________________
(૫૧૩) માટે મૂંઝાવું? મરનાર નથી તેના મરણની ફિકર કરે, તે મૂર્ખ સમજવા યોગ્ય છે. આમ સુવિચારણાથી જેને દ્રઢ આત્મશ્રદ્ધા જન્મી છે તે તો મોક્ષદશાનો જ વિચાર કરે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનંત સુખ, અપાર આનંદ છે, તેની ભાવનામાં તલ્લીન બને. સત્પષની કૃપાથી તે દશા મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. શ્રી ગજસુકુમાર, શ્રીકૃષ્ણના નાનાભાઇએ દીક્ષા લીધી તે જ રાત્રિએ તેમના માથા ઉપર પૂર્વના વેરીએ કાદવની પાળ કરી, સ્મશાનની ચિતાના અંગારા સગડીની પેઠે ભર્યા; પણ શ્રી નેમિનાથ ભગવાનની આજ્ઞામાં જ કલ્યાણ સમજી તેવા વિકટ અવસરે પણ શ્રી ગજસુકુમાર શુદ્ધ આત્માને ચૂક્યા નહીં તો થોડા કાળમાં જ મોક્ષ પામ્યા. શ્રી ગજસુકુમારના હિસાબમાં આપણને જે અલ્પ દુ:ખ આવે તેમાં ગભરાવા જેવું કંઈ નથી. મરણપ્રસંગે પણ મંત્રનું વિસ્મરણ ન થાય તેટલી કાળજી રાખે, તેને દુઃખ તો કળિકાળની પેઠે વહેલું ફળ લાવનાર દૂત બને છેજી. માટે વિકટ પ્રસંગે વિકટ પુરુષાર્થ જાગે તેમ વર્તવા ભલામણ છેજી.
(બો-૩, પૃ.૫૯૨, આંક ૬૭૧) D જગત દુઃખથી ભરેલું છે; તેમાં કોઇ કાળે, ગમે તેવા સારા સંજોગો મળી આવે તો પણ તેમાંથી સુખની
આશા રાખવી એ વ્યર્થ છે. ઋભુરાજા ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને જે માગે તે આપવા, કૃપા કરી, માગવા જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે “હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ (કૃપા) મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ તથાસ્તુ' કહી
સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવો છે કે .... કઠણાઈ અને સરળાઇ, શાતા (સુખ) અને અશાતા (દુઃખ) એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઇ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી .... પરમાત્મા એમ કહે છે, કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધયોગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું ? એ એમ જ છે .... પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું ... એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હો.” (૨૨૩). દુઃખમાં ભગવાન વધારે સાંભરે છે. સુખમાં તો સોની સાંભરે. માટે દુઃખથી ગભરાવું નહીં. તેથી છૂટવા માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ તેમને પરમકૃપાળુદેવની ભક્તિ અને ઉત્તમ વચનામૃત આપ્યું છે તે મરણ સુધી શ્રદ્ધા રાખી આરાધશો તો આ ભવમાં અને પરભવમાં સુખી થશો.
સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ મૂંઝવણના પ્રસંગે કરતાં રહેવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૪૮, આંક ૪૬૭)