવ્યો છેજી. હાર્યો જુગારી બમણું રમે એમ લોકોમાં કહેવાય છે, તેમ આ જીવ અનાદિકાળથી જન્મમરણની બાજી રમતો આવ્યો છે. ઘણી ખોટ ગઇ, પામર થઈ ગયો છે, કર્મનો ગુલામ બની ગયો છે તોપણ તે બાજી ફેંકી દઈ, હવે નથી રમવી એમ આ અભાગિયો જીવ નિશ્ચય કરતો નથી. “ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” એમ આત્માર્થીના લક્ષણમાં કહ્યું છે, છતાં આ જીવને ભવનો ખેદ પ્રગટયો નથી. (બી-૩, પૃ.૩૧૪, આંક ૩૦૩) ધનની કાળજી કેવી રાખીએ છીએ? કોઈ આવીને કહે કે તમારે ત્યાં અમુક મારા રૂપિયા જમા છે તે લાવો, તો તેનો વિશ્વાસ રાખી, આપણે તરત ચૂકવી દેતા નથી કે તે કહે છે તો લાવો આપી દઇએ; પણ ચોપડો કાઢે, તેનું ખાતું તપાસે, વ્યાજ વગેરે ગણે, એક પૈસો પણ આઘોપાછો નથી એમ ખાતરી થાય ત્યારે રકમ ચૂકવે છે; તેમ વ્રત જેણે પાળવું છે તેણે તો ચોકસાઈ કરવી; નહીં તો સહેલો રસ્તો સ્વાદ ઓછો કરવો એ છે. આ તો સામાન્ય વાત થઈ, કારણ કે કોઈને માટે ધર્મ કરવાનો નથી. તલ-તલનાં લેખાં છે. જેવું કરશે તેવું પામશે. (બી-૩, પૃ.૧૦૯, આંક ૧૦૨) રેલવે આદિમાં મધ્ય રાત્રિ પછી બીજો દિવસ ગણાય છે, તેનું દ્રષ્ટાંત આત્માર્થમાં ન લેવું. જેથી વિશેષ લાભ વ્રતમાં થાય તેવો લક્ષ રાખવો. આવેશને વશ ન થવું. તમે બીજો દિવસ પાળી લીધો છે અને પશ્ચાત્તાપયુક્ત ફરી તેમ વર્તન ન કરવા શિખામણ લીધી છે, તે પ્રમાણે લક્ષ રાખવો – એ જ ખરું પ્રાયશ્ચિત છેજી. તિથિને અર્થે વ્રતનિયમ પાળવાના નથી પણ આત્માના હિતને અર્થે વર્તવું છે, તે ચૂકવું નહીં. લીલોતરીનો નિયમ હોય તો તેવાં લીલાં મરચાં ન ખાવાં, તેમાં દયાની લાગણી ઉપરાંત શરીર-સુખાકારીની દૃષ્ટિએ પણ ઠીક છેજી. માટે તેવું ન વાપરવું હિતકારી છેજી. એકાસણા આદિ, જીવને રસ આદિ લુબ્ધતા ઓછી કરવા તથા ધર્મધ્યાન અર્થે વખત વિશેષ મળે, તે લક્ષ રાખવા અર્થે છેજી. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ રૂઢિમાં તણાવું નહીં પણ પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ અભ્યાસ કરવા, સમજવા, દેહાધ્યાસ ઓછો કરવા વ્રતનિયમ પાળું છું અને સમ્યક્દર્શન મને પ્રગટે તેવી યોગ્યતા આવે માટે આ બધું કરું છું, · તે ભુલશો નહીં. (બો-૩, પૃ.૭૪૩, આંક ૯૧૫) વ્રનિયમો કરતાં સશ્રદ્ધાની દૃઢતા અને આત્માનું ઓળખાણ થાય તે અર્થે, દેહાધ્યાસ એટલે દેહ તે હું, દેહને દુ:ખે દુ:ખી અને દેહને સુખે સુખી માનવાની અનાદિની ભ્રાંતિ છે તે ટાળવા સ્મરણ, ભજન આદિ સત્સાધનરૂપ બનતો પુરુષાર્થ દરેકે કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૯૯, આંક ૮૩૮) વ્રતનિયમમાં તણાયા કરતાં શ્રદ્ધા દૃઢ કરી આત્મલાભ થાય તેમ કરશો તો ઘાતિયાં કર્મ મંદ થતાં ઘણી નિર્જરા થશે. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અધાતિયાં કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું તો જીવે ઘણી વાર કર્યું છે પણ ઘાતિયાં કર્મનો ક્ષય ક૨વા તીર્થંકર જેવાએ લક્ષ રાખ્યો છે; તે જીવ ચૂકી, ગણતરી થઇ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે, તે લક્ષમાં લેશો. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) D કર્મબંધ ન થાય, તેને માટે વિચાર કરવાનો છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. જેને આત્માની દયા જાગી છે, તેનું જરૂર કલ્યાણ થશે. આત્માની દયામાં બધાં વ્રત-પચખાણ સમાય છે. (બો-૧, પૃ.૧૦, આંક ૧૨) તપ D પોતામાં તપવું-ટકવું, તે તપ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રમાં ટકવું, તે તપ છે. ‘‘સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખવો.'' (૫-૧૦૬) સ્વરાજ્યરૂપ આત્મા છે. સ્વતપરૂપ આત્મા છે. આત્માના સ્વરૂપમાં રહેવું, એ જ ખરો પુરુષાર્થ અને એ જ તપ છે. પોતાનો મૂળ સ્વભાવ કેવો છે ? તેનો લક્ષ રાખવો. (બો-૧, પૃ.૨૪૮, આંક ૧૪૦) D ઇચ્છારોધન એ તપ છે. દેહાધ્યાસ છોડવા માટે કાયક્લેશ તપ કરવાનું છે. આત્મા ન ભુલાય, તે માટે તપ છે. સુખમાં જીવ આત્માને ભૂલી જાય છે, તેથી આ તપ કરવાનું કહ્યું છે. આત્માની શુદ્ધિ માટે તપ છે. (બો-૧, પૃ.૨૪૩, આંક ૧૩૪) આપે તપશ્ચર્યા સંબંધી પૂછ્યું. તે સંબંધી જણાવવાનું કે ઇચ્છાઓ રોકવી તેને ખરું તપ કહ્યું છે. (૧) તેના એક પ્રકાર તરીકે એક દિવસ, બે દિવસ આદિ આહારની ઇચ્છા રોકવી, તે પ્રથમ બાહ્ય તપ છે. (૨) ખોરાક રોજ લેતા હોઇએ તેથી પ્રમાણમાં એક, બે કે અનેક કોળિયા ઓછા લેવાનો (રસ પડે તોપણ વિશેષ આહાર લઇ ન લેવાય તે) નિયમ રાખવો, તે ઊણોદરી નામનું બીજા પ્રકારનું તપ છે. (૩) વૃત્તિસંક્ષેપ એટલે આજે અમુક શાક કે ગળપણ કે મીઠું કે ફળફળાદિ નથી લેવાં, એવી અંતરમાંથી સંયમની ભાવનાથી વિલાસવૃત્તિ રોકવી, તે ત્રીજું તપ. (૪) રસપરિત્યાગ નામનું ચોથું તપ છે; તેમાં પોતાને પ્રિય લાગતી વસ્તુઓનો એક દિવસ, એક અઠવાડિયું કે ચાતુર્માસ આદિ પર્યંત ત્યાગ કરવો. તેમાં પણ પરવસ્તુનો જીભ દ્વારા થતો મોહ અટકે છે, તેથી તપ છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ (૪૨૪ (૫) કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને અમુક વખત બેસી વાંચન, સ્મરણ આદિ ધર્મધ્યાનમાં ચિત્ત રોકવું; ઠંડી, તાપ આદિ સહન કરતાં શીખવું, તે કાયક્લેશ તપ છે. (૬) એકાંતમાં બેસવું, સૂવું, વિકાર થાય તેવાં સ્થાનથી દૂર રહેવાનો અભ્યાસ પાડવો, તે છઠ્ઠું સંલીનતા તપ છે. બીજાં છ અત્યંતર તપ છે; એટલે બીજાને, તપ કરે છે એવું જણાય પણ નહીં. (૧) પ્રાયશ્ચિત - ગુરુ સમીપે થયેલા દોષ જણાવી, તે બતાવે તે શિક્ષા ગ્રહણ કરી દોષમુક્ત થવું તે. એમાં માન-કષાય આદિનો ત્યાગ થાય છે અને દોષ કરવાની વૃત્તિ રોકાય છે. (૨) વિનય કરવાયોગ્ય મહાપુરુષોનો વિનય કરવો. તેમાં પણ માનની વૃત્તિ રોકાય છે. (૩) વૈયાવૃત્ય એટલે સેવા કરવાયોગ્ય સંતજનોની સેવા કરવી, તે પણ તપ છે. ઉપવાસ આદિ વડે કાયા કૃશ કરવા કરતાં ખાઇને સેવા કરનારને વધારે લાભ શાસ્ત્રો વર્ણવે છે, કારણ કે કાયાની સફળતા તેમાં છે. (૪) સ્વાધ્યાય આત્મામાં સત્પુરુષનો બોધ પરિણામ પામે તેવા વૈરાગ્ય અને આત્માર્થસહિત સત્પુરુષનાં વચનને પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય માની બહુમાન-ભક્તિપૂર્વક વાંચન, વિચાર, ચર્ચા, મુખપાઠ કરેલું વિચારપૂર્વક બોલી જવું, સ્મરણ વગેરે સ્વાધ્યાય-તપ છે. આ કાળમાં સ્વાધ્યાય-તપ સહેલું, વિશેષ ફળદાયી સંતોએ ગણ્યું છે, શરીર કૃશ કરવા કરતાં; તેથી આત્માના દોષો કૃશ થવાનું કારણ બને છે. (૫) ધ્યાન - આર્તધ્યાન, રૌદ્રધ્યાન તજીને, મોક્ષમાળામાં ધર્મધ્યાનના ત્રણ પાઠ લખ્યા છે તે પ્રમાણે, ધ્યાનમાં વૃત્તિ રાખવી તે પણ પાંચમું અંતર્તપ છે. (૬) કાયોત્સર્ગ - દેહથી હું ભિન્ન છું, જાણનાર છું, દેહને થાય છે તે મને થતું નથી એમ વિચારી દેહચિંતા તજી, આત્માર્થે મહાપુરુષે કહેલાં છ પદ, મંત્ર આદિ કે લોગ્ડસ વગેરેમાં મનને લીન કરવું, તે કાયોત્સર્ગ નામનું છેલ્લું અને અત્યંત ઉપયોગી, સમાધિમરણની તૈયારીરૂપ છઠ્ઠું તપ છે. તેમાં સંસારની સર્વ વૃત્તિઓ રોકાઇ, પરમપુરુષમાં કે તેનાં વચનમાં વૃત્તિ રોકાય છે. (બો-૩, પૃ.૬૬૭, આંક ૭૯૯) સમ્યક્દર્શનસહિત તપ સફળ છે. શરીર ઉપરથી મોહ ઓછો થાય, તે માટે તપ કરવાનું છે. ભગવાને કહ્યું છે, તેવું તપ કરવા જેવું છે. કોઇ વસ્તુ ન ઇચ્છવી, એ તપ છે. તપ એટલે ઇચ્છાનો નિરોધ. જેમ મન માને, જ્યાં જાય ત્યાં જવા ન દેવું; કેમકે તેથી સંસાર ઊભો થાય છે. વૃત્તિ ઉપર સંયમ કરવાની જરૂર છે. મનથી ત્યાગ કરવો અધરો છે. જે અઘરું હોય, તે જ કરવું છે. કામનો નાશ કરવો હોય, તો તપની જરૂર છે. ખૂબ ખાવાથી નિદ્રા બહુ આવે. તપ કરે તો નિદ્રા ઓછી થાય. શરી૨ને વશ રાખ્યું હોય તો ઠંડીમાં, ગરમીમાં બધે કામ આપે. તપમાં જીવ સ્વાધીન છે. ધર્મધ્યાન જેટલું કરવું હોય, તેટલું થાય. Page #434 -------------------------------------------------------------------------- ________________ (૪૨૫. તપમાં જે દુઃખ આવે છે, તે જાય છે. પાપનું ફળ દુઃખ છે; તે તપથી ઉદયમાં જલદી આવે છે. પહેલાંથી દુઃખ સહન કરવું, જેથી સમાધિમરણ થાય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી જીવને હિતકારી હોય, તે ન ગમે; આખરે જીવને તપ સુખકારી છે. તપમાં આનંદ આવે છે. આત્માના દસ ધર્મ છે. એને લૂંટી લેનાર વિષય-કષાય છે. તપ આગળ એનું બળ ન ચાલે. શક્તિને ગોપવ્યા વગર સ્વચ્છેદરહિત તપ કરવું. આજ્ઞા વગર કરે તો લાંઘણ કહેવાય. તપથી ઇન્દ્રિયો વશ થાય. જે તપ કરવાથી રોગ થાય, ઇન્દ્રિયોને હાનિ પહોંચે, એવું તપ ન કરવું. સર્વસંગપરિત્યાગ, એ તપ છે. બાહ્ય-અત્યંતર, એ બંને પ્રકારના પરિગ્રહમાં મમતા નહીં, એ તપ છે. પરિષહ જીતવા, એ તપ છે. સમભાવ રાખવો, એ તપ છે. તપથી મોક્ષે જવાય છે. તપથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મોક્ષ નજીક આવે છે. (બો-૧, પૃ.૧૦૯, આંક ૨૪) પાંચે ઇન્દ્રિયો જીભથી પોષાય છે. નીરસ ભોજન કરે તો તપ થાય. રસને જીતે તે તપ છે. એ જીતે તો બધી ઇન્દ્રિયો વશ થાય. (બો-૧, પૃ. ૨૧૯, આંક ૧૦૭) D પ્રશ્ન : ખૂબ તપ કરે તો દેહાધ્યાસ છૂટેને? પૂજ્યશ્રી : એવું કશું જ નથી. દેહાધ્યાસ છોડવા માટે કરે, તો દેહાધ્યાસ છૂટે, આત્માર્થે તપ કરું છું, એમ લક્ષ હોય ત્યાં તે તપ આત્માર્થનું કારણ થાય અને આત્માર્થ ભૂલી જાય તો માનમાં તણાઈ જાય. આ હું છોડું છું તેના કરતાં, મને વિશેષ સુખ મળશે એમ જાણીને અજ્ઞાની તપ કરે છે. ઘણા સાધુઓ થઈને સમાજની સેવા કરવા લાગી જાય છે. લોકોને સારું દેખાડવા કરે છે. જે કરવાનું છે, તે પડયું રહે છે. સાધુ થયા એટલે બધું થઈ ગયું, એમ થઈ જાય છે. પરિણામ કેવાં વર્તે છે, તે લક્ષ રાખવો. સૂક્ષ્મદ્રષ્ટિ રાખવી. મારી વૃત્તિ શુદ્ધમાં છે કે અશુદ્ધભાવમાં? એનો જીવને લક્ષ પણ આવતો નથી. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૮). I આત્માને અર્થે તપ, સંયમ કર્તવ્ય છે. આપ ત્યાં રહો ત્યાં સુધી ચૌવિહાર પાળવાની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ કરશોજી; તથા બેઆસણાની ભાવના રહે છે, તે પણ અનુમોદન યોગ્ય છેજી. આઠમ-ચૌદસના દિવસે શરીરશક્તિ જોઇને ઉપવાસ થાય તેમ હોય તો ઉપવાસ, નહીં તો એકાસણું કર્તવ્ય છેજી. તમારી દુકાનમાં રજા હોય તે દિવસે આઠમ-ચૌદસને બદલે તપ વગેરે કરવામાં વિશેષ લાભ છે. માટે અઠવાડિયામાં એકાદ દિવસની રજા ગુમાસ્તા કાયદાની રૂએ હોય તો બાહ્ય નિવૃત્તિ અને કષાયની અભ્યતર નિવૃત્તિનો યોગ મળે. તેવી રજા ન પાળતા હોય તો અને બીજાનાં મન દુભાય તેવું ન હોય તો ઉપવાસના દિવસે બીજાં કામ પડી મૂકી, માત્ર આત્માર્થે તે દિવસ ગાળવાનો લક્ષ રાખવા યોગ્ય છે. તે દિવસે ભક્તિભાવ, વાંચન, વિચાર, સ્મરણ આદિ વિશેષ થાય તેમ કર્તવ્ય છેજી. (બી-3, પૃ. ૬૪૨, આંક 950 Page #435 -------------------------------------------------------------------------- ________________ આજે મારે ઉપવાસ કરવો છે, તો શું કરવા માટે કરવાનો છે ? તે સમજીને કરવો. ઉપવાસને દિવસે વધારે વાંચન, વિચાર, ધર્મધ્યાન કરવું. સંયમને માટે ઉપવાસ કરવાનો છે. ક્રોધ, માન, માયા, લોભ અને પાંચ ઇન્દ્રિયના વિષય વશ કરે તો ઉપવાસ થાય, નહીં તો લાંઘણ છે. ન ખાય એટલે ઉપવાસ ન થાય. ઉપવાસ એટલે તો આત્માની પાસે વસવું. તિથિને માટે ઉપવાસ નથી કરવો. આત્માને માટે કરવો છે. ઉપવાસ ન થતો હોય તો બીજું તપ કરવું. સ્વાધ્યાય એ તપ છે. પ્રાયશ્રિત એ પણ તપ છે. મહાપુરુષોના વિનય કરીએ તોય તપ છે. વૈયાવૃત્ય કરીએ, ધ્યાન કરીએ, કાઉસગ્ન કરીએ તો તપ થાય. એ બધાં તપ છે. (બો-૧, પૃ.૨૯૩, આંક ૪૩). ઉપવાસ આદિ કષાયનો જય કરવા માટે છે. ઉપવાસ કરીને કષાય કરે, એમ નથી કરવાનું. જે કંઈ કરવું તેનો ઉપયોગ રાખવો કે તે શા અર્થે છે ? ઉપયોગ ત્યાં ધર્મ છે. શરીર તો ઘણા સૂકવે, પણ કપાય સૂકવે તે ખરું તપ છે. (બો-૧, પૃ.૧૦૮) | પૂ. ..એ ઉપવાસ, સાથે-લગા કર્યા ન હોય તો અઠ્ઠાઈ કરવાનું સાહસ ન કરવું, પણ એક-બે-ત્રણ એમ સુખે થાય તેટલા ઉપવાસ કરી જોવામાં હરકત નથી. ભજન-ભક્તિ થાય અને ઉપવાસ થાય તો કરવા છે, નહીં તો પારણું કરીને પણ ભક્તિ કરવી. એકાસણાં કરી શકાતાં હોય તો સારું છે. પથારીમાં પડ્યાં-પડ્યાં વખત ગાળવો પડે અને ‘અઠ્ઠાઈ કરી' કહેવડાવવું, એ લૌકિકભાવ છે, તેમાં ધર્મ નથી. પોતાની શક્તિ પ્રમાણે ધર્મ કરવો. સાથે-લગા આઠ દિવસનાં પચખાણ ન લઈ લેવા, પણ એક-એક દિવસનું પચખાણ લઈ, સુખ-સુખે થાય તેટલા ઉપવાસ કરવા અને ભક્તિમાં આખો દિવસ ગળાય તેમ કરવું. કંઈક ગોખવું, વાંચવું, વિચારવું, સાંભળવું પણ પ્રમાદમાં વખત ન ગાળવો. મનુષ્યભવ દુર્લભ છે, મરણ ક્યારે આવીને ઉપાડી જશે તેનો નિયમ નથી, માટે ધર્મ-આરાધનામાં પ્રમાદ ન કરવો. માત્ર ભૂખ્યા રહેવું તે જ તપ નથી; ઓછું ખાવું, રસ વગરનું ખાવું, દોષો થયા હોય તેનું પ્રાયશ્ચિત લેવું, વિનય-સેવા કરવી, ભણવું, શીખવું, વાંચવું, વિચારવું, કાઉસગ્ગ કરવો વગેરે તપના પ્રકાર છે. જે બને તે કરવું. (બી-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૦) પૂ. .... એ કારતક સુદ એકમના દિવસથી કંદમૂળનો ત્યાગ, પોતાને ઠીક લાગવાથી કર્યો છે તે ઠીક કર્યું છે; પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ લઈ જઈ, તેમને કેવા પ્રકારના કંદમૂળનો એટલે અમુક જ કંદમૂળ કે છૂટ રાખીને ત્યાગ કરવો છે તથા કેટલી મુદતનો ત્યાગ કરવો છે તથા દવા વગેરે માટે તેમાંની કોઈ ચીજ, આદુ વગેરે વાપરવા માંદગીમાં છૂટ રાખવી છે કે નહીં તેનો નિર્ણય પૂછી, તેમની જેવી ભાવના હોય તે પ્રમાણે, પરમકૃપાળુદેવની સાક્ષીએ તે ધારે તેટલી મુદતનો ત્યાગ સ્વીકારવા જણાવશો, એમ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી ભાવવ્રત લે, તે યોગ્ય છેજી. બીજું, તેમને ઉપવાસ કરવા ભાવના છે, તો જણાવશો કે તમે દૂધ પીને ઉપવાસ કરવા ધારો છો તે ઉપવાસ નથી; પણ એક વખત ગમે તે ખાઈને ચલાવવું હોય તો તે એકાસણું કહેવાય છે. તે બને તો કરશો, નહીં તો બે વખત આહાર લેવાનો નિયમ લેવો હોય તો પણ લેવાય. બેથી વધારે વખત ખાનાર સંયમ-નિયમરહિત ગણાય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ (૪૨૭) આ તપની વિધિ કહી અને તે તપ આજ્ઞા વિના માત્ર લાંધણ ગણાય છે. તેનું શારીરિક ફળ છે. વિશેષ ધાર્મિક ફળ થવા પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ જે કંઈ નિયમ કે વ્રત, તપ કરવા ઈચ્છા થાય તો તેમ નમસ્કારપૂર્વક ભાવના કરી, કર્તવ્ય છેજી. તા.ક. વ્રત-ઉપવાસ કરતાં પણ સ્મરણ વારંવાર જીભ ઉપર રહ્યા કરે, તેમ ટેવ પાડવી વિશેષ હિતકારી છેજી. (બી-૩, પૃ.૫૫૮, આંક ૬૨૦) ઊણોદરી તપમાં એંઠું પડી રહે તેનો બાધ નથી, પણ વધારે ખવાય તે દોષરૂપ છે. જોઈએ તે કરતાં વિશેષ ખવાયું તે ઊણોદરી તપનો ભંગ, સ્પષ્ટ છે. (બી-૩, પૃ.૭૯૨, આંક ૧૦૧૪) D બાહ્ય તપમાં શરીર-સંપત્તિની જરૂર પડે છે પણ અત્યંતર તપમાં (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગમાં) વિશેષ શરીર-સંપત્તિની જરૂર નથી પડતી. બધા ધારે તો કંઈ ને કંઈ કરી શકે, પણ ધારતા નથી તેનું શું કારણ? જોઈએ તેવું અત્યંતર તપનું માહાત્મ હૃદયમાં હજી ઠક્યું નથી. મહત્તા લાગી હોય તો ન બની શકે તોપણ ભાવના રહે. ક્યારે એવી જોગવાઈ બની આવે કે તે હું કરું?' વિનય, વૈયાવચ્ચ સંબંધી તો પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર ઠોકી-ઠોકીને ઉપદેશ કરતા કે જીવમાં યોગ્યતા લાવવા તેની પ્રથમ જરૂર પડશે. “નમ્યો તે પરમેશ્વરને ગમ્યો.” એવી કહેવત પણ કહેતા. ‘વિનય વેરીને વશ કરે.” એમ પણ કહેતા. શત્રુના વાસમાં વસવું પડતું હોય તોપણ વિનય તે તેની રક્ષા કરે, એટલું જ નહીં પણ તે ગુણને લીધે શત્રુ પણ મિત્ર બને અને લાભ પામીને જાય. સાચા દિલથી મૈત્રીભાવનાની ભાવના થાય તો વાઘ, સિંહ આદિ ક્રૂર પ્રાણીઓ પણ ક્રૂરતા ભૂલી પ્રેમ કરતાં ગેલ કરવા લાગે, તો મનુષ્યનાં દિલ ફરી જાય એમાં શું આશ્ચર્ય છે ? આ બધો કષાય દૂર થયાનો પ્રભાવ છે. (બી-૩, પૃ.૧૧૩, આંક ૧૦૭) | સ્વાધ્યાયના પાંચ ભેદમાં પહેલો વાંચના, બીજો પૃચ્છના, ત્રીજો પરાવર્તના, ચોથો ધર્મોપદેશ અને પાંચમો અનુપ્રેક્ષા છે; તેમાં છેલ્લો ભેદ પ્રાપ્ત થયે બીજા બધા ભેદની સફળતા છેજી. (બી-૩, પૃ.૭૭૬, આંક ૯૯૨) D આ કાળમાં બીજાં તપ કરતાં સ્વાધ્યાય-તપ વધારે હિતકારી છે. એ અંતરંગ તપ છે. એ દરેક કરી શકે એવું છે. મુનિ હોય કે ગૃહસ્થ હોય, ગમે તે એ તપ કરી શકે છે. ધ્યાન કરવા બેસે તો મન સ્થિર રહેવું મુશ્કેલ છે, પણ સ્વાધ્યાયમાં મન ચોંટી જાય. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૩) || સત્સંગના વિયોગમાં જીવને બાહ્ય તપ ઉપર વિશેષ લક્ષ રહે છે. બાર પ્રકારનાં તપમાંથી સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ આદિ કરી શકાય. જે શીખ્યા હોઇએ તેના વિચાર, ભાવનામાં રહેવાથી તપ કરતાં પણ વધારે, અત્યારે લાભ છે. તપથી પુણ્યસંચય થશે, તે એક ભવમાં સુખનું કારણ છે. જો સમ્યક્ત્વ થવા અર્થે, આત્માની યોગ્યતા વધવા તથા પરમકૃપાળુદેવનું કહેલું સમજવા અર્થે તપ થાય તો લેખામાં છે, પણ કુગુરુઓના સંગમાં કંઈ તો કરવું જ પડે, એમ કરીને કરે તો આત્માના ગુણો સમ્યક્ત્વ આદિ પ્રગટ થવાનું કારણ ન બને. (બો-3, પૃ.૭૮૭, આંક ૧૦૦૪). Page #437 -------------------------------------------------------------------------- ________________ (૪૨૮) D શરીરની શક્તિ જોઈ તપ કરવું, તણાઈને કંઈ કરવા જેવું નથી. આ શરીરથી હજી પરમકૃપાળુદેવનો માર્ગ સમજી, તેણે જણાવેલ આજ્ઞા ઉપાસવા માટે કેડ બાંધવાની છે. આંધળી દોડ કરી સંતોષ માનવા જેવું નથી કે મેં ધર્મ કર્યો, પણ સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. સત્સંગ જેવું કલ્યાણનું કારણ કોઇ નથી, એ લક્ષ ચૂકવા જેવો નથી. (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૩) લીલોતરી પૂ. ... ને જણાવવાનું કે તેમણે લીલોતરીનો ત્યાગ કર્યો છે તેમાં અથાણાનો સમાવેશ થતો નથી. લીલોતરીમાં તો સચિત ઉગેલી કે ઊગતી વનસ્પતિ સમાય છે, અને અથાણામાં અચિત થઇ ગયેલી વસ્તુઓ મુખ્યપણે હોય છે; એટલે કોઈ જીવોને મારે મારા આહાર અર્થે હણવા નથી એવી ભાવના લીલોતરીના ત્યાગીને હોય છે; કારણ કે બીજા જીવોને હણવાથી, મારા આત્માને સંસાર-પરિભ્રમણનું કારણ રાગ-દ્વેષ છે, તેમાં પ્રવૃત્તિ થાય છે; તે રાગ-દ્વેષ ટાળવા, આ લીલોતરીના જીવો પ્રત્યે દયા રાખું છું એટલે મારા જીવને જ બચાવું છું. રસમાં લુબ્ધ થવાથી ઘણી વખત આ જીવ છેદાયો છે, ભેદાયો છે, શેકાયો છે, તળાયો છે અને વારંવાર સંતાપ પામ્યો છે, તે ભાન નહોતું; પણ પરમકૃપાળુદેવની કૃપાથી, આ જીવની, હવે તેવી દશા ન થાય તે અર્થે, બીજા જીવો પ્રત્યે તેવા દુઃખની, આ જીવને હવે ઇચ્છા નથી. બીજું, અથાણામાં ફૂગ આવે છે તે વનસ્પતિકાયના જીવો છે, અને તે ન સચવાય તો લીધેલા વ્રતમાં દોષ થવાનો સંભવ છેછે. જે વિચારવાન જીવો લીલોતરીનો ત્યાગ કરી શકતા નથી, તેવા જીવો પણ અથાણાનો ત્યાગ એવી ભાવનાથી કરે છે કે એકેન્દ્રિય જીવો બધા બચાવી શકાય તેમ હાલ લાગતું નથી, પણ બેઇન્દ્રિય આદિ ત્રસ (હાલતાં-ચાલતાં) જીવો અથાણામાં પડે છે, તે એક જાતનો કહોવારો છે, તે ખાવો ઘટતો નથી; તથા રસના લોભી જીવ અથાણા કરી રાખી, શાક ન મળી શકે તેવી મોસમમાં અથાણાથી રસ પોષવાનું કરે છે, તે રસ ઘટાડવાને અથાણાનો ત્યાગ કરે છેજી. જેમ જેમ દયાની લાગણી વધતી જાય, તેમ તેમ જીવ પોતાના આત્માને પાપના કારણોથી બચાવી, થોડી વસ્તુઓથી પેટ પૂરતો ખોરાક, નિર્દોષપણે લેવાની યોજના કરીને જીવે છેજી. (બો-૩, પૃ. ૨૩૪, આંક ૨૨૯) | લીલોતરીમાં પાકાં ફળની ગણતરી ગણાતી નથીજી. (બી-૩, પૃ.૧૮૮, આંક ૧૯૧) આયંબિલ D વૃત્તિઓને રોકવા આયંબિલ કહ્યું છે. શરીર સારું હોય તો આયંબિલ કરવા જેવું છે. એમનું એમ તો કરે નહીં, પણ પર્વને દિવસે કરવાના ભાવ થાય છે. (બો-૧, પૃ. ૨૧૯, આંક ૧૦૭) એ આસો સુદ સાતમને શુક્રવારથી આયંબિલની ઓળી બેસે છે, તે પૂનમને દિવસે પૂર્ણ થાય છે. તે દિવસોમાં લૂખો નીરસ આહાર એક વખત લઈ, આખો દિવસ ગરમ કરી ઠારેલું પાણી વાપરી, વાંચન, વિચાર, ભક્તિ, મંત્રની માળા ગણવી, નવું ગોખવું. જૂનું મુખપાઠ કરેલું ફેરવી જવું, લખવું, ધર્મની વાતચીત કરવી, જાગરણ કરવું આદિ ધર્મપ્રવૃત્તિમાં રાતદિવસમાંથી બને તેટલો, આત્માર્થે કાળ ગાળવા ભલામણ છે). (બો-૩, પૃ.૩૭૬, આંક ૩૮૧) Page #438 -------------------------------------------------------------------------- ________________ (૪૨૯) આયંબિલ પચખાણ, પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી, ભાવનાપૂર્વક લેવા યોગ્ય છે; ત્યાં બીજા કોઈ સાધુ પાસે પચખાણ લેવા જવાની જરૂર નથીજી. બીજું, આયંબિલ નર્યા ખોરાકના ફેરફાર કરવાથી સફળ નથી; પરંતુ તે વ્રતપૂર્વક પરમકૃપાળુદેવનાં વચનમાં, ભાવના-ભક્તિપૂર્વક સમય જ્ઞાનીપુરુષની આજ્ઞામાં નવે દિવસ ગળાય, તે લક્ષ રાખવા યોગ્ય છે. આયંબિલ કરવા બીજે જવું, તેના કરતાં ઘરનો આયંબિલનો આહાર શુદ્ધ અને ઓછા પાપવાળો ગણાય. વિષય-કષાય ઓછા કરવા વ્રતોનું નિરૂપણ કરેલું છે. માટે ઇચ્છાઓ ઓછી થશે તેટલું તપ ગણાશે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” એ લક્ષ રાખી જીવની યોગ્યતા, આત્માર્થીપણું પ્રાપ્ત કરવા આ આયંબિલ કરું છું, એ લક્ષ ચૂકવો નહીં. બને તો છત્રીસ માળાનો ક્રમ, દિવાળી ઉપર ફેરવીએ છીએ તે, પણ આરાધવાથી આત્મહિત થવા સંભવ છેજી. ટૂંકામાં, પરમકૃપાળુદેવને શરણે, તેણે જામ્યો છે તે આત્મા પ્રગટ થવા, શ્રદ્ધવા અને રુચિ કરવા આ વ્રત કરવાનાં છેજી. (બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭૫) | આયંબિલના દિવસોમાં વાંચવા-વિચારવાનું, ભક્તિભાવ કે મુખપાઠ કરેલ પાઠો વિચારવા, ફેરવી જવાનું વિશેષ બને તેમ કર્તવ્ય છેજી. રૂઢિમાં તણાવું નહીં પણ પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ અભ્યાસ કરવા, સમજવા, દેહાધ્યાસ ઓછો કરવા વ્રતનિયમ પાળું છું અને સમ્યક્દર્શન અને પ્રગટે તેવી યોગ્યતા આવે, માટે આ બધું કરું છું, તે ભૂલશો નહીં. (બી-૩, પૃ.૭૪૩, આંક ૯૧૫) 0 પ્રશ્ન : આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તો શા વિચાર કરવા કે જે વિચારથી મન ત્યાં ન જાય? પૂજ્યશ્રી : ઘણું ખાધું છે. ખાધેલાનું શું થાય છે? વિષ્ટા. જગત એંઠવાડા જેવું છે. “સકળ જગત તે એંઠવતું.'' આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનોથી? જ્ઞાનીનાં વચનોથી હિત છે, તો મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યો છું અને શું કરું છું? એ વિચારવું. જીવને ટેવ પડી ગઈ છે, પણ તેનું ફળ શું આવશે, એની ખબર નથી. કલ્પનાએ કે લોકના કહેતા-કહેતી રસમાં લુબ્ધાય છે. રસને જીતે તો જ્ઞાનીનાં વચનોમાં રસ આવે. અભયદેવસૂરિને આયંબિલ કરવું ઠીક પડયું. બાર અંગની ટીકા લખતાં સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તો લાભ થાય. ભારે ખાધું હોય તો પચાવવા મહેનત કરવી પડે. આયંબિલનું ભોજન તો વહેલું ઠેકાણે પડી જાય. (બો-૧, પૃ.૨૧૯, આંક ૧૦૮) Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ધ્યાન શાસ્ત્રોમાં ધ્યાનના જુદા-જુદા પ્રકાર બતાવ્યા છે. તેમાં શાસ્ત્રઆમ્નાય પ્રમાણે વર્ણન હોય, પરંતુ મુખ્ય ધ્યાન તો સત્પુરુષનાં વચનોમાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે કે પુસ્તકનું વાંચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધું ધર્મધ્યાન જ છે. અમુક પ્રકારે, અમુક આસનથી જ થાય તો ઠીક, એવું કંઇ નથી. કષાય ઉપર સંસારનો બધો આધાર છે. અંતરાત્મા કષાય નિવારવાનું જ કામ કર્યા કરે છે. હરતાં-ફરતાં એમાં મન રહે તો તે ધ્યાન જ છે. અભ્યાસની ખાસ જરૂર છે. પરમકૃપાળુદેવને ઘણા ભવનો અભ્યાસ હતો એટલે સહેજે ધ્યાનમાં જ રહેતા હતા. (બો-૧, પૃ.૩૧, આંક ૪૦) D ગોખે તોય ધર્મધ્યાન થાય, વાંચે તોય ધર્મધ્યાન થાય, વિચારે તોય ધર્મધ્યાન થાય. એ ધર્મધ્યાન જીવને હિતકારી છે. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૯) D ધ્યાન કરવાની ઇચ્છા હોય તો પ્રથમ ધ્યાન સમજવું જોઇએ. આત્મસ્વરૂપ ઓળખી અને બધા આત્માને સમાન દૃષ્ટિથી જોઇ પછી ધ્યાન કરશો તો જે ધ્યાનની ઇચ્છા છે, તે પૂરી થશે. કોઇના દોષ જોવા નથી. સમજણપૂર્વક ધ્યાન થાય તો શુક્લધ્યાન થાય એવું છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. ધ્યાન કરવા બેસે તો મન ક્યાંય તરંગમાં ચઢી જાય. માટે ધ્યાન કરવાની ઇચ્છા હોય તો પ્રથમ ધ્યાન સમજવું જોઇએ. (બો-૧, પૃ.૨૪૭, આંક ૧૩૯) ૫રમાત્મામાં ચિત્તને રોકવું, એ મહાન ધ્યાન છે. જે ધ્યાન છૂટે નહીં, તે શુક્લધ્યાન કહેવાય છે; એટલે મોક્ષ આપે એવું ધ્યાન. જ્યાં એકાગ્રતા હોય, ત્યાં ધ્યાન છે. કેવળી ભગવાનની વૃત્તિ અખંડપણે આત્મામાં જ રહે છે. ઉપદેશ આપે તોપણ વૃત્તિ આત્મામાં જ રહે છે. (બો-૧, પૃ.૧૭૩, આંક ૪૫) પ્રશ્ન : સત્પુરુષના ચરણનું ધ્યાન કરવું, એટલે શું ? પૂજ્યશ્રી : ચરણના અર્થ અનેક છે. સામાન્ય રીતે તો તેમના ચરણનું ધ્યાન કરવું એટલે તેમના ચરણનાં દર્શન કર્યા હોય, તે ન ભૂલે. એ પ્રેમ ઉપરથી સામાન્ય અર્થ છે. પછી ચરણનો અર્થ ચારિત્ર છે. સત્પુરુષની આજ્ઞા, એ પણ ચરણ છે. સત્પુરુષની સમીપે રહેવું, એ પણ ચરણ છે. કોઇ પણ વચન સત્પુરુષ પાસેથી મળ્યું તો તેમાં જ ચિત્ત રાખવું, તે સત્પુરુષના ચરણનું ધ્યાન છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૧) ] અપ્રમત્ત = જાગ્રત, આત્મભાવમાં જાગૃતિવાળી દશા, ગુણસ્થાનકોમાં સાતમું ગુણસ્થાનક, ધ્યાનઅવસ્થા. (બો-૩, પૃ.૨૦૫, આંક ૨૦૩) પ્રશ્ન : ધ્યાનમાં બેસીએ ત્યારે શી પ્રવૃત્તિ કરવી ? ઉત્તર : મોક્ષમાળામાં ધર્મધ્યાન વિષે ત્રણ પાઠ ૭૪-૭૫-૭૬ આપ્યા છે તે વાંચશો. તેથી ધર્મધ્યાન વખતે કેવા વિચાર કરવા તે સમજાશે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ હાથ-પગ જોડી બેસી રહેવું, તે ધ્યાન નથી. ચિત્તની વૃત્તિ સારા વાંચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું બોલી જવામાં કે વિચાર કરવામાં રોકવી, તે ધર્મધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય-ધ્યાન એ મહાન તપ છે. આત્મા સંબંધી, જ્ઞાનીપુરુષે છ પદના પત્રમાં, આત્મસિદ્ધિમાં કહેલ છે, તેનો વિચાર કરી ‘‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.'' એવી કડીઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું તે પણ ધ્યાન છે. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પરોપકાર, આત્મલીનતા, અસંગતા, પરમાર્થચિંતન વગેરે જીવનકળામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમકૃપાળુદેવમાં લીનતા કરવી, તે પણ ધ્યાન છે. (બો-૩, પૃ.૬૪૯, આંક ૭૬૭) પ્રશ્ન : ધ્યાનમાં શું કરવું? પૂજ્યશ્રી : ‘‘ઔષધ વિચાર ધ્યાન'' એમ કહ્યું છે. પ્રથમ આત્મા છે. આત્મા મને દેહથી ભિન્ન લાગે છે કે કેમ ? એમ વિચારવું, તે ધ્યાન છે. આત્મસિદ્ધિમાં છ પદ છે, તેનો વિચાર કરવો. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ છ પદને વિચારી છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. વિચારરૂપ ધ્યાન થયા પછી નિર્વિકલ્પ ધ્યાન થાય છે; નહીં તો ધ્યાન ન થાય, કલ્પના થાય. જેટલો આપણાથી બને તેટલો પુરુષાર્થ કરવો. (બો-૧, પૃ.૨૮૬, આંક ૩૪) કોઇ વખત અપવિત્ર વિચાર ન આવવા દેવા. અપવિત્ર વિચાર આવ્યો તો આર્ત્તધ્યાન થયા વિના ન રહે. ધીરજ રાખવી, પવિત્ર રહેવું. (બો-૧, પૃ.૨૯૨, આંક ૪૧) — દુ:ખના વખતમાં સામાન્યપણે જીવનો ઉપયોગ, જ્યાં દેહમાં વેદના થતી હોય ત્યાં, વારંવાર જવાનો સ્વભાવ છે; તેને લઇને હું દુઃખી છું, દુઃખી છું એ વેદન રહ્યા કરે છે. તેને જ્ઞાનીપુરુષોએ આર્તધ્યાન કહ્યું છે. મુમુક્ષુજીવે તેમ નહીં કરતાં જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ રાખવી ઘટે છે. જ્ઞાનીએ દેહને પુદ્ગલનો કહ્યો છે, વેદનીયકર્મ પણ પુદ્ગલ છે; તેના ઉદયે સૂર્યનો પ્રકાશ જેમ વાદળાંથી રોકાય તેમ આત્માનો આનંદ કે સુખ પણ વિકાર પામી દુઃખની કલ્પના ઊભી થાય છે અને મોહને લઇને ‘હું દુઃખી છું, મને વેદના છે, નથી રહેવાતું, હવે શું થશે ? મટશે કે નહીં ? મરી જવાશે ?' વગેરે વિકલ્પોની પરંપરા દેહાધ્યાસને લઇને થાય છે. તે દૂર કરી, સુખી થવાની કલ્પનાઓ દૂર કરી, સુખદુઃખની કલ્પનાઓમાંથી કોઇ પણ કલ્પના કરવાની જ્ઞાનીની આજ્ઞા નથી એમ વિચારી, સત્સંગ કે સત્શાસ્ત્રમાં ભાવ રાખી, સ્મરણમંત્ર વગેરે સાધનોના અવલંબને ભાવ સદ્ગુરુ અને તેની આજ્ઞામાં રહે, તો ધર્મધ્યાન થવાનો સંભવ છેજી. માટે આર્તધ્યાન દૂર થાય અને ધર્મધ્યાનમાં ભાવ રહે, તેવો પુરુષાર્થ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૨૯, આંક ૪૪૨) D‘હું દુ:ખી છું, હું દુઃખી છું' એમ જીવ માન્યા કરે છે - તેનું નામ આર્ત્તધ્યાન છે, તેથી માઠી ગતિ જીવ કમાય છે અને સત્તાધનમાં ઉપયોગ જોડવાથી ધર્મધ્યાન થાય છે અને મોક્ષમાર્ગ મળે છે. (બો-૩, પૃ.૨૨૧, આંક ૨૧૯) Page #441 -------------------------------------------------------------------------- ________________ (૪૩૨) | વેદનામાં વૃત્તિ રહે, વેદના દૂર કરવાની ઇચ્છા થાય, તે આર્તધ્યાન છે. ઈષ્ટના વિયોગને લીધે ચિંતા થાય, તે આર્તધ્યાન છે. અનિષ્ટનો સંયોગ દૂર કરવાની ચિંતા, તે પણ આર્તધ્યાન છે. મને ફલાણું મળો એમ નિદાન કરે, તે પણ આર્તધ્યાન છે આર્તધ્યાન થાય તો પાપ બંધાય. આર્તધ્યાનથી અધોગતિ થાય છે. દેહને માટે આત્માને કર્મ બંધાવી અધોગતિમાં લઈ જાય, એવું કરવું નહીં. (બો-૧, પૃ.૩૧૮) 0 મરણ વખતે, વેદના વખતે ચિત્ત સ્મરણમંત્રમાં રાખે તો ધર્મધ્યાન થાય. વેદના વખતે જીવ ભગવાનને સંભારવાના મૂકી ડોક્ટરને સંભારે છે. હું માંદો છું, દુઃખી છું' એ બધું આર્તધ્યાન છે. આત્માને ભૂલી જઈ, “હું દેહ છું' એમ થાય, ત્યારે હું દુઃખી છું, હું માંદો છું' એમ થાય છે. આત્માને ભુલાવનારા આ બધા પ્રકારો છે. ધર્મ કરીને તેનું ફળ ઇચ્છે, તે નિદાન નામનું આર્તધ્યાન છે. માયા, કપટ વગેરે બધું આર્તધ્યાન છે. આર્તધ્યાનથી ઢોર-પશુ, કીડી-મકોડી વગેરે થઈને ભટકે છે. “હું આત્મા છું' એમ થાય તો બધું આર્તધ્યાન છૂટી જાય. સમ્યફષ્ટિને કંઈ જોઈતું નથી, બધું છોડવું છે અને પેલાને તો આખું જગત મળે તો પણ ઓછું છે. પરિગ્રહ પાપ છે, છોડવા લાયક છે. એમાં રાજી થાય તો જીવ પાપમાં જ રાજી થાય છે. પરિગ્રહથી પાપ છે, એ લક્ષ નથી. ઉદાસીનતા, વૈરાગ્ય ન આવે ત્યાં સુધી જીવ બંધાય છે. વિવેક નથી. જે મળ્યું છે તે પુણ્યને લઈને મળ્યું છે, પણ જીવ તો પરિગ્રહનાં વખાણ કરે છે. ધર્મને લઈને મળ્યું છે એમ લાગે, તો આર્તધ્યાન ન થાય. મુનિઓ, જે ચક્રવર્તી આદિનાં ચરિત્રો લખતા, તે સમ્યફદૃષ્ટિ હતા, વૈરાગ્યસહિત હતા. ચરિત્રોમાં જે વર્ણન કર્યું છે, તે ધર્મના અર્થે છે, તેથી તે આર્તધ્યાન નથી. ભગવાને કહ્યું તે સાચું માને, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. અપાય એટલે દુઃખ. હું ક્યાં ક્યાં ભટક્યો છું? એ બધું વિચારવું, તે અપાયરિચય ધર્મધ્યાન છે. નરકનો વિચાર કરે, તિર્યચના દુઃખનો વિચાર કરે, મનુષ્યના દુઃખનો વિચાર કરે, તે બધું વૈરાગ્ય થવાનું કારણ છે. (બો-૧, પૃ. ૨૩૬) જે રાજ્યભોગ શયનાસન વાહનાર્થે, સ્ત્રીસંગ માલ્ય મણિ રત્ન વિભૂષણાર્થે; ઈચ્છાભિલાષ હદપાર વધારી મોહે, તે ધ્યાન આર્ત ગણવું, વદતા વિમોહે. ૧ બાળી, બગાડી, હણી ભેદને - છેદને જે, બંધ – પ્રહાર - દમને અતિ નિર્દયી જે; રાચે, ધરે ન અરરાટ ઉરે નઠારા, તે ધ્યાન રૌદ્ર ગણવું વીર – વાક્ય - ધારા. સૂત્રાર્થ – સાધન - મહાવ્રત - ધારણાર્થે, ને બંધ - મોક્ષ - ગતિ આગમ હેતુ ચિંતે; પંચેન્દ્રિયો વશ કરે, કરુણા બધાની, તે ધ્યાન ધર્મ ગણવું, વદતા સુજ્ઞાની. ૩ Page #442 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિયો રહી પરાભુખ વિષયોથી, સંકલ્પ – કલ્પન - વિકલ્પ - વિકાર ક્યાંથી ? ત્રિયોગે – દોષ ટળતાં નિવૃત્તાન્તરાત્મા, જે ધ્યાન - લીન ગણ શુક્લ વદે પરાત્મા. ૪ તિર્યંચ – ગતિ થતી આદ્ય આર્તધ્યાનમાં ૩૨ જો વહે, ને રૌદ્રથી ગતિ નારકી; પણ ધર્મથી સુર-ગતિ લહે; શુક્લે થતો સંસાર-લય, ભવ-વ્યાધિ-રોગ-કૃપાણ એ, તે આત્મહિત-કર્તા ગણો ભવ-હર ધરો, ભવિ, ધ્યાન એ. ૪૩૩ મથાળે લખેલી ચાર ધ્યાનની તથા ફળની કડીઓ થોડા પ્રયાસે સમજી શકાશે. આઠ વર્ષના સાધુ થયેલા મનક નામના બાળકને શીખવા સંગ્રહાયેલાં દશવૈકાલિકસૂત્ર (a collection from Purvas) ઉપરની શ્રી હરિભદ્રસૂરિની ટીકામાંથી તે અનુવાદ કરી લખી મોકલી છે. છ માસનું તેનું સાધુજીવન ટૂંકું જાણી, આચાર્યે સાધુચર્યા ટૂંકામાં તેમાં વર્ણવી છે. તે છ માસમાં મુખપાઠ કરી ધર્મધ્યાનથી દેહ તજી દેવલોક પામ્યો. (બો-૩, પૃ.૫૨૬, આંક ૫૭૫) સામાયિક D સાધુ અને શ્રાવકનાં છ આવશ્યક કહ્યાં છે. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. એનો બીજો અર્થ, અવશ્ય એટલે જે પાંચ ઇન્દ્રિયોને વશ નથી એવા સાધુ કે શ્રાવકને કરવા યોગ્ય, એમ પણ થાય છે. છ આવશ્યક : (૧) સામાયિક એટલે સમતા, (૨) સ્તવન એટલે ચોવીસ તીર્થંકરની સ્તવના, (૩) વંદના, (૪) પ્રતિક્રમણ, (૫) પ્રત્યાખ્યાન, (૬) આલોચના. સમભાવ વગર મોક્ષ નથી. પહેલામાં પહેલી સમતા. સમતા, સામાયિક, સમભાવ - એ એક જ છે. જીવ રાગ-દ્વેષ કરે છે, તેથી ભવ વધે છે. એ છોડે તો કેવળજ્ઞાન થાય. આ જીવની સવારથી સાંજ સુધીની બધી ક્રિયામાં રાગ-દ્વેષ થયા કરે છે. જ્યારે એમ થાય કે મારે રાગ-દ્વેષ નથી કરવા, ત્યારે સમભાવ આવે. ગમે તે અવસ્થા આવે પણ જે થાય તે ભલું માનવામાં આવે, તો જીવને ઇષ્ટ-અનિષ્ટપણું ન થાય. એમ સમભાવમાં રહે તો છૂટે. સામાયિકના છ ભેદ : (૧) સચિત્-અચિત્, સોનું, માટી વગેરે કોઇ દ્રવ્યમાં રાગ-દ્વેષ ન થાય, તે દ્રવ્યસામાયિક. (૨) કોઇ ક્ષેત્રમાં અનુકૂળ-પ્રતિકૂળ ન મનાય, તે ક્ષેત્રસામાયિક. (૩) કોઇ કાળમાં ઇષ્ટ-અનિષ્ટ ન થાય, તે કાળસામાયિક. (૪) કોઇ પ્રત્યે રાગ-દ્વેષ-કષાયભાવ ન થાય, તે ભાવસામાયિક. (૫) કોઇ શબ્દ કે નામમાં રાગ-દ્વેષ ન થાય, તે નામસામાયિક. (૬) કોઇ પ્રકારની સ્થાપના સારી-ખરાબ ન મનાય, તે સ્થાપનાસામાયિક, બહારથી સામાયિકપણું દેખાતું હોય, પણ અંદર સમભાવ ન હોય તો સામાયિક નથી. હોય તેવું જાણવામાં દોષ નથી, રાગ-દ્વેષ કરવા તે બંધનું કારણ છે. સમભાવ વગર મુનિપણું, શાસ્ત્રાભ્યાસ બધું નકામું છે. સમભાવ કરવા માટે બધું કરવું છે. સમતાભાવથી અનાકુળ રહેવું, તે સામાયિક છે. પ્રથમ તો રાગ-દ્વેષ થવાનાં નિમિત્તોને છોડે, રાગ-દ્વેષ ન થવા દે, તો સમભાવ રહે. સુખદુઃખ સમાન લાગે, સુખ પણ દુઃખરૂપ લાગે ત્યારે સમતા આવી કહેવાય. Page #443 -------------------------------------------------------------------------- ________________ (૪૩૪ ભગવાનની પ્રતિમા, તે સમભાવની મૂર્તિ જ છે. જેનામાં સમભાવ છે, તેમાં દ્રષ્ટિ રાખે તો સમભાવ આવે. સમજીને શમાય.તો સમભાવ આવે. રાગ-દ્વેષ એ મોજાં છે, એ સમાઈ જાય તો સમભાવ આવે. ગમે તે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ, એમ જેને હોય, તેને સમભાવ આવે. સમભાવ આવે તો પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. (બો-૧, પૃ.૩૦૦, આંક ૫૫) D સમભાવ આવવા માટે બે ઘડી મન-વચન-કાયાથી પાપ ન કરવું, એવો નિયમ કરી, બે ઘડી સુધી એક સ્થાને બેસે, તે સામાયિક કહેવાય છે. સામાયિકમાં ધર્મની વાત થઈ શકે છે. વ્યાખ્યાન પણ સાંભળી શકાય છે. સૂત્રના પાઠ બોલાય, પદો બોલાય, માળા ફેરવાય. સામાયિકમાં શાસ્ત્ર લખી શકાય છે. પૂ. શ્રી અંબાલાલભાઈ પુસ્તકોની નકલ કરતા ત્યારે સામાયિક લઈને બેસતા. પરમકૃપાળુદેવે એમને કહેલું કે રોજ અમુક વખત સામાયિક લઈને બેસવું; તે વખતે પુસ્તકો નકલ કરી લેવા મોકલ્યાં હોય, તેની નકલ ઉતારવી. (બો-૧, પૃ.૨૫૯, આંક ૧૬૫) || પૂણિયા શ્રાવક રોજ બે આનાની કમાણીમાંથી, બે જણનો નિર્વાહ ચલાવવાનું કરતા અને કંઈ બચત કરી, ફૂલ ખરીદી, ભગવાનની પૂજા કરતા. સામાયિક (બે ઘડી આત્મવિચાર-ધ્યાન) એવું કરતા કે ભગવાને શ્રેણિકરાજાને કહ્યું કે પૂણિયા શ્રાવકની એક સામાયિકનું ફળ તને મળે તો તું નરકે જતો બચે; એટલે એક સામાયિકવ્રત, યથાયોગ્ય થાય તો તેનું પુણ્ય એટલું હોય છે કે તે ભોગવવાનું સ્થાન દેવલોક સિવાય બીજું નથી. અત્યારે જે કમાણી દેખાય છે, તે “ભિખારીના ખેદ' વિષે મોક્ષમાળામાં પાઠ છે, તેના જેવી છે. તેમાં રાચવા જેવું નથી. (બો-૩, પૃ.૭૫૭, આંક ૯૫૧) [ આ કાળમાં આત્માની સામાયિક થઈ શકે છે. ““જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી સાંભળીને ગાંઠે બાંધો તો આત્માની સામાયિક થશે.' (ઉપદેશછાયા પૃ.૭૦૯) પણ તે કદાગ્રહ મૂકે તો થાય. કદાગ્રહ એટલે જ્ઞાનીનું કહેવું માને નહીં. આત્માને સ્થિર કરવાનું જ્ઞાની પુરુષો કહે છે. જ્ઞાની પુરુષો કહે છે કે સંસારમાં અનંત દુઃખ છે, છતાં જીવને સુખ લાગે છે. વિચાર કરતો નથી. જ્ઞાનીનું કહેલું માનતો નથી, કદાગ્રહ મૂકતો નથી. તેથી સંસારમાં રઝળે છે અને અનંત દુઃખ પામે છે. (બો-૧, પૃ.૧૫૮, આંક ૧૬ T સામાયિકમાં આલંબનદોષ એટલે ભીંત વગેરેને અઢેલીને બેસવું, તકિયે અડીને બેસવું તે. ટૂંકામાં ટટાર, જાગ્રતિભાવમાં ન રહેવું તે આલંબનદોષ. સામાયિક સાંજે કે સવારે અથવા બપોરે કરે ત્યારે ઊંઘ આવી જાય, તે પણ દોષ છે. ઊંઘમાં ચિત્ત ક્યાં ભટકે છે, તેની ખબર રહેતી નથી. ઊંઘ એ મરણની માસી છે. મડદા જેવું માણસ થઈ જાય છે. તે ધર્મમૂર્તિ ન કહેવાય. સામાયિકનું વ્રત તો ધર્મમાં ભાવ જોડી રાખવા અર્થે છે, તેથી સામાયિકમાં ઊંઘવું તે વ્રતમાં દોષ લાગ્યો ગણાય. મોક્ષમાળામાં ૩૮મા પાઠમાં એ દોષોના અર્થ પરમકૃપાળુદેવે લખ્યા છે. (બો-૩, પૃ.૬૪૬, આંક ૭૬૭) ). Page #444 -------------------------------------------------------------------------- ________________ (૪૩૫ પુસ્તકો અજાણ્યા માણસ સાથે આ કાળમાં કામ પાડતાં બહુ વિચાર કરવો ઘટે છેજી. કોઈ પુસ્તક વાંચવા માગે તો મોક્ષમાળા, પ્રવેશિકા, સમાધિસોપાન વાંચવા આપવામાં હરકત નથી; પણ તત્ત્વજ્ઞાન વાંચવું હોય કે વચનામૃત વાંચવાની તેની ઇચ્છા થાય તો તમે જે વખતે વાંચતા હો ત્યારે તે આવે, એમ જણાવવું એટલે તમને પણ સમાગમનો જોગ રહે અને તેને પણ એકલા વાંચીને ‘વાંચી ગયો’ એમ ન થાય, તથા પુરુષ પ્રત્યે કંઈ પૂજ્યબુદ્ધિ તમારે યોગે તેને થાય. સમાગમમાં પણ, પોતે લઘુત્વભાવ રાખી, જ્ઞાની પુરુષોનાં વચનો સમજાય એવો સત્સંગનો યોગ નથી, તે અહીં આપણે જેમ-તેમ વિચારીએ છીએ, પણ આશ્રમ જેવા સ્થળમાં જ્યાં મુમુક્ષુઓ તેની વિચારણા કરે છે ત્યાં આપણે જવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તો વિશેષ સમજાય તથા જ્ઞાનીપુરુષની ભક્તિથી, તેનાં વચનો સમજવા જેટલી, જીવમાં યોગ્યતા પ્રગટે છે વગેરે વાતો, વાંચતાં, કરતા રહેવી ઘટે છેજી. પોતાની મેળે જીવ વાંચે, તેમાં મોટે ભાગે, જે સમજણ પોતાની હોય, તેમાં તે વચનોને તાણી જાય છે; માટે તત્ત્વજ્ઞાન જેવાં પરમકૃપાળુદેવનાં વચનો એકલા વાંચે, તેને લાભ ઓછો થવો સંભવે છે, તે લક્ષમાં રાખશો. (બી-૩, પૃ.૭૦૨, આંક ૮૪૫) D પ્રશ્ન : કોઇ પુસ્તકોની માગણી કરે તો આપવાં? પૂજ્યશ્રી : જેને પુસ્તક આપવાનું હોય તેને કહેવું કે જેવા ભાવથી પુસ્તક લો છો, તે પ્રમાણે એક વખત આશ્રમમાં જવાથી ખાસ લાભનું કારણ થાય તેમ છે. પુસ્તક તો ગમે ત્યાંથી મળી શકે, પરંતુ જ્ઞાનીપુરુષની આજ્ઞાથી, જો લેવામાં આવે તો ઘણો લાભ થાય તેમ છે, તેવું સમજાવવું. (બો-૧, પૃ.૪, આંક ૩) | મમતા છોડવા બધું કરવાનું છે. પુસ્તક વગેરે, મમતા છોડવા બધું રાખવું. પુસ્તક ઉપર નામ પણ ન લખવું. આપણું શું છે જગતમાં? (બો-૧, પૃ.૨૨૫, આંક ૧૧૫) અંતરાય પરમકૃપાળુદેવનાં વચનો અયોગ્ય જીવના હાથમાં જવાથી આશાતનાનું કારણ ન બને, તેની સંભાળ રાખો છો, તે યોગ્ય છેજી. અંતરાયનું કારણ તે નથી. તેના હિતનો હેતું હોય, તે અંતરાય નથી. અંતરાય તો તે ગણાય કે જ્યારે તેને સાચા પુરુષની શોધની ઇચ્છા હોય, તેનાં વચન વાંચવાની ઈચ્છા હોય, તે તમારે ત્યાં આવી તમારી રૂબરૂમાં વાંચવાની માગણી કરતો હોય, પરમકૃપાળુદેવ સંબંધી જાણવા ઈચ્છતો હોય, તેને તમારે ત્યાં બેસીને પણ વાંચવા કે સાંભળવા ન દો તો અંતરાય ગણાય. તેવો જિજ્ઞાસુ અને ગરજવાળો હોય, તેને સાચો મુમુક્ષુ ખાળે પણ કેમ? તે તો તેવાના સંગને ઇચ્છતો જ હોય. તેથી જેને તેવી જિજ્ઞાસા જણાય અને પુસ્તકો માગે, તેને કહેવું કે તમારે નવરાશ હોય ત્યારે અહીં આવજો, આપણે સાથે વાંચીશું, વિચારીશું. ત્યાગી હોય તો પણ તેને ગરજ હોય તો આવે, એમ કરવું યોગ્ય લાગે છેજી. (બો-૩, પૃ.૭૦૨, આંક ૮૪૪) Page #445 -------------------------------------------------------------------------- ________________ (૪૩૬ આશાતના 0 મૂળ આગમના પાઠોનો સ્વાધ્યાય, અમુક કાળે અને અમુક પ્રકારની શુદ્ધિથી કરવાનું વિધાન છે. ‘‘શ્રી જિને જે સ્વાધ્યાયકાળ કહ્યા છે તે યથાર્થ છે.'' (૬૦૨) તેનો ભંગ થાય કે તે કાળ ન હોય તે પ્રમાણે વાંચન-પઠન કરનારને શ્રુત-આશાતનારૂપ દોષ કહ્યો છે, પણ આચાર્યોમૃત ટીકા કે અન્ય ગ્રંથો માટે અસ્વાધ્યાય-દોષ ઘણું કરી નથી. આ બાહ્ય આચાર સંબંધી જણાવ્યું, પરંતુ ગુણદોષનો આધાર મન છે. માટે ભાવની વૃદ્ધિ થાય, તે તરફ લક્ષ રાખવા વિનંતી છે. પરમકૃપાળુદેવ સંબંધી સાંભળ્યું છે કે તે દિશા-ટ્ટીએ જતા ત્યારે ગજવામાં કૂંચીઓ હોય તો તે પણ કાઢી મૂકતા, કેમ કે અક્ષરમાત્ર જ્ઞાનની સ્થાપના છે, તેની આશાતના ન થાય તે સાચવતા. જ્ઞાનનું બહુમાનપણું સાચવવું, એ હિતકારી છે. (બો-૩, પૃ.૧૯૪, આંક ૧૯૬) આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક-અમુક વખતે અને અમુક લોહી, પરુ કે ગંદકી પાસે હોય ત્યારે ન વાંચવા, પણ આચાર્યરચિત ગ્રંથો કે પરમકૃપાળુદેવના ગ્રંથ માટે તેવું નથી. સ્મરણ ક૨વામાં પણ કંઇ અશુચિ જોવા યોગ્ય નથી. ભાવ વર્ધમાન થાય, તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. તેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે, તે તીર્થંકરના બહુમાનપણાને કારણે છે, તે લક્ષમાં રાખવા યોગ્ય છે. બાઇ માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઇને સ્વાધ્યાય કરવો ઘટતો નથી; તે તો સદાચાર લોકોમાં પ્રસિદ્ધ છે. (બો-૩, પૃ.૩૩૬, આંક ૩૩૭) આશાતના સદ્ગુરુની, શિરથી પર્વત ભંગ; સૂતો સિંહ જગાડવો, વજે છેદે અંગ. કદાચ શિરે તોડે ગિરિ, કુપિત સિંહ ના ખાય; વજ્ર ન છેદે અંગ, પણ - ગુરુ હીલી મોક્ષ ન જાય. ધ્યાનહેતુ ગુરુમૂર્તિ છે, ગુરુ-પદ પૂજા-બીજ; મંત્રબીજ ગુરુ વાક્ય છે, ગુરુ-કૃપા મોક્ષ-બીજ. જીવ અનંતકાળથી રખડયો છે, તેનું કારણ મુખ્ય આશાતના છે, એમ પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી અનેક વાર સાંભળ્યું છે; પણ તેથી ચેતી, તે પરમ સત્સંગનો લાભ લેવો જોઇએ તેવો લીધો નહીં, તેનો અત્યારે પશ્ચાત્તાપ થયા કરે છેજી. એવો યોગ ભવ ભમતાં કોઇક જ વાર પ્રાપ્ત થાય છે. મરુદેવીમાતાનો જીવ નિગોદમાંથી નીકળી કેળ થઇ, મનુષ્યભવ પામી, તીર્થંકરની માતા બની મોક્ષે ગયો છે એવી કથા છે, તે વિષે શાસ્ત્રો એવો ખુલાસો કરે છે કે તેમની આશાતના અલ્પ હતી, તે ટળતાં વાર ન લાગી. આ જીવ ઘણા ભવથી આશાતના કરતો આવ્યો છે, તેથી મુક્ત થવા, જ્ઞાનીપુરુષની આજ્ઞા કેવળ અર્પણભાવે ઉઠાવવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૦૬, આંક ૮૫૦) Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭) અભ્યાસ આપની અભ્યાસ વધારવાની ભાવના જાણી. મારી સલાહ પૂછી તે વિષે જણાવવાનું કે દરેકે પોતાના મનને પૂછવું અને એમ મનમાં લાગે કે આ કામથી પાછળ પસ્તાવું નહીં પડે, લાભ થશે, તો તે કરવા યોગ્ય છે. આપણે પુરુષાર્થ કરી જોવો, પછી અંતે તો પ્રારબ્ધ પ્રમાણે બનવાનું છે, અને તેમાં સંતોષ માનવો. ખરું કર્તવ્ય આત્મહિત છે; તેને માટે સત્સંગ, સલ્ફાસ્ત્ર, પુરુષાર્થની જરૂર છેજી. એ લક્ષ ન ચુકાય તેમ, વ્યવહારમાં વર્તી લેવું ઘટે છેજી. મનુષ્યભવ એ મોટી સંપત્તિ પ્રાપ્ત થઈ છે; તેનો ઉપયોગ કેવી થાય છે અને કેવો ઉપયોગ કરવો ઘટે છે તેનો વિચાર મુમુક્ષુજીવોને રહ્યા કરે છે.જી. (બો-૩, પૃ.૪૦૫, આંક ૪૧૨). I તમારા પિતાના વિચારો ઉદાર છે, મને પણ તે સંમત છે; પણ તમને મનમાં ખેંચ રહેતી હોય કે “અધૂરો અભ્યાસ પડી મૂકવો નથી, હાથમાં લીધું તે કામ પૂરું કરવું' તો જ અભ્યાસનો બોજો આવી તબિયતમાં માથે ઉઠાવવો, નહીં તો જેમ ઘણા વિદ્યાર્થીઓ ઊઠી ગયા તે ઊઠી જ ગયા છે, તેમ વિચાર માંડી વાળવો હોય તોપણ કંઈ ખોટું નથી. વૃત્તિમાં તેનું મહત્ત્વ રહેવું ન જોઈએ. કરવું હોય તો કરી લેવું એટલે તેના વિચાર આવતા મટે અને જો મનમાંથી તે વાત નીકળી ગઈ હોય, તો ફરી ઊભી કરવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦). આત્મહિતને અર્થે, નિવૃત્તિને લક્ષ, કોલેજના અભ્યાસની અભિલાષા રાખો છો, તે પ્રથમ કારણ વિચારતાં પ્રશસ્ત જણાય છેજી. તમે ધારો છો તે ઉપરાંત, તેમાં બીજાં કારણો પણ ગર્ભિત રહ્યાં છે. એક તો તમે કમાયા પહેલાં લગ્ન ન કરવાના વિચારવાળા હો, તે બાબત મક્કમ રહી શકો તેમ હો, તો બ્રહ્મચર્યપાલનનો કાળ લંબાય છે. બીજું, તમારા પ્રત્યે કુટુંબી આદિ જનોની વૃત્તિ માનભરી થવાનું કારણ પણ તેમાં છે; કારણ કે એક તો વિદ્યામાં વૃદ્ધિ; બીજું, સારી કમાણી કરી શકો તેવી યોગ્યતાની આશા; ત્રીજું, તમારો તેમના પ્રત્યે સદ્ભાવ જાણવાનો પત્રાદિ દ્વારા તેમને પ્રસંગ પડે, વિદ્યા સાથે વિનય વધે, તે છાપ પાડયા વિના ન રહે. વિશેષમાં હાલની વિદ્યાના ફળરૂપ કોઈ પણ કમાણીનું સાધન એવું મળવા સંભવ છે કે જેમાં થોડા વખતના (અમુક કલાકના) ભોગે આજીવિકા સરળપણે પ્રાપ્ત કરી શકાય અને બાકીનો બચતો વખત આત્મહિતમાં યોજી શકાય. જ્ઞાનનાં ક્ષેત્રો ઘણાય છે. તેનું સિંહાવલોકન પણ થઈ જવાથી સંકુચિત દ્રષ્ટિ ન રહે. બે-ચાર વર્ષ માનસિક તાલીમ લેવાય, તેનો ઉપયોગ સદ્દવિચારમાં પણ થવાનો સંભવ છે, એટલે પુરુષનાં વચનો દીર્ઘદ્રષ્ટિથી, વિસ્તારથી સમજી-સમજાવી શકાય તેવી યોગ્યતાનું કારણ બને. પક્વ વય થતાં કમાણી આદિ સાધનો પણ પોતાની પસંદગી પ્રમાણે અને બીજાના દબાણ વિના, વિચારીને ગ્રહણ કરવાનો પ્રસંગ બનવા સંભવ છે. આ આદિ અનેક કારણો વિચારતાં, તમે અભ્યાસ અર્થે ટૂંકી દૃષ્ટિ ન રાખો, તે હિતકર લાગે છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮) બીજું, અભ્યાસને માટે સ્કોલરશિપ વગેરે પ્રયત્ન કરવા ધારતા હો તો તે કંઈ ખોટું નથી; પણ તબિયત બગડે તેવા પ્રયત્ન કરવા જતાં, પૈડામાંથી ખીલો નીકળી જતાં ગાડું અટકી પડે તેમ બને, તો બધી ધારણા બંધ રહેવાનો પ્રસંગ આવે. માટે તેની ફિકર નહીં કરતાં, બીજા ઉપાય લેવા. ધર્મલક્ષ્ય, જેને આત્મહિત કરવું હશે તેણે, સત્સંગ દ્વારા શોધવો વહેલેમોડે પડશે. (બી-૩, પૃ.૨૮૦, આંક ૨૭૩) આપનો પત્ર મળ્યો. કોલેજ કોર્સમાં કંઈ આત્મહિત હોય એમ સમજાતું નથી, છતાં અભ્યાસકાળમાં કંઇ નિર્દોષપણું, જીવ સાચવી શકે તો ભવિષ્યની કારકિર્દી અર્થે તે પાયારૂપ છે. ‘પાસ કોર્સ સહેલાઈથી થઈ શકશે એમ લાગે છે.' એમ ફિલસૂફી માટે તમે લખો છો, તે પાસ કોર્સ ગુજરાતી સહિત કરવા ધારો તો તેમાં બહુ ગૂંથાવું ન પડે એમ બને કે કેમ ? કારણ બાર માસ સુધી જે માથાકૂટ કરી હશે, તે પરીક્ષા પૂરતી હોવાથી વ્યર્થ જવા સંભવ છે; અને બે વર્ષનો કોર્સ એક વર્ષમાં કરવાની ચિંતા માથે ચઢી બેસવા સંભવ છે. એકેયમાં આત્મહિત તો નથી સધાવાનું; તો જેમાં શારીરિક, માનસિક બોજો ઓછો રહે તેમ પ્રવર્તવા યોગ્ય છે. તમારી સાથે ફિલસૂફીના પ્રોફેસર અહીં આવેલા, તેણે કોલેજમાં હતા ત્યારે તેમના પ્રોફેસર તનસુખરામને પૂછેલું કે આ ભણતરથી ઇશ્વરપ્રાપ્તિ થશે? તેમણે કહ્યું કે અમે તો પ્રોફેશનલ પ્રોફેસર છીએ. હવે તે પ્રોફેસર થયા છે અને તે જ રીતે ભણાવે છે. જે ગ્રંથો ભણતરમાં આવે છે, તે મુખ્ય તો આત્મજ્ઞાનીના હોતા નથી; નથી તેવા ભણાવનારા. હવે તેવી બાબતોમાં તણાઈ મરવા જેવું નથી. ઓલામાંથી ચૂલામાં પડવા જેવું છે. સાહિત્યમાં શૃંગારથી કંટાળેલો, તત્ત્વજ્ઞાનના શુષ્કપણાથી કંટાળવા સંભવ છે; વખતે તેમાં રસ પડે, તર્કની શ્રેણિએ વૃત્તિ ચઢે, તો “માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઇ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો ડ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (૨૧૧) એવી પરમકૃપાળુદેવની ગૂઢ શિક્ષાને કંઈક પ્રતિકૂળ માર્ગે ચઢે, તે જીવનું ભક્તિમાર્ગમાં દૃઢ ચિત્ત થવું મુશ્કેલ સમજાય છે. બધામાં સંસ્કાર એ મુખ્ય છે. આ તો બાહ્ય નિમિત્તોની વાત કરી અને જ્યાં સુધી જીવ નિમિત્તાધીન થઈ જાય છે, ત્યાં સુધી નિમિત્તોની ગણતરી કરવી રહી. એક વાત એ પણ છે કે કષાય અને નોકષાયમાં (હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદમાં) મોટો ફેર છે. સાહિત્યમાં નોકષાયનું ખેંચાણ છે; ફિલસૂફીમાં કષાયનું, તેમાં પણ અનંતાનુબંધીનું પ્રબળપણે વિચારતાં લાગશે. એકમાં ભક્તિભાવમાં કામ આવે તેવી લાગણીઓ, જીવ ધારે તો પોષી શકે; એકમાં વિચારશક્તિ - જ્ઞાનમાર્ગમાં કામ આવે તેવી તૈયારી કરી શકે. જેને પરમકૃપાળુદેવનું શરણ સમજાયું હોય, તેને હવે જ્ઞાનમાર્ગનો વિકટ પંથ લેવાની જરૂર નથી; કારણ કે તે સર્વ મતોના તત્ત્વોની તુલનામાં અત્યંત વિકટ કાર્ય, તે મહાપુરુષે કર્યું છે. તેના ઉપર વિશ્વાસ રાખી, તેની ભક્તિથી પોતાના દોષો દૂર કરવા, તેને પગલે-પગલે ચાલવારૂપ ભક્તિમાર્ગ આ કાળમાં સુલભ છે. પરમકૃપાળુદેવ જેવાને જે મુશ્કેલી પડી છે, તે માર્ગે તેવા શક્તિવાળા જીવને પણ હજી તેવી જ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ મુશ્કેલી વેઠયે, તે માર્ગ પ્રાપ્ત થવો સંભવે છે; પરંતુ આપણા જેવાં અબુધ અને અશક્ત જીવોને તેના શરણે ભક્તિ અને વિશ્વાસનો માર્ગ સુલભ લાગે છે. નોકષાય બહુ આત્મઅહિત નથી કરતો. કષાય અત્યંત અહિત કરે છે. મોહ કરવો ન ઘટે, થતો હોય તો સત્પુરુષ પ્રત્યે કરવો. તે પરમપુરુષના જીવનની કવિતા સમજવા, સાહિત્યનાં ગંદાં ચીંથરાં ચૂંથવા પડે તો થોડો વખત ચૂંથવામાં હરકત લાગતી નથી. ખરી રીતે તો કવિ અને તત્ત્વજ્ઞાનીમાં ભેદ નથી. જ્યાં સત્ય છે ત્યાં એકતા છે; પરંતુ આપણી અપૂર્ણતા વિઘ્નરૂપ લાગે છે. સાહિત્યનાં પાત્રોથી ચિત્ત ચંચળ થતું હોય, તો પ્રત્યક્ષ સંસારનાં સ્ત્રી-પુરુષોના સંસર્ગમાં કેવું રહેશે તે વિચારી, તે દોષો દૂર થવા વિશેષ ઝૂરણા અને ભક્તિ આદરી, ચિત્તશુદ્ધિનો માર્ગ લેવો વિશેષ હિતકર છે. જોકે નિમિત્તો દૂર કરી, પુરુષાર્થ તે દોષો દૂર થાય તેમ કરવાનું યોગ્ય લાગતું હોય તો તે હિતકર છે, જેથી વિશેષ જાગ્રત રહેવાનું બને. તે મુશ્કેલ લાગે તોપણ કરવું. કોલેજ કોર્સ સંબંધી મારો કોઇ પ્રત્યે પક્ષપાત નથી. જો ભક્તિભાવ હૃદયમાં હશે તો ગમે તેવા કોર્સથી ડરવાનું નથી. કાયમનું નુકસાન નથી થવાનું. તા.ક. પવિત્ર હૃદયને શૈલીની પંચાત નથી પડતી. આડંબરની જરૂર નથી. સરળતા જેવી સુંદર શૈલી બીજી કોઇ નથી. પરમકૃપાળુદેવ અને તેમની દિશામાં મહાત્મા ગાંધીજીની ભાષાશૈલી પવિત્રતા, સરળતા, સુગમતા તરફ વહેતી હોય છે. તેમ જે જણાવવું હોય તે સ્પષ્ટ થાય તેવી શૈલી રાખવી. જેમ કષાયની મંદતા તેમ લખાણ પણ સુંદર બનશે. બીજાના તરફ લક્ષ ન આપતાં, પોતાના ભાવો સ્પષ્ટ બને, તેમ લક્ષ રાખવો ઘટે છેજી. (બો-૩, પૃ.૫૬૮, આંક ૬૩૯) આપનો પત્ર મળ્યો. ગમે ત્યાંથી આત્મહિત થાય, ગમે તે પ્રકારે તે જ કર્તવ્ય છેજી. ચિત્તમાં શાંતિ રાખી, રજાઓ, વડોદરા કે આશ્રમમાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં, ધર્મધ્યાનમાં ચિત્ત સ્વસ્થ રહે ત્યાં, ગાળવા યોગ્ય છેજી. રેન્ક (rank) માટે બીજા ઇચ્છા રાખે તે સ્વાભાવિક છે; પણ તે તેમના તથા તમારા હાથની વાત નથી. તેમને જણાવવું કે બનતો પુરુષાર્થ કરું છું; તેનું ફળ કેવું આવે, તે કોઇના હાથની વાત નથી. આપણે જેમ નાપાસ થવું નથી, તેમ નંબર ઊંચો આવે તો ના નથી; પણ એને માટે શરીર બગાડવું, ઉજાગરા ક૨વા એમ તો કોઇ પણ ન ઇચ્છે. પ્રારબ્ધાધીન થના૨ હશે તે થશે, તે સંબંધી ઇચ્છા પણ કરવી નથી. પુરુષાર્થ બને તેટલો કર્યે જવો. નકામા સંકલ્પ-વિકલ્પોમાં તણાવું નહીં. (બો-૩, પૃ.૫૧૩, આંક ૫૫૫) 7 તમારું કાર્ડ મળ્યું. ગભરાવાનું કંઇ કારણ નથી. આ પરીક્ષામાં જેમાં વધારે માર્ક આવ્યા હોય અને જે પોતાને ઓછી તકલીફે તૈયાર થાય તેમ લાગે, તે વિષય લઇ લેવો. પરીક્ષા એ ધ્યેય નથી. દરદ હોય તો તે જોર ન પકડે કે તેને ટેકો ન મળે, તે લક્ષ રાખવો. ન અભ્યાસની કાળજીમાં શરીર ન બગડે અને શરીરના વિકલ્પોમાં આત્મમાહાત્મ્ય ગૌણ ન થઇ જાય. આત્મા માટે અભ્યાસ આદિ છે. પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમભાવની વૃદ્ધિ થાય, તેમ વર્તવા ભાવના રાખો, એ જ હાલ ભલામણ છેજી. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન બહુ ઉપયોગી છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૭) 7 તમે પુછાવો છો કે ઇંટર આર્ટ્સમાં શું option હિતકારી છે ? હવે તમે તમારો અભ્યાસ વિચારીને, જેમાં ચિત્તમાં રસ પડતો હોય, તે વિષય પસંદ કરવા યોગ્ય છે. તમને જે ઠીક પડે અને ચિંતાનું કારણ ન થઇ પડે, તે માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે. બહુ મહેનત કરી distinction માટે મથવા કરતાં, સહજ પ્રયત્નથી થાય અને પરીક્ષાનો બોજો ન લાગતાં ચિત્તને અન્ય ઉચ્ચ આદર્શો ભણી પણ જતું ન રોકવું પડે, તેનો ક્રમ સ્વીકારવા ભલામણ છેજી. ઘણા, યુનિવર્સિટીમાં ઊંચા નંબર મેળવેલા, પછીના જીવનમાં ક્યાંય સંતાઇ જાય છે, દટાઇ જાય છે; માટે વિદ્યારસિક વૃત્તિ થાય અને તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા પોષાતી રહે, તેની હાલ જરૂર છેજી. વખત મળ્યે, જેમાં પ્રીતિ છે એવી સદ્ગુરુની આજ્ઞામાં વૃત્તિ વાળતા રહેવું, નહીં તો વેકેશન જેવા વખતમાં ધાર્મિક વાંચનનો બને તો પ્રયત્ન કરવો અને તેવા પ્રસંગ પણ પ્રાપ્ત ન થાય તોપણ નિરાશા ભજવા યોગ્ય નથીજી. પરમકૃપાળુદેવ લખે છે : ‘‘કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઇ જાય છે. સત્તમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમપુણ્યયોગ બન્યો છે, માટે સર્વસંગત્યાગયોગ બનતાં સુધીમાં ગૃહસ્થવાસે સ્થિતિ હોય ત્યાં પર્યંત તે પ્રવૃત્તિ, નીતિસહ, કંઇ પણ જાળવી લઇને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવર્તી વિશુદ્ધિસ્થાનક નિત્ય અભ્યાસતાં રહેવું એ જ કર્તવ્ય છે.’’ (૭૭૮) ‘‘ર્મયૈવાધિારતું મા રેવુ વાવન ।'' (બો-૩, પૃ.૪૫૪, આંક ૪૭૪) આપે અર્ધમાગધી ભાષા શીખવાનો વિચાર રાખ્યો છે, તે સારું છેજી. એકાદ વર્ષ તેનો અભ્યાસ કરી, સામાન્ય કાવ્યો કે ગદ્ય સમજી શકાય તેવું થાય તેટલું, વ્યાકરણ સહિત શીખવાની જરૂર છે. પછી સંસ્કૃતનો અભ્યાસ પણ કરવા યોગ્ય છે, કારણ કે તેથી માગધી અને ગુજરાતી, બંનેમાં મદદ મળે છે. (બો-૩, પૃ.૬૪૪, આંક ૭૬૩) Q ભાષાનો અભ્યાસ કરવા વિચાર થતો હોય તો હરકત નથી. સંસ્કૃતનો થોડો અભ્યાસ થશે તો પરમકૃપાળુદેવનાં વચન પણ વધારે સમજાય, તેવો સંભવ છેજી. (બો-૩, પૃ.૬૪૩, આંક ૭૬૨) D સંસ્કૃતનો અભ્યાસ કરવો. ઘણાંખરાં શાસ્ત્રો મૂળ સંસ્કૃતમાં છે, તે સમજવામાં ઠીક પડે. પરમકૃપાળુદેવનાં વચનો પણ વિશેષ સમજાય. એક વચનમાં અનંત આગમ રહ્યાં છે, તે સમજવા માટે અભ્યાસ કરવાનો છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને વૃદ્ધાવસ્થામાં પણ સંસ્કૃતનો અભ્યાસ કરવા જણાવેલું. (બો-૧, પૃ.૧૩૫, આંક ૯) I સંસ્કૃત અભ્યાસ શરૂ કર્યો છે, તે વિશેષ સમજણ થવાનું કારણ જાણી, પ્રમોદ થયો છેજી. તે જાતે જ શીખવાનું શરૂ કર્યું હોય, એમ પત્ર ઉપરથી લાગે છે; પણ એકલા જ શીખવાનું હશે તો થોડા દિવસમાં કંટાળી જવાય, તેવો તે લાંબો અને કઠણ વિષય છે, એટલે કોઇ સાથે શીખનાર અને સત્ ચારિત્રવાન શીખવનાર હોય તો સારું; પણ તેવી જોગવાઇ ત્યાં બનવી મુશ્કેલ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧) અહીં તેવી જોગવાઈ છે. ઘણી બહેનો સંસ્કૃત અભ્યાસ કરે છે; પણ તેવો પુણ્યનો યોગ હોય તો આ ક્ષેત્રમાં અભ્યાસ તથા સત્સંગ અર્થે લાંબી મુદ્દત રહી શકાય. વર્ષ-બે વર્ષનો ચાલુ અભ્યાસ, સંસ્કૃતનો ન થાય ત્યાં સુધી સંસ્કૃતમાં કંઈ ગમ પડે તેવું લાભકારક શીખી શકવું, મુશ્કેલ છે. તમે ધાર્યું હશે કે માસ-છ માસ મહેનત કરીશું એટલે સંસ્કૃત શીખી જવાશે, પણ તેવી સહેલી ભાષા એ નથી. છતાં પુરુષાર્થ કરેલો નકામો નહીં જાય. ગુજરાતીમાં લખાયેલું સારી રીતે સમજાય, તેટલો લાભ થવો સંભવે છેજી. પરમકૃપાળુદેવનો એક ટૂંકો પત્ર, આપને આ પ્રસંગે વિચારવા ઉતારી મોકલું છું : “ “જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું (ભણવું વગેરે) અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.'' (૭૪૯) (બી-૩, પૃ.૪૨૦, આંક ૪૨૮) D તમે સંસ્કૃત શીખો છો તે જાણી, સંતોષ થયો છે. મહેનત લેશો તે અલેખે નહીં જાય. ગુજરાતી વધારે સારું સમજી શકાશે, વિચારમાં મદદ મળશે; પણ “હું કંઈ જ જાણું નહીં.' એ નિશ્વય દ્રઢ કરી રાખવા યોગ્ય છે; નહીં તો અહંકારને આમંત્રણ આપવા જેવો બધો અભ્યાસ છે. ““હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ." - આ વચન દ્ધયમાં કોતરી રાખવા યોગ્ય, મારે-તમારે-બધાને છેજી. (બી-૩, પૃ.૪૪૭, આંક ૪૬૬) D પોતાનું જીવન વિચારીને પોતાના દોષો કાઢવા માટે આ બધું વાંચવાનું છે. ભણવાનું છે, તે અભિમાન કરવા માટે નથી, પણ વિનય કરવા માટે ભણવાનું છે. જેમ ફળ આવવાથી ઝાડ નીચે નમે છે, તેમ જેમ જેમ ભણે તેમ તેમ વિનય ગુણ આવે. અભિમાન જાય તો ભણ્યો ગણાય. (બો-૧, પૃ.૨૪૩, આંક ૧૩૫) : 0 પ્રશ્ન : વેદની ન આવે ત્યાં સુધી દેહથી ભિન્ન છું, ભિન્ન છું, એમ કરીએ; પણ વેદની આવે તે વખતે પાછી વૃત્તિ દેહમાં જતી રહે છે. પૂજ્યશ્રી એ ખરી રીતે અભ્યાસ નથી. અભ્યાસ કર્યો હોય તો વેદના આવે ત્યારે ખબર પડે. અભ્યાસ કરવાનો હોય, ત્યારે અનુકૂળતા જોઇએ. અભ્યાસ થઈ ગયા પછી ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ કંઈ અસર ન થાય. કામદેવ વગેરે શ્રાવકો, એ અભ્યાસ કરવા માટે સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહેતા. ગમે તેવાં કષ્ટ આવે પણ મારે કાયોત્સર્ગથી ચૂકવું નથી. અભ્યાસ કરવામાં પહેલાં તો અનુકૂળતા જોઇએ, જેમ કે સામાયિક કરે ત્યારે સારું સ્થાન જોઈએ; પણ અભ્યાસ થઈ ગયા પછી, ગમે ત્યાં બેસે તોપણ ભાવ સ્થિર રહી શકે. બધાનો આધાર મન ઉપર છે. અભ્યાસ હોય તો વૃત્તિ એક ઠેકાણે રહી શકે છે. (બો-૧, પૃ.૨૦૩, આંક ૮૨) |અભ્યાસ અને અધ્યાસ એક નથી. અભ્યાસ એટલે વારંવાર એનું એ કરવું. Page #451 -------------------------------------------------------------------------- ________________ (૪૪૨) અધ્યાસ એટલે વિપરીતતા. અધ્યાસ એટલે ભ્રાંતિ. દેહને આત્મા માને, તે અધ્યાસ છે, ભ્રાંતિ છે. પરમાં પોતાપણું માનવું, દેહ તે હું છું, એમ માનવું, તેને અધ્યાસ કહે છે. અધ્યાસ એટલે આરોપ કરવો. અધિ + આસ એટલે પોતાની જગ્યા નહીં ત્યાં બેસવું. વિપરીતપણે આત્માપણું માનવું, તે અધ્યાત છે. (બો-૧, પૃ. ૨૦૯, આંક ૯૬) વાંચવા વિષે I એક ક્ષણ પણ નકામી ન જવા દેવી. વાંચવા, વિચારવાનું રાખવું. પરમકૃપાળુદેવને મારે જાણવા છે, એવી ભાવના રાખવી. “પરમકૃપાળુદેવ મને જ કહે છે.' એવો લક્ષ રાખીને વાંચવું, વિચારવું. વાંચવાનું વધારે રાખવું. તેથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તો લાભ લઈ લેવો. (બો-૧, પૃ.૧૨૯, આંક ૩) T બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ છેજી. વારંવાર વાંચશો તો વિશેષ-વિશેષ સમજાશેજી. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૧૯) D પહેલાંના વખતમાં પુસ્તક વાંચતા ત્યારે પ્રથમ તેની પૂજા કરતા, પછી મનમાં ભાવના ભાવતા કે આ પુસ્તકથી મને લાભ થજો; અને ઉપવાસ, એકાસણું આદિ તપ કરી, પછી આજ્ઞા લઈને તે પુસ્તકનું વિધિસહિત વાંચન કરતા. (બો-૧, પૃ.૪૧, આંક ૧૩) જે કંઈ વાંચવું-વિચારવું થાય, તેની અસર ઘણા વખત સુધી રહ્યા કરે, તેની અપૂર્ણતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય, તેમ વાંચવા-વિચારવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૩) T એવો સત્સંગ કરવો કે જેથી પોતાનો આત્મા ફરે, આત્માને લાભ થાય. પોતાના દોષો દેખાય એવી રીતે વાંચવું. (બો-૩, પૃ. ૯, આંક ૭૦૩) જે કંઈ પુસ્તકો વંચાય, તેના સારરૂપ અથવા તેમાંથી આપણને ઉપયોગી, ખાસ લાભકારક જણાય, તેવા ભાગની નોંધ રાખવા ભલામણ છે; કારણ કે પુસ્તક વંચાઈ રહ્યા પછી ભુલાવાનો ક્રમ શરૂ થાય છે; પણ તેવી નોંધ હોય અને ફરી વંચાય તો તે ગ્રંથનો ઉપદેશ ફરી તાજો થાય અને આપણને ઉપયોગી નીવડ્યા હોય તે પ્રસંગોની સ્મૃતિથી, આપણી પ્રગતિનું કંઈ અંકન થઈ શકે. (બો-૩, પૃ.૭૨૭, આંક ૮૮૬). 0 પુસ્તક વાંચતાં આપણને જે સારું લાગે, તે એક નોટમાં ઉતારી લઈએ. એમ કરતાં-કરતાં ચાર-પાંચ વર્ષે એક એવી નોટ તૈયાર થાય કે બધાં શાસ્ત્રોનો સાર એમાં આવી જાય. (બો-૧, પૃ.૨૮૯, આંક ૩૯). | વાંચતાં કંઇ ન સમજાય તે એક નોટમાં લખી રાખવું અને પત્ર લખો ત્યારે પૂછવા વિચાર રાખવો. ઘણું ખરું તો વૈરાગ્ય અને વિચારદશા વધતાં આપોઆપ સમજાશે. અહીંથી ઉત્તર ન મળે તો કંટાળવું નહીં કે વાંચવાનું પડી મૂકવું નહીં. (બી-૩, પૃ.૬૬૬, આંક ૭૯૫) T કોઈ પુસ્તક વાંચ્યું હોય અને ન સમજાય તો ફરીથી વાંચવું. પુસ્તક વાંચતી વખતે વિચાર કરવો કે આ પુસ્તક મારે માટે વાંચું છું, એમાં ત્યાગવા યોગ્ય શું છે? ગ્રહણ કરવા યોગ્ય શું છે? Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩) જ્યારે આશ્રમમાં ગોમ્મસાર નામનું પુસ્તક વંચાતું ત્યારે બધાને સમજવું અઘરું પડતું. તેથી પુસ્તક વાંચતાં “વીતરાગનો કહેલો ....'' (૫૦૫) એ પત્ર બોલવાની પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી હતી. વીતરાગે જે કહ્યું છે, તે સત્ય જ કહ્યું છે. મારા સમજવામાં નથી આવતું પણ એમ જ છે; એવી જો શ્રદ્ધા રાખીને શ્રવણ કરે તો આગળ જતાં સમજાય. જીવના અનધિકારીપણાને લીધે ધ્યાનમાં આવતું નથી. (બો-૧, પૃ.૪૧, આંક ૧૩). T મોક્ષમાળા આખી વાંચવા જેવી છે. એક પાઠ પાંચ-સાત વખત વાંચી, એમાં શું કહ્યું, તે લક્ષ રાખવો. પછી વિચારવું કે આ પાઠમાં શું આવ્યું? એમાં હેય શું છે? જોય શું છે ? ઉપાદેય શું છે? એમ આખી મોક્ષમાળા વાંચી જવી. ભાવના રાખવી કે આટલું પૂરતું નથી. પૈસા વધારે મળે, એવી ઇચ્છા રહે છેને ? તેમ માત્ર માળા ફેરવવાથી સંતોષ ન માનવો. કંઈક વાંચવાની, ગોખવાની, વિચારવાની, સ્મરણ કરવાની કોશિશ કરવાની છે. પછી વૃદ્ધાવસ્થામાં ન થાય. આ, પરભવમાં સાથે આવે એવું છે. વાંચીએ ત્યારે શું કહ્યું છે? એ લક્ષ રાખવો. કંઈક-કંઇક નવું શીખવું. ફરતું-ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને રસ આવે. જો એકનું એક પુસ્તક વધારે વંચાય તો વધારે લાભ થાય; પણ જીવને ધીરજ રહેતી નથી; નહીં તો ઘણો લાભ છે. (બો-૧, પૃ.૨૨૩, આંક ૧૧૧) એ હાલ પૂ. ... પરમકૃપાળુદેવનાં વચનો વાંચે છે તે ઠીક છે. વચનામૃતમાંથી જે વાંચ્યું હોય, તે બધાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તો ઠીક છે. જે પોતે પોતાને માટે વિચાર્યું હોય, તે બધા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તો સાંભળનાર અને જણાવનાર, બંનેને વિશેષ લાભ થવા સંભવ છે. તેમ ન બને તો હાલ ચાલે છે, તે પણ ઠીક છે. કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું, યોગ્ય નથી. પોતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા યોગ્ય છે, તો બીજા હોય તો મને વિશેષ સમજવાનો પ્રસંગ મળશે – એ લક્ષ રાખી, સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છેજી. બીજાને કંઈ-કંઈ પૂછવું અને તેમના વિચારોની આપ-લે કરવાથી, વિશેષ મનમેળો થશે, એકદિલી થશે. પરમકૃપાળુદેવ આપણા સર્વના પિતા છે; આપણે તેમનાં ઘેલાં બાળક છીએ – એ લક્ષ રાખશોજી. (બો-૩, પૃ.૬૯૦, આંક ૮૨૮) D પ્રશ્ન : મારે શું વાંચવું? પૂજ્યશ્રી : તમારે સારા થવું. આટલા મોટા થયા, બહુ વાંચ્યું. હવે સારા થવું. જેમાં ભાવ વધે, તેમ કરવું. સત્સંગ વધારે સેવવો, તેથી લાભ છે. ભક્તિ કરવી. સંસારથી પાછું વળવું છે, છૂટવું છે. એક જ વાર વાંચ્યાથી સંતોષ ન માનવો. (બો-૧, પૃ. ૨૬૪, આંક ૧૭૩). મુખપાઠ કરવા વિષે T વિકથામાં જતો વખત બચાવી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલો કાળ જશે, તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. (બી-૩, પૃ.૬૩૪, આંક ૭૪૮) Page #453 -------------------------------------------------------------------------- ________________ (४४४ 0 મુખપાઠ કરવાનો અભ્યાસ રાખવો; કારણ કે મુખપાઠ કરેલું હોય તે કોઈ વખતે ઘણો લાભ આપે છે. ગમે ત્યારે, ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ વચન ઉપયોગી થઈ પડે છે; કારણ કે પુસ્તક હંમેશાં પાસે હોય નહીં. (બો-૧, પૃ.૩૩૯, આંક ૮) T સવારે ત્રણ વાગે ઊઠીને મોક્ષમાળાના પાઠ ફેરવતી વખતે એ લક્ષ રાખવો કે મારે વિચાર કરવા માટે ફેરવવા છે. એકાગ્ર મનથી ફેરવવા. શીખેલા છે માટે ન ફેરવું તો ભૂલી જઇશ, એટલો જ લક્ષ ન રાખવો. વિચાર કરવાનો પણ લક્ષ રાખવો. (બો-૧, પૃ.૩૪૧, આંક ૧૫) | દરેક મુમુક્ષુ ભાઈબહેને નિત્યનિયમ ઉપરાંત, કંઈ ને કંઈ પરમકૃપાળુદેવનાં વચનમાંથી વાંચવા, વિચારવા કે ભાવના કરવાનું રાખવા યોગ્ય છે.જી. બને તો એકાદ કડી મુખપાઠ કરી, અવકાશે બોલતા રહેવાથી, તે પરમપુરુષનો ઉપકાર વિશેષ-વિશેષ સમજાતો જશેજી. રોજ ને રોજ ખાવું-પચાવવું પડે છે તેમ કંઈ ને કંઈ વાંચીને, સાંભળીને, મુખપાઠ કરીને કે મુખપાઠ કરેલ ફેરવતા જઈને, જે પરમાર્થ પરમપુરુષે હૃયમાં રાખેલો છે, તે દયગત કરવા, વારંવાર વિચારવાની જરૂર છેજી. ઊંડા ઊતરવાની જરૂર છેજી. એ દિશામાં પુરુષાર્થ કરેલો, ગુરુકૃપાથી સફળતા અર્પશેજી. (બી-૩, પૃ.૫૭૧, આંક ૬૪૨) જે કંઈ મુખપાઠ કરવાની વૃત્તિ થાય, તેમાં લોકરંજન, વ્યાખ્યાનમાં ઉપયોગિતા કે માનાદિક અંકુરથી પ્રેરાઈને કંઈ થતું હોય તો તે ઉપશમાવી, પરમકૃપાળુદેવ અને તેમનાં વચનોમાં વૃત્તિ વિશેષ રાખવી છે, એ લક્ષ દ્રઢ કરવા યોગ્ય છેજી. ત્યાગ-વૈરાગ્યને પોષક વાંચન, ગમે તે ધર્મમાંથી ગ્રહણ કરવામાં હરકત નથી. આપણા આત્માને ઉલ્લાસ પ્રેરે તેવાં વચન મુખપાઠ કરવા વિશેષ વૃત્તિ થઈ આવે તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ આજ્ઞા લઈ તેમ કરવામાં હરકત નથીજી. (બી-૩, પૃ.૫૫૩, આંક ૬૧૧) | ગોખવાનું કંઈ હોય તો વૃત્તિ વારંવાર ત્યાં જાય અને સત્પરુષનાં વચનરૂપ વ્યાપારમાં તો લાભ જ હોય. કોઈક ક્ષણ એવી આવે કે જ્યારે જીવને જગત વિસ્મરણ થઈ આત્મજાગૃતિ પ્રગટે. (બી-૩, પૃ.૬૩૪, આંક ૭૪૬) D જે મુખપાઠ કરવું હોય, તે જ લખવાનું રાખવાથી, થોડી મહેનતે યાદ પણ રહે તેમ છેજી. ગમે તે પ્રકારે, કાળ, જ્ઞાનીનાં વચનો વાંચવા, લખવા, વિચારવા કે મુખપાઠ કરવામાં જાય અને સમજીને ભાવની વૃદ્ધિ, નિર્મળતા થાય, તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૦૦, આંક ૫૩૭) | વૈરાગ્ય-ઉપશમ વધે અને નિવૃત્તિનો વખત પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં જાય તથા મુખપાઠ કરી તેમાં વૃત્તિ રમ્યા કરે, એમ કરવાથી નિર્જરા થાય છે.જી. (બી-૩, પૃ.૫૬૭, આંક ૬૩૭) D મૂળ વિચાર તો એ જ વારંવાર કરવા યોગ્ય છે કે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (૬૯૨) આ વિચાર વારંવાર લક્ષમાં રાખવા યોગ્ય છેજી. તેમાં જાગૃતિ રહેવા અર્થે બીજું વાંચવા-વિચારવાનું, મુખપાઠ કરવાનું છેજી, (બો-૩, પૃ.૫૦૮, આંક ૫૪૯) Page #454 -------------------------------------------------------------------------- ________________ (૪૪૫) D આપે સ્મૃતિ કે મુખપાઠ થવામાં કઠણાઈ સંબંધી પ્રશ્ન કર્યો, તેના સંબંધી જણાવવાનું કે ચિત્તમાં જેમ વિક્ષેપ ઓછો, દેહાધ્યાસ ઓછો અને જ્ઞાની પુરુષોનાં વચનોમાં પ્રીતિ વિશેષ તથા તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય, તેમ તેમ તે વચનો કંઠસ્થ થવામાં સરળતા થાય. પોતાની મેળે કરવા કરતાં, જ્ઞાનીની આજ્ઞા સમજાય તો વિશેષ ભાવથી મુખપાઠ કરવા વીર્ય ફરે છે; કારણ કે તેથી જ હિત છે, એમ જીવને દ્રઢ થયેલ હોવાથી, તે પ્રત્યે વધારે પુરુષાર્થ કરે છે. દરરોજ કંઈ ને કંઈ મુખપાઠ કરવાનો જેને અભ્યાસ હોય, તેને તે વાત સરળતાથી બને છે. પૂર્વે મુનિવર્ગ ચૌદપૂર્વ મુખપાઠ કરી લેતા. (બી-૩, પૃ.૨૯૬, આંક ૨૮૫) આપે મુખપાઠ થઈ શકતું નથી, એ સંબંધી પુછાવ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે આપણને ગમતું હોય કે લક્ષમાં આવી ગયું હોય, તે ભુલાતું નથી. કેટલાંય સગાંવહાલાંનાં નામ યાદ રહે છે, તે ગોખવાં પડતાં નથી. કોઈ ગાળ ભાંડી જાય તો મરણ સુધી ભુલાતી નથી; કારણ કે તેનો પરિચય વિશેષ થઈ જાય છે, વારંવાર યાદ આવતું રહે છે. તેમ જો પરમપુરુષનાં વચનો, આત્માને અત્યંત હિતકારી અને પરભવનાં ભાથા જેવાં છે એમ લાગ્યાં હોય, તો તે પણ વારંવાર યાદ આવતાં રહે અને ભૂલી ન જવાય; પણ સત્સંગે તેનું માહાત્મ સંભળાય, તેની પકડ થાય, આત્મહિતની વાત રાતદિવસ ખટક્યા કરે કે અત્યારે પ્રમાદ કરી જેટલો કાળ ગુમાવ્યો, તેમાંથી એક કલાક પાછો માગીએ તો ફરી મળે એમ છે? ગયાં એટલાં વર્ષો તો બધાં હંમેશને માટે ગયાં, તેમાંથી કંઈ માગ્યું મળે તેમ નથી. માટે હવે જેટલું જીવવાનું હોય તેટલી ક્ષણો, કંજૂસના ધનની જેમ વિચારી-વિચારીને વાપરવી. અહીં બેઠાં, અહીં ગયા, અને જોતજોતામાં દિવસ જતો રહે છે તેમ કર્યા કરતાં, ધન કરતાં વહી જતા કલાકોની વિશેષ કાળજી રાખી, સપુરુષે આજ્ઞા કરી છે – સ્મરણમંત્ર, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના, છ પદનો પત્ર, શ્રી આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર વગેરે વિચારવામાં, જ્ઞાનીએ જામ્યો છે તેવો મારો આત્મા છે, તે પ્રગટ કરવા માટે જ્ઞાનીએ કહ્યું છે તે રાતદિવસ કર્યા કરવું છે, એવો દ્રઢ નિશ્ચય કરી, તે નિશ્રય આરાધતા રહેવા યોગ્ય છેજી, (બો-૩, પૃ.૧૬૯, આંક ૧૭૩). D પ્રશ્ન : કોઈક વખતે ગોખવામાં ઉત્સાહ હોય છે અને કોઈ વખતે નહીં, એનું શું કારણ? પૂજ્યશ્રી : કર્મનો ઉદય છે. જે વખતે નવું ન શિખાય, તે વખતે ફેરવવું. બીજી વસ્તુમાં ચિત્ત ન જવા દેવું; નહીં તો કર્મ બાંધે. ઉપવાસ-એકાસણું કરીને વાંચવા-વિચારવાનું કરવું છે. જેમ ગરજ વધશે, તેમ તેમ જીવની વૃત્તિ જ્ઞાનીનાં વચનમાં - આત્મામાં રહેશે. પુરુષાર્થ કરે તો બધું થાય. (બો-૧, પૃ.૩૩૪) “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા-૩૫) આવાં વચનો મુખપાઠ કરી, લક્ષ લેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૪૭, આંક ૪૬૬) | મનુષ્યભવની એક-એક પળ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે, કારણ કે તે વડે મોક્ષમાર્ગ સાધી શકાય છે; પણ વિષય-કષાયમાં તેવી ક્ષણો ગાળીએ તો આ દુર્લભ મનુષ્યદેહને કોડીનો ગણ્યા બરાબર Page #455 -------------------------------------------------------------------------- ________________ (૪૪ છે; માટે માનવપણું સમજે તે માનવ, વારંવાર લક્ષમાં રાખી મોક્ષમાળાનો ચોથો પાઠ ‘માનવદેહ’ મુખપાઠ કરવા ભલામણ છે. (બો-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩) મોક્ષમાળાનો ‘વિવેક એટલે શું ?' પાઠ-૫૧ મુખપાઠ થયે, રોજ ફેરવવાનો, વિચારવાનો અને તેવા વિવેકની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા રહેવા ભલામણ છે. થોડું વંચાય કે મુખપાઠ થાય તેની હરકત નહીં, પણ જે કંઇ વંચાય તેનો વિચાર રહ્યા કરે અને વિચારેલું અનુભવમાં આવતું જાય, તેવા ભાવ કર્યા કરવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૭૫૫, આંક ૯૪૫) મોક્ષમાળામાંથી પાઠ-૬૮ ‘જિતેન્દ્રિયતા’ વારંવાર વાંચી, મુખપાઠ કરી, તેના રહસ્યને હ્દયમાં સ્થિર કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૯૮, આંક ૪૦૭) – પરમકૃપાળુદેવે મોક્ષમાળાના પાઠ-૬૮ ‘જિતેન્દ્રિયતા', પાઠ-૬૯ ‘બ્રહ્મચર્યની નવ વાડ', તથા પાઠ-૧૦૦ ‘મનોનિગ્રહના વિઘ્નો' - એ ત્રણ પાઠોમાં જે જણાવ્યું છે, તેનો હાલ તો અભ્યાસ કરો અને એ ત્રણ પાઠ મુખપાઠ કરી, રોજ વિચારવાનું રાખવું. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮) D રાત્રે નહીં જમવાનું પૂ. ને વ્રતરૂપે બાર માસ સુધી પાળવાની ઇચ્છા છે, તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવના કરવા જણાવશોજી; અને બાર માસમાં પુરુષાર્થ કરી, બને તો મોક્ષમાળા મુખપાઠ કરી લેવી છે, એવી દૃઢતા રાખશો તો તે અંગે ઘણા લાભ થવા સંભવે છેજી. બંનેથી, બને તો પરસ્પર સ્પર્ધામાં ઉતાવળ પણ થાય. વાંચવું, વિચારવું અને કંઇ પણ પરમકૃપાળુદેવનું કહેલું ચર્ચીને, હૃદયમાં રહ્યા કરે, તેમ કરવું છે; એમ આગળ વધવા પુરુષાર્થ કરશો. મોક્ષમાળાના પાઠ મુખપાઠ કરવા વૃત્તિ થાય ત્યારે એકાદ વખત પાઠ લખી જઇ, પછી મુખપાઠ કરવાથી સમજાશેજી, માનવપણાની ગંભીરતા મોક્ષમાળાના અભ્યાસે સમજાશે. (બો-૩, પૃ.૬૮૨, આંક ૮૧૯) આત્મસિદ્ધિ આદિ મુખપાઠ કરેલ હોય, તે રોજ ન બને તો, બે-ચાર દિવસે પણ એક વાર જરૂર બોલી જવું. નવું મુખપાઠ કરવા વિચાર થાય તો તત્ત્વજ્ઞાનમાંથી કાવ્યો, પદો, છ પદનો પત્ર તથા પુષ્પમાળા આદિ પરમકૃપાળુદેવને હૃદયમાં સંભારી, તેની આજ્ઞાએ મુખપાઠ થાય, તે કર્યા કરવું અને મુખપાઠ કર્યું હોય તે ભૂલી ન જવાય, તેટલા માટે ફે૨વતા રહેવું, વાંચતા રહેવું, વિચાર બને તેટલો કરવો. મોક્ષમાળા પાસે હોય તો તે પણ વારંવાર વાંચવી; અંદરથી ઠીક લાગે તે તે મુખપાઠ પણ કરવું. બધી મોક્ષમાળા મુખપાઠ કરવા જેવી છે. (બો-૩, પૃ.૬૭૮, આંક ૮૧૫) અકસ્માતથી બચ્યા, ઇજા થઇ નથી અને મફતનું જીવવાનું મળ્યું છે – એવો વિચાર ઊગ્યો છે તે પોષાતો રહે, મરી ન જાય તે માટે શું વિચાર્યું છે ? તે વિચારણામાં મદદ કરે તેવો એક લેખ પરમકૃપાળુદેવનો, તત્ત્વજ્ઞાનમાં છપાયેલો છે : ‘‘ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.’’(૮૪) તે વારંવાર વિચારી, બને તો મુખપાઠ કરી લેવા જેવો છેજી. કોઇ પારિભાષિક શબ્દો ન સમજાય તો ત્યાં અટકી રહેવા યોગ્ય નથી. આત્મલક્ષ રાખીને વાંચવાથી, સવળું પરિણમશે. તત્ત્વજ્ઞાનમાં તો ઘણી બાબતો છે, પણ તે સર્વ એક આત્માર્થે જ છે, એ લક્ષ ન ચુકાય તો વારંવાર વાંચ્યું, નવા-નવા ભાવો, આગળ વધવા પ્રેરે તેવા, સ્ફુર્યા કરે તેમ છેજી. ચિત્તપ્રસન્નતા સાચવશો. (બો-૩, પૃ.૪૨૬, આંક ૪૩૭) Page #456 -------------------------------------------------------------------------- ________________ (૪૪૭) D પરમકૃપાળુદેવે ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીને પ્રથમ પત્ર લખ્યો છે તેમાં “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; ....'' (૧૭૨) લખ્યું છે, તે ક્રમ ઉપર તમને આવતા જાણી હર્ષ થાય છેજ. તે પત્ર મુખપાઠ ન કર્યો હોય તો કરી, તેમાં જે માર્ગ દર્શાવ્યો છે, તે દ્ધયમાં અંકિત કરવા યોગ્ય છેજી. વૈરાગ્ય અને અપ્રમત્તપણે પુરુષે દર્શાવેલા માર્ગનું આરાધન, એ જ પરમકૃપાળુદેવે સ્વાત્મવૃતાંતરૂપ કાવ્ય ““ધન્ય રે દિવસ આ અહો !' ગાયું છે, તેનો સાર છે. તે પણ મુખપાઠ કરી, તેમાં જણાવેલા ક્રમે, પગલે-પગલે ચાલવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૪૬૧, આંક ૪૮૩) તત્ત્વજ્ઞાનમાં “પુરાણપુરુષને નમોનમઃ”ના મથાળાવાળો લેખ (પત્રાંક ૨૧૩) તથા પત્રાંક ૨૫ અને ૫૭૨, વારંવાર વિચારવા તથા મુખપાઠ કરવા ભલામણ છે). (બી-૩, પૃ.૭૫૭, આંક ૯૫૧) D થોડું વંચાય તેની ફિકર નહીં, પણ જેટલું વંચાય તેનો વિશેષ-વિશેષ વિચાર થાય તેમ કર્તવ્ય છે. વચનામૃતમાંથી પત્રાંક ૨૬૨ વારંવાર વાંચી, મુખપાઠ કરવા યોગ્ય છે. નિર્વિકારદશા દિવસે-દિવસે વધે એમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૬૨૫, આંક ૭૩૦) D પૂ. .... હમણાં રોજ એક વાર પોતાને માટે, બીજા હોય તોપણ હરકત નથી, પણ ખાસ પોતાને વિચારવા અર્થે પત્રાંક ૩૯૭ ક્ષાયિક સમ્યક્ત્વ વિષેનો, ખાસ કરી પાછળનો ભાગ, પોતાની દશા બોધબળ આવરણ ન પામે તે અર્થે છે, તે લક્ષ રાખી વાંચવા યોગ્ય છે; થાય તો મુખપાઠ પણ કરી લેવો ઘટે છે. (બી-૩, પૃ.૬૯૦, આંક ૮૨૮) || બને તો પત્રાંક ૪૫૪ મુખપાઠ કરી, તેમાં જણાવેલી યોગ્યતા પ્રથમ પ્રાપ્ત કરી, યોગ્યતા વધારતા જવાથી, આપોઆપ ઘણા સંશયો સમાઈ જવા સંભવ છેછે. (બી-૩, પૃ.૩૮૭, આંક ૩૯૨) T સદ્ગત ....નાં માતુશ્રીને પણ ધીરજ આપશો અને પત્રાંક ૫૧૦ (બંધવૃત્તિ સંબંધી) વાંચી સંભળાવશો તથા થાય તો મુખપાઠ કરવા સૂચવશોજી. બધાં મુમુક્ષુ ભાઈબહેનોએ, એ પત્ર જાણે પોતાના ઉપર જ પરમકૃપાળુદેવે લખ્યો છે એમ માની, તેમાં કહેલી વાત લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૮૫, આંક ૬૬૨) વચનામૃત પત્રાંક ૫૧૧નો છેલ્લો ફકરો “સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.” તે મુખપાઠ કરી, ફેરવતાં રહેવાની ભલામણ છેજ. થોડે થોડે, કંઈ-કંઈ મુખપાઠ કરવું, મુખપાઠ કરેલું ફેરવવું અને વિચારી, આત્માને શાંત કરવા યોગ્ય છે). (બી-૩, પૃ.૭૬૪, આંક ૯૬૬) D “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (પ૬૯) સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવેષવો હોય, તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો; તેમ જ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઇ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)’’ (૪૯૧) ઉપર લખેલાં અવતરણ વારંવાર વાંચી, મુખપાઠ કરવા યોગ્ય છે. આપણે કેટલું તેમાંથી કરી શકીએ તેમ છે તે વિચારી, બને તેટલો તે દિશામાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨) D પત્રાંક ૬૦૯, જેમાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં તેર વાક્યો છે; તે વારંવાર વિચારી, બન્ને તો મુખપાઠ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૬૨૨, આંક ૭૨૩) D‘‘દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઇ પણ સફળપણું થયું નહીં. (૬૯૨) એ પત્ર વારંવાર વાંચવા-વિચારવા તથા મુખપાઠ કરી, રોજ મનનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છેજી. "" એક મુમુક્ષુને પ્લેગની ગાંઠ નીકળી હતી. તેની ઉંમર નાની હતી. તેને સ્ત્રી અને બાળકો હતાં, તેમાં તેની વૃત્તિ મોહને લઇને બંધાયેલી; તે જોઇને તેમના સગા, એક મુખ્ય મુમુક્ષુ, પૂ. શ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવને તેના સમાધિમરણ અર્થે આ વિઘ્ન દૂર કરવા અને આખર સુધી સદ્ભાવ તથા શરણ ટકી રહેવા, યોગ્ય બોધની, માગણીપૂર્વક વિનંતી કરી હતી. તેના ઉત્તરમાં એ પત્ર પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ છે; તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી સત્પુરુષનો આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવો છેજી. (બો-૩, પૃ.૫૬૦, આંક ૬૨૫) પરમકૃપાળુદેવનો આધાર આ ભવમાં મળ્યો છે, તે જીવનું મહદ્ ભાગ્ય છે. પત્રાંક ૬૯૨ મુખપાઠ થાય તો કર્તવ્ય છે, નહીં તો વારંવાર વાંચવો. પૂ. શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવના ગણધરતુલ્ય હતા; તેમના સાળાને અંત વખતે ઉપયોગી થયેલો, એ પત્ર છે. સમાધિમરણ અર્થે શું ભાવના કરવી ? સત્પુરુષના આશ્રયનું કેટલું માહાત્મ્ય છે ? તથા છેવટે મુમુક્ષુઓમાંથી કોઇની હાજરી હોય તો જીવના ભાવ સદ્ગુરુશરણે રહી શકે વગેરે સમજી, તેવી ભાવના કરતા રહેવાથી, તે જ હિત આખરે પણ સમજાય અને યથાશક્તિ તે પ્રમાણે વર્તાય. (બો-૩, પૃ.૫૯૧, આંક ૬૭૦) ભરૂચના અનુપચંદજીને પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઇક પરિચય થયેલો. તેથી તેમણે પરમકૃપાળુદેવને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦૨, તેમ જ પત્રાંક ૭૦૬, એ બંને પત્રો વારંવાર વાંચી, બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી; અને મુખપાઠ થયે, રોજ નિત્યનિયમમાં ઉમેરી લેવા યોગ્ય છે; એટલે રોજ સ્વાધ્યાય થશે તો જરૂર જીવને જાગૃતિનું કારણ ચાલુ રહેશેજી. બીજા ભાઇઓને પણ ભાવ રહે તો મુખપાઠ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩) Page #458 -------------------------------------------------------------------------- ________________ (૪૪૯ [ આ ચાતુર્માસમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, બને તો ક્રમપૂર્વક, પોતાને અર્થે તમે ત્રણે સાથે વાંચવા-વિચારવાનું રાખશો તો ઘણો આનંદ આવશે. દરરોજ જે વાંચન કરો તે પૂરું થયું, પત્રાંક ૭૭ નિયમિત રીતે રોજ વાંચી જવાનો કે મુખપાઠ થઇ જાય તો એકાદ જણ બોલી જાય તેમ કર્તવ્ય છેજી. તે સમિતિ કે રહસ્યદ્રષ્ટિવાળો પત્ર સમજાયે, અંતર્મુખઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાત્મ સ્પષ્ટ સમજાશે. (બો-૩, પૃ.૫૪૦, આંક ૫૯૧). n પત્રાંક ૮૧૬ અને પત્રાંક ૮૧૯ મુખપાઠ ન કર્યા હોય તો મુખપાઠ કરી, રોજ બોલવાનો અને વિચારવાનો નિયમ રાખવા યોગ્ય છેજી ઘણી શાંતિનું કારણ થાય તેમ છેજી. (બી-૩, પૃ.૨૪૩, આંક ૨૩૭) “ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એ આખો પત્ર વારંવાર વિચારી, મુખપાઠ ન કર્યો હોય તો કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૩૩, આંક ૩૩૦). E પત્રાંક ૮૪૩ મુખપાઠ ન કર્યો હોય તો મુખપાઠ કરી, વારંવાર વૃત્તિ તેમાં કહ્યા પ્રમાણે રાખવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. આલોચનામાંથી ‘વીરહાક' નામનું કાવ્ય મુખપાઠ કર્યાથી વિશેષ પુરુષાર્થ જાગે અને આખરે શું કરવું, તે તરફ દ્રષ્ટિ દેવાની તેમાં પ્રેરણા છે), તે લક્ષમાં લેવા યોગ્ય છે. (બી-૩, પૃ.૪૦૦, આંક ૪૦૮) n પત્રાંક ૮૭૬માં લખેલ મનહરપદમાં, મનહર સંન્યાસીએ ભલે વેદાંતપદ્ધતિએ પરમપુરુષના ગુણ ગાયા છે, પણ તે આપ્તપુરુષનાં જ વખાણ છે; તેથી પરમકૃપાળુદેવે તેને ભક્તજનોને ઉપકારી જાણી, તે વિચારવા લખ્યું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષને ઓળખનાર સંતોની તેમાં સ્તુતિ છે. તે આપણા દયમાં વસે તો આપણો આત્મા ઉન્નત થાય, જગતનાં તુચ્છ સુખોથી ઉદાસ બને અને વૈરાગ્યસહ આત્માની વિભૂતિમાં લીન થાય તેવું એ પદ છેજી. આપનાથી મુખપાઠ થાય તો કર્તવ્ય છે, વિચારવા યોગ્ય છે અને પરમકૃપાળુદેવની જ તે સ્તુતિ છે, એમ લક્ષ રાખવા યોગ્ય છેજી, (બી-૩, પૃ.૭૬૩, આંક ૯૬૪). D “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ મુખપાઠ ન કર્યું હોય તો કરીને, રોજ બોલવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે અને તેમાં સંક્ષેપે જણાવેલ મોક્ષમાર્ગમાં પ્રવર્તવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૨૯૫, આંક ૨૮૩) મૂળ મારગ સાંભળો જિનનો રે'' એ પદ મુખપાઠ કરી લેવા ભલામણ છે તથા તેના વિચારમાં વૃત્તિ જોડી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માની, વિશેષ વિચારે ઓળખાણ કરી, તેમાં આનંદ જીવને આવે, તેમ કર્તવ્ય છે). (બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦) D “જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન' એ બે સવૈયા, બને તો મુખપાઠ કરી, વિચારતા રહેવા ભલામણ છેજી. તેમાં દર્શનમોહનો ઉપાય અને સ્વરૂપ બને છેજી. (બી-૩, પૃ.૫૭૪, આંક ૬૪૪). Page #459 -------------------------------------------------------------------------- ________________ ઉ૫૦) I છ પદનો પત્ર તમે કંઠસ્થ કર્યો, તે અમૂલ્ય છે. રોજ લક્ષ રાખીને, એક વખત બોલી જવાનું રાખશો, તથા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરતાં પહેલાં પત્રાંક ૭૧૯, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ.પૂ. પ્રભુશ્રીજીને મોકલી તે સાથે મોકલેલો છે, તે મુખપાઠ કરી, પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરવા ભલામણ છે). (બો-૩, પૃ.૭૫૬, આંક ૯૪૮) D પત્રાંક ૭૧૯, શ્રી લઘુરાજસ્વામીને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મોકલેલું, તેની સાથે પરમકૃપાળુદેવે મોકલેલો પત્ર, ત્યાગી મહાત્માઓ અર્થે જ લખેલ છે; તે બહુ ઊંડા ઊતરી વિચારવો અને બને તો મુખપાઠ કરવો ઘટે છેજી, શ્રદ્ધાની વૃઢતા અને જ્ઞાન પરિણામ પામવાનો માર્ગ, વગેરે તેમાં જણાવેલ છે, તે વિચારી ઉરમાં અચળ કરવા યોગ્ય છેજી. તેમાં છેવટે જણાવ્યું છે : “અનંત વાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજાત્મસ્વરૂપ.” (બી-૩, પૃ.૫૨૦, આંક ૫૪૪) આત્મસિદ્ધિ શીખવાની ભાવના હોય તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરીને આજ્ઞા લેવી કે હે ભગવાન ! મારે આત્મસિદ્ધિશાસ્ત્ર મારા આત્માના કલ્યાણને અર્થે શીખવું છે. એવી પ્રાર્થના કરી, ગોખવાની શરૂઆત કરવી. રોજ નિયમિત બે-પાંચ ગાથા કરવાનો નિયમ રાખ્યો હોય તો થોડા દિવસમાં મુખપાઠ થઇ જશે. પછી છ પદનો પત્ર મુખપાઠ કરી લેવા જેવો છે. જેટલું મુખપાઠ થાય, તેટલાનો દિવસે કે રાત્રે વિચાર કરવો અને સમજવું. નિત્યનિયમાદિ પાઠ'ની ચોપડીમાં આત્મસિદ્ધિના અર્થ છે; તે મુખપાઠ થયેલી ગાથાઓ સમજવાના કામમાં આવશે અને નિત્યનિયમના પાઠ બોલીએ છીએ તે તથા છ પદના પત્રના પણ તેમાં અર્થ છે, તે વાંચવાથી સારી રીતે સમજાશે અને સમજપૂર્વક ગોખાશે તો આનંદ આવશે; બોજારૂપ નહીં લાગે. (બો-૩, પૃ.૭૩૩, આંક ૮૯૭). I આત્મસિદ્ધિ ચમત્કારી ચીજ છે. તેની શ્રદ્ધા, અભ્યાસ કરે, તેમાં તપ, જપ, દાન વગેરે સમાઈ જાય છે. પોતાનાથી બનતો પુરુષાર્થ, શ્રી આત્મસિદ્ધિ મુખપાઠ કરવામાં પણ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૪) D નવા વર્ષમાં અમુક ભાગ તત્ત્વજ્ઞાન કે મોક્ષમાળામાંથી મુખપાઠ કરવો છે, એમ નક્કી કરવું ઘટે છે. આલોચના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, મૂળ મારગ, ધન્ય રે દિવસ આ અહો ! આદિ મુખપાઠ ન કર્યા હોય તો કરવાનો નિશ્ચય કરી, રોજ કરવાં. (બી-૩, પૃ.૬૭૩, આંક ૮૦૭) T અનાર્યક્ષેત્ર જેવા મોહમયી શહેરમાં રહેવાનું બનેલ છે તો બહુ વિચારીને ક્ષણ-ક્ષણ ગાળવા જેવી છે'. પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બોધમાં કહેલું, તે આપને ત્યાં ઉપયોગી નીવડશે એમ ધારી, નીચે લખી મોકલું છું, તે બને તો મુખપાઠ કરી, તેનો વિચાર કરતા રહેશોજી : Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ ‘‘ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઇ જવાનું બને, પણ આત્મહિત કદી ન વીસરવું.'' (બો-૩, પૃ.૫૮૦, આંક ૬૫૩) ૫.પૂ. પ્રભુશ્રીજીના બોધની સ્મૃતિને આધારે આટલું નીચે લખ્યું છે, તે સર્વેએ મુખપાઠ કરવા યોગ્ય, વારંવાર વિચારવા યોગ્ય છેજી : ‘‘એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પુરુષે આત્મા જાણ્યો છે તે મારે માન્ય છે. બીજા ગમે તે વિકલ્પો આવે તે ખબર પડે છે, તો તે જાણનારો, તે સર્વથી જુદો ઠરે છે. તે જાણનારને માનવો. સદ્ગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તોપણ મારે બીજું કંઇ પણ માનવું નથી, એ તો મારા હાથની વાત છે. એમ દૃઢ નિશ્ચય થાય તો જે સંકલ્પ-વિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે ! બમણું આવે, પણ તેને માનવું નથી. એટલી પકડ થવી જોઇએ. અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસો અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે, તોપણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે - તે બધું જવાનું છે, પણ આત્માનો કદી નાશ થનાર નથી - તેમાં માથું મારવા જેવું, ઇષ્ટ-અનિષ્ટપણું માની હર્ષ-શોક કરવા જેવું નથી. આટલી ઉંમર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઇ ગયા, પણ કોઇ રહ્યા નથી - બધા ગયા; તો નાશવંત વસ્તુની ફિકર શી કરવી ? એની મેળે જ જે નાશ પામવાના છે, તેથી મૂંઝાવું શું ? ફિકરના ફાકા મારી જવા જેવું છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો. સંકલ્પ-વિકલ્પ આવે કે સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્ત બન્યું, નહીં તો પ્રમાદ થાત. સદ્ગુરુએ મંત્ર આપ્યો છે તે આત્મા જ આપ્યો છે. તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતાં-ઊઠતાં એક આત્મા જ જોવો, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દૃઢ અભ્યાસ થઇ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઇ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઇ ફિકર નથી.'' આટલું વારંવાર વિચારી, સમજી, જો જીવ આચરણમાં મૂકે તો પછી તેને સંસાર શું કરી શકે ? કાયર થયા વિના, બીજી ઇચ્છાઓ અને નિમિત્તોમાં તણાઇ ન જવાય તેવી જાગૃતિ રાખી, જીવ અભ્યાસ આદરે તો અમૃત સમાન આટલો બોધ, જીવને જન્મમરણનાં દુઃખોમાંથી બચાવી, પરમપદ પમાડે તેવો છેજી. (બો-૩, પૃ.૨૪૫, આંક ૨૩૮) I ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, વટામણ તેમના પૌત્ર ઉપર એક પત્ર સ્વમુખે લખાવેલ છે (ઉપદેશામૃત પૃ.૯૫, પત્રાવલિ ૧-૧૫૦), તે આપ સર્વને આખી જિંદગી સુધી ઉપયોગી થાય તેવો લાગવાથી, તેની નકલ માત્ર આ વખતે ઉતારી મોકલું છું. થાય તો મુખપાઠ કરી, હ્રદયમાં કોતરી રાખી, પ્રસંગે-પ્રસંગે યાદ રાખી, વર્તન, સર્વ જીવો પ્રત્યે તેમાં કહ્યું છે તેમ, રાખવા ખાસ ભલામણ છેજી. જીવન સુખસંપભર્યું બનાવે તેવું તેમાં અલૌકિક સામર્થ્ય છેજી. (બો-૩, પૃ.૨૬૨, આંક ૨૫૬) આપ બંને ભાઇઓના પત્ર મળ્યા છે. ઉત્તરમાં જણાવવાનું કે શ્રદ્ઘા પરમ પુજ્જા' પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા, તે શ્રદ્ધાની નિર્મળતા અર્થે આ વટામણવાળો પત્ર આપને બીડું છું; તે વાંચી પરમકૃપાળુદેવ પ્રત્યે જ ગુરુભાવ થાય અને વર્ધમાનતાને પામે, તે અર્થે રોજ એ પત્રનું વાંચન કરશો Page #461 -------------------------------------------------------------------------- ________________ (૪૫૨ અને બને તો આ પત્ર, બંને, થોડું-થોડે કરીને મુખપાઠ કરી લેશોજી. તેમાં કષાયની મંદતા, સમતા, સશ્રદ્ધાનું જણાવ્યું છેજી. (બો-૩, પૃ.૬૫૬, આંક ૭૭૮) ID ૫. પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ વટામણવાળો પત્ર, બને તો રોજ વાંચવાનો કે મુખપાઠ થઇ જાય તો મોઢે બોલવાનો નિયમ રાખશો તો શ્રદ્ધાને બળવાન કરે તેવો પત્ર, હિતકર અને નિર્મળભાવ પ્રગટાવનાર છેજી. (બી-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૨) 1 પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૮માંથી બાર ભાવનાઓ (દોહરા ૩૧થી ૪૩) મુખપાઠ કરી, વારંવાર વિચારવા જોગ છે તથા તીર્થંકરપદ પ્રાપ્ત કરાવે તેવી સોળ ભાવનાઓ સમાધિસોપાનમાં છે, તે અવકાશ થોડે-થોડે, વાંચતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ. ૨૫૧, આંક ૨૪૫) સમયનો સદુપયોગ I બીજી માથાકૂટમાં ન પડશો. લિસ્ટ વગેરે કરવામાં ખોટી થવા કરતાં કોઈ શિક્ષક આદિ કરી આપે તેમ હોય તો કંઈ રકમ આપી, તેની મારફત કરાવી લેવું. આપણો વખત અમૂલ્ય છે. જ્ઞાન, ધ્યાન, વિચારમાં વખત જાય તેમ કરવા ભલામણ છે. જેને સમાધિમરણ કરવું છે. તેણે ક્ષણે-ક્ષણનો સદુપયોગ થાય તેમ વર્તવું ઘટે છેજી, સ્મરણનો અભ્યાસ વધારતા રહેશોજી. આખરે એ જ કામનું છે. (બી-૩, પૃ.૭૨૫, આંક ૮૮૩) || જ્ઞાની પુરુષોને સમયની કેટલી કિંમત છે ! એક સમયે પણ નકામો જવા દેતા નથી. નદીનું પાણી વહ્યું જાય, તેમ જીવન વહ્યું જાય છે. જેમ નદીનું પાણી દરિયામાં ગયા બાદ પાછું વળે તેમ નથી, તેમ વખત ગયા બાદ પાછો આવતો નથી. પાછળથી કંઈ વળે તેમ નથી. માટે વખતનો સદુપયોગ કરી લેવો. (બો-૧, પૃ.૩૩૮, આંક ૪). જે કામ કરવા હાથમાં લીધું હોય, તે કાળજી રાખી કરી લેવું. નકામા સંકલ્પ-વિકલ્પોની નદીમાં તણાયા જવું નહીં. નિત્યનિયમ અનુકૂળ વખતે કરી લેવો. અભ્યાસમાંથી બચતો વખત કંઈ સદ્વાંચન મુખપાઠે કર્યું હોય તેનું પરાવર્તન કે મનન વા ભાવના, સ્મરણમાં વગેરેમાં ગાળવો. કોલેજજીવનમાં ઘણી વખત મળી શકે એવો લાગે છે. તેનો સદુપયોગ કરનાર, પછીના જીવનમાં સુખી, પરોપકારી, યશસ્વી અને સાર્થક જીવન કરનાર નીવડયા છેજી, (બી-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨) I જેને છૂટવાની વૃત્તિ જાગી છે, તેણે તો બચતો બધો વખત પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવામાં જ વ્યતીત કરવા યોગ્ય છેજી. તેમાંથી પોતાને શું કર્તવ્ય છે, તે સહેજે સૂઝી આવશે તથા વૈરાગ્યની વૃદ્ધિ થતાં આત્મહિત સધાશેજી. ન જોઇતી ફિકર-ચિંતા તજી ધર્મધ્યાન અર્થે, બને તેટલો વધારે વખત ગાળતા રહેશો તો છ માસમાં આપોઆપ જિંદગી પલટાતી સમજાશેજી. (બી-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩) પ્રમાદમાં, આળસમાં બચતો વખત ગાળવાને બદલે સારા વાંચનમાં, ગોખવામાં, ગોખેલું ફેરવી જવામાં, વિચારવામાં કે વાંચેલાની વાત, ચર્ચા કરવામાં વખત ગાળશો તો તે સફળ થશે, જીવન સુખરૂપ લાગશે, ભક્તિમાં રસ વધશે. નાટક, સિનેમા કે રમતોમાં વખત ગુમાવશો તો પછી સારાં કામોમાં પ્રીતિ રહેશે નહીં. સારા વાંચન વગેરે માટે વખત મળે નહીં તો સારી ભાવના કે સારું જીવન ક્યાંથી થાય ? (બી-૩, પૃ.૬૯૬, આંક ૮૩૬). Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ અત્યારે જે સંયોગોમાં મુકાયા છો તેને અનુકૂળ, અવકાશનો સદુપયોગ કરી લેવાનો છે. સત્સંગનો યોગ મળે તેટલો સત્સંગનો લાભ લેવો, સશ્રુતની મદદ મળે તેટલી મદદ લઇ લેવી અને પોતાનાથી થાય તેટલું મનન-નિદિધ્યાસન કરી, ઉપશમભાવની (વીતરાગભાવની) સેવના કરી લેવી. ન બને તેની ભાવના રાખવી પણ જેટલું બની શકે તેટલું, ટૂંકા આયુષ્યમાં કરી લેવું. આવો યોગ ફરી-ફરી પ્રાપ્ત થવો દુર્લભ છે, તેથી સમયમાત્રનો પણ પ્રમાદ નહીં કરતાં, સ્વચ્છંદ ટાળી અપ્રમત્તદશાએ પહોંચવું છે, એ લક્ષ સદા ઉપયોગમાં રહે તેમ વર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૨૭, આંક ૮૮૬) વખત નકામો ન જાય અને સંસારના વિકલ્પોથી આત્મા ગ્લેશિત ન બને, તેવી કાળજી નિરંતર રાખવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવનાં વચનો જેના ઘરમાં છે, તે મહાભાગ્યશાળી ગણાય. તેવાં અમૃતતુલ્ય વચનો તજીને, જે કષાય અને અજ્ઞાનીજીવોના સમાગમને રૂડો માને, તે કેવો મૂર્ખ ગણાય ? ‘‘અવસર પામી આળસ ક૨શે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન માંડે ઘેલોજી.'' એમ યશોવિજયજીએ કહ્યું છે; તેવી મૂર્ખતાવાળા આપણે ન બનીએ એટલો લક્ષ રાખી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચવામાં, ગોખવામાં, વિચારવામાં, તેમાં તન્મય થવામાં જેટલો વખત જશે, તેટલું આયુષ્ય લેખાનું છેજી. બાકીનો કાળ તો ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવામાં અને મૂકવામાં જાય છે. નિત્યનિયમના અર્થની ચોપડી છપાઇ છે, તે કાળજી રાખીને બધા અર્થ વાંચી હૃદયમાં ઊંડા ઉતારી, છાપી લેવા યોગ્ય છેજી. ‘આત્મસિદ્ધિ-વિવેચન’ વાંચતા હશોજી. (બો-૩, પૃ.૪૯૮, આંક ૫૩૫) I ૫.પૂ. પ્રભુશ્રીજીના યોગે ગયેલા કાળની સ્મૃતિ કરી, તે વખતના વીર્યને ફરી પ્રગટાવી, એકાંત આત્મહિતમાં જ બચતો વખત ગાળવો છે, એટલો હાલ નિશ્ચય થાય અને તે પ્રમાણે છ માસ પણ સતત વર્તાય તો તેવા અભ્યાસની મધુરતા આપોઆપ આગળ વધારશેજી. જે કંઇ ધર્મધ્યાનમાં કાળ જાય તેમાં બાહ્ય ગણતરી કરતાં સુવિચારણા પ્રગટે, કષાયની મંદતા વધે અને નિર્મળ વિચારધારાની ભાવના વિકાસ પામે, એ લક્ષ રાખવા ભલામણ છેજી. થોડું પણ આત્મસ્પર્શી સાધન વિશેષ લાભદાયક છે. (બો-૩, પૃ.૫૬૯, આંક ૬૪૦) — વેપારધંધા માટે ખોટી થવું પડે તે જુદી વાત, પણ નકામો વખત ઘણો વહી જાય છે, તેનો હિસાબ અનાદિના અધ્યાસને લઇને રહેતો નથી અને કોઇને રાજી કરવામાં કે કોઇથી નજીવી બાબતોમાં રાજી થઇ, જીવ સંસા૨પ્રવાહમાં તણાતો જાય છે. ત્યાંથી અટકી, પૈસે-પૈસાનો હિસાબ રાખીએ, તેમ પળે-પળ અને કલાકે-કલાકનો હિસાબ રાખવો ઘટે છે; પણ તેથી કરીને ખેદ કરવો ઘટતો નથી કે મારાથી કંઇ થતું નથી, હું કુટુંબથી દૂર છું, એકલો છું, સારી સોબત નથી, મારાથી શું થાય ? મારે બહુ કામ છે, એમ વિચારી પુરુષાર્થ મંદ ક૨વો ઘટતો નથી, તેમ ખેદ કે શોક પણ ક૨વો ઘટતો નથી. એમ વિચારવું ઘટે છે કે પૂર્વે બાંધેલું પ્રારબ્ધ, મને આ સ્થળે લાવ્યું છે, અને આ લોક, આ ગામ, આ ઝાડ, આ ખોરાક અને આ પાણીનું પ્રારબ્ધ હશે તો તે આવી મળ્યું છે; તેમાં મારું ધાર્યું શું થાય છે ? કર્મ આધીન સર્વ જગત છે. જે પ્રાણીને કર્મે શિંગડાં આપ્યાં, તેમને શિંગડાંનો ભાર માથે લઇને ફરવું Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ પડે છે. કોઇને સૂંઢ, કોઇને કેશવાળી તો કોઇને કાંટા જેવાં સિસોળિયાં લઇને ફરવું પડે છે. તેમ આ ભવમાં જે પ્રારબ્ધ અનુસાર સગાં, સંબંધી, બુદ્ધિ, બળ, રૂપ, ધન, વૈભવ પ્રાપ્ત થયું હોય કે થાય, તે વિષે હર્ષ કે ગર્વ યા શોક કે ખેદ કર્તવ્ય નથી; પણ જેમ રેતીમાંથી કાચ બનાવનારા કે ચીંથરામાંથી કાગળ બનાવનારા, પ્રાપ્ત વસ્તુનો સારો ઉપયોગ કરે છે, તેમ આપણને જે સામગ્રી મળી, તેથી આ ભવ અને પરભવ સુધરે તેવો પુરુષાર્થ કરવો; પણ આશા, તૃષ્ણા અને વાસનાની જાળમાં ગૂંચાઇ રહેવું નહીં. (બો-૩, પૃ.૪૫, આંક ૩૧) D જેમ દુકાન વગેરેની કાળજી રાખો છો, શરીર વગેરેની સંભાળ રાખો છો, તેમ આત્માની કાળજી, દેહ કરતાં અનંતગણી લેવા યોગ્ય છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે નહીં ભૂલવા ભલામણ છેજી. સ્મરણમંત્રનો અભ્યાસ દિવસે-દિવસે વધારતા રહેતા હશોજી. ભઠ્ઠીમાંથી લોઢું બહાર કાઢીને તુર્ત ટીપે તો જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડાય, પણ જો પ્રમાદ કરી લુહાર વાતોમાં પડી જાય તો લોઢું ઠંડું પડી જતાં, પછી ગમે તેટલા ઘણના ઘા મારે તોપણ જોઇએ તેવો ઘાટ થાય નહીં. તે દૃષ્ટાંતે કાળજી રાખીને, જે જે ભાવો અહીંથી જતી વખતે ઉદ્ભવ્યા હોય, તે વૃદ્ધિ પામે તેમ વર્તવા ભલામણ છેજી. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર બંધાવી, જે ખર્ચ અને પરિશ્રમ વેઠયો છે, તેનો લાભ પૂરેપૂરો લેવા ચૂકતા નહીં હો. પ્રમાદમાં ગયેલી એક પણ પળ પાછી મળવાની નથી, બને તેટલી કરકસર કરીને, જિંદગીની પળો બચે તેટલી ભક્તિભાવમાં, સ્મરણમાં, સત્સંગમાં, સત્પુરુષનાં વચનના આશય અનુસાર વર્તવામાં ગળાય, તેવી તાકીદ રાખવા સૂચના છેજી. (બો-૩, પૃ.૪૧૯, આંક ૪૨૬) સર્વ ભાઇબહેનોએ બહુ ચેતીને વખતનો દુરુપયોગ કરતાં બચી જવું ઘટે છેજી. શા માટે જન્મ્યા છીએ અને શું કરીએ છીએ ? એનો વિચાર વારંવાર મનમાં લાવી, સન્માર્ગમાં ઉત્સાહ વધે તેમ આપણે સર્વેએ હવે તો કમર કસીને, બને તેટલું બળતામાંથી બચાવી લેવું જોઇએ. ઘર લાગે ત્યારે માત્ર રડયા કર્યો કશું બચે નહીં, પણ હિંમત રાખી જેટલું બહાર કાઢી લીધું, તેટલું બચવા સંભવ છે. માટે જેટલી ક્ષણો જ્ઞાનીની આજ્ઞામાં, મંત્રસ્મરણ વગેરેમાં જશે, તેટલી બચી સમજી, તેનો વિશેષ અભ્યાસ રાખવા હવે સત્સાધન વિશેષ કરતા રહેવું ઘટે છે; તેવો નિશ્ચય દૃઢ કરી, તે પ્રમાણે વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૪૨, આંક ૩૪૩) ... છ કલાકની ઊંઘ સામાન્ય રીતે દરેક મનુષ્યને પૂરતી છે. તે પૂરી થયે જાગીને ધર્મપ્રવૃત્તિ કરવાની ટેવ રાખો તો થઇ શકે તેમ છે. થોડું ઓછું ઊંધાશે તેમાં હરકત નથી. ધન કે શરીરની જરૂરિયાતો માટે જાગૃતિકાળનો મોટો ભાગ પ્રવૃત્તિમાં ગાળવો પડે છે, તો આત્માને શાંતિ મળે તેવા થોડા કાળનો ફાળો જુદો કાઢી આત્મવિચાર, જ્ઞાનીની આજ્ઞા તથા દરરોજ થતાં કામમાં પોતાના દોષ જોવાનો અવકાશ રાખ્યો હશે તો દોષો સમજાશે, તેને દૂર કરવાનાં કારણ પણ સમજાશે અને દૂર કરવા પુરુષાર્થ કરવાનું મન થશે; પણ જો જીવન કેવું જીવવું છે, એના વિચાર કરવાનો વખત નહીં રાખો તો પશુની પેઠે ખાવા-પીવા, હરવા-ફરવા અને ઊંઘવામાં જિંદગી વહી જશે અને આખરે પસ્તાવું પડશે. Page #464 -------------------------------------------------------------------------- ________________ (૪૫૫ માટે આ પત્ર વાંચી દિનચર્યામાં કંઈક ફેરફાર કરી, જન્મમરણરૂપ પરિભ્રમણથી કંટાળી ગયેલા આ આત્માને, કંઈક રાહત મળે તેવી તેના ઉપર દયા લાવવા, તેનું હિત થાય તેવાં પગલાં ભરવા વિનંતી છેજી. જવાની હંમેશાં રહેવાની નથી; તે તો આવી કે ચાલી જ જવાની છે, એમ જાણી પ્રમાદમાં, આળસમાં કે બફમમાં કાળ ન જાય તેમ જોતા રહેવાની જરૂર છે. ખાવા-પીવા કે કમાણી કરવા આ મનુષ્યભવ મળ્યો નથી પણ જ્ઞાનીની આજ્ઞા આરાધી જન્મમરણ છૂટે, તેવો રસ્તો લેવાની કાળજી દિવસે-દિવસે વધે તેમ કર્તવ્ય છેજી. થોડું લખ્યું ઘણું કરી માનજો અને રોજ આ પત્ર પાંચ-છ માસ વાંચવા ભલામણ છે. (બો-૩, પૃ.૬૬૫, આંક ૭૯૫) D તમે વખત કેમ ગાળવો એમ પુછાવ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે પુષ્પમાળા-૭માં પરમકૃપાળુદેવે જણાવ્યું છે : ““જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ.' તે પ્રમાણે વર્તાશે તો આજ્ઞાને અનુસરવા જેવું થશેજી. તેમાં ઊંઘને છ કલાકની જરૂરની ગણી છે. તે પ્રમાણે ક્રમે કરીને વર્તાય તો ઠીક છે. ભાષાનો અભ્યાસ કરવા વિચાર થતો હોય તો હરકત નથી. સંસ્કૃતનો થોડો અભ્યાસ થશે તો પરમકૃપાળુદેવનાં વચન પણ વધારે સમજાય, તેવો સંભવ છેછે. અઢાર પાપસ્થાનક તમને મુખપાઠ તો હશે, પણ રોજ લક્ષ રાખીને દિવસે થયેલા દોષો, તેને અનુસરીને જોઈ જવાનો અભ્યાસ રાખશોજી. દરેક દોષ વખતે આખા દિવસના ભાવો પ્રત્યે નજર નાખી જવાનું બનશે એટલે અઢાર વખત દિવસનાં કાર્યો તપાસવાનો પ્રસંગ આવશે તો દિવસે-દિવસે ભાવ સુધરતા જવાનો સંભવ છેછે. (બો-૩, પૃ.૬૪૩, આંક ૭૨) D તમને એક કલાક વખત મળે છે, તેનો ક્રમ પુછાવ્યો છે, તે નીચે પ્રમાણે જાણશો : નિત્યનિયમના ત્રણ પાઠ (‘‘જિનેશ્વરની વાણી' સાથે) બોલવા, પછી મંત્રની પાંચ માળા બને તો સાથે જ ફેરવી લેવી. પછી છ પદનો પત્ર, કોઈ વખત તેને બદલે આત્મસિદ્ધિશાસ્ત્ર, કોઈ વખત મુખપાઠ કરેલાં પદો પણ બોલવા. (બી-૩, પૃ.૫૯૦, આંક ૬૬૮) D તત્ત્વજ્ઞાનમાંથી કાવ્યો બને તેટલાં મુખપાઠ કરવાનો લક્ષ રાખશો તો આગળ ઉપર વિશેષ ઉપયોગી થઈ પડશે. ત્યાં તમને વાંચવા-વિચારવાનો વખત મળી શકતો હોય તો એકાદ કલાક ભક્તિ કરવી, એકાદ કલાક વાંચન કરવું, પા-અડધો કલાક કંઇક નવું શીખવામાં (મુખપાઠ કરવામાં) ગાળવો, અડધો કલાક મુખપાઠ થઈ ગયું હોય તે રોજ ફેરવી જવામાં ગાળવો. આમ વખત બચાવીને પરમપુરુષનાં વચનમાં વૃત્તિ જોડતા રહેશો તો ઘણો લાભ થશે. (બી-૩, પૃ.૫૮૧, આંક ૬૫૪) | નવરાશના વખતમાં કંઈ ગોખવું; ગોખેલું ફરી બોલી જવું, વિચારવું અથવા વૃત્તિઓ રોકવાનો અભ્યાસ પાડવો; મનની દુરિચ્છાઓને ઓળખી તે કેવી તુચ્છ છે, મનુષ્યભવ લૂંટી લે તેવી છે, પરભવમાં દુઃખ દે તેવી છે અને માત્ર હલકી વૃત્તિને પોષનારી છે; મહેચ્છાવાનની મહેચ્છાઓને ધૂળમાં ભેળવી દે તેવી છે એમ વિચારી, કદી તેમાં મીઠાશ ન મનાઓ એવી વારંવાર ભાવના કરવી. સ્મરણ કરવાનો વિશેષ અભ્યાસ રાખવો; ધૂન લગાવે તેમ, કોઈ-કોઈ વખત તે સિવાય બધું જગત ભૂલી જવાય તેમ, તેમાં ને Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૫ તેમાં જ વૃત્તિ રહે, તેમ પુરુષાર્થ અવકાશે કરતા રહેવાની જરૂર છે. વર્ગમાં હોઇએ ત્યારે જે શીખવાનું હોય, તેમાં લક્ષ રાખવાથી પાછળથી વધારે વાંચવું કે ગોખવું ન પડે, તે પણ વખત બચાવવાનો ઉપાય છે. નપાસ થવાય તેવું શા માટે વર્તવું કે તેનો ખેદ આગળ-પાછળ રહે ? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.'' આત્માર્થીએ આત્મા પ્રત્યે પ્રેમ રાખવો ઘટે છે, પણ તેથી કરવા યોગ્ય કામ બગાડવાં એવો અર્થ થતો નથી. (બો-૩, પૃ.૩૦૭, આંક ૨૯૪) કળિકાળ અને અસત્સંગના ઘેરાવામાં જીવ બળ કરે તો જ ધર્મમાં વૃત્તિ રાખી શકે. સત્શાસ્ત્ર, ભક્તિ, સ્મરણ અને સ્વાધ્યાય એ હાલ ઉપયોગી છેજી. પહેલાં શીખેલું ભુલાઇ ગયું હોય તે તાજું કરી લેવું અને રોજ નવું શીખવાનો, ગોખવાનો અમુક વખત રાખવો. અમુક વખત વાંચવા-વિચારવાનો રાખવો. બને તો પુસ્તકમાં જોઇ-જોઇને લખવાનો મહાવરો, ટેવ રાખવા યોગ્ય છેજી; તેથી ચિત્તની એકાગ્રતા અને વિચાર કરવાનો અવકાશ પણ મળશેજી. જે મુખપાઠ ક૨વું હોય તે જ લખવાનું રાખવાથી, થોડી મહેનતે યાદ પણ રહે તેમ છેજી. ગમે તે પ્રકારે, કાળ, જ્ઞાનીનાં વચનો વાંચવા, લખવા, વિચારવા કે મુખપાઠ કરવામાં જાય અને સમજીને ભાવની વૃદ્ધિ થાય, નિર્મળતા થાય તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૦૦, આંક ૫૩૭) D વિશેષ વાંચનનો વખત ન મળતો હોય તો જે મુખપાઠે કર્યું છે, તેના વિચાર ટ્રેન વગેરેમાં મુસાફરી કરતાં કે ફરવા જતાં પણ ચાલુ રહે એવી ટેવ પાડશો તો આ મુશ્કેલી, એક સારી આદત બેસાડવારૂપ ઉપકારકર્તા નીવડશેજી. બીજું કંઇ ન બને તો સ્મરણમાં વારંવાર વૃત્તિ રાખતા રહેવાથી, ઘણાં કર્મથી બચી જવાનું કારણ થાય તેમ છેજી. ભલે ઉપાધિપ્રસંગ વધતો જાય પણ આપણું વીર્યબળ વધારવાનો પુરુષાર્થ, આપણે વિશેષ જાગ્રત કરતા રહેવાની જરૂર છેજી; નહીં તો આ કાળમાં પરમાર્થનું કામ પડયું રહે અને નિષ્ફળ પ્રવૃત્તિઓમાં આખું જીવન વ્યતીત થાય તેવો વખત આવી લાગ્યો છે. માટે ‘ચેતતા નર સદા સુખી' કહેવાય છે, તેમ કાલે શું થશે તેની ક્યાં ખબર છે ? માટે વૈરાગ્યની વૃદ્ધિ કરી, સંસારને જાળરૂપ જાણી, મનની વૃત્તિ નિવૃત્તિ તરફ વારંવાર વળે, પરમશાંતિપ્રેરક પરમકૃપાળુદેવની શાંત, વીતરાગ મુખમુદ્રા સ્મૃતિમાં આવે, તેમ લક્ષ લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૬૨, આંક ૪૮૪) D રોજ ભાવપૂર્વક ભક્તિ થતી હશે. એકાદ વાક્ય પરમકૃપાળુદેવનું, ભક્તિ કરીને વાંચવાનું રાખવા ભલામણ છેજી. તે વાક્યમાં તે મહાપુરુષને શું જણાવવું છે, તે વિચારવા આજનો અવકાશનો વખત ગાળવો છે, એમ લક્ષમાં રાખવું અને બે-પાંચ મિનિટ દુકાન પર, રસ્તામાં કે ઘેર મળે તે વખતે, તે વાક્યની સ્મૃતિ કરી, તે ઉપર બને તેટલો વિચાર કરવો. Page #466 -------------------------------------------------------------------------- ________________ (૪૫૭) કંઈ ન બને તો તે વાક્યનો સ્મૃતિમાં રણકાર રહ્યા કરે, એમ લક્ષ રાખવો છે. આટલો લક્ષ રાખી, એક દિવસ એક વાક્ય વિચારવું. તે દિવસે અવકાશજોગ ન લાગે તો તે જ વાક્ય બીજે દિવસે પણ વિચારવું છે, એમ રાખવું; પણ વાક્ય બદલાય તો કંઈક ચિત્તને પણ નવીનતા અને વિચારની ફુરણાનું કારણ છે. આમ થોડું વંચાય પણ વિચાર અને સ્મૃતિને બળ મળે, તેવી કાળજી રાખવાની ટેવ પાડવી છે.” આટલો નિર્ણય કરી તેમ વર્તાય, તો ઘણી જાગૃતિનું કારણ બને તેમ છેજી. (બી-૩, પૃ.૬૮૩, આંક ૪૨૦) D આપનો પત્ર મળ્યો. શહેરના ઝેરી વાતાવરણમાં ધર્મભાવના નિર્જીવ ન થઈ જાય, તે અર્થે સર્વાંચન, સરખી ભાવનાવાળાનો સમાગમ, સવિચાર, ભક્તિનો નિયમિત અમુક વખત અને અવકાશ સ્મરણ કરતા રહેવાની ટેવ, ચૂકવા યોગ્ય નથી. રિસેસ કે રજાના વખતે શું કરવું તે સંબંધી સૂચના જણાવવા પુછાવ્યું; તેના ઉત્તરમાં જણાવવાનું કે પા કલાક ઉપરાંત વખત મળે ત્યારે કોલેજ પાસે બોટનિકલ ગાર્ડન છે, તે ઉઘાડો રહેતો હોય તો ત્યાં જઈ એકાંતમાં, બે-ત્રણ જણે નિત્યનિયમની ભક્તિ મંગળાચરણપૂર્વક કરી લેવી. એકલા ઘેર કરી હોય તોપણ સમૂહમાં અહીં જેમ કરીએ છીએ તેમ, ભક્તિ કરવાથી શાંત ભાવનાની અસર ભણતી વખતે પણ રહેશે. બીજી ટૂંકી રિસેસમાં એકઠા થઈ શકાય તો ફરતાં-ફરતાં પણ આત્મસિદ્ધિ આદિ કાવ્યોની કોઈ-કોઈ કડી સામસામી પૂછી, બને તેટલો અર્થનો વિસ્તાર કરવાની ટેવ પાડવી. જેમ એકાંતમાં વિચારવાનો વખત રાખવાની જરૂર છે તેમ પરસ્પર ચર્ચા તે કડી વિષે થાય, તેના સમર્થનમાં કે વિરોધમાં જે જે વિચારો દર્શાવાય તે નિખાલસપણે દર્શાવવા, અને આખરે પરમકૃપાળુદેવને જે કહેવું હોય તે ખરું, એ નિર્ણય છેવટનો મનમાં રાખવો. કોઈ બાબતમાં આગ્રહ કરી ખેંચતાણ ન કરવી, પણ ઢીલું મૂકી ખરું હોય તે આપણે ગ્રહણ કરવું છે, એવો ભાવ રાખવો. નિબંધનો વિષય આપ્યો હોય તેના ઉપર જેમ વિચાર કરીએ છીએ, તેમ કોઈ પણ પરમકૃપાળુદેવનું વચન લઈ, તેના વિષે બને તેટલા વિચાર કરતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૫૪, આંક ૩૫૫). કથાનુયોગ D દ્રઢપ્રહારીની કથા પરમકૃપાળુદેવે ભાવનાબોધમાં (વચનામૃત પૃ.૫૫) ટાંકી છે, ત્યાં “તપ એ નિર્જરાનું કારણ છે.” તે મુદ્દો લક્ષમાં રાખીને લખી છે. જે અભિપ્રાયે કથા લખાઈ હોય તે લક્ષ કથાનુયોગમાં રાખવો ઘટે છે. કથાનુયોગ અને સિદ્ધાંતગ્રંથોમાં ઘણો ફેર છે, માટે કથાનુયોગમાં જે ઉદેશે કથા લખાઈ હોય તે તરફ લક્ષ રાખવાથી વાચકનું હિત થાય છે. આજના વાંચનમાં આવ્યું હતું કે “થપથના SFT :: कर्तव्यपथमें लग जाना ही श्रेयस्कर है ।'' અન્ય રીતે તે જ કથા ‘અભિધાન રાજેન્દ્રકોશ'માં આજે જોઇ. નગર લૂંટવા દ્રઢ હારી જાય છે ત્યાં સુધી સરખી કથા છે, પછી ફેર છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮) એક ચોર, ભિક્ષા માગી-લાવી છોકરાં માટે ખીર રાંધીને પીરસી હતી, તે થાળી લઈને જતો રહ્યો. તેથી છોકરાઓએ પોતાના બાપને ફરિયાદ કરી. તે હથિયાર લઈ ચોરને મારવા લાગ્યો. તે દ્રઢપ્રહારીને ખબર પડતાં બાપને તેણે માર્યો. તેવામાં ગાય સામી થઇ, તેને મારી અને સ્ત્રી લડવા આવી, તેને શસ્ત્ર-તરવારથી કાપી નાખી. તે સગર્ભા હતી, તેનો ગર્ભ પણ કપાઈને પડયો. તે જોઈ તેને પશ્ચાત્તાપ થયો અને બાળકોએ રડતાં-રડતાં કહ્યું : ““અમને પણ મારી નાખ, માબાપ વગર ગરીબાઇમાં અમેય મરી જ જવાનાં છીએ.” તેથી તો તેને વિશેષ નિર્વેદ થયો કે હવે આ પાપથી કેમ છૂટીશ? એવામાં સાધુઓને દીઠા. પાપને ટાળે તેવો સદુપદેશ તેમણે દીધો, તેથી તે બોધ પામી દીક્ષિત થયો અને ક્ષમા ધારણ કરવાનો દ્રઢ નિર્ણય-નિયમ લીધો. વળી “જ્યાં સુધી આ પાપની સ્મૃતિ રહે ત્યાં સુધી મારે આહાર ન કરવો.' એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરી, ત્યાં જ તિરસ્કાર, માર વગેરેના ઉપસર્ગ સહન કરતો, તે રહ્યો. પોતાનાં કરેલાં પાપ જ ભોગવાઇને છૂટે છે એમ ગણી, સર્વ સહન કરવા લાગ્યો. કર્મશત્રુઓ પ્રતિ તપશસ્ત્ર ધારણ કરી, ખરેખરો દૃઢપ્રહારી તે બન્યો. છ માસમાં સર્વ કર્મ નિર્મૂળ કરી, કેવળજ્ઞાન ઉપજાવી, તે તપસિદ્ધ થયો. મૂળ મુદ્દો સાચવી પ્રસંગાનુસાર કથાનકોમાં આચાર્યો વિસ્તાર, સંકોચ કે ફેરફાર કરે છેજી. એમાં કોઈ દોષ કે મૃષાવાદ નથી. ધર્મકથાથી ધર્મહેતુ સધાય છેજી, તે લક્ષ રાખવો. (બો-૩, પૃ.૨૩૮, આંક ૨૩૨) D આપને એક શંકા થઈ છે, રહે છે કે જડથી ચેતન ઊપજે નહીં છતાં શ્રી રામચંદ્રના ચરણકમળનો સ્પર્શ થતાં શિલાની અહલ્યા કેમ થઈ? તે વિષે જણાવવાનું કે કેટલીક બાબતો કથાનુયોગની એટલે પુરાણોની એવી હોય છે કે તેમાંથી માત્ર સાર ગ્રહણ કરવાનો હોય છે; અક્ષર-અક્ષર બેસાડવા જઈએ તો ન બેસે. માત્ર પરમાર્થ ઉપર દ્રષ્ટિ રાખી પુરાણો વાંચવા યોગ્ય છે. શ્રી રામચંદ્રનું માહાભ્ય અને પતિતપાવન સ્વરૂપ જણાવવા મુખ્ય તો તે કથા છે. સિદ્ધાંતગ્રંથોમાં બે ને બે ચાર થાય તેમ હિસાબ બેસી જાય તેવી વાતો હોય છે; કદી, તેમાં લખ્યું હોય તે ફેરફારવાળું ન હોય. આત્મસિદ્ધિશાસ્ત્રમાં સિદ્ધાંતની વાત છે અને રામાયણ એ પુરાણ ગ્રંથ છે. તે દ્રષ્ટાંત સૈદ્ધાંતિક રીતે પણ ઘટે તેમ છે. માત્ર વચ્ચે કાળ જે ગયો તેની ગણતરી કથામાં ટૂંકાવી દીધી છે. શિલામાંથી મનુષ્યની ઉત્પત્તિ જાદુ કે ચમત્કારની પેઠે ન થાય તે કથાકાર તેમ જ સમજુ શ્રોતાઓ પણ જાણે છે; પણ ભોળા સાંભળનારાઓ, વિચાર ન કરી શકે તેવા તો શિલામાંથી અહલ્યા માની લે તેમાં નવાઈ નથી. ત્યાં શિલા એટલે માત્ર પથ્થર નથી જણાવ્યો; પણ પૃથ્વીકાયનો જીવ એટલે શિલા જેનું શરીર છે તે જીવને શ્રી રામચંદ્ર મહાત્માના સ્પર્શથી જે પુણ્ય બંધાયું તેથી તેણે મનુષ્યગતિનું - અહલ્યા થવાના ભવનું આયુષ્ય તે વખતે બાંધ્યું અને કાળે કરીને તે દેહ છોડી, મનુષ્યભવમાં તે કન્યારૂપે જન્મ્યો ત્યારે તેનું અહલ્યા નામ પડ્યું. Page #468 -------------------------------------------------------------------------- ________________ (૪પ૯) આવું સ્પષ્ટીકરણ કથામાં કરે તો તે પ્રસંગની છાપ પડવી જોઇએ તેવી સચોટ ન પડે, માટે ટૂંકામાં કથામાં જણાવ્યું છે તેમ જ શિલાની અહલ્યા કરનાર શ્રી રામચંદ્રજીના ગુણ ગાયા છે. તેને શાપ લાગ્યો હતો તે ભવ બીજો હતો; અને તે મનુષ્યભવનો દેહ છૂટયા પછી કરેલાં પાપના ફળરૂપે એકેન્દ્રિયરૂપ પથ્થરના શરીરમાં ઘણાં વર્ષ અધોગતિનાં દુ:ખ સહતાં રહેવું પડયું. પછી જ્યારે તે પાપ ભોગવાઇ રહ્યું અને પુણ્યનો ઉદય આવ્યો ત્યારે શ્રી રામચંદ્ર મહાત્માનો યોગ તે જીવને બનતાં પાછો મનુષ્યભવ મળવાનું કારણ બન્યું. આ બધા ભવોમાં તેનો તે જીવ હતો, તેને અહલ્યા નામથી કથાકારે ઓળખાવ્યો છે. આટલું લક્ષમાં રહેશે તો કોઈ જાતની શંકા, તે કથામાં નહીં રહે એમ લાગે છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, પવન વગેરેમાં જીવ હોય છે. તે નીકળી જાય ત્યારે માત્ર પૃથ્વી, શિલા, ગરમ પાણી કે લાકડું પડી રહે છે; એ સિદ્ધાંતની વાત છે; એટલે જડમાંથી કદી ચેતનની ઉત્પત્તિ થતી નથી, પણ શિલામાં જે જીવ હતો, તે નીકળીને મનુષ્યગતિમાં ગયો; પથ્થરનું મનુષ્ય બની ગયું નથી, તે વિચારશો. વિચારપૂર્વક વાંચે તેને શંકા થાય તો તેનું સમાધાન પણ મળે, નિઃશંક તો જ્ઞાની મહાત્મા છે, તેને આધારે વર્તવું છે. (બો-૩, પૃ.૩૨૧, આંક ૩૧૩). સ્યાદ્વાદ D ભગવાને જે જણાવ્યું છે, તે અનેક ભેદ સમજવા યોગ્ય છે. તેમાંના એક ભેદ વિષે વાત કરવી હોય ત્યારે સ્યાદ્વાદ આમ પણ સમજવું, એમ પણ કહેવાય છે; એટલે અનંત ભાવોમાંથી એક ભાવ વિષે જણાવ્યું તેની મુખ્યતા થઈ, પણ બાકીના બીજા બધા ભાવો ગૌણપણે લક્ષમાં છે – એમ જણાવવા માટે સ્યાદ્વાદ શબ્દ વપરાય છે, કે યાત્પદ પણ કહેવાય છે. (બો-૩, પૃ. ૩૭, આંક ૭૫૨) દ્રવ્યની અપેક્ષાએ સિદ્ધ અને સંસારી જીવમાં ભેદ નથી. શુદ્ધ અવસ્થા છે, તે સિદ્ધ છે અને મલિન અવસ્થા છે, તે સંસારી છે. પરનો સંગ હતો ત્યારે મલિન પર્યાય હતો. અસંગ થયો ત્યારે શુદ્ધ પર્યાય થયો. બધાય જીવો સિદ્ધ સમાન છે, કર્મને લઈને ફેરફાર દેખાય છે. બંને નય સાથે રાખે છે, તે સાદ્વાદ છે. (બો-૧, પૃ.૩૪૫, આંક ૨૬) T સ્યાસ્પદ = અનેક પ્રકારે વસ્તુને કહેવાની શૈલી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે અનિત્ય છે, વગેરે. (બી-૩, પૃ. ૨૦૫, આંક ૨૦૩). D પ્રશ્ન : ઉત્પાદ-વ્યય-ધ્રુવ એટલે શું? પૂજ્યશ્રી એ ત્રિપદી છે. મહાવીર ભગવાને ગૌતમસ્વામીને કહી હતી. એ સ્યાદ્વાદ છે. આત્મા પણ વસ્તુ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે. પર્યાયદ્રષ્ટિએ આત્માનો ઉત્પાદ-વ્યય છે. કોઈ મનુષ્ય મરી દેવમાં જાય તો મનુષ્યપર્યાયનો વ્યય, દેવપર્યાયની ઉત્પત્તિ અને જીવ જીવરૂપે સ્થિર રહ્યો. દ્રવ્યદ્રષ્ટિથી વસ્તુ સ્થિર છે, પર્યાયવૃષ્ટિથી અસ્થિર છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય. એનો વિચાર કરે તો છે પદની શ્રદ્ધા થાય. (બા-૧, પૃ. ૧૮૫, આંક ૫૭) Page #469 -------------------------------------------------------------------------- ________________ (50) સ્ટાદ્વાદ છે, તે વસ્તુને ચારે બાજુથી તપાસીને જુએ છે. જ્યાં સુધી આત્માનો નિર્ણય ન થયો હોય ત્યાં સુધી તે નિર્ણય કરવાનો છે. નિર્ણય થયા પછી આત્મા ઉપાસવાનો છે. એમાં કંઈ સાદાદ નથી કે ઉપાસવો કે ન ઉપાસવો ? શુદ્ધ થવાનું છે. ક્લેશનાં કારણો નિર્મૂળ કરી આત્મામાં સ્થિર થવાનું છે. બધેથી ઉદાસીન વૃત્તિ કરી, સ્યાદ્વાદથી વસ્તુને ઓળખી આત્મામાં સ્થિર થવું. (બો-૧, પૃ. ૨૭૭, આંક ૧૫) સિદ્ધાંતબોધ D મુમુક્ષુ ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધમાં ફેર શો છે? પૂજ્યશ્રી સિદ્ધાંતબોધમાં જે છ દ્રવ્ય અને તેના ગુણપર્યાયની વાત વગેરે હોય છે, તે કોઈ દિવસ ન ફરે; અને ઉપદેશબોધ છે તે સામાન્ય છે. અમુક થોડા પાપવાળું કંઈ હોય અને તેને કરવાથી નરકે જાય એમ કહ્યું, પણ તેથી બધાય નરકે જાય, તેમ નથી. જીવનું ભલું થવા અથવા વૈરાગ્ય થવા માટે કહે, તે ઉપદેશબોધ છે. ઉપદેશબોધ પરિણમ્યા વિના સિદ્ધાંતબોધ ન પરિણમે. મોક્ષની રુચિ થઇ હોય, સદ્ગુરુ પ્રત્યે ભક્તિ હોય, વૈરાગ્ય હોય તેને સિદ્ધાંતબોધ પરિણમે. તે વિના ન પરિણમે. (બો-૧, પૃ.૭, આંક ૪૬) || કંઇક વૈરાગ્ય હોય, જન્મમરણનો ત્રાસ લાગ્યો હોય, સંસારમાં સુખ નથી, સાચી વસ્તુ આત્મા છે, આત્મા જાણવો છે, આત્મા જાણ્યા વિના કોઇનો મોક્ષ ન થાય - એમ લાગે ત્યારે સિદ્ધાંતબોધ પરિણમે. (બો-૧, પૃ. ૧૮૬, આંક ૫૯) || શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ શાસ્ત્રના સારરૂપ છે; તેમાં છ પદનો બહુ વિસ્તાર છે પણ તે સિદ્ધાંતબોધ સમજવા સદ્ગુરુના ઉપદેશની, સદ્ગુરુ પ્રત્યેની પ્રેમભક્તિ જોઇએ, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેમ જ સર્વ પ્રકારના સિદ્ધાંતબોધ સમજાવામાં બે પ્રકારની જોગવાઈ જોઇએ છીએ : (૧) જીવની યોગ્યતા એટલે વિષય-કષાયને ઘટાડવાનો અભ્યાસ અને તેમાં અરુચિ-અનાસક્ત ભાવ. (૨) સપુરુષનો યોગ. આ બે – ““જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યોગ વિના સમજાતું નથી.” (૫૦૫) એમ પરમકૃપાળુદેવનું વચન છે. તે બંને કારણો ટાળવાની કાળજી, ભાવના રાખી, પુરુષાર્થ કરતો રહે તેને સિદ્ધાંતબોધ-ભેદજ્ઞાન થવા યોગ્ય છે, એમ મહાપુરુષોએ જણાવ્યું છે. જેમ પરબનું પાણી જે પીએ, તેની તરસ મટે અને પરબમાં પાણી ભરનાર પાણી ન પીએ તો ભરનારની પણ તરસ ન મટે; તેમ હું કે તમે જે એ દિશામાં યોગ્યતા લાવવા પુરુષાર્થ કરશે, તે તેમાં સફળ થશે. કોઇનો આશીર્વાદ કે કૃપા ત્યાં કામ આવે તેમ નથી, જીવે પોતે જ જાગવું જોઈશે, અને પોતાની ઓળખાણ કરવાના કામે લાગવું પડશે. તેમ કર્યા વિના અનંતકાળ ગયો તોપણ પોતાનો પત્તો લાગ્યો નથી. તો હવે આ મનુષ્યભવ એમ ને એમ જતો ન રહે, માટે તેની વિશેષ કાળજી, ઝૂરણા કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૧૮, આંક ૧૧૪). D તમારો પ્રશ્ન રૂબરૂમાં ચચ્ચે સમાધાન થાય તેમ છે. હાલ તો ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ થાય અને જિજ્ઞાસા વર્ધમાન થાય તેવી યોગ્યતા લાવવા પુરુષાર્થ કર્તવ્ય છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ [] ૪૬૧ આત્મા એક છે કે અનેક, તેની કંઇક તુલના કરવાયોગ્ય શક્તિ થયે, સત્સંગ વિશેષ થયે અને શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વિશેષ કાળજીથી વાંચ્યું, સમજાય તેમ છે; એટલે હાલ ધીરજ રાખી, રૂબરૂમાં સમાગમે સમજાશે એવી ધારણા રાખી, સત્પુરુષાર્થ વધાર્યા જવા ભલામણ છેજી. હાલ જે પુસ્તકો પાસે હોય તે મધ્યસ્થદૃષ્ટિથી, ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ અર્થે વાંચવા-વિચારવાનું કરશો તો સિદ્ધાંતિક વાતો યોગ્યતા આવ્યે, સહજ પ્રયાસે સમજાઇ રહેશેજી. (બો-૩, પૃ.૩૯૧, આંક ૩૯૭) ‘‘લઘુગુરુ દેહ પ્રમાણે ચેતન સંકોચ-વિકાસશાળી છે, અસમુદ્દાત વ્યવહારે, નિશ્ચયનયથી અસંખ્યદેશી છે.'' જીવ (ચૈતન્ય) વ્યવહારથી નાના-મોટા દેહને અનુસરીને સંકોચ-વિકાસરૂપ બને છે. માત્ર સમુદ્ધાત નામની (દેહ તજ્યા વિના આત્મપ્રદેશોને દેહ બહાર ફેલાવવારૂપ) ક્રિયામાં સંસારી જીવ દેહપ્રમાણ નથી રહેતો અને નિશ્ર્ચયથી તો અસંખ્યાતપ્રદેશી આત્મા ત્રણે કાળ રહે છે. (દ્રવ્યસંગ્રહ) આપનો પત્ર મળ્યો. પૂ. .ને શંકા રહે છે કે જીવ સંકોચ-વિકાસનું ભાજન છે, એ કેમ બને ? આત્મા તો અરૂપી છે. તેનો ઉત્તર યથામતિ લખતાં પહેલાં જણાવવું જરૂરનું છે કે આવા સિદ્ધાંતબોધરૂપ પ્રશ્નો સમજવા, નિર્ણય કરવા પ્રથમ ઉપદેશબોધની ઘણી જરૂર છે; ઉપદેશબોધ પરિણામ ન પામ્યો હોય એટલે જેને આ સંસાર અસાર, અશરણરૂપ, જન્મમરણનાં દુઃખથી ભરેલો અને તેમાં ક્યાંય સુખ નથી એમ જાણી, વહેલામાં વહેલી તકે તેથી મુક્ત થઇ, એક આત્મહિત જ આ ભવમાં કરી લેવું છે, એવી દાઝ ન જાગી હોય, ત્યાં સુધી અરૂપી એવા આત્મા સંબંધી વાતો કરે કે સાંભળે, તે અજાણી ભાષાનું ગીત સાંભળ્યા જેવું છે; કંઇક કર્ણપ્રિય લાગે પણ ભાવ સમજાય નહીં; એટલે મારે-તમારે, બંનેએ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે અને વૈરાગ્યાદિ કારણોથી વિચારની નિર્મળતા થતાં, સહજમાં સમજી જવાય તેવી દશા પ્રાપ્ત થવા યોગ્ય છેજી. હાલ તો આપની શંકા દૂર થાઓ કે ન થાઓ પણ ચિત્તસમાધાન થવા અર્થે, ઘણું જ ટૂંકાણમાં લખું છું, જે ઉપર વિચાર કરવાથી બુદ્ધિને સંતોષ થવા સંભવ છેજી. વેદાંત-સિદ્ધાંત અને જિન-સિદ્ધાંતમાં ભેદ છે. વેદાંત એક જ આત્મા સર્વવ્યાપી માને છે. જિનભગવાન આખું વિશ્વ (લોક) ઠસોઠસ કાજળની કૂપીની પેઠે જીવોથી ભરેલું વર્ણવે છે, એટલે ત્રણે લોક જીવથી ભરેલા છે. તેને જીવજાતિ અપેક્ષાએ કહીએ તો ચૈતન્યસાગ૨રૂપ આખું વિશ્વ કહેવાય. કોઠીમાં ઘઉં ભર્યા છે એમ કહીએ કે ઘઉંની કોઠી કહીએ, એ બંને જેમ સરખું છે; સર્વ ઘઉંના દાણામાં એક જ પ્રકારનો સરખો ગુણ છે તેમ સર્વ જીવ ચૈતન્ય અપેક્ષાએ સરખા છે; પણ ચૈતન્ય અરૂપી છે અને કર્મ પ્રગટ દેખાય છે, તેને લીધે વિવિધતા જણાય છે. તે કર્મ ટળી જતાં પણ બધા આત્મા એકરૂપ થઇ જતા નથી પણ સર્વ મુક્ત જીવ શુદ્ધસ્વરૂપે સ્વસ્વરૂપમાં રહે છે. આ એક સામાન્ય વાત કહી. જ્યાં સુધી જીવને કર્મનો સંગ છે, ત્યાં સુધી જીવને કોઇ ને કોઇ દેહમાં રહેવું પડે છે અને કર્મને આધીન દેહ - જન્મ, બાળ, યુવાન, વૃદ્ધ અને મરણની અવસ્થાવાળો જણાય, તે વખતે તે તે દેહના ફેરફારો પ્રમાણે જીવ તેમાં રહેલો છે. તે સ્પષ્ટ નાના-મોટા વિસ્તારવાળો દેખાય છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ (૪૬૨) ગર્ભમાં જેટલી જગા તેણે રોકેલી હોય છે તેટલી જ સંકોચવાળી જગામાં (દેહમાં) વ્યાપીને જીવન અસંખ્ય પ્રદેશો રહેલા છે. પૂરા માસ થયે જન્મયોગ્ય દેહ થાય ત્યારે દેહમાં સર્વ સ્થળે વ્યાપેલો હોવાથી જીવ વિસ્તારવાળી જગા રોકે છે. જન્મ પછી વર્ષ, બે વર્ષ, પાંચ-પંદર વર્ષમાં શરીર જેટલું વધે છે તે પ્રમાણમાં આત્માના પ્રદેશો વિકાસ પામે છે એટલે દેહપ્રમાણ બની રહે છે. યુવાવસ્થામાં સ્થૂળ શરીર થાય ત્યારે તેટલી જગામાં હોય છે; વળી રોગને લીધે કે ખોરાક ઘટી જવાથી શરીર સુકાઈ જાય ત્યારે તેટલા પ્રમાણમાં રહે છે; તેમ જ વૃદ્ધાવસ્થામાં બને છે. મરણ કાળે કોઈ જીવોએ એવાં કર્મ બાંધ્યાં હોય છે કે તે વખતે દેહ છોડતાં પહેલાં, જે દેહ છોડવાનો છે તે દેહથી, તે જ્યાં નવો દેહ ધરવાનો હોય ત્યાં સુધી પ્રદેશોની એક હાર થઈ જાય છે અને ગર્ભસ્થાન કે ઉત્પત્તિસ્થાનનો સ્પર્શ કરી, પાછો દેહમાં આવી જાય છે. આવી અવસ્થાને સમુદ્ધાત (મરણ સમુદ્યાત) કહે છે. પછી દેહ છોડી, જૂના દેહના આકારે, જ્યાં ઉત્પત્તિ થવાની હોય, ત્યાં કર્મને આધારે જીવ જાય છે, ત્યારે ગર્ભના જેટલો જ મૂળ દેહસ્થિતિરૂપ સંકોચાઈ જાય છે. આ બધી બાબતો કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનથી જોઈને વર્ણવી છે; તે હાલ તો શ્રદ્ધાને આધારે માન્ય થાય તેમ છે. એમાં બુદ્ધિનો પ્રવેશ થાય તેમ નથી. જ્ઞાનીએ, પરમકૃપાળુદેવે જેવું આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, બોધ્યું છે, સંમત કર્યું છે તેવું મારે માનવું છે. એ શ્રદ્ધા કૃઢ કરી, વૈરાગ્ય-ઉપશમ વધારવાથી સર્વજ્ઞદશાની શ્રદ્ધા, સચોટ થાય છેજી. વૈરાગ્ય એટલે પરવસ્તુ પ્રત્યે અનાસક્તિ અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય-ફ્લેશ શાંત પાડવો અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી – આ હાલ થઈ શકે તેમ છેજી; અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છેજી. પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી અને ન સમજાય તો પૂછવામાં હરકત નથીજી. આત્મહિતને પોષવા માટે પરમકૃપાળુદેવનાં વચનો મને તો સર્વોત્તમ લાગ્યાં છેજ. તેથી વારંવાર તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છેજી. (બી-૩, પૃ.૪૭૩, આંક ૫૦૧) જ્ઞાન D પ્રશ્ન : જ્ઞાન એટલે શું? મુમુક્ષુ : આત્માને દેહથી ભિન્ન જાણવો, તે જ્ઞાન. પૂજ્યશ્રી : દેહથી ભિન્ન અવિનાશી આત્મા છે, એવું સરુ દ્વારા જાણે, તે જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાન એ આત્માનો દેહ છે. આ દેહ, તે પોતાનો નથી, પુદ્ગલનો છે. આત્માનો હોય તો સાથે રહે અને આ તો અહીં જ પડ્યો રહે છે. આત્માનો દેહ જ્ઞાન છે. (બો-૧, પૃ.૨૦૬, આંક ૮૮). D પ્રશ્ન : જ્ઞાન કોને કહેવાય? ઉત્તર : જાયું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખદુઃખ આવ્યું જીવન, હર્ષશોક નવિ થાય.'' “આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. Page #472 -------------------------------------------------------------------------- ________________ (૪૩ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને લય મોહ થઇ, પામે પદ નિર્વાણ.'' આત્મજ્ઞાન એટલે દેહથી આત્મા જુદો છે; સ્વ-પર પ્રકાશક છે; નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ પદનો યથાર્થ નિર્ણય થાય તેને “મારું-તારું' મટી શુદ્ધ આત્માનો અનુભવ થાય. “જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઇ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે.'' (૪૯૩). “જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” એ પદ તત્ત્વજ્ઞાનમાંથી વિચારશોજી. (બી-૩, પૃ.૨૮૨, આંક ૨૭૪) સર્વજ્ઞની સિદ્ધિ વિષે મોટાં પુસ્તકો લખાયેલાં છે. ટૂંકમાં, જે માણસ એમ કહે કે કોઈ ક્ષેત્રમાં કોઇ કાળે સર્વજ્ઞ ન હોય, તે પોતે સર્વજ્ઞ હોવો ઘટે છે; કારણ કે સર્વ કાળ અને સર્વ ક્ષેત્રને જાણ્યા વિના, તેનો નિષેધ કરવાનું કેવી રીતે બની શકે? જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. એ સર્વના અનુભવનો વિષય છે; તો જે વધી શકે, તે પૂર્ણ પણ થઈ શકે. પૂર્ણ જ્ઞાન તે જ સર્વજ્ઞતા છે. અમુક જૂજ સંપ્રદાયો વિના ઘણાખરા, બધા સંપ્રદાયવાળા પોતાના ઈષ્ટને સર્વજ્ઞ માને છે, તે ધ્યેય નિષ્કારણ નથી. તે પદ પ્રાપ્ત થાય છે અને તેના ઉપાયરૂપ માર્ગ પણ છે. મોક્ષમાળા પાઠ ૭૦થી ૮૦ અને ૮૨થી ૯૮ સુધી વાંચી, વિચારવા ભલામણ છેજી. અજાણ્યા ડાહ્યા ગણાતા સાથે ચર્ચામાં ઊતરવામાં માલ નથી. પોતાને માટે હાલ તો પુરુષાર્થ કરતા રહો. (બી-૩, પૃ.૩૫૫, આંક ૩૫૬) જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફળચેતના : (૧) જેને આત્મભાવની મુખ્યતા છે, હું આત્મા છું, હું અસંગ છું એવી આત્માની જેને મુખ્યતા છે, તેને જ્ઞાનચેતના છે. (૨) જે જીવો “હું કરું છું, મેં કર્યું, આ મારું છે' એવા ભાવવાળા છે, તેની જેને મુખ્યતા છે, તેને કર્મચેતના છે. (૩) જે જીવો એકેન્દ્રિયાદિ છે, તેઓને કર્મ ભોગવવાનું મુખ્યપણું છે એટલે કર્મના ફળ ભોગવે છે; તેઓ પણ કર્મ તો બાંધે છે, પણ મન નથી તેથી કર્મ બાંધવાની વિશેષતા નથી, તે જીવોને કર્મફળચેતના છે. (બો-૧, પૃ.૧૫૬, આંક ૨૮) જ્ઞાનચેતના એ સ્વાભાવિક છે. જ્ઞાનચેતના એટલે જેને ભેદજ્ઞાન છે, તે કર્મના ઉદયે તેમાં ભળી જતો નથી. હું શુભ કરું, હું અશુભ કરું એમ કર્તવ્ય સમજીને કરે, તે કર્મચેતના છે. કર્મનો ઉદય આવે ત્યારે સુખસામગ્રી મળે. પુણ્યથી મળે ત્યારે જીવ સુખ માને છે. એથી વિપરીત થાય ત્યારે દુઃખ માને છે. પોતાના ભાવ શુભાશુભ કરે છે, તે કર્મચેતના છે. જ્યાં સુધી સમ્યક્ત્વ થયું નથી, ઈષ્ટ-અનિષ્ટ કરે છે, ત્યાં સુધી કર્મચેતના છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ જ્યાં જીવને ભાન નથી, એવા એકેન્દ્રિયાદિમાં કર્મફળચેતના છે. જ્ઞાનચેતનામાં ચેતન છે, કર્મચેતનામાં ચેતન છે અને કર્મફળચેતનામાં પણ ચેતન તો છે. કર્મચેતના અને કર્મફળચેતનામાં આત્મા અશુદ્ધ છે. (બો-૧, પૃ.૩૪૫, આંક ૨૭) મનુષ્યભવ D ઋષભદેવ ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે ભરત, બાહુબળને રાજ્ય આપ્યું; બીજા અઠ્ઠાણું પુત્રોને પણ રાજ્ય વહેંચી આપ્યું. એક વખતે ભરતની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેનાથી તે છ ખંડનો અધિપતિ થયો, પણ ચક્ર આયુધશાળામાં જાય નહીં. પછી તપાસતાં ભરતને ખબર પડી કે મારા ભાઇઓને આણ માનવી નથી. તેથી ભાઇઓને આણ માનવા કહ્યું; ત્યારે અઠ્ઠાણું ભાઇઓ ભગવાન પાસે ગયા અને કહ્યું કે આપે તો રાજ્ય છોડી દીક્ષા લીધી; અમને આપે રાજ્ય આપ્યું હતું, પણ ભરત અમારા ઉપર આણ મનાવવા મથે છે; તો અમારે શું કરવું ? ભગવાન બોલ્યા : ‘‘મનુષ્યભવ દુર્લભ છે. આત્માનું આ ભવમાં કંઇક કરી લેવું. આખો લોક રાગ-દ્વેષથી બળે છે.’’ એમ ભગવાને ઉપદેશ આપ્યો કે તરત જ, ત્યાં જ અઠ્ઠાણું પુત્રોએ દીક્ષા લીધી. પરમકૃપાળુદેવે જે કંઇ આજ્ઞા કરી છે, તે આપણા માટે કરી છે. આ મનુષ્યભવ કેમ સફળ થાય ? તે કરવાનું છે. આ મનુષ્યભવમાં મોહનો ક્ષય કરી, મોક્ષે જાય એટલી બધી આત્માની શક્તિ છે; ધારે તે કરી શકે. જીવ તો પવિત્ર છે, પણ યોગ્યતાની ખામી છે, માન્યતાની ભૂલ છે. એ ફરી જાય તો મોક્ષમાર્ગે ચઢી જાય. (બો-૧, પૃ.૨૦૫, આંક ૮૭) મનુષ્યભવ બહુ પુણ્યના ઢગલા કમાયા પછી મળે છે, એમ ૫.પૂ. પરમકૃપાળુદેવે લખ્યું છે : ‘‘બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.’’ આટલી કડીનો પણ બરાબર વિચાર થાય તો આ જીવ, મનુષ્યભવ મળ્યો છે, તેની દરેક ક્ષણ રત્નચિંતામણિ કરતાં અધિક આંકે, પણ સમજણ વગર બધું પ્રવર્તન જીવ કર્યા કરે છે તો જન્મમરણનો નિવેડો ક્યાંથી આવે ? જેમ ઘી મોઘું મળે છે, એમ સમજાયું છે તો તેને પાણીની પેઠે કોઇ વાપરતું કે ઢોળી દેતું નથી; પણ મનુષ્યભવ શા માટે મળ્યો છે, અને શામાં દિવસ ઉપર દિવસો વહ્યા જાય છે, તે જો નહીં વિચારીએ તો મરણ વખતે પસ્તાવું પડશે અને માઠી ગતિમાં દુઃખી થવું પડશે. માટે ખોટી ગતિ ઊભી થાય, તેવાં કામમાં તો મારે આ ભવ ગાળવો નથી; જન્મમરણ છૂટે એવું સત્સાધન, પરમકૃપાળુદેવની કૃપાથી આ ભવમાં મળ્યું છે, તો હરતાં-ફરતાં, કામ કરતાં, રાંધતાં-સીંધતાં, જાગતાં હોઇએ ત્યાં સુધી પરમપુરુષની પ્રસાદીરૂપ મંત્રનું સ્મરણ ચાલુ જ, જીભે રટાયા કરે, એવી ટેવ પાડી મૂકી હોય તો કેવી કમાણી થયા કરે ! ફિકર, ચિંતા, ક્રોધ, અરતિ, ક્લેશ, કંકાસ, શોક, દુઃખ - બધાં આર્તધ્યાનનાં કારણો, કૂતરાં લાકડી દેખી નાસી જાય તેમ એકદમ દૂર થઇ જાય અને આ સંસારતાપમાં તપતા બિચારા આત્માને શાંતિ, Page #474 -------------------------------------------------------------------------- ________________ (૪૬૫) સુખ, આનંદ અને ભક્તિનો ઉલ્લાસ તુર્ત જ વર્તમાનમાં અનુભવાય અને પરભવ પણ સુધરે તથા મોક્ષમાર્ગે સુખ-સુખે આગળ વધાય એવું સત્સાધનનું આરાધન, નિશ્ચય કરી, કરીએ તો બની શકે એવું છે. માટે બીજાં કામ કરતાં પણ આત્માની દયા ન વિસરાય, લખચોરાસીના ફેરા ફરતાં દુ:ખી થઇ રહેલો આત્મા, આ મનુષ્યભવમાં બિચારો થાક ખાવા આવ્યો, ત્યાં તો હજારો ફિકરો અને ક્લેશની હોળીમાં તેને ઘાંચીના બળદની પેઠે આંખોએ પાટા બાંધી હોમી દીધો. હવે તેની દયા ખાવા જેવું છે. આ ભવમાં ધર્મ-આરાધન થયું હશે તો જીવને સુખ શોધવું નહીં પડે, એની મેળે મળી રહેશે. માટે સ્મરણ રાતદિવસ કર્યા કરવાની અને પરમકૃપાળુદેવનો આશ્રય વૃઢ થાય, તેવી ભાવના ચાલુ રાખવાની ટેવ પાડશોજી. (બી-૩, પૃ.૪૪૫, આંક ૪૬૪) D “પાઘડીને છેડે કસબ' એવી કહેવત છે; તેમ અનાદિકાળના પરિભ્રમણમાં આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે, તે મહા દુર્લભ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી, તેથી ગમે તેમ આ જિંદગીની અમૂલ્ય પળો જીવ વેડફી, ઉડાડી દે છે. તેમ ન બને માટે પરમકૃપાળુદેવે પ્રથમ જ, પુષ્પમાળા-૬૫માં જણાવ્યું છે કે “વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.' વળી એક પત્રમાં પણ જણાવ્યું છે કે ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં, મનુષ્યભવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે, પણ જો તે દેહાર્થે ગાળવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી. આટલો બધો ભાર દઈને તે પરમકૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું, સમજુ માણસને પાલવે તેમ નથી. ઉપર જણાવ્યું છે તેમ રત્નચિંતામણિ જેવી ૨,૧૬,૦૦૦ વિપળનો વેપાર, દરરોજ આ ભવમાં મનુષ્યને કરવાનો છે, તો તેની આગળ લક્ષાધિપતિનો પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્યભવ છે, એમ જેને સમજાયું હોય, તેને નકામો વહી જતો કાળ કેટલો વસમો લાગે ? લાખો રૂપિયા, વેપારમાં જેને ખોટ આવી હોય અને જેમ ખાવું, પીવું, ગમ્મત કરવી તેને ન ગમે; તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્યભવ કેવા પ્રકારે ગાળવો જોઇએ અને કેવી રીતે આજ સુધી કાળ વહ્યો ગયો અને કેમ હવે તેનો દુરુપયોગ ઘટાડવો, તેની ચિંતવનામાં તેને તુચ્છ ઈન્દ્રિયાધીન સુખોમાં કેમ ગોઠે ? કેમ આ ઈન્દ્રજાળ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે? વ્યસનને વશ થયેલો કોઇ નગરશેઠનો દીકરો, જુગાર આદિ ગુનામાં પકડાયો હોય અને પોલીસના હાથમાંથી છૂટી શકે તેમ ન હોય, તેને બાંધીને કચેરીમાં લઈ જતાં જેવી શરમ આવે અને પોતાના બાપનું નામ વગોવાય છે, એમ જેને લાગે છે તથા વિચાર કરે છે કે અહો, મારે ત્યાં લાખો રૂપિયા છતાં આવી ભિખારી જેવી મારી દશા મને છાજતી નથી; તેમ વિચારણા જેને જાગી છે, પોતાનું ભાન જેને થયું છે, તેવો સદ્ગુરુનો કૃપાપાત્ર શિષ્ય, એ જ વિમાસણમાં રહે છે કે અહો, મારું શુદ્ધસ્વરૂપ તો પરમકૃપાળુ પરમાત્માએ જણાવ્યું છે તેવું કેવળજ્ઞાન, કેવળદર્શન, લાયક સમ્યક્ત્વ આદિ અક્ષય અનંત ગુણોવાળું છતાં મારી કેવી મૂર્ખાઈ કે ભિખારીની પેઠે પાંચ ઇન્દ્રિયોને વશ થઇ, અનેક જન્મમરણનાં મૂળ સમાન મિથ્યાત્વની કચેરી તરફ તણાયો જાઉં છું? Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬) મારું કુળ કોણ? મારે કેમ વર્તવું યોગ્ય છે? હવે આ સ્થિતિમાંથી કેમ છુટાય ? વગેરે વિચારો દ્વારા તે પોતાની સ્થિતિનું, પોતાના નિજધરનું ઓળખાણ કરી, પરવસ્તુથી અણગમો રાખી, ન-છૂટકે પરકથા અને પરવૃત્તિમાં ચિત્ત દે છે; નહીં તો તેનો ભાવ તો સદાય નિરંતર ઘેર જવાનો રહે છે, ઘરભેગો થવાનો રહે છે; તેમ મુમુક્ષુજીવનું ચિત્ત મોક્ષના સાધનમાં અને મોક્ષની પ્રાપ્તિની શોધમાં જ સદાય લાગ્યું રહે છે. તે માર્ગદર્શકને શોધી, તેણે કહેલે માર્ગે ચાલવા, સદાય તત્પર હોય છે. તેમ આપણે પણ સદ્દગુરુ, તેનાં વચન અને તે વચનના આશય ઉપર પૂર્ણ પ્રેમ રાખી, જેટલો પુરુષાર્થ પુરુષની આજ્ઞાએ આ મનુષ્યભવ સફળ કરવા માટે થાય, તેટલો કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૧, આંક ૩૬) ઘણી વાર પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સાંભળ્યું છે કે મનુષ્યભવ દુર્લભ છે, ચિંતામણિરત્નતુલ્ય છે, મોક્ષનું કારણ છે; તેમ છતાં તુચ્છ વસ્તુઓનું માહામ્ય જીવને લાગ્યા કરે તો તે બોધ સાંભળ્યો જ નથી એમ થયું. તો હવે તે દુર્લભ મનુષ્યભવ સફળ કરવા શું કરવું? શું કરવાથી જે માહાસ્ય જ્ઞાનીને લાગ્યું છે તે આપણને લાગે? આપણી ભૂલો આપણને યથાર્થ કેવા પ્રકારે, શું કરવાથી સમજાય? અને શાથી તે ટળે? એનો વિચાર મારે-તમારે-બધાએ લક્ષ રાખી વારંવાર કર્તવ્ય છે. (બી-૩, પૃ.૪૮૩, આંક ૫૧૪) || આ મનુષ્યભવને રત્નચિંતામણિ જેવો જ્ઞાની પુરુષોએ કહ્યો છે, કારણ કે આ ભવમાં પોતાના દોષો દેખી, તે દોષોને જીવ દૂર કરી શકે અને સર્વ દોષથી રહિત એવું મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે. દેવો પણ સ્વર્ગમાં ઈન્દ્રિયસુખો અત્યંત હોવા છતાં મોક્ષની પ્રાપ્તિ કરવાની યોગ્યતા નહીં હોવાથી, મનુષ્યભવ ક્યારે મળે, એવી ઈચ્છા રાખ્યા કરે છે. એવો દુર્લભ મનુષ્યભવ મળ્યા છતાં, જીવ જો ધર્મસાધન કરવામાં પ્રમાદ કરશે, સત્ય ધર્મથી અજાણ્યો રહી જશે, તો ઢોર-પશુના કે કીડી-મકોડીના શુદ્ર ભવમાં લખચોરાસીના ફેરા ફરતાં, ધર્મ સાધવાનું કે સમજવાનું કેવી રીતે બની શકશે? એ વિચાર જીવે કર્યો નથી. હડકાયું કૂતરું કે લૂંટારાનો ભય હોય, તે રસ્તે આપણે જવાનું માંડી વાળીએ છીએ, પણ આખો મનુષ્યભવ ગુમાવી બેસીએ તેવી, પાણી વલોવવા જેવી મિથ્યા પ્રવૃત્તિમાં, આ આયુષ્ય વહી જાય છે, તે વિચારી નકામી પ્રવૃત્તિ માંડી વાળતાં આપણને અઘરું પડે છે, તેનું શું કારણ હશે? તે વિચારો. સાચા સુખનું જીવને ભાન નથી. (બી-૩, પૃ.૬૦, આંક ૪૮) D મનુષ્યભવની એકેક ક્ષણ, ચક્રવર્તીની સમસ્ત ઋદ્ધિ કરતાં વિશેષ ઉપયોગી છે, એવું પરમકૃપાળુદેવે કહ્યું છે; કારણ કે કોઈ ક્ષણે સમકિત પ્રાપ્ત થાય, કોઈ ક્ષણે સર્વસંગપરિત્યાગ થાય, કોઈ ક્ષણે શ્રેણી મંડાય, કોઈ ક્ષણે કેવળજ્ઞાન થાય, અને કોઈ ક્ષણે સર્વ કર્મ છૂટી સિદ્ધપદ પ્રાપ્ત થાય. આવી અમૂલ્ય ક્ષણો મનુષ્યભવની છે. તેને વિચારવાન નિરર્થક વહી જવા દે નહીં. (બો-૩, પૃ.