________________
(
૫ )
T અનાદિકાળથી મોહવશ જે જે પ્રવર્તન કર્યું છે તેનો પશ્ચાત્તાપ કરી, સદ્ગની આજ્ઞા સિવાય થાસોશ્વાસ સિવાય કંઈ ક્રિયા કરવી નથી, એવી ભાવના કરવી. નિરંતર સગુરુકૃપાથી મળેલા સ્મરણમાં ચિત્ત વારંવાર આણવાનો, ટકાવવાનો પુરુષાર્થ કરી, તેવો અભ્યાસ પાડી દેવાની જરૂર છેજી. કોઇક દિવસે આ વાતનો વિચાર કરવાથી કંઈ કલ્યાણ સાધી શકાય તેમ નથી એમ વિચારી, કાર્યો-કાર્ય, પ્રસંગે-પ્રસંગે, ક્ષણે-ક્ષણે તેનો ઉપયોગ રાખવાના પુરુષાર્થમાં તત્પર રહેવાય તેવી જ દાઝ દિલમાં રાખવી ઘટે છે. ગોળ નાખીશું તેટલું ગળ્યું થશે. ‘ભાવ તિહાં ભગવંત.' એમ કહ્યું છે, તે સત્ય છેજી. (બો-૩, પૃ.૧૯૦, આંક ૧૯૩) D સંસારના પ્રસંગોનો ઘેરો, પૂર્વકર્મને લઇને, વગર ઇચ્છાએ આવી પડે તોપણ સગુરુનો સમાગમ આ
ભવમાં, પૂર્વપુણ્યના બળે થઈ ગયો છે, તેની સ્મૃતિ તાજી રાખી, તેમણે આપેલા અમૂલ્ય અરણની સહાયતાથી વૈરાગ્યસહિત તેવા પ્રસંગોમાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૧૨૫, આંક ૧૨૪) D આપ આગળ વધવાના પુરુષાર્થમાં છો તથા દોષને દોષ જાણી, તે દૂર ન થતાં સુધી ચેન ન પડે, તેવી
ભાવના લખાયેલી જાણી સંતોષ થયો છેજી. દોષોના દૌરામ્યથી (દુષ્ટપણાથી) નાહિંમત થવા યોગ્ય નથી. સતત પુરુષાર્થ એ જ આપણા હાથની વાત છે અને હથિયાર છે, તેને અવસર જોઈ વાપરતા રહેવું ઘટે છે. કોઈ વખત કર્મનું બળ વિશેષ જોવામાં આવે છે, તો કોઈ વખત આવરણના મંદ ઉદયે આત્માનું બળ વિશેષ જોવામાં આવે છે, તો
જ્યારે આત્મા બળવાન જણાય તે વખતે પુરુષાર્થ ચાલુ રાખ્યો હોય તો તેનું ચમત્કારી ફળ પ્રગટ જોવામાં આવે છે. નિરાશ થનાર તેવો લાગ ચૂકી જાય છે. કર્મ પ્રત્યેનો શત્રુભાવ તો ભૂલવો નથી, એ લક્ષ રાખવા યોગ્ય છે. કર્મ આપણને પ્રહાર કરવા નથી ચૂકતું તો આપણે પણ લાગ શોધતા રહેવું અને અવસરે એવો ફટકો લગાવવો કે તે ઊંચું માથું કરી ન શકે. આપને વિચારવાને આ લખ્યું છે. આપ તો વિચારવાન છો તેથી સમજો છો કે પુરુષાર્થ અને તેમાં સપુરુષાર્થ એ જ પરમાર્થપ્રાપ્તિનું કારણ છે; તો કર્મના હઠીલા સ્વભાવથી નહીં કંટાળતા “શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.'' (૧૯) તે વારંવાર દયમાં રાખી, કર્મને નિર્મૂળ કરવાં છે, એ લક્ષ ચૂકવા યોગ્ય નથી. ભોગવીને કર્મથી છૂટવાની વૃત્તિ ભૂલભરેલી છે. ભોગવતાં સમભાવ રહેવો મહા દુર્ઘટ છે, તૃષ્ણા વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભોગ પહેલાં, ભોગ વખતે અને પછીથી પ્રશ્નાત્તાપ ન ચુકાય એ જ ખરો પુરુષાર્થ કે વૈરાગ્ય છેજી. (બો-૩, પૃ.૭૫૨, આંક ૯૩૮) ૫..૫.પૂ. પ્રભુશ્રીનાં દર્શન, સમાગમ અને બોધનો લાભ મળ્યો છે, તેમને સહેજે ભક્તિભાવ પ્રત્યે પ્રેમ પ્રગટેલો હોય છે. તે ગમે ત્યાં હોય તો પણ તેને માટે વખત કાઢી, આહારની પેઠે તેને આવશ્યક વસ્તુ સમજી, તેમાં ચિત્તવૃત્તિ રાખે છે; પણ સત્સંગનો વિયોગ હોય, શરીર-પ્રકૃતિ પ્રતિકૂળ હોય, સંસારપ્રસંગો પૂર્વકર્મને લઈને ઘેરી લેતા હોય ત્યારે વિશેષ પુરુષાર્થની જરૂર રહે છે. (બી-૩, પૃ.૧૦૦, આંક ૯૩)