________________
(૬૧) D આ દુષમ કળિકાળમાં અનેક ઉપાધિઓ, આફતો આવી પડે તે નવાઈ જેવું નથી; પણ તે સર્વે વિનોને
દૂર કરીને, કોઈ સંતના કહેવાથી પુરુષની આજ્ઞા, સ્મરણ, તેનું અવલંબન અને ભક્તિ પ્રાપ્ત થાય તથા સદ્ભાવ રહ્યા કરે, એ જ નવાઈ જેવું છે. અનેક ભવના પરિભ્રમણમાં જે પ્રાપ્ત થયું નથી, તે આ દુષમકાળમાં અનાયાસે સાચા પુરુષનું શરણું પ્રાપ્ત થયું છે; તે આખર ઘડી સુધી, છેક છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ટકાવી રાખવું જરૂરનું છે. સંસારમાં આસક્તિવાળા જીવો મરણ વખતની અતુલ્ય વેદનામાં પણ કાંઈ ધન દાટયું હોય, તે બતાવવાનો કે
સ્ત્રી-પુત્રને કંઈ કહેવાનો અવકાશ મેળવે છે, કારણ કે તે વસ્તુનું તેને માહાસ્ય લાગ્યું છે; તેમ જેને સપુરુષનું, તેનાં વચનનું અને તેના શરણનું માહાભ્ય લાગ્યું હોય, તે પણ તેને માટે ગમે તેમ કરીને અવકાશ મેળવી શકે છે. જેનું બહુ સેવન થયું હોય તેનું સ્મરણ આખરે રહે છે. માટે જ મુમુક્ષુજનો ભગવાનનું સ્મરણ, સેવન, બાન, ભાવના, કેવળ અર્પણતા આદિ ભાવો નિરંતર આરાધતા રહે છેજી. (બી-૩, પૃ.૧૭૭, આંક ૧૮૧). I અહીં જેમ ક્રમવાર ભક્તિમાં વખત જતો તેમ ત્યાં પણ પુસ્તકને આધારે, ચિત્રપટના અવલંબને
પરમકૃપાળુદેવનાં વચનોમાં તલ્લીનતા રહે અને વૃત્તિ સાંસારિક પ્રસંગોમાં ન ભટકતી રહે તેવી કાળજી રાખી, મનને વારંવાર ધર્મની પ્રવૃત્તિમાં જોડવા ભલામણ છેજી. જ્ઞાની પુરુષોએ કહેવામાં કચાશ નથી રાખી, આ જીવે કરવામાં કચાશ રાખી છે; તે હવે દૂર કરી, સાચા પુરુષનું શરણું આ ભવમાં મળ્યું છે તો સાચા થઈ, તે મરતા સુધી પકડી રાખવું છે, અને આત્મહિત
અર્થે જ જીવવું છે, એવો વૃઢ નિશ્રય કરી, તેમ વર્તતા રહેવાનું છે). (બી-૩, પૃ.૩૯૨, આંક ૪00) I એક વખત સત્પષનો દ્રઢ આશ્રય થયો તો ભવોભવમાં થાય. એવો આશ્રય થયા પછી બીજા ભવમાં
જાય, તોપણ એ વિના જીવને બીજું ગમે નહીં. સાચું મળે ત્યારે જ શાંતિ થાય. (બો-૧, પૃ.૭૪) D ચમરેન્દ્ર પૂર્વભવે તામલી તાપસ હતા, ત્યારે જે ધર્મ માનતા તે સાચે ભાવે પાળતા. રાજ્ય છોડી તાપસધર્મ અંગીકાર કરી, વિષય-કષાય મંદ કરી પરોપકાર, કાયાકાદિ વડે પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તે દેવદેવીઓને ખબર પડતાં તેને અંત સમયે દેવલોકનો વૈભવ બતાવી નિયાણું કરવા જણાવ્યું, પણ એ મંદકદાગ્રહી, ગુણગ્રાહી તપસ્વીએ ક્યાંક સાંભળેલું કે વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું; તો આ વખતે મારે કશી દેવલોક આદિની ઇચ્છા કરવી નથી. એમ જાણે-અજાણે, બીજી શ્રદ્ધા અંગીકાર કરેલી છતાં, વીતરાગ-વચનનું બહુમાનપણું અને તે વચનનું કસોટીને પ્રસંગે યાદ કરી અમલમાં મૂકવું, એ મહાભાગ્યનું કારણ બન્યું. વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થવાથી તે ઇન્દ્રપદ પામ્યા. બધા ઈન્દ્રોને તીર્થકરનાં પંચકલ્યાણકોમાં જવાનો નિયોગ હોય છે. તેથી સમકિત ન હોય તોપણ સમકિત પામવાનું કારણ બને છે. તે ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા પછી, શક્રેન્દ્રનું સિંહાસન પોતાના સિંહાસન ઉપર જ છે એમ જાણતાં, દેખતાં ઈર્ષા થઈ આવી, તેથી ક્રોધ પ્રગટયો; પોતે પ્રભાવશાળી છે, તો તે અપમાન કેમ ખમે? એવું માન ફર્યું. પોતાની તેને જીતવાની શક્તિ નથી એવું સલાહકાર દેવોથી જાણું, છતાં ક્રોધ અને માયાના પ્રભાવે પાછા હઠવાને બદલે પોતાની શક્તિ પ્રગટ કરવાનો દંભ સ્કુર્યો, શક્રેન્દ્રને જીતવાનો લોભ જાગ્યો; તેમ