૨૯, આંક ૭૩૫) D ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં પણ, મનુષ્યભવની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે. એવા મનુષ્યભવના, રત્નખચિત આભૂષણ જેવા, દિવસોના દિવસો ઉપરા-ઉપરી ચાલ્યા જાય છે, પણ જીવને તેનો સદુપયોગ કરી લેવાનું સૂઝતું નથી, એ વારંવાર વિચારવા જેવું છે. આવા ને આવા દિવસો સદાય રહેતા નથી એમ જાણ્યા છતાં, વૃદ્ધાવસ્થા, રોગ અને મરણનું અવશ્ય આવવું છે એમ જાણ્યા છતાં, જીવને વિચાર સરખો નથી આવતો કે પૂર્વપુણ્યની કમાણીને લીધે અત્યારે Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭) આ મનુષ્યભવની પ્રાપ્તિ થઇ, ઉત્તમ કુળમાં જન્મ થયો, ધારે તો ઘણો પુરુષાર્થ કરી શકે તેવી શરીર, મન, વચન, ધન, ધર્મ આદિની શુભ જોગવાઈ મળી છે. નીરોગ અવસ્થા અને જુવાનીની, સાથે-લગી જોગવાઇ, ફરી-ફરી પ્રાપ્ત થતી નથી. આ બધાં સાધનો, જો શુભમાર્ગમાં વપરાય તો પરભવનું હિત સાધી મોક્ષમાર્ગ પમાડે, તેવું સમકિત પ્રાપ્ત થાય અને અનંત ભવનું પરિભ્રમણ ટળી જાય અને વધારેમાં વધારે પંદર ભવે તો અવશ્ય મોક્ષ થાય; નહીં તો તે જ ભવે કે બે-ચાર ભવે મોક્ષ થાય. કેવી સરસ કમાણી? પણ હજી પરિભ્રમણથી જીવ થાક્યો નથી. ધર્મના માર્ગમાં વિઘ્ન કરનાર પાંચ ઇન્દ્રિયોના વિષયની સામગ્રીમાં આસક્તિ અને ક્રોધ, માન, માયા અને લોભનાં કારણોમાં, હજી જીવને મીઠાશ લાગે છે. નાટક જોવું હોય તો આખી રાત્રિ જાગી, ધન અને નેત્રનો દુરુપયોગ કરવામાં પાછો ન પડે; પણ ભક્તિ, ભજન, મુખપાઠ, વાંચન, વિચાર, સ્મરણ આદિ ધર્મકાર્યો કરવામાં આળસ થાય, ઊંઘ આવે, કંટાળો આવે અને પડતું મૂકે, કાલે થશે એમ મન વાળે; પણ કાલે મોત આવશે, રોગ આવશે, શિથિલપણું, ગાંડપણ અને અનેક આધિ-વ્યાધિ-ઉપાધિની જાળ ક્યારની, કેટલી વાટ જોઇ રહી હશે, તેનો વિચાર આવતો નથી. બિલાડી વાસણમાં દૂધ ભરેલું દેખે છે, પણ પાસે ડાંગ પડી છે, તે દેખતી નથી; અને દેખે છે તો તેને ભાન નથી કે દૂધ પીવા જતાં કેડ ભાંગી જશે તો શી વલે થશે ? આ બધાં દૃષ્ટાંતોથી કહેવાનું એ કે પૂર્વની કેટલી કમાણી જીવ વાપરી નાખે અને ભવિષ્યના હિત માટે કંઈ પણ ન કરે તો કેવું ગણાય? જુવાનીમાં બાપનું રાખેલું ધન ખોઈ બેસનારને, વૃદ્ધાવસ્થામાં નવું કમાઈ શકે તેવું જોર નથી અને કંઈ સંઘરી રાખ્યું નથી, તેને ભીખ, દુઃખ, તિરસ્કાર સહન કરવો પડે છે. તેવી આપણી દશા ન થાય, મનુષ્યભવ હારી ન બેસાય, નરક-પશુના ભવમાં રખડવું ન પડે, તે માટે અત્યંત કાળજી રાખવી ઘટે છેજી અને એ બધાથી ઊગરવાનો ઉપાય, કોઈ સત્પરુષે સંતસમાગમે બોધ દ્વારા જણાવેલું સાધન તથા પ્રતીત કરવા યોગ્ય આપ્તપુરુષ પર દ્રષ્ટિ નખાવી હોય, તેના ઉપર સાંસારિક સર્વ વસ્તુ કરતાં વિશેષ પ્રેમ, પ્રતીતિ અને ભક્તિ કરવી, એ સર્વોત્તમ ઉપાય છે. (બી-૩, પૃ.૪૨, આંક ૨૯). | આવો અવસર વારંવાર મળે તેમ નથી, માટે ચેતી લેવા યોગ્ય છે. “જાગશે તે જીવશે' એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહે છે. “પાણી પહેલી પાળ બાંધવી” એમ કહેવાય છે. “ઘર લાગ્યા પહેલાં કૂવો ખોદાવ્યો હોય તો ઘર ઓલવાય, પછી ખોદે તો ન બને'; તેમ જેમ વહેલું ચેતાય, તેટલું વિશેષ ઉપકારી છે. આ ભવની એક-એક ક્ષણ રત્નચિંતામણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન છે, એમ જ્ઞાનીઓ કહે છે; તે દયમાં કોતરી રાખવા યોગ્ય છેજી. આ ભવમાં આત્માની ઓળખાણ કરી લેવા યોગ્ય છે. તે વહી ગયા પછી નહીં બને; માટે સપુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૮૪, અંક ૭૫) હોડીમાં બેઠા હોઈએ, તેને લાકડાં ફાડે તેમ ફાડીને બાળી નાખે તો બૂડી જાય; તેમ આ મનુષ્યભવ તરવાનું સાધન છે, તેને મોજશોખમાં વાપરે તો બૂડી જાય. મનુષ્યભવ મળવો મુશ્કેલ છે, તો પછી Page #477 -------------------------------------------------------------------------- ________________ (૪૬૮) મનુષ્યભવને સફળ કરનાર સાધનો મળવાં તો બહુ મુશ્કેલ છે. જન્મમરણનાં દુઃખો જેને લાગ્યાં છે, તેને પુરુષાર્થ સૂઝે છે. (બો-૧, પૃ.૨૯, આંક ૬) D મનુષ્યભવની એક-એક પળ રત્નચિંતામણિ કરતાં વિશેષ મૂલ્યવાન છે, કારણ કે તે વડે મોક્ષમાર્ગ સાધી શકાય છે; પણ વિષય-કષાયમાં તેવી ક્ષણો ગાળીએ તો આ દુર્લભ મનુષ્યદેહને કોડીનો ગણ્યા બરાબર છે. માટે માનવપણું સમજે તે માનવ, એ વારંવાર લક્ષમાં રાખી, મોક્ષમાળાનો ચોથો પાઠ “માનવદેહ' મુખપાઠ કરવા ભલામણ છે. (બો-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩) D જીવને મનુષ્યભવ દુર્લભ સમજાયો નથી. એક માણસ પાસે એક અમૃતનો પ્યાલો હતો. તેમાંથી એક ટીપું પણ મરેલા મનુષ્યના મોઢામાં નાખે તો મરેલો જીવતો થાય, તેને પગ ધોવા માટે વાપરી નાખ્યું. તેમ આ મનુષ્યભવથી મરવાનું છૂટી મોક્ષ થાય એમ છે, તેને આ જીવ ખાવા-પીવામાં, મોજશોખમાં, કમાવામાં એવી નજીવી વસ્તુઓમાં વાપરે છે. (બો-૧, પૃ.૨૬૧, આંક ૧૬૮) ઘર્મ કરવો તો છે, પણ વચ્ચે કામધંધાથી વિપ્ન આવતું હોય તો તે કામ પણ કરી લીધે છૂટકો. જે આડે આવે તે કોરે કરવું પડે, પણ લક્ષ ન ચૂકવો કે આ મનુષ્યભવ અમૂલ્ય છે અને અનંત પુણ્યસંચય થવાથી સપુરુષે પ્રરૂપેલો ધર્મ સમજવાનો, આદરવાનો લાગ આવ્યો છે તો જેમ મોસમમાં આપણે કમાઈ લઈએ છીએ તેમ મનુષ્યભવ અને યુવાવસ્થા તથા નવરાશનો વખત, એ ધર્મસાધન કરવાની ઉત્તમ મોસમ છે. કંઈ ન આવડે તો મંત્રસ્મરણ, મોઢે કરવાની આજ્ઞા મળી હોય તે ગોખવાનું કે વિચારવાનું કે વાંચવાનું કરવાથી, બીજાં કર્મ બંધાતાં અટકશે અને નિર્જરાનું કારણ થશે. કોઈ મોસમમાં ધર્મને માટે ઓછો વખત મળે તો પણ કોઈ પ્રકારે ખેદ ન કરવો. ભાવ એવો રાખવો કે “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' અને બને તેટલું કરવું; પણ જ્યારે નવરાશનો જોગ બને, ત્યારે પ્રમાદમાં વખત ન જાય, તે સાચવવાનો લક્ષ રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૪૬, આંક ૩૧) D આ મનુષ્યભવમાં જેવી આત્મકલ્યાણની અનુકૂળતા છે, તેવી લખચોરાસી ગતિમાં ભમતાં કોઈ પણ ઠેકાણે મળે તેમ નથી. બહુ પુણ્યથી મનુષ્યભવ મળ્યો છે, તેની એક-એક પળ રત્નચિંતામણિથી ઘણી જ મૂલ્યવાન છે. માટે પ્રમાદ, વાસના, વેર, વિરોધ આદિ દુર્ભાવ છોડીને, સદ્ગુરુ આજ્ઞામાં જેટલો કાળ ગળાય તેટલું ખરું જીવન છે, બાકી તો ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવામાં કાળ જાય છે. ખરી મોસમમાં જેમ ખેડૂતો બધાં કામ મુલતવી રાખી, એક ખેતીના કામમાં તનતોડ મહેનત કરે છે; તેમ મનુષ્યભવની ઉત્તમ મોસમ આવી છે, તે મોક્ષને જ અર્થે છે. આજીવિકા કે જરૂરનાં દેહાદિ સંબંધી કાર્યો પતી જતાં, નવરાશનો વખત, બને તેટલો, આત્મઉન્નતિ થાય તે અર્થે ગાળતા રહેવાથી, જીવનું કલ્યાણ ત્વરિત ગતિથી થવું સંભવે છેજી. સમજુ જન સહેલાઇથી સમજી જાય છે. મૂર્ખ માણસો આખી જિંદગી આવી વાતો સાંભળે છતાં ચેતતાં નથી અને અચાનક કાળ આવી પહોંચે ત્યારે સિકંદરની પેઠે આખરે પસ્તાય છે; પણ અંતે કંઈ બની શકતું નથી. (બી-૩, પૃ.૬૦૩, આંક ૬૯૨) | તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. તમે તમારા અનિશ્ચિત મનને, હાલ તો બને ત્યાં સુધી ભક્તિમાં રોકતા રહો, એ જ ખાસ તો ભલામણ છેજી. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ ઉતાવળા થવા યોગ્ય નથી. હજી તમારી ઊગતી જુવાની છે, એટલે મનુષ્યભવની કેટલી કિંમત છે, તેની તમને ઝાઝી ખબર નથી. એક-એક પળ રત્નચિંતામણિ કરતાં અધિક કિંમતી છે, તેને માત્ર વિષયભોગ કે ધન અર્થે ગાળી નાખવા યોગ્ય નથી. શા માટે આપણે આ ભવમાં આવ્યા છીએ અને શું કરીએ છીએ ? તેનો વિચાર કરવાનું કોઇ ભાગ્યશાળીને સૂઝે છે; નહીં તો શરીરની જ કાળજી અને પંચાતમાં, ઘણા જીવોના આખાં જીવન વ્યતીત થઇ જાય છે અને અચાનક મરણ આવીને ઊભું રહે ત્યારે ગભરાઇ જાય છે. કોઇ પણ કામ કરતાં પ્રથમ, આત્મહિત કેટલું સધાય તેમ છે, તે પણ વિચાર કર્તવ્ય છે; પછી પૈસો, આબરૂ વગેરે. (બો-૩, પૃ.૩૭૦, આંક ૩૭૪) D‘‘એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે.’' (મોક્ષમાળા પાઠ-૫૦) ‘જ્ઞાનીકી ગતિ જ્ઞાની હિ જાને.’ આપણને ચેતાવ્યા છે. પ્રમાદમાં પડયા છીએ, તે શત્રુના પંજામાં ફસાયા છીએ. અનંત ભવ પ્રમાદમાં ગયા અને તે ક્ષણે-ક્ષણે જીવને લૂંટી રહ્યો છે. ‘આત્મઘાતી મહાપાપી.’ ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમણે કાં અહો રાચી રહો ?'' મનુષ્યભવની દરેક ક્ષણ, અંશે મનુષ્યભવ છે અને આમ જીવ ભવ હારી જાય છે. અનંત ભવથી જે ન થયું, તે એક પળમાં થઇ શકે એમ છે અને મનુષ્યભવને સફળ કરે તેમ છે. ‘‘પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસ.'' સમ્યક્દર્શન થાય, કેવળજ્ઞાન થાય, મોક્ષ થાય તેવી પળો સમયે-સમયે જીવ ખોઇ રહ્યો છે. તેના જેવો ઉડાઉ - ભવ હારી બેસનાર બીજો કોણ જડશે ? જે પળે કુગુરુને સદ્ગુરુ માન્યા, તે પળ આખો ભવ લૂંટી લે કે નહીં ? એક પળ પણ સત્સાધન કેમ ચૂકવું ? (બો-૩, પૃ.૧૭૧, આંક ૧૭૬) D ‘મનુષ્યભવની દરેક ક્ષણ અંશે મનુષ્યભવ છે.' તેનો ભાવાર્થ સરળ છે. જેમ રૂપિયામાં જેટલા પૈસા (૬૪) છે, તે અંશે રૂપિયારૂપ છે. બધા પૈસા (૬૪) મળી એક રૂપિયો થાય છે. ૩૨ પૈસા ગુમાવો તો રૂપિયાના બત્રીસ અંશ ગુમાવ્યા. જે વડે રૂપિયો થાત, તે ગુમાવ્યો એમ હિસાબી રીતે બેસે છે. આમ જે જીવનની ક્ષણોનો હિસાબ રાખતો નથી, તે અંતે પસ્તાય છે અને ફરી આવો અમૂલ્ય ભવ પામવા યોગ્ય સામગ્રી, ઘણા કાળ સુધી પામી શકતો નથી. કોઇ અપેક્ષાએ, કરવા માંડયું તે કર્યું, એમ કહેવાય છે. જેમ જમાલીજીનો સિદ્ધાંત ખંડવા, શ્રાવકે સતીની સાડીમાં અગ્નિ મૂક્યો અને છેડો બળ્યો કે કહ્યું કે મારી સાડી બળી ગઇ; તેમ જેણે જીવનનો નાશ થાય કે બરબાદ થઇ જાય, તેમ એક પળ પ્રમાદમાં ગાળી તેને, તેણે જીવન ગુમાવ્યું એમ કહી શકાય, તે પણ વિચારશોજી. (બો-૩, પૃ.૧૭૫, આંક ૧૭૯) મહપુણ્યના યોગે મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. તેની સાથે ઉત્તમ કુળ, વિશુદ્ધમતિ, સત્સંગનો યોગ, નીરોગી કાયા એ બધી સામગ્રી દુર્લભ મળી છે. તે વડે કરીને આ સંસારસાગર તરવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. જેમ ઉત્તમ હિમાલય જેવા પર્વતમાંથી બરફ ઓગળવાથી, પાણીનું પૂર પવિત્ર ગંગા નદીમાં આવે છે, તેનો ઉપયોગ કોઇ-કોઇ સ્થળે સ્નાન, પાન આદિમાં કોઇ કરે છે; કોઇ ખેતરોમાં પાણી જોઇતું ઉલેચી લઇ પાક પકવે છે; કોઇ તેના વેગથી સંચા ચલાવે છે – એમ જેટલો ઉપયોગ તેનો કરી લે, તેટલું એ Page #479 -------------------------------------------------------------------------- ________________ (४७० મીઠું પવિત્ર પાણી ઉપયોગમાં આવ્યું; પણ બાકીનો મોટો ભાગ દરિયામાં જઇ, ખારા પાણી સાથે ભળી. પીવા માટે પણ અયોગ્ય બને છે. તેમ આ મનુષ્યભવની અમૂલ્ય રિદ્ધિ અનેક પ્રાણીઓને પ્રાપ્ત થઈ છે, તેને કોઈ ધન કમાવામાં કોઈ પરોપકારમાં કોઈ સત્સંગ આદિ સાધનમાં વાપરે છે; તો કોઈ અધોગતિનાં કારણો મેળવી પરિભ્રમણ વધારવામાં જ દુરુપયોગ કરે છે; તો કોઈ ફરી મનુષ્યભવ મળવો મુશ્કેલ થઈ પડે તેમ વ્યર્થ ગુમાવી દે છે; પણ જેને પુરુષનો યોગ થયો છે, જેને સમ્યફબોધરૂપી રત્ન પ્રાપ્ત થયું છે, જેને વ્રતનિયમ આદિ અલભ્ય લાભ મળ્યો છે, તેણે તે પૂંજી સાચવી, તેની વૃદ્ધિ કરવી ઘટે છેજી. મરણ આવે તો ભલે, પણ વ્રતનો લક્ષ ન ચુકાય, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છેજી. બી-૩, પૃ.૬૪, આંક પ૩) દિવ્યધ્વનિ પ્રભુની ખરે, “અહો ભવ્ય જીવ સર્વ; શું કરવા આવ્યા તમે ? શાનો કરવો ગર્વ ? માનવભવ મોંધો મળ્યો, કરો કાંઈ વિચાર; સરવૈયું આ ભવતણું, કાઢો દિલ મોઝાર. ઉધાર બાજુ પાપની, વધતી વધતી જાય; સરભર ખાતું શું થશે? લેવો કોઈ ઉપાય. પરિભ્રમણ તો બહુ કર્યું, પામ્યો દુઃખ અનંત; આવો યોગ જતો વહી, આણો ભવનો અંત. દિલ દૂભવ્યાં બહુ જીવનાં, કરી અણઘટતાં કાજ; દયા વસાવો દિલમાં, બચાવવા જીવ-રાજ. પરિહરવા સૌ પાપને, ભગવતી દીક્ષા સાર; મોક્ષ માર્ગ આરાધવા, ધરો ભવ્ય ઉદાર.” (બો-૩, પૃ.૬૧૭, આંક ૭૧૭) T મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, બહુ પુણ્ય કરીને પ્રાપ્ત થયો છે, તેની એક ક્ષણ પણ નકામી જતી રહે નહીં, તેની કાળજી વિચારવાન જીવે રાખવી ઘટે છેજી. ભલે ઘરેણાં-ગાંઠાં લૂંટાઈ જાય, ઘર બળી જાય કે બધી મિલકત જતી રહે, પણ આત્મહિતનું સાધન, જે મનુષ્યભવનો યોગ હશે, તો બધું ફરી પ્રાપ્ત કરી શકાશે, કે તેના વિના ચલાવી લેવાશે; પણ જો આ મનુષ્યભવ લૂંટાઈ ગયો તો તે પ્રાપ્ત થવો, અતિ-અતિ દુર્લભ છે. કરોડો રૂપિયા ખર્ચતા પણ આયુષ્ય લંબાવી શકાતું નથી. માટે જેટલી ક્ષણો જીવવાની-મળી છે, તેમાંથી બને તેટલી, સદ્ગુરુની આજ્ઞામાં ગાળવા ખરેખરો પુરુષાર્થ, પ્રમાદ તજીને કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૬, આંક ૩૮૧) મનુષ્યભવ દુર્લભ છે. પ્રમાદ મોટો શત્રુ છે. ખરી કમાણી કરવાની મોસમ આ મનુષ્યભવમાં છે. જેમ વરસાદ વરસે ત્યારે ખેડૂત સો કામ પડી મૂકી, વાવવા જાય; તેમ આત્મહિતનું કામ, જે જ્ઞાનીની આજ્ઞાએ થઈ શકે તેવું છે, તેની કાળજી તેથી અનંતગણી રાખવી ઘટે છેજી. અનંતકાળ થયા નથી બન્યો Page #480 -------------------------------------------------------------------------- ________________ (૪૭૧) તેવો પુરુષનો યોગ અને તેની આજ્ઞાની પ્રાપ્તિ થયા પછી, જીવ તેની આરાધનામાં પ્રમાદ કરે તો શરમાવા જેવું છેજી. પશુ આદિ બીજા ભવોમાં સારી ભાવના કરી; આ મનુષ્યભવ મળે એવી કમાણી કરી; સત્પષનો યોગ થાય તેટલું પુણ્ય પ્રાપ્ત કરી શક્યો; તો હવે આ ભવમાં તો તેથી ઘણું થઈ શકે તેવો યોગ છે. માટે હિંમત હાર્યા વિના, પુરુષાર્થ કાળજી રાખીને કરતા રહેવાથી, જીવનું કલ્યાણ થવા યોગ્ય છેજી. આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ' એમ ગણી, શરીર આદિની સગવડ ઓછી કરીને, આત્મહિતને આગળ કરવું ઘટે છે તથા રોજ મરણને સંભારી, કરી લેવા યોગ્ય કામમાં પ્રમાદ ન થાય, તે તપાસતા રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૧૫, આંક ૧૬૭) મનુષ્યભવ દુર્લભ છે. ફરી-ફરી, કલ્યાણ કરવાની આવી તક આવવી દુર્લભ છે; તો જે વ્રતનિયમ તથા નિત્યનિયમ વગેરે ધર્મકાર્ય સદ્ગુરુની આજ્ઞાએ કરવા યોગ્ય છે, તેમાં શિથિલતા ન આવે, તેમ વર્તવા યોગ્ય છે, ખોટા મિત્રો, ખોટાં પુસ્તકો, નાટક, સિનેમા વગેરે વિકારને પોષે તેવા પ્રસંગોથી દૂર રહેવું. સત્સંગની ભાવના રાખી, સામાયિકપાઠ, સ્મરણ, આત્મસિદ્ધિ વગેરે યથાશક્તિ કરતા રહેવા ભલામણ છે. અવકાશનો વખત ગપ્પાંમાં કે ગંજીફા વગેરે રમતમાં કે પ્રમાદમાં વહ્યો ન જાય, તેની કાળજી રાખી, ધર્મધ્યાન, સદ્વાંચન, સવિચાર વગેરેમાં કાળ ગાળવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૬, આંક ૬૪) મનુષ્યભવ દુર્લભ છે. ભલે રોગી હોય, ખોડખાંપણવાળો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, નિર્ધન હો કે શ્રીમંત હો, પણ મનુષ્યભવ છે તો પુરુષનાં વચન કાનમાં પડશે, વિચારાશે, સારા ભાવ થશે; પણ તે છૂટી ગયા પછી કંઈ બનનાર નથી. માટે મનુષ્યભવ પામીને આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં વખત ન જાય, તે જ સાચવી લેવાનું છે. કાળનો ભરોસો નથી, માટે ચેતી લેવાનું છેજી. (બો-૩, પૃ.૬૭, આંક ૫૪) | મનુષ્યભવ દુર્લભ છે. ભલે શરીર સાજું-માંદું હોય કે અપંગદશા હોય, તોપણ જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધતાં જીવનાં કોટિ કર્મનો નાશ થાય છે. પરમપુરુષ પ્રત્યે જેની આશ્રયભાવના દ્રઢ છે, તેને ગમે તેટલાં દુઃખ આવે, તેને તે સુખરૂપ માને છે. (બી-૩, પૃ.૩૧, આંક ૭૪૦) | મનુષ્યભવ દુર્લભ છે એ વારંવાર પ.પૂ પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છે; તે દયમાં કોતરી રાખી, સપુરુષની આજ્ઞાએ આટલો ભવ કે અમુક બચે તેટલો કાળ જાય, તેવી કાળજી કર્તવ્ય છે. ખરી કમાણી કરવાનો અવસર આ મનુષ્યભવ છે; પણ વિચક્ષણનો માર્ગ છે. જે રસ્તે લૂંટાઈ ગયા, તે રસ્તે ન જવું. લાભ થાય તેમ પ્રવર્તવું. સત્પરુષની આજ્ઞામાં જેટલો લાભ સમાયો છે, તેટલો જગતમાં ક્યાંય નથી, એ દ્રઢ શ્રદ્ધા રાખી, થયેલી આજ્ઞાનો વિચાર કરી, તે ઉપાસવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૧૦૯, આંક ૧૦૨) દુર્લભ મનુષ્યદેહ શાં શાં કામમાં વહ્યો જાય છે, તેની વિચારવાન જીવે લક્ષ રાખવા, નોંધ રાખવા લાયક છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨) ધનની કાળજી હોય તો તેને માટે નામું લખવા જીવ ચૂકતો નથી; પણ મનુષ્યભવની કિંમત સમજાઈ નથી, તેથી કાળ કેમ જાય છે અને બને તેટલો વખત બચાવી, શામાં ગાળવા લાયક છે, તેની જોઇએ તેવી દાઝ જીવને જાગી નથી. ફરી-ફરી આવો અવસર મળવો દુર્લભ છે; તો આર્તધ્યાન કે ક્રોધાદિમાં રૌદ્રધ્યાન ન થાય, તેની પણ બહુ સંભાળ રાખવી ઘટે છેજી. (બી-૩, પૃ.૪૭૫, આંક ૫૦૩) આવ્યો યોગ અપૂર્વ આ, કરવા સફળ વિચાર. ભાગ્યશાળી જન જાગશે, મોહનીંદ કરી દૂર; વીર હાક સંગ્રામની, સુણતાં ઊઠે શૂર. બાળપણે મળમૂત્રમાં, રમે બાળ બહુ વાર; પણ સમજણ આવ્યા પછી, ભૂલતા સર્વ વિકાર. તેમ તજો લૌકિક રીતિ, ગ્રહી અલૌકિક ભાવ; માનવભવની સફળતા, કરવાનો આ દાવ. મનુષ્યભવ દુર્લભ છે; તેમાં પુરુષનો યોગ થવો એ અત્યંત દુર્લભ છે; તેમનો બોધ પ્રાપ્ત થવો અને તે રુચવો અથવા તે પ્રમાણે વર્તવા ભાવ થવા, તે માન્ય થવો, શ્રદ્ધવો એ વળી એથી અત્યંત દુર્લભ છે અને જો તે શ્રદ્ધાપણે વર્તાય તો પછી મોક્ષ દૂર નથી. આ ભવમાં જીવ જે સામગ્રી પામ્યો છે, તેવી સામગ્રી ફરી-ફરી મળવી બહુ કઠણ છે; તો હવે આપણું કામ એટલું જ કે જેટલો કાળ આપણા હાથમાં છે, ત્યાં સુધી સંતની કૃપાથી જે પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા થઈ છે, તે પુરુષનું શરણું આપણને બતાવ્યું છે તે જ ગ્રહણ કરી તેમાં દ્રઢ રહેવું; તે જ આપણો નાથ છે, તે જ તરણતારણ છે. તેણે આત્મા જામ્યો છે, તેવો જ મારો આત્મા છે. તેના એક વચનનું પણ યથાર્થ ગ્રહણ થશે તો મારું કલ્યાણ થશે. તેનો જણાવેલો સ્મરણમંત્ર “સહજત્મસ્વરૂપ પરમગુરુ'' એ મારા ધ્ધયમાં નિરંતર રમણ કરો. (બો-૩, પૃ.૧૪, આંક ૭૧૨) D પરમકૃપાળુદેવ જેવો ઘણી, માથે જેને હોય, તેને કંઈ મૂંઝાવા જેવું નથી, છતાં મનુષ્યભવ મળવો બહુ દુર્લભ છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તે ધન જેની પાસે હોય, તેણે તે લૂંટાઈ જતાં પહેલાં, તેનો બહુ કાળજીથી સદુપયોગ કરતા રહેવા યોગ્ય છે. આપ તો સમજુ છો. આપના કુટુંબના સર્વ ભાવિક જીવાત્માને ચેતવા માટે જણાવતા રહેશો કે ફરીથી આવી સામગ્રી બીજા ભવમાં મળવી મુશ્કેલ છે. માટે શ્રદ્ધા પરમ દુર્લભ છે, એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા; તે યાદ રાખી, જે જે પ્રકારે પરમકૃપાળુદેવની શ્રદ્ધા કૃઢ થાય, તેમ પ્રવર્તવા યોગ્ય છેજી. શ્રદ્ધાની ખામીને લઈને જીવ દુઃખ વેદે છે. (બી-૩, પૃ.૯૦, આંક ૮૧) પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી, માટે રાતદિવસના ચોવીસ કલાકમાંથી ધર્મકાર્ય માટે અમુક કાળ અવશ્ય કાઢવો અને આપણી સાથે હોય તેમને પણ ધર્મકાર્યમાં જોડવા, એ સ્વપરહિતનું કારણ છે. કામધંધામાંથી જે વખત બચે તે નાટક, સિનેમા કે પત્તા-ચોપટ વગેરે રમતોમાં તથા નકામી વાતોમાં વહી જવા દેવો યોગ્ય નથી. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ મનુષ્યભવ બહુ દુર્લભ છે. મોક્ષ પામવા યોગ્ય એક મનુષ્યગતિ જ છે અને તે વારંવાર પ્રાપ્ત થતી નથી, એમ વિચારી પરમકૃપાળુદેવનાં વચનોનો પરિચય વિશેષ રાખવો. જેમ વાછડું ગાય પાછળ ધાવવા ફરે તેમ સત્પુરુષનાં વચનો પ્રત્યે પ્રેમ-પ્રતીતિ રાખી, તેનું જેટલું વિશેષ સેવન થશે, તેટલો આત્મા વિશેષ પોષાશે. ધર્મકાર્યમાં કોઇનો ભાગ નથી, કોઇ લૂંટી લે તેમ નથી, બળી જાય કે નાશ થાય તેમ નથી; માટે કાળજી રાખીને જ્યાં સુધી રોગ આવ્યો નથી, વૃદ્ધાવસ્થાના દુઃખે દેખાવ દીધો નથી, અને સત્પુરુષાર્થ બની શકે તેમ છે ત્યાં સુધી, આત્માનું હિત થાય તેવી વિચારણા, આચરણા, ભાવના કરી લેવા યોગ્ય છે. પછીથી પસ્તાવો ન થાય, તેવી રીતે જીવન ગાળવાની ટેવ પાડવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૩, આંક ૬૧) આ મનુષ્યભવરૂપી મહાસમૃદ્ધિ આ જીવ પામ્યો છે, તેનો સદુપયોગ થાય તો જીવ અપૂર્વતાને પામે, પણ તેની મહત્તા જોઇએ તેવી સમજાઇ નથી. મુખથી માત્ર કહીએ છીએ કે મનુષ્યભવપણું ભગવંતે દુર્લભ કહ્યું છે, પણ તે અંતરમાં ઊતરે તો તે રિદ્ધિ લૂંટાતી જાય છે, તે જાણીને જીવને ઝંપ-નિરાંત ન વળે. જેટલી કાળજી જીવ નશ્વર, અસાર, માયિક ભોગને માટે રાખે છે, તેનો અલ્પ અંશ પણ આ આત્માના હિતને માટે રાખતો નથી. બાહ્ય પદાર્થો, સગાં અને વૈભવ સાંભરે છે, તેના સોમા ભાગ જેટલી પણ, આત્માની સ્મૃતિ થતી નથી. તેની ભવાંતરમાં શી ગતિ થશે, તેની ચિંતા હજી જીવને જાગી જ નથી. એક મહાપુરુષે કહ્યું છે કે આ મનુષ્યદેહ સળેલા સાંઠા જેવો છે. તેને ચૂસવાથી રસ કે સ્વાદ નથી મળવાનાં; પણ તેમાં જે ગાંઠો છે, તે જો વાવે તો સારી શેરડી થાય અને જો ચૂસવાના મોહમાં, તે સાંઠા ફાડીને ફેંકી દે તો બીજ પણ બગડે અને મોં પણ બગડે; તેમ આ કળિકાળનાં અલ્પ આયુષ્ય અને અલ્પ સાધનોથી, સુખ કરતાં જીવ દુઃખ વધારે ભોગવે છે. તે ભોગોની ઇચ્છા તજી, સત્પુરુષને શરણે, ધર્મ બને તેટલો આરાધવા પુરુષાર્થ કરે તો જીવ મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વની સામગ્રી પામી, આ ભવને સફળ કરે, એવો લહાવ આ ભવમાં લઇ શકાય તેમ છે. માટે જેમ બને તેમ, ધર્મભાવના વિશેષ જાગ્રત રાખી, સત્સંગ સમાગમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૯, આંક ૪૫) નિગોદમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરી, કોઇ સત્પુરુષની નિષ્કારણ કરુણાના યોગે, જીવ આ મનુષ્યભવ સુધી આવી પહોંચ્યો છે; તો જેના યોગે આટલી ઊંચી સ્થિતિ પામ્યો છે, તેના આધારે હવે આત્મદશા પ્રગટાવવા અંતરમાં દાઝ રાખી, પુરુષાર્થ આદરે તો જરૂર આ ભવમાં અપૂર્વ દશા પામી શકે એમ છેજી. આવો યોગ, ફરી-ફરી પામવો દુર્લભ છે એમ વિચારી, ક્ષણવાર પણ સત્પુરુષને કે તેના સાધનને ન વીસરાય, તેમ પ્રવર્તવું ઘટે છેજી. ધન, ધંધા કે સગાંવહાલાં કરતાં, આ મનુષ્યભવરૂપી પૂંજી બહુ-બહુ કીમતી છે; તે પ્રમાદ લૂંટી રહ્યો છે તેનું ભાન નથી; તેથી જીવને હજી પ્રમાદમાં જ રતિ, મીઠાશ વર્તે છે. હવેથી પ્રમાદ ઓછો કરવો છે એવો, જરૂર, આ જીવે નિશ્ચય કરવા યોગ્ય છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે ‘‘ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને (મોક્ષ) માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન (ઓછો પ્રમાદ થવાનો લક્ષ, માર્ગનો વિચાર અને માર્ગમાં સ્થિતિ) ત્યાં વિયોગે પણ કોઇ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.'’ (૪૨૩) Page #483 -------------------------------------------------------------------------- ________________ (४७४ શિયાળામાં વસાણું ખાવાથી જેમ બારે માસ તેની શક્તિની અસર રહે છે તેમ આટલી ટૂંકી શિખામણ, જો અંતરમાં ઊતરી જાય તો આખી જિંદગી સફળ થાય તેમ છેજી, સમજુ જીવ હિતકારી વાતને કડવી ઔષધિની પેઠે ગમે તેમ કરી ગળે ઉતારી દે છે, તેમ આ વખતે લખેલી આ વાત કાગળ ઉપર ન રહેતાં હૃયમાં ખટક્યા કરે તેમ વારંવાર વાંચી, વિચારી, મુખપાઠ કરી, પરસ્પર સ્મૃતિ આપી જાગ્રત થવા, રહેવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૨૫૩, આંક ૨૪૭) [ આ અશરણ સંસારમાં અનંતકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. બંધનનાં કારણોમાં જ તેને પ્રીતિ વર્તે છે, તેથી તેનું માહાસ્ય એટલું બધું લાગે છે કે છૂટવાનાં કારણોરૂપ સત્સાધનની પ્રાપ્તિ થયા છતાં તેની અપૂર્વતા Æયમાં રહેતી નથી અને તુચ્છ વસ્તુઓમાં અમૂલ્ય મનુષ્યભવનો વખત વહ્યો જાય છે. ખાવાનું ન મળ્યું હોય તો ગમે તેટલી મહેનતે પણ તે પ્રાપ્ત કરે છે; ઊંઘવાનું ન મળ્યું હોય તો તેનાં સાધનો માટે પણ પરિશ્રમ ઉઠાવે છે; પરંતુ પરભવને માટે કંઈ કરવા જાય ત્યાં પ્રમાદ નડે છે, કારણ કે તેની અપૂર્વતા સમજાઈ નથી. જ્ઞાની પુરુષોનાં વચનોથી જીવને વૈરાગ્ય આવે તો આ બધાં, કુટુંબનાં કે દેહાર્થનાં કાર્યો, તેને વેઠરૂપ લાગે, તેમાં કંઈ મીઠાશ ન રહે. ક્યારે છૂટું, ક્યારે છૂટું એમ મનમાં થયા કરે. જે પ્રારબ્ધાધીન મળી રહે તેમાં સંતોષ રાખી, સત્સાધન આરાધવાની ચટપટી જાગે; પરંતુ વૈરાગ્યની ખામી છે. જગત અને જગતનાં કાર્યો સાચાં માન્યાં છે, તથા અત્યારે નહીં કમાઈએ તો આગળ ઉપર શું વાપરી શકીશું, એમ રહ્યા કરે છે. તે બધા લૌકિકભાવો સ્વપ્ન સમાન છે; તેને અસત્ય જાણી, આત્મહિત, જો આ ભવમાં ન સાધ્યું તો પછી કયા ભવમાં આવો સુયોગ બનશે? માટે “જે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ” એમ કૃઢ કરી, એકાદ કલાક જરૂર આત્મ-આરાધનામાં મન પરોવીને ગાળવો છે, એમ કર્યા વિના જીવની શિથિલતા ઘટે તેમ નથી. દિવસે વખત ન મળે તો રાત્રે ઊંઘ ઓછી કરીને કે ઓછું ખાઈને, ઉપવાસ કરીને પણ ભક્તિ ન થઈ હોય ત્યાં સુધી ચેન ન પડે, એવી ટેવ પાડવી ઘટે છેજી. જેને આ મનુષ્યભવની દુર્લભતા સમજાઈ હોય, અને દોષો દેખી દોષો ટાળવા પુરુષાર્થ કરે અને મોહને ઘટાડે તેને મુમુક્ષુ ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૬૬૦, આંક ૭૮૮) D આ સંસારમાં જીવ અનાદિકાળથી અજ્ઞાનદશામાં, ભ્રાંતિપણે પરિભ્રમણ કર્યા કરે છે, પણ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?' એવા વિચાર પ્રેરનાર કોઈ પુરુષનો તેને યોગ થયો નથી. સંસારની અનિત્ય અને અસાર ઇન્દ્રવારણા જેવી વસ્તુની વાસનામાં આટલાં વર્ષ ખોયાં તોપણ જીવને સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમ ન આવ્યો. તેનું કારણ, કોઈ સપુરુષની શોધ કરી, સર્વ સંશય ટાળી, પરમશાંતિ પ્રાપ્ત કરવાની જીવને જિજ્ઞાસા જાગી નથી; અને સત્સંગ, સપુરુષનો યોગ મેળવી, તેના બોધનો વિચાર કરવા જીવ ઝૂરણા નહીં કરે, ત્યાં સુધી સાચો માર્ગ મળવો મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને પ્રિય લાગ્યા છે; તેથી ઇન્દ્રિયોની ઇચ્છાઓ પૂરી પાડવા દેશ-પરદેશ ભટકી, અનેક સંકટો વેઠી, અથાગ પરિશ્રમ જીવ ઉઠાવે છે. એટલી જ જરૂર, જો આ આત્માને જન્મ, મરણ, રોગ, વ્યાધિ, નરક, તિર્યંચનાં દુઃખમાંથી છોડાવવા માટે જણાય, તો જીવ તે માટે પણ પુરુષાર્થ Page #484 -------------------------------------------------------------------------- ________________ (૪૭૫) કરવા લાગે; પણ ઉપલકદ્રષ્ટિએ જીવને નાટક જેમ પ્રિય લાગે છે, પણ ધનનો વ્યય, ઉજાગરો, કસંગ અને કર્મબંધન તથા ટેવ પડી જાય તો મહા હાનિ થાય, તે દેખાતો નથી; પણ વિચાર કરે તો જણાય, સમજાય તેમ છે; તેમ જ આ અસાર સંસારને સત્ય માની, જીવ અનેક કષ્ટો માત્ર ધન મેળવવા ઉઠાવે છે અને ઘણાં હલકાં કામ કરે છે, તેનો વિચાર કોઈ સદ્દગુરુસમાગમ થાય તો દૃષ્ટિ ફરતાં સત્ય વસ્તુ આ મનુષ્યભવમાં સમજી શકાય તેમ છે. મનુષ્યભવની તો સ્વર્ગના દેવો પણ ઇચ્છા કરે છે; તેવો અમૂલ્ય અવસર પામી, જીવ જો સંસારી, સ્વાર્થી લોકોની પાછળ દેખાદેખી ગાડરની પેઠે વહ્યો જાય, તો તેનો ભવ પશુ સમાન ગણાય. પોતાને પાકો વિચાર કરવાની શક્તિ ન હોય અને તેવો જોગ ન હોય તો પણ જીવ જો, સદ્ગુરુએ જે જાણ્યું છે, તે માટે માન્ય છે અને તેની આજ્ઞાએ વર્તી, મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એવો દૃઢ નિશ્ચય કરી, પાપનાં-અનીતિનાં કાર્યોથી ડરતો રહે અને સત્પરુષનો સમાગમ, બોધ અને સેવાની ભાવના રાખી, આટલો આવરદા-જીવનકાળ એ સાચા પુરુષનો નિશ્વય કરી, તેનો આશ્રય ગ્રહણ કરે, તો પરમસુખનાં કારણની તેને પ્રાપ્તિ થવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં વચનો અમૃત સમાન છે. તેનું અવલંબન લઈ, તે જ પુરુષ ઉપર દ્રઢ પ્રતીતિ થઈ જાય કે તેની આજ્ઞામાં જ આટલું જીવન ગાળવું છે, તો તે ભાવના પણ પરમ કલ્યાણકારી છે. મરણની કોઈને ખબર નથી. મોટા થઇને કે ઘરડાં થઈને મરી જાય એમ બનતું નથી અને આ લાગ ખોયો તો મનુષ્યભવ, આર્ય દેશ, ઉત્તમ કુળ અને ધર્મ પામવાની આવી જોગવાઈ મળવી, મહા-મહા દુર્લભ છે. કળિકાળ છે અને અસત્સંગથી જીવ ઘેરાઈ રહ્યો છે. તેમાં માત્ર પુરુષનાં વચનામૃતો, સત્સંગ અને ધર્મમાં વૃત્તિને વારંવાર જોડવાનો પુરુષાર્થ, જીવ સવેળા ચેતીને કરે તો તરવાનો ઉપાય કંઈક હાથ લાગે, નહીં તો આ ભવ હારી ગયા પછી શું થશે? એ વિચારતાં ત્રાસ છૂટે, એવાં આ કાળના જીવોનાં કર્મ જ્ઞાની પુરુષે જાણ્યાં છે. એવાં કર્મ ન હોય તો આ કાળે, આવા ક્ષેત્રે જન્મ ન હોય. ડાહ્યા પુરુષે પોતાનું હિત કરવા અર્થે, સપુરુષની કોઈ આજ્ઞા - રાગ-દ્વેષ તજવાની, સ્મરણમાં રહેવાની કે જે કોઈ કરી હોય, તેમાં ચિત્તને વારંવાર રોકવું યોગ્ય છે. (બી-૩, પૃ.૪૧, આંક ૨૮) | મનુષ્યભવ પામીને સૌથી પ્રથમ કામ, સમજુ જીવાત્માને કરવા લાયક એ છે કે કોઈ એક સપુરુષને શોધી, તેનાં ગમે તેવાં વચનોમાં શ્રદ્ધા રાખવી; પણ એ આપણે ધારીએ છીએ તેટલું સહેલું નથી; તોપણ જીવને એક આત્મકલ્યાણ સિવાય બીજી વાસના ન હોય, તો તેવો જોગ બની આવવા યોગ્ય છેજી. આ ભવમાં નહીં તો પરભવમાં પણ સતુભાવના સફળ થયા વિના ન રહે. અશુભ ભાવનાઓ વગર કહ્યું ફળ આપે છે, તો સતભાવનામાં તો સાચનું બળ રહ્યું છે, તો તે કેમ અફળ હોય? (બી-૩, પૃ.૬૧, આંક ૫૦) D પ્રથમ કાર્ય મનુષ્યભવમાં કરવા યોગ્ય છે કે “સત” વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે તેવા સપુરુષને શોધી, તેનાં વચનમાં વિશ્વાસ રાખવો. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ભગવાને શ્રદ્ધાને ૫૨મ દુર્લભ કહી છે. જેને એ શ્રદ્ધા આવી, તેને પછી મોક્ષ દૂર નથી; પણ તે પ્રાપ્ત થવા માટે સત્પુરુષના બોધની જરૂર છે, અને જીવને તે બોધ ગ્રહણ કરી, તેને વિચારી, પ્રતીત કરવા જેટલી યોગ્યતાની પણ જરૂર છે. તેથી હાલ યોગ્યતા વધે, તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે છે. (બો-૩, પૃ.૫૫, આંક ૪૦) D પરમાર્થના કામમાં પુરુષાર્થ કરવો, એ જ આ ભવનું મુખ્ય કર્તવ્ય છે એમ માની, બીજાં કાર્યો પ્રત્યે વૈરાગ્ય રાખી, ઊંચા મને વેઠની પેઠે તે કરી છૂટવાં, પણ તેમાં તન્મય થવા જેવું નથી. વ્યવહારનાં કાર્યોની મહત્તા માનીને જ જીવે જન્મમરણ ઊભાં કર્યાં છે. દેહમાં ને દેહમાં જ બુદ્ધિ રહેવાથી દેહ મળ્યા કરે છે. હવે તો કોઇ પણ પ્રકારે આવા દેહરૂપી કેદખાનામાં ફરી ન પડવું પડે અને આવી પરાધીનતા, દુઃખદ સ્થિતિ ભવિષ્યમાં ભોગવવી ન પડે, તેવું કાર્ય આ ભવમાં જરૂર કરી લેવું જ છે, એવો દૃઢ નિશ્ચય મુમુક્ષુજીવે વારંવાર વિચારીને કરી લેવો ઘટે છેજી. ચાટ્ટી માવના ચર્ચ સિદ્ધિર્મતિ તાદૃશો'' જેવી જેની ભાવના હોય છે, તેવી તેને સિદ્ધિ(પ્રાપ્તિ) થાય છે. ભૂખ લાગી હોય ત્યારે ખાવાની ઇચ્છા થાય છે તો રસોઇ કરીને જમી લઇ, ભૂખ મટાડે છે. રોગ થાય ત્યારે નીરોગી થવાની ભાવના થાય છે, તો દવાખાનામાં કે વૈદ્ય પાસે જઇ દવા લાવી, કડવી લાગે તોપણ આંખો મીંચીને ઉતારી જાય છે; એમ દવાના સેવનથી નીરોગીપણું પ્રાપ્ત કરે છે. પૂર્વે મનુષ્યભવ મળે તેવી ભાવના કરી હશે, તેનું ફળ મનુષ્યપણું મળ્યું છે અને દુઃખ થાય તેવાં કાર્ય કર્યાં હશે, કરાવ્યાં હશે કે કરનારને ભલાં જાણ્યાં હશે તો આ ભવમાં દુઃખના દિવસો દેખવા પડયા. તેવી જ રીતે જો આ ભવમાં આત્માની, મોક્ષની, મહાપુરુષની દશાની ભાવના જે જે પ્રકારે કરીશું, તેવું ફળ વહેલુંમોડું આવ્યા વિના નહીં રહે. માટે બેસતાં-ઊઠતાં, ખાતાં-પીતાં, પોતાના દેહાદિનાં કાર્યો કે કુટુંબાદિનાં કાર્યો કરતાં પણ જો ઉદાસીનતા, વીતરાગતા, મુમુક્ષુતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ આત્મગુણોની ભાવના કરતા રહીશું તો જરૂર ઉત્તમ ફળ પ્રાપ્ત થયા વિના નહીં રહે. માટે ખરેખરી કમાણી કરવાનું ચૂકીને, નકામી વાતો, નાશવંત વસ્તુની ચિંતાઓ અને દુઃખનાં કારણોમાં ખોટી થવાનું, જેમ બને તેમ વહેલું તજી દઇ, આ આત્મભાવના : ‘‘હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) આવી પરમકૃપાળુદેવની આજ્ઞામાં ચિત્ત વાળવાથી, તેમાં સુખ માનવાથી, જગતની વાતો વિસારે પડશે અને જગતનાં સુખ અને દુઃખ, બંને દૂર થઇ, આત્માના સુખ તરફ વૃત્તિ વળતાં, પરમ શાંતિ પ્રાપ્ત થશે. એ જ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૮૦, આંક ૩૮૬) મનુષ્યભવમાં આત્માને ભૂલવાનો નથી. રાતદિવસ એક આત્માને જ ઇચ્છવો, તેની જ ચિંતના અને તેમાં જ ચિત્ત રાખવાનું છે. એ જ કરવાનું છે. એક શેઠ હતા. તેને છોકરો ન હતો. તેને ધન, માલ બહુ હતા. વૃદ્ધાવસ્થામાં તેને છોકરો થયો, એટલે સારું-સારું ખાવા-પીવાનું આપ્યું, ઘરેણાં વગેરે પહેરાવીને બહુ પ્રેમથી ઉછેર્યો. તેને પછી પરણાવ્યો; પણ Page #486 -------------------------------------------------------------------------- ________________ (૪૭૭) પેલાને પૂર્વ સંસ્કારોને લીધે વૈરાગ્ય હતો, એટલે ઘેરથી નીકળી પડ્યો. તે શેઠ, રાતદિવસ તેની ચિંતામાં રહે કે મારો દીકરો ક્યાં રહેતો હશે? તેને ખાવાનું કોણ આપતું હશે? એમ આખો દિવસ અને રાત ચિંતા કરે, પણ ભૂલે નહીં. તેમ આત્માને માટે લક્ષ રાખવાનો છે. આત્માની સંભાળ અને તેની જ કાળજી રાખવાની છે. જેટલો વિકાસ કરે તેટલો થોડો છે; કેમ કે આત્મા અનંત જ્ઞાનવાળો છે. (બો-૧, પૃ.૨, આંક ૪૦) | આત્મવૃત્તિ પરમકૃપાળુદેવમાં લીન રહે, એ મુખ્ય કાર્ય આ ભવનું છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે એવી ભાવના રાખી, તેને શરણે જગતના ભાવો ભૂલી જઈ, પરમ આનંદમય સ્વરૂપ તેમણે પ્રગટ કર્યું છે, તે આપણે ઈચ્છીએ, તે જ પરમ શાંતિમાં લીન થઈએ, અભેદભાવે તે રૂપ જ થઈ જઈએ, એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૨૦, આંક ૮૭૩) T સદ્દગુરુ આજ્ઞાનુસાર, ધર્મભાવનામાં જેટલો કાળ ગળાશે, તે જ ખરું જીવન છે. બાકી તો ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવામાં અને બીજે ખોટી થવામાં, જે જે ક્ષણો વહી જાય છે, તે રત્ન વેરતાં-વેરતાં જવાની ટેવ જેવી મૂર્ખાઈ સમજાય છેજી. મનુષ્યભવની દુર્લભતા તથા સફળ કરવાની ઉત્કંઠા ચિત્તમાં નહીં વસે ત્યાં સુધી અમૃત જેવાં જ્ઞાનીનાં વચનો, તે ભેંસ આગળ ભાગવત્ સમાન, કંઈ અસર કે ગરજ જગાડે, તેવાં બનવા યોગ્ય નથી. આ મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મહિત થઈ શકે એમ છે; માટે આત્મહિત એ જ મુખ્ય કર્તવ્ય છે, એવો લક્ષ નિરંતર રાખી, બીજાં કામમાં પ્રવૃત્તિ ઘટે છે. (બી-૩, પૃ.૩૭૮, આંક ૩૮૪). T મનુષ્યભવરૂપી થાપણ, આપણી લૂંટાઈ જાય તે પહેલાં, તેનો સદુપયોગ કરી આ દેહમાં રહેલો અમર આત્મા ઓળખવા, શ્રદ્ધવા, અનુભવવા યથાશક્તિ શ્રમ લેવો યોગ્ય છેજી. અનાદિકાળથી જીવ “હું અને મારું' એવા લૌકિકભાવને આરાધતો આવ્યો છે. તે સ્વપ્નદશા તજી, હવે તો આત્મા જેવી ઉત્તમ વસ્તુ ઓળખી, તેનું આરાધન કરવાનો આ મનુષ્યભવમાં લાગ મળ્યો છે, તે ચૂકી ન જવાય, તેવી જાગૃતિ નિરંતર રાખવી ઘટે છેજી. સત્સંગ, સન્શાસ્ત્ર, વિનય, વિવેક, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિની ભાવના રાખી, બને તેટલું વર્તન સગુરુની આજ્ઞા પ્રમાણે રાખવું, એ અત્યારે કર્તવ્ય છેજી. પરમ શાંતિપદને પામીએ તે અર્થે આત્મભાવના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૪૪, આંક ૯૧૮) હે ભાઈ ! જરી મનમાં વિચારો – કેમ આવ્યો હું અહીં? ને શું કર્યું મેં કાજ આજે? વ્યર્થ તો જીવ્યો નહીં? બગડવું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે; એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે. (બી-૩, પૃ.૫૯૫, આંક ૬૭૭) નાનો છોકરો અણસમજણવાળો હોય, ક્રોધ વગેરે કરતો હોય; પરંતુ મોટો થાય, સમજણો થાય ત્યારે સુધરી જઈ વેપાર વગેરે સારી રીતે કરે છે, અપલક્ષણો ભૂલી જઈને પોતાની ફરજ સંભાળે છે. તેમ જો આ જીવ પુરુષનું કહ્યું માની સમજણો થાય તો જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જાય તેમ છે; અને તે માટે આ Page #487 -------------------------------------------------------------------------- ________________ (૪૭૮) મનુષ્યભવ જ છે. બીજા કોઈ ભવમાં થઈ શકે તેમ નથી. સમ્યકુદ્રષ્ટિ જીવો પણ બીજા ભવમાં (ગતિમાં) કંઈ વિશેષ ધર્મ-આરાધના કરી શકતા નથી. તેથી જ મનુષ્યભવ ઉત્તમ કહેલો છે. જેનું પૂર્ણ ભાગ્ય હશે, તે ચેતી જશે. (બો-૧, પૃ.૨૦) [ આ જીવે મનુષ્યભવનું જીવન શા અર્થે છે, તે વારંવાર વિચારવા યોગ્ય છે. જ્ઞાની પુરુષોએ ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્મા જીવોને ચાર પ્રકારે પુરુષાર્થ કરવા જણાવ્યું છે. તે પુરુષાર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર પુરુષાર્થમાં ધર્મ પહેલો મૂક્યો છે; તેનું કારણ એ છે કે અર્થ અને કામ એવા હોવા જોઇએ કે જેનું પરિણામ ધર્મ થઈને ઊભું રહે. આ સંબંધી વિશેષ વિચાર અને તેનું સ્વરૂપ સત્સમાગમથી સમજવા યોગ્ય છે. ટૂંકમાં, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી ધનની પ્રાપ્તિ કરવી, તે પણ ધર્મને અર્થે. આજીવિકા અર્થે ધનનું ઉપાર્જન કરવું થતું હોય, તે પણ દેહ જેનો ધર્મને અર્થે છે, તેને તે દેહનો નિર્વાહ થવાને અર્થે ધનનું ઉપાર્જન કરવું, તે પણ ધર્મને અર્થે થયું. આત્માની અંતર્ વિકળવૃત્તિ દૂર કરી, શાંતભાવમાં પરિણામ પામવાને અર્થે કામાદિ પરિણામ થતાં હોય તે દૂર કરી, શાંતિપરિણામ એટલે સર્વ વિભાવથી રહિત થવાને અર્થે અને ગુરુની આજ્ઞાએ પ્રવર્તવાને અર્થે, દુરાચાર એટલે સાત વ્યસન અને અભક્ષ્યાદિનો ત્યાગ કરી, જે આત્માર્થી જીવોની કામાદિકમાં પ્રવૃત્તિ રહે છે, તે ખેદ સહિત રહે છે. ખેદ સહિત વૃત્તિની વિકળતા દૂર કરવી, તે પણ પરિણામે ધર્મ જ નીપજ્યો; એટલે ધર્મ જેનું મૂળ છે, તેવા અર્થ અને કામ અમુક ભૂમિકા સુધી આત્માર્થી જીવને પણ રહે છે. તે સર્વનું પરિણામ ધર્મ હોય તો મનુષ્યભવનું સાર્થક થયું ગણાય. તે ધર્મની પ્રાપ્તિ મહાત્મા પાસેથી થાય છે, આટલું નિઃશંક માનવું. આત્માનુભવી, પ્રગટ આત્મઅનુભવમાં, શુદ્ધ ઉપયોગમાં જે નિરંતર રહે છે, એવા પુરુષની આજ્ઞાએ જીવન પૂર્ણ કરવું, તે સાર્થક છે. આ દેહ વડે કરવા યોગ્ય એક જ કાર્ય છે કે પ્રગટ બોધમૂર્તિ, જ્ઞાનાવતાર સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું અને તેના ચરણકમળમાં સર્વભાવની અર્પણતા કરી, નિઃશંકતા ધારણ કરવી. સગુરુને વિષે અને તેના બોધને વિષે અપૂર્વભાવ અને ત્યાં જ પરમ ઉલ્લાસ રહે અને તેમાં નિરંતર આત્માની વૃત્તિ જોડવી, તેને જ્ઞાની પુરુષોએ પરમ ધર્મ કહ્યો છે. (બો-૩, પૃ.૫૦, આંક ૩૪) 1 જે જે વસ્તુઓ અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર પ્રાપ્ત થઇ, તે તે સર્વનો વિયોગ પણ થયો; પણ જે અનંતવાર ચાખી, સ્પર્શી, સૂંઘી, સાંભળી, જોઈ, વિચારી તે તે વસ્તુઓ પ્રત્યેની વાસના-પ્રીતિ હજી એમની એમ ચિત્તમાં ચાલી આવી છે, તે સર્વ પ્રત્યેથી ઉદાસ થઈ, કંટાળો લાવી, અત્યંત અપ્રીતિકર અને અહિત હેતુ જાણી, કદી સ્વપ્નમાં પણ તે તે વસ્તુઓ પ્રીતિકર ન લાગે, તેવી તે તે વસ્તુઓ પ્રત્યેની તુચ્છતા વિચારી, તે તે વાસનાઓ ઓકી કાઢવા જેવી છે, વિસ્મરણ કરવા જેવી છે; એ દ્રઢતા Æયમાં ધારી, જે અપૂર્વ પદાર્થ કદી જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, જેનું કંઈ પણ યથાર્થ ભાન - સમાધિસુખની પ્રાપ્તિ એક ક્ષણ પણ થઈ નથી; છતાં તે પદાર્થ છે, એવું સદ્ગુરુનાં વચનો દ્વારા સ્ટય કબૂલ કરે છે, તે જ નિત્ય છે, આ નજરે દેખાય છે તે બધું તો નાશવંત છે. તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ અને તેના ઉપાય શ્રવણ, મનન, નિદિધ્યાસન, જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સદ્ગુરુએ ઉપદેશ્યા છે, તે પરમ સત્ય છે. જીવ ધારે તો તે આરાધી શકે તેવા છે. તે જ આ મનુષ્યભવમાં પ્રાપ્ત કરી લેવા યોગ્ય છે. (બો-૩, પૃ.૪૫૩, આંક ૪૭૩) આ મનુષ્યભવમાં, અપૂર્વ યોગે, જો જીવ કરવા યોગ્ય કાર્ય માટે કાળજી નહીં રાખે તો પછી તે લૂંટાઇ ગયા પછી આવો યોગ ક્યારે પ્રાપ્ત થશે તે, તે તરફ નજર નાખતાં પણ સમજાય તેમ નથી. માટે પ્રમાદ-શત્રુને વશ ન થતાં જાગ્રત-જાગ્રત રહેવાની જ્ઞાનીપુરુષોને પણ, મહાજ્ઞાનીપુરુષોએ પ્રેરણા વારંવા૨ કરી છે; તે લક્ષમાં લઇ આપણે પણ સમાધિમરણની તૈયારીમાં જ રહેવું ઘટે છે. કોઇ રીતે ગફલતમાં રહેવું ઘટતું નથી. આયુષ્યનો શો ભરોસો ? લીધો કે લેશે એમ થઇ રહ્યું છે. ભક્તિ, વાંચન, વિચાર, સ્મરણ આદિ સત્સાધનો આ કાળમાં દુર્લભ છતાં જો પ્રાપ્ત થવાનો પુણ્યોદય આવી ગયો તો હવે એક પુરુષાર્થ કરવો બાકી છે અને તે આપણા જ હાથની બાજી છે; તો બને તેટલી એ સાચી દુર્લભ વસ્તુઓની ભાવના નિરંતર રહ્યા કરે તેમ કંઇ કરવા ભલામણ આપ સર્વને છેજી. અબળાઓ પણ આ પુરુષાર્થ કરી શકે તેમ છે પણ જીવને ગરજ હોય તેટલું જ બને છે. માટે આત્મહિતની ચિંતના દિવસે-દિવસે વધતી જાય અને કરવા યોગ્ય જે જ્ઞાનીપુરુષોએ જણાવ્યું છે તે વિસ્મરણ ન થાય તેટલો ઉપયોગ તો રાખ્યા રહેવો. (બો-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨) E કેટલું જીવવાનું છે, તે આપણને ખબર નથી. જગતના ફેરફારો કેવા થવા નિર્માયા છે, તેનું અનુમાન પણ થઇ શકતું નથી. રાજા કે રંક બધા દુઃખી દેખાય છે. આ યુવાન અવસ્થા રહેવાની નથી અને કાળના મોંમાં બેઠા હોઇએ તેમ છે; તો જેટલું જીવવાનું આ મનુષ્યભવના આયુષ્યમાંથી બાકી હોય, તેનો મોટો ભાગ પરભવનું ભાથું બાંધવામાં જાય, પાપકર્મોથી દૂર થવાય, જ્ઞાનીની આજ્ઞા પ્રાણ જતાં પણ ન તૂટે અને યથાશક્તિ ભક્તિભાવ, દાન, શીલ, તપ અને ભાવનામાં ગળાય તો તેનું કેવું સારું પરિણામ આવે ? (બો-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) ] બાઇ, ભાઇ, ભણેલા, અભણ, ગરીબ, ધનવાન, બ્રાહ્મણ કે પતિત, ગમે તે શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ ગ્રહણ કરી, મરણ સુધી ધારે તો ટકાવી શકે તેમ છે. આવો અપૂર્વ યોગ આ મનુષ્યભવમાં મળી આવ્યો છે, તે ચૂકવા જોગ નથી. ખરી કમાણી કરવાની મોસમ આ મનુષ્યભવ છે, તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદથી, મળેલો લાભ પણ જીવ ખોઇ બેસે છે. માટે જેટલો બની શકે, તેટલો વખત ભક્તિભાવનામાં ગાળવા યોગ્ય છેજી. કામ કરતાં છતાં ભાવના ભગવાન પ્રત્યે રાખવાની ટેવ રાખી હોય તો તે બની શકે તેમ છે. રુચિ, પ્રેમ, પ્રતીતિ જેટલી હશે તેટલા પ્રમાણમાં મન વારંવાર શ્રી સદ્ગુરુ પ્રત્યે જશે, અને તે મહા જ્ઞાનીપુરુષના આશ્રિતે કેમ વર્તવું, તેનું શિક્ષણ તે પામતું જશે. (બો-૩, પૃ.૧૬૧, આંક ૧૬૨) D આપણા આત્માને આ અસાર, અશરણ, અનિત્ય સંસારમાં પરિભ્રમણ કરતો પાછો વાળી, જ્ઞાનીપુરુષના અવલંબને સ્વરૂપની સમજ કરી, સ્વરૂપસ્થિતિ થાય તેમ આ મનુષ્યભવમાં કરી લેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૬) Page #489 -------------------------------------------------------------------------- ________________ ४८० આપના પુત્ર ગણાતા આત્માએ આ ક્ષેત્ર ત્યાગી, અન્યત્ર વાસ કર્યાના સમાચાર લખ્યા; તે ઉપરથી આપણને જે મનુષ્યભવ મળ્યો છે, તે એવો જ ક્ષણભંગુર છે એમ વિચારી, પ્રમાદમાં બધું વહ્યું ન જાય તેવી કાળજી રાખી, બહુ આદરભાવ સહિત, પરમકૃપાળુદેવ પ્રત્યે અપૂર્વ ઉપકારની સ્મૃતિસહ, ભક્તિ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૨૭, આંક ૫૭૬) D આપનાં માતુશ્રી નવા વર્ષની શરૂઆતમાં જ દેહ ત્યાગી ચાલ્યાં ગયાં, તે સમાચાર જાણ્યા. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે વૃદ્ધ, ગ્લાન, અપંગ, કે અશક્તદશા પણ મનુષ્યપણાની ક્યાંથી ? જેવું મનુષ્યભવમાં ધર્મનું આરાધન સુલભ છે તેવું બીજી ગતિમાં નથી; એ મૂડી તેઓની ખલાસ થઈ ગઈ; પણ જ્યાં સુધી આપણી મૂડી આપણા હાથમાં છે, ત્યાં સુધી વિચારવાન મુમુક્ષુપણે, તે મૂડીનો સદ્ભય થાય, તેની કાળજી આપણ સર્વને ઘટે છેજી. કોઇ વખતે એવું પણ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા : “આ જીવ શું કરવા આવ્યો છે? અને શું કરે છે?' તે લક્ષ ચૂકવા જેવો નથી. તમને ઉદ્દેશીને જ આ લખતો નથી, મારાથી પણ તે, જોઇએ તે રીતે, લક્ષ રાખી શકાતો નથી, તેનો માત્ર બળાપો પ્રદર્શિત કર્યો છેજી. ઘેર-ઘેર માટીના ચૂલા છે, દુખિયા છીએ; પણ દુઃખનું ભાન પણ થવું મુશ્કેલ થઇ પડયું છે. એવી મૂર્છા-અવસ્થા ટાળવાની ભાવનાવાળા છીએ, તેથી તે મહાપુરુષના વચનની સ્મૃતિ – પોકાર કાને આવે તો સર્વને હિતકારી જાણી, લખવાનું થાય છેજી. (બી-૩, પૃ.૫૦૪, આંક ૫૪૩) I આયુષ્ય ક્ષણે-ક્ષણે નાશ પામે છે અને મરણ સમીપ જીવ વહ્યા કરે છે. તેનો વિચાર કરતાં સૌનાં શરીર બળતા ઘર જેવાં છે. તેમાં નિરાંતે સૂઈ રહી સુખ માનવું, તે મૂર્ખાઈ છે; પણ બળતા ઘરમાંથી કીમતી ચીજો કાઢી લઈ બચાવીએ, તે ડહાપણ કહેવાય; તેવી રીતે નાશ પામતા આ શરીર દ્વારા ધર્મ-આરાધન જેટલું કરી લીધું, તેટલું આત્મહિત તેણે કર્યું ગણાય. મરતા માણસને બેઠો કરે, તેવું અમૃત કોઈ દેવે આપણને આપ્યું હોય, તેને પગ ધોવા માટે ઢોળી દેવું, એ મૂર્ખતા છે; તેમ મોક્ષ મળે તેવો મનુષ્યદેહ ભોગ, મોજશોખમાં ખોઈ દેવો, તે પણ મૂર્ખતા જ છે. માટે મનુષ્યભવની મૂડી વ્યર્થ ન ખોવાઈ જાય, તેવી આખા ભવમાં કાળજી રાખવી. (બો-3, પૃ.૬૬૬, આંક ૭૯૬) D મનુષ્યભવમાં અત્યારે ખરો અવસર આત્માનું કલ્યાણ કરવાનો આવ્યો છે; તે વખતે પ્રમાદ કરી, દેહ કે ધંધાનાં કાર્યો પાછળ ભવ ગાળી નાખીશું તો આખરે પસ્તાવું પડશે. માટે તૂટેલૂંટ, લેવાય તેટલો લહાવો લઈ લેવો. લખચોરાસીના ફેરામાં પછી શું બનવાનું છે? મોહરૂપી ઊંઘમાં જગત આખું પડયું છે, તેમાંથી પૂર્વના પુણ્ય સદ્ગુરુનો યોગ અને સત્સાધન પ્રાપ્ત થઈ ગયાં, તો હવે લઈ મંડવું. ઘણાં વર્ષો ભાન વગરની દશામાં ગયાં. હવે સપુરુષનો યોગ થયા પછી તેવા ને તેવા રહી જઈશું તો આ યોગ મળ્યો, તે ન મળ્યા જેવો અફળ ગણાશે. તેમ થઈ ન જાય માટે ચેતવાનું છે. (બી-૩, પૃ.૨૩૨, આંક ૨૨૭) D જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી, તે આશ્રયે અને પરમકૃપાળુદેવના અવલંબને બનશે, તેટલું અન્ય કોઈ ભવમાં બનવા યોગ્ય નથી, એ વારંવાર આપણે સાંભળ્યું છે અને માન્યું છે; તો વિશેષ કાળજી રાખી, તે ભાવના વધારી, આત્મકલ્યાણનાં ઉત્તમ નિમિત્તોમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૯૨, આંક ૮૪). Page #490 -------------------------------------------------------------------------- ________________ ''પ્રભુપદ દૃઢ મન રાખીને, કરવો સૌ વ્યવહાર; વિરતિ, વિવેક વધારીને, તરવો આ સંસાર.'' લોઢાનું સોનું બનાવે, તેવા પારસમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન, એવો આ મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે; તેને પશુની પેઠે આહાર, નિદ્રા, ભય, મૈથુન અને પરિગ્રહ એકઠો કરવા અર્થે ગાળવા યોગ્ય નથી. પૂર્વ-પ્રારબ્ધ પ્રમાણે ગમે તે પ્રવૃત્તિ કરવી પડે, ગમે તે દૂર દેશમાં રહેવું પડે, સુખદુ:ખ દેખવાં પડે, પણ ન્યાયનીતિ અને આત્મકલ્યાણનો લક્ષ ભૂલી જવા યોગ્ય નથી. સદ્ગુરુની આજ્ઞા એ જ કલ્યાણનું કારણ છે. તેથી તેનો વિચાર, તેની ભાવના, સત્સંગ યોગે જે શ્રવણ કરેલો બોધ, તેમાં વૃત્તિ રાખી, ધર્મભાવના પોષતા રહેવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, મરણ, આત્મસિદ્ધિ, સામાયિક પાઠ વગેરે કલ્યાણનાં નિમિત્તો માટે વખત બચાવી, સત્સંગના વિયોગમાં વિશેષ ઉત્સાહથી વર્તવું. (બી-૩, પૃ.૭૬, આંક ૬૫) 0 પૈસાની કિંમત લાગી છે તો આપણે તેને માટે દિવસનો ઘણો ભાગ પૈસા કમાવામાં ગાળીએ છીએ; વિષયભોગ સુખરૂપ છે, એમ અંતરમાં લાગ્યું છે, ત્યાં સુધી રાત્રે તેને માટે જાગીને પણ વૃત્તિને પોષીએ છીએ; કીર્તિની મીઠાશ લાગી છે, તો પરદેશ જઈ દુ:ખ વેઠી કમાણી કરેલું ધન, લોકલાજમાં અને સારું દેખાડવામાં હોંશથી ખરચીએ છીએ; તેમ જ્યારે આત્મા માટે લગની લાગશે, ત્યારે એને માટે સર્વસ્વનો ભોગ આપતાં પણ પાછી પાની નહીં કરે; પણ એ દિવસ ક્યારે આવશે? આ ભવમાં તેને માટે શું કરીએ છીએ ? નહીં ચેતીએ તો શી વલે થશે? એવો ડર કેમ રહ્યા કરતો નથી? તેનો દરેક મુમુક્ષુજીવે, એકાંતમાં, વિચાર કરતા રહેવાની જરૂર છેજી. શ્રી ભરતેશ્વર શ્રી ઋષભદેવજીને વિનંતી કરે છે : આ સંસારે રે હું હજી ડૂબિયો, પામ્યો ન કેવળજ્ઞાન; ક્યારે ક્યારે રે હે પ્રભુ ! આપશો આ બાળકનેય ભાન ? જાગો હે! જીવો રે મોહ કરો પરો. ભાર ઉતારો ગહન ભવચક્રનો, ગમતા નથી આ ભોગ; તારો તારો વિભાવ-પ્રવાહથી, ઘો નિત્ય શુદ્ધ ઉપયોગ. જાગો, એક અટૂલો રે રડવર્ડ રાજ્યમાં, દુઃખી અંધા સમાન; દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, ઘો હવે કેવળજ્ઞાન. જાગો.'' (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૦૪) જાગ્રત થવાની જરૂર છેજી. સપુરુષના આશ્રિત થઈ, આપણે હવે ક્યાં સુધી કુંભકર્ણની પેઠે ઊંધ્યા કરીશું? (બી-૩, પૃ.૪૧૪, આંક ૪૨૧). આ કાળનાં અનિશ્રિત, ટૂંકા આયુષ્ય છતાં મોહને લીધે તેની સફળતા સાધવાનું જીવને સૂઝતું નથી. પરીક્ષિત રાજાને ખબર પડી કે સાત દિવસનું હવે આયુષ્ય છે, તો રાજપાટ તજી, ગંગાકિનારે જઈ તપશ્ચર્યા આદરી; તે સમાચાર જાણી તે તરફના મુનિઓ ત્યાં એકત્ર થયા; ધર્મધ્યાન અર્થે તે સંમેલન Page #491 -------------------------------------------------------------------------- ________________ (૪૮૨ થયું, ત્યાં તો શુકદેવજી ફરતા-ફરતા ત્યાં આવી ચઢયા. તેમની પૂજા, વિનયભક્તિ કરી પરીક્ષિતે માગણી કરી કે આ અલ્પ આયુષ્ય આપના બધશ્રવણમાં જાય અને સમાધિમરણ થાય તેવી કૃપા કરો. શુકદેવજીને તો તે જ પ્રિય હતું. પિતા વ્યાસજી પાસે શીખેલું શ્રીમદ્ ભાગવત, તેમણે કથારૂપે શ્રવણ કરાવવું શરૂ કર્યું. સાત દિવસમાં એકલક્ષ્ય ભગવંત પરમાત્માની અલભ્ય કથાનો લાભ પામી, પરીક્ષિત શ્રેય સાધી લીધું. આ આપણને શું સૂચવે છે? પરમ કૃપાળુનું રક્ષણ, તરણતારણ જાણ; અંત સમય સુધી રહો, નિરંતર સુખખાણ. (બી-૩, પૃ.પર૭, આંક ૫૭૫) કમાણી કરતાં કષ્ટ ને, સાચવતાં સુખનાશ; વધતાં ઘટતાં દુઃખ દે, ધિક ધન કેરી આશ. આ ભવમાં જે દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે અને મનુષ્યભવનું સફળપણું કરવું છે, તે લક્ષ આ અસાર સંસારની મોહિનીથી ભૂલી ન જવાય, તે માટે ઘણી કાળજી રાખવાની જરૂર છે. આ ભવમાં જ ઉપયોગી ગણાતી અને ખરી રીતે સર્વથા ત્યાગવા યોગ્ય, એવી લક્ષ્મી પ્રાપ્ત કરવામાં કેટલાં બધાં વિઘ્નો અને ક્લેશ સહન કરવો પડે છે? તો અમૂલ્ય અને કોઈ કાળે આ જીવ પામ્યો નથી, એવી આત્માની ઓળખાણ કરવામાં અનેક પ્રકારે વિક્નોનો સંભવ ઘટે છે; તોપણ ધનપ્રાપ્તિનાં કષ્ટ કરતાં અનેકગણાં કષ્ટ વેઠીને પણ, તે પ્રાપ્ત કરવા યોગ્ય છે; કારણ કે આખરે તો સાચી સમજણ જ કામની છે. સત્પરુષને શોધીને, તેને પગલે-પગલે ચાલવાથી જ, તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેમ છતાં જીવ અનાદિકાળથી લોકોની માન્યતા ઉપર આધાર રાખતો આવ્યો છે. લોકોએ માન્યું તે સુખ, લોકો જેને ઇચ્છે તેને પોતે ઈચ્છે, લોકો જેથી રાજી થાય તેમાં જીવનકાળ ગુમાવતો આ જીવા આવ્યો છે, પણ તેથી આત્માનું રૂડું થયું નથી. આત્માનું કલ્યાણ જેણે સાધ્યું છે તેવા પુરુષ ઉપર દ્રઢ શ્રદ્ધા, લક્ષ, પ્રતીતિ આવ્યા વિના, આત્મહિતનો માર્ગ કોઈ કાળે પ્રાપ્ત થવા યોગ્ય નથી, માટે આ ભવમાં મોક્ષાર્થે વિશ્વાસ રાખવા લાયક, કોઇ સગુરુ ઉપર દૃષ્ટિ થાય, તેવો સમાગમ, તેવો બોધ, તેવાં શાસ્ત્રોનો પરિચય કરવા યોગ્ય છે; અને તે દ્વારા યોગ્યતા પ્રાપ્ત થયે, સદ્ગુરુની શ્રદ્ધા થયે, સન્માર્ગ હાથ આવવા યોગ્ય છે. આ પ્રથમ પગથિયું પ્રાપ્ત થવામાં, મુખ્ય વિદ્ધ કરનાર પાંચ ઇન્દ્રિયના વિષયો - ખાવું-પીવું, મોજશોખ, વ્યસનો, મિત્રો, સગાં, કુટુંબી આદિ પ્રતિબંધ તથા ક્રોધ, માન, માયા, લોભ, અહંભાવ, મમત્વભાવ, અજ્ઞાન આદિ અંતરશત્રુઓ છે; તે બધાં ઉપરથી ભાવ ઉઠાડી, આ આત્માની શી ગતિ થશે ? આ ભવનાં કાર્યોના પ્રમાણમાં આત્મહિતનાં, પ્રથમ કરવા યોગ્ય, કાર્યો કેટલાં થાય છે? અને આળસ, પ્રમાદ, વાતચીત, ગપ્પાં, નિંદા, હાંસી, ઠઠ્ઠા વગેરેમાં નકામો કાળ કેટલો જાય છે ? વગેરે વિચારો વિચારવાન જીવે ભૂલવા યોગ્ય નથી. ““કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.' (૨૫૪) “જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.” (બી-૩, પૃ.૩૯, આંક ૨૬) D આપણે તો વૈરાગ્ય-ભક્તિમાં વિશેષ બળ મળે તેવી વિચારણા કરી, આ મનુષ્યભવ સફળ કરી લેવો છે એવો વૃઢ નિશ્ચય કરી, સદ્ગુરુની આજ્ઞામાં બને તેટલું પ્રવર્તન કરવા ચૂકવું નહીં. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ મનુષ્યભવનો યોગ દુર્લભ કહ્યો છે, તે સત્ય છે. કલ્યાણ કરવાનો આવો લાગ ફરી મળવો મુશ્કેલ છે ગણી, ગમે તે અવસ્થામાં ભાવ સદ્ગુરુ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તે વચનોના આશય (આત્મા) પ્રત્યે વિશેષ-વિશેષ રુચિવાળા બને, તેમ પુરુષાર્થ મારે-તમારે-બધાને કર્તવ્ય છેજી, (બો-૩, પૃ.૧૦૮, આંક ૧૦૦) આત્માને, આ જગત, અન્ય રીતે કોઇ પણ કામનું નથી. માત્ર જન્મમરણ વચ્ચેનો કાળ પ્રારબ્ધનાં ચિતરામણ જોવામાં જાય છે. તેમાં સત્પુરુષના યોગે અંતર્દષ્ટ થાય તો આ મનુષ્યભવ મળ્યો છે, તે યથાર્થ સફળ ગણાય. પરમકૃપાળુદેવનાં વચનો જીવને તે જ સૃષ્ટિ કરવા પ્રેરે તેવાં છે, તેની ઉપાસના પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય જાણી કરવામાં આવે તો જરૂર વૈરાગ્ય ઊભરાય, તે પ્રત્યે જીવ વળે અને આજ સુધી ગૌણ કરી નાખેલા આત્મહિતની કાળજી જાગે અને સમાધિમરણ કરવા નિશ્ચય કરી, તેને યોગ્ય પુરુષાર્થ કરવા પોતે પ્રેરાય; માટે તમારે હાલ આ જ પ્રેમપૂર્વક કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૧૭, આંક ૭૧૫) જીવને આત્માનંદી બનાવવા માટે સદ્ગુરુના બોધની અને સમજણની જરૂર છે. સદ્ગુરુકૃપાએ જીવની રુચિ બદલાય અને આત્મા ઉપર પ્રેમ, પ્રતીતિ અને આનંદ આવે તો તેનો પુદ્ગલાનંદી સ્વભાવ બદલાઇ જાય અને સમ્યક્ત્વ પામે. આટલું થાય તો આ ભવ સફળ થયો ગણવા યોગ્ય છે, રત્નચિંતામણિ ગણવા યોગ્ય છે; અને તેમ ન બન્યું તો આ મનુષ્યભવ કોડીની કિંમતનો પણ ગણવા યોગ્ય નથી; કારણ કે આ દેહે ગમે તેટલી ધન-સંપત્તિ મેળવી હશે તોપણ બધી અહીં જ મૂકી, પરભવમાં કરેલાં કર્મ ભોગવવા, એકલા જવું પડશે. કશું સાથે જનાર નથી. માટે ચેતી જવા જેવું છે. આ મનુષ્યભવની સામગ્રી જેવી-તેવી નથી. દેવતા પણ ઇચ્છે છે કે મનુષ્યભવ ક્યારે મળે અને મોક્ષને માટે પુરુષાર્થ કરવાનો લાગ મળે. એવી દુર્લભ જોગવાઇ આ આપણને મળી છે, તે થોથાં ખાંડવામાં, વિષય-કષાયનાં નિમિત્તમાં નકામી વહી જાય છે, તે નિરર્થક વહી જવા દેવા યોગ્ય નથી. કાળનો ભરોસો નથી, લીધો કે લેશે થઇ રહ્યું છે, માટે ધર્મનું આરાધન, જેટલું બને તેટલું, કરી લેવા યોગ્ય છેજી. વિનય, ભક્તિ અને આજ્ઞાપૂર્વક સદાચરણમાં વર્તવું, એ ઉત્તમ ઉપાય છે. આત્મકલ્યાણ સાધવાનો આ અવસર, જો જીવ ચૂક્યો તો ફરી આવો અવસર પ્રાપ્ત થવો દુર્લભ છે. કાગડા-કૂતરાના જેવા ભવમાં પછી કંઇ નહીં બની શકે. માટે પ્રમાદ તજી, જાગ્રત થવા યોગ્ય છે. વૃદ્ધાવસ્થામાં પછી કંઇ નહીં બની શકે. વ્યાધિની વેળાએ કે મરણની વેદનામાં, ધારેલું કંઇ બનતું નથી; પણ જ્યાં સુધી શરીર-ઇન્દ્રિયો સશક્ત છે ત્યાં સુધી જ, ધર્મનું પણ કામ કરવું હોય તો થાય છે; માટે ધન આદિ કરતાં, ધર્મની વિશેષ કાળજી રાખી, આત્મકલ્યાણ માટે રોજ અમુક વખત ગાળવાનો નિત્યનિયમ રાખવો ઘટે છે. (બો-૩, પૃ.૭૨, આંક ૬૦) D પરમકૃપાળુદેવની પરમ નિષ્કારણ કરુણાથી આપણને અપૂર્વ માર્ગ દર્શાવનાર પરમકૃપાળુ શ્રી પ્રભુશ્રીનો યોગ થયો છે; તે સમાન બીજું ક્યાંય જગતમાં જણાતું નથી. આપણે યોગ્યતા વધારી તે સત્પુરુષે પ્રકાશેલા માર્ગનું આરાધન અહોરાત્ર કરતા રહેવાની જરૂર છેજી. તેમાં પ્રમાદને વશ થયા તો ભવ હારી જવા જેવું છેજી. Page #493 -------------------------------------------------------------------------- ________________ (૪૮૪) કોઈ ભવમાં નહીં મળેલો તેવો યોગ સફળ કરવાનો લાગ આવ્યો છે, તે વહી જવા દેવો ન જોઇએ. ઉપશમ-વૈરાગ્ય વધારી, આત્માની દયા લાવી, તેનું પરિભ્રમણ ટાળવું જ. (બી-૩, પૃ.૧૬૧, આંક ૧૬૩). “કર્યા વગર કંઈ નહીં થાય, કરવું પડશે.” એમ ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા. તે સ્મૃતિમાં લાવી, આત્મહિત માટે પુરુષાર્થ કરવાનું બળ વધારતા રહેશોજી. કંઈ ન બને તોપણ ભાવ તો તે જ કરવાનો રાખવા યોગ્ય છે અને તે સિવાય જે જે હું કરું છું તે છૂટવાનું કારણ નથી, મને બંધનરૂપ છે એમ વિચારી, તેમાંથી આસક્તિ, રુચિ ઘટાડી, વૈરાગ્યવાળી વૃત્તિ રાખવાનો અભ્યાસ કરતાં, જે કરવા યોગ્ય છે તે થતું જશે. બીજાના દોષ ન દેખતાં, પોતાના દોષ દેખી, તે દૂર કરવા તત્પર થવું ઘટે છે. પુરુષનો યોગ, આ ભવમાં મહાપુણ્યને યોગે થઈ ગયો તો તે વડે આ ભવ સફળ કરી લેવો. (બો-૩, પૃ.૧૨૧, આંક ૧૧૮) મનુષ્યભવ રત્નચિંતામણિ જેવો અમૂલ્ય છે, એમ મહાપુરુષો કહી ગયા છે. તેનો કેવી રીતે વ્યય થાય છે, તેનો લક્ષ રાખવો ઘટે છેજી. ધન તો નાશ પામે તો ફરી કમાવાય, પણ ગયો વખત પાછો આવે નહીં. સિલક કેટલી છે તે ખબર નથી, તો વાપરતાં કેટલી બધી કાળજી રાખવી ઘટે ? મનુષ્યદેહ તો નાશ પામનાર છે, પણ એવા નાશવંત દેહથી અવિનશ્વર, શાશ્વત આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, એમ નિશ્ચય થાય તો પ્રમાદ ન થાય. સમાધિમરણ થાય તો આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. (બી-૩, પૃ.પ૯૬, આંક ૬૭૯) મનુષ્યભવમાં આવી, જીવ સમ્યકધર્મ આરાધે તો મનુષ્યદેહ પામ્યો સાર્થક છે, નહીં તો દેહ છતાં મરલો જ છે; અને શરીર અપેક્ષાએ તો શ્રી કૃપાળુદેવ જણાવે છે કે કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્રર્ય છે.'' (૫૬૮) વિચારવાન જીવે તો આ સંસારનું અનિત્યપણું, અશરણપણું વિચારી, પ્રતિબંધ અને પ્રમાદ સર્વથા ત્યાગ કરવાનો વિચાર નિરંતર કરવો ઘટે છે; કારણ કે આ શરીર તો ક્ષણવારમાં પડી જાય, સડી જાય, વીણસી જાય તેવું છે, તેનો ભરુસો શો ? માટે સર્વ દેહ ઉપરથી મમત્વનો ત્યાગ કરી, દેહમાં રહેલું ચૈતન્ય તેને સદ્ગુરુ-આત્મપ્રાપ્ત પુરુષ પાસેથી સમજી, તેનો પરમ નિશ્રય કરી, તે શુદ્ધ તત્ત્વના દૃઢ અભ્યાસમાં વર્તવું યોગ્ય છે. જેને આવા ભયંકર કળિકાળમાં તત્ત્વાર્થની પ્રતીતિરૂપ કે આપ્તપુરુષની ઓળખાણરૂપ, મોક્ષમાર્ગને આપે તેવું સમ્યકત્વ થયું તો તેનું જીવિત સફળ છે, અને તેનો જ મનુષ્યભવ ગણાય. બાકી “3TZ! निद्रा भय मैथुनं च सामान्य एतन् पशुभिः नराणाम् ।" Page #494 -------------------------------------------------------------------------- ________________ (૪૮૫) આપણી સાથે નિરંતર સમીપમાં રહેનાર, એવા કેટલાય જીવો દેહ છોડીને ચાલ્યા ગયા છતાં, આપણને હજી યથાર્થ વૈરાગ્ય આવતો નથી અને દેહ પ્રત્યે મૂછ ઘટતી નથી. જાણે મારે કદી મરવું જ નથી, એવા કઠોર પરિણામી આ જીવને ધિક્કાર હો કે હજુ કંઈ અપૂર્વતા પામ્યો નહીં અને ધર્મ કરતાં, માન આદિકની વિશેષ ઇચ્છાએ સર્વે પ્રવૃત્તિ કરી છે, તે માન જીવને કઈ ગતિએ લઈ જશે? વિચારવાન સ્ત્રી-પુરુષે માનાદિકનો પરાજય કરી, એક આત્મવિચારણામાં જ કાળ કાઢવો જરૂરનો છે. જે જીવોને અસંગતાના, નિજસ્વભાવમાં મગ્ન રહેવાના વિચારો નિરંતર સ્ફર્યા કરે છે, તે મહાભાગ્યશાળી પુરુષોને ધન્ય છે ! તે પ્રતિબંધ તથા પ્રમાદને ઝેર, ઝેર ને ઝેર જાણીને ત્યાગે છે. દેહ, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધી કે ધનાદિક, અનંતવાર આ જીવને પ્રાપ્ત થયાં અને તેને એ મૂકતો આવ્યો છે, છતાં એને વિષે જે મારાપણું રાખતો આવ્યો છે, તે મારાપણું જ્ઞાની મહાત્માનો બોધ વિચારી કદી છોડયું નથી. માટે આ દેહે જ તે મારાપણું છોડવું છે અને તેને માટે કોઈ એક પુરુષને શોધી, તેના ચરણકમળમાં તન-મન-ધન-સર્વસ્વ અર્પણ કરી, મોક્ષ સિવાય કશી કામના રાખવી નથી. માત્ર સાચા માર્ગ બતાવનારા, એવા સદ્ગુરુ પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવનું શરણું લઇ, સમાધિપૂર્વક આ દેહ ટકે ત્યાં સુધી, તેની તે જ ભાવના રાખીશું અને અંતે તે પરમપુરુષના શરણસહિત દેહત્યાગ કરીશું તો ખચિત સત્સમાધિને પામીશું. પુરુષાર્થ વર્ધમાન કરી, અનર્થદંડ અને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યા જતા ચિત્તને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'ના સ્મરણમાં, તેના શરણના માહાભ્યમાં, કળિકાળમાં આટલો જોગ બની આવ્યો છે તે અહોભાગ્ય ગણી, તેને અમૂલ્ય ચિંતવી, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર-નિરંતર સ્તવવામાં, પોતાના દોષ જોઈ દોષને ટાળવામાં, ચિત્તવૃત્તિને રોકવી ઘટે છે. જેણે મોક્ષ મેળવવા કેડ બાંધી છે, તેણે જગત તરફ પૂંઠ ફેરવી છે. જગતને અને તેને કાંઈ લાગતું-વળગતું નથી. માત્ર તેને તો હવે જેટલાં પરપુદ્ગલ ગ્રહણ થયાં છે, તે ઋણ પતાવી મુક્ત થવું છે, તો રાગ-દ્વેષ, મોહ-મમતા કરી, નવાં પુદ્ગલ ગ્રહણ કરવા કરતાં, મરણને અંગીકાર કરવાનું તે વધારે પસંદ કરે છે. આવી મહાપુરુષની મનોવૃત્તિમાં આપણી વિચારણા નિરંતર રમણતા કરો. (બી-૩, પૃ.૩૭, આંક ૨૪) T મુમુક્ષુતાની જીવને ઘણી જરૂર છે એટલે મોહાસક્તિથી મૂંઝાઇ, મોક્ષના માર્ગમાં પ્રવર્તવાની ભાવના દિન-દિન વધવી જોઈએ. કૂતરાં, બિલાડાંની પેઠે પેટ ભરવા અર્થે જ મનુષ્યભવ ગાળવો નથી, પણ ભવબંધનના આંટા ઊકલે અને મોક્ષમાર્ગમાં આગળ વધાય તો જ આ મનુષ્યભવ મળ્યો છે, તે સાર્થક થયો ગણાય. આત્માની શ્રદ્ધા થવા છ પદનો પત્ર તથા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, પરમકૃપાળુદેવે જે આ કાળમાં આપણા માટે પ્રગટ ઉપદેશ્યાં છે, તેનો વિશેષ-વિશેષ વિચાર કરી “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.' - આટલી બાબત હૃદયમાં દ્રઢ થઈ જાય, મરણપ્રસંગે પણ તે શ્રદ્ધા ચળે નહીં તેવી અટળ બની રહે અને શરીરનાં દુઃખ તથા સુખ પ્રત્યે ઉદાસીનતા રહ્યા કરે, આત્મસુખ ચાખવાની નિરંતર ભાવના રહ્યા કરે એ પ્રકારે વાંચન, વિચાર, ભક્તિ, ચર્ચા, પૃચ્છના, ભાવના, સમજણ કરતા રહેવા ભલામણ છેજી(બો-૩, પૃ.૩૩૭, આંક ૩૩૯). Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૮) 3 આ મનુષ્યભવ ધન કમાવા કે સંસાર ચલાવવા માટે મળ્યો નથી. દેવો પણ ઇચ્છે છે કે અમને મનુષ્યભવ મળે તો ધર્મનું આરાધન કરી મોક્ષ મેળવી લઈએ; તેમને તો તે ભવ મળવાની વાર છે, પણ આપણને તો હાથમાં, તે લાગ આવ્યો છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.' માટે ધન, પુત્ર કે વિઘ્નો દૂર કરવાની માન્યતા માટે પૈસા મૂકતા હોય તેમને સમજાવશો કે મનુષ્યભવ સાર્થક કરી લેવા જોગ છે, તે ભૂલશો નહીં. કોઈ પુરુષના અચિંત્ય માહાત્યમાં વિશ્વાસ રાખી, તેના આધારે આ ભવસમુદ્ર ઓળંગી મોક્ષે જવું છે, તે સિવાય બીજી સંસાર વધારવાની અભિલાષા સેવવા યોગ્ય નથી. બીજા દેવદેવીની માન્યતામાં પ્રવર્યા હોત તો ખારી જમીનમાં બીજ વાવવા જેવું નિષ્ફળ થાત; પણ સાંસારિક કામનાથી પણ સન્દુરુષ પ્રત્યે, તેના સત્સંગીઓ પ્રત્યે જે સદ્ભાવ થયો છે તો તેનું ફળ, બીજું આવવા સંભવ છે. દેવ પ્રસન્ન થાય તો પણ શું માગવું તેનું જીવને ભાન નથી, તેથી સત્સંગ કરવા પૂ. ...ને બે શબ્દ કહેશો અને મોક્ષમાળામાંથી પાઠ ૬૧થી તેમની ધીરજ પ્રમાણે, તે બ્રાહ્મણની કથા (સુખ વિષે વિચાર) વાંચી સંભળાવશો કે મોઢે કહેશોજી. (બી-૩, પૃ.૧૩૫, આંક ૧૩૬) અહીં અવાય, ન અવાય તે પ્રારબ્બાધીન છે, પરંતુ દરરોજ નિત્યનિયમ ચૂકવા યોગ્ય નથી. વસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર, સ્મરણમંત્રની માળાઓ એમાંથી જેટલું બને તેટલું કરી લઈ, જતો દિવસ સફળ બનાવવો, એ આપણી ભક્તજનોની ફરજ છે. જેમ ટીપે-ટીપે વરસાદ વરસે છે, તેનું પાણી એકઠું થઇ નદીમાં જાય છે, તેમાંથી નહેરો કાઢીને ખેતરોમાં પણ પાણી પાવાની ગોઠવણ કોઈ જગાએ હોય છે; ત્યાં તે પાણીથી, વરસાદ ન આવતો હોય તેવી ઋતુમાં ખેતી થાય છે અને તેટલું પાણી કામમાં આવે છે. બાકી કાંઠા ઉપરનાં ગામોને નાહવા, ધોવા કે પીવાના કામમાં આવે છે. બાકીનું પાણી દરિયામાં જઈને ખારું થઈ જાય છે, તેમ ક્ષણે-ક્ષણે આયુષ્યની પળો, પાણીનાં ટીપાંની પેઠે વરસ્યા કરે છે અને વરસોનાં વરસો વહ્યાં જાય છે, પણ જેટલો, કાળ ધર્મને માટે ગાળ્યો તેટલો કામનો છે. બાકીનો કાળ સંસારના કામમાં કે ઊંઘમાં જાય છે; તે બધો કાળ, દરિયામાં નદી ભળી ખારી થઈ જાય તેવો નકામો છે. થોથાં ખાંડવાથી દાણા ન મળે તેમ આયુષ્ય નકામા કામમાં ગાળવા યોગ્ય નથી. બને તેટલો કાળ ભક્તિ-ભજનમાં ગાળીશું, સપુરુષને સંભારીશું, તેટલો કાળ લેખાનો છે. (બો-૩, પૃ.૧૧૫, આંક ૧૦૯) T મનુષ્યભવ ચારે ગતિમાં ઉત્તમ ભાવ છે; તેના ઘણાં વર્ષો દેહને માટે, દેહનાં સંબંધીઓને અર્થે ગાળ્યાં; પણ આત્માનું હિત થાય તેમ હવે જેટલાં વર્ષ જીવવાનું હોય તેટલાં વર્ષ ગળાય તો આ ભવ અમૂલ્ય ગણાય છે, તે લેખે આણ્યો ગણાયજી. પાણી વલોવવાથી જેમ ઘી ન નીકળે કે રેતી પીલવાથી જેમ તેલ ન નીકળે; તેમ આ દેહ કે દેહનાં સગાંસંબંધીઓની ચિંતા કરવાથી આત્મકલ્યાણની ઉત્પત્તિ સંભવતી નથીજી, એમ વિચારી સંસાર ઉપરથી અને સાંસારિક પ્રવૃત્તિ ઉપરથી વૃત્તિ ઉઠાવી લઈ, આત્મકલ્યાણને અર્થે પુરુષનો સમાગમ, તેનો બોધ, તેની આજ્ઞાની પ્રાપ્તિ, વ્રતનિયમ આદિ પ્રાપ્ત થાય, તેવી ભાવના વિશેષ કર્તવ્ય છેજી. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭) બનવું, ન બનવું તે પ્રારબ્ધાધીન છે, પરંતુ ભાવના કરવી અને તેને પોષતા રહેવું, એ પોતાના હાથની વાત છેજી. (બો-૩, પૃ. ૧૭૭, આંક ૧૮૧) “ગUTI, ઘી, ગMIT તવો એ આજ્ઞારૂપ ધર્મ જેટલો બજાવાય તેટલો, આ ભવમાં લહાવો લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૮, આંક ૩૨). મનુષ્યભવમાં લહાવો લેવાના પ્રસંગો કોઈ-કોઈ વખત આવે છે, તે વખતે જેમને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય, તે તેવા વખતનો લાભ પામી શકે છે. તેવો જોગ ન બની આવે તેવા કર્મ ઉદયમાં હોય તોપણ તેવી ભાવના ભાવવાથી અને તે પ્રસંગ નિમિત્તે પોતાથી બનતો ભક્તિભાવ ધન આદિ સત્કાર્ય, સદાચરણમાં પ્રવર્તવાથી ભવિષ્યમાં તેવા પ્રસંગો કોઈ બનનાર હોય તે વખતે, અત્યારે બાંધેલું પુણ્ય ઉદય થતાં તેવી જોગવાઈ બની આવે. આત્મામાં સત્સંગયોગે ઉલ્લાસ પરિણામ થતાં નિર્મળભાવ જાગ્રત થવાનો જોગ સંભવે. (બો-૩, પૃ.૧૨૮, આંક ૧૨૮) | મંદિર તો જ્યાં થવાનું હતું ત્યાં જ થશે, પણ તે સંબંધી જે તકરાર, કષાયનું કારણ હતું, તે નીકળી ગયું, તે ઘણું ઉત્તમ થયું છેજી. ત્યાંના બાઈ-ભાઈઓને ધીરજથી વાત કરી સમજાવશોજી અને હવે તેમનો પક્ષ કે આપણો પક્ષ એવા ભેદ રહ્યા નથી, પણ ખુલ્લા દિલે બધા એક થઈ ગયા, તે બળ ટકાવી રાખી, પોતાની તન-મન-ધનથી યથાશક્તિ સહાય કરી, મનુષ્યભવનો લહાવો લેવાનો જોગ આવ્યો છે, તેમાં પાછી પાની કરવા જોગ નથીજી. ફરી-ફરી આવાં ધામ બંધાતાં નથી અને આપણાં આયુષ્યનો ભરોસો નથી તો જે “લીધો તે લહાવ' ગણી, જિંદગીમાં ફરી-ફરી આવો પ્રસંગ બનવો મુશ્કેલ જાણી, એવો જોગ ઘર-આંગણે બની આવવાનો છે, તો ઘેર બેઠા ગંગા ગણી, જેટલી શરીરથી, વચનથી, લાગવગથી કે ધનથી, પોતાની બને તેટલી મદદ આપી-અપાવી પોતે ભાગ્યશાળી થવું અને બીજાને સમકિતના કારણરૂપ એવા પવિત્ર ધામમાં મદદ કરવાના ઉત્તમ કામમાં ભાગિયા બનાવવા, બનતું કરી છૂટવું. તમારી કલ્પનામાં હશે તે કરતાં કામ મોટું આરંભવાનું છે અને આપણે (તે વખતમાં) આવા સુયોગમાં જ સાધનસંપન્ન અવસ્થામાં છીએ તો પરભવના ભાથારૂપ પ્રથમ મદદ કરી હોય તે ભૂલી જઇ, જાણે આજે નવા ઉત્સાહથી નવું કામ હાથ ધર્યું છે અને આપણા ઘરના કામ કરતાં તે ઘણું પવિત્ર છે, માટે ઘરના કામ કરતાં તેની વધારે કાળજી રાખવા, આપ સર્વે સમજુ ભાઇબહેનોને વિનંતી છેજી. (બો-૩, પૃ.૧૬૭, આંક ૧૭૦) | સ્વપ્ન જેવા આ સંસારમાં કંઈ સાથે આવનાર નથી. મનુષ્યભવને પૈસા અર્થે વ્યર્થ ગાળી દેવા યોગ્ય નથી. બચે તેટલો વખત બચાવી, અપ્રમાદપણે જ્ઞાનીની કોઈ પણ અલ્પ આજ્ઞા પણ ઉઠાવાશે, તેનું મહદ્ ફળ પ્રાપ્ત થશે, તે કહી શકાય તેવું નથી; તો આ જગતની જૂઠી રોશનીમાં અંજાઈ ન જતાં, દરરોજ મરણનો વિચાર કરી, જ્યાં સુધી તે પળ આવી પહોંચી નથી, ત્યાં સુધી સ્મરણ-ભક્તિનો લહાવો લઈ લેવા યોગ્ય છે. આવી સામગ્રી ફરી-ફરી મળવાની નથી, માટે પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ લૂંટટ્યૂટ લાભ લઈ લેવો. આત્મહિતમાં જાગ્રત-જાગ્રત રહેવું ઘટે છે. (બી-૩, પૃ.૬૫૭, આંક ૭૮૦) Page #497 -------------------------------------------------------------------------- ________________ (૪૮૮) નથી રોગોથી ઘેરાયો, જરા પીડે ન જ્યાં સુધી; નથી મૃત્યુ - મુખે પેઠો, સાધ કલ્યાણ ત્યાં સુધી. “સંસારાનલમાં ભલે ભુલાવી, વિદ્ગો સદા આપજો, દારા, સુત, તન, ધન હરી, સંતાપથી બહુ તાવજો; પણ (પ્રભુ) ના બૈર્ય મુકાય એમ કરજો, દયે સદા આવજો, અંતે આપ પદે શ્રી સદ્ગુરુ, સમતાએ દેહ મુકાવજો.” બાંધેલાં કર્મ ઉદય આવ્યે, હર્ષ-શોક કરવો વ્યર્થ છે; ઊલટું આર્તધ્યાન થવાનો પ્રસંગ આવે; તેવાં કર્મ અત્યારે ન ગમતાં હોય તો ફરી નવાં કર્મ તેવાં ન બંધાય તે માટે ભાવ ફેરવવાના છેજી. પૂર્વે અજ્ઞાનભાવે, સ્વચ્છેદે, નિજકલ્પનાએ સંસારના પ્રસંગો સુખરૂપ માની, તેની ભાવના કરેલી, તેનું ફળ આ ભવમાં પ્રગટ દેખાય છે, નહીં ગમતું છતાં ભોગવવું પડે છે; પણ સુકૃત્યો કંઈ કર્યા હશે તેના ફળરૂપે મનુષ્યભવ મળ્યો, તેમાં સદ્ગુરુનો યોગ, તેનાં દર્શન-સમાગમનો અલભ્ય લાભ મળ્યો, તેની કિંચિત્ સેવાનો પ્રસંગ બન્યો અને તેની નિષ્કારણ અનંત કરુણાને લીધે આ અપાત્ર અભાગિયો જીવ હોવા છતાં તરવાના સાધનરૂપ મહામંત્ર, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આદિ ઉત્તમ પુરુષનાં વચનામૃતો વગેરે રોજ વિચારવાની ભવદુઃખભંજનહારી આજ્ઞા મળી. તે અનેક પ્રકારે જીવને ઊંચો લાવવા સમર્થ છે; તો જીવે પ્રમાદ, આળસ અને વિષય-કષાય તજી તે ઉપાસવા યોગ્ય છે. સપુરુષ પ્રત્યે, તેના બતાવેલા માર્ગ પ્રત્યે, તેની આજ્ઞા આરાધનારા મુમુક્ષુઓ પ્રત્યે તથા તેનાં વચનોના આશય પ્રત્યે પ્રીતિ, ભક્તિભાવ, શ્રદ્ધા વધારી, આ મનુષ્યભવનો લહાવો લેવાનો જોગ મળ્યો છે, તો પ.પૂ. ભાવદયાસાગર પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા તેમ લૂંટેલ્ટ લહાવ લઈ લેવો. આવો અવસર વારે-વારે નથી આવતો. મરણની ખબર નથી; માથે મરણ ભમે છે, તે ઉપાડી લે તે પહેલાં પુરુષાર્થ કરી, શ્રદ્ધા વૃઢ આ ભવમાં કરી લઈએ તો આપણા જેવા ભાગ્યશાળી કોઈ ન કહેવાય. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે તો આ જીવ હવે કયા કાળને ભજે છે, તે વિચારવા યોગ્ય છે. કાર્ય-કાર્યો અને પ્રસંગે-પ્રસંગે – “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0'' નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા.' આટલું યાદ, ઘડીએ-ઘડીએ રહે તેવો નિશ્રય કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૫૪, આંક ૧૫૫) D મનુષ્યભવ મળ્યો છે તે સંસારસમુદ્રને કિનારે આવી ગયા જેવું છે. કિનારે આવેલો માણસ બહાર નીકળી જવા કંઈ પ્રયત્ન ન કરે તો પછી મોજાં તેને સમુદ્રમાં પાછો તાણી જાય, ફરી બહાર નીકળવા પામે નહીં. માટે આ મનુષ્યભવ મળેલો સાર્થક થાય, તેમ પુરુષાર્થ કરવા યોગ્ય છે. (બો-૧, પૃ.૮, આંક ૯) Page #498 -------------------------------------------------------------------------- ________________ (૪૮૯) અનંતકાળથી પોતે પોતાનો વૈરી થઈને વર્યો છે; તે માર્ગ પલટાવી, પોતે પોતાનો મિત્ર બને, તેવી ઘણી અનુકૂળતા, સામગ્રી, સંયોગો આ ભવમાં પ્રાપ્ત થયા છે; તે નિરર્થક ન નીવડે, તે અર્થે શું કરીએ છીએ ? અને શું કરવા ધાર્યું છે ? આનો દરેકે, પોતાને વિચાર કરવા વિનંતી છે જી. (બો-૩, પૃ.૪૨૭, આંક ૪૩૮) D જીવને સંતોષવૃત્તિ પ્રગટે તેવા સંયોગો આ કાળમાં ઓછા છે; કાં તો પૂર્વના સંસ્કારી સંસારથી કંટાળી સત્ક્રાંતિ અર્થે ઝૂરે છે, કાં સત્સંગનો રંગ લાગે અને સર્વ અનિત્ય છે એવો ભાસ દયમાં રહ્યા કરે; તેથી ચિત્ત ક્યાંય પ્રસન્નતા પામે નહીં અને જ્ઞાની પુરુષની આજ્ઞામાં વારંવાર વૃત્તિ જાય તો આ જગતનો મોહ મંદ પડી વિરામ પામે તેમ બને; નહીં તો આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, તેમાં જ જીવ મીઠાશ માની તેની જ ઝંખનામાં મનુષ્યભવ ગુમાવે છે. (બો-૩, પૃ.૬૧૦ આંક ૭05). એ જીવ જો પ્રમાદમાં આ મનુષ્યભવ ખોઈ બેસશે તો પછી પસ્તાવો થશે. ધન, કીર્તિ કે ધંધા અર્થે જીવે ઘણાં કષ્ટો વેઠયાં છે, હજી તેને માટે આથડે છે; પણ તેથી કંઈ આત્માનું કલ્યાણ થયું નથી. માથે મરણ ભમે છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, લીધો કે લેશે થઈ રહ્યું છે, તો આ જીવ ક્યા કાળને ભજે છે? તે વિચારવા યોગ્ય છેજી, (બો-૩, પૃ.૬૯, આંક ૫૬). | ધર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કાળજી રાખવા ભલામણ છેજી. રાજકાજની વાતો, ગાનતાન અને મોજશોખમાં, અમૂલ્ય મનુષ્યભવ વહ્યો ન જાય, તે બહુ સંભાળવાની જરૂર છે. પરમકૃપાળુદેવે લખ્યું છે તેમ આખું જગત પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે; તે મુંબઇમાં તાદ્રેશ જણાઈ આવે છે. એ હોળીમાં આપણે ઝંપલાઈ જઈએ નહીં, તેની કાળજી વારંવાર, પ્રસંગે-પ્રસંગે, અનેક વખતે યાદ રાખી સ્મરણ, ભક્તિ, વૈરાગ્યમાં વૃત્તિ વાળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૨૨, આંક ૧૧૯) અચાનક મૃત્યુ આપણને ક્યારે ઉપાડી જશે, તે કહેવાય નહીં. કરોડો રૂપિયા ખર્ચતાં પણ મનુષ્યભવ ન મળે. તે જોતજોતામાં ચાલ્યો જાય છે અને ધર્મ કરવાનાં કાર્યમાં વિઘ્ન આવી પડે છે; પણ અભાગિયો જીવ વિચારતો નથી કે જ્યાં સુધી શરીર સારું છે, યુવાવસ્થા છે, ઇન્દ્રિયો હાનિ પામી નથી ત્યાં સુધી ધર્મ આરાધી શકાશે. પછી વૃદ્ધાવસ્થામાં અનેક રોગ, અશક્તિ, પરાધીનતાને વશ પડશે ત્યારે શું બનવાનું છે? કે મરણ પામી કાગડા-કૂતરાના કે નરકના હલકા અવતારમાં જીવ શું કરી શકવાનો છે? (બી-૩, પૃ.૫૭, આંક ૪૨) કર્તવ્ય D મંદિરમાં નિયમિત જવાનું અને વાંચવાનું બને તેમ કર્તવ્ય છેજી. કોઈ ન જતું હોય કે એકઠા ન થતા હોય તોપણ પોતે પોતાને માટે અમુક કાળ ઘેર બેસી વાંચ્યા કરતાં મંદિરમાં બેસવાનું રાખ્યું હોય તો વિશેષ લાભનું કારણ છેજી. (બી-૩, પૃ.પ૯૪, આંક ૬૭૩) D મંદિરમાં પણ પૂજા કર્યા પછી વખત હોય તો એકાદ પત્ર વચનામૃતમાંથી નિરાંતે બેસી વાંચવો કે ભક્તિ કરી ઘેર જવું. એકલા હોઇએ તો વધારે સારું છે. ભગવાન સાથે તો એકાંત જ સારી. આપણો આત્મા એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. તેને જ ખરી રીતે સત્સંગમાં પણ સમજાવવાનો છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ (४८० તેવો જોગ ન હોય તો એકલાએ પણ પોતાના આત્માને શિખામણ મળે તેવું દરરોજ થોડું-ઘણું વાંચન રાખતા રહેવાથી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થતાં અપૂર્વ આનંદ આવશેજી. જેને કલ્યાણ સાધવું હશે તેને માટે ઉત્તમ સ્થળ તૈયાર થયું છે. હાલ છે તેમાંથી જેને લાભ લેવો હોય તે લઈ લેશે. તેનો લાભ લેવા ઘણા ભાવના ભાવતાં હશે તે ભવિષ્યમાં ત્યાં લાભ લેવા જન્મશે અને ધર્મ આરાધી કલ્યાણ સાધશે. લૂંટતૂટ લહાવો લેવાનો જોગ આવ્યો છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. “બહોત ગઈ થોડી રહી, થોડી પણ ઘટ જાય.” (બો-૩. પૃ.૩૪૪, આંક ૩૪) | અવકાશ હોય તો રોજ ભક્તિ કર્યા પછી મોક્ષમાળાનો એકાદ પાઠ નિયમિત રીતે વાંચવા-વિચારવા ભલામણ છે.જી. પોતાનાથી બને તેટલો વિચાર-ચર્ચા કરી, તે મહાપુરુષે આપણા માટે લીધેલો શ્રમ સફળ થાય અને આપણને તે મહાપુરુષની શિખામણ ર્દયમાં ઊતરે એવું કર્તવ્ય છેજી. જેટલો કાળ તે મહાપુરુષની ભક્તિ, ગુણગ્રામ અને શ્રદ્ધા દૃઢ કરવામાં જશે તેટલું આયુષ્ય આપણું સફળ થયું ગણવા યોગ્ય છેજી. સ્ત્રીકથા, દેશકથા, રાજકથા તથા ભોજનકથા આદિ વિકથામાં જતો વખત બચાવી પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલો કાળ જશે તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. (બો-૩, પૃ.૬૩૪, આંક ૭૪૮) | સર્વ ભક્તિ વખતે એકઠા હજી મળતા હશોજી. મોક્ષમાળાનો એક પાઠ વાંચવાનું રોજ રાખ્યું છે? ભક્તિ પૂરી થયે ઊઠતાં, એક પાઠ સાંભળી બધા ઊઠે તો તે સંસ્કાર કે તેથી થતા વિચાર પણ પછીથી રહ્યા કરે. બીજે દિવસે આગલા પાઠની યાદી આપી, એક નવો પાઠ સાંભળવો. આમ મોક્ષમાળા ચાર માસમાં પૂરી થાય. વળી ફરીથી વંચાય, એમ થતાં જીવને ઘણું સમજવાનું ક્રમે-કમે થશેજી. ફરી-ફરી વંચાશે એમ વિશેષ-વિશેષ સમજાશેજી. સપુરુષનાં વચન પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય ગણી આરાધવાથી સમકિતનું કારણ થાય છેજી. એકઠા થતા હો તો દસ-પંદર મિનિટ પાઠ વાંચતાં લાગે તેટલો વખત જરૂર તે અર્થે કાઢવા યોગ્ય છેજી. બધા મળો ત્યારે આ પત્ર વાંચશો, અને ઠીક લાગે તો તે પ્રમાણે આત્માર્થે વર્તશોજી. દિવસે-દિવસે મુમુક્ષતા વધે, ધર્મની ભૂખ લાગે તેમ કર્તવ્ય છેજ. તે થવા સપુરુષનાં વચનોમાં પ્રીતિ, તેનું નિયમિત આરાધન એ છે. પૈસાટકા એ લૌકિક ધન છે અને જ્ઞાનવૃદ્ધિ એ આત્મિક ધન છે. સપુરુષને શરણે તે કમાણી વધારવી. (બી-૩, પૃ.૬૦૩, આંક ૬૯૩) D “ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. (રાગ-દ્વેષ તજી આત્માર્થે જીવવું) ત્યાં સુધી હે જીવ ! છૂટકો નથી. આમ નેપથ્યમાંથી (અંતરમાંથી) ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.' (૧૨૮) Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧) આમ પરમકૃપાળુદેવ પોતાને માટે લખે છે. તેમ આપણ સર્વેને તે જ ગાંઠ મનમાં પાડી દેવા જેવી છે. જે રસ્તે એ પરમપુરુષ ચાલ્યા તે જ રસ્તે આ ભવમાં જવું છે, બીજું બધું ઝેર ખાવા જેવું છે, એવું અંતરમાં કરી મૂક્યા વિના આ કળિકાળમાં સન્માર્ગે પ્રવર્તી શકાય તેવું રહ્યું નથી. સંજોગો બધા વિપરીત મોહમાં તાણી જાય તેવા છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' (પુષ્પમાળા-૩૫) એમ કહ્યું છે; તે ક્ષણે-ક્ષણે સંભાર-સંભાર કરવા જેવું છે. (બી-૩, પૃ.૨૦૧, આંક ૨૦0) D પરમકૃપાળુદેવની દ્રષ્ટિ, માન્યતા તે જ આપણી માન્યતા વિચાર-વિચારીને કર્તવ્ય છેજી. સંસાર પ્રત્યે વૈરાગ્યદેહ પ્રત્યે કંઈ પણ મૂછ નહીં, ભોગ પ્રત્યે અનાસક્તિ; એક માત્ર સત્સંગ, સત્સંગ અને નિરંતર અવિચ્છિન્ન સત્સંગની ઉપાસનાનું આટલું આપણા હૃદયમાં વસી જાય તો અસંગપણું, વીતરાગપણું, સંપૂર્ણતા, નિષ્કિચનતા, નિર્મોહીપણું અને આત્મતૃપ્તિ સહેજે આત્મામાં આવવા લાગે. (બી-૩, પૃ.૫૪૭, આંક ૬૦૩) પરમ શાંત થવું, તે જ ધર્મ છે અને તેનો જ નિશ્રય દૃઢપણે રાખી તેવા થવાનો પુરુષાર્થ કર્યા કરવો. પ્રભુશ્રીજીના ઉપદેશમાં પણ એમ આવે છે કે પોતાને શું હિતકર્તા છે અને શું નડે છે, તે પ્રથમ શોધી કાઢવું અને જીવનપર્યત પુરુષાર્થ કર્યા કરવો. આ મનુષ્યભવમાં પોતાને શું કરવું છે, તેનો લક્ષ કરી લેવાનો છે. (બો-૧, પૃ.૧૯). I તરવાના કામીએ તો બીજી જંજાળ તજી, પોતાના આત્મહિતની વૃદ્ધિ થાય તેવાં નિમિત્ત માટે લોકલાજ તજી, સગાંવહાલાંનાં મહેણાં સહન કરવાં પડે તો તે પણ સહન કરીને, અનેક વિઘ્નો કે પ્રતિકૂળતાઓ વેઠવી પડે તે વેઠીને, આ ભવમાં તો આ આત્માની જ સંભાળ લેવી છે એવો દૃઢ નિશ્વય કરી, જગતને પૂંઠ દેવા યોગ્ય છે. જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.' એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પરમ સત્ય છે. (બી-૩, પૃ.૭૮, આંક ૬૭) આવા દુષમ, વિકટ કાળમાં જન્મ્યા છીએ તો મુશ્કેલીથી ધર્મસાધન થઈ શકે તેવો પ્રસંગ છે; તોપણ જેણે આત્મકલ્યાણ, અવશ્ય, આ ભવમાં જેટલું બની શકે તેટલું કરી લેવું છે, એવો નિર્ણય કર્યો હોય અને તે અર્થે ભોગાદિથી પાછા હઠયા હોય, તેવા જીવોએ વિકટ પુરુષાર્થ કરીને, આત્મવૃત્તિને બાહ્ય પદાર્થોમાં તણાતી રોકી, સત્સાધનમાં વારંવાર જોડવા, કમર કસીને મંડી પડવા યોગ્ય છેજી. આવો યોગ બીજા ભવમાં મળવો દુર્લભ છે એમ જાણી, બનતી જાગૃતિ અને સ્મરણમંત્રના રટણમાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૩૪૪, આંક ૩૪૭) કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, તો આ જીવ કયા કાળને ભજે છે? તે વિચારી આત્મહિતને માટે આપણે બધાએ વિશેષ-વિશેષ કાળજી લેતા રહેવાય તેમ કર્તવ્ય છેજી. વિશેષ શું લખવું? હવે તો કરવા માંડવાનું છે. ઘણું સાંભળ્યું છે, તેમાંથી કંઈ ને કંઈ કરવા લાગીશું તો કંઈ ઠેકાણું પડશે. (બી-૩, પૃ.૧૧૪, આંક ૧૦૭) Page #501 -------------------------------------------------------------------------- ________________ (૪૯૨ T સદ્ગોગે જે સહજે લાભ થાય છે તે વિયોગમાં ઘણા પ્રયત્ન થવો દુર્લભ છે એમ વિચારી, વિશેષ પુરુષાર્થ કરી, વિશેષ સત્સંગનું અવલંબન લઇ, જેટલું થઈ શકે તેટલું કરી લેવું ઘટે છે. (બી-૩, પૃ.૯૨, આંક ૮૪) સપુરુષોએ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ જીવે તેવી રુચિ પ્રગટાવી તે પ્રમાણે પ્રવર્તવાનું કર્યું નથી એટલે સત્ય ફળનો (નિરાબાધ આત્મસમાધિસુખનો) વાદ ક્યાંથી આવે? પણ વહેલુંમોડું પણ જ્ઞાનીનું કહેલું ભાગ્યે જ મોક્ષનું કારણ પ્રગટશે; એમ દૃઢ કરી, તે ભાવના કરવાથી, તે પ્રમાણે પ્રવર્તવાનું પણ બળ મળી રહેશે એમ ખાતરી છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે “તારી વારે વાર; મેદાનમાં તલવાર પડી છે મારે તેના બાપની; એક મરણિયો સોને ભારે થઈ પડે છે; કરવું તો પડશે જ.'' (બી-૩, પૃ.૧૧૪, આંક ૧૦૮) આપણે સર્વ દુખિયા છીએ પણ સુખિયાનો આશ્રય લીધો છે, તો તે જગાડશે. દુ:ખ સમજાવી, દુઃખથી ભય પમાડી, દુઃખ દૂર કરવા બળ આપશે; પણ કરવું તો આપણે પડશે. તેનાં વચનનું બળ આપણને મદદ કરશે; પણ કંઈ કરવા નહીં મંડીએ તો વચનની શક્તિ નથી કે પરાણે આપણને મોક્ષે પહોંચાડે. માટે તે વચન માનીને વર્તવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૯૪, આંક ૮૬) પરમકૃપાળુદેવને શરણે જે થાય તે જોયા કરવા જેવું છે. મૃગાપુત્રનું દ્રષ્ટાંત ભાવનાબોધમાંથી વારંવાર વાંચી, સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ અને મોક્ષમાર્ગ (જ્ઞાનીની આજ્ઞા) પ્રત્યે પ્રેમભાવ વર્ધમાન થાય, તેવી વૃત્તિ વધારતા રહેવા વિનંતી છે). (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૭૯) T બને તેટલું કરી છૂટવું, પછી થવાનું હોય તે જ થાય છે. ભક્તિભાવમાં મૅચ રાખવી, એ આપણું કર્તવ્ય છે. ન બને તે કર્મનો દોષ, પણ જાણીજોઇને પ્રમાદ સેવવો નથી. કંઈ ન બને તો મંત્રનું રટણ છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખવું, ભાન હોય ત્યાં સુધી – એમ પ. પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવે છે, તે લક્ષ આપણે ચૂકવા યોગ્ય નથી. બીજું જે થાય તે જોયા કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૭૫૦, આંક ૯૩૨) T કોઇ મુમુક્ષુના યોગે પરમકૃપાળુદેવનાં વચનો વાંચવાનો અવકાશ કાઢવો. તેવા યોગે કંઈ સદાચાર, સસેવા અને સર્વિચારની ચર્ચા થાય તો કરવી, સાંભળવી; પણ દેશકથા કે આડીઅવળી વાતો તેવા યોગમાં પણ કરવાનો કે સાંભળવાનો સંભવ લાગે તો એકલા ભક્તિ, વાંચન, વિચાર કરવો. મન ઉપર બીજી બાબતોનો બોજો ન રાખવો. કામ હોય ત્યાં સુધી તેનો વિચાર કરવો પડે તો કરવો, પણ તેની ન જોઈતી ફિકર-ચિંતામાં કાળ ન જતો રહે તે લક્ષમાં રાખવું. જેમ ગુમાસ્તો કામ કરે તેમ કરી છૂટવું; પણ મારું છે અને ખોટ જશે કે નફો આવશે એવા વિચારોમાં, અમૂલ્ય મનુષ્યભવની એક પળ પણ ગુમાવવી નહીં. આનંદમાં રહી, સ્મરણ કરતા રહેવાની ટેવ પાડશોજી. (બી-૩, પૃ.૨૯૩, આંક ૮૩૨) T કંઈ ગભરાવા જેવું નથી. પથ્થર તળે હાથ આવ્યો છે, કળે-કળે કરી કાઢી લેવા યોગ્ય છે. ઉતાવળ કરતાં આંગળીઓ તૂટી જાય તેવું કર્તવ્ય નથી અને ત્યાં ને ત્યાં હાથ દબાયેલો રહે તેમ પણ રાખી મૂકવા યોગ્ય નથી. પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૨૬૬, આંક ૨૬૦) Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ મરણનો ભય માથે ગાજે છે, તેમ છતાં જીવને પ્રમાદમાંથી પ્રેમ ઘટતો નથી, એ એક આશ્ચર્ય છે. જિંદગીનો પાછલો ભાગ વિચારીને, શિખામણ લેવાની જરૂર છે કે આટલાં બધાં વર્ષો જેમાં ગાળ્યાં છે તેવા નિરર્થક વિષયો માટે હવેની જિંદગી ગાળવી નથી; પરંતુ સમાધિમરણમાં મદદ કરે તેવા ભાવોમાં, તેવા સાધનોમાં વૃત્તિ રહ્યા કરે તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૩૭, આંક ૭૫૨) Ū પૂ. ધર્માત્મા .........ની હયાતીમાં ધર્મને આધારે ક્લેશ શમાવેલો, તો હવે નાશવંત વસ્તુઓમાં આત્માને ક્લેશ વિના કંઇ પ્રાપ્ત થતું નથી, એવો અનુભવ પ્રત્યક્ષ થઇ ચૂક્યો છે, તે શિખામણથી આત્માને સમજાવી સમાધિમરણની તૈયારી કરવા શૂરવીર બનાવવો ઘટે છેજી. જે વસ્તુ અહીં જ પડી રહેશે, તે વસ્તુને અર્થે આત્મા ક્લેશિત રહ્યા કરે અને જે ધર્મથી શાંતિ એક વખત અનુભવી છે તેને ધકેલી-ધકેલીને દૂર કરનાર પૂર્વપ્રારબ્ધ જ નથી પણ પોતાની નિર્બળતા પણ છે એમ સમજી, શૂરવીર થવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૨૯, આંક ૮૮૯) આપણી વૃત્તિઓમાં જે કંઇ સુધારો થતો હોય, તે તરફ લક્ષ રાખી, વિશેષ શાંત વૃત્તિ પોષ્યા કરવી ઘટે છેજી. માથે મરણ છે તેની તૈયારી પરમકૃપાળુદેવને શરણે કર્તવ્ય છેજી. બીજું હવે શોધવું તો છે નહીં. બીજેથી પરમકૃપાળુદેવનાં વચનામૃત જેવી કે આત્મહિતકારી મદદ મળે તેમ જણાતું નથી; તો વ્યર્થ વિચારો કરવાનું ભૂલી જઇ ઉપાય સદ્ગુરુમાં જ લય લાગે, પરમ ભક્તિ પ્રગટે, સર્વ દોષનો ક્ષય થાય એ જ એક લક્ષ રાખી જગત જોવામાં અંધ બનવા યોગ્ય છેજી. બીજી વાતો સાંભળવામાં બહેરા બનવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૦૩, આંક ૮૪૬) ... જેટલી જાગૃતિ આત્મહિતમાં રહેશે, તેમાં વિશેષ પુરુષાર્થ થશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. દેહાધ્યાસ ઘટાડવા તો જરૂર પુરુષાર્થ કર્તવ્ય છેજી. આમ ને આમ દેહાદિ પદાર્થો પ્રત્યે વૃત્તિ રહ્યા કરે તો આવો યોગ આ ભવમાં મળેલો વ્યર્થ વહી જવા દેવા જેવું થાય. એકાંત જગ્યા અને અવકાશ હોય તો બધે જવા-આવવાનું ઓછું કરી, પરમકૃપાળુદેવનાં વચનામૃતના અભ્યાસમાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છેજી. અંતરમાં શીતળીભૂત રહેવાનો અભ્યાસ વિશેષ-વિશેષ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૧, આંક ૭૨૧) D ઘણું જોયું, ઘણું ખાધું, ઘણું ભોગવ્યું; હવે તો હે જીવ ! થોભ; એમ વિચારી સમાધિમરણની તૈયારી આપણા જેવા ઉંમરે પહોંચેલાઓએ તો જરૂર કર્તવ્ય છેજી. જો આપણે આટલું થયા છતાં ન ચેતીએ તો આપણને સત્પુરુષનો યોગ કેવા પ્રકારનો થયો છે ? તે વિચારી-વિચારી સત્પુરુષને આશ્રયે હવે તો એક આત્મકલ્યાણ થાય તે જ કામ કરવું છે. બીજું બધું ભૂલી જવા યોગ્ય છેજી. જેમ-તેમ કરીને પથ્થર તળે આવેલો હાથ ખસેડી લેવા યોગ્ય છેજી; નિવૃત્તિના વિચાર દૃઢ કરી અંતરંગમાં તો સાવ નિવૃત્તદશા કરી લેવા યોગ્ય છેજી. કર્મના ઉદયે બહાર ગમે તેવું દેખાય પણ આપણે મહેમાન હવે તો છીએ એમ પળે-પળે ભાસ્યા કરે તેવા વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છેજી. (બો-૩, પૃ.૬૧૬, આંક ૭૧૪) Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ) ] પરમકૃપાળુદેવનાં વચનો જે જે સાંભળ્યાં હોય, મુખપાઠ કર્યા હોય કે વંચાય તેમાં વૃત્તિ જડી તે મહાપુરુષની અલૌકિકદશા પ્રત્યે આશ્ચર્ય અને પૂજ્યબુદ્ધિ વધે, તેમનાં શરણે નિઃસ્પૃહદશા, નિષ્કષાયદશા પ્રાપ્ત થાય તેવી ભાવના, વિચારણા, વાતચીત કર્તવ્ય છેજી. નિજ દોષ અપક્ષપાતપણે જોવાની ટેવ પડે, તેના ઉપાય વિચારી, બને તેટલી આત્મશુદ્ધિ થાય, તેમ લક્ષ રાખવો ઘટે છેજી. જગતની વાતો ભૂલી ગયા વિના ચિત્તને તેવો અવકાશ મળવો મુશ્કેલ છે, માટે નિવૃત્તિનો યોગ હોય તેણે તે નિવૃત્તિમાં પરમકૃપાળુદેવની સત્સંગની ભાવના, ત્યાગભાવના, સહજ સ્વભાવે ઉદયાધીન પ્રાપ્ત થતાં કર્મો પ્રત્યે ઉદાસીનતા અને આત્મવિચારના અદ્ભુત ગુણોમાં વૃત્તિ લય થાય તેમ કર્તવ્ય છે'. આ કાળ દુષમ છે અને જીવ તે તે પ્રસંગો ઓળંગવાનો પુરુષાર્થ ન કરે તો લૌકિકપ્રવાહમાં તણાઈ જવાનો સંભવ છેજી. માટે પ્રથમ પોતાનું હિત સાધવું છે એ લક્ષ રાખી, પોતાને સંગે જે પરમકૃપાળુદેવની ઉપાસનાની ભાવના રાખતાં હોય, તેમનો સંગ આત્મહિતાર્થે કરવા યોગ્ય છે. કોઈ પણ પ્રકારે બીજાના સંગમાં સ્વાર્થની ગંધ પણ ન રહે, એવી પોતાની વૃત્તિને તપાસી, અસંગપણા અર્થે જ જીવવું છે, એ લક્ષ સર્વોપરી રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૬૮૦, આંક ૮૧૭) 0 થોડું વંચાશે તોપણ હરકત નથી; પણ મનન વિશેષ થાય, કલ્પનામાં તણાઈ ન જવાય અને વાંચેલામાંથી કે કંઈ સવિચાર કરતાં સારું લાગે તેની ડાયરીમાં નોંધ રાખવાનું શરૂ કરવા યોગ્ય છે; પોતાની વૃત્તિઓ પણ લખવા યોગ્ય છે; એટલે મનનને માટે વખત રાખો છો તેમ પોતાની જતા દિવસની વૃત્તિઓ તપાસી, યોગ્ય લાગે તે લખવાની ટેવ હશે તો આગળ વધાય છે કે પાછળ જવાય છે, તેનો કંઈક હિસાબ રહેશે; માત્ર મનોરાજ્યથી સંતોષ પામવા યોગ્ય નથી. થોડું પણ સંગીન કરતાં શીખવું છે. “ગજથી ભરે ઘણું પણ તસુ વેતરે નહીં' એવું નથી કરવું. (બો-૩, પૃ.૬૮૯, આંક ૮૨૮). D સવારના સાડા-ત્રણ વાગે ઊઠવું અને ગોખવું, ફેરવવું. સૂતી વખતે તપાસવું કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું કર્યું છે? એમ રોજ તપાસવું. તેથી દોષ હોય તો પકડાય કે આજે હું ક્યાં ઊભો હતો? ક્યાં વાતો કરી હતી? એ કામ ન કર્યું હોત તો ચાલત? એમ વિચારવું. એમ કરવાથી બીજે દિવસે દોષ ન થાય. સૂતી વખતે આટલું તો રોજ નામું મેળવવું. જેમ દુકાનદાર રોજ નામું મેળવે છે, તેમ આપણે પણ નામું મેળવવું. (બો-૧, પૃ.૧૨૮, આંક ૧) | ગમે તે કામ હાથમાં લીધું હોય તેથી કંટાળ્યા વિના તથા તેમાં આસક્તિ રાખ્યા વિના, બનતી ફરજ બજાવી, બચતો વખત આત્મકલ્યાણને અર્થે વાંચન, વિચાર, સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણમાં ગાળતા રહેવા ભલામણ છેજી. સ્મરણમાં આનંદ આવે તેમ વૃત્તિ રાખતા રહેવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૪૭૭, આંક ૫૦૬) D આપણે તો જગતને પૂંઠ દઈ પરમકૃપાળુદેવ પ્રત્યે સન્મુખતા વધે તે પ્રયત્ન આદરવાના છે. પરમકૃપાળુદેવનું માહાભ્ય ૫.૫.પૂ. પ્રભુશ્રીજી દ્વારા જેને જાણવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેણે તો પોતાનું હૃય તે મહાપુરુષની આજ્ઞામાં સમર્પિત થાય તેમ વિશેષ-વિશેષ કર્તવ્ય છેજી. પરકથા અને પરવૃત્તિથી પાછું વળવું ઘટે છેજી. (બી-૩, પૃ.૬૪૫, આંક ૭૬૬). Page #504 -------------------------------------------------------------------------- ________________ (૪૯૫) પત્રાંક ૧૭૨ ૫.પૂ. પ્રભુશ્રીજી ઉપરનો છે, તે સ્પષ્ટપણે, આપણે કરવા યોગ્ય છે તે ક્રમ બતાવે છે. તેનું પણ આરાધન ક્રમે-ક્રમે કરતા રહેવા વિનંતી છેજી. આજીવિકા અર્થે કંઈ કરવું પડે તે ન-છૂટકે કરી છૂટવું, પણ આખો આત્મા તેમાં જોડવા યોગ્ય નથી. પૈસો કમાવા દેહ ધર્યો નથી. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.''(૧૫) તો શા અર્થે દેહ ધર્યો છે તે વારંવાર વિચારી, તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩) T જેના હાથમાં હજી મનુષ્યભવનો દુર્લભ યોગ છે તેણે તેનો ઉત્તમ રીતે ઉપયોગ કરવા યોગ્ય છે. ‘હિંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવત યાદ રાખી, સદ્ગુરુશરણે આત્મહિતમાં યથાશક્તિ પુરુષાર્થ કર્તવ્ય છે. જીવની યોગ્યતા પ્રમાણે સદ્ગુરુકૃપા થાય છે માટે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.” એમ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા; તેનું વિસ્મરણ ન થાય તેમ કર્તવ્ય છે. આજીવિકા પૂરતું ખોટી થવું પડે તે બાદ કરતાં, બાકીનો વખત પરભવને અર્થે કમાણી કરવામાં ગાળવો છે, એવો મુમુક્ષજીવને નિશ્ચય કર્તવ્ય છે. (બી-૩, પૃ.૩૦, આંક ૭૩૯) D સમાધિસોપાનમાં બાર ભાવના, સમાધિમરણ વગેરે અધિકારો વારંવાર વિચારી, તે વચનો જે અર્થે લખાયાં છે, તેનો વારંવાર વિચાર થાય તો લાગે કે કરવા યોગ્ય કાર્ય આ ભવમાં હજી કાંઈ થયું નથી અને મરણ આવે તો આપણી શી ગતિ થાય? માટે “સ્વધર્મ સંચય નાહીં” એમ વીસ દોહરામાં બોલીએ છીએ તે વચનો દ્ધયમાં કોતરાઈ જાય અને હવેથી કંઈને કંઈ એવું કરવું કે જેથી ધનસંચય કરવા કરતાં સ્વધર્મસંચય થયા કરે. (બો-૩, ૫.૩૩૧, આંક ૩૨૮) || ભક્તિભાવમાં વૃદ્ધિ કર્યા કરો, એ જ ભલામણ છેજી. ભવિષ્યની ચિંતા અટકાવી, આજનો દિવસ જીવવા મળ્યો છે તે ઉત્તમ રીતે ગાળીશું તો આવતો દિવસ જીવવા મળશે તો સારી રીતે ગાળવાની શક્તિ વધતી જશે એમ વૃઢતા રાખી, પ્રાપ્ત સંજોગોનો ઉત્તમ લાભ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૩૫, આંક ૫૮૩). | આપનો પત્ર મળ્યો. તે વાંચતા વિચાર આવ્યો કે આમ ને આમ જીવે અનંતકાળ કર્યું છે, ઉતાવળે કામ કરી લેવાની દોડ કરી છે. જે કામ કરવાનું હોય, તેની પૂરી માહિતી કે તૈયારીઓ વિચારપૂર્વક જીવે કરી નથી. જ્યારે જીવને મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે તેના ઉપાય શોધે છે અને તે વખતે મળી આવે કે ન પણ મળી આવે, પછી પસ્તાય; પણ પહેલેથી શી શી જરૂર પડશે તેનો બનતો વિચાર કરી લેવાનો કે તૈયારી કરી લેવાનો જીવ વિચાર, પુરુષાર્થ ધારે તો કંઈ-કંઈ કરી શકે તેમ છે. આ પ્રસંગ તો નજીવો છે, પણ પરભવ જરૂર જવાનું છે તેને માટે પણ જીવ ચેતતો રહે; નવાં કર્મ બાંધે છે તે વખતે જો સવિચાર કે જ્ઞાનીની આજ્ઞાનો લક્ષ રહે તો ઘણો ફેર પડવા સંભવ છેજી. એવી અગમચેતી કોઈ વિરલા પુરુષો રાખે છે; તેમાંના આપણે એક ગણાઇએ, થઇએ તેમ વર્તવાની જરૂર છે). (બી-૩, પૃ.૪૭૮, આંક ૫૦૮) | ગમે તેવો આહાર ખાનાર સાથે વિશેષ સંબંધ નહીં રાખવામાં લાભ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પોતાનાં કર્યાં પોતાને પશ્ચાત્તાપ સહિત ભોગવવાં પડે છે, માટે પહેલેથી ચેતી જેટલો ખરાબ સંગ વહેલો છોડાય અને સત્સંગનો જોગ મળે તેવી ભાવના અને પુરુષાર્થ કર્યે છૂટકો છે. (બો-૩, પૃ.૭૪૮, આંક ૯૨૬) “શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીઘ્ર જવાપ.’’ આ લક્ષ રાખવાનો છે. પારકી પંચાત છોડી, આ આત્માની શી વલે થશે એ વિચારી, પોતાની દયા ખાવા જેવું છેજી. (બો-૩, પૃ.૬૫૯, આંક ૭૮૪) દેહ Û જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?'' (૫૬૮) એ વિચારશોજી. (બો-૩, પૃ.૨૬૪, આંક ૨૫૮) શરીરનો ફોટો લીધો હોય, તે સારો દેખાય; પણ એક્સરેથી ફોટો લીધો હોય તો હાડકાં જ દેખાય અને તેમાં મોહ થાય નહીં. તેમ જ્ઞાનીપુરુષોની દૃષ્ટિ હોય છે. તેમને મોહ થતો જ નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ યથાતથ્ય દીઠું છે. જ્ઞાનીપુરુષોએ તો એક આત્મા સિવાય બધું પુદ્ગલ જ જોયું. (બો-૧, પૃ.૧૨, આંક ૧૪) અહો ! આ શરીર કેવો દગો દે તેવું છે ? એક ઘડીવારનો તેનો વિશ્વાસ રખાય તેવું નથી. એક શ્વાસ ઊંચો લીધો હોય તે નીચો લેવાશે તેનો ભરોસો નથી. આવી અસ્થિર વસ્તુ-સ્થિતિ આ દેહની છે. શ્રી સનકુમાર ચક્રવર્તી જેવાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરી દેવોના ઇન્દ્ર પણ વખાણે તેવી કાયાની સુંદરતા પ્રાપ્ત કરી હતી; તે પણ એક ક્ષણવારમાં સોળ મોટા રોગ ઉત્પન્ન કરી, સાતસો વર્ષ સુધી તે મહાભાગ્યને ઉપસર્ગ કરવા તત્પર થઇ, પરંતુ તે સમ્યદૃષ્ટિવંત ભગવંતે તો તેની દરકાર રાખ્યા વિના, છ ખંડનું રાજ્ય છોડી, ભીખના ટુકડા ઉપર તેનો નિર્વાહ કરવાનું નક્કી કર્યું અને તે અનિત્ય અને અશુચિભરી કાયાને નિત્ય અને મહાપવિત્ર પરમપદ પ્રાપ્ત કરવાના કામમાં લગાડી દીધી. ધન્ય છે તે મહા ધીર, શૂરવીર સંતપુરુષોને કે જે દેહની દરકાર છોડી, આત્માને ઉન્નત કરવા જ જીવે છે, જીવતા હતા અને જીવશે. દેહ એ કર્મનો જ સંચો છે, કર્મવશ તેની અવસ્થા પલટાતી રહે છે. તેમાં પુરાયેલો આત્મા તેને પોતાનું ઘર માની, અરે પોતાનું રૂપ માની, તેમાં માન કરે છે કે હું કેવો રૂપાળો છું, હું કેવો બળવાળો છું, હું કેવું બોલું છું, હું કેવું લખું છું; પણ તેની દશા પરવશ છે તેવી પ્રગટ દેખાય છે ત્યારે વળી ખેદ કરે છે કે હું નિર્બળ થઇ ગયો, મારાથી ઉઠાતું નથી, ચલાતું નથી, બોલાતું નથી, લખાતું નથી, હું ફીકો પડી ગયો, હું રોગી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અભણ છું, મને સરત રહેતી નથી, ભૂલી જવાય છે - આમ રોદણાં રડવા લાગે છે અને પાછો સાજો થયો એટલે પાછો અહંકાર કરવા લાગે છે કે મારા જેવું કોઇ કમાતું નથી, મારો વેપાર બધા કરતાં સારો ચાલે છે, મારી બરોબરી કરે એવો કોણ છે, આ વર્ષમાં તો આટલું જરૂર કમાવાનો. Page #506 -------------------------------------------------------------------------- ________________ આમ ને આમ આટલાં બધાં વર્ષો દેહને જ પોતાનો માની, તેના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની તેની અનાદિની ટેવ જીવ ઉપાસતો આવ્યો છે. હવે કોઈ પરમકૃપાળુની કૃપાથી જો જાગે તો અવશ્ય તેનું કલ્યાણ થાય. પરમકૃપાળુદેવે “મૂળમાર્ગ''માં જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે, તે જીવને જાગ્રત કરવા અર્થે જ કહ્યું છે : છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0'' (બી-૩, પૃ.૯૭, આંક ૯૦). D આપની તબિયત સંબંધી જણાવ્યું તે વિષે જણાવવાનું કે જેને સદ્ગુરુશરણ, સસાધન પ્રાપ્ત થયેલ છે, તેણે આ મનુષ્યદેહને રત્નકરંડ (રત્નની ડબી) સમાન સાચવવા યોગ્ય છંજી. જેમ ધન સંબંધી આપણી નજર પહોંચે તે પ્રમાણે વિચાર કરી, કાળજીપૂર્વક વર્તીએ છીએ તેથી વિશેષ કાળજી, મનુષ્યદેહ જે ““બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો'' છે, તે ધર્મકાર્યમાં વાપરવા માટે વિશેષ ટકે તો સારું, એ ભાવનાથી તેની કાળજી લેવી ઘટે છે. બાકી મોહને અર્થે દેહની મમતા તો અનંતકાળથી જીવ કરતો આવ્યો છે, એમાં કહેવું પડે તેમ નથી; પણ આ દેહે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી શકાય તેવો લાભ પ્રગટ જાણ્યો તો તે અર્થે દેહની સંભાળ કર્તવ્ય છે. પછી તો જે થવાનું હોય તે થાય. તેને માટે નિર્ભયતા પણ સંઘરી રાખવી ઘટે છેજ. આપણું ધાર્યું બધું થતું નથી, પણ થાય તેટલું કરી છૂટવું; અને તે છૂટવામાં મદદ કરનાર છે. માટે આ લક્ષ જે દવા તથા ચરી વા બ્રહ્મચર્ય આચરવાં ઘટે, તે સર્વ સાધવા યોગ્ય છે.જી. (બી-૩, પૃ.૪૪૬, આંક ૪૬૫) જે મહાપુરુષો કૃતકૃત્ય થયા છે, જેમણે આ શરીરથી કરવા યોગ્ય - સાધવાનું સાધી લીધું છે, તે તેની કંઈ દરકાર રાખતા નથી; એ આદર્શ લક્ષમાં રાખી, જ્યાં સુધી આ દેહે કરી આત્મકલ્યાણનું આરાધન કરવાનું બાકી છે ત્યાં સુધી, મુસાફર ગાડાની સંભાળ રાખે છે તેમ, શરીર-સંભાળ પણ કર્તવ્ય છેજી. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.' (બો-૩, પૃ.૫૫૦, આંક ૬૦૬) D હોડીમાં બેસીને પેલે પાર જવાનું છે. હોડી તો પછી ત્યાં જ પડી રહેવાની છે. એવો હોડી જેવો આ મનુષ્યદેહ આપણને મળ્યો છે; તો આ સંસારદરિયો તરીને પેલી પાર જતા રહેવું. શરીર તો અહીં જ પડયું રહેવાનું છે. તેત્રીસ સાગર સુધી આયુષ્ય હોય, પણ છેવટે દેહ તો છોડવો જ પડે છે. ત્રણે કાળ દેહની સાથે જાણે સંબંધ નહોતો, એવું કરવાનું છે. સોભાગભાઇએ પરમકૃપાળુદેવને લખેલું કે દન આઠથી આ આત્મા અને આ દેહ, એમ બે ફટ જુદા ભાસે છે. (બો-૧, પૃ.૨૮, આંક ૩૨) 0 દેહના ઉપચાર કરવા પડે તોપણ, તે દેહે કરીને જ્ઞાનીના માર્ગનું આરાધન થઇ શકે એવો તેમાં લાભ છે એમ જાણી, વ્યાધિના ઉપચારે પ્રવર્તવું ઘટે છે. કોઈ પણ પ્રકારે દેહ મૂછ કરવા યોગ્ય નથી. દેહ તો કર્મે રચેલું કેદખાનું છે. માત્ર તે દ્વારા ભક્તિ આદિ મોક્ષના ઉપાય સાધી, કર્મનો ક્ષય કરવામાં વપરાય તો જ ઉત્તમ છે, નહીં તો દેહમાં બીજું કંઈ સારું નથી. Page #507 -------------------------------------------------------------------------- ________________ (४८८ દેહને નિમિત્તે જ જીવે દુઃખ ભોગવ્યાં છે, ભોગવે છે અને ભોગવશે. તેથી તો આલોચનામાં બોલીએ છીએ કે “કાય ત્યજનમય હોય, કાય સબકો દુ:ખદાયી.” આમ સનકુમારની પેઠે દેહને દુઃખની ખાણ જાણી, તેથી આત્મકલ્યાણ સાધવાનો સંકલ્પ કરી, યથાશક્તિ પુરુષાર્થ જ્ઞાનીની આજ્ઞાએ કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૭૩૮, આંક ૯૦૬) T આ જીવે ઘણા ભવમાં પોતાને દુઃખી કર્યો છે. માટે આ ભવમાં દેહને પ્રધાનપણું આપવા યોગ્ય નથી. રસ્તામાં જતાં, કોઈ શત્રુ મળ્યો તો કંઈ તકરાર થાય નહીં, તેમ સાચવીને રસ્તો ઓળંગી જઇએ, પણ અંતરમાં શત્રુપણાના ભાવ જાય નહીં; તેમ દેહે શત્રુનું કામ કરેલું છે, તેની સાથે સમજીને, માત્ર કામ ચલાવવાનું છે. અંતરમાં તો તેવો ભેદભાવ રાખવો. એમાં કદી એકાકાર થવું નહીં. (બો-૧, પૃ.૭, આંક ૭) જ્યાં સુધી શરીર કામ આપી શકે એવું છે ત્યાં સુધી જંપીને બેસવા જેવું નથી. શરીરની ઘણી સેવા કરી, તેને આટલાં વર્ષ પાળ્યું છે, તે હવે મોક્ષમાર્ગમાં કામ લાગે તો બધું લેખે આવે તેમ છે. શરીરમાં ને શરીરમાં જેની બુદ્ધિ છે તેને બીજા શરીરરૂપ કેદખાનામાં જરૂર જવું પડશે અને જેને સદ્ગુરુના બોધે દેહાદિથી ભિન્ન, ઉપયોગસ્વરૂપ, અવિનાશી, પરમ પવિત્ર એવા આત્માની શ્રદ્ધા, સમજ થઈ છે; તેણે તે આત્માની ભાવના કરવાથી આત્મશુદ્ધિ કરી, કેવળજ્ઞાન અને મોક્ષની કમાણી કરી લેવાની છે.જી. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે, જીવ લહે કેવળજ્ઞાન રે.' (બી-૩, પૃ.૫૧૯, આંક ૫૪૩) 0 દેહનું હલન-ચલન કયા કારણે થાય છે? એમ પૂછયું, તેનું કારણ વીર્યંતરાયકર્મના ક્ષયોપશમે થાય છે. જેમ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમે ઈન્દ્રિયપ્રાપ્તિ થાય છે, તેથી દેખવા વગેરેનું કામ થાય છે; પણ જે ક્ષયોપશમ થયો છે, તે એવા પ્રકારનો હોય છે કે તેને પ્રકાશ આદિ સાધનો પ્રાપ્ત થયે આંખ જોઈ શકે. પ્રકાશ કે આંખની રચનામાં કોઈ ફેરફાર થાય તો તેજ કમી પણ થાય છે, દેખાવું બંધ પણ થાય છે, તેમ પક્ષાઘાતમાં પણ સ્પર્શ-ઈન્દ્રિયનો ક્ષયોપશમ હોવા છતાં જે જ્ઞાનતંતુ દ્વારા સ્પર્શ કે હલન-ચલનની ક્રિયા થતી હતી, તે સાધનમાં ખામી આવતા તે ક્રિયાદિ બનતું નથી. ચશ્માં કે દવાથી જેમ કંઈ ફેર જણાય છે તેમ તેવાં કારણ દૂર થયે પક્ષાઘાત મટી પણ જાય છે. (બો-૩, પૃ.૬૮૭, આંક ૮૫) સ્વરૂપ D દ્રવ્ય એ વસ્તુનું સામાન્ય સ્વરૂપ છે. પર્યાય એ વસ્તુનું વિશેષ સ્વરૂપ છે. બે પ્રકારની શુદ્ધતા છે એક દ્રવ્યશુદ્ધતા અને બીજી પર્યાયશુદ્ધતા. જડ ને ચેતન ન થાય અને ચેતન તે જડ ન થાય, તે દ્રવ્યશુદ્ધતા છે. કર્મની ઉપાધિથી જે ભાવ થાય છે તે ઔપાધિક, વૈભાવિક ભાવ છે; તેથી છૂટવું તે પર્યાયશુદ્ધતા છે. આત્માની શુદ્ધભાવના ભાવવી. હું જડ નથી, ચેતન છું, શુદ્ધ છું એમ દ્રવ્યથી ભાવના કરવાની છે.દ્રવ્ય અપેક્ષાએ આત્મા શુદ્ધ છે, પરદ્રવ્યોથી ભિન્ન છે. પરદ્રવ્યોથી ભિન્ન રહેવું, પોતાના ભાવથી અભિન્ન રહેવું, તે દ્રવ્યશુદ્ધતા છે. (બો-૧, પૃ.૧૫૪) Page #508 -------------------------------------------------------------------------- ________________ (૪૯૯ T આપણું ખરું સ્વરૂપ કર્યું છે, તે પોતાની મેળે ન સમજાય. સાંભળે તો ભાવ થાય. ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે, તેવું જ આપણું ખરું સ્વરૂપ છે. તે પ્રગટ થવા માટે બધાં શાસ્ત્રો કહ્યાં છે. ભગવાનનું સ્વરૂપ જોઈને માહાભ્ય લાગે કે અહો ! મારી કલ્પનામાં ન આવે એવું સ્વરૂપ ભગવાને પ્રાપ્ત કર્યું છે. આ જીવ પોતાને સ્ત્રી, પુત્ર, પુરુષ, ધનવાન, ગરીબ, નપુંસક, બ્રાહ્મણ, વાણિયો એમ માને છે; પણ પોતાનું ખરું સ્વરૂપ તો ભગવાનનું જેવું નિરાવરણ સ્વરૂપ છે, તેવું જ છે. તેને આ જીવ જાણતો નથી. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપ છે, તે વસ્તુને ઓળખવાના પ્રકાર છે. ખરું સ્વરૂપ ભાવનિક્ષેપ છે, તે સમજવાની જરૂર છે. ભક્તિનું માહાસ્ય સમજાય તો ભક્તિ આવે. સ્વરૂપ પ્રગટયા વિના તો મોક્ષ થાય નહીં. ભગવાનની ભક્તિ એ ભગવાન થવાનું કારણ છે. ભક્તિથી પોતાનું સ્વરૂપ પ્રગટે છે. (બો-૧, પૃ.૨૫૨, આંક ૧૪૭) | છ પદનો પત્ર રોજ બોલવાની તમારી ભાવના છે, તે દરરોજ બોલશોજી. ભૂલ પડતી હોય તો શરૂઆતમાં કોઈને તત્ત્વજ્ઞાન આપી તે શરત રાખે અને ભૂલ હોય તે બતાવે તેમ કરશો. બરોબર ભૂલ વગરનો પાકો થઈ જાય ત્યારે એકલા બોલવાનું રાખશો તો શુદ્ધ બોલાશે. જે બોલો, તેનો વિચાર કરશો. છ પદમાં પ્રથમ પદ આત્મા છે, તે વિચારીને હું દેહ નહીં, સ્ત્રી નહીં, જુવાન નહીં, વૃદ્ધ નહીં પણ આત્મા છું એમ દૃઢ કરવું. બીજું પદ આત્મા નિત્ય છે, એ વિચારી હું કદી મરું નહીં, દેહ છૂટી જાય તો પણ હું આત્મા મરું નહીં, દેહ સાથે મરી જતો હોય તો અત્યારે હોય નહીં, માટે હું અજર, અમર, અવિનાશી છું. જે પુણ્યપાપ કરીશ તે ભોગવવા પડશે, માટે આત્મા સિવાય બીજા ભાવમાં મન નહીં રાખું તો કર્મ બંધાશે નહીં અને ભોગવવાં પણ નહીં પડે. અકષાયપણે એટલે શાંતભાવે રહીશ તો મોક્ષ થશે. મોક્ષના ઉપાય વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન, દર્શન, સંયમ, સત્સંગ, સત્તાસ્નાદિ છે; તેમાં મારું ચિત્ત રાખીશ તો કર્મથી છુટાશ અને મોક્ષ થશે એમ વિચારવું. (બી-૩, પૃ.૭૪૩, આંક ૯૧૬) રોજ બોલીએ છીએ : “તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો.' એ જ આપણું સ્વરૂપ છે. મારું ખરું સ્વરૂપ જ્ઞાન-દર્શન છે, એવી ભાવના કરવાની છે. જે ખરું સ્વરૂપ છે તે વારંવાર સંભારવાનું છે. જ્ઞાની તો પોકારી-પોકારીને કહે છે, પણ જીવને બેસવું જોઈએને? (બો-૧, પૃ. ૨૭૩) D ચૈતન્યપણું એ ઉપયોગ છે. જ્ઞાન-દર્શન બંનેને ભેગું કહેવું હોય તો ચૈતન્યપણું કહેવાય. જ્યારે વિશેષ ભેદ પડે ત્યારે જ્ઞાન જુદું અને દર્શન જુદું. ઉપયોગ કહો કે ચૈતન્યપણું કહો - એ જ એક આત્માનું લક્ષણ છે. લક્ષણ એટલે જેથી વસ્તુ ઓળખાય. અસ્તિપણું તો જડમાં પણ હોય છે, પણ ચૈતન્યપણું તો આત્મામાં જ છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૧). Page #509 -------------------------------------------------------------------------- ________________ (૫00) આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષપદ છે અને તે મોક્ષના ઉપાય છે - આ છ પદનો નિશ્ચય વારંવાર વિચાર કરીને કર્તવ્ય છે. તે વિષે ઊંડા વિચાર કરી “હું આત્મા છું, આ દેહરૂપે દેખાઉં છું તે કલંક છે, મારું તો સમ્યકજ્ઞાન-દર્શનસ્વરૂપ છે; તે સિવાય જગતમાં કહેવાતી કોઈ ચીજ કે માણસ મારાં થઈ શકે નહીં, અને મારાં મનાય છે તે જ ક્લેશનું મૂળ છે.' એવો નિશ્રય થયે, કોઈ તરફથી સુખની કે દુઃખની અપેક્ષાવૃષ્ટિ નહીં રહે. હું એકલો છું, એકલો આવ્યો છું, એકલો જ કર્મ બાંધું છું અને ભોગવું છું અને બાંધીશ તો એકલો જ ભોગવીશ. માટે કોઈના તરફ દોષદ્રષ્ટિ નહીં રાખતાં, આ આત્માનો જ વાંક છે, તેનાં સર્વ સાધન બંધનરૂપ થયાં છે તે સવળાં કરી, મોક્ષમાર્ગમાં આ ભવમાં જો મન નહીં લગાડું તો પરભવમાં મારી શી વલે થશે ? એ વિચારી, સંસારની સર્વ ફિકરને વૈરાગ્યરૂપ ઘાસતેલ છાંટી, બાળી-જાળી, ફેંકી દઈ, એક સં સ્મરણ, પરમકૃપાળુદેવનો ચિત્રપટ અને તેનું શરણ દયમાં દ્રઢ રાખી, બીજેથી વૃત્તિ ઉઠાવી લઈ “હું પરમાનંદરૂપ છું, પરમકૃપાળુદેવના દ્ધયમાં જે શીતળીભૂત સુખ છે તે મારું સ્વરૂપ છે; મારે કોઈ રીતે દુઃખી થવું ઘટતું નથી. આ ભવમાં તેની ભક્તિ મળી છે તે મારાં મહાભાગ્ય છે; તે જો ચૂકીશ અને કષાયને વશ થઈ અવળું કરી બેસીશ તો મારી મહાકમબખ્તી થશે. માટે ગમે તેમ થાય તોપણ ભક્તિ કરવા જ જીવવું છે.' એ નિશ્રય તજવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૪૫૬, આંક ૪૭૮) D સંયોગો પલટાય છે. આત્મા કાયમ તેનો તે જ રહે છે. જેમ ઠરેલું ઘી આપણે જોયું હોય અને પછી તેને ગરમ કરીએ તો તે જ ઘી આપણને તેલ જેવું દેખાય; પણ જો પહેલેથી તે ઘીની સુગંધથી, ચાખવાથી ખરી ખાતરી કરી લીધી હોય તો પછી ગમે તે રૂપમાં તે ઘીને આપણે ઓળખી શકીએ. તેવી જ રીતે, આત્માને પણ તેના ગુણો વડે, અનુભવ વડે તપાસી, ખરી ખાતરી કરી લીધેલી હોય, તો પછી ગમે તે સંયોગોમાં પણ આપણે તેને ઓળખી શકીએ; નહીં તો સંયોગો પલટાતાં શ્રદ્ધા પણ પલટાઈ જાય. માટે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય અને ઉપશમ વડે આત્માને ઓળખવાની આજ્ઞા કરી છે. દેખાય છે તે બધું પલટાઈ જવાનું છે, તો પછી તેમાં રાગ કરીને ખોટી થવું નકામું છે. જે વસ્તુ હમણાં છે, તે સાંજે દેખાતી નથી. એવી વસ્તુમાં વિશ્વાસ, કોણ સમજુ હોય તે કરે? તે પરથી વિશ્વાસ ઊઠે તો સહેજે ઉપશમ થાય, ઉપશમ એટલે કષાયોની મંદતા. જો વસ્તુનું સ્વરૂપ સમજાય, તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક થાય જ ક્યાંથી? માટે વૈરાગ્ય વધારવાની જરૂર છે. (બો-૧, પૃ.૭૧, આંક પ૫). D (૧) સનાતન ઉપયોગ એવો મારો શાશ્વતો ધર્મ મૂકીને, હવે જોગને વિષે એટલે દેહને વિષે આત્મબુદ્ધિ નહીં કરું, અર્થાત્ જોગને એટલે દેહને આત્મસ્વરૂપ નહીં માનું. (૨) સદ્ગુરુએ આપેલો, અનંત દયાએ કરીને, “સહજાન્મસ્વરૂપ' ને મૂકીને, ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પુદ્ગલ આદિકને સાક્ષાત જેવી વસ્તુ કલ્પીને, એમાં હવે પછી ભ્રમાઇશ નહીં અર્થાત્ તેવી ભ્રાંતિમાં પડીશ નહીં અને “સહજાત્મસ્વરૂપ'માં જ ત્રિકાળ વાસ કરીને રહીશ. Page #510 -------------------------------------------------------------------------- ________________ (૫૦૧) (૩) અનાદિ, અરૂપી અને અમૂર્તિક એવું કે મારું શાશ્વત, શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ તેને મૂકીને રૂપી અને મૂર્તિક એવો જે દેહ, તેને સ્વસ્વરૂપ નહીં માનું. (૪) શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને, બહાર દ્રષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાંને નહીં જોઉં. તે તો ચમારની દ્રષ્ટિ ગણાય. જે ચમાર હોય, તે જ ચામડાંને વિષે રંજન થાય. હું દિવ્યનેત્રવાળો છું એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઇશ, ગુરુગમે. (૫) ત્રણે કાળે એક સ્વરૂપે રહેનાર, એવી જે સમતારૂપી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને, જડ-અજીવમાં નહીં પરિણમું અર્થાત્ અજીવને સ્વસ્વરૂપ નહીં માનું. જીવરાશિ જ્ઞાન-દર્શનમૂળ જીવનારો જીવ તે જ મારું સહજ સ્વરૂપ છે, એટલે એમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ. (પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ પત્ર) (બી-૩, પૃ.૫૯, આંક ૪૬) I એક મુનિના પત્રમાં, જડ કે આ શરીર, આત્માને શિખામણ આપે છે તે વિષે, મનરંજક થોડાં વાક્યો છે, તે લખું છું: ““શરીર કહે છે : હે ચૈતન્ય પ્રભુ ! આપ આપનો નિત્યવાદિ ધર્મ મારામાં સ્થાપવા મથો છો, તેથી તમને ધન્ય છે. આપ મોટા પુરુષ છો, તેથી આપના નિત્યત્વ ધર્મનું દાન કરવા ઇચ્છો છો, પણ મારો અનિત્ય સ્વભાવ છોડી, આપનું દાન મારાથી સ્વીકારી શકાય તેમ નથી. આપ મને આપના જેવું બનાવવા, પોતાને ભૂલીને, પોતાની સેવા ન કરતાં, મારી જ સેવા કેટલાય ભવથી કર્યા કરો છો, તોપણ તેમાં સફળતા મળી નહીં. પરિણામે આપને મારા નિમિત્તે ઘોર દુઃખ જ ભોગવવાં પડ્યાં છે; તે જોઇને મને આપની એ નિષ્ફળ સેવાથી મુક્ત રાખવા, અતિશય કરુણા ઉદ્દભવે છે. તેથી હું આપને હાથ જોડીને વીનવું છું કે હે પ્રભુ! હું મારું સંભાળી લઈશ. આપ આપનું સંભાળો. આપ વડે આપની સેવા થવાથી, મારી સંભાળનાં દુઃખથી તમે મુક્ત થશો, તેથી મને પણ શાંતિ મળશે.' આટઆટલું શરીર કહે છે તો જોઇએ તો ખરાં ! થોડો વખત એના કહ્યા અનુસાર ચાલીએ તો શું પરિણામ આવે છે? “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.'' (બી-૩, પૃ.૭૦૫, આંક ૮૪૯) અંતર્મુખવૃત્તિ આપે “અંતર્મુખ વિષે પ્રશ્ન કર્યો. તે સંબંધી જણાવવાનું કે બહિરાત્મપણું એટલે દેહાદિ પદાર્થોમાં મન મગ્ન રહે છે, તેને પુરુષના બોધે આત્મા તરફ વાળી, સ્મરણ આદિ સત્સાધન વડે આજ્ઞામાં રોકવું; રાગ-દ્વેષ આદિ વિક્ષેપો ઓછા કરી, જેમ જેમ ભક્તિમાં મન લીન થશે, તેમ તેમ ““સદગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય.'' (૪૯૩) તો વૃત્તિ અંતર્મુખ થશે, રહેશે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ 0 ‘‘ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.'' અહીં શુદ્ધ આત્મા તરફ વૃત્તિ વળતાં સંસારનું વિસ્મરણ થાય છે, એમ દર્શાવ્યું છેજી. સદ્ગુરુ શુદ્ધ આત્મસ્વરૂપ છે; તેની ઉપાસના તે પણ, તે જ પદમાં લીન થવા અર્થે છેજી. (બો-૩, પૃ.૨૯૬, આંક ૨૮૫) ‘ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.' "" આપનો પત્ર પ્રાપ્ત થયો. સત્સંગના વિયોગે આપને મૂંઝવણ રહે છે તેમ જ વૃત્તિના ચંચળપણાને લઇને મધુબિંદુની લાલસાનું દૃષ્ટાંત છે તેમ થયા કરે છે, તે વાત જાણી. હે ભાઇ ! આપના જેવી જ આ કાળના મુમુક્ષુઓની દશા છે, તે કેમ પલટાય અને પરમાર્થજિજ્ઞાસા કેમ વધે, તેના વિચારમાં જ જાણે ઉપર લખેલો દોહરો, પરમકૃપાળુદેવે છેવટના અંતિમ કાવ્યમાં (પત્રાંક ૯૫૪માં) જણાવ્યો છે. ત્રણ પ્રકારના - જધન્ય, મધ્યમ અને ઉત્તમ - પાત્રોનું વર્ણન કરી, સમભાવનું ઔષધ બતાવી, સંસારની ઉત્પત્તિ અને નાશનાં કારણો બતાવ્યાં છે. ‘‘વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ.'' ત્યાંથી શરૂ કરી જે વર્ણન કર્યું છે, તેના સારરૂપ આ છેલ્લો દોહરો છે. મોહના વિકલ્પો, મુમુક્ષુજીવને ઝેર ખવડાવી મારી નાખનાર, અપર માતા સમાન છે. અનંતકાળ તેની ગોદમાં આ જીવ ઊછર્યો છે, દુઃખ-પરંપરા ભોગવતો રહ્યો છે. એ મોહના વિકલ્પોનું દુઃખ જીવને યથાર્થ લાગશે ત્યારે આ બાહ્યદૃષ્ટિને છોડી, જ્ઞાનીએ જે સત્સાધન કૃપા કરીને આપ્યું છે તે શ્રદ્ધા રાખીને, માષતુષમુનિની પેઠે ઉપાસ્યા કરશે તો મોહનિદ્રામાંથી જાગવાનો પ્રસંગ બનશેજી. તે સાધનને પરમ પ્રેમે ઉપાસવાનું મૂકી દઇ, બૂમો પાડયા કરીએ તોપણ કંઇ વળે તેમ નથી. માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ છેવટે સત્સંગ કરતા રહેવા ભલામણ આપી છે અને સત્સાધન આપી, તે સમજાવવા ઘણો લાંબો કાળ ઉપદેશ દીધા કર્યો છે. તેની સ્મૃતિ આણી, આ જીવને માયિક સુખની વાંછાથી પાછો જરૂ૨ વાળવા યોગ્ય છે. જ્યાં સુધી બીજે-બીજે વૃત્તિ ફરતી રહે, ત્યાં સુધી અંતર્મુખવૃત્તિ ક્યાંથી થાય ? માટે – ‘‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.'' એ ગાથા વિચારી, ઉપશમ-વૈરાગ્યનું બળ વધે તેવું વાંચન, તેવું શ્રવણ, તેવો અભ્યાસ, તેવી સત્સંગે વાતચીતો કરતા રહેવા ભલામણ છેજી. કારણ મેળવ્યા વિના કાર્ય થાય નહીં; માટે જરૂર આ જીવે કંઇ, છૂટવા માટે સાચા થવાની જરૂર છે, એ દયમાં રાખી, છોકરાં-છૈયાં, વિલાસ-વાસના આદિનો મોહ ઓછો કરવા વારંવાર વિચાર કરી, જગતના પદાર્થોનું તુચ્છપણું એંઠ સમાન લાગે, તેવી વૃત્તિ કરવી ઘટે છેજી. Page #512 -------------------------------------------------------------------------- ________________ (૫૦૩) રોજ બોલીએ તો છીએ કે “શું પ્રભુ ચરણ કને ધરુ, આત્માથી સૌ હીન'' પણ આત્માથી જગતના સર્વ પદાર્થો હીન લાગે છે ? કે આત્મા જગતના પદાર્થોથી હીન લાગે છે ? શાને માટે આપણે આખો દિવસ ગાળીએ છીએ ? એ વિચારી, સવિચાર અને સદાચારની મુખ્યતા મુમુક્ષુ તો રાખે, કોઈ પણ કારણે આર્તધ્યાન ન થવા દે એમ સાંભળ્યું છે, તે મારે-તમારે-સઘળાએ હવે ઉપાસવા યોગ્ય છેજી. મનુષ્યભવ છૂટી ગયા પછી કંઈ બને તેમ નથી. માટે ચેતી લેવાનો ખરો અવસર આવ્યો છે. તે વહી જતા પહેલાં ““જાગ્રત થા, જાગ્રત થા' કહ્યું છે, તો ચેતી લેવું. (બી-૩, પૃ.૩૦૧, આંક ૨૯૧) પરિણતિ I જેવાં નિમિત્તો તેવા ભાવ થાય છે. નિરંતર ભાવ રહે ત્યારે પરિણમ્યું કહેવાય. ભાવ સારા રહ્યા કરે તો પરિણામ પામે. પ્રભુશ્રીજી કહેતા કે પગ દાબે અને જીભ ઉપર પગ મૂકે છે. કાનમાં પેઠું તેથી શું? અંતરમાં ઊતરે ત્યારે પરિણમેને? દવા અંદર જાય ત્યારે પરિણમેને? કોઇ સૂતો હોય તેને નામ લઇને બોલાવે, તો કે “હું” પણ આત્મા કહીને બોલાવે તો ઊઠે? એ નામ પરિણમ્યું છે, તેવો આત્મા પરિણમ્યો નથી. કોઈ અગમ વાત છે. સમજણ ફરે એવું કરવાનું છે. (બો-૧, પૃ.૨૦૯, આંક ૯૭) T પરિણતિ સુધારવી એ જ ધર્મ છે. (બી-૧, પૃ.૨૮૦, આંક ૧૯) D પરિણતિ વિષે પરમકૃપાળુદેવે લખ્યું છે : “જળના દ્રવણસ્વભાવની પેઠે દ્રવ્યની કથંચિત્ અવસ્થાંતર પામવાની શક્તિ છે, તે અવસ્થાતરની વિશેષ ધારા, તે પરિણતિ.” (૭૫૨) જડ-ચેતન દ્રવ્યો સમયે-સમયે બદલાતાં છે તે પરિણામની ધારા અથવા જીવ સંબંધ શુભ, અશુભ અને શુદ્ધ - ત્રણ પરિણામ છે. શુદ્ધ તો સમ્યફદ્રષ્ટિને હોય છે. બાકીના જીવોને શુભ કે અશુભ પરિણામોનો પ્રવાહ રાતદિવસ ચાલતો હોય છે. શુભ પરિણામનો પ્રવાહ વહે ત્યારે પુણ્યનું કારણ બને, અશુભ પરિણામનો પ્રવાહ વહેતો હોય ત્યારે પાપ બંધાય છે. “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' આત્મસિદ્ધિમાં આ વાત છે, તે અનાદિની પરિણતિ બદલવા સપુરુષ પ્રત્યે, તેનાં વચનો પ્રત્યે, તે વચનોના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ ઊપજે તેવો સમાગમ, સદ્દગુરુનો યોગ કે સત્સંગ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૧૨, આંક ૧૦૫). D ભરત ચક્રવર્તી જ્યારે લડાઈ કરતા હતા, તે વખતે પુંડરિક ગણધરે ઋષભદેવ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભારતનાં પરિણામ કેવાં છે? ભગવાને કહ્યું, તારા જેવાં. લક્ષ છૂટવાનો હતો. જેનામાં રાગ-દ્વેષ નથી, તેનામાં વૃત્તિ રહે તો રાગ-દ્વેષ ન થાય. એ કામ ભરત ચક્રવર્તી કરતા હતા. પ્રશ્ન : મોહ ઓછો કરવો હોય તો થાય, લડાઈ ન કરવી હોય તો ન થાય; પણ લડાઈ કરવા છતાં ભરત મહારાજા અકર્તા કહેવાતા, તે કેમ? Page #513 -------------------------------------------------------------------------- ________________ (૫૦૪) પૂજ્યશ્રી : ભરત લડાઈ કરતા, પણ તેઓનું ચિત્ત તો ભગવાન ઋષભદેવમાં જ હતું. ઋષભદેવ ભગવાન જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે ભારતે કહ્યું, “હું પણ દીક્ષા લઇશ.' પણ ભગવાને કહ્યું કે આ યુગલિયા હમણાં જ પાંસરા થયા છે અને જો રાજા નહીં હોય તો લડી પડશે; માટે તું રાજ્ય કર. તારે એ પ્રારબ્ધ છે અને મારે દીક્ષા લેવારૂપ પ્રારબ્ધ છે. એમ પિતાના કહેવાથી ભરત મહારાજા નોકર તરીકે રહ્યા હતા. છ ખંડનું રાજ્ય કરવું અને વૃત્તિ ભગવાનમાં રાખવી, આ કામ કરનારને મુનિ કરતાં પણ વધારે પુરુષાર્થ કરવો પડે છે. આજ્ઞાએ વર્યા અને વૃત્તિ ભગવાનમાં રાખી, તેથી કર્મ ક્ષય કરી નાખ્યાં. ઋષભદેવ ભગવાન એક હજાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં વિચર્યા હતા અને ભરત ચક્રવર્તીને તો ગૃહસ્થાવાસમાં જ કેવળજ્ઞાન થયું હતું. (બો-૧, પૃ.૧૨૩, આંક ૩૭) દ્રષ્ટિ D ગુણગ્રાહી જીવ જે હોય, તે ગમે ત્યાંથી પોતાનું હિત થાય એવા ગુણો ગ્રહણ કરે અને જેને દોષદ્રષ્ટિ હોય, તેને બધે દોષ દેખાય. જેવી પોતાની દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. “આપ ભલા તો જગ ભલા.” બો-૧, પૃ.૧૬૬, આંક ૩૫) બાહ્યવૃષ્ટિ સમાન કોઈ શત્રુ નથી. તે પલટાય નહીં ત્યાં સુધી જંપીને બેસવા જેવું પણ નથી. પર્યાયવૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે. દર્શને જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એકરે.' “એક ઉપર આવો, એક ઉપર આવો.” એમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર ઉપદેશ દેતા. ત્યાં વાદવિવાદ સર્વ છૂટી જાય અને શાંતિ અનુભવાય. તે દ્રષ્ટિ છૂટી જાય ત્યાં ક્લેશ, કુસંપ, મારું, તારું, આખું જગત ઊભું થાય. માટે મુમુક્ષુએ તો હાથી પાછળ કૂતરાં ભસે અને હાથી તે તરફ જુએ પણ નહીં તેવી ગંભીરતા રાખી, દીઠે રસ્તે દોડ્યા જવા જેવું છે. આડુંઅવળું જોવામાં માલ નથી, એમ સમજાય છે. “કાંઈ નથી, રાખનાં પડીકાં ફેંકી દેવા જેવાં હોય, તેમાં શું ચિત્ત દેવું ?' એમ પ.પૂ. પ્રભુશ્રીજી જણાવતા હતા. તે દ્ધયમાં રાખી, જો શાંતિપદની ઇચ્છાથી, જે જે સાધનો હિતકારી લાગે, તે ગ્રહતા જઈશું, તો તેનું બિરુદ તરણતારણનું છે, તે આપણને તાર્યા વિના નહીં રહે એટલી જ શ્રદ્ધા કર્તવ્ય છે. ક્યાંય ફાંફાં મારવા હવે જવા જેવું નથી. (બી-૩, પૃ.૧૨૦, આંક ૧૧૬). D આ જીવ બાહ્યદ્રષ્ટિવાળો હોય ત્યાં સુધી જે જે પદાર્થો જુએ, તે તે સાચા માની લે છે, પરંતુ જે જોનારો દેહમાં રહ્યો છે, તેનો લક્ષ થતો નથી. જે દેખાય છે, તે તો પુદ્ગલ છે. તેનું આવવું અને જવું, નિરંતર આ દેહમાં થાય છે, પણ આપણને ક્યાં માલૂમ પડે છે ? બાળપણમાં જે પરમાણુઓનું શરીર હતું, તેમાંના અત્યારે કોઈ પણ હોય નહીં, પણ પોતાને તો “હું તો છું, તેનો તે જ છું' એમ લાગ્યા કરે છે. સર્વત્ર પુદ્ગલોનું અવળવળ થવું, નિયમિતપણે થયા જ કરે છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫) પુદ્ગલ ખાણો પુદ્ગલ પીણો, પુગલ હોંતિ કાય; પુદ્ગલકો સબ લેણાદેણો, પુદ્ગલમેં હિ જાય. સંતો દેખીએ બે પરગટ પુદ્ગલ જાલ તમાસા.” (શ્રી ચિદાનંદજી) આમ પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા. તે પુગલની જાળમાંથી નીકળવું બહુ વિકટ છે. જ્ઞાની પુરુષનો આશ્રય હોય તો જ છૂટી શકાય તેમ છે. સમુદ્રમાં પાણી હોય છે, તેની વરાળ થઈ વાદળાં બને છે; તે આંખથી દેખી શકાતું નથી, પણ વાદળાં થઈ વરસાદ થાય છે, તે વાત સાચી છે. તેમ આ શરીર કર્મ દ્વારા નિર્માયું છે અને જીવને કર્મની વર્ગણા બંધાયા કરશે ત્યાં સુધી શરીરનો યોગ રહેવાનો છે. જૂનાં કર્મો ભોગવાય છે અને નવાં બંધાય છે. નવાં ન બંધાય, તે યુક્તિ હાથ આવી જાય તો જૂનાં ભોગવાતાં જાય, તેમ તેમ આત્મા મુક્ત થતો જાય, માટે તેની સમજણ કરી લેવાની છે. (બો-૧, પૃ.૧૯) D “જ્યાં જઈએ ત્યાં માટી, પાણી ને ઢેફાં.” (ઉપદેશામૃત પૃ.૯૧) જીવને મોહ મૂંઝવે છે તેથી હવાફેર કરવા કે દેશાટન કરવા, વનક્રીડા કરવા, લૌકિક જાત્રાઓની દોડ કરવાની વૃત્તિ ઊઠે છે; તે દ્રષ્ટિ ફેરવવા જ્ઞાની કહે છે કે જ્યાં જઈશ ત્યાં તારાં ચર્મચક્ષુથી શું જોઇશ? પુદ્ગલ, પુદ્ગલ અને પુદ્ગલ. સુંદર મેદાન દેખે તે માટી કે બીજું કાંઈ? નદી-સમુદ્ર નીરખે ત્યાં પાણી કે બીજું કાંઈ ? ખેતરો કે માર્ગમાં ઢેફાં-માટીના પિંડ પડયા છે કે બીજું ? મારું તે સારું ગણવાની પંચાત તજી, આત્મદ્રષ્ટિ કરે તો “દૃષ્ટિ તેવી સૃષ્ટિ બધે આત્મા જોવાશે. (બો-૩, પૃ.૧૭૧, આંક ૧૭૬) દેહ નાશવંત છે, એવી જે ભાવના, તેથી વાસના ક્ષય થાય છે. આત્મા સંબંધી વિચાર રહ્યા કરે એવું કરવાનું છે. મૂઢ હોય, અભાગી હોય, પણ આત્મભાવના ભાવે તો આત્મામૃત પામે. તેને વૈભવ વિષ જેવા લાગે, એવો વૈરાગ્ય થાય છે. દેહદૃષ્ટિ હોય તો વારંવાર તેને દેહ મળ્યા કરે. શરીરથી હું ભિન્ન છું, એમ થાય તો મોક્ષ થાય. વિદેહીદશા થાય તો ફરી દેહ ધારણ ન કરે. આત્મદ્રષ્ટિ થાય તો અંતરમાં શીતળીભૂત થાય. જે સ્વરૂપને ભજે, તેનું મન નિર્મળ થાય છે. દેહદૃષ્ટિ તે વિષવૃષ્ટિ છે. જેનું અંતર શીતળ છે, તેને આખું જગત શીતળ લાગે; અને અંતરતાપે બળતો હોય, તેને બધું જગત બળતું લાગે. (બો-૧, પૃ.૧૯૯, આંક ૭૪) “या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी ।। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।" (भृगवद्गीता) જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે; જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. એ જ ભાવાર્થ પૂજ્યપાદસ્વામીએ બીજી રીતે લખ્યો છે : "व्यवहारे सुषुप्तो यः स जागर्ति आत्मगोचरे । । નીતિ વ્યવહારેડમિન્ સુષુપ્તાભોરે |” (સમઘશત) બંને સ્થળે કહેવાનો પરમાર્થ એક જ છે કે જગતની લૌકિકદ્રષ્ટિ છે અને જ્ઞાનીની અલૌકિકવૃષ્ટિ છે. બંનેને પૂર્વપશ્ચિમ જેટલો તફાવત છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ (૫૦) જગતના જીવો ધન, સંસારસુખ, શરીર, પુત્રાદિની અનુકૂળતા અર્થે તનતોડ મહેનત કરી, અમૂલ્ય મનુષ્યભવ ઘણા કાળે રત્ન સમાન પ્રાપ્ત થયો છે, તે વ્યર્થ ગુમાવે છે. પરંતુ તે આંધળી દોડ સપુરુષના બોધે નહીં અટકે ત્યાં સુધી જીવ પરમાર્થમાર્ગ પ્રત્યે ઉદાસીન રહે છે એટલે ઊંધે છે, કહો કે સૂએ છે; પણ જ્યાં જગતના જીવોની દ્રષ્ટિ પણ પહોંચવી દુર્લભ છે અને જેનો સ્વપ્ન પણ તેઓ વિચાર કરતા નથી એવા શુદ્ધ આત્માની જાગૃતિ નિરંતર સપુરુષને વર્તે છે. ““સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” (૭૬). એક પત્રમાં પરમકૃપાળુદેવે નમસ્કાર આ પ્રમાણે કર્યો છે : “પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ જેનો છે તે પુરુષોને નમસ્કાર.” (૮૩૩) આ દશા પ્રત્યે જગતના જીવોની દ્રષ્ટિ ક્યાંથી જાય? જે ક્ષણિક વસ્તુઓમાં અંજાઈ ગયા છે તે જીવો ઘુવડ જેવા છે. તેમની સૂર્યનાં દર્શન કરવાની શક્તિ આવરણને પામી છે, તેથી તે ઊંધે છે. જ્ઞાનીને જગત સાવ સોનાનું થઈ જાય તોપણ તૃણતુલ્ય ભાસે છે, તેથી આત્મહિત ચૂકી, તે પુદ્ગલનાં સુખ પ્રત્યે દ્રષ્ટિ દેતા નથી. વચન અને કાયાની પ્રવૃત્તિ થતાં પણ તેનું માહાત્મ તે પુરુષને નથી, ચેતનપરિણતિ પ્રત્યે તે જાગૃત છે. આત્મા માત્ર જાણવાની ક્રિયા કરે છે; દ્રષ્ટા-જ્ઞાતા, સાક્ષીરૂપ દશામાં જ્ઞાની જાગ્રત છે. તેનું અજ્ઞાનીને ભાન ન હોવાથી તે વિષે અજ્ઞાની આંધળો છે અથવા ઊંધે છે; એટલે જ્યાં જ્ઞાનીનો પુરુષાર્થ પ્રવર્તે છે ત્યાં અજ્ઞાનીની દ્રષ્ટિ મીંચાયેલી છે, તે ઊંઘે છે, સ્વપ્નદશામાં છે, મારું-તારું માની મગ્ન થઈ રહ્યો છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવે પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) કેવી કૂંચી પરમકૃપાળુદેવે છ પદના પત્રમાં દર્શાવી છે? ઊંડો વિચાર કરી, સમજી, શમાઈ જવા જેવું છેજી. શબ્દો, શબ્દો, શબ્દો મગજમાં ભરી રાખવા જેવા પણ નથી. “હે વચનવર્ગણા ! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ !” (હાથનોંધ ૨-૧૯) (બી-૩, પૃ.૧૬૫, આંક ૧૬૮) D એક લોકોની દ્રષ્ટિ તે લૌકિકદ્રષ્ટિ અને બીજી જ્ઞાનીના અભિપ્રાયવાળી અલૌકિકદૃષ્ટિ. એ બંનેનું સ્વરૂપ અને ફળ પરસ્પર વિરોધી છે. એક પુદ્ગલસુખને ઇષ્ટ માનનારી બહિરાત્મ જીવોની દેહવૃષ્ટિ છે અને બીજી દૃષ્ટિ (પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત” શ્રી દેવચંદ્રજી કહે છે તેમ) દેહ તે હું; દેહાદિ સુખો, તેની મીઠાશ, ધનાદિક મારાં, તેની મમતામાં વિશ્વાસ અને સુખબુદ્ધિ - એ અજ્ઞાનવૃષ્ટિના ત્યાગથી સ્વીકારવા યોગ્ય, જ્ઞાનીની દ્રષ્ટિ છે. હું કંઈ જાણતો નથી, જ્ઞાનીએ આત્મા જાણ્યો છે. તે કહે છે તે મને માન્ય છે, માન્ય કરવું છે. મારી માન્યતાએ અનંત-અનંત પરિભ્રમણ કર્યું. હવે ઈન્દ્રિયો અને દેહાદિ પુગલ-સુખની પુષ્ટિ કરવાની Page #516 -------------------------------------------------------------------------- ________________ (૫૦૭) વૃત્તિ તજી, અનાદિ સ્વપ્નદશાથી રહિત, પુદ્ગલના સુખદુઃખથી ભિન્ન, જે સન્મુખ આત્મગુણ છે, તે જીવને નિષ્કાંક્ષિતગુણ પ્રગટયે સમજાય છે. તે આત્મિક સુખ, સર્વ અનુકૂળતાઓ તજીને પ્રાપ્ત કરવું છે, એવો નિર્ણય તે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે છેજી. (બી-૩, પૃ.૪૬૫, આંક ૪૮૯) “જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' એમ પ્રચલિત કહેવત છે, તો આપણે પરમકૃપાળુદેવના અનુયાયી હોઇએ તો અલૌકિકદ્રષ્ટિનું બળ વિશેષ રાખવું. તે સિવાય બીજામાં ખેંચાવા જેવું નથી, નહીં તો આપણું કરવાનું રહી જશે. તે વિચારશોજી. (બો-૩, પૃ.૫૮૨, આંક ૬૫૯) સુખ | જીવે બીજા બધામાં જ્યાં સુખ કયું છે, ત્યાં વાસ્તવિક તો દુઃખ જ છે. ખાવાથી સુખ થતું હોત તો આપણે વધારે ખાઈએ તો વધારે સુખ થવું જોઈએ; પણ વધુ ખાવાથી ઊલટું દુઃખ થાય છે. આત્માનું સુખ ઇન્દ્રિયાતીત છે. આત્મા ઇન્દ્રિય-અગોચર છે, એટલે દેખાય તેમ નથી. સરુશરણે તેમની આજ્ઞામાં વર્તતા એ અનુભવમાં આવે છે. (બો-૧, પૃ.૨૯, આંક ૩૭) D મોક્ષમાં સુખ બધા માને છે; પણ કેવા પ્રકારનું સુખ તે સર્વ, સર્વની રુચિ પ્રમાણે કહ્યું છે. જેની સમ્યક્ત્વદશા છે, તેમને નિરકુળ સુખનો ખ્યાલ આવે છે અને તેની ભાવના રહ્યા કરે છે; અને જેમ જેમ દશા વધે, તેમ તેમ વિશેષ મોલ નજીક થાય છે. (બો-૩, પૃ. ૨૮૭, આંક ૨૭૫). | મોક્ષનું સુખ ઇન્દ્રિયોથી પર છે, ઉપમારહિત છે. કર્મના ઉદયે ઊપજે એવું કૃત્રિમ નહીં, પણ સ્વાભાવિક અને કદી નાશ ન પામે એવું પારમાર્થિક સુખ એટલે ખરું સુખ, તેનું નામ મોક્ષ છે. પછી કંઈ કરવાનું ન રહે. (બો-૧, પૃ. ૨૭૯, આંક ૧૯) I એક તરફ કોઈ મરણ પામ્યું હોય અને બીજી તરફ લગ્નપ્રસંગે મિષ્ટાન્ન જમનાર માણસને વિચાર થઈ પડે છે કે આમ કરવું તે યોગ્ય લાગતું નથી. તેવી રીતે આ જીવને વિચાર આવવો જોઇએ કે જન્મજરાનાં દુઃખો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નિર્દોષ સુખ મળવાનું નથી. ધન મેળવી જીવ સુખી થવા ઇચ્છે છે અને તેના ઉપર રાગ કરે છે, પણ તે મળ્યા બાદ તેને ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો તેમ જ રાજા વગેરે લઈ લે તો તેનો ભય કાયમ રહ્યા કરે છે, તો તેમાં સુખ ક્યાં છે ? તેમાંથી નિર્દોષ સુખ મળે, એ કેમ કહેવાય ? કારણ કે પરિણામ જેનું દુ:ખમય આવે, તે દુ:ખ જ છે. તેવી જ રીતે સંસારના દરેક પદાર્થોમાં પરિણામે દુઃખ જ છે. માટે નિર્દોષ સુખ જે આત્મામાં છે અને જેનો કોઈ વખતે નાશ થતો નથી, તે મેળવવા પુરુષાર્થ કરવો. (બો-૧, પૃ.૩૩૯, આંક ૬). સુખ ત્યાગ કરવાથી મળે છે; ત્યાગમાં જ સુખ છે. આ જીવને ગ્રહણબુદ્ધિમાં જ સુખ લાગે છે. માટે પહેલેથી વિચાર કરી સુખનો રસ્તો શોધવો. વિચાર કરી નક્કી કરવું કે સુખ શું છે? અને યથાર્થ વિચાર કરે તો પ્રત્યક્ષ લાગે કે સુખ ત્યાગમાં છે. ઇચ્છા થાય એ જ દુઃખ છે. માટે વિવેકે કરી ઇચ્છાઓને દૂર કરી લેવી. (બો-૧, પૃ.૩૩, આંક ૨) [ આ અસાર સંસારમાં જીવ સુખની કલ્પનાથી દોડાદોડ કરી દુઃખી થાય છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે, તો તે ક્યાંથી મળે? આપણી કોઈ વસ્તુ ઘરમાં ખોવાઈ ગઈ હોય, તેને બજારમાં શોધવા જઈએ તો ક્યાંથી હાથ લાગે ? તેમ આત્મભ્રાંતિ કે આત્માના ભુલાવાથી જીવ દુઃખી થયો છે. તે કારણ નહીં Page #517 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) જાણવાથી જીવ ધન, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિ દ્વારા સુખ મળશે એમ માની, તેની પ્રાપ્તિ અને પ્રીતિ માટે ઉત્તમ આયુષ્ય એળે ગુમાવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે : આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.'' આ રોગ મને થયો છે, એવું પણ જીવને ભાન નથી. આત્મજ્ઞાન વિના હું દુઃખી છું, એવું જીવને ખરેખરું લાગ્યું નથી. માત્ર પૈસા નથી, બૈરી નથી, પુત્ર નથી કે મિત્રો નથી, તેથી હું દુઃખી છું – એમ જીવે માની લીધું છે. પુણ્યયોગે એ બધું મળે તો પણ જીવ દુઃખી ને દુ:ખી રહે છે, કારણ કે કલ્પનાનો અંત નથી. એક મળે તો બીજું ઇચ્છે અને બીજું મળે તો ત્રીજું ઇચ્છે. માટે ઇચ્છાનો નાશ થયા વિના, જીવના દુ:ખનો કદી અંત આવવાનો નથી. “ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.'' સદ્ગુરુના ઉપદેશ વિના, તેનો વિચાર કર્યા વિના, તેની આજ્ઞાનું આરાધન કર્યા વિના, ઇચ્છાનું મૂળ ટળે તેવું નથી અને તે કર્યા વિના જીવને શાંતિ પ્રાપ્ત થાય તેમ નથી, તો લૌકિક વાતો ઉપરથી મન ખસેડી જ્ઞાની પુરુષની અનંત કૃપાથી જે સત્સાધન મળ્યું છે, તેનું એકાગ્રતાથી, લોકલાજ મૂકી, આરાધન કરશો તો સુખનો સંચય વગર કહ્યું થશેજી. (બો-૩, પૃ. ૨૨૧, આંક ૨૧૯). T કોઈનું ઘર લાગ્યું હોય અને ચારે બાજુ ભડકા લાગતા દેખાય, છતાં આ ખૂણામાંથી પેલા ખૂણામાં અને પેલા ખૂણામાંથી આ ખૂણામાં પૂળા ફેરવનાર માણસ જેમ મૂર્ખ ગણાય; તેમ ત્રિવિધ તાપથી બળતા આ સંસારમાં ધનથી સુખ થશે કે દીકરા સુખ આપશે, કે ખેતર, ઘરેણાં, બૈરા, ઢોરાં સુખનાં સાધન છે અને થશે એમ માને, તે બળતા ઘરમાં ને ઘરમાં સુખ શોધનાર જેવો ગણવા યોગ્ય છેજી. જ્યાં સુખ છે જ નહીં, ત્યાં સુખ શોધનાર કદી સુખી થાય નહીં, એ સાવ સમજી શકાય તેવી વાત છેજી; છતાં જીવ ચેતતો નથી. જે પરભવમાં સાથે આવે નહીં તેવી વસ્તુ માટે આખી જિંદગી ગાળે અને જ્ઞાનીનું કહેલું વીસરી જાય, તે આખરે પસ્તાય એમાં નવાઈ નથી. આપણે તેમ પસ્તાવું ન પડે તેવી ચીવટ-કાળજી રાખતા રહેવું, જાગ્રત-જાગ્રત રહેવું ઘટે છે. ઘડી પછી શું થશે, તેની ક્યાં ખબર છે? તો નિરાંતે કેમ ઊંઘવું ઘટે ? (બી-૩, પૃ.૫૩૨, આંક ૫૮૨). એક ડોશી હતી. તે કપડું સીવતી હતી. એવામાં તેની સોય ખોવાઈ ગઈ. ઘરમાં અંધારું હતું. પછી કોઈએ કહ્યું, ડોશીમા ! અજવાળે શોધો. તેથી તે ડોશી બહાર અજવાળે જઈને શોધવા લાગી, પણ ક્યાંથી મળે? ઘરમાં સોય ખોવાઈ અને બહાર શોધવાથી કંઈ મળે? એમ આ જીવ, બીજામાં સુખ છે નહીં, ત્યાં સુખ શોધવા જાય છે. કેટલાય ભવ થયા પણ સમાધિસુખ પ્રાપ્ત થયું નથી. જ્યાં સુખ છે ત્યાં તો શોધતો નથી અને જ્યાં નથી ત્યાં શોધે છે. જીવના બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે, તેનું એ જ કારણ છે. એને જોઈએ છે, તે સાચું સુખ જડતું નથી. જોઇએ છે બીજું અને કરે છે બીજું. સમજણ વગર જીવ દુઃખી થાય છે. (બો-૧, પૃ.૯૬, આંક ૧૪) ] જ્યાં સુધી અનિત્ય પદાર્થોમાં ચિત્તની પ્રવૃત્તિ પ્રીતિસહ વર્તે છે, તેને અર્થે હર્ષ-શોક થયા કરે છે અને તેની વાસના રહ્યા કરે છે ત્યાં સુધી શાંતિની આશા ક્યાંથી રાખી શકાય? શાંતિ, સુખનો વાસ તો શુદ્ધ Page #518 -------------------------------------------------------------------------- ________________ (૫૦૯) આત્મસ્વરૂપમાં કે તે પદ પામેલા પરમકૃપાળુદેવમાં છે; તો જેણે સસુખ પ્રાપ્ત કરવું હોય તેણે જ્યાં તેનો વાસ છે, તેની યથાર્થ ઉપાસના કર્તવ્ય છેજી. બાગની શોભા જોવા રખડતો માણસ ભૂખ્યો થયો હોય, તો તે રખડવું છોડીને ધૂમાડો બૂકવો પડે તોપણ ચૂલો ચેતાવી રસોઈ કરે અને જમે તો ભૂખ ભાંગે, તૃપ્તિ થાય; તેમ જગતના ચિત્ત-આકર્ષક અનિત્ય પદાર્થોમાં રખડતું મન રોકીને, મુશ્કેલી લાગે તોપણ મુક્તિમાર્ગને આરાધવા જ્યારે જ્ઞાનીનું કહેવું ગળે ઉતારશે, ત્યારે જ જીવને આત્મ-તૃપ્તિ, સત્સુખની પ્રાપ્તિ થશેજી. વધારે શું લખવું? સન્મુખ વિના આ જીવ નિરંતર દુ:ખી છે એમ હજી નિર્ણય પાકો થયો નથી, તે વારંવાર વિચારી, વૃઢ નિર્ણય કર્તવ્ય છેજી. પછી દુઃખ માનશે ત્યાં ચિત્ત ટકશે જ નહીં, જ્યાં શાંતિ હશે ત્યાં ભ્રમરની પેઠે શોધતું ફરશે, પ્રાપ્ત પણ કરશે. (બી-૩, પૃ.૪૬૩, આંક ૪૮૫) T સુખ તો પોતે પોતામાંથી મેળવવાનું છે. તે કંઈ બહારથી લાવવાનું નથી કે જેથી લાવવામાં બહુ મહેનત પડે. રાજ્ય જીતવું હોય તો દારૂગોળો, બંદૂકો, તોપો જોઇએ, પણ આ તો સહજ છે. તે પોતાને સમજાવું જોઇએ, અને તે સમજાયું તો પછી પોતાને કેમ કરી આગળ વધવું, તે સમજાતું જાય છે. આત્માર્થી જીવો પોતાનો માર્ગ પોતે કરતા જાય છે. ગમે તેવી આંટીઘૂંટી આવી જાય પણ તેનો ઉકેલ પોતાને આવી જાય છે. (બો-૧, પૃ.૧૮, આંક ૨૦) T જે સંસારને જ્ઞાનીઓએ અતિ-અતિ વિચાર કરીને અસાર, અનિત્ય અને એકાંત દુઃખરૂપ માન્યો છે, તે સંસારમાંથી સાર વસ્તુ શોધી સુખી થવાની અને તે નાશવંત વસ્તુઓને ટકાવી રાખવાની વૃત્તિ જીવની રહે છે, તે માત્ર આ જીવની અશ્રદ્ધા જ પ્રગટ કરે છે. સમુદ્ર મંથન વખતે બધા જળચર જીવોને સમુદ્રમાં અત્યંત દુઃખ થયું હતું, એમ પુરાણોમાં વર્ણન આવે છે, તે તો કલ્પિત છે; પણ રાગ-દ્વેષરૂપ નેતરાં વડે આ કર્મરૂપ મેરુથી ત્રણે લોકમાં મંથન થઈ રહ્યું છે. તેમાં કોઈ જીવ સુખની કલ્પના કરી રાજી થાય, તે માત્ર મિથ્યાત્વનું જ માહાભ્ય છે. (બો-૩, પૃ.૪૧૩, આંક ૪૨૦) J જે જે દુઃખો સંસારમાં અનુભવાય છે, તે મન-વચન-કાયાની મદદથી અનુભવાય છે; પણ મોક્ષમાં મન-વચન-કાયા નહીં હોવાથી, તે દુઃખોમાંથી કોઇ દુઃખ ત્યાં (મોલમાં) નથી. દુઃખરહિત દશા જ્ઞાની પુરુષોએ જાણી, તેને માટે પુરુષાર્થ કરી, તે પ્રાપ્ત કરી ત્યાંથી પાછા ફર્યા નહીં, તે અનંત સુખ જ્ઞાનીની શ્રદ્ધાથી હાલ તો માન્ય કરવા યોગ્ય છે. જ્ઞાનીઓ કહે છે કે તમને વિશેષ ખાતરી કરવી હોય તો રાગ-દ્વેષ મૂકી, તેનો જાતે અનુભવ કરી જુઓ. જેટલે અંશે રાગ-દ્વેષ છૂટશે, તેટલે અંશે શાંતિ અનુભવાશે, પર વસ્તુની તુચ્છતા ભાસશે અને આત્માની અપાર શક્તિનું ભાન થશે, પણ રાગ-દ્વેષ જાય તો. લાખ બાતકી બાત યહ, તોકે દેય બતાય, પરમાતમ પદ જો ચહે, રાગ દ્વેષ તજ, ભાય.'' (શ્રી ચિદાનંદજી) બો-૩, પૃ.૧૨ , આંક ૧૨૫). “નિરાકુળ સુખ'નો અર્થ પૂછયો, તેના ઉત્તરમાં જણાવવાનું કે પુદ્ગલનાં, ઇન્દ્રિય દ્વારા ભોગવાતાં સુખ, સુખરૂપ નથી પણ દુઃખનો જ પ્રકાર છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ (૫૧૦ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દૃષ્ટ આતમગુણ પ્રગટે' આદિ યોગદૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું છે; તેમ આત્માનું સુખ તે સહજ સુખ છે. તેને ઉપદેશછાયામાં સહજસમાધિ'રૂપે વર્ણવ્યું છે. વચનામૃતમાં પૃ.૭૨૧-૭૨૨ વાંચી વિચારશો તો સહજ સમજાશે કે પુદ્ગલનો સ્વભાવ સુખ આપવાનો નથી. તેની તૃષ્ણા આકુળતા જ ઉત્પન્ન કરે છે. તેથી તે પુદ્ગલનાં સુખ તે આકુળતાવાળાં સુખ છે. તેનાથી જે ઠગાતા નથી, તે સમ્યફદૃષ્ટિ જીવો છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત; ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત હો મિત્ત.' એમ સર્વ જ્ઞાનીઓનો એક જ મત છે. (બો-૩, પૃ.