________________
સુંદરદાસે કહ્યું છે ઃ
‘‘સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મવિચાર; શરીર સૌપ પ્રારબ્ધકું, જ્યુ લોહા ફૂટે લુહાર.'
૬૬૩
જ
એવો અભ્યાસ આ ભવમાં કરી લેવા યોગ્ય છે. તે જ સાચું પરભવનું ભાથું છે. સૌ સૌનાં પ્રારબ્ધ લઇને આવેલ છે, તેની જેમ ચિંતા કરવી ઘટતી નથી; તે જ પ્રકારે, આ દેહ પણ પ્રારબ્ધની મૂર્તિ છે, તેમાં યથાપ્રારબ્ધ ફેરફાર થયા કરે છે અને આખરે જડની જાતિ છે તેથી તે તેનું પોત પ્રકાશશે; એટલે સડવું-પડવું એનો સ્વભાવ છે, તે અન્યથા કોઇ કરી શકે તેમ નથી; પણ જ્યાં સુધી એ નાશવંત દેહનો સંબંધ છે ત્યાં સુધી અવિનાશી એવા આત્માની દૃઢ શ્રદ્ધા કરી, તેમાં જ વૃત્તિ વળગી રહે, તેવો પુરુષાર્થ થઇ શકવા યોગ્ય છે.
તે મુખ્ય કાર્યને હવે ગૌણ કરવું ઘટતું નથી. શરીરના ઉપચાર કરવા, દવા કરવી, પણ શા અર્થે ? આત્મહિતનું તે સાધન છે એમ જાણી પુરુષાર્થ - પ્રયત્ન કરવો. બાકી બીજું કંઇ આપણા હાથમાં નથી. માન્યતામાં તો તે શરીર નાશવંત, સંયોગી અને ૫૨૫દાર્થ છે અને આત્મા અમર, મૂળ પદાર્થ, અરૂપી અને ચૈતન્યના અનંતચતુષ્ટયાદિ ધર્મયુક્ત છે, પરમાનંદરૂપ છે તે શ્રદ્ધા મરણ સુધી ટકાવી રાખવા યોગ્ય છે. સત્પુરુષનો થયેલો સમાગમ, બોધ, તેમનો ઉપકાર વારંવાર સ્મૃતિમાં લાવી આત્મહિત સાધવાની ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૧૧, આંક ૧૦૪)
D મળેલી સામગ્રી લૂંટાઇ જતાં પહેલાં, તેથી આત્મહિત સાધવા જે સત્પુરુષાર્થ કરે છે કે તેવી ભાવના રાખે છે, તે મોક્ષમાર્ગ સમજી, આરાધી શકે છે. માટે વર્તતી ભાવના વર્ધમાન થયા કરે અને અનાદિકાળથી વિસારી મૂકેલા આત્માની સંભાળ લેવાનું વિના વિલંબે બને, તેવો પુરુષાર્થ, તે સત્પુરુષાર્થ છેજી. જગતની મોહિનીનો ભય રાખી, સત્પુરુષનાં વચનોનું બખ્તર ધારણ કરી, શૂરા થઇ, મોહિની સામે સંગ્રામ કરવાનો છે. તે કામ અલ્પ સમયમાં આરાધી લેવા યોગ્ય છેજી.
કાળનો ભરોસો નથી, લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં વર્તતી રતિ ટાળી, નિરંતર પ્રમાદ ઓછો કરવાનો લક્ષ સમજુ પુરુષો રાખે છે, તેમને પગલે-પગલે ચાલવાની ભાવનાવાળા મુમુક્ષુજીવો પણ પ્રમાદનો વિશ્વાસ નહીં કરતાં, સત્પુરુષાર્થની ભાવના રાખી, બને તેટલું આત્મહિત સાધવા ઉદ્યમી રહે છે. (બો-૩, પૃ.૭૬૦, આંક ૯૬૧)
D મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે તેવો ઉત્તમ યોગ મળ્યો છે, તો હવે આત્મહિત આટલા કાળ સુધી વિસારી મૂક્યું હતું તેની મુખ્યતા કરી, ભક્તિ અને મંત્રસ્મરણ દ્વારા આત્મજાગૃતિ પ્રાપ્ત કરવા પુરુષાર્થ વિશેષ-વિશેષ કરતા રહો એવી ભલામણ છેજી.
બંને, કોઇ-કોઇ વખત અઠવાડિયામાં મળવાનું રાખો તો વાંચન-વિચા૨ સત્સંગે રસિક બને. તેવો યોગ ન બને તેમ હોય તો એકલા પણ પુરુષાર્થ કર્તવ્ય છે.
ધન તો પ્રારબ્ધ પ્રમાણે મળે છે, પણ ભક્તિ આદિ અત્યારના પુરુષાર્થને આધીન છે. કરવા ધારીએ તો થઇ શકે અને જો ન કરીએ તો આટલા કાળ સુધી તે કામ જેમ પડી રહ્યું હતું તેમ પડી રહે.
મોક્ષમાળા તમે પહેલાં વાંચવા લઇ ગયા હતા, પણ તે વખતે આવી ભક્તિની ગરજ જાગી નહોતી એટલે ઉપલક વંચાયું હશે. હવે ત્યાં તે પુસ્તક કાળજીપૂર્વક વાંચશો તો તેમાં ઘણી શિખામણ આપણા