________________
૯૬૪)
જીવનને ઉપયોગી થાય તેવી છે. જ્ઞાનવૃદ્ધિ અને સદાચરણ, બંનેથી જીવન ઉન્નત થાય છે તે લક્ષ રાખી.
જીવન સુખી બનાવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૮૦, આંક ૬૫૪) E પ્રમાદને જ્ઞાની પુરુષોએ મોટો શત્રુ ગણ્યો છે; તેથી ડરતા રહી સ્મરણમાં નિરંતર ચિત્ત રાખવાનો
અભ્યાસ પાડી મૂકવા યોગ્ય છેજી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળનો ભરોસો રાખવા યોગ્ય નથી. કર્યું તે કામ એમ સમજી, ભવિષ્ય ઉપર આધાર રાખ્યા વિના બને તેટલો પુરુષાર્થ કરી, મળેલા માનવપણાને સાર્થક કરવામાં પાછી પાની કરવી ઘટતી નથીજી.
(બી-૩, પૃ. ૨૪૭, આંક ૨૩૯) || રોદણાં રડવાથી કંઈ બનતું નથી. જીવને પુરુષાર્થ કરવો પડશે. કર્યા વિના કંઈ બનતું નથી. જેમ કંઇ
ધંધો ન કરે તે કમાતો નથી, તેમ ધર્મ-આરાધનમાં જીવ પ્રમાદ કરે તો કલ્યાણ ક્યાંથી થાય? બજારમાં ઘણી વસ્તુઓ વેંચાતી હોય પણ પાસે પૈસા હોય, તેમાંથી જેટલાં ખર્ચે તેટલો માલ ખરીદાય; તેમ જીવને મનુષ્યભવ, સશક્ત ઇન્દ્રિયો, નીરોગી કાયા, સત્સંગ, સબોધનો લાભ મળ્યો છે તો આ ભવમાં જેટલું બનશે તેટલું બીજી કોઈ ગતિમાં બનવા સંભવ નથી એમ વિચારી, રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ સફળ કરવા પુરુષાર્થ કર્તવ્ય છે'. મહાપુણ્યના યોગે, સંતની અનંત કૃપાથી જે સ્મરણમંત્ર મળ્યો છે, તેનું વિશેષ માહાત્મ રાખી હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં, જાગતાં હોઈએ ત્યાં સુધી જેટલું બને તેટલું રટણ કરવા યોગ્ય છે. સત્સંગના વિયોગમાં સપુરુષનાં વચન અને તેની આજ્ઞા, એ પરમ અવલંબનરૂપ છે; તેનું, પ્રમાદ તજી આરાધના થશે તો જીવનું હિત થશે. જગત બધું ધૂતારું પાટણ છે, દગો દેનાર છે, કર્મ બંધાવનાર છે; તેનાથી જ્ઞાની પુરુષો ત્રાસ પામી, તેનો ત્યાગ કરી, આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ રાખી તેમાં જ લીન થયા. આપણે પણ એ રસ્તો લીધા વિના છૂટકો નથી. મોક્ષ જેવી ઉત્તમ, અમૂલ્ય ચીજ ખરીદવી હશે તેણે તેટલી કિંમત પણ આપવી પડશે, નહીં તો ગોળ નાખો તેટલું ગળ્યું થાય. કોઈના માટે કરવાનું નથી. અનાદિકાળથી આ આત્મા જન્મજરામરણ-રોગાદિ દુઃખો સહન કરતો આવ્યો છે. હવે તેની આ ભવમાં પણ આપણે પોતે દયા નહીં ખાઈએ તો પછી બીજું કોણ તેની દયા ખાશે? કોઈ ધર્મ આરાધે તેથી આપણું કલ્યાણ થવાનું નથી. એમ થતું હોત તો તીર્થકરાદિએ કંઈ કચાશ રાખી નથી; પણ આ જીવ જાગશે નહીં, ત્યાં સુધી કંઈ બની શકે તેમ નથી. અંતરથી જ્યારે ગરજ લાગશે, માહાસ્ય સમજાશે ત્યારે આત્મહિત સિવાય બીજું કંઈ નહીં ગમે, મરણિયો થશે. એક મરણિયો સૌને હઠાવે એમ કહેવાય છે તેમ શૂરવીરપણું જાગશે ત્યારે કર્મો ડરીને ભાગી જશે. તેવા થવા સત્સંગ અને સબોધની જરૂર છે. (બી-૩, પૃ.૮૧, આંક ૭૧). T “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.” એ કહેવત પ્રમાણે પોતાનું કરવા પોતે જ કમર કસીને તૈયાર થવું પડશે, બીજાની મદદ તો પુણ્યોદયને આધીન છે. પરમકૃપાળુદેવે પોતે કહેલું, એક ભાઇ પાસેથી સાંભળ્યું છે, કે જો તમે છ આની બળ કરશો તો અમે દસ આની નાખી સોળ આની કરી આપીશું, પણ એટલું તો કરવું જ રહ્યું. “કંઈક આપકા બળ તો કંઇક દેવકા બળ.' એમ પુરુષાર્થ કર્યો સફળતા મળે છેજી. (બો-૩, પૃ.૩૯૯, આંક ૪૦૮)