૩૪૬, આંક ૩૪૮) D અમુક સુખી છે કે અમુક દુઃખી છે, એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી તેની ફિકરમાં પડવું, એ વિચારવાનનું કર્તવ્ય નથી. મીરાંબાઈની નાનપણની કોઈ સખી, તેમને દ્વારકામાં તંબૂરો વગાડી ભજન કરતાં દેખે તો તે “મીરાંબાઈ બહુ દુઃખી છે એમ માને કે બીજું કંઈ માને ? રહેવા ઘર નથી, કામ કરનાર નોકર નથી, તેના ધણીનું માન નહીં, ભિખારીની પેઠે માંગી ખાય, તે સુખી કે દુ:ખી દેખાય? સુખદુઃખ અંતરમાં થાય છે અને અંતઃકરણને કોઈ જોઈ શકે છે? અંતરજામી સિવાય બીજા ભલે દેવ કે મનુષ્યો કહે કે આ દુઃખી છે કે આ સુખી છે, તે માની માથું કૂટે, તે મૂર્ખ કહેવાય કે કેમ? આ વાત પત્રમાં વધારે ચર્ચવામાં માલ નથી, પણ ચિત્તને કંઈ સમાધિ તરફ વળવાને પ્રેરણા થવા અર્થે લખ્યું છે, પણ તેથી વિશેષ શાંતિનું કારણ સત્પરુષનાં સજીવન વચનો છે. તે તરફ લક્ષ રાખવા યોગ્ય છે. (બી-૩, પૃ.૧૯૮, આંક ૧૯૮). દુ:ખ D દુઃખ એટલે મનમાં આકુળતા થાય છે. એ થવાનું કારણ ઈચ્છા છે. જગતમાં ઈચ્છા છે, તેટલું દુઃખ છે. જીવ ઇચ્છા વગર રહેતો નથી, એક મટે તો બીજી. જેટલી થાય તેટલી પૂરી થાય, એવું તો કંઇ ન હોય. દેવ પણ દુઃખી છે. પુણ્યવાન પણ સુખી નથી. વધારે ઇચ્છા થાય તો દુઃખી જ છે. જેટલી ઓછી ઇચ્છા તેટલો સુખી. (બો-૧, પૃ.૧૩૬, આંક ૧૧) 0 અહો! આ જીવે અનંતકાળથી કયું દુઃખ ભોગવવાનું બાકી રાખ્યું છે? જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” અનંત દુઃખોમાં અત્યારે ભોગવાય છે તેવાં અને તેથી પણ ઘણાં આકરાં દુઃખો જીવે અનેકવાર ભોગવ્યાં છે. પરવશપણે દુઃખો ભોગવવામાં બાકી નથી રહી. માત્ર સ્વવશે એટલે આત્માનું હિત થાય તે અર્થે જીવ દુઃખ ખમવા તૈયાર થતો નથી. જેમાં પોતાનું હિત હોય તે જીવને ગમતું નથી અને આધ્યાન કરી, પોતાને અને પરને દુ:ખના બીજરૂપ પાપ બંધાય તેવા કામમાં જીવની રુચિ છે તે હવે ટળે; અને Page #520 -------------------------------------------------------------------------- ________________ (૫૧૧ ) દુઃખ, જ્ઞાની પુરુષો જેને કહે છે કે, પોતાને સુખ સમજાતું હોય તોપણ જ્ઞાની ઉપર અનન્ય શ્રદ્ધા રાખી તે તજવું જ છે, એવી ભાવના જીવને નિરંતર કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૬૧, આંક ૬૨૬) D “આ જીવને ઉતાપના મૂળ હેતુ શું? તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, અને તે કેમ થાય ?'(૮૨૭) તે આપે પુછાવ્યું છે. એક કાવ્યમાં પરમકૃપાળુદેવ લખે છે : “જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહતુ.' ઉત્તાપ, સંતાપ કે દુ:ખનાં મૂળ કારણ જન્મ, જરા, મૃત્યુ કહ્યાં; અનંતકાળ ક્ષણ-ક્ષણ કરતાં વ્યતીત થયો, છતાં તેની નિવૃત્તિ થઈ નથી તેનું કારણ, વીસ દોહરા રોજ બોલીએ છીએ તેમાં, પ્રગટ જણાવેલ છેજી : “અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.” આ દોષો દેખીને નહીં ટાળીએ ત્યાં સુધી તેની નિવૃત્તિ કેમ થાય? “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્રય આવ્યા વિના, સાધન કરશે શું ? પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.'' વીસ દોહરાનો યથાર્થ વિચાર થાય તો તમારા પ્રશ્નોનો ઉત્તર સહેજે મળી રહે તેમ છેજી. બધાનું કારણ પ્રથમ જણાવ્યું તેમ રાગ અને દ્વેષ છે. તે ટળવાનો, ક્ષય થવાનો ઉપાય પોતે બતાવ્યો છે : શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨). જ્ઞાની પુરુષો પોકારી-પોકારીને કહી ગયા છે; તેમણે કહેવામાં બાકી રાખી નથી; આ જીવે કરવામાં બાકી રાખી છે; તે બાકી, પૂરી કર્યો છૂટકો છેજી. માર્ગ બતાવનાર મળ્યા, માર્ગ સાચો લાગ્યો, તે માર્ગ આરાધ્યા વિના કદી છૂટાશે નહીં એમ પ્રતીતિ થઈ તો પ્રમાદ તાજી હવે એકલડ્યે તે માર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. કર વિચાર તો પામ.” (બી-૩, પૃ.૧૮૯, આંક ૧૯૨) T જીવને પોતાનું કલ્યાણ કરવાની, આગળ વધવાની, સમાધિમરણની તૈયારી કરવાની ભાવના જાગવી અને ટકી રહેવી, આ કાળમાં બહુ દુષ્કર છેજી. Page #521 -------------------------------------------------------------------------- ________________ (૫૧૨) વિપરીત સંજોગોમાં રહીને પણ પરમકૃપાળુદેવે જે મહાન આત્મોદ્ધારનું કાર્ય સાધ્યું છે, તે સર્વને અનુકરણીય છેજી, થોડું-થોડું દુઃખ રહેતું હોય તે પણ એક વૃષ્ટિએ સારું છે, એમ લાગે છે જી. (બી-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૬) D કષ્ટ તો કલ્યાણકારી છે એમ મહાપુરુષોનો મત છે, તે સર્વ મુમુક્ષુઓએ માન્ય કરવા યોગ્ય છેજી. પાંડવોનાં માતુશ્રી કુંતામાએ, શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને કંઈ માગવા કહ્યું ત્યારે ફરી-ફરી ઉથલાવીને પૂછ્યું કે તમે આપશો, જરૂર આપશો? એમ ખાતરી કરાવી પછી માગ્યું કે તમે પ્રસન્ન થયા હો તો મને દુઃખ આપજો, કારણ કે દુઃખમાં તમે સાંભરો છો તેવા સુખમાં સાંભરતા નથી. (બી-૩, પૃ.૫૬૯, આંક ૬૪૦) જે ભણે તેની પરીક્ષા હોય. ભક્તિવંતને જ વિપ્નો આવે. તે કસોટીમાં જો સદ્ગશરણ ટકાવી રાખે, તેની આજ્ઞા આરાધે તો તે મુમુક્ષુને સમાધિમરણ અર્થે કરવાની તૈયારી, અંશે થઈ ગણાય. દુ:ખ ગમતાં નથી, પણ દુઃખ જ જીવને આગળ વધારનાર, પોતાની આરાધનાની ખામી જણાવનાર તથા શ્રદ્ધાની વૃઢતા કરાવનાર બને છેજી. એક વખત શ્રીકૃષ્ણ પાંડવોને ત્યાં પધારેલા ત્યારે કુંતામાતા ભાવભક્તિથી ઘણી સેવા કરવા લાગ્યા. તે જોઈ શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને કહ્યું : “આપને જે ગમે તે માગો !'' એટલે કુંતામાતાએ કહ્યું : “જરૂર આપશો કે ફરી જશો?” ““જરૂર આપીશ. દ્વારિકાનું રાજ્ય માગશો તોપણ આપીશ.' એમ શ્રીકૃષ્ણ કહ્યું, તોપણ ફરી-ફરીને બે-ત્રણ વખત પૂછયું કે જરૂર આપશો? એમ નક્કી કરાવી કહ્યું : “હે કૃષ્ણ ! તમે પ્રસન્ન થયા હો તો મને દુઃખ આપો. સુખમાં તમે સાંભરતા નથી અને દુઃખમાં જ સાંભરો છો, તેથી મારે તો દુઃખ જ માગવું છે.' આ કથા ઉપરથી આપણે કંઈ સમજ્યા હોઈએ તો દુઃખથી ડરવાનું તો ભૂલી જ જઇએ. ભલે દુઃખ માગવા જેટલી તત્પરતા હાલ ન દેખાય, તોપણ આવી પડેલા દુઃખના દહાડા ભક્તિ-ભજનમાં જ જાય તેટલું તો ધારીએ તો કરી શકીએ એમ છીએ. જેને મંત્રસ્મરણની આજ્ઞા મળી છે; ભક્તિના વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ વગેરે જ્ઞાનીની આજ્ઞાથી કરવાનો જેને અભ્યાસ છે; તેમાં આત્મહિત સમાયેલું છે એટલી જેને સમજણ આવી છે; તેણે તો તેવા વખતમાં જે મુખપાઠ હોય તે બોલ્યા કરવું કે સ્મરણ આદિ આજ્ઞાના વિચારમાં જ રહેવું એ ઉત્તમ છે. જેને તેવો જોગ નથી મળ્યો, તે તો દેહની દરકારમાં, મરણના વિચારોમાં ગૂંચાઈ કે મિત્રો, ઘર, ઘન, આદિના વિયોગની કલ્પનાથી ઘેરાઈ આર્તધ્યાન કરી અધોગતિને યોગ્ય કર્મ બાંધે. જેને એમ શ્રદ્ધા છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિ કોઇ પણ મારાં નથી; પણ જ્ઞાનીએ પ્રગટ કર્યો છે, અનુભવ્યો છે તેવો હું આત્મા છું, હું કદી મરી શકું જ નહીં, નિત્ય, અવિચળ, અવિનાશી, અછઘ, અભેદ્ય, શાશ્વત આત્મા છું; તે એમ વિચારે કે પૂર્વે અજ્ઞાનભાવે, મોહવશે કર્મ બાંધેલાં તે અત્યારે દુઃખ દેવા તત્પર થયાં છે, પણ તે બધા વિનાશી છે. કેટલાંય આવાં કર્મ તો ગયાં અને આ કર્મ પણ જશે, છતાં આત્માનો નાશ થવાનો નથી; તો શા માટે હિંમત હારવી ? મરણના વિચાર કરી શા Page #522 -------------------------------------------------------------------------- ________________ (૫૧૩) માટે મૂંઝાવું? મરનાર નથી તેના મરણની ફિકર કરે, તે મૂર્ખ સમજવા યોગ્ય છે. આમ સુવિચારણાથી જેને દ્રઢ આત્મશ્રદ્ધા જન્મી છે તે તો મોક્ષદશાનો જ વિચાર કરે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનંત સુખ, અપાર આનંદ છે, તેની ભાવનામાં તલ્લીન બને. સત્પષની કૃપાથી તે દશા મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. શ્રી ગજસુકુમાર, શ્રીકૃષ્ણના નાનાભાઇએ દીક્ષા લીધી તે જ રાત્રિએ તેમના માથા ઉપર પૂર્વના વેરીએ કાદવની પાળ કરી, સ્મશાનની ચિતાના અંગારા સગડીની પેઠે ભર્યા; પણ શ્રી નેમિનાથ ભગવાનની આજ્ઞામાં જ કલ્યાણ સમજી તેવા વિકટ અવસરે પણ શ્રી ગજસુકુમાર શુદ્ધ આત્માને ચૂક્યા નહીં તો થોડા કાળમાં જ મોક્ષ પામ્યા. શ્રી ગજસુકુમારના હિસાબમાં આપણને જે અલ્પ દુ:ખ આવે તેમાં ગભરાવા જેવું કંઈ નથી. મરણપ્રસંગે પણ મંત્રનું વિસ્મરણ ન થાય તેટલી કાળજી રાખે, તેને દુઃખ તો કળિકાળની પેઠે વહેલું ફળ લાવનાર દૂત બને છેજી. માટે વિકટ પ્રસંગે વિકટ પુરુષાર્થ જાગે તેમ વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૫૯૨, આંક ૬૭૧) D જગત દુઃખથી ભરેલું છે; તેમાં કોઇ કાળે, ગમે તેવા સારા સંજોગો મળી આવે તો પણ તેમાંથી સુખની આશા રાખવી એ વ્યર્થ છે. ઋભુરાજા ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને જે માગે તે આપવા, કૃપા કરી, માગવા જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે “હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ (કૃપા) મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુ' કહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવો છે કે .... કઠણાઈ અને સરળાઇ, શાતા (સુખ) અને અશાતા (દુઃખ) એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઇ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી .... પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે .... પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું ... એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હો.” (૨૨૩). દુઃખમાં ભગવાન વધારે સાંભરે છે. સુખમાં તો સોની સાંભરે. માટે દુઃખથી ગભરાવું નહીં. તેથી છૂટવા માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ તેમને પરમકૃપાળુદેવની ભક્તિ અને ઉત્તમ વચનામૃત આપ્યું છે તે મરણ સુધી શ્રદ્ધા રાખી આરાધશો તો આ ભવમાં અને પરભવમાં સુખી થશો. સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ મૂંઝવણના પ્રસંગે કરતાં રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૪૮, આંક ૪૬૭) Page #523 -------------------------------------------------------------------------- ________________ (૫૧૪) પ્રતિબંધ જ્યાં રહેતા હો ત્યાં સર્વ સાથે બને ત્યાં સુધી હળી-મળીને રહેવું; અતડા રહેવા કરતાં મનુષ્ય-સ્વભાવને અનેક પ્રકારે અનુભવવાના પ્રસંગો બોર્ડિંગોમાં મળે છે; પણ હર્ષ-શોકના પ્રસંગોમાં કે અત્યંત એકાદ જણની સાથેના પ્રતિબંધમાં પડતાં બચવાની પણ જરૂર છે. ગમે ત્યાંથી શિખામણ લઈ, પોતાનું જીવન ઉન્નત બને, પાપથી બચે, પ્રભુભક્તિમાં વારંવાર રંગાતું રહે તેમ કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨) T સંસારમાં જેની સાથે જીવને પ્રતિબંધ, પૂર્વનો હોય છે, તેની સાથે સંબંધ થાય છે અને જે સંયોગોમાં આપણે મુકાયા હોઇએ, તે સંયોગોને વિચારીને, કષાય કર્યા વિના વર્તીએ તો તે સંબંધ ભોગવાઈ રહ્યું છૂટો થઈ જવાનો છે; પરંતુ જો રાગ કે દ્વેષમાં તણાઈ જઈ, કંટાળી જઈ, તે તોડી નાખવા જતાં વેર બંધાઈ જાય કે ગાઢ પ્રતિબંધ થઈ જાય તો ફરી તેવા જીવો સાથે ભવ કરવો પડે. એ બહુ વિચારવા જેવું છે. જગતમાં સર્વનો વિનય કરી છૂટવું, તેમાં આપણને નુકસાન નથી. (બી-૩, પૃ.૧૨૪, આંક ૧૨૩) પરમકૃપાળુદેવનાં વચનો સત્સંગતુલ્ય જાણી, ઉપાસતા રહેવાની જરૂર છેજી. કોઈ વખતે ન સમજાય અને વારંવાર વિચારવા છતાં ઉકેલ ન આવે તેનો ખુલાસો પૂછો, તેમાં હરકત નથી; પણ માસમાં અમુક વખત પત્રની આશા રાખો તે તો પ્રતિબંધ ગણાય છે) ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું : “કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવા યોગ્ય નથી. દૃષ્ટિરાગને લીધે અમેય કૃપાળુદેવને કહેલું કે ચિત્રપટ નહીં તો કાગળ ઉપર આમ હાથ-પગના જેવું કરીને આપશો તોપણ મારે ચાલશે. કંઇક ભક્તિનું સાધન અને આજ્ઞા મને મળે એટલે બસ. આગ્રહ કરવાથી પ્રતિબંધ થાય છે. આ વસ્તુ ગમે તેમ થાય તો પણ મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંધ પડે છે, તેવી વસ્તુ અમને કૃપાળુદેવ ન આપતા.'' પ્રતિબંધથી બચવા અને વિચારવા આ લખી મોકલ્યું છે; તે લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ. ૨૬૩, આંક ૨૫૮). 2 “અંતર્લાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે “સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ?' (૧૨૮) કાગળમાં કેટલું લખાય? પણ પુરુષના આશ્રયે વિચારશો તો સમજાશે કે આ જીવે પ્રતિબંધ કરવામાં મણા રાખી નથી. રાંડી, માંડી સર્વ અવસ્થાઓમાં દુ:ખ જ ભોગવ્યાં છે. (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) I અત્યારે જે જે સંજોગો જીવને પ્રાપ્ત થયા છે, તે સર્વ, પૂર્વે આ જીવે જ કરેલા ભાવનું ફળ છે; અને અત્યારે જો જીવ જાગ્રત ન રહે તો તેવા કે તેથી હલકા ભાવો થવા સંભવ છે; અને તેના ફળ તરીકે અત્યારે ભોગવે છે તેવું કે તેથી માઠું ફળ મળવા સંભવ છે. માટે જ્ઞાની પુરુષોએ વારંવાર Page #524 -------------------------------------------------------------------------- ________________ (૫૧૫) કહ્યું છે કે ““જ્યાં જ્યાં આ જીવ જભ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથાપ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચાર કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે.'' (પ૨૨) આ બહુ વિચારી, વર્તનમાં મૂકવા જેવી પરમકૃપાળુની શિખામણ છે. જે ગામમાં જન્મ થયો હોય ત્યાં પૂર્વના સંસ્કારને લઇને, મારાપણું સહેજે થઇ જાય છે, જે કુટુંબમાં જીવ હોય તે મારું મનાઈ જાય છે અને જે દેહમાં વાસ થયો છે તેથી પોતે ભિન્ન છે એમ સ્મૃતિમાં રહેવું તો મહામુશ્કેલ છે. ગામ, ઘર, ખેતર, કુટુંબ, દેહ આદિ ક્ષેત્ર પ્રતિબંધ છે; તેનો ત્યાગ કરવા છતાં મનમાં રહેલી મારાપણાની ભાવના, વાસના ફરી ત્યાં જ ભવ કરાવે તેવું બળ ધરાવે છે, તેને છૂટવા દે તેવી નથી. તેથી જ્ઞાની પુરુષો તેનો ઉપાય બતાવે છે કે વારંવાર સત્પષના બોધનું સ્મરણ કરી, અંતરમાં ભાવના એવી રાખવા યોગ્ય છે કે આ દેહ પણ છોડીને એકલા ચાલી જવાનું છે તો પછી ગામ, ઘર કે કુટુંબ ક્યાં સાથે આવવાનું છે? જે સાથે નથી આવવાનું, તેની મમતા કર્મબંધન કરાવવા સિવાય બીજું શું કરાવે તેમ છે? તો હવે એ દ્રઢ નિશ્ચય કરું કે મારું આમાંનું કાંઈ નથી. જે કંઈ દેખાય છે, સંભળાય છે, સુંઘાય છે, સ્પર્શ કરાય છે કે ચખાય છે કે કલ્પનામાં આવે છે - તેમાંનું કંઈ મારું નથી. મારું સ્વરૂપ તો જ્ઞાનીએ જાયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, અને વારંવાર નિષ્કારણ કરૂણાશીલતાથી જણાવ્યું છે તેવું છે. (બો-૩, પૃ.૧૦૫, આંક ૯૬). પૂ..... પૂછાવે છે કે ત્યાંના લોકો આમંત્રણ આપે તો શું કરવું? વ્યવહાર લાંબો કરવો હોય તોપણ થાય, ટૂંકો કરવો હોય તોપણ થાય. ટૂંકી જિંદગીમાં જેમ જેમ જીવ ત્યાગ-વૈરાગ્યથી વ્યવહાર સંકોચીને વર્તશે તેટલો બોજો ઓછો. બીજાને ત્યાં જવું હોય તો તેમને બોલાવવા પણ પડે, તેમની ટીપ વગેરેમાં ભરવું પણ પડે અને અનેક ન જોઇતા પ્રતિબંધ વધે; માટે વિચારીને પગલું ભરવું ઘટે છેજી. આવકનાં સાધન ઓછાં હોય અને માનપાનના સંબંધો જીવ વધારે તો દુઃખી થાય, એ વ્યવહારદ્રષ્ટિથી પણ સમજાય તેવું જી. (બો-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૩) આપે પૂ. ... સંબંધી લખ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે મુમુક્ષુને સંબંધ માત્ર ધર્મ-પ્રયોજન પૂરતો હોય છે; અને તે પણ પોતાને અને પરને હિતરૂપ થતો હોય તો સંબંધ કરવો કે ટકાવવો યોગ્ય છેજી જો સ્વ-પરને ક્લેશ કે પ્રતિબંધનું કારણ હોય તો તે મોહદયાનો પ્રકાર સંભવે છેજી. પરમકૃપાળુદેવને શરણે જે જીવ જશે, તેનું કલ્યાણ સંભવે છે. તે અર્થે મારો કે તમારો પરિચય હશે, ત્યાં સુધી હરકત નથી; પણ પરમકૃપાળુદેવનું ઓળખાણ તથા તેની આજ્ઞા પ્રાપ્ત થયા પહેલાં, જે જે ઓળખાણ તથા પત્રવ્યવહાર આદિ પ્રસંગો પડે, તે પ્રતિબંધનાં કારણ સમજાય છે). તે અર્થે હું પણ પત્રવ્યવહાર કરતાં ડરું છું; તો તમારે કેમ વર્તવું તે તમે વિચારી લેશોજી. (બો-૩, પૃ.૫૫૬, આંક ૬૧૫) Page #525 -------------------------------------------------------------------------- ________________ (૫૧૬. સ્વચ્છેદ અને પ્રતિબંધ T સાચા પુરુષને આશ્રયે જે કરવામાં આવે, તે સત્સાધન છે. પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે, તે સ્વચ્છંદ છે. જ્ઞાનીને સારું લાગે, તે કરવું. કોઈ પણ ક્રિયા, સદ્ગુરુને સંભાર્યા વિના કરવા જેવી નથી. આજ્ઞા ન હોય તો સ્વચ્છેદ છે. સ્વચ્છંદ ટાળવા માટે આજ્ઞા છે. જેને સ્વચ્છેદે વર્તવું હોય, તેનાથી એ ન થાય. સ્વચ્છેદે વર્તે, તે અજ્ઞાની છે. અલ્પ આજ્ઞા હોય, તોય ધર્મ પ્રગટ થાય છે. જ્ઞાનીએ આને તો ધ્યાન કરવા કહ્યું અને મને બીજું કહ્યું, એમ ન કરવું. આજ્ઞાનું માહાત્મ હોય તો જીવનું ભલું થાય છે. જ્યાં સુધી સ્વચ્છંદ છે, ત્યાં સુધી ધર્મ પરિણમતો નથી. શ્રદ્ધાની ખામી છે, તેથી સ્વચ્છેદ પોષાય છે. “હું કહું, તે જ થાય' એમ કર્યું કલ્યાણ ન થાય. જ્ઞાની કહે તેનાથી મારું કલ્યાણ છે, એમ થાય તો પછી જીવને કષાય ન થાય. કષાય ન થવા દે અને જ્ઞાનીની આજ્ઞા આરાધે, તો કલ્યાણ થાય. (બો-૧, પૃ.૯૮, આંક ૧૭) D આ જગતમાં બંધનનાં બે મુખ્ય કારણો પરમકૃપાળુદેવે જણાવ્યાં છે : “જીવને બે મોટાં બંધન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ છે.” (૧૯૬) તે બંનેને નિર્મૂળ કરવા મુમુક્ષુજીવો પુરુષાર્થ કરે છેજી. સ્વચ્છંદને નિર્મૂળ કરવા સરુનો યોગ જોઈએ. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.” એ લક્ષ સર્વ સાધનની પહેલાં રાખવા યોગ્ય છેજી. સદ્ગુરુકૃપાથી જેનો સ્વછંદ હાનિ પામ્યો છે કે મંદ થયો છે, તેનો પ્રતિબંધ ક્રમે કરીને ટળવાયોગ્ય છે. સર્વનો શ્રેષ્ઠ ઉપાય સત્સંગ છે, પણ તેમાં જે પ્રતિબંધ કરનાર અસત્સંગરૂપ દેહાદિ સંબંધી બંધન, સ્વજન-કુટુંબાદિ બંધન, સંકલ્પ-વિકલ્પરૂપ બંધન આદિ બંધન જીવના પુરુષાર્થબળે ઘટવા કે ટળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૦, આંક ૪૭) પ્રશ્ન : “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય.” પ્રત્યક્ષ સગુનો યોગ કોને કહેવો? અમારે વિષે તે શી રીતે સંભવે? તે ન હોય તો પછી સ્વચ્છંદ શી રીતે રોકી શકાય? ઉત્તર : “જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે (મોક્ષ પામે છે).''(૪૯૧) આમ પરમકૃપાળુદેવે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર લખ્યું છે. ““રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ.” આમ સ્વચ્છંદ રોકાય તો જ મોક્ષ થાય છે; અને આજ્ઞાનો આરાધક સ્વચ્છેદે વર્તી શકે નહીં. બીજું, “જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય.” (૪૯૩) આમ ભક્તિ કરતાં પણ સ્વચ્છંદ રોકાય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ (૫૧૭ જો જીવની યોગ્યતા ન હોય એટલે ‘‘કષાયની ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.તો “દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.'' એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ.'' આમ સદ્ગુરુની આજ્ઞાનું આરાધન, એ જ સદ્ગનો યોગ છે. “ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.'' માટે સદગુરુની આજ્ઞા મળી છે, તેનું ત્રણે યોગે આરાધન કરે તો સ્વચ્છંદ રોકાય. (બો-૩, પૃ.૭૭૭, આંક ૯૯૨). D ગમે તેવા ઉત્તમ પક્વામાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ પ્રાણ હરનાર થઈ પડે છે; તેમ ગીતાદિ શાસ્ત્રો કે ભગવાનનાં નામ જે સ્વચ્છેદે બોલાય છે, ભણાય છે તે ધર્મને નામે અહંકાર સેવાય છે અને “પાપમૂળ અભિમાન' કે અહંકાર છે, તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે ? માટે આત્મસિદ્ધિશાસ્ત્રની શરૂઆતમાં કહ્યું છે : “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.'' સદ્ગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના, જે શાસ્ત્ર-ગીતાદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય, તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ પણ હોતું નથી, આટલી વાત ખાસ કરીને ઊંડા ઊતરીને વિચારી, દ્રઢ કરી દેવા જેવી છેજી. (બો-૩, પૃ.૧૯૭, આંક ૧૯૮) ‘आणाए धम्मो आणाए तवा' કોઇને હવે ૫.પૂ. પ્રભુશ્રીજી પોતાના ચિત્રપટ આપતા નથી. કેટલાયની પાસેથી પાછા પણ લઈ લીધા છે. વારંવાર તેઓશ્રી ઉપદેશમાં જણાવે છે કે પરમકૃપાળુદેવની ભક્તિ અમે કરીએ છીએ અને તમને પણ તે જ બતાવીએ છીએ. તેમાં સર્વ જ્ઞાની પુરુષો આવી જાય છે, કોઈ બહાર રહી જતા નથી. આપણી બુદ્ધિથી આ જ્ઞાની પુરુષ છે એમ માની લેવા કરતાં, આપણે સંતના કહેવાથી તેમની આજ્ઞાએ, તે બતાવે તે પ્રમાણે જ્ઞાની પુરુષની માન્યતા કરીએ તો તેમાં ઘણો લાભ છે; કારણ કે આપણે આપણી મતિકલ્પનાએ માનીએ, તે સ્વછંદ છે અને સંતના કહેવાથી માનીએ તો આજ્ઞા પ્રમાણે વર્તતાં સ્વચ્છેદ રોકાય અને કલ્યાણ થાય. તમે વારંવાર આ વાત ઉપદેશમાં સાંભળી પણ હશે, પણ વિમૃત થઈ ગઈ હોય તો ફરી યાદ દેવડાવવા આ લખ્યું છે. તે વિચાર કરી, પરમકૃપાળુદેવની ભક્તિમાં સાચા અંત:કરણથી લીન થઈ, તેનાં Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ વચનમાં વિશ્વાસ રાખી વર્તવાથી, સમકિતનું કારણ બને તેવો ઉત્તમ માર્ગ હાથ આવ્યો છે, તે આપણાં મહાન ભાગ્ય છે. પ્રમાદમાં પડી રહેવા યોગ્ય નથી. જ્યાં સુધી શરીર નીરોગી છે, વૃદ્ધાવસ્થા આવી નથી, આ મનુષ્યભવ પૂર્વના પુણ્યથી ટકી રહ્યો છે ત્યાં સુધી, પરમકૃપાળુદેવની ભક્તિ નિષ્કામપણે, સ્વચ્છંદ રોકીને કર્તવ્ય છે. (બો-૩, પૃ.૮૨, આંક ૭૨) વાવેલાં બીજ વરસાદ વિના ઊગતાં નથી કે ઊગ્યાં હોય તે કરમાઇ જાય છે; તેમ સત્સંગના વિરહમાં, તમે પત્રમાં વર્ણવી તેવી જીવની દશા થઇ જાય છે, તે સાવ સમજાય તેવી વાત છે; પણ તેના ઉપાય કરવા જીવ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી ઊંધા તર્કોને વશ થઇ પોતે પોતાનો શત્રુ બની આત્મઘાતના મહા પાપનો આચરનાર આતતાયી બને છે. આ જીવ કુતર્કથી, સ્વચ્છંદથી કે કુગુરુની શિખામણે અનંતકાળ સુધી રખડયો, તોપણ થાક્યો નથી. આઠ દૃષ્ટિની સજ્ઝાયમાં શ્રી યશોવિજયજી લખે છે : ‘‘લોભી, કૃપણ, દયામણોજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યોજી, અફળ આરંભ અયાણ. મનમોહન૦ એવા અવગુણવંતનુંજી, પદ છે અવેઘ કઠોર; સાધુ સંગ આગમતણોજી, તે જીત્યો ધુરંધોર. મનમોહનC તે જીત્યે સહજે ટળેજી, વિષમ કુર્તક પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મનમોહન૦'' ન સમજાય ત્યાં મધ્યસ્થ રહેવું. કોઇને પૂછવું, આગળ ઉપર વિચારવાનું રાખવું કે પોતાની યોગ્યતાની ખામી છે તે દૂર થયે સમજાશે એટલો વિશ્વાસ રાખવો, પણ ઢયડી જેવી પોતાની કુર્તક-શક્તિને વાપરી, ગમે તેવા નિર્ણય ઉપર આવી જઇ, ધર્મમાર્ગથી નુકસાન થાય છે એવા વિચારને મનમાં સ્થાન આપવું ઘટતું નથી. સાચું સુખ તો ત્યાગમાંથી મળે છે – તે વૈરાગ્ય વધશે તેમ સમજાશે; પણ ન સમજાય ત્યાં સુધી પોતાની અધમતા આંખ આગળ રાખી ભવભીરુ, પાપથી ડરનાર, અધમાધમ બની, જ્ઞાનીની આજ્ઞા સર્વોપરી હિત સાધનાર છે તેમાં મને વર્તવા દે, તેનું સારું જ ફળ આવશે, એમ દૃઢતા વધારવી. (બો-૩, પૃ.૩૯૮, આંક ૪૦૭) આજ્ઞા અનંત ભવોમાં ભમતાં, આ જીવે એટલું બધું અનાજ ખાધું છે કે દરેક ભવના ભોગવેલા દાણામાંથી એક-એક દાણો લઇએ તો મોટો પર્વત જેવડો ઢગલો થાય. દરેક ભવમાં જે પાણી પીધું છે, તેમાંથી દરેક ભવનું એક-એક ટીપું ભેગું કરીએ તોપણ દરિયો ભરાય, એટલા બધા ભવ સુધી જીવે ખા-ખા અને પાણી પી-પી કર્યું છે; તોપણ હજી તેને તૃપ્તિ થઇ નથી તો આ મનુષ્યભવમાં ગમે તેટલું ખાય, પીએ કે ભોગ ભોગવે તોપણ તેની તૃષ્ણા મટે તેમ નથી એમ વિચારી, સંતોષ સિવાય હવે તૃષ્ણા ટાળવાનો બીજો કોઇ ઉપાય નથી. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ માટે હવે તો ખાવા-પીવા, ભોગ ભોગવવાથી વૃત્તિ પાછી વાળી, જે સુખ અનંત ભવ થયા છતાં જાણ્યું નથી, ભોગવ્યું નથી એવું આત્માનું સુખ પ્રાપ્ત કરવા જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે, આટલો લક્ષ રહ્યા કરે તો જીવને વૈરાગ્યની વૃત્તિ પોષાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના આરાધનમાં ઉત્સાહ રહે તથા સત્સુખને યોગ્ય જીવ થાય. (બો-૩, પૃ.૪૮૪, આંક ૫૧૬) નહીં જોઇતી ફિકર, કલ્પનાઓ ઊભી કરી, જીવ અનર્થદંડે દંડાય છે; તે દૂર કરી પોતાનું ઓળખાણ થાય તે અર્થે જ્ઞાનીપુરુષની આજ્ઞા શક્તિ છુપાવ્યા સિવાય આરાધવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૧) કહ્યું છે કે ‘‘જેવા ભાવ તેવા પ્રભુ ફળે, ભભ્ભા ભજન થકી ભય ટળે.'' માટે જાણે મરી ગયા હતા એમ વિચારી, બધા ઉપરથી મોહ-મમતા અંતરમાંથી કાપી નાખી, આટલું બાકી રહેલું આયુષ્ય મફતિયું મળ્યું છે એમ માની, ધર્મ કરવાના ભાવ અંતરમાં પોષતા રહેવા ભલામણ છે. બીજું બધું કર્માનુસાર બની રહ્યું છે, તેમાં મમતા-મોહ કરવા યોગ્ય નથી; પરવસ્તુની ચિંતા કરવા યોગ્ય નથી. તે તો બનનાર હશે તેમ બનશે; પણ આત્માનું હિત થાય તેવી સત્પુરુષની આજ્ઞામાં ચિત્ત વારંવાર વાળવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૯૧, આંક ૮૨) પ્રશ્ન : પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી ? અને અમારે વિષે તે શી રીતે સંભવે ? ઉત્તર : જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે, તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ-માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ.પૂ. પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઇ; તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે, તેમની પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને (પૂ. શ્રી બ્રહ્મચારીજીને) આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઇ છે, તો શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૭૭, આંક ૯૯૨) નીચે જણાવેલા ત્રણે પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધવા અર્થે છે; અને ત્રણેથી કલ્યાણ થાય છેજી : (૧) જ્ઞાનીપુરુષના સ્વમુખે આજ્ઞા જીવને મળે. (૨) પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષે જેને આજ્ઞા કરી હોય, તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય. (૩) પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઇ જીવ આરાધતો હોય, તેની પાસેથી તેનું માહાત્મ્ય સમજી, તે આજ્ઞા-આરાધકની પેઠે જીવ, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકર માની આરાધે. પહેલા ભેદનું દૃષ્ટાંત : શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા. બીજા ભેદનું દૃષ્ટાંત : ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમસ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવજો. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ ત્રીજા ભેદનું દૃષ્ટાંત : લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયોના (કૌરવ-પાંડવો જેવા) યુદ્ધમાં (મહાવીરસ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામનો શ્રાવકરાજા ભક્તિવાળો હતો. તેને ચેડા મહારાજાનો હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે, એવી તપસ્યા કરતો હતો. પારણાને દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો; ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી ત્યારે સારથિને કહીને રથ એકાંતમાં હંકાવી, નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઇને, મંત્રનું આરાધન-ભક્તિ કરવી. તે વાત તેનો સારથિ પણ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે રાજાએ ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર પાંચ બાણ રાજાને, પાંચ સારથિને અને પાંચ-પાંચ બાણ ઘોડાઓને માર્યાં; પણ રાજા બચાવ કરી શક્યો નહીં; અને મરણ પમાડે તેવાં તે બાણ જાણી, તેણે સારથિને રથ એક બાજુ નદી તરફ લઇ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઇને ઊતરીને ઘોડાનાં બાણ કાઢી નાખ્યાં, તો તે પ્રાણરહિત થયાં. તેવી જ પોતાની દશા થશે એમ જાણી, નદીની રેતીમાં રાજા સૂઇ ગયો. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડયું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કર્યા કે હે ભગવાન ! હું કંઇ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી, પણ તેને હો તે મને હો. એવી ભાવના તે કરવા લાગ્યો. પછી રાજાએ બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢયાં, તેમ તે દાસે પણ કર્યું અને બંનેના દેહ છૂટી ગયા. રાજા દેવલોકમાં ગયો અને દાસનું પુણ્ય તેટલું નહોતું તેથી વિદેહક્ષેત્રમાં મનુષ્ય થયો. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મોક્ષમાર્ગ આરાધી, તે મુક્ત થયો. હજી તે રાજા તો દેવલોકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે, તે અર્થે કરવું. (બો-૩, પૃ.૫૦૦, આંક ૫૩૮) D સત્પુરુષની આજ્ઞા એ જ ખરો માર્ગ છે. નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણમંત્ર સંભળાવ્યો, તેથી તે ધરણેન્દ્ર થયો, નહીં તો નાગ તો નરકે જાય. ભીલે એક ‘મારે કાગડાનું માંસ નથી ખાવું' એટલી જ આજ્ઞા આરાધી; જેથી મરીને તે દેવ થયો; પછી શ્રેણિકરાજા થયો; અનાથીમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમકિત થયું અને તીર્થંકર ગોત્ર બાંધ્યું. (બો-૧, પૃ.૫૧, આંક ૨૭) D કર્મને આધીન ધનની કમાણી વગેરે છે, પણ ધર્મની કમાણી સત્પુરુષાર્થને આધીન છે. માટે જેને સત્પ્રદ્ધા કરવાનો યોગ મળ્યો છે, તેણે તો પરમકૃપાળુ જ્ઞાનીની આજ્ઞામાં જ લક્ષ રાખી વર્તવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૫૬, આંક ૭૭૮) I દેહત્યાગ પહેલાં દેહભાવ ત્યાગવાનો છે. દેહાધ્યાસ છૂટી ગયા પછી સ્થૂળ દેહ ગમે ત્યારે છૂટે તેની ફિકર નથી. સર્વ દેહથી રહિત અસંગ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જન્મજરામરણરહિત, શુદ્ધ ઉપયોગસ્વરૂપ Page #530 -------------------------------------------------------------------------- ________________ (પ૨૧) - તે સ્વરૂપની સ્મૃતિ, પ્રતીતિ અને સ્વરૂપનું પરિણામ જે પુરુષોને વર્તે છે, તે કૃતાર્થ પુરુષોને ધન્યવાદ છે ! તે જ પરમગુરુની આજ્ઞા છે. તે સહજ સ્વરૂપનું આરાધન થયું, તેને જ સમાધિમરણ કહેવાય છે; અને તેણે જ સરુની આજ્ઞા આરાધી; અને જે સહજ સ્વરૂપથી વિમુખ છે અથવા જેને ભાન નથી, તેણે આજ્ઞા આરાધી ન કહેવાય. આવો અમૂલ્ય મનુષ્યદેહ, જે દેહ વડે એક સપુરુષની આજ્ઞા આરાધવી, એ જ કર્તવ્ય છે; તે તેણે ન આરાધી તો તે દેહ નિષ્ફળ છે. (બો-૩, પૃ.૪૮, આંક ૩૩) 3 ઉદાસીનતા, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ - સહજસ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે તે લક્ષમાં રાખી, જે કામ કરવાં પડે તે કર્યા જવાં. ગભરાવું નહીં. કમ મંદ થયે, સત્સંગ આદિનો જોગ આવી મળશે. હિંમત હારવા જેવું નથી. મરણપ્રસંગ આવી પડે તોપણ ગભરાવા જેવું નથી. સત્પષનું શરણ જેને છે, તેણે મરણથી પણ ડરવા જેવું નથીજી. આત્મા તો કદી મર્યો પણ નથી અને કદી મરવાનો પણ નથી. (બો-૩, પૃ.૫૩૧, આંક ૫૮૦). | પુસ્તક, પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વાંચવા શરૂ કર્યું હોય તો બંધ ન રાખશો. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરે તેવું હિતકર છે. આજ્ઞાનો લક્ષ જીવને હિતકારી છે). (બી-૩, પૃ.૭૨૨, આંક ૮૮૦) | આ મનુષ્યભવમાં મુખ્ય કાર્ય તો જ્ઞાની પુરુષની નિરંતર આજ્ઞા ઉઠાવવી, એ જ છે. ક્ષમાપનાના પાઠમાં રોજ બોલીએ છીએ કે “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !'' રાતદિવસ જ્ઞાની પુરુષની આજ્ઞામાં જ જાય એવી ભાવના કે આકાંક્ષા રાખવી, પણ તેમ ન બને ત્યાં સુધી બીજા કામમાંથી આસક્તિ ઓછી કરી, વૈરાગ્યપૂર્વક નવરાશના વખતમાં જ્ઞાનીપુરુષનાં વચન, તેના સમાગમની સ્મૃતિ, સ્મરણ, ભક્તિ, વાંચન, વિચાર આદિમાં કાળ ગાળવાનું ચૂકવું નહીં. ફરવા જઇએ તોપણ બનતા સુધી એકલા જ જવું અને મુખપાઠ કર્યું હોય તે બોલતા જવું, કે કંઈ ગોખવાનું હોય તે ગોખતા-ગોખતા ફરવું, કંઈ નહીં તો સ્મરણ કર્યા કરવું; પણ સિનેમા, નાટક, પાર્ટી કે કલબ વગેરેમાં નવરા માણસોની પેઠે ખોટી ન થવું. તે બધાં પાપબંધનાં કારણો છે. જેને જ્ઞાની પુરુષની આજ્ઞા નથી મળી, તે શું કરે ? એવાં કર્મબંધનાં કારણોમાં આનંદ માની, જીવન વ્યર્થ ગુમાવે; પણ જેને સત્સંગયોગ થયો છે, આજ્ઞા મળી છે, તેનાં મહાભાગ્ય છે કે, તે નવાનાં સાધનમાં તલ્લીન થઇ, તેની જ ધૂનમાં બચતો વખત આત્મહિતાર્થે વાપરે. આ શિખામણ વારંવાર વાંચી, બને તેટલો જીવનક્રમ આત્મસુધારણામાં, નિજ દોષો દેખી દૂર કરવામાં તથા નિર્દોષ વાંચન, વિચાર કે આનદમાં ગાળતાં શીખવાનો તૃઢ સંકલ્પ કર્તવ્ય છે. નવું વર્ષ આ રીતે ગાળતા રહેશો તો તે કલ્યાણકર્તા નીવડશે. (બો-૩, પૃ.૬૭૩, આંક ૮૦૭) “આત્માનુશાસન'માં શ્રી ગુણભદ્રમનિ જીવનની ક્ષણિકતા બતાવતાં જણાવે છે કે તાડ ઉપરથી ફળ તૂટે, પછી જમીનને અડતાં જેટલી વાર લાગે તેવો આ જન્મ અને મરણ વચ્ચેનો અલ્પ કાળ છે, તેમાં તો જીવો કેટલાં વેરઝેર વધારી દે છે, પણ જાણતા નથી કે કેટલા કાળ માટે આ બધો ક્લેશ ઉઠાવવો? કાલે ઊઠીને તો મરી જવું છે એમ જ્ઞાની પુરુષો વિચારે છે, માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે ““કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ Page #531 -------------------------------------------------------------------------- ________________ (પ૨૨) ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આટલું યાદ રહે તો ગમે તેવા વિકટ પ્રસંગોમાં પણ, સદ્ગુરુની આજ્ઞાનું બળ અનુભવ્યા વિના જીવ રહે નહીં. શ્રદ્ધાની જેટલી ખામી છે તેટલો જ જીવ દુઃખી છે; નહીં તો તેનું મૂળ સ્વરૂપ પરમાનંદરૂપ છે, તે કેમ ભૂલે? (બી-૩, પૃ.૧૨૭, આંક ૧૨૭). D વરસાદ આવે ત્યારે ઘણી વનસ્પતિઓ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધે તો અનંત ગુણ પ્રગટે છે. બહુ માહામ્ય છે. એ આરાધી હોત તો ફરી જન્મ ધારણ ન થાત. (બો-૧, પૃ.૯૯) | અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજી. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા જીવો મોક્ષમાર્ગમાં ગણાય છેજી, (બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫૦) 1 જ્ઞાની પુરુષની આજ્ઞાનું માહાત્ય જીવને લક્ષમાં આવવું બહુ દુર્લભ છેજી. તે ટકી રહેવું તે વિશેષ દુર્લભ છેજ. મનુષ્યભવ છે, અને પાંચ ઇન્દ્રિયો હજી કંઈ કામ આપી શકે એમ છે તથા તદન પરાધીનતા કે મરણપ્રસંગ જેવો વિશેષ વેદનાનો ઉદય નથી ત્યાં સુધી, જીવ ધારે તો સદ્ગુરુની આજ્ઞામાં ચિત્ત પરોવી એવો લાભ ઉઠાવી શકે કે તેને ફરી મનુષ્યભવ મળવો દુર્લભ ન થઇ પડે અથવા મોક્ષનું સાધન જ્યાં જાય, ત્યાં બને તેટલું કરતો રહે તેવો અભ્યાસ પરભવમાં પણ સાથે લેતો જાય, તેવી જોગવાઈ આ ભવના પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે. આ વાત આપણે સર્વેએ બહુ બહુ વિચારી, લક્ષમાં લેવા યોગ્ય છેજી. દિવસ ઉપર દિવસ વહ્યા જાય છે અને મૃત્યુ આવીને ઊભું રહેશે ત્યારે કંઈ આત્મહિત નહીં કર્યું હોય તો શી વલે થશે, તેનો વિચાર અગાઉથી કર્યો હોય તો પુરુષાર્થ વિશેષ કરવાનું બની શકે એમ છે. જ્યાં સુધી સત્સાધન નહોતું મળ્યું ત્યાં સુધી તો કાળ વ્યર્થ ગયો, પણ હવે ક્ષણે-ક્ષણ સ્મરણ કરવામાં ગાળવી છે, એવો નિશ્રય કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૧૮૨, આંક ૧૮૫) T સમિતિ કે રહસ્યવૃષ્ટિવાળો પત્ર (પત્રાંક ૭૬૭) સમજાય, અંતર્મુખઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાભ્ય સ્પષ્ટ સમજાશે. આપણે સદ્ગુરુકૃપાએ યથાશક્તિ તેમની આજ્ઞા સમજીને ઉપાસવી છે, તેમાં થતા પ્રમાદને ટાળવો છે. તેમાં કોઇનું કામ નથી, પોતાને જાગૃતિ જોઇએ. જેની જેવી ભાવના, તેવી તેની સિદ્ધિ વહેલીમોડી થાય છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે." (બો-૩, પૃ.૫૪૦, આંક ૫૯૧) T ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય સાચવવાનું હતું, બહોળા કુટુંબના માણસોનું મન પણ સાચવવાનું હતું, પરંતુ સર્વોપરી કામ તો ભગવાન ઋષભદેવની આજ્ઞા ઉઠાવવાનું હતું. તેમાં જ વૃત્તિ રાખીને બધાં કામ કરતા હતા, તો બાહુબળીજી જેવું તેમને તપ પણ કરવું ન પડ્યું; પણ માત્ર અંતરંગ સાધનાથી અરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એ ચમત્કારી છે. (બો-૩, પૃ.૬૩૨, આંક ૭૪૩) Page #532 -------------------------------------------------------------------------- ________________ (પ૨ ૩ ‘‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં.'' અંનતકાળથી આ જીવ અનેક નાના-મોટા ભવો કરતાં, અનેક પ્રકારનાં અકથ્ય દુઃખો સહન કરતો આવ્યો છે. તેનું કારણ શોધતાં જ્ઞાની પુરુષે મથાળે જણાવેલી કડીમાં કહ્યું છે તેમ નિર્ણય છે, કે સપુરુષની આજ્ઞા જીવે હદયમાં અચળ કરી નથી, સદ્ગુરુ પ્રત્યે દ્રઢ વિશ્વાસ આવ્યો નથી કે જગતના સર્વ પદાર્થ કરતાં પરમ પુરુષ પ્રત્યે વિશેષ ભક્તિભાવ રહેતો નથી. જો સદ્ગુરુની આજ્ઞા દયમાં ૨ થઈ હોત તો જીવ મોક્ષે ગયો હોત; પણ જન્મવું પડયું છે તે જ જણાવે છે કે જીવે પૂર્વે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી; પણ હજી મનુષ્યભવનો યોગ છે ત્યાં સુધી તે આજ્ઞા ઉપાસી, આત્મકલ્યાણ સાધી લેવાનો અવસર છે. આખા દિવસની આપણી પ્રવૃત્તિ તપાસીએ તો જણાશે કે જે અર્થે આ મનુષ્યભવ ગાળવો જોઇએ. તે માટે બહુ જ થોડો કાળ ગાળીએ છીએ; એટલે જે જે કંઈ મોટે ભાગે કરવું પડે છે, તે આપણને જન્મમરણના દુઃખમાંથી મુક્ત કરાવે એવું હોતું નથી. માત્ર પેટની વેઠ કે લોભ અને મોહને વશ મજુરી કરવી પડે છે. અત્યારે બીજું કંઈ વિશેષ ન બની શકે તો દ્રષ્ટિ તો યથાર્થ રાખવી. ઘટે છે, સંસારનાં કારણોને બંધનરૂપ, અહિતકારી અને વહેલામોડા તજવા યોગ્ય જાણી. દરેક કાર્ય કરતાં. તેથી કાંઇ આત્મહિત થવાનું નથી એટલો તો લક્ષ જરૂર રાખવો ઘટે છેજી. માયિક સુખથી આત્મહિત કોઈ કાળે થનાર નથી એટલો તો દ્રઢ નિશ્ચય રાખી. તેથી રાજી ન થન આત્મિક સુખની વાંછના-ભાવના વિશેપ વિશેપ રાખી, મોહમાં દોડતા મનને નિરર્થક ભાવોથી પાક વાળી, જ્ઞાની પુરુષની આજ્ઞામાં જોડવા યોગ્ય છે. જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસ્યા વિના, કોઇ રીતે, ક્યારેય મુક્તિ મળે તેમ નથી, એટલો દ્રઢ નિશ્ચય દયમાં રાખી, જે જે પ્રવૃત્તિ કરવી તે ઉદાસીનતા-વૈરાગ્યસહ કરવી ઘટે. ગમે તેટલો ધન આદિના લાભ થતો હોય તોપણ, મોક્ષને અર્થે જે ભવ છે તે વેચીને આ ક્ષણિક વસ્તુઓ ખરીદું છું, એ છે . ભૂલવા યોગ્ય નથી. કોડી સાટે રતન આપી દે તેમ અમૂલ્ય મનુષ્યભવ નજીવા પદાર્થો લેવા તો કવા જેવી મૂર્ખાઇ હું કરું છું. તે ભૂલ જેમ બને તેમ, વહેલામાં વહેલી તકે, યથાશક્તિ ટાળવા ધારું છું, એમ મનમાં રહેવું ઘટે છેજી. સત્પષનાં વચનો વારંવાર વાંચી, વિચારી વૈરાગ્ય-ઉપશમ વધતો રહે, તેમ વર્તવા વિનંતી છે જી. દરરોજ સાંજે એકાંતમાં વિચારવા યોગ્ય છે કે શું કરવા આ મનુષ્યભવમાં આવ્યો છું? અને આ દિવસ શામાં ગાળ્યો ? હવે કાલનો દિવસ જીવવા મળે તો કેવી રીતે ગાળવો ? આમ જેને વિચાર કરતા રહેવાની ટેવ હોય, તે ન-છૂટકે કરવાના કામમાં પ્રવર્તે; પણ તેના ભાવ જે કરવા યોગ્ય કામ છે, તેના પ્રત્યે વિશેષ વધતા જાય અને ધનાદિના લોભમાં મનુષ્યભવ બધો વહી ન જવા દે, પણ આજીવિકા જેટલો ધનસંચય થયે, તે જરૂર આત્મહિત કરવા તત્પર થાય, તેમ જ દરરોજ જ્ઞાની પુરુષની આજ્ઞાને ઉપાસતો રહે. આંખો મીંચીને જગત ધનની પાછળ પડ્યું છે, તેમ તે વગર વિચાર્યે ધંધામાં મંડયો ન રહે, પરંતુ ધંધાની અને ધર્મની કિંમત આંકવામાં ભૂલ ન કરે અને શાશ્વત સુખને વિસારી, તાત્કાલિક કમાણીમાં મશગૂલ ન થઈ ય વિચાર કરતા રહેવા અને સદચરણ પાળતા રહેવા ભલામણ છે. 'બો , પૃ. ૨ :. આ ૬ . . . ! Page #533 -------------------------------------------------------------------------- ________________ (૨૮) છે જેમને કંઈ તમારી પાસેથી શીખવું હોય, તેને પરમકૃપાળુદેવ તરફ વૃત્તિ થાય તેવી વાતચીતનો પ્રસંગ રહેતો હોય તો વૈરાગ્યપ્રેરક પદો, આલોચના વગેરે શીખે તો સારું. વીસ દોહરા વગેરે ભલે સાંભળ પણ તે જ શીખવા ભાવ તેને થાય તો કહેવું કે એ જેને નિત્યનિયમ તરીકે બોલવાના તેમ જ પરમકૃપાળુદેવની આજ્ઞામાં વર્તવાના ભાવ હોય, તેને માટે પુછાવીને શીખવા લાયક છે, માત્ર શીખી ગયા કરતાં પરમકૃપાળુદેવની આજ્ઞા આધીન વૃત્તિ કરવાથી વિશેષ લાભનું કારણ છે. એવી વાત કરી શકાય તેવાં ન હોય, તેમને માટે બહુ ખોટી થવું, હાલ યોગ્ય નથીજી. આપણે આપણું સાધન પ્રથમ કરી લેવું છે, એ લક્ષ ન ચુકાય અને બીજાં કામ આવી પડે તે કરી છૂટવાં, એ ધોરણે આત્મવૃત્તિ જાગવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૫૩, આંક ૬૧૧) “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.'' છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.'' જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદો નહિ આત્માર્થ.'' પરમકૃપાળુદેવે કહેવામાં બાકી રાખ્યું નથી. આપણું કામ તેની આજ્ઞા ઉઠાવવાનું છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ““તારી વારે વાર.'' તેનો વિચાર કરી, આજ્ઞામાં એકતાર થવાનો સપુરુષાર્થ કર્યા કરવો. સાચો ધર્મ વગર ચિંતવ્ય, સંકટ સમયે પણ સમાધિ પમાડે છે'. ધર્મ-આરાધન વખતે પણ શાંતિ અનુભવાય છે અને આજ્ઞાનું આરાધન મોક્ષ થતાં સુધી શાંતિનું કારણ બને છેજી. એવી બીજી કોઈ કમાણી નથી. (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૭) | હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! ! નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્રય ઉપાસવા યોગ્ય છે.” (૫૦૫) આમ પરમકૃપાળુદેવે પરમ ઉપકાર કરી, જીવને જાગૃત કરવા પોકાર કર્યો છે. સપુરુષોએ પરમાર્થે કહેવામાં કંઈ બાકી રાખી નથી; પણ જીવે તેમની આજ્ઞા ઉઠાવવામાં, તે પ્રમાણે કરવામાં બાકી રાખી છે. સત્સંગ, સપુરુષનો બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છેજ. (બો-૩, પૃ.૫૩, આંક ૩૮) D પરમકૃપાળુદેવની અનંતકૃપાથી જે આજ્ઞા સ્મરણ-ભક્તિ આદિની મળી છે, તેનું બહુમાનપણું રાખી, બને તેટલું આરાધન કર્યા રહેવા, આપ સર્વને વિનંતી છે અનંતકાળથી જીવ પુરુષાર્થ કરતો આવ્યો છે, પણ જન્મમરણ છૂટયાં નહીં, તો એવું શું રહી જાય છે, તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. આ ભવમાં એવી કોઈ ભૂલ રહી ન જાય કે જેથી જન્મમરણ પાછાં ઊભાં રહે અને એનો વિચાર વારંવાર કરવા યોગ્ય છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ (૫૨૫) પરમકૃપાળુદેવની આજ્ઞા વિષે જેને દ્રઢ વિશ્વાસ થયો છે, તેથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે એમ જે મુમુક્ષુની શ્રદ્ધા દ્રઢ થઈ છે, તેને આજ્ઞા સિવાય બીજાં કામમાં પ્રવૃત્તિ કરવી પડે, તેમાં કદી રસ આવે નહીં. આજ્ઞાના આરાધનથી જીવવું સફળ થશે, એવું બીજાં કામ કરતાં પણ ભુલાય નહીં તો તેને વૈરાગ્ય બહુ સુલભ છે અને અવકાશ મળે આજ્ઞા-આરાધનનું કામ કર્યા જ કરે. આ વાત વારંવાર વાંચી લક્ષમાં રાખશો. (બો-૩, પૃ.૬૩૨, આંક ૭૪૨) પ્રારબ્ધ-અનુસાર બનવાનું હોય તે બને છે. આપણું કામ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનું છે. તે યથાશક્તિ બનતું હોય તો આનંદ માનવા યોગ્ય છે. શિથિલપણું હોય કે દોષિત પ્રવર્તન હોય તો તેનો ત્યાગ કરી, સર્વ શક્તિથી જ્ઞાનીને શરણે આટલો ભવ ગાળવા યોગ્ય છે. (બી-૩, પૃ.૬૪૩, આંક ૭૬૧) પરમપુરુષોએ કહેવામાં બાકી નથી રાખી; પણ આ જીવને, ધીરજ અને શ્રદ્ધાપૂર્વક, તે મહાપુરુષોની આજ્ઞા ઉઠાવવાનું કામ છે, તે કરવામાં જેટલી તત્પરતા, એકાગ્રતા, અસંગપણું જીવ આરાધશે, તેટલો મોક્ષ નજીક આવે તેમ છે). (બો-૩, પૃ. ૨૨, આંક ૭૨૩) T ચિત્તની એકાગ્રતા રહી શકે તેવો અવકાશ હોય અને વાંચવા-સાંભળવાનો યોગ બને તો તેમ કરવું, નહીં તો સ્મરણમાં ચિત્તને પરોવવું. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાશે, એટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. (બો-૩, પૃ.૬૨૫, આંક ૭૩૦) | મનુષ્યભવમાં જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો લાગ જેવો મળ્યો છે, તેવો બીજા કોઈ ભવમાં મળી શકવો દુર્લભ છે, એમ જ્ઞાની પુરુષો પોકારી-પોકારીને કહે છે, પણ જીવ તે તરફ લક્ષ રાખતો નથી અને જે કર્યા વિના ચાલી શકે, તેવાં કામોને આગળ કરીને તેમાં ખોટી થઈ રહ્યો છે. આ ભવમાં જ બની શકે તેવું કામ ધકેલ-ધકેલ કરવા યોગ્ય નથી, પણ “ધર્મના કામમાં ઢીલ ન કરવી” એવી કહેવત છે તે સંભારી, તે પ્રમાણે વર્તન કરી લેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૫૮૭, આંક ૬૬૪) | તમને વાંચતા નથી આવડતું, એ એક ખામી છે. વાંચતા શીખવનાર કોઈ બાઈ, ભાઈ મળે તો તેની પાસેથી વાંચતા શીખવાની ભાવના હોય તો શીખવા યોગ્ય છે; પરંતુ કોઈ સ્તુતિ, પ્રતિક્રમણ વગેરે ગોખવાનું કહે તે કરતાં, જે આજ્ઞા મળી છે તેટલા પાઠ મુખપાઠ કરી, મંત્રનું સ્મરણ-જાપ વિશેષ-વિશેષ થાય તેમ કર્તવ્ય છેજી. જેને મતનો આગ્રહ હોય તેવાના કસંગથી જીવને ખોટા આગ્રહો પકડાઈ જાય છે અને તેથી જીવ કલ્યાણ માનવા લાગે છે. માટે બાઇઓના સંગ કરતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ માળા ફેરવવી, એ વધારે હિતકારી છેજી. પરમકૃપાળુદેવનાં પદ શીખવાં. (બી-૩, પૃ.૭૫૫, આંક ૯૪૭) I એક પરમકૃપાળુદેવને શરણે વાંચન, વિચાર, ભક્તિ આદિ જે પુરુષાર્થ થાય, તે કરવામાં ત્યાં પણ પ્રમાદ કર્તવ્ય નથીજી. પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. જે કરવા યોગ્ય છે, તે તો જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી એ જ છે. તે ગમે ત્યાં રહેવાનું થાય પણ ભુલાય નહીં, એટલો લક્ષ રહે તો હિતનું કારણ છેજી. (બી-૩, પૃ.૬૦૨, આંક ૬૯૧) | મોહ બહુ તોફાની છે. તેને મંદ કરવો. કંઈક કષાયની ઉપશાંતતા કરે, મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા ન રાખે, સંસાર ઉપર વૈરાગ્ય આવે, તો રુચિ થાય; અને રુચિ થાય ત્યારે વીર્ય પણ સ્ફરે. રુચિ જાગવી Page #535 -------------------------------------------------------------------------- ________________ (૫૨૬) બહુ કઠણ છે. મહાપુણ્ય હોય ત્યારે જાગે છે. જેટલી રુચિ જાગે, તેટલી આજ્ઞા આરાધાય. અને જેટલી આજ્ઞા આરાધાય, તેટલો લાભ થાય. (બો-૧, પૃ.૪૯, આંક ૨૪). D ગમે તેવાં શારીરિક કષ્ટો વેઠીને પણ, જેની ઉપાસના કરવા યોગ્ય છે, જેને માટે ઝૂરવા યોગ્ય છે, મરણિયા થવા યોગ્ય છે અને જેની પ્રાપ્તિથી અનંતકાળનાં દુઃખની નિવૃત્તિ થઇ પરમપદની પ્રાપ્તિ હોય છે, પરમ શાંતિ અનુભવાય છે, નિરંતર અનંત સુખ અનંતકાળ સુધી જેથી મળે છે, એવા અપૂર્વ પદાર્થની પ્રાપ્તિનું સાધન આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા આ ભવમાં પ્રાપ્ત થઇ છે, તો તે અનન્ય ભાવે ઉપાસવા યોગ્ય છે, અત્યંત-અત્યંત તેમાં જાગૃતિ રાખવા યોગ્ય છે, એમ વિચારી એક ક્ષણ પણ સ્મરણમંત્રનું વિસ્મરણ ન થાય તથા આ જ યોગથી જીવને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થવા યોગ્ય છે એવી શ્રદ્ધા દૃઢ કરી, અહોનિશ યથાશક્તિ પરમપ્રેમે પરમકૃપાળુદેવને શરણે તેની આજ્ઞાનું આરાધન, તેમાં તન્મયતા-એકતાન થવાય, તેમ કરતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૫૪, આંક ૪૭૩) T કોઈ અમલદારે કંઇ ગામની માહિતી કે બીજી બાબતના ખુલાસા મગાવ્યા હોય કે ગામની રક્ષા કરવા વગેરેનું કામ સોંપ્યું હોય તો તેમાં રખે ભૂલ ન થાય, દંડપાત્ર ન થવાય એ બીકે, બહુ વિચારીને જાગૃતિપૂર્વક તે કામ કરીએ છીએ; તો જન્મમરણના ફેરા ટાળવા પરમકૃપાળુદેવની અનંત કરણાથી આપણને જે સત્સાધનની આજ્ઞા થઈ છે, તે જો ભાવપૂર્વક આરાધીએ તો જરૂર આત્મા વર્તમાનમાં શાંત થાય અને ભવિષ્યમાં પણ સુખી થાય. તે કામ સર્વોપરી સમજી, લૌકિકભાવ તજી, વારંવાર મરણની સ્મૃતિ કરતા રહી, આ ભવ-પરભવમાં હિતનું કારણ સમજી, આત્મકર્તવ્યરૂપ ભક્તિ, સદ્વાંચનસત્સંગ કરતા રહેવા સર્વને ભલામણ છે). (બો-૩, પૃ.૫૨૭, આંક પ૭૬) ભાઇ .. ના કાગળમાં બે તત્ત્વજ્ઞાન વાંચવા, મનન કરવા મંગાવે છે. તેને લખી જણાવશો કે વાંચવા જોઈએ તો તમારી પાસેથી લઈ જાય અને વાંચી રહે ત્યારે પાછું આપી દે. કંઈ કલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા હોય તો આશ્રમમાં જઈ પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે તેમાંથી તે બતાવે તે ભક્તિ કરવા યોગ્ય છે, તો ત્યાં જઈ આજ્ઞા લેવાથી લાભ થશે, એમ જણાવશોજી. (બી-૩, પૃ.૭૮૦, આંક ૯૯૪) T કલ્યાણ પુરુષની આજ્ઞામાં રહેલું છે, ભાવપૂર્વક તે આજ્ઞા ઉઠાવનાર અવશ્ય મોક્ષગામી થાય છે. તમને તેવા ભાવ હોવાથી જે આજ્ઞાની ઊણપ છે, તે સદ્ગુરુકૃપાએ પૂર્ણ થાય, તે અર્થે આ પત્ર લખ્યો છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી ધામણ પધાર્યા ત્યારે તમને તેમનાં દર્શન થયેલાં, એમ તમારા ભાઈ જણાવે છે. તે આત્મજ્ઞાની મહાત્માએ પોતાના અંતકાળ પ્રસંગે જણાવેલું કે કોઈ મુમુક્ષુ, તરવાનો કામી, મોક્ષનું સાધન પૂછે તો તત્ત્વજ્ઞાનમાંથી ત્રણ પાઠ મુખપાઠ કરી, રોજ તેનું વિચારપૂર્વક આરાધન કરવાનું જણાવવું, એમ કહેલું. તે જ્ઞાની પુરુષની આજ્ઞાથી હવે હું “હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું , દીનાનાથ દયાળ'' “યમ નિયમ સંજમ આપ કિયો'' અને “હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો' - આ ત્રણ પાઠ નિત્યનિયમ તરીકે જીવતા સુધી કરીશ, એમ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી, આજ્ઞા માગી, તે સ્વીકારી, નિત્ય, ગમે ત્યાં, ગમે તેવી અવસ્થામાં પણ, એક વખત તો જરૂર ભણવા વિનંતી છેજી. Page #536 -------------------------------------------------------------------------- ________________ (૫૨૭) તેની સાથે સાત વ્યસનના તેમ જ સાત અભક્ષ્યના ત્યાગની વાત કરવા પણ જણાવેલું છે; તેમાંથી જેટલાનો જિંદગી સુધી ત્યાગ અચૂક પળે તેમ હોય, તેટલાનો ત્યાગ કરવાનો નિયમ, ચિત્રપટ આગળ નમસ્કાર કરી, લઈ લેવા ભલામણ છેજી. સાત અભય ચીજોમાંથી કોઈ વખતે દવાને કારણે કોઈ વસ્તુ વાપરવાની જરૂર લાગતી હોય તો તેનો વિચાર કરી, દવા સિવાય સ્વાદ આદિ કારણે ન વાપરવાની ટેક રાખવી હોય તો તે પ્રકારે ભાવના કરી, નમસ્કાર કરી, ચિત્રપટ સમક્ષ નિયમ લઈ લેવા વિનંતી છેજ. કેટલાનો, કેવી રીતે ત્યાગ કર્યો છે, તે પત્ર લખો ત્યારે જણાવશોજી. આ ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ મુખપાઠ કર્યું હોય તો તે પણ ભક્તિના વખતે બોલવાનું રાખશોજી. તમારે માટે મોકલાવેલ તત્ત્વજ્ઞાન કાળજીથી સાચવી, તેમાં કહેલાં વચનોને દયમાં ઉતારવા પુરુષાર્થ કરતા રહેશો તો કલ્યાણનું કારણ છેજી. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું જીવનચરિત્ર જીવનકળા” વાંચવા ભલામણ છે). તે મહાપુરુષ મારા આત્માનો ઉદ્ધાર કરનાર છે એમ માની, તેની ભક્તિથી ભવસાગર તરી જવાય તેમ છેજી. વિશેષમાં જણાવવાનું કે તત્ત્વજ્ઞાન વગેરે વાંચતાં કંઈ શંકા થાય તો પોતે તેનો નિર્ણય કરી લેવા કરતાં મધ્યસ્થ રહીને, કોઈ વિશેષ જાણનાર મળે ત્યારે પૂછી નિઃશંક થવાનો નિર્ણય કરવો, પણ ઉતાવળ કરી આ તો બરાબર નથી; આમ કેમ લખ્યું હશે” એવા કુવિકલ્પમાં નહીં પડતાં, “મારી મતિ અલ્પ છે, હજી મને સમજી શકવા જેટલી માહિતી મળી નથી, તેવો સત્સંગ થયો નથી તે મારો દોષ મને યથાર્થ સમજવા દેતો નથી; પણ મહાપુરુષનાં વચન હંમેશાં સત્ય જ હોય, કલ્યાણકારી હોય તે માટે જરૂર માનવા જ છે' એમ વિચારવુંજી. (બી-૩, પૃ.૨૬૮, આંક ૨૬૨). ભાઇ . નું કાર્ડ મળ્યું. લખવાનું કે માયા વડે મહાવ્રત લીધેલાં પણ નિષ્ફળ થાય છે એમ ભગવાને કહ્યું છે. જીવ જાણે કે મંત્રથી મારું કલ્યાણ થશે, પણ એમ તો નવકાર મંત્રનું સ્મરણ કેટલાયે માણસો કર્યા કરે છે; પણ આજ્ઞાથી કલ્યાણ છે, તે જીવ ભૂલી જાય છે. ભાઈ ....ને પત્રમાં સાત વ્યસન અને સાત અભક્ષ્યના નિયમની આજ્ઞા આપી છે. ત્રણ પાઠ મુખપાઠ થઈ ગયા પછી તેની આજ્ઞા તમારી સમક્ષ લેવા જણાવ્યું હતું. તે એવા હેતુથી કે સાત અભક્ષ્ય વગેરેની તેમને સમજ પડે અને કાગળ વાંચી, પરમકૃપાળુદેવની સાક્ષીએ તેટલા નિયમ લેવા જણાવ્યું હતું, પણ તે તો પત્રમાં લખે છે કે ભાઈ ... ની હાજરીમાં “સહજાત્મરૂપ પરમગુરુ”નું સ્મરણ મારા આત્મામાં ધારણ કર્યું છે. આમ, કંઈ લખ્યું હોય અને કંઈ કરે તેથી ધર્મ થતો નથી; અને આમ કરવું એ ધર્મચોરી કહેવાય, એવી તેમને સમજ પાડશોજી. એવી ધર્મચોરીમાં સાક્ષી રહેનાર પણ, તે પાપના ભાગીદાર થાય છેજી. માટે તેમને જણાવશો કે અહીં આવ્યું તેમની યોગ્યતા હશે તો સ્મરણ મળશે. આમ લેભાગુ બનવાથી, “ધર્મ કરવા જતાં ધાડ પડે' એ કહેવત પ્રમાણે પાછા પડવાનું બને છેજી. “ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ.'' આ વારંવાર વિચારવા યોગ્ય છેજી, ભવિષ્યનો લાભ મળવાનો પણ અટકી જાય છેજી. (બો-૩, પૃ.૭૮૧, આંક ૯૯૫). Page #537 -------------------------------------------------------------------------- ________________ (પ૨૮) D જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે ઓછી થાય અને સમયે-સમયે જો ઉપયોગ આજ્ઞામાં પ્રવર્તાવે તો પછી પાપ તો થાય જ ક્યાંથી ? કારણ કે જે કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં આજ્ઞા પળાય છે કે કેમ ? જો નથી પળાતી, તો તે કામ થાય નહીં. (બો-૧, પૃ.૩૩, આંક ૧). T સપુરુષની આજ્ઞાએ ભક્તિભાવ કરતાં કોટી કર્મનો ક્ષય થાય છે. આ કાળમાં પુરુષ પરમકૃપાળુદેવનું શરણ અને તેની આજ્ઞામાં ચિત્ત રાખશે, તેનું જરૂર કલ્યાણ થશે. સાંસારિક કામનાઓ તજી આત્માર્થે ભક્તિ કર્તવ્ય છે, એ લક્ષ ચૂકવા યોગ્ય નથીજી. પૂર્વે બાંધ્યાં છે તે કર્મ (પાપપુણ્ય) યથા-અવસરે ઉદય આવી જવાનો ક્રમ લે છે, પણ તે વખતે જીવ જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન રાખે તો ધીરજથી વેદી લેવાય અને તે ચૂકે તો કર્મ બંધાય છે. તે ન બંધાય તેવા પુરુષાર્થમાં વર્તવું ઘટે છેજી. ગરજ હોય તેટલી સપુરુષની આજ્ઞાની સ્મૃતિ રહે છેજી. (બી-૩, પૃ.૫૯૭, આંક ૬૮૦) બીજી પંચાતમાંથી વૃત્તિ પાછી વાળી, હવે તો જ્ઞાનની આજ્ઞામાં જ રહેવાય તો આ જીવનું કલ્યાણ થાય તેમ લાગે છે જી. અનાદિનો પરભાવનો અધ્યાસ તજી, સદ્ગુરુના અસંગભાવનો લક્ષ નિરંતર મરવા યોગ્ય છેજી. તેમને પગલે-પગલે ચાલ્યા વિના છૂટકો નથી. સ્વચ્છેદ અને પ્રતિબંધ ટાળ્યા વિના તેમ બનવું મુશ્કેલ છે, માટે તે ટાળવાનો પુરુષાર્થ મરણિયા થઈને કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૭૩, આંક ૯૮૭) જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ.” સત્સાધન જેને પ્રાપ્ત થયું છે તેનાં મહાભાગ્ય, આ કાળમાં સમજવા યોગ્ય છે. જ્યાં સુધી તેની ઉંમર નહોતી કે સમજ નહોતી, ત્યાં સુધી તો શું કરવું તે ખબર નહોતી, તેથી કંઈ બન્યું નહીં, પણ જ્યારથી સમજણ આવી, ઘરનાં, દુકાનનાં, કુટુંબનાં કામની કાળજી રાખતા થયા, ત્યારથી આત્માની કાળજી પણ કર્તવ્ય છે. ધનની સંભાળ દેહને અર્થે છે, પણ દેહ જ નાશવંત છે; તો જે વડે પરભવ પણ સુધરે એવી જ્ઞાનીની આજ્ઞા આત્મહિતકારી છે એમ ગણી, ધન કરતાં વિશેષ તેને માટે વિચારણા રહ્યા કરે, તેવો કંઈ પુરુષાર્થ કર્તવ્ય છે. કેવી રીતે તે પુરુષાર્થ કરવો? તેનું દ્રષ્ટાંત પોતે પરમકૃપાળુદેવ જ છે. (બો-૩, પૃ.૩૫૦, આંક ૩૫૨) D જ્ઞાનીની આજ્ઞા, મંત્રનું સ્મરણ, ભક્તિ, વાંચન, વિચારમાં મન રાખી આનંદમાં રહેવું. કોઈ આપણું છે નહીં. એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે. આજ્ઞા આરાધી હશે તેટલું આત્માનું હિત થશે. (બી-૩, પૃ.૭૦૦, આંક ૮૪૦) આટલું તો દરેકે દયમાં નક્કી ધારણ કરી રાખવું ઘટે છે કે ગમે ત્યારે પણ, જ્ઞાનીની આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થમાર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે પ્રત્યે હવે મારે વિશેષ-વિશેષ લક્ષ રાખવો છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ (પ૨૯) જતા દિવસોમાંથી અમુક કાળ જરૂર બચાવી, આ આત્માને પરમપુરુષનાં પરમ ઉપકારી આત્મહિતપ્રેરક વચનોમાં તલ્લીનતા થાય, થોડી વાર જગતનું વિસ્મરણ થાય અને તે નિઃસ્પૃહી પુરુષે કરેલી આજ્ઞામાં લીન થવાય, તેવો અભ્યાસ પાડવાની આવશ્યકતા (જરૂર) એજી. પરમાર્થનું પલ્લું નમે અને જગતના ભાવો જીવે બહુ ભવ સુધી સેવ્યા છે, તે પ્રત્યે વૈરાગ્યવૃત્તિ ઉદ્ભવે, ટકી રહે તેવો સત્સંગ, સવિચાર, સલ્લાસ્ત્રનો પરિચય કરતા રહી, અનંતકાળથી રઝળતા આત્માની દયા આત્માર્થી જીવે જરૂર ખાવા યોગ્ય છેજી. પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી. નિશ્રય તે તો આત્મા છે. તેમાં ભેદ નથી. તે ન થયું હોય ત્યાં સુધી ભાવના રાખવી. સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથી વિરમવું થાય છે. ભાવના કામ કાઢી નાખે છે. સૂર્ય છે અને વાદળાં છે. વાદળાં વીખરાઈ જશે. વાદળ તે સૂર્ય નથી, અને સૂર્ય તે વાદળ નથી. વાદળને લીધે સૂર્ય બરાબર ન દેખાય પણ વાદળ વીખરાઈ ગયે, સૂર્ય છે તેવો જ દેખાય છે. આત્મા અને આવરણનું, આ દ્રષ્ટાંત વિચારી શુદ્ધ આત્માની ભક્તિ, સદ્ગુરુની ભક્તિ દ્વારા પરમાત્મપદ પ્રગટવાનું બને છે, તે લક્ષમાં લેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૯૪, આંક ૮૩૫) અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.' જો સદ્ગુરુની આજ્ઞા આ જીવે કોઇ ભવમાં ઉઠાવી હોત તો આ જન્મ ન હોત; મોક્ષે ગયો હોત. આ વાત બહુ ઊંડા ઊતરીને, વારંવાર વિચારવા જેવી છે અને બીજાં બધાં સાધનો કરતાં જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ મોક્ષનો ઉપાય છે, એમ Æયમાં વૃઢ કરી લેવા યોગ્ય છેજી. પરમ કૃપા કરીને પરમકૃપાળુદેવે જણાવ્યું છે : “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.' (૭૬) કેવી સુંદર રહસ્યપૂર્ણ વાત છે ! (બી-૩, પૃ.૫૬૨, આંક ૬૨૮). સદ્ગત ....ના દેહત્યાગના સમાચાર જાણ્યા. અંતે સારી લેશ્યા આવી, તે શુભગતિનું ચિત છેજી. પહેલાં કરી મૂકેલું આખરે કામ આવે છે. તેમણે અવકાશ લઈ જ્ઞાનીની આજ્ઞા આરાધવા જે પુરુષાર્થ કરી મૂકેલો, તે છેવટના ભાગમાં કઠિન કર્મોની વચમાં પણ આખરે ઉપર આવ્યો. તેમ આપણે પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા પુરુષાર્થ કરતા રહીશું તો આખરે તે હાજર થઈ જીવને સમાધિનું કારણ બનશે. આખી જિંદગી સુધી વિષય ભોગવ્યા હશે કે ધન એકઠું કર્યું હશે, ક્લેશ કર્યા હશે કે વાહ-વાહ બોલાવી હશે, તેમાંનું કશું કામ આવવાનું નથી, માટે જ્ઞાનીએ સંમત કર્યું છે તે દયમાં કોતરી રાખી, તે જ કરવું છે એવો દ્રઢ નિશ્ચય, દરેક મુમુક્ષુએ કર્તવ્ય છેજી અને તે નિશ્રયને જેટલી શક્તિ હોય તે પ્રમાણે આરાધવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. Page #539 -------------------------------------------------------------------------- ________________ (પ૩૦) જે જે મહાપુરુષો મોક્ષે ગયા છે, તેમણે જ્ઞાનીની આજ્ઞા પૂર્ણપણે આરાધી છે. આપણે પણ એ જ કર્તવ્ય છેજી. (બો-૭, .૫૯૫, આંક ૬૭૬) D ઘર બળતું હોય તેમાંથી જેટલું કાઢી લઇએ તેટલું બચે, તેમ ક્ષણે-ક્ષણે આયુષ્ય વહ્યું જાય છે તેમાંથી જેટલું ભક્તિ, ભજન, સ્મરણ, વાંચન, વિચારમાં સદ્ગઆજ્ઞાએ જશે તેટલું જ જીવન બચ્યું ગણવુંજી, બીજું બધું બળી રહ્યું છે. (બો-૩, પૃ. ૧૭૮, આંક ૧૮૧) 0 જેણે બળતામાંથી બચાવી લેવાય તેટલું બચાવી લેવું, એવા વિચારથી બ્રહ્મચર્ય આદિનો નિયમ ગ્રહણ કર્યો હોય, તેણે તો જાણે થોડી મુદત માટે સાધુપણું સ્વીકાર્યું છે એવો ભાવ રાખી, પરમાર્થની જિજ્ઞાસા વધારી, જ્ઞાની પુરુષની આજ્ઞાને પ્રાણ કરતાં પણ વિશેષ હિતકારી ગણી વર્તવું ઘટે છેજી. જેવું સંસારનું વિકરાળ સ્વરૂપ નજરે પ્રગટ જણાય છે, તેથી વિશેષ મોહનું સ્વરૂપ છે એમ વિચારી, મોહસિંહના પંજામાં ફસાઈ ન જવાય, એટલી જાગૃતિ રાખવાની જરૂર છે. (બો-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨) D અનંતકાળ જીવે અજ્ઞાનમાં ગાળ્યો છે. તેનું કારણ પરમકૃપાળુદેવ લખે છે : ““જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી.'' (૫૦૫) તે ઉપરથી એમ સમજાય છે કે બે હાથ વિના તાલી ન પડે. કોઈ વખત જીવે યોગ્ય થવા પુરુષાર્થ પણ કર્યો હશે, માર્ગાનુસારી જેવી કરણી કરી આખો ભવ ધર્મ-આરાધનામાં પણ ગાળ્યો હશે; પણ તેવા યોગ વિના તેવા ભવમાં કંઈ બની ન શક્યું. કોઈ વખતે સપુરુષનો યોગ થયા છતાં જીવે પુરુષાર્થ ન કર્યો, ગળિયા બળદની જેમ મોક્ષમાર્ગમાં ન પ્રવર્યો અને યોગ મળેલો નિષ્ફળ ગયો. આમ ખાંડું-બાંડું કરવાથી કંઈ દી ન વળ્યો. હવે જોગ જેને સાચો મળ્યો છે, તેણે તો તે સફળ કરવા સત્પષની આજ્ઞા આરાધવામાં પ્રાણ પાથરવા ઘટે છે. આજ્ઞાથી અધિક કોઈ કાર્ય પ્રત્યે પ્રીતિ કરવી ઘટતી નથી. (બી-૩, પૃ. ૨૪, આંક ૭૨૮) || આપણું ધાર્યું કાંઈ બનતું નથી, તો નકામા સંકલ્પ-વિકલ્પોમાં ખોટી થઈ, કરવા યોગ્ય એવો આત્મવિચારરૂપ ધર્મ આરાધવામાં ઢીલ શા માટે કરવી ? જેને સદ્ગુરુની આજ્ઞા મળી છે, તે મહાભાગ્યશાળી જીવે તો હવે પ્રમાદ તજી, પ્રાણની પેઠે તે આજ્ઞા પ્રત્યે અત્યંત આદર રાખી, પ્રાણાતે પણ તે ચુકાય નહીં તેવો અભ્યાસ કરી દેવા યોગ્ય છે.જી. ઘણા ભવમાં સજ્જનોનો સમાગમ જીવને થયો હશે, પણ પોતાની બેદરકારી અને મોહમાં જીવે સાચી વસ્તુને ર્દયમાં સ્થાન આપ્યું નથી. તે ભૂલ આ ભવમાં કાઢી નાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૩૧, આંક ૪૪૪) D “આજ્ઞા' એ કલ્યાણકારી, ભવભ્રમણહારી શબ્દ છે. તેનું ઉલ્લંઘન તે જીવને મહાદુઃખકારી છે; પણ મેં જે કંઈ પત્રમાં લખ્યું હતું, તે ઉપદેશરૂપે કે સૂચનારૂપે હતું, તેને તેવા રૂપે સમજવાથી જીવને ક્લેશનું કારણ ન થાય. હું કોઈને “આજ્ઞા' કરતો નથી. જ્ઞાનીની “આજ્ઞા' કહી બતાવું ખરો; અને જે તેની આજ્ઞા' ઉઠાવે, તેનું કલ્યાણ થાય. Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ સત્પુરુષનાં વચનોમાં બે પ્રકાર હોય છે. એક ઉપદેશરૂપ અને બીજો આજ્ઞારૂપ. તેમાં ઉપદેશરૂપ પણ કલ્યાણકારી છે, પણ તેમાંથી યથાશક્તિ ગ્રહણ કરી, બીજાની, ન બને ત્યાં સુધી ભાવના રાખવાની છે. બીજો પ્રકાર ‘આજ્ઞા’રૂપ છે; તે તો મરણતુલ્ય સંકટમાં પણ અનુલ્લંઘનીય છે. ‘ઞ, ધમ્માં તવો' એવું આચારાંગજીનું ફરમાન છે. માટે જે ‘સત્પુરુષની આજ્ઞા’ આપણને પ્રાપ્ત થઇ છે, તે તો મરણપ્રસંગે પણ ચૂકવા યોગ્ય નથી અને બાકી તે આજ્ઞાને પોષનાર હિતકારી ઉપદેશવચનો જે જે મળ્યાં હોય કે ભવિષ્યમાં મળે, તે સર્વને પોતાની શક્તિ વિચારી, અમલમાં મૂકવા યોગ્ય છેજી. આ ખુલાસો, જે કહ્યો છે તે, માત્ર તમારા મનના સમાધાન અર્થે નથી પરંતુ શાસ્ત્રપ્રણાલી આ જ પ્રકારની છે; જે તમને જાણવામાં વખતે ન હોય તો જે જે પત્રમાં લખાય તે આજ્ઞારૂપ માની, ન બને તેનો ક્લેશ કરો તેમ ન થાય અને આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય, એટલા માટે લખ્યું છે; પણ પુરુષાર્થ મંદ કરવા કે સ્વચ્છંદનું, વિષયનું કે પ્રમાદનું પોષણ થાય, તે અર્થે પણ લખ્યું નથી. આ બધા દોષો તો ટાળવાના જ છે અને ટાળવા માટે જ જ્ઞાનીઓએ ઉપદેશ દીધેલો છે. માટે બનતા પ્રયત્ને સદાચાર તરફ, અહિંસા, બ્રહ્મચર્ય આદિ ઉત્તમ ગુણો તરફ ખેંચ રાખી, યથાશક્તિ પ્રવર્તવા ભલામણ છેજી. સ્મરણ, ભક્તિ આદિ જ્ઞાનીએ જણાવ્યું છે, તે આપણું ખરું જીવન છે, બાકી તો ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવાય છે, તે તો પૌદ્ગલિક જીવન છે. માટે આત્મ-સંભાળ રાખવા વારંવાર ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૩૩, આંક ૪૫૨) પ્રમાદ જેવો કોઇ ભૂંડો શત્રુ નથી; તેની સામે થવા, ઊંડા ઊતરી વિચારી કંઇક સત્પુરુષની આજ્ઞા વિશેષ બળથી આરાધવામાં મદદરૂપ થાય તે હેતુથી નીચેની શિખામણનો ઉતારો લખી મોકલ્યો છે : ‘આ જીવને તરણઉપાય, મોક્ષમાર્ગ, પરબ્રહ્મધામની પ્રાપ્તિ, અચ્યુતધામમાં પ્રવેશની કૂંચી સ્વરૂપને ઓળખી પરમાત્માના સ્વરૂપમાં વિલીનતા વિના, અન્ય કોઇ પણ નથી. ધર્મકર્મ-વિમુખ જીવ અધોગતિને જ પામે છે. તેનાં જ્ઞાન, જપ, તપ, ધ્યાન, દાન કંઇ પણ કામ આવતાં નથી. જગતમાં રહેલો જીવ ગમે તેવા જ્ઞાનને પામ્યો હોય, તથાપિ જ્યાં સુધી આ અનિત્ય દેહને અન્નની જરૂર છે, ત્યાં સુધી મહાત્માઓએ ઠરાવેલા ધર્મકર્મના નિયમોનો કદી પણ ત્યાગ કરવો નહિ. ધર્મ જ પરમ બળ છે. ધર્મનું ખંતથી સેવન કરવું. ધર્મનું એક પણ કર્મ ચૂકવાથી, ધીમે-ધીમે અનેક કર્મ ચૂકીને, જીવ કેવળ ભ્રષ્ટતાને પામે છે.'' આટલી શિખામણ, ઘણી ઊંચી ભૂમિકા સુધી ઉપયોગી થઇ પડે તેવી છે; અને અત્યારે પણ આપણા માટે ખાસ વિચારી, તેમાંથી બને તેટલો લાભ લઇ, જીવન સુધારી સફળ કરવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૬૮, આંક ૧૭૨) ] પૂ. . સાથે અહીં આશ્રમમાં આવવાનું બનશે તો, જેણે આત્મા પ્રગટ કરી આ જગતના જીવો પ્રત્યે અત્યંત કરુણા આવતાં, તેમના ઉદ્ધાર અર્થે જીવન પૂર્ણ થવાના અવસરે કંઇ આજ્ઞા કરી છે, તેમાંથી આપને યોગ્ય, રૂબરૂમાં જણાવાશે. હાલ તો ‘‘હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ'' એ લીટીથી શરૂ થતા વીસ દોહરા પ્રાર્થનાના છે તે મુખપાઠ કરી, રોજ બોલવાનો નિત્યનિયમ રાખવા ભલામણ છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે Page #541 -------------------------------------------------------------------------- ________________ (૫૩૨) (૫૩૨ એમ ગણી, અહીં આવતાં પહેલાં બને તેટલા શીખી લેવા ભલામણ છેજી. જે વાત અહીં આવ્યું કહેવી છે, તેમાંની એ પણ છેજી. જેટલો ગોળ નાખે તેના પ્રમાણમાં ગળ્યું થાય છે, તેમ જેટલો દયનો ભાવ આ દોહરામાં રેડાશે તેટલો આત્મા ઊંચો આવે તેવો એમાં ચમત્કાર છે; તે જેમ જેમ વિશેષ તેનું આરાધન થશે, તેમ તેમ સમજાશેજી. હાલ તો મુખપાઠ કરી, રોજ ફેરવતા રહેવાનો નિયમ રાખશોજી. આ અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા છે. તે ઉઠાવતા રહી આનંદમાં રહેતાં શીખો, એ ભલામણ સહ પત્ર પૂર્ણ કરું છુંજી. (બી-૩, પૃ.૩૨૬, આંક ૩૧૯) પૂ. .... ને પરમકૃપાળુદેવની સમક્ષ તેમની આજ્ઞાની સમજ આપી સાત વ્યસન, નિત્યનિયમ, સ્મરણ પણ ભાવના હોય તો જણાવવા હરકત નથી; પણ જેને હાલ સ્મરણ વિના નિત્યનિયમ વગેરેનો નિયમ લેવો હોય તે તેમ લે. કોઇને તે બાબતમાં ગુપ્ત રીતે પણ આગ્રહ કે ભારે શબ્દોમાં દબાવીને કહેવું ઘટતું નથી; તેની જેટલી જિજ્ઞાસા હોય તે પ્રમાણે, અલ્પ પણ સાચા પુરુષની આજ્ઞા જીવ ઉઠાવશે તો ભવિષ્યમાં વિશેષને માટે યોગ્ય થશેજી. (બો-૩, પૃ.પર૩, આંક પ૬૯) અનાર્યદેશ ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવા યોગ્ય નથી. અનાર્યભૂમિમાં સત્સંગનો દુકાળ છે. પત્રવ્યવહાર આદિ બંધ થઈ જવાના પ્રસંગોનો સંભવ છે. એવા વખતમાં જાણીજોઇને કેદમાં જનાર જેવી દશા, હાથે કરી શા માટે વહોરી લેવી ? લોભને મંદ કરી, આર્યક્ષેત્રમાં વિશેષ વસવું થાય તે હિતકારી જાણી, સામાન્ય સલાહ તમે માગી, તેથી જણાવી છે. પછી જેમ પ્રારબ્ધ હશે તેમ બનશે. કોઈ પણ કામ કરતાં પ્રથમ, આત્મહિત કેટલું સધાય તેમ છે તે પણ વિચાર કર્તવ્ય છે; પછી પૈસા, આબરૂ વગેરે. (બી-૩, પૃ.૩૭૦, આંક ૩૭૪) D આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય ?' એ વચન અનુસાર જે થાય તે જોયા કરવાનું છે; પરંતુ જીવનો સ્વભાવ એવો થઈ ગયો છે કે જે બને છે તેમાં માથું માર્યા વગર રહેતો નથી; અને માથું મારે તો શિંગડા ભરાય છે. તે કાઢતાં સાત-પાંચ થાય છે; એવાં જ્ઞાની પુરુષનાં અનુભવેલાં વચનો યાદ કરી, તે સંબંધી વિચાર કરવા માંડી વાળવાની વૃત્તિ રહે છેજી. તમે કંઈ શિખામણની માગણી કરી, તેથી બે બોલ લખવાનું થાય છે. બાકી તો બધી પ્રવૃત્તિમાં રસ લાગતો નથીજી. પાણીમાં પેસે તેણે તરતાં શીખવું, એ જેમ આવશ્યક ગણાય તેમ અનાર્યક્ષેત્રમાં વસવા જેવું જેનું પ્રારબ્ધ હોય, તેને શું જરૂરનું છે એ વિચાર ઉદ્ભવાવી, અતિ સંક્ષેપમાં નીચે બે બોલ લખું છુંજી. પ્રથમ તો – “ધર્મ અર્થે બહાં પ્રાણનેજી, - છાંડે, પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટપડેઝ, જુઓ એ દૃષ્ટિનો મર્મ.' ધર્મ = જ્ઞાની પુરુષની આજ્ઞા. ઘમ્પો આપ તવો – એ જ મારું જીવન છે, તે તૂટે તેવી પ્રવૃત્તિ મારે નથી કરવી. સાત વ્યસન, સાત અભક્ષ્યનો ત્યાગ, નિત્યનિયમ, ભક્તિ, મંત્રની માળા આદિ, Page #542 -------------------------------------------------------------------------- ________________ (૫૩૩) મુખપાઠ કરેલું ભૂલી ન જવાય તે અર્થે ફેરવતા રહેવું. વિચારપૂર્વક વર્તન વગેરે લક્ષપૂર્વક પાળતા રહેવું. તેને વિગ્ન કરે તેવી સોબત, વાંચન કે વાતચીતનો ઓછો પરિચય રાખવો. વાંચન, મનન, નવું શીખવાનું વગેરે વિશેષ ન બને તો હાલ જે થાય છે તેમાંથી પાછા હઠવાનું તો ન જ બનવું જોઇએ, એટલો ખ્યાલ રાખ્યા કરવો. રોજ સાંજે સૂતા પહેલાં તપાસી જવું કે આજે કોઈ એવું કાર્ય મન-વચન-કાયા વડે બન્યું છે કે જે મારે ગુરુજનો આગળ સંતાડવું પડે, કે તે જાણી તેમને ખેદ થાય? ન્યાયનીતિ એ ધર્મનો પાયો છે. માટે નીતિના નિયમોનું પણ ઉલ્લંઘન ન થાય તેવું વર્તન, ત્યાં ખાસ કરીને રાખવાની જરૂર છે; કારણ કે ત્યાં નિરંકુશ જીવન હોવાથી કોઈ ટોકનાર હોય નહીં, કોઇની શરમ નડે નહીં અને મન તો નીચે રસ્તે ઢળી પડે તેવી ઉંમર છે; માટે શત્રુઓની વચમાં રહીને સુરક્ષિત રહેવા જેવી જાગૃતિ જોઈએ, તેવી જાગૃતિ ધર્મને માટે રાખવાની જરૂર છે. મન ગમે તેવી વસ્તુઓની ઇચ્છા કરે પણ પહેલું પૂછવું કે ત્યાં નાર કુટુંબમાં હોઉં તો હું કઈ-કઈ વસ્તુઓને જરૂરની ગણું? અને અહીં સંજોગ બીજા છતાં ખાસ જરૂરની જે જણાય, તે જ મારે વાપરવી છે. નહીં તો બને ત્યાં સુધી મનની ઇચ્છાઓને રોકવી છે. ઇચ્છાઓ રોકાશે તેટલું ખરેખરું તપ થશે. આ વાતનો વારંવાર વિચાર કરી, તે પ્રમાણે વર્તશો તો તમે બીજાને શિખામણ આપો તેવું તમારું જીવન ઘડાશે. લીધેલા નિયમ કદી પણ તોડું નહીં, એવું રોજ સૂતી વખતે સંભારતા રહેવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૩૭૬, આંક ૩૮૨). | | પરદેશમાં રહેવું થાય ત્યાં સુધી એક પણ દિવસ નિત્યનિયમ ન ચુકાય, એ લક્ષ રાખવો. દિવસે ન બને તો રાત્રે, રાત્રે ન બને તો દિવસે; પણ એક વખત તો ત્રણ પાઠ અને મંત્રની માળા જરૂર કર્તવ્ય છે. વધારે વખત હોય તો તત્ત્વજ્ઞાન, મોક્ષમાળા કે સમાધિસોપાન જેવાં ધાર્મિક પુસ્તકોના વાંચનમાં વખત ગાળવો. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન, સમાગમ કે બોધ યાદ હોય, તે યાદ કરવો. બને તો લખી રાખવો, અને તેને અનુસરીને વર્તવાની ભાવના કર્તવ્ય છેજી. અનાદિશમાં પુસ્તક વગેરે ન મળે, તો જે મુખપાઠ કર્યું હોય તે વારંવાર બોલવું, વિચારવું. સ્મરણમંત્રનું રટણ કામ કરતાં પણ કર્યા કરવું. સદાચાર એ ધર્મનો પાયો છે. માટે જેને પોતાના આત્માનું હિત કરવું હોય, તેણે અન્યાય અને પાપને માર્ગે તો કદી ન જ જવું. મન આડાઅવળા વિકલ્પોમાં ચઢી જાય તો ત્યાંથી પાછું વાળી, મંત્રમાં કે જ્ઞાનીપુરુષનાં આત્મસિદ્ધિ આદિ શાસ્ત્રના મનનમાં જોડવું. નવરું મન રહ્યું તો તે નખોદ વાળે તેવું છે; માટે તેને સારા કામમાં જોડેલું રાખવું. (બી-૩, પૃ.૬૭૮, આંક ૮૧૪) 1 જ્ઞાનીપુરુષના વિયોગમાં, તેમનાં વચનો, યોગ્યતા પ્રમાણે જીવના ભાવ સુધારવામાં મદદરૂપ થાય છે, તેથી અવકાશ કાઢીને, નિત્યનિયમ ઉપરાંત મોક્ષમાળા, સમાધિસોપાન કે વચનામૃતમાંથી અનુક્રમે વાંચતા રહેવાનો અભ્યાસ રાખશોજી. અનાર્ય જેવા દેશમાં પોતાનું આત્મબળ સદ્ગુરુનાં વચનોથી વધતું રહે, તેમ કર્તવ્ય છેજીવિશેષ પ્રતિબંધો દુ:ખદાયી માની, ઓછા કરતા રહેવાની જરૂર છે. જરૂર પૂરતાં કામ પરવારી, પરમકૃપાળુદેવનાં વચનોમાં વૃત્તિ જોડવાનો અભ્યાસ પાડતા રહેશો. Page #543 -------------------------------------------------------------------------- ________________ (૫૩૪ કેટલી બધી ઉપાધિની ડિમાં પરમકૃપાળુદેવે આત્મભાવના ટકાવી રાખી છે, તે વારંવાર વિચારી, અલ્પકાળમાં આત્મહિત કરી લેવા માટે બહુ જ કાળજીપૂર્વક જીવન ગાળવા યોગ્ય છે. (બો-૩, પૃ. ૩૭, આંક ૭૫૨) D અનાર્ય જેવા ક્ષેત્રે પ્રારબ્ધબળે જવું થાય તો ત્યાંની કુટેવોથી બચતા રહેવા પ્રયત્ન કર્તવ્ય છેજી. નહીં સાંભળેલાં અને નહીં જાણેલાં એવાં પ્રલોભનોમાં પણ, સ્મરણ કરતા રહી પરમકૃપાળુદેવનું શરણ ન ચૂકવું, એટલી શિખામણ લક્ષમાં રહેશે તો વજના બખ્તર કરતાં વિશેષ આત્મરક્ષાનું કારણ થશે. કામધંધામાંથી પરવારી વાંચન, ભક્તિ, સ્મરણ વગેરે ધર્મકાર્યમાં જોડાઈ જવું, નાટક-સિનેમા, શેરબજાર કે કુદ્રષ્ટિના પ્રસંગોથી ચેતતા રહેવું. જો લહેરમાં ચઢી ગયા તો પછી ધર્મને માર્ગે વળવું, આ કાળમાં મુશ્કેલ છે. માટે પૈસા કમાતો જિંદગી બરબાદ ન થઈ જાય, તે એવા શહેરમાં સાચવવાની જરૂર છેજી. લોકપ્રવાહમાં તણાવાને બદલે પુરુષોનાં વચનોમાં વિશેષ વૃત્તિ રહે, તેમ વર્તાશે તો પરમપુરુષનું યોગબળ આત્મહિતમાં પ્રેરશેજી. મુમુક્ષુતામાં વૃદ્ધિ થાય અને સત્સંગ પ્રત્યે પ્રેમ વધે, તેમ વર્તવા સર્વને ભલામણ છેજી. કાલની કોને ખબર છે ? આજે બને તેટલું ધર્મકર્તવ્ય અપ્રમત્તપણે કરી લેવા યોગ્ય છે). (બો-૩, પૃ.૫૩૫, આંક ૫૮૪). હાલ ત્યાં પરદેશમાં રહેવું થાય છે ત્યાં સુધી ખાસ લક્ષમાં રાખવા યોગ્ય સૂચનાઓ લખું છું. તે વારંવાર વાંચી, લક્ષમાં લેવા વિનંતી છે.જી. હજી નાની ઉંમર છે, છતાં મરણ-ભક્તિમાં દિવસે-દિવસે ભાવ વધતો જાય તેમ વર્તવા યોગ્ય છે. રોજ ત્રણ પાઠ - વીસ દોહરા, યમનિયમ અને ક્ષમાપનાનો પાઠ – અચૂક બોલવાનો નિત્યનિયમ ન ચૂકવો, મંત્રની પણ એકાદ માળા તો રોજ ફેરવવી, વધારે બને તો સારું. આત્મસિદ્ધ આદિ મુખપાઠ કરેલ હોય તે, રોજ ન બને તો બે-ચાર દિવસે પણ એક વાર તો જરૂર બોલી જવું નવું મુખપાઠ કરવા વિચાર થાય તો તત્ત્વજ્ઞાનમાંથી કાવ્યો, પદો, છ પદનો પત્ર તથા પુષ્પમાળા આદિ પરમકૃપાળુદેવને દયમાં સંભારી, તેની આજ્ઞાએ મુખપાઠ થાય તે કર્યા કરવું અને મુખપાઠ કર્યું હોય તે ભૂલી ન જવાય તેટલા માટે ફેરવતા રહેવું, વાંચતા રહેવું, વિચાર બને તેટલો કરવો. મોક્ષમાળા પાસે હોય તો તે વારંવાર વાંચવી; અંદરથી ઠીક લાગે છે તે મુખપાઠ પણ કરવા. બધી મોક્ષમાળા મુખપાઠ કરવા જેવી છે. કોઈ સાથે ભક્તિ કરનાર નથી, એમ ગણી આળસ ન કરવું. એકલો જ જીવ આવ્યો છે અને મરણ પણ એકલાનું જ થવાનું છે, માટે એકલા હોઇએ તોપણ ધર્મ ચૂકવો નહીં, ગભરાવું નહીં. ધીરજનાં ફળ મીઠાં છે. આગળ ઉપર બધું સારું થઈ રહેશે. કોઇની સાથે અણબનાવ થાય તેમ ન વર્તવું. બધાંયનું પરમકૃપાળુદેવ કલ્યાણ કરો, એવી રોજ પ્રાર્થના કરવી. બધાંની સેવા કરવી, તેમને રાજી રાખવાં; તો આપણને ભક્તિમાં કોઈ વિઘ્ન કરે નહીં. મંત્ર મનમાં બોલ્યા કરવાની ટેવ રાખવી. હાથે-પગે કામ કરવું પડે; જીભને શું કામ છે? તેને મંત્ર બોલવામાં રોકવી. (બો-૩, ૫ ૬૭૮, આંક ૮૧૫). Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ તમારો વિચાર જિંદગીપર્યંત બ્રહ્મચર્ય પાળવાનો જણાવ્યો, તે ભાવના ટકી રહે તો લાભકારી છે. તેની યોગ્યતા માટે સત્સંગ અને સદ્બોધની ઘણી જરૂર છે. અનાર્યદેશમાં અનાર્ય વિચારોનો પરિચય હોય છે, આત્મભાવના અત્યંત અપરિચિત હોય છે; તેથી તેનો લક્ષ થવો અને ટકવો મુશ્કેલ છે. કૃત્રિમ ઉપાય કોઇ કામના નથી. (બો-૩, પૃ.૬૩૦, આંક ૭૩૮) જો તમને તમારા પિતા, ત્યાં ધામણમાં રહી પવિત્ર જીવન ગાળવા કહે તો તે માન્ય કરવામાં તમારું વિશેષ હિત સમજાય છે. મુંબઇનો મોહ ઘણાને રોગરૂપ, દરિદ્રતારૂપ, વ્યસનની આપત્તિરૂપ નીવડયો છે. તેમ છતાં તેવું જ પ્રારબ્ધ બાંધેલું હોય અને મુંબઇનો મોહ ન છૂટે તેમ હોય તો બહુ-બહુ સંભાળપૂર્વક, આત્મહિતને વિઘ્ન કરે તેવી પરિસ્થિતિમાં મુકાયો છું એમ નિર્ણય રાખી, બનતા સુધી તે વાતાવરણમાંથી અમુક-અમુક વખત તો જરૂર વર્ષમાં છુટાય તેવું મારે કર્તવ્ય છે, એવી ભાવનાપૂર્વક ન-છૂટકે રહેવું ઘટે છેજી. તમારા પિતા જે સંતોષપૂર્વક જીવન ગાળે છે, તે અમુક વર્ષ પછી પણ મારે કર્તવ્ય છે, એ લક્ષ ન ચુકાય, તેમ કંઇ ને કંઇ પ્રસંગે વિચારતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૪૮, આંક ૬૦૪) જેમ થાય તેમ જોયા કરવાનું છે. સત્સંગની ભાવનાનું વિસ્મરણ ન થાય અને પ.પૂ. પ્રભુશ્રીજીએ લક્ષ કરાવ્યો છે તે જ, જ્યાં હોઇએ ત્યાં કર્તવ્ય છેજી. કાળ પ્રત્યક્ષ કરાળ દેખાય છે, તો પુરુષાર્થ પણ વિકટ કરીએ તો ટકી શકાય, નહીં તો જગતપ્રવાહમાં તણાઇ જવાય તેવું છે. શહેરમાં વિશેષ સાચવવું ઘટે છેજી. પરમકૃપાળુદેવને તો મુંબઇ સ્મશાન જેવું વૈરાગ્યપ્રેરક દેખાતું. તેમને આશ્રયે આપણે પણ વૈરાગ્યની જ્યોતિ જાગ્રત રાખીશું તો કામ થશે. (બો-૩, પૃ.૬૦૦, આંક ૬૮૭) જેમ .......ને દવાખાનામાં લઇ જવા પડયા, તેમ આ જીવને જ્યાં પરમકૃપાળુદેવનું માહાત્મ્ય હૃદયમાં વસે, તેવા સત્સંગમાં લઇ જઇ રાખવો ઘટે છે. હવે મુંબઇ કરતાં વિશેષ નિવૃત્તિનું ક્ષેત્ર શોધી, ત્યાં ચાતુર્માસ ગાળવો ધટે છેજી. મુંબઇમાં તમારા જેવા માટે અસત્સંગરૂપ અપથ્યના સેવનનો સંભવ છે. દવાના બહાનાથી મુંબઇમાં રહી, આત્મરોગ વધે તેવું ન થાય તો સારું, એવો વિચાર સ્ફુરવાથી લખવું થયું છેજી. (બો-૩, પૃ.૭૭૫, આંક ૯૯૧) મુંબઇ દવા માટે આમંત્રણ આપ્યું, તે બદલ ઉપકાર માનું છું. પ્રભુ તેવા અનાર્ય જેવા વાતાવરણમાં ન લઇ જાય, એવી અંતરની ઇચ્છા છે. હવે તો સમાધિમરણને અનુકૂળ એવાં નિમિત્તો મળ્યા કરે, એવી જ ભાવના રહ્યા કરે છે. કરાળ કાળ છે, કરાળ કર્મો છે. તેમાં સારી ભાવના અને સર્તન જ્ઞાનીની આજ્ઞાએ થાય એ જ કર્તવ્ય છેજી. જ્યાં-ત્યાંથી આત્માને ક્લેશનાં કારણોથી છૂટી જવાય અને ૫૨મકૃપાળુ પ્રભુશ્રીજીએ ફરસેલી ભૂમિમાં, તેની આજ્ઞામાં આત્માર્થે રહેવાય તેવી ભાવના કર્તવ્ય છેજી. આપે તો ઘણો સત્સંગ સેવ્યો છે, તેનો રંગ લાગ્યો છે, તો હવે તેના ઉપર આવરણ ન આવે અને તે રંગે-રંગ વધ્યો જાય તેમ કરતા રહેવા, ઉત્તમ અનુકૂળતા પ્રાપ્ત કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૫૮, આંક ૯૫૪) Page #545 -------------------------------------------------------------------------- ________________ (૫૩) અનાર્ય જેવા દેશમાં જવાનું હોવાથી વિશેષ કાળજી રાખીને સદ્વર્તન, વિચાર અને સપુરુષની આજ્ઞામાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પોતાના વિચારબળ વગર, ત્યાં બીજું કોઈ અનાચાર આદિ માર્ગે જતાં અટકાવનાર નથી; માટે કુસંગથી બચતા રહેવા અને સલ્ફાસ્ત્ર વાંચન-વિચારમાં બચતો વખત ગાળવા ભલામણ છેજી. સ્ટીમરમાં તમને બિલકુલ કામ ન હોય, માત્ર ખાવા-પીવા કે હાજતો પૂરી કરવા પૂરતું જ ખોટી થવું પડે, બાકીનો બધો વખત નવરાશ હોય છે. કાળ ગાળવા અણસમજુ જનો પત્તાં રમવામાં કે ઊંઘવામાં વા નકામા વિકલ્પોમાં કાળ ગુમાવે છે. તેવી ભૂલ તમે ન કરો અને ધંધામાં પછી વખત બચાવવો મુશ્કેલ પડશે ગણી, તે વખતે સદ્વાંચન, વિચાર અને આત્મહિતનું સાધન સદ્ગુરુકૃપાએ મળ્યું છે, તેમાં વિશેષ ભાવ રાખી જરૂર જાણે ગુફામાં પેસી જાય તેમ, આત્મસાધન કરવા જ દરિયાની મુસાફરી સ્વીકારી છે એમ દાઝ રાખી, જાગૃતિનો બધો વખત સ્મરણ આદિ ધર્મકાર્યમાં જ કાઢવો છે, એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છેજ. જેટલા વૈરાગ્ય અને ધર્મ પ્રત્યે ઉલ્લાસભાવ હશે, તે પ્રમાણે આ તમારા કસોટીના વખતને તમે ગાળી શકશો. ત્યાં આફ્રિકા પહોંચ્યા પછી પણ, વખત મળે કે સસાધનમાં જોડાઈ જવું. મનને નવરું ન રાખવું, તે દુરિચ્છા કરે તે પોષવી નહીં; પણ તેની સામે પડી, સન્માર્ગમાં હઠ કરીને પણ મનને રાખવું. આમ પુરુષાર્થ આદરશો તો કોઈ હાથ ઝાલવા આવનાર નથી. કળિકાળ કે અનાર્યક્ષેત્ર, એ માત્ર બાહ્ય નિમિત્તો છે, પુરુષાર્થ આગળ બધાં નિર્બળ છે એમ માની, આ આત્માને જન્મમરણનાં મહા દુ:ખોથી મુક્ત કરવો છે, એ ભાવદયા ભૂલી જવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ. ૨૫૬, આંક ૨૫૦) I એક પ્રશ્ન આપને વિચારવા, અને યોગ્ય લાગે તો ઉત્તર લખવા કરું છુંજી. આદ્રકુમાર અનાયદેશમાં જન્મ્યા; ત્યાં જ શ્રી અભયકુમારની કૃપાથી જિનમૂર્તિનાં દર્શન કરતાં તેમને જાતિસ્મરણજ્ઞાન થયું; પૂર્વના ભવ, ચારિત્ર પાળેલું તે બધું યાદ આવ્યું તો ત્યાં ચારિત્ર પાળીને ધર્મ-આરાધન કરવાનું મૂકીને, ત્યાંથી નાસી છૂટી આર્યદેશમાં કેમ આવ્યા હશે ? શ્રી અભયકુમાર સાથે પત્રવ્યવહાર આદિથી સંતોષ કેમ નહીં માન્યો હોય? રાજકુમારને તેવી ગોઠવણ કરવી અઘરી નહોતી. કેમ તેમને ત્યાં ગમ્યું જ નહીં? યથાશક્તિ વિચાર કરી, યોગ્ય લાગે તો, પત્ર લખો ત્યારે તે વિષે લખશોજી. (બો-૩, પૃ.૭૦૧, આંક ૮૪૨) T સિંકદરે ઘણી લડાઇઓ કરી, દેશો જીત્યા, અઢળક ધન એકઠું કર્યું. છેવટે રોગ થયો. કેટલાય વૈદ્યો આવ્યા, કોઇ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાણ્યું નહોતું, નહીં તો હું આટલું બધું શા માટે કરત ? સાથે આવે એવું કંઈ ન કર્યું ! પછી ભંડારીને બોલાવી, હીરા-માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. પછી તેણે વિચાર્યું કે મારે તો એવું થયું પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસોને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઇ જતી વખતે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયો; અને વળી કહ્યું કે હકીમો હોય તેના ખભા ઉપર ઠાઠડી મૂકજો, જેથી લોકોને લાગે કે આટલા બધા હકીમો હોવા છતાં મરી ગયો, હકીમો કંઈ ન Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ કરી શક્યા; તેથી વૈરાગ્ય થશે; પણ અનાર્યદેશ એટલે કોઇને એવું ન લાગ્યું; એવું આપણું ન થાય, સાચવવું. (બો-૧, પૃ.૧૯૫) નિમિત્ત D નિમિત્તને લઇને સારા ભાવ થાય છે. પ્રતિમાને જોઇને નિર્વિકારતા થાય છે; અને બીજા ખોટા નિમિત્તથી તેવા ભાવ થાય છે. બીજરૂપે કર્મ પડયાં હોય છે; પણ જેવું નિમિત્ત મળે તેવું ફળ, તે કર્મ ઉદયમાં આવી આપે છે. અત્યારે આઠેય કર્મનો ઉદય છે, પણ વૃત્તિ સત્સંગમાં હોય તો રસ દીધા વગર કર્મ આવીને ચાલ્યાં જાય; એટલા માટે સારા નિમિત્તની જરૂર છે. (બો-૧, પૃ.૧૦૫, આંક ૨૧) D આપનો પત્ર મળ્યો. તેમાં ચિત્ત વ્યાપારમાં બહુ ખેંચાય છે, બીજાને કમાતા દેખીને મન ત્યાં દોડે છે, વગેરે સમાચારો જાણ્યા. નિમિત્તાધીન જીવ હોવાથી, જેવાં નિમિત્ત મળે તેવો થઇ જાય તેવી દશા હોય ત્યાં સુધી સારાં નિમિત્તો મેળવતા રહેવાની જ્ઞાનીપુરુષોની આજ્ઞા છે, તે લક્ષમાં રાખીને દિવસના ચોવીસ કલાકમાંથી અમુક એકાદ કલાક સત્સંગની ઇચ્છાવાળાભાઇઓએ એકઠા મળી કંઇ વાંચવા-વિચારવાનો ક્રમ રાખવો ઘટે છે. અમુક મુમુક્ષુને ત્યાં કે દેરાસર, બાગ આદિ કોઇ નિવૃત્તિનું સ્થળ હોય ત્યાં એકત્ર થઇ, ભાવસહિત ભક્તિ, વાંચન, વિચાર થાય તેમ કરવાથી, વૃત્તિમાં ફેર થયા વિના નહીં રહે. (બો-૩, પૃ.૩૩૧, આંક ૩૨૮) જીવ નિમિત્તાધીન છે. ક્ષણે-ક્ષણે વૃત્તિ નિમિત્તને લઇને ફરી જાય છે, માટે અશુભ નિમિત્ત તજી શુભ નિમિત્તોનો જોગ જેમ બને તેમ કર્તવ્ય છેજી. ‘પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.’’ એમ વિચારી અશુભ નિમિત્તોને દૂરથી તજી, સત્સંગી-આત્માર્થી-સમસ્વભાવીભાઇઓનો સમાગમ વિશેષ રાખી સત્પુરુષનાં ગુણગ્રામ, તેની નિષ્કારણ કરુણાની ચિંતવના, તેનાં વચનોનો મુખપાઠ, ઉત્તમ અપૂર્વ અવસરની ભાવના, સંસારની અસારતાની ચર્ચા, ભક્તિ, સ્મરણ, સ્વાધ્યાય આદિ શુભ નિમિત્તો એકલા કે સમૂહરૂપ એકાંતમાં સેવવા યોગ્ય છેજી. આત્મહિતના સર્વ સાધનો નિરભિમાનપણે, સત્પુરુષને મુખ્ય રાખીને, તેના અનન્ય શરણે સેવવા યોગ્ય છે. (બો-૩, પૃ.૪૭, આંક ૩૨) I ભક્તિનાં નિમિત્તોનો બનતો વિશેષ લાભ લેવાથી, ભાવ જાગ્રત થવાનું તે ઉત્તમ નિમિત્ત છે. બાકી તો જેટલી જીવમાં આત્મકલ્યાણ કરવાની ભાવના જાગી હશે તેટલો પુરુષાર્થ તે કલ્યાણ સાધવા, જીવ વગર કહ્યે, જ્યાં હશે ત્યાં, ગમે તે પ્રકારની મુશ્કેલીઓ વેઠીને પણ કરતો રહેશે. સત્સંગના અભાવે કલ્યાણ કરવાની વૃત્તિ મોળી પડવા સંભવ છે કારણ કે અનાદિકાળનો બાહ્ય દેહાદિકનાં સુખદુઃખમાં ગૂંચાઇ ૨હેવાનો જીવને અભ્યાસ છે; તે પાછો જીવને તેવાં નિમિત્તો મળતાં ઘેરી લે છે, માટે સત્પુરુષના વિયોગમાં સત્પુરુષે અનંત કૃપા કરી દર્શાવેલા આત્મકલ્યાણના Page #547 -------------------------------------------------------------------------- ________________ (૫૩૮) સાધનરૂપ તેની આજ્ઞામાં કે તેનાં વચનોમાં વૃત્તિ રાખી તેને માટે પુરુષાર્થ કરવાનો નિયમ રાખે તો વિપરીત પ્રસંગોથી બચી જવાય, ભાવના વર્ધમાન થાય અને ઉત્તમ નિમિત્તોમાં જોડાવાનું બળ મળે અને આત્મવીર્ય કંઈક ફોરવી જીવ આગળ આવે. (બી-૩, પૃ.૧૨૧, આંક ૧૧૮) T સુખમાં ઉત્તમ નિમિત્તોની કિંમત પણ સમજાતી નથી. દુઃખમાં, વૈરાગ્યમાં તો સન્શાસ્ત્ર પણ પ્રત્યક્ષ સમાગમ જેવાં થઈ પડે છેજી, વિશ્વાસ, શ્રદ્ધા પરમ દુર્લભ છે. તે જેને ઘેર છે, તેને કંઈ દુઃખરૂપ નથી. બધાંને તે સવળું કરી નાખે છે. (બો-૩, પૃ.૫૭૮, આંક ૬૫૦) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ છેલ્લી ભલામણ સત્સંગ કરતા રહેવાની કરી છે, તે નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ સર્વને અમૃત સમાન હિતકારી છે. નિમિત્તાધીન વૃત્તિ હોવાથી સારાં નિમિત્તોનો પરિચય બને તેટલો વધારે કર્તવ્ય છે. જે જે પૂર્વનાં બંધનોને લઈને જ્યાં જન્મ થયો છે, જેમની સાથે સંબંધ જોડાયાં છે, મારાં મનાય છે - તે તે સર્વ દેહાદિક પદાર્થો પ્રત્યે અહંભાવ-મમત્વભાવ સહેજે સ્ફર્યા કરે છે; તે જ આત્માનો શત્રુ છે એમ માની, તે પ્રત્યે કટાક્ષદ્રષ્ટિ રાખી, તેથી બને તેટલા દૂર રહી, અપરિચય રાખી, તે ભાવ મંદ પાડવાનો અભ્યાસ કર્યા સિવાય તે વૃત્તિઓ વશ થાય તેમ નથી. વૃત્તિની છેતરામણી ન થાય તે તરફ મુમુક્ષુજીવ ખાસ લક્ષ રાખે છેજી. છૂટવું, છૂટવું, છૂટવું જ જેના અંતરમાં થયું હોય તે કંઈક છૂટવાનો ક્રમ લે છે. ખરું છૂટવાનું ભાવથી છે, પણ નિમિત્તાધીન ભાવ હોવાથી નિમિત્તોમાં જે ઉત્તમ નિમિત્તો સમજાય તે ગ્રહવાની બુદ્ધિ, બુદ્ધિમાન સ્વીકારે છેજી, ઉદયને આગળ કરીને મુમુક્ષુ ન વર્તે, પણ પુરુષાર્થને પ્રથમ રાખે. પછી ન બને તો પ્રારબ્ધ કે ઉદયનો દોષ માને. (બી-૩, પૃ.૧૧૫, આંક ૧૧૦) જગતવાસી જીવોને સારા નિમિત્તે સારા ભાવ થાય છે, અને ખરાબ નિમિત્તે ખરાબ ભાવ થાય છે. નિમિત્ત તો સારું જ રાખવું. સારું નિમિત્ત હોય તો ઉપાદાન સારું થાય. પ્રભુશ્રીજી કહેતા કે સાંભળ-સાંભળ કરને ! જેવો સંગ તેવો જીવ થાય છે; માટે સારું નિમિત્ત ગોઠવવું. અશુભ નિમિત્તો ત્યાગવાં. સંસાર એ અશુભ નિમિત્તરૂપ અને અનંત કુસંગરૂપ છે. શ્રી ઋષભદેવ ભગવાન ત્યાસી લાખ પૂર્વ વર્ષ, ઘરમાં રહ્યા છતાં સંયમ લેવાના ભાવ ન થયા. પછી ઇન્દ્ર, જેનું આયુષ્ય ક્ષીણ થવા આવ્યું છે એવી નીલાંજના નામની અપ્સરાને, ભગવાનની સભામાં નાચ કરવા મોકલી. નાચતાં-નાચતાં તેનું આયુષ્ય પૂરું થઈ ગયું, તેથી તે અપ્સરાના શરીરના બધા પરમાણુ વીખરાઈ ગયા; પણ ઈન્દ્ર ત્રિક્રિયાથી કોઈને ખબર ન પડે તેમ પાછી તેવી ને તેવી અપ્સરા નાચતી દેખાડી. તેથી સભાસદોને ખબર ન પડી કે આ અપ્સરાનું મૃત્યુ થયું છે; પણ ઋષભદેવ ભગવાન અવધિજ્ઞાનવાળા હતા, તેથી ઉપયોગ દઈ જોયું તો મરેલી જાણી. તે જોઈને ભગવાનને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઉપાદાન બળવાન હતું, છતાં યોગ્ય નિમિત્ત મળ્યું ત્યારે જાગ્યા. સારા નિમિત્તામાં રહેવું. સત્સંગ કરવો. ખોટાં નિમિત્તો ન મેળવવાં. ઉપાદાન કારણ બળવાન ન હોય અને ખોટા પુરુષોનો સંગ કરે તો જીવ ખોટો થઇ જાય છે. (બો-૧, પૃ.૨૪૯, આંક ૧૪૩) D “ભરત ચેત, ભરત ચેત ! માથે મરણ ઝપાટા દેત !' મોટા છ ખંડના અધિપતિ ભરત ચક્રવર્તી આવા ચેતવાનાં વચન કાને પડે તો વૈરાગ્ય રહ્યા કરે, તે માટે એક માણસ રાખતા; કારણ કે તે Page #548 -------------------------------------------------------------------------- ________________ (૫૩૯ જન્મજરામરણથી ત્રાસી ગયા હતા અને મોહ મહા બળવાન છે, માટે તેના ફંદામાં ફસાઈ ન જવાય તેવાં નિમિત્ત તે ગોઠવતા; તો આપણા જેવા પામર જીવો તે મોહની સામે લડાઈ કરવા ધારે તો આપણે તો ઘણી તૈયારીઓ કરવી ઘટે છે. મોહ, વિષય, વિકારનાં નિમિત્તોથી દૂર-દૂર ભાગતા રહેવું ઘટે છેજી. વિકાર થાય તેવી વાત, તેવી દ્રષ્ટિ કે તેવું નિમિત્ત મળતાં નાસી છૂટવાનું કર્તવ્ય ચૂકવું નહીં; નહીં તો મોહ ગળે ફાંસો નાખી, ચાર ગતિમાં ઘાંચીના બળદની પેઠે આંખે પાટા બાંધીને રખડાવશેજી. જેટલાં વર્ષ ગયાં તેટલાં હવે ગાળવાનાં નથી, આયુષ્યનો અલ્પ ભાગ બાકી રહ્યો છે તે જો સત્સંગમાં, સલ્ફાસ્ત્રના વાંચન-વિચારમાં ગળાય તો જિંદગીનો આખર ભાગ સુધરે. તે માટે સારાં નિમિત્તોની જરૂર છે. ત્યાં સત્સંગ આદિ સાધન મળવા અશક્ય જેવું છે; તો બધું છોડી, મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બને ? તેવી સવારમાં ઊઠીને રોજ ભાવના કરવી અને અમુક મુદ્દતે તે બને તેવું છે એમ લાગે, તો તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને, તેવી ગોઠવણ કરતા રહેવું ઘટે છે. (બો-૩, પૃ. ૭૮૪, આંક ૧૦૦૧) 0 મોટા-મોટા મુનિવરોને પણ મહાજ્ઞાની એવા તીર્થકરે જાગ્રત-જાગ્રત રહેવા ભલામણ આપી છે તો આપણે બનતા બનાવોમાંથી, સારાં નિમિત્તોથી દૂર ન રહેવાય તેવી શિખામણ ગ્રહણ કરવા યોગ્ય છેજી. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય તેવી હજી આપણી વૃત્તિ હોવાથી સત્સંગ, સલ્તાત્ર, સદ્વિચાર અને સપુરુષાર્થપરાયણ રહેવાની અતિ-અતિ આવશ્યકતા મને તો સમજાય છેજી. આપ વારંવાર લખો છો કે વ્યવહારના સંયોગો, મુશ્કેલીઓ અણધારી આવી પડે છે; પણ તે તે પ્રસંગોને જોઇએ તે કરતાં વિશેષ મહત્ત્વ અપાય છે અને સત્સંગ-ભાવનારૂપ કોમળ છોડની સંભાળ ઓછી લેવાય છે એમ લાગે છે. વ્યવહારરૂપ જટિલ વૃક્ષને બહુ પોપ્યું છે અને તેના જેટલી આ નવીન છોડની સંભાળ લેવાય તે માટે શું કરવા વિચાર રાખ્યો છે? (બી-૩, પૃ.૩૬૯, આંક ૩૭૩) બહુ દિવસથી આપનો સમાગમ થયો નથી તો મોરબી જતાં-આવતાં આશ્રમમાં પધારવા વિનંતી છેજી. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ પણ મુંબઈ તજી, વર્ષમાં એકાદ વખત આ ચરોતરની ભૂમિની ફરસના કરતા, તો આપણને તો ૫.પૂ. પ્રભુશ્રીજીની સ્મૃતિ તાજી થવાનું આ ઉત્તમ સ્થાન અનેક રીતે ઉપકારક છેજી. નિમિત્તાધીન જીવ છે; ત્યાં સુધી ઉત્તમ નિમિત્તોની ઉપાસના તે આત્મઉપાસનામાં અવલંબનભૂત છે. (બો-૩, પૃ.૫૫૬, આંક ૬૧૬) D આપણી ગફલતને લીધે બીજા જીવોને પુરુષ કે કલ્યાણનાં સાધનની આશાતનાનું નિમિત્ત થાય તે કર્મબંધનનું કારણ જાણી, ભવિષ્યમાં તેમ ન વર્તાય તેની ખાસ કાળજી રાખવી ઘટે છેજી. પરમકૃપાળુદેવનો ચિત્રપટ કોઇને ભક્તિ અર્થે ન વાપરવો હોય તો આપણે આપણી પેટીમાં રાખી, રોજ દર્શન-ભક્તિ આદિનું નિમિત્ત બનાવવું ઘટે છેજી, (બી-૩, પૃ.૬૭૫, આંક ૮૦૯) D ધર્મ એ વાત અંતરની છે, તેથી કોઈની કરાવી તે થતી નથી. બીજા નિમિત્ત માત્ર છે; અને શુભ નિમિત્તે ઘણાને શુભ ભાવના થાય છે અને વધે છે. માટે શુભ નિમિત્તો ઉપર શાસ્ત્રોમાં આટલો બધો ભાર Page #549 -------------------------------------------------------------------------- ________________ (૫૪) મુકાયો છે, પણ તે શુભ નિમિત્તોમાં પણ જીવને લાભ ન થાય તો નિમિત્તોનો વાંક નથી; એટલો લક્ષ ભૂલવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૪૧૨, આંક ૪૧૮) ભાવ T બધા મળી વિચારોની આપ-લે કરો તેમાં, પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રની અપૂર્વતા, આ કાળમાં તેમનો મહદ્ ઉપકાર અને તેમના શરણથી જીવની જાગૃતિનો સંભવ છે – આ ભાવ વિશેષ વિચારાય તેમ ભલામણ છેજી, (બી-૩, પૃ.૭૩૫, આંક ૯૦૦) T ભક્તિભાવ સ્વપરને હિતકારી છે. જેટલી પરમકૃપાળુદેવ ઉપર જેની શ્રદ્ધા છે, તેટલો તે જીવ ભાગ્યશાળી છે. સમજણ તો પૂર્વે જ્ઞાનાવરણીયકર્મ દૂર કરવા કરેલા પુરુષાર્થને આધારે હોય છે, પણ દર્શનમોહ દૂર થઈ શ્રદ્ધા થવામાં ભાવની પ્રાધાન્યતા છે. તે ભાવ સર્વ કરી શકે તેમ છે. બાઇ-ભાઇ, ભણેલા-અભણ, ગરીબ-ધનવાન, બ્રાહ્મણ કે પતિત, ગમે તે શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ ગ્રહણ કરી, મરણ સુધી ધારે તો ટકાવી શકે તેમ છે. (બી-૩, પૃ.૧૬ ૧, આંક ૧૨) મુખ્ય કરવા યોગ્ય શું છે? તો કે, ભાવની તપાસ. મારા ભાવ કેવા થઇ રહ્યા છે? કેવા કરવા છે? એમ જ સમયે-સમયે ભાવની તપાસ કરવાનો પુરુષાર્થ જીવ જો આદરે તો અવશ્ય કલ્યાણ થાય. (બો-૧, પૃ.૩૬, આંક ૭). | દુકાને ઘરાક ન આવતું હોય તોપણ દુકાન ખુલ્લી રાખી બેસવું પડે છે, તેમ આપણા ધારેલા ભાવ ન થાય તોપણ રોજ આરાધન કર્યા કરવું. પોતાનું ધ્યેય શું છે, તે નક્કી કરવામાં તો અધું કામ થઇ જાય છે; પૂર્ણ થતાં સુધી જંપીને બેસવાનું નથી. માટે પુરુષાર્થ કર્યા કરવો. (બો-૧, પૃ.૧૮, આંક ૨૦) T કંઇક મનમાં, હજી શત્રુરૂપ વિકારો પ્રત્યે મીઠાશ રાખી હશે તો તે જીવને ભોળવી ભવમાં ભમાવે તેવી તેનામાં શક્તિ છે; પણ જો તેનાથી જીવ ત્રાસ પામી, કરગરીને પણ, તેથી છૂટાછેડા કરવાના ભાવ સેવ્યા કરશે તો તેનું બળ નહીં ચાલે. બધો આધાર જીવના ભાવ ઉપર છે. હવે તો એક પરમકૃપાળુદેવનું જ શરણ, મરણપર્યંત હિતકારી સમજી ઉપાસવું છે. તેમાં વિઘ્ન કરનાર ભાવો ધર્મ-ઘાતક જાણી, તે પ્રત્યે કટાક્ષદ્રષ્ટિ રાખી, તેથી કંપતા દયે પ્રવર્તવું પડે તો પણ કેમ છુટાય, એ જ લક્ષ હવે તો રાખવો છે. જો તેને પોષ્યા કરીશું તો તે આપણો છાલ છોડશે નહીં અને ભવોભવ દુઃખી કરશે, એવો ત્રાસ નિરંતર વિકારભાવો ભણી રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૬, આંક ૮૬s). [ આખું જૈનદર્શન ભાવ ઉપર છે. સમ્યફદ્રષ્ટિ પણ મનુષ્યભવમાંથી દેવગતિમાં જાય છે. મનુષ્ય થાય એવા ભાવ તો કોઈ વખતે ઉત્પન્ન થાય છે. જેવા ભાવ હોય તેવી ગતિ થાય. વાતાવરણની અસર ભાવ ઉપર થાય છે. ઝાડ નીચે આપણે કંઈ સારી વાત કરીએ તો તેને પણ કંઈક અસર થાય છે. પ્રભુશ્રીજી કહેતા કે આ રાયણ તળે ભક્તિ કરીએ છીએ, તે રાયણના જીવને પણ લાભ થાય છે. કષાયી જીવો જેમાં રહેતા હોય, તે ક્ષેત્ર પણ કષાયી થાય છે. જે કાળમાં પાપના ભાવો છે, તે કાળ હેય છે. પાંચમા અને છઠ્ઠા આરામાં બધી પાપની પ્રવૃત્તિ થાય છે, તે કાળ હેય છે. એવું સાંભળવા મળે તોય Page #550 -------------------------------------------------------------------------- ________________ (૫૪૧ જીવ પાછો હઠે. આપણા ભાવ ન બગાડવા. સમ્યકુદ્રષ્ટિ સારા ભાવ જ કરે છે. (બો-૧, પૃ. ૨૪૩, આંક ૧૩૩) T મુનિપણાનો કાળ એટલે છઠ્ઠા ગુણસ્થાનકનો કાળ બે ઘડી બતાવ્યો છે; કારણ કે બે ઘડીમાં તો અપ્રમત્તદશા પ્રાપ્ત કરી, સાતમે ગુણસ્થાનકે જાય છે. ન જાય અને વિશેષ પ્રમાદ થઇ જાય તો પરિણતિ પાંચમા કે ચોથા ગુણસ્થાનક જેવી થઈ જાય. માટે સતત પુરુષાર્થ કરીને બે ઘડી કરતાં વધારે વખત મુનિ પ્રમાદમાં રહેતા નથી. ઊંઘ પણ, ચાલુ, બે ઘડી કરતાં વિશેષ ન હોય. આટલો પુરુષાર્થ આટલી ઊંચી દશાવાળો પણ કરે છે, તો સમકિત પ્રાપ્ત કરવું હોય, તેણે પ્રમાદ કર્યો કેમ પાલવે ? એમાં શરીરનું કામ નથી, ભાવનું કામ છે, રુચિનું કામ છે. “રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.'' (બો-૩, પૃ.૨૯, આંક ૭૩૫) T બને તેટલા પુરુષાર્થે અંતરમાં શાંતિ રહે, શીતળીભૂત રહેવાય; બાહ્ય પ્રસંગોમાં સમભાવ ટકી રહે તેમ પ્રવર્તવા વિનંતી છેજી. ભાવ ઉપર કર્મબંધન કે કર્મથી છૂટવાનો આધાર છે, તેથી સદ્ગુરુશરણે સંસારી પ્રસંગોમાં ઉદાસીનભાવ અને પરમકૃપાળુદેવના ગુણો અને પરમ ઉપકાર પ્રત્યે આદરભાવ વધી તલ્લીનતા પ્રાપ્ત થાય તેવી ભાવના, વર્તના હિતકારી છેજી, (બી-૩, પૃ.૫૫૬, આંક ૬૧૪) | મુમુક્ષુજીને પરમકૃપાળુદેવને શરણે પોતાના ભાવ, દિવસે-દિવસે વધારે પવિત્ર થાય તેમ કર્તવ્ય છેજી. ભાવ ઉપર જ છૂટવાનું કે બંધાવાનું બને છે. જેને સદ્ગુરુનો યોગ થયો છે, સત્સાધનની પ્રાપ્તિ થઈ છે તેણે તો પ્રમાદ તજી, હવે નિર્મોહી થવા અર્થે, પરમકૃપાળુદેવનાં વચનને આધારે પ્રયત્ન કર્યા જ કરવો ઘટે છેજી. કામથી પરવાર્યા કે અવકાશનો વખત પરમકૃપાળુદેવનાં વચનોનું વાંચન, ભક્તિ, સ્મરણ, સદ્વિચાર આદિ ભાવનામાં ગાળવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૭) | મુખ્ય વાત ભાવ ઉપર છે; પણ સારા નિમિત્તે સારા ભાવ થાય છે, માટે જ્ઞાનીની આજ્ઞાનું બહુમાનપણું રહે, તેની શ્રદ્ધા વિશેષ-વિશેષ દૃઢ થતી જાય અને છૂટવાની ભાવના પોષાતી રહે, તેમ ભક્તિ, ભાવ, સદાચાર સેવવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૯૭, આંક ૬૮૧) | નિત્યનિયમમાં વિશેષ ભાવ વર્ધમાન થતા રહે તેવી વિચારણાપૂર્વક ભક્તિ કરતા રહેવા ભલામણ છે. સત્સાધનની સફળતાનો આધાર ભાવ છેજી. ભાવની મંદતા માંદગી કરતાં વધારે નુકસાનકારક છે; માટે ઉલ્લાસપૂર્વક રોજ ભક્તિભાવ તથા તેવો વખત વધારતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૩૯૦, આંક ૩૯૬) I જેને સદ્ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા છે અને આ દેહે આત્મસાધન કરી લેવાનો નિર્ણય છે, તેને વિહ્નો પ્રતિકૂળ થવાને બદલે અનુકૂળ થાય છેજી. ખરી રીતે તો જેનો ભાવ પરમાર્થ-આરાધનામાં મંદ થતો જાય છે, તે માંદો ગણાય; પરંતુ આ પૂર્વનાં પાપના ફળરૂપ અશાતા દૂર થતાં, ધર્મ વિશેષ ઉત્સાહથી આરાધવો છે, એવી જેની ભાવના રહેતી હોય, તે મંદતા ભજતો નથી. Page #551 -------------------------------------------------------------------------- ________________ (૫૪૨) ભાવ ઉપર મોટો આધાર છે. જોકે નિમિત્તાધીન ભાવો થાય છે પણ રુચિ કે નિર્ણયને ફેરવવાને વર્તમાન સંયોગો સમર્થ નથી. વર્તમાન સંયોગોની ઉપરવટ થઈને પણ રુચિ કે નિર્ણય પોતાનું સામર્થ્ય પ્રવર્તાવી શકે છેજ. આ વાતનો ખાસ વિચાર કરી, તેની તપાસમાં ઉપયોગ પ્રેરવા વિનંતી છે જી. (બી-૩, પૃ.૪૯૫, આંક પ૩૦) D જેવો અવસર દેખીએ તે પ્રમાણે વર્તવું. કર્મને પરવશ છીએ ત્યાં સુધી સંયોગોને આધીન વર્તવું પડે, પણ ભાવ ઉપર આખો માર્ગ છે. તે ભાવમાં ખોટ આવી તો દાન, પુણ્ય, વ્રત વગેરે પૂરી શકે તેમ નથી. ભાવને અર્થે સારાં નિમિત્તોની જરૂર છે; પણ તેવાં નિમિત્તો માટે બનતો પુરુષાર્થ કરવા છતાં કંઈ ન બને તો પછી તે સારાં નિમિત્ત નથી, એ લક્ષ રાખી પુરુષાર્થમાં ખામી ન આવવા દેવી, ચેતતા રહેવું. સારા ભાવની ભાવના ન ભુલાય, તે પ્રકારે પ્રવર્તવું. સપુરુષ અને સપુરુષના આશ્રિત મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે, એમ સપુરુષે કહેલું છે તો આપણે સપુરુષની આજ્ઞાએ પ્રવર્તવાનું કરીશું તેટલું સવળું થશે, છૂટવાના ભાવમાં પ્રવર્તાશે. (બી-૩, પૃ.૧૧૨, આંક ૧૦૫) ] પરમકૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની અને પૂર્વના આરાધક મહાત્મા પણ, નિરંતર સંસારના ઉપાધિયોગથી છૂટવાની ભાવના, તેમના પત્રોમાં વારંવાર જણાવે છે, તો આ જીવે તો તે ભાવ ભૂલવા યોગ્ય નથી. નિમિત્તાધીન જીવ છે, તેથી જેવાં નિમિત્ત મળે, તેવા ભાવ થઇ જાય છે અને તેમાં જ પરિણમી જાય છે. માટે મુમુક્ષુવે પૂર્વે બાંધેલાં કર્મ ભોગવતી વખતે, અત્યંત-અત્યંત જાગૃતિ અને વિભાવનો ડર રાખવો ઘટે છેજ. (બી-૩, પૃ.૫૮૭, આંક ૬૬૫) D ભાવ એ તરવાનું ઉત્તમ નિમિત્ત છે, છતાં ભાવ પણ નિમિત્તાધીન પલટાઇ જાય છે એટલે ઉત્તમ નિમિત્તે આત્માનું કલ્યાણ થવા સંભવ છે. તેથી સત્સંગ, સત્સમાગમને ઉત્તમ સાધન પરમકૃપાળુદેવે વારંવાર જણાવેલ છે. તેનો વિશેષ લાભ મળે તેવો પુરુષાર્થ અવશ્ય હિતકારી છે, કારણ કે જીવની સાથે ધનાદિ કંઈ પરભવ જનાર નથી. સારા ભાવ થવામાં તે નિમિત્તભૂત થાય તો હિતકારી છે, નહીં તો ધનસંપત્તિ બોજારૂપ છે. (બો-૩, પૃ.૮૩, આંક ૭૫) D જેવું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ પોતાના અંધ માતાપિતાને લઈને પાણીપતના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેનો વિચાર કરતાં જણાયું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ પુરુષો જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે. (બો-૧, પૃ.૧૫, આંક ૧૭) T સંસાર તમે જણાવો છો તેમ ક્લેશરૂપ છે, પણ વિચાર કરીને અંતરમાંથી તેની વાસના નીકળી જાય અને સ્વપ્ન પણ તેમાં મીઠાશ ન આવે, એવા ભાવમાં જીવને રાખવો ઘટે છે. (બી-૩, પૃ.૪૫૩, આંક ૪૭૨) Page #552 -------------------------------------------------------------------------- ________________ (૫૪૩ ““ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.'' ભાવ એ જ સંસારથી તરવાનું કે સંસારમાં બૂડવાનું કારણ છે; અને સારા ભાવ તો સારાં નિમિત્ત વિના બનતા નથી. તેથી જો આપના પિતાના આત્માનું હિત, સાચા હૃદયે ઇચ્છતા હો, તો તેમને પરમપુરુષના માર્ગ પ્રત્યે રુચિ થાય કે સાંભળવાનું નિમિત્ત બને તેવી કંઈક ગોઠવણ રાખતા રહેવા નમ્રભાવે, નિષ્કારણપણે વિનંતી છેજી. (બી-૩, પૃ.૪૩૭, આંક ૪૫૬) કર્મની વિચિત્રતા છે, પરંતુ ભાવની વાત ઓર છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી એક વાત કરતા કે બે ભાઈ એક જ્ઞાની પાસે કથા સાંભળવા જતા અને તેમની આજ્ઞાથી ધર્મક્રિયા કરતા. નજીકના સગામાં કોઈનું મૃત્યુ થવાથી મોટાભાઇએ નાનાભાઈને કહ્યું : ““ભાઈ, તું જો સ્મશાનમાં જાય તો મારે બે ઘડી ધર્મ કરવા જ્ઞાની પાસે જવાય.' ત્યારે નાનાભાઈએ કહ્યું : “શું મારે ધર્મ કંઇ નથી કરવો? તમારે જવું હોય તો સ્મશાને જાઓ, હું તો આ ધર્મ કરવા ચાલ્યો.'' એમ કહી તે તો મહાત્માના મુકામ તરફ ચાલ્યો. ત્યાં રસ્તામાં કોઈ મિત્ર મળ્યો. તેણે કહ્યું કે આજ તો નાટકમાં ખરી મજાનો ખેલ આવવાનો છે, તું આવીશ કે નહીં? તેણે કહ્યું : “આ ધર્મક્રિયા થઈ રહે કે તુર્ત તારે ત્યાં આવું છું.' એમ કહી મહાત્મા પાસે ગયો અને ધર્મક્રિયાની આજ્ઞા તો લીધી, પણ મન તો નાટકની મજાના વિકલ્પો ઘડ્યા કરતું હતું અને ક્યારે અમુક પાઠ પૂરા થાય કે મિત્રને ત્યાં જવાય અને ચા-પાણી કરી નાટક જોવાનો લહાવો લેવાય, એમ થયા કરતું હતું. ગમે તેમ ગોટા વાળી, ક્રિયા પૂરી કરી, તે ચાલી નીકળ્યો અને નાટકમાં રાત ગાળી. મોટાભાઈને સ્મશાને જવું પડયું, પણ તે વિચાર કર્યા કરતો હતો કે આ કામ આવી ન પડયું હોત તો આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવાનની શાંત મુદ્રાનાં દર્શન થાત, તેમની જગત-હિતકારી, શાંતિપ્રેરક, અમૃતમય વાણી સુણી આખા દિવસના ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત શાંતિ અનુભવતું હોત. તેમની ભવભ્રમણ ટાળનારી આજ્ઞા પ્રાપ્ત કરી, તેમાં વૃત્તિને રોકીને, જેટલો કાળ શુભક્રિયામાં ગાળ્યો હોત, તેટલું મારું આયુષ્ય લેખામાં ગયું ગણાત. અહીં અજ્ઞાનીઓની વચમાં લૌકિકઅર્થે આવી, આત્માર્થ વિસારી રહ્યો છું, એ મારું કમભાગ્ય છે. એમ વિચારતો પોતાનો કાળ ગાળી, ઘેર જઇ, ભગવદ્ભક્તિ કરી, સૂઈ ગયો. સવારે મહાત્મા જ્ઞાની ગુરુનાં દર્શને હર્ષભેર ગયો અને ગઈ રાતનો ખેદ દર્શાવી, પોતાને પ્રભાતમાં સદ્ગુરુનાં દર્શન કરવા જેટલું આયુષ્ય મળ્યું છે, તે મહાભાગ્ય માનવા લાગ્યો અને દર્શન, સ્તુતિ કરી શ્રી સદગુરુનાં વચનામૃતથી શાંત થઈ, ઘેર પાછો ગયો. નાનોભાઈ રોજની રૂઢિ મુજબ મહાત્માનાં દર્શન કરવા ગયો. તેને તેના મોટાભાઇના ખેદની વાત મહાત્માએ કરી દર્શાવી, ત્યારે તે બોલ્યો કે, “મહારાજ, મને સ્મશાનમાં મારા મોટાભાઈને મોકલવો હતો અને ધર્મ કરવા તેમને અહીં આવવું હતું, પણ મને કંઈ ધર્મ વહાલો નહીં હોય ? મેં કેવી ધર્મક્રિયા કરી ? અને તેમને લૌકિકમાં જવું પડયું.' Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ) મહાત્માએ કહ્યું, “ભાઇ, ધર્મક્રિયા સાચી ભાવપૂર્વક તો તારા મોટાભાઈને સ્મશાનમાં બેઠાં થઇ છે અને તે તો ધર્મના સ્થાનમાં, જ્યાં ચિત્ત ભગવાનમાં રાખવું જોઇએ, તેને બદલે નાટકમાં અને મિજબાનીના તરંગમાં રાખ્યું હતું. તેથી તેને સંસારફળની પ્રાપ્તિ થઇ છે અને મોટાભાઈને વૈરાગ્યને લઈને મોક્ષનું કારણ બન્યું છે.'' આમ ‘ભાવ તિહાં ભગવંત' કહ્યું છે તે લક્ષમાં રાખવા યોગ્ય વાત છે. “મન ચંગા (પવિત્ર) તો કથરોટમાં ગંગા' એ કહેવત પ્રમાણે સગુરુ આજ્ઞામાં જેટલો કાળ ભાવપૂર્વક ગાળશો, તેટલું જીવન સફળ ગયું માનવા યોગ્ય છેજી. “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન, શિષ્ટ કહે તે પ્રમાણ રે, મન, સુયશ લહે એ ભાવથી, મન ન કરે જૂઠ ડફાણ રે, મન...'' (બી-૩, પૃ.૪૪૯, આંક ૪૬૮) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રી વારંવાર કહેતા હતા કે ક્રિયા તો તેવી ને તેવી જ કરવાની છે પણ ભાવ બદલી નાખવાનો છે. જે કંઈ કરતા હોઈએ તેમાં “હું આત્માર્થે કરું છું, આટલું કામ પતી જાય તો મારે ભક્તિ માટે વખત ગાળવો છે, આ કામ ન આવી પડયું હોત તો અત્યારે હું ભક્તિમાં કેવો તલ્લીન થઈ ગયો હોત?' એવા ભાવ જો રહે તો બીજું કામ કરતાં છતાં તે ભાવથી તો ભક્તિ જ કરે છે. જ્યાં ભાવ છે ત્યાં જ આત્મા છે અને ભાવથી જ બંધન થાય છે કે છુટાય છે, માટે ભાવ સુધરે તેમ પ્રવર્તવું અને તેવાં નિમિત્તો ઇચ્છવાં કે જેથી આપણા ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે ઉલ્લાસવાળા રહે. સગાંવહાલાં પ્રત્યે પણ સંસારભાવને બદલે આત્મભાવ ક્યારે થશે એવી ભાવના વારંવાર સેવવાથી ધર્મભાવના જાગ્રત રહે અને કાળે કરીને પરમશાંતિપદ પ્રાપ્ત કરી શકાય છે. (બી-૩, પૃ.૧૦૫, આંક ૯૬) | | ગોમ્મસારનું વાંચન થતું ત્યારે ઘરડી ડોશીઓ ન ચલાય તો પણ ભાવ કરીને સાંભળવા આવતી, ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ પ્રભુશ્રીજીને પૂછયું કે આવો અઘરો કર્મગ્રંથ, શું આ ડોશીઓ સમજતી હશે? ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું કે ભાવ ત્યાં ભગવાન છે. જે કાનમાં પડે છે, તે વખત આવ્યે ઊગી નીકળશે. ‘તેને આવ્યો પ્રેમ તો મારે શો નેમ.” એમ કરી ભગવાને ગોવાળને દર્શન દીધાં. તે સમજવા જેવી વાત છે. ભાવથી બધું થાય છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં.' દુનિયાના પદાર્થો ઉપરથી પ્રેમ ઊઠી, પ્રભુ તરફ વળે તો બધાં શાસ્ત્રોનો સાર આત્મામાં આવી જાય છે; પરંતુ તેમ થાય ત્યારે. પ્રભુશ્રીજી કહેતા કે સત્પરુષનાં દર્શન માટે તથા બોધ સાંભળવા, જે વખતે વિચાર કરીને ડગલું ભર્યું કે ડગલે-ડગલે યજ્ઞનું ફળ થાય છે. (બો-૧, પૃ., આંક ૬). D સદ્વર્તન, સદાચરણ એ મોટી પ્રભાવના છે એમ સમજી, જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાના ભાવ નિરંતર કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૩૭, આંક ૧૩૭) D આપના પત્રમાં જે કોમળ ભાવો, આ પર્યુષણ પર્વ નિમિત્તે પ્રગટ થયા છે, તેવા ભાવો ટકી રહે તો ઘણી ધર્મજાગૃતિ પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવનાં વચનામૃત, સમાધિસોપાન આદિનો સ્વાધ્યાય દરરોજ કંઈ-કંઇ પણ કરતા રહેવાનો નિયમ રહે તો તેવા ભાવો ટકે અને વૈરાગ્યની વૃદ્ધિ થઇ, અપૂર્વ યોગ Page #554 -------------------------------------------------------------------------- ________________ (૫૪પ) ૫.પૂ. પ્રભુશ્રીજીનો આ ભવમાં થયો છે, તે ફળીભૂત થાય. ક્ષણિક, અસાર વસ્તુઓનો મોહ માત્ર અવિચારને લઇને અનંતકાળથી સેવાતો આવ્યો છે. તે સદ્ગરના બોધનો પરિચય થયે દૂર અવશ્ય થાય, તેવો યોગ ચૂકવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૮) D આપના પત્રોમાં જણાવેલા ભાવો જળવાઇ રહે તેમ કર્તવ્ય છેજ. મગજમાં વિચાર આવે તે લખી નાખીએ, તે કરતાં તેવા ભાવો વારંવાર દયમાં રહ્યા કરે તો તે ભાવનાનું સ્વરૂપ ગ્રહણ કરે છે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' એનું માહાભ્ય પ.પૂ. પ્રભુશ્રીજી એવું સચોટ કહેતા કે કોઈ વખત એમ થતું કે તેની પાછળ જ પડવું. ઘણા પોતાની ઇચ્છાએ (પ.પૂ. પ્રભુશ્રીજીને જણાવ્યા સિવાય) જંગલમાં જઈ બેભાન થતાં સુધી રટણ કરતા, કોઇ તેમ કરી થાકી જતા; પણ તે ભાવો ટકાવી રાખે તેનું કામ થાય છે. આરંભશૂરા ગુજરાતી ગણાય છે, પણ જીવતા સુધી શૂરવીરપણું જ્ઞાની પુરુષો માગે છે, તે રકમ ભરપાઈ કર્યું છૂટકો છેજી. (બી-૩, પૃ.૫૯૯, આંક ૬૮૪) 'यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी" પરમકૃપાળુદેવ પ્રત્યે, સાચા હૃયથી જે ભાવ જીવ કરે છે, તે લેખાના છેજી. એક પ.પૂ. પ્રભુશ્રીજી નવસારી પધારેલા ત્યારે બધાને પ્રશ્ન પૂછયો : “તમારે શું જોઈએ છે? તે બધા વિચારી મૂકજો.' એમ કહી તેઓ દિશાએ પધાર્યા. પરવારી પાછા પધાર્યા ત્યાં સુધી બધા વિચારમાં રહ્યા હતા. પાછા આવી, તેઓશ્રીએ દરેકને પૂછયું અને પછી સામટો ઉત્તર જણાવ્યો કે “જેણે જે ઉત્તમ જાણી માગણી કરી છે, તે ભૂલશો નહીં.” આ ઉપર વિચાર કરીએ તો જીવને જે સારા ભાવ આવે છે, તે ક્ષણિક રહી જતા રહે, તે ન થવું જોઈએ પણ પકડ કરવાની, ચોટ કરવાની જ્ઞાની પુરુષની ભલામણ, શિખામણ અને ભાર દઈને આગ્રહપૂર્વક જણાવવાની પ્રણાલી છે, તે લક્ષ રહે તો જીવને જાગૃતિનું કારણ છેજી. (બો-૩, પૃ. ૫૯૬, આંક ૬૭૮) આપણને આ મનુષ્યભવ, ઉત્તમ કુળ, સદ્ગુરુનો સમાગમ, સમ્બોધ અને મહામંત્રનો લાભ થયો છે, તેની સફળતા માટે બનતો પુરુષાર્થ કરી, મોક્ષમાર્ગમાં આગળ ને આગળ વધાય તેવા ભાવ દિન-પ્રતિદિન ચઢિયાતા કરતા રહેવાની જરૂર છે. (બી-૩, પૃ.૫૧૯, આંક ૫૬૩) T જે કંઈ કરતા હોઇએ વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, સ્મરણમંત્ર આદિ, તેમાં ભાવ વધે તેમ કર્તવ્ય છે. કોઈ દવા ખાય તો સાથે અનુપાન કે ચરી પાળે છે, તેમ જ્ઞાનીની આજ્ઞા સાથે ભાવ એ ઉત્તમ અનુપાન છે, તેની વૃદ્ધિ કરવા પ્રતિદિન પ્રયત્ન કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૮૫, આંક ૬૬૧) D જ્યાં અશક્તિનું કારણ હોય ત્યાં ભાવ હોવા છતાં વિધિ ન બને, પણ મનમાં કેમ વર્તવું?' તેનો ખ્યાલ રહેવો જોઇએ. શ્રી ગૌતમસ્વામીને આનંદ શ્રાવકે છેલ્લી માંદગીમાં કહેલું, “હે ગુરુ ! મારાથી ચાલી શકાતું નથી, તેથી કૃપા કરીને મારી પથારી પાસે પધારો તો હું ચરણસ્પર્શ કરી કૃતાર્થ થાઉં.'' તેવી જ રીતે અશક્તિને કારણે સૂતાં-સૂતાં ભક્તિ કરવી પડે કે સ્તવન બોલવાં પડે તોપણ ભાવ સૂતો ન રાખવો. ‘મેં પુછાવી રજા મંગાવી છે' એમ ગણી, પ્રમાદ સેવ્યા કરવા યોગ્ય નથી. Page #555 -------------------------------------------------------------------------- ________________ (૫૪) પ્રમાદનાં નિમિત્તોમાં જીવને પ્રમાદ થઈ જાય છે એવી આપણી મનોદશા હોવાથી, છૂટકે સૂતાં-સૂતાં ભક્તિ કરવાનું રાખવું. દિવસમાં કોઈ બપોરનો કે તેવો વખત અનુકૂળ હોય તો તે પ્રકારે ભક્તિ-સ્તવનો માટે કાળ , વવામાં પણ હરકત નથી. સવારે જ ભક્તિ થાય, પછી ન થાય એમ નથી. જેમ લાભ થાય તેમ ફેરફાર કરવો, પણ પ્રમાદ પોષાય તેમ પ્રવર્તવા યોગ્ય નથી એ ભલામણ છેજી. વિધિઓ ભાવને અર્થે છે એમ ગણી, ભાવમાં મંદતા ન આવે તેમ પ્રવર્તવા યોગ્ય છેજ. (બી-૩, પૃ. ૧૯૫, આંક ૧૯૬) T કોઈ પણ પ્રકારનું, સભામાં વાંચન ચાલતું હોય અને કદાચ સમજવામાં આવે તોપણ ભાવ ઓછો થવા દેવો નહીં, અને સાંભળ્યા કરવું. ભાવના છે તે જ્યારે-ત્યારે ફળશે. પોતાને ગમતું વચાય તે સાંભળવાનું ગમે, પણ અઘરો વિષય ચાલતો હોય અને ન સમજાય, ત્યારે એમ ન કરવું કે આ ન વંચાય તો સારું, પણ સાંભળ્યા કરવું; છેવટે મંત્રમાં ધ્યાન રાખવું. પોતાને ગમતું તો આજ સુધી જીવે ઘણું કર્યું, પણ કંઈ વળ્યું નહીં. રુચિ જો જાગ્રત થઈ જાય તો પછી આગળ બધું મળી રહે છે. જેને જેવી ભાવના, તે હંમેશાં ફળે છે. આત્મા જાગ્રત થઈ જાય ત્યાર પછી કર્મોનું કંઈ જોર ચાલતું નથી. (બો-૧, પૃ.૮, આંક ૧૦) | ભાવ વર્ધમાન થાય તો કરતા રહેવા ભલામણ છે, પરંતુ પાછા પડાય નહીં તેની ખાસ કાળજી રાખવી ઘટે છેજી. કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ અને કોઇ પ્રત્યે કિંચિત્માત્ર પણ દ્વેષ ન રહે, તેવા ભાવ કરવા બધો પુરુષાર્થ છે. (બી-૩, પૃ.૩૭૭, આંક ૩૮૩) જ્યારે આપણો ભાવ મોળો પડવા લાગે ત્યારે ઝટ ચેતીને સત્સંગ કરવા જતા રહેવું. નોળિયો સાપ સાથે લડવા જાય, ત્યારે સાપ તેને ડંસ મારે કે તરત જઈને જડીબૂટી સુંધી આવે, તેથી ઝેર ઊતરી જાય. ફરી તેની સાથે લડવા જાય, ત્યારે સાપ કરડે કે તરત બૂટી સુંધી આવે. એમ કરતાં-કરતાં નોળિયો નિર્વિષ થઈને ઝેરીલા સાપને મારી નાખે છે. તેમ સંસારરૂપી સાપ છે, જીવરૂપી નોળિયો છે અને સત્સંગરૂપી બૂટી છે. જ્યારે જીવને સંસારરૂપી સાપનું ઝેર ચઢે ત્યારે સત્સંગરૂપી બૂટીને સૂંઘી આવે તો ઝેર ઊતરી જાય. એમ કરતાં-કરતાં સંસારનો નાશ કરીને મોક્ષે જાય. માટે ભાવ બગડે કે તરત ચેતી લેવું. (બો-૧, પૃ.૨૨, આંક ૩૯) | મુમુક્ષુ : શુદ્ધભાવની જીવને ખબર નથી, તો તેનો લક્ષ કેવી રીતે રહે? પૂજ્યશ્રી ઃ જ્ઞાની પુરુષના અવલંબને શુદ્ધભાવનો લક્ષ રખાય છે. જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે, હું તો કંઈ જાણતો નથી, એવો ભાવ રાખે તો શુદ્ધભાવનો લક્ષ રહે છે. શુદ્ધભાવ જો ન રહેતો હોય તો શુદ્ધભાવ જ મારે કરવા યોગ્ય છે, એવો અંતરમાં લક્ષ રાખીને શુભભાવમાં પ્રવર્તે તો મોડેવલે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય. શુદ્ધભાવને અર્થે જે શુભભાવ કરવામાં આવે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય એટલે પરંપરાએ મોક્ષનું કારણ થાય છે; અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની ક્રિયા કરવામાં આવે છે, તે શુભભાવ નથી પણ શુભક્રિયા છે. તેનુ ફળ સંસાર છે. (બો-૧, પૃ.૫૩, આંક ૨૯) Page #556 -------------------------------------------------------------------------- ________________ (૫૪૭ T વિભાવ તે સ્વભાવ નથી અને સ્વભાવ તે વિભાવ નથી. શુભભાવ હોય તોય વિભાવ છે અને અશુભભાવ હોય તોય વિભાવ છે. બંનેનું કારણ એક જ છે. એક્ટથી મોક્ષ નથી. પુણ્યથીય મોક્ષ નથી. પુણ્ય પાપ બેયની હોળી કરવાની છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૭) T વિશુદ્ધભાવ એટલે ચિત્તપ્રસન્નતા અથવા મનની સ્થિરતા. કષાયની મંદતામાં ચિત્તલોભ હોય નહીં, તેથી આનંદ આવે છે. આત્મા આનંદરૂપ છે. તેવા સમયમાં (ચિત્તપ્રસન્નતા હોય ત્યારે) મંત્રનું સ્મરણ કરવું, એ ઘણા લાભનું કારણ છે. કષાયનું નિમિત્ત ન હોય તો તેવા ભાવ વધુ વખત સુધી ટકી રહે છે. આનંદઘનજીના જીવનમાં પણ એ જ આવે છે. ચિત્તપ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઇ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ.'' પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે તેવા ભાવો એ મોક્ષનું કારણ છે. તેવા જીવોને નિશ્રયે મોક્ષ થવાનો જ છે. વિશુદ્ધભાવની વર્ધમાનતા થાય એ જ પુરુષાર્થ કરવાનો છે. કર્મો વચ્ચે આવે પણ લક્ષ એ જ રાખવો. (બો-૧, પૃ.૨૧, આંક ૨૪) D પ્રશસ્ત રાગ, અનુકંપા, ચિત્તપ્રસન્નતા (વિશુદ્ધભાવ) એ શુભ પરિણામ છે. વિશુદ્ધભાવ એ આત્માનો નિર્ણય કરવામાં સહાયક છે. તેવા ભાવ હોય ત્યારે આત્માનો નિર્ણય થાય, તે સાચો થાય છે. વિચારદશા ત્યારે કહેવાય. પ્રશસ્ત રાગ અને અનુકંપામાં પણ વિશુદ્ધભાવ હોય છે. (બો-૧, પૃ. ૨૯, આંક ૩૬) ભાવના પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે અને અન્ય વિચારોનું વિસ્મરણ થાય એમ ભાવના કર્તવ્ય છેજી. તે પરમપુરુષે આત્મા જાણ્યો છે, તે માટે માન્ય છે. તેની હા એ હા અને તેની ના એ ના, એમ વૃઢ મતિ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૬૫૬, આંક ૭૭૭) | હાલ જે પુરુષનાં વચનામૃત વાંચો છો, તે વિચારી, તે પુરુષની સમ્યકજ્ઞાનમય, અસંગ, અપ્રતિબંધદશાની ભાવના કરતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૨૩૬, આંક ૨૩૧) T સશ્રદ્ધા પામીને જગતથી ઉદાસીન થવું અને આત્મશાંતિ થાય તેવા ભાવોનું રટણ રહે, મોક્ષેચ્છા વર્ધમાન થયા કરે, નિવૃત્તિ આદિ મળે સત્સંગ, સન્શાસ્ત્ર અને પરમકૃપાળુદેવના સ્વરૂપનું ચિંતન રહ્યા કરે, તેવી ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૧૧, આંક ૮૫૮). | આટલા ભવમાં પરમકૃપાળુદેવ પ્રસન્ન થાય તેમ જ પ્રવર્તવું છે, એ લક્ષ અહોરાત્ર રહ્યા કરે તો જીવનો પગ કોઈ પાપકાર્યમાં ન પડે, બધાં દુ:ખથી તે બચી જાય. માટે પરમકૃપાળુદેવનાં વચનો વાંચી, વારંવાર વિચારી, તેમની દોરવણી પ્રમાણે જ આ ભવના છેવટનાં વર્ષો મારે જરૂર ગાળવાં છે, એવી ગાંઠ મનમાં પાડી દઇ, લાગ આવ્યું તેમ જ કરવું છે, એ ભાવ દિવસે-દિવસે વર્ધમાન કરવો ઘટે છે. જેવી જેની ભાવના, તેવું તેને ફળ વહેલુંમોડું મળી રહે છેજી; તો ભાવના સારી રાખવામાં ભિખારી શા માટે રહેવું ? એમાં કંઈ ખર્ચ થાય તેમ નથી કે નથી દુઃખ કે કષ્ટ પડતું. માત્ર અજ્ઞાનને લઈને જીવ પોતાનું નહીં તેને પોતાનું માની, મારું-મારું કરી રહ્યો છે. પોતે દેહાદિરૂપે નથી, છતાં દેહાદિરૂપ હું છું Page #557 -------------------------------------------------------------------------- ________________ (૫૪૮) માની, દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માને છે તે બધું ઊંધું છે; તો જ્ઞાનીનાં વચનોના આધારે ખોટાને ખોટું માની, સાચું જ્ઞાનીએ પ્રગટ કર્યું છે તે શુદ્ધ, સહજ આત્મસ્વરૂપ છે, તે મને માન્ય હો, તે જ હું છું, તે જ મારું સ્વરૂપ છે, તેથી ભિન્ન તે હું નહીં અને મારું પણ નહીં, આમ વારંવાર દૃઢ ભાવના કરવાથી જ્ઞાનીના સાચા શિષ્ય થવાય છેજી. આ પત્ર વારંવાર વિચારી, જીવન પલટાવી, જ્ઞાનીના સાચા અનુયાયી થવા ભલામણ છે. (બો-૩, પૃ.૭૯૬, આંક ૧૦૨૪) D આપે પરમકૃપાળુદેવના ચિત્રપટનું સ્મરણ ઝાંખું રહે છે એમ જણાવ્યું; તેના ઉત્તરમાં જણાવવાનું કે સ્ટય-દર્શન આપણા ભટકતા મનને રોકવા માટે છે. ધ્યાનમૂનું મૂર્તિ એમ બોલીએ છીએ, તે લક્ષમાં રાખવા વિનંતી છેજી, સ્પષ્ટતા-અસ્પષ્ટતાની ફિકર-ચિંતા કરવા યોગ્ય નથી. પ્રેમપૂર્વક વારંવાર દર્શન કરતા રહેવાથી, તેમાં વૃત્તિ રાખી, તેમણે પ્રાપ્ત કરેલી વીતરાગતા, દેહાધ્યાસનો અભાવ, સમ્યજ્ઞાનાદિ પ્રભાવોનું ચિંતન કરતા રહેવાથી, તે પરમપુરુષમાં તન્મય થવાની આપણી ભાવના વધે છે અને વૃત્તિ ત્યાં રોકાય છે, એકાગ્રતા થતી જાય છે; તે તરફ વિશેષ લક્ષ રાખવા ભલામણ છેજી. જેમ બને તેમ કલ્પનાઓ શમાવી, સ્વરૂપ પ્રત્યે વળવાથી આત્મહિત થાય છેજી. જે મહાપુરુષે સર્વ વિકલ્પો તજી આત્મામાં સ્થિરતા કરી, જ્ઞાતા-દ્રષ્ટા-નિર્વિકલ્પ થયા, તે મહાપુરુષનાં દર્શન, વંદન, ભક્તિ-સ્મરણાદિ આજ્ઞા તે જ અર્થે હોય. તે ન ચુકાય તેવી ભાવના આપણે કરતાં રહેવું, એ હિતકારક છેજી. જ્ઞાનીએ આત્મા જામ્યો છે તે માટે માન્ય છે; મને અત્યારે કંઈ ભાન નથી એટલે હું કલ્પના કરું તેમાં કંઈ માલ નથી. મારું કામ તો જ્ઞાનીએ કહેલા સત્સાધનની આરાધના કરવી એ જ છે. તેનું જે ફળ આવશે તે સત્ય જ હશે, કેમકે આત્મા જાણીને જે પુરુષે આજ્ઞા કરી છે તે આજ્ઞાનું ફળ આત્મશુદ્ધિ જ આવે, એવી દૃઢ માન્યતા કરવી-રાખવી ઘટે છેજી. કોઈ વસ્તુ દેખાય, ન દેખાય તેને વિષે કંઈ વિકલ્પ નહીં કરતાં, બધું ભૂલી જવાનું છે. “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.'' તે સર્વ બાદ કરતાં બાકી રહે તેવો છે; તેની ભાવનાનો ક્રમ પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યો છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઇતી. અમુક કાળ સુધી શૂન્ય (નિર્વિકલ્પતા) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તો આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતુંતે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું; તે ન હોય તો પછી માગવાની ઇચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે.'' (૧૨૮) (બો-૩, પૃ. ૨૮૭, આંક ૨૭૬) | મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું અને ચિત્રપટ પરમકૃપાળુદેવનો હોય તો તેનાં દર્શન, વારંવાર, પ્રેમપૂર્વક કરવાં. એ ભાવના જીવને સારી ગતિમાં લઈ જનાર છે; અને પુરુષનો ભવોભવમાં યોગ Page #558 -------------------------------------------------------------------------- ________________ (૫૪૯) કરાવે તેવું બળ ભક્તિમાં રહેલું છે. માટે ભક્તિભાવમાં ચિત્ત રાખવું, રોગમાં ચિત્ત રોકવું નહીં; કારણ કે રોગ તો કર્મ છે, તે જાય છે; પણ ત્યાં નવાં કર્મ ન બંધાય કે પાપકર્મ ન બંધાય, માટે આત્મભાવના અર્થે નીચે જણાવેલી શિખામણ મોઢે કરી, રોજ બોલવાનો નિયમ રાખશો તો કલ્યાણ થશે. શ્રી સદૂગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) આટલા વચનો મુખપાઠ કરી, રોજ બોલી જવાં; તેનો વિચાર કરવો અને સદ્ગુરુએ જામ્યો છે તેવો આત્મા મારો છે, તેની હું ભાવના કરું છું. મને આત્માની ઓળખાણ નથી પણ જે પુરુષે આત્મા જાણ્યો છે તે પુરુષની આજ્ઞાએ, તેને આશરે હું તેણે જાણેલા આત્માની ભાવના કરું છું. તે સદ્ગુરુ પરમકૃપાળુદેવ સાચા પુરુષ છે, તેમણે આત્મા ઓળખ્યો છે, શુદ્ધ આત્મરૂપ જ છે, તેથી તેનું અવલંબન, તેનું શરણ હું ગ્રહું છું. એ સત્પષ સિવાય, તેણે જાણેલા આત્મા સિવાય, કોઈ વસ્તુ ઉપર મને પ્રેમભાવ, આશા કે વાસના દ્ધયમાં ન રહો. તે જ એક પ્રાપ્ત કરવા યોગ્ય આ ભવમાં છે. તેથી બીજું કંઈ મારે ઇચ્છવું નથી. ભલે રોગ હો કે મોત આવો પણ બીજું કંઈ મારે જોઇતું નથી, માગવું નથી. આત્મા, શુદ્ધ આત્મા, સહજ આત્મસ્વરૂપ જ જોઇએ, થઈએ એ જ પ્રાર્થના. (બો-૩, પૃ.૧૦૩, આંક ૯૪). || જ્ઞાની પુરુષે જાણ્યો છે, પ્રગટ કર્યો છે, ઉપદેશ્યો છે તેવો મારો આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી, અછઘ, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમસુખનું ધામ છે, એવી ભાવના નિરંતર કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૩૮, આંક ૯૦૬). | ધર્મ એક સારી વસ્તુ છે. આત્મસ્વભાવ તે ધર્મ છે અને તે જ્ઞાની પુરુષે જાણ્યો છે. હું કંઈ જાણતો નથી પણ જેણે યથાર્થ આત્મા જાણ્યો છે, આત્મારૂપ જે હતા, તે પરમકૃપાળુદેવનું મને શરણું હો. તેની શ્રદ્ધાએ, તેના કહેવાથી આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય છે – એ છે પદની મને શ્રદ્ધા છે, એ જ મારે ભાવવા યોગ્ય છે, એ લક્ષ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૨૯, આંક ૫૬). || જેણે, સંસારમાં જન્મમરણ થઈ રહ્યાં છે તેથી, છૂટવું હોય તેણે પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી, તેમણે જાણેલો આત્મા ચિંતવવા યોગ્ય છે. મને કંઈ ખબર નથી, પણ એ પરમકૃપાળુ જ્ઞાની પુરુષે જાણ્યું છે, જોયું છે, ઉપદેશ્ય છે તે સાચું છે, તે મને માન્ય છે અને તેની મને પ્રાપ્તિ થાઓ એવી ભાવના વારંવાર કર્તવ્ય છે. પરમકૃપાળુદેવના ચિત્રપટનું દર્શન, તેમની આજ્ઞારૂપ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, મંત્રનું સ્મરણ અને પુરુષનું શરણ, વિશ્વાસ અને તેનો આશ્રય કલ્યાણકારી છે, એ ભાવના વિશેષ પ્રેમથી કર્તવ્ય છે. સપુરુષના યોગબળથી કંઈ-કંઈ પાપી જીવોનાં પણ કલ્યાણ થઈ ગયાં છે. વિશ્વાસ અને ટેક જોઇએ. કોઇ પણ પ્રકારની ઇચ્છા રાખવા યોગ્ય નથી. સંસારને સાવ ભૂલી જઈ, એક પુરુષનું શરણ એ જ મારો ઉદ્ધાર કરનાર છે એવો નિશ્ચય કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૧, આંક ૫૯) Page #559 -------------------------------------------------------------------------- ________________ (૫૫૦) | આત્મા અવિનાશી છે. તેનો નાશ માનવો એ જ ભ્રાંતિ છે. બાકીની બધી વસ્તુઓ તે બદલાની છે, નાશ પામનારી છે; તો તે પર્યાવૃષ્ટિ છોડી દઇ આત્મભાવનામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે (બી-૩, પૃ.૬૪, આંક ૫ ) T મોહનીયકર્મ બધું બગાડી દે એવું છે અને મરણ કોઇને મૂકે એમ નથી, માટે ચેતતા રહેવાની જરૂર છે. તૃષ્ણા, વાસના કે પ્રીતિ ઠાર-ઠાર થઈ જાય, તે તોડી નાખવાની જરૂર છે. આ કળિકાળમાં વૈરાગ્યને વિપ્ન ઘણાં હોય છે અને જીવને ધર્મ કરવા જતાં વિઘ્ન પાડે છે, પણ જેમ બને તેમ વધારે વખત વાંચવા-વિચારવામાં ગાળવાનો રાખી, પર્યાયવૃષ્ટિમાં તણાઈ ન જવાય, તે માટે કાળજી રાખવી. બધા પર્યાયો નાશવંત છે, ઠગારું પાટણ છે, ભુલવણીનું ઘર છે એમ માની, હવે આત્મા ઉપર આવી જવું. આત્માની જ ચિંતવના, આત્માની જ ગવેષણા, આત્માની જ ઉપાસના માટે જીવવું છે એમ રાખી, આટલો ભવ ઉત્તમ ભાવનામાં ગાળવામાં આવશે તો અનંત ભવનું સાટું વળી રહેવા જેવો જોગ પ્રાપ્ત થયો છે જાણી, ધર્મમાં વૃત્તિ રાખી, શાંતિથી જે બની આવે તે કર્યા જવું; પણ અહીં રહેવાય તો સારું અને આમ કરીએ તો ઠીક, એવી તૃષ્ણા-ઇચ્છાઓ ન કરવી. કોઈ ઠેકાણે મરણ છોડનાર નથી; અને અયાચક વૃત્તિએ સદ્ગુરુનું શરણું દૃઢ ભાવવું. (બો-૩, પૃ.૧૬, આંક ૫૩) તે આત્મા કદી જન્મ્યો નથી અને મરતો નથી. ભવાયો જેમ રાજા, જોગી કે બાઇ-ભાઇનો વેશ લાવે છે, પણ ભવાયો દેખાય છે, તેવો કદી થઇ જતો નથી. તેમ ગમે તેવો દેહ બાઇ-ભાઇનો દેખાતો હોય પણ આત્મા કદી દેહ થયો નથી. આત્મા કોઇનો ધણી નથી, કોઇની સ્ત્રી થયો નથી, કોઇની મા થયો નથી કે બાપ થયો નથી; પણ દેહને દેખીને અજ્ઞાની જીવો આત્માને દેહરૂપ માની, બધો સંસારનો ભાર તાણી દુઃખી થાય છે; એ બધી અણસમજ છે, પણ કોઈ સંતના વિશ્વાસે, જ્ઞાનીનું કહ્યું માન્ય કરવા યોગ્ય છે કે હું દેહ નથી પણ દેહથી ભિન્ન જાણનાર, દેખનાર જ્ઞાનીએ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, ઉપદેશ્યો છે તેવો આત્મા હું છું. હું કપાતો નથી, ઘસાતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી, મરતો નથી, જન્મતો નથી, બળતો નથી; દુઃખ-વ્યાધિ-પીડા દેહમાં થાય છે તેને જાણનાર માત્ર હું છું. (બો-૩, પૃ.૬૧૪, આંક ૭૧૨) || હું કંઈ ન જાણું, પરંતુ પરમકૃપાળુદેવે આત્મા જામ્યો છે તેવો મારો આત્મા છે, એવી માન્યતા મારે કરવી છે. બીજી કોઈ કલ્પના કરવી નથી. એની આજ્ઞા ઉઠાવવાના મારા ભાવ છે. અસંગ, અપ્રતિબંધ, અપ્રમત્ત આત્મસ્વરૂપ જ્ઞાનીએ અનુભવ્યું છે, ઉપદેશ્ય છે તે રત્નત્રયરૂપ સહજ આત્મસ્વરૂપની હું તો ભાવના અત્યારે કરું છું. આવી – જ્ઞાનીએ ભાવી છે તેવી – આત્મભાવના મારે ભાવવી છે, એમ ચિંતવન-શ્રદ્ધા કર્તવ્ય છે). (બી-૩, પૃ.૫૮૨, આંક ૬૫૮). | જગત ગમે તે કહે, પણ આપણે તો ભક્તિ કરવી. સલ્ફાસ્ત્ર વાંચવું, વિચારવું, ભાવના પરમકૃપાળુદેવની કરવી. ચિત્રપટનું વારંવાર દર્શન કરી, ભાવના કરવી કે પરમકૃપાળુદેવ દેહથી ભિન્ન છે. મારે એવા થવું છે. દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. (બો-૧, પૃ. ૨૫૮, આંક ૧૨) Page #560 -------------------------------------------------------------------------- ________________ (૫૫૧) આપણે સમાધિમરણની રોજ ભાવના તથા તૈયારી કરતા રહેવાની જરૂર છેજી. દરરોજ સૂતી વખતે તો પરમકૃપાળુદેવને શરણે આત્મઅર્પણતા સંભારી તે જ શરણું સાચું છે, હું કંઇ જ ન જાણું, પણ પરમકૃપાળુદેવે જેવો જામ્યો છે તેવો આત્મા મારો છે – એમ મારે માનવું છે, તે જ મને હો એ ભાવના કરતા રહેવા જેવી છે. (બી-૩, પૃ.૪૭૮, આંક ૫૦૭) |સહજ સમાધિની ભાવના મુમુક્ષુજીવો વારંવાર કરે છે, તે એવા પ્રકારની હોય છે કે હે ભગવાન ! એવો ક્યારે દિવસ આવશે કે જ્યારે મને આત્માનો આનંદ અનુભવાશે ? એ આત્માને આનંદ, લાખો રૂપિયાની ખોટ વેપારમાં જાય તો પણ લૂંટાઈ જતો નથી અને લાખો રૂપિયાનો લાભ થાય તો પણ તે આનંદ બાહ્ય કારણોથી વધતો નથી. માત્ર આત્મભાવનાને આધારે પ્રાપ્ત થતો આનંદ, આત્મપરિણામમાં ઉલ્લાસ વધતાં, વધે છે અને આત્મભાવનામાં વિઘ્ન નડતાં હાનિ પામે છે. તે આત્મનિર્મળતા દિન-દિન વધતી જાય અને આત્મિક આનંદ અખંડિતપણે અનુભવાતો જાય, તેવી દશાની વારંવાર ભાવના કર્તવ્ય છે). (બી-૩, પૃ.૨૯૮, આંક ૨૮૭) D પરમકૃપાળુ પરમાત્માએ જે આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે અને ઉપદેશ્ય છે તેવું જ મારા આત્માનું સ્વરૂપ છે. મારે એ જ માન્ય કરવું છે. મને કંઈ ખબર નથી પરંતુ જ્ઞાની પરમગુરુની મને શ્રદ્ધા છે. છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તે મહાપુરુષનું મને શરણ હો ! કર્મના ઉદયે દેહમાં વ્યાધિ, પીડા, અશક્તિ અનેક પ્રકારે જણાય તેને આંત્માનું સ્વરૂપ મારે માનવું નથી. હું દુઃખી છું. હું રોગી છું, હું મરી જઈશ એવી કલ્પના તજીને જ્ઞાનીએ કહ્યું છે એવું નિત્ય, અભેદ્ય, અછઘ, જરામરણ આદિથી રહિત શાશ્વત આત્માની માન્યતા કરું છું. ‘જ્ઞાનીને હો તે મને હો.' (બી-૩, પૃ.૬૨૫, આંક ૭૩૧) I હવે તો એવી ભાવના કર્યા કરવી ઘટે છે કે હે ભગવાન ! મારે કોઈ તમારા સિવાય આધાર નથી; તમારે આધારે જ બાકી રહેલી જિદગીના દિવસો જાઓ. આટલા કાળ સુધી તો મને આપના તરણતારણ પ્રભાવનું ભાન નહોતું, તેથી મૂંઝવી મારે તેવા આધાર ગ્રહણ કરીને દહાડા એળે ગાળ્યા; પણ હવે મારા આત્માનું જરૂર, આપના શરણે, કલ્યાણ થશે, એવી અંતરમાં શ્રદ્ધા પ્રગટી છે તે જ મારે આધારરૂપ છે. આ દેહનું ગમે તેમ થાઓ, ગમે તેટલી મૂંઝવણો આવી પડી; પડોશી, ઘરનાં માણસ કે આખું જગત વિરોધ કરીને કનડતું હોય તો પણ એક જો તમારી આજ્ઞા, મંત્રસ્મરણ મારા હૃદયમાં સદાય જાગ્રત હોય તો મને કોઈ મૂંઝાવી શકે તેમ નથી. મારા આત્માનો વાંકો વાળ નહીં થાય, એટલી આપની શક્તિનો મને વિશ્વાસ છે. જગતના તરફ નજર રાખીને આખો આવરદા ગાળ્યો, પણ પાણી વલોળે માખણ ન નીકળે તેમ મારા આત્માનું તેથી કંઈ કલ્યાણ થયું નહીં, પણ હવે તો તમારી આજ્ઞા આરાધવામાં જેટલો પુરુષાર્થ કરીશ તેટલો મારો આત્મા તમારી સમીપ આવશે, તમારા જેવો થશે. માટે હવે તો મારી જ ખામી છે, મારો જ પ્રમાદ મને નડે છે, તેને હવે નહીં ગણતાં જરૂર જેટલું ખાવાનું, ઊંઘવાનું કે ઘરનું જરૂરનું કામ પતી ગયું કે હવે તો હે પ્રભુ ! આપની આજ્ઞા અહોરાત્ર આરાધવાની અંતરમાં વૃઢ ભાવના - પ્રતિજ્ઞા જેવી – કરવી છે કે એ આરાધના અને મરણ વખતે, રોગ વખતે, ક્રોધાદિ વિકારોના પ્રસંગે કર્મબંધથી બચાવે. Page #561 -------------------------------------------------------------------------- ________________ (૫૫૨) આ પુરુષાર્થ આ ભવમાં નહીં કરું અને અચાનક દેહ છૂટી જશે તો કરવાનું છે તે મનમાં રહી જશે. અને આજ સુધી આંધળાની પેઠે પોતાનો દુશ્મન બની, મેં પોતાને દુ:ખ દેવામાં બાકી રાખી નથી, અનેક કર્મો બાંધ્યાં છે, તે ભોગ વા કેવાય ભવમાં ભમવું પડશે. માટે જ્યાં સુધી આ મનુષ્યભવ છે. ત્યાં સુધીનો કાળ, પ્રમાદ તજીને, જરૂર આત્મહિત થાય તેમ જ ગાળી લઉં, એવો દ્રઢ નિશ્ચય કરી, કંઇ ને કંઈ કામ કરતાં પણ ધર્મકાર્યમાં ચિત્ત રાખ્યા કરવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છે. મોહને મારવાનો લાગ આવ્યો છે, તે વખતે ઊંધ્યા કરીશ તો વેદના, મરણ કે તેવા મૂંઝવણના પ્રસંગમાં મોહને વશ થઇ, તેમાં તણાઈ જવાથી, માઠી ગતિમાં ઘસડાઈ જવાનો પ્રસંગ આવશે. માટે હવે તો મોહનિદ્રામાંથી જાગ્રત-જાગ્રત થવાની, રહેવાની જરૂર છેજી. મોહશત્રને મારવાનો લાગ આવ્યો છે, તે વખતે પ્રમાદ આડે કરવાનું તે કાર્ય રહી ન જાય તેની ફિકર દયમાં રાખીને, જે કંઈ કરવા ધાર્યું હોય તે કર્તવ્ય છે. બીજી વસ્તુઓ તરફનો પ્રેમ તો જરૂર ઘટાડવો જ પડશે, તે વિના છૂટકો નથી. તે વિષે વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છે). (બો-૩, પૃ.૪૬૬, આંક ૪૯૦) T સાચા દિલની ભાવના સદ્ગુરુકૃપાએ યથાવસરે સફળ થાય છેજી. “માના વિનાશના કહેવાય છે. માટે પોતાનાથી બને તેટલો પુરુષાર્થ સરુઆજ્ઞા ઉઠાવવામાં કરી, ન બને તેનો મનમાં ખેદ રાખી, તે અર્થે વિશેષ પુરુષાર્થ જાગ્રત થાય તેવી ભાવના, પ્રાર્થના, ઝૂરણા કરતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૨૫૦, આંક ૨૪૪). મનુષ્યભવમાં કર્તવ્ય એક સમ્યક્દર્શનની પ્રાપ્તિ છે અથવા આત્મસ્વરૂપની ઓળખાણ છે અને તે તો આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે તેવા આપ્તપુરુષના યોગ વિના બની શકે તેવું નથી. માટે એ પુરુષના યોગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. આ કાળનાં અલ્પ આયુષ્ય અને અચાનક મરણ નીપજતાં ભાળીને ચેતવા જેવું છેજી. આખો દિવસ પરકથા અને પરવૃત્તિમાં વહ્યો જાય છે, તેમાંથી થોડો કાળ અવશ્ય કાઢી લઈ “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?'' એવા આત્મા સંબંધીના વિચારમાં વૃત્તિને રોકી આત્માનું ચિંતવન, ભાવના બને તેટલી કર્તવ્ય છેજી. "उत्तमा स्वात्मचिन्ता स्यात् मोह चिन्ता च मध्यमा । अधमा कामचिन्ता स्यात् परचिन्ता अधमाधमा ।।" ભાવાર્થ : આપણા આત્માના ઉદ્ધારની ચિંતા-વિચારણા કરવી, એ ઉત્તમ ચિંતવન કહેવાય છે. મોહને વશ કે શુભ રાગને લઈને બીજા જીવોનું ભલું કરવાની વિચારણા, તે મધ્યમ ચિંતવન છે. કામભોગની ચિંતવના કરવી, તે અધમ છે અને બીજાનું ભૂંડું થાય, અકલ્યાણ થાય તેવા વિચાર કરવા, તે અધમમાં અધમ ચિંતવના છે. (બો-૩, પૃ.૩૭, આંક ૨૩). T “દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ નથી કરતા, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે.'' (૮૪૩) આ પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું વચનામૃત દ્ધયમાં અખંડ જાગ્રત રહો, એ ભાવના કર્તવ્ય છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ આ દેહની સ્થિતિ જેટલી છે, તેમાં એક સમયમાત્ર વધવાનો નથી. જે સમયે આ દેહ છોડવો છે, તે સમયને કોઇ દેવ કે દેવાધિદેવ પણ ઓળંગવા સમર્થ નથી. જેટલા શ્વાસોશ્વાસ બાંધ્યા છે, તે પૂરા થયે, આ દેહ તત્કાળ મૂકવો પડશે. પછી અજ્ઞાનદશાએ કરીને દેહાત્મબુદ્ધિ રાખે અને આખા જગતનો ભાર માથે રાખે તો તેનું તે જાણે. સર્વજ્ઞ ભગવાને તેમના જ્ઞાનમાં જોયું છે કે આ આત્મા ત્રણે કાળ એકલો જ છે, એકલો આવ્યો છે અને એકલો જશે. સર્વ દ્રવ્યથી ન્યારો, સર્વ ક્ષેત્રથી ન્યારો, સર્વ કાળથી ન્યારો અને સર્વ અન્ય ભાવથી ન્યારો એવો પરમ જ્ઞાનજ્યોતિસ્વરૂપ, સ્વપરપ્રકાશક આત્મા જ્ઞાનીઓએ અનુભવજ્ઞાનથી જોયો છે, તે વાત ત્રિકાળ સત્ય છે, સત્ય છે, સત્ય છે. (બો-૩, પૃ.૪૮, આંક ૩૩) I ‘‘સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.'' (૫૩૯) આટલાં વચન વારંવાર વિચારી, અંતરમાં ઊંડા ઉતારી, તરી જવા યોગ્ય છેજી. શબ્દો વડે જ્ઞાનીપુરુષો નિષ્કારણ કરુણાથી, જે પરમ પદાર્થ તરફ આ દુષ્ટપરિણામી જીવની દૃષ્ટિ ખેંચી સ્થિર કરાવવા ઇચ્છે છે, તે પદાર્થ મને-તમને-સર્વને અનન્યપણે ભાસો; તે જ પ્રીતિકર, નિરંતર સુખની ખાણ સમજાઓ; તેને માટે પ્રાણ જતાં પુરુષાર્થ કરવાનું ન ચૂકું, ભાન હોય ત્યાં સુધી સત્પુરુષે કરેલી આજ્ઞાને સર્વોપરી માની, જીવાદોરીની પેઠે તેમાં જ વૃત્તિ રાખીને જીવું, એને ભૂલી જીવવું ઝેર જેવું જાણું; તે જ પ્રાણપતિ, તે જ આધાર, તે જ બચાવનાર, તે જ જ્ઞાની, તે જ સમાધિમરણનું દાન ક૨ના૨ પ્રભુની ભક્તિ ન ભૂલું એવી દૃઢતા અખંડ હ્દયમાં ઊભરાતી સદા સર્વને રહો; સર્વ એ સર્વોત્તમ પદના પ્રેમી થાઓ, તેને માટે મરણિયા થાઓ, તેને માટે જ જીવના ં થાઓ, તેમાં જ અભેદભાવે વસનારા થાઓ, તુંહિ તુંહિ તેનો જ જાપ નિશદિન જપાયા કરો. ‘‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?'' (બો-૩, પૃ.૨૫૯, આંક ૨૫૩) m ‘‘તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.'' એમ ક્ષમાપનાના પાઠમાં રોજ બોલીએ છીએ તે પ્રમાણે યથાશક્તિ વર્તાય તો જીવને સંતોષ વર્તે, આગળ વધે અને પરમપદને પણ પામે. સંસારમાં તો ક્યાંય સુખ નથી. ‘‘એકાંત સુખી મુનિ વીતરાગ'' એ લક્ષ થોડોઘણો વર્તાશે તેમ તેમ વીતરાગતા તરફ વલણ થશે અને ક્રમે-ક્રમે પૂર્ણ વીતરાગપદમાં પણ વાસ થાય. એ જ ભાવના વારંવાર ભાવવા યોગ્ય છેજી. તે રુચિ થવામાં, વિઘ્નરૂપ જે જે કારણો સમજાય, તે દૂર કરતા રહેવાની જરૂર છે, શીઘ્રપણે તેમ કરવાની જરૂર છેજી; નહીં તો આવો યોગ ‘‘રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.'' (૫૦૫) (બો-૩, પૃ.૫૧૨, આંક ૫૫૩) સત્સંગની ભાવના નિરંતર રાખતા રહેવી ઘટે છેજી તથા જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવી, આ કલ્યાણનો રાજમાર્ગ છેજી. કાળ દુષમ છે તો પુરુષાર્થ વિકટ કરી, તે તે વિઘ્નોને ઓળંગી, પરમકૃપાળુદેવને અવલંબને પરમપદની પ્રાપ્તિની ભાવના સદાય જાગ્રત રાખતા રહેવી ઘટે છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૬) Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ સત્સંગનો યોગ ન હોય ત્યારે સત્સંગની ભાવના સાચા હૃદયથી કર્યા કરવાથી તેવો યોગ આવી પડે છે. મરણપર્યંત પરમકૃપાળુદેવનું શરણ ટકી રહે અને તે મહાપુરુષને આશરે દેહ છૂટે એવું આ ભવમાં કરવું છે એવો નિર્ણય કરી, તે ભાવના જાગ્રત રાખતા રહેવા જેવી છેજી. કોને ખબર છે કે કાલે શું થશે ? માટે આજના દિવસમાં જેટલો ભક્તિ, ભજન, વિચારણાનો વખત મળે તેટલો લહાવો લઇ લેવો. જતા દિવસમાં કંઇક શાંતિનું કારણ વધે તેવી ભાવના ભાવવી. ‘પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો.’' (૩૭) (બો-૩, પૃ.