________________
(૫૧૪)
પ્રતિબંધ
જ્યાં રહેતા હો ત્યાં સર્વ સાથે બને ત્યાં સુધી હળી-મળીને રહેવું; અતડા રહેવા કરતાં મનુષ્ય-સ્વભાવને અનેક પ્રકારે અનુભવવાના પ્રસંગો બોર્ડિંગોમાં મળે છે; પણ હર્ષ-શોકના પ્રસંગોમાં કે અત્યંત એકાદ જણની સાથેના પ્રતિબંધમાં પડતાં બચવાની પણ જરૂર છે. ગમે ત્યાંથી શિખામણ લઈ, પોતાનું જીવન ઉન્નત બને, પાપથી બચે, પ્રભુભક્તિમાં વારંવાર રંગાતું રહે તેમ કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૧૫, આંક ૪૨૨) T સંસારમાં જેની સાથે જીવને પ્રતિબંધ, પૂર્વનો હોય છે, તેની સાથે સંબંધ થાય છે અને જે સંયોગોમાં આપણે મુકાયા હોઇએ, તે સંયોગોને વિચારીને, કષાય કર્યા વિના વર્તીએ તો તે સંબંધ ભોગવાઈ રહ્યું છૂટો થઈ જવાનો છે; પરંતુ જો રાગ કે દ્વેષમાં તણાઈ જઈ, કંટાળી જઈ, તે તોડી નાખવા જતાં વેર બંધાઈ જાય કે ગાઢ પ્રતિબંધ થઈ જાય તો ફરી તેવા જીવો સાથે ભવ કરવો પડે. એ બહુ વિચારવા જેવું છે. જગતમાં સર્વનો વિનય કરી છૂટવું, તેમાં આપણને નુકસાન નથી. (બી-૩, પૃ.૧૨૪, આંક ૧૨૩) પરમકૃપાળુદેવનાં વચનો સત્સંગતુલ્ય જાણી, ઉપાસતા રહેવાની જરૂર છેજી. કોઈ વખતે ન સમજાય અને વારંવાર વિચારવા છતાં ઉકેલ ન આવે તેનો ખુલાસો પૂછો, તેમાં હરકત નથી; પણ માસમાં અમુક વખત પત્રની આશા રાખો તે તો પ્રતિબંધ ગણાય છે) ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું : “કોઈ પણ વસ્તુનો આગ્રહ કરવા યોગ્ય નથી. દૃષ્ટિરાગને લીધે અમેય કૃપાળુદેવને કહેલું કે ચિત્રપટ નહીં તો કાગળ ઉપર આમ હાથ-પગના જેવું કરીને આપશો તોપણ મારે ચાલશે. કંઇક ભક્તિનું સાધન અને આજ્ઞા મને મળે એટલે બસ. આગ્રહ કરવાથી પ્રતિબંધ થાય છે. આ વસ્તુ ગમે તેમ થાય તો પણ મને મળવી જોઈએ એવું કહે ત્યાં પ્રતિબંધ પડે છે, તેવી વસ્તુ અમને કૃપાળુદેવ ન આપતા.'' પ્રતિબંધથી બચવા અને વિચારવા આ લખી મોકલ્યું છે; તે લક્ષમાં લેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ. ૨૬૩, આંક ૨૫૮). 2 “અંતર્લાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં
આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે “સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ?' (૧૨૮) કાગળમાં કેટલું લખાય? પણ પુરુષના આશ્રયે વિચારશો તો સમજાશે કે આ જીવે પ્રતિબંધ કરવામાં મણા રાખી નથી. રાંડી, માંડી સર્વ અવસ્થાઓમાં દુ:ખ જ ભોગવ્યાં છે. (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) I અત્યારે જે જે સંજોગો જીવને પ્રાપ્ત થયા છે, તે સર્વ, પૂર્વે આ જીવે જ કરેલા ભાવનું ફળ છે;
અને અત્યારે જો જીવ જાગ્રત ન રહે તો તેવા કે તેથી હલકા ભાવો થવા સંભવ છે; અને તેના ફળ તરીકે અત્યારે ભોગવે છે તેવું કે તેથી માઠું ફળ મળવા સંભવ છે. માટે જ્ઞાની પુરુષોએ વારંવાર