________________
(૫૧૨) વિપરીત સંજોગોમાં રહીને પણ પરમકૃપાળુદેવે જે મહાન આત્મોદ્ધારનું કાર્ય સાધ્યું છે, તે સર્વને અનુકરણીય છેજી, થોડું-થોડું દુઃખ રહેતું હોય તે પણ એક વૃષ્ટિએ સારું છે, એમ લાગે છે જી. (બી-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૬) D કષ્ટ તો કલ્યાણકારી છે એમ મહાપુરુષોનો મત છે, તે સર્વ મુમુક્ષુઓએ માન્ય કરવા યોગ્ય છેજી.
પાંડવોનાં માતુશ્રી કુંતામાએ, શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને કંઈ માગવા કહ્યું ત્યારે ફરી-ફરી ઉથલાવીને પૂછ્યું કે તમે આપશો, જરૂર આપશો? એમ ખાતરી કરાવી પછી માગ્યું કે તમે પ્રસન્ન થયા હો તો મને દુઃખ આપજો, કારણ કે દુઃખમાં તમે સાંભરો છો તેવા સુખમાં સાંભરતા નથી. (બી-૩, પૃ.૫૬૯, આંક ૬૪૦) જે ભણે તેની પરીક્ષા હોય. ભક્તિવંતને જ વિપ્નો આવે. તે કસોટીમાં જો સદ્ગશરણ ટકાવી રાખે, તેની આજ્ઞા આરાધે તો તે મુમુક્ષુને સમાધિમરણ અર્થે કરવાની તૈયારી, અંશે થઈ ગણાય. દુ:ખ ગમતાં નથી, પણ દુઃખ જ જીવને આગળ વધારનાર, પોતાની આરાધનાની ખામી જણાવનાર તથા શ્રદ્ધાની વૃઢતા કરાવનાર બને છેજી. એક વખત શ્રીકૃષ્ણ પાંડવોને ત્યાં પધારેલા ત્યારે કુંતામાતા ભાવભક્તિથી ઘણી સેવા કરવા લાગ્યા. તે જોઈ શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને કહ્યું : “આપને જે ગમે તે માગો !'' એટલે કુંતામાતાએ કહ્યું : “જરૂર આપશો કે ફરી જશો?” ““જરૂર આપીશ. દ્વારિકાનું રાજ્ય માગશો તોપણ આપીશ.' એમ શ્રીકૃષ્ણ કહ્યું, તોપણ ફરી-ફરીને બે-ત્રણ વખત પૂછયું કે જરૂર આપશો? એમ નક્કી કરાવી કહ્યું : “હે કૃષ્ણ ! તમે પ્રસન્ન થયા હો તો મને દુઃખ આપો. સુખમાં તમે સાંભરતા નથી અને દુઃખમાં જ સાંભરો છો, તેથી મારે તો દુઃખ જ માગવું છે.' આ કથા ઉપરથી આપણે કંઈ સમજ્યા હોઈએ તો દુઃખથી ડરવાનું તો ભૂલી જ જઇએ. ભલે દુઃખ માગવા જેટલી તત્પરતા હાલ ન દેખાય, તોપણ આવી પડેલા દુઃખના દહાડા ભક્તિ-ભજનમાં જ જાય તેટલું તો ધારીએ તો કરી શકીએ એમ છીએ. જેને મંત્રસ્મરણની આજ્ઞા મળી છે; ભક્તિના વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ વગેરે જ્ઞાનીની આજ્ઞાથી કરવાનો જેને અભ્યાસ છે; તેમાં આત્મહિત સમાયેલું છે એટલી જેને સમજણ આવી છે; તેણે તો તેવા વખતમાં જે મુખપાઠ હોય તે બોલ્યા કરવું કે સ્મરણ આદિ આજ્ઞાના વિચારમાં જ રહેવું એ ઉત્તમ છે.
જેને તેવો જોગ નથી મળ્યો, તે તો દેહની દરકારમાં, મરણના વિચારોમાં ગૂંચાઈ કે મિત્રો, ઘર, ઘન, આદિના વિયોગની કલ્પનાથી ઘેરાઈ આર્તધ્યાન કરી અધોગતિને યોગ્ય કર્મ બાંધે. જેને એમ શ્રદ્ધા છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિ કોઇ પણ મારાં નથી; પણ જ્ઞાનીએ પ્રગટ કર્યો છે, અનુભવ્યો છે તેવો હું આત્મા છું, હું કદી મરી શકું જ નહીં, નિત્ય, અવિચળ, અવિનાશી, અછઘ, અભેદ્ય, શાશ્વત આત્મા છું; તે એમ વિચારે કે પૂર્વે અજ્ઞાનભાવે, મોહવશે કર્મ બાંધેલાં તે અત્યારે દુઃખ દેવા તત્પર થયાં છે, પણ તે બધા વિનાશી છે. કેટલાંય આવાં કર્મ તો ગયાં અને આ કર્મ પણ જશે, છતાં આત્માનો નાશ થવાનો નથી; તો શા માટે હિંમત હારવી ? મરણના વિચાર કરી શા