૪૯૮, આંક ૧૩૫) વિરહકાળમાં પણ જો સત્સંગનો લક્ષ બળપૂર્વક જીવ રાખે તોપણ કલ્યાણ થાય છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે અમને વિરહમાં રાખીને પકવ્યા છે. ત્રીજી યોગદૃષ્ટિમાં શુશ્રુષા એટલે ‘શ્રવણ સમીહા શોધ' (સત્ સાંભળવાની ઇચ્છા) નામનો ગુણ પ્રગટે છે, ત્યારથી શ્રવણનો જોગ ન હોય તોપણ તેની ઉત્કટ ઇચ્છાથી, સાંભળવાનો જોગ મળ્યે લાભ થાય, તેવો લાભ વગર શ્રવણે થાય છેજી. હાલ તો તમે ઇચ્છો છો તે કરતાં, જણાવ્યા પ્રમાણે વર્તવામાં વિશેષ લાભ સમજાય છેજી. (બો-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૫) હાલ તો જે કામ હાથમાં અભ્યાસનું લીધું છે, તે પૂર્ણ કરવા તરફ વૃત્તિ રાખી, બીજા વિચારો ગૌણ કરી, વખતની અનુકૂળતા અને સત્સંગના યોગે સર્વ પ્રશ્નોનો નિવેડો આવવા યોગ્ય છે એમ ગણી, તેની ભાવના રાખતા રહો. (બો-૩, પૃ.૪૮૦, આંક ૫૧૦) D આ કાળમાં ભક્તિ, સંત્સંગ આદિ આત્મહિતના પ્રસંગો મળવા દુર્લભ છે. શારીરિક અનુકૂળતાઓ અને મોહનાં કારણો મળવાં મુશ્કેલ નથી; પણ ‘વૈરાગ્યના કામમાં વિઘ્નો ઘણાં' એમ કહેવત છે, તે આ કાળમાં તો પ્રત્યક્ષ જણાય છે. તેમ છતાં તેને માટે જેને રુચિ જાગી છે તેને વહેલેમોડે તે પ્રાપ્ત થઇ શકે છે. માટે તેવા યોગોની ભાવના વર્ધમાન કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૧૨૪, આંક ૧૨૪) સ્મરણ-માળાનો ક્રમ શરૂ ન કર્યો હોય તો પ્રમાદ તજી, કરતા રહેવા ભલામણ છેજી. ન બને એવું નથી. જીવ ધારે તે કરી શકે એમ છે, પણ ધારવું અઘરું થઇ પડયું છે; કારણ કે પુરુષાર્થ-વીર્ય મંદ હોય ત્યાં શું બને ? સત્સંગે જીવ બળવાન થાય છે પણ તેવો યોગ ન બને ત્યાં સુધી તેની ભાવના નિરંતર રાખવી ઘટે છેજી. જેની જેવી ભાવના, તેવી સિદ્ધિ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે, માટે ભાવનામાં ભિખારી ન બનવું. ઉત્તમ ભાવના અખંડ રાખી, હાલના સંયોગોમાં બને તેટલો સત્પુરુષાર્થ કરતા રહેવાનો દૃઢ નિશ્ચય, દરેક મુમુક્ષુએ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૬૮, આંક ૩૭૦) I ‘‘નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ?'' જ્ઞાનીપુરુષની સન્મુખ યોગ્યતા વિના શું મોઢું લઇને જવું ? એવો પણ જીવને વિચાર ક્યાં આવ્યો છે ? બીજા વિચારોમાંથી મનને દૂર કરી જે વિચારે વિશુદ્ધિ પ્રાપ્ત થાય, નિજ દોષ દેખવા જેટલી નિર્મળતા મળે અને દોષ ટાળવાની તત્પરતા વધે તે અર્થે અત્યંત દીનતાપૂર્વક સત્સંગ, સત્સેવાની નિરંતર ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) Page #564 -------------------------------------------------------------------------- ________________ (૫૫૫) T કોશનું કારણ, કોઇને, આ જીવે ન થાય અને કોઇને ક્લેશનું કારણ ન માને એવા ભાવ ટકી રહે, તેવી ૫ મપાળદેવ પ્રત્યે સાચા અંત:કરણે યાચના-ભાવના-ઇચ્છા છે. (બો-૩, પૃ.૭૦૩, આંક ૮૪૭) “આપ ભલા તો જગ ભલા” એવી કહેવત છે, તો પોતે ભલા થવા પ્રયત્ન આજથી આદરવો યોગ્ય છેજી. તેમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના રોજ ભાવવી અને સાંજે તેનું જ પ્રતિક્રમણ કરવું કે એ ચારમાં ભંગ કોઈ પ્રકારે થયો છે કે નહીં? થયો હોય તો તેનો પશ્રાત્તાપ કરી, ફરી ન થવા દેવાની કાળજી વિશેષ રાખવાનો નિશ્રય કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૬૦૦, આંક ૬૮૮) પાપની પ્રવૃત્તિથી ક્યારે છુટાશે? મોક્ષમાર્ગમાં રાજમાર્ગ જેવાં મહાવ્રતો ધારણ કરીને, અચૂકપણે ક્યારે પળાશે ? તથા જ્ઞાની પુરુષ સમીપ સર્વે પાપોની આલોચના કરી, પરમ પુરુષના શરણે તેની આજ્ઞામાં ચિત્ત રાખી, સમાધિમરણ ક્યારે થશે? એવી ત્રણે ભાવનાઓ દરરોજ કર્તવ્ય છે. (બી-૩, પૃ. ૬૩૩, આંક ૭૪૫) D જ્યાં પ્રારબ્ધની ફરસના હોય ત્યાં જવું, આવવું રહેવું બને છે એમ જાણી, કોઇ પણ પ્રકારે સ્થળ તથા સંજોગો પ્રત્યે રાગ-દ્વેષ ન થવા દેવાની ભાવનાએ વર્તવા યોગ્ય છે). બે ઘડી વખત, કામકાજમાંથી બચે ત્યારે પૂ. .... પાસે કંઈ વંચાવી, પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ-વિશેષ વિચાર જાગે, તથા જન્મમરણનાં દુઃખ, તેનાં કારણો, તથા જ્ઞાની પુરુષે કહેલા ઉપાય આદિમાં વારંવાર વૃત્તિ જાય તથા તે જ લક્ષ વર્યા કરે, તેવી ગરજ દિન-દિન પ્રતિ વધતી રહે, તેવા ભાવની ઉપાસના કરતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૬૮૧, આંક ૮૧૮) | હે ભગવાન! કોઈ કાળે ફરી આવા પ્રસંગો પ્રાપ્ત ન થાઓ; આ દેવું વહેલું પતી જા પો; મારે કોઈ પ્રત્યે વૈષ કરવો નથી, થયો હોય તે છૂટી જાઓ, સર્વ જીવો મારા મિત્રો છે; અત્યારે મારા પાપના ઉદયથી મને તે અનુકૂળ જણાતા નથી તોપણ તે સર્વે જીવોનું કલ્યાણ થાઓ, તે સત્પષના માર્ગને પામો અને મારા પહેલાં ભલે મોક્ષે જાય, મને વિઘ્નકર્તા કોઇ નથી; મારા ભાવ બગડે તો મને નુકસાન છે, ગમે તેવા કઠણ પ્રસંગોમાં હે ભગવાન ! મારા ભાવ તમારા પ્રત્યેથી ખસીને બીજા જીવોને શત્રુમિત્ર માનવામાં ન વળો, એવી ભાવના રોજ ભાવવા યોગ્ય છે. આપણને સારું લાગતું હોય, તે પણ પૂર્વના આપણા પુણ્યનો ઉદય છે અને આપણને અણગમો થાય તેવું કોઇનું વર્તન હોય તો તે આપણા પાપનો ઉદય છે, પણ કોઈ જીવનો વાંક નથી. આટલો લક્ષ દ્રઢ રાખી, જેના જેના ઉપકાર નીચે આ ભવમાં આવ્યા હોઇએ તેમની સેવા, ભક્તિ થાય તેવી કરવી. ખાસ કરીને માબાપ પ્રત્યે તો કદી ક્રૂરદ્રષ્ટિ ન રાખવી. વિનયથી તેમને રાજી રાખવા; અને આપણા સંબંધી તેમનો હલકો અભિપ્રાય હોય, ગાંડિયો ગણતાં હોય તો પણ તેમનું હિત આપણે ન ચૂકવું. લૌકિક બાબતોમાં તેમને નમ્યું આપવું, તેમનો અભિપ્રાય આપણને દુઃખદ લાગતો હોય તોપણ સહન કરી લેવું; પણ ભક્તિભાવ ન છોડવો. ઉછાંછળાં ન બની જવું, એ જ ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૨૪, આંક ૧૨૩). ૫.પૂ. પ્રભુશ્રીજી પાસેથી ઘણી વાર સાંભળ્યું છે કે ““તારું ભૂંડું કરે, તેનું પણ ભલું ઇચ્છજે.'' હે ભગવાન, જગતના બધા જીવોનું કલ્યાણ થાઓ, બધાનાં જન્મમરણ ટળો અને સાચું શુદ્ધસ્વરૂપ પામી બધા આત્મમગ્ન થાઓ. Page #565 -------------------------------------------------------------------------- ________________ (૫૫૬) આવી ઉત્તમ ભાવના રાખવાથી, આપણું અને સર્વ જીવોનું કલ્યાણ, કોઈ અંશે થવા સંભવ છે. એનું નામ મૈત્રીભાવના છે. (બી-૩, પૃ.૬૬૩, આંક ૭૯૨) શરૂઆતમાં તેમ ન બને પણ ભાવના તો એ જ રાખવી કે સર્વનું કલ્યાણ થાઓ. ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “ભૂંડું કરે તેનું પણ ભલું ઇચ્છે, તે પ્રભુભક્ત છે.” તેવા સાચા નરસિંહ ભક્ત બનો એવી ભલામણ છે. સહન કરનારનું અકલ્યાણ કદી પણ થનાર નથી, તો શા માટે ગભરાવું? બધા આપણને અનુકૂળ જ વર્તે એવો આગ્રહ રાખવો નથી. જેમ જેને સુખ ઊપજે તેમ પ્રવર્તી અને આ આત્માને સર્વ સંબંધથી છોડાવવો છે; તેમાં જે પ્રસંગ બને તે ઉપકારી છે એમ માનવું. (બી-૩, પૃ.૭૨૬, આંક ૮૮૫) I ભક્તિ-સ્મરણ રાતદિવસ કરવાની ભાવના રાખવી. ‘તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !'' આપણાથી બને તેટલું કરી છૂટવું. ભાવના તો સારી જ રાખવી. સર્વનું ભલું થાઓ એવી ભાવના કરનારનું તો ભલું જ થાય છે. (બી-૩, પૃ.૭૧૭, આંક ૮૬૯) T કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આત્મવિચારમાં રહેવા ભલામણ છેજી. આપણું કંઈ નથી. પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર થઇએ એ જ ભાવના, મંત્રસ્મરણ અંતપર્યત કર્તવ્ય છેજી. (બો-, .૭૫૯, આંક ૯૫૮) આપણાં બાંધેલાં કર્મ કોઇ ન ભોગવે, આપણે જ ભોગવવાનાં છે; તો ધર્મસાધન જેને મળ્યું છે તેની મદદથી, ધર્મધ્યાનમાં વૃત્તિ રાખી, જેટલાં કર્મ હોય તે બધાં ખપાવી, ઋણમુક્ત થવું છે એ જ ભાવના કર્તવ્ય છજી. સારી ભાવનામાં ચિત્તને રોકવું. હાથ-પગથી જે પૂર્વે બાંધ્યાં છે તે કામ કરવાં પડે, પણ મનથી અને બને તો જીભથી પણ સ્મરણ કરવાનું ચાલુ રાખવાની ટેવ પાડી મૂકવી ધટે છેજી. (બો-૩, પૃ.૫૩૧, આંક ૫૮૦). T મને કંઈ ખબર નથી, જ્ઞાની પુરુષે આત્મા પ્રગટ કર્યો છે અને ઉપદેશ્યો છે તેવો જ મારો આત્મા છે; આ દેહ, દેખાય છે તે, દુઃખનું પોટલું છે. દેહને લઈને સંસારમાં સુખ ભોગવાય છે એમ માન્યું હતું, તે તો ખોટું નીકળ્યું. ઊલટું દુઃખ દેનાર અને આખરે છેતરનાર દેહ જણાય છે; માટે જ્ઞાની પુરુષોએ દેહથી જુદો, દેહમાં હોય ત્યાં સુધી સુખદુ:ખ દેખનારો, પરંતુ પરમાનંદરૂપ આત્મા દીઠો છે, અનુભવ્યો છે તેવો શુદ્ધ, પરમ સુખનું ધામ એવો આત્મા મારે માનવો છે. તે માન્યતાથી જ મારા આત્માનું કલ્યાણ થાય તેવું છે. દેહને માનવાથી, દેહમાં જ બુદ્ધિ રાખવાથી, અનંત ભવથી હું જન્મમરણ કરતો આવ્યો છું; પણ આ ભવમાં વિશ્વાસ કરવા યોગ્ય પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનો મને સાંભળવાનાં મળ્યાં, તે મહાપુરુષે મોક્ષનો માર્ગ બતાવ્યો છે તે મને ગમ્યો, તેની આજ્ઞા મને મળી, તે છેલ્લી ઘડી સુધી મારે આરાધવી છે; તે મહાપુરુષને શરણે, તેના મંત્રનું સ્મરણ કરતાં મારે દેહ છોડવો છે આવી ભાવના વારંવાર દયમાં લાવી, મંત્રમાં જ મનને રોકી રાખવું. Page #566 -------------------------------------------------------------------------- ________________ (૫૫૭) દુ:ખ દા૨ કે તરત જ મનને દુઃખમાં જતું રોકી મંત્રમાં લાવવું, અને પરમકૃપાળુદેવે મારા જેવા રાંકને માટે આ ત્રિરૂપી હોડી મને આપી છે તે છોડીને હે મન ! આ દુઃખના દરિયારૂપ દેહમાં કેમ કૂદી પડે છે? તેમાં તારું શું કલ્યાણ થવાનું છે ? એમ મનને સમજાવી જીભે ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ''નું રટણ કર્યા કરવું અને મનને બળ કરીને પણ તે મંત્ર તરફ વાળવું. (બી-૩, પૃ.૭૬૧, આંક ૯૬૨). 0 મંત્રમાં ચિત્ત રાખી, પરમકૃપાળુદેવને શરણે દેહ છૂટે, તેને સમાધિમરણ થાય એમ પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે. એક વખત સમાધિમરણ થાય તો કોઈ ભવમાં, મોક્ષ થતાં સુધી અસમાધિમરણ થાય નહીં, થોડા ભવમાં મોક્ષ થાય. માટે જ્ઞાનીને આશ્રયે આ દેહ તો છોડવો છે, એવી ભાવના વારંવાર કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૪૪૮, આંક ૪૬૬) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય; પણ પુરુષાર્થધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૨૭૦, આંક ૨૬૩). ધનમાલની કેવી અત્યારે અસ્થિરતા થઇ પડી છે તે લખવાની જરૂર નથી પણ આ સપુરુષનાં વચન જો સ્મૃતિમાં રાખ્યાં હશે, વિચાર્યા હશે તથા તે પ્રમાણે વર્તવાની ભાવના કરી હશે તો તે આત્મિકધન એવું પ્રગટ કરશે કે તે પરભવમાં પણ ઉપયોગી નીવડશે. કોઈ તેને ચોરી શકે નહીં, તેનો નાશ થાય નહીં અને સદા સુખનું કારણ થાય તેવું ધર્મધન છે. તેની વિશેષ-વિશેષ કમાણી કરવાની ભાવના મુમુક્ષજીવ રાખે છે. (બી-૩, પૃ.૩૩૪, આંક ૩૩૨) | જીવને નિવૃત્તિની જરૂર છે. હાલ વિશેષ નિવૃત્તિ ન મળે તો ભાવના તો જ, ર રાખવી અને અંતર્વિચારની વૃદ્ધિ થાય તેમ અલ્પ અંશે પણ કરવું ઘટે છેજી, આત્માર્થને પોષે તવો વખત આખા દિવસમાં અમુક રાખવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૭૩૮, આંક ૯૦૫) D પોતાની અનુકૂળતા, શક્તિ વિચારી દોષોથી બને તેટલું દૂર રહેવું અને ન બને તે પ્રત્યે આસક્તિ નહીં રાખતાં, તેવી શક્તિ પ્રાપ્ત થયે તે દોષોથી દૂર થવું છે, એવી ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૯૦, આંક ૬૬૮) | દુષમકાળમાં ધર્મકાર્ય વિઘ્નો વિના સિદ્ધ થાય તેવો સંભવ નથી. વિકટ પુરુષાર્થ વિના વિકટ વિઘ્નો ઓળંગી શકાય નહીં. મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે એવા યોગ છે. ભાવથી વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છે.જી. શી ભાવના વસ્ય સિદ્ધિર્મત તાદ્રશી' જેવી જેની ભાવના છે તેને તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તો સગુરુશરણે ઉત્તમોત્તમ ભાવના કેમ ન રાખવી? “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” આવું મંત્રસ્વરૂપ વાક્ય પરમકૃપાળુદેવે પ.પૂ. પ્રભુશ્રીને સ્વહસ્તે લખી આપેલું. તેના આરાધનથી તેમણે સમ્યફદશા આદિની વૃદ્ધિ કરી કલ્યાણ સાધ્યું છે). (બી-૩, પૃ.૫૬૨, આંક ૬૨૮) D મૂંઝાવા યોગ્ય નથી. હિંમત હારવી નહીં. ભાવના વર્ધમાન કરવાથી સૌ સારાં વાનાં થઈ રહેશેજી. યાદૃર્શ ભાવના વચ્ચે સિદ્ધિર્મવતિ તાદ્રશી' જેવી જેની ભાવના તેને તેવું ફળ મળ્યા વિના રહેતું નથીજી. (બી-૩, પૃ.૨૭૯, આંક ૨૭૨) Page #567 -------------------------------------------------------------------------- ________________ (૫૫૮ ) T વેરા ગામનાં પૂ. જીબી નામનાં એક ડોશી આશ્રમમાં ઘણા વખતથી રહેતાં, વળી તેમના ગામે પણ જતાં; પણ મંદવાડ થાય ત્યારે જરૂર આશ્રમમાં જ આવતાં. એમ બે વાર સખત માંદગી આશ્રમમાં તેમણે ભોગવી હતી અને ત્રીજી વખત ઘણાં માંદાં થયાં ત્યારે પણ આશ્રમમાં આવી ગયાં, અને પાંચ દિવસ પહેલાં તેમનો દેહ છૂટયો હતો. ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે બાળાભોળાના કામ થઇ જાય તેવો આ માર્ગ છે. જીવને પકડ થવી જોઇએ. પૂ. જીબાએ સાંભળેલું કે આ આશ્રમમાં દેહ છૂટે તેને સમાધિમરણ થાય એમ પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું; તેથી તેવી જ તેમની ભાવના રહ્યા કરતી હતી અને અંતે તેમની ભાવના સફળ થઈ છેજી. ગમે ત્યાં રહ્યા છતાં ભાવના તો થઈ શકે છે અને ભાવના પ્રમાણે જ બંધન કે નિર્જરા થાય છેજી. જેને સદ્ગુરુનો યોગ મળ્યો છે, તેના પ્રત્યે પ્રેમ-ભાવના છે, તે પરમ ઉપકારી પુરુષ અનંત દયા લાવી સ્મરણમંત્ર આદિ ભક્તિનાં સાધન આપેલ છે અને તેનું જે ભાવ-ભક્તિથી આરાધન યથાશક્તિ કરે છે, તેનું જરૂર ભલું જ થાય છેજી. (બો-૩, પૃ.પપ૩, આંક ૬૧૨) || સદગત્ .... જે કામો કરતા અને પોતાનું માની જે ભાર, બોજો વહેતા, તે જોવા પણ હવે આવનાર છે? એમ કેટલાય ઠેકાણે આ જીવ જન્મ્યો, મોટો થયો, મારાં માની મરતાં સુધી કામ કર્યા, ત્યાં ને ત્યાં અધૂરાં મૂકી ચાલી નીકળ્યો પણ જન્મમરણના ચક્કરમાંથી છૂટાય તેવું કાંઇ કર્યું નહીં. તેથી આ ભવમાં હજી જીવ ભમે છે. હવે તેવું કંઈ કરી શકાય તેવો યોગ આવી મળ્યો છે, તો બીજી બાબતોમાંથી મન ઉઠાવી, આ આત્માની પરભવમાં શી વલે થશે ? આત્મા માટે મહાપુરુષો કેટલું બધું રાતદિવસ મથે છે? અને હું ક્યારે આત્માની દયા લાવી તે મહાપુરુષોને પંથે વિચરીશ? એવી ભાવના રોજ કર્યા કરવી ઘટે છેજી. સાચા દિલથી કરેલી ભાવનાઓ સફળ થાય છે.જી. અત્યારે જે ભોગવીએ છીએ, તે પૂર્વે કરેલી ભાવનાનું ફળ છે. (બી-૩, પૃ.૨૩૨, આંક ૨૨૭) || પૂ. ...ને આશ્રમમાં આવવાની ઘણી ભાવના રહે છે, તે જાણી. પ્રારબ્ધ અને પુરુષાર્થની અનુકૂળતા મળી આવતાં, ભાવના સફળ થાય છે. (બો-૩, પૃ.૩૧૭, આંક ૩૦૭) | ભાવના કરવાથી ફળ મળે છે. ખાતા પહેલાં કોઈ મુનિ આવે તો આપીને ખાઉં એવી ભાવના કરવી, તો કોઈ દિવસ પણ મળી આવે. ભાવનાનું ફળ છે. (બો-૧, પૃ.૨ ૬૫, આંક ૧૭૫) [ અત્યારે જે જે અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો જીવને પ્રાપ્ત થયા છે, તે પૂર્વે કરેલા ભાવોનું ફળ છે; તેમ જ અત્યારે જે શુભાશુભ ભાવો થાય છે, તેનું પણ અવશ્ય ફળ પ્રાપ્ત થશે. માટે જેવું ભાવિ ઘડવું હોય, તેવી ભાવના અત્યારે ભાવવાથી, તેવું જ ફળ પ્રાપ્ત થશે. માટે સગુરુશરણે મન દૃઢ રાખી, આત્મકલ્યાણને પોષે તેવી જ ભાવનાઓ કરતા રહેવાથી કલ્યાણ થશે. (બો-૩, પૃ.૪૩૦, આંક ૪૪૩) D ભાવના જેની સદાય જાગ્રત છે, તેને કઠણાઈનો કાળ પૂરો થતાં ભાવના અનુસાર વર્તવાનો વખત આવી મળે છેજી. માટે અનેક પ્રકારની કસોટીમાં આત્મકલ્યાણની ભાવના મંદ ન પડી જાય પણ સતેજ થતી જાય, તેવો પુરુષાર્થ કરતા રહેવા વિનંતી છેજી. Page #568 -------------------------------------------------------------------------- ________________ ‘ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.'' ક્ષાંક માયાનાં સુખ માટે, આત્મા જેવું અમૂલ્ય રત્ન વિસારી દેવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૪૪૧, આંક ૪૬૨) ૫૫૯ ] છૂટવાની સાચી જિજ્ઞાસા દિવસે-દિવસે વધતી જાય, તેવા વૈરાગ્ય-ઉપશમભાવમાં દિવસો ગળાય, તેમ પ્રવર્તવા ભલામણ છેજી. અનંતકાળથી આ જીવ પરભાવ અને પરવૃત્તિમાં દુઃખી-દુઃખી થઇ રહ્યો છે, તેના ઉપર દયા લાવી પરમશાંતિપદની ભાવના, આતમભાવના ભાવવાથી આત્માને શાંતિ પ્રાપ્ત થશેજી. (બો-૩, પૃ.૫૬૭, આંક ૬૩૭) બનવું, ન બનવું તે પ્રારબ્ધાધીન છે, પરંતુ ભાવના કરવી અને તેને પોષતા રહેવું એ પોતાના હાથની વાત છેજી. ભાવથી જ જીવ બંધાય છે અને ભાવથી જ છૂટે છે; પરંતુ નિમિત્તાધીન ભાવ થતા હોવાથી સારાં નિમિત્તો મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૭૭, આંક ૧૮૧) શ્રદ્ધા ] ‘‘માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા’ ‘આસ્થા, (૧૩૫) આ વચન દરેક મુમુક્ષુને પરમપદ તરફ પ્રેરે તેવું છેજી. ,,, ‘શ્રદ્ધા પરમ તુછદી' આ આગમનું વચન પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત બોધમાં દર્શાવતા. એક પર્યુષણપર્વના છેલ્લા દિવસે બધી સભા સમક્ષ જણાવેલું કે એક વાક્ય ફરી પર્યુષણ ઉપર બધા મળીએ ત્યાં સુધી વારંવાર વિચારવા જણાવું છું, કહીને ઉપરનું વાક્ય કહ્યું હતું. ‘શ્રદ્ઘા પરમ ગુન્હા’ સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી, તેનો બેડો પાર થાય તેમ છેજી. ‘‘શુદ્ધભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંતર કેતોજી; ને ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેતોજી.’' ધર્મનો પાયો જ સત્પ્રદ્ધા છે. કંઇ ક્રિયા, જપ, તપ, ઉપવાસ આદિ ન બને તેનો વાંધો નથી; પણ જો સત્પ્રદ્ધા હ્દયમાં હોય તો તેને શુદ્ધભાવનો પક્ષપાત છે. તેનાં વખાણ શ્રી યશોવિજયજીએ કર્યાં છે. માત્ર શુદ્ધભાવનો પક્ષપાત જેને છે અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની શૂન્યક્રિયા ઘણી કરે છે, એ બેમાં પહેલાંને સૂર્યના તેજ જેવું વિપુલ અને શાશ્વત ફળ મળે છે; અને બીજાને અલ્પ અને ક્ષણિક ફળ માત્ર ક્રિયાનું મળે છે તે આગિયાના અજવાળા-ઝબકારા જેવું છે. (બો-૩, પૃ.૬૨૦, આંક ૭૨૦) જેને જન્મમરણના ત્રાસમાંથી છૂટવું હોય, તેણે તો સત્પુરુષ, સત્પુરુષનાં વચનો, તેનો આશય અને તેના આશ્રિત મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમ વર્ધમાન કરવા યોગ્ય છેજી. તેથી શ્રદ્ધા પોષાય છે. ‘શ્રદ્ધા પરમ વુઝા’એ શાસ્ત્રવચન ૫.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા. એક વખતે સંવત્સરી પ્રસંગે ‘સર્વને છૂટા પડતા પહેલાં, સંભારણા તરીકે એ વચન આપી કહ્યું કે આવતા વર્ષે બધા ભેગા થઇએ 46 Page #569 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ત્યાં સુધી આ વચનનો વિચાર કરશો.' બાર મહિના સુધી એટલા વચન ઉપર વિચાર કરીએ તોપમાં ઓછો છે. એવા દુર્લભ વચનના કહેનાર પુરુષનો યોગ જેને થયો છે. તેણે “આત્માથી સો હીન'' એમ જાણી, આ જગતના પદાર્થોમાં નહીં તણાતાં, લૌકિકધર્મના પૂરમાં ન પડતાં, એમ માનવું કે પુરુષે કહ્યું છે તે તરવાનું સાધન છે. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય'' તેવાં સાધન હવે આજ્ઞા વિના નથી કરવાં, એવી દ્રઢ માન્યતા કરવા યોગ્ય છે. ‘સત્સાધન'માં મંડયા રહેવું. (બો-૩, પૃ.૧૩૮, આંક ૧૩૮). આપની તબિયત નરમ રહે છે તે જાણ્યું. શરીર પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. તેને સદ્ગુરુનાં વચનોમાં સત્સંગની ભાવનાથી રોકવું હોય તો રોકાય; અને ભટકતું રાખવું હોય, અનાદિના સંસ્કારમાં, કુગુરુ આદિની સોબતમાં હજી રમાડવું હોય તો તેમ પણ બની શકે છે, પણ તેનું ફળ પરિભ્રમણ ને પરિભ્રમણ જ છે. જે જીવ અસત્સંગથી ડરતો નથી, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, તેને હજી લખચોરાસીમાં રખડવું છે, એમ સમજાય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે, તો હજી તેને યથાર્થ, જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઇ નથી, એમ મહાપુરુષો કહે છે (બી-૩, પૃ.૭૪૧, આંક ૯૧૩) 3 શ્રદ્ધા એ જ સર્વ ગુણો પ્રગટવાનું મૂળ છેજી. પરમકૃપાળુદેવનું શરણ મરણપર્યત અચળ ટકાવી રાખવું ઘટે છેજી. (બો-૩, પૃ.૬૫૭, આંક ૭૭૯) જૈ વિષય આપણે માટે નવો જ છે, આપણે જેમાં પ્રવેશ કર્યો નથી, તે વાત સાધારણ ઇજનેરી કામ વિપે, ખગોળશાસ્ત્ર આદિની હોય તો પણ પત્ર દ્વારા સમજાવવી કે સમજવી મુશ્કેલ પડે છે, તો જે તત્ત્વજ્ઞાનની આપ ઇચ્છા રાખો છો તે એકાએક સમજાય કે તે વિષે આપને પ્રતીતિ કે શ્રદ્ધા આવે તે દુર્ઘટ છે. ઘણા કાળના બોધે સમજાય તેવી એ વાત છે. એક તો બોધ આપનાર આત્મજ્ઞાની જોઇએ અને બોધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાઓથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઇચ્છાવાળો હોવો જોઇએ; તથા જન્મજરામરણ આદિ દુઃખોને લીધે જેને સંસાર ઉપરથી અણગમો અથવા વૈરાગ્યભાવ આવ્યો હોય અને ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યા હોય તથા તેમનો નાશ કરવા અને ઇન્દ્રિયોનો અને મનનો જય કરવા જેણે દૃઢ નિશ્ચય કર્યો હોય, તે પાત્ર ગણાય છે. જે રત્નની ખરીદી કરવા નીકળે તેની પાસે રન ખરીદી શકાય તેટલી રકમ હોય તો જ તેની પ્રાપ્તિ થાય છે; તેમ જ ઝવેરીની દુકાનેથી જ તે મળી શકે, બીજી શાક વેચનાર કે કાપડિયા પાસેથી ન મળે તે પણ ખરું છે. માટે પ્રથમ તો ઘણી માહિતી મેળવવાની જરૂર છે અને સંતસમાગમે મહાપુરુષના યોગબળે ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે છે, પણ તેવો જોગ આપને હાલ સંભવતો નથી. તેથી બને તેમ સંસારના બંધનથી છૂટવાનો ભાવ અને સદગુરુની પ્રાપ્તિ માટે તીવ્ર ઇચ્છા સેવવા યોગ્ય છેજી. સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે, એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી આત્મા સંબંધી ઓળખાણ કે સદ્ગુરુની ઓળખાણ કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી; અને યોગ્યતા ય છે Page #570 -------------------------------------------------------------------------- ________________ (૫૬૧) વિના સાચી વાત કહેવામાં આવે તોપણ સમજાતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છે). (બો-૩, પૃ. ૨, આંક ૫૧). T જેને જેને સત્પષની શ્રદ્ધા જેટલા પ્રમાણમાં થઈ હશે તેટલું આત્માનું કલ્યાણ થશે. મહાભાગ્યશાળી હશે તેને આવા હડહડતા કળિકાળમાં સાચા પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના અનુયાયી વર્ગ પ્રત્યે પ્રેમ-પ્રતીતિ જાગશે. જપ-તપ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ ધર્મકાર્યનો પાયો પરમપુરુષ પ્રત્યેની શ્રદ્ધા છેજ. જેની શ્રદ્ધા બળવાન હશે તેનો પુરુષાર્થ પણ લૂલો ન રહે. લોકો ભલે જાણે કે ન જાણે, પણ તેનો આત્મા પરમાર્થ માટે તલપાપડ થઈ રહે. છૂટું–છૂટું અંતરમાં થઈ રહ્યું હોય, તે છાનું ન રહે. ભરત ચક્રવર્તી લડાઇઓ લડતા હતા, ત્યારે પુંડરિક ગણધરે શ્રી ઋષભદેવને પ્રશ્ન કર્યો કે “હે ભગવાન ! અત્યારે ભરત ચક્રવર્તી છ ખંડ સાધે છે અને મોટી લડાઇઓમાં પડયા છે. તે વખતે તેમના આત્માનાં પરિણામ કેવા વર્તે છે?” ભગવાને ઉત્તર આપ્યો : “તારા જેવાં.' ક્યાં ગણધરની પ્રવૃત્તિ અને ક્યાં રાજ્યો જીતવાની પ્રવૃત્તિ ! પણ આત્મા જેનો જાગ્યો છે, તેને સંસાર કેવો લાગે, તેનું એ આબાદ ડ્રષ્ટાંત છે. તે જ પરિણામ દ્રઢ રાખીને, અરીસાભુવનમાં તેમણે કેવળજ્ઞાન પ્રગટાવ્યું. બહારથી કોઈ જાણે કે એ તો અકસ્માત કેવળજ્ઞાન થઈ ગયું હશે; પણ તેને માટે રાતદિવસ તેમનો કેટલો પુરુષાર્થ હતો ? અને શ્રી ઋષભદેવ સ્વીકારે તેવાં આત્મપરિણામ ટકાવી રાખતા હતા. કર્યું થાય છેજી. (બી-૩, પૃ. ૨૧૬, આંક ૨૧૪) મુમુક્ષુએ પુરુષના દોષ જોવાથી તો પ્રથમ છૂટવું જ જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દ્રષ્ટાંત પ.પૂ. પ્રભુશ્રીજીએ આપ્યું હતું : એક ગુરુ-શિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછયું, શું કામ આવ્યો છે ? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા, પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચપ્પથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉધાડી, પણ ગુરુને જોયા એટલે મીંચી દીધી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછો વળી ગયો. આ શિષ્યની પેઠે મહાત્માને પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે, તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય; પણ ભક્તિ જાગી હોય તો તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૩૫૯, આંક ૩૫૯). ગમે તેમ હો, પણ સદ્ગુરુ કહે એમ કરવું. ભલે સોમલ આપે તોપણ ખાઈ જવો. એવી શ્રદ્ધા જોઈએ. જેમ છાશ વલોવીને માખણ કાઢે છે અને તેને પાછું નાખી, છાશ અને માખણ એક કરવા જાય તો ન થાય; તેવી જ રીતે, એક વખત જો શ્રદ્ધા થઇ ગઈ તો કોઈ દિવસ નહીં ફરે. હા, કર્મની વાત જુદી છે; કોઇ મિથ્યાત્વકર્મનો ઉદય હોય તો ફરે. (બી-૧, પૃ.૪૮, આંક ૨૨) Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૨ D‘‘સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય'' એમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવ્યું છે. તે આધાર છૂટી જતાં, તે જ્ઞાન ઉપર આવરણ આવ્યા પહેલાં એટલે હજી ચૌદપૂર્વધારી કહેવાય પણ શ્રદ્ધાધન ખોઇ બેઠો, તેથી લૌકિક જીવો જેવી વાસનાને આધીન થઇ, પામર બની જાય છેજી . ‘‘સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિમાંહી'' એમ શ્રી દેવચંદ્રજીએ ગાયું છે અને પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : ‘‘અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુણ્યું નથી અને સત્ શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુણ્યે અને એ ધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.'' (૧૬૬) ‘શ્રદ્વા પરમ વુન્દ્રા'' એવું વારંવાર ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા. શાસ્ત્રજ્ઞાન દુર્લભ નથી, પણ સમ્યગ્દર્શન દુર્લભ તે દુર્લભ જ છેજી. (બો-૩, પૃ.૪૯૭, આંક ૫૩૩) મુમુક્ષુ જેને આ મનુષ્યભવની દુર્લભતા સમજાઇ હોય, અને દોષો દેખી દોષો ટાળવા પુરુષાર્થ કરે અને મોહ ઘટાડે, તેને મુમુક્ષુ ગણવા યોગ્ય છેજી. ઉપશમ, વૈરાગ્ય, ત્યાગ અને ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની ભલામણ છે, નહીં તો મુમુક્ષુપણું ટકવું મુશ્કેલ છેજી. (બો-૩, પૃ.૬૬૧, આંક ૭૮૮) વીતરાગ ભગવાનનો ધર્મ શું ? વીતરાગ થવું. રાગ-દ્વેષ ન હોય તો જગતના પરમાણુ આત્માને અડે નહીં. વીતરાગ ભગવાન જેવા થયા છે, તેવા થવા માટે તેને પગલે-પગલે ચાલવાનું છે. એ જ મારે કરવું છે, એમ જેને થાય તે મુમુક્ષુ છે. (બો-૧, પૃ.૨૭૧) ઘણા શ્રાવકાચાર પુસ્તકોમાં આવે છે કે શ્રાવકનાં વ્રત પાળવાથી શ્રાવક ન કહેવાય; પણ તે સાથે જેને મુનિ થવાની ભાવના છે, તે શ્રાવક છે. (બો-૧, પૃ.૩૪૭, આંક ૩૩) શરીરના લાભ કરતાં આત્માના લાભ તરફ વિશેષ લક્ષ આપનાર, મુમુક્ષુ કે આત્માર્થી કહેવાય છે. બાકી શરીરની જરૂરિયાતો પૂરી પાડનારા જગતમાં ઘણા છે, તે જગતમાં ભમે છે. તે પરિભ્રમણથી છૂટવું હોય તેને માટે, મોક્ષમાર્ગ જ્ઞાનીપુરુષે પ્રરૂપ્યો છે. તે જ્ઞાનીની આજ્ઞા યથાશક્તિ ઉપાસશે, તેનું કલ્યાણ થશેજી. ‘‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’ (૪૬૦) એવું કૃપાળુદેવનું વચન છે, તેનો વિચાર આપ કરશો. આપણાં અહોભાગ્ય ગણવા યોગ્ય છે કે જગતનાં આટલાં બધાં પ્રાણીઓમાંથી, જ્ઞાનીને શરણે જવાના ભાવ આપણને જાગ્યા. હવે તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરતાં કાયર થવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૨૨૮, આંક ૨૨૪) વારંવાર મુમુક્ષુદશાનો વિચાર કરવો કે મોહાસક્તિથી મૂંઝાઇ ક્ષણે-ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ કહેવાય. પરમકૃપાળુદેવને રાજી કરવા જીવવું છે, તો તેણે નિષેધ કરેલે માર્ગે ચાલીને શું મોઢું બતાવીશ, એમ વારંવાર પોતાના આત્માને ઠપકો આપી, વિષય-કષાય મંદ કરી, પ્રથમ ભૂમિકામાં આવવું ઘટે છેજી. ‘‘વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. Page #572 -------------------------------------------------------------------------- ________________ (૫૬૩) મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.'' દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.'' (બી-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩) પરમકૃપાળુદેવની કૃપાથી નેહબંધનનું કારણ જે સ્ત્રી, તેનો વિયોગ થાય તો મુમુક્ષુ જીવે હર્ષ પામવા યોગ્ય છે. વાઘની બોડમાં વસવું સારું છે પણ સ્નેહ કરનારી સ્ત્રી ઉપર રાગ કરી, ચીકણાં કર્મ બાંધી, ભવોભવમાં રઝળવું સારું નથી. મુમુક્ષુ વિષે પરમકૃપાળુદેવ લખે છે કે મોહાસક્તિથી મૂંઝાઈ ક્ષણે-ક્ષણે મોક્ષના માર્ગમાં પ્રવર્તવું, તે મુમુક્ષુતા છે. તે ભાવ આપણા હૃદયમાં કેટલી વાર રહે છે અને મોહની મીઠાશ કેટલી વખત રહે છે, તે દરેક મુમુક્ષુએ પોતાના આત્માની દયા લાવીને, વારંવાર દરરોજ વિચારતા રહેવાની જરૂર છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “ઊંધી ઈટ છે' ત્યાં શું કહેવું ! જેના માટે રોવું જોઇએ એવા આત્માને આર્તધ્યાન આદિ કારણે કર્મ બાંધી, આ આત્મઘાતી જીવ કચડી મારે છે અને જેમાં પોતાનું કંઈ ન વળી શકે એવા મરણ આદિ પ્રસંગોને સંભારી-સંભારી, પોતે પોતાનો વેરી થાય છે. આવા પ્રકારે એક સદ્ગુરુનું શરણ, તેના ચરણમાં આત્માર્પણ, તેની કૃપાથી જે થાય તે ભલું માનવાની ભાવના વારંવાર સેવવાથી, જીવનું હિત થવાનો સંભવ છે. બીજો કોઈ બચવાનો આરો નથી. ખાટકીના કરતાં વધારે ઘાતકી વર્તન, આપણે આપણા આત્મા પ્રત્યે ચલાવીએ છીએ તે ક્યારે અટકીશું ? ક્યારે સગુરુના વારંવારના પોકારને કાનમાં પેસવા દઈશું ? ક્યારે આ સંસારભાવનારૂપ વિષને ઓકીને સદ્ગુરુની પ્રસન્નતાએ આપણી પ્રસન્નતા સમજીશું? આ વાત મારા આત્માને જ મેં કહી છે. કોઇએ ખોટું લગાડવા જેવું નથી. દુઃખીને દિલાસો આપવાને બદલે ડામ દે તેવું લખાયું છે, તેને સવળું કરીને, આત્મહિતની વિશેષ દાઝ જાગે, તેવું મારે-તમારે વર્તવાયોગ્ય છે. જેણે સાચા દિલથી સગુરુનું શરણું ગ્રહણ કર્યું હતું અને મરણાંતપ્રસંગે તે ટકાવી રાખ્યું, તેની સદ્ગતિમાં કોઈ પણ પ્રકારે શંકાનું કારણ સમજાતું નથી, પણ આ દુષ્ટાત્માની શી ગતિ થશે? તેણે શું કરવા ધાર્યું છે? (બો-૩, પૃ.૩૧૪, આંક ૩૦૩) || સહજ સ્વભાવે પરમકૃપાળુદેવની કૃપાએ જે બની આવે તે જોયા કરવા જેવું છેજી. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સંતોષ, પરમ પુરુષના ઉપકારનું સ્મરણ, તેની હાજરી અનુભવવી આદિ સદ્ગુણો મુમુક્ષુ જીવે હૃદયગત કરી જાગ્રત-જાગ્રતદશા વધારવી ઘટે છેજી. મરણ તો અવશ્ય આવનાર છે; તે ભૂલવા યોગ્ય નથી; તેની તૈયારી કરી રાખવી ઘટે છેજી. (બી-૩, પૃ.૭૫૮, આંક ૯૫૩) | મુમુક્ષુ જીવે કઠણમાં કઠણ સાધનની પ્રથમ માગણી કરવી ઘટે છેજી. બાહ્ય અનુકૂળતા-પ્રતિકૂળતાનો લક્ષ જીવે ઘણા ભવમાં રાખ્યો છે. હવે તો આત્માને અનુકૂળ હોય તે જ કરવાનો દ્રઢ નિશ્ચય કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૫) Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૪ D ‘અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?' આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે.'' (૧૯૫) એમ પરમકૃપાળુદેવ લખે છે, તેનો વિચાર મુમુક્ષુજીવે એકાંતમાં, પોતાના આત્માને અર્થે વારંવાર કર્તવ્ય છેજી. k ૫રમાર્થની જિજ્ઞાસા જેને ઉત્પન્ન થઇ છે, જન્મજરામરણ, રોગાદિનો જેને ભય લાગ્યો છે; ફરી નથી જન્મવું એવી જેની અભિલાષા છે; સત્પુરુષનાં દર્શન, સમાગમ, બોધ અને સ્મરણ આદિ અમૂલ્ય દુર્લભ સામગ્રી જેને પ્રાપ્ત થઇ છે, તેવા જીવે હવે વિચારવું ઘટે છે કે મરણ વખતે આ બધું લૂંટાઇ જનાર છે, તો તે પહેલાં મળેલી સામગ્રીનો વધુમાં વધુ સારો ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી શાશ્વત મોક્ષસુખ પામવા આપણે વહેલામોડા ભાગ્યશાળી થઇએ. કોઇક વખતે આવા વિચાર આવે તે બહુ કાર્યકારી થતા નથી. જેમ વરસાદ એક વખત થાય તેથી પાક થતો નથી, પણ વારંવાર, જોઇએ ત્યારે વરસાદ આવતો રહે તો અનાજ સારું પાકે છે; તેમ વારંવાર આત્મવિચાર કરવાથી આત્મસિદ્ધિ થાય છે. દેહને માટે ઘણી કાળજી રાખી છે, રાખીએ છીએ પણ આત્માને માટે તેથી અનંતગણી કાળજી રાખવા પરમકૃપાળુદેવની આજ્ઞા છે, તે ન વીસરી જવાય તેટલી દાઝ રાખવી ઘટે છેજી. સર્વ મુમુક્ષુને એ જ કર્તવ્ય છે કે સત્પુરુષની આજ્ઞા પ્રેમપૂર્વક ઉપાસવી. (બો-૩, પૃ.૧૫૯, આંક ૧૬૦) D ‘‘એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.'' (૪૭) એમ પરમકૃપાળદેવે કહ્યું છે, તે વારંવાર વિચારી, આ આત્માને અનંત દુઃખમાં હવે નથી નાખવો, એવો નિશ્ચય દરેક મુમુક્ષુએ હૃદયમાં કર્તવ્ય છેજી. વધારે શું લખવું ? પ્રસંગે-પ્રસંગે, કાર્યો-કાર્યે મોક્ષ માટે મારે આ ભવ ગાળવો છે, એ ભૂલવા જેવું નથી. ચેતવા જેવું છેજી. (બો-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨) પરમકૃપાળુદેવનાં વચનામૃતોમાં ચિત્ત રહે છે, એ જાણી આનંદ થયો છે; અને તે પ્રમાણે આપણા મનના પરિણામ પણ પરિણમે, એ જ પુરુષાર્થ મુમુક્ષુએ કર્તવ્ય છે. જે માર્ગે મહાપુરુષો ચાલ્યા છે અને જે માર્ગ તેમણે ઉપદેશ્યો છે, એવો આત્મસિદ્ધિનો તે માર્ગ વિશેષ વિચારી, આત્મામાં દૃઢ થાય તેમ કરશોજી. (બો-૩, પૃ.૧૧૦, આંક ૧૦૩) D ભક્તિમાં ઉલ્લાસભાવ રાખી, તે જ ખરું ધન સમજી, તેની મુખ્ય સંભાળ રાખવા આપ સર્વને વિનંતી છેજી. માથે મરણ ભમી રહ્યું છે, તે કોઇ રીતે ભૂલી જવા યોગ્ય નથીજી. બે દહાડા કોઇને વહેલું તો કોઇને બે દહાડા પછી જરૂર અહીંથી બધું પડી મૂકીને જવાનું છે; તો બીજાં બધાં કામ કરતાં, જે પોતાની સાથે આવે, એવા ભક્તિભાવના સંસ્કારોનું ભાથું ભરી લીધું હશે તો જીવ સુખી થશે. મોહમાં ને મોહમાં રાતદિવસ ચાલ્યા ન જાય, તેની કાળજી મુમુક્ષુએ રાખવી ઘટે છે. ‘‘શું કરવા હું આવ્યો છું; અને શું કરી રહ્યો છું ? કોને માટે આ બધું કરું છું ?'' એના વિચાર વારંવાર કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૪, આંક ૭૨૭) Page #574 -------------------------------------------------------------------------- ________________ (૫૫) D વખતે બધાને એકઠાં થવાનો વખત ગોઠવી શકાય તેમ ન બની શકે તેમ હોય તો દરેકે, જેમ નિત્યનિયમ વગેરે ઘેર કે દેરાસરમાં થાય છે, તેમ એકાદ કલાક દિવસે કે રાત્રે સ્વહિતની વિચારણા, વાંચન, મુખપાઠ કે મુખપાઠ કરેલાનો વિચાર કરવા અર્થે ગાળવો ઘટે છેજી. તેમ નહીં કરવાથી, પરવસ્તુમાં ઘણો વખત જીવ તન્મય રહેવાથી દેહાધ્યાસની વૃદ્ધિ થાય, મુખપાઠ વગેરે પ્રત્યે રુચિ ઘટી જાય, મુખપાઠ થયું હોય તે ભૂલી જવાય અને વૈરાગ્ય-ઉપશમ મંદ પડી, વ્રતનિયમ નહીં જેવાં નામનાં જ પળાય. આમ ન થવા, વારંવાર ચેતતા રહેવાની જરૂર છેજી. પૈસાની કમાણી થાય છે કે નહીં, તેની જેમ ચીવટ રહે છે, તેમ સદ્વર્તન, છૂટવાની ભાવના, સમ્યત્વની પ્રાપ્તિની અભિલાષા, સમાધિમરણની મહેચ્છાઓ ઘટતી જાય છે કે વર્ધમાન થાય છે, તેની તપાસ અને કાળજી રાખવી ઘટે છેજી. મુમુક્ષુજીવનની આ પ્રથમ ભૂમિકા છે, તે નહીં સચવાય તો આગળ કેમ વધાય? તે વારંવાર, દરેકે અને એકઠા થાઓ ત્યારે સમૂહમાં પણ, ચર્ચવા યોગ્ય છેજી. પૈસા માટે જગતના જીવો જીવે છે, તેવું મુમુક્ષુનું જીવન ન થઈ જાય, તે અર્થે અલ્પ વિચાર લખ્યો છે, તે લક્ષમાં લેશોજી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (બી-૩, પૃ.૭૧૩, આંક ૮૬૩) D ભક્તિ, એ જ જીવનમાં મુખ્ય ધ્વનિ મુમુક્ષુને તો હોય, પણ જ્યાં સુધી મુમુક્ષતા પ્રગટી નથી, ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞામાં વિશેષ-વિશેષ વર્તાય તેમ કરવાથી, વૈરાગ્ય વધતાં, ભક્તિ સહજ સ્વભાવરૂપ થવા યોગ્ય છેજી. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.' એ બધા એકઠા થાઓ ત્યારે વિચારશોજી અને શું કરવાથી આંટો ટળે ? શું કરી રહ્યા છીએ? તે તપાસી, જીવનપ્રવાહ સદાને માટે બદલાય, એવું કંઈક વિચારશોજી. (બી-૩, પૃ.૩૫૮, આંક ૩૫૮) || ગુડીવાડા આદિ સ્થળે પત્ર લખ્યો તો પત્ર વાંચનારને મોહમાં તણાવું થાય, તેવું વિશેષ લખાણ ન થાય, તેમ લક્ષ રાખવા વિનંતી છેજી. મુમુક્ષુનું લખાણ વૈરાગ્યવર્ધક અને સંસારની ક્ષણિકતા જણાવનાર હોવું ઘટે છે, તે તમારા લક્ષમાં છે છતાં સાધારણ સૂચના કરી છે કે કોઈને માહિતી આપતાં પણ, યથાર્થ વર્ણન કરતાં સામાના ઉપર કેવી અસર થશે ? તે લક્ષમાં રાખી લખાયું હોય તો હિતકારી છેજી. (બી-૩, પૃ.૩૧૩, આંક ૩૦૧) D પરસ્પર મુમુક્ષુઓનો સમાગમ કે પત્રવ્યવહાર પણ, આત્માર્થે થાય તો હિતકારી છે. અહંકાર ન થાય, માત્ર છૂટવાની ભાવનાથી મોક્ષમાર્ગની ચર્ચા, વાર્તા કે વિચારોની આપ-લે થાય, તે હિતકર્તા છેજી. (બો-૩, પૃ.૬૦૪, આંક ૬૯૪) I હે પ્રભુ! શરીરનાં દુ:ખને દુ:ખ માની, આ જીવ તેથી છૂટવા ઇચ્છે છે અને તેને માટે દવા, ઉપચાર, બને તેટલા કરવામાં પ્રમાદ કરતો નથી. તે ન કરવા એમ કહેવું નથી, પણ એ દુ:ખ જાય અને શરીર સારું કેમ થાય, ખાધેલું કેમ પચે ? શક્તિ કેમ આવે ? ઘરનાં કામકાજ કરતો ક્યારે થાઉં ? આવી Page #575 -------------------------------------------------------------------------- ________________ (૫૬૬) ઇચ્છાઓ ઊંડાણમાં, અંતરમાં પડી હોય છે. તે ઇચ્છાથી એટલે દેહનાં સુખની ઇચ્છાથી આખું જગત પ્રવર્તી રહ્યું છે. તેવી ને તેવી ઇચ્છા જો મુમુક્ષુની રહ્યા કરતી હોય તો સત્પરુષનો, જીવને સમાગમ થયો ન કહેવાય, સપુરુષના માર્ગને પામેલો પુરુષ ન કહેવાય; કારણ કે પુરુષનો જેને યોગ થયો હોય, બોધ થયો હોય અને સત્પષની શિખામણ માન્ય થઈ હોય તો તે જ્ઞાનભાવનાવાળો હોય. દેહ, જે આત્માથી જુદો છે એમ સપુરુષ પાસેથી સાંભળીને માન્યું હોય તો તેનાં સુખે સુખી અને તેનાં દુઃખે દુઃખી આત્મા થાય છે, એમ ન માને. પરમકૃપાળુદેવે “મૂળમારગ'માં દેહથી ભિન્ન, દેહના રોગોથી ભિન્ન, દેહનાં સુખથી ભિન્ન, દેહનાં દુઃખથી ભિન્ન, જેને કંઈ લાગેવળગે નહીં એવો અસંગ આત્મા કહ્યો છે, તેવું મારું સ્વરૂપ છે. અત્યારે જે દેહ, વેદના, સગાં, ઘર, ધન આદિમાં સુખદુ:ખની કલ્પના થયા કરે છે, તે કરવાની જ્ઞાનીપુરુષે ના કહી છે. બીજા વિચારો ભૂલી જઈ, મનમાં આવે તો તેના તરફ અનાદર રાખી, મારે તો જ્ઞાનીએ કહ્યું છે તે માનવું છે કે આત્મા અજર, અમર, અવિનાશી, નિત્ય, અછઘ, અભેદ્ય, વ્યાધિ-પીડાથી રહિત પરમાનંદસ્વરૂપ છે, તે જ મને હિતકારી છે. પરમગુરુએ પ્રગટ કરેલું શુદ્ધ આત્મસ્વરૂપ જ મારે માનવું છે. બીજું બધું સ્વપ્ન જેવું અને એંઠ જેવું છે, તે તરફ હવે મારી નજર કરવી નથી. મને તારનાર તો શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ છે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો (આત્મધર્મનો) સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) આ ભાવના વારંવાર કરતા રહેવા ભલામણ છે. મંત્રનું બને તેટલું આરાધન અંતકાળ સુધી ચાલતું રાખવું. કોઇ મંત્ર બોલે તો તે સદ્ગુરુએ કહેલો મંત્ર છે તેમાં ચિત્ત રાખવું. વેદનામાં જતા મનને રોકી તપુરુષના શરણે, આશરે રહેવું. (બી-૩, પૃ.૨૨૭, આંક ૨૨૩) દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.' પરમકૃપાળુદેવને આપણે શા માટે ભજીએ છીએ ? મોક્ષને માટે કે બીજા કોઈ હેતુએ ? મોક્ષની ઇચ્છા જેને હોય તે મુમુક્ષુ અને સાચા મુમુક્ષુમાં શો ફેર હશે ? સાચા મુમુક્ષુના હૃદયમાં કેવા ગુણો હોવા જોઇએ ? એમાંના કયા ગુણો ખાસ કરીને આપણામાં નથી ? અને તે પ્રાપ્ત કરવા શું કરીએ છીએ? પરમકૃપાળુદેવનું નામ જગતમાં આપણે દીપાવવું છે કે વગોવાય તેવું આચરણ કરવું છે? અત્યારની આપણી પરસ્પર એકબીજા મુમુક્ષુ પ્રત્યેની લાગણીઓ માનભરી છે કે કુસંપવાળી છે ? તેનું ફળ આગળ જતાં શું આવશે? હવે આપણે કેમ વર્તવું? આ અને આવા જરૂરના જણાય તેવા પ્રશ્નો, પરસ્પર મુમુક્ષુ ભાઇબહેનો એકઠા થાઓ ત્યારે વિચારી, કંઇક આત્મહિત થાય તેવે રસ્તે અવાય, તે સ્વપરને ઉપકારક છે એમ જાણી, આ બોલો લખ્યા છે; તેનો વિચાર કરી, કોઈ નિકાલ આણવા દિલથી ભાવના રાખશો તો હિત થવા સંભવ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭ છેજી; નહીં તો મમત અને તાણાખેંચમાં કોઇ રીતે ધર્મ નીપજે, એવી કોઇ કાળે આશા રાખવી વ્યર્થ છે.(બો-૩, પૃ.૧૬૨, આંક ૧૬૪) આપે પોતાના દોષ દેખી, તે દૂર કરવાનો નિશ્ચય કર્યો છે, તે બહુ પ્રશંસવા યોગ્ય છે; તેમ જ કર્તવ્ય છે. પાપ છોડવાનો સુયોગ, આ મનુષ્યભવમાં જ બને તેમ છે. કાગડા-કૂતરાના ભવમાં શું બની શકે તેમ છે ? મુમુક્ષુનું વર્તન એવું હોવું જોઇએ કે શત્રુ પણ તેનો વિશ્વાસ કરે; કારણ કે તેના હૃદયમાં દયાનો વાસ હોય છે, તેથી તેનું વર્તન સ્વપરને હિતકારી હોય તેવું હોય છે. (બો-૩, પૃ.૯૧, આંક ૮૨) જે મનુષ્ય ઊંચી ભૂમિકામાં રહી, નીચી પ્રવૃત્તિ કરે તેને તે કલંકરૂપ છે. ચંદ્ર સાવ સફેદ હોય છે, તેમાં થોડીક કાળાશને લીધે મનુષ્યો તે તરફ આંગળી કરે છે; તેમ ઊંચી ભૂમિકામાં નીચ કામ કરે તે કલંકરૂપ છે. મુમુક્ષુને છાજે તેવું આચરણ રાખવું જોઇએ, નહીં તો પછી સત્પુરુષને કલંક ચઢાવે; કેમ કે લોકો તો, મુમુક્ષુ હોય અને સારું આચરણ ન રાખતો હોય, તો કહે કે સત્પુરુષ એને એવું જ કહેતા હશે. પરમકૃપાળુદેવ મુમુક્ષુઓને ઠપકો આપતા કે સમાગમ કરતાં પાંચ-પાંચ વર્ષ થયાં છે, છતાં હજુ કેમ કશું કરતાં નથી ! સત્પુરુષનો યોગ થયા પછી તો દેહને ભૂલી જ જાય. ખાવા-પીવાનું કશું ગમે નહીં. દેહ મારો નથી તો દેહને ગમે તે થાય, તેમાં મારું કશુંયે બગડવાનું નથી. મુમુક્ષુની ભૂમિકા બહુ ઊંચી છે, બહુ યોગ્યતા આવી જાય છે. (બો-૧, પૃ.૫૫) I જીવ જેમ જેમ ઇન્દ્રિયોના વિષયો ભોગવે, તેમ તેમ તૃષ્ણા વધે છે. ઉપરથી શીતળ દેખાય છે, પણ અંદરથી આત્માને બાળે છે. માયા-મોહ તે જીવના શત્રુ છે, એ જીવને સમજાયું નથી. મોહને શત્રુ માને તો મૂંઝાય, પછી મુમુક્ષુ થાય. જીવ બીજાની દયા ખાય છે, પણ પોતાની દયા આવતી નથી. ક્ષણે-ક્ષણે દુઃખી થઇ રહ્યો છે, એની દયા આવતી નથી. મારો આ જીવ બળે છે, તેને બહાર કાઢું એવી ભાવના થતી નથી, દયા આવતી નથી. દયા આવે તો બહાર કાઢવાનું થાય. (બો-૧, પૃ.૨૫૩, આંક ૧૫૦) — ક્ષમાપનાઓ જીવે અનેક વાર માગી છે અને બીજાને માફી આપી છે; છતાં આ જીવને હવે કોઇ પણ જીવ સાથે સ્નેહબંધન કે દ્વેષબંધન ન થાય, કેવળ એક સમરસ વીતરાગભાવ રહે, એવો ભાવ હજુ કોઇ કાળે આવ્યો નથી; તેવા ભાવો પ્રાપ્ત કરવા તેવો પુરુષાર્થ પણ કરતો નથી; ઊલટી માયાની અને કષાયની વૃદ્ધિ કર્યા કરે છે. પ્રતિબંધ વધારતો હોય અને પોતાના ખ્યાલમાં ન આવતું હોય; અને પોતે ઊલટો હું ત્યાગી, વૈરાગી છું - એમ માનતો હોય, આવા જીવને મુમુક્ષુ કહેવો કે મોહનીયકર્મે ઠગેલો કહેવો ? તે વિચારવા યોગ્ય છે. (બો-૩, પૃ.૩૯, આંક ૨૫) વિચારવાન D વિચારવાન તેનું નામ કે જે આ સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખી, ત્રણે કાળ ટકી રહે તેવું આત્મસુખ છે, તેની પ્રાપ્તિ અર્થે જ્ઞાનીપુરુષે કહેલું આરાધે. પુણ્યાધીન જે ધનસંપત્તિ છે, તે સદા રહેનાર નથી. તેને માટે દિવસના ચોવીસ કલાક ન ગાળે તો ચાલે તેમ છે, છતાં તેમાં જ સુખ કલ્પાયું છે, તેથી તેની પ્રધાનતા હૃદયમાં પૂર્વ સંસ્કારે રહેતી હોય, તે ગૌણ Page #577 -------------------------------------------------------------------------- ________________ (૫૬૮) કરી, મોક્ષ અર્થે આ મનુષ્યભવ છે, તો તેને માટે જેટલો કાળ ગળાશે તે લેખાનો છે. (બો-૩, પૃ.૬૦૮, આંક ૭૮૧) પ્રારબ્ધ અનુસાર ધન આદિની પ્રાપ્તિ થાય છે, તેમાં હર્ષ-શોક જે કરતા નથી તે વિચારવાન ગણાય છેજી. પુણ્યના ઉદયમાં રાજી થવું અને તેમાં ને તેમાં વૃત્તિ જોડી રાખવી તથા પાપના ઉદય વખતે ખેદ કરવો, ક્લેશિત થવું; એને જ્ઞાની પુરુષોએ જુગારમાં હાર-જીતથી હર્ષ-શોક થાય છે, તેની સાથે સરખાવેલ છે; માટે બને ત્યાં સુધી અવિષમ ઉપયોગે વર્તવું છે, એવો દ્રઢ નિશ્ચય મુમુક્ષજીવે કરી, તે પ્રમાણે યથાશક્તિ વર્તાય, તેવા પુરુષાર્થમાં પ્રવર્તવાની જરૂર છે. (બી-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨) T જે સંસારથી, જન્મમરણથી, આધિ-વ્યાધિ-ઉપાધિથી, કષાય-ક્લેશથી કંટાળી, સંસારને બળતા ઘરની જેમ તજવા તત્પર છે, છૂટવાનો માર્ગ જ ખોળે છે અને તેને ઉપાસવા મથે છે તે તરવાનો કામી, મુમુક્ષુ કે વિચારવાન જીવ કહેવા યોગ્ય છે. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' – એમ પરમકૃપાળુદેવ ચેતાવે છે, છતાં જીવને મરણ સાંભરતું નથી; તો મરણ પછીના કાળની ફિકર ક્યાંથી રહે? તેથી વિચારવાન જીવે તો ક્ષણે-ક્ષણે મરણ સંભારવા યોગ્ય છેજ. તેથી વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૧૦, આંક પ૫૧) | મરણની તૈયારી જે સમજુ પુરુષો યથાશક્તિ કરી રહ્યા છે, તે જ વિચારવાન ગણવા યોગ્ય છેજી. અનંતકાળ જીવ કાગડા-કૂતરાના મોતે મર્યો છે. હવે પુરુષના યોગે, તેની આજ્ઞા પ્રાપ્ત થયા પછી, તેવા મોતે તો નથી જ મરવું, એવું દ્રઢત્વ જીવમાં જરૂર જાગવું જોઇએ અને અનાદિનો અધ્યાસ પલટાવી, જ્ઞાનીની આજ્ઞાનું પ્રધાનપણું ક્ષણે-ક્ષણે Æયમાં જાગ્રત રહે, તેમ વર્તવા બનતો પુરુષાર્થ, આપણે તો જરૂર કર્તવ્ય છેજી. જેને જેટલી પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવના છે, તેનું મરણ તે પ્રમાણમાં સુધરે છે. આપણે પણ ચેતતા રહેવાની જરૂર છેજી. સાથે આવે તેવી બાબતોનો વિશેષ લક્ષ રાખવો ઘટે છે. આ નાશવંત વસ્તુઓનો મોહ ઓછો કરી, આત્મહિતમાં વિશેષ-વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૨૨, આંક ૭૨૨) D આપને આ ઉંમરે આ પ્રસંગ આવી પડ્યો, તે સહન કરવો જોકે કઠણ છે, પરંતુ સમજુ જનો જે થાય તે સારાને માટે થાય છે, એમ ગણે છે. પૂર્વકર્મ પ્રમાણે બનવા યોગ્ય બને છે. તે વિષે ખેદ કરી મનુષ્યભવમાં કરવા યોગ્ય જે ધર્મકાર્ય, તેમાં પ્રમાદ કર્તવ્ય નથીજી. મોહને આધીન બની, જીવ આવા પ્રસંગોમાં જે ક્લેશ કરે છે, ખેદ કરે છે કે નિરુત્સાહી બને છે, તેને યથાર્થ સમજ નથી, એમ. ગણવા યોગ્ય છે. તેવા પ્રસંગોને પહોંચી વળવા જેટલું વીર્ય જેને ફરે છે, ભક્તિ અખંડિતપણે કરે છે અને વારંવાર, પોતાને માથે ભમતા મરણનો વિચાર કરે છે અને પરમાત્માની કૃપાથી સર્વ સારું થઈ રહેશે એવો વિશ્વાસ રાખે છે, તે વિચારવાન ગણવા યોગ્ય છે. આટલી દશા ન આવી હોય, ત્યાં સુધી જીવે સત્સંગ, સલ્ફાસ્ત્રના વિશેષ-વિશેષ અવલંબને ધીરજ વધે અને વૈરાગ્યભાવના વર્ધમાન થાય તેમ કર્તવ્ય છેજી. Page #578 -------------------------------------------------------------------------- ________________ (૫૬૯) વખત મળે અહીં આવી જવાનું કરશો તો તે સંબંધી રૂબરૂમાં જણાવવા જેવું લાગશે તે જણાવાશે તથા શોકની મંદતા થવા સંભવ છેછે. તેવો યોગ હાલ ન જણાતો હોય તો પૂ. .... સાથે એકાદ કલાક વાંચન-વિચારનો રાખશો. મૂંઝવણના પ્રસંગમાં કોઇની સાથે દિલ ખોલીને વાત થાય, તેવા મુમુક્ષુનો સંગ ઉપકારી છે, કારણ કે માત્ર પોતાની મૂંઝવણ જણાવવાથી પણ, તે ચિંતા અડધી થઇ જાય છે અને દિલાસાનો જોગ મળે તો તેમાં ઘણી મંદતા આવી, પરમાર્થ પ્રત્યે જીવની વૃત્તિ વિશેષ બળથી વળે છેજી. (બી-૩, પૃ.૬૪૨, આંક ૭૫૯). D ફ્લેશકારી પત્નીના વિયોગથી શાંતિ લેવાનું ભૂલી, બીજી ઉપાધિ વધારે, તે વિચારવાન ન કહેવાય. સમાધિમરણ સિવાય બીજા વિચારો આત્મઘાતક છે એમ વિચારી, વૃદ્ધાવસ્થામાં, મહાવ્યાધિના ઉદયમાં મુમુક્ષુજીવે જાગ્રત-જાગ્રત રહી, આત્મભાવ પોષવો ઘટે છે. (બો-૩, પૃ.૭૫૭, આંક ૯૫૦) | હુંડાવસર્પિણી નામનો આ દુષમકાળ કહેવાય છે, તેમાં કોઈ ભાગ્યશાળીને જ આત્મહિત કરવાની ગરજ જાગે છે. અનેક પ્રકારનાં પ્રલોભનોમાં અવકાશ લઇ, આત્મહિતનો વિચાર કરી, યથાર્થ માર્ગનું આરાધન કરવું એ વિચારવાનનું કર્તવ્ય છે. પરંતુ સત્સંગની જોગવાઈ વિના તેવા ભાવો જાગવા અને વર્ધમાન થવા દુષ્કર છે. (બી-૩, પૃ.૬૨૯, આંક ૭૩૬) T અનાથીમુનિ, નમિરાજર્ષિ વગેરેને વેદનાના વખતમાં એવી સુવિચારણા જાગી કે સંસારનું સ્વરૂપ તેમને યથાર્થ ભાસ્યું અને તેવા સંસારમાં ફરી જન્મવું ન પડે, તે અર્થે સંસાર ત્યાગી, એક આત્માર્થમાં જ જીવન ગાળવા તત્પર બની ગયા. આમ દુઃખના પ્રસંગોમાં પણ મોક્ષનાં કારણો છુપાયેલા છે તે સમજી, આત્માર્થ પોષવાનું કામ વિચારવાન જીવનું છેજી. બીજાનાં દુઃખ દેખીને પણ બુદ્ધ મહાત્મા જેવા ચેતી ગયા તો પોતાની ઉપર આવી પડેલાં દુઃખનો વિચાર કરી, તેથી સર્વથા મુક્ત થવાની ભાવના, મુમુક્ષુ જીવને કેમ ન થાય ? થાય જ. (બો-૩, પૃ.૪૯૪, આંક પ૨૯). પ્રારબ્ધ અનુસાર કર્મના ઉદયની પરંપરા ચાલ્યા કરે છે, તેમાં વારંવાર ચિત્ત દેવું અને આત્મસાધન, કોઈ જ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થયું હોય, તેને ગૌણ કરવું કે વિસ્મરણ સ્થિતિમાં વહ્યા જવા દેવું; એ વિચારવાનનું કર્તવ્ય નથી. આવે પ્રસંગે વિશેષ વીર્ય ફોરવી, આર્તધ્યાન ન થાય અને થઈ જાય તો તેનો પશ્ચાત્તાપ, ખેદ રહ્યા કરે કે ફરી તેમ ન બને તેવી ચીવટની જરૂર છેજી. (બો-૩, પૃ.૪૫૦, આંક ૪૭૦) | પૂર્વકર્મના ઉદયે શાતા-અશાતા, સંકલ્પ-વિકલ્પ, વિષય-કષાય, સુખદુઃખ આદિ સાંસારિક ઘટનાઓ જીવને પ્રત્યક્ષ જણાય છે, તે હંમેશ રહેનાર નથી. કર્મનો ઉદય બદલાય, તેની સાથે બધી બાજી બદલાઈ જાય છે, એમ જાણી વિચારવાન જીવો આ દેખાતી વસ્તુમાં મૂંઝાઈ જતા નથી. પરંતુ એ બધી વખતે આત્મા હાજર છે; તેનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે, અનુભવ્યું છે અને યથાર્થ ઉપદેશ્ય છે. ત્રણે કાળ રહેનાર, અછેદ્ય, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમાનંદસ્વરૂપ એવા આત્માનો નાશ કરે એવું કોઈ કર્મ નથી, એવો કોઈ પદાર્થ નથી કે એવું કોઈ પ્રાણી નથી. પરમકૃપાળુદેવને શરણે જે થાય, તે જોયા કરવા યોગ્ય છે.જી. (બો-૩, પૃ.૬૪૦, આંક ૭૫૭) Page #579 -------------------------------------------------------------------------- ________________ (૫૭) ઘણા-ઘણા વિચારો કરતાં શ્રી તીર્થકર આદિ મહાત્માઓએ નિર્ણય કર્યો છે કે આ સંસાર એકાંત દુઃખમય છે. જેમણે સ્વપ્ન પણ સાંસારિક દુઃખ જોયું નહોતું, સર્વ પ્રકારની ભોગસામગ્રી પૂર્વના પુણ્યને લીધે જેમને મળેલી હતી, જેમનું શરીર પણ તે સર્વ ભોગોને લાંબા કાળ સુધી ભોગવી શકે તેવા વજઋષભનારાચ સંઘયણના ધણી, મોક્ષગામી તે ભગવંતોએ સર્વ ભોગોને અસાર અને સંસારમાં ભુલાવામાં નાખનારા, મોક્ષમાર્ગમાં આગળા સમાન વિષ્નકર્તા જાણી, સર્વ સંપત્તિ ત્યાગી, ભિખારીની પેઠે ભટકીને, પરિષહો - દેવ, મનુષ્ય અને તિર્યચના કરેલા વેઠીને, અનેક કષ્ટોથી પણ નહીં કંટાળતાં, ધર્મ - આત્માની શુદ્ધતા - સાધી, તેવું ઉત્તમ કાર્ય કરવાનું, આ અલ્પ જીવનમાં જીવ ચૂકી, જૂનાં ચીંથરાં જેવા આ શરીર વડે ભોગ ભોગવવા લલચાય તો તેની કેટલી તુચ્છ વૃત્તિ છે અથવા સહજ કર્મના યોગે ધર્મ આરાધી શકાય તેવી તક, હાલ નહીં તો બે-પાંચ વર્ષે પણ નિવૃત્તિસુખ પામી, આ બળતા આત્માને સંસારતાપથી બળતો બચાવવાનું સંભાગ્ય પ્રાપ્ત થયાં છતાં, જો જીવ આંખો મીંચીને ઉદીરણા કરી ભોગાવળી કર્મ ઊભું કરશે તો તે ક્લેશ કદી સુખરૂપ નહીં નીવડે, એમ વિચાર કરનાર મુમુક્ષુને લાગ્યા વિના નહીં રહે. બે-પાંચ વર્ષ મુશ્કેલી વેઠી લઇ, આત્મહિત તે દરમ્યાન થાય તેટલું કરતા રહી, પછી ઉપાધિ વિના નિર્વિઘ્નપણે ધર્મધ્યાન થઈ શકે તેવો યોગ આવેલો ગુમાવી, સંસારકૂપમાં જાણીજોઇ પડવાનું વિચારવાન જીવ ન કરે. મનુષ્યભવમાં હવે કેટલો કાળ કાઢવો છે? શા કામમાં મનુષ્યભવ ગાળવા યોગ્ય છે? અને કેવી રીતે હાલ કાળ જાય છે? તે વિચારવાન એકાંતે વિચારે તો તેને ચેતવા જેવો વખત જણાય, પરમકૃપાળુ મહાત્માઓએ જે માર્ગ અનંત કૃપા કરી આપણને દર્શાવ્યો છે, તેનું આરાધન ક્યા ભવમાં કરીશું ? ચોરાસી લાખ જીવયોનિમાં બીજે કોઈ ઠેકાણે આ ભવમાં થશે તેટલું થવા સંભવ નથી, તેનો વિચાર કરવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૨૨૨, આંક ૨૨૦) ID જેણે ઉપાધિનું સ્વરૂપ વિચાર્યું છે, તે ઉપાધિને દુઃખરૂપ માને છે અને તેવી ઉપાધિના કોઇ અંશને હિતકારી, સુખકારક કે ઇચ્છવા લાયક માનતા નથી; એટલું જ નહીં, તેવા ઉપાધિરૂપ દુઃખથી જેમ બને તેમ વહેલા, છૂટવાના ઉપાયમાં પ્રવર્તે છે. મોહને લઈને સ્ત્રી, કુટુંબ, ધન આદિમાં જે મીઠાશ લાગતી હતી, તે વિચારણા જાગતાં બદલાઈ જાય છે અને નાશવંત વસ્તુનો મોહ કરીને જે દુઃખ ઉઠાવ્યું, તેથી કંઈ આત્મકલ્યાણ ન થયું, ઊલટી માયાજાળ વધારી એમ લાગે છે. હવે આવા સંસારમાં ફરી જન્મવું ન પડે, તે માટે શું કરવું, તે જીવ વિચારવા લાગે છે. અને જેમ જેમ ઉપાધિ ઘટે, તેમ તેમ વિચારવાનો અવકાશ મળે અને શાંતિ અનુભવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે જેમ બને તેમ, જ્યાં સુધી સત્સંગનો યોગ ન બને ત્યાં સુધી, સત્સંગની ભાવના રાખી, સપુરુષનાં વચન, આજ્ઞા, ભક્તિમાં કાળ વ્યતીત થાય, તે પ્રકારે પ્રવર્તવા ભલામણ છે. સંસારસાગર તરવાનો જેણે નિશ્ચય કર્યો છે, તેણે કેવી રીતે જીવવું? બચતો વખત કેમ ગાળવો? આત્મહિત કેટલું સાધી શકાય છે? તેની તપાસ રાખવી, અને જીવન ઉત્તમ કેવી રીતે ગણાય, તેનો નિર્ણય કરી રાખવો ઘટે છે. એ લક્ષ જેનો હશે, તે વહેલેમોડે તે તે સાધનો શોધી, પ્રાપ્ત કરી, સંસાર તરવા શક્તિમાન થશે. માટે મોહમાં કાળ બધો વહ્યો ન જાય અને મરણ વખતે. પસ્તાવું ન પડે, માટે Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧ પાણી પહેલાં પાળ અથવા ઘર લાગ્યા પહેલાં કૂવો ખોદાવી, પાણીની સગવડ કરી રાખવી કે જેથી આફતમાંથી બચી જવાય. તેમ મરણ તો દરેકને આવવાનું છે; તો સમાધિમરણ કેમ થાય ? ઉપાધિનું દુઃખ કેમ ન લાગે ? વગેરે વિચારો વિચારવાન જીવે કરી લેવા ઘટે છે. તેને માટે સત્સંગની ઘણી જરૂર છે, તો તેવો અવકાશ મેળવી સત્સંગ કરતા રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૬૦, આંક ૪૮૨) T ઉપદેશછાયામાં (પૃ.૭૦૧) પરમકૃપાળુદેવે જણાવ્યું છે : ‘ બાપ પોતે પચાસ વર્ષનો હોય, અને તેનો છોકરો વીશ વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે ! પુત્રના દેહાંતક્ષણે જે વૈરાગ્ય હતો, તે સ્મશાન વૈરાગ્ય હતો.'' વિચારવાન વૈરાગ્યની વૃદ્ધિ કરી, સમાધિમરણ માટે જાગ્રત થાય છે. (બો-૩, પૃ.૫૬૨, આંક ૬૨૭) બીજાને ઉપદેશ કરવામાં જીવ બહુ ડાહ્યો છે, પણ પોતાનો પ્રસંગ આવે ત્યારે ખબર પડે. સગરચક્રવર્તીના સાઠ હજાર પુત્રોને દૃષ્ટિવિષ સર્પે મારી નાખ્યા. તે વખતે ઇન્દ્ર, બ્રાહ્મણનું રૂપ લઇને નગ૨માં આવ્યો. પોતાના પુત્રનું મડદું લઇને ફરવા લાગ્યો. પછી રાજદરબારમાં આવ્યો. સગરચક્રવર્તીએ કહ્યું, ‘‘હે વિપ્ર ! તમે શા માટે રડો છો ? બધાનું મરણ તો થવાનું જ. તમે વિદ્વાન છો, માટે ધીરજ રાખવી જોઇએ.'' ત્યારે બ્રાહ્મણે કહ્યું, ‘‘તમારા પુત્રો જો મરી ગયા હોય તો ન રડો ? ઘીરજ રાખો ?'' રાજાએ કહ્યું, ‘‘હા.'' બ્રાહ્મણ બોલ્યો, ‘‘તમારા સાઠ હજાર પુત્રોએ અષ્ટાપદ પર્વત ઉપર તીર્થની રક્ષા કરવા માટે ગંગા નદી આણી; તેનું પાણી નીચે ભવનપતિ દેવોના ભવનમાં ભરાઇ ગયું, તેથી ત્યાંના નાગકુમાર દેવતાને ભયંકર ક્રોધ વ્યાપ્યો. પછી તે બહાર આવ્યો અને દૃષ્ટિવિષથી તે સર્વને મારી નાખ્યા છે.'' આટલું સાંભળ્યું કે રાજા મૂર્છા ખાઇને પૃથ્વી પર પડી ગયો. સંસારનું સ્વરૂપ એવું જ છે. માટે આત્માનું કામ પહેલાં કરી લેવું. વિચારવાન પુરુષો પહેલેથી જ આ સંસારમાં મારું કોઇ નથી, આમ હ્દયમાં ચોખ્ખું કરી રાખે છે. તેથી મરણનું દુ:ખ લાગતું નથી. વિચારવાન જીવો પોતાનાં પરિણામ તપાસે છે અને સંસાર પ્રત્યે કંઇક આસક્તિ હોય, તો તે છેદી નાખે છે. મરણના પ્રસંગે જીવને વિચાર આવે છે કે બધું નાશવંત છે, પણ પાછો ભૂલી જાય છે. વિચારવાન જીવો જ એ વૈરાગ્યને ટકાવી રાખે છે અને પોતાનું જીવન પલટાવી દે છે. (બો-૧, પૃ.૧૧૮, આંક ૩૦) D જ્ઞાનીપુરુષો કેવળજ્ઞાન થતાં સુધી મરણને સમીપ સમજીને વર્તે છે, એમ પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યા છતાં, આ જીવ પ્રમાદને વશ સમાધિમરણની તૈયારીમાં પ્રવર્તવા યોગ્ય વાત, મુલતવી રાખ્યા કરે છે, એ એક આશ્ચર્ય છે. વિચારવાનને જોકે મરણનો ભય કર્તવ્ય નથી, કારણ કે આત્માનું મરણ કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહીં; તેમ છતાં સ્વરૂપનું અજ્ઞાન અને સ્વરૂપની વિસ્મૃતિને મરણ, વિચારવાન જીવો માને છે. કહ્યું છે કે ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?'' હવે પારકી પંચાત અને પર વસ્તુઓનું માહાત્મ્ય છોડી, રાગ-દ્વેષ ઘટાડી, શાંતિ હૃદયમાં સ્થાપવા સઘળો પુરુષાર્થ વા૫૨વા યોગ્ય છેજી. Page #581 -------------------------------------------------------------------------- ________________ (૫૭૨) પરમકૃપાળુદેવે ટૂંકામાં કહ્યું છે કે “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. .... ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું.'' (૩૭) જેમ યોગ્ય લાગે તેમ વિચારશોજી. વિચારવાનને વિશેષ શું લખવું? (બી-૩, પૃ. ૧૯૦, આંક ૧૯૪) T જેવું દુઃખ ભૂખનું, રોગનું કે સગાંવહાલાંના વિયોગનું લાગે છે તેવું અજ્ઞાનદશાનું દુઃખ લાગતું નથી અને પરમકૃપાળુદેવ તો, મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને એક અજ્ઞાન સિવાય બીજા કોઇ ભય હોય નહીં, એમ લખે છે. તો આપણે વિચારવું ઘટે છે કે કેટલો ભય સંસારનો કે તેના કોઇ કારણરૂપ અજ્ઞાનનો, આપણને લાગે છે ? (બી-૩, પૃ. ૨૮૮, આંક ૨૭૭) T સંસારનું સ્વરૂપ તો એક જ્ઞાની પુરુષ, પરમકૃપાળુદેવે યથાર્થ જાણ્યું છે, તેથી તેમણે તો સંસારમાં ઠામ-ઠામ દુઃખ જ દીઠું છે અને આપણા જેવા મૂઢ, દુષ્ટ જનોને તેમાં વગર વિચાર્યે દોડતા અટકાવવા અર્થે ઉપદેશ કર્યો છે કે “ “વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુ:ખ કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.''(૫૩૭). (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) T સમજુ પુરુષો તો અવળાનું સવળું કરી નાખે છે. મુંબઇમાં થતાં તોફાનથી અજ્ઞાની ભય પામે છે; તેમાં જ વૃત્તિ રોકી રાખે છે; ત્યારે સમજુ જીવો તેથી વૈરાગ્ય પામી, મરણ સમીપ હોય તેવા પ્રસંગે પણ, સપુરુષનાં વચનોમાં જ તલ્લીન રહે છે. આખો લોક ત્રિવિધ તાપે બળે છે એમ વિચારી, સપુરુષ અને તેનાં વચનો તથા તેનું આપેલું સ્મરણ તથા આજ્ઞાનો નિરંતર વિચાર રાખી, નિર્ભય બને છે અને કર્મનું નાટક જોતાં, હર્ષ-શોક કરતા નથી. જગતજીવ હૈ કર્માધીના, અચરજ કછુ ન લીના, આપ સ્વભાવમાં રે અબધુ, સદા મગન મન રહેના.'' (બી-૩, પૃ.૬૪, આં; પર) D આપની સદ્ભાવના જાણી છેજી. તેવા ભાવ ટકાવી રાખવા ભલામણ છેજી. મોટા-મોટા મુનિઓને પણ “હું પામર શું કરી શકું, એવો નથી વિવેક' એ ભાવ ઊગવો દુર્લભ છે, તે તમારા પત્રમાં વાંચી સંતોષ થયો છેજી. તેટલેથી હવે અટકવા યોગ્ય નથી. ઘણાને તો પોતે પહેરેલું કપડું મેલું છે, એવું લક્ષમાં જ આવતું નથી, તેથી તે મેલા કપડાનું પણ અભિમાન કરે છે; કોઈક વિચારવાનને પોતાના કપડા તરફ નજર કરતાં મલિનતા દેખાવાથી શરમ આવે છે, પણ તે ધોવા જો પુરુષાર્થ ન કરે તો તે શરમ વધારે દિવસ ટકે નહીં, અને બધાય મારા જેવા જ છે, એમાં શરમાવું શું? એમ વિચારી, પાછો મેલ વધે તેમ વર્યા કરે છે; તેવી રીતે જાગૃતિ રાખી, પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી જે સત્સાધન દર્શાવ્યાં છે, ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની આજ્ઞાથી આપણા જેવા રંક જીવોને પણ સ્મરણમંત્ર આદિ સત્સાધનની પ્રાપ્તિ થઈ છે, તેનો બને તેટલો, શક્તિ ગોપવ્યા વિના પુરુષાર્થ કરતા રહેવાથી, આ કળિયલ ટળીને જીવને શુદ્ધતા તરફ વલણ વધતું જશે. (બી-૩, પૃ.૩૩૭, આંક ૩૩૯). Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૭૩ તમારા તરફથી આજે પૂજા-પ્રભાવના થઇ હતી. શુદ્ધભાવના લક્ષે શુભભાવની પ્રવૃત્તિ શ્રેયસ્કર છે. શુદ્ધભાવ સિવાય બીજે ક્યાંય સંતોષ માની અટકી જવા જેવું નથી, એમ વિચારવાનના ચિત્તમાં ર' કરે છેજી. (બો-૩, પૃ.૨૮૭, આંક ૨૭૫) બધી જગતની વસ્તુઓ તો ક્ષણિક અને અસાર છે, કોઇ વસ્તુ પ્રત્યે પ્રીતિભાવ કરવા યોગ્ય નથી. સવારમાં ફૂલ ખીલેલું દેખાય છે, તે સાંજ થતાં પહેલાં કરમાઇ જાય છે, તેવા આ સર્વ, જગતના પદાર્થો જોતજોતામાં નાશ પામી જાય છે અને તેની ઇચ્છા કરનારને દુ:ખી ક્લેશિત કરતા જાય છે. તેવા પદાર્થોમાં વિચારવાનને આસક્તિ કેમ થાય ? તડકામાં ચળકતા પાણીનાં ટીપાને હીરો માનનાર અજ્ઞાની કહેવાય, તેમ આ અસાર સંસારની વસ્તુમાં મોહ થાય, તે મૂર્ખતા સિવાય બીજું શું છે ? (બો-૩, પૃ.૧૮૨, આંક ૧૮૬) D ‘‘આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે.'' એમ પરમકૃપાળુદેવે કહ્યું છે; તે, જીવ વિચાર કરે તો સમજાય એવું છે અને આ કાળમાં તો જ્યાં જુઓ ત્યાં પ્રત્યક્ષ દુ:ખ, દુઃખ ને દુઃખ જ નજરે ચઢે છે. છતાં જીવને એ દુઃખમાં કે તેની પાછળ સુખ માનવાની ટેવ પડી ગઇ છે, તેથી છૂટવાની ઇચ્છા થતી નથી. કોઇ મહાભાગ્યશાળીને સત્પુરુષનો યોગ થયો હોય, તેના ઉપર અને તેનાં વચનો ઉપર પરમ પ્રેમ થયો હોય, શ્રદ્ધા ચોંટી હોય તો તે તેવાં દુ:ખનાં ઘેરાવામાં પણ ઇચ્છા તો ચાતક પક્ષીની પેઠે આકાશમાંથી પડતા પાણીની કરે, પણ ગંગાજળ જેવું પવિત્ર ગણાતું હોય, અખૂટ પાણી હોય તોપણ તેમાં ચાંચ સરખી બોળે નહીં. તેમ સંસાર જેને પ્રિય ગણે છે, એવા ધન આદિનો લાભ થતો હોય, કીર્તિ વધતી હોય, રાજાનું માન મળતું હોય છતાં સંસારમાં જણાતાં સુખ, તેની દૃષ્ટિમાં અભોગ્ય સમજાય છે, તેનું મન ત્યાં ઘડીભર શાંતિ માનવા ઇચ્છતું નથી. ‘‘એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુઃખ તે સુખ નહીં.’’ જેની પાછળ દુઃખ આવે તેવાં સુખનો વિશ્વાસ, વિચારવાન જીવ કરતા નથી. અત્યારે આપણે નજરે જોઇએ છીએ કે કેટલાય પૈસાદાર ગણાતા દેવાદાર થઇ ગયા; કેટલાય જુવાન યોદ્ધા જેવા રોગી થઇ ગયા; કેટલીય સૌભાગ્યવંતી સ્ત્રીઓ વિધવા થઇ ગંઇ; એમ અનેક અધૂરાં કામ મૂકી, મરણ આવતાં ચાલ્યા જતા નજરે જોઇએ છીએ. સગાંવહાલાં મરનારની ઉત્તર ક્રિયા કરી, તેણે પાપ કરી કમાવેલું ધન વહેંચી લે છે અને મોજ કરે છે; પણ જેણે પાપ કર્યું હોય, તેને એકલાને તેનાં ફળ ભોગવવાં પડે છે, દુર્ગતિમાં ત્રાસ વેઠવો પડે છે. આવી વાતો વારંવાર વિચારી, પરમપુરુષ પરમકૃપાળુશ્રીએ જે છૂટવાનો માર્ગ બતાવ્યો છે, ભક્તિ, સ્મરણ આદિ આજ્ઞા આપી છે, તેનું શરણ બળવાનપણે ગ્રહીશું તો જરૂર આત્મહિત થશે અને હજી જો ગાફેલ રહીશું તો માર ખાઇશું. માટે જે કંઇ કરતા હોઇએ - વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, સ્મરણમંત્ર આદિ, તેમાં ભાવ વધે, તેમ કર્તવ્ય છે. સંસારજાળમાંથી મુક્ત થવાની ભાવના, પ્રતિકૂળ સંયોગોમાં પણ મંદ ન પડે, ઊલટો વૈરાગ્ય વધે, તેવું બળ વાંચન-વિચાર-ભક્તિથી મેળવતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૮૪, આંક ૬૬૧) Page #583 -------------------------------------------------------------------------- ________________ (૫૭૪) T વિચાર જીવને ઊગતો નથી, તેથી દુઃખને સુખ જાણી નોતરે છે; અને દુઃખ આવી પડે છે, ત્યારે કોઇને ગમતું નથી. વિચાર કરીને કે પુરુષે સંમત કર્યું છે તે સંમત કરીને, જીવ આટલા ભવનાં થોડા વર્ષ બાકી છે, તે પુરુષની આજ્ઞા ઉઠાવવામાં ગાળે કે તેવો પુરુષાર્થ કરવાની ભાવનામાં ગાળે, તોપણ જીતી બાજી હારી ન જાય; પણ જો કુસંગે અનાદિકાળની વાસનાઓને વધારીને, જીવ દેહ છોડી પરાધીનપણે, એકલો, અન્ય દેહ ધારવા ચાલી નીકળશે, ત્યારે તેની શી વલે થશે ? એનો ખ્યાલ અત્યારથી કરી લઇ, કંઇક આત્માને આધારભૂત આશરો મળે તેવું, આ ભવમાં બની શકે એમ છે. તે કાળ વ્યર્થ થોથાં ખાંડવામાં વહ્યો ન જાય, તેની કાળજી વિચારવાન જીવ રાખે છેજી. અનંતકાળથી ઇન્દ્રિયસુખની ઝરણા કરી, પણ જન્મમરણ ટળ્યાં નહીં; હવે સત્પષના યોગે તો કંઇક આંટા ઊકલે એવો માર્ગ લેવો છે, એવો નિર્ણય વિચારવાન જીવે જરૂર કર્તવ્ય છે'. મનને અઘરું પડે તોપણ, આંખો મીંચીને પણ, સત્પષે જણાવેલા સત્સાધનમાં વિશેષ કાળજી રાખી, કંઇક તેનો અભ્યાસ પડી જાય, સહેલાઇથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે, એવો ઉપાય કરી મૂક્યા વિના, ભારે વેદની કે મરણપ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુજીવે સત્સાધનનું અવલંબન, કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાન કરી, તેમાં જ ઘણો કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છેજી. વારંવાર મન ક્યાં ફરે છે, તેની તપાસ રાખતા રહેવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૨૭૦, આંક ૨૬૪) D આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. મનમાં ઉગ રાખવા યોગ્ય, મૂંઝાવા યોગ્ય નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે : “કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (30) એ ઉપદેશપૂર્ણ સુખદાયક વાક્યનો વિશ્વાસસહિત વિચાર થાય તો જગતમાં કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ ન રહે. ઉગ એ દુઃખનું કારણ છે, દયની નિર્બળતા છે, મોહમહેલમાં પેસવાનું દ્વાર છે. મનને પૂછવું કે તું શું ઇચ્છે છે? સુખ કે દુ:ખ? જો સુખને ઇચ્છે તો સુખનો માર્ગ લેવો છે કે દુઃખનો? ફિકર, ચિંતા, ઉદ્વેગ, ક્લેશ એ તો સ્પષ્ટ દુઃખ દેનારાં દેખાય છે, તો તે કાંટાવાળી જગ્યાથી ખસીને જ્યાં દુ:ખ પેસી પણ ન શકે એવા સગુરુના સ્વરૂપનો વિચાર કરીએ, તેણે આપણને સુખી કરવા જે સત્સાધન ભક્તિ આદિ આજ્ઞા કરી છે, તે આરાધીએ તો વર્તમાનમાં પણ ક્લેશનાં કારણ વિસારે પડે અને પુણ્યબંધ થાય તો ભવિષ્યમાં પણ સુખનાં સાધન સાંપડે. આવો લાભકારક સુખનો માર્ગ તજી, કોણ દુઃખથી ભર્યા સંસારને સંભારે ? અથવા સંસાર ઊભો થાય તેવાં કર્મ કમાવા, કોણ ક્લેશ કે ક્લેશનાં કારણોને સેવે ? બળતામાંથી બહાર નીકળી જવા માટે સદ્વિચાર, અને સવિચાર બતાવે તેવો સદાચાર છેજી. જે કંઈ કરવું પડે તે આત્માર્થે, છૂટવા માટે કરવાની ધારણા રાખી, કરવા યોગ્ય છે. “ગઈ તિથિ તો જોયી પણ ન વાંચે' એ કહેવત પ્રમાણે, બની ગયેલા બનાવને સંભારી શોક કરવાનું, વિચારવાન ન કરે. જે થઇ ગયું તે થઈ ગયું, તે અન્યથા થાય તેમ નથી. હવે જેટલું જીવવાનું છે, તેટલું જીવન ઉત્તમ રીતે કેમ ગાળી શકાય, તેની વિચારણા કરી લેવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨૭૧, આંક ૨૬૫) T સર્વ ભાઇઓ સંપ રાખી, માન-કષાય નરમ પાડી અને સત્સંગમાં જોડાયેલા રહેશો, એ ભલામણ છેજી. Page #584 -------------------------------------------------------------------------- ________________ (૫૭૫) સર્વની પ્રકૃતિ સરખી હોતી નથી અને આપણું ધારેલું સંસારમાં પણ નથી થતું તો ધર્મની બાબતમાં આપણું ધાર્યું કરવાનો આગ્રહ, એ ઊંધી સમજ જ છે; પરમાર્થની જેને જિજ્ઞાસા વર્તે છે, તે જીવે તો “હું કંઈ જ જાણતો નથી' એવો વિચાર દૃઢ કરી, સદ્ગુરુશરણે રહેવા યોગ્ય છે. મારાથી સર્વ સારા છે. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?' એ રોજ બોલીએ છીએ, તે આચરણમાં મૂકવાનો અવસર સમૂહમાં, રાજમંદિરમાં વર્તતા હોઇએ, ત્યારે છે. કોઈ પણ વાતની ખેંચતાણ ન થાય. (બી-૩, પૃ.૧૩૭, આંક ૧૩૮) T કળિકાળ કે દુષમકાળમાં નિમિત્તો તો, જીવને ધર્મથી દૂર લઈ જાય તેવાં સહેજે મળે છે, પણ જે જીવને કલ્યાણ કરવાની ભાવના જાગી છે, તેણે તેવાં નિમિત્તોમાં ન-છૂટકે વર્તવું પડતું હોય છતાં, સપુરુષને સમાગમ, બોધ થયો હોય તેની સ્મૃતિ, તેનું બહુમાનપણું, તેની ભાવના, તેણે આપેલા સ્મરણનું હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં વિસ્મરણ ન થાય તેમ વર્તવાની તત્પરતા, જિજ્ઞાસા, ભાવના રાખે તથા અમુક કાળ, દિવસના જાગ્રત કાળમાંથી કાઢી લઇ, તેમાં સપુરુષની વાણીનો વિચાર, સ્મરણ, ભાવના નિયમિતપણે કરે. (બી-૩, પૃ.૬૯, આંક પ૬) ન રમ, ન રમ બાહ્યાદિ પદાર્થો, રમ રમ મોક્ષપદે જ હિતાર્થે; આત્મકાર્ય જો તૂર્ત કરે તું, તો વર કેવળજ્ઞાન વરે તું. મૂક મૂક વિષય-માંસના ભોગ, છોડ છોડ નિજ તૃષ્ણા રોગ; કર કર વશ મન-ગજ જે ગાંડો, અંતરાત્મ પરમાત્મ જોડો. વ્યવહારપ્રસંગથી જીવ ઘેરાયેલો છે અને જ્યાં સુધી નિમિત્તાધીન છે ત્યાં સુધી, વ્યવહારના નિમિત્તમાં જીવ બંધની સામગ્રી એકઠી કર્યા કરે છે અને પુણ્ય વા પાપના પાશમાં ફસાયો જાય છે. પરંતુ વિચારવાન જીવ સંસાર અને સંસારનાં ફળથી ત્રાસ પામે છે, તેથી સંસારથી મુક્ત થવાય તેવી સમજણ પ્રાપ્ત થવાનું સાધન, જે સત્સંગ તથા સત્સંગ થતો બોધ, તેવાં ઉત્તમ નિમિત્ત તે પ્રાપ્ત કરતો રહે છે; તથા સત્સંગના વિયોગમાં તેની સ્મૃતિ, ઇચ્છા, ભાવના રાખ્યા કરે છે અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા આદિ ભાવનામાં પ્રવર્તી, ઇન્દ્રિયના વિષયોને સંકોચી, કષાયની મંદતા કરવાના પુરુષાર્થમાં વર્તી, યોગ્યતા વધારવાની સત્પષની આજ્ઞાનો લક્ષ રાખ્યા કરે છે. (બી-૩, પૃ.૬૧, આંક ૪૯) પોતાનો અને પરનો વખત ધર્મધ્યાનમાં જાય તેવાં નિમિત્તો વિચારવાન મેળવે છે. (બી-૩, પૃ.૧૨૨, આંક ૧૨૦) Page #585 -------------------------------------------------------------------------- ________________ (૫૭) માર્ગાનુસારી 0 માર્થાનુસારીના પાંત્રીસ બોલ: (૧) ન્યાયસંપન્ન વિભવ - ન્યાયથી ધન મેળવવું. સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસ દઇને ઠગવું, ચોરી કરવી, થાપણ ઓળવી વગેરે નિંદવા યોગ્ય કામ ત્યાગ કરીને ધન કમાવું તે. (૨) શિષ્ટાચાર પ્રશંસા - ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. (૩) સરખા કુળાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. (૪) પાપનાં કામથી ડરવું. (પ) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૬) કોઈનો અવર્ણવાદ બોલવો નહીં. (૭) જે ઘરમાં પેસવા-નીકળવાના અનેક રસ્તા નથી અને જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. (૮) સારા આચરણવાળા પુરુષોની સોબત કરવી. (૯) માતા તથા પિતાની પૂજા કરવી – તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવાં. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો - લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં. (૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું, નિંદવાયોગ્ય કામ ન કરવાં. (૧૨) આવક પ્રમાણે ખર્ચ કરવું. (૧૩) ધનને અનુસરતો વેષ રાખવો - પેદાશ પ્રમાણે પોશાકી રાખવી. (૧૪) આઠ પ્રકારના બુદ્ધિના ગુણોને સેવવા : ૧. શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા, શુશ્રુષા; ર. શાસ્ત્ર સાંભળવાં, શ્રવણ; ૩. તેનો અર્થ સમજવો; ૪. તે યાદ રાખવો; ૫. ઉહ = તેમાં તર્ક કરવો તે સામાન્યજ્ઞાન; ૬. અપોહ = વિશેષજ્ઞાન; ૭. ઉહાપોહથી સંદેહ ન રાખવો અને ૮. જ્ઞાન = આ વસ્તુ આમ જ છે એવો નિશ્ચય કરવો. (૧૫) નિત્ય ધર્મને સાંભળવો, જેથી બુદ્ધિ નિર્મળ થાય. (૧૬) પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભોજન કરવું. (૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી મીઠાઈ વગેરે આવેલી જોઈ, લાલચથી તે ઉપર ખાવું નહીં, કારણ કે અપચો થાય. (૧૮) ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. (૧૯) અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. (૨૦) નિરંતર અભિનિવેશ રહિત રહેવું - કોઇને પરાભવ કરવાનાં પરિણામ કરી, અનીતિથી કામનો આરંભ કરવો નહીં તે. (૨૧) ગુણી પુરુષોનો પક્ષપાત કરવો - તેમનું બહુમાન કરવું. (૨૨) નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો – રાજા તથા લોકોએ (ત્યાગ કરેલા) નિષેધેલા દેશકાળમાં જવું નહીં. (૨૩) પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. (૨૪) પોષણ કરવા યોગ્ય જેવાં કે માબાપ, સ્ત્રીપુત્રાદિકનું ભરણપોષણ કરવું. (૨૫) વ્રતને વિષે રહેલા તથા જ્ઞાન કરીને મોટા એવા પુરુષોને પૂજવા. Page #586 -------------------------------------------------------------------------- ________________ (૫૭૭. (૨૬) દીર્ઘદર્શી - જે કોઇ કામ કરે તેમાં લાંબી દ્રષ્ટિ ફોરવી, તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. (૨૭) વિશેષજ્ઞ – દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. (૨૮) કૃતજ્ઞ (કર્યા કામનો જાણ) – કરેલો ઉપકાર તથા અપકારને સમજવો. (૨૯) લોકપ્રિય - વિનય આદિ ગુર્ણ કરી લોકપ્રિય થવું. (૩૦) લજ્જાળુ (લાજવાળો) – લાજ-મર્યાદામાં રહેવું. (૩૧) દયાળુ - દયાભાવ રાખવો. (૩૨) સુંદર આકૃતિવાન - ક્રૂર આકૃતિનો ત્યાગ કરવો, શરીરનો સુંદર આકાર રાખવો. (૩૩) પરોપકારી – પરને ઉપકારી થવું. (૩૪) અંતરંગ અરિ-જિત - કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વેરીને જીતવા. (૩૫) વશીકૃત ઇન્દ્રિયગ્રામ - ઇન્દ્રિયોના સમૂહને વશ કરવાં, સર્વે ઇન્દ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. આ વિષે વિશેષ લક્ષ કરાવવા પરમકૃપાળુદેવે પત્રાંક ૪૩૧માં સમ્યકુદ્રષ્ટિ તથા કેવળજ્ઞાન સુધીના ખુલાસા જણાવ્યા છે, તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૮૨, આંક ૩૮૭) મુમુક્ષતા D આપના પત્રમાં શુભ ભાવના તથા પોતાના દોષો દેખી કંટાળવા જેવું લખ્યું છે, તે એક રીતે યોગ્ય છે. મુમુક્ષતાની શરૂઆત જ પોતાના દોષો જોવામાં અપક્ષપાતતાથી થાય છે. પોતાના ગુણોને બદલે દોષો દેખવાનો અને તેને દૂર કરવાનો પુરુષાર્થ, જે કરે છે તે ધન્યવાદને પાત્ર છે; પણ ખેદ તો કોઈ રીતે કર્તવ્ય નથીજી. ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) જય પામવાનો માર્ગ, પરમકૃપાળુદેવે એ પત્રમાં પ્રગટ કહી દીધો છે અને તે વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી, હ્રયમાં સ્થિર કરવા યોગ્ય છે, એમ પણ જણાવ્યું છેજી. (બી-૩, પૃ.૫૨૧, આંક પ૬૬) પ્રમાદ તો દોષ છે જ, પણ જીવને પ્રમાદમાં રતિ રહી છે, એ મોટો દોષ છે. પ્રમાદ મારે ઓછો કરવો છે, એમ કરી જ્ઞાનીની આજ્ઞામાં કાળ ગાળશે, ત્યારે મુમુક્ષુતાની શરૂઆત થશે. (બો-૧, પૃ.૨૬૦, આંક ૧૬૮) રોદણાં રડવાથી કે માત્ર દોષ જોઈને અટકી રહેવાથી, આગળ વધાતું નથી. પોતાના દોષો દેખાય છે, તે મુમુક્ષતાની નિશાની છે. તે દોષોથી છૂટવાની ભાવના, તે માર્ગમાં આગળ વધારનાર છે. સાચી મુમુક્ષુતા આવ્ય, જીવને સંસાર ત્રાસદાયક કેદખાના જેવો લાગે, શરીર મળમૂત્રની ખાણ લાગે. આત્માને આવા ગંદા સ્થાનમાં રહેવું પડે છે, તેની સંભાળ રાખવી પડે છે અને તેના ઉપર મોહ થતાં, કર્મ બાંધી, નરકાદિ ગતિનાં તીવ્ર દુઃખો ઊભાં થાય, તેવી અંતર પરિણતિ થઈ જતી હોય, તે ખ્યાલમાં આવતાં જીવને કંપારી છૂટે, એટલું કોમળ અંતઃકરણ થયે, જ્ઞાની પુરુષની દશા સમજી, તેના બોધને બ્દયમાં ધારણ કરવા યોગ્ય જીવ થાય છે. તેવી દશા ન આવે ત્યાં સુધી “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય' છું, એવું રટણ કરવા યોગ્ય છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ જ્ઞાનીપુરુષને ‘‘સકળ જગત તે એંઠવત્'' સમજાય છે. તે જ એંઠવાડો એકઠો કરનાર વાઘરી જેવો હું, આ શું કરી રહ્યો છું ? આવી ને આવી દશામાં મારું આયુષ્ય પૂરું થશે તો મારી શી વલે થશે ? એ ભય નિરંતર હૃદયમાં ખટક્યા કરે, તે વિચારણા, જીવને વૈરાગ્ય પ્રેરી, આજ્ઞાને અચળ કરે છે (બો-૩, પૃ.૭૧૨, આંક ૮૬૧) આત્મહિત માટે જીવને ઝૂરણા જાગશે ત્યારે કલ્યાણનો માર્ગ સુગમ થશે, અને ઉદાસીનતાનો ક્રમ સેવાશે. સંસાર ઝેર જેવો લાગ્યા કરશે ત્યારે ખરેખરી મુમુક્ષુતા પ્રગટશે. બધાનું કારણ સત્સંગ, સદ્બોધ, સત્શાસ્ત્રનું વાંચન, વિચાર, ભક્તિ, પ્રેમરૂપ પુરુષાર્થ છેજી. (બો-૩, પૃ. ૬૦૨, આંક ૬૯૧) D મુમુક્ષુજીવને એટલે જેને આ સંસાર અસાર સમજાયો છે અને આયુષ્ય આદિ પૂરાં કરવા પ્રત્યે જેનું લક્ષ છે, અને કોઇ પણ પ૨પદાર્થમાં ઇષ્ટબુદ્ધિ રહી નથી, તેવા જીવને ક્યાંય ગોઠતું નથી. ‘છૂટું, છૂટું જ ' એવું રટણ જેને રહ્યા કરે છે, તેને નવાં કર્મ બાંધવાનું કંઇ પ્રયોજન રહ્યું નથી. ‘‘પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.’' આવી દશા ક્યારે પ્રાપ્ત થાય ? એ મુમુક્ષુતા કેમ પ્રગટે ? સંસાર ઉપરથી આસક્તિ ઊઠી છે ? એ બધા પ્રશ્નો વિચા૨ી, મનુષ્યભવની સફળતાનો માર્ગ પામવા, વિશેષ પુરુષાર્થ અને વૈરાગ્યની વૃદ્ધિ, સત્પુરુષની દૃષ્ટિએ સાધવા યોગ્ય છે. (બો-૩, પૃ.૪૭, આંક ૩૨) D સ્મરણમાં ચિત્ત રાખવાનો અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવાનો અવસર આવી પહોંચ્યો છે; તે વખતે ઢીલા નહીં થતાં, જિંદગીમાં કદી ન આવ્યા હોય તેવા અપૂર્વભાવે, તે પરમપુરુષની અનન્ય શ્રદ્ધા દૃઢ કરતા રહેશોજી. એ જ જીવનદોરી છે. શ્વાસોશ્વાસ ધમણની પેઠે લેવા, એ જીવન નથી પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' છે, તેમાં વૃત્તિ રાખવી, એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા છેજી. (બો-૩, પૃ.૩૮૯, આંક ૩૯૫) એક મોક્ષ સિવાય બીજી કોઇ અભિલાષા રહે નહીં, મારે મોક્ષ માટે જ જીવવું છે, એવી જ્યારે ઇચ્છા જાગે ત્યારે મુમુક્ષુતા આવી ગણાય. (બો-૧, પૃ.૫૫) મુમુક્ષુતા જેને પ્રગટી છે, તેને મોહનાં બહુરંગી કારણો લલચાવી શકતાં નથી, ઊલટાં મૂંઝવણનું કારણ થાય છે. તે મૂંઝવણ ટાળવા જ જીવની વૃત્તિ રહ્યા કરે છે, તેથી તે અટકી જવાને બદલે ઊલટો વિશેષ પુરુષાર્થી બને છે. દુઃખ, અપમાન, અશક્તિ, ખેદ આદિ કારણો, તેને આગળ વધારનારાં, વૈરાગ્યપ્રેરક, પરમ તૃઢતાથી સત્હરણને ગ્રહણ કરાવનારાં નીવડે છેજી. (બો-૩, પૃ.૪૬૮, આંક ૪૯૫) મુમુક્ષુજીવો મોહનાં નિમિત્તથી મૂંઝાય છે, મોક્ષનાં કારણો શોધીને આરાધે છે અને મુમુક્ષુદશાની વૃદ્ધિ કરી તીવ્ર મુમુક્ષુદશા પામવાના પુરુષાર્થમાં પ્રવર્તે છેજી. તે અર્થે સત્સંગ એ સર્વોત્તમ સાધન છેજી અને સત્સંગ સફળ થવા, પોતાની દશા નિર્દોષ કરવા, વારંવાર પરમકૃપાળુદેવે અનેક પત્રોમાં પંચવિષયનાં સાધનનો ત્યાગ કે પરિમાણ આદિ કરી, Page #588 -------------------------------------------------------------------------- ________________ (પ૭૯) વિષયોની તુચ્છતાના વિચારમાં મનને આણવા પ્રયત્નશીલ રહેવા કહ્યું છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહે, ત્યાં સુધી તીવ્ર મુમુક્ષુતા પ્રગટતી નથી આદિ પરમકૃપાળુદેવની શિખામણો, વચનને દયે લખો'' કહ્યું છે તેમ, અંતઃકરણમાં કોતરી રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૬૨૦, આંક ૭૨૦) D મુમુક્ષુજીને પોતાના દોષો જોઈ દોષો ટાળવા જોઇએ અને તો જ મુમુક્ષુતા ટકે. નહીં તો પરમકૃપાળુદેવે લખ્યું છે તેમ ““મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે (!) અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. (૨પ૪) એ ત્રણે કારણો ટાળવાનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે, એમ પરમકૃપાળુદેવે બતાવ્યું છે. “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.'' (૨૫૪) “મહાત્મા ઉપર જીવને મોહ જ ન આવ્યો.'' (૧૮૭) “મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.' (૨૫૪) “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસં” વગેરે દ્વારા તેઓશ્રીએ સંસાર ઉપરનો પ્રેમ પલટાવી, આત્મારૂપ સપુરુષ પર પ્રેમ કરવાનો ભક્તિમાર્ગ પ્રકાર્યો છે, તે જ આપણે અવલંબનરૂપ છે. (બી-૩, પૃ.૮૩, આંક ૭૫) પોતાના દોષો જોવાનું કામ ઘણું મોટું છે. તે અપક્ષપાતપણે જોવાશે તો મુમુક્ષતા વધશે, દોષો ટાળવાની તત્પરતા વધશે અને જીવ બળવાન થઈ દોષો ટાળશે. (બી-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૨) | છૂટવાની કામનાવાળા કે સત્સંગની વિશેષ ભાવનાવાળા હોય, તેમને મળી, દિવસમાં અમુક વખત કે બે-ચાર દિવસે પણ એકત્ર થવાનું ધારો તો બની શકે તેમ છેજી. પરસ્પરના સહવાસથી મુમુક્ષતા હોય તે વર્ધમાન થાય, સપુરુષના ગુણગ્રામથી પરમ પુરુષ પ્રત્યે પ્રેમભાવ વધે આદિ અનેક કારણો જીવને નિર્મળ વિચારોની પ્રેરણા થવાનું બને. કંઇ ન બને તો સ્મરણ અને નિત્યનિયમ અપ્રમત્તપણે આરાધવા યોગ્ય છેજ. (બી-૩, પૃ.૬૫૬, આંક ૭૭૯) | આપે પોપટની વાર્તા વિષે પુછાવ્યું છે, તે પુરુષ પાસેથી સાંભળેલી આપને વિચાર અર્થે કહેવરાવી હતી. (ગ્રંથયુગલમાં સમાધિશતકની સત્તરમી ગાથાના વિવેચનમાંથી : એક મહાત્માએ, વચનથી પોપટ પાંજરે પુરાય છે, અને સક્ષિા પ્રાપ્ત થયે મુક્ત થાય છે, તે જણાવવા કથા કહી છે : એક જ્ઞાની પુરુષના યોગે, સર્વસંગપરિત્યાગ કરી બાળશિષ્ય તેમની સેવામાં રહેતો હતો. વિહાર કરતાં એક ગામડામાં બંને જઈ ચઢયા. ધર્મશાળામાં ઊતર્યા. પંથનો શ્રમ ગુરુને લાગેલો દૂર કરવા, થોડી સેવા કરી, ગોચરીનો વખત થતાં વસ્તીમાં જવા શિષ્ય આજ્ઞા માગી. ગુરુની રજા મળતાં, ભિક્ષાએ જવાની તૈયારી કરી, એક લત્તામાં શિષ્ય જતો હતો ત્યારે પાંજરામાં રહેલા એક પોપટે કહ્યું : “મહારાજ, પધારો.” શિષ્યને નવાઈ લાગી, પાંજરા પાસે ગયો; ત્યાં પોપટે કહ્યું: ““માજી, મહારાજ વહોરવા પધાર્યા છે. ત્યાં તો ઘરમાંથી એક વૃદ્ધ બાઈ અને બે-ત્રણ છોકરાં બહાર આવ્યાં, વિનય સહ મહારાજને ભિક્ષા લેવા અંદર લઈ ગયાં. મહારાજ જોઇતી, યોગ્ય ભિક્ષા લઈ બહાર આવ્યા, ત્યારે પોપટે પૂછયું : ““મહારાજ, તમારી સાથે કોઈ મોટા સાધુ છે ?' શિષ્ય કહ્યું : ““હા, મારા ગુરુજી છે.'' પોપટે પૂછયું : ““તો મારી એક વાત તેમને પૂછી, કાલે જવાબ Page #589 -------------------------------------------------------------------------- ________________ (૫૮૦) મને જણાવશો ?'' શિષ્ય હા પાડી, એટલે પોપટે કહ્યું : “હું આ પાંજરામાંથી કેવી રીતે મુક્ત થાઉં ? એટલું પૂછી લાવજો.'' બીજેથી થોડી-થોડી ભિક્ષા લઇ, શિષ્ય ગુરુ પાસે ગયો. ત્યાં તેણે પોપટની વાત તથા પ્રશ્ન ગુરુને જણાવ્યાં. જ્ઞાની ગુરુ એકદમ જમીન પર ગબડી પડયા. થોડી વાર હાથ-પગ હલાવી, મુખથી કંઈ અવાજ કરી, શાંત પા કલાક પડી રહ્યા. શિષ્ય ગભરાયો, શીત ઉપચાર કરવા લાગ્યો. પછી ભાનમાં આવ્યા હોય તેમ બેઠા થયા. બંનેએ ભોજન કર્યું. બીજે દિવસે ગોચરીનો વખત થયો, ત્યારે શિષ્ય ગુરુની આજ્ઞા લઇ, ભિક્ષા માટે વસ્તીમાં ગયો; પોપટને બધી બીના કહી. પોપટ સમજી ગયો. મહારાજ ગયા પછી “ચીં, ચીં' શબ્દ કરી, પાંખો ફફડાવી, તે સળિયા પરથી પાંજરામાં પડી ગયો. છોકરાં આવીને જુએ તો પોપટ બેભાન જણાયો, તેથી પાંજરું છોડી, અગાશીમાં વાવાશ ખુલ્લું કરીને, બધાં જમવા ગયાં; પોપટ પાંજરામાંથી નીકળી ઊડી ગયો. આ રહસ્યમય કથા બહુ વિચારવા યોગ્ય છે, તેમાં મુક્તિમાર્ગ દર્શાવ્યો છે.) આ વાર્તાનો યથાર્થ આશય તો જ્ઞાની જાણે છે, પરંતુ મુમુક્ષુએ પોતાની મુમુક્ષતા વધે, તેમ વિચાર કર્તવ્ય છેજી. આ જીવ આ સંસારમાં, પોપટની પેઠે લાલનપાલનમાં, સુખવૈભવમાં મગ્ન છે. તેને તે ડાહ્યા પોપટની પેઠે છૂટવાનો ભાવ જાગશે, ત્યારે પાંજરા સમાન આ સંસાર દુઃખરૂપ, પરાયો સ્વાધીનતાનો શત્રુ અને તજવા જેવો લાગશેજી. પોતાનું ડહાપણ પોતાને પરાધીનકર્તા, દુઃખકર અને બંધનકારક છે, એમ સમજાયું ત્યારે છૂટવાની શોધમાં તે રહેતો. પોતાને ઉકેલ ન આવ્યો, ત્યારે જેણે છૂટવાનો - ત્યાગનો વેષ ધારણ કર્યો હતો તેને જોઈને, તે ભાવ જાગ્રત થતાં, તેના ઉપર સેવાબુદ્ધિએ ઉપકાર થાય તેમ વચનપ્રવૃત્તિ, વિનય અને દાનની અનુમોદના કરી. પછી તેનામાં મુમુક્ષુતા હતી, તેથી તેણે જાણ્યું કે આ તો મારા પ્રશ્નનો ઉત્તર આપે તેમ નથી, પણ તેને દીક્ષા આપનાર જ્ઞાની હશે તો મને ઉત્તર મળશે એમ ધારી, જ્ઞાનીને પ્રશ્ન પુછાવ્યો. જ્ઞાનીએ, પોપટ સમજી શકે તેવી સાનથી, ઉપદેશરૂપ ચેષ્ટા કરી. તેનું વર્ણન જાણી, પોપટની મુમુક્ષુતાએ માર્ગ સમજી લીધો અને અનુકૂળ અવસરે તેનો અમલ કરી, (મોક્ષપ્રાપ્ત) મુક્ત થયો. પોતાની પરિસ્થિતિ વિચારી, સાંસારિક ડહાપણ માત્ર બંધનકારક છે, એમ જાણી સપુરુષનાં વચનનો, મુમુક્ષુત વધારી વિચાર કરવાથી, જે આશય અંતરમાં સમજાય, તે પ્રમાણે વર્તન કરવાથી, કર્મબંધ છૂટવાનો પ્રસંગ આ જીવને આવે, એમ એ વાર્તાનો મુખ્ય પરમાર્થ સમજાય છે. (બી-૩, પૃ.૨૪૦, આંક ૨૩૫) D મુમુક્ષુતાને જ સપુરુષને ઓળખવાની આંખતુલ્ય ગણી છે. અનાદિકાળથી જીવને મુમુક્ષુતા નથી આવી, એ જ મોટામાં મોટો દોષ, અનંત દોષોમાંનો એક મુખ્ય દોષ ગણાવ્યો છે. (બો-૩, પૃ.૧૯૯, આંક ૧૯૯) Page #590 -------------------------------------------------------------------------- ________________ (૫૮૧) દેહ છે અને આત્મા છે. બંને જુદા છે. દેહને પોતાનો માન્યો છે, તેથી વેદના થાય ત્યારે શરીરની ચિંતા કરે છે; ત્યાં મુમુક્ષતા નથી. મુમુક્ષુને તો તે વખતે આવા વિચાર થાય કે દેહ કેદખાના જેવો છે, વહેલું છૂટાય તો સારું; જે થવાનું હતું તે થયું, ભલું થયું. જ્યાં સુધી સમભાવમાં વૃત્તિ ન રહે ત્યાં સુધી મુમુક્ષુતામાં ખામી છે. મુમુક્ષુ એટલે મૂકવાની ઇચ્છાવાળો. જીવ હજી સંસારનાં દુઃખથી કંટાળ્યો નથી. દુઃખનાં કારણોમાં ગભરામણ થતી હોય તો જાણવું કે મારામાં મુમુક્ષતા નથી. દેહમાં સુખ ભોગવવાની ઇચ્છા, દેહને સારો રાખવાની ઇચ્છા હોય ત્યાં મુમુક્ષુતા નથી, અજ્ઞાન છે. આત્માનું અને દેહનું સ્વરૂપ જાણ્યું નથી, તે અજ્ઞાન. (બો-૧, પૃ.૮૩, આંક ૭) 0 થાક્યાનો માર્ગ છે. જીવને ચારે ગતિનાં દુઃખ, સમાધિસોપાન આદિ વાંચતાં કંઈ સમજાય, તે ટાળવાની તમન્ના જાગે ત્યારે સંયોગે, વૈરાગ્યવંત જીવને સન્માર્ગ આરાધવાનો પુરુષાર્થ જાગે છે. બળતા ઘરમાં ઊંઘતા માણસના જેવી અત્યારે જીવની સ્થિતિ છે; તેને ઉઠાડવા કોઇ કહે, બૂમ મારે તો “કોણ પજવે છે ? ઊંઘવા દેતો નથી.' એવું અત્યારે જીવને લાગે છે, પણ બળી મરાશે એવો ભય લાગ્યો નથી, તેથી નિરાંતે ઊંધે છે. સમજાય તો જીવને મોહ દુઃખકર લાગે. પરમકૃપાળુદેવ કહે છે: “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી.” (૮૫) જગતનાં સુખ ભોગવવામાં ખોટી થવું તેને પાલવતું નથી, કારણ કે એક ભવે જેને મોક્ષે જવું હોય, તેને બીજે મન રાખે કેમ પાલવે? મોટામાં મોટી ખામી જીવને મુમુક્ષતા જાગી નથી, તે છે; નહીં તો જીવ જ્ઞાનીની આજ્ઞા લઈ મંડી પડે, ઘડીભર પણ નવરો ન રહે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” (હાથનોંધ ૧-૧૪) (બી-૩, પૃ.૬૦૦, આંક ૬૮૬) પરમકૃપાળુદેવે જીવના અનંત દોષોમાંથી મોટો દોષ એ બતાવ્યો છે કે જીવને તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન થતી નથી કે મુમુક્ષુતા જ ઉત્પન્ન થતી નથી, એટલે મુમુક્ષુતાના અભાવમાં બુભુશુતા (ભોગની ઇચ્છા) નામનો મોટો દોષ હોય છે. મુમુક્ષતા ઉત્પન્ન થવા માટે આ દોષને ટાળવાની જરૂર છે, એટલે વારંવાર હૃદયમાં વિચાર કરવા યોગ્ય છે કે વૃત્તિઓ ભોગ તરફ રહે છે કે ભોગના કારણોમાં મૂંઝાય છે? એ તપાસ વારંવાર કરવામાં આવે તો દોષ દોષરૂપે લાગે અને મોહની મીઠાશ ઓછી થઈ, મુમુક્ષુતા યથાર્થ રીતે વધે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ?' (બી-૩, પૃ.૬૫૮, આંક ૭૮૩) ભાગ્યશાળી D જેના ઘરમાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે, જેને પુરુષના યોગે પરમકૃપાળુદેવ પ્રત્યે ભક્તિ જાગી છે અને જેને સંસાર પ્રત્યે ઉદાસીનતા જાગી છે, એક મોક્ષની જ અભિલાષા વર્તે છે અને તે અર્થે સત્સંગને ઉત્તમ નિમિત્ત માની સત્સંગની ભાવના કર્યા કરે છે અને પુણ્યના ઉદયે સત્સંગની પ્રાપ્તિ થાય તો Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ 0 અપ્રમાદપણે, સત્સંગે આત્મસુધારણા, સશ્રદ્ધા અને સદાચારની વૃદ્ધિ કરે છે, તે આવા હડહડતા કળિકાળમાં પણ ભાગ્યશાળી છેજી. ‘વાયો રે નવિ જાણ્યો કળિયુગ વાયરો રે લો'' એમ સ્તવનમાં આવે છે; તેમ તે કળિકાળના ઝેરી વાતાવરણથી બચીને, પરમપુરુષના બોધરૂપ કલ્પવૃક્ષની છાયાની શીતળતા વર્તમાનમાં અનુભવે છે અને ભવિષ્યમાં તે કલ્પવૃક્ષનાં અમૃતફળને પામશે. માટે પ્રારબ્ધ પ્રમાણે જે સંયોગો મળી આવે તેમાં તન્મય ન થતાં, પરમકૃપાળુદેવનું શરણું, તેની ભક્તિ અને તેની પરમકૃપારૂપ મહામંત્રમાં વૃત્તિ રાખવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૯૯, આંક ૫૩૬) તમે ભક્તિ કરો છો અને ભક્તિ અર્થે આયુષ્ય નિર્દોષપણે ગાળવા, બ્રહ્મચર્ય સહિત, સદ્ગુરુશરણે જીવવા ઇચ્છો છો તે જાણી, નિઃસ્વાર્થપણે આનંદ થયો છે. આ કાળમાં જગતના સુખને ન ઇચ્છતા હોય, તેવા થોડા જ ભાગ્યશાળી જીવો છે. (બો-૩, પૃ.૬૫૯, આંક ૭૮૬) જ્યારે સંસારનાં કામ કરવાની શક્તિ હોય, તે જ વખતે ધર્મનાં પણ કામ સાથે-સાથે થઇ શકે છે, એ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે; પણ ઘરડાં થઇશું ત્યારે કરીશું એમ જે મુલતવી રાખે છે, તે પાંજરાપોળમાં મૂકવાના ઢોર જેવા નકામા થઇ જાય ત્યારે ધર્મ આરાધવા જાય; પણ શરીર કહ્યું કરે નહીં, ઇન્દ્રિયો કામ આપે નહીં તેવી સ્થિતિ થઇ ગઇ હોય તો તે શું કલ્યાણ તેવે વખતે કરે ? માટે આજથી જ જે મંડી પડશે તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૦૩, આંક ૬૯૨) અનંતકાળથી જીવ ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, ભોગ ભોગવવાના લક્ષણે દેહને સુખરૂપ માની, દેહને પોતાનું સ્વરૂપ સમજી, પોતાના સ્વરૂપનું ભાન ભૂલતો આવ્યો છે. જગતના જીવોના અભિપ્રાય અને ઇચ્છાઓ અસાર જાણી, જે જીવો જ્ઞાનીપુરુષના નિર્ણયને, તેણે સંમત કરેલું સર્વ સંમત કરવા ભાવના રાખે છે, તેમને ધન્ય છે. આ કળિકાળમાં ભોગ વખતે, જેને યોગ સાંભરે અથવા જ્ઞાનીએ દેહથી ભિન્ન આત્મા જાણ્યો છે, તે પ્રગટ કરવા અર્થે સત્સંગ, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયનું દમન, ભક્તિ, સત્શાત્રનું વાંચન, મનન આદિ સત્સાધન જેને સાંભરે છે, તે મહાભાગ્યશાળી છે. (બો-૩, પૃ.૬૬૬, આંક ૭૯૬) ‘‘જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.'' આપનો પત્ર, જ્ઞાનપ્રશ્નવાળો, વાંચી આનંદ થયો છેજી. જગતના અનેક પ્રકારો ચિત્તમાં પ્રવેશી, જીવને અસ્વસ્થ કરે છે, તેમાં ધર્મપ્રશ્નને અવકાશ મળવો એ મહાભાગ્ય છેજી. ‘‘ધન્ય તું આતમ જેહને, એહવો પ્રશ્ન અવકાશ રે'' એમ શ્રી આનંદઘનજી શાંતિનાથજીના સ્તવનમાં ગાય છે. (બો-૩, પૃ.૬૮૭, આંક ૮૨૫) I શારીરિક ગમે તેટલું દુઃખ હોય તોપણ આત્મા પરમાનંદરૂપ છે, એવી માન્યતા જેને ટકી રહે છે તે ભાગ્યશાળી છે. સૂર્ય ઉપર વાદળાં આવવાથી દિવસે વાંચી પણ ન શકાય તેવું બની જાય તોપણ સૂર્યમાં, સામું પણ ન જોઇ શકાય તેટલું તેજ છે, તે ખાતરી ભુલાતી નથી, તેમ આત્મા અનંત સુખથી ભરપૂર છે, ત્યાં દુઃખનો અંશ પણ નથી એવી માન્યતા, જો દુઃખ વખતે ટકી રહે તો અસહ્ય દુઃખમાં પણ જીવ શાંતિ વેદી શકે છે. (બો-૩, પૃ.૬૩૧, આંક ૭૪૧) Page #592 -------------------------------------------------------------------------- ________________ (૫૮૩ આ દુષમકાળમાં ભગવાન પર નિષ્કામ પ્રીતિ રાખનાર, તેની આજ્ઞાની અપૂર્વતા દયમાં રાખનાર તથા યથાશક્તિ શરણાગત ભાવે આજ્ઞા ઉઠાવનાર ભગવદ્ભક્તો તથા તેમનાં વચનોની પ્રાપ્તિ દુર્લભ છે. સાચા ભાવે, સપુરુષને અભેદભાવે નમસ્કાર કરનારનું પણ કલ્યાણ થવા યોગ્ય છે; તો જેણે તેનો જ આધાર લીધો છે અને મરણ સુધી તેને શરણે રહી, તેને આશ્રયે દેહ છોડવાનો નિશ્ચય જેનો વર્તે છે, તે તો મહાભાગ્યશાળી છે.જી. આવા કાળમાં પણ તેવા પુરુષોનો યોગ પરમાર્થ-પ્રેમીને ઉલ્લાસનું કારણ જી. (બી-૩, પૃ.૭૪૪, આંક ૯૧૭) T ભાઈ ....નો પત્ર મળ્યો. પરમકૃપાળુદેવનાં તેમને દર્શન થયાં છે, તે જાણી સંતોષ થયો છેજ. મહાભાગ્યશાળીને તેનાં ચર્મચક્ષુથી પણ દર્શન થાય. ભાઈ ....ને તમારા સમાગમે શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય અને તેમની ભક્તિથી મારું કલ્યાણ થશે, એમ ભાવના રહ્યા કરતી હોય તો તેમનો જણાવેલો મંત્ર જીવને સમાધિમરણનું કારણ છે; પણ સપુરુષનો નિશ્ચય અને આશ્રય દ્રઢ થયે તે પ્રાપ્ત થવા યોગ્ય છેજી. હાલ તો આપના સમાગમ ભક્તિ અને મોક્ષમાળાનું શ્રવણ કરે તે યોગ્ય છેજી. તેમની ભાવના જાગે ત્યારે આશ્રમમાં આપની સાથે આવે તો વધારે હિતકારી છે. (બો-૩, પૃ.૭૭૩, આંક ૯૮૮) D “જે આશ્રયના બળે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) એવું આશ્રયનું બળ પરમકૃપાળુદેવે જણાવ્યું છે અને ““આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે.' (૬૯૨) એમ કહ્યું છે તે દ્ધયમાં ઉતારી, મરણ સુધી આશ્રયને ટકાવી રાખે તે મહાભાગ્યશાળી મહા નરરત્નોને નમસ્કાર છે. (બી-૩, પૃ.૧૫૧, આંક ૧૫૨) [] જેને પોતાના દોષ દેખાય છે, તે ભાગ્યશાળી છે. અંતરમાં જે ધર્મકાર્ય નથી બનતું, તેનો ખેદ રહે છે, તે કલ્યાણકારી છે, સારો છે. પરકથા અને પરવૃત્તિમાં આખું જગત વહી રહ્યું છે, તેમાંથી કેમ બચવું અને જીવન કેમ સફળ કરવું, તેનો વિચાર ડાહ્યા પુરુષો કરે છે. (બી-૩, પૃ.૨૫, આંક ૭૩૦) D જીવના દોષ તો અનંત છે, પણ સત્સંગયોગે, પશ્ચાત્તાપથી, સાચા મને જીવ છૂટવા ધારે તો છૂટી શકે છે. તમારું જીવન સુધારવાની ભાવના તમને જાગી છે, તે જાણી. તેમાં કલ્યાણ છે. ધર્મના કામમાં ઢીલ કરવા યોગ્ય નથી. દેહને, ભોગને અર્થે જીવે ઘણાં કર્મ બાંધ્યાં છે અને અનંતકાળથી રખડે છે, પરંતુ આટલો ભવ આત્માર્થે ગાળવાનો જેનો દ્રઢ નિશ્ચય થાય અને તે નિશ્રયને આરાધે તે મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૪૧, આંક ૯૧૦) D આ દુષમકાળમાં આપણો જન્મ એક રીતે દુઃખસૂચક છે, તોપણ પરમ ઉપકારી ભાવદયાસાગર શ્રી પ્રભુશ્રીજીનો યોગ આ હડહડતા કાળમાં પણ બની આવ્યો, તે આપણા પૂર્વનાં મહદ્ ભાગ્ય સમજવા યોગ્ય છેજી. જે કાળમાં વિરલા પુરુષો વિચરે અને તેને ઓળખનાર પણ વિરલા જીવો હોય, તેવા કાળમાં આપણને અનાયાસે, રાંકના હાથમાં રતન આવી ચઢે તેમ સત્પરુષનો યોગ થયો, તેણે કહેલું રુચ્યું, તે કરવાની ભાવના વધી અને તેમણે બતાવેલી પરમકૃપાળુદેવની ભક્તિ અંશે પણ રોજ બને છે, તે આપણાં અહોભાગ્ય સમજવા યોગ્ય છે.જી. Page #593 -------------------------------------------------------------------------- ________________ (૫૮૪) તેવો જોગ ન બન્યો હોત તો આ અભાગી જીવ કેવા-કેવાં કાર્યોમાં પ્રવર્તી, ભારે કર્મી બની ગયો હોત, તે વિચારતાં હૈયુ કંપી ઊઠે છેજી. આપણા માટે તો પરમકૃપાળુદેવને શરણે ચોથો આરો જ ફરી આવ્યો છે એમ ગણી, આજીવિકા-ક્લેશ મંદ કરી, બનતો વખત તે પુરુષનાં વૈરાગ્યપ્રેરક, આત્મપ્રબોધક, મોક્ષપ્રકાશક વચનો દયમાં વારંવાર વિચારી કોતરાઈ જાય તેમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૦૯, આંક ૮૫૪) . ....નો આશ્રમમાં દેહ છૂટી ગયો, તે પ્રસંગે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટયો છે, તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય, તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. (બી-૩, પૃ.૭૭, આંક ૬૭) 0 પરમકૃપાળુદેવે એક મુનિને કહેલું : “તમે અમારી આજ્ઞા ઉઠાવશો તો ગમે ત્યાં મરણ પછી ગયા હશો તોપણ તમને પકડી લાવીશું.'' આવી આત્માની સંભાળ લેનાર સદ્ગુરુનું જેને શરણું છે, તે મહાભાગ્યશાળી છે'. ફિકર કરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૮૦) સંસારમાં ચાર ગતિમાં ક્યાંય સુખ નથી, બધે દુઃખ ને દુઃખ જ છે, ફરી જન્મવા જેવું નથી, એમ જેને વૈરાગ્ય થાય, આસક્તિ છૂટે તે ભાગ્યશાળી છે. જેને સત્વરુષનો યોગ નથી મળ્યો, તે તો બીજી વસ્તુની ઇચ્છા કરે; પણ યોગ થયા છતાં પકડ ન કરે, તે તો ઊલટો દુર્ભાગ્યશાળી છે, આસક્તિ ન થાય તે ભાગ્યશાળી છે. પૂર્વનાં સત્કાર્યોના ફળરૂપે આ મનુષ્યદેહ મળ્યો છે. વિદ્યા, સમજણ, સત્સંગ-પ્રીતિ અને સદ્ગનો આશ્રય, એ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ પુણ્યનાં ફળ છેજી. આવી અનુકૂળ જોગવાઇનો યથાર્થ લાભ ન લઇ શકાય તો આપણા જેવા દુર્ભાગી કે અધમ બીજા કોણ કહેવા ? (બો-૩, પૃ.૩૦૨, આંક ૨૯૩) પૂ. .... અહીંથી તત્ત્વજ્ઞાન - સ્મરણ સાધન લઈ ગયા છે, એ તેમનાં અહોભાગ્ય ગણાય, તેનું અહોરાત્ર આરાધન કરે, તેનું તેથી પણ વિશેષ ધન્યભાગ્ય ગણાય; પણ એવું સુંદર સાધન મળ્યાં છતાં, સત્સંગનો લાભ અને તેના રૂપ આત્મસિદ્ધિ વિવેચન આદિ સદૂગ્રંથ, પરમકૃપાળુદેવ અને પ.પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ આદિ ભક્તિનાં સાધન સમીપ હોવા છતાં જે આત્મા ક્લેશિત રહે, બળી મરવા ઇચ્છે તેના જેવું દુર્ભાગી પ્રાણી કોઈ દેખાતું નથીજી. (બો-૩, પૃ.૪૫૬, આંક ૪૭૮) પ્રવૃત્તિ D “જ્ઞાનીઓએ, એક વીતરાગમાર્ગ મૂકી, અન્ય કોઈ માર્ગ, જીવને આ સંસારસમુદ્રમાંથી તારવા સમર્થ નથી, એમ સ્પષ્ટ કહ્યું છે. રાગ, દ્વેષ, અજ્ઞાન જે માર્ગમાં ન હોય, આત્મા નિજ શુદ્ધસ્વરૂપને ભજે તે વીતરાગમાર્ગ છે. આ મનુષ્યદેહમાં આવી એક બોધબીજ, સમકિત, મુક્તિ સિવાયની અન્ય પ્રવૃત્તિ જ્ઞાનીઓએ કાર્યકારી કહી નથી. મનુષ્યભવનું સફળપણું, ઉપયોગિતા ગણતા તે માત્ર એક સમકિતની પ્રાપ્તિ છે અને તે સમકિત સિવાય કોઈ જીવ ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં સાચા અવિનશ્વર સુખને પ્રાપ્ત થયો નથી કે Page #594 -------------------------------------------------------------------------- ________________ (૫૮૫) થશે નહીં. અન્ય કોઈ પણ પ્રવૃત્તિ, જો તે સમકિતના હેતુભૂત થતી હોય તો, તે એક ઉપચારથી કરવા કહી છે, પરંતુ તે કરતાં અંતરમાં નિરંતર મુક્તિ, સમકિતનો લક્ષ રહેવો જોઇએ. જે પ્રવૃત્તિ કરતાં જીવને મુક્તિનો લક્ષ ન રહે, તે પ્રવૃત્તિ બંધનકારક અને ત્યાગવા યોગ્ય છે. તે પ્રવૃત્તિ તે બાહ્ય પ્રવૃત્તિ છે. અંતરમાં જ્યાં સમતિ અગર આત્માના શુદ્ધભાવને ન ભજે અગર તેવા પરિણામના હેતુભૂતભાવને ન ભજે, ત્યાં તે પ્રવૃત્તિ આત્માર્થીને કર્તવ્ય નથી. આત્માર્થીને તો એક માત્ર અંતરભાવને અર્થે જ સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે, કે જે અંતર પરિણામથી આત્મા સમકિતને પામે છે. સમકિત સાચામાં સમાય છે. સાચ સાચા પુરુષમાં વસે છે; અને તેથી જ સાચા પુરુષના સમાગમમાં, સેવામાં, આજ્ઞામાં જ તે મુક્તિમાર્ગ - સમકિતની પ્રાપ્તિ જ્ઞાની પુરુષોએ વર્ણવેલી છે. આ સંસારનો કોઈ પદાર્થ-ભાવ-વાસના-પ્રવૃત્તિ જીવને સંસારથી મુક્ત કરી શકે, એ અસંભવિત છે. કાળાશ, કાળાશ લગાડવાથી મટતી નથી, પણ સાબુ અને સ્વચ્છ નીરના ઉપયોગથી નષ્ટ થાય છે. માટે અનાદિથી લાગેલી ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મારા-તારાપણું, અહંકાર, મમકાર એ આદિ કશ્મલત્તા-કાળાશ, તે સરુના બોધરૂપ સાબુ, વૈરાગ્યરૂપ સ્વચ્છ નીર સિવાય ક્ષય થવાની નથી, એ સુનિશ્ચિત છે, માટે જ સદ્ગુરુના બોધને લક્ષ લલિત થઈ પ્રવર્તતાં, જીવ સંસાર નષ્ટ કરે છે. અમુક પ્રવૃત્તિ ન કરવી કે અમુક પ્રવૃત્તિ કરવી એમ કહેવું એ તો જ્ઞાનીની શક્તિની વાત છે. જ્ઞાની પણ ઘણી વાર એમાં મૌન રહે છે, કારણ કે જીવને અનાદિનો જે અધ્યાસ છે, જેમાં સહવાસ છે, અને પ્રેમ-રુચિ છે, તેમાં જીવ પ્રવર્તવા ઉત્સુક થાય છે અને તેની એના અંતરમાં એટલી સચોટ અસર છે કે તેથી ઉખેડતાં ઘણી વાર જીવ પોતાની અયોગ્યતા, ઉપશમ-વૈરાગ્યની ન્યૂનતાના કારણે જ્ઞાનીથી વિમુખ થઇ જાય છે; તો જ્ઞાની તેમ વર્તે નહીં. જ્ઞાની, સામા જીવની યોગ્યતા જોઇ, બોધ કરે છે. એ તો મુમુક્ષુજીવનું કર્તવ્ય છે કે જ્ઞાનીનો આશય સમજી, સંસારનાં કાર્યોથી ઉદાસીન થઇ, જ્ઞાનીના બોધાનુસાર પ્રવર્તે. એવાં ઘણાય દ્રષ્ટાંતો છે કે જ્યાં જ્ઞાનીઓ મૌન રહ્યા છે. જ્ઞાનીઓ રાગ-દ્વેષથી વિરક્ત હોવાથી, તેમના અંતરમાં સર્વ કોઇને આત્મપ્રાપ્તિ થાય એ બળવાન પ્રેમ છતાં, જે સહેજે થાય છે તે જોયા કરે છે. જ્ઞાનીઓનો માર્ગ ઉપદેશનો છે, આદેશનો નથી; એટલે આમાં પરમકૃપાળુ આપણને શું કહે? ખરેખર એ આપણા જ હીનપુણ્ય, અયોગ્યતાની જ નિશાની છે, અશુભમાર્ગમાંથી જીવ શુભમાર્ગે વળે એ સારું છે, છતાં જ્ઞાનીઓનો માર્ગ તો શુદ્ધનો છે એટલે તેમાં શુભ કે અશુભ બંનેનું હોવાપણું નથી; અને આપણો પ્રવૃત્તિમાર્ગ શુભાશુભ હોય છે ત્યાં શું કહેવું? જ્ઞાનીઓએ તો ઉપદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે એક માત્ર, જે માર્ગથી આ જીવ સંસારમાથી મુકાય, તે માર્ગે હે ભવ્યો ! તમે વિચારો. તે માર્ગ ઉપર કહ્યો તેમ સમકિત - સદ્ગુરુના બોધમાં બોધાનુસાર શ્રદ્ધા, જ્ઞાન રાખી વર્તવામાં છે. સંસારના સર્વે ભાવો, વર્તન છોડી એક અલૌકિકભાવ, વર્તન કરો અને આત્માના શુદ્ધસ્વરૂપને જાણો, શ્રદ્ધો અને તેમાં સ્થિર રહો ! એ જ્ઞાનીનો બોધ છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સંસારમાં આમ કરશો તો ધન મળશે, આમ કરશો તો પાંચ ઇન્દ્રિયોના વિષયસુખો મળશે, આમ કરશો તો સંસારના વૈભવો પ્રાપ્ત થશે - એ જ્ઞાનીઓ બોધતા નથી. પર એવા જડ પદાર્થોના સંયોગો, જેને લઇને જેમાં મારાપણાથી જીવ સારું-નરસું, સુખ-દુ:ખ, તારું-મારું, અધીનતા-સ્વાધીનતા આદિ કલ્પે છે, માને છે, તે આત્માનું ખરું સ્વરૂપ નથી. આત્મા તો એ સર્વે સંયોગોથી રહિત, શુદ્ધ, પોતાના સ્વરૂપમાં વાસ કરનાર છે, એમ જ્ઞાનીઓનાં બોધ-વચનો છે; અને આ બધા તો પરભાવ-વિભાવમાં વર્તીને સ્વભાવને કેમ પ્રાપ્ત થાય ? શું તે અમર થવા માટે ઝેર પીવા સદૃશ નથી ? આપણે તો એક સદ્ગુરુના બોધે - સંતના સમાગમે - એમણે જે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યું અને કહ્યું તેની દૃઢ શ્રદ્ધા રાખી, તેને જ માની, તેના માટે સર્વ પ્રવૃત્તિ કર્તવ્ય છે. હું કાંઇ જાણતો નથી, સમજતો નથી; અજ્ઞાન, અવિવેક આદિ અનેક અવગુણોથી અંધ છું અને ખોટી કલ્પના-માન્યતા-બુદ્ધિવિલાસે વ્યાપ્ત છું, અને સદ્ગુરુ તે એક સાચા અને સર્વ રીતે સાચા અને સર્વ રીતે જાણનારા છે; માટે એમણે જે કહ્યું છે તે જ મારું સ્વરૂપ છે, તે જ મારી ક્રિયા હો અને તે જ મારું હૃદય-મનની વૃત્તિ-વર્તના હો ! એ ભાવથી વર્તવું યોગ્ય છે અને સર્વ પ્રકારમાંથી મનને નિવૃત્ત કરવું એ માર્ગ છે. જો સદ્ગુરુનું એક પણ વચન, આ જીવ સાચા હૃદયથી હૃદયમાં અવધારશે તો સત્ય પરિણામ પામશે, તે જ્ઞાનીઓનો ઉપદેશ છે; માટે સર્વ કરતાં પ્રથમ કરવા યોગ્ય, સર્વમાં શ્રેષ્ઠ અને સર્વ આત્મિક સૌષ્યનું મૂળ એવી સદ્ગુરુ પ્રત્યેની સાચી શ્રદ્ધા છે, તે જીવે નિશ્ચય કરી સેવવા યોગ્ય છે - એમ મારી અલ્પમતિમાં, જ્ઞાનીઓનાં વચનની સ્મૃતિથી જે છે, તે જણાવ્યું છેજ. અને તેથી બીજું શું લખવાનું હોય ? સાચથી બીજું શું હોય ? અને જે બીજું છે તે સાચ કેમ કહેવાય ? સત્ય તો સદ્ગુરુની શ્રદ્ધા - સાચી શ્રદ્ધામાં જ, તેના ચરણમાં જ, તેના સમાગમમાં, રોમે-રોમે તેનામાં જ અસ્તિત્વવત્ છે. અન્ય કોઇ સ્થળે સત્યની સંપ્રાપ્તિ થાય એ આકાશકુસુમવત્ છે. જેને જેવી ઇચ્છા હોય, તે, તે કરે. સાચ માટે સાચને, સાચ-પ્રાપ્તને સેવો અને બીજું જોઇતું હોય તો બીજું બધું પડયું છે, જે અનાદિથી જીવ કરતો આવ્યો છે. મારી પોતાની પ્રવૃત્તિ અને ઇચ્છા તો બને કે ન બને, સમજાય કે ન સમજાય, વર્તાય કે ન વર્તાય અને થાય તે પણ મારાથી જેટલું બને તેટલું એક સદ્ગુરુદેવની ચરણરજમાં, સમાગમમાં, શ્રદ્ધામાં, આજ્ઞામાં, સેવામાં, દૃષ્ટિમાં, માન્યતામાં આ ભવ વિતાડવાની ઇચ્છા છે અને તે પરમકૃપાળુ સર્વ શક્તિમાન પરમ કૃપા કરી પાર પાડે અને એના અંકમાં અવકાશ આપી, એમાં સ્થાપે એ પ્રયાચના છે. અન્ય કોઇ પ્રવૃત્તિ કરવા ઇચ્છા નથી. હોય કે થતી હોય તે કર્મનો દોષ છે અને તે ક્યારે છૂટે અને એકમાત્ર તેની જ, સત્પુરુષની જ લય ન જાય, અહર્નિશ હૃદયકમળમાં ક્યારે રહ્યા કરે, એ અભિલાષા છે. તે અભિલાષા, જ્ઞાનીની દૃષ્ટિએ સાચી હોય કે જે હોય તે, પણ મારી મતિ પહોંચે છે ત્યાં સુધી તો તે જ હો એ ઇચ્છા છે, અને તે પરમપુરુષ પ્રત્યે પ્રાર્થના છેજી. પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે એક આ ભવ સત્પુરુષની આજ્ઞા ઉઠાવવામાં વ્યતીત કરીશ તો અનંત ભવનું સાટું વળી ૨હેશે. અંતર્યામી સિવાય કોઇ અંતરના પરિણામ-ભાવ જાણનાર નથી. ભૂલ Page #596 -------------------------------------------------------------------------- ________________ (૫૮૭ વિનાનો જ ભૂલ જાણી શકે, ભાંગી શકે. ભૂલને ભૂલવા માટે, સાચું ભાન થવા માટે, ભૂલ વિનાના સદા શુદ્ધ, સર્વજ્ઞ, જ્ઞાની ગુરુને સેવવા એ પ્રયાચના છે. આ જગતમાં કોઇ, કોઇનો શત્રુ નથી, મિત્ર નથી, કોઈ સ્વામી નથી, કોઈ સેવક નથી, કોઈ શેઠ નથી, કોઈ ગુલામ નથી. આ બધી પૂર્વકર્મજનિત અવસ્થાઓ છે. એક શત્રુ કહો તો અનાદિના પૂંઠે પડેલા ક્રોધ, માન, માયા, લોભ, મોહ જે એક ક્ષણ પણ છોડતા નથી, તે બળવાનમાં બળવાન શત્રુ છે. તેને મારવા, જીવે એક ઘડીનાય વિલંબ વિના, સદ્ગુરુની સાચી શ્રદ્ધારૂપી શસ્ત્રથી સજ્જિત થવા યોગ્ય છેજી. જીવે પોતાની પાસે જેટલી શક્તિ હોય, તેનો કાંઈ પણ અન્ય પ્રકારે વ્યય નહીં કરતાં, તે સર્વ શક્તિનો સદા, એક પુરુષની આજ્ઞા સેવવામાં જ સંપૂર્ણ વ્યય કર્તવ્ય છે કે જેથી અનાદિનું રઝળવું મટે. જેથી સંસાર ન છૂટે, તે મુમુક્ષુને માન્ય કેમ થાય ? અનાદિથી અનંત સંસારનો બંધ કરાવતા અનંતાનુબંધી કષાયો ક્રોધાદિ, તે જીવને કેમ મુકાય, તે વિચારવા જેવું છે. સપુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે, તેમના અનુયાયી પ્રત્યે સાચો પ્રેમ થવાથી અનંતાનુબંધી મોળો પડી, ક્ષય થવાનું બને છે અને એ ક્ષય થતાં સંસાર પરિક્ષીણ થઈ જાય છે. સારાંશમાં, જે કોઇ પ્રવૃત્તિ આપણે કરીએ તે પહેલાં, તે પ્રવૃત્તિમાંથી નીચેનાં પરિણામ આવે છે કે નહીં; તે વિચારવું યોગ્ય છે :(૧) એનું પરિણામ, પ્રત્યક્ષ કે પરંપરાએ, મુક્તિ છે? (૨) એ પ્રવૃત્તિ કરતાં અંતરભાવ ક્યાં રહી શકશે ? અંતરનાં પરિણામ, વૈરાગ્યમય થઈ, સપુરુષના માર્ગે જશે? સપુરુષોના બોધને, તે કેટલી અનુસરતી છે? રાગ, દ્વેષ, અજ્ઞાન અને મોહ, તેમાં કેટલો ક્ષય થાય છે? (૫) સપુરુષની શ્રદ્ધા, તેમાં કેટલી રહે એમ છે? (૬) આત્મા કેટલો ઊંચો, સાચી રીત, જ્ઞાનીની દ્રષ્ટિએ આવે છે? (૭) આત્માર્થી જીવોએ એ માર્ગ આચર્યો છે કે કેમ? (૮) એ પ્રવૃત્તિ આત્માના સ્વભાવની કે સ્વભાવના હેતુભૂત થાય એમ છે? (૯) જ્ઞાનીની આજ્ઞા, એમાં લોપાતી તો નથી ને? (૧૦) એમાં જીવનો આશય શું રહે છે? (૧૧) એમાંથી જીવને આ કે રૌદ્રધ્યાન થવાનું કોઈ પણ અવસરે બને એમ છે કે કેમ? (જ્યાં આ, રૌદ્ર હોય ત્યાં આત્મહાનિ છે.). આ ઉપર લખેલ ઉપર, થોડો વિચાર કરશો તો પ્રવૃત્તિ પ્રત્યે શમ થઈ જશે. આત્માના ભાવ જેમાં મુખ્ય લક્ષ ન હોય, આત્માના ભાવ જેમાં શુદ્ધ ન થાવ - એ પ્રવૃત્તિ કર્તવ્ય, કાર્યકારી નથી. આ સંસારના ભાવોની પ્રવૃત્તિથી અન્ય કોઇ પણ ભાવ કે પ્રવૃત્તિનો એટલે આત્મહિતકારી પ્રવૃત્તિનો આમાં કોઈ પ્રકારે નિષેધ નથી. આત્મહિતકારી પ્રવૃત્તિ કઈ, તે તુલના કરવામાં સહાયભૂત થાય એવાં જ્ઞાનીઓનાં બાંધવચન આપને સહાયભૂત થાય એ આશયે લખ્યાં છે. બાકી તલ તો જીવે, પોતાને માટે, પોતે કરી લેવી યોગ્ય છે; Page #597 -------------------------------------------------------------------------- ________________ (૫૮૮) કારણ કે કોઈ પણ પ્રકારનો નિશ્ચયાત્મક વિચાર જણાવતાં જીવ નિમિત્ત લઇ, તેમાં અન્ય ઉપર આરોપવામાં કુશળ હોય છે. દરેક જીવ પોતાની માન્યતાનુસાર વર્તે છે. તે માન્યતામાંથી કોઈ ખસેડવા સમર્થ નથી. તે પોતે ખસે તો જ ખસે. જ્ઞાનીનો માર્ગ અનેકાંતિક છે. તેમાં એક આત્મહિત થાય એમ વર્તવું જોઇએ. અનેકાંતિક માર્ગમાં કોઇ નિષેધ ન હોય, પણ જેમાં આત્મહિત નથી, તે આત્માર્થી આચરે નહીં. જેથી સંસારમળ નષ્ટ થાય; રાગ-દ્વેષ મુકાય; મોહ, અવળી મતિ-માન્યતા મટે; અહંભાવ-મમત્વભાવ છૂટે તેમ પ્રવર્તશો એ વિનંતી છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી સદ્ગુરુ સાચા આશયે તમારા અંતરમાં આ વચનો ઉતારે, એ પ્રાર્થના છે. તે તમને સાચા રસ્તે દોરે એ પ્રાર્થના છે. તે માટે તમારા અંતરને કોઈ પણ પ્રકારના નિર્ણય કે આગ્રહ વગરનું કરી, સરળતા અને મધ્યસ્થતાથી એ વચનો વાંચશો, વિચારશો, એ જ ઇચ્છું છું.' (૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ પત્ર) (બી-૩, પૃ.૮૪, આંક ૭૪) પરોપકાર 0 મહાપુરુષોએ જેને માટે ઘણાં વર્ષો ગાળ્યાં છે તે, સમજવા જેટલી શક્તિ આવ્યા પહેલાં, સમજાવવા જવાનો જીવનો અનાદિનો અભ્યાસ છે; તે ઉપર પરમકૃપાળુદેવે, નીચે જણાવું છું તેમાં, સખત પ્રહાર કર્યો છે તેનો પ્રથમ લક્ષ લેવા યોગ્ય છેજી, બીજી બધી વાત સમાગમ ક્રમે કરીને સમજાય તેમ છેજી. ‘હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે; પણ અનંતકાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે; તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને - યથાર્થ વિચાર કરીને - કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમ જ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.” (૩૯૭) Page #598 -------------------------------------------------------------------------- ________________ (૫૮૯) નિરાશ થવા જેવું નથી; પણ મેં ઘણું વાંચ્યું છે એ પ્રકારનું અભિમાન ભૂંસી નાખી, હજી મારે તે દિશા શોધવાની છે; તે દિશાનો નિર્ણય થયે જેટલો પુરુષાર્થ થશે તેટલો સવળો, ધ્યેયને પ્રાપ્ત કરાવનાર, નિકટ લાવનાર થશેજી. તેને અર્થે સત્સંગ, સપુરુષના સમાગમની જરૂર છે. (બી-૩, પૃ.૪૭૯, આંક ૫૧૦) પરમકૃપાળુદેવનાં વચનો વાંચીએ અને તેના ઉપર વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણે એક શબ્દ પણ કોઈને ઉપદેશવાને, કહેવાને અધિકારી નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપદેશ આપી શકાય નહીં. મૌન રહેવું જોઈએ. (બો-૧, પૃ.૩૩૮, આંક ૨) | મુમુક્ષજીવને જ્યાં-ત્યાંથી મુકાવું છે, ત્યાં લફરાં વધારી તે ચિંતાના અગ્નિથી આત્માને વધારે બાળવા કોણ છે? પહેલું જીવનું કર્તવ્ય તો પોતાના આત્માને શાંત કરવાનું છે. પોતે જ હોળીમાં બળતો હોય તે બીજાને શી શીતળતા દેખાડી કે અર્પી શકે ? તે વારંવાર વિચારવા યોગ્ય છેજી. પોતાને વસ્તસ્વરૂપ પ્રાપ્ત થયે, બીજા તે તરફ સહજે વળતા હોય તો સ્વ-પરને અહિતનું કારણ ન બને તેમ મહાપુરુષ વર્તે છે; તે પણ માત્ર એક દયાના કારણે, પણ માનાદિક શત્રુઓ અજાણ્ય પણ ન પોષાય, સ્વાર્થ સાધવાનો લક્ષ કોઈ પણ પ્રકારે અંદર ઘુસી ન જાય, તેની અત્યંત ચોકસી સપુરુષો રાખે છે. અને એ પરોપકારનું કામ પણ સર્વોત્તમ તો કદી માનતા નથી. પોતાના જ ગુણની વૃદ્ધિ, એ મુખ્ય કર્તવ્ય મહાપુરુષોએ માન્યું છે; અને શ્રી મહાવીર સ્વામી જેવા તીર્થકરપદ પામનાર પુરુષો પણ સાડા બાર વર્ષ જેટલી મુદ્દત મૌન રહ્યા છે; ત્યાં આપણે ઉપકાર કરવા નીકળી પડીએ તે કેવું વિચિત્ર કાર્ય.લેખાય, તે વિચારવા અર્થે લખ્યું છેજી. (બી-૩, પૃ.૫૫૬, આંક ૬૧૫) જેનો-તેનો સમાગમ કરવો અને તેને પરમકૃપાળુદેવનાં વચનો કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી કે પરમકૃપાળુદેવનો રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. માટે આપણે તો હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તો વગર પ્રયત્ન બીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય તેની અમને ખબર નથી તો તેનો માર્ગ કંઈ તમે જાણ્યો હોય તો બતાવો. આવા જીવને સત્સંગધામ અગાસની વાત કરવી યોગ્ય છે. બાકી બીજા ગરજ વગરનાં જીવો આગળ કહે-કહે કરવાથી, તેનું કલ્યાણ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય, તે લક્ષમાં રાખવા લખ્યું છેજી. આ કાળમાં સાચા માર્ગની જિજ્ઞાસાવાળા જીવો હોય છે, તેવાને મદદરૂપ થવાય એવી ભાવના રાખવી, પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાનીજીવોને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મોહમાં તમે ન તણાશો એવી ભાવના છેજી. (બી-૩, પૃ.૭૪૨, આંક ૯૧૩) D “સંતોષી નર સદા સુખી' એ લક્ષ રાખી, કષાય મંદ કરવાનું આપણું કર્તવ્ય છે અને તે જ શાંતિનું કારણ, સુખનું કારણ છેજી, જેની નોકરીમાં છો, તે ત્યાં રહેતા હોય અને તેની વૃત્તિ કંઈ આત્મહિત કરવા તરફ રહેતી હોય તો પરમકૃપાળુદેવની વાત કે જીવનકળામાંથી કંઈ જણાવતા રહેવા ઇચ્છા થાય તો હરકત નથી. સહજ બને તે ખરું. ખેંચી-તાણીને કોઈને કહેવા યોગ્ય નથી. જીવના અનાદિના આગ્રહ એકદમ મુકાવા મુશ્કેલ છે, પણ તેની ભાવના હોય તો તમારી સાથે વખતે આવી ચડે તો પરમકૃપાળુદેવને શરણે તેનું પણ કલ્યાણ થાય. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૭) Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ D પ્રથમ પોતાનું હિત સાધવું છે એ લક્ષ રાખી, પોતાને સંગે જે પરમકૃપાળુદેવની ઉપાસનાની ભાવના રાખતાં હોય તેમનો સંગ આત્મહિતાર્થે કરવા યોગ્ય છે. કોઇ પણ પ્રકારે બીજાના સંગમાં સ્વાર્થની ગંધ પણ ન રહે એવી પોતાની વૃત્તિને તપાસી, અસંગપણા અર્થે જ જીવવું છે, એ લક્ષ સર્વોપરી રાખવો ઘટે છેજી. પૂ. ....એ કોઇ સાધ્વીની વાત લખી છે અને વડી દીક્ષા, તેની ઇચ્છા હશે તો, દેવાની ઇચ્છા તેમની જણાય છે. તેમને ઉપરની વાત જણાવવી અને સાથે રહે તે પરમકૃપાળુદેવના ઉપાસક છે એમ જાણી, તેનો સત્સંગ ઇચ્છવો, પણ ગુરુપણું પોતામાં ન પેસી જાય તે લક્ષ ઊંડા ઊતરીને વિચારવો; નહીં તો જે સંગ સહેજે છૂટયો છે તેને પાછો બોલાવી ઉપાધિમાં પડવા જેવું થાય, તેનું મન સાચવવા પોતાનું કરવાનું ગૌણ કરવું પડે. ન હાલ તેને વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ અને યમનિયમ મુખપાઠ કરવામાં રસ પડે તેમ ભક્તિમાં સાથે રાખી, તેની ઇચ્છા ઉપરાંત કંઇ પરાણે પરમકૃપાળુદેવનાં વચન પણ ન ગોખાવવાં, એવી સૂચના તેમને જણાવશોજી. પરમકૃપાળુદેવનું માહાત્મ્ય લાગે, પછી તેવો યોગ મળી આવ્યે સ્મરણ વગેરેની આજ્ઞા તેને મળશે. હાલ ઉતાવળ ન કરે. તેના ભાવ જાગ્યે બધું થઇ રહેશે. સ્મરણ સાંભળે તેમાં હરકત નથી. પણ તેને ગરજ જાગે અને પૂછે કે મારે શું કરવું ? તો જ તેને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરાવી ત્રણ પાઠ શીખવા કહેવું ઘટે છેજી. સાંભળતાં-સાંભળતાં તેને મુખપાઠ થાય, તે હાલ ઇચ્છવા યોગ્ય છે. માગે તો તત્ત્વજ્ઞાન વાંચવા આપવામાં હરકત નથીજી. (બો-૩, પૃ.૬૮૦, આંક ૮૧૭) પોતાના આત્માનું હિત કરવું છે, એ લક્ષ હોય તો પછી લોકો ગમે તેમ બોલે. ‘લોક મૂકે પોક.’ એ દૃષ્ટિ રાખવી. તેનો હર્ષ-શોક ન કરવો. હું ક્યારે મોક્ષે જાઉં ? એ ભાવના કરવાની છે. પાંડવો મુનિ થયા હતા. આકરા ઉપસર્ગ આવ્યાં. ત્રણ ભાઇએ પરમાત્મામાં વૃત્તિ રાખી, તે પરમાત્મા થયા; અને જે બે ભાઇ વિચારમાં પડયા કે ધર્મરાજા કોમળ છે, તેમને શું થતું હશે ? તે રહી ગયા. પારકું કરવા જાય તો પોતાનું પડયું રહે. ત્રણે ભાઇ સમભાવ રાખીને મોક્ષે ગયા અને બે દેવલોકે ગયા. (બો-૧, પૃ.૧૭૪) પાત્રતા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જીવની યોગ્યતા જોઇએ. યોગ્યતા એટલે જિજ્ઞાસા, વિશ્વાસ જોઇએ. જ્ઞાનીપુરુષ દિવસ હોય અને રાત કહે, તોપણ માને. પોતાની બુદ્ધિની મંદતા કરે અને જ્ઞાની કહે તે ંખરું એમ માને, ત્યારે વિશ્વાસ આવ્યો કહેવાય. હું કંઇ ન જાણું, એવું થાય તો યોગ્યતાય આવે, બધું આવે. પોતાની બુદ્ધિ મૂકવી અધરી છે. માથું મૂકે પણ પોતાની બુદ્ધિ નહીં મૂકે. બુદ્ધિમાં આવે એવી વાત નથી. બુદ્ધિથી આગળ વાત છે. (બો-૧, પૃ.૮૭) — સત્સંગમાં જ્ઞાનીનો બોધ સાંભળવાની યોગ્યતા જોઇએ છે. ત્યાગ-વૈરાગ્ય એ યોગ્યતા છે. ત્યાગ-વૈરાગ્ય માટે યોગવાસિષ્ટ ગ્રંથ વાંચવા યોગ્ય છે, પણ સિદ્ધાંત માન્ય કરવા યોગ્ય નથી. (બો-૧, પૃ.૨૫૫, આંક ૧૫૬) Page #600 -------------------------------------------------------------------------- ________________ (૫૯૧) સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે, ત્યાં સુધી આત્મા સંબંધી ઓળખાણ કે સદ્ગુરુની ઓળખાણ કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી; અને યોગ્યતા વિના સાચી વાત કહેવામાં આવે તોપણ સમજતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છે). (બો-૩, પૃ.૬૩, આંક ૫૧). 2 આરંભ-પરિગ્રહને દુ:ખોનું કારણ જણાવી, વૈરાગ્ય-ઉપશમનો ઉપદેશ કર્યો છે, તે વારંવાર વિચારી, જીવમાં જે લોભભાવ હોય, તે ઘટાડવાથી યોગ્યતા આવે છે. (બી-૩, પૃ. ૨૦૦, આંક ૧૯૯) 0 પ્રભુશ્રીજી કહેતા યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.” એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. (બો-૧, પૃ.૨૯૪, આંક ૪૬) T બોધ ગ્રહણ કરનાર સરળ, મધ્યસ્થ, ભૂલભરેલી વિપરીત માન્યતાઓથી રહિત, માત્ર આત્મકલ્યાણની જ ઈચ્છાવાળો હોવો જોઇએ; તથા જન્મજરામરણ આદિ દુઃખોને લીધે જેને સંસાર ઉપરથી અણગમો અથવા વૈરાગ્યભાવ આવ્યો હોય અને ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યા હોય અને તેમનો નાશ કરવા અને ઇન્દ્રિયોનો અને મનનો જય કરવા જેણે દૃઢ નિશ્ચય કર્યો હોય, તે પાત્ર ગણાય છે. (બી-૩, પૃ.૨, આંક પ૧) | વાંચવા-સાંભળવામાં આપણે કાળ ગાળીએ છીએ તે કરતાં, હવે વિચારવામાં વિશેષ વખત રોકી, દોષો જે જે જણાય તેના ઉપાય શોધી, નિર્દોષ થવાની દાઝ દિલમાં રાખતાં જઈશું તો જરૂર જ્ઞાનીના માર્ગને યોગ્ય થઇશું. (બી-૩, પૃ.૧૯૫, આંક ૧૯૭) I જેના પ્રારબ્ધમાં ભલું થવાનું હશે તેને પોતાનો દોષ ખૂંચશે અને કાઢવા પ્રયત્ન કરશે. માર્ગ શોધશે તે પામશે. પરમકૃપાળુદેવનું અનન્ય શરણ આ ભવમાં પામવું મહામુશ્કેલ છે. ઘણા પુણ્યનો ઉદય જોઇએ છે. જે સંસારમોહ અને કલ્પનાઓથી થતા જન્મમરણનો ત્રાસ પામ્યા છે અને સત્પષના દાસાનુદાસના ચરણકમળની રજ જેવા નિર્માલ્ય થઈ પડી રહેવાનો જેનો નિશ્ચય થાય, તે સને પાત્ર થાય અને સત્સંગયોગે પરમાર્થ-ભાવનાનું પોષણ પામે, પણ આ કાળ કલ્પનાઓને પોષે અને અહંભાવમાં આંજી નાખે તેવો છે. તેના પંજામાંથી છૂટવું મહામુશ્કેલ કામ છે. ડાહ્યા થવા જેવું નથી. નીચી મૂંડી રાખી, લઘુતા રાખી, સલ્હીલમાં વર્યા જવા જેવું છેજી, (બી-૩, પૃ.૧૬૪, આંક ૧૬૬) “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્દર્શન છે.' (૨૧-૧૧૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. એ કૃપાદ્રુષ્ટિને પાત્ર થવા જીવે કેમ વર્તવું ઘટે? અનીતિને માર્ગે ચાલનાર કદી પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ નહીં પામે ! સાત વ્યસન – જુગાર, માંસ, દારૂ, ચોરી, વેશ્યાનો સંગ, પરસ્ત્રીગમન, શિકાર - મહાપાપમાં દોરનાર છે. તેમાં જ જેની વૃત્તિ રહેતી હોય તો તે ધર્મ શું આરાધી શકશે? (બી-૩, પૃ.૫૬, આંક ૪૨). T બને તો પત્રાંક ૪૫૪ મુખપાઠ કરી, તેમાં જણાવેલી યોગ્યતા પ્રથમ પ્રાપ્ત કરી, યોગ્યતા વધારતા જવાથી આપોઆપ ઘણા સંશયો સમાઈ જવા સંભવ છેજી. જેટલી જેને પોતાની લઘુતા, દીનતા સમજાઈ છે, તેટલી તેને સન્માર્ગપ્રાપ્તિ સુલભ છેજી. Page #601 -------------------------------------------------------------------------- ________________ (૫૯૨ (પત્રાંક ૪૫૪ : ““સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાની પુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર, ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. તમ સર્વ મુમુક્ષભાઇઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોચે. અમારો આવો ઉપાધિજોગ જોઇ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી.'') બુદ્ધિબળ ઉપર મુખ્ય આધાર ન રાખતાં, અનુભવી જ્ઞાની પુરુષ નિષ્કારણ કરુણાથી, કલ્યાણનો માર્ગ પ્રરૂપ્યો છે, તે મારે ઉપાસવા યોગ્ય છે, એ બુદ્ધિ હૃદયમાં દૃઢ ધારી, સત્સંગ-સમાગમ નિઃશંક થવા ધર્મચર્ચામાં હરકત નથી. સમાધાન ન થાય તો આગળ ઉપર યોગ્યતા વધ્યું કે વિશેષ સમાગમ થશે એમ વિચારી, ધીરજ રાખી, સલ્ફીલનું આરાધન ઉત્સાહપૂર્વક કર્યા રહો, એ જ હાલ તો ભલામણ છે). (બો-૩, પૃ.૩૮૭, આંક ૩૯૨) શ્રી આત્મસિદ્ધિજીની છઠ્ઠી ગાથાની ટીકામાં પરમકૃપાળુદેવ લખે છે : ““સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી.' (૭૧૮). આ ગુણો વિના યોગ્યતા અટકી છે, તે ક્યારે પ્રાપ્ત કરીશું? આ કામ કોઈ કરી આપે તેવું નથી, માટે વેળાસર ચેતી લઈ તેને માટે સત્સંગ, સવિચાર અને સત્કાર્યમાં મંડી પડવા જેવું છેજ. આવો અવસર ફરી-ફરી મળનાર નથી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ક્ષણ લાખેણી જાય છે, લૂંટેલ્ટ લેવાય તેટલું સાચું ભાથું લઈ લેવું. પરભવમાં પછી કંઈ બની શકશે નહીં, માટે અંતે પસ્તાવું ન પડે તેમ વિચાર કરી, ત્વરાથી આત્મહિત માટે યુવાની નવી પ્રાપ્ત થઈ હોય તેમ કમર કસીને પરમાર્થ સાધી લેવો. (બી-૩, પૃ.૨૨૩, આંક ૨૨૧) Page #602 -------------------------------------------------------------------------- ________________ (૫૯૩) 0 સપુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ સર્વ પ્રાણીઓ પ્રત્યે પોતાનું દાસત્વ સૂચવે છે, એવું પરમકૃપાળુદેવે દીનત્વ કે પરમ વિનય વિષે લખ્યું છે, તે જીવને તરવાનું પ્રથમ સાધન છેજ. તેથી જ સર્વ પ્રકારની યોગ્યતા જીવને પ્રાપ્ત થાય છે, અને ભક્તિ જાગે છે. (બો-૩, પૃ.૬૦૨, આંક ૬૯૧) ‘જબ જાગંગે આતમા, તબ લાગેંગે રંગ.'' (હાથનોંધ ૧-૧૪) જાગે ત્યારે માગે એમ કહેવાય છે: તેમ અંતરંગમાં આત્મહિતની ભૂખ જેમ જેમ વધશે તેમ તેમ તેના રસ્તા જીવ શોધી લેશે, અને પોષણ પામતો રહેશે. Sermons in stones and books in brooks. એમ એક સ્થળે શેસ્પિયરે લખ્યું છે, તે એમ સૂચવે છે કે બોધયોગ્ય ભૂમિકા જીવને થાય છે ત્યારે તેને સર્વત્ર, સર્વ પ્રસંગો બોધદાયક નીવડે છે. જ્યાં વિકાર થાય તેવા પ્રસંગો પણ વિચારવાનને વૈરાગ્યનું કારણ થાય છે. જેને ગરજ નથી જાગી, ને વૈરાગ્યના ધામમાં પણ વિકાર ફરી આવે છે. માટે પાત્રતા, યોગ્યતા વધે તેવો પુરુષાર્થ કરતા રહેવા આપણે જરૂર છેજી. “વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ.” પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.' (બો-૩, પૃ.૩૮૮, આંક ૩૯૩) |પાત્રતા આપતી ચાર ભાવનાઓ : (૧) મૈત્રી : સર્વ જીવ સુખી થાઓ, કોઈ પાપ ન કરો, સર્વ જીવ મોક્ષમાર્ગ પામો. (૨) પ્રમોદ : નિદોર્ષ, આત્મજ્ઞાની, નિષ્કારણ કરૂણાશીલ મહાપુરુષોના ગુણોનો વિચાર કરી ઉલ્લાસ પામવો; તે ગુણો પ્રાપ્ત કરવા પ્રીતિ વધારવી. (૩) કારુણ્ય : દીન, દુઃખી, ભયભીત અને પ્રાણ બચાવવા પોકાર કરતાના દુઃખનો ઉપાય કરવાની બુદ્ધિ. (૪) મધ્યસ્થતા ક્રૂર જીવો, દેવગુરુની નિંદા કરનાર, પોતાને વખાણનાર પ્રત્યે દ્વેષ ન થવા દેવો, ઉદાસીનતા રાખી તેની દયા ખાવી, તેને સદ્ગદ્ધિ સૂઝો એવી ભાવના. સવારમાં ઊઠી, આ ચારે ભાવનાઓ દરરોજ વિચારી, તેવા ભાવની વૃદ્ધિ કરવાથી, જીવ પાત્રતા પામે છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છે. (બી-૩, પૃ.૧૯૩, આંક ૧૯૫) Page #603 -------------------------------------------------------------------------- ________________ (૫૯૪) | સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ કરવો. કોઈ આપણને પ્રિય હોય તેનું દિલ દુભાય એવું આપણે કરતા નથી, તેમ આખા જગત પ્રત્યે મૈત્રીભાવ કરવો. એક મૈત્રીભાવના હૃદયમાં ચોંટે તો એ અપૂર્વ વસ્તુ છે. મૈત્રીભાવ ભાવે એથી રિદ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. જરા પણ ગુણ દેખાય તો બહુમાન થાય, તે પ્રમોદભાવના છે. પ્રમોદ એ ભક્તિનું બીજું રૂપ છે. સપુરુષનાં વખાણ કરે ત્યાં પ્રમોદભાવ છે. પરના પરમાણુ જેટલા ગુણને જોઇને, તેને પર્વત જેવા ગુણ ગણીને પ્રમોદ પામે છે – પોતાનું હૃદય વિકસાવે છે, એવા સંતપુરુષો હોય છે. સ્વાર્થને માટે પ્રમોદ થાય, તે સ્વાર્થ છે; માયા છે. બીજાના ગુણો જોઇને આનંદ પામવાથી લાભ છે. એ પોતાના ગુણો ઉત્પન્ન થવાનું કારણ છે. જે દુઃખી હોય તેને જોઈને કરુણાભાવ આવે, તેને જેનાથી પીડા હોય, તે કારણો નિવારણ કરવાં, તે કરુણાભાવ છે. બીજા જીવોને મદદ કરવાના ભાવ, તે કારુણ્યભાવના છે. કોઈ શિખામણ આપે તોય માને નહીં એવા અને દેવ-ગુરુ-ધર્મની નિંદા કરનારા હોય તેઓને જોઇને ખોટું ન લાગે, મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થભાવ છે. મધ્યસ્થ રહેવું, એ ક મ વસ્તુ છે, નહીં તો વેર બંધાય. જેનામાં સગુણ ન હોય, એવા પ્રત્યે રાગ ન કરવો અને દ્વેષ ૫:: કરવો, તે મધ્યસ્થભાવ છે. પોતે જેની ઉપાસના કરતો હોય, તેની કોઈ નિંદા કરે તો શ્વેષભાવ થઈ જાય છે. એવું ન થવા દેવું. એથી કર્મ બંધાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ – એ ચારે ભાવના દરેક ધર્મમાં હોય છે. (બો-૧, પૃ. ૨૯૭, આંક પ૨). |હાલ તો આપણે આપણી યોગ્યતા, આપણાં આચરણ ઉન્નત થતાં જાય તે તરફ વિશેષ લક્ષ દેવા ભલામણ છેજ. ઘણા, તરંગના ઘોડા દોડાવ્યે જાય છે, પણ હોય ત્યાંથી એક ડગલું પણ આગળ વધતાં નથી; તેમ આપણા સંબંધમાં સપુરુષનો આશ્રય ગ્રહણ કર્યા પછી તો ન જ થવું જોઈએ, એમ વૃઢતાથી વિચારવું ઘટે છેજી. જેમ બને તેમ, આખા જગત પ્રત્યે મૈત્રીભાવનાથી વર્તવું થાય; દયાપાત્ર જીવો પ્રત્યે તેમનાં દુ:ખ કેમ દૂર થાય અને પોતાનાથી બનતી મહેનત, તેમને કેવી રીતે થાય - તે કરુણાભાવના વર્તે તેમ જ સર્વને ભવમુક્ત કરવાની ભાવના જાગે; કોઈના પણ ઉત્તમ ગુણો જોઈ હર્ષ થાય, તેવા ગુણો પ્રગટાવવાનું બળ જાગે અને સર્વ દુષ્ટ દેખાતા જીવો પ્રત્યે ઉદાસીનતા-મધ્યસ્થભાવના અકલુષિતભાવે તેમના પ્રત્યે વર્તવું થાય; એ લક્ષ રહે તો જીવમાં પાત્રતા આવે છે. માટે આ ભાવનાઓમાં વિશેષ વિચારો રહે અને બને તેટલું આચરણ થયા કરે, તેવો પુરુષાર્થ જગાવવા ભલામણ છે). (બી-૩, પૃ.૨૯૫, આંક ૨૮૪) | ‘બિના નયન' આદિ વાક્યોનો સ્વકલ્પનાએ વિચાર કરવાની ના પાડી છે, તે શિરસાવંઘ ગણી, યોગ્યતા થયે સર્વનો ઉકેલ સ્વયં આવી રહેશે ગણી, હાલ તો સત્સાધનમાં વૃત્તિ જોડાયેલી રહે તથા પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ વર્ધમાન થતો રહે તેમ કર્તવ્ય છેજ. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસ. સબ આગમ ભેદ સુઉર બસેં.'' આવું સ્પષ્ટ લખ્યું છે તે પ્રત્યે વૃત્તિ વાળી, આત્મામાંથી કંઇક માહ મટે તે અર્થે મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ (૫૯૫) જીવને યોગ્ય થવા અર્થે ચારે ભાવનાઓ કહી છે; તેમાં પ્રથમ ભાવના એટલી બધી દ્રઢ કરવા યોગ્ય છે કે જગતમાં કોઈ પ્રત્યે વૈરભાવ, અણબનાવ કે ઊંચું મન ન રહે. સર્વ જીવોના આત્મકલ્યાણમાં આપણાથી બનતો ફાળો આપવાની તત્પરતા, કોઈનું દિલ આપણા નિમિત્તે ન દુભાય, તેવું બનતા પ્રયત્ન કરતા રહેવાની ફરજ ગણવી ઘટે છેજી. વિરભાવ, દ્વેષભાવના અંશ રહે ત્યાં સુધી મૈત્રીભાવ ટકે નહીં; અને મૈત્રીભાવ વિના સપુરુષ પ્રત્યે પ્રેમ ઉલ્લશે નહીં. સર્વ પ્રાણી પ્રત્યે પોતાનું દાસત્વ સમજાયે, સપુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ પ્રગટે છેજી. પછી આપોઆપ ભક્તિકર્તવ્યમાં જીવ પ્રેરાય છે. જેમ બને તેમ નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિકાળ, નિવૃત્તિદ્રવ્ય અને નિવૃત્તિભાવને ભજતાં રહેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે, તેમાં સર્વ જીવોની રુચિ થાઓ, એ જ, તે પરમપુરુષ પ્રત્યે વિજ્ઞાપના ઈજી. (બો-૩, પૃ.૩૨૭, આંક ૩૨૧) સંસારનાં સુખ આખરે દુઃખ આપે છે, જન્મમરણ ઊભાં કરાવે છે; પણ તેનું સ્વરૂપ, જ્ઞાનીપુરુષના યોગે, જીવે લક્ષ દઈને સાંભળ્યું નથી, તેથી તેની વાસના દ્ધયમાં રહ્યા કરે છે અને એ જ દુ:ખનું મૂળ છે. તે નિર્મૂળ કરવા આત્મવિચારની જરૂર છે. તે આત્મવિચાર થવા માટે સત્સંગ, સલ્ફાસ્ત્રની જરૂર છે. તેનો યોગ પણ ન હોય ત્યાં સુધી યોગ્યતા વધારવા માટે કષાય (ક્રોધ, માન, માયા, લોભ) ઓછાં કરવાનો લક્ષ રાખવો, મોક્ષની ઇચ્છા વધારવી, સંસાર દુઃખરૂપ છે એમ ચિંતવવું અને દયાભાવ, મૈત્રીભાવ, કોઇના ગુણ દેખીને રાજી થવાની ટેવ અને મધ્યસ્થભાવ કે ઉદાસીનતા વધારતા રહેવાથી સત્સંગમાં વિશેષ લાભ થવા જેવી યોગ્યતા આવે છે. આમ જ્ઞાની પુરુષોએ આત્માનું હિત થાય તેવો ઉપાય, દવા જેવો બતાવ્યો છે; પણ દવા વાપરે નહીં, તો દવા જોવાથી કંઈ રોગ મટી જાય નહીં; માટે જન્મમરણનાં દુઃખથી છૂટવા માટે અને મોક્ષ થવા માટે જ્ઞાનીપુરુષે જે જે આજ્ઞા કરી છે કે, દેહના રોગ માટે દવા લઈએ તે કરતાં, ઘણા-ઘણા પ્રેમથી તે આજ્ઞાઓ ઉઠાવવા ભાવના કર્તવ્ય છે. (બી-૩, પૃ.૧૦૨, આંક ૯૪) D આપે જેના માટે “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ' ગાથાઓના અર્થ પુછાવ્યા છે, તે ભાઇને જ્ઞાનપિપાસા વધારવાની જરૂર છે. તેની સાથે પુરુષ પ્રત્યે શ્રદ્ધાભાવ વધતાં, સત્સંગયોગે તે સમજાવા યોગ્ય છે; કારણ કે અત્રેથી લખેલા અર્થમાં પણ પ્રશ્નો ઉદ્ભવે, તેનું પાછું સમાધાન, ત્યાં તમારાથી દુર્લભ સમજાય છે. તેથી સત્સંગની ભાવના રાખી, હાલ વીસ દોહરા, જો શીખી, રોજ નિત્યનિયમ તરીકે રાખે તો તેને એ પદના અર્થ સમજવાની યોગ્યતા આવવાનું કારણ બને એમ લાગે છે; અને એટલી પણ ભાવના તેને ન હોય અને માત્ર શબ્દાર્થમાં જ ક્યાંક મુશ્કેલી લાગવાથી તમારી પાસે પુછાવ્યો હોય તો-તો કંઈ તે વાત લંબાવવામાં શ્રેય નથી. તમે પણ વિચારીને સદ્ગુરુશરણે કહી શકશો. પરમકૃપાળુદેવને શુદ્ધ સમકિતનો લાભ થયો તે અરસામાં તે લખાયેલાં પદોમાં, આખા વિશ્વની વાતનો ઉકેલ તેમાં, પોતાને સમજાયેલો, સમાવ્યો છે. આપણી યોગ્યતા અનુસાર, આપણી શંકાઓ દૂર કરવા, શ્રદ્ધા દૃઢ કરવા તે વિચારવા યોગ્ય છે. બીજાની સાથે તેવી વાતમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. (બો-૩, પૃ.૯૪, આંક ૮૭) Page #605 -------------------------------------------------------------------------- ________________ (૫૯s. 0 મોક્ષમાળાના વાંચનથી ઘણું જાણવાનું, શીખવાનું અને સદ્ભાવમાં ઘેરાવાનું બનશેજી. સત્સંગના વિયોગમાં પરમકૃપાળુદેવનાં વચનો અને ભક્તિભાવ, સ્મરણ વગેરેની આજ્ઞા મળી છે, તે આધારરૂપ છે. નિત્યનિયમ અખંડપણે પાળવા યોગ્ય છેજી. કષાયની મંદતા થયે, દેહદ્રષ્ટિ દૂર થવા સૂક્ષ્મ વિચારથી સન્દુરુષની દશા સમજવા વિશેષ-વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. જેમ જેમ સગુરુના અચિંત્ય માહાભ્યનો પ્રફુલ્લિત ભાવ ફરશે તેમ તેમ આપણી દશા પણ વધતી જશે. સદ્ગુરુની ભક્તિ એ સર્વોત્તમ ઉપાય છેજી. (બો-૩, પૃ.૪૫૫, આંક ૪૭૬). D પુસ્તક અર્થે પુસ્તક વાંચવું નથી, પણ જીવની યોગ્યતા વધે અને જ્ઞાની પુરુષ પરમકૃપાળુદેવનાં વચનોનો મર્મ સમજવાની યોગ્યતા આવતા આત્મકલ્યાણ થાય, એ લક્ષ રાખવો ઘટે છેજી. આપ તો સમજુ છો. ખેદ કર્તવ્ય નથી, પણ લક્ષ ચકાય તો જીવ ક્યાંનો ક્યાં જતો રહે અને વાતડાહ્યો થાય એવો છે; તે ન થવા અર્થે, આત્માર્થની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૨૨, આંક ૮૮૦) T જેમ જેમ પુસ્તક વાંચતા જશો અને શાંતભાવ વધતો જશે તેમ તેમ થતી શંકાઓ આપોઆપ શમાતી જશે. શાબ્દિક ખુલાસા કરતાં વૈરાગ્ય-ઉપશમમાં વિશેષ વૃત્તિ રહે તેમ વર્તવા ભલામણ છેજી. યોગ્યતા વધતાં જીવની નિર્મળતાએ સત્પષે જણાવેલ સદ્ભુત પરિણામી થવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૭૭૧, આંક ૯૮૩) D મુમુક્ષ-પ્રકરણ અને વૈરાગ્ય-પ્રકરણ શ્રી રામને પરિણામ પામ્યાં ત્યારે વસિષ્ઠગુરુએ ઉપદેશ આપ્યો. જ્યાં સુધી તેની યોગ્યતા ન હતી, ત્યાં સુધી ઉપદેશ આપ્યો નહીં. યોગ્યતા આવ્ય, સપુરુષને જે કહેવું છે તે સમજાય છે અને ત્યારે જ એમ થઈ જાય કે પુરુષને આ જ કહેવું હતું. (બો-૧, પૃ.૫, આંક ૫) [ આકુળતા કે અશાંતિને દૂર કરી સદાચરણ, વૈરાગ્ય વગેરે વડે યોગ્યતા વધારતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૮૦, આંક ૫૧૦) ] વૈરાગ્યની વૃદ્ધિ કરવી, પણ કોઈ અવિચારી પગલું એકદમ ન લેવું. “પૂછતા નર પંડિતા.' બને તેટલી વડીલ, વિદ્વાન તથા માન્ય મુમુક્ષુની સલાહ અનુસાર સદ્વર્તન આદિમાં પ્રવર્તવું ઘટે છેજી. આજીવિકા જેટલું મળતું હોય તો ટયુશન વગેરેમાં વધારે વખત ગાળવા કરતાં ભક્તિમાં, વાંચનમાં વિશેષ કાળ જાય તેમ કરશો તો યોગ્યતા વધશે. યોગ્યતા વગર સંસાર ત્યાગવાથી કંઈ લાભ નથી. (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૧૨) | તીવ્રજ્ઞાનદશા જીવને અબંધક રાખી શકે છે; એટલે આત્મા આત્મભાવમાં નિરંતર રહે તો નવો બંધ ન પડે; તે તો મહામુનિઓ પણ અંતર્મુહૂર્તથી ઉપરાંત શુદ્ધ ઉપયોગમાં રહી શકતા નથી, કારણ કે કર્મનો ઉદય વિષમભાવમાં ગબડાવી પાડે છે, વળી પાછા પુરુષાર્થ કરીને સમભાવમાં એટલે શુદ્ધભાવમાં આવી જાય છે; આમ ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં રહેવાના પુરુષાર્થમાં મુનીશ્વરો પ્રવર્તે છે. તે દશાનો ખ્યાલ આવવો પણ આપણને દુર્લભ છે. છતાં તે ધ્યેય રાખી, Page #606 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીએ સત્સાધન બતાવ્યું છે તેમાં વિશેષ વર્તવાથી યોગ્યતા વધતાં જીવને સર્વ સામગ્રી મળી આવવા યોગ્ય છેજી. મનુષ્યભવ છે ત્યાં સુધી બધું બની શકે તેમ છે; તો સત્સંગ, સલ્ફાસ્ત્રના આધારે બને તેટલી દશા વર્ધમાન કરતા રહેવા ભલામણ છે). (બો-૩, પૃ. ૧૯૩, આંક ૧૯૫) D આત્મસ્વરૂપનો નિર્ણય તો યોગ્યતા આવ્યું થઈ જાય છે. જ્ઞાનીપુરુષના અવલંબનવાળા જીવને કલ્પિત પદાર્થને વિષે ની માન્યતા થાય તેવું બનવાનો પ્રસંગ આવતો નથી. યોગ્યતા ન હોય અને ઉતાવળ કરે, તે કંઈ કામ લાગતું નથી. (બો-૧, પૃ.૫, આંક ૪) ધર્મપ્રયત્નમાં કોઇના તરફ દૃષ્ટિ કરી, બીજાની દશાની સાથે પોતાની સરખામણી કરવા યોગ્ય નથી. પૂર્વે કરેલાં કર્મોનું ફળ અત્યારે દેખાય છે. વર્તમાનમાં મંદ કષાય આદિ વર્તતાં હોય, તે વિચારવાન હોય તેને જ સમજાય તેમ છે; પણ પોતે પોતાના દોષો જોઇ, તે દોષી કાઢવા કેવો પ્રયત્ન કરે છે, તેની પોતે સંભાળ રાખતા રહેવી ઘટે છેજી. બીજાની સાથે મેળ મળે તેમ નથી. આપણને જાગૃતિ રહે અને આગળ વધવામાં બળ મળે તે અર્થે, બીજાના ગુણ જોઈ રાજી થવું, પોતે તેવા થવા પ્રવર્તવું, સંયમ આદિની અભિલાષા રાખવી, પણ ખેદ કરી અટકી રહેવા જેવું નથી. યોગ્યતા વધે તેને માટે પુરુષાર્થ, કાળજી, વિચાર વિશેષ કર્તવ્ય છેજી. “દુ મવિના 1. Íર્મર્થાત તાળ” જેની જેવી ભાવના, તેવી તેને સિદ્ધિ મળે છે. ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.' (૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે પત્ર વારંવાર વિચારવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૯૬, આંક ૪૦૩) | આ દુષમ કળિકાળમાં સર્વત્ર દુઃખ જ દ્રષ્ટિગોચર થાય છે છતાં આ જીવને વૈરાગ્ય નિરંતર રહેતો નથી, એ જ યોગ્યતાની ખામી છે. ક્ષણ-ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો છતાં કરવાયોગ્ય આ જીવે કંઈ કર્યું નથી. (બો-૩, પૃ.૬૮, આંક ૫૫). || મરતી વખતે સ્મરણ કાનમાં પડતાં ઘણાની ગતિ સારી થઈ ગઈ છે એમ આપણે સાંભળ્યું છે, માનીએ છીએ; પણ “ “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' એમ પરમકૃપાળુદેવે પરમકૃપા કરી જણાવ્યું છે, તે આપણને વારંવાર, પળ-પળે સાંભરતું નથી, એ આપણી યોગ્યતાની ખામી છે. ક્ષણે-ક્ષણે જીવ વિભાવમાં વર્તીને મરી રહ્યો છે, તે વખતે મહાપુરુષનાં વચન સ્મૃતિમાં આવે તો કેવો લાભ થાય ? પણ કલ્યાણ કરવાનો સાચો ભાવ જાગ્રત થયો નથી; નહીં તો અમૂલ્ય અને દેવને પણ દુર્લભ એવો આ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગનો યોગ, સદ્ધોધ વગેરે ઉત્તમ સામગ્રી મળેલી ક્ષણે-ક્ષણે વહી જતી જોઈ, જીવને ત્રાસ કેમ ન લાગે? આવો લાગ કરોડો ભવમાં પૂર્વે મળ્યો નથી, નહીં તો પરિભ્રમણ હોત નહીં. તેથી આ ઉત્તમ વેપાર કરવાનો વખત ચૂકવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૭૪, આંક ૬૨) D પરમકૃપાળુદેવ લખે છે: “ “શું કરવું ?' અથવા “કોઇ પ્રકારે થતું નથી ?' એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ) જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઇ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણ ઉત્પન્ન થાય છે અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.'' (૨૨) આ વાક્યો તમે બધા મળી વિચારશો; તથા તેમાં જણાવેલ “બીજા બધા પ્રકારના વિચાર અકર્તવ્યરૂપ'' ભાસે તેવી વિચારણા-ભાવનામાં રહેવા પુરુષાર્થ કરતા રહેશોજી. વૈરાગ્ય, ઉદાસીનતા, ધીરજ, દયા, શાંતિ આદિ ગુણો જીવને ઉન્નતિમાર્ગમાં અત્યંત ઉપકારી છે, તેનું સેવન કરતાં રહેશો. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા : “તારી વારે વાર.'' યોગ્યતાની ખામી, આપણે પ્રભુભક્તિ આદિ દ્વારા પૂરી કરવાની છે). (બી-૩, પૃ.