________________
૩૪૯
આમ જો ચિત્તના ચોપડાનો હિસાબ ન રાખીએ તો શું કમાવા ગયા અને શુંય કમાવી આવીએ ? માટે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, માન, માયા, આદિને આધીન થઇ નકામા વિચારોમાં ચિત્ત પરોવાઇ જતું હોય; નહીં લેવા કે નહીં દેવા, જેની આપણે કોઇ દિવસ જરૂર નથી એવી વસ્તુઓ દેખીને, સાંભળીને, ઇચ્છા કરીને કર્મ બાંધીએ તેમ ચિત્ત વર્તતું હોય તેથી ચેતતા રહેવું ઘટે છેજી.
તળાવમાં પથરા પડવાથી જેમ ખળભળાટ થાય છે, તેમ ચિત્તમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કામ, મોહ, ભય આદિથી ચિત્તની શાંતિનો નાશ થાય છે. આ બધાં કારણો ચિત્તપ્રસન્નતાને વિઘ્ન કરનારાં છે; અને ચાર ભાવના - મૈત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના અને ઉપેક્ષાભાવના વગેરે રસ્તે એ દોષો દૂર થઇ, ચિત્ત પ્રસન્ન કે નિર્મળ, ચંચળતારહિત થાય છે. એક વખત આ ચિંતા કરાવનારી વસ્તુઓ તજવાની છે તો તેનું સ્વરૂપ પહેલેથી જાણી, તેની ચિંતા મનમાંથી કાઢી નાખવી. ‘કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી, અબધુ સદા મગન મન રહેના.'' એ ભાવ વારંવાર વિચારવાથી (મન) આત્મસ્વભાવમાં રહે. ચિંતાનો ભાર હલકો થઇ, શાંતિ-સમાધિ પ્રાપ્ત થઇ શકે. (બો-૩, પૃ.૪૫, આંક ૩૧)
॥ મનમાં કોઇ પણ પ્રકારનો બોજો ન રહે, તેવી સમજણ રાખી વર્તવા યોગ્ય છેજી. ઇચ્છાથી જ ચિત્ત વ્યાકુળ રહે છે. અનાદિ વાસનાને કારણે ઇચ્છાનું થાણું ચિત્તમાંથી ઊઠતું નથી.
‘ક્યા ઇચ્છત ? ખોવત સબે ! હૈ ઇચ્છા દુ:ખ મૂલ;
જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.'
વધારે વિચાર આ વિષે કરીને, આપ બંનેને એ ઇચ્છા અને વાસનાથી છૂટા થવા અર્થે, વિશેષ પ્રકારે સત્સાધનમાં ચિત્તને વારંવાર રોકવું ઘટે છેજી. નવરું ચિત્ત હોય તો તે અનાદિના ઢાળમાં વહ્યું જાય છે, માટે સદ્ગુરુની આજ્ઞામાં પ્રવર્તાવવા વિશેષ જાગૃતિ રાખી, ઘડીએ-ઘડીએ તે તપાસવાનું કામ કરતા રહેવું, જેથી બીજે ફરતું હોય તે પકડાઇ જાય કે સત્સાધનમાં તેને પાછું જોડી દેવું.
આમ પુરુષાર્થ કર્યા વિના માત્ર માની લઇએ કે આપણે સમજ્યા છીએ, તેથી કંઇ આત્મકલ્યાણ થતું નથી અને ચિત્ત વ્યાકુળ રહ્યા કરે છે. માટે સત્સાધન આ ભવમાં અપૂર્વ પુણ્ય મળ્યું છે, તેનો જેટલો બને તેટલો વિશેષ લાભ લઇ લેવો, તે અત્યારની આપણી ભૂમિકા યોગ્ય પુરુષાર્થ છે; તે કરીશું, તેમાં અપ્રમાદી રહીશું તો તેથી આગળ વધી, શું કરવા યોગ્ય છે તે સમજાઇ રહેશેજી. (બો-૩, પૃ.૩૨૫, આંક ૩૧૮)
જો મનને આજ્ઞામાંથી છૂટું પડવા દઇએ તો નકામા સંકલ્પ-વિકલ્પ કરી, અનંત કર્મબંધ કરે છે. નકામો બેઠો હોય ત્યારે કહે કે તડકો બહુ પડે છે, વરસાદ થતો નથી, ઠંડી એકદમ પડે છે. હવે તેના કહેવાથી કંઇ તડકો ઓછો પડે નહીં કે વરસાદ થાય નહીં, પણ મનમાં એમ નકામું કર્યા કરે છે. માટે મન ઉપર ચોકી રાખવી. (બો-૧, પૃ.૩૭, આંક ૯)
D મનને નવરું ન રહેવા દેવું; વાંચવા-વિચારવામાં, નવું ગોખવામાં કે ગોખેલું ફેરવી જવામાં, ભક્તિમાં, સ્મરણમાં વા વૈરાગ્યના વિચારો સ્ફુરે કે મૂંઝવતા પ્રશ્નો હોય તેના ઉકેલ લાવવા શબ્દોરૂપે લખી રાખવામાં વૃત્તિ રોકાશે તો વ્યર્થ ભટકતા મનને સત્પ્રવૃત્તિથી સન્માર્ગમાં વાળવાનું બનશેજી.