________________
સપુરુષના આશ્રિતને છાજે તેવી રીતે હિંમત હાર્યા વિના તથા જ્ઞાની પુરુષની આજ્ઞાનું વિસ્મરણ થાય નહીં તેમ, જે કંઈ આડું આવે તે યથાયોગ્ય રીતે કોરે કરવાનું છે, ખસેડવાનું છે. પથ્થર તળે હાથ આવ્યો હોય તો તો કળે-કળે કરીને કાઢી લેવાનો છે. પરમકૃપાળુદેવે એક સુંદર શિખામણ આવા પ્રસંગે લક્ષમાં રાખવા યોગ્ય જણાવી છે કે “બાહ્યભાવે જગતમાં વર્નો અને અંતરંગમાં એકાંત શીતળીભૂત-નિર્લેપ રહો.” (૭૨) આ શિખામણ પોતે અમલમાં મૂકીને પ્રદર્શિત કરી છે. આપણે તેમના શરણે, તેમના પગલે-પગલે અબંધ થવા પુરુષાર્થ કરવાનો છેજી. નાના છોકરાને કોઈ ડરાવે ત્યારે, તેની મા તરફ જેમ દોડી જાય છે, તેમ કર્મના ત્રાસમાં પરમકૃપાળુદેવ એક શરણરૂપ છે. તેનાં અમૃતમય વાક્યોમાંથી કોઈ એકનું અવલંબન લઈને તેની અલૌકિકદશાની
સ્મૃતિમાં આશ્રર્ય અને આનંદ સહિત ઉપાધિનો પ્રસંગ વ્યતીત થાય તેમ કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૪૦૨, આંક ૪૮૪) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા - તું બાંધ અને હું છોડું, તું બાંધ અને હું છોડું, એમ થયા કરે છે. શ્રદ્ધા પરમ દિ'' તે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર કૃપાળુદેવનું આ ભવમાં જેણે દૃઢ શરણ રહ્યું છે; તેણે કહ્યું છે તે જ છૂટવાનો માર્ગ છે, મારી શક્તિ પ્રમાણે મારે તે આરાધવો છે; તેની આજ્ઞા મારે શિર પર ચઢાવી મારું આત્મહિત કરવા અર્થે આટલો ભવ પાપથી ડરતા રહીને ગાળવો છે એવો જેનો વૃઢ, અંતઃકરણથી નિર્ણય છે તેને ગમે તેવા સંયોગોમાં પણ છૂટવાનું જ બને છે. અજ્ઞાન એ જ અનંત પરિભ્રમણનું કારણ છે, તેથી નિવૃત્ત થવાની જેની બુદ્ધિ થઈ છે અને સત્સંગ, સપુરુષનો સમાગમ આરાધવા જેનો નિર્ણય છે તેને, પછી જે પૂર્વસંચિત કર્મ છે તે જ અજ્ઞાનના આધારરૂપ છે; અને તે કર્મ તો સમયે-સમયે ઉદય આવીને ચાલ્યું જાય છે એટલે કર્મ દૂર થતાં અજ્ઞાન નિરાધાર થઇ નાશ પામે છેજી, આમ પરમકૃપાળુદેવે પ્રકાશ્ય છે. (બો-૩, પૃ.૪૮૭, આંક પ૨૦) D “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિનO'' એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીને મુખે ઘણી વખત સાંભળ્યું છે. વળી તે એમ પણ કહેતા કે કર્મ તો બકરાં છે. સિંહની ત્રાડ સાંભળે તો ગમે તેટલાં એકઠાં થઈ ગયાં હોય પણ બધાં ભાગી જાય; તેમ કર્મનું ગમે તેટલું પ્રબળપણું વર્તમાનમાં જણાતું હોય તો પણ તેની સામે થવાનો જીવનો નિશ્ચય થયો તો ગમે ત્યારે, વહેલેમોડે તે કર્મને તો જવું જ પડશે; અને આત્મા તો ત્રિકાળ અબાધિત રહેનાર છે. તેનો વાંકો વાળ કરવા કોણ સમર્થ છે? માત્ર જીવ પરવસ્તુની મહત્તામાં વીર્યહીન થઈ તેની જ રટના કર્યા કરે છે, તેની ઝરણા કર્યા કરે છે, તેને સંભાર્યા કરે છે ત્યાં સુધી પોતાના તરફ દ્રષ્ટિ દેવાતી નથી. એવા મૂંઝવણના પ્રસંગે જેમ જનકવિદેહી સદ્ગુરુ શ્રી અષ્ટાવક્રનું શરણ ગ્રહતા તેમ આપણને પરમકૃપાળુદેવની પરમ પુરુષાર્થવંત મૂર્તિનું, તેના પ્રગટ જ્ઞાનાવતાર ગુણનું, તેના ક્ષાયિક સમ્યક્દર્શનનું સ્મરણ થાય તો મનને બીજું વિચારવાનો, ખેદનો કે સંકલ્પ-વિકલ્પનો અવકાશ જ ન રહે. કેટલા અપાર કષ્ટ ઉત્કૃષ્ટ આરાધના કરી આપણને આદર્શરૂપ તે પરમપુરુષ બન્યા છે અને કાળના અનંત દોષોથી આપણને ચેતાવ્યા છે ! તેની મહત્તા હૃદયમાં ભાસે તો ખરેખર આપણે મહાભાગ્યશાળી