૩૮૬, આંક ૩૯૦) D જ્ઞાની પુરુષ કહે કે આત્મા નથી મરતો, પણ જીવની યોગ્યતા ન હોય તો અવળું સમજે કે હિંસા કરવાથી આત્મા ક્યાં કરે છે? એમ કહે છે. (બો-૧, પૃ.૧૧૩, આંક ૨૭) નીતિ D બીજા જીવો પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મને પાયો છે, તેમ જ પોતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં, તેની દયા ખાઈ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાનો લક્ષ રહે, તે ધર્મસ્વરૂપ છે. (બો-૩, પૃ. ૨૧૪, આંક ૨૧૨). ન્યાયનીતિથી વર્તવું એ ધર્મનો પાયો છે. પ્રાણ જાય પણ સત્ય આદિ નીતિનો ભંગ ન થાય, એમ વર્તે તે જીવને પુરુષનો બોધ પરિણામ પામે છે. માટે નુકસાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો. અનીતિથી કોઇ સુખી થયું નથી. તમને પણ તે અનુભવ હવે થયો છે; તો પાપભાવના તજી, ધર્મધ્યાનમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છેજી. સદાચાર હશે તો જ સત્સંગ સફળ થશે, એ ભૂલવા જેવું નથી. (બી-૩, પૃ.૭૪૯, આંક ૯૨૯) D અન્યાય ન કરે તો નીતિ કહેવાય. આ પ્રકારનો વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લોભને લઈને તેવો વ્યવહાર કરે, તે અનીતિ જ છે. સાતેય વ્યસન અનીતિ છે. સાત વ્યસનનો ત્યાગ જીવ બરાબર પાળતો નથી. પાળે તો એમાં નીતિ બધી આવી જાય છે. આ વિપરીત કાળ વર્તે છે, માટે ક્ષણે-ક્ષણે સાવચેતી રાખવાની છે. (બો-૧, પૃ.૩૩૦, આંક ૭૮). જ્ઞાની પુરુષનો ઉપદેશ સર્વસંગપરિત્યાગ કરાવવાનો હોય છે. ન્યાયનીતિનું ધન પ્રાપ્ત કર્યું હોય, તે પણ મૂકવાનો ઉપદેશ છે, તો અન્યાયથી દ્રવ્યઉપાર્જન, અંશે પણ કરવાનો ઉપદેશ કેમ હોય? રાજ્યના કાયદા જેવા હોય, તે મુજબ વર્તવું જોઇએ. પોતાની આવક ઉપર વેરો, સરકારમાં ભરવાનો આવે તો સાચી રીતે આપવામાં આવે, તેથી ધન ઓછું થઈ જતું નથી. પોતાની ખોટી કલ્પના છે કે સરકારના કાયદા પ્રમાણે ચાલી શકાય તેવું નથી. તેમ કરવાથી પૈસાદાર થઇ જવાતું નથી. તેમ વેરો બરાબર સાચી રીતે ભરવાથી ભિખારી થઇ જવાતું નથી. નસીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે. તેને ગમે તે રસ્તે બચાવવા ધારીએ તો તેમ થઇ શકે તેમ નથી. તેમ કરવામાં ખોટા ચોપડા.બનાવવા પડે છે, તે પોતાને ચોરી કરવા જેવું લાગે છે કે નહીં ? જ્યારે પોતાને તે કરવું ઠીક ન લાગતું હોય તો Page #608 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ જ્ઞાનીપુરુષો તેમાં સંમતિ કેમ આપે ? જો આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઇ શકે તો બીજા રાજ્યમાં જવું. રાજ્યમાં રહેવું હોય તો તેના કાયદા પણ પાળવા જોઇએ. ગોપાળદાસ પંડિત હતા. તે સત્યવક્તા હતા. એક વખત પોતાના નાના છોકરા સાથે ગાડીમાં મુસાફરી કરતા હતા. મુસાફરી લાંબા ટાઇમની હતી. ટિકિટ તપાસનારે આવી છોકરાની ઉંમર પૂછી ત્યારે ગોપાળદાસ તરફથી જવાબ મળ્યો કે ત્રણ વર્ષ પૂરા થતાં અગાઉ મુસાફરી શરૂ કરેલી, તેથી ટિકિટ લીધી નથી. આજે ત્રણ વર્ષ ઉપર એક દિવસ થયો. જે ટિકિટનો ચાર્જ થતો હોય, તે હું આપવા તૈયાર છું. આવા પુરુષો પણ ગૃહસ્થવ્યવહારમાં હોય છે. બધા લોકો કરે તેમ કરવું જોઇએ, તેમ સમજવું મુમુક્ષુને માટે અહિતકારી છે. લોકો સંસાર વધારવાનું કરે છે, જ્યારે જ્ઞાનીપુરુષો તો સંસારનો ક્ષય કરવાનું બતાવે છે. જો પોતાને જ્ઞાનીના માર્ગે ચાલવું છે, તો પછી જ્ઞાનીનું કહ્યું પણ માનવું જોઇએ. મુક્ત ન થવું હોય તો લોકો કરે છે, તેમ કરવું. (બો-૧, પૃ.૧૬, આંક ૧૯) I ‘પૂ. મોતીભાઇ નરસિંહભાઇ અમીન - તેમનું જીવન અને કાર્ય' નામનું પુસ્તક થોડે-થોડે કરી, આ ટર્મમાં પૂરું વાંચી જવા ભલામણ છે. ઘણી વાતો તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓએ શીખવા યોગ્ય છે. વ્યવહારનીતિ એ ધર્મનો પાયો છે. પ્રથમ જ્યારે પૂ. મોતીભાઇસાહેબ પેટલાદ હેડમાસ્તર થયા અને અમને મણિલાલ નભુભાઇનું ‘ચારિત્ર’ નામનું પુસ્તક ગુજરાતીના પિરિયડમાં શીખવતા, તે વખતે સત્ય સંબંધી વિવેચન કરતાં બોલેલા કે આટલી ઉંમર થતાં સુધી એક પણ અક્ષર હું જૂઠું બોલ્યો નથી. એ વાક્યની અસર આખા પુસ્તક કરતાં વિશેષ અસરકારક નીવડેલી અને ત્યારથી તે આજ સુધી તેમના પ્રત્યે બહુમાનપણું વધતું રહ્યું. એ પુસ્તકમાં આ વાત નથી પણ ઘણી બાબતો જીવન ઘડનારને લક્ષમાં લેવા જેવી છે અને તેમણે કોલેજજીવન જે ઉમદા રીતે ગાળેલું તેનું જ પરિણામ, તેમની પાછલી જિંદગીમાં સ્પષ્ટ રીતે અનેક કાર્યોમાં ઝળકી ઊઠયું છે. આપણે તો તેમનાથીયે આગળ જવું છે તો તેમણે જે પરિશ્રમ ચારિત્રગઠન માટે સેવ્યો છે, તે અવલોકવો ઉપકારી છે. (બો-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨) D તમારો ક્ષમાપનાનો પત્ર મળ્યો. પૂ. સાથે ધંધામાં ચિત્ત ન દેવાનું મેં કહેવરાવેલું નહીં. તેમની સમજફેર થઇ હશે, તેથી તમે પત્રમાં લખો છો તેમ કર્તવ્ય નથી. જેનો પગાર ખાતા હોઇએ, તેનું કામ સોંપ્યા પ્રમાણે કરવું તે નીતિનો માર્ગ છે, તેથી વિરુદ્ધ વર્તવાનું કોઇ જ્ઞાની જણાવે નહીં. જ્યાં સુધી પગાર લઇએ ત્યાં સુધી કામ કરવું ઘટે, પરંતુ ચિંતા-ફિકર કરવા માટે પણ પગાર મળતો નથી; તે સંબંધી હર્ષ-શોક કે માથે બોજો માની લેવાની જરૂર નથી, એમ જણાવ્યું હોય તો તે ઘટિત છેજી. (બો-૩, પૃ.૩૧૪, આંક ૩૦૨) દુ:ખસુખની અને બીજાને દુભવવાની કલ્પનાઓનો નિર્ણય સત્સમાગમે કરી લેવા યોગ્ય છે. અત્યારે ન્યાયનીતિ પ્રમાણે પ્રવર્તન રાખવા ભલામણ છેજી. પ્રસિદ્ધ દૃષ્ટાંત રામાયણનું વિચારવા સૂચવું છું. રામે સીતાની સાથે લગ્ન કર્યું. પછી રામને વનવાસ જવું પડયું, તો સીતાજી પતિસેવા માટે સાથે ગયાં. રાવણે સીતાના રૂપની વાત સાંભળી અને રામને ઠગીને દૂર કર્યા. સીતાજીને હરી ગયો. Page #609 -------------------------------------------------------------------------- ________________ soo સીતાજીનું શીલભંગ કરવા રાવણે માગણી કરી. રાવણનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાયમાર્ગ જાણી, સીતાજીએ તેની માગણી સ્વીકારી નહીં. રામે સીતાની શોધ કરી. હનુમાન આદિ દ્વારા સીતા પાછી મળે તો યુદ્ધ કરવું નથી એમ જણાવ્યું પણ રાવણે માન્યું નહીં, તેથી લડાઈ કરી. જગતમાં ન્યાયમાર્ગ પ્રવર્તાવવા રાવણના આખા વંશનું નિકંદન કરવાનું કામ શ્રી રામને કરવું પડ્યું. આ બધું વિચારવું ઘટે છેજી. “તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.' (૨-૧૫) એમ પરમકૃપાળુદેવની શિખામણ છે, તે લક્ષમાં લેવા વિનંતી છે.જી. (બો-૩, પૃ.૨૯૧, આંક ૨૮૦) આજીવિકા D આજીવિકા જેટલું કમાઈ શકતો ન હોય તે અધૂરે અભ્યાસે ધર્મ આરાધવા દોડે તો નહીં ઘરનો, નહીં ઘાટનો એવા ધોબીનો કૂતરાની દશા તેને પ્રાપ્ત થાય. માટે આજીવિકાના સાધન પૂરતી યોગ્યતા પ્રથમ કરી લેવી અને સાથે-સાથે ધર્મપ્રેમ પણ વધારતા રહેવું. ધર્મને મૂકીને કોઈ કાર્ય કરવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ. ૨૩૯, આંક ૨૩૩) [ આજીવિકામાં જેટલું મળતું હોય તો ટયુશન વગેરેમાં વધારે વખત ગાળવા કરતાં ભક્તિમાં, વાંચનમાં વિશેષ કાળ જાય તેમ કરશો તો યોગ્યતા વધશે. (બી-૩, પૃ.૭૪૧, આંક ૯૧૨) પરસ્પર લાભનું કારણ થતું હોય તો બીજી બાબતો ગૌણ કરી, મુમુક્ષુજીવોનો સહવાસ પ્રેમપૂર્વક કર્તવ્ય છેજી જેણે નોકરી કરવી હોય તેણે નિમકહલાલીથી આજીવિકાળે કર્તવ્ય છે; પણ જે નોકરીમાં ઘણો વખત ગાળવો પડે અને આત્મહિતને અર્થે કાળ ગાળવામાં મુશ્કેલી પડે તેવી નોકરી કરતાં મુમુક્ષુભાઈને ત્યાં જ રહેવાનું બને તો તે પોતાનું જ કામ જાણી, કાળજીથી બને તેટલી નોકરી કરી, બાકીનો વખત સ્વપરને હિત થાય તેવી ધર્મચર્ચા, વાંચન, મનનમાં જાય તો જીવનની ઉન્નતિનું તે કારણ છેજી. પરંતુ ખાસ લક્ષમાં રાખવાનું એ છે કે ધર્મને નામે બીજાને ભોળવી, ધર્મની વાતોથી રાજી થઈ, વગર મહેનતે આજીવિકા ચલાવવાની વૃત્તિ રાખે તો જીવને અધોગતિનું કારણ છેજી. માટે જેની પાસેથી આજીવિકાનું સાધન મળે, તેને બોજારૂપ ન થતાં નિમકહલાલીથી (પ્રામાણિકપણે) બને તેટલું કામ દુકાનમાં પણ કરવું ઘટે. કામ શીખતી વખતે ઓછા ઉપયોગી થવાય તો પછી તેનો બદલો કામ શીખ્યા પછી વાળવો; પણ કામ શીખીને, માત્ર ધનની લાલચે વિશેષ પગાર મળે ત્યાં ન જવું, વગેરે વ્યવહારનીતિ લક્ષમાં રાખનાર આ ભવ, પરભવમાં સુખી થાય છે. (બી-૩, પૃ.૫૦૬, આંક ૫૪૬) 0 પ્રારબ્ધ-અનુસાર જીવને આજીવિકા યથાપ્રયત્ન મળી રહે છેજી. તેમાં ધનના લોભ કરતાં કે બીજી અપેક્ષા કરતાં જીવન શાંતિમય જાય એવી ભાવનાથી જે પ્રયત્ન કરવા જીવ ઈચ્છે છે, તે પ્રશંસાપાત્ર છે. મુમુક્ષુ મુમુક્ષુ પ્રત્યે ભાઈ-ભાઈ કે ભાઈ-બહેનનો સંબંધ સચવાય અને ક્લેશનું કારણ ઊપજે તોપણ ગૌણ કરી, ભક્તિના લાભને મુખ્ય માની વર્તી શકાય તેમ લાગતું હોય, તો સાથે રહી ધંધો કરતાં તેમાં Page #610 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ કંઇ હરકત નહીં. જ્યાં-ત્યાંથી ક્લેશરહિત થવું છે અને રાગ-દ્વેષને દૂર કરવા મથવું છે, આ એક લક્ષ રાખવો ઘટે છેજી. સંપ અને સત્સંગ, એ આ કાળમાં જીવને વિશેષ હિતકારી છે. તેનું આરાધન આત્માર્થે કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૫૧૫, આંક ૫૫૭) સત્ય — સત્યને આધારે ધર્મ રહ્યો છે. ધર્મ, રાજ, નીતિ અને વ્યવહાર - સત્યને આધારે ચાલે છે. સત્ય બધાનો થાંભલો છે. દયા પળે છે, તે સત્યને લઇને પળે છે. જ્યાં હિંસા થાય, પાપ થાય ત્યાં સત્ય હોય નહીં. સત્યવચન દયાધર્મનું મૂળ કારણ છે. સત્ય વગર વિશ્વાસ ન થાય. સત્ય પરમ ધ્યેય છે. પરમકૃપાળુદેવ કહે છે કે ‘‘પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.'' (૩૦૭) જેને સત્ય આવ્યું, તેને મોક્ષ છે. સત્ય બે પ્રકારે છે : એક વ્યવહારસત્ય અને બીજું પરમાર્થસત્ય. જેવું હોય તેવું કહેવું, તે વ્યવહારસત્ય; અને આત્માનો લક્ષ રાખીને બોલે, તે પરમાર્થસત્ય. સત્યનો એક અંશ પણ જીવને આવ્યો નથી. જ્યારે કસોટી આવે છે ત્યારે ખબર પડે છે. જેને છૂટવું હશે, તેને ભય લાગશે કે જૂઠું બોલીશ તો મારા આત્માનો ઘાત થશે. સત્ય અને અહિંસા, બે મુખ્ય છે. ગમે તેવો ડાહ્યો હોય, પણ સાચ ન હોય તો કંઇ નથી. ગમે તેટલું દાન કરતો હોય, પણ અસત્ય હોય તો કંઇ નહીં. સત્ય એ જગતનો આધાર કહેવાય છે. વ્રત લીધું હોય અને પાળે નહીં તો ધર્મનું શું થાય ? વચન તો પાળ્યું નહીં. હરિશ્ચંદ્રને કેટલાં કષ્ટ પડયાં ! તેમ છતાં સત્ય ન છોડયું. રોજ બોલીએ છીએ ‘‘વચન નયન યમ નાહીં.'' એ બેનો સંયમ કરવાનો છે. બોલતા વિચાર કરવો કે હિતકારી છે કે કેમ ? એનો વિચાર કરીને જેથી સામાને આઘાત ન લાગે, તેવું વચન બોલવું. બધાં વ્રતો અહિંસા માટે છે. બહુ વિચારવા જેવું છે. મુનિ કોઇના ઘરમાં ઊતર્યા હોય અને ત્યાં ચોર ચોરી કરતો હોય તોપણ મુનિ ન બોલે. મુનિ તો આત્માનું હિત થાય તેવું બોલે. મહાવીર ભગવાનને ગોવાળીયો બળદ સોંપીને ચાલ્યો ગયો અને ભગવાનને કહેતો ગયો કે હું થોડીક વારમાં આવું છું, તું આ બળદની સંભાળ રાખજે; પણ ભગવાન તો કાયોત્સર્ગમાં લીન હતા, તેથી કંઇ ધ્યાન આપ્યું નહીં; અને બળદ આમતેમ ચાલતા થયા. એટલામાં પેલો ગોવાળીયો આવ્યો. બળદને ન જોવાથી તેને બહુ ક્રોધ આવ્યો. પછી ભગવાનના કાનમાં ખીલીઓ ઠોકી દીધી, તોપણ ભગવાન કંઇ બોલ્યા નહીં. હિત થાય તેવું બોલવું. સાચું બોલીને અભિમાન કરવાનું નથી. દાન, ભક્તિ કરીને અભિમાન કરે તો બધું નિષ્ફળ થાય. સાચું બોલવાથી પોતાના દોષો દેખાય. પ્રશ્ન-ઉત્તરની શક્તિ મનુષ્યભવમાં જ હોય છે. વચન એ મુખ્ય છે. એક વખત જૂઠું બોલ્યા પછી આખો ભવ મુનિપણું પાળે તોપણ કોઇ વિશ્વાસ ન કરે. મનુષ્યનો બધો વ્યવહાર વચન ઉપર છે. જેનું વચન બગડયું, તેનું બધું બગડયું. વગર વિચાર્યે બોલે, મશ્કરી કરે પણ તેનું કેવું ફળ આવશે ? તેની ખબર નથી. વિચાર કરીને બોલવા જેવું છે. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૦૨) ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. (૧) વસ્તુ છે, છતાં તેની ના કહેવી; (૨) જે નથી, તે છે એમ કહેવું; (૩) વિપરીત જ કહેવું અને (૪) નિંદાનાં વચનો કહેવાં; હાસ્ય - તે જૂઠ છે. શાસ્ત્રમાં હોય તેથી વિરોધી વાક્ય બોલવું, તે જૂઠું છે. (બો-૧, પૃ.૧૦૪, આંક ૨૧) સંયમ | ઇન્દ્રિયોને નુકસાન ન થાય અને ઇન્દ્રિયો વધારે લોલુપી પણ ન થાય, તેનું નામ સંયમ છે. બહુ ઉતાવળ કરવાની નથી. શક્તિ હોય તેટલું તપ વગેરે કરવાનું છે. શરીરને પણ નુકસાન ન થાય અને પ્રમાદ પણ ન થાય - તેમ કરવાનું છે; નહીં તો શરીર બગડી જાય તો પછી કંઈ ન થાય. (બો-૧, પૃ.૩૩૨, આંક ૮૦) D જીવને કલ્યાણ કરવાની ભાવના થાય ત્યારથી ઇચ્છાયોગની શરૂઆત ગણાય છે, અને જેમ જેમ દોષો-કષાયાદિ દૂર થતા જાય તેમ તેમ જીવને જે નિર્મળતા પ્રાપ્ત થાય છે તેને સંયમની પ્રાપ્તિ; અને સંયમની નિર્મળતા અતિચાર આદિ ટાળતાં થાય છે તેને, સંયમની વિશુદ્ધિ કહે છે. એ વિશુદ્ધિનો ક્રમ બતાવતાં, જ્ઞાની પુરુષોએ જેમ ગુણસ્થાનકના ક્રમની રચના ચૌદ વિભાગરૂપે કરી છે તેમ, સંયમના ભેદો અસંખ્યાત થાય છે. તે બધાં સંયમવિશુદ્ધિ સ્થાનકો કહેવાય છે. (બી-૩, પૃ.૫૬૫, આંક ૬૩૩) | જીભ કે ગળામાં કંઈ દુઃખાવો થાય ત્યારે જેમ ન-છૂટકે બોલે છે, ઇશારતથી ચલાવી લે છે; તેમ કર્મ બંધાય તેવાં નિમિત્તોમાં વિચારવાન જીવ બોલતાં પહેલાં ડરે છે. રખેને મને કે સાંભળનારને કષાયની પ્રેરણા થાય અને બંનેને કર્મબંધનું કારણ થાય. માટે જ્યાં સુધી મનમાં શાંતભાવની ખાતરી ન થાય ત્યાં સુધી વચનને મુખમાંથી બહાર નીકળવા નથી દેવું, એવો લક્ષ રહે; કે પરમકૃપાળુદેવનું શરણ સંભારી વચન બોલવું છે, એવો લક્ષ રહે તો જીવ અંકુશમાં રહે. (બી-૩, પૃ.૫૮૪, આંક ૬૬૦) | કડવું વચન ન બોલવું. હિતકારી, પ્રિય અને વિનયવાળું વચન બોલવું, વચનથી વેર બંધાય છે. વિનયથી બોલવું. પ્રભુશ્રીજી કહેતા કે વનો વેરીને પણ વશ કરે. (બો-૧, પૃ. ૨૯૨, આંક ૪૧) || પોતાના દોષો દેખી ટાળવાનો પુરુષાર્થ, ત્યાં સત્સંગના વિયોગે પણ કરતા રહેવો ઘટે છેજી. જેમ બને તેમ બીજો પરિચય ઘટાડી, મૌન કે જરૂર વગરનું ન બોલવાનો અભ્યાસ વધે, તેમ કર્તવ્ય છેજી. પરમાર્થસત્ય સંબંધી પરમકૃપાળુદેવે કહ્યું છે, તે બહુ વિચારવું ઘટે છેજી, “ચેલણા રાણી અને શ્રેણિક રાજા' બોલતાં પહેલાં તે આત્મા હતા અને તેમના એ ભવની અપેક્ષાએ એવાં નામ હતાં, એવો લક્ષ થયા પછી બોલાય, તેને પરમાર્થસત્ય કહ્યું છે. તે વગર જેટલું બોલાય છે, તે પરમાર્થે સાચું નથી, એમ વિચારી વાણી ઉપર સંયમ આવે, એવો દરેકે અભ્યાસ પાડવાની જરૂર છેજી. પરમાર્થ સાધવામાં, ભગવાનના ગુણગ્રામ ચિતવવામાં, કોઇના પરોપકાર અર્થે વાણી વપરાય તો લેખે છે, નહીં તો વચનદંડથી જીવ દંડાય છે. પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષ આપણે માથે છે તો આપણે તો તેમણે કહેલાં વચન વાંચવા છે, વિચારવાં છે, તેમણે કહ્યું તે કરવું છે, તેની આજ્ઞામાં જ આટલો ભવ તો ગાળવો છે. બીજે વૃત્તિ જતી Page #612 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૩) રોકવામાં પરમ સાધન સ્મરણ છે. તેનું વિશેષ-વિશેષ આરાધન કરતા રહેવાની જરૂર છેજી. તેમાં વિક્ષેપ કરનાર ““વચન નયન'' છે, તેનો “યમ'' એટલે સંયમ કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૫૭૮, આંક ૬૫૧) વેદનીયકર્મ “વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો.” આપ વેદનાથી કંટાળી ગયેલા જણાઓ છો અને વેદનાને અંતરાયકર્મ જેવું ગણો છો પણ તેમ યોગ્ય નથી. વેદનીયકર્મને બળ આપનાર મોહનીયકર્મ છે એટલે દેહાધ્યાસને લીધે વેદનીયકર્મ જેમ છે તેમ સમજાતું નથી. સમજણની ખામી છે ત્યાં સુધી એકને બદલે બીજું સમજાય છે. વેદનીયકર્મને દેહની સાથે સંબંધ છે; અને મોહનીયકર્મ, દેહ પોતાનો નથી તેને પોતાનો મનાવે છે; તેથી દેહ પોતાનો મનાયો ત્યાં દેહમાં જે થાય તે પોતાને થાય છે, એમ મનાય છે. આત્મા અને દેહ બંને પદાર્થ ભિન્ન છે એવી દ્રવ્યવૃષ્ટિ થયે દેહના ફેરફારો કે અવસ્થાઓ પોતાનાં મનાતાં નથી. પોતાનો સ્વભાવ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર છે તેને બાધા કરનાર કારણો દુઃખરૂપ લાગે છે; પણ શરીરને બાધા કરનાર રોગાદિક આત્માને બાધા કરતાં નથી, એમ જાણી મહામુનિઓ તેની ઉપેક્ષા કરે છે એટલે તેમાં તણાતાં નથી. ધર્મસાધનમાં શરીર પણ એક સાધન છે, એમ જાણી તેની સારવાર કરવા, દવા કરવા જરૂર પડયે પ્રયત્ન કરે, તોપણ લક્ષ બીજો છે. શરીર પ્રત્યે મમતા નથી, પરંતુ પરમાર્થનું સાધન જાણી તેમ કરે છે. જ્ઞાની પુરુષોએ વેદનાને અઘાતી કર્મ કહ્યું છે એટલે આત્મગુણનો તે ઘાત કરી શકતું નથી. કેવળજ્ઞાન થયા પછી પણ વેદનાનો ઉદય સંભવે છે. વેદનાની હાજરી આત્મગુણોને કાંઇ બાધા કરતી નથી, પરંતુ કેટલો દેહાધ્યાસ છે તે વેદનાના અવસરે જણાય છે. એવા દોષ જાણ્યા પછી મુમુક્ષુજીવ દેહાધ્યાસ ઓછો કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે - છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. (બી-૩, પૃ.૬૫ર, આંક ૭૬૯) | વેદનીયકર્મ જ્ઞાનને અડચણ કરનાર નથી પણ કસોટીરૂપ છે, ચેતવણી આપી જાગ્રત રાખનાર પણ છે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.'' (૧૪૩) એ અભ્યાસ બહુ અગત્યનો છેજ. (બી-૩, પૃ.૬૨૩, આંક ૭૨૪) T માંદગી એ સમજણની ખરી કસોટી છે. જેમ, સગાંવહાલાંમાં મરણ આદિ પ્રસંગે, વ્યવહારમાં ખાસ પ્રસંગે, નિકટનાં સગાં હોય, તે મુશ્કેલી વેઠીને પણ મદદ કરવા તૈયાર થાય છે અને પોતાનાથી થાય તેટલું કરી છૂટે છે, તેમ આપણો નિકટનો સગો તો આત્મા છે, તેને દુ:ખના પ્રસંગે આર્તધ્યાન કરી માઠી ગતિમાં જતાં બચાવવો અને ધર્મધ્યાન ભણી વૃત્તિ કરાવવી, એ આપણી પહેલી ફરજ છેજી. શરીરનાં કામ, તેની સંભાળ તો બીજાથી બને; પણ ભાવ, ધર્મ પ્રત્યે વાળવા, વેદનામાં જતી વૃત્તિ પાછી વાળી સપુરુષ, સત્સંગ, સદ્ધોધ અને ભક્તિમાં રોકવી અને સદ્ગુરુશરણ મરણપર્યત જીવને Page #613 -------------------------------------------------------------------------- ________________ (૦૮) ઉપયોગી છે એ લક્ષ રાખવો, તે પોતાના હાથની વાત છે, કોઇ બીજું તે કામ કરી આપે તેમ નથી. માટે પરભવનો ભય રાખી, ધર્મને અચિંત્ય ચિંતામણિ તુલ્ય ગણી, તેમાં વારંવાર વૃત્તિ વાળવાનો પુરુષાર્થ કર્તવ્ય છે). (બી-૩, પૃ. ૫૫૪, આંક ૬૧૨) થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.' એ સાચા દિલની ભક્તિ ભવ તારનાર છેજી. મરણ સુધી તે ભાવના ટકાવી રાખનારની બલિહારી છેજી. વેદના એ સમજની કસોટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તો સમાધિમરણનું કારણ છે). (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૫) | માંદગી ફરી શરૂ થઈ જાણી, ધર્મસ્નેહને લઈને ખેદ થયો. પૂર્વકર્મ નિયમિત રીતે એનું કામ અચૂકપણે કર્યો જાય છે, તો મુમુક્ષુજીવે સંસારથી મુક્ત થવાનાં સત્સાધન તે પ્રમાણે દૃઢતાપૂર્વક કેમ ન સેવવાં ? માંદગીમાં મારાથી હવે શું થાય ? એવી કાયરતા ન સેવતાં, જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી ઉપયોગ પલટાવવા, આર્તધ્યાન થતું અટકાવવા વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, છ પદનો પત્ર કે આત્મસિદ્ધિ કે મંત્રનું સ્મરણ આદિ જ્ઞાનીની આજ્ઞા થઈ હોય તે પદમાં વૃત્તિ રાખવા તેવે વખતે વિશેષ બળ કરવા યોગ્ય છે. તેમ વર્તાય તો આર્તધ્યાનને બદલે ધર્મધ્યાન થવા સંભવ છે. પોતાનાથી બને ત્યાં સુધી પોતે સત્સાધનમાં મન-વચન-કાયાથી પુરુષાર્થ કરવો. અશક્તિ જણાય ત્યારે પાસે હોય તેની મદદથી, તે મંત્ર વગેરે બોલે તેમાં વૃત્તિ બળ કરીને રાખવા લક્ષ રાખવો. તેમ ન બને અને વેદનામાં વારંવાર વૃત્તિ દોરાઈ જાય ત્યારે “હે ભગવાન ! હવે મારું જોર ચાલતું નથી, પણ મારે સત્સાધનમાં જ વૃત્તિ રાખવી છે, દુ:ખમાં મન ઘેરાઈ જાય છે, તે ઠીક થતું નથી. આથી તો કર્મબંધ થશે' એવી જાગૃતિ રાખી, ભાવના તો સમભાવે તે વેદની વેદાય તેવી જ રાખવા મથવું ઘટે છેજી. પોતાનાં બાંધેલાં પોતાને જ ભોગવ્ય છૂટે એમ છે, તો હવે બને તેટલી શાંતિથી સહન કરી લેવા દે. બધું નાશવંત છે, તો વેદની ક્યાં સુધી રહેવાની છે ? શાતાવેદની પણ ઇચ્છવા જેવી નથી. કર્મમાત્ર આત્માને બોજારૂપ છે. જેના નિમિત્તે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને તે મહાપુરુષનો પુરુષાર્થ તથા તેની દશાની સ્મૃતિ થાય, તે વિચારવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે, ભજવા યોગ્ય છેજી. ‘‘પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સગુરુપાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય ?'' આમ પોતાના દોષ દેખી, સરુની ભક્તિમાં વૃત્તિ રાખી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ ન ભુલાય તેની જ લય લાગે, જગત, દેહ અને વેદની ભુલાઈ જાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૧૧, આંક ૭૦૮) D આપની તબિયત ઘણી નરમ જાણી, ધર્મસ્નેહને લઈને ખેદ થયો; પણ જ્યાં ઉપાય નહીં ત્યાં સહનશીલતા, એ જ સમતાનો ઉપાય છે. પૂર્વકર્મ કોઇને છોડતાં નથી. કોઈનું દેવું કર્યું હોય તે લેવા માટે ઉઘરાણી કરે તેમ બાંધેલાં કર્મ ફેરા મારે છે. તેને સમતા, સહનશીલતા, ધીરજ, સ્મરણમંત્રની ધૂન વગેરે મૂડીમાંથી આપી, વિદાય કરવા યોગ્ય છેજ. બિચારાં કર્મ છૂટવા માટે આવે છે, તે વખતે જીવ શૂરવીર થઈ ભોગવી લે તો હલકો થાય, ખેદ કરીને ભોગવે તો નવાં કર્મ બંધાય અને ભોગવવાં તો પડે જ, માટે સદ્ગુરુશરણે બને તેટલી શક્તિ એકઠી કરી, મંત્રના સ્મરણમાં રહેવું. Page #614 -------------------------------------------------------------------------- ________________ (O૫ ) પાસે હોય તેમને મંત્ર બોલવા કહેવું અને આ અવસર ખરી કસોટીનો છે એમ ગણી, વેદનાને નમતું ન આપવું. ઊલટું એવી ભાવના કરવી કે આથી બમણું આવવું હોય તો આવો, મારું કામ સહન કરવાનું છે. સદ્ગુરુશરણે કંઈ પણ સુખની ઇચ્છા રાખ્યા વગર, મરણપર્યત ધીરજ રાખવી છે. પાછા હઠવું નહીં, હિંમત હારવી નહીં. જે થાય તે જોયા કરવું. આત્મા છે, તે નિત્ય છે. તેનો નાશ થવાનો નથી, દુ:ખનો નાશ થવાનો છે. કરેલાં કર્મ છૂટે છે. હિંમત રાખી બધાંય સારા-માઠાં કર્મ છોડી મોક્ષે જવું છે. ઘાણીમાં ઘાલીને પીત્યા હતા તેવા મુનિઓ મોક્ષની ભાવનામાં લીન થવાથી મોક્ષે ગયા છે; તેટલું બધું તો દુઃખ મને નથી ? માટે આ દુઃખથી મન ડોલાયમાન ન થાય અને ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રમાં ભાવ રહે, પરમકૃપાળુદેવની સહનશીલતા, ધીરજ, સમાધિ લક્ષમાં રાખી રાતદિવસ સમય વિતાવવો છે, એ લક્ષ રાખશો. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્રમકારે અહિયાસવા (દવા) યોગ્ય છે.” (૪૬૦) એ પત્ર વારંવાર વાંચવા-સાંભળવાનું કરશો તથા સમાધિમરણનું પ્રકરણ સમાધિસોપાનમાંથી વાંચવાનું બને તો કરશો. કંઈ ન બને તો પરમકૃપાળુદેવને શરણે જે થાય છે, તે ભલાને માટે જ થાય છે એવો વિશ્વાસ રાખી, સહન કર્યા કરવું. ગુરુને શરણે આત્માનો વાંકો વાળ થાય તેમ નથી. સંયોગ તો છૂટશે, તેમાં રાગ રાખવો નથી. (બી-૩, પૃ.૭૪૬, આંક ૯૨૨) પાપકર્મના ઉદયને લીધે જીવને પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે, પરંતુ જો વેદનીયકર્મના ઉદયમાં શરીરનું સ્વરૂપ વિચારે કે હું દેહથી ભિન્ન છું, દેહ નાશવંત છે, મળમૂત્રની ખાણ છે, તેમાંથી સુખની આશા રાખવી વ્યર્થ છે, પ્રગટ દુ:ખ દેનાર દેખાય છે છતાં જીવ દેહ પ્રત્યેની મમતા - સુખરૂપ માન્યતા છોડતો નથી, તે સમજણ પ્રાપ્ત થવા આ વેદના આવી છે. આટલાથી જો સમજીને દેહને અન્ય, પરપદાર્થ માની આત્માને અર્થે દેહ ગાળવાનું શીખી લઉં તો આ વેદના ભોગવાય છે તે લેખે આવે. આત્મા છે, નિત્ય છે, કર્મ કરે છે તે તેને ભોગવવા પડે છે, તેથી મુક્ત થઈ શકાય છે અને મોક્ષનો ઉપાય પણ છે; આ વાત જો દૃઢ થઈ જાય તો મળેલી નિવૃત્તિ અને વેઠેલી વેદના સાર્થક બને. તે થવા અર્થે તમારી પાસે પુસ્તકો છે તે વાંચશો, વિચારશો અને સત્સંગે મને અપૂર્વ લાભ થવા યોગ્ય છે એમ વિચારશોજી. પરમપુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે વૃત્તિ રહે, તેના આધારે મનુષ્યભવની સફળતા સાધવી છે, એવી વૃત્તિમાં કાળ વ્યતીત કરશોજી. (બો-૩, પૃ.૭૩૭, આંક ૯૦૩). જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' બાંધેલાં કર્મ કોઈ નિમિત્ત પામીને, પૂર્વના પાપના ફળરૂપ અશાતા વેદનીયરૂપ ફળ ચખાડે છે. તેને પ્રસંગે જે જ્ઞાની પુરુષો હોય છે, તેમણે દેહનું સ્વરૂપ નાશવંત, અસાર, વેદનાની મૂર્તિરૂપ પ્રગટ જાણી તેના ઉપરનો મોહ છોડયો છે, તેથી ધીરજ ધારણ કરી, દેહમાં થતી વેદનાને વેદે છેજી; સમભાવ કે આત્મભાવના, વેદના વખતે પણ તજતા નથી. Page #615 -------------------------------------------------------------------------- ________________ SOS એવી સમજણ ન હોય તેણે, એવા પ્રગટ આત્મસ્વરૂપ પરમકૃપાળુ સદ્ગુરુને શરણે, તેણે આપેલા સાધનમાં વૃત્તિ રોકી, જે આવ્યું છે તે પોતાનું જ પૂર્વનું કરેલું કર્મ પ્રગટ થયું છે, તે ફળ આપી ચાલ્યું જશે, પણ નવું કર્મ ન બંધાય માટે જ્ઞાનીએ જાણ્યો છે એવો આત્મા તથા જ્ઞાનીની આજ્ઞા, મારે આધારભૂત છે, તેને જ શરણે આ દેહ પૂરો થાઓ, એ ભાવના રાખી ગમે તેટલાં દુઃખના પ્રસંગમાં પણ આર્ત્તધ્યાન એટલે હું દુ:ખી છું, દુ:ખી છું એવી ભાવનામાં ન ચઢી જવું. મંત્રનું સ્મરણ બળ કરીને પણ ચાલુ રાખવું. એ જ એક આધાર છે. એ પ્રસંગે કરેલું બળ, એ વેદનીનો કાળ નીકળી ગયે પણ કામ આવશે, અને અત્યંત આકરા એવા મરણના પ્રસંગની તૈયારીરૂપ આ કાળ ગયો ગણાશે. જેટલી સહનશીલતા કેળવાઇ હશે, તેટલો દુઃખનો બોજો ઓછો લાગશે. વેદનામાં વૃત્તિ તણાઇ જાય ત્યારે જાણવું કે હજી વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. માટે આ મટી ગયા પછી પણ, સત્સાધનમાં વિશેષ વૃત્તિ રાખી, આત્મબળ વધારવાનો દૃઢ નિશ્ચય પણ, આવા પ્રસંગે બની આવે છેજી. અનાથીમુનિ, નમિરાજર્ષિ વગેરેને વેદનાના વખતમાં એવી સુવિચારણા જાગી કે સંસારનું સ્વરૂપ તેમને યથાર્થ ભાસ્યું અને તેવા સંસારમાં ફરી જન્મવું ન પડે, તે અર્થે સંસાર ત્યાગી, એક આત્માર્થમાં જીવન ગાળવા તત્પર બની ગયા. આમ દુઃખના પ્રસંગોમાં પણ મોક્ષનાં કારણો છુપાયેલા છે તે સમજી, આત્માર્થ પોષવાનું કામ વિચારવાન જીવનું છેજી. બીજાનાં દુઃખ દેખીને પણ બુદ્ધ મહાત્મા જેવા ચેતી ગયા તો પોતાની ઉપર આવી પડેલાં દુ:ખનો વિચાર કરી, તેથી સર્વથા મુક્ત થવાની ભાવના, મુમુક્ષુજીવને કેમ ન થાય ? થાય જ. (બો-૩, પૃ.૪૯૪, આંક ૫૨૯) ‘‘દ્રવ્યદૃષ્ટિસે વસ્તુ સ્થિર, પર્યાય અસ્થિર નિહાર; ઉપજત વિણસત દેખકે, હર્ષ વિષાદ નિવાર’’ વેદની, શાતારૂપ હો કે અશાતારૂપ હો પણ બંને શરીરના ધર્મ છે અને બાંધેલાં કર્મોનું ફળ છે; પરંતુ નવાં તેવાં કર્મ ન બંધાય, તે માટે હવે જીવે પુરુષાર્થ કરવો ઘટે છે કેમ કે ઉદય આવેલાં કર્મ તો ચક્રવર્તી, ઇન્દ્ર કે તીર્થંકર જેવાને પણ ભોગવવાં પડે છે. આપણે ભોગવ્યા વિના કેવી રીતે છૂટીએ ? પણ જેણે સત્પુરુષ પાસે બોધ સાંભળ્યો છે, સત્પુરુષ ઉપર શ્રદ્ધા જેને થઇ છે અને સત્પુરુષની આજ્ઞામાં જ વર્તવાના જેને ભાવ છે, તેણે આવા પ્રસંગે આર્તધ્યાન ન થાય અને બને તેટલાં સમતા, સહનશીલતા, ધી૨જ અને શાંતિવાળાં પરિણામ રાખવા પુરુષાર્થ કર્તવ્ય છે. દેહનો સ્વભાવ સડવા, પડવા અને વિણસવાનો છે અને આખરે તે દગો દેનાર છે એમ જાણી, નાશવાન શરીરના કરતાં અવિનાશી આત્મા, જે સત્પુરુષે જાણ્યો છે, તેને વિશેષ સંભારી, તેની કાળજી, તેનો લક્ષ, વારંવાર લેવા યોગ્ય છે. સત્સંગ-સમાગમે જે બોધ થયો હોય, જે આજ્ઞા થઇ હોય, સ્મરણ, ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ વગેરે મુખપાઠ કર્યું હોય, તેમાં ચિત્ત વિશેષ રાખવાનો અભ્યાસ રાખીએ તો મનને દેહાદિની કલ્પનામાંથી છૂટી, બીજું કામ કરવું પડે, તેથી ઘણો લાભ થાય. Page #616 -------------------------------------------------------------------------- ________________ [] ૬૦૭ જીવે સામાન્ય કરી નાખ્યું છે, નહીં તો સત્પુરુષનું એક વચન પણ સાચા અંતઃકરણથી માન્ય થાય તો કલ્યાણ થઇ જાય તેવું છે, પણ અનિત્ય પદાર્થોના મોહ આડે, રત્નચિંતામણિ જેવા સત્પુરુષનાં વચનોનું માહાત્મ્ય લાગતું નથી. (બો-૩, પૃ.૭૪, આંક ૬૨) ‘શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઇ અન્યે લઇ ના શકાય; એ ભોગવે એક સ્વઆત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે. સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય, આરાધ્ય, પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઇ ન બાંહ્ય સ્થાશે.’’ વેદનાથી મૂંઝાવું નહીં, ગભરાવું નહીં. પૂર્વે બાંધેલાં કર્મનો ઉદય છે, તે જાય છે, જવા આવ્યું છે. ગયા પછી તે આવવાનું નથી. જેટલું જાય છે, તેટલું દુઃખ ઓછું થાય છે એમ જાણી, ધીરજ રાખવી. સમભાવે સહન કરવું. ખમી ખૂંદવું. આર્તધ્યાન, રૌદ્રધ્યાન ક૨વાથી ઊલટું એવું બીજું, ભવિષ્યમાં ભોગવવું પડે તેવું કર્મ બંધાય છે, માટે ફિકર-ચિંતા, ખેદ-શોક કરવો નહીં. વગર બોલાવ્યે કર્મ આવ્યું છે, તેમ તેની મેળે તે જતું રહેશે. ધીરજ, શાંતિ, સમતા, ક્ષમા રાખી, ખમી ખૂંદવાથી ધર્મ નીપજે છે અને પૂર્વે બાંધેલું કર્મ ચાલ્યું જાય છે. હાયવોય કરીએ, ગમે તેટલો ઉચાટશોક કરીએ, માથું ફૂટીએ તોપણ, કર્મ કંઇ ઉદયમાં આવ્યા વગર રહેવાનું નથી. દુઃખ ભોગવ્યા વગર છૂટકો નથી. આપણે બાંધેલાં, આપણે જ ભોગવવાં પડશે; પણ તે વખતે સમજણ રાખીને ધીરજ રાખે, તેને નવાં કર્મ ન બંધાય. રોગ અને વ્યાધિ વગેરે શરીરમાં થાય છે. દેહનો ધર્મ સડી જવાનો, પડી જવાનો છે; કોઇનો અજર, અમર દેહ રહ્યો નથી, તો પછી આપણે એ વેદનાની મૂર્તિ જેવા દેહમાંથી સુખ ઇચ્છીએ, તોપણ મળે એવું નથી. આખરે દેહ દગો દેનાર છે. માટે એ દેહ ઉપરનો મોહ તજીને, આત્માનો વિચાર કરવો યોગ્ય છે. આત્મા નિત્ય છે, કદી આત્મા મરતો નથી, સડતો નથી, રોગી થતો નથી, ઘરડો થતો નથી. તે અછેદ્ય, અભેદ્ય, જન્મમરણથી રહિત છે, અસંગસ્વરૂપ છે. જ્ઞાન, આત્માનો સ્વભાવ હોવાથી, દેહમાં જે જે વ્યાધિ થાય છે, તેને જાણે છે; પરંતુ મને થાય છે, મારાથી ખમાતું નથી, મને આ નથી ગમતું, ક્યારે મટી જશે વગેરે થાય છે, તે દેહ ઉપરના મોહને લઇને અને સહન કરવાનો અભ્યાસ નથી પડયો, તેને લઇને લાગે છે. હવે આ દેહનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. દેહ, પુત્ર, કુટુંબ, ખેતર, ઘર એ કંઇ મારું નથી, એમ વિચારી બધા ઉપ૨થી મન ઉઠાવી, એક પરમકૃપાળુદેવનું શરણું ગ્રહણ કરી, જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી, સત્પુરુષ દ્વારા મળેલો મહામંત્ર ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ''નું સ્મરણ કર્યા કરવું યોગ્ય છે. (બો-૩, પૃ.૭૮, આંક ૬૮) D આપને દરદનો ઊથલો મારેલો સાંભળ્યો. બનનાર તે ફરનાર નથી એમ ગણી, આ પૂર્વે બાંધેલું કર્મ જવા માટે આવ્યું છે, તે ભોગવતાં સ્મરણમાં ચિત્ત રાખવાનો પુરુષાર્થ કરવો. શ્રી ગજસુકુમાર આદિ, મહા ભયંકર વેદનાને સમભાવે ભોગવનાર મુનિવરોનાં અદ્ભુત પરાક્રમને સ્મૃતિમાં લાવી, તે વખતે દેહ અને આત્માની ભિન્નતાનો અખંડ નિશ્ચય તેમણે ટકાવી રાખ્યો, તે ધ્યેય લક્ષમાં રાખી, સમભાવની Page #617 -------------------------------------------------------------------------- ________________ ૦૮ ભાવના નિરંતર કર્તવ્ય છેજી. અન્ય વિકલ્પોમાં જતું ચિત્ત રોકીને, પરમપુરુષની દશાને ચિંતવવી હિતકર છેજી. હાડકાંના માળા જેવું શરીર પરમકૃપાળુદેવનું થઇ ગયું, છતાં તેમણે આત્મભાવના પોષી છે; તેમ શરીર અશક્ત અને દુઃખદાયી નીવડે ત્યારે આત્માને પૃષ્ટિકારક એવાં પરમકૃપાળુદેવનાં વચનો પરમ ઔષધમય માની, વૈરાગ્ય અને સંવેગમાં વૃત્તિ કરે તેવો પુરુષાર્થ, નવીન કર્મને રોકનાર બને છેજી. આત્મઆરોગ્યની જ ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૭૪, આંક ૮૦૮) આપ બંનેની માંદગી જાણી. આવા વખતે પરમકૃપાળુદેવનું શરણ એ જ એક આધાર છે. કર્મ તો બાંધેલાં આવ્યાં છે, તે જવાનાં છે; પણ જો મંત્રનું સ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત રહ્યું તો એવાં કર્મ ફરી નહીં ભોગવવાં પડે. છૂટવાનો લાગ આવ્યો છે ગણીને, પરમકૃપાળુદેવને પ્રગટ આધારરૂપ માની, તેને શરણે જે થાય તે જોયા કરવું. આપણું ધાર્યું કાંઇ થતું નથી. સારું-ખોટું કર્યા વિના સહનશીલતા અને ધીરજ ધારણ કરી, આ આત્મા જન્મમરણથી છૂટે માટે આત્મજ્ઞાની એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનું મારે શરણું છે, તે જ ભજવા યોગ્ય છે, રાત્રિદિવસ તેમનું જ મને ભાન રહો, મારા આત્માના એ પરમ ઉપકારી છે, એમણે જણાવેલો મંત્ર મને અંત વખત સુધી સ્મૃતિમાં રહો, એ ભગવંતની ભક્તિ એ જ મારા જીવનનું ફળ છે, એને શરણે આટલો ભવ પૂરો થાઓ; એવી ભાવના કરતા રહેવા યોગ્ય છેજી. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે - આ છ પદના વિચારે આત્મશ્રદ્ધા કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવે કહેલાં આ છ પદ પરમ સત્ય છે, તે જ મારું સ્વરૂપ છે. એ જ વાત મંત્રમાં પણ જણાવી છે. માટે મારે આખર વખત સુધી; તે પરમકૃપાળુદેવ અને તેણે કહેલો મંત્ર આધારરૂપ છે. તે સદાય મારા હૃદયમાં પરમ પ્રગટ રહો. એ ભાવના કલ્યાણકારી અને સર્વ અવસ્થામાં ઉપાસવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૭૨, આંક ૫૦૦) પૂ. ....ની માંદગી લાંબી ચાલવાથી કંટાળા જેવું લાગે, પણ પોતાનાં જ કર્મો પોતે ભોગવ્યા વિના છૂટકો નથી એમ વિચારી, બને તેટલી સહનશીલતા વધારતા રહેવાની ભલામણ છેજી. આથી અધિક વેદના આવે તોપણ સહન કર્યા વગર છૂટકો નથી. મરણની વેદના આથી અનંતગણી છે એમ જ્ઞાનીપુરુષો કહે છે. તેને પહોંચી વળવા આજથી તૈયારી કરે તેને આખરે ગભરામણ ન થાય. ક્ષમા, ધીરજ, શાંતિ, સહનશીલતા એ ગુણો જેમ જેમ વર્ધમાન થશે તેમ તેમ સમાધિમરણની તૈયારી થશે. માટે માંદગી આવી પડે ત્યારે તો સમાધિમરણની તૈયારી જરૂર કરવી છે, એવો નિશ્ચય કરવા યોગ્ય છે. મુનિવરો ઉદીરણા કરીને એટલે જાણીજોઇને દુઃખ ઉત્પન્ન કરીને આત્મભાવના કરે છે. તે એવા આશયથી દુઃખના વખતમાં કે મરણ સમયે આત્મભાવના ખસી ન જાય. જેને વેદની આવી પડે છે તેણે યથાશક્તિ સહનશીલતા, ધીરજ આદિ ગુણ ધારણ કરી, દેહથી પોતાનું ભિન્ન સ્વરૂપ વિચારી, અસંગભાવના ભાવતાં ઘણી નિર્જરા થાય છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૯) સ્મરણમંત્રનો અભ્યાસ પાડી મૂકવા જેવું છે. તેથી દેહ છૂટતી વખતે પણ પરમકૃપાળુદેવ અને તેમણે આપેલા મંત્રમાં જ વૃત્તિ રહે, તે સમાધિમરણ કરે છે. જીવ ધારે તો કરી શકે એમ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષની શિખામણ લક્ષમાં રાખી શકાય છે. ભવ બદલી ગયા પછી બધું ભૂલી જવાય છે. માટે કોઈ પણ પદાર્થમાં મોહ નહીં રાખતાં, નિર્મોહીદશા, સમભાવના, આત્મભાવનામાં વિશેષ-વિશેષ ઉપયોગ રહે તેમ પોતે કરવું. પોતાથી ન વંચાય તો બીજા પાસે તેવું વાંચન કરાવવું અને સાંભળવું. બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.' (૪૭) માટે ભવિષ્યની ચિંતા નહીં કરતાં તથા મરણનો ડર નહીં રાખતાં, મનુષ્યભવની જે ક્ષણો આપણને મહાપુણ્યથી મળી છે તે દરેકનો સદુપયોગ થાય, જ્ઞાની પુરુષના આશ્રયે ગળાય, તે પ્રમાણે સાવધાનીથી વર્તવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને આશ્રયે, આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું છે અને અંત કાળે પણ તેમનું શરણ સુકાય નહીં તેવા પુરુષાર્થમાં રહેવું છે, એ નિશ્ચય કર્તવ્ય છે. કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૦) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તેવો લક્ષ રહ્યા કરે તેમ કરશોજી. (બી-૩, પૃ.૫૩, આંક ૭૭૩) વેદનીયકર્મ આપણે જ બાંધ્યું હતું, તે મે'માનની પેઠે આવ્યું છે, તે સદા રહેવાનું નથી. મે'માનનો સત્કાર કરીએ તેમ તેને હાથ જોડી વિનંતી કરવી કે ભલે પધાર્યા. સદ્દગુરુશરણે અમે તો નિર્ભય છીએ. તમને નોતર્યા હતા તે તમે આવ્યા, હવે જમી-કરીને ચાલ્યા જાઓ, ભૂલમા તમને બોલાવ્યા હતા. હવે તમારું કામ નથી. અમારે તો હવે બીજું, મોક્ષ સાધવાનું કામ કરવું છે, તે તમારે માટે ખોટી થવાય તેમ નથી, માટે માફ કરજો. એમ વિચારી મરણ, ભક્તિ, વાંચન, વિચાર વગેરે સદ્ગુરુની આજ્ઞાનાં નિમિત્તોમાં જોડાઈ જવું. બહુ વેદના જણાય અને ચિત્ત ત્યાં ખેંચાય તો પાછું સ્મરણ વગેરેમાં ખેંચી લાવવું અને મનને સમજાવવું કે દેહમાં ને દેહમાં ભાવ રાખીને આવી વેદના ઊભી કરી છે. હવે જો આ વેદના જેવી ગમ્મત વધારે જોઈતી હોય તો હજી દેહની દરકાર કર્યા કર, નહીં તો દેહરહિત જેની દશા છે એવા જ્ઞાની પુરુષમાં, શુદ્ધ, નિત્ય, પરમાનંદરૂપ આત્મામાં દ્રષ્ટિ દેવાશે તો ફરી દેહ ધરવો નહીં પડે અને સ્વપ્ન પણ દુ:ખ નહીં આવે. તે હવે કર. (બી-૩, પૃ.૧૦૮, આંક ૧૦૦) D તમને અશાતાનો ઉદય તીવ્રપણે આવ્યો છે, એ લક્ષમાં છે. ઉપચાર આદિ તો બને તે કર્તવ્ય છે; પણ મુખ્ય લક્ષ, જન્મમરણથી છૂટવાનો, ચૂકવા યોગ્ય નથી. બાંધેલું છે તે જ આવે છે. હવે નવું ન બંધાય તે અર્થે પરમકૃપાળુદેવના આશ્રયે સમભાવની ભાવના કર્તવ્ય છે. તે તમને લક્ષમાં છે. તે લક્ષ જેમ જેમ બળવાન થાય તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. જ્યાં આપણું કંઈ ન ચાલે તેવી નિરપાય દશા વિષે વારંવાર વિચાર ન આવે અને જે નિમિત્તે ભાવ પલટાવી શકાય અને આત્મહિત થાય, તેવા નિમિત્તો જોડતા રહેવા ભલામણ છે. પરમકૃપાળુદેવમાં વૃત્તિ વારંવાર રહે, તે પરમાત્મસ્વરૂપ છે એવી દૃઢ માન્યતા વર્ધમાન થાય એવી તે કરુણામૂર્તિ પ્રત્યે પ્રાર્થના કર્તવ્ય છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જ્યાં સુધી પોતાની વૃત્તિ પલટાવી શકાય એમ છે, ત્યાં સુધીમાં જેટલાં કર્મ આવીને જાય છે, તેટલું દેવું છૂટે છે. જેટલી હાયવોય થાય, તેટલાં નવાં કર્મ બંધાય છે એમ સમજી, પરમશાંતિપદની ઇચ્છા રહ્યા કરે એમ વૃત્તિ વાળતા રહેવું. આ વેદના, જે અત્યારે અનુભવાય છે તેનો, મરણની વેદના આગળ કંઇ હિસાબ નથી. જન્મમરણનાં દુઃખ અત્યંત અસહ્ય છે, એમ ભગવાને કહ્યું છે તે માન્ય રાખી, સમાધિમરણની તૈયારી અર્થે જે સહનશીલતાની જરૂર છે તેનો અભ્યાસ, આવી વેદનામાં થાય છે. તેવી વેદના વેદતાં જે પોતાની કચાશ જણાય છે તે સાજા થતાં, પૂરી કરવા પ્રયત્ન કૃઢ નિશ્ચયથી કર્તવ્ય છે. શારીરિક ગમે તેટલું દુઃખ હોય તો પણ આત્મા પરમાનંદરૂપ છે, એવી માન્યતા જેને ટકી રહે છે તે ભાગ્યશાળી છે. સૂર્ય ઉપર વાદળાં આવવાથી દિવસે વાંચી પણ ન શકાય તેવું બની જાય તોપણ સૂર્યમાં, સામું પણ ન જોઈ શકાય તેટલું તેજ છે તે ખાતરી ભુલાતી નથી, તેમ આત્મા અનંત સુખથી ભરપૂર છે, ત્યાં દુઃખનો અંશ પણ નથી એવી માન્યતા જો દુઃખ વખતે ટકી રહે તો અસહ્ય દુઃખમાં પણ જીવ શાંતિ વેદી શકે છે. આ વાતો આપને લક્ષમાં રહેવા માટે લખી છે, તે વારંવાર વિચારી કર્મના ઉદય વખતે ગભરામણ ન જન્મ અને સહ્રદ્ધાનો અનુભવ થાય એવો લક્ષ લેવા વિનંતી છે. (બી-૩, પૃ. ૩૧, આંક ૭૪૧) ધન્યાત્મા પૂ. ....ની માંદગીના સમાચાર વાંચી ખેદ થયો; પણ પરમકૃપાળુદેવનું તથા સલૂણા સંતશિરોમણિ પ્રાતઃસ્મરણીય પ.પૂ. પ્રભુશ્રીજીના બોધનું જેને શરણું છે, તેનો વાળ વાંકો કરવા મરણ પણ સમર્થ નથીજી. ઉનાળો હોય ત્યારે તાપ પડે, ચોમાસું હોય ત્યારે વરસાદ વરસે, કીચડ થાય એ સ્વાભાવિક છે; તેમ વ્યાધિના વખતમાં વેદના ડરાવવા પ્રયત્ન કરે, મન નબળું પડતું જાય તેમ સંકલ્પ-વિકલ્પો આવે, ભૂલી જવાય, બકી જવાય, પણ એ તો બધાં બાંધેલાં કમ છે. છતાં છત્રીથી જેમ તાપ અને વરસાદને નહીં ગણતાં જરૂરના કામે બહાર જઈએ છીએ, તેમ સદ્ગુરુશરણે એ કર્મ અને સંકલ્પ-વિકલ્પોને નહીં ગણતાં “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ જિન દીઠાં લોયણ આજ.'' એવી સિંહનાદ જેવી ભક્તિની ધૂન જેણે પ.પૂ. પ્રભુશ્રીજીની હાજરીમાં સાંભળી છે, તેને તો એ કર્મ બધાં, બકરાંની પેઠે ક્યાંય ભાગી જાય. શરીર ઉપરનો મોહ જેણે છોડયો છે, દેહનું જે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ એવો નિશ્ચય કર્યો છે, તેને કંઈ ગભરામણ હોય નહીં. દેહ ટકશે તો હવે ભક્તિ કરીશું અને જશે તો કંઈ જોઇતુંય નથી. પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણ કરવાના નિશ્ચય સિવાય બીજી કોઈ કલ્પના કરવા યોગ્ય નથીજી. પરમકૃપાળુદેવ સમીપ જ છે એમ સમજી તેમના ચિત્રપટ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે પ્રીતિ-ભક્તિ વધતી જાય તેમ કરવા અને સ્મરણ બોલતા રહેવા કે સાંભળવામાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છેજી. છેલ્લે શ્વાસે પણ પરમકૃપાળુદેવ અને તેમનું કહેલું સ્મરણ “સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' ટકી રહે તેવા પુરુષાર્થમાં વર્તવા-વર્તાવવા ભલામણ છેજી. Page #620 -------------------------------------------------------------------------- ________________ (૬૧૧ ) વીરહાક, અમને અંત સમય ઉપકારી, મૃત્યુ-મહોત્સવ, અપૂર્વ અવસર, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, ઇચ્છે છે જે જોગી જન, ધન્ય રે દિવસ વગેરે અવસર જોઈ સંભળાવતા રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૫૭૬, આંક ૬૪૮). દુઃખ, વ્યાધિ, પીડા દેહમાં થાય છે તેને જાણનાર માત્ર હું છું. એ વેદના તેનો કાળ પૂરો થતાં ચાલી જશે, લાંબી હશે તો દેહ છૂટશે તેની સાથે છૂટશે પણ કોઈ કર્મ કે કોઇ દુઃખ સદાય રહેનાર નથી, તેથી અકળાવાની, ગભરાવાની જરૂર નથી. ધીરજથી, બાંધેલાં કર્મ પ્રમાણે સુખદુઃખ દેખાય છે, તે જોયાં કરવાં અને બને તેટલો સમભાવ રાખવો. સ્મરણમંત્રમાં ચિત્ત વારંવાર લઇ જવું. દેહ ઉપરથી ભાવ ઉઠાડી આત્માનું કલ્યાણ થાય એવું સપુરુષનું વચન, તેના કહેલા વીસ દોહરા, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર વગેરે જે યાદ હોય કે કાનમાં પડે તે પુરુષનું વચન અમૃતતુલ્ય ગણી, તેમાં પ્રેમ-પ્રીતિભાવ રાખવો. છોકરાં, સગાંવહાલાં કોઈ આત્માનું કલ્યાણ કરનાર નથી. એક સપુરુષ ઉપર, તેનાં વચન ઉપર જેટલો ભાવ રહેશે તેટલું આત્માનું કલ્યાણ થશે અને એ જ સાથે આવશે. એ જ સાચું ભાથું છે, માટે બીજું બધું ભૂલી જઈ સંતે જણાવેલું પરમકૃપાળુદેવનું શરણ અને મંત્ર એ જ આધાર છે એમ મનમાં વૃઢ કરી, જે, શરીરમાં દુઃખ થાય છે, તે સમભાવે સહન કરવું. શરીરનું જેમ થાય તેમ થવા દેવું, પણ આત્માનો વાળ વાંકો થાય તેમ નથી, એવી દૃઢ શ્રદ્ધા રાખી સપુરુષ સિવાય બીજે ક્યાંય ચિત્ત જવા ન દેવું. આ વાતની પકડ કરશો તો કામ થઈ જશે. (બી-૩, પૃ.૬૧૪, આંક ૭૧૨) પૂ...નાં ધર્મપત્નીની માંદગી સંબંધી પત્ર મળ્યો છે. તેમને જણાવશો કે પૂર્વે જીવે જે પાપ કરેલાં, તેનાં ફળરૂપે આ દુઃખ દેખવું પડે છે. તે થાય છે દેહમાં; અને અજ્ઞાનથી, મને થાય છે એમ જીવ માની લે છે. સુખ અને દુઃખ બંને મનની કલ્પના છે અને તે કરવા યોગ્ય નથી, એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે. તે ભૂલીને હું દુઃખી છું, મારાથી રહેવાતું નથી, હવે મરી જવાશે, છોકરાંનું હવે શું થશે? મારી ચાકરી કોઈ કરતું નથી, મારું ઘર, ધન, સગાં બધાં મૂકવાં પડશે, આદિ પ્રકારે ફિકરમાં જીવ પડે છે તે આર્તધ્યાન કહેવાય છે; તે પાપરૂપ છે. તે વખતે જીવ આયુષ્ય બાંધે તો તિર્યંચગતિ એટલે ઢોર-પશુમાં જવું પડે તેવું આયુષ્ય બાંધે છે એટલું તેનું ફળ દુઃખ જ આવે છે. આમ જીવ દુઃખ કે અશાતા વખતે શરીરમાં વૃત્તિ રાખીને, દુઃખી થવાનો વેપાર કરી દુઃખની કમાણી કરે છે. તેને જ્ઞાની પુરુષો વારે છે કે કોઈ પણ કારણે મુમુક્ષુજીવે આર્તધ્યાન ન થવા દેવું અને તેમ થાય તો પશ્ચાત્તાપ કરી જ્ઞાનીએ આપેલું સાધન મંત્ર, વીસ દોહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ આદિ જે મુખપાઠે કરેલું હોય તેમાં ચિત્તને રોકવા પુરુષાર્થ કરવો તો બચી શકાય તેમ છે. કૂવામાં પડેલા માણસને તરતાં ન આવડતું હોય પણ ભાગ્યયોગે દોરડું લટકતું, ઉપર ચઢાય તેવું, હાથ લાગી જાય તો તે બચી શકે તેમ તે પ્રસંગે મંત્રનું સ્મરણ બહુ ઉપયોગી છે. ભક્તિમાં ભાવ રાખવો; ૫.ઉ.પ.પૂ. પભુશ્રીજીનાં દર્શન, સમાગમ કે બોધમાંથી જે યાદ આવે તેમાં વૃત્તિ રાખવાથી જીવનું કલ્યાણ થવા યોગ્ય છેજી. સંસારમાં કે દેહમાં મન ભટકતું રોકવાને સપુરુષ, તેનાં વચન અને તેનું આપેલું સાધન ઉત્તમ ઉપાય છેજી. Page #621 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કોઈ પણ પ્રકારે રોગ મટાડવા જેમ ઉપાય, માંદા માણસના કરીએ છીએ; તેના કરતાં વધારે અગત્યનું કામ તેના ભાવ ભક્તિ આદિમાં, શુભભાવમાં વળે તેમ કરવાથી અત્યારે પણ તેને દુઃખ વિસારે પડે અને નવાં કર્મ બંધાતાં પલટાઈ જાય; નિર્જરાનું કારણ બંનેને, સાંભળનારને તથા સંભળાવનારને થાય. લૌકિક રીતે જોવા જવું અને ખબર પૂથ્વી તેના કરતાં તેને પુરુષની, તેના ઉપદેશની સ્મૃતિ આવે તેમ મુમુક્ષુ સર્વેએ વર્તવા યોગ્ય છેજી. ખરી રીતે તો જેના પરમાર્થમાર્ગ પ્રત્યે ભાવ મંદ પડતા જાય છે, તે માંદો છે અને મંદવાડમાં પણ જો ભાવ ચડતા રહેતા હોય તો તેનો દેહ માંદો છે અને જીવ સાજો છે, એમ છેજી. | (બો-૩, પૃ. ૨૦૯, આંક ૨૦૭). D આપની તબિયત ઘણા દિવસથી અસ્વસ્થ રહ્યા કરે છે એમ સાંભળી, ધર્મપ્રેમથી ખેદ થયો, પણ નિરૂપાયતા જાણી તે શમાવ્યો છેજી. રૂડા જીવોને પણ વિશેષ વેદનાના વખતે ધીરજ રાખવી કઠણ થઈ પડે છે, તો પણ તેવા પ્રસંગમાં ગફલતમાં રહેવાથી આકરાં કર્મ વખતે બંધાઈ જાય છે; માટે મુમુક્ષુજીવે તો બહુ સાવધાની રાખવી યોગ્ય છેજી. પૂર્વકર્મ ભોગવતાં કંટાળો કે ખેદ આણવો ઘટતો નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.'' (૮૧૯) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે વારંવાર વિચારી, છૂટવાની ભાવના ક્ષણે-ક્ષણે વધે અને ઉપશમભાવ, નિઃસ્પૃહભાવ, સુખદુઃખ પ્રત્યે સમભાવ વિશેષ-વિશેષ વર્ધમાન થાય તેવી વિચારણામાં વૃત્તિ રાખવી ઘટે છેજી. જીવે અજ્ઞાનભાવે બાહ્ય સુખોની લાલસામાં લપટાઇ, જે પાપ ઉપાર્જન કર્યા તેનું આ ફળ આવ્યું છે; માટે હવે આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ વર્ણવ્યું છે તે જ પ્રકારે મને વિચારવા દે, નિર્ધારવા દે એમ મનને સમજાવી, અનાથીમુનિ, ગજસુકુમાર આદિ મહાત્માઓએ આ શરીરને અશાતાનું ઘર જાણી તેના સુખની ઇચ્છા છોડી, આત્માના ઉદ્ધાર અર્થે જ્ઞાની પુરુષોએ દીધેલી શિખામણ અવધારી, શિરસાવંદ્ય જાણી, ધીરજ ધરી આજ્ઞા ઉપાસી છે, તેથી તેમણે આત્માનો ઉદ્ધાર કર્યો; તેવો જ પ્રસંગ મારા જીવનને પલટાવવાનો મને આવી મળ્યો છે તો મારે વગર ગભરાયે તેમને પગલે-પગલે ચાલી જ્ઞાનીની આજ્ઞામાં લક્ષ રાખવા અત્યંત પુરુષાર્થ કર્તવ્ય છે, એવો દૃઢ સંકલ્પ કરવો ઘટે છે. આત્મકલ્યાણનું પરમ સાધન સત્સંગ છે એમ દ્રઢ નિશ્ચય કરી, તેની ભાવના રાખી, પ્રત્યક્ષ સપુરુષ શ્રી પરમકૃપાળુદેવનાં વચનોને પ્રત્યક્ષ સત્પષતુલ્ય જાણી તેનું શ્રવણ, વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, સત્સંગ થયેલી આજ્ઞા આરાધવી અને સમાધિમરણની તૈયારી કરાવવા જ આ વેદના આવી છે એમ માની, જાગ્રત-જાગ્રત રહેવાની જરૂર છેજી. સમભાવ, પરમકૃપાળુ પ્રત્યે પરમ પ્રેમ અને શક્તિ ગોપવ્યા સિવાય બને તેટલી ખેંચ રાખીને મંત્રસ્મરણ ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ''નું રટણ Æયમાં રહ્યા કરે, એવી દાઝ રાખવા ભલામણ છેજી. કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. .... સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ.” (૪૦) એ પરમકૃપાળુદેવની શિક્ષા લક્ષમાં લેશોજી. Page #622 -------------------------------------------------------------------------- ________________ ન થાય છે. (૧૩ શાંતિમાં રહેશો અને બીજા બધાને ગભરાવાનું કારણ ન બને તેવો ઉપયોગ રાખી, પરમપ્રેમપ્રવાહ પરમકૃપાળુદેવ પ્રત્યે નિષ્કામપણે વહે તેમ વર્તશોજી. (બી-૩, પૃ.૬૧૨, આંક ૭૦૯) અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે પરવશપણે ઘણું વધ્યું છે; તેનો થોડો ભાગ પણ જો સ્વવશ-જાણીજોઈને ખમી ખૂંદે તો ચિત્ત સમભાવ ભણી આવે અને ઘણાં કર્મો ખપાવવાનું બને તેમ છે. નરકમાં જીવ જે જે દુ:ખો લાંબા કાળ સુધી વેદે છે, તેનો સોમો ભાગ પણ આ મનુષ્યદેહમાં દુ:ખ દેખાવાનો સંભવ નથી. પૂર્વે કરેલાં પાપનાં ફળરૂપ જે વ્યાધિ, વેદના જણાય છે, તે તો પૂર્વનું દેવું ચૂકે છે એમ જાણી, સમભાવ ધારણ કરી, સપુરુષના આશ્રયે ધીરજ રાખી, જે જે દુઃખ આવી પડે તે ખમી ખૂંદવાનો અભ્યાસ પાડી મૂકનારને, મરણ વખતે ગભરામણ થતી નથી. આપણા જેવા ઘણા જીવો જગત ઉપર મનુષ્યનામધારી ફરે છે, પણ જેને પુરુષનાં દર્શન થયાં છે અને જેને આત્મજ્ઞાની પુરુષે કોઈ આત્મહિતકારી સાધન આપ્યું છે અને તે સાધનને મરણ સુધી ટકાવી રાખી, તેને આશ્રયે દેહ છોડવાની જેની તૈયારી છે તેવા જીવો વિરલા છે; તેવો ભાવ જેના અંતરમાં નિશદિન વર્તે છે અને યથાશક્તિ તે ભાવને જે આરાધે છે, તેને જાણ્યે-અજાણ્યે આ ભવમાં જે કરવું ઘટે તે થયા કરે છે. સ્વરૂપસ્થિતિને યોગ્ય તે જીવ થાય છેજી. મરણ વખતે કે વેદના વખતે કોઈ કોઈને બચાવી શકે એમ નથી, પરંતુ પુરુષની શ્રદ્ધાથી ભાવ દેહમાંથી છૂટી આત્મહિતકારી સાધનમાં રખાય તો તે જીવને આગળ વધારનાર, સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર છેજી. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' આમ ધીરજ રાખી, આવી પડેલાં દુ:ખમાં સ્મરણમંત્ર એ ઉત્તમ દવા છે, એવો નિશ્ચય રાખી, તે પ્રમાણે રાતદિવસ જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ જોડી રાખવાથી, ચિત્તસમાધિ કે આનંદ ઊપજે છેજી. બીજા લોકોને સંપુરુષનો આશ્રય નહીં હોવાથી, જે માંદગી આર્તધ્યાનનું કારણ બને છે, તે સપુરુષોના આશ્રિતજીવને ધર્મધ્યાનનું કારણ બને છેજી. તે વિચારે છે કે હવે થોડો કાળ આ મનુષ્યદેહમાં રહેવાનું છે તો નકામો વખત આળપંપાળમાં ગાળવા યોગ્ય નથી, પણ સત્પષે દર્શાવલા સાધનથી જરૂર મારા આત્માનું હિત જ થશે એવો વિશ્વાસ રાખી, તેના બતાવેલે માગે તે વધારે બળ કરી, મન તેમાં જ જોડી રાખે છે. આ દેહ છૂટી ગયા પછી કીડી-મકોડી કે કાગડા-કૂતરાના ભવ લખચોરાસીમાં ભમતાં મળે તેમાં કંઈ આત્મહિત થવાનું નથી, માટે હવે પ્રમાદ કરવા યોગ્ય નથી, ચેતી લેવા જેવું આપણે સર્વને છેજી. (બો-૩, પૃ. ૨૧૨, આંક ૨૧૦). 'दुनिया मरनेस टुरे, मेरे मन आनंद । વે મરશે. વ મેટશું. પૂરાં પરમાનંદ ||" આપને હજી તેમ ને તેમ જ રહે છે, એમ કાર્ડમાં હતું. ભલે શરીર-સ્થિતિ શિથિલતા ભજે, પણ સત્સંગ, આત્મહિત અને સત્સાધન તથા સદાચાર અર્થે વૃત્તિ સતેજ રહ્યા કરે તેમ કર્તવ્ય છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ (૧૪ એવો ક્યારે વખત આવશે કે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને ઉપકાર, ક્ષણ પણ વીસરાય નહીં ? અને આ જોગ જે બન્યો છે તે, તે મહાપુરુષની અનંત કૃપાથી બન્યો છે, તેના આધારે આ વેદનીનો કાળ પણ અસહ્ય લાગતો નથી. જે થાય તે ભલું માનવામાં આવે એવી વૃત્તિ રાખવી, તેમ છતાં સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વર્તન પ્રત્યે દિવસે-દિવસે ભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. આ રોગ ન હોત તો આ ભવનાં છેલ્લાં વર્ષો વિશેષ આત્મહિત થાય તેમ હું ગાળી શકત પણ પૂર્વે બાંધેલાં કર્મો આડે આવ્યાં તો સમભાવે તે ભોગવી લેવાથી પૂર્વનું દેવું પડે છે; એ પણ એક પ્રકારની સમાધિ છે એમ માની, સંતોષને પોષવા યોગ્ય છેજી. ક્યાંય વૃત્તિ પ્રતિબંધ ન પામે (અમુક વગર ન જ ચાલે એવું ન થાય), નિત્યનિયમના પાઠ મુખપાઠ થયા છે તેમાંની કડીઓના વિચારમાં મન રોકાય, ક્યારેક છ પદના વિચારમાં, ક્યારેક ‘તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો.'' (૧૪૩) આદિ વાક્યોની ભાવનામાં વૃત્તિ રહે; એમ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ધર્મધ્યાનમાં રાતદિવસ જાય તેમ કર્તવ્ય છેજી. લખી આપેલા પત્રોમાં ચિત્ત ન ચોંટે તો જે મુખપાઠ કરેલ હોય તેમાં મન રાખવું કે મંત્રના સ્મરણમાં મન જોડેલું રાખવું, પણ શરીર અને શરીરના ફેરફારોમાં જતું મન રોકવું. ભવિષ્યની ફિકર નહીં કરતાં વર્તમાનમાં મળેલી નરભવની બાજી હારી ન જવાય તે લક્ષ રાખી, જે થાય તે જોયા કરવું, પણ હર્ષ-શોકમાં ન તણાવું; આમ વર્તવાનો પુરુષાર્થ સમાધિમરણનું કારણ છે જી. (બો-૩, પૃ.૬૪૦, આંક ૭૫૬) | આપનો પત્ર મળ્યો. પરમકૃપાળુદેવનાં વચનો જે વાંચ્યા હોય, તેનો વારંવાર વિચાર કરવાથી વેદનાના વખતમાં ઘણી ધીરજ રહેવા સંભવ છેછે. પરભવમાં જીવે જેવું વાવ્યું છે, આંટા માર્યા છે તેવા આંટા આ ભવમાં ઊકલતા જણાય છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા સહિત, તેના ચરણોમાં ચિત્ત રાખી વેદના ખમી ખૂંદવાનું જેટલું બનશે તેટલી સમાધિમરણની તૈયારી કરીએ છીએ, એ ભાવના વૃઢ કરવા યોગ્ય છેજી. ચિત્તને જ્ઞાની પુરુષનાં વચનમાં રોકવું; તે જ પ્રિય લાગે, સંસાર, શરીર અને ભોગ પ્રત્યે ઉદાસીનતા રહે, શાતાનું માહાભ્ય મનમાં રહ્યા ન કરે, જે થાય તે ભલું માનવામાં આવે એવા અભ્યાસમાં મનને રાખવાથી ક્લેશ નહીં જન્મે; આનંદ રહેશે. (બી-૩, પૃ.૬૫૩, આંક ૭૭૨) I વેદનામાં ચિત્ત રહે અને હું દુઃખી છું, હું દુઃખી છું, મને દુઃખ થાય છે, બળ્યું ક્યારે મટશે?' આવા વિચારે આર્તધ્યાન થાય છે. તે વખતે આયુષ્ય બંધાય તો તિર્યંચગતિ એટલે ઢોર-પશુ, કાગડા-કૂતરાના ભવમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવવા પડે, માટે જ્ઞાની પુરુષોએ જણાવેલી બાર ભાવના કે સોળ ભાવનામાં (તીર્થકરપદ પ્રાપ્ત કરાવે તેવી) ચિત્ત રાખવાથી ધર્મધ્યાન થાય છે એમ કહ્યું છે, તે આત્મહિતને પોષનાર છેજી. આપણને દુઃખમાંથી બચાવી, ધર્મનાં ફળ, જે આત્મકલ્યાણરૂપ છે, તે માટે મહાપુરુષોએ જે ઉપદેશ કર્યો છે, તે આવા વખતે અત્યંત ઉપયોગી છે. માટે પ્રમાદ છોડી સ્મરણ, ભક્તિ, સન્શાસ્ત્રનું વાંચન, સવિચાર, ભણવા-ગોખવામાં ચિત્તને રોક્યાથી દેહદુઃખ બહુ જણાશે નહીં, તેમ જ આત્મશાંતિ ભણી વૃત્તિ વળશે. Page #624 -------------------------------------------------------------------------- ________________ (૧૫) કર્મ પૂર્વે બાંધ્યાં છે, તે અત્યારે દેખાય છે; તે ન ગમતાં હોય તો તેવાં ફરી ન બંધાય, તેવી કાળજી રાખી ધીરજ, સહનશીલતા અને સમભાવ રાખી ખમી લેવાં, તે છૂટવાનો રસ્તો - મોક્ષમાર્ગ છે.જી. હાયવોય, આકુળ-વ્યાકુળ ચિત્ત કરીએ તોપણ ઉદયમાં આવેલાં કર્મો ફળ આપ્યા વિના જવાનાં નથી, તો શૂરવીર થઇ સામે મોઢે શત્રુ સાથે લડી, તેનો નાશ કરે તેમ, ગભરાયા વિના સહન કરવાનું બળ રાખવામાં લાભ છે. (બી-૩, પૃ. ૨૫૧, આંક ૨૪૫) સહનશીલતા ને ક્ષમા, ધીરજ સમતારૂપ; સભ્યશ્રદ્ધા સહિત એ, આપે આત્મસ્વરૂપ. માંદગીના વખતમાં આર્તધ્યાન એટલે “હું દુઃખી છું, હું દુઃખી છું' એવા ભાવનો પ્રવાહ થયા ન કરે તેવી કાળજી રાખવાની જરૂર છેજી; કારણ કે અશાતાવેદનીયનો પ્રસંગ એવા જ પ્રકારનો છે અને શરીરમાં જ વૃત્તિ રહ્યા કરે, વારંવાર વેદનામાં ધ્યાન ખેંચાયા કરે, તે વખતે જે કાળજી રાખીને લક્ષપૂર્વક સત્સાધનમાં વૃત્તિ ન રાખી, તો હમણાં જે પીડા ગમતી નથી તેવી કે તેથી આકરી વેદના ભોગવવી પડે તેવાં કર્મ બંધાવાનું નિમિત્ત વર્તમાન વેદના છેજી. પણ જો સાવધાની રાખી, સત્સાધનમાં વારંવાર ચિત્ત જોડવાનો પ્રયત્ન કરી, તેવી ટેવ પાડવાના પુરુષાર્થ જીવ આદરે તો અત્યારે અશુભકર્મ ન બંધાય અને વેદના ગયે પણ તે ટેવ કાયમ ટકી રહે તો આખી જિંદગી સુધી લાભ થાય તેવું કામ આ વેદનાના પ્રસંગે બની આવે તેમ છે). સપુરુષનાં વચનો, સપુરુષની દશા, તેમણે આપેલું સ્મરણ, ભક્તિ, વૈરાગ્ય, સવિચાર તથા સદ્ધાંચનનું શ્રવણ આદિ શુભ નિમિત્તોમાં ચિત્ત પરોવાય અને આર્તધ્યાન ન થાય, તેવી ભાવનામાં રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૩૧૧, આંક ૨૯૭) ઝુકાવ્યું ભક્તિમાં જેણે, દુ:ખો કાપ્યાં બધાં તેણે, કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય, અયાચી. ભલે આવે દુઃખો ભારે, પ્રસાદી તેની વિચારે, જવાનું તે જશે, હું તો - અમર આત્મા સદા છું જો. “શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફપ્રકારે અહિયાસવા યોગ્ય છે.'' (૪૬) એ પત્ર વારંવાર વિચારવા વિનંતી છેજી. આર્તધ્યાન કોઈ પ્રકારે ન થાય તે મુમુક્ષુજીવો સંભાળે છે. જેટલી સહનશીલતા વિશેષ અને જેટલો ઉપયોગ પરમકૃપાળુદેવના સ્વરૂપમાં - મંત્રમાં રહેશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જાણી, આ કર્મ સમાધિમરણનો પાઠ આપવા પૂર્વતૈયારી કરાવવા આવ્યું છે એમ જાણી, ગભરાયા વિના ધર્મધ્યાનમાં વૃત્તિ રહે તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૬૦૯, આંક ૭૦૩) T ઓપરેશન કરાવ્યું તે જાણ્યું. મુમુક્ષજીવે કોઈ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી. હું દુઃખી છું, હું દુઃખી છું – એવું આર્તધ્યાન કરવું ઘટે નહીં. ““શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફપ્રકારે અહિયાસવા (સહન કરવા) યોગ્ય છે.'' (૪૬૦) એમ પરમકૃપાળુદેવની શિખામણ છે તે વારંવાર લક્ષમાં લેવી; અને નરકનાં દુઃખ આગળ કે મરણ વખતના દુઃખ આગળ અત્યારની વેદના કંઈ હિસાબમાં નથી, એમ વિચારી ખમી ખૂંદવું. મંત્રમાં ચિત્ત રાખવું. Page #625 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬) દેહ વેદનાની મૂર્તિ છે, એમાંથી કંઈ સાર વસ્તુ મળવાની નથી; પણ જ્યાં સુધી મનુષ્યભવ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવની શ્રદ્ધા અને તેમણે જણાવેલ મંત્રનું આરાધન કરી લેવા યોગ્ય છે. તેમાં ચિત્ત જશે તો ધર્મધ્યાન થશે અને વેદનામાં મન રહેશે તો આર્તધ્યાન થશે અને ઢોર-પશુના ભવ બંધાઇ જશે, માટે મંત્ર વારંવાર યાદ કરવો. આ વેદનીથી ખબર પડી કે જીવને સમાધિમરણ કરવું હોય તો હજી ઘણો પુરુષાર્થ કરી દેહાધ્યાસ છોડવાની જરૂર છે. શ્રી ગજસુકુમારને માથે અંગારા ભર્યા છતાં તેમણે દેહને હાલવા પણ ન દીધો, માથું. બળતું જોયા કર્યું પણ તે દુ:ખમાં મન પરોવ્યું નહીં. હું તો પરમાનંદરૂપ, અનંત સુખનો ધણી છું. આ તો પૂર્વકર્મ સાથે-લગાં જવા માટે આવ્યાં છે, ભોગવાઈ ગયાં તે હવે આવવાનાં નથી; માટે ધીરજ રાખી સહન કરવું. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૨૦) બંધક મુનિના શિષ્ય સૌ ઘાણી વિષે પિલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમપદ ભાઇ તે; નિજ અમર આત્માને સ્મરીને અમરતા વરતા ઘણા, એ મોક્ષગામી સપુરુષના ચરણમાં હો વંદના ! સંગ્રામ આ શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, કરતા ન પાછી પાની ત્યાં ગુરુરાજ પડખે ભાવજો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ-ચરણમાં. કેવળ અસંગ દશા વરો, પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વછંદ છોડી શુદ્ધ ભાવે, સર્વમાં પ્રભુ ભાળજો; દુશ્મન પ્રમાદ હણી હવે, જાગ્રત રહો, જાગ્રત રહો ! સદ્ગુરુ-શરણે સ્ક્રય રાખી, અભય આનંદિત હો ! (વીરહાક) વંદનીયકર્મ તેના ક્રમ પ્રમાણે ઉદયમાં આવી દેખાવ દેશે, તેથી ગભરાવાનું નથી, હિંમત હારવા જેવું નથી. કૂતરું ભસતું આવે, પણ હાથમાં લાકડી છે, તે જો ઉગામી તો બે પગ વચ્ચે પૂંછડી ઘાલી ભાગી જાય છે; તેમ વેદનીયકર્મનો ગમે તેવો આકરો ઉદય આવે પણ જેણે આર્તધ્યાન નથી જ કરવું એવો નિશ્ચય કર્યો છે; હું દુઃખી છું એમ માનવું જ નથી, મનાય તેટલી મારી કમજોરી છે, ભ્રાંતિનો અભ્યાસ છે; પણ આત્મા પરમાનંદરૂપ છે – સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” આ પરમકૃપાળુદેવના છેલ્લા કાવ્યની છેલ્લી કડી જ મારે તો માનવી છે; તેણે જોયો, અનુભવ્યો તેવો અનંત સુખધામ, અનંત પરમશાંતિરૂપ સુધામય આત્મા મારે તો માનવો છે, બીજું શરીર કે શરીરના ધર્મ સુખદુ:ખ મનાય છે, તે મારી ભૂલ છે; તે ટાળી, મારે તેને શરણે આટલો ભવ તેનાં જ વચનોને આધારે જીવવું છે, માનવું છે અને મરવું છે, આવા નિશ્ચયવાળાને કશો ડર નથી. મારી સમજણ ઉપર મારે મીંડું મૂકી, ચોકડી તાણવી છે; તે ઢયડીના કહ્યા પ્રમાણે વર્તી, અનંતકાળ જન્મમરણ કર્યા છે; હવે Page #626 -------------------------------------------------------------------------- ________________ (૧૭ તો જે પરમકૃપાળુદેવે માન્યું છે તે જ મારે માનવું છે. “શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે.'' (૪૦) કસોટીના પ્રસંગમાં, મહાપુરુષોને મરણાંત ઉપસર્ગોમાં પણ જે – આત્મા છે, નિત્ય છે આદિ છ પદનો અખંડ નિશ્ચય રહ્યો છે, તે વારંવાર યાદ કરવાથી, જીવને ધર્મધ્યાનમાં વૃત્તિ રહે છે. જ્યાં આર્તધ્યાન થાય, તેવા પ્રસંગોમાં ધર્મધ્યાન થાય, નિર્જરા થાય અને આત્મા બળવાન બને છે. આ વેદનાથી બમણી વેદના ભલે આવો, પણ મારે જ્ઞાનીનું શરણ મરણ સુધી ટકાવી રાખવું છે, તેમાં કોઇ વિપ્ન પાડી શકે તેમ નથી. વૃત્તિ કેમ રહે છે તેનો લક્ષ વારંવાર રાખી, જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં, શૂરવીરપણામાં વૃત્તિ વહ તો વીર્ય વિશેષ સ્લરી, આત્માનંદ અનુભવાશે. તે કઠણાઈનો પ્રસંગ, બહુ હિતકર અને ચિરસ્મરણીય બની રહેશે. માટે હિંમત રાખી, સપુરુષાર્થ ચાલુ રાખો. (બી-૩, પૃ.૪૫૧, આંક ૪૭૧) “શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે.'' (૪૬૦) એ પત્ર વાંચ્યો તો ઘણી વખત હશે, પણ તે વારંવાર શ્રવણ થાય તેમ કરવા, આપને અને સેવામાં જે ભાઇબહેનો હોય, તેમને ભલામણ છેજી ટૂંકામાં, મુમુક્ષજીવે આર્તધ્યાનનાં પ્રબળ નિમિત્તા પ્રબળ દેખાવા છતાં આર્તધ્યાન ન થવા દેવું, એ અત્યારના પ્રસંગમાં મૂળ કર્તવ્ય છેજી, જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ આધાર છે. આવા ભાવો વડે મન દ્રઢ કરી, કોઈ મહા પ્રબળ પૂર્વપુણ્યના યોગે આ કાળમાં, દુર્લભ જેનાં દર્શન છે તેવા, મહાપુરુષનો યોગ થયો છે, તેમનાં વચનામૃત પ્રત્યક્ષ સાંભળ્યાં છે, તેમના શ્રીમુખથી સ્મરણમંત્ર આદિ સત્સાધનની આજ્ઞા પ્રાપ્ત થઈ છે તેવા મુમુક્ષુએ, કોઈ પણ કારણે મનને ક્લેશ તરફ વળવા દેવું ઘટતું નથી. કશામાં ચિત્ત પરોવી રાખવા જેવું નથી. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી, તો જ્યાં આપણો ઉપાય ન ચાલે તેવા પ્રારબ્ધની ચિંતા કરવી, વ્યર્થ છે. માત્ર જ્ઞાની પુરુષે જણાવેલા ધર્મધ્યાનમાં અહોનિશ તત્પર થવા, હવે તો કેડ બાંધી અંતરંગ પુરુષાર્થની જ જરૂર છે. તેનું શરણું જેને છે, તેને જ તે સૂઝી આવે છેજી, માટે હિંમત નહીં હારતાં, શૂરવીરપણું ગ્રહીને, જ્ઞાનીના શરણે બુદ્ધિ રાખશોજી. (બો-૩, પૃ.૩૮૩, આંક ૩૮૮) | તમે બધા, શારીરિક વેદનાના ભોગ થતા જાણી, ધર્માનુરાગથી ખેદ થયો, પણ નિરૂપાયતા આગળ તે શમાવ્યા વિના છૂટકો નથી. જ્યાં સુધી અસાધ્ય વ્યાધિ આવી નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષની આજ્ઞાનું મુશ્કેલીથી, આંખો મીંચીને પણ આરાધન કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવ લખે છે : ““કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.' (૨૫૪) સમજ્યા ત્યારથી સવાર ગણી, તેની જ ભાવના નિરંતર રહે એવો લક્ષ (ઘસારો પાડી દેવો – ઘસી નાખવું એમ પૂ. પ્રભુશ્રીજી કહેતા) દયમાં વૃઢ કરવા યોગ્ય છેજી. ખાસ કરીને વેદનાના પ્રસંગમાં, જીવ જો ન ચેતે તો અનાદિનો અધ્યાસ હોવાથી, દેહાદિ અશાતામાં ઉપયોગ તણાઈ જાય અને મને દુઃખ થાય છે, હું માંદો છું, દુઃખી છું આમ થઈ જવું સહજ છે અને એને Page #627 -------------------------------------------------------------------------- ________________ (૧૮) જ સ્વપ્નદશા મહાપુરુષોએ કહી છે અને તે જ આર્તધ્યાનનું કારણ છે. માટે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય'' - કેવળજ્ઞાન થાય. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' સુખદુઃખ એ કર્મનું ફળ છે; તેથી આત્માનો અનુભવ જુદો છે. પાણીમાં સાકર નાખી ચાખે તો સાકરનો સ્વાદ આવે, પાણીનો ન આવે; તેમ પુદ્ગલના ધર્મ રૂપ, રસાદિ પર છે, તેનું જ્ઞાન તે પુદ્ગલ આધીન છે. તેમાંથી નિમિત્તને લઈને જે વિકાર જણાય છે, તેથી જુદુ જ્ઞાનીએ જાણ્યું છે, તેવું મારું સ્વરૂપ છે, એવી શ્રદ્ધા વેદના વખતે અત્યંત ઉપકારી છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.'' (૮૩૩) ““ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો.'' (૩૭) (બો-૩, પૃ.૪૫૯, આંક ૪૮૧). T વેદનીયકર્મ શાતા-અશાતારૂપે ઉદય આવે છે અને આત્માને સુખદુઃખ બંને, વિભાવનાં કારણ છે, એ સમજ વિરલા જીવને રહે છે. જેવું નિમિત્ત મળે તે રૂપે થઇને, જીવ ઊભો રહે છેજી. આ ભૂલ જ્ઞાની પુરુષોએ દીઠી, ત્યારથી તે શાતાની પણ ઇચ્છા છોડી, પરમ સુખસ્વરૂપ, પરમાનંદી, સહજાનંદી, શુદ્ધ, નિરંજન પરમાત્મસ્વરૂપની જ ભાવનામાં લીન થવાનો અભ્યાસ આદરે છે. જેને પરમ જ્ઞાની પુરુષની શ્રદ્ધા થઈ છે કે એક આ પરમકૃપાળુદેવ જ મને આ ભવમાં પરમોપકારી છે, તેવા મુમુક્ષુઓ પણ વેદનીયકર્મના ઉદય વખતે તેમાં તતૂપ ન બની જવાય માટે, તે જ્ઞાનાવતાર પુરુષનું અનન્યભાવે શરણ ગ્રહે છે અને વૃઢ ભાવનાથી, તેની આજ્ઞામાં ચિત્તને ચોંટાડી રાખે છેજી. તીવ્ર વેદના વખતે પણ બને તેટલી ખેંચ, પુરુષાર્થ તે પરમ જ્ઞાની પુરુષના શરણમાં રહેવાનો રહે છેજી તથા પ્રાર્થના કરે છે કે “કૃપા કરીને રાખજો, ચરણતળે ગ્રાહી હાથ રે.' તથા માને છે કે – મોટાને ઉલ્લંગ, બેઠાને, શી ચિંતા; તિમ પ્રભુચરણ પસાય, સેવક થયા નિચિંતા.' “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” આમ હિંમત રાખીને વેદ, તેને નવાં કર્મ બહુ ન બંધાય, અને કાયર બની બૂમો પાડીને આર્તધ્યાન કરતાં વેદે, તોપણ કર્મનું ફળ તો ભોગવવું પડે, પણ આર્તધ્યાનથી આકરાં કર્મ બંધાય અને જો આયુષ્યનો બંધ, તેવે વખતે પડે તો તિર્યંચ એટલે પશુગતિ બંધાય. આમ જાણી “હું દુઃખી છું, હું દુઃખી છું' એવું આર્તધ્યાન તજી ““તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો.” (૧૪૩) એમ કૃપાળુદેવે કહેલું યાદ રાખી, તેવી ભાવના ભાવવી. (બી-૩, પૃ.૪૮૬, આંક ૫૧૯) Page #628 -------------------------------------------------------------------------- ________________ (૧૯) | શાતાવેદનીય કે અશાતાવેદનીય હોય, તેથી આત્માના પ્રદેશોમાં કંઇ વધારો-ઘટાડો થતો નથી. ફક્ત તે વખતે એમ લાગે કે સુખ થયું કે દુ:ખ થયું. શાતાવેદનીમાં મરણનો અભ્યાસ એટલો દ્રઢ કરી દેવો કે અશાતાવેદની આવે ત્યારે તે જ આવીને ઊભું રહે. ઉપયોગ ફેરવતાં આવવો જોઇએ. જો તેમ થયું તો પછી વેદનીમાં દુ:ખ લાગશે નહીં. મહાત્મા પુરુષોને ઉપસર્ગ આવે છે ત્યારે તેઓ પણ તેમ જ કરે છે, એટલે દુઃખ લાગતું નથી. ઉપયોગ બીજે હોય તો કંઈ વાગ્યું હોય તે માલૂમ પડતું નથી. તેમ શાતાવેદની હોય ત્યારે ઉપયોગ આત્મામાં રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. ચેતવા જેવું છે. આખરે તો શાતા અને અશાતા, બંને સરખાં જ છે. અશાતામાં મંત્ર યાદ આવે તો મંત્ર, “હે પ્રભુ' યાદ આવે તો તે, પણ બોલ્યા કરવું; બીજું કંઈ પેસવા દેવું નહીં. માનસિક દુઃખ કે શારીરિક દુઃખ હોય, પણ ઉપયોગ ફેરવી લેતાં આવડતો હોય તો તેને દુઃખ માલૂમ પડે નહીં. (બો-૧, પૃ., આંક ૭) પૂ. ....ને વેદનીયકર્મ ભારે હોવા છતાં તેમનો પુરુષાર્થ તેને હઠાવે તેવો ભારે છે, તેથી તેમને માંદગીને કારણે ભાવવ્યાપારમાં ખોટ જાય તેવું તેમણે રાખ્યું નથીજી. બહારની ઉપાધિ, સગાં-ઓળખીતાં ઘણાં હોવા છતાં, તે સર્વ તરફ પૂઠ ફેરવી, પરમકૃપાળુદેવના માર્ગનું આરાધન એકનિષ્ઠાએ તેમણે કરવા માંડ્યું છે. સપુરુષના આશ્રિતને સદ્ગુરુદેવની કૃપાથી, બીજા જીવોને આધ્યાન થાય તેવા પ્રસંગે ધર્મધ્યાન થયા કરે છે, એ ચમત્કાર આ કળિકાળમાં પ્રત્યક્ષ નજરે જોવાય તેમ છે. લગભગ આશ્રમના ક્રમે યથાશક્તિ, સેવામાં રહેલાઓની મદદથી, તેઓ વર્યા જાય છે અને શ્રદ્ધા જે વૃઢ થયેલી છે તે તો સદાય સાથે જ રહે. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.' એવી દશા સહજ કરી મૂકવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રીજીના જણાવ્યા પ્રમાણે, તેમનો વાંચન વગેરેમાં લક્ષ છેજી. (બો-૩, પૃ. ૨૧૧, આંક ૨૦૯) D પરમકૃપાળુદેવનું શરણ અને તેનો આશ્રય મરણ વખતે પણ મદદરૂપ છે; તો વ્યાધિના પ્રસંગે પણ તે અત્યંત ઉપકારી જાણી, તે પરમપુરુષે જણાવેલો મંત્ર, ભક્તિના વીસ દોહરા, યમનિયમ, છ પદનો પત્ર, ક્ષમાપનાનો પત્ર અને આત્મસિદ્ધિ મુખપાઠ હોય તો તેમાં વૃત્તિ રાખવાથી ઘણો લાભ થવા સંભવ છે. જ્યારે ખાવું ભાવે નહીં, બોલવું ગમે નહીં, સંસારના ભોગ અપ્રિય લાગે એવા માંદગીના પ્રસંગમાં મોહનું બળ હોતું નથી; તે વખતે પુરુષનો બોધ, તેની આજ્ઞાએ જે જે વચનામૃતો મુખપાઠ થયાં હોય તેનો વિચાર અને તે પુરુષ જેવો પરમ ઉપકાર કરનાર ત્રણ લોકમાં મને દેખાતો નથી, એવો વિશ્વાસ જીવને સમ્યફ વિચારનું કારણ થાય છે. માટે સધર્મનું અવલંબન, સપુરુષની વીતરાગ મુદ્રા, તેમનો સમાગમ, તેમની ભક્તિ, તેમનો ઉપદેશ, તેમની મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાની સ્મૃતિ, એવા વખતમાં જીવને અનેક કષ્ટો સહન કરવાનું બળ પ્રેરે છે. મને દુઃખ થાય છે કે રહેવાતું નથી, દવા સારી કરો કે મારી સેવા-સંભાળ રખાવો વગેરે કર્યા કરતા તે વખતે, મને કોઈ ભક્તિનાં પદ સંભળાવો, ચિત્રપટનાં દર્શન કરાવો, પ્રભુશ્રીજીના સમાગમની Page #629 -------------------------------------------------------------------------- ________________ ૨૦ યાદ દેવડાવો, તેના કોઇ ગુણગ્રામ ગાઓ, તેમણે પરમ નિષ્કારણ કરુણાથી આપેલો મહામંત્ર મને સંભળાવો, તેમના બોધમાંથી કંઇ યાદ રહ્યું હોય, લખાયું હોય, છપાયું હોય તે મને સંભળાવો, દેહભાવ ભુલાઇ સત્પુરુષની ભક્તિનો રંગ લાગે તેવી કોઇ વાત કહો, મરણનાં ભયંકર દુઃખ સહન કરનાર ગજસુકુમાર જેવા મહામુનિની ધીરજ કોઇ કહી બતાવો, દેહ છતાં જેની દશા દેહરહિત હતી તેવા પરમકૃપાળુદેવની વાતો કંઇ સંભળાવો - આવા ભાવ વારંવાર સેવવાથી શુભ લેશ્યા રહે છે અને ધર્મધ્યાન થાય છે; વેદનામાં ચિત્ત જવાથી આકુળ-વ્યાકુળ ચિત્તને લીધે આર્ત્તધ્યાન થતું હોય તે રોકાઇ, ધર્મધ્યાન થવાથી પૂર્વનાં પાપથી થતું દુ:ખ છૂટતું જાય છે અને નવાં તેવાં કર્મ બંધાતાં નથી. ટૂંકામાં, આત્મા પામેલા પુરુષ જેવો ધિંગ ધણી જેને માથે છે, તેણે કંઇ ગભરાવા જેવું નથી. ધીરજ રાખી બાંધેલાં કર્મ વેદી લેવા; સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. (બો-૩, પૃ.૧૪૦, આંક ૧૪૦) સમભાવે સહન કરવાનું શીખવવા જ આ દરદ ઉપદેશરૂપ છે. મરણ આવ્યા પહેલાં સદ્ગુરુશરણે, સુખદુઃખ સમાન ગણવાનો તેનો ઉપદેશ દૃઢ કરી લેવાય તો જરૂર સમાધિમરણ થાય. જે જે કર્મના ઉદયપ્રસંગો આવે, તે તે સવળાં કરતાં આવડે તો તે જ તારનાર બને એવો મહાપુરુષોનો અભિપ્રાય છે. સમકિત આવ્યે બધું સવળું બને છે. અહોરાત્ર સ્મરણમાં ગાળવાનો પુરુષાર્થ હાલ થઇ શકે તેમ છે, તો પ્રસંગનો લાભ લઇ તેવી ટેવ પાડી દેવા ભલામણ છેજી. જરા દુઃખનો પ્રસંગ દૂર થયો કે આ સંસારના વિકલ્પો ઘોડેસ્વાર થઇ જીવને દોડાવ્યા કરે છે; તેને કાબૂમાં રાખી, ગંભીરતાથી, અગત્યનું કામ ચુકાય નહીં તેમ પ્રવર્તવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૭૮૨, આંક ૯૯૮) [] વેદનીયકર્મ તો જ્ઞાની કે અજ્ઞાની સર્વેને ભોગવ્યા વિના છૂટકો નથી. વેદનીય સમભાવે સહન કરવાની જ્ઞાનીપુરુષોની આજ્ઞા સંભારી, દેહના દંડ દેહે ભોગવી છૂટવાની ભાવના રાખવાથી, અકળામણ-મૂંઝવણ જે મોહથી થાય છે, તે મટવા સંભવ છેજી. દેહથી વિપરીત સ્વભાવવાળો, નિત્ય, અછેદ્ય, અભેદ્ય, શાશ્વત આત્માનું ચિંતન જ્ઞાનીપુરુષો વેદના વખતે વિશેષ વીર્ય ફોરવી કરે છે. તે ગજસુકુમાર આદિ દૃષ્ટાંતો સંભારી, તેમણે જે અખંડ નિશ્ચય રાખ્યો છે, તે જ કર્યે છૂટકો છે. (બો-૩, પૃ.૫૯, આંક ૪૪) D વેદના તો વેદના-કાળ પૂરો થયે, અવશ્ય દૂર થનાર છે. મટી જાઓ એમ ઇચ્છીએ તોપણ તે મટી જવાની નથી, વધારે થાઓ એમ કહ્યુ વધારે થવાની નથી. તેથી ધીરજથી, `સહનશીલતાથી, સમભાવથી જે વેદની ઉદયમાં આવે, તે ખમવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. દેહ મારો નથી, તો દેહના ધર્મરૂપ, જે વેદનીય દેખાય છે, તે મારો ધર્મ નથી; પણ જાણવું, દેખવું એ મારો ધર્મ છે, એમ સત્પુરુષોએ કહ્યું છે, તે મારે માન્ય કરવું છે. દેહ તો અવશ્ય છૂટવાનો છે. તેના ઉપર મોહ રાખીને તો ભવ કરવા પડયા છે, તો હવે એ દેહ ઉપર મોહ-મમતા મારે નથી કરવાં, એવો ભાવ કરી, સત્પુરુષ ઉપર, તેનાં વચનો ઉપર વિશ્વાસ રાખી, તેને શરણે જે થાય તે જોયા કરવાનો, દૃઢ નિશ્ચય કર્તવ્ય છેજી. Page #630 -------------------------------------------------------------------------- ________________ (૬૨૧) ગમે તેટલું ઊંડું પાણી હોય તોપણ, હોડીમાં બેસીને નદી જેમ પાર ઊતરી જવાય છે; તેમ પુરુષ ઉપર વિશ્વાસ છે, તે સંસારસમુદ્રથી તારનાર છે, માટે નિર્ભય રહેવું. આત્મા મરતો નથી. એ તો અજર, અમર, અવિનાશી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનીએ અનુભવ્યો છે, તેવા શુદ્ધ આત્માનું મને શરણું હો ! એ જ ષ્ટિ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૧, આંક ૫૯) 0 છ પદની દ્રઢ શ્રદ્ધા રાખી, આત્મા કદી મરતો નથી, મર્યો નથી, મરશે પણ નહીં એમ વિચારી, નિર્ભય રહેતાં શીખશોજી. વેદના ગમે તેવી આકરી લાગે, પણ તે જવાની છે, આત્માનો નાશ નથી; માટે જે થાય તે જોયા કરવું અને સદ્ગુરુનું શરણું મહાબળવાન છે. આત્માનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી. ધીરજ, સહનશીલતા, સમભાવની માત્ર જરૂર છે. કંઈ ન બને તો હે પ્રભુ ! મારું હવે કંઈ ચાલતું નથી, માત્ર તારું શરણું સાચું છે, તે જ મારી ગતિ અને મારો આધાર છે, તે વગર મારે ક્યાંય ચિત્ત રાખવું નથી, છતાં તે આ દેહની વેદનામાં તણાઈ જાય છે તો તેને માટે કેમ કરવું? તું જાણે, તને હવે સર્વસ્વ સોંપી હું તો નિશ્ચિંત થઈ જોયા કરું છું કે કેમ થાય છે. “જે થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.'' એ અનન્ય શરણ પરમ ભક્તિએ ઉપાસવા યોગ્ય છે; અને અંતરંગમાં નિર્ભય, શીતળીભૂત રહેવા યોગ્ય છે કે, ભલું થવાનું છે તેથી જ આવા શુભ યોગ, આ ભવમાં મળી આવ્યા છે. હવે કંઈ ફિકર નથી. ઘણી મુશ્કેલીનો કાળ વહ્યો ગયો, હવે થોડો વખત ધીરજ રાખી, પરમકૃપાળુદેવની કૃપાથી તેના સ્મરણમંત્રનું બળ અંત સુધી ટકાવી રાખે તો સમાધિમરણનો અપૂર્વ લાભ થવાનો યોગ આવ્યો છે. (બી-૩, પૃ.૪૭), આંક ૪૯૬) D નિર્ભયપણે વેદનીયનો ઉદય હોય તે ભોગવી, તેથી છૂટવાનું થાય છે એમ માનશોજી. મરણ આદિ કંઈ વિકલ્પમાં ખોટી થવા યોગ્ય નથીજી. મૂંઝાવા યોગ્ય નથી. આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે – આ છ પદનો વારંવાર વિચાર કર્તવ્ય છેજી. ભક્તિ મોક્ષના ઉપાયરૂપ છે; તેનું આરાધન કરવાનું સાધન સદ્ગુરુકૃપાએ તમને પ્રાપ્ત થયું છે તો તેમાં મંડી પડવું. બીજું બધું ભૂલી જવા જેવું છે. પૂ.....એ જે મુખપાઠ કર્યું હોય કે કરતા હોય, તેમાં ચિત્ત દેવાથી લાભ થવાનો સંભવ છેજી. તે ભક્તિ કરે, તે ધ્યાનપૂર્વક માંદગીમાં પણ સાંભળવા યોગ્ય છે અને કોઈ જ્ઞાનીએ આત્મા અનુભવ્યો છે, તેને અર્થે એ સર્વ છે એમ ભાવના કરી, જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખશોજી. (બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫O) પત્ર મળ્યો છેજ. તબિયત નરમ થતી જાય છે તથા અશક્તિ રહે છે તે જાણ્યું. શરીરના ધર્મ, શરીર બધી અવસ્થામાં બજાવે છે તો આત્માએ બધી અવસ્થામાં, આત્મધર્મ શા માટે ચૂકવો જોઈએ ? એ વારંવાર વિચારી, શરીરમાં વેદના વગેરે દેહના ધર્મો દેખાય, તેને દેખનારો આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે, અનુભવ્યો છે, તેવો જ મારે માનવો છે, તે જ મારું સ્વરૂપ છે. સદાય ટકી રહે તેવા એ અવિનાશી, અજર, અમર, શાશ્વત, અનંત સુખસ્વરૂપને હવે તો બ્દયમાં કોતરી રાખવું છે, તેમાં જ મરણપર્યંત વૃત્તિ રાખવી છે. એ સહજાન્મસ્વરૂપ જ, ભવસાગર તરવા માટે જહાજ છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ (૬૨૨ પરમકૃપાળુદેવે અનંત કૃપા કરી, પરમ ઉપકારી શ્રી પ.પૂ. પ્રભુશ્રીજીને સમાધિમરણ અર્થે જે મંત્ર કહ્યો, તેથી તેમણે પરમ પુરુષાર્થ ફોરવી, તેમાં તન્મયતા સાધી આત્મકાર્ય સાધ્યું; તે જ મહામંત્રનું દાન, તેઓશ્રીની આજ્ઞાથી મને મળ્યું છે. હવે તેમના જેવી જ દશા પામવાનો, મને અપૂર્વ અવસર સાંપડ્યો છે, તે આ દેહની પંચાતમાં પડીને નહીં ગુમાવું; દેહનું ગમે તેવું થવું હો તે થાઓ, સુકાઈ જાઓ, સડી જાઓ, પડી જાઓ અને આથી બમણી વેદના ભલે આવો પણ તેની કાળજીમાં મારા આત્માનું કલ્યાણ કરવાનું, આ ભવના છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તો નહીં જ ચૂકું, એવી વૃઢતા રાખી, કાયરપણું તજી શૂરવીર થવાનો પ્રસંગ આવ્યો છે, તે દીપાવજો. ‘વીરહાક આલોચનામાંથી સાંભળવાનું બને તેમ ગોઠવણ કરશોજી, તથા સમાધિસોપાનમાંથી સમાધિમરણ' પૃ. ૩૨૧થી પાછલા પત્રો પૂરા થતા સુધીનું લખાણ પણ, સાંભળતા રહેવા ભલામણ છે. કંઈ ન બને તો એક શરણ પરમકૃપાળુદેવનું છે, તે જ મને તારનાર છે - એવી ભાવના, દુઃખ ગમે તેટલું હોય તોપણ ભુલાય નહીં, તેમ વારંવાર અભ્યાસથી કર્તવ્ય છેજી. જીભે સ્મરણ અને દયમાં પરમકૃપાળુદેવની પરમ શાંત રસમય મુદ્રા અખંડ રહે, તેવો બનતો પુરુષાર્થ કર્યા જ કરવો ઘટે છેજી, શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી વારંવાર વીતરાગ-મુદ્રા-દર્શન દ્વારા, તે મહાપુરુષની અલૌકિકદશામાં તન્મય થવાય, એ જ કર્તવ્ય છે). (બો-૩, પૃ.૪૨૭, આંક ૪૩૯) પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ સમાગમ જેને થયો છે, તે સજીવન મૂર્તિનો સાક્ષાત બોધ શ્રવણ કર્યો છે, મનન કર્યો છે અને તેની જ ભાવના-રૂચિ રહ્યા કરે છે, તેને બહાર ગમે તેટલી વેદના-પરિષહ સહન કરવા પડે, પણ જે પ્રજ્ઞા-સમજણ છે, તે, તે વખતે હાજર જ છે. જો પાપ વગેરે ખોટાં કામ થયાં હોય તેનું ફળ થાય. તો સત્પષ અને તેનાં વચનની ઉપાસના કરી હોય, તે કેમ નિષ્ફળ હોય ? જેનો અભ્યાસ પાડી મૂક્યો હોય, તે વારંવાર યાદ આવે; તેમ આત્મકલ્યાણ અર્થે જેણે આયુષ્ય ગાળ્યું હોય, તેને આત્મા ગમે તેટલી વેદનામાં પણ ભુલાય નહીં. પ્રત્યક્ષ પુરુષ ઉપરની શ્રદ્ધા અને તેનું યોગબળ અપૂર્વ કલ્યાણ કરે છે. (બો-૩, પૃ.૬૮, આંક ૫૬) D તીવ્ર વેદની જેવા અશુભ પ્રસંગના ઉદયમાં, સંસારનું સ્પષ્ટ અસારપણું-દુઃખમયપણું દ્રષ્ટિગોચર થવાથી, આત્માર્થીનું વીર્ય વિશેષ ઉલ્લસિત થાય છે અને જે લક્ષ સત્પરુષ પાસેથી પ્રાપ્ત થયો હોય, તેમાં ચિત્તવૃત્તિ જોડવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને દુઃખને પણ દુઃખરૂપ ન જાણતાં પરરૂપ, પુદ્ગલ-પર્યાયરૂપ કર્મફળ જાણીને તેથી પોતાના ભિન્નપણા વિષે, વિશેષ કૃઢપણું અંતરમાં પ્રકાશે છે. (બી-૩, પૃ.૧૧૦, આંક ૧૦૩) . સ્મરણ, ભક્તિ, સત્કૃત આદિમાં વૃત્તિ રાખી, શાંતિનો પરિચય કરવા વિનંતી છેજી. વેદનાના વખતમાં દેહથી હું ભિન્ન છું, દેહમાં જે થાય છે તેનો જોનાર છું, દેહના ઘર્મ મારે મારા માનવા નથી, અનિત્ય પદાર્થોમાં મોહ થતો રોકવો છે, તે પ્રત્યે મારે મમત્વ રાખવું નથી, મારું કંઈ નથી, પરમાર્થઅર્થે આ મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે તે દેહાર્થે ન વપરાઓ, સગુરુશરણે આત્મહિતાર્થે વપરાઓ આદિ ભાવના દ્રઢ થઈ શકે છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સદ્ગુરુકૃપાએ મંદ વેદના હોય ત્યારે તેવા ભાવો ટકી શકે છે; અને તીવ્ર ભાવના જેની તેવી રહેતી હોય તેને તો તીવ્ર વેદના સાક્ષાત્કારનું કારણ બને છે. માટે તેવી ભાવનાનો પ્રસંગ રોજ અમુક વખત રાખવાનું બને તેમ કર્તવ્ય છે. શાતાવેદનીમાં તેવી ભાવના ભાવી હોય તો અશાતા વખતે તે હાજર થાય છે. તેમ ન બન્યું તોપણ અશાતા વખતે જરૂર તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૧૧) I પૂ. ....ને પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવી મોકલેલ પત્ર, માંદગીમાં ઘણો ઉપયોગી નીવડયો છે, તેની નકલ બાપને વિચારવા આ સાથે મોકલી છે : મારા આત્મસ્વરૂપ, તમે મારી પ્રકૃતિના સંબંધમાં શા માટે પૂછો છો? શું તમને ખબર નથી કે મારો આત્મા તો આનંદની ખાણ અને સત્ય છે અને શરીર તો બિચારું હંમેશાં બદલાતું જ રહે છે, અને પ્રતિ-ક્ષણ મૃત્યુની સમીપમાં જ જાય છે, તેમ જ કોઇ દિવસ સુખી પણ રહેતું નથી. આત્માના સંબંધમાં તો તમારું પૂછવું વ્યર્થ છે, કારણ કે એ તો નિત્ય આનંદઘન છે; અને એવી જ રીતે શરીરના સંબંધમાં પણ તમારું પૂછવું યોગ્ય નથી, કારણ કે એ તો સદાય મહા દુઃખી જ છે. તો પછી કોની પ્રકૃતિ કે દશા પૂછો છો? નથી સ્તુતિ અગત્યની કે નથી નિંદા, નથી મિત્ર કે નથી શત્રુઓ, નથી પ્રેમીઓ કે નથી ધિક્કારપાત્રો, નથી શરીર કે નથી શરીરના સંબંધીઓ, નથી ગૃહ કે નથી અપરિચિતભૂમિ - આ જગતનું કશુંયે અગત્યનું નથી. પરમાત્મા જ છે, પરમાત્મા સત્ય છે. બધુંયે ચાલ્યું જવા દો. અંતઃકરણ શાંતિથી ભરપૂર છે. સંસારનો કોઈ પણ પદાર્થ વિશ્વાસપાત્ર કે આશ્રય કરવા લાયક નથી. પરમેશ્વરની અત્યંત કૃપા તો એ લોકો ઉપર છે કે જેઓ પોતાનો આશ્રય અને વિશ્વાસ કેવળ પરમાત્મામાં જ રાખે છે. દ્ભયથી સાચા સાધુ એ જ છે; એવા મહાપુરુષોના ચરણોમાં સમસ્ત સૃષ્ટિ સેવા અર્પે છે. સત્સંગ, ઉત્તમ ગ્રંથ અને ભજન-કીર્તનરૂપ ઉપાસના, એ ત્રણ વસ્તુઓ ત્રિલોકના રાજા બનાવી દે છે.'' (બી-૩, પૃ.૨૨, આંક ૨૫૭) વેદના એ શરીરનો ધર્મ છે. આત્મા તે વેદનાને જાણનાર છે. જેમ ગજસુકુમારના માથા પર માટીની પાળ બાંધી અંગારા પૂરવાથી, જે અસહ્ય વેદના થઇ, પણ તે વેદનાને દેહનો ધર્મ જાણી, ભગવાન નેમિનાથ પ્રભુની આજ્ઞાનુસારે પોતે જ્ઞાયક માત્ર જાણનાર રહી, નિજસ્વભાવસ્વરૂપના અનન્ય અભ્યાસથી કેવળજ્ઞાન પામી મોશે પધાર્યા. ગજસુકુમારની વેદનાના હિસાબમાં આપણને એક અંશ પણ વેદના નથી. માત્ર શરીર ઉપરના મોહને લઈને વેદના જીવને લાગે છે, તે માત્ર અજ્ઞાન છે; અને તે અજ્ઞાન અથવા મોહને ટાળવાનો ઉપાય વેદનાના અવસરમાં એક માત્ર સ્મરણ છે. તે સ્મરણમાં જ ઉપયોગને પરોવી વારંવાર અભ્યાસ કરી, વેદનાને દેહનો ધર્મ જાણી, સ્મરણમાં ઉપયોગ રાખવા ભલામણ છે. વેદનાના અવસરમાં ખાસ પુરુષાર્થની જરૂર છે. ક્ષણે-ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. શરીર તો પૂર્વે, ઘણાં, જીવે ધારણ કર્યા અને છોડ્યાં છે. માત્ર આત્માની સંભાળ રાખી નથી. માટે આ વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી, સર્વ સંસારી વ્યવહારના પ્રસંગો ભૂલી જઈ, માત્ર એક સ્મરણનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭૭) Page #633 -------------------------------------------------------------------------- ________________ (ફ૨૪) D પરમકૃપાળુદેવે શરીરને વેદનાની મૂર્તિ કહી છે; તેમાથી અન્ય પ્રકારની આશા રાખવી વ્યર્થ છે. પરંતુ પરમકૃપાળુદેવનાં વચનો જેમ વિશેષ વિચારાશે તેમ તેમ વધારે ધીરજ રહેશે. “ “દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પ્ર', પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો.'(૮૪૩) એ પત્રમાં ટૂંકામાં આ વાત જણાવી , તને વારંવાર વિચારી અનુભવમાં લેવા જેવી છે. જીવ પોતાનું સ્વરૂપ ભૂલી પારકી પંચાતમાં પડવાના અભ્યાસવાળો થઈ ગયો છે. તેને ચેતાવવા આ શિખામણ છે. મૂળ વસ્તુ બે છે : જડ અને ચૈતન્ય. શરીર જડ છે, રૂપી છે, દ્રશ્ય છે; અને આત્મા ચૈતન્ય છે, અરૂપી છે, દ્રા છે. બંનેના સ્વભાવ તદ્દન જુદા છે. જેમ છે તેમ માનવાથી જીવ સુખી થાય છે. પરવસ્તુનો બોજો તેને લાગતો નથી. પરમાં મારાપણાની માન્યતા ઘટી જાય છે અને સ્વરૂપસંભાળ લેતો જીવ થાય છે. વેદનાના વખતમાં આ વિચારો બહુ લાભકારક છે કારણ કે તેથી આર્તધ્યાન અટકે છે અને ધર્મધ્યાન થાય છે. અનાથીમુનિ જેવા સંસ્કારી જીવોને ઊંડા ઊતરવાથી સ્વરૂપ પ્રાપ્તિ થઈ હતી. માટે આવો અવસર વ્યર્થ ન જાય, આર્તધ્યાનમાં ન જાય તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. છ પદની જેને દ્રઢ શ્રદ્ધા છે તેને, હું દેહ નથી પણ આત્મા છું, હું કદી મરતો નથી પણ નિત્ય છું, સ્વભાવનો કર્તા છું, સ્વરૂપાનંદનો ભોક્તા છું, નિજશુદ્ધતારૂપ મોક્ષપદ એ મારો શાશ્વતો વાસ છે અને તે મોક્ષના ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞા, ભક્તિ આદિ આરાધવા યોગ્ય છે એવી સમજણ વેદના વખતે પણ ભુલાતી નથી. અત્યંત વેદનામાં પણ અલૌકિક આનંદની પ્રતીતિ થાય છે. માટે શ્રદ્ધાપૂર્વક છ પદના વિચારમાં વિશેષ રહેવા વિનંતી છેજી. જેના ઘરમાં પરમકૃપાળુદેવનાં વચનો છે, તેને ઘેર સત્પરુષ જ છે; પ્રમાદ તજી તેનું શરણ લેવા યોગ્ય છે. વિશેષ વેદનામાં વિશેષ બળથી, સપુરુષનો આશ્રય અંગીકાર કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૩૨, આંક ૭૪૪) [ પૂ...ને આંખે વેદનીય થયાના સમાચાર જાણી, ધર્માનુરાગે ખેદ થયો છેજી. હે પ્રભુ! કર્મ કોઈને છોડતાં નથી, પણ તે કર્મના ગમે તેવા કઠણ ઉદયને પણ, પરમાત્માની પ્રસાદી ગણીને, પ્રસન્નચિત્તે આત્મવીર્ય વિશેષ ફોરવી, જે ભોગવી લે છે, તેમને કર્મ દૂર થતાં, આત્મા વિશેષ ઉજ્વળ થયેલો અનુભવાય છે. આ જગતમાં જે જે ભક્તો પ્રસિદ્ધ થયા છે, તે સર્વેએ કષ્ટો સહન કર્યા છે અને પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરનાર તે શૂરવીર ભક્તો વડે પ્રભાવિત ભક્તિમાર્ગ, આવા કળિકાળમાં આપણને પણ અવલંબનરૂપ નીવડ્યો છે અને આપણા ઉદ્ધારનું કારણ પણ તે જ ભક્તિમાર્ગ છે. આ જીવ અનાદિકાળથી દેહની કાળજી કરતો આવ્યો છે પણ તેથી કલ્યાણ થયું નથી; પણ જે જે પ્રસંગોએ એ દેહની પ્રિયતા ઘટે, તેનું મિથ્યામોહકપણું ઘટે, તેનું પરાધીનપણું, અશુચિપણું અને વંચકપણું, ક્ષણભંગુરપણું સમજાય; તે તે પ્રસંગો જીવને જાગ્રત કરનાર અને પરમ હિતસ્વી છે. આત્માર્થી જીવો તો પાંચ ઇન્દ્રિયરૂપ શત્રુનું બળ ઘટે તેવા પ્રસંગોને વધાવી લે છે અને તેવા પ્રસંગે દેહાધ્યાસ ઘટે અથવા છૂટે તેવા પુરુષાર્થને જાગ્રત કરી આ અસાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા સમર્થ થાય છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૯૨૫) મહાપુરુષોની એવી માન્યતા છે કે મિથ્યાત્વસહિત, સ્વર્ગનાં સુખ અને ભોગવિલાસ હોય, તે ભૂંડા છે; પણ સમ્યક્ત્વસહિત નરકની અસહ્ય વેદનીય હોય તો પણ તે સારી છે, કારણ કે સમ્યત્વરૂપી સમજણથી કર્મનું સ્વરૂપ સમજાય છે કે તે છૂટવા માટે આવ્યા છે. તેને સમભાવે સહન કરવાથી ફરી ભોગવવાં નહીં પડે અને તેની મુદત પૂરી થયે, તે ઊભા રહેવાનાં પણ નથી. માત્ર જ્યાં સુધી એ પાપકર્મનો ઉદય છે, ત્યાં સુધી તે આત્મવીર્ય વધારવાનું નિમિત્ત હોવાથી, શિથિલ કરી નાખનાર પુણ્યકર્મ કરતાં પણ, તે બહુ ઉપયોગી છે; એવી સમજણથી શ્રી ગજસુકુમાર જેવા નાની ઉંમરમાં પણ મહાત્માપણું પામી, મોક્ષે ગયા છે. મરણની વેદના આગળ આ વેદના કંઈ ગણતરીમાં નથી અને જેને સહન કરવાની ટેવ પડશે, તે સમાધિમરણ માટે તૈયારી કરે છે, એ ચોક્કસ છે એમ વિચારી, સમભાવ, સહનશીલતા, ચિત્તપ્રસન્નતા, નિરાકુળપણું, ધીરજ, શાંતિ આદિ ખમી ખૂંદવાના ગુણને વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે. કોઇનું દુઃખ કોઇથી લઈ શકાતું નથી; માટે “આ કાળજી રાખતા નથી કે આ સેવા કરતા નથી' એવું લાવી, ચીડિયો સ્વભાવ થવા દેવો ઘટતો નથી. જે થાય તે જોયા કરવું, એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આત્માનો ધર્મ જાણવું અને દેખવું એ છે, તે સદાય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે જે વેદના થાય છે, તે દેહનો ધર્મ છે અને પૂર્વે બાંધેલાં એવાં જડ કર્મનો વિપાક દેખાય છે, તેમાં ચેતનના ભાવ તણાઈ ન જાય, ‘આમ થાય તો સારું, આમ ન થાય તો સારું' એવા વિકલ્પોમાં જીવ ચઢી ન જાય અને માત્ર સ્મરણમાં રહે અને આત્મા ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે, નિર્વિકલ્પ દ્રષ્ટારૂપ છે, તે વારંવાર ધ્યાનમાં રહે માટે પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણું વારંવાર સ્મૃતિમાં લાવી, તેમની સમજ, તેમની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણાને વારંવાર સ્તવવાથી પણ કલ્યાણ થાય છેજી. સાસાંરિક સર્વ સંબંધો તરફથી વૃત્તિ દૂર કરી, આત્મકલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે'. આત્મા એકલો છે, અને નિશ્ચયથી તે અસંગ છે, અજર છે, અમર છે, શાશ્વત છે, પરમાનંદસ્વરૂપ છે; તે રોગી નથી, દુ:ખી નથી, રાગી નથી, દ્વેષી નથી. આવી આત્મભાવનાથી જ્ઞાની, મૃત્યુને પણ મહોત્સવરૂપ માને છે, સંકટમાં સંતોષી રહે છે, ઉપાધિમાં પણ નિરુપાધિક રહે છે, શોકના પ્રસંગમાં પણ આનંદી રહે છે. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે - તેની જ ભાવના કર્તવ્ય છે. તેના સુખ આગળ ચક્રવર્તીનાં સુખ પણ તરણાતુલ્ય છે અને મરણાંતિક વેદના પણ તે સુખનું હરણ કરી શકતી નથી. (બી-૩, પૃ.૬૬, આંક ૫૪) D આપના પિતાશ્રીની શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ, તત્પર રહેવા વિનંતી છેજી. માંદગીના પ્રસંગોમાં માંદા માણસની વૃત્તિ ઘર-કુટુંબ આદિમાં ન રહે તેવી વૈરાગ્યની વાત પોતાથી થાય તો તે, નહીં તો સમાધિસોપાન આદિમાંથી અનિત્યાદિ બાર ભાવના વાંચી સંભળાવવાથી દેહ, સંસાર, અને ભોગ પ્રત્યે વૈરાગ્ય ઊપજે અને પરમકૃપાળુદેવનું શરણ વૃઢ થાય, તેમ કર્તવ્ય છે. આપણને પણ તે પ્રસંગ વૈરાગ્યપ્રેરક બને છે. માટે બને તેટલા સારા સંસ્કારોમાં તેમનું ચિત્ત રહે, તેમ કરવા ભલામણ છેજી. Page #635 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૬ બીજું કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડશે તોપણ મહા હિતકારી છે. શિવભૂતિમુનિએ માત્ર “મા રુષ, મા તુષ'' મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સત્પરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે; તો વિશ્વાસ રાખી, ભાવપૂર્વક, સ્વપરનું હિત તેમાં છે એમ ગણી, સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.'' તા.ક. : સાદ્વાદમાર્ગ અલૌકિક છે. સત્સંગ તો સદૈવ કર્તવ્ય છે, પણ સેવા વગેરેના કોઈક વખત મળતા પ્રસંગો પ્રાપ્ત થાય, તે વખતે તે ફરજ બજાવવામાં તત્પર થવું યોગ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાન થાય, તેમ વર્તવા યોગ્ય છેજી. પોતાને તકલીફ પડે કે શરીર વ્યાધિને લઇને પાછું પડતું હોય તો તેને સમજાવીને બળવાન બનાવવું અને દેહાધ્યાસ ઓછો કરવો છે, તે આ પ્રસંગે બને તેમ છે એમ વિચારી, પિતાશ્રીની સેવા કરશોજી. (બી-૩, પૃ.૧૧, આંક ૧૧૧) જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' જીવે જે પ્રકારે કર્મ બાંધ્યાં છે, તે પ્રકારે વહેલામોડા ઉદયમાં આવે છે અને તે ભોગવ્યા વિના છૂટકો નથી. પરંતુ જે પ્રમાણે જીવને બોધ અને વૈરાગ્ય વર્તતો હોય, તે પ્રમાણે તે કર્મને વેદી શકે છે, એમ જ્ઞાની પુરુષે કહ્યું છે. સમજણ, સદ્ગુરુકૃપાએ પ્રાપ્ત થઈ હોય અને સહનશીલતા, ખમી ખૂંદવાની ટેવ પાડી મૂકી હોય તો વેદના આવી પડે ત્યારે ગભરાઈ ન જવાય. ઊલટું ભક્તિમાં ભાવ વધારે રહે. મરણ આવશે તો શું થશે? બહુ લાંબા વખત સુધી માંદગી લંબાશે તો કેમ ખમાશે? વગેરે વિચારો અણસમજણથી આવે છે અને તેને લીધે આર્તધ્યાન થાય છે એટલે વેદનામાં જ વૃત્તિ ચોંટેલી રહે છે. સમજુ માણસને, કે સત્પરુષના સમાગમ કંઈ બોધ સાંભળી, વૃઢ વિચાર કર્યો હોય કે વેદના કરતાં આત્માનું વધારે બગાડનાર તો મોહનીયકર્મ છે, તેને વિચાર આવે કે કર્મ બાંધ્યાં હતાં તે હવે જાય છે, ગયેલાં ફરી પાછા આવવાનાં નથી. દેવું પતાવી દેવું છે એમ જેણે વિચાર કર્યો હોય, તેની પાસે ઉઘરાણી કરવાવાળા આવે ત્યારે તે ગભરાય નહીં; ગમે તેમ કરી તે દેવું પતાવી દે છે તેમ મુમુક્ષુને તો કર્મથી છૂટા થવું છે અને કર્મ જવા માટે આવ્યાં છે, તો જેવો તેનો સુખદુ:ખરૂપ સ્વભાવ હશે, તે દેખાડી, ચાલ્યાં જશે. આપણે તેમાં હર્ષ-ખેદ ન કરવો, આટલું સાચવવાનું છે. જો સમભાવે, ઉદય આવેલાં કર્મ વેદી લેવાય તો તે તપ કરવા સમાન છે. તપ કરીને મુનિઓ જેમ કર્મ છોડે છે તેમ વેદના વખતે પણ સમભાવ રહે તો કર્મ છૂટે જ છે. મૂળ ધ્યાનમાં રાખવાની વાત આટલી છે. તે કહેવી અને સાંભળવી સહેલી છે; પણ તેવા વખતે, કસોટીના પ્રસંગે તે ભાવમાં (સમભાવમાં) જે વિરલા પુરુષો ટકી રહે છે, તેમને ધન્ય છે. ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજીને છેવટે એટલી બધી વેદનાનો ઉદય હતો કે ચોકમાં પણ તેમની બૂમ સંભળાય અને સાંભળનારને ત્રાસ થાય; પણ તેમની સહનશીલતા એટલી બધી કે મૃત્યુ તે મહોત્સવરૂપ છે એમ વારંવાર કહેતા, તે ભાવમાં રહેતા અને દેહ દેહની દુષ્ટતા દેખાડતો હતો. Page #636 -------------------------------------------------------------------------- ________________ (૨૭) ખમી ખૂંદવાની ટેવ, પુરુષો કરતાં પણ સ્ત્રીઓમાં વધારે હોય છે; કારણ કે પરાધીનપણું, આખી જિંદગી તેમણે સેવ્યું હોય છે; એટલે તેમને સ્મરણમંત્ર, ભક્તિના વીસ દોહરા, આત્મસિદ્ધિ આદિ સંભળાવવાનું કરો તો તેમનું ચિત્ત ધર્મભાવમાં સહેજે ઢળી જાય અને આર્તધ્યાન કરી કર્મ ન બાંધે. વાંચતાં આવડતું હોય તો તે પોતે પણ સૂતાં-સૂતાં પુરુષનાં વચનમાં વૃત્તિ રાખે, મંત્રમાં ભાવ રાખે તો સુખના વખત કરતાં દુ:ખનો વખત આત્માને વધારે હિતકારી નીવડે. સુખના વખતમાં તો બહારના પદાર્થોમાં જીવ ખોટી થાય છે, પણ દુઃખના પ્રસંગે પરમાત્મા સાંભરે, ભક્તિમાં સહેજે વૃત્તિ જાય. ભક્તિ એ પરભવને માટે ઉત્તમ ભાથું છે; કરશે, કરાવશે - તે બંનેને હિતકારી છે. મનુષ્યભવમાં જ ભક્તિનો ખરો લહાવો લેવાય છે. કાગડા-કૂતરા શું કરી શકે ? માટે જરૂરના કામથી પરવારીને, ભક્તિનો ક્રમ માંદા માણસની સમક્ષ ચાલુ રાખવામાં આવે તો ઘર તે મંદિરરૂપ, થોડા દિવસ તો થઈ જાય. તેથી ચિત્તની પ્રસન્નતા રહે છે અને પાપ દૂર થવાનું કારણ છે. આત્માને હિતકારી દવા તો ભક્તિ છે. પૂ. ....ને હિંમત આપશો કે ગભરાવું નહીં, શૂરવીરપણું રાખીને, કઠણ હૈયું કરી, ભોગવવાનાં કર્મ ભોગવી લેવાં. આથી અનંતગણ દુઃખ નરકમાં જીવે સહન કર્યા છે, તો પણ તે ઘસાઈ ગયો કે છેદાઈ ગયો નથી. આત્માને તેનાથી કંઈ હાનિ થવાની નથી. માત્ર ધીરજ, શાંતિ રાખી, આવી પડેલી વેદના વેદી લેવી અને ભાવ ભગવાનમાં રાખવા પુરુષાર્થ કરવો, સ્મરણમંત્ર જીભના ટેરવે હરદમ હાજર રાખવો. એ મંદવાડમાં ટેવ પાડી મૂકી હશે તો પછી પણ બહુ લાભકારક થઈ પડશે. શાંતિ રાખી, ભક્તિમાં ચિત્ત રાખશોજી. સત્પષનાં દર્શન, સમાગમ, બોધ સાંભળેલો જે સ્મૃતિમાં આવે, તેમાં ચિત્ત દેવું, તે પાપને દૂર કરનાર છે. (બો-૩, પૃ.૯૯, આંક ૯૨) D ચિત્તનો સ્વભાવ ગડમથલ કરવાનો છે અને મનની અશાંતિ શારીરિક અશાંતિ કરતાં વધારે ભયંકર છે. ‘મન બાળવા કરતાં હાથ બાળવા સારા’ એમ કહેવત છે. શરીરનાં દુઃખ પણ મનમાં જેટલો દેહાધ્યાસ છે, તે પ્રમાણે વેદાય છે. શરીરને ગમે તેમ હો તોપણ મારા પરિણામ, આત્માનું (જ્ઞાનીની આજ્ઞાનું) વિસ્મરણ કરાવે, તેવા થવા દેવા નથી - આમ જેનો નિર્ણય હોય, તે શરીરની પીડા સહન કરતાં પણ આત્મા અછઘ, અભેદ્ય જરા, મરણ, વ્યાધિ આદિથી રહિત છે, એવી ભાવના ટકાવી શકે છે. જેની વિશેષ દૃઢતા, સહનશીલતા હોય અને આત્મજ્ઞાન સહિત હોય, તેને શરીરનાં દુઃખમાં ઉપયોગ પણ ન જાય અને આત્મદશામાં મગ્ન રહી શકે છે. - શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ, મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, મોક્ષ થયો હતો. શ્રી દેવકરણજીમુનિને ક્લોરોફોર્મ સુંઘાડયા વિના, સાત વાર પગનું ઓપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયો; પણ પરમકૃપાળુદેવનું શરણ ન છોડયું, તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી, સ્વરૂપ પ્રાપ્તિ કરી લીધી. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય, તેને તો વેદનીય આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય છે. શાતાવેદનીયમાં દેહ અને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું, દુઃખ આવ્યું ખસી જાય છે, પણ વેદના ભોગવતાં-ભોગવતાં, દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી, આખરે સમાધિમરણ કરાવે છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ જેને સત્પુરુષનો યોગ થયો છે, તેણે તો વેદનીયકર્મથી ડરવા જેવું નથી. જેટલું આવવું હોય તેટલું આવો. સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભોગવી લીધું, તેટલું છેવટે નડશે નહીં. ગયું તે ગયું, નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે. (બો-૩, પૃ.૪૯૦, આંક ૫૨૪) D માંદગી સંબંધી લખ્યું તે જાણ્યું. શરીરનો સ્વભાવ શરીર ભજવે, તો તેમાં રહેનાર આત્માએ પણ પોતાના સ્વભાવ તરફ વળવું ઘટે છેજી. પરમકૃપાળુદેવને શરણે દેહાધ્યાસ ઘટે અને આત્મવિચાર તે નિમિત્તે વિશેષ રહ્યા કરે તો તે વેદનીનો પણ ઉપકાર ગણવા યોગ્ય છેજી. મરણના ભયે અનેક વિચારવાનો મોક્ષમાર્ગ ભણી વળ્યા છે, એમ પરમકૃપાળુદેવે એક ઠેકાણે જણાવ્યું છે; તે વિચારી આ અનિત્ય જીવનનો મોહ મંદ કરી, નિત્ય, અવ્યાબાધ સુખસ્વરૂપ, પરમાનંદમય પોતાનું ધામ સાંભરે, તેની ઉત્કંઠા વધે, તેના ઉપાયમાં આનંદ આવે તેવું વાંચન, ભક્તિ, વૈરાગ્ય, વિચાર આદિ કર્તવ્ય છેજી. અવકાશનો વખત પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં ગાળો તથા પૂ. ને પણ કંઇ સંભળાવવાનું બને તો તેમ કર્તવ્ય છેજી. મુશ્કેલીઓથી કંટાળવા કરતાં સમભાવે સહન કરી, ફરી તેવાં કર્મ ન આવે તેમ પરમકૃપાળુદેવ ઘણી ભીડમાં, જે પરમાર્થની જાગૃતિ રાખી વર્તા છે, તે યાદ લાવી યથાશક્તિ છૂટવાના ભાવની વૃદ્ધિ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૧૧, આંક ૮૫૮) જ્ઞાનીપુરુષો શાતા કરતાં અશાતાને કલ્યાણકારી માને છે; કારણ કે શાતા વખતે અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે, અશાતા વખતે અનેક વ્યર્થ પ્રવૃત્તિઓ અટકે છે, ધર્મધ્યાનની ભાવના જાગે છે કે પ્રબળ બને છે; દેહનું સ્વરૂપ વિશ્વાસધાતી મિત્ર સમાન જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તેની પ્રતીતિ થાય છે; ઘણું સાચવવા છતાં, વેદનાની મૂર્તિરૂપ તેનો સ્વભાવ, કૂતરાની પૂંછડી સમાન ટાળ્યો ટળતો નથી; તેનું અનિત્ય, અસાર સ્વરૂપ સમજાતાં, સમજુ જીવને ભવિષ્યને માટે તેની ચિંતા, તેની શોભા, તેના આધારે સુખની કલ્પનાઓ સંબંધી, મંદ આદર થાય છે; અને દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેતા પરમ જ્ઞાનીપુરુષોના માર્ગને યથાર્થ, આરાધવાનો નિશ્ચય દૃઢ થાય છે. તદ્દન અસહાય અવસ્થામાં પરમશરણરૂપ પરમકૃપાળુદેવનું યોગબળ ગુપ્ત ચમત્કારરૂપ, અનેક ભવ્ય જીવોને અત્યંત વેદના વેદતાં સ્પષ્ટ સમજાય છે, તે શ્રી અનાથીમુનિ સમાન ભવ્ય જીવોને, જીવનપલટાનું પ્રબળ કારણ થઇ પડે છે. સંસારી જીવોને અશાતાવેદનીય અવનવા અનુભવ કરાવે છે એ લક્ષ રાખી, ખરી નિવૃત્તિનો કાળ સમજી, ભાવિ જીવનનો ધ્યેય નક્કી કરવા યોગ્ય પ્રસંગ, સમજુ જીવે સમજવા યોગ્ય છેજી. ૫.પૂ. પ્રભુશ્રીજીને પણ તેવા પ્રસંગોમાં ઘણું આગળ વધવાનું બનેલું છે. (બો-૩, પૃ.૪૮૫, આંક ૫૧૭) D આપની સખત બીમારી સંબંધી સમાચાર તથા દાન-ભાવના દર્શાવી, તે જાણ્યું. ઘણી વખત એવી માંદગી શ્રી અનાથીમુનિ જેવાને ૫૨મ કલ્યાણનું કારણ થઇ પડે છે. બીજું કંઇ નહીં તો અસાર વસ્તુ તે વખતે અસાર, તજવા યોગ્ય લાગે છે. તેનો વિચાર થાય તો ફરી તીવ્ર મોહ થવાનું કારણ ન બને. તેવા પ્રસંગ વારંવાર સ્મૃતિમાં લાવવાથી તથા એક સદ્ગુરુ અને તેનું શરણું જ તે વખતે ઉપયોગી છે, એ લક્ષ રહે તો વૈરાગ્યનું કારણ બને છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૨૯) શરીર અને શરીરના આશ્રિતમાં મોહ-મમતાભાવ છે. તે દુર થાય તેવો, પોતે પોતાને બોધ કરવા યોગ્ય છે. આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' ઉત્તમ નિમિત્તે પણ પોતે જાગ્રત થશે, ત્યારે કામ થશે. (બો-૩, પૃ.૪૬૪, આંક ૪૮૮) :] જેણે સાચા ભાવથી ગુરુનાં દર્શન કર્યા છે, તેને તો જન્મમરણરૂપ સંસાર ત્રાસરૂપ લાગ્યા વિના રહે નહીં; અને (તેને) દેહ વેદનાની મૂર્તિ સમજાવા યોગ્ય છે. દેહરૂપી કેદખાનામાં કે પાંજરામાં જીવરૂપી પક્ષીને પૂરવાથી, તે નિરંતર દુઃખ વેદે છે, પણ મોહને લઈને જીવ દેહરૂપ જ પોતાને માને છે. દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી માનવાની આ જીવને ભૂંડી ટેવ પડી છે, તે જ્ઞાનીપુરુષના ઘણા સમાગમે ટળે છે. જ્ઞાની પુરુષો તો “વેઢ ટુર્વ મહા’ - દેહ-દુઃખને કલ્યાણકારી સમજે છે. નીરોગી શરીર હોય તો ઉપવાસાદિ કાયક્લેશનાં સાધનોથી દેહ-દુઃખ પ્રગટાવી દેહની સામા પડે છે, અને દેહનો સ્વભાવ દુ:ખ આપવાનો છે, એ વાતની વિસ્મૃતિ ન થાય, એમ વર્તે છે. જ્ઞાનીઓ દુઃખને બોલાવીને, તેને ભોગવી લઈ મુક્ત થવા મથે છે; તો આપણને સહજે દુઃખ આવી પડ્યું છે તેમાં સમભાવ રાખી, જ્ઞાનીનાં શરણમાં બુદ્ધિ રાખી, જો ધીરજથી આટલું દુઃખ સહન કરી લઈએ તો ઘણા આકરા તપનો લાભ આપણને મળે તેવો અવસર આવ્યો છે. ખેદ, શોક કે ક્લેશ મનમાં લાવીને વેદીશું તો ફરી અશાતા વેદની, આવી કે આથી આકરી, બાંધી દુઃખને આમંત્રણ આપવા જેવું થશે. આત્મસિદ્ધિમાંથી ૧૧૫થી ૧૨૭, ૧ અને ૧૪૨ - આ ગાથાઓનું વારંવાર રટણ કરતાં રહેશો તો દુ:ખ વેદવામાં ઘણું બળ મળશે, ચિત્ત પુરુષનાં વચનોમાં ગૂંથાયેલું રહેશે અને તેમાં આનંદ આવશે તો પરમ દુર્લભ એવી શ્રદ્ધારૂપ આત્મગુણ પ્રગટવાનું નિમિત્ત થશે. માટે મનને ન ગમે તોપણ, પરાણે પણ, જો બળ કરીને ચિત્તને તે વચનોમાં રોકવામાં, વિચારવામાં, બોલવામાં, સાંભળવામાં, ઇચ્છવામાં, ભાવના કરવામાં કાળજી રાખશો તો તેનો અભ્યાસ પડી જશે અને તે જ સુખરૂપ લાગશે. મહામંત્રરૂપ તે ગાથાઓ છે; શ્રી આત્મસિદ્ધિના સારરૂપ છે; સમાધિમરણ પ્રાપ્ત કરાવે તેવું તેમાં બળ છે; એવું સપુરુષ પાસેથી સાંભળ્યું છે, શ્રધ્યું છે તે જ તમને માત્ર તમારા આત્મહિતને અર્થે જ જણાવું છુંજી; તો હીરાના હાર કરતાં પણ અમૂલ્ય ગણી તેટલી ગાથાઓ કંઠે કરી, ફેરવતાં રહેવા ભલામણ વારંવાર કરું છુંજી. (બો-૩, પૃ.૭૩૪, આંક ૮૯૯) D દેહાદિ પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું, ક્ષણિક અને આખરે દુઃખનું કારણ થાય છે. પાંચ ઇન્દ્રિયો અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખદુઃખરૂપ માલ ખરીદવા પુણ્ય પાપરૂપ મૂલ્ય આપી, જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. મનુષ્યભવનો ઉત્તમ કાળ પરપદાર્થો અને તેની ઇચ્છાઓમાં તથા આશાઓ અને ફિકર-ચિંતામાં વહ્યો જાય છે, અને જીવ આમ ને આમ ઠગાયા કરે છે, તે સુખ-શાતાના વખતમાં જણાતું નથી. પણ દુઃખના પ્રસંગોમાં કંઈ ગમે નહીં, ચેન પડે નહીં, ક્યાંય સુખ ભળાય નહીં, તે વખતે, જો તે પરપદાર્થોની આશાનો મોહ ઓછો કરવાની ભાવના રહે તો આ સંસારનું સ્વરૂપ જ્ઞાનીપુરૂષોએ Page #639 -------------------------------------------------------------------------- ________________ (૬૩૦ ૯૩૦) ભયંકર વર્ણવ્યું છે તેવું જ દેખાતાં દયમાં એવી છાપ પડી જાય કે પછી શરીર ઠીક થયા પછી પણ પોતાનું શરીર કે બીજાના શરીર માત્ર હાડકાં-ચામડાવાળાં, પાયખાનાં-જાજરાં જેવાં જણાય; સપુરુષની વાણી કે ભક્તિના શબ્દો સિવાય બીજો બધો કલબલાટ લાગે; લોકોની વાતો સાંભળવી ન ગમે; કૂથલી કે નિંદા, અપમાન કે સ્તુતિ બધાં ગંદવાડ જેવા તજવા યોગ્ય લાગે; નાતજાતમાં ઘરેણાં પહેરી જમનારાં કે વિષયોમાં આસક્ત માણસો પતંગિયાં જેવાં કે કાન-શિયાળ જેવાં તુચ્છ લાગે, જોવા ન ગમે; લગ્નનાં ગીતો કાણમોકાણ વખતે રડારોળ કરતાં હોય તેવાં જણાય; સુંદર પથારીઓ અને બિછાનાં કાદવ જેવાં જણાય તથા ઉત્તમ તેલ-ફુલેલ પણ ગંધાતા પરુ સમાન ભાસે, પોતાની બડાઇઓ કે સમૃદ્ધિ દેખાડનારા ભવાઇ કરનારા જેવા જણાય; આવો વૈરાગ્ય પ્રગટ કરવાનું કારણ વેદનાનો વખત છે; કારણ કે તે વખતે મોહની મંદતા હોય છે એટલે દુઃખ જે સુખનો વેશ લઈને આવતું હતું, તે ઉઘાડું પડી જઇ દુઃખરૂપ જ લાગે છે. માટે દુઃખથી કંટાળવા જેવું નથી. નાના છોકરાને નિશાળે જવું ન પડે તો ઠીક એમ લાગે પણ “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ એવી કહેવત છે, તેમ શરીરનાં દુ:ખને દુ:ખ ગણવા યોગ્ય નથી. વહેલામોડાં તે તો જવાનાં જ છે; પણ તે હોય ત્યાં સુધી જે જે વિષયાદિક પદાર્થોમાં મન ભમતું, તે કેવા ચીતરી ચઢાવે તેવા છે ! એની ખાતરી કરી લઈ, કદી સ્વપ્ન પણ હવે આ સંસારનાં સુખની ઇચ્છા ન કરું એવું દ્રઢ મનને કરી દેવાય તો પછી તે મન પરમકૃપાળુદેવની ભક્તિમાં અને તેનાં વચનોમાં બહુ આનંદ લેતું થઈ જશે; કારણ કે બહાર ભટકવાનું તેને નહીં ગમે તો પછી આત્મવિચાર, ભક્તિ, સત્સંગ, વૈરાગ્ય, શાંતિ એવાં ઉત્તમ સ્થળોમાં તેને રમવાનું બની આવશે. અનાથીમુનિને અસહ્ય વેદના એક દિવસ જ ભોગવવી પડી, પણ એક જ દિવસમાં તો તેમણે એવો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો કે તે નિશ્રયને વળગી રહેવાથી, તે આત્મા-પરાત્માના નાથ થયા અને ઉપાધિ આદિને યોગે અનાથપણું હતું, તે ટાળી સ્વતંત્ર આત્માનંદના ભોક્તા થયા. બહારના સંયોગો આપણા હાથમાં નથી, પણ ભાવ તો આપણા હાથની વાત છે. ખોટી વાતોમાંથી મન ઉઠાવી લેવું અને પુરુષના ઉપકારમાં, તેના આશ્રયના માહાત્મમાં, તેની દશાના વિચારમાં મન રાખી વાંચ્યું હોય, ભાવના કરી હોય તે ઉપરથી લક્ષ રાખવો. જીવ ધારે તો મુશ્કેલ નથી. દુ:ખના પ્રસંગે પણ ઘણો કાળ ધર્મભાવનામાં જાય તેવો અભ્યાસ થઇ જાય તો મુમુક્ષુજીવને દુ:ખ ગયે પણ ધર્મભાવ વધતા જાય. કડવી દવાની પેઠે આત્માનું હિત કરવા જ માંદગીના પ્રસંગ આવે છે. તે ધીરજ રાખી મરણ, શરણ, બોધ અને વૈરાગ્યના વિચારોના બળથી પરમકૃપાળુદેવની આજ્ઞામાં : ““છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ - મૂળ મારગ સાંભળો જિનનો રે'' વિચારતાં રહેશોજી. (બો-૩, પૃ.૩૦૮, આંક ૨૯૫) D અશાતાવેદનીયનો સંજોગ જોઈ મુમુક્ષજીવને સહજ વૈરાગ્ય રહેવાનું કારણ છે, તોપણ વિશેષ વેદનાને વખતે કે લાંબી માંદગી હોય તો કંટાળો આવી જવાનું તેમ જ આર્તધ્યાન થવાનું કોઈ વખતે બને એવો સંભવ છે. માટે એવા પ્રસંગમાં જ્ઞાની પુરુષની આજ્ઞા તથા તેમનાં વચનો વારંવાર લક્ષમાં રહે તેવો પુરુષાર્થ કરવાની ભલામણ જ્ઞાની પુરુષો કરતા આવ્યા છે, તે લક્ષમાં રાખવા યોગ્ય છે. Page #640 -------------------------------------------------------------------------- ________________ (૬૩૧ ) પોતાની ઇચ્છા પ્રમાણે અનુકૂળ સામગ્રી મળતી રહે અને વિપ્નો ન આવે તેવા પુણ્યના ઉદયમાં વૈરાગ્ય રહેવો મુશ્કેલ છે, એમ વિચારી સમજુ પુરુષો વેદનાદિ પ્રતિકૂળ પ્રસંગોને હિતકારી માને છે. પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા કે સાંભળવાનું વારંવાર બને તો વેદનાનો કાળ આર્તધ્યાનમાં જવાને બદલે, ધર્મધ્યાનમાં ગળાય. તેમ ન બની શકતું હોય તો મંત્રસ્મરણમાં દિવસનો ઘણો ભાગ વ્યતીત થાય, તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૮, આંક ૭૮૩) આપને વિશેષ અશાતાનો ઉદય વર્તે છે તે સમાચાર જાણ્યા; તો હવે ચેતી લેવા ભલામણ છેજી. જેમણે આત્મા પ્રગટ કરી, નિરંતર આત્મામાં રહી, કર્મનો ઘાણ કાઢી નાખ્યો તે મહાપુરુષનું અવલંબન, તેનો આશ્રય, મરણની છેલ્લી પળપર્યત ટકાવી રાખવા યોગ્ય છે. પત્રાંક ૬૯૨ અને ૮૪૩, કોઇ પાસે વંચાવી, સાંભળ્યા કરશોજી. દેહની ચિંતા રાખવા યોગ્ય નથી. દેહને તો પરમકૃપાળુદેવે વેદનાની મૂર્તિ કહી છે, તે સત્ય છે. શાતા કે અશાતા, બંને વેદના છે; તે સિવાય ત્રીજી વસ્તુ, દેહ આપી શકે તેમ નથી. માટે દેહની દરકાર રાખીએ છીએ. તેના કરતાં દેહમાં રહેનાર જે ચેતન, જાણનાર તત્ત્વ છે, તેની સંભાળ લેવી ઘટે છેજી. ઘર બહુ બળી જવા આવ્યું હોય ત્યારે જેમ ઘરમાંથી રત્ન, જણસો કે ચોપડા કાઢી લઇ પછી, ઓલાય તેમ ન હોય અને બળવાનું હોય તે બળી જવા દે છે; તેમ સમ્યક્દર્શન એટલે જ્ઞાનીએ જોયો છે તેવા શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતારૂપ ચારિત્રની ભાવના રાખી, બીજી બધી ચિંતાઓ તજી દેવા યોગ્ય છે. થોડા દિવસ પછી બળવાનું છે, તેને બદલે જાણે અત્યારથી મરી ગયા છીએ એમ માની, હર્વે જેટલી ક્ષણો મળી છે તે મફતિયા છે, માત્ર પુરુષે આપેલા મંત્રમાં ચિત્ત રાખવા માટે છે, એમ ગણી મંત્રમાં બહુ ભાવ રાખશો. “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર એટ; વિમલજિન દીઠાં લોયણ આજ.' પરમકૃપાળુદેવ જેવા ધણી જેને માથે છે, તેને કશો ભય નથી. ગભરાવું નહીં, આત્મા મરવાનો નથી. (બી-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫) એ દુઃખના પ્રસંગે જેમ દવા લઈએ, ચરી પાડીએ અને અપથ્ય આહાર તજી દઇએ છીએ; તેમ જો દુઃખ ગયા પછી વર્તાય તો માંદગીના ઓછા પ્રસંગ આવવાનો સંભવ છે; તેમ જો માંદગીમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને દીનતા તથા પરમાર્થ-સંબંધી જે વિચારો આવે છે તે માંદગી ગયા પછી ટકી રહે તો જીવનું હિત થવામાં વધારે કાળ ન લાગે; પણ શરીર સુધરતાં વિચારો પણ પલટાઈ જાય છે, મરણનો ડર રહેતો નથી, વર્ધમાન થયેલી ભાવનાઓ ઓસરી જાય છે; પણ જેને કલ્યાણ કરવું છે તે, રોજ, તે પ્રસંગ અને તે ભાવનાઓને યાદ કરે છે અને મરણને સમીપ જ સમજીને આત્મહિતને અર્થે વિશેષ પુરુષાર્થ કરતા રહે છે. (બી-૩, પૃ.૧૨૬, આંક ૧૨૫) I પૂ. ....ની તબિયત દિવસે-દિવસે નરમ રહ્યા કરે છે એમ લખ્યું, તે જાણ્યું. પ્રારબ્ધકર્મ પ્રમાણે વેદનીય આવેલી, ભોગવ્યા વિના છૂટકો નથી. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી. અજ્ઞાની વદ રોય.'' એ આપ સમજો છે, છતાં વિશેષ સાવધાની રાખી, આ વખતની વેદની વેદી લેવાય તો જીવને સમાધિમરણનું કારણ બને તેમ છે. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨) સદ્ગુરુનું શરણું, તેની આજ્ઞાની ઉપાસના, સ્મરણ કરતા રહેવાની ટેવ, સરુના બોધનો ઊંડા ઊતરીને શાંતિથી કરેલો નિર્ણય, ભક્તિ આદિ અપૂર્વ સામગ્રીની જોગવાઇ પુણ્યયોગે આ ભવમાં સમીપ સમજી, વૃત્તિ એવી ઉત્તમ બાબતોમાં રાખશો, અને મરણનો ડર ન રાખતાં, તેની તેયારી જરૂર કાળજીપૂર્વક, શાંત ભાવે, સદ્ગુરુશરણે કરતા રહેવા ભલામણ છે. આ કાળમાં અચાનક આયુષ્ય તૂટી જતાં સાંભળીએ છીએ. આપણને આટલું જીવવાનું મળ્યું છે, તે કોઈ પૂર્વના પુણ્યનો યોગ ગણવા યોગ્ય છેજી. ભલે પથારીમાં પડી રહેવું પડતું હોય, વંદના ભોગવવી પડતી હોય, ચેન ન પડતું હોય, પણ એવો-એવોય મનુષ્યભવ છે. ત્યાં સુધી, સદ્ગુરુ અપાર જ્ઞાન, સુખ, વીર્ય અને નિરંતર આત્મઉપયોગ તરફ દ્રષ્ટિ દઇ, તેને શરણે આ જીવનું જરૂ કલ્યાણ થશે, એવું આશ્વાસન એવા દુઃખના વખતમાં મેળવી, શાંતિથી સર્વ ૬ ખમવાનું ન મેળવી શકાય તેમ છે). આ જીવે આજ સુધી કરવા જેવું છે, તે તો કંઈ કર્યું નથી, નહીં તો આ વખતે બીજા જીવોને પણ પૂ. સોભાગભાઇની પેઠે ઉપદેશરૂપ થઇ પડે; આવે વખતે ધીરજથી પદની વદાય તો પોતાનું કલ્યાણ થાય અને બીજા જીવોને પણ “માર્ગ ઉત્તમ છે. આ ભાઇ આરાધ છે તે જ માર્ગ આરાધવા યોગ્ય છે.' એવી ભાવના થવાથી માર્ગ પામવાની જિજ્ઞાસા જાગે. ધીરજ ખોઇ બુમો પાડવાથી. કાંઈ કર્મને દયા આવવાની નથી, ઊલટી કંઇ રહી-સહી શક્તિ હોય, તે ભક્તિમાં ગાળી શકાત તેને બદલે, બરાડા પાડવામાં અને બીજાને ગભરાવવામાં ખલાસ પંઇ જાય. માટે શાંતિથી, ધીરજથી, સમભાવથી, સહનશીલતા લાવી, ગમે તેવી વેદના હોય તે જવા માટે આપી છે. ભોગવી લીધા પછી ફરી આવવાની નથી, દેવું પતે છે એમ જાણી, હિમત રાખી, કઠણાઇ કેળવવા વિનંતી છેજી. દવા પીવાની હોય, તે કડવી છે, નહીં પીઉં એમ કરીને પણ નાનાં છોકરાંની પદે પરાણે, આખરે પીવી પડે છે અને સમજુ હોય, તે ન ગમે તોપણ આંખો મીંચી, કઠણ મન કરી, પી જાય છે; તેમ આત્મામાં ક્લેશવૃત્તિ ન ઊપજે પણ શ્રી ગજસુકુમારની પેઠે, મોક્ષની પાઘડી માની વેદના સહન કરી તેમ, પ્રસન્નચિત્તે “સદ્ગુરુએ જ આપણને ઊંચી દશામાં લાવવા આ કઠણાઇ મોકલી છે' એમ માની, સદ્ગુરુને શરણે દુ:ખને સુખ ગણી, આનંદમાં રહેતાં શીખવાની ભલામણ છે. નરકમાં કેવા-કેવાં આકરાં દુઃખ, પરાધીનપણે ભોગવીને આ જીવ આવ્યો છે, તેનો વિચાર આવે તો અહીંનાં દુઃખોની તો કંઈ ગણતરી ન રહે. ઊલટું, મનુષ્યભવથી મોક્ષ સુધીનો માર્ગ ખુલ્લો છે એમ સમજી, પૂ. સોભાગભાઈની પેઠે એકાગ્રભાવ જ્ઞાનીની આજ્ઞામાં, સ્મરણમાં રાખવો ઘટે છે. (બો-૩, પૃ.૪૦૮, આંક ૪૧૫) એ હંમેશાં પુરુષાર્થપરાયણ રહેવું. બીજા હોય અને સ્મરણ બોલે તો તેમાં ચિત્ત રાખવું, નહીં તો આપણે વેદનામાં જતી વૃત્તિને વાળીને સ્મરણમાં રોકવી. એમ વારંવાર કાળજીપૂર્વક ર્યા કરવાથી તેવો અભ્યાસ થઈ જશે એટલે સહેજે કોઈ હોય કે ન હોય પણ મન સ્મરણમાં જ લાગેલું રહેશે. જેટલું જીવન બાકી હોય તે પરમકૃપાળુદેવને આશ્રયે ગાળવું છે અને અંતે પરમકૃપાળુદેવને આશ્રયે જ દેહ છોડવો છે એવી દ્રઢ ભાવના દ્ધયમાં રાખી, તે શરણ જ જીવન છે - તેમાં વૃત્તિ રહેવાથી આનંદ અનુભવાશેજી. Page #642 -------------------------------------------------------------------------- ________________ (૬૩૩ જ્ઞાની પુરુષની આજ્ઞા ““સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મારે માન્ય છે, બીજું કંઈ મારું નથી અને કંઈ કામનું નથી. તે આજ્ઞા સહિત જ દેહ છોડવો છે. આખરે મને એ જ લક્ષ રહે, અંતે બીજું કંઈ માનીશ નહીં. પરમગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞામાં “સહજાન્મસ્વરૂપ પરમગુરુ''માં વૃત્તિ રાખી દેહત્યાગ થાય તેને સમાધિમરણ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે, માટે એ જ લક્ષ મને ક્ષણે-ક્ષણે રહો. જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ ખરું વ્રત છે, તેમાં બધું સમાય છે. હિંમત હારવી નહીં. પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ, ઉલ્લાસભાવ અને આશ્રયભાવ વધારતા રહેવા ભલામણ છેજી. જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી સ્મરણમાં ચિત્ત રાખવું, પછીનું પરમકૃપાળુદેવને સોંપવું. જેવો પરમકૃપાળુદેવે આત્મા જાણ્યો છે, પ્રગટ કર્યો છે, અનુભવ્યો છે, તેવો જ મારો આત્મા છે. તે વિષે મારે કંઈ કલ્પના કરવી નથી. મને જે સાધન મળ્યું છે તેનું આરાધન, એ જ મારું કામ છે. દેહ-સંબંધી, કુટુંબ-સંબંધી, દેવલોક આદિ સંબંધી કંઈ વિકલ્પ નહીં કરતાં “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) આ ભાવ ઠેઠ સુધી રાખતા રહેવા ભલામણ છેજી. કોઈ પ્રત્યે રાગ કે કોઈ પ્રત્યે દ્વેષ - એ જ બંધનું અને જન્મમરણનું કારણ છે. થયેલા રાગ-દ્વેષની સર્વ પાસે ક્ષમા ઈચ્છી, નિરંતર ઉદાસીનતાનો ક્રમ આરાધવા યોગ્ય છેજી. જહાં રાગ અને વળી વેષ, તહાં સર્વદા માનો ક્લેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.' (બો-૩, પૃ.૫૩૮, આંક ૫૮૮). શરીર નરમ રહે તે વખતે, મનમાં મંદવાડ પેસી ન જાય એવું બળ જીવ ધારે તો કરી શકે, એવો મનુષ્યભવનો યોગ છે. શરીરના ધર્મને આત્માના ધર્મ સમજવાની ભૂલ અનાદિકાળથી ચાલી આવી છે, પણ કૃપાળુદેવે કહ્યું છે: “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ)'' “દહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય.'' ચેતનના ઉત્પત્તિ-લય, દેહના ઉત્પત્તિ-લયને આધારે માની, ઘણું જીવે વેઠયું છે. હવે તે ભાવ તજી, જ્ઞાનીએ જાણ્યો છે તેવો આત્મા હું છું અને દેહ તો પ્રત્યક્ષ, બધાને મૂકીને ચાલ્યા જતા આપણે નજરે જોયા છે; તો દેહમાં ને દેહમાં આત્માને મૂંઝવી મારવો નથી, એવો દ્રઢ વિચાર કરી, વેદનીના વખતે સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યું છે, તે પ્રાણ છૂટે તોપણ છોડવું નથી, એવી દૃઢતા આ ભવમાં તો કરી લેવી છે; તે અર્થે આ વેદનીનો વખત ગાળવો છે; અભ્યાસ પાડી મૂકવા માટે જ આ અવસર આવ્યો છે; ભાન છે ત્યાં સુધી કંઈક સપુરુષે કહેલું સ્મરણ કરી લઉં, પછી તો બની શકે તેમ નથી. માટે આળસ, પ્રમાદ કરી આત્માનો વેરી શા માટે બનું? (બી-૩, પૃ.૩૧૭, આંક ૩૦૭). Page #643 -------------------------------------------------------------------------- ________________ (૩૪) પૂ. ... ની અચાનક વેદની સંબંધી સમાચાર જાણી ખેદ થયો છજી. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. તેમાં સપુરુષનો યોગ થયા પછીનો કાળ તો જીવે અત્યંત મૂલ્યવાન ગણવા યોગ્ય છે. ભલે સ્ત્રી હો, પુરુષ હો, અભણ હો, ભણેલો હો, ગરીબ રંક હો કે રાજા હો, સાજો હો કે માંદો હો; પણ મનુષ્યભવ હશે તો સત્પષે આપેલા પરમ હિતકારી, પરમ અમૃતસ્વરૂપ સ્મરણમંત્રમાં ચિત્ત દેવાશે. તે મંત્રનું બને તેટલું રટણ કર્યા કરવા યોગ્ય છેજી. તે સ્મરણમંત્ર પૂ. ... ના કાનમાં પડતો રહે તેવી ગોઠવણ કરવાથી, તેમને અને તેમને મદદ કરનાર, બંનેને લાભનું કારણ છેજી. ખરી ચાકરી એ છજી. ભક્તિ વગેરે કરીએ તે પણ તેમની પાસે કરવાથી તેમના ભાવ ભગવાન તરફ વળવાનું નિમિત્ત છેજી. (બો-૩, પૃ. ૧૮૩, આંક ૧૮૭) T માંદગીના વખતમાં મંત્રનું સ્મરણ અને પ.૧.૫.પૂ. પ્રભુશ્રીજીએ કરેલા ઉપકારનું સ્મરણ, ખરી દવા છેજી. (બી-૩, પૃ.૪૪૮, આંક ૪૬;) | ભક્તિને અર્થે આ દેહ છે તેથી બનતી સંભાળ રાખી જરૂર પડે તેવા ઉપચાર કરતા રહેશોજી; પણ ખરી દવા પ.પૂ. પ્રભુશ્રીજીએ આપેલો મંત્ર છે, તેનો લક્ષ ચકાય નહીં તેવા પુરુષાર્થમાં રહેવા ભલામણ છે.જી. શાતા-અશાતા સરખી ગણવાનો જ્ઞાનીનો ઉપદેશ છે; તેવો અભ્યાસ થાય, તે અર્થે આ વેદની આવી છે, એમ ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૪પ, માંક ૯૧૯) D શરીર તો રોગનું પોટલું જ છે. તે ભક્તિના કામમાં આવે તે અર્થે દવા વગેરે કરવી ઘટે છે, પણ કોઈ રીતે દુઃખ સંબંધી ફિકર કરવી ઘટતી નથી. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એમ પરમકૃપાળુદેવનું વચન છે, તે વિચારશોજી. બનનાર તે બની રહ્યું છે, તેમાં સમભાવ રહે તેવો પુરુષાર્થ કર્તવ્ય છેજી. કોઈના વાંક જેવો ઘટતો નથી. આપણાં કર્મ અનુસાર જે બને છે તે જોયા કરવું. ભક્તિ-સ્મરણ રાતદિવસ કરવાની ભાવના રાખવી. (બો-૩, પૃ.૭૧૭, આંક ૮૬૯). D ધર્મધ્યાનમાં વૃત્તિ રાખતા હશો. દવા કરવી પડે તો નિર્દોષ દવા કરવી. વેદનીયકર્મની મંદતા વખતે દવા કંઈ અસર કરે છે, નહીં તો ઘણી વખત વિપરીત અસર પણ થાય છે. શરીરનું જેમ થવું હોય તેમ થાઓ, પણ આત્મઆરોગ્યતા વર્ધમાન થાય એવી ભાવના સતત રાખવા યોગ્ય છે. (બી-૩, પૃ.૬૯૦, આંક ૮૨૯) D તમે પુછાવો છો કે કોડલિવર ઓઇલ લેવું પડે તો લેવું કે કેમ ? તેનો ઉત્તર નકાર સિવાય બીજો શું હોઈ શકે ? મારાથી તેવી દવામાં અનુમતિ કેમ અપાય ? તે આપ જ વિચારી જોશો. દવા જ મટાડે છે, શક્તિ આપે છે તેમ નથી. એ તો માર્ગ અનુકૂળ કરનાર છે. બા શક્તિ તો જેમાંથી આવવાની છે, તેમાંથી જ આવશે. નિમિત્તનો નિષેધ નથી કરવો; પણ જેનું ફળ અત્યારની માંદગીથી ભારે દુઃખદાયી આવે તેમ હોય તેવી દવા, તે દવા નથી; પણ રોગની માતા છે. આટલો લક્ષ રાખી, ડોક્ટરથી દબાઈ જવા યોગ્ય નથી. બીજી નિર્દોષ દવા ન આપે તો થોડા દિવસ અમદાવાદ જઇ, કોઈ દેશી દવા જરૂર લાગે તો લેવી. વ્યાધિ વ્યાધિના કાળે ક્ષય થઇ જાય છે, તે શ્રદ્ધા આવા વખતે વધારે બળપૂર્વક ટકાવી રાખવી ઘટે છેજી. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવા ભલામણ છેજ. ખરી દવા સત્પષની કૃપાથી મળી છે, તે જ છેજી. Page #644 -------------------------------------------------------------------------- ________________ (૩૫) દેહની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી નહીં, પણ તેથી અનંતગણી કાળજી આત્માની રાખવાની પરમકૃપાળુદેવે કહેલ છે, તે લક્ષમાં હશે. હિંમત હારવી નહીં અને જે પરમપુરુષનાં વચનો યાદ આવે, તેના વિચારમાં ઊંડા ઊતરવા ભલામણ છે. જગતની વિસ્મૃતિ કરી, સત્પરુષના ચરણમાં રહેવાની ભાવના, એ સર્વોત્તમ સલાહ પરમકૃપાળુદેવની છે; તે પોષાતી રહે તેમ નિવૃત્તિનો કાળ ગાળતા રહેશોજી. (બી-૩, પૃ.૪૧૨, આંક ૪૧૯) સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથના જડિયાં.'' પૂ. ... ની માંદગી સંબંધી જાયું; સાથે ભક્તિ કરવાનું બને તેટલું રાખશો. મંત્રસ્મરણ કરવાનો વધારે અભ્યાસ પાડે એવી ભલામણ છે. શરીરના કારણે પહેલાંની પેઠે ભક્તિ ન થતી હોય, તે કારણે ક્લેશિત થવું યોગ્ય નથી. બને તેટલું કરી છૂટવું અને ન થાય તો ભાવના કરવી કે હે ભગવંત, વ્યાધિ-પીડાને લઇને મારાથી કંઈ બનતું નથી; પણ અહોરાત્ર તમારા કહેલા રસ્તામાં હું રહું એવી મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ, એવી ભાવના રહ્યા કરે, એ પણ ભક્તિ છે. બને તેટલી જ્ઞાની પુરુષની કહેલી આજ્ઞા ઉઠાવવી, એટલે વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, મંત્રનું સ્મરણ વગેરેમાં વૃત્તિ રાખી, જેટલી આજ્ઞા ઉઠાવાય તેટલું આત્માનું હિત છે એમ ગણી સંતોષ રાખવો; અને આનંદ માનવો કે મનુષ્યભવ છે ત્યાં સુધી આ બને છે. દેહ છૂટી ગયો હોત તો આટલી પણ ભક્તિ ક્યાંથી થાત ? એમ વિચાર રાખવો, પણ ખેદ કરવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૬૫૫, આંક ૭૭૫) શરીર સંબંધી કે વેદના સંબંધી બહુ વિચાર ન કરતાં, જ્ઞાનીની આજ્ઞા વિચારી તેનું આરાધન બને તેટલું આ ભવમાં કરી લેવાનો ભાવ રાખવો. અહીં આવવા, ન આવવાનું પણ પ્રારબ્ધાધીન છે; ન આવવું એવું કાંઈ તમને કહ્યું નથી. યથાવકાશ આવી શકાય તો લાભનું કારણ છે, પણ મૂંઝાવાનું કંઈ કારણ નથી. પરમકૃપાળુદેવની ભક્તિ ગમે ત્યાં રહીને સાચા દિલથી કરીશું તો તે સદાય આપણી સમીપ જ છે એવું એમણે પોતે જણાવ્યું છેજી. માટે બનતી શરીર-સંભાળ રાખી, ભક્તિમાં ચિત્ત રાખવા આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને વિનંતી છે. બે ઘડી બધા ભેગા થઈ, ભક્તિ કરવાનું બને તો રાખવું ઘટે છેજ. ન બને તો એકલા પણ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૩૧૪, આંક ૩૨) D શરીર સુકાતું જાય, કે વેદના વધતી જાય તે તરફ બહુ લક્ષ દેવા જેવું નથીજી. દેહના દંડ દેહ ભોગવ્યા વિના છૂટકો નથી પણ ભાવ સદ્ગુરુની આજ્ઞામાં, સ્મરણમાં રાખવાથી આત્માને હિત થાય છેજી. જ્ઞાનીએ જામ્યો છે તેવો આત્મા હું છું; દેહાદિ હું નથી. બીજામાં વૃત્તિ જાય તે પાછી વાળી આત્મભાવનો અભ્યાસ પાડવો ઘટે છેજી. જે આપણું છે નહિ, અને આપણું-આપણું કર્યું આપણું થવાનું નથી, આખરે જેને છોડીને જવાનું છે, તેમાં ને તેમાં વૃત્તિ રાખવાથી જન્મમરણ વધે છે; અને જ્ઞાનીએ જાણ્યો છે તેવો શુદ્ધ આત્મા મારો છે, એવી ભાવના કરવાથી, ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ” Page #645 -------------------------------------------------------------------------- ________________ (૩૬) મંત્રમાં ચિત્ત રોકાવાથી રહેવાથી આત્મા દેહનો દાસ મટી, દેહને નોકર ગણતો થશે અને દેહ પાસે આત્માનું કામ - ભક્તિસ્મરણ કરાવશે. કાયર થઈને કર્મને ગા-ગા કર્યો, કર્મ કંઈ ઓછાં થવાનાં નથી, દર્દને દયા આવવાની નથી; અને શૂરવીર થઇને આત્માને બચાવવા જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવાથી, કંઈ દર્દ વધી જવાનું નથી. માટે આત્માનું કામ શા માટે ન કરી લેવું? આ મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ થઈ શકે એમ છે. પછી લખચોરાસીમાં ભમતાં કંઈ ધર્મ નહીં બને, માટે રાતદિવસ સપુરુષની આજ્ઞામાં જ રહેવું છે, એમ કૃઢ કરવું. (બો-૩, પૃ. ૨૨૦, આંક ૨૧૮) D આપના પિતાશ્રીને ત્રિદોષ થયાના સમાચાર જાણ્યા છેજી. તેમને, ભાનમાં હોય ત્યારે, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ આદિ ભક્તિનાં પદો તથા કોઈ-કોઈ પત્રો સંભળાવતા રહેશોજી; તથા સ્મરણમાં રહેવાની તેમને ભલામણ કરી છે એમ જણાવશોજી. મનુષ્યભવ દુર્લભ છે. જ્યાં સુધી આયુષ્ય છે અને ભાન હોય ત્યાં સુધી, જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનો દ્રઢ નિશ્રય કર્તવ્ય છેજી. સશક્ત-અશક્ત, સાજ-માંદો, ગરીબ કે ધનવંત, ગમે તે અવસ્થામાં મનુષ્યભવ હશે તો પથારીમાં પડયા-પડયા પણ પ્રભુનું આપેલું સ્મરણ થઈ શકે તેમ છે. આયુષ્ય છૂટી ગયા પછી આવો લાગ આત્મહિત કરવાનો મળવો મહાન દુર્લભ છેજી. માટે કંઠે પ્રાણ આવ્યા હોય, દેહ છૂટવાને વાર ન હોય તોપણ જ્ઞાનીએ આપેલા મંત્રનું રટણ ચૂકવું ઘટતું નથીજી. તે પરમપુરુષ પરમકૃપાળુદેવનું શરણું આ ભવમાં કોઈ પૂર્વના મહાપુણ્યને લીધે મળ્યું છે, તે ભવસાગર તરવાનું સફરી જહાજ સમજવા યોગ્ય છેજી, જ્ઞાની પુરુષે કંઈ પણ સ્વાર્થ વિના, માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી, જે આપણા જેવા પામર પ્રાણીઓ ઉપર અથાગ ઉપકાર કર્યો છે, સન્માર્ગ બતાવ્યો છે તેનો કોઈ રીતે બદલો વળી શકે તેમ નથી. માત્ર તેણે કરેલી આજ્ઞા, તેનું શરણ અને આશ્રયના અવલંબનને મરણપ્રસંગની ભારે વેદનામાં પણ ભુલાય નહીં તેટલી અંતરમાં દૃઢ શ્રદ્ધા અને કાળજી (દાઝ) ઊંડી રાખવા યોગ્ય છેજી. એ સત્પરુષને આશરે આ દેહ છૂટે તો તેના જેવી બીજી કોઈ કમાણી ગણવા યોગ્ય નથી. જેણે છેવટની પળ સાચવી તેણે બધાં વ્રત કર્યા, જાપ કર્યા, તીર્થ કર્યા, શાસ્ત્ર ભણ્યો, ભક્તિ કરી, બધું કરી છૂટયો સમજવા યોગ્ય છેજી; પણ પહેલેથી તે આજ્ઞાનું, તેના શરણાનું અને તેના આશ્રયનું માહાભ્ય સાંભળ્યું હશે, તેનો આધાર રાખ્યો હશે અને મરણ વખતે પણ તે ન છૂટે તેવી વારંવાર ભાવના કરી હશે તો જ આખર સુધી ટકી રહેશે. માટે જાગ્યા ત્યાંથી સવાર ગણી, આ પત્ર મળે ત્યારથી તે ભાવનાનો અભ્યાસ કરવા મંડી પડશો તો તે આખરે ગુણ કરશે, એમ આપના પિતાશ્રીને કાને પણ વાત નાખશો અને આપણે પણ એ જ કર્તવ્ય છે. સમાધિમરણ કરાવનારને પણ લાભ થાય છે.જી. આવો સેવા કરવાનો અવસર વારંવાર મળતો નથી; માટે કંટાળ્યા વિના, બીજાં કામ કરતાં પિતાની સેવા મહાલાભનું કારણ છે ગણી, તેમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છેજ. ધર્મમાં શ્રદ્ધા તેમની દ્રઢ થાય તેવું વાંચન, વાતચીત, ભક્તિ, સ્મરણ કરતા રહેવાથી સ્વપર, બંનેને લાભનું કારણ છેજી. (બી-૩, પૃ. ૨૦૨, આંક ૨૦૨) Page #646 -------------------------------------------------------------------------- ________________ (૬૩૭ પૂ... ની ગંભીર માંદગી જાણી ધર્મસ્નેહથી ખેદ થયો, પણ તે શમાવવો કર્તવ્ય ગણ્યો છેજી. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે છતાં ક્ષણમાં ખોઈ બેસાય તેવા સંજોગોની વચમાં આપણે જીવીએ છીએ; માટે બહુ કાળજીપૂર્વક જીવનની ક્ષણે-ક્ષણ સદ્ગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞામાં, સ્મરણમંત્ર, ભક્તિ વગેરેમાં ગાળતા રહેવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. રસ્તામાં અડચણ વેઠીને પણ આશ્રમમાં ઊતરવાનું બન્યું હોત તો ઘણા લાભનું કારણ હતું, પણ મોહને આડે તથા તેટલા પુણ્યની ખામીને લીધે ન બન્યું તે ભાવિ ભાવ. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ તો આ તપોવન જેવા આશ્રમ માટે એટલા સુધી કહેલું છે કે અહીં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. તે માન્ય રાખી, બને તેટલી તેની ભાવના રાખી, હાલ તો તે મહાપુરુષે જે આપણને આજ્ઞા વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, મંત્ર આદિ જણાવેલ છે, તે પ્રમાદ તજી, ખરા અંત:કરણે કરતા રહેવાની જરૂર છેજી. ચિ.... આદિ નવરા હોય તેમણે પૂ. .... પાસે જે મુખપાઠ કરેલું હોય તે તથા તત્ત્વજ્ઞાન વગેરેમાંથી વાંચતા રહેવા ભલામણ છે. વાંચનાર અને સાંભળનાર, બંનેને તેથી લાભ છેજી. બીજું કંઈ ન બને તો અખંડ સ્મરણની ધૂન સંભળાવ્યા કરવી. તેનાથી જાતે વંચાય તેમ હોય તો સમાધિસોપાનમાં છેવટના ભાગમાં પૃ. ૩૨પથી છેક છેલ્લા સુધીનો ભાગ વારંવાર વાંચતા રહેવા કે સાંભળતા રહેવા જેવો છેજી. જો સદ્ગુરુપ્રસાદ ગ્રંથ હોય તો તેમાંથી, નહીં તો ગમે તે ચિત્રપટ દર્શન કરવા તેની પાસે રહે તેમ કરતા રહેવાની ભલામણ છે. આ બધાં નિમિત્ત પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ, શરણ અને આશ્રયભાવ દૃઢ થવા અર્થે છે, અને બીજેથી મન ઉઠાવી તે પરમપુરુષને શરણે સર્વભાવે અર્પણતા, આશ્રયભાવ કરવાનો છે. કોઈ પ્રકારનો ક્લેશ મનમાં ન રાખતાં, દેહ ઉપરનો, સર્વ ઉપરનો મોહ ઉતારી એક આત્મકલ્યાણની ભાવના “સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' પ્રત્યે અખંડ વૃત્તિ વહ્યા કરે તેવો પુરુષાર્થ બને તેટલો કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનું શરણ એકલું જ આપણને બચાવનાર છે, એવી ભાવના દરરોજ કર્યા કરવી. તે માંદગીમાં અને ત્યાર પછી પણ સુખ આપનાર નીવડશે. મોહમાં તો જીવ મૂંઝાઈને દુઃખી થાય છે અને ફિકર-ચિંતામાં પડી અધોગતિને યોગ્ય બને છે. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તો કલ્યાણની મૂર્તિ એવા પરમકૃપાળુદેવનો ચિત્રપટ, તેનાં વચન અને તેનું કહેવું મંત્રસ્મરણ રટયા કરશો તો જરૂર સુખનાં કારણો પ્રગટ થશે, Æયમાં ખરી શાંતિ અનુભવાશે. ખરી કસોટીનો આ વખત છે. મનમાં સંસારની ભાવના જાગે કે તેને ખસેડી, ઝેર જેવી જાણી, જ્ઞાનીનું શરણ અને આશ્રય સુખકારી છે એવી ભાવના વારંવાર કર્યા કરવી, અને જ્ઞાનીને શરણે દેહ છૂટશે તો મારા આત્માને કદી લાભ નથી થયો તેવો લાભ, આ ભવમાં થવાનો છે એવો વિશ્વાસ રાખી નિર્ભય થઈ જવું, મરણથી પણ ડરવું નહીં. આત્મા તો નિત્ય છે, તે કદી મરવાનો નથી. એક ઓરડામાંથી બીજામાં જઈએ તેમ નિર્ભયપણે જે થાય તે જોયા કરવું અને પરમકૃપાળુદેવની કૃપાથી સારું જ થાય છે, એમ માનવું. (બી-૩, પૃ.૩૬૬, આંક ૩૬૭) Page #647 -------------------------------------------------------------------------- ________________ (૩૮) આત્મજ્ઞાન ને પરમ શરણનો કો પ્રભાવ કહી શકો ? હાદિથી ભિન્ન અનુભવ આત્માનો એ અજબ દીસે: અકંપપણું અનુભવી મુનિવરનું, નિર્ભયતા ઉરમાં ભરશે, ભવદુખ દાવાનળથી બળતા પામરને પણ ઉતરશે. પરમ ધર્મનું શરણ ગ્રહીને, સર્વ વેદના હવે સહ. કર્મ-કસોટી કર્સ શરીરને, જ્ઞાતા દૃષ્ટા તમે રહો: નથી અનંત ભવમાં આવ્યો, અવસર આવો હિતકારી, જીતી જવા આવ્યા છો બાજી, હવે નહીં જાઓ હારી. (પ્રજ્ઞાવબોધ પુખ-૫૩) પૂ. ...ની તબિયત નરમ વિશેષ રહ્યા કરે છે, એમ પત્રમાં હતું. હવે તો તેમણે મનમાં એવો જ નિશ્ચય કરવો ઘટે છે કે જાણે આ દેહ છૂટી ગયો છે અને મફતનું આયુષ્ય મળ્યું છે, તે માત્ર આત્મહિત થાય, તેમ જ ગાળવું છે. જેનો દેહ છૂટી ગયો હોય તે, દેહમાં શું થાય છે તેની પંચાત કરતો નથી; તેમ કર્મને લઇને વેદના, ક્ષીણતાં કે અશક્તિ દેખાય અને ઉઠાય-બેસાય નહીં તો પણ કંઇ ઇચ્છાઓ ઊભી થવા દેવાની જરૂર નથી. જે થવાનું છે, જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં પ્રગટ જણાયું છે, તેમ જ આ બધું થયા કરે છે, તો તેમાં આપણી ઇચ્છા નકામી છે, આપણે માત્ર જોયા કરવાનું છે, હર્ષ-શોક ન થાય તેટલી સંભાળ રાખવાની છે. જેમ થવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ'' એવું પ.પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત બોલતા અને ઉપદેશતા હતાજી. (બી-૩, પૃ.૪૭૧, આંક ૪૯૮) કુટુંબીઓ તથા મિત્રોએ, વિચારવાન સજ્જનની માંદગીના પ્રસંગે, પોતાને અને પરને હિતકારી નીવડે તેવું વર્તન રાખવું ઘટે. પત્નીએ પ્રેમપૂર્વક સર્વ પ્રકારની સેવા ઉપરાંત હિંમત રાખી, હિમત આપવાની ફરજ છે. તેણે કહેવું જઇએ કે તમે તમારા આત્માનું હિત થાય તેવા ભાવ રાખશો, તેમાં આપણે બધાનું કલ્યાણ છે. અત્યારે જે સુખ દેખાય છે, તે ધર્મનું જ ફળ છે અને ધર્મના આરાધનથી લૌકિક સુખ અને આત્માનું સુખ પ્રાપ્ત થાય છે. ધર્મ પૂર્વે આરાધેલો તેથી સુખી કુટુંબ, સજ્જન મિત્રો, સપુરુષનો યોગ અને સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ છે, અને ધર્મવૃક્ષને પોષીશું તો મોક્ષ સુધીની સર્વ સામગ્રી મળી રહેશે. મારી ચિંતા તજી, આત્મકલ્યાણનો માર્ગ, જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યો હોય તે આરાધો, અમને સમજાવો અને તેમાં અમારી મદદ, જે ઇચ્છો તે આપવા, અમે તૈયાર છીએ. આ વાત સર્વ મિત્રવર્ગે કે કુટુંબવર્ગે વિચારી, ધર્મધ્યાનમાં દિવસ અને રાતનો વિશેષ વખત જાય તેમ વ્યવસ્થા કરવી, તે સર્વને હિતકારી છે. માંદગીમાં પોતાનાથી ભક્તિમાં પ્રવર્તવા જેટલું બળ ન દેખાય તો બીજા ભક્તિ કરે તે સંભળાય, સ્મરણ કોઈ ઉતાવળે બોલે તેમાં ચિત્ત દેવાય અને ચિત્રપટ વગેરે પાસે રાખી તે પ્રત્યે પ્રેમભાવ, શરણભાવ વર્ધમાન થાય, તેમ કરવા ભાવના કર્યા કરવી, એ હિતકારી છે. પ્રવૃત્તિ ન બને તો ભાવના તો ધર્મકાર્યમાં રાખવી. ‘ભાવ તિહાં ભગવંત છે.'' એ વચન સત્ય છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ વેદનાથી મૂંઝાવું નહીં. દેહમાં જે દુઃખ દેખાવ દે છે, તે દેહનો ધર્મ છે; તેને જાણનાર આત્માનો, વાંકો વાળ પણ તે કરી શકે, તેવી તેનામાં શક્તિ નથી. આત્માને હાનિ કરનાર મોહ છે. તેને વશ કરવા માટે સદ્વિચાર, સદ્ગુરુનું શરણ અને સમભાવે સહન કરવું એ ઉત્તમ ઉપાય છે, તે વારંવાર સ્મૃતિમાં લાવવા માટે જાગ્રત રહેવું. (બો-૩, પૃ.૧૦૧, આંક ૯૩) આપના પિતાની ગંભીર માંદગી જાણી, કરુણાભાવે બે અક્ષર લખવા વૃત્તિ થઇ છેજ. સુપુત્ર, સદા, પિતા પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી, તેમના આત્માનું હિત કયા પ્રકારે થવું સંભવે છે એનો વિચાર કરી, પોતાની શક્તિ પ્રમાણે તેમને સમાધિમરણમાં સહાય મળે, તેવા વિચાર કરે છે, વાંચી સંભળાવે છે તથા વાતચીત દ્વારા તેમની વૃત્તિ બાહ્યભાવમાં ફરતી હોય, તે ધર્મ પ્રત્યે વળે તેવી યોજના કરે છેજી. તેમના શરીર-આરોગ્ય માટે તો દવા, ચાકરી વગેરે કરતા હશો; પરંતુ તેમના આત્માને શાંતિ થાય, સગાં, કુટુંબી, ધન, જ્ઞાતિ આદિ પ્રત્યેનો મોહ દૂર થઇ, પરભવમાં સહાયરૂપ નીવડે તેવાં દાન, ભક્તિ, સત્શાસ્ત્રના શ્રવણરૂપ નિમિત્તથી, શુભભાવમાં તેમનું મન વળે, તે લક્ષ રાખવા નિઃસ્વાર્થભાવે સૂચના છેજી. સમાધિસોપાન ગ્રંથમાંથી છેલ્લું પ્રકરણ ‘સમાધિમરણ' પૃ.૩૨૫થી છે, તે ક્રમે કરીને પુસ્તક પૂરું થાય ત્યાં સુધી, તેટલી તેમને ધીરજ રહે તો, સંભળાવવા યોગ્ય છેજી. જો તેટલો વખત લાંબો લાગે તો, પૃ.૩૫૫થી થોડું-થોડું નિયમિત વાંચી સંભળાવશો તો તમને અને તેમને, બંનેને હિત થવું સંભવે છે. જેમના ઉપ૨ તેમને મોહ રહેતો હોય, તેમનો પરિચય ઓછો થાય તે પણ હિતકારી છેજી. વૈરાગ્ય-ઉપશમ અને છૂટવાની ભાવના પોષાય, તે આ ભવમાં તથા પરભવમાં લાભનું કારણ છેજી. ‘‘ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.'' ભાવ એ જ, સંસારથી તરવાનું કે સંસારમાં બૂડવાનું કારણ છે, અને સારા ભાવ તો સારાં નિમિત્ત વિના બનતા નથી. તેથી જો આપના પિતાના આત્માનું હિત સાચા હ્રદયે ઇચ્છતા હો તો, તેમને પરમપુરુષના માર્ગ પ્રત્યે રુચિ થાય કે સાંભળવાનું નિમિત્ત બને, તેવી કંઇક ગોઠવણ રાખતા રહેવા નમ્રભાવે, નિષ્કારણપણે વિનંતી છેજી. એ ઉત્તમ કાર્યમાં જો ત્યાંના મુમુક્ષુ ભાઇબહેનોની તમને જરૂર જણાય તો પૂ. વગેરેને જણાવશો તો તે ઘણી ખુશીથી કોઇ-કોઇ, વાંચવા કે ભક્તિનાં પદ વગેરે અર્થે તમારે ત્યાં આવશે. મૂળ આધાર તો, તમારા પિતાના ભાવ તથા તમારા અંતરમાં તેમના આત્માનું હિત થાય તેવી લાગણી હોય, તેના ઉ૫૨ છે. ગંભીર પ્રસંગ છે, તો ગંભીરપણે વિચારી તેમના આત્માને ધર્મભાવ તરફ કરવા જે પ્રયત્ન કરશો, તે ખરી આખર વેળાની ચાકરી છેજી. બાકી બીજી મોહની વાતો તેમની આગળ કરી, સંસારમાં વૃત્તિ હોય તેને પોષ્યા કરશો તો તેમના શત્રુની ગરજ તમે સારશો. માટે વિચારવાનને ઘટે તેવી રીતે, આ પ્રસંગનો લાભ લઇ લેવા અને બને તેટલો લાભ, તમારા પિતાને આપવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૩૬, આંક ૪૫૬) Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦) સમતા | તમે “ઉદાસીનતા' વિષે પૂછયું, તેનો અર્થ પરમકૃપાળુદેવે સમતા કર્યો છે અને તે થવાનું કારણ સપુરુષની ભક્તિમાં લીન થવાનો ઉપાય જણાવ્યો હોય એમ લાગે છે. જગત પ્રત્યે વૈરાગ્ય-ઉપશમવૃષ્ટિ થયે, ભક્તિ પણ યથાર્થ થાય છે અને સમભાવ પ્રગટે છેજી. (બો-૩, પૃ.૭૫૩, આંક ૯૩૯) | મહાપુરુષો અવિષમભાવે એટલે સમભાવે રહ્યા તો જ કર્મ છોડ્યાં છે. ઉદાસીનતા એટલે સમભાવ.' જેને કંઈ પ્રતિબંધ નથી, તે ઉદાસીન છે. રાગ-દ્વેષમાં ન તણાવું, તેનું નામ ઉદાસીનતા છે. ઉદાસીન એટલે ક્યાંથી ચોંટી ન ગયો હોય. આમ થયું તો ઠીક અને તેમ થયું તો ઠીક, એ ઉદાસીનતા છે. જે થાય તે ભલું માનવામાં આવે તો ઉદાસીનતા છે. “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.'' (૭૭) ઉદાસીનતા આવે ત્યારે સુખ પ્રાપ્ત થાય. એ વગર સુખ ન આવે. વૈરાગ્ય હોય તો ઉદાસીનતા રહે. વૈરાગ્ય ઉદાસીનતાનું કારણ છે. સમભાવ કે ઉદાસીનતા એક જ છે. (બો-૧, પૃ.