________________
૩૫૦)
આમ ટેવાઇ જશે તો તે બીજી બળતરામાં નહીં પ્રવર્તે. કંઈ ને કંઈ પુરુષના જણાવેલા કામમાં, તે ગૂંથાયેલું રહી આત્મવિચારમાં રસ લેતું થશે, જ્ઞાનીની અંતચર્યા સમજતું થશે અને જે કરવા યોગ્ય છે, તેમાં તત્પર થઈ, સુવિચારણા જાગતાં, મોહની મૂંઝવણને હણી, આનંદસ્વરૂપ પોતાના આત્માની ઓળખાણ કરાવશે. સપુરુષોના અપાર ઉપકારનો, મોહાધીન મન રહેતું હોવાથી, વિચાર જ આવતો નથી. (બી-૩, પૃ.૨પ૩, આંક ૨૪૭)
સ્મરણ નિરંતર રહે, એવી ટેવ પાડી મૂકી હોય તો દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લોભ, શાતાની ઇચ્છા વધવા ન દે. માટે મનને રોકવા માટે ૫.ઉ.પ.પૂ પ્રભુશ્રીજીએ આપેલું સ્મરણરૂપ હથિયાર સર્વ અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગે કામ આવે તેવું છે. માટે મનને વીલું ન મૂકવું. કંઈ ને કંઈ તેને કામ સોંપવું. કાં તો સ્મરણમાં, ભક્તિમાં, ગોખવામાં, ફેરવવામાં, વાંચવામાં, વિચારવામાં, કોઈને કંઈ જ્ઞાની પુરુષની વાત કહેવામાં ચર્ચવામાં, કંઈ આત્મા સંબંધી પ્રશ્નાદિ પૂછવામાં કે સદ્ભાવના કરવામાં મનને જરૂર રોક્યા જ કરવું. નહીં તો નવરું પડ્યું નખ્ખોદ વાળે, તેવો તેનો અનાદિનો અભ્યાસ છે. તે ફેરવવા અસત્સંગના ગેરલાભ વિચારવા અને પુરુષના યોગે, સબ્બોધના પ્રસંગે, પરમ સત્સંગના મહાભાગ્યકાળે કેવા છૂટવાના ભાવ નિરંતર વર્ધમાન થતા તે સંભારી, મંદ પડતા ભાવોને ઉત્તેજન મળે, વૈરાગ્યની વૃદ્ધિ થાય તથા સત્સંગની ભૂખ જાગે તેમ પ્રયત્ન કર્યા કરવો ઘટે છે. (બી-૩, પૃ.૬૭૦, આંક ૮૦૩)
નથી જગતમાં આપણાં, ધન ધાન્ય વા શરીર;
પ્રેમ કરો પ્રભુ-ભાવમાં, રાજચંદ્ર છે વીર. ભક્તિમાં મન નથી ચોંટતું, તો તેનો પશ્ચાત્તાપ રાખી ભાવપૂર્વક વિચારસહિત ભક્તિ કરવાથી તેમાં મન રહેશે. પ્રવેશિકામાંથી ૬૧મો પાઠ વારંવાર વાંચી, સત્પરુષનો ઉપકાર દયમાં વસે, આ પાપી જીવનાં પાપ, ભક્તિ વખતે આડાં ન આવે તથા મરણ વખતે આવું થશે તો મારી શી ગતિ થશે? એવો ડર, પ્રભુનું શરણ તથા પાપોનો પશ્રાત્તાપ હશે તો મન છૂટવાના કામમાં મંડી પડશે, રખડવા નહીં જાય. હે જીવ! આખો દિવસ ભટક્યા કરે છે તો હવે ઘડીવાર ભક્તિમાં તો નવરું થઈ, તે મહાપ્રભુના અનંત ઉપકાર અને અમૂલ્ય વાણીમાં પરોવા તથા તે મોક્ષકારી, મોહકારી વચનોનો જરા વિચાર કરી ઉલ્લાસ ધારણ કર કે જેથી કોટિ કર્મોનો નાશ થાય અને પ્રભુના ચરણમાં શાંતિ વસે છે તેનો જરા અનુભવ થાય. આમ વારંવાર વિચારી, વીસ દોહરા વગેરે અવળા બોલીએ છીએ તેમ બોલવાથી મનને તેમાં રોકાવું પડશે. ભક્તિથી જ ભવદુઃખ જવાનાં છે, સંસાર તો અસાર છે, દુ:ખની ખાણ છે, તે ભૂલી જવો છે એમ
ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૦૯, આંક ૮૫૫) | પ્રવેશિકા વાંચશો તો મન કેમ ચોંટતું નથી તેનો ખુલાસો છે, તે સમજાશે. જે વસ્તુમાં પ્રેમ હશે કે થશે, તે વસ્તુ પ્રત્યે મન જાય કે જશે. માટે મહાપુરુષ અને તેનાં વચનો પ્રત્યે પ્રેમ થાય તેવું વાંચન, તેવી વાતચીત, તેવો પરિચય જીવને હિતકારી છેજી.