________________
(૯૭) માટે કલ્યાણનાં કારણોમાં મુખ્ય એવો સત્સંગ નિરંતર સેવવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે. તે પ્રત્યે જેને
જેને અભાવ થાય છે, તે દુર્ગતિના ભાગી થાય છે. (બી-૩, પૃ.૧૩૮, આંક ૧૩૮) T સત્સંગ એ જ સર્વોત્તમ અને સુગમ માર્ગ, આ કાળમાં છે અને પ.પૂ. પ્રભુશ્રીજીએ છેવટે એ જ
ભલામણ પણ સર્વેને કરી છે કે સત્સંગ અને સંપ રાખજો. (બી-૩, પૃ.૧૭%, આંક ૧૮૦) પરમાર્થજિજ્ઞાસા દિવસે-દિવસે અસત્સંગયોગે મંદ થતી અટકે અને સત્સંગમાં ફરીથી વસવાની ભાવના બળવાન બને, તે અર્થે મહિને-બે મહિને મુંબઈની ધમાલમાંથી છૂટી, (અગાસ) આવી જવાનું રાખો તો બની શકે તેમ છે. ભાડાં ખરચવાથી ખાવાનું ખૂટી પડશે એમ તો તમારે છે નહીં; તો બળ કરીને પણ, સત્સંગનો છોડ પાણી વિના સુકાઈ જાય છે એમ જાણી, તેની કાળજી રાખશો તેટલી આત્માની સંભાળ લીધી ગણાશેજી. આપણ બાળ જીવોને માટે તો સત્સંગ જ ઉત્તમ ઔષધિ છે. ગમે તેટલું વાંચીએ, વ્યાખ્યાન સાંભળીએ, તપ કરીએ; પણ સત્સંગના વાતાવરણમાં આત્મદાઝ વધે, તેવું બીજે ક્યાંય બનવું મુશ્કેલ છે. હવે પાછળના દિવસો સુધારી સમાધિમરણની તૈયારી કરવી જોઇએ, તેને બદલે પૂર્વે ધર્મ-આરાધન કર્યું હોય તેને ઊધઈ લાગે અને ખવાઈ જાય, તેવું આર્તધ્યાન આદિથી થતું જણાય તો બળતું ઘર જેમ તજી દઈ, બળતામાંથી બહાર નીકળી જઈએ છીએ, તેમ બધી તકરારો ખંખેરી નાખી, હવે તો બે હાથ જોડી બધાંથી છૂટી, માત્ર આજીવિકા જેટલું મળે તેથી સંતોષ માને, તો જીવનું હિત થાય એમ સમજાય છે. હવે તો સંસાર ઝેર જેવો લાગે તેવા વૈરાગ્યની વૃદ્ધિ કેમ થાય, એ જ લક્ષ હાલમાં રાખવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૨૯, આંક ૮૮૯) D આ ભવમાં જ્ઞાનીપુરુષની આજ્ઞા, જે જે થઈ હોય, તેને વારંવાર વિચારવી. તેમાં આદરભાવ વધે,
તેની સ્મૃતિ, લક્ષ રહે અને તે દ્વારા આપણું જીવન સુધરતું જાય, સમજણ વધતી જાય, પ્રેમ-ભક્તિ પોષાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. તે સર્વ થવા માટે સત્સંગ એ ઉત્તમ ઉપાય છે અને સત્સંગના વિયોગમાં સપુરુષનાં વચનો સત્પરુષતુલ્ય જાણી, તેની ઉપાસના યથાશક્તિ કરવી અને સત્સંગની ભાવના રાખવી. મંદતા ભાવમાં જણાય તો ખેદ રાખવો, પણ આત્મકલ્યાણ કરવાનો ભાવ વધતો રહે, તેમ મુમુક્ષુભાઈ સાથે વાંચવા-વિચારવાનો કે ભક્તિ આદિનો યોગ મેળવતા રહેવું; તો પુરુષના યોગમાં જે બીજ વવાયાં છે, તેને પોષણ મળતું રહેશે અને ફળ આપે તેવી વૃદ્ધિ થશે. (બી-૩, પૃ. ૧૦૯, આંક ૧૦૧) | તમારી તબિયત નરમ રહે છે એમ જાણ્યું. કર્માધીન શરીર-સ્થિતિ છેજી. આપણા હાથની વાત તો
ભાવ સુધારવા તે છેજી. તેમાં સત્સંગ એ જ ઉત્તમ નિમિત્ત છે અને તે દ્વારા અનાદિથી ભૂલા પડેલા આ આત્માને, પોતાના હિત માટે તત્પર કરવાનો છેજ. તેવો યોગ પણ મહતુ પુણ્યના યોગ બની આવે છે. તેવો યોગ ન મળી આવે
ત્યાં સુધી તેવા યોગની ભાવના રાખી, સપુરુષનાં વચનામૃતને પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય સમજી,
કાળજીપૂર્વક ઉપાસવાથી અપૂર્વ ફળ થવાનો સંભવ છેજી. (બી-૩, પૃ. ૨૩૯, આંક ૨૩૪). || સત્સંગ એ અનુપમ નિમિત્ત છે. આપને તેવો યોગ હાલ છે. પ્રમાદ દૂર કરી, કરવા યોગ્ય ભાવ પ્રત્યે
કાળજી રાખી, પ્રાપ્ત સંયોગોનો ઉત્તમ લાભ લઈ લેવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૩૧૬, આંક ૩૦૬)