૩૩૫, આંક ૮૫) D આત્માનું ખરું સ્વરૂપ સમભાવ છે. સમભાવ એ જ મોક્ષ છે. હેમચંદ્રાચાર્ય લખે છે કે દેવલોક તો આગળ છે અને મોક્ષ તેનાથી પણ આગળ છે, પરંતુ સમભાવમાં રહો તો અહીં જ મોક્ષ છે. સમભાવ એ કર્મ છોડવાનું કારણ છે. સમભાવથી જેટલી નિર્જરા થાય, તેટલી કોઇ ક્રિયાથી ન થાય. ઉદય વેદતાં સમભાવ રાખવાનો છે. ગૃહસ્થાશ્રમમાં રહી સમભાવ રાખે તો મુનિ કરતાં ઘણી નિર્જરા થાય છે, કેમકે ગૃહસ્થાશ્રમમાં વધારે પુરુષાર્થ કરે ત્યારે સમભાવ રહે છે; અને જેટલો વધારે પુરુષાર્થ કરે, તેટલી વધારે નિર્જરા થાય, મુનિપણામાં અવકાશ બહુ હોય છે. તેથી થોડો પુરુષાર્થ કરે તોપણ સમભાવ રહી શકે છે. સમભાવ એટલે ઉદાસીનતા, ક્યાંય રુચિ ન રહે. પરમકૃપાળુદેવ આખા મુંબઈને સ્મશાન સમાન દેખતા હતા. (બો-૧, પૃ.૭૪) 0 પુણ્યનો ઉદય હશે તો વગર બોલાવ્યું જેમ રોગ આવે છે તેમ, નફો-સુખ-સામગ્રી પણ આવશે; અને પાપનો ઉદય હશે તો, ચોમાસામાં વરસાદ અચાનક આવે તેમ, ગમે ત્યાંથી દુ:ખ આવી પડશે. એ ક્યારે જાય ? ક્યાંથી આ આવ્યું? આમ કર્યું કાંઈ તે જવાનું નથી અને કહીએ કે આવવું હોય તેથી વધારે ભલે આવે તો કંઈ વધારે આવનાર નથી; તો પછી સમતા રાખી જે આવી પડે તે સહન કરવું યોગ્ય છે. (બી-૩, પૃ.૪૬, આંક ૩૧) “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.'' (૩૦૧) આવા પ્રકારની ભાવના, વૃત્તિથી વર્તવાની ટેવ પાડનાર મૂંઝાતો નથી; સર્વ અવસ્થામાં તેને જેમ બની આવે તેમ યોગ્ય બને છે એમ લાગ્યા કરે તો હર્ષ-શોકનું કારણ રહેતું નથી. જેમ બનવાનું હોય છે તેમ બન્યું જાય છે, તેવા આ પ્રારબ્ધજાળથી પ્રવર્તતા સંસારમાં, આપણું ધાર્યું કાંઈ બનતું નથી. આપણા ભાવ કેવા રાખવાં, તે આપણા હાથની વાત છે. તેમાં જે પુરુષાર્થ કરવા ધારે, તે, જીવ કરી શકે તેમ છે. (બી-૩, પૃ.૪૪૦, આંક ૪૬૦) 0 સમતા એ અપૂર્વ વસ્તુ છે, તે જ્ઞાનીના ઘરની વાત છે, પણ આપણને તે સમર્થ પુરુષનું શરણું મળ્યું છે; તો ચક્રવર્તીની દાસી પણ તેની રસોઈનાં ખબડાં (વાસણે ચોંટી રહેલી ખીર વગેરે) ખાઈને એટલી પુષ્ટ થાય છે કે ચપટીમાં હીરો દબાવીને ચૂરો કરી નાખે છે, તેમ તેને (શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને) આશરે Page #650 -------------------------------------------------------------------------- ________________ ૪૧) રહેવાથી, તેનાં વચનોનું સેવન કરતા રહેવાથી, તેમણે કરેલી આત્મભાવનાની ભાવના કરતા રહેવાથી જરૂર, આ જીવ પણ તે જ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરશે. માટે ગભરાયા વિના સત્સાધનમાં આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેનો પ્રવર્તતા રહેવા પુરુષાર્થ કર્યા કરો એ જ ભલામણ છે. (બો-૩, પૃ.૩૨૫, આંક ૩૧૮) D મુમુક્ષુ સમભાવ રહેતો નથી. પૂજ્યશ્રી : સમભાવ ન રહે પણ ભાવના તો કરાયને કે હે ભગવાન ! મને સમભાવ રહો? સવારમાં ઊઠીને ભાવના કરવી, પછી ફરી સાંજે ભાવના કરવી, ફરી સૂતી વખતે ભાવના કરવી, એમ અભ્યાસ પાડે તો વારંવાર સાંભરે. (બો-૧, પૃ. ૨૧૮, આંક ૧૦૫). T સમભાવ કેમ આવે ? “સમજ સાર સંસારમે, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ.'' સમજ આવે તો સમભાવ સહજ રહે. સમજ કેવી જોઇએ? સવળી. આ દેહ તે જ હું, આ સ્ત્રી, આ પુરુષ, આ પશુ, આ ઘર, આ ધન - એમ દેહદ્રષ્ટિ થઈ ગઈ છે. તે જો મટે તો સહજ સમજ પ્રગટે. વિચાર કરે તો પોતાને પ્રગટ લાગે કે શરીર મારું માનું છું, પણ ક્ષણમાં એનું રૂપ બદલાઈ જાય છે. તેમ જ, એની અંદર શું ભરેલું છે? એમાં કેવી વસ્તુઓ છે? એમ જો વિચાર કરવા બેસે તો બધાનું સ્વરૂપ જેવું છે, તેવું જ સદ્દગુરુ આજ્ઞાએ જીવને પ્રત્યક્ષ દેખાય. એમ જો વસ્તુનું સાચું સ્વરૂપ દેખાય તો પછી રાગ-દ્વેષ ન થાય. માટે વિચારે કરી સમજ આવે તો સમભાવ અવશ્ય થાય. મનને બધેથી ખેંચી, સદ્ગઆજ્ઞામાં રાખે તો વિચાર પ્રગટે. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે." (બો-૧, પૃ.૩૬, આંક ૮). T સમભાવ એ મોક્ષનો દ્વારપાળ છે. તેની રજા વગર કોઈ મોક્ષ પામ્યા નથી અને તે સહનશીલતાથી પ્રાપ્ત થાય છે. સહનશીલતાનો આધાર સમ્યક સમજણ – આત્મજ્ઞાન છે. તેનો આધાર સદ્ગુરુ પ્રત્યે શરણભાવ, તેનાં વચનોની-બોધની ઉપાસના અને તેનાં વચનના આશય પ્રત્યે પ્રીતિ, પ્રતીતિ, ભક્તિ એ છે. એક રીતે આપણાં અહોભાગ્ય છે કે હડહડતા કળિકાળ જેવા નાસ્તિક યુગમાં, આત્માનું માહાભ્ય હૃદયમાં ઘોંચી ઘાલે તેવા પ્રત્યક્ષ ઉપકારી પ.પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન, સમાગમ, સેવા, આજ્ઞા આદિ ધર્મનાં બીજની પ્રાપ્તિ થઈ છેજી; અને તેને પોષણ મળે તેવા સત્સંગધામને તે પાછળ મૂકતા ગયા છે). (બી-૩, પૃ.૪૫૯, આંક ૪૮૧) T સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે શુભાશુભ બની આવે છે, તેમાં સમતા એ જ બચવાનું સ્થાન અને ઉદ્ધાર કરનાર છેજી, (બી-૩, પૃ.૬૭૬, આંક ૮૧૧) D કર્મ કોઈનાં લઈ-દઈ શકાય તેમ નથી એમ સમજી, નિરુપાયતા આગળ સહનશીલતા જ સર્વોત્તમ ઉપાય છેજી. સમભાવ એ સર્વ પ્રસંગ વખતે બચવાનો સર્વોત્તમ ઉપાય છેજી. (બો-૩, પૃ.૭૯૭, આંક ૧૦૨૫) Page #651 -------------------------------------------------------------------------- ________________ (૬૪૨) D શુભભાવ, અશુભભાવ કરતાં કોઈ અપેક્ષાએ સારો છે. તડકા કરતાં છાયામાં ઊભા રહેવું ઠીક છે, એમ સૌને સમજાય છે; પણ જ્ઞાનીનો માર્ગ કોઈ જુદો જ છે. તડકો અને છાંયો જેને સમ થઈ ગયા છે; એક પગને કોઈ વાંસલાથી કે કુહાડાથી કાપતો હોય અને બીજે પગે કોઈ ચંદનનો લેપ લગાવતો હોય, તો તે બંને પ્રત્યે સમવૃષ્ટિ રાખવી એ જ્ઞાનીનો માર્ગ છે. સમભાવ જેના દયમાં ખડો થાય તેને સુખ-દુઃખ, ઇષ્ટ-અનિષ્ટ, શત્રુ-મિત્ર, માન-અપમાન, પારકું-પોતાનું, લાગવગ, પ્રીતિ-અપ્રીતિ સર્વ વિકલ્પો શમાઇ જાય છે. (બો-૩, પૃ.૧૪૩, આંક ૧૬૬). D તબિયત ઘણા દિવસથી બીમાર રહે છે જાણી, ધર્મસ્નેહને લીધે ખેદ થયો; પણ પરમકૃપાળુદેવે કહ્યું છે : “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) તેની સ્મૃતિ સર્વ વિષમતા શમાવી દે તેવી છે'. જ્યાં નિરૂપાયતા, ત્યાં સમતા એ જ આધારભૂત છે). શ્રી હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે સ્વર્ગ તો દૂર છે અને મોક્ષ તો તેથી પણ દૂર છે, પરંતુ સમતા એ મોક્ષની વાનગી છે. જો જીવ સમભાવ સેવે તો તેને તુર્ત ફાયદો સમજાય છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફપ્રકારે અહિયાસવા યોગ્ય છે.' (૪૬૦) આવાં પરમકૃપાળુદેવનાં વચનો આ વખતે આધારભૂત છે. (બી-૩, પૃ.૫૩૮, આંક પ૮૮) "जन्म दुःखं जरा दु:खं, नित्यं दुःखं पुनः पुनः । સંસારસી રે ૩:વું, તમારું ના'Jદે નામૃઢ |'' એક, બે લીટીનો પરમકૃપાળુદેવનો પત્ર મોક્ષ થતાં સુધી પાથેય - ભાથારૂપ છે, તે આપણે વારંવાર વિચારી, દયમાં સંગ્રહી રાખવા યોગ્ય છે : ““અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે.' (૮૨૩) આટલું થાય તો બાકી શું રહે? અને તે ન થાય તો ગમે તેવું બીજું બધું કર્યું હોય, તે શા કામનું? (બી-૩, પૃ.૧૦૬, આંક ૯૭) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના બોધમાં આવ્યું હતું : “મોટાપુરુષો હોય તે સારા ઉત્તમ સ્થાનમાં રહે છે, પાયખાનામાં રહેતા નથી; તેમ આખું જગત પાયખાનામાં રહે છે; પણ જ્ઞાનીઓનું સ્થાન કયું છે ? “સમભાવ' આ એમનું સ્થાન છે. આ જગાનું કેટલું સુખ, કેટલી સાહ્યબી છે – તે કહ્યું જાય તેમ નથી. આ જગાએ જવાથી દુઃખમાત્ર નાશ પામી જાય છે. ચંડાળ જેવા નીચ ઘેર, હલકા ભાવમાં જ્ઞાની રહેતા નથી, તેથી તેમનો ભયમાત્ર નાશ પામી જાય છે. એક આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું.” તેની શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થયે પણ કામ થઇ જશે. છ પદનો પત્ર અમૂલ્ય છે. ઊંડા ઊતરવું જોઈએ, પકડ થવી જોઇએ. બધાની વચમાં કહ્યું છે; પણ સમભાવ'ની પકડ કરી લેશે તેનું કામ થશે. .... અંતરપરિણમન વિચારથી કરવું જોઇએ; પલટાવી નાખવું જોઇએ. હવે તો આત્મા જોવાનું કરો. બીજું જોવાનું કર્યું છે, તેથી ફરીને એક આત્મા જોવાનું કરો. વૃષ્ટિમાં ઝેર છે, તે અમૃત થાય તેમ કરો. માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ.'' જ્ઞાનીઓએ એ જ કર્યું છે, એ જ જોયું છે. “કર વિચાર તો પામ” વિચાર વડે દ્રષ્ટિ પલટાવી અંતર્દ્રષ્ટિ કરવાની જરૂર છે. .... સર્વ Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૪૩) જ્ઞાની પુરુષો એક જ વાટે મોક્ષે ગયા છે. તે વાટ “સમતા છે. બહુ અદ્ભુત છે ! વિષમભાવ છે ત્યાં બંધન છે. સમભાવ છે ત્યાં અબંધતા છે.'' (ઉપદેશામૃત પૃ.૩૮૭) (બી-૩, પૃ.૩૧૯, આંક ૩૧૦) D બાંધેલાં કર્મો છે. ઉદયમાં આવે ત્યારે રાગ અને દ્વેષમાં ખેંચાઈ ન જવાય તેટલો પુરુષાર્થ જરૂર કર્તવ્ય છે. સમતા રહેવી મુશ્કેલ છે, પણ તે વિના મોક્ષ થાય તેમ નથી એમ વિચારી, બને તેટલો તે દિશામાં પુરુષાર્થ કર્તવ્ય છે. સદ્દગુરુની દયાથી જે સત્સાધન મળે છે, તેનું વિસ્મરણ થવા ન દેવું. (બો-૩, પૃ.૩૧૨, આંક ૨૯૮) જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.'' શરીરનાં દુઃખમાં બીજું કોઈ પ્રત્યક્ષ નિમિત્ત દેખાતું નથી એટલે ત્યાં સમભાવ રહેવો સહેલો છે; પરંતુ “આ મને ક્લેશનું તથા દુઃખનું નિમિત્ત છે' એમ દેખાય છે, ત્યાં સમતા રહેવી મુશ્કેલ પડે છે; તોપણ મુમુક્ષુજીવે તો જે અઘરું હોય તેમાં પણ પરમકૃપાળુદેવની પરમ કૃપા સમજી, આથી મને વિશેષ લાભ થવા સંભવ છે એમ વિચારી, વિશેષ વીર્ય ફોરવી પરના દોષ નહીં જોતાં, પોતાને એવું નિમિત્ત ઉપકારી છે એમ જાણી, તેના પ્રત્યે દ્વેષ ન થવા દેતાં ઉપકારબુદ્ધિ રાખવી અને મારું ઋણ પતે છે, એવી મનમાં દૃઢતા રાખવી. આપણે તો પામર છીએ, પરંતુ પરમકૃપાળુદેવ જેવા સમર્થ પુરુષોએ પણ આંખ વડે રેતી ઉપાડવા જેવું કામ, દેવું પતાવવા માટે કરતા છતાં, અન્યનું ભલું કેમ થાય એ વિચારણા રાખી છે. તે જ માર્ગે આપણે પણ ચાલવું ઘટે છેજી સંકટમાં પણ ચિત્તપ્રસન્નતા ચૂકી જવાશે તો અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી વધારે ભારે કર્મ બંધાવા સંભવ છેછે. માટે ક્લેશિત થયા સિવાય હસતે મોઢે દેવું પતાવવું છે). એ જ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૧૭, આંક ૭૮૨) “થશે? કેમ કરવું? માથે બોજો છે એવા ભાવો દૂર કરી, થાય તેટલું કરી છૂટવું પણ તેના વિચારો વધારે વખત મગજમાં આવી ઘર ન કરી બેસે, તે સંભાળતા રહેવાની જરૂર છે જી. ફિકર કર્યો કંઈ બનતું નથી. પ્રારબ્ધ પ્રમાણે અત્યારે તો મોટે ભાગે લાભ-હાનિ જણાય છે. પુણ્ય વિના કોઇને લાભ થતો નથી. પુણ્ય પ્રમાણે જીવને સવળી મતિ સૂઝે છે. પાપનો ઉદય હોય ત્યારે અવળું જ કરવા જીવ પ્રેરાય છે; પણ તે બધાં પ્રસંગોમાં હર્ષ-વિષાદ મંદ કરવા જીવ ધારે તો થઈ શકે તેમ છેજી. મુશ્કેલી છે, પણ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે. (બો-૩, પૃ.૫૮૭, આંક ૬૬૫) પ્રારબ્ધાધીન બધું બને છે. તેમાં હર્ષ-શોક કરવાથી કંઈ વળતું નથી. ઊલટાં કર્મ બાંધવાનું કારણ થાય છે. તેથી જેમ બને તેમ સમભાવ રાખવાનો પુરુષાર્થ કરતા રહેવાની આપણી ફરજ છે; સાચા દિલથી ઉત્તમ વસ્તુની ભાવના ભાવ્યા કરે, તેને તે પ્રાપ્ત થવાનું કારણ બને છે. માટે ખેદ નહીં કરતાં સત્સાધન, સદ્ગુરુઆજ્ઞા, ભક્તિ આદિમાં મન રાખવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૩૬, આંક ૩૩૬) થાય છે તે તો પ્રારબ્ધાધીન છે. બધી કર્મની ઘટનામાં રાજી થવા જેવું નથી અને ખેદ કરવા જેવું પણ નથી. જેમ પરમકૃપાળુદેવના જ્ઞાનમાં દેખાયું છે, તેમ જ બન્યા જાય છે. તેમાં આપણે આડીઅવળી Page #653 -------------------------------------------------------------------------- ________________ (૬૪૪) કલ્પના કરીને શા માટે નકામાં કર્મ બાંધવાં? આજ સુધી જે બનનાર હતું તેમ બન્યું છે. હજી ત્યાં સુધી કર્યો હશે ત્યાં સુધી બનવાનું હશે તેમ બનશે. આપણું કામ કર્મના ઉદય વખતે સમભાવ રાખવાનું છે. (બી-૩, પૃ.૪૯૮, આંક પ૩૫) રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન ડરીશ; સમ સમશેર વડે કરી, ધાર્યું તે જ કરીશ.'' ચિત્તશાંતિ સાચવવા, વ્યાધિ સંબંધીના વિચારો ચિત્તમાં આવે-જાય, પણ ઘર ન કરી જાય, આકુળતાનું કારણ ન બને તેમ લક્ષ રાખવા ભલામણ છેજી. ગભરાવાનું કંઈ કારણ નથી. બનનાર છે તે પ્રમાણે બને છે. આપણું કામ ધીરજ રાખી સહન કરવાનું, ખમી ખૂંદવાનું છે. બને તેટલી ખેંચ આત્મકલ્યાણ કરવા પ્રત્યે રાખવી, પછી જે બની આવે તેથી સંતોષ માનવો. ‘ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.' (બો-૩, પૃ.૪૭૦, આંક ૪૯૭) “ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. .... કોઇ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે. એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. ... લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તોપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તોપણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં.'' (૩૭૪) ૫.ઉ. પ્રભુશ્રીજીનો બોધ તથા સમાધિસોપાનમાંના પત્રો આદિ વાંચતા રહેશો અને સમભાવ બને તેટલો રાખશો તો ધર્મધ્યાનમાં વૃત્તિ રહેવા સંભવ છે. બાકી સંસાર તો ક્લેશરૂપ છે, તેની નિવૃત્તિ વારંવાર ચિંતવી સત્સંગનો જોગ બને તેટલો મેળવતા રહેવા ભલામણ છે. સમજાય, ન સમજાય તોપણ જ્ઞાની પુરુષોનાં વચનોમાં વૃત્તિ જોડી રાખવાનો પુરુષાર્થ કરતા રહેશો; તેનું ફળ અલૌકિક આવશેજી. (બી-૩, પૃ.૩૯૧, આંક ૪OO) T સાચી ભક્તિ જેની હોય છે, તેને પરમાત્મા મુશ્કેલી મોકલે છે, એમ પરમકૃપાળુદેવ કહે છે. તે વિચારી ભક્તિમાં વૃઢ રહેશો તો મુશ્કેલીના પ્રસંગ તો જતા રહેશે અને નવાં કર્મ નહીં બંધાય. બીજાનાં કર્મના ઉદયે આપણે દુઃખી થવાનું હોય નહીં. પૂર્વે બાંધ્યાં છે તે જવા માટે આવેલાં કર્મ, આકરાં લાગે તોપણ કડવી દવાની પેઠે ગુણકારી છે, આપણને ક્ષમાગુણનું શિક્ષણ આપતાં જાય છે એમ વિચારી, સર્વનો ઉપકાર માની, સમતાભાવમાં આત્માને લાવતા શીખવું. (બી-૩, પૃ.૭૨૬, આંક ૮૮૫) 0 લોકપ્રવાહની સામે થવું પડે તો શૂરવીર થઈ સહન કરવું; પણ કોઈ પ્રત્યે દ્વેષબુદ્ધિ ન થાય, ખમી ખૂંદવાનું શિખાય અને જ્ઞાનીના માર્ગને અનુસરવા અર્થે વેઠવું પડે છે, એ ભાવમાં પણ જે શાંતિ સમાઈ રહી છે, તે સમજાય, તેમ વર્તવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૫૪૯, આંક ૬૦૫) D જગતમાં કોઇ કોઇનું નથી. કોઇ કોઇનું દુઃખ લઈ શકતું નથી. કોઈ કોઈને સુખ આપી શકતું નથી. જીવ એકલો જ આવે છે અને એકલો જ પોતાનાં કરેલાં કર્મ ભોગવવા પરલોક જાય છે. માટે આણે Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૪૫ મારું બગાડયું કે આ મારો શત્રુ છે, આ મને હિતકારી છે કે આનું તો મોં મને આખરે અવગતિ કરાવશે એવા રાગ-દ્વેષના ભાવો, જીવન અને મરણને બગાડનારા છે. માટે પૂર્વે કરેલાં કર્મથી સુખદુઃખ આવે છે તેમાં કોઇનો દોષ નથી; માત્ર અણસમજથી બીજાના નિમિત્તને લક્ષમાં રાખી, જીવ આકુળ-વ્યાકુળ થાય છે. ભલે કોઇ ચાકરી કરનાર હોય કે ન હોય; કોઇ આપણાં કામ ચલાવનાર પાછળ હોય કે ન હોય; કોઇ નિંદા કરે કે કોઇ વખાણ કરે તે તરફ લક્ષ ન રાખતાં, આ જીવે કરેલાં કર્મ તેને અવશ્ય ભોગવ્યા વગર છૂટકો નથી, તેમાં કોઇનો વાંક નથી, હાથનાં કર્યાં હૈયે વાગે છે; માટે સમતા રાખી, સદ્ગુરુનું શરણું મળ્યું છે તે મહાભાગ્ય માની, તેને આશરે હવે દેહ છોડવો છે એવો પાકો નિર્ણય કરી, રોજ તે નિર્ણય પ્રમાણે વર્તાય છે કે બીજો આશરો શોધવા જીવ મોહવશ ભટકે છે, તે તપાસતા રહેવા વિનંતી છેજી. આ પુરુષાર્થ જરૂર જીવને ઊંચે આણે એવો છે. માટે હવે બાહ્ય વસ્તુઓનું, બીજા જીવોનું અવલંબન છોડી, સ્મરણ નિરંતર રહે અને સમભાવ રાખી સર્વ પ્રત્યે મૈત્રીભાવના અને સદ્ગુરુપદમાં અભેદભાવના જેમ વિશેષ રહે, તેમ કરતા રહેવા સર્વ આત્મહિતેચ્છુઓને વિનંતી છેજી. થોડું લખ્યું ઘણું માનજો; વિશેષ વિચાર કરજો; અને કંઇ પણ આચરણ થાય છે કે નહીં, તેની તપાસ રાખશોજી. (બો-૩, પૃ.૨૭૫, આંક ૨૬૭) — આપના પત્રથી સમાચાર જાણ્યા. અશાતાવેદનીય, દુ:ખ ઉપરાંત ધર્મ-આરાધનમાં અંતરાયનું નિમિત્ત છેજી. પડવાના દિવસે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના અવતારની તિથિ છે તથા પ.પૂ. પ્રભુશ્રીજીના જન્મદિનનો મહોત્સવ તે જ દિવસે છે. શરીર સારું હોય તો સર્વની સાથે દરેક ગાથાએ નમસ્કાર પણ થાય, પણ તેમ ન બને તો ત્યાં રહ્યા-રહ્યા પણ ભાવના કરવી અને જે આવી પડયું છે, તે સમભાવે સહન કરવાનો લક્ષ રાખવો ઘટે છેજી. પ્રારબ્ધમાં હર્ષ-શોક ન કરવો તે પુરુષાર્થ, સત્પુરુષાર્થ છેજી. તે વખતે સ્મરણ, ભક્તિ તથા સત્પુરુષના સમાગમની સ્મૃતિ વગેરે ભાવનામાં ચિત્ત રોકવું અને શ્રી ગજસુકુમાર જેવા મહા વેદનામાં સમભાવ રાખી શક્યા તે મારે પણ કર્તવ્ય છે, એમ હિંમત રાખી ધર્મધ્યાનમાં વૃત્તિ ટકાવી રાખવી. જ્યાં નિરુપાયતા, ત્યાં સહનશીલતા એ જ આધાર છેજી. પરાધીનપણે જીવે નરક, તિર્યંચગતિમાં ઘણાં દુઃખો વેઠયાં છે. તે સમજણપૂર્વક આ ભવમાં સદ્ગુરુશરણે જેટલું વેઠી લેવાશે તેટલો બોજો ઓછો થાય છેજી. ‘મૂળમાં ઘા કરવો. દેહ અને દેહના અંગે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, સ્વજન, કુટુંબ, ધન વગેરે જે કંઇ ‘હું અને મારું’ ગણાય છે, તેમાંનું કંઇયે મારું નથી. એ સર્વ માત્ર મનની કલ્પના છે, ભ્રાંતિ છે. હું તો, હે પરમાત્મા ! તમારું બિરુદ (મંત્ર) ગ્રહું છું, દીન અલ્પજ્ઞ ચરણરજ છું. એમ સમયે-સમયે વિચારી - હું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું, સ્વભાવપરિણામી છું, જે સર્વ વિભાવિક સ્વરૂપ છે તે સ્વરૂપથી ભિન્ન છું, હું સર્વનો દૃષ્ટા છું - શ્રી સદ્ગુરુદેવનાં મુખથી શ્રવણ થયેલ વચનામૃતો વારંવાર વિચારવાં, તેમની મુખમુદ્રા અને ચારિત્ર વારંવાર હૃદયમાં નિદિધ્યાસન કરવાં.'' (બો-૩, પૃ.૪૯૬, આંક ૫૩૨) Page #655 -------------------------------------------------------------------------- ________________ (૬૪૬ ) D વેદની - શુભ કે અશુભ, એ તો બાંધ્યાં પ્રમાણે ઉદય આવે; પણ જો સમભાવ રાખે તો નવાં કર્મ ન બંધાય. ખમી ખૂંદવાનો રસ્તો છે. જે કંઈ થાય તેમાં રાગ-દ્વેષરહિત પરિણામે - સમભાવે સહન કરવામાં આવે તો બધાં શાસ્ત્રોનો સાર સમજ્યો કહેવાય. ભલેને બોલતાં ન આવડે, પણ કરવાનું એ જ છે. નિશ્રય કરવાની જરૂર છે કે મારું બાંધેલું મારે ભોગવવું છે. નવીન ન બંધાય તો ભોગવ્યા પછી એ તો એની મેળે નાશ થઈ જાય છે. માટે આજ્ઞામાં ચિત્તને રોકી, સમભાવ કરવાનો છે. (બો-૧, પૃ.૩૭, આંક ૯). D આપની ભાવના આશ્રમમાં આવવાની છે, એમ પત્રમાં હતું. તે પુણ્યનો ઉદય થાય ત્યારે જ બને છેજી; પણ સત્સંગની ભાવના તો નિરંતર કર્તવ્ય છેજી. ઉપાધિના પ્રસંગો પણ પોતે જ બાંધેલા છે, પોતાને જ ભોગવવાના છે; પણ બને તેટલી સમતાથી ભોગવવાની ભાવના કર્તવ્ય છે. તેને બદલે વ્યાકુળ થઈ જઇ, ખોટા વિચારોના પ્રવાહમાં તણાઈ રાગ-દ્વેષની વૃદ્ધિ કરે, તેને અત્યારે નથી ગમતાં તેવાં કે તેથી આકરાં કર્મ બંધાય, તે પણ આ ચાલુ કર્મ ઉપરાંત પોતાને જ ભોગવવાનું ભાથું તૈયાર કરે છે. માટે નવાં કર્મ બંધાય છે, તે ભાવના આધારે બંધાય છે એવી સમજ રાખી, સમભાવથી કર્મ બંધાતાં નથી તે અર્થે, જે જે સાધનો ઉપયોગી લાગે તે આ ભવમાં કરી લેવા યોગ્ય છે. પછી બીજા ભવમાં કંઈ બની શકે તેમ નથી, માટે “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એ પરમકૃપાળુદેવનું વચન વિચારવા વારંવાર ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૯૩, આંક પ૨૮). “સંસારાનલમાં ભલે ભુલાવી, વિપ્નો સદા આપજો, દારા સુત તન ધન હરી, સંતાપથી બહુ તાવજો; પણ રે પ્રભુ ! ના ધૈર્ય મુકાયે, હૃયે સદા આવજો, અંતે આપ પદે શ્રી સદગુરુ, સમતાએ દેહ મુકાવજો.'' ઉપાધિ છે તે મુમુક્ષુની કસોટી છે. તે પ્રસંગમાં સમતાભાવ રહે તો ઘણાં કર્મ ખપે છે. માટે કૃપાળુદેવનું દ્રષ્ટાંત લક્ષમાં રાખી, બને તેટલી સમતા ભણી ખેંચ રાખવી, એ જ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૯, આંક ૭૩૭) * | મુમુક્ષુ: સાંસારિક પ્રસંગો સંભારવા નથી ધારતા, છતાં પણ સાંભરે છે અને ક્લેશિત પરિણામ થાય છે. પૂજ્યશ્રી : સાંભરે ભલેને, પણ જીવ જો તેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ કરે તો ક્લેશ થાય. જો ઇષ્ટ-અનિષ્ટ પરિણતિ ન કરે અને વિચાર કરે કે મારે તો છૂટવું છે અને મોક્ષે જવું છે, તો ક્લેશ નહીં થાય. મોક્ષે તો સમભાવ આવે ત્યારે જવાય તેવું છે. સમભાવ આત્માનું નિજ-ઘર છે. ઈષ્ટ-અનિષ્ટ કર્યું પાર આવે તેમ નથી. જે સાંભરે તેમાં માથું નહીં મારતાં, સમજ વડે તેનો વિચાર કરી, સમપરિણતિ જીવ રાખી શકે છે. સાંભરે છે તેમાં, જીવને મીઠાશ હોય છે ત્યારે પરિણતિ બગડે છે. મીઠાશ ન હોય તો પરિણતિ બગડે નહીં. જો સાંભરવાથી પરિણતિ બગડતી હોય તો મોક્ષ થાય નહીં, કારણ કે પૂર્વકર્મ છે ત્યાં સુધી Page #656 -------------------------------------------------------------------------- ________________ ઉ૪૭) સાંભરે તો ખરું. માટે ચીલો બદલવાની જરૂર છે. એક પાટેથી બીજે પાટે ગાડી બદલીએ તો મુંબઈ ન જતાં, અમદાવાદ તરફ જવા લાગીએ. તેમ જ, રુચિ પલટે તો પછી સંસારથી ફરીને મોક્ષ તરફ વલણ થાય છે. જીવનમાં બધો વખત સરખો જતો નથી. કોઇ વખતે નીરોગી હોય તો કોઇ વખતે રોગી થાય છે. કોઈ વખત ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તો કોઈ વખત અનિષ્ટ મળી આવે. માટે પહેલેથી એવી ટેવ પાડી લેવી ગમે તે આવો, પણ બધાં કર્મ છે; મારે તો આત્મા તરફ દ્રષ્ટિ રાખવી છે. એ તો બધું જવા આવે છે, તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું કર્તવ્ય નથી. (બો-૧, પૃ.૩૭, આંક ૧૦) D “કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.' (૪૬) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તે ઘણા આશ્વાસનનું કારણ, વિચારતાં થઈ પડે તેમ છેજી. સર્વ જીવ સુખને ઇચ્છે છે અને ક્લેશ તો સુખનો નાશ કરનાર છે; દુઃખનું બીજ છે. તેમાંથી બીજું કંઈ ફળ મળતું નથી. સપુરુષનો આશ્રય જે નરનારીએ ગ્રહણ કર્યો છે, તેણે મોક્ષનો લક્ષ રાખ્યો હોવો જોઇએ. તે મોક્ષનાં કારણો પ્રત્યે કાળજી રાખે અને કર્મબંધનાં કારણો દૂર કરવા પુરુષાર્થ કરે; પૂર્વે બાંધેલાં કર્મો તો મે'માન સમાન છે; નોતર્યા હતાં તે આવ્યાં છે. તે જમીને (સુખદુ:ખ દેખાડીને, તેનો ભાગ ભજવીને, આપણને આપણા ધર્મકાર્યમાં ખોટી કરાવી) જતાં રહેશે. સમતાપૂર્વક, ધીરજથી, સદ્ગુરુના શરણા સહિત, મંત્રમાં ચિત્ત રાખીને વેદી લેવાય તો એવાં બીજાં નહીં બંધાય; પણ જો ક્લેશ થાય કે સુખમાં મીઠાશ મનાય તો પાછાં બીજાં બંધાશે, તે ઉદયમાં આવશે ત્યારે વળી વધારે આકરાં લાગશે. માટે ટૂંકામાં જ, અત્યારે માંડવાળ કરી, હાથ જોડી, તેને રજા આપવી. જવા જ આવે છે પણ, નોતરું દઈએ એટલે તેમાં હર્ષ-શોક કરીએ તો, ફરી તેવાં આવે. (બો-૩, પૃ. ૨૪૩, આંક ૨૩૭) | કર્મના ઉદયને રોકવા કોઈ સમર્થ નથી, માત્ર તે વખતે સમભાવ રહે તો તે કર્મથી સદાને માટે છૂટી શકાય એટલો અવકાશ છે, લાગ છે; માટે તેવા સમભાવમાં રહેવાની ટેવ પાડવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી; અને એ સમજણ સપુરુષના બોધને આધારે થયા વિના, સમતા રાખવી હોય તોપણ રહે તેમ નથી. તેથી સપુરુષનાં વચનનું બહુમાનપણું રાખી, હૈયાનાં હાર કરતાં વધારે કીમતી જાણી સપુરુષનાં વચન, તેની આજ્ઞાની ઉપાસના કરીશું તો તેની સમજણે આપણી સમજણ ઘડાશે અને તેનું માનેલું બધું મનાશે, તો રાગ-દ્વેષ, શોક, ઉદ્વેગનું જોર નહીં ચાલે અને કરવું છે, તે સહેલાઈથી થશે. માટે પ્રથમ જ્ઞાનીએ સંમત કરેલું આપણું હૃય સંમત કરે, ખરેખરા અંતરના ભાવથી નિષ્કપટપણે સ્વીકારે, તેવી વિચારણા વારંવાર કરતા રહેવા ભલામણ છેજી. તરવાનું સાધન તે જ છે. (બો-૩, પૃ.૨૭૨, આંક ૨૬૫) D આપનો પત્ર વાંચી બહુ સંતોષ થયો છેજી. મહાપુરુષોએ કહેલો એક પણ ઉત્તમ બોલ, આ કાળમાં જીવ વિપરીત સંયોગોમાં પણ આરાધે તો કેવું ઉત્તમ ફળ પોતાને મળે છે અને ચંદનની સુગંધી આખા વનમાં પ્રસરી જાય તેમ સર્વ સગાંસંબંધી કે દુશ્મનને પણ હિતકારી બને છે, તેનું દ્રષ્ટાંત તમે બનેલ છોજી. માહાભ્ય તો એ જ્ઞાની પુરુષોનું છેજી. Page #657 -------------------------------------------------------------------------- ________________ (૪૮) જેમ શ્રી પાર્શ્વનાથ ભગવાને કમઠ ધૂણી તપતો હતો તેમાંના લાકડામાંથી, સાપ અને સાપણને બળતાં કાઢયાં અને મંત્રનું સ્મરણ દીધું તો તે તેટલા દુઃખમાં પણ ભગવાનનાં દર્શન અને તેમની આજ્ઞાથી ધરણેન્દ્ર પદ પામે તેવો ભાવપુરુષાર્થ કરીને, મહાપુરુષના મંત્રનો પ્રભાવ પ્રગટ કરનાર બન્યાં, તેવી જ સ્થિતિ તમારી અત્યારે સંભળાય છે; પણ પરમપુરુષનાં દર્શન જેને થયાં છે, જેમણે તેમના બોધનું પાન ઘણા દિવસ સુધી કર્યું છે, તથા તે મોક્ષમાર્ગને આપનાર પુરુષ ઉપર દૃઢ વિશ્વાસ જેના હૃદયમાં દ્રઢ થયો છે, ધર્મ આરાધવાની અને આ સંસારનાં સર્વ દુઃખોથી છૂટી જવાની જેને મનમાં અત્યંત અભિલાષા છે, તેને જે જે દુઃખો આવે તે પણ આત્માને હિતકર્તા નીવડે છે. મોક્ષગામી શ્રી ગજસુકુમારમુનિની આપના જેટલી જ ઉંમર હતી, પણ દ્રઢતા ધર્મમાં કેટલી બધી હતી કે માથા ઉપર કાદવની પાળ કરી ધગધગતા અંગારા ભર્યા, પણ કાઉસગ્નમાં જ રહ્યા, કોઈને પોતાનો શત્રુ ન ગણ્યો. પોતાનાં બાંધેલાં પોતાને ભોગવવા પડે છે, તેમાં કોઈનો વાંક નથી; ઊલટો ગુણ માન્યો કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. આવાં દુઃખ તો આ ભવમાં આપણે માથે આવે એવો સંભવ ઓછો છે, પણ હિંમત તેટલી હોય તો જ મોક્ષરૂપ પરમ ફળ પ્રાપ્ત થાય. જે ગુણો પરમકૃપાળુદેવ આદિ મહાપુરુષોએ પ્રગટાવી, ટકાવી રાખ્યા, તે તે ગુણો, આપણે બધાએ પ્રાપ્ત કર્યા વગર મોક્ષ થાય નહીં કે મુમુક્ષુતા પણ ટકે નહીં. માટે ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ખમી ખૂંદવું, સહનશીલતા રાખવી, ભૂંડું કરે તેનું પણ ભલું થજો એવી અંતરમાંથી આશિષ આપવી. કોઇની સાથે બોલી બગાડવું નહીં, તેમ પોતાની ટેક તજવી નહીં. થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.' એવા ભાવ &યમાં રાખી, સર્વને રાજી રાખી, તાળી-તાળી દઈ આ સંસારથી છૂટી જવું છે. પથરા નીચે હાથ આવ્યો હોય, તે કળ-કળે કરીને કાઢી લેવો. ઉતાવળે ખેચવા જાય તો આંગળીઓ તૂટી જાય. ધીરજનાં ફળ મીઠાં છે; કોઈ ગમે તેમ બોલે, આપણી વાતો કરે - તે સાંભળી, આપણા ભાવ બગડવા ન દેવા; મનમાં કંઈ ક્રોધ જેવું કે ઓછું આવે તે ભૂલી જવું, સંકલ્પોમાં તણાઈ ન જવું પણ મંત્રના સ્મરણમાં મનને જોડી દેવું. વ્યાધિ-પીડા, કર્મને લઈને ખાટલામાં પડ્યા-પડ્યા ભોગવવી પડે છે, તેવા જ આ કર્મના યોગે સંયોગો આવી પડયા છે, તેમાં સમભાવ છે તેથી વધારે બળવાન બનાવી, પરમકૃપાળુદેવને શરણે આ ભવ પૂરો કરવો છે, એ ચૂકવા જેવું નથીજી, જ્યાં સુધી શરીરમાં ભાન હોય ત્યાં સુધી, તે પરમપુરુષનું મને શરણું છે તો મારે ફિકર કરવા જેવું કશું નથી, એ દૃઢ નિશ્ચય કર્તવ્ય છેજી. “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નરખેટ - વિમલજિન દીઠાં લોયણ આજ.” (બો-૩, પૃ. ૨૨૯, આંક ૨૨૫) D શરીરપ્રકૃતિ નરમ રહેતી હોય ત્યારે તેમાં એકાકાર વૃત્તિ થવા દેવી નહીં. તાવ આવ્યો હોય ત્યારે આપણે તો એવો વિચાર રાખવો કે દેહ ગરમ થયો છે, તે તાવ ગયે ઠંડો થઈ જશે. ફક્ત જોનાર તરીકે રહેવું જેથી સમતા રહે. મરણ આવે તોપણ આત્મા ક્યાં મરે છે ? તે તો ત્રણે કાળ નિત્ય છે. “મારું' માન્યું કે દુઃખ આવ્યું જ સમજવું. માટે મારાપણું કાઢી નાખવું. જે થાય છે, તે દેહને થાય છે - તેમ જોયા કરવું. જેમ કપડું જૂનું Page #658 -------------------------------------------------------------------------- ________________ (૪૯) થયે બદલી નાખીએ છીએ, તેમ મરણ થયે એક દેહ છોડી દેતાં બીજો દેહ મળે છે; કંઈ આત્મા મરતો નથી. રોગ આવ્ય, દવા વગેરે કરવી પડે તો કરવી, પણ લક્ષ ચૂકવો નહીં. જે થાય તે ઠીક થાય છે, સારા માટે થાય છે, એવી સવળી સમજણ કરતાં શીખવું, જેથી દુ:ખ માલૂમ પડશે નહીં. આગળના વખતમાં મુનિઓ શરીરને કષ્ટ આપી તપશ્ચર્યા કરતા. તાપમાં કાઉસગ્ગ કરે, ઠંડીના વખતમાં ઉઘાડા શરીરે કાઉસગ્ગ કરે, તે એટલા માટે કે મરણપ્રસંગે જે વેદના આવે તેમાં સમભાવ રહે. સહન કરવાનો પ્રથમથી અભ્યાસ પાડ્યો હોય તો ગમે તેવા દુ:ખમાં પણ સહનશીલતા રહે. જો તેવો અભ્યાસ ન પાડ્યો હોય તો તેવા પ્રસંગ આવ્યે બધું ભૂલી જવાય. (બો-૧, પૃ.૧૧, આંક ૧૪) શરીરનું જે થવું હોય તે થાઓ, બાંધેલાં કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી પણ ભોગવતી વખતે ધીરજ, સમભાવ, શાંતિ રાખીશું તેટલો આત્માને લાભ છે. જ્ઞાની જેવી સમતા રાખે છે તેવી ન રહી શકતી હોય તોપણ તેવી સમતા રાખવાની ભાવના પણ કલ્યાણકારી છે. સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ રાખી એટલે સર્વને ખમી, ખમાવી નિઃશલ્ય થવું. એક જ્ઞાનીના શરણમાં જ બુદ્ધિ રાખી નિર્ભયપણે અને નિઃખેદપણે દેહત્યાગ કરવો ઘટે છે. (બી-૩, પૃ.૬૨૫, આંક ૭૩૧) “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.'' જેને પરમકૃપાળુદેવનું શરણ છે, તેને કંઈ ગભરાવા જેવું નથી. બાકી બાંધેલાં કર્મ તો બધા જ્ઞાની-અજ્ઞાની સર્વને ભોગવવાં જ પડે છે; પણ શાહુકાર ખુશીથી દેવું પતાવે, તેમ પોતે બાંધેલાં કર્મ સમભાવે સહન કરી, તેથી છૂટવાની ભાવના કર્તવ્ય છેજી. હસતાં કર્મ ભોગવાય અને રડતાં-રડતાં પણ ભોગવાય. રડવાથી કર્મને દયા આવવાની નથી, કંઈ ઓછાં થવાનાં નથી; તો પછી શા માટે દુઃખથી ડરવું? નરકમાં જીવ કર્મ ભોગવીને આવ્યો છે, તેવાં આકરાં કર્મ તો અહીં ભોગવવાનાં હોય જ નહીં. આંખનું ઓપરેશન તો નાનું ગણાય. મરણની વેદના બહુ ભયંકર ગણાય છે. તેની તૈયારી કરવા આ નાનાં-નાનાં કર્મ સહનશીલતા શીખવવા આવે છે, તે સારું છે કે છેવટે મરણ વખતે જીવ ગભરાઈ ન જાય. તમે સમજુ છો, ઉપવાસ વગેરેથી દુ:ખ સહન કરવાનું શીખ્યાં છો, તેથી આ તો કંઈ વિશેષ લાગશે નહીં, પણ આથી આકરાં દુઃખ મરણનાં છે એમ વિચારી, મંત્રમાં મન પરોવેલું રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૨૧, આંક ૮૭૬) I પૂર્વકર્મ જેવાં બાંધ્યાં છે તેવાં અત્યારે ઉદયમાં દેખાય છે. તે પ્રત્યે સમભાવ રાખી વર્તવાથી તેવાં નવાં કર્મ ન બંધાય; માટે મનમાં ક્લેશને સ્થાન આપવા યોગ્ય નથી. પ.પૂ. પ્રભુશ્રીજી બપોરે જમ્યા પછી દર્શન કરવા આવતાં બાળકો આદિને પ્રસાદી વહેંચતા. રોજ તો કિંઈ ગળ્યું વગેરે હોય. એક દિવસે મોસંબીના છોડાં છોકરાંને અને બૈરાંને આપ્યાં. બધાંએ લીધાં પણ કોઈ ખાય નહીં. પ્રભુશ્રીજી બોલ્યા : “કેમ આજે પ્રસાદ ખાતા નથી? કડવો છે તેમાં? પ્રસાદ તો કોઈ દિવસે મીઠો હોય અને કડવો પણ હોય, તેથી ખાઈ જવો પડશે.” એમ કહી બધાંને છોડાં ખવરાવ્યાં. તેમ પુણ્ય અને પાપ બંનેનો ઉદય છે તે પ્રભુપ્રસાદી ગણી, પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખી, સમભાવે સહન કર્તવ્ય છેજી. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આવો મનુષ્યભવ ઉત્તમ મળ્યો છે. ઉત્તમ કુળ, આર્ય ક્ષેત્ર, સત્પુરુષનો યોગ, તેની આજ્ઞા અને ધર્મ માન્ય થયેલ છે. હવે તો જે બાંધેલાં છે તે કર્મ સમભાવે ભોગવી, ઇષ્ટ-અનિષ્ટભાવ ન જાગે, કોઇ પણ જીવ પ્રત્યે દ્વેષભાવ ન થાય, દયાભાવ વધે અને સર્વનું ભલું થાઓ એવાં પરિણામે, બાંધેલાં કર્મ ભોગવી લેવાં. આપણું ધાર્યું જગતમાં કાંઇ થતું નથી. ‘જીવ તું શીદ શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.'' એમ શ્રી દયારામ ભક્તકવિ ગાઇ ગયા છે, તે લક્ષમાં લેશો. ‘‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.'' એમ શ્રી નરસિંહ મહેતાએ પણ ગાયું છે. આનંદમાં રહી સ્મરણ કરતા રહેવાની ટેવ પાડશોજી. (બો-૩, પૃ.૬૯૨, આંક ૮૩૨) D કર્મના સંયોગે ગમે ત્યાં રહેવું થાય પણ આત્મા વિના કોઇ કાર્ય થઇ શકતું નથી. માત્ર તેના તરફ લક્ષ રાખી, મમતા મૂકતા રહેવાનો અભ્યાસ, નિરંતર મારે-તમારે કર્તવ્ય છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો પ્રથમ સમાગમ થયા પછી એટલો બધો તેમના પ્રત્યે પ્રેમ ઢળી ગયો કે તેમના વિના ક્યાંય ગોઠતું નહીં. અમદાવાદ તેઓશ્રી સેનેટોરિયમમાં રહેતા ત્યાં વારંવાર જતો ત્યારે તેઓશ્રીએ એક દોહરો મને લખાવ્યો હતો. તેમાં બહુ મર્મ રહેલો છેજી. તે નીચે પ્રમાણે છે : ‘જો જો પુદ્ગલફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા-સમતા ભાવસેં, કર્મ બંધ-ક્ષય હોય.'' ઘણું આશ્વાસન, શાંતિ અને ધીરજ, બળ તેથી મળે તેમ હોવાથી આપને વિચારવાને લખ્યો છે, તો અવકાશે વિચા૨ી જેટલો રસ લૂંટાય તેટલો લૂંટતા રહેશોજી. આખી જીંદગી ચાલે - ભવ ભમવાનું હશે ત્યાં સુધી ચાલે, તેટલું બધું અને નિકટ લાવી મૂકે, તેવું ભાથું તેમાં ભર્યું છેજી. (બો-૩, પૃ.૨૧૭, આંક ૨૧૪) ભવિષ્યની ચિંતાઓ કરી મૂંઝાવા જેવું કશું નથી. જે થાય તે જોયા કરવું. જગતમાં આપણું કશું નથી. થોડા દિવસ માટે આ મનુષ્યભવમાં આવવું થયું છે, તે કાળ પૂરો થયે અહીંથી ચાલી જવાનું નક્કી છે. પૂર્વે બાંધેલાં શુભાશુભ કર્મ ભોગવવા માટે જ આ દેહ પ્રાપ્ત થયો છે; તે જેવાં બાંધ્યાં હશે તેવાં યથા-અવસરે દેખાશે. જેમ કોર્ટીમાં ઘઉં નાખ્યા હોય તો કાઢે ત્યારે ઘઉં નીકળે, ડાંગર નાખી હોય તો ડાંગર નીકળે અને કોદરા નાખ્યા હોય તો ઘઉં નીકળે નહીં; તેમ કર્મ જેવાં-જેવાં ઉદયમાં આવે તે સમભાવે, મૂંઝાયા સિવાય જોયા કરવાં; તેમાં આસક્તિ થાય તો નવાં કર્મ, જે અત્યારે નથી ગમતાં તેવાં, બંધાવાનું કારણ છે. માટે બને તેટલી જાગૃતિ રાખી, સત્પુરુષનાં વચનોમાં ચિત્ત તલ્લીન કરવાનો અભ્યાસ કરશો તો સમભાવે રહેવા યોગ્ય જાગૃતિ આવતી જશે. શરૂઆતમાં તો સત્પુરુષે આપેલી શિખામણ ખરે વખતે યાદ નથી રહેતી, ભૂલી જવાય છે, બીજામાં તલ્લીન થઇ જવાય છે; પણ પછી યાદ આવે કે રાગ-દ્વેષ નહોતા કરવા અને થઇ ગયા પણ હવે નહીં થવા દઉં. આમ વારંવાર ભૂલો કરતાં-કરતાં પણ, બાળક જેમ પડતાં-આખડતાં ચાલતાં શીખી જાય છે અને દોડી પણ શકે છે; તેમ જે શિખામણ પ્રથમ નહોતી સાંભરતી અને પાછળ પશ્ચાત્તાપ કરાવતી તે અણીને વખતે સાંભરે તેવો વખત કાળજી રાખી ચેતતા રહેનારને બને છે. પછી તો તેવા પ્રસંગો આવતા પહેલાં ચેતતા રહેવાની ચેતવણી મળતી રહે છેજી. Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૫૧) ગભરાયા વગર, બને તેટલું, અત્યારના સંજોગોમાં સવાંચન શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, વગેરેમાંથી કરતા રહેશો તો માર્ગ પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી જશેજી. પત્રાંક ૮૧૯ મુખપાઠ કરી, રોજ વિચારવાનું કરશો તો શાંતિનું કારણ થશેજી. (બો-૩, પૃ.૨૩૮, આંક ૨૩૩) સંસારમાં આપણે કરેલાં જ કર્મો અનેક રૂપ લઈને સામે આવે છે, તે જોઈ ગભરાઈ જવું ઘટતું નથી. મહેમાનને જમાડીને વિદાય કરીએ, તેમ તે બધાં કર્મોમાં પરમકૃપાળુદેવને શરણે બને તેટલો સમભાવ રાખતાં શીખવું. સમભાવ ન રહે તોપણ, સમભાવ રહે તો મને કર્મ ન બંધાય તે અર્થે સમભાવની ભાવના કરવાનું તો ચૂકવું જ નહીં. સમભાવ નથી રહેતો તે મારો દોષ છે, પણ જો દ્રઢ નિશ્રય કરી ખમી ખૂંદવાનો ઇરાદો રાખું તો બની શકે એમ છે; એવી શ્રદ્ધા પણ બહુ ઉપકાર કરનારી છેજી. (બો-૩, પૃ.૭૦૯, આંક ૮૫૪) | પ્રભુશ્રીજી કહેતા કે કોઈ છ મહિના ઉપવાસનું તપ કરે; અને કોઈ પોતાને ગાળો ભાંડતો હોય, તેને છ મહિના સુધી સમભાવથી સહન કરે, તેને છ મહિનાના ઉપવાસ કરતા વધારે ફળ થાય છે, કેમ કે તપ કરીને પણ કરવાનું તો એ જ છે. (બો-૧, પૃ.૧૫૦, આંક ૨૪) ધીરજ | તમારા બંને પત્રો વાંચી સમાચાર જાણ્યા. “ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર.' એ કહેવત મુજબ ધીરજથી સસાધન કરતાં રહેવા ભલામણ છેજી. ગયો કાળ વિચારી જાગ્રત થવાનું છે, પ્રમાદ ન લેવાય તેવો પુરુષાર્થ કરવાનો છે; ગભરાવાનું નથી. પ્રાપ્ત સંયોગોમાં બની શકે તેટલું કરવું અને વિશેષની ભાવના રાખવી. આત્મા અજર, અમર છે. જો મોક્ષલક્ષ ચુકાય નહીં તો વહેલોમોડો પ્રાપ્ત થયા વિના રહે નહીં. વિક્તો આગળ અટકી જવું કે અટકી રહેવું કાયમ ન બને તેની કાળજી રાખવાની છેજી, (બી-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬) નીચેનો ફકરો બળવીર્ય સ્ફરવા અર્થે વારંવાર વિચારવા યોગ્ય છે : “જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, ઋષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીનાં આંસુ ઢોળ્યાં છે, હાડકાંની અને માંસની સૂકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરાં, પહાડો, ખાઈઓ, વાઘ, વરુ, અનેક જાતના ભય અને ત્રાસ આવવાના જ છે; છતાં નામર્દ ન થઈએ અને એ બધી મુસીબતોની સામે થવાની હિંમત કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોષમાં “પાછા હઠવું”, “હાર ખાવી', “પલાયન કરવું' એવી. વસ્તુ જ નથી.' ભક્તિ શીશતણું સાટું, આગળ વસમી છે વાટું.' સદ્ગુરુશરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગનિકટતા છેજી. (બી-૩, પૃ.૩૯૭, આંક ૪૦૫). D “અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે.” (પ૭૦) એ વાક્યનો વારંવાર વિચાર કરી, ધીરજ વધારવા યોગ્ય છેજી. Page #661 -------------------------------------------------------------------------- ________________ (ઉપર) બુદ્ધિબળ ઉપર મુખ્ય આધાર ન રાખતાં, અનુભવી જ્ઞાની પુરુષે નિષ્કારણ કરુણાથી કલ્યાણનો માર્ગ પ્રરૂપ્યો છે, તે મારે ઉપાસવા યોગ્ય છે, એ બુદ્ધિ બ્દયમાં દૃઢ ધારી, સત્સંગ-સમાગમ નિઃશંક થવા ધર્મચર્ચામાં હરકત નથી. સમાધાન ન થાય તો આગળ ઉપર યોગ્યતા વધે કે વિશેષ સમાગમ થશે એમ વિચારી ધીરજ રાખી, સલ્ફીલનું આરાધન ઉત્સાહપૂર્વક કર્યા રહો, એ જ હાલ તો ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૮૭, આંક ૩૯૨) 0 પૂર્વે જીવે જેવું કોકડું વીટયું છે તેવું જ ઊકલે છે, એમાં કોઇનો દોષ નથી. અત્યારે સત્યુષાર્થ કરીશું કે ભાવના કરીશું તેનું ફળ સારું જ આવશે એ નિઃસંદેહ વાત છે. ફળની જેટલી ઉતાવળ જીવ કરે છે તેટલી અધીરજ ઊભરાય છે. ખેતરમાં વાવે કે તરત ઊગતું નથી. સદ્ગુરુશરણે ધીરજ રાખી સપુરુષાર્થમાં મંડયા રહેવું. નિષ્ફળતા તરફ લક્ષ રાખવા યોગ્ય નથી, કારણ કે તે તો પૂર્વપ્રારબ્ધનું ફળ છે. જે થાય તે જોયા કરવું. જેમાંથી જેટલું બને તેટલું કરી છૂટવું. (બો-૩, પૃ.૫૮૮, આંક ૬) | આપનો પત્ર વાંચી સમાચાર જાણ્યા છેજી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે, તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે, તેને સમજુ જીવો સમભાવે સહન કરે છેજી. રામ, પાંડવો અને ગજસુકુમાર જેવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિઓ આવી પડી તો આપણા જેવા હીનપુણ્યને સંકટો આવે તેમાં નવાઈ નથી; પણ તેમણે ધીરજ રાખી, ભારે દુ:ખમાં પણ આત્મહિત ન વિચાર્યું, તેવી ધીરજ અને ધર્મભાવ આપણને વધો અને મરણકાળ સુધી ટકી રહો, એવી ભાવના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૪૫૮, આંક ૪૮૦) | ધીરજ રાખવી, પવિત્ર રહેવું. એટલું કરે તો જીવના પાપનો ઉદય દૂર થયે, પુણ્યનો ઉદય થાય. પાપનો ઉદય કંઈ હંમેશાં ન રહે. કોઈના ઉપર દોષ આરોપિત ન કરવા. મારે જ એવાં કર્મનો ઉદય છે; એવાં જ કર્મ બાંધ્યાં હતાં, તેથી આવું થયું, એમ કરી ધીરજ રાખવી. (બો-૧, પૃ.૨૯૨, આંક ૪૧) | “જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ.” (૧૪૩) એમ કોઈ અપેક્ષાએ વિચારવા પરમકૃપાળુદેવે કહેલું છે. સત્યાધનમાં પ્રવર્તવાનું આપણું કામ છે; તેનું ફળ જે થવા યોગ્ય હશે તે જરૂર થશે, એવી શ્રદ્ધા રાખી મૂંઝાયા વિના પ્રવર્તવું. કામના કે પરીક્ષાના ન જોઇતા વિચારમાં મૂંઝાવું નહીં. સાંજે સૂતી વખતે એમ થાય કે આપણે આપણાથી બને તેટલું વ્યવહાર-પરમાર્થ સંબંધી કરી છૂટયા છીએ એવો સંતોષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છે. ધીરજ એ મોટો ગુણ છે. ‘ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર' - ઉપર સસલા અને કાચબાની વાત વાંચી હશે. ધીરે-ધીરે પણ મક્કમપણે જે કરવા યોગ્ય છે અને જે કામ હાથમાં લીધું છે તેમાં બનતી કાળજી રાખવી ઘટે છે. ફળ કેમ નથી દેખાતું? એમ જેને ઉતાવળ થાય છે તેનામાં સંશય, નાહિંમત, ગભરામણ આદિ અનેક દોષો જન્મે છે. માટે દોષો જણાય તે લક્ષમાં રાખવા. એકદમ ઉતાવળ કર્યો, તે આપણી ઉતાવળે જવાના નથી. તે દૂર થાય તેટલું બળ જમા કરી, તેની સામે થયે, તે તુર્ત દૂર થાય છે. માટે પુરુષાર્થી બન્યા રહેવું. લાગ જોતા રહેવું. (બી-૩, પૃ.૩૩૦, આંક ૩૨૫) Page #662 -------------------------------------------------------------------------- ________________ E ધીરજ એ મોટો ગુણ છે, તેમ જ સહનશીલતા પણ જીવને સ્થિરતા તરફ વાળનાર છે; ત ક 1 સધાય છે. બને તેટલા તે ગુણ કેળવવાના પ્રસંગોનો લાભ લેતા રહેવાનો લક્ષ રાખવો. જે થાય છે ન ભલાને માટે જ થાય છે. દરેક પ્રસંગ કંઈ ને કંઈ શિખામણ આપનાર બને તેવો હોય છે, વિચારણા માત્ર જરૂર છે. તેને માટે જેનો પુરુષાર્થ છે તે તેમાં વહેલેમોડે સફળ થાય છેજી. (બો-૩, પૃ. ૮૮૮, આંક ૪૧૪) હિંમતે મરદા તો મદદે ખુદા.' એ કહેવત પ્રમાણે જે પ્રસંગ આવી પડે તેમાં ધીરજ, સહનશીલતા અને દીર્ઘદ્રષ્ટિથી (જ્ઞાનીના યોગે મળેલી દ્રષ્ટિથી) વર્તવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૩૧૩, આંક ૩૦૧) 3 જેમ જેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિથી વિચારણા. સત્પષનાં વચનામાં તલ્લીનતા થતી જશે, સત્સંગનો વિશેષ લાભ મળતો જશે તેમ તેમ અત્યારે મૂંઝવતા પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવતો જશેજી. પરમકૃપાળુદેવે ઉપદેશછાયામાં જણાવ્યું છે તેમ, કાંટે કપરું ભરાયું હોય તે, બને તો ઉકેલી લેવું અને નહીં તો ત્યાં ખળી રહેવું નહીં. જંગલમાં જેમ રાત્રિ રહેવાય નહીં તેમ સંશયમાં ઘણો વખત રહેવા યોગ્ય નથી. યથા-અવસરે તેનો ખુલાસો થશે ધારી, સત્પષની આજ્ઞામાં ચિત્તને તત્પર કરી દેવું. અત્યારની ભૂમિકામાં ગહન વિષયમાં મન પ્રવેશ ન કરી શકે તો મૂંઝાવા જેવું નથી. અવસરે સર્વ વાતોનો નિકાલ થઈ રહેશે, એ શ્રદ્ધા પણ જરૂરી છે). (બી-૩, પૃ.૨૪૭, આંક ૨૪૦) T બાળક ગર્ભ-અવસ્થામાં શું કરે છે? તેને કંઈ ભાન છે ? છતાં તેનું પોષણ આપોઆપ થયે જાય છે. તે ફિકર કરે, ઉતાવળ કરે કે ક્લેશિત રહ્યા કરે તો પણ તેને જેટલી મુદત તે દિશામાં રહેવાનું છે તેમાં ફેરફાર થાય તેમ છે ? જે ભૂમિકામાં જે કર્તવ્ય છે તેટલું કરતા રહી જેમ બને તેમ શાંતિનું સેવન કરતા રહેવાથી સરળ રીત આગળ વધાય છે. જેમ જેમ છોડવા મોટા થાય છે, તેમ તેમ તેમને પવનના સપાટા વિશેષ સહન કરવા પડે છે. તે વિશેષ નમી પણ જાય છે, છતાં તેથી મૂળ મજબૂત થતાં જાય છે; વિશેષ પોષણ આપે તેવાં ઊંડે જનાર પણ બને છે, તેમ મુશ્કેલીઓમાં તો જે કરવું છે તેના ભાવ વર્ધમાન થાય છે, લાગ મળે તો વિશેષ ભાવપૂર્વક સાધન થાય છે, નહીં તો તીવ્રતા વધતી જાય છે, તે વિશેષ આગળ વધવામાં પ્રબળ કારણ બને છે. મૂંઝવણનું કોઇ કારણ નથી. થાય તેટલો પુરુષાર્થ કરતા રહેવું અને ભાવના વધારતા રહેવું. (બી-૩, પૃ.૩૨ ૧, આંક ૩૧૨) D “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'' (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી, ઘણી ધીરજ આપે તેવું છે, તે વિચારવા વિનંતીસહ વિરમું છુંજી. (બો-૩, પૃ. ૨૫૮, આંક ૨૫૧) સેવા D પૂજ્યશ્રી : ....ભાઈ માંદા છે. તું એમને ત્યાં જાય છે? મુમુક્ષુયુવક : નાજી. પૂજ્યશ્રી : ત્યાં જજે. સેવા કરવી, એ મુમુક્ષુનો ધર્મ છે. ભગવાને પરસ્પર સેવા કરવાનું મુનિઓને પણ કહ્યું છે. એકલું ભણવામાં જ રહે, તેને પછી વ્યવહારની કંઈ ખબર ન રહે, ભણી-ભણીને વેદિયા ઢોર Page #663 -------------------------------------------------------------------------- ________________ (૬૫૪) જેવા થઈ ન જવું. પરમાર્થને પ્રેરે એવા વ્યવહાર કરવા યોગ્ય છે. તે ભાઇ પાસે જવું અને કંઇ કામ હોય તો પૂછવું. શરીર દબાવવું હોય તો દબાવી આપવું. (બો-૧, પૃ.૩૪૮, આંક ૪0) I એક પણ શબ્દ જ્ઞાનીના દ્વારા મળેલો, જીવમાં પરિણામ પામે તો જીવને તે મોલમાં લઇ જાય છે, એ ભાવાર્થનું એક અધ્યયન (૭૩ ફળાફળી પરાક્રમ) ઉત્તરાધ્યયનમાં છે. તેમાં સેવાસુશ્રુષા વિષે કહે છે : “ગુરુ તથા સાધર્મિકોની ‘સેવાસુશ્રુષાથી મનુષ્યને વિનય પ્રાપ્ત થાય છે. વિનયવાળો જીવ ગુરુની નિંદા, અવહેલના વગેરે વિરાધના તજી (ભવિષ્યમાં પોતાની) નરક્યોનિ, પશુયોનિ તથા દેવ-મનુષ્યયોનિમાં હલકી ગતિનો વિરોધ કરે છે; તેમ જ ગુરુની પ્રશંસા, સ્તુતિ, ભક્તિ અને બહુમાનથી દેવ-મનુષ્યયોનિમાં (પોતાને માટે) સુગતિ નિર્માણ કરે છે; સિદ્ધ-મોક્ષગતિનાં કારણો જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિને વિશુદ્ધ કરે છે; પ્રશંસાપાત્ર તેમ જ વિનયમૂલક સર્વ ધર્મકાર્યો સાધે છે; તેમ જ બીજા પણ ઘણા જીવોને વિનય ગ્રહણ કરાવે છે.” આ પ્રમાણે ૭૩ બોલ જણાવી, એકેક બોલથી મોક્ષ સુધી જીવ કેવી રીતે જાય છે, તે બતાવ્યું છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું છે : સાચા અંત:કરણે એક પણ સપુરુષનાં વચનને ગ્રહણ કરશે, તે અવશ્ય શ્રેયને પામશે. (બી-૩, પૃ.૨૦૭, આંક ૨૦૫) 1 લોકસેવા કે માંદાની કે નિરાશ્રિતની સેવામાં દ્રષ્ટિ સદ્ગુરુ પ્રત્યે રહે, તેની આજ્ઞા જ સર્વોપરી હિતકર્તા લાગે તો વૈરાગ્યવાનને ઘણો લાભ, ઘણું જાણવાનું - જે પુસ્તકોમાંથી ન મળી શકે, તે સેવા દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય છેજી. જેની-જેની સેવામાં રોકાવું પડે તેના જેવી આપણી દશા શરીર, મન આદિની હોય તે વખતે આપણને મદદ કેવી મળે તો સારું; તેનું પણ ભાન ન હોય અને તે મળ્યું જાય તો કેટલો આનંદ, ઉત્સાહ, સંતોષ અને સનાથતા અનુભવાય; તથા તેવી દશા આપણી ન બને તેવું પણ નક્કી નથી; મરણાદિ પ્રસંગો માથે ઝઝૂમી રહ્યા છે, તે પ્રગટ, સુવૃષ્ટિવંતને સમજાય છેજી. (બી-૩, પૃ.૫૨૫, આંક ૫૭૨) D ડોક્ટર વગેરે મારફતે દવા કરાવીને તેમની સેવા કરીએ છીએ એટલી જ સેવા નથી, પણ ધર્મમાં તેમનું મન વધારે વખત રહે તેવી ગોઠવણ થવાથી, તેમની ખરી સેવા કરી ગણાય. જો ભક્તિમાં તેમની પાસે બેસી કાળ ગાળીશું તો તેટલો વખત તેમને લાભ થશે અને આપણને પણ તેમના નિમિત્તે લાભ થશે. આ વાત લક્ષમાં રાખી, ભક્તિ ઓછી કરવાને બદલે વધારે કરવાનો ક્રમ રાખવા ભલામણ છે. (બી-૩, પૃ.૧૦૦, આંક ૯૨) પૂ.... ની અચાનક વેદની સંબંધી સમાચાર જાણી, ખેદ થયો છે' સપુરુષે આપેલો પરમ હિતકારી, પરમ અમૃતસ્વરૂપ મંત્ર તેમના કાનમાં પડતો રહે તેવી ગોઠવણ કરવાથી, તેમને અને તેમને મદદ કરનાર, બંનેને લાભનું કારણ છે. ખરી ચાકરી એ છેભક્તિ વગેરે કરીએ તે પણ, તેમની પાસે કરવાથી તેમના ભાવ ભગવાન તરફ વળવાનું નિમિત્ત છેજી. (બી-૩, પૃ. ૧૮૩, આંક ૧૮૭) | આપના પિતાશ્રીની શરીરસેવા ઉપરાંત સ્મરણ સંભળાવવાની ભાવસેવામાં પણ, તત્પર રહેવાની વિનંતી છેજ. કોઈ પણ ધર્મેચ્છક વૃદ્ધ, ગ્લાન, તપસ્વી, રોગી હોય તેની સેવા, ભક્તિ, ધર્મસહાય આપવા ભગવાનની આજ્ઞા છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૫૫) તેવા પ્રસંગે પોતાથી બને તેટલી સેવા ન કરે, શક્તિ ગોપવે અથવા બીજાં કામને અગત્યનાં ગણી, સેવાના કામને જે તજી દે છે, તે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે છે, એમ શ્રી ભગવતીઆરાધના આદિ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેવા પ્રસંગો આપણા આત્માને હિતકારી છે એમ જાણી, તેમાં કાળજી રાખવી ઘટે છે. શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યો હતો, તેથી તેની દેવગતિ થઈ હતી. બીજું કંઈ ન બને તો મંત્ર વારંવાર કાનમાં પડશે તોપણ મહા હિતકારી છે. શિવભૂતિમુનિએ માત્ર મા રુષ,મા તુષ' મંત્રથી કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું હતું. સત્પષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે; તો વિશ્વાસ રાખી, ભાવપૂર્વક, સ્વપરનું હિત તેમાં છે એમ ગણી, સેવાચાકરીમાં તત્પર રહેવાથી સર્વ સેવા કરનારાઓને લાભ થશે. સાદ્વાદમાર્ગ અલૌકિક છે. સત્સંગ તો સદૈવ કર્તવ્ય છે, પણ સેવા વગેરેના કોઈક વખત મળતા પ્રસંગો પ્રાપ્ત થાય, તે વખતે, તે ફરજ બજાવવામાં તત્પર થવું યોગ્ય છે અને સત્સંગની ભાવના વર્ધમાન થાય, તેમ વર્તવા યોગ્ય છેજી. પોતાને તકલીફ પડે કે શરીર વ્યાધિને લઈને પાછું પડતું હોય તો તેને સમજાવીને બળવાન બનાવવું અને દેહાધ્યાસ ઓછો કરવો છે, તે આ પ્રસંગે બને તેમ છે એમ વિચારી પિતાશ્રીની સેવા કરશોજી. (બી-૩, પૃ.૧૧૬, આંક ૧૧૧). પરમકૃપાળુદેવરૂપી ધિંગ ધણી જેણે માથે ધાર્યો છે તેવા સત્સંગી ભાઈની સેવા અંત સુધી મળે અને તેમની આશિષને પાત્ર થઇએ, તે પરમકૃપાળુદેવની આશિષતુલ્ય છેજી. બાળાભોળા સેવાભાવી જીવોનું પરમકૃપાળુદેવની કૃપાથી કલ્યાણ થઈ જશે અને ડાહ્યા ગણાતા પણ નહીં ચેતે તો હાથ ઘસતા રહી જશે, એમ સાંભળેલું સ્મૃતિમાં છે. ઘણાએ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું હશે પણ જેણે પકડ કરી લીધી છે, તેને કલ્યાણનું કારણ બનેલું સદ્ગુરુકૃપાથી પ્રગટ જણાય છેજી. પૂ... વગેરે જેમને સેવાનું માહાભ્ય, સત્સંગનું માહાસ્ય સમજાયું છે, તેઓ તો ગમે તેવી કુટુંબની કે લોકોનાં વચન સહન કરવાની મુશ્કેલીઓ વેઠીને પણ, પોતાને સમજાયો તે લાભ છોડતા નથી. પરમકૃપાળુદેવનાં બાળકો ઉપર જેને પૂજ્યબુદ્ધિ છે, તેને પરમકૃપાળુદેવની કૃપા પ્રાપ્ત થાય છેજી. સંતની સેવા ક્રિયા, પ્રભુ રીન્નત હૈ ૩પ | जाका बाल खिलाइए ताका रीझत बाप ।।'' ““જે જે કંઈ ક્રિયા છે, તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી.' એમ છ પદના પત્રમાં બોલીએ છીએ; તેનો વિચાર કરીએ તો સજ્જનોની સેવાનો કેટલો બધો જીવને લાભ થાય છે, તે સહેજે સમજાય તેમ છેજી. આ દુષમકાળમાં હરિ અને હરિજનો મળવા મુશ્કેલ છે તો આપણાં પૂર્વનાં પુણ્યથી જે હરિના ભક્તોની સેવા મળી છે તે આપણા આત્માને ઉપકારી છે, હરિની સેવા અપાવે એવું એમાં દૈવત છે એમ વિચારીને, આત્માર્થે સેવા બજાવીશું તો જરૂર તે આપણા આત્માને ઊંચો લાવશેજી. આવો અવસર અત્યંત વૈરાગ્યપ્રેરક છે. ઘણાં પુસ્તકો વાંચવાથી કે ઉપદેશો સાંભળવાથી આત્મા નમ્ર, વિનયવંત અને કોમળ બને તેના કરતાં થોડા આત્માર્થી જનની સાચા દિલે કરેલી સેવા જીવને વૈરાગ્યવંત, દયાળુ, નિરભિમાની, વિનયવંત અને પરભવના ભયવાળો બનાવી શકે છેજી. Page #665 -------------------------------------------------------------------------- ________________ (૬૫) મહાપુરુષોએ કામ જીતવાના અચૂક ઉપાયોમાંનો એક ઉપાય વૃદ્ધસેવા પણ કહી છેજી. આવો પ્રસંગ જેને સહેજે બની આવ્યો હોય, તેનાં અહોભાગ્ય ગણવા યોગ્ય છેજી. આખી જિંદગીમાં સજ્જન આત્માર્થી જીવે જે વિચાર્યું હોય, પોતાને ઉપયોગી લાગ્યું હોય, તે સેવામાં રહેનાર પાસે વંચાવે, બોલાવે છે તે સંબંધી પોતાને થયેલો લાભ જણાવે; તે જો જીવ લક્ષમાં લે તો તેને અનેક પુસ્તકોના સારરૂપ અને સમાધિમરણમાં ખરું ખપ લાગે તેવા આધારરૂપ થાય છેજી. આખરે કંઈ કામ આવતું નથી, સગાંકુટુંબી, ધન વગેરેથી આત્માને કંઈ ઉપકાર થતો નથી; પણ પરમકૃપાળુદેવ અને તેના રાગી ભવ્ય જીવો જ આ જીવને ઉત્તમ નિમિત્તરૂપ, આધારરૂપ અને નિઃસ્વાર્થ ભક્તિનો ઉત્તમ પાઠ, વગર બોલ્ય આપી શકે છે. આ સત્ય જ પહેલેથી સમજી લે, તે ખરો અંતરત્યાગી બની ભક્તિરાગી બને છે અને આખરે તે પરમપુરુષને આશ્રયે જ દેહ છોડે છે કે જે આશ્રયના બળે તે જ ભવમાં કે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છેજી. દેહદ્રષ્ટિવાળું તો આખું જગત છે, અને તે દ્રષ્ટિએ સગાંવહાલાંની સંભાળ મરતાં સુધી તનતોડ મહેનત કરીને પણ કરે છે; છતાં જેને કંઈ પણ સ્વાર્થ નથી એવા હરિભક્તો, પ્રભુના બાળની સેવા કરતા હોય તે સ્થળ, આ કળિકાળમાં દેરાસર જેવું જ માનવા યોગ્ય છેજી. તે સેવા એ મોટું તપ છે, શીલ છે, શાસ્ત્રાભ્યાસ છે, સત્સંગ છેજી. (બો-૩, પૃ.૪૩૭, આંક ૪૫૭) D જેને પરમકૃપાળુદેવની ભક્તિ ગમે છે, જે પરમકૃપાળુદેવને આધારે જ જીવે છે, જેને સંસાર ઉપરથી ભાવ, અંતરમાં વૈરાગ્ય પ્રગટવાથી ઊઠી ગયો છે અને પોતાને થોડા દિવસના મહેમાન જેવો ગણી, પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર માની, તેને આશ્રયે દેહત્યાગ કરવા ઈચ્છે છે એવા ભવ્ય જીવની સેવા મળવી એ પણ મહાભાગ્યની નિશાની છે; વૈરાગ્યનું, પુણ્ય કમાવાનું અને ગુરુની આજ્ઞા ઉઠાવવાનું, તે મહાન નિમિત્ત છેજી પૂર્વે જીવે કમાણી કંઈક પુણ્યની કરી છે. તેથી આ ભવમાં સર્વ પ્રકારની અનુકૂળ સામગ્રી મળી છે. પુણ્ય આમ આંખે દેખાય નહીં; પણ જે કંઈ સુખ-સામગ્રી જીવને દેખાય છે, તે પુણ્યનું ફળ છે; તે પુણ્ય કમાવાનું કારણ તો કોઈ પુરુષની શ્રદ્ધા, તેનાં હિતકારી વચનો પ્રત્યે પ્રીતિ, તેના અનુયાયી સાધર્મી ભાઈબહેનોની સેવાચાકરી અને ધર્મનાં કાર્યો કરવાના ભાવ, એ છેજી. અત્યારે લોકોની માન્યતા એવી છે કે દુકાન કરીએ, વેપાર કરીએ કે મહેનત કરીએ તેથી કમાવાય છે; પણ મહેનત કરનાર તો ઘણા હોય છે, આખો દહાડો ભીખ માગવા ભિખારી ફરે છે પણ પૂરું પેટ પણ ભરાતું નથી કારણ કે પાપના ઉદયથી, ઇચ્છેલો લાભ થતો નથી. માટે પૈસા કે શરીરની મહેનત, ઉજાગરા વગેરે પૂ...ની સેવામાં થતા હોય તેથી નહીં કંટાળતા, તેમને લઈને આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે અને પરમકૃપાળુદેવના એ ભક્તની ભક્તિથી આપણને કમાણી થઈ રહી છે, તે આપણી આંખે ન દેખાય પણ જ્ઞાની જાણી રહ્યા છેજી. વિનય, વૈયાવચ્ચ તો મોટો ગુણ છે, તેથી તપ થાય છે અને જીવને ઘણો લાભ થાય છે. (બી-૩, પૃ.૪૭૫, આંક ૫૦૨). તમારી સત્સંગ અર્થે ભાવના છે, તે પ્રશસ્ત છે; પણ પૂર્વકર્મયોગે માતાની સેવામાં રોકાવું થયું છે, તેમાં ખેદ નહીં કરતાં, બનતો ભક્તિભાવ કરી સેવા કરશો તો હિતકારી છે. તેમને સાંભળવાની ઇચ્છા હોય Page #666 -------------------------------------------------------------------------- ________________ (૫૭) તો સમાધિસોપાન અને મોક્ષમાળામાંથી તેમને વાંચી સંભળાવશો. ભક્તિ સાંભળવાની ભાવના રહેતી હોય તો નિત્યનિયમ તેમની પાસે કરવામાં હરકત નથી, નહીં તો મંદિરમાં કે એકલા ગમે ત્યારે કરી લેવો ઘટે છેજી. પ્રમાદ તથા ખેદ કર્તવ્ય નથી. દોષ જોઈ દોષ ટાળવાની તત્પરતા રાખવી. આવી પડેલા કામથી કંટાળવું નહીં, તેમજ વિષય-કષાયમાં રાચવું નહીં, સર્વની સાથે વિનયભાવે વર્તી આનંદમાં રહેવું. અનુકૂળતા મળે ત્યારે સત્સંગ અર્થે આવવામાં પ્રતિબંધ નથી; પણ કોઇને તરછોડીને, ઉતાવળ કરીને તેમ ન કરવું. સૌને બને તેમ રાજી રાખીને, આત્મહિતના લક્ષે વર્તવું ઘટે છેજી. એકાસણા આદિ શરીરશક્તિ પ્રમાણે કરવાં. હાલ સેવામાં રહ્યા છો, તો સેવા બરાબર થાય અને આત્મલક્ષ ન ચુકાય, તેમ વર્તવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૦૨, આંક ૮૪૩) D પૂ. ....એ કાળજી રાખી તેમના પિતાની સેવા બને તેટલી બહારથી, તેમ જ ધર્મવાંચન, ભક્તિ આદિથી આંતરિક સેવા પણ કર્તવ્ય છે. બીજાં કામ તો મજૂર આદિથી થઈ શકે, પણ સેવાનું કામ પોતે કરે તો જ બને. તેમનાથી વંચાય તો સમાધિસોપાનમાંથી “દશ લક્ષણરૂપ ધર્મ થી ઠેઠ સુધી, થોડે થોડે તેમણે વાંચવા યોગ્ય છે અને ન વાંચી શકાય તો જે કોઈ વાંચી શકે તેવા હોય તેમણે, તેમને વાંચી સંભળાવવું ઘટે છેજી. જ્યાં સુધી સાંભળી શકાય છે ત્યાં સુધી, પરમકૃપાળુદેવનાં વચનો, ભક્તિ વગેરે કાનમાં પડયા કરે તેવી ગોઠવણ રાખવી ઘટે છેજી. પૂ. ....એ મુખપાઠ કર્યું હોય તો તે થોડો વખત, અનુકૂળતા પ્રમાણે પાસે બેસી બોલે. જો વિશેષ વખત હોય તો મોક્ષમાળા પ્રવેશિકામાંથી પણ થોડું-થોડું વંચાય તો સારું. મોક્ષમાળા, વચનામૃત, આલોચના આદિમાંથી જેમ બને તેમ, જાગતા હોય ત્યાં સુધી તેમને સંભળાવવાનો ક્રમ રાખો તો હિતકારી છે. કંઈ ન બને તો મંત્રનું સ્મરણ તો કાનમાં પડ્યા જ કરે અને તેમને પણ મનમાં રટણ થયા કરે તેમ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૬૯૯, આંક ૮૩૯). | તમારાં માતુશ્રીને કંઈ ભાન નથી એટલે શું કહેવું તે સમજાતું નથી; પણ ચિત્રપટનાં દર્શન કરાવતા રહેવું અને મંત્રનું સ્મરણ તેમની આગળ બને તેટલું ચાલુ રાખવું. આપણને લાભનું તે કારણ છે. માતાની સેવા એ પુત્રની પ્રથમ ફરજ છે. તેમના ભાવ ફરે અને મંત્રમાં ચિત્ત જાય કે દર્શન કરવામાં કાયાની પ્રવૃત્તિ થાય, તે પણ લાભકારક જ છે. આવા પ્રસંગો આપણને વૈરાગ્યનું કારણ છે. (બી-૩, પૃ.૭૫૮, આંક ૯૫૬) | પૃ. ....ના માતુશ્રીના કાનમાં મંત્રનું સાધન પડ્યા જ કરે એમ કર્તવ્ય છેજી. ભલે ભાનમાં ન હોય તોપણ મંત્ર તેમના આગળ ચાલુ રહે, એમ કલાક-કલાક વારાફરતી માથે લેનાર થાય તો સ્મરણ કરનારને તો લાભ જ છે. સમાધિમરણ કરાવનારને પણ ઘણો લાભ થાય છેજી. આયુષ્ય હોય તો બચે, પણ આ ધર્મપ્રેમ પોતાને અને સાંભળનારને લાભકારક છે એમ માની, જેનાથી બને તે કલાક-બે કલાક, દિવસે-રાત્રે તેમના આગળ જાપ કરવાનું રાખશે, તેને એ નિમિત્તે લાભ થવા યોગ્ય છેજી. એમાં કંઈ ભણતરનું કે સમજાવવાનું કામ નથી. માત્ર ત્યાં જઈ મંત્ર બોલવાનો છે, તે બાઈ-ભાઈ બધાંથી બને તેવું છેજી. Page #667 -------------------------------------------------------------------------- ________________ (૬૫૮) લૌકિક રિવાજમાં માંદાને જોવા જાય છે, તેને બદલે “ધર્મ આરાધવા જાઉં છું' એ ભાવ કરી, પોતાના આત્માને એટલી વાર સંસારભાવથી દૂર કરી, ધર્મભાવના વાતાવરણમાં રાખવાતુલ્ય છે.જી. માંદાને, વૃદ્ધને જોઈને સામાન્ય રીતે મરણ સાંભરે, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય; તો આ તો સાધર્મિક, વયોવૃદ્ધ, છેવટની સેવાને યોગ્ય છે. જેનાથી જેટલો બને તેટલો લાભ લેવા યોગ્ય છે. ઘરના માણસોએ પણ તેમની બનતી સેવા, ખાસ કરીને ધર્મની વાત તેમના કાનમાં હરઘડીએ પડયા કરે તેમ કર્તવ્ય છે. લગ્નના પ્રસંગમાં જીવ રજાઓ લઇને નોકરી-ધંધામાંથી વખત મેળવી ખોટી થાય છે; તેથી વધારે અગત્યનો આ પ્રસંગ છે તે જણાવવા આ લખ્યું છે, તે લક્ષમાં લઈ દરેકે પોતાની બનતી મદદ માજીના નિમિત્તે કર્તવ્ય છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા, બાળાભોળાનાં કામ થઈ જાય તેવો આ માર્ગ છે, અને માજી પણ તેવા જૂના જમાનાનાં ભોળા છે. તેમની સેવા, તે આપણા આત્માની જ સેવા છે. (બો-૩, પૃ.૬૧૯, આંક ૭૧૯) પુરુષાર્થ D પરમપુરુષ પરમકૃપાળુ સદ્ગુરુદેવને ક્ષણવાર પણ ન વીસરવા, એ જ ખરો પુરુષાર્થ સમજાય છે. તેનું સ્વરૂપ સમજાય તેમ બનવા યોગ્ય છેજી. પરમપુરુષની ઓળખાણ થયે, તેના વિના એક ક્ષણ પણ જીવવું, એ મરણ કરતાં પણ વિશેષ અસહ્ય લાગે, એવી દશા આવ્ય, જીવને માયા મૂંઝવતી નથી; એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે, તે વિશેષ વિચારવા યોગ્ય છેજી. બીજા કોઈ ન હોય તો આપણે પોતે, પોતાને જ સંભળાવવાની જરૂર છે. વાંચી શકાય ત્યાં સુધી વાંચવું, વાંચેલું વારંવાર વિચારવું અને તે પરમપુરુષની નિષ્કારણ કરુણાને નિરંતર લક્ષમાં રાખી, યોગ્યતા વધાર્યા જવું, એ જ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૩૪, આંક ૮૯૮) 1 જ્ઞાની પુરુષોનો બોધ પરિણામ પામે, સુવિચારણા જાગે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પરિભ્રમણદશા ટળે, એવો પુરુષાર્થ કર્યા કરવો છે. તેમાં પ્રમાદ શત્રુ છે. મરણને સમીપ સમજી બને તેટલો વૈરાગ્ય વધારી, ‘તું િતુહિ'ની રટણા જાગે તેવી પરમકૃપાળુદેવની ભક્તિ કર્તવ્ય છે. કરવાનું છે તે આ ભવમાં કરી લેવું છે, પરમકૃપાળુદેવમાં ભાવથી સમાઈ જવું છે એ જ ઉત્કંઠા રાખી, પરમ પ્રેમની વૃદ્ધિ કરવા સર્વને ભલામણ છે). (બી-૩, પૃ.૭૪૯, આંક ૯૨૮) | ભાવના એ મોટી વસ્તુ છે. પરમકૃપાળુદેવ સમીપ જ છે, એમ હદયમાં રાખી તેમની ભક્તિ અને વીતરાગપંથનું સેવન, આરાધન વારંવાર સ્મૃતિમાં લાવી, તે જ આપણો માર્ગ માની તે અર્થે પુરુષાર્થ-સપુરુષાર્થ સેવવો યોગ્ય છે. (બો-૩, પૃ.૭૯૫, આંક ૧૦૨૩) || પરમકૃપાળુદેવે ઉપશમસ્વરૂપ થઇ ઉપશમસ્વરૂપ વચનામૃતોની વૃષ્ટિ કરી છે, તે ઉપશમ અર્થે (આત્માર્થે) ઉપશમરૂપ અંતઃકરણમાં સ્થિર થાય તેમ પરમાર્થ-સન્મુખ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૦૯, આંક ૭૦૩) 0 આત્મા જ પરમાનંદરૂપ છે, એવો નિશ્રય કરવો; તે જ પુરુષાર્થ છે. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૭) રાગ-દ્વેષ ન થવા દેવા, એ જ ખરો પુરુષાર્થ છે. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦) Page #668 -------------------------------------------------------------------------- ________________ ૫૯ મુમુક્ષુ : પુરુષાર્થ કેવી રીતે કરવો ? પૂજ્યશ્રી : જે થોડી પણ આજ્ઞા મળી હોય, તેને દરેક કામ કરતાં સંભારે કે હું આ કામ કરું છું એમાં જ્ઞાનીની આજ્ઞા છે કે નહીં ? અને આજ્ઞાને આરાધવાનો ખૂબ પ્રયત્ન કરે. ધર્મો 13 તવો' તે માટે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. સ્વચ્છંદને રોકવો, એ મોટું તપ છે. (બો-૧, પૃ.૫૬, આંક ૩૨) પોતે, પરમકૃપાળુદેવે જ લખ્યું છે કે ‘‘દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહી.'' (૧૭૬) માટે આપણે તેવા અપૂર્વ પુરુષને શરણે છીએ એમ ભાવ રાખી, સત્સંગ-સદાચરણના ભાવ રાખી, વિશ્વાસથી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરીશું તો જરૂર જીવનું કલ્યાણ થશે. કંઇ ગભરાવા જેવું નથી. જેટલી પરમપુરુષ ઉપર શ્રદ્ધાની ખામી છે તેટલો જ જીવ દુઃખી છે. નહીં તો મોક્ષ થવાના ઉપાયો બતાવવામાં તે મહાપુરુષે કચાશ રાખી નથી. આ જીવે કરવામાં ખામી રાખી છે, તે પૂરી કરવી પડશે. (બો-૩, પૃ.૧૮૫, આંક ૧૮૯) આ અવસર આત્મકલ્યાણ ક૨વાનો, વ્યર્થ વહ્યો જાય છે તેનો ખેદ ક૨વાનું પડી મૂકી, કંઇક બળતામાંથી કાઢી લે તો તેટલું બચે, તેમ દ૨૨ોજ અમુક વખત એકાંત - વિચાર, ભક્તિ, આત્મસાધન માટે ગાળવાની જરૂર છે. ઘણા સત્સંગની જરૂર છે. મેલું કપડું જેમ વારંવાર ધોવાય તો ચોખ્ખું થાય તેમ આત્મા અનાદિકાળથી મલિન-મલિન થતો આવ્યો છે, તેને હવે સાફ કરવા સદ્ગુરુનાં અમૃત સમાન વચનોનો પ્રવાહ ખમવાની અને દોષ દૂર કરવા પુરુષાર્થ કરવાની ખરી આવશ્યકતા છેજી. પરમપુરુષ પરમકૃપાળુદેવનાં વચનોનો, અલ્પબુદ્ધિથી જેટલો વિચાર થાય તેટલો કરતા રહેશો અને દેદૃષ્ટિ ઘટાડી, આત્મકાળજી વધે, તેમ પ્રવર્તતા રહેવા ભલામણ છેજી. આત્માની સંભાળ, અનંતકાળ વહી ગયો પણ લીધી નથી. જગતના કામનો તો પાર આવે તેમ નથી. બધા ગયા, તે અધૂરાં મૂકીને ગયા અને આપણે તેમ હાયવોય કરતાં મરી જવું ન પડે, માટે ચેતી લેવાની જરૂર છે. લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, ત્યાં પ્રમાદ ક૨વો ઘટતો નથીજી. (બો-૩, પૃ.૨૪૪, આંક ૨૩૭) આપને પરમપુરુષની દૃઢ શ્રદ્ધા છે તે જ આ ભવમાં પરમ પુરુષાર્થ પ્રેરનારી છે. શરીરથી જ કંઇ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દૃઢ હોય છે ત્યાં જ ચિત્તની વૃત્તિ વળે છે, સ્થિર થાય છે, લીન થાય છે. તેથી વારંવાર પ.પૂ. પ્રભુશ્રીજી ‘શ્રદ્ધા પરમ ગુજ્જĒા' એમ કહેતા હતા. (બો-૩, પૃ.૭૨૧, આંક ૮૭૫) D. પૂ. ....એ તપશ્ચર્યા આદરી, પૂર્ણ કરી છે તેમ કર્મના તાપને સમભાવે સહન કરી, પરમ શાંતિપદ પામવામાં પુરુષાર્થ અખંડ રાખે અને પરમકૃપાળુદેવની કૃપાથી તે માર્ગે આગળ વધે, એ ભાવના ભાવું છું. ઇચ્છા-નિરોધને તપ કહેલ છે. પરમ ઉદાસીનતાના પ્રતાપે ઇચ્છાઓ ઊગવા પામે નહીં અને પૂર્વકર્મના ધક્કાથી ઇચ્છા ઊઠે તે પરમકૃપાળુદેવના બોધબળે મંદ પડી જાય, નિર્મૂળ થતી જાય અને પૂર્ણ-કામતા, નિઃસ્પૃહતા, ૫૨મ વીતરાગતાનો લક્ષ રહ્યા કરે, એ જ સાચો પુરુષાર્થ છેજી. Page #669 -------------------------------------------------------------------------- ________________ $50 જેની જેવી ભાવનાની પ્રબળતા, તેને તેવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છેજી. માટે જ્ઞાનીપુરુષે ‘‘આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે'' એ લક્ષ આપણને ઉપદેશ્યો છે, તે ભૂલવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૪૮૭, આંક ૫૨૦) D આપનો પત્ર મળ્યો. વાંચી તમારી મનોરથદશા જાણી છેજી. પ્રશસ્તભાવો પૂર્વઆરાધનના સંસ્કારરૂપ છે, તેને આ ભવના દૃઢ પુરુષાર્થે સફળ કરવાના છેજી. ખરો પુરુષાર્થ તત્ત્વ-વિચારણારૂપ છેજી. વૈરાગ્ય અને દૃઢ જિજ્ઞાસા તેનો આધાર છે. પ્રાપ્ત સંયોગોમાં બની શકે તેટલો કાળ સાંચન, સદ્વિચાર, સદ્ભાવનામાં ગાળવો ઘટે છેજી. જે જે મુખપાઠે કર્યું છે બધાં વચનો મનનનો વખત માગે છે. યથાશક્તિ દરરોજ પા-અડધો કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ બંધ કરી સત્પુરુષના એકાદ વાક્ય, કડી કે વિચારને આધારે પોતાના બળ પ્રમાણે ખીલવવા, વિસ્તારવા અને ઊંડા ઊતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કર્તવ્ય છેજી. ‘‘લિંગ ધણી માથે કિયા હૈ, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ જિન.'' જેણે યથાર્થ આત્મા જાણ્યો છે, એ સદ્ગુરુનું શરણું આ ભવમાં જે મહાભાગ્યશાળી જીવને મળ્યું છે તેને હવે તો સદ્ગુરુએ બતાવેલ માર્ગે સત્પુરુષાર્થ કરવાનો છે. મોટી મૂંઝવણ – કોનું કહ્યું માનવું ? અને કોને પૂછવું ? - તે જીવને હોય છે. તે તો જીવને હવે ટળી ગઇ. જેટલો પુરુષાર્થ જીવ હવે ક૨શે તેટલું તેનું વીર્ય સફળ બની પ્રગટ જણાઇ આવશેજી. (બો-૩, પૃ.૨૩૩, આંક ૨૨૮) હવે દીન થયે પાલવે તેમ નથી. કર્મોની સામે આપણા જ બાહુબળથી ઝૂઝવાનો અવસર આવી પડયો છે, ત્યાં કચાશ રાખીશું તો જરૂર પાછા આપણને તે ભાવો સંસારની અધોગતિમાં ખેંચી જશે; માટે જેટલો બને તેટલો પુરુષાર્થ કરી, પોતાના દોષો દેખી, તેથી કાયર નહીં બનતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલવાનો પુરુષાર્થ પ્રગટાવવાનો કટોકટીનો પ્રસંગ આવી લાગ્યો છેજી. સિંહના સંતાન સિંહ સમાન જ હોય. આખું જગત બકરાંના ટોળા જેવું છે; તેનાં સંગે તેવો રંગ સત્પુરુષના શિષ્યોને રખેને લાગી જાય એવો ભય રાખી, બીજા સંગ તજી, જ્ઞાનીપુરુષનાં પુરુષાર્થપ્રેરક વચનો જ સેવી, પ્રબળ બળ જગાવી, આ ભવમાં જરૂર આત્મજ્ઞાન કરી છૂટી જવું છે, એવો દૃઢ નિશ્રયવાળો વિચાર ટકાવી રાખવો ધટે છેજી. (બો-૩, પૃ.૨૪૨, આંક ૨૩૬) D જીવે મંડયા રહેવું તો આઠ દિવસમાં પણ કામ થઇ શકે છે. અંજનચોરે દૃઢતાથી આકાશગામિની વિદ્યા સાધી, મેરુ પર્વત ઉપર જિનદત્ત શેઠ પાસે જઇ ચૈત્યાલયોમાં પૂજા કરી. પછી ચારણમુનિ પાસે દીક્ષા લઇ આઠ દિવસનું આયુષ્ય હોવાથી અનશન કરી, બધાં કર્મ ખપાવી મોક્ષે ગયા. (બો-૧, પૃ.૨૫૦, આંક ૧૪૪) પૂજ્યશ્રી : (મુમુક્ષુઓને ઉદ્દેશીને) તમને એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બધો વખત નકામો જતો રહે છે, કંઇ થતું તો નથી ? મુમુક્ષુ : નકામું તો નથી લાગતું, પણ કંઇ થતું નથી, એમ તો થાય છે. Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૬૧ પૂજ્યશ્રી : એમ થાય તો પુરુષાર્થ જાગે. નહીં તો આશ્રમમાં રહ્યા છીએને ? બધું થશે. એમ થઇ જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનો નથી. તરવારની ધાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તો અધીરજ આવી જાય. તેથી પુરુષાર્થ થાય નહીં. અહીં રહીને કષાયની ઉપશાંતતા વગેરે ગુણો પ્રગટાવવાના છે. આત્માના હિત માટે અહીં રહ્યા છીએ, એ લક્ષ રાખવો. (બો-૧, પૃ.૩૩૧, આંક ૮૦) પરમકૃપાળુદેવ લખે છે કે ‘‘બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.'' (૫૩૯) આ વારંવાર વિચારી બાહ્ય માહાત્મ્યમાં જતી બુદ્ધિને સદ્ગુરુશરણે, ચૈતન્યભાવ પ્રત્યે, સદ્ગુરુના ઉપકારમાં, સદ્ગુરુના સ્વરૂપમાં કે સદ્ગુરુએ જાણ્યું છે એવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રોકવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. જ્ઞાનીએ જાણ્યું છે તેવા સ્વરૂપ કરતાં બીજી બાબતોનું માહાત્મ્ય ન લાગે, ભાવ ન જાગે અને જ્ઞાનીના સ્વરૂપમાં જ સંતોષભાવ વર્તાય, પ્રસન્નતા રહે તેમ કર્તવ્ય છેજી. પોતાનાથી બને તેટલી આત્મભાવના, સદ્ગુરુશરણે ક૨વી ઘટે છેજી. (બો-૩, પૃ.૬૮૧, આંક ૮૧૮) વારંવાર જેમ આહાર, વિહાર, વૈભવના વિચાર આવ્યા કરે તેથી વિશેષ વાર અને વિશેષ ભાવે સત્પુરુષનાં વચન, તેની મુદ્રા, તેની આજ્ઞાનું સ્મરણ રહ્યા કરે, તેવો પુરુષાર્થ આ જીવે અવશ્ય કરવા જેવો છે. (બો-૩, પૃ.૪૪, આંક ૩૦) D મહાભાગ્યશાળી હશે તેને સત્પુરુષની શ્રદ્ધામાં વર્ધમાનતા થઇ, સમકિતસહ સમાધિમરણનો લાભ પ્રાપ્ત થશે, એ લક્ષ રાખી પુરુષાર્થ દિન-પ્રતિદિન વર્ધમાન થતો જાય, તેમ વર્તવું ઘટે છેજી. કંઇ ન બને તો શ્રદ્ધાની દૃઢતા જેમ જેમ થતી જાય તેવો સંગ, તેવું વાંચન, તેની ભાવના કરતા રહેવી ઘટે છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી ઇંદોરમાં સત્સંગની સામગ્રી અને શુભેચ્છાસંપન્ન મુમુક્ષુઓનું સંઘબળ ઠીક છે. તેમાં સંપ રહે અને સત્સંગ, ભક્તિ, વાંચન, વિચારના પ્રસંગ રહ્યા કરે તો અસત્સંગનું બળ ઘટે અને વિચારની નિર્મળતા થતાં સ્વરૂપપ્રાપ્તિની સરળતા થાય. વ્યક્તિગત પ્રયત્ન અને સમૂહમાં ભક્તિ આદિના પ્રસંગોની પણ જરૂર છેજી. જે જે નિમિત્તે ભક્તિભાવ વધે, ધર્મપ્રેમ, વાત્સલ્યતા, પ્રભાવના, ગુણવૃદ્ધિ થાય તેમ પ્રવર્તવા સર્વને ભલામણ છેજી. વૈરાગ્ય-ઉપશમ અર્થે બાર ભાવના, દશ યતિધર્મ, સમાધિમરણ આદિ સમાધિસોપાનમાંથી વાંચતા રહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૧૬, આંક ૫૬૦) I મુમુક્ષુતાની વૃદ્ધિ થાય અને સદ્ગુરુના શરણની દૃઢતા થાય, તેમ દિન-દિન પુરુષાર્થ કર્તવ્ય છેજી. જે જ્ઞાનીપુરુષનાં જ્ઞાનમાં છે તે સર્વ સાચું છેજી. તેનું જ કહેલું મારે માનવું છે. આ ભવમાં તેનું સંમત કરેલું સંમત કરી, યથાશક્તિ તેના આશ્રયે વર્તાય તેમ કરી, આટલું પાછલા પહોરનું આયુષ્ય બાકી હોય તે તેને શરણે સમાપ્ત કરવું છે, એ જેનો દૃઢ નિશ્ચય છે તેને નિઃશંકતા વર્તે છે. નહીં સમજાતું હોય તે, કષાયની મંદતા થયે અને જ્ઞાનાવરણીય પાતળાં પડતાં, સર્વ સ્પષ્ટ થતું જાય છે અને થઇ જશે. એ અટળ, દૃઢ શ્રદ્ધા રાખી, અંતરપરિણતિ નિર્મળ થાય, તેવો ઉપયોગ, પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૪૯૮, આંક ૫૩૪) Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨) અનાદિના અભ્યાસની સામે થવાનું, જીવમાં તીવ્ર કર્મના બળે, વીર્ય ચાલતું નથી ત્યારે ગભરાઇ જાય છે; ધર્મ-શિથિલતા તેમાંથી વખતે જન્મવાનો પ્રસંગ થઈ આવે છે, પણ હિંમત નહીં હારતાં જીવે સપુરુષને શરણે નીચી મૂંડી રાખી પુરુષાર્થ કર્યે જવું. પુરુષાર્થનું ફળ તરત ન જણાય તેથી ગભરાવું નહીં. કોઈ વખત જીવ બળવાન બને છે, તો કોઈ વખત કર્મ બળવાન બને છે. એમ લડાઈ તો ચાલતી જ રહી છે, પણ જીવ પુરુષાર્થ ન છોડે તો કર્મ મંદ થતાં, પોતાનો પ્રભાવ પ્રગટાવવા જીવ પોતે સમર્થ થાય છેજી. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે; પણ હતાશ થનારના ભાગમાં તેનું ફળ હોતું નથી. ‘હિંમતે મરદા તો મદદે ખુદા” એ કહેવત કહેવતરૂપ નથી પણ સાચી છે. કોઈ પણ પ્રસંગમાં હિંમત હારવા જેવું નથી. (બી-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨) D મારે કરવું જ છે એમ વિચારે, તો કર્મેય ફરે અને બીજું બધુંય થાય. આદ્રકુમારે કર્મ ભોગવવાનાં હોવા છતાં દીક્ષા લીધી, અને પાછા પડ્યા તોપણ ત્યાંના ત્યાં ન રહ્યા કે લો, હવે સંસારી થયા માટે હવે અહીં જ રહી જઇએ. છોકરો નાનો હતો, તેણે બાર આંટા માર્યા, તેથી બાર વર્ષ પૂરાં થયાં કે છોડીને જતા રહ્યા. થોડે થોડે પુરુષાર્થ કરે તો બધું થાય. જીવ જાણે તો ત્યાંથી ખસે. પુરુષાર્થ કરે તો બધું થાય. (બો-૧, પૃ. ૨૨૯, આંક ૧૨૦) અત્યારે દેહ છૂટે એવી વેદના જાગી હોય અને નિશ્ચય મનમાં થઈ જાય કે હવે દેહ નહીં રહે, તો અત્યારે જે ફિકર કરે છે તેની તે, જીવ કર્યા કરે ? સમજુ હોય તો જ્ઞાની પુરુષોએ અનંત કૃપા કરી, આપણા ઉદ્ધાર અર્થે જે સત્સાધન યોજયું, દર્શાવ્યું, સ્મરણરૂપ અર્પણ કર્યું, તેનો આધાર લઈ બીજી બધી વાતો ભૂલી જાય, તેમાં જ તલ્લીન રહે, બીજાને પણ તેની જ સ્મૃતિ આપવાની ભલામણ વિનંતી કરે, તેને આશ્રયે જ દેહ છોડે. આ પુરુષાર્થ ફળદાયી છે. તેને ભૂલી જવાથી વંધ્ય તરુની ઉપમા અપાય તેવા કે પાણી વલોવવા જેવા પુરુષાર્થમાં જીવ મથી મરે છે. ક્ષણે-ક્ષણે આયુષ્ય ઓછું થાય છે અને એક ક્ષણ એવી આવશે કે જ્યારે નહીં બોલાય, નહીં ચલાય, નહીં પાસું ફરે, નહીં પાણી સરખું ગળે ઊતરે; તે વખતે જીવથી શું બનનાર છે? માટે જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો, મન સાવધ છે, પરમાર્થમાં જોડીએ તો આત્મહિતમાં મદદ કરે તેવાં છે, ત્યાં સુધી બનતો, પરમાર્થમાર્ગમાં પુરુષાર્થ કરી લેવાનું જ્ઞાની પુરુષો પોકારી-પોકારીને કહેતા આવ્યાં છે. તે સાંભળી જે ચેતશે, આત્મહિત આરાધવા પોતે પોતાનો શત્રુ મટી, મિત્ર થવા સત્સાધનમાં મંડી પડશે તે બચશે, નહીં તો લોકનું સ્વરૂપ, જ્ઞાનીપુરુષે વર્ણવ્યું તેવું જ દયાજનક છે. ““આખો લોક ત્રિવિધ તાપથી બળતો છે, બળ્યા કરે છે.' એ બળતરામાં કોઈ ઠેકાણે, કોઈ ખૂણેખાંચરે સુખ શોધ્યે જડે તેમ છે ખરું? તેનું વિસ્મરણ કરી, મરણના બળથી સપુરુષની દશા, તેનું અંતરંગમાં શીતળીભૂતપણું, અડોલ સ્વરૂપ ચિંતવશો તો તે દશા પામવાનું કારણ બનશે. (બો-૩, પૃ.૫૪૧, આંક ૫૯૨) આ મનુષ્યભવના અલ્પ આયુષ્યમાં, અન્ય ચિંતાઓની બળતરામાં જીવ બળી રહ્યો છે, તેમાંથી છોડાવી જ્ઞાની પુરુષની અમૂલ્ય વાણીરૂપ કલ્પતરુની શીતળ છાયાનો આશ્રય કર્તવ્ય છે, એ જ ઉત્તમ હવા ખાવાનું સ્થાન, આ ભવરોગથી પીડાતા જીવને માટે છેજી. માટે બળતા ઘરમાંથી જેમ કોઈ ઝટ બહાર નીકળી જાય તેમ સાંસારિક ચિંતાઓ દૂર કરી, એક આત્મહિત કરી લેવામાં પુરુષાર્થ કરવા યોગ્ય છેજી. Page #672 -------------------------------------------------------------------------- ________________ સુંદરદાસે કહ્યું છે ઃ ‘‘સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મવિચાર; શરીર સૌપ પ્રારબ્ધકું, જ્યુ લોહા ફૂટે લુહાર.' ૬૬૩ જ એવો અભ્યાસ આ ભવમાં કરી લેવા યોગ્ય છે. તે જ સાચું પરભવનું ભાથું છે. સૌ સૌનાં પ્રારબ્ધ લઇને આવેલ છે, તેની જેમ ચિંતા કરવી ઘટતી નથી; તે જ પ્રકારે, આ દેહ પણ પ્રારબ્ધની મૂર્તિ છે, તેમાં યથાપ્રારબ્ધ ફેરફાર થયા કરે છે અને આખરે જડની જાતિ છે તેથી તે તેનું પોત પ્રકાશશે; એટલે સડવું-પડવું એનો સ્વભાવ છે, તે અન્યથા કોઇ કરી શકે તેમ નથી; પણ જ્યાં સુધી એ નાશવંત દેહનો સંબંધ છે ત્યાં સુધી અવિનાશી એવા આત્માની દૃઢ શ્રદ્ધા કરી, તેમાં જ વૃત્તિ વળગી રહે, તેવો પુરુષાર્થ થઇ શકવા યોગ્ય છે. તે મુખ્ય કાર્યને હવે ગૌણ કરવું ઘટતું નથી. શરીરના ઉપચાર કરવા, દવા કરવી, પણ શા અર્થે ? આત્મહિતનું તે સાધન છે એમ જાણી પુરુષાર્થ - પ્રયત્ન કરવો. બાકી બીજું કંઇ આપણા હાથમાં નથી. માન્યતામાં તો તે શરીર નાશવંત, સંયોગી અને ૫૨૫દાર્થ છે અને આત્મા અમર, મૂળ પદાર્થ, અરૂપી અને ચૈતન્યના અનંતચતુષ્ટયાદિ ધર્મયુક્ત છે, પરમાનંદરૂપ છે તે શ્રદ્ધા મરણ સુધી ટકાવી રાખવા યોગ્ય છે. સત્પુરુષનો થયેલો સમાગમ, બોધ, તેમનો ઉપકાર વારંવાર સ્મૃતિમાં લાવી આત્મહિત સાધવાની ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૧૧, આંક ૧૦૪) D મળેલી સામગ્રી લૂંટાઇ જતાં પહેલાં, તેથી આત્મહિત સાધવા જે સત્પુરુષાર્થ કરે છે કે તેવી ભાવના રાખે છે, તે મોક્ષમાર્ગ સમજી, આરાધી શકે છે. માટે વર્તતી ભાવના વર્ધમાન થયા કરે અને અનાદિકાળથી વિસારી મૂકેલા આત્માની સંભાળ લેવાનું વિના વિલંબે બને, તેવો પુરુષાર્થ, તે સત્પુરુષાર્થ છેજી. જગતની મોહિનીનો ભય રાખી, સત્પુરુષનાં વચનોનું બખ્તર ધારણ કરી, શૂરા થઇ, મોહિની સામે સંગ્રામ કરવાનો છે. તે કામ અલ્પ સમયમાં આરાધી લેવા યોગ્ય છેજી. કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં વર્તતી રતિ ટાળી, નિરંતર પ્રમાદ ઓછો કરવાનો લક્ષ સમજુ પુરુષો રાખે છે, તેમને પગલે-પગલે ચાલવાની ભાવનાવાળા મુમુક્ષુજીવો પણ પ્રમાદનો વિશ્વાસ નહીં કરતાં, સત્પુરુષાર્થની ભાવના રાખી, બને તેટલું આત્મહિત સાધવા ઉદ્યમી રહે છે. (બો-૩, પૃ.૭૬૦, આંક ૯૬૧) D મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે તેવો ઉત્તમ યોગ મળ્યો છે, તો હવે આત્મહિત આટલા કાળ સુધી વિસારી મૂક્યું હતું તેની મુખ્યતા કરી, ભક્તિ અને મંત્રસ્મરણ દ્વારા આત્મજાગૃતિ પ્રાપ્ત કરવા પુરુષાર્થ વિશેષ-વિશેષ કરતા રહો એવી ભલામણ છેજી. બંને, કોઇ-કોઇ વખત અઠવાડિયામાં મળવાનું રાખો તો વાંચન-વિચા૨ સત્સંગે રસિક બને. તેવો યોગ ન બને તેમ હોય તો એકલા પણ પુરુષાર્થ કર્તવ્ય છે. ધન તો પ્રારબ્ધ પ્રમાણે મળે છે, પણ ભક્તિ આદિ અત્યારના પુરુષાર્થને આધીન છે. કરવા ધારીએ તો થઇ શકે અને જો ન કરીએ તો આટલા કાળ સુધી તે કામ જેમ પડી રહ્યું હતું તેમ પડી રહે. મોક્ષમાળા તમે પહેલાં વાંચવા લઇ ગયા હતા, પણ તે વખતે આવી ભક્તિની ગરજ જાગી નહોતી એટલે ઉપલક વંચાયું હશે. હવે ત્યાં તે પુસ્તક કાળજીપૂર્વક વાંચશો તો તેમાં ઘણી શિખામણ આપણા Page #673 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪) જીવનને ઉપયોગી થાય તેવી છે. જ્ઞાનવૃદ્ધિ અને સદાચરણ, બંનેથી જીવન ઉન્નત થાય છે તે લક્ષ રાખી. જીવન સુખી બનાવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૮૦, આંક ૬૫૪) E પ્રમાદને જ્ઞાની પુરુષોએ મોટો શત્રુ ગણ્યો છે; તેથી ડરતા રહી સ્મરણમાં નિરંતર ચિત્ત રાખવાનો અભ્યાસ પાડી મૂકવા યોગ્ય છેજી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળનો ભરોસો રાખવા યોગ્ય નથી. કર્યું તે કામ એમ સમજી, ભવિષ્ય ઉપર આધાર રાખ્યા વિના બને તેટલો પુરુષાર્થ કરી, મળેલા માનવપણાને સાર્થક કરવામાં પાછી પાની કરવી ઘટતી નથીજી. (બી-૩, પૃ. ૨૪૭, આંક ૨૩૯) || રોદણાં રડવાથી કંઈ બનતું નથી. જીવને પુરુષાર્થ કરવો પડશે. કર્યા વિના કંઈ બનતું નથી. જેમ કંઇ ધંધો ન કરે તે કમાતો નથી, તેમ ધર્મ-આરાધનમાં જીવ પ્રમાદ કરે તો કલ્યાણ ક્યાંથી થાય? બજારમાં ઘણી વસ્તુઓ વેંચાતી હોય પણ પાસે પૈસા હોય, તેમાંથી જેટલાં ખર્ચે તેટલો માલ ખરીદાય; તેમ જીવને મનુષ્યભવ, સશક્ત ઇન્દ્રિયો, નીરોગી કાયા, સત્સંગ, સબોધનો લાભ મળ્યો છે તો આ ભવમાં જેટલું બનશે તેટલું બીજી કોઈ ગતિમાં બનવા સંભવ નથી એમ વિચારી, રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ સફળ કરવા પુરુષાર્થ કર્તવ્ય છે'. મહાપુણ્યના યોગે, સંતની અનંત કૃપાથી જે સ્મરણમંત્ર મળ્યો છે, તેનું વિશેષ માહાત્મ રાખી હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં, જાગતાં હોઈએ ત્યાં સુધી જેટલું બને તેટલું રટણ કરવા યોગ્ય છે. સત્સંગના વિયોગમાં સપુરુષનાં વચન અને તેની આજ્ઞા, એ પરમ અવલંબનરૂપ છે; તેનું, પ્રમાદ તજી આરાધના થશે તો જીવનું હિત થશે. જગત બધું ધૂતારું પાટણ છે, દગો દેનાર છે, કર્મ બંધાવનાર છે; તેનાથી જ્ઞાની પુરુષો ત્રાસ પામી, તેનો ત્યાગ કરી, આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ રાખી તેમાં જ લીન થયા. આપણે પણ એ રસ્તો લીધા વિના છૂટકો નથી. મોક્ષ જેવી ઉત્તમ, અમૂલ્ય ચીજ ખરીદવી હશે તેણે તેટલી કિંમત પણ આપવી પડશે, નહીં તો ગોળ નાખો તેટલું ગળ્યું થાય. કોઈના માટે કરવાનું નથી. અનાદિકાળથી આ આત્મા જન્મજરામરણ-રોગાદિ દુઃખો સહન કરતો આવ્યો છે. હવે તેની આ ભવમાં પણ આપણે પોતે દયા નહીં ખાઈએ તો પછી બીજું કોણ તેની દયા ખાશે? કોઈ ધર્મ આરાધે તેથી આપણું કલ્યાણ થવાનું નથી. એમ થતું હોત તો તીર્થકરાદિએ કંઈ કચાશ રાખી નથી; પણ આ જીવ જાગશે નહીં, ત્યાં સુધી કંઈ બની શકે તેમ નથી. અંતરથી જ્યારે ગરજ લાગશે, માહાસ્ય સમજાશે ત્યારે આત્મહિત સિવાય બીજું કંઈ નહીં ગમે, મરણિયો થશે. એક મરણિયો સૌને હઠાવે એમ કહેવાય છે તેમ શૂરવીરપણું જાગશે ત્યારે કર્મો ડરીને ભાગી જશે. તેવા થવા સત્સંગ અને સબોધની જરૂર છે. (બી-૩, પૃ.૮૧, આંક ૭૧). T “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.” એ કહેવત પ્રમાણે પોતાનું કરવા પોતે જ કમર કસીને તૈયાર થવું પડશે, બીજાની મદદ તો પુણ્યોદયને આધીન છે. પરમકૃપાળુદેવે પોતે કહેલું, એક ભાઇ પાસેથી સાંભળ્યું છે, કે જો તમે છ આની બળ કરશો તો અમે દસ આની નાખી સોળ આની કરી આપીશું, પણ એટલું તો કરવું જ રહ્યું. “કંઈક આપકા બળ તો કંઇક દેવકા બળ.' એમ પુરુષાર્થ કર્યો સફળતા મળે છેજી. (બો-૩, પૃ.૩૯૯, આંક ૪૦૮) Page #674 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) T અનાદિકાળથી મોહવશ જે જે પ્રવર્તન કર્યું છે તેનો પશ્ચાત્તાપ કરી, સદ્ગની આજ્ઞા સિવાય થાસોશ્વાસ સિવાય કંઈ ક્રિયા કરવી નથી, એવી ભાવના કરવી. નિરંતર સગુરુકૃપાથી મળેલા સ્મરણમાં ચિત્ત વારંવાર આણવાનો, ટકાવવાનો પુરુષાર્થ કરી, તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. કોઇક દિવસે આ વાતનો વિચાર કરવાથી કંઈ કલ્યાણ સાધી શકાય તેમ નથી એમ વિચારી, કાર્યો-કાર્ય, પ્રસંગે-પ્રસંગે, ક્ષણે-ક્ષણે તેનો ઉપયોગ રાખવાના પુરુષાર્થમાં તત્પર રહેવાય તેવી જ દાઝ દિલમાં રાખવી ઘટે છે. ગોળ નાખીશું તેટલું ગળ્યું થશે. ‘ભાવ તિહાં ભગવંત.' એમ કહ્યું છે, તે સત્ય છેજી. (બો-૩, પૃ.૧૯૦, આંક ૧૯૩) D સંસારના પ્રસંગોનો ઘેરો, પૂર્વકર્મને લઇને, વગર ઇચ્છાએ આવી પડે તોપણ સગુરુનો સમાગમ આ ભવમાં, પૂર્વપુણ્યના બળે થઈ ગયો છે, તેની સ્મૃતિ તાજી રાખી, તેમણે આપેલા અમૂલ્ય અરણની સહાયતાથી વૈરાગ્યસહિત તેવા પ્રસંગોમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૨૫, આંક ૧૨૪) D આપ આગળ વધવાના પુરુષાર્થમાં છો તથા દોષને દોષ જાણી, તે દૂર ન થતાં સુધી ચેન ન પડે, તેવી ભાવના લખાયેલી જાણી સંતોષ થયો છેજી. દોષોના દૌરામ્યથી (દુષ્ટપણાથી) નાહિંમત થવા યોગ્ય નથી. સતત પુરુષાર્થ એ જ આપણા હાથની વાત છે અને હથિયાર છે, તેને અવસર જોઈ વાપરતા રહેવું ઘટે છે. કોઈ વખત કર્મનું બળ વિશેષ જોવામાં આવે છે, તો કોઈ વખત આવરણના મંદ ઉદયે આત્માનું બળ વિશેષ જોવામાં આવે છે, તો જ્યારે આત્મા બળવાન જણાય તે વખતે પુરુષાર્થ ચાલુ રાખ્યો હોય તો તેનું ચમત્કારી ફળ પ્રગટ જોવામાં આવે છે. નિરાશ થનાર તેવો લાગ ચૂકી જાય છે. કર્મ પ્રત્યેનો શત્રુભાવ તો ભૂલવો નથી, એ લક્ષ રાખવા યોગ્ય છે. કર્મ આપણને પ્રહાર કરવા નથી ચૂકતું તો આપણે પણ લાગ શોધતા રહેવું અને અવસરે એવો ફટકો લગાવવો કે તે ઊંચું માથું કરી ન શકે. આપને વિચારવાને આ લખ્યું છે. આપ તો વિચારવાન છો તેથી સમજો છો કે પુરુષાર્થ અને તેમાં સપુરુષાર્થ એ જ પરમાર્થપ્રાપ્તિનું કારણ છે; તો કર્મના હઠીલા સ્વભાવથી નહીં કંટાળતા “શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.'' (૧૯) તે વારંવાર દયમાં રાખી, કર્મને નિર્મૂળ કરવાં છે, એ લક્ષ ચૂકવા યોગ્ય નથી. ભોગવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભોગવતાં સમભાવ રહેવો મહા દુર્ઘટ છે, તૃષ્ણા વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભોગ પહેલાં, ભોગ વખતે અને પછીથી પ્રશ્નાત્તાપ ન ચુકાય એ જ ખરો પુરુષાર્થ કે વૈરાગ્ય છેજી. (બો-૩, પૃ.૭૫૨, આંક ૯૩૮) ૫..૫.પૂ. પ્રભુશ્રીનાં દર્શન, સમાગમ અને બોધનો લાભ મળ્યો છે, તેમને સહેજે ભક્તિભાવ પ્રત્યે પ્રેમ પ્રગટેલો હોય છે. તે ગમે ત્યાં હોય તો પણ તેને માટે વખત કાઢી, આહારની પેઠે તેને આવશ્યક વસ્તુ સમજી, તેમાં ચિત્તવૃત્તિ રાખે છે; પણ સત્સંગનો વિયોગ હોય, શરીર-પ્રકૃતિ પ્રતિકૂળ હોય, સંસારપ્રસંગો પૂર્વકર્મને લઈને ઘેરી લેતા હોય ત્યારે વિશેષ પુરુષાર્થની જરૂર રહે છે. (બી-૩, પૃ.૧૦૦, આંક ૯૩) Page #675 -------------------------------------------------------------------------- ________________ (૬૬૬ ) પૂર્ણ પરમપદ સાધવા, કરું અનેક ઉપાય; ગુરુ શરણે સૌ સફળ હો, બોધિ-સમાધિ સહાય. સત્સંગના વિયોગે જીવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે; નહીં તો સત્સંગયોગે જે દશા જીવની સુધરી હોય, તે મંદ બની, પાછી દેહાદિની કાળજી કરતો જીવ થઈ જાય, એ સ્વાભાવિક છે. માટે પરમકૃપાળુદેવનાં વચનો વિચારી, જે કંઈ જાગૃતિ તે વચનો દ્વારા પ્રાપ્ત થાય, તેનું વારંવાર સ્મરણ રાખી, ઉદાસીનદશા વર્ધમાન થાય અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે તેની તૈયારી કરવા, સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે ઉલ્લાસિત પરિણામ રહ્યા કરે, તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૮૦, આંક ૮૧૭) D પત્રમાં જે ભાવના લખો છો તે તાત્કાલિક ન રહે અને તેવા ભાવો રહ્યા કરે તો જીવનું કલ્યાણ ઘણી ત્વરાથી થવા યોગ્ય છેજી. ગુજરાતીઓને આરંભશૂરા કહે છે, તેમ શરૂઆતમાં ભાવનો ભડકો થઈ પછી ઓલવાઈ જાય અને પાછળ અસર ન રહે, તેમ કર્તવ્ય નથીજી. વારંવાર પરમકૃપાળુદેવને શરણે પ.પૂ. પ્રભુશ્રીજીનો સાંભળેલો બોધ પરિણામ પામે અને કષાય મંદ પડે તેવો પુરુષાર્થ કર્તવ્ય છેજી. સત્સંગના વિયોગે તે પુરુષાર્થ પ્રગટવો દુર્લભ છે; છતાં સત્સંગની ભાવના રાખી, પરમકૃપાળુદેવનાં વચનો પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય સમજી, તેનું આરાધન બળપૂર્વક કરવું ઘટે છેજી. સમકિતના કારણરૂપ છ પદના વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છે. આત્મા છે, તે નિત્ય છે, પોતાનાં કર્મોનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે – એ Æયમાં વૃઢ થઈ જાય, તે રૂપ પોતાનું સ્વરૂપ ભાસે તો જીવને સમ્યકત્વ દૂર નથી; પણ સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સમજાય છે, પરમ નિશ્રયરૂપ જણાય છે. એ દિશામાં પુરુષાર્થ કરેલો અલેખે નહીં જાય. તેમાં મુખ્ય તો વૈરાગ્ય-ઉપશમની જરૂર છે. તે વધે તેવું વાંચન, વાતચીત, બાર ભાવનાઓ, સમાધિસોપાન, મોક્ષમાળા વગેરેમાંથી વાંચી-વિચારી જીવને અધિકારી, યોગ્યતાવાળો બનાવવાના સપુરુષાર્થમાં રહેવા સર્વ ભાઈબહેનોને ભલામણ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી બની શકશે, પછી કંઈ ધર્મની અનુકૂળતા આવી મળવાની નથી માટે પ્રમાદ ઓછો કરી, સ્વચ્છંદ મંદ કરી જ્ઞાનીની આજ્ઞાએ કલ્યાણ છે એવી દૃઢતા કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૯૮, આંક ૬૮૩) D આપનું ભવભયની લાગણીવાળું કાર્ડ વાંચ્યું. તે ભાવો પત્ર લખતી વખતે જ નહીં પણ હરઘડીએ જો ટકાવી રાખશો, “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' એમ પરમકૃપાળુદેવે દર્શાવેલો ભાવ હૃયમાં નિરંતર રાખશો તો ભાર નથી કે વિષય-કપાય તમને સતાવે; પરંતુ જીવ પત્ર આદિ લખતાં સારા ભાવમાં ક્ષણવાર આવે છે પણ તેનો અભ્યાસ કરી, કસોટીના પ્રસંગમાં, મરણને સમક્ષ જોતા રહેવાની ટેવ પાડતો નથી. તેથી નિમિત્તને વશ થઈ અમુમુક્ષુપણે વર્તે છે, પછી પસ્તાય છે. માટે અગમચેતી રાખવાનો પુરુષાર્થ, સારા ભાવોનો અભ્યાસ પાડી મૂકવો, એ જ છે. તેમાં પાછા ન પડો. નાશવંત વસ્તુઓને નાશવંત જોવાની ટેવ પાડો. બંધનકારક પ્રસંગોને પ્રાણાંતે પણ સુંદર ન દેખો. જગતની મોહક વસ્તુઓ મૂંઝાવનારી છે - તે વાતની વિસ્મૃતિ ન થવા દો. આ જીવ અનાદિકાળથી બાહ્ય Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૭) દેખાવોથી ભૂલતો આવ્યો છે, તે ભૂલ - દેખતભૂલી ટાળવાનો અવસર આવ્યો છે, તેને પ્રસંગે હવે પાછા ન હઠવું. તેમાં પાછા તન્મય ન બની જવું. ભાવનાબોધ, સમાધિસોપાન, મોક્ષમાળા, પ્રવેશિકા વગેરે વૈરાગ્યપોષક ગ્રંથો વારંવાર વાંચી, તેમાંથી અભ્યાસ કરવા યોગ્ય, ભાવના ભાવવા યોગ્ય વચનો જીભને ટેરવે રહ્યા કરે, એમ પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છે. (બો-૩, પૃ.૭૨૫, આંક ૮૮૪) T સત્પષના યોગે જીવને સત્સાધનની પ્રાપ્તિ થઈ છે, તેનું આરાધન અહોરાત્ર જીવ કરે તો દુસ્તર સંસાર, ગાયની ખરીથી થયેલા ખાડામાં - પગલામાં રહેલા પાણી જેવો સુગમ થઇ જાય છે. હવે જીવે પોતે, લોકલાજ મૂકીને પુરુષાર્થ કરવો ઘટે છેજી. “અબ તો મેરે રાજ રાજ, દૂસરા ન કોઇ; સાધુ-સંગ બૈઠ બેઠ, લોકલાજ ખોઈ.'' એવા ભાવ, અનન્ય આશ્રયભક્તિના, કરતા રહેવા ભલામણ છેજી. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, પૂર્વ કર્મનાં જડિયાં.” પરમકૃપાળુદેવની કૃપા કંઈક સત્યમાર્ગમાં આગળ વધારવાની હશે એવો વિશ્વાસ રાખી, હાલ તો આર્તધ્યાન તજી, ધર્મધ્યાન માટે બને તેટલો પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છે. સદાય સૂર્ય ઉપર વાદળ આવેલું રહેતું નથી તેમ અંતરાયકર્મ પણ કાળે કરીને દૂર કે મંદ થતાં, વિશેષ પ્રકાશની પ્રાપ્તિ થવી ઘટે છે). (બો-૩, પૃ.૫૦૭, આંક ૫૪૮) D પૂ. .... પ્રથમ ભાવોની વાત જણાવે છે તે વિષે જણાવવાનું કે દૂધ ઉકાળે ચઢે ત્યારે થોડા દૂધથી તપેલી ભરાઈ ગઈ લાગે, પછી હલાવતાં ઊભરણ ઊતરી જાય તેથી કંઈ દૂધ ઓછું થઈ ગયું ગણવા યોગ્ય નથી, પણ સંઘટ્ટ દૂધ થયું ગણવા યોગ્ય છે; તેમ અવ્યવસ્થિત, મૂંઝવણદશામાં થતો પુરુષાર્થ વિશેષ લાગે, પણ વ્યવસ્થિતદશામાં થતા પુરુષાર્થથી તે ચઢી જાય તેવો ગણવા યોગ્ય નથી. સારું-ખોટું કાર્ય કે ભાવોની પરીક્ષા પોતાની વિચારદશા પ્રમાણે થઈ શકે છે. માટે તે દશા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્તવ્ય છેજ. તેને અર્થે સત્સંગ, સલ્ફાસ્ત્રરૂપ સાધન છે. (બી-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬) U જ્યાં સુધી એકલા છો ત્યાં સુધી વાંચન, વિચાર, ભક્તિ ભાવપૂર્વક સારી રીતે થઇ શકશે. પછી તો જેવું પ્રારબ્ધ માર્ગ આપે તે પ્રમાણે બચતા વખતમાં કંઈ થાય તેટલું કરતા રહેવાનો નિશ્ચય કરી રાખશો તો બનશે. જેવાં નિમિત્ત બને છે તેવા ભાવ થાય છે, માટે સારાં નિમિત્ત બનાવવાનો પુરુષાર્થ કરવો. ક્લેશનાં કારણો કુશળતાથી દૂર કરવા ઘટે છે. (બો-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨) D આવા પ્રસંગો અનાદિકાળના પરિભ્રમણમાં જીવને ઘણી વાર બન્યા છે અને તેથી છૂટવાની તેણે ઇચ્છા પણ કરી છે, પણ તેવા પ્રસંગોથી ભરેલા, એવા આ સંસારમાં ફરી જન્મવું જ ન પડે તેવો પુરુષાર્થ, તેણે એક લયે આદર્યો નથી. આ ભવમાં હવે સંસારનાં કારણો વિચારી, તેની નિવૃત્તિના ઉપાયમાં શક્તિ છુપાવ્યા વિના, વિકટ પુરુષાર્થ આદરવા યોગ્ય છેજી. પોતાની સમજણની ભૂલ છે તે પરમકૃપાળુદેવની કૃપાથી દૂર થવા યોગ્ય અવસર આવ્યો છે, તેનો બને તેટલો લાભ લઇ, સ્વરૂપ સમજી, તેમાં શમાવા જેટલો પુરુષાર્થ કર્તવ્ય છેજી. Page #677 -------------------------------------------------------------------------- ________________ દ૬૮) બધાં કામ કરતાં આ કામ વધારે અગત્યનું છે અને તે મનુષ્યભવ વિના બીજા ભવમાં બનવું મુશ્કેલ છે, માટે શૂરવીર થઈને, કર્મ આઘાપાછા થાય તેટલા કરીને, એક મોક્ષમાર્ગમાં ભાવ લાગી રહે, તેવા પુરુષાર્થમાં મંડી પડવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ કહે છે : “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.'' (૮૧૯) (બી-૩, પૃ.૬૪૨, આંક ૭૫૯) T બધા ભાવપૂર્વક ભક્તિ કરો છો, તે જાણી સંતોષ થયો છેજી. વિકટ પ્રસંગમાં વર્તવાનું છે તો પુરુષાર્થ પણ વિકટ નહીં કરીએ તો વર્તમાન યુગમાં સહજ કર્મબંધનાં કારણો ઉપસ્થિત થાય છે, તેમાં તણાઇ જવું બને તેવું છે; તો તે ઉપયોગ રાખવા ભલામણ છેજી. ““ઉપયોગ એ જ સાધના છે.'' (૩૭) (બો-૩, પૃ.૪૫૫, આંક ૪૭૫) પ્રસંગ પડયે જે ભૂલ દટાઈ રહી હોય તે પ્રગટ થાય છે. જેમ ક્રોધનો પ્રસંગ ન હોય ત્યાં સુધી ક્રોધ ન જણાય પણ તેવો પ્રસંગ પડયે ક્રોધ કેટલે અંશે નરમ પડયો છે તે જાણી શકાય છે; તેમ બંધવૃત્તિઓને તપાસી-તપાસી તેને દૂર કરવાનો પુરુષાર્થ સર્વ મુમુક્ષુજીવોએ કર્તવ્ય છે જી. (બી-૩, પૃ.૫૮૫, આંક ૬૬૨) T કર્મબંધ ન થાય, તેને માટે વિચાર કરવાનો છે અને તે જ પુરુષાર્થ કરવાનો છે. રાગ-દ્વેષથી કર્મ બંધાય છે. પુરુષની ભક્તિ, સત્સંગનું સેવન કરવું, તે રાગ-દ્વેષ ન થવાનું કારણ છે. સંસારના પદાર્થો ઉપર જે મન દોડે છે, તેને રોકી સત્સંગ અને ભક્તિમાં મન જોડવું, તે પુરુષાર્થ જ છે. મનને ભટકવા ન દેવું. પુરુષાર્થ તો કર્યા કરવો. નદીમાં પથ્થર હોય છે, તે પાણીના વહેણને લઈને ઘસાય છે; તો આ તો સત્ય વસ્તુ છે, તેનું ફળ જરૂર આવશે. જેને આત્માની દયા જાગી છે, તેનું જરૂર કલ્યાણ થશે. (બો-૧, પૃ.૧૦, આંક ૧૨) D તમો બંનેની માગણી અશુભભાવો દૂર કરવાની ઘણા વખત થયાં છે; પણ કાગળ લખતી વખતે ભાવો થાય છે તે ટકાવી રાખતા નથી. નિમિત્તાધીન વૃત્તિ ફરી જાય છે, તે વારંવાર જાણ્યા છતાં નિમિત્ત પ્રત્યે ઝેર વર્ષતું નથી; તે તે નિમિત્તોથી દૂર થઈ, આંખમાં આંસુ સહિત, પરમકૃપાળુની કૃપા અર્થે ઝૂરતા નથી તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો ઘટાડતા નથી, જીભને જીતવાનો પુરુષાર્થ કરતા નથી. પાડાની પેઠે શરીરને પોષવાથી તેમાં ગોથાં ખાવા પડશે. તનને તપથી કૃશ કરી, રસસ્વાદથી તેને છોડાવી, જરૂર જેટલું દિવસમાં એકાદ વખત આહાર આપી, જેટલું તેને આપીએ તેથી વધારે પરમાર્થનું કામ રાતે અને દિવસે તેની પાસે કરાવવું છે એવો લક્ષ રાખી, તે પ્રમાણે નહીં વર્તે ત્યાં સુધી માત્ર વાણીથી યાચના કર્યો કંઈ વળે તેમ નથી. માટે આ કાગળ મળે ત્યારથી, કંઈક સંયમ તરફ વિશેષ વલણ થાય અને શું કરવા ધાર્યું છે અથવા કેટલું બની શકે છે તે જણાવતા રહેવા ભલામણ છેજી. હવે તો ઘણી થઇ. જીભે કે કલમે બોલી કે લખીને અટકી રહેવું નથી, કરી બતાવવું છે; અને તે પુરુષાર્થમાં કંઈ દોરવણીની જરૂર પડે તો લખશો. માત્ર માગણીથી કંઈ વળે તેમ નથી. આ વખતે કડક શબ્દોમાં લખાયું છે, તે કંઈ પરમાર્થે લખાયું છે એમ ગણી, દિલ દુભાયું હોય તેની ક્ષમા ઇચ્છું છું અને શું-શું તે દિશામાં પગલાં ભર્યા તે જાણવા ઇતેજાર છું. (બી-૩, પૃ.૭૧૨, આંક ૮૬૧) Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૯) પાંચ ઇન્દ્રિયના વિષયો, કષાય, પ્રમાદ, મિથ્યાત્વ આદિ ચોર-ઠગારા, આપણા જ દયમાં વાસ કરી, આ આત્માનું બૂરું કરવામાં કંઈ કચાશ રાખતા નથી. તે બધાને ઓળખી, તેમને હાંકી કાઢી, આત્માને શાંતિ થાય તેવો પુરુષાર્થ હાથ ધરવો યોગ્ય છે. જેને સદ્દગુરુનું શરણ, સ્મરણ, ભક્તિની પ્રાપ્તિ થઈ છે, તેણે તો સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી, આવા દુ:ખરૂપ સંસારમાં ફરી જન્મવું જ ન પડે, તેવો માર્ગ આરાધવા કેડ બાંધવી ઘટે છે. મારું ગયેલું પાછું મેળવવા માટે બહુ શ્રમ લેવો પડશે એવો વિચાર મંદ કરી, જે મારું હોય તે જાય જ નહીં અને જે ગયું તે મારું હોય જ નહીં, એમ દ્રઢ વિચાર મનમાં ઠસાવવો ઘટે છે. નાશવંત વસ્તુનો મોહ જીવને નિત્ય, પરમાનંદરૂપ એવા આત્માનો વિચાર કરવા દેતો નથી. તેથી મોહ મંદ થાય તેવું “શ્રીમદ્ રાજચંદ્ર'નું પુસ્તક વાંચવા, વિચારવા તથા તેમાંથી મુખપાઠ કરવાનું રાખશો તો હિતનું કારણ છેજી. જે વખતે મંદ કર્મનો ઉદય હોય ત્યારે પુરુષનાં વચનોમાં વિશેષ વૃત્તિ રાખી, વૈરાગ્ય વધારવાથી, જીવને ઘણો લાભ થાય છે. લોભ કષાયને મંદ પાડવાનો નિશ્રય કરવાથી અને તે પ્રકારમાં યથાશક્તિ વર્તવાથી જીવ મોક્ષમાર્ગમાં ઉત્સાહી થાય છેજી. (બી-૩, પૃ.૭૩૨, આંક ૮૯૫) | દેહાદિ પ્રતિકૂળતાઓથી જીવ મૂંઝાય છે, તેથી અનંતગણી મૂંઝવણ અજ્ઞાનદશાની સાલવી લાગશે ત્યારે જીવમાં યથાર્થ વીર્ય જાગશે, અને માર્ગપ્રાપ્તિમાં મુશ્કેલી જણાય તે દૂર કરી, કાર્ય સાધયાનિ વા હું પતયામિ (કાર્ય સાધું કે દેહ પાડી નાખું) એવો નિશ્રય કરી મરણિયો બની, માર્ગ પામી મોક્ષમાર્ગ આરાધશે. દેહના કટકે-કટકા થઈ જાય તો પણ શ્રદ્ધા ન છૂટે, સપુરુષનું અવલંબન ન તજે અને મરણાંતે પણ તેણે અનંત કૃપા કરી આપેલું સ્મરણ આદિ સાધન આરાધ્યા કરે, તેને અવશ્ય અજ્ઞાન દૂર થશે. લાંબા-ટૂંકા કાળની ગણતરી કર્યા વિના, સહનશીલતા અને ધીરજ વડે સન્દુરુષનો માર્ગ આરાબે, તેની દશાને જીવ પામે છે. સાચું સાધન પામ્યા પછી પુરુષાર્થની વૃદ્ધિ કર્યા કરવી. ઘણા કાળે જે ફળ આવવા યોગ્ય છે, તેને તુરત લાવવા તેવા પુરુષાર્થની જરૂર છે. તેટલો પુરુષાર્થ બને તેમ હાલ ન લાગતું હોય તો યથાશક્તિ પુરુષાર્થ કરતા રહી ભાવના તેની જ રાખ્યા કરવી, પણ શ્રદ્ધા મંદ ન થવા દેવી, એ ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૬૦, આંક ૧૬૧) જેને પરમ પ્રેમ કરવાનું સાધન મળ્યું છે, તેણે તો પોતાના દોષો દેખી, દોષો ટાળવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૫૯, આંક ૭૮૪). || શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવેલ મતાર્થી અને આત્માર્થીનાં લક્ષણો વારંવાર વિચારી પોતાના દોષો દેખાય તેટલા દૂર કરવાનો પુરુષાર્થ હાલ તો કર્તવ્ય સમજાય છેજી. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.' યા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.'' પરમકૃપાળુદેવે કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, તેણે કહેલે રસ્તે ચાલીશું તો જરૂર મોક્ષ મળ્યા વિના નહીં રહે, એટલો વિશ્વાસ અટળ કરી, તેની આજ્ઞા ઉપાસ્યા જવાનું કામ હવે આપણું જી. (બી-૩, પૃ.૪૧૭, આંક ૪૨૩) Page #679 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ – મનુષ્યભવ, આટલું લાંબું આયુષ્ય, સત્પુરુષની આજ્ઞા, સત્સંગ અને સત્સંગે સાંભળેલી સદ્ગુરુની આજ્ઞા આરાધવાના તથા સમાધિમરણ કરવાના ભાવ - આ બધી દુર્લભ બાબતો મળી છે. તે સફળ કરીને, આત્મકલ્યાણ આ ભવમાં બની શકે તેટલું જરૂર કરી લેવું છે, એવો નિશ્ચય મુમુક્ષુજીવને રાખવો ઘટે છે, તથા તે નિશ્ચયને આરાધતા રહેવાની ઊંડી દાઝ રાખવી ઘટે છેજી. બહારની મદદ કરનારાં પુણ્યના યોગને લઇને મળી આવે છે પણ ઉલ્લાસભાવ, ધીરજ, સહનશીલતા, ક્ષમા, સર્વનું ભલું ઇચ્છવું, પરમકૃપાળુદેવ પર પરમ ભાવ તો પોતે જ કરવાના છેજી. આ બાબતો, જે વારંવાર વિચારી હૃદયમાં ધારણ કરે છે; તે પ્રમાણે વર્તે છે; તે શરીરના રોગને લઇને માંદો કહેવાતો હોય તોપણ ખરી રીતે માંદો નથી; પરંતુ જેનામાં તે ગુણો નથી અને તે મેળવવા કંઇ પુરુષાર્થ કરતો નથી પણ પ્રમાદમાં પડી રહ્યો છે, તે સાજો હોય તોપણ પુરુષાર્થની મંદતાને લીધે માંદો કહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૭૫, આંક ૫૦૨) પરમપુરુષોનો બોધ જીવનું કલ્યાણ કરનાર છે. દેહ, સ્ત્રી, પુત્ર આદિ ઉપરનો મોહ, જીવને દુઃખનું કારણ છે. તે ઘટાડવા સત્સંગ અને સદ્બોધની જરૂર છે. જીવે અનાદિકાળથી દુઃખ સહન કરવામાં બાકી રાખી નથી અને હજી મોહને લઇને દુઃખનાં કારણ ઉપાસે છે તે વિચારી, મોહ ઓછો થાય અને સમતા, ક્ષમા, ધીરજ રહે તેવો પુરુષાર્થ કર્તવ્ય છેજી. દેહનો સ્વભાવ અને આત્માનો સ્વભાવ ભિન્ન છે, તે સત્પુરુષ દ્વારા સાંભળ્યું છે: તે વારંવાર, પ્રસંગે-પ્રસંગે યાદ રાખી, વિચારવા યોગ્ય છેજી. થોડું લખ્યું ઘણું જાણી, વિશેષ વિચારશો અને સ્મરણમાં જેમ બને તેમ વિશેષ રહેવા ૫.૩.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે, તે લક્ષમાં રાખશોજી. (બો-૩, પૃ.૮૨, આંક ૭૩) ગયો કાળ પાછો આવતો નથી; અને વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ, જે આ ભવમાં આપણાં હાથમાં છે, તેનો ઉત્તમ ઉપયોગ કરી, ભક્તિમાં, આત્મભાવમાં ગાળી આત્મકલ્યાણ કરી લેવા યોગ્ય છેજી. પ્રમાદ કર્તવ્ય નથી. કાળનો ભરોસો નથી. અસંગ, અપ્રતિબંધ, સમભાવ, વિનય, ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, ક્ષમા, સહનશીલતા - આ બધા ઉત્તમ બોલો વારંવાર વિચારી, આપણા વર્તનમાં કંઇ અંશે પણ આવે, તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મોક્ષમાર્ગના પ્રવાસીને ભાથારૂપ, તે ઉત્તમ બોલો છે. તેનું ગ્રહણ ભાવથી થશે તો મોક્ષ નિકટ આવતો જશે. બંધનોનો નાશ કરનાર તે બોલો, સ્મરણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, ઇચ્છવા યોગ્ય, ભાવના કરવા યોગ્ય, તદ્રુપ થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૯૪, આંક ૮૬) ‘‘અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઇ રીતે પુરુષાર્થયોગ્ય થઇ વિચારદશાને પામે. જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.'' (૫૬૯) આવાં પરમકૃપાળુદેવનાં વચનો વિચારી, જીવના કલ્યાણ અર્થે જીવવું છે એમ નિશ્ચય કરી, તે નિશ્ચય બને તેટલો આરાધવામાં તત્પર રહેવું ઘટે છેજી. Page #680 -------------------------------------------------------------------------- ________________ (૬૭૧) પુરુષાર્થ વિના કંઈ બની શકવા યોગ્ય નથી અને સત્સંગ, સપુરુષની આજ્ઞાનો લક્ષ થયા વિના, રહ્યા વિના, પુરુષાર્થ ટકે તેમ નથી. (બો-૩, પૃ.૬૬૪, આંક ૭૯૪) I પુરુષાર્થ કર્યો આગળ વધાય. પુરુષાર્થ કરે નહીં અને આગળની વાતનો વિચાર કરવા બેસે, તે કેમ સમજાય? ઈડું સેવાય તો મોર થાય. દરરોજ ખખડાવી જુએ કે બચ્યું કેમ થતું નથી, તો ઈડું નકામું જાય. જ્ઞાનીની આજ્ઞા મળી છે તો વિશ્વાસ રાખી, આરાધન કર્યા કરવું. યોગ્ય સમયે બધું માલૂમ પડશે. (બો-૧, પૃ.૪, આંક ૨) D પૂ. ....ને earphone ન ચાલતું હોય તો ઘેર ભક્તિ કરે તો હરકત નથી; પણ પ્રમાદ કર્તવ્ય નથી, એમ જણાવશોજી. ગમે ત્યાં નિત્યક્રમ નિયમસર કર્તવ્ય છેજી. બાકીના બચત વખતમાં વૈરાગ્ય-ઉપશમ વધે તેવું વાંચન આત્માર્થે કર્તવ્ય છેજી જેનું ફળ આત્મશાંતિ પ્રત્યે ન હોય તેવો પુરુષાર્થ, પ્રમાદરૂપ જ્ઞાની પુરુષે ગણ્યો છેજી. (બી-૩, પૃ.૭૭૧, આંક ૯૮૨). [ પૂ. ... ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં અને આશ્રમમાં આત્માર્થે રહેલ. તેમણે પાંચ-સાત દિવસથી ખાવું-પીવું બોલવું છોડી, સ્મરણમાં રહેવાનું કંઈ અંતરંગ પચખાણ જેવું લીધું લાગે છે. વાતચીત કરતા નથી, એટલે તેમનો અભિપ્રાય સ્પષ્ટ જણાતો નથી, પણ કષાયાદિનું કારણ નથી. એકાદ માસથી આહાર, અન્યનો પ્રસંગ ઓછો કરી દીધો હતો. આ બીના સહજ જાણવા લખી છેજી. આપણે તો કોઇને પુરુષાર્થ કરતો જાણી, આપણો પુરુષાર્થ વધે તેમ લક્ષ રાખવો ઘટે છેજી. તેમણે ખાવું-પીવું છોડી, ભક્તિભાવનો લક્ષ રાખ્યો છે તો આપણે ખાઈને પણ તેમ ન કરી શકીએ તો કેટલું શરમાવા જેવું છેજી. આત્મહિત વધે તેવી વિચારણામાં રહેવા વિનંતી છે.જી. (બી-૩, પૃ.૪૧૯, આંક ૪૨૬) | એક દિવસ પુરુષાર્થ કરવાથી કર્મ ખસે એવાં નથી. આખી જિંદગી સુધી કરે ત્યારે ખસે. (બો-૧, પૃ.૨૯૦, આંક ૪૦) પ્રારબ્ધ અને પુરુષાર્થ D ૫.પૂ. પ્રભુશ્રીજીએ એક પત્રમાં મુમુક્ષુજીવને શિખામણ લખેલી તે આપને લક્ષમાં રહેવા લખું છુંજી : ઉદયને સમભાવે વેદવો એ જ્ઞાનીનો સનાતન ધર્મ છે. પ્રારબ્ધ એટલે પૂર્વે ઉપાર્જેલાં કર્મ, પુરુષાર્થ એટલે પ્રારબ્ધને વિષે હરખ-શોક ન કરવો તે.” (બી-૩, પૃ.૫૨૪, આંક ૫૭૦) I પુરુષાર્થ કરીએ અને કામ ન બને ત્યાં પ્રારબ્ધનો દોષ છે એ વાત ખરી, પણ પુરુષાર્થ નિષ્ફળ જતો નથી. એક વાર ખેતર ખેડીને વાવ્યું હોય પછી વરસાદ ન વરસે તો ઊગેલું સુકાઈ જાય, પણ ખેડાયેલું જતું રહેતું નથી; જમીન સુઘરી છે તો ફરી વાવતાં વાર ન લાગે. આપણે જે ફળ લાવવું હતું, તે અમુક વખત સુધી આવેલું ન દેખાય તોપણ સદ્વિચારસહ પુરુષાર્થ કર્યા કરવાથી, જરૂર આત્મા સંસ્કારી, સહનશીલ અને સદ્ભાવનાવાળો બને છેજી. (બી-૩, પૃ.૨૧૩, આંક ૨૧૧) Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ I મનુષ્યભવ મળ્યો છે, પ્રારબ્ધ છે. ‘“બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.’' ત્યાં પુરુષાર્થની ખામી બતાવી. જીવે પૂર્વે પુરુષાર્થ કરેલો, પુણ્યાદિ બાંધેલાં તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરુષાર્થ હતું. માત્ર કાળભેદ છે. બીજા ભવોમાં પુણ્ય બાંધવાનો પુરુષાર્થ કર્યો તો મનુષ્યભવ મળ્યો. જેણે પુરુષાર્થ નહોતો કર્યો તે કીડી, કાગડા, કૂતરારૂપે અવતર્યા છે. પહેલાંના પુરુષાર્થના ફળને અહીં પ્રારબ્ધ કહે છે. જે મોક્ષ થાય તેવો પુરુષાર્થ અત્યારે કરે છે, તે ખરા પુરુષાર્થી છે; તેના ભવ કપાય છે. જે પ્રમાદ સેવે, પાપ બાંધે તે અવળો પુરુષાર્થ કરી મનુષ્યભવ હારી બેસે છે અને ચાર ગતિમાં ભટકે છે. ત્યાં તેને કાગડા-કૂતરાના ભવરૂપે પ્રારબ્ધ ભોગવવું પડે છે. પ્રવેશિકામાં રાત્રિભોજનત્યાગ વિષેના પાઠમાં (પાઠ ૪૪-૪૫-૪૬) શિયાળનું દૃષ્ટાંત છે; તેમાં રાત્રે પાણી નહીં પીવાનો એટલે પાપમાં નહીં પ્રવર્તતાં, વ્રત પાળવાનો પુરુષાર્થ તેણે કર્યો તો મનુષ્યભવ તે પામ્યું અને ત્યાં મોક્ષ-પુરુષાર્થથી મુક્ત થયું. આવું પ્રારબ્ધ-પુરુષાર્થનું સ્વરૂપ છે. જેણે પ્રારબ્ધ બાંધ્યું છે તે તેને ફેરવી શકે, નાશ કરી શકે છે. નાશ ન થઇ શકે તો કોઇ મોક્ષે જાય જ નહીં. માટે જ્ઞાનીની આજ્ઞા આરાધવાથી મુક્તિ મળે છે એમ દૃઢ કરી આજ્ઞા-આરાધનનો પુરુષાર્થ મન-વચન-કાયાના ત્રણે યોગે કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૭૮, આંક ૯૯૨) પ્રારબ્ધ-આધીન દેહ છે. પુરુષાર્થ-આધીન આત્મકલ્યાણ છેજી. આળસ અને પ્રમાદ જેવા કોઇ શત્રુ નથી, તેમને સોડમાં રાખી સૂવું ઘટતું નથી; દુશ્મન જાણી દૂર કરવા છે. જિંદગીના પાછલા ભાગમાં જેટલું બળ કરી, કમાણી થાય તેટલી કરી લેવી ઘટે છેજી. (બો-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૭) જ્ઞ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ પ્રારબ્ધને આધીન છે. જેવું બાંધ્યું હોય તેવું દ્રવ્ય દેખીએ છીએ, તેવા ક્ષેત્રે રહેવું થાય છે, તેવો શાતા-અશાતાનો કાળ સહન કરવો પડે છે; પણ ભાવ તો આપણા પુરુષાર્થ પ્રમાણે પ્રવર્તે એમ છે અને તેને પ્રધાનપણે અવલંબી મહાપુરુષો મોક્ષ પ્રાપ્ત કરે છે કે સમાધિમરણ સાધે છે. મરણ વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ મુખ્યપણે વિપરીત હોવાનો સંભવ છે; પણ ભાવ સર્વોપરી થઇ જાય તો તે ગૌણતામાં એક બાજુ પડયા રહે છે અને ભયંકર લાગતું મરણ પણ પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા તેમ મૃત્યુ-મહોત્સવરૂપ પલટાઇ જાય છે. એ ભાવ, નિમિત્તાધીન અત્યારની દશામાં, આપણને પ્રવર્તે છે તેથી શુભ નિમિત્તોનું અવલંબન, સત્સંગ કે સત્સંગે થયેલી આજ્ઞા એ જ ઉત્તમ ઉપકારી છે. તે જાણવા છતાં વૃત્તિ પરમાં પ્રવર્તે છે, તેને વશ કરવા પ્રબળ પુરુષાર્થ અને સત્યને માટે - સમકિતને માટે ઝૂરણાની જરૂર છે. તે સદ્બોધની સ્મૃતિથી થવા યોગ્ય છે. (બો-૩, પૃ.૯૨, આંક ૮૪) D પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બંનેમાં બળવાન પુરુષાર્થ છે અને તે હાલ આપણા હાથમાં છે. પ્રારબ્ધનો તો ઉદય વેદવો પડશે તે હાથમાં નથી, પણ સત્પુરુષાર્થ થઇ શકે તેટલો કર્તવ્ય છે. જેમ પ્રારબ્ધ વિપરીત હોય તો વિઘ્નરૂપે નડે છે, તેમ અનુકૂળ પ્રારબ્ધથી મનુષ્યભવ, ઉત્તમ કુળ, સત્સંગનો યોગ, સદ્બોધની પ્રાપ્તિ આદિ પ્રાપ્ત થયાં છે; અને જો સત્પુરુષાર્થનો જોગ હવે સદ્ગુરુકૃપાએ બને તો આ ભવ સફળ થઇ જાય તેવી સામગ્રી પ્રાપ્ત થઇ છે. Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૭૩) એમ કહેવાય છે કે “કંઈક આપણા બળ અને કંઇક દેવકા બળ.” એમ બે હાથે તાલી પડે છે. પુરુષો આપણને મોહનિદ્રામાંથી જગાડવા પોકારી-પોકારીને કહી ગયા છે અને કહે છે; પણ તે માનવું, તેવા ભાવ કરવા, તેમ વર્તવું - તે આપણા હાથની વાત છે. (બી-૩, પૃ.૭૭, આંક ૬૭) ભક્તિ પરમકૃપાળુદેવનાં વચનો પવિત્ર હદયમાં જ સ્થાન પામે (વાસ કરે) તેવાં છે. તેથી વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ દ્વારા દય પવિત્ર કરતા રહેવા ભલામણ છેજી. ભક્તિ : એ આત્માની પ્રેમશક્તિને પરમ પુરુષમાં લીન કરવારૂપ દશા છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં.' ત્યાગ - તજવા યોગ્યના અનેક પ્રકાર છે, પણ ભજવા યોગ્ય તો આત્મારૂપ, મોક્ષની મૂર્તિ સમાન પરમપુરુષ એક જ છે અને તેમાં અનન્યભાવે લીનતા થતાં સર્વ જગતનું વિસ્મરણ થવા યોગ્ય છેજી, આ પરમપદનો ટૂંકો માર્ગ અનેક મહાપુરુષોએ આચર્યો છે અને આ કાળમાં એ જ પરમ ઉપકારી છે, એવો ઉપદેશ કર્યો છે. મને-તમને-સર્વને તે ધ્યેયરૂપ હો એવી ભાવના છેજી. આ બધાનો સાર ““આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુદ્ગલિક મોટા ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.” (૮૫) આ કર્તવ્ય સર્વ અવસ્થામાં, યથાશક્તિ કરતા રહેવાની જરૂર છે. સાજા હોઇએ, માંદા હોઇએ, સત્સંગમાં હોઇએ, વિયોગમાં હોઇએ, યુવાવસ્થામાં હોઇએ કે વૃદ્ધાદિ અવસ્થામાં હોઈએ, ગૃહસ્થાવસ્થામાં હોઈએ કે ત્યાગી અવસ્થામાં હોઇએ તોપણ એ લક્ષ ન ચુકાય તેમ પ્રવર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૫૪૬, આંક ૬૦૧) I અપૂર્વ ભક્તિ એટલે સંસાર પ્રત્યેનો પ્રેમ છૂટી, ભગવાનમાં પરમ પ્રેમ થાય છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં.' ભક્તિ એ છૂટવાનું સાધન છે. ભક્તિમાં કિંમત ભાવની છે. ક્રિયા કરવાથી કંઈ ન થાય. સમજણસહિતની ભક્તિ, આજ્ઞાથી થાય તે સાચી ભક્તિ છે. અપૂર્વ ભક્તિ હોય તો શરીરમાં દુઃખ છે કે સુખ, તે ખબર ન પડે. તરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્ત્વનેજી, એ વૃષ્ટિ સુવિનીત.” તત્ત્વમાં જીવને પ્રેમ લાગે ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. શ્રવણ કરવાની ઇચ્છા જાગે. કોઈ તરુણ, સ્ત્રી સહિત સુખી છતાં, તે છોડી દૈવી ગાયન સાંભળવા પ્રેરાય છે; તેમ પાંચ ઇન્દ્રિયના વિષયોથી ઊઠી પ્રભુમાં પ્રેમ લાગે. પછી મનન થાય, નિદિધ્યાસન થાય. ભક્તિ એ આત્મા છે. જાગે તો થાય. ભક્તબીજ પલટે નહીં, જો જુગ જાય અનંત; ઊંચનીચ ઘર અવતરે, આખર સંતકો સંત.” ભક્તિ જીવને ગમે તો સાથે જાય. સમકિત જેવી જ છે. એ રસ્તો છે. સ્વચ્છંદ, પ્રમાદ, મિથ્યાગ્રહ, ઇન્દ્રિયવિષય બધું ટળે એવી ભક્તિ છે. ભક્તિનું ફળ એ આવવું જોઇએ. (બો-૧, પૃ.૧૮૦) Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ વૈરાગ્ય અને ભક્તિમાં ઝાઝો ફેર નથી. સત્પુરુષની કે આત્માની ભક્તિ, તેમાં ને તેમાં વૃત્તિની રમણતા રહેતી હોય તો સ્વાભાવિક રીતે સંસારની વિસ્મૃતિ થાય છે. તે વિસ્મૃતિ, અલ્પ મહત્તા તે વૈરાગ્ય; અને પરમપુરુષમાં તન્મયતા તે ભક્તિ. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧) — મહાપુરુષોનાં વચનોમાં વૃત્તિ રાખવી, સ્વરૂપમાં સ્થિત થયા છે એવા પુરુષોમાં જોડાવું, લીન થવું તે ભક્તિ. જેમ જેમ જ્ઞાનીપુરુષની ઓળખાણ પડે તેમ તેમ ભક્તિ થાય. (બો-૧, પૃ.૩૪૦, આંક ૧૧) થવા, કાંતન, ચિંતવન, વન, વંદન. ધ્યાન | ઘુતા, સમતા, તા. નવા મન પ્રમા ... [] ૧. શ્રવણ : સદ્ગુરુનાં વચનો સાંભળવાં, વાંચવા - કોમળ પરિણામ સહિત. માહાત્મ્ય જેનું ૫૨મ છે, એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં તલ્લીનતા, તે આસ્થા. ૨. કીર્તન : સત્પુરુષના ગુણગ્રામ કરવા. સ્તુતિ, મંત્રનો ઉચ્ચાર, ગોખવું, ઉતાવળે ફેરવી જવું, કોઇને કહી બતાવવું. ૩. ચિંતવન : જે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, મુખપાઠે કર્યું હોય, ઉતાવળે સાદે ફેરવી જતા હોઇએ, સ્તુતિ કરતા હોઇએ - તેના અર્થનો વિચાર કરવો; ન સમજાય તે પૂછયું હોય - તેની સ્મૃતિ કરી, હવે સમજાયું કે હજી શંકા રહે છે એનો વિચાર કરવો. ૪. સેવન : ભાવના, બાર ભાવના વગેરે વારંવાર વિચારી આપણા ભાવ, જે ચિંતવનથી આત્મહિતનો નિર્ણય થયો હોય તે રૂપ રહ્યા કરે એવો અભ્યાસ પાડવો. જેમ માળામાં ચકલી ઇંડા ઉપર બેસી રહે છે અને બચ્ચું થતાં સુધી ઇંડું સેવે છે, તેમ આત્મજ્ઞાન થતાં સુધી સદ્ગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છેજી. ૫. વંદન : સંસારભાવમાંથી વૃત્તિ વાળીને સદ્ગુરુચરણે રાખવાનો પુરુષાર્થ; ‘‘એક વાર પ્રભુવંદના (પ્રભુને ઓળખીને) આગમ રીતે થાય.' "इवि नमुवारी जिनवरवसहस बदमास, संसारसागराओं तारं नरं व नारी वा ।" ૬. ધ્યાન : આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાન, શુક્લધ્યાનનો પુરુષાર્થ, એક સદ્ગુરુચરણે ચિત્તને બાંધવું, સંસારને ભૂલી જવો. ૭. લધુતા : ‘‘અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય.'' મારું કંઇ નથી. સર્વ દોષ મારામાં છે. માટે મને ગમે તે હલકાં, અયોગ્ય વચન કહે, નિંદે તો તેવાં કર્મ કરેલાં, માટે તેને લાયક જ હું છું. મારે કોઇને શત્રુ માનવો નથી. બધા ભલા છે એમ જોવું. બધા આત્મા છે, તેમનું ભલું થાઓ એમ ગણવું. ૮. સમતા : આમ કરવાથી રાગ-દ્વેષ ન થાય એટલે સમતા આવે. એ જ તરવાનું સત્સાધન છે, પ્રભુતા પામવાનો માર્ગ છે. ૯. એકતા : સમતા, ક્ષમા, શાંતિ સેવતાં ભગવાન જેવું જ પોતાનું સ્વરૂપ પ્રગટે. અસંગપણું એ જ એકતા છે. એ પરાભક્તિ છેજી. (બો-૩, પૃ.૪૩૪, આંક ૪૫૩) Page #684 -------------------------------------------------------------------------- ________________ (૬૭૫) T કોઈ જીવો કુળધર્મવડે ગુરુની ભક્તિ કરે છે. કોઈ જીવો મુનિના શીલ, તપ, દયા આદિ દેખીને ભક્તિ કરે છે. ‘પણ મુનિ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રને આરાધે છે' એવા ભાવથી ભક્તિ કરે, તે સાચી ભક્તિ છે. ગુરુમાં શીલ, તપ, દયા આદિ ભાવ દેખી ભક્તિ કરે છે, પણ જ્ઞાન-દર્શન-ચારિત્રને જીવ જાણતો નથી, તેથી તેને મિથ્યાવૃષ્ટિ કહ્યો છે. (બો-૧, પૃ.૧૬૧, આંક ૩૧) D જગતમાં બીજી વાતો સાંભળવા મળે પણ ભક્તિની વાત, શાસ્ત્રની વાત સાંભળવા મળતી નથી. ભક્તિનું માહાત્ય સમજાય તો ભક્તિ આવે. ભક્તિ કરે તો પુણ્ય બાંધે અને પુણ્ય બાંધે તો મનવાંછિત ફળ મળે. જે જે ઇછે, તે તે મળે. ભક્તિને કલ્પવૃક્ષ જેવી સમજો. ભક્તિ હોય તો મુક્તિ થાય, મુક્તિને તાણી લાવે. મુક્તિ પરાણે મળે. “ભજીને ભગવંત ભવંત લહો.' સ્વરૂપ પ્રગટયા વિના તો મોક્ષ થાય નહીં. ભક્તિથી પોતાનું સ્વરૂપ પ્રગટે છે. સંસારથી બળ્યો-જળ્યો ભક્તિમાં બેસે તો ઠરે. ભગવાનની ભક્તિમાં રસ હોય તો અશુભકર્મ રસ આપ્યા વિના ચાલ્યાં જાય; સંસારનો રાગ છૂટી સમભાવ થાય. ભક્તિથી ભગવાનના નિઃસ્પૃહભાવ સમજાય છે. ભક્તિ કરી કશું ઇચ્છવા જેવું નથી. વગર ઇચ્છાએ મળે છે. ભક્તિમાં રહે તો અધોગતિમાં ન જાય. ભગવાનની ભક્તિ એ ભગવાન થવાનું કારણ છે. અશુભ છોડી શુભભાવમાં આવે તો પછી શુદ્ધભાવમાં અવાય. (બો-૧, પૃ.૨૫૨, આંક ૧૪૭) D પ્રશ્ન : અહીં “એ ગુણ વીર તણો ન વિસારું' ને બદલે “એ ગુણ રાજ તણો ન વિસારું'' એમ કેમ બોલાય છે? પૂજ્યશ્રી : જેની ભક્તિ કરતા ઉલ્લાસ આવે, તેનું નામ લેવું. લોકોને દેખાડવા ભક્તિ નથી કરવી, આત્મહિત માટે કરવી છે. સમજ સમજમાં પણ કેટલાય ફેર છે. મહાવીર, મહાવીર એમ બધા કહે, પણ મહાવીરને ઓળખનારા વિરલા છે. ગુરુભક્તિ એ જ સર્વોત્કૃષ્ટ છે. પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન.' (બો-૧, પૃ.૯૩) T સપુરુષની ઓળખાણ દુર્લભ છે. પુરુષ દેહથી ભિન્ન આત્મા છે. આત્માની ઓળખાણ વિના સપુરુષની યથાર્થ ઓળખાણ થતી નથી. તેને માટે જ ભક્તિ, સદ્ગુરુની ભક્તિ કહી છે. ભક્તિ કોઈ અપૂર્વ ચીજ છે, તે દ્વારા “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ વૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !'' (૪૯૩). (બો-૩, પૃ.૧૬૮, આંક ૧૭૧) T સપુરુષનું હૃદય ભક્તિથી ઓળખાય છે અને તેવી ભક્તિનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવું, તે મનુષ્યભવની સફળતાનું કારણ છે. Page #685 -------------------------------------------------------------------------- ________________ (૬૭૬) પરમકૃપાળુદેવનાં વચનોમાં જ અવકાશનો બધો વખત જીવ ગાળે એટલે કોઈ વખત વાંચે, કોઈ વખત વિશેષ વિચારે, કોઈ વખત ગોખે, કોઈ વખત તે વિષે લખે, આમ તે વચનોની પાછળ પડવાથી મૃતભક્તિ થાય છે. ‘‘શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ આ અહો.'' વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ, ભક્તિ, સહજસ્વભાવરૂપ મુમુક્ષુએ કરી મૂકવા યોગ્ય છે એમ પરમકૃપાળુદેવ કહે છે, તે લક્ષમાં લેવા યોગ્ય છેજી, (બો-૩, પૃ.૭૬૯, આંક ૯૭૯) D પ્રશ્ન : દરરોજ માળા ફેરવવી, ભક્તિ કરવી, યમનિયમ, સામાયિક વગેરે બોલવાથી શું થાય? ઉત્તર : જ્ઞાનીએ આત્મા જાણ્યો છે, તે જણાવવા, પોતાને જેથી લાભ થયો છે એવાં સત્સાધન બતાવ્યાં છે; તેનો વિશ્વાસ રાખી અભ્યાસ કરવાથી, જીવને પોતાને સ્વચ્છેદે વર્તવાની ટેવ છે, તેને બદલે જ્ઞાનીની આજ્ઞા ઉપાસાય છે. રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” આત્મા વિષે, મોક્ષ વિષે તેને વિચાર જાગે છે અને મોક્ષના ઉપાય ઉપર પ્રતીતિ આવે છે. ક્લેશનાં કારણો ક્લેશરૂપ લાગે છે અને સદ્ગુરુ પ્રત્યે, તેનાં સાધન પ્રત્યે તથા સત્યાધકો પ્રત્યે પ્રેમ, વિશ્વાસ, ભક્તિ વધતાં સંસારની દુષ્ટ વાસનાઓ ઓછી થઇ, “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !'' (૪૯૩) (બો-૩, પૃ.૨૮૧, આંક ૨૭૪) ભક્તિમાં સ્વચ્છંદ છે નહીં. જ્ઞાનીની આજ્ઞામાં જ જીવનું ચિત્ત ચોંટી જાય છે, તેથી બીજે ભટકે નહીં. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઇએ. ભગવાનમાં ચિત્તને લીન કરવા અહીં કહેવું છે. દેહાધ્યાસ છોડવા માટે આ ભક્તિ છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સુલભ છે. જ્ઞાનમાર્ગમાં અલ્પ જ્ઞાન હોય તો તે અનેક દોષોને ઉત્પન્ન કરે છે. અલ્પજ્ઞાન જીવને ઉન્મત્ત કરનાર છે; અને ભક્તિમાં તો હું કંઈ જ જાણતો નથી' એમ રહે. જ્ઞાનમાર્ગે ઘણા ભૂલ કરે છે. સદ્ગુરુના આશ્રય વિના પોતાની બુદ્ધિથી પદાર્થનો નિર્ણય કરી બેસે તો ઘણા દોષો ઉત્પન્ન થવાનો સંભવ છે. આ કાળ એવો છે કે જિંદગી આખી ભક્તિ જ કરવા યોગ્ય છે. (બો-૧, પૃ.૩૩૨, આંક ૮૨) ચિત્ત શુદ્ધ કર્યા પછી ભક્તિ થાય. રાગડા તાણ્યાથી કંઈ ભક્તિ થતી નથી. એ તો મન સ્થિર કરવા મોટેથી બોલવાનું છે, નહીં તો કાયોત્સર્ગમાં જેટલો લાભ છે, તેટલો મોટેથી બોલવામાં નથી. ચિત્તને રોકવા ભક્તિ છે. એમાંય જો ચિત્ત ન રહે તો જીવ દુર્ભાગી છે. મંત્ર, ભક્તિ એ બધાં જીવને નિર્મળ કરવા માટે કહ્યાં છે. ભક્તિ કરવાથી, ભગવાનના ગુણચિંતનથી, ભોગ જીવને ઝેર જેવા લાગે છે. જેમ વીતરાગને ભોગ નથી ગમતા, તેમ જીવને પણ થઈ જાય છે.' વીતરાગ સંસારથી વિમુખ થયા છે, તેમની ભક્તિ કરે તો જીવને પણ તેવું થાય; પણ સમજીને કરે તો. Page #686 -------------------------------------------------------------------------- ________________ ૯૩૭) જેની ભક્તિ કરવી છે, તેનામાં જો વીતરાગતા ન હોય અને તેની ભક્તિ કરે તો સંસારનો સંસાર જ રહે. અધોગતિનું કારણ થાય. એવી ભક્તિ જીવ ભ્રાંતિથી કરે છે. તે કરતાં ભક્તિ ન કરતો હોય તો સારું છે. જેનો સંગ કરે, તેવો જીવ થઇ જાય. ગુણવાનની ભક્તિ કરે તો ગુણ પ્રાપ્ત થાય. પહેલાંમાં પહેલો લક્ષ એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ, તે વીતરાગ છે કે નહીં ? જે અજ્ઞાનીની ભક્તિ કરે તો આખી જિંદગી જીવની નકામી જાય. જગતમાં દેખાદેખી ભક્તિ થાય છે. સાચા સદ્ગુરુ મળ્યા હોય અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો તે પાણીમાં કમળ રહે, તેમ રહે છે. વૈભવ જીવને બાધા કરતો નથી. ભરત મહારાજને જ્યાં જુઓ ત્યાં ભગવાન જ દેખાતા. એવી ભક્તિ તેમને હતી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે. (બો-૧, પૃ.૩૦૧, આંક ૫ ૬) D પ્રશ્ન : ભક્તિ મૌનપણે કરવી કે મોટેથી બોલીને કરવી? પૂજ્યશ્રી : આપણું ચિત્ત જો વિક્ષેપવાળું હોય, તો મોટેથી બોલવું. જેનું ચિત્ત થોડું બીજું સાંભળતા ત્યાં જતું રહે, એવું વિક્ષેપવાળું હોય, તેણે મોટેથી ભક્તિ કરવી, જેથી તેનું ચિત્ત બહાર ન જાય. આપણે સ્મરણ બોલીએ છીએ ત્યારે એક જણ આગળ બોલે અને પછી બધાય બોલે છે. એમ બોલવાથી ચિત્ત સ્થિર રહે છે. જો આપણું ચિત્ત વિક્ષેપરહિત હોય તો ભક્તિ મૌનપણે કરવી, અથવા હોઠ ફરકાવ્યા વિના કાયોત્સર્ગરૂપે કરે તો મોટેથી બોલે તેના કરતાં દસ ગણો લાભ થાય; પણ ““જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.' સ્યાદ્વાદ માર્ગ છે. માટે સમજીને, પોતાની ભૂમિકા તપાસીને કરવું. ચિત્ત વિક્ષેપવાળું હોય અને કાયોત્સર્ગમાં ઊભો રહી ભક્તિ કરે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ લડાઈ કરવા લાગે. માટે સમજીને કરવું. (બો-૧, પૃ.૬૪, આંક ૪૨) પ્રશ્ન : આપણે પાઠ વગેરે મોટેથી બોલતા હોઈએ અને કોઈને અડચણ પડતી હોય તો? પૂજ્યશ્રી : આપણે મોટા અવાજથી બોલતા હોઈએ અને કોઈ બીજો પણ પાઠ બોલતો હોય અથવા મનમાં વાંચતો હોય કે સ્વાધ્યાય કરતો હોય, તો તેને તેનામાં ભંગ પડે છે, ભૂલી જવાય. માટે આપણે ધીમેથી બોલવું, એ સારું છે. ધીમેથી બોલવાની ટેવ પાડવી. પ્રભુશ્રીજીના વખતમાં એક જણ સવારમાં વહેલો ઊઠીને ભજનિયાં ગાય. પ્રભુશ્રીજીએ બોલાવીને કહ્યું કે તારે ગાવું હોય તો જા, બહાર ચરામાં જઇને ગા. રાત્રે તો મોટેથી બોલવાની શાસ્ત્રમાં પણ ના કહી છે, કારણ કે મોડી રાત્રે મોટેથી બોલવાથી ઘરોળી, ઘુવડ, બિલાડી વગેરે હિંસક પ્રાણીઓ જાગી જાય, તેથી હિંસા કરે. મનમાં બોલવાની ટેવ પાડવી, એ સારી છે. અહીં બોલીએ તે ઠેઠ ચરામાં સંભળાય એટલું મોટેથી ન બોલીએ. વધારે ઊંચા અવાજે બોલવાથી શક્તિનો વ્યય થાય છે. (બો-૧, પૃ.૨૮૧, આંક ૨૧) 1 પ્રશ્ન : ભક્તિમાં કોઈ આગળ-પાછળ બોલે અને બીજા બધાને ભંગ પડે તો તે બોલનારને કર્મ બંધાય? પૂજ્યશ્રી : સ્વછંદ છોડવા સત્સંગ છે. બોલતી વખતે બધાની સાથે ભક્તિમાં બોલવું જોઇએ, નહીં તો કર્મ બંધાય. બીજાને એવા નિમિત્તે કષાય થાય તો બીજાને પણ કર્મ બંધાય. એમ ભક્તિમાં સ્વપરને બંધનું કારણ થવાય, તે મોટો દોષ છે. એમ ન થાય, તે સંભાળવું. (બો-૧, પૃ.૨૩૮, આંક ૧૨૬) Page #687 -------------------------------------------------------------------------- ________________ ૯૭૮) 0 પૂ. ... ના નિમિત્તે તમારા બધા કુટુંબીજનોને પરમકૃપાળુદેવની ભક્તિ પ્રાપ્ત થઇ છે, તે હવે વર્ધમાન કરી, તેમની પેઠે પરમકૃપાળુદેવની અડગ શ્રદ્ધા સહિત દેહત્યાગ કરી, સમાધિમરણ કરી લેવા યોગ્ય છેજી. તેમની માંદગીમાં તમને બધાને, જે પરમકૃપાળુદેવની ભક્તિનો લાભ મળ્યો, તેવો લાભ આશ્રમમાં અવકાશ લઈ અવાય ત્યારે જ બને તેવું હવે છેજી. બીજાં સંસારનાં કામ કરવા પડે તોપણ ઉદાસીનતા વધારતા રહી, બાર માસથી જે ભક્તિના યોગે શ્રદ્ધા-ભાવના વર્ધમાન થઈ છે, તે મોહમાં લૂંટાઇ ન જાય, માટે વારંવાર પરમકૃપાળુદેવનાં વચનોનું વાંચન, ભક્તિ, સ્મરણ બધા કુટુંબમાંનાં નાનાં-મોટાં એકઠા મળી કરતા રહેવા ભલામણ છે, તથા પૂનમ કે એવાં શુભ પર્વ ઉપર આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ-ભજન આત્માર્થે કર્તવ્ય છે. જેમ માંદગી વખતે, વખત બચાવી સ્વ. ...ની સેવાભક્તિ બજાવી તેમ જ પૂ. માજીની સેવા સાજાં હોય તો પણ તેમને કંઈ-કંઈ સમાધિસોપાન, તત્ત્વજ્ઞાન વગેરેમાંથી રોજ સંભળાવતા રહી, સ્મરણ વગેરે કરાવતા રહી, કરી લેવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૭૭, આંક ૫૦૫) તમારાં પૂ. માસીએ આખી જિંદગી બ્રહ્મચર્ય પાળી ભક્તિભાવમાં આટલો ભવ ગાળવાનો વિચાર રાયો છે, તેમ હવે તમારે પણ આ દુર્લભ મનુષ્યભવ સફળ થાય તેમ વિચારી, અનાદિશમાંથી છૂટી, ભક્તિ થાય તેવા સ્થળમાં રહેવાનો નિશ્રય કરવો ઘટે છેજી. ભક્તિ એ જ સર્વોત્તમ સુખનો માર્ગ છે; તે જ દયમાં સારું લાગે તો જેમ બને તેમ વહેલું હિન્દુસ્તાનમાં આવી જવાય તેમ કરવું. જ્યાં રહેવાનું બને ત્યાં મંત્ર, ભક્તિ, વાંચન, વિચાર તથા કંઈ કંઈ મુખપાઠ કરવાનું મોક્ષમાળા આદિમાંથી રાખવાનો નિયમ કર્તવ્ય છે'. ‘નવરો બેઠો નખ્ખોદ વાળે” એમ કહેવાય છે તેમ મનને કામ નહીં આપો તો કર્મના ઢગલા બાંધશે. માટે આત્માની દયા લાવી, ભક્તિમાં મનને રોકવું એ જ ભલામણ છે. (બી-૩, પૃ.૭૨૪, આંક ૮૮૧) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી શ્રીમુખે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે એક આત્માને મૂકીને તમે સભામાંથી બહાર જઈ આવો જોઇએ, તેના વિના કશું બન્યુ છે ? જેણે તેને જાણ્યો છે, તેની ભક્તિ કરવા માટે પણ દેહાદિ પ્રવે ઉદાસીનતા આણવી જોઇશે, નહીં તો દેહની પંચાતમાં ગૂંથાઈ રહેવાથી, નહીં ભક્તિ થાય કે નહીં વિચાર થાય તો પછી કલ્યાણ શી રીતે થઇ શકશે ? માટે પળ-પળે તે પરમપુરુષનો ઉપકાર સ્મૃતિમાં આણી, તેણે આપેલું સ્મરણ, ભજન આદિ કરતા રહેવા વિનંતી છે. એ મહાપુરુષની કૃપા વિના મારાથી કંઈ બને તેવું નથી એમ વિચારી, તેને ભૂલ્યા વિના, સર્વ કરવી પડે તે પ્રવૃત્તિ કરવા યોગ્ય છજી. ભક્તિ એ જ સર્વોત્તમ માર્ગ પરમકૃપાળુદેવે કહ્યો છે, તેમાં જેટલો ભાવ પ્રેરાશે તેટલું કલ્યાણ છે. ત્યાં પણ સાથે રહેતા ભાઇઓ સંપ રાખીને ભક્તિનું નિમિત્ત રાખતા રહો તો હિતનું કારણ છે. (બી-૩, પૃ.૯૮, આંક ૯૦) Page #688 -------------------------------------------------------------------------- ________________ ૯૭૯) આ ભવમાં કરવા યોગ્ય સશ્રદ્ધા છે. પુરુષના યોગે, જીવની યોગ્યતા હોય તો તે પ્રાપ્ત થાય છે. સપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર, તેમનાં વચનામૃત ઉપર શ્રદ્ધા-આસ્થા રાખી, સંતના યોગે જે મરણ-ભક્તિનું સાધન પ્રાપ્ત થયેલ છે, તેમાં વિશેષ વૃત્તિ-રુચિ-ભાવ રહ્યા કરે તેમ પ્રવર્તવા યોગ્ય છેજી. સપુરુષનું એક પણ વચન, જો સાચા અંતઃકરણે ગ્રહણ થશે તો જીવનું અવશ્ય કલ્યાણ થશે. ભક્તિના વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર આદિ મુખપાઠ કરી, તેનો વિચાર, તેની ચર્ચા, તેની ભાવના-પ્રતીતિ-રુચિ રાખી, તે જ સત્ય માનવાથી જીવને ઘણો લાભ થાય એમ છે. સમજાય, ન સમજાય તોપણ તે વારંવાર, પાંચ-પચાસ કે હજારો વાર બોલાશે તોપણ પુણ્ય બંધાશે અને કોટિ કર્મ ખપી જશે. માટે આ કાળમાં મુખ્ય આધાર ભક્તિનો છે, તો તેમાં મંડી પડવું. નાનાં-મોટાં સર્વને તે હિતકારી છે. મનુષ્યભવનો દુર્લભ જોગ મળ્યો છે. ફરી-ફરી આવો યોગ મળી શકે એમ નથી અને કાળનો ભરોસો નથી. લીધો કે લેશે થઇ રહ્યું છે, તેમાંથી જેટલો લીધો એટલો લહાવ એમ વિચારી, સ્મરણ-ભક્તિ કર્યા કરવામાં હિત છે, તે ચૂકવું નહીં. (બો-૧, પૃ.૮૯, આંક ૭૯) પાણીમાં તરનારને મગરનો ભય રહે છે, વનમાં વિચરનારને વરુ, વાઘ, સિંહનો ભય રહે છે, આકાશમાં વિમાન દ્વારા ઉડનારને અકસ્માતનો ભય રહે છે તેમ સંસારના પ્રસંગોમાં પ્રવર્તતા મોહ, માન, અહંભાવ, મમત્વભાવ આદિ અનાદિ શત્રુઓનો ભય સદા રહે છે. છતાં સગુરુનું શરણ અને ભવનો ત્રાસ તથા અનંતકાળનાં કર્મો કાપવાની સાચી જિજ્ઞાસા જેટલે અંશે જાગા હશે તેટલે અંશે જીવને કર્મબંધનાં કારણોનો ભય અને સદ્ગુરુની સ્મૃતિ, શરણભાવ વડે બચવાની આશા રહ્યા કરશે. પરિષહ-ઉપસર્ગોની વૃષ્ટિ, જેમ ભગવાનને રાતદિવસ ભજતા મુનિઓ ઉપર આવેલી શાસ્ત્રમાં સાંભળી છે, તેમ જ સુશ્રાવકોની કસોટી પણ થઇ છે, તો આ કાળમાં તે વિકટ પંથે વિચરનાર આપણા જેવા હીનપુણ્યવાળાં પ્રાણીઓ ઉપર કઠણાઈ ન આવે, તે કેમ બને? પરમકૃપાળુદેવે પૂ. સોભાગભાઇને એક પત્રમાં જણાવ્યું છે કે તમને કુટુંબ પ્રત્યે સ્નેહ વર્તે છે, તે દૂર કરાવવા, આવી કઠણાઈ અમે ચાહીને મોકલી છે. તેમ જેની સાચી ભક્તિ હશે, તેની પરીક્ષા અર્થે સંકટોરૂપી કસોટી ભગવાન ખડી કરે છે. પ્રતિકૂળ પ્રસંગો તો ઘણા સહન કરે છે, ભગવાનના ઉપકારનું સ્મરણ તે પ્રસંગે રહેવાથી ઉગ થતો નથી, આંખો મીંચી આવેલું દુઃખ સહન કરાય છે; પણ અનુકૂળ ઉપસર્ગોમાં ભગવાન ન ભુલાય તો ભક્તિ સાચી બળવાળી ગણાય. પૈસા વેપારમાં વધતા જતા હોય, કુટુંબમાં સર્વ સુખી હોય, આજ્ઞાકારી હોય, લોકોમાં કીર્તિ વધતી જતી હોય, કામધંધો કરી શકે તેવું શરીર મજબૂત રહેતું હોય તેવે વખતે - વિવાહ આદિના પ્રસંગોમાં પણ – સગુરુના ઉપદેશનો રણકાર કાનમાં રહ્યા કરે, બધું નાશવંત જણાય, માથે મરણ છે તેનો ડર ન ભુલાય અને ભક્તિભાવના વર્ધમાન રહ્યા કરે એવા કોઈક વિરલા હોય છે. આપણે માથે બંને પ્રકારના પ્રસંગો આવી ગયા હશે અથવા આવવા સંભવ છે, પણ તે વખતે ધર્મભાવનામાં હાનિ ન આવે તે કાળજી, કોને કેટલી રહે છે, તે દરેકે જોવાનું છે. છૂટવાની ખરી જિજ્ઞાસા કે મુમુક્ષતા જેટલી પ્રગટી હશે તેટલો પુરુષાર્થ ધર્મ અર્થે ત્યાં થતો રહેશે. (બી-૩, પૃ.૧૨૫, આંક ૧૨૪) Page #689 -------------------------------------------------------------------------- ________________ (૬૮૦. D મંદિરમાં ભક્તિ, નિત્યનિયમ થતો હોય તો ઘેર ન બની શકે તો ચાલે અને વધારે વખત થાય તો વિશેષ ફળનું કારણ છેજી. જેને માળા બોલાવવાની આજ્ઞા મળી નથી, તેણે સાચા અંતઃકરણથી ભાવના રાખવી કે મારાં ભાગ્ય એવાં ક્યારે ખીલશે કે તેની આજ્ઞા મને મળે? પણ બીજા હોય ત્યાં સુધી, તેણે આગળ પડી બોલાવવા મંડવું, એ તેને માટે અયોગ્ય છેજી. (બી-૩, પૃ.૨૧૮, આંક ૨૧૬) ID જ્ઞાનીની આજ્ઞાએ વૃત્તિ રહે તો ભક્તિ થાય. ભક્તિનો પાયો સદાચાર છે. એ વિના ભક્તિ ન થાય. જેમ જેમ ભક્તિ થશે, તેમ તેમ આત્મા નિર્મળ થશે. (બો-૧, પૃ.૧૮૧, આંક પ૩) | ભક્તિ કરીએ ત્યારે બોલતાં બોલતાં વિચાર કરીએ. “હે પ્રભુ!' એમ બોલ્યા કે તરત વિચાર આવે કે પ્રભુ આનંદસ્વરૂપ છે, જ્ઞાન-દર્શનસ્વરૂપ છે, અનંત સુખના ધામ છે. “કાળ દોષ કળિથી થયો'' એટલું બોલ્યા કે વિચાર આવે કે પરમકૃપાળુદેવે કળિકાળનું સ્વરૂપ કેવું કહ્યું છે! સદ્ગુરુનો યોગ મળે નહીં, સત્સંગ મળે નહીં એવો આ કળિકાળ છે. “નહીં મર્યાદા ધર્મ'' ધર્મ મર્યાદા, વૃદ્ધ મર્યાદા એ બધી મર્યાદા રહી નથી. આત્માને માટે વ્યાકુળતા થતી નથી. હે ભગવાન ! જુઓ મારા કેવા કર્મ છે ! એમ દરેક પદ કે મંત્ર, ગમે તે બોલતાં વિચાર કરવો તો મન બીજે ન જાય. વિચારે નહીં અને એકલો રાગમાં તણાઈ જાય તો મન બીજે ભટકે. (બો-૧, પૃ.૩૨૪, આંક ૭૩) D સુવાવડમાં બાઈ હોય તેણે ચિત્રપટ આગળ જવું યોગ્ય નથી. જેને આપણે અડતા નથી, તેણે અમુક મર્યાદા સાચવવી ઘટે છે, ચિત્રપટ આગળ ન જવાય તોપણ ભાવના, મનમાં ભક્તિ ગમે ત્યારે, ગમે તે અવસ્થામાં કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૬૭, આંક ૧૭૧) નિત્યનિયમ T કંઈ વધારે ન બને તો નિત્યનિયમના ત્રણ પાઠ સવારે જાગતાં જ બોલી જવા અને તેમાંથી એકાદ કડી તે દિવસે વારંવાર વિચારવા નક્કી કરી પથારીમાંથી ઊઠવું, અને મંત્રનું સ્મરણ ૧૦૮ વાર તો જમતાં પહેલાં કે પછી કરી લેવું. પછી હરતાં-ફરતાં જેટલી વાર મંત્રનું રટણ રહ્યા કરે તેટલો વધારે લાભ; પણ આટલું તો અવશ્ય કરવું એવો દૃઢ નિશ્રય કરવો. જે દિવસે નિત્યનિયમ સવારે, બપોરે કે સાંજે પણ ન બને તે દિવસે ઊંઘવાનો મને હક નથી, એમ માનવું. થાકને લીધે ઊંધ સિવાય કંઈ પણ ન બને તેવું લાગે તો ઊંઘ પૂરી થયે તો જરૂર તે નિત્યનિયમ પૂરો કરી લેવો. રાત્રે જાગીને પણ નિત્યનિયમ કરીને પણ ફરી ઊંધી શકાય. તે પ્રમાણે ન બને તો મીઠું, ગળ્યું કે ઘી આદિ સ્વાદમાંથી કંઇક નથી વાપરવું, એવો નિયમ કરવાથી નિયમિત થઈ શકાશે. મન પર વાત લીધી તો તેનો ઉપાય નીકળી શકશે. માટે ધર્મની બાબતમાં ઢીલા ન પડવા અને બને તેટલા ભલા, વિચારવાન અને સમજણ આપવી ન પડે તેવા થવા પ્રેરણા, આ પત્રથી થાય તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૬૫, આંક ૭૯૫) Page #690 -------------------------------------------------------------------------- ________________ (૬૮૧ ) 1 નિત્યનિયમ ઓછામાં ઓછો તો ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ છે તે દરરોજ કર્તવ્ય છેજી, અખંડિતપણે રોજ ઉપાસવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ અને યમનિયમ અને મંત્રની અમુક ત્રણ કે પાંચ માળા તથા આલોચના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, અપૂર્વ અવસર, આઠ દૃષ્ટિની સઝાય, “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ ....'' ““હે પરમકૃપાળુદેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ ....'' આદિ જે મુખપાઠ પત્રો કર્યા હોય તેમાંથી અમુક-અમુક રોજ બોલવાનો ક્રમ રાખવા યોગ્ય છે. આશ્રમમાં આખો દિવસ જે ક્રમ પ્રવર્તે છે તે અહીં રહીને જાણી લેવા યોગ્ય છે. તેમ ખરી રીતે તો બને તેટલું કરતા રહેવાની જરૂર છે, પણ એટલું બધું ન બને તો જેટલું બને તેટલું અવકાશના વખતમાં ભક્તિ, વાંચન, સ્મરણની માળા કે હરતાં-ફરતાં પણ મંત્રમાં લક્ષ રહે તેવી ટેવ પાડવી અને જે મુખપાઠ કર્યું હોય ના વાંચ્યું હોય તેને વિચારવાનો દરરોજ ઓછામાં ઓછો પા કે અડધો કલાક રાખવો ઘટે છે. બીજું વર્તન સંબંધમાં (૧) જુગટું, (૨) માંસ, (૩) મદિરા, (૪) ખરાબ પુરુષોનો સંગ, (૫) શિકાર (જાણીજોઈને કોઈ જીવ મારવારૂપ), (૬) ચોરી (પારકી, ઠપકો મળે તેવી વસ્તુ છાનીમાની લેવી), અને (૭) પરપુરુષનો સંગ - આ સાત વ્યસન; અને (૧) વડના ટેટા, (૨) પીપળના ટેટા, (૩) પીપળાના ટેટા, (૪) ઉમરડાં, (૫) અંજીર, (૬) મધ, (૭) માખણ - આ સાત અભક્ષ્ય - આ સપુરુષની - પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યંત તજવા યોગ્ય પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ દરેક મુમુક્ષુને જણાવેલ છે. બને તો રાત્રિભોજનના ત્યાગનો પણ અભ્યાસ પાડતા રહેવાની જરૂર છે એટલે દિવસ છતાં જમી લેવું તથા રાત્રે પાણી પીવાની જરૂર પડતી હોય તો અમુક વખત જ પીવાનો નિયમ રાખી પ્રવર્તાય તે હિતકારી છે. બને ત્યાં સુધી રાત્રે કંઈ જરૂર ન પડે તેવા ક્રમ ઉપર આવી જવાય તેમ થાય તો રાત્રે ઊંઘ સિવાય ધર્મધ્યાનમાં વિઘ્ન કરનાર કોઈ ન રહે. જે કરવું તે આત્માર્થે કરવું, એ ચૂકવા યોગ્ય નથી. કોઈ પણ કારણે આર્તધ્યાનમાં (હું દુઃખી છું, હું દુઃખી છું એવી વૃત્તિ ચાલુ રહે તેમાં) તણાઈ ન જવાય, તેની ખાસ કાળજી મુમુક્ષુજવે રાખતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૩૨૯, આંક ૩૨૩) D ““હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું દીનાનાથ દયાળ' એ વીસ દોહરારૂપ ભક્તિરસ્ય અને “યમ નિયમ સંજમ આપ કિયો” તથા “ક્ષમાપનાનો પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી “હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી, આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ” એવી ભાવના કરશોજી; અને રોજ કોઈ સંતની આજ્ઞાએ આટલું હું કરું છું એ ભાવ રાખી, દિવસમાં એક-બે-ત્રણ જેટલી વખતે બને તેટલી વખત ભક્તિ કર્યા કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫૦) T જીવે જે કર્મ બાંધ્યાં છે તે ભોગવવા ગમે ત્યાં જવું, આવવું, રહેવું થાય, તોપણ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે પરમ કૃપા કરીને આપણને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ કરવાનું જણાવ્યું છે તે ચૂકવા જેવું નથી. Page #691 -------------------------------------------------------------------------- ________________ (૬૮૨ ) વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, મંત્રની અમુક નિયમ પ્રમાણે માળા ગણવી, આલોચના આદિ જે જે નિત્યનિયમ કરતા હોઈએ તે નિયમ સ્થળ બદલાતાં કે નવાં અસંસ્કારી જીવો સાથે વસવાનું બને ત્યાં લોકલાજ આદિ કારણે પડી ન મૂકવો; પરંતુ વિશેષ બળ રાખીને તથા તે જ આધારે આપણું જીવન સુધરવાનું છે એમ માનીને, ગુપ્ત રીતે પણ દરરોજ કર્યા વિના રહેવું નહીં અને લોકો ‘ભગત' એવાં ઉપનામ પાડે તેથી ડરીને કે શરમાઈને, કરતા હોઇએ તે પ્રત્યે અભાવ ન લાવવાનું પણ વિચારવું છે તે લોકોને સત્પરુષનો યોગ થયો નથી તે તેમનાં કમનસીબ છે અને ધર્મની કાળજી નથી રાખતા તેથી કર્મ વધાર્યા કરે છે. પૂર્વે પુણ્ય કર્યું હશે કે ધર્મની કંઈ જાયે-અજાણે આરાધના કરી હશે તેનું ફળ અત્યારે મનુષ્યભવ અને સુખસામગ્રી મળી આવ્યાં છે, પણ અચાનક દેહ છૂટી જાય તો તેમની સાથે જાય તેવું કંઈ તેમણે આજ સુધી કર્યું નથી અને કરવાના ભાવ પણ સત્સંગ વિના તેવા પામર જીવોને જાગવા મુશ્કેલ છે. તેથી ખાલી હાથે મરીને દુર્ગતિએ જશે. એવા જીવોનું આપણે અનુકરણ કરીશું તો આપણી પણ એ જ વલે થશે. માટે ગમે તેમ તે બોલે તો પણ તેમની દયાજનક સ્થિતિ વિચારી મારે તેમના પર હૅપ રાખવો નથી કે અહંકાર પણ કરવો નથી કે હું બહુ ભાગ્યશાળી છું; પણ તેમના પ્રત્યે દયાની નજરે જોવા જેવું છે. (બો-૩, પૃ.૩૪૯, આંક ૩૫૧) | સ્વાધ્યાય પૂરો થયા પહેલાં કુદરતી હાજત વગેરેને કારણે તે તૂટક થાય કે કેમ? એવા ભાવનો તમે પ્રશ્ન કર્યો છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે બનતા સુધી નિત્યનિયમ કરવાનો વખત એવો રાખવો કે તેવી હાજતો પતી ગયા ગયા પછી અવકાશે ઘડી ચિત્ત સ્થિર થાય તો ધર્મધ્યાનમાં વિક્ષેપ ન પડે, એટલે ચોવીસ કલાકમાંથી ગમે ત્યારે અનુકૂળ વખતે નિત્યનિયમ - વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ – આટલું એકચિત્તે કરી લેવું. પછી માળા દ્વારા મંત્રનું સ્મરણ કરવામાં પણ અમુક માળા અને ઓછામાં ઓછી એક માળા તો નિર્વિપ્ન પૂરી થાય તેવી ટેક રાખવી. જો છત્રીસ માળાનો ક્રમ રાખ્યો હોય અને આસન બહુ વાર બદલવાની જરૂર ન પડતી હોય તો તેમાં પણ અઢાર માળા સાથે-લગી એક આસને ફેરવવાની રહે તો આસનજયરૂપ ગુણ થવા સંભવ છેછે. આ બધું ઉતાવળ કરી કરવું નથી, પણ ક્રમે-ક્રમે કરી શકાશે. હવે નિત્યનિયમ ઉપરાંત મુખપાઠ કરેલાં કે બીજાં પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા, ગોખવા, બોલી જવા કે વિચારવા માટે વખત મળે તે વખતે, કામ હાથમાં લીધું હોય, તેમાંથી પેરેગ્રાફ, પાન કે અમુક પદ પૂરું થયે તે કામ પડી મૂકી બીજા કામે જરૂર પડયે લાગવું ઠીક છેજી; પણ શરીરની ટટ્ટી આદિ હાજતો ન રોકવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે તે પણ લક્ષમાં રાખવું યોગ્ય છેજી; એટલે ધર્મધ્યાન કરતા પહેલાં વખત નક્કી ન કર્યો હોય કે પરમકૃપાળુદેવની આજ્ઞા અમુક વખત સુધીની ન લીધી હોય તો તે કામ જરૂર લાગે બંધ કરી, બીજા કામમાં ચિત્ત દેવામાં હરકત નથી; પણ વખત એક કલાક કે બે ઘડી નક્કી કરી આજ્ઞા લીધી હોય તો તે પાળવામાં વિશેષ લાભ સમજાય છેજી. સહનશીલતા, કઠણાઈ વધવાનો પ્રસંગ છેજી. બાકી અમથું પુસ્તક વાંચતા કે વિચારતાં ગમે ત્યારે તે કામ પડી મૂકવું પડે તો કંઈ બાધ નથી. સહનશીલતા વધારતા રહે તેને સમાધિમરણ કરવામાં સુગમતા થાય છેજી. અત્યારની દશા દેખી નિરાશ થવા જેવું નથી, વૈરાગ્ય અને અભ્યાસથી સર્વ શક્ય છેજી. (બી-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦) Page #692 -------------------------------------------------------------------------- ________________ (૮૩ રોજ રાત્રે ભક્તિ કર્યા પછી પરમકૃપાળુદેવનાં વચનામૃતમાંથી પ્રભુશ્રીજી ઉપરના પત્રોમાંથી ક્રમસ૨ એકેક પત્ર વાંચવો, એવો નિત્યનિયમ કરી લેવો. (બો-૧, પૃ.૨૭૫, આંક ૧૧) આપની તબિયત નરમ રહ્યા કરે છે તે જાણ્યું. થૂંકને લઇને વારંવાર ઊઠવું પડે છે અને નિત્યનિયમમાં પણ વિઘ્ન પડે છે તે સંબંધી ખુલાસો પુછાવ્યો, તેના ઉત્તરમાં જણાવવાનું કે ભાવ તો એકસરખા રહેવા મુશ્કેલ છે, તેમ છતાં નિત્યનિયમ ઉતાવળે સ્વરે જ બોલવો (કરવો) જોઇએ એવો નિયમ નથી. મનમાં પણ બોલાય. વચ્ચે વિઘ્ન આવે અને ઊઠવું પડે તો ઊઠવું, પણ તેમાં લક્ષ બને તેટલો રાખીને કરવાની જરૂર છેજી. પરાધીનતાને કારણે ન બને તે વાત જુદી, પણ પ્રમાદને લઇને નિત્યનિયમ ન ચુકાય એટલી કાળજી તો મુમુક્ષુજીવે રાખવી ઘટે છેજી. કોઇ પ્રસંગે તેવી ગફલત થઇ ગઇ હોય તો સાવધાન થયા ત્યારથી ‘‘ૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે (૮૧૯) એ પત્ર ભક્તિ-પશ્ચાત્તાપપૂર્વક વાંચી કે બોલીને નિત્યનિયમ કરી લેવો ઘટે છેજી. (બો-૩, પૃ.૪૫૭, આંક ૪૭૯) 11 D નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છેજી. સત્પુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાત્મ્ય મુમુક્ષુના હૃદયમાં રહેવું જોઇએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં; તેમ સજ્જનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન, કાચબાની ડોક ઘડીમાં બહાર અને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, ‘અબી બોલ્યા અબી ફોક' થઇ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૨૮, આંક ૩૨૨) તાવ ચઢયો હોય કે તદ્દન અશક્તિમાં વખતે નિત્યનિયમ ન બને તોપણ મનમાં ખેંચ રાખવી કે અત્યારે ન બન્યું તો તાવ ઊતરતા પણ નિત્યનિયમ કરી લઇશ. પરમકૃપાળુદેવની સાક્ષીએ, આજ્ઞાએ નિયમ લીધેલો પાળવો જ ઘટે છેજી. કોઇ વખતે ન બને તો પશ્ચાત્તાપ રાખવો પણ તેવી ટેવ પડી ન જાય - આજ્ઞાભંગ ન થાય તો ઘણો લાભ ન થવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૨૩, આંક ૫૬૮) D પૂ. ને જણાવશો કે પ્રતિક્રમણ વગેરે શીખવામાં હરકત નથી, પણ નિત્યનિયમ ત્રણ પાઠ, માળા વગેરે ગણવાનો ક્રમ તે ચૂકે નહીં તેમ જણાવશોજી. (બો-૩, પૃ.૭૪૩, આંક ૯૧૫) વીસ દોહરા આપણને પ્રાર્થના કરતાં પણ, પરકૃપાળુદેવે પોતે જ વીસ દોહરા આદિ દ્વારા શીખવ્યું છે ઃ ‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન.'' ‘સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ.'' રોજ લાખ વાર વીસ દોહરા બોલાય, તોય ઓછા છે, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વખત કહેલું. ‘‘પ્રભુ પ્રભુ લય'' લગાડવાની છે. પુરુષાર્થ કર્યે જઇશું તો જેવું કારણ મળશે, તેવું કાર્ય થશે જ. Page #693 -------------------------------------------------------------------------- ________________ (६८४ ખામી નહીં મુજ ખિજમતે, કદીય હોશો ફળદાતા રે.'' આપણામાં ખામી છે, તે દૂર કરવા દ્રઢ નિશ્ચય કર્તવ્ય છેજી. તેમ થશે તો ફળ માંગવું નહીં પડે. આપોઆપ પ્રભુ પ્રસન્ન થશે. મારે તમારે ભક્તિ પુરુષાર્થ હજી વિશેષ-વિશેષ વૃઢ કરવાની જરૂર છેજી, જે ખામીથી મૂંઝવણ થાય છે, તે ખામી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ બતાવેલ માર્ગે પુરુષાર્થ કરતાં દૂર થશેજી. (બૌ-૩, પૃ. ૫૨૦, આંક ૫૬૫) D વીસ દોહરા ભાવપૂર્વક બોલાય તો બધા દોષો ક્ષય થઇ, આત્મા નિર્મળ થઇ જાય તેમ છે. જ્ઞાની પુરુષનાં વચનો મોઢે બોલી જઇએ પણ વિચાર ન આવે તો શું કામનું? (બો-૧, પૃ.૨૦) વીસ દોહરા બોલતી વખતે મન બહાર ફરતું હોય તો બોલવું બંધ કરવું. ફરીથી મન સ્થિર કરીને બોલવું. સાચું કરવાનું છે. મન સ્થિર કરીને કરવું. જેટલો આત્મા જોડાય તેટલો લાભ છે. ન બને તો ખોટાને ખોટું માનવું. મારે સારું કરવું છે અને સાચું માનવું છે, એમ રાખવું. (બો-૧, પૃ.૧૨૯, આંક ૨) મંત્ર નવકારમંત્ર અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' એ એક જ છે. અરિહંત સહજાન્મસ્વરૂપ છે, સિદ્ધ સહજત્મસ્વરૂપ છે, આચાર્ય સહજાત્મસ્વરૂપ છે, ઉપાધ્યાય સહજાત્મસ્વરૂપ છે, સાધુ પણ સહજાત્મસ્વરૂપ છે. આ બધામાં પૂજવાયોગ્ય વસ્તુ સહજાત્મસ્વરૂપ છે; અને પાંચ પરમેષ્ઠી પરમગુરુ છે. પરમકૃપાળુદેવે આપણને ટૂંકામાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ''માં બધું કહી દીધું છે. (બો-૧, પૃ.૨૮૬, આંક ૩૪) D “સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' અને નવકારમંત્રમાં ભેદ નથી. જ્ઞાનીની આજ્ઞા જેમ થઇ, તેમ કરવાનું છે. “હું જાણું છું, સમજુ છું” એમ કરવા જાય તો તે ડહાપણ છે. (બો-૧, પૃ.૧૨૩, આંક ૩૬) D પ્રશ્ન : સહજાત્મસ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી : આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમળરહિત જે સ્વરૂપ, તે સહજાત્મસ્વરૂપ. જેમ સ્ફટિકરત્ન અન્ય પદાર્થના સંયોગે લીલો, પીળો, લાલ આદિ જેવો સંયોગ થાય, તેવો દેખાય છે, તે તેનું સહજસ્વરૂપ નથી; પણ જ્યારે એકલો નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજસ્વરૂપ છે. (બો-૧, પૃ. ૨૨, આંક ૧૭૦) D મંત્રના અર્થ વિષે નીચે લખેલી દિશામાં વિચાર કર્તવ્ય છેજી : (૧) સહજાન્મસ્વરૂપ એટલે કર્મરહિત દશામાં જીવનું જે નિર્મળ સ્વરૂપ છે, તે ખરી રીતે પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે. તેમાં લક્ષ રાખવાથી આપણા મનની મલિનતા દૂર થઇ, ખરા સ્વરૂપની જિજ્ઞાસા વધતાં કર્મ દૂર થાય અને શુદ્ધસ્વરૂપ પ્રગટે છે. તે પહેલાં મંત્રનો અર્થ છે. (૨) આતમભાવના એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હુ આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) તેથી કેવળજ્ઞાન પ્રગટે છે. (૩) ત્રીજા મંત્રમાં પરમગુરુ એટલે અરિહંત - ચાર ઘાતકર્મોનો ક્ષય કરી, પરમાત્મા થયા છે તે; સિદ્ધ એટલે આઠે કર્મોનો ક્ષય કરી, મોક્ષે ગયા છે તે; આચાર્ય એટલે સર્વ સંઘના નેતા જ્ઞાની. ": Page #694 -------------------------------------------------------------------------- ________________ ૯૮૫) ઉપાધ્યાય એટલે શાસ્ત્રોને ભણી, બીજા સાધુ વગેરેને ભણાવે તે; અને સાધુ એટલે આત્મજ્ઞાન પામી, સંસારનો ત્યાગ કરી, મોક્ષ અર્થે પુરુષાર્થ કરે છે તે મુનિ - એમ પાંચે પરમગુરુ છે. તે પાંચમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ નિગ્રંથ ગણાય છે એટલે તે મોહની ગ્રંથિ છેદી પરિગ્રહરહિત થયેલા છે, મોક્ષ સાધનાર સાધક છે. સર્વજ્ઞદેવમાં બે પરમેષ્ઠી છે. અરિહંત અને સિદ્ધ બંને પરમાત્મસ્વરૂપ છે. અરિહંત દેહધારી છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. આમ પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ''નો અર્થ વિચારશોજી. (બી-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૯) D તમે પૂછેલા પ્રશ્નોના ઉત્તર પત્રથી સમજાવા મુશ્કેલ છે, છતાં તમને સંતોષ થવા અર્થે ટૂંકામાં લખું છું. જીવને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે, ગેડ બેસે તેમ છેજી. મંત્રોના સામાન્ય અર્થ : (૧) સહજાત્મસ્વરૂપ એટલે કર્મથી જે વિકારી કે વિભાવરૂપ જીવનું સ્વરૂપ થઇ ગયું છે, તે વિભાવ ટળી કેવળ નિજસ્વભાવસ્વરૂપ થવું તે સહજાત્મસ્વરૂપ છે, તે કેવળજ્ઞાનસ્વરૂપ છે; તેની જેમને પ્રાપ્તિ થઈ છે અથવા તે પ્રગટાવવા જે પરમ પુરુષાર્થ સેવે છે એવા પાંચ પરમગુરુ છે : શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ. (૨) પરમગુરુ એટલે ઉપર જણાવ્યા તે પાંચ પરમેષ્ઠી મહાત્મા બે વર્ગમાં વહેંચાયેલા છે. એક વિભાગ નિગ્રંથ મહાત્માઓનો છે, તે સાધક છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ; બીજા વિભાગમાં જેમની સાધના પૂર્ણ થઈ છે એવા સર્વજ્ઞ ભગવંતો છે : અરિહંત અને સિદ્ધ. શ્રી અરિહંતને આયુષ્યાદિ ચાર કર્મ પૂરાં થતાં સુધી, તે દેહધારી ભગવંતરૂપે દર્શન દે છે અને આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધરૂપે બિરાજે છે. નિગ્રંથ એટલે જેમની મોહરૂપ ગાંઠ ગળી ગઈ છે, નિર્મોહી બન્યા છે. તે ચોથે ગુણસ્થાનકેથી, ખરી રીતે છટ્ટ ગુણસ્થાનકેથી તે બારમા ગુણસ્થાનક સુધીની દશાવાળા ગણાય છે. પછી તે કેવળજ્ઞાની, સર્વજ્ઞ બની મોક્ષે જાય છે. (૩) “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનો ભાવ પરમકૃપાળુદેવ પ્રભુએ જ આ પ્રમાણે દર્શાવ્યો છે: “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૬૯૨) રાગ-દ્વેષનો ક્ષય થયે કેવળજ્ઞાન થાય છે. (બી-૩, પૃ.૭૬૨, આંક ૯૬૩) | તમે સ્મરણમંત્રનો અર્થ સમજવા વિનંતી કરી, તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે લખ્યું છે : સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે?''(૧૬) મંત્ર પણ પરમકૃપાળુદેવે જણાવેલો શબ્દ છે, તો તેમાં પણ અનંત શાસ્ત્રોનો પરમાર્થ સમાયેલો હોવો જોઇએ. તે ઉકેલવા માટે, સમજવા માટે તેવાં પ્રબળ જ્ઞાનચક્ષુ જોઇએ; પણ તેવી સામગ્રી ન હોય ત્યાં સુધી બેસી પણ રહેવું ઘટતું નથી. શ્રીમંતોને ત્યાં લગ્નપ્રસંગે ઘણી સામગ્રી હોય તો બત્રીસ પ્રકારની રસોઈ કરી, ઉત્તમ રીતે આવેલા મહેમાનોને સંતોષ પમાડે છે અને ગરીબને ત્યાં તેવો પ્રસંગ હોય તો જે મળી આવે તેવી સામગ્રીથી પણ પ્રસંગ ઊજવે છે. તેમ આપણી અલ્પ સમજણ પ્રમાણે સદ્ભાવનામાં ચિત્ત રાખવા, તે મહાપુરુષના બ્દયમાં રહેલા અનંત ભાવોની શ્રદ્ધા હાલ તો રાખી, તે પરમપુરુષે કહેલાં વચનામૃતને આધારે સહજ Page #695 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬) આત્મસ્વરૂપનું તેમણે જે વર્ણન કર્યું છે, તે લક્ષમાં રાખી થોડું નીચે લખું છું; તે ઉપરથી જે ભાવ ફં. તે મંત્ર ભણતાં લક્ષમાં રાખવા વિનંતી છેજી : સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. (૫૦) કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.'' એ અને તેની નીચેની આત્મસિદ્ધિની ગાથાઓ ‘કર વિચાર તો પામ'' સુધીની વિચારી, આત્માનું નિશ્ચયનયે જે શુદ્ધસ્વરૂપ છે, તે સહજ આત્મસ્વરૂપ વિચારવા યોગ્ય છેજી. દરરોજ ક્ષમાપનાના પાઠમાં બોલીએ છીએ કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરોગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.'' તેમાં પણ એ જ વાત દર્શાવી છે. વળી પત્રાંક ૬૯૨માં “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' આ બધું લખાણ “સહજાન્મસ્વરૂપ' અર્થે કર્યું. હવે “પરમગુરુ” એટલે જેણે તે સ્વરૂપે પ્રગટ કર્યું છે અથવા દયમાં, ભાવનામાં, સમજણમાં તે સ્વરૂપ યથાર્થ રાખી, તે પ્રગટ કરવા પોતાનાથી બને તેટલો બધો પુરુષાર્થ કરવા તત્પર થયા છે તે. અરિહંત ભગવંત અને સિદ્ધ ભગવંત - બંને સહજાત્મસ્વરૂપ થયા છે; આચાર્ય ભગવંત તે પ્રગટ કરવાના પુરુષાર્થમાં છે, તેમ જ ઉપાધ્યાય અને સાધુ ભગવંત પણ તે અર્થે તત્પર થયા છે; તેથી પંચ પરમેષ્ઠી – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવર્ગ - પરમગુરુ સ્વરૂપે છે. ટૂંકામાં, પરમકૃપાળુદેવના ચિત્રપટ પરથી જે તેમની વીતરાગ, નિર્વિકાર, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ દશાની આપણા હૃદયમાં છાપ પડે, તે ભાવનામાં આપણા આત્માને વારંવાર તન્મય કરવો યોગ્ય છે; તે મહાપુરુષની દશાનું યથાશક્તિ દ્ધયથી અવલોકન કરી, તેમાં આપણા આત્માને રંગવાનો છે, અભેદભાવ ભાવના સહજાત્મસ્વરૂપની કરવાની છે. તે યથાર્થ સમજાય તે અર્થે, ઉપર જણાવેલ પત્રાંક ૫૦૬માં ઉપશમ અને વૈરાગ્યનું વર્ણન છે, તે વારંવાર વિચારી, આચરણમાં મૂકવું ઘટે છેજી. (બી-૩, પૃ. ૨૯૩, આંક ૨૮૩) આપે પૂછયું છે કે સ્મરણ તે સ્વરૂપ-ચિંતવન ગણાય ? તેના ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તો જીવ જરૂર છૂટે અને પુણ્યબંધ કરે; પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને સ્વરૂપ-ચિંતવનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય. પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા જ્ઞાનીએ જાણેલો તેમાં જણાવ્યો છે તે જ મારે માન્ય છે, તો તે સમાધિમરણ છે. મંત્રમાં તો ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છેજી. તેનું અવલંબન, પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણપર્યત ટકાવી રાખવાનું છેજી. હું સમજી ગયો એમ કરી વાળવા જેવું નથીજી. (બી-૩, પૃ.૭૦૮, આંક ૮૫૩) Page #696 -------------------------------------------------------------------------- ________________ ૯૮૭) આપણને સદ્ગુરુની કૃપાથી મંત્ર મળ્યો છે. તે વારંવાર સ્મૃતિમાં રહે તેવી ટેવ પાળવાથી, મંત્રનો પરમાર્થ પ્રગટવાનું કારણ છેજી. માટે પુરુષાર્થ કરવામાં પાછી પાની ન કરવી. તમારી નોકરીના ગામે જતાં-આવતાં મંત્રસ્મરણ કે આત્મસિદ્ધિના વિચાર કરવાની ટેવ રાખો તો રોજ જવા-આવવામાં થતો શ્રમ જણાય નહીં અને સર્વિચારનો અવકાશ એકાંત જંગલપ્રદેશમાં સારો મળે. (બી-૩, પૃ.૨૯૭, આંક ૨૮૬) 0 પૂ. ....ને જણાવશો કે ત્રણ પાઠ મુખપાઠ કરી રોજ બોલવા હોય, તેને મંત્રની આજ્ઞા મળે છે. ગરજ વિના, શ્રમ લીધા વિના, બીજાને રાજી રાખવા માળા ફેરવે તેનું કલ્યાણ થવું મુશ્કેલ છેજી. (બો-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૭) | ધર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે. (બી-૩, પૃ.૬૬૯, આંક ૮૦૧) T કોઇ દવા ખાઈએ તો ચરી પાળવી જોઇએ, તેવો આ સહેલો અને પહેલો કરવા યોગ્ય ત્યાગ (સાત વ્યસન અને સાત અભક્ષ્યનો) બને તે પ્રમાણે રાખી, તેમને ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' તે મંત્ર થોડી વાર બોલાવશો અને મુખપાઠ ચોખ્ખી રીતે થઈ જાય એટલે તેનું સ્મરણ કરતા રહેવા જણાવશોજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ જોડી “હે ભગવાન ! આપની આજ્ઞાથી અમુક ઉપર જણાવેલો ત્યાગ રાખી, આપના સ્વરૂપને જણાવનારો મંત્ર હું આરાધીશ' એવું કહેવાનું કહી, ચિત્રપટને ચરણસ્પર્શ કરાવશોજી. ખરેખરું કામ તો આત્માને તારવો એ જ છે અને સત્પરુષના શરણ વિના તે બને તેવું નથી. માટે આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં સોંપું છું અને તેણે જણાવેલો મંત્ર એ જ, મીંઢળ અને નાડું લગ્નને વખતે હાથે બાંધે છે તેમ, મારા દયમાં હવેથી રાખીશ અને તે પરમપુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ છે, તો મરણથી પણ મારે ડરવાનું નથી. જે થવાનું હોય તે થાઓ. હું તો તે પરમકૃપાળુદેવની ભક્તિમાં જ ચિત્ત રાખીશ, એવી ભાવના વૃઢ થાય તેમ તેમને જણાવશોજી અને ભક્તિમાં ભાવ વિશેષ રહે તેમ, જીવતાં સુધી વર્તવા યોગ્ય છેજી, (બી-૩, પૃ.૨૧૮, આંક ૨૧૫) I પૂ. .. ની ઉત્કંઠા મંત્રસ્મરણની છે તો પરમકૃપાળુદેવની સાક્ષીએ, નમસ્કાર ન થાય તો ચિત્રપટનાં હાથ જોડી દર્શન કરી, ભાવના કરે કે હે પ્રભુ ! આપની આજ્ઞાથી ““સહજાન્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રનું મારા આત્માના ઉદ્ધારને અર્થે આરાધન કરીશ. ભક્તિ કરીને બીજી કશી સંસારી વાસના પોષવાની ભાવના ન રાખવી. લોકો દીકરા માટે, ધન માટે કે દેવલોકનાં સુખ માટે ધર્મ કરે છે કે મંત્ર જપે છે; તેમ ન કરતાં જન્મમરણ ટાળવાં અને મોક્ષ થાય તેટલા માટે જ આ મંત્ર પરમકૃપાળુદેવની કૃપાથી મને મળ્યો છે, તે જેવો તેવો નથી. જ્ઞાની પુરુષે આત્મા જેવો જામ્યો છે, અનુભવ્યો છે અને કહ્યો છે તેવો આત્મા મારે માનવો છે, તે આત્મા જણાવવા આ મંત્ર પરમપુરુષે યોજ્યો છે; તે આત્માર્થે જ હું તેને જગ્યા કરીશ. જે જ્ઞાની પુરુષે માન્યું છે, તે બધુંય મારે માનવું છે; મારું માનેલું બધું ઊંધું છે, તે સવળું કરવા આ મંત્રમાં હું ભાવ રાખું છું. Page #697 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮) જેમ કોઈ કૂવામાં પડી ગયો હોય અને તેને તરતા આવડતું ન હોય છતાં દોરડું હાથમાં આવી જાય તો પછી તે ડૂબે નહીં, દોરડે-દોરડે બહાર નીકળી શકે; તેમ આ મંત્ર જ્ઞાનીની આજ્ઞાથી મળેલો, મારી ઉદ્ધાર કરનાર છે એટલો વિશ્વાસ રાખી, બને તેટલી વાર રાતદિવસ જગ્યા કરવા યોગ્ય છે. બીજેથી ચિત્ત પાછું વાળી એ મંત્રમાં રાખવું. શરીરમાં દુ:ખ, પીડા, વેદના થતી હોય ત્યારે મને ત્યાં જાય છે અને હું દુઃખી છું, દુઃખી છું એમ થાય છે તે આર્તધ્યાન કહેવાય છે; તેથી કર્મ બંધાય છે અને ઢોર-પશુના ભવમાં જવું પડે; પણ આ મંત્રમાં ચિત્ત રાખે તો ધર્મધ્યાન થાય અને સારી ગતિ થાય છે. જ્ઞાનીએ જામ્યો છે એવો આત્મા દેહથી, દેહનાં દુઃખથી અને દેહના સર્વ સંબંધોથી જુદો છે, પરમાનંદરૂપ છે, નિત્ય છે, તે મરતો નથી, તેને વૃદ્ધાવસ્થા નથી, તે કપાય નહીં, છેદાય નહીં, બળે નહીં, સર્વ વખતે ક્ષણે-ક્ષણે નિરંતર જાણ-જાણ કરનાર છે; તે આત્મા આ મંત્રમાં કહ્યો છે, તે મારે વારંવાર સંભારવો છે. ગમે, ન ગમે તોપણ જેમ રોગ મટાડવા કડવી દવા આંખો મીંચીને પી જાય છે તેમ, પરાણે પણ મનને મારે મંત્રમાં જ હવે તો રાખવું છે; એવો દૃઢ વિચાર કરી, તે પ્રમાણે વર્તવા ભલામણ છેજી. શરીર ઠીક થયે પણ રોજ અમુક માળા, બે-ત્રણ, રોજ ફેરવવાની ટેક રાખવી અને હરતાં-ફરતાં, કામ કરતાં પણ જીભથી મંત્ર બોલતા રહેવાની ટેવ પાડી મૂકી હશે તો તે સમાધિમરણનું કારણ છેજી. જ્ઞાનીએ જણાવેલી જન્મમરણ ટાળવાની આ અમૂલ્ય દવા છેજી. માટે તેને સામાન્ય થઈ જવા ન દેવી. સ્મરણ કરતાં મન જ્ઞાની પ્રત્યે રાખવું. જ્ઞાની પુરુષ આત્મા જ છેજી. (બી-૩, પૃ.૨૭૮, આંક ૨૭૧) D પરમકૃપાળુદેવ રાળજ પધારેલા. તે વખતે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને, પરમકૃપાળુ પ્રત્યે જેવો દર્શનનો પ્રેમ હતો, તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી રાળજના સીમાડાથી ખંભાત, દર્શન કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા, તે પ્રેમની યાદી આપી, બીજે દિવસે પૂ. સોભાગભાઇને ખંભાત મોકલ્યા હતા અને મંત્ર ૫.પૂ. પ્રભુશ્રીજીને જણાવવા આજ્ઞા કરી હતી, તે જ મંત્ર આજે મને મળે છે તે મારાં મહાભાગ્ય છે, તે પરમકૃપાળુદેવનાં દર્શન કરી, હે ભગવાન ! આપની આજ્ઞાથી મંત્ર વગેરેની હું ઉપાસના કરીશ એમ તે ભાઈ જણાવે તેમ કરવા પ.પૂ. ગુણચંદ્રજી મહારાજને વિજ્ઞપ્તિ છેજી. મંત્ર જણાવતી વખતે બીજા માણસોનું ટોળું ન રહે અને પરમકૃપાળુદેવ પ્રત્યે તેને ઉપકારબુદ્ધિ પ્રગટે, તેમ યથાશક્તિ કરવા વિનંતી છેજી. બીજા કોઇને મંત્ર જણાવવો નહિ. (બો-૩, પૃ.૧૦૭, આંક ૯૮) 0 ખામી આપણા પુરુષાર્થની છે; નહીં તો પ.પૂ. પ્રભુશ્રીજી તો કહેતા હતા કે સ્મરણમંત્ર આપ્યો છે, તે આત્મા જ આપ્યો છે. વિશ્વાસ અને પુરુષાર્થ વધારવાની જરૂર છે. તે ખામી પૂરી થયે, કોઈને પૂછવા નહીં જવું પડે. (બી-૩, પૃ.૧૨૧, આંક ૧૧૬) D આપણને પરમકૃપાવંત પ.પૂ. પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, પરમપુરુષ દ્વારા પ્રાપ્ત, જણાવી તે મંત્રનું એટલું બધું માહાત્મ તેઓ કહેતા કે “આત્મા જ આપીએ છીએ.” દવા વાપરીને જેમ રોગનો નાશ કરીએ છીએ, તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સંસારને વિસરી જઈ, તેમાં તન્મયતા રાખીને તેનું આરાધન કરવાથી જન્મમરણનો નાશ થાય, તેવું બળવાન સામર્થ્ય તેમાં Page #698 -------------------------------------------------------------------------- ________________ (૬૮૯) છે; તો ભવરોગ નાશ કરવા જેટલી શક્તિ આપણામાં છે, તેટલી બધી તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે. જે વાંચીએ તે આત્મા પ્રગટાવવા, જે જાપ જપીએ તે પણ તે અર્થે, જે ભક્તિ કરીએ, દર્શન કરીએ, સમાગમ કરીએ, ખાઈએ-પીએ, બેસીએ-ઊઠીએ, ઊંધીએ-જોઈએ, કામ કરીએ, કોઈ પ્રત્યે સ્નેહ કરીએ, જઈએ-આવીએ તે સર્વ ક્રિયા એક આત્માર્થે કરવા યોગ્ય છે.જી. (બી-૩, પૃ.૨૦૧, આંક ૨૦૦) તે તરફ કોઈ મુમુક્ષુ હોય એમ સ્મૃતિમાં નથી પણ સરખે-સરખા સ્વભાવના શોધકને, મળી આવવા સંભવ છે. તેવો યોગ ન બને ત્યાં સુધી, મંત્ર-આરાધના વિશેષ કરતા રહેવા ભલામણ છેજી. એકાગ્રતાનું, જાગૃતિનું મુમુક્ષુજીવને એ પ્રબળ કારણ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી તો એટલા સુધી કહેતા કે મંત્ર આપીએ છીએ, તે આત્મા જ આપીએ છીએ, પછી જેવી જીવની યોગ્યતા. (બી-૩, પૃ.૩૮૮, આંક ૩૯૩) D મંત્રસ્મરણનું વિશેષ આરાધન વિશેષ લાભનું કારણ છેજી. પરમકૃપાળુદેવે જેવો આત્મા જાણ્યો છે, પ્રગટ કર્યો છે, તેવો મારે માનવો છે, પ્રગટ કરવો છે, તે અર્થે જ આ આરાધન કરું છું. દેહનાં સુખદુઃખ તો પ્રારબ્ધકર્મને આધારે થાય છે, પણ આત્માને શાંતિ અનુભવવા, દેહદ્રષ્ટિ ભૂલી જ્ઞાનીના આશ્રયે આત્મવૃષ્ટિ કરવા, આ સાધન આરાખું છું, એ લક્ષ રાખવા યોગ્ય છે). (બો-૩, પૃ.૫૩૬, આંક પ૮૬) સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકન્ડનો પણ સદુપયોગ કરવાનું તે સાધન છે. પરમકૃપાળુદેવે જામ્યો છે તેવો આત્મા, તે મંત્રમાં તેમણે જણાવ્યો છે. મને કંઈ આત્માનું ભાન નથી; પણ તે પ્રગટવા, તે પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવા, તેના સાચા સિપાઈ થવાનું સદ્ભાગ્ય મને જે દિવસથી મળે, તે દિવસથી મારો જન્મ થયો એમ માની, તે પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્રની આજ્ઞા એ જ આપણું જીવન છે એમ માની, છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તે આરાધન કર્યા રહેવાનું છે. હાલ તો અમુક માળા રોજ ફેરવવાનો નિયમ લેવો, પણ હરતાં-ફરતાં, દિવસે રાત્રે, સૂતાં-સૂતાં પણ તેમાં મન રાખી, જીવન સફળ કરવા આ ધર્મ સ્વીકારું છું, એ ભૂલશો નહીં. (બી-૩, પૃ.૨૯૪, આંક ૮૩૪) I આયુષ્ય અલ્પ અને અનિશ્રિત અને ઘણો પુરુષાર્થ હજી આપણે કરવો ઘટે તેવાં કર્મ બળવાન છે, ત્યાં પ્રમાદ થાય એ આપણી અણસમજ છે; તે વાત ભુલાય નહીં, તે અર્થે સ્મરણનું સાધન છે. મૂળ આપણું સ્વરૂપ તો સહજ શુદ્ધ છે. તેનું રટણ જો મુખ દ્વારા કે મનમાં થતું રહેતું હોય તો બીજેથી વૃત્તિ પાછી વાળવાનું એ બળવાન સર્વોત્તમ સાધન છે, પણ તેમાં પણ મંદતા કે બેદરકારી જેવું થઇ જાય તો પછી શો ઉપાય ? મુક્ત થવાની ભાવના, કાળજી જોઇએ. જેવા ભાવ તેવા પ્રકારના શુભાશુભ કર્મોનો પ્રવાહ તો જીવને આવરણ નિરંતર કરી રહ્યો છે; તેમાંથી મુક્ત થવાનો માર્ગ પરમકૃપાળુદેવની કૃપાથી ૫.૩ ૫.પૂ. પ્રભુશ્રીજી મુખેથી આપણે સાંભળ્યો છે કે સપુરુષ કે સત્પરુષે આપેલા સાધનની સ્મૃતિ થતાં, જીવનાં પરિણામ સંસાર ભજવાનાં મંદ થાય અને મહાપુરુષના માર્ગની ભાવના જાગ્રત થાય, તો ત્યાં મંદ બંધ થાય અને જીવ બળવાન થાય તો કર્મોની નિર્જરા પણ ઘણી કરે. એમ કરતાં-કરતાં નિમિત્તો પણ સારાં મળે અને સન્માર્ગમાં સ્થિતિ થાય. (બી-૩, પૃ.૧૩૪, આંક ૧૩૪) Page #699 -------------------------------------------------------------------------- ________________ (૬૯૦ T દરેકે પોતે પોતાને માટે પરિણામ તપાસી, કર્મચોર લૂંટતા અટકે તેવી જાગૃતિ રાખવાની જરૂર છેજી. જગતના ભાવોમાં મન ફરતું રહેશે, તો આર્તધ્યાનથી નહીં બચાય એ સાવ સ્પષ્ટ સમજાય તેવી વાત છે. માટે બહારની મદદ મળે તો ઠીક, નહીં તો દરેક વિચારવાન જીવે પોતાના આત્માને માટે કંઇ નહીં તો મંત્રનું સ્મરણ તો જરૂર જીભને ટેરવે રાખી મૂકવું કે જેથી મન પણ તે વચન તરફ પ્રેરાય અને શોક ભૂલીને ધર્મને સંભારે. (બી-૩, પૃ.૧૪૬, આંક ૧૪૬) D અનંત કૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલો મંત્ર, આ કળિકાળમાં આપણને સંતની કૃપાથી મળ્યો છે, તે આપણાં મહાભાગ્ય છે. જેમ કોઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કોઇ સાંકળ કે દોરડું આવી જાય તો તે ડૂબી જતો નથી, તેમ મંત્રનું સ્મરણ ઠેઠ મરણ સુધી અવલંબનરૂપ છે. સપુરુષનું એક પણ વચન જો દયમાં પરમ પ્રેમથી ધારણ થાય તો આ મનુષ્યજન્મ સફળ થઈ જાય અને જીવની ગતિ સુધરી જાય, એવું તેનું માહાત્મ છે. લૌકિક બોલની પેઠે સામાન્ય કરી નાખવા જેવું નથી. અલૌકિકષ્ટિથી તેના ઉપર પ્રેમ કર્તવ્ય છે. એવાં આપણાં ક્યાંથી ભાગ્ય હોય કે મરણ વખતે તે મહામંત્રનો બોલ આપણાં કાનમાં પડે ! જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ને સ્મરણમાં જ ચિત્ત રાખવું. જગતનાં સગાંવહાલાં, ધન, વસ્ત્ર, ધર, ખેતર બધાં અહીં પડી રહેવાના છે. તેમાં ચિત્ત રાખવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૭૦, આંક ૫૯) D મંત્રનું બને તેટલું રટણ કર્યા કરવા યોગ્ય છેજી. જાતે ન બોલાય તો કોઈ પાસે હોય અને મંત્ર બોલતું હોય તેમાં ચિત્ત રાખવું ઘટે છેજી, કોઇ કૂવામાં પડેલાને દોરડું હાથમાં આવી જાય તો તે ડૂબે નહીં, તેમ જેટલો કાળ મરણમાં ચિત્ત દેવાશે, તેટલો કાળ સત્પષની આજ્ઞામાં જવાથી તરવાનું કારણ બને છે. જ્યાં સુધી જાગતાં હોઇએ, ત્યાં સુધી સ્મરણ કરવાનું ચૂકવું નહીં આપણને મરણ વખતે કોઈ ભગવાનનું નામ, તેની ભક્તિ, તેની આજ્ઞારૂપ મંત્ર સંભળાવે તો કેવું સારું એમ રહ્યા કરે છે, તો તેવો જોગ બીજાને પણ બનાવવામાં આપણું હિત છેજી. (બી-૩, પૃ.૧૮૩, આંક ૧૮૭) D એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા પરમકૃપાળુદેવે કરી છે, તેનો બને તેટલો લાભ, આ ભવમાં લૂંટૅલૂંટ લઈ લેવાનો છેજી, (બી-૩, પૃ.૭૪૭, આંક ૯૨૪) ID આપણને મંત્ર મળ્યો છે, તે જેવો-તેવો નથી; માટે મંત્રનું રટણ વિશેષ રહ્યા કરે તેમ કર્તવ્ય છેજી. મંત્રમાં મન રહે તો બીજે ન ભટકે, તે અજમાવી જોવા યોગ્ય છે. હરતાં-ફરતાં સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તો મરણ વખતે તે યાદ આવે અને સમાધિમરણ થાય. (બો-૩, પૃ.૭૪૯, આંક ૯૨૯) D સપુરુષાર્થ કર્તવ્ય છેજી. મરણની ટેવ મિનિટ-બે મિનિટના અવકાશમાં પણ રાખવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૭૩૮, આંક ૯૦૫) Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૯૧) D સ્મરણમંત્રની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે; એટલું જ નહીં; પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે, જાણે સદ્ગુરુ સમીપ જ છે એમ ગણી, એવા પ્રસંગમાં મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું. (બો-૩, પૃ.૧૦૩, આંક ૯૪). | હાથે-પગે કામ કરવાનું થાય છે, મન પરમકૃપાળુદેવ પ્રત્યે રાખવા યોગ્ય છેજી. મંત્રસ્મરણનો અભ્યાસ પણ વધારવા યોગ્ય છેજી, કારણ કે આખરે તે જ એક આધારરૂપ છે. (બો-૩, પૃ.૬૮૨, આંક ૮૧૮) કર્મને કોઇની શરમ નથી. મહાત્મા હોય પણ જો સંસારી ભાવનામાં ચિત્ત જાય તો તેને પણ કર્મ બંધાય, તો આપણે શા હિસાબમાં? માટે મનને નવરું ન રાખવું; વાંચવા, વિચારવા કે ગોખવામાં તેને જોડી રાખવું. કંઈ ન બને તો મંત્રસ્મરણ તેલની ધાર પેઠે અતૂટ રહ્યા કરે તેવો પુરુષાર્થ જીવ જો હાથમાં લે, આદરે તો કંઈ ને કંઈ તે દિશામાં કરી પણ શકે. સ્મરણમાં નથી વિકતા જોઈતી, નથી બળ વાપરવું પડતું, નથી કળા-કુશળતા જોઇતી કે નથી ધન ખરચવું પડતું; પણ માત્ર છૂટવાની ધગશ લાગવી જોઇએ, કે આ કેદખાનામાં - હાડકાં, ચામડાં, મળમૂત્રની કોઠીમાં જીવ પુરાયો છે, તે ફરીથી આવા ભવ લેવા ન પડે તે અર્થે સદ્ગુરુશરણે, તેણે જણાવેલો મંત્ર કંઈ પણ ઇચ્છા રાખ્યા વિના, આત્માર્થે આરાધે તો પોતાનું અને પોતાના સંસર્ગમાં આવતા ઘણા જીવોનું કલ્યાણ કરવા સમર્થ થાય, તેવો ઉત્તમ મંત્ર પૂર્વના પુણ્ય અને પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યો છે, તેનું રોજ વધતું જતું માહાભ્ય ર્દયમાં રહ્યા કરે તો જગતનાં દુઃખ તેને કંઈ પણ ન જણાય. માથા ઉપર સગડી કરી અંગારા ભર્યા તોપણ જેને કંઈ ન થયું, ન આવ્યો ક્રોધ કે ન લાગ્યો મરણનો ડર, પણ એક મોક્ષની અભિલાષા વિશેષ પ્રદીપ્ત બની અને અંગારા ભરનારનો ઉપકાર સમજાયો, મોક્ષની પાઘડી માથે બંધાવી એમ માન્યું; એવા શ્રી ગજસુકુમારનું દ્રષ્ટાંત જેમણે સાંભળ્યું હોય, તેમણે હવે શું કરવું? એ વિચારવાનું કામ તમને સોંપું છું. (બો-૩, પૃ.૪૭૬, આંક ૫૦૩) | વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી, સર્વ સંસારી વ્યવહારના પ્રસંગો ભૂલી જઈ, માત્ર એક સ્મરણનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છેજી. સ્મરણ છે, તે માત્ર પરમકૃપાળુદેવનું સ્વરૂપ જ છે અને નિશ્ચયનયે પોતાનું સ્વરૂપ પણ તે જ છે, માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છે). (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૭) T સર્વ અવસ્થામાં, શુચિ-અરુચિ ગણ્યા વિના, મંત્રનું સ્મરણ થઈ શકે છે, એમ પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે, માટે આત્માને મંત્રરૂપી સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૩૨૬, આંક ૩૧૮) D “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” આ વાક્ય પુષ્પમાળામાં છે. તે વિચારી, હવે અનાદિકાળનું પરિભ્રમણ કેમ ટળે? એ વિચારી, સત્પરુષે આપેલ સાધન સ્મરણમંત્રની વિશેષ ઉપાસના કર્તવ્ય છે. Page #701 -------------------------------------------------------------------------- ________________ (૬૯૨) કારણ બદલ્યા સિવાય કાર્ય બદલાતું નથી. તેથી અનાદિકાળથી જે પ્રેમ વડે સંસાર-પરિભ્રમણ થયા કર્યું છે તે પ્રેમ પલટાવી, સંસારથી છુટાય તેમ તે પ્રેમ વાપરવા હવે ચીવટ રાખવી ઘટે છેજી. વાછરડું ઘેર હોય તો પણ ગાયને ચરવા ખેતરોમાં જવું પડે છે, પણ મન-ભાવ-પ્રેમ વાછરડા પ્રત્યે હોય છે. તેથી તે વારંવાર ચરતાં-ચરતાં તેને સાંભરી આવે છે અને ઊંચું ડોકું કરી બરાડે છે; તેમ કામ કરતાં જતાં પણ આપણો ભાવ-પ્રેમ પરમકૃપાળુદેવ તરફ, તેણે આપેલા સ્મરણમાં રહે અને તે વારંવાર સાંભરી આવે, તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. કોઈ કહે કે વારંવાર મંત્ર બોલ-બોલ કરે તો ખોટું દેખાય, કોઇને ગમે - ન ગમે, માટે બોલ-બોલ કરવું ઠીક નહીં, પણ તેવી વાત મનમાં આણી પ્રમાદ સેવવા યોગ્ય નથી. ભલેને કોઈ કહે એ તો ગાંડીઓ થઇ ગયો છે, ગાંડો ગણે તોપણ તે લત મૂકવા યોગ્ય નથી. મોઢાને તો મંત્રનું કામ સોંપી મૂકયું હોય તો મન પણ જરા નવરું પડે ત્યારે મોઢાથી મંત્ર બોલાતો હોય તેમાં લક્ષ રાખે. ભલે મન બીજે હોય અને મોઢે મંત્ર બોલાતો હોય તો પણ કંઈ ન કરવા કરતાં તે પુરુષાર્થ સારો છે. મનને તેમાં પ્રવેશ થવાનો, તે પુરુષાર્થમાં અવકાશ છે; પણ જો કંઈ નહીં કરતા રહીએ તો વચન પણ ક્યાંનું ક્યાં પ્રવર્તે અને મન તો ઠેકાણા વિનાનું ભટકતું જ હોય. માટે એક વખત તો ટેવ પડતા સુધી ગાંડાની પેઠે બેસતા-ઊઠતાં, કામ કરતાં સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' બોલ્યા કરવાની આદત પાડી દેવી ઘટે છે. કરવા ધાર્યું હોય તો બને તેવું છે. એથી ઘણો અલેખે જતો વખત, લેખામાં આવી જાય. (બી-૩, પૃ.૧૧૨, આંક ૧૦૬) | સર્વ વ્રતોનું મૂળ અને સમાધિમરણનું કારણ, એવું જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલું “સ્મરણ” અખંડ એકધારાએ રહ્યા કરે, એવો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૩, આંક ૭૪૫) સ્મરણ અવકાશને વખતે કર્યા કરો છો એમ જાયું છે. હવે સ્મરણ કેટલી માળાનું થાય છે, તેની ગણતરી રાખવા ભલામણ છેજી, માળા ન રાખો તો આંગળીના વેઢાથી પણ ગણતરી કરતા રહી, રોજ કેટલી માળા થાય છે, તેની નોંધ ખાનગી નોટમાં રોજ રાખવી. તેથી વધે છે, ઘટે છે કે તેટલી જ માળા થયા કરે છે, તે સમજાશે. માળાની શરૂઆતથી અંત સુધી પૂરી માળા ફેરવવાનો અવકાશ હોય ત્યારે લક્ષ સ્મરણ ઉપરાંત એક દોષ દૂર કરવાના નિશ્રયનો કે એકાદ ગુણ પ્રગટ કરવાની ભાવનાનો રાખવો. જેમ કે અત્યારે બે મિનિટ અવકાશ છે તો જરૂર એક-બે માળા ફેરવાશે એમ લાગે ત્યારે પહેલી માળામાં ક્રોધ દૂર કરવાનો એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોધ કરવો નથી, પ્રાણ લેવા કોઇ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોધ કરવો નથી, એવો નિશ્વય કે ક્ષમાગુણ પ્રગટ કરવો છે એવી ભાવના રાખવી. સામાન્ય રીતે એકલો મંત્ર બોલાતો હોય ત્યારે મને થોડી વારે બીજી કોઈ બાબતમાં ખેંચાઇ જાય છે. મંત્ર ઉપરાંત કંઈક કરી શકે તેવી તેનામાં શક્તિ હોય ત્યારે તે મંત્રને મૂકી દઈને પણ, બીજી બાબતમાં તણાઈ જવાની તેની નિર્બળતા દેખી, આવી સલાહ જ્ઞાની પુરુષોએ આપી છે કે તેને જરૂર પડે તો આ નક્કી કરેલી બાબત હાથ પર લેવી; પણ ગમે ત્યાં ભટકતું તેને રોકવું છે. બીજી માળા ફેરવતાં માન દૂર કરી, વિનય ગુણ વધારવાના પ્રયત્નમાં જરૂર પડયે રોકવું. ત્રીજીમાં માયા તજી, સરળતા ધારણ કરવા; ચોથીમાં લોભ ઘટાડી, સંતોષ વધારવા મનને વાળવું. Page #702 -------------------------------------------------------------------------- ________________ ૯૩ આમ જો તેને કોઇ પણ રીતે મંત્ર કે કોઇ ગુણના વિચારમાં રોકવા પ્રયત્ન કરી જોશો તો જરૂર તમે ઇચ્છો છો તેથી સુંદર અને આનંદદાયી ફળ મળશે. આમાં મદદ મળે તે માટે સમાધિસોપાનમાંથી ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૈાચ આદિ દશ લક્ષણરૂપ ધર્મનું પ્રકરણ છે, તે કાળજીપૂર્વક વાંચતા રહેવા ભલામણ છેજી. નવરાશ હોય તો ઓફિસમાં પણ એકાદ પુસ્તક રાખવું કે લેતા જવું; અને બીજા બીડી, ચા કે ગપ્પાંમાં વખત ગાળે ત્યારે આપણે સત્શાસ્ત્રમાંથી કંઇક વાંચવું, વિચારવું કે કંઇ ન બને તો સ્મરણમાં મનને જોડવું. જો નવરું મન રહ્યું તો તે નખ્ખોદ વાળે તેવો તેનો સ્વભાવ છેજી. (બો-૩, પૃ.૪૦૧, આંક ૪૦૯) પ્રીતિકર દેશાટન કરવા જતો હતો, તે વખતે તેના ગુરુએ એક કાગળ લખીને આપ્યો. તે પ્રીતિકરે વાંચ્યા વગર કાનમાં રાખી મૂક્યો. પછી તે સંકટમાં આવ્યો ત્યારે કોઇ વિદ્યાધર આવ્યો, તેણે એ કાગળ વાંચ્યો. તેમાં એટલું લખેલું કે વિપત્તિમાં એને સહાય કરજો અને નીચે ગુરુએ પોતાનું નામ લખેલું. વિદ્યાધરના ગુરુ પણ એ જ હતા, તેથી તેને ઘેર પહોંચાડયો. આ તો લૌકિક છે, પણ આપણને જે મંત્ર મળ્યો છે, તે ઘેર પહોંચાડે એવો છે. આત્મારૂપ થવા માટે આ મંત્ર મળ્યો છે. દેહાદિથી હું ભિન્ન છું, એ કરવા માટે આ મંત્ર મળ્યો છે. આખી જિંદગી સુધી એનો અભ્યાસ કરી મૂક્યો હોય તો છેવટે એ સાંભરી આવે. ‘સહજાત્મસ્વરૂપ'' એમ સાંભરે, તેથી સમભાવ ૨હે. ‘સમભાવ' એ આપણું ઘર છે. જ્ઞાનીએ જે મંત્ર આપ્યો છે, તે કાનમાં મૂકી રાખવા જેવો છે, ભૂલવો નહીં. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૩) સત્સંગ 3 પ્રશ્ન : સત્સંગ એટલે શું ? પૂજ્યશ્રી : આત્માને સત્ય રંગ ચઢાવે, તે સત્સંગ; એકાંતમાં બેસીને પોતાનો વિચાર કરવો, તે સત્સંગ; ઉત્તમનો સહવાસ તે સત્સંગ; આત્મા ભણી વૃત્તિ રહેવી, તે સત્સંગ. મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે કે સત્સંગ ન હોય ત્યારે સત્શાસ્ત્રનું વાંચન કરવું, વિચારવું, પણ ભાવના સત્સંગની રાખીને કરવું. કુસંગ ત્યાગવો. ‘‘સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી.'' (૧૨૮) સર્વમાં ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ છે, અને એ મુખ્ય સાધન છે. (બો-૧, પૃ.૫૨, આંક ૨૮) D આપ પરમકૃપાળુદેવનાં વચનામૃતનાં વાંચન-વિચારમાં મુખ્યપણે કાળ ગાળો છો, તે એક પ્રકારે સત્સંગ જ છેજી. તેમાં અગાધ જ્ઞાન-નિધાનનો નિચોડ (સત્ત્વ) છેજી. (બો-૩, પૃ.૧૯૯, આંક ૧૯૯) સર્વોત્તમ વસ્તુ સત્સંગ છે. પ્રથમ કરવા યોગ્ય સત્સંગ છે. એને મુખ્ય કરી, બાકીની બધી વસ્તુઓ ગૌણ કરી નાખવી. એક જ સરખી વૃત્તિવાળા મુમુક્ષુઓનો સમાગમ કરી, સત્પુરુષોનાં વચનોનો વિચાર ક૨વો, તે સત્સંગ છે. સત્પુરુષનો યોગ તે પરમ સત્સંગ છે. સત્સંગે જીવને બધું સમજાય છે; છતાં મને નથી સમજાતું એવું સત્સંગમાં થાય. બીજે તો કંઇ વાંચ્યું હોય તો મને આવડે છે, મેં વાંચ્યું છે, એમ અભિમાન થઇ જાય. (બો-૧, પૃ.૧૮૦) Page #703 -------------------------------------------------------------------------- ________________ ૯૯૪) I વૈરાગ્ય વધે તેવું વાંચન-વિચાર પ્રથમ કર્તવ્ય છે, સાથે ભક્તિ કર્તવ્ય છે. પછીથી કંઈક સમજણ-માહિતી મેળવી ઉપવાસ આદિ ધર્મસાધનમાં જોડાવા યોગ્ય છેજી. સહેલામાં સહેલો સત્સંગ છે. પહેલામાં પહેલો પણ તે જ કર્તવ્ય છે. (બી-૩, પૃ. ૧૭૦, આંક ૧૭૫) T સત્સંગથી વિવેક એટલે ભેદજ્ઞાન થાય. આ આત્મા અને આ દેહ એવો ભેદ પડે તો મોક્ષ થાય. મોહરૂપી ઝાકળને ઉડાડવામાં સત્સંગ પવન જેવો છે. ગમે તેવું દુઃખ, મુશ્કેલી પડે, તો પણ સત્સંગ તજવો નહીં. સત્સંગ મળ્યો હોય તેને તીર્થાદિ કંઈ કરવાની જરૂર નથી. જિતેન્દ્રિય, સંશયરહિત, દેહાધ્યાસરહિત સંત મળે તો પછી તપ-તીર્થનું કંઈ માહાભ્ય રહેતું નથી. સત્સંગ હોય તો ઉત્તમ ગતિ થાય. સત્સંગ કરવો હોય તો અસત્સંગ ટાળવો જોઇએ. શમ, વિચાર, સંતોષ અને સત્સંગ - એ ચાર મોક્ષના દ્વારપાળ છે. મનરૂપી હાથી જીતીને એ ચારમાંથી એક પણ પ્રાપ્ત કરો. એ ચારેમાં સારામાં સારો સત્સંગ છે. એ કરે તો બધાય આવી જાય. (બો-૧, પૃ. ૧૯૩, આંક ૬૮). D આ કાળમાં પરમકૃપાળુદેવે પણ જેને માટે વારંવાર ઝૂરણા કરી છે અને જેનું માહાત્મ દર્શાવવા અનેક પત્રો લખ્યા છે એવો એક સત્સંગ નામનો પદાર્થ સર્વથી પહેલો, નિરંતર ઉપાસવા યોગ્ય છે, ભાવના કરવા યોગ્ય છેજી. તે સિવાય નિઃશંક થવાય તેમ નથીજી. માટે બનતા પ્રયત્ન, ગમે તે ભોગે, શરીરની દરકાર જતી કરીને પણ, સત્સંગ અર્થે આટલો ભવ ગાળવો છે, એમ નિર્ણય થશે તો જરૂર, તમે જે ધારણા રાખો છો - સમાધિમરણની, તેનું તે અચૂક કારણ છેજી. જોકે પુણ્યનો ઉદય જીવને જોઇએ છે, તે વિના બનતું નથી. છતાં પુણ્યના ઉદયને પણ શિથિલ ચિત્તને લઈને નિષ્ફળતા મળે, ઢીલ થાય, ધકેલે જાય તો તે પુણ્યનો ઉદય દિવસે-દિવસે ખવાતો જાય અને પાપનો ઉદય આવે ત્યારે કંઈ કરવું હોય તોપણ બનવું અશક્ય થઈ પડે તેમ છેજી. માટે ઘણી વખત ઉત્તર લખતાં-લખતાં મનમાં એમ થઈ આવે છે કે તમને શિથિલતાનું કારણ આ પત્રવ્યવહાર તો નહીં થતો હોય? તેથી સંતોષ માની, જીવ ઢીલો તો મૂળે છે અને ઢીલા થવાનું કારણ બને કે અહીં બેઠાં-બેઠાં આપણે ખુલાસા થાય છે, તો મુશ્કેલી શા માટે વેઠવી? એ વિચાર ટાળવા યોગ્ય છે. (બી-૩, પૃ.૪૯૭, આંક ૫૩૩) D જ્યાં સુધી જીવને સત્સંગની ભાવના પ્રબળપણે નહીં રહ્યા કરે, ત્યાં સુધી જીવને આ સંસારના પદાર્થો ઈષ્ટ-અનિષ્ટપણું કરાવી, જરૂર કર્મબંધન કરાવ્યા વિના રહે તેમ નથીજી, જીવની બાહ્યવૃષ્ટિ હોવાથી, સત્સંગનું માહાભ્ય જેવું પરમકૃપાળુદેવના દ્ધયમાં અહોરાત્ર વસ્યા કરતું હતું તે ક્યાંથી સમજાય ? અને ન સમજાય તે વસ્તુની ભાવના પણ થવી મુશ્કેલ છેજ. તેથી સૌથી સહેલું અને સૌથી પહેલું ધર્મકાર્ય સત્સંગ ઇજી, એમ વૃઢ કરવા યોગ્ય છે. પોતે પોતાની મેળે જીવ ગડમથલ કર્યા કરે અને આથી લાભ છે કે આથી મને હિત છે એમ માન્યા કરે, તેથી પોતાની ભૂલો પોતાને સમજાવી મુશ્કેલ છે અને સત્સંગમાં અનેક પ્રકારે કલ્યાણનાં કારણોની ચર્ચા Page #704 -------------------------------------------------------------------------- ________________ (૬૯૫) થતી હોય તે જીવના વિચારમાં, લક્ષમાં આવે તો દોષો દેખાય, તે પ્રત્યે તિરસ્કાર થાય, તે દુઃખદાયી સ્પષ્ટ સમજાય અને તેના ઉપાયો શોધવા, સાંભળવા અને ગ્રહણ કરવાના પ્રસંગો પ્રાપ્ત થાય છેજી. તેમ છતાં પુણ્ય યોગ વિના, સામાન્ય સત્સંગની પ્રાપ્તિ પણ દુર્લભ છેજી. બજારનાં કે ઘરનાં કામને ધક્કો મારી, બે ઘડી ત્યાં આહારમાં જ ભક્તિ થતી હોય, વાંચન થતું હોય, તેમાં હાજર રહી પોતાના ભાવ ધર્મધ્યાનરૂપ કરવાનો પુરુષાર્થ નહીં કરીએ તો તેને માટે રેલવેની મુશ્કેલીઓ વેઠી, ધન ખર્ચી, કમાવાનો પ્રસંગ ચૂકી, કામ મૂકી આશ્રમમાં આવી રહેવું કેટલું મુશ્કેલ થઈ પડે, તે સહજ સમજાય તેવું છેજી. જેમ સંસારનાં વચનો નાનપણથી કાનમાં પડ-પડ થયાં અને તે દ્વારા સંસાર દ્ધયમાં ઘર કરી ગયો છે, તેમ જ્યારે સત્સંગયોગે પરમકૃપાળુદેવનાં વચનો કાનમાં પડ-પડ થશે અને તેનું અલૌકિકપણું હૃયમાં વસશે તો મોક્ષમાર્ગ જરૂર હાથ લાગશે, સંસારભય દૂર થશે અને “અબ હમ અમર ભયે ન મરેંગે'' એવા ઉદ્ગાર સહજ રશેજી. (બી-૩, પૃ.૫૫૦, આંક ૬૦૭) સત્સંગ એ પહેલામાં પહેલું અને સહેલામાં સહેલું આત્મકલ્યાણનું કારણ છે. વિશેષ શું લખવું? જેનું ભલું થવાનું હશે, તેને તે સૂઝશે અને સત્સંગે કોઈ જ્ઞાનીની આજ્ઞા પામી, આરાધીને આત્મહિત કરી લેશે, તેનો મનુષ્યભવ સફળ થશે એ લક્ષમાં લેવા યોગ્ય છે. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૨) T સત્સંગમાં જીવની પરિણતિ ઉલ્લાસિત રહે છે. તે ન હોય તો પરિણામ તેવાં રહે નહીં અને ધાર્યા પ્રમાણે આગળ વધાય નહીં. સત્સંગ જીવને ઘણો સહારારૂપ છે. સત્સંગમાં જીવને આગળ વધવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. (બો-૧, પૃ.૧૬, આંક ૧૮) D ભક્તિમાર્ગમાં આગળ વધવા સત્સંગ એ અનુપમ સાધન છે. જ્યાં સુધી ઇન્દ્રિયો સાબૂત છે, બીજાં કામ થઈ શકે તેવું શરીર છે, ત્યાં સુધી આ આત્માની દયા લાવી આત્મહિત અર્થે સત્સંગ, ભક્તિ, વાંચન, વિચાર, સદાચાર આદિ કરી લેવા યોગ્ય છે. જ્યારે શરીરમાં રોગ ઘર કરશે, કાન, આંખ આદિ આળસી જશે, અશક્તિ ઘર કરશે ત્યારે પછી કંઈ નહીં બને. માટે વિશેષ કાળજી રાખી, આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવામાં થતા પ્રમાદને, પુરુષાર્થથી જીતવો ઘટે છેજી. પૈસા થોડા હોય તો આછું-પાતળું ખાઈ-પીને દહાડા કઢાય, બહુ વિદ્વતા ન હોય તો જ્ઞાનીનું કહેવું બ્દયમાં રાખી ચલાવી લેવાય, યશ-કીર્તિ ન મળે તો તેના વિના પણ ચાલે; પણ જો ખાવામાં અને ઊંઘવામાં જ જીવન ચાલ્યું ગયું અને અચાનક કાળ આવીને ઊભો રહેશે ત્યારે સાથે શું લઈને અહીંથી જીવ જશે? અહીંનું એકઠું કરેલું કે જેમનાં મન સાચવવા તણાઈ મર્યા હોઇએ તેવાં સગાંવહાલાં, બધાં અહીંના અહીં રહી જશે અને પોતે બાંધેલું ભોગવવા, એકલો જીવ ખાલી હાથે જશે. આવા વૈરાગ્યભરેલા વિચારો વારંવાર કરવાથી આત્મહિતની ગરજ જાગશે, આ ભવમાં મૂઠી ફાકો થઈ શકે તેટલું કરી લેવાની તત્પરતા વધશે. બધા ભવમાં કાગડા-કૂતરાના મોતે જીવ મર્યો છે, તેવું આ ભવમાં નથી કરવું પણ સમાધિમરણ થાય તેની તૈયારી આજથી કરતા રહેવી ઘટે છે. તે સત્સંગે યથાર્થ સમજાય છે, માટે સૌથી સહેલું અને પ્રથમ કર્તવ્ય તો સત્સંગ છે. તેની ઝૂરણા રહ્યા કરે એવી અગમચેતી લેતા રહીશું તો જરૂર મરણ સુધારવાની કળા હસ્તગત થશે. (બી-૩, પૃ.૬૧૦, આંક ૭૦૫) Page #705 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬) T બધા સાધનોમાં સત્સંગ એ સહેલું અને પહેલું કરવા યોગ્ય સાધન છે. તેવા પુણ્યના ઉદયે, તે જોગ બની આવે છે. તેવો જોગ ન હોય ત્યાં સુધી, તેની ભાવના કરવી અને પુરુષાર્થ પ્રગટાવી, તેવો જોગ બનાવવો ઘટે છેજી, (બી-૩, પૃ.૭૬૭, આંક ૯૭૪). સત્સંગ એ સર્વોપરી સાધન છે. તેના અભાવે પોતાનો સ્વછંદ રોકી, સન્શાસ્ત્ર કે સત્સંગે શ્રવણ થયેલો ઉપદેશ, પ્રત્યક્ષ સત્પષતુલ્ય સમજી ઉપાસવો યોગ્ય છે. (બી-૩, પૃ.૧૪૯, આંક ૧૪૯) 3 આત્મહિતનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે, એવો નિશ્ચય મુમુક્ષુજીવે અવશ્ય કર્તવ્ય છે, એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વકર્મના ઉદયે તથા જીવના શિથિલપણાને લીધે તેનો લાભ લેવાતો નથી, તેમાં પણ શિથિલપણાનો દોષ તો જરૂર, જરૂર ટાળવો ઘટે છેજી. (બી-૩, પૃ.૫૬૦, આંક ૬૨૪) D સત્સંગ જેવું જીવને એકેય બળવાન સાધન નથી. સત્સંગને માટે પ્રભુશ્રીજી કહેતા કે તે તો માના દૂધ જેવો છે. બાળકને દૂધપાક હજમ થાય નહીં, પરંતુ માનું દૂધ પચી જાય, ઘણું માફક આવે; તે પીને બાળક ઉછરે છે. તેમ જીવને સત્સંગ કારણરૂપ છે. (બો-૧, પૃ.૫, આંક ૬) T સત્સંગની જરૂર છે. બીજું કંઈ કરવા જઇએ, ત્યાં સ્વચ્છંદ આવી જાય. સત્સંગમાં પુછાય, વિચારાય એ બધું સત્સંગમાં થાય. ત્યાં સ્વછંદ આવવાનો ભય નથી. કોઈ ન આવે તો આપણે એકલા બેસીને પણ અર્ધો કલાક વાંચન કરવું; એટલે બીજું કામ કરતાં પણ, વાંચેલું હોય તો તે યાદ આવે. મારે આત્મકલ્યાણ કરવું જ છે એમ હોય, તેણે તો સત્સંગ કરવો. કોઇને આત્મકલ્યાણ કરવાનો નિશ્ચય ન હોય અને જો તે સત્સંગ કરે તો તેને પણ આત્મકલ્યાણ કરવાનો વિચાર થઈ જાય. આ કાળમાં સત્સંગ વિશેષ બળવાન સાધન છે; એકલાનું તો બળ ચાલતું નથી. કોઇ અશક્ત માણસ હોય, તે લાકડીનો ટેકો રાખીને ચાલે, તેવી રીતે સત્સંગરૂપી લાકડી રાખીને ચાલે તો આગળ ચલાય. પ્રભુશ્રીજી કહેતા કે સત્સંગ કરજો. સત્સંગ એ સહેલો રસ્તો છે, તે પહેલાં કરી લેવાનો છે. સત્સંગમાં પોતાના દોષ દેખાય, પછી કાઢે. સત્સંગ એ સહેલો ઉપાય છે. (બો-૧, પૃ.૪૭, આંક ૧૯) || જીવને જગતના ઝેરમાંથી બચવા માટે સત્સંગ એ મોટું સાધન છે. જીવને જ્યારે સત્સંગ ન હોય, ત્યારે બધું ભૂલી જાય છે. જો સત્સંગ હોય તો ભક્તિ વગેરે કરવાની સહેજે ભાવના થાય છે. તેને કંઈ કહેવું ન પડે. (બો-૧, પૃ.૫૪, આંક ૩૧) જે મુમુક્ષુના મનમાં એમ આવે કે મારાથી કંઈ ધર્મ થતો નથી; મારાં આચરણથી ઊલટા બીજા વગોવાય, માટે મારે રાજમંદિરમાં જવામાં લાભ નથી; આવા ભાવ ઉપર-ઉપરથી જોનારને કંઇક ઠીક લાગે, પણ તે પોતાને અને પરને, બંનેને નુકસાનકારક છે. તેવા કર્મના ઉદયે તેવા ભાવમાં તણાઈ ન જવાય, પણ મિત્રો એકઠાં મળે ત્યારે તે વાતની ચર્ચા કરીને કે એકાદ મિત્ર સાથે દિલ ખોલીને ખુલાસો કરી લેવા યોગ્ય છે; અને વિચારણા કરે તો જણાય કે સત્સંગ સિવાય સુધરવાનો બીજો કોઈ ઉપાય જગતમાં જણાતો નથી; અને જે સત્સંગથી દૂર રહે છે, તે દોષોને જ આમંત્રણ આપે છે. સારી સોબત છૂટી તો સંસારને વધારનારી વાસનાઓથી તે ઘેરાઈ જવાનો અને તેને સારા વિચારોનો ઓછો અવકાશ રહેવાનો. Page #706 -------------------------------------------------------------------------- ________________ (૯૭) માટે કલ્યાણનાં કારણોમાં મુખ્ય એવો સત્સંગ નિરંતર સેવવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે. તે પ્રત્યે જેને જેને અભાવ થાય છે, તે દુર્ગતિના ભાગી થાય છે. (બી-૩, પૃ.૧૩૮, આંક ૧૩૮) T સત્સંગ એ જ સર્વોત્તમ અને સુગમ માર્ગ, આ કાળમાં છે અને પ.પૂ. પ્રભુશ્રીજીએ છેવટે એ જ ભલામણ પણ સર્વેને કરી છે કે સત્સંગ અને સંપ રાખજો. (બી-૩, પૃ.૧૭%, આંક ૧૮૦) પરમાર્થજિજ્ઞાસા દિવસે-દિવસે અસત્સંગયોગે મંદ થતી અટકે અને સત્સંગમાં ફરીથી વસવાની ભાવના બળવાન બને, તે અર્થે મહિને-બે મહિને મુંબઈની ધમાલમાંથી છૂટી, (અગાસ) આવી જવાનું રાખો તો બની શકે તેમ છે. ભાડાં ખરચવાથી ખાવાનું ખૂટી પડશે એમ તો તમારે છે નહીં; તો બળ કરીને પણ, સત્સંગનો છોડ પાણી વિના સુકાઈ જાય છે એમ જાણી, તેની કાળજી રાખશો તેટલી આત્માની સંભાળ લીધી ગણાશેજી. આપણ બાળ જીવોને માટે તો સત્સંગ જ ઉત્તમ ઔષધિ છે. ગમે તેટલું વાંચીએ, વ્યાખ્યાન સાંભળીએ, તપ કરીએ; પણ સત્સંગના વાતાવરણમાં આત્મદાઝ વધે, તેવું બીજે ક્યાંય બનવું મુશ્કેલ છે. હવે પાછળના દિવસો સુધારી સમાધિમરણની તૈયારી કરવી જોઇએ, તેને બદલે પૂર્વે ધર્મ-આરાધન કર્યું હોય તેને ઊધઈ લાગે અને ખવાઈ જાય, તેવું આર્તધ્યાન આદિથી થતું જણાય તો બળતું ઘર જેમ તજી દઈ, બળતામાંથી બહાર નીકળી જઈએ છીએ, તેમ બધી તકરારો ખંખેરી નાખી, હવે તો બે હાથ જોડી બધાંથી છૂટી, માત્ર આજીવિકા જેટલું મળે તેથી સંતોષ માને, તો જીવનું હિત થાય એમ સમજાય છે. હવે તો સંસાર ઝેર જેવો લાગે તેવા વૈરાગ્યની વૃદ્ધિ કેમ થાય, એ જ લક્ષ હાલમાં રાખવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૨૯, આંક ૮૮૯) D આ ભવમાં જ્ઞાનીપુરુષની આજ્ઞા, જે જે થઈ હોય, તેને વારંવાર વિચારવી. તેમાં આદરભાવ વધે, તેની સ્મૃતિ, લક્ષ રહે અને તે દ્વારા આપણું જીવન સુધરતું જાય, સમજણ વધતી જાય, પ્રેમ-ભક્તિ પોષાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. તે સર્વ થવા માટે સત્સંગ એ ઉત્તમ ઉપાય છે અને સત્સંગના વિયોગમાં સપુરુષનાં વચનો સત્પરુષતુલ્ય જાણી, તેની ઉપાસના યથાશક્તિ કરવી અને સત્સંગની ભાવના રાખવી. મંદતા ભાવમાં જણાય તો ખેદ રાખવો, પણ આત્મકલ્યાણ કરવાનો ભાવ વધતો રહે, તેમ મુમુક્ષુભાઈ સાથે વાંચવા-વિચારવાનો કે ભક્તિ આદિનો યોગ મેળવતા રહેવું; તો પુરુષના યોગમાં જે બીજ વવાયાં છે, તેને પોષણ મળતું રહેશે અને ફળ આપે તેવી વૃદ્ધિ થશે. (બી-૩, પૃ. ૧૦૯, આંક ૧૦૧) | તમારી તબિયત નરમ રહે છે એમ જાણ્યું. કર્માધીન શરીર-સ્થિતિ છેજી. આપણા હાથની વાત તો ભાવ સુધારવા તે છેજી. તેમાં સત્સંગ એ જ ઉત્તમ નિમિત્ત છે અને તે દ્વારા અનાદિથી ભૂલા પડેલા આ આત્માને, પોતાના હિત માટે તત્પર કરવાનો છેજ. તેવો યોગ પણ મહતુ પુણ્યના યોગ બની આવે છે. તેવો યોગ ન મળી આવે ત્યાં સુધી તેવા યોગની ભાવના રાખી, સપુરુષનાં વચનામૃતને પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય સમજી, કાળજીપૂર્વક ઉપાસવાથી અપૂર્વ ફળ થવાનો સંભવ છેજી. (બી-૩, પૃ. ૨૩૯, આંક ૨૩૪). || સત્સંગ એ અનુપમ નિમિત્ત છે. આપને તેવો યોગ હાલ છે. પ્રમાદ દૂર કરી, કરવા યોગ્ય ભાવ પ્રત્યે કાળજી રાખી, પ્રાપ્ત સંયોગોનો ઉત્તમ લાભ લઈ લેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૧૬, આંક ૩૦૬) Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ D કળિકાળ છે, તેથી સત્સંગનાં નિમિત્તો મળવાં પણ દુર્લભ થઇ પડયાં છે. સત્સંગના વિયોગમાં જ તેની કિંમત સમજાય છે. પુણ્યાનુબંધી પુણ્યનું ફળ સત્સંગ છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે સાચું છે. આ કાળમાં તેવા પુણ્યના સંચયવાળા જીવો થોડા જ સંભવે છે. જ્યાં-ત્યાં પાપના ઉદયવાળા કે પુણ્યના ઉદયમાં પણ પાપ બાંધતા જીવો જણાય છે. વળી પરમકૃપાળુદેવે કહ્યું છે કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે. એવા વિકટ વખતમાં પણ આત્મકલ્યાણ કરવું હોય, તેણે વિકટ પુરુષાર્થ કર્તવ્ય છે અને સત્પુરુષનો યોગ ન હોય ત્યારે તો વિશેષ બળ કરીને, તેનાં વચનો પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય ગણી ઉપાસતા રહેવાની . જરૂર છેજી. જેટલી વિરહવેદના વિશેષ તીવ્રપણે વેદાશે, તેટલું કલ્યાણ વિશેષ થવા સંભવ છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને પરમકૃપાળુદેવે વિયોગમાં રાખીને, વિરહાગ્નિના તાપમાં તપાવીને હિત કર્યું છે. આપણા હાથમાં હવે એ રહ્યું છે કે તે તે ભાવોની સ્મૃતિ, તે તે પ્રસંગો, વચનો, સમાગમ અને બોધ સ્ફુરી આવે તેવો અવકાશ મેળવી, તેમાં વૃત્તિ જોડી રાખવી, તે પરમપુરુષના આશય સુધી પહોંચાય તેવી વિચારણા જગવવી અને તેમને જે કરાવવું હતું તે કરવા મંડી પડવું. ન પ્રત્યક્ષ સત્સંગનો યોગ ન બને ત્યારે પરોક્ષ સત્સંગરૂપ પત્રવ્યવહાર મુમુક્ષુજીવો સાથે રહે, તે પણ હિતકારી છેજી. (બો-૩, પૃ.૩૮૭, આંક ૩૯૩) માર્ગ જ્ઞાનીપુરુષોએ અને પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યો છે, તે સમજવામાં અને આચરવામાં આડું શું આવે છે તે દરેકે વિચારી, સત્સંગયોગે આ મનુષ્યભવ સફળ કરી લેવો ઘટે છેજી. પત્રાંક ૫૦૫ ‘‘વીતરાગનો કહેલો ....'' રોજ ઊંડા ઊતરી વિચારશોજી. (બો-૩, પૃ.૫૫૯, આંક ૬૨૧) D પોતાને નહીં તો પોતાના પાડોશીને પણ, કંઇ મળ્યું હશે તો આપણા કામમાં કોઇ દિવસ આવશે એમ જાણી, મનુષ્યભવ સફળ કરવામાં પ્રબળ સાધન એવા સત્સંગનો યોગ સર્વને પ્રાપ્ત થાઓ, તેમાં વિઘ્નરૂપ હું ન થાઉં એવી ભાવના અને આચરણા, સર્વ મુમુક્ષુઓએ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૪૬, આંક ૯૨૧) — સદાચાર હશે તો જ સત્સંગ સફળ થશે, એ ભૂલવા જેવું નથી. (બો-૩, પૃ.૭૪૯, આંક ૯૨૯) આપ લખો છો તેમ સત્સંગ જ જીવને ઉપકારક વસ્તુ છે, પણ પૂર્વપુણ્યને આધીન તેવો જોગ બને છેજી. સત્સંગના વિરહમાં સત્પુરુષનાં વચનોને પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય સમજી, તેનું આરાધન કરી, જિજ્ઞાસા વર્ધમાન કરે તો વિરહ પણ કલ્યાણકારી નીવડે છે, એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છેજી. (બો-૩, પૃ.૧૯૦, આંક ૧૯૩) જગતમાં સારા ગણાવા માટે લોકલાજને માન આપીને, પોતાનું કલ્યાણ થાય તેવાં નિમિત્ત હોય તેથી પણ ડરતા રહેવું, છુપાતા-નાસતા ફરવું, એ મહા હાનિકારક જ્ઞાનીઓએ કહ્યું છે; અનંતાનુબંધીનું કારણ ગણ્યું છેજી. શ્રી મીરાંબાઇ જેવાં બાઇ-માણસ પણ નિર્ભય ભક્તિ કરી શક્યાં છે, તે સત્સંગનો પ્રતાપ છે. ‘‘મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઇ; સાધુસંગ બેઠ બેઠ લોકલાજ ખોઇ. '' Page #708 -------------------------------------------------------------------------- ________________ Fee જેનાં મહાભાગ્ય હશે તેને આવા આત્મકલ્યાણ કરવાના નિમિત્તરૂપ સત્સંગની ભાવના જાગશે; અને તેવી જિજ્ઞાસા પોષ્યા કરશે તો જરૂર જીવ ઊંચો આવશે; અધમ વાસનાઓને કાળાં મોં કરીને કાઢી મૂકશે, હ્રદયને પવિત્ર બનાવશે. સાચું જાણ્યું નથી, સાચું સાંભળ્યું નથી અને સાચાની શ્રદ્ધા થઇ નથી ત્યાં સુધી જ તુચ્છ વિષયો, તુચ્છ મિત્રો અને તુચ્છ વાતાવરણમાં જીવને મીઠાશ, સંતોષ અને આસક્તિ રહ્યા કરે છે; નહીં તો કાચ અને હીરાની સરખામણીમાં, હીરા પર જ દૃષ્ટિ સૌની પડે; કારણ કે તેનામાં તેટલી ઉત્તમતા હોવાથી આકર્ષણ કરી શકે છે; પણ તેની કિંમત વગરના બાળકને તો એક પતાસા જેટલી પણ તેની કિંમત લાગતી નથી. તેમ સત્પુરુષનાં અચિંત્ય માહાત્મ્યવાળાં વચનોનો પરિચય જેને રહે, તેને ધન, સ્ત્રી, પુત્ર કે અલંકારો કરતાં વિશેષ શાંતિ, સુખ અને આનંદનું કારણ તે સમજાય છે; પણ અજાણ્યા માણસને તો છાપાંના સમાચાર જેટલી પણ તેની કિંમત સમજાતી નથી. છાપાં વાંચવામાં કલાક-બે કલાક ગાળે, પણ સત્પુરુષનાં વચનોમાં ઉલ્લાસ આવતો નથી, એવો કોઇ મોહનીયકર્મનો પ્રભાવ છેજી; પણ વારંવાર તેવો પરિચય રાખતાં, રુચિ પણ તેવી થવા યોગ્ય છેજી. માટે શરૂઆતમાં મુશ્કેલ જણાય તોપણ સત્પુરુષનાં વચનોમાં ચિત્ત વારંવાર રોકતાં સત્પુરુષના ઉપકારની સ્મૃતિ આણી તેના ગુણગ્રામ સાંભળતાં, નવીન અપૂર્વ પ્રેમ જીવમાં જાગવા સંભવ છેજી. માટે મહાપુરુષનાં વચનોની અપૂર્વતા સમજવા પ્રયત્ન કરતા રહેવા વિજ્ઞાપના છેજી . વિશેષ શું લખવું ? આપ સર્વ સુજ્ઞ છો. સત્સંગ સર્વ શ્રેયનું મૂળ છેજી. (બો-૩, પૃ.૨૮૯, આંક ૨૭૮) I ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી સત્સંગના માહાત્મ્યની એક પ્રચલિત કથા કહેતા. એક વખત નારદજીએ ભગવાનને ‘‘સત્સંગનું માહાત્મ્ય શું ?'' એમ પ્રશ્ન કર્યો. નારદજીને ભગવાને કહ્યું : ‘‘અમુક વડ ઉપર એક કાચીંડાનું બચ્ચું હાલ જન્મ્યું છે. તેને જઇને પૂછો.’' ભગવાનની આજ્ઞા થઇ, તેથી ત્યાં જઇ તેમણે પૂછ્યું કે તે તરફડીને મરી ગયું; એટલે ભગવાન પાસે આવી બધી હકીકત કહી સંભળાવી. ભગવાને ફરી બીજા ઝાડના એક માળામાં પોપટનું બચ્ચું છે, તેને પૂછવા મોકલ્યા; ત્યાં પણ જઇ સત્સંગનું માહાત્મ્ય પૂછ્યું કે તેણે દેહનો ત્યાગ કર્યો. ફરી પ્રશ્ચાત્તાપપૂર્વક ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવાન ! મને પાપ લાગે તેવી જગાએ કેમ મોકલો છો ? ભગવાને સમજાવીને ફરી રાજાને ત્યાં કુંવર જન્મ્યો હતો, તેને ત્યાં મોકલ્યા. ત્યાં જો બાળક મરી જશે તો જરૂર પકડીને તે લોકો શિક્ષા ક૨શે એવો ભય લાગ્યો, પણ ભગવાનની આજ્ઞા મુશ્કેલી ભરેલી પણ પાળવી એવો નિશ્ચય કરી, ત્યાં જઇ તરત જન્મેલાં બાળકને મગાવી, નારદ ઋષિએ પૂછ્યું કે સત્સંગનું માહાત્મ્ય શું ? બાળકે કહ્યું : ‘“તમે હજી ન સમજ્યા ? પહેલાં કાચીંડાના ભવમાં તમે મને દર્શન દીધાં, તેથી હું પોપટ થયો અને ત્યાં ફરી તમારાં દર્શન થતાં, અહીં હું રાજપુત્ર થયો. એ બધો સત્સંગનો પ્રતાપ છે.’’ (બો-૩, પૃ.૩૨૧, આંક ૩૧૩) નિરંતર સત્સંગની ભાવના પરમકૃપાળુદેવ જેવા પરમપુરુષે કરી છે, તો આપણે પણ તે જ કર્તવ્ય છેજી. તે ભાવનાનું બળ વધતાં, તે ફળવાન થશેજી. જેની જેવી ભાવના, તેને તેવું ફળ (સિદ્ધિ) જરૂર મળે છેજી. (બો-૩, પૃ.૪૩૩, આંક ૪૪૯) Page #709 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ સત્સંગની ભાવના નિરંતર રાખવી ઘટે છે. યથાવકાશે સત્સંગ બને તેટલો આરાધવો પણ કુસંગ કે જેથી પરિણામ બગડે, તેથી બચતા રહેવું, ભડકતા રહેવું. બને તો અસત્સંગનો સંપૂર્ણ ત્યાગ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૨) મોક્ષમાળાનો ચોવીસમો પાઠ સત્સંગ વિષે છે. તેમાં કુસંગથી બચવા તથા કુસંગનો ત્યાગ કરવો ઘટે છે એમ કહ્યું છે, તે યથાર્થ છે. જ્યાં સુધી પોતાને યથાર્થ વિચાર કરવાની દશા ન પ્રગટે, ત્યાં સુધી ઘણો વખત સત્સંગમાં ગાળવાનો મળે તો મારાં અહોભાગ્ય એમ માની, સત્સંગ વારંવાર સેવવા યોગ્ય છે. તેવી જોગવાઇ ન હોય તો સત્સંગે સાંભળેલો બોધ કે જ્ઞાનીપુરુષનાં વચનો, સત્સંગે આજ્ઞા લઇ, તેમાં કાળ ગાળવો ઘટે છે, અને સત્સંગની વારંવાર ભાવના રાખવી ધટે છેજી. તેમ શરૂઆતમાં ન થાય તો તમે પત્રમાં જણાવો છો, તેવા ભાવ થઇ જાય કે થોડામાં મોક્ષ મળે તેવો સહેલો રસ્તો કાં ન લેવો ? કોઇ માણસ હીરો ખરીદવા બજારમાં ગયો. ઝવેરીની દુકાને તેની હજાર રૂપિયાની કિંમત સાંભળી, તે ખરીદવાના ભાવ પણ થયા. પૈસા લેવા ઘરે ગયો, ત્યાં રસ્તામાં કોઇ બનાવટી-નકલી હીરા વેંચનારે હીરો બતાવ્યો અને પચીસ રૂપિયામાં, પહેલાં ખરીદવો હતો તેવડો હીરો તેને આપવા કહ્યું. તે લોભાયો તેથી ફરી મળે કે ન મળે એમ ધારી, પચીસ રૂપિયે ખરીદી, બીજા રૂપિયા લઇ ઝવેરીને ત્યાંથી પહેલાં દીઠેલો હીરો લેવા ગયો, પણ રસ્તામાં ખરીદલો હીરો ઝવેરીને બતાવ્યો. ઝવેરીએ બીજા ઝવેરીને ત્યાં તેને કિંમત કરવા મોકલ્યો; તે બીજા ઝવેરીએ તે પાંચ પૈસાનો કહ્યો, અને પેલા ઝવેરીનું નંગ બતાવ્યું તો તેની હજાર રૂપિયા કિંમત કહી; ત્યારે તેને ખબર પડી કે પચીસ રૂપિયામાં હીરો મળ્યો તે તો કાચ હતો, હીરો માત્ર કહેવા પૂરતો હતો. તેમ બીજા ધર્મમાં મોક્ષ મળે અને ઝટ મળે એમ કહેવાય છે તે નકલી હીરા જેવું છે. તેમાં ચિત્ત દેવા જેવું નથી. જ્ઞાનીપુરુષ જ મોક્ષનું સ્વરૂપ સમજે છે. જેટલાં પુસ્તકો છે, તે બધાં જ્ઞાનીનાં લખાયેલાં છે, એમ પણ ન સમજવું. માટે કોઇ પુસ્તક વાંચવા વિચાર થાય તો સત્સંગે બતાવી, પૂછી, વાંચ્યું હોય તો આપણને નુકસાન ન થાય; નહીં તો મગને બદલે મરી ચવાઇ જાય તો મોઢું તીખું થાય અને ગળી જાય તો શરીરે નકામી ગરમી થાય. (બો-૩, પૃ.૭૦૪, આંક ૮૪૮) પરમકૃપાળુદેવનું માહાત્મ્ય કોઇ સમીપમુક્તિગામી જીવને લાગે છે. તેવા જીવોનો યોગ મળે તો સત્સંગ ક૨વો, નહીં તો સત્સંગને નામે કુસંગમાં જીવ પ્રેરાય તો પરાણે, સંસારને કાંઠે આવેલો બિચારો જીવ, પાછો ભરસમુદ્રમાં તણાઇ જતાં વાર ન લાગે, તેવું મોહનું બળ છે. માટે ચેતીને ચાલવા જેવું છે. (બો-૩, પૃ.૭૪૨, આંક ૯૧૩) યમ, નિયમ, તપ, વ્રત વગેરે કરતાં સત્સંગ અને સત્સંગે થયેલી આજ્ઞાની ઉપાસના જીવને વિશેષ જાગૃતિનું કારણ બને છેજી. માટે આત્મહિતની ભાવના વર્ધમાન થાય, તેમ યથાશક્તિ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૫૧, આંક ૬૦૯) Page #710 -------------------------------------------------------------------------- ________________ (૭૦૧ ) T સત્સંગ એ આત્મહિત કરવા ઈચ્છે, તેને અનિવાર્ય સાધન છે; તેની ભાવના કરતા રહેવી ઘટે છે. (બી-૩, પૃ.૩૩૬, આંક ૩૩૬). આપની ભાવના પર્યુષણ પર્વ ઉપર (અગાસ) આવવા રહે છે તે જાણ્યું. સંયોગો વિચારીને આગળ-પાછળ ક્લેશનું કારણ ન બને તેમ કર્તવ્ય છેજી. ધર્મ અર્થે જ જીવવું છે એવો જેનો આદર્શ છે, તે જ્યાં હોય ત્યાં બનતી ધર્મની આરાધના કરે છે. જોકે સત્સંગ નિરંતર ઇચ્છવા યોગ્ય છે, પણ પ્રારબ્ધાધીન તેની પ્રાપ્તિ હોય છે; છતાં પુરુષાર્થ કરતા રહેવાની દરેક મુમુક્ષુ જીવની ફરજ છેજી. શરીરાદિ કારણના યોગે અહીં આવવાનું ન બને તો સદ્ગુરુશરણે જ્યાં હોઇએ ત્યાં બનતું ધર્મધ્યાન, સત્સંગ કરતા રહેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૫૫૧, આંક ૬૦૮) જેને સત્સંગનો યોગ અંતરાયકર્મથી ન બનતો હોય, તેને પણ સત્સંગની ભાવના નિરંતર, અહોરાત્ર રાખવાથી, સત્સંગના વિરહમાં સત્પષનાં વચન પ્રત્યે રુચિ અને તેનું માહાત્મ દ્ધયમાં વધારેલ હશે તો સત્સંગે કે પુરુષના આત્માને પ્રગટ વર્ણવતા સન્શાસ્ત્રના આધારે, અપૂર્વભાવ સમજવાની યોગ્યતા જીવમાં આવશેજી. જે પ્રસંગમાં જેટલું બની શકે તેટલું જીવ કરી છૂટે, તો તેથી વિશેષ સાધી શકે તેવા પ્રસંગને યોગ્ય, તે બને છેજી. માટે હાલ સત્સંગના વિયોગે પણ પ્રમાદ તજી, સદાચાર અને સવિચાર તથા સદ્વાંચનથી, બને તેટલો વખત સફળ કરી લેવો ઘટે છેજી. (બી-૩, પૃ.૬૧૮, આંક ૭૧૭) T સત્સંગનો રંગ લાગે તેટલું પુણ્ય તમને પ્રાપ્ત થયું, ત્યાં તો વિદેશ જવારૂપ વિપ્ન ઉદયમાં આવ્યું તે પૂર્વકર્મની રચના છે; પણ વારંવાર સત્સંગના ભાવ કરવા, તે હજી તમારા હાથની વાત છે. ફરી તેવા પુણ્યનો સંચય થયે, હવે તો સત્સંગ પ્રાપ્ત થવા યોગ્ય છેજી. સત્સંગના વિયોગમાં અસત્સંગથી દૂર રહેવું, નિવૃત્તિ મેળવવા પુરુષાર્થ કરવો. નિવૃત્તિ મળે ત્યારે સત્સંગે થયેલી આજ્ઞા - મુખપાઠ કરવાની, ભક્તિ-સ્મરણ કરવાની, સદાચાર પાળવાની, અડગપણે પાળવી. સત્સંગે થયેલી આજ્ઞા, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ રાખી, આરાધે તે સત્સંગને જ ઉપાસે છે; પછી ભલે તે હજારો માઈલ દૂર હોય તોપણ તે આશ્રમમાં જ છે, એમ વિચારવું. આપણાથી સારા હોય કે આપણા જેવા હોય, તેમનો સંગ કરવો; પણ આપણાથી હલકા, ખરાબ આચાર-વિચારવાળાની સોબત આપણને હલકા આચાર-વિચારવાળા બનાવે, માટે અસત્સંગથી ડરતા રહેવું અને સત્સંગની ભાવના કરતા રહેવા યોગ્ય છેજી. દીનપણે એટલે કોઇના ઓશિયાળા રહી સત્સંગ કરીએ તો સત્સંગ સફળ થાય નહીં, તે લક્ષમાં લેવા જેવી વાત છે'. આખી જિંદગી કામ આવે, તેવી આ શિખામણ છેજી. (બી-૩, પૃ.૭૮૮, આંક ૧005) I પૂ. ...ને ભલામણ છે કે કંઈ ને કંઈ વાંચવાનું એકાદ કલાક જરૂર રાખવું. જે વાંચ્યું હોય, તે કોઇને કહી બતાવવાનું રાખવું. તેથી સમજીને વંચાય છે કે નહીં તે ખબર પડશે. સત્સંગની ભાવના રાખવી પણ ઉતાવળ કરવી નહીં. સત્સંગના વિયોગમાં સત્સંગમાં જ ચિત્તવૃત્તિ રહે તો તે સત્સંગતુલ્ય છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છેજી. Page #711 -------------------------------------------------------------------------- ________________ ૭િ૦૨ જે પ્રારબ્ધ બાંધેલું હોય, તે આવી પડે ત્યારે કંટાળવું નહીં, પણ શૂરવીરપણે વેઠી લેવું. જેની સારી ભાવના છે, તેનું સારું જ થવાનું છે. સત્સંગના વિયોગમાં અસત્સંગથી ભડકતા રહેવું. ઠામ-ઠામ અસત્સંગના પ્રસંગો આ કાળમાં બને છે. તેથી ઝાઝું સમજવાની ઇચ્છાએ અસત્સંગ ન ઉપાસવો. કંઈ નહીં તો મંત્રની માળા ફેરવાશે તો તે પણ પુસ્તકની ગરજ સારે તેમ છે. માત્ર જીવને સહ્રદ્ધાની જરૂર છે. પોતાની દશા કરતાં ચઢિયાતી દશા હોય, તેવાનો સત્સંગ કામનો છે. તેવી જોગ ન હોય તો પોતાના જેવી છૂટવાની જેની ઇચ્છા છે, તેનો સમાગમ પણ હિતકારી છે. તેવો પણ જોગ ન હોય તો પોતાને વિપ્ન ન કરે, પણ કહ્યું કરે, તેવા જીવોનો સમાગમ પણ ઠીક કહ્યો છે. તેવો પણ જોગ ન હોય તો ઘેર બેઠાં મંત્રસ્મરણ કર્યા કરવું પણ કુસંગતિની ઇચ્છા પણ ન કરવી. આ સમજવા જેવી વાત ભગવાને કહેલી છેજી. જે લક્ષ રાખશે, તે આ કાળમાં ઠગાશે નહીં. (બો-૩, ૫.૬૭૬, આંક ૧૨) દેહને અર્થે અનંતકાળ ગાળ્યો, પણ જે દેહે આત્માર્થ સધાય તે દેહને ધન્ય છે. તેવો જોગ પ્રાપ્ત થયો છે તો હવે અલ્પ આયુષ્યમાં જેટલો વિશેષ સત્સંગનો લાભ લેવાય તેમ ભાવના રાખવા યોગ્ય છે. પૂર્વનાં બાંધેલાં સુખદુઃખ સર્વ સ્થળે ભોગવવાં પડે છે. ભલે દવાખાનામાં રહો કે હવા ખાવાનાં સ્થળોમાં રહો; પણ જ્યાં સત્સંગ છે ત્યાં આ ભવ, પરભવ બંનેનું હિત થાય તેવો જોગ છે. કોટિ કર્મનો નાશ પુરુષના સમાગમ થાય છે. તે કમાણી જેવી તેવી નથી. બસો-પાંચસો રૂપિયા માટે જીવ પરદેશ પણ ચાલ્યો જાય, અનેક જોખમ ખેડે અને મહેનત ઉઠાવે પણ પુણ્ય વિના તે પામી શકાતું નથી; અને સત્સંગ માટે જ્યારથી ડગલાં ભરે ત્યારથી જીવને પુણ્ય અઢળક બંધાતું જાય છે. તેનું માત્ર જીવને ભાન નથી, શ્રદ્ધા નથી. પૂર્વભવનું કરેલું આ ભવે જીવ પામ્યો છે, પણ જો આ ભવમાં કમાણી નહીં કરે તો શી વલે થશે? માટે ચેતવા જેવું છે. બાળ કરશે તે બાળ ભોગવશે, બૈરી કરશે તે બૈરી ભોગવશે. પોતે એકલો જવાનો છે. માટે ધર્મ કરશે તે સુખી થશે. (બો-૩, પૃ.૮૯, આંક ૭૮) જીવ પુરુષાર્થ કરે તો મનુષ્યભવમાં સત્સંગનો યોગ મેળવી શકે તેમ છે. સત્સંગ જેવું કલ્યાણનું કારણ બીજું ગમે તેવું સારું લાગતું હોય તો પણ તે ગૌણ કરી, સત્સંગ ઉપાસવાની પરમકૃપાળુદેવની શિક્ષા છે. તે લક્ષમાં રાખવા ભાવના કરવા લખ્યું હતું, બાકી તો પુણ્યના યોગ પ્રમાણે બને છે જી. (બી-૩, પૃ.૭૫૮, આંક ૯૫૫). D દેહથી આત્મા ભિન્ન છે એમ સદગુરુના ઉપદેશથી જાણી, તેની પકડ કરતાં ભેદજ્ઞાન થાય છે. જેને ભેદજ્ઞાન થાય છે તેનો જરૂર મોક્ષ થાય છે. જે જે જીવો મોક્ષે ગયા છે તે સર્વ, એક ભેદજ્ઞાનના આરાધનથી ગયા છે, એટલે તે સર્વે ભેદજ્ઞાન પામ્યા હતા. સત્સંગ વિના આવી સમજ આવવી દુર્લભ છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એમ પરમકૃપાળુદેવ કહે છેજી. સત્સંગની ભાવના વધારી, સત્પષે આપેલા સત્સાધનને સેવતા રહેવા ભલામણ છે). (બો-૩, પૃ.૧૬૮, આંક ૧૭૧). T સંસારનું સ્વરૂપ સદ્ગુરુના બોધને અનુસરીને વારંવાર વિચારી, સંસારનું અસારપણું, અનિત્યપણું, અમોહકપણું હૃદયમાં પ્રગટ ભાસે તેમ કર્તવ્ય છેજી. Page #712 -------------------------------------------------------------------------- ________________ (૭૦૩) સત્સંગના વિયોગે પણ વૈરાગ્યની વૃદ્ધિ થાય તો સત્સંગમાં તે દશા વિશેષ ઉપકારી નીવડે છેજી. સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. અહીં આવવાનો યોગ તો પ્રારબ્ધાધીન છે. જ્યાં હોઇએ ત્યાં યોગ્યતાની વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ ૫૫૫, આંક ૬૧૪) જેનાથી જેટલા પ્રમાણમાં બની શકે તેટલો સત્સંગયોગ આરાધવો ઘટે છેજી. સત્સંગના વિયોગમાં આ જગત વિશેષ બળ કરે છે; તેવા પ્રસંગમાં સદ્દગુરુનું શરણ બળપૂર્વક ગ્રહણ કરે તો સંસારપ્રવાહમાં તણાઈ ન જાય; નહીં તો આ કાળમાં પોતાની મેળે, સરુના આધાર વિના, ગમે તેટલો શ્રમ કરે તોપણ ઊભો હોય ત્યાં ટકી શકે નહીં, તેમ છે. તેથી સત્સંગનો યોગ ન હોય, ત્યારે મનમાં ભવનો ભય, સાપ કે વાઘ કરતાં, વિશેષ રાખી કંપતા દયે, મોહનાં કામ ભણી વૃષ્ટિ કરવી ઘટે છેજી. પ.પૂ. પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે નોળિયાને સાપ સાથે જાતિવેર હોય છે. સાપ દેખે કે દોડીને પકડે અને તેને વીંખી નાખે; પણ સાપ ચંચળ હોવાથી નોળિયાના પંજામાંથી સરી જઇ નોળિયાને કરડે કે તુરત સાપને નાખી દઈ, નોળિયો જડીબુટ્ટી સુંધી આવે અને ફરી તે સાપને પકડે છે. ફરી કરડે તો ફરી સૂધી આવે. આમ કરતાં-કરતાં નોળિયો, ઝેર વગરનો છે છતાં ઝેરવાળા સાપને મારી નાખે છે. તેમ સંસાર ઝેરી નાગ જેવો છે. મુમુક્ષુ નોળિયા જેવો હોવો જોઇએ. તેને સંસારનું ઝેર જણાય કે તરત બુટ્ટીરૂપ સત્સંગ સેવે. વળી પ્રારબ્ધયોગે સંસારપ્રવૃત્તિ કરતાં ભક્તિ આદિ ધર્મકાર્યોમાં મંદતા દેખાય કે સત્સંગ સાધી બળવાન બને. આમ કરતાં-કરતાં મુમુક્ષુ મોક્ષે જાય છે, સંસારસાગર તરી જાય છે, પણ પુરુષાર્થ ચૂકી જાય તો ઝેર ચઢી જાય અને સંસારને વશ થઈ જાય; માટે સત્સંગની વારંવાર ઉપાસના કર્તવ્ય છે. તેવો જોગ ન બને ત્યાં સુધી તેની ભાવના રાખી, ત્યાં જે કોઈ ભાઇબહેનોનો યોગ હોય, તેમની સાથે કે એકલા પણ ભક્તિરૂપ આધાર, બળપૂર્વક આરાધવા યોગ્ય છેજી. એ લક્ષ રાખો તો હિતકારી છે. (બો-૩, પૃ.૫૯૬, આંક ૬૭૭) T સત્સંગના યોગે જીવને પરમાર્થપ્રેરક પુરુષાર્થમાં બળ મળે છે. જેવાં નિમિત્ત તેવા ભાવ, આ દશામાં થઈ જવા સંભવે છે. માટે વિપરીત યોગમાં વિશેષ ભાવનાનું બળ રાખવાની જરૂર છે. આત્મહિત માટે જીવને ઝૂરણા જાગશે ત્યારે કલ્યાણનો માર્ગ સુગમ થશે અને ઉદાસીનતાનો ક્રમ સેવાશે. સંસાર ઝેર જેવો લાગ્યા કરશે ત્યારે ખરેખરી મુમુક્ષુતા પ્રગટશે. બધાનું કારણ સત્સંગ, સદ્ધોધ, સાસ્ત્રનું વાંચન, વિચાર, ભક્તિ, પ્રેમરૂપ પુરુષાર્થ છેજી. માથે મરણ ભમી રહ્યું છે. તેનો વારંવાર વિચાર કરી, આ મનુષ્યભવને લેખે આણવા જાગ્રત, જાગ્રત રહેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૩૦૨, આંક ૬૯૧) D આપની ભાવના સારી છે. સત્સંગે તે વર્ધમાન થાય છે. સત્સંગના વિયોગમાં પણ શિથિલતા ન આવે, તે માટે સત્પરુષનાં વચનામૃતને સત્સંગતુલ્ય સમજી, વિશેષ વિચાર સહિત વર્તવું જરૂરનું તેજી. (બો-૩, પૃ.૧૮૪, આંક ૧૮૮) I આયુષ્યનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, ત્યાં પરભાવ અને પરકથામાં વાપરવાનો વખત, સાચા મુમુક્ષુના હાથમાં ક્યાંથી હોય? ગમે તે રીતે પણ યોગ્યતા વધે, તેવી પ્રવૃત્તિમાં સત્સંગના વિયોગે વર્તવું ઘટે; તો જ સત્સંગે વિશેષ લાભ થવા સંભવ છેજી. (બી-૩, પૃ.૩૯૮, આંક ૪૦૬) Page #713 -------------------------------------------------------------------------- ________________ (૭૦૪) એ સત્સંગનો યોગ ન હોય ત્યારે કોઇ પણ પ્રકારે, પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વર્ધમાન થતો રહે તેવું વાંચન, ભક્તિ, સ્મરણ, વાતચીત કે કંઈ-કંઈ નવીન મુખપાઠ કરવામાં, શીખવામાં વૃત્તિ જોડી રાખવી. સત્સંગમાં તો સહેજે સારી વૃત્તિ રહે, ભક્તિભાવ થાય; પરંતુ સત્સંગના વિયોગે પણ પરમકૃપાળુદેવનાં વચનો, પ્રભુશ્રીજીનો બોધ કે તેવા પત્રોમાં વૃત્તિ રાખી ભક્તિભાવ પોષવામાં ભક્તજનની કસોટી છેજી. ધીરજથી એ કસોટીમાં પાર થાય તેને લાભ ઘણો થાય છેજી. ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને વિરહમાં રાખીને જ, પરમકૃપાળુદેવે પરમ કૃપા કરી છેજી. જેને આ સંસારનાં સુખો પણ અગ્નિ જેવાં દાહ ઉત્પન્ન કરનારાં લાગે, પોતાને અધમાધમ જે માને, એક પરમકૃપાળુદેવને આધારે જ સત્સંગની ભાવના પોષતા રહી દહાડા કાઢે છે, તેને ધન્ય છે ! અત્યારે જે દુઃખના દહાડા જણાય છે, તે ભવિષ્યમાં ઘણા કીમતી અને સુખનાં કારણરૂપ સમજાશે. ઉનાળાના દહાડામાં ગરમી સહન નથી થતી પણ તે જ ગરમી ચોમાસાના વરસાદનું કારણ છે. તેથી જ બારે માસના ખોરાકને યોગ્ય અનાજ પાકે છે. તેમ સત્સંગના વિયોગે જે વૈરાગ્યભાવના વધે, તે પરમકૃપાળુદેવની કૃપા થવાની નિશાની છેજી. માટે વિપરીત સંયોગોમાં વસવું થાય ત્યાં સુધી ધીરજ, સમતા, સહનશીલતા, શાંતિ આદિ ગુણો તમારામાં છે, તે વર્ધમાન પામે તો તે જ સમાધિમરણ વખતે ખરા મિત્રો સમાન છેજી. (બો-૩, પૃ.૪૮૨, આંક ૫૧૩) T સર્વ કાળમાં સત્સંગ જેવી આત્માને ઉપકારક કોઇ ચીજ નથી. તેમાં પણ આ હુંડાવસર્પિણી દુષમકાળમાં અનાર્ય યુદ્ધના પ્રસંગમાં તો સત્સંગનું પરમ હિતકારીપણું પ્રત્યક્ષ, સહજ વિચારે સમજાય તેમ છેજી. તેવા સત્સંગનો વિયોગ રહે તેવા કર્મનો ઉદય હોય, તેવા પ્રસંગે ચિત્તમાં વૈરાગ્યભાવનાની વૃદ્ધિ કરી, સર્વ કાર્યમાં ઉદાસીનપણે પ્રવર્તવા સત્સંગયોગની ભાવના, સ્મૃતિ જાગ્રત રાખવાની જરૂર છેજી. સાસ્ત્રનું વાંચન, નિત્યનિયમમાં ઉલ્લાસભાવ, સવિચાર તથા સદાચરણ એ ઉપકારક જાણી, ત્યાં સત્સંગના વિયોગે પણ સેવતા રહી, સત્સંગભાવના વર્ધમાન થાય, તેમ પ્રવર્તવામાં આત્મહિત છે. (બો-૩, પૃ.૩૪૨, આંક ૩૬૩) T સત્સંગના વિયોગમાં જીવનાં પરિણામ શિથિલ થવા સંભવ છેછે. તેથી કામકાજ આઘાપાછાં કરીને પણ, સત્સંગનો જોગ ત્યાં જે હોય, તેનો લાભ લેવા ચૂકવું નહીં. જ્યાં પરમકૃપાળુદેવનાં વચનામૃતો સાંભળવા મળે, તેની ચર્ચા થાય, મહાપુરુષના ઉપકારની સ્મૃતિ થાય, ધર્મધ્યાનમાં પ્રવર્તવાનું પ્રોત્સાહન (પ્રેરણા) મળે તેવાં સ્થાનોમાં ચાહીને, મુશ્કેલી વેઠીને પણ જવું, તેમાં બનતો ભાગ લેવો, કંઇ ન બને તો બેઠાં-બેઠાં સાંભળ્યા કરવું. જ્ઞાન, ધ્યાન, ભક્તિ, ભજનમાં વર્તતાં મુમુક્ષુ ભાઈબહેનોને અનુમોદન દેવાથી પણ ધર્મધ્યાન થાય છે. મનુષ્યભવ છે ત્યાં સુધી આ લહાવો લઈ શકાશે. (બી-૩, પૃ.૪૭૧, આંક ૪૯૯) T સત્સંગના અભાવે ખેદ થવો સ્વાભાવિક છે; પરંતુ તે ખેદને વૈરાગ્યમાં પલટાવી, આ જુવે ઘણો સપુરુષાર્થ આદરવાની જરૂર છે, પૂર્વપુણ્યની ઊણપ હોય અને તેની જરૂર સ્પષ્ટ સમજાય ત્યારે તો વિશેષ આરાધનાનો ક્રમ સેવવો યોગ્ય છેજી. Page #714 -------------------------------------------------------------------------- ________________ (૭૦૫) સત્સંગના યોગે જીવની સંસારદશા અંતરંગથી પલટાઇ વૈરાગ્ય, સદ્ગુરુભક્તિ અને આત્મજ્ઞાનનું કારણ બને છેજી. તેવા યોગનો વિયોગ રહેતો હોય ત્યારે વિચારવંત જીવને સત્સંગયોગે પ્રાપ્ત થયેલી આજ્ઞા, શિખામણ, પ્રેરણા તથા સપુરુષનાં વચનોને પ્રત્યક્ષ સત્સંગતુલ્ય જાણી તેનો અભ્યાસ, ચર્ચા, સ્મૃતિ, ભાવના, તન્મયતા કરતા રહેવાથી વિશેષ કલ્યાણ થવાયોગ્ય જ્ઞાનીપુરુષે કહેલું છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે પરમકૃપાળુદેવે વિરહમાં ને વિરહમાં રાખી, અમારું વિશેષ કલ્યાણ કર્યું છે. બીજા મુમુક્ષુઓ ગૃહસ્થ હોવાથી મુંબઈ વગેરે સ્થળે પરમકૃપાળુદેવ બિરાજતા હોય ત્યાં જાય અને તેઓશ્રીનાં દર્શન-સમાગમનો લાભ વધારે પામે; અને પોતે (પ્રભુશ્રીજી) મુનિવરો હોવાથી વિહાર કરીને મુંબઈ ક્યારે જાય ? કોઈ વખત આ તરફ પધારે ત્યારે કોઈ સ્ટેશને ગાડીમાં દર્શન થાય કે વિશેષ સ્થિરતા કોઇ સ્થળે હોય તો દર્શન, સમાગમ, બોધનો લાભ વધારે મળે, પણ તે ક્વચિત્ જ. પરંતુ તેમની ભાવના નિરંતર અહોરાત્ર જાગ્રત રહેતી હોવાથી, બધા મુમુક્ષુઓ કરતાં વિશેષ પ્રેમ, તન્મયતા અને ઝૂરણા રહેવાથી, ફળ વહેલું અને સંપૂર્ણ પાક્યું. માટે જેમ અંતરની ભાવના આત્મકલ્યાણ કરવાની વિશેષ-વિશેષ બળવાન બને, અને તેની જાગૃતિ, પ્રમાદ આડે મંદ ન થતાં, પ્રજ્વલિત રહ્યા કરે તેવી લાગણી, દાઝ વધારવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૪૫૩, આંક ૪૭૩). T સત્સંગ ન થાય તો કુસંગ તો ન જ કરવો. મોટા-મોટા ભલભલા બુદ્ધિશાળીઓ ભૂલી જાય છે. સત્સંગના અભાવે કુસંગમાં જાય તો કરવાનું છે, તે પડ્યું રહે છે. ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં પ્રશ્ન કર્યો છે કે સત્સંગનો યોગ ન હોય તે વખતે કોઈ શાસ્ત્ર અમારી પાસે હોય, તે કોઈ અન્યમતી બ્રાહ્મણ પાસે વંચાવી સાંભળીએ તો કંઈ વાંધો છે? તેનો ઉત્તર આપ્યો છે કે એમ કરવાથી નુકસાન થાય છે, કારણ કે બ્રાહ્મણ વાંચે તેને એની શ્રદ્ધા નથી, તેથી પોતાનું પણ ભેગું ભેળવે. તે કરતાં ઘેર બેઠાં-બેઠાં માળા ફેરવવી સારી છે. કુસંગમાં જવાથી આડાઅવળી બીજું અંદર પેસી જાય. થોડું હોય, પણ સાચું હોય તે કામનું છે. સો મણ રૂના ઢગલામાં “અગ્નિ” “અગ્નિ' લખી સો કાગળ નાખે તોય કંઈ બળે ? અને એક દીવાસળી સળગાવી નાખી હોય તો બધું રૂ બળી જાય. (બો-૧, પૃ. ૨૭૯, આંક ૧૮) T સામાન્ય કહેવત છે કે “સોનું લઈએ કસીને અને માણસ ઓળખીએ વસીને એટલે સત્સંગ સમાગમથી મહાપુરુષો દ્વારા આપણને જે લાભ મળે છે તેનો લાભ શાસ્ત્રોથી, પ્રશ્નોના ઉત્તરો કે ચર્ચાઓથી મળવો મુશ્કેલ છે. (બો-૩, પૃ.૬૨, આંક ૫૧) T સત્સંગના પ્રતાપે કલ્યાણ કરવાના જીવને ભાવ થાય છે; વ્રતનિયમ પાળવાનું બળ મળે છે અને ચેતે તો આત્મહિત કરવાનો દાવ આવ્યો છે, તે સાધી શકે છે. સત્સંગના વિયોગે જો જીવ કાળજી ન રાખે તો મંદ પરિણામ થવા સંભવ છે; પણ તેવા પ્રસંગમાં જો ફરી સત્સંગનો યોગ થાય તો વ્રત પરિણામ, આત્મદાઝ નવપલ્લવિત, પ્રફુલ્લિત થાય છે. (બો-૩, પૃ.૪૩૨, આંક ૪૪૭) T બધા ભાઈઓ એક સ્થળે રહો છો તે સત્સંગનું નિમિત્ત જાણી, બીજાં કામમાંથી એકાદ કલાક બચાવી, કંઈ વાંચવા-વિચારવાનું રાખો તો હિતકર છેજી. Page #715 -------------------------------------------------------------------------- ________________ ૭િ૦ ) ભક્તિ વગેરે સૌ જુદા-જુદા વખતે કરી લેતા હો તો ભલે, પણ એકઠા મળીને કંઇ વાંચન, વિચાર દ્વારા પરમકૃપાળુદેવના ઉપકાર, તેના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષની દશાનું માહાસ્ય દયમાં અહોનિશ વર્યા કરે, તેમ ચર્ચા તથા વિચારોની આપ-લે કરવાની કંઈ ગોઠવણ કરવા ભલામણ છેજી. એવો જોગ ન બને અને માત્ર પૈસા અર્થે આવો રૂડો યોગ મળેલો વહ્યો જાય, તે વિચારવાનને ઘટે નહીં. ત્યાં તો ઘણાખરા બ્રહ્મચર્ય પાળીને રહો છો; તેવા વખતમાં સત્સંગનો જોગ રહ્યા કરે તો વૈરાગ્ય-ઉપશમ વધતાં, મનુષ્યભવને સાર્થક કરવાની ભાવના વધી, ગુણપ્રાપ્તિનું કારણ થાય. ઉપાધિના પ્રસંગમાં મનમાં પણ બીજી બાજુની ખેંચ રહ્યા કરે તો કંઇક વૈરાગ્ય જીવતો રહે, નહીં તો આરંભ-પરિગ્રહને વૈરાગ્ય-ઉપશમના કાળ પરમકૃપાળુદેવે કહેલ છે; તે લક્ષ રાખી દિવસના ત્રાસમય પ્રસંગોની અગ્નિમાં ઠરવાનું ઠેકાણું, એકાદ કલાક જો સત્સંગ અને સદ્વાંચન શરૂ કરી ટકાવી રાખશો, તો તેનો લાભ સર્વને ટૂંકી મુદ્દતમાં સમજાશેજી. (બી-૩, પૃ.૭૧૩, આંક ૮૬૩) “સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.” (૫૧૧) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તેવી જોગવાઈ ત્યાં પણ બે-ચાર જણ મળીને કરવાથી જીવને શાંતિનું કારણ થશે. જ્ઞાનીપુરુષનાં વચન કાનમાં પડશે, ચર્ચાશે તો તેમાંથી ઘણું બળ જીવને મળશે; પોતાના દોષો દેખાશે, તેને વગોવીને હાંકી કાઢવાનું સાહસ પણ થશે. માટે સાચા દિલથી સત્સંગ કરવાનો દ્રઢ નિશ્ચય કરી, ભક્તિ કરી, કંઈ-કંઈ પરમકૃપાળુદેવનાં વચન વાંચવા-વિચારવાનું રાખવા ભલામણ છેજી. સત્સંગમાં જ્ઞાની પુરુષનાં ગુણગ્રામ ગાવા છે, એ જ લક્ષ રાખવો. આપણને હિતકારી વચનો વર્ષો ઉપર જ્ઞાની ઉચ્ચારી ગયા છે, તેનો ઉપકાર માનવો અને તેનાં વખાણ કરવાથી કોટિ કર્મ ખપે છે અને આશ્વાસન, શૂરવીરપણું અને હિંમત મળે છેજી. (બી-૩, પૃ.૭૩૬, આંક ૯૦૧) રોજ મોક્ષમાળા આદિ સમજાય તેવું વાંચન, ચર્ચા ખુલ્લા દિલથી, શરમ મૂકીને કરતા રહેશો તો સત્સંગનું અપૂર્વપણું તમને ભાસ્યા વિના નહીં રહે. સત્સંગનો જેને રંગ લાગે, તેને પરમ સત્સંગની ભાવના રહ્યા કરે, એ બનવા યોગ્ય છેજી. સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વિચાર અને યથાશક્તિ સદાચરણ, એ યોગ્યતાના મુખ્ય કારણ છેજી. (બી-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨) D સપુરુષોનાં વચનોમાં પ્રેમ, ભક્તિ, ઉલ્લાસ આવ્યા વિના, તે મહાપુરુષોનો ઉપકાર ખરા હૃયથી જીવ ગ્રહણ કરી શકતો નથી, તેનું કહેલું સંમત કરી શકતો નથી. તેમ કરવું હોય તેમાં, વિષય અને પ્રમાદ આડે આવે છે. તે બંનેને હઠાવીને આત્માને સન્દુરુષ, તેમનાં વચન, તેમની આજ્ઞામાં ઉલ્લાસ આવે તે અર્થે, સત્સંગની ઘણી જ જરૂર છે. પોતામાં બળ ન હોય અને સત્સંગનો આશ્રય ન લે તો જીવને બચવાનું સાધન શું છે? તે એકાંતમાં વિચારી સત્સંગપ્રેમ વધારશોજી. (બી-૩, પૃ.૨૮૮, આંક ૨૭૭) નિમિત્તને આધીન આપણા ભાવ પલટાઈ જાય, એ હાલની અવસ્થામાં સ્વાભાવિક છે. તેથી જ જ્ઞાની પુરુષોએ આપણા જેવા માટે સત્સંગ કરતા રહેવા ભલામણ કરી છે. તેવો જોગ ન હોય ત્યારે તેની ભાવના રાખી, બીજી બાબતોમાં જીવન વ્યતીત થઈ જાય છે, તેનો ખેદ કરતા રહેવા યોગ્ય છે; કારણ કે આયુષ્ય અલ્પ અને અનિશ્ચિત, અને ઘણો પુરુષાર્થ હજી આપણે કરવો ઘટે, તેવાં કર્મ બળવાન છે, ત્યાં પ્રમાદ થાય તે આપણી અણસમજ છે. (બી-૩, પૃ.૧૩૪, આંક ૧૩૪) Page #716 -------------------------------------------------------------------------- ________________ (૭૦૭) T સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સંગની જરૂર છેજી. સત્સંગ આરાધવો હોય તેણે સંસારભાવ ઓછો કરી, સત્સંગે પ્રાપ્ત થયેલી આજ્ઞા, શ્રદ્ધાપૂર્વક આરાધવી ઘટે છે. બીજો સંસાર-સગાંકુટુંબીઓનો પ્રતિબંધ પણ ઘટાડવો ઘટે છેજી, મીરાંબાઈ ગાય છે : અબ તો મેરે રાજ, રાજ દૂસરા ન કોઇ; સાધુ સંગ બેઠ બેઠ, લોકલાજ ખોઇ.” પરમકૃપાળુદેવ અને તેનાં વચનોમાં અહોરાત્ર વૃત્તિ વાળતા રહી, તેમાં જ તલ્લીન થવાય, એવું ત્યાં રહ્યાં પણ બળ કરો, તો થઈ શકે અને સત્સંગમાં તે બહુ ઓછા બળે થાય છે જી. (બો-૩, પૃ.૪૬૭, આંક ૪૯૨) T આ જીવને સંસારદ્રષ્ટિએ અનેક કામ હોવા છતાં, પત્ર લખવો હોય તો લખી શકે છે, સત્સંગ કરવો હોય તો વહેલોમોડો થઈ શકે છે, વાંચન-વિચાર-ભક્તિ કરવા હોય તો કરી શકે છે. ધાર્યું ન થાય તો પણ વહેલું મોડું થઈ શકે છે. ખેતરમાં વાવ્યું હોય તેની સંભાળ, જેમ લેવા ધારીએ તો લઈ શકીએ છીએ, તેવી ગરજ જો ધર્મબીજને પોષવાની રાખીએ તો રહી શકે છે; ન રાખીએ તો પાક બગડી જાય. માટે અવારનવાર સત્સંગની જરૂર છે. તે કરતા રહેવું. અકળાવાથી, મૂંઝાવાથી કાંઈ વળી શકે નહીં. સત્સંગનો યોગ ન હોય ત્યારે સદ્ધાંચન, સદ્વિચાર, ભક્તિ, સ્મરણ અને સદ્વર્તન આધારરૂપ છે. પરમકૃપાળુદેવમાં પરમ પ્રેમ પ્રગટે અને તેમનાં વચનો અમૃતતુલ્ય લાગે તેમ સંસારપ્રેમ સંક્ષેપવા સત્સંગ સર્વનું મૂળ છે. તેની ખામી તેટલી બધામાં ખામી. (બી-૩, પૃ.૭૧૦, આંક ૮૫૬) | મારી સલાહ તો આપને પ્રથમ આશ્રમમાં રહી, સત્સંગ કરવા વધારે વખત મેળવવાની છે. જો પ્રથમ દ્રઢ શ્રદ્ધા થઈ હશે તો ચિત્રપટ વગેરે રાખો તો ઠીક છે; નહીં તો ધર્મમાં દ્રઢતા ન હોય, આચરણમાં માલ ન હોય તો પરમકૃપાળુદેવને વગોવવા જેવું થાય. માટે સદાચારમાં વૃઢ થતાં શીખો. તે અર્થે સત્સંગ કર્તવ્ય છેજી. સદાચાર ધર્મનો પાયો છે. ઝેર જેવા ઇન્દ્રિયના વિષયો લાગે, તેવો વૈરાગ્ય પ્રગટ કરવો ઘટે છે. અંતરનાં પરિણામ શુદ્ધ થયા વિના કર્મ જાય નહીં, અટકે નહીં. માટે સત્સંગે બધું સાંભળવાનું મળશે, સમજીને વર્તવાનું પણ બનશે; તેથી સત્સંગની ભાવના વિશેષ-વિશેષ વધારી, તે આરાધવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૭૫૬, આંક ૯૪૯) T કંઈ-કંઈ વાંચન-વિચારની પ્રવૃત્તિ આપ રાખતા હશોજી, સત્સંગની આ કાળમાં ઘણી ખામી છે. એક જ લક્ષવાળા મંદ-કષાયી જીવો વિરલા દેખાય તેવો કાળ આવી પહોંચ્યો છે. તેવા પ્રસંગે, જીવે “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' એ કહેવત પ્રમાણે પ્રમાદ મંદ કરી, આત્મહિતપોષક એવાં પરમકૃપાળુદેવનાં વચનોનો સ્વાધ્યાય નિયમિતપણે કર્તવ્ય છે'. તે સત્સંગની ગરજ સારે તેમ છેજી. (બો-૩, પૃ.૭૫૧, આંક ૯૩૬) Page #717 -------------------------------------------------------------------------- ________________ (૭૦૮) D આ કાળમાં પરિણામ સત્સંગયોગે ઉચ્ચ થયાં હોય, તે ટકાવી રાખવા મુશ્કેલ છે. અસત્સંગયોગે જીવને કેમ થાય છે, તે પ્રત્યક્ષ અનુભવ થયા પછી તેવા પ્રસંગને પહોંચી વળવા જેટલું બળ ન હોય તો જીવે વારંવાર ચેતતા રહેવાની જરૂર છેજી. સત્સંગની જીવને ઘણી જ જરૂર છે. તેવો યોગ ન હોય તો નિર્મળભાવે સદ્ગુરુનાં વચનામૃતનો આશ્રય લેવાથી બળ વધે, પણ મનમાં પરિણામ ચંચળ હોય અને વચનોમાં ચિત્તની લીનતા ન થાય ત્યાં સુધી બળ સ્ફરવું મુશ્કેલ છે. તે વખતે તો - “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્રય આવ્યા વિના, સાધન કરશે શુંય?'' એવા ભાવ પશ્ચાત્તાપપૂર્વક વારંવાર કરવાથી, વિષયરૂપ કાદવથી મલિન થયેલું મન ભક્તિના પોકારે પરાણે ઠેકાણે આવે છેજી. અહોરાત્ર સત્સંગની ઝંખના રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૬૩૮, આંક ૭૫૪) [ આ કાળ દુષમ હોવાથી, સારું ફળ આવશે એવું જાણી કરવામાં આવતા સમાગમથી વિપરીત પરિણામ પણ આવે છે, માટે આ કાળમાં કોનો, કેટલો સમાગમ કરવો, તે બહુ વિચારવા યોગ્ય છે. જેથી આપણું જીવન સુધરે, શિથિલતા ન પોષાય તેવો સમાગમ કર્તવ્ય છેજી. પોતાના દોષ જણાતાં, ત્વરાથી તેનો ઉપાય લેવો ઘટે છેજી. દોષને પોષતા રહેવાથી, તે રોગની પેઠે ઘર કરે છે, પછી તેવા દોષ કાઢવા મુશ્કેલ પડે છેજ. તેવો સારો સમાગમ ન હોય તો પરમકૃપાળુદેવનાં વચનો વારંવાર વાંચતા રહેવાથી, તે સત્સંગની ગરજ સારે છે. (બી-૩, પૃ.૬૪૪, આંક ૭૬૩) | D સત્સંગને નામે જીવ ઠગાય છે. કાળ એવો છે કે પોતાને કંઈક સંસારી વાસના હોય, તે સત્પરુષ સિવાય બીજાને જણાવવાની જરૂર નથી, કેમ કે બીજાને જણાવે તો, તે વાસનાને પોષ અને પુરુષને જણાવે તો, તેઓ તો કઢાવી નાખે. ‘એ તો મુમુક્ષુ છે ને !' એમ કરી જીવ સંસારી ઇચ્છાઓને પોષે, સંસારી વાતો કરે, એ કંઈ સત્સંગ નથી. બે-ચાર મુમુક્ષુઓ ઓટલા ઉપર બેસી સંસારી વાતો કરે તો કેટલાંય કર્મ બાંધે. વાતો કરતાં-કરતાં ક્યાંય ચઢી જાય છે. એ કંઈ સત્સંગ નથી, કુસંગ છે. સત્સંગને નામે પણ જીવ ઠગાય છે. જીવે બહુ ચેતવા જેવું છે. (બો-૧, પૃ.૩૦૮, આંક ૬૧) અદીનતા જે મહાપુરુષના આશ્રિત જીવો છે, તે મહાપુરુષોના હદયમાં રહેલી “અદીનતા' સમજે છે, આદરે છે, ભાવે છે અને ઉપાસે છે. 'एगोहं नन्थि में कोइ नाहं अण्णास्स करसइ । एवं अदीणमणसो अग्याणं अणुसासइ ।।'' ભાવાર્થ : હું એકલો છું, મારું કોઈ નથી તેમ જ હું કોઈનો નથી, એમ મુમુક્ષુજીવ અદીનભાવે (દીનતા દાખવ્યા વિના પોતાના આત્માને શિખામણ આપે. Page #718 -------------------------------------------------------------------------- ________________ (૩૯) તમે મુશ્કેલીમાં ફસાઓ એવી ઇચ્છા શત્રુ સિવાય કોઈ ન કરે, પરંતુ કર્મના ફળરૂપે તેવા પ્રસંગમાં આવી ફસાયા હો ત્યારે, મુમુક્ષુને ઘટે તેવી રીતે તે પ્રસંગે વર્તન રાખી, તમારી મુમુક્ષુતા દીપાવો એમ આપના ઓળખીતા સર્વ સજ્જનો ઇચ્છે. પોતાની ફરજ સમજી જે મદદ કરે, તે તેના આત્માની ઉજ્વળતાનું કારણ છે; પરંતુ કોઈને ફરજ પાડવારૂપ ઇચ્છા પણ ન કરવી, એમાં આપની મહત્તા છે. શ્રી સદ્ગર દ્વારા જેને યથાર્થ સમજણ પ્રાપ્ત થઈ હોય, તેને આવા પ્રસંગો આગળ વધારનારા થઇ પડે છે. શ્રી અનાથી મુનિરાજને અસહ્ય શારીરિક વેદનાનો પ્રસંગ પ્રાપ્ત થયો, તેમને મદદ કરવા તેમના પિતાએ પોતાનું સર્વ ધન આપવા તત્પરતા બતાવી, તેમની માતા તથા પત્નીએ તનતોડ મહેનત અને ઉજાગરા કરી સેવા બજાવી, નિપુણ વૈદ્યોએ સર્વ પ્રયોગો અજમાવી જોયા; પણ પુત્રપ્રેમ, પતિભક્તિ કે વિદ્યાબળ ત્યાં નિષ્ફળ નીવડયાં. પરંતુ શ્રી અનાથીકુમાર તો તે વખતે કોઇના પ્રત્યે દ્રષ્ટિ ન દેતાં, પોતાનું અનાથપણું વિચારી, ભૂતકાળની ભૂલથી આવી પડેલી આફતનું જેમ થવું હોય તેમ થાઓ, પણ ભવિષ્ય-જીવન કેમ સુધરે, મનુષ્યભવની સફળતા શામાં રહી છે, આ મટયા પછી શું કરવું એવા પ્રશ્નોના નિકાલ લાવતા હતા; અને પ્રતિજ્ઞા પણ કરી લીધી કે આ લપ છૂટી જાય કે સમસ્ત વ્યવહાપ્રસંગને ત્યાગી, એક પરમાર્થ અર્થે જ જીવવું. તે પ્રતિજ્ઞા પાળી તો આપણે તેમને પરમાત્મારૂપે વંદીએ છીએ, પૂજીએ છીએ, ધ્યાન ધરીએ છીએ. એ પુરાણી વાત કરતાં તાજી - શ્રી સોભાગભાઈની અનેક મૂંઝવણોમાં પરમકૃપાળુદેવે જે નિઃસ્પૃહતા ઉપદેશી છે તે, તે દરેક પત્રોમાં આપણને નિષ્કાંક્ષિત અંગે સ્પષ્ટ પ્રગટ થતું દેખાય છે'. સમ્યગ્દર્શનની જેને પિપાસા છે, તેણે તો જરૂર નિષ્કાંક્ષિત અને નિઃશંકિત અંગ ઉપાસ્યા વિના છૂટકો નથી. તેમાં કંઈ ઊંડી ખામી હશે તે દૂર કરાવવા, પરમકૃપાળુદેવે આવો પ્રસંગ મોકલ્યો છે એમ સમજી, અદીનપણે જે થાય તે જોયા કરવાની, શ્રી સોભાગભાઈને પરમકૃપાળુદેવે શિખામણ આપી છે, તે ચિંતામણિરત્નતુલ્ય છે એમ સમજી, તે ઉપાસવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ' એવું એક કાઠિયાવાડી કવિએ ગાયું છે, તે વિચાર કૃઢતા આપનાર છે. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (બો-૩, પૃ.૪૧૮, આંક ૪૨૫) પ્રમાદ T બિલાડી એક વખત દૂધ પી ગઈ હોય તો ફરી કાળજી રાખી બિલાડીનો લાગ ન ફાવે ત્યાં દૂધ રાખે છે; તેમ આત્માના હિતની ઇચ્છાવાળા જીવે અહિતકર્તા પ્રસંગોમાં વિશેષ ચેતતા રહેવા યોગ્ય છે; અને નથી રહેવાતું તે પ્રમાદ છે. (બો-૩, પૃ.૧૭૨, આંક ૧૭૭) ધર્મ ગમે નહીં, તે પ્રમાદ છે; ધર્મની અનાદરતા, તે પ્રમાદ છે; ઉન્માદ એટલે વગર વિચારે વર્તવું, તે પ્રમાદ છે; પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે, તે પણ પ્રમાદ છે; પરવસ્તુઓમાં જીવને પ્રેમ છે, તે પ્રમાદ છે; ચાર કષાય, વિકથા, ઊંધ તે બધાં પ્રમાદ છે. આ બધાં ભાવમરણનાં કારણો છે. પ્રમાદ ઓછો થાય, આત્માનું હિત થાય તેમ કરવું. રોજ તપાસવું કે પ્રમાદ ઓછો થાય છે કે નહીં ? પ્રમાદથી વૃત્તિ પાછી હઠે તો વિચાર આવે. મારો દિવસ શામાં ગયો ? એ તપાસે, ભૂલ થઈ Page #719 -------------------------------------------------------------------------- ________________ (૭૧) હોય તે કાઢે તો પ્રમાદ જાય. દિવસો ઉપર દિવસો જાય છે અને જે કરવાનું છે, તે પડ્યું રહે છે. (બો-૧, પૃ.૧૨૯, આંક ૩) D પ્રમાદ છે, એ તો દોષ છે જ, પણ જીવને પ્રમાદમાં રતિ રહી છે, એ મોટો દોષ છે. “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે; પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.' (૮૧૦) પ્રમાદ મારે ઓછો કરવો છે, એમ કરી જ્ઞાનીની આજ્ઞામાં કાળ ગાળશે, ત્યારે મુમુક્ષુતાની શરૂઆત થશે. (બો-૧, પૃ.૨૬૦, આંક ૧૬૮) || જ્યારે આત્મા જાગ્રત થઈ જાય અને પોતાના આત્માનું જ કલ્યાણ કરવું છે, એવો અંતરનો નિશ્ચય થઈ જાય ત્યારે બળવીર્ય સ્કુરે, કર્મનું જોર ચાલે નહીં, ત્યારે જ જ્ઞાની પુરુષોને જે કહેવું છે તે સમજાય તેમ છે, માટે રુચિ જાગ્રત કરવાની પ્રથમ જરૂર છે. પછી તો તેને, જ્ઞાની પુરુષો આગળ વધવા માટે જે ઉપાય બતાવે અને પ્રતીતમાં આવે, તેમ આત્મા બળવાન થઈ આગળ વધ્યે જ જાય છે. પછી પ્રમાદનું પણ કંઈ જોર ચાલતું નથી. પરમકૃપાળુદેવ સૂતા હોય ત્યારે પણ કંઈ ને કંઈ બોલતા. શિરીરને તો જ્યારે ચાલે નહીં, ત્યારે જ આરામ આપવો. બાકીના વખતમાં પુરુષાર્થ કર્યા કરવો. ઊંઘ ન આવતી હોય ત્યારે પરાણે લાવવાની કોશિશ નહીં કરતાં, સવળી સમજણ કરી લેવી કે સારું થયું, ઊંધ નથી આવતી તો પુરુષાર્થ કરાય છે. તેમ લક્ષ રાખવો. (બો-૧, પૃ.૧૧, આંક ૧૪) | સરુષની આજ્ઞાના આરાધનમાં પ્રમાદ ન થાય, એમ વર્તવું. પ્રભુશ્રીજી કહેતા કે પ્રમાદ અને આળસ જેવાં કોઈ શત્રુ નથી. માટે પ્રમાદ ન થાય, એવી સાવચેતી રાખવી. પ્રશ્નઃ પૂર્વકર્મથી પણ પ્રમાદ તો આવેને? પૂજ્યશ્રી : આવે તો પૂર્વકર્મથી, પણ પુરુષાર્થ કરે નહીં તો પ્રમાદ જાય નહીં. પુરુષાર્થ માત્ર દેહથી તે નહીં; પણ ભાવના ઊંચી રાખવી તે. પોતે પુરુષાર્થ ન કરે અને કહે કે કર્મ છે, કર્મ છે, તો-તો કોઇ મોક્ષે જાય નહીં. કર્મ તો જડ વસ્તુ છે. કર્મને કોણે બોલાવ્યાં ? આત્માએ બોલાવ્યાં છે; અને જો આત્મા કહે કે મારે નથી જોઇતાં તો કર્મ આવીને કંઈ વળગતાં નથી. પુરુષાર્થની જરૂર છે. પૂર્વકર્મ છે, એમ જ્ઞાનીઓએ શા માટે કહ્યું છે? ચેતવા માટે કહ્યું છે. “પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો.' (૮૪) જ્યારથી સત્પષની આજ્ઞા મળી ત્યારથી ચેતી જવું. (બો-૧, પૃ.૪૦, આંક ૧૨) T “એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે.” (મોક્ષમાળા પાઠ-૫૦) તે વિષે વચનામૃતમાં પાછળના પત્રોમાંથી જોવા વિનંતી છેજી. પરમાં વૃત્તિ રમે તે ખરી રીતે પ્રમાદ છે. તે અનાદિની કુટેવ ટાળવા, દ્રઢ નિશ્ચયની જરૂર છે. તે ઓછો કરવાનો જેણે નિશ્ચય કર્યો છે, તે મહાપુરુષો કાળના મુખમાં પેસતી અનેક પળોને ઝૂંટવી લઇ, જેટલો અવકાશ મળે તેમાં મોક્ષમાર્ગ કે આત્માના વિચારમાં રહે છે. Page #720 -------------------------------------------------------------------------- ________________ ૭૧૧ પ્રમાદ ઓછો કરવો જ છે, એ લક્ષ ચુકાય નહીં તો જે કરવું છે તેનો વિચાર થાય; અને ‘‘કર વિચાર તો પામ’' કહ્યું છે તેમ આત્મસ્વરૂપનો નિર્ણય થયે તેમાં પ્રમાદ ન થાય ત્યાં સુધી અપ્રમત્ત રહેવાય, તે જ માર્ગમાં કે આત્મામાં સ્થિતિ છે. (બો-૩, પૃ.૨૨૫, આંક ૨૨૨) આપણામાં જે શક્તિ છે તેનો દુરુપયોગ થતો અટકાવીએ તો સન્માર્ગની વિચારણા કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, અને સન્માર્ગ વિચારાય તો તેમાં પ્રવૃત્તિ પણ થાય. માટે પ્રમાદ ઓછો કરવાનો ઉપયોગ રાખ્યા કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૧૩૯, આંક ૧૩૯) પ્રમાદ એ મહાશત્રુ છે, તે તજીને જાગ્રત રહેવું. સત્પુરુષનો શરણભાવ ટકાવી રાખવો. હજી મારે ઘણું કરવાનું છે અને આમ પ્રમાદ થાય છે, તો માર્ગ કેમ કપાશે ? એમ વારંવાર વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૦૯, આંક ૧૦૧) પ્રમાદ જેવો કોઇ શત્રુ નથી. પ્રમાદ ઓછો કરવાનો નિશ્ચય કરી, તેની વારંવાર સ્મૃતિ રાખવાથી, પરમાર્થના વિચા૨નો અવકાશ મળે છે, અને પરમાર્થનો વિચાર થાય તો પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે. આ લક્ષ રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૭૩૧, આંક ૮૯૨) નિદ્રા પ્રશ્ન : ઊંઘ શાથી મટે ? પૂજ્યશ્રી : ઓછું ખાય, સંસારનો વારંવાર વિચાર કરે, તો લાગે કે આ ભવમાં પ્રમાદ કરવા જેવું નથી. ફિકર લાગે તો ઊંઘ ન આવે. કાળજી રાખવી. ભક્તિમાં ઊંધ આવે તો ઊભા થઇ જવું. પ્રભુશ્રીજી આંખમાં છીંકણી નાખતા. માહાત્મ્ય લાગ્યું નથી, તેથી અસર થતી નથી. જીવને ગરજ નથી હોતી, તેથી એ વચનો સાંભળે તોય ચિત્ત ન લાગે. ઊંડો ઊતરી વિચાર કરે તો સમજાય એવું છે કે સંસારમાં કોઇ કોઇનું નથી. ચેતે તો પ્રમાદ ન કરે. (બો-૧, પૃ.૨૦૩, આંક ૮૪) D પ્રમાદ, નિદ્રા વિઘ્ન કરે તો તેનો ઉપાય પણ શોધવો - જેમ કે ઊભા થઇ જવું; ફરતાં-ફરતાં વાંચવું-વિચારવું; આંખે પાણી છાંટવું; કે સુસ્તી વિશેષ જણાય તો ચિત્રપટ આગળ થોડા નમસ્કાર પાંચ-પચીસ કરવા. સાંજે વિશેષ ઊંઘ નડતી હોય તો રાત્રિભોજન તજવું, કે દૂધ વગેરે ઓછાં કરવાં. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી હોય તો એલાર્મ કે કોઇ મિત્ર જગાડનાર મળે તેવી કોઇ યુક્તિ કરવી. જૂનો રિવાજ પંડિતોના વખતનો એવો હતો કે ખીલા વગેરે સાથે ચોટલી બાંધી વાંચતા એટલે ઊંઘ આવે કે ઝોલું આવે તો ચોટલી ખેંચાય કે જાગી જાય. આ બધા બાહ્ય ઉપાય છે; પણ ખરો ઉપાય તો ખરેખરી ગરજ અંતરમાં સમજાઇ હોય તો વિશેષ જાગૃતિ રહે છે. જેમ પરીક્ષા વખતે વગર કહ્યે વહેલું ઉઠાય અને ઊંધ પણ ઓછી આવે, તેમ આ મનુષ્યભવમાં ધર્મકાર્ય કરી લેવાનો ઉત્તમ અવસર આવ્યો છે, તેનો વારંવાર ખ્યાલ રહે અને જો પ્રમાદ અને આળસમાં આ અલ્પ આયુષ્ય વ્યતીત થશે તો પછી લખચોરાસીના ફેરા ફરતાં કોઇ વખતે આવો લાગ આવવાનો નથી. માટે ગમે તેમ કરીને પણ આ ભવમાં તો જરૂર આત્માનું ઓળખાણ કરી લેવાનું છે. Page #721 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ અનંતકાળ આમ ને આમ પ્રમાદમાં ગયો; પણ હવે તે દોષ ટાળી, આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવો યોગ આવ્યો છે તો તે વખત ઊંધ આદિ લૂંટારા બહુ લૂંટી ન જાય તો જિંદગી સુખે લાંબી લાગશે. (બો-૩, પૃ.૨૯૨, આંક ૨૮૧) બને તો રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઇને બેસવું, ઊભા રહીને માળા ગણવી કે ફરતાં-ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી જાય અને માળાનો ક્રમ વધતો જાય તેમ થોડું-થોડે રોજ વધારતા રહેવાની જરૂર છે. એકદમ આખી રાત જાગવાથી બીજો દિવસ ઊંઘવામાં કે ઠેકાણા વગરના કામમાં જશે, માટે ઉતાવળ નહીં કરતાં મહિને-મહિને એકાદ કલાક ઊંઘ ઘટાડતા જવું અને પાછલી રાતના ઊંધ થોડી લઇ લેવી. આમ કરતાં શું પરિણામ આવે છે તે પુરુષાર્થ કર્યે સમજાશે. જો શરીર હાલ અશક્ત હોય તો ઠીક થયે તે ક્રમ કરી જોવાનો વિચાર રાખવો પણ માંદગી તો વળી સ્મરણનો મોટો આધાર છે. સ્મરણ કરતાં-કરતાં દેહ છૂટી જાય તો ઊલટું સારું. એવું ભાગ્ય ક્યાંથી હોય ! પણ હાલ જયાં સુધી તમારે માતુશ્રીની સેવા વગેરે કરવાની છે ત્યાં સુધી શરીરની કાળજી રાખી, તેમને પણ ધર્મધ્યાનમાં મન પરોવાયેલું રહે તેવું વાંચી સંભળાવવું, કે તેમને ઊંઘ ન આવે ત્યાં સુધી સ્મરણ, ભક્તિ વગેરેમાં મન જોડાય તેમ વર્તવું ઠીક છે. ખાવામાં સાદો ખોરાક, કંઇક ઊભું પેટ રહે, ઊંધ ઓછી આવે તેવો ખોરાક લેવો એટલે ઘી, દૂધ, દહીં ઓછાં વાપરવાં. બીજી વાતોમાં ન પડવું. ન-છૂટકે અસત્સંગી જીવો સાથે બોલવાનું રાખવું. માળા ગણતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ તથા તેમના ગુણો, તેમના ઉપકારનું સ્મરણ રહે, તેમની વીતરાગમુદ્રા લક્ષમાં રહે તેમ કરવું. (બો-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) નિદ્રા જીતવા સંબંધી તમે ભાવના પત્રમાં જણાવી છે તેના ઉપાયરૂપ સંક્ષેપમાં લક્ષમાં રાખવા યોગ્ય આ છે : (૧) જિતાશ(સ)ન = આહાર અથવા આસનનો જય. (૨) આરાધનામાં પ્રમોદ = માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં તલ્લીનતા. (૩) સંવેગ = મુક્ત થવા સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા - અભિલાષા નહીં. - (૪) શોક : પશ્ચાત્તાપ = જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઇ; હે જીવ ! હવે થોભ. (બો-૩, પૃ.૨૭૯, આંક ૨૭૨) કામકાજ એકલે હાથે કરવાનાં હોય તો દિવસે વખત થોડો મળે, પણ રાત્રિ તો આપણા બાપની જ છે. તેમાંથી જરૂર જેટલી જ ઊંઘ લઇ લીધા પછી સત્તાધનમાં વિશેષ ભાવપૂર્વક પ્રવર્તવા ભલામણ છેજી. શરીર બગડે નહીં તેટલો લક્ષ રાખી, બને તેટલો કાળ પરમાર્થ પોષાય તેમ ગાળવો ઘટે છેજી. (બો-૩, પૃ.૩૪૪, આંક ૩૪૭) દોષ શરીર તો શરીરનો ધર્મ પડતી અવસ્થામાં જરૂર જણાવે એમાં એનો દોષ નથી; પણ પરમકૃપાળુદેવની ભક્તિ, વચનો અને સમજણ જેને પ્રાપ્ત થઇ તે દેહનાં સુખને ઇચ્છે તો તે પોતાનો દોષ છે. (બો-૩, પૃ.૭૪૭, આંક ૯૨૪) Page #722 -------------------------------------------------------------------------- ________________ ૭૧૩ D આપની સૂક્ષ્મપણે દોષ જોવાની વૃત્તિ સંતોષકારક છેજી. તે જ પ્રમાણે દોષ ટાળવાની તત્પરતા - રોગ, શત્રુ અને દોષને ઊગતાં જ દાબવા અર્થે પ્રવર્તે, એમ ઇચ્છું છુંજી . (બો-૩, પૃ.૨૮૦, આંક ૨૭૩) D આપે વિશેષપણે વૃત્તિ ક્રોધભાવ તરફ વહે છે એમ જણાવ્યું તે વાંચ્યું, તથા તે દૂર કરવા તમારી શુભભાવના છે તે જાણી સંતોષ થયો છે; કારણ કે એક તો પોતાના દોષ દેખવાની ગરજ અથવા તો દેખાય તેવી નિર્મળતા બહુ ઓછા માણસોમાં હોય છે. તમને સ્મરણ કરતા રહેવાની ટેવથી તેટલી દય૫રીક્ષા કરવાની યોગ્યતા તથા દોષને દોષરૂપ દેખી દૂર કરવાની ભાવના તથા ઉપાય પૂછવા જેટલી હિંમત, તત્પરતા પ્રગટી છે તે સંતોષનું કારણ છેજી. ચોરાસીલાખ જીવયોનિઓમાં ભટકતાં આ જીવને અનંતકાળથી, અનંત દુ:ખ ખમવાં પડયાં છે. હવે ‘‘રાત્રિ વ્યતિક્રમી ગઇ, પ્રભાત થયું.'' (પુષ્પમાળા-૧) મોક્ષમાર્ગ દેખી, પૂછી, ખાતરી કરી તે માર્ગે ચાલતાં મોક્ષ પ્રાપ્ત થાય તેવો સુયોગ પ્રાપ્ત થયો છે. પૂર્વના સંસ્કારે આર્યકુળમાં જન્મ પામી સત્સંગયોગ્ય માતાપિતાની કૃપાથી વિદ્યા, સદાચાર, કેળવણી અને કમાણીની જોગવાઇ તથા સત્પુરુષનાં દર્શન, સમાગમ, બોધ અને આજ્ઞાની પ્રાપ્તિ પરમ હિતકારી સમજાયાં છે, તો થોડા પ્રયાસે હાલ જે દોષો દેખાય છે તે દૂર થવા સંભવ છેજી. “માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.'' (બો-૩, પૃ.૪૦૦, આંક ૪૦૯) પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે ‘‘દોષ ઓળખી દોષને ટાળવા.’’ (પુષ્પમાળા-૧૦૭) એ લક્ષ જીવ રાખે તો દોષો દેખાતા જાય, ખૂંચતા જાય અને તેનો ઉપાય શોધે તો મળી પણ આવે, અને તે ઉપાય અમલમાં મૂકે તો જીવ દોષથી મુક્ત થઇ નિર્દોષ બને. (બો-૩, પૃ.૫૧૨, આંક ૫૫૩) આત્મસુધારણાનો જેનો લક્ષ છે તેણે પોતાના દોષો દેખવા અને દેખીને ટાળવા. પોતાના દોષો ગમે તેના તરફથી જાણવામાં આવે અને તે આપણને દોષો જ છે એમ અંતરમાં લાગે તો દોષો દેખાડનારનો ઉપકાર માનવો. દોષો ન હોય તો કંઇ ફિકર નહીં, પણ દેખાડનાર પ્રત્યે દ્વેષબુદ્ધિ ન જાગે તે સાચવવું. (બો-૩, પૃ.૫૪૩, આંક ૫૯૫) ઘરનું બધું કામકાજ છોડી, બહુ દૂર-દૂરથી આવી અહીં આશ્રમમાં એકઠા થયા છો અને જ્ઞાનીની આજ્ઞાએ જે કંઇ ભક્તિ, વાંચન, શ્રવણ કરી, જ્ઞાનીની વીતરાગદશા ઓળખવા માટે પુરુષાર્થ કરો છો; તેમાં બધાએ પોતપોતાના ભાવ તપાસવાના છે કે હું અહીં જે અર્થે આવ્યો છું, તે થાય છે કે નથી થતું ? એવો વિચાર કરી, પ્રત્યેક ક્રિયા કરતી વખતે મનને તપાસવું કે શું કરે છે ? જે કરવા આવ્યો છું, તે કરે છે કે કંઇ બીજું થાય છે? એમ જો તપાસ કરીએ તો ચોર આપણને જણાય, દોષ જણાય. દોષ વારંવાર જુએ તો ખૂંચે અને અવશ્ય તેને ટાળે. એ માટે નિરંતર ઉપયોગ રાખવાનો છે; નહીં તો પછી કરીએ તો ભક્તિ અને મન ઘરના વિચારો ઘડે કે ખાવાના વિચારો આવે, તો આત્માર્થ ન થાય. માટે સાવચેતી રાખવી. (બો-૧, પૃ.૩૬, આંક ૮) Page #723 -------------------------------------------------------------------------- ________________ (૭૧૪) આપણામાં જે દોષો છે તે દૂર થવા, નિર્દોષ નરના કથનમાં વૃત્તિ વારંવાર જાય, ત્યાં ટકે, તેમ અભ્યાસ કર્તવ્ય છે. (બી-૩, પૃ. ૬૭૫, આંક ૮૦૯) D પરમકૃપાળુદેવની સાક્ષીએ મનમાં દોષ ડંખતો હોય તેની માફી સાચા દિલે માગી નિઃશલ્ય થવા યોગ્ય છે; એટલે ફરી તેવા દોષમાં પ્રવેશ થતો અટકે. તેવો પ્રસંગ બન્યા પહેલાં કંઈ સલાહ પૂછવા યોગ્ય લાગે તો પૂછવામાં હરકત નથી, થઈ ગયું તેનું પશ્વાત્તાપપૂર્વક વિસ્મરણ ઘટે છેજી. (બી-૩, પૃ.૬૭૦, આંક ૮૦૪) આપની આત્મનિરીક્ષક સ્વદોષદર્શકદ્રષ્ટિ જાણી સંતોષ થયો છે. કોઇક વખતે તે દ્રષ્ટિ સ્વવર્તન પર દેવા કરતાં જેમ જેમ વારંવાર દેવાશે, તેમ તેમ થતી ભૂલો ઝટ પકડાશે અને તેના ઉપાય શોધી, યોજવાથી દોષો દૂર થવાનો પ્રસંગ આવશે. દોષ થયા પછી પણ પશ્ચાત્તાપ જીવને થાય તો ફરી તેવો પ્રસંગ આવતાં પહેલેથી ચેતવાનું બને. માટે જીવને દોષ કરતો અટકાવવા ઠપકો પણ આપતા રહેવું કે આમ ને આમ વર્તીને તારે કઈ ગતિમાં જવું છે ? જો હલકી પ્રવૃત્તિમાં પડી રહીશ તો પછી ઢોર-પશુના ભવમાં પરોણાના માર ખાવા પડશે, આરો ઘોંચાશે કે આડાં બરડે પડશે ત્યારે શું કરીશ? માટે સમજીને અત્યારે ધર્મનું આરાધન કરી લે કે જેથી પછી અધોગતિમાં જવું જ ન પડે અને મોક્ષમાર્ગ આરાધી શકાય તેવા ભવ ફરી મળે. આમ વારંવાર જીવને જાગૃતિ આપતા રહેવું ઘટે છેજી. (બી-૩, પૃ. ૨૯૨, આંક ૨૮૧) “વીર વદ મન ના વી. સમ નદી માં ૨ | भजन करनको आलसु, खानेको हुशियार ।।" આપનો પત્ર મળ્યો. “દીઠા નહીં, નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય?” જિજ્ઞાસુ વિચારવાન જીવ પોતાના દોષો દેખાતાં, તેને છેદવાનો ઉપાય વિના વિલંબે કરે છેજી. જેટલી મુમુક્ષતામાં ખામી છે તેટલી તેના ઉપાયમાં મંદતા રહે છેજી. આત્મહિતનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે એવો નિશ્ચય મુમુક્ષુજીવે અવશ્ય કર્તવ્ય છે, એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વકર્મના ઉદયે તથા જીવના શિથિલપણાને લીધે તેનો લાભ લેવાતો નથી, તેમાં પણ શિથિલપણાનો દોષ તો જરૂર, જરૂર ટાળવો ઘટે છેજી. (બી-૩, પૃ.૫૬૦, આંક ૬૨૪) 1 ક્રોધ અને સર્વ દોષના નાશનો ઉપાય મંત્ર છે. તેમાં વારંવાર વૃત્તિ રહે, એકતાર તેમાં લક્ષ રહે, તેવી ભાવના કર્તવ્ય છે). તેમાં વિક્ષેપ કરનાર ક્રોધ, માન, માયા, લોભ અને મોહ છેજી. ' તેમને શત્રુ જાણી, સંસાર-પરિભ્રમણનાં કારણ જાણી, તેથી દૂર રહેવાની ભાવના તથા મોક્ષની પરમ જિજ્ઞાસા જાગવાથી ક્રોધ આદિ મંદ પડવા સંભવ છે. ટૂંકામાં, પરમગુરુ પ્રત્યે પ્રેમ જેમ જેમ વધશે તેમ તેમ તેમનું યથાર્થ ઓળખાણ થતાં ક્રોધાદિ મંદ પડી, નિર્મૂળ-નાશ પામી શકે છેજી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસેં; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.'' Page #724 -------------------------------------------------------------------------- ________________ (૭૧૫ માટે મહાત્મા શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ઉપકારબુદ્ધિ, પ્રેમ, બહુમાન વધશે તેમ તેમ દોષો જરૂર ઘટશેજી. (બો-૩, પૃ.૫૭૫, આંક ૬૪૭). | ધનવાનને ધનનો લોભ હોય છે તેમ શક્તિશાળી વિદ્યાર્થીઓને પણ બીજાના કરતાં વિશેષતા મેળવી આગળ આવવાનો લોભ સહેજે હોય છે. ખરી સ્પર્ધા તો પોતાના વિકાસને વધારવાની છે. “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન' એ કહેવત મુજબ કેટલીક વખત બીજા તરફ નજર રાખનારા ઠગાય છે; માટે પોતાના દોષ દેખી દોષો દૂર કરવા કમર કસવાની છે. અત્યારની કેળવણી એકતરફી છે; વધારે ગોખે, સ્મૃતિમાં રાખે, કહી કે લખી બતાવે તે આગળ આવે છે. એ ગુણો પણ જરૂરી છે, છતાં તમારા પત્રમાં જે દોષો (પ્રમાદ આદિ) તમે વર્ણવ્યા છે તે યથાર્થ રીતે ખૂંચતા હોય તો તે દૂર કરવા કેડ બાંધવી ઘટે છે. મૂંઝાવા યોગ્ય નથી. હિંમત હારવી નહીં. ભાવના વર્ધમાન કરવાથી સૌ સારાં વાનાં થઈ રહેશેજી. “યાદૃશ માવના સિદ્ધિર્મવતી તાદૃશી' જેવી જેની ભાવના તેને તેવું ફળ મળ્યા વિના રહેતું નથીજી. (બો-૩, પૃ. ૨૭૯, આંક ૨૭૨) I આજે સભામંડપમાં સ્વયંબુદ્ર મહાત્માઓનાં જીવન વંચાયાં હતાં; તેમાં શ્રી કરકંડ મુનિ એક યક્ષના મંદિરમાં પૂર્વ દ્વારથી પેઠા અને ધર્મધ્યાનમાં ઊભા રહ્યા. પછી બીજા શ્રી દ્વિમુખમુનિ પધાર્યા, ત્રીજા શ્રી નમિરાજર્ષિ પધાર્યા અને ચોથા શ્રી નગ્નતિમુનિ પધાર્યા. સર્વ ધર્મધ્યાન કરતા હતા. તેમાં શ્રી કરકંડુને ખરજ આવતાં વલૂરવાનું સાધન કાંસકી જેવું રાખેલું તે કાઢી ખરજ મટાડી, પાછું કપડામાં રાખવા જતાં શ્રી દ્વિમુખમુનિ બોલ્યા કે હે કરકંડમુનિ ! આખું રાજ્ય તજીને આટલા નજીવા જેવા પરિગ્રહમાં કેમ બંધાઈ રહ્યા છો? ત્યાં શ્રી નમિરાજર્ષિ બોલ્યા કે તમે મુનિપણું લીધા છતાં બીજાના દોષ જોવાનું કેમ છોડતા નથી ? ત્યાં ત્રીજા શ્રી નમ્નતિ બોલી ઊઠયા કે તમારે એમની પંચાતમાં પડવાની શી જરૂર છે? પછી શ્રી કરકંડુ બોલ્યા કે દ્વેષ કે રોષમાં આવીને દોષ કહે તો નિંદા ગણાય પરંતુ હિતકારક શિક્ષા આપતાં બીજાને ખોટું લાગતું હોય તોપણ બોલવું ઘટે છે. મારામાં દોષ હતો તે તેમની દૃષ્ટિએ ચઢયો અને દયાભાવે મને સુધારવા કહી બતાવ્યો, તે નિંદા નથી. એમ કહી તેમણે પોતાનું વલૂરવાનું સાધન તજી દીધું અને ખરજ આવે તોપણ સહન કરવાનો નિશ્ચય કર્યો. શ્રી દ્વિમુખમુનિ પણ વિચારમાં પડી ગયા કે મારે જરૂર વિના બોલવું પડ્યું તે ઠીક થયું નથી, માટે હવે સમતા જ ગ્રહણ કરવા યોગ્ય છે. એમ સર્વ અંતર્વિચારમાં વળી ગયા અને કેવળ અંતર્મુખ થઇ, બધા એક જ કાળે કેવળજ્ઞાન પામ્યા. આમ સ્વદોષ દેખી તેને દૂર કરનારા મહાત્માઓની કથા આપણે સાંભળી ક્યારે ગણાય કે જ્યારે આપણે આપણા દોષ દેખી તેને દૂર કરવા તત્પર થઈએ ત્યારે. (બી-૩, પૃ.૪૧૩, આંક ૪૨ ૧) n “જેવું અન્ન તેવું મન એવી કહેવત છે. શાસ્ત્રમાં પણ પુણિયા શ્રાવકની કથા છે કે તેની પત્નીએ પાડોશીને ત્યાંથી દેવતા લાવતાં, સાથે દેવતા ઉપર છાણાંનો ભૂકો વગર પૂછયે નાખેલો. તે રસોઈ જે દિવસે તે જમ્યા, ત્યાર પછી સામાયિક કરવા બેઠા તો ચિત્ત સ્થિર થાય નહીં. Page #725 -------------------------------------------------------------------------- ________________ (૩૧:) પોતાના દોષો બારીક દ્રષ્ટિએ શોધ્યા પણ જયા નહીં; પત્નીને પૂછયું કે કોઇ પાપ એવું આજે થયું છે કે જેથી મારું મન સામાયિકમાં ચોંટતું નથી ? તેણે પણ વિચાર કર્યો અને જડી આવ્યું કે પાડોશીને ત્યાંથી દેવતા સાથે છાણાંનો ભૂકો સળગાવવા વગર પૂછયે આણેલો. આ જમાનામાં આ વાત નજીવી લાગે પણ મન જેને સ્થિર કરવું છે તેને તેવા દોષો પણ વિનરૂપ જરૂર જણાય છેજી. પરમકૃપાળુદેવે લખ્યું છે : “તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વશનો, ચંડાળનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી ?' (પુષ્પમાળા-૨૦) આ બધું આપણે પણ વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૫૨, આંક ૫૬૭) D ધર્મમાં વિઘ્ન પાડનાર ઘણા દોષો છે. સામાયિક કરવાથી મને ધન મળશે, યશ મળશે, એમ બહારની વસ્તુઓની ઇચ્છા રહે ત્યાં સુધી ધર્મ ન થાય. જ્યાં સુધી સંસાર દુઃખરૂપ છે એમ નથી લાગ્યું, ત્યાં સુધી સંસારની ઇચ્છા રહે છે. હું સામાયિક કરું છું, મને સામાયિક કરતાં આવડે છે એમ અહંભાવ કરે, તે બધા જીવના દોષો છે. નિદાન નામના દોષમાં ઇચ્છાની ઘણી તીવ્રતા છે કે મને આ વસ્તુ મળો જ, મને દેવલોક મળો જ, એમ તીવ્ર ઇચ્છા હોય છે. નંદિણમુનિ બહુ સેવાભાવી હતા. તેઓને ઇન્દ્ર વખાણ્યા, પણ બે દેવોને તે વાત સાચી ન લાગી. તેથી નંદિ૨ણની પરીક્ષા કરવા આવ્યા. નંદિષણ તેમાં પાસ થયા; પણ મરણ વખતે નિદાનબુદ્ધિ થઇ કે મારા મામાએ મને એક પણ કન્યા ન આપી. આ મારી સેવાનું ફળ હોય તો હું હવેના ભવમાં સ્ત્રીવલ્લભ થાઉં. એવી ભાવનાથી દેહ છોડયો, પછી દેવનો ભવ કરી વસુદેવ થયા. (બો-૧, પૃ.૨૫૯, આંક ૧૬૫) શિથિલતા જે કામ પ્રસંગે-પ્રસંગે, ક્ષણે-ક્ષણે કરતા રહેવાની જરૂર છે, તે કામ “થશે', “થશે', “વખત મળશે તો કરીશું” એમ રહે છે, તે જીવની શિથિલતા છે. તે દૂર કરવા, બને તેટલી જાગૃતિ વધારતા રહેવાની જરૂર છે. બીજે બધેથી પ્રેમ ઉઠાડી સન્દુરુષ, તેનો બોધ, તેનો સમાગમ, તેની આજ્ઞા, તે પ્રત્યે વાળવા યોગ્ય છેજી. એ જ વિચાર હરતાં-ફરતાં, કામ કરતાં, જતાં-આવતાં, સૂતાં-બેસતાં કરતા રહેવાય, તેવી ટેવ મારે પાડવી છે એવો નિશ્ચય કરી, તે તરફ દિવસમાં ઘણી વાર લક્ષ દેવાય છે કે નહીં, તે જોતા રહેવાની જરૂર છે). (બો-૩, પૃ. ૨૭૫, આંક ૨૬૮) D જીવનો મોટામાં મોટો દોષ, મારો હિસાબ તપાસતાં, મને તો શિથિલતા સમજાય છે. શિથિલતા ટાળવી જીવને વસમી લાગે છે; પણ વિકટ પુરુષાર્થ, વિશેષ જાગૃતિ વધારીને શિથિલતા હવે તો વેળાસર ટાળવા યોગ્ય છેજી, સત્સંગથી જ જીવનું કલ્યાણ થાય છે, એ પ્રથમમાં પ્રથમ જીવને નિશ્ચય જોઇએ, અને તેને માટે જે વિપ્નો નડતાં હોય તેના ઉપાય અપક્ષપાતપણે વિચારી, શિથિલતાને માથે ઘણ પડે તેવા નિશ્રયબળની જરૂર છેજી. Page #726 -------------------------------------------------------------------------- ________________ ૭૧૭) પરમકૃપાળુદેવે લખેલું એક વાક્ય સ્મૃતિમાં આવવાથી, લખીને, આ પત્ર પૂરો કરું છુંજી : ““જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે-પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે.” (૪૭૯) (બી-૩, પૃ.૪૮૬, આંક ૫૧૮) I આત્મહિતનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે, એવો નિશ્ચય મુમુક્ષુજીવને અવશ્ય કર્તવ્ય છે, એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વકર્મના ઉદય તથા જીવના શિથિલપણાને લીધે તેનો લાભ લેવાતો નથી, તેમાં પણ શિથિલપણાનો દોષ તો જરૂર, જરૂર ટાળવો ઘટે છેજી. (બો-૩, પૃ.૫૬૦, આંક ૬૨૪) | શરીર તો, કર્માધીન - શાતા-અશાતા પૂર્વે બાંધી છે તે અનુસાર, ત્યાં કે અહીં વર્તવાનું છે. જેવી ફરસના હોય તેમ થયા કરે છે. તેને આગળ કરીને જીવ વિચાર કરે તો જીવને શિથિલ થવામાં સહાય મળે છે. દેહને અર્થે આત્માને અનંતવાર ગાળ્યો છે એમ પરમકૃપાળુદેવનું કહેવું છે, તે શા અર્થે હશે ? તે વિચારશો. (બી-૩, પૃ.૫૪૩, આંક ૫૯૬). સંલેખના I શરીરને કૃષ કરવું, તે સંલેખના શરીરનું લાલનપાલન કરે તો દોષનું ઘર થઈ જાય. જેને કાયા પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય, તેને સંલેખના છે. કષાય ઓછા કરે, તે અંતરસંલેખના છે. કાયામાં વૃત્તિ રહી તો આત્માનું હિત થવાનું નથી. કાયસંલેખના અનુક્રમે થાય છે. કાયસંલેખનામાં ભગવાનને શરણે ચિત્ત રાખવું. જેનાથી ધર્મ થાય, તેવા દેહની સંખના કરવા નથી કહ્યું. સ્યાદ્વાદ માર્ગ છે. ધર્મ સધાતો હોય તો દેહને પોષવો. શરીરને નાખી દેવું નથી, પણ તેનાથી ધર્મનું કામ લેવું છે. મનુષ્યદેહ વિના ધર્મનું કામ ન થાય. ધર્મમાં જેની કાયા મદદ ન આપતી હોય, તેણે તેને કૃષ કરવી. (બો-૧, પૃ.૧૦૮) મૃત્યુ D પ્રશ્ન : માણસ મરી જાય છે, ત્યારે કેવી રીતે અંદરથી આત્મા જતો રહે છે? કંઈ ખબર, કેમ પડતી નથી ? ઉત્તર : આયુષ્યકર્મને આધારે આ દેહ ટકતો હતો તે જેમ દિવામાં દિવેલ કે ઘાસતેલ થઈ રહે એટલે દીવો બુઝાઈ જાય છે અને જ્યોતિ વગરનું ફાનસ કે કોડિયું પડયું રહે છે; તેમ દેહમાંથી અરૂપી આત્મા, કર્મ જ્યાં લઈ જાય ત્યાં ચાલ્યો જાય છે, એટલે તેના આધારે શ્વાસોશ્વાસ, લોહીનું ફરવું, ગરમી વગેરે નિશાનીઓથી જીવ જણાતો હતો તે ન દેખાવાથી, આત્માં ચાલ્યો ગયો એવું નક્કી થાય છે. પવન વાતો હોય ત્યારે જેમ ઝાડનાં પાન હાલતાં જણાય છે, સ્થિર પાન જણાય તો પવન પડી ગયો છે એવું લાગે છે; તેમ આત્મા આંખે દેખાય તેવો પદાર્થ નથી અને કર્મ જે સાથે જાય છે, તે પણ પવનની પેઠે દેખાય તેવાં નથી; એટલે જતો કેમ કરીને ભળાય? પણ જેનો આત્મા નિર્મળ હોય છે, તે તો મરતાં પહેલાં પણ જાણે છે કે છ મહિના પછી આનો દેહ છૂટી જશે. પરમકૃપાળુદેવ ઘણાને કહેતા કે અમુકનું આટલું આયુષ્ય છે. (બો-૩, પૃ.૨૮૪, આંક ૨૭૪) Page #727 -------------------------------------------------------------------------- ________________ (૭૧૮) T મોટામાં મોટી કસોટી મરણ છે. પૂ. શ્રી અંબાલાલભાઇએ પૂ. શ્રી સોભાગભાઇને મરતી વખતે સ્મરણ સંભળાવવા માંડ્યું, ત્યારે પૂ. શ્રી સોભાગભાઇએ કહ્યું કે “અંબાલાલ, સોભાગને બીજું હોય નહીં.'' મોટા મુનિઓને દુર્લભ, એવી દશા પૂ. શ્રી સોભાગભાઇએ પ્રાપ્ત કરી હતી, પરમકૃપાળુદેવે એમને પહેલાં બહુ ચેતાવ્યા હતા, પરમપુરુષદશાનો લક્ષ રાખવા કહેલું. મહાપુરુષના યોગે સંસ્કાર પડયા હોય છે, તેની ભાવના થાય છે. (બો-૧, પૃ. ૨૮૮, આંક ૩૬). T સદ્ગત ભાઇ ..ના વિયોગે આઘાત લાગવા યોગ્ય છે, પરંતુ તે ખેદ અને લાગણી પલટાવી, વૈિરાગ્યમાં વૃત્તિ, આપ સર્વ સમજુ જનોએ વાળવા યોગ્ય છે; કારણ કે તે આપણા હાથની વાત નથી અને અવશ્ય બનનાર તેમ જ બન્યું છે. ક્લેશ કરી કોઈ આપધાત કરે તો પણ તે વિયોગ ટળી, સંયોગનો યોગ બને, તેમ રહ્યું નથી, તો સમજુ જીવે તો કોઈ જ્ઞાનીપુરુષનાં વચનનું અવલંબન ગ્રહી, વારંવાર થતા ખેદને વિસ્તૃત કરવો યોગ્ય છેજી. આપ તો સમજુ છો, છતાં નાનાં-મોટાં સર્વ, આપનાં કુટુંબીજનોને સમજાય અને વારંવાર યાદ આવે, એવી એક નિર્મોહી કુટુંબની કથા પ્રાતઃસ્મરણીય પૂ. સ્વામી શ્રી લઘુરાજ મહારાજના મુખથી સાંભળેલી, અત્રે લખી જણાવું છું; તે વારંવાર વાંચી, વંચાવી તેનો પરમાર્થ સર્વના હૃદયમાં ઘર કરે તો ભવિષ્યમાં પણ આવા પ્રસંગો જીવને જોવામાં આવે તો કંઇ પણ ક્લેશ થવાને બદલે, પરમકૃપાળુદેવનું શરણ બળવાનપણે ગ્રહણ કરવાનું બનશેજી. એક રાજા મોટું રાજ્ય સંભાળતો હતો, છતાં તેને સદ્ગનો અપૂર્વ યોગ થયેલો, તેથી તેનું ચિત્ત તો આત્મહિત થાય તેવું જ્ઞાનીએ જણાવેલું, તેમાં જ મગ્ન રહેતું. તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય, તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણગ્રામ કર્યા અને પોતાને તેમનો યોગ થયો, ત્યારથી તે ભાવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજી પણ તે સદ્ગુરુનું સ્મરણ ગ્રહણ કરવા ભાવના થવાથી, તે સદ્ગનો યોગ મેળવી, તેમણે જણાવેલું સાધન ત કરવા લાગ્યાં. તેમને પણ તે સાધનનો પ્રગટ અનુભવ થયો એટલે કુંવર યુવાન હતો છતાં, તેને સદ્ગુરુનો સમાગમ કરાવ્યો અને તેને પણ ધર્મની લગની લાગી. કુંવરે તેની સ્ત્રીને સમજાવી, તેથી તેણે સગુરુની ઉપાસના કરી, શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બધાં સસાધન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભોગવવાના પ્રસંગો આવે, તેમાં ઉદાસીન રહેતાં, તેનું માહાત્મ કોઈને લાગતું નહીં. દેવલોકમાં ઈન્દ્ર એક વખત આ રાજાના આખા કુટુંબનાં વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઇન્દ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષો તો કંઈ સમજે પણ બૈરાંમાં ધર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય? તે તો મોહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા, તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. થોડી વારમાં રાજકુમાર વનક્રીડા કરવા, એક ટુકડી લશ્કરની લઈ જંગલમાં ગયો; તે જોઈ દેવે બાવા-યોગીનું રૂપ ધારણ કર્યું અને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તેવો દેખાવ કરી, તેણે કહ્યું : હે રાજાજી ! મોટી ઉંમરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઇ, તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે. તે મારી ઝૂંપડી પાસે વાધે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખોમાં આંસુ સુકાતા નથી. રાજ્યનું હવે શું થશે? Page #728 -------------------------------------------------------------------------- ________________ (૭૧૯) રાજાએ યોગીને આસન પર બેસાડી પૂછયું : યોગીરાજ ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવો છો ? યોગી બોલ્યા : પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો ? તો કહે, ઈશ્વરભજન. રાજાએ કહ્યું : બાવાજી ! આપ આટલો ક્લેશ કરો છો તો તમને સાચા ગુરુ મળ્યા નથી, એમ લાગે છે. નહીં તો પોતાનો દીકરો મરી જાય તોપણ ક્લેશ કરવો નકામો સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તો વૈરાગ્ય વિના ઇશ્વરભજન કેવું કરતા હશો ? માટે હવે સદ્દગુરુ શોધી, સાચો વૈરાગ્ય પામી, ઇશ્વરને ઓળખી, મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી. ત્યાંથી રાણી પાસે તે ગયો. બૈરાં આગળ વળી વધારે ફેલ, દેવમાયાથી તે કરવા લાગ્યો. હાંફતો-હાંફતો, છાતી કૂટતો તે કહેવા લાગ્યો : રાણીજી ! સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો-દોડતો, તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેમને બેસાડી, પાણી પાયું. મોં - માથે સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠો, પાણી પીધું. રાણીજીએ કહ્યું : બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તો મરી જાય છે. કોઇ વધે તે બીજા તોડી લે છે. તેમ મને ઘણાં સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામ્યો, ત્યાં વળી કાળે તેનો પ્રભાવ જણાવ્યો. બનનાર છે તે ફરનાર નથી. અમને સરુનો યોગ થયો છે, તેથી અમને ભક્તિ એ જ, આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાં સુધી ભક્તિ કરી, આ આત્માનું હિત કરીશું પણ આપને આટલો ક્લેશ થાય છે, તે જાણી નવાઈ લાગે છે. ત્યાંથી ઊઠી, તે દેવ કુંવરની પટરાણી પાસે ગયો. ત્યાં જઈ વાળ તોડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. તે જોઈ પટરાણીએ પૂછયું : બાવાજી ! આમ કેમ કરો છો? તેણે કહ્યું : તમારું નસીબ ફૂટી ગયું. કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલી : બાવાજી! આવ્યા તે સારું કર્યું, પણ મારી વાત સાંભળો હું ક્યાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી; પણ મોટો લાભ તો અમને સદ્ગુરુનો યોગ થયો અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ, ત્યારથી અમે બધાં કુટુંબનાં જાણે મરી ગયાં હોઇએ અને અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઇએ, તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઇચ્છા, સુખકારી અમે માનીએ છીએ. આપે હવે ક્લેશ કરશો નહીં. સદ્ગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા-રાણી આવ્યાં એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયો. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યો હતો, એમ કહી તેમને નમસ્કાર કરી, તે પાછો દેવલોકે ગયો. (બો-૩, પૃ.૬૮૫, આંક ૮૨૪). ___ "राजा राणा छत्रपति, हाथिनके असवार । मरना सबको एक दिन, अपनी अपनी वार ।।" દિલગીરી ભરેલો પ્રસંગ બન્યો છે; પરંતુ પરમકૃપાળુદેવનું શરણ જેણે ગ્રહણ કર્યું છે, જેને પરમકૃપાળુદેવ ઉપર પ્રીતિ, પ્રતીતિ અને ભક્તિ જાગી છે, તેને આવા પ્રસંગે ધીરજ વિશેષ રહે છે. જે દુઃખ આવી પડે તે ધીરજથી, બને તેટલા સમભાવથી સહન કરવાથી, જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મ બંધાતાં અટકે છે. Page #729 -------------------------------------------------------------------------- ________________ (૭૨૦) દિવસ પછી રાત આવે છે ત્યારે અણસમજુ જનો અકળાય છે, પણ રાતની રાત હંમેશાં રહેતી નથી; તેમ સુખના દહાડા બદલાતાં, દુ:ખના દહાડા જોવાના આવે છે, પણ હંમેશાં દુ:ખ પણ ટકતું નથી. સુખમાં પણ ભક્તિ કરવી ઘટે છે અને દુ:ખમાં તો વિશેષ-વિશેષ ભાવથી ભક્તિ કરવી ઘટે છેજી. જીવ સુખના સમયમાં ભગવાનને ભૂલી જાય છે, તે વિચારતાં દુઃખના પ્રસંગો ભગવાનની ભક્તિ કરવા પ્રેરનાર ગણાય છે. ઘણા ભક્તોએ ભગવાન પાસે દુ:ખ જ માગ્યું છે. આ અત્યારે તમને સમજાશે નહીં, પણ થોડાં વર્ષ પછી લાગશે કે પરમકૃપાળુદેવે નીચે પ્રમાણે લખ્યું છે તે સાચું છે : “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.'' (૩૦૧) અત્યારે તો સ્મરણમાં, વાંચનમાં, ભક્તિમાં બને તેટલો વખત ગાળવાનું કરશો. તમે બધા સમજુ છો. રોવા-કકળવાથી મરી ગયેલ પાછું આવે નહીં અને રોનારને કર્મ બંધાય. મરી ગયેલાને, કોઇ રીતે તે મદદ કરે એમ નથી; તો રોવું, શોક કરવો, પાછળની વાતો સંભારવી એ માત્ર જીવને દુઃખી કરવાનું કામ છે; માટે શોકને સંભારવો નહીં. જે થાય તે સહન કરવું, એ જ ધર્મ છે. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.'' આ કડી વારંવાર વિચારી, ગમે તેવાં દુ:ખ આવી પડે, પણ આત્માર્થી જીવે આત્માર્થ ચૂકવો નહીં. મનુષ્યભવથી મોક્ષ જેવી ઉત્તમ કમાણી થઈ શકે છે. મનુષ્યભવ સફળ કરવા, હવે પરમકૃપાળુદેવને શરણે, આટલો ભવ ભક્તિમાં ગાળવો છે, એવો નિશ્ચય કરશો તો તમારું તથા તમારા સમાગમમાં આવતા જીવોનું કલ્યાણ થાય, તેવું તમારું જીવન થવા સંભવ છે; માટે ““કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'' (૪૬૦) આમ પરમકૃપાળુદેવે કહ્યું છે; તે વારંવાર વિચારી, ભૂતકાળને ભૂલી જઇ, કેવું જીવન હવે ગાળવું છે તેના વિચારમાં વખત જાય, ભક્તિમાં વૃદ્ધિ થાય તેમ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૭૨૩, આંક ૮૮૧) D આપના પિતાશ્રીને છેવટે, પરમકૃપાળુદેવ પ્રત્યે, આપના નિમિત્તે પ્રેમભાવ, ગુરુભાવ થયો હતો, એ તેમની સાથે ગયો; સગાં, ઘર, ઘરેણાં, પુત્રાદિ બધાં પાછળ પડી રહ્યાં, એ પ્રત્યક્ષ આપણે જોયું. તે ઉપરથી જે જીવની સાથે જાય છે, એવો ધર્મ આરાધવાની બુદ્ધિ, દરેકે વધારવા યોગ્ય છેજી. શા માટે આ મનુષ્યદેહ આપણે પામ્યા છીએ? અને રાતદિવસ કેવા કામમાં તેને ગાળીએ છીએ? આપણે બધાએ દરરોજ વિચારી, જે ઉત્તમ કાર્ય માટે મનુષ્યભવ મળ્યો છે, તેનું આરાધન ઉત્તમ રીતે કરી લેવા તત્પરતા વધારવી ઘટે છેજી. પર્યુષણ જેવા ઉત્તમપર્વના દિવસોમાં લૌકિક ઉત્તરક્રિયાની રડવા-કૂટવાની કુરૂઢિઓ નહીં અનુસરતા હો, એમ ધારું છુંજી, આપણા વડીલના નિમિત્તે કોઈને સદ્ધર્મ પ્રત્યે વૃત્તિ થાય તેવું વાંચન, ભક્તિ, સ્મરણ આદિ લૌકિક રિવાજને બદલે રખાય તો સ્વ-પર બંનેને હિતકારક છેજી. ' Page #730 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ બોરસદના પૂ. ....નો થોડા દિવસ ઉ૫૨ અચાનક દેહ છૂટી ગયો. તેમના કુટુંબના બધાં સંસ્કારી હોવાથી, તેમણે રડવા-કૂટવાનું બંધ કરી, વચનામૃત વાંચવાનો નિયમ રાખ્યો છે; તે જે આવે, તે સાંભળે અને સદ્ગતનો પરમકૃપાળુદેવ તથા પ.પૂ. પ્રભુશ્રીજી તરફ જે ભાવ હતો, તેની વાત કરતા કે સાંભળતા જાય તેવું નિમિત્ત રાખ્યું છે, તે સર્વ મુમુક્ષુઓને દૃષ્ટાંતરૂપ છે; તે જાણવા સહજ આપને જણાવ્યું છે. બાકી ‘‘કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.'’(૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન છે, તે સ્મૃતિમાં રાખી, આત્મકલ્યાણનો લક્ષ ન ચુકાય તેમ વ્યવહારમાં પ્રવર્તતા રહી, નિવૃત્તિ, સત્સંગ, ભક્તિની ઇચ્છા રાખ્યા કરવી ઘટે છેજી. (બો-૩, પૃ.૨૧૦, આંક ૨૦૮) D રૂબરૂમાં વાતચીત થયાથી કંઇક ચિત્તને શાંતિનું કારણ થયું હશે, અને પરમકૃપાળુદેવનાં વચનો સાંભળવાનો, વાંચવાનો ક્રમ રાખશો તો વિશેષ શાંતિનું કારણ થશે. આટલી ઉંમર થતાં સુધીમાં તમારે તો ઘણા પ્રસંગો એવા વેઠવા પડયા છે કે જેનો યથાર્થ વિચાર જીવ કરે તો વૈરાગ્યનું કારણ શોધવા શાસ્ત્રો વાંચવાની જરૂર ન પડે. સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી, સંસાર-દુ:ખથી મુક્ત થવાનો એક જ ઉપાય, એક આત્મજ્ઞાન છે એટલું હૃદયમાં દૃઢ થઇ જાય, તો હવે ગમે તે પ્રકારે પણ આત્મજ્ઞાનના વિચાર સિવાય બીજામાં ચિત્ત બહુ પરોવવું નથી, એમ નિશ્ચય કરવો ઘટે છેજી. બીજી ઉપાધિ આવી પડે તેમાંથી છૂટા થવા, બને તેટલો પુરુષાર્થ તન, મન, વચન, ધન આદિથી કરી, હવે તો એક આત્મકલ્યાણ અર્થે જ જીવતા રહ્યા છીએ, એ ભૂલવા યોગ્ય નથી. બધાંની સાથે મોટરમાં હોત તો આ ઉપાધિ લાંબી-ટૂંકી કરવા કે તે ઉપાધિથી દુઃખી થવા ક્યાં આવવાનું હતું ? માટે આટલું મફતનું જીવવાનું મળ્યું છે એમ માની, જે થાય તે સમભાવ રાખી, જોયા કરવું અને ધર્મકાર્યમાંથી ચિત્તને બહાર કાઢી, વારંવાર ઉપાધિકાર્યમાં ન જોડવું. જે પ્રારબ્ધમાં હશે એટલે પૂર્વનું પુણ્ય જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી, કોઇથી કંઇ આઘુંપાછું થઇ શકે તેમ નથી. નસીબમાંથી કોઇ લૂંટી જાય તેવું નથી એમ વિચારી, કશાની ફિકર રાખ્યા વિના, સદ્ગુરુની આજ્ઞા અખંડિત, હ્દયમાં રાખવી. બ્રહ્મચારી પૂ. .બહેનના મા જ્યારે વિધવા થયા ત્યારે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે આવેલાં. તેને દુ:ખી દેખીને, કરુણામૂર્તિ પૂ. પ્રભુશ્રીજીએ ‘હિંમત ન હારવી, બનનાર છે તે ફરનાર નથી, હિંમતે મરદા તો મદદે ખુદા' વગેરે વચનો કહી કહ્યું કે આમાં શું ગભરાઇ જાય છે ? મોટાપુરુષોને કેવાં-કેવાં દુઃખ આવી પડેલાં - રામને વનવાસ, પાંડવોને વનવાસ તથા દુર્યોધનની પજવણી, ગજસુકુમારની ક્ષમા - વગેરે શબ્દોથી ધીરજ બંધાવી કહ્યું કે આથી વધારે આવી પડશે ત્યારે શું કરીશ ? તે વખતે તેમને લાગેલું કે આથી વધારે દુઃખ વળી કેવું આવી શકે ? પછી તે પોતાને ગામ ગયાં. થોડાં દિવસમાં તેમનાં ઘર લાગ્યાં એટલે તે તો ચિત્રપટ તથા પુસ્તકો વગેરે લઇને બહાર નીકળી ગયાં અને પૂ. પ્રભુશ્રીજીએ કહેલું તે સંભારવા લાગ્યાં કે થવાનું હોય તે જરૂર થાય છે, શોક કર્યો કંઇ લાભ નથી. દૂર રહ્ય-રહ્યું ઘર લાગતાં જોયા કર્યું પણ હિંમત છોડી દઇ, ગભરાઇ ન ગયાં. પતિનો દેહ છૂટી ગયો, ઘર બળી ગયાં, છોકરાં નાના હતા; છતાં જે થવાનું છે તે મિથ્યા કેમ થાય ? એમ વિચારી હિંમત રાખી. તેમ તમારે પણ ગંભીરતાથી સર્વનું સાંભળ્યા કરવું. ભલે લોકો કહે કે એને છોકરા ઉપર ભાવ નહીં તેથી રડતી નથી કે કંઇ ગણતી નથી, પણ તેથી નુકસાન નથી; પણ જો આર્તધ્યાનમાં ચિત્ત રહેશે અને Page #731 -------------------------------------------------------------------------- ________________ (૭૨૨) રોવા-કકળવામાં જેટલો કાળ ગાળશો, તે વખતે કર્મ બંધાશે, તે ભોગવતી વખતે આકરાં લાગશે; અને લોકો સારાં, સારાં કહેશે તેથી કંઈ કર્મ ઓછાં નહીં બંધાય. માટે જ્ઞાની પુરુષની આજ્ઞામાં ચિત્ત રાખી, સદાચાર અને નીતિપૂર્વક વર્તવાનું રાખવું. કોઈના ઉપર દ્વેષબુદ્ધિ ન આવે, તેમ જ કોઇ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ વડે પ્રતિબંધ ન થાય, તેવું વર્તન રાખવાનો અવસર આવ્યો છે. તેનો વારંવાર વિચાર કરી, જેટલી સમતા સેવાશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે, એમ જરૂર માનશો. જે ભાવ, મરણ વખતે આખરે રાખવાના છે, તે અત્યારથી જ સેવવા જે કેડ બાંધી પુરુષાર્થ કરશે, તેને સમાધિમરણ મહોત્સવરૂપે લાગશે. મરણપ્રસંગ વિકટ, દુઃખદાયી નહીં લાગે. માટે શાંતિ, સ્વસ્થતા આત્મામાં વર્તે તે અર્થે મંત્રસ્તરણ, ભક્તિ, સત્સંગની ઉપાસના કરવી. પૂ. .. ને ભલામણ છે કે પત્ર વાંચી - વિચારી, તમારાં બહેનને વાંચી સંભળાવતા રહેશોજી. સત્સંગ અર્થે જ તમે ગયા છો, તે ચૂકશો નહીં. લોકલાજમાં તમારાં બહેન તણાય નહીં, તેવી ચેતવણી આપતા રહેશોજી. (બી-૩, પૃ.૩૪૬, આંક ૩૪૯) T “બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.” (૪૭) આયુષ્ય અલ્પ લઈને આવેલા મહેમાનને, કોણ વધારે વાર રાખવા સમર્થ છે? તેની પાછળ ખેદ કરવામાં કંઈ સાર નથી. જે બની ગયું, તે અન્યથા થવાનું નથી. ઊલટું આર્તધ્યાન કરી કર્મ બાંધવાથી, આપણું એટલું ભક્તિ કરવા યોગ્ય આયુષ્ય એળે જાય અને એવા વખતમાં આયુષ્ય બંધાઈ જાય તો રોકકળ કરનારને ઢોર-પશુની ગતિમાં જવું પડે. એવું કામ પોતે પણ ન કરવું અને બીજાને પણ સમજાવી રડવા-કૂટવાથી પાછા વાળી, કંઈ વાંચી સંભળાવવું. સમાધિસોપાનમાંથી અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાઓ, જે કોઈ રોવા કે સાંભળવા આવે, તેમને તે દિવસોમાં સંભળાવવાથી, તમારો તેમ જ સાંભળનારાઓનો વખત ધર્મકાર્યમાં જવાથી સ્વપરહિત થશેજી. સમ્યફવૃષ્ટિ જીવ સવળું કરે.' એવું પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. શોક થતો હોય, તેને તપાસે કે દીકરા ઉપર બહુ મોહ કર્યો હતો તો હવે આ વિયોગ વધારે સાલે છે. જેમને વધારે મોહ તેના ઉપર નહીં હોય, તેમને એટલું બધું લાગતું નથી; તો હવે એ શિખામણ લેવી કે નાશવંત વસ્તુઓ ઉપર મોહ કરવો, તેમાં આનંદ માનવો, તે ક્લેશકારી આખરે નીવડે છે. માટે હવે વિષયભોગ, સગાંવહાલાં, ધન, ખેતર, કુટુંબ આદિનો વિચાર કરી, ઊંડાં મૂળ મોહે નાખ્યાં હોય, તેને ખેંચી કાઢવાનો, તેને વિચારીને ક્ષય કરવાનો અવસર આવ્યો છે. તો હવે શાના વિના મારે ચાલે એવું નથી? મરતી વખતે મને શું આડું આવે એવું છે? શામાં મારું મન વારંવાર ભમ્યા કરે છે? એનો વિચાર કરી, મરણ આવ્યા પહેલાં, મરણ બગાડી અધોગતિ કરાવે એવી વૃત્તિઓને શોધી શોધીને, હવે દૂર નહીં કરું તો અચાનક મરણ આવી પહોંચશે ત્યારે મારાથી એકાએક એટલો બધો પુરુષાર્થ નહીં થાય કે તેમાં મારું મન ન જ જવા દઉં. માટે પહેલેથી વિચારી-વિચારી, દોષોને ઓળખી, તે દોષો દૂર કરવા સદૂગુરુશરણથી આજે જ કેડ બાંધવી છે એવો નિર્ણય કરી, જીવન સફળ થાય તે માટે પુરુષાર્થ કરવાનો ક્રમ આરંભશો તો પુત્રવિયોગની વાત વિસારે પડશે, અને આ જીવની શી વલે થશે? એ વાત મુખ્ય થશે, અને એ જ હવે તો કર્તવ્ય છેજી. Page #732 -------------------------------------------------------------------------- ________________ (૭૨૩) બીજાનું ભલું કરવા આપણે સમર્થ નથી, પણ આપણા જીવને અધોગતિના મહાદુઃખોમાંથી બચાવી લેવા, સવિચાર કરી, સદાચારમાં આવી આપણું હિત કરવું, તે તો આપણા જ હાથની વાત છે. સુપુત્રે તો પોતે મરીને શિખામણ આપી કે આમ સર્વને વહેલામોડા જવાનું છે, માટે જરૂર જરૂર જરૂર ચેતજો. જાતે જોયેલી વાત ભૂલી ન જતાં, આપણે માથે મરણની ડાંગ ઉગામેલી જોતાં રહી, સત્કાર્યોમાં વધારે ચિત્ત દઇ, પાપથી બીતા રહેવા વિનંતી છે. (બો-૩, પૃ. ૨૭૪, આંક ૨૬૭) D . ... ના પત્રથી આપનાં ધર્મપત્નીના દેહત્યાગના સમાચાર મળ્યા. નાની ઉંમરમાં એ બાઈને ધર્મભાવનાના અંકુર ઊગવા લાગ્યા હતા, ત્યાં તો મનુષ્ય-આયુષ્યરૂપ ધર્મધન લૂંટાઈ ગયું એ ખેદનું કારણ છે; પણ તે ખેદનું ફળ સાંસારિક પરિભ્રમણનું કારણ ન થાય તે અર્થે, ખેદને વૈરાગ્યના રૂપમાં પલટાવવા વિનંતી છે. એક રીતે આ પ્રસંગ આપની, પ્રથમ પત્રોમાં જણાવતા હતા તેવી, મહદ્ અભિલાષાઓનો માર્ગ ખુલ્લો કરનાર સમજવા યોગ્ય છેજી. જીવન કેમ વ્યતીત કરવું, તેનો યથાર્થ વિચાર કરવા યોગ્ય અવસ્થામાં અત્યારે તમે મુકાયા છો; તો મોહને વશ થઇ, અન્યના સંકુચિત સાંસારિક વિચારોને માન આપતા પહેલાં, આપણે કેવા થવું છે, અને તે કયા માર્ગે થવાય તેમ છે તે વિચારવા, જોઇતો વખત છ-બાર માસ બ્રહ્મચર્ય પાળી, પછી જેમ યોગ્ય લાગે તે ક્રમ અંગીકાર કરવો ઘટે છેજી; એટલે કોઈ સાથે વચનથી બંધાઈ ન ગયા હો તો વચન આપતા પહેલાં, કેળવાયેલા માણસે કે આત્મહિતઇચ્છકે જે જે વિચારો કરવા ઘટે તે કર્યા પહેલાં, વચન આદિ બંધનમાં ફસાઈ ન જાઓ એટલા માટે આ ચેતવણી આપી છે જી. બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં' એવી કહેવત છે, છતાં વિચાર કરી પગલું ભરનારને પસ્તાવું પડતું નથી. પોતાને પોતાની પરીક્ષા લેવાનો પ્રસંગ આવ્યો છે, ત્યાં ઉતાવળ ન કરવી, એવી સૂચના છેજી. (બો-૩, પૃ.૪૩૨, આંક ૪૪૪) | સદૂગત ....નો હાર્ટફેલ થવાથી દેહ અચાનક છૂટી ગયો, તે જાણ્યું. પર્યુષણ પર્વ ઉપર તે આવ્યા હતા. જે ભાવો, ભક્તિ આદિ કરી ગયા તે સાથે ગયું. આવું અચાનક મરણ સાંભળી, સર્વને વૈરાગ્ય અને ખેદનું કારણ થયું છે; પણ જ્યાં આપણો ઉપાય નહીં, ત્યાં વૃત્તિ પરમકૃપાળુદેવના ચરણમાં વાળવી યોગ્ય જ છેજી. ગમે તેટલો ખેદ કરીએ, રાતદિવસ સંભાર-સંભાર કરીએ તોપણ એમાં તેમનું કે આપણું, કોઈનું હિત થાય તેમ નથી. માટે ખેદને પલટાવી ભક્તિ-વૈરાગ્યમાં વૃત્તિ વાળવી ઘટે છેજી. તમે તો સમજુ છો, તેમ છતાં છોકરાં વગેરે પ્રત્યે વૃત્તિ જતી હોય, તેનું ફળ સંસાર સિવાય કંઈ નથી એમ વિચારી, તેમને પત્ર લખાવો તો તેમને પણ ધીરજના બે બોલ લખાવશોજી. બનનાર તે ફરનાર નથી. જેમ થવાનું લખત હતું તેમ થયું. તે ટાળવા કોઈ સમર્થ નથી. શોક કરવાથી કર્મ બંધાય છે એમ જાણી, આપણા મરણનો વિચાર કરી, જેટલું મનુષ્યભવમાં જીવવાનું હોય, તે પ્રમાદ તજી, ભક્તિભાવમાં ગાળવાની શિખામણ આ પ્રસંગ ઉપરથી ગ્રહણ કરી, ક્ષણે-ક્ષણે મંત્રનું સ્મરણ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો ઉપકાર તથા તેમના સમાગમમાં જે વખત ગયો હોય તેને યાદ કરી, તેમણે કહ્યું હોય તે તાજું કરી, તેમનું કહેલું કરવા જ, હવે તો જીવવું છે; ભલે દુઃખ ઉપર Page #733 -------------------------------------------------------------------------- ________________ (૭૨૪) દુઃખ આવી પડો, પણ મારે તો જ્ઞાનીનું કહેલું ક્ષણવાર પણ વીસરવું નથી, એવું દૃઢ મન કરી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચી શકાય તો વાંચ્યાં કરવાં, ન વંચાય તો મોઢે કરેલું બધું ફેરવવું, વિચારવું અને પોતાના દોષો જોઇ દોષો કેમ દૂર થાય, તેના ઉપાય શોધી, દોષો ટાળવાના પુરુષાર્થમાં કાળ કાઢવા વિનંતી છેજી. પરમકૃપાળુદેવ, પ.પૂ. પ્રભુશ્રીજી આદિ કોઈ મરી ગયા એમ માનવું, એ અજ્ઞાન છે. અજર, અમર એવો આત્મા માનવા આપણને જ્ઞાનીઓ પોકારી-પોકારીને કહે છે અને આપણે “મરી ગયા’ કહીએ, તે કેવું અણઘટતું છે ? આત્માને દેહ બદલવો પડયો, પણ આત્મા તો આત્મા જ છે; તે કદી મરે નહીં. હવે દેહની સગાઈ ભૂલી, આત્મવૃષ્ટિ વારંવાર સંભારી, “કોઇ મરી ગયું નથી' એમ કૃઢ, હૃયમાં રાખવા વિનંતી છેજી. લોકો ભલે લૌકિકક્રિયા કરે અને આપણે તે જોયા કરવી પડે; પણ આત્માને માનનાર, આત્મા ગમે ત્યાં વિશ્વમાં છે જ, એમ તૃઢ માને છે. તે મરી જાય જ નહીં; આત્મા નિત્ય છે, એ વારંવાર વિચારવા ભલામણ છેજી. સંસારને સ્વપ્ન સમાન જાણી, સ્વપ્નની પેઠે ભૂલી જવા જેવો છેજી. (બી-૩, પૃ.૭૧૪, આંક ૮૬૫) | ખેદના પ્રસંગમાં પણ પુરુષ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે જેટલી શ્રદ્ધા જીવને પ્રગટી છે, તેટલું તે કામ જરૂર કરે છે. આત્મા છે, નિત્ય છે એમ જેને દ્રઢ થયું છે, તેને દેહનો તો શોક કર્તવ્ય નથી; અને આત્મા અજર, અમર, અવિનાશી, દેહાતીત છે એવી ભાવના કરનાર, પુત્ર આદિ કલ્પિત પદાર્થોમાં હર્ષ-શોક ન કરે, થાય તો તેને ભૂલ માને. આ ભૂલ અવશ્ય ટાળવી છે, એવો દૃઢ નિશ્ચય કરે અને બનેલા પ્રસંગને પોતાને આગળ વધવાનું નિમિત્ત બનાવે. સદ્ગત ....ના માતુશ્રીને પણ ધીરજ આપશો અને પત્રાંક ૫૧૦ બંધવૃત્તિ સંબંધી વાંચી સંભળાવશો તથા થાય તો મુખપાઠ કરવા સૂચવશોજી. ધીરજ, સમતા, ક્ષમા, સમાધિમરણ એ બોલો વારંવાર વિચારી, તે ભાવો દ્ધયગત થાય, તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૮૫, આંક ૬૬૨) | રૂડા જીવો બહુ અલ્પ આયુષ્યવાળા હોય છે, એમ સામાન્ય પ્રચલિત લોકવાયકા છે, તે, તે ભાઇએ ખરી પાડી. વિવેકી મુમુક્ષુનું કર્તવ્ય તો જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે વર્તવાનું છે. હર્ષ-શોકના પ્રસંગે, જ્ઞાની આવા પ્રસંગે શું કરે? કેવા ભાવને ધન્યવાદ આપે? તે વિચારતાં જીવને ધીરજ પણ આવવા સંભવ છેજી. ઘણા ભોળા જીવો પણ આવા પ્રસંગે એમ ગણી સંતોષ માને છે કે મારો દીકરો ક્યાં હતો? ભગવાનનું ધન ભગવાને સંભાળી લીધું. મારે ત્યાં અનામત મૂકેલી થાપણ ઉપાડી લીધી; આમ માનીને પણ મન વાળે છે અને ખેદને દૂર કરે છે તે પણ એક અપેક્ષાએ આર્તધ્યાનથી બચે છે. જે જીવ સદ્દગુરુનાં વચનો સાંભળી કંઈ મુમુક્ષતાનો ગુણ ધારણ કરતો હોય, તે જીવ સદ્ગુરુનાં વચન ઉપર વિશ્વાસ રાખી યથાર્થ સમજ કરે છે કે “જે થાય તે ભલું માનવામાં આવે' એમ સદ્ગુરુએ કહ્યું છે, Page #734 -------------------------------------------------------------------------- ________________ (૭૨૫ તેનો મારે વિચાર કરવો. જે પુત્ર કહેવાતો, તે આત્મા હતો; તેના તરફ મોહબુદ્ધિ કરી, મને તે મદદ કરશે એવી આશા હું ધારતો હતો, તે મારી ભૂલ હતી; તે ભૂલ મરણ સ્વીકારીને તે બાળકે, ગુરુરૂપે મને બતાવી કે કોઇ કોઇનું નથી, સર્વ કર્માધીન પરવશ છે; મરણ વખતે માતાપિતા કે ભાઇબહેન કોઈ બચાવી શકે તેમ નથી, માત્ર જેટલો બોધ અને વૈરાગ્ય જીવમાં પરિણામ પામ્યો હશે, તેટલો જ ત્યાં બચાવ થાય તેમ છે. તે કર્મબંધથી મુકાવનાર છે. આવા દુ:ખના, શોકના પ્રસંગે પણ બોધ અને વૈરાગ્ય, સદ્ગુરુકૃપાએ જેટલો અંતરમાં ઉતાર્યો હશે, તે આર્તધ્યાન કરતાં અટકાવશે કે ખાતર પાછળ દિવેલનો ખર્ચ કરવા જેવું મરણ પાછળ દુઃખી થવું નકામું છે. નથી ગમતાં તેવા કર્મો, નવાં બાંધવાનું કારણ, મહાભયંકર તિર્યંચગતિના બંધનું કારણ આર્તધ્યાન છે. સમજુ જીવો આવે વખતે ચેતી જઈ સદ્ગુરુનાં વચનોનું અવલંબન અને આશ્વાસન શોધી, સત્સંગ શોધે છે કે મુમુક્ષુજનોનો સહવાસ ઇચ્છે છે, યાત્રા વગેરેના બહાને જે જે વસ્તુઓ જોઇને આર્તધ્યાન થાય, તે તે વસ્તુઓ કે તે તે સ્થળોથી દૂર વિચરે છે, કંઈક ચિત્તની સ્થિરતા થયે ઘેર આવે છે; પરંતુ મારવાડમાં તો વિલાપ કરવાનો છ-છ માસ સુધીનો રિવાજ છે, તેથી તો તે ભુલાઈ જતી હોય તો તાજી કરી આર્તધ્યાન ઊભું કરવાનો ઊંધો રિવાજ છે, ત્યાં મુમુક્ષુજીને કેવી રીતે આર્તધ્યાનથી બચવું, તે બધા મુમુક્ષુજનો મળી વિચાર કરશો અને કર્મબંધનાં કારણો ઓછો થાય તે સન્માર્ગ, કેમ વર્તમાન પ્રસંગે આદરવો, તે યથાશક્તિ વિચાર કરી, સર્વને સંમત કોઈ રસ્તો લેવા યોગ્ય લાગે, તે લેવો ઘટે છેજી. ગમે તે રસ્તે પણ શોક ઘટાડવો. જ્યાં નિરૂપાયતા ત્યાં સહનશીલતા એ જ ઉપાય છેજી. (બો-૩, પૃ.૧૪૦, આંક ૧૪૧) D આપનું કાર્ડ, ખેદજનક પ્રસંગનું મળ્યું. જેણે પુરુષનાં દર્શન કર્યા છે, તેમનો બોધ સાંભળ્યો છે, ભક્તિભાવ જાગ્યો છે તેણે સંસારના ખેદકારક પ્રસંગોમાં આર્તધ્યાનમાં ચિત્ત જતું રોકી, ભક્તિભાવમાં, સદ્વાંચન-વિચારમાં મન પરોવવું ઘટે છેજી. જે બનનાર હતું, તે બની ગયું. તે વિષે નૂરી મરે તોપણ અન્યથા થવાનું નથી એમ વિચારી, જ્ઞાની પુરુષો જે ત્યાગવાની વારંવાર ભલામણ કરે છે, એવા સંસારનું અસારપણું વિચારવું ઘટે છે તથા આપણે માથે પણ મરણ ઝપાટા દઈ રહ્યું છે, તેનો વારંવાર વિચાર કરતા રહી, સમાધિમરણની તૈયારીમાં મારો કાળ મુખ્યપણે ગાળવો છે, એવો નિશ્રય કરવાથી અને તેનો લક્ષ રાખવાથી, ખેદ પલટાઈને વૈરાગ્ય ઉદ્ભવશે. સંસારનાં ફળ દુ:ખદાયી છે, વિષયભોગ ઝેર જેવાં છે અને દેહ રોગનું ઘર છે એમ ચિંતવી, બ્રહ્મચર્ય, સાસ્ત્રનું વાંચન કે શ્રવણ તથા પરભવ સુધારવાનો નિશ્ચય હિતકારી જાણી, પરમકૃપાળુદેવનું શરણ વૃઢપણે ગ્રહી, તેમનાં અધ્યાત્મરસપોષક વચનો મુખપાઠ કરવાના પુરુષાર્થમાં પ્રવર્તવા ભલામણ છેજી છ પદનો પત્ર, આત્મસિદ્ધિશાસ્ત્ર તથા પત્રાંક ૬૮૯, થોડું-થોડે મુખપાઠ કરવાનો પુરુષાર્થ લઈ મંડશો તો બધું વિસારે પડશે અને વૈરાગ્યની વૃદ્ધિ થતાં સમ્યક્ત્વનું કારણ થશે. (બો-૩, પૃ.૭૬૫, આંક ૯૭૦) Page #735 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ મરણ દરેકને માથે ચક્કર મારે છે, ક્યારે ઉપાડી જશે તે નક્કી નથી. દરદ ભલે મટી જાય પણ મરણ તો જરૂર એક દિવસ આવનાર છે. માટે મરણ સુધરે તેવા ભાવ, આજથી કરતા રહેવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૭૯૪, આંક ૧૦૨૦) D D આપનું કાર્ડ મળ્યું. ધર્મસ્નેહને લઇને ખેદની લાગણી તથા વૈરાગ્યની સ્ફુરણા થઇ. અણધારી રીતે તે શ્રદ્ધાળુ આત્માએ સર્વનો સંગ તજી, પોતાના ભાવિ માર્ગ પ્રત્યે પ્રયાણ કર્યું. આ કાળને, આવા જીવો વધારે વખત સુધી આ ક્ષેત્રે રહે, તે પોષાય નહીં, એમ લાગવાથી તેને હરી લીધો હોય, તેમ ધર્મયૌવનમાં એકાએક લૂંટ પડી. તેનાથી બને તેટલું તે કરી છૂટયો. હવે આપણો કાળ આવી પહોંચે ત્યાં સુધીમાં, આપણે કેમ જીવવું, તે નક્કી કરવાનું આપણા હાથની વાત છે. એકાએક ચેતવણી આપીને ચાલ્યો જાય, તેવું તેનું જીવન, સર્વને ચેતવણીરૂપ છે. પ્રત્યક્ષ સમજાય તેવું છે કે બાપ કરે તે બાપની સાથે, પુત્ર કરે તે પુત્રની સાથે, મા કરે તે માની સાથે, સ્ત્રી કરે તે સ્ત્રીની સાથે અને પતિ કરે તે પતિની સાથે જાય છે. કોઇ કોઇને કંઇ પણ આપી શકે કે લઇ શકે તેમ નથી. માત્ર કલ્પનાથી મેં આને ઉછેર્યો' કે ‘એણે મને આ લાભ કર્યો' એમ માનીએ છીએ. પોતે જ પોતાનો મિત્ર કે પોતે જ પોતાનો શત્રુ છે એમ વિચારી, હવેથી આ આત્માને જન્મજરામરણરૂપ કસાઇખાનામાંથી છોડાવવા, જરૂર પ્રયત્ન કરી, પોતે પોતાનો મિત્ર બનવું છે, એવો દૃઢ નિશ્ચય કરી, સદ્ગુરુઆજ્ઞામાં પળે-પળે વર્તાય તેમ કરવું, એ જ અત્યારે બની શકે તેમ છેજી. બીજાને સંભારી શોક કરવાથી, નથી બીજાનું ભલું થવાનું કે નથી પોતાનું ભલું થવાનું, પણ ભક્તિમાં ચિત્ત વિશેષ બળ કરીને રાખીશું તો પોતાના આત્માને આશ્વાસન અને ક્લેશરિહતપણું પ્રાપ્ત થશે અને અન્યને પણ શાંતિનું કારણ બનશે. તે વિચારી, ત્યાંના સર્વે મુમુક્ષુવર્ગે મળી, વધારે વખત ભક્તિમાં ગળાય તેમ કરશોજી. (બો-૩, પૃ.૩૨૩, આંક ૩૧૫) મરણના મુખ આગળે, અશરણ આ સૌ લોક; કાં ચેતી લે નહિ ચતુર, મૂકવી પડશે પોક. દેહાદિ સર્વ અનિત્ય છે એવી પ્રતીતિ જો થઇ, સદ્ગુરુકૃપાથી તત્ત્વશ્રદ્ધા અચળ જો હ્દયે રહી; તો વન વિષે કે જન વિષે, તું સર્વ સ્થાને છે સુખી, પણ ક્ષણિકતા ને તત્ત્વશ્રદ્ધા વિણ, ગમે ત્યાં તું દુઃખી. મહાપુરુષની મહેરથી, જાય જન્મ સંસાર; વહાણ વિષેના પહાણ પણ, પહોંચે દરિયાપાર. પૂ. .ના દેહત્યાગના સમાચાર મળ્યા. અચાનક આવો પ્રસંગ સાંભળી સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ બન્યું હતું. પરમકૃપાળુદેવે લખ્યું છે : ‘‘બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.'' (૪૭) થયું, તે ન થયું, થનાર નથી. કર્મને આધીન સર્વ પરાધીન છીએ એમ માની, તે કર્મશત્રુનો નાશ કરવા સદ્ગુરુકૃપાથી જે સત્સાધન મળ્યું છે, તેની ઉપાસના વર્તમાન અને ભાવિ સંકટો દૂર કરવા સમર્થ છે એમ વિચારી, શોક મંદ કરી, તેને વૈરાગ્યના રૂપમાં પલટાવી, Page #736 -------------------------------------------------------------------------- ________________ (૭૨૭) પરમાર્થ-વિચારણામાં મનને રોકવું હિતકારી છે, એમ સર્વ મહાપુરુષોએ માન્યું છે. જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છેજી. દેહના સંબંધ તો વહેલેમોડે સર્વને છોડવા પડયા છે, પણ “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.' એ છ પદના સુવિચાર અને છઠ્ઠા પદમાં પ્રવૃત્તિ, એ જ આપણું અને આપણા સમાગમીઓના સત્ય હિતનું કારણ છેજી. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે તે કાર્ય મારા-તમારા-સર્વથી બની શકે તેવું છેજી; તો સત્સંગ, સદ્વિચાર અને સઆચાર વડે, જેટલું બાકીનું જીવન જીવવાનું છે, તે સદ્ગુરુશરણે શોભાવીએ, એવી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ વિનયભાવે પ્રાર્થના છેજી. (બી-૩, પૃ.૫૭૦, આંક ૬૪૧) | આપનો શોક-સમાચારવાળો પત્ર પ્રાપ્ત થયો. ઘણા પુણ્યના સમૂહથી, આ માનવદેહરૂપી હોડી ખરીદેલી છે, તે ભવસાગર તરવા માટે જ છે. માટે તે તૂટી જાય તે પહેલાં, પેલે પાર પહોંચવાનો પ્રયત્ન, આપણે બધાએ કરી લેવો ઘટે છેજી. આમ અચાનક આયુષ્ય તૂટી જાય છે' એવો સચોટ ઉપદેશ આપવા જ જાણે, તે ભાઇ મરણને શરણ થઈ, આપણને ઉપકારી થયા છે; તો આપણે હવે આ મોહનીંદમાંથી જાગ્રત થવું ઘટે છેજી, પ્રમાદ તજી સ્વરૂપસાધના તરફ વિશેષ વૃત્તિ વાળવી ઘટે છેજી. જેને માટે ઝૂરવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે, તેની ઝૂરણા જીવ કરતો નથી અને જેમાં આપણું કંઈ વળે નહીં, માત્ર આર્તધ્યાન થાય, એવા પ્રસંગોમાં મોહને લઈને ઝૂરે છે, તેવી આપણી અંધદશાની કરુણા આણી, તે મહાપુરુષ ઉપદેશે છે : “ “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય?' આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે વૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી.' (૧૯૫). દેહ-ઇન્દ્રિય સંબંધીના સુખની જીવને ઝંખના લાગી છે. તે મેળવવા, સાચવવા કે તેનો નાશ થતાં, તેની ઝૂરણા કરવામાં, જીવની બધી વૃત્તિઓ રોકાઈ રહી છે, એટલે પરમાર્થનો વિચાર કે ભવ-પરિભ્રમણનો ત્રાસ, તેને સાંભરતો નથી. એક માખી આંખ આગળ બમણતી હોય કે કાન આગળ મચ્છર ગણગણતો હોય તો તેની તરત કાળજી રાખી ઉડાડી મૂકે છે; પણ માથે મરણ ઝપાટા દઈ રહ્યું છે, તે ક્યારે ઝડપી લેશે તેનો નિર્ણય નથી, છતાં જીવ નિરાંતે ઊંઘે છે, એ કેટલું મૂઢપણું છે ? સાપના મુખમાં પકડાયેલો દેડકો, પાસે ઊડતા મચ્છરને પકડવા માં પહોળું કરે છે, તેમ આ જીવ મરણના વિચાર ભૂલી, ભોગમાં વૃત્તિ રમાડયા કરે છે; એનો વારંવાર વિચાર કરી, જ્ઞાની પુરુષોએ આદરેલો પુરુષાર્થ, સહન કરેલા પરિષદો અને આપેલા ઉપદેશો તથા સત્સાધનો, તેનું માહાસ્ય વારંવાર દયમાં લાવી, તેમને પગલે-પગલે ચાલવાની ભાવનાથી, તેમણે બોધેલ માર્ગે હવે તો નિરંતર વૃત્તિ રહે અને તે લક્ષ ચુકાતાં મૂંઝવણ આવે, ન ગમે તેવું વર્તન કરવું ઘટે છે. હવે તો ઇન્દ્રિયોનાં તુચ્છ સુખોમાં વૃત્તિ જતાં મન ગ્લાનિ પામે, જાણે શરમાવું પડે તેવું મનમાં થાય, તેમ કર્તવ્ય છેજ. (બી-૩, પૃ.૪૮૪, આંક ૫૧૬) Page #737 -------------------------------------------------------------------------- ________________ (૦૨૮ “રોના કહા વિચારકે, હસના કહા વિચાર; ગયે સો આવનકે નહીં, રહે સો જાવનાર.'' આપના પિતાના દેહત્યાગના સમાચાર જાણ્યા. તમે બનતી સદ્ગની સ્મૃતિ આપવા જે પ્રયત્ન કર્યો, તેથી તમને અને તેમને, બંનેને લાભનું કારણ છે. મરણ અચાનક આવી ઉપાડી જાય છે એ જાણી, ભય કે શોક કરવા યોગ્ય નથી, પણ ચેતવા જેવું છે. વૈરાગ્યનાં નિમિત્તો નજરે જોવા છતાં જીવ જાગતો નથી, એ મોહનું જોર છે. મનુષ્યભવ વિશેષ ટક્યો હોત તો વૃદ્ધાવસ્થા કે વેદના ભોગવતાં પણ સરુની આજ્ઞા ઉપાસી, ધર્મમાં દૃઢ થવાનો યોગ બનત. તે યોગ તેમને છૂટી ગયો, એ ખેદનું કારણ છે. આમ એક દિવસે આપણે સર્વેને ચાલી જવાનું છે એમ વિચારી, દેહ ઉપરનો મોહ, ધન ઉપરનો મોહ તજી, સગાંસંબંધી, કુટુંબ, ઘર, ખેતર, કપડાં, ઘરેણાં સર્વનો સંબંધ અનિત્ય અને પર જાણી, તેને અર્થે પાપ કરતાં અટકવું ઘટે છે. (બો-૩, પૃ.૧૨૨, આંક ૧૨૦) [ પૂ... ના અચાનક દેહત્યાગના સમાચાર સાંભળી ખેદ થયો છેજી. સર્વ મુમુક્ષુવર્ગને પણ નવાઇ અને ખેદ થયેલ છે.જી. તેમના અલ્પ પરિચયવાળા જીવોને પણ, તેમના મળતાવડા અને ગંભીર સ્વભાવથી, આ સમાચાર સાંભળી ખેદનું કારણ બને તો તેમના વિશેષ પરિચય અને સગાઇ-સંબંધવાળાને વિશેષ શોકનું નિમિત્ત બનવા સંભવ છે. છતાં વિચારવાન જીવે તે ખેદને વૈરાગ્યમાં પલટાવી, આત્મહિતમાં વિશેષ જાગ્રત થવું ઘટે છેજી. પોતાના સ્વાર્થમાં ખામી પડી એમ ગણી, ખેદ કરવા કરતાં, તે જીવનું આયુષ્ય વિશેષ હોત તો વિશેષ ધર્મ-આરાધન કરી, વિશેષ કલ્યાણ સાધી શકત, એવા દુર્લભ મનુષ્યદેહની સામગ્રી તેમની લૂંટાઇ ગઇ, તે ખરું ખેદનું કારણ તો જ્ઞાની ગણે છે. જોકે ઉપાધિ તો કર્મવશાત્ સર્વ જીવાત્માને ઉદયમાં છે, તે વેદવી જ પડે છે. એમાં કોઇ સુખદુઃખ લેવા અથવા દેવા સમર્થ નથી; પણ જો એક યથાતથ્ય સતશ્રદ્ધા થાય તો આ મનુષ્યભવનું મૂલ્ય કોઈ રીતે થાય એવું નથી અને તે સર્વ કરી ચૂક્યો, એમ સમજવું ઘટિત છે. એવો જોગ અત્રે આવ્યો છે અને આ ક્ષણભંગુર દેહ ત્યાગ થાય છે, તેમ દેખાય છે અને વળી સ્વજન-પ્રિયજનનું તેવું થતું પ્રત્યક્ષ ભળાયું છે એમ જાણી, સમભાવ રાખી, ધર્મમાં ચિત્ત જડવું એ જ કર્તવ્ય છે. થવાનું થઈ રહ્યું છે, બનવાનું બની રહ્યું છે, કંઈ કોઈના હાથમાં નથી.'' આપણે માટે પણ એક દિવસ નિર્ણિત થયેલો છે; તે દિવસે આપણે પણ સર્વ સંબંધ, સગાં કુટુંબ, ધન, ઘર, મિલકત, સર્વ ઓળખાણ મૂકી, એકલા જવાનું છે. તે દિવસે સંસાર પ્રત્યેની વાસના આપણને દુઃખ, ખેદ ન ઉપજાવે તેવી તૈયારી કરવા જેટલું આયુષ્ય હજી આપણી પાસે છે, ત્યાં સુધીમાં સદ્ધર્મનું આરાધન વિશેષ ભાવથી કરી, સમાધિમરણ થાય તેટલા માટે આજથી જ વૈરાગ્ય, ત્યાગનો અભ્યાસ કરીએ તો છેવટે પસ્તાવો ન થાય અને નિશ્ચિતપણે, નિર્ભયપણે, નિઃખેદપણે સત્પષના આશ્રય સહિત હર્ષપૂર્વક દેહ છોડી શકીએ અને મોક્ષને નિકટ લાવી શકીએ, એટલે આવા કળિકાળમાં પણ આપણાથી બને તેવું છે; તે મૂકી, શોક અને ખેદમાં કાળ નહીં ગાળો એમ ઇચ્છું છુંજી. આત્મસ્વરૂપને આવરણ કરે તેવા આર્તધ્યાનવાળું પ્રવર્તન, સત્પષના શિષ્યોને પાલવે નહીં. (બી-૩, પૃ.૧૪૨ આંક ૧૪૩) Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૨૯) D ભાઈ ... ના દેહોત્સર્ગના ખેદકારક સમાચાર મળ્યા. ગમે તેવા અજાણ્યાને પણ ખેદનું કારણ થાય તેવો પ્રસંગ બન્યા છતાં, સદ્ગુરુશરણે જેની વૃત્તિ છે, તે જ અર્થે જેનું જીવન છે, તેને તેવા પ્રસંગો વૈરાગ્યનું કારણ બને છે. જે કંઈ આ ભવમાં કરવા ધાર્યું છે, તે ત્વરાથી કરી લેવા, આવા પ્રસંગો બળવાનપણે પ્રેરે છે. જીવ પુરુષાર્થ કરવામાં ઢીલ કરશે તો ધાર્યું ધૂળમાં મળી જશે, આખરે પસ્તાવું પડશે; માટે જ્યાં સુધી ઇન્દ્રિયો હાનિ પામી નથી, વ્યાધિ-પીડાથી જીવ ઘેરાયો નથી, મરણની ઘાંટી આવી પહોંચી નથી, ત્યાં સુધી હે જીવ! જ્ઞાનીને શરણે પુરુષાર્થ કરી, મહા અંધકારથી મુક્ત થા, મુક્ત થા; એમ આવા પ્રસંગો આપણને ઉપદેશે છે. તે હૃદય નિર્મળ કરી, અવધારી, અપ્રમત્ત થવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે ખંભાતના સુંદરલાલના દેહત્યાગ વિષે લખેલો પત્રાંક ૬૮૯ વારંવાર વિચારી, શોકમુક્ત થવું ઘટે છેજ. તેમાં કહેલે માર્ગે વિચારણા કરી, ગઈ વાતને ભૂલી જઇ, આપણા આત્મહિતના વિચારમાં ચિત્તને જોડવા ભલામણ છે. પરમકૃપાળુદેવ લખે છે: “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧) આપણને અત્યારે અઘરું લાગે, પણ સંસારમાં કઠણાઈ ગણાય છે, તે પરમાર્થમાર્ગમાં સરળાઈ છે. જેની સાચી ભક્તિ હોય છે, તેને જ કઠણાઇ પરમાત્મા મોકલે છે, એમ પત્રાંક ૨૨૩માં પરમકૃપાળુદેવે પૂ. સોભાગભાઇને લખ્યું છે. જેને કઠણાઈ નથી આવી, તેની ભક્તિ હજી તેવી સાચી થઈ નથી અથવા તો પરમાત્માની માયા ચાહીને ભૂલી ગઈ છે, એમ ગણવા યોગ્ય છે, એવા ભાવનું પરમકૃપાળુદેવે લખ્યું છે, તે બહુ ગંભીરતાથી વિચારવાયોગ્ય છે. પરમકૃપાળુદેવ અસંગ બનીને આપણને અસંગતા તરફ બોલાવે છે અને આપણે રાજીખુશીથી તેમના ભણી જવું છે, એ ભાવના બળવાન કરીએ તો જગતની વાતોમાં આપણું મન જશે પણ નહીં. લોકો ગમે તેમ વાતો કરે, તે પર લક્ષ દેવા યોગ્ય નથી. જગતનો માર્ગ અને મુક્તિનો માર્ગ વિરુદ્ધ દિશામાં છે. જગતભાવોની હાનિ, તે મુક્તિમાર્ગમાં લાભ માનવા યોગ્ય છેજી. જંબુસ્વામીને ત્યાં ચોરી કરવા ચોર આવ્યા; તેમને બધું લેવું હોય તો લઈ જવા દેવાની ભાવના, જંબુસ્વામીને તો હતી, પરંતુ શાસનદેવીને ધર્મ-પ્રભાવના કરવાની ભાવના થવાથી, તેણે ચોરને સજ્જડ કરી દીધા હતા. તેમ જેને મોક્ષે જવું છે, તેનું મન કોઈ પણ વસ્તુમાં વળગી રહે તો તે મુક્ત થઈ શકે નહીં અને પ્રારબ્ધ જો નિર્મોહી બનવામાં મદદ કરે તેવું દેખાવ દે, તો મુમુક્ષુ ખેદ કરવા કરતાં રાજી થાય છે કે જે બળ વાપરીને મોહમાં જતી વૃત્તિ રોકવી હતી, તે હવે આપોઆપ રોકાઈ જાય તેમ બન્યું, તો તે પરમકૃપાળુદેવની કૃપા જ ગણવા યોગ્ય છેજી. આ વાત શાંતપણે વિચારવાથી સમજાય તેવી છેજ. જેમ બને તેમ, ત્યાંના વાતાવરણથી વહેલા છૂટી, અહીં આવવાનું બનશે તો સૌને શાંતિનું કારણ બનશે. સમાધિસોપાનમાંથી દશ લક્ષણધર્મ કે ધર્મધ્યાન પ્રકરણ વાંચવા-વિચારવા ભલામણ છેજી. બાર ભાવનાઓમાં ઘણો વૈરાગ્ય ભર્યો છે. ત્યાં કોઈ આવે તો તેને પણ સાંભળવાનું નિમિત્ત બને, તેમ રાખવું એટલે બીજી વાતોમાં આપણું ચિત્ત જતું રોકાય અને આવનારને પણ બે અક્ષર વૈરાગ્યના કાનમાં પડે તો લાભ થાય. શાંતિમાં રહેવા ભલામણ છે. બધાનો ઉપાય સ્મરણમાં ચિત્તને રાખવું એ છે. તે અર્થે મુખ્ય તો સત્સંગની જરૂર છે. તેના અભાવમાં, સન્શાસ્ત્રમાં ચિત્તને જોડેલું રાખવું એ છે. (બી-૩, પૃ.૭૩૯, આંક ૯૦૭) Page #739 -------------------------------------------------------------------------- ________________ (૭૩૦) ભાઈ ....ના દેહત્યાગના સમાચાર જાણ્યા. તેમણે જે ધર્મભાવના કરી લીધી હતી, તે તેમની સાથે ગઇ. દુઃખ, આપણી નજરે દેખાય છે, તેની તે વખતની અવસ્થા માની લેવા યોગ્ય નથી; કારણ કે તે તો પૂર્વે કરેલાં કર્મનું ફળ છે, પણ તે ભોગવતાં, જેવા તેના વર્તમાનમાં ભાવ રહેતા હોય, તે તેની દશા ગણવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ લખે છે : 'વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, જ્ઞાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે; તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઇ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે.'' (પ૬૮) અંત વખતે ‘‘બોધ અને વૈરાગ્યની વાસના'' કામ આવે છે, માટે આપણે તેવો પ્રસંગ આવવાનો છે તે પહેલાં, બોધ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય તે અર્થે સત્સંગ, સલ્ફાસ્ત્ર દ્વારા બનતો પુરુષાર્થ કરી લેવો. (બી-૩, પૃ.૨૩૨, આંક ૨૨૭) | આપનો પત્ર મળ્યો. અનેક પ્રકારની આફતોમાં, પરમપુરુષનાં વચનો આપને ધીરજનું કારણ બન્યાં છે એમ જાણી, સંતોષ થયો છેજી. આપણી સાથે એક જ કુટુંબમાં વસનાર મરણને શરણ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખેદ અને શોકનું કારણ બને; તોપણ વિચારવાન જીવ તે ખેદ અને શોકને વૈરાગ્યભાવમાં પલટાવી દે છે અને વિચારે છે કે મોટાપુરુષો પંખીના મેળા જેવાં સગાંસંબંધીઓનું વર્ણન કરે છે, તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. પૂર્વ, પશ્ચિમ આદિ દિશામાંથી આવી, એક વૃક્ષ ઉપર રાત્રિ ગાળવા પક્ષીઓ એકઠાં થાય છે, પણ પ્રાત:કાળ થતાં પાછાં જુદી-જુદી દિશામાં ઊડી જાય છે; તેમ ચાર ગતિમાંની કોઈ-કોઈ ગતિમાંથી કુટુંબીઓ એકઠાં કુટુંબમાં મળે છે અને આયુષ્ય પૂર્ણ થતાં, કર્મ પ્રમાણે જુદી-જુદી ગતિઓમાં વીખરાઇ જાય છે. આપણે પણ આયુષ્ય પૂર્ણ થયે અહીંથી અવશ્ય ચાલ્યા જવાનું છે, અને પરભવને વિષે કેવા હાલ થશે તેનો આધાર, આ ભવ જે પ્રકારે ગળાય છે તેના ઉપર છે માટે બહુ વિચારપૂર્વક વર્તન, આ ભવમાં રાખ્યું હશે તો પરભવમાં તેનું ફળ સારું આવશે. હજી આપણા હાથમાં, આ મનુષ્યભવના આયુષ્યનાં જે વર્ષ બાકી છે, તેનો ઉત્તમ ઉપયોગ થાય તેમ ગળાય, તેવી વિચારણા માટે જરૂર કરી લેવી, એવી પ્રેરણા આ પ્રસંગ કરી રહ્યો છે. પત્રાંક ૬૮૯ વારંવાર વિચારવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૨૯૫, આંક ૨૮૪) “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !'' પૂ. ... ના દેહાંતના સમાચાર તેમના ઓળખીતા સર્વેને ખેદ ઉપજાવે એ સ્વાભાવિક છે; પરંતુ તે ખેદને મુમુક્ષુ જીવે વૈરાગ્યમાં પલટાવી, જગતના કામભોગો પ્રત્યે તુચ્છભાવ અને અણગમો ઉત્પન્ન થાય, તેમ વિચારવા યોગ્ય છે. વૈરાગ્યની ખામી હોવાથી જીવને સગાંવહાલાં અને વિષયના ભોગો પ્રત્યે પ્રેમ વર્તે છે, અને તેના વિયોગમાં ખેદ થાય છે. ક્ષણિક વસ્તુઓ પરનો મોહ, રાગ, મીઠાશ જીવને ક્ષણવારમાં વિયોગમાં ખેદ, શોક, ઝૂરણા ઉત્પન્ન કરાવે છે; આ જીવનું હિત શામાં છે ? તે તેને સૂઝતું નથી. Page #740 -------------------------------------------------------------------------- ________________ (૭૩૧) જગતમાં સાચા સગા તો સપુરુષ છે અને તેનો વિયોગ રહે છે, તે જેટલો સાલવો જોઇએ તે નથી સાલતો; તે મોહનું માહાભ્ય છે. સગાંવહાલાં અનંતવાર મળ્યાં પણ અનંતકાળે જે પ્રાપ્ત નથી થયું, તે પ્રાપ્ત થવાનું પ્રબળ નિમિત્ત સપુરુષનો યોગ અને ત્યાગ-વૈરાગ્યપૂર્વક જીવની યોગ્યતા છે, તેમાં ખામી છે, ત્યાં સુધી ક્ષણે-ક્ષણે આ જીવ ભયંકર મરણ કરે છે અને તેમાં રાચી રહ્યો છે. તે ખામી દૂર થવા, જીવને વૈરાગ્ય-ઉપશમ પામવાની જરૂર છે અને તે અર્થે સત્સંગ, સદ્ધોધની જરૂર છે. આપને વિચારવા નીચેનો ઉતારો મોકલું છું: આ જીવને યથાર્થ વૈરાગ્ય પ્રાપ્ત થવા યોગ્ય છે. જે આ આત્મા નજરે જુએ છે કે તેની સમીપમાં, તેનાથી લઘુ અને વડીલ એવા ઘણા આત્માઓ કાળના ઝપાટામાં ચાલ્યા ગયા, છતાં આ ક્લેશિત આત્મા કાળનો વિશ્વાસ કરી, નિશ્ચિત થઈને સૂતો છે, તેને કેમ જરા પણ ખબર પડતી નથી ? પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે કાળ ગટકાં ખાઈ રહ્યો છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે, છતાં આ અજ્ઞાની એવો મૂઢ આત્મા, જ્ઞાની પુરુષની પેઠે નિશ્ચિત થઈને સૂએ છે. કહ્યું છે કે “જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.” (૬૯૩) ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, પાથરવાના પ્રસંગોમાં જે જે, જીવને, તાદાભ્યપણું વર્યા કરતું હોય, તે તે વખતે, તે તે પદાર્થોનું તુચ્છપણું ભાળ્યા જ કરવું અને જેમ સર્પને વિષે દૃઢ થયેલું ઝેર, નિદ્રામાં પણ જાગ્રત રહે છે, તેમ પદાર્થ આદિક પ્રત્યેનું અનિત્યપણું, તુચ્છપણું વૃઢ કરી રાખ્યું હોય તો જીવને તે તે પદાર્થો પ્રાપ્ત થયે, ઘણું કરીને, તેને તાદાભ્યપણું થવા દેતા નથી, અને તેટલા માટે મુખ્ય કરીને વૈરાગ્યને વિશેષ જાગ્રત રાખવો જોઇએ. વૈરાગ્ય એ જ આત્મધર્મ પામવાને એક સીડીરૂપ, ઉત્તમ પ્રકારે સડકનો રસ્તો છે અને તે પણ સપુરુષના શરણસહિત હોય તો, નહીં તો જીવને તેમાં પણ ભુલાવો થવાનાં કારણો વિશેષ છે.” સપુરુષની ભક્તિ વિક્ષેપ મટાડવામાં ઉત્તમ નિમિત્ત છે, તેથી વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના ઉપાયોમાં પ્રવર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. આપણે પણ એ જ મરણને માર્ગે જવાનું છે, એમ વારંવાર વિચારી, સંસાર ઉપરની આસક્તિ ઓછી કરી, પુરુષ પ્રત્યે પ્રેમ વર્ધમાન કરવા યોગ્ય છે. (બી-૩, પૃ.૮૦, આંક ૭0) |પરમકૃપાળુદેવે એક ભાઈને, જેમ બને તેમ વહેલી આરાધના કરતા રહેવા, પત્રાંક ૭૦૨માં જણાવ્યું છે, તે વારંવાર વાંચી, જે પ્રેરણા મળે તે ગ્રહણ કરવા ભલામણ છેજી. મરણની ફિકર કર્યો કંઇ વળે તેમ નથી, તેની તૈયારી કરતા રહેવામાં શૂરવીરપણું છેજી. આલોચનામાંથી વીરહાક' નામનું કાવ્ય મુખપાઠ કર્યાથી, વિશેષ પુરુષાર્થ જાગે અને આખરે શું કરવું, તે તરફ દૃષ્ટિ દેવાની તેમાં પ્રેરણા છે, તે લક્ષમાં લેવા યોગ્ય છે. ‘‘તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે ? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે?'' Page #741 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ મારે-તમારે-બધાને જેમ બને તેમ ઉતાવળે, પહેલી તકે આરાધનાનું કામ, પ્રમાદ તજી, હાથમાં લેવું ઘટે છેજી. બે-ત્રણ વર્ષ તો શું પણ કાલની કોને ખબર છે ? માટે વેળાસર ચેતવું. (બો-૩, પૃ.૩૯૯, આંક ૪૦૮) શોકકા૨ક સમાચાર પૂ. બન્યું છેજી. .ના દેહત્યાગના જાણી, ધર્મપ્રેમને લઇને સર્વને ખેદ અને વૈરાગ્યનું કારણ કોઇ અજાણ્યો માણસ પણ, આવા સમાચાર સાંભળી ખેદ પામે તો નિકટનો સમાગમ અને જેને પોતાનો આધાર માનવાનો વ્યવહાર ઘણા વખત સુધી સેવ્યો હોય, તેને કેટલું દુઃખ થાય, તે તેનો અંતરાત્મા જાણી શકે કે પરમાત્મા જાણી શકે; તેમ છતાં જે જીવને આવા અસાર સંસારમાં, અનંતકાળથી જન્મમરણનાં દુઃખ ખમતાં-ખમતાં, મહાભાગ્યે મનુષ્યભવ મળ્યો અને તેમાં દેવને પણ દુર્લભ એવાં સત્પુરુષનાં સાક્ષાત્ દર્શન થયાં છે, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ હૃદયમાં થઇ છે, તે મહાપુરુષની અનંત કરુણાથી સુખદુઃખના સર્વ પ્રસંગોમાંથી બચાવી લેનાર, મહામંત્રનું આત્મદાન થયું છે, અને જીવ તે શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તો મોક્ષ પણ સુલભ થાય, તેવા મહામંત્રનો લાભ જેને થયો છે, તેવા જીવે હવે ગભરાવા જેવું, જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં. રોજ રાત પડે છે ત્યારે અંધારું થાય છે, તેથી મોટા સમજુ માણસો ગભરાતા નથી, દીવા વગેરેથી કામ ચલાવી લે છે; અણસમજુ નાનાં છોકરાં જેવા હોય તે કંઇ ભયનું કારણ ન હોય, છતાં અંધારું ભાળીને ડરે છે, તેમ મુમુક્ષુએ દુઃખના પ્રસંગે ન જોઇતી ચિંતાઓ કરીને, નકામી રોકકળ કરીને આત્માને ક્લેશિત કરવો ઘટતો નથી; પણ હવે સારી રીતે કેમ જીવી શકાય તેના વિચાર કરી, ગઇ ગુજરી વાત ભૂલી જવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. આપણે માથે પણ મરણની ડાંગ ઉગામીને યમરાજા ઊભા છે; તે આવી પડી નથી, ત્યાં સુધી અનંતકાળથી રખડતા, રઝળતા આ આત્માને જન્મમરણનાં અસહ્ય દુઃખમાંથી ઉગારી લેવાનો ઉપાય, વેળાસર કરી લેવાની પેરવી કરતા રહેવું. લોકલાજને વશ થઇને, વહેલા ઊઠીને મૂએલાને સંભારીને કકળાટ કરવાનો રિવાજ હોય તો તેમાં ભળવા કરતાં સત્પુરુષે આપેલાં સત્સાધન, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, મંત્ર આદિમાં ચિત્ત, વારંવાર બળ કરીને રોકવાથી આર્તધ્યાન એટલે ‘હું દુઃખી છું, દુઃખી છું’ એવો ભાવ મટી જઇ, ભક્તિમાં આનંદ આવશે. ‘‘સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઇ ન બાંહ્ય સ્ટાશે.’' શ્રી મીરાંબાઇએ જેને માટે રાજ્ય-રિદ્ધિ છોડી, ભિખારણની પેઠે ભટક્યાં, તે ભક્તિ આપણને સહજમાં ‘ઘેર બેઠાં ગંગા આવે’ તેમ સદ્ગુરુકૃપાથી મળી છે તો હવે રાતદિવસ સત્પુરુષે આપેલા સાધનમાં મારે રહેવું છે, એવો દૃઢ નિશ્ચય કર્તવ્ય છે. કોઇ આવે-જાય તેમાં ન ચાલ્યે ચિત્ત દેવું પડે તો બોલવું-ચાલવું; પણ મારું મુખ્ય કામ ભગવાનની ભક્તિ છે, તેમાં વધારે વિઘ્ન ન આવે,એવું મારે કરવું છે. એટલું મનમાં દૃઢ કરવા માટે સત્સંગની જરૂર છે. ત્યાં બને તો ત્યાં, દ્વારિકા અનુકૂળ હોય તો ત્યાં, અને સર્વોતમ તો થોડો વખત અત્રે આશ્રમમાં રહી જવા જેવું છે; પણ તે પ્રારબ્ધને આધીન છે, છતાં ધાર્યું હોય તો વહેલુંમોડું બને છે. Page #742 -------------------------------------------------------------------------- ________________ (૭૩૩) બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં, અને જ્યાં આપણને બોધનો જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે; માટે લૌકિકભાવ ઓછો કરી, આત્માનું હિત શામાં છે તે લાભનો લક્ષ રાખે, તે ખરા વાણિયા કહેવાય. આ પ્રસંગને અનુસરી, વિચાર આવતાં સામાન્ય સૂચના કરી છે. આમ કરવું જ એવો આગ્રહ નથી. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.' હિતકારી કામ કળે કરી લેવું. એકદમ ન બને તો વહેલેમોડે પણ, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, છે તેથી વિશેષ, મારે સત્સંગયોગે કરવાની છે; એ કામ કરી લેવા જેવું છે, તેમાં મારે હવે ઢીલ કરવી ઘટતી નથી. કાળનો ભરોસો શો ? અચાનક કાળ આવીને ઊભો રહેશે અને મનના મનોરથ મનમાં રહી જશે. માટે હજી જે જીવતા છે, તેણે મરણ પહેલાં ચેતી લેવાનું છે. અણધારી અડચણો, આફતો આવી પડે તોપણ ગભરાયા વિના, એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે દ્રઢ વિશ્વાસ રાખી, સહન કર્યા કરવું. પરમકૃપાળુદેવનાં વચનો પરમશાંતિને આપે તેવાં છે, તેમાં ચિત્ત વિશેષ રાખવા ભલામણ છેજી. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.” (૧૪૩) જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩૦૧) “જીવ તું શીદ શોચના ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.'' (૪૫૦) “બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.' (૪૭) “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.” આમ વિચારી, મનને શોકના વિકલ્પોમાંથી ફેરવી, વૈરાગ્યમાં લાવવા પુરુષાર્થ કરવા ધારીએ તો બની શકે એમ છે. મનને વીલું ન મૂકવું. સ્મરણ કર્યા કરવું. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ તેમના પૌત્ર પૂ. ગુલાબચંદભાઈ ઉપર કૌટુંબિક આફત આવી ત્યારે લખાવેલો પત્ર (ઉપદેશામૃત પૃ.૯૫, પત્રાંક ૧૫૦) વારંવાર વિચારી, જગતની ફિકર ભૂલી જશોજી. તેમાં કહેલી શિખામણ દયમાં ઉતારશોજી. (બી-૩, પૃ. ૧૭૩, આંક ૧૭૮) T જેની સાથે જેટલો સંસ્કાર, લેવડદેવડ હોય છે તે પૂરી થતાં, તે સંબંધ છૂટી જાય છે. તેનો ખેદ કરવાથી ઊલટો જીવ અપરાધી બને છે. આપણું જોર, મરણ આગળ કાંઈ ચાલતું નથી. આપણે પણ એક દિવસે, કોઈ ને કોઈ નિમિત્ત આવી પડ્યું, આ દેહને એમની પેઠે નાખી દઈ, ચાલી જવું પડશેજી. એવો દિવસ આવી પહોંચ્યા પહેલાં જે ભક્તિભાવના જ્ઞાનીની આજ્ઞાથી કરી લઇશું તેટલું સાથે આવશેજી. બાકી બીજું બધું, આ દેખાય છે તેમાંનું કંઈ, સાથે આવી શકે તેમ નથી. આખી જિંદગી દુ:ખ વેઠીને ધન વગેરે એકઠું કર્યું હશે, મકાન બંધાવ્યું હશે કે ઢોર-ઢાંખર-ખેતર આદિ જે મેળવ્યું હશે, તે ત્યાંના ત્યાં પડી રહેશે. ઊલટું ચિંતાનું કારણ થઈ પડે કે એને કોણ સંભાળશે, એને કોણ ભોગવશે ? આમ વાસનાને લઈને, અનંતકાળથી જીવ જન્મમરણ કરતો આવ્યો છે; તે વાસનાને મૂળમાંથી ઉખેડી નાખે તેવી જ્ઞાનીની આજ્ઞા, આ ભવમાં મળી છે તો બીજી વસ્તુઓ કરતાં, જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત વિશેષ રહે તેવો પુરુષાર્થ, જરૂર આ ભવમાં કરી લેવા યોગ્ય છેજી. Page #743 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ ‘સગાંસંબંધી, પૈસાટકા, ઘરબાર, બૈરાંછોકરાં એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહંભાવ-મમત્વભાવ ઉઠાવી લઇ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહ-મૂર્છાભાવ બાળી-જાળી, ભસ્મ કરી, સ્નાનસૂતક કરી ચાલ્યા જવું છે. સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું - એ સર્વ પર્યાયવૃષ્ટિ છોડી, શ્રી સદ્ગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું, એવી આત્મભાવના રાખવી. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’' મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી, તેમાં રાખવો. એના જેવું કોઇ બીજું શરણ નથી; તો જ કલ્યાણ થશે.’' (ઉપદેશામૃત પૃ.૩૯૨) આ શિખામણ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ આખર વખતે લક્ષમાં રાખવાની જણાવી છે, તેની જેને પકડ થશે, તેનું કલ્યાણ થાય તેમ છેજી. (બો-૩, પૃ.૩૧૬, આંક ૩૦૫) ] પૂ. ...બહેનનો કાગળ હતો. તેમાં તે લખે છે : “મારા મોટા મામા ગુજરી ગયા, તેથી મારી બાને બહુ જ આઘાત થયો છે.’' શરીરની વેદના કરતાં પણ, માનસિક વેદના વિશેષ દુઃખદાયી છે અને ઘણાં કર્મ બંધાવે છે, એમ જ્ઞાનીપુરુષો કહે છેજી. તેથી, એવા પ્રસંગમાં સત્સંગ, સાંચન, ભક્તિ, મંત્રના સ્મરણમાં રહેવું કે પોતાના મરણનો વિચાર કરવો કે મારે પણ સમાધિમરણ કરવાનું મહાન કામ કરવાનું હજી બાકી છે, તો જે બાબતમાં મારું કંઇ ચાલે તેવું નથી, તેમાં ચિત્ત દેવું, તેને માટે ખેદ કરવો કે તેના વિચાર કરવા, મને છાજે નહીં. ટ્રેનમાં બેસી સંઘ સાથે જાત્રાએ જવું હોય અને ટ્રેનનો ટાઇમ થવા આવ્યો હોય, ત્યારે બીજી નકામી વાતો કરવામાં કોઇ ખોટી થતું નથી, તો હવે વૃદ્ધાવસ્થાનો વખત તો ટ્રેનના ટાઇમ કરતાં વધારે અગત્યનો ગણી, જેટલું ભાગ્યમાં, આ ભવમાં રહેવાનું હોય તેટલી ક્ષણો સન્માર્ગમાં જ જાય, તેવો પ્રબંધ કરી રાખવો ઘટે છેજી. ભરત ચક્રવર્તી જેવા ઉદ્યોગી, છ ખંડની સંભાળ રાખનાર, તેણે પણ પરમાર્થ ન ચુકાય માટે એક નોકર રાખ્યો હતો કે તે વારંવાર પોકારે કે ‘‘ભરત ચેત, મરણ માથે ઝપાટા દેત.'' તો આપણા જેવાએ તો, બચતી ક્ષણો જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં ગાળવા યોગ્ય છે. હવે તો એક પરમકૃપાળુદેવનું શરણ, આ ભવમાં પુણ્યના યોગે મળી આવ્યું છે, તો તેને જ આશરે દેહ છોડવો છે. પતિવ્રતા મીરાંબાઇ જેવી ભક્તિ લઇ મંડવા યોગ્ય છેજી. કર્યું તે કામ; ‘કરીશું, કરીશું' કરતાં-કરતાં, ઘણા મરણની જાળમાં ફસાઇ ગયા, તો આપણે બીજાના દૃષ્ટાંતે પણ ચેતી લેવું કે અચાનક મરણ આવી ઉપાડી જનાર છે, તો પહેલેથી બને તેટલું ધર્મધ્યાન કરી લેવું. આખરે પરાધીન અવસ્થા થશે, ત્યારે કંઇ નહીં બને. માટે એક ક્ષણ પણ પરભાવમાં કે પકથામાં ન જાય તેમ કરવા ભલામણ છેજી. રોજ મરણ સંભારીએ તો વૈરાગ્ય આવે, પણ જીવ બીજામાં રાચીને ભૂલી જાય છે. આખરે શું કામનું છે ? તેનો લક્ષ રહેતો નથી. પ.પૂ. પ્રભુશ્રીજીએ બોધમાં કહેલું : ‘‘શું કરવા આવ્યો છે ? અને શું કરે છે ?'' આટલામાં તો ઘણી ગહન વાત સમાય છે; પણ વૈરાગ્ય વિના હૃદયમાં આવી વાતો રહેતી નથી, પથ્થર ઉપર પાણીના રેલાની પેઠે વહી જાય છે. ‘કથા સુણી સુણી ફૂટયા કાન, તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.' આવી ગાળો જ્ઞાનીપુરુષોએ દીધી છે, તેવી ગાળોને પાત્ર હવે નથી રહેવું, એવો દૃઢ નિશ્ચય કરી, તે જ્ઞાનીપુરુષની અનન્ય ભક્તિ કરી, આત્મજ્ઞાન Page #744 -------------------------------------------------------------------------- ________________ ૭૩૫ આ ભવમાં પ્રગટાવવું જ છે, એવી દાઝ ઊંડી અંતરમાં રાખી, ભક્તિમાં તલ્લીન થતાં શીખવાનું છેજ. (બો-૩, પૃ.૪૯૫, આંક ૫૩૧) મરણની વિચારણા વૈરાગ્યની વૃદ્ધિને અર્થે છે. તેનો અર્થ એવો નથી કે મરણનો ભય માથે વર્તે છે એમ માની, સાધનમાં ઉતાવળ કર્યા કરવી. આત્મા અજર, અમર, અવિનાશી, અછેદ્ય, અભેદ્ય, નિત્ય પદાર્થ છે તે પણ ભૂલવા યોગ્ય નથી, એમ સ્યાદ્વાદ છે; તે આત્માને બળવાન બનાવે તેવો છે. સત્સંગ, સત્શાસ્ત્રના વિશેષ પરિચયે અને વિચારની વૃદ્ધિ થયે તે વિશેષ સમજાશેજી. (બો-૩,.પૃ.૪૦૮, આંક ૪૧૪) ॥ મરણના વિચારોથી ગભરાવા જેવું નથી. સમાધિસોપાનમાંથી ‘મૃત્યુ-મહોત્સવ' વારંવાર વાંચી-સાંભળી, મરણનો ડર દૂર કરવા યોગ્ય છે. જેને અવકાશ હોય તેણે, પૂ. ને ‘મૃત્યુ-મહોત્સવ’ સંભળાવવા યોગ્ય છે; ભક્તિ, મંત્ર વગેરે પણ સંભળાવવા યોગ્ય છે. આપણે પણ એક દિવસ એવો આવવાનો છે, તો પહેલેથી તૈયારી કરી રાખી હોય તો આખરે મૂંઝવણ થાય નહીં અને સમાધિમરણનું કારણ થાય. ક્ષણવાર પણ સત્તાધન ભૂલવા જેવું નથીજી. (બો-૩, પૃ.૭૬૧, આંક ૯૬૨) આપનો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ‘“બનનાર છે તે ફરનાર નથી.'' આયુષ્ય જે નિમાર્ણ થયું છે, તેમાં કોઇ મીનમેખ કરી શકે તેમ નથી; તોપણ ‘ચેતતા નર સદાય સુખી' કહેવાય છે, તેમ સદ્ગુરુ શરણે નિર્ભય બની, આખરની ધડી માટે તૈયાર રહેવું, એ હિતકારી છેજી. આજ સુધી આટલી જિંદગીમાં, જે બાંધ્યું હતું તે ભોગવાયું. અનંતકાળથી કર્મની કડાકૂટમાં જીવ પડયો છે, તે પ્રત્યેથી હવે ઉદાસ થઇ, જ્ઞાનીઓએ આત્માને નિત્ય, અજર, અમર, અછેદ્ય, અભેદ્ય, પરમાનંદરૂપ જાણ્યો છે, માન્યો છે તે સંમત કરી, તેણે અનંત કૃપા કરી જે મંત્ર આપ્યો છે, તે જ છેલ્લો આધાર છે એમ માની, છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તેમાં ચિત્ત રાખી, પરમકૃપાળુદેવને શરણે, તેનો આશ્રય હૃદયમાં રાખી, આયુષ્ય પૂર્ણ કરવા યોગ્ય છેજી. પોતાથી બોલવાનું ન બને તો કોઇ કાનમાં મંત્રનું સ્મરણ આપનાર હોય તો તેમાં ચિત્ત રાખવું કે હૃદયમાં પરમકૃપાળુદેવની સ્મૃતિ રાખી, ‘હે ભગવાન, આપનું શરણ છે. મને કંઇ ખબર નથી; પણ . તમને હો તે મને હો ! મારે બીજે ક્યાંય ચિત્ત રાખવું નથી. આત્માનું પરમ હિત કરનાર આપ જ છો. આપના ચરણમાં સર્વભાવ અર્પણ થાઓ.' એવી ભાવના કર્યા કરવી અને ‘થાવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.' એ જ લક્ષ રાખી, દેહની ચિંતામાં ચિત્ત ન રોકતાં, પરમકૃપાળુદેવ પ્રત્યે વાળવામાં હિત છે. સમાધિસોપાનમાંથી ‘મૃત્યુ-મહોત્સવ' પૂ...ને સંભળાવવા યોગ્ય છેજી. ‘આલોચનાદિ પદ સંગ્રહ'માંથી ભક્તિ આદિનાં પદ, આલોચના, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ આદિ, આપણે ભક્તિમાં છંદ વગેરે બોલીએ છીએ તેમાંથી, અવસર પ્રમાણે તેમના આગળ ભક્તિનો ક્રમ રાખ્યો હોય તો સ્વપરને હિતકારી છેજી. ક્ષણે-ક્ષણે સર્વના આયુષ્યમાંથી કાળ જાય છે, તે મરણ થયા જ કરે છે. આખર વખતે જેમ સ્મરણ આપવાની કાળજી રાખીએ છીએ, તેમ ક્ષણે-ક્ષણે પોતાના આત્માને સદ્ભાવમાં લાવવા, સ્મરણમાં Page #745 -------------------------------------------------------------------------- ________________ (૭૩૬) | ચિત્ત રાખવાની આપણે બધાએ ટેવ પાડી મૂકવા જેવું છેજી. કરી મૂક્યું હશે તે આખરે કામ આવશે. તેથી પાણી પહેલાં પાળ બાંધી રાખવી ઘટે છેજી. પાઘડીને છેડે જેમ કસબ આવે છે, તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ છેવટનો ભાગ સુધારી જેણે સમાધિમરણ માટે કેડ બાંધી, તેમાં અચળ ભાવ રાખી આશ્રયસહિત દેહ છોડયો, તેનું બધું જીવન સફળ થયું, એમ ગણવા યોગ્ય છેજી. (બો-૩, પૃ. ૨૫૫, આંક ૨૪૯) T મૃત્યુ તો મહોત્સવ છે. મરણના પ્રસંગમાં આનંદ થાય, એવું રાખવાનું છે. રાજા બીજા શહેરમાં જાય તેથી તેને ખેદ થતો નથી, તેમ આ શરીરને છોડી બીજા શરીરમાં જવાનું છે, તેમાં ઉત્સવ માનવો. દેહ તો બધાનો છૂટે છે. દેહ કેદખાનું છે. એ છૂટતાં આત્માનું કંઈ ન બગડે. પરમાણુઓ વીખરાઈ જાય, પણ આત્મા તો અવિનાશી છે. દેહનો નાશ છે. એકનું એક કપડું હોય, તેનો બહુ પરિચય થાય ત્યારે તેના ઉપર અભાવ આવે છે; પણ આ દેહ તો ઘણા કાળ સુધી ભોગવતાં અભાવ આવતો નથી ! દેવગતિ બાંધી હોય તો દેહ મૂકે ત્યારે ત્યાં જવાય, તેમાં ખેદ કેમ કરે છે? જેણે સારી રીતે જિંદગી ગાળી છે, તેને મરણનો ભય કેમ હોય? મરણ તો દેવલોકમાં લઈ જનાર મિત્ર છે. દિવસે-દિવસે શરીર ઘરડું થાય અને મરણ ન આવે તો કેટલા વખત સુધી ઘસડાય ? ધીરજ રાખવી જોઈએ. મરણ છેતરાય એવું નથી. જેટલા સારા ભાવ કર્યા હોય, તેટલું સારું થાય. મરણ સુધારવું એ મારી ફરજ છે. પહેલાંથી લક્ષ રાખવાનો છે, પણ મરણ વખતે તો ખાસ વધારે લક્ષ રાખવાની જરૂર છે. કર્મે જીવને કેદમાં નાખ્યો છે, તેને મૃત્યુ ન છોડાવે તો કોણ છોડાવે? મરણ સાંભળીને ડરવા જેવું નથી. મરણ બધાય દુ:ખથી છોડાવનાર છે. મૃત્યુ તો કલ્પવૃક્ષ જેવું છે. એવું માગે, તેવું મળે. મોક્ષ માગે તો મોક્ષ મળે. (બો-૧, પૃ.૧૦૭). I આયુષ્યકર્મની સ્થિતિ હોય તેટલું જિવાય છે. મનુષ્યપર્યાયને “હું છું’ એમ માને છે. આત્મા દેહરૂપ નથી. ભ્રાંતિને લઈને પર્યાયને પોતાના સ્વરૂપે અનુભવે છે. આત્મા જન્મે નહીં, મરે નહીં; સંયોગને લઈને જન્મ્યો અને મર્યો એમ કહેવાય છે; પણ આત્મા તો જીવતો જ છે. મરવું એક વાર છે, પણ ડરે છે. ઘણી વાર. સાપને દેખે તો ડરે કે મરી જવાશે. મરણથી બચવા કોઈ-કોઈએ કિલ્લા બનાવ્યા, પણ તેય મરી ગયા. ઈન્દ્ર મોટો કહેવાય છે, તેને પણ મરણ આવે છે. મરણ આવ્યા પછી એક સમય પણ ન જિવાય; અને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઝેર ખાય તોય ન મરે. દેહ તો પડવાનો છે, આત્મા અમર છે, એમ જાણે તો ભય ન લાગે. (બી-૧, પૃ.૧૩૪, આંક ૯) D આપના પિતાશ્રીને જણાવશો કે શરીરના ધર્મો શરીરમાં જણાય છે. નાશવંત દેહ કોઈનો અમર રહ્યો નથી. મોટા મહાત્મા પુરુષો પણ દેહ તજીને ચાલ્યા ગયા તો આપણે કોણ ગણતરીમાં છીએ ? પણ તે મહાપુરુષોએ દેહ છૂટતાં પહેલાં દેહથી ભિન્ન, સુખદુઃખને જાણનાર, અછેદ્ય, અભેદ્ય, જન્મમરણ-વ્યાધિ-પીડાથી રહિત, નિત્ય આત્માને જાણી, દેહનો મોહ તદ્દન છોડી દીધો હતો. આપણે પણ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને આશ્રયે દેહનો મોહ છોડવો છે. તે પુરુષનું શરણું, ભવજળ તરવામાં નાવ સમાન છે, માટે મરણતંત્ર નિરંતર દયમાં રટાતો રહે, તેવી ટેવ પાડી દેવા ભલામણ છેજી. Page #746 -------------------------------------------------------------------------- ________________ (૭૩૭) તેમ જ “સદ્ગુરુપ્રસાદ'માંથી બધી અવસ્થાના ચિત્રપટનાં દર્શન, રોજ કરાવતા રહેશોજી; તથા રોજ સાંજે તેમની ભાવના રહેતી હોય તો વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ વગેરેમાંથી સંભળાવતા રહેવું. વિશેષ ભાવના જાગે તો સમાધિસોપાનમાંથી સમાધિમરણ વિષેનું છેલ્લું પ્રકરણ, વારંવાર સંભળાવતા રહેવું ઘટે છેજી. તેમનું ચિત્ત તેમાં રહેશે તો બીજા ભાવ છૂટી, જ્ઞાની પ્રત્યે વિશેષ પ્રીતિ થતી જશે; નહીં તો વાંચનારને તો જરૂર લાભનું જ કારણ છે. આપણે તો આપણા આત્માને સંભળાવીએ છીએ એ મુખ્ય લક્ષ રાખી, ભલે જે સાંભળશે તેનું કલ્યાણ થશે, એ ભાવે ઘરનાં જે નવરાં હોય, તેમને સાંભળવા કહેવું. (બી-૩, પૃ.૩૪૩, આંક ૩૪૬) T માથે મરણ છે, વૃદ્ધાવસ્થા દોડતી આવે છે, સિલકમાં રહેલી વેદની વગેરે રાહ જોઈ રહી છે, તે બધાં ઘેરી લે તે પહેલાં એવો અભ્યાસ કરી મૂકવો કે મરણ વખતની વેદનીમાં પણ, મંત્ર આદિ ધર્મધ્યાન ચુકાય નહીં. શાતાના વખતે પુરુષાર્થ જીવ નહીં કરી લે તો આખરે પસ્તાવું પડશેજી; ગભરામણનો પાર નહીં રહે, માટે પાણી પહેલાં પાળ કરી લેવી ઘટે છેજી, (બી-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૧) આપણે પણ એક દિવસ નિર્માણ થયેલો છે; પણ તે દિવસે શું ભાવના કરીશું, તે કંઈ ચોક્કસ કર્યું છે? તે ભાવના ત્યાં સુધી ટકી રહે, તેવી બળવાન થવા શું કર્તવ્ય છે, તે વિચારવા આપ સર્વને વિનંતી છે.જી. કંઈક તૈયારી કરી હોય તો કામ દીપે છે, તેમ મરણ સુધારવું હોય, તેણે પહેલાં શી શી તૈયારી કરવી ઘટે છે, તે પરસ્પર વિચારી, સત્સંગે નિર્ણય કરી, તે દિશામાં પગલાં ભર્યા હશે તો ધાર્યું કામ જરૂર થવા જોગ સામગ્રી, આ ભવમાં પ્રાપ્ત થઈ છે, તે સર્વની સફળ થાઓ, એ ભાવના છેજી. આખરે કાંઇ બનો કે ન બનો, પણ પહેલાં તેને માટે કાળજી રાખી પ્રયત્ન કર્યો હશે, તે અલેખે જનાર નથી, એવો વિશ્વાસ રાખી, આત્મહિતની વૃદ્ધિમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થાય, તેમ વર્તવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૬૧૧, આંક ૭૦૭). D મીરાંબાઈને રાજવૈભવ અને બીજાં જગતના જીવો ઇચ્છે, તેવાં સુખ હતાં; છતાં તેણે તે રાણાનો, રાજ્યનો અને રાણીપદનો ત્યાગ કરી, ભિખારણની પેઠે ટુકડા માગી ખાઈ, ભગવાનની ભક્તિ કરી તો આજે આપણે તેને ધન્યવાદ દઈએ છીએ અને તે “અમર વરને વરી” કે સદા તેનો ચૂડો-ચાંદલો કાયમ રહે તેવી દશા, ગુરુકૃપાએ તે પામી. જાણીજોઈને તેણે પતિને તથા સંપત્તિને લાત મારી અને આનંદપૂર્વક આખી જિંદગી તેણે ભક્તિમાં ગાળી. આપણે માથે તો તેવી દશા, હજી ભીખ માગે તેવી, આવી પડી નથી; પણ કર્મના યોગે, વહેલોમોડો જેનો નાશ થવાનો હતો, તેવું શિરછત્ર વહેલું ભાંગી ગયું અને પુરુષનો યોગ થયો છે, તેણે સત્સાધન આપ્યું છે તેનું અવલંબન લઇ, સદાચાર સહિત જિંદગી ભક્તિમાં ગાળવાની છે, એ કંઈ મોટી અઘરી વાત નથી. કાળ કાળનું કામ કરે છે. ભક્તિભાવ વધારતા રહેશો તો કંઈ જ જાણે બન્યું નથી, એમ પ્રારબ્ધ પ્રમાણે દિવસો વ્યતીત થશે. કશું ગભરાવા જેવું નથી; મૂંઝાવું ઘટતું નથી. હજી મનુષ્યભવરૂપી મૂડી હાથમાં છે ત્યાં સુધી, સૌ સારાં વાનાં થઈ રહેશે, પણ જેમ સદ્ગત ... નું સર્વસ્વ, આખો મનુષ્યભવ લૂંટાઇ ગયો, Page #747 -------------------------------------------------------------------------- ________________ (૭૩૮) તે હવે કંઈ કરી શકે તેમ નથી. ચોરાસી લાખના ફેરામાં એક મનુષ્યભવમાં કંઈ નિરાંત છે; બાકી કીડી-મકોડી, કાગડા-કૂતરા, માખી-મચ્છર એ જીવો શું ધર્મ સમજે ? શી રીતે આરાધી શકે ? આપણે જેટલા દિવસ, આ મનુષ્યભવના જોવાના બાકી છે, ત્યાં સુધી ધર્મનું આરાધન કરી લેવું કે ફરીથી ચોરાસી લાખના ફેરામાં ફર-ફર કરવું ન પડે. (બી-૩, પૃ.૧૭૯, આંક ૧૮૨) નથી રોગોથી ધેરાયો, જરા પીડે ન જ્યાં સુધી; - નથી મૃત્યુ-મુખે પેઠો, સાઘ કલ્યાણ ત્યાં સુધી. બળતા ઘરમાં કોઈ ઊંઘતો હોય, તેને કોઇ જગાડવા હાંકો મારે; તેમ કોઇના મરણ પછી થતા અવાજો સમજવા યોગ્ય છે. ચેતવા જેવું છે; નહીં તો આખો લોક બળી રહ્યો છે; દુઃખે કરી આર્ત છે, તે હોળીમાં આપણો પણ નાશ થવાનો વખત આવી પહોંચશે. જેમનો દેહ છૂટયો, તેમને મનુષ્યભવમાં વિશેષ વખત રહેવાનું બન્યું હોત તો ધર્મ-આરાધન વિશેષ થઈ શકત, તે તક હવે તેમને મળવી દુર્લભ છે એમ વિચારી, આપણા દિવસો વિશેષ ધર્મ આરાધવામાં જાય, તેમ કરી લેવા યોગ્ય છેજી; કારણ કે કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ ઘટે નહીં. જે ગયા, તે આપણને મૂંગો ઉપદેશ આપતા ગયા છે કે અમે કંઈ લઈ જતાં નથી; જેને મારું-મારું કરી, એની એ કડાકૂટમાં આખું આયુષ્ય ગાળ્યું, તેમાંનું કશું કામ આવ્યું નહીં; કંઇક ધર્મ પ્રત્યે રુચિ થયેલી, સપુરુષ પ્રત્યે, તેનાં વચનો પ્રત્યે પ્રતીતિ થયેલ કે શ્રદ્ધા કરેલી, તે દરેકની સાથે ગઈ. માટે આ સ્વપ્ન જેવા સંસારમાં હવે મોહ-મમતા ઓછી કરી, જ્ઞાની પુરુષના માર્ગે કંઇક આગળ વધાય અને આત્મશાંતિ થાય તેમ પ્રયત્ન કર્તવ્ય છે. (બી-૩, પૃ.૧૫, આંક ૧૯૭) | પવિત્ર આત્મા પૂ....એ દેહત્યાગ આશ્રમમાં કર્યો છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની તેમણે ઘણી સેવા કરેલી, તેમની આજ્ઞા ઉઠાવેલી અને નિઃસ્પૃહપણે સાધુ જેવું જીવન ગાળેલું. તેના પ્રભાવે, તે આ ક્ષણિક દેહ ત્યાગી, કરેલાં શુભ કર્મ ભોગવવા અન્યત્ર ગયા છેજી. આપણે બધાને એવો એક દિવસ જરૂર આવવાનો છે. તેની તૈયારી કરતા રહીએ તો પુરુષના આશ્રિત યથાર્થ ગણાઇએ અને જો પ્રમાદમાં, ક્ષણિક વસ્તુઓની લેવડદેવડમાં, જે તૈયારી કરવાનો વખત મળ્યો છે તે, ગુમાવીશું અને એકાએક તેવો દિવસ આવી ચઢશે તો ગભરામણનો પાર નહીં રહે, પસ્તાવો વારંવાર થશે છતાં કંઈ વળશે નહીં. માટે બને તેટલી પળો મોક્ષ-ઉપાયમાં ગાળવાનો લોભ રાખવા યોગ્ય છેજી. ધન કરતાં ભવનું આયુષ્ય અનંતગણું કીમતી છે એમ ગણી, જતા દિવસની જેટલી ક્ષણો ધર્મધ્યાનમાં જાય તેટલી સંપત્તિ, સાચી કમાણી ગણી, તે તરફ વિશેષ વૃત્તિ વળગી રહે, તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. વચમાં કોઇ કારણે તમને લાગેલું કે હવે વધારે જીવવાનું નથી, તો કેવી ચીવટ, જાગૃતિ રહેતી હતી અને તે વૈરાગ્યની મંદતા થતાં, જાણે હવે કંઈ ફિકર નથી, એમ થતું હોય તો તેનું શું કારણ છે, તે શોધવા યોગ્ય છેજી. મરણ નથી આવવાનું એમ તો છે જ નહીં; પણ હમણાં કાંઈ એવો સંભવ નથી એમ જાણી, જીવ આંખ-મીંચામણાં કરે છે; પણ જ્ઞાની પુરુષો તો મરણને સમીપ સમજીને, કેવળજ્ઞાન થતાં સુધી Page #748 -------------------------------------------------------------------------- ________________ (૭૩૯) સપુરુષાર્થમાં મંડયા રહે છે'. તો પછી આપણે નિરાંતે સૂવા જેવું શું પ્રાપ્ત કર્યું છે, તે વિચારવા યોગ્ય નથી ? મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.'' આ ભાવ, વારંવાર આ મૂઢ જીવે વિચારી, જાગૃતિ વિશેષ આરાધવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૪૨૦, આંક ૪૨૭) | મરણનું આવવું અવશ્ય છે, પણ તે અનિયત હોવાથી, તેની તૈયારી, વિચારવાન જીવે કરતા રહેવી ઘટે છે. પરમકૃપાળુદેવનું શરણ દૃઢતાપૂર્વક આ ભવમાં રહે તો તે બની શકે તેમ છેજી. (બી-૩, પૃ.૪૮૮, આંક પ૨૧) અમુક નિત્યનિયમ વગેરે ન બને તો તેનો ખેદ કર્તવ્ય નથી. બધું કરીને પરમકૃપાળુદેવના સZરણમાં અર્પણતા થાય, તેને જ આશરે આ દેહ છોડવો છે, છેલ્લા શ્વાસે પણ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રની ભાવના દયમાં રહે; તેના ઉત્તમ સ્વરૂપમાં તન્મયતા, નિઃશંકતા, નિર્ભયતા અને નિઃસંગતા અભેદભાવ રહે, એ જ અંતિમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુ પરમપુરુષનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ, એથી જે કંઈ ભિન્ન વ્યાધિરૂપ, સ્નેહરૂપ, સ્મરણરૂપ, ખેદરૂપ કે અન્યથા હો તેનો મન-વચન-કાયાથી ત્રિકાળ ત્યાગ હો ! “તુંહિ તૃહિ'ની લય લગાડવાની છે. (બો-૩, પૃ.૪૪૫, આંક ૪૬૩) 0 પૂ. ...એ તો મનમાં એવો નિશ્ચય કરવો ઘટે છે કે જાણે આ દેહ છૂટી ગયો છે અને મફતનું આયુષ્ય મળ્યું છે, તે માત્ર આત્મહિત થાય તેમ જ ગાળવું છે. મરણ સંબંધી પણ કંઈ વિકલ્પ કરવા યોગ્ય નથીજી. જીવવાનું હશે ત્યાં સુધી ભક્તિભાવ અર્થે જીવવું છે અને આ દેહ નહીં હોય કે છૂટી જશે ત્યારે પરમકૃપાળુદેવના શરણે દેહ છોડવાથી જીવનું ભલું જ થવાનું છે; એવો વૃઢ વિશ્વાસ રાખવાની જરૂર છે. તેથી કંઈ સંકલ્પ-વિકલ્પ કે ફિકર-ચિંતાનું કારણ રહેશે નહીંછ. દેહ તો અનંતવાર જીવે ધારણ કર્યા અને અનંતવાર છોડ્યા, પણ આ ભવમાં જે પરમકૃપાળુદેવનું શરણ પ્રાપ્ત થયું છે તે સહિત, તે પુરુષને આશ્રયે આ દેહ છોડવાનો અવસર આવી લાગ્યો છે, તો ગભરાયા વિના જેમ આશ્રમમાંથી સદાપુર ગયા, તેમ સદ્ગુરુશરણે જ્યાં નિર્માણ હશે ત્યાં જવું છે; એવું મનમાં વૃઢ કરી રાખવું. જેનું ભલું થવાનું હોય, તેને ફિકર શાની હોય? માટે નિશ્ચિતપણે, સંક્લેશ વિના, સદ્ગુરુશરણે બુદ્ધિ રાખી, સ્મરણમાં મન રહે અને સપુરુષની સ્મૃતિ, દર્શન-ભાવના, શ્રવણ વગેરે ક્ય કરવા યોગ્ય છેજી. સદ્ગુરુપ્રસાદ'માંથી ચિત્રપટનાં, વારંવાર દર્શન કરાવવા તથા સ્મરણ, ભક્તિ, શ્રવણ, ભજનમાં તેનું ચિત્ત રહે તેવી ગોઠવણ કરવા, આપ સર્વને વિનંતી છેજી. (બો-૩, પૃ.૪૭૧, આંક ૪૯૮). ધર્મીને મૃત્યુ મિત્ર છે, ઉતારે દેહભાર; વિસામો આપે વળી, યદિ હોય અવતાર. પૂ. ....ના દેહોત્સર્ગના સમાચાર સાંભળી ખેદ થાય છે કે આમ મનુષ્ય આયુષ્ય અચાનક પૂરું થતાં, સર્વ છોડી ચાલ્યા જવું પડે છે; પણ સત્પષના આશ્રયે જેનો દેહ છૂટે છે, તેને સપુરુષની કૃપાએ સન્માર્ગનાં નિમિત્તો મળી રહે છે. (બો-૩, પૃ.૯૦, આંક ૮૧) Page #749 -------------------------------------------------------------------------- ________________ (૭૪૦ D સંસારમાં જેની સાથે જેટલો સંબંધ હોય છે, તે પૂરો થયે વિયોગ થાય છે. પરંતુ બનનાર છે તે ફોન નથી અને ફરનાર છે તે બનનાર નથી.” (૪૭) એ વાત લક્ષમાં લેવા યોગ્ય છે. જે જ્ઞાન દેહ છોડ્યો છે, તેનું કલ્યાણ થાય છે. તેને માટે શોક કર્તવ્ય નથી. પરંતુ આપણા પોતાના માટે વિચાર કર્તવ્ય છે કે માથે મરણ છે. વિયોગના વખતે સંસારની અસારતા જીવને સહજે સમજાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓ વારંવાર વિચારવા યોગ્ય છે. સાંસારિક કારણોને લઈને ખેદ પ્રગટતો હોય, તે પલટાવીને વૈરાગ્યભાવની વૃદ્ધિ કરવા યોગ્ય છે. (બો-૩, પૃ. ૨૪, અંક ૭૨૯) “મૃત્યુનું આવવું અવશ્ય છે.” (૫૮) એમ પરમકૃપાળુદેવે જાગ્રત રહેવા લખ્યું છે, જીવે વાંચ્યું પણ છે, મોઢે બોલે છે, કલમે લખે છે, ભાષણો કરે છે; પણ તેની તૈયારી કેટલી કરે છે તે ઉપરથી, તેની સમજણ આંકી શકાય. કહેતા-કહેતી ધર્મ છોડી, સાચો ધર્મ ગ્રહણ કર્યો હોય, તેણે હવે સાચા જ થવાની જરૂર છે. મરણને વારંવાર સંભારવા યોગ્ય છે. બી-3, પૃ.૫૪૦, આંક પ૯૨) 0 થવાનું હશે તે થશે. બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહીં; એમ વિચારી નકામી ચિંતના, અમૂંઝણ જીવે દૂર કરવાં, અને મરણ વખને કંઈ કામ લાગવાનું નથી એમ વારંવાર સંભારવું. ગમે તેવાં સગાં હોય કે ગમે તેટલા પૈસા હોય, સુખભવની સામગ્રી ગમે તેટલી હોય પણ તે મરણ આવતું અટકાવે તેમ નથી. મરણ આગળ સર્વ અરણ છે. એ બધાને છોડીને એક વાર જવાનું અવશ્ય છે; તો આ નાશવંત વસ્તુ માટે હાયવોય કરી નકામો જીવ બાળવા, તેના કરતાં મનમાંથી માંડી જ વાળ્યું હોય કે જેમ થવું હોય તેમ થાઓ, હું તો અમુક કલાક કામ કરવાનું છે, તે કરી છૂટયો. હવે શી પંચાત ? (બી-3, પૃ.૪૪. આંક ૩૦) ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે રોજ મરણને સંભાર. વી મરણ વખતે અસહાય દશા છે, તેવી જ અત્યારે પણ એક રીત છે, પણ તે તરફ લક નથી. પોતાનાં કરેલાં કર્મ જ ઉદય આવે છે અને તે કર્મને ફેરવવા કોઈ સમર્થ નથી. કોઇનું દુઃખ કોઈ લઈ શકતું નથી, એ નજરે પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે ક્ષણે-ક્ષણે જે શુભાશુભ ભાવ થયા કરે છે, તેને અનુસરતાં કર્મોથી જીવ સમયે-સમયે ઘેરાય છે. તેમાંથી કોણ બચાવે તેમ છે ? તે ઉદય આવશે ત્યારે પરવશપણે ભોગવવાં જ પડશે. આ ક્રિયાઓ તરફ, નજર જ જીવ કરતો નથી. માત્ર બહારની લેવડદેવડમાં આંખો મીંચીને વર્યા કરે છે. (બી-૩, પૃ.૨૩૧, આંક ૨૨૬) D સંસાર દુઃખરૂપ છે, જન્મજરામરણ, આધિ (મનનાં દુઃખ), વ્યાધિ, ઉપાધિથી ભરેલો છે. ચોરાસી લાખ જીવયોનિમાં અનાદિકાળથી આ જીવ ભટકતો આવ્યો છે, પણ હજી થાક્યો નથી, કારણ કે દારૂડિયાની પેઠે, દારૂથી નુકસાન થાય છે છતાં, તે પીતી વખત આનંદ માને છે; તેમ કર્મવશ જીવ પોતાનું ભાન ભૂલી, બીજી તુચ્છ વસ્તુઓમાં રાજી થઇ જાય છે. અનાદિકાળથી જીવ ખા-ખા કરતો આવ્યો છે, પણ ખાવા બેસે ત્યારે જાણે કોઈ કાળે કાંઇ ખાધું ન હોય, તેમ દુકાળિયાની પેઠે ખાવામાં તન્મય થઈ જાય છે અને અા કે નગવાનને ભૂલી જાય છે. માટે જેને ભગવાન પ્રત્યે સદ્ગુરુકૃપાથી પ્રીતિ થઇ છે અને ભગવાનનું શરણ ગ્રહણ કર્યું છે, તે જીવે તો હવે વારંવાર મરણને સંભારી, બીજી વાતોમાંથી મનને ખેંચી લઇ મરણ, ભક્તિ, વાંચન, વિચારમાં જોડી રાખવાનો અભ્યાસ કરવા લાયક છે'. (બી-૩, પૃ.૧૫૭, આંક ૧૫૮) Page #750 -------------------------------------------------------------------------- ________________ (૭૪૧ બાળકાય કૂંપળ સમી, યૌવન પાન સમાન; પાકું પાન જરા-સમય, મરણ વાયરો માન. કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતાં કોઇ; બાળપણામાં પણ મરે, જુવાન મરતા જોઇ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય; એક નિયમ નક્કી ખરો - જન્મે તે મરી જાય. ગિરિ નીચે નદી ઊતરે, તેમ જીવન વહી જાય; ભોગમગ્ન જીવ ઊંઘતો, મરણ સમય પસ્તાય. પાણી પહેલી પાળ જે, બાંધે તે જ સુજાણ; આત્મહિતમાં ઢીલ કરે, તે નર નહિ વિદ્વાન. (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૮) કેવળ અર્પણતા નથી, મરણ સુધીની છેક' એ વારંવાર વિચારી, ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જે કંઈ આત્મસાધન દર્શાવ્યું છે, તે જ એક આધાર માની, તેની ઉપાસના અત્યંત પુરુષાર્થ ફોરવી, આ ભવમાં કરી લેવી ઘટે છે. કાળનો ભરોસો નથી. ક્યારે આપણો વારો આવશે, તે ખબર નથી; તો રોજ મરણને સંભારી, કેવી રીતે મરવું છે, તેની તાલીમ લેવી ઘટે છેજી. સમાધિમરણને અર્થે આ ભવ છે અને જ્ઞાનીને શરણે, તેના સ્મરણમંત્રને લક્ષમાં રાખી, તેને આશ્રયે દેહ છોડવો છે, એ જ નિશ્ચય કરી, તેની વારંવાર સ્મૃતિ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.પ૨૫, આંક પ૭૩) D પૂ. .... પોતાની ધર્મભાવના વધારી, આત્મકલ્યાણના લક્ષસહિત પરલોકવાસી થયા છે, તેથી ખેદનું કારણ નથી. માત્ર આપણને તેમના સમાગમનો યોગ ન રહ્યો એ લાગી આવે, તે સ્વાભાવિક છે; પણ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનશીલતા એ ઉત્તમ માર્ગ જ્ઞાની પુરુષોએ જણાવ્યો છે. ખેદને વૈરાગ્યમાં પરિણમાવવો ઘટે છે. એક ધર્મશાળામાં, જેમાં અનેક ગામથી મુસાફરો આવીને રાત રહે છે અને સવાર થતાં પોતપોતાને રસ્તે ચાલ્યા જાય છે, તેમ અનેક ગતિમાંથી જીવો આવી, એક કુટુંબમાં થોડો કાળ સાથે રહે છે, તેટલામાં તો એટલો બધો મોહ વધારી દે છે કે મરણકાળે તે પ્રતિબંધ આડા આવી, જીવને અધોગતિએ લઈ જાય છે. એ વિચારી, જેમ બને તેમ આજથી સગાં, મિત્ર, મળતિયા કે પાડોશીના પ્રતિબંધ ઓછા કરી, જેમ બને તેમ વાસના, મોહ, મમતા કે દેહાધ્યાસ ઘટે તેવા વૈરાગ્યમાં વૃત્તિ રાખી, સત્પરુષે જે આજ્ઞા કરી છે એવા વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર, છ પદનો પત્ર, અપૂર્વ અવસર, મહામંત્ર, આલોચના, સામાયિક, આઠ દ્રષ્ટિની સઝાય આદિ ઉત્તમ સાધનોમાં, મનને રાખવા ઉદ્યમ કર્તવ્ય છેજી. દરરોજ મરણ સંભારી, તેની વાટ જોઈને બેઠા હોઈએ તેમ પ્રતિબંધ ટાળી અસંગભાવની વૃદ્ધિ કરતા રહેવા વિનંતી છે). જે કરશે તેના લાભનું છેજી. (બો-૩, પૃ.૯૧, આંક ૮૩) Page #751 -------------------------------------------------------------------------- ________________ (૪૨) D વિભાવપરિણામ એ જ મરણ છે. વિભાવ જુદો અને આત્મા જુદો છે. આત્મા વિભાવરૂપે પરિણમે એ જ મરણ છે. વિભાવભાવ એ ભાવમરણ છે. (બો-૧, પૃ.૩૫), આંક 10) ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો?" મનુષ્યભવ વ્યર્થ ન જાય તે માટે પુરુષનો કોઈ મંત્ર કે બોધ પ્રાપ્ત થયો હોય તેનું વારંવાર કાળજીપૂર્વક સ્મરણ કર્તવ્ય છેજી. ‘‘ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં.'' આમ પુષ્પમાળામાં પરમકૃપાળુદેવે આ મોહનિદ્રામાં ઊંધતા જીવને જાગ્રત કરવા અર્થે જણાવ્યું છે; તે લક્ષમાં લઈ, સપુરુષ મળ્યા પહેલાંનો કાળ અને પછીના કાળમાં કંઈ ભેદ પડે તેવો પુરુષાર્થ કર્તવ્ય છે. કુંદકુંદસ્વામી “અષ્ટ પાહુડ'માં જણાવે છે કે જીવે જ્યાં સુધી સમ્યત્વની પ્રાપ્તિ કરી નથી, ત્યાં સુધી તે જીવતું મડદું છે. તે જ પરમ અર્થને પરમકૃપાળુદેવે આપણા જેવા બાળજીવોને સમજ પડે તેમ ‘ભાવમરણ'રૂપે કહ્યો છે. જેટલી ક્ષણો પુરુષના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લક્ષ આવ્યા વિનાની જાય છે, તે સર્વ ક્ષણો ભયંકર સંસાર ઊભો કરાવનાર મરણ સમાન છે; તે જ ખરું મરણ છે. આયુષ્યને અંતે મરણ છે, તે તો સમજુ જીવને મહોત્સવ સમાન છે. જીવતાં પુરુષ કે તેનો વિશ્વાસ કરનાર, જીવતાં છે. સમયે-સમયે મરણ સંભારી, સંસાર પરથી આસક્તિ ઓછી કરી, પરમાત્મભાવ માટે પરમપુરુષને શરણે પુરુષાર્થ કર્તવ્ય છેજી, (બી-૩, પૃ.૫૦, આંક ૩૫) [ આ કાળમાં અલ્પ આયુષ્ય આ ક્ષેત્રે જીવોને હોય છે; છતાં જાણે મરવું જ નથી, એમ પ્રવર્તવાનો અભ્યાસ પડી ગયો છે, તેથી આત્મહિતના કર્તવ્યમાં પ્રમાદ, ગૌણતા, સામાન્યપણું થઈ જાય છે; માટે રોજ મરણ સંબંધી વિચાર કરતા રહેવાની જરૂર છે. મરણ અચાનક આવી પડે તો હું કેમ પ્રવર્તે? મરણ સુધારવાનું કોઈ સાધન મને મળ્યું છે? તેમાં મારું ચિત્ત કેટલું પ્રવર્તે છે? બીજે મન ભટકતું ફરે છે, તેનું કારણ શું? સંસારમાં એવું શું સુખ છે કે જેને માટે આત્મહિત ભૂલી આમ પ્રવર્તવું થાય છે? હવે કેમ પ્રવર્તવું? વગેરે વિચારો અવકાશ વિસ્તારથી વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨૫૬, આંક ૨૫૦) T માંદગી કરતાં, માંદગી પૂરી થવા આવે ત્યારે વિશેષ કાળજી ડોક્ટરો રાખે છે; તેમ મુમુક્ષુજીવ પણ માંદગીને પ્રસંગે જેમ મરણ સમીપ લાગતું હોય, તેમ ત્યાર પછી પણ મરણને સમીપ જ સમજીને, ધર્મમાં વૃત્તિ રાખવાનો જ્ઞાનીનો માર્ગ આરાધે છે અને આપણે બધાએ તે જ અંગીકાર કર્તવ્ય છેજી. સમાધિમરણ કરવાની ભાવનાવાળા સર્વેએ, ક્ષણે-ક્ષણ સમાધિભાવને પોષે તેમ વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે; કારણ કે મરણ વખતે, અત્યારે જે ભાવો કરીએ છીએ તેના રહસ્યભૂત મતિ આવે છે; તો જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગણી, છેવટની ઘડીની અત્યારથી જ તૈયારી કરતા રહેનાર, વિવેકી ગણવા યોગ્ય છેજ. પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા, સાંભળવા, વિચારવા અને સ્મૃતિમાં રાખી, તેમાં ઉપયોગ રાખતા રહેવા, વિનય વિનંતી છેજી, (બી-૩, પૃ.૧૪૩, આંક પ૯૪) Page #752 -------------------------------------------------------------------------- ________________ (૭૪૩) T માથે મરણ છે એમ વારંવાર બોધમાં સાંભળ્યું છે; હાલ તો પ્રત્યક્ષ બોમ્બગોળા આદિ પ્રસંગોથી તથા ગોળીબાર વગેરેના સમાચારોથી સંભળાય છે. મરણ સમીપ જ સમજીને, વિચારવાન જીવે વૈરાગ્યની વૃદ્ધિ કરતા રહેવાની જરૂર છેજી. ક્ષણ-ક્ષણ આયુષ્ય ઓછું થતું જાય છે તે મરણતુલ્ય સમજી, જીવન સફળ થવા, સત્સંગ થયેલો નિષ્ફળ ન થવા દેવા, જ્ઞાનીપુરુષના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભય હવે તો થઇ જવું ઘટે છેજી. જેટલી નિઃશંકતા તેટલી નિર્ભયતા પ્રગટે; માટે “શ્રદ્ધાં પરમ ટુર્નાદ” કહી છે, તે ગમે તેમ કરી, આટલા ભવમાં કરી લેવી ઘટે છેજી. (બો-૩, પૃ.૪૨૫, આંક ૪૩૪) સમાધિમરણ T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે, તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય; પણ પુરુષાર્થ-ધર્મને પ્રધાને રાખી, વર્યા જવા વિનંતી છેજી. (બી-૩, પૃ. ૨૭૦, આંક ૨૬૩) “સંયોગ સંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે; કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મારાં નથી. મારા તો એક સપુરુષરૂપી પરમકૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ – આત્મા છે, નિત્ય છે એ આદિ છ પદને પરમકૃપાળુદેવે કહ્યા છે, તે સ્વરૂપવંત છે - એ મારો છે, એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું; અને એમ માનવાથી જ, એ માન્યતા રહેવાથી - તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે.” (પ્રભુશ્રીજીનો બોધ) (બી-૩, પૃ.૪૮૫, આંક ૫૧૭) પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા, જ્ઞાનીએ જાણેલો તેમાં જણાવ્યો છે, તે જ મારે માન્ય છે, તો તે સમાધિમરણ છે. મંત્રમાં તો ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છે. તેનું અવલંબન પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનીને શરણે મરણપર્યત ટકાવી રાખવાનું છેજી. હું સમજી ગયો, એમ કરી વાળવા જેવું નથીજી. (બો-૩, પૃ.૭૦૮, આંક ૮૫૩). I પૂ. ... ની માંદગી ગંભીર છે એમ જાણ્યું. ખમી-ખમાવી, પરમકૃપાળુદેવનાં શરણમાં રહેવાની ભાવના કરી, તે જ આધારે જીવન હોય ત્યાં સુધી ભાવ દૃઢ રાખી, અંતે જ્ઞાનીને શરણે, પરમકૃપાળુદેવને આશરે દેહ છોડવા ભલામણ છેજી. મંત્રમાં મન અહોરાત્ર રહે તેવી છેવટે ગોઠવણ થાય તો જરૂર કર્તવ્ય છેજી. પોતાનાથી ન બોલાય તો જે સેવામાં હોય તેણે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર દરદીના કાનમાં પડયા કરે તેટલા ઉતાવળા અવાજે બોલ્યા કરવા યોગ્ય છે અને સાંભળનારે આ મારા સમાધિમરણની ખરી દવા છે એમ જાણી, વેદનામાંથી મને ખસેડી, પરમકૃપાળુ પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થાપવા પ્રયત્ન કર્તવ્ય છેજી. એમ મંત્રની ભાવનામાં દેહ છૂટે, તેનું સમાધિમરણ થયું ગણાય, એવું ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીએ ઉપદેશ્ય છેજી. Page #753 -------------------------------------------------------------------------- ________________ (૭૪૪) આ પત્ર મળે ત્યારથી તેવી કોઈ ગોઠવણ કરવા વિનંતી છે. જ્યાં બને ત્યાં જાતે, કે કોઈ મુમુક્ષુ દ્વારા તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૩૬, આંક ૭૫૧) | શુભેચ્છા સંપન્ન સાધ્વીજી ...નો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાધનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય, તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. બારમા વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન શ્રી દેવચંદ્રજીનું ચોવીસીમાં છે. તે વારંવાર વાંચી, તેમણે અભ્યાસ કરવા જેવું છે'. તેમાં જણાવ્યું છે : આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ, દંશણ, નાણ, ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચંદ્રાનન, ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ, આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન)'' તેમ પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા, તે ધર્મનું કારણ નથી. “TUITI ધર્મો ATM તવ' એવો શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તો હવે ધર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે, તેણે પરમકૃપાળુદેવની આજ્ઞાનું આરાધન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ્ લઘુરાજસ્વામીને જણાવેલી, તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી, તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશો અને પરમકૃપાળુદેવનો ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી, તે મહાપુરુષને સદ્ગુરુ ધારી, તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ સદાચાર, વ્રત વગેરે કરવા કહેશો. તેમની હાલ અત્યંત ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્ર પણ જણાવશો. તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી, ક્યાંય આસક્તિ નહીં રાખો અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જાણ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો, એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે, એમ શ્રી લઘુરાજસ્વામીએ જણાવેલું, તમને જણાવ્યું છે. બીજેથી મન ઉઠાવી, એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશો તો એકની ઉપાસનામાં સર્વ જ્ઞાની સમાઈ જાય છે. કોઇની વિરાધના થતી નથી. વીતરાગદશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દૃઢતા રાખી પ્રેમ-ભક્તિ વર્ધમાન થાય તેમ કર્તવ્ય છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.' લોકરંજનનો માર્ગ મૂકી, સમાધિમરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશો, તે સદ્દગુરુ આજ્ઞાએ ઉપકારી, મોક્ષમાર્ગસાધક નીવડશેજી. (બો-૩, પૃ.૫૧૫, આંક ૫૫૮) Page #754 -------------------------------------------------------------------------- ________________ (૭૪૫. ધનમાં મન જેવું રમે, સુંદર સ્ત્રીમાં જેમ; તેમ રમે જો રાજમાં, મોક્ષ મળે ના કેમ? પ્રશ્ન : સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? ઉત્તર : સમ્યક્દર્શનની સૌથી પહેલી જરૂર છે. તે વિના તો કોઈ પણ ધર્મક્રિયા સફળ નથી, પરંતુ પરમકૃપાળુદેવે પત્રાંક ૭૭૧માં જણાવ્યું છે કે જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન તો કોઇ વિરલા જીવોને થાય છે, પણ પરમપુરુષની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઘણે ઠેકાણે સમકિત કહ્યું છે અને તે જેવું-તેવું નથી. પંદર ભવે મોક્ષે લઈ જાય તેવું છે. જીવાજીવના જ્ઞાનનું તે કારણ છે; એટલે પરોક્ષ શ્રદ્ધા જેને છે, તે પરમપુરુષની શ્રદ્ધાથી સમાધિમરણની તૈયારી કરે તો તે સફળ થવા યોગ્ય છેજી. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય છે. શ્રી સોભાગભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યક્દર્શન તો મરણ પહેલાં થોડા દિવસ ઉપર જ થયું હતું, પરંતુ પરમકૃપાળુદેવે ““શ્રી સુભાગ્ય પ્રેમસમાધિમાં વર્તે છે' એમ ઘણાં વર્ષ પહેલાં જણાવ્યું છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.'' પરમપુરુષ પ્રત્યેનો પ્રેમભાવ - એમાં સર્વ સાધન સમાઈ જાય છેજી અને તે તો સમ્યક્દર્શન પહેલાં પણ હોય છે. પરમકૃપાળુદેવે શ્રી ગોપાંગનાઓનાં વખાણ કર્યા છે. “પરમ મહાત્મા શ્રી ગોપાંગનાઓ'' કહી છે, તે તેમના પ્રેમને આધારે. મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ, એ સર્વ દોષોને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર, સમ્યક્દર્શન અને સમાધિમરણ કરાવનાર છે, એમ મારી માન્યતા, આપના પૂછવાથી જણાવી છેજી. (બી-૩, પૃ.૭૨૪, આંક ૮૮૨) પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે, તેને કંઈ પણ ગભરાવાનું કારણ નથી. સંયોગો તો સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે? જ્યાં સુધી નરભવની કાયાનો જોગ છે, ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડવો છે એમ જેનો નિશ્ચય છે, તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવો પણ તેની સામે પડી, તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણે-ક્ષણ સસાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર, આત્મભાવના અપૂર્વ છે). (બી-૩, પૃ. ૨૪, આંક ૭૨૬) | મનને વીલું મૂકવા જેવું નથી. નવરો બેઠો નખ્ખોદ વાળે, તેમ નવરું મન રહે તો ખોટા વિચારોમાં તણાઈ જાય; માટે સ્મરણમંત્રનો તાર તૂટવા દેવો નથી એવું નક્કી કરી હવે તો મંડી પડવું અને મરણ સુધી તે અવલંબન છોડવું નહીં. તેથી સમાધિમરણ થાય છે, એમ પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છેજી, મંત્ર છે, તે આત્મા જ છે. તેથી આત્માર્થીએ તે ભૂલવા યોગ્ય નથીજી. (બી-૩, પૃ.૧૫૮, આંક ૧૫૮) તમને સમાધિમરણની ભાવના છે, તે જાણી હર્ષ થયો છે. સત્પરુષે બતાવેલો માર્ગ, તેનું સ્મરણ તે સમાધિમરણનું કારણ છે અને તેનું આરાધન કરનારને અંત વખતે પણ તેવા શુભ સંયોગો મળી રહે છે; માટે નિર્ભય રહેતાં શીખવું. (બી-૩, પૃ.૧૧, આંક ૧૬૧). Page #755 -------------------------------------------------------------------------- ________________ (૭૪૬) D પ્રમાદ કર્તવ્ય નથી. છોકરાં, હૈયાં, ધન, ઘરેણાં, કપડાંલત્તામાં જીવ બહુ નહીં પરોવતાં, હું તો આ ભવમાં ભગવાને આત્માર્થે જે માન્ય કરવા કહ્યું હોય, તે ભૂલું નહીં. મંદવાડમાં, મેળામાં, ઘેર કે પરગામ, સૂતાં, બેસતા-ઊઠતાં, હરતાં-ફરતાં મંત્રનું સ્મરણ વારંવાર જીભ ઉપર રાખી દયને ભગવાનની ભક્તિમાં રાખવાથી સમાધિમરણનું કારણ બનશેજી. જીવનો સ્વભાવ, જે નિમિત્ત મળ્યું તેમાં, તન્મય થઈ જવાનો છે. તે ટેવ બદલાવી, જ્ઞાનીએ કહ્યું છે તેવો આત્મા મારો છે, મેં જાણ્યો નથી પણ મારે જ્ઞાનીએ જાણેલો-અનુભવેલો આત્મા માન્ય છે, તે સિવાય મને મરણ વખતે કંઈ ન સાંભરો, મારું નથી તે મારું-મારું કરીશ તોપણ અહીં પડયું રહેશે અને ખોટી ગતિમાં ભટકવું પડશે, માટે આજથી ટેવ એવી પાડી મૂકું કે જ્ઞાનીએ અનુભવ્યો છે તેવો મારો આત્મા છે. તેની કાળજી પળે-પળે રાખું, તેને માટે સદાચરણ, સત્સંગ, ભક્તિ કરું, પણ સંસારનાં સુખ ન ઈચ્છું. (બી-૩, પૃ.૧૪૨, આંક ૧૬૫) | આપનાં માતુશ્રીને મંત્રનું સ્મરણ વિશેષ કાળજી રાખી જગ્યા કરવા ભલામણ છેજી. સહનશીલતા, ધીરજ, શ્રદ્ધા અને સત્પરુષના શરણમાં બુદ્ધિ એ સમાધિમરણનાં કારણ છે. તેનું સેવન દરેકે કરતા રહેવા ભલામણ છેજી. બો-૩, પૃ.૩૩૫, આંક ૩૩૪) પરમકૃપાળુદેવનું શરણ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ખાસ ભાર દઈને પૂના ક્ષેત્રથી જણાવ્યું છે તે લક્ષમાં રાખી, “એક મતિ આપડી ને ઊભે માર્ગે તાપડી' એમ પ્રભુશ્રીજી કહેતા તે લક્ષમાં રાખી, સ્મરણમાં ચિત્ત રાખવાનો અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવાનો અવસર રમાવી પહોંચ્યો છે. તે વખતે ઢીલા નહીં થતાં, જિંદગીમાં કદી ન આવ્યા હોય તેવા અપૂર્વ ભાવે, તે પરમપુરુષની અનન્ય શ્રદ્ધા વૃઢ કરતા રહેશોજી. એ જ જીવનદોરી છે. શ્વાસોશ્વાસ ધમણની પેઠે લેવા, એ જીવન નથી પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' છે તેમાં વૃત્તિ રાખવી, એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા છજી. પરમકૃપાળુદેવની આજ્ઞા જેને શિરસાવંઘ છે, માથે રાખી છે, તેનો વાંકો વાળ થાય તેમ નથી. ગમે તે ગતિમાંથી તેને મોક્ષમાર્ગે ચઢાવી, આગળ વધારી મોક્ષે લઈ જાય, તેવું તેનું યોગબળ વર્તે છેજી. આપણા ભાવ તે પ્રવાહમાં વહે તો ફિકર નથી. અનાદિનો દેહાધ્યાસ આપણને એવા પ્રસંગે ફસાવવા ફરે તો રયણાદેવી જેવો તેને ગણી, તેના તરફ નજર પણ કરવા જેવી નથી. હવે તો “જેમ થાવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ.” એને શરણે આટલો દેહ અર્પણ હો ! હવે કશું ઇચ્છવું નથી, કશું કરવું નથી, કશું જોઇતું નથી. એને તો તે મને હો ! હું કંઈ જાણતો નથી. ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન) દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ. વિમલ જિન)'' આત્મા જ્ઞાનીએ જાણ્યો તેવો છે, તેવું જ મારું સ્વરૂપ છે, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય સમ્યકજ્ઞાન, દર્શન અને સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તેમાં અચળ શ્રદ્ધા * મરતી વખતે પણ થઈ શકે. જ્ઞાનીએ એ કહેલું છે, તો મારે માની લેવું, એ જ ભાવના કલ્યાણકારી છે). (બી-૩, પૃ.૩૮૯, આંક ૩૯૫) Page #756 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) T સદા સર્વદા સ્વભાવમાં રહી શકે એવા આત્માનું અચિંત્ય માહાભ્ય જ્ઞાની પુરુષોએ ગાયું છે, તેને સ્મરણમાં લાવવા અર્થે આપણને મંત્ર મળ્યો છે. તેનું આરાધન નિષ્કામ ભક્તિભાવે, એક લક્ષથી આ ભંવમાં થાય તો જીવને સમાધિમરણનું તે કારણ છેજી. છેવટે સ્મરણ કરવાનું ભાન રહો કે ન રહો, પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી પુરુષાર્થ કરવા ચૂકવું નહીં. કોઈ બીજી બાબતમાં ચિત્ત રાખવું નહીં. પરમકૃપાળુદેવને શરણે, જે થાય તે જોયા કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૬૪૧, આંક ૭૫૭) “માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ સુધી ટકાવી રાખવું એ જ છે. “હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.'' (બો-૩, પૃ.૫૧૩, આંક પ૫૪) D એક પરમકૃપાળુદેવનું સાચું શરણું મળ્યું છે, તો જગત પ્રત્યે જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે'' એવો લક્ષ રાખી, નિઃસ્પૃહપણે વીતરાગને માર્ગે વર્તવું છે એવું દયમાં દ્રઢ રાખવાથી, ચારિત્રબળ વર્ધમાન થઈ, સમાધિમરણનું કારણ થાય. (બી-૩, પૃ.૭૫૭, આંક ૯૫૨) I આપણે પણ મરણનો પ્રસંગ માથે છે, તેની તૈયારી કરવી છે. આ ભવમાં સત્પષનો યોગ થયો છે, તો હવે કાગડા-કૂતરાના મોતે મરવું નથી; પણ સમાધિમરણ કરવાનો વૃઢ નિશ્ચય કર્તવ્ય છે. તે અર્થે સત્સંગ, સન્શાસ્ત્ર, સવિચાર અને સદ્વર્તનનું બળ બને તેટલું સંઘરવું છે. લૌકિક વિચારોમાં મન તણાતું રોકીને, સદ્ગુરુની આજ્ઞાએ જીવવું છે અને સરુને આશ્રયે જ દેહ છોડવો છે. આટલો નિર્ણય કરી લેવાય તો બાકીનું જીવન સુખરૂપ લાગે અને સમાધિમરણનું કારણ બને. (બો-૩, પૃ.૬૨૩, આંક ૭૨૫). સમાધિમરણ થાય તો આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. પોતાનાથી બનતું સદ્દગુરૂઆશ્રયે જીવ કરી છૂટે તો તેને એટલો તો સંતોષ આખરે રહે કે મારાથી બનતું મેં કર્યું છે. આગળ કરી મૂકેલું આખરે કામ આવે છે. માટે મંત્રનો વિશેષ અભ્યાસ રાખ્યો હશે તો તે સમાધિમરણનું કારણ બને તેમ છેજી. (બો-૩, પૃ.પ૯૬, આંક ૬૭૯) I ભવિષ્યની ફિકર નહીં કરતાં વર્તમાનમાં મળેલી નરભવની બાજી હારી ન જવાય, તે લક્ષ રાખી. જે થાય તે જોયા કરવું; પણ હર્ષ-શોકમાં ન તણાવું. આમ વર્તવાનો પુરુષાર્થ સમાધિમરણનું કારણ છેજી . (બી-૩, પૃ.૬૪૦, આંક ૭૫૬) T જિદગીનો પાછલો ભાગ તો જ્ઞાનીપુરુષનાં વચનો કાનમાં પડ-પડ થાય અને તેના જ વિચાર ર્યા કરે તેમ ગાળવા યોગ્ય છે, તે સમાધિમરણનું કારણ બને તેમ છેજી (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩ ). Page #757 -------------------------------------------------------------------------- ________________ (૭૪૮) T વેદના એ સમજની કસોટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તો તે સમાધિમરણનું કારણ છેજી. (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૫) ભરૂચના અનુપચંદજી નામના વણિક ધર્માત્મા જીવને પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક, વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્દભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, હાલ સૂચનાનો તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી અનુપચંદજીને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી. કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે, તેમણે બધે નજર નાખી પણ તેવાં કોઇ સાધુ, સાધ્વી કે શ્રાવક તેમના ગચ્છમાં જણાયા નહીં, પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઇક પરિચય તેમને થયેલો. તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦, તેમ જ પત્રાંક ૭૦૬ - એ બંને પત્રો વારંવાર વાંચી, બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી; અને મુખપાઠ થયે, રોજ નિત્યનિયમમાં ઉમેરી લેવા યોગ્ય છે, એટલે રોજ સ્વાધ્યાય થશે તો જરૂર જીવને જાગૃતિનું કારણ ચાલુ રહેશેજી. પરમકૃપાળુદેવનાં વચનો અને તેની આજ્ઞાનું આરાધન, જીવને સમ્યકત્વ અને સમાધિમરણનું કારણ છેજી. (બો-૩, પૃ.૫૭૧, આંક ૬૪૩) પૂ. .... લખે છે : “પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે “સદ્ગુરુપ્રસાદ'નાં દર્શનની આજ્ઞા કરેલ છે, તે યથાર્થ રીતે જો પાળવામાં આવે તો સમાધિમરણ અવશ્ય થાય તેમ પ્રત્યક્ષ જોયું. અમારા માતુશ્રીનો ક્ષયોપશમ (બહુ વિચાર) નહોતો, પરંતુ જે આસ્થા હતી અને બીજા ધર્મ સંબંધમાં કોઇ લોચા નહોતા, તેથી અંત સમયે એક જ દ્રષ્ટિ રહી હતી, જે પ્રત્યક્ષ જોઈ આનંદ થયો છે. છેલ્લા એક મહિનાથી હંમેશાં સવારના સદ્દગુરુપ્રસાદનું પુસ્તક લઈ દર્શન કરતાં અને તેને સમક્ષ રાખી મંત્રસ્મરણ કરતાં. વ્યાધિ વખતે પોતે શાંતિમાં છે, આનંદભુવનમાં છે એમ કહેતાં. છેલ્લે પોતે મંત્રનો ઉચ્ચાર કરી ત્રણ ડચકા ખાધાં અને ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. ઉપરની વિગત આપને જાણવા લખેલ છે. પરમકૃપાળુની કૃપા શું કામ કરે છે, તે જોઈ અત્યંત આનંદ થયેલ.' આ ટૂંકામાં લખવાનું કારણ એ છે કે આપણે બધાને માથે મરણ છે, કયા દિવસે તે નક્કી નથી પણ જન્મે તે જરૂર મરે છે એ તો નક્કી જ છે. માટે મરતા પહેલાં સમાધિમરણની તૈયારી – જે સત્પરુષની આજ્ઞામાં વર્તવાનો ભાવ, જેણે જાગ્રત રાખ્યો હોય છે, તેને છેલ્લે તે કામ આવે છે, શાંતિ પમાડે છે અને ધર્મભાવ સાથે, તે લઈ જાય છે. આપની પાસે સદ્ગુરુપ્રસાદ પુસ્તક ઘણુંખરું નહીં હોય, પણ અહીં આવવાનું બનશે ત્યારે તે સંબંધી સંભારશો તો વાત થશે. દરેક આત્માર્થીએ તે સરુની કૃપારૂપ પ્રસાદી પોતાની પાસે, પોતાના બ્દયમાં રાખવા અર્થે સંઘરવા યોગ્ય છે. જેટલો પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક છે એમ દૃઢ શ્રદ્ધા રાખી, સંસાપ્રેમ ઓછો કરી, ધર્મપ્રેમ પોષવો. (બો-૩, પૃ.૧૪૮, આંક ૧૪૮) Page #758 -------------------------------------------------------------------------- ________________ (૭૪૯) T “સદગુરુપ્રસાદ' ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનું કારણ જણાવ્યું છે, તો તેમાંના ચિત્રપટ, પત્રો વગેરે પ્રત્યે ખાસ લક્ષ રાખશોજી અને મરણપ્રસંગે તે ચિત્રપટનાં દર્શન ભાવિક મુમુક્ષુને કરાવવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૬૦, આંક ૧૬૦) D બને તો ત્યાં વાંચનમાં પરમકૃપાળુદેવનાં વચનામૃત ઉપરાંત દિગંબરી ભગવતી આરાધના' થોડી-થોડી વંચાય તો લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે એ એક જ પુસ્તક જીવ કાળજી રાખી, આત્માર્થે વાંચે તો બીજું કંઈ વાંચવાની જરૂર નથી. ૫.પૂ. પ્રભુશ્રીજી પણ બહુ વખાણ કરતા હતા. સમાધિમરણ અર્થે તે છે. (બો-૩, પૃ.૫૪૮, આંક ૬૦૩). આ કાળમાં પરમકૃપાળુદેવે પણ જેને માટે વારંવાર ઝૂરણા કરી છે અને જેનું માહાત્મ દર્શાવવા અનેક પત્રો લખ્યા છે, એવો એક સત્સંગ નામનો પદાર્થ સર્વથી પહેલો, નિરંતર ઉપાસવા યોગ્ય છે, ભાવના કરવા યોગ્ય છે'. તે સિવાય નિઃશંક થવાય તેમ નથીજી. માટે બનતા પ્રયત્ન, ગમે તેટલા ભોગે, શરીરની દરકાર જતી કરીને પણ, સત્સંગ અર્થે આટલો ભવ ગાળવો છે, એમ નિર્ણય થશે તો જરૂર, તમે જે ધારણા રાખો છો સમાધિમરણની, તેનું તે અચૂક કારણ છે). (બી-૩, પૃ.૪૯૭, આંક પ૩૩) | સમાધિમરણની ભાવના દરેકે રોજ કર્તવ્ય છે, તે અર્થે પોતાનાથી શું શું બની શકે એમ છે, એનો પણ વિચાર કર્તવ્ય છે. (બી-૩, પૃ.૬૩), આંક ૭૩૯) રાગ-દ્વૈપને શત્રુરૂપે જાણું તો જ તે છૂટે. જો તેમાં આનંદ, રંગ કે સુખ લાગે તો કદી ન છુટાય. માટે હે પ્રભુ ! તેમાં જે રંગાઇ જવાય છે, તે ભાવથી મને બચાવો. તેવા વૈરાગ્ય માટે, મરણ વારંવાર વિચારી, સમાધિમરણ માટે આજે શું કર્યું ? એવું રોજ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા યોગ્ય છે.જી. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ, તો આખરે પસ્તાવું પડશે. (બો-૩, પૃ. ૨૩૧, આંક ૨૨૬) ] જેમ કોઇ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે, તેમાં પાસ થાય તો તેનું ભણેલું સફળ છે, તેમ આખી જિંદગી સુધી સત્સંગાદિ સાધનો કરી, સમાધિમરણ કરવાની જરૂર છે; અને તેને માટે જ બધાં સાધનો છે. જેમ બધાં કામો છે, તેમ સમાધિમરણ પણ એક જરૂરનું કામ છે. બીજાં કામ તો ન કરે તો પણ ચાલે, પણ મરણ તો અવશ્ય આવવાનું છે. આપણે કોઈ ગામ જવું હોય તો એક-બે દિવસ રોકાઈને પણ જઈએ, પણ મરણ કંઈ રોકી શકાતું નથી. માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી. (બો-૧, પૃ.૫૧, આંક ૨૬) D આ (મનુષ્યભવનો) જોગ લૂંટાઈ જતા પહેલાં ‘ઝબકે મોતી પરોવી લે.' વીજળીના ઝબકારે મોતીમાં દોરો પરોવી લે તેમ અત્યારની મળેલી સામગ્રી નકામી વહી જવા ન દેવી ઘટે. પોતાના આત્માનો વિચાર કરવાનું જરૂરનું કામ ચૂકીને, જીવ પારકી પંચાતમાં ખોટી થાય છે, તેમાંથી તેને પોતાના ભણી વાળી, આત્માનું હિત થાય તેમ વર્તવા લક્ષ રાખવો ઘટે છેજી. Page #759 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ‘પગ તળે રેલો તો પારકી વાત પડી મેલો.' તેમ દરેકને માથે મરણ છે, સમાધિમરણ થાય તેવી તૈયારી કરવાનું કામ દરેકને માથે છે; તેને માટે જીવ રોજ શું કરે છે અને શું શું કરવા યોગ્ય છે, તેનો હિસાબ રાખીને મનને નકામા હર્ષ-શોકમાં જતું રોકવું. (બો-૩, પૃ.૧૭૮, આંક ૧૮૧) ... પત્રાંક ૬૯૨ પરમકૃપાળુદેવની પરમકૃપા છે, તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી સત્પુરુષનો આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવો છેજી. સમાધિમરણની ભાવના દરેક મુમુક્ષુજીવે દરરોજ કર્તવ્ય છે અને ક્ષણે-ક્ષણે વૃત્તિઓ પ્રત્યે ઉપયોગ રાખી, સદ્ગુરુઆજ્ઞામાં આ અમૂલ્ય મનુષ્યભવ જાય, તેવી ભાવનાની સતત જાગૃતિ રાખ્યા કરવી ઘટે છેજી. અનેક ભવમાં કુમરણ કરતો આવેલો આ જીવ, પરમકૃપાળુદેવને શરણે આટલો ભવ જો સમાધિમરણ કરે તો પછીના કોઇ ભવમાં કુમરણ ન થાય, એવો અલભ્ય લાભ આ ભવમાં પ્રાપ્ત કરી લેવો છે, એવી જેની દૃઢ માન્યતા થાય, તેને તેમ થવા યોગ્ય છેજી. તે અર્થે જ વાંચન, વિચાર, સત્સંગ, ભક્તિ, જપ, તપ, યત્ના આદિ પુરુષાર્થ હાથ ધરવા છે. આ મહાભાગ્યની ભાવના જેની વર્ધમાન થતી જાય, તેને સર્વ અનુકૂળતાઓ આવી મળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૬૦, આંક ૬૨૫) સમાધિમરણ કરવું હોય તેણે તો, જે થાય તે ભલું માનવાનો નિર્ણય કરવો ઘટે છે. અંતવૃત્તિઓ કેમ વર્તે છે તેની તપાસ રાખવાનો અને તેનો પણ સંક્ષેપ કરવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૬) — સમાધિમરણની સર્વને ઇચ્છા છે, પણ તેને અર્થે પુરુષાર્થ કરતા રહીએ અને જે જે અનુકૂળ-પ્રતિકૂળ વિઘ્નો વેઠવાનાં આવે, તે તે પ્રસંગે મોહમાં ન તણાઇ જઇએ, તેટલી સમાધિમરણની જ તૈયારી થાય છે. (બો-૩, પૃ.૧૨૫, આંક ૧૨૪) સંસાર-આસક્તિ ઓછી થવાનો ક્રમ અંગીકાર કરશો. તે સમાધિમરણની તૈયારીરૂપ છેજી. પવિત્રાત્મા પૂ. . એક અસહાય પરાધીન બાળા છતાં સંસારથી છૂટવા કેટલો બધો પુરુષાર્થ અનેક મુશ્કેલીઓમાં કરે છે ! અને આપણે સ્વતંત્રપણે બીજી ઉપાધિઓ સંકોચી શકીએ તેમ છીએ, છતાં વધાર્યા જઇએ છીએ; તો ઉપર-ઉપરથી છૂટવું છે-છૂટવું છે એમ કહેવું છે કે ખરેખર છૂટવું જ છે, એમ લાગ્યું છે ? જો લાગ્યું હોય તો તે પવિત્ર બહેન .........નું દૃષ્ટાંત લઇને પણ, જેમ બને તેમ બીજા વિકલ્પો ઓછા થાય, તેવો કોઇ ક્રમ શોધી, તે પ્રકારે નિશ્ચિંત થઇ જવાનો યથાર્થ માર્ગ આરાધવો અને આ માયાજાળમાં આગળ ને આગળ વધતા ન જવું. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૭) શરીરની અશક્તિ, પ્રમાદ, માનપૂજાની પ્રેરણા આદિ અનેક સંકટો ઓળંગી, સદ્ગુરુના ચરણનું શરણ મરણ સુધી ટકાવી રાખવાનું છે. હજી તો એવી ભારે કસોટી આવી નથી, છતાં તેને માટે તૈયારી રાખી હશે તો તેવા પ્રસંગે પહોંચી વળાશે. માટે રોજ મરણના પ્રસંગને વિચારી, મારે મરણની તૈયારી રોજ કરતા રહેવી છે. ‘અત્યારે ધારો કે એવો પ્રસંગ એકાએક આવી પડે તો પહેલું મને શું સાંભરે કે શું સંભારવા યોગ્ય છે ? શામાં બળ કરીને પણ મારે વૃત્તિ રોકવી ? કેમ ઉપયોગ નાશવંત વસ્તુઓ પ્રત્યેથી પાછો વાળી શાશ્વત, સચ્ચિદાનંદ, અનંત સુખમય આત્મા પ્રત્યે વાળવો ?’ Page #760 -------------------------------------------------------------------------- ________________ (૭૫૧) આ બાબતોનો વિચાર, નિર્ણય કરી તેવા અભ્યાસની કાળજી રાખી હશે તો આખરે ગભરામણ નહીં થાય, પણ જોયેલે રસ્તે નિર્ભયપણે મુસાફરી થાય, તેમ સહજસ્વભાવે આત્મભાવમાં વૃત્તિ રહે અને સમાધિમરણ થાય; માટે બીજી બાબતો બને તેટલી ગૌણ કરી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનોનો વિચાર બને તો બધા એકઠા મળીને કે તેવો જોગ ન હોય તો સૌએ એકાંતે પોતાને માટે કર્તવ્ય છેજી. તેમાં ગાળેલો કાળ અલેખે નહીં જાય, બલકે એ જ ખરું જીવન છે. બાકીનો કાળ જે લોકવ્યવહારમાં જાય છે, તે તો ધમણની પેઠે શ્વાસ લેવામાં અને મૂકવામાં, વ્યર્થ વહી જાય છે. (બી-૩, પૃ.૬૦૮, આંક ૭૦૧) D આપની ભાવના સત્સંગની રહે છે તથા અહીં આવવા ધારો છો, તે જાણ્યું. શરીરનો પ્રતિબંધ ઓછો કરી, ગમે તે ભોગે આશ્રમમાં દેહ છૂટે તો મારું સમાધિમરણ થશે, એવી શ્રદ્ધા દ્રઢ કરી જો આવશો તો હિતકારી છે'. તમે તો સમજુ છો પણ જે દ્રઢતા જોઇએ, તે રહેતી નથી. મરણથી પણ ડરવું નહીં, એવી અડગ શ્રદ્ધા અને સહનશીલતા જીવ ધારણ કરે તો દુઃખના ડુંગર પણ દૂર થઇ જાય. શ્રી ગજસુકુમાર જેટલું તો આપણે દુ:ખ નથી આવ્યું છતાં મારું-મારું હોય ત્યાં જીવ તણાઈ જાય છે. તે અહંભાવ-મમત્વભાવને શત્રુ સમજી, એક પરમકૃપાળુદેવ જ મારા છે, તેને શરણે મારા આત્માનું કલ્યાણ જ થશે; ભલે દેહના દંડ દેહ ભોગવે, તે તો ના કહ્યું અટકે તેમ નથી, પણ આટલો ભવ સહનશીલતા કેળવવા અને સમાધિમરણ સાધવા ગાળવો છે, એમ દ્રઢતા કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૨) D સમાધિમરણ કરવું હોય તેને તો વેદનીયકર્મ આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા ? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય છે. શાતાવેદનીયમાં દેહ અને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું, દુઃખ આવ્ય ખસી જાય છે; પણ વેદના ભોગવતાં-ભોગવતાં દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી, આખરે સમાધિમરણ કરાવે છેજી. (બો-૩, પૃ.૪૯૧, આંક ૫૨૪) D “ધીરજનાં ફળ મીઠાં છે' એવી કહેવત છે. એ લક્ષ રાખી, જે જે કર્મના ફળરૂપે ભોગવવાનું આવી પડે, તે સમતાપૂર્વક સદ્ગુરુમાં લક્ષ રાખી, ભોગવી લેવાની શૂરવીરતા શીખી રાખેલી, મરણ વખતે કામ લાગે છેજી. સમાધિમરણ કરવું હોય તેણે કેટલી બધી તૈયારી કરી રાખી હોય તો તે પ્રસંગને પહોંચી વળાય તેનો કંઈક ખ્યાલ, વેદના સહન કરવાના અવારનવાર પ્રસંગ આવી પડે છે ત્યારે સમજાય છે; અને જે જે ખામીઓ તેવા પ્રસંગે લાગે, તે વેદનાનો કાળ પૂરો થયે કે તે દરમ્યાન, તે તે ખામીઓ દૂર કરવાના ઉપાય શોધીને આદરતા રહેવાની જરૂર જણાય છે. આત્માનો ઉદ્ધાર કરવાની ઊંડી દાઝ જેના દયમાં જાગી છે, તેણે તેવા પ્રસંગે મળેલી શિખામણ વિસરવા યોગ્ય નથી. કચાશ જેટલી છે તે દૂર કર્યે જ છૂટકો છે. માટે વિશેષ પુરુષાર્થ સ્લરાવવાની જરૂર છે. પ્રમાદમાં ને પ્રમાદમાં અનંતકાળ વહી ગયો. (બી-૩, પૃ.૩૨૬, આંક ૩૨૦) | મનને અઘરું પડે તોપણ, આંખો મીંચીને પણ, સપુરુષે જણાવેલા સસાધનમાં વિશેષ કાળજી રાખી, કંઇક તેનો અભ્યાસ પડી જાય, સહેલાઇથી તેમાં જ વૃત્તિ રહ્યા કરે એવો ઉપાય કરી મૂક્યા વિના, ભારે Page #761 -------------------------------------------------------------------------- ________________ (૭૫૨ વેદની કે મરણપ્રસંગે ટકી શકાય તેમ નથી. માટે સમાધિમરણની ભાવના રાખનાર દરેક મુમુક્ષુજીવે, સત્સાધનનું અવલંબન કર્મના ધક્કાથી છૂટી જાય કે ત્વરાથી તેનું અનુસંધાને કરી, તેમાં જ ઘણો કાળ ગાળવા પ્રયત્ન કરતા રહેવાની જરૂર છેજી. વારંવાર, મન ક્યાં ફરે છે, તેની તપાસ રાખતા રહેવાની ટેવ પાડી મૂકવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૨૭૧, આંક ૨૬૪) T સમાધિમરણનો લક્ષ રાખી કાળ ગાળવો ઘટે છેજી. એક ઇષ્ટમાં વૃત્તિ તન્મય થાય, તન્મય રહે એમ કર્યાનો અભ્યાસ આખરે ઉપયોગી નીવડે છેજી. જે વિદ્યાર્થી બારે માસ અભ્યાસ કર્યા કરે છે, તે વર્ષ આખરે સહેલાઇથી પરીક્ષા નિર્ભયપણે પસાર કરે છે; તેમ આજથી સમાધિમરણની તૈયારી કરનાર આખરે મૃત્યુને મહોત્સવરૂપે ગણી, નિર્ભયપણે પરભવમાં કે મોક્ષે જાય છે. માટે પ્રમાદમાં, અન્ય ચિંતામાં આત્માને જતો અટકાવી, પરમશાંતિપદની ભાવના કર્યાથી, તે પદ પ્રાપ્ત થાય તેમ છેજી. ભક્તિમાં આત્માને આનંદની વૃદ્ધિ થતી રહે, સપુરુષના અપાર ઉપકારનું ભાન થાય, તેની દશા સમજાતી જાય અને શુદ્ધ આત્માની ઉત્તમતા આત્મામાં સ્થાન પામે તેવું વાંચન, ભક્તિ, જપ, તપ, વિચાર, ધ્યાન આદિ સત્સાધન કર્તવ્ય છે). (બો-૩, પૃ.૭૪૭, આંક ૯૨૩) D “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) આ વચનો પરમકૃપાળુદેવે આખર વખતે યાદ રાખવા, એક મુમુક્ષુભાઇને પરમ કરુણા કરીને જણાવ્યાં છે. તે આપણને પણ અત્યંત ઉપયોગી છે. સમયે-સમયે જીવ મરી જ રહ્યો છે તો જીવની વૃત્તિ એ વચનોના આશયમાં જેટલી જાય, તેટલી સમાધિમરણની જ તૈયારી છે. બાકી તો કંઈ ને કંઈ શાતા-અશાતા વેદતા, જીવ આ લોકની અલ્પ પણ સુખેચ્છા રાખે છે ત્યાં સુધી આર્ત-રૌદ્રધ્યાનરૂપી દુર્ગાનની જ પરંપરા પોળે જાય છે. દેહને વેદનાની મૂર્તિ ગણી, વેદનાને દેહનો ધર્મ અને પૂર્વકર્મનું ફળ જાણી, સમતાભાવે ખમી ખૂંદવાનો જેટલો અભ્યાસ પડશે, તેટલી સમાધિમરણની તૈયારી થાય છે. બાંધેલાં કર્મ ખપાવવાનો, નિર્જરા દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનો અવસર જાણી, વિશેષ પુરુષાર્થ ફોરવી, વેદનાના વખતે જીવે કઠણાઈ કેળવવી ઘટે છે. અનાથીમુનિ, નમિરાજર્ષિ, મૃગાપુત્ર, સનકુમાર ચક્રવર્તી વગેરે મહાપુરુષોને અસહ્ય વેદના વેઠવી પડી છે. તે પણ આત્મા હતા, પણ મોક્ષની ઇચ્છાવાળા હતા તો સમતા ધારણ કરી, ગજસુકુમાર આદિ મોક્ષ ગયા. તો હે જીવ! આ અલ્પ આયુષ્યમાં ગમે તે આવે, આથી વધારે વેદની આવે તોપણ સપુરુષને આશ્રયે સહન જ કરવી છે, પણ શારીરિક સુખ ઇચ્છવું નથી, એવો દ્રઢ નિશ્ચય કર. ઇચ્છા એ જ દુઃખ છે એમ જીવને સમજાવી, સ્મરણમાં રહેવું, ધર્મધ્યાનમાં કાળ ગાળવો. આવો લહાવ ફરી મળનાર નથી, તે ચૂકવું નહીં. (બી-૩, પૃ.૫૮, આંક ૪૩) D વચનામૃત વાંચવાનો અભ્યાસ રાખ્યા રહેશો, તેથી ભક્તિ જાગ્રત રહી તે મહાપુરુષના ઉપકારોની સ્મૃતિ થતાં થતાં સંસારભાવ મોળા પડી, તેની દશા પ્રાપ્ત કરવાની વૃત્તિ પોષાયા કરશેજી. ધીરજ, સમતા, શાંતિ, ક્ષમા, ભક્તિ અને મુમુક્ષુતા સહજસ્વભાવરૂપ થઈ પડે, તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છે.જી. તેથી રોજ તે બોલો વિચારી, પોતાના વર્તનમાં જ્યાં જ્યાં સુધારવા જેવું લાગે, તે Page #762 -------------------------------------------------------------------------- ________________ (૭૫૩) રોજ સુધારવાની ભાવના કરશો તો તે ગુણોની પ્રાપ્તિ થઈ, સમાધિમરણની તૈયારી થશેજી. (બો-૩, પૃ.૧૮૬, આંક ૧૮૯). સહનશીલતા વધારતા રહે તેને સમાધિમરણ કરવામાં સુગમતા થાય છેજી. અત્યારની દશા દેખી નિરાશ થવા જેવું નથી; વૈરાગ્ય અને અભ્યાસથી સર્વ શક્ય છેજી. (બો-૩, પૃ.૪૦૩, આંક ૪૧૦) પૂ. ગુણચંદ્રજી મહારાજે દેહ છોડ્યો છેજી. અચાનક આમ મરણ આવી પહોંચે છે, તે જોઈ વૈરાગ્ય પામી ચેતવા જેવું છે. શાંતિપૂર્વક તેમણે આખરની વેદની સહન કરી છે અને પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું કે આશ્રમમાં દેહ છૂટે તેનું સમાધિમરણ થશે, તે તેમણે સાબિત કરી બતાવ્યું છેજી. આખી જિંદગીના ભાવોની રહસ્યભૂત મતિ, મરણ વખતે વર્તે છે. તેથી પહેલાં જે જે સારા, શ્રદ્ધાના ભાવો કર્યા હોય, તે આખરે ઉપર આવી, જીવને બચાવી લે છેજી. આપણે પણ સમાધિમરણ અર્થે પ્રમાદ તજી, વિશેષ કાળજી રાખવી ઘટે છે. તે માટે જેટલો શ્રમ વેઠયો હશે, તે લેખે આવશે. માટે જગતને રૂડું દેખાડવા કરતાં પોતામાં સહનશીલતા, ક્ષમા, વૈરાગ્ય, ભક્તિ તથા સમાધિભાવ વર્ધમાનતાને પામે તેવો પુરુષાર્થ, આ દેહે કર્તવ્ય છેજી. આવા પ્રસંગો આપણને ચેતવણી આપે છે, જાગૃતિ પ્રેરે છે અને શિથિલતા તજી, દ્રઢ આશ્રયભક્તિની વૃદ્ધિ કરી, કલ્યાણ તરફ દોરે છે. (બો-૩, પૃ.૭૫૪, આંક ૯૪૩) સમાધિમરણ કરવું હોય તો શી શી તૈયારી કરવી તે જાણ્યું હોય, યથાશક્તિ તે અર્થે પુરુષાર્થ કરતા રહેતા હોય તો તેનું સારું ફળ આવે. માટે મનુષ્યભવમાં જેટલું જીવવાનું બાકી હોય તેટલું જ્ઞાનીને શરણે જીવાય, તેની આજ્ઞા વિશેષ-વિશેષ આરાધાય, સંસારની મહત્તા ઘટે અને પરમકૃપાળુદેવના શરણનો પ્રેમ વધે તેમ વર્તતા રહેવું ઘટે છે. મોટા પુસ્તકમાંથી કે સમાધિસોપાનમાંથી કંઈ-કંઈ વાંચવાનું નિયમિત રાખશો. “રાત્રિ થોડી અને વેશ ઘણા.” તેમ મુમુક્ષુજીવે ટૂંકા જીવનમાં મહાભારત જેવું .મોક્ષનું દુર્ઘટ કાર્ય આવા કાળમાં કરવું છે, તો તેમાં પ્રમાદ ન નડે, શોક વગેરેમાં વખત ન જાય, પુરુષાર્થમાં મંદતા ન થાય તેમ વર્તવા યોગ્ય છે. (બો-૩, પૃ. ૨૪, આંક ૭૨૯) પૂ. ....નો દેહ અચાનક છૂટી ગયો. આવું અસ્થિર આયુષ્ય પ્રત્યક્ષ જોયા છતાં જીવ પ્રમાદ તજવા કેમ તત્પર નહીં થતો હોય ? આખરે ધર્મ સિવાય જીવને કંઈ આધારભૂત નથી, એમ જેટલું વહેલું જીવ જાણે, પ્રતીત કરે અને તેની જાગૃતિ રાખ્યા કરે તેટલું વિશેષ બળ ધર્મ-આરાધનમાં અવશ્ય મળે તેમ છે. વિમાનમાં મુંબઇથી ડોક્ટરો બોલાવી તેમની સલાહ પ્રમાણે દવા સારવાર કરવામાં આવ્યા છતાં આયુષ્ય જેનું પૂર્ણ થયું હોય તેને કોઈ બચાવી શકતું નથી. આ પ્રસંગ પ્રગટ ઉપદેશરૂપ જાણી, સર્વ મુમુક્ષુજીવોએ ચેતવા જેવું છે. આસક્તિ ઓછી કરતા રહી, સમાધિમરણ થાય તેવા અભ્યાસમાં વર્તી, જ્ઞાનીની આજ્ઞામાં અપૂર્વ પ્રીતિ, શરણભાવ અને અનન્ય નિષ્ઠાની દૃઢતા કરી લેવા જેવું છે.જી. બીજી બધી તૈયારીઓ કરતાં સમાધિમરણની તૈયારીનો લક્ષ ન ચુકાય, એ દરેક તરવાના કામીનું પ્રથમ કામ છેજી. અનાદિનો પરવસ્તુઓનો, દેહાદિનો અબાસ એકદમ છૂટે એવો નથી, પણ તે છૂટયા વિના મોક્ષમાર્ગે ચલાય તેવું નથી; માટે મુમુક્ષુજીવે તો એ વિકટ કાર્ય માટે પુરુષાર્થ કરવાનો લક્ષ સતત રાખવો ઘટે છેજી. (બી-૩, પૃ.૩૩૨, આંક ૩૨૯) Page #763 -------------------------------------------------------------------------- ________________ (૭૫૪ પ. ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે “ભૂલ્યો ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમજ્યો ત્યાંથી સવાર'' ગણીને, હવે જેટલું થોડું જીવવાનું બાકી રહ્યું છે, તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ થાય અને આપણું કલ્યાણ થાય. વળી કહેતા કે પાઘડીને છેડે કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે; તેમ જિંદગીનો છેલ્લો ભાગ જે સરુને શરણે સુધારી, સમાધિમરણ કરવા કેડ બાંધી પુરુષાર્થ કરે અને સમાધિમરણ કરે તો જિંદગીના બધા દોષોનું અને અનંતકાળમાં થયેલા દોષોનું સાટું વળી રહે તેમ છેજી. આશ્રમમાં જેનો દેહ છૂટશે તેને સમાધિમરણ થશે, એમ પણ તેમને બોલતા સાંભળેલ છેજી; અને આપને તો હવે સર્વ પ્રકારે તેવી અનુકૂળતા મળી છે કે કોઇની ચિંતા-ફિકર કરવાનું રહ્યું નથી. છોકરાં પોતાનું કરી લે છે. એક તમારે તો ફક્ત સત્સંગ અને સદ્ગુરુની આજ્ઞામાં હવે પાછલા દિવસો ધર્મધ્યાનમાં ગળાય તેવી ભાવના હોય, તો સહેજે બને તેવું છે, તે કરી લેવા વિનંતી છેજી. (બી-૩, પૃ. ૨૮૯, આંક ૨૭૯) I હવે આયુષ્યનો પાછલો વખત ગણાય, તે ઘણો કીમતી છે. જેમ પાઘડીનો છેડો કસબવાળો હોય છે, તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ સમાધિમરણ કરવાની જેને ભાવના છે, તેણે હવે બાકીની જિંદગી બહુ મૂલ્યવાન ગણી, ક્ષણે-ક્ષણ સદ્દગુરુના લક્ષે વપરાય, તેવી દાઝ રાખવી ઘટે છેજી. (બી-૩, પૃ.૫૫૭, આંક ૬૧૭). | આ ભવમાં સમાધિમરણનો લાભ, એ જ ખરી કમાણી છે. તેને માટે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ છત્રીસ માળાની યોજના દિવાળી ઉપર ગોઠવી છે. તે ભાવપૂર્વક થાય તો જીવનાં અહોભાગ્ય જાણવા યોગ્ય છેજી. રોજ કંઈ ને કંઈ બાર ભાવનામાંથી વિચારી, સમાધિમરણની સ્મૃતિ કરી, આત્મશાંતિનો લાભ લેતા રહેવાની ટેવ પાડવા યોગ્ય છેજી. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' એ કહેવત પ્રમાણે પોતે પુરુષાર્થ કરી મૂક્યો હશે તો આખરે બહારની મદદ મળો કે ન મળો, પણ કરેલું ક્યાંય જવાનું નથી. આખર વખતે તે ગુણ દેશે. માટે પૈસાટકાની ચિંતા ઘટાડી, પ્રેમપૂર્વક ભક્તિમાં વૃદ્ધિ થાય, તેની કાળજી રાખતા રહેવા વિનંતી . (બો-૩, પૃ.૫૧૮, આંક ૫ક૨) D જેને સમાધિમરણ સહિત દેહ છોડવાની ભાવના છે, તેને આચરવા અર્થે વર્ષમાં ચાર દિવસ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કૃપા કરી જણાવેલ છે : ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નવો પડવો. આ ચાર દિવસ ધર્મધ્યાનમાં એટલે ભક્તિભાવમાં ગાળવા; બ્રહ્મચર્ય તેટલા દિવસ પાળવું, સાદો ખોરાક કે એક વખત જમવાનો નિયમ, ઉપવાસ આદિ બને તેટલો ત્યાગ-વૈરાગ્ય રાખવો; નિત્યનિયમમાં ભક્તિ કરતા હોઇએ તે ઉપરાંત નીચે જણાવ્યા પ્રમાણે, રોજ છત્રીસ માળા ગણવી. કુલ ૧૪૪ માળા ચાર દિવસે મળીને થાય. એક સાથે છત્રીસ માળા ન ગણાય તો અઢાર માળા ગણી કંઈ આરામ લઈ, ફરી અઢાર માળા ગણવી. તેનો ક્રમ અને માળા ફેરવતાં જે ભાવના રાખવાની, તે હવે લખું છું : સહજાત્મસ્વરૂપ પરમગુરુ' એ મંત્રની ત્રણ માળા પ્રથમ ગણવી. પહેલી માળામાં સમ્યક્દર્શન પામવાની ભાવના, બીજીમાં સમ્યજ્ઞાન અને ત્રીજીમાં સમ્યફચારિત્ર પામવાની ભાવના કરવી. Page #764 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫ અઠ્ઠાવીસ માળા ‘‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ'' એ મંત્રની નીચેની ભાવનાસહ ફેરવવી : પહેલી ત્રણ માળા મિથ્યાત્વમોહનીય, સમકિતમોહનીય અને મિશ્રમોહનીય ક્ષય થવા એટલે ક્ષાયક સમકિત થવા, એ ત્રણ માળા ફેરવવી. પછી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જવા ચાર માળા; અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ જવા બીજી ચાર માળા; અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ જવા ત્રીજી ચાર માળા; અને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ જવા ચોથી ચાર માળા; એટલે સમકિતને રોકનાર અનંતાનુબંધી કષાય, દેવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાની કષાય અને મુનિપણાને રોકનાર પ્રત્યાખ્યાની કષાય તથા પરમશાંતિ કે કેવળજ્ઞાનને ન પ્રગટવા દે તેવા સંજ્વલન કષાય ટાળવા, એ સોળ માળા થઇ. હવે નવ માળા નવ દોષો જવા ફે૨વવાની છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા (જુગુપ્સા), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ (ત્રણ મલિન ભાવ) ક્ષય થવા, નવ માળા ગણવી. પાંચ માળા રહી, તે જ્ઞાન ઉપર આવરણ કરનાર પાંચ કર્મો ટાળવા ભાવના કરવાની છે : (૧) મતિજ્ઞાન નિર્મળ થવા, (૨) શ્રુતજ્ઞાન પ્રગટવા, (૩) અવધિજ્ઞાન થવા, (૪) મન:પર્યવજ્ઞાન ઊપજવા, અને (૫) કેવળજ્ઞાન પ્રકાશવા - પાંચ માળા ‘‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.’’ બંને મળી, ભક્તિ ચાર દિવસ કરશો તો ઘણો આનંદ અને ઉત્તમ ભાવ સ્ફુરશેજી. રોજ ન બને તો, પહેલો દિવસ ભેગા મળી માળા ફેરવશો. (બો-૩, પૃ.૬૦૪, આંક ૬૯૫) મોહનીયકર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિ અને પાંચ જ્ઞાન તથા ત્રણ રત્ન મળી, છત્રીસ માળાનો જે ક્રમ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ગોઠવ્યો છે, તેનો વિચાર થવા તથા સમાધિમરણની તૈયારીરૂપ એ ક્રમ આરાધવા ઇચ્છા અને અનુકૂળતા હોય તો હરકત નથી. રોજ ન બને તો પૂર્ણિમા કે તેવો કોઇ દિવસ નક્કી કરી, અઠવાડિયે - પખવાડિયે ભાવપૂર્વક તે ક્રમ સેવવાથી, તે તે પ્રકૃતિઓનું ઓળખાણ અને કર્મરહિત થવાના ઉપાયની ઝાંખી થાય, તેવું બળ મળવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૬૨૧, આંક ૭૨૧) I ૫.પૂ. પ્રભુશ્રીજીએ દિવાળીપર્વ ઊજવવા ફરમાવ્યું છે, તેનું ફળ સમાધિમરણ છેજી. જેમ મયણાસતીએ શ્રીપાળનો કોઢ જવાનો ઉપાય ગુરુમુખે સાંભળી આદર્યો તો ઇચ્છિત પ્રાપ્તિ થઇ; તેમ જેને સમાધિમરણ પ્રાપ્ત કરવું હોય તે આ દિવાળીપર્વ, વર્ષમાં એક વખત આદરે તો સમાધિમરણની પ્રાપ્તિ થાય, તેવું તેમાં દૈવત રહેલું છેજી. સામાયિક લઇને બેઠા હોઇએ તેમ સામટી છત્રીસ માળા ન ફેરવાય તો અઢાર માળા કે બાવીસ માળા પ્રથમ ફેરવી, થોડો વખત જવા દઇ અનુકૂળતાએ ફરી અઢાર માળા કે બાકીની પૂરી કરવી. મૃત્યુ મહોત્સવરૂપ લાગશે. (બો-૩, પૃ.૬૦૫, આંક ૬૯૬) દિવાળી ઉપર સમાધિમરણ વ્રતની છત્રીસ-છત્રીસ માળા ચાર દિવસ ફેરવી હશે”. જપ‚ તપ, ક્રિયા, કમાણી બધું કરીને છેવટે સમાધિમરણ કરવું છે, એ લક્ષ મુમુક્ષુના અંતરમાં હોય છે. એક વાર સમાધિમરણ થાય તેને કોઇ ભવમાં પછી અસમાધિમરણ થાય નહીં એવો નિયમ છે; તો એ Page #765 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬ કેટલી બધી સાચી કમાણી ગણાય ? તેને માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ અનંત કરુણા કરી, અચૂક ફળ આપે એવું વ્રત યોજ્યું છે, પણ પ્રમાદને લઇને જીવો લાભ લઇ શકતા નથી. સમજ્યા ત્યારથી સવાર ગણીને, પ્રમાદથી મુક્ત થઇ, સ્વરૂપને ભજવાની આજ્ઞા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની છે; તે રોજ, પ્રસંગે-પ્રસંગે લક્ષમાં લેવા યોગ્ય છેજી. ન બને તોપણ, મારે કરવું છે તો તે મહાપુરુષે કહેલું જ, આટલો જો લક્ષ રહે તોપણ કલ્યાણ થાય તેમ છેજી, એ કર્યા વિના કંઇ આરો આવે તેમ નથીજી. માટે જેમ બને તેમ ત્વરાથી, કરવા યોગ્ય કાર્ય કરી લેવાની કાળજી રાખી વર્તે છે, તેને ધન્ય છેજી. (બો-૩, પૃ.૪૪૧, આંક ૪૬૧) D. આચારાંગમાં ‘વિમોક્ષ' નામના આઠમા અધ્યયનમાં સમાધિમરણની વાતનો વિસ્તાર છે. તેમાં ટીકાકાર લખે છે કે મુનિ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી, ગામ, શહેર, બજાર, ખેતર, પરું, નગર, પાટણ વગેરે સ્થળે ફરીને સંથારાને યોગ્ય નિર્જીવ ઘાસ માગી લાવી, જંગલમાં નિર્જીવ કે અલ્પ જીવાકુલ જમીન જોઇ, સ્થંડિલ વગેરે તપાસી, સંસ્તર ઉપર બેસી, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ફરી પંચમહાવ્રત વગેરે નિયમોનું ઉચ્ચારણ કરી ભક્તપ્રત્યાખ્યાન કરે. પછી શિયાળ, કીડીઓ, વીંછી, પક્ષી, ગીધ વગેરે ઉપસર્ગ કરે, તેમને ખસેડે નહીં; માખી વગેરે ઉડાડે નહીં અને સર્વ દુઃખને સંતોષથી, સહનશીલતાથી ખમે, વિશેષમાં લખે છે કે અમૃતનો આહાર કરતાં આનંદ થાય તેવો આનંદ માને; મરણને ઇચ્છે નહીં, જીવવાની પણ વાંછા રાખે નહીં. કહો કેવી સમતા ! તેને પરમાનંદ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થયેલું હોવાથી, આત્માનું નિરાકુળ સ્વરૂપસુખ તે અનુભવે છે. (બો-૩, પૃ.૧૬૩, આંક ૧૬૬) વિચારવાયોગ્ય મુમુક્ષુ : વિચારવું કેવી રીતે ? પૂજ્યશ્રી : પોતાની શક્તિ પ્રમાણે, જે કંઇ સાંભળ્યું હોય, વાંચ્યું હોય તે યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાવવું. એમાં જે વાત કહી છે, તે મારામાં છે કે નહીં ? એમાંથી મારે શું લેવા યોગ્ય છે ? શું ત્યાગવા યોગ્ય છે ? એમ વિચારવાથી આપણને ઉલ્લાસભાવ આવે છે, તેથી કર્મ ખપે; નહીં તો એકલું સાંભળ-સાંભળ કરે તો સામાન્ય થઇ જાય અને કહે કે એ તો મેં વાંચ્યું છે, .મોઢે કર્યું છે. સત્પુરુષનાં વચનો ક્ષણે-ક્ષણે નવીનતા ધારણ કરે છે. જેમ જેમ તેને વાંચે, વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે. (બો-૧, પૃ.૫૩, આંક ૨૯) ` દિવસના ગમે તે સમયે, ગમે તે પદ, પત્ર કે પાઠનો વિચાર કરવો. આપણે આમાં શું કરવા જેવું છે ? એમ વિચારવું. ઊંડા ઊતરવાની જરૂર છે. વિચારથી ઊંડા ઊતરતાં શીખાય છે. વિચાર ન કરે અને એકલું શીખ્યા કરે તો ઊંડું ન ઊતરાય. વિચાર ન આવે તો વારંવાર ‘હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી.' એમ ગોખ-ગોખ કરવું. એની મેળે વિચાર આવશે. (બો-૧, પૃ.૨૮૧, આંક ૨૨) Ū પત્રમાં તમે લખો છો કે વાંચતાં આનંદ આવે છે, પણ વિચાર આવતો નથી. તેના ઉત્તરમાં જણાવવાનું કે વાંચનમાં, શ્રવણમાં રસ આવે છે ત્યારથી વિચારદશાની ભાવના જાગે છે. જેમ જેમ શ્રવણ, વાંચનનું બળ વધતું જાય, સ્મૃતિમાં વિશેષ-વિશેષ વિચારોનો સંચય થતો જાય, તેમ તેમ જ્ઞાનીનાં વચનો પ્રસંગને અનુસરીને સ્મૃતિમાં સ્ફુરતાં જાય; તેને આધારે પોતાના વિચારો પણ નાનાં Page #766 -------------------------------------------------------------------------- ________________ ૭૫૭) બાળક માબાપની આંગળી ઝાલી ચાલે તેમ સાથે-સાથે પ્રવર્તે છે. એમ કરતાં-કરતાં જ્યારે વિશેષ પ્રસંગો પરિચિત જેવા બની જાય છે, ત્યારે જ્ઞાનીનાં વચનનો આધાર ન હોય તો પણ તેનાં વચનના આશયને અનુસરીને જ્ઞાનીને સંમત હોય તેવા વિચારો જીવને સહજ ફરે છે. એ બધાનું મૂળ સપુરુષની શ્રદ્ધા, તેનાં વચનોમાં પ્રીતિ અને તેના આશય પ્રત્યે બહુમાનપણું છેજી. એ પ્રથમ હશે તો બધું ક્રમે-ક્રમે પ્રાપ્ત થશેજી, મૂળ વિચાર તો એ જ વારંવાર કરવા યોગ્ય છે કે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.' (૯૨) આ વિચાર વારંવાર લક્ષમાં રાખવા યોગ્ય છે.જી. તેમાં જાગૃતિ રહેવા અર્થે બીજું વાંચવા-વિચારવાનું, મુખપાઠ કરવાનું છે. (બી-૩, પૃ.૫૦૮, આંક ૫૪૯) D પ્રશ્ન વાંચું છું, પણ વિચાર નથી આવતા. પૂજ્યશ્રી ઃ આવશે. મનને રોકવું. પહેલાં મૂડી હોય તો વેપાર થાયને? તેમ પહેલાં જ્ઞાનીનાં વચનોનો સંગ્રહ કરવાનો છે. આત્માર્થે બધું કરવું છે, એ લક્ષ રાખવો. વારંવાર સાંભળ્યું હોય, વિચાર્યું હોય તો જીવને યાદ આવે અને સારા ભાવ થાય. લાગણી જેમ જેમ વધારે થશે, તેમ તેમ પછી કેમ વર્તવું? શું કરવું? શા માટે કરવું છે? એવા વિચારો આવશે. જ્યારે ઇચ્છા જાગશે, ત્યારે લાગશે કે આત્માના હિત માટે કરવું છે. એ લક્ષ થશે. શું કરવાથી પાપ, પુણ્ય, નિર્જરા, આસ્રવ, બંધ થાય છે? કેમ જીવવું? એ બધાય વિચાર કરવાના છે. જે જાણ્યું છે, તેને આધારે પોતાને વિચાર કરવાનો છે. કરતાં-કરતાં ખબર પડે, આગળ વધે. પોતાનું જીવન કેમ ગાળવું? એનો વિચાર બધાએ કરવાનો છે. સત્સંગ, સન્શાસ્ત્રનો પરિચય રાખી, એમાંથી મારે કેમ જીવવું? એમ વિચારવું. મોહનો ઉદય છે, ત્યાં સુધી મારે શું કરવું? એ વિચારવું. બીજા વિચાર મનમાં ઘર કરી જાય, એમ ન કરવું. જેને મોક્ષે જવું છે, તેણે બીજા વિચારો કરવાના નથી. મોઢે કર્યું હોય તેને ફેરવવું, વિચારવું, તેના અર્થ સમજવા. એ ન સમજાય તો બીજાને પૂછવા. શ્રવણ પછી ધારણા થાય છે, પછી સમજાય. સમજાય પછી વિશેષ-વિશેષ સમજવાનો પુરુષાર્થ કરે. એ બધા વિચારના ભેદો છે. બધાનો સહેલો ઉપાય સત્સંગ છે. સત્સંગમાં દોષ દેખાય, દોષ કાઢવાનો પુરુષાર્થ થાય, વિચાર જાગે. (બો-૧, પૃ.૧૭૯) પ્રશ્ન : કોઈ અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પછી આવે છે. એનું શું કારણ હશે? પૂજ્યશ્રી : એટલી વિચારની ખામી છે. કેટલાક જીવોને અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પાછળથી પશ્ચાત્તાપ પણ નથી થતો. કેટલાકને પ્રથમ વિચાર નથી આવતો, પણ પાછળથી પશ્ચાત્તાપ થાય છે. કેટલાકને પહેલાં વિચાર થાય કે આ મારે કરવા યોગ્ય નથી છતાં પરાધીનતાને લીધે કરે, પછી પ્રશ્નાત્તાપ કરે. જીવ ભવભીરુ હોય, તેને કષાય ભાવ થવા લાગે ત્યારે આ સારા છે, એમ ન થાય. એ કાર્ય સારું નથી, છતાં એમ શા માટે થયું? એમ તેને મનમાં થાય. પછી વિચાર કરે કે કોઈનો દોષ નથી, મારા કર્મનો દોષ છે. તેથી આગળ વાદ, પ્રવાદ કે ઝઘડા થતા નથી. Page #767 -------------------------------------------------------------------------- ________________ (9૫૮ ) કામ, માન અને ઉતાવળ - એ મોટા દોષો છે. દરેક કામ કરતાં તથા બોલતાં ઉતાવળ ન કરવી. વિચાર કરીને બોલવું. આ હું બોલું છું, તે હિતકારી છે કે નહીં ? એમ વિચાર કરીને બોલવું. થોડુંક થતું હોય તો થોડું કામ કરવું પણ સારું કામ કરવું. ઉતાવળ ન કરવી. વિચારની ખામી છે. (બો-૧, પૃ.૧૩૦, આંક ૫) D પ્રશ્ન : યાદ કેમ નથી રહેતું? પૂજ્યશ્રી જેટલી ગરજ હોય, તેટલું યાદ રહે. વંચાતું હોય ત્યારે ઉપયોગ બહાર હોય તો યાદ રાખવાની શક્તિ હોવા છતાં યાદ ન રહે. (બો-૧, પૃ. ૧૫૦, આંક ૨૩) _ દરરોજ સાંજે કે અનુકૂળ વખતે એકાંતનો થોડો વખત પોતાની વિચારણા માટે રાખવા યોગ્ય છે. આજનો દિવસ કેમ ગયો? તેમાં કોઈ અયોગ્ય બાબત થઈ હોય તો ફરી ન કરવાની કાળજી રાખવી. કોઈ આત્મહિતનું કામ અધૂરું રહ્યું હોય, તે પૂર્ણ કરવા વિચાર કરવો. બને તો અઢાર પાપસ્થાનક વિચારી જવાં. એ વાત તમને પહેલાં કરેલી છે, તે કાળજી રાખી વિચારવાનું, રોજ રાખશોજી. (બી-૩, પૃ.૧૫૨, આંક ૧૫ર) D આપને વિચારવા માટે નીચેનું લખ્યું છે : રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં, હંમેશાં પોતાની જાતનું નિરીક્ષણ કરવું કે, “મેં શું કર્યું છે, મારે હજી શું કરવાનું બાકી છે, મારાથી થાય તેવું હું શું નથી કરતો, કયો દોષ બીજાઓ મારામાં જુએ છે, કયો દોષ મને પોતાને દેખાય છે; અને કયો દોષ હું જાણવા છતાં ત્યાગતો નથી ?' આ જાતનું બરાબર નિરીક્ષણ કરનારો સાધુ, આગામી દોષનું નિવારણ કરી શકે છે. જે બાબતમાં તેને મન-વાણી-કાયાથી ક્યાંય દુરાચરણ થયેલું લાગે, તે બાબતમાં તે પોતાને તરત ઠેકાણે લાવી દે : જાતવાન અશ્વ લગામની સૂચનાને ઝટ સ્વીકારી, ઠેકાણે આવી જાય છે તેમ. જે જિતેન્દ્રિય અને ધૃતિમાન સાધુ, આ પ્રમાણે આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ કરે છે, તે જગતમાં જાગતો છે, અને તે જ સંયમજીવન જીવે છે એમ કહેવાય. સર્વ ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી, આત્માનું નિરંતર રક્ષણ કર્યા કરવું જોઇએ; કારણ કે તેનું જો રક્ષણ ન કર્યું તો તે જન્મમરણને માર્ગે વળે છે, અને તેનું બરાબર રક્ષણ કર્યું હોય તો તે સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે.'' (બી-૩, પૃ.૧૮૧, આંક ૧૮૩) I છ પદનો પત્ર, આત્મસિદ્ધિ આદિ વચનો વિચારવાનો અમુક વખત રોજ રાખવો ઘટે છેજી. તેમાં પૂરું બોલી જવાનો લક્ષ ન રાખતાં, થોડું પણ ઊંડું ઊતરાય તેવું મનન કરવાનો લક્ષ રાખવો ઘટે છેજ. (બી-૩, પૃ.૭૮૦, આંક ૯૯૪). 0 દરરોજ કંઈ ને કંઈ, નિત્યનિયમ ઉપરાંત વાંચવા-વિચારવાનું બને તો કર્તવ્ય છેજી. સર્વ દુઃખને વિસરવાનું સાધન સત્પષનાં પરમ શીતળતાપ્રેરક વચનો છે, તે જ અત્યારે આધારરૂપ છે. મુખપાઠ કરેલ હોય, તે પણ વારંવાર વિચારતા રહેવાની જરૂર છેજી. “કર વિચાર તો પામ.'' આમ જ્ઞાનીની શિખામણ છે. (બી-૩, પૃ.૬૧૦, આંક ૭૦૬). Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૫૯) D વાંચવાનું, ગોખવાનું, મુખપાઠ કરેલું ફેરવવા ઉપરાંત વિચાર કરવાનું શીખવાનું છે. રોજ એકાદ પત્ર વિચાર કરવા રાખવો ઘટે છેજી. આખા દિવસમાં જ્યારે પાંચ-પંદર મિનિટ મળે ત્યારે તે પત્ર સંબંધી વિચાર કરવો છે એમ રાખવું, અને બને તો સૂતાં પહેલાં, તે પત્ર વિષે કંઈ નવી વિચારણા કે જીવનમાં સુધારણા કરવાની ફુરણા વગેરે થાય, તેની નોંધ રાખતા જવાથી, એક પ્રકારે પોતાનો જીવનવિકાસ કે ફેરફારનો ક્રમ સમજમાં આવે તેવું બને. (બી-૩, પૃ.૭૫૯, આંક ૯૫૯) T પરમકૃપાળુદેવનું સ્વરૂપ સમજવા તેમનાં વચનોનો ઊંડો અભ્યાસ કર્તવ્ય છેજી. વધારે વખત ન હોય તો એકાદ વચન ભક્તિ કર્યા પછી વાંચવું, પાંચ-દસ મિનિટ વિચારવું અને તેમાં જણાવેલ ભાવ દિવસમાં ઘણી વખત યાદ આવે તેમ કરવા યોગ્ય છેજી. રોજ એક-એક વાક્ય પણ યથાર્થ વિચારાશે, તેની ભાવના આખો દિવસ રહ્યા કરશે તો કલાકોના કલાકો વાંચ્યા કરતાં, વિશેષ લાભ થવા યોગ્ય છે). (બી-૩, પૃ.૬૫૫, આંક ૭૭૬) | જે મુખપાઠ કર્યું છે, તે નિત્ય નિયમિતપણે બોલવાનો, વિચારવાનો વખત રાખી, આગળ મુખપાઠે કરતાં રહેવું અને તેનો અર્થ વિચારતા રહેવા ભલામણ છેજી. કહ્યું છે કે “વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સઘળો સાર.” સપુરુષના એક-એક વાક્યમાં, એક-એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. એવા ગંભીર ઊંડા મર્મ જે રહ્યા છે, તે જીવે વૈરાગ્ય-ઉપદમાદિ વધારી, યોગ્યતા પ્રાપ્ત થયે, સદ્ગુરુસમાગમ સમજવા યોગ્ય છે). (બી-૩, પૃ.૬૧, આંક ૫૦) I પૂ. .... વચનામૃત વાંચે છે, તેની સાથે વખત મળતો હોય તો વાંચવા-વિચારવાનું રાખશો તો બીજેથી વૃત્તિ સંકેલી પુરુષનાં વચનોમાં જોડવાનું થશે અને પરસ્પર વિચારની આપ-લે થવાથી, જ્ઞાનીને શું કહેવું છે, તેમાં ઊંડું ઊતરવાનું બનશે. વિશેષ વખત ન મળતો હોય તો તે શું વાંચી ગયા, અને વાંચતાં શા શા વિચારો સ્ફર્યા હતા વગેરે વિષે અવકાશે પૂછી, તેમાં આવેલા વિષયની વાતો ચર્ચવાની ટેવ પાડશો તો સત્સંગની ગરજ જાગશે, વિશેષ વિચારવાનું જાણવાનું મળશે અને વાંચનારને પણ કહેવું પડશે' જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બનશે. થોડું વંચાય પણ વિશેષ વિચારાય એવું કરવાની જરૂર છે). (બી-૩, પૃ. ૨૫૩, આંક ૨૪૭) આપને પૂ. .... જેવાં પ્રજ્ઞાવંત સાધ્વીજીનો હાલ સમાગમ છે એ મહાલાભનું કારણ છે. તેમના સમાગમમાં ઉપદેશછાયા, મોક્ષમાળા હાલ વાંચવાનું રાખશો તથા એકાંતમાં, જે સાંભળ્યું હોય તેને વિચારવાનો વખત રાખશો તો કંઈક ઊંડા ઊતરી અંતરશાંતિ પામવાની પ્રેરણા થશેજી. (બી-૩, પૃ.૫૫૮, આંક ૬૧૯). D પત્રાંક ૫૦૫ ““વીતરાગનો કહેલો ....” રોજ ઊંડા ઊતરી વિચારશોજી. (બી-૩, પૃ.૫૫૯, આંક ૬૨૧) | શબ્દો લખવા કરતાં, તે શબ્દોથી થતા ભાવો આપણામાં છે કે નહીં, તેનો વિચાર ઊંડા ઊતરી કરતાં રહેવા ભલામણ છે). સાચા થવું જ છે, એ ભૂલવા યોગ્ય નથી. (બો-૩, પૃ.૩૨૪, આંક ૩૧૭) Page #769 -------------------------------------------------------------------------- ________________ ७५० D પ.પૂ. પ્રભુશ્રીજીએ એક વાક્ય લખાવેલું : ‘‘બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું.'' આનો વિચાર કરી જીવન પવિત્ર કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૦૬, આંક ૬૯૭) પૂ. ....ને લખેલ વચનોમાંથી પુછાવ્યું, તેના ઉત્તરમાં જણાવવાનું કે ધ્યેયરૂપે સત્પુરુષની દશા છે : ‘‘સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ (લક્ષ) છે.'' (૭૬) તે જણાવી છે. ‘એક આત્મઉપયોગમાં અહોરાત્ર આવવું.'' (ઉપદેશામૃત પૃ.૩૨) તેનો અર્થ ત્યાં જ કર્યો છે : આત્મા નિરંતર છે; ધૃષ્ટા = આત્મામાં જ્યાં દૃષ્ટિ (ઉપયોગ - લક્ષ) પડે છે, દોરાય છે ત્યાં જીવ કર્મથી છૂટવાનું કામ કરે છે. પૂર્વે બાંધેલાં કર્મ, આત્મા સ્વરૂપમાં રહે તો છૂટે છે, તે વખતે નવાં કર્મ બંધાતાં નથી કારણ કે આત્મભાવમાં તો હર્ષ-શોક ન થાય તે વખતે જ રહેવાય છે; માટે હર્ષ-શોકનાં નિમિત્તોમાં તણાઇ ન જતાં ‘સહજાત્મસ્વરૂપ' તરફ વિશેષ ભાવ-ખેંચાણ રાખવાની જરૂર તે વાક્યમાં જણાવી છેજી. વાત ગહન છે પણ તે દશા પ્રાપ્ત કરવા યોગ્ય છે, તે તરફ નજર થવા જણાવ્યું છે; કારણ કે રોજ વિચારવા યોગ્ય વાક્યની તમે માગણી કરી હતી, તેવું તે વાક્ય છે. (બો-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬) સુવિચારણા જીવને પ્રગટે, એ જેવું એકે મહદ્ભાગ્ય નથી. સત્પુરુષના એક-એક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તેની સમજ સુવિચારણા જાગ્યે આવે છે. એક ‘‘મા રુષ, મા તુષ’’ બોલના અવલંબને શિવભૂતિમુનિ કેવળજ્ઞાન પામ્યા હતા. (બો-૩, પૃ.૭૬૯, આંક ૯૭૯) આપનો પત્ર વાંચી સંતોષ થયો છે. તેવો પુરુષાર્થ ન પડે અને ‘આરંભશૂરા' ગુજરાતીને કહે છે, તે કલંક મને તો ન જ લાગો, એ ભાવ રાખી આત્માને માટે વિશેષ-વિશેષ જાગૃતિની જરૂર છેજી. (બો-૩, પૃ.૬૦૨, આંક ૬૯૨) D આપનો પત્ર મળ્યો. એકલે હાથે બધો બોજો ઉપાડવાનું થતું હોય તો પોતાની શક્તિ વિચારી, તે કામ હાથ ધરવું. કામ સારું હોય તોપણ શક્તિ વિચારીને કરવું. ચિત્ત વૈરાગ્યયુક્ત રહે, તેવી વિચારણા કરતા રહેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૫૮૨, આંક ૬૫૬) બીજી વસ્તુઓ તરફનો પ્રેમ તો જરૂર ઘટાડવો જ પડશે, તે વિના છૂટકો નથી. તે વિષે વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૪૬૬, આંક ૪૯૦) I પુદ્ગલનો સંગ છે, તે દુષ્ટ માણસના સંગ જેવો છે. રસ્તામાં ચાલતા કોઇ દુષ્ટ માણસ મળી જાય તો બહુ ચેતીને, સાવચેતીથી ચાલે છે; તેમ સત્પુરુષો પુદ્ગલની સાથે બહુ સાવચેતી રાખી વર્તે છે. (બો-૧, પૃ.૩૫૦, આંક ૫૨) ॥ જેના લક્ષમાં ભોગ છે, તે સંસારી છે. બધું કરીને મારે આત્મશાંતિ મેળવવી છે, એમ જેને હોય, તે સાધુ છે. એ ખાતો-પીતો હોય, તોય ત્યાગી છે અને પેલો કષ્ટ વેઠે તોય સંસારી છે. (બો-૧, પૃ.૨૨૮, આંક ૧૧૯) મનથી ભાવના સારી કરવી, મનમાં હોય તેવું જ વચનમાં આવે તેવી સરળતા રાખવી, તથા વચનમાં બોલાય તેવું વર્તન કરવાનો યથાશક્તિ પુરુષાર્થ થાય, એ સજ્જનતાનું લક્ષણ છે. બીજાના અભિપ્રાય માટે જીવવાનું નથી; પણ બીજાને વિશ્વાસ ન બેસે તેવું આપણું વર્તન હોવું ન ઘટે. (બો-૩, પૃ.૭૩૫, આંક ૯૦૦) Page #770 -------------------------------------------------------------------------- ________________ (૭૬૧) પોતાના દોષ જોવા અને બીજાના ગુણ જોવા. કોઇ આપણને ગાળ ભાંડતો હોય તો એમ વિચારવું કે મારામાં અનંત દોષ ભરેલા છે અને આ તો એક દોષ દેખીને જ મને ગાળ ભાંડે છે; એમ વિચારે તો કર્મ ન બંધાય. આત્મા જાગવો જોઇએ. (બો-૧, પૃ.૫૮, આંક ૩૪) જે સંયોગોમાં આપણે રહેતા હોઇએ, તેમાંથી સાર ગ્રહણ કરવો. એક ગંધાતા કૂતરાથી બધા લડવૈયા દૂર ગયા; પણ શ્રીકૃષ્ણ હાથી ઉપરથી ઊતરી જોયું તો એના દાંત અને નખ કેવા સુદર છે ! એમ ગુણ ગ્રહ્યો. આ દેહ ગંધાતા કૂતરા જેવો છે; આ દેહમાં આત્મા છે, તે ગ્રહણ કરવો. (બો-૧, પૃ. ૨૬૮, આંક ૫) 0 કર્મ બાંધવામાં જીવ શૂરો છે. કર્મ આવે એવાં કારણો મેળવે છે, પણ કર્મ છૂટે એવી પરમકૃપાળુદેવની કોઈ શિખામણ લક્ષમાં લેતો નથી; તો તેની શી વલે થશે? અનંતકાળથી કડાકૂટ કરતો આવ્યો છે, કર્મનો ભાર વધારતો આવ્યો છે; તેથી નિવૃત્ત થયા વિના, કંઈ અવકાશ થઈ સંયમ આરાધ્યા વિના, જીવને શાંતિ ક્યાંથી આવશે? (બી-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) D પૂર્વનાં સત્કાર્યોનાં ફળરૂપે આ મનુષ્યદેહ મળ્યો છે. વિદ્યા, સમજણ, સત્સંગ-પ્રીતિ અને સદ્ગુરુનો આશ્રય, એ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ પુણ્યનાં ફળ છેજી. આવી અનુકૂળ જોગવાઇનો યથાર્થ લાભ ન લઈ શકાય તો આપણા જેવા દુર્ભાગી કે અધમ બીજા કોણ કહેવા? રોજ બોલીએ છીએ કે “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય'', પણ તે વિચાર જો Æયમાં ઊંડો ઊતરે તો કેવળ કરુણામૂર્તિ”ના ચરણ મરણ સુધી મૂકે નહીં એવી દ્રઢતા, એ લઘુતાથી પ્રગટે; પણ વર્તમાનદશા આપણી કેટલી કફોડી છે તેનો યથાર્થ ખ્યાલ નથી, તેથી જેટલી જોઇએ તેટલી શક્તિ ધર્મકાર્યમાં સ્કુરતી નથી. ધન, કીર્તિ કે કામિની સુખનાં સાધન મનાયાં છે અને તેની જેટલે અંશે પ્રાપ્તિ થઈ છે તેટલે અંશે કૃતાર્થતા મનાય છે, ત્યાં સુધી અજ્ઞાનદશાનાં દુઃખ દેખી શકાતાં નથી, સાલતાં નથી, તો તેને દૂર કરવા ““પ્રભુ પ્રભુ લય' ક્યાંથી લાગે ? સદ્ગુરુ શું કરવા શોધે ? અને નિજ દોષો દેખવાની બુદ્ધિ ક્યાંથી જાગે ? અને કલ્યાણનાં કારણો ન શોધે તો કલ્યાણ પણ ક્યાંથી થાય ? આમ તરવાનો કોઈ ઉપય ન જડતો હોય અને ડૂબકાં ખાતો હોય અને બચવાની જેવી તીવ્ર અભિલાષા હોય છે તેવી ઉગ્ર ભાવના વગર ગળા-રાગે ગાઈ જવાથી શું વળે તેમ છે ? માટે આપણે સર્વેએ છૂટવાની ભાવના દિન-પ્રતિદિન વધારતા જવાની છે, સત્સાધન મળ્યું તેટલાથી જ સંતોષ રાખીને બેસી રહેવાનું નથી. “સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ?'' સમજણ, સાચી અને ઊંડી પ્રગટે તે માટે સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય આદિ સાધન ખરા દિલથી કરવાનાં છેજી. કર્યો અન્ય વિચારો રે, નહીં નિજ સુખ મળે; ગંગાજળ મીઠું રે, ઢળી જલધિમાં ભળે. મનમંદિર) સુસંગ, સુશાસ્ત્રો રે, ઉપાસવાં સિદ્ધિ ચહી; મોક્ષમાર્ગ જ ચૂક્યા રે, આશા જો બીજી રહી. મનમંદિર, (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૨૧) (બી-૩, પૃ.૩૦૬, આંક ૨૯૩) Page #771 -------------------------------------------------------------------------- ________________ (૭૬૨) જીવ જેવાં કારણ મેળવે, તેવું કાર્ય થાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે : He paves the way to hell with good intentions. સારી ઇચ્છારૂપ લાદી વડે નરકનો રસ્તો જીવ રચે છે. એમ કહેવાનું કારણ શું હશે ? શ્રદ્ધા જ્ઞાન લહ્યું છે તોપણ જો નવિ જાય પમાયો (પ્રમાદ) રે, વંધ્ય તરુ ઉપમ તે પામે, જો સંયમ ઠાણે ન આયો રે. ભલે વીર જિનેશ્વર ગાયો રે.'' એમ જિનમાર્ગમાં પણ કહ્યું છે, તેનું કારણ એમ સમજાય છે કે જીવને લક્ષ, સાચો, અચૂક રહે તો તે આગળ વધ્યા વિના રહે નહીં; પણ રુચિ જ જો પલટાઈ ગઈ (અનાદિના પ્રવાહમાં વળી ગઈ) અને પરમાર્થ, માત્ર વાણીના વિલાસરૂપે રહ્યો તો તેને તે નરકે જતાં ખાળે, તેટલું તેમાં બળ નથી. બાજરીના રાડા વડે પાડાને ખેતરમાંથી કાઢવા જાય તો તે ન નીકળે, તેમ જીવે શૂન્યક્રિયાઓ, શૂન્ય વાતો કરી હોય કે કરતો હોય, તે કસોટી પ્રસંગે ટકે નહીં, તેને બચાવે નહીં. (બી-૩, પૃ.૫૪૦, આંક પ૯૨) D આત્મા દિવસે-દિવસે શાંત થતો જાય, ક્લેશનાં કારણો દૂર થતાં જાય અને જ્ઞાની પુરુષના અદ્ભુત આત્મચારિત્રની પ્રતીતિ થતી જાય તેમ પ્રવર્તવા ભલામણ છે). તે બધાનું કારણ સત્સંગ, સન્શાસ્ત્ર અને સદ્વિચાર છે. ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્યભાવ અને કષાયની મંદતા, તે સદ્વિચારને પ્રગટાવે છેજી. ““જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.'' (બી-૩, પૃ.૭૬૯, આંક ૯૭૮) [ આ જીવે મહા મૂલ્યવાન નરભવ પામીને, આજ સુધી કાંઈ આત્મકલ્યાણનું સાધન કર્યું નથી, એ વારંવાર વિચારવા યોગ્ય છે અને આવા ને આવાં શિથિલ પરિણામ અને સંસારભાવના વર્તતી હોય અને મૃત્યુ આવે તો કેવી દુર્ગતિમાં જીવને પરિભ્રમણ કરવું પડે, તે પણ ભૂલવા જેવું નથી. (બો-૩, પૃ.૪૪, આંક ૩૦) T કોઈ માણસને રાજાએ ફાંસીએ ચઢાવવાનો હુકમ આપ્યો હોય કે અમુક દિવસે તને ફાંસીએ ચઢાવવામાં આવશે અને પછી તે માણસને સારા મહેલમાં રાખે, સારું ભોજન આપે, સારું પહેરવા આપે તો તેને એ ગમે? ન ગમે; કેમ કે તે જાણે છે કે મારે હવે મરવાનું છે – એવો ભય રહે છે, તેથી તેને કંઈ ન ગમે. એવું, બધાને માથે મરણ છે, તે ફાંસીના હુકમ જેવું છે. કોણ જાણે ક્યારે મરણ આવશે. ફાંસીએ ચઢાવે ત્યારે તો અમુક દિવસ નક્કી કરેલો હોય અને આ મરણ તો રાતદિવસ માથે જ ભમી રહ્યું છે; છતાં મોહને લઈને વિચાર નથી આવતો. મરણ એકલું હોય તોય કંઈ નહીં, પણ પાછું જન્મવું, ફરી મરવું, એમ અનાદિકાળથી થઈ રહ્યું છે. (બો-૧, પૃ.૭૬, આંક ૨) D પૂ. ... ના દેહોત્સર્ગના સમાચાર જાણી આ કળિકાળ શુભ નિમિત્તોને સંકેલી લેવાનું કામ કરી રહ્યો છે, એવી ચેતવણીની વિચારણા જાગી હતી. Page #772 -------------------------------------------------------------------------- ________________ ૭૩ માથે મરણ છે, લીધો કે લેશે થઇ રહ્યું છે, કાળ ગટકાં ખાઇ રહ્યો છે, મરણના મુખમાં બાળ, યુવાન, વૃદ્ધ સર્વ ઓરાયેલા છે, માત્ર મોં બીડે તેટલી વાર છે, તો આ જીવ કલ્યાણ કરવાના કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે, એમ ૫.ઉ.પ.પૂ. સ્વામી પ્રભુશ્રીજી પાસેથી વારંવાર સાંભળ્યું છે, છતાં આ જીવ કુંભકર્ણના કરતાં પણ પ્રબળ, અનાદિની ઘોર નિદ્રામાંથી જાગતો નથી, એ કેટલું આશ્ચર્ય અને ખેદ ઉપજાવનાર છે ? આ જીવ વાતો ડાહી-ડાહી કરે અને વર્તનમાં પ્રમાદ કે પોલ, એ ક્યાં સુધી નભશે ? મરણના વિચારથી, કળિકાળના વિચારથી, અનિત્યતાના વિચારથી કે મોહની છેતરામણીના વિચારથી અનેક જીવો ચેતી ગયા છે; પણ પ્રમાદ વિચારને જ ન ઊગવા દે તો પછી શું થાય ? આ જીવને સારું–સારું જોવું ગમે, સારું-સારું ખાવું ગમે, ડાહી-ડાહી વાતો કરવી ગમે, પણ પાછા વળીને પોતાના દોષો દેખી, તેને કાંટા કાઢે તેમ કાઢી નાખવાની ઉતાવળ નથી. બેભાનદશામાં દિવસ, માસ, વર્ષ વિતાવે છે. નાખી નજર ન પહોંચે તેટલો કાળ વ્યર્થ વહી ગયો, છતાં ક્ષણમાત્ર પણ આત્મસમાધિ જીવ સાધી શક્યો નહીં. કેવી-કેવી ઉત્તમ સામગ્રીના યોગ મળ્યા, પ્રત્યક્ષ પુરુષ, તેમની સેવા-સમાગમ, બોધ, સ્મરણ-સાધન, ભક્તિ આદિની આજ્ઞા, તીવ્ર ઠપકા વગેરેથી પણ જીવ જાગ્યો નહીં, હજી તેનો પસ્તાવો કરીને ‘જાગ્યા ત્યાંથી સવાર' ગણી મંડી પડવું ઘટે, તેનું પણ ભાન નહીં. માત્ર કબીરજી કહે છે તેમ ‘‘સુખિયા સૌ સંસાર, ખાવે ને સોવે; દુઃખિયા દાસ કબીર, ગાવે ને રોવે.'' સુખિયા જેવો નફકરો થઇ, આ જીવ ફરે છે. દુઃખ લાગે તો બૂમ પાડે, ‘‘હે પ્રભુ, હે પ્રભુ’’ પોકારે. જાણે કોઇ કાળે દુઃખ ભોગવ્યું નથી અને ભવિષ્યમાં દુ:ખ આવવાનું જ ન હોય, તેમ સિદ્ધ સમાન સુખી થઇને અત્યારે ફરે છે; પણ પાછું દુઃખ દેખાવ દે ત્યાં તો જીવ મૂંઝાઇ જાય છે કે જાણે કોઇ કાળે દુઃખ દૂર થનાર જ નથી, અને જાણે સુખ કદી જોયું જ ન હોય, તેમ આરોગ્યની ઇચ્છા કરતો તેની રાહ વરસાદની પેઠે જોયા કરે છે. આવા અસ્થિર, ઠેકાણા વગરની દશા તરફ દુગંછા આવવી જોઇએ, તેનો પણ જીવ વિચાર કરી, કંઇ સ્વરૂપનું ઠેકાણું કરતો નથી. હવે કેમ કરવું ? ક્યાં જવું ? શો ઉપાય લેવો ? તે વિચારવાયોગ્ય છે. (બો-૩, પૃ.૧૨૯, આંક ૧૨૯) પૂ. ....ના દેહત્યાગના સમાચાર તથા ઠેઠ આખર સુધી તેમની રહેલી સદ્ભાવનાના સમાચાર જાણ્યા છેજી. પ્રથમથી ભક્તિ પ્રત્યે તેમની વૃત્તિ વળેલી અને પરમકૃપાળુદેવનો આશ્રય ઠેઠ સુધી રાખી, તે ભાવનાસહિત દેહ છોડયો છે, તે સદ્ગતિનું સૂચક છેજી. ધર્મનો આવો પ્રગટ પ્રભાવ નજરે જોયા છતાં તેને માટે આપણા હૃદયમાં જો ઉલ્લાસ અને તેને આરાધવાનો પુરુષાર્થ ન જાગે તો આપણા સમાન અધમ કોણ કહેવાય ? દરેકને માથે મરણ ભમે છે, પણ મોહને લીધે જીવ તેનો વિચાર સરખો કરતો નથી. ખેતરના નજીવા કામની ચિંતામાં, રાતે નિરાંતે ઊંઘતો નથી અને સમાધિમરણ જેવો ઉત્તમ લાભ પામી, મનુષ્યભવ સફળ કરવાનો લાગ વહ્યો જાય છે, તેની આ પ્રમાદી નફટ જીવને ફિકર-ચિંતા થતી નથી. સંસારના Page #773 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪) ક્ષણિક સુખમાં એવું શું આશ્રર્યકારી ફળ મેળવવાનું જીવે ધાર્યું હશે કે તેને આત્માના સુખ માટે ઇચ્છા જાગતી નથી? ગમે તેટલી મહેનત-મજૂરી કરી, ગમે તેટલું ધન એકઠું કર્યું હશે, તેમાંથી કંઈ સાથે કોડી પણ લઇ જઇ શકાશે ? પેટ ભરાય તેથી વધારે ખાઈ શકાશે ? ત્યારે આ બધી ધમાલ શું કરવા કરું છું ? એવો એકાંતમાં જીવ વિચાર કરે તો શો ઉત્તર મળે ? ““જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન.'' એનો વિચાર અને અનુભવ જીવ ક્યારે કરશે? આત્મકલ્યાણ કરી શકે તેવી દુર્લભ સામગ્રી જીવને જે મળી છે તે અચાનક મરણ આવીને લૂંટી લે તે પહેલાં તેનો કંઈ સદુપયોગ કરી લેવા હવે વિચાર, નિર્ણય કરીશું? કે પુરુષનો યોગ નથી મળ્યો, તેવા જીવોની પેઠે નાશવંત વસ્તુ મેળવવામાં મચ્યા રહી છેતરાયા કરીશું? (બો-૩, પૃ.૨૨૩, આંક ૨૨૧) T માથે મરણ છે, તે ભૂલી, જીવ મોટાઈમાં તણાયો જાય છે. અધમાધમદશા ભૂલી, હું બીજા કરતાં સારો, રૂપાળો, ભોગને યોગ્ય છું, એમ જીવની વિપરીત માન્યતા થઈ ગઈ છે. તેને બદલે, મરણપથારીએ પડયો હોય, શૂળીએ ચઢાવ્યો હોય અને છેલ્લા શ્વાસ લેતો હોય તો તે વખતે જીવ વિષય-કષાયના વિચાર કરે કે આ જીવની દયા લાવી, તેને સ્મરણમંત્રના ધ્યાનમાં રાખે? “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો ?' એમ પરમકૃપાળુદેવને આપણા આત્માની દયા આવવાથી ચેતાવે છે, પણ આ જીવ જાણે બધું કરી ચૂક્યો હોય તેમ પ્રમાદના પૂરમાં તણાયા કરે છે અને ક્યાં જઈને અટકશે તેનું લેશ પણ ભાન નથી. (બી-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩) સંસારી શરણાં ગણ સૂનાં, અર્થ અનર્થક વચન પ્રભુનાં; નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી ? પરિજન પુત્ર કલત્ર વિનાશી, સર્વ મળીને દે દુઃખરાશિ; ચિંતવ ચિત્તે નિશ્રે ભાઈ, કોણ પિતા, મા કોની સગાઈ? મા કર યૌવન-ધન-ગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ; ઇન્દ્રજાળ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ. ઋણસંબંધે જે જે સંયોગો આવી મળે છે, તે છૂટી જાય છે; આમ અનંતકાળથી થતું આવ્યું છે, છતાં જીવ દેહાદિ સંયોગો ઉપરની પ્રીતિ છોડતો નથી અને દુ:ખી રહ્યા કરે છે. કોઇનું પણ મરણ સાંભળીને વૈરાગ્ય, વિચારવાન જીવને થાય છે તો કુટુંબીજન જેમની સાથે જિંદગીનાં ઘણાં વર્ષ ગયાં, તેમના વિયોગે જીવને વૈરાગ્ય બળવાન જાગે અને સંસારનું સ્વરૂપ અસાર, અનિત્ય, અશરણ અને ભયંકર લાગે, તે વિચારો જીવને સંસાર ઉપરથી સુખવૃત્તિ છોડાવી, પરમાર્થમાર્ગનું શરણ ગ્રહણ કરાવે તથા ફરી આવા સંસારમાં જન્મવું ન પડે, તેની તૈયારી કરાવે તેવા વૈરાગ્ય, ભક્તિ અને સત્સંગની ભાવનાના વિચારોમાં કાળ ગાળવા ભલામણ છે. બીજું કંઈ ન સૂઝે તો પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રસ્મરણ મળ્યું છે, તેનું રટણ અહોરાત્ર રહે તથા જે ભક્તિ-ભજનની આજ્ઞા મળી છે, તથા મુખપાઠ કરેલું છે, તેમાં મનને રોકીને સાંસારિક વિટંબણાના વિચારોથી પાછું વાળવું. Page #774 -------------------------------------------------------------------------- ________________ (૭૬૫ “પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે.” (૩૭) તે વિચારશોજી. (બો-૩, પૃ.૨૩, આંક ૭૨૫) | ધીરજ, ક્ષમા, સમભાવ, સહનશીલતા, અપ્રતિબંધ, અસંગ અને સમાધિમરણ - આ બોલો બહુ વિચારવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૪૬, આંક ૧૪૫). | લક્ષ્મીનું સ્વરૂપ પરમકૃપાળુદેવે મોક્ષમાળાના ખરી મહત્તા’ વિષેના (પાઠ-૧૬) તથા ‘પરિગ્રહ' | વિષેના પાઠમાં (પાઠ-૨૫) વર્ણવ્યું છે. તે વારંવાર વિચારી તે ફંદમાંથી નિવૃત્તિ કેમ પ્રાપ્ત થાય, તેના વિચારમાં રહેવું યોગ્ય છેજી. અત્યારે જે કમાણી દેખાય છે, તે ભિખારીના ખેદ' વિષે મોક્ષમાળામાં પાઠ (પાઠ-૪૧/૪૨) છે, તેના જેવી છે. તેમાં રાચવા જેવું નથી. છૂટવાની ભાવના દિવસે-દિવસે વર્ધમાન કરવી અને બંધન થાય તેવાં કર્મથી કંટાળો જીવને આવે, સત્સંગ સાંભર્યા કરે અને છૂટવા માટે ઝૂરણા રહ્યા કરે, તેમ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૫૭, આંક ૯૫૧) || મુશ્કેલીઓ જ જીવને ઘડે છેજી. ઘડાની ઉત્પત્તિનું દૃષ્ટાંત તમે સાંભળ્યું હશે. એક નિરાશ થયેલા શિષ્યને ઘડાએ કહ્યું : “મને મારા સ્થાનમાંથી તીક્ષ્ણ હથિયારથી ઉખેડી, ગધેડે ચઢાવી, પ્રારબ્ધ કુંભારને ત્યાં નાખ્યો. તેણે પાણી અને ગધેડાનાં લીંડાથી મારી કદર્થના કરી, પગથી ગૂંઘો, હાથથી મસળ્યો, પછી એક પિંડ બનાવી, ચાક પર ચઢાવી ભમાવ્યો, અનેક આકારો કરી-કરી ભાંગી નાખી, અંતે ઘડાના આકારે કરી, ચાક ઉપરથી ગળું છેદે તેમ દોરાથી કાપી, તડકે મૂક્યો. કંઈક હું ર્યો કે પાછા ટપલા મારા ઉપર પડવા મંડયા અને અત્યારનું રૂપ થયું; એટલે મને તાપે સૂકવ્યો. તેથી સંતોષ ન પામતાં, વળી અગ્નિના નિભાડામાં મને મૂકી, ઘણા દિવસ તાપમાં રાખ્યો. આખરે તેમાંથી કાઢી ટકોરા મારી, સાજો રહ્યો છું એવી પરીક્ષા કરી, મને જુદો રાખ્યો અને ગધેડે ચડાવી બજારમાં આણ્યો. ત્યાંથી આ સંતના હાથમાં આવ્યો, ત્યારથી અમૃત (પાણી) ભરી રાખવાનું ભાજન બન્યો છું. તેથી મુશ્કેલીઓથી હે ભાઈ ! ગભરાવા જેવું નથી. મુશ્કેલીઓમાં મારું વૃત્તાંત યાદ કરજે તો તું ઉત્તમ ગતિને યોગ્ય થઇશ.” નિરાશાને ભજવા યોગ્ય તમે નથી. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.' (૮૧૯) એનો વારંવાર વિચાર કરી, તેનો આશય દયગત કર્તવ્ય છે. (બો-૩, પૃ.૭૫૨, આંક ૯૩૭) Page #775 -------------------------------------------------------------------------- ________________ ન (૭૬૬) વિષયસૂચિ આ અગાસ આશ્રમ વિષે - - - - - - ૯૭ કામવિકાર - - - - - - - - - ૩૭૭ અઢાર પાપસ્થાનકો - - - - - - ૪૦૦ કાળ - - - - - - - ૨૬૯ અદીનતા - - - - - - - - - - - ૭૦૮ કુટુંબીજનો - - - - - - - અનાર્યદેશ - - - - - - - - - - ૫૩૨ કુંદકુંદાચાર્યકૃત ભાવપાહુડની અભ્યાસ - - - - - - - - - - - ૪૩૭ ગાથાનું વિવેચન - - - - - અમિતગતિઆચાર્યકૃત સામાયિક ક્લેશ - - - - - - - - - - - - - ૩૭૨ પાઠની ગાથાનું વિવેચન - - - - ૧૭૯ ક્ષ ક્ષમા - - - - - - - - - - - - - ૩ ૨૪ અંતરાય - - - - - - - - - - - ક્ષમાપના - - - - - - - - - - - ૩૩૮ અંતર્મુખવૃત્તિ –------ ૫૦૧ છ છૂટક ગાથાઓનું વિવેચન - - - - ૧૯૪ અંબાલાલભાઇ - - - - - - ૧૨૧ જયસેનાચાર્યકૃત પંચાસ્તિકાયની આજીવિકા - - - soo ટીકાની ગાથાનું વિવેચન ---- ૧૮૭ આજ્ઞા - - - - - - - - - જીવરક્ષા - - - - - - - - - - - ૪૦૩ આઠ દૃષ્ટિની સક્ઝાયની જીવહિંસા - - - - - - - - - - ગાથાઓનું વિવેચન ------ જન - - - - - - - - આત્મસિદ્ધિશાસ્ત્ર વિષે - - - - જ્ઞાન - - - - - - આત્મહિત - - - - - - - - - - ૨૨૧ જ્ઞાની - - - - - - - - - - - - ૨૭: આત્માનુશાસન - - - - - - - - ૧૯૭ તત્ત્વ -- - -- -- - - આનંદઘનજીકત ચોવીસીની ગાથાનું વિવેચન -------- ૧૮૩ તત્ત્વાર્થસૂત્ર -- -- આનંદશ્રાવક - - - - - - - - - ૧૨૪ તપ - - - - - - - - - - ૪૨૩ આયંબિલ - - - - - - - - - - - ૪૨૮ તીર્થકરભગવાન - - આલોચનાની ગાથાનું વિવેચન - ૧૮૫ ત્યાગ - - - - - - - - - - ૩૯૨ આશાતના - - - - - - - - - - ૪૩૬ દાન - - - - - ૩૨૮ ઇચ્છા - - - - - - ૩૫૩ દુ:ખ - - - - - - - - - - - - - - - ૫૧૦ ઇન્દ્રિયો –-------- - - ૩૧૮ દ્રષ્ટિ - - - - - - - - - - - - - ૫૦૪ ઉપમિતિભવપ્રપંચ - - દેવચંદ્રજીકૃત ચોવીસીની ઉપશમ - - - - - - - - - - - ૩૨૩ ગાથાનું વિવેચન -- કથાનુયોગ - - - - - - - - ૪૫૭ દેહ –---- ૪૯૬ કપટ - - - - - - - - - - - ૩૨૫ દેહાધ્યાસ - - કર્તવ્ય - - - - ૪૮૯ દોષ - - - - - - ૭૧૨ કર્મ - - - - - - - ધ ધર્મ - - - ૨૫૭ કલ્યાણ - - - - - - - - - - ૨૧૦ ધીરજ – ૬૫૧ કષાય - - - - - - - - - - - - ૩૦૯ ધ્યાન - - - - - - - - - - - - - ૪૩૦ Page #776 -------------------------------------------------------------------------- ________________ પ નમસ્કાર નિત્યનિયમ નિદ્રા - નિમિત્ત નીતિ પરમકૃપાળુદેવ ઉપરના પત્રો પરમકૃપાળુદેવ/સત્પુરુષના આશ્રિત વિષે પરમકૃપાળુદેવ/સત્પુરુષના થયેલા યોગ વિષે પરમકૃપાળુદેવના પ્રસંગો ૫૨મકૃપાળુદેવ/સત્પુરુષના યોગબળ વિષે - પરમકૃપાળુદેવ/સત્પુરુષનાં વચનો વિષે પરમકૃપાળુદેવની જન્મજયંતિ વિષે પરમકૃપાળુદેવની નિર્વાણતિથિ વિષે પરમકૃપાળુદેવ/સત્પુરુષનો આશ્રય કરવા વિષે પરમકૃપાળુદેવ/સત્પુરુષ પ્રત્યેની ભક્તિ વિષે પરમકૃપાળુદેવ/સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા વિષે ૫૨મકૃપાળુદેવ/સત્પુરુષ પ્રત્યે પ્રેમ લાવવા વિષે પરમકૃપાળુદેવ/સત્પુરુષે કરેલા ઉપકાર વિષે પરિગ્રહ પરિણિત પરોપકાર પર્યુષણપર્વ પાત્રતા પુરુષાર્થ ૨૮૭ ૬૮૦ ૭૧૧ ૫૩૭ ૧૯૮ ૧ પ ૭૬ ૧૭ ७८ ૩૮ ૨૧ ૨૨ ૫૦ ૬૭ ૩૪ ૨૨ ૨૯ ૩૯૦ ૫૦૩ ૧૮૮ ૩૩૩ ૫૯૦ ૫૮ બ ભ મ પુસ્તકો પૂજા પોતાના મોટાભાઇ ઉપરનો પત્ર પ્રતિબંધ પ્રતિમા પ્રભુશ્રીજી ઉપરના પત્રો પ્રભુશ્રીજીના પ્રસંગો ૧૦૧ પ્રજ્ઞાવબોધની ગાથાનું વિવેચન – ૧૯૦ ૫૧૪ ૨૮૮ ૮૯ ૯૧ પ્રમાદ પ્રવૃત્તિ પ્રારબ્ધ અને પુરુષાર્થ બાર ભાવનાઓ બ્રહ્મચર્ય બ્રહ્મચારીજીના પ્રસંગો ભક્તામર ભક્તિ ભગવતીઆરાધના ભરત ચક્રવર્તી - ભર્તૃહરિજી ભાગ્યશાળી ભાવ ભાવના ભૂલ મન મનુષ્યભવ મરુદેવીમાતા મહાવીરસ્વામી ૭૬૭ મંત્ર - માર્ગાનુસા૨ી મુખપાઠ કરવા વિષે મુમુક્ષુ મુમુક્ષુતા मृत्यु ૪૩૫ ૨૮૯ ૭૦૯ ૫૮૪ ૬૭૧ ૩૯૩ ૩૭૯ ૧૧૪ ૧૯૮ ૬૭૩ ૧૯૮ ૧૨૫ ૧૨૫ ૫૮૮ ૫૪૦ ૫૪૭ ૩૦૬ ૩૪૧ ૪૪ ૧૨૬ ૧૨૬ -૬૮૪ ૫૭૬ ૪૪૩ ૫૨ ૫૭૭ ૭૧૭ Page #777 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ ય ર લ શ શ્ર મોક્ષ મોક્ષમાર્ગ મોક્ષમાર્ગપ્રકાશક મોહનલાલજીમુનિ મોહનીયકર્મ યત્ના યશોવિજયજી વિષે યશોવિજયજીકૃત ચોવીસીની ગાથાનું વિવેચન રાગ-દ્વેષ - લીલોતરી લોભ વચનામૃત વિવેચન (વિગત માટે જુઓ અનુક્રમણિકા) વાંચવા વિષે વિચારવાન વિચારવાયોગ્ય વિષય-કષાય વીતરાગભગવાન વીરહાકની ગાથાનું વિવેચન વીસ દોહરા વેદનીયકર્મ - વૈરાગ્ય વ્રતનિયમ શિથિલતા શ્રદ્ધા શ્રીકૃષ્ણ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વિષે શ્રેણિકરાજા ૨૦૧ ૨૦૭ ૧૯૮ ૧૨૭ ૨૯૪ ૪૦૪ ૧૨૮ · ૧૮૯ ૩૫ ૪૨૮ ૩૨૫ ૧૩૧ ૪૪૨ ૫૬૭ ૭૫૬ ૩૧૫ ૨૭૩ ૧૯૨ ૬૮૩ ૬૦૩ ૩૯૪ ૪૦૫ ૭૧૬ ૫૫૯ ૧૨૯ ८० ૧૨૯ સ સત્ય સત્સંગ સદ્ગુરુ સદ્ગુરુપ્રસાદ સમતા સમયનો સદુપયોગસમાધિમરણ સમાધિશતક વિષે સમાધિશતકની ગાથાઓનું વિવેચન સભ્યચારિત્ર · સમ્યજ્ઞાન સમ્યક્દર્શન સભ્યષ્ટિ સંકલ્પ-વિકલ્પ સંયમ સંલેખના સંસાર સામાયિક સાયંકાળની સ્તુતિની ગાથાનું વિવેચન - સિદ્ધભગવાન સિદ્ધાંતબોધ WAHL સુખ સેવા સ્ત્રી સ્થિતપ્રજ્ઞ સાદાદ સ્વચ્છંદ અને પ્રતિબંધ સ્વપ્નદશા સ્વરૂપ E ૦૧ ૬૯૩ ૨૮૪ -2-2 ૪૦ ૪૫૨ ૭૪૩ ૧૯૯ ૧૯૨ ૨૫ ૨૫૪ ૨૩૬ ૨૭૯ ૩૫૧ ૦૨ ૩૧૭ ૩૫૮ ૪૩૩ ૧૯૪ ૨૭૦ ૪૦ ૫૦૭ ૫૩ ૩૭૪ ૨૭૫ ૪૫૯ ૫૧૬ ૩૦૫ ૪૯૮ Page #778 -------------------------------------------------------